Atmadharma magazine - Ank 141
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 23
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૨
સળંગ અંક ૧૪૧
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 23
single page version

background image
વર્ષ બારમું : સંપાદક: અષાઢ
અંક આઠમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૧
• મરુ જીવન •
* આત્મા પરાશ્રયે જીવનારો નથી પણ પોતાની જીવત્વશક્તિથી જ
ત્રિકાળ જીવનારો છે.
* હે જીવ! જો તારે સાચું જીવન જીવવું હોય તો, જેનામાં જીવત્વશક્તિ
ભરેલી છે એવા તારા આત્માને તું જો.
* અનંતા સિદ્ધભગવંતો શરીર વગર જ પોતાના શુદ્ધચૈતન્યપ્રાણથી
પરમ સુખી જીવન જીવી રહ્યા છે.
* આત્માની આવી જીવનશક્તિને જે જાણે છે તેને મૃત્યુનો ભય રહેતો
નથી.
* અરે જીવ! તારા જીવનનું કારણ પરમાં ન શોધ; તારું જીવન પરના
આધારે નથી, પણ તારી જીવનશક્તિથી જ તું જીવી રહ્યો છે.
* આત્માની આવી જીવનશક્તિને જે જાણે છે તેને અનંતચતુષ્ટમય
મુક્ત જીવન પ્રગટે છે.
“जय ह ए जवन”
(જીવત્વશક્તન પ્રવચન ઉપરથ)
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ, (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 23
single page version

background image
“ અમતન વરસદ “
આજે અમૃતની વૃષ્ટિ થઈ... આજે ઉપશાંતરસ ભરેલા અમૃતના મે વરસ્યા...
ભગવાન મહાવીર પરમાત્માના અસંખ્ય પ્રદેશરૂપી નિર્મલ આકાશમાંથી આજે
દિવ્યધ્વનિના મેઘ છૂટયા.
છાંસઠ–છાંસઠ દિવસોથી, તરસ્યા ચાતકની માફક તલસતા ભવ્યજીવો એ અમૃતવર્ષા
ઝીલીને શાંત થયા... તૃપ્ત થયા... આનંદિત થયા.
‘અષાડ વદ એકમ’ નો આજનો દિવસ ધન્ય બન્યો... ઉદાસ દેખાતો વિપુલાચલ પર્વત
આજે સુવર્ણ કરતાં પણ ઊજ્વળ બન્યો.
અહા! એ કેવો ધન્ય પ્રસંગ!! ભગવાનના ચરણમાં બેસીને દિવ્ય–ધ્વનિના અમૃતનું
સાક્ષાત્ પાન કરનારા એ જીવો કેવા ભાગ્યશાળી! –ઈન્દ્રભૂતિ ગૌતમના આનંદની તો શી
વાત!! ક્યાં એ ગઈ કાલની દશા? ને ક્યાં આજનું ગણધરપદ!! કેવો જીવનપલટો!!
પોતાના આત્માના અતિન્દ્રિય આનંદરૂપી અમૃતથી તૃપ્ત તૃપ્ત થઈને ભગવાને એ
અતીન્દ્રિયઆનંદરૂપી અમૃત દિવ્યધ્વનિ દ્વારા ભવ્યજીવોના કાનમાં રેડયું... ગૌતમ ગણધર જેવા
સંતોએ તે ઝીલ્યું... અને ભાવિ–ભવ્ય જીવોને માટે બાર અંગમાં તે ભર્યું.
એ પાવન પ્રસંગની સ્મૃતિ થતાં આજે પણ ભવ્યમુમુક્ષુઓને ઉગ્ર આતુરતા થાય છે કે
અહો! ભગવાને એવું તે કેવું અમૃત રેડયું હશે કે જેના પાનથી જીવોના જીવન પલટી ગયા!!
આપણા સદ્ભાગ્યે, આજે ૨૫૧૧ વર્ષ બાદ પણ પૂ. ગુરુદેવ આપણને એ અમૃતનો સ્વાદ
બતાવે છે.
પ્રૌઢ વયના ગૃહસ્થો માટે
જૈનદર્શન શિક્ષણવર્ગ
દર વર્ષ માફક આ વર્ષે પણ શ્રાવણ સુદ બીજ તા. ૨૧–૭–૫૫ ગુરુવારથી શરૂ કરીને, શ્રાવણ વદ દસમ
(તા. ૧૩–૮–૫૫) શનિવાર સુધી, સોનગઢમાં તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે “જૈનદર્શન શિક્ષણવર્ગ” ચાલશે.
તત્ત્વજ્ઞાનના અભ્યાસની શરૂઆત કરનારા જિજ્ઞાસુઓને આ વર્ગનું શિક્ષણ બહુ ઉપયોગી છે. જે જૈનભાઈઓને
વર્ગમાં આવવાની ઈચ્છા હોય તેમણે સૂચના મોકલી દેવી, અને વખતસર આવી જવું.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
* જેઠ સુદ પાંચમ–શ્રુતપંચમીના રોજ મોરબીના ડૉ. સુંદરલાલ મોહનલાલ શાહ તથા તેમના ધર્મપત્ની
સવિતાબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે, તે માટે તેમને
ધન્યવાદ!
* જેઠ સુદ અગિયારસના રોજ અમદાવાદના ભાઈશ્રી ચીનુભાઈ લીલાચંદે પૂ. ગુરુદેવ પાસે આજીવન
બ્રહ્યચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે; તેઓ બાલબ્રહ્મચારી છે ને અમદાવાદમાં પોતાનું બાલ–વિદ્યામંદિર ચલાવે છે.
હાલ તેમની ઉમર લગભગ ૪૦ વર્ષની છે. આ શુભકાર્ય માટે તેમને ધન્યવાદ!

PDF/HTML Page 4 of 23
single page version

background image
: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૧૧ :
[૨]
અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ ત્રિકાળ છે
[પરમાર્થવચનિકામાંથી આગમ – અધ્યાત્મના સ્વરૂપ ઉપરનાં પ્રવચનો]
અહો! આ વાતની જેણે હા પાડી તે જીવ મોક્ષમાર્ગમાં આવ્યો.
દ્રવ્યસ્વભાવનું વર્તમાન પરિણમન મારા પૂરા કારણપણે વર્તી રહ્યું છે
એવો જ્યાં સ્વીકાર થયો ત્યાં અપૂર્વ સમ્યગ્દર્શન અને મોક્ષમાર્ગની
શરૂઆત થઈ જાય છે. સર્વજ્ઞના માર્ગ સિવાય વસ્તુસ્વભાવની આવી
અલૌકિક વાત બીજે ક્યાંય ત્રણકાળમાં ન હોય, ને સર્વજ્ઞના ભક્ત (–
સાધક) સિવાય કોઈ આ વાતને યથાર્થ માનવા સમર્થ નથી. આ વાત
યથાર્થપણે કબૂલનારને વર્તમાન વર્તતી આખી વસ્તુ શ્રદ્ધામાં આવી જાય
છે એટલે તે સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય છે.
આ, લ્યો આ જૈન પરમેશ્વર સર્વજ્ઞદેવના માર્ગનું રહસ્ય! આ
વાતની યથાર્થ સમજણ તે સર્વજ્ઞ થવાનો માર્ગ છે. જે જીવ અંતરની
પ્રીતિપૂર્વક આ વાત સાંભળશે, સમજશે, શ્રદ્ધશે, તેનું અપૂર્વ કલ્યાણ
થશે. –પૂ. ગુરુદેવ

* નિયમસારની ત્રીજી ગાથામાં શુદ્ધરત્નત્રયરૂપ મોક્ષ–માર્ગને કાર્યનિયમ કહ્યો અને તેની સાથે
શુદ્ધજ્ઞાનચેતના–પરિણામને કારણનિયમ કહીને વર્ણન કર્યું. એ રીતે ત્યાંથી જ કારણશુદ્ધપર્યાયનો ઈશારો કરી
દીધો છે.
* પછી દસમી ગાથામાં ઉપયોગના ભેદોનું વર્ણન કરતાં કારણસ્વભાવજ્ઞાનઉપયોગ અને
કાર્યસ્વભાવજ્ઞાન ઉપયોગની વાત કરી છે, તેમાં પણ આ ધ્વનિ છે. કારણ–જ્ઞાનને અગીયાર–બારમી ગાથામાં
‘સ્વરૂપપ્રત્યક્ષ’ કહ્યું છે; અને આ કથનને ‘બ્રહ્મોપદેશ’ કહેલ છે.
* ત્યાર પછી તેરમી ગાથામાં કારણસ્વભાવદર્શન ઉપયોગ અને કાર્યસ્વભાવદર્શનઉપયોગનું અથવા
કારણદ્રષ્ટિ અને કાર્યદ્રષ્ટિનું ખાસ વર્ણન કરીને તેમાં આ વાત મૂકી દીધી છે.
* અને પંદરમી ગાથામાં સ્વભાવપર્યાયના કારણશુદ્ધ પર્યાય અને કાર્યશુદ્ધપર્યાય એવા બે પ્રકારોનું વર્ણન
કર્યું છે,

PDF/HTML Page 5 of 23
single page version

background image
: ૨૧૨ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
તેમાં આ કારણશુદ્ધપર્યાયનું સ્પષ્ટ વર્ણન કર્યું છે. આ ઉપરાંત બીજે પણ અનેક ઠેકાણે આ વાતના ભણકાર
પદ્મપ્રભમલધારિદેવે મૂકયા છે. ઠેકાણે ઠેકાણે કાર્ય અને કારણને સાથે ને સાથે વર્ણવ્યા છે, એટલે એકલા ક્ષણિક કાર્યની
પર્યાયબુદ્ધિ ન થાય પણ કારણરૂપ ધુ્રવસ્વભાવની સન્મુખ થઈને પર્યાય નિર્મળ ઉત્પાદ તે જ ખરું કાર્ય થાય છે.
* વળી સમયસાર ગાથા ૯૦માં કહ્યું છે કે ‘પરમાર્થથી તો ઉપયોગ શુદ્ધ નિરંજન અનાદિનિધન વસ્તુના
સર્વસ્વભૂત ચૈતન્યમાત્રભાવપણે એક પ્રકારનો છે.’ –તેમાંથી પણ કારણશુદ્ધપર્યાયનો ધ્વનિ નીકળે છે.
* અને પં. બનારસીદાસજીએ પરમાર્થવચનિકામાં આગમઅધ્યાત્મનું સ્વરૂપ વર્ણવ્યું છે તેમાં પણ
‘અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ’ વર્ણવીને આ વાત બતાવી છે. ત્યાં તો છેવટે કહ્યું છે કે આ વસ્તુ વચનાતીત છે,
ઈન્દ્રિયાતીત છે, જ્ઞાનાતીત એટલે કે તર્કાતીત છે; વિશેષ શું લખવું? જે જ્ઞાતા હશે તે તો થોડું જ લખેલું પણ બહુ
સમજશે. અંતરની આ વાત સમજે તેનું કલ્યાણ થયા વગર રહે નહિ. નિયમસારની ત્રીજી ગાથામાં
‘શુદ્ધચેતનાપરિણામ’ કહીને વર્ણન કર્યું છે અને અહીં ‘શુદ્ધચેતનાપદ્ધતિ’ કહીને તેનું જ વર્ણન કર્યું છે. આમાં
ઘણી સરસ વાત છે, તેથી તે વંચાય છે. અત્યારે બીજી વાત લક્ષમાંથી કાઢી નાંખીને આ કઈ શૈલી કહેવાય છે તે
સમજવું.
“વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ છીએ; આત્માનો જે અધિકાર તેને અધ્યાત્મ કહીએ છીએ;
આગમ તથા અધ્યાત્મસ્વરૂપભાવ આત્મદ્રવ્યના જાણવા.
તે બંને ભાવ સંસારઅવસ્થા વિષે ત્રિકાળવર્તી માનવા.”
જુઓ, આ સક્કરપારા જેવો સરસ અધિકાર પીરસાય છે. વાત ઝીણી છે, સમજાય તેને સમજવું, ન
સમજાય તેણે ‘આ કોઈ અચિંત્ય મોક્ષમાર્ગ કહેવાય છે’ એમ મહિમા લાવીને સાંભળવું.
શાસ્ત્રોને આગમ કહેવાય છે તે વાત અહીં નથી; તેમજ જેમાં છએ દ્રવ્યોનું વર્ણન હોય તે આગમ, અને
જેમાં આત્માનું જ પ્રધાનપણે વર્ણન હોય તે અધ્યાત્મ, –એવો પણ અહીં આગમ–અધ્યાત્મનો અર્થ નથી. અહીં
તો શૈલિ જ જુદી છે. ‘વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહે છે.’ ‘વસ્તુનો સ્વભાવ’ કહેતાં અહીં ‘પર્યાયનો
સ્વભાવ’ સમજવો; આગમપદ્ધતિ તેમજ અધ્યાત્મપદ્ધતિ એ બંનેમાં અહીં પરિણામની જ વાત છે. વિકારીભાવ
મૂળ દ્રવ્ય–ગુણમાં નથી પણ પર્યાયમાં અનાદિથી પરંપરા ચાલ્યો આવે છે તેથી તે આગમપદ્ધતિરૂપ છે. એક
સમય પૂરતી પર્યાય તે વિકારને ટકાવી રાખે છે માટે તે પર્યાયનો સ્વભાવ છે. વિકારના નિમિત્તરૂપ કર્મ છે તેને
પણ આગમપદ્ધતિમાં લેશે.
અધ્યાત્મપદ્ધતિ તે તો આત્માના સ્વાભાવિક પરિણામ છે, ને આગમપદ્ધતિ તે આત્મા સાથે સંબંધ
રાખનારા પરિણામ છે. આત્માની પર્યાયમાં વિકાર અનાદિથી પરંપરા થયા કરે છે, અને તેના નિમિત્તરૂપ કર્મનો
સંબંધ પણ અનાદિથી છે; તે વિકાર અને કર્મ, નથી તો આત્માના સ્વભાવમાં કે નથી પુદ્ગલના સ્વભાવમાં; કર્મ
થવાનો કોઈ ત્રિકાળીગુણ પુદ્ગલમાં નથી, તેમજ વિકાર થવાનો કોઈ ત્રિકાળીગુણ આત્મામાં નથી, તે ક્ષણિક
આગન્તુક ભાવો છે, તેને અહીં આગમપદ્ધતિ કહી છે. આગમપદ્ધતિ તે આત્માનો મૂળ શુદ્ધસ્વભાવ નથી પણ
આત્મા સાથે ક્ષણિક સંબંધ રાખનારા પરિણામ છે.
આત્માનો જે અધિકાર તેને અધ્યાત્મ કહીએ છીએ. અધ્યાત્મપદ્ધતિમાં ત્રિકાળશુદ્ધચેતનાપરિણામ લેશે, તે
આત્માનો મૂળ સ્વભાવ છે તેથી તેમાં આત્માનો અધિકાર કહ્યો છે.
આ આગમ તથા અધ્યાત્મસ્વરૂપ ભાવો આત્મદ્રવ્યના જાણવા. અધ્યાત્મસ્વરૂપ ભાવો તો આત્માના
શુદ્ધસ્વભાવપરિણામ છે, ને આગમરૂપ ભાવો તે ક્ષણિક વિભાવરૂપ છે, તે વિભાવમાં કર્મ નિમિત્ત છે તેથી તે
કર્મને પણ અહીં આત્માનો ભાવ કહેલ છે.
‘આ આગમરૂપ તથા અધ્યાત્મરૂપ બંને ભાવો સંસાર અવસ્થા વિષે ત્રિકાળવર્તી માનવા.’ જુઓ, આમાં
મૂળ મુદે છે. વિભાવ અને કર્મપરિણામરૂપ આગમપદ્ધતિ સંસાર અવસ્થામાં સદાય વર્તે છે, એ તો સમજાય તેવી
વાત છે; પરંતુ તે સંસારઅવસ્થા વખતેય અધ્યાત્મપદ્ધતિરૂપ શુદ્ધચેતનાપરિણામ પણ સદાય વર્તી રહ્યા છે, ખાસ
અલૌકિક વાત છે; એમાંથી કારણશુદ્ધપર્યાયનો ધ્વનિ નીકળે છે.

PDF/HTML Page 6 of 23
single page version

background image
: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૧૩ :
આગમપદ્ધતિ અને અધ્યાત્મપદ્ધતિ એ બંનેમાં પરિણામની એટલે કે પર્યાયની વાત છે. તે બંને સંસાર
અવસ્થા વિષે ત્રિકાળવર્તી છે, પણ તેમાં એટલો ફેર છે કે અધ્યાત્મપદ્ધતિરૂપ શુદ્ધચેતનાપરિણતિ તો સંસારમાં
તેમજ મોક્ષમાં પણ અનાદિઅનંત એકરૂપ વર્તે છે; ને આગમપદ્ધતિના પરિણામ સંસારઅવસ્થામાં જ હોય છે તે
એકરૂપ નથી. બધા જીવોને આ બંને પ્રકારના ભાવો સંસારમાં સદાય વર્તે છે.
પ્રશ્ન:– મોક્ષમાર્ગની નિર્મળપર્યાય શેમાં આવી?
ઉત્તર:– અહીં આગમ તથા અધ્યાત્મસ્વરૂપ ભાવો આત્મદ્રવ્યના ‘જાણવા’ તથા સંસારઅવસ્થામાં તેને
ત્રિકાળવર્તી ‘માનવા’ એમ કહ્યું, તેમાં જાણવા અને માનવારૂપ જે નિર્મળપર્યાય છે તે મોક્ષમાર્ગ છે, ને તેનું ફળ
મોક્ષ છે. અધ્યાત્મપદ્ધતિ અને આગમપદ્ધતિ એ બંનેને જાણતાં, જીવના શુદ્ધસ્વભાવરૂપભાવ અને ક્ષણિક
વિભાવરૂપ ભાવ એ બંનેનું ભેદજ્ઞાન થઈને મોક્ષમાર્ગ શરૂ થઈ જાય છે; આ મોક્ષમાર્ગની પર્યાય તો નવી અપૂર્વ
પ્રગટે છે; ને આગમપદ્ધતિ તથા અધ્યાત્મપદ્ધતિ તો જ્ઞાની કે અજ્ઞાની બધા જીવોને અનાદિથી સંસારમાં વર્તે જ છે.
આ વસ્તુ તદ્ન અંતરના વિષયની છે. આ વસ્તુ સમજાશે તો અમુકને.... પણ બધાએ ધ્યાન રાખીને
સાંભળવું. આ વાત કાને પડવી પણ બહુ મોંઘી છે, તો સમજે તેની તો શું વાત!
અનાદિ સંસારથી બધા જીવોને આગમ તેમજ અધ્યાત્મરૂપ ભાવ વર્તી રહ્યા છે. તેમાં–
આગમરૂપ કર્મપદ્ધતિ છે, અને અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ છે.
(૧) જડ કર્મ અને તે કર્મ તરફનો વિકારીભાવ એ બંનેની પરંપરા અનાદિથી ચાલી આવે છે તે બંને
કર્મપદ્ધતિમાં જાય છે, તે આગમરૂપ છે.
(૨) અને તેની સાથે જ શુદ્ધચેતનાપરિણામની પરંપરા પણ અનાદિથી ચાલી જ આવે છે, તે
શુદ્ધચેતનાપદ્ધતિ છે, તે અધ્યાત્મરૂપ છે.
હવે આ કર્મપદ્ધતિ તથા તથા શુદ્ધચેતનાપદ્ધતિ એ બંનેનું વિવેચન કરે છે. તેમાં પ્રથમ કર્મપદ્ધતિનું
વિવેચન–
(૧) “કર્મપદ્ધતિ પૌદ્ગલિક દ્રવ્યરૂપ અથવા ભાવરૂપ છે. તેમાં દ્રવ્યરૂપ તો પુદ્ગલના પરિણામ છે, ને
ભાવરૂપ પુદ્ગલાકાર આત્માની અશુદ્ધપરિણતિરૂપ પરિણામ છે. તે બંને પરિણામ આગમરૂપ સ્થાપ્યાં.”
પુદ્ગલમાં અનાદિપ્રવાહથી કર્મરૂપ અવસ્થા ચાલી આવે છે તે દ્રવ્યરૂપ કર્મપદ્ધતિ છે. તેમજ જીવમાં પણ
મૂળસ્વભાવમાં અશુદ્ધતા ન હોવા છતાં, પર્યાયમાં અનાદિથી અશુદ્ધતાની પરંપરા ચાલી આવે છે તે ભાવરૂપ કર્મપદ્ધતિ
છે. જીવની અશુદ્ધ પરિણતિ પુદ્ગલકર્મના આશ્રયે થાય છે તેથી તે અશુદ્ધતાને ‘પુદ્ગલાકાર’ કહી છે. પુદ્ગલમાં આઠ
કર્મરૂપ અવસ્થા તે દ્રવ્ય કર્મપદ્ધતિ છે ને તેના નિમિત્તે થતી જીવની અશુદ્ધપરિણતિ તે ભાવરૂપ કર્મપદ્ધતિ છે. અહીં એ
વાત ધ્યાનમાં રાખજો કે જેમ આ કર્મપદ્ધતિ તે પરિણામરૂપ છે, તેમ શુદ્ધચેતનાપદ્ધતિ પણ પરિણામરૂપ લેશે.
પ્રશ્ન:– ત્રિકાળી દ્રવ્ય–ગુણમાં વિકાર ન હોવા છતાં પર્યાયમાં કેમ વિકાર થાય છે? શું દ્રવ્યગુણમાંથી તે
વિકાર આવ્યો?
ઉત્તર:– ત્રિકાળી દ્રવ્ય–ગુણમાં વિકાર ન હોવા છતાં પર્યાયમાં વિકાર થાય છે, ત્યાં એવો જ કર્મપદ્ધતિનો
સ્વભાવ છે, એટલે કે તે તે પર્યાયનો જ એવો અહેતુક સ્વભાવ છે. તે વિકાર દ્રવ્ય–ગુણમાંથી પણ નથી આવ્યો,
તેમ બીજા દ્રવ્યમાંથી પણ નથી આવ્યો, પણ તે પર્યાય જ તેવા વિકારીભાવરૂપે થઈ છે–એવો જ તે પર્યાયનો
સ્વભાવ છે. જુઓ, પુદ્ગલ પરમાણુઓમાં પણ એવો કોઈ ત્રિકાળીગુણ નથી કે કર્મરૂપે પરિણમે, છતાં તેઓ
કર્મઅવસ્થા થાય છે, તે ક્યાંથી આવી? કે એવી જ તે પર્યાયની પદ્ધતિ છે. એ જ રીતે જીવમાં પણ એવી કોઈ
ત્રિકાળી શક્તિ નથી કે વિકારને ઉપજાવે, છતાં તેની અવસ્થામાં વિકાર થાય છે, તે ક્યાંથી આવ્યો? કે એવી જ
તે પર્યાયની પદ્ધતિ છે, એવો જ તે પર્યાયનો અહેતુકસ્વભાવ છે.
‘ચિદ્દવિલાસ’ માં પણ આ બાબત કહ્યું છે કે જેમ પુદ્ગલ વસ્તુ વિષે સ્કંધ–કર્મ–વિકાર થાય એવો કોઈ ગુણ
તો નથી પરંતુ તે પુદ્ગલવસ્તુના પરિણામ તે સ્કંધવિકારભાવરૂપ સ્વાંગ ધરીને પરિણમે છે, બીજા કોઈ દ્રવ્યના

PDF/HTML Page 7 of 23
single page version

background image
: ૨૧૪ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
પરિણામ એ કર્મવિકારભાવને ધારણ કરીને પરિણમતા નથી પણ આ એક પુદ્ગલ જ તે સ્વાંગ ધારણ કરીને
વર્તે છે–એ નિઃસંદેહ છે. એવી જ રીતે આ જીવવસ્તુના પરિણામ પણ રંજક–મલિન, સંકોચ–વિસ્તાર, અજ્ઞાન,
મિથ્યાદર્શન, અવિરત વગેરે ચેતનવિકારરૂપે થઈને પરિણમે છે; એવો ચેતનવિકારભાવ તો તે ચેતનદ્રવ્યના
પરિણામ વિષે જ જોવામાં આવે છે, અચેતનદ્રવ્યના પરિણામ વિષે તે કદી જોવામાં આવતો નથી.
–એ વાત નિઃસંદેહ છે. એ પ્રમાણે જે વિકારભાવ છે તે પોતપોતાના દ્રવ્યના પરિણામ વિષે જ થાય છે,
અને તે તે દ્રવ્યના પરિણામ–આશ્રિત જ તે વિકાર હોય છે. –એને પણ નિશ્ચયસંજ્ઞા કહેવાય છે.
અહીં એટલું બતાવવું છે કે ત્રિકાળી દ્રવ્યમાં કે ગુણમાં વિકાર ન હોવા છતાં પર્યાયમાં વિકાર થાય છે,
એવો જ તેનો કોઈ સ્વભાવ છે. તેમાંથી પુદ્ગલમાં કર્મરૂપ વિકારી અવસ્થાની જે પરંપરા અનાદિથી ચાલી આવે
છે તે દ્રવ્યરૂપ કર્મપદ્ધતિ છે, અને જીવમાં અશુદ્ધતારૂપ વિકારી અવસ્થાની જે પરંપરા અનાદિથી ચાલી આવે છે
તે ભાવરૂપ કર્મપદ્ધતિ છે. કર્મપદ્ધતિના આ દ્રવ્યરૂપ તેમજ ભાવરૂપ એ બંને પરિણામોને આગમરૂપ સ્થાપ્યા. આ
કર્મપદ્ધતિના પરિણામ મોક્ષગામી ભવ્યજીવને અનાદિશાંત છે, ને મોક્ષને માટે નાલાયક જીવને અનાદિ–અનંત
છે. આ રીતે જીવને જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી આ પરિણામની પરંપરા ત્રિકાળવર્તી માનવી. અને
અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિમાં શુદ્ધપરિણામની પરંપરા છે, તે તો બધાય જીવોને અનાદિ–અનંત દરેક સમયે
વર્તે જ છે, એમ જાણવું.
જુઓ, અહીં કર્મપદ્ધતિને આગમ કહીને આગમની વ્યાખ્યા પણ જુદી જ શૈલિથી કરી છે; તેમ
શુદ્ધચેતનાપદ્ધતિને અધ્યાત્મ કહીને તેની વ્યાખ્યા પણ જુદી જ ઢબથી કરશે.
જીવમાં વિકાર અને પુદ્ગલ કર્મ–એ બંને પરિણામોને આગમરૂપ સ્થાપ્યા; એટલે એવી જ અનાદિ
પરંપરા છે, ‘આમ કેમ’ એવો કોઈ તર્ક તેમાં નથી; પોતપોતાના કારણે એવી જ પર્યાય થાય છે–એવો જ
કર્મપદ્ધતિનો સ્વભાવ છે. વિકાર તે વસ્તુનો મૂળસ્વભાવ નથી પણ આગંતુકભાવ છે. –અનાદિ પરંપરાથી તે
ચાલ્યો આવે છે તેથી તેને ‘આગમ’ કહેલ છે. જીવના દ્રવ્ય–ગુણમાં વિકાર નથી છતાં પર્યાયમાં થયો, એ જ
પ્રમાણે પુદ્ગલના દ્રવ્ય–ગુણમાં કર્મ થવાનો સ્વભાવ ન હોવા છતાં કર્મરૂપ પર્યાય થઈ, –આવો જ કોઈ અહેતુક
સ્વભાવ છે, એમ જાણવું. આ જાણે તો ભેદજ્ઞાન થયા વગર રહે નહિ.
આ રીતે આગમરૂપ કર્મપદ્ધતિનું વિેચન પૂરું થયું.
હવે અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિનું વિેચન કરે છે.
(૨) “શુદ્ધચેતના પદ્ધતિ એટલે કે શુદ્ધાત્મપરિણામ તે પણ દ્રવ્યરૂપ તથા ભાવરૂપ એમ બે પ્રકારે છે.
તેમાં દ્રવ્યરૂપ તો જીવત્વપરિણામ છે; તથા ભાવરૂપ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય આદિ અનંત ગુણપરિણામ છે. એ
બંને પરિણામ અધ્યાત્મરૂપ જાણવા.”
અહીં નિયમસારની કારણશુદ્ધપર્યાય સાથે સંધિવાળી જે મૂળ વાત લેવી છે તે આ શુદ્ધચેતનારૂપ
અધ્યાત્મપદ્ધતિમાંથી નીકળે છે. જ્ઞાન, દર્શન, સુખ ને વીર્ય વગેરે બધા ગુણોમાં, સંસારઅવસ્થા વખતે પણ
શુદ્ધપરિણામની પરંપરા વર્તી રહી છે–તો આ કયા શુદ્ધપરિણામ લેશો? સંસારઅવસ્થા વખતે જે પ્રગટ ઉત્પાદરૂપ
પરિણામ છે તે કાંઈ શુદ્ધ નથી, તેમાં તો અશુદ્ધતા છે. જો પ્રગટ ઉત્પાદ પરિણામમાં સદાય શુદ્ધતા જ હોય તો કોઈ
જીવને સંસાર જ ન રહ્યો. માટે આ પ્રગટ ઉત્પાદરૂપ પરિણામની વાત નથી. તેમજ ત્રિકાળીદ્રવ્ય–ગુણની પણ આ
વાત નથી, કેમકે આગમ તેમજ અધ્યાત્મ બંને પદ્ધતિમાં પરિણામની જ વાત છે. અધ્યાત્મપદ્ધતિમાં જે ત્રિકાળવર્તી
શુદ્ધપરિણામ કહ્યા છે તે ધુ્રવરૂપ છે–સદા સદ્રશપરિણમનરૂપ છે. આખા જીવદ્રવ્યની ધુ્રવપરિણતિરૂપ શુદ્ધપરિણામની
જે પરંપરા છે તે દ્રવ્યરૂપ શુદ્ધચેતના પદ્ધતિ છે. અને જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય વગેરે પ્રત્યેક ગુણોમાં ધુ્રવ
પરિણતિરૂપ શુદ્ધ પરિણામની જે પરંપરા છે તે ભાવરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ છે. દ્રવ્યરૂપ શુદ્ધચેતના પદ્ધતિમાં તો
આખા જીવદ્રવ્યના પરિણામ લીધા છે, ને ભાવરૂપ શુદ્ધચેતનાપદ્ધતિમાં દરેક ગુણના પરિણામ લીધા છે.
નિયમસારની ત્રીજી ગાથામાં ‘શુદ્ધજ્ઞાનચેતનાપરિણામ’ ને સ્વભાવ અનંત ચતુષ્ટયાત્મક કહ્યા, અને
અહીં ‘શુદ્ધ–

PDF/HTML Page 8 of 23
single page version

background image
: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૧૫ :
ચેતનાપદ્ધતિ’ કહીને તેમાં અનંતગુણોના પરિણામ લીધા. ‘શુદ્ધચેતનાપરિણામ’ કહ્યા તેમાં એકલા જ્ઞાનદર્શનના
પરિણામની વાત નથી પરંતુ અભેદપણે તેમાં અનંત ગુણોના પરિણામ આવી જાય છે, તેને અહીં
‘જીવત્વપરિણામ કહ્યા છે. આ રીતે જીવદ્રવ્યમાં અને તેના દરેક ગુણોમાં સદ્રશરૂપ શુદ્ધપરિણામ અનાદિઅનંત
પારિણામિકભાવે શુદ્ધકારણપણે વર્તી રહ્યા છે તેને અહીં અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ કહેલ છે, નિયમસારમાં
તેને કારણશુદ્ધપર્યાય તરીકે વર્ણવ્યા છે. આ કારણશુદ્ધપરિણામ બધા જીવોમાં ત્રિકાળ વર્તમાન–વર્તમાન વર્તી
રહ્યા છે, સંસારદશા વખતે પણ છે ને અજ્ઞાનીને પણ છે. ‘પરિણામ’ કહ્યા છતાં આ દ્રવ્યાર્થીકનયના વિષયમાં
સમાય છે. જુઓ, આ ભાવો આત્મામાંથી આવે છે, આત્માના સ્વભાવમાં જે ચીજ વર્તી રહી છે તેને વિષય
કરવાની આ વાત છે. આ અંતરની અલૌકિક સમજવા જેવી વાત છે.
આગમપદ્ધતિમાં જીવના વિકારી પરિણામને પુદ્ગલાકાર કહ્યા હતા, અહીં અધ્યાત્મપદ્ધતિમાં
શુદ્ધચેતનાપરિણામ અર્થાત્ કારણશુદ્ધપર્યાય છે તે જીવના સ્વભાવ–આકારે છે. સ્વભાવ આકાર પરિણતિ જીવમાં
સદાય શુદ્ધપણે વર્તી રહી છે.
પદ્ધતિ એટલે શું? –પરંપરાએ ચાલ્યો આવતો પ્રવાહ, અથવા પદ્ધતિ એટલે રીતરિવાજ; પરંપરાથી જે
રિવાજ ચાલ્યો આવતો હોય તેને પદ્ધતિ કહે છે. આત્માના રીતરિવાજ શું અર્થાત્ આત્માની પદ્ધતિ શું? તે અહીં
બતાવે છે. ભાઈ! શુદ્ધચેતનાપરિણામની પરંપરા તે જ તારા આત્માની પદ્ધતિ છે, તેમાં જ તારા આત્માનો અધિકાર
છે. વિકારની પરંપરામાં આત્માનો અધિકાર નથી એટલે કે આત્માના સ્વભાવમાં વિકારનું સ્વામીત્વ નથી.
કર્મપદ્ધતિરૂપ પર્યાય તે આગમ, ને
શુદ્ધચેતનાપદ્ધતિરૂપ પર્યાય તે અધ્યાત્મ;
તે બંને અનાદિથી સાથે ને સાથે ચાલ્યા આવે છે; છતાં આગમમાં અધ્યાત્મ નથી ને અધ્યાત્મમાં આગમ
નથી, એટલે કે વિકારની પરંપરામાં આત્માનો સ્વભાવ નથી, ને આત્માના સ્વભાવપરિણામની પરંપરામાં
વિકારનો અધિકાર નથી. કર્મપદ્ધતિમાં આત્માનો અધિકાર નથી, એટલે વિકારમાં શોધવાથી આત્મા નહિ જડે;
શુદ્ધચેતનાપદ્ધતિમાં જ આત્માનો અધિકાર છે. જેમાં આત્માનું સ્વામીપણું છે, જે પરિણામમાં આત્મા સદાય રહ્યો
છે, એવા શુદ્ધચેતનાના રીતરિવાજરૂપ શુદ્ધાત્મપરિણામ છે, તે અધ્યાત્મરૂપ છે, તેમાં આત્માનો અધિકાર છે,
એટલે તેની સન્મુખતાથી આત્મા મલશે.
(૧) એક તો વિકાર તથા કર્મની ધારા અનાદિથી પરંપરા ચાલી આવે છે, તે આગમપદ્ધતિ;
(૨) બીજી શુદ્ધતાની ધારા એટલે કે શુદ્ધચેતનાપરિણતિરૂપ ધારા પણ અનાદિથી પરંપરા ચાલી આવે છે,
તે અધ્યાત્મપદ્ધતિ.
–આમ વિકાર અને શુદ્ધતા બંનેની ધારા અનાદિ પરંપરાથી ચાલી આવે છે. આમાંથી જ્યાં શુદ્ધતાની
ધારાને [–કારણશુદ્ધપર્યાયને] કારણપણે સ્વીકારી ત્યાં મોક્ષમાર્ગરૂપ નિર્મળપર્યાયની ધારા શરૂ થાય છે. અહીં
તો મુખ્ય બે જ ભાગ પાડ્યા છે, એક તરફ જડકર્મ અને તેના તરફના ભાવરૂપ પુદ્ગલાકાર અશુદ્ધપરિણતિ તે
કર્મપદ્ધતિ; ને બીજી તરફ શુદ્ધચેતનાસ્વભાવ ને તે સ્વભાવના આકારે શુદ્ધચેતના પરિણતિ તે શુદ્ધચેતનાપદ્ધતિ;
એમાંથી કર્મપદ્ધતિ તરફનું વલણ તે સંસાર છે ને શુદ્ધચેતનાપદ્ધતિ તરફનું વલણ તે મોક્ષમાર્ગ છે.
આગમ તથા અધ્યાત્મ બંને પદ્ધતિમાં અનંતતા કહી, તેનો અર્થ એમ સમજવો કે: આગમરૂપ
કર્મપદ્ધતિમાં તો જીવનો વિકાર અનંત પ્રકારનો છે અને તેના નિમિત્તરૂપ કર્મમાં પણ પુદ્ગલો અનંતાનંત છે,
તેથી તે આગમપદ્ધતિમાં અનંતતા છે; અને અધ્યાત્મપદ્ધતિ શુદ્ધજીવદ્રવ્યને આશ્રિત છે તેમાં પણ જ્ઞાન દર્શન–
સુખ–વીર્ય વગેરે અનંતગુણો હોવાથી, તે અનંતગુણના અનંત પરિણામો એક સમયમાં છે, તેથી
અધ્યાત્મપદ્ધતિમાં પણ અનંતતા થઈ; આ રીતે બંને પદ્ધતિમાં અનંતતા સમજવી.
વિભાવની પરંપરા અનાદિથી ચાલે છે તેને આગમપદ્ધતિ કહી ને શુદ્ધતાની પરંપરા અનાદિથી ચાલે છે
તેને અધ્યાત્મપદ્ધતિ કહી.

PDF/HTML Page 9 of 23
single page version

background image
: ૨૧૬ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
જગતમાં એક બાજુ કર્મ અને વિકાર પ્રવાહે અનાદિ અનંત છે, ને બીજી બાજુ કેવળજ્ઞાન તથા
કારણશુદ્ધપર્યાય અનાદિઅનંત છે. –સર્વે જીવોની અપેક્ષાએ જગતમાં આ બંને ધારા અનાદિઅનંત ચાલી રહી છે.
પણ તેનું ભાન કરીને ભેદજ્ઞાન કરનાર જીવને પોતાને માટે કર્મ અને વિકાર અનાદિ–સાંત થઈ જાય છે, તથા
કેવળજ્ઞાન પ્રગટે છે તે પોતાને માટે સાદિ–અનંત છે. કારણશુદ્ધપર્યાય તો બધા જીવોને અનાદિઅનંત છે. આ
બાજુ ‘કારણ’ તરફ વળ્‌યો ત્યાં નિર્મળકાર્ય પ્રગટી જાય છે, ને આગમપદ્ધતિ (કર્મ તથા વિકાર) છૂટી જાય છે.
જ્ઞાનીને પણ જેટલો વિકાર થાય છે તે આગમપદ્ધતિમાં જાય છે, ને જે શુદ્ધતા પ્રગટી છે તે મોક્ષમાર્ગરૂપ છે.
આત્માના સહજ શુદ્ધચેતનાપરિણામરૂપ અધ્યાત્મપદ્ધતિ અનાદિઅનંત છે, તેના આશ્રયે મોક્ષમાર્ગ તથા મોક્ષરૂપી
કાર્ય પ્રગટી જાય છે. આ રીતે કારણના મનનથી કાર્ય પ્રગટી જાય છે.
બધા સંસારી જીવોને અનાદિથી ચાર પ્રકારો વર્તે છે–
(૧) નવી નવી વિકારી પર્યાય સમયે સમયે થતી આવે છે,
(૨) જડકર્મની અવસ્થા નવી નવી થતી આવે છે;
–આ બંને પ્રકારો આગમપદ્ધતિમાં છે.
(૩) દ્રવ્યના સદ્રશ વર્તમાનરૂપ શુદ્ધઆત્મપરિણામ અથવા જીવત્વપરિણામ, અને
(૪) અનંતગુણોની સદ્રશરૂપ શુદ્ધપરિણતિ;
–આ બંને પ્રકારો અધ્યાત્મપદ્ધતિમાં છે.
આમાંથી શુદ્ધ પરિણામરૂપ અધ્યાત્મપદ્ધતિમાં આત્માનો અધિકાર છે, એટલે કે તે આત્માનો અસલી
સ્વભાવ છે. અહીં જે ચાર પ્રકાર કહ્યા તે ચારેયમાં ‘પરિણામ’ ની વાત છે. જીવ અને પુદ્ગલ એ બંને ત્રિકાળી
દ્રવ્યોને તો એમને એમ રાખીને અહીં પરિણામની પરંપરા બતાવી છે. તેમાં અધ્યાત્મપદ્ધતિમાં જે
શુદ્ધચેતનાપરિણામ (દ્રવ્યરૂપ અને ભાવરૂપ) કહ્યા તે પરિણામ ઉત્પાદવ્યયરૂપ નથી–વિસદ્રશ નથી, પણ સદા
એકરૂપ સદ્રશપણે વર્તે છે; જીવદ્રવ્યમાં સદાય ડુબેલી તન્મયરૂપ શુદ્ધપરિણતિ ધુ્રવપણે જીવ સાથે જ સદા વર્તે છે,
તેની આ વાત છે. મોક્ષમાર્ગ કે મોક્ષપરિણતિની પણ આ વાત નથી. હા, એટલું ખરું કે આ ધુ્રવપરિણતિ
શુદ્ધકારણપણે વર્તે છે તેના આશ્રયે મોક્ષમાર્ગ તેમજ મોક્ષપર્યાય પ્રગટી જાય છે. ત્રિકાળી સ્વભાવનું વર્તમાન
પરિણમન સદા એકસરખું શુદ્ધપણે વર્તી રહ્યું છે, તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો ને મોક્ષનો આધાર છે.
અહો! આ વાતની જેણે હા પાડી તે જીવ મોક્ષમાર્ગમાં આવ્યો. દ્રવ્યસ્વભાવનું વર્તમાન પરિણમન મારા
પૂરા કારણપણે વર્તી રહ્યું છે–એવો જ્યાં સ્વીકાર થયો ત્યાં અપૂર્વ સમ્યગ્દર્શન અને મોક્ષમાર્ગની શરૂઆત થઈ
જાય છે. સર્વજ્ઞના માર્ગ સિવાય વસ્તુસ્વભાવની આવી અલૌકિક વાત બીજે ક્યાંય ત્રણકાળમાં ન હોય, ને
સર્વજ્ઞના ભક્ત સિવાય (–સાધક સિવાય) કોઈ આ વાતને યથાર્થ માનવા સમર્થ નથી. આ વાત યથાર્થપણે
કબૂલનારને વર્તમાન વર્તતી આખી વસ્તુ શ્રદ્ધામાં આવી જાય છે એટલે તે સમ્યગ્દ્રષ્ટિ થઈ જાય છે.
લ્યો, આ જૈનપરમેશ્વર સર્વજ્ઞદેવના માર્ગનું રહસ્ય!! એકેક આત્મા આવા પરિણામવાળો છે અને
જગતમાં એવા અનંત આત્માઓ છે. આ વાતની યથાર્થ સમજણ તે સર્વજ્ઞ થવાનો માર્ગ છે. અહો!
બનારસીદાસજીએ આ પરમાર્થવચનિકામાં આગમ–અધ્યાત્મનું સ્વરૂપ લખીને અલૌકિક વાત કરી છે. જે જીવ
અંતરની પ્રીતિપૂર્વક આ વાત સાંભળશે, સમજશે, શ્રદ્ધશે, તેનું અપૂર્વ કલ્યાણ થશે.
“અલૌકિ પરમાર્થસ્વરૂપ – પ્રકાશક શ્રી સદ્ગુરુદેવનો જય હો.”

PDF/HTML Page 10 of 23
single page version

background image
: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૧૭ :
તો ચૈતન્યનું જ શરણ કરો.
– જો મરણથી બચવું હોય. ને આત્માની શાંતિ જોઈતી હોય.
–જીવ આ દેહથી જુદો જ્ઞાનસ્વરૂપ છે, તે કદી નવો થયો નથી પણ અનાદિથી છે. તે
અનાદિકાળથી પોતાના અજ્ઞાનને લીધે સંસારપરિભ્રમણમાં જન્મમરણ કરી રહ્યો છે; તે જન્મમરણથી
છૂટીને મોક્ષ થવાનો ઉપાય બતાવતાં આચાર્યભગવાન કહે છે કે હે જીવો! મરણથી બચવું હોય તો
તેનો ઉપાય વીતરાગી સંયમ છે; અને તે સંયમ ચૈતન્યમૂર્તિ આત્માના ભાન વિના પ્રગટતો નથી.
માટે પહેલાંં આત્માને ઓળખો. તે જ એક શરણ છે. સંસારમાં જીવો અશરણ છે, સર્વજ્ઞભગવાને
જેવો ચૈતન્યસ્વભાવ કહ્યો છે તેને જ શરણભૂત જાણીને તેની આરાધના કરવી તે મોક્ષનો ઉપાય છે.
માટે કહ્યું કે–
‘સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી
આરાધ્ય! આરાધ્ય! પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે
એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.’
[–શ્રીમદ્ રાજચંદ્ર]
હે જીવ! સર્વજ્ઞભગવાને આત્માનો જેવો સ્વભાવ કહ્યો છે તેને જ શરણભૂત જાણીને તેની
આરાધના કર.... આરાધના કર! એના સિવાય બીજું કોઈ શરણ જગતમાં નથી. આત્માના ભાન
વગર એકાંત અનાથપણું છે, તે ટળીને ચૈતન્યના શરણે જ તારું સનાથપણું થશે.... માટે હે ભાઈ!
આત્માની ઓળખાણ કરીને તેનું શરણું લે.
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની સમ્યક્ શ્રદ્ધા, જ્ઞાન અને તેમાં લીનતારૂપ ધર્મ, તે જ જીવોને
શરણભૂત છે, એ ધર્મ સિવાય બીજું કાંઈ શરણ નથી. સ્વર્ગના ઈન્દ્રને પણ ચૈતન્યના શરણ સિવાય
બીજું કાંઈ શરણ નથી. ચારે બાજુ હજારો દેવોની સેના અંગરક્ષક તરીકે ઊભી હોય તે પણ મરણ
વખતે શરણ થતી નથી. તે ઈન્દ્ર તો સમ્યગ્દ્રષ્ટિ છે, એકાવતારી હોય છે, અંતરમાં આત્માના શરણનું
તેને ભાન છે, દેહ છૂટવાનો પ્રસંગ નજીક આવતાં શાશ્વત જિનપ્રતિમાના શરણે જઈને તેમના
ચરણકમળ ઉપર હાથ મૂકિને કહે છે કે હે નાથ! હે સર્વજ્ઞ દેવ! તારા કહેલા વીતરાગી ધર્મનું જ મને
શરણ છે. હે પ્રભો! સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન તો છે, હવે મનુષ્યપણામાં ચારિત્રની આરાધના
કરીને અમે આ ભવભ્રમણનો નાશ કરશું... આમ આરાધનાની ભાવના ભાવતાં ભાવતાં શાંતિથી
દેહ છૂટી જાય છે, ને મનુષ્ય–ભવમાં અવતરે છે. ત્યાં ચૈતન્ય ઉપર દ્રષ્ટિ માંડીને... લીન થઈને........
નગ્નદિગંબર મુનિદશા ધારણ કરે છે ને પછી અંતરમાં એવું ત્રાટક
[ધ્યાનની એકાગ્રતા] પ્રગટ કરે
છે કે અલ્પકાળમાં કેવળજ્ઞાન પામે છે. અનંતા તીર્થંકરો, ઈન્દ્રો ચક્રવર્તીઓ આ ચૈતન્યના શરણને જ
અંગીકાર કરીને મુક્તિ પામ્યા છે. માટે તેનું ભાન કરીને તેનું જ

PDF/HTML Page 11 of 23
single page version

background image
: ૨૧૮ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
શરણ લેવા જેવું છે. તે એક જ મૃત્યુથી બચવાનો ને મુક્તિ પામવાનો ઉપાય છે.
અપૂર્વ સમ્યગ્દર્શન થયા પછી પણ આત્મામાં લીન થઈને ચારિત્રદશા પ્રગટ કરવી તે મોક્ષનું
સાક્ષાત્ કારણ છે. તેથી આચાર્યભગવાન કહે છે કે–(પ્રવચનસાર શ્લોક ૧૨)
હે ધર્મી જીવો! હે મોક્ષાર્થી જીવો! જો આત્માની શાંતિ જોઈતી હોય ને ભવના ફેરાથી છૂટવું
હોય તો શુદ્ધદ્રવ્યનો આશ્રય કરીને મોક્ષમાર્ગમાં આરોહણ કરો. ચારિત્ર દ્રવ્યાનુસાર હોય છે એટલે ક
જેટલું જોર કરીને દ્રવ્યમાં લીન થાય તેટલું ચારિત્ર હોય છે; જેટલો દ્રવ્યનો આશ્રય કરે તેટલી શાંતિ
પ્રગટે છે. માટે પહેલાં શુદ્ધદ્રવ્યને ઓળખીને તેના જ આશ્રયે લીનતા કરો. પહેલાં શુદ્ધદ્રવ્યની
ઓળખાણ તો હોવી જ જોઈએ. શુદ્ધદ્રવ્ય ઉપર જેની દ્રષ્ટિ છે તે જ સમ્યગ્દ્રષ્ટિ છે. સમ્યગ્દર્શન તે
ચારિત્રનું મૂળ છે, ચૈતન્યચિંતામણીરૂપ શુદ્ધ આત્મામાં દ્રષ્ટિ અને લીનતા કરીને તેની જેટલી ભાવના
કરે તેટલું ફળ પ્રગટે...ભગવાન ચૈતન્ય ચિંતામણી અનાદિ અનંત પરિપૂર્ણ છે તેની ભાવના કરવાથી
સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર ને મોક્ષ થઈ જાય છે.
આ દેહાદિનો સંયોગ તો અનંતવાર આવ્યો ને ગયો, તે કાંઈ આત્માની ચીજ નથી; વળી
પુણ્યપાપ પણ અનાદિથી કર્યા પણ તે–રૂપ આત્મા થઈ ગયો નથી. જો પુણ્ય વખતે પુણ્યરૂપ જ થઈ
ગયો હોય તો તે પાછું પાપ કયાંથી આવ્યું? અને પાપ વખતે જો પાપરૂપ જ થઈ ગયો હોય તો તે
પાપ પલટીને પાછું કયાંથી આવ્યું? પાપ–પુણ્ય બંનેનો નાશ થવા છતાં આત્મા એવો ને એવો અખંડ
ચૈતન્યમૂર્તિ રહે છે. આવા શુદ્ધ–ચૈતન્યદ્રવ્યનો આશ્રય કરવાથી ચારિત્ર પ્રગટે છે; અને જેટલી
વીતરાગી ચારિત્રદશા પ્રગટી તેમાં દ્રવ્ય અભેદપણું પામે છે. જેટલો અંતરનો આશ્રય કરે તેટલું
ચારિત્ર પ્રગટે, ને જેટલું ચારિત્ર તેટલી દ્રવ્યની શુદ્ધતા પ્રગટે. માટે હે મુમુક્ષુઓ! કાંતો શુદ્ધદ્રવ્યનો
આશ્રય કરીને, અથવા તો વીતરાગી ચારિત્રનો આશ્રય કરીને મોક્ષમાર્ગમાં આરોહણ કરો.
જેમણે પોતાના ચેતન્યતત્ત્વને જાણ્યું છે ને પોતાના જ્ઞાનને ચૈતન્યતત્ત્વની ભાવનામાં લીન
કર્યું છે એવા સંતો–મુનિવરો અંર્તસ્વભાવના સંયમમાં સાવધાન છે, અને તેમનો તે વીતરાગી
સંયમ, દુઃખમય એવા મરણના નાશનું કારણ છે. યાતનાશીલ જે યમ તેનો સંયમ નાશ કરે છે, એટલે
કે મુનિવરોનો સંયમ મરણને મારી નાંખનાર છે, ને જન્મમરણ રહિત એવી સિદ્ધદશાનું કારણ છે.
જેને સંયમ પ્રગટે તેના જન્મમરણનો નાશ થઈ જાય છે. માટે હે જીવ! જો તારે શાંતિ જોઈતી હોય,
જન્મ–મરણની યાતનાથી છૂટવું હોય તો આવી મુનિદશા પ્રગટ કર્યે છૂટકો છે. યતિ–મુનિવરો પોતાના
સંયમમાં યત્નશીલ વર્તતા થકા યાતનામય યમનો નાશ કરે છે. જેઓ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચૈતન્યના
શરણે વીતરાગી સંયમ પ્રગટ કરે છે તેમને ફરીને બીજી માતાના પેટે અવતાર થતો નથી, તેમને
દુઃખમય મરણનો નાશ થઈને મુક્તિ થઈ જાય છે. માટે–
હે જીવો!
જો મરણથી બચવું હોય...ને આત્માની શાંતિ જોઈતી હોય તો ચૈતન્યનું શરણ કરો.
(–શ્રી નિયમસાર ગા. ૧૦૩ના શ્લોકો ઉપરના પ્રવચનમાંથી. વીર સં. ૨૪૭૮, માગસર વદ ૭.)

PDF/HTML Page 12 of 23
single page version

background image
: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૧૯ :
“આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?”
લેખાંક [૧૯]
(અંક ૧૩૯થી ચાલુ)
[શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં આચાર્યદેવે ૪૭ નયોથી આત્મદ્રવ્યનું વર્ણન
કર્યું છે તેના ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર]
હે ભગવાન આ આત્મા કેવો છે ને કઈ રીતે તેની પ્રાપ્તિ થાય છે? તે
સમજાવો, –એમ જિજ્ઞાસુ શિષ્યે પૂછ્યું છે. –આત્માનું સ્વરૂપ જાણીને તેની જ પ્રાપ્તિ
કરવાની જેને ભાવના છે, એ સિવાય સ્વર્ગાદિ સંયોગની ભાવના નથી એવો
આત્માર્થી જીવ શ્રી ગુરુને પૂછે છે કે પ્રભો! અનાદિથી નહિ જાણેલા એવા આત્માનું
સ્વરૂપ જાણીને હું તેની પ્રાપ્તિ કરું અને હવે મારા સંસારપરિભ્રમણનો અંત આવીને
મારી મુક્તિ થાય, એવું સ્વરૂપ મને સમજાવો.
આચાર્યભગવાન આવી જિજ્ઞાસાવાળા શિષ્યને આત્માનું સ્વરૂપ અને તેની
પ્રાપ્તિનો ઉપાય બતાવે છે તેનું આ વર્ણન ચાલે છે. જો આત્માના ધર્મો વડે તેના
વાસ્તવિકસ્વરૂપને ઓળખે તો તેમાં એકાગ્ર થઈને તેની પ્રાપ્તિ કરે અને મુક્તિ થાય.
માટે જેણે આત્માની મોક્ષદશા પ્રાપ્ત કરવી હોય ને સંસારપરિભ્રમણથી છુટવું હોય તેણે
આત્મસ્વરૂપને ઓળખવું જોઈએ.
(૩૬) અગુણીનયે આત્માનું વર્ણન
“આત્મદ્રવ્ય ગુણનયે ગુણગ્રાહી છે, –શિક્ષક વડે જેને કેળવણી આપવામાં આવે છે એવા કુમારની
માફક.”
જેમ શિક્ષક જેવું શીખવે છે તેવું કુમાર શીખી લે છે, તેમ નિમિત્ત તરીકે જ્ઞાની ગુરુ પાસેથી આત્મા બોધ
ગ્રહણ કરે છે. –એવો તેનો એક ધર્મ છે. જેવો ઉપદેશ શ્રીગુરુ આપે તેવું ગ્રહણ કરી લેવાની આત્મામાં તાકાત છે.
સમ્યગ્દર્શનાદિ ગુણનું ગ્રહણ કરવામાં ગુરુ તો નિમિત્ત છે, પણ તે ગુણને ગ્રહણ કરવાનો નૈમિત્તિક ધર્મ તો આ
આત્માનો છે. ગુરુ પાસેથી ગુણ ગ્રહણ કર્યા, અમુક ગુરુ પાસેથી સમ્યક્ત્વનું ગ્રહણ કર્યું, અમુક ગુરુ પાસેથી
ચારિત્રનું ગ્રહણ કર્યું–એમ કહેવાય છે, પણ તે ગુણોને ગ્રહણ કરવાની તાકાત કોની છે? તે ધર્મ તો જીવનો છે;
માટે ગુણગ્રાહીનયમાં પણ નિમિત્તાધીનપણું નથી, તે નય પણ આત્માના ધર્મને દેખે છે.
વળી અહીં ‘ગુણગ્રાહી’ કહ્યું છે, તેમાં ‘ગુણ’ એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે; ગુરુ પાસેથી
આવા ગુણોનું ગ્રહણ કરવાની આત્માની તાકાત છે. તો જે ગુરુના નિમિત્તે આવા ગુણોનું ગ્રહણ કરે છે તે
ગુરુ પાસે પણ

PDF/HTML Page 13 of 23
single page version

background image
: ૨૨૦ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
સમ્યક્ત્વાદિ ગુણો હોવા જોઈએ. ગુરુ પાસે ગુણ હોય તો શિષ્ય ગ્રહણ કરે ને? માટે ગુરુ પણ સમ્યગ્દર્શન વગેરે
ગુણો સહિત જ્ઞાની જ હોવા જોઈએ, અજ્ઞાની–મિથ્યાદ્રષ્ટિ કુગુરુ પાસે તો સમ્યગ્દર્શનાદિ કોઈ પણ ગુણ હોય નહિ
એટલે તેની પાસેથી ગુણનું ગ્રહણ ક્યાંથી થાય? અજ્ઞાની પાસેથી પણ કંઈક ગુણગ્રહણ કરવાનું જે માને છે તેણે
ખરેખર ગુણને ઓળખ્યા નથી અને આત્માના ગુણગ્રાહીસ્વરૂપને પણ ઓળખ્યું નથી; એવા જીવને ગુણગ્રાહીનય
હોતો નથી. જેણે સમ્યગ્દર્શનાદિ કાંઈક ગુણોનું ગ્રહણ કર્યું હોય તે નિમિત્તમાં આરોપ કરીને એમ કહી શકે કે
‘અહો! મારા ગુરુ પાસેથી મેં ગુણનું ગ્રહણ કર્યું, મારા ગુરુએ મને સમ્યગ્દર્શન આપ્યું’ –અને તેને ગુણગ્રાહીનય
હોય. પણ જેણે હજી સાચા ગુરુને જ જાણ્યા નથી, ગુણનું ગ્રહણ કર્યું નથી, તેને તો ‘ગુરુએ ગુણ આપ્યા’ એમ
કહેવાનું ઉપચારથી પણ નથી એટલે તેને ગુણગ્રાહીનય હોતો નથી.
જુઓ, અહીં એમ પણ કહ્યું છે કે શ્રીગુરુ જે કાંઈ સમજાવે તે બધું સમજીને ગ્રહણ કરવાની આત્માની
તાકાત છે. ‘ઘણી સૂક્ષ્મ વાત હોય તે આત્મા ગ્રહણ ન કરી શકે’ –એમ નથી કહ્યું. એટલે ગમે તેવી સૂક્ષ્મ વાત
હોય તે સમજવાની આત્માની તાકાત છે, –સમ્યગ્દર્શનથી માંડીને ઠેઠ કેવળજ્ઞાન સુધીના ગુણને ગ્રહણ કરી શકે
એવો આત્માનો ધર્મ છે.
વળી, આત્મા ‘ગુણગ્રાહી’ છે એટલે ગુણને ગ્રહણ કરવાનો તેનો સ્વભાવ છે, પણ દોષને કે પરને ગ્રહણ
કરે એવો આત્માનો સ્વભાવ નથી. દોષને કે નિમિત્તને જાણે છે ખરો પણ તેને ગ્રહણ કરતો નથી, સમ્યગ્દર્શનાદિ
ગુણને જ ગ્રહણ કરે છે. હવે તે ગુણોનું ગ્રહણ તો સ્વભાવના આશ્રયે જ થાય છે, તેથી આ ગુણીનયમાં પણ
શુદ્ધચૈતન્યસ્વભાવના આશ્રયનો જ અભિપ્રાય છે.
નિમિત્ત તરીકે ગુરુ પાસેથી ગુણનું ગ્રહણ કરે છે, –તેમાં પણ એ વાત આવી કે ગુરુ જેવું સમજાવે છે તેવું
જ પોતે સમજી જાય છે, જ્ઞાની ગુરુના અભિપ્રાયથી જરાય વિપરીત ગ્રહણ કરતો નથી. ગુરુ કહે કાંઈક અને
શિષ્ય ગ્રહણ કરે બીજું–એમ નથી, પણ જેવું ગુરુ કહે તેવું જ શિષ્ય ગ્રહણ કરે–એવો તેનો ગુણગ્રાહી ધર્મ છે.
શ્રીગુરુ આત્માના શુદ્ધસ્વભાવ ઉપર જોર દેવા માંગે છે ને શિષ્ય પણ એવું જ સમજીને ગુણગ્રહણ કરે છે. શ્રીગુરુ
કહે છે કે હે જીવ! તેં તારી ભૂલથી અનંત ભવો કર્યા છે છતાં એક અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન લેવાની તારા
આત્માની તાકાત છે, –આવા તારા સ્વભાવનો તું વિશ્વાસ કર તો તેમાં તારું ભવભ્રમણ મટે. ગુરુની આવી
શિક્ષા ઝીલીને તે પ્રમાણે કરવાની શિષ્યની તાકાત છે. જેમ શાહી પડી હોય તેને ચૂસી લેવાનો બ્લોટિંગપેપરનો
સ્વભાવ છે, અથવા કોરા ઘડા ઉપર પાણીનું ટીપું પડતાં જેમ તે ઘડો પાણીને ચૂસી લ્યે છે, તેમ શ્રીગુરુ જેવું કહે
છે તેવું ઝીલીને શિષ્ય ચૂસી લ્યે છે ને પોતામાં ગુણ પ્રગટ કરે છે. –આવો ગુણગ્રાહી આત્મા છે.
પોતાના ગુણમાં જે નિમિત્ત હોય તે ગુરુનું જ્ઞાન કરે, ત્યાં એમ પણ કહેવાય કે આ ગુરુએ મને
ચૈતન્યવિદ્યા આપી. ગુરુએ વિદ્યા શીખવી, પણ તે ગ્રહણ કરી કોણે? ગુરુએ જે શીખવ્યું તે ગ્રહણ કરવાનો
સ્વભાવ તો આત્માનો છે, કાંઈ ગુરુ પરાણે ગ્રહણ કરાવી દેતા નથી. ગુણને ગ્રહણ કરે એવો ગુણગ્રાહીધર્મ
આત્માનો પોતાનો છે. આ રીતે ગુણીનયનું વજન પર નિમિત્ત ઉપર નથી, –જેવું નિમિત્ત હોય તેવું જ્ઞાન થાય
એમ નથી, પણ ગુણગ્રાહીધર્મનું ધારક અંતરમાં શુદ્ધ સ્વાધીન ચૈતન્યદ્રવ્ય છે તેને દેખવું તે આ ગુણનયનું
તાત્પર્ય છે.
નય છે તે ધર્મને જુએ છે; ધર્મ એકલો રહેતો નથી પણ અનંત ધર્મના પિંડ એવા ધર્મીના આધારે ધર્મ
રહે છે, એટલે ધર્મીની (ચૈતન્યદ્રવ્યની) દ્રષ્ટિ રાખીને તેના એકેક ધર્મને જાણે છે તે જ સાચો નય છે. ગુણીનયથી
એમ કહેવાય કે આત્મા ગુરુ પાસેથી ગુણનું ગ્રહણ કરે એવો ગુણગ્રાહી છે. પરંતુ ત્યાં ધર્મી જાણે છે કે આવો
ગુણગ્રાહીધર્મ પણ મારા આત્મદ્રવ્યનો છે, મારો ધર્મ કાંઈ ગુરુના આધારે નથી; તેથી મારે મારા આત્મા સામે જ
જોવાનું છે. આ પ્રમાણે ધર્મી જીવ નયના બધાં પડખાંને સ્વ તરફ વાળીને અંતરમાં પોતાના આત્માને
શુદ્ધચૈતન્યસ્વરૂપે દેખે છે. શુદ્ધચૈતન્યમાત્ર આત્મા ઉપર દ્રષ્ટિ કરે તેને જ આ નયોનું જ્ઞાન સાચું થાય છે.
જેમ ઉષ્ણતા અગ્નિને બતાવે છે કેમ કે તે તેનો સ્વભાવ છે; તેમ આ ગુણગ્રાહીધર્મ કઈ વસ્તુને બતાવે છે?

PDF/HTML Page 14 of 23
single page version

background image
: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૨૧ :
એ ધર્મ નિમિત્તને નથી બતાવતો કેમકે તે ધર્મ નિમિત્તનો નથી; તે ધર્મ તો ધર્મી એવા આત્મદ્રવ્યને જ બતાવે છે
કે ‘આ ધર્મ આ આત્માનો છે’ . આ રીતે નયનું ધ્યેય પણ શુદ્ધઆત્માને જ લક્ષમાં લેવાનું છે; આ એકેય નયમાં
પરાશ્રય કરાવવાનું ધ્યેય નથી.
આત્મા ગુણગ્રાહી છે–એમ કહ્યું તેનો અર્થ એવો નથી કે જ્યાં–ત્યાં પરમાંથી ગુણગ્રહણ કરવા. પરમાં
આત્માનો કોઈ ગુણ છે જ નહિ. પરમાંથી મારા ગુણ આવશે–એમ માનીને પર સામે જ જોયા કરે તો તેને કદી
સમ્યગ્દર્શનાદિ ગુણ પ્રગટે નહિ. વળી કેટલાક લોકો એમ કહે છે કે ‘સામો જીવ ભલે મિથ્યાદ્રષ્ટિ કે ગમે તેવો
હોય, પણ આપણે કોઈને ખોટા ન કહેવા, આપણે તો બધામાંથી ગુણ ગ્રહણ કરવા.’ –તો આનું નામ કાંઈ
ગુણગ્રાહીપણું નથી, એ તો ચોકખો વિનયમિથ્યાદ્રષ્ટિ છે, સાચા ખોટાનો પણ તેને વિવેક નથી. શ્રીગુરુએ જે રીતે
કહ્યું તે રીતે સમજીને પોતાના સ્વભાવના અવલંબને સમ્યગ્દર્શનાદિ પ્રગટ કરવા તેનું નામ ગુણગ્રાહીપણું છે.
‘હે પ્રભો! અમે કાંઈ જાણતા ન હતા, અમે બાળક હતા, આપે સૂક્ષ્મ ચૈતન્યતત્ત્વની કેળવણી આપી–
આપીને અમારો ઉદ્ધાર કર્યો, આપે જ અમને આત્મવિદ્યા શીખવી’ –આમ ગુણીનયથી શિષ્ય કહે છે, પણ તે
ગુણને ગ્રહણ કરવાનો સ્વભાવ તો મારો છે–એમ જો સ્વાશ્રયની દ્રષ્ટિ રાખીને કહે તો તેને ગુણીનય સાચો છે.
અહીં તો ચારે પડખાથી સ્વાશ્રયનું જ પોષણ છે. અહો! યથાર્થદ્રષ્ટિ રાખીને કોઈપણ પડખેથી જુઓ તો
આત્મામાં કેવળજ્ઞાનનો કંદ ઊભો થાય છે. આત્માને જોનારું જે શ્રુતજ્ઞાન છે તે અનંતનયોવાળું છે, તેમાંથી
કોઈપણ નય વડે આત્માને જુઓ તો આત્મા અનંતગુણનો પિંડ શુદ્ધચૈતન્યમૂર્તિ જ દેખાય છે.
વિનયી શિષ્ય ગુણીનયથી એમ કહે છે કે હે પ્રભો! અમે ક્યાં ઊભા હતા ને હળવે હળવે ઉપાડીને આપે
અમને ઠેઠ ક્યાં લાવી દીધા? અમારું આખું ચક્ર ફેરવી નાંખ્યું? આપ ન મલ્યા હોત તો અમે ધર્મ કેમ પામત?
દર્શનસારમાં દેવસેનાચાર્યે પણ કહ્યું છે કે “શ્રી સીમંધર સ્વામી પાસેથી મળેલા દિવ્ય જ્ઞાન વડે શ્રી પદ્મનંદીનાથે
અર્થાત્ શ્રી કુંદકુંદાચાર્યદેવે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?” આવા ગુણીનય
વખતે ધર્મીને અંતરમાં ભાન છે કે ગુણોનું ગ્રહણ કરે એવો ધર્મ તો મારો પોતાનો છે. ધર્મને જોનાર નય તે
વર્તમાન જ્ઞાન છે, વર્તમાન દ્વારા ત્રિકાળીસ્વભાવને જોવો, ધર્મ દ્વારા ધર્મીને લક્ષમાં લેવો, તે નયનું ફળ છે. મૂળ
ધ્યેય તો અખંડાનંદ ધુ્રવ ચૈતન્યસ્વરૂપ શુદ્ધ આત્મા છે, તેના જ અવલંબને સમ્યગ્દર્શન છે, તેના જ અવલંબને
સમ્યગ્જ્ઞાન છે, તેના જ અવલંબને સમ્યક્ચારિત્ર છે, તેના જ અવલંબને પૂર્ણ વીતરાગતા ને કેવળજ્ઞાન છે. ગમે
તે નયથી ગમે તે ધર્મનું વર્ણન હોય, પણ આ મૂળ ધ્યેયને લક્ષમાં રાખીને જ બધી વાત છે.
ગુણીનયથી એમ કહ્યું કે ગુરુ પાસેથી ગુણને ગ્રહણ કરે એવો ગુણગ્રાહી–ધર્મ છે, –પણ તે ધર્મ કોનો?
ગુરુનો કે આ આત્માનો? તે ધર્મ આ આત્માનો જ છે, એટલે તેમાં પણ આત્મા સાથે જ જોવાનું આવ્યું. કથન
ભલે નિમિત્તથી હોય, પણ દ્રષ્ટિમાં તો શુદ્ધચૈતન્યદ્રવ્યનો જ આશ્રય ધર્મીને હોય છે. ગુણીનયના દ્રષ્ટાંતમાં શિક્ષક
વડે કુમારને કેળવણી આપવાનું કહ્યું, પણ તે કેળવણી લેનાર તો કુમાર છે ને? કુમારમાં તે ગ્રહણ કરવાની
તાકાત છે; તેમ સિદ્ધાંતમાં પણ સમજવું કે–ગુરુ શિખવે છે ને શિષ્ય તે પ્રમાણે ગુણનું ગ્રહણ કરે છે, ત્યાં ગુણનું
ગ્રહણ કરવાનો ધર્મ શિષ્યનો છે. શિષ્ય જ પોતાની તાકાતથી ગુરુનો ઉપદેશ ઝીલીને ગુણનું ગ્રહણ કરે છે. કોઈ
પણ નયથી આત્માના ધર્મને જુએ તો ત્યાં એક ધર્મને જુદો પાડીને જોવાનું ધ્યેય નથી પણ શુદ્ધચૈતન્યસ્વરૂપ
નિજ આત્મા દેખાય છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની જેવી કેળવણી શ્રીગુરુ આપે તેવું શીખીને ગ્રહણ કરે એવો આત્માનો એક
ધર્મ છે; તે ધર્મ જોનારને પણ ધર્મી એવા આત્મદ્રવ્યની સન્મુખ જોવાનું રહે છે. નિમિત્તનું ભેદ જ્ઞાન કરાવ્યું છે
પણ તે ધર્મ તો આત્માનો પોતાનો જ છે.
વિકલ્પ વખતે ગુણીનયથી શિષ્ય એમ કહે છે કે આ ગુરુ પાસેથી ગુણગ્રહણ કર્યા. હવે આવા વિકલ્પ
વખતે પણ તે વિકલ્પને કે નિમિત્તને ગ્રહણ કરતો નથી, પણ તે વખતેય વિકલ્પ અને નિમિત્ત બંનેના સાક્ષીપણે
રહેવાનો ધર્મ જીવમાં છે, તેનું વર્ણન હવે ‘અગુણીનય’ થી કહે છે.
–૩૬મા ગુણીનયથી આત્માનું વર્ણન અહીં પૂરું થયું.

PDF/HTML Page 15 of 23
single page version

background image
: ૨૨૨ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
(૩૭) અગુણીનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય અગુણીનયે કેવળ સાક્ષી જ છે, –શિક્ષક વડે જેને કેળવણી આપવામાં આવે છે એવો જે કુમાર
તેને જોનાર પુરુષની માફક.
અહીં ‘અગુણીનય’ કહ્યો તે દોષસૂચક નથી પણ આત્માના સાક્ષીપણાનો સૂચક છે. ગુરુ પાસેથી જ્ઞાન
લઉં–એવો નિમિત્ત તરફનો વિકલ્પ આવે, પણ તે વિકલ્પ જ કરે એવો આત્માનો સ્વભાવ નથી, વિકલ્પ અને
વાણી બંનેના સાક્ષીપણે રહેવાનો આત્માનો ધર્મ છે. ભગવાન કે સંતોની વાણી ઝીલીને આત્મા ગુણ ગ્રહણ કરે
છે–એમ કહેનાર ગુણીનય પણ આત્માને જ બતાવે છે; અને આત્મા કોઈ બીજા પાસેથી શીખતો નથી, આત્મા
તો સાક્ષીપણે જોનાર જ છે–એમ કહેનાર આ અગુણીનય પણ આત્માને જ બતાવે છે. ત્રિલોકનાથ તીર્થંકર
ભગવાનની દિવ્યવાણી છૂટે ને તે ઝીલીને પાત્ર જીવો સમ્યગ્દર્શનાદિ પામી જાય, ગણધરદેવ બાર અંગની રચના
કરે. ત્યાં શું આત્માએ પરમાંથી ગુણગ્રહણ કર્યા? –ના; તે વખતે પણ સાક્ષી રહેવાનો આત્માનો સ્વભાવ છે.
દિવ્યધ્વનિનો પણ સાક્ષી, ગુરુના ઉપદેશનો પણ સાક્ષી, તે વખતે વિકલ્પ વર્તતો હોય તેનો પણ સાક્ષી–આવો
આત્માનો ધર્મ છે. ક્યાંય પરમાંથી ગુણ મળશે–એમ ધર્મી માનતો નથી અને પરને માટે તે વિકલ્પ ઉઠાવતો
નથી. વિકલ્પ વખતેય પોતાના સાક્ષી સ્વભાવની તેને પ્રતીત છે. સાક્ષીપણું અને ગુણગ્રાહીપણું બંને ધર્મો
આત્મામાં એક સાથે છે. સમ્યક્ નયની વિવક્ષાથી જોતાં પરસ્પર વિરુદ્ધ ધર્મોને સાથે રહેવામાં કાંઈ વિરોધ
આવતો નથી, પણ યથાર્થ વસ્તુસ્વરૂપ સિદ્ધ થાય છે. નયોની વિવક્ષા તે મૂંઝવણ થવાનું કારણ નથી પણ મૂંઝવણ
મટાડીને જ્ઞાનની સ્પષ્ટતાનું કારણ છે.
* અનંત ધર્મો સ્વરૂપ આત્મદ્રવ્ય છે;
* અનંત નયો સ્વરૂપ શ્રુતજ્ઞાનપ્રમાણ છે;
* તે શ્રુતજ્ઞાનપ્રમાણથી સ્વાનુભવ વડે આત્મદ્રવ્ય પ્રમેય થાય છે.
* અનંતધર્મોને જાણનારા અનંતનયો છે.
* ચૈતન્યમૂર્તિ આત્મદ્રવ્ય ઓળખાવવા માટે અહીં કેટલાક નયોથી તેના ધર્મોનું વર્ણન કર્યું છે.
* તેમાં આ ૩૭મા ‘અગુણીનય’ થી આત્માના સાક્ષી ધર્મનું વર્ણન ચાલી રહ્યું છે.
જેમ શિક્ષક વડે કુમારને કેળવણી અપાતી હોય અને તે વખતે બીજો માણસ ત્યાં ઊભો ઊભો જોતો હોય,
તેમાં કુમાર તો શિક્ષા ગ્રહણ કરનાર છે ને બીજો માણસ તો તેનો સાક્ષી જ છે. કુમારને આવડે તો હોંસ થાય ને
ન આવડે તો મૂંઝવણ થાય, પણ જે મધ્યસ્થપણે જોનારો છે તે તો સાક્ષી જ છે. તેમ ચૈતન્યમૂર્તિ આત્મા
સાક્ષીપણે જાણનાર છે. વિકલ્પ ઊઠતાં ગુરુ વગેરે નિમિત્ત ઉપર લક્ષ જાય છે ત્યારે ગુણગ્રાહી કહ્યો, –એવો એમ
ધર્મ છે, અને વિકલ્પ રહિત માત્ર સાક્ષીપણે રહે–શુદ્ધજ્ઞાન–ચેતનાપણે રહે એવો સાક્ષીસ્વભાવ પણ આત્મામાં છે.
‘ગુણગ્રાહી’ માં જરાક વિકલ્પ છે ને સાક્ષીપણામાં વિકલ્પ નથી. વાણીનો સાક્ષી, વિકલ્પનો સાક્ષી, આખા
જગતનો સાક્ષી એવો આત્માનો સ્વભાવ છે.
(૧) અહીં જે સાક્ષીપણું કહ્યું છે તે ગુણગ્રાહીપણાની સામે કહ્યું છે.
(૨) હવે ૩૯મા નયમાં સાક્ષીપણું કહેશે તે રાગના કર્તૃત્વની સામેનું સાક્ષીપણું કહેશે.
(૩) ૪૧મા નયમાં હર્ષ–શોકના ભોક્તા સામેનું સાક્ષીપણું કહેશે.
–એ રીતે ત્રણ પ્રકારે આત્માનું સાક્ષીપણું કહેશે.
જુઓ, આત્માનો સાક્ષીસ્વભાવ! નિમિત્તનો સાક્ષી, કર્મના ઉદયનો સાક્ષી, ઘોર ઉપસર્ગ દેહ ઉપર આવી
પડે તેનોય સાક્ષી, અલ્પ રાગ કે દ્વેષ થાય તેનો પણ સાક્ષી, –આમ આખા જગતનો સાક્ષીસ્વભાવ છે, જગતમાં
ક્યાંય ઊથલપાથલ કરવાનો સ્વભાવ નથી. રાગની પર્યાયનો ક્રમ ફેરવી નાંખું–એ વાત પણ સાક્ષીપણામાં રહેતી
નથી. અહો! આવા સાક્ષીસ્વભાવને સ્વીકારીને, સાક્ષીપણે જેમ છે તેમ જો; ક્યાંય ફેરફાર થવાનો નથી; ફેરફાર
કરવાનો તું અભિપ્રાય કરીશ તો તારું જ્ઞાન મિથ્યા થશે. પરમાં તો તારાથી ફેરફાર ન થાય, પણ તારી પર્યાયમાં
ફેરફાર કરીને આઘીપાછી કરવાનું પણ બનતું નથી, કેમકે જે પર્યાય થઈ છે તે ફરે નહિ, અને જે પર્યાય થઈ જ
નથી તેમાં પણ ફેરફાર કરવાનું બનતું

PDF/HTML Page 16 of 23
single page version

background image
: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૨૩ :
નથી; એટલે તું સાક્ષીપણે પ્રેક્ષક જ રહી જા. આવું સાક્ષીપણું કહીને અહીં આત્માનો શુદ્ધચેતનાસ્વભાવ
બતાવ્યો છે.
અગુણીનયથી આત્માનો એવો સ્વભાવ છે કે બીજા પાસેથી ગુણનું ગ્રહણ ન કરે પણ સાક્ષીપણે જ રહે.
ગુણીનયથી ગુણગ્રહણનો વિકલ્પ હોય, પણ તે વિકલ્પ વખતેય આવા સાક્ષી–સ્વભાવનું ધર્મીને ભાન વર્તે છે,
એટલે તેને વિકલ્પની મુખ્યતા નથી પણ સાક્ષીસ્વભાવની જ મુખ્યતા છે, તેની પર્યાયમાં ક્ષણેક્ષણે સાક્ષીપણાનું
પરિણમન વધતું જાય છે ને વિકલ્પ તૂટતો જાય છે. સાધકને ‘અગુણીનય’ સદાય ન હોય, પણ સાક્ષીપણાનું
પરિણમન તો સદાય વર્તી જ રહ્યું છે. ‘નય’ તો તે તરફનો ઉપયોગ મૂકે ત્યારે જ હોય.
–આ રીતે ૩૭મા અગુણીનયથી આત્માનું વર્ણન પૂરું થયું.
(હવે, સાધકને પર્યાયમાં કંઈક રાગાદિ થાય છે તેટલું રાગનું કર્તાપણું છે, અને સ્વભાવની મુખ્યતામાં તે
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
એક નોંધ: ‘આત્મધર્મ’ માં આ ૪૭ શક્તિઓ ઉપરનાં પૂ. ગુરુદેવના જે પ્રવચનો
પ્રસિદ્ધ થાય છે તે મુખ્યપણે આઠમી વખતનાં પ્રવચનો છે; તે આઠમી વખતનાં પ્રવચનોને
મુખ્ય રાખીને તેની સાથે અત્યાર સુધી છઠ્ઠી–સાતમી તેમજ નવમી વખતનાં પ્રવચનોનો
મુખ્ય સાર પણ ઉમેરી દેવામાં આવતો હતો; તે ઉપરાંત હવે દસમી વખત પણ પ્રવચનો
થઈ ગયા હોવાથી આ ૧૮મી શક્તિથી દસમી વખતના પ્રવચનોનો મુખ્ય સાર પણ ઉમેરી
દેવામાં આવે છે. આ રીતે આ ૪૭ શક્તિઓ ઉપરનાં પૂ. ગુરુદેવના છઠ્ઠી–સાતમી–આઠમી–
નવમી ને દશમી એમ પાંચ વખતનાં પ્રવચનોનો સાર આ લેખમાળામાં પ્રસિદ્ધ થાય છે.
આ ઉપરથી જિજ્ઞાસુ વાંચકોને ખ્યાલ આવશે કે આ વિષય કેટલો મહત્ત્વનો છે!
ઉત્પાદ – વ્ય – ધુ્રવત્વ શક્તિ
[૨]
(અંક ૧૩૯થી ચાલુ)
આત્માની ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વશક્તિનું વર્ણ ચાલે છે. આત્મામાં જ્ઞાનની સાથે ઉત્પાદ–વ્યય–ધુ્રવપણું પણ
સમયે સમયે બની જ રહ્યું છે. આત્મામાં અનંત ગુણો છે તે બધાય ગુણપણે ધુ્રવ ટકીને, દરેક સમયે એક
અવસ્થાથી

PDF/HTML Page 17 of 23
single page version

background image
: ૨૨૪ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
બીજી અવસ્થાપણે બદલી જાય છે. સિદ્ધના આત્માને પણ આનંદનો અનુભવ સમયે સમયે બદલ્યા કરે છે;
આનંદ ભલે એવો ને એવો જ રહે છે, પણ પહેલાં સમયનો જે આનંદ હતો તે જ બીજા સમયે નથી રહેતો, બીજા
સમયે આનંદની નવી અવસ્થાનો ઉત્પાદ થાય છે, ને પહેલી અવસ્થાનો વ્યય થાય છે, તથા આનંદ ગુણની તો
સળંગપણે ધુ્રવતા રહે છે. આ રીતે પર્યાય ઉત્પાદવ્યયથી ક્રમવર્તી છે, ને ગુણો ધુ્રવપણે અક્રમવર્તી છે. આવો
વસ્તુનો સ્વભાવ છે.
उत्पादव्ययध्रौव्ययुक्तं सत्’ એવું સૂત્રનું વચન છે, એટલે કે દરેક વસ્તુ ઉત્પાદ–વ્યય–ધુ્રવતા સહિત છે.
દરેક સમયે નવી પર્યાયની ઉત્પત્તિ, જુની પર્યાયનો નાશ, અને દ્રવ્ય–ગુણનું ટકવાપણું બધી વસ્તુઓમાં હોય છે.
તેમાં ઉત્પાદ–વ્યયરૂપ પર્યાયો ક્રમવર્તી છે, એક સાથે બધી પર્યાયો નથી વર્તતી, પણ એક પછી એક વર્તે છે; ને
ધુ્રવરૂપ ગુણો અક્રમવર્તી છે, બધા ગુણો ત્રણે કાળ એક સાથે જ વર્તે છે.
જુઓ, આ વસ્તુસ્વરૂપ! પોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવ પોતાથી જ છે. આત્મા પોતે પોતાના સ્વભાવથી જ
એક અવસ્થા બદલીને બીજી અવસ્થારૂપે થાય છે. આ વાત સમજે તો, મારી અવસ્થા બીજો કોઈ પલટાવી દેશે–
એવી પરાશ્રયબુદ્ધિ છૂટી જાય, ને પોતામાં ધુ્રવસ્વભાવ તરફ વલણ થઈ જાય; ધુ્રવ સાથે પર્યાયની એકતા થતાં
નિર્મળ પર્યાયરૂપ મોક્ષમાર્ગ પ્રગટે છે.
જે સમયે અપૂર્વ સિદ્ધદશાનો ઉત્પાદ, તે જ સમયે સંસારદશાનો વ્યય, ને આત્મદ્રવ્યની ધુ્રવતા; જે સમયે
સમ્યગ્દર્શનનો ઉત્પાદ, તે જ સમયે મિથ્યાત્વદશાનો વ્યય, ને શ્રદ્ધાગુણની ધુ્રવતા; આમ એક જ સમયમાં ઉત્પાદ–
વ્યય–ધુ્રવપણું છે. આવું ઉત્પાદ–વ્યય–ધુ્રવપણું વસ્તુમાં ત્રિકાળ છે, પણ જ્યારે તેનું ભાન કરીને સ્વાશ્રયે પરિણમે
ત્યારે નિર્મળતાનો ઉત્પાદ ને મલિનતાનો વ્યય થાય છે.
આત્માના ઉત્પાદ–વ્યય–પોતાથી જ છે, માટે વિકાર પણ પોતાથી જ થાય છે;–એ તો ખરું. પણ પોતાની
પર્યાયમાં જેણે એકલા વિકારની જ ઉત્પત્તિ ભાસે છે તેણે આત્માના સ્વભાવને ખરેખર જાણ્યો જ નથી. ‘મારા
ઉત્પાદ–વ્યય–ધુ્રવ મારાથી જ છે’ એમ જેણે નક્કી કર્યું–તેણે કોની સામે જોઈને તે નક્કી કર્યું? મારા સ્વભાવથી જ
મારા ઉત્પાદ–વ્યય–ધુ્રવ છે–એમ નક્કી કરનારની દ્રષ્ટિ તો પોતાના સ્વભાવ ઉપર આવી, એટલે એકલા વિકારની
ઉત્પત્તિ તેને રહે જ નહિ, તેને તો સ્વભાવદ્રષ્ટિમાં નિર્મળ પર્યાય પ્રગટીને સાધકદશા શરૂ થઈ જાય. જેને આવી
સાધકદશા થાય તેને જ પર્યાયના વિકારનું યથાર્થ જ્ઞાન થાય. આ મૂળભૂત ન્યાય છે.
પોતાના કારણે ક્રમબદ્ધ ‘વિકાર’ થાય છે–એમ એકલા વિકાર ઉપર દ્રષ્ટિવાળાને ખરેખર ક્રમબદ્ધપર્યાયની
કે ઉત્પાદ–વ્યય–ધુ્રવત્ત્વશક્તિની પ્રતીત નથી; કેમકે જો શક્તિની પ્રતીત થાય તો શક્તિવાનના અવલંબને નિર્મળ
પરિણમન શરૂ થયા વિના રહે નહિ. ત્રિકાળી ગુણી સાથે અભેદ થઈને પર્યાયનું પરિણમન થાય તે ધર્મ છે.
‘સર્વજ્ઞ ભગવાને ક્રમબદ્ધપર્યાયમાં જોયું છે માટે મારામાં મિથ્યાત્વાદિ વિકાર થાય છે’ –એમ એકલા
વિકારના ક્રમને જ દેખનારની દ્રષ્ટિ ઘણી ઊંધી છે. આચાર્યદેવ કહે છે કે અરે મૂઢ! તું સર્વજ્ઞનું નામ ન લે, તેં
સર્વજ્ઞદેવને માન્યા જ નથી. તું સર્વજ્ઞને નથી દેખતો પણ એકલા વિકારને જ દેખે છે, ક્રમબદ્ધપર્યાયની પણ તને
ખબર નથી. સર્વજ્ઞદેવને પ્રતીતમાં લ્યે તેને તો પોતામાં સાધકદશાનો ક્રમ શરૂ થઈ જાય, એકલો વિકારનો ક્રમ
તેને રહે જ નહિ. જેને સ્વભાવના આશ્રયે અમુક નિર્મળ પરિણમન થયું છે ને બાકી અલ્પ વિકાર રહ્યો છે–એવા
સાધક જીવની આ વાત છે. તેને જ પોતાના ક્રમ–અક્રમસ્વભાવની (–ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ સ્વભાવની) તેમ જ
સર્વજ્ઞદેવની ખરી પ્રતીત થઈ છે. એકલા વિકારના વેગે તણાતો આત્મા સ્વભાવશક્તિની પ્રતીત ક્યાંથી કરે?
વિકારના પ્રવાહમાં તણાઈ રહ્યો છે તે જીવ કોના આધારે સ્વભાવની પ્રતીત કરશે? ને કોના આધારે સર્વજ્ઞને
માનશે? સ્વભાવ તરફ વળેલો જીવ વિકારને પણ જેમ છે તેમ જાણશે, ને તે જ સર્વજ્ઞતાને યથાર્થપણે માનશે.
(૧) જે પ્રમાણે કર્મનો ઉદય આવે તે પ્રમાણે વિકાર થાય એમ માનનારની માન્યતા ઘણી ઊંધી છે.
(૨) બીજા કોઈ એમ કહે કે સર્વજ્ઞભગવાને આપણી પર્યાયમાં વિકાર થવાનું જ જોયું છે માટે વિકાર
થાય છે, –તો તેની દ્રષ્ટિ પણ ઊંધી છે.

PDF/HTML Page 18 of 23
single page version

background image
: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૨૫ :
(૩) ત્રીજો કોઈ એમ કહે કે પર્યાયનો ક્રમબદ્ધ થવાનો સ્વભાવ છે માટે વિકાર થાય છે, તો તેની દ્રષ્ટિ
પણ વિપરીત છે, ખરેખર ક્રમસ્વભાવને તેણે જાણ્યો જ નથી. એકલા વિકારનો જ ક્રમ જેને વર્તે છે તેણે ખરેખર
ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા થઈ જ નથી.
(૪) ચોથો કોઈ એમ કહે કે વિકાર થાય છે તેટલો જ આત્મા છે, અથવા શુભરાગ તે ધર્મનું કારણ છે, –
તો તેની માન્યતા પણ ઊંધી જ છે.
(પ) ઉત્પાદ–વ્યય–ધુ્રવત્ત્વ શક્તિ, વગેરે અનંત શક્તિનો પિંડ મારો આત્મા છે, –એમ અનંતગુણના
પિંડરૂપ જ્ઞાન–સ્વભાવની દ્રષ્ટિ કરતાં, ગુણોમાં અક્રમપણું ને પર્યાયમાં નિર્મળક્રમ–એવા આત્માનો અનુભવ થયો,
અને તેને જ શક્તિઓનું ખરું પરિણમન થયું, તેણે જ સર્વજ્ઞદેવને ખરેખર જાણ્યા, તેને જ ક્રમબદ્ધપર્યાયનું ભાન
થયું, તે કર્મથી વિકાર થવાનું માને નહિ, ને વિકારથી લાભ માને નહિ. દ્રષ્ટિમાં જ્ઞાનાનંદસ્વભાવની મુખ્યતા
રાખીને, અસ્થિરતાનો જે અલ્પ વિકાર છે તેને જ્ઞેયપણે જેમ છે તેમ તે જ્ઞાતા જાણે છે.
પર્યાય અંતરમાં વળીને, ત્રિકાળી દ્રવ્ય–ગુણ સાથે અભેદ થઈને પરિણમી ત્યારે જ ‘આત્મા’ ને ખરેખર
માન્યો છે, ને ત્યારે જ આત્માની પ્રસિદ્ધિ થઈ છે. ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ અથવા ગુણ–પર્યાયરૂપ સ્વભાવ છે તેની
ખરી પ્રતીત ક્યારે થઈ કહેવાય? –કે ગુણીના અવલંબને નિર્મળ પર્યાય પ્રગટ કરે ત્યારે. જે એકલા વિકારને જ
દેખે છે ને વિકારમાં જ તન્મય થઈને પરિણમે છે તેણે અનંત–શક્તિવાળા આત્માને ખરેખર માન્યો નથી. જો
અનંત શક્તિવાળા આત્માને માને તો તેના આશ્રયે સમ્યગ્દર્શનાદિ નિર્મળપરિણમન થયા વગર રહે નહિ.
કોઈપણ શક્તિની પ્રતીત ધુ્રવસ્વભાવના આશ્રયે જ થાય છે. અભેદ આત્મસ્વભાવનો આશ્રય લીધા વગર તેની
એક પણ શક્તિની ખરી ઓળખાણ થતી નથી.
આત્માના અનંત સ્વભાવોમાંથી એક ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વસ્વભાવ છે, તેનું આ વર્ણન ચાલે છે. આત્મા
વસ્તુપણે કાયમ રહીને, સમયે સમયે તેમાં નવી નવી અવસ્થા થયા જ કરે–એવો તેનો સ્વભાવ છે. તે અવસ્થા,
જો પોતાના સ્વભાવ સાથે એકતા કરીને પરિણમે તો નિર્મળ થાય છે, ને જો પર સાથે એકતા માનીને પરિણમે
તો મલિન થાય છે.
અહીં તો ઉત્પાદ–વ્યયરૂપ પર્યાયને ક્રમવર્તી કીધી છે તેમાંથી ‘ક્રમબદ્ધપર્યાય’ ની વાત કાઢવી છે. આ
ક્રમબદ્ધપર્યાયરૂપ સ્વભાવના નિર્ણયમાં વિકારની વાત નથી પણ નિર્મળ પર્યાયની જ મુખ્ય વાત છે. છતાં એનો
અર્થ એમ નથી કે વિકારપર્યાય આડીઅવડી થઈ જાય છે! પરંતુ ક્રમબદ્ધસ્વભાવનો નિર્ણય કરનારની દ્રષ્ટિ
જ્ઞાયકસ્વભાવ ઉપર હોય છે એટલે તે દ્રષ્ટિ વિકારને સ્વીકારતી નથી, તેથી નિર્મળપર્યાયની જ મુખ્યતા છે.
એક સમયમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવતા એ તો જૈનશાસનની મૂળ વાત છે, ઉત્પાદ–વ્યય ને ધુ્રવતા ત્રણે એક
સમયમાં, આવા વસ્તુસ્વભાવની પ્રતીત કરે તો વીતરાગીદ્રષ્ટિ થઈ જાય. જેમ રવિ–સોમ–મંગળ એ બધા વાર
એક પછી એક ક્રમસર થાય છે, તેમ પર્યાયો ક્રમસર થાય છે. પહેલાં સમયની અવસ્થા બીજા સમયે રહેતી નથી
પણ વ્યય પામી જાય છે; કોઈ જીવ પર્યાયને બીજા સમયે રાખવા માંગે તો પણ રહી શકે નહિ, એવો જ સ્વભાવ
છે. માટે શું કરવું? કે ધુ્રવ સ્વભાવ કાયમી શુદ્ધ એવો ને એવો ટકતો છે, તેની સામે જો, અને તેમાં દ્રષ્ટિની
એકાગ્રતા કર, તો તે ધુ્રવના આધારે પર્યાયનો નિર્મળ પલટો થઈ જશે. ત્યાંય સમયે સમયે પલટો તો થશે પણ
તે પર્યાયો નિર્મળ જ્ઞાન–આનંદસ્વરૂપ થતી જશે.
એક સમયની પર્યાય બીજા સમયે ન રહે, બીજા સમયે નવી પર્યાય થાય–એવો ઉત્પાદ–વ્યય–સ્વભાવ છે.
ને દ્રવ્યનો કદી નાશ ન થાય એવો ધુ્રવસ્વભાવ છે. ઉત્પાદ–વ્યય ને ધુ્રવ એ જુદા જુદા નથી પણ એક જ વસ્તુનો
તેવો સ્વભાવ છે. જ્ઞાની કે અજ્ઞાની બધા આત્માને ઉત્પાદ–વ્યય–ધુ્રવ તો સમયે સમયે વર્તે જ છે, પણ તેમાં ફેર
એટલો છે કે જ્ઞાનીને તો સ્વભાવની દ્રષ્ટિથી નિર્મળ પર્યાયોની ઉત્પત્તિ થતી જાય છે, ને અજ્ઞાનીને વિકારમાં જ
આત્મબુદ્ધિ હોવાથી વિકારી પર્યાયોની ઉત્પત્તિ થાય છે. બસ, આ જ ધર્મ–અધર્મ છે, મોક્ષમાર્ગ ને સંસારમાર્ગ
આમાં આવી જાય છે.

PDF/HTML Page 19 of 23
single page version

background image
: ૨૨૬ : “આત્મધર્મ” : અષાઢ : ૨૪૮૧
મારા આત્મામાં એક સાથે અક્રમપણે અનંતગુણો વર્તે છે ને પર્યાય સમયે સમયે મારા ઉત્પાદ–વ્યય–
સ્વભાવથી પલટે છે, –આમ ઉત્પાદ–વ્યય–ધુ્રવ સ્ભવાવી આત્માને ઓળખીને તેના શ્રદ્ધા–જ્ઞાન કરે ત્યાં
મિથ્યાત્વનો ઉત્પાદ રહે જ નહિ.
આત્માનો ક્યો સમય પર્યાય વગરનો હોય? ઉત્પાદ–વ્યય–ધુ્રવશક્તિ આત્મામાં અનાદિઅનંત છે, તેથી
ત્રણ કાળમાં એક પણ સમય પર્યાય વગરનો નથી, ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વ સ્વભાવથી દરેક સમયે પર્યાય થયા જ
કરે છે. એટલે નિમિત્ત આવે તો પર્યાય થાય ને નિમિત્ત ન આવે તો ન થાય–એ વાત રહેતી નથી. આવા
સ્વભાવની શ્રદ્ધા થતાં જ્ઞાતાદ્રષ્ટાપણાનો વીતરાગભાગ પ્રગટે છે, પર્યાયના ક્રમને ફેરવવાની કે રાગના
કર્તાપણાની બુદ્ધિ રહેતી નથી. ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વશક્તિમાં ક્રમ–અક્રમપણું આવે છે, તે ક્રમ–અક્રમપણાની પ્રતીત
એકલી પર્યાયને જોવાથી થઈ શકે નહિ, અનંતશક્તિવાળા સ્વભાવ સામે જોવાથી જ ક્રમ–અક્રમપણાની પ્રતીત
થાય છે, ને એવી પ્રતીત કરનારને પર્યાયબુદ્ધિ રહેતી નથી. આ રીતે પર્યાયબુદ્ધિનો નાશ ને સ્વભાવબુદ્ધિની
ઉત્પત્તિ તે આ શક્તિઓની સમજણનું ફળ છે.
ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વ શક્તિ આત્મામાં પણ છે ને જડમાં પણ છે. આત્માના ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં
શરીરની ક્રિયા ન આ શરીરની ક્રિયા તો જડના ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં છે. દરેક દ્રવ્યના ઉત્પાદ–વ્યય–ધુ્રવ બીજાથી
ભિન્ન છે. મન–વાણી–દેહ–લક્ષ્મી વગેરેના ઉત્પાદ–વ્યયનો આત્મામાં અભાવ છે, તે જડના ઉત્પાદ–વ્યય
આત્માથી જુદા છે, એટલે તેનાથી આત્મામાં કાંઈ થતું નથી, ને આત્મા તેનું કાંઈ કરતો નથી. શરીર–લક્ષ્મી
વગેરે જડનો સદુપયોગ કરીને હું ધર્મ પામું–એ વાત પણ રહેતી નથી. કોઈ એમ વિચારે કે સસલાનાં શીંગડામાં
હું સુંદર કારીગરી કરું! –તો તે તેની ભ્રમણા છે, કેમકે સસલાના શીંગડાંનો અભાવ છે. જેમ સસલામાં
શીંગડાંનો અભાવ છે તેમ આત્મામાં દેહાદિ જડનો અભાવ છે, એટલે તે દેહાદિના સદુપયોગ વડે ધર્મ કરું–એ
પણ અજ્ઞાનીની ભ્રમણા જ છે.
પોતાના જ્ઞાનસ્વભાવના ઉત્પાદ–વ્ય્ય–ધુ્રવમાં આત્મા વર્તે છે; પુણ્ય–પાપમાં વર્તે તે ખરેખર આત્મા નથી,
અને જડની ક્રિયામાં તો આત્મા કદી વર્તતો જ નથી; જડના ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં જડ વર્તે છે. અજ્ઞાની પરની
ક્રિયાનું અભિમાન કરીને, પોતાના અનંતગુણોનો અનાદર કરતો થકો અનાદિથી વિકારમાં જ વર્તે છે, તેમાં
આત્માની પ્રસિદ્ધિ નથી. પોતાના ગુણ–પર્યાયમાં અભેદ થઈને વર્તે તે આત્મા છે. આત્મા ને તેના ગુણ–પર્યાય
વચ્ચે ખરેખર ભેદ નથી, અનાદિથી પોતાના ગુણ–પર્યાયમાં ઉત્પાદ–વ્યય–ધુ્રવપણે આત્મા વર્તી જ રહ્યો છે, પણ
અજ્ઞાની તેની સામે જોતો નથી તેથી વિકારપણે પરિણમે છે. પોતાના સ્વભાવ સન્મુખ થઈને નિર્મળદશારૂપે
પરિણમવું ને મલિનતાનો નાશ કરવો તથા ધુ્રવપણે ટકી રહેવું–તે આત્માની ફરજ છે, ફરજ કહો કે મોક્ષનો
ઉપાય કહો, અજ્ઞાની આવી ફરજ ચૂકીને વિકારપણે પરિણમે છે, પણ પરમાં તો કંઈ પણ ફરજ તે પણ બજાવી
શકતો નથી. વસ્તુના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવને બરાબર સમજે તો બધા ગોટા નીકળી જાય. વસ્તુના
સ્વભાવના સ્વીકાર વગર કોઈ રીતે ધર્મ થાય નહિ ને મિથ્યાત્વાદિ પાપ મટે નહિ.
જેણે જ્ઞાનાનંદસ્વભાવની સન્મુખ થઈને તેનો સ્વીકાર કર્યો તેને આત્માના અનંતગુણોનો આદર છે, અને
ક્ષણિક વિકારનો આદર નથી. જ્યાં અનંતગુણનો આદર છે ત્યાં જ્ઞાનીને આસક્તિના પાપ પરિણામ હોય તોપણ
તે બહુજ હળવા છે, અનંતગુણના આદર પાસે તેની કાંઈ ગણતરી નથી; અને અજ્ઞાની જીવ આત્મસ્વભાવના
અનંતગુણનો અનાદર કરીને ક્ષણિક વિકારનો આદર કરે છે તે જીવ પુણ્ય પરિણામ કરતો હોય તોપણ તે
વખતેય ધર્મના અનાદરનું અનંતું પાપ તે સેવી જ રહ્યો છે. મૂળ ધર્મ શું છે ને મૂળ પાપ શું છે તે સમજ્યા વગર
જીવોનો મોટો ભાગ પુણ્યમાં કે બહારની ક્રિયામાં જ ધર્મ માનીને અટકી રહ્યો છે. અહીં આચાર્યદેવ સમજાવે છે કે
ભાઈ! અનંતગુણનો આધાર એવો તારો આત્મસ્વભાવ છે તેનો આદર કરવો તે જ મૂળ ધર્મ છે, ને તે
સ્વભાવનો અનાદર એ જ મહાન પાપ છે. સ્વભાવના આધારે વિકાર ટળે છે તેને બદલે વિકારના આધારે
વિકારને ટાળવા માંગે છે તે મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાના સ્વભાવનો તિરસ્કાર કરી રહ્યો છે.
શરીર–મન–વાણીના ફેરફારની ક્રિયા (ઉત્પાદ–વ્યય) આત્માના સ્વરૂપમાં નથી એટલે તે ક્રિયા
આત્માની નથી

PDF/HTML Page 20 of 23
single page version

background image
: અષાઢ : ૨૪૮૧ “આત્મધર્મ” : ૨૨૭ :
ને આત્માને તે ક્રિયાથી ધર્મ થતો નથી.
પુણ્યપાપના ઉત્પાદ–વ્યયરૂપ ક્રિયા જીવની પર્યાયમાં થાય છે, પણ તે વિકારી ક્રિયા છે, તે પણ જીવને
હિતનું કારણ નથી, તેના લક્ષે હિત થતું નથી.
જીવની પર્યાયમાં નિર્મળતાના ઉત્પાદરૂપ ક્રિયા થાય તે ધર્મ છે; પણ તે નિર્મળતાની ઉત્પત્તિ કોના લક્ષે
થાય? પર્યાયની સામે લક્ષ રાખવાથી તો વિકારની ઉત્પત્તિ થાય છે, નિર્મળપર્યાયના લક્ષે પણ નિર્મળતાની
ઉત્પત્તિ થતી નથી, માટે પર્યાયનું લક્ષ પણ હિતનું કારણ નથી. પૂર્ણ શક્તિથી ભરેલો ધુ્રવસ્વભાવ છે તેના લક્ષે જ
સમ્યગ્દર્શનાદિ નિર્મળપર્યાય પ્રગટે છે ને તે જ હિતરૂપ છે. અહીં આચાર્ય ભગવાન આત્માની શક્તિઓ બતાવીને
તેનો જ આશ્રય કરાવવા માંગે છે.
આત્માનો એક એવો સ્વભાવ છે કે ક્રમ–અક્રમપણે વર્તે. ગુણો બધાય અનાદિઅનંત એક સાથે અક્રમ
રહેલા છે, ને અનાદિઅનંતકાળની પર્યાયો ક્રમવર્તીપણે ગોઠવાયેલી છે, તે પોતાના વ્યવસ્થિતક્રમપણે એક પછી
એક વર્તે છે, એવો ક્રમવર્તી સ્વભાવ છે. આવા સ્વભાવને માનતાં એકેક પર્યાય કે એકેક ગુણ ઉપરથી દ્રષ્ટિ
છૂટીને, અનંત ગુણના પિંડરૂપ અખંડ સ્વભાવ ઉપર દ્રષ્ટિ થંભે છે, ને તે દ્રષ્ટિમાં ક્રમે ક્રમે નિર્મળ પર્યાયોની
ઉત્પત્તિ થાય છે. –આનું નામ સાધકદશા ને આ મોક્ષનો માર્ગ!
પોતાના આવા સ્વભાવનું યથાર્થ શ્રવણ કરીને તેનું ગ્રહણ અને ધારણ પૂર્વે અનંતકાળમાં એક સેકંડ પણ
જીવે કર્યું નથી. એકવાર પણ જ્ઞાની પાસેથી આવા સ્વભાવની વાત સાંભળતાં અંતરના ઉલ્લાસથી તેની પક્કડ
થઈ જાય તો અલ્પકાળમાં તે જીવની મુક્તિ થયા વગર રહે નહિ. ‘મારો સ્વભાવ શું છે’ એમ લક્ષ કરીને જીવે
કદી સાચું શ્રવણ કર્યું નથી. પૂર્વે કોઈવાર સાંભળવા મળ્‌યું અને ધારણા પણ કરી પણ આત્મામાં તે રુચવ્યું નથી,
–પોતાના ઘરનું કરીને બેસાડયું નથી.
જુઓ, આ આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ અનાદિ અનંત છે; તેના જ્ઞાનાદિ ગુણો નવા કરાયેલા છે કે
અકૃત્રિમ છે? જો નવા કરાયેલા હોય તો તે ક્ષણિક હોય ને તેનો નાશ થઈ જાય, એટલે આત્માનો જ નાશ થઈ
જાય. –પણ એમ કદી બનતું નથી. ‘પર્યાય’ નવી ઉત્પન્ન થાય છે ને તેનો નાશ થાય છે. પણ ગુણ કદી નવા
ઉત્પન્ન થતા નથી તેમજ તેનો કદી નાશ થતો નથી. ગુણો તો વસ્તુનિષ્ઠ છે, વસ્તુમાં અનાદિઅનંત વસેલા છે.
વસ્તુ કે તેના ગુણો નવા ન થાય પણ તેની અવસ્થા નવી ઉત્પન્ન થાય, તેમજ વસ્તુ કે તેના ગુણોનો નાશ ન
થાય પણ તેના પર્યાયોનો નાશ થાય. જેમકે જીવમાં સિદ્ધ પર્યાયની ઉત્પત્તિ નવી થાય, ને સંસારપર્યાયનો નાશ
થાય, પણ કાંઈ જીવદ્રવ્ય કે તેના જ્ઞાનાદિગુણો નવા ઉત્પન્ન ન થાય, તેમજ તેનો નાશ ન થાય; તે તો સિદ્ધદશા
વખતે કે સંસારદશા વખતે એકરૂપ ધુ્રવ રહે છે. આવો ઉત્પાદ–વ્યય–ધુ્રવત્વ સ્વભાવ છે.
વસ્તુના બધા ગુણો ધુ્રવપણે એક સાથે રહે છે, પણ પર્યાયો એક સાથે વર્તતી નથી–એક પછી એક વર્તે
છે. જેમકે સોનામાં તેની પીળાશ વજન વગેરે એક સાથે રહે છે, પણ તેની હાર મુગટ વગેરે અવસ્થાઓ એક
સાથે વર્તતી નથી, એવો જ તેનો પર્યાયસ્વભાવ છે. હાર ભાંગીને મુગટ થયો, ત્યાં તે અવસ્થા સોનીએ નથી
બનાવી, પણ સોનાના જ ઉત્પાદ–વ્યય–ધુ્રવ સ્વભાવને લીધે તેનામાં મુગટ અવસ્થાની ઉત્પત્તિ ને હાર
અવસ્થાનો વ્યય તથા સોનાની ધુ્રવતા છે. વસ્તુના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવને જે નથી જાણતો તે જ બીજાને
લીધે અવસ્થા થવાનું માને છે, તેની માન્યતા વસ્તુસ્વભાવથી વિપરીત છે એટલે કે ખોટી છે.
વળી ઉત્પાદ–વ્યય–ધુ્રવમાં પણ, ધુ્રવસ્વભાવના લક્ષે વીતરાગતા થાય છે, ઉત્પાદ–વ્યયના લક્ષે તો રાગ–
દ્વેષ થાય છે. જેમ સોનામાં હાર–અવસ્થા નાશ પામીને મુગટ–અવસ્થાની ઉત્પત્તિ થઈ; ત્યાં જે પુરુષ હાર–
અવસ્થાને ઈચ્છે છે તેને તે અવસ્થાનો વ્યય થતાં દ્વેષ થાય છે, જે પુરુષ મુગટ–અવસ્થાને ઈચ્છે છે તેને તે
અવસ્થાની ઉત્પત્તિ થતાં રાગ થાય છે, પણ જે પુરુષ સોનાની ધુ્રવતાને દેખે છે તેને તે સંબંધી રાગદ્વેષ થતો નથી
કેમકે સોનું તો હાર વખતે કે મુગટ વખતે તેટલું ને તેટલું ધુ્રવ છે. તેમ આત્માના ધુ્રવ જ્ઞાનાનંદ સ્વભાવના
આશ્રયે વીતરાગતા થાય છે, ને ક્ષણિક પર્યાયના ઉત્પાદ–વ્યયના લક્ષે તો રાગ–દ્વેષ થાય છે.
પરથી ઉત્પાદ–વ્યય થાય એ તો વાત છે જ નહિ. અને, જેમ સોનામાં તાંબાનો ભાગ હોય તે તેનો મૂળ–
સ્વભાવ નથી તેમ આત્માની પર્યાયમાં રાગ–દ્વેષ થાય તે