PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
જરૂર થાય જ.
શીઘ્ર લહે નિર્વાણપદ ધરે ન દેહ નવીન.
कर्तव्यानां मुख्यकर्तव्यमेतत्कार्या यत्स्वे चित्स्वरूपे विशुद्धिः ।। २३।।
કર્તવ્ય છે.
PDF/HTML Page 3 of 21
single page version
શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા કરવાથી અતીન્દ્રિય સર્વજ્ઞપદ અને પરમઆનંદ પ્રગટે છે, તે આત્માનું હિત છે.
આધીન વર્તતું તે પરાધીનજ્ઞાન આકુળતાવાળું છે, તે જ્ઞાન ભૂત–ભવિષ્યના પદાર્થોને જાણી શકતું નથી. પોતે
પોતાના જ્ઞાનસ્વભાવનો આશ્રય ન લેતાં, બાહ્ય ઈંદ્રિયોનો આશ્રય કરીને વર્તે તે સંસારનું કારણ છે.
કરવા યોગ્ય છે, મિથ્યાદ્રષ્ટિ જીવ ઇન્દ્રિયાધીન જ્ઞાનને લીધે ઇન્દ્રિયોનો દાસ થઈને વર્તે છે.
આકુળતાનું કારણ છે.
અવલંબન તૂટી ગયું છે, તે અતીન્દ્રિયજ્ઞાન પૂર્ણ અતીન્દ્રિય એવા સર્વજ્ઞપદનું કારણ છે;
સાધકદશામાં રાગ હોય છે પણ તે હેય છે, તેમ ઇંદ્રિયજ્ઞાન પણ હેય છે. સર્વજ્ઞપદ પ્રગટાવવું હોય તેણે
ઇંદ્રિયનો આશ્રય છોડીને, સ્વભાવનો આશ્રય કરવો
પરાધીન બનાવે છે. ઈંદ્રિયો જ્ઞાનને પરાધિન બનાવે છે એમ જે માને છે તે કદી પોતાના જ્ઞાનને સ્વાધીન
અતીન્દ્રિય બનાવી શકતો નથી.
તેમનું જ્ઞાન તો સ્વભાવને અવલંબીને પુરું અતીન્દ્રિય વર્તે છે; ત્યાં ઇંદ્રિયો કાંઈ તેને પરાધીન નથી
બનાવતી.
ઇંદ્રિયોથી નથી જાણતો. અજ્ઞાનીને મૂળમાંથી જ વાંધા ઊઠે તેવું છે. ઇંદ્રિયો નથી જાણતી પણ જ્ઞાન જાણે છે.
ઇંદ્રિયોને આધીન પણ જ્ઞાન પોતે થાય છે, ને સ્વભાવ તરફ વળીને અતીન્દ્રિયરૂપે પણ પોતે જ થાય છે.–
આમ બંનેમાં જીવ પોતે સ્વતંત્ર છે.
ભમ્યા જ કરે છે. સ્વભાવ તરફ ઝુકેલું જ્ઞાન અતીન્દ્રિય છે, અને તેની સાથે અતિન્દ્રિય આનંદ પણ ભેગો જ
છે. આવું અતીન્દ્રિય જ્ઞાન જ ઉપાદેય છે. સ્વભાવનો આશ્રય કરીને વર્તતું અતીન્દ્રિય જ્ઞાન જ ઉપાદેય છે.
સ્વભાવનો આશ્રય કરીને વર્તતું અતીન્દ્રિય જ્ઞાન જ સર્વજ્ઞપદની પ્રાપ્તિનો ઉપાય છે.
PDF/HTML Page 4 of 21
single page version
સ્વભાવનું વર્ણન કરતાં કહે છે કે હે ભાઈ! તારા ધર્મનું ધુ્રવકારણ તો તારામાં
સદાય વિદ્યમાન છે જ, પણ તું તેને કારણ બનાવતો નથી. આ કારણમાં અંતર્મુખ
થઈને કાર્ય પ્રગટ કરતાં ખબર પડે છે કે અહો! આ મારા કાર્યનું કારણ!–આવું
ભાન થતાં કારણનું કારણપણું સફળ થાય છે.
ભાન ન હતું, તેથી કાર્ય ન પ્રગટયું. હવે કારણના મહિમાની ખબર પડી, કારણનું
ભાન થતાં કાર્ય પ્રગટયું, ને કારણ સાથે કાર્યની અપૂર્વ સંધિ થઈ. અહો!
મુનિવરોએ કારણ અને કાર્યને સાથે ને સાથે રાખીને અદ્ભુત અમૃત રેડયાં છે.
PDF/HTML Page 5 of 21
single page version
ગાથામાં જ્ઞાનની કારણશુદ્ધપર્યાયનું સ્પષ્ટ વર્ણન છે. આખા આત્માની કારણશુદ્ધપર્યાયનું વર્ણન તો હજી પંદરમી
ગાથામાં આવશે; આ ગાથામાં જીવનું લક્ષણ જે ઉપયોગ, તેના ભેદોનું વર્ણન કરતાં સ્વભાવજ્ઞાનઉપયોગને કારણ
અને કાર્યરૂપે બતાવીને ઘણી સરસ વાત કરી છે. જુઓ, મૂળ ગાથા–
णाणुवओगो दुविहो सहावणाणं विभावणाणं त्ति ।।
જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે.
બધા પ્રકારો પર્યાયરૂપ છે–એ વાત લક્ષમાં રાખવી.
“આત્માનો ચૈતન્ય–અનુવર્તી પરિણામ તે ઉપયોગ છે.” જુઓ, આ ઉપયોગની વ્યાખ્યા. આત્માનો જે
‘ચૈતન્ય’ તે ગુણ;
‘અનુવર્તી પરિણામ’ તે પર્યાય.
આત્મા તે દ્રવ્ય, અને ચૈતન્ય તેનો ત્રિકાળી ગુણ, તે ચૈતન્યને અનુસરીને વર્તનારા પરિણામને ઉપયોગ કહે
એમ કહીને ત્રિકાળી સ્વભાવ તરફનું વલણ કરાવ્યું છે.
દ્વેષ નથી. રાગ–દ્વેષ તે આત્માનો સ્વભાવ નથી, સ્વાભાવિક જ્ઞાનઉપયોગ તે જ આત્માનો સ્વભાવ છે, આવું
ભેદજ્ઞાન કરવું તે મુક્તિનું કારણ છે. ‘ઉપયોગ’ તે જીવની પર્યાય છે માટે તે ધર્મ છે ને જીવ તે પર્યાયનો ધરનાર છે
તેથી તે ધર્મી છે. ઉપયોગના જેટલા પ્રકારો પડે તે કોઈ બીજાથી નથી પણ જીવનો જ ધર્મ છે. મતિજ્ઞાન ઉપયોગ હો કે
ત્રિકાળશુદ્ધઉપયોગ હો, તે બધાય ઉપયોગ જીવનો ધર્મ છે, ને જીવ ધર્મી છે. જેમ દીવો સ્વભાવથી જ પ્રકાશવાળો છે,
દીવાનો પ્રકાશ પરને લીધે નથી, તેમ આત્મા ચૈતન્યદીપક છે ને ઉપયોગ તેનો પ્રકાશ છે. આત્મા સ્વભાવથી જ
ઉપયોગસ્વરૂપ છે, કોઈ પરને લીધે તેનો ઉપયોગ નથી. મતિ–શ્રુતજ્ઞાનનો ઉપયોગ પણ ઇન્દ્રિયો કે મનને લીધે થતો
નથી, તે ઉપયોગ પણ જીવોનો ધર્મ છે.
દર્શનોપયોગ છે. તેમાંથી જ્ઞાનોપયોગના એકંદર નવ પ્રકાર (એક કારણરૂપ, ને આઠ કાર્યરૂપ) વર્ણવશે, તથા
દર્શનોપયોગના પાંચ પ્રકાર (એક કારણરૂપ, ને ચાર કાર્યરૂપ) વર્ણવશે. આ રીતે ઉપયોગના બધા મળીને ચૌદ ભેદ
લીધા છે. આ બધા પ્રકારના ઉપયોગ–ધર્મોનો આધાર જીવ છે. પહેલાં જેમ શ્વેતાદિગુણોનો (–પર્યાયોનો) આધાર
પુદ્ગલ કહ્યો હતો, તેમ અહીં ઉપયોગ પરિણામનો આધાર જીવ છે.
અને વિભાવજ્ઞાનઉપયોગ–પરિણામ એમ બે પ્રકારનો જ્ઞાનનો ઉપયોગ છે.
ઃ ૨પ૪ઃ
PDF/HTML Page 6 of 21
single page version
ઉપયોગ એવા બે પ્રકાર છે; તે બે ભેદ બતાવવાનો એ હેતુ છે કે કારણના અવલંબને કાર્ય થાય છે.
(૨) કાર્યસ્વભાવજ્ઞાનઉપયોગ પરિણામ
(વિભાવજ્ઞાન ઉપયોગના ભેદ હવે પછી કહેશે.)
કાર્ય સ્વભાવજ્ઞાન ઉપયોગ તે તો પરિપૂર્ણ નિર્મળ એવું કેવળજ્ઞાન છે. અને તે કેવળજ્ઞાનના કારણરૂપ
ઉપયોગ અમૂર્ત–અવ્યાબાધ–અતીન્દ્રિય અને અવિનાશી છે. તેમાંથી કારણસ્વભાવજ્ઞાનઉપયોગ તો સદાય–અનાદિ
અનંત અમૂર્ત–અવ્યાબાધ–અતીન્દ્રિય ને અવિનાશી સ્વભાવવાળો છે, ને કાર્યસ્વભાવજ્ઞાનઉપયોગ પણ પ્રગટયા પછી
તેવા જ સ્વભાવવાળો છે. કારણરૂપ સ્વભાવજ્ઞાનઉપયોગ તો સદાય પરમ પારિણામિકભાવમાં સ્થિત છે જ, તે કાંઈ
નવો થતો નથી. તેમાંથી કેવળજ્ઞાન નવું પ્રગટે છે, તેને કાર્યસ્વભાવજ્ઞાનઉપયોગ કહે છે. આ કારણરૂપ કે કાર્યરૂપ
જેટલા ઉપયોગ કહેવાય છે તે બધા પરિણામરૂપ છે, કેમકે ચૈતન્યને અનુસરીને વર્તતા પરિણામ તે ઉપયોગ છે, ને
તેના પ્રકારોનું આ વર્ણન ચાલે છે. કારણસ્વભાવજ્ઞાન ઉપયોગ બધાય જીવોમાં અત્યારે પણ વર્તી રહ્યો છે, તેની વાત
ખાસ સમજવા જેવી છે.
ઉપયોગ સાદિઅનંત છે. કારણસ્વભાવજ્ઞાનને ‘પરમપારિણામિકભાવમાં સ્થિત’ કહ્યું છે, એટલે શું?
પરમપારિણામિકભાવ તો ત્રિકાળી દ્રવ્ય છે ને આ કારણસ્વભાવજ્ઞાન ઉપયોગ તે પરમપારિણામિકભાવમાં સ્થિત છે.
‘પરમપારિણામિકભાવ’ તે દ્રવ્ય છે, ‘તેમાં સ્થિત’ તે પર્યાય છે;–કઈ પર્યાય? ઉત્પાદ–વ્યયરૂપ પર્યાય નહિ,–સંસાર
મોક્ષરૂપ પર્યાય નહિ, પણ ત્રિકાળ સ્વભાવમાં સ્થિતપણે આ પર્યાય વર્તે છે. તે નિરપેક્ષ છે, કર્મની ઉપાધિરહિત છે,
સદશપરિણમનરૂપ છે, સામાન્ય પારિણામિકભાવની વિશેષપરિણતિરૂપ છે, વર્તમાન વર્તે છે, તે પૂજ્ય છે–મહિમાવંત
છે–આશ્રય કરવા યોગ્ય છે. આ વર્તમાન ધુ્રવકારણરૂપ છે, તે ધુ્રવકારણના આશ્રયે પૂરું કાર્ય પ્રગટી જાય છે, ને પછી
પણ ધુ્રવકારણના આધારે જ પૂરું કાર્ય ટકે છે. અહો! આવું સદ્રશરૂપ ધુ્રવકારણ પરિપૂર્ણસ્વરૂપે આત્મામાં વર્તમાન
એકરૂપ વર્તે છે. આ કારણને પકડતાં નિર્મળ કાર્ય થઈ જાય છે.
વર્તમાન બિરાજી રહ્યો છે. કેવળજ્ઞાનરૂપ કાર્ય તો પુરુષાર્થથી નવું પ્રગટે છે, જ્યારે આ કારણસ્વભાવજ્ઞાનઉપયોગ તો
આત્મા સાથે અનાદિઅનંત વર્તે છે, તે કાંઈ નવો નથી પ્રગટતો તેનું ભાન નવું પ્રગટે છે.
છે તે તો ત્રિકાળી ઉપયોગપરિણતિની વાત છે. છતાં આ પણ છે તો પરિણામ! ચૈતન્યઅનુવિધાયી પરિણામને
ઉપયોગ કહ્યો છે તે વ્યાખ્યા આમાં પણ લાગુ પડે છે, આ ઉપયોગ ત્રણે કાળે આત્માના ચૈતન્યસ્વભાવને અનુસરીને
વર્તે છે; આને ‘પરિણતિ’ કહી, છતાં વેદન તેનું નથી, વેદન તો તેના
પ્રથમ ભાદરવોઃ ૨૪૮૧
PDF/HTML Page 7 of 21
single page version
લાગુ પડે છે.
તે પણ જ્ઞાનની નિર્મળતાનું કારણ છે.
કાઢયા.
વર્ણવશે. ત્યાં કેવળજ્ઞાનને સકલપ્રત્યક્ષ કહેશે ને સહજજ્ઞાનને સ્વરૂપપ્રત્યક્ષ કહેશે.
આત્માના ચૈતન્યસ્વભાવને અનુસરીને વર્તનાર સહજ પરિણામ છે.
આશ્રયથી કેવળજ્ઞાન થતું નથી. અધૂરી પર્યાયમાંથી પૂરી પર્યાય કેમ આવે? કેવળજ્ઞાન તે પૂરું કાર્ય છે તો તેનું કારણ
પણ પૂરું જ હોય–એ અહીં બતાવે છે.
સ્વીકાર (શ્રદ્ધા, આશ્રય) કરતાં જ સાધનદશા શરૂ થઈ જાય છે ને અલ્પકાળમાં તેના જ અવલંબને પૂરું કાર્ય પ્રગટી
જાય છે.
પણ અજ્ઞાનીને તેનું ભાન નથી. જ્ઞાનીને સાધકદશામાં કારણસ્વભાવજ્ઞાનનું ભાન છે છતાં હજી અમુક વિભાવજ્ઞાન
પણ છે. વિભાવજ્ઞાન અને કારણસ્વભાવજ્ઞાન બંને એક સાથે હોય, પણ વિભાવજ્ઞાન અને કાર્યસ્વભાવજ્ઞાન એ
બન્ને એક સાથે ન હોય. કારણસ્વભાવજ્ઞાન ઉપયોગ તો બધા જીવોને ત્રણેકાળે વર્તમાન વર્તી રહ્યો છે. એક
આત્માને ઉપયોગના બધાય પ્રકારો એક સાથે નથી હોતા.
ઃ ૨પ૬ઃ
PDF/HTML Page 8 of 21
single page version
ઉપયોગ એટલે ચૈતન્યને અનુસરીને થનારા પરિણામ. તેના કુલ ચૌદ પ્રકાર–
૧ કારણસ્વભાવજ્ઞાનઉપયોગ (ત્રિકાળ)
૨ કાર્યસ્વભાવજ્ઞાનઉપયોગ (કેવળજ્ઞાન)
૪ જ્ઞાનઉપયોગ (સમ્યક્મતિજ્ઞાન વગેરે)
૩ અજ્ઞાનઉપયોગ (કુમતિજ્ઞાન વગેરે)
–આ પ્રમાણે જ્ઞાન ઉપયોગના નવ પ્રકારો છે,
તેમાંથી પહેલા બે સ્વભાવજ્ઞાન છે, ને બાકીના સાત વિભાવજ્ઞાન છે. તથા
૧ કારણસ્વભાવદર્શનઉપયોગ
૧ કાર્યસ્વભાવદર્શનઉપયોગ
૩ વિભાવદર્શનઉપયોગ
–આ પ્રમાણે દર્શન–ઉપયોગના પાંચ પ્રકાર છે. આ રીતે ઉપયોગના કુલ ચૌદ પ્રકાર છે. આ બધાય
ધુ્રવચૈતન્યસ્વભાવને અનુસરીને વર્તતા ઉપયોગ પરિણામ છે, તે બંને ત્રિકાળ એકરૂપ નિરુપાધિ છે, તેમનું પરિણમન
સદા સદ્રશરૂપ છે. આ સિવાયના બાર પ્રકારના ઉપયોગ છે તે બધાય ઉત્પાદ–વ્યયરૂપ છે. કર્મના ક્ષયોપશમ–ક્ષય
વગેરેની અપેક્ષાવાળા છે. ઉપયોગના ચૌદ પ્રકાર કહ્યા તે બધાય, આત્માના ચૈતન્યને અનુસરીને વર્તનારા છે.
કેવળજ્ઞાનઉપયોગ પણ આત્માના ચૈતન્ય સ્વભાવને જ અનુસરીને થાય છે, પૂર્વના ચારજ્ઞાનને અનુસરીને કેવળજ્ઞાન
નથી થતું. એ જ રીતે મતિજ્ઞાનનો ઉપયોગ પણ કોઈ પરને–ઈન્દ્રિયોને કે રાગને અવલંબીને નથી થતો પણ
આત્માના ચૈતન્યને અનુસરીને જ થાય છે.
જીવ ધર્મી છે ને આ ઉપયોગ તેનો ધર્મ છે. અહીં ‘ધર્મ’ એટલે સ્વભાવ; અત્યારે ‘ધર્મ’ એટલે સમ્યગ્દર્શન–
જીવનો ધર્મ છે ને જીવ ધર્મી છે–એમ સમજવું. જેમ દીપક પોતાના પ્રકાશ–ધર્મને ધારી રાખે છે તેમ આત્મા પોતાના
ઉપયોગ–ધર્મને ધારી રાખે છે. આત્મા ઉપયોગ વિનાનો હોય નહિ. ઉપયોગના જે ચૌદ પ્રકારો કહ્યા તે બધા પ્રકારો
એક સાથે એક જીવને ન હોય. તેમાંથી જે કારણસ્વભાવજ્ઞાન ઉપયોગ અને કારણસ્વભાવદર્શનઉપયોગ છે તે તો
બધા જીવોને સદાય છે. બાકીના બાર પ્રકારમાંથી કાર્યસ્વભાવજ્ઞાનઉપયોગ અને કાર્યસ્વભાવદર્શનઉપયોગ તો
કેવળજ્ઞાની ભગવંતોને જ હોય છે; અને બાકીના દસ પ્રકાર છદ્મસ્થોને જ હોય છે.
ઓળખવા જોઈએ.
* ચૈતન્યને અનુસરીને થતા પરિણામ તે ઉપયોગ છે.
* તે ઉપયોગના બે પ્રકાર છે–જ્ઞાન અને દર્શન.
* તેમાંથી જ્ઞાનઉપયોગના બે પ્રકાર છે–સ્વભાવ અને વિભાવ.
* સ્વભાવજ્ઞાન બે પ્રકારનું છે– કારણ અને કાર્ય.
આ કારણસ્વભાવજ્ઞાનઉપયોગ તે જ્ઞાનના સહજપરિણામ છે. અહીં જ્ઞાનના ઉપયોગનું વર્ણન છે, અને
કાર્યપરમાત્મા છે, તેમને કેવળજ્ઞાનરૂપી કાર્ય કયાંથી પ્રગટયું? કે કારણરૂપ ધુ્રવજ્ઞાનસ્વભાવમાંથી. આ રીતે અરિહંત
પરમાત્માના શુદ્ધ કારણ–કાર્યને ઓળખે તો, પોતામાં પણ શુદ્ધ કારણના અવલંબને શુદ્ધકાર્ય (સમ્યગ્દર્શનાદિ) થયા
વિના રહે નહીં; કેમકે ભગવાન જેવું જ ‘કારણ’ પોતામાં છે. અહો! કારણ–કાર્યને સાથે ને સાથે જ રાખીને
મુનિવરોએ અદ્ભુત અમૃત રેડયાં છે. આવા વીતરાગી મુનિરાજ ઉપર કોઈ પ્રકારનું દોષારોપણ કરવું એ તો મહાન
અપાત્રતા છે.
પ્રથમ ભાદરવોઃ ૨૪૮૧
PDF/HTML Page 9 of 21
single page version
અલૌકિક મંત્રો છે. અહો, જંગલમાં વસનારા ને આત્માના આનંદમાં મશગુલ રહેનારા એવા પદ્મપ્રભુ મુનિરાજનું
મન આ પરમાગમના સારની પુષ્ટ રુચિથી ફરી ફરીને અત્યંત પ્રેરિત થતાં આ ટીકા રચાઈ ગઈ છે....મુનિરાજના
શ્રીમુખેથી પરમાગમના અમૃત ઝર્યા છે.
સમયમાં ત્રણકાળ ત્રણલોકને પ્રત્યક્ષ જાણનારું કાર્ય જે કેવળજ્ઞાન, તેનું આ કારણ છે; આ કારણસ્વભાવજ્ઞાન તે
સ્વરૂપ–પ્રત્યક્ષઉપયોગ છે, તેમાં કદી પરોક્ષપણું નથી, અધૂરાપણું નથી. દરેક સમયે પરિપૂર્ણ, ધુ્રવકારણરૂપ, સ્વરૂપ–
પ્રત્યક્ષઉપયોગ તે જીવનો સહજ સ્વભાવ છે, તે કેવળજ્ઞાનનું કારણ છે. આવા કારણની જે પ્રતીતિ કરે તેને
કેવળજ્ઞાનની શંકા ન રહે. આ અપૂર્વ વાત છે.
પ્રવચનોનો સાર.
આવીને મારી મુક્તિ થાય એવું સ્વરૂપ મને સમજાવો.’
વર્ણન ચાલે છે.
જેમને ભાવલિંગી મુનિદશા વર્તતી હતી અને અંતરમાં આત્માના અતીન્દ્રિય આનંદનો ભોગવટો કરતા
PDF/HTML Page 10 of 21
single page version
જિજ્ઞાસુ શિષ્ય પાત્ર થઈને સમજવા માંગે છે તેને માટે આ કથન છે. અહીં ૪૭ નયોથી આત્માના ધર્મોનું વર્ણન ચાલે
છે. જેને અંતર્મુખ આત્મસ્વભાવના અવલંબને સમ્યક ભાવશ્રુતજ્ઞાન થયું હોય તેને જ સાચા નયો હોય છે.
હર્ષ–શોકના વિકારી પરિણામ કરે છે ને તેના ફળરૂપ સુખ–દુઃખને ભોગવે છે. કર્મના ઉદયને લીધે હર્ષ–શોકનો
ભોગવટો થાય છે–એમ નથી, પણ જીવની પર્યાયમાં તેવો ભોક્તાધર્મ છે. જડકર્મનો કોઈ ધર્મ આત્મામાં નથી, ને
આત્માનો કોઈ ધર્મ જડ કર્મને લીધે નથી. કર્મના ઉદયને લીધે હર્ષ–શોક થવાનું જે માને તેણે આત્માનો ધર્મ પરને
લીધે માન્યો એટલે ખરેખર તેણે આત્માને જાણ્યો નથી; તેમ જ આત્માની પર્યાયમાં હર્ષ–શોકનું ભોક્તાપણું સર્વથા છે
જ નહિ–એમ માને તો તેણે પણ આત્માના ભોક્તાધર્મને માન્યો નથી,–તે પણ મિથ્યાદ્રષ્ટિ છે.
એવો ધર્મ કેમ થયો? તો કહે છે કે જેમ આત્મા સત્ છે તેમ તેના ધર્મો પણ સત્ છે. પર્યાયમાં પણ એકેક સમયનું
સત્પણું છે. સતને વિષે ‘આમ કેમ’ એવો પ્રશ્ન ન હોઈ શકે.
હો કે પર્યાય પૂરતો ધર્મ હો તે દરેક ધર્મ આત્માનો જ છે, કોઈ પણ ધર્મ પરને લીધે નથી.
નિર્વિકલ્પ પ્રતીતિ છે, તેના ધ્યેયમાં વિકાર નથી, ત્રિકાળ એકરૂપ શુદ્ધચૈતન્યસ્વભાવને જ તે કબૂલે છે. પણ તે
સમ્યગ્દર્શનની સાથે જે સમ્યગ્જ્ઞાન–પ્રમાણ છે તે સામાન્ય વિશેષરૂપ વસ્તુને જાણે છે, પર્યાયની અશુદ્ધતાને પણ તે
આત્માની જાણે છે; પર્યાયમાં જે હર્ષ–શોકરૂપ વિકાર થાય છે તેનો ભોક્તા પણ આત્મા છે એમ ભોક્તૃનયથી
સમ્યગ્જ્ઞાની જાણે છે. સામાન્ય ધુ્રવચૈતન્યસ્વભાવ શુદ્ધ છે તેના નિર્ણયપૂર્વકનું સમ્યગ્જ્ઞાન હર્ષાદિભાવોના વેદનને પણ
પોતાની પર્યાયના ધર્મ તરીકે જાણે છે. સ્વભાવદ્રષ્ટિની પ્રધાનતામાં તો વિકાર તે કર્મનું જ કાર્ય છે–આત્માનું કાર્ય
નથી એમ પણ કહેવાય, પણ પ્રમાણજ્ઞાન તે પર્યાયને જેમ છે તેમ જાણે છે, ભોક્તૃનયથી આત્મા જ વિકારનો ભોક્તા
છે–એમ સમ્યગ્જ્ઞાન જાણે છે. આ રીતે ‘જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તેહ.’ વિકાર જડનો છે એમ
કહેનારની દ્રષ્ટિ પોતાના જ્ઞાનાનંદસ્વભાવ ઉપર હોવી જોઈએ. એકલા જડ ઉપર કે વિકાર ઉપર જ દ્રષ્ટિ રાખીને
વિકારને જડનો કહે અને પોતાની પર્યાયનો વિવેક પણ ન કરે તો તેનું જ્ઞાન જ ખોટું છે. શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિમાં પર્યાય
ગૌણ થઈ જાય છે પરંતુ જ્ઞાન તો દ્રવ્ય અને પર્યાય બંનેને વિષય કરીને જેમ છે તેમ ઓળખે છે; પર્યાયમાં વિકાર છે
તેને પણ જાણે છે ને અવિકારીસ્વભાવને પણ જાણે છે.–એ પ્રમાણે બંનેને જાણીને, શુદ્ધનયના અવલંબનના બળથી તે
સ્વભાવને સાધતો જાય છે ને વિકારને ટાળતો જાય છે.
ભોગવવાનો મારો ત્રિકાળીધર્મ નથી, પણ ક્ષણિક પર્યાયનો ધર્મ છે, મારો ત્રિકાળી સ્વભાવ તો ચૈતન્યજ્ઞાતા છે આવા
ભાનમાં,
પ્રથમ ભાદરવોઃ ૨૪૮૧
PDF/HTML Page 11 of 21
single page version
ભોગવટાની ક્ષણે જ જ્ઞાતાસ્વભાવના અતીન્દ્રિયઆનંદના અંશનો અનુભવ વર્તે છે એટલે તે હર્ષ–શોકના
સાક્ષીપણારૂપ અભોક્તા ધર્મનું પણ પરિણમન વર્તી રહ્યું છે.
સાથે આત્માને ‘સ્વ–સ્વામી સંબંધ’ નથી. આત્માના ધર્મોનો સ્વામી આત્મા છે ને જડકર્મોના ધર્મોનું સ્વામી જડ છે,
કોઈ એકબીજાના સ્વામી નથી.
તીવ્ર આસક્તિના પરિણામ તો તેને હોય જ નહિ; દ્રવ્યસ્વભાવની સન્મુખતામાં તેને ભોગની રુચિ છૂટી ગઈ છે.
અસ્થિરતાથી જે હર્ષ–શોકના પરિણામ થાય છે તે અત્યંત અલ્પ છે ને ચૈતન્યસ્વભાવની જ અધિકતા છે. આત્માના
ધર્મોની સાચી ઓળખાણ થયા પછી પણ એવા ને એવા તીવ્ર વિષયભોગના પરિણામ રહ્યા કરે એમ કદી બને નહિ.
આત્માના અતીન્દ્રિયસુખનો સ્વાદ જાણ્યો ત્યાં ઇન્દ્રિયવિષયોનું અત્યંત તુચ્છપણું ભાસ્યા વિના રહે નહિ. આ રીતે
સાધકને પર્યાયમાંથી હર્ષ–શોકનું ભોક્તાપણું ક્રમે ક્રમે ટળતું જાય છે. અને અનાકુળ શાંતિનું વેદન વધતું જાય છે.–આવું
ભોક્તૃનયનું ફળ છે. સર્વજ્ઞની શ્રદ્ધા કહો, ક્રમબદ્ધપર્યાયની પ્રતીત કહો, આત્માના ધર્મોની ઓળખાણ કહો, કે કોઈ પણ
ન્યાય લ્યો, તે બધાયમાં વસ્તુની એક જ સળંગ સાંકળ છે એટલે કે બધાયનો સાર તો ચૈતન્યદ્રવ્યની સન્મુખતામાં જ
આવીને ઊભો રહે છે. ચૈતન્યસ્વભાવની સન્મુખતા વગર સર્વજ્ઞની શ્રદ્ધા સાચી ન થાય, ક્રમબદ્ધપર્યાયની શ્રદ્ધા પણ
સાચી ન થાય, આત્માના કોઈ ધર્મની ઓળખાણ પણ સાચી ન થાય, અને કોઈ પણ નય કે કોઈ ન્યાય સાચો હોય
નહિ. સમકીતિ ભલે પોતાની પર્યાયમાં હર્ષ–શોકના ભોક્તાધર્મને જુએ તોપણ તે પોતાના શુદ્ધચૈતન્યની સન્મુખ દ્રષ્ટિ
રાખીને તે ધર્મને જાણે છે એટલે તેને ભોક્તાપણાની પ્રધાનતા રહેતી નથી પણ શુદ્ધચૈતન્યસ્વભાવની જ પ્રધાનતા રહે
છે. પરના ભોકતાપણાની તો માન્યતા જ તેને નથી. જેને પરના ભોક્તાપણાની માન્યતા છે તેને તો આત્માના ધર્મની
સામે લક્ષ જ નથી, પરથી ભિન્ન આત્માના ધર્મોનું તેને ભાન જ નથી.
વિષય ખોટો છે એટલે કે તેનો વિષય જ જગતમાં નથી; અજ્ઞાની જેવું માને છે તેવું વસ્તુનું સ્વરૂપ નથી; ને વસ્તુનું
સ્વરૂપ જાણ્યા વિના નય જ્ઞાન પણ સાચું હોય નહિ. જેવું પદાર્થનું સ્વરૂપ હોય તેવું જ જાણે તે સમ્યગ્જ્ઞાન છે, એટલે
સમ્યગ્જ્ઞાનનો વિષય સાચો છે. વસ્તુસ્વરૂપનું યથાર્થજ્ઞાન હોય ત્યાં જ નય સાચા હોય.
નથી. સાધક સમ્યગ્જ્ઞાની તો આખી ચૈતન્યવસ્તુના જ્ઞાનપૂર્વક ભોક્તાધર્મને તેના એક ક્ષણિક અંશ તરીકે જાણે છે,
એટલે હર્ષ શોકના ભોક્તાપણા વખતે ય અભોક્તારૂપ સાક્ષીધર્મ પણ તેને ભેગો જ છે. જો ભોક્તા વખતે જ
અભોક્તાધર્મ પણ ન વર્તતો હોય, ને હર્ષ–શોકનું ભોક્તાપણું જ એકાંત વર્તતું હોય,–તો ત્યાં અનંતધર્મસ્વરૂપ
આત્મવસ્તુ દ્રષ્ટિમાં ન આવી એટલે એકાંત મિથ્યાત્વ થઈ ગયું, ત્યાં ભોક્તાનય પણ હોતો નથી. હર્ષ–શોકના ક્ષણિક
ભોગવટાને જાણતાં, જેને અભોક્તારૂપ સાક્ષીસ્વભાવનું પણ ભાન વર્તે છે એવા જ્ઞાનીને જ ભોક્તાનય હોય છે.
ભોક્તાપણું તેમ જ અભોક્તાપણું બંને ધર્મો આત્મામાં એકસાથે છે તેને જાણે તો અનેકાન્ત થાય, ને તે
અનેકાન્તપૂર્વક જ નય હોય.
PDF/HTML Page 12 of 21
single page version
ચૈતન્યપિંડ છું, સિદ્ધ ભગવાન જેવા અતીન્દ્રિય આનંદનો સાગર છું. બહારમાં સુંદર આહાર વગેરે અનુકૂળ સામગ્રી
હોય તેનું વેદન આત્માને નથી, તેમ જ શરીરમાં તીવ્ર રોગ વગેરે પ્રતિકૂળતા હોય તેનું વેદન પણ આત્માને નથી;
સંયોગોને કારણે આત્માને સુખ–દુઃખનું વેદન નથી. સ્વર્ગની ઇન્દ્રાણી આવે તેને કારણે આત્માને હર્ષ કે સુખ નથી,
અને વાઘણ આવીને શરીરને ફાડી ખાય તેને કારણે આત્માને શોક કે દુઃખ નથી. આત્મા કોઈ સંયોગોને લીધે સુખ–
દુઃખને ભોગવતો નથી પણ પોતાના ભોક્તૃધર્મથી સુખ–દુઃખને ભોગવે છે, પોતાની પર્યાયનો એવો ધર્મ છે કે હર્ષ–
શોકરૂપ સુખ–દુઃખને ભોગવે છે. સાધક ધર્મીને પણ આ ધર્મ લાગુ પડે છે, કેમ કે તેને પણ હજી પર્યાયમાં હર્ષ–શોકના
ભાવોનું થોડુંક વેદન થાય છે. પણ આવા ભોક્તાધર્મને યથાર્થપણે જાણે તેને અનંતધર્મોના આધારરૂપ શુદ્ધ
ચૈતન્યદ્રવ્યનું સમ્યગ્જ્ઞાન હોય છે, એટલે ક્ષણિક વિકારનું વેદન અને ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વભાવ એ બંનેનું ભેદજ્ઞાન
તેને વર્તે છે તેથી તેને તે હર્ષ–શોકરૂપ વિકારનું સાક્ષીપણું વર્તે છે. પર્યાયમાં હર્ષ–શોક થાય છે ત્યાં તે જાણે છે કે મારું
આખું ચૈતન્યતત્ત્વ આ હર્ષ–શોકના વેદન જેટલું નથી, તેમ જ કોઈ નિમિત્ત કે સંયોગના કારણે પણ મને હર્ષ–શોક
થયો નથી, પણ મારી પર્યાયના ભોક્તાધર્મને લીધે હર્ષ–શોકનું વેદન થાય છે; તે ભોક્તાધર્મ પણ મારો છે. ‘સુખ–
દુઃખ ભોગવવા તે શરીરનો ધર્મ છે’ એમ અજ્ઞાની લોકો માને છે, પરંતુ શરીર તો જડ છે તેને કાંઈ સુખ દુઃખનો
ભોગવટો હોતો નથી; સુખ–દુઃખને ભોગવે તેવો આત્માનો એક ધર્મ છે.
અવસ્થા પૂરતો જ છે. વળી આત્માનો આવો ધર્મ છે–એમ જાણે તો આત્મદ્રવ્યને પણ જાણે ને સુખ–દુઃખનો સાક્ષી
થઈ જાય, અને હર્ષ–શોકનું ભોક્તાપણું અનુક્રમે તેને ટળતું જાય. ભોક્તૃનયથી હર્ષ–શોકનું ભોક્તાપણું કહ્યું તે તો
એક ધર્મ છે, તે ધર્મને જોનારની દ્રષ્ટિ એકલા ધર્મ ઉપર હોતી નથી પણ ધર્મી એવા ચૈતન્યદ્રવ્ય ઉપર તેની દ્રષ્ટિ જાય
છે, એટલે શુદ્ધદ્રવ્ય ઉપર દ્રષ્ટિના બળથી અલ્પકાળમાં તે હર્ષ–શોકના ભોક્તાપણાથી રહિત થઈ જાય છે; પછી તેને
આવો ભોક્તાધર્મ રહેતો નથી પણ અતીન્દ્રિય આત્મિક સુખનો જ ભોગવટો રહે છે.
‘પર્યાયમાં હર્ષ–શોકરૂપ સુખ–દુઃખનો હું ભોક્તા’–એમ ભોક્તાધર્મને જાણે છે; તેથી તેને હર્ષ–શોકના ભોગવટાનું
સાક્ષીપણું પણ ભેગું જ રહે છે. અજ્ઞાની પર્યાય દ્રષ્ટિથી એકલા હર્ષ–શોકના ભોગવટાને જ જુએ છે એટલે તેને
સાક્ષીપણું નથી રહેતું. જ્ઞાની પર્યાય ઉપર દ્રષ્ટિ રાખીને આ ધર્મને નથી જોતા, પણ શુદ્ધદ્રવ્ય ઉપર દ્રષ્ટિ રાખીને આ
ભોક્તાધર્મને જાણે છે, એટલે તેની દ્રષ્ટિમાં મુખ્યતા ભોક્તાધર્મની ન થઇ પણ શુદ્ધ આત્મદ્રવ્યની જ મુખ્યતા થઇ;
શુદ્ધઆત્માની મુખ્યતામાં તેને હર્ષ–શોકનું ભોક્તાપણું ટળતું જાય છે.
આત્માને જોવાય છે ને ત્યાં ભોક્તાપણું લાંબો કાળ રહ્યા કરે એમ બનતું નથી. આખા આત્માને જ જોતાં એકલા
ભોક્તાપણાને જ જે દેખે છે તે તો હર્ષ–શોકનો ભોક્તા જ થઈને સંસારની ચાર ગતિમાં રખડે છે, તેને ભોક્તાનય
હોતો નથી.
PDF/HTML Page 13 of 21
single page version
ગુણસ્થાનેથી જીવ પાછો નીચેના ગુણસ્થાને આવે છે, તે પોતાની જ પર્યાયના તેવા ધર્મને લીધે આવે છે, જડ કર્મને
લીધે નહિ. કર્મ વગેરે પરની ઓથ લઈને જે ભોક્તાપણું માને છે તે તો અજ્ઞાની છે. હું શુદ્ધચિદાનંદમૂર્તિ અનંત ધર્મનો
પિંડ છું–એમ સ્વદ્રવ્યની સામે જોઈને તેની ઓથે જ્ઞાની પોતાના ભોક્તાધર્મને પણ જાણે છે, ને એવા જ્ઞાનીને
ભોક્તાપણું (–હર્ષ–શોકનું વેદન) બહુ ઓછું હોય છે. ધર્મી જાણે છે કે મારી પર્યાયમાં જ હર્ષ–શોકનું ભોક્તાપણું છે
તે પરને લીધે નથી પણ મારી પર્યાયમાં તેવો ભોક્તાધર્મ છે, હું તે ભોક્તાધર્મ જેટલો જ નથી પણ અનંતધર્મનો
ચૈતન્યપિંડ છું; આમ દ્રવ્યને જોનાર ધર્મી સાક્ષી રહીને અલ્પકાળમાં ભોક્તાપણું ટાળીને વીતરાગ થશે.
સામે, કે આત્માની સામે? બધા નયો આત્માની જ સામે જોઈને તે તે ધર્મને કબૂલે છે; પરની સામે જોઈને આત્માના
ધર્મની યથાર્થ કબુલાત થઈ શકતી નથી. અહીં ભોક્તાનય આત્માના ભોક્તાધર્મને કબૂલે છે, તે કોની સામે જોઈને
કબૂલે છે? આત્માની સામે જોઈને આત્માના ભોક્તાધર્મને જાણનાર સાધક જીવ, સ્વભાવના અવલંબને તે
ભોક્તાપણું ટાળીને અલ્પકાળમાં પરમાનંદનો ભોગવટો પ્રગટ કરીને સિદ્ધ પરમાત્મા થઈ જશે. આવું આ
ભોક્તાનયનું પરમાર્થ ફળ છે.
આત્માની પર્યાયમાં હર્ષ–શોકરૂપી જે રોગ છે તેનો જ્ઞાની ભોક્તા નથી પણ સાક્ષી જ છે. આવા સાક્ષીધર્મથી આત્માને
લક્ષમાં લેવો તેનું નામ અભોક્તૃનય છે.
શરીરાદિક પરવસ્તુનો ભોક્તા તો ભોક્તાનયે પણ નથી; ભોક્તાનયે હર્ષ–શોકનું ભોક્તાપણું છે, અને અભોક્તાનયે
તો તે હર્ષ–શોકનું ભોક્તાપણું પણ આત્માને નથી, આત્મા સાક્ષીસ્વરૂપ છે. જ્ઞાતાભાવથી જુદાં જે રાગાદિ વિકારી
પરિણામો છે તેના ભોગવટાથી રહિત આત્મા છે–એવી અભોક્તૃત્વશક્તિ આત્મામાં ત્રિકાળ છે, તેનું વર્ણન
સમયસારના પરિશિષ્ટમાં વર્ણવેલી ૪૭ શક્તિઓમાં કર્યું છે. આત્માના આવા અભોક્તાસ્વભાવની પ્રતીત કરતાં,
સાધકને પર્યાયમાં હવે શોકનો અલ્પ ભોગવટો હોવા છતાં તેના સાક્ષીપણાનું પરિણમન વધતું જાય છે. એક આત્મા
ભોક્તાધર્મવાળો ને બીજો આત્મા અભોક્તાધર્મવાળો–એમ નથી. તેમ જ એક આત્મામાં કોઇકવાર ભોક્તાધર્મ ને
કોઇક વાર અભોક્તાધર્મ એવું ભિન્નપણું પણ નથી, એક આત્મામાં બંને ધર્મો એક સાથે છે. (આ સાધકની વાત છે,
એટલે સાધકને ભોક્તાપણાની સાથે અભોક્તાપણું વર્તે છે એમ સમજવું) પર્યાયમાં હર્ષ–શોકનું ભોક્તાપણું, અને તે
જ વખતે તેનું અભોક્તાપણું, એમ બંને ધર્મોથી આત્મદ્રવ્યને ઓળખે તો એકલા હર્ષ–શોકના વેદનમાં ન અટકતાં
જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને હર્ષશોકનો સાક્ષી થઈ જાય, ને હર્ષ–શોકથી પાર એવા ચૈતન્યસ્વભાવના આનંદનું
વેદન પ્રગટે આનું નામ ધર્મ છે.
કેમકે ભોક્તૃનય વખતે પણ આત્મામાં કાંઈ એકલો ભોક્તાધર્મ જ નથી, તે જ વખતે અભોક્તાધર્મ પણ આત્મામાં
છે. આત્માના અભોક્તાધર્મને જાણનાર અલ્પ હર્ષ–શોકાદિનો પણ જાણનાર રહીને અભોક્તા રહે છે, હર્ષ–શોકના
ઃ ૨૬૨ઃ
PDF/HTML Page 14 of 21
single page version
તારો સ્વભાવ જ્ઞાતાદ્રષ્ટા સાક્ષી સ્વરૂપ શુદ્ધ ચૈતન્યમાત્ર છે તે તને ભાસશે, ને તેના અવલંબને જ તને સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ થશે.
પોતાનું અસ્તિત્વ માની લીધું, તેથી શરીરના લક્ષે એકલા હર્ષ શોકના ભોગવટામાં જ તે લીન થઈ જાય છે, પણ
સાક્ષીપણે રહેતો નથી. હર્ષ–શોકના વેદન વખતેય આત્મામાં તેના સાક્ષીપણારૂપ અભોક્તાધર્મ છે, ભોક્તાપણાની
ક્ષણે જ અભોક્તાસ્વભાવ વિદ્યમાન છે,–એમ જે જાણે તેને સાધકપણું થયા વિના રહે નહિ; તેને પર્યાયમાં પણ અંશે
સાક્ષીપણું–અભોક્તાપણું વર્તે છે.
તેણે અનેકાન્તરૂપ વસ્તુને જાણી નથી, પણ એકાંતરૂપ વસ્તુ માની છે, તે મિથ્યાત્વ છે. અને જે પરને કારણે આત્મામાં
હર્ષ–શોક થવાનું માને છે અથવા તો આત્મા પરને ભોગવે એમ માને છે તે તો મહા મિથ્યાત્વ છે.
એકાંત હર્ષ–શોકરૂપ જ થઈ ગયો. માટે, (૧) પરને કારણે આત્માનો હર્ષ–શોકનો ભોગવટો નથી, અને (૨) હર્ષ–
શોકના ભોગવટા વખતે તેટલો જ આત્મા નથી. આત્મા એક સમયમાં અનંત ધર્મનો પિંડ છે, તેના આશ્રયે, સાધકને
હર્ષ–શોક વખતેય તે હર્ષ શોકરહિત સાક્ષીપણું વર્તે છે.
સમજીને ભવભ્રમણથી મારો છૂટકારો થાય એવી રીત બતાવો....આત્માનું વાસ્તવિક સ્વરૂપ મને સમજાવો.
થયા વિના રહે નહિ. આત્માના ધર્મો વડે આત્માને ઓળખવાની આ વાત છે. આત્માના ધર્મોથી આત્માને
ઓળખીને તેની રુચિ અને એકાગ્રતા કરવી તે આત્માની આરાધનાનો રાહ છે, અને તે જ અનાદિના વિરાધકપણાના
નાશનો ઉપાય છે.
ચૈતન્યવસ્તુને ઓળખીને જેને પ્રમાણજ્ઞાન થયું છે તેને જ ભોક્તાનય તથા અભોક્તાનય હોય છે. અજ્ઞાનીને નય
હોતા નથી; અને જેઓ આત્માને પૂર્ણપણે સાધીને કેવળજ્ઞાન–પરમાત્મદશા પામી ગયા છે તેમને પણ નય હોતા
નથી, તેમને હવે કાંઈ સાધવાનું બાકી રહ્યું નથી, તેઓ તો હર્ષ–શોકનું ભોક્તાપણું ટાળીને સર્વથા અભોક્તા
સાક્ષીસ્વરૂપ જ થઈ ગયા છે. અને અજ્ઞાની એકાંત ભોક્તાપણામાં જ અટકયો છે. સાધકને અંશે અભોક્તાપણું તેમ
જ ભોક્તાપણું ઉભું છે, તેથી તે પ્રમાણપૂર્વકના નયવડે તેનું જ્ઞાન કરે છે ને શુદ્ધ આત્માને સાધે છે. તે એકલા હર્ષ–
શોકના વેદનારી મુખ્યતા થવા દેતો નથી પણ આખી ચૈતન્યવસ્તુની સન્મુખ થઈને તેનો સાક્ષી રહે છે. ને તે હર્ષ–
શોકના વેદનને ટાળીને અભોક્તાપણું વધારતો જાય છે.
PDF/HTML Page 15 of 21
single page version
અને તે જ વખતે તેનું સાક્ષીપણું–એ બંને જો ભેગાં ન હોય તો કાં કેવળી હોય ને કાં અજ્ઞાની હોય. કેવળીભગવાનને
હર્ષ–શોકનું ભોક્તાપણું સર્વથા ટળીને એકલું સાક્ષીપણું જ રહ્યું છે, અજ્ઞાનીને એકલું હર્ષશોકનું ભોક્તાપણું વર્તે છે ને
સાક્ષીપણું નથી. અજ્ઞાનીના આત્મામાં પણ અભોક્તારૂપ સાક્ષીસ્વભાવ તો છે પણ અજ્ઞાનીને તેની ખબર નથી તેથી
તેને પર્યાયમાં સાક્ષીપણાનું પરિણમન થતું નથી. સાધકજીવ અભોક્તાસ્વભાવને જાણતો થકો હર્ષ–શોક વખતે ય
તેના સાક્ષીપણે પરિણમે છે.
૧૭૨ મી ગાથામાં કહેલા નિશ્ચય–વ્યવહારનું પણ ખાસ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે.
જીવોને સરખું છે.
ઉત્તરઃ– સમકિતીના સુખ કરતાં કેવળી ભગવાનનું સુખ અનંતગણું અધિક છે.
(૩) પ્રશ્નઃ– પુણ્યના ફળમાં પૈસાવાળાને જે સુખ છે તેના કરતાં સમકિતીનું સુખ કેટલા ગણું?
ઉત્તરઃ– સમકિતીનું જે સુખ છે તે તો આત્માના સ્વભાવનું અતીન્દ્રિય સુખ છે, ને પૈસાવાળાનું જે સુખ છે તે
ઈંદ્રિયજન્ય સુખની સાથે સમકિતીના અતીન્દ્રિય સુખને કોઈ રીતે સરખાવી ન શકાય. પૈસાના સુખ કરતાં સમકિતીનું
સુખ અનંતગણું છે–એમ પણ કહી ન શકાય. કેમકે બંનેની જાત જ જુદી છે.
ઉત્તરઃ– હા; કેમકે આત્માના સ્વરૂપમાં તેમને ઘણી વધારે એકાગ્રતા છે, તેથી તે ભરતચક્રવર્તી કરતાં પણ
(સમ્યગ્દર્શન પૂરતી) હોવાથી તે ઓછા સુખી છે. અરે, સમકિતી દેડકું અંતરમાં એકાગ્ર થઈને પાંચમું ગુણસ્થાન
પ્રગટ કરે તો તે પણ ચોથા ગુણસ્થાનવર્તી ચક્રવર્તી કરતાં વધારે સુખી છે. આ રીતે આત્મસ્વરૂપમાં સ્થિરતા અનુસાર
સુખ છે, બાહ્યસંયોગના પ્રમાણમાં સુખ નથી; કેમ કે સુખ તો આત્માનો સ્વભાવ છે, બહારમાં સુખ નથી.–‘હે જીવ!
અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે.’
ઉત્તરઃ– એનો અર્થ એમ સમજવો કે બહારનો પ્રતિકૂળ સંયોગ તે ખરેખર દુઃખનું કારણ નથી, પણ અંદરનો
જાતના બાહ્યસંયોગને લીધે દુઃખી નથી, પણ તે
ઃ ૨૬૪ઃ
PDF/HTML Page 16 of 21
single page version
દુઃખ કહેવાનું કારણ એ છે કે સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વનો અભાવ હોવાથી તેને અનંતાનુબંધી દ્વેષ નથી તેમ જ
મિથ્યાત્વજનિત મહાદુઃખ પણ નથી. તેનો દ્વેષ, ઈંટને દુઃખનું કારણ માનીને નથી થયો.
કરે, અને “આ ઈંટ પડી તે દુઃખનું કારણ હતું છતાં મેં તે સહન કરી લીધું” એમ માનીને સહન કરી લ્યે, તો પણ
પરદ્રવ્યને દુઃખનું કારણ માન્યું તે અભિપ્રાય જ અનંત દુઃખથી ભરેલો છે, મિથ્યા અભિપ્રાયને લીધે તે મહાદુઃખી
જ છે.
છે... .... ....
સુખનું–આનંદનું ક્ષેત્ર તારામાં જ છે, તારાથી બહાર કયાંય સુખ શાંતિ કે આનંદ
નથી...નથી...ને નથી
આનંદસ્વભાવનો દાખલો આપીને અહીં આચાર્યદેવ તે વાત સમજાવે છે.
પોતાના અસંખ્ય પ્રદેશોમાં જ આનંદનું વેદન થાય છે, તે આનંદોનો વિસ્તાર થઈને કાંઈ બહારમાં ફેલાતો નથી,
પ્રથમ ભાદરવોઃ ૨૪૮૧
PDF/HTML Page 17 of 21
single page version
આનંદનું સ્વસંવેદન થાય છે ત્યાં જ આનંદસ્વભાવ ભર્યો છે; જ્યાં આનંદસ્વભાવ ભર્યો છે તેટલો જ આત્મા છે,
અને જેટલો આત્મા છે તેટલું જ જ્ઞાન છે. લોકાલોકને જાણવા છતાં જ્ઞાન આત્માના ક્ષેત્રથી બહાર નીકળતું નથી.
જેમ આત્માના અતીન્દ્રિયઆનંદને માટે બહારના પદાર્થોનો આશ્રય નથી તેમ આત્માના જ્ઞાનને માટે પણ બહારના
પદાર્થોનો આશ્રય નથી. અતીન્દ્રિયજ્ઞાન ને આનંદસ્વરૂપ આત્મા છે તેમાં અંતર્મુખ થઈને એકાગ્ર થતાં અંદર સુખનું
સંવેદન થાય છે, જ્યાં તે સુખનું સંવેદન થાય છે ત્યાં જ આત્મા છે; આત્મા પોતે તે આનંદસ્વભાવથી ભરેલો છે ને
તેના આધારે જ આનંદનું વેદન થાય છે. જેમ આનંદનું અને આત્માનું ક્ષેત્ર એક છે તેમ આત્માનું અને જ્ઞાનનું ક્ષેત્ર
પણ એક છે, એટલે આત્માથી ભિન્ન એવા અન્ય પદાર્થોમાં જ્ઞાન વ્યાપ્તું નથી.
નથી, ને આનંદ પરમાં વ્યાપતો નથી તેમ આત્માનું જ્ઞાન પણ ખરેખર પરમાં ફેલાતું નથી.
બહાર જતું નથી ને પરમાં વ્યાપતું નથી. પરને જાણે છે તો ખરેખર, પરંતુ પરમાં વ્યાપતું નથી એ વાત સ્પષ્ટ કરવા
આચાર્ય ભગવાને જ્ઞાન સાથે અવિનાભાવી એવા આનંદનો દાખલો આપ્યો. જુઓ, આચાર્યદેવે દાખલો પણ કેવો
સુંદર આપ્યો!
પણ જેટલામાં સુખ છે તેટલામાં જ વ્યાપક છે, એટલે આત્મામાં જ રહેલું છે, આત્માથી બહાર નથી. માત્ર તેનું સ્વ–
પરપ્રકાશક સામર્થ્ય બતાવવા માટે જ જ્ઞાનને લોકાલોક વ્યાપક કહેવાય છે.
દાખલો કેમ લીધો? તેનું સમાધાન–કેમ કે અહીં જેને સર્વજ્ઞની ને જ્ઞાનસ્વભાવની પ્રતીત થઈ છે એવા સાધકની વાત
લેવી છે, ને સાધકને પોતાના સ્વસંવેદનમાં આનંદ છે,–સુખ છે, તેથી પોતાના સ્વસંવેદન જ્ઞાનથી તે નક્કી કરે છે કે
અહો! મારા જ્ઞાન અને સુખનું ક્ષેત્ર મારા આત્મામાં જ છે, મારો આત્મા જ જ્ઞાન અને સુખનું ધામ છે; મારા જ્ઞાન
અને સુખ માટે બીજા કોઈ પદાર્થની અપેક્ષા મને નથી, મારું સ્વક્ષેત્ર જ સ્વયં જ્ઞાન અને સુખસ્વભાવથી ભરેલું છે.
કે આનંદ નથી...નથી...ને નથી. બહારમાં પર લક્ષે તને જે આકુળતા વેદાય છે તે આકુળતાનું (અશાંતિનું–દુઃખનું)
ક્ષેત્ર પણ તારામાં જ છે, કાંઈ બહારથી તે આકુળતા નથી આવતી. તેમ અંર્તમુખ થઈને એકાગ્ર થતાં અનાકુળ
શાંતિનું–અતીન્દ્રિય આનંદનું વેદન થાય છે તે પણ આત્માના સ્વક્ષેત્રપ્રમાણમાં જ થાય છે, બહારથી તે આનંદ નથી
આવતો, તેમ જ તે આનંદનો વિસ્તાર થઈને આત્માથી બહાર પણ નીકળી જતો નથી. આ રીતે આનંદના પ્રમાણમાં
આત્મા છે, ને આત્માના પ્રમાણમાં જ્ઞાન છે. કેવળી ભગવાનને પરિપૂર્ણ આનંદ ને પરિપૂર્ણ જ્ઞાન છે તે પણ પોતામાં
છે, તેનું ક્ષેત્ર બહાર નથી. પહેલાં થોડું જ્ઞાન ને થોડું સુખ હતું પછી કેવળજ્ઞાન થતાં ઘણું જ્ઞાન અને ઘણું સુખ થયું
માટે તે આત્માથી જરાય બહાર નીકળી ગયું–એમ નથી. સ્વક્ષેત્રમાં જ પરિપૂર્ણ જ્ઞાન અને સુખની તાકાત ભરી છે.
અહો! પૂર્ણજ્ઞાન ને પૂર્ણ આનંદનું ક્ષેત્ર અહીં મારા આત્માના અસંખ્ય પ્રદેશમાં જ છે, પ્રદેશે પ્રદેશે જ્ઞાન આનંદ ભર્યો
છે, કોઈ પ્રદેશ જ્ઞાન આનંદ વગરનો ખાલી નથી; અત્યારે (સાધકદશામાં) મને મારા જ્ઞાન કે આનં–
ઃ ૨૬૬ઃ
PDF/HTML Page 18 of 21
single page version
જ્ઞાન ને આનંદ આત્મામાંજ વ્યાપીને રહેલાં છે;–આમ સાધકને પોતાના આનંદના સ્વસંવેદનપૂર્વક સર્વજ્ઞનો નિર્ણય
છે. જે જીવ આત્માના જ્ઞાન–આનંદસ્વભાવનો આવો નિર્ણય કરે તેને પોતામાં સ્વભાવના આશ્રયે અતીન્દ્રિય
આનંદનું સ્વસંવેદન થયા વિના રહે નહિ, ને તેને વિકારથી પણ ભેદ પડી જાય. સાધકદશામાં અલ્પ વિકાર હોય છે,
તે વિકારનું અને જ્ઞાનઆનંદનું એક જ ક્ષેત્ર હોવા છતાં જ્ઞાનીને પોતાના વેદનમાં બંનેની ભિન્નતા થઈ ગઈ છે,
ક્ષેત્રથી ભિન્નતા ન થાય, પણ વેદનના સ્વાદમાં જુદા પડી ગયા છે. અંતરના સ્વભાવમાં જોતાં મને મારા આનંદનું
વેદન થાય છે માટે મારો આત્મા જ મારા જ્ઞાન–આનંદનો આધાર છે; ને અંર્તસ્વભાવમાં જોતાં પુણ્ય પાપ વેદાતા
નથી માટે મારો આત્મા તે વિકારનો આધાર નથી,–આમ અંતરના સ્વસંવેદનપૂર્વકનું ભેદજ્ઞાન જ્ઞાનીને વર્તે છે.
થાય છે ત્યાં જ મારું જ્ઞાન છે. આનંદ અને જ્ઞાન સ્વભાવથી એકાકાર મારો આત્મા છે.
જ્યાં આત્મા ત્યાં જ્ઞાન;
છે....અતીન્દ્રિય આનંદમાં ઝૂલતાં સંતોની વાણીમાં પણ અતીન્દ્રિય–આનંદ નીતરી રહ્યો છે.
ગયા છે એવા કેવળી ભગવંતોને દેહસંબંધી કંઈ પણ સુખ કે દુઃખ હોતું નથી. શરીરમાં ક્ષુધા લાગે ને આહાર કરે તે
બંને ઇન્દ્રિયજનિત દુઃખ–સુખ છે, પરંતુ ભગવાનનો આત્મા તો ઇન્દ્રિયોથી પાર અતીન્દ્રિ જ્ઞાન–આનંદસ્વભાવે
પરિણમી ગયો છે, તેથી ભગવાનને ક્ષુધા કે આહાર હોતા નથી. આમ હોવા છતાં કેવળી ભગવાનને પણ ક્ષુધા અને
આહારાદિ હોવાનું જે માને છે તેને ભગવાનના અતીન્દ્રિયજ્ઞાન ને આનંદની ખબર નથી, એટલે આત્માના અતીન્દ્રિય
સ્વભાવની તેને રુચિ નથી પણ તે વિષયોનો જ અર્થી છે, ઇન્દ્રિય વિષયોથી પાર આત્માના અતીન્દ્રિયસુખની તેને
ગંધ પણ નથી; અને કેવળી ભગવાનનો પણ તે અવર્ણવાદ કરે છે; કેવળી ભગવાનનો અવર્ણવાદ તે મિથ્યાત્વના
આસ્રવનું કારણ છે. અહો! આત્માનો સ્વભાવ જ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદમય છે, એની જો પ્રતીત
થાય તો, જેમને તે અતીન્દ્રિય સ્વભાવ પૂરો ખીલી ગયો છે એવા કેવળી ભગવાનને આહાર કે ક્ષુધા હોવાનું
પ્રથમ ભાદરવોઃ ૨૪૮૧
PDF/HTML Page 19 of 21
single page version
કેવળી ભગવાનને પણ ને શરીરસંબંધી સુખ–દુઃખ માને છે.
રહ્યો ત્યાં આહાર પાણીનો સંબંધ તો કેમ હોય?–ન જ હોય.
ઈંદ્રિયોના વિષયોનું અવલંબન તેમને સર્વથા છૂટી ગયું છે. અહો! કેવળજ્ઞાન થતાં ભગવાનનો આત્મા તો પલટી
ગયો–દોષ રહિત થઈ ગયો. ને ભગવાનનું શરીર પણ પલટીને ક્ષુધાદિ દોષોથી રહિત પરમઔદારિક થઈ ગયું.
જુઓ, આ ભગવાનની દશા!! ભગવાનના આવા સ્વરૂપને જે નથી ઓળખતો તેને આત્માના જ્ઞાન–આનંદ–
સ્વભાવની ઓળખાણ નથી. આમાં કાંઈ એકલા કેવળી–ભગવાનની વાત નથી. પણ ભગવાનની જેમ આ આત્માનો
પણ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદમય સ્વભાવ છે, બહારના વિષયોથી તેને જ્ઞાન કે આનંદ થતા નથી,–આમ આત્માના
સ્વભાવને ઓળખીને તેની પ્રતીત કરવા માટે આ વાત સમજાવે છે.
વીર્યબળ પ્રગટયું નથી તેથી ત્યાં રત્નત્રયની આરાધનાના હેતુએ આહારની વૃત્તિ હોય છે; પરંતુ કેવળી ભગવાનને
તો સ્વભાવથી જ અનંત જ્ઞાનાદિ વર્તે છે, તેમને હવે કાંઈ સાધવાનું રહ્યું નથી ને અનંતબળ પ્રગટી ગયું છે, ત્યાં
તેમને કોઈ પણ હેતુએ આહાર હોઈ શકતો જ નથી. જ્યાં વીર્યબળ ઓછું છે ને ઇન્દ્રિયો સાથે ઉપયોગનો સંબંધ છે
ત્યાં જ આહારાદિ દોષો હોય છે; જ્યાં ઈન્દ્રિયો સાથેનો સંબંધ તૂટી ગયો, ને આત્મા પોતે અતીન્દ્રિય જ્ઞાન–આનંદરૂપ
થઈ ગયો ત્યાં આહારાદિ હોતા નથી. આ કોઈ સંપ્રદાયના આગ્રહની વાત નથી પણ વસ્તુનું સ્વરૂપ જ આ રીતે છે.
જેણે યથાર્થ વસ્તુસ્વરૂપ સમજવું હોય ને આત્માનું કલ્યાણ કરવું હોય તેણે હઠાગ્રહ છોડીને આ વાત સમજવી પડશે.
ચક્ષુમાં જ રાત્રે દેખવાનું સામર્થ્ય છે તેને દીવાની શું જરૂર છે? તેમ જેમને કેવળજ્ઞાનરૂપી અતીન્દ્રિયજ્ઞાનચક્ષુ ખુલી
ગયાં છે ને સ્વભાવથી જ અતીન્દ્રિયઆનંદ પ્રગટી ગયો છે એવા ભગવંતોને આહારાદિ હોતા નથી. આમ હોવા છતાં
ભગવાન કેવળીપરમાત્માને પણ ક્ષુધા–આહારપાણી કે રોગાદિ હોવાનું જે માને છે તે કેવળીભગવાનના સ્વરૂપને
વિપરીત માને છે, એટલે દેવની શ્રદ્ધામાં તેને વિપરીતતા છે. જ્યાં ક્ષુધા–તૃષા–આહાર–પાણી કે રોગાદિ હોય ત્યાં
કેવળજ્ઞાન અને પૂર્ણ અતીન્દ્રિયઆનંદ હોય નહિ; તેથી ભગવાનને આહારાદિ માનનાર ભગવાનના પૂર્ણજ્ઞાનઆનંદને
માનતો નથી એટલે કે આત્માના જ્ઞાન આનંદસ્વભાવને જ તે માનતો નથી, ઇન્દ્રિયજ્ઞાન અને ઇન્દ્રિયસુખને જ તે
માને છે, તેથી તે જીવ ખરેખર આત્માના સ્વભાવનો અર્થી નથી પણ વિષયોનો અર્થી છે. ઈંદ્રિયો વગર જ સર્વજ્ઞ
ભગવાનને પૂર્ણજ્ઞાન ને સુખ હોય છે–એમ જો બરાબર ઓળખે તો તેને આત્માના અતીન્દ્રિયજ્ઞાન ને સુખ
સ્વભાવની જરૂર પ્રતીત થાય, એ પ્રતીત થતાં સમસ્ત ઇન્દ્રિયવિષયોમાંથી સુખબુદ્ધિ છૂટી જાય ને પોતાના સ્વભાવના
અતીન્દ્રિયઆનંદના અંશનું વેદન થાય.
PDF/HTML Page 20 of 21
single page version
હતા, તેથી ત્યાંના ભાઈશ્રી કુંવરજીભાઈ તથા આણંદજીભાઈ વગેરેને એવી ભાવના હતી કે પૂ. ગુરુદેવ આ ગામમાં
અનેક વર્ષો સુધી રહ્યા તેથી અહીં પણ એક જિનમંદિર થાય તો સારું!–આ મંગલભાવનાને લીધે તેમણે પાલેજમાં
જિનમંદિર કરાવવાનો નિર્ણય કર્યો. અને શ્રાવણ વદ એકમના રોજ ભાઈશ્રી કુંવરજીભાઈના શુભહસ્તે પાલેજમાં શ્રી
દિગંબર જિનમંદિરનું ખાતમુહૂર્ત થયું. પોતાને આંગણે શ્રી જિનમંદિરના ખાતમુહૂર્તનો આવો મંગલ અવસર પ્રાપ્ત
થવાથી પાલેજના ભાઈશ્રી કુંવરજીભાઈ તેમ જ આણંદજીભાઈ વગેરેને ઘણો જ હર્ષ થયો હતો. આ પ્રસંગે શ્રી
જિનેન્દ્રદેવની રથયાત્રા તેમ જ પૂજનાદિ વિધિ કરવામાં આવી હતી. શ્રી જિનેન્દ્ર ભગવાનના મંદિરને માટે જેટલા તન–
મન–ધન ખરચાય તે સફળ છે.
ધન્યવાદ!
તેમને ઘણો ભક્તિભાવ હતો અને ગુરુદેવના સત્સંગનો લાભ લેવા તેઓ અવાર નવાર સોનગઢ આવીને લાંબો
વખત રહેતા; તત્ત્વ સમજવા માટે તેમને સારો પ્રેમ હતો. થોડા જ દિવસોમાં સોનગઢ આવવાની તેમની ભાવના
હતી, તે પણ પૂરી ન થઈ શકી. જો કે છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત અસ્વસ્થ હતી, છતાં સ્વર્ગવાસના
આગલા દિવસે પણ તેઓ જિનમંદિરે દર્શન કરવા ગયા હતા. આ રીતે શ્રી દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેની લાગણી પૂર્વક તેઓ
સ્વર્ગવાસ પામ્યા; અંતિમ સમય સુધી તેમણે શાંતિ રાખી હતી. દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેની લાગણીના સંસ્કારના બળે
આગળ વધીને તેઓ આત્મહિત સાધે ને આવા જન્મમરણથી છૂટે એ જ ભાવના..........
આપતા આવ્યા છે. આ માટે તેમનો આભાર માનવામાં આવે છે.