Atmadharma magazine - Ank 148
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ તેરમું : સમ્પાદક: મહા
અંક ચોથો રામજી માણેકચંદ દોશી સં. ૨૦૧૨
આ છે ગુરુદેવની ઘરગથ્થુ શૈલીનો એક નમૂનો
* જેમ ચણાના સ્વભાવમાં મીઠાશની તાકાત ભરી છે;
* પરંતુ કચાશને લીધે તે તૂરો લાગે છે, ને વાવવાથી ઊગે છે;
* અને શેકતાં તેના સ્વભાવનો મીઠો સ્વાદ પ્રગટે છે, ને પછી તે ઊગતો નથી.
–તેમ–
* આત્મામાં મીઠાશ એટલે અતીન્દ્રિયઆનંદ શક્તિરૂપે ભર્યો છે;
* પણ, તે શક્તિને ભૂલીને ‘રાગાદિ તે હું, શરીર તે હું’ એવી અજ્ઞાનરૂપી
કચાશને લીધે તેને પોતાના આનંદનો અનુભવ નથી પણ આકુળતાનો
અનુભવ છે, ને જન્મ–મરણમાં તે અવતાર ધારણ કરે છે.
* પોતાના સ્વરૂપસન્મુખ થઈને તેમાં એકાગ્રતારૂપ અગ્નિ વડે શેકતાં (ચૈતન્યનું
પ્રતપન થતાં) સ્વભાવના અતીન્દ્રિયઆનંદનો સ્વાદ આવે છે ને પછી તેને
અવતાર થતો નથી.
આ ચણાનું દ્રષ્ટાંત સેંકડોવાર પૂ. ગુરુદેવે પ્રવચનોમાં આપ્યું છે... તદ્દન
ઘરગથ્થુ સહેલી પદ્ધતિથી સમજાવવાની પ. ગુરુદેવની કેવી વિશિષ્ટ શૈલી
છે–તે આ ઉપરથી ખ્યાલમાં આવશે.
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૫૬ : આત્મધર્મ : મહા : ૨૦૧૨ :
સુવર્ણપુરી સમાચાર
* પરમ પૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. સવારના પ્રવચનમાં શ્રી પ્રવચનસાર વંચાય છે, તેમાં
હાલમાં ૧૭૨મી ગાથાના ‘અલિંગગ્રહણ’ ના વીસ બોલ ઉપર અદ્ભુત આત્મસ્પર્શી પ્રવચનો થયા... બપોરે શ્રી
મોક્ષપ્રાભૃત વંચાય છે. આ ઉપરાંત ભક્તિ–ચર્ચા વગેરે કાર્યક્રમ નિયમ મુજબ ચાલે છે.
* સોનગઢનું સીમંધર ભગવાનનું જિનમંદિર ભક્તિ વગેરેમાં ટૂંકું પડતું, તેને મોટું કરાવવાનું કામ ચાલી
રહ્યું છે. મોટું જિનમંદિર ઘણું ભવ્ય અને રળિયામણું થશે. જિનમંદિરમાં કામ ચાલતું હોવાથી હાલમાં ભક્તિ
સમવસરણમાં થાય છે.
* ગુજરાતી–પંચાસ્તિકાય છાપવાની શરૂઆત થઈ છે.
* ‘આત્મધર્મ’ માસિક અત્યાર સુધી દર મહિનાની સુદ બીજે પ્રસિદ્ધ થતું, તેને બદલે પોસ્ટખાતાની
વ્યવસ્થા અનુસાર હવેથી દરેક અંગ્રેજી મહિનાની પહેલી તારીખે પ્રસિદ્ધ થશે. એટલે ગ્રાહકોને ત્રીજી તારીખે
લગભગમાં મળશે.
ભારતવર્ષીય દિ. જૈન વિદ્વત્પરિષદની કાર્યકારિણી સભાની વાર્ષિક બેઠક આ વર્ષે સોનગઢમાં પૂ.
ગુરુદેવના સાન્નિધ્યમાં થવાનું નક્કી થએલ છે, અને વિદ્વત્પરિષદના મંત્રીજી તરફથી તેની સ્વીકૃતિ આવી ગએલ
છે, તે માટે મહા વદ ૧૪ થી ફાગણ સુદ એકમ (માર્ચ ૧૧–૧૨–૧૩) સુધીના દિવસો નક્કી કરવામાં આવ્યા છે.
સમાજના વિદ્વાનો પૂ. ગુરુદેવના સીધા પરિચયમાં આવે ને ગુરુદેવના ઉપદેશનું હાર્દ પકડે–તે હેતુથી જૈન
સ્વાધ્યાય મંદિર તરફથી આ બેઠક યોજવામાં આવી છે.
વૈરાગ્ય સમાચાર
સોનગઢના ગોગીદેવી બ્રહ્મચર્યાશ્રમમાં પોષ સુદ એકમના રોજ મોટાબેનનાં નાનાં પુત્રી (મગનલાલ
ત્રિભુવનદાસ ચુડગરનાં પુત્રી) કુમારી બેન શારદા ૨૭ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યાં. પૂ. બેનશ્રીના તથા
વજુભાઈ–હિંમતભાઈના તે ભાણેજી થાય. છેલ્લાં લગભગ ચૌદ વર્ષથી તે સોનગઢમાં જ રહેતાં, પહેલેથી જ
તેમની શરીર પ્રકૃતિ નબળી હોવા છતાં પૂ. ગુરુદેવનાં વ્યાખ્યાન વગેરેનો લાભ તેઓ પ્રેમપૂર્વક લેતાં હતાં,
દેવગુરુની ભક્તિના પ્રસંગોમાં પણ ઉલ્લાસપૂર્વક ભાગ લેતાં હતાં. આશ્રમમાં પૂ. બેનશ્રી–બેનના સહવાસમાં
રહેવાનું તેમને બહુ પ્રિય હતું અને ઘણોખરો વખત તેઓ પૂ. બેનશ્રી–બેનને ત્યાં જ ગાળતાં.
છેલ્લા ત્રણેક દિવસથી તેમની તબિયત વિશેષ નરમ હતી. માગશર વદ અમાસે પૂ. ગુરુદેવ આશ્રમમાં
દર્શન કરાવવા પધાર્યા હતા, ને કહ્યું કે “આત્મા જાણનાર છે... તેનું લક્ષ રાખવું.” સ્વર્ગવાસના દિવસે લગભગ
છેલ્લી ઘડી સુધી શારદાબેન જાગૃત હતાં. સ્વર્ગવાસ સાંજે છ ને દશ મિનિટે થયો ત્યાર પહેલાંં વીસ મિનિટ
અગાઉ તો પૂ. ગુરુદેવ પધારેલા ને હોંશપૂર્વક તેઓશ્રીના દર્શન કર્યાં તથા વાતચીત પણ કરી.. પોણા છ વાગે
ગુરુદેવ પધારતાં જ પ્રમોદથી કહ્યું– ‘પધારો... પધારો... પધારો.’ પૂ. ગુરુદેવે પણ ઘણી કૃપાપૂર્વક કહ્યું: “જો
બેન! આત્મા તો જ્ઞાન છે. આ દેહ... શ્વાસ... ને આકુળતા ત્રણેથી જુદો આત્મા જ્ઞાન... દર્શન... ને આનંદ... એ
ત્રણ સ્વરૂપ છે... એનું લક્ષ રાખવું.” ગુરુદેવની આ વાત સાંભળીને વાતાવરણ
(અનુસંધાન પાના નં. ૭૩ ઉપર)

PDF/HTML Page 4 of 21
single page version

background image
: મહા : ૨૦૧૨ : આત્મધર્મ : ૫૭ :
ગીરનાર ધામાં ગુરુદેવનું પ્રવચન
(“ગીરનાર યાત્રા મહોત્સવ” પ્રસંગે જાુનાગઢમાં પૂ. ગુરુદેવનું પ્રવચન)
* વર સ. ૨૪૮૦, મહ સદ ૧૩, ભગ: ૧ *
‘અમારે શું કરવું?’ અથવા ‘જીવનું ધ્યેય શું?’
આ મનુષ્યપણામાં અવતરીને કરવા જેવું કાર્ય કહો કે
જીવનનું ધ્યેય કહો–તે આ છે કે, પોતાના વાસ્તવિક સ્વરૂપની
ઓળખાણ કરવી ને પછી તેમાં એકાગ્રતા કરવી. ચૈતન્યના
ભાન વગર દયાદિના શુભ ભાવો પણ જીવે પૂર્વે અનંતવાર
કર્યાં છે, તે કાંઈ જીવનનું ધ્યેય નથી.
આ મનુષ્યપણું પામીને જેને પોતાનું હિત કરવું હોય–
કલ્યાણ કરવું હોય તેણે, બીજાનું કાંઈ પણ હું કરું–એ બુદ્ધિ
છોડી દેવી અને પોતે પોતાના આત્મસ્વરૂપની સાચી સમજણ
કરવાનો ઉદ્યમ કરવો.
–પૂ. ગુરુદેવ.
જીવન કતવ્યન સમજણ
આ દેહમાં રહેલો આત્મા શુદ્ધ જ્ઞાન–આનંદસ્વરૂપ છે, પણ અનાદિથી પોતાના વાસ્તવિક સ્વરૂપના જ્ઞાન
વગર વિકારને તથા સંયોગને પોતાનું સ્વરૂપ માનીને તે નિજ કલ્યાણ ચૂકી ગયેલ છે. હું કોણ છું ને મારું ખરું
કર્તવ્ય શું છે તેના ભાન વગર, રાગને અને જડની ક્રિયાને પોતાનું કર્તવ્ય માનીને અજ્ઞાની સંસારમાં રખડી રહ્યો
છે. ઘણા લોકો પૂછે છે કે ‘અમારે શું કરવું?’ આજે પણ એક ભાઈ ચિઠ્ઠી લખીને પૂછે છે કે ‘આત્માને ઓળખવા
ઈચ્છનાર માનવીએ સંસારમાં રહીને કેવું જીવન જીવવું?’ અહીં પ્રવચનમાં તેનો બધો ખૂલાસો આવી જાય છે.
જુઓ, આત્માને શું કરવું? તેનો ઉત્તર એ છે કે ભાઈ! પ્રથમ તો આત્મા જડમાં કાંઈ જ કરી શકતો નથી. શરીર
જડ છે, ભાષા જડ છે, એ જડની અવસ્થાનું કાર્ય આત્માની ઈચ્છાને આધીન થતું નથી. હવે પોતામાં શુભ–
અશુભ ઈચ્છારૂપી વિકાર તો જીવ અનાદિથી કરતો જ આવે છે, ને તેને પોતાનું કર્તવ્ય માનીને સંસારમાં રખડી
રહ્યો છે, પરંતુ તેમાં તેનું હિત નથી એટલે તે પણ જીવનું ખરું કર્તવ્ય નથી. જડથી ભિન્ન અને વિકારથી પણ
અધિક એવા પોતાના જ્ઞાનાનંદસ્વભાવની સમજણ કરવી તે મોક્ષમાર્ગ છે, તે જ હિતનો ઉપાય છે, ને તે જ
પ્રથમ કરવા જેવું કર્તવ્ય છે. મનુષ્યપણું પામીને જેને આત્માની ઓળખાણ કરવી હોય ને અપૂર્વ આત્મહિત કરવું
હોય તેણે સત્સમાગમે આત્માના વાસ્તવિક સ્વરૂપનો નિર્ણય કરવો તે જ પ્રથમ કરવાનું છે.
અજ્ઞાની ક્રિયાકાંડીને એમ લાગે છે કે આમાં કાંઈ ક્રિયા કરવાનું તો ન આવ્યું? પણ અરે ભાઈ! અનંત–

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૫૮ : આત્મધર્મ : મહા : ૨૦૧૨ :
કાળમાં કદી નહિ કરેલો એવો આત્મસ્વરૂપનો નિર્ણય કરવો તેમાં શું શ્રદ્ધા–જ્ઞાનની ક્રિયા ન આવી? તેમ જ
અનંતાનુબંધી રાગાદિના અભાવરૂપ વીતરાગી આચરણની ક્રિયા ન થઈ? બહારમાં જડની ક્રિયા તો કોઈ
આત્મા કરી જ ક્યાં શકે છે? માટે જેણે આત્માનું કલ્યાણ કરવું હોય તેણે ચિદાનંદસ્વરૂપ ભગવાનઆત્માની
સાચી ઓળખાણ કરવી તે જ કરવાનું છે. ભલે સંસારમાં ગૃહસ્થપણામાં રહ્યો હોય પણ જો આત્માની ઓળખાણ
અને શ્રદ્ધા કરે તો તે કલ્યાણના માર્ગે છે; અને બહારમાં ત્યાગી થઈને પણ જો અંતરમાં આત્માની સમજણ ન
કરે તો તે જીવનું કલ્યાણ થતું નથી.
અનાદિના અજ્ઞાનો નાશ કરનારી અપૂર્વ જ્ઞાનક્રિયા
એક માણસ ‘બે ને બે પાંચ’ એમ માને છે અને તે ઊંધી માન્યતાપૂર્વક જેટલી ગણતરી કરે છે તે બધી
ભૂલ ભરેલી છે; તેને બદલે ‘બે ને બે ચાર’ એમ તે માણસે સત્ય નક્કી કર્યું ત્યાં તેની બધી ભૂલ ટળી ગઈ. તો
વિચાર કરો કે તે માણસે શું ક્રિયા કરી? બહારમાં તો તેણે કાંઈ કર્યું નથી, પણ અંતરમાં તે પ્રકારનો નિર્ણય
કરવામાં જ્ઞાનની ક્રિયા કરી છે, અને તે જ્ઞાનની ક્રિયા વડે જ તે પ્રકારનું અસત્ય ટળીને સત્ય થયું છે. એ જ્ઞાન
સિવાય શરીરની ઊઠબેસ વગેરે ક્રિયા વડે તેની ભૂલ ટળે નહિ. તેમ–શરીરનાં કામ હું કરું ને શરીરની ક્રિયાથી
મારો ધર્મ થાય એમ અજ્ઞાનને લીધે જીવ અને શરીરને એકપણે માનીને અજ્ઞાની જીવ અનાદિથી સંસારમાં રખડે
છે, શરીર અને આત્મા તદ્ન ભિન્ન હોવા છતાં તેમાં એકપણાની માન્યતાથી તે અજ્ઞાની જીવ જે કાંઈ આચરણ
કરે છે તે બધાંય ભૂલ ભરેલાં છે. શરીર હું નથી, હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું–એમ જડ–ચેતનના યથાર્થ
ભેદજ્ઞાન વડે સાચી સમજણ કરતાં અનાદિની ભૂલ ટળી જાય છે, તે અપૂર્વ ક્રિયા છે. તો હવે વિચારો કે તેમાં
જીવે શું ક્રિયા કરી? બહારમાં શરીરાદિની તો કાંઈ ક્રિયા જીવે કરી નથી, પણ અંતરમાં જ્ઞાનસ્વરૂપનો કદી નહિ
કરેલો એવો અપૂર્વ નિર્ણય કરવામાં જ્ઞાનની વીતરાગી ક્રિયા તેણે કરી છે. અને તે જ્ઞાનની અંતરંગ ક્રિયા વડે જ
અનાદિનું અજ્ઞાન ટળીને અપૂર્વ સમ્યગ્જ્ઞાન થયું છે. આવી જ્ઞાનક્રિયા સિવાય શરીરાદિ બહારની ક્રિયાથી કે
રાગની ક્રિયાથી કદી અજ્ઞાન ટળે નહિ.
આત્માનું હિત – અહિત કઈ રીતે છે?
આ જ્ઞાનસ્વરૂપ આત્મા પરથી સદાય જુદો છે. શરીરમાં રોગ થાય ત્યાં તે રોગ મટાડવાની ઈચ્છા હોવા
છતાં જીવ તેને મટાડી શકતો નથી; એકનો એક વહાલો પુત્ર મરતો હોય તેને બચાવવાની ઈચ્છા હોવા છતાં જીવ
તેને બચાવી શકતો નથી; આ રીતે પરનાં કાર્યોમાં જીવની ઈચ્છા નકામી છે, જીવ પરના કાર્યમાં તો કાંઈ કરી
શકતો નથી; એટલે પરના કાર્યમાં આત્માનું હિત કે અહિત નથી.
હવે પોતામાં શું કરવાથી અહિત થાય છે ને શું કરવાથી હિત થાય? જેને આત્માનું અહિત ટાળીને હિત
કરવું છે, દોષ ટાળીને નિર્દોષતા પ્રગટ કરવી છે તેણે શું કરવું? તેની આ વાત છે. ‘હું જ્ઞાનાનંદ સ્વરૂપ પરથી
ભિન્ન છું, જ્ઞાન જ મારું સ્વરૂપ છે’ –એ વાત ભૂલીને, ‘પરનાં કામ હું કરું છું ને રાગાદિમાં મારું હિત છે,’ એવી
મિથ્યા માન્યતાને લીધે જીવ અનાદિથી પોતાનું અહિત કરી રહ્યો છે. જેણે તે અહિત ટાળીને આત્માનું હિત કરવું
હોય તેણે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની સાચી સમજણ કરવી, તે જ પ્રથમ ઉપાય છે. હું જ્ઞાન છું, ઈચ્છા થાય તે
વિકાર છે તે મારું વાસ્તવિક સ્વરૂપ નથી, અને મારી ઈચ્છા પરમાં પણ નિષ્ફળ છે; શરીર તો નવા નવા બદલતા
આવે છે, તે સંયોગી વસ્તુ છે ને હું તો અસંયોગી ત્રિકાળ છું; ઈચ્છા પણ ક્ષણે ક્ષણે બદલી જાય છે માટે તે હું
નથી, હું તો અનાદિ અનંત એકરૂપ જ્ઞાનસ્વરૂપ છું, પરમાત્મા થવાનું પૂરું સામર્થ્ય મારા આત્મામાં ભર્યું છે. –
આવું આત્મજ્ઞાન કરવું તે હિતનો ઉપાય છે.
મનુષ્યપણામાં કરવા જેવું કાર્ય અથવા જીવનું ધ્યેય
જેમ લીંડીપીપરમાં ચોસઠપોરી તીખાશ થવાની તાકાત છે તેમાંથી જ તે પ્રગટે છે, બહારથી નથી આવતી;
તેમ–

PDF/HTML Page 6 of 21
single page version

background image
: મહા : ૨૦૧૨ : આત્મધર્મ : ૫૯ :
આત્મામાં જ્ઞાન ને આનંદની પરિપૂર્ણ શક્તિ ત્રિકાળ પડી છે, અંતર્મુખ થઈને તે શક્તિની શ્રદ્ધા અને એકાગ્રતા
કરતાં તેમાંથી જ કેવળજ્ઞાન અને પૂર્ણાનંદ પ્રગટ થાય છે. માટે અંર્તસ્વભાવની શ્રદ્ધા કરવી તે જ આત્મહિતનો
મૂળ પાયો છે. જડ લક્ષ્મી અને શરીર વગેરે પરવસ્તુ છે, તેનાથી આત્માના હિતનો ઉપાય થતો નથી, અને
રાગભાવ થાય તે પણ આત્માના હિતનો ઉપાય થતો નથી. આ મનુષ્યપણામાં અવતરીને કરવા જેવું કાર્ય કહો કે
જીવનનું ધ્યેય કહો–તે આ છે કે, પોતાના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ કરવી ને પછી તેમાં એકાગ્રતા કરવી.
ચૈતન્યના ભાન વગર દયાદિના શુભભાવો પણ જીવે પૂર્વે અનંતવાર કર્યા છે, તે કાંઈ જીવનનું ધ્યેય નથી; પણ
સર્વ પ્રકારના રાગથી પાર ચિદાનંદસ્વભાવ છે તેની સમજણ કરવી તે અપૂર્વ છે. અજ્ઞાનીને બહારનું ને રાગનું
કરવાનું ભાસે છે પણ અંતરમાં ચૈતન્યસ્વભાવની અપૂર્વ સમજણ કરવી–તેમાં કાંઈ કરવાનું તેને ભાસતું નથી ને
તેનો તેને મહિમા પણ આવતો નથી; તેથી તે આત્માની સમજણનો ઉપાય કરતો નથી. ને બહારમાં પરના
અભિમાનમાં જ રોકાય છે. અજ્ઞાની જીવ એમ માને છે કે દયા વગેરે પુણ્ય ભાવથી હું પર જીવને બચાવી દઉં
અને પાપભાવથી હું પરને હેરાન કરી દઉં. પણ પર જીવને બચાવવો કે મારવો તે તેના અધિકારની વાત છે જ
નહિ. અરે ભાઈ! આ શરીરમાં ય તારી ઈચ્છા કામ આવતી નથી, તો પરનું તું શું કર? તારી ઈચ્છા ન હોવા
છતાં તારા શરીરમાં પક્ષઘાત થઈ જાય છે ને અંગ ખોટું પડી જાય છે. તારા શરીરનું ય તું નથી કરી શકતો, તો
પછી બીજા જીવોને હું સુખી–દુઃખી કરી દઉં–એ માન્યતા તો મોટી ભ્રમણા છે. હજી તો પરનું કરવામાં જ જેની
બુદ્ધિ અટકી છે તે પોતાના આત્માનું હિત ક્યારે કરશે? આ મનુષ્યપણું પામીને જેને પોતાનું હિત કરવું હોય–
કલ્યાણ કરવું હોય તેણે, બીજાનું કાંઈ પણ હું કરું–એ બુદ્ધિ છોડી દેવી અને પોતે પોતાના આત્મસ્વરૂપની સાચી
સમજણ કરવાનો ઉદ્યમ કરવો. આ સિવાય બીજો હિતનો ઉપાય નથી, અને બીજુ કાંઈ જીવનનું ખરું ધ્યેય નથી.
(આ પ્રવચનો બીજો ભાગ આવતા અંકે વાંચો.)
સમ્યક્ત્વના મહિમાસૂચક
પ્રશ્નોત્તર
(૧) પ્રશ્ન:– શ્રાવકોએ શું કરવું?
ઉત્તર:– હે શ્રાવક! સંસારના દુઃખોનો ક્ષય કરવા માટે પરમ શુદ્ધ
સમ્યક્ત્વને ધારણ કરીને, અને તેને મેરુપર્વત સમાન નિષ્કંપ
રાખીને, તેને જ ધ્યાનમાં ધ્યાવ્યા કરો.
(–મોક્ષપાહુડ ગા. ૮૬)
(૨) પ્રશ્ન:– સિદ્ધિ શેનાથી થાય?
ઉત્તર:– સમ્યક્ત્વથી જ સિદ્ધિ થાય છે. –અધિક શું કહેવું! ભૂતકાળમાં જે
મહાત્મા સિદ્ધ થયા છે અને ભવિષ્યકાળમાં સિદ્ધ થશે તે બધું આ
સમ્યક્ત્વનું જ માહાત્મ્ય એમ જાણો.
(–મોક્ષપાહુડ ૮૮)

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૬૦ : આત્મધર્મ : મહા : ૨૦૧૨ :
સમ્યગ્દર્શનો ઉપાય
* શુદ્ધ આત્માનો અનુભવ કરવાનો ઉપદેશ *
(શ્ર સમયસર ગ. ૧૩ ઉપર સરન્દ્રનગરમ પ. ગરુદવન પ્રવચન. વર સ. ૨૪૮૦ ચત્ર વદ ૧૨)
શ્રી આચાર્ય ભગવાન કહે છે કે શુદ્ધનયથી જોતાં, એટલે કે
આત્માના એકાકાર સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં તે
શુદ્ધપણે અનુભવમાં આવે છે, ને તેનું નામ સમ્યક્ દર્શન છે... આવા
અનુભવથી જ અનાદિના મિથ્યાત્વનો નાશ થઈને અપૂર્વ મોક્ષમાર્ગની
શરૂઆત થાય છે; માટે શુદ્ધનયના અવલંબનથી આવા શુદ્ધઆત્માનો
અનુભવ કરવાનો સંતોને ઉપદેશ છે.



આ ગાથામાં સમ્યગ્દર્શનનો ઉપાય બતાવ્યો છે. અનાદિની મિથ્યાત્વની ક્રિયા કેમ ટળે અને અપૂર્વ
સમ્યગ્દર્શનની ક્રિયા કેમ થાય તેની આ વાત છે. ભાઈ, આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ છે, દેહાદિના સંયોગથી પાર
અને પુણ્ય–પાપની ક્રિયાથી પણ તે પાર છે. દેહનો તો ક્ષણિક નવો સંયોગ થયો છે તે છૂટીને ચાલ્યો જશે. માટે
આત્મા દેહથી ભિન્ન શું ચીજ છે તેની ઓળખાણ કરી લે. આત્માની ઓળખાણ કરવા માટે તેનું જ્ઞાન વારંવાર
ઘૂંટવું જોઈએ. એકડો શીખવા માટે તે વારંવાર ઘૂંટે છે, તેમ અનંતકાળમાં નહિ કરેલી એવી આત્માની સમજણ
કરવા માટે તેનું સત્સમાગમે વારંવાર શ્રવણ–મનન કરવું જોઈએ; જગતમાં સર્વજ્ઞ ભગવાને નવ તત્ત્વો જોયા છે,
તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે બરાબર ઓળખવું જોઈએ, નવ તત્ત્વોને જાણીને જ્ઞાનાનંદસ્વરૂપ આત્મામાં
એકાગ્ર થવું ને નવ તત્ત્વના ભેદનો વિકલ્પ પણ છૂટી જવો–તે અપૂર્વ સમ્યગ્દર્શનની રીત છે. ભગવાન આત્મા
સ્થિર ચૈતન્યતત્ત્વ છે. તેના અવલંબને નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય તેનું નામ સમ્યગ્દર્શન છે.
જુઓ, સ્વચ્છ અરીસામાં કેરી ને જાબુડા, સોનું ને કોલસો, અગ્નિ ને બરફ, મોર ને કાગડો તથા વસ્ત્ર–
એવી નવ ચીજોનું પ્રતિબિંબ દેખાય છે, ત્યાં બહારની નવે ચીજો તો અરીસાથી જુદી જ છે, ને અરીસામાં નવ
પ્રતિબિંબ દેખાતાં અરીસો કાંઈ નવ પ્રકારે ખંડ ખંડરૂપ થઈ ગયો નથી, પણ અરીસો તો પોતાની એકરૂપ
સ્વચ્છતા રૂપે જ છે, તેના સ્વચ્છ સ્વભાવનું જ તેવું પરિણમન છે. આ પ્રમાણે ઓળખે તો અરીસાના સ્વભાવને
જાણ્યો કહેવાય. તેમ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ એવા નવતત્ત્વો તેઓ
આત્માના જ્ઞાનની પર્યાયમાં જણાય છે. ત્યાં જ્ઞાનમાં નવતત્ત્વો જણાતાં જ્ઞાન કાંઈ નવ પ્રકારે ખંડખંડરૂપ થઈ
ગયું નથી, પણ એકરૂપ જ્ઞાનની સ્વચ્છ દશાનું તેવું પરિણમન છે. નવતત્ત્વને જાણતાં જ્ઞાન તે નવતત્ત્વના વિકલ્પ
રૂપે પરિણમી જતું નથી, પણ

PDF/HTML Page 8 of 21
single page version

background image
: મહા : ૨૦૧૨ : આત્મધર્મ : ૬૧ :
વિકલ્પથી જુદું રહે છે. આ પ્રમાણે નવતત્ત્વના ભેદના વિકલ્પથી ભિન્ન એવા જ્ઞાનને અંતર્મુખ કરીને એકરૂપ
ભૂતાર્થ જ્ઞાનાનંદ સ્થિર સ્વભાવને અનુભવમાં પકડવો તેનું નામ સમ્યગ્દર્શન છે, તે ધર્મની પહેલી ભૂમિકા છે.
ધર્મી જાણે છે કે મારો આત્મા સ્વપરપ્રકાશક જ્ઞાનસ્વરૂપ છે. બહારના પદાર્થો જણાય તે મારા
સ્વપરપ્રકાશક જ્ઞાનનું જ સામર્થ્ય છે તેથી જણાય છે.
“स्वपरप्रकाशकशक्ति हमारी” મારા જ્ઞાનની જ એવી સ્વપરપ્રકાશકશક્તિ છે કે જ્ઞાન સ્વભાવને
જાણતાં નવતત્ત્વોને પણ જાણે છે. ધર્મી જાણે છે કે પુણ્ય તત્ત્વ છે તે મારા જ્ઞાનમાં જણાય છે; પણ પુણ્ય સાથે
મારું જ્ઞાન એકમેક થઈ ગયું નથી. પુણ્ય થાય છે તે મારી અવસ્થાની લાયકાત છે અને તે મારા જ્ઞાનનું જ્ઞેય છે
–એમ ધર્મી પુણ્ય તત્ત્વને જાણે છે. કોઈ એમ માને કે મારામાં વિકાર થવાની લાયકાત અવસ્થામાં પણ નથી અને
જડ કર્મ મને વિકાર કરાવે છે, નિમિત્તોને લીધે મને પુણ્ય ભાવ થાય છે. તો તેણે ખરેખર પુણ્ય તત્ત્વને ઓળખ્યું
નથી, અને પુણ્યને જાણનાર પોતાના જ્ઞાનસામર્થ્યની પણ તેને ખબર નથી. ભાઈ! પુણ્ય અને પાપ એ બંને
તત્ત્વોનું અસ્તિત્વ પણ તારી અવસ્થામાં છે. –એમ તું જાણ. આત્માના શુદ્ધસ્વભાવમાં તો પુણ્ય–પાપ થવાની
લાયકાત નથી, પણ ક્ષણિક અવસ્થામાં જે પુણ્ય–પાપ થાય છે તે પોતાની અવસ્થાની લાયકાતથી જ થાય છે
–આમ જાણે તો તે પુણ્ય–પાપની રુચિ છોડીને ધુ્રવ સ્થાયી જ્ઞાનસ્વરૂપમાં એકાગ્રતા કરે–તે સમ્યગ્દર્શનની રીત છે.
જીવને આવું સમ્યગ્દર્શન થવા છતાં દેવગુરુધર્મની ભક્તિ–બહુમાનનો ભાવ આવે અને પાપનો ભાવ પણ થઈ
જાય, પણ ત્યાં ધર્મી જાણે છે કે આ પુણ્ય અને પાપ બંને તત્ત્વો ક્ષણિક છે, મારા જ્ઞાનાનંદસ્વરૂપ સાથે તેની
એકતા થઈ નથી; હું તો સ્થિર જ્ઞાન છું ને આ પુણ્ય–પાપ મારું જ્ઞેય છે. જ્ઞેય કેવું? કે મારી અવસ્થાની ક્ષણિક
લાયકાત છે એવું ધર્મી જાણે છે, પણ બીજાએ મને આ વિકાર કરાવ્યો એમ ધર્મી માનતા નથી.
નવતત્ત્વના વિકલ્પો ધર્મીને પણ આવે છે, પણ તેમાં એકતાબુદ્ધિ થતી નથી. તેમાં દેવ–ગુરુ–શાસ્ત્રની
ભક્તિ–પૂજાનો શુભભાવ પણ આવે અને તે વખતે ભગવાન કે ભગવાનના વીતરાગી પ્રતિમાજી વગેરે નિમિત્તો
ઉપર લક્ષ જાય છે. ભગવાનની ભક્તિનો આવો શુભભાવ તેમજ આવા નિમિત્તો હોય છે તેને જો સ્વીકારે જ
નહિ તો તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, તેને પુણ્યતત્ત્વની ખબર નથી. અને જે એમ માને કે આવો શુભભાવ કરતાં
કરતાં મને સમ્યગ્દર્શન થઈ જશે–તો તેને પણ પુણ્યતત્ત્વની કે સંવરતત્ત્વની ખબર નથી. તે પણ મિથ્યાદ્રષ્ટિ છે.
અહીં તો કહે છે કે નવતત્ત્વના ભેદ ઉપર લક્ષ રહે ત્યાં સુધી પણ સમ્યગ્દર્શન થતું નથી. નવતત્ત્વના ભેદનું
અવલંબન છોડીને એકાકાર સ્થિર જ્ઞાનસ્વરૂપનું એકનું જ અવલંબન કરીને નિર્વિકલ્પ પ્રતીતિ થાય તેનું નામ
સમ્યગ્દર્શન છે.
પોતાની અવસ્થામાં ક્ષણિક પુણ્યની લાગણી થાય તે પોતાની પર્યાયની ક્ષણિક લાયકાત છે અને તેમાં
નિમિત્ત તરીકે જડ પુણ્યકર્મનો ઉદય છે–આવો નિમિત્તનૈમિત્તિક સંબંધ છે તેને ધર્મી જાણે છે, પણ આ ક્ષણિક
નિમિત્ત–નૈમિત્તિક સંબંધ જેટલું મારું ચૈતન્યતત્ત્વ નથી, મારું ચૈતન્યતત્ત્વ પુણ્ય–પાપથી પાર છે–એમ ધર્મીની દ્રષ્ટિ
પોતાના સ્થિર જ્ઞાનસ્વરૂપ ઉપર પડી છે, આવી દ્રષ્ટિમાં નવતત્ત્વના વિકલ્પોનો અભાવ છે ને એકાકાર જ્ઞાનાનંદ
સ્વરૂપનો અનુભવ છે. આ રીતે નવતત્ત્વોમાંથી એકાકાર જ્ઞાનાનંદસ્વભાવનો અનુભવ કરવો –
નિર્વિકલ્પ પ્રતીતિ કરવી તે અપૂર્વ સમ્યગ્દર્શનનો ઉપાય છે, ને આ જ ઉપાયથી ધર્મની શરૂઆત થાય છે; આ
સિવાય બીજી કોઈ રીતે ધર્મની શરૂઆત થતી નથી.
અહીં આચાર્યભગવાન કહે છે કે શુદ્ધનયથી જોતાં એટલે કે આત્માના એકાકાર સ્વભાવની સમીપ
જઈને અનુભવ કરતાં તે શુદ્ધપણે અનુભવમાં આવે છે, ને તેનું નામ સમ્યક્દર્શન છે. નવતત્ત્વના ભેદની
સમીપ રહીને, કે વિકલ્પની સમીપ રહીને આત્માની શુદ્ધતાનો અનુભવ થઈ શકતો નથી, એટલે કે આત્માનું
વાસ્તવિકસ્વરૂપ પ્રતીતમાં કે જ્ઞાનમાં આવતું નથી. ભેદથી દૂર થઈને ને અભેદની સમીપ થઈને, વિકલ્પથી દૂર
થઈને ને જ્ઞાયકસ્વભાવની સમીપ થઈને, અનુભવ કરતાં, દ્રવ્ય–પર્યાયની એકતારૂપ શુદ્ધઆત્માનો અનુભવ
થાય છે. આવા અનુભવથી જ અનાદિના મિથ્યાત્વનો નાશ થઈને અપૂર્વ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. માટે
શુદ્ધનયના અવ–
(અનુસંધાન પાના નં. ૬૪ ઉપર)

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૬૨ : આત્મધર્મ : મહા : ૨૦૧૨ :
ભવભ્રમણના અંતનો ઉપાય
(વઢવણ શહર: ૨૪ – ૪ – ૧૯૫૪ સવર સ. ગ. ૧૩)
પોતે પોતાના સ્વભાવસન્મુખ દ્રષ્ટિ કરતો નથી તેથી ભવભ્રમણ
થાય છે; જો ચૈતન્યસ્વભાવને ઓળખીને તેની દ્રષ્ટિ કરે તો અલ્પકાળમાં
ભવભ્રમણનો નાશ થઈ જાય છે. માટે વારંવાર આ વાતનું શ્રવણ–મનન
કરીને ચૈતન્યસ્વભાવની ઓળખાણ કરવી જોઈએ. જ્યાં સુધી આત્માની
યથાર્થ શ્રદ્ધા–જ્ઞાન ને અનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમે વારંવાર
ચૈતન્યસ્વભાવનું શ્રવણ–મનન અને ભાવના કર્યા જ કરવી. ભગવાન!
તારા જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણતાં તને અપૂર્વ સમ્યગ્દર્શન થશે
–અપૂર્વ આત્મશાન્તિ પ્રગટશે, ને તારા ભવભ્રમણનો અંત આવી જશે.



આ દેહમાં રહેલા ચિદાનંદઆત્માનું સ્વરૂપ શું છે તેને અંતરમાં જાણ્યા વિના શાંતિ કે ધર્મ ન થાય. પુણ્ય–
પાપની વૃત્તિઓ થાય તે આત્માના ચિદાનંદસ્વરૂપથી વિરુદ્ધ છે–એ વાત પૂર્વે એક સેકંડ પણ જાણી નથી. જેમ
અરીસામાં બરફ કે અગ્નિ જણાય ત્યાં અરીસો કાંઈ તે બરફ કે અગ્નિ સાથે એકમેક થઈ ગયો નથી, તેમ પુણ્યની
કે પાપની વૃત્તિ થાય તે આત્માના જ્ઞાનમાં જણાય છે પણ જ્ઞાન સાથે તે પુણ્ય–પાપ એકમેક થઈ ગયા નથી,
જ્ઞાન પુણ્ય–પાપથી જુદું છે–આવા ભિન્ન જ્ઞાનસ્વભાવનું ભાન કરવું તે પ્રથમ ધર્મ છે; આવા આત્મભાન વગર
ધર્મ થાય નહિ ને ભવભ્રમણ ટળે નહિ.
ભગવાનઆત્મા અંતરમાં જ્ઞાન–આનંદ શક્તિનો પિંડ છે તેના જ અવલંબને આત્માને શાંતિ અને ધર્મ
થાય છે; શરીર તો ભિન્ન વસ્તુ છે તેના અવલંબને ધર્મ નથી. શરીરમાં ખોરાક હોય ને અનુકૂળતા હોય તો ધર્મ
થાય–એમ અજ્ઞાની માને છે; પણ ભાઈ! શરીર તો ભિન્ન જડ વસ્તુ છે, તેમાં તારો ધર્મ ભર્યો નથી. અંતરમાં
શરીરથી ભિન્ન ચૈતન્યતત્ત્વ છે, તેને રાગનું પણ અવલંબન નથી; ચૈતન્યતત્ત્વમાં પોતાની પ્રભુતાની તાકાત
ભરી છે, તેમાંથી જ પ્રભુતા આવશે. ભગવાન! તને અનંતકાળે મોંઘો આ મનુષ્યદેહ મળ્‌યો. હવે સત્સમાગમે
ચૈતન્યની પ્રભુતાના ભણકાર ને રણકાર તારા આત્મામાં ન જગાડ

PDF/HTML Page 10 of 21
single page version

background image
: મહા : ૨૦૧૨ : આત્મધર્મ : ૬૩ :

અને પુણ્ય–પાપના વિભાવમાં જ ધર્મ માનીને રોકાઈ જા–તો તેમાં અપૂર્વ આત્મહિતની પ્રાપ્તિ નહિ થાય.
ભગવાન! શુદ્ધ સમ્યગ્જ્ઞાન વડે તારા જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણતાં તને અપૂર્વ સમ્યગ્દર્શન થશે, અપૂર્વ
શાંતિ પ્રગટશે, ને તારા ભવભ્રમણનો અંત આવી જશે.

ચૈતન્યસ્વભાવમાં અતીન્દ્રિયઆનંદ ભર્યો છે, તેને ભૂલીને જે વિકૃત અવસ્થા થઈ તે દુઃખ છે, દુઃખ ક્યાંય
બહારના સંયોગમાં નથી, શરીરમાં ક્ષુધા કે રોગ થાય તે જડની દશા છે તેમાં કાંઈ દુઃખ નથી; પણ તે જડની
અવસ્થા થતાં મને દુઃખ થયું–એવી જે અસત્ માન્યતા છે તે જ દુઃખ અને સંસાર પરિભ્રમણનું મૂળ છે. બહારના
સંયોગ કે વિયોગ તો આત્માથી સદાય જુદા જ છે, તેનો કર્તા આત્મા નથી, અને તેના કારણે આત્માને સુખ–
દુઃખ નથી. તે પર ચીજો આત્માના જ્ઞાનનું જ્ઞેય છે, ને આત્મા તો સ્વ–પરપ્રકાશક જ્ઞાનસ્વભાવી છે. તે સ્વતંત્ર
અનાદિઅનંત વસ્તુ છે, કોઈએ તેને બનાવ્યો નથી, કોઈએ તેને રખડાવ્યો નથી તેમ જ કોઈ તેને તારનાર નથી.
જો બીજો કોઈ આ આત્માને તારે તો આત્મા પરાધીન થઈ જાય. આત્મા પોતાની ભૂલ વડે રખડ્યો છે, ને
ચૈતન્યના ભાન વડે પોતે જ પોતાનો તારનાર છે. જૈનપણું એટલે શું? જૈનના કૂળમાં જન્મ્યો અને જૈન એવું
નામ કહેવાયું તે ખરું જૈનપણું નથી. પણ હું જ્ઞાનાનંદ સ્વપરપ્રકાશક છું, વિકારનો એક અંશ પણ મારો નથી
–આવા સમ્યક્ભાન વડે અનાદિની ઊંધી રુચિને જીતે એટલે કે તે ઊંધી રુચિનો નાશ કરે તેનું નામ સમ્યગ્દર્શન
છે અને તે જ પ્રથમ જૈનપણું છે. હજી તો આ જૈનપણાની શરૂઆતની વાત છે. આવી યથાર્થ ઓળખાણ વગર
જૈનપણું ખરેખર હોય નહીં. બહારમાં પુણ્યના સંયોગનો ઠાઠ પડ્યો હોય, જડની ક્રિયા તેના કારણે ભજતી હોય,
અને પુણ્ય–પાપની વૃત્તિઓ પણ વર્તતી હોય, છતાં તે વખતે ધર્મીને તે બધાયથી ભિન્ન ચિદાનંદસ્વભાવનું
અંતરમાં ભાન છે; ધર્મીને આત્માનું ભાન થયું પછી તેને પુણ્યના ફળ હોય જ નહિ–એમ નથી. પુણ્ય અને
પુણ્યના ફળ હોય પણ ધર્મીને તેમાં એકત્વબુદ્ધિ નથી, તેમાં ક્યાંય આત્માની શાંતિ માનતા નથી, અંતરમાં
ભિન્ન ચિદાનંદ વસ્તુની જ રુચિ છે. ચૈતન્યવસ્તુમાં મારો વાસ છે, અનંત ગુણના પિંડમાં આત્માનું વાસ્તુ કર્યું છે
ને બહારમાંથી રુચિ ઊડી ગઈ છે, –એવા ધર્મી બહારના સંયોગમાં ક્યાંય સ્વપ્નેય સુખ માનતા નથી.

જુઓ; ચૈતન્યસ્વભાવી આત્મા બહારના સંયોગથી જુદો છે, સંયોગની અનુકૂળતા તે કાંઈ ગુણ નથી
અને સંયોગની પ્રતિકૂળતા તે કાંઈ દોષ નથી. સધનતા તે કાંઈ ગુણ નથી ને નિર્ધનતા તે કાંઈ દોષ નથી; પણ
‘હું સધન’ એવું અભિમાન અને ‘હું નિર્ધન’ એવી દીનતા તે દોષ છે. એ જ પ્રમાણે બહારમાં આબરૂ હોવી તે
કાંઈ ગુણ નથી અને અનાબરૂ હોવી તે કાંઈ દોષ નથી; શરીરમાં નિરોગતા હોવી તે કાંઈ ગુણ નથી ને શરીરમાં
રોગ થવો તે કાંઈ દોષ નથી, પણ શરીરમાં કાંઈ થતા “આ મને થયું” એવી શરીર સાથેની એકત્વબુદ્ધિ તે દોષ
છે. અંતરમાં દેહાદિથી પાર હું ચિદાનંદમૂર્તિ છું, મારામાં મારી પ્રભુતા પડી છે–આવું લક્ષ કરીને ચૈતન્યસ્વભાવની
પ્રતીત કરવી તે અપૂર્વ ગુણ છે–તે જ ધર્મની શરૂઆત છે. પહેલાંં આ વાત લક્ષમાં તો લો. ભગવાનપણું અંતરમાં
છે તેમાંથી આવશે, બહારમાંથી નહિ આવે. પુણ્ય–પાપની વૃત્તિ ઊઠે તે પણ ક્ષણિક નાશવાન છે, તેમાંથી
ચૈતન્યની પ્રભુતા નહિ આવે. તે પુણ્ય–પાપની વૃત્તિઓ જ્ઞાન સાથે એકમેક થઈ ગયેલી નથી પણ ભિન્ન છે. હું
જ્ઞાન છું–એવી શુદ્ધજ્ઞાનની અંર્તદ્રષ્ટિ કરવી તે ધર્મ છે. આવો ધર્મ થાય છતાં હજી નીચલી ભૂમિકામાં પુણ્યની ને
પાપની પણ લાગણી હોય. ધર્મી થાય એટલે તેને પાપની લાગણી સર્વથા થાય જ નહિ–એમ નથી. પુણ્ય–પાપની
લાગણી થાય પણ ધર્મીની શ્રદ્ધા પલટી ગઈ છે, પુણ્ય–પાપથી પાર ચિદાનંદતત્ત્વ હું છું–એવી પ્રતીત ધર્મીની
દ્રષ્ટિમાં પડી છે. પુણ્ય અને પાપ બંને આસ્રવો છે, તે મારા આત્માનું અસલ સ્વરૂપ નથી. તે આસ્રવો મારા
જ્ઞાનમાં જ્ઞેયપણે જણાય છે, પણ મારા જ્ઞાન સાથે તેની એકતા નથી. આવું ચૈતન્યનું અંર્તભાન કરવું તે અપૂર્વ
છે, છતાં સ્વભાવના પ્રયત્નથી તે થઈ શકે તેવું હોવાથી સુગમ છે. સંયોગમાં સુખ માનીને તેને પોતાનું કરવા
માટે અનાદિ કાળથી મથે છે, પણ એક રજકણ તેનો થયો નથી, અને જો ચિદાનંદસ્વભાવની ઓળખાણ કરવાનો
સત્સમાગમે યથાર્થ પ્રયત્ન કરે તો અપૂર્વ આત્મભાન થયા વિના રહે

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૬૪ : આત્મધર્મ : મહા : ૨૦૧૨ :
નહિ, –માટે તે સુગમ છે. પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરવી તો સુગમ છે, ને પર ચીજ કદી પોતાની થઈ શકતી
નથી. માટે હે ભાઈ! તું તારા જ્ઞાનાનંદસ્વરૂપની સંભાળ કર. કદી તેની દરકાર કરી નથી તેથી કઠણ લાગે છે.
પણ જો આત્માની દરકાર કરીને પ્રયત્ન કરે તો સમજી શકાય તેવું છે. ભાઈ! તારે અનંતકાળના આ
પરિભ્રમણનો અંત લાવવો હોય... ને આત્માની અતીન્દ્રિય શાંતિનો અનુભવ કરવો હોય તો તેની આ રીત છે.
આત્માનું અપૂર્વ ભાન થયા પછી ધર્મીને ભગવાનની પ્રતિષ્ઠા વગેરેના મહોત્સવનો ભાવ આવે, પણ ધર્મી જાણે
છે કે આ શુભરાગ છે–આસ્રવ છે. મારા ચૈતન્યનો સ્વભાવ આ રાગથી પાર છે; રાગનું જ્ઞાન થાય છે, પણ રાગ
સાથે એકતાબુદ્ધિ થતી નથી. જો રાગ થાય તેને જાણે જ નહિ તો તે જ્ઞાન પણ ખોટું છે. અને રાગ થાય તેને ધર્મ
માને તો તે જ્ઞાન પણ ખોટું છે. ધર્મીને રાગ થાય છે તેને તે રાગ તરીકે જાણે છે પણ તેમાં ધર્મ માનતા નથી,
રાગ અને જ્ઞાનની ભિન્નતાનું ભેદજ્ઞાન તેને વર્તે છે, –આવું અપૂર્વ ભેદજ્ઞાન કરવું તે ધર્મ છે. આ ભેદજ્ઞાન વગર
ધર્મ થાય નહિ.
જુઓ, આનું વારંવાર શ્રવણ–મનન કરવું તેમાં કાંઈ પુનરુક્તિ દોષ નથી, જેને જેની રુચિ હોય તે તેની
વારંવાર ભાવના ભાવે છે. જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા–જ્ઞાન ને અનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમે
વારંવાર ચૈતન્યસ્વભાવની વાતનું શ્રવણ–મનન અને ભાવના કર્યા જ કરવી. પોતે પોતાના સ્વભાવસન્મુખ દ્રષ્ટિ
કરતો નથી તેથી ભવભ્રમણાનો નાશ થઈ જાય છે અને ચૈતન્યસ્વભાવને ઓળખીને તેની દ્રષ્ટિ કરે તો
અલ્પકાળમાં ભવભ્રમણનો નાશ થઈ જાય છે. માટે વારંવાર આ વાતનું શ્રવણ–મનન કરીને ચૈતન્યસ્વભાવની
ઓળખાણ કરવી જોઈએ.
અંતકાળમાં જીવે બધું કર્યું પણ પોતાના ચૈતન્યસ્વભાવના મહિમાને જાણ્યો નથી. ચૈતન્યની પ્રભુતાનો
મહિમા ચૂકીને બહારના સંયોગના અને પુણ્યના મહિમામાં રોકાઈ ગયો, પણ પ્રભુતાની તાકાત પોતાના
આત્મામાં ભરી છે તેનો વિશ્વાસ કે મહિમા કર્યો નહિ. તેથી અહીં આચાર્ય ભગવાન કહે છે કે હે ભાઈ! નવ
તત્ત્વોમાં તારું શુદ્ધ જીવ તત્ત્વ કેવડું છે તેન તું જાણ. નવ તત્ત્વોને ઓળખીને તેમાંથી, શુદ્ધનય વડે તારા અખંડ
ચૈતન્યતત્ત્વને લક્ષમાં લઈને તેની પ્રતીત કર. આવી શુદ્ધઆત્માની પ્રતીત કરવી તે અપૂર્વ સમ્યગ્દર્શન છે, તે જ
ધર્મની શરૂઆત છે અને તે જ ભવભ્રમણના નાશનો મૂળ ઉપાય છે.
(વર સ. ૨૪૮૦ન ચત્ર વદ અઠમન રજ સમયસર
ગા. ૧૩ ઉપર વઢવાણ શહેરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન)
(અનુસંધાન પાન ૬૧નો શેષાંશ)
લંબનથી આવા શુદ્ધઆત્માનો અનુભવ કરવાનો સંતોનો ઉપદેશ છે.
આ દેહમાં રહેલો દરેક આત્મા સર્વજ્ઞસ્વભાવી છે; શુદ્ધચૈતન્ય ને આનંદ તેનો મૂળ સ્વભાવ છે, અલ્પજ્ઞતા
ને વિકાર તે તેનું મૂળ સ્વરૂપ નથી. પણ પોતાના મૂળ સ્વરૂપને ભૂલીને, વિકાર તે હું, ને પરનાં કામ મારાથી
થાય છે એવી મિથ્યાબુદ્ધિથી ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. સંસારમાં પરિભ્રમણ કરતાં પુણ્ય કરીને અનંતવાર
સ્વર્ગમાં ગયો, તેમજ પાપ કરીને અનંતવાર નરકમાં ગયો, તિર્યંચમાં ને મનુષ્યમાં પણ અનંત જન્મ–મરણ કર્યાં.
પણ મારું જ્ઞાનાનંદસ્વરૂપ શું તેનો યથાર્થ વિચાર એક સેકંડ પણ કદી કર્યો નથી. આત્માનું યથાર્થ સ્વરૂપ જાણીને
સમ્યગ્જ્ઞાન થાય ને પરિભ્રમણ ટળે તેની આ વાત છે. આત્માના શુદ્ધ સ્વરૂપના અનુભવ વિના સમ્યગ્દર્શન ને
સમ્યગ્જ્ઞાન થાય નહિ. અનાદિથી આત્માએ પોતાને દેહરૂપ ને રાગરૂપ અશુદ્ધ જ માન્યો છે ને તેનો જ અનુભવ
કર્યો છે, પણ દેહથી પાર ને રાગથી પાર જે શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છે તેને કદી જાણ્યું કે અનુભવ્યું નથી. ક્ષણિક
પર્યાયમાં અશુદ્ધતા અને સંયોગ હોવા છતાં આત્માનો સ્વભાવ તે રૂપ થઈ ગયો નથી, તેથી જો ભૂતાર્થદ્રષ્ટિથી
આત્માના સ્વભાવને દેખો તો આત્મા શુદ્ધસ્વભાવપણે દેખવામાં તથા અનુભવવામાં આવે છે. ને આત્માના શુદ્ધ
સ્વભાવનો અનુભવ થતાં, “રાગાદિ તે હું ને દેહાદિ તે હું” એવી અનાદિની ભ્રમબુદ્ધિ ટળી જાય છે... આ
મોક્ષમાર્ગની શરૂઆત છે ને પછી તે શુદ્ધ આત્માના જ અનુભવથી પર્યાયમાં શુદ્ધતા થતી જાય છે, ને રાગાદિનો
અભાવ થઈને પૂર્ણ શુદ્ધદશારૂપ પરમાત્મપદ પ્રગટે છે. માટે ભૂતાર્થસ્વભાવની સન્મુખ થઈને શુદ્ધ આત્માનો
અનુભવ કરો–એવો ભગવાનનો ઉપદેશ છે.

PDF/HTML Page 12 of 21
single page version

background image
: મહા : ૨૦૧૨ : આત્મધર્મ : ૬૫ :
પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરો.તે જ
પરમાત્મ – પદની પ્રાપ્તિનો ઉપાય છે
અહો, અંતરમાં તારો આત્મા જ્ઞાન ને આનંદની અચિંત્ય
વિભૂતિથી ભરેલો છે... તારા આત્માની વિભૂતિને તો દેખ. આ દેહાદિ તો
જડ છે, તેમાં ક્યાંય તારો અધિકાર નથી. તારું ચૈતન્યતત્ત્વ દેહથી પાર,
અચિંત્ય જ્ઞાનઆનંદના વૈભવથી ભરેલું છે, તે વૈભવમાંથી પરમાત્મ–પદ
પ્રાપ્ત થશે. પ્રભુ! એકવાર તારી પ્રભુતાને દેખ. સર્વજ્ઞ ભગવંતોએ તારી
પ્રભુતાનાં જ ગાણાં ગાયા છે... શાસ્ત્રોએ પણ તારી પ્રભુતાનો જ મહિમા
ગાયો છે... માટે તું તારી પ્રભુતાનો એકવાર ઉલ્લાસ તો લાવ!
પરમાત્મ–શક્તિની સન્મુખ થઈને તેની રુચિરૂપી ગંધ જેણે આત્મામાં
પ્રગટાવી તેણે તે સુગંધીરૂપી અગરબત્તી વડે પરમાત્માનું પૂજન કર્યું...
અંતરમાં પરમાત્મશક્તિ ભરી છે તેની સન્મુખ થઈને તેની આરાધના
કરવી તે જ પરમાત્મપદ પ્રાપ્તિનો ઉપાય છે.
(શ્રી મોક્ષપ્રાભૃત ગા. ૩૨ થી ૩૪ ઉપરનાં પ્રવચનોમાંથી.)


આત્માની આરાધનાથી મોક્ષ થાય તેની આ વાત છે. આત્માના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપના ધ્યાન વડે
રાગની વૃત્તિ ટાળીને વીતરાગ થયા અને કેવળજ્ઞાન પ્રગટ કર્યું એવા શ્રી જિનવરદેવ કહે છે કે હે ભવ્ય! જ્ઞાન–
દર્શનસ્વરૂપ એવો જે તારો પરમ આત્મસ્વભાવ છે તેના ધ્યાન વડે જ મુક્તિ થાય છે. અશુભ તો છોડવા જેવું છે
જ, ને શુભ રાગરૂપ સઘળો વ્યવહાર પણ છોડવા જેવો છે, તે વ્યવહારને છોડીને, શુદ્ધચિદાનંદ આત્માના ધ્યાન
વડે જ પરમપદની પ્રાપ્તિ થાય છે. ચોથા ગુણસ્થાનવાળા સમકિતીને આવી શ્રદ્ધા હોય છે કે મને મારા
શુદ્ધચિદાનંદ સ્વરૂપના અવલંબને જ મોક્ષદશા થવાની છે, અંતરમાં ધ્યાન વડે સહજ ચિદાનંદ આત્માના
અનુભવરૂપી અમૃતનું પાન કરવું–તે જ કરવા જેવું છે, વચ્ચે શુભ આવે તે વ્યવહાર છોડવા જેવો છે. ધર્માત્મા
છઠ્ઠા–સાતમા ગુણસ્થાને ઝૂલતા મુનિને પણ વ્રત–તપ–વિનય–ઉપદેશ વગેરેની જે શુભ વૃત્તિ ઊઠે તે છોડવા જેવી
છે; તે શુભવૃત્તિ પણ છોડીને વીતરાગ થશે ત્યારે જ કેવળજ્ઞાન અને મોક્ષદશા થશે. માટે ભગવાને સર્વ વ્યવહાર
છોડીને જ્ઞાનાનંદસ્વરૂપ પરમ આત્માનું ધ્યાન કરવાનું ઉપદેશમાં કહ્યું છે. –આમ જાણીને જે યોગીજનો જિનદેવે
કહેલા પરમાત્માનું ધ્યાન કરે છે તેઓ મુક્તિને પામે છે. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે તે જાણ્યા વગર તેનું
ધ્યાન હોઈ શકે નહિ. ધ્યાન એટલે ઉપયોગની એકાગ્રતા; શેમાં ઉપયોગની એકાગ્રતા કરવાની છે તે જાણ્યા
વગર ધ્યાન કોનું કરશે? માટે ધ્યેયરૂપ શુદ્ધઆત્મા કેવો

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૬૬ : આત્મધર્મ : મહા : ૨૦૧૨ :
છે? તે ઓળખે. પછી તેમાં એકાગ્ર થઈને તેનું ધ્યાન કરે, અને તે ધ્યાન વડે રાગનો અભાવ થઈને શુદ્ધતા પ્રગટે
તેનું નામ મોક્ષ છે. આ રીતે આત્માના શુદ્ધ સ્વરૂપને ધ્યાવી–ધ્યાવીને જ અનંત જીવો પરમપદને પામ્યા છે.
અંતરમાં પૂર્ણ જ્ઞાન ને આનંદશક્તિ પોતાની સ્વતંત્ર છે, કોઈ બીજાને આધીન નથી, –એમ પોતાની
અંર્તશક્તિને ઓળખીને તેના જ ધ્યાન વડે તેમાં લીન થઈને શક્તિમાંથી પૂરું જ્ઞાન ને પૂરો આનંદ પ્રગટ કરીને
પરમાત્મા થયા. આ જ વિધિથી નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે–એમ જિનવરદેવનો ઉપદેશ છે. માટે શુદ્ધઆત્માને
ઓળખીને તેમાં એકાગ્રરૂપ ધ્યાન તે પરમ કર્તવ્ય છે.
મુનિવરોને શુદ્ધ ચિદાનંદઆત્માના ધ્યાન વડે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન તો પૂર્વે જ થઈ ગયેલા છે, તે
ઉપરાંત હવે ચૈતન્યમાં ઘણી એકાગ્રતા પ્રગટી છે. આવી મુનિદશામાં આત્માના ધ્યાનની મુખ્યતા છે, આત્માના
અતીન્દ્રિય અમૃતના અનુભવની મસ્તીમાં મશગુલ છે, અને જ્યારે ધ્યાનમાં સ્થિર ન રહી શકે ત્યારે શાસ્ત્ર–
અધ્યયન આદિ કરે. જેને પાપની કે પુણ્યની ભાવના છે, શુદ્ધઆત્માની ધ્યાનદશા જરાપણ પ્રગટી નથી–એ તો
મિથ્યાદ્રષ્ટિ છે, તેને મુનિદશા તો ક્યાંથી હોય? આ તો સમ્યગ્દર્શન ઉપરાંત આત્મામાં ઘણી લીનતારૂપ
મુનિદશાની વાત છે. તે મુનિદશામાં જે પંચમહાવ્રતાદિની શુભવૃત્તિ હોય તે શુભવૃત્તિને પણ છોડીને નિર્વિકલ્પ
આત્મધ્યાનમાં લીન થાય ત્યારે કેવળજ્ઞાન થાય છે. પહેલાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પણ શુદ્ધઆત્માના
નિર્વિકલ્પ ધ્યાન વડે જ થાય છે, ચારિત્રદશા પણ શુદ્ધઆત્માના ધ્યાન વડે જ થાય છે, ને પછી કેવળજ્ઞાન પણ
શુદ્ધઆત્માના ધ્યાનમાં લીનતા વડે જ થાય છે. માટે કહે છે કે હે મુનિજનો! નિરંતર ધ્યાનનો અભ્યાસ કરો....
પરમાત્મસ્વરૂપની ભાવના કરો.
મુનિને આત્મજ્ઞાન ઉપરાંત ઘણી આત્મધ્યાનદશા પ્રગટી હોય છે. મુખ્ય તો ધ્યાનની જ પ્રધાનતા છે,
કંઈક રાગ બાકી રહ્યો છે, એટલે જ્યારે ધ્યાનમાં ઉપયોગ ન થંભે ત્યારે શાસ્ત્રઅધ્યયન દ્વારા પરમાત્મસ્વરૂપની
ભાવનામાં મન લગાવે, તેને પણ ધ્યાનતુલ્ય ગણવામાં આવ્યું છે.
જુઓ, શાસ્ત્રઅધ્યયનને ધ્યાનનું અંગ કહ્યું, –એટલે શું? કે વીતરાગના શાસ્ત્રો અંતર્મુખ થવાનું જ
બતાવે છે, એટલે વીતરાગ સર્વજ્ઞના શાસ્ત્રનું અધ્યયન કરતાં પણ અંર્તમુખ થવાનો આશય જ ઘૂંટાય છે,
બહિર્મુખથી દૂર થવાનો ને અંતર્મુખ લીન થવાનો ઉપદેશ ભગવાને કર્યો છે, તેથી ભગવાનના કહેલા શાસ્ત્રના
અભ્યાસમાં પણ આત્મધ્યાનની જ ભાવના ઘૂંટાય છે, માટે શાસ્ત્રઅધ્યયનને ધ્યાન તુલ્ય કહ્યું છે. –પણ આ રીતે
અંર્તમુખ–દ્રષ્ટિપૂર્વક અભ્યાસ કરે તેની આ વાત છે. રાગથી લાભ માને તો તેણે સર્વજ્ઞના શાસ્ત્રનું અધ્યયન
કર્યું જ નથી. સર્વજ્ઞના શાસ્ત્રો તો રાગ છોડવાનું કહે છે ને આત્મામાં અંતર્મુખ થવાનું કહે છે. એટલે
રત્નત્રયધારક મુનિઓનું મુખ્ય કર્તવ્ય તો આત્મધ્યાન છે; ને આત્માધ્યાનમાં ન રહેવાય ત્યારે,
આત્મધ્યાનપોષક શાસ્ત્રોનું અધ્યયન કરે છે. શાંતિનું વેદન તો સ્વભાવના જ આશ્રયે થાય છે. તેથી પહેલાંં
પોતાના સ્વરૂપનો નિર્ણય કરીને પછી તેનું ધ્યાન કરે છે. શાસ્ત્રોમાં પરમાત્મસ્વરૂપનો નિર્ણય કરાવ્યો છે. દેહથી
પાર, રાગથી પાર આત્માનું પરમ શુદ્ધ સ્વરૂપ શું છે તેનો નિર્ણય કરાવીને શાસ્ત્રોમાં તેનો જ મહિમા ગાયો છે,
તેથી શાસ્ત્રોના અધ્યયનમાં પણ મુનિવરોને શુદ્ધઆત્મસ્વરૂપની જ ભાવના ઘૂંટાય છે.
અરિહંત ભગવંતો ને સિદ્ધભગવંતો પરાશ્રય રહિત, સ્વાશ્રયે જ પરમ પદને પામ્યા છે; એટલે જે શાસ્ત્રો
સ્વાશ્રય તરફ વળવાનું જ બતાવે, ને પરાશ્રયથી કિંચિત્ લાભ ન મનાવે–તે જ ભગવાનના કહેલા શાસ્ત્રો છે.
એવા શાસ્ત્રો આત્માની પરમાત્મશક્તિનો નિર્ણય કરાવીને તેમાં અંતર્મુખ થવાનું કહે છે.... આત્મા અંર્તધ્યાન
વડે જ રાગનો નાશ થઈને કેવળજ્ઞાનમય પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. આ સિવાય બીજો માર્ગ પરમાત્માએ
સેવ્યો નથી, ને ઉપદેશમાં પણ બીજો માર્ગ કહ્યો નથી. જે રીતે ભગવાને પરમાત્મદશા પ્રગટ કરી છે તે જ રીતે
ભગવાને ઉપદેશમાં બતાવી છે. આત્માનો વિચાર કરતાં અંતરમાં એકાગ્રતા કરવી પડે છે, બહારમાં નથી જોવું
પડતું, કેમ કે આત્માની શક્તિ અંતરમાં જ પડી છે, તેથી અંતર્મુખ થઈને તેની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતારૂપ ધ્યાન
થાય છે. આ રીતે અંતરમાં ઊતર્યે પરમાત્મા થવાય છે. અંતર્મુખ થઈને વસ્તુના સ્વભાવને જ સાધવાનો છે,
બહારમાં કાંઈ સાધવાનું નથી. માટે કહે છે કે હે ભાઈ! તારા પરમ આત્મ–

PDF/HTML Page 14 of 21
single page version

background image
: મહા : ૨૦૧૨ : આત્મધર્મ : ૬૭ :
સ્વરૂપનો નિર્ણય કરીને તેનું જ ધ્યાન કરજે, અને ધ્યાનમાં ન રહેવાય ત્યારે એવા પરમાત્મસ્વરૂપની સન્મુખ
થવાનું બતાવનારાં વીતરાગી શાસ્ત્રોનું અધ્યયન કરજે. મોક્ષનો ઉપાય તો રાગ રહિત થઈને અંતરમાં
પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરવું તે જ છે.
આત્માની પૂર્ણ શુદ્ધદશારૂપ જે મોક્ષ તેની તેને ભાવના હોય તેણે શું કરવું–તે વાત ચાલે છે. હું તો
શુદ્ધચિદ્રૂપ છું, દેહ–મન–વાણી હું નથી, હું તો શુદ્ધ ચિદાનંદ પરમાત્મા છું, મારો આત્મા જ પરમાત્મા છે–એમ
અંતરમાં પોતાના પરમાત્મસ્વભાવને ઓળખીને તેનું ધ્યાન કરવું તે જ પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે.
અનંતચતુષ્ટયની શક્તિથી ભરેલો હું જ કારણપરમાત્મા છું–એમ કારણના ધ્યાનથી કાર્ય પ્રગટી જાય છે. કારણ–
પરમાત્માની ભાવનાથી આત્મા પોતે પરમાત્મા બની જાય છે. શાસ્ત્રોનો નીચોડ આ છે કે તારો આત્મા જ
પરમાત્મા છે એમ તું લક્ષમાં લે. તારી પરમાત્મદશા ક્યાંય બહારથી નહિ આવે, તારા આત્મામાં જ પરમાત્મા
થવાની તાકાત ભરી છે, તેના ધ્યાન વડે તેને ખોલ તો પરમાત્મદશા પ્રગટે. અતીન્દ્રિય આનંદરસ તારામાં જ
ભર્યો છે... પૂર્ણ જ્ઞાન, પૂર્ણ દર્શન, પૂર્ણ વીર્ય ને પૂર્ણ આનંદથી તું ભરેલો છે... તેમાં અંતર ડુબકી માર તો તેમાંથી
પૂર્ણજ્ઞાન–દર્શન–વીર્ય ને આનંદરૂપ પરમાત્મદશા ખીલી જશે. જો અંતરમાં નહીં હોય તો ક્યાંથી આવશે? માટે
અંતરમાં સ્વભાવ ભર્યો છે તેને લક્ષમાં લે... તારા સ્વભાવનું અંતર–અવલોકન કર, તે જ પરમાત્મા થવાનો
ઉપાય છે. ને એ જ સર્વે શાસ્ત્રોનો સાર છે. શાસ્ત્રો ભણી ભણીને શું કરવું? કે “અંતરમાં હું શુદ્ધચિદાનંદ
આનંદકંદ પરમાત્મા છું” એમ પોતાના આત્માને લક્ષમાં લઈને તેને ધ્યાવવો.
હું દેહ, હું મન, હું વાણી, હું કર્મ, હું રાગ–એવી જેની દ્રષ્ટિ છે તે તો મૂઢ બહિરાત્મા છે, શાસ્ત્રોના રહસ્યની
તેને ખબર નથી. દેહથી પાર, મનથી પાર, વાણીથી પાર, કર્મથી પાર ને રાગથી પાર, જ્ઞાન ને આનંદ ભરેલો
ભગવાન હું છું–એમ પોતાના આત્માને શુદ્ધ ચિદાનંદસ્વરૂપે ઓળખીને અનુભવમાં લેવો તે સર્વે શાસ્ત્રોનો
નીચોડ છે... તે જ સર્વજ્ઞભગવાનની આજ્ઞા છે... તે જ મુક્તિનો માર્ગ છે.
અહો, અંતરમાં તારો આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદની વિભૂતિથી ભરેલો છે... તારા આત્માની
વિભૂતિને તો દેખ. આ દેહાદિ તો જડ છે, તેમાં ક્યાંય તારો અધિકાર નથી. તારું ચૈતન્યતત્ત્વ દેહથી પાર,
અચિંત્ય જ્ઞાનઆનંદના વૈભવથી ભરેલું છે, તે વૈભવમાંથી પરમાત્મપદ પ્રાપ્ત થશે. પ્રભુ! એકવાર તારી પ્રભુતાને
દેખ! સર્વજ્ઞ ભગવંતોએ તારી પ્રભુતાનાં જ ગાણાં ગાયાં છે... શાસ્ત્રોએ પણ તારી પ્રભુતાનો જ મહિમા ગાયો
છે. પ્રભુતાની તાકાત તારા આત્મામાં ભરી લે–તેનો એકવાર ઉલ્લાસ તો લાવ. તારી પ્રભુતાને ઓળખીને તેની
આરાધના કર... તે જ પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે.
ચિદાનંદસ્વભાવની સન્મુખ થઈને તેના ધ્યાન વડે જે જીવ રત્નત્રયને આરાધે છે તે આરાધક છે, અને તે
આરાધનાનું ફળ કેવળજ્ઞાન છે–એમ હવે કહે છે.
અંતર્મુખ થઈને, મારો આત્મા જ પરમાત્મા છે–એવી નિર્વિકલ્પ પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શનની
આરાધના છે. અંતર્મુખ થઈને આત્માનું સ્વસંવેદનજ્ઞાન કરવું તે સમ્યગ્જ્ઞાનની આરાધના છે; અને
પરમાત્મસ્વરૂપના અતીંદ્રિય આનંદના અનુભવમાં લીનતા કરવી તે સમ્યક્ચારિત્રની આરાધના છે. આ રીતે જે
જીવ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રયની આરાધના કરે છે તે આરાધક છે, ને તેની આરાધનાનું ફળ
કેવળજ્ઞાન છે.
જુઓ, આ આત્માની સેવા કરવાની રીત!! આત્મા પોતે પરમાત્મશક્તિથી ભરેલો છે, તેની સન્મુખ
થઈને તેની રુચિરૂપી ગંધ આત્મામાં જેણે પ્રગટાવી તેણે તે સુગંધરૂપી અગરબત્તી વડે પરમાત્માનું પૂજન કર્યું...
ને તેમાં લીન થઈને આનંદરસના અનુભવમાં એકાગ્ર થયો તેણે આનંદરૂપી જળમાં આત્માનો અભિષેક કર્યો.
આ રીતે પોતાના પરમાત્મસ્વરૂપની રુચિ કરીને તેના અનુભવમાં લીન થવું તે જ પરમાત્માની સાચી ઉપાસના
છે, તે આરાધના છે, તે જ પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે.
ભગવાન! તારા સ્વરૂપનું સેવન કરવાની આ રીત તો એકવાર સૂણ!

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૬૮ : આત્મધર્મ : મહા : ૨૦૧૨ :
વિધવિધ પ્રશ્નોત્તર
કર્મનું ફળ
પ્ર: ‘કર્મનું ફળ ધર્મ’ એમ હોય?
ઉ: હા.
પ્ર: કઈ રીતે?
ઉ: આત્માનું જે શુદ્ધ જ્ઞાનચેતનારૂપ કર્મ છે તેનું ફળ ધર્મ છે.
(પ્રવચનસાર ગા. ૧૨૬ના પ્રવચનમાંથી)
ધર્મની ક્રિયા અફળ!
પ્ર: ‘પરમધર્મ’ રૂપ ક્રિયા અફળ છે કે સફળ?
ઉ: અફળ.
પ્ર: કઈ રીતે?
ઉ: તે પરમધર્મરૂપ ક્રિયા ચાર ગતિરૂપ ફળ નથી આપતી તેથી તે
અફળ છે. દ્રવ્યના પરમ સ્વભાવભૂત હોવાને લીધે ‘પરમધર્મ’
નામથી ઓળખાતી તે ક્રિયાને મોહ સાથે મિલનનો નાશ થયો
હોવાથી તે મનુષ્યાદિ કાર્યને ઊપજાવતી નથી, તેથી તે અફળ જ
છે.
પ્ર: તો કઈ ક્રિયા સફળ છે?
ઉ: ચેતન પરિણામસ્વરૂપ જે ક્રિયા મોહની સાથે મિલિત છે તે જ ક્રિયા
મનુષ્યાદિ કાર્યની નિષ્પાદક હોવાથી સફળ છે; અર્થાત્ જીવની
મોહ સહિત ક્રિયા ચાર ગતિરૂપ ફળને આપતી હોવાથી તે સફળ
છે.
આત્માની ‘પરમધર્મ’ રૂપ જે ક્રિયા છે તે મોક્ષને માટે સફળ છે, ને
સંસારને માટે અફળ છે.
અને મોહ સાથે મિલનરૂપ જે ક્રિયા છે તે સંસારમાં રખડવા માટે
સફળ છે, ને મોક્ષને માટે અફળ છે.
(–પ્રવચનસાર ગા. ૧૧૬ના વ્યાખ્યાનમાંથી.)

PDF/HTML Page 16 of 21
single page version

background image
: મહા : ૨૦૧૨ : આત્મધર્મ : ૬૯ :
હે જીવ! તું આત્મહિતના કાર્યમાં તત્પર થા,
– અને –
રાગાદિ વ્યવહારમાં તત્પરતા છોડ
(શ્રી અષ્ટપ્રાભૃત – મોક્ષપ્રાભૃત ગા. ૩૧ ઉપરના પ્રવચનમાંથી)
જેને જેની સન્મુખ દ્રષ્ટિ પડી છે તેમાં જ તે જાગે છે. જ્ઞાનીની દ્રષ્ટિ
પોતાના આત્મા ઉપર પડી છે એટલે તે સ્વકાર્યમાં જાગે છે, ચૈતન્યના
ધ્યાન વડે રત્નત્રયરૂપ નિજકાર્યને તે સાધે છે; અને અજ્ઞાનીને તો
વ્યવહારની–રાગની રુચિ છે, એટલે તે રાગમાં જ તત્પર છે, ને ચૈતન્યના
કાર્યમાં તે ઊંઘે છે તેથી તેને ચૈતન્યનું સમ્યગ્દર્શનાદિ કાર્ય સિદ્ધ થતું નથી.
આત્માના ચિદાનંદસ્વરૂપનું શ્રદ્ધાન કરીને તેના ધ્યાનમાં જે તત્પર
છે તે જીવ રાગાદિ વ્યવહારમાં તત્પર થતો નથી, અને જે જીવ રાગાદિ
વ્યવહારમાં તત્પર છે તે આત્માના કાર્યમાં ઊંધે છે. માટે હે જીવ! તું
રાગાદિ વ્યવહારની રુચિ છોડ ને આત્મહિતમાં જાગૃત થા, આત્માને
સાધવામાં તત્પર થા. એમ સંતોનો ઉપદેશ છે.
આત્મામાં જે રાગ–દ્વેષ–મોહરૂપ વિકાર છે તેનો નાશ થઈને, પૂર્ણ વીતરાગતા અને
આનંદસ્વરૂપ મોક્ષદશા કેમ થાય? તેની આ વાત ચાલે છે.
આત્મા જે પરમાત્મપણું પ્રગટ કરવા માંગે છે તે પરમાત્મપણું તેની પોતાની જ અંર્તશક્તિમાં
ભર્યું છે, તેની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતારૂપ ધ્યાન વડે પરમાત્મદશા પ્રગટે છે. આ રીતે પરમાત્મધ્યાન તે
મોક્ષનું કારણ છે.
હું પોતે અતીન્દ્રિય આનંદરસથી ભરેલો છું મારો સ્વભાવ જ આનંદસ્વરૂપ છે–એવી
અંતરપ્રતીતિ વડે, એવા અંર્તજ્ઞાન વડે ને એવા અંતરના અનુભવ વડે પરમઆનંદરૂપ મોક્ષદશા
પ્રગટે છે, ને મોહાદિ દુઃખભાવો ટળી જાય છે.
પ્રશ્ન:– આમાં પૂજા કરવાનું તો ન આવ્યું?
ઉત્તર:– એ પણ આવી ગયું; કઈ રીતે? કે આત્મા પોતે જ પરમાત્મશક્તિથી ભરેલો છે–એમ

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૭૦ : આત્મધર્મ : મહા : ૨૦૧૨ :
સ્વીકારીને તેના તરફ ઉપાદેયબુદ્ધિરૂપ પૂજ્યભાવ પ્રગટ કર્યો તે જ પરમાત્માનું પરમાર્થપૂજન છે, ને
ત્યાં પરમાત્મદશા પામેલા જીવો પ્રત્યે પણ સાચો પૂજ્યભાવ સાધકને આવે છે, તે વ્યવહારપૂજન છે.
પરમાત્માની પહિચાન વગર તેના તરફ સાચો પૂજ્યભાવ આવે નહિ. માટે આવા પરમાત્મસ્વરૂપી
આત્માની ઓળખાણ કરવી તે જ ખરી પૂજા ને ભક્તિ છે. પરમાત્મસ્વરૂપ આત્માને ઓળખીને તેનું
ધ્યાન કરવું તે જ મોક્ષનો ઉપાય છે. આ રીતે આત્મધ્યાનનો પરમ મહિમા છે.
આત્માના ચિદાનંદસ્વરૂપનું શ્રદ્ધાન કરીને તેના ધ્યાનમાં જે તત્પર છે તે જીવ રાગાદિમાં
તત્પર થતો નથી, અને જે જીવ રાગાદિ વ્યવહારમાં તત્પર છે તે આત્માના કાર્યમાં સૂતા છે એટલે કે
રાગની રુચિવાળા જીવને આત્માનું ધ્યાન હોતું નથી–એ વાત હવે ૩૨મી ગાથામાં કહે છે–
जो सुत्तो ववहारे सो जोई जग्गए सकज्जम्मि।
जो जग्गदि ववहारे सो सुत्तो अप्पणो कज्जे।।
३१।।
જેને ચિદાનંદસ્વરૂપ આત્માની રુચિ છે તે આત્મધ્યાન વડે પોતાના આત્મકાર્યમાં જાગતો છે–
આત્મહિતમાં ઉદ્યમી છે, ને વ્યવહારમાં તે સૂતેલો છે એટલે કે રાગમાં તેની રુચિ નથી; તથા જેને
રાગની રુચિ છે–રાગરૂપ વ્યવહારકાર્યમાં જાગૃત છે તે ચૈતન્યના કાર્યમાં ઊંઘતો છે, આત્માના
હિતની તેને દરકાર નથી. જ્ઞાનીને કાંઈક રાગપરિણામ થાય પણ તે ચૈતન્યની જાગૃતિ છોડીને થતા
નથી, તેને જાગૃતિ–ઉત્સાહ તો ચૈતન્યસ્વરૂપ જ છે.
જ્ઞાનીઓ સ્વરૂપમાં જાગતા છે ને વ્યવહારમાં સૂતા છે. ચૈતન્યની શુદ્ધતાને સાધવામાં તે
જાગ્રત છે ને રાગ થાય તેમાં તેની પ્રીતિ નથી તેનો આદર નથી.
જેને જેની સન્મુખ રુચિ પડી છે તેમાં જ તે જાગે છે; અજ્ઞાનીને રાગની રુચિ છે ને ચૈતન્યમાં
તે ઊંઘે છે. પુણ્ય–પાપ તરફ જ તેનો ઝૂકાવ છે પણ ચૈતન્ય તરફ તેનો ઝૂકાવ નથી, એટલે તેને
સમ્યગ્દર્શનાદિરૂપ સ્વકાર્ય સિદ્ધ થતું નથી. જ્ઞાની તો સ્વકાર્યમાં જાગે છે, ચૈતન્યના ધ્યાન વડે
રત્નત્રયરૂપ નિજ કાર્યને તે સાધે છે. આ સિવાય જેને રાગની રુચિ છે–પુણ્યની રુચિ છે તે સ્વકાર્યને
સાધે છે એમ જૈનશાસનમાં કહેવામાં આવ્યું નથી; કેમ કે રાગ તે સ્વકાર્ય નથી. સ્વકાર્ય એટલે
આત્માના હિતનું કાર્ય; જેમાં આત્માનું હિત ન થાય તેને સ્વકાર્ય કેમ કહેવાય? સ્વકાર્ય તેને કહ્યું કે
જેનાથી આત્માની મુક્તિ થાય... એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ ખરેખર સ્વકાર્ય છે. જ્ઞાની
પોતાના સ્વકાર્યમાં જાગતા છે, ને અજ્ઞાની તો રાગને જ સ્વકાર્ય માનીને તેમાં જાગે છે, એટલે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ સ્વકાર્યમાં તે ઊંઘે છે. ને રાગમાં–પરમાં તે જાગે છે. માટે કહે છે કે: જે
યોગી–ધર્માત્મા સ્વકાર્યને વિષે જાગે છે તે વ્યવહારમાં–રાગમાં સૂતેલા છે (–તે રાગ પ્રત્યે જાગૃત–
તત્પર નથી), અને અજ્ઞાનીઓ રાગમાં–વ્યવહારમાં જાગે છે તે સ્વકાર્યમાં સૂતેલા છે.
પ્રભો! તારી નિધિ તો તારા સ્વરૂપમાં ભરી છે, તારો આનંદ તો આત્મામાં છે... માટે તેમાં
જાગૃત થા... રાગમાં તારું હિત નથી. માટે તેમાં તત્પરતા છોડ. રાગ કરતાં કરતાં મારું કલ્યાણ થશે;
વ્યવહાર કરતાં કરતાં મારું હિત થશે એમ માનનાર અજ્ઞાની જીવ વ્યવહારમાં જાગતો છે તે
આત્માના કાર્યમાં તે ઊંઘતો છે, તેને પોતાના સ્વભાવનું કાર્ય કરતાં આવડતું નથી. રાગને–વ્યવહારે
જ મોક્ષનું કારણ માનીને જ્ઞાનને ત્યાં રોકી દીધું એટલે આત્મા તરફ તે પોતાના

PDF/HTML Page 18 of 21
single page version

background image
: મહા : ૨૦૧૨ : આત્મધર્મ : ૭૧ :
જ્ઞાનને વાળતો નથી તેથી આત્માના કાર્યને માટે તે આંધળો છે ને રાગમાં જ જાગતો છે. અજ્ઞાની
કહે છે કે “પહેલાંં વ્યવહાર તો જોઈએ ને! વ્યવહાર તે સાધન છે” ... તો અહીં આચાર્યભગવાન
સ્પષ્ટ કહે છે કે વ્યવહારમાં જે ઊંઘે છે તે જ પરમાર્થ–આત્મહિતને સાધે છે; અને વ્યવહારમાં જે જાગે
છે તે તો સ્વકાર્યમાં ઊંઘે છે.
સાવધાની ક્યાં કરવી? તેની આ વાત છે. આમ (અંતરમાં) સ્વભાવ છે, ને આમ રાગ છે;
તેમાંથી જે જીવ સ્વભાવમાં જાગૃત છે–સ્વભાવમાં સાવધાન છે તે જીવ સ્વકાર્યને સાધે છે, ને જે જીવ
રાગમાં સાવધાન છે તે જીવ સ્વકાર્યને સાધી શકતો નથી. જેને ચૈતન્યસ્વભાવને સાધવાની દરકાર
નથી, ચૈતન્યના કાર્યમાં જાગૃતિ નથી, ને રાગમાં જ જાગૃત છે–બહારના આરંભ–પરિગ્રહમા જ
સાવધાન થઈને વર્તે છે તે સાધુ કેવો? તે તો પાખંડી છે.
બહારનો સંસારી વ્યવહાર–કુટુંબ કબીલાનાં કામ કે પૈસાની લેવડદેવડ વગેરે તો મુનિને હોતા
જ નથી, એટલે એવા કાર્યમાં જે તત્પર છે ને મુનિપણાનું નામ ધરાવે છે તે તો મુનિ નથી પણ દંભી
છે, અને મુનિદશામાં હોય એવા પ્રકારનો પંચમહાવ્રતાદિ વ્યવહાર, ગુરુની સેવા વગેરેનો ભાવ આવે,
–પરંતુ મુનિ તેમાં પણ તત્પર નથી, મુનિ તો સ્વભાવની સાધનામાં જ તત્પર છે, વારંવાર રાગને
તોડીને નિર્વિકલ્પ આનંદનો અનુભવ કરે છે. વ્યવહારનો રાગ આવે છે છતાં તેને મોક્ષમાર્ગ માનતા
નથી તેથી તેમાં તે તત્પર નથી, સ્વભાવના ધ્યાનને જ મોક્ષનું સાધન માનીને તેમાં તે તત્પર છે.
સમકિતીને ચોથા ગુણસ્થાને પણ આ જ પ્રકારની માન્યતા હોય છે, શ્રદ્ધા–અપેક્ષાએ તો
સમકિતી પણ આત્મકાર્યમાં જ તત્પર વર્તે છે, રાગમાં તે તત્પર નથી, રાગને સ્વપ્નેય મોક્ષનું કારણ
તે માનતા નથી. હું મારા ચિદાનંદસ્વરૂપમાં ઠરું એ જ મારા મોક્ષનું કારણ છે–એમ જાણીને તે
સ્વરૂપને સાધવામાં જ તત્પર છે. વ્યવહારને–શુભરાગને જે હિતનું કારણ માનતા હોય તેને આ
ગાથાનો આધાર આપીને પં. ટોડરમલ્લજી મોક્ષમાર્ગપ્રકાશકમાં કહે છે કે–“જે વ્યવહારમાં સૂતા છે તે
યોગી પોતાના કાર્યમાં જાગે છે તથા જે વ્યવહારમાં જાગે છે તે પોતાના કાર્યમાં સૂતા છે; માટે
વ્યવહારનયનું શ્રદ્ધાન છોડી, નિશ્ચયનયનું શ્રદ્ધાન કરવું યોગ્ય છે. વ્યવહારનય સ્વદ્રવ્ય–પરદ્રવ્યને, વા
તેમના ભાવોને, વા કારણકાર્યાદિકને કોઈના કોઈમાં મેળવી નિરુપણ કરે છે, માટે એવા જ શ્રદ્ધાનથી
મિથ્યાત્વ છે, તેથી તેનો ત્યાગ કરવો. વળી નિશ્ચયનય તેને જ યથાવત્ નિરુપણ કરે છે તથા કોઈને
કોઈમાં મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે, માટે તેનું શ્રદ્ધાન કરવું.”
(પૃ. ૨૫૫–૨૫૬)
આત્માનો જે શુદ્ધચિદાનંદસ્વભાવ છે તેની સન્મુખ થઈને તેની શ્રદ્ધા કરવી તથા તે
સ્વભાવમાં ઉપયોગની જાગૃતિ રાખવી તે મોક્ષનું કારણ છે. તેથી જ્ઞાની ધર્માત્મા તો પોતાના
શુદ્ધસ્વભાવને જ સાધવામાં તત્પર છે–તેમાં જ ઉદ્યમી છે–તેમાં જ જાગૃત છે; વચ્ચે રાગ આવે પણ
તેમાં તત્પર નથી તે વ્યવહારમાં સૂતેલા (અતત્પર) છે. માટે જીવ! તું પણ વ્યવહારની તત્પરતા
છોડ ને આત્મસ્વભાવમાં તત્પર થા!

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૭૨ : આત્મધર્મ : મહા : ૨૦૧૨ :
મિથ્યાદ્રષ્ટિને કે સમ્યગ્દ્રષ્ટિને પણ, રાગ તો બંધનું જ
કારણ છે, શુદ્ધ સ્વરૂપ – પરિણમન માત્રથી જ મોક્ષ છે.

સમયસારના પુણ્ય–પાપ અધિકારના ૧૧૦મા કળશમાં શ્રી આચાર્યદેવ કહે છે કે–
यावत्पाकमुपैति कर्मविरतिर्ज्ञानस्य सम्यङ् न सा
कर्मज्ञानसमुच्चयोडपि विहितस्तावन्न काचित्
द्रक्ष्ातिः।
किंत्वत्रापि समुल्लसत्यवशतो यत्कर्मबंधाय तन्
मोक्षाय स्थितमेकमेव परमं ज्ञानं विमुक्तं स्वतः।।
११०।।
અર્થ:– જ્યાં સુધી જ્ઞાનની કર્મવિરતિ બરાબર પરિપૂર્ણતા પામતી નથી ત્યાં સુધી કર્મ અને જ્ઞાનનું
એકઠાપણું શાસ્ત્રમાં કહ્યું છે; તેમના એકઠા રહેવામાં કાંઈપણ ક્ષતિ અર્થાત્ વિરોધ નથી. પરંતુ અહીં એટલું
વિશેષ જાણવું કે આત્મામાં અવશપણે જે કર્મ પ્રગટ થાય છે અર્થાત્ ઉદય થાય છે તે તો બંધનું કારણ થાય છે,
અને મોક્ષનું કારણ તો, જે એક પરમ જ્ઞાન છે તે એક જ થાય છે કે જે જ્ઞાન સ્વત: વિમુક્ત છે (અર્થાત્ ત્રણે
કાળે પરદ્રવ્ય ભાવોથી ભિન્ન છે.)
ભાવાર્થ:– જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર થતું નથી ત્યાં સુધી સમ્યગ્દ્રષ્ટિને બે ધારા રહે છે–શુભાશુભ
કર્મધારા અને જ્ઞાનધારા. તે બંને સાથે રહેવામાં કાંઈ પણ વિરોધ નથી. (જેમ મિથ્યાજ્ઞાનને અને સમ્યગ્જ્ઞાનને
પરસ્પર વિરોધ છે તેમ કર્મસામાન્યને અને જ્ઞાનને વિરોધ નથી.) તે સ્થિતિમાં કર્મ પોતાનું કાર્ય કરે છે અને
જ્ઞાન પોતાનું કાર્ય કરે છે. જેટલા અંશે શુભાશુભ કર્મધારા છે તેટલા અંશે કર્મબંધ થાય છે અને જેટલા અંશે
જ્ઞાનધારા છે તેટલા અંશે કર્મનો નાશ થતો જાય છે. વિષય કષાયના વિકલ્પો કે વ્રતનિયમના વિકલ્પો
–શુદ્ધસ્વરૂપનો વિચાર સુદ્ધાં–કર્મ–બંધનું કારણ છે. શુદ્ધ પરિણતિ રૂપ જ્ઞાનધારા જ મોક્ષનું કારણ છે.
(સમયસાર નવી ગુજરાતી આવૃત્તિ પૃ. ૨૬૩–૨૬૪)
વળી આ કળશના અર્થમાં શ્રી રાજમલ્લજી પણ સ્પષ્ટ ખુલાસો કરે છે કે–
“અહીં કોઈ ભ્રાંતિ કરશે– ‘મિથ્યાદ્રષ્ટિને યતિપણું ક્રિયારૂપ છે તે તો બંધનું કારણ છે, પણ સમ્યગ્દ્રષ્ટિને જે
યતિપણું શુભ ક્રિયારૂપ છે તે મોક્ષનું કારણ છે, કેમ કે અનુભવ જ્ઞાન તથા દયા, વ્રત, તપ, સંયમરૂપી ક્રિયા–એ બંને
મળીને જ્ઞાનાવરણાદિ કર્મનો ક્ષય કરે છે.’ –આવી પ્રતીત કોઈ અજ્ઞાની જીવ કરે છે, –તેનું સમાધાન આ પ્રમાણે છે
જે કોઈ પણ શુભ–અશુભ ક્રિયા–બહિર્જલ્પરૂપ વિકલ્પ અથવા અંતર્જલ્પરૂપ અથવા દ્રવ્યના વિચારરૂપ
અથવા શુદ્ધસ્વરૂપના વિચાર ઈત્યાદિ–છે તે સમસ્ત કર્મબંધનું કારણ છે; એવી ક્રિયાનો એવો જ સ્વભાવ છે.
સમ્યગ્દ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિનો એવો તો કાંઈ ભેદ નથી (અર્થાત્ ઉપર અજ્ઞાનીએ કહ્યું તે પ્રમાણે શુભક્રિયા
મિથ્યાદ્રષ્ટિને તો બંધનું કારણ થાય ને તે જ ક્રિયા સમ્યગ્દ્રષ્ટિને મોક્ષનું કારણ થાય એવો તો તેમનો ભેદ નથી)
એવી ક્રિયાથી તો તેને (સમકિતીને પણ) બંધ છે અને શુદ્ધસ્વરૂપ પરિણમનમાત્રથી મોક્ષ છે. જો કે એક જ કાળે
સમ્યગ્દ્રષ્ટિ જીવને શુદ્ધજ્ઞાન પણ છે અને ક્રિયારૂપ પરિણામ પણ છે, –પરંતુ તેમાં વિક્રિયારૂપ જે પરિણામ છે
તેનાથી તો એકલો બંધ થાય છે, તેનાથી કર્મનો ક્ષય એક અંશ પણ થતો નથી–એવું વસ્તુનું સ્વરૂપ છે, –તો
ઈલાજ શો? તે કાળે જ્ઞાનીને શુદ્ધસ્વરૂપનું અનુભવજ્ઞાન પણ છે, તે જ્ઞાન વડે ત્યારે કર્મને ક્ષય થાય છે, તેનાથી
એક અંશમાત્ર પણ બંધન થતું નથી, –વસ્તુનું આવું જ સ્વરૂપ છે, તે જેમ છે તેમ કહીએ છીએ.”
(જુઓ સમયસાર કળશટીકા પાનું ૧૧૨)
ઉપર મુજબ ખુલાસો કરીને પછી તે કળશનો અર્થ વિસ્તારથી લખ્યો છે તેમાં પણ તે બાબતની સ્પષ્ટતા
છે; તેમાં છેવટે લખે છે કે–... ‘શુભક્રિયા કદી પણ મોક્ષનું સાધન થઈ શકતી નથી તે કેવળ બંધની જ કરનારી છે
એવી શ્રદ્ધા કરવાથી જ મિથ્યાબુદ્ધિનો નાશ થઈને સમ્યગ્જ્ઞાનનો લાભ થશે. મોક્ષનો ઉપાય તો એક માત્ર
નિશ્ચયરત્નત્રયમય આત્માની શુદ્ધવીતરાગ પરિણતિ છે.”
(વિશેષ માટે જાુઓ સમયસાર કળશટીકા પૃ. ૧૨ થી ૧૪)

PDF/HTML Page 20 of 21
single page version

background image
: મહા : ૨૦૧૨ : આત્મધર્મ : ૭૩ :
પ્રસન્નતામય થઈ ગયું... ને બેન શારદાએ ભાવભર્યા વદને કહ્યું– ‘ગુરુદેવ! આપની બહુ કૃપા છે... દેહ ને
આત્મા તો જુદા જ છે.’ પૂ. ગુરુદેવે કહ્યું: તમે તો ઘણું સાંભળ્‌યું છે એટલે તેમાંથી યાદ કરીને વિચારવું. આ
શરીર તો અનિત્ય જ છે. ત્યારે બેન શારદાએ કહ્યું: “હા જી! આ દેહ તો આજ છે ને કાલ નથી.” છેવટે પૂ.
ગુરુદેવે માંગળિક સંભળાવ્યું હતું, અને ત્યારબાદ માત્ર વીસેક મિનિટમાં જ બેન શારદા સ્વર્ગવાસ પામી ગઈ
હતી. ગુરુદેવ પધાર્યા ત્યારે પણ તેને ભીંસ તો ચાલુ જ હતી, છતાં ઘણા પ્રયત્નથી જાગૃતિ રાખીને ગુરુદેવ તરફ
જ લક્ષ રોકી રાખ્યું હતું ને ગુરુદેવે જે કહ્યું તે ભાવપૂર્વક ઝીલ્યું હતું. એ વખતની તેની હિંમત જોઈને બધાને
આશ્ચર્ય થતું. ગુરુદેવ પધારતાં આ મૃત્યુ પ્રસંગ પણ જાણે આનંદના પ્રસંગમાં ફેરવાઈ ગયો હતો. ખરેખર,
સંતપુરુષોની શીતળ છાયા જિજ્ઞાસુજીવોને કેવી શરણભૂત છે–તે આ વખતે પ્રત્યક્ષ દેખાતું હતું.
પૂ. બેનશ્રી–બેન પણ સતતપણે તેને જાગૃતિ આપ્યા કરતાં હતાં... તેઓ શ્રી વારંવાર કહેતાં કે આત્મા
જાણનાર છે તેનું લક્ષ રાખજે... વેદના દેહમાં છે... આત્મામાં નથી; દેહ ને આત્મા જુદા છે. પૂ. બેનશ્રી–બેનની
હૂંફથી શારદાબેનને ઘણી હિંમત રહેતી... ને બેનશ્રી–બેન પણ અનેક ઉલ્લાસકારી પ્રસંગોનું તેમજ સીમંધર
ભગવાનનું સ્મરણ કરાવીને તેને ઉલ્લાસ પ્રેરતાં અને સાથે આત્માનું લક્ષ રાખવાનું કહીને વારંવાર જાગૃત
કરતાં... ને કહેતાં કે “શારદા! ગુરુદેવ તારા માટે જ દર્શન દેવા પધાર્યા ને પ્રેમપૂર્વક તને આટલું સંભળાવ્યું તે
તારા મહાભાગ્ય છે... તારું તો જીવન સફળ થઈ ગયું” નીચેની ચાર લીટી પૂ. બેનશ્રી–બેન વૈરાગ્ય ભરેલી
ચેષ્ટાથી વારંવાર સંભળાવતા:
આતમરામ અવિનાશી આવ્યો એકલો...
જ્ઞાન અને દરશન છે તેનું રૂપ જો...
બહિરભાવો સ્પર્શ કરે નહીં આત્મને...
ખરેખરો એ જ્ઞાયકવીર ગણાય જો...
–ગંભીર વૈરાગ્યપૂર્વક જ્યારે એ લીટીઓ ગવાતી ત્યારે આખું વાતાવરણ પલટાઈ જતું... ચારે કોર જાણે
ઉપશાંત વૈરાગ્યરસની છાયા છવાઈ જતી... બેન શારદા પણ તે સાંભળતાં ડોલી ઊઠતી.
લગભગ છ વાગે છેલ્લો હુમલો આવ્યો ને પૂ. બેનશ્રી–બેન ઉગ્રપણે પ્રોત્સાહન આપવા માંડ્યાં: જો
શારદા! ધ્યાન રાખજે હો... હોશિયાર રહેજે... આત્માનું લક્ષ રાખજે... સીમંધર ભગવાનનું શરણ છે... ગુરુદેવનું
શરણ છે........... શારદાબેન તો ફાટી આંખે બેનશ્રી–બેન તરફ જોઈ જ રહ્યાં... ને એ જ સ્થિતિમાં છ ને દશ
મીનીટે દેહ છોડીને સ્વર્ગવાસી થઈ ગયાં...
પૂ. ગુરુદેવની અદ્ભુત વાણીના પ્રતાપે જિજ્ઞાસુઓના જીવનમાં કેવો લાભ થાય છે, અને પૂ. બેનશ્રી–
બેનની છત્રછાયાથી કેવી હૂંફ રહે છે તે આવા પ્રસંગે દેખાઈ આવે છે.
છેવટે, જીવનમાં પ્રાપ્ત થયેલ સંતોની કલ્યાણકારી છત્રછાયાના પ્રતાપે શારદાબેને પોતાના આત્મામાં જે
સંસ્કારો પાડ્યા છે તેમાં આગળ વધીને તે પોતાનું આત્મહિત સાધે ને આવા જન્મ મરણથી–છૂટે એ જ ભાવના.