Atmadharma magazine - Ank 145
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૩
સળંગ અંક ૧૪પ
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ તેરમુંઃ સમ્પાદકઃ કારતક
અંક પહેલો રામજી માણેકચંદ દોશી ૨૪૮૨
“પ્રભુજી! તારા પુનિત પગલે....આવીએ છીએ”
૨૪૮૧ વર્ષ પહેલાં પાવાપુરી ધામમાં
વર્દ્ધમાન ભગવાન અભૂતપૂર્વ સિદ્ધપદને
પામ્યા...ભવ્ય જીવોનું પરમ ઇષ્ટ અને અંતિમ
ધ્યેય એવા મોક્ષપદને ભગવાન પામ્યા..
‘અહો! આજે ભગવાન અનાદિ–
સંસારથી મુક્ત થઈને સાદિ–અનંત સિદ્ધપદને
પામ્યા, ને ભગવાનના યુવરાજ ગૌતમ ગણધર
કેવળજ્ઞાન પામ્યા’ એ સાંભળીને કયા મુમુક્ષુનું
હૈયું આનંદથી ન નાચી ઊઠે!!
અહો! ભગવાન! સ્વાશ્રય વડે આપ
જ્ઞાનસંપદાને પામ્યા, અને અમને પણ
જ્ઞાનસંપદાની પ્રાપ્તિનો જ ઉપદેશ આપીને
આપ મુક્તપુરીમાં સીધાવ્યા....હે પ્રભો! અમે
તે ઉપદેશ ઝીલીને, જ્ઞાનસંપદા તરફ ઝુકીને,
આપને નમસ્કાર કરીએ છીએ, ને આપના
પંથે..... આપના પુનિત પગલે આવીએ છીએ.
પ્રભુજી! તારા પગલે પગલે મારે આવવું રે...
પ્રભુજી! બીજુંઃ મારે જોવાનું નહિ કામ...
મારા નાથ! હૈડામાં નિત્ય વસો રે...
*
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ૧૪પ ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
આત્મધર્મ
તેરમા વર્ષના પ્રારંભે......
* ભગવાનશ્રી સીમંધર–મહાવીર આદિ પંચપરમેષ્ઠી ભગવંતોને, પરમ ઉપકારી ગુરુદેવને તેમ
જ સર્વે આરાધક સંતોને, તથા શ્રી જિનવાણીદેવીને, નુતનવર્ષના મંગલાચરણમાં અતિશય ભક્તિપૂર્વક
અભિવંદના કરીએ છીએ. તેમ જ સર્વે આત્માર્થી–મુમુક્ષુ સાધર્મીજનોને વાત્સલ્યપૂર્વક અભિનંદન કરીએ
છીએ.
* આજે આપણું ‘આત્મધર્મ’ બાર વર્ષ પૂરા કરીને તેરમા વર્ષમાં પ્રવેશ કરે છે. આત્મધર્મ
દ્વારા પણ અનેક ભવ્ય જિજ્ઞાસુ જીવો પૂ. ગુરુદેવની અમૃતરસઝરતી વાણીનું હોંસેહોંસે પાન કરે છે.
આપણું આત્મધર્મ ‘માસીક’ છે, એટલે એ તો સહેજે સમજી શકાય એવું છે કે, પૂ. ગુરુદેવની નિત્ય
વરસતી વાણીમાં જેટલું આવે તે બધુંય તો આત્મધર્મમાં સમાવિષ્ટ ન જ થઈ શકે, એટલે અમુક ખાસ
ખાસ વિષયો ચૂંટીને ‘આત્મધર્મ’ માં અપાય છે. પરંતુ વિશાળ વાંચકવર્ગને લક્ષમાં રાખીને, આત્માર્થી
અને જિજ્ઞાસુ જીવોને જે ખૂબ જ ઉપયોગી હિતકારી હોય એવા જ વિષયો ચૂંટીચૂંટીને આપવામાં આવે
છે. આમ છતાં વાંચકવર્ગને સંપાદન શૈલિમાં કાંઈ નવીન ફેરફાર કરવા જેવી સૂચના કરવી હોય તો
સંપાદક પર મોકલી આપે.
* જિજ્ઞાસુ વાંચકો જાણે જ છે કે આ આત્મધર્મ શુદ્ધ આધ્યાત્મિક જન પત્ર છે....અને તે
જિજ્ઞાસુ પાઠકોને જગતના કિલષ્ટ વાતાવરણથી દૂર લઈ જઈને આત્મિક–શાંતિના માર્ગ તરફ આંગળી
ચીંધે છે. સંસારમાં ચારે તરફ જ્યારે અત્યંત કિલષ્ટ અને હળહળતું વાતાવરણ ઘૂઘવાટ કરી રહ્યું છે
ત્યારે પણ, આત્માને જગતથી જુદો પાડીને આત્મિક શાંતિ પ્રાપ્ત કરવાનો અપૂર્વ કલ્યાણકારી રાહ
પરમપૂજ્ય ગુરુદેવ આપણને બતાવી રહ્યા છે–તે આપણું મહાન સૌભાગ્ય છે. હે સાધર્મી બંધુઓ! પૂજ્ય
ગુરુદેવે બતાવેલા આ પાવન પંથને ઓળખો અને સંસારના હળહળતા વાતાવરણથી છૂટીને આત્મિક
શાંતિ પ્રાપ્ત કરવા માટે તે પંથને અનુસરો.
–સંચાલકો.

PDF/HTML Page 4 of 21
single page version

background image
શ્રી પ્રવચનસાર ગા. ૧૦૭ ઉપર પૂ. ગુરુદેવના
પ્રવચનમાંથી આનંદસ્વભાવની અદ્ભુત વાત!
(વીર સં. ૨૪૮૧ અધિક ભાદરવા વદ બીજ)
આત્માના દ્રવ્ય–ગુણમાં ત્રિકાળ આનંદ ભર્યો છે; પણ તેનું વેદન તો પર્યાયમાં થાય છે;
પર્યાયમાં જેને આનંદનું વેદન નથી તેને દ્રવ્ય–ગુણના આનંદની પણ ખબર નથી–પ્રતીત નથી.
પર્યાયમાં વ્યક્ત આનંદના વેદનપૂર્વક જ દ્રવ્ય–ગુણમાં રહેલા આનંદસ્વભાવની પ્રતીત થાય છે.
હવે પર્યાયમાં આનંદનું વેદન કયારે થાય? જેમાં આનંદસ્વભાવ ભર્યો છે તેની સન્મુખ વળીને એકાગ્રતા કરે
તો આનંદનું વેદન થાય.
પર્યાય પોતાના આનંદસ્વભાવ તરફ ન વળતાં પર તરફ વળે છે–પરમાં આનંદ માને છે તેથી તેનો
આનંદગુણ પર્યાયમાં યથાર્થપણે નથી વ્યાપતો, પણ વિપરીતપણે વ્યાપે છે, તે દુઃખ છે.
દ્રવ્ય–ગુણમાં આનંદસ્વભાવ ભર્યો છે તે વ્યક્ત થઇને પર્યાયમાં કયારે વ્યાપે?
–કે આનંદસ્વભાવી દ્રવ્ય–ગુણ સાથે પર્યાયની એકતા થાય ત્યારે તે આનંદગુણનું પરિણમન પર્યાયમાં પણ
ઉલ્લસે છે.
અહો! આનંદ તો મારો સ્વભાવ છે. મારો આત્મા આનંદવાન પદાર્થ છે. મારો આત્મા આનંદનો ધરનાર છે.
ને તે આનંદ દ્રવ્યમાં–ગુણમાં અને પર્યાયમાં ત્રણેમાં વ્યાપે એવો સ્વભાવ છે.–આમ જ્યાં પ્રતીત કરીને સ્વતરફ
પર્યાય વળી ત્યાં દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેની એકતા થઈ ને ત્રણેમાં આનંદ વ્યાપી ગયો. દ્રવ્યમાં ને ગુણમાં તો આનંદ
સદાય વ્યાપેલો હતો જ, પણ જ્યારે પર્યાયમાં આનંદ વ્યાપ્યો–આનંદનો અનુભવ થયો ત્યારે દ્રવ્ય–ગુણમાં ભરેલા
આનંદનું ભાન થયું,–કે અહો! મારો આત્મા જ આવા આનંદસ્વભાવથી ભરેલો છે.
એકલા દ્રવ્ય–ગુણમાં જ આનંદની વાત કરે, ને પર્યાયમાં આનંદ ન ભાસે, તો તેણે ખરેખર દ્રવ્ય–ગુણના
આનંદસ્વભાવનો સ્વીકાર કર્યો જ નથી. અહો! મારા દ્રવ્ય–ગુણ ત્રિકાળ આનંદસ્વભાવથી ભરેલા છે,–એમ સ્વીકાર્યું
કોણે?–
સ્વીકાર્યું તો પર્યાયે.
પર્યાયે કોની સામે જોઈને તે સ્વીકાર્યું?–અંતર્મુખ થઈને આનંદસ્વભાવી દ્રવ્ય–ગુણ સાથે અભેદ થયેલી
પર્યાયે તે સ્વીકાર્યું છે, અને તે પર્યાય પણ આનંદથી ભરેલી છે.
પહેલાં અનાદિથી, પોતાના આનંદવાન આત્મા સામે ન જોતાં, પરની જ સામે જોતો હતો–ત્યાં જ આનંદ
માનતો હતો, ત્યારે પર્યાયમાં આનંદને બદલે તેની વિકૃતિરૂપ દુઃખ વ્યાપતું હતું; હવે જ્યાં પર્યાયને અંતરમાં વાળીને
દ્રવ્ય–ગુણ સાથે એકાકાર કરી ત્યાં તે પર્યાય પણ આનંદરૂપ થઈ. આ રીતે આનંદસ્વભાવનો આશ્રય કરતાં પર્યાય
દુઃખ ટળીને સુખરૂપ થઈ–આનંદરૂપ થઈ. આ રીતે જ આનંદગુણ –દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં વ્યાપક છે.
અહીં આનંદગુણની જે ‘અદ્ભૂત’ વાત કરી, તે પ્રમાણે સમ્યક્ત્વગુણ, જ્ઞાનગુણ, ચારિત્રગુણ વગેરેમાં પણ
સમજવું. એકેક ગુણ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેયમાં વ્યાપક છે.–પણ કઈ રીતે? કે તે ગુણસ્વભાવી આત્માનો આશ્રય
કરતાં પર્યાયમાં તેનું નિર્મળ પરિણમન થઈ જાય છે, ને એ રીતે તે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં સરખી રીતે
(નિર્મળપણે) વ્યાપી જાય છે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
વીર સં. ૨૪૮૦ વૈશાખ વદ ત્રીજના રોજ બોટાદમાં પરમ પૂજ્ય સદ્ગુરુદેવનું પ્રવચન
પોતાના ચિદાનંદ સ્વભાવની અભિમુખ થઈને તેના અતીન્દ્રિય
આનંદનો અનુભવ કરવો તે જ આત્માનું સાચું અભિનંદન છે. આ સિવાય
જગતના લોકો ભેગા થઈને પ્રશંસા કરે કે અભિનંદન–પત્ર આપે તેમાં
આત્માનું કાંઈ હિત નથી. અરે પ્રભો! તને તારા આત્માનું સાચું બહુમાન
જ કદી આવ્યું નથી. તારા ચૈતન્યસ્વરૂપની મહત્તાને ભૂલીને તું સંસારમાં
રખડયો. સર્વજ્ઞભગવાન જેવી તાકાત તારા સ્વભાવમાં પડી છે, તેનું
બહુમાન કરીને સ્વભાવસન્મુખ થા, અને સ્વભાવના આનંદનું વેદન
કરીને તું પોતે તારા આત્માને અભિનંદન કર, તેમાં જ તારું હિત છે.
નિશ્ચયથી આત્માનો શુદ્ધજ્ઞાનાનંદ સ્વભાવ છે તેને જાણીને તેનું અવલંબન કરવાથી જ પરમ પદની પ્રાપ્તિ
થાય છે, એ વાત કહે છેઃ–
જેવા સિદ્ધભગવાન છે તેવો જ આ આત્માનો પરમાર્થ સ્વભાવ છે, અનાદિઅનંત એકરૂપ ચિદાનંદ સ્વભાવ
છે, તે શુદ્ધનયનો વિષય છે; જ્ઞાનને અંતર્મુખ કરીને આવા પરમાર્થ સ્વભાવનો આશ્રય કરવો તે મોક્ષની પ્રાપ્તિનું
કારણ છે. અને અખંડ આત્મામાં ભેદ પાડીને લક્ષમાં લેતાં રાગ થાય છે, જો તેના આશ્રયે લાભ માને તો મિથ્યાત્વ
છે ને તે મિથ્યાત્વનું ફળ સંસારપરિભ્રમણ છે.
આ આત્મા દેહથી જુદું જ્ઞાનાનંદ તત્ત્વ છે, તે અનાદિઅનંત છે; કોઈએ તેને બનાવ્યો નથી ને કદી તેનો
અભાવ પણ થતો નથી. આ જડ દેહથી તો તે જુદો છે ને અંદર ક્ષણિક પુણ્ય–પાપની જે લાગણીઓ થાય છે તે પણ
ક્ષણિક નાશવંત છે, તે કાયમ રહેનારો સ્વભાવ નથી; તેનાથી પાર આત્માનો જ્ઞાનાનંદ સ્વભાવ છે તે કાયમ રહેનાર
છે. જ્ઞાનનું પડખું અંતરમાં વળીને શુદ્ધ જ્ઞાનાનંદ પરમાર્થ સ્વભાવને જાણે તેને શુદ્ધનય કહે છે. અનાદિકાળથી
પોતાના શુદ્ધ પરમાર્થ સ્વભાવને ભૂલીને, દેહ–મન વાણીની ક્રિયાને હું કરું ને પુણ્ય–પાપ મારું સ્વરૂપ–એમ અજ્ઞાની
માને છે, તેથી સંસાર પરિભ્રમણમાં રખડે છે. સંસારનો નાશ કરીને જેઓ સર્વજ્ઞ પરમાત્મા થયા તેઓ ક્યાંથી થયા?
અંતરમાં પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વભાવ હતો તેમાંથી જ સર્વજ્ઞતા પ્રગટી છે, બહારથી કે પુણ્યમાંથી તે સર્વજ્ઞતા આવી
નથી પણ અંર્તસ્વભાવના અવલંબનથી જ તે સર્વજ્ઞતા
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૪પ

PDF/HTML Page 6 of 21
single page version

background image
પ્રગટી છે. જેમ લીંડી પીપરમાં ચોસઠ પોરી પરિપૂર્ણ તીખાસની તાકાત છે, તેમાંથી જ તે તીખાસ વ્યક્ત થાય છે; તેમ
એકેક આત્મામાં પરિપૂર્ણ જ્ઞાનસામર્થ્ય ભર્યું છે, તેમાંથી જ સર્વજ્ઞતા વ્યક્ત થાય છે. અંતરની સ્વભાવશક્તિને
પ્રતીતમાં લઈને તેનું અવલંબન કરવાથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર અને પરમાત્મદશા પ્રગટે છે. પણ આવા પરમાર્થ
સ્વભાવને જીવે કદી લક્ષમાં લીધો નથી.
લીંડી પીપરના દાણામાં ચોસઠપોરી તીખાસ વ્યક્ત થયા પહેલાં પણ તેનામાં ચોસઠપોરી તીખાસની તાકાત
ભરી છે, તે આંખથી ન દેખાય પણ ‘આ લીંડીપીપર છે અને તેનામાં તીખાસનો સ્વભાવ છે’ એમ તેના સ્વભાવને
લક્ષમાં લેતાં તે જણાય છે. તેમ આત્મામાં સર્વજ્ઞતા અનાદિથી વ્યક્ત નથી પણ નવી પ્રગટે છે. તે સર્વજ્ઞતા પ્રગટયા
પહેલાં અલ્પજ્ઞતા વખતે પણ સર્વજ્ઞ થવાની તાકાત આત્માના સ્વભાવમાં નિત્ય પડી છે. અંર્ત સ્વભાવની સન્મુખ
થઈને પ્રતીત અને અનુભવ કરતાં ખ્યાલમાં આવે છે કે અહો! સર્વજ્ઞતાનું સામર્થ્ય મારામાં જ ભર્યું છે, તેમાંથી મારી
સર્વજ્ઞતા વ્યક્ત થાય છે. આવા અંર્તસ્વભાવને પ્રતીતમાં લઈને તેનું અવલંબન કરતાં સર્વજ્ઞતા પ્રગટી તે સર્વજ્ઞની
વાણીમાં ઈચ્છા વિના સહજ ઉપદેશ નીકળ્‌યો, તેમાં કહે છે કેઃ અરે જીવ! તેં તારા પરમાનંદ સ્વરૂપને અનાદિથી
લક્ષમાં લીધું નથી, પરમાત્મદશા પ્રગટ થવાની તાકાત મારામાં જ પડી છે–એવી પ્રતીતિ કદી કરી નથી, અને પૂર્વે
સત્સમાગમે યથાર્થ રુચિપૂર્વક તેનું શ્રવણ પણ કર્યું નથી. સત્યની વાત તો કાને પડી, પણ અંતરમાં તેની રુચિ કરીને
સ્વભાવનું લક્ષ ન કર્યું, તેથી તેનું શ્રવણ કર્યું એમ પણ અમે કહેતા નથી. ખરેખર શ્રવણ ત્યારે કર્યું કહેવાય કે સંતો
જેવો આત્મસ્વભાવ કહેવા માંગે તેવો પોતે લક્ષમાં લઈને તેની રુચિ અને પ્રતીતિ કરે. ભાઈ, તારો આત્મા
જ્ઞાનાનંદસ્વભાવ છે–અને તું શુદ્ધનયથી દ્રષ્ટિમાં લે. તારો જ્ઞાનસ્વભાવ બહારમાં પરનું કાંઈ કાર્ય કરે એમ કદી બનતું
નથી. ઈચ્છા હોય છતાં તે પ્રમાણે શરીરાદિ પરચીજનાં કાર્ય બનતા નથી. વહાલી સ્ત્રી મરતી હોય ત્યાં તેને
બચાવવાની ઈચ્છા હોવા છતાં તે મરી જાય છે, શરીરમાં રોગ થવાની ઈચ્છા ન હોવા છતાં રોગ થાય છે; આ રીતે
ઈચ્છાનું કાર્ય પરમાં આવતું નથી, તેમ જ તે ઈચ્છા જીવનો સ્વભાવ પણ નથી; ઈચ્છા વડે અંર્તના સ્વભાવની
પ્રાપ્તિ થતી નથી. ઇચ્છાથી પાર હું જ્ઞાનાનંદ સ્વરૂપ છું, સંયોગો મારાથી જુદા છે, તે સંયોગોમાં મારું કાર્ય નથી–
આવો નિર્ણય કર્યા વગર જીવની વિપરીત માન્યતા ટળે નહિ, ને વિપરીતતા ટળ્‌યા વગર જીવને શાંતિ થાય નહિ.
ભગવાન! એકવાર તારા ચૈતન્યતત્ત્વને સાંભળ! તારી અંર્તશક્તિમાં સર્વજ્ઞપણું પડેલું છે, તેને ભૂલીને હું
જડનાં કાર્ય કરું એવું જે મિથ્યા અભિમાન છે તે પાપ છે, દુઃખનું કારણ છે. જડનાં કાર્યોથી જુદો હું જ્ઞાનાનંદ છું આવો
સ્વભાવનો નિર્ણય જીવે પૂર્વે એક સેકંડ પણ નથી કર્યો તેથી તે અપૂર્વ છે. એ સિવાય બીજું બધું પૂર્વે કરી ચૂક્યો છે,
પણ તેનાથી ચાર ગતિનું પરિભ્રમણ મટયું નહિ, તે કાંઈ અપૂર્વ નથી.
આ જગતમાં આત્મા અને જડ બધાય પદાર્થો અનાદિ અનંત છે, અને દરેક પદાર્થમાં ક્ષણે ક્ષણે પોતપોતાની
અવસ્થાનું રૂપાંતર થાય છે તે તેના સ્વભાવથી જ થાય છે. જડમાં પણ ક્ષણેક્ષણે હાલત પલટાય–એવી તેના
સ્વભાવની તાકાત છે, જીવને લઈને તેનું કાર્ય થાય એમ બનતું નથી. પણ અજ્ઞાની સ્વ–પરની ભિન્નતાને ભૂલીને
પરનાં કાર્ય હું કરું એવું અભિમાન કરે છે. પણ ભાઈ, એમાં તારી મોટાઈ નથી, તું તો જ્ઞાનસ્વભાવ છો–તે
સ્વભાવની મહત્તાને લક્ષમાં તો લે. તારા ચૈતન્ય સ્વરૂપની મહત્તાને લક્ષમાં લીધા વગર તું સંસારમાં રખડયો.
જગતના લોકો ભેગા થઈને તારી પ્રશંસા કરે કે અભિનંદન–પત્ર આપે એમાં તારા આત્માનું કાંઈ હિત નથી; પણ
પોતાના ચિદાનંદ સ્વભાવની અભિમુખ જઈને તેના અતીન્દ્રિય આનંદનો અનુભવ કરવો તે જ આત્માનું સાચું
અભિનંદન છે. અરે પ્રભો! તને તારા સ્વભાવનું સાચું બહુમાન જ આવ્યું નથી અને પરના માનમાં તું રોકાઈ ગયો
છો. પણ તારા સ્વભાવનો પરમ મહિમા છે, જે સર્વજ્ઞ ભગવંતો થયા તેઓ આત્મામાંથી જ થયા છે અને તારા
સ્વભાવમાં પણ તેવી તાકાત પડી છે. આવા સ્વભાવ સામર્થ્યનું બહુમાન કર, અને તે સ્વભાવની સન્મુખ થઈને
તારા સ્વભાવના આનંદનું વેદન કરીને તારા આત્માનું અભિનંદન કર, તેમાં જ તારું હિત છે, આ સિવાય જગતના
લોકો ભેગા થઈને અભિનંદનનો કાગળ આપે એમાં કાંઈ હિત નથી.
કારતકઃ ૨૪૮૨
ઃ પઃ

PDF/HTML Page 7 of 21
single page version

background image
અહીં તો કહે છે કે પુણ્યની શુભવૃત્તિ ઊઠે તે પણ ભગવાન આત્માના સ્વભાવમાં અભૂતાર્થ છે. ભગવાન
આત્મા જ્ઞાનાનંદસ્વભાવ છે તે ભૂતાર્થ છે, ને તે ભૂતાર્થસ્વભાવના અવલંબને જ પરમાનંદ દશાની પ્રાપ્તિ થાય છે.
જ્યાં સુધી આવા ભૂતાર્થસ્વભાવનું અવલંબન ન લ્યે ત્યાં સુધી જીવને ધર્મની શરૂઆત પણ થતી નથી. અહો, પૂર્વે
અનંત જન્મમાં પુણ્ય કરીને સ્વર્ગમાં ગયો પણ પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને કદી એક ક્ષણ પણ લક્ષમાં લીધું નહિ, તેથી
સંસારમાં જ રખડયો. તેથી આચાર્યદેવ કહે છે કે અરે! અનંત જન્મ મરણમાં જીવોને આ ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ દુર્લભ
છે, ચૈતન્યતત્ત્વની વાત પણ તેને દુર્લભ થઈ ગઈ છે, પુણ્ય પાપ તો સુલભ છે, તે અનંતવાર કરી ચૂક્યો છે, પણ તે
પુણ્ય પાપથી પાર જ્ઞાનસ્વરૂપ આત્મા શું ચીજ છે તે વાત પૂર્વે કદી એક ક્ષણ લક્ષમાં પણ લીધી નથી. માટે હે ભાઈ!
શુદ્ધનયથી તારા આત્માના સ્વભાવને લક્ષમાં તો લે! તારો શુદ્ધ ચિદાનંદસ્વભાવ અનંત ગુણનો પિંડ છે તે ભૂતાર્થ છે,
તે સિવાય ગુણભેદનો વિકલ્પ ઊઠે તે પણ અભૂતાર્થ છે ને સંયોગો તો પૃથક્ છે; એકાકાર જ્ઞાનાનંદ સ્વભાવને દ્રષ્ટિમાં
લઈને તેનું અવલંબન કરવું તે ધર્મ છે, આવો ધર્મ મોક્ષનું કારણ છે. પણ અનાદિથી આવો ધર્મ જીવે કદી લક્ષમાં પણ
નથી લીધો, તો પછી તેની સાધના તો કયાંથી કરે? હે આત્મા! પુણ્યના ફળમાં સ્વર્ગ મળે–તેમાં પણ તારું હિત કે ધર્મ
નથી, પણ અંતરમાં શુદ્ધ સિદ્ધસમાન તારો આત્મસ્વભાવ છે, તે પરમાર્થ સ્વભાવનું અવલંબન કર તો તેના
અવલંબને તારું હિત પ્રગટે ને ભવભ્રમણ ટળે. જ્ઞાનની વર્તમાન દશામાં મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન વગેરે જે ભેદો છે, તેઓ
એકાકાર જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પણ અભિનંદે છે, એટલે કે તે જ્ઞાનને અંતર્મુખ વાળીને અભેદ સ્વભાવમાં
એકાગ્ર કર્યું ત્યાં તે જ્ઞાન આત્માના એકાકાર જ્ઞાનસ્વભાવને અભિનંદે છે. આ રીતે પોતાના જ્ઞાનવડે પોતાના
આત્માને અભિનંદન કરવું તે મુક્તિનું કારણ છે.
*
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
જ્ઞાનીનો ઉપદેશ કહે છે કે....હે જીવ તું સ્વ તરફ વળ!
(ચર્ચામાંથી)
જીવની પરિણતિ કાં તો આત્મા તરફ વળે ને કાં તો પર તરફ વળે,–એક તરફ ઝૂકવાનું કામ તો તે કરે જ છે
....હવે–
* એક તરફ ‘જ્ઞાયકસ્વભાવ’ આનંદમૂર્તિ શક્તિપણે છે;
* બીજી તરફ જગતના પરજ્ઞેયો–કર્મ વગેરે –નિમિત્તો છે;
જેણે આ તરફ અંતરમાં વળીને જ્ઞાયકસ્વભાવ સાથે સંબંધ જોડયો, તેને વિકારના નિમિત્તો સાથેનો સંબંધ
તૂટી ગયો, એટલે જ્ઞાયક સાથેના સંબંધમાં તેને જ્ઞાયકપણું જ રહ્યું.....નિમિત્તાધીન વિભાવોનું કર્તાપણું તેને ન રહ્યું.
–આ છે જ્ઞાયકઆત્માનો ધર્મ.
આ રીતે જ્ઞાયકસ્વભાવ સાથે એકતા કરીને જે જ્ઞાયકભાવરૂપ પરિણમન થયું તે મોક્ષનો માર્ગ છે. માટે,
જ્ઞાની કહે છે કે હે વત્સ! તું તારા જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરીને, તેમાં જ તારી પરિણતિને વાળ. પર તરફથી પાછી
વાળીને તારી પરિણતિને સ્વ તરફ વાળ.....ને સ્વભાવના મહિમામાં જ તેને એકાગ્ર કર....
‘આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃપ્ત, તુજને સુખ અહો ઉત્તમ થશે.’
–સમયસાર ૨૦૬
યોગસારમાં પણ કહ્યું છે કે–
‘જેમ રમતું મન વિષયમાં તેમ જો આત્મે લીન,
શીઘ્ર લહે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન.’
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૪પ

PDF/HTML Page 8 of 21
single page version

background image
ભગવાન આત્માનું અપૂર્વ સ્વાગત
[સૌરાષ્ટ્રમાં પુનિત વિહાર દરમિયાન જિનબિંબ
પ્રતિષ્ઠાના અનેક મંગલ કાર્યો કરીને પૂ. ગુરુદેવ જેઠ સુદ
છઠ્ઠના રોજ સુવર્ણધામમાં પધાર્યા. તે પ્રસંગે સુવર્ણધામમાં પૂ.
ગુરુદેવનું પ્રથમ પ્રવચન
]
આ સમયસારના નિર્જરા અધિકારનો ૧૪૮ મો શ્લોક વંચાય છે–
(સ્વાગતા)
ज्ञानिनो न हि परिग्रहभावं कर्म रागरसरिक्ततयैति ।
रंगयुक्तिरकषायितवस्त्रे स्वीकृतैव हि बाहिर्लूठतीह ।। १४८।।
જે વસ્ત્ર ઉપર લોધર–ફટકડી વગેરે ન હોય તે વસ્ત્ર ઉપર રંગ ચડતો નથી, તેમ જ્ઞાનીને ચૈતન્ય સ્વભાવની
અંર્તદ્રષ્ટિમાં રાગનો અત્યંત અભાવ છે તેથી તેને કર્મ પરિગ્રહપણાને ધારતું નથી. આ આત્માને ધર્મ અને નિર્જરા
કેમ થયા તેની આ વાત છે. અનાદિથી રાગ–દ્વેષાદિ વિકારીભાવો તે હું એવી સ્વભાવ અને વિભાવ વચ્ચેની
એકત્વબુદ્ધિ છે તે બંધનનું કારણ છે. આત્માને પોતાના આત્માના જ અવલંબને બંધન ટળે ને શુદ્ધતા પ્રગટે છે; આનું
નામ ધર્મ છે, આ સિવાય બહારના બીજા કોઈ સાધનથી ધર્મ થતો નથી.
આ સ્વાગતનો કલશ છે, આત્માનું સ્વાગત કેમ થાય તે કહે છે. હે ભગવાન આત્મા! તમારામાં નિર્મળ
શક્તિ પડી છે તે વ્યક્ત થઈને પર્યાયમાં પધારો! આત્માના સ્વભાવનું સ્વાગત કરીને તેમાં એકાગ્રતા કરતાં
નિર્મળપર્યાય પ્રગટે છે. ધર્મીને પોતાના ચિદાનંદ આત્મસ્વભાવનો જ રંગ લાગ્યો છે એટલે તેને રાગાદિભાવોનો રંગ
લાગતો નથી, તેમ જ બાહ્ય દેહાદિની ક્રિયાનો પક્કડભાવ તેને નથી, જેમ વસ્ત્ર ઉપર ફટકડી વગેરે ન હોય તો તેને
રંગ લાગતો નથી તેમ જ્ઞાનીધર્માત્માને રાગાદિની રુચિ છૂટી ગઈ છે, તે જાણે છે કે મારું જ્ઞાનસ્વરૂપ રાગ સાથે
ભેળસેળ નથી પણ રાગથી જુદું જ છે; આવા ભાનમાં જ્ઞાનીને ચૈતન્યથી રુચિનો રંગ લાગ્યો છે ને રાગનો રંગ છૂટી
ગયો છે, તેથી તેને બંધન થતું નથી પણ નિર્જરા જ થાય છે. રાગમાં એકાગ્ર થઈને આત્માના શાંત જ્ઞાનાનંદ
સ્વરૂપના રસને જે ચૂકી જાય છે તેને રાગનો રસ છે, પણ ચૈતન્યનો રસ નથી; હું રાગથી ભિન્ન જ્ઞાતાદ્રષ્ટા છું–એવી
સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થઈ છે ત્યાં જ્ઞાનીને રાગનો રસ ઊડી ગયો છે. એક સમયમાં પૂર્ણ જ્ઞાનનો પિંડ મારો
ચૈતન્યસ્વભાવ છે–એવી રુચિ થતાં સ્વભાવની શુભતા તરફ જ્ઞાન વળ્‌યું; અનાદિથી જ્ઞાનને પરસન્મુખ જ કરીને
પરને જ જાણવામાં રોકાતો અને જ્ઞાનને રાગમાં જ એકાગ્ર કરતો, તેને બદલે હવે ભેદજ્ઞાન થયું કે પરથી ને રાગથી
ભિન્ન હું તો જ્ઞાનાનંદ સ્વરૂપ છું.–આવું ભેદજ્ઞાન થતાં જ્ઞાનસ્વભાવમાં જ જ્ઞાન એકાગ્ર થયું, ને રાગાદિનો રસ છૂટી
ગયો, તેને ક્ષણેક્ષણે નિર્જરા થાય છે એટલે કે ક્ષણેક્ષણે આત્માની શુદ્ધતા વધતી જાય છે. જુઓ, જ્ઞાનીનું જ્ઞાન એકલા
પરને કે રાગને જ જાણવામાં એકાગ્ર નથી; રાગથી લાભ માનવાની વાત તો દૂર રહી, પણ એકલા રાગને જ
જાણવામાં રોકાય ને શુદ્ધસ્વભાવને ચૂકી જાય તો તે પણ મિથ્યાદ્રષ્ટિ છે; તેણે જ્ઞાનને જ્ઞાનપણે ન રાખતાં વચ્ચે
કારતકઃ ૨૪૮૨
ઃ ૭ઃ

PDF/HTML Page 9 of 21
single page version

background image
રાગની ગાંઠ બાંધી છે. દેહની ક્રિયાને લીધે રાગ મંદપડે અથવા રાગની મંદતા તે ધર્મનું કારણ છે–એમ માને તે તો
મિથ્યાદ્રષ્ટિ છે. અને જે જ્ઞાન એકલા રાગને જ જાણવામાં રોકાય પણ ચિદાનંદ સ્વભાવ તરફ ન વળે તો તેને પણ
મિથ્યાત્વ છે. આત્માના જ્ઞાનાનંદસ્વભાવની દ્રષ્ટિ કરતાં ચૈતન્યની દોલત પ્રગટે છે. જે જ્ઞાન, રાગથી પાર થઈને
ચિદાનંદ સ્વભાવમાં ઢળ્‌યું તેને ભગવાન નિશ્ચયનય કહે છે. ‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની’ આવી
વસ્તુસ્થિતિ છે. તેને બદલે અજ્ઞાની કહે છે કે નિશ્ચયનય તે જ્ઞાન નથી પણ જડ છે. અરે! કેટલી વિપરીત વાત!
આત્માના જ્ઞાનાનંદસ્વભાવ સન્મુખ ધર્મની દ્રષ્ટિ પડી છે તેને નિશ્ચયનય કહે છે, અને એવા સ્વભાવની દ્રષ્ટિપૂર્વકનું
જ્ઞાન રાગાદિને જાણે તેનું નામ વ્યવહારનય છે. નિશ્ચયનય અને વ્યવહારનય તે બંને નયો જ્ઞાનના જ પડખાં છે.
અહીં તો કહે છે કે જે જ્ઞાન પોતાના સ્વભાવમાં એકાગ્ર ન થતાં રાગમાં એકાગ્ર થયું તેને રાગનો રસ આવે છે, પણ
જ્ઞાનાનંદસ્વભાવનો રસ આવતો નથી, તે મિથ્યાદ્રષ્ટિ છે. જડવસ્તુનો સ્વાદ કાંઈ આત્મામાં આવતો નથી, પણ જડના
સ્વાદને જાણતાં અજ્ઞાની પોતાના જ્ઞાનને ચૂકીને એમ માને છે કે મને આ પર વસ્તુનો સ્વાદ આવે છે, રાગમાં
એકાગ્ર થઈને પરનો સ્વાદ આવે છે એમ અજ્ઞાની માને છે, એટલે તેનું જ્ઞાન રાગમાં જ અટકયું છે તેથી તેને
રાગાદિનો પરિગ્રહ છે. પણ જ્ઞાનીને સ્વભાવ અને વિભાવની એકતા તૂટી ગઈ છે, ચિદાનંદસ્વભાવની દ્રષ્ટિમાં ધર્મીને
રાગનો પણ પરિગ્રહ નથી, તેથી તેને બંધન થતું નથી. જ્ઞાનીને બાહ્યમાં સંયોગો વર્તતા હોય અને પર્યાયમાં રાગ પણ
થતો હોય, છતાં તેની દ્રષ્ટિમાં રાગાદિ સાથે કયાંય એકપણું રહ્યું નથી તેથી તેને રાગનો પરિગ્રહભાવ નથી, તો પછી
જડનો પરિગ્રહ જ્ઞાનીને કેવો? દેહ–મન–વાણી વગેરે જડની ક્રિયાને તો અજ્ઞાની પણ કરી શકતો નથી. કોઈ એમ કહે
કે ‘દેહાદિકની ક્રિયા કરવાની જ્ઞાની ના નથી કહેતા, પણ સમજીને કરવું એમ કહે છે.’–તો આમ કહેનાર પણ
જ્ઞાનીની વાતને સમજ્યો નથી. ભાઈ! આત્મા દેહની ક્રિયા કરી શકે જ નહિ. સમજ્યા પહેલાં કે સમજ્યા પછી, કોઈ
પણ આત્મા દેહાદિકપરની ક્રિયાને કરી શકતો જ નથી. અજ્ઞાની રાગની ક્રિયામાં એકાગ્ર થાય છે તે અધર્મ છે, અને
જ્ઞાની રાગથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપને જાણીને તેમાં એકાગ્રતા વડે જ્ઞાનની ક્રિયા કરે છે,–તે ધર્મની ક્રિયા છે.
આ સિવાય જડની ક્રિયા તો કોઈ કરી શકતો નથી. જ્ઞાનીને જ્ઞાનનો જ રસ છે ને રાગનો રસ ઊડી ગયો છે તેથી તેને
રાગનો પરિગ્રહ નથી; માટે જ્ઞાનીને બંધન થતું નથી પણ નિર્જરા થાય છે.
ફરીને કહે છે કે –
ज्ञानवान स्वरतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः ।
लिप्यते सकलकर्मभिरेषः कर्ममध्यपतितोऽपि ततो न ।। १४९।।
જ્ઞાનીની દ્રષ્ટિ અંતરના ચિદાનંદ સ્વભાવ ઉપર પડી છે, એટલે તે નિજરસથી જ સર્વ રાગરસના ત્યાગરૂપ
સ્વભાવવાળો છે, તેથી તે કર્મ મધ્યે પડયો હોવા છતાં પણ કર્મોથી લેપાતો નથી. જ્ઞાનીએ પોતાના જ્ઞાનને સ્વજ્ઞેયમાં
એકાગ્ર કર્યું છે, એટલે તેના જ્ઞાનમાં પોતાના ચિદાનંદ સ્વભાવનો રસ ચઢયો છે, ને નિજરસથી જ તેને રાગનો પરિગ્રહ
છૂટી ગયો છે. ધર્મીને રાગમાં એકાગ્રતા નથી, તો કયાં એકાગ્રતા છે? કે રાગરહિત ચૈતન્યસ્વભાવની મુખ્યતા કરીને
તેમાં જ ધર્મીને એકાગ્રતા વર્તે છે. મૂઢ જીવ ચૈતન્યને ચૂકીને, પુણ્યના રાગથી લાભ થશે એમ માનીને તે રાગને
અગ્રેસર બનાવીને તેમાં એકાગ્રતા કરે છે–તે સંસારનું કારણ છે. જ્ઞાની પોતાના જ્ઞાનાનંદસ્વભાવને એકને જ અગ્રેસર
બનાવીને તેમાં એકાગ્રતા કરે છે, તે મુક્તિનું કારણ છે, પહેલાં આ વાતનું શ્રવણ–મનન કરવામાં વિનય અને રુચિ પણ
જેને ન આવે તે નિર્ણય કરીને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન તો કયાંથી કરશે? પહેલાં વિનયથી સત્સમાગમે શ્રવણ–
મનન કરીને નિર્ણય કરે–રુચિ કરે, તેને અંર્તદ્રષ્ટિનું પરિણમન થતાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય. આ સિવાય
બીજા કોઈ ઉપાયથી ધર્મની શરૂઆત થતી નથી. જેને આત્માના ચિદાનંદસ્વભાવની દ્રષ્ટિ પ્રગટી છે એવા જ્ઞાની
નિજરસથી જ રાગના અભાવરૂપ સ્વભાવવાળો છે. અજ્ઞાનીને સ્વભાવની દ્રષ્ટિનો અભાવ છે, ને રાગમાં એકાગ્રતા છે
તેથી તેને બંધન થાય છે, અને જ્ઞાનીને સ્વભાવની દ્રષ્ટિમાં રાગ સાથે એકતાનો અભાવ છે, તેથી તેને બંધન થતું નથી.
રાગરહિત જ્ઞાનાનંદસ્વરૂપની દ્રષ્ટિ આત્મામાં પ્રગટ કરવી તેનું નામ ધર્મ છે. જેણે આવી દ્રષ્ટિ પ્રગટ કરી તેણે પોતે
પોતાના આત્માનું સ્વાગત કર્યું. અનાદિથી રાગનો આદર કરીને ભગવાન આત્માનો અનાદર કરતો, તેને બદલે હવે
રાગથી ભિન્ન ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને ભગવાન આત્માનું અપૂર્વ સ્વાગત કર્યું; આ માંગળિક છે.
ઃ ૮ઃ
આત્મધર્મઃ ૧૪પ

PDF/HTML Page 10 of 21
single page version

background image
સમ્યગ્દર્શનાદિક શુદ્ધભાવ તે શિવપુરીનો પંથ છે; અને તે શિવપુરીનો પંથ
શ્રી જિનેન્દ્રભગવંતોએ ‘પ્રયત્નસાધ્ય’ કહ્યો છે. માટે તું ઉદ્યમવડે સમ્યગ્દર્શનાદિ
શુદ્ધભાવોને જાણીને તેને અંગીકાર કર.
શ્રી ભાવપ્રાભૃત ગા. ૬ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી. વીર સં. ૨૪૮૧ ભાદરવા વદ ૧૪
આત્માના પરમ આનંદસ્વરૂપ જે મોક્ષદશા, તેનો વાસ્તવિક પંથ શું છે તે જાણ્યાવિના, અનાદિ કાળથી
અજ્ઞાની જીવ બાહ્યસાધનને જ મોક્ષનો માર્ગ માની રહ્યો છે ને તેથી તે સંસારમાં રખડી રહ્યો છે. મોક્ષનું કારણ તો
‘ભાવ’ છે,–કયો ભાવ? આત્માના સ્વભાવની સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન આચરણરૂપ શુદ્ધભાવ તે જ મોક્ષનો પંથ છે. તેથી
આચાર્યભગવાન આ ‘ભાવપ્રાભૃતમાં’ કહે છે કે હે મોક્ષપુરીના પથિક!–મોક્ષને ચાહવાવાળા હે મુમુક્ષુ! પ્રથમ તું
સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવોને જાણ; ભાવ વગરના એકલા દ્રવ્યલિંગથી તારે શું પ્રયોજન છે?–એનાથી કાંઇ સિદ્ધિ નથી.
સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવોને જ મોક્ષનું કારણ જાણીને તેની પ્રાપ્તિનો ઉદ્યમ કર; કેમકે શ્રી જિનેન્દ્રભગવાને મોક્ષપુરીનો
પંથ પ્રયત્નસાધ્ય કહ્યો છે.
આત્માનું સમ્યગ્દર્શન શું, સમ્યજ્ઞાન શું, ને સમ્યક્ચારિત્ર શું, તે શુદ્ધભાવને તો જે ઓળખતો નથી, અને
એકલા બાહ્ય દ્રવ્યલિંગને (શરીરની દિગંબર દશાને) તથા વ્રતાદિના શુભરાગને જ મોક્ષનું કારણ માને છે તે
મિથ્યાદ્રષ્ટિ છે, તેને શિવપુરીના માર્ગની ખબર નથી. તેને આચાર્યદેવ શિવપુરીનો માર્ગ બતાવે છે કે હે ભાઈ!
જિનેશ્વરદેવે તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને મોક્ષનો માર્ગ કહ્યો છે, માટે પ્રયત્નવડે પહેલાં તે શુદ્ધભાવોને જાણ, અને
તેની આરાધનાનો ઉદ્યમ કરઃ–
जाणहि भावं पढमं किं ते लिंगेण भावरहिएण ।
पंथिय! सिवपुरिपंथ जिणउवइट्ठं पयत्तेण ।। ६।।
जानीहि भावं प्रथमं किं ते लिंगेन भावरहितेन ।
पथिक! शिवपुरीपंथाः जिनोपदिष्टः प्रयत्नेन ।। ६।।
આચાર્યદેવ પ્રેમપૂર્વક સંબોધન કરીને કહે છે કે હે શિવપુરીના પથિક! હે મોક્ષના અભિલાષી! મોક્ષનો માર્ગ
તો સમ્યગ્દર્શન આદિ ભાવરૂપ છે, તે સમ્યગ્દર્શન આદિ શુદ્ધ ભાવરૂપ મોક્ષમાર્ગ પ્રયત્નવડે સધાય છે એમ ભગવાને
ઉપદેશ્યું છે. ભગવાને પોતે પ્રયત્ન વડે મોક્ષમાર્ગને સાધ્યો છે ને ઉપદેશમાં પણ એમ જ કહ્યું છે કે મોક્ષનો માર્ગ
પ્રયત્નસાધ્ય છે. માટે તે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવોને જ મોક્ષનો પંથ જાણીને સર્વ ઉદ્યમવડે તેને અંગીકાર કર. હે
ભાઈ! સમ્યગ્દર્શનાદિ ભાવથી રહિત એવા દ્રવ્ય–
કારતકઃ ૨૪૮૨
ઃ ૯ઃ

PDF/HTML Page 11 of 21
single page version

background image
લિંગથી તારે શું સાધ્ય છે? મોક્ષ તો સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોથી જ સાધ્ય છે માટે તેનો પ્રયત્ન કર. તે
શુદ્ધભાવસિવાય બાહ્યલિંગ કે વ્રતાદિ શુભરાગ તે કોઈ મોક્ષનું સાધન નથી. બાહ્યલિંગ કે શુભરાગ તે સાધન વડે
કાંઈ ભગવાન મોક્ષ પામ્યા નથી તેમ જ તેને ભગવાને મોક્ષનું સાધન કહ્યું નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધ
વીતરાગીભાવ તે જ પરમાર્થ–એકમાત્ર–મોક્ષનું સાધન છે એમ ભગવાને કહ્યું છે. માટે હે મોક્ષના પંથી! આમ
જાણીને તું પ્રયત્નવડે તે શુદ્ધભાવને અંગીકાર કર.
આચાર્યદેવ ઉદ્યમ કરવાનું કહે છે; સ્વભાવના ઉદ્યમ વગર–પ્રયત્ન વગર મોક્ષમાર્ગની સિદ્ધિ થતી નથી.
ભગવાને મોક્ષમાર્ગ પ્રયત્નસાધ્ય કહ્યો છે. સમ્યગ્દર્શનઆદિ શુદ્ધભાવોના ઉદ્યમ વગર કોઈ જીવને મોક્ષની સિદ્ધિ
થાય–એમ કદી બનતું નથી. માટે, શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે–‘જો ઇચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ.’
પ્રશ્નઃ– પર્યાય તો ક્રમબદ્ધ થાય છે ને!! તો પછી પુરુષાર્થ કરવાનું કેમ કહો છો!!
ઉત્તરઃ– અરે ભાઈ, ક્રમબદ્ધપર્યાયના નિર્ણયવાળાને પણ પુરુષાર્થ તો ભેગો જ છે. ક્રમબદ્ધપર્યાયના નિર્ણયને
અને પ્રયત્નને કાંઈ વિરોધ નથી, અર્થાત્ ક્રમબદ્ધપર્યાય માની માટે હવે પુરુષાર્થ ન રહ્યો–એમ નથી. પર્યાય ક્રમબદ્ધ
થાય છે–એ વાત તો એમ જ છે,–પણ તે ક્રમબદ્ધપર્યાય શું પુરુષાર્થ વગર થાય છે? ભાઈ, ક્રમબદ્ધપર્યાયનો સાચો
નિર્ણય પણ જ્ઞાનસ્વભાવસન્મુખના પુરુષાર્થ વડે જ થાય છે, ને મોક્ષનો માર્ગ પણ તે જ પ્રયત્નપૂર્વક સાધ્ય છે. માટે
આચાર્યભગવાન કહે છે કે હે ભવ્ય! હે મોક્ષાર્થી બીજી બધી વાતો છોડીને પહેલાં તું ભાવને જાણ અને તેનો ઉદ્યમ
કર. મોક્ષના કારણભૂત ભાવો શું છે તેને ઓળખ. સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર એ ત્રણેય વીતરાગી
શુદ્ધભાવ છે ને તે ભાવ જ મોક્ષનું કારણ છે, તે સિવાય બહારમાં શરીરની નગ્નદશા કે શુભરાગ તે કાંઈ મોક્ષનું
કારણ નથી;–એમ જાણીને....પ્રયત્નવડે જાણીને, તું તે સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોનો ઉદ્યમ કર; સર્વ ઉદ્યમ વડે તું
આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને આરાધ,–તે જ મુક્તિપુરીનો પંથ છે.
મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવોને જ પ્રથમ જાણવાનું કહ્યું. ‘जानिहि भावं प्रथमं’ પહેલાં બીજું
કાંઈ જાણવાની વાત ન કરી, ‘તું પ્રથમ નિમિત્તને જાણ કે રાગને જાણ’–એમ ન કહ્યું. પણ મોક્ષના યથાર્થ કારણરૂપ
એવા સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવોને પ્રથમ જાણવાનું કહ્યું. અને પ્રયત્નથી જાણવાનું કહ્યું.
હવે આ સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ તે તો પર્યાય છે, તે કાંઈ જીવને અનાદિથી નથી પણ પ્રયત્નવડે નવી પ્રગટે
છે; અહીં તે શુદ્ધભાવને જાણવાનું કહ્યું. તો તે શુદ્ધભાવને એટલે કે શુદ્ધપર્યાયને ખરેખર કઇ રીતે જાણી શકાય?
અંર્તમુખ થઈને શુદ્ધઆત્મદ્રવ્યને જાણતાં, તેના આશ્રયે પ્રગટેલી શુદ્ધપર્યાય પણ જણાઈ જાય છે; આ રીતે, પ્રયત્ન
વડે દ્રવ્ય સન્મુખ થઈને શુદ્ધભાવ પ્રગટ કર એવો ઉપદેશ છે, અને તે શુદ્ધભાવ પ્રગટ કરીને તેને જ તું મોક્ષનું પરમાર્થ
કારણ જાણ. શુદ્ધદ્રવ્યસ્વભાવની સન્મુખના પ્રયત્ન વગર શુદ્ધભાવ થતો જ નથી, તો તેનું જ્ઞાન કયાંથી થાય? જ્યાં
અંતર્મુખ પ્રયત્નથી દ્રવ્યસ્વભાવની સન્મુખ થઈને તેનું જ્ઞાન કર્યું ત્યાં, દ્રવ્યના આશ્રયે પ્રગટેલાં શુદ્ધભાવનું જ્ઞાન પણ
ભેગું થઈ જ જાય છે, કેમકે શુદ્ધપરિણામ થયા તે દ્રવ્ય સાથે અભેદ છે. આ રીતે શુદ્ધભાવની ઓળખાણ પણ દ્રવ્યના
જ આશ્રયે થાય છે, એકલી પર્યાયના લક્ષે શુદ્ધભાવનું જ્ઞાન થતું નથી.
અહીં પહેલાં વ્યવહારને કે નિમિત્તને જાણવાનું ન કહ્યું પણ શુદ્ધભાવને જાણવાનું કહ્યું. જ્યાં શુદ્ધદ્રવ્યને લક્ષમાં
લીધું ત્યાં પર્યાય પણ શુદ્ધ થઈ એટલે કે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ પ્રગટયો; તેમાં જ મોક્ષમાર્ગનો સમ્યક્પુરુષાર્થ છે. માટે
હે શિવપુરીના પથિક! સ્વભાવસન્મુખ થઈને પ્રયત્ન વડે શુદ્ધભાવને તું જાણ. પહેલો આ જ પ્રયત્ન કર. આ પ્રયત્ન વડે
જ મોક્ષની સિદ્ધિ છે. આવા પ્રયત્ન વિના દ્રવ્યલિંગ ધારે તો પણ મોક્ષની સિદ્ધિ થતી નથી. અરે જીવ! સમ્યગ્દર્શનાદિ
શુદ્ધભાવ વગરનું દ્રવ્યલિંગ તો તેં અનંતવાર ધારણ કર્યું, તેનાથી કાંઈ જ સાધ્ય નથી.
मुनिव्रतधार अनंतवार ग्रैवेक उपजायो,
पै निज आतमज्ञान बिन सुख लेश न पायो.”
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૪પ

PDF/HTML Page 12 of 21
single page version

background image
શુદ્ધભાવ વગર જ તું અનંતકાળથી સંસારપરિભ્રમણ કરી રહ્યો છે, પણ શુદ્ધભાવને તે કદી નથી ભાવ્યા. માટે
હે જીવ! હવે તો આવા શુદ્ધભાવને ઓળખીને તેની ભાવના કર....હે મોક્ષના અભિલાષી! હવે તો પ્રયત્ન વડે
સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવને અંગીકાર કર. એ જ શિવપુરીનો પંથ છે.
મોક્ષમાર્ગમાં વચ્ચે વ્રતાદિના વિકલ્પ આવે તથા દ્રવ્યલિંગ પણ નગ્ન–દિગંબર દશારૂપ જ હોય, છતાં
શિવપુરીનો પંથ કાંઈ તે નથી, શિવપુરીનો પંથ તો એક શુદ્ધભાવ જ છે. સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર તે
ત્રણે શુદ્ધભાવ છે, ને તે જ મોક્ષનું સાધન છે. રાગ તે ખરેખર જૈનશાસન નથી, વ્રતાદિનો શુભરાગ તે જૈનધર્મ નથી,
જૈનધર્મ તો વીતરાગ છે, સમ્યગ્દર્શનાદિ શુદ્ધ વીતરાગભાવ તે જ જૈન શાસન અને જૈનધર્મ છે; એ વાત આ
ભાવપ્રાભૃતની ૮૩મી ગાથામાં આચાર્યદેવ સ્પષ્ટ કહેશે. આ રીતે રાગરહિત શુદ્ધ વીતરાગ ભાવ (સમ્યગ્દર્શનાદિક
ભાવ) જ મોક્ષનું કારણ છે–એમ જાણીને હે શિવપુરીના પથિક! તું પ્રયત્ન વડે તે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવોને અંગીકાર
કર, ચૈતન્યસ્વભાવની શક્તિમાં એકાગ્ર થઈને તેમાંથી શુદ્ધભાવ પ્રગટ કર, એમ શ્રી જિનેન્દ્રભગવાનનો ઉપદેશ છે.
*
હવે આગળની ગાથાઓમાં આચાર્યદેવ કહેશે કેઃ હે સત્પુરુષ! સાંભળ.....હે સત્ સમજવાની જિજ્ઞાસાવાળા
જીવ! તું સાંભળ.......! .. તેં આ સંસાર પરિભ્રમણમાં અનંતીવાર દ્રવ્યલિંગ ધારણ કર્યા, પણ સમ્યગ્દર્શન વગર તારી
કાંઈ સિદ્ધિ ન થઈ, દ્રવ્યલિંગ ધારણ કરીને પણ, રે જીવ! તેં મિથ્યાત્વ–આદિક ભાવોને જ ભાવ્યા છે, પણ સમ્યક્ત્વ–
આદિક શુદ્ધભાવોને તેં કદી એક ક્ષણ પણ ભાવ્યા નથી; તે શુદ્ધ ભાવોને પ્રયત્નવડે તેં ઓળખ્યા પણ નથી, માટે તે
શુદ્ધભાવોને ઓળખીને હવે તો તેની જ ભાવના કર. હે જીવ! જિનભાવના વિના એટલે કે શુદ્ધ આત્માની ભાવના
વિના તેં ચાર ગતિના ઘોર દુઃખો અનંતવાર સહન કર્યાં, માટે હવે તું જિનભાવના ભાવ.
આ સંબંધી ગાથા ૭–૮ ઉપરનાં વૈરાગ્ય ભરપૂર પ્રવચન હવે પછી પ્રસિદ્ધ થશે.
*
જિનભાવના
भीषण नरयगईए तिरियगईए कुदेवमणुगईए ।
पत्तोसि तिव्वदुक्खं भावहि जिणभावणा जीव ।। ८।।
હે જીવ! તું ભીષણ–ભયંકર એવી નરકગતિમાં
તેમ જ તિર્યંચગતિમાં, તથા કુદેવ અને કુમનુષ્ય ગતિમાં
તીવ્ર દુઃખ પામ્યો; માટે હવે તું જિનભાવના એટલે કે
શુદ્ધઆત્મતત્ત્વની ભાવના ભાવ–કે જેથી તારું
સંસારભ્રમણ મટે.
(ભાવાર્થ) અનાદિકાળથી સંસારમાં આત્માની
ભાવના વિના ચાર ગતિનાં દુઃખ પામ્યો, માટે હે જીવ!
હવે તો તું જિનેશ્વરદેવનું શરણ લે, અને શુદ્ધસ્વરૂપનો
અભ્યાસ વારંવાર ભાવનારૂપે કર,–જેથી સંસારના
ભ્રમણથી રહિત એવા મોક્ષની પ્રાપ્તિ થાય.–આવો
ઉપદેશ છે.
– ભાવપ્રાભૃત.
પ્રજ્ઞા છીણી
પ્રશ્નઃ– આત્મા અને બંધ પ્રજ્ઞાવડે ખરેખર કઈ
રીતે છેદી શકાય?
સમાધાનઃ– આત્મા અને બંધના નિયત
સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતરંગ–સંધિમાં પ્રજ્ઞા છીણીને
સાવધાન થઈને પટકવાથી તેમને છેદી શકાય છે–એમ
અમે જાણીએ છીએ.
* આત્માનું સ્વલક્ષણ તો ચૈતન્ય છે, કારણ કે
તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે.
* બંધનું સ્વલક્ષણ તો આત્મદ્રવ્યથી
અસાધારણ એવા રાગાદિક છે.
– શ્રી અમૃતચંદ્રાચાર્યદેવ.
*
કારતકઃ ૨૪૮૨ ઃ ૧૧ઃ

PDF/HTML Page 13 of 21
single page version

background image
“આત્મા કોણ છે ને કઈ રીતે પમાય?”
(૨પ)
[શ્રી પ્રવચનસારના પરિશિષ્ટમાં આચાર્યદેવે ૪૭ નયોથી આત્મદ્રવ્યનું વર્ણન કર્યું છે
તેના ઉપર પૂ. ગુરુદેવના વિશિષ્ટ અપૂર્વ પ્રવચનોનો સાર.]
(અંક ૧૪૪ થી ચાલુ)
[નોંધઃ આત્મધર્મના પાછલા અંકોમાં (નં. ૧૪૧ થી ૧૪૪ સુધીના અંકોમાં)
આ લેખમાળાનો લેખાંક નંબર છાપવામાં ભૂલ થઈ ગઈ છે, તેમાં અનુક્રમે નં. ૧૯ થી
૨૩ સુધી છપાયેલ છે તેને બદલે સુધારીને નં. ૨૦ થી ૨૪ સુધી સમજવા.
]
‘હે ભગવાન! આત્મા કેવો છે ને કઈ રીતે તેની પ્રાપ્તિ થાય છે? તે સમજાવો,’
–એમ આત્માર્થી શિષ્ય પૂછે છે; એવા શિષ્ય ઉપર પરમ અનુગ્રહ કરીને આચાર્યભગવાન
આત્માનું સ્વરૂપ અને તેની પ્રાપ્તિનો ઉપાય બતાવે છે–
[૪૬] અશુદ્ધનયે આત્માનું વર્ણન
અશુદ્ધનયે જોતાં, ઘટ અને રામપાત્રથી વિશિષ્ટ માટીમાત્રની માફક, આત્મદ્રવ્ય સોપાધિ સ્વભાવવાળું છે.
જેમ માટીમાં ઘડો, રામપાત્ર વગેરે અવસ્થાઓ થાય છે તે તેનો એકરૂપ ભાવ નથી તે અપેક્ષાએ તે
ઉપાધિભાવ છે; તેમ આત્માની અવસ્થામાં જે વિકારીભાવો થાય છે તે તેનો એકરૂપ સ્વભાવ નથી પણ ઉપાધિભાવ
છે, અશુદ્ધ છે. પુદ્ગલમાં તો ઘડો વગેરે જુદી જુદી અવસ્થા થયા કરે એવો તેનો સ્વભાવ છે, પણ આત્માની
પર્યાયમાં જે અશુદ્ધતા થાય છે તે કાયમી થયા કરે એવો તેનો સ્વભાવ નથી, એટલે અશુદ્ધતા તેનો કાયમી સ્વભાવ
નથી પણ ઉપાધિભાવ છે. છતાં, તે ઉપાધિભાવને પણ એક સમયપુરતી પર્યાયમાં આત્માએ પોતે ધારણ કરી રાખ્યો
છે તેથી તે પણ આત્માનો એક ધર્મ છે, અને તે ધર્મની અપેક્ષાએ જોતાં આત્મા સોપાધિસ્વભાવવાળો છે. અહીં
‘સોપાધિસ્વભાવ’ કહ્યો તે ત્રિકાળી સ્વભાવ ન સમજવો પણ અશુદ્ધપર્યાય પુરતો ક્ષણિકસ્વભાવ સમજવો. જ્ઞાની
જાણે છે કે આ અશુદ્ધતા છે તે મારી પર્યાયમાં થાય છે, એટલે અશુદ્ધનયથી હું ઉપાધિવાળો–અશુદ્ધ છું.
ધ્યાન રાખજો, કે અહીં અશુદ્ધનયે આત્માનું વર્ણન કરે છે તેમાં પણ શુદ્ધચૈતન્યમાત્ર આત્મદ્રવ્યની દ્રષ્ટિ
કરાવવી તે જ તાત્પર્ય છે.–કઈ રીતે? જુઓ આ અશુદ્ધનયથી અશુદ્ધતા દેખાય છે તે તો એક ક્ષણિક ધર્મ છે અને
આત્મદ્રવ્ય તો એક સાથે અનંતધર્મવાળું છે, અનંતધર્મોની
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૪પ

PDF/HTML Page 14 of 21
single page version

background image
કબૂલાત કરવા જતાં શુદ્ધચૈતન્યમાત્ર આત્માની દ્રષ્ટિ થયા વિના રહેતી નથી; માટે આ અશુદ્ધનય પણ તેને જ હોય કે
જેની દ્રષ્ટિ શુદ્ધચૈતન્યમાત્ર આત્મા ઉપર હોય. ‘અશુદ્ધનય’ તે પોતે કાંઈ અશુદ્ધતા નથી, તે પોતે તો શ્રુતજ્ઞાનનું એક
નિર્મળ પડખું છે.
આત્મામાં અનંત ધર્મો છે તેના ખ્યાલપૂર્વક સાધક જીવ ઉપાધિધર્મને જાણે છે; અશુદ્ધતારૂપ ક્ષણિક ઉપાધિધર્મ
વખતે જ મારા આત્મામાં શુદ્ધસ્વભાવરૂપ નિરુપાધિકધર્મ પણ ભેગો જ છે, એમ સાધક જાણે છે, એટલે અશુદ્ધનયથી
ઉપાધિને જાણતી વખતે નિરુપાધિક સ્વભાવનું પણ અંશે પરિણમન તેને વર્તે છે; સાધકને એકલી અશુદ્ધતા જ નથી
પરિણમતી, અશુદ્ધતા વખતે અંશે શુદ્ધતા પણ ભેગી જ પરિણમે છે અને તેને સમ્યક્ અનેકાન્ત તથા નય હોય છે. જે
જીવને પોતામાં એકલી અશુદ્ધતાનું જ પરિણમન ભાસે ને શુદ્ધતા જરાપણ ન ભાસે તેને તો આવો અશુદ્ધનય પણ
હોતો નથી, તે તો મિથ્યાદ્રષ્ટિ છે, મિથ્યાદ્રષ્ટિને એક પણ નય સાચા હોતા નથી.
વિકારની જે ઉપાધિ છે તે પણ જીવની વર્તમાન પર્યાયનો સ્વભાવ છે, અશુદ્ધનયથી જોતાં તે ઉપાધિવાળો
આત્મા દેખાય છે. રાગથી ધર્મ થાય, વ્યવહારના આશ્રયે નિશ્ચય થાય એવી મિથ્યામાન્યતાનો ભાવ તે તો
અજ્ઞાનીનો ઉપાધિભાવ છે. તે મિથ્યામાન્યતા ટળ્‌યા પછી અસ્થિરતાથી જે ક્રોધાદિભાવો થાય છે તે પણ ઉપાધિભાવ
છે. તે ઉપાધિભાવ પણ આત્મામાં થાય છે એમ અશુદ્ધનયથી જ્ઞાની જાણે છે. અહીં નયની વાત છે, નય જ્ઞાનીને જ
હોય છે; ને જ્ઞાનીને મિથ્યાત્વનો ઉપાધિભાવ તો થતો જ નથી. મિથ્યાત્વ સિવાયના જે રાગાદિ ઉપાધિભાવ થાય છે
તે કોઈ પરને લીધે નથી પણ પોતાની પર્યાયનો તેવો સ્વભાવ છે એમ ધર્મી જાણે છે. દ્રવ્યના શુદ્ધસ્વભાવના
જ્ઞાનપૂર્વક પર્યાયની અશુદ્ધતાને જાણે છે. આત્માની પર્યાયમાં જે વિકારી ભાવો થાય છે તે તેનો એક સમયનો
ઉપાધિભાવ છે, તે ઉપાધિભાવ પરમાં નથી તેમ જ પરને લીધે નથી, પણ આત્માની પર્યાયનો તેવો ધર્મ છે.
ઉપાધિભાવ થાય તેવો ધર્મ જો આત્માનો પોતાનો ન હોય તો બીજા અનંતા પરદ્રવ્યો ભેગા થઈને પણ તેનામાં
ઉપાધિભાવની ઉત્પત્તિ ન કરાવી શકે. નિગોદથી માંડીને ચૌદમા ગુણસ્થાનના અંત સુધી જે ઉપાધિભાવ વિકારભાવ–
ઉદયભાવ–સંસારભાવ છે તેને તે–તે પર્યાયમાં આત્મા પોતે ધારી રાખે છે તેથી શુદ્ધનયથી તે પણ આત્માનો ધર્મ છે,
તે ત્રિકાળીસ્વભાવ નથી તેમ જ પરને લીધે પણ નથી. લક્ષ્મી–શરીર–સ્ત્રી પુત્ર–ઘરબાર–દુકાન વગેરે પરચીજની
ઉપાધિ આત્મામાં નથી, પરની ઉપાધિવાળો આત્મા નથી, પણ પોતાની પર્યાયમાં જે વિકાર થાય છે તે વિકારની
ઉપાધિવાળો આત્મા છે. ‘ઉપાધિ’ કહેતાં જ તે કાયમી મૂળસ્વભાવ નથી એ વાત તેમાં આવી જાય છે. પર્યાયમાં એક
સમયની ઉપાધિ છે પણ શુદ્ધનયથી અંતર્મુખ સ્વભાવને જોતાં તેમાં ઉપાધિ નથી. આ રીતે બંને પડખામાંથી
આત્મદ્રવ્યને જાણવું અને તે જાણીને શુદ્ધતા તરફ વળવું તેનું નામ ધર્મ છે. ત્રિકાળ નિરુપાધિ એવું શુદ્ધદ્રવ્ય, અને
ક્ષણિકઉપાધિરૂપ અશુદ્ધતા એ બંનેની યથાર્થ ઓળખાણ થતાં, શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિથી પર્યાયનો ઉપાધિભાવ ટળતો જાય
છે, ને શુદ્ધતા થતી જાય છે.
અશુદ્ધનયે ઉપાધિસ્વભાવવાળું છે,–પણ કોણ? કે આત્મદ્રવ્ય. તે આત્મદ્રવ્ય કેવું છે? એક સાથે અનંત
ધર્મોવાળું છે, આત્મદ્રવ્ય સર્વથા અશુદ્ધ–ઉપાધિવાળું–નથી પણ અશુદ્ધનયથી ઉપાધિવાળું છે એટલે અશુદ્ધનય વખતે
પણ બીજા શુદ્ધપડખાનું જ્ઞાન ધર્મીને વર્તે છે. અનંતધર્મવાળા શુદ્ધઆત્મદ્રવ્યના લક્ષે ઉપાધિસ્વભાવનું યથાર્થ જ્ઞાન
થાય છે, એકલી ઉપાધિના જ લક્ષે ઉપાધિનું જ્ઞાન યથાર્થ થતું નથી. પણ એકાંત અશુદ્ધનય થઈ જાય છે.
ઉપાધિભાવ તે એક સમયની પર્યાયનો ધર્મ છે, ત્રિકાળ રહે એવો તેનો સ્વભાવ નથી. અહીં પ્રમાણના
વિષયમાં દ્રવ્ય–પર્યાય બંનેનું વર્ણન છે, એટલે ઉપાધિભાવને પણ આત્માનો સ્વભાવ કહીને તે પર્યાયનું જ્ઞાન કરાવ્યું
છે. વિકાર એક સમય પુરતો આત્માએ પોતે ધારી રાખ્યો છે. જો તેને ન જાણે તો પુરી વસ્તુનું પ્રમાણજ્ઞાન થાય નહિ
એટલે સમ્યગ્જ્ઞાન થાય નહિ.
શું પંચમ કાળને લીધે આત્મામાં ઉપાધિ છે?–ના; પંચમ કાળને લીધે ઉપાધિ નથી પણ જીવનો જ તેવો ધર્મ
છે. જુઓ, સંતો એમ કહે છે કે તારો ઉપાધિભાવ તારે લીધે જ છે, પરને લીધે નથી; છતાં જે જીવ આમ
કારતકઃ ૨૪૮૨
ઃ ૧૩ઃ

PDF/HTML Page 15 of 21
single page version

background image
નથી માનતો ને પરને લીધે ઉપાધિ માને છે તે ખરેખર ભગવાનની કે સંતોની આજ્ઞા માનતો નથી. પંચમકાળમાં
જન્મેલો કોઈ જીવ તે ભવે કેવળજ્ઞાન પામે–એમ કદી ન બને,–પણ તેનું કારણ? કાંઈ પંચમકાળને લીધે કેવળજ્ઞાન
નથી અટકયું, પરંતુ જીવની પોતાની પર્યાયમાં તે પ્રકારના ઉપાધિભાવને લીધે જ કેવળજ્ઞાન અટકયું છે.
વળી, નરકગતિનું આયુષ્ય જેને બંધાયું હોય તેને પંચમગુણસ્થાન આવે નહિ, તેમ જ જુગલિયામાં,
દેવગતિમાં કે નરકમાં સમ્યગ્દર્શન થાય પણ વ્રતાદિ ન થાય–પંચમ ગુણસ્થાન ન થાય; ત્રીજી નરક સુધીથી નીકળીને
મનુષ્ય થયેલો જીવ જ તીર્થંકર થઈ શકે, ત્યારપછી ચોથી નરકથી નીકળેલો જીવ કેવળજ્ઞાન પામી શકે પણ તીર્થંકર ન
થાય; પાંચમી નરકથી નીકળેલો જીવ મુનિદશા પામે પણ કેવળજ્ઞાન ન પામી શકે; છઠ્ઠી નરકથી નીકળેલો જીવ
પાંચમા ગુણસ્થાનની શ્રાવકદશા પામે પણ મુનિદશા ન પામી શકે, સાતમી નરકથી નીકળેલો જીવ મનુષ્ય ન થાય–
આવો નિયમ છે.–પણ તેનું કારણ? શું કર્મને લીધે કે પૂર્વ પર્યાયને લીધે તેમ થાય છે? ના, પરંતુ તે તે જીવોને તે
પર્યાયમાં જ તેવો ઉપાધિભાવરૂપ ધર્મ છે, અને તે કારણે જ તેના કેવળજ્ઞાનાદિ અટકયા છે. સમકીતિ જાણે છે કે મારી
પર્યાયમાં જ આવો ઉપાધિભાવ છે તેથી જ કેવળજ્ઞાન, મુનિદશા કે શ્રાવકદશા અટકી છે, કોઈ પરને કારણે મારી દશા
અટકી નથી, તેમ જ પરને કારણે ઉપાધિભાવ નથી. ક્ષણિક ઉપાધિ વખતે પણ શુદ્ધનયથી તો હું નિરુપાધિક
શુદ્ધસ્વભાવ છું–એવું ભાન ધર્મીને ખસતું નથી. પૂર્વના તેવા ઊંધા સંસ્કાર છે માટે અત્યારે ઉપાધિભાવ છે–એમ કહેવું
તે પૂર્વપર્યાયના ઉપચારનું કથન છે, ખરેખર વર્તમાન પર્યાય જ તેવા ઉપાધિસ્વભાવે થઈ છે એટલે તે પર્યાયનો જ
તેવો ધર્મ છે. એ જ પ્રમાણે, સિદ્ધદશા થતાં જે ઊર્ધ્વગમન થાય છે તે પૂર્વે પ્રયોગને લીધે થાય છે એમ કહેવું તે પણ
ઉપચારથી છે, ખરેખર તો તેની તે સમયની પર્યાયનો જ તેવો ઊર્ધ્વગમનસ્વભાવ છે. આ સ્વભાવ ઊર્ધ્વગમન છે તે
ઉપાધિભાવ નથી પણ પર્યાયનો નિરુપાધિક ભાવ છે. ધર્મી જીવ પોતાની પર્યાયના ઉપાધિધર્મને જાણતો હોય કે
નિરુપાધિસ્વભાવને જાણતો હોય, પણ શુદ્ધચૈતન્યદ્રવ્ય ઉપરથી તેની દ્રષ્ટિ ખસતી નથી.
–અહીં ૪૬ માં અશુદ્ધનયથી આત્માનું વર્ણન પૂરું થયું.
[૪૭] શુદ્ધનયે આત્માનું વર્ણન
આત્મદ્રવ્ય શુદ્ધનયે કેવળ માટીમાત્રની માફક, નિરુપાધિસ્વભાવવાળું છે. જેમ એકલી માટીનો પિંડ પડયો
હોય તે કેવળ માટી જ છે, તેમાં કોઈ ઉપાધિ નથી, તેમ શુદ્ધનયથી જોતાં નિરુપાધિક એકરૂપ સ્વભાવી આત્મા છે,
તેમાં કોઈ ઉપાધિ નથી. ક્ષણિક પર્યાયમાં અશુદ્ધતા છે તે અપેક્ષાએ ઉપાધિ છે પણ સામાન્યસ્વભાવની અપેક્ષાએ
આત્મામાં ઉપાધિ નથી. ઉપાધિ વખતેય આ નિરુપાધિક સ્વભાવ આત્મામાં છે. એક સમયે આત્મા આવા અનેક
ધર્મોવાળો છે. શુદ્ધચૈતન્યમાત્ર આત્માને દ્રષ્ટિમાં લેવો તે આ બધા ધર્મોને જાણવાનું ફળ છે.
પર્યાયમાં ક્ષણિક ઉપાધિ છે તે જ ક્ષણે સાધકને નિરુપાધિ શુદ્ધસ્વભાવનું ભાન છે, ને પર્યાયમાં પણ અંશે
નિરુપાધિકપણું પ્રગટયું છે, એટલે સાધકને પર્યાયમાં પણ ઉપાધિપણું ને નિરુપાધિપણું બંને ધર્મો એક સાથે પરિણમે
છે. જો તેમ ન હોય ને એકલી ઉપાધિ જ હોય તો એકાંત થઈ જાય છે.
અહીં અનેક પ્રકારે આત્માના ધર્મોનું વર્ણન કરીને આત્મદ્રવ્યની ઓળખાણ કરાવી છે. આ બધા ધર્મો
આત્માના પોતાના છે, તે કોઈ પરને લીધે નથી. ગમન, સ્થિરતા, અવગાહના, પરિણમન તે બધા ધર્મો પોતાના છે.
ધર્મ, અધર્મ, આકાશ ને કાળ તે નિમિત્ત છે પરંતુ તે ગતિ વગેરે ધર્મો કાંઈ નિમિત્તના નથી તેમ જ નિમિત્તને લીધે
નથી, તે ધર્મો તો પોતાના જ છે. આમ અનંતધર્મોને ધરનાર સ્વયંસિદ્ધ આત્માને જાણે તે જ્ઞાન સમ્યક્ છે.
ભગવાન આત્મા અનંતધર્મના પિંડરૂપ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય છે, વચનથી તો તેના અમુક ધર્મોનું વર્ણન થઈ શકે.
અહીં આચાર્યદેવે ૪૭ ધર્મો દ્વારા આત્માનું વર્ણન કર્યું.
ઃ ૧૪ઃ
આત્મધર્મઃ ૧૪પ

PDF/HTML Page 16 of 21
single page version

background image
આ ધર્મોમાંથી જેટલા ઉપાધિરૂપ અર્થાત્ અશુદ્ધતા રૂપ છે તે ધર્મો સિદ્ધદશામાં નથી હોતા, ને જે સ્વાભાવિક ધર્મો છે
તે બધા સિદ્ધદશામાં પણ હોય છે. સિદ્ધભગવાનને કાંઈ નયથી જોવાનું રહ્યું નથી, તેમને કાંઈ સાધવાનું બાકી નથી,
અહીં તો સાધકજીવ પોતે પોતાના આત્માને પ્રમાણ અને નય વડે સાધે છે તેની વાત છે.
જે શિષ્ય જિજ્ઞાસુ થઈને આત્માનું સ્વરૂપ સમજવા માંગે છે તેણે પૂછયું હતું કે હે પ્રભો! આ આત્મા કોણ
છે? એવા જિજ્ઞાસુ શિષ્યને ભગવાન આચાર્યદેવે પ્રથમ તો એમ બતાવ્યું કે આત્મા ખરેખર ચૈતન્યસામાન્યવડે
વ્યાપ્ત અનંતધર્મોનું અધિષ્ઠાતા એક દ્રવ્ય છે. તે શ્રુતજ્ઞાન પ્રમાણપૂર્વક સ્વાનુભવ વડે જણાય છે. એટલું કહીને પછી
૪૭ નયો દ્વારા આત્માનું સ્વરૂપ સમજાવ્યું. શિષ્યને આ વાત સમજવાની ઝંખના છે, એટલે આ વાત વેઠથી નથી
સાંભળતો પણ અંતરમાં આત્માને સમજવાની ધગશથી સાંભળે છે, એવા શિષ્યને આ સમજાવ્યું છે.
–અહીં ૪૭ મા શુદ્ધનયથી આત્માનું વર્ણન પૂરું થયું.
(હવે, જે નયો અપેક્ષાસહિત છે તે જ નયો સમ્યક્ છે ને અપેક્ષાવગરના એકાંત નયો તે મિથ્યા છે– એ વાત
કહેશે. ત્યારપછી ‘શુદ્ધચૈતન્યમાત્ર નિજ આત્મદ્રવ્યને અંતરમાં દેખવું તે જ તાત્પર્ય છે’–એમ બતાવશે. એ રીતે
આત્મદ્રવ્યનું કથન પૂરું કરીને પછી તેની પ્રાપ્તિની રીત કહેશે.
સુખના શોધકને.......
રે જીવ! તું વિચાર તો કર કે જે સુખને તું શોધી
રહ્યો છે તે સુખ તો તારામાં હોય કે બહારમાં? પોતાનું
સુખ તો પોતાથી જુદી કોઈ પણ વસ્તુમાં ન હોય.
બહારમાં કયાંય તારું સુખ નથી, તારું સુખ તારામાં જ
ભર્યું છે; તે સુખના અનુભવ માટે તારા
વાસ્તવિકસ્વરૂપને તું ઓળખ.
– પૂ. ગુરુદેવ
સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક અને નિર્ભય છે
જ્ઞાનીનું સમ્યગ્દર્શન કોઈ સંયોગના અવલંબને
નથી થયું, પણ સ્વભાવના અવલંબને જ થયું છે; તેથી
કોઈ પણ સંયોગોના ભયથી તેઓ સમ્યક્ત્વથી ચ્યુત
થતા જ નથી, જે સ્વરૂપના અવલંબને સમ્યક્ત્વ થયું છે
તે સ્વરૂપના અવલંબને પોતાના સમ્યક્ત્વમાં તે નિઃશંક
અને નિર્ભયપણે પરિણમે છે. માટે સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક
અને નિર્ભય છે.
– પૂ. ગુરુદેવ.
કારતકઃ ૨૪૮૨ ઃ ૧પઃ

PDF/HTML Page 17 of 21
single page version

background image
“ઈ ચ્છા મિ”
‘હે સંત ધર્માત્મા! હું તને ઈચ્છું છું’ એટલે કે જેવા શુદ્ધાત્માને આપ સાધી
રહ્યા છો તેવા શુદ્ધાત્માને હું ઈચ્છું છું–તેને હું ચાહું છું; આ રીતે શુદ્ધ આત્માની રુચિ
કરવી–ચાહના કરવી એવો ‘ઈચ્છામિ’ નો અર્થ છે.
માટે
હે ભવ્ય જીવો! સર્વ પ્રકારના ઉદ્યમ વડે પ્રયત્ન કરીને આત્માને જાણો.......ને તેની
શ્રદ્ધા કરો.....કે જેથી આત્માની મુક્તિ થાય આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
[–શ્રી સુત્રપ્રાભૃત ગા. ૧૩ થી ૧૬ ઉપરના પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી]
અષ્ટપ્રાભૃતની તેરમી ગાથામાં આચાર્ય કુંદકુંદ ભગવાન કહે છે કે ગૃહસ્થપણામાં વસ્ત્રાદિ સહિત હોવા છતાં
પણ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા “ઈચ્છાકાર” કરવા યોગ્ય છે.
અહીં ધર્માત્મા પ્રત્યે “ઈચ્છાકાર” કરવાનું કહ્યું તેમાં ઘણું રહસ્ય છે. “ઈચ્છામિ” એટલે કે હું ઈચ્છું છું.–શું
ઈચ્છું છું? હે સંતધર્માત્મા!! જેવો સ્વભાવ આપને પ્રગટયો તેવા સ્વભાવને જ હું ઈચ્છું છું; હું પુણ્યને નથી ઈચ્છતો,
રાગને નથી ઈચ્છતો, પણ રાગરહિત શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવનાં જેવા સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન આપના આત્મામાં પ્રગટયા છે
તેવા શ્રદ્ધા–જ્ઞાનને હું ઈચ્છું છું.
આ રીતે ધર્માત્મા પ્રત્યે “ઈચ્છામિ” કરનારની રુચિ રાગમાંથી હટી ગઈ છે ને તેની રુચિનું વલણ સ્વભાવ
તરફ વળી ગયું છે. સ્વભાવનો ઈચ્છક થઈને ધર્માત્મા પ્રત્યે “ઇચ્છામિ” કહે છે. “ઈચ્છામિ” કહીને ધર્માત્માનો જેણે
આદર કર્યો તેણે ખરેખર તો રાગરહિત પોતાના સ્વભાવનો જ આદર કર્યો છે. અહો! ગૃહસ્થ ધર્માત્મા પ્રત્યે
“ઈચ્છામિ” કરનારની પણ કેટલી જવાબદારી છે!–ધર્માત્મા પ્રત્યે ‘ઈચ્છામિ’ કરનાર જીવને રુચિનું વલણ જ પલટી
ગયું છે.
જિજ્ઞાસુજીવ ગૃહસ્થ ધર્માત્મા પ્રત્યે “ઈચ્છામિ” કરે છે, એટલે કે હે સંત! હું તને ઈચ્છું છું, તારા આત્માનો
આદર કરું છું, તારા સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનને હું ઈચ્છું છું, તેને મારી અનુમોદના છે; એટલે કે તેથી વિરુદ્ધભાવને હું
ઈચ્છતો નથી. આવો “ઈચ્છામિ” નો અર્થ છે. આવા ભાવસહિત ઈચ્છામિ કરે તો જ તે સાચું ઈચ્છામિ છે. એટલે
ખરેખર તો આત્માની રુચિ કરવી–આત્માને જ ચાહવો–તેની જ લગની કરવી એવો ‘ઈચ્છામિ’ નો અર્થ છે. જેને
આત્માની આવી રુચિ નથી તેને તો ધર્મનું કાંઈ આચરણ સાચું હોતું નથી.
‘અહો! ધર્માત્માઓ! જેવો શુદ્ધચિદાનંદ આત્મા તમે સાધી રહ્યા છો તે જ શુદ્ધચિદાનંદ આત્માને હું ઈચ્છું છું,
તેને જ હું ચાહું છું; રાગને કે પુણ્યને હું ચાહતો નથી.’–આમ સ્વભાવની ભાવના વડે સમ્યગ્દર્શન પ્રગટ કરે ને પછી
અમુક રાગ તૂટતાં વ્રત થાય ત્યારે
ઃ ૧૬ઃ
આત્મધર્મઃ ૧૪પ

PDF/HTML Page 18 of 21
single page version

background image
શ્રાવકપણું કહેવાય. જેને હજી તો આત્માની રુચિ જ નથી ને રાગની રુચિ છે તે જીવને વ્રતાદિ કાંઈપણ આચરણ
યથાર્થ હોતું નથી, તેને મુનિદશા કે શ્રાવકદશા હોતી નથી. ધર્મનું મૂળ તો સમ્યગ્દર્શન છે, ને તે સમ્યગ્દર્શન શુદ્ધ
આત્મસ્વરૂપની ચાહના વડે થાય છે, જગતની ઇષ્ટતા છોડીને, શુદ્ધ આત્માને જ ઇષ્ટ કરે–તેની જ ભાવના કરે તો જ
સમ્યગ્દર્શન થાય છે, અને સમ્યગ્દર્શનપૂર્વક જ શ્રાવકનાં કે મુનિનાં વ્રતાદિ હોય છે.
માટે આચાર્યદેવ ઉપદેશ આપે છે કે–હે ભવ્ય જીવો! તમે પ્રયત્નપૂર્વક આત્માને ઓળખો. પ્રયત્નપૂર્વક
આત્માની શ્રદ્ધા કરો; જેનાથી આત્માને મુક્તિ થાય એવાં સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન તમે પ્રયત્નપૂર્વક કરો, પ્રયત્નપૂર્વક
આત્માને ઓળખો. જુઓ, આચાર્યભગવાને પ્રયત્નની ચોક્ખી વાત કરી છે; આત્માના સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–
પ્રયત્નપૂર્વક જ થાય છે. માટે સર્વ પ્રકારનાં ઉદ્યમથી પ્રયત્ન કરીને સ્વરૂપની રુચિ કરો.....જ્ઞાન કરો......શ્રદ્ધા કરો, કે
જેથી આત્માને મોક્ષની પ્રાપ્તિ થાય.
ઘણા જીવો પૂછે છે કે અમારે શું કરવું? તો આચાર્યદેવ અહીં તે વાત બતાવે છેઃ હે ભવ્ય! તારો બધો ઉદ્યમ
આત્માના સ્વરૂપને જાણવામાં રોક. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે તેને પ્રયત્નથી જાણ. બીજા આડંબરથી શું પ્રયોજન
છે? શ્રદ્ધા–જ્ઞાન વગરનું આચરણ તે કાંઈ આત્માને હિતરૂપ નથી. માટે જેનાથી આત્માનું હિત થાય એવું કરો......
સર્વ પ્રયત્નને આ તરફ રોકીને આત્માના સ્વરૂપને ઓળખો અને શ્રદ્ધા કરો. કે જેથી આત્માનું અપૂર્વ હિત થાય.–
આવો શ્રી ગુરુઓનો ઉપદેશ છે.
***********************************************
* જ્ઞાનનો સ્વભાવ અને સ્વજ્ઞેયનો મહિમા *
એકકોર પોતાનો આત્મા તે સ્વજ્ઞેય અને તેના સિવાય લોક–અલોકના અનંત
પદાર્થો તે પરજ્ઞેયો, અને તે સ્વ–પર બંને જ્ઞેયોને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ, છતાં
સ્વજ્ઞેયનો મહિમા મોટો છે. અંતર્મુખ થઈને સ્વજ્ઞેયના જ્ઞાનપૂર્વક જ પરજ્ઞેયનું જ્ઞાન
યથાર્થ થાય છે; માટે સ્વજ્ઞેયને જાણનારી જ્ઞાનપરિણતિ મહિમાવંત છે......ભગવતી છે.
શ્રી પ્રવચનસાર ગા. ૧૨૭ ઉપરના પ્રવચનમાંથી.
આત્મા જ્ઞાનસ્વભાવી વસ્તુ છે, જ્ઞાનનો સ્વભાવ જગતના સ્વપર સમસ્ત જ્ઞેયોને જાણવાનો છે. જગતમાં
જીવ અને અજીવ સમસ્ત પદાર્થો તે જ્ઞાનના જ્ઞેયો છે.
જ્ઞેયોમાં આ જીવતત્ત્વ કેવું છે? કે ચેતનાસ્વરૂપ છે. તે ચેતના ‘ભગવતી’ છે–એટલે કે મહિમાવંત છે, અને
આત્માના બધા ધર્મોમાં તે ભગવતી ચેતના વ્યાપેલી છે. જીવદ્રવ્ય સદાય અવિનાશી ચેતનાસ્વરૂપ તથા ચેતનાની
પરિણતિસ્વરૂપ છે.
પરથી ભિન્ન અને પોતાના શુદ્ધ દ્રવ્ય–ગુણ–પર્યાયથી અભેદ એવા શુદ્ધ આત્મદ્રવ્યને જ્ઞેય બનાવ્યું ત્યારે જ
જ્ઞાન સમ્યક્ થયું. શુદ્ધ આત્માને જ્ઞેય બનાવ્યા વગર સમ્યગ્જ્ઞાન થતું નથી. ને સ્વજ્ઞેયના જ્ઞાન વગર પરજ્ઞેયનું જ્ઞાન
પણ સાચું નથી.
જ્ઞાનનો સ્વભાવ સ્વપરને જાણવાનો હોવા છતાં, જે જ્ઞાન અંતરમાં વળીને સ્વજ્ઞેયને તો જાણતું નથી ને
બહારમાં એકલા પરજ્ઞેયને–શરીર તથા રાગાદિને–જ જાણવામાં રોકાય છે ને તેને જ જ્ઞાનનું સ્વરૂપ માને છે તો તે
જ્ઞાન મિથ્યા છે, તે અસર્વાંશને સર્વાંશ માને છે. સૌથી મોટું–મહિમાવંત તો સ્વ–જ્ઞેય છે તેના જ્ઞાન વગર પરજ્ઞેયનું
જ્ઞાન પણ સાચું નથી.
જ્ઞાનસ્વભાવ પોતે પોતાનું સ્વજ્ઞેય ન થાય ત્યાં સુધી જ્ઞાનનું સ્વપરપ્રકાશકપણું ખીલ્યું નથી. સ્વભાવથી તો
બધાય જીવો સ્વ પર પ્રકાશક જ છે, સિદ્ધથી માંડીને નિગોદ, બધાય જીવોનો સ્વ–પર પ્રકાશક જ્ઞાનસ્વભાવ છે, પણ
અજ્ઞાનીને તે સ્વભાવની ખબર નથી. અહીં તો, જેને પોતાના આવા ચેતના સ્વભાવની ખબર પડી, ને જ્ઞાનમાં
પોતાના આત્માને જ્ઞેય બનાવ્યો ત્યાં ભગવતી ચેતનાપરિણતિરૂપ નિર્મળપર્યાય પ્રગટી. જેણે અંતર્મુખ થઈને
સ્વતત્ત્વને જ્ઞેય
કારતકઃ ૨૪૮૨
ઃ ૧૭ઃ

PDF/HTML Page 19 of 21
single page version

background image
નથી બનાવ્યું તેનું જ્ઞાન શરીરાદિમાં ને રાગના વિકલ્પમાં અટકેલું છે, ને તેટલો જ પોતાને માને છે–તે મિથ્યાજ્ઞાન છે,
તે જ્ઞાન રાગના કર્તાપણામાં રોકાઈ ગયું છે, તેનું પરપ્રકાશન પણ સાચું નથી; કેમકે પરપ્રકાશકજ્ઞાન જેટલો જ
જ્ઞાનસ્વભાવ તેણે માન્યો. પણ જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ તેણે જાણ્યો નથી.
અંતરના જ્ઞાનસ્વભાવને પકડે તો તો કેવળજ્ઞાન લેવાનો માર્ગ બહું ટૂંકો છે. પણ જીવો પોતાને જાણ્યા વિના
બહારમાં જ ભટકે છે એટલે ક્યાંય માર્ગ સૂઝતો નથી. અંતરના અનુભવ વિના નીવેડા આવે તેમ નથી. શાસ્ત્રો તો
દિશા બતાવીને જુદા રહે છે. પણ અંતરમાં પોતાના અનુભવ વિના એકલા શાસ્ત્રથી માર્ગનો પાર પમાય તેમ નથી.
એક કોર ભગવતી ચેતનાસ્વરૂપ ભગવાન આત્મા તે સ્વજ્ઞેય ને બીજી કોર લોકાલોક તે પર જ્ઞેય, તે સ્વ–પર
જ્ઞેયને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે.
સામે લોકાલોક તો ઘણા જ્ઞેયો છે, ને આ આત્મા તો એક છે,–છતાં લોકાલોકના પરજ્ઞેયને જાણનાર જ્ઞાન
કરતાં આત્મસ્વભાવરૂપ સ્વજ્ઞેયને જાણે તે જ્ઞાનનો મહિમા છે. સ્વજ્ઞેયનું જેને જ્ઞાન નથી તેને પરજ્ઞેયનું જ્ઞાન પણ
મિથ્યા છે. સ્વજ્ઞેયનો મહિમા મોટો છે, જે પરિણતિ અંતર્મુખ થઈને સ્વજ્ઞેયને જાણે તે પરિણતિ પણ ભગવતી છે–
મહિમાવંત છે. તે ભગવતી ચેતના જ મોક્ષનું સાધન છે.
જ્ઞાને અંતર્મુખ થઈને જ્યાં પોતાના આત્માને સ્વજ્ઞેય બનાવ્યો ત્યાં શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ ને
જ્ઞાનતત્ત્વ પણ સ્વ–પરપ્રકાશકપણે યથાર્થ પરિણમ્યું, તેને આચાર્યદેવે અભિનંદન આપીને તેની પ્રશંસા કરી છે. અહો,
જે જ્ઞાને અંતર્મુખ થઈને પોતાના આત્મસ્વભાવને જાણ્યો તે જ્ઞાન પ્રશંસનીય છે. અનાદિથી એકલા પરને તથા
રાગાદિને જ જાણવામાં રોકાતું તે જ્ઞાનમાં આકુળતાનું જ વેદન હતું, હવે સ્વ–પરજ્ઞેયોને ભિન્ન ભિન્ન ઓળખીને
પોતાના જ્ઞાનાનંદસ્વભાવ તરફ વળીને એકાગ્ર થયું તે જ્ઞાન અપૂર્વ આનંદના અનુભવ સહિત છે તેથી તે ધન્યવાદને
પાત્ર છે. અનાદિથી જ્ઞાન બહારમાં ભમતું, પરને જ પોતાનું માનીને તેને જાણવામાં રોકાતું, ને સ્વજ્ઞેયને (આત્માને)
જાણતું ન હતું તે જ્ઞાનમાં શુદ્ધઆત્માની પ્રાપ્તિ ન હતી; હવે સ્વજ્ઞેયના તથા પરજ્ઞેયના દ્રવ્ય–ગુણ–પર્યાયને જુદા જુદા
ઓળખીને, પરથી ભિન્ન પોતાના સ્વ–દ્રવ્યને જ્ઞાનનું જ્ઞેય બનાવીને તેમાં પર્યાયને લીન કરી ત્યાં શુદ્ધ આત્મતત્ત્વની
પ્રાપ્તિ થઈ,–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થયા; આવી અપૂર્વ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થઈ તે અભિનંદનીય છે.
પ્રશ્નઃ– અપરાધી કોણ?
ઉત્તરઃ– જે પરદ્રવ્યને પોતાનું માને તે.
પ્રશ્નઃ– નિરપરાધી કોણ?
ઉત્તરઃ– જે પોતાના શુદ્ધ આત્માને જ પોતાનું માને
છે, ને તે સિવાય કિંચિત્ પણ પરદ્રવ્યને પોતાનું
માનતો નથી તે.
પ્રશ્નઃ– બંધન થવાની શંકા કોને પડે?
ઉત્તરઃ– જે અપરાધી હોય તેને.
પ્રશ્નઃ– ‘હું નહીં જ બંધાઉં’ એવી નિઃશંકતા કોને હોય?
ઉત્તરઃ– જે જીવ નિરપરાધી હોય તેને
જુઓ, સમયસાર ગા. ૩૦૧–૨–૩
રે જીવ!
ભીષણ નરકગતિમાં, તિર્યંચગતિમાં, તેમજ કુદેવગતિમાં
અને મનુષ્યગતિમાં, શુદ્ધઆત્માની ભાવના વિના તું તીવ્ર
દુઃખ પામ્યો; માટે હવે તો તું ‘જિનભાવના’ ભાવ....
જેથી તારા સંસારભ્રમણનો અંત આવે.
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૪પ

PDF/HTML Page 20 of 21
single page version

background image
મુંબઈ શહેરમાં દિ. જિનમંદિરના શિલાન્યાસનો મહોત્સવ
પરમ શાસનપ્રભાવક પૂ. ગુરુદેવના પુનિત પ્રતાપે સૌરાષ્ટ્રમાં ઠેરઠેર વીતરાગી જિનમંદિરોની સ્થાપના થઈ
છે....તે ઉપરાંત હવે મુંબઈ જેવા ભારતના અગ્રગણ્ય શહેરમાં પણ પૂ. ગુરુદેવના પ્રતાપે એક ભવ્ય દિ. જિનમંદિર
તૈયાર થાય છે–તે ઘણા હર્ષની વાત છે. મુંબઈ જેવા શહેરમાં સારા લત્તામાં પ્લોટ મળવો એ ઘણું મુશ્કેલ ગણાય, છતાં
મુંબઈ મુમુક્ષુ મંડળના સદ્ભાગ્યે મુમ્બાદેવી રોડ જેવા મહત્વના લત્તામાં, રસ્તા ઉપર જ જિનમંદિરને યોગ્ય પ્લોટ
મળી ગયો, તે પણ હર્ષની વાત છે.
ઉપરના પ્લોટમાં, આસો સુદ દસમના શુભ દિને ભાઈશ્રી મણિલાલ જેઠાલાલ શેઠ તથા તેમની ધર્મપત્ની
સુરજબેનના સુહસ્તે, સીમંધર ભગવાનના દિ. જિનમંદિરનું શિલાન્યાસ થયું હતું, તેમના કુંટુંબીજનોએ પણ આમાં
હોંશપૂર્વક ભાગ લીધો હતો. આવો ધન્ય અવસર પોતાને પ્રાપ્ત થયો તે બદલ ભાઈશ્રી મણિલાલભાઈ તથા તેમના
બંધુઓએ ઘણો ઉલ્લાસ વ્યક્ત કરીને રૂા. ૨૦૦૦૧, (વીસહજાર ને એક) મુંબઈ–જિનમંદિરને અર્પણ કર્યા હતા. તે
ઉપરાંત કુટુંબીજનો તરફથી પણ રૂા. ૧૨૦૬, અર્પણ કરવામાં આવ્યા હતા. તેમ જ હાજર રહેલા અન્ય ભક્તજનો
તરફથી રૂા. પપ૨૮, અર્પણ કરવામાં આવ્યા હતા. એ રીતે આ પ્રસંગે કુલ રૂા. ૨૮૭૩૮, ની રકમો જાહેર થઈ હતી.
શિલાન્યાસવિધિ કરનાર શેઠશ્રી મણિલાલભાઈ મુંબઈ મુમુક્ષુમંડળના પ્રમુખ છે.
મુંબઈ મુમુક્ષુમંડળના ટ્રસ્ટીઓ–કાર્યકરો વગેરે બધા ભક્તજનોએ દિ. જિનમંદિરના શિલાન્યાસનો આ પ્રસંગ
ઘણા ઉલ્લાસપૂર્વક ઉજવ્યો હતો. મુમ્બાદેવીના જિનમંદિરના પ્લોટમાં એક ખાસ સુશોભિત મંડપ બાંધવામાં આવ્યો
હતો; ભૂલેશ્વરના ચંદ્રપ્રભુભગવાનના જિનમંદિરેથી, ચાંદીના રથમાં જિનેન્દ્રદેવને બિરાજમાન કરીને ઠાઠમાઠપૂર્વક
ભવ્ય રથયાત્રા નીકળી હતી ને મંડપમાં આવી હતી. ત્યાં ભગવાનને બિરાજમાન કરીને અભિષેક પૂજન આદિ
વિધિપૂર્વક, ભક્તોના ઉલ્લાસ અને જયજયકાર પૂર્વક શ્રી દિગંબર જિનમંદિરનું શિલાન્યાસ થયું હતું.
શિલાન્યાસવિધિ બાદ, આ પ્રસંગનો ઉલ્લાસ અને ભક્તિ વ્યક્ત કરતાં ભાઈશ્રી ખીમચંદભાઈએ કહ્યું હતું કે
‘આજનો દિવસ આપણે માટે મહાન હર્ષનો છે કે આ મોહમયી–મુંબઈનગરીમાં આજે, મોહસ્વયંભૂરમણસમુદ્રને તરી
ગયેલા એવા જિનેન્દ્રભગવાનના જિનમંદિરનું મુહૂર્ત થાય છે....વીતરાગી જિનધર્મના સુયોગ્ય સુકાની કહાન
ગુરુદેવનો પવિત્ર પ્રભાવના ઉદય જ આ બધાની પાછળ કામ કરી રહ્યો છે, તેથી તેઓશ્રીનો પરમ ઉપકાર છે. હવે
આ જિનમંદિર થતાં આપણા આંગણે જિનેન્દ્ર ભગવાન પધારશે....ભગવાનની પ્રતિષ્ઠા–પ્રસંગે પૂ. ગુરુદેવ પણ
પોતાના પવિત્ર પગલાંઓથી આ મુંબઈનગરીને પાવન કરશે અને તેમની મધુરી બંસરીદ્વારા ભવ્યજીવોને મુક્તિનો
સંદેશ સાંભળવા મળશે.....એ રીતે આપણી નગરી તે દિવસોમાં દેવ–ગુરુ–શાસ્ત્રના ત્રિવેણી સંગમથી ધન્ય બનશે.
ભગવાન શ્રી જિનેન્દ્રદેવના અને ગુરુદેવના દર્શનનો યોગ આપણને અહીં શીઘ્ર પ્રાપ્ત થાઓ....અને તેમની ઉપાસના
દ્વારા અંતરભૂમિમાં આત્મદેવના દર્શન થાઓ.–એ જ ભાવના......’
આ મંગલ પ્રસંગમાં મુંબઈના દિ. જૈન સમાજની અનેક અગ્રગણ્યવ્યક્તિઓ વગેરેએ ભાગ લીધો હતો, તેમ
જ ત્રણ હજાર જેટલી ભાઈ–બહેનોએ ઉલ્લાસપૂર્વક ભાગ લઈને આ પ્રસંગને શોભાવ્યો હતો. આવો પ્રભાવક પ્રસંગ
જોઈને ઘણાને આશ્ચર્ય થતું અને કહેતા કે ‘કાનજી સ્વામી દ્વારા મુંબઈમાં આટલી બધી પ્રભાવના થઈ છે, તેની તો
અમને આજે ખબર પડી!’
મુંબઈના આંગણે આવો મંગલકારી પ્રસંગ પ્રાપ્ત કરવા માટે ત્યાંના મુમુક્ષુઓને અભિનંદન! અને
ઉલ્લાસપૂર્વક એ પ્રસંગને શોભાવવા માટે મુમુક્ષુમંડળના ભાઈ–બહેનોને ધન્યવાદ! !
પૂ. ગુરુદેવનો અચિંત્ય પ્રભાવના ઉદય જગતનું કલ્યાણ કરો.