PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
આત્મસ્વભાવની પ્રાપ્તિ માટે તારા સ્વભાવ સિવાય બીજા કોઈ સાધનો સાથે તારે ખરેખર સંબંધ
નથી. તારા ધર્મને માટે શુદ્ધ અનંતશક્તિવાળો તારો જ્ઞાનસ્વભાવ જ સાધન છે, એના સિવાય બીજા
કોઈ સાધન સાથે તારા ધર્મનો સંબંધ નથી. તેથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મની પ્રાપ્તિને માટે હે
શોધવાની વ્યગ્રતા ન કર. તારો શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવ જ તારું સ્વતંત્રસાધન છે. એ સિવાય બીજા
કોઈ સાધનને શોધવું તેમાં તારી પરતંત્રતા છે. ‘સ્વયંભૂ’ એવો તારો શુદ્ધઅનંતચૈતન્યશક્તિ સંપન્ન
આત્મસ્વભાવ જ સર્વ પ્રકારે સાધનરૂપ થઈને સ્વયં ધર્મરૂપે પરિણમવા સમર્થ છે, માટે ‘સ્વયંભૂ
ભગવાન’ એવા તારા આત્માને જ અંતર્મુખ થઈને શોધ! તારા અનંતશક્તિવાળા શુદ્ધજ્ઞાનસ્વભાવ
સિવાય બીજા કોઈપણ સાધનને ન શોધ. સ્વભાવને જ સાધનપણે અંગીકાર કરીને પરિણમનારા
જીવો સ્વતંત્રપણે સ્વયં ધર્મરૂપ થાય છે; ને ધર્મ માટે બહારના સાધનોને શોધનારા જીવો પરના
આશ્રયે પરિણમતા થકા વ્યગ્રતાથી પરતંત્ર થાય છે. માટે જેણે સ્વાધીન ધર્મરૂપ થવું હોય તે પોતાના
શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવને ઓળખીને તેને એકને જ સાધનપણે અંગીકાર કરો, તેનો એકનો જ આશ્રય
સાધન પડ્યું છે, તેને શોધીને તેનો જ આશ્રય કર...
PDF/HTML Page 3 of 21
single page version
હતો. આ જન્મોત્સવ–પ્રસંગની ઉજવણી સાથે જ સોનગઢનું જિનમંદિર મોટું કરાવવાની આનંદકારી જાહેરાત થઈ
એ આ વખતની ખાસ વિશેષતા છે.
કરવા આવ્યું...ઊલટભેર જન્મની વધાઈ ગાતાં ગાતાં સ્વાધ્યાયમંદિરને ત્રણ પ્રદક્ષિણા કરી ને પછી ગુરુદેવના
દર્શન–સ્તુતિ કરી. ત્યાર બાદ પ્રભાતફેરી નીકળી. સોનગઢમાં આ પ્રકારની પ્રભાતફેરી પહેલવહેલી જ નીકળતી
હોવાથી સૌને ઘણો ઉલ્લાસ હતો. જિનમંદિરમાં પૂજન બાદ ‘પ્રવચનયાત્રા’ નીકળી હતી. ત્યાર બાદ પૂ. ગુરુદેવે
અદ્ભુત પ્રવચન દ્વારા જ્ઞાન–રત્નોની વૃષ્ટિ કરી...તેમાંથી ‘૬૬ રત્નો’ ઝીલીને આ અંકમાં આપવામાં આવ્યા છે.
પ્રવચન બાદ ભક્તજનો તરફથી પૂ. ગુરુદેવના મહાન ઉપકારો વ્યક્ત કરીને જન્મોત્સવનો મહિમા વ્યક્ત
કરવામાં આવ્યો હતો. તેમજ જન્મોત્સવની ખુશાલી દર્શાવતા ભક્તિ ભરેલા અનેક તાર –રંગુન, કલકત્તા, મુંબઈ,
અમદાવાદ, મૂડબીદ્રી, લાડનૂ, ભરૂચ, પાલેજ, જામનગર, રાજકોટ, વાંકાનેર, મોરબી, વઢવાણ સીટી, સુરેન્દ્રનગર,
જોરાવરનગર, લીમડી, બોટાદ, રાણપુર, લાઠી, ઉમરાળા વગેરે સ્થળોના ભક્ત મંડળ તરફથી આવેલા તે
સંભળાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ સોનગઢનું હાલનું જિનમંદિર મોટું કરાવવાની વધામણી આપવામાં
આવી હતી ને તે માટેના ફંડની રકમો જાહેર કરવામાં આવી હતી, સાથે સાથે ૬૬ મા જન્મોત્સવ નિમિત્તેના
મેળવાળી રકમો પણ જાહેર કરવામાં આવી હતી. આ જન્મોત્સવ ફંડની રકમો પણ જિનમંદિર માટે જ
ઉપયોગમાં લેવાનું નક્કી થયું હોવાથી બંને ફંડની વિગત એક સાથે આ અંકમાં આપવામાં આવી છે.
લીધે પ. બેનશ્રીબેનજી ઊભા ઊભા ભક્તિ ગવડાવતા હતા. સાંજે સીમંધરપ્રભુજીની આરતી સોના–ચાંદીના ૬૬
દીપકો વડે ઉતારવામાં આવી હતી. રાત્રે દીપકોની રોશની, તેમજ આશ્રમમાં વિધવિધ પ્રકારે ભક્તિ થઈ હતી.
આ રીતે ઘણા ઉમંગ અને આનંદપૂર્વક પૂ. ગુરુદેવનો જન્મોત્સવ ઊજવાયો હતો. અહો! ગુરુદેવનો આ જન્મ
ભક્તજનોને મહા કલ્યાણકારી છે, જેમના અંતરમાંથી જ્ઞાનની હાકલ પડતાં જ મોહવાદળ તૂટી પડે છે એવા પૂ.
ગુરુદેવનો જ્ઞાનસૂર્ય સોળ કળાએ પરિપૂર્ણ પ્રકાશો ને ભવ્યજીવોના અજ્ઞાન–અંધકારને નાશ કરીને સર્વત્ર
જ્ઞાનપ્રકાશ ફેલાવો!
આગ્રહભરી માંગણી આવવાથી તે ‘આત્મધર્મ’માં પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પ્રવચનો પ્રસિદ્ધ થતાં પહેલાં
વાંચી જવા પૂ. ગુરુદેવે કૃપા કરી છે.
ભલામણ છે.
પ્રયત્ન કરે છે; એવા દંભી ઉપદેશકોથી સાવધાન રહેવા સૌ જિજ્ઞાસુઓને ભલામણ છે. કુંદકુંદભગવાનની દિ. જૈન
આમ્નાયની પરંપરા સિવાય બીજા કોઈમાં પણ આત્મસ્વભાવની આવી વાત યથાર્થ હોય જ નહિ.
PDF/HTML Page 4 of 21
single page version
૩ આત્મા પોતે જ્ઞાનસ્વભાવપણે પરિણમીને જાણે છે, આત્મા પોતે પરિણમીને કેવળજ્ઞાનરૂપ
૬ પર સાથે જ્ઞાનને એકતા નથી એટલે આત્માને બીજાના સંબંધથી જ્ઞાનની ઉત્પત્તિ થાય–એમ
૯ આત્મા સિવાય રાગ સાથે કે પર સાથે જ્ઞાન કદી એકરૂપ થયું જ નથી.
૧૦ જ્ઞાનને પોતાના આત્મા સાથે ત્રિકાળ એકરૂપતા છે, આત્માથી કદી જુદાઈ નથી.
૧૧ આત્માને અને જ્ઞાનને અનાદિઅનંત સ્વભાવસિદ્ધ સમવાયસંબંધ છે અર્થાત્ જ્ઞાનને અને
PDF/HTML Page 5 of 21
single page version
૧૪ તારા જ્ઞાનને પર સાથે તો એક ક્ષણ પણ તાદાત્મ્યસંબંધ નથી, સદાય ભિન્નતા જ છે.
૧પ વળી તારી પર્યાયમાં જે રાગાદિભાવ છે તેની સાથે આત્માને એક સમયનો અનિત્ય
૧૭ આત્માને પર સાથે ક્ષણિક નિમિત્ત–નૈમિત્તિકસંબંધ છે, પણ તાદાત્મ્યસંબંધ (એકતા) તો છે
૧૯ પરની સાથે એકતાનો સંબંધ તો કદી છે જ નહિ, એટલે તેની વાત નથી.
૨૦ વિકારની સાથે ક્ષણિકસંબંધ છે, તે આદરણીય નથી કેમકે તે સંબંધ જેટલા આત્મા નથી.
૨૧ આત્મા સાથે જ્ઞાનની એકતાનો જે કાયમી સંબંધ છે તે જ આદરણીય છે,– આવો ભગવાન
૨૪ જુઓ, આ આત્મામાં વળવાની વાત છે; આમાં એકાગ્ર થઈને સમજવું તે કલ્યાણનો રસ્તો છે.
૨પ અંદર એકાગ્ર થઈને સમજવાના ટાણે જેને બીજી ઠઠ્ઠા મશ્કરી સૂઝે છે તે જીવ જ્ઞાનની મહા
૨૭ આનંદસ્વરૂપ આત્મા છે; અંતરમાં જ્ઞાન ને આત્માની એકતા નિહાળતાં અપૂર્વ આનંદ આવ્યા
૩૦ આત્મા વસ્તુ છે, તેનો ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે.
૩૧ તે જ્ઞાનસ્વભાવી આત્મા સાથે એકતા કરતાં પર્યાયમાં અતીન્દ્રિય આનંદ ઉલ્લસે છે.
૩૨ જુઓ આ છે સમકીતનો ઉપાય...આનંદનો ઉપાય..ધર્મનો ઉપાય...અપૂર્વ હિતનો ઉપાય.
૩૩ જ્ઞાન આત્માને અતિ નીકટપણે અવલંબીને–અભિન્ન પ્રદેશપણે રહેલું છે.
૩૪ આવું સ્વરૂપ સમજીને એકવાર અંતરથી ઉલ્લાસ લાવે તો બેડો પાર થઈ જાય.
૩પ ઉલ્લાસમાન વીર્યવંત આ સમજવાને માટે પાત્ર છે.
૩૬ બહારની–પૈસા વગેરેની વાત સાંભળતાં ઉલ્લાસ લાવે છે પણ તેમાં તો આત્માનું કાંઈ હિત કે
૩૮ જ્ઞાન ને આત્માની આવી એકતા જે સમજાવે તે જ દેવ–ગુરુ–શાસ્ત્ર સાચાં છે.
૩૯ બહારના આશ્રયથી જ્ઞાનનો લાભ થવાનું જે મનાવે તે દેવ–ગુરુ કે શાસ્ત્ર સાચાં નથી.
PDF/HTML Page 6 of 21
single page version
૪૨ જ્ઞાન સાથે એકમેક એવો આત્મા, સુખ વગેરે અનંત સ્વભાવોનો પણ આધાર છે;
૪૩ એટલે આત્મામાં એકતા થતાં જ્ઞાન સાથે સુખ, શ્રદ્ધા વગેરે અનંત સ્વભાવો ખીલે છે.
૪૪ જ્ઞાનની જેમ તે શ્રદ્ધા, સુખ વગેરે ગુણો સાથે પણ આત્મા એકમેકપણે પરિણમી રહ્યો છે.
૪પ જુઓ, આમાં સમજાણું કાંઈ?... (જી...હા!)
૪૬ એક સાથે આત્મા અનંતસ્વભાવોપણે પરિણમે છે, તેથી આત્મા જ્ઞાન પણ છે, આત્મા સુખ
૪૮ આવા આત્માની સામે દ્રષ્ટિ કર્યા વગર બહારમાં બીજે કયાંય ઉદ્ધારના રસ્તા નથી.
૪૯ એક સમયની પર્યાયમાં વિકાર સાથે ક્ષણિકસંબંધ છે, પણ તેટલો આત્મા નથી.
પ૦ ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિથી તો વિકાર સાથે પણ અનિત્યનિમિત્તનૈમિત્તિક સંબંધ જ છે,–એકતા
પ૨ સ્વભાવમાં અત્યંત અભાવ હોવાથી વિકાર સાથે આત્માને એકતા નથી, તેથી તેનો સંબંધ છૂટી શકે છે.
પ૩ પરદેશમાં કોઈ સાથે ક્ષણિક સંબંધ બાંધ્યો હોય તે સ્વદેશમાં આવતાં છૂટી જાય છે;
પ૪ તેમ સંસારમાં પરભાવ સાથે જે ક્ષણિકસંબંધ છે તે સ્વભાવમાં નથી તેથી સ્વભાવદ્રષ્ટિમાં તે સંબંધ
પ૬ ‘જ્ઞાન’ ધર્મ દ્વારા આત્મા જ્ઞાન છે.
પ૭ ‘સુખ’ ધર્મ દ્વારા આત્મા સુખ છે.
પ૮ ‘પ્રત્યક્ષસંવેદન’ રૂપ ધર્મ દ્વારા આત્મા પ્રકાશ છે.
પ૯ ‘પ્રભુતા’ ધર્મ દ્વારા આત્મા પરમેશ્વર છે... (ઈત્યાદિ)
૬૦ એ પ્રમાણે અનંતધર્મો સાથે એકતારૂપ આત્મા છે તેથી અનેકાન્ત બળવાન છે.
૬૧ ભગવાન સર્વજ્ઞદેવના દિવ્યધ્વનિમાં જે પ્રવચનો નીકળ્યાં તેનો સાર આ પ્રવચનસારમાં છે.
૬૨ આત્માના અનંતધર્મોમાં જ્ઞાન તે વિશેષસ્વભાવ હોવાથી ‘જ્ઞાન તે આત્મા’ એમ કહીને
૬૪ આવો ભગવાન જિનેન્દ્રદેવનો અનેકાન્ત માર્ગ છે.
૬પ આ સમજીને પરથી સંબંધ તોડવો...ને આત્મા સાથે સંબંધ જોડવો તે અપૂર્વ ધર્મ છે.
૬૬ આવો આત્મા સમજે તેનો જન્મ સફળ છે.
PDF/HTML Page 7 of 21
single page version
અલ્પનિદ્રામાં એ મંગલસૂચક દ્રશ્ય દેખીને તેઓ સંતુષ્ટ થાય છે.
‘જય હો શ્રુતદેવતાનો...’ એવા આશીર્વાદ એ શ્રુતવત્સલસંતના શ્રીમુખેથી સરી પડે છે.
આજથી અનેક સૈકાઓ પહેલાંનો એ પાવન પ્રસંગ છે.
એ પાવન પ્રસંગની જન્મભૂમિ હતી–સૌરાષ્ટ્રના ગીરનારધામની ચંદ્રગૂફા!
બીજે દિવસે સવારમાં ધર્મધુરાનું વહન કરવામાં સમર્થ એવા બે મુનિવરો આવે છે...તેઓ ભક્તિ
મુનિવરોના નિર્મળ હૃદયમાં ઠાલવી રહ્યા છે.
PDF/HTML Page 8 of 21
single page version
બોળીને આ ભાવો કાઢ્યા છે. છઠ્ઠા–સાતમા ગુણસ્થાને
આત્માના આનંદમાં ઝૂલતા મુનિઓના અનુભવના
ઊંડાણમાંથી આ ભાવો નીકળ્યા છે. અહો! સંતો અપૂર્વ
વારસો મૂકી ગયા છે. શુદ્ધરત્નત્રયરૂપી જે તારું કર્તવ્ય,
તેનું કારણ તારા સ્વભાવમાં જ વર્તે છે; અંતરમાં જ્યારે
જો ત્યારે મોક્ષમાર્ગનું કારણ તારામાં વર્તી જ રહ્યું છે. આ
કારણને ઓળખીને તેની સાથે એકતા કરતાં
મોક્ષમાર્ગરૂપી કાર્ય થઈ જાય છે. અંતરમાં કારણ–કાર્યની
એકતા સાધતાં સાધતાં આ ટીકા રચાઈ ગઈ છે. જુઓ
તો ખરા! ટીકાકારે કેવા ભાવો કાઢ્યા છે!! જંગલમાં
બેઠાં બેઠાં સિદ્ધની સાથે વાતું કરી છે........
આ નિયમસાર વંચાય છે. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે આ નિયમસારમાં અલૌકિક ભાવો ભર્યા છે; ને
કહે છે––
विवरीयपरिहरत्थं भणिदं खलु सारमिदि वयणं।।
વિપરીતના પરિહાર અર્થે ‘સાર’ પદ યોજેલ છે.
PDF/HTML Page 9 of 21
single page version
કહીને અમે વિપરીતને પરિહાર કર્યો છે; એટલે કે નિશ્ચયરત્નત્રયથી વિપરીત એવા જે વ્યવહારરત્નત્રયનો રાગ
તે મોક્ષમાર્ગ નથી પણ બંધમાર્ગ છે–એમ બતાવ્યું છે. મોક્ષને માટે કર્તવ્ય હોય તો તે રાગ રહિત શુદ્ધરત્નત્રય જ
છે; એ સિવાય શુભરાગરૂપ જે વ્યવહાર રત્નત્રય છે તે ખરેખર કર્તવ્ય નથી, મોક્ષનું કારણ નથી.
આશ્રયે મોક્ષમાર્ગ નથી એમ જાણીને તે વ્યવહારનું અવલંબન છોડવા જેવું છે. નિશ્ચયરત્નત્રય તે મોક્ષમાર્ગ છે,ને
વ્યવહારરત્નત્રય તે તેનાથી વિપરીત એટલે કે બંધમાર્ગ છે. વ્યવહાર કરતાં કરતાં તેના આશ્રયે નિશ્ચયરત્નત્રય
થઈ જશે–– એમ જે માને છે, તેણે વિપરીતનો પરિહાર ન કર્યો પણ વિપરીતનો આદર કર્યો એટલે તેની શ્રદ્ધા
વિપરીત થઈ.
કહેવાય કે જેના આશ્રયથી કાર્ય પ્રગટે. જેમ કાર્ય વર્તમાન છે તેમ તેના આશ્રયભૂત કારણ પણ વર્તમાન જ છે.
તે સ્વભાવરત્નત્રયના બે પ્રકાર–એક કારણરૂપ, અને બીજા કાર્યરૂપ; અહીં તેને કારણનિયમ અને
જુઓ, આ કારણનિયમ અને કાર્યનિયમની અદ્ભુત વ્યાખ્યા! કારણનિયમ તો બધા જીવોમાં ત્રિકાળ
મોક્ષમાર્ગ નવો પ્રગટ થાય છે, અને તે જ ખરેખર કર્તવ્ય છે.
છે, તે કારણના આશ્રયે જ મોક્ષમાર્ગરૂપી કાર્ય પ્રગટે છે.
વર્ણવીને અદ્ભુત ટીકા કરી છે. જેમ સમયસારમાં અમૃતચંદ્રાચાર્યદેવે એવી શૈલીથી ટીકા કરી છે કે મૂળ સૂત્રમાં
અસ્તિની વાત હોય તો ભેગી નાસ્તિની વાત કરે, અને નાસ્તિની વાત હો તો ભેગી અસ્તિની વાત કરે.–એ રીતે
અલૌકિક ટીકા કરી છે; તેમ આ નિયમસારમાં પદ્મપ્રભમુનિરાજે કાર્યની સાથે સાથે ત્રિકાળી કારણની(–
કારણશુદ્ધપર્યાયની) વાત કરીને ટીકામાં અલૌકિક રહસ્યો ખોલ્યાં છે. આ અપૂર્વ વાત છે; કેટલાક જીવોએ તો
જિંદગીમાં આ વાત સાંભળી પણ નહિ હોય.
––કયું કાર્ય નિયમથી કર્તવ્ય છે? પ્રથમ શરીરાદિ જડ પદાર્થોનાં કાર્યો તો આત્માથી જુદાં છે, તે કાંઈ
કરીને જીવ સંસારમાં રખડી રહ્યો છે, તે પણ જીવનું ખરું કર્તવ્ય નથી. જેનાથી
PDF/HTML Page 10 of 21
single page version
નિયમથી કર્તવ્ય છે, તેથી શુદ્ધરત્નત્રય તે નિયમસાર છે. શુદ્ધરત્નત્રયરૂપી જે નિયમથી કરવા જેવું કાર્ય, તે કાર્યનું
કારણ કોણ? તે અહીં ઓળખાવે છે.
એટલે કે તેની દ્રષ્ટિ કરીને એકાગ્ર થતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટી જાય છે.
સ્વભાવઅનંતચતુષ્ટયમય શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ છે તેની વાત છે. આ સ્વભાવ અનંતચતુષ્ટય કહ્યા તે
પારિણામિકભાવરૂપ છે, ને કેવળજ્ઞાનાદિ ચતુષ્ટય પ્રગટે છે તે તો ક્ષાયિકભાવરૂપ છે.
મોક્ષમાર્ગ પ્રગટે છે. અહીં જે ‘શુદ્ધજ્ઞાનચેતના પરિણામ’ કહ્યા તે ત્રિકાળ પારિણામિકભાવે છે, ઔદયિકાદિ ચાર
ભાવોથી તે નિરપેક્ષ છે અને દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે. ચેતનાના ત્રણ પ્રકારોમાં જે જ્ઞાનચેતના આવે છે તે તો
પર્યાયરૂપ છે, કાર્ય છે, ને વ્યવહારનયનો વિષય છે. ત્રિકાળી શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તે કારણનિયમ છે, ને
તેના અવલંબને નિર્મળકાર્ય પ્રગટી જાય છે.
અનુભવના ઊંડાણમાંથી આ ભાવો નીકળ્યા છે. અહો! સંતો અપૂર્વ વારસો મૂકી ગયા છે. શુદ્ધરત્નત્રયરૂપી જે
તારું કર્તવ્ય, તેનું કારણ તારા સ્વભાવમાં જ વર્તે છે. અંતરમાં જ્યારે જો ત્યારે મોક્ષમાર્ગનું કારણ તારામાં વર્તી
જ રહ્યું છે. આ કારણને ઓળખીને તેની સાથે એકતા કરતાં મોક્ષમાર્ગરૂપી કાર્ય થઈ જાય છે. અંતરમાં કારણ–
કાર્યની એકતા સાધતાં સાધતાં આ ટીકા રચાઈ ગઈ છે. જુઓ તો ખરા! ટીકાકારે કેવા ભાવો કાઢ્યા છે!!
જંગલમાં બેઠાબેઠા સિદ્ધની સાથે વાતું કરી છે: ‘હે ભગવાન સિદ્ધ! તમે કેવા કારણથી સિદ્ધ થયા?’–કે અંતરમાં
જે સહજ શુદ્ધ જ્ઞાનચેતનાપરિણામ ત્રિકાળ કારણ છે તે કારણના આશ્રયે જ મોક્ષમાર્ગ પ્રગટ કરીને સિદ્ધ થયા.’
પોતે પણ એવા કારણનું સેવન કરીને સિદ્ધદશાને સાધી રહ્યા છે,–એવા મુનિઓની ટીકા રચી છે.
પરિણામ વર્તે છે, તે જ મોક્ષમાર્ગનું કારણ છે, આમ બતાવીને આચાર્યદેવે વ્યવહારના અવલંબનની બુદ્ધિ
છોડાવી છે. શુદ્ધરત્નત્રયરૂપ જે નિશ્ચય મોક્ષમાર્ગ તેને મોક્ષનું કારણ કહેવું તે પણ વ્યવહારકારણ છે, કેમકે તે
પર્યાયના આધારે કાંઈ મોક્ષપર્યાય પ્રગટતી નથી. શુદ્ધરત્નત્રય તે મોક્ષમાર્ગ તો નિશ્ચયથી છે, પણ તે
નિશ્ચયમોક્ષમાર્ગને મોક્ષનું કારણ કહેવું તે વ્યવહાર છે. સહજ શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ–કે જેને આગળ જતાં
‘કારણશુદ્ધપર્યાય’ કહીને વર્ણવશે–તે મોક્ષનું નિશ્ચયકારણ છે, તેના આધારે સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્ર ને મોક્ષદશા
પ્રગટી જાય છે. મોક્ષદશામાં પણ તે કારણનો અભાવ થતો નથી, મોક્ષદશામાં પણ તે સદાય સાથેને સાથે રહે છે.
એવા આ સ્વભાવચતુષ્ટયમય શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ તે પણ ધ્રુવરૂપ છે. કારણનિયમરૂપ છે, દરેક આત્મામાં
ત્રિકાળ એકરૂપ રહેલ છે; તે પારિણામિકભાવે છે; તેમાં પરિણમન કહેવાય, પણ તે પરિણમન સદ્રશરૂપ છે,
સંસાર અને મોક્ષપર્યાયની જેવું ઉત્પાદ–વ્યયરૂપ પરિણમન તેમાં નથી. આવો કારણસ્વભાવ અંર્તર્દ્રષ્ટિનો વિષય
છે. આવા કારણને ઓળખે તો નિર્મળ
PDF/HTML Page 11 of 21
single page version
નથી. જેમ મોર થવાની શક્તિ મોરના ઇંડામાં પડી છે તેથી તેમાંથી મોર થાય છે; તેમ ચૈતન્યની શક્તિમાં
પરમાત્મદશાનું સામર્થ્ય ભર્યું છે તેમાંથી પરમાત્મદશા પ્રગટ થાય છે. પોતાના આત્માની શક્તિનો વિશ્વાસ
અને મહિમા આવવો જોઈએ કે પરમાત્મશક્તિ મારામાં જ ભરી છે, ક્યાંય બહારથી તે કાર્ય પ્રગટવાનું નથી.
અહીં તો, ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ’ કહીને, સામાન્યધ્રુવની સાથે વિશેષધ્રુવ બતાવવું છે, તે નજીકનું કારણ છે,
તેને “કારણનિયમ” કહ્યો છે, અને તે કારણનિયમમાં અનંતી મોક્ષપર્યાય આપવાનું સામર્થ્ય છે. પરમ
ઉત્કૃષ્ટસ્વભાવથી ભરેલો પારિણામિક ભાવ છે અને તેમાં સ્થિત એવો સ્વભાવ–અનંતચતુષ્ટયસ્વરૂપ સહજ
શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તે કારણનિયમ છે; આને ‘કારણનિયમ’ કહીને મુનિરાજે બીજા કારણોનો અભાવ
બતાવ્યો છે એટલે કે રાગાદિ વ્યવહાર કારણો તે ખરેખર કારણ નથી–એમ સમજાવ્યું છે. અંતરમાં સહજ
પારિણામિક ત્રિકાળભાવ અને તેના શુદ્ધચેતનાપરિણામ તે નિશ્ચયકારણ છે, તે કારણના આશ્રયે તે નિયમથી
મોક્ષમાર્ગ પ્રગટે છે. કાર્યનિયમની સાથે કારણનિમની વાત કરીને અદ્ભુત રહસ્ય ખોલ્યું છે. કારણનિયમરૂપ
સ્વભાવ દરેક આત્મામાં વર્તી જ રહ્યો છે, તેના તરફ વળીને તેનો આશ્રય કરતાં કાર્યનિયમરૂપ મોક્ષમાર્ગ
પ્રગટે છે. આ રીતે પોતાનો અંતર્મુખસ્વભાવ તે જ કારણ છે. જેમ કાર્ય વર્તમાન છે તેમ તે કાર્યના આધારરૂપ
ધ્રુવકારણ તે પણ વર્તમાન છે. જેમ સામાન્યદ્રવ્ય ત્રિકાળ ધ્રુવ છે તેમ તેનું વિશેષરૂપ વર્તમાન...વર્તમાન ધ્રુવ
પણ વર્તે છે; જો વર્તમાન પરિપૂર્ણ કારણરૂપે ધ્રુવ ન વર્તતું હોય તો મોક્ષમાર્ગરૂપી કાર્ય પ્રગટવાનું સામર્થ્ય
ક્યાંથી આવશે? જે નિર્મળકાર્ય છે તે વર્તમાન વર્તતા ધ્રુવકારણની સાથે અભેદ થાય છે. અહીં ‘સામાન્ય ધ્રુવ’
ને ‘વિશેષ ધ્રુવ’ એમ કહીને કાંઈ ધ્રુવના બે ભાગ નથી બતાવવા, પણ ધ્રુવ સ્વભાવની પરિપૂર્ણતા બતાવવી
છે. ત્રિકાળી સામાન્ય જેમ ધ્રુવ છે, તેમ તેનું વર્તમાન વિશેષ પણ ધ્રુવ છે; તેના જ આશ્રયથી નિર્મળ કાર્ય
પ્રગટી જાય છે માટે તેને કારણ (અર્થાત્ કારણશુદ્ધપર્યાય) કહે છે. ત્રિકાળી અભેદસ્વભાવનું જોર વર્તમાનમાં
પણ એવું ને એવું છે. તે દ્રષ્ટિનો વિષય છે, પણ તેનું વેદન ન થાય, વેદન તો તેના આશ્રયે જે નિર્મળ પર્યાય
પ્રગટે તેનું થાય.
દળ તો શુદ્ધ છે ને તેનું વર્તમાન થર પણ એવું જ શુદ્ધ છે, તેના આધારે મોક્ષમાર્ગ ઝાડ ઊગે છે. ‘વર્તમાન’
કહેતાં અહીં વર્તમાન વર્તતી ઉત્પાદ વ્યયવાળી પર્યાય ન લેવી, પણ વર્તમાન વર્તતું ધ્રુવ સમજવું. ધ્રુવ–આશ્રય
વર્તમાનમાં પડ્યો છે–એમ અહીં અંદરનો આશ્રય બતાવવો છે.
વર્તમાનમાં જ પડ્યું છે, તે કારણને નવું ઉત્પન્ન કરવું પડતું નથી, તે કારણના આશ્રયે કાર્ય પ્રગટી જાય છે. કારણ
ક્યાંય બહાર શોધવા જવું પડે એમ નથી. એવું ને એવું ધ્રુવ જ્યારે જો ત્યારે વર્તમાનમાં તારી પાસે જ પડ્યું છે,
તેની પ્રતીત–જ્ઞાન ને રમણતા કરવી તે મોક્ષમાર્ગ છે. ધ્રુવ કારણ તો ત્રિકાળ પડ્યું છે ને તેને ઓળખતાં
મોક્ષમાર્ગ નવો પ્રગટે છે. મોક્ષમાર્ગ–શુદ્ધરત્નત્રય તે કાર્યનિયમ છે ને ધ્રુવસ્વભાવ તે કારણનિયમ છે.
કારણનિયમને કરવો નથી પડતો, તે તો ત્રિકાળ છે, જ્યારે જુઓ ત્યારે અંતરમાં કારણનિયમ તરીકે આત્મા
શોભી રહ્યો છે, તેના અંતર્મુખ અવલોકનથી કાર્યનિયમ પ્રગટી જાય છે. આવો કાર્યનિયમરૂપ મોક્ષમાર્ગ પ્રગટ
કરવો તે જ જીવનું નિયમથી કર્તવ્ય છે.
અંતરના ભંડાર બતાવે છે. ભાઈ! અનંતા મોક્ષનાં નિધાન
PDF/HTML Page 12 of 21
single page version
પ્રગટે એવો તારો ભંડાર છે. અંતરની આંખ ઉઘાડીને જુએ તો ખબર પડે ને? તારો ભંડાર તને ખૂલ્લો કરીને
બતાવીએ છીએ. અંતરના ભંડારને દેખ તો પોતાના મોક્ષને માટે બહારનાં કારણો શોધવાના ઝાંવા ન રહે. જેને
પોતાની અંર્તશક્તિનો ભરોસો નથી ને બહારમાં કારણોને શોધે છે તેને કહે છે કે અરે જીવ! તારા
મોક્ષમાર્ગરૂપી કાર્યનું કારણ સ્વભાવરત્નત્રય ત્રિકાળ તારી પાસે છે, તેના આશ્રયે તારું કાર્ય પ્રગટી જશે. એ
સિવાય બીજા કોઈ કારણના અવલંબનથી મોક્ષમાર્ગ પ્રગટે તેમ નથી.
કારણશુદ્ધપર્યાયને (અર્થાત્ શુદ્ધજ્ઞાનચેતનાપરિણામને) ‘કારણનિયમ’ કહીને મોક્ષમાર્ગના કારણની એકદમ
નજીકતા બતાવવી છે. દ્રવ્ય ગુણ ને કારણશુદ્ધપર્યાય એ ત્રણેનું કાંઈ જુદું જુદું અવલંબન નથી, સમ્યગ્દર્શન
વગેરેમાં તે ત્રણેની અભેદતાનું જ અવલંબન છે. વર્તમાનધ્રુવરૂપ આ કારણશુદ્ધપર્યાય વગર દ્રવ્યની વર્તમાનમાં
પરિપૂર્ણતા સાબિત થતી નથી,––દ્રવ્યની અખંડતા સિદ્ધ થતી નથી.
ઉત્પાદવ્યયવાળી પર્યાયો છે તે સદા એકરૂપ નથી, તો તે ઉત્પાદ વ્યય સિવાયની ધ્રુવરૂપ એવી કારણશુદ્ધપર્યાય
અનાદિઅનંત પારિણામિકભાવે જીવમાં વર્તે છે. કેવળજ્ઞાનાદિ પ્રગટે તેની આ વાત નથી પણ ત્રિકાળીની આ
વાત છે. સંસાર અને મોક્ષ એ બંને પર્યાયો અવ્યવસ્થિત છે એટલે કે તે ત્રિકાળ એકરૂપ નથી, સંસાર વખતે
મોક્ષપર્યાય ન હોય, ને મોક્ષ વખતે સંસારપર્યાય ન હોય–એ રીતે તેનો વિરહ છે, જ્યારે આ કારણશુદ્ધપર્યાય તો
સદા એકરૂપ વ્યવસ્થિત છે, દ્રવ્યમાં ત્રિકાળ અભેદરૂપ હોવાથી તેનો કદી વિરહ નથી; તે ઉત્પાદ–વ્યય વિનાની
ધ્રુવપરિણતિ છે. ધર્માસ્તિકાય વગેરે ચાર દ્રવ્યોમાં તો ઉત્પાદ–વ્યયવાળી પરિણતિ પારિણામિકભાવે સદા એકરૂપ
છે, ત્યારે જીવમાં ઉત્પાદ–વ્યય વિનાની ધ્રુવપરિણતિ પારિણામિકભાવે એકરૂપ છે. તેની ઉત્પાદ–વ્યયરૂપ પર્યાયમાં
એકરૂપતા નથી પણ વિવિધતા છે. ક્યારેક મિથ્યાત્વાદિ સંસારપર્યાય, ક્યારેક સમ્યગ્દર્શનાદિક સાધકદશા, ને
ક્યારેક પૂર્ણશુદ્ધતારૂપ સિદ્ધદશા –એમ ખંડખંડ છે પણ એકરૂપતા નથી. તે ખંડ વિનાની એકરૂપ ધ્રુવપરિણતિ છે
તેને અહીં ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ’ કહ્યા છે, તે સદા એકરૂપ પારિણામિકભાવે છે.
તેને પારિણામિકભાવે પણ કહેવાય, છતાં તેમાં નિમિત્ત તરીકે તો કર્મના ઉદયાદિની અપેક્ષા છે. જ્યારે આ
કારણશુદ્ધપર્યાયમાં તો નિમિત્ત તરીકે પણ કર્મની અપેક્ષા નથી, તે તો કર્મના ઉદયાદિની અપેક્ષા રહિત સદા
પારિણામિકભાવે વર્તે છે. ઔદયિકાદિ ચારે ભાવો નિમિત્ત–સાપેક્ષ છે, ને આ કારણશુદ્ધપર્યાય તો
પારિણામિકભાવની નિરપેક્ષપરિણતિ છે.
ત્રિકાળ એકરૂપ નથી, તો તે સિવાયનો સદા એકરૂપ ભાવ કયો છે જેના આશ્રયે એકાગ્રતા થઈ શકે? તે અહીં
બતાવવું છે. ચારે દ્રવ્યોના અખંડ પારિણામિકભાવને જાણનાર તો આત્મા છે, તો આત્મામાં પોતામાં પણ એક
ધ્રુવપરિણતિ અનાદિઅનંત એકરૂપ શુદ્ધ પારિણામિકભાવે વર્તે છે. દ્રવ્ય–ગુણ ને કારણશુદ્ધપર્યાય એ ત્રણે
અખંડપણે દ્રવ્યાર્થિકનયનો પૂરો વિષય છે. આ જૈનદર્શનની મૂળ વાત છે, આના વગર દ્રવ્યની વર્તમાન અખંડતા
સિદ્ધ થતી નથી, દ્રષ્ટિનો વિષય વર્તમાનમાં પૂરો થતો નથી. જીવની પર્યાયમાં સંસાર કે મોક્ષ એવી વિસદ્રશતા
હોવા છતાં, દ્રવ્ય–ગુણ ને કારણશુદ્ધપર્યાયની એકરૂપતા કદી તૂટતી નથી. જૈનદર્શન કહો કે વસ્તુદર્શન કહો તેની
આ વાત છે. આ અલૌકિક વાત છે. અહો! સનાતન વીતરાગમાર્ગના સંત મુનિઓએ સર્વજ્ઞભગવાનના પેટનાં
રહસ્ય ખોલ્યાં છે.
PDF/HTML Page 13 of 21
single page version
ઉત્તર :– આ નિયમસારમાં મુખ્યપણે મોક્ષમાર્ગનું ને મોક્ષનું કથન છે, તે બંને શુદ્ધપર્યાયો છે તેથી તે
નિકટનું કારણ છે, તે કારણના અવલંબને મોક્ષમાર્ગનું શુદ્ધકાર્ય પ્રગટે છે. ‘શુદ્ધકારણ’ના મનનથી ‘શુદ્ધકાર્ય’ પ્રગટે છે.
ગુરુઓની પરંપરાથી મને જે અર્થો મળ્યા છે તે જ હું કહીશ.
છે કે મારા મુખમાંથી પરમાગમરૂપી પુષ્પનો રસ ઝરે છે, એટલે આ જે ટીકા રચાય છે તે પરમાગમનો નીચોડ
છે, પરમાગમનો સાર છે.
દોષ કાઢે તે તો મહા મૂઢતા અને સ્વચ્છંદ છે. ભાઈ! સાધારણ જીવોથી મુનિઓનાં હૃદય ઉકેલવાં મુશ્કેલ છે.
સ્વભાવરત્નત્રય બે પ્રકારે છે––
(૧) કાર્યરૂપ સ્વભાવરત્નત્રય,
(ર) કારણરૂપ સ્વભાવરત્નત્રય;
(૧) સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગના જે રત્નત્રય છે તે કાર્યરૂપ છે, તેને ‘કાર્યનિયમ’ કહે છે;
જુઓ, આ કારણ! મોક્ષમાર્ગરૂપી જે કાર્ય તેનું આ કારણ છે. કારણનિયમ કહો કે કારણ–શુદ્ધપર્યાય
‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ’ કહ્યા છે. અહીં માત્ર ‘શુદ્ધજ્ઞાન’ અથવા ‘શુદ્ધજ્ઞાનચેતના’ એમ ન કહેતાં ‘પરિણામ’
શબ્દ સાથે મૂકીને ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ’ કહ્યા છે. ‘પરિણામ’ કહ્યા છતાં તે ક્ષણિક ઉત્પાદવ્યયરૂપ નથી પણ
એકરૂપ પારિણામિકભાવે છે; તે મોક્ષમાર્ગરૂપ નથી પણ તેના ધ્રુવ કારણરૂપ છે. કાર્યસ્વભાવરત્નત્રયરૂપ
મોક્ષમાર્ગ તો ક્ષાયિક વગેરે ભાવે છે ને કારણસ્વભાવરત્નત્રયરૂપ જે આ ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ’ તે તો સહજ
પારિણામિકભાવરૂપ છે.
• આ કારણસ્વભાવરત્નત્રય તે મોક્ષમાર્ગ નથી, પરંતુ મોક્ષમાર્ગનું કારણ છે એટલે તેને ‘કારણનિયમ’
• મોક્ષમાર્ગરૂપ જે કાર્યનિયમ શુદ્ધરત્નત્રયપર્યાય છે તે તો દ્રવ્યનો આશ્રય કરીને નવી ઊપજી છે. ત્યારે
નવો પ્રગટ્યો એમ નથી, તે તો દ્રવ્યસ્વભાવમાં પરમ પારિણામિકભાવે સદાય સ્થિત જ છે. નવું પ્રગટવાપણું
તેમાં નથી પણ તેનું ભાન કરનાર જીવને મોક્ષમાર્ગ નવો પ્રગટે છે. જગતમાં તો મોક્ષમાર્ગ અનાદિઅનંત ચાલી
જ રહ્યો છે પણ તે જીવને પોતાને માટે મોક્ષમાર્ગની નવીન શરૂઆત થઈ છે.
PDF/HTML Page 14 of 21
single page version
આ કારણશુદ્ધપર્યાય દરેક ગુણમાં પણ છે. પવનના નિમિત્તે સમુદ્રના પાણીમાં તરંગો ઊઠે છે તે તો ઉપરનાં મોજાં
છે, પાણીનું દળ જુઓ તો તે એકરૂપ છે. તેમ આત્મામાં રાગાદિ વિકારી ભાવો અથવા તેના અભાવથી પ્રગટતી
નિર્મળ પર્યાયો છે તે બધા અપેક્ષિતભાવો છે, ક્ષણિક ઉત્પાદ–વ્યયરૂપ છે, તે ક્ષણિક ભાવોના આશ્રયે સમ્યગ્દર્શન
થતું નથી. દરિયામાં જેમ પાણીનું દળ, પાણીનો શીતળ સ્વભાવ અને પાણીની સપાટી–એ ત્રણે અભેદરૂપ તે
સમુદ્ર છે, તે ત્રણે હંમેશાં એવા ને એવા જ રહે છે; તેમ આત્મા ચૈતન્ય દરિયો છે, તેમાં આત્મદ્રવ્ય, તેના જ્ઞાનાદિ
ગુણો અને તેનું ધ્રુવરૂપ વર્તમાન અર્થાત્ કારણએ ત્રણે થઈને વસ્તુરૂપની પૂર્ણતા છે, તે જ પરમ પારિણામિક
ભાવ છે અને તેના જ આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. હજી આગળ જતાં (ગા. ૧૦ થી ૧પમાં) આ વાત
વિસ્તારથી આવશે.
અવલંબન લ્યે એટલી જ વાર છે કારણ તો સદા શુદ્ધ જ છે, તેમાં એકતા કરતાં શુદ્ધ કાર્ય પ્રગટી જાય છે.
અંતર્મુખ સ્વભાવમાં વળતાં દ્રવ્ય–ગુણ ને કારણશુદ્ધપર્યાય એ ત્રણેની અભેદતાનું અવલંબન થાય છે, ને તેના
અવલંબને સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાય પ્રગટી જાય છે, તે પર્યાય ઉત્પાદ–વ્યયરૂપ છે– ચૈતન્યનું આખેઆખું
ધ્રુવદળ વર્તમાનમાં કારણરૂપે વર્તી જ રહ્યું છે, તેમાં એકાગ્ર થઈને તેનું મનન કરતાં મોક્ષમાર્ગ પ્રગટી જાય છે,
વ્યવહારરત્નત્રય પણ હોય છે પણ તે કર્તવ્ય નથી. વ્યવહારરત્નત્રયના રાગને જે કર્તવ્ય માને છે તે જીવ
મોક્ષમાર્ગમાં આવ્યો જ નથી, નિયમરૂપ કર્તવ્ય અર્થાત્ મોક્ષમાર્ગ શું છે તેની તેને ખબર પણ નથી.
જેમ છે તેમ જાણે તો જ પ્રમાણ થાય છે. આ આશયથી તે તે કાળે વ્યવહારનય ‘જાણેલો’ પ્રયોજનવાન છે–એમ
કહ્યું છે, પણ વ્યવહારનય ‘આદરેલો’ પ્રયોજનવાન છે–એમ કહ્યું નથી. વ્યવહારનયના આશ્રયથી લાભ માને તો
મિથ્યાદ્રષ્ટિ છે. આચાર્યભગવાને તો વ્યવહારનયનો આશ્રય છોડાવીને નિશ્ચયનયના આશ્રયે જ મોક્ષ થવાનું
સ્પષ્ટપણે જણાવ્યું છે; તેને ભૂલીને આ બારમી ગાથા વગેરેના ઊંધા અર્થ કરીને અજ્ઞાની જીવો પોતાની ઊંધી
દ્રષ્ટિને પોષે છે. અહીં પણ આચાર્યદેવ સ્પષ્ટપણે કહે છે કે: નિશ્ચયરત્નત્રય તે જ મોક્ષમાર્ગ છે એટલે તે જ નિયમ
છે, અને વ્યવહારરત્નત્રય તેનાથી વિપરીત છે; તે વિપરીતના પરિહાર અર્થે એટલે કે વ્યવહારરત્નત્રયના
આશ્રયે મોક્ષમાર્ગ નથી એમ બતાવવા માટે ‘નિયમ’ની સાથે ‘સાર’ શબ્દ મૂકેલ છે. વ્યવહારરત્નત્રય તે નિયમ
નથી–કર્તવ્ય નથી–મોક્ષમાર્ગ નથી, પણ બાધકપણે વચ્ચે આવી પડે છે. કારણપરમાત્માના અવલંબને જે
વીતરાગી નિશ્ચયરત્નત્રય પ્રગટે એ તે નિયમ છે–કર્તવ્ય છે–મોક્ષમાર્ગ છે.
PDF/HTML Page 15 of 21
single page version
અહીં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે નિશ્ચયરત્નત્રય તેને નિયમથી કર્તવ્ય કહ્યું; તે સમ્યગ્દર્શન–જ્ઞાન–
પરમાત્મતત્ત્વ છે તેમાં જોડાણ કરવું એટલે કે જ્ઞાનને અંતર્મુખ કરીને તે પરમતત્ત્વને જ ઉપાદેય કરવું તે
સમ્યગ્જ્ઞાન છે.
નિકટતાથી જ આ જ્ઞાન થાય છે. બીજી ગાથામાં કહ્યું હતું કે આત્માની મુક્તિનો માર્ગ સમસ્ત પરદ્રવ્યોથી અત્યંત
નિરપેક્ષ છે, શુદ્ધરત્નત્રયાત્મકમાર્ગ પરમ નિરપેક્ષ છે. વ્યવહાર રત્નત્રય તો પરના અવલંબને છે એટલે નિરપેક્ષ
નથી તેથી તે ખરેખર માર્ગ નથી. માર્ગ તો પરમ નિરપેક્ષ છે. સમ્યગ્દર્શન પણ પરમ નિરપેક્ષ છે, સમ્યગ્જ્ઞાન પણ
પરમ નિરપેક્ષ છે ને સમ્યક્ચારિત્ર પણ પરમ નિરપેક્ષ છે. ચોથા ગુણસ્થાનના સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન પણ
આવા જ છે.
સ્વભાવમાં જ અંતર્મુખપણાની અસ્તિ છે. અંતરમાં વળીને ઉપાદેય સ્વરૂપ એવો જે પોતાનો પરમસ્વભાવ, તેનું
જયાં અવલંબન લીધું ત્યાં બીજા બધાનું અવલંબન છૂટી ગયું છે. માટે કહ્યું કે, પરદ્રવ્યને એટલે કે નિમિત્તને
રાગને કે વ્યવહારને અવલંબ્યા વગર, ઉપયોગને એકદમ અંતર્મુખ કરીને નિજ પરમતત્ત્વનું જે યથાર્થજ્ઞાન થાય
છે તે સમ્યગ્જ્ઞાન છે આ સમ્યગ્જ્ઞાન પોતાના શુદ્ધ પરમાત્મસ્વભાવને જ ઉપાદેય જાણે છે. આ સમ્યગ્જ્ઞાન તે
પર્યાય છે, કાર્ય છે, તે કાર્ય નવું પ્રગટે છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તેનો આ એક અવયવ
છે. મોક્ષને માટે આવું સમ્યગ્જ્ઞાન તે કર્તવ્ય છે.
વ્યાખ્યા! આત્માના આનંદનું જન્મભૂમિસ્થાન જે શુદ્ધ જીવાસ્તિકાય તેમાંથી જ સમ્યગ્દર્શન ઊપજે છે, ક્યાંય
બહારના આશ્રયથી સમ્યગ્દર્શન ઊપજતું નથી. આ ભગવાન પરમાત્મા પોતે અતીન્દ્રિય સુખનો સાગર છે, તે
પરમાત્મા સુખનો જે અભિલાષી છે એવા જીવને સમ્યગ્દર્શન થાય છે તેની આ વાત છે; સમ્યગ્દર્શન થતાં જ તેને
આનંદના વિલાસનો જન્મ થાય છે. તે આનંદનું જન્મભૂમિસ્થાન કયું? કે પોતાનો શુદ્ધ જીવસ્વભાવ જ તે
આનંદની ઉત્પત્તિનું જન્મભૂમિસ્થાન છે. આવા શુદ્ધઆત્માની પરમ શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન
થતાં જ, ભગવાન સિદ્ધ પરમાત્માને જેવું સુખ છે તેવા જ સુખનો અંશ સમકીતીને પોતાના વેદનમાં ––સ્વાદમાં
આવી જાય છે; અહો! મારા અસંખ્યપ્રદેશે આનંદનો જન્મ થયો!! મારા આત્માના અસંખ્યપ્રદેશો આવા જ
આનંદથી ભરપૂર છે––આવી અંતર્મુખ પ્રતીત તે સમ્યગ્દર્શન છે.
PDF/HTML Page 16 of 21
single page version
એમ કહીને સમ્યગ્જ્ઞાનમાં અસ્તિ નાસ્તિ બંનેનું વર્ણન લીધું. જ્યારે શ્રદ્ધા તો નિર્વિકલ્પ છે તેના વિષયમાં બે ભેદ
નથી, એટલે સમ્યગ્દર્શનના વર્ણનમાં એકલી અસ્તિની જ વાત લીધી છે. આનંદની ઉત્પત્તિનું ધામ એવી જે શુદ્ધ
જીવસત્તા તેની નિર્વિકલ્પ પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે.
જેને ઇંદ્રિયવિષયોની કે પુણ્યની મીઠાસ નથી પણ શુદ્ધ તત્ત્વના આનંદની અભિલાષા છે એવો જીવ અંતર્મુખ
થઈને આનંદનો અનુભવ કરે છે. શક્તિમાંથી આનંદનો નવો જન્મ થાય છે. આ આનંદની ઉત્પત્તિની
જન્મભૂમિ કઈ? –નિજ શુદ્ધજીવાસ્તિકાય અસંખ્યપ્રદેશી તે જ આત્માના આનંદની જન્મભૂમિ છે. જુઓ, આ
જન્મભૂમિ! પેટમાં હોય તેમાંથી જન્મ થાય, તેમ આત્માના અંતરપેટમાં આનંદસ્વભાવ ભર્યો છે તેમાંથી જ
આનંદનો જન્મ થાય છે. અરે જીવ! બહારમાં તારો આનંદ નથી. તારો આત્મા જ તારા આનંદની જન્મભૂમિ
છે. અંતરના આનંદના વિલાસનું ઉત્પત્તિસ્થાન પોતાનું શુદ્ધ પરમાત્મતત્ત્વ જ છે. તેનાથી ઊપજતી જે
પરમશ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે. અહો! આવું સમ્યગ્દર્શન થતાં આત્મના પ્રદેશે પ્રદેશે આનંદનો જન્મ થયો,
અસંખ્યપ્રદેશો સુખમાં ડુબી ગયા. આનંદનું જન્મધામ અસંખ્યપ્રદેશી નિજ પરમાત્મતત્ત્વ તે જ સમ્યગ્દર્શનનું
કારણ છે. આમાં એ વાત પણ આવી કે સમ્યગ્દર્શન થતાં આવા આનંદનો જન્મ થાય છે, અસંખ્યપ્રદેશો અંશે
શુદ્ધતા પ્રગટી જાય છે. અંર્તસ્વભાવના આશ્રયે જે સમ્યક્શ્રદ્ધા પ્રગટી તેને ‘પરમશ્રદ્ધાન’ કહીને અહીં
મોક્ષમાર્ગનું નિશ્ચય સમ્યગ્દર્શન બતાવવું છે. અંતરમાં આવી દશા પ્રગટ કરે ત્યારે તો તે જીવ ચોથા
ગુણસ્થાનનો અવિરતિ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા થાય, ને મોક્ષમાર્ગની શરૂઆત થાય. આવા નિશ્ચય–સમ્યગ્દર્શન
વગર મોક્ષમાર્ગની કે ધર્મની શરૂઆત પણ થતી નથી.
પણ ‘ભગવાન પરમાત્માનું સુખ’ કેવું હોય તેને જાણતા પણ નથી. બાહ્યવિષયો વિનાનું પરમ–આત્મિક
સુખ...આત્માનું અતીન્દ્રિયસુખ...તેની જેને અભિલાષા છે એવા જીવને આનંદની જન્મભૂમિરૂપ પોતાના
શુદ્ધઆત્માની શ્રદ્ધા વડે સમ્યગ્દર્શન થાય છે. આ સમ્યગ્દર્શન પણ મોક્ષમાર્ગનો એક અવયવ છે; મોક્ષને માટે આ
સમ્યગ્દર્શન કર્તવ્ય છે.
એકલો શુદ્ધઆત્મા જ આવે છે. આવા સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની સાથે સમ્યક્ચારિત્રનો અંશ પણ હોય છે.
થઈને સ્થિર થઈ જવું તે સમ્યક્ચારિત્ર છે. આ સિવાય સ્વરૂપમાંથી ખસીને પંચમહાવ્રતાદિ ૨૮ મૂળગુણ સંબંધી
જે શુભરાગ થાય તે ખરેખર ચારિત્ર નથી, તે તો ઔદયિકભાવ છે; જ્ઞાનદર્શનમય કારણસ્વભાવની સન્મુખ
થઈને તેના સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જેને થાય છે તેને તેમાં જ અવિચળ સ્થિરતારૂપ સમ્યક્ચારિત્ર હોય છે.
કારણ પરમાત્મામાં આવી સ્થિરતા તે જ મોક્ષમાર્ગનું સમ્યક્ચારિત્ર છે, આ સિવાય શુભરાગરૂપ વ્યવહારચારિત્ર
તે મોક્ષમાર્ગ નથી.
મોક્ષમાર્ગ છે જ નહિ,
PDF/HTML Page 17 of 21
single page version
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર સ્વરૂપ જે શુદ્ધરત્નત્રય છે તે જ મોક્ષમાર્ગ છે, તે જ ‘નિયમસાર’ છે; આ સિવાય
પરાશ્રયે જેટલા ભાવો થાય તે કોઈ મોક્ષમાર્ગ નથી, વ્યવહાર રત્નત્રયનો શુભ વિકલ્પ પણ પરના આશ્રયે થાય
છે તેથી તે પણ મોક્ષમાર્ગ નથી. અહીં નિયમ સાથે ‘સાર’ કહીને આચાર્યદેવે તે બધાય પરાશ્રિત ભાવોને
મોક્ષમાર્ગમાંથી બાતલ કરી નાખ્યા છે. આ રીતે, શુદ્ધરત્નત્રયથી વિપરીત એવા વ્યવહારરત્નત્રયના વિકલ્પોનો
પણ પરિહાર કરીને નિશ્ચયરત્નત્રયરૂપ જે મોક્ષમાર્ગ છે તેનું આ શાસ્ત્રમાં વર્ણન કર્યું છે. જિનશાસનમાં તો
આવો મોક્ષમાર્ગ સર્વજ્ઞદેવે કહ્યો છે.
નિશ્ચયથી તો ધ્રુવપરમાત્મા જ મોક્ષનું કારણ છે, ને મોક્ષમાર્ગની પર્યાયને મોક્ષનું કારણ કહેવું તે વ્યવહાર છે.
નિશ્ચયરત્નત્રયને મોક્ષમાર્ગ કહેવો તે કાંઈ વ્યવહાર નથી, તે મોક્ષમાર્ગ તો નિશ્ચયથી જ છે, પણ તેને મોક્ષનું
કારણ કહેવું તે વ્યવહારથી છે. અરે! નિશ્ચયરત્નત્રયને મોક્ષનું કારણ કહેવું તે પણ જ્યાં વ્યવહાર છે તો પછી
વ્યવહાર રત્નત્રયની તો શી વાત? વ્યવહારરત્નત્રય તો મોક્ષનું કારણ છે જ નહિ. આત્માના સહજ સ્વભાવમાં
રહેલો જે ‘કારણનિયમ’ છે તે સાદા શુદ્ધ છે, તે કારણનિયમનું ભાન કરીને તેનો આશ્રય કરતાં ‘કાર્યનિયમ’
એટલે શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષમાર્ગ તેમ જ મોક્ષદશા પ્રગટી જાય છે. અને એ જ કર્તવ્ય છે.
એ બંનેએ સજોડ આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા પૂ.
પૂ. ગુરુદેવ પ્રત્યે ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો.
તેઓ હાલ મુંબઈ રહે છે, ને ત્યાંના મુમુક્ષુમંડળના
ધન્યવાદ!
PDF/HTML Page 18 of 21
single page version
આત્માને ખરેખર ગમતું શું છે––એનો કોઈ વાર વિચાર પણ નથી કર્યો, એની કોઈ
વાર દરકાર પણ નથી કરી. જેને આત્માને ખરેખર રાજી કરવાની ધગશ જાગી તે
આત્માને રાજી કર્યે જ છૂટકો કરશે એને તેને ‘રાજી’ એટલે ‘આનંદધામ’માં
પહોંચ્યે જ છૂટકો છે. અહીં જગતના જીવોને રાજી કરવાની વાત નથી, પણ જે
પોતાનું હિત ચાહતો હોય તેણે શું કરવું તેની વાત છે. પોતે સ્વભાવ જ્ઞાન–
આનંદથી ભરેલો છે તેની શ્રદ્ધા કરે તો તેમાંથી કલ્યાણ થાય, તે સિવાય બીજેથી
કલ્યાણ ત્રણકાળ ત્રણલોકમાં થાય જ નહીં.
કર તો પણ આત્મધર્મ ન પ્રગટે. માટે પરનો આશ્રય છોડીને સ્વતત્ત્વની રુચિ
કરવી...પ્રેમ કરવો...મનન કરવું તે જ સત્ સ્વભાવને પ્રગટાવવાનો ઉપાય છે.
માટે જે પોતાનું હિત ચાહે તે આવું–કરો આચાર્યદેવ કહે છે. જેને પોતાનું હિત
કરવું હોય તેને આવી ગરજ થશે.
અંતરમાં તારા આત્માની શ્રદ્ધા કર, આત્માને પ્રગટાવવાનો આધાર અંતરમાં છે.
આત્માની પવિત્રતા અને આત્માનો આનંદ તે આત્મામાંથી જ પ્રગટે છે, બહારથી
કોઈ કાળે પણ પ્રગટતો નથી.
PDF/HTML Page 19 of 21
single page version
વિશાળ પ્રવચનમંડપ આજથી આઠ વર્ષ પહેલાં બંધાયો. તેમ ભક્તિ માટે જિન– મંદિર પણ ઘણા વખતથી
ટૂંકું પડતું તેથી જિનમંદિરને વધારે વિશાળ કરાવવાની ઘણા ભક્તજનોની ભાવના હતી. આ વખતે પૂ.
થયો ને ભક્તોની ભાવના સફળ થઈ. અત્યારનું જિનમંદિર હવે થોડા વખતમાં વિશાળ...ઉન્નત...અને
મુજબ રકમો જાહેર થઈ છે :
૬૬ પૂ. બેનશ્રી ચંપાબેન
PDF/HTML Page 20 of 21
single page version