Atmadharma magazine - Ank 139
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 22
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૨
સળંગ અંક ૧૩૯
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 22
single page version

background image
“सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्गः”
વર્ષ બારમું : સમ્પાદક : વૈશાખ
અંક છઠ્ઠો રામજી માણેકચંદ દોશી ૨૪૮૧
‘સંસાર હરામ છે.’
અરે, હવે આ દુઃખમય સંસારથી બસ થાવ... બસ થાવ! હવે મારે આ સંસાર ન
જોઈએ;––આમ સંસારની રુચિ છોડીને આત્માને ઝંખતો જે જીવ આવે છે તેને આત્મા
મળશે. સંસારનો એક કણીયો પણ જેને ગમતો હશે તે જીવ આત્મા તરફ નહિ વળી
શકે. જેને આત્માનું સુખ જોઈતું હશે તેને સંસાર નહિ મળે, અને જેને સંસાર રાખવો
હશે તેને આત્માનું સુખ નહિ મળે; કેમકે બંનેની દિશા જ જુદી છે. માટે હે જીવ! જો
તારે આનંદમૂર્તિ આત્મા જોઈતો હોય તો આખા સંસારને ‘હરામ’ કર, કે મારે હવે
સંસાર સ્વપ્ને પણ જોઈતો નથી. એક ચિદાનંદ આત્મા સિવાય શરીર કે વિકાર તે કાંઈ
મારું સ્વરૂપ નથી ને તેમાં ક્યાંય મારું સુખ નથી, હું તો જ્ઞાન છું, ને મારામાં જ મારું
સુખ છે. આમ અંતરમાં ગોતતાં આનંદમય આત્માની પ્રાપ્તિ થાય છે.
–પૂ. ગુરુદેવ.
સુખશક્તિના પ્રવચનમાંથી
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ ∴ સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 22
single page version

background image
[ટાઈટલ પાનું ૩ નું ચાલુ]
મુનિઓના મૂળગુણો પણ બરાબર ૨૮ છે, આ રીતે કુદરતી મેળ છે. મુનિદશા પણ કુદરત સાથે મેળવાળી
સહજ છે ને!
–ઉત્પાદ–વ્યય ધ્રુવત્વશક્તિ તો દરેક આત્મામાં સદાય છે, પણ જે જીવ ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વભાવી
આત્માનું લક્ષ કરીને પરિણમે તેને આ શક્તિનું ભાન થયું કહેવાય, ને તેને જ તેનું ખરું પરિણમન થાય. આ
પ્રમાણે બધી શક્તિઓમાં સમજવું. જેમકે પ્રભુત્વશક્તિ તો બધા આત્મામાં ત્રિકાળ છે, પણ અજ્ઞાનદશામાં તેનું
ભાન નહિ હોવાથી તેનું વિકારી પરિણમન છે. જ્યારે પ્રભુત્વસ્વભાવનું ભાન કરીને તેના આશ્રયે પરિણમ્યો
ત્યારે પ્રભુતાનું ખરું પરિણમન થયું. વળી એ જ રીતે અકાર્યકારણશક્તિ પણ દરેક આત્મામાં ત્રિકાળ છે, તેનું
પરિણમન પણ સદાય થયા જ કરે છે; પણ અજ્ઞાનીને તે શક્તિનું ભાન નથી એટલે તેને તેનું વાસ્તવિક
પરિણમન થતું નથી. જ્ઞાનીને પોતાના અકાર્ય–કારણસ્વભાવનું (–વિકારનું કાર્ય નહિ ને વિકારનું કારણ નહિ–
એવા જ્ઞાન સ્વભાવનું) ભાન થતાં પર્યાય પણ તેવા સ્વભાવરૂપે પરિણમી ગઈ, એટલે પર્યાયમાં પણ
અકાર્યકારણપણું થઈ ગયું. આ રીતે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં અકાર્યકારણપણું વ્યાપે છે ને એ રીતે બધી
શક્તિઓ દ્રવ્ય–ગુણપર્યાય ત્રણેમાં વ્યાપે છે. આ ખાસ સમજવા જેવી વાત છે કોઈ એમ કહે કે અકાર્યકારણપણું
પર્યાયમાં ન હોય, ––તો તેણે ખરેખર અકાર્યકારણશક્તિને જાણી જ નથી અકાર્યકારણ શક્તિને ખરેખર જાણે
અને પર્યાયમાં તેનું નિર્મળ પરિણમન ન થાય એમ બને જ નહિ.
અહીં ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ શક્તિનું વર્ણન ચાલે છે. ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વશક્તિ તો જડમાં પણ છે, પરંતુ
તેની શક્તિ તેનામાં રહી, આત્મામાં તેનું નાસ્તિપણું છે. અહીં તો આત્માના જ્ઞાનમાત્ર ભાવની સાથે રહેલી
શક્તિઓનું આ વર્ણન છે. જ્ઞાનમાત્રભાવની સાથે આ શક્તિઓ પરિણમે છે, જેને જ્ઞાનમાત્રભાવની ખબર નથી
ને એકલા વિભાવનું જ પરિણમન વર્તે છે તેને શક્તિનું ખરું પરિણમન નથી. પર્યાયના ક્રમને આડોઅવળો ફેરવી
નાંખવાની વાત તો દૂર રહી, પરંતુ પોતાની પર્યાયના ક્રમમાં જેને એકલા વિભાવનું જ પરિણમન છે તેને પણ
વસ્તુના ક્રમ–અક્રમસ્વભાવની ખબર નથી. વસ્તુના ક્રમ–અક્રમસ્વભાવને જાણે તો સ્વસન્મુખ પરિણમન થયા
વિના રહે નહિ, એટલે તેના ક્રમમાં એકલું વિભાવ પરિણમન રહેજ નહિ, પણ સાધકદશા થઈ જાય. વિભાવ
પરિણમનમાં ક્રમપણું હોવા છતાં, તે આત્માની ત્રિકાળી શક્તિના અવલંબને થયેલું પરિણમન નથી એટલે તે
ખરેખર આત્મા જ નથી.
ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ નામની શક્તિ એક છે. ને ક્રમ–અક્રમરૂપ વર્તન તેનું કાર્ય છે; પણ તેથી કાંઈ એકલી
ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ શક્તિમાં જ ક્રમ–અક્રમપણું છે ને બીજા ગુણોમાં ક્રમ અક્રમપણું નથી–એમ નથી. ઉત્પાદ–
વ્યય–ધ્રુવત્વ–શક્તિ દ્રવ્યની છે એટલે દ્રવ્યના બધા ગુણોમાં પણ તે વ્યાપક છે, તેથી દરેક ગુણ ગુણપણે ધ્રુવ
રહીને ક્રમવર્તી પર્યાયપણે પરિણમે–એવું ક્રમ–અક્રમપણું દરેક ગુણમાં પણ છે. અને આવા દ્રવ્યનો આશ્રય લઈને
પરિણમતાં શક્તિનું ખરું (સમ્યક્, નિર્મળ) પરિણમન થાય છે. આ રીતે દ્રવ્ય–ગુણ–પર્યાય અભેદ થઈને
પરિણમ્યા તેને જ ખરેખર આત્મા કહેવાય છે. ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વરૂપ સમજતાં ધ્રુવના આશ્રયે પર્યાય નિર્મળ
પરિણમવા માંડે છે.
દ્રવ્ય ધ્રુવપણે રહીને સમયે સમયે પર્યાય પલટે છે, દરેક ગુણ પણ ધ્રુવ રહીને પર્યાય પલટે છે, ને પર્યાય
નિયમિત ક્રમપ્રમાણે વર્તે છે, આ રીતે વસ્તુ ક્રમ–અક્રમ પણે વર્તવાના સ્વભાવવાળી છે; ક્રમ–અક્રમરૂપ વર્તન કહો
કે ઉત્પાદ–વ્યય–ધ્રુવતા કહો; ક્રમ તે ઉત્પાદ–વ્યય સુચવે છે ને અક્રમ તે ધ્રુવતા સૂચવે છે. વિકારી પર્યાય કે
નિર્મળપર્યાય તે દરેક પોતપોતાના ક્રમમાં જ વર્તે છે, તેમાંથી કોઈ પણ પર્યાયના નિશ્ચિત–ક્રમને આઘોપાછો
ફેરવવાનું માને તો તેને વસ્તુસ્વરૂપની ખબર નથી, જ્ઞાયકસ્વભાવની ખબર નથી. આમાં ખાસ વિશેષતા એ છે
કે વસ્તુના આવા સ્વભાવનો જે નિર્ણય કરે તેને પોતામાં નિર્મળપર્યાયનો ક્રમ શરૂ થઈ જ જાય છે.
સ્વભાવશક્તિની પ્રતીત થતાં તેના આશ્રયે નિર્મળ પર્યાય પરિણમવા માંડે છે. પછી સાધકદશામાં અલ્પ વિકારનું
પરિણમન રહ્યું તેનો તે જ્ઞાતા છે, વિકારનો ખરેખર કર્તા નથી તેમજ તે પર્યાયના ક્રમને આઘોપાછો ફેરવવાની
બુદ્ધિ પણ નથી. જુઓ, કોઈપણ શક્તિથી આત્માનો નિર્ણય કરતાં જ્ઞાન અંતર્મુખ થઈને પરિણમે છે, એ જ તેનું
ફળ છે.
–ચાલુ

PDF/HTML Page 4 of 22
single page version

background image
“જૈન ગનમાં સુવર્ણના સૂર્યનો ઉદય”
‘સુવર્ણનો સૂર્ય’ અને એનો દિવ્ય પ્રકાશ
[આજથી ૬પ વર્ષ પહેલાંં...વૈશાખ સુદ બીજને રવિવારે]
જૈનશાસનના પુનિત ગગનમાં આજે એક ચકચકતા ચૈતન્યભાનુનો ઉદય થયો... આજે સુવર્ણનો સૂર્ય
ઊગ્યો.
જૈન ગગનભાનુ કહાન ગુરુદેવની પવિત્ર મુદ્રા ચૈતન્ય તેજથી ચળકી રહી છે, આનંદમય સુપ્રભાત ત્યાં
શોભી રહ્યું છે, અને એ સૂર્યનાં વચન–કિરણો આત્મિકશૌર્યના ઝગઝગાટથી ભવ્યજીવોને માટે મુક્તિનો માર્ગ
પ્રકાશિત કરી રહ્યા છે. તે સૂર્યકિરણો અપૂર્વ ચમક ભરેલાં ને શૌર્યપ્રેરક છે, વિભાવોના પડદાને ભેદીને અંદરના
પરમાત્મ સ્વરૂપને તે પ્રકાશિત કરે છે, અને તે પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે જીવના શૌર્યને ઊછાળે છે કે અરે
જીવ! તારો આત્મા નમાલો કે તુચ્છ નથી પણ સિદ્ધ પરમાત્મા જેવા પૂર્ણ સામર્થ્યવાળો પ્રભુ છે... એના લક્ષે
તારા આત્મવીર્યને ઊપાડ. અહો, જે જ્ઞાનભાનુના એક વચનકિરણમાં પણ આટલું આત્મતેજ પ્રકાશી રહ્યું છે, તો
અંતરમાં તે જ્ઞાનભાનુનો ઝગમગાટ કેવો દિવ્ય આનંદમય હશે!! ખરેખર જ્ઞાનભાનું ગુરુદેવે પોતાના દિવ્ય
જ્ઞાનપ્રકાશવડે જૈનશાસનના આકાશને ઝગમગાવ્યું છે અને ઘોર અજ્ઞાનઅંધકારને દૂર કરીને આનંદમય
સુપ્રભાત ખીલાવ્યું છે.
હે સાધર્મી બંધુઓ! ચાલો, સુપ્રભાતના એ સોનેરી સૂર્યને ભક્તિ–દીપકથી સન્માનીએ અને એનાં
દિવ્યકિરણોને ઝીલીને આત્મામાં જ્ઞાનપ્રકાશ પ્રગટાવીએ.
જૈનશાસનરૂપી આકાશમાં દિવ્ય પ્રકાશ કરીને આનંદમય સુપ્રભાત ફેલાવતો
આ ચૈતન્યભાનુ સદા જાજ્વલ્યમાન રહો.
જૈન ગગનનો આ સોનેરી સૂરજ સહસ્ત્ર કિરણોથી સદા મુક્તિમાર્ગને પ્રકાશ્યા કરો...

PDF/HTML Page 5 of 22
single page version

background image
આ છે ગુરુદેવની જન્મભૂમિ
આ વૈશાખ સુદ બીજ એ પૂ. ગુરુદેવના જન્મનો મંગલદિવસ! આ આનંદ પ્રસંગે, પૂ. ગુરુદેવના
જ શ્રીમુખથી નીકળેલું આનંદની જન્મભૂમિ દર્શાવતું પ્રવચન આપતાં અમને આનંદ થાય છે.
‘ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધઅંતઃતત્ત્વના આનંદનું જન્મભૂમિસ્થાન જે
નિજ શુદ્ધજીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમશ્રદ્ધાન તે જ સમ્યગ્દર્શન છે. ’ જુઓ, આ આત્માના
આનંદનું જન્મભૂમિસ્થાન! આમાં સમ્યગ્દર્શનની અલૌકિક વ્યાખ્યા છે. આત્માના આનંદનું
જન્મભૂમિસ્થાન જે શુદ્ધજીવાસ્તિકાય તેમાંથી જ સમ્યગ્દર્શન ઊપજે છે, ક્યાંય બહારના આશ્રયથી
સમ્યગ્દર્શન ઊપજતું નથી.
આ ભગવાન પરમાત્મા પોતે અતીન્દ્રિય સુખનો સાગર છે, તે પરમાત્માના સુખનો જે
અભિલાષી છે એવા જીવને સમ્યગ્દર્શન થાય છે તેની આ વાત છે; સમ્યગ્દર્શન થતાં જ તેને આનંદના
વિલાસનો જન્મ થાય છે. તે આનંદનું જન્મભૂમિસ્થાન કયું? ––કે પોતાનો શુદ્ધ જીવસ્વભાવ જ તે
આનંદની ઉત્પત્તિનું જન્મભૂમિસ્થાન છે. આવા શુદ્ધ આત્માની પરમ શ્રદ્ધા કરવી તે જ સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શન થતાં જ, ભગવાન સિદ્ધ પરમાત્માને જેવું સુખ છે તેવા જ સુખનો અંશ સમકિતીને
પોતાના વેદનમાં–સ્વાદમાં આવી જાય છે; અહો! મારા અસંખ્ય પ્રદેશે આનંદનો જન્મ થયો!! મારા
આત્માના અસંખ્ય પ્રદેશો આવા જ આનંદથી ભરપૂર છે. ––આવી અંતર્મુખ પ્રતીત તે સમ્યગ્દર્શન છે.
અતીન્દ્રિય આનંદની ઉત્પત્તિનું ધામ એવી જે શુદ્ધ જીવસત્તા તેની નિર્વિકલ્પ પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે.
પોતાનું અસંખ્યપ્રદેશી શુદ્ધજીવાસ્તિકાય તે શુદ્ધ અંતર્તત્ત્વના વિલાસનું–આનંદનું જન્મભૂમિસ્થાન છે,
–પણ કોને તે આનંદનો જન્મ થાય? –કે જે જીવ ભગવાન પરમાત્માના સુખનો અભિલાષી છે તેને; જેને
ઈન્દ્રિય વિષયોની કે પુણ્યની મીઠાસ નથી પણ શુદ્ધ તત્ત્વના આનંદની જ અભિલાષા છે એવો જીવ અંતર્મુખ
થઈને આનંદનો અનુભવ કરે છે. શક્તિમાંથી આનંદનો નવો જન્મ થાય છે. આ આનંદની ઉત્પત્તિની
જન્મભૂમિ કઈ? –નિજ શુદ્ધજીવાસ્તિકાય અસંખ્યપ્રદેશી તે જ આત્માના આનંદની જન્મભૂમિ છે.
જુઓ, આ જન્મભૂમિ! પેટમાં હોય તેમાંથી જન્મ થાય, તેમ આત્માના અંતરપેટમાં
આનંદસ્વભાવ ભર્યો છે તેમાંથી જ આનંદનો જન્મ થાય છે. અરે જીવ બહારમાં તારો આનંદ નથી, તારો
આત્મા જ તારા આનંદની જન્મભૂમિ છે. અંતરના આનંદના વિલાસનું ઉત્પત્તિસ્થાન પોતાનું શુદ્ધ
પરમાત્મતત્ત્વ જ છે. તેનાથી ઊપજતી જે પરમ શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. અહો! આવું સમ્યગ્દર્શન થતાં
આત્માના પ્રદેશે પ્રદેશે આનંદનો જન્મ થયો, અસંખ્ય પ્રદેશો સુખમાં ડુબી ગયા. આનંદનું જન્મધામ
અસંખ્યપ્રદેશી નિજ પરમાત્મ તત્ત્વ તે જ સમ્યગ્દર્શનનું કારણ છે. આમાં એ વાત પણ આવી કે
સમ્યગ્દર્શન થતાં આવા આનંદનો જન્મ થાય છે, અસંખ્ય પ્રદેશે અંશે શુદ્ધતા પ્રગટી જાય છે.
અંર્તસ્વભાવના આશ્રયે જે સમ્યક્શ્રદ્ધા પ્રગટી તેને ‘પરમ શ્રદ્ધાન’ કહીને અહીં મોક્ષમાર્ગનું નિશ્ચય
સમ્યગ્દર્શન બતાવવું છે. અંતરમાં આવી દશા પ્રગટ કરે ત્યારે તો ચોથા ગુણસ્થાનનો અવિરતિ
સમ્યગ્દ્રષ્ટિ થાય, ને તેને ધર્મની શરૂઆત થાય. આવા નિશ્ચય સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગની કે ધર્મની
શરૂઆત પણ થતી નથી.
સમ્યગ્દર્શન થવાની લાયકાતમાં અહીં ‘ભગવાન પરમાત્માના સુખનો અભિલાષી જીવ’ લીધો
છે. મૂઢ અજ્ઞાની જીવો શરીરનું સુખ, કુટુંબનું સુખ, ખાવા પીવાનું સુખ, પૈસાનું સુખ, –એમ ઈન્દ્રિય
વિષયોમાં સુખ માને છે, પણ ‘ભગવાન પરમાત્માનું સુખ’ કેવું હોય તેને જાણતા પણ નથી. બાહ્ય
વિષયો વિનાનું પરમ–આત્મિક સુખ.....આત્માનું અતીન્દ્રિય સુખ...તેની જેને અભિલાષા છે એવા જીવને
આનંદની જન્મભૂમિરૂપ પોતાના શુદ્ધ આત્માની શ્રદ્ધા વડે સમ્યગ્દર્શન થાય છે.....ને એ સમ્યગ્દર્શન થતાં
અપૂર્વ આનંદનો જન્મ થાય છે. આ રીતે આનંદની જન્મભૂમિમાંથી આનંદનો જન્મ થાય એ કર્તવ્ય છે.
‘જય હો.....એ આનંદભૂમિમાં જન્મેલા અતીન્દ્રિય આનંદનો.....’ ‘જય હો.....એ આનંદભોક્તા
સદ્ગુરુદેવનો.....’

PDF/HTML Page 6 of 22
single page version

background image

પૂજિત પંચમ ભાવ પરિણતિ–
કારણશુદ્ધપર્યાય
એક ખાસ મહત્ત્વનો વિષય; સમુદ્રના દ્રષ્ટાંતે તેની સમજણ.
[] ઔદયિકભાવ, ઔપશમિકભાવ, ક્ષાયોપશમિકભાવ કે ક્ષાયકભાવ એ ચારે ભાવો સાપેક્ષ
છે, ઉત્પાદવ્યયવાળી પર્યાયરૂપ છે.
* જેમ સમુદ્રમાં મોજાં હોય છે તેમ આત્મામાં રાગાદિ વિકારી ભાવો અથવા તેના અભાવથી
પ્રગટતી નિર્મળ પર્યાયો છે, તે બધા અપેક્ષિતભાવો છે, ક્ષણિક ઉત્પાદ–વ્યયરૂપ છે, તેથી તે ભાવો
સમ્યગ્દર્શનના આશ્રયભૂત નથી.
[] આત્મામાં એક ‘કારણશુદ્ધપર્યાય’ અથવા વિશેષ પારિણામિકભાવ છે તે નિરપેક્ષ છે, તેમાં
ઉદયાદિની અપેક્ષા નથી; તેને નિરપેક્ષપર્યાય અથવા ધ્રુવપર્યાય પણ કહેવાય છે.
* જેમ સમુદ્રમાં પાણીના દળની સપાટી એક સરખી હોય છે તેમ આત્મામાં ‘કારણશુદ્ધપર્યાય’
છે, તે સદા એક સરખી છે, તેને ઉદયાદિની અપેક્ષા લાગતી નથી, તે વિશેષ પારિણામિકભાવરૂપ છે,
આત્મામાં સદા સદ્રશપણે વર્તે છે. આ કારણશુદ્ધપર્યાય દરેક ગુણમાં પણ છે.
[] આત્માના ત્રિકાળી દ્રવ્ય–ગુણરૂપ સામાન્ય પારિણામિકભાવ, અને વર્તમાન
કારણશુદ્ધપર્યાયરૂપ વિશેષ પારિણામિકભાવ, એ બંને થઈને પારિણામિકભાવની પૂર્ણતા છે. તેને
નિરપેક્ષસ્વભાવ ભાવ અથવા શુદ્ધ નિરંજન એકરૂપ અનાદિનિધનભાવ પણ કહેવાય છે.
* જેમ સમુદ્રમાં પાણીનું દળ, પાણીનો શીતળ સ્વભાવ અને પાણીની સપાટી, ––એ ત્રણે
અભેદરૂપ તે સમુદ્ર છે, તે ત્રણે હમેશાં એવાને એવા જ રહે છે; તેમ આત્મામાં, –આત્મદ્રવ્ય, તેના
જ્ઞાનાદિ ગુણો, અને તેનું સદ્રશરૂપ ધ્રુવ–વર્તમાન અર્થાત્ કારણશુદ્ધપર્યાય–એ ત્રણે થઈને વસ્તુસ્વરૂપની
પૂર્ણતા છે, તે જ પરમ પારિણામિકભાવ છે, અને તે જ સમ્યગ્દર્શનના આશ્રયભૂત છે.
જેમ “સમુદ્રની સપાટી” એમ બોલાય છતાં––સમુદ્રનું પાણી, તેની શીતળતા અને તેની વર્તમાન
એકરૂપ સપાટી–એ ત્રણે જુદાં નથી; તેમ આત્મામાં દ્રવ્ય–ગુણ તે સામાન્ય પારિણામિક અને તેની
કારણશુદ્ધપર્યાય તે વિશેષ પારિણામિક એમ કહેવાય છતાં, દ્રવ્ય, ગુણ અને તેનું ધ્રુવરૂપ વર્તમાન એ ત્રણે
(અર્થાત્ સામાન્ય પારિણામિક અને વિશેષ પારિણામિક) ખરેખર જુદા નથી પણ અભેદ છે, તે જ
વસ્તુસ્વરૂપની પૂર્ણતા છે, તેના જ આશ્રયે સમ્યગ્દર્શનાદિ થાય છે.
વિશેષ સ્પષ્ટતા માટે સામું પાનું જુઓ.

PDF/HTML Page 7 of 22
single page version

background image
વિશેષ સ્પષ્ટીકરણ
(૧) વસ્તુસ્વરૂપમાં દ્રવ્ય ગુણ પર્યાય જુદા જુદા નથી.
(૨) જે દ્રવ્ય–ગુણ તથા તેની નિરપેક્ષ કારણશુદ્ધપર્યાય છે તે ત્રિકાળ એકરૂપ છે, તેમાં સદાય
સદ્રશ પરિણમન છે. અપેક્ષિત પર્યાયમાં ઉત્પાદ–વ્યયરૂપ વિસદ્રશ પરિણમન છે, સંસાર કે મોક્ષ બંને
પર્યાયનો સમાવેશ અપેક્ષિત પર્યાયમાં થાય છે.
(૩) જ્યારે તે અપેક્ષિત પર્યાયનું વલણ ધ્રુવવસ્તુ તરફ–પરમ પારિણામિકભાવ તરફ–જાય
ત્યારે, તે ધ્રુવ વસ્તુ એકરૂપ સંપૂર્ણ હોવાથી, ત્યાં તે પર્યાયનો ઉપયોગ સ્થિર રહી શકે છે, અને જેમ જેમ
તે સ્થિર રહે છે તેમ તેમ તે પર્યાયની નિર્મળતા વધતી જાય છે.
(૪) આ પરમપારિણામિકભાવના સ્વરૂપને માનવું––શ્રદ્ધામાં લેવું તે જ સમ્યગ્દર્શન છે.
(પ) સમ્યગ્દર્શનના ધ્યેયરૂપ પરમપારિણામિક ભાવ ધ્રુવ છે, અને તેની સાથે ત્રિકાળ અભેદરૂપ
રહેલી કારણશુદ્ધપર્યાય છે તેને ‘પૂજિત પંચમ ભાવ પરિણતિ’ કહેવામાં આવી છે.
(૬) દ્રવ્યદ્રષ્ટિમાં જે પર્યાય ગૌણ કરવાની વાત આવે છે તે તો ઔદયિકાદિ ચાર ભાવોની
પર્યાય સમજવી; આ પંચમભાવપરિણતિ અર્થાત્ કારણશુદ્ધપર્યાય ગૌણ થઈ શકે નહિ, કેમકે તે તો વસ્તુ
સાથે ત્રિકાળ અભેદ છે. સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયોને દ્રવ્યગુણ અને કારણશુદ્ધપર્યાય–એ ત્રણેની
અભેદતાનું જ અવલંબન છે, ત્રણનું જુદું જુદું અવલંબન નથી.
(૭) ધર્માસ્તિકાય વગેરે ચાર દ્રવ્યોની પર્યાય સદા એકરૂપ પારિણામિકભાવે જ વર્તે છે, તેનો
જ્ઞાતા તો જીવ છે; જીવની પ્રગટ પર્યાયમાં તો સંસાર–મોક્ષ વગેરે વિસદ્રશતા છે, પણ તે સિવાયની
એકસદ્રશ એકરૂપ નિરપેક્ષ “કારણશુદ્ધપર્યાય” સદા પારિણામિક ભાવે વર્તે છે, તે ઉપાધિરહિત છે અને
સર્વે નિર્મળ પર્યાયો પ્રગટવાનું કારણ છે, દ્રવ્યની સાથે તે સદા અભેદપણે વર્તે છે. આ કારણશુદ્ધપર્યાયને
‘પરમ પારિણામિક ભાવની પરિણતિ’ કહીને એમ બતાવ્યું છે કે જેવી ત્રિકાળ સામાન્ય વસ્તુ છે એવું જ
તેનું વિશેષ પણ સદ્રશપણે વર્તે છે.
(૮) આ કારણશુદ્ધપર્યાયનો વ્યક્ત ભોગવટો હોતો નથી; ભોગવટો તો કાર્યપર્યાયનો હોય છે.
સંસાર કે મોક્ષ તે બંને કાર્યપર્યાય છે.
(૯) જગતમાં સંસાર પર્યાય, સાધકપર્યાય કે સિદ્ધપર્યાય સામાન્યપણે અનાદિ અનંત છે,... તેમ
આ કારણશુદ્ધપર્યાય તો એકેક જીવને અનાદિ અનંત સદ્રશપણે છે, તેનો કદી વિરહ નથી. આ
કારણશુદ્ધપર્યાય નવી પ્રગટતી નથી પણ તેનું ભાન કરનાર જીવને સમ્યગ્દર્શનાદિ કાર્ય નવું પ્રગટે છે.
(૧૦) પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવશ્રીએ શ્રી નિયમસાર ગા. ૩ તથા ૧૦ થી ૧પ ઉપરનાં
પ્રવચનોમાં તેમજ પં. બનારસીદાસજીની પરમાર્થ વચનિકામાં કહેલ ‘આગમ–અધ્યાત્મના સ્વરૂપ’ ઉપરના
પ્રવચનોમાં આ વિષયનું ઘણું સ્પષ્ટીકરણ કર્યું છે, તેના આધારે અહીં સંક્ષિપ્ત લખ્યું છે. આ વિષય સૂક્ષ્મ
અને સીધો ગુરુગમે સમજવા યોગ્ય છે. જિજ્ઞાસુ વાંચકોને આ નવા વિષયની કાંઈક ઝાંઈ આવે તે માટે
આટલું પ્રસિદ્ધ કર્યું છે. પૂ. ગુરુદેવનાં વિસ્તૃત પ્રવચનો હવે પછી ‘આત્મધર્મ’ માં પ્રસિદ્ધ થશે.

PDF/HTML Page 8 of 22
single page version

background image
: ૧૭૪ : આત્મધર્મ ૨૪૮૧ : વૈશાખ :
‘મુક્તિ સુંદરીનો નાથ’
[ભગવાનને ભેટવા માટે નીકળેલા મોક્ષમાર્ગી મુનિવરોની અદ્ભુત દશા!]
(વીર સં. ૨૪૮૧ ફાગણ સુદ બીજના પ્રવચનમાંથી: નિયમસાર કળશ ૮પ–૮૬)
ભગવાનનો સાક્ષાત્ ભેટો કરવા માટે નીકળેલા મોક્ષમાર્ગી
મુનિવરો આનંદના સાગરમાં ઝૂલી રહ્યા છે, અંતરના ચૈતન્ય દરિયામાં
તેમને શાંતિની ભરતી આવી છે.. આનંદનો સમુદ્ર ઊછળ્‌યો છે...
રોમેરોમમાં સમાધિ પરિણમી ગઈ છે. આવા મુનિ–જાણે કે ‘ચાલતા
સિદ્ધ! ’ એવી એમની અદ્ભુત દશા છે. મુક્તિસુન્દરી કહે છે કે હું
આવા શુદ્ધરત્નત્રયના સાધક મુનિવરોને જ વરું છું. આવા મોક્ષમાર્ગી
મુનિવરો જ મુક્તિસુન્દરીના નાથ થાય છે.
–– ‘જય હો.. એ મુક્તિસુંદરીના નાથનો! ’
અધ્યાત્મના સારનો નિર્ણય જેણે કર્યો છે એટલે જ્ઞાનાનંદ સ્વભાવ આત્માનો અંતરમાં નિર્ણય
કર્યો છે, સમ્યગ્દર્શન–જ્ઞાન થયું છે, અને તે ઉપરાંત અંર્તસ્વરૂપમાં લીન થતાં શાંત–શાંત દશા પ્રગટી
ગઈ છે–એટલે સમાધિ પરિણમી ગઈ છે–સહજ વીતરાગદશા અંર્તસ્વરૂપના અવલંબને વર્તે છે,
ઉપશાંતરસ જામી ગયો છે, ––આવા મોક્ષમાર્ગી મુનિવરો વીતરાગી સમિતિ વડે સંસારની
કલેશજાળને બાળી નાખીને મુક્તિસુંદરીના નાથ થાય છે.
આજે ભગવાન સીમંધર પરમાત્માનો અહીં ભેટો થયો છે. ખરેખર ભગવાનનો ભેટો કેમ
થાય? –પહેલાંં અંતર્મુખ થઈને ચિદાનંદ ભગવાન આત્માની પ્રતીત કરે–શ્રદ્ધા કરે, પછી તેમાં એકાગ્ર
થતાં આત્મામાં ભગવાનનો ભેટો થાય છે; તેના આત્મામાં ભગવાન પધાર્યા. આત્મામાં લીનતા વડે
ચિદાનંદ ભગવાનને પકડીને મુનિવરો સંસારના કલેશને મૂળમાંથી ઉખેડી નાંખે છે, ને ભગવાનનો
સાક્ષાત્ ભેટો કરે છે અર્થાત્ પોતે જ પરમાત્મા થઈ જાય છે.
જુઓ, આ મોક્ષમાર્ગી મુનિઓની દશા! આવો પરમેશ્વરનો માર્ગ છે. પરમેશ્વરનો મેળાપ કેમ
થાય? ... ભગવાનનો ભેટો કેમ થાય? તેની આ વાત છે. આવા મુનિવરો પરમેશ્વરનો ભેટો કરવા
નીકળ્‌યા છે. તેમને શ્રદ્ધા–જ્ઞાનમાં તો પરમેશ્વરનો સાક્ષાત્ ભેટો થઈ ગયો છે, ને અંતરમાં લીન થઈને
પૂર્ણાનંદી પરમેશ્વરપદને સાધી રહ્યા છે.
અંતરના ચૈતન્યદરિયામાં મુનિવરોને શાંતિની ભરતી આવી છે, આનંદનો સમુદ્ર ઊછળ્‌યો છે;
મુનિઓ આનંદના સાગરમાં ઝૂલી રહ્યા છે, જેના

PDF/HTML Page 9 of 22
single page version

background image
: વૈશાખ : ૨૪૮૧ આત્મધર્મ : ૧૭૫ :
રોમેરોમમાં સમાધિ પરિણમી ગઈ છે, આવી મુનિદશામાં સહજપણે સમિતિ હોય છે. ચિદાનંદ
સ્વરૂપમાં લીનતાથી મુનિવરોને એવી સમાધિ થઈ ગઈ છે કે બધા જીવો પ્રત્યે અનુકંપા વર્તે છે,
આત્માના શાંતરસના વેદન આડે દુશ્મન પ્રત્યે પણ દ્વેષની વૃત્તિ ઊઠતી નથી; નિઃશંકાપણે મોક્ષમાર્ગને
સ્થાપે છે, વિપરીતતાનું ખંડન કરે છે, છતાં દ્વેષનો ભાવ નથી, વિરોધ કરનાર પ્રત્યે પણ દ્વેષ નથી.
અંતરમાં ચૈતન્યના આશ્રયે પોતાને આનંદ વર્તે છે, શાંતિના ધોરીમાર્ગે પોતે વિચરે છે.
–આવા મુનિઓ જ્યારે આહાર માટે જાય ત્યારે જો વચ્ચે કોઈ બાલક વગેરેનું રુદન સાંભળે
તો આહારની વૃત્તિ તૂટી જાય છે: અરે! અમે શાંતિના સાધક, ત્યાં વચ્ચે આ અશાંતિની રાડ ક્યાં?
અમે અમારા શાંતરસને પોષનારા, ત્યાં વચ્ચે આવા અશાંતિના પ્રસંગ ન હોય. આવા પ્રસંગ બને
ત્યાં અમારો આહાર ન હોય. આગ લાગી હોય એવા પ્રસંગે પણ મુનિ આહાર ન લ્યે. અરે! અમે તો
શાંતરસ વડે સંસારના દાવાનળને ઓલવનારા, ત્યાં આવા અગ્નિના પ્રસંગે અમારે આહાર ન હોય.
અમે તો આત્માના અતીન્દ્રિયઆનંદનું ભોજન કરનારા! આ રીતે ચૈતન્યના અવલંબનપૂર્વક
આહારની વૃત્તિ છૂટી જાય છે. આવા મુનિવરોને એષણા સમિતિ હોય છે.
જૈનદર્શનના સંતમુનિવરો કેવા હોય છે તેનું આ વર્ણન છે. મોક્ષને સાધનારા મુનિવરો વન
જંગલમાં વિચરનારા ને આત્માના શાંતરસમાં લીન હોય છે, ઈન્દ્રિયો તરફથી વલણ છૂટીને
આત્માના અતીન્દ્રિય આનંદમાં તેમનું વલણ નમી ગયું છે, માતાએ જન્મેલા નાનકડા બાળક જેવી
નિર્દોષ તેમની આકૃતિ છે. આવા મુનિ જંગલમાંથી આહાર માટે ગામમાં પધારતા હોય, –ત્યાં જાણે કે
સિદ્ધભગવાન ગામમાં પેસતા હોય!! જેમ આત્માના ભાન વગરના જીવોને ‘ચલ શબ’ –ચાલતાં
મડદાં કહ્યાં છે, તેમ ચૈતન્યને સાધનારા સંતો જાણે કે ‘ચાલતા સિદ્ધ’ છે; તેઓ પગલાં ભરતા હોય
ત્યાં જાણે કે પોતાની સિદ્ધદશા લેવા માટે ચાલ્યા જતા હોય! આવો વીતરાગી મુનિઓનો માર્ગ છે.
વીતરાગમાર્ગમાં મુનિવરોની આવી અદ્ભુતદશા હોય છે.
આવા મુનિવરો, ભક્તોના હાથે વિધિપૂર્વક દેવામાં આવેલો નિર્દોષ આહાર જ લ્યે છે, પ્રાણ
જાય તો પણ આહારાદિની યાચના કરતા નથી. યાચના કરવી એ મુનિઓનો માર્ગ નથી પણ એ તો
ભીખારીઓનો માર્ગ છે. મુનિઓ તો સિંહ વૃત્તિવાળા હોય છે. જેમ સિંહ સામાને પૂછતો નથી કે ‘તને
મારું? ’ તેમ વીતરાગમાર્ગના મુનિવરો આહાર માટે કદી યાચના કરતા નથી. નિસ્પૃહ મુનિવરો કદી
માંગે નહિ પણ ભક્તો ઘણા બહુમાનપૂર્વક વિધિથી આહાર આપે. ભરતચક્રી જેવા પણ ભોજન
સમયે મુનિવરોને આહારદાન માટે પ્રતીક્ષા કરતા કે અહો! કોઈ મુનિરાજ પધારે! તો મારા આંગણે
આહાર માટે પડગાહન કરું! આમ ભક્તો દ્વારા ભક્તિપૂર્વક હાથમાં દેવામાં આવેલો નિર્દોષ આહાર
જ મુનિઓ લ્યે છે.
આહારની શુભવૃત્તિ ઊઠે તેની કાંઈ મુનિઓને મુખ્યતા નથી, પરંતુ આહારની વૃત્તિ ઉપરાંત
આત્માનું ધ્યાન વર્તે છે; જ્ઞાનપ્રકાશી આત્માનું ધ્યાન વર્તે છે તે જ ખરેખર તપ છે. ચૈતન્યસૂર્યના
ધ્યાનરૂપ જે તપ, તેના વડે તપસ્વી મુનિરાજ દેદીપ્યમાન એવી મુક્તિવારાંગનાને પ્રાપ્ત કરે છે.
પૂર્ણ જ્ઞાનપ્રકાશી આત્માનું વારંવાર નિર્વિકલ્પઆનંદમય ધ્યાન મુનિવરોને વર્તે છે. આવા

PDF/HTML Page 10 of 22
single page version

background image
: ૧૭૬ : આત્મધર્મ ૨૪૮૧ : વૈશાખ :
મૂનિવરો જ મુક્તિસુંદરીને વરવાને લાયક છે. આ સિવાય મિથ્યાદ્રષ્ટિ–ઉદ્ધત જીવો સુંદર મુક્તિરૂપી
વારાંગનાને વરવાને લાયક નથી. મુક્તિસુંદરી કહે છે કે એવા મિથ્યાદ્રષ્ટિને હું વરું નહીં.
શુદ્ધરત્નત્રયના સાધક એવા મુનિવરોને જ હું વરું છું.
એકવાર એક ખાનદાન બાઈના લગ્નનો પ્રસંગ હતો. જાન આવેલી, લગ્નનું ટાણું નજીક આવ્યું;
લગ્નને થોડી વાર હતી ત્યાં વરને એમ થયું કે મારે જેની સાથે લગ્ન કરવાનાં છે તે કન્યાને નજરે
જોઈને હું પસંદ કરી લઉં. આવો વિચાર આવતાં તેણે કન્યાને જોવાની માંગણી કરી. કન્યાના પિતા
ગભરાઈ ગયા, પણ કન્યા મહાસુંદર ને હિંમતવાળી! તેણે કહ્યું–પિતાજી! એ ભલે આવે, એને જોવા
માટે બોલાવો વરને જોવા માટે બોલાવ્યો. કન્યાને જોતાં જ છક થઈ ગયો. કન્યાએ કહ્યું–કેમ કાંઈ
પૂછવું છે? વર કહે–અરે! આમાં શું કહેવાનું હોય! કન્યા કહે–બરાબર પસંદ છે ને! વર કહે.. હા.
એમ કહીને પ્રસન્નતાથી જ્યાં પાછો જવાની તૈયારી કરે છે ત્યાં તો કન્યા કહે– ‘ઊભા રહો’ તે ઊભો
રહ્યો, એટલે કન્યાએ કહ્યું–તમે તો મને પસંદ કરી; પણ હવે હું તમને પસંદ કરું છું કે નહિ–એ વાત
તો મને પૂછો વર કહે–કેમ! એમાં કાંઈ કહેવું છે? કન્યા કહે –હા, સાંભળો! હું તમારા જેવા ઉદ્ધતને
પસંદ કરતી નથી, માટે એમ ને એમ પાછા ચાલ્યા જાવ!!
–તેમ અહીં ઉદ્ધત એટલે અજ્ઞાની મૂઢ જીવ. તે કહે છે કે મારે મુક્તિસુંદરીને વરવું છે, મારે
મુક્તિ જોઈએ છે, હું મુક્તિ માટે જ આ વ્રતાદિ શુભરાગ કરું છું. આ રીતે અજ્ઞાની શુભરાગ વડે
મુક્તિ લેવા ચાહે છે અને કહે છે કે મારે સ્વર્ગાદિ કાંઈ જોઈતું નથી, હું મુક્તિને જ ચાહું છું. પણ જ્ઞાની
કહે છે કે અરે ભાઈ! તું મુક્તિને તો પૂછ, કે એ તને પસંદ કરે છે? મુક્તિસુંદરી તારા લાખ
શુભરાગથી પણ પ્રસન્ન થાય એવી નથી. મુક્તિસુંદરી તો કહે છે કે અરે! આ વ્રતાદિના રાગથી ધર્મ
મનાવનારા તો સર્વજ્ઞ વીતરાગના વિરોધી છે, ઉદ્ધત છે, એને હું પસંદ કરતી નથી. હું તો સમ્યગ્દર્શન
જ્ઞાનપૂર્વક વીતરાગી ખાનદાનીથી શોભતા મુનિવરોને જ પસંદ કરું છું. રાગથી કે વ્યવહારના
આશ્રયથી ધર્મ મનાવનારા મૂઢ જીવોને મુક્તિસુંદરી પસંદ કરતી નથી એટલે કે તેઓ કદી મુક્તિ
પામતા નથી. સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક વીતરાગી મોક્ષમાર્ગે ચાલનારા મુનિવરોને જ મુક્તિસુંદરી ચાહે
છે એટલે કે તેઓ જ મુક્તિસુંદરીના નાથ થાય છે.
• જય હો.મુક્તિસુંદરીના નાથનો! •
આનંદ
અહો! સમ્યગ્દ્રષ્ટિ પોતાના આત્મા સિવાય ક્યાંય સુખ દેખતો નથી, તે સુખને
પોતાના આત્મામાં જ દેખે છે. આથી કદી પણ તેને આત્માનો મહિમા છૂટીને પરનો મહિમા
આવી જતો નથી.
હે ભાઈ! તારો આનંદ તારામાં જ શોધ, તારો આનંદ તારામાં છે, તે બહાર શોધવાથી
નહિ મળે. તારું આખું દ્રવ્ય જ સર્વપ્રદેશે આનંદથી ભરેલું છે; તેને દેખ, તો તને તારા અપૂર્વ
આનંદનો અનુભવ થાય. પોતાનો આનંદ પોતામાં જ છે–એમ જાણીને તું આનંદિત થાય.
–પૂ. ગુરુદેવ.
(–સુખ શક્તિના પ્રવચનમાંથી)

PDF/HTML Page 11 of 22
single page version

background image
: વૈશાખ : ૨૪૮૧ આત્મધર્મ : ૧૭૭ :
સંતો આત્માના આનંદમાં લીન થાય છે.
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માના ધ્યાનરૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ મોક્ષનું કારણ છે, ને
તેના સિવાય બીજું બધુંય સંસારનું કારણ છે;––આમ જાણીને બુદ્ધિમાન જીવ સહજ
ચિદાનંદસ્વરૂપનો આશ્રય કરે છે. સ્વભાવનો આશ્રય કરીને એકાગ્ર થતાં તેના અંતરમાં સહજ
આનંદરૂપી અમૃતનો દરિયો ઊછળે છે, –આનંદના પૂરમાં આત્મા મગ્ન થાય છે. તે જ મોક્ષનું
કારણ છે.
અહો, ભગવાન આત્મા અનાકુળ અકષાયી શાંતસ્વરૂપ છે, આનંદનું પૂર છે–આવા આત્માની શ્રદ્ધા–
જ્ઞાનને એકાગ્રતા રૂપ ધ્યાન સિવાય બીજું બધુંય ઘોર સંસારનું કારણ છે. જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની સન્મુખતા
સિવાય જેટલી રાગદ્વેષની વૃત્તિઓ ઊઠે તે બધુંય મોક્ષનું કારણ નથી પણ સંસારનું કારણ છે. ભગવાન આત્મા
એક જ ધર્મનું મૂળ છે, આત્માના સ્વભાવનો આશ્રય તે જ એક મોક્ષનું મૂળ છે. મુનિઓને કે ગૃહસ્થોને બધાયને
એક જ મોક્ષમાર્ગ છે. ગૃહસ્થ સમકીતિને પણ ચૈતન્યસ્વભાવના અવલંબને જ ધર્મ છે, એ સિવાય બીજા જે
શુભ–અશુભ ભાવો આવે તે બધાય સંસારનું કારણ છે. બે ભાગ પાડી દીધા છે: એક તરફ મોક્ષનું મૂળ ને બીજી
તરફ સંસારનું મૂળ; ચિદાનંદસ્વભાવ કારણપરમાત્માનો આશ્રય તે મોક્ષમાર્ગ છે, ને એ સિવાયનું બીજું બધુંય તે
સંસારનો માર્ગ છે. ચૈતન્યના શ્રદ્ધા–જ્ઞાન ને એકાગ્રતા સિવાય કોઈ પણ બીજાના આશ્રયે જે મોક્ષમાર્ગ માને છે
તે ઘોર સંસારમાં રખડે છે. ધર્મીને ભૂમિકા પ્રમાણે અમુક રાગ આવે, પણ તે રાગને મોક્ષનું કારણ માનતા નથી,
રાગને બંધનું કારણ જ જાણે છે.
મારા આત્મા સિવાય બહારમાં ક્યાંય મોક્ષનું કારણ નથી, એમ જાણીને સંતો પરનો આશ્રય છોડે છે ને
આનંદસ્વરૂપ આત્માનો જ આશ્રય કરે છે. વિકલ્પ તૂટીને ચૈતન્યમાં જેટલી એકાગ્રતા તેટલું જ મોક્ષનું કારણ છે;
બાકી વચ્ચે ધ્યાન–ધ્યેયના ભેદના વિકલ્પ ઊઠે તે પણ બંધનું જ કારણ છે. વ્યવહારરત્નત્રયનો શુભવિકલ્પ તે
પણ કલ્પના માત્ર રમ્ય છે; ધર્માત્માને તો ખરેખર પોતાનો નિર્મળ સ્વભાવ જ રમ્ય છે. વ્યવહારનો શુભવિકલ્પ
તે તો કલ્પના માત્ર રમ્ય છે, તો તેના આશ્રયે મોક્ષમાર્ગ કેમ હોય? ન જ હોય; તે તો સંસારનું જ કારણ છે.
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માના ધ્યાનરૂપ સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્ર તે જ મોક્ષનું કારણ છે, ને તેના સિવાય
બીજું બધું સંસારનું કારણ છે;––આમ જે જાણે છે તે જ જીવ ખરેખર બુદ્ધિમાન છે. આ સિવાય વ્યવહારના
રાગને જે મોક્ષનું કારણ માને છે તે કુબુદ્ધિ છે. ચિદાનંદ સ્વભાવના આશ્રયરૂપ ધ્યાનને જ મુક્તિનું કારણ જાણીને
તે સમ્યગ્દ્રષ્ટિ–બુદ્ધિમાન સહજ પરમાનંદરૂપી અમૃતના પૂરમાં ડૂબતા એવા સહજ પરમાત્માનો એકનો આશ્રય
કરે છે જુઓ, જ્ઞાયકમૂર્તિ આત્માનો આશ્રય કરીને એકાગ્ર થતાં ધર્માત્માને અંતરમાં સહજ આનંદરૂપી અમૃતનો
દરિયો ઊછળે છે, આનંદના પૂરમાં આત્મા મગ્ન થઈ જાય છે, ને તે જ મોક્ષનું કારણ છે. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન
ને સમ્યક્ચારિત્ર તે ત્રણેય અભેદ સ્વભાવના આશ્રયે જ થાય છે, તેથી અભેદસ્વભાવના આશ્રયરૂપ જે ધ્યાન તે
જ મોક્ષનું કારણ છે; ભેદનો આશ્રય તે સંસારનું કારણ છે. આ રીતે આત્મધ્યાન સિવાયનું બીજું બધું ઘોર
સંસારનું મૂળ છે–એમ જાણીને સંતો આત્માના આનંદમાં લીન થાય છે. ‘આવો જ મોક્ષમાર્ગ છે’ એમ પહેલાંં
અંતરમાં બરાબર નિર્ણય કરવો જોઈએ, પછી એકાગ્રતા થાય. હજી તો નિર્ણયમાં જ જેની ભૂલ હોય, રાગને
મોક્ષનું કારણ માનતા હોય, તેને રાગથી છૂટો પાડીને સ્વભાવમાં એકાગ્રતાનો ઉદ્યમ ક્યાંથી હોય? જ્ઞાનાનંદ
સ્વભાવનો નિર્ણય કરીને તેમાં એકાગ્રતા કરતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય છે, ને મિથ્યાત્વાદિનું પ્રતિક્રમણ
થઈ જાય છે. આ જ ધર્મ અને મોક્ષનું કારણ છે.
[નિયમસાર કળશ: ૧૨૩ના પ્રવચનમાંથી]
વીર સં. ૨૪૮૧ ફાગણ વદ ૧૨.

PDF/HTML Page 12 of 22
single page version

background image
: ૧૭૮ : આત્મધર્મ ૨૪૮૧ : વૈશાખ :
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’
[૧૯]
(અંક ૧૩૮ થી ચાલુ)
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં આચાર્યદેવે ૪૭ નયોથી આત્મદ્રવ્યનું
વર્ણન કર્યું છે, તેના ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.


આ ક્યો વિષય ચાલે છે? જેને સ્વર્ગાદિ સંયોગને પ્રાપ્ત કરવાની ભાવના નથી પણ
આત્માનું સ્વરૂપ જાણીને તેની જ પ્રાપ્તિ કરવાની ભાવના છે, એવા જિજ્ઞાસુ શિષ્યે પૂછ્યું છે કે હે
ભગવાન! આ આત્મા કેવો છે ને કઈ રીતે તેની પ્રાપ્તિ થાય છે? તે સમજાવો. પ્રભો! અનાદિથી
નહિ જાણેલા એવા આત્માનું સ્વરૂપ જાણીને હું તેની પ્રાપ્તિ કરું અને સંસારપરિભ્રમણનો અંત
આવીને મારી મુક્તિ થાય–એવું સ્વરૂપ મને બતાવો. ––આવી જિજ્ઞાસાવાળા શિષ્યને આચાર્યદેવ
આત્માનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિનો ઉપાય બતાવે છે તેનું આ વર્ણન ચાલે છે. જો આત્માના
ધર્મો વડે તેના વાસ્તવિકસ્વરૂપને ઓળખે તો તેમાં એકાગ્ર થઈને તેની પ્રાપ્તિ કરે અને મુક્તિ
થાય. માટે જેણે સંસારપરિભ્રમણથી છૂટવું હોય ને આત્માની મોક્ષદશા પ્રાપ્ત કરવી હોય તેણે
આત્મસ્વરૂપને ઓળખવું જોઈએ.
[૩૪] ઈશ્વરનયે આત્માનું વર્ણન
“આત્મદ્રવ્ય ઈશ્વરનયે પરતંત્રતા ભોગવનાર છે, –ધાવની દુકાને ધવડાવવામાં આવતા
મુસાફરના બાળકની માફક.”
સાધકને સ્વભાવની દ્રષ્ટિપૂર્વક પર્યાયનું જ્ઞાન હોય છે; તે જાણે છે કે મારી પર્યાયમાં જેટલા
રાગાદિ થાય છે તેટલી મારી પરતંત્રતા છે, તે પરતંત્રતા પરને લીધે થઈ નથી પણ મારી પર્યાયમાં જ
પરતંત્ર થવાનો તેવો ધર્મ છે. અસ્થિરતાને લીધે કર્મના ઉદયમાં જોડાતાં વિકાર થાય, ત્યાં ધર્મીને
પોતાના ચૈતન્યની ઈશ્વરતાનું તો ભાન છે અને વિકાર થયો તેમાં કર્મને ઈશ્વરતા આપીને કહે છે કે
કર્મને આધીન વિકાર થાય છે. –આમ જાણવું તે ઈશ્વરનય છે. વસ્તુની દ્રષ્ટિપૂર્વકના આ નયો છે.
સ્વભાવની મોટપનું ભાન રાખીને પર્યાયની નબળાઈને ધર્મી જાણે છે કે હજી મારી પર્યાયમાં આટલી
પરાધીનતા થાય છે. હું કર્મને આધીન થઈને વિકાર કરું છું. તે મારો એક સમયની પર્યાયનો ધર્મ છે.
દ્રષ્ટિના વિષયમાં તો એમ આવે કે વિકારને આત્મા કરતો જ નથી, પરંતુ અહીં પ્રમાણપૂર્વકના
નયોનું વર્ણન છે, તેથી પર્યાયના વિકારને આત્મા પોતે પરાધીન થઈને કરે છે–એમ જ્ઞાન કરાવ્યું છે.
આત્મા પોતે પરતંત્ર થઈને પર્યાયમાં વિકાર કરે એવો તેનો ધર્મ છે, પણ કર્મ આ જીવને પરાણે
વિકાર કરાવ

PDF/HTML Page 13 of 22
single page version

background image
: વૈશાખ : ૨૪૮૧ આત્મધર્મ : ૧૭૯ :
એવો ધર્મ તો પરમાં નથી ને આત્મામાં પણ નથી. સાધકને પોતાની પર્યાયમાં હજી સર્વજ્ઞતા નથી
પણ સાધકપણું છે, અને સાધકદશામાં બાધકભાવ પણ સાથે વર્તે છે અને તે બાધકભાવ પરાશ્રયે
થાય છે તેથી તેટલી આત્માની પરતંત્રતા છે–એમ ધર્મી જાણે છે.
(૧) જો સ્વાશ્રય સંપૂર્ણ થઈ ગયો હોય તો સર્વજ્ઞતા થઈ જાય, ને વિકાર જરાપણ ન રહે.
અને ત્યાં નય પણ ન હોય.
(૨) જો સ્વાશ્રયભાવ બિલકુલ ન હોય, એકલો પરાશ્રયભાવ જ હોય તો મિથ્યાદ્રષ્ટિપણું
હોય, તેને પણ નય ન હોય.
(૩) જેને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનનો સ્વાશ્રયભાવ ખીલ્યો છે અને હજી ચારિત્રમાં અંશે
પરાશ્રયભાવ પણ વર્તે છે–એવા સાધક જીવની આ વાત છે; તે જ્યારે પોતાની પર્યાયની
પરાધીનતાને જાણે ત્યારે તેને ઈશ્વરનય હોય છે. તે વખતેય સાધકની દ્રષ્ટિ તો શુદ્ધ સ્વભાવ ઉપર જ
પડી છે.
–ક્ષાયક સમ્યગ્દર્શન થયા પછી ધર્મીને રાગ–દ્વેષ થાય, ત્યાં ધર્મી તેને પોતાની પરાધીનતા
સમજે છે, પરને લીધે તે વિકાર થયો એમ માનતા નથી પણ પોતાનો અપરાધ સમજે છે, પોતામાં
હજી પરાધીન થવાની તેટલી લાયકાત છે–એમ જાણે છે. આત્મામાં આ પરતંત્રતા ભોગવવાનો ધર્મ
ત્રિકાળીસ્વભાવરૂપ નથી પણ ક્ષણિક પર્યાયને આશ્રિત છે.
અહીં જે ધર્મોનું વર્ણન કર્યું છે તેમાંથી કેટલાક ધર્મો ત્રિકાળીસ્વભાવરૂપ છે અને કેટલાક ધર્મો
ક્ષણિકપર્યાયરૂપ છે. કેટલાક ધર્મો એવા છે કે જે સાધકદશામાં હોય છે ને પછી નથી હોતા. આ રીતે
આ ધર્મો અપેક્ષિત છે; બધાય જીવોને આ બધાય ધર્મો લાગુ ન પડે. અહીં સાધક જીવ કયા નયથી
કેવા ધર્મને જાણે છે તેનું વર્ણન છે.
ધર્મી જાણે છે કે મારો આત્મા શુદ્ધચિદાનંદસ્વરૂપ છે, રાગ મારો સ્વભાવ નથી, મારા
સ્વભાવને આશ્રિત રાગ થતો નથી, રાગ પરને આશ્રયે થાય છે માટે તે પરતંત્રતા છે, અને આત્મા
પોતે તે પરતંત્રતાને ભોગવનાર છે. આ રીતે સ્વભાવની સ્વતંત્રતા ને પર્યાયની અમુક પરતંત્રતા–
બંનેનું જ્ઞાન કરીને ધર્મી પોતાના સ્વભાવમાં ઢળતો જાય છે ને પરતંત્રતાને તોડતો જાય છે.
–જેમ બાળક માતાની ગોદમાં હોય ત્યારે તો જ્યારે ધાવવું હોય ત્યારે ધાવે–એમ સ્વતંત્ર છે,
પણ માતાની ગોદમાંથી નીકળીને પરદેશમાં ગયો ત્યાં તો ધાવમાતાની દુકાને અમુક વખત જ
ધવરાવે, એટલે તેમાં બાળક પરતંત્રપણે ધાવનાર છે. તેમ માતા એટલે શુદ્ધ ચૈતન્યમૂર્તિ સ્વભાવ,
તેની ગોદમાં રહે એટલે કે સ્વભાવનો આશ્રય કરીને તેમાં લીન રહે તો તે આત્મા પરતંત્ર થતો નથી
પણ પોતાના આનંદને સ્વાધીનપણે ભોગવે છે. પણ જ્યાં સ્વભાવની ગોદમાંથી બહાર નીકળીને
પરનો આશ્રય કર્યો ત્યાં પરતંત્રપણે રાગાદિને ભોગવે છે. માટે ઈશ્વરનયથી આત્મા પરતંત્રતા
ભોગવનાર છે. જો સ્વભાવનો આશ્રય કરીને સંપૂર્ણ ઈશ્વરતા પ્રગટી જાય તો પરતંત્રતા રહે નહિ ને
ત્યાં ઈશ્વરનય લાગુ પડે નહિ. પણ હજી સ્વભાવની પૂર્ણ ઈશ્વરતા પ્રગટી નથી ને અંશે પરનો
આશ્રય થાય છે તેટલી પરાધીનતા છે, તે પરાધીનતામાં આત્મા પોતે પરને મોટપ ઈશ્વરતા આપે છે,
તેથી ઈશ્વરનયે તે પરતંત્રતા ભોગવનાર છે. ધર્મીએ પોતાના ચૈતન્યસ્વભાવની ઈશ્વરતાને જાણીને
તેનો આશ્રય તો લીધો છે પણ હજી પૂરો આશ્રય નથી લીધો તેથી કાંઈક પરાશ્રય પણ થાય છે,
તેટલી પોતાની પરાધીનતા છે. સ્વતંત્ર વસ્તુસ્વભાવને જે સમજ્યો છે તે આ પરાધીનતાને પણ જાણે
છે. પર્યાયની પરાધીનતા

PDF/HTML Page 14 of 22
single page version

background image
: ૧૮૦ : આત્મધર્મ ૨૪૮૧ : વૈશાખ :
–તે ઈશ્વરનયનો વિષય છે, અને આખું આત્મદ્રવ્ય તે પ્રમાણનો વિષય છે. પ્રમાણથી જાણે કે નયથી
જાણે પણ તે બધાનો સાર તો શુદ્ધ ચૈતન્યસ્વભાવ તરફ ઢળવું તે જ છે. એ વાત છેલ્લે ૪૪૮માં પાને
આચાર્યદેવે કરી છે.
પર્યાયમાં પરતંત્રતા ભોગવવાની લાયકાત આત્માની છે, તે પણ એક ધર્મ છે; એટલે કર્મના
ઉદય પ્રમાણે જીવને વિકાર કરવો પડે–એમ નથી, કર્મ આત્માને પરાધીન નથી કરતું; પણ આત્મા
પોતે પરને ઈશ્વરતા આપીને (અર્થાત્ પરનો આશ્રય કરીને) પરાધીનતા ભોગવે છે. ધર્મીની
દ્રષ્ટિમાં તો શુદ્ધ ચૈતન્ય પિંડનો જ આશ્રય વર્તે છે પણ હજી ચારિત્રમાં વિકાર થાય છે તે નિમિત્તના
આશ્રયે થાય છે તેટલી નિમિત્તની ઈશ્વરતા છે ને આત્માની પરાધીનતા છે. સ્વભાવની દ્રષ્ટિમાં
પોતાની ઈશ્વરતાનું ભાન રાખીને, પર્યાયમાં જે વિકાર થાય છે તેટલી પોતાની પરાધીનતા છે–એમ
ધર્મી જાણે છે. પણ પરદ્રવ્ય પરાણે બરજોરીથી જીવને વિકાર કરાવે–એવો કોઈ ધર્મ આત્મામાં કે
પરદ્રવ્યમાં નથી. સ્વભાવની સ્વતંત્ર ઈશ્વરતા–પ્રભુતાને ચકીને, એકલા નિમિત્તને જ ઈશ્વરતા
આપીને તેની સામે જોયા કરે તેને આવો ઈશ્વરનય હોતો નથી. અહીં તો જેને આત્માની પ્રભુતાનું
ભાન થયું છે એવા જ્ઞાની કોઈ વાર ઈશ્વરનયથી એમ કહે છે કે આ રાગદ્વેષ થાય છે તે મારા
સ્વભાવની ઈશ્વરતાથી થતા નથી પણ નિમિત્તની–કર્મની મોટપથી થાય છે અને તેટલો
પરાધીનતાનો ભોગવટો છે. કર્મની બળજોરીથી વિકાર થયો–એમ પણ કહેવાય, –પણ એમ
કહેનારની દ્રષ્ટિ ક્યાં હોય? વિકાર વગરનું શુદ્ધચૈતન્યદ્રવ્ય સ્વતંત્ર છે એમ જેણે જાણ્યું હોય, એટલે
સ્વભાવની બળજોરી પ્રગટી હોય, તે જીવ સ્વભાવદ્રષ્ટિના બળથી વિકારને કર્મની બળજોરીથી થયેલો
કહે છે, ને તેને જ ઈશ્વરનય હોય છે.
શિષ્યે પૂછયું છે કે પ્રભો! આ આત્મા કોણ છે–કેવો છે? કે જેને જાણવાથી મારું કલ્યાણ
થાય? તેનો આ ઉત્તર ચાલે છે. અહીં ઓળખાવવો છે તો શુદ્ધચૈતન્યમાત્ર આત્મા, પણ તેને
ઓળખાવવા માટે તેના ધર્મોનું વર્ણન કર્યું છે. જેમ મુસાફરના બાળકને ધાવમાતા ધવરાવે ત્યાં તે
બાળક પરાધીનપણે ધાવે છે’ તેમ અનંતધર્મનો પિંડ ચૈતન્યમૂર્તિ આત્મા સ્વભાવથી તો રાગાદિનો
ભોગવનાર નથી પણ પર્યાયમાં રાગાદિ ભાવોને પરાધીનપણે ભોગવે છે, તેથી ઈશ્વરનયે આત્મા
પરતંત્રતા ભોગવનાર છે–એમ કહ્યું. ઈશ્વરનયથી પરાધીનતા જાણનાર, તે જ વખતે પોતાના
સ્વભાવની સ્વાધીનતાને પણ સમજે છે. જો એકલી પરાધીનતાને જ માને ને સ્વાધીનતાને ન જાણે
તો તે પર્યાયમૂઢ મિથ્યાદ્રષ્ટિ છે; અને એકલી સ્વાધીનતા જ માની લ્યે, પર્યાયમાં પરાધીનતા છે તેને
જાણે નહિ–તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. દ્રવ્ય અને પર્યાય બંનેથી વસ્તુને જેમ છે તેમ જાણવી જોઈએ
દ્રવ્ય અને પર્યાય બંનેને યથાર્થપણે જે ઓળખે તેની દ્રષ્ટિનું જોર શુદ્ધ દ્રવ્ય તરફ જ વળી જાય છે;
કોઈ પણ નયથી જુએ કે પ્રમાણથી જુએ તો પણ અંતરંગમાં આત્માને શુદ્ધ ચૈતન્યમાત્ર દેખે છે,
‘સ્યાત્કારને વશ વર્તતા’ ઈશ્વરનયથી જુઓ કે કોઈ પણ નયથી જુઓ તો પણ અનંત ધર્મોવાળું
નિજ આત્મદ્રવ્ય શુદ્ધ ચૈતન્યસ્વરૂપ દેખાય છે, એકેક ધર્મ આખા ધર્મીને (શુદ્ધ ચૈતન્યદ્રવ્યને) બતાવે
છે, એને એ જ નયજ્ઞાનનું ખરું ફળ છે. નયો કાંઈ વિકલ્પમાં અટકવા માટે નથી પણ વસ્તુને સાધવા
માટે છે. ઈશ્વરનયથી આત્મા પરાધીન છે–એમ જોનારને પણ તે વખતે અંતરમાં

PDF/HTML Page 15 of 22
single page version

background image
: વૈશાખ : ૨૪૮૧ આત્મધર્મ : ૧૮૧ :
શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માની દ્રષ્ટિ છૂટતી નથી.
અનંતધર્મોનો પિંડ ચૈતન્યસ્વરૂપ આત્મા છે, તેના આ ધર્મો છે. શુદ્ધ ચૈતન્યદ્રવ્ય તરફ વલણ
કરવું તે જ આ બધા ધર્મોનો સરવાળો છે. શરૂઆતમાં પણ એ જ ભૂમિકા કરી હતી કે આત્મા
ખરેખર ચૈતન્યસામાન્ય વડે વ્યાપ્ત અનંતધર્મોના આધારરૂપ એક દ્રવ્ય છે. ભાઈ! તું અંતરમાં તારા
શુદ્ધ ચૈતન્યદ્રવ્યને જો, તેને માટે જ આ વાત કરી છે. હજી પર્યાયમાં નબળાઈથી રાગાદિ થાય છે તેથી
ઈશ્વરનયથી પરાધીનતાનું જ્ઞાન કરાવ્યું છે, પણ પરાધીનતા કહીને પર સામે જોવા માટે નથી કહ્યું,
પણ અંતરના શુદ્ધ ચૈતન્યદ્રવ્ય તરફ વાળવા માટે કહ્યું છે. પરાધીનતા તે તો એક ક્ષણિક અંશ છે ને
તે જ સમયે આખો અંશી શુદ્ધ ચૈતન્યશક્તિપણે બિરાજમાન છે માટે તારા આત્માને શુદ્ધ ચૈતન્યપણે
અંતરંગમાં દેખ, ––આવું ઉપદેશનું તાત્પર્ય છે.
––આ પ્રમાણે ૩૪ મા ઈશ્વરનયથી આત્માનું વર્ણન પૂરું થયું.
[૩પ] અનીશ્વરનયે આત્માનું વર્ણન

“આત્મદ્રવ્ય અનીશ્વરનયે સ્વતંત્રતા ભોગવનાર છે, –હરણને સ્વચ્છંદે સ્વતંત્રપણે ફાડી ખાતા
સિંહની માફક.” હે જીવ! તારો આત્મા સિંહ જેવો સ્વતંત્ર છે. ‘અનીશ્વર’ એટલે જેના માથે બીજો
કોઈ ઈશ્વર નથી એવો સ્વતંત્ર આત્મા છે. જેમ સિંહ તે જંગલનો રાજા છે, તેના માથે બીજો કોઈ
નથી, તેમ આત્મા પોતે અનંત શક્તિનો પ્રભુ છે, તે પોતાની પ્રભુતા સિવાય બીજા કોઈને પ્રભુતા
આપે તેવો નથી. જેમ જંગલમાં સિંહ હરણને સ્વતંત્રપણે ફાડી ખાય છે, ત્યાં તેને બીજા કોઈનો એવો
ભય નથી કે આ હરણના સગાંવહાલાં આવીને મને મારશે! અરે! મોટા હાથીનાં ટોળાં આવે તો
પણ તેનાથી સિંહ ડરતો નથી તેમ પોતાના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને સાધનારો આત્મા સિંહ જેવો
નિઃશંક છે–નિર્ભય છે, તેને કોઈ કર્મનો ક્ષેત્રનો કે પ્રતિકૂળ પરિષહનો એવો ભય નથી કે આ મારી
પ્રભુતાને લૂંટી લેશે! પોતે સ્વતંત્રપણે આત્માના આનંદને ભોગવે છે. આત્માનો સ્વભાવ એવો
સ્વતંત્ર અનીશ્વર છે કે તે બીજા કોઈને ઈશ્વરતા આપતો નથી. આત્માની સ્વતંત્રતાનો પ્રતાપ
અખંડિત છે.
સમયસારના પરિશિષ્ટમાં આત્માની ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે, ત્યાં ‘પ્રભુત્વ શક્તિ’ નું
વર્ણન કરીને આત્માની પ્રભુતા બતાવી છે. અને આ પ્રવચનસારના પરિશિષ્ટમાં ૪૭ નયથી
આત્માનું વર્ણન કર્યું છે તેમાં આ અનીશ્વરનયથી આત્માની સ્વતંત્રતાનું વર્ણન કરીને આત્માની
પ્રભુતા બતાવી છે. સ્વતંત્રતાથી શોભિતપણું તે પ્રભુતાનું લક્ષણ છે. પણ અજ્ઞાનીના અંતરમાં
પોતાની પ્રભુતા બેસતી નથી ને પરાશ્રયની માંગણબુદ્ધિ છૂટતી નથી. એક ભિખારણને મોટા રાજાએ
પોતાની રાણી બનાવીને બંગલામાં રાખી, પણ તેની માંગવાની ટેવ ન ગઈ; એટલે ખાવાના વખતે
ગોખલામાં ભોજન મૂકીને, ગોખલા પાસે ભીખ માગે કે ‘દેજો માબાપ! કાંઈ વધ્યું હોય તો! ’ ––
એમ ભીખ માંગીને પછી ખાય. તેમ અજ્ઞાની જીવ ભગવાનના સમવસરણરૂપી બંગલે ગયો ને
ભગવાને તેને તેની પ્રભુતા બતાવીને કહ્યું કે હે આત્મા! તારી પ્રભુતા તારી પાસે છે, માટે પરાશ્રયથી
લાભ થાય–એવી માંગણબુદ્ધિ છોડ! પણ તે અજ્ઞાનીને આત્માની સ્વાધીનપ્રભુતા રુચતી નથી ને
પરથી મને લાભ થાય–વ્યવહારના આશ્રયથી

PDF/HTML Page 16 of 22
single page version

background image
: ૧૮૨ : આત્મધર્મ ૨૪૮૧ : વૈશાખ :
–કાંઈક લાભ થાય–એવી પરાશ્રયની બુદ્ધિ તેને ખસતી નથી. અહીં અનીશ્વરનયથી આચાર્યદેવ
આત્માની પ્રભુતા સમજાવે છે કે હે ભાઈ! તું સ્વતંત્રતા ભોગવનાર છો, તું પોતે જ પોતાનો પ્રભુ
છો, તારા આત્માનો ધણી બીજો કોઈ નથી, તારા આત્મામાં કર્મની ઈશ્વરતા તો નથી અને તીર્થંકર
ભગવાનની પ્રભુતા પણ ખરેખર તારા આત્મામાં નથી. તેમની પ્રભુતા તેમનામાં, ને તારી પ્રભુતા
તારામાં.
આત્માની પર્યાયમાં પર–વશપણે એટલે કે પરના આશ્રયે વિકાર થાય છે તેટલી પરાધીનતા
છે, પણ તે જ વખતે સ્વભાવની સ્વાધીન પ્રભુતા પણ આત્મામાં પડી જ છે. ઈશ્વરનયથી આત્માની
પરતંત્રતાને જાણતી વખતે પણ સ્વભાવની સ્વતંત્ર પ્રભુતાનું ભાન ધર્મીને ભેગું જ છે. પર્યાયના
જ્ઞાન વખતે પણ સ્વભાવની પ્રભુતાની દ્રષ્ટિ ધર્મીને છૂટતી નથી, ને પર્યાયબુદ્ધિ થતી નથી.
સ્વભાવની પ્રભુતાને અજ્ઞાની જાણતો નથી, એટલે પર્યાયને જાણતાં તેને એકલી પર્યાયબુદ્ધિ થઈ
જાય છે, –પર્યાય જેટલો જ આખે આત્મા તે માને છે, તેથી તેને નય કે પ્રમાણ હોતાં નથી.
એક આત્મામાં સ્વાધીનતારૂપ ધર્મ, ને બીજા આત્મામાં પરાધીનતારૂપ ધર્મ–એમ જુદા જુદા
આત્માના આ ધર્મો નથી, પણ એક જ આત્મામાં આ ધર્મો રહેલા છે. ઈશ્વરનયથી જુઓ કે
અનીશ્વરનયથી જુઓ, કે પ્રમાણથી જુઓ, પણ અંતરંગદ્રષ્ટિમાં આત્મા શુદ્ધચૈતન્યસ્વરૂપ જ દેખાય
છે. ઈશ્વરનયથી પરાધીન પર્યાયને જાણતી વખતે પણ ધર્મીની દ્રષ્ટિમાં તે પરાધીનતાની પ્રધાનતા
થઈ જતી નથી, તેની દ્રષ્ટિમાં તો શુદ્ધચૈતન્યસ્વરૂપે જ આત્મા પ્રકાશે છે. આત્માના ધર્મો અનંત છે
પણ આત્મા તો એક જ છે, આવા આત્માને પ્રમાણ વડે જુઓ કે પ્રમાણપૂર્વકના કોઈ નય વડે જુઓ
તો પણ અંતરંગમાં તે શુદ્ધચૈતન્ય માત્ર દેખાય છે.
જેમ વનનો રાજા સિંહ જંગલમાં હરણને પોતાની ઈચ્છા મુજબ ફાડી ખાતો હોય ત્યાં તેને
કોણ રોકનાર છે? તેમ ચૈતન્યરાજા ભગવાન આત્મા પોતાની શક્તિના પુરુષાર્થથી અંર્તસ્વરૂપમાં
એકાગ્ર થઈને પોતાના આનંદને ભોગવે છે ત્યાં તે સ્વતંત્રપણે આનંદનો ભોગવનાર છે, તેને કોઈ
રોકનાર નથી. ‘કર્મને આધીન થઈને આત્મા રખડે છે’ એમ ઈશ્વરનયથી આત્માને પરાધીન કહ્યો
ત્યાં પણ એકલી પરાધીનતા બતાવવાનું તાત્પર્ય નથી. પરંતુ ક્ષણિક પરાધીનતાનું જ્ઞાન કરાવીને શુદ્ધ
ચૈતન્યદ્રવ્ય તરફ વાળવાનું જ તાત્પર્ય છે. ભાઈ! પરથી તારું કલ્યાણ થાય કે પરથી તારું કલ્યાણ
અટકે–એ બુદ્ધિ છોડી દે. તને કોઈ બીજો ડુબાડે કે તને કોઈ બીજો ઊગારે––એવું તારા સ્વરૂપમાં છે જ
નહિ. તારા આત્મામાં એવી સ્વતંત્ર પ્રભુતા છે કે તે કોઈ બીજાને મોટપ ન આપે, કોઈ બીજો તેનો
સ્વામી નથી. પોતાના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રપર્યાયરૂપ જે શુદ્ધકાર્ય, તેના કારણરૂપ પોતે જ કારણ
પરમાત્મા છે, બીજું કોઈ તેનું કારણ નથી. –આમ તારા આત્માની સ્વતંત્ર ઈશ્વરતાને ‘અનીશ્વરનય’
થી તું જાણ.
વર્તમાન પર્યાય સ્વભાવ તરફ ઢળતાં અંતરની આનંદ શક્તિને ચીરીને આત્મા પોતે
સ્વતંત્રપણે તે આનંદનો ભોગવનાર છે. જેમ સિંહ સ્વતંત્રતાપૂર્વક હરણને ચીરી ખાય છે તેમ અનંત
પરાક્રમનો સ્વામી આત્મા પોતે પોતાની સ્વતંત્રતાથી આનંદનો ભોગવનાર છે, તેના ઉપર બીજો
કોઈ ઈશ્વર નથી એટલે આત્મા કોઈને આધીન નથી. આનંદના સ્વાધીન ભોગવટામાં આત્માને વિઘ્ન
કરનાર આ બ્રહ્માંડમાં કોઈ છે જ નહિ. જેમ સિંહ એટલે વનનો રાજા, તે જંગલમાં ડરપોક હરણિયાંને
મારીને સ્વેચ્છાપૂર્વક ભોગવે છે તેમ આત્મા એટલે ચૈતન્યરાજા તે

PDF/HTML Page 17 of 22
single page version

background image
: વૈશાખ : ૨૪૮૧ આત્મધર્મ : ૧૮૩ :
અંર્તસ્વરૂપમાં એકાગ્રતા વડે મોહને મારીને સ્વેચ્છાપૂર્વક પોતાના આનંદનો ભોગવનાર છે. આવો
તેનો એક ધર્મ છે. આવા ધર્મથી જે પોતાના આત્માને ઓળખે તે પરનો ઓશીયાળો ન થાય. ધર્મી
જાણે છે કે આ જગતમાં કોઈ પણ દ્રવ્યમાં ગુણમાં કે પર્યાયમાં એવી તાકાત નથી કે મારી સ્વતંત્રતાને
લૂંટી શકે. હું અનીશ્વર છું એટલે કે મારા ઉપર બીજો કોઈ ઈશ્વર નથી, હું જ મારા ઘરનો મોટો ઈશ્વર
છું. મારાથી મોટો એવો કોઈ ઈશ્વર આ જગતમાં નથી કે જે મારા સ્વાધીન સ્વભાવને લૂંટીને મને
પરાધીન બનાવે. દેવાધિદેવ તીર્થંકર પરમાત્માને આત્માનું કેવળજ્ઞાનાદિ પૂર્ણ ઐશ્વર્ય પ્રગટી ગયું છે
તેથી તેઓ પરમેશ્વર છે, પણ તેમની ઈશ્વરતા તેમના આત્મામાં છે, મારામાં તેમની ઈશ્વરતા નથી.
શક્તિપણે તીર્થંકર ભગવાન અને મારો આત્મા બંને સરખા છે, મારા દ્રવ્યમાં પણ તીર્થંકર ભગવાન
જેવું જ ઈશ્વરપણું સ્વભાવરૂપે ભર્યું છે. વિનયથી ધર્મી પણ એમ કહે કે અહો! તીર્થંકર પરમાત્મા
અમારા નાથ છે, તીર્થંકર પરમાત્મા જેવા ધીંગધણી અમે ધાર્યા છે તેથી હવે અમને શી ચિંતા છે?
પણ તે જ વખતે અંતરમાં ભાન વર્તે છે કે પરમાર્થે મારો ધીંગધણી ભગવાન તો મારો આત્મા જ છે.
ખરેખર મારો આત્મા પોતે જ મારો સ્વામી છે–એમ અનુપચાર સ્વરૂપના ભાન સહિત, ભગવાનને
ધીંગધણી કહેવા તે ઉપચાર છે. હે વીતરાગ ચૈતન્યમૂર્તિ આત્મા! અંર્તદ્રષ્ટિથી મેં તને દીઠો ને તને
ધણી સ્વીકાર્યો, ધીંગધણી એવા ચૈતન્ય પરમેશ્વરને દ્રષ્ટિમાં ધારણ કર્યો, ત્યાં મારાં દુઃખ ને દુર્ભાગ્ય
દૂર થઈ ગયાં ને આત્માની આનંદસંપદાનો ભેટો થયો. ––આવી દ્રષ્ટિપૂર્વક, વિકલ્પ વખતે ભગવાનને
ધીંગધણી કહે તો ત્યાં ઈશ્વરનય લાગુ પડે. પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ધણી છે–એમ જ માને તો
દ્રવ્યની સ્વતંત્રતાનું ભાન રહેતું નથી, ત્યાં તો એકાંત થઈ જાય છે એટલે ત્યાં નય પણ લાગુ પડતો
નથી. અહીં તો કહે છે કે આત્માના દ્રવ્ય–ગુણ ને પર્યાય ત્રણે સ્વતંત્ર છે––આવી સ્વાધીનતાની પ્રતીત
કરીને શુદ્ધ ચૈતન્યદ્રવ્યનો અનુભવ કરવો તે બધા નયોનું ફળ છે.
જેમ જંગલમાં હરણને ફાડી ખાતો સિંહ કોઈને આધીન નથી, તેમ સ્વભાવ તરફ વળીને
અતીન્દ્રિયઆનંદને ભોગવતો આત્મા કોઈને આધીન નથી, કાળને આધીન નથી, ધર્મને આધીન
નથી. નિમિત્તોને આધીન નથી, પણ સ્વાધીનપણે ભોગવનાર છે. આ રીતે અનીશ્વરનયે આત્મા
પોતે જ પોતાનો નાથ છે, બીજો કોઈ તેનો ધણી નથી.
પ્રશ્ન:– સ્ત્રીને માથે તો ધણી હોય છે, એટલે તેને આ વાત કઈ રીતે લાગુ પડે?
ઉત્તર:– અરે ભાઈ! બધા આત્માને આ વાત લાગુ પડે છે. સ્વભાવથી બધા આત્મા સ્વાધીન
ચૈતન્યમૂર્તિ છે. સ્ત્રી અને પુરુષ તે તો દેહ છે, પરંતુ સ્ત્રીદેહમાં રહેલો આત્મા પણ પોતાના સ્વભાવનું
આવું ભાન કરી શકે છે કે અનીશ્વર નયે હું સ્વાધીન છું, મારો કોઈ ધણી નથી. રાગ હોય એટલે
નિમિત્તથી બીજાને ધણી કહેવાય, પણ તે વખતેય અંતરની દ્રષ્ટિમાં તો એકધારી પ્રતીત વર્તે છે કે હું
પોતે ચૈતન્ય પરમેશ્વર છું, મારા આત્મા સિવાય બીજો કોઈ મારો ઈશ્વર કે સ્વામી નથી. અરે! આઠ
વરસની રાજકુંવરીને સમ્યગ્દર્શન થાય તે પણ એમ જાણે છે કે હું સ્ત્રી નથી પણ હું તો
શુદ્ધચૈતન્યમૂર્તિ આત્મા છું, મારી પ્રભુતા મારામાં છે, બહારમાં બીજો કોઈ મારા આત્માનો સ્વામી
નથી. તે સમ્યગ્દ્રષ્ટિ બાલિકાને આવું ભાન હોવા છતાં પછી પરણે પણ ખરી, ને પતિને સ્વામી કહીને
બોલાવે, છતાં તેને

PDF/HTML Page 18 of 22
single page version

background image
: ૧૮૪ : આત્મધર્મ ૨૪૮૧ : વૈશાખ :
પોતાના આત્માની ઈશ્વરતાનું ભાન અંતરમાંથી ખસે નહિ.
વળી કોઈવાર શેઠ મિથ્યાદ્રષ્ટિ હોય અને નોકર સમકીતિ હોય, અથવા મિથ્યાદ્રષ્ટિ રાજા હોય
ને સમકીતિ તેનો દિવાન હોય; ત્યાં તે સમકીતિ, શેઠને અગર તો રાજાને એમ પણ કહે કે ‘તમે
અમારા સ્વામી છો’ પર્યાયમાં રાગ હોવાથી આટલી પરાધીનતા છે–એનું ધર્મીને જ્ઞાન વર્તે છે, પણ
તે જ વખતે અંર્તદ્રષ્ટિમાં આત્માની સ્વાધીન પ્રભુતાનું પણ ભાન વર્તે છે; ઈશ્વરનય વખતે
અનીશ્વરનયની અપેક્ષા પણ ભેગી છે. પોતાના દ્રવ્યસ્વભાવની ત્રિકાળી ઈશ્વરતાને ચૂકયા વગર
પર્યાયની પરાધીનતા પૂરતી પરને ઈશ્વરતા આપે છે–ત્યાં ઈશ્વરનય સાચો છે. પણ પોતાના
સ્વભાવની ઈશ્વરતાને ભૂલીને એકલા પરને જ જે ઈશ્વરતા આપે છે તેને ઈશ્વરનય પણ સાચો નથી
તે તો પર્યાયમાં જ મૂઢ હોવાથી મિથ્યાદ્રષ્ટિ છે. સ્વભાવની ઈશ્વરતા ચૂકીને એકલા પરને ઈશ્વરતા
આપી તેને સ્વભાવ તરફ વળવાનું તો રહ્યું જ નહિ. શરૂઆતમાં આચાર્યદેવે કહ્યું હતું કે શ્રુતજ્ઞાન
પ્રમાણથી સ્વાનુભવ વડે આત્મા જણાય છે; એ રીતે આત્મા જે જાણે તેને જ સમ્યક્ નય હોય છે,
કેમકે નય તે શ્રુતજ્ઞાન પ્રમાણનો અંશ છે. ધર્મી વસ્તુના જ્ઞાન વગર તેના ધર્મનું સાચું જ્ઞાન હોય
નહિ. છેલ્લે પણ આચાર્યદેવ કહેશે કે સ્યાદ્વાદ અનુસાર નયથી જાણે કે પ્રમાણથી જાણે તો પણ જીવ
અંતરમાં પોતાના આત્માને શુદ્ધ ચૈતન્યમાત્ર દેખે છે જ. અંતર્મુખ દ્રષ્ટિ કરીને જેણે પોતાના શુદ્ધ
ચૈતન્યસ્વરૂપ આત્માને અનુભવ કર્યો તેણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે. પોતાનો શુદ્ધ આત્મા તે જ
ચૈતન્ય પરમેશ્વર છે, સ્વસંવેદન પ્રત્યક્ષથી તેનો અનુભવ કરવો તે જ ઈશ્વરનો સાક્ષાત્કાર છે; એ
સિવાય બીજા કોઈ ઈશ્વર દર્શન દેવા આવતા નથી.
–અત્યારે મહાવિદેહક્ષેત્રમાં સીમંધર પરમેશ્વર સાક્ષાત્ બિરાજે છે, તેમના સમવસરણની
સભામાં ગણધરો તેમજ સંત–મુનિઓ વગેરે બિરાજે છે. ત્યાં ગણધરદેવ પણ ભક્તિથી ભગવાનને
એમ કહે કે ‘હે નાથ! હે પ્રભો! આપ અમારા તીર્થપતિ છો, ચારે તીર્થના આપ નાયક છો. આપ જ
અમારા ઈશ્વર છો.’ –તે વખતે અંતરમાં તેમને શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર જ દ્રષ્ટિ પડી છે. હું તો
અનંત ધર્મનો પિંડ શુદ્ધ ચૈતન્ય માત્ર આત્મા છું, મારો આત્મા સ્વાધીન છે, તેનો કોઈ નાથ નથી–
એવું અંતરભાન ઈશ્વરનય વખતે પણ ધર્માત્માને વર્તે છે.
મેળવેલાનું રક્ષણ કરે અને અણમળેલું મેળવી આપે, –આ રીતે જોગ–ક્ષેમનો કરનાર હોય તેને
‘નાથ’ કહેવાય છે. આત્મા પોતાના સ્વાશ્રયે મેળવેલા સમ્યગ્દર્શન–જ્ઞાન વગેરેનું સ્વભાવદ્રષ્ટિથી
પોતે જ રક્ષણ કરે છે, અને નહિ મળેલા એવા સમ્યક્ચારિત્ર વીતરાગતા–કેવળજ્ઞાન વગેરેને પોતે જ
અંર્તસ્વભાવમાં એકાગ્ર થઈને મેળવે છે, આ રીતે આત્મા પોતે પોતાના જોગ–ક્ષેમનો કરનાર છે
તેથી ભગવાન આત્મા પોતે જ પોતાનો નાથ છે. ભક્તિને લીધે તીર્થંકર ભગવાનને આત્માના નાથ
કહેવા તે વિનયના નિમિત્તથી કથન છે. સ્યાદ્વાદ અનુસાર ગમે તે નયનું કથન હો, તેમાં કાંઈ વિરોધ
આવતો નથી. ગમે તે નયથી કે પ્રમાણથી જોતાં સ્યાદ્વાદી ધર્માત્માને પોતાનો આત્મા શુદ્ધચૈતન્ય
માત્ર સ્વરૂપે જ અંતરમાં દેખાય છે. અંર્તદ્રષ્ટિ કરીને જે આવા આત્માને દેખે તેણે જ આત્માને
ઓળખ્યો કહેવાય.
આ પ્રમાણે ૩પમા અનીશ્વરનયથી આત્માનું વર્ણન પૂરું થયું.

PDF/HTML Page 19 of 22
single page version

background image
: વૈશાખ : ૨૪૮૧ આત્મધર્મ : ૧૮૫ :
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
[૧૮]
* ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વશક્તિ *

આત્મામાં અનંત ધર્મો હોવા છતાં તેને ‘જ્ઞાનસ્વરૂપ’ કહીને ઓળખાવ્યો છે, કેમકે જ્ઞાન તેનું લક્ષણ છે. –
કયું જ્ઞાન? કે જે જ્ઞાને અંતર્મુખ થઈને લક્ષ્યને લક્ષમાં લીધું તે જ્ઞાન લક્ષણ થયું, ને તે લક્ષણે અનેકાન્તસ્વરૂપ
ભગવાન આત્માને પ્રસિદ્ધ કર્યો. જ્ઞાને અંતર્મુખ થઈને આત્માને પકડતાં, તેની સાથે શ્રદ્ધા–આનંદ–સુખ–જીવન–
પ્રભુતા–સ્વચ્છતા–વીર્ય–કર્તૃત્વ વગેરે અનંત શક્તિઓ પણ નિર્મળતાપણે પરિણમી રહી છે; પણ તેમાં જ્ઞાન જ
સ્વ–પર પ્રકાશકપણે પ્રસિદ્ધ હોવાથી તે જ્ઞાનલક્ષણ વડે આત્માને ઓળખાવ્યો છે. અને તેથી અનંતધર્મસ્વરૂપ
આત્માને ‘જ્ઞાનમાત્ર’ જ કહ્યો છે. આ રીતે આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી એકાંત થઈ જતું નથી, પણ જ્ઞાનની
સાથે બીજી અનંત શક્તિઓ ઉલ્લસતી હોવાથી અનેકાન્ત છે. જ્ઞાનના પરિણમનની સાથે નિર્મળપણે ઉલ્લસતી
શક્તિઓનું આ વર્ણન ચાલે છે. તેમાં સત્તર શક્તિઓનું વિવેચન થઈ ગયું છે. હવે અઢારમી ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ
શક્તિ છે, તેની વાત ચાલે છે. આ શક્તિ ખાસ સમજવા જેવી છે.
ક્રમ પ્રવૃત્તિરૂપ અને અક્રમ પ્રવૃત્તિરૂપ વર્તન જેનું લક્ષણ છે એવી ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ નામની શક્તિ છે,
આ શક્તિ પણ આત્મામાં ત્રિકાળ છે.
–જુઓ, હમણાં ક્રમબદ્ધપર્યાયની વાત સ્પષ્ટપણે બહાર આવતાં કોઈ એમ કહે કે ‘પર્યાય ક્રમબદ્ધ જ થાય
એવી કોઈ શક્તિ આત્મામાં નથી. ’ પણ અહીં તો ચોકખું કહે છે કે આખું દ્રવ્ય જ ક્રમબદ્ધપર્યાયપણે
પરિણમવાના સ્વભાવવાળું છે. દ્રવ્યની ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ શક્તિ જ એવી છે કે ક્રમબદ્ધપર્યાયપણે જ પરિણમે,
અને ગુણો અક્રમ એક સાથે વર્તે. પર્યાયને ક્રમબદ્ધ ન માને તો તેણે ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વશક્તિને જ માની નથી.
વળી આ શક્તિ અનંત ગુણોમાં વ્યાપક હોવાથી અનંતાગુણો પણ પોતપોતાની ક્રમબદ્ધપર્યાયપણે જ પરિણમે છે.
અજ્ઞાની તો કહે છે કે ‘ક્રમબદ્ધપર્યાય થાય એવી એકેય શક્તિ નથી, ’ ત્યારે અહીં કહે છે કે દ્રવ્યના બધાય ગુણો
ક્રમબદ્ધપર્યાયપણે જ પરિણમવાના સ્વભાવવાળા છે.
પર્યાયો ઉત્પાદ–વ્યરૂપ છે, ને ગુણો ધ્રુવરૂપ છે; ઉત્પાદવ્યયરૂપ પર્યાયો ક્રમવર્તી છે ને ધ્રુવરૂપ ગુણો
અક્રમવર્તી છે. ગુણો બધા એક સાથે અક્રમે વર્તે છે તેથી તેને અક્રમવર્તી કહ્યા; પણ બધાય ગુણોની પર્યાયો તો
ક્રમબદ્ધ જ છે. ક્રમબદ્ધપર્યાયનો જે સિદ્ધાંત છે તેની સામે અજ્ઞાની એમ દલીલ કરે છે કે ‘પર્યાયો ક્રમબદ્ધ જ થાય
એવો કોઈ ગુણ આત્મામાં નથી’ –પણ અહીં તેનો ખુલાસો આવી જાય છે કે દ્રવ્યના બધાય ગુણોમાં એવો
સ્વભાવ છે કે ગુણપણે ધ્રુવ રહીને ક્રમબદ્ધપર્યાયોપણે પરિણમે છે. આ રીતે ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ શક્તિથી આખું
દ્રવ્ય ક્રમ–અક્રમ સ્વભાવવાળું છે.
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારની શરૂઆતમાં ગા. ૩૦૮ થી ૩૧૧ માં આચાર્યદેવે એ વાત સ્પષ્ટ કરી છે કે જીવ ને

PDF/HTML Page 20 of 22
single page version

background image
: ૧૮૬ : આત્મધર્મ ૨૪૮૧ : વૈશાખ :
અજીવ બધાય દ્રવ્યો પોતાના ક્રમબદ્ધપર્યાયપરિણામે પરિણમે છે. અજ્ઞાની કહે છે કે ક્રમબદ્ધ પરિણમવાનો કોઈ
ગુણ નથી; આચાર્યદેવ કહે છે કે આખું દ્રવ્ય જ એવું છે. દ્રવ્યના દરેક ગુણમાં પણ ધ્રુવ રહેવાનો ને ક્રમે
પરિણમવાનો સ્વભાવ છે. આ એક ઉત્પાદ–વ્યય–ધ્રુવ–શક્તિને બરાબર ઓળખે તો, પર્યાય આડીઅવળી થાય કે
નિમિત્તને લીધે થાય–એવી ઊંધી દ્રષ્ટિ રહે નહિ.
વળી, ધ્રુવઉપાદન અને ક્ષણિક ઉપાદાનની વાત પણ આમાં આવી જાય છે. ત્રિકાળી સ્વભાવ તે
ધ્રુવઉપાદાન છે અને એકેક સમયની પર્યાયની લાયકાત તે ક્ષણિક ઉપાદાન છે. દરેક સમયની ક્રમબદ્ધપર્યાય પોતે
પોતાનું ક્ષણિક ઉપાદાન છે, એટલે નિમિત્તને લીધે પર્યાય થાય એ વાત રહેતી નથી. આત્માના ગુણનું ધ્રુવપણું
હોવાથી તે ધ્રુવ ઉપાદાન છે ને તે અક્રમવર્તી છે તથા પર્યાયો–ઉત્પાદ–વ્યયરૂપ હોવાથી ક્ષણિક ઉપાદાન છે ને તે
ક્રમવર્તી છે. આ રીતે આત્માના ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ–સ્વભાવમાં ધ્રુવઉપાદાન અને ક્ષણિક ઉપાદાન બંને આવી
જાય છે.
ધ્રુવ ઉપાદાન અક્રમવર્તી છે એટલે કે ગુણો બધા ધ્રુવપણે એક સાથે સહવર્તી છે, પહેલાંં જ્ઞાન, પછી દર્શન,
પછી સુખ, એવો ક્રમ તેનામાં નથી. અને ક્ષણિક ઉપાદાન ક્રમવર્તી છે એટલે પર્યાયો એક પછી એક થાય છે.
સિદ્ધપર્યાય વખતે સંસારપર્યાય ન હોય; સંસારપર્યાય વખતે સિદ્ધપર્યાય ન હોય; મતિજ્ઞાન વખતે કેવળજ્ઞાન ન
હોય, કેવળજ્ઞાન વખતે મતિજ્ઞાન ન હોય, –આ રીતે પર્યાયો ક્રમવર્તી છે; પણ ગુણો તો બધાય એક સાથે જ વર્તે છે,
સંસારદશા વખતે કે સિદ્ધદશા વખતે એટલા ને એટલા ગુણો સદા એક સાથે વર્તે છે. આ રીતે ક્રમ ને અક્રમવર્તીરૂપ
વસ્તુસ્વભાવ છે. ગુણરૂપે સદા અચલ રહેવાની, અને પર્યાયરૂપે સમયે સમયે પલટવાની વસ્તુની શક્તિ છે, તેનું
નામ ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ શક્તિ છે. જ્ઞાનસ્વભાવી આત્માના પરિણમનમાં આ ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ શક્તિ પણ
ભેગી જ પરિણમે છે.
–જ્ઞાની પોતાના આવી શક્તિવાળા આત્માને ઓળખીને તેના આશ્રયે નિર્મળપણે પરિણમે છે, એટલે તેને
શક્તિ નિર્મળપણે ઊછળે છે. અજ્ઞાનીને પણ જો કે આવી શક્તિઓનું પરિણમન છે પરંતુ તેને તેની ઓળખાણ
નથી એટલે શક્તિ–સ્વભાવનો આશ્રય કરીને ન પરિણમતાં તે એકલા પરને લક્ષે પરિણમે છે, તેથી તેને વિપરીત
પરિણમન થાય છે. અહીં તો, એવી વાત છે કે, અંતરમાં અનંત શક્તિના પિંડરૂપ આત્મ સ્વભાવનું અવલંબન
લઈને, તેની સન્મુખ એકાકાર અભેદ થઈને નિર્મળ પર્યાયરૂપે પરિણમે તે જ આત્માનું ખરું પરિણમન છે, તેમાં
જ ભગવાન આત્મા પ્રસિદ્ધ થાય છે. સ્વભાવને ચૂકીને એકાન્ત પરાશ્રયે વિકારી પરિણમે તેમાં ખરેખર
આત્માની પ્રસિદ્ધિ નથી તેથી તે ખરેખર આત્મા નથી, એટલે અજ્ઞાનીને આત્માની અપ્રસિદ્ધિ છે.
પર્યાયમાં ક્રમવર્તીપણું તો જ્ઞાની અજ્ઞાની બંનેને છે, પણ જ્ઞાનીને સ્વભાવ સન્મુખતાને લીધે ક્રમવર્તી
પર્યાયો નિર્મળ થાય છે, ને અજ્ઞાનીને પર સન્મુખતાને લીધે ક્રમવર્તી પર્યાયો મલીન થાય છે. વિભાવરૂપ
પરિણમન તે શક્તિનું ખરું પરિણમન નથી, શક્તિમાં અભેદ થઈને નિર્મળ સ્વભાવરૂપ પરિણમન થાય તે જ તેનું
ખરું પરિણમન છે. અક્રમરૂપ ગુણો ને ક્રમરૂપ પર્યાયો, એવા ગુણપર્યાયોના પિંડરૂપ આત્મસ્વભાવનો આશ્રય
કરીને જીવ પરિણમ્યો ત્યારે ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ વગેરે શક્તિઓનું યથાર્થ ભાન થયું, અને ત્યારે જ શક્તિઓનું
ખરું પરિણમન પ્રગટ્યું. આ રીતે સાધકદશાની આ વાત છે. શક્તિ તો ત્રિકાળ છે, પણ પહેલાંં અભાન દશામાં
તેનું વિભાવપરિણમન હતું ને ભાન થતાં તેનું સ્વભાવપરિણમન શરૂ થયું. આ રીતે, સ્વભાવના આશ્રયે નિર્મળ
પરિણમન થાય છે તે આ શક્તિઓની ઓળખાણનું ફળ છે.
આત્મામાં શક્તિઓ અને તેનું પરિણમન તો સદાય છે, પણ અનાદિથી તે પરિણમન પરાશ્રિત હોવાથી
સંસાર છે, જો તે પરિણમન સ્વાશ્રિત હોય તો સંસાર ન રહે. આત્માની અનંત શક્તિઓમાંથી એકેક શક્તિને જુદી
લક્ષમાં લેવા જતાં શક્તિનું નિર્મળપરિણમન થતું નથી પણ વિકાર થાય છે; આત્મા એક સાથે અનંતશક્તિસંપન્ન
છે, અનંત શક્તિના પિંડરૂપ જે સ્વભાવ તેના અવલંબને પરિણમતાં મોક્ષમાર્ગરૂપ પરિણમન થાય છે, તે
પરિણમનમાં અનંત શક્તિઓ નિર્મળપણે ઊછળે છે, ને તે જ શક્તિનું ખરું પરિણમન છે. વિભાવ તો આત્માનું
ખરું પરિણમન નથી એમ કહીને તેની વાત ઊડાડી દીધી, એટલે કે અજ્ઞાનીઓને તો આ શક્તિનું નિર્મળ–
મોક્ષમાર્ગરૂપ પરિણમન થતું નથી. અહીં જે વાત ચાલે છે તે તો શક્તિઓના નિર્મળ પરિણમનની વાત છે. જ્ઞાનને
અંતર્મુખી