Atmadharma magazine - Ank 144
(Year 12 - Vir Nirvana Samvat 2481, A.D. 1955). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૨
સળંગ અંક ૧૪૪
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ બારમું : સમ્પાદક: આસો
અંક બારમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૧
સર્વજ્ઞનો હુકમ
ભગવાન સર્વજ્ઞદેવે પોતાના જ્ઞાનસ્વભાવને રાગથી જુદો
જાણ્યો...ને તે જ્ઞાનસ્વભાવનો જ આદર કરીને તેમાં એકાગ્રતા વડે
સર્વજ્ઞતા–વીતરાગતા ને પૂર્ણાનંદ પ્રગટ કર્યોે. પછી તે ભગવાનનો
દિવ્યધ્વનિ છૂટ્યો. તે દિવ્યધ્વનિમાં ભગવાને શું હુકમ કર્યો?
ભગવાન સર્વજ્ઞદેવે જગતના ભવ્ય જીવોને એવો હુકમ કર્યો કે હે
જીવો! તમારો આત્મા પણ જ્ઞાનસ્વભાવી છે, રાગ તે તમારો સ્વભાવ
નથી, રાગ વડે હિત નથી, માટે રાગનો આદર છોડો ને જ્ઞાનસ્વભાવનો જ
આદર કરો. જ્ઞાનસ્વભાવના જ આદર વડે રાગનો અભાવ કરીને સર્વજ્ઞતા
પ્રગટ કરો. આ રીતે સર્વજ્ઞ ભગવાને સર્વજ્ઞ થવાનો જ હુકમ કર્યો છે.
સર્વજ્ઞનો હુકમ છે કે હે જીવ! જો તારે ખરેખર મારો આદર કરવો
હોય તો તું જ્ઞાનસ્વભાવનો આદર કર ને રાગનો આદર છોડ. સર્વજ્ઞને
રાગ નથી એટલે રાગના આદર વડે સર્વજ્ઞનો આદર થતો નથી. સર્વજ્ઞનો
આદર કરનાર જીવ રાગનો આદર કરે જ નહિ. રાગથી જે ધર્મ માને છે
તેણે સર્વજ્ઞના હુકમનો અનાદર કર્યો છે; ને જે જીવે પોતાના
જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કર્યા છે તે જીવ
સર્વજ્ઞ થવાના માર્ગે ચડ્યો છે, ને તેણે જ ખરેખર સર્વજ્ઞદેવનો હુકમ
માન્યો છે. તે જીવ જરૂર અલ્પકાળમાં સર્વજ્ઞ થશે.
(–પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી)
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
સુવર્ણપુરી સમાચાર
સોનગઢમાં પર્યુષણપર્વનો મહોત્સવ
સોનગઢમાં, તેમ જ સૌરાષ્ટ્રમાં ઠેરઠેર ભાદરવા સુદ પાંચમથી શરૂ કરીને ચૌદસ સુધી દસલક્ષણી પર્વના
દિવસો ખાસ ઉલ્લાસથી ઉજવાયા હતા. સોનગઢમાં દર વર્ષ કરતાં વિશેષ ધામધૂમ પૂર્વક આ વર્ષે પર્યુષણ પર્વ
ઊજવાયા હતા. પર્યુષણના દસ દિવસો દરમિયાન, ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત ‘બારસ્સઅનુપ્રેક્ષા’માંથી
ઉત્તમ ક્ષમાદિ દસધર્મના સ્વરૂપ ઉપર પૂ. ગુરુદેવે ખાસ પ્રવચનો કર્યાં હતા; તેમ જ રોજ જિનમંદિરમાં નવીન–
નવીન ઉલ્લાસભરી ભક્તિ–પૂજા થતી હતી. દસલક્ષણ મંડલનું સમૂહપૂજન હંમેશાં થતું હતું. ભાદરવાસુદ પુનમના
રોજ શ્રી જિનેન્દ્રભગવાનની રથયાત્રા નીકળી હતી. તથા સુગંધદસમીના દિવસે ૧૦ પૂજન, ૧૦ સ્તોત્ર ઈત્યાદિ
વિધિપૂર્વક સર્વે જિનમંદિરોમાં વિધિપૂર્વક ધૂપક્ષેપણ કરવામાં આવ્યું હતું. ભાદરવા વદ એકમે
ઉત્તમક્ષમાવણીપર્વના રોજ બપોરે સકલસંઘે શ્રી દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ક્ષમાપના કરી હતી, અને રત્નત્રયમંડળનું
પૂજન તેમ જ શ્રી માનસ્તંભમાં બિરાજિત સીમંધર ભગવાનનો ૧૦૮ કળશોથી ભવ્ય અભિષેક કર્યો હતો. આ
રીતે દસલક્ષણીધર્મનો ઉત્સવ આનંદપૂર્વક સુંદર રીતે ઊજવાયો હતો.
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા
(૧) ભાદરવા સુદ બીજના દિવસે મદ્રાસના ભાઈશ્રી રતિલાલ ખીમચંદ શાહ (સુરેન્દ્રનગરવાળા) તથા
તેમના ધર્મપત્ની ઘેલીબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે, તે
બદલ તેમને ધન્યવાદ.
(૨) ભાદરવા સુદ ૧૪ અનંતચતુર્દશીના દિવસે મોરબીના ભાઈશ્રી ધારશી જટાશંકર મહેતા તથા તેમના
ધર્મપત્ની સમજુબેન–એ બંનેએ સજોડે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા પૂ. ગુરુદેવ પાસે અંગીકાર કરી છે, તે બદલ
તેમને ધન્યવાદ
‘આત્મધર્મ’ના ગ્રાહકોને
આ અંકની સાથે આપણા આત્મધર્મ–માસીકનું બારમું વર્ષ પૂરું થાય છે ને આવતા અંકથી તેરમું વર્ષ શરૂ
થશે; તો નવા વર્ષનું લવાજમ તુરત ભરી દેવા સર્વે ગ્રાહકોને વિનંતિ છે. ‘આત્મધર્મ’ ના ગ્રાહક બનીને, તેની
સ્વાધ્યાય તેમ જ પ્રચાર કરીને,–એ રીતે પણ પૂ. ગુરુદેવના અધ્યાત્મઉપદેશનું બહુમાન કરવું તે જિજ્ઞાસુઓની
ફરજ છે. ગ્રાહકોનું લવાજમ વહેલાસર આવી જાય તો વ્યવસ્થામાં ઘણી સગવડતા રહે છે. માટે ગ્રાહકોએ
પોતાનું લવાજમ છેવટ કારતકસુદ પુનમ સુધીમાં મોકલી દેવું. ત્યારબાદ વી.પી. શરૂ થશે.
લવાજમ મોકલતી વખતે આપનો ગ્રાહક નંબર જરૂર લખો.
લવાજમ મોકલવાનું સરનામું :
શ્રી જૈનસ્વાધ્યાય મંદિર–સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 4 of 21
single page version

background image
: આસો: ૨૪૮૧ : ૨૯૩ :
“આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?”
[૨૩]
શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં આચાર્યદેવે ૪૭ નયોથી આત્મદ્રવ્યનુંધ
વર્ણન કર્યું છે તેના ઉપર પૂ. ગુરુદેવના વિશિષ્ટ–અપૂર્વ પ્રવચનોનો સાર.
(અંક ૧૪૩ થી ચાલુ)
જેને આત્મસ્વરૂપ જાણીને તેની પ્રાપ્તિ કરવા માટે
લગની લાગી છે એવો શિષ્ય પૂછે છે કે હે પ્રભો!
આત્માનું સ્વરૂપ શું છે અને તેની પ્રાપ્તિ કઈ રીતે
થાય? આવી ઝંખનાવાળા શિષ્યને આચાર્યદેવ વિધ–
વિધનયોથી આત્માનું સ્વરૂપ સમજાવે છે: તેનું આ
વર્ણન ચાલે છે.
[૪] વ્યવહાર નયે આત્માનું વર્ણન

અહીં ૪૭ નયોથી આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે તેમાંથી ૪૩ નયો કહેવાઈ ગયા, હવે ૪ નયો બાકી છે;
પ્રથમ વ્યવહાર અને નિશ્ચય એ બે નયો છે અને પછી છેલ્લે અશુદ્ધનય અને શુદ્ધનયથી વર્ણન છે.
વ્યવહારથી જોતાં આત્મદ્રવ્ય બંધ અને મોક્ષને વિષે દ્ધૈતને અનુસરનારું છે. જેમ પરમાણુના બંધને વિષે
તે પરમાણુ અન્ય પરમાણુ સાથે સંયોગ પામવારૂપ દ્વૈતને પામે છે, અને પરમાણુના મોક્ષને વિષે–એટલે કે એક
પરમાણુ છૂટો પડે તેમાં તે પરમાણુ બીજા પરમાણુથી છૂટો થવારૂપ દ્વૈતને પામે છે; તેમ વ્યવહારનયથી આત્માના
બંધને વિષે કર્મ સાથેના સંયોગની અપેક્ષા આવતી હોવાથી દ્વૈત છે અને આત્માના મોક્ષને વિષે કર્મના વિયોગની
અપેક્ષા આવતી હોવાથી ત્યાં પણ દ્વૈત છે.
જુઓ, કર્મથી નિરપેક્ષ એકલા પરમ ચૈતન્યસ્વભાવને જ લક્ષમાં લઈને જુઓ તો ભગવાન આત્મા
ત્રિકાળ એકરૂપ, બંધ–મોક્ષ રહિત છે. પરંતુ પર્યાયમાં બંધ તેમ જ મોક્ષ છે, અને તેમાં બંધમાં કર્મના સદ્ભાવનું
નિમિત્ત છે, ને મોક્ષમાં કર્મના અભાવનું નિમિત્ત છે. આ રીતે વ્યવહારથી બંધ અને મોક્ષ બન્નેમાં આત્માને
પુદ્ગલકર્મની અપેક્ષા આવે છે તેથી તે દ્વૈતને અનુસરનારો છે–એમ કહ્યું છે. પરંતુ તે દ્વૈતને અનુસરવાનો ધર્મ
આત્માનો પોતાનો છે, કાંઈ કર્મને લીધે તે ધર્મ નથી. પોતાની પર્યાયમાં

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૨૯૪ : : આસો: ૨૪૮ :
બંધની લાયકાત વખતે આત્મા પોતે કર્મના સદ્ભાવને અનુસરે છે, અને પોતાની પર્યાયમાં મોક્ષની લાયકાત
વખતે આત્મા કર્મના અભાવને અનુસરે છે. પણ કર્મમાં એવો ધર્મ નથી કે તે બળજોરીથી આત્માને અનુસરાવે.
જેટલો કર્મનો ઉદય આવે તેટલા પ્રમાણમાં આત્માએ તેને અનુસરવું જ પડે–એમ નથી. કર્મના ઉદયને ન
અનુસરતાં પોતાના સ્વભાવને અનુસરે તો મોક્ષનું સાધન થાય ને મોક્ષદશા પ્રગટે, તે મોક્ષમાં આત્મા કર્મના
અભાવને અનુસરે છે. સ્વભાવને ન અનુસરતાં કર્મને અનુસરે તો બંધન થાય છે, ને કર્મને ન અનુસરતાં
સ્વભાવને અનુસારે અર્થાત્ કર્મના અભાવને અનુસરે–તો મોક્ષ થાય છે. આ રીતે બંધમાં કર્મના સદ્ભાવનું
નિમિત્ત છે ને મોક્ષમાં કર્મના અભાવનું નિમિત્ત છે, એમ જાણવું જોઈએ. બંધ કે મોક્ષની અવસ્થારૂપ પરિણમન
તો આત્મા પોતે એકલો જ કરે છે, માત્ર તેમાં કર્મના સદ્ભાવ કે અભાવરૂપ નિમિત્તની અપેક્ષા આવે છે, તેથી
વ્યવહારનયે આત્મા દ્વૈતને અનુસરનાર છે–એમ કહ્યું છે; પરંતુ કર્મ આત્માને બંધ–મોક્ષ કરાવે છે–એવો, એનો
અર્થ નથી. નિશ્ચયથી તો આત્મા રાગ કરે ને વ્યવહારથી કર્મ રાગ કરાવે–એમ પણ નથી. આત્મા પોતે રાગ કરે
ત્યારે કર્મને અનુસરે છે, સ્વભાવને અનુસરીને રાગ ન થાય; માટે રાગમાં કર્મના નિમિત્તની અપેક્ષા છે તેનું
જ્ઞાન કરવું તે વ્યવહારનય છે, પરંતુ કર્મ રાગ કરાવે છે–એમ માનવું તે તો ભ્રમ છે. પ્રવચનસારની ૧૨૬ મી
ગાથામાં આચાર્યદેવે એ વાત સ્પષ્ટ કરી છે કે અજ્ઞાનદશામાં કે જ્ઞાનદશામાં, સંસારમાં કે મોક્ષમાં, આત્મા પોતે
એકલો જ કર્તા છે.
પ્રશ્ન:– એક જીવને ક્ષાયિક સમ્યકત્વ થયું, રાગ–દ્વેષ આત્માનો સ્વભાવ નથી, આત્મા રાગ–દ્વેષ રહિત
જ્ઞાયક–સ્વભાવ છે–એવું ભાન થયું, છતાં તેને પણ રાગ–દ્વેષ કેમ થાય છે? કર્મ જ તેને રાગ–દ્વેષ કરાવે છે, કેમકે
રાગ–દ્વેષ કરવાની તેની ભાવના તો નથી?
ઉત્તર:– ક્ષાયિક સમ્યકત્વ થયું હોવા છતાં, અને રાગ–દ્વેષ રહિત ચિદાનંદસ્વભાવનું ભાન થયું હોવા છતાં,
તે જીવને જે રાગ–દ્વેષ થાય છે તે કર્મ નથી કરાવતું પરંતુ તે આત્મા પોતે કર્મને અનુસરે છે તેથી રાગ–દ્વેષ થાય
છે; કર્મનો ઉદય તેને પરાણે રાગદ્વેષ કરાવે છે–એમ નથી. રાગ–દ્વેષ કરવાની ધર્મીને ભાવના નથી, ભાવના તો
સ્વભાવને જ અનુસરવાની છે, પરંતુ અસ્થિરતાથી હજી રાગ–દ્વેષ થાય છે તે કર્મને અનુસરીને થાય છે,–એમ તે
જાણે છે, ને સ્વભાવની દ્રષ્ટિના જોરે ક્ષણે ક્ષણે તેને કર્મનું અવલંબન તૂટતું જાય છે ને સ્વભાવનું અવલંબન
વધતું જાય છે, એ રીતે સ્વભાવનું પૂર્ણ અવલંબન થતાં મોક્ષ થશે, ત્યારે આત્મા કર્મના અભાવને અનુસરશે.
આ રીતે વ્યવહારે બંધ તેમ જ મોક્ષમાં આત્મા દ્વૈતને અનુસરે છે.
અહીં આ નયો સાધકના છે; સાધકની વાત છે, એકલા રખડનારની આ વાત નથી. જેની દ્રષ્ટિમાં એકલા
કર્મનું જ અવલંબન છે, સ્વભાવનું અવલંબન જરાપણ નથી તેને તો આ વ્યવહારનય પણ હોતો નથી. જ્ઞાનીને
દ્રષ્ટિમાં તો નિરપેક્ષ જ્ઞાયકસ્વભાવનું અવલંબન વર્તે છે ને હજી સાધક દશામાં કંઈક રાગ–દ્વેષ થાય છે તેટલું
કર્મનું અવલંબન છે. જેટલો રાગ છે તેટલું કર્મનું નિમિત્ત છે એમ તે જાણે છે અને સ્વભાવના અવલંબને કર્મના
નિમિત્તનો અભાવ થતો જાય છે તેને પણ તે જાણે છે. અહીં બંધ અને મોક્ષમાં આત્મા સિવાય બીજાની અપેક્ષા
આવી માટે તેમાં વ્યવહારે દ્વૈત કહ્યું.
સમયસારમાં દ્રષ્ટિપ્રધાન કથનમાં સમકીતિસંતને ચોથા ગુણસ્થાને પણ અબંધ કહ્યો, તેને બંધન થતું જ
નથી–એમ દ્રષ્ટિના જોરે કહ્યું; પરંતુ, ચોથે–પાંચમે–છઠ્ઠે ગુણસ્થાને હજી ચારિત્રની અસ્થિરતાથી જેટલા રાગ–દ્વેષ
થાય છે તેટલું બંધન છે, અને તે બંધનમાં કર્મના નિમિત્તની અપેક્ષા આવે છે, તેને સાધક વ્યવહારનયથી જાણે
છે; અબંધ સ્વભાવની દ્રષ્ટિ રાખીને બંધનને અને તેના નિમિત્તને તે જાણે છે. અબંધસ્વભાવની દ્રષ્ટિ વિના
અજ્ઞાનીને તો બંધનનું જ્ઞાન પણ સાચું થતું નથી.
જેમ એક પરમાણુ ‘બંધાયો કે છૂટો થયો’ એમ લક્ષમાં લેતાં તેમાં બીજા પરમાણુની અપેક્ષા આવે છે, –
‘આની સાથે બંધાયો અથવા તો આનાથી છૂટો થયો’ એમ બીજા પરમાણુની અપેક્ષા આવે છે તેથી તે પરમાણુ
બંધમાં ને મોક્ષમાં દ્વૈતને અનુસરનારું છે; બીજા પરમાણુની અપેક્ષા વગર તેને બંધ–મોક્ષ કહી શકાય નહિ, તેમ
આત્માના બંધ કે મોક્ષને લક્ષમાં લેતાં તેમાં કર્મની અપેક્ષા આવે છે, બંધ અને મોક્ષ તો આત્મા પોતે સ્વતંત્રપણે
કરે છે પણ તેમાં કર્મના સદ્ભાવની કે અભાવની અપેક્ષા આવે છે તેથી વ્યવહારનયે આત્મા બંધ–મોક્ષમાં

PDF/HTML Page 6 of 21
single page version

background image
: આસો: ૨૪૮૧ : ૨૯૫ :
અનુસરે, કે મોક્ષ વખતે નિમિત્તના અભાવને અનુસરે, તે બંને પ્રકાર આમાં આવી જાય છે. સાધકની પર્યાય
અંશે કર્મને અનુસરે છે ને અંશે કર્મના અભાવને પણ અનુસરે છે, સર્વથા કર્મના સદ્ભાવને જ અનુસરે છે–એમ
નથી, પરંતુ તે જ વખતે અંશે સ્વભાવને પણ અનુસરે છે એટલે કર્મના અભાવને પણ અનુસરે છે.–આ રીતે
સાધકની વાત છે. પરમ પારિણામિકભાવરૂપ નિરપેક્ષસ્વભાવની દ્રષ્ટિ રાખીને, પર્યાયના બંધ મોક્ષમાં કર્મના
સદ્ભાવની કે અભાવની જેટલી અપેક્ષા આવે છે તેને પણ સાધકજીવ જાણે છે. બંધ–મોક્ષમાં દ્વૈતને અનુસરે છે તે
મારી પર્યાયનો ધર્મ છે એટલે બંધ–મોક્ષમાં કર્મના નિમિત્તની અપેક્ષા આવતી હોવા છતાં, તે બંધ અને મોક્ષ
બંનેમાં મારા આત્માની સ્વતંત્રતા છે–એમ ધર્મી જાણે છે.
જો કર્મ આત્માને વિકાર કરાવી દેતું હોય તો તે નિમિત્ત તરીકે ન રહ્યું, પણ નિમિત્ત પોતે ઉપાદાનના
ધર્મમાં આવી ગયું, એટલે ઉપાદાનનો ધર્મ પણ સ્વતંત્ર ન રહ્યો. પરંતુ–એમ નથી. અહીં તો આત્મા એકલો
પોતાથી જ બંધ–મોક્ષપણે પરિણમે છે, પણ તેમાં કર્મની અપેક્ષા આવે છે તેટલી વાત છે. જીવ પોતે વિકાર કરીને
કર્મના ઉદયને અનુસરે છે ત્યારે કર્મને નિમિત્ત કહેવાય છે. નિમિત્ત વિકાર કરાવે એ માન્યતા તો સ્થૂળ ઊંધી છે.
હજી તો, પર વિકાર ન કરાવે પણ પોતાના દોષથી જ વિકાર થાય એમ માનીને પણ તે વિકાર સામે જ દ્રષ્ટિ
રાખ્યા કરે, –વિકાર જેટલો જ આત્માને અનુભવ્યા કરે, તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે.
અહીં આત્માની બંધ–મોક્ષપર્યાયમાં કર્મની અપેક્ષા આવે છે તેટલા પૂરતા દ્વૈતને વ્યવહાર કહ્યો છે, ને
બંધમોક્ષ પર્યાયને નિરપેક્ષ કહેવી તેને નિશ્ચય કહ્યો છે. ત્યારે સમયસારમાં અધ્યાત્મદ્રષ્ટિની પ્રધાનતાથી બંધ–
મોક્ષપર્યાયને પણ વ્યવહાર ગણ્યો છે, ભેદમાત્રને ત્યાં વ્યવહાર ગણ્યો છે ને શુદ્ધ–અભેદઆત્માને જ નિશ્ચય
ગણ્યો છે. સમ્યગ્દ્રષ્ટિને વ્યવહારનો–ભેદનો આશ્રય નથી, સમકીતિની દ્રષ્ટિમાં તો એકરૂપ અભેદ શુદ્ધઆત્મા જ
સાધ્ય ને ધ્યેય છે, તે ધ્યેયમાં એકાગ્રતા કરતાં પર્યાયની નિર્મળતા ખીલતી જાય છે, બંધ ટળતો જાય છે ને
મોક્ષપર્યાય થતી જાય છે. પણ સમ્યગ્દર્શનના વિષયમાં તે પર્યાયનો ભેદ અભૂતાર્થ છે.
અહીં જ્ઞાનપ્રધાન કથનમાં સ્વની પર્યાયને પણ નિશ્ચય કહ્યો ને તેમાં પરની અપેક્ષા લાગી તેને વ્યવહાર
કહ્યો; બંધ–મોક્ષપર્યાયપણે આત્મા એકલો જ પરિણમે છે એમ જાણવું તે નિશ્ચયનય છે, ને તે બંધમોક્ષપર્યાયમાં
કર્મની અપેક્ષા લઈને, આત્મા દ્વૈતને અનુસરે છે એમ જાણવું તે વ્યવહારનય છે. જો આત્મા સર્વથા કર્મના
અભાવને અનુસરે તો મોક્ષદશા હોય; સર્વથા કર્મના ઉદયને જ અનુસરે તો મિથ્યાદ્રષ્ટિ હોય; સાધકને બંને ધારા
એક સાથે છે એટલે કે સ્વભાવના અવલંબને અંશે કર્મના અભાવને પણ અનુસરે છે ને હજી અલ્પ વિકાર છે
તેટલા અંશે કર્મને પણ અનુસરે છે.
એક છૂટા પરમાણુમાં લાયકાત થતાં તે બીજા પરમાણુ સાથે બંધાય છે, ત્યાં બીજા પરમાણુ સાથે
બંધાવાનો ધર્મ તેનો પોતાનો છે, બીજા પરમાણુને લીધે તેનામાં બંધાવાનો ધર્મ થયો–એમ નથી. પરમાણુને
બંધન થવામાં ‘બે ગુણ અધિક’ સાથે બંધાય–એ નિયમ છે, પણ છૂટવામાં કોઈ નિયમ નથી. બે પરમાણુનો
સંયોગ થયો તે બંધન, ને બે પરમાણુ છૂટા પડ્યા ને મોક્ષ,–એમ બંધ–મોક્ષમાં પરમાણુને દ્વૈતપણું છે. સ્પર્શગુણની
ચાર અંશ લૂખાશ કે ચીકાસવાળા પરમાણુ સાથે બે અંશવાળો પરમાણુ બંધાય, ત્યાં તે ચાર અંશવાળા
પરમાણુને ‘બંધક’ (બંધ કરનાર) કહેવાય છે; ને અન્ય પરમાણુથી તે છૂટો પડે ત્યારે અન્ય પરમાણુને ‘મોચક’
(મુક્ત કરનાર) કહેવાય છે. એ રીતે પરમાણુને બંધ–મોક્ષમાં અન્ય પરમાણુની અપેક્ષા આવતી હોવાથી
વ્યવહારનયે દ્વૈતપણું છે. તેમ આત્માની અવસ્થામાં પોતાની લાયકાત અનુસાર બંધ–મોક્ષ થાય છે, ત્યાં ‘આત્મા
બંધાયો અને મુક્ત થયો’ એમ કહેવામાં કર્મથી બંધાયો ને કર્મથી છ્રૂટયો–એવી કર્મની અપેક્ષા લેતાં દ્વૈતપણું આવે
છે એટલે આત્મા વ્યવહારનયે દ્વૈતને અનુસરે છે–આવો આત્માનો એક ધર્મ છે.
કાર્તિકેયસ્વામીની દ્વાદશ–અનુપ્રેક્ષાની ૨૧૧ મી ગાથામાં પુદ્ગલની બડી શક્તિ વર્ણવી છે. આત્માને જે
કેવળજ્ઞાનરૂપ મહાન સ્વભાવ, તેને આવરવામાં નિમિત્ત થાય એવી પુદ્ગલની મહાન શક્તિ છે–એમ કહીને ત્યાં
તો નિમિત્ત તરીકે પુદ્ગલની પર્યાયમાં કેવો ઉત્કૃષ્ટધર્મ છે તે બતાવ્યું છે. પણ આ તરફ જીવનો ઉત્કૃષ્ટસ્વભાવ
કેવળજ્ઞાનસામર્થ્યથી ભરેલો છે–તેની પ્રતીત કરે તો જ પુદ્ગલના

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૨૯૬ : : આસો: ૨૪૮ :
સ્વભાવનું યથાર્થ જ્ઞાન થાય. એકલા પુદ્ગલનું જ સામર્થ્ય છે ને પુદ્ગલ જ જીવની શક્તિને રોકે છે–એમ જે
માને તેની તો દ્રષ્ટિ જ ઊંધી છે, તેણે તો જીવ–પુદ્ગલની ભિન્નતા પણ નથી માની, તો જીવની શક્તિ શું ને
પુદ્ગલની શક્તિ શું તેની તેને ખબર પડે નહિ. પુદ્ગલની શક્તિ પુદ્ગલમાં છે ને જીવનો ધર્મ જીવમાં સ્વતંત્ર છે;
પુદ્ગલને અનુસરવું કે પોતાના ચિદાનંદસ્વભાવને અનુસરવું તેમાં જીવ પોતે સ્વતંત્ર છે. વ્યવહારનયથી જીવના
ધર્મનું વર્ણન હોય કે નિશ્ચયનયથી વર્ણન હોય, તેમાં સર્વત્ર જીવના દ્રવ્ય–ગુણ–પર્યાયની સ્વતંત્રતા રાખીને તે
વર્ણન છે એમ સમજવું જોઈએ, અને એમ સમજવું તે જ સર્વજ્ઞભગવાનના અનેકાન્તશાસનનું રહસ્ય છે. જીવ
પોતે કેવળજ્ઞાનરૂપે ન પરિણમતાં અલ્પજ્ઞરૂપે પરિણમે છે ત્યારે તે કેવળજ્ઞાનાવરણીયકર્મને અનુસરે છે. ત્યાં
કેવળજ્ઞાનાવરણીયકર્મે જીવની કેવળજ્ઞાન શક્તિને રોકી એમ કહેવું તે તો ફક્ત નિમિત્તના ઉપચારનું કથન છે.
ભગવાન! ‘કેવળજ્ઞાનાવરણીય કર્મ છે માટે આત્માએ તેને અનુસરવું પડે છે’ એમ ઊંધુંં ન લે, પણ બંધભાવ
વખતે કર્મને અનુસરે એવો તારો પોતાનો ધર્મ છે–એમ આત્મા તરફથી સવળું લે; તો તને આત્માના ધર્મ દ્વારા
આત્મદ્રવ્યની ઓળખાણ થાય અને તારો વ્યવહારનય સાચો થાય.
ત્રિકાળી સ્વભાવને લક્ષમાં લઈને જુઓ તો આત્મા શુદ્ધ એકરૂપ છે, તેની પર્યાય વિકારીભાવમાં અટકે
તે ભાવબંધ છે અને તે ભાવબંધમાં કર્મસંયોગરૂપ નિમિત્ત તે બીજું છે, એ રીતે બંધમાં દ્વૈત છે. તેમ જ
સ્વભાવમાં લીન થઈને મોક્ષપર્યાય પ્રગટ કરે તેમાં પણ કર્મના નાશની અપેક્ષા હોવાથી દ્વૈત છે. આ રીતે પરની
અપેક્ષા સહિત બંધ–મોક્ષ પર્યાયનું કથન કરવું તે વ્યવહારનયનો વિષય છે. વ્યવહારનયથી આત્મા બંધ અને
મોક્ષ બન્નેમાં દ્વૈતની અપેક્ષા રાખનાર છે. અહીં, એકરૂપ આત્મામાં બંધ અને મોક્ષ એવા બે પ્રકાર પડ્યા માટે
વ્યવહાર–એમ નથી, પરંતુ બંધ અને મોક્ષ એ બન્ને પર્યાયમાં પરની અપેક્ષારૂપ દ્વૈત હોવાથી તેને વ્યવહાર કહ્યો
છે. અને કર્મની અપેક્ષા ન લેતાં, આત્મા એકલો જ બંધ–મોક્ષદશારૂપ થાય છે–એમ લક્ષમાં લેવું તેને નિશ્ચય
કહેશે. આ રીતે અહીં બંધ–મોક્ષ પર્યાયનું કથન નિમિત્તની અપેક્ષા સહિત કરવું તે વ્યવહાર છે ને એકલા પોતાથી
બંધ–મોક્ષપર્યાયનું વર્ણન કરવું તે નિશ્ચય છે. જ્યાં જે અપેક્ષાથી નિશ્ચય–વ્યવહાર કહેવામાં આવ્યા હોય ત્યાં તે
પ્રકારથી સમજવું જોઈએ.
પુદ્ગલકર્મ જીવને ભાવબંધ કરાવે છે એમ નથી પરંતુ જીવનો એક એવો ધર્મ છે કે પોતાના ભાવબંધમાં
તે પુદ્ગલકર્મને અનુસરે છે; આત્મા પોતે નિમિત્તને અનુસરે છે, પરંતુ નિમિત્તમાં એવો ધર્મ નથી કે તે આત્માને
પરાણે અનુસરણ કરાવે! આ ધર્મને સમજે તો તેમાં પણ આત્માની સ્વતંત્રતા સમજાય છે. આ ધર્મો કહેવાય છે
તે બધા ધર્મોવાળું તો આત્મદ્રવ્ય છે, માટે અનંત ધર્મસ્વરૂપ આત્મદ્રવ્યના લક્ષપૂર્વક જ્ઞાની પોતાના ધર્મને જાણે
છે. પર્યાયમાં હજી બંધભાવ છે તેટલો આત્મા કર્મને અનુસરે છે, ક્ષણિક પર્યાયમાં તેવો ધર્મ છે; કર્મને
અનુસરવાનો ત્રિકાળી સ્વભાવ નથી પરંતુ કર્મના અભાવને અનુસરવાનો આત્માનો ત્રિકાળી સ્વભાવ છે.–
આવા સ્વભાવની પ્રતીતિમાં ધર્મીને અવસ્થામાંથી કર્મનું અનુસરણ છૂટતું જાય છે ને કર્મના અભાવનું અનુસરણ
થતું જાય છે. આ રીતે વ્યવહારનયે બંધમાં તેમ જ મોક્ષમાં આત્મા દ્વૈતને અનુસરનાર છે.
પુદ્ગલકર્મમાં કાંઈ એવો ધર્મ નથી કે તે આત્માના બંધ–મોક્ષને કરે; આત્મા પોતે જ પોતાના બંધ–મોક્ષને
કરે છે, ને પોતે દ્વૈતને અનુસરે છે. બંધ અને મોક્ષ તો ક્રમે છે, બંધદશા વખતે મોક્ષદશા ન હોય ને મોક્ષદશા
વખતે બંધદશા ન હોય; પણ તે બંધ અને મોક્ષ બંને દશામાં દ્વૈતને અનુસરવા રૂપ ધર્મ આત્મામાં છે. બંધ વખતે
દ્વૈતને અનુસરવારૂપ જુદો ધર્મ, ને મોક્ષ વખત દ્વૈતને અનુસરવારૂપ જુદો ધર્મ–એમ જુદા જુદા બે ધર્મ નથી
લીધા, પણ દ્વૈતને અનુસરવારૂપ એક ધર્મ છે, તે ધર્મથી આત્મા બંધ વખતે તેમ જ મોક્ષ વખતે દ્વૈતને અનુસરે છે,
એટલે કે તેની બંધ–મોક્ષપર્યાયમાં બીજા નિમિત્તની અપેક્ષા પણ આવે છે.
મોક્ષપર્યાયમાં પણ આત્મા દ્વૈતને અનુસરે છે એમ વ્યવહારે કહ્યું, તેથી કાંઈ તેમાં પરનું અવલંબન નથી.
પોતાની મોક્ષપર્યાયની લાયકાત વખતે આત્મા પોતે કર્મના અભાવને અનુસરે છે, એટલે એક પોતે ને બીજું
કર્મના અભાવરૂપ નિમિત્ત,–એ રીતે આત્મા દ્વૈતને અનુસરે છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
: આસો: ૨૪૮૧ : ૨૯૭ :
આ દ્વૈતને અનુસરવારૂપ ધર્મ પણ કાંઈ પરના આશ્રયે નથી, તે ધર્મ પણ આત્માના જ આશ્રયે છે.
જુઓ, આ ચૈતન્યવસ્તુનો મહિમા! તેનામાં અનંત ધર્મોનો વાસ છે. ચૈતન્યવસ્તુ અનંતધર્મોની વસતીથી
વસેલી છે, અનંતધર્મોનું તેનામાં વાસ્તુ છે. જેમ મોટા મકાનોમાં વાસ્તુ કરીને માણસો તેમાં વાસ કરે છે, પણ જો
માણસો જ ન વસતા હોય તો ખાલી મકાનમાં વાસ્તુ શેનું? તેમ આ આત્મામાં વાસ્તુ થાય છે. આત્મવસ્તુમાં
કોણ વસે છે?–આત્મવસ્તુમાં પોતાના અનંત ધર્મો વસે છે, તે અનંતધર્મોનું વાસ્તુ આત્મામાં છે. ભગવાન!
તારી આવી વસ્તુના મહિમાને લક્ષમાં લઈને તેમાં તું વાસ કર.–તો તારો ભવ–વાસ મટે ને મોક્ષદશા પ્રગટે.
આત્માના અનંતધર્મોમાં એક એવો ધર્મ છે કે બંધ અને મોક્ષમાં તે દ્વૈતને અનુસરે છે. બંધ વખતે કર્મનો
ઉદય છે માટે તે કર્મને લીધે આત્મા દ્વૈતને અનુસરે છે–એમ નથી, કેમકે મોક્ષવખતે તો કર્મનો અભાવ હોવા છતાં
ત્યાં પણ આત્મા દ્વૈતને અનુસરે છે–એમ કહ્યું છે. વ્યવહારનયથી મોક્ષમાં પણ પરની (કર્મના અભાવની)
અપેક્ષા લાગુ પડતી હોવાથી ત્યાં પણ આત્મા દ્વૈતને અનુસરે છે એમ કહ્યું છે. આ રીતે દ્વૈતને અનુસરવામાં પણ
આત્માની સ્વતંત્રતા છે. પરંતુ એમ નથી કે કર્મના ઉદયનું જોર છે માટે આત્માએ તેને અનુસરીને બંધભાવ
કરવો પડે છે અને કર્મ છોડે ત્યારે આત્માની મુક્તિ થાય. આત્મા બંધન વખતે પોતે કર્મના ઉદયને અનુસરે છે ને
મોક્ષ વખતે પોતે કર્મના અભાવને અનુસરે છે,–એવો દ્વૈતને અનુસરવાનો ધર્મ પોતાનો છે. પરસન્મુખદ્રષ્ટિથી
આ ધર્મની કબુલાત યથાર્થપણે થઈ શકતી નથી, પણ આત્મદ્રવ્યની સન્મુખ દ્રષ્ટિ રાખીને જ તેના ધર્મનો
યથાર્થપણે સ્વીકાર થાય છે.
આત્માના એક ધર્મનો યથાર્થ સ્વીકાર કરવા જાય તો તેમાં પણ બધું રહસ્ય આવી જાય છે. આત્મા એક
વસ્તુ, તેનામાં અનંત ધર્મો, તે અનંતધર્મોરૂપ વસ્તુને જાણનારું પ્રમાણજ્ઞાન, એકેક ધર્મને જાણનાર એકેક નય,
એવા અનંતનયોસ્વરૂપ શ્રુતજ્ઞાન પ્રમાણ, અવસ્થામાં વિકાર અને તેનું નિમિત્ત,–આ બધું રહસ્ય આમાં સમાઈ
જાય છે. આવી વાત સર્વજ્ઞના કહેલા જૈનદર્શન સિવાય બીજે ક્યાંય આવતી નથી.
અહીં આત્મદ્રવ્ય સમજાવવા માટે તેના જુદા જુદા ધર્મો વડે તેનું વર્ણન કર્યું છે; તેમાં જોર ક્યાં આપવાનું
છે? એકેક ધર્મનો ભેદ પાડીને તેના ઉપર જોર આપવાનું નથી, પણ આત્માના આ ધર્મોદ્વારા ધર્મી એવા શુદ્ધ
ચૈતન્યમાત્ર આત્મદ્રવ્યનો નિર્ણય કરીને તેના ઉપર દ્રષ્ટિનું જોર આપવાનું છે. અંતરંગમાં પોતાના આત્માને શુદ્ધ
ચૈતન્યમાત્ર દેખવો તે જ આ બધા નયોનું તાત્પર્ય છે. એ સિવાય નિમિત્ત ઉપર, વિકાર ઉપર કે ભેદ ઉપર વજન
આપવું એવું કોઈપણ નયનું તાત્પર્ય નથી. અનંતધર્મોના પિંડરૂપ શુદ્ધચૈતન્યમૂર્તિ આત્મદ્રવ્ય છે તેના આ બધા
ધર્મો છે–એમ જાણીને, તે શુદ્ધચૈતન્યમૂર્તિ આત્માનું જ અવલંબન કરતાં શુદ્ધઆત્માની પ્રાપ્તિ થાય છે એટલે કે
આત્માની પૂર્ણશુદ્ધ મુક્તદશા પ્રગટી જાય છે.
જુઓ, અહીં વ્યવહારનયમાં પણ એમ નથી કે કર્મનો ઉદય આત્માને બંધન કરાવે. વ્યવહારનયથી કર્મની
એટલી અપેક્ષા છે કે આત્મા પોતે બંધ વખતે તેને અનુસરે છે. કર્મનો એવો ધર્મ નથી કે આત્માને બંધ–મોક્ષ
કરાવે. બંધ–મોક્ષ વખતે કર્મના સદ્ભાવ કે અભાવને અનુસરે એવો આત્માનો ધર્મ છે. વ્યવહારનય પણ
આત્માના ધર્મને બતાવે છે, તે કાંઈ નિમિત્તના ધર્મને નથી બતાવતો. ‘વ્યવહારનયથી આત્મા બંધ–મોક્ષમાં
દ્વૈતને અનુસરે છે’ એમ કહ્યું, તેમાં દ્વૈતને અનુસરવારૂપ જે ધર્મ છે તે તો આત્મામાં નિશ્ચયથી જ છે. વ્યવહાર
નયના વિષયરૂપ ધર્મ પણ આત્મામાં નિશ્ચયથી છે; વ્યવહારનયના વિષયરૂપ ધર્મ આત્મામાં નથી–એમ નથી;
આત્માના જે અનંતા ધર્મો છે તે બધાય નિશ્ચયથી આત્મામાં છે. તેમાંથી આ બંધ–મોક્ષમાં દ્વૈતને અનુસરવારૂપ
ધર્મવડે આત્માને લક્ષમાં લેનારું જ્ઞાન તે વ્યવહારનય છે, કેમ કે તે નિમિત્તની અપેક્ષા લઈને બંધ–મોક્ષને જાણે છે
માટે તે વ્યવહારનય છે.
જેમ બે અંશ કે તેથી વધારે લૂખાશ કે ચીકાસવાળા પરમાણુમાં બંધ થવાની લાયકાત થતાં તે પરમાણુ
પોતાથી બે અંશ જ અધિક એવા અન્ય પરમાણુ કે સ્કંધને અનુસરીને પોતે પણ તેટલી લૂખાશ કે ચીકાસરૂપે
પરિણમીને

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૨૯૮ : : આસો: ૨૪૮ :
બંધાય છે; એ રીતે વ્યવહારનયથી તે પરમાણુ બંધમાં દ્વૈતને અનુસર્યો છે. અનુસરવાનો ધર્મ તો તે પરમાણુનો
પોતાનો છે, કાંઈ બીજા બે અંશ અધિક પરમાણુના કારણે તે ધર્મ નથી આવ્યો. એ જ પ્રમાણે તે પરમાણુની
લાયકાત થતાં સ્કંધથી છૂટો પડે, ત્યાં પણ અન્ય પરમાણુથી છૂટો પડવારૂપ દ્વૈતને અનુસરે છે. તેમ આત્મા બંધ–
મોક્ષમાં દ્વૈતને અનુસરે છે. બંધન કહેતાં કર્મના સંયોગની અપેક્ષા આવે છે ને મોક્ષ કહેતાં કર્મના વિયોગની
અપેક્ષા આવે છે. આત્મા અને કર્મ એવા દ્વૈત વિના બંધ–મોક્ષ સાબિત થતા નથી, માટે વ્યવહારનયે બંધમાં તેમ
જ મોક્ષમાં આત્મા દ્વૈતને અનુસરનાર છે. વ્યવહારનયથી પણ એમ નથી કહ્યું કે પરને લીધે આત્માને બંધ–મોક્ષ
થાય છે. બંધ–મોક્ષ તો પોતાથી જ થાય છે, પણ વ્યવહારે તેમાં કર્મના સંયોગ–વિયોગની અપેક્ષા આવે છે તેથી
બંધ–મોક્ષમાં દ્વૈત ગણ્યું છે. આમ સમજે તો કર્મને કારણે જીવને બંધ–મોક્ષ થવાની માન્યતા ન રહે એટલે
પરાધીનદ્રષ્ટિ ન રહે, પણ આ ધર્મ આત્માનો છે તેથી આત્મદ્રવ્ય તરફ જોવાનું રહે છે. નિમિત્ત ઉપર કે વિકાર
ઉપર જેની દ્રષ્ટિનું વજન છે તેને આત્માના એક પણ ધર્મની યથાર્થ ઓળખાણ થતી નથી. ધર્મદ્વારા ધર્મી એવા
શુદ્ધચૈતન્યરૂપ આત્મદ્રવ્યને ઓળખીને તેના ઉપર દ્રષ્ટિનું જોર જતાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય છે અને
ત્યારે જ આત્માના ધર્મોની યથાર્થ ઓળખાણ થાય છે. આ રીતે આ કોઈપણ ધર્મના જ્ઞાનદ્વારા અનંત ધર્મના
પિંડરૂપ શુદ્ધચૈતન્યદ્રવ્યને દ્રષ્ટિમાં લઈને તેનો અનુભવ કરવો તે જ કરવાનું છે.
અહો! અનંત ગુણોથી સ્વાધીન એવા ચૈતન્યસ્વરૂપ શુદ્ધઆત્માને ઓળખીને તેનો મહિમા અને અનુભવ
કરે તો અનાદિના મિથ્યાત્વનું મહાપાપ છૂટીને આત્મા હળવો થઈ જાય. એકવાર આવા આત્મા ઉપર દ્રષ્ટિ કરતાં
જ અનંત સંસારના કારણરૂપ મોહભાવ છૂટી જાય ને મોક્ષની નિઃશંકતાથી આત્મા એકદમ હળવો થઈ જાય. પછી
તે શુદ્ધ આત્માનું અવલંબન લઈને જેમ જેમ તેમાં એકાગ્ર થતો જાય તેમ તેમ અવિરતિ વગેરે પાપો પણ છૂટીને
આત્મા હળવો થતો જાય ને અતીન્દ્રિયઆનંદનું વેદન વધતું જાય; છેવટે પૂર્ણપણે શુદ્ધાત્મસ્વરૂપમાં એકાગ્ર થતાં
વિકારનો ભાર સર્વથા ટળીને આત્મા તદ્ન હળવો થઈ જાય એટલે કે સંપૂર્ણશુદ્ધ થઈ જાય ને પૂર્ણ અતીન્દ્રિય
આનંદ પ્રગટી જાય. પહેલાંં બંધદશામાં કર્મના નિમિત્તનો સદ્ભાવ હતો, ને હવે મોક્ષદશામાં કર્મનો અભાવ થઈ
ગયો એટલે કર્મથી છૂટકારો થયો, એ રીતે બંધમાં તેમ જ મોક્ષમાં આત્મા દ્વૈતને અનુસરે છે–એવો તેનો એક ધર્મ
છે, ને તે ધર્મથી આત્માને જાણનારું જ્ઞાન તે વ્યવહારનય છે.
[૪૫] નિશ્ચયનયે આત્માનું વર્ણન

આત્મદ્રવ્ય નિશ્ચયનયે બંધ અને મોક્ષને વિષે અદ્વૈતને અનુસરનારું છે. જેમ બંધ–મોક્ષને યોગ્ય એવી
લૂખાશ કે ચીકાસરૂપે પરિણમીને પરમાણુ એકલો જ બંધાય કે મુક્ત થાય છે, તેમ નિશ્ચયનયથી આત્મા એકલો
જ બંધ કે મોક્ષદશારૂપે થાય છે; બંધમાં કે મોક્ષમાં પોતાની યોગ્યતાથી જ પરિણમે છે, તેમાં નિશ્ચયથી બીજાની
અપેક્ષા રાખતો નથી. અહીં બંધ મોક્ષની પર્યાયને નિશ્ચયનયનો વિષય કહ્યો છે, તે બંધ મોક્ષમાં પરની અપેક્ષા
ન લેતાં એકલા આત્માથી જ તે પર્યાયો થતી જાણવી તે નિશ્ચયનય છે. તે નિશ્ચયનયથી બંધ મોક્ષમાં આત્મા
એકલો જ છે એટલે આત્મા અદ્વૈતને અનુસરે છે.
અહીં, નિશ્ચયનયથી આત્મા બંધ–મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે એમ કહ્યું તેમાં, ‘નિશ્ચયથી આત્માનો
ત્રિકાળ એકરૂપ સ્વભાવ–કે જે દ્રષ્ટિનો વિષય છે’ તેની વાત નથી, પણ બંધ–મોક્ષપર્યાયમાં આત્મા એકલો જ
પરિણમે છે–એમ એકલા આત્માની અપેક્ષાથી બંધ મોક્ષપર્યાયને લક્ષમાં લેવાની વાત છે. બંધ પર્યાયમાં પણ
એકલો આત્મા જ પરિણમે છે ને મોક્ષપર્યાયમાં પણ એકલો આત્મા જ પરિણમે છે, એ રીતે બંધ–મોક્ષ પર્યાય
નિરપેક્ષ છે, એટલે નિશ્ચયથી આત્મા બંધમાં તેમજ મોક્ષમાં અદ્વૈતને અનુસરનાર છે, એવો તેનો એક ધર્મ છે.
વસ્તુના એક ધર્મને જ જાણવામાં ન અટકતાં, તે ધર્મદ્વારા અનંતધર્મને ધારણ કરનાર એવી આખી ચૈત–

PDF/HTML Page 10 of 21
single page version

background image
: આસો: ૨૪૮૧ : ૨૯૯ :
ન્યવસ્તુને ઓળખે તો સમ્યક્ શ્રદ્ધા જ્ઞાન થાય. પુણ્યના શુભરાગથી ધર્મ થાય એમ જેણે માન્યું તેણે
અનંતધર્મસ્વરૂપ આત્માને માન્યો નથી, પણ એક ક્ષણિક વિકારને જ આત્મા માન્યો છે. શુભરાગ તે તો
આત્માના અનંતગુણોમાંથી એક સચિત્ર ગુણની એક સમયની વિકારી અવસ્થા છે, તે જ વખતે આત્મામાં તે
ચારિત્ર ગુણની અનંતી શુદ્ધપર્યાયો થવાની તાકાત છે તેમ જ ચારિત્ર સિવાયના જ્ઞાન–શ્રદ્ધા વગેરે અનંતા ગુણો
છે. જો આવા અનંત ગુણના ધરનાર આત્માને લક્ષમાં લ્યે તો તે જીવને ક્ષણિક રાગમાં એકતાબુદ્ધિ થાય નહિ ને
તે રાગથી લાભ માને નહિ. ક્ષણિક રાગથી લાભ માનનારે અનંતધર્મના પિંડ શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્માને માન્યો
નથી, તેથી તેને ધર્મ થતો નથી.
હે ભગવાન! આત્મા કેવો છે?–કે જેને ઓળખીને અંતરમાં એકાગ્ર થવાથી ધર્મ થાય,–એમ જિજ્ઞાસુ
શિષ્યે પૂછ્યું છે, તેનો આ ઉત્તર ચાલે છે. તેમાં આચાર્યદેવે અનેક નયોથી વર્ણન કરીને આત્માનું સ્વરૂપ
સમજાવ્યું છે. નયોથી આત્માના જે જે ધર્મોનું વર્ણન કર્યું છે તે બધા ધર્મો આત્મામાં પોતાથી જ છે, પરને લીધે
આત્માના ધર્મો નથી; એટલે પર સામે જોવાનું રહેતું નથી પણ ધર્મના આધારરૂપ એવા શુદ્ધ ચૈતન્યદ્રવ્યની સામે
જોવાનું રહે છે.
નિશ્ચયથી આત્મા પોતે એકલો જ બંધ–મોક્ષરૂપે પરિણમે છે; બંધ થવામાં કર્મનું નિમિત્ત, ને મોક્ષ થવામાં
દેવ–ગુરુ–શાસ્ત્રનું નિમિત્ત–એમ પરની અપેક્ષાથી બંધ–મોક્ષને લક્ષમાં લેવા તે વ્યવહાર છે. આત્મા પોતે પોતાની
પર્યાયમાં જ બંધાય છે ને પોતે પોતાની પર્યાયમાં જ મોક્ષ પામે છે, એ રીતે બંધ–મોક્ષમાં પોતે એકલો જ હોવાથી
નિશ્ચયથી આત્મા અદ્વૈતને અનુસરે છે. નિશ્ચયથી બંધમાં કે મોક્ષમાં આત્મા પોતાના ભાવને જ અનુસરે છે,
પરને અનુસરતો નથી. પોતે વિકાર ભાવરૂપે પરિણમીને તે વિકારથી બંધાય છે ને શુદ્ધચૈતન્યસ્વભાવના આશ્રયે
પોતે જ શુદ્ધભાવરૂપે પરિણમીને મુક્ત થાય છે, આ રીતે નિશ્ચયથી આત્મા બંધમાં કે મોક્ષમાં પોતાના સિવાય
કોઈ પરને નથી અનુસરતો, તેથી બંધ–મોક્ષમાં અદ્વૈતને અનુસરે છે એવો તેનો ધર્મ છે. આ વાત સમજે તો બંધ–
મોક્ષરૂપે પરિણમનાર એવા આત્મા ઉપર દ્રષ્ટિ જાય ને શુદ્ધચૈતન્યસ્વરૂપ આત્મા તેની દ્રષ્ટિમાં આવી જાય; પર
ચીજ બંધ–મોક્ષ કરાવે–એ માન્યતા તો તેને રહે જ નહિ. અને જેને આવી દ્રષ્ટિ થઈ કે “બંધ–મોક્ષરૂપે મારો
આત્મા એકલો જ પરિણમે છે”–તેને પોતામાં એકલું બંધરૂપ પરિણમન ન હોય પરંતુ મોક્ષમાર્ગરૂપ પરિણમન
તેને શરૂ થઈ જ જાય. ૪૪ મા નયમાં વ્યવહારનયથી બંધ–મોક્ષમાં દ્વૈતને અનુસરવાનો ધર્મ કહ્યો તેમાં પણ, તે
ધર્મ આત્માનો પોતાનો હોવાથી આત્મદ્રવ્યની સામે જ જોવાનું આવે છે, કાંઈ પર સામે દ્રષ્ટિ કરવાનું નથી
આવતું. દ્વૈતને અનુસરવારૂપ ધર્મ (અર્થાત્ અદ્વૈતને અનુસરવારૂપ ધર્મ) પણ આત્મામાં છે, એ રીતે અનંત ધર્મો
એક સાથે વર્તે છે, તે બધા ધર્મોને કબુલતાં આખું આત્મદ્રવ્ય જ શુદ્ધચૈતન્યમાત્રપણે દ્રષ્ટિમાં આવી જાય છે.
અનંત ધર્મના પિંડરૂપ આખા આત્મદ્રવ્યને ભૂલીને, એક ધર્મ ઉપર જ લક્ષ રાખ્યા કરે તો ત્યાં આત્મદ્રવ્ય
યથાર્થપણે પ્રતીતમાં આવતું નથી. અનંતધર્મવાળા આત્મદ્રવ્યને લક્ષમાં લેતાં તે શુદ્ધચૈતન્યમાત્રપણે દ્રષ્ટિમાં (–
પ્રતીતમાં) આવે છે, ત્યાં અપૂર્વ સમ્યગ્દર્શન થાય છે ને અનાદિના મિથ્યાત્વનો નાશ થઈ જાય છે.–અહીંથી
સાધકદશાની અપૂર્વ શરૂઆત થાય છે. પણ તે શુદ્ધચૈતન્યમાત્ર આત્મામાં જ એકાગ્ર થતાં ચારિત્રદશારૂપ
મુનિપણું પ્રગટે છે ને અસ્થિરતાનો નાશ થઈ જાય છે.–આ જ ધર્મ અને મોક્ષમાર્ગ છે.
અજ્ઞાનીને અનંતધર્મસ્વરૂપ પોતાના આત્માનો મહિમા ન આવતાં પરનો મહિમા આવે છે ને બહુ તો
એકેક ધર્મ ભેદ પાડીને તેના વિકલ્પમાં જ લાભ માનીને તે રોકાઈ જાય છે તેથી શુદ્ધચૈતન્યદ્રવ્ય તેની પ્રતીતમાં
આવતું નથી, ને તેના મિથ્યાત્વનો નાશ થતો નથી.
અહીં આચાર્યદેવ કહે છે કે બંધમાર્ગમાં પણ આત્મા પોતે એકલો જ બંધભાવને કરે છે, મોક્ષમાર્ગમાં પણ
આત્મા એકલો જ પોતાના જ છ કારકથી પોતે મોક્ષમાર્ગરૂપે પરિણમે છે ને મોક્ષમાં પણ પોતે એકલો જ છે.
મોક્ષમાર્ગ વખતે વ્યવહારે બીજા નિમિત્તની અપેક્ષા ભલે હો, પરંતુ ખરેખર મોક્ષમાર્ગમાં આત્મા પોતાના
સ્વભાવને જ અનુસરે છે. પરને અનુસરીને મોક્ષમાર્ગ નથી. ‘બંધમાર્ગમાં તેમ જ મોક્ષમાર્ગમાં હું એકલો જ છું,
કોઈ અન્ય દ્રવ્ય સાથે મારે સંબંધ નથી’–એમ નક્કી કરનાર જીવ પરદ્રવ્ય સાથેની એકત્વબુદ્ધિ તોડીને, સ્વદ્રવ્ય
તરફ વળતાં

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૩૦૦ : : આસો: ૨૪૮ :
શુદ્ધ આત્માને પામે છે. આ પ્રવચનસારની ૧૨૬ મી ગાથામાં આચાર્યદેવે કહ્યું હતું કે–જ્યારે હું સંસારી હતો
ત્યારે (અજ્ઞાનદશામાં) પણ ખરેખર મારું કોઈ પણ નહોતું; ત્યારે પણ હું એકલો જ કર્તા હતો, કારણ કે હું
એકલો જ ઉપરોક્ત ચૈતન્યરૂપ સ્વભાવ વડે સ્વતંત્ર હતો... અને હમણાં મુમુક્ષુદશામાં અર્થાત્ જ્ઞાનદશામાં પણ
ખરેખર મારું કોઈ પણ નથી; હમણાં પણ હું એકલો જ કર્તા છું, કારણ કે હું એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપ
સ્વભાવ વડે સ્વતંત્ર છું...–આ રીતે બંધમાર્ગમાં તેમ જ મોક્ષમાર્ગમાં આત્મા એકલો જ છે એમ ભવનાર આ
પુરુષ પરમાણુની માફક એકત્વ ભાવનામાં ઉન્મુખ–તત્પર હોવાથી, તેને પરદ્રવ્યરૂપ પરિણતિ બિલકુલ થતી નથી;
અને, પરમાણુની માફક, એકત્વને ભાવનાર પુરુષ પર સાથે સંપૃક્ત થતો નથી; તેથી પરદ્રવ્ય સાથે
અસંપૃક્તપણાને લીધે તે સુવિશુદ્ધ હોય છે.
બંધ–મોક્ષમાં દ્વૈતને અનુસરવાની વાત કરી તેમાં પણ બંધ–મોક્ષ તો જીવની પોતાની જ લાયકાતથી છે,
કાંઈ પરને લીધે બંધ–મોક્ષ નથી, પણ સાથે નિમિત્તની અપેક્ષાનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. ને અહીં બંધ–મોક્ષમાં
અદ્વૈતને અનુસરવાનું કહીને એ બતાવ્યું કે બંધમાં, મોક્ષમાર્ગમાં કે મોક્ષમાં પરદ્રવ્યથી નિરપેક્ષપણે આત્મા પોતે
એકલો જ પરિણમે છે; બંધ–મોક્ષ સ્વત: પોતાથી જ થાય છે. નિશ્ચયથી આત્મા અદ્વૈતને અનુસરે છે–એમ અહીં
કહ્યું તેનો અર્થ એમ નથી કે ‘આત્માને બંધન છે જ નહિ.’ બંધનમાં પણ નિશ્ચયથી આત્મા એકલો જ પરિણમે
છે–તેથી તેને અદ્વૈતને અનુસરનાર કહ્યો છે–એમ સમજવું.
જેમ પરમાણુ પોતે પોતામાં જ બંધ કે મોક્ષને ઉચિત એવી લૂખાશ–ચિકાસરૂપે પરિણમે છે; બીજા
પરમાણુઓ સાથે બંધાય તે વખતે પણ બંધ અવસ્થારૂપે પોતે પોતામાં જ પરિણમે છે, તેમ જ
અન્યપરમાણુઓથી છૂટો પડે ત્યારે તે છૂટા પડવારૂપ અવસ્થારૂપે પણ તે પોતે પોતામાં જ પરિણમે છે. આ રીતે
નિશ્ચયથી તે પરમાણુના બંધ મોક્ષમાં બીજા પરમાણુની અપેક્ષા નથી, તેમ નિશ્ચયનયથી જોતાં આત્માના બંધ
મોક્ષમાં પરની અપેક્ષા નથી, આત્મા પોતે એકલો જ બંધ મોક્ષને યોગ્ય પોતાની પર્યાયથી બંધાય કે મુકાય છે.
વ્યવહારનયથી પણ કાંઈ બંધ મોક્ષરૂપે આત્માને બીજો નથી પરિણમાવતો, પરંતુ વ્યવહારનયે આત્માના બંધ
મોક્ષમાં પર નિમિત્તોની અપેક્ષા આવે છે, છતાં ત્યાં પણ બંધ–મોક્ષરૂપે આત્મા પોતે પોતાથી એકલો જ પરિણમે
છે. ‘હું પરની ક્રિયાને કરું અને પરચીજ મારી બંધ–મોક્ષ અવસ્થાને કરે’ એમ માનનાર તો મોટા મિથ્યાત્વનો
ધણી છે, પોતાના સ્વાધીન ધર્મોનું તેને ભાન નથી, ને પરચીજને પણ તે સ્વતંત્ર માનતો નથી.–એવા
મિથ્યાદ્રષ્ટિને કિંચિત્ધર્મ થતો નથી.
આત્મા શુદ્ધચૈતન્યમાત્ર વસ્તુ છે. તે વસ્તુમાં તેના અનંતધર્મો એકસાથે રહેલા છે. એકસાથે અનંતધર્મો
સહિત વસ્તુને જાણનારું જ્ઞાન તે પ્રમાણ છે, અને તેના ધર્મોને મુખ્ય–ગૌણ કરીને જાણનારું જ્ઞાન તે નય છે.
અનંતધર્મસ્વરૂપ આખી વસ્તુના જ્ઞાનપૂર્વક તેના કોઈ ધર્મને મુખ્ય કરીને જાણે તો તે નય સાચો છે. આખી
વસ્તુના જ્ઞાન વગરનો નય સાચો હોતો નથી. આ રીતે સાધકને જ નય હોય છે.
અહીં ૪૪–૪૫મા નયોમાં, સાપેક્ષ અને નિરપેક્ષ બંને રીતે આત્માની બંધ–મોક્ષપર્યાયનું જ્ઞાન કરાવ્યું છે.
એક આત્માને બંધ–મોક્ષમાં કર્મની અપેક્ષા આવે ને બીજા આત્માને બંધ–મોક્ષ કર્મની અપેક્ષા વગર થાય–એમ
જુદા જુદા બે આત્માના ધર્મોની આ વાત નથી, પરંતુ એક જ આત્માના ધર્મોની આ વાત છે. એક જ આત્મામાં
એવા બે ધર્મો એક સાથે છે કે વ્યવહારનયથી તે બંધમોક્ષમાં દ્વૈતને અનુસરે છે ને નિશ્ચયનયથી તે બંધ–મોક્ષમાં
અદ્વૈતને અનુસરે છે. અહીં પ્રમાણના વિષયરૂપ વસ્તુનું વર્ણન છે, તેથી આત્માની અવસ્થામાં બંધન થાય છે તે
પણ આત્માનો ધર્મ છે, કાંઈ પરવસ્તુને કારણે તે બંધન નથી. તે બંધન થવા રૂપ ધર્મ આત્માના
ત્રિકાળીસ્વભાવરૂપ નથી પણ બંધ થવાને યોગ્ય ક્ષણિક પર્યાયના આશ્રયે તે ધર્મ છે; તેથી બંધની લાયકાત
ટળીને શુદ્ધદ્રવ્યના આશ્રયે મોક્ષની લાયકાત થતાં સિદ્ધદશામાં તે બંધન થવારૂપ ધર્મનો અભાવ થઈ જાય છે.
એ ખાસ ધ્યાન રાખવું કે પ્રમાણના વિષયરૂપ વસ્તુને જાણતાં પણ જ્ઞાનનું જોર ત્રિકાળી શુદ્ધદ્રવ્યસ્વભાવ
તરફ જ જાય છે; કેમકે વસ્તુનો ત્રિકાળી શુદ્ધસ્વભાવ અને ક્ષણિક અશુદ્ધતા એ બંનેને જાણનારું જ્ઞાન, ક્ષણિક
અશુદ્ધતામાં

PDF/HTML Page 12 of 21
single page version

background image
: આસો: ૨૪૮૧ : ૩૦૧ :
જ ન અટકતાં, ત્રિકાળી શુદ્ધસ્વભાવનો જ મહિમા કરીને તેમાં એકાગ્ર થાય છે. આ રીતે અનંતધર્માત્મક વસ્તુને
જાણનારની દ્રષ્ટિ શુદ્ધચૈતન્યદ્રવ્ય ઉપર જ હોય છે, જો એવી દ્રષ્ટિ ન હોય તો તેને વસ્તુનું જ્ઞાન જ સાચું નથી.
બંધ–મોક્ષમાં આત્મા એકલો જ છે–એમ જાણે તો આત્માને પરદ્રવ્યોથી ભિન્ન સમજે, ને પોતાના
અનંતધર્મો પોતામાં જ છે એમ ઓળખીને શુદ્ધઆત્માની દ્રષ્ટિ કરે. કોઈ પણ પરદ્રવ્યના કારણે આત્માને બંધ–
મોક્ષ થવાનું તે માને નહિ. નિશ્ચયથી આત્મા પોતાના બંધ–મોક્ષમાં પરની અપેક્ષારૂપ દ્વૈતને અનુસરતો નથી,
અદ્વૈતને અનુસરીને એટલે કે પોતે એકલો જ બંધ–મોક્ષરૂપે પરિણમે છે.
કર્મનું નિમિત્ત છે માટે જીવને બંધન થયું? –ના;
કર્મ છૂટ્યા માટે જીવની મુક્તિ થઈ? –ના;
કર્મની પર્યાય કર્મમાં, ને જીવની પર્યાય જીવમાં.
જીવ પોતે પોતાની પર્યાયમાં વિકારરૂપે પરિણમ્યો તેથી બંધન થયું, અને જીવ પોતે પોતાની પર્યાયમાં
મોક્ષરૂપે પરિણમ્યો તેથી મુક્તિ થઈ. –આ પ્રમાણે નિશ્ચયનયથી બંધ–મોક્ષમાં આત્મા અદ્વૈતને અનુસરે છે એટલે
કે તેમાં પરની અપેક્ષા નથી. આમ છતાં વ્યવહારનયે, આત્માની બંધ–મોક્ષપર્યાયમાં કર્મના સંયોગ–વિયોગની જે
અપેક્ષા છે તેનું પણ સાધકને જ્ઞાન છે–એ વાત ૪૪મા નયમાં સિદ્ધ કરી છે.
–૪૫મા નિશ્ચયનયથી આત્માનું વર્ણન અહીં પૂરું થયું.
સર્વજ્ઞદેવના સર્વ ઉપદેશનું તાત્પર્ય
[પ્રવચનસાર ગા. ૧૦૨ ઉપરના પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી]
દિવ્યજ્ઞાનમાં સર્વજ્ઞભગવાને દરેક દ્રવ્યને, પોતપોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ ત્રિસ્વભાવને સ્પર્શતું જોયું
છે, અને ઉપદેશમાં પણ તે જ સ્વરૂપ બતાવ્યું છે.
અહો! પદાર્થોનો આ એક ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવ બરાબર ઓળખે તો ભેદજ્ઞાન થઈને, સ્વદ્રવ્યના જ
આશ્રયે નિર્મળ–નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય ને મલિનતાનો વ્યય થાય;–આનું નામ ધર્મ છે ને આ જ
સર્વજ્ઞદેવના સર્વ ઉપદેશનું તાત્પર્ય છે.
દરેક દ્રવ્ય એક સમયમાં પોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવરૂપ ત્રિસ્વભાવને સ્પર્શે છે, તે જ વખતે નિમિત્તો હોવા
છતાં દ્રવ્ય તેમને સ્પર્શતું નથી. સમ્યગ્દર્શન થયું ત્યાં, તે સમ્યગ્દર્શનના ઉત્પાદને, મિથ્યાત્વના વ્યયને અને
શ્રદ્ધાપણે પોતાની ધુ્રવતાને આત્મા સ્પર્શે છે, પણ સમ્યક્ત્વનાં નિમિત્તભૂત એવાં દેવ–ગુરુ કે શાસ્ત્રને આત્મા
સ્પર્શતો નથી, તે તો જુદા સ્વભાવવાળાં પદાર્થો છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ, મિથ્યાત્વનો વ્યય તથા શ્રદ્ધાપણાની
સળંગતારૂપ ધુ્રવતા–એ ત્રણેય, આત્મામાં જ સમાય છે; પણ તે સિવાયનાં જે બાહ્ય નિમિત્તો છે તેઓ આત્મામાં
સમાતા નથી પણ બહાર જ રહે છે એટલે આત્મા તેમને સ્પર્શતો નથી. સમયે સમયે ઉત્પાદ–વ્યય–ધુ્રવતારૂપ
પોતાનો સ્વભાવ છે, તે સ્વભાવને જ દરેક દ્રવ્ય સ્પર્શે છે એટલે પોતાના સ્વભાવપણે જ વર્તે છે, પણ પરદ્રવ્યને
કારણે કોઈના ઉત્પાદ–

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૩૦૨ : : આસો: ૨૪૮ :
વ્યય–ધુ્રવતા નથી. પરદ્રવ્ય પણ તેના પોતાના જ ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવમાં અનાદિ અનંત વર્તે છે, ને આ
આત્મા પણ પોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવમાં જ અનાદિઅનંત વર્તે છે. એટલે આવું સમજનાર જ્ઞાનીને
પોતાના આત્માના ઉત્પાદ–વ્યય–ધુ્રવતા સિવાય બહારમાં કિંચિત પણ કાર્ય પોતાનું ભાસતું નથી, એટલે ઉત્પાદ–
વ્યય–ધુ્રવસ્વરૂપ જે પોતાનો આત્મા, તેના આશ્રયે નિર્મળતાનો જ ઉત્પાદ થતો જાય છે, મલિનતાનો વ્યય થતો
જાય છે, ને ધુ્રવતાનું અવલંબન રહ્યા જ કરે છે,–આનું નામ ધર્મ છે.
અજીવદ્રવ્ય પણ પોતાના ઉત્પાદ–વ્યય–ધ્રુવરૂપ ત્રિસ્વભાવને જ સ્પર્શે છે, પરને તે સ્પર્શતું નથી. જેમ કે :
માટીના પિંડમાંથી ઘડો થયો; ત્યાં, પિંડ અવસ્થાના વ્યયને, ઘટ અવસ્થાના ઉત્પાદને તથા માટીપણાની ધુ્રવતાને
તે માટી સ્પર્શે છે, પણ કુંભારને–ચાકને–દોરીને કે બીજા કોઈ પરદ્રવ્યને તે માટી સ્પર્શતી નથી. અને કુંભાર પણ
હાથના હલનચલનરૂપ પોતાની અવસ્થાનો જે ઉત્પાદ થયો તે ઉત્પાદને સ્પર્શે છે, પણ પોતાથી બહાર એવા
ઘડાને તે કુંભાર સ્પર્શતો નથી.
જગતમાં છએ દ્રવ્યો એક જ ક્ષેત્રે રહેલા હોવા છતાં, કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યના સ્વભાવને સ્પર્શતું નથી,
પોતપોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવતારૂપ સ્વભાવમાં જ દરેક દ્રવ્ય વર્તે છે એટલે પોતાના સ્વભાવને જ તે સ્પર્શે છે.
જુઓ, આ સર્વજ્ઞદેવે કહેલું વીતરાગી ભેદજ્ઞાન! નિમિત્ત–ઉપાદાનનો ખુલાસો પણ આમાં આવી જાય છે.
ઉપાદાન અને નિમિત્ત એ બંને પદાર્થો એક સાથે જ વર્તતા હોવા છતાં, ઉપાદાનરૂપ પદાર્થ પોતાના ઉત્પાદ–વ્યય–
ધુ્રવતારૂપ સ્વભાવને જ સ્પર્શે છે, નિમિત્તને તે જરાપણ સ્પર્શતો નથી; તેમ જ નિમિત્તભૂત પદાર્થ પણ તેના
પોતાના ઉત્પાદ–વ્યય–ધુ્રવતારૂપ સ્વભાવને જ સ્પર્શે છે, ઉપાદાનને તે જરા પણ સ્પર્શતું નથી, ઉપાદાન અને
નિમિત્ત–બંને જુદે જુદા પોતપોતાના સ્વભાવમાં જ વર્તે છે.
અહો, પદાર્થોનો આ એક ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવ બરાબર ઓળખે તો ભેદજ્ઞાન થઈને, સ્વદ્રવ્યના જ
આશ્રયે નિર્મળ પર્યાયનો ઉત્પાદ થાય ને મલિનતાનો વ્યય થાય; તેનું નામ ધર્મ છે, ને તે જ સર્વજ્ઞભગવાનના
સર્વ ઉપદેશનું તાત્પર્ય છે.
લોકોત્તર પદાર્થવિજ્ઞાન
શ્રી પ્રવચનસાર ગા. ૧ ઊપરના પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી
(વર સ. ૨૪૮૧ અધક ભદરવ વદ ૧૦)
હે જીવ! તારો આત્મા અને જગતના બધા પદાર્થો દ્રવ્ય–ગુણ–પર્યાયસ્વરૂપ સ્વતંત્ર વસ્તુ છે. ક્ષણે ક્ષણે
પલટાતી તારી પર્યાયનો સંબંધ તારા દ્રવ્ય–ગુણ સાથે જ છે, પરની સાથે તારી પર્યાયનો સંબંધ નથી. પરના
દ્રવ્ય–ગુણ–પર્યાયથી તારા દ્રવ્ય–ગુણ–પર્યાય અત્યંત જુદા છે. માટે, ભગવાને કહેલા આવા લોકોત્તર
પદાર્થવિજ્ઞાનને જાણીને, પર પદાર્થો સાથેના સંબંધની બુદ્ધિ છોડ, ને તારી પર્યાયને અંતરમાં વાળીને દ્રવ્ય–ગુણ
સાથે એકતા કર, તો સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–આનંદરૂપ ધર્મ થાય.
આ આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે; ને જગતના સ્વ–પર બધા પદાર્થો તેના જ્ઞાનના જ્ઞેયો છે; તે
જ્ઞેયપદાર્થોને જાણવાનો આત્માનો સ્વભાવ છે, પણ બીજા જ્ઞેયપદાર્થોનું કાંઈ કરી દ્યે–એવો સ્વભાવ નથી. દરેક
પદાર્થ સ્વતંત્ર છે, પરથી ભિન્ન છે, પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયની સત્તામાં જ દરેક પદાર્થ સમાઈ જાય છે, પોતાના
દ્રવ્ય–ગુણ–પર્યાયની સત્તાથી આત્મા કાંઈ કરી શકતો નથી. આવા પરથી ભિન્ન જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવો તે
જ આત્માને શાંતિનો ઉપાય છે.
જગતના જડ–ચેતન પદાર્થો સ્વયંસિદ્ધ છે, તે અનાદિઅનંત છે; કોઈ પદાર્થ તદ્ન નવો ઉત્પન્ન થતો નથી,

PDF/HTML Page 14 of 21
single page version

background image
: આસો: ૨૪૮૧ : ૩૦૩ :
તેમ જ તેનો તદ્ન નાશ પણ થઈ જતો નથી; પોતે સ્વયંસિદ્ધ સત્ છે, કોઈ તેનો કર્તા કે હર્તા નથી. હવે,
સ્વયંસિદ્ધ પદાર્થ કાયમ રહીને તેમાં ક્ષણે ક્ષણે નવી હાલત થયા કરે છે,–દરેક પદાર્થ પોતાના સ્વભાવથી જ નવી
નવી હાલતરૂપે થયા કરે છે. તેમાં બીજો પદાર્થ કાંઈ કરી દ્યે–એમ બનતું નથી.
જુઓ, આ પદાર્થવિજ્ઞાન. પદાર્થોનો જેવો સ્વયંસિદ્ધ સ્વભાવ છે તેવો જ્ઞાનથી જાણવો તે જ ખરું
પદાર્થવિજ્ઞાન છે. પદાર્થના સ્વભાવની જેને ખબર ન હોય તેને પદાર્થ વિજ્ઞાન કહેવાય નહીં.
પદાર્થનો કેવો સ્વભાવ છે–તે અહીં બતાવે છે. જગતના બધા પદાર્થોની આ વાત છે. પદાર્થ પોતે કાયમ
પોતાપણે ટકીને ક્ષણે ક્ષણે નવી નવી પર્યાયપણે પ્રણમ્યા કરે છે. ક્ષણે ક્ષણે અવસ્થા પલટવા છતાં પોતાના મૂળ
સ્વભાવપણે પદાર્થ કાયમ ટકી રહે છે, મૂળસ્વભાવ કદી નાશ થઈ જતો નથી.–આમ જાણે તો, પરમાં હું કાંઈ કરું કે
પરથી મારામાં કાંઈ થાય–એવી મિથ્યાબુદ્ધિ છૂટી જાય. મારા દ્રવ્ય–ગુણ–પર્યાય મારામાં, ને પરના દ્રવ્ય–ગુણ–પર્યાય
પરમાં,–એમ ભેદજ્ઞાન કરીને પોતે પોતાના સ્વભાવસન્મુખ પરિણમતાં શાંતિ ને આનંદનો અનુભવ થાય છે.
પરથી તો મારા દ્રવ્ય–ગુણ–પર્યાય નહિ, એમ નિર્ણય કર્યો એટલે પરના આશ્રયથી તો બુદ્ધિ ન રહી; અને
હવે પોતામાં પણ એક ક્ષણિક રાગ કે ક્ષણિક જ્ઞાનપર્યાયના અંશ જેટલો જ આખો આત્મા નથી,–પણ પર્યાય
પલટવા છતાં સળંગપણે (અન્વયપણે) આખું દ્રવ્ય વર્તે છે–એમ નક્કી કર્યું ત્યાં એકલી અંશબુદ્ધિ ન રહી–
પર્યાયબુદ્ધિ ન રહી, પણ ધુ્રવદ્રવ્યનો આશ્રય કરીને, ધુ્રવ સાથે પર્યાયની અભેદતા થઈ, તે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ ધર્મ છે. આ સિવાય બહારમાં બીજી કોઈ રીતે ધર્મ કે શાંતિ નથી.
જુઓ ભાઈ, જગતમાં ચેતન પદાર્થો છે, ને જડ–અચેતન પદાર્થો પણ છે, તે બધા સત્ છે. તે સત સદાય
ટકીને ક્ષણે ક્ષણે નવી પર્યાય રૂપે પરિણમે છે, એટલે કે ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યરૂપ છે. પલટવાં છતાં કોઈ પદાર્થ
પોતાના મૂળસ્વભાવને છોડતા નથી.
ચેતનદ્રવ્ય પલટીને કદી જડરૂપે થઈ જતું નથી;
જડદ્રવ્ય પલટીને કદી ચેતનરૂપે થઈ જતું નથી.
ચેતન સદા ચેતનરૂપે બદલે છે;
જડ સદા જડરૂપે બદલે છે.
વળી કોઈપણ પદાર્થ બદલ્યા વિના પણ રહેતો નથી, ક્ષણે ક્ષણે પોતાની અવસ્થા બદલ્યા જ કરે–આવો જ
વસ્તુનો સ્વભાવ છે.
હવે વસ્તુની અવસ્થા બદલે છે તે પોતાના દ્રવ્યગુણ સાથે સંબંધ રાખીને જ બદલે છે, પણ પરની સાથે
સંબંધ રાખીને પદાર્થની અવસ્થા બદલતી નથી. આવા સ્વતંત્ર સ્વભાવને જાણવો તે વીતરાગી વિજ્ઞાન છે.
પદાર્થની પર્યાયો પોતાના દ્રવ્ય–ગુણ સાથે જ એકતા રાખીને બદલે છે; પણ અજ્ઞાની એમ માને છે કે
નિમિત્તને લીધે પર્યાયો બદલે છે, –એ પરાધીન મિથ્યાદ્રષ્ટિ છે. અહો! મારી પર્યાયનો સંબંધ તો મારા ત્રિકાળી
દ્રવ્ય–ગુણની સાથે છે,–આમ અંતરમાં દ્રવ્ય–ગુણ સાથે પર્યાયની એકતા થતાં નિર્મળ શ્રદ્ધા જ્ઞાન–આનંદની
ઉત્પત્તિ થાય છે.
આત્માની અવસ્થામાં શ્રદ્ધા–જ્ઞાન–આનંદ પ્રગટે તેનો સબંધ પોતાના દ્રવ્ય–ગુણ–સ્વભાવ સાથે છે, પર
સાથે તેનો સબંધ નથી; ત્રિકાળી દ્રવ્ય–ગુણને પામીને પર્યાયો પરિણમે છે, પણ દ્રવ્ય–ગુણને છોડીને પર્યાય
પરિણમતી નથી.
એ જ પ્રમાણે જડ–પુદ્ગલની અવસ્થામાં જે સ્પર્શ–રસ–ગંધ–રૂપ પલટે છે તે અવસ્થા પણ તે જડના
દ્રવ્યગુણ સાથે જ સંબંધ રાખીને પલટે છે, જીવના કારણે નહીં. જે પર્યાયો પલટે છે તે પર્યાયો પોતાના જ દ્રવ્ય–
ગુણ સાથે સંબંધ ધરાવે છે, આમ દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ પદાર્થસ્વભાવ છે; આવા પદાર્થ સ્વભાવનો નિર્ણય કરતાં
જીવ પોતે પોતાના દ્રવ્ય–ગુણના આશ્રયે નિર્મળપર્યાયરૂપે પરિણમે છે. આ જ વીતરાગી વિજ્ઞાનનું ફળ છે. પર
સાથેનો સંબંધ તોડાવીને પોતાના દ્રવ્ય–ગુણસ્વભાવસાથે પર્યાયની એકતા કરાવે છે–એવું આ લોકોત્તર
પદાર્થવિજ્ઞાન છે, એનું ફળ આનંદ અને વીતરાગતા છે. સર્વજ્ઞભગવાને કહેલું આવું પદાર્થનું વિજ્ઞાન જીવે પૂર્વે એક
સેકંડ પણ કર્યું નથી; જો પદાર્થના આવા યથાર્થ સ્વભાવને ઓળખે તો વીતરાગતા ને મોક્ષ થયા વિના રહે નહીં.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૩૦૪ : : આસો: ૨૪૮ :
આવી છે. દિવ્યજ્ઞાની પ્રભુતા!
(શ્ર પ્રવચનસર ગ. ૩૯ ન પ્રવચનમથ; વર સ. ૨૪૮૧ વશખ વદ ૪)
(૧) આત્માનો જ્ઞાન ને આનંદ સ્વભાવ છે, તેમાંથી સમ્યક્ જ્ઞાન અને આનંદની વ્યક્ત દશા
થવી તેનું નામ ધર્મ છે.
(૨) આત્મા સ્વયંસિદ્ધ વસ્તુ અનાદિઅનંત છે, કોઈ તેનો બનાવનાર નથી; તે જ્ઞાન ને
આનંદસ્વરૂપ સ્વતઃસિદ્ધ વસ્તુ છે. એકેક આત્મા સ્વતંત્ર પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છે.
(૩) આત્મા વસ્તુપણે કાયમ ટકીને તેની અવસ્થા ક્ષણે ક્ષણે નવી નવી થયા કરે છે; એટલે
કાયમ ટકીને ક્ષણે ક્ષણે બદલવું–એવો તેનો અનેકાન્તસ્વભાવ છે.
(૪) આત્માનો જ્ઞાનસ્વભાવ છે; દ્રવ્યમાં શક્તિરૂપ સર્વજ્ઞસ્વભાવ ત્રિકાળ છે, તેમાંથી
પર્યાયમાં સર્વજ્ઞતા પ્રગટે તે કેવળજ્ઞાન છે. તે કેવળજ્ઞાનના દિવ્યસામર્થ્યનું આ વર્ણન ચાલે છે.
(૫) અરિહંત ભગવંતોને કેવળજ્ઞાન સાથે પૂરો આનંદ હોય છે; ભગવાનના કેવળજ્ઞાનને
ઓળખીને ‘नमो अरहंताणं’ કરે તો તે સાચા નમસ્કાર છે. અરિહંત ભગવાનનું નામ લ્યે પણ
ભગવાનના કેવળજ્ઞાનને ઓળખે નહિ તો તેણે અરિહંતને ખરા નમસ્કાર કર્યા નથી.
(૬) કેવળજ્ઞાનના નિર્ણયમાં જ્ઞાનસ્વભાવનો નિર્ણય છે; જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને તે
તરફ ઝૂક્યો તે જ મોક્ષમાર્ગનો પુરુષાર્થ છે.
(૭) હું જ્ઞાન છું, જ્ઞાન જ મારો પરમ સ્વભાવ છે–એવા નિર્ણય વગર કોના આધારે ધર્મ
કરશે? જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતારૂપ ક્રિયા તે જ ધર્મની ક્રિયા છે. જ્ઞાનનો જ જેને નિર્ણય નથી તેને
ધર્મની ક્રિયા હોતી નથી.
(૮) એવી અખંડિત પ્રતાપવંતી જ્ઞાનની સંપદા છે કે પોતાની પ્રભુતાના જોરથી એક સાથે
બધા પદાર્થોને પોતાના જ્ઞેય બનાવી લ્યે છે. –દિવ્યજ્ઞાનનું આવું સામર્થ્ય છે. જો એક સાથે સમસ્ત
જ્ઞેયોને પહોંચી વળવાનું જ્ઞાનમાં સામર્થ્ય ન હોય તો એ જ્ઞાનને ‘દિવ્ય’ કોણ કહે?
(૯) દિવ્યજ્ઞાનની એવી પ્રભુતા ખીલી નિકળી છે કે આ જીવની ભવિષ્યની મોક્ષ પર્યાય
અત્યારે થઈ ન હોવા છતાં તે મોક્ષપર્યાયને પણ તે દિવ્યજ્ઞાન વર્તમાનમાં પ્રત્યક્ષ જાણી લ્યે છે; એ
પ્રમાણે ત્રણેકાળના સમસ્ત જ્ઞેયોને પ્રત્યક્ષ જાણી લે છે.
(૧૦) આવા દિવ્યજ્ઞાન સામર્થ્યનો જેણે નિર્ણય કર્યો તે રાગનો કે અલ્પજ્ઞતાનો આદર ન
કરે, જ્ઞાનસ્વભાવનો જ આદર કરે. –આ રીતે તેને સાધકભાવ શરૂ થઈ જાય છે,–તે ‘સર્વજ્ઞનો નંદન’
થાય છે.
(૧૧) દિવ્ય કેવળજ્ઞાનમાં ત્રણકાળની સમસ્ત પર્યાયો એકસાથે અક્રમે જણાઈ જાય છે એ જ

PDF/HTML Page 16 of 21
single page version

background image
: આસો: ૨૪૮૧ : ૩૦૫ :
તેમનું ક્રમબદ્ધપણું–નિયમિતપણું બતાવે છે. જો પર્યાયોનો ત્રણેકાળનો ક્રમ નિશ્ચિત ન હોય તો
દિવ્યજ્ઞાન તેમને અક્રમે એકસાથે વર્તમાન જાણી ન શકે; એટલે તે જ્ઞાનની દિવ્યતા જ ન રહે! માટે
ત્રણકાળની પર્યાયોનો નિશ્ચિત ક્રમ જે નથી માનતો તે કેવળજ્ઞાનની દિવ્યતાને જાણતો નથી, –
સર્વજ્ઞને જાણતો નથી, આત્માના જ્ઞાનસ્વભાવને જાણતો નથી.
(૧૨) અહીં આચાર્ય ભગવાન જ્ઞાનની દિવ્યતા ઓળખાવે છે. ભાઈ! શુદ્ધોપયોગના ફળમાં
જે કેવળજ્ઞાન ખીલ્યું તેનું એવું દિવ્ય પ્રભુત્વ છે કે વર્તમાન નહિ વર્તતી એવી ભવીષ્યની પર્યાયોને
પણ વર્તમાન પર્યાયની માફક જ સાક્ષાત્ જાણી લ્યે છે, સમસ્ત પર્યાયો સહિત બધાય પદાર્થો તે
જ્ઞાનમાં જ્ઞેયપણે એક સાથે અર્પાઈ જાય–એવું તે ઉત્કૃષ્ટ જ્ઞાનનું પરમ સામર્થ્ય છે.
(૧૩) “અહો! જ્ઞાનનું આવું સામર્થ્ય!!” –એમ જ્ઞાનનો આવો દિવ્ય મહિમા સમજે તેને
લાંબો સંસાર રહે નહિ; જ્ઞાનના મહિમાના બળે અલ્પકાળમાં સર્વજ્ઞ થઈ જાય, ને તેને ભવ રહે નહિ.
(૧૪) “હે ભગવાન! મારો મોક્ષ ક્યારે થશે!!”–એમ સર્વજ્ઞને જેણે જેણે પ્રશ્ન પૂછ્યો તે
બધાય જીવો નિકટ મોક્ષગામી જ હતા. કેમ કે સર્વજ્ઞદેવને પ્રશ્ન પૂછનારાઓના હૃદયમાં સર્વજ્ઞતાનો
મહિમા વર્તતો હતો. અને જેના હૃદયમાં સર્વજ્ઞતાનો મહિમા વર્તતો હોય તેને વિશેષ ભવ હોય જ
નહિ. સર્વજ્ઞતાનો મહિમા કરનાર જીવ જ્ઞાનસ્વભાવનો આદર કરે છે ને રાગાદિનો આદર છોડે છે
એટલે તેને અલ્પકાળમાં મુક્તિ થઈ જાય છે. સર્વજ્ઞભગવાનને પ્રશ્ન પૂછનારો જીવ, અભવ્ય કે
અનંતસંસારી હોય એવો કોઈ દાખલો છે જ નહીં.
(૧૫) જ્ઞાનમાં ભવ નથી, જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે તેને ભવની શંકા રહે નહિ. ‘હું જ્ઞાન
છું’ એમ નિર્ણય કરે અને તેને અનંત ભવમાં રખડવાની શંકા રહે–એમ બને જ નહિ.
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરનારને અનંત ભવ હોય જ નહિ, પણ અલ્પકાળે મુક્તિ જ હોય. આવા
જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવો તે મુક્તિનો ઉપાય છે.
(૧૬) જુઓ, આ દિવ્યજ્ઞાનનો મહિમા! જ્ઞાન તે આત્માનો પરમ સ્વભાવ છે; તે જ્ઞાન–
સ્વભાવ ઈન્દ્રિયોથી ને રાગથી પાર છે. આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને, જ્ઞાનપર્યાય જ્યાં
સ્વસન્મુખ વળી ત્યાં રાગથી જુદો પડીને આનંદનો અનુભવ થાય છે; એ રીતે જ્ઞાનસ્વભાવમાં
લીનતા થઈને જ્યાં કેવળજ્ઞાન ખીલ્યું ત્યાં તે જ્ઞાનને કોઈ વિઘ્ન નથી, તે જ્ઞાનનો દિવ્ય મહિમા ખીલી
નીકળ્‌યો છે, તેનું અચિંત્યસામર્થ્ય પ્રગટી ગયું છે.
(૧૭) તે કેવળજ્ઞાનનો મહિમા કરતાં આચાર્યદેવ કહે છે કે અહો! એ દિવ્યજ્ઞાનનો પ્રતાપ
અખંડ છે, તેની અચિંત્ય પ્રભુતાના જોરથી તે એક સાથે સર્વે જ્ઞેયોને પહોંચી વળે છે, જે પર્યાયો હજી
વ્યક્ત નથી થઈ એને પણ તે જ્ઞાન અત્યારે જાણી લ્યે છે. જો ત્રણકાળના સમસ્ત જ્ઞેયોને એક સાથે
ન જાણી લ્યે તો એ જ્ઞાનની દિવ્યતા શી?
(૧૮) ક્ષાયોપશમિકજ્ઞાન તો જ્ઞેયોને ક્રમે ક્રમે જાણતું હતું અને થોડુંક જ જાણતું હતું, ને આ
અતીન્દ્રિય–ક્ષાયિકજ્ઞાન તો એવું દિવ્ય છે કે એકસાથે જ સર્વજ્ઞેયોને જાણી લે છે, તેમ જ તેમાં
ઈન્દ્રિયોનું અવલંબન નથી, વિઘ્ન નથી, પરાધીનતા નથી, જ્ઞેયોને જાણવાની આકુળતા પણ નથી,
પોતાના સ્વાભાવિક પરમ આનંદમાં તે લીન છે.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૩૦૬ : : આસો: ૨૪૮ :
(૧૯) આવા દિવ્યજ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને, એના બહુમાનથી આચાર્યદેવ કહે છે કે
અહો! આ દિવ્યજ્ઞાનનો જેટલો મહિમા કરવામાં આવે તે બધોય યોગ્ય જ છે. જ્ઞાનસ્વભાવનો
આશ્રય કરીને આચાર્યદેવનું પોતાનું પરિણમન આવા દિવ્યજ્ઞાન તરફ વળી ગયું છે, તેની આમાં
જાહેરાત છે.
(૨૦) આવા દિવ્યમહિમાવંત જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરે ત્યાં જ્ઞાનનું પરિણમન અંતર્મુખ
થયા વિના રહે નહિ; અંતર્મુખ થઈને પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય થતાં સર્વજ્ઞનો પણ યથાર્થ
નિર્ણય થયો, અને સ્વભાવની સાક્ષીથી પોતાને નિઃશંકતા થઈ કે બસ! હવે અલ્પકાળમાં કેવળજ્ઞાન
અને મુક્તદશા ખીલી જશે, ને સર્વજ્ઞભગવાનના દિવ્યજ્ઞાનમાં પણ એમ જ દેખાઈ રહ્યું છે.
–દિવ્યજ્ઞાનની પ્રભુતાના નિર્ણયનું આવું ફળ છે.
‘આત્મધર્મ’ના લેખોની કક્કાવારી
[વર્ષ બારમું: અંક ૧૩ થી ૧૪]
સૂચના: –
(૧) આ અનુક્રમણિકામાં અંકના નંબરમાં ૩૩ થી ૪૪ નંબરો લખ્યા છે તેને બદલે દરેક ઠેકાણે (એકસો
ઉમેરીને) નં. ૧૩૩ થી ૧૪૪ સમજવા.
(૨) આ વર્ષમાં બે ભાદરવા માસ છે તેમાં પ્રથમ ભાદરવા માસના અંકને (–જેને ભૂલથી ૧૪૩ નંબર
અપાઈ ગયો છે તેને) ‘ખાસ અંક’ તરીકે ગણવાનો અને બીજા ભાદરવા માસના અંકને (જેને ભૂલથી ‘ખાસ
અંક’ નામ અપાયું છે તેને) નં. ૧૪૩નો અંક ગણવાનો છે. આ અનુક્રમણિકામાં પણ એ જ રીતે ગણવામાં
આવ્યું છે.
(૩) અંક ૧૩૪–૩૫ સંયુક્ત છે, તેથી જ્યાં ૩૪ નંબર લખ્યો હોય ત્યાં નં. ૧૩૪–૩૫નો તે સંયુક્ત અંક
સમજવો.
[અ......આ......ઉ......] (૧૮) ઉત્પાદ વ્યય ધુ્રવત્વ શક્તિ: ૧: ૩૯ ૧૪૫
વિષય અંક પૃષ્ઠ ઉત્પાદ વ્યય ધુ્રવત્વ શક્તિ: ૨: ૪૧ ૨૨૩
અચિંત્ય ચૈતન્યસ્વરૂપ ૩૮ ૧૫૩ ઉત્પાદ વ્યય ધુ્રવત્વ શક્તિ: ૩: ૪૩ ૨૩૭
અધિક માસનો અંક ખાસ ૨૬૯ અનેકાન્ત વસ્તુનું સ્વરૂપ ૩૬ ૧૨૮
અધ્યાત્મરૂપ શુદ્ધચેતનાપદ્ધતિ ત્રિકાળ છે ૪૧ ૨૧૧ અપૂર્વ ૩૬ ૧૨૪
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની કેટલીક અમૃતનો વરસાદ ૪૧ ૨૧૦
શક્તિઓ [સમયસારની ૪૭ શક્તિઓ અરિહંત પરમેષ્ઠીનું સ્વરૂપ ૩૬ ૧૧૧
ઉપરનાં પ્રવચનો] અશુદ્ધિ (અંક ૧૪૧ ની) ૪૨ ૨૩૨

PDF/HTML Page 18 of 21
single page version

background image
: આસો: ૨૪૮૧ : ૩૦૭ :
આચાર્ય–ઉપાધ્યાય અને સાધુનું સ્વરૂપ ૩૬ ૧૧૭ કારણશુદ્ધપર્યાય (૧) ૪૦ ૧૯૫
આ છે ગુરુદેવની જન્મભૂમિ–જ્યાં આનંદનો કારણશુદ્ધપર્યાય (૨) ૪૧ ૨૧૧
જન્મ થયો છે. ૩૯ ૧૭૧ કારણશુદ્ધપર્યાય (૩) ૪૨ ૨૩૩
આ છે શ્રી ગુરુઓનો આદેશ ખાસ ૨૫૧ કારણશુદ્ધપર્યાય (૪) ખાસ ૨૫૩
આ છે સર્વજ્ઞપદની પ્રાપ્તિનો ઉપાય ખાસ ૨૫૨ કાર્યનિયમ અને કારણનિયમ ૪૦ ૧૯૫
આત્મધર્મના ભેટપુસ્તક વિષે ચોખવટ ૩૩ ૨ કેવળજ્ઞાનરૂપી કાર્યના કારણભૂત
આત્મધર્મનું ભેટપુસ્તક ૩૪ ૬૨ કારણસ્વભાવજ્ઞાન ઉપયોગ ખાસ–૨૫૩
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’ (૧૮) ૩૮ ૧૫૯ કેવળજ્ઞાન સાથે સંધિ કરાવનારા તેર
(પ્રવચનસાર–પરિશિષ્ટ ઉપરનાં પ્રવચનો)
પ્રવચનો જયવંત વર્તો............... ૩૪ ૧૦૧
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’ (૧૯) ૩૯ ૧૭૮ કેવળીભગવાનનો પ્રસાદ ૩૩
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’ (૨૦) ૪૧ ૨૧૯ કુંદકુંદ પ્રભુનો આચાર્યપદારોહણ મહોત્સવ૩૪ ૬૪
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’ (૨૧) ૪૨ ૨૪૦ ક્યાં અટક્યા
૩૩ ૬૧
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’ (૨૨) ખાસ ૨૫૮ ક્રમબદ્ધપર્યાયનાં તેર પ્રવચનો ૩૯ ૧૮૮
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’ (૨૩) ૪૩ ૨૭૮ ક્રમબદ્ધપર્યાયન–પ્રવચનો: ભાગ ૧
‘આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?’ (૨૪) ૪૪ ૨૯૩ (આઠપ્રવચનો) –
૩૩
‘આત્મા જ્ઞાયક છે’ (૧) ૩૩ ૧ ક્રમબદ્ધપર્યાય–પ્રવચનો: ભાગ ૨ ૩૪ ૬૫
‘આત્મા જ્ઞાયક છે’ (૨) ૩૪ ૬૫ (પાંચપ્રવચનો)
આત્માની આરાધનાનો રાહ ૩૬ ૧૨૭ ક્રમબદ્ધપર્યાયનું વિસ્તારથી સ્પષ્ટીકરણ અને–
આત્માની તાલાવેલી ૪૨ ૨૩૧ અનેક પ્રકારની વિપરીત કલ્પનાઓનું૩૩
આત્માની મહત્તા ૩૭ ૧૩૦ નિરાકરણ
આત્માની લગની ખાસ ૨૫૧ ક્રમબદ્ધપર્યાયનું વિસ્તારથી સ્પષ્ટીકરણ અને
આત્માનું હિત ૩૭ ૧૩૦ અનેક પ્રકારની વિપરીત કલ્પનાઓનું૩૪ ૬૫
આત્માને રાજી કરવાની ધગશ ૪૦ ૨૦૫ નિરાકરણ–
આત્માનો અદ્ભુતવૈભવ! ૪૨ ૨૪૮ ક્રમબદ્ધપર્યાયનાં તેર પ્રવચનોની વિષયસૂચી ૩૪
૧૦૨
આત્માનો જ્ઞાન ને આનંદસ્વભાવ
ખાસ ૨૬૭ [..જ્ઞ..]
આનંદ ૩૪ ૧૦૭
આનંદ ૩૯ ૧૭૬ ‘૬૬’મા જન્મોત્સવપ્રસંગે ‘૬૬’ રત્નો૪૦ ૧૯૧
આનંદનો ઉપાય ૩૬ ૧૨૪ જય હો........જય હો... ૩૩ ૬૦
આમ કરવાથી તારું કલ્યાણ થશે ૩૭ ૧૨૯ જિનમંદિર અને જન્મોત્સવ ફંડ ૪૦ ૨૦૬
આવી છે......દિવ્યજ્ઞાનની પ્રભુતા! ૪૪ ૩૦૪ જિનમંદિર અને જન્મોત્સવ ફંડ ૪૧ ૨૩૦
ઉત્તમ ચૈતન્યતત્ત્વ ૩૩ ૬૨ જિનમંદિર અને જન્મોત્સવ ફંડ ૪૨ ૨૫૦
[.] જિનમંદિર અને જન્મોત્સવ ફંડ ૪૩ ૨૮૯
કારણશુદ્ધપર્યાયની લેખમાળા ૩૯ ૧૮૮ જુદો–જુદો ને જુદો ૪૩ ૨૭૧
કારણશુદ્ધપર્યાય ૩૯ ૧૭૨ જૈન અતિથિ સેવાસમિતિની વાર્ષિક બેઠક૪૨ ૨૩૨

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૩૦૮ : : આસો: ૨૪૮ :
જૈનગગનમાં સુવર્ણના સૂર્યનો ઉદય નિશ્ચય–વ્યવહારનો ખુલાસો ૪૩ ૨૭૯
(ત્રિરંગી ચિત્ર સહિત) ૩૯ ૧૭૧ ‘પ્રભુજી! તારા પગલે પગલે મારે આવવું રે’૩૩ ૧
પ્રવચન પહેલું (ક્રમબદ્ધપર્યાય) ૩૩
જનદર્શન શિક્ષણવર્ગ ૩૮ ૧૬૭ પ્રવચન બીજું (ક્રમબદ્ધપર્યાય) ૩૩
જૈનદર્શન શિક્ષણવર્ગ ૩૯ ૧૮૮ પ્રવચન ત્રીજું (ક્રમબદ્ધપર્યાય) ,, ૧૬
જૈનદર્શન શિક્ષણવર્ગ (પ્રૌઢ) ૪૧ ૨૧૦ પ્રવચન ચોથું (ક્રમબદ્ધપર્યાય) ,, ૨૫
જૈનવિદ્યાર્થીગૃહ ૩૬ ૧૧૦ પ્રવચન પાંચમું (ક્રમબદ્ધપર્યાય) ,, ૩૨
જો મરણથી બચવું હોય... ને શાંતિ જોઈતી પ્રવચન છઠ્ઠું (ક્રમબદ્ધપર્યાય) ,, ૩૯
હોય તો... ૪૧ ૨૧૭ પ્રવચન સાતમું (ક્રમબદ્ધપર્યાય) ,, ૪૭
જ્ઞાયક સ્વભાવ... પ્રકાશનાર ગુરુદેવનો જય હો૩૪ ૧૦૧ પ્રવચન આઠમું (ક્રમબદ્ધપર્યાય) ,, ૫૪
ટીકાકારની શૈલિમાંથી કારણશુદ્ધપર્યાયનો ધ્વનિ૪૨ ૨૩૩ પ્રવચન પહેલું (બીજી વારનું) ૩૪ ૬૬
[.....] પ્રવચન બીજું ૩૪ ૭૪
પ્રવચન ત્રીજું ૩૪ ૭૯
तत्त्वज्ञानतरंगिणी (હિંદી) ૪૦ ૨૦૪ પ્રવચન ચોથું ૩૪ ૮૪
તારા અતીન્દ્રિય આનંદનું ધામ ખાસ ૨૬૫ પ્રવચન પાંચમું ૩૪ ૮૮
–તો ચૈતન્યનું જ શરણ કરો– ‘બીજું કાંઈ શોધ મા!’ ૪૦ ૧૮૯
જો મરણથી બચવું હોય– ૪૧ ૨૧૭ ‘બે બોલ’ ૪૧ ૨૨૮
થોડીક સ્પષ્ટતા ૪૦ ૧૯૦ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ૩૪ ૬૪
दसलक्षणधर्म (સચિત્ર) ૪૩ ૨૭૨ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ૪૦ ૨૦૪
દુઃખી ખાસ ૨૭૦ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ૪૧ ૨૧૦
ધર્મની દુકાન ૪૨ ૨૪૯ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ૪૨ ૨૩૨
ધર્મ માટે બાહ્ય ભટકતા જીવોને બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ખાસ ૨૬૯
સંતોનો સંદેશ ૪૦ ૧૮૯ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા ૪૪ ૨૯૨
ધાર્મિક પ્રવચનના ખાસ દિવસો ૪૨ ૨૩૨ [..]
‘નય’ તે જડ નથી પણ શ્રુતજ્ઞાનનો અંશ છે ૩૭ ૧૩૧ ભગવાનને ભેટવા નિકળેલા મુનિવરોની
અદ્ભુતદશા ૩૯
૧૭૪
‘નય’ના સ્વરૂપસંબંધી સ્પષ્ટતા ૩૭ ૧૩૧ ભગવાનનો ઉપદેશ ૪૪ ૩૧૦
નુતનવર્ષના પ્રારંભે ૩૩ ૨ ભૂલ સુધાર ૩૪ ૬૪
[..] ભેટ પુસ્તક સંબંધી સૂચના ૩૬ ૧૧૦
પરમપુરુષાર્થપરાયણ ધર્માત્માનું પ્રતિક્રમણ ૩૮ ૧૬૫ ભેદજ્ઞાનની ભાવના ૪૦ ૨૦૮
પાલેજમાં દિ. જિનમંદિરનું શિલાન્યાસ ખાસ ૨૬૯ મહાવીર જન્મકલ્યાણક ઉત્સવ ૩૯ ૧૮૮
પૂ. ગુરુદેવનો ૬૬મો જન્મોત્સવ ૪૦ ૧૯૦ મહા સિદ્ધાંત (પંચ–સિદ્ધાંત) ૩૬ ૧૦૯
પૂજિત પંચમભાવ પરિણતિ (કારણશુદ્ધપર્યાય) ૩૯ ૧૭૨ માનસ્તંભ–પ્રતિષ્ઠાનો એ ધન્ય મહોત્સવ૩૮ ૧૫૨
પૂ. બેનશ્રીબેનનો ઉપકાર
૩૪૧૦૧માનસ્તંભ પ્રતિષ્ઠા પ્રસંગે નગરીની શોભા (ચિત્ર)૩૮ ૧૫૧
પંચ પરમેષ્ઠી ભગવાન જ અમારા ‘પંચ’ છે ૩૪ ૧૦૮ માનસ્તંભ મહોત્સવ ૩૯ ૧૮૮
પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર ૩૬ ૧૧૧ મારું જીવન ૪૧ ૨૦૯
પંચાસ્તિકાય ગા. ૧૭૨ માં કહેલા મુક્તિના ઉપાયનું પહેલું સોપાન ૩૩ ૬૧
મુક્તિના ઉપાયનું પહેલું સોપાન ૩૮ ૧૪૯

PDF/HTML Page 20 of 21
single page version

background image
પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર ૩૬ ૧૧૧ મારું જીવન ૪૧ ૨૦૯
મુક્તિસુંદરીનો નાથ ૩૯ ૧૭૪ સમ્યગ્દર્શન કેમ થાય અને સમકિતીની
મોક્ષશાસ્ત્ર (હિંદી) ૩૩–૬૨, ૩૪–૧૦૮, ૩૬–૧૨૮, દ્રષ્ટિ કેવી હોય ૩૬ ૧૨૫
૩૭–૧૪૮,૩૮–૧૬૮ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનું સ્વરૂપ ૪૦ ૨૦૨
મંગલ કામના ૩૯ ૧૮૮ ‘सम्यग्दर्शन–ज्ञान–चारित्राणि मोक्षमार्गः’ મુખપૃષ્ઠ
[ર.લ.વ.] ર્સવત્ર અંતરંગકારણથી જ ર્કાયની ઉત્પત્તિ૩૮ ૧૬૬
રત્નત્રય ૪૨ ૨૪૭ સર્વજ્ઞનો હુકમ ૪૪ ૨૯૧
लधुजैनसिद्धांत प्रवेशिका ખાસ ૨૭૦ સર્વજ્ઞદેવના સર્વઉપદેશનું તાત્પર્ય ૪૪ ૩૧૦
લોકોત્તર પદાર્થવિજ્ઞાન ૪૪ ૩૦૨ સાધના ૩૪ ૧૦૭
‘વર્તે અંર્તશોધ’ ૪૨ ૨૪૯ સિદ્ધપરમેષ્ઠીનું સ્વરૂપ ૩૬ ૧૧૩
વિજ્ઞપ્તિ (પુસ્તકોના કમીશન બાબત) ખાસ ૨૭૦ સુખ–દુઃખ સંબંધી પ્રશ્નોત્તર ખાસ ૨૬૪
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ ૩૬ ૧૧૦ સુખી ખાસ ૨૭૦
વીતરાગીવિજ્ઞાનવડે જ પંચપરમેષ્ઠી પૂજ્ય છે ૩૬ ૧૨૨ સુવર્ણનો સૂર્ય અને તેનો દિવ્ય પ્રકાશ
(સચિત્ર) ૩૯ ૧૭૧
વૈરાગ્ય સમાચાર ૪૦ ૨૦૮ સુવર્ણપુરી સમાચાર ૩૩ ૬૧
વૈરાગ્ય સમાચાર ૪૧ ૨૨૯ સુવર્ણપુરી સમાચાર ૩૪ ૬૪
વૈરાગ્ય સમાચાર ૪૨ ૨૩૨ સુવર્ણપુરી સમાચાર ૩૯ ૧૮૮
વૈરાગ્ય સમાચાર ખાસ ૨૬૯ સુવર્ણપુરી સમાચાર ૪૨ ૨૩૨
વૈરાગ્ય સમાચાર ૪૩ ૨૯૦ સુવર્ણપુરી સમાચાર ૪૪ ૨૯૨
વાંચતા પહેલાંં આટલું સુધારજો ૩૩ ૫ સોનગઢનું જિનમંદિર મોટું કરાવવાની
[.] જાહેરાત ૪૦ ૨૦૬
સૌ ભૂતમાં સમતા મને, કો સાથ વેર મને નહીં ૪૩ ૨૭૩
શ્રુતપંચમીનો ઉત્સવ ૪૦ ૧૯૪ સંતો આત્માના આનંદમાં લીન થાય છે૩૯ ૧૭૭
‘શ્રુતવત્સલ સંત ત્રિપુટી’ ૪૦ ૧૯૪ ‘સંસાર હરામ છે’ ૩૯ ૧૬૯
સમકિતીનો સ્વાદ ૪૨ ૨૪૯ સ્વયંભૂ ભગવાન ૪૦ ૧૮૯
સમયસારની સમાપ્તિ ને પ્રવચનસારનો પ્રારંભ૩૮ ૧૫૦ સ્વસામર્થ્યની પ્રતીત ૩૮ ૧૫૦
બારમું વર્ષ સમાપ્ત: ‘જયજિનેન્દ્ર’