Atmadharma magazine - Ank 149
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૩
સળંગ અંક ૧૪૯
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ તેરમું ઃ સમ્પાદકઃ ફાગણ
અંક પાંચમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૨
આ છે જૈનશાસનનો મુદ્રાલેખ–
‘દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ’
દર્શનશુદ્ધિમાં સાત તત્ત્વોની પ્રતીત કેવી હોય....ને એ પ્રતીતનું કેટલું બધું જોર
છે....તે પૂ. ગુરુદેવે ઘણી સરસ શૈલીથી સમજાવ્યું છે. અહો! શ્રદ્ધાનું બળ અપાર છે....
જગતના તમામ તત્ત્વોનો નિર્ણય તેનામાં આવી જાય છે. તે દરેક જીવનું પહેલું–પ્રધાન
કર્તવ્ય છે.
પૂ. ગુરુદેવ કહે છે કેઃ સમકિતી પોતાના જ્ઞાયકસ્વભાવી આત્માને દ્રષ્ટિમાં લઈને
તેમાં જ આરામ કરે છે.....આતમરામમાં રહેવું તે જ ખરો આરામ છે...આત્મસ્વભાવની
સન્મુખતા વિના સુખ હરામ છે.
જેણે શુદ્ધ આત્માને દ્રષ્ટિમાં લઈને દર્શનશુદ્ધિ પ્રગટ કરી તેણે ભગવાનના
ઉપદેશનો સાર ગ્રહણ કર્યો; જે જીવ દર્શનશુદ્ધિ કરતો નથી, આત્માને અશુદ્ધ જ અનુભવે
છે તે જીવે ખરેખર ભગવાનના ઉપદેશનું ગ્રહણ કર્યું નથી. ભગવાનના ઉપદેશમાં
દર્શનશુદ્ધિ કરવાનો મુખ્ય ઉપદેશ છે.
–આ વિષયનું વિસ્તૃત પ્રવચન હવે પછી પ્રસિદ્ધ થશે.
વાર્ષિક લવાજમ (૧૪૯) છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
‘જ્ઞાનસ્વભાવ ઔર જ્ઞેયસ્વભાવ’
[જૈન સાહિત્યમાં એક અમૂલ્ય પ્રકાશન]
ज्ञानस्वभाव और ज्ञेयस्वभाव નામનું એક હિંદી પુસ્તક હાલમાં શ્રી ‘જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ’
તરફથી પ્રકાશિત થયું છે, પુસ્તકનો વિષય જેવો ઉત્તમ છે એવું જ તેનું છાપકામ, કાગળ, બાઈન્ડીંગ વગેરે પણ ઉત્તમ
છે, અને એક ત્રિરંગી સુંદર ચિત્ર પણ છે. (પૃષ્ઠ સંખ્યાઃ લગભગ ૪૦૦, કિંમત રૂા. ૨–૮–૦) આ પુસ્તક સર્વે
મુમુક્ષુઓને સ્વાધ્યાય માટે ખાસ ઉપયોગી છે. પુસ્તકના વિશેષ પરિચય માટે તેના નિવેદનનો કેટલોક ભાગ અહીં
આપવામાં આવે છેઃ–
‘जो प्रवचन इस पुस्तकमें प्रसिद्ध हुए है वे वास्तवमें जैन शासन के पुनीत साहित्य में पू. श्री
कहानगुरुदेव की एक महान अमूल्य भेंट है। हम विचारमें पड गये कि इस अमूल्य भेंट को कौन–सा नाम
दिया जाय! अन्तमें बहुत सोचकर इसका नाम रक्खा–‘ज्ञानस्वभाव और ज्ञेयस्वभाव’ यह नाम क्यों पसन्द
किया इसके बारेंमें थोडा–सा स्पष्टीकरण देखिये–
१– आत्माका ज्ञानस्वभाव है;
२– उसकी पूर्ण व्यक्ति केवलज्ञान अर्थात् सर्वज्ञता है;
सर्वज्ञता के निर्णय से ज्ञानस्वभावका भी निर्णय हो जाता है [प्रवचनसार गा० ८ वत्]
३– सर्वज्ञता के निर्णयमें सारे ही ज्ञेयपदार्थोके स्वभावगत क्रमबद्ध परिणमनकी प्रतीति भी हो जाती
है, क्योंकि भगवान सब देख रहा है।
–इस तरह ज्ञानस्वभावका व ज्ञेयस्वभावका निर्णय करानेका ही मुख्य प्रयोजन होने से इस अमूल्य
भेंटका नाम ‘ज्ञानस्वभाव और ज्ञेयस्वभाव’ रक्खा है। इसके निर्णय किये बिना किसी भी तरहसे जीवकी
वीतरागीज्ञान सम्यग्ज्ञान नहीं होता।
जो भी मुमुक्षुजीव आत्माका हित साधना चाहता है, उसको उपर्युक्त विषय का यथार्थ अबाधित
निर्णय अवश्य करना ही चाहिए। इसका निर्णय किये बिना सर्वज्ञ के मार्गमें एक डग भी नहीं चला जा
सकता, और उसका निर्णय होते ही इस आत्मा में सर्वज्ञदेवके–मार्गका–मुक्ति के मार्गका–मंगलाचरण हो
जाता है।
इस परसे यह बाता अच्छी़ तरह समझमें आ जायगी कि जिज्ञासु जीवों को यह विषय कितने महत्व
का है! और इसीलिये पू० गुरुदेवने समयसार, प्रवचनसार आदि अनेक शास्त्रोके आधार से, युक्ति–अनुभव से
भरपूर प्रवचनो के द्वारा यह विषय बहुत स्पष्ट करके समझाया है। ऐसा वस्तुस्वरूप समझाकर पू० गुरुदेवने
भव्यजीवोंके उपर महान उपकार किया है।
... ...... ......
...... ओ भारत के भव्य मुमुक्षु जीवो! इस अमूल्य भेंटको पाकर हर्षपूर्वक इसका सत्कार कीजीये
हमारे आत्महितके लिये श्री तीर्थंकर भगवानने परम कृपा करके गुरुदेवके द्वारा यह भेंट अपनेको दी है–ऐसा
मानकर, इसमें कहे हुए अपूर्व गंभीर रहस्य को समझकर, ज्ञायकस्वभाव सन्मुख ही आत्महित के पावन पथ
पर परिणमन करो
.........”

PDF/HTML Page 4 of 21
single page version

background image
જિનશાસનનો મહિમા []
(શ્રી ભાવપ્રાભૃત ગા. ૮૦–૮૧–૮૨ ઉપરના પ્રવચનોમાંથી)
સમકિતી જીવ મુનિ થાય પહેલાં પણ શુદ્ધ આત્માની ભાવના ભાવે છે
કે અહો! હું શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું,–મારા આત્માના આનંદમાં હું
કયારે લીન થાઉ? આત્મામાં લીન થઈને હું કયારે રત્નત્રય પ્રગટ કરું! અહો!
ધન્ય છે તે દશાને અને તે ભાવને, કે જ્યારે આત્માના આનંદમાં લીન થઈને
મુનિદશા થશે!
અહો! મુનિવરો આત્માના આનંદમાં ઝૂલે છે...વારંવાર અંતરમાં
નિર્વિકલ્પ અનુભવ કરે છે...બાહ્યદ્રષ્ટિ જીવોને એ મુનિદશાની કલ્પના આવવી
પણ મુશ્કેલ છે. મુનિઓને અંતરમાં આત્માના આનંદનો સાગર ઊછળ્‌યો
છે......ઉપશમ રસની ભરતી આવી છે.
જૈનધર્મની શ્રેષ્ઠતા એ રીતે છે કે તે ભાવિ–ભવનો નાશ કરે છે;
સંસારનો નાશ કરીને મુક્તિ આપે છે–એથી જ જૈનધર્મનો મહિમા છે. આ
સિવાય બીજી રીતે–પુણ્ય વગેરેથી જૈનધર્મનો મહિમા માને તો તેણે
જૈનશાસનને જાણ્યું જ નથી......
આહા! જૈનધર્મ શું ચીજ છે તેની વાત લોકોએ યથાર્થ સાંભળી પણ
નથી. એક ક્ષણ પણ જૈનધર્મ પ્રગટ કરે તો અનંત ભવનો ‘કટ’ થઈ જાય, ને
આત્મામાં મોક્ષની છાપ પડી જાય,–મુક્તિની નિઃશંકતા થઈ જાય.–આવો
જૈનધર્મ છે. માટે હે ભવ્ય! ભવના નાશ માટે તું આવા જૈનધર્મને ભાવ.
હજી તો અનંતભવની શંકામાં જે પડયો હોય,–અરે! ભવ્ય–અભવ્યની
પણ શંકામાં પડયો હોય–એવા જીવને તો જૈનધર્મની ગંધ પણ આવી નથી.
હવે કહે છે કે હે મુનિ! બાર પ્રકારનાં તપ વગેરે પણ ભાવશુદ્ધિ નિમિત્તે જ છે, માટે
ભાવવિશુદ્ધિ નિમિત્તે તું તે તપ વગેરેને ભાવ.
ભાવવિશુદ્ધિ એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર, તે તો શુદ્ધ જ્ઞાયકસ્વભાવના જ અવલંબને
છે; તે વિશુદ્ધતા નિમિત્તે તું બાર પ્રકારના તપને કે
ફાગણઃ ૨૪૮૨ ઃ ૭૭ઃ

PDF/HTML Page 5 of 21
single page version

background image
તેર પ્રકારની ક્રિયાઓને ભાવ, એટલે કે તે બધાયમાં શુદ્ધ જ્ઞાયક–સ્વભાવના અવલંબનની જ
મુખ્યતા રાખ, અને જ્ઞાનરૂપી અંકુશ વડે મદોન્મત્ત મનરૂપી હાથીને વશ કર; જે મન બાહ્ય
વિષયોમાં ભમે છે તેને જ્ઞાનની એકાગ્રતારૂપ અંકુશ વડે અંતરમાં વાળ. ચૈતન્યસ્વભાવની
સન્મુખતામાં શુદ્ધભાવ થતાં બાર પ્રકારનાં તપ વગેરે સહેજે થઈ જાય છે. અંતરમાં
ચૈતન્યસ્વભાવના અવલંબન વગર શાંતિ કે શુદ્ધતા થાય નહિ. “ હું અનંતશક્તિનો ચૈતન્યપિંડ
આત્મા છું”–એમ અંતર્મુખ લક્ષ કરીને એકાગ્ર થવું તે શાંતિનો ને ભાવશુદ્ધિનો ઉપાય છે. આવી
ભાવશુદ્ધિ વિના તપ વગેરેને યથાર્થ કહેવાય નહીં. કેમકે આત્મસ્વભાવમાં એકાગ્રતા વિના
વિષયોનો નિરોધ ખરેખર થાય નહીં. માટે જ્ઞાનઅંકુશ વડે મનને વશ કરવાની વાત કરી, એટલે
જ્ઞાનને અંતર્મુખ કરવાનું કહ્યું. હે ઉત્તમ મુનિ! તારો મનરૂપી હાથી મોહથી મદોન્મત્ત થઈને
બહારમાં વિષયકષાયોનો ચારો ચરવા ન જાય, ને અંતરમાં આનંદનો ચારો ચરે તે માટે તું
જ્ઞાનરૂપી અંકુશ વડે તેને વશ કર, એટલે કે તારા જ્ઞાનને અંતરમાં વાળીને શુદ્ધઆત્મામાં એકાગ્ર
કર. તપશ્ચરણાદિકનો ઉપદેશ પણ અંતરમાં એકાગ્રતારૂપ ભાવશુદ્ધિને માટે જ છે.
હવે જિનશાસનમાં મુનિને દ્રવ્ય તથા ભાવની દશા કેવી હોય, મુનિને અંતરંગ ભાવશુદ્ધિરૂપ
ભાવલિંગ કેવું હોય તથા બાહ્યમાં દ્રવ્યલિંગ કેવું હોય, તે કહીને જિનલિંગનું સ્વરૂપ ઓળખાવે છે.
મુનિઓએ, મુનિદશા થયા પહેલાં પરદ્રવ્યોથી ભિન્ન શુદ્ધઆત્માના સ્વરૂપને શ્રદ્ધા–જ્ઞાનમાં
લઈને વારંવાર તેની ભાવના ભાવી હતી; તે પૂર્વે ભાવેલા શુદ્ધ આત્માના વારંવાર અનુભવથી
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધ નિર્મળદશા અંતરંગમાં થઈ છે તે તો મુનિનું ભાવલિંગ છે.
આવી ભાવશુદ્ધિપૂર્વક વસ્ત્રાદિ રહિત દિગંબરદશા, ભૂમિશયન, પંચમહાવ્રત વગેરે હોય છે તે
દ્રવ્યલિંગ છે. આ રીતે દ્રવ્યથી ને ભાવથી નિર્દોષ જિનલિંગ હોય ત્યાં જ મુનિદશા છે.
અહો! ચૈતન્યના આનંદમાં એકદમ લીન થવાની જ્યાં તૈયારી થઈ ત્યાં શરીર પ્રત્યે પણ
એવી ઉદાસીનવૃત્તિ થઈ જાય છે કે વસ્ત્રાદિનો પણ ત્યાગ સહજપણે થઈ જાય છે. ચારિત્રદશા
પ્રગટ કરીને ચિદાનંદસ્વભાવમાં લીન થવાની લાયકાત થઈ ને તે પ્રકારના કષાયો ટળી ગયા ત્યાં
વસ્ત્ર રાખવાની વૃત્તિ રહેતી નથી, એટલી નિર્વિકારી દશા થઈ જાય છે કે વસ્ત્રથી શરીરને
ઢાંકવાની વૃત્તિ રહેતી નથી.–આવી જિનમુનિ દશા હોય છે.
મુનિદશા થતાં બહારમાં વસ્ત્ર છૂટવા ને શરીરની દિગંબર દશા થવી તે તો જડની અવસ્થા
છે, તે જડની અવસ્થાના કર્તાપણાની બુદ્ધિ તો ધર્મીને છે જ નહીં. જ્ઞાનાનંદસ્વભાવની જ દ્રષ્ટિ છે,
તે સિવાય બીજે બધેથી કર્તાપણું–સ્વામીપણું ઊડી ગયું છે. આવી દ્રષ્ટિ વગર તો મુનિપણું કે
ધર્મીપણું કદી કોઈને ન હોય.
અને, આવી શુદ્ધ આત્માની દ્રષ્ટિ હોવા છતાં, જ્યાંસુધી વસ્ત્રાદિ પરિગ્રહનો રાગભાવ હોય
ત્યાં સુધી પણ મુનિદશા હોતી નથી; ત્યાં પાંચમા ગુણસ્થાનનું શ્રાવકપણું હોઈ શકે, પણ છઠ્ઠા–
સાતમા ગુણસ્થાનરૂપ મુનિપણું તો ન જ હોય.
મુનિવરોનું અંતરમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ છે ભાવલિંગ છે, ને શરીરની
નિર્ગ્રંથદશા વગેરે હોય છે તે દ્રવ્યલિંગ છે; આવા ભાવ અને દ્રવ્યરૂપ જિનલિંગ જૈનશાસનમાં
ઃ ૭૮ઃ આત્મધર્મઃ ૧૪૯

PDF/HTML Page 6 of 21
single page version

background image
કહ્યું છે. જ્યાં વસ્ત્રાદિનો સર્વથા ત્યાગ નથી તેમજ અંતરમાં શુદ્ધરત્નત્રયનો ભાવ નથી ત્યાં
જિનશાસનનું મુનિપણું હોતું નથી. જિનશાસનથી વિપરીત મુનિદશા મનાવે તો તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે.
મોક્ષનું સાધન જે શુદ્ધ રત્નત્રય, તે રત્નત્રયના ધારક મુનિવરો મુખ્યપણે તો
વનજંગલમાં–ગિરિ–ગુફામાં જ રહે છે, દિવસમાં એક જ વાર વિધિપૂર્વક નિર્દોષ આહાર કરે છે,
ભૂશયન કરે છે, તથા દ્રવ્યે અને ભાવે સંયમ પાળે છે. અંતરમાં ભાવસંયમ હોય ને બહારમાં
દ્રવ્યસંયમ ન હોય એટલે કે ગૃહવાસમાં રહેતા હોય ને છતાં મુનિપણું હોય–એમ કદી બનતું નથી.
વળી જિનશાસનમાં મુનિ કેવા છે? કે પૂર્વે જે શુદ્ધસ્વભાવની ભાવના ભાવી છે તેનો
વારંવાર અનુભવ કરે છે. પહેલેથી જ શુદ્ધઆત્માના ભાનસહિત સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
શુદ્ધભાવની ભાવના ભાવી છે, રાગની ભાવના નથી ભાવી પણ શુદ્ધતાની જ ભાવના ભાવી છે;
હું પરદ્રવ્યોથી ભિન્ન તેમજ પરભાવોથી પણ ભિન્ન શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ આત્મા છું–એવી
આત્મભાવના પહેલેથી ભાવી છે; તે પૂર્વ–ભાવિત ભાવના ભાવીને મુનિદશામાં વારંવાર
શુદ્ધાત્માનો અનુભવ કરે છે. જુઓ, આ મુનિની દશા!! મુનિદશા કહો કે જિનલિંગ કહો કે
મોક્ષમાર્ગ કહો,–તેની આવી દશા છે. જેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધ ભાવ–છે એવું
જૈનધર્મનું ચિહ્ન છે.
જડથી જુદો, કર્મથી જુદો, જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે, તેની વારંવાર ભાવના સમકિત જીવ
ભાવે છે, ને મુનિ થયા પછી તેનો વારંવાર અનુભવ કરે છે. પહેલાં તો જેને શુદ્ધ જ્ઞાનાનંદ સ્વરૂપ
આત્માનું ભાન જ ન હોય તે તેનો વારંવાર અનુભવ કયાંથી કરે? અને શુદ્ધ આત્માના વારંવાર
અનુભવ વિના મુનિદશા હોય નહીં. મુનિ થયા પહેલાં પણ તે શુદ્ધઆત્માની તે ભાવના ભાવી છે
કે અહો! હું શુદ્ધ જ્ઞાનાનંદ–સ્વરૂપઆત્મા છું, આવા આત્માના આનંદમાં હું કયારે લીન થાઉં!
આત્મામાં લીન થઈને હું કયારે રત્નત્રય પ્રગટ કરું! અહો! ધન્ય છે તે દશાને અને તે ભાવને, કે
જ્યારે આત્માના આનંદમાં લીન થઈને મુનિદશા થશે! મુનિ થયા પહેલાં આવી ભાવનાઓ
આત્મભાન સહિત ભાવી છે. હવે મુનિ થતાં પૂર્વે ભાવેલી તે ભાવના ભાવીને વારંવાર આનંદના
અનુભવમાં લીન થાય છે, અંતરમાં લીનતાથી સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્રરૂપ પરિણતિ થઈ ગઈ છે.
અહો! મુનિવરો આત્માના આનંદમાં ઝૂલે છે, વારંવાર અંતરમાં નિર્વિકલ્પ અનુભવ કરે છે.
બાહ્યદ્રષ્ટિ જીવોને એ મુનિદશાની કલ્પના આવવી પણ મુશ્કેલ છે. મુનિને બાહ્યદશા તો તદ્ન
નગ્નદિગંબર જ હોય છે ને અંતરમાં આત્માની શાંતિનો સાગર ઊછળે છે....આનંદનો સાગર
ઊછળે છે...ઉપશમરસની ભરતી આવી છે. હજી મહાવ્રતાદિની શુભવૃત્તિ ઊઠે છે પણ તેને
જ્ઞાનસ્વભાવથી ભિન્ન જાણે છે. શુભરાગની ભાવના નથી પણ શુદ્ધ ચૈતન્યની જ ભાવના છે....ને
તે ભાવનાના જોરે અંતરમાં લીન થઈને ચૈતન્યના કપાટ ખોલી નાખ્યા છે....ચૈતન્યના કપાટ
ખોલીને અંદરથી જ્ઞાન ને આનંદ બહાર કાઢયા છે. અંતરમાં આવા શુદ્ધભાવ સહિતની મુનિદશા
હોય છે, અને આવો શુદ્ધભાવ તે જ મોક્ષનું કારણ છે. અંતરમાં આવા શુદ્ધભાવ વિના એકલો
શુભભાવથી મહાવ્રતાદિ પાળે–દ્રવ્યલિંગ ધારે–તો તે ફક્ત પુણ્યના આસ્રવનું કારણ છે, પણ તેમાં
ધર્મ નથી. માટે આચાર્યદેવે કહ્યું કે પૂર્વે જે શુદ્ધઆત્મા જાણ્યો હતો ને તેની ભાવના ભાવી હતી
તેની વારંવાર ભાવના અને અનુભવ કરીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ
ફાગણઃ ૨૪૮૨ ઃ ૭૯ઃ

PDF/HTML Page 7 of 21
single page version

background image
જેણે પ્રગટ કર્યો છે તેને જ મુનિદશા હોય છે.
પહેલાં આવી શ્રદ્ધા અને ઓળખાણ કરવી જોઈએ કે, શુદ્ધઆત્માના અંર્તઅવલોકનથી
થતા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ તે જ મોક્ષનું કારણ છે, ને શુભરાગ તે મોક્ષનું કારણ
નથી.–આવી સમ્યક્ શ્રદ્ધા અને ઓળખાણ કરે તે પણ સત્ય માર્ગમાં છે પણ શ્રદ્ધા જ ઊંધી રાખે,
શુદ્ધભાવને ઓળખે નહીં ને રાગને ધર્મ માને, તે તો ઊંધા માર્ગે છે. ભવનો અંત શુદ્ધ
સમ્યગ્દર્શનાદિ ભાવ વડે જ થાય છે, અને તેનાથી જ જૈનશાસનની શ્રેષ્ઠતા છે.
જૈનધર્મનો મહિમા કરતાં શ્રી આચાર્ય ભગવાન કહે છે કે –
जह रयणाणं पवरं वज्जं जह तरुगणाण गोसीरं ।
तह धम्माणं पवरं जिणधम्मं भावि भवमहणं ।। ८२।।
જેમ રત્નોમાં શ્રેષ્ઠ તો વજ્રરત્ન છે, વૃક્ષોમાં શ્રેષ્ઠ ગોશીર–ચંદન છે, તેમ ધર્મમાં એક જૈન
ધર્મ જ શ્રેષ્ઠ છે.–કેવો છે જૈનધર્મ? કે भावि भवमथनं એટલે કે આગામી ભવભ્રમણને મથી
નાંખનાર છે, ભવભ્રમણનો નાશ કરીને મોક્ષ આપનાર છે, માટે હે જીવ! ભવના નાશ માટે તું
આવા જિનધર્મને ભાવ.
અહો! ‘भावि भवमथनं’ વિશેષણ વાપરીને તો આચાર્યદેવે જૈનધર્મનો અચિંત્ય મહિમા
પ્રસિદ્ધ કર્યો છે. જે ભાવથી ભવભ્રમણનો નાશ થાય તે જ જૈનધર્મ છે. જેનાથી ભવભ્રમણનો નાશ
ન થાય તે જૈન ધર્મ નહિ.
જુઓ, આ જૈનધર્મની શ્રેષ્ઠતા!!
કર્મોના અનેક પડખાંનું જ્ઞાન કરાવ્યું માટે શું જૈનધર્મની શ્રેષ્ઠતા છે?–તો કહે છે કે ના;
એકેન્દ્રિયાદિ જીવોનું ઝીણું ઝીણું જ્ઞાન કરાવ્યું માટે શું જૈનધર્મની શ્રેષ્ઠતા છે?–તો કહે છે કે ના;–
તો કઈ રીતે જૈનધર્મની શ્રેષ્ઠતા છે? જૈનધર્મની શ્રેષ્ઠતા એ રીતે છે કે તે ભાવિ–ભવનો નાશ કરે
છે, સંસારનો નાશ કરીને મુક્તિ આપે છે. ને તેથી જ જૈનશાસનનો મહિમા છે. આ સિવાય બીજી
રીતે–પુણ્ય વગેરેથી જૈનશાસનનો મહિમા માને તો તેણે જૈનશાસનને ખરેખર જાણ્યું જ નથી. હજી
૮૩ મી ગાથામાં આ વાત ઘણી સ્પષ્ટ કરશે.
જૈનધર્મ રાગનો રક્ષક નથી, પણ રાગનો નાશ કરીને વીતરાગનો ઉત્પાદક છે, ભવનો
નાશ કરીને મોક્ષને આપનાર છે. અનાદિના મિથ્યાત્વાદિનો નાશ કરીને, સમ્યક્ત્વાદિ અપૂર્વ
ભાવો પ્રગટે તેનું નામ જૈનધર્મ છે. ભવનું મથન કરી નાંખે ભવનો નાશ કરી નાંખે તે જ જૈનધર્મ
છે. હજી અનંતભવની શંકામાં જે પડયો હોય, અરે! ભવ્ય–અભવ્યની પણ શંકામાં પડયો હોય–
એવા જીવને તો જૈનધર્મની ગંધ પણ આવી નથી. આહા! જૈનધર્મ શું ચીજ છે તેની વાત લોકોએ
યથાર્થ સાંભળી પણ નથી. એક ક્ષણ પણ જૈનધર્મ પ્રગટ કરે તો અનંત ભવનો ‘કટ’ થઈ જાય ને
આત્મામાં મોક્ષની છાપ પડી જાય, મુક્તિની નિઃશંકતા થઈ જાય.–આવો જૈનધર્મ છે, આ જ
જૈનધર્મની શ્રેષ્ઠતા છે. તેથી ભવના નાશ માટે હે ભવ્ય! તું આવા જૈનધર્મને ભાવ.
જુઓ, ભવનો નાશ કરે તે જૈનધર્મ.
–તો ભવનો નાશ કઈ રીતે થાય? શું દયાદિના શુભરાગથી ભવનો નાશ થાય?–ના; માટે
એ શુભરાગ તે જૈનધર્મ નહિ.
શુદ્ધજ્ઞાનાનંદસ્વભાવી આત્માના આશ્રયે જ સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ વડે ભવનો નાશ થાય છે,
માટે શુદ્ધઆત્માનો આશ્રય તે જ જૈનશાસન છે, પુણ્ય તે જૈનશાસન નથી; તેમ જ તે
આત્મધર્મઃ ૧૪૯ ઃ ૮૦ઃ

PDF/HTML Page 8 of 21
single page version

background image
પુણ્ય વડે જૈનધર્મનો મહિમા નથી. શુદ્ધચિદાનંદ સ્વભાવનો આશ્રય કરાવીને મિથ્યાત્વનો તેમજ
રાગાદિનો નાશ કરાવે ને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રદ્વારા મોક્ષપદ આપે અને ભવનો નાશ કરી
નાંખે–તે જૈનધર્મનો મહિમા છે.
જેમ ચંદનનો મહિમા શું? કે તાપ હરીને શીતળતા આપે, તેમ જૈનધર્મનો મહિમા શું? કે
ભવના તાપનો નાશ કરીને મોક્ષની પરમ શીતળતા આપે તે જૈનધર્મનો મહિમા છે. રાગમાં તો
આકુળતા છે તે જૈનધર્મ નથી.
પ્રશ્નઃ– સમકિતી ધર્માત્માને પણ રાગ તો થાય છે?
ઉત્તરઃ– સમકિતીને પણ જે રાગ છે તે કાંઈ જૈનધર્મ નથી, તેને રાગથી પાર ચિદાનંદ તત્ત્વની
દ્રષ્ટિમાં જેટલી શુદ્ધતા પ્રગટી છે તે જ જૈનધર્મ છે. મોક્ષમાર્ગની પૂર્ણતા ન થઈ હોય ત્યાં સાધક
ધર્માત્માને શુદ્ધતાની સાથે રાગ પણ હોય, પરંતુ ત્યાં ધર્મ તો શુદ્ધતા થઈ છે તે જ છે, રાગ રહ્યો તેને
ધર્માત્મા ધર્મ માનતા નથી. અને રાગને જે ધર્મ માને છે તેને તો ધર્મનો અંશ પણ હોતો નથી.
રાગ રહે, પુણ્ય બંધાય ને સ્વર્ગાદિનો ભવ મળે તે જૈનધર્મ નથી. તેમ જ તેનાથી
જૈનધર્મની મહત્તા નથી, પરંતુ ચારે ગતિના ભવનો નાશ થઈને સિદ્ધપદ જેનાથી પ્રગટે તે જૈનધર્મ
છે, ને એનાથી જ જૈનધર્મની મહત્તા છે.
આ ‘ભાવ–પ્રાભૃત’ છે, તેમાં આચાર્યદેવ એ બતાવે છે કે આત્માનો ક્યો ભાવ તે ધર્મ
છે? અથવા આત્માના કયા ભાવથી જૈનધર્મનો મહિમા છે? સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
વીતરાગી શુદ્ધભાવ તે ધર્મ છે, તેના વડે ભવનો નાશ થઈ જાય છે, ને તેનાથી જ જિનશાસનનો
મહિમા છે.
ધર્મી જાણે છે કે મારો ચિદાનંદસ્વભાવ ભવરહિત છે, ભવના કારણરૂપ વિકાર મારા
મૂળસ્વભાવમાં છે જ નહિ; ભવરહિત એવો જે મારો ચિદાનંદસ્વભાવ, તેમાં એકતા કરતાં
શુદ્ધભાવ પ્રગટીને ભવનો અભાવ થઈ જાય–તે મારે ધર્મ છે, –તે જ જૈનધર્મ છે, ને આ રીતે જ
જૈનધર્મનો મહિમા છે. ભૂમિકા અનુસાર રાગ હોય ભલે, પણ જૈનધર્મનો મહિમા તેનાથી નથી.
જૈનધર્મ તો વીતરાગભાવરૂપ છે, અને રાગ તો વીતરાગભાવનો સાધક નથી, પણ બાધક છે,
એટલે તે ધર્મ નથી.
ધર્માત્મા સમકિતીને સાધક અને બાધક બંને ભાવો એક સાથે હોય છે, પણ તેમાં
સાધકભાવ તે જ ધર્મ છે, ને બાધકભાવ તે ધર્મ નથી, રાગ તે બાધકભાવ છે, તે ધર્મ નથી.
ધર્મી–સમકિતીને ય શુભરાગ થાય છે–માટે તે ધર્મ છે–એમ જો કહો, તો તો પછી
સમકિતીને ક્યારેક અશુભરાગ પણ થાય છે–તો તે શું ધર્મ છે?–નહિ. જેમ અશુભરાગ સમકિતીને
હોવા છતાં તે ધર્મ નથી તેમ શુભરાગ તે પણ ધર્મ નથી. ધર્મ તો વીતરાગભાવરૂપ એક જ પ્રકારનો
છે.–આવા ધર્મને ઓળખીને તેની ભાવના–આરાધના કરવી તે મોક્ષનું કારણ છે.
ફાગણઃ ૨૪૮૨ ઃ ૮૧ઃ

PDF/HTML Page 9 of 21
single page version

background image
ચૈતન્ય સ્વભાવના ધ્યાન વડે સમ્યગ્દર્શનાદિ
આ કાળે પણ થઈ શકે છે
(મોક્ષ પ્રાભૃત ગા. ૭૩ થી ૭૭ ઉપરના પ્રવચનોમાંથી.)
સંતો આત્માનો આનંદસ્વભાવ બતાવીને તેના અનુભવની પ્રેરણા કરે
છે, તે સાંભળીને હે જીવ! તું ઉલ્લાસિત થા, અને અંતરમાં તેનો ઉદ્યમ કર, તો
અવશ્ય તને તેની પ્રાપ્તિ થશે. અનંત ભવનો નાશ કરનાર એવા
સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો આ જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. તેથી આની
જે ના પાડે છે તે ભવભ્રમણથી છૂટવાની જ ના પાડે છે. આત્માનું હિત કરવા
જે જાગ્યો તેને રોકનાર જગતમાં કોઈ છે જ નહિ.
આત્માના જ્ઞાનાનંદસ્વરૂપને જાણીને તેમાં એકાગ્ર થવું તે ધ્યાન છે, તે જ સમ્યગ્દર્શનનો ઉપાય છે. ચૈતન્યના
ધ્યાન વડે સમ્યગ્દર્શન કરવું તે જ ધર્મનું મૂળ છે. પરંતુ અજ્ઞાની જીવ કહે છે કે આ કાળે એવું શુદ્ધાત્મધ્યાન થઈ શકતું
નથી, એટલે કે આ કાળમાં સમ્યગ્દર્શન થઈ શકે નહિ.–તો આચાર્યદેવ કહે છે કે એમ કહેનાર મૂર્ખ છે. અરે જીવ! તું
રાગની રુચિ કરીને તેના ધ્યાનમાં તો લીન થાય છે ને આત્માના શુદ્ધસ્વરૂપમાં એકાગ્ર થતો નથી, તો તારી રુચિ જ
ઊંધી છે. જ્યાં રુચિ છે ત્યાં એકાગ્રતા થાય છે. બહારના સંસારના કાર્યોમાં ને વિષય–કષાયોમાં એકાગ્ર થઈને તો તું
વર્તે છે, ત્યાં તો તારું ધ્યાન જોડાય છે, ને રાગરહિત ચૈતન્ય સ્વરૂપ આત્મામાં તારું ધ્યાન જોડતો નથી–તેની પ્રીતિ
પણ કરતો નથી, ને કાળનું બહાનું બતાવે છે, તે તારી મૂઢતા છે. કાળનું નામ તું લે છે પણ કાળ કાંઈ તને સ્વરૂપની
રુચિ કરતાં રોકતો નથી. તું તારા સ્વરૂપની રુચિ કરીને તેમાં એકાગ્ર થા, તો કાંઈ કર્મ કે કાળ તને ના પાડતા નથી.
આ પંચમકાળમાં પણ અનેક સંતો ચૈતન્યનું ધ્યાન કરીને સમ્યગ્દર્શનાદિ પામ્યા છે ને પામે છે. સંસારના કામમાં જ્યાં
પ્રીતિ છે તેના વિચારમાં કેવો લીન થઈ જાય છે?–એવો લીન થઈ જાય કે ખાવાપીવાનું ય ભૂલાઈ જાય છે. અને
ધર્મની વાત આવે ત્યાં કહે છે કે અમારાથી તે ન થઈ શકે! આચાર્યદેવ કહે છે કે તને આત્માની પ્રીતિ નથી પણ
વિષયોની પ્રીતિ છે, તેથી
ઃ ૮૨ઃ
આત્મધર્મઃ ૧૪૯

PDF/HTML Page 10 of 21
single page version

background image
સંસારના કામ કરવા માટે તને ઉત્સાહ આવે છે, ને આત્માના ધ્યાનને માટે તને ઉત્સાહ આવતો નથી; તારો
અભિપ્રાય જ મિથ્યા છે. રાગરહિત ચૈતન્યની શ્રદ્ધા પણ તું કરતો નથી. આચાર્ય નામ ધરાવે, મુનિ નામ ધરાવે ને
કહે કે આ કાળે સમ્યગ્દર્શન થઈ ન શકે? તો કુંદકુંદઆચાર્યદેવ કહે છે કે તે જીવ સ્વભાવથી અત્યંત ભ્રષ્ટ છે.
સમ્યગ્દર્શન જ તને નથી તો પછી મુનિપણું કે આચાર્યપણું કયાંથી આવ્યું? સમ્યગ્દર્શનની ના પાડવી ને વળી પોતાને
મુનિપણું મનાવવું–તે તો મૂઢતા છે. આ કાળે સમ્યગ્દર્શન નથી–તો એનો અર્થ એમ થયો–કે આ કાળે ધર્મ જ નથી;
એમ માનનાર તો મૂઢ બહિરાત્મા છે. અનુભવપ્રકાશમાં પણ પં. દીપચંદજી કહે છે કે સ્વરૂપની સમજણ આ કાળે કઠણ
છે–એમ કહીને જેઓ સ્વરૂપનો ઉદ્યમ કરતા નથી તેઓ સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે. “આ પંચમકાળ છે
માટે આ કાળે સ્વરૂપનો અનુભવ ન થાય, આ કાળે આત્માનું ધ્યાન ન થાય–આ કાળે સમ્યગ્દર્શન ન થાય,
સ્વરૂપની સમજણ કઠણ છે”–આમ કહેનાર જીવ આત્માની સમજણ કરતો નથી, એટલે તે બહિરાત્મા છે. અહો,
ધ્યેયસ્વભાવ આત્મા છે. તેને લક્ષમાં લીધા વગર ધર્મ થતો નથી. આત્માના સ્વભાવ તરફ આ કાળે ન જઈ શકાય
એમ કહેનારને વિષયો તરફ જવું છે એટલે તે તેને સહેલા લાગે છે. ચૈતન્યસ્વભાવ તો સુગમ છે–સહજ છે, અંતરમાં
પ્રીતિ કરીને ઉદ્યમ કરે તો તેની પ્રાપ્તિ થાય છે.
ભાઈ, તું નક્કી કર કે તારું સુખ બહારમાં છે કે અંતરમાં છે? સુખ તો તારા અંર્તસ્વભાવમાં જ છે. તે
અંર્તસ્વભાવમાં તું જો......દ્રષ્ટિ બહારમાં છે તેને બદલે અંતરમાં વાળ! આ તારાથી થઈ શકે તેવું જ સંતો કહે છે. જેમ
અભવ્યને કદી ચૈતન્યનું ધ્યાન હોતું નથી, તેમ જે જીવ એમ કહે છે કે ‘ચૈતન્યનું ધ્યાન આ કાળે ન થઈ શકે–તો તે
પણ અભવ્ય જેવો છે. સાતમી નરકના સંયોગમાં પડેલો જીવ પણ અંતરમાં ચૈતન્યના ધ્યાન વડે સમ્યગ્દર્શન પામી જાય
છે, ને તું મનુષ્ય અવતાર પામીને કહે છે કે અમારાથી ન થઈ શકે! તો તારી રુચિ જ ચૈતન્ય તરફ નથી. ચૈતન્યના
ધ્યાનનો ઉપદેશ સાંભળતાં તેની જેને હોંસ તો આવતી નથી ને તેનો નકાર કરે છે તો તને અભવ્ય કહ્યો છે. આ તરફ
પોતાને ચૈતન્યના ધ્યાનની ઉગ્રતાનું જોર છે એટલે તેનો નિષેધ કરનારને માટે આચાર્યદેવ કહે છે કે તે અભવ્ય છે. જેમ
પ્રવચનસારમાં કેવળીભગવાનના ઉત્કૃષ્ટ અતીન્દ્રિય સુખનું ઘણું વર્ણન કરીને પછી કહ્યું કે કેવળી– ભગવાનનું સુખ સૌ
સુખમાં ઉત્કૃષ્ટ છે એમ જે શ્રદ્ધા કરતો નથી તે અભવ્ય છે. તેમ અહીં પણ કહે છે કે અહો! ચૈતન્યનું ધ્યાન ન થઈ શકે
એમ કહીને વિષય–કષાયોમાં રત વર્તે છે તે અભવ્ય છે, મોક્ષના ઉપાયની તેને પ્રીતિ નથી. અરે! આત્માના સ્વભાવની
શ્રદ્ધા કરવાની પણ જે ના પાડે છે તેના આત્મામાં મોક્ષના ભણકાર આવતા નથી. ધર્મ ન થઈ શકે ને રાગ થઈ શકે–એ
વાત જ પુરુષાર્થહીન મૂઢ જીવની છે; આત્માની સમજણ કરવાનું તું અશક્ય કહે છે, ને વિષયોમાં વર્તવું તને સુગમ
લાગે છે તો તારા પગલાં જ ઊંધા છે. ચૈતન્યસ્વભાવની સમ્યક્શ્રદ્ધા ને સમ્યગ્જ્ઞાન આ કાળે પણ થાય છે. જેને
આત્માનું અંતરસુખ વહાલું છે તે તો અંતર્મુખ થઈને ધ્યાન વડે તેનો પત્તો મેળવે છે. પણ જેને સંસારસુખ વહાલું છે તે
એમ કહે છે કે આ કાળે આત્માનો પત્તો ન લાગે,–એમ કહીને વિષય સુખમાં જ રત વર્તે છે ને આત્માના
અતીન્દ્રિયસુખના અનુભવનો ઉદ્યમ કરતો નથી તે જીવ સમ્યગ્દર્શનાદિથી રહિત છે, તે પણ મોક્ષ પામતો નથી; તેથી
આચાર્યદેવ કહે છે કે તે અભવ્ય છે. જ્યાં ચૈતન્યની શ્રદ્ધા પણ નથી કરતો ત્યાં મોક્ષની લાયકાત કેવી?
ચૈતન્યશક્તિનો પિંડ આત્મા છે તેની શ્રદ્ધા કરીને તેમાં એકાગ્ર થતાં મુનિદશા પ્રગટે છે, ને ત્યાં સમિતિ–
ગુપ્તિ તથા મહાવ્રત હોય છે. પરંતુ જે જીવ ચૈતન્યના ધ્યાનની જ ના પાડે છે ને વ્રત–સમિતિ–મહાવ્રત હોવાનું માને
છે, તો તેને વ્રતાદિના સ્વરૂપની જ ખબર નથી. ચૈતન્યની એકાગ્રતા વગર મહાવ્રત પાળવાનું માને છે, સમ્યગ્દર્શનાદિ
વગર વ્યવહારચારિત્ર હોવાનું માને છે તો તેને ખરેખર ચારિત્રના સ્વરૂપની ખબર નથી. નિશ્ચય–સમ્યગ્દર્શન વગર
મુનિદશાનું ચારિત્ર હોય જ નહીં. ને નિશ્ચયસમ્યગ્દર્શન ચૈતન્યના ધ્યાન વગર હોય જ નહીં. માટે ચૈતન્યના ધ્યાનની
જ જે ના પાડે છે તેને તો સમ્યગ્દર્શન પણ હોતું નથી, કો મુનિદશા કેવી? ને મુનિદશા
ફાગણઃ ૨૪૮૨ ઃ ૮૩ઃ

PDF/HTML Page 11 of 21
single page version

background image
વગર પંચમહાવ્રતાદિ કેવા? તે તો રાગમાં જ મૂઢ છે. ચિદાનંદસ્વભાવનો જેઓ આદર કરતા નથી તેઓ મૂઢ છે. માટે
ધર્મના જિજ્ઞાસુઓએ આત્માના ચિદાનંદસ્વભાવનો આદર કરીને તેના ધ્યાનનો ઉદ્યમ કરવો. આ કાળે પણ
ચૈતન્યના ધ્યાન વડે સમ્યગ્દર્શનાદિ થઈ શકે છે,–એમ જાણીને હે જીવ! તેનો ઉલ્લાસ કર.
પોતાનું આત્મસ્વરૂપ સમજવું સુગમ છે. અને તેમાં કષ્ટ નથી પણ આનંદ છે. અનાદિથી સ્વરૂપના
અણઅભ્યાસને લીધે અને રાગની રુચિને લીધે આત્માની સમજણ અઘરી અને કઠણ લાગે છે, પણ જો રાગની રુચિ
છોડીને અને આત્માના સ્વભાવની રુચિ કરીને યથાર્થ ઉદ્યમ કરે તો પોતાનો આત્મા જરૂર અનુભવમાં આવે.–એ
રીતે પોતાનું સ્વરૂપ સમજવું સહેલું છે.
બહારનાં કામ કરવાં તે આત્માના અધિકારની વાત નથી, પણ પોતાના સ્વરૂપની સમજણ કરવા માંગે તો તે
બે ઘડીમાં પણ થઈ શકે છે. આઠ વર્ષનું બાળક, સાતમી નરકનો નારકી, કે દેડકું પણ અંતરમાં ચૈતન્યની લગની
લગાડીને અપૂર્વ આત્માનો અનુભવ કરે છે ને સમ્યગ્દર્શન પામે છે. આત્મામાં અચિંત્ય શક્તિ છે, તે સવળો થઈને
નિજ શક્તિની સંભાળ કરે તો ક્ષણમાત્રમાં સમ્યગ્દર્શનાદિ પામે છે. નિજ શક્તિના ભાન વિના અનંત અનંતકાળ
ચાલ્યો ગયો, છતાં જ્યાં અંતર્મુખ થઈને અચિંત્ય સ્વશક્તિનું અવલંબન લીધું ત્યાં તે શક્તિ પોતાનું પ્રગટ કાર્ય કરે
છે–સમ્યગ્દર્શન–જ્ઞાનાદિ કરે છે. આ આત્મા જાગીને પોતાનું હિત–કાર્ય કરવા તૈયાર થયો, અને તે પોતાનું હિત ન
કરી શકે–એ વાત તો સાંભળવા જેવી પણ નથી. આત્માની પોતાની શક્તિનો વિશ્વાસ આવવો જોઈએ, કે મારા
આત્માની અચિંત્ય શક્તિ વડે હું મારું હિત સાધું, તેમાં કોઈ બીજાની મદદ નથી કે બીજો કોઈ રોકનાર નથી.
સમયસારમાં આચાર્યદેવ કહે છે કે–જો આ આત્મા બે ઘડી પુદ્ગલદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો
અનુભવ કરે, તેમાં લીન થાય, પરિષહ આવ્યે પણ ડગે નહિ, તો ઘાતી–કર્મનો નાશ કરી, કેવળજ્ઞાન ઉત્પન્ન કરી.
મોક્ષને પ્રાપ્ત થાય. આત્માના અનુભવનો આવો મહિમા છે, તો મિથ્યાત્વનો નાશ કરીને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી
તો સુલભ છે. માટે શ્રી ગુરુઓએ એ જ ઉપદેશ પ્રધાનતાથી દીધો છે.
અરે જીવ! રાગાદિકથી જરાક છૂટો પડીને અંતરમાં તારા ચૈતન્યની વિલાસરૂપ મોજને જો, તે મોજને
અંતરમાં દેખતાં જ તારો શરીરાદિનો મોહ તુરત જ છૂટી જશે. ચૈતન્યની મોજના અનુભવથી શરીરાદિક પરદ્રવ્ય
પ્રત્યેના મોહને તું
झगिति એટલે કે ઝટ દઈને છોડી શકીશ. આ વાત સહેલી છે કેમ કે પોતાના સ્વભાવની છે.
પરચીજને પોતાની કરવી તે તો અઘરું એટલે કે અશક્ય છે, લાખ પ્રયત્ને પણ તે તો થઈ શકતું નથી. અને પોતાના
આત્માનો અનુભવ કરવો તે તો સ્વાધીન હોવાથી સુગમ છે, બે ઘડીના પ્રયત્નથી તેની પ્રાપ્તિ થઈ શકે છે. પણ તેને
માટે અંતરનો અપૂર્વ ઉત્સાહ અને પ્રયત્ન જોઈએ.
પુરુષાર્થહીનપણાની વાતો કરીને જે રોદણાં રૂએ છે કે અરે! અમારે અનેક જાતની પ્રતિકૂળતા, તેમાં આત્માનું
કયાંથી કરી શકીએ!–તેને સંતો કહે છે કે અરે નમાલા!! સાતમી નરકની અનંતી પ્રતિકૂળતામાં પડેલા જીવો પણ
આત્માનો અનુભવ પામ્યા છે, તો સાતમી નરક જેવી પીડા તો તને અહીં નથી ને! આવું મનુષ્યપણું પામ્યો–
સત્સમાગમ પામ્યો છતાં અંતરમાં ઉદ્યમ નથી કરતો, ને રોદણાં શું રોયા કરે છે!! તને આત્માની ખરેખરી પ્રીતિ હોય
તો અંતરમાં તેના અનુભવનો ઉદ્યમ કર. તું પ્રયત્ન કર તો તને કોઈ રોકનાર નથી. આત્માનું હિત કરવા જે જાગ્યો
તેને આડું આવનાર જગતમાં કોઈ છે જ નહિ.
‘અનુભવપ્રકાશ’ માં કહે છે કે–આજના સમયમાં સ્વરૂપ કઠણ છે એમ કહીને તેનો ઉદ્યમ જે છોડી દ્યે છે, ને
બહારના વિષય–કષાયોમાં તો ઉત્સાહથી પ્રવર્તે છે, તો તે સ્વરૂપની ચાહ મટાડનાર બહિરાત્મા છે. જ્યારે નવરો હોય
ત્યારે વિકથા કરે છે પણ ત્યારે સ્વરૂપના પરિણામ કરે તો કોણ રોકે છે? ઘણા એમ બહાનું બતાવે છે કે અમારે કામ
ઘણાં, અમને આત્માનું સમજવાની ફુરસદ નથી મળતી! અરે ભાઈ! બીજા કામમાં તો તારા પરિણામ જોડવાની તને
ફુરસદ મળે છે, ને આત્માના કાર્યમાં પરિણામ જોડવાની તને ફુરસદ નથી મળતી?–એ તો તારી રુચિની જ ઊંધાઈ
છે. અહો, દેખો અચરજની વાત છે કે
ઃ ૮૪ઃ
આત્મધર્મઃ ૧૪૯

PDF/HTML Page 12 of 21
single page version

background image
પરપરિણામ તો સુગમ અને નિજપરિણામ વિષમ બતાવે છે!! અંતરમાં સુખ છે ત્યાં તો પરિણામ જોડતો નથી, અને
દોડીદોડીને દુઃખમાં પડે છે. જાણનાર પોતે,–તે પરને તો જાણે ને પોતે પોતાને ન જાણી શકે–એમ કહેતાં લાજ પણ
નથી આવતી! અરે જીવ! તને શરમ આવવી જોઈએ કે તેં પોતે પોતાને જ ન જાણ્યો! અહો! જેનો જશ ભવ્ય જીવો
ગાય છે, જેનો અપાર મહિમા જાણતાં મહા ભવભાવ મટી જાય છે–એવા આ શુદ્ધઆત્માને સર્વ પ્રકારના ઉદ્યમ વડે
જાણી લેવો. જગતમાં મોક્ષાર્થી જીવોને કરવા જેવું કર્તવ્ય હોય તો તે એક જ છે.
આત્મા જ્ઞાન–આનંદમય છે, તેમાં અંતર્મુખ એકાગ્ર થઈને તેનું ધ્યાન કરવું તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
ધર્મનો ઉપાય છે. જે એમ કહે છે કે આ કાળે આત્માનું ધ્યાન થઈ શકતું નથી, તો તે જીવ ખરેખર ધર્મને માનતો
નથી. તે તો રાગાદિને જ ધર્મ માને છે, તે મૂઢ છે. આ કાળે આત્માનું ધ્યાન ન થાય–આ કાળે સમ્યગ્દર્શન ન થાય,–
એનો અર્થ એ જ થયો કે આ કાળે આત્મા નથી.–આવા જીવની શ્રદ્ધામાં આત્માનો સ્વીકાર નથી પણ વ્યવહારના
રાગનો જ સ્વીકાર છે, ને તે રાગ કરતાં કરતાં ધર્મ થઈ જશે–એવો તેનો વિપરીત અભિપ્રાય છે.
અહો, પહેલે ધડાકે જ એમ ઉલ્લાસ આવવો જોઈએ કે હું મારા ચિદાનંદસ્વભાવનું ધ્યાન કરીને તેમાં એકાગ્ર
થાઉં. રાગ મારું સ્વરૂપ નથી.–આવો ઉલ્લાસ અંતરમાં આવે તો આત્મા તરફનું વીર્ય ઉલ્લસે. આત્મસ્વભાવમાં
એકાગ્ર થઈને તેનું અવલંબન લીધા વગર કદી સમ્યગ્દર્શનાદિ ધર્મ થતો નથી. જે જીવ આત્મસ્વભાવના અવલંબનનો
તો નકાર કરે છે અને રાગ કરતાં કરતાં ધર્મ થઈ જવાનું માને છે તે તો મોટો મૂઢ છે, અભવ્યના અભિપ્રાયમાં અને
તેના અભિપ્રાયમાં કાંઈ ફેર નથી, તેથી આચાર્યદેવે ૭૨ મી ગાથામાં તેને અભવ્ય કહ્યો છે. અરે, જો તને ધર્મનો પ્રેમ
હોય તો એકવાર અંતરમાં આત્માના સ્વભાવ તરફનો ઉલ્લાસ તો લાવ. તને બહારના વલણમાં પૂજા–ભક્તિ–જાત્રા
વગેરેના શુભરાગમાં–તો ઉલ્લાસ આવે છે, તેને બદલે જ્ઞાનાનંદસ્વભાવમાં તારા ઉલ્લાસને વાળ, તો તે સ્વભાવમાં
એકાગ્રતા વડે સમ્યગ્દર્શન વગેરે થાય. અત્યારે આ ભરતક્ષેત્રમાં પણ આવું થઈ શકે છે.
આ જંબુદ્વીપ એક લાખ જોજનનો છે, તેના દક્ષિણ ભાગમાં આપણું ભરતક્ષેત્ર (પ૨૬ જોજનથી કંઈક
અધિક) છે, ઉત્તર ભાગમાં ઐરવત ક્ષેત્ર છે, ને પૂર્વ–પશ્ચિમ ભાગમાં વિદેહ ક્ષેત્ર છે, વચ્ચે મેરું પર્વત છે, મહાવિદેહમાં
તો સદાય ધર્મકાળ વર્તે છે, ને ત્યાંથી જીવો મુક્તિ પામે છે. આ ભરતક્ષેત્રમાં અત્યારે સાક્ષાત્ મોક્ષ નથી, પરંતુ
મોક્ષના કારણભૂત એવા શુદ્ધઆત્માના ધ્યાન વડે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થઈ શકે છે.
ભરતક્ષેત્રમાં આ કાળે આત્માનું ધ્યાન ન થઈ શકે એમ માનનાર મોટો મૂઢ–મિથ્યાદ્રષ્ટિ છે. સાધુપણાના
વ્યવહાર–આચાર–પંચમહાવ્રતાદિ પાળવાનું તો માને છે અને આત્માની સમ્યક્ શ્રદ્ધા થવાની ના પાડે છે તો તે
વ્યવહારમૂઢ મિથ્યાદ્રષ્ટિ જીવને ધર્મની ગંધ પણ નથી. તે આત્માને તો એક કોર મૂકીને, રાગથી ધર્મ કરવા હાલી
નીકળ્‌યા છે, પણ એવો ભગવાનનો માર્ગ નથી. અરે, વીતરાગ સર્વજ્ઞદેવે જિનસૂત્રમાં આ કાળે આ ભરતક્ષેત્રે પણ
આત્મભાવનામાં સ્થિત મુનિઓને ધર્મધ્યાન હોવાનું કહ્યું છે; સમકિતી ગૃહસ્થને ચોથા ગુણસ્થાને પણ કયારેક
ધર્મધ્યાન હોય છે. ચિદાનંદસ્વરૂપ આત્માના ધ્યાન વગર સમ્યગ્દર્શન પણ નથી થતું. માટે ચિદાનંદ સ્વભાવના
ધ્યાનની વાત સાંભળીને જે ઉલ્લાસ કરતો નથી ને ઊલટો તેનો નિષેધ કરીને અનાદર કરે છે તે જીવને ધર્મનો પ્રેમ
જ નથી. તેને રાગનો જ પ્રેમ છે; એટલે રાગ સહેલો લાગે છે, ને ધર્મધ્યાનને તે અશક્ય માને છે.–તેને ધર્મના
સ્વરૂપનું ભાન જ નથી.
અંજનચોર વગેરેનું ઉદાહરણ લઈને, “આણું તાણું કાંઈ ન જાણું....શેઠ કહે પરમાણું” એમ કહે, પણ પોતે
મૂળ વાતનો કાંઈ નિર્ણય ન કરે તો તેને ધર્મ થાય નહિ. ભગવાને શું કહ્યું તેની મૂળ વાત તો ઓળખે અને પછી કોઈ
સૂક્ષ્મ વાત નિર્ણયમાં ન આવે તો ત્યાં ‘ભગવાને કહ્યું તે પ્રમાણ’ એમ ધર્મી સમાધાન કરે છે; આત્મા શું, આત્માનો
સ્વભાવ શું–એવી મૂળભૂત વાત તો ભગવાને કહ્યા પ્રમાણે પોતે ઓળખીને નિર્ણય કરે છે. જે યથાર્થ નિર્ણય કરવાની
તો ના પાડે ને રાગ વડે ધર્મ માને,–ને પછી એમ બોલે કે “આણુ તાણું કાંઈ ન
ફાગણઃ ૨૪૮૨
ઃ ૮પઃ

PDF/HTML Page 13 of 21
single page version

background image
જાણું ભગવાને કહ્યું તે પ્રમાણ”–તો ભગવાનના માર્ગમાં એ ચાલે તેમ નથી. હજી ઊંધી માન્યતાના ગોટા તો પડયા
છે, ભગવાને કહ્યું તેનાથી વિપરીત તો ધર્મનું સ્વરૂપ માની રહ્યો છે તો તેણે ભગવાનનું કહેલું પ્રમાણ કર્યું જ નથી.
માટે ધર્મના સ્વરૂપને ઓળખીને, ચિદાનંદસ્વરૂપ આત્માના ધ્યાનનો ઉદ્યમ કરવો–આચાર્યદેવનો ઉપદેશ છે; અને આ
કાળે તે થઈ શકે છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ આ ૭૭ મી ગાથામાં કહે છે કે અત્યારે આ પંચમકાળમાં પણ ચૈતન્યના ધ્યાન વડે
જે મુનિઓ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની શુદ્ધતા સહિત હોય છે તેઓ આત્મધ્યાનપૂર્વક દેહ છોડી, સ્વર્ગમાં ઈંદ્રપણું પામે
છે, તથા લૌકાન્તિકદેવ પણ થાય છે. આત્મધ્યાન વડે આરાધકપણે દેહ છોડીને સ્વર્ગમાં ઈંદ્રાદિ થઈને પછી ત્યાંથી
મનુષ્ય થઈને મોક્ષ પામે છે. આ રીતે એકભવતારી થઈ શકાય એવું ધર્મધ્યાન આ દુઃષમ કાળે પણ થઈ શકે છે.
સાક્ષાત્ મોક્ષના કારણરૂપ શુક્લધ્યાન ભરતક્ષેત્રે આ કાળે નથી, એમ જિનસૂત્રમાં કહ્યું છે, પરંતુ એકાવતારી
થઈ શકાય એવું આત્મધ્યાન તો આ કાળે થઈ શકે છે. માટે ધ્યાનનો પ્રયત્ન કરવો તે કાંઈ નિષ્ફળ નથી. રે ભાઈ!
અનંત ભવનો નાશ કરીને, એક ભવમાં મોક્ષ આપે–એવું ધર્મધ્યાન તો આ કાળે પણ થઈ શકે છે; માટે તેનો નિષેધ
કેમ કરે છે? અંતર્મુખ ચિદાનંદસ્વરૂપનું શ્રદ્ધાનજ્ઞાન કરીને તેમાં એકાગ્રતારૂપ ધર્મધ્યાન થઈ શકે છે ને એ રીતે
શુદ્ધરત્નત્રયધર્મની આરાધના કરીને આ કાળે પણ મુનિવરો એકભવમાં મુક્તિ પામે એવા એકાવતારી થઈ જાય છે.
તે અહીંથી સ્વર્ગમાં ઈંદ્ર કે લૌકાંતિકદેવ વગેરે થાય છે, લૌકાંતિકદેવોને દેવર્ષિ કહેવાય છે, દેવોમાં તે ઋષિ જેવા છે,
બ્રહ્મચારી છે, તીર્થંકરના વૈરાગ્ય પ્રસંગે આવે છે, ને બધાય એકાવતારી જ હોય છે. અહીંથી આત્મધ્યાન વડે
રત્નત્રયની આરાધના કરીને ગયા છે તેથી એકભવમાં મુક્તિ પામી જાય–એવી લાયકાત પ્રગટે છે. આ રીતે આ કાળે
પણ આત્મધ્યાન વડે શુદ્ધ રત્નત્રયરૂપ ધર્મની આરાધના થઈ શકે છે. માટે આ કાળે આત્મધ્યાનનો નિષેધ કરીને,
વ્યવહારક્રિયાકાંડથી ધર્મ મનાવવો–તે યોગ્ય નથી. આ કાળે આત્મધ્યાન હોવાની જે ના પાડે છે ને રાગથી ધર્મ
મનાવે છે તે જીવ અભવ્ય જેવો મિથ્યાદ્રષ્ટિ છે. માટે હે ભવ્ય! તું રાગની ને વિષયકષાયોની પ્રીતિ છોડીને,
ચૈતન્યસ્વરૂપ આત્માના ધ્યાનનો (–શ્રદ્ધા, જ્ઞાન–રમણતાનો) અંતરમાં ઉદ્યમ કર, જેથી તારા ભવનો અંત આવી
જાય.–એવો સંતોનો ઉપદેશ છે.
પંચમકાળના આત્મધ્યાની સંતોને નમસ્કાર હો.
સમ્યક્ત્વના મહિમા સૂચક
પ્રશ્નોત્તર
પ્રશ્નઃ– જગતમાં કોણ સુકૃતાર્થ છે?
ઉત્તરઃ– સિદ્ધિ કરનાર એવા સમ્યક્ત્વને જેણે સ્વપ્નમાં પણ મલિન કર્યું નથી તે પુરુષ સુકૃતાર્થ એટલે કે કૃતકૃત્ય છે.
(–મોક્ષપાહુડ ૮૯)
પ્રશ્નઃ– જગતમાં કોણ ખરેખર વીર છે?
ઉત્તરઃ– સિદ્ધિ કરનાર એવા સમ્યક્ત્વને જેણે સ્વપ્નામાં પણ મલિન કર્યું નથી તે જ ખરેખર વીર છે.
(–મોક્ષપાહુડ ૮૯)
ઃ ૮૬ઃ આત્મધર્મઃ ૧૪૯

PDF/HTML Page 14 of 21
single page version

background image
હે ભાઈ! જો તારે અનંતકાળના પરિભ્રમણનો અંત લાવવો હોય....ને
આત્માની અતીન્દ્રિય શાંતિનો અનુભવ કરવો હોય તો તેની રીત શું છે તે અહીં
સંતો બતાવે છે.
જીવે પૂર્વે કદી એક સેકંડ પણ આત્મજ્ઞાન કર્યું નથી; આત્મજ્ઞાન તે અપૂર્વ ચીજ છે, તે આત્મજ્ઞાન કર્યા વિના
કદી કોઈનું કલ્યાણ થતું નથી. આત્મજ્ઞાન વિના જીવ ભલે શુભરાગ કરે ને પુણ્ય બાંધીને સ્વર્ગે જાય, પણ તેનાથી
ભવભ્રમણના દુઃખનો અંત ન આવે. આ તો અનાદિ કાળના ભવભ્રમણના દુઃખનો અંત કેમ આવે ને અપૂર્વ
આત્મસુખની પ્રાપ્તિ કેમ થાય–તેની વાત છે. અરે જીવ! અનંતકાળમાં દુર્લભ એવો આ મનુષ્ય અવતાર પામ્યો ને
આવો સત્સમાગમ મળ્‌યો ત્યારે જો આત્માની દરકાર કરીને સત્ ન સમજ્યો ને આત્મજ્ઞાન ન કર્યું તો આયુષ્ય પૂરું
થતાં મનુષ્ય અવતાર હારી જઈશ. માટે ભાઈ! આ અવસર પ્રમાદમાં ગુમાવવા જેવો નથી. આ મનુષ્યપણામાં
અવતરીને જીવનનું ધ્યેય એ છે કે પોતાના વાસ્તવિક–આત્મસ્વરૂપની ઓળખાણ કરવી ને તેના સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્રરૂપ મોક્ષમાર્ગની આરાધના વડે ભવભ્રમણનો નાશ કરવો, ને અપૂર્વ મોક્ષસુખની પ્રાપ્તિ કરવી.
મોક્ષદશાનું જે વાસ્તવિક સુખ છે તે કયાંય બહારમાંથી નથી આવતું, પરંતુ આત્માના સ્વભાવમાં જ તે સુખ
ભર્યું છે, તેમાંથી જ પ્રગટે છે; પણ અજ્ઞાનીને બાહ્ય દ્રષ્ટિને લીધે તે સુખ અનુભવમાં આવતું નથી; સુખને બદલે તેને
દુઃખનો અનુભવ થાય છે, અને તે જ સંસાર છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કેઃ
“ઊપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહીં વાર.”
અંતરની સ્વભાવશક્તિને ભૂલીને, ‘બહારમાં સુખ છે’ એવી કલ્પનારૂપ જે મોહ તે જ સંસારનું મૂળ છે, તે
જ દુઃખનું ઘર છે....અંતરમાં ચૈતન્યશક્તિ આનંદથી પરિપૂર્ણ છે–તેમાં અંતર્મુખ થઈને અવલોકન કરે તો ક્ષણમાત્રમાં
અનાદિના મોહનો નાશ થઈ જાય ને અપૂર્વ સુખનો અનુભવ થાય.
કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં શમાય,
તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર જાય. (આત્મસિદ્ધિ.)
ઊંઘમાં ને ઊંઘમાં સ્વપ્નામાં કરોડો વર્ષોની વાત દેખે–બંગલા વગેરે દેખે, પણ જ્યાં જાગીને આંખ ઊઘાડે
ત્યાં તે બધું અલોપ થઈ જાય છે; તેમ અજ્ઞાનદશારૂપી ઊંઘમાં મિથ્યાકલ્પનાથી પરમાં સુખ–દુઃખ માનીને વિભાવો
અનાદિથી કર્યા, પણ જ્યાં આત્માનું સમ્યક્ભાન કર્યું ત્યાં તે વિભાવો છૂટી જતાં વાર લાગતી નથી. માટે સંતો કહે છે
કે અરે જીવ! એક વાર તો તારી ચૈતન્યશક્તિને સંભાળ, એક વાર તો તારા આત્માની સામે નજર કર. જેમ મોટો
દરિયો ઊછળતો હોય પણ જોનાર આંખો બંધ કરે તો કયાંથી દેખાય? દરિયો તો સામે જ છે પણ આંખ ઊઘાડીને
જુએ તો દેખાય ને? તેમ આ આત્મા પોતે જ
ફાગણઃ ૨૪૮૨
ઃ ૮૭ઃ

PDF/HTML Page 15 of 21
single page version

background image
જ્ઞાન અને આનંદથી ભરેલો મોટો ચૈતન્યસમુદ્ર છે; પણ શરીર તે હું ને રાગ જેટલો જ હું એવી ભ્રમણાને લીધે
અજ્ઞાનીને તે ચૈતન્યસમુદ્ર દેખાતો નથી. જો જ્ઞાનચક્ષુ ઉઘાડીને અંતરમાં દેખે તો ભગવાનઆત્મા દેહથી ને રાગથી
પાર, જ્ઞાન અને આનંદથી ભરેલો ચૈતન્યસમુદ્ર ઊછળી રહ્યો છે–તે દેખાય. પોતાની ચૈતન્યશક્તિનું અવલંબન લીધા
સિવાય, ભવદુઃખથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી.
હે ભાઈ, જો તારે અનંતકાળના આ પરિભ્રમણનો અંત લાવવો હોય,......ને આત્માની અતીન્દ્રિય શાંતિનો
અનુભવ કરવો હોય તો તેની આ રીત છે કે સત્સમાર્ગે વારંવાર આત્મસ્વભાવનું શ્રવણ–મનન કરીને, અંતરંગ
રુચિથી તેનો નિર્ણય કર, તેનો પરમ મહિમા લક્ષમાં લે....તેની જ ભાવના ભાવ. તારા જ્ઞાનાનંદસ્વરૂપની તેં કદી
સંભાળ નથી કરી તેથી તને કઠણ લાગે છે, પણ જો સત્સમાગમે તેનો યથાર્થ પ્રયત્ન કર તો આત્માની અપૂર્વ
ઓળખાણ થયા વિના રહે નહિ, પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરવી તો સુગમ છે.
આત્માના સ્વભાવનું વારંવાર શ્રવણ–મનન કરવું તેમાં કાંઈ પુનરુક્તિદોષ નથી. જેને જેની રુચિ હોય તે તેની
વારંવાર ભાવના ભાવે છે. ‘ભાવનાથી ભવન થાય છે’ એટલે કે શુદ્ધઆત્મસ્વભાવની વારંવાર ભાવના કરવાથી
ભવન–પરિણમન થઈ જાય છે. માટે જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા–જ્ઞાન ને અનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમે
વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ–મનન અને ભાવના કર્યા જ કરવી. આત્માની પ્રભુતા પોતામાં જ ભરી છે, પણ પોતે
પોતાના સ્વભાવસન્મુખ થઈને તેની દ્રષ્ટિ કરતો નથી તેથી ભવભ્રમણ થાય છે. જો અંર્તદ્રષ્ટિ કરીને આત્માની પ્રભુતાનું
અવલોકન કરે તો અલ્પકાળમાં ભવભ્રમણનો નાશ થઈ જાય છે–આ ભવભ્રમણના નાશની રીત છે.
– પૂ. ગુરુદેવના વિહારના પ્રવચનોમાંથી
‘આત્માનું શરીર!’
આ બાહ્ય શરીર અને કર્મ તે તો દ્રવ્ય શરીર છે તે જડ છે. અંદરમાં “ દેહ તે હું, રાગ તે
હું” એવો ભાવ તે વિકારરૂપી ભાવશરીર છે. અને દેહથી પાર–રાગથી પાર જ્ઞાનાનંદસ્વભાવ છે
તે આત્માનું કાયમી અતીન્દ્રિય આનંદશરીર છે.
ચૈતન્યમય આનંદશરીર અનાદિઅનંત ટકનાર છે, તે આનંદશરીરને લક્ષમાં લઈને જ્યાં
લીન થયો ત્યાં, વિકારીભાવરૂપી ભાવશરીર તેમજ જડના સંયોગરૂપી અચેતનશરીર–એ બંને
શરીરનો સંબંધ છૂટીને આત્મા અતીન્દ્રિય સિદ્ધ પરમાત્મા બની જાય છે. ત્યાં જ્ઞાન–અને
અતીન્દ્રિય આનંદરૂપી શરીર રહી જાય છે......તે જ આત્માનું ખરું શરીર છે. આત્માનું શરીર
કહેવાય કે જે કદી આત્માથી જુદું ન પડે. આત્મામાં જે કેવળજ્ઞાન ને પૂર્ણ આનંદ પ્રગટયા તે કદી
આત્માથી જુદા નથી પડતા, તેથી તે જ્ઞાન ને આનંદ જ આત્માનું ખરું શરીર છે. આ બહારના
જડ શરીરનો સંયોગ તો અનંતવાર આવ્યો ને અનંતવાર છૂટયો. તે શરીર આત્માનું છે જ નહિ,
ને અંદર રાગાદિ ભાવરૂપ શરીર પણ છૂટી જાય છે, તે પણ આત્માનું ખરું શરીર નથી. અસંખ્ય
પ્રદેશે જ્ઞાન ને આનંદસ્વભાવથી ભરેલું આત્માનું શરીર છે...માટે હે ભાઈ, આ જડ શરીર સાથેની
ને રાગાદિ સાથેની એકતાબુદ્ધિ છોડ, ને અંતરમાં તારું જ્ઞાન–આનંદમય શરીર છે તેની સાથે
એકતા કર, જેથી આ જડ દેહનો સંબંધ છૂટી જાય.....ને કદી ન છૂટે એવા અતીન્દ્રિય કેવળજ્ઞાનમય
ચૈતન્ય દેહની પ્રાપ્તિ થાય.
(–વ્યાખ્યાનમાંથી)
ઃ ૮૮ઃ આત્મધર્મઃ ૧૪૯

PDF/HTML Page 16 of 21
single page version

background image
ગીરનાર ધામમાં ગુરુદેવનું પ્રવચન
‘ગીરનારયાત્રા મહોત્સવ’ પ્રસંગે જુનાગઢમાં પૂ. ગુરુદેવનું પ્રવચનઃ વીર સં. ૨૪૮૦ માહ સુદ ૧૩ઃ ભાગઃ ૨
દોષ ટાળીને નિર્દોષ થવા માટે શું કરવું?
આ ગીરનારના સહેસ્રાવનમાં ભગવાન શ્રી નેમિનાથ પ્રભુ
કેવળજ્ઞાન પામ્યા; તે કેવળજ્ઞાન કયાંથી આવ્યું? ચૈતન્યશક્તિમાં જે
સર્વજ્ઞતા હતી તે પ્રગટી.
જ્યાં દોષ થાય છે ત્યાં જ ગુણ ભર્યાં છે; જ્યાં અલ્પજ્ઞતા છે ત્યાં જ
સ્વભાવમાં સર્વજ્ઞતાનું સામર્થ્ય પડયું છે. જ્યાં દુઃખ થાય છે ત્યાં જ
ત્રિકાળી સુખ ગુણ રહેલો છે. જ્યાં ક્રોધ થાય છે ત્યાં જ ત્રિકાળી ક્ષમા
ગુણ ભરેલો છે, આ રીતે ક્ષણિક દોષ અને ત્રિકાળી ગુણ બંને એક સાથે
વર્તી રહ્યાં છે. તેમાં ગુણસ્વભાવને ઓળખીને તેનું અવલંબન લ્યે તો દોષ
ટળી જાય ને ગુણની નિર્દોષ દશા પ્રગટે.
*
સુખ અને જ્ઞાન કયાંથી આવશે?
અનાદિથી સંસારમાં રખડતો આત્મા મુક્ત થવા માંગે છે–સુખી થવા માંગે છે–ત્રિકાળવેત્તા સર્વજ્ઞ થવા માંગે
છે, તો તે કયાંથી આવશે? શરીરમાંથી સર્વજ્ઞપણું નહિ આવે, કેમ કે તે તો જડ છે. રાગમાંથી કે અલ્પજ્ઞદશામાંથી પણ
સર્વજ્ઞપણું નહિ આવે. આત્મા પોતે જ્ઞાનસ્વભાવ છે, તેના સ્વભાવમાં પરિપૂર્ણ સુખ અને સર્વજ્ઞતાનું સામર્થ્ય ભર્યું
છે, તેમાંથી જ સુખ અને સર્વજ્ઞતા પ્રગટે છે. માટે આત્માના સ્વભાવસામર્થ્યની ઓળખાણ કરીને તેનું અવલંબન લેવું
તે હિતનો ઉપાય છે.
જેને આત્માનું હિત કરવું હોય તેણે શું કરવું? તે વાત ચાલે છે. પહેલાં એમ નિર્ણય કરવો જોઈએ કે સંયોગી
ચીજો મારાથી જુદી છે તેમાં મારા હિતનો ઉપાય નથી અને અંતરમાં પરલક્ષે પુણ્ય–પાપની ક્ષણિક લાગણીઓ થાય
છે તેમાં પણ મારું હિત નથી. અંતરમાં મારા જ્ઞાનસ્વભાવમાં જ મારું સુખ છે, એ સ્વભાવનું અવલંબન લઉં તેમાં જ
મારું હિત છે. પરમાં સુખ માનીને અત્યાર સુધી હું રખડયો ને મેં મારું અહિત કર્યું; પરમાં મારું સુખ નથી. મારું
ચૈતન્યદ્રવ્ય જ સુખસ્વભાવથી ભરેલું છે. વર્તમાન ક્ષણિક પર્યાયમાં અલ્પજ્ઞતા અને વિકાર છે, પણ મારા દ્રવ્ય–
સ્વભાવમાં તે વિકારનો અભાવ છે, પરિપૂર્ણ કેવળજ્ઞાન થવાની તાકાત મારા દ્રવ્યસ્વભાવમાં અત્યારે પણ પડી છે.–
આમ શુદ્ધ દ્રવ્યસ્વભાવની સન્મુખ થઈને આત્માના સ્વરૂપની સમજણ કરવી તે જ પહેલાં કરવા જેવું છે, ત્યાંથી જ
ધર્મની શરૂઆત થાય
ફાગણઃ ૨૪૮૨
ઃ ૮૯ઃ

PDF/HTML Page 17 of 21
single page version

background image
છે. અજ્ઞાની જડની ક્રિયાને દેખે છે, પણ વસ્તુસ્વરૂપની સાચી સમજણ કરીને અનાદિનું અજ્ઞાન ટાળવું ને
અભિપ્રાયમાંથી ત્રણકાળના પરિગ્રહની મમતા છૂટી જવી–તે અપૂર્વ ધર્મ ક્રિયા છે તેને અજ્ઞાની દેખતો નથી. એક
સમયનું સમ્યગ્દર્શન થતાં અનંત ભવોનો નાશ થઇ જાય છે, આવા સમ્યગ્દર્શનના મહિમાની અજ્ઞાનીને ખબર નથી.
આત્માના પ્રભુત્વની તેને ખબર નથી.
ભગવાન આત્મા સ્વયંસિદ્ધ વસ્તુ છે, તેની કદી ઉત્પત્તિ થઈ નથી ને તેનો કદી નાશ પણ થતો નથી; તે ત્રણે
કાળે છે...છે....ને છે. વસ્તુપણે કાયમ રહીને તેમાં એક અવસ્થા પલટીને બીજી અવસ્થા થાય છે. આત્માના
સ્વભાવમાં જ્ઞાન ને આનંદની પરિપૂર્ણ શક્તિ ભરી છે, તેનો કદી નાશ થતો નથી. જેમ ચણાના સ્વભાવમાં મીઠાસની
તાકાત ભરી છે, કચાસને લીધે તે તૂરો લાગે છે પણ સેકતાં તેના સ્વભાવનો મીઠો સ્વાદ પ્રગટ થાય છે, તેમ
આત્મામાં મીઠાસ એટલે અતીન્દ્રિયઆનંદ શક્તિરૂપે ભર્યો છે, પણ તે શક્તિને ભૂલીને ‘રાગાદિ તે હું’ એવી
અજ્ઞાનરૂપી કચાસને લીધે તેને પોતાના આનંદનો અનુભવ નથી પણ આકુળતાનો અનુભવ છે. સ્વરૂપસન્મુખ થઈને
તેમાં તન્મય થતાં જ સ્વભાવનો અતીન્દ્રિયઆનંદ પ્રગટે છે.
કોના આધારે કલ્યાણ છે?
જેને પોતાનું કલ્યાણ કરવું હોય તેણે એ નક્કી કરવું જોઈએ કે મારું કલ્યાણ કોના આધારે છે? શરીરાદિક તો
જડ છે તેના આધારે જીવનું કલ્યાણ નથી; દેવ–ગુરુ પર છે તેમના આધારે પણ કલ્યાણ નથી; અંદર શુભવૃત્તિ ઊઠે છે
તે વિકાર છે તેના આધારે પણ કલ્યાણ નથી. વર્તમાન પર્યાયમાં જ્ઞાનનો ઉઘાડ છે તેટલો જ પોતાને માને તો તેના
આધારે પણ કલ્યાણ નથી. પરથી ભિન્ન, વિકારથી ભિન્ન, અંતરમાં પરિપૂર્ણ ચિદાનંદસ્વભાવ છે તેને જ ઉપાદેયરૂપ
જાણી–માનીને, જ્ઞાનને તેમાં એકાગ્ર કરતાં અપૂર્વ આત્મકલ્યાણ થાય છે.
આત્માની પ્રભુતાનું સામર્થ્ય
મારો શુદ્ધ ઉપયોગ સ્વરૂપ ધુ્રવ આત્મા જ મારે ઉપાદેય છે, એ સિવાય બીજું કાંઈ મારે ઉપાદેય નથી, મારા
ધુ્રવઆત્મામાં જ મારી પ્રભુતા ભરી છે, બીજા કોઈના પણ આધાર વગર મારો આત્મા પોતે જ પોતાનું કલ્યાણ કરે
–એવી મારી પ્રભુતા છે.–આમ પોતાની પ્રભુતાને ઓળખીને તેનો આદર કરવો તે પ્રથમ ધર્મ છે. જેણે આત્માની
પ્રભુતાની પ્રતીત કરી તેણે પ્રભુતા તરફ પગલાં માંડયા, તેને મોક્ષમાર્ગની શરૂઆત થઈ.
જુઓ, આ આત્માની પ્રભુતા! કોઈ બીજો મને તારશે એમ જે માને છે તે પોતાની પ્રભુતાને માનતો નથી,
પણ પોતાને પરાધીન માને છે, તે સંસારનું કારણ છે. ભાઈ! તારી પ્રભુતા તારામાં છે. તારું કામ બીજો કરી કે
બીજાનું કામ તું કરી દે–એવું પરાધીનપણું નથી. કોઈ કહે કે–જો આત્મામાં પ્રભુતા છે તો તે બીજાનાં કામ કેમ ન કરી
શકે? તેનો ઉત્તર–આત્માની પ્રભુતા આત્મામાં કામ આવે પણ પરમાં આત્માની પ્રભુતા કામ ન આવે. પોતાના
સ્વભાવમાં એકાગ્ર થઈને એક ક્ષણમાં આત્મા કેવળજ્ઞાન લ્યે–એવી તેની પ્રભુતાની તાકાત છે, પરંતુ પરમાં એક
રજકણને પણ ફેરવી શકે એવી તાકાત કોઈ આત્મામાં નથી. આત્માની પ્રભુતાની આવી ઓળખાણ કરવી તે અપૂર્વ
ધર્મ છે; મનુષ્યપણું પામીને જેને પોતાનું હિત કરવું હોય તેણે આ જ કરવા જેવું છે. પૂર્વે અનંતકાળમાં કદી જે દશા
નથી પામ્યો એવી અપૂર્વ દશા આ સાચી સમજણ થતાં જીવ પામે છે. આ સમજણ સિવાય બીજા જેટલા ઉપાય કરે તે
બધા મિથ્યા છે. તેમાં આત્માનું કિંચિત્ હિત નથી.
આત્માના પરિણામ અને જડની ક્રિયા – બંનેની સ્વતંત્રતા
આત્મા સિવાય શરીર વગેરે પરની ક્રિયા આત્માને આધીન નથી, શરીરની એક આંગળી ચલાવવી તે પણ
જીવને આધીન નથી, અજ્ઞાની મફતનો તેમાં કર્તાપણું માનીને મિથ્યાબુદ્ધિથી સંસારમાં રખડે છે. સંસાર તે કોઈ
બહારની ચીજ નથી પણ જીવનો મિથ્યાભાવ તે જ સંસાર છે, અને તે સંસાર જીવની પર્યાયમાં રહે છે.
આત્માના પરિણામ અને જડની ક્રિયા એ બંને તદ્ન સ્વતંત્ર વસ્તુ છે. મૃત્યુ પ્રસંગે કોઈ જીવને એમ વિચાર
ઃ ૯૦ઃ આત્મધર્મઃ ૧૪૯

PDF/HTML Page 18 of 21
single page version

background image
આવે કે અરેરે! મેં આખી જિંદગી પાપ કરીને ધન ભેગું કર્યું, તો હવે તેને કંઈક દાન વગેરેમાં વાપરું–આવી ઇચ્છા થઈ
ને છોકરાને તે કહેવાનું મન થયું. પણ ભાષા ન નીકળી અને બહારમાં દાનની ક્રિયા ન થઈ, તો તેથી કાંઈ તે જીવને જે
શુભ લાગણી થઈ તેનું ફળ જાય નહિ. જો કે શુભભાવ તે કાંઈ ધર્મ નથી, પણ અહીં તો એમ બતાવવું છે કે જીવને
દાનના શુભભાવ હોવા છતાં તેવી ભાષા ન નીકળી અને બહારમાં દાનની ક્રિયા પણ ન થઈ, માટે બહારની ક્રિયા થવી
તે આત્માના હાથની વાત નથી, અને આત્માના પરિણામ બહારની ક્રિયાને આધીન નથી; પરંતુ બંને સ્વતંત્ર છે.
જડની ક્રિયા, વિકારી ક્રિયા, ધર્મની ક્રિયા
હવે જીવ પોતાની પર્યાયમાં જે શુભ–અશુભ ભાવ કરે છે તેનાથી પણ જ્ઞાયકસ્વભાવ જુદો છે. ત્રિકાળી
જ્ઞાયકસ્વભાવ છે તે ક્ષણિક વિકારી લાગણીરૂપ થઈ જતો નથી. આ રીતે જડથી ભિન્ન ને વિકારથી પણ ભિન્ન
પોતાના ચિદાનંદ શુદ્ધસ્વરૂપને દ્રષ્ટિમાં લેવું તે અપૂર્વ ધર્મ છે. મનુષ્યપણું પામીને જેને આત્મકલ્યાણ કરવું હોય તેણે
પોતાના શુદ્ધસ્વરૂપને જ ધ્યેય બનાવવા જેવું છે.
જીવે શુભભાવ કર્યો માટે બહારમાં દાનાદિની ક્રિયા થઈ–એમ નથી;
બહારમાં દાનાદિની ક્રિયા થઈ માટે જીવને શુભભાવ થયો–એમ પણ નથી.;
જીવને શુભભાવ થયો માટે ધર્મ થયો એમ પણ નથી.
બહારની ક્રિયા જુદી ચીજ છે, શુભભાવ જુદી ચીજ છે અને ધર્મ જુદી ચીજ છે;–ત્રણે ભિન્ન ભિન્ન છે, કોઈના
કારણે કોઈ નથી. બહારમાં પૈસા વગેરે આવવા જવા તે જડની ક્રિયા છે, શુભભાવ થાય તે જીવની વિકારી ક્રિયા છે,
અને તે બંનેથી પાર અંતરના ચિદાનંદસ્વભાવી આત્માની સમજણ કરીને તેમાં એકાગ્રતા કરવી તે અપૂર્વ ધર્મની
ક્રિયા છે. તે ધર્મ પ્રારબ્ધથી થતો નથી પણ અંતરના પ્રયત્નથી થાય છે. જેમ પૈસા વગેરે તો પ્રયત્ન વિના પ્રારબ્ધથી
મળી જાય છે, પરંતુ તેમ ધર્મ કાંઇ પ્રયત્ન વિના પ્રારબ્ધથી મળી જતો નથી; ધર્મ તો વર્તમાનમાં આત્માના અપૂર્વ
પ્રયત્નથી જ થાય છે.
સંયોગથી ગુણ – દોષ નથી
બહારનો સંયોગ–વિયોગ તો પૂર્વના પ્રારબ્ધને કારણે થાય છે, તેનાથી કાંઈ જીવને ગુણ કે દોષ નથી.
નિર્ધનતા તે દોષ નથી,
સધનતા તે ગુણ નથી,
રોગ તે અવગુણ નથી,
નિરોગતા તે ગુણ નથી;
અનાબરૂ તે દોષ નથી,
આબરૂ તે ગુણ નથી.
પૂર્વના પ્રારબ્ધને કારણે ધર્માત્માને પણ કોઈ વાર પ્રતિકૂળ સંયોગો આવી પડે, અને કોઈ જીવ વર્તમાનમાં
પાપી હોય છતાં તેને અનુકૂળ સંયોગો હોય,–માટે સંયોગથી આત્માને દોષ કે ગુણ નથી. પરંતુ અસંયોગી
ચૈતન્યતત્ત્વને ચૂકીને સંયોગમાં ઠીક–અઠીકપણાની માન્યતા કરવી તે દોષ છે. ને અસંયોગી ચિદાનંદસ્વરૂપની શ્રદ્ધા–
જ્ઞાન કરીને તેમાં એકાગ્રતા કરવી તે ગુણ છે. ભગવાન! તારા તત્ત્વને પર સાથે એકમેક માનીને પરથી તારા ગુણ–
દોષ માની બેઠો છે તે ઊંધી માન્યતાની હવે ગુલાંટ માર, ને પરથી પૃથક્ તારા ચિદાનંદતત્ત્વની ઓળખાણ કર.
આત્મિક સ્વ – રાજ
અનાદિથી ઊંધો અભિપ્રાય ઘૂંટયો છે ને આત્માની યથાર્થ સમજણ કદી કરી નથી તેથી સત્ય સમજવું કઠણ
પડે છે, પરંતુ આ સત્ય સમજણ કર્યા વગર કદી કલ્યાણ થવાનું નથી. જો આત્મની સાચી સમજણ કર્યા વગર કદી
કલ્યાણ થવાનું નથી. જો આત્માની સાચી સ્વતંત્રતા અને સ્વરાજ જોઈતું હોય ને ભવભ્રમણના દુઃખથી છૂટવું હોય
તો આ વાત સમજ્યે જ છૂટકો છે. ‘સ્વ–રાજ’ એટલે આત્માની શોભા; જેમાં આત્મા પોતાની પ્રભુતાથી શોભે તેનું
નામ સાચું સ્વરાજ છે. સંયોગથી આત્માની શોભા નથી. પરમાં સુખ માનવું કે પરથી આત્માની શોભા માનવી તે તો
મોટી પરાધીનતા છે. ચિદાનંદસ્વભાવમાં જ મારું સુખ છે–એવી સ્વાશ્રયબુદ્ધિ કરવી ને પરાશ્રયબુદ્ધિ છોડવી તે સાચું
સ્વ–રાજ છે, ને તેમાં પોતાની સ્વતંત્ર પ્રભુતાથી આત્મા શોભે છે.
ફાગણઃ ૨૪૮૨ ઃ ૯૧ઃ

PDF/HTML Page 19 of 21
single page version

background image
આનંદના નિધાન અંતરમાં જ છે
શ્રીમદ્ રાજચંદ્ર નાની વયમાં કહે છે કે –
‘સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો?’
–બહારના ઈંદ્રિયવિષયોમાં સુખ માનતાં અંતરના સ્વભાવનું અતીન્દ્રિયસુખ ચૂકી જવાય છે. બહારમાં મારું
સુખ નથી, મારું સુખ તો મારા અંર્તસ્વભાવમાં જ છે–એમ વિશ્વાસ કરીને અંતરના ચિદાનંદતત્ત્વનું મનન કરો. એક
વાર આવી ઓળખાણ કરીને આત્માનાં પરમ સત્યનો ભણકાર તો લાવો. ચૈતન્યતત્ત્વના ભણકાર વિના બહારમાં
સુખ માની માનીને અનાદિકાળથી જીવ ક્ષણે ક્ષણે ભાવમરણ કરી રહ્યો છે. જો એક ક્ષણ પણ આત્માનું સત્યસ્વરૂપ
સમજે તો ભાવમરણ ટળે ને અલ્પકાળમાં મુક્તિ થાય. અહો! મારી ચીજ તો અંતરના જ્ઞાનસ્વભાવથી ભરેલી છે,
આનંદના નિધાન મારામાં જ ભર્યાં છે, પણ તેને ચૂકીને અત્યાર સુધી હું બહાર રખડયો, છતાં મારાં ચૈતન્યનિધાન
એવાં ને એવા પરિપૂર્ણ છે–આમ અંર્તવસ્તુનો સ્વીકાર કરવો ને તેનો મહિમા કરીને સ્વસન્મુખ થવું તે અપૂર્વ
આત્મકલ્યાણનું મૂળિયું છે.
જીવનું ધ્યેય
દોષ ટાળીને નિર્દોષતા પ્રગટ કરવી છે, તો તેનો અર્થ એ થયો કે દોષ વખતે પણ જીવના મૂળ સ્વભાવમાં
નિર્દોષતા પડી છે. જો સ્વભાવમાં પરિપૂર્ણ નિર્દોષતાનું સામર્થ્ય નહિ હોય તો પર્યાયમાં નિર્દોષતા આવશે કયાંથી?
દોષ વખતે તે દોષ જેટલું જ આત્માનું સ્વરૂપ નથી, પણ દોષના અભાવરૂપ આખું દ્રવ્યસ્વરૂપ છે. એ જ પ્રમાણે
અલ્પજ્ઞતા વખતે તે અલ્પજ્ઞતા જેટલો જ આત્મા નથી પણ દ્રવ્યમાં સર્વજ્ઞતાનું સામર્થ્ય પડયું છે. પર્યાયમાં વ્યક્ત
ભલે ઓછું હોય પણ દ્રવ્યસ્વભાવમાં પરિપૂર્ણ સામર્થ્ય છે. માટે પર્યાયબુદ્ધિ છોડીને પરિપૂર્ણ દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિ
કરવી તે મનુષ્યજીવનનું ધ્યેય છે. જેને આત્માની સમજણ કરવી હોય ને હિત કરવું હોય તેણે આવા ધ્યેયને લક્ષમાં
રાખીને જીવન જીવવું. ભલે અમુક હદના રાગાદિ થતા હોય, પણ તે મારું ધ્યેય નથી ને તેમાં મારું હિત નથી–એમ
સમજવું.
જ્યાં દોષ થાય છે ત્યાં જ ગુણ ભર્યાં છે.
પરથી ભિન્ન ને પુણ્ય–પાપ વગરના નિરુપાધિક ચૈતન્યતત્ત્વને જીવે કદી ધ્યેયરૂપ બનાવ્યું નથી ને તેની રુચિ
પણ કરી નથી, વિકારની રુચિ કરીને તેને જ ધ્યેય બનાવ્યું છે. ક્ષણિક વિકાર પાછળ તે જ વખતે શક્તિરૂપે ત્રિકાળી
નિર્વિકાર સ્વભાવ આત્મામાં પડયો છે, પણ જીવને પોતાના સ્વભાવનો ભરોસો બેસતો નથી. લાકડામાં ક્રોધ નથી
થતો, ને તેનામાં ક્ષમાગુણ પણ નથી; જીવની અવસ્થામાં ક્રોધ થાય છે તો તેની પાછળ ત્રિકાળી ક્ષમાગુણ પડયો છે.
જ્યાં ગુણ હોય ત્યાં તેની વિકૃતિથી દોષ થાય. દોષ ક્ષણિક છે ને ગુણ ત્રિકાળ છે. જ્યાં દોષ થાય છે ત્યાં તે ક્ષણિક
દોષની પાછળ ત્રિકાળ નિર્દોષ ગુણ રહેલો છે. જેમ કે જ્યાં ક્રોધ થાય છે ત્યાં જ ત્રિકાળી ક્ષમાગુણ ભર્યો છે, જ્યાં
દુઃખ છે ત્યાં જ ત્રિકાળી સુખગુણ પડયો છે, જ્યાં અલ્પજ્ઞતા છે ત્યાં જ સ્વભાવમાં સર્વજ્ઞતાનું સામર્થ્ય પડયું છે. આ
રીતે ક્ષણિક દોષ અને ત્રિકાળી ગુણ બંને એક સાથે જ વર્તી રહ્યા છે પણ તેમાં ગુણને ભૂલીને અજ્ઞાની પોતાને દોષ
જેટલો જ માને છે, એટલે તેના દોષ કોના અવલંબને ટળે? ક્ષણિક વિકૃતિ જેટલો હું નહિ પણ ત્રિકાળી સ્વભાવ તે હું
–એવું ભાન કરીને સ્વભાવનું અવલંબન કરે તો દોષ ટળીને ગુણની નિર્દોષદશા પ્રગટે. એનું નામ ધર્મ છે.
કર્મ રખડાવે નહિ ને ભગવાન તારે નહિ.
આત્મા પોતાના સ્વભાવથી પરિપૂર્ણ છે ને પરથી શૂન્ય છે; કોઈ બીજો તેને રખડાવનાર નથી ને કોઈ બીજો
તેને તારનાર નથી. સ્વભાવને ભૂલીને પોતે રખડે છે. અને ‘હું મારા સ્વભાવથી જ પરિપૂર્ણ છું’ એવી પ્રતીત કરીને
તેમાં એકાગ્ર થવું તે તરવાનો ઉપાય છે. કર્મ મને રખડાવે ને ભગવાન તારે–એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ!
કર્મનો તો તારા આત્મામાં અભાવ છે, તો તે તને કઈ રીતે રખડાવે? કર્મે તને નથી રખડાવ્યો પણ તું તારી ભૂલે જ
રખડયો છે. અને ભગવાન કોઈને તારતા નથી. જો ભગવાન તને તારતા હોય તો અત્યાર સુધી કેમ ન તાર્યો?
ખરેખર ભગવાન મને તારનાર છે
ઃ ૯૨ઃ
આત્મધર્મઃ ૧૪૯

PDF/HTML Page 20 of 21
single page version

background image
એમ જે માને છે તે ભગવાનની આસાતના કરે છે, કેમ કે ‘હે ભગવાન! હવે તો તું મને તાર!’ એનો અર્થ એ થયો
કે અત્યાર સુધી તો તેં મને ન તાર્યો ને તેં જ મને સંસારમાં રખડાવ્યો,–એટલે તેણે ખરેખર ભગવાનની સ્તુતિ નથી
કરી પણ ભગવાનની વિરાધના કરી છે. કર્મ સંસારમાં રખડાવે ને ભગવાન મોક્ષ આપે એટલે આત્માને તો કાંઈ
કરવાનું રહ્યું જ નહિ, આત્મા તો કર્મ અને ભગવાન વચ્ચે લટકતો જ રહ્યો! પરંતુ એમ નથી. સંસારમાં ને મોક્ષમાં
બંનેમાં આત્મા સ્વતંત્ર છે, આત્મા પોતે જ પોતાના સંસારનો કે મોક્ષનો કર્તા છે, બીજો કોઈ તેનો કર્તા નથી.
પોતાના સ્વભાવને ભૂલીને પર સાથે એકપણાની માન્યતાથી જીવે પોતે