Atmadharma magazine - Ank 142
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૨
સળંગ અંક ૧૪૨
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ બારમું : સમ્પાદક : શ્રાવણ
અંક નવમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૧
આત્માની તાલાવેલી
જેને શુદ્ધ આત્મા સમજવાની ધગસ જાગી છે એવા જિજ્ઞાસુ જીવને પ્રશ્ન ઉઠે
છે કે શુદ્ધ આત્માનું કેવું સ્વરૂપ છે? જેમ રણમાં કોઈને પાણીની તૃષા લાગી હોય,
પાણી પીવાની ઝંખના થઈ હોય, તેને પાણીની નિશાની સાંભળતાં કેવી તાલાવેલી
થાય! ને પછી પાણી પીતાં કેટલો તૃપ્ત થાય! તેમ જેને આ ભવરણમાં ભટકતાં
આત્માનું સ્વરૂપ જાણવાની ઝંખના થઈ છે તે શુદ્ધઆત્માની વાત સાંભળતાં
આનંદિત થાય છે–ઉલ્લાસિત થાય છે, ને પછી સમ્યક્પુરુષાર્થ વડે આત્મસ્વરૂપને
પામીને તે તૃપ્ત થાય છે. શુદ્ધ આત્મસ્વરૂપને જાણવાની જેને તીવ્ર જિજ્ઞાસા થઈ છે
એવા જીવને આ વાત સંભળાવવામાં આવે છે.
આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી ધગસ અને તાલાવેલી
જાગે તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહી; પોતાની
ધગસના બળે અંતરમાં માર્ગ કરીને તે આત્મસ્વરૂપને પામે જ.
[સમયસાર ગા. પના પ્રવચનમાંથી]
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ, (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
સુવર્ણપુરી સમાચાર
અષડ વદ છઠ્ઠ

પરમ પૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. સવારના વ્યાખ્યાનમાં શ્રી પ્રવચનસાર વંચાય છે. તેમાં
થોડા વખતમાં પહેલો જ્ઞાન–અધિકાર પૂરો થઈને બીજો જ્ઞેયઅધિકાર શરૂ થશે.
બપોરના વ્યાખ્યાનમાં શ્રી નિયમસાર વંચાતુ હતું; તેની અષાડવદ ત્રીજના રોજ પૂર્ણતા થઈ છે અને તે
જ દિવસે શ્રી અષ્ટપાહુડ ઉપરનાં પ્રવચનોની મંગલ શરૂઆત થઈ છે. અષ્ટપ્રાભૃતમાં સૌથી પહેલું ‘દર્શનપ્રાભૃત’
છે, તેમાં દર્શન એટલે કે યથાર્થ જૈનમાર્ગ શું છે તેનું અલૌકિક વર્ણન છે, અને પ્રવચનમાં તેનું અદ્ભુત
સ્પષ્ટીકરણ કરીને પૂ. ગુરુદેવ યથાર્થ જૈનમાર્ગનું સ્વરૂપ સમજાવી રહ્યા છે, ને સમ્યગ્દર્શનનો અપાર મહિમા
બતાવી રહ્યા છે. આત્માના જિજ્ઞાસુ જીવોને આ અધિકાર બહુ ઉપયોગી છે.
ધાર્મિક પ્રવચના ખાસ દિવસો: –
શ્રાવણ વદ તેરસ ને સોમવાર તા. ૧પ–૮–પપથી, પ્રથમ ભાદરવા સુદ પાંચમ ને સોમવાર તા. ૨૨–૮–
પપ સુધીના આઠ દિવસોમાં પૂ. ગુરુદેવનાં ખાસ પ્રવચનો થશે. આ દિવસોમાં લોકોને નિવૃત્તિનો અવકાશ
મળતો હોવાથી તેઓ સોનગઢ આવીને લાભ લઈ શકે તે હેતુએ જ આ દિવસો રાખવામાં આવે છે.
‘દશલક્ષણીપર્યુષણધર્મ’ બીજા ભાદરવા સુદ પાંચમથી શરૂ કરીને ચૌદસ સુધી ઉજવાશે.
જૈન અતિથિ સેવા સમિતિની વાર્ષિક બેઠક
પ્રથમ ભાદરવા સુદ બીજ ને શુક્રવાર તા. ૧૯–૮–પપ ના રોજ સવારે વ્યાખ્યાન પછી શ્રી જૈન
અતિથિસેવા સમિતિની વાર્ષિક બેઠક મળશે; તેમાં સર્વે સભ્યોને હાજર રહેવા વિનંતી છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અષાડ વદ ત્રીજના રોજ ચિત્તલવાળા ભાઈશ્રી મયાચંદ છગનલાલ તથા તેમના ધર્મપત્ની જયાકુંવરબેન–
–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી છે; તે બદલ તેમને ધન્યવાદ!
વૈરાગ્ય સમાચાર
વઢવાણ શહેરમાં ભાઈ ઉજમશી તલકશીના પુત્ર પ્રેમચંદભાઈના ધર્મપત્ની કુંદનબેન અષાડ સુદ ૧૨ના
રોજ સ્વર્ગવાસ પામ્યા છે. વઢવાણના મુમુક્ષુમંડળમાં તેઓ એક ઉત્સાહી બેન હતાં, અને શ્રી જિનેન્દ્ર ભગવાનના
દર્શન–ભક્તિ વગેરેમાં આગળ પડતો ભાગ લેતાં. પૂ. ગુરુદેવ જે અપૂર્વ તત્ત્વ સમજાવે છે તે સમજવાનો તેમને
ઘણો પ્રેમ હતો, અને લગભગ છેલ્લી ઘડી સુધી તેમની આસપાસ સ્વાધ્યાય–ભજનનું વાતાવરણ ચાલતું હતું.
આ રીતે ૨૭ વર્ષની નાની વયમાં તેમનો સ્વર્ગવાસ થઈ ગયો.
ગુજરવદીવાળા ઉજમશી ભાઈના ધર્મપત્ની મરઘાબેન અષાડ વદ ચોથના રોજ હૃદયના હુમલાથી
સોનગઢમાં સ્વર્ગવાસ પામી ગયા; પૂ. ગુરુદેવના સત્સમાગમનો લાભ લેવા માટે છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ
સોનગઢમાં રહેતા હતા. તેમના સ્વર્ગવાસના આગલા દિવસે સાંજે પૂ. ગુરુદેવ દર્શન દેવા પધારેલા અને
માંગલિક સંભળાવ્યું ત્યારે તેમણે ઉલ્લાસ બતાવ્યો હતો; ત્યારબાદ થોડા કલાકોમાં તેમનો સ્વર્ગવાસ થઈ ગયો.
––સંસારમાં અનિત્યતાનાં આવા અનેક પ્રસંગો અહર્નિશ બની જ રહ્યા છે; દેહાદિક સંયોગનો સ્વભાવ
જ ક્ષણભંગુર છે; આવી વસ્તુસ્થિતિ જાણીને અને આવા વૈરાગ્ય પ્રસંગો દેખીને, દેહથી પાર એવા અવિનાશી
ચૈતન્યતત્ત્વનો આશરો જીવનમાં મેળવે અને એ રીતે આત્માને આ શરમજનક જન્મ–મરણોથી છોડાવે તેની
બલિહારી છે. અરે! જ્ઞાનીઓ જે અપૂર્વ ભેદજ્ઞાન સમજાવી રહ્યા છે તે ‘ભેદજ્ઞાનના અપૂર્વ સંસ્કારની ગંધ’
આત્મામાં બેસાડી દેવી તે પણ મહા હિતનું કારણ છે.–એટલું કરે તેનું પણ માનવજીવન સફળ છે.
અશુદ્ધી:– આત્મધર્મ અંક ૧૪૧, પાનું ૨૧૯, પહેલા કોલમના હેડીંગમાં “અગુણીનયે આત્માનું વર્ણન”
એમ છપાયું છે તેને બદલે “ગુણીનયે આત્માનું વર્ણન” એમ વાંચવું.

PDF/HTML Page 4 of 21
single page version

background image
શ્રાવણ: ૨૪૮૧ : ૨૩૩ :
[૩]
ટીકાકારની શૈલિમાંથી કારણશુદ્ધપર્યાયનો ધ્વનિ
[નિયમસાર ગા. ૯ ઉપરના પ્રવચનોમાંથી]
આત્મા પોતે ઝીણો–અતીન્દ્રિયસ્વભાવી છે, એટલે તેની સમજણ
પણ ઝીણી જ હોય. આ વાત ઝીણી છે, છતાં તે સમજવાનું સામર્થ્ય પણ
આત્મામાં ભર્યું છે. પુણ્ય–પાપના ભાવો સ્થૂળ છે, તે સ્થૂળ ભાવો તો
અનાદિકાળથી જીવ કરતો જ આવ્યો છે, તેમાં કાંઈ હિત નથી. પુણ્ય–
પાપથી પાર અતીન્દ્રિય–આત્મસ્વભાવની સમજણ કરવી તે અપૂર્વ છે, ને
તેમાં જ આત્માનું હિત છે.
મુનિરાજ તો કહે છે કે ભવ્ય જીવોના કાનમાં અમૃત રેડનારી આ
વાત છે; આ વાત સમજે તો આત્માના અતીન્દ્રિય આનંદરૂપી અમૃતનો
અનુભવ થાય. ભાઈ! તારું સ્વરૂપ કેવું છે તેની જ આ વાત છે. જો પોતે
સમજવા માંગે તો પોતાનું સ્વરૂપ પોતાને ન સમજાય–એમ કેમ બને?
જેને પોતાના આત્માની ખરેખરી દરકાર હોય તેને પોતાના આત્માનું
સ્વરૂપ સમજાયા વગર રહે જ નહીં.
નિયમસારની નવમી ગાથા વંચાય છે.
जीवा पोग्गलकाया धम्माधम्मा य काल आयासं।
तच्चत्त्था इदि भरिगदा णाणागुरगपज्जएहिं संजुत्ता।।
જીવદ્રવ્ય, પુદ્ગલ, કાળ તેમજ આભ, ધર્મ અધર્મ–એ ભાખ્યાં જિને તત્ત્વાર્થ, ગુણપર્યાય વિધવિધ યુક્ત
જે. નિયમસારની આ નવમી ગાથામાં છ દ્રવ્યોનું કથન છે; તેમાંથી જીવનું વર્ણન કરતાં ટીકાકાર કહે છે કે–
(૧) શુદ્ધસદ્ભુતવ્યવહારથી કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણોનો આધાર હોવાને લીધે ‘કાર્યશુદ્ધજીવ’ છે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૨૩૪: આત્મધર્મ: ૧૪૨
(૨) અશુદ્ધસદ્ભુતવ્યવહારથી મતિજ્ઞાનાદિ વિભાવગુણોનો આધાર હોવાને લીધે ‘અશુદ્ધજીવ’ છે.
(૩) શુદ્ધનિશ્ચયથી સહજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણોનો આધાર હોવાને લીધે ‘કારણશુદ્ધજીવ’ છે.
અહીં, પહેલા બોલમાં ‘કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણો’ કહેતાં શુદ્ધપર્યાયો છે.
એ જ પ્રમાણે બીજા બોલમાં ‘મતિજ્ઞાનાદિ વિભાવગુણો’ કહ્યા તે પણ પર્યાયો છે.
એ જ રીતે ત્રીજા બોલમાં પણ ‘સહજ જ્ઞાનાદિ પરમસ્વભાવગુણો’ કહ્યું તેમાં પણ પર્યાયનો જ ધ્વનિ
લાગે છે. ‘સહજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણો’ કહેતાં સહજજ્ઞાનાદિપરમસ્વભાવ પર્યાય એટલે કે
‘કારણશુદ્ધપર્યાય’ એવો ધ્વનિ છે, તે કારણશુદ્ધપર્યાયનો આધાર હોવાથી આત્મા ‘કારણ શુદ્ધજીવ’ છે.
આ રીતે ત્રણે બોલમાં ‘ગુણ’ કહેતાં ‘પર્યાય’ છે; પર્યાયને ‘ગુણ’ શબ્દથી પણ ઘણીવાર કહેવામાં આવે
છે; જેમ કે સિદ્ધદશામાં સમ્યક્ત્વાદિ આઠ શુદ્ધપર્યાયો પ્રગટી હોવા છતાં તેને આઠ ગુણો તરીકે કહેવાય છે. અને,
એ રીતે પર્યાયને ‘ગુણ’ કહેવાની આ ટીકાકારની ખાસ શૈલિ છે. હવેની ગાથાઓમાં (ગા. ૧૦ થી ૧પમાં)
કારણશુદ્ધપર્યાયની જે વાત સ્પષ્ટપણે વર્ણવવાના છે તેની આગાહી અહીં મૂકી દીધી છે. ટીકાકારની સામાન્ય
શૈલિ એવી છે કે ‘અર્થપર્યાય’ને માટે ‘ગુણ’ શબ્દ વાપરે છે, ને વ્યંજનપર્યાયને માટે ‘પર્યાય’ શબ્દ વાપરે છે.
અહીં જીવના ગુણ–પર્યાયો વર્ણવે છે તેમાં પણ એ જ શૈલિ લીધી છે.
જીવ ચેતન છે; જીવના ચેતન ગુણો છે. જીવ અમૂર્ત છે; જીવના ગુણો પણ અમૂર્ત છે.–આટલી વાત તો
ગુણની જ છે. હવે પર્યાયની વાત કરે છે.
‘આ શુદ્ધ છે; આના શુદ્ધ ગુણો છે. આ અશુદ્ધ છે; આના અશુદ્ધ ગુણો છે.’–આમાં ‘ગુણ’ કહેતાં
અર્થપર્યાયની વાત છે. શુદ્ધગુણો કહેતાં શુદ્ધ અર્થપર્યાયો સમજવી, અને અશુદ્ધગુણો કહેતાં અશુદ્ધ અર્થપર્યાયો
સમજવી; ગુણો કાંઈ અશુદ્ધ ન હોય. શુદ્ધ જીવની અર્થપર્યાયો શુદ્ધ છે ને અશુદ્ધ જીવની અર્થપર્યાયો અશુદ્ધ છે.
કેવળજ્ઞાનાદિ શુદ્ધગુણોના આધારભૂત જીવને કાર્યશુદ્ધજીવ કહ્યો છે, તે શુદ્ધ જીવની કેવળજ્ઞાનાદિ અર્થપર્યાયો શુદ્ધ
છે. અને મતિજ્ઞાનાદિ વિભાવગુણોના આધારભૂત જીવને અશુદ્ધજીવ કહ્યો છે, તે અશુદ્ધજીવની અર્થપર્યાયો
અશુદ્ધ છે. આ રીતે અહીં શુદ્ધ કે અશુદ્ધગુણો કહેતાં શુદ્ધ કે અશુદ્ધ અર્થપર્યાયો સમજવી.
પછી કહે છે કે ‘પર્યાય પણ છે.’ અહીં પર્યાય કહેતાં વ્યંજનપર્યાય સમજવી. જેમ અર્થપર્યાયો શુદ્ધ ને
અશુદ્ધ એમ બે પ્રકારે છે તેમ વ્યંજનપર્યાયો પણ શુદ્ધ તેમ જ અશુદ્ધ એમ બે પ્રકારે છે. તેમાંથી જે જીવને જે
પ્રકાર યોગ્ય હોય તે સમજી લેવો. અહીં વ્યંજનપર્યાય છે એટલી સામાન્ય વાત લીધી, પણ ‘શુદ્ધ જીવને શુદ્ધ
વ્યંજનપર્યાય છે, એમ ન કહ્યું, કેમ કે અરિહંત ભગવાન કાર્યશુદ્ધજીવ છે. તેમને શુદ્ધ અર્થપર્યાય હોવા છતાં
વ્યંજન પર્યાય શુદ્ધ નથી, એટલે શુદ્ધજીવને શુદ્ધપર્યાય (–વ્યંજનપર્યાય) છે એ વાત લાગુ નથી પડતી. અહીં
પર્યાય કહેતાં વ્યંજન પર્યાયની અપેક્ષા છે તેથી ‘શુદ્ધ જીવની પર્યાય શુદ્ધ છે’ એમ ન લેતાં ‘પર્યાય પણ છે’ એમ
સામાન્ય કથન લીધું. સિદ્ધભગવંતોને શુદ્ધ વ્યંજનપર્યાય છે, ને સંસારી જીવોને અશુદ્ધ વ્યંજનપર્યાય છે,–એ રીતે
જેને જે યોગ્ય હોય તેને તે પર્યાય સમજવી. સિદ્ધભગવંતોને અર્થપર્યાય શુદ્ધ છે ને વ્યંજનપર્યાય પણ શુદ્ધ છે;
અરિહંતભગવંતોને અર્થપર્યાય (કેવળજ્ઞાન વગેરે) શુદ્ધ છે ને વ્યંજનપર્યાય અશુદ્ધ છે.
અહીં ખાસ એ બતાવવું છે કે–જેમ ‘શુદ્ધગુણો’ ને ‘અશુદ્ધગુણો’ કહેવામાં શુદ્ધઅર્થપર્યાયો ને અશુદ્ધ
અર્થપર્યાયો બતાવવાનો ટીકાકારનો ધ્વનિ છે તેમ ‘સહજ જ્ઞાનાદિ પરમસ્વભાવગુણો’ એમ કહેવામાં પણ
કારણશુદ્ધપર્યાય બતાવવાનો ટીકાકાર મુનિરાજનો ધ્વનિ છે. અહો! મુનિરાજે ટીકામાં ઘણા ઊંડા રહસ્યો ભર્યા
છે; ‘
णाणागुणपज्जएहिं संजुत्ता’ એટલે કે દ્રવ્યો વિધવિધ ગુણ પર્યાયોથી સંયુક્ત છે–એમ મૂળસૂત્રમાં કહ્યું છે
તેમાંથી અદ્ભુત ટીકા કરી છે. સહજસ્વભાવગુણ એટલે કે સહજસ્વભાવરૂપ કારણશુદ્ધપર્યાય તેનો સદાય આધાર
હોવાથી આત્મા ‘કારણશુદ્ધજીવ’ છે, તેને જ ‘કારણપરમાત્મા’ પણ કહેવાય છે.
આ કારણશુદ્ધજીવની ભાવનાથી કાર્યશુદ્ધજીવ થવાય છે. ભાવના એટલે એકાગ્રતા અથવા આશ્રય; કારણ

PDF/HTML Page 6 of 21
single page version

background image
શ્રાવણ: ૨૪૮૧ : ૨૩૫ :
પરમાત્માનો આશ્રય કરતાં કેવળજ્ઞાનરૂપી પરમાત્મદશા પ્રગટી જાય છે તે કાર્યપરમાત્મા છે. શ્રદ્ધાપર્યાયે
કારણપરમાત્માનો આશ્રય કરીને તેમાં એકાગ્રતા કરતાં સમ્યગ્દર્શન થયું; જ્ઞાનપર્યાયે અંતર્મુખ થઈને
કારણપરમાત્માનો આશ્રય કરતાં સમ્યગ્જ્ઞાન થયું; ચારિત્રપર્યાયે કારણપરમાત્માની ભાવના કરીને તેમાં એકાગ્ર
થતાં સમ્યક્ચારિત્ર થયું. ને તેનું ફળ મોક્ષ છે. આ રીતે કારણપરમાત્માની જ ભાવનાથી કાર્યપરમાત્મા થવાય
છે, બીજું કોઈ તેનું કારણ નથી.
ત્રિકાળી શક્તિ અપેક્ષાએ બધા જીવો સિદ્ધસમાન શુદ્ધ પરમાત્મા છે તેથી બધા જીવો કારણપરમાત્મા છે...
પરમાત્મા થવાનું કારણ શક્તિપણે બધા જીવોમાં પડ્યું છે. તે કારણનું ભાન કરીને તેના અવલંબને જે જીવ શુદ્ધ
પરમાત્મદશા પ્રગટ કરે તે જીવને કાર્યપરમાત્મા કહેવાય છે.
ત્રીજી ગાથામાં મોક્ષમાર્ગની (–કાર્યનિયમની) વાત હતી તેથી ત્યાં મોક્ષમાર્ગના કારણ તરીકે
‘કારણનિયમ’ના વર્ણનમાં ‘શુદ્ધજ્ઞાનચેતના પરિણામ’ લીધા હતા. અહીં પૂરી શુદ્ધપર્યાયની (–અર્થાત્
કાર્યશુદ્ધજીવની) વાત છે તેથી તેના કારણ તરીકે ‘કારણશુદ્ધજીવ’ લીધો છે. સાતમી ગાથામાં કાર્યપરમાત્માની
વાત હતી ત્યાં પણ તેના આધાર તરીકે કારણપરમાત્માની વાત લીધી હતી. ત્રીજી ગાથામાં મોક્ષમાર્ગના કારણનું
વર્ણન હતું ને અહીં મોક્ષના કારણનું વર્ણન છે એટલે ટીકાકારે જરાક શૈલિ ફેરવી છે. એકમાં ગુણના શુદ્ધપરિણામ
(–કારણશુદ્ધપર્યાય)ની વાત લીધી છે ને બીજામાં સમુચ્ચયપણે આખા દ્રવ્યના કારણશુદ્ધપરિણામની વાત લીધી
છે.–પણ છે તો બધું અભેદ નિર્મળપર્યાય પ્રગટવામાં કાંઈ દ્રવ્ય ગુણ ને કારણશુદ્ધપર્યાય એ ત્રણેનું જુદુંજુદું
અવલંબન નથી, એકાકાર અભેદ દ્રવ્યના અવલંબનમાં એ ત્રણેય સમાઈ જાય છે.
જુઓ, આ જીવદ્રવ્યનું વર્ણન! જીવના દ્રવ્ય–ગુણ–પર્યાયનું અદ્ભુત વર્ણન કર્યું છે. સમયસારની બીજી
ગાથામાં ‘जीवो...’ શબ્દ છે, તેની ટીકામાં અમૃતચંદ્રાચાર્યદેવે સાત બોલથી જીવનું સ્વરૂપ અલૌકિક રીતે વર્ણવ્યું
છે. તેમ અહીં પણ આ ગાથામાં ‘जीवा...’ શબ્દ છે તેની ટીકામાં પદ્મપ્રભમુનિરાજે જીવનું અલૌકિક વર્ણન બીજી
જ શૈલિથી કર્યું છે. આ વાત ઝીણી તો છે; આત્મા પોતે ઝીણો (અતીન્દ્રિય સ્વભાવી) છે એટલે તેની સમજણ
પણ ઝીણી જ હોય. છતાં તે સમજવાનું સામર્થ્ય આત્મામાં ભર્યું છે. પુણ્ય–પાપના ભાવો સ્થૂળ છે, તે સ્થૂળ
ભાવો તો અનાદિકાળથી જીવ કરતો જ આવ્યો છે, તેમાં કાંઈ હિત નથી. પુણ્ય–પાપથી પાર અતીન્દ્રિય
આત્મસ્વભાવની સમજણ કરવી તે અપૂર્વ છે ને તેમાં જ આત્માનું હિત છે. ભાઈ! તારું સ્વરૂપ કેવું છે તેની જ
આ વાત છે; જો પોતે સમજવા માંગે તો પોતાનું સ્વરૂપ પોતાને ન સમજાય–એમ કેમ બને? જેને પોતાના
આત્માની ખરેખરી દરકાર હોય તેને પોતાના આત્માનું સ્વરૂપ સમજાયા વગર રહે જ નહિ. આત્માને જાણવાની
ખરી દરકાર કદી જાગી નથી તેથી તે અઘરું લાગે છે. મુનિરાજ તો કહે છે કે ભવ્યજીવોના કાનમાં અમૃત રેડનારી
આ વાત છે; આ વાત સમજે તો આત્માના અતીન્દ્રિય આનંદરૂપી અમૃતનો અનુભવ થાય.
સર્વજ્ઞભગવાને કેવળજ્ઞાનમાં વિવિધપર્યાયોથી સંયુક્ત છ જાતનાં દ્રવ્યો જોયાં છે; તેમાંથી જીવના વિવિધ
ગુણપર્યાયો બતાવીને જીવનું સ્વરૂપ ઓળખાવ્યું. જીવનું આવું સ્વરૂપ ઓળખે તેને પોતાના
કારણપરમાત્મસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શનાદિ થયા વિના રહે નહિ.
જીવ સિવાયનાં બીજાં પાંચ અજીવદ્રવ્યો છે, તેઓ પણ પોતપોતાના વિવિધગુણપર્યાયોથી સંયુક્ત છે.
પુદ્ગલદ્રવ્ય પૂરણ–ગલન સ્વભાવવાળું છે એટલે પુદ્ગલો ભેગા થાય ને છૂટા પડે એવો તેનો સ્વભાવ છે.
અને તે શ્વેતાદિ વર્ણોના આધારભૂત છે. આ પુદ્ગલદ્રવ્ય મૂર્ત છે ને તેના ગુણો પણ મૂર્ત છે; પુદ્ગલ અચેતન છે
ને તેના ગુણો પણ અચેતન છે.
જુઓ, અહીં પુદ્ગલના વર્ણનમાં પણ પર્યાયને ગુણ તરીકે કહેલ છે. જેમ જીવના વર્ણનમાં મતિજ્ઞાનાદિ
પર્યાયોને વિભાવગુણ કહ્યા, કેવળજ્ઞાનાદિ પર્યાયોને શુદ્ધગુણ કહ્યા, તેમ આ પુદ્ગલના વર્ણનમાં પણ ‘વર્ણાદિ
ગુણોના આધારભૂત મૂર્ત છે’ એમ ગુણની વાત ન લીધી પણ ‘શ્વેતાદિ વર્ણોના આધારભૂત મૂર્ત છે’ એમ કહીને
પર્યાયની વાત લીધી. શ્વેતપણું વગેરે ગુણ નથી પણ વર્ણ ગુણની પર્યાય છે. આ રીતે પુદ્ગલને પર્યાયના
આધારભૂત મૂર્ત કહ્યું; તેમ જીવમાં પણ ‘સ્વભાવગુણોના આધારભૂત...’ કહેતાં

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૨૩૬: આત્મધર્મ: ૧૪૨
સ્વાભાવિક કારણશુદ્ધપરિણતિના આધારભૂત એમ સમજવું. આ રીતે સ્વભાવમાં કે વિભાવમાં અર્થપર્યાયને
‘ગુણ’ કહેવાની ટીકાકારની શૈલિ ચાલી આવે છે. ટીકાકાર મહાસમર્થ વીતરાગી સંત છે, આત્માના અનુભવના
ઊંડાણમાંથી આ ટીકાના ભાવો કાઢ્યા છે; ટીકાકારના હૃદયનો મૂળ આશય શું છે તે સમજવું જોઈએ.
જીવ અને પુદ્ગલના ગુણપર્યાયોની વાત કરી; હવે બાકીનાં ચાર દ્રવ્યોની વાત કરે છે,
સ્વભાવગતિક્રિયારૂપે કે વિભાવગતિક્રિયારૂપે પરિણત જીવ–પુદ્ગલોને સ્વભાવગતિનું કે વિભાવગતિનું
નિમિત્ત તે ધર્મદ્રવ્ય છે, એ જ પ્રમાણે સ્વભાવસ્થિતિ ક્રિયારૂપે કે વિભાવસ્થિતિ ક્રિયારૂપે પરિણત જીવ–પુદ્ગલોને
સ્થિતિનું નિમિત્ત તે અધર્મદ્રવ્ય છે. પાંચ દ્રવ્યોને અવકાશ દેવાનું જેનું લક્ષણ છે તે આકાશદ્રવ્ય છે. અને પાંચ
દ્રવ્યોને વર્તનાનું નિમિત્ત તે કાળદ્રવ્ય છે.
અહીં ધર્મદ્રવ્ય વગેરેના વર્ણનમાં જે નિમિત્તપણું બતાવ્યુ તેમાં પણ પર્યાયની વાત છે, કેમકે નિમિત્તપણું
પર્યાયમાં વર્તે છે. ગતિ વગેરે ક્રિયામાં ધર્માસ્તિકાય વગેરે ત્રિકાળીદ્રવ્ય નિમિત્ત નથી પણ તેની તે તે સમયની
પર્યાય નિમિત્તરૂપ છે; ને આ અર્થપર્યાયો છે.
આ ચારે અમૂર્તદ્રવ્યોના ગુણો શુદ્ધ છે, ને તેની પર્યાયો પણ શુદ્ધ છે; અહીં પર્યાય કહેતાં વ્યંજનપર્યાય
સમજવી.
આ રીતે ટીકાકારની શૈલિ જોતાં, જીવને ‘સહજજ્ઞાનાદિ પરમસ્વભાવગુણોનો આધાર’ કહેવામાં
કારણશુદ્ધપર્યાયનો જ ધ્વનિ ઊઠે છે. કારણશુદ્ધજીવમાં, ધર્માસ્તિકાય વગેરે ચાર દ્રવ્યોની માફક, સહજ
શુદ્ધપરિણતિ ત્રિકાળ પારિણામિક ભાવે પરિણમી રહી છે તેને સ્પષ્ટપણે ‘કારણશુદ્ધપર્યાય’ તરીકે આ
નિયમસારમાં વર્ણવી છે. હવેની ૧૦ થી ૧પ ગાથાઓમાં એ વાત ઘણી સ્પષ્ટપણે આવશે.
જીવાદિ છ દ્રવ્યના ગુણ–પર્યાયોનું વર્ણન કરીને તેના ઉપર કલશ ચડાવતાં ટીકાકાર કહે છે કે: આ છ
દ્રવ્યના સમૂહરૂપી રત્ન છે, તે કિરણોવાળાં છે એટલે કે પોત પોતાની પર્યાયોવડે છએ દ્રવ્યો શોભી રહ્યાં છે. આ
છ દ્રવ્યના સમૂહરૂપી રત્ન જિનેન્દ્રદેવના માર્ગરૂપી સમુદ્રની મધ્યમાં રહેલું છે. જિનપતિના માર્ગને અહીં દરિયાની
ઉપમા આપી છે; જિનેન્દ્રદેવનો માર્ગ દરિયા જેવો ગંભીર ને ઊંડો છે, તેમાં જ છ દ્રવ્યના ગુણ–પર્યાયોનું યથાર્થ
વર્ણન છે, બીજે ક્યાંય છ દ્રવ્યોનું યથાર્થ વર્ણન હોતું નથી. જે તીક્ષ્ણબુદ્ધિવાળો પુરુષ આ રત્નને હૃદયમાં શોભા
માટે ધારણ કરે છે તે જીવ મુક્તિસુંદરીનો વલ્લભ થાય છે. તીક્ષ્ણ બુદ્ધિ વડે એટલે કે સ્વભાવના અતીન્દ્રિયજ્ઞાન
વડે જ આ છ દ્રવ્યોના ગુણપર્યાયો જણાય છે ને તેમાં જ આત્માની શોભા છે. આવી તીક્ષ્ણબુદ્ધિ વડે જે જીવ છ
દ્રવ્યોના ગુણ–પર્યાયને બરાબર જાણે છે તે જીવ પોતાના ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ કારણ પરમાત્મામાં
એકાગ્ર થઈને મુક્તિ પામે છે.
આ પ્રમાણે સર્વજ્ઞદેવે છ દ્રવ્યો કહ્યાં છે–તેની વાત કરી, અને તેને જાણવાનું ફળ બતાવ્યું. આ જીવ
અધિકાર છે તેથી હવેની ગાથાઓમાં જીવના ઉપયોગ વગેરેનું અદ્ભુત–અલૌકિક વર્ણન કરશે.
છ દ્રવ્યોના ગુણ – પર્યાયોના પ્રત્યક્ષ જ્ઞાયક એવા અતીન્દ્રિયજ્ઞાનધારી
જ્ઞાનીઓને નમસ્કાર

PDF/HTML Page 8 of 21
single page version

background image
શ્રાવણ: ૨૪૮૧ : ૨૩૭:
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
કેટલીક શક્તિઓ
• ઉત્પાદ – વ્ય – ધ્રુવત્વશક્તિ (ચાલુ) •
[લેખાંક ત્રીજો : અંક ૧૪૧ થી ચાલુ]
બધાયને જાણનારો પોતાનો જ્ઞાનસ્વભાવ છે, તે જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યા વગર જ્ઞાનનું
સાચું કાર્ય ક્યાંથી થશે? શ્રીમદ રાજચંદ્ર પણ કહે છે કે–
‘ઘટ પટ આદિ જાણ તું તેથી તેને માન;
જાણનાર તે માન નહિ, કહિયે કેવું જ્ઞાન?’
–આત્મસિદ્ધિ

પોતાના જ્ઞાનમાં ઘટ–પટ વગેરે જણાય છે, તે ઘટ–પટને તો માને, પણ તેને જાણનાર એવા
પોતાના જ્ઞાનસ્વભાવને ન ઓળખે, તો તે જ્ઞાન કેવું? તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. અરે ભાઈ! તું
પરને તો જાણે છે, ને જાણનાર એવા પોતાને તું નથી જાણતો–એ આશ્ચર્ય છે. તે જ પ્રમાણે અહીં
ક્રમબદ્ધમાં પણ, વિકારનો ને પરનો ક્રમ માને પણ તે ક્રમને જાણનારા એવા પોતાના
જ્ઞાયકસ્વભાવને ન જાણે તો તેનું જ્ઞાન કેવું છે? –કે મિથ્યા છે.
પહેલાંં ઓછું જ્ઞાન હોય ને પછી વધારે જ્ઞાન થાય ત્યાં, મારો જ્ઞાનસ્વભાવ બદલીને (–
પરિણમીને) આ વિશેષ જ્ઞાન આવ્યું છે–એમ અજ્ઞાની નથી જાણતો, પણ શાસ્ત્ર વગેરે બાહ્ય
સંયોગમાંથી જ્ઞાન આવ્યું એમ તે મૂઢ માને છે, તેથી સંયોગનું લક્ષ છોડીને સ્વભાવમાં તે વળતો
નથી. જ્ઞાની તો જાણે છે કે મારા જ્ઞાનસ્વભાવનું પરિણમન થઈને તેમાંથી આ જ્ઞાન આવ્યું છે. આમ
જાણતાં જ્ઞાનસ્વભાવના આશ્રયે સમ્યગ્જ્ઞાન થઈને પરમાત્મદશા પ્રગટી જાય છે. જો રાગના આશ્રયે
જ્ઞાન વધતું હોય તો રાગ વધતાં જ્ઞાન વધતું જાય ને ઘણા રાગથી પરમાત્મદશા થાય. પણ એમ કદી
બનતું નથી. રાગનો સર્વથા અભાવ થયા પછી જ કેવળજ્ઞાન ને પરમાત્મદશા પ્રગટે છે, માટે રાગ તે
જ્ઞાનનું કારણ નથી. તેમ જ સંયોગના લક્ષે જ્ઞાન વધતું હોય તો સંયોગનું લક્ષ છોડીને
જ્ઞાનાનંદસ્વભાવમાં લક્ષ કરીને લીન થાય ત્યારે જ કેવળજ્ઞાન થાય છે; માટે સંયોગના લક્ષે જ્ઞાન
વધતું નથી. સમ્યગ્દર્શનને માટે, સમ્યગ્જ્ઞાનને માટે, કે સમ્યક્ચારિત્રને માટે એક પોતાના
જ્ઞાનાનંદસ્વભાવ સિવાય બીજો કોઈ આધાર છે જ નહિ. ધર્મ માં પોતાના સ્વભાવ સિવાય બીજા
કોઈના આશ્રયનો અભાવ છે.
ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વભાવથી આત્મા પોતાના ગુણોમાં અક્રમે વર્તે છે ને પર્યાયોમાં ક્રમે વર્તે છે.
આ રીતે ક્રમ–અક્રમપણે વર્તવું તે જ આત્માનું વર્તન છે. આ સિવાય, પોતાના ગુણ–પર્યાયોથી

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૨૩૮: આત્મધર્મ: ૧૪૨
બહાર આત્મા કદી વર્તતો નથી, તેથી બહારમાં આત્માનું વર્તન છે જ નહિ. અમુક પ્રકારે ખાવું ને
અમુક વેશમાં રહેવું.–એમ ખોરાકમાં કે વેશમાં ખરેખર આત્માનું વર્તન નથી, તેમાં તો જડનું વર્તન
છે. દરેક દ્રવ્ય પોતાના ગુણ–પર્યાયમાં વર્તે છે એ જ તેનું વર્તન છે. આત્માનું વર્તન કેમ સુધરે?
અનાદિથી સંયોગમાં ને વિકારમાં પોતાપણું માનીને વિકારી પર્યાયમાં વર્તે છે તે અશુદ્ધ વર્તન છે;
સંયોગથી ને રાગથી પાર, જ્ઞાનાનંદસ્વભાવને જ પોતાનું સ્વરૂપ માનતાં નિર્મળપર્યાયો પ્રગટે છે, તે
નિર્મળપર્યાયોના ક્રમમાં વર્તવું તે આત્માનું શુદ્ધ વર્તન છે, ને તે જ વર્તન મોક્ષનું કારણ છે. સ્વભાવ
તરફ વળીને જ્યાં આવું શુદ્ધ વર્તન થયું, તેમાં ત્યાગ અને પ્રતિજ્ઞા વગેરે બધું સમાઈ જાય છે; જે શુદ્ધ
વર્તન પ્રગટ્યું તેમાં વિપરીતતાનો (અસત્ય વગેરેનો) ત્યાગ જ વર્તે છે, અને અસત્નો તેમાં
અભાવ જ વર્તે છે તેથી અસત્ન કરવાની પ્રતિજ્ઞા પણ તેમાં આવી જ ગઈ. પહેલાંં સ્વભાવની સાચી
સમજણ કરવી તે જ અનાદિના અસત્યનો ત્યાગ છે. મિથ્યાદ્રષ્ટિને અનાદિથી ‘ધર્મનો ત્યાગ’ છે, તે
અધર્મ છે; આત્માની સાચી સમજણ થતાં તે અધર્મનો ત્યાગ થઈ જાય છે. પહેલાંં સાચી સમજણ વડે
અનાદિના મિથ્યાત્વનો ત્યાગ કર્યા વિના અવ્રત વગેરેનો ત્યાગ કદી થઈ શકે જ નહિ.
અહીં કહે છે કે ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વ શક્તિથી દ્રવ્ય પોતાના ગુણ–પર્યાયમાં વર્તે છે. આમાં
‘વર્તવું’ ઉપર વજન છે ગુણમાં અક્રમપણે વર્તે છે ને પર્યાયમાં ક્રમપણે વર્તે છે,–કોણ વર્તે છે? કે
આત્મદ્રવ્ય. એટલે, આમ નક્કી કરનારને કોઈ પણ પર્યાયમાં આત્મદ્રવ્યની દ્રષ્ટિ–પ્રતીત છૂટે નહિ.
દરેક પર્યાયમાં અખંડ દ્રવ્ય વર્તે છે, આમ વર્તનાર ઉપર (દ્રવ્ય ઉપર) દ્રષ્ટિ ગઈ ત્યાં પર્યાય બુદ્ધિ
છૂટીને પર્યાયમાં નિર્મળતા થયા વિના રહે નહિ.
દરેક આત્માનો આવો સ્વભાવ છે, પણ અહીં બીજા આત્માનું કામ નથી; પોતે પોતાના
સ્વભાવને નક્કી કરીને સ્વ તરફ વળવાની વાત છે સ્વભાવ તરફ વળીને જે જ્ઞાતા થયો તે પોતાના
સ્વ–પરપ્રકાશક સામર્થ્યથી પરને પણ જેમ છે તેમ જાણે છે. સ્વસન્મુખ થઈને સ્વભાવમાં વર્તન થાય
ત્યાં વિકાર કે સંયોગનું વર્તન રહે નહિ એટલે નિર્વિકાર અસંયોગી દશા પ્રગટે, તેનું નામ મોક્ષ.
આત્મસ્વભાવ તરફ વળીને, ‘આત્મા પવિત્ર છે’ એમ જે જ્ઞાનપર્યાયે જાણ્યું તે પર્યાય પોતે
પણ પવિત્ર થયેલી છે, પવિત્ર સ્વભાવના આશ્રયે તેમાં પણ પવિત્રતાની વૃદ્ધિ થતી જાય છે, આ
રીતે સ્વભાવ શક્તિની પ્રતીતિનું ફળ મુક્તિ છે.
બહારમાં લૂખો ખોરાક ખાય તેને લોકો ધર્મ માની લ્યે છે; પણ જ્ઞાની તો તેને કહે છે કે અરે
ભાઈ! જડથી ને રાગથી તારા આત્માની ભિન્નતાનું તને ભાન નથી ને એને તું ધર્મ માને છે, તો તું
લૂખું નથી ખાતો પણ ચીકણું જ ખાય છે, તું રાગની ચીકાસને જ ભોગવી રહ્યો છે, પણ રાગથી
લૂખો એવો જે વીતરાગીજ્ઞાનભાવ તેની તને ખબર નથી. તારામાં મિથ્યાત્વની ચીકાસ પડી છે, તે
મોટો અધર્મ છે. રાગને કે જડના સંયોગને જ્ઞાની પોતાનું આત્મસ્વરૂપ માનતા નથી, પણ પોતાના
આત્માને રાગાદિથી જુદો જ અનુભવે છે, જ્ઞાનાનંદસ્વરૂપના શ્રદ્ધાજ્ઞાનમાં તેને જ લુખો–રાગ
વગરનો–ભાવ છે; આત્માના શાંત રસથી ભરેલો ને રાગના રસથી ખાલી એવો જ્ઞાનીનો પણ ભાવ
છે તે જ ધર્મ છે.
ઉત્પાદ વ્યય–ધ્રુવતા સ્વભાવથી આત્મા પોતે ક્ષણે ક્ષણે પરિણમે છે ને ધ્રુવપણે પણ ટકી રહે
છે. શબ્દોનાં કારણે જ્ઞાનની ઉત્પત્તિ નથી થતી, પણ

PDF/HTML Page 10 of 21
single page version

background image
શ્રાવણ: ૨૪૮૧ : ૨૩૯:
જ્ઞાનસ્વભાવ પોતે જ વિશેષજ્ઞાનપણે પરિણમે છે. ધ્રુવજ્ઞાનસ્વભાવના આધારે અજ્ઞાનનો નાશ થઈને
સમ્યગ્જ્ઞાનની ઉત્પત્તિ થાય છે.
પ્રશ્ન:– જો સાંભળવાના કારણે જ્ઞાન નથી થતું તો પછી સાંભળવું શું કામ?
ઉત્તર:– સાંભળવાના કારણે જ્ઞાન નથી થતું–એ વાત સાચી, –પણ તે નક્કી કોણે કર્યું? જેણે
આવો નિર્ણય કર્યો તેની રાગની દિશા પલટીને સત્શ્રવણ વગેરે તરફ વળ્‌યા વગર રહે જ નહિ.
જિજ્ઞાસુ ભૂમિકામાં મિથ્યાત્વના નિમિત્તો તરફનું વલણ છૂટીને સત્ના નિમિત્તો તરફ જ વલણ જાય.
અને જ્ઞાની પાસેથી સત્ના શ્રવણનો ભાવ, સત્ શ્રવણનો પ્રેમ ને ઉત્સાહ આવે. ‘વાણીથી જ્ઞાન થતું
નથી માટે સાંભળવાનું શું કામ છે!’ એવો સ્વચ્છંદનો ભાવ તેને આવે જ નહીં. સત્ના શ્રવણ વખતે
પણ ભાવ તો પોતાનો ઘંટાય છેને! હા શ્રવણ વખતેય નિમિત્ત ઉપર, રાગ ઉપર કે પર્યાય ઉપર તેનું
વજન ન હોય, પણ જ્ઞાની જે સ્વભાવ સમજવા માંગે છે તે સ્વભાવ તરફ જ તેનું વજન હોય...
જ્યાંથી જ્ઞાનનો પ્રવાહ આવે છે એવા દ્રવ્યસ્વભાવનું અવલંબન કરવાનું જ્ઞાની બતાવે છે. ને ખરા
શ્રોતાનું વજન પણ તેના ઉપર જ છે. આ સિવાય રાગથી કે વાણીથી જ લાભ માનીને તેના ઉપર જે
વજન આપે તે ખરો શ્રોતા નથી, કેમકે જ્ઞાની એમ કહેતા જ નથી.
વળી સત્સ્વભાવનું ભાન થયા પછી જ્ઞાનીને પણ વારંવાર સત્ના શ્રવણનો ભાવ આવે છે.
ત્યાં ખરેખર વાણી સાંભળવા ખાતરનો રાગ કર્યો નથી, પણ પોતાની નબળી ભૂમિકા હોવાથી રાગ
થઈ ગયો છે, ને તે રાગનું લક્ષ સત્ નિમિત્ત તરફ જ વળે. તે રાગ અને શ્રવણ વખતેય જ્ઞાનીની
રુચિનું જોર તો પોતાના સત્સ્વભાવમાં જ વળેલું છે, નિમિત્ત ઉપર કે રાગ ઉપર તેની રુચિનું જોર
નથી. રુચિનું જોર કઈ તરફ કામ કરી રહ્યું છે તેના ઉપર ધર્મ–અધર્મનો આધાર છે. આત્માનો
ઉત્પાદ–વ્યય–ધ્રુવસ્વભાવ છે તેને ઓળખે તો રુચિનું જોર પર ઉપર કે વિકાર ઉપર રહે જ નહિ,
ધ્રુવસ્વભાવમાં જ રુચિનું જોર વળી જાય. આત્મમાં ઉત્પાદ–વ્યય–ધ્રુવતા વગેરે અનંતશક્તિઓ એક
સાથે પરિણમી રહી છે.
પ્રશ્ન:– આત્મામાં અનંત શક્તિઓ છે એમ, ભગવાને જોયું છે તેથી કહો છો? –કે આત્મામાં છે
તે જાણીને કહો છો?
ઉત્તર:– વસ્તુના સ્વભાવમાં એમ છે ને ભગવાને તેમ જોયું છે; –પણ ભગવાનની પ્રતીત કોણે
કરી? સર્વજ્ઞ ભગવાનની યે પ્રતીત કરનારને તો પોતાનું જ્ઞાન છે ને!! માટે પોતાના
જ્ઞાનસ્વભાવની પ્રતીત કરી તેમાં આ બધું આવી જાય છે. પોતાના જ્ઞાનસ્વભાવની પ્રતીતને સાથે
ભેળવ્યા વગર એકલા ભગવાનના નામે માને તે યથાર્થ માર્ગ નથી. આ તો પોતાના આત્માને સાથે
ભેળવીને વાત છે. પોતાના આત્મા તરફ વળીને તેની પ્રતીત કર્યા વગર ભગવાનની કે ભગવાનના
માર્ગની ખરી ઓળખાણ થાય નહિ. અહીં આત્માની શક્તિઓના વર્ણનમાં પણ, અભેદ
આત્મસ્વભાવના આશ્રયપૂર્વક જ તેની શક્તિઓનો નિર્ણય થઈ શકે છે–એમ સમજવું.
–આત્માની અનંતશક્તિઓમાંથી, અઢારમી
ઉત્પાદ–વ્યય–ધ્રુવત્વશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૨૪૦: આત્મધર્મ: ૨૪૮૧
“આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?”
[લેખાંક ૨૦]
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં આચાર્યદેવે ૪૭ નયોથી આત્મદ્રવ્યનું
વર્ણન કર્યું છે તેના ઉપર પૂ. ગુરુદેવના વિશિષ્ટ – અપર્વ પ્રવચનોનો સાર
(અંક ૧૪૧ થી ચાલુ)
જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે હે પ્રભો! અનાદિથી નહિ
જાણેલા એવા આત્માનું સ્વરૂપ જાણીને હું તેની પ્રાપ્તિ કરું, અને
હવે મારા સંસાર–પરિભ્રમણનો અંત આવીને મારી મુક્તિ થાય
એવું સ્વરૂપ મને સમજાવો.
આ રીતે જે આત્માનો જ અર્થી થઈને સમજવા માંગે છે
એવા શિષ્યને આચાર્ય ભગવાન આત્માનું સ્વરૂપ અને તેની
પ્રાપ્તિનો ઉપાય બતાવે છે; તેનું આ વર્ણન ચાલે છે.
[૩૮] કર્તૃનયે આત્માનું વર્ણન
‘આત્મદ્રવ્ય કર્તૃનયે, રંગરેજની માફક રાગાદિ પરિણામનું કરનાર છે. જેમ રંગારો રંગકામનો કરનાર છે
તેમ કર્તાનયે આત્મા રાગાદિપરિણામનો કર્તા છે
‘હું અનંતગુણનો પિંડ શુદ્ધ ચિદાનંદ સ્વભાવ છું, મારા શુદ્ધ ચૈતન્યદ્રવ્યમાં રાગનો અંશ પણ નથી એટલે
રાગનું કર્તાપણું મારા સ્વરૂપમાં નથી’–આવી અંર્તસ્વભાવની દ્રષ્ટિપૂર્વક, પર્યાયમાં જે અલ્પરાગ થાય છે તેને
સાધકજીવ પોતાનું પરિણમન જાણે છે, તેને કર્તૃનય હોય છે, રાગરહિત ચિદાનંદસ્વભાવની દ્રષ્ટિ છોડીને એકલા
રાગના જ કર્તાપણામાં રોકાય તેને આ કર્તૃનય હોતો નથી. પરનો કર્તા થાય એવો તો કોઈ ધર્મ આત્મામાં
ત્રણકાળમાં નથી, તેમ જ પરવસ્તુ જીવને રાગાદિપણે પરિણમાવે–એવો ધર્મ પણ આત્મામાં કે પરચીજમાં નથી.
અહીં તો એ વાત છે કે જીવની પર્યાયમાં જે રાગ થાય છે તેનો કર્તા કોણ? તે જીવદ્રવ્યનું પરિણમન છે
માટે જીવ તેનો કર્તા છે એમ કર્તૃનયે જાણવું જોઈએ. કર્મના ઉદયથી જીવને વિકાર થાય–એમ શાસ્ત્રમાં નિમિત્તથી
કથન ભલે હોય,–પણ ત્યાં વિકાર થવાનો ધર્મ કોનામાં છે?–વિકારપણે કોણ પરિણમે છે? આત્મા પોતે પર્યાયમાં
વિકારપણે પરિણમે છે તેથી આત્માનો જ તે ધર્મ છે, તેનો કર્તા આત્મા છે, પણ કર્મ તેનો કર્તા નથી. આ
સાધકના નયની વાત છે. સિદ્ધભગવાનને રાગ પણ નથી ને નય પણ નથી. જેને હજી પર્યાયમાં રાગ થાય છે
એવો સાધકજીવ કર્તૃનયથી એમ જાણે છે કે આ રાગ થાય છે તેનો હું કર્તા છું, બીજું કોઈ તેનું કર્તા કે કરાવનાર
નથી; તેમ જ મારા ત્રિકાળી ચૈતન્યસ્વભાવમાં આ રાગનું કર્તાપણું નથી.–આમ જાણવું તે અનેકાન્ત છે.
સમયસારના પરિશિષ્ટમાં જે ૪૭ શક્તિઓનું વર્ણન કર્યું છે તે તો ત્રિકાળી સ્વભાવરૂપ ધર્મો છે; ત્યાં પણ
૪૨ મી શક્તિમાં ‘કર્તૃત્વશક્તિ’નું વર્ણન કર્યું છે, તે કર્તૃત્વશક્તિ તો બધા જીવોમાં છે, સિદ્ધમાંય તે કર્તૃત્વ છે.
અને અહીં કર્તૃનયથી જે કર્તાપણાનું વર્ણન કર્યું છે તેમાં તો રાગના કર્તાપણાની વાત છે, તે ત્રિકાળીસ્વભાવરૂપ
ધર્મ નથી પણ એક ક્ષણ પૂરતી પર્યાયનો ધર્મ

PDF/HTML Page 12 of 21
single page version

background image
શ્રાવણ: ૨૪૮૧ : ૨૪૧:
છે; તે પર્યાય આત્માની છે તેથી તેને આત્માનો ધર્મ કહેવાય છે.
પ્રશ્ન:– રાગને કરવો તે તો દોષ છે, છતાં અહીં તેને આત્માનો ધર્મ કેમ કહ્યો?
ઉત્તર:– તે આત્માના ત્રિકાળી સ્વભાવરૂપ ધર્મ નથી, તેમ જ તે મોક્ષમાર્ગરૂપ ધર્મ પણ નથી, પરંતુ રાગ
આત્માની પર્યાયમાં થાય છે, રાગને જ્યાં સુધી પોતાની પર્યાયમાં ધારી રાખે છે ત્યાં સુધી તે આત્માનો પોતાનો
ધર્મ છે ને તેનો કર્તા આત્માનો છે. પોતાની પર્યાયમાં થાય છે માટે તેને પોતાનો ધર્મ કહ્યો છે, તે ત્રિકાળ નથી
પણ ક્ષણિક પર્યાય પૂરતો છે. કર્તૃનયથી આ રાગના કર્તાપણાને જાણનાર ખરેખર તો તેનો સાક્ષી રહે છે, કેમ કે
રાગના ક્ષણિક કર્તાપણા વખતે જ બીજા અનંતધર્મોનો શુદ્ધ ચૈતન્યપિંડ આત્મા છે તેની દ્રષ્ટિમાં રાગની મુખ્યતા
રહેતી નથી.
શુભ કે અશુભભાવ તેના કાળે થાય છે, તેનો કાળ ફરે નહિ–એમ જાણીને તેનો જ્ઞાતા રહી ગયો એટલે કે
તે રાગમાં જ ન અટકતાં શુદ્ધચૈતન્યસ્વભાવ તરફ વળી ગયો ત્યાં તે રાગાદિ ઘટતા જાય છે. જો શુભ–અશુભને
ફેરવવાની બુદ્ધિ કરે તો મિથ્યાત્વ થાય છે. પણ શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ રાખીને તેનો સાક્ષી રહ્યો ત્યાં તે
રાગ તૂટતો જ જાય છે. રાગ થાય છે તેટલી પોતાની પર્યાયની લાયકાત છે તેથી તે પણ પોતાનો ધર્મ છે, ને
તેના જ્ઞાતાપણે રહેવું તે પણ પોતાનો ધર્મ છે. અહીં પ્રમાણના વિષયરૂપ સામાન્ય–વિશેષાત્મક દ્રવ્ય બતાવવું છે;
પણ તે બંને પડખાંને જાણતાં જ્ઞાનનું વલણ ત્રિકાળી શુદ્ધદ્રવ્ય તરફ જ વળે છે, ને પર્યાયમાંથી રાગનું કર્તાપણું
ટળે છે.
રાગનો કર્તા તે વ્યવહાર છે ને રાગનો અકર્તા એટલે કે સાક્ષી તે નિશ્ચય છે.
પ્રશ્ન:– પહેલો વ્યવહાર કે પહેલો નિશ્ચય?
ઉત્તર:– સાધકને બંને એક સાથે છે; પણ તેમાં મુખ્યતા નિશ્ચયની છે, ને વ્યવહારની ગૌણતા છે.
સ્વભાવદ્રષ્ટિને લીધે સાધકને પર્યાયમાં રાગનું કર્તાપણું ટળતું જાય છે, ને સાક્ષીપણું વધતું જાય છે– એમ જાણવું.
આત્મામાં અનંત ધર્મો છે તેમાં એક કર્તા નામનો ધર્મ છે, તેથી આત્મા રાગાદિના કર્તાપણે પરિણમે છે,
પણ કોઈ પર તેને રાગ કરાવે છે––એમ નથી. કર્મ આત્માને વિકાર કરાવે છે એવી જેની માન્યતા છે તેણે
કર્તૃત્વધર્મને જાણ્યો નથી એટલે કર્તૃત્વધર્મવાળા આત્માને જ જાણ્યો નથી.
પ્રશ્ન:– રાગાદિનો કર્તા થવાનો આત્માનો ધર્મ હોય તો તે કેમ ટળે? આત્મા સદાય રાગાદિને કર્યા જ
કરશે?
ઉત્તર:– ના; એમ નથી. આ ધર્મ અનાદિઅનંત નથી પણ સાધકદશા પૂરતો જ આ ધર્મ છે. વળી આવો
ધર્મ છે એમ જાણે તો આત્મદ્રવ્યને પણ જાણે ને રાગાદિનો સાક્ષી થઈ જાય. રાગાદિપણે આત્મા થાય છે––એમ
આત્માના ધર્મ વડે જેણે આત્માને જાણ્યો તેની દ્રષ્ટિ એક ગુણ ઉપર ન રહેતાં, અનંતગુણના પિંડ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય
ઉપર જાય છે ને તે રાગનો પણ સાક્ષી થઈ જાય છે. રાગના કર્તાપણારૂપ ક્ષણિક ધર્મને જે જાણે તે ત્રિકાળી
ધર્મીને પણ જાણે, ને ત્રિકાળી દ્રવ્યમાં તો રાગનું અકર્તાપણું છે, તેની મુખ્યતામાં રાગનું કર્તાપણું અલ્પકાળમાં
પર્યાયમાંથી પણ ટળી જાય છે. પર્યાયમાં રાગ હોય ત્યાં સુધીનો જ આ ધર્મ છે–એમ સમજવું; ત્યાર પછી કર્તૃનય
પણ નથી રહેતો ને રાગનું કર્તૃત્વ પણ નથી રહેતું.
જેમ રંગારો રંગકામનો કરનાર છે તેમ આત્મા પોતે પર્યાયમાં જ્યાં સુધી રાગથી રંગાય છે ત્યાં સુધી તે
રાગનો કર્તા છે એવો તેનો કર્તૃધર્મ છે. –પણ આ ધર્મ માનનારની દ્રષ્ટિ ક્યાં હોય? અનંતધર્મવાળા શુદ્ધ
ચૈતન્યદ્રવ્ય ઉપર તેની દ્રષ્ટિ હોય છે.
“સિદ્ધ ભગવાનને કર્મ નથી માટે તેમને વિકાર થતો નથી, અને સંસારીને કર્મનો ઉદય છે માટે તેને
વિકાર થાય છે, એટલે કર્મના ઉદય પ્રમાણે વિકાર થાય છે”–એમ કોઈ માને તો તે વાત તદ્ન ખોટી છે. જો ઉદય
પ્રમાણે જ વિકાર થાય તો તીવ્રમાંથી મંદ મિથ્યાત્વ કરવાનું પણ જીવના હાથમાં રહેતું નથી, અશુભ પલટીને શુભ
કરવાનું પણ જીવના હાથમાં રહેતું નથી, અરે! અનાદિ નિગોદમાંથી નીકળીને ત્રસપર્યાય પામવાનું પણ રહેતું
નથી; કેમ કે નિગોદના જીવને તો સદાય સ્થાવરનામકર્મનો ઉદય વર્તે છે એટલે તે નિગોદમાંથી નીકળીને ત્રસ
કદી થઈ જ ન શકે! માટે ઉદય પ્રમાણે

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૨૪૨: આત્મધર્મ: ૧૪૨
જીવને વિકાર થાય –એ માન્યતા તો મહા વિપરીત છે, ‘મારે તીવ્ર મિથ્યાત્વનો ઉદય આવે તો તેવું તીવ્ર
મિથ્યાત્વ કરવું જ પડે’ એવું મિથ્યાત્વનું જોર તેના અભિપ્રાયમાં પડ્યું છે. અહીં ભગવાન અમૃતચંદ્રાચાર્યદેવ
સ્પષ્ટ ખુલાસો કરે છે કે કર્મના ઉદય પ્રમાણે વિકાર થતો નથી પણ જીવના કર્તૃધર્મ પ્રમાણે વિકાર થાય છે, એટલે
કે જીવ પોતે પોતાના રાગપરિણામને કરનાર છે. કર્મ વિકાર કરાવે એ વાત તો છે જ નહિ, અને ‘હું રાગનો
કર્તા છું’ એમ એકલા રાગની સામે જોઈને માનવાની પણ આ વાત નથી; અહીં તો, સાધકજીવે અનંતધર્મવાળા
શુદ્ધ ચૈતન્યદ્રવ્યને જાણ્યું છે અને તે દ્રવ્યની દ્રષ્ટિપૂર્વક પર્યાયના રાગનું જ્ઞાન કરે છે તેની આ વાત છે.
શુદ્ધચૈતન્યદ્રવ્ય ઉપર જ તેની દ્રષ્ટિનું જોર હોવાથી તેને અલ્પકાળમાં વિકારનું પરિણમન ટળી જશે ને દિવ્ય
મહિમાવાળું કેવળજ્ઞાન પ્રગટી જશે.
યથાર્થનયથી ધર્મને જોતાં તેના આધારરૂપ ધર્મી પણ દ્રષ્ટિમાં આવે છે, એટલે સ્વભાવ તરફ વલણ થઈને
અલ્પકાળમાં મુક્તિ થયા વિના રહેતી નથી; આ રીતે સમ્યક્નયોનું ફળ મોક્ષ છે.
‘કર્તૃનયથી આત્મા વિકારનો કર્તા છે’–એમ કહ્યું, તો પણ એકલા વિકાર સામે જોઈને આ ધર્મ મનાતો
નથી, પણ આત્મદ્રવ્યની સામે જોઈને આ ધર્મ જણાય છે; કેમ કે આ ધર્મ આત્માથી બહારમાં નથી એટલે આ
ધર્મ માનનારને બહારમાં જોવાનું રહેતું નથી. વિકારનું પરિણમન પરને લીધે થતું નથી પણ આત્મદ્રવ્યનો તેવો
કર્તૃધર્મ છે–એમ નયજ્ઞાનથી જોતાં જ્ઞાન આત્માસન્મુખ થાય છે, ને ત્યાં રાગના કર્તાપણાની મુખ્યતા નથી રહેતી
પણ આખા દ્રવ્યની મુખ્યતા થઈ જાય છે. આ રીતે શુદ્ધસ્વભાવની સામે દ્રષ્ટિ રાખીને પર્યાયમાં રાગના
કર્તાપણાનું જ્ઞાન કરે તેને જ ‘કર્તૃનય’ હોય છે, બીજાને ‘કર્તૃનય’ હોતો નથી. ‘નય’ તે સમ્યગ્જ્ઞાનરૂપી સૂર્યનું
કિરણ છે, અજ્ઞાનીને નય હોતા નથી.
કર્તૃનયે પણ આત્મા શરીર વગેરે પરનો તો કર્તા છે જ નહિ, માત્ર પોતાની પર્યાયમાં રાગાદિનો કર્તા છે;
અને તે કર્તાપણું પણ ત્રિકાળી સ્વભાવ નથી; રાગપણે જ્યાં સુધી પરિણમે છે ત્યાં સુધી જ તેનામાં કર્તાપણું છે,
અને તે વખતે ય સ્વભાવ દ્રષ્ટિમાં તો શુદ્ધચેતનાનું જ કર્તાપણું વર્તે છે. કર્તૃનયથી આત્માને જુએ તેને પણ એમ
નથી થતું કે મારો આત્મા સદાય રાગાદિનો કર્તા જ રહેશે! કર્તૃનયવાળાને પણ ક્ષણેક્ષણે પર્યાયમાંથી રાગનું
કર્તાપણું ઘટતું જાય છે ને સાક્ષીપણું વધતું જાય છે. અત્યારે રાગને કરે છે એવો મારા આત્માનો એક ધર્મ છે––
એમ કર્તૃનયથી જોનાર પણ તે ધર્મદ્વારા ધર્મી એવી શુદ્ધ ચૈતન્યવસ્તુને અંતરમાં દેખે છે, એટલે કર્તૃનયનું ફળ
રાગનો કર્તા રહેવું તે નથી પણ શુદ્ધચૈતન્યદ્રવ્યના અવલંબને રાગ ટળી જાય તે કર્તૃનયનું ફળ છે.
પ્રશ્ન:– સમયસારમાં તો એમ કહ્યું છે કે આત્મા જ્ઞાયકસ્વભાવ છે, તે રાગનો કર્તા નથી, રાગનો કર્તા તો
પુદ્ગલ છે; અને અહીં એમ કહ્યું છે કે રાગનું કર્તાપણું તે આત્માનો ધર્મ છે.–તો આ બે કથનનો મેળ કઈ રીતે છે?
ઉત્તર:– સમયસારમાં દ્રવ્યદ્રષ્ટિની પ્રધાનતાથી રાગને પુદ્ગલનું કાર્ય કહ્યું, અને અહીં પ્રમાણના વિષયમાં
પર્યાયનું જ્ઞાન કરાવવા તેને આત્માનું કાર્ય કહ્યું, છતાં તેમાં પરસ્પર વિપરીતતા નથી, બંનેનું તાત્પર્ય એક જ
છે.‘રાગનો કર્તા આત્મા નથી’ એમ કહીને સમયસારમાં શુદ્ધદ્રવ્યદ્રષ્ટિ કરાવવાનું તાત્પર્ય છે; અને અહીં પણ,
‘કર્તૃનયથી રાગનો કર્તા આત્મા છે’–એમ કહીને તે ધર્મ દ્વારા પણ ધર્મી એવા શુદ્ધ ચૈતન્યદ્રવ્યનું જ લક્ષ
કરાવવાનું તાત્પર્ય છે. શાસ્ત્રોની કથનશૈલીમાં ફેર ભલે હોય, પણ તેના ફળમાં ફેર નથી; ફળ તો એ જ છે કે
અંતરમાં શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય. અહીં કર્તૃનયથી આત્માને રાગનો કર્તા કહ્યો તેમાં પણ રાગના
કર્તાપણામાં અટકાવી દેવાનો આશય નથી, પણ તે ધર્મનું ધારક એવું ત્રિકાળી આત્મદ્રવ્ય ઓળખાવીને
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કારવવાનું જ પ્રયોજન છે.
‘કર્તૃનયે રાગાદિનું કરનાર છે.’
–કોણ?
–આત્મદ્રવ્ય
–માટે કર્તૃનયથી જોનારની દ્રષ્ટિ કોના તરફ ગઈ?

PDF/HTML Page 14 of 21
single page version

background image
શ્રાવણ: ૨૪૮૧ : ૨૪૩:
–અનંતધર્મોવાળા આત્મદ્રવ્ય તરફ તેની દ્રષ્ટિ ગઈ.
–એ વાત તો પહેલેથી જ ખાસ ભારપૂર્વક કહેતા આવ્યા છીએ કે અનંત ધર્મના પિંડ એવા
શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્માને દેખવો તે જ આ બધાય નયોનું પરમાર્થ તાત્પર્ય છે. જ્યાં શુદ્ધ આત્મદ્રવ્યને દ્રષ્ટિમાં
લીધું ત્યાં રાગનું કર્તાપણું લંબાઈ–એમ બને જ નહિ, અલ્પકાળમાં જ રાગનું પરિણમન છૂટી જાય.
કર્તૃનયથી આત્માને રાગનો કર્તા માન્યો માટે હવે તે આત્મા અનાદિઅનંત રાગનો કર્તા જ રહેશે––એમ
નથી; કેમકે આ ધર્મને જોનાર પણ એકલા ધર્મને જ નથી ભાળતો પરંતુ ધર્મી એવા શુદ્ધઆત્માને ભાળે છે, ને
શુદ્ધઆત્માને જોનારો રાગમાં અટકી જતો નથી એટલે કે ‘રાગપણે જ હું રહીશ’ એમ તે પ્રતીત કરતો નથી, તેને
તો એમ નિઃશંકતા છે કે હું મારા શુદ્ધ ચૈતન્યસ્વભાવપણે પરિણમીને અલ્પકાળમાં જ આ રાગનો અભાવ કરી
નાખીશ. અત્યારે રાગપણે જેટલું પરિણમન છે તેટલો મારો ધર્મ છે (–રાગથી જીવને ધર્મ થાય છે એમ અહીં ન
સમજવું, પરંતુ રાગ તે જીવનો ભાવ છે, રાગરૂપે આત્મા પોતે પરિણમ્યો છે માટે તેને આત્માનો ધર્મ કહ્યો છે–)
એમ ધર્મી જાણે છે, પરંતુ હું સદાય રાગરૂપે જ પરિણમ્યા કરીશ–એમ ધર્મી જોતો નથી, તે અંતરમાં
નિજઆત્મદ્રવ્યને શુદ્ધચૈતન્યમાત્ર દેખે છે, તેની પાસે તેને રાગની અત્યંત તૂચ્છતા ભાસે છે તેથી તેને રાગ ટળી
જ જાય છે.
‘આત્માને રાગનું કર્તાપણું સ્વીકારતાં તો તે કર્તાપણું અનાદિઅનંત રહી જશે! –માટે કર્મને જ રાગનો
કર્તા કહો’–એમ કોઈને થાય તો તે ખોટું છે, કર્તૃનયના અભિપ્રાયને તે સમજ્યો જ નથી, હે ભાઈ! કર્તૃધર્મ કોનો
છે?–આત્મદ્રવ્યનો છે;–તે આત્મદ્રવ્ય કેવું છે? અનંત ધર્મના પિંડરૂપ શુદ્ધચૈતન્યમાત્ર છે. આવા આત્મદ્રવ્યની
દ્રષ્ટિપૂર્વક કર્તૃનયથી રાગનું કર્તાપણું જેણે જાણ્યું તેને રાગ લંબાતો નથી, પણ સ્વભાવદ્રષ્ટિના જોરે રાગ તૂટતો જ
જાય છે.
હવે કોઈ એમ કહે કે, ‘કર્મ આત્માને વિકાર ન કરાવે પણ કર્તૃનયે આત્મા વિકાર કરે–એમ અમે માની
લીધું!’–તો તેને પૂછીએ છીએ કે હે ભાઈ! તારી દ્રષ્ટિ ક્યાં ઊભી છે? કોની સામે મીટ માંડીને તું આત્માના
કર્તૃધર્મને કબુલે છે? તારી મીટ વિકાર ઉપર છે? કે આત્મદ્રવ્ય ઉપર? વિકાર ઉપર મીટ માંડીને આત્માના ધર્મનું
યથાર્થ જ્ઞાન થતું નથી, આત્મદ્રવ્યની સામે મીટ માંડીને જ તેના ધર્મનું યથાર્થજ્ઞાન થાય છે. માટે કર્તૃનયથી
રાગનું કર્તાપણું જાણનારની દ્રષ્ટિ પણ શુદ્ધઆત્મદ્રવ્ય ઉપર જ હોય છે; ને શુદ્ધઆત્મા ઉપર દ્રષ્ટિ હોય તેને
વિકારનું કર્તૃત્વ ટળીને અલ્પકાળમાં વીતરાગતા થયા વિના રહે જ નહિ. આ રીતે, અનંતધર્મના પિંડરૂપ શુદ્ધ
આત્મદ્રવ્યને દ્રષ્ટિમાં રાખીને સમજે તો જ બધા કથનનું યથાર્થ તાત્પર્ય સમજાય છે.
–૩૮ મા કર્તૃનયથી આત્માનું વર્ણન અહીં પૂરું થયું.
[૩૯] અકર્તૃનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય અકર્તૃનયે કેવળ સાક્ષી જ છે; જેમ રંગારો પોતાના રંગકામમાં પ્રવૃત્ત હોય તેને બીજો પુરુષ
જોતો હોય, ત્યાં તે જોનાર પુરુષ રંગકામ જેવું થાય છે તેને જાણે છે પણ તેનો તે કર્તા નથી; તે તો તેનો સાક્ષી જ
છે, તેમ અકર્તૃનયથી આત્મા રાગાદિનો કર્તા નથી પણ સાક્ષી જ છે.
અહીં પરની વાત નથી, પરનો તો આત્મા અકર્તા છે જ; ને પોતાની પર્યાયમાં રાગ થાય છે તેનો પણ
અકર્તા–સાક્ષી જ છે એવો આત્માનો સ્વભાવ છે. રાગ વખતે ય રાગના અકર્તારૂપ સ્વભાવ આત્મામાં રહેલો છે.
પૂર્વે રાગના કર્તારૂપધર્મ કહ્યો અને અહીં રાગના અકર્તારૂપ ધર્મ કહ્યો, તે બન્ને ધર્મો કાંઈ જુદા જુદા આત્માના
નથી, એક આત્મામાં તે બન્ને ધર્મો એક સાથે વર્તે છે. જે વખતે પર્યાયમાં રાગ છે તે જ વખતે દ્રવ્યસ્વભાવની
દ્રષ્ટિથી જુઓ તો જ્ઞાયકસ્વભાવરૂપ આત્મા રાગાદિરૂપે પરિણમ્યો જ નથી.
આ આત્માના ધર્મોનું વર્ણન ચાલે છે. આત્મા અનંત ધર્મના સ્વભાવવાળો શુદ્ધચૈતન્યસ્વરૂપ છે, તેની
દ્રષ્ટિપૂર્વક આ ધર્મનું જ્ઞાન કરવું તે નય છે.
સમયસારમાં એમ કહ્યું છે કે અજ્ઞાનદશામાં મિથ્યા–

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૨૪૪: આત્મધર્મ: ૧૪૨
દ્રષ્ટિ જીવ રાગનો કર્તા થાય છે, ને ભેદજ્ઞાન થતાં સમ્યગ્દ્રષ્ટિ જીવ રાગાદિનો અકર્તા છે.–અહીં એ શૈલિ નથી.
અહીં તો એમ કહે છે કે સમ્યગ્દ્રષ્ટિ જીવ પણ પર્યાયમાં જે રાગ થાય છે તેનો કર્તા છે અને તે જ વખતે તેનો
અકર્તા પણ છે–એવા બન્ને ધર્મો તેનામાં એક સાથે છે.
જે વખતે કર્તૃનયથી જ્ઞાની પર્યાયના રાગનું કર્તાપણું જાણે છે તે વખતે પણ તેની દ્રષ્ટિમાં આત્માનો
શુદ્ધચૈતન્ય સ્વભાવ આવ્યો છે એટલે રાગનું અકર્તાપણું પણ તેને વર્તે છે. વિકાર તે મારો અંશ છે, અને તે અંશ
છે પણ આખો અંશી નથી, આખો અંશી તો અનંત ધર્મોનો ચૈતન્યપિંડ છે–આમ જાણ્યું–તે શુદ્ધચૈતન્યસ્વભાવની
પ્રધાનતામાં રાગનો સાક્ષી જ રહે છે, તેને અકર્તૃનય હોય છે. બધા ધર્મોના આધારરૂપ એવા નિજ આત્મદ્રવ્ય
ઉપર દ્રષ્ટિ રાખીને ધર્મી જીવ તેના ધર્મોને જાણે છે, અકર્તૃનયથી આત્માને રાગનો અકર્તા સાક્ષીસ્વરૂપ પણ જાણે
છે ને કર્તૃનયથી રાગપરિણામનો કર્તા પણ જાણે છે.–પરંતુ દ્રષ્ટિમાં તો શુદ્ધચૈતન્યદ્રવ્યની જ પ્રધાનતા હોવાથી
પર્યાયમાંથી રાગનું કર્તાપણું છૂટતું જાય છે, ને સાક્ષીપણું વધતું જાય છે.
રંગકામ કરનારને સારૂં કામ થાય તો રાગ ને ખરાબ કામ થાય તો દ્વેષ થાય છે, પણ મધ્યસ્થપણે જે
જોનાર છે તેને કાંઈ થતુ નથી, તે તો માત્ર સાક્ષીપણે જુએ જ છે; તેમ આત્મામાં એક એવો અકર્તાસ્વભાવ છે કે
રાગનો તે કર્તા થતો નથી પણ કેવળ સાક્ષી જ રહે છે. જે વખતે જેવો રાગ હોય તે વખતે તેનું તેવું જ્ઞાન કરે છે,
પણ આ વખતે આવો જ રાગ લાવું–એવો અભિપ્રાય કરતો નથી એટલે સાક્ષી જ રહે છે. કર્તૃનયથી રાગનો
કર્તા, અને તે જ વખતે અકર્તૃનયથી તેનો સાક્ષી,–આમ બંને ધર્મોને એક સાથે ધારણ કરનાર આત્મા
અનેકાન્તસ્વભાવી છે. આવા ધર્મોથી આત્માને જાણતાં વીતરાગીદ્રષ્ટિ થવાનો પ્રસંગ આવે છે, પણ એકલા
રાગના કર્તાપણામાં અટકવાનો પ્રસંગ રહેતો નથી.
એક આત્મામાં એક સાથે અનંતધર્મો રહેલા છે. જે ક્ષણે પર્યાયમાં રાગપણે પરિણમે છે તે જ ક્ષણે
દ્રવ્યસ્વભાવે રાગપણે પરિણતો નથી. રાગપણે આત્મા પરિણમતો જ નથી––એમ સર્વથા એકાંતશુદ્ધ માને તો
અજ્ઞાની છે. અને સર્વથા રાગપણે પરિણમનારો જ માને પણ રાગના અકર્તાપણે રહેવાનો સાક્ષીસ્વભાવ છે તેને
ન જાણે તો તે પણ અજ્ઞાની છે. ધર્મી સાધક જાણે છે કે પર્યાયમાં રાગનું પરિણમન છે અને તે જ ક્ષણે
સ્વભાવદ્રષ્ટિથી હું રાગપણે નથી પરિણમતો, એટલે તે ક્ષણે પણ વીતરાગીસાધકદશાનું પરિણમન વધતું જાય છે.
જે ક્ષણે રાગપરિણામનું કર્તાપણું જાણે છે તે જ ક્ષણે સ્વભાવના આધારે રાગના અકર્તારૂપ વીતરાગી સાક્ષીપણું
પણ વધતું જ જાય છે; જો રાગના કર્તાપણા વખતે જ રાગના અકર્તારૂપ વીતરાગતાનું પરિણમન ન વર્તતું હોય
તો સાધકપણું જ રહે નહિ.
પ્રશ્ન:– સાડત્રીસમા નયથી પણ સાક્ષીધર્મ કહ્યો અને આ ઓગણચાલીસમા નયથી પણ સાક્ષીધર્મ કહ્યો,
તો તેમાં શું ફેર છે?
ઉત્તર:– સાડત્રીસમા નયમાં ગુણગ્રાહીપણાનો જે વિકલ્પ છે તેની સામે સાક્ષીપણું કહ્યું છે, અહીં
ઓગણચાલીસમા નયમાં રાગના કર્તાપણાની સામે સાક્ષીપણું કહ્યું છે, અને હજી એકતાલીસમા નયમાં પણ
સાક્ષીપણું કહેશે, ત્યાં હર્ષ–શોકના ભોક્તાપણાની સામે સાક્ષીપણું કહ્યું છે. એ રીતે નય ૩૭–૩૯ ને ૪૧માં કહેલા
ત્રણે સાક્ષીધર્મોમાં વિવક્ષા ભેદ છે, પણ તાત્પર્ય તો ત્રણેનું એક જ છે.
(૧) ગુણગ્રાહીપણાના વિકલ્પ વખતે ય શુદ્ધસ્વભાવની દ્રષ્ટિથી સાધક જીવને સાક્ષીપણું વધતું જાય છે,
એટલે વિકલ્પની મુખ્યતા થતી નથી.
(૨) એ જ પ્રમાણે રાગનું કર્તાપણું જાણતી વખતે ય શુદ્ધસ્વભાવની દ્રષ્ટિને લીધે સાધકજીવને
સાક્ષીપણાનું પરિણમન વધતું જાય છે, એટલે રાગની મુખ્યતા થતી નથી.
(૩) ચાલીસમા નયમાં હર્ષ–શોકનું ભોક્તાપણું કહેશે, તેને જાણતી વખતે ય સાધકને સ્વભાવદ્રષ્ટિને
લીધે સાક્ષીપણાનું પરિણમન વધતું જાય છે, એટલે તેને હર્ષશોકના ભોક્તાપણાની મુખ્યતા થતી નથી.
નયમાં મુખ્ય–ગૌણ થાય છે, પણ પરિણમનમાં મુખ્યતા ગૌણતા નથી; એટલે કે કર્તાનય અને
અકર્તાનય–એવા બે

PDF/HTML Page 16 of 21
single page version

background image
શ્રાવણ: ૨૪૮૧ : ૨૪૫:
નયો એક સાથે ન હોય, પણ તે બંને નયોના વિષયરૂપ ધર્મો એક સાથે વર્તે છે. સાધક જ્યારે કર્તૃનયથી રાગના
કર્તાપણાને જુએ છે ત્યારે પણ અકર્તા–સાક્ષીભાવરૂપ વીતરાગી અંશનું પરિણમન તો વર્તી જ રહ્યું છે; અકર્તાનય
ભલે તે વખતે ન હોય પણ સાક્ષીધર્મ તો છે જ. સમ્યગ્દ્રષ્ટિને શુભાશુભરાગ વખતે ય તેના અકર્તાપણાનું
પરિણમન થઈ જ રહ્યું છે. આવું પરિણમન ક્યારે થાય? ત્રિકાળી જ્ઞાયકસ્વભાવીદ્રવ્ય રાગનું અકર્તા ને પર્યાયમાં
ક્ષણિક રાગનું કર્તાપણું–એ બન્નેનું યથાર્થ જ્ઞાન કરીને, પર્યાય જ્ઞાયકસ્વભાવસન્મુખ થઈ ત્યાં તેના આશ્રયે
અકર્તાપણે પરિણમન શરૂ થયું, ને રાગનું કર્તાપણું છૂટવા માંડ્યું. દ્રષ્ટિમાંથી તો રાગનું કર્તાપણું સર્વથા છૂટી ગયું
છે, પણ પરિણમનમાં રાગનું કર્તાપણું ક્રમેક્રમે છૂટે છે, ત્યાં સાધકને નયો હોય છે. પણ સર્વથા રાગના
કર્તાપણામાં જ રહે ને અકર્તાપણું–સાક્ષીપણું જરાય ન રાખે–તો તે જીવ એકાંતદ્રષ્ટિવાળો મિથ્યાદ્રષ્ટિ છે, તેને
એકેય નય સાચો હોતો નથી. ‘કર્તૃનયે રાગનો કર્તા છે’ એવો નય પણ તેને સાચો નથી, કેમકે એક નય વખતે
બીજા નયની વિવક્ષાનું જ્ઞાન પણ સાથે હોય–તો જ તે નય સમ્યક્ છે.
આત્મા રાગરૂપે પરિણમે છે તે જુદો ધર્મ છે ને આત્મા રાગરૂપે નથી પરિણમતો એવો બીજો ધર્મ છે;
તેમાંથી રાગને લીધે નહિ, પણ રાગના અકર્તા ધર્મને લીધે આત્મા નિશ્ચયરત્નત્રયરૂપે પરિણમે છે, એટલે
વ્યવહારરત્નત્રયના રાગવડે નિશ્ચયરત્નત્રય પમાય એ વાત રહેતી નથી; કેમ કે વ્યવહારરત્નત્રયનો રાગ તે તો
કર્તાધર્મમાં જાય છે ને નિશ્ચયરત્નત્રય તો રાગના અકર્તાધર્મરૂપ છે, માટે તે બન્ને જુદા છે. આત્માના અનંતધર્મો
છે તે પરને લીધે તો નથી અને પોતામાંય એક ધર્મને લીધે બીજો ધર્મ નથી.
કર્તૃનયથી આત્માને રાગનો કર્તા કહ્યો હતો, ત્યાં જેટલો રાગ છે તેટલું બાધકપણું છે પણ સાથે ને સાથે
સાધકપણું–રાગનું અકર્તાપણું ઊભું જ છે. રાગનું કર્તાપણું તે બાધકપણામાં જાય છે ને તે જ વખતે
ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિથી રાગના સાક્ષીપણારૂપ સાધકપણું છે, ને ત્યાં જ આવા નયો હોય છે. એકલા
બાધકપણામાં નય ન હોય, ને સાધ્ય પૂરું સિદ્ધ થઈ જાય ત્યાં પણ નય ન હોય. સાધકપણામાં નય હોય છે, તે
નય દ્વારા સાધકજીવ વસ્તુને સાધે છે.
વસ્તુ અનંત ધર્મવાળી છે, તે વસ્તુની અપેક્ષાએ બધા ધર્મો સાપેક્ષ છે, ને ધર્મની અપેક્ષાએ દરેક ધર્મ
નિરપેક્ષ છે, એટલે કે એકધર્મ બીજાધર્મને લીધે નથી. જો ધર્મમાં પરસ્પર આવું નિરપેક્ષપણું ન હોય તો
અનંતધર્મો સાબિત થઈ શકે નહિ એટલે વસ્તુ જ સાબિત ન થાય. રાગના કર્તાપણારૂપ જે ધર્મ છે તેને લીધે કાંઈ
અકર્તાપણારૂપધર્મ નથી, પણ સ્વતંત્ર છે. રાગપણે આત્મા પરિણમે છે તે તો કર્તાધર્મ છે ને તે જ વખતે જેટલો
રાગરહિત જ્ઞાયક સાક્ષીપણે પરિણમે છે તે અકર્તાધર્મ છે. એક સાથે જ બન્નેનું સ્વતંત્ર પરિણમન થઈ રહ્યું છે.
વસ્તુના પરિણામ વસ્તુથી જુદા ન હોય. જે ક્ષણે રાગ પરિણામ થાય છે તે ક્ષણે આત્મા તેનો કર્તા છે;
દેવ–ગુરુને લીધે કે કર્મના ઉદય વગેરે નિમિત્તોને લીધે તે રાગ થયો નથી, તેમ જ તે રાગના કર્તાપણાને લીધે
અકર્તાધર્મ (સમ્યગ્દર્શન વગેરે) થતો નથી. કેવળી–શ્રુતકેવળીની સમીપમાં ક્ષાયિકસમ્યગ્દર્શન થાય છે તે કાંઈ
નિમિત્તના ધર્મને લીધે કે રાગને લીધે થતું નથી, પણ પોતાના રાગના અકર્તારૂપસ્વભાવથી થાય છે.
ક્ષાયિકસમ્યગ્દર્શન થયા પહેલાંં જેટલી મલિનતા હતી તેટલો કર્તાધર્મ હતો, ને ક્ષાયિકસમ્યક્ત્વની નિર્મળતા થતાં
તે મલિનતા ટળીને અકર્તારૂપ સાક્ષીપણાનું પરિણમન થયું. ક્ષાયોપશમિકસમ્યક્ત્વ થતાં શુદ્ધતા થઈ ને કંઈક અંશે
મલિનતા પણ રહી–તે બંને જીવના ધર્મો છે, પરંતુ તેમાં શુદ્ધતાને લીધે મલિનતા નથી અને મલિનતાને લીધે
શુદ્ધતા નથી. રાગના પરિણમન વખતે જ સાધકને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિથી રાગના અકર્તારૂપ પરિણમન પણ
ભેગું છે. રાગ વખતે જો તેના અકર્તારૂપ સાક્ષીધર્મનું પરિણમન ન હોય તો તે જીવને શુદ્ધદ્રવ્યસ્વભાવનું જ્ઞાન
નથી. ને તે સાધક નથી પણ મિથ્યાદ્રષ્ટિ છે––એમ જાણવું.
આત્મા પરની ક્રિયાનો તો સાક્ષી છે ને શુભાશુભ રાગ થાય તેનો પણ સાક્ષી છે. રાગ વખતે મારો
જ્ઞાયકસ્વભાવ આ રાગથી ભિન્ન છે––એવું જેને જ્ઞાન હોય તે જ જ્ઞાયકસ્વભાવના અવલંબને રાગનો સાક્ષી
રહી શકે. મિથ્યાજ્ઞાની તો એકાંત પર સામે ને રાગ સામે જ

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૨૪૬: આત્મધર્મ: ૧૪૨
જોનાર છે. સાક્ષીપણાનું તેને ભાન નથી તેથી તેને નય હોતો નથી. સાધક પોતાના આત્માની સામે દ્રષ્ટિ રાખીને
રાગનો સાક્ષી રહે છે તેને આ નય હોય છે. રાગ થાય છે તે પર્યાયનો સ્વભાવ છે, જે પર્યાયમાં રાગ થાય છે તે
જ પર્યાયનો તે સ્વભાવ છે, બીજી પર્યાયમાં તેનો અભાવ છે, તે આત્માનો કાયમી સ્વભાવ હોય તો તે કદી ટળે
નહિ, પણ ક્ષણિકપર્યાયનો ધર્મ હોવાથી તે ટળી શકે છે. રાગને ક્ષણિક પર્યાયનો ધર્મ કહેતાં તેમાં એ વાત આવી
ગઈ કે પરને લીધે કે કર્મના ઉદયને લીધે રાગ થયો નથી;––જેનો જે ધર્મ હોય તે બીજી ચીજને લીધે હોઈ શકે
નહિ. પર્યાયમાં રાગ અને તે જ વખતે તેનું સાક્ષીપણું–એ બંને ધર્મ સાધકને એક સાથે વર્તતા હોવા છતાં, એકના
કારણે બીજો ધર્મ નથી. ‘રાગ છે માટે તેને જાણે છે?’–ના; રાગને લીધે સાક્ષીપણું નથી, સાક્ષીપણું એક સ્વતંત્ર
સ્વભાવ છે.
જે જીવ મોક્ષમાર્ગને સાધે છે તેની આ વાત છે. જો કેવળ પર તરફનું જ વલણ હોય તો રાગ સાથે
એકમેકપણાનું મિથ્યાત્વ છે, ત્યાં સાક્ષીપણું તો છે નહિ એટલે તેને નય નથી. જે વખતે રાગ થાય છે તે જ વખતે
રાગથી અધિક રહીને તેના સાક્ષીપણે પરિણમે છે–એવો સાધકનો ધર્મ છે. તેમાં રાગને કારણે સાક્ષીપણું નથી. જો
એક ધર્મ બીજા ધર્મને કારણે હોય તો તે ધર્મની હીનતા થાય છે એટલે કે તે ધર્મ સ્વતંત્ર સાબિત થતો નથી.
વસ્તુ અપેક્ષાએ જોતાં બધા ધર્મો પરસ્પર સાપેક્ષ છે, પણ તે દરેક ધર્મ પોતપોતાથી જ છે.
જેમ–એક આત્મા પોતાપણે છે ને પરપણે નથી–એવો આંતરો ક્યારે જણાય? કે મારા ધર્મો મારામાં ને
પરના ધર્મો પરમાં,–એમ બંનેના ધર્મોની પૃથકતા નક્કી કરે તો બે વચ્ચે આંતરો પડે; વસ્તુના ધર્મો તેને પરથી
ભિન્ન ઓળખાવે છે, પણ મારા ધર્મો પરને કારણે ને પરના ધર્મો મારા કારણે–એમ માને તો તેને બે વસ્તુ વચ્ચે
આંતરો પડતો નથી.
તેમ–એક વસ્તુના બે ધર્મો વચ્ચે આંતરો ક્યારે પડે?–કે બન્નેને એકબીજાથી સ્વતંત્ર જાણે તો; વસ્તુમાં
એક સાથે અનેક ધર્મો છે પણ તેમાં એકધર્મના કારણે બીજો ધર્મ નથી. આત્મા એકસાથે અનંતધર્મવાળો છે, તેને
બદલે એકલા રાગના કર્તાપણાને જ દેખે ને સાક્ષીરૂપ અકર્તા સ્વભાવને ન દેખે તો તેણે આત્મા સામે જોયું જ
નથી, એકાંત રાગ સામે જોયું છે, એટલે તેને ચૈતન્યસ્વરૂપ આત્માની સિદ્ધિ થતી નથી.
નય તે સમ્યગ્જ્ઞાનનો અંશ છે. રાગના કર્તાપણાને જાણનારો જે જ્ઞાનનો અંશ છે તે પણ રાગનો સાક્ષી જ
રહે છે, તે જ્ઞાન રાગ સાથે એકમેક થઈ જતું નથી પણ રાગથી ભિન્ન જ રહે છે, અને તે જ વખતે રાગના
અકર્તારૂપ નિશ્ચયસ્વભાવનું ભાન પણ સાથે જ રહેલું છે. આ રીતે સાધકને નિશ્ચય–વ્યવહાર બંને એક સાથે હોય
છે. પહેલાંં વ્યવહાર ને પછી નિશ્ચય–એમ નથી. ક્ષણિક પર્યાયમાં રાગનો કર્તા છે તે વ્યવહાર અને ત્રિકાળી
સ્વભાવથી રાગનો અકર્તા છે તે નિશ્ચય, તે બન્ને પોત પોતાના કારણે એક સમયે જ છે. કોઈ એમ કહે કે––
પહેલો વ્યવહાર પરિણમે ને પછી વ્યવહાર નિશ્ચયનું કારણ થાય, તો એ વાત તદ્ન મિથ્યા છે. રાગના કર્તારૂપ
વ્યવહાર વખતે જ જો અકર્તાસ્વભાવનું ભાન ન વર્તતું હોય તો તેને રાગ સાથે એકત્વબુદ્ધિથી મિથ્યાત્વ છે, તેની
દ્રષ્ટિ એકાંતરાગ ઉપર પડી છે એટલે તેનો નય પણ સાચો નથી. એકલો રાગનો કર્તા જ થઈને કર્તાધર્મને અને
અકર્તાધર્મ (અર્થાત્ સાક્ષીધર્મ) ને જાણી ન શકાય. પણ પોતે શુદ્ધચૈતન્યની દ્રષ્ટિ કરીને રાગનો અંશે અકર્તા
થયો છે ને હજી અંશ રાગનું કર્તાપણું પણ છે–એવા સાધકને બન્ને ધર્મોનું યથાર્થ જ્ઞાન હોય છે.
આ વાત કોને સમજાવે છે? જે શિષ્યે જિજ્ઞાસાથી પૂછ્યું છે કે પ્રભો! આત્મા કોણ છે? ને કઈ રીતે તેની
પ્રાપ્તિ થાય?–તેને આ સમજાવવામાં આવે છે. જેને આત્મા સમજવાની જિજ્ઞાસા નથી–રુચિ નથી તે તો આ વાત
સાંભળવા ઊભો નહિ રહે. ‘પ્રભો! આત્માનું સ્વરૂપ શું છે? તેનો અનુભવ કેમ થાય?’–એમ વિનયથી પૂછનાર
શિષ્યને આત્મા સમજવાની જિજ્ઞાસા છે, સાચા ગુરુની શ્રદ્ધા છે, કુદેવાદિની માન્યતા છૂટી ગઈ છે, સ્વર્ગ વગેરે
કેમ મળે––તેની ભાવના નથી, પણ આત્માના આનંદનો અનુભવ કેમ થાય––તે જ ભાવના છે. એવા સુપાત્ર
જીવને અહીં આચાર્યદેવ આત્માનું સ્વરૂપ સમજાવે છે. આ

PDF/HTML Page 18 of 21
single page version

background image
શ્રાવણ: ૨૪૮૧ : ૨૪૭:
ઉપદેશ અનુસાર આત્માનો સ્વભાવ સમજીને તે જીવ સાધક થયા વિના રહે જ નહિ.
આચાર્યદેવ કહે છે કે જો ભાઈ! પર્યાયમાં જે ક્ષણે રાગ થાય છે તે જ ક્ષણે તેનાથી અધિક રહીને
સાક્ષીપણે રહેવાનો તારો સ્વભાવ છે. રાગનું કર્તૃત્વ તો ક્ષણપૂરતું છે તે તારો કાયમી સ્વભાવ નથી. તું તો
અનંતધર્મના પિંડરૂપ શુદ્ધચૈતન્યદ્રવ્ય છો. “કર્તૃનયથી રાગના કર્તૃત્વનો ધર્મ કહ્યો માટે રાગ થવાનો હશે તેમ
થયા કરશે–આત્મા સદા રાગનો કર્તા રહ્યા કરશે”–એમ એકાંત રાગને જ દેખે ને તે જ વખતે અનંતધર્મોનો પિંડ
આત્મા છે તેને ન દેખે તો તે એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિ છે. તેને કર્તૃનયની પણ ખબર નથી. અનંતધર્મના
ચૈતન્યપિંડરૂપ આત્મસ્વભાવને જે દેખે તે જીવ એકલા રાગમાં અટકી જતો નથી, કર્તૃનયથી રાગનું કર્તાપણું
જાણે ભલે પણ તેમાં જ અટકી જતો નથી. જે ક્ષણે રાગ થાય છે તે જ ક્ષણે, સ્વદ્રવ્ય તરફના વલણમાં તે રાગથી
અધિક થઈને સાક્ષીપણે પરિણમે છે, –આ રીતે સાધકને બંને ધર્મો એક સાથે પરિણમે છે; પણ તેમાં સાક્ષીપણું
તો વધતું જ જાય છે ને રાગ ઘટતો જ જાય છે. તેને અલ્પકાળે કર્તૃધર્મ ટળી જાય છે ને તે સાક્ષાત્ અકર્તા
સાક્ષીસ્વરૂપ થઈ જાય છે. સમયસારના પરિશિષ્ટમાં વર્ણવેલી ૪૭ શક્તિઓમાં પણ અકર્તૃત્વશક્તિનું વર્ણન
કરતાં કહ્યું છે કે આત્મા જ્ઞાતાપણા સિવાયનાં રાગાદિ પરિણામોનો કર્તા થતો નથી – એવી તેની અકર્તૃત્વ શક્તિ
છે.
અહીં ૩૮ તથા ૩૯મા નયથી કર્તાધર્મ તથા તેની સામે અકર્તારૂપ સાક્ષીધર્મનું વર્ણન કર્યું, તે જ પ્રમાણે
હવે ૪૦–૪૧મા નયથી ભોક્તાધર્મ તથા તેની સામે અભોક્તારૂપ સાક્ષીધર્મનું વર્ણન કરશે.
ર.ત્ન.ત્ર.ય
ત્રિભુવનપૂજ્ય સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપ રત્નત્રય
તે જ સિદ્ધાંતનું સર્વસ્વ છે અને તે જ ત્રણેકાળના મોક્ષગામી
જીવોને મુક્તિનું કારણ છે, એ વાત જ્ઞાનાર્ણવમાં શ્રી
શુભચંદ્રાચાર્ય કહે છે:
• આ રત્નત્રય જ સિદ્ધાંતનું સર્વસ્વ છે તથા તે જ
મુક્તિનું કારણ છે. વળી જીવોનું હિત તે જ છે અને પ્રધાન
પદ તે જ છે.
• જે સંયમી મુનિઓ પૂર્વે મોક્ષ ગયા છે. વર્તમાનમાં
જાય છે ને ભવિષ્યમાં જશે તેઓ ખરેખર આ અખંડિત
રત્નત્રયને સમ્યક્પ્રકારે આરાધીને જ ગયા છે, જાય છે અને
જશે.
• આ સમ્યક્ રત્નત્રયને પ્રાપ્ત કર્યા વગર કરોડો
અબજો જન્મ ધારણ કરવા છતાં પણ કોઈ જીવ મોક્ષલક્ષ્મીના
મુખ કમળને સાક્ષાત્ દેખી શકતા નથી.
––જ્ઞાનાર્ણવ : ૨૨–૨૩–૨૪

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૨૪૮: આત્મધર્મ: ૧૪૨
આત્માનો અદ્ભુત વૈભવ
અહો! આત્માનો તે આ સહજ અદ્ભુત વૈભવ છે કે–
એક તરફથી જોતાં તે અનેકતાને પામેલો છે અને એક તરફથી જોતાં
સદાય એકતાને ધારણ કરે છે,
એક તરફથી જોતાં ક્ષણભંગુર છે અને એક તરફથી જોતાં સદાય તેનો
ઉદય હોવાથી ધ્રુવ છે,
એક તરફથી જોતાં પરમ વિસ્તૃત છે અને એક તરફથી જોતાં પોતાના
પ્રદેશોથી જ ધારણ કરી રખાયેલો છે.
––આવો અનંતધર્મના વૈભવવાળો આત્મસ્વભાવ છે; તે અજ્ઞાનીઓના
જ્ઞાનમાં તો આશ્ચર્ય ઊપજાવે છે કે આ તો અસંભવિત જેવી વાત છે!
જ્ઞાનીઓને જો કે વસ્તુસ્વભાવમાં આશ્ચર્ય નથી તોપણ, આત્માના અદ્ભુત
વૈભવને જાણતાં તેમને પૂર્વે કદી નહોતો થયો એવો અદ્ભુત પરમ આનંદ થાય
છે, અને તેથી આશ્ચર્ય પણ થાય છે
વળી કેવો છે આત્માનો વૈભવ?
એક તરફથી જોતાં કષાયોનો કલેશ દેખાય છે અને એક તરફથી જોતાં
શાંતિ છે,
એક તરફથી જોતાં ભવની પીડા દેખાય છે અને એક તરફથી જોતાં
મુક્તિ પણ સ્પર્શે છે.
એક તરફથી જોતાં ત્રણ લોક સ્ફુરાયમાન છે અને એક તરફથી જોતાં
કેવળ એક ચૈતન્ય જ શોભે છે;
––આવો આત્માનો અદ્ભુતથી પણ અદ્ભુત સ્વભાવ મહિમા જયવંત
વર્તે છે સ્વભાવનો આવો મહિમા જાણતાં અદ્ભુતતા લાગે છે કે: અહો!
જિનવચનો મહા ઉપકારી છે, વસ્તુના યથાર્થ સ્વરૂપને જણાવનારાં છે,
આત્માનો અદ્ભુત વૈભવ દેખાડનારાં છે; મેં અનાદિકાળ વસ્તુસ્વરૂપના જ્ઞાન
વિના ખોયો, મેં મારા અદ્ભુતવૈભવને ન જાણ્યો... નિજવૈભવને ભૂલીને
અત્યાર સુધી હું પરમાં મોહ્યો! હવે શ્રીગુરુએ કરુણા કરીને મને મારા
આત્માનો અદ્ભુત વૈભવ બતાવ્યો.–આમ આશ્ચર્યપૂર્વક નિજવૈભવનો મહિમા
લાવીને સુપાત્ર જીવ સમ્યક્શ્રદ્ધા કરે છે.
(જુઓ સમયસાર કલશ ૨૭૩–૨૭૪)

PDF/HTML Page 20 of 21
single page version

background image
ધર્મની દુકાન
જેને ધર્મ કરવો હોય તેણે ધર્મ ક્યાંથી મળે તેમ છે તે શોધવું જોઈએ. જ્યાં જે માલ ભર્યો હોય ત્યાંથી તે
માલ મળે. આ શરીરની દુકાનમાં જડનો માલ ભર્યો છે, તેની ક્રિયામાંથી આત્માના ધર્મનો માલ નહીં મળે. અને
ચૈતન્યમૂર્તિ આત્માની દુકાનમાં જ્ઞાન–આનંદ વગેરે અનંત ગુણોનો ખજાનો ભર્યો છે, તેમાંથી જ્ઞાનાદિ ધર્મનો
માલ મળશે, પણ વિકારનો કે જડની ક્રિયાનો માલ તેમાંથી નહીં મળે.
જેમ અફીણની દુકાને અફીણ મળે પણ માવો કે હીરા ત્યાં ન મળે. અને કંદોઈની દુકાને માવો, કે ઝવેરીની
દુકાને હીરા મળે પણ ત્યાં કાંઈ અફીણ ન મળે. તેમ જેને અફીણ જેવા વિકારી શુભ–અશુભ ભાવો જોઈતા હોય
તેને આત્માના સ્વરૂપમાં તે મળે તેમ નથી, એટલે જેને વિકારની રુચિ હોય તે આત્માની દુકાને કેમ ચડે? અને
વિકારી ભાવો કે જડની ક્રિયા તે તો અફીણની દુકાન જેવા છે, તેમાંથી ચૈતન્યના નિર્મળધર્મરૂપી ઝવેરાત મળી
શકે તેમ નથી; માટે ધર્માત્મા તેની રુચિ કેમ કરે?
વિકારમાં કે જડમાં આત્માનો ધર્મ નથી; અને આત્માના સ્વરૂપમાં વિકારનો કે જડનો સંગ્રહ નથી.
આત્મામાં પોતાની અનંત નિર્મળ શક્તિઓનો ભંડાર છે, તેમાંથી જ ધર્મ મળે તેમ છે. માટે જેને ધર્મ કરવો હોય
તેણે ચૈતન્યસ્વરૂપ આત્માની દુકાનમાં જવું એટલે કે તેમાં અંતર્મુખ થઈને તેનાં શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા કરવા. આ
સિવાય બીજે ક્યાંયથી ધર્મ મળે તેમ નથી.
(––૪૭ શક્તિના પ્રવચનમાંથી)
સમકિતીનો સ્વાદ
સમ્યગ્દર્શન પ્રગટ થતાં આત્માનો અનુભવ થાય છે. જેવો સિદ્ધ ભગવાનને અનુભવ હોય છે તેવો ચોથે
ગુણસ્થાને સમકિતી જીવને અનુભવ હોય છે; સિદ્ધને પૂર્ણ અનુભવ હોય છે ને સમકિતીને અંશે અનુભવ હોય
છે, ––પણ જાત તો તે જ. સમકિતી આનંદસાગરના અમૃતનો અપૂર્વ સ્વાદ લઈ રહ્યો છે, આનંદના ઝરણામાં
મોજ માણી રહ્યો છે.
જેને સાચી શ્રદ્ધા પ્રગટે એનું આખું અંતર ફરી જાય, હૃદય પલટો થઈ જાય, અંતરમાં ઊથલ–પાથલ થઈ
જાય, આંધળામાંથી દેખતો થાય; અંતરની જ્યોત જાગે તેની દશાની દિશા આખી ફરી જાય; જેને અંતર પલટો
થાય તેને કોઈને પૂછવા જવું ન પડે, તેનું અંતર બેધડક પડકાર મારતું સાક્ષી આપે કે અમે હવે પ્રભુના માર્ગમાં
ભળ્‌યા છીએ, સિદ્ધના સંદેશા આવી ચૂક્યા છે, હવે ટૂંકા કાળે સિદ્ધ થયે છૂટકો, તેમાં બીજું કાંઈ થાય નહિ, ફેર
પડે નહિ.
–પૂ. બેનશ્રીબેન લિખિત સમયસાર–પ્રવચનોમાંથી,
વર્તે અંર્ત શોધ
જેણે ધર્મ કરીને આત્માનું સુખ જોઈતું હોય, ને ભવભ્રમણના દુઃખથી છૂટવું હોય, તેણે બધા પડખેથી
મનન કરીને અંતરમાં શુદ્ધતત્ત્વને ગોતવું. બધાય પડખાના વિચારમાં “મારું શુદ્ધતત્ત્વ” કઈ રીતે છે તે જ
ગોતવું. કઈ રીતે ગોતવું તે સત્સમાગમે શ્રવણ મનન કરીને શીખવું જોઈએ. શ્રવણ–મનનથી વારંવાર તેનો
પરિચય કરીને અંતરમાં શોધ્યા વિના બીજા કોઈ ઉપાયથી આત્માને સુખનો પત્તો મળે તેમ નથી. અંતરમાં
શોધીને પત્તો મેળવવો જોઈએ. અંતરની ચીજ છે તે બહાર શોધ્યે મળે તેમ નથી. અંતરમાં શોધે તો પોતાની
વસ્તુ પોતાથી દૂર નથી.
–ચર્ચામાંથી