Atmadharma magazine - Ank 015
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૨
સળંગ અંક ૦૧૫
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
જય હો! જય હો! ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો!
સળગ અક
પ દ ર


સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વર અરિહંત દેવનો સેવક થવા માટે આખી દુનિયાને મૂકી દેવી પડે એટલે કે
જગતની દરકાર છોડી દેવી પડે. આખા જગતની પ્રતિકૂળતા આવી પડે તોય ભગવાન અરિહંત દેવની શ્રદ્ધા અને
ભક્તિ ન છોડાય. પોતાના પુરુષાર્થથી સંસાર તરફનો અશુભ ભાવ છેદીને સાચા દેવ–ગુરુ પ્રત્યેની ભક્તિ, પૂજા,
વિનય, વગેરેનો શુભ ભાવ આવ્યા વગર ગૃહીતમિથ્યાત્વ પણ ટળે નહીં.
ભગવાનના ભક્ત ભગવાનને પધરાવતાં કહે છે કે:–
આવો આવો સીમંધરનાથ અમ ઘેર આવો રે, રૂડા ભક્તિ વત્સલ ભગવંત નાથ પધારો રે.
હું કઈ વિધ પૂજું નાથ કઈ વિધ વંદું રે? મારે આંગણે વિદેહી નાથ જોઈ જોઈ હરખું રે...
[જીનેન્દ્ર સ્તવન મંજરી પા. ૨૫૮]
વીતરાગ દેવ–ગુરુની ભક્તિથી ઉછળતા વીતરાગના સેવક કહે છે કે હે પ્રભુ! હે નાથ! આપને કઈ રીતે
પૂજું? આખી દુનિયાને વોસરાવી દઈને અને આ શરીરના કમળ બનાવીને તે વડે તમારી પૂજા કરૂં કે કઈ રીતે
પૂજું? (અહીં અજ્ઞાનતા નથી પણ વિનય છે, ભક્તિનો ઉલ્લાસ છે.) પહેલાંં તો વીતરાગ દેવ–ગુરુની ભક્તિમાં
સર્વસ્વ અર્પણતા જોઈએ, તે વિના વીતરાગનો ભક્ત કહેવાય નહિ.
ભીડને સંભાળે તે ભગવાનનો ભક્ત નથી. જગતમાં ભીડ કેવી? અરિહંતનો ભક્ત ભીડને ભાળતો જ
નથી. એ તો નીકળ્‌યો તે નીકળ્‌યો, અરિહંત દેવનો સેવક થયો, હવે અરિહંતપદ લીધે જ છુટકો! અરિહંતનો ભક્ત
થયો તે અરિહંતપદ લીધા વગર રહે જ નહીં, અરિહંત જેવા થયે જ છૂટકો. આનું નામ અરિહંતનો ભક્ત, આનું
નામ વીતરાગનો સેવક અને આનું નામ જૈન.
(પરમ પૂજ્ય સદ્ગુરુ દેવના સત્તાસ્વરૂપ ઉપર પર્યુષણ
વખતે અપાયેલા વ્યાખ્યાનમાંથી)

વાર્ષિક લવાજમ
છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
• શિષ્ટ સાહિત્ય ભંડાર, દાસ કુંજ, મોટા આંકડિયા – કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
સુવર્ણપુરીમાં માગશર વદ ૮ નો દિવસ
ભગવાન શ્રી કુંદકુંદ દેવના ‘આચાર્યપદ
આરોહણ દિન’ તરીકે ઘણા જ ઉલ્લાસ પૂર્વક
ઉજવવામાં આવ્યો હતો. તથા તે દિવસે કુંદકુંદ
ભગવાનના ‘અંતરંગ જીવનચરિત્ર’ ઉપર
વ્યાખ્યાનમાં અદ્ભૂત શૈલીથી પૂ. ગુરુદેવ શ્રી એ
પ્રકાશ પાડયો હતો.
: ૩૪ : આત્મધર્મ : પોષ : ૨૦૦૧ :
(અનુસંધાન પા. ૪૮ થી ચાલુ)
ગુણસ્થાને મુનિ શુદ્ધોપયોગમાં લીન હોય છે તેમાં ટકી ન શકે ત્યારે છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાને આવે છે. ત્યાં
મુખ્યપણે શુભોપયોગ હોય છે. પણ શુભભાવને તેઓ ધર્મ માનતા નથી.
તે ગુણસ્થાનોએ બીરાજતા મુનિને શરીર પ્રત્યે સ્પર્શ ઈન્દ્રિય સંબંધનો રાગ છુટી ગયો હોય છે, તેથી
શરીરને ઢાંકવાનો વિકલ્પ આવતો નથી એ કારણે વસ્ત્રનો સંયોગ તેમને હોતો નથી. શરીર પ્રત્યે સંયમના હેતુએ
માત્ર આહારપાન પુરતો રાગ તેમને રહ્યો હોય છે. તેથી જરૂર પડે ત્યારે એક વખત હાથમાં આહાર લે છે. એ જ
સાચા સાધુની દશા હોઈ શકે એમ આચાર્ય મહારાજ સ્પષ્ટપણે કહે છે. જેઓ જૈનના સાધુઓ હોવાનું પોતે માને
છે અને મનાવે છે છતાં વસ્ત્ર વિગેરે ધારણ કરે છે તેઓ ખરા સાધુઓ નથી. અને તે ખોટી માન્યતાનું ફળ
(સીધું કે પરંપરાએ) નિગોદ છે એ વિગેરે મતલબે તેઓએ જણાવ્યું છે.
(જુઓ સુત્રપાહુડ ગાથા ૧૮)
ર્ સ્ત્ર િ પ્ર
ગુજરાત કાઠિયાવાડમાં આ શાસ્ત્રો ઘણા વખત સુધી લોકોના જાણવામાં નહોતા. ગયા સૈકામાં શ્રીમદ્
રાજચંદ્રને તે શાસ્ત્રો પ્રાપ્ત થયા અને તેની અદ્ભૂતતાની તેમના ઉપર ભારે અસર થઈ. એ સંબંધમાં તેઓ નીચે
પ્રમાણે કહે છે:–
“હે કુંદકુંદાદિ આચાર્યો! તમારા વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભુત થયાં
છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું”
તેઓએ ‘પરમશ્રુત પ્રભાવક મંડળ’ સ્થાપી તે દ્વારા આ શાસ્ત્રો પ્રસિદ્ધ કરાવવા યોજના કરી તેને
પરિણામે તેઓ છપાઈ બહાર પડ્યાં છે અને મુમુક્ષુઓ તેનો લાભ લીએ છે. સર્વોત્કૃષ્ટ આગમ શ્રી સમયસારનો
ગુરુસંપ્રદાયનો (ગુરુ પરંપરાગત ઉપદેશનો) વ્યુચ્છેદ થઈ ગયો છે એમ જોઈ સંવત ૧૮૦૭ માં પંડિત
જયચંદ્રજીએ દેશભાષામાં તેને સર્વ લોકો વાંચે–જાણે–તેનો અભ્યાસ કરે તે હેતુથી લખ્યો હતો. તે હીંદી અનુવાદ
પરમ શ્રુત પ્રભાવક મંડલે સાં ૧૯૭૫ માં પ્રસિદ્ધ કર્યો.
સાં ૧૯૯૧ ની સાલથી વીતરાગના અનન્ય ભક્ત પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી
કાઠિયાવાડમાં શ્રી સમયસારનો અપૂર્વ ઉપદેશ સમાજને આપી મહા પ્રભાવના કરી રહ્યા છે. શ્રી સમયસારનું
વ્યાખ્યાન તેઓશ્રીએ છ વખત સભામાં પૂરું કરી હાલ સાતમી વખત તેનું વ્યાખ્યાન સોનગઢ મુકામે કરી રહ્યા
છે. એ પ્રકારે અનેક જીવોને તેઓ પાવન કરી રહ્યા છે.
આવી રીતે ભગવાન કુંદકુંદાચાર્યના નામથી અને તેના પરમાગમોથી કાઠિયાવાડના મુમુક્ષોઓ મોટી
સંખ્યામાં પરિચિત થયા છે અને થતા જાય છે. શ્રી સોનગઢમાં ભગવાન શ્રી સીમંધર સ્વામીનું સમોસરણ
કરવામાં આવ્યું છે તેમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યને પણ પધરાવવામાં આવ્યા છે. તેથી ભગવાનનું સમોસરણ
કેવું હોય અને વિદેહક્ષેત્રે ભગવાનના સમોસરણમાં તેઓ પધાર્યા હતા તેનો તાદ્રશ ખ્યાલ મુમુક્ષુ જીવોને મળે છે.
એ રીતે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યના નંદન પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામી મારફત ભગવાન
શ્રી મહાવીર સ્વામીનું શાસન જયવંત વર્તી રહ્યું છે.
અહો! ઉપકાર જિનવરનો, કુંદનો ધ્વનિ દિવ્યનો; જિન – કુંદ ધ્વનિ આપ્યાં અહો! તે ગુરુ કહાનો!
ભગવાન શ્રી મહાવીર સ્વામીનો જય હો!
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યનો જય હો!
ગુરુરાજ શ્રી કહાન પ્રભુનો જય હો!
ગ્રંથાધિરાજ શ્રી સમયસારનો જય હો!
સનાતન જૈન ધર્મનો જય હો, જય હો!
“ શાંતિ: “ શાંતિ: “ શાંતિ:

PDF/HTML Page 4 of 17
single page version

background image
: પોષ : ૨૦૦૧ : આત્મધર્મ : ૩૫ :
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વર્ષ: પોષ
અંક: ૨૦૦૧
ભગવાન કુંદકુંદને અંજલિ
[શ્રી કુંદકુંદ ભગવાન પ્રત્યેના ભક્તિભાવથી ભરેલું આ
સ્તવન સાં. ૧૯૯૪ ના વૈશાખ વદ ૮ ના રોજ સુવર્ણપુરીમાં
સ્વાધ્યાય મંદિર મધ્યે શ્રી સમયસારજી શાસ્ત્રની પ્રતિષ્ઠા સમયે
શ્રી કુંદકુંદાચાર્યના ઉપકારના સ્મરણ અર્થે બનાવવામાં આવ્યું છે,
અને માગશર વદ ૮ ના રોજ કુંદકુંદ ભગવાનને ‘શાસનના રક્ષક’
ની મહાન પદવી (આચાર્યપદવી) મળ્‌યાની તિથિ છે, આચાર્ય શ્રી
કુંદકુંદ ભગવાનના શાસન પર મહાન–મહાન ઉપકારો વર્તે છે; આ
માગશર વદ ૮ ના પ્રસંગે તે બધાની યાદરૂપે “ભગવાન કુંદકુંદને
અંજલિ” એ સ્તવન તેના અર્થ સહિત આપવામાં આવે છે.
]
સુખ શાન્તિ પ્રદાતા, જગના ત્રાતા, કુંદકુંદ મહારાજ;
જન ભ્રાંતિ વિધાતા, તત્ત્વોના જ્ઞાતા, નમન કરૂં છું આજ.
જડતાનો આ ધરણી ઉપર. હતો પ્રબળ અધિકાર;
કર્યો ઉપકાર અપાર પ્રભુ! તેં, રચીને ગ્રંથ ઉદાર રે–સુખ... ૧
વરસાવી નિજ વચન સુધારસ, કર્યો સુશીતલ લોક;
સમયસારનું પાન કરીને, ગયો માનસિક શોક રે–સુખ... ૨
તારા ગ્રંથોનું મનન કરીને, પામું અલૌકિક ભાન;
ક્ષણે ક્ષણે હું જ્ઞાયક સમરૂં, પામું કેવળ જ્ઞાન રે–સુખ... ૩
તારું હૃદય પ્રભુ! જ્ઞાન–સમતાનું, રહ્યું નિરંતર ધામ;
ઉપકારોની વિમલ યાદીમાં, લાખો વાર પ્રણામ રે–સુખ... ૪
શ્રી જીનેન્દ્ર સ્તવન મંજરી પાનું – ૩૬૯

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૩૬ : આત્મધર્મ : પોષ : ૨૦૦૧ :
ભગવાન કુંદકુંદને અંજલિ એટલે
શ્રી કુંદકુંદ ભગવાનો વિનય – બહુમાન
શ્રી કુંદકુંદ ભગવાનને હું આજ (વૈશાખ વદ ૮ ના રોજ શ્રી સમયસારની પ્રતિષ્ઠા સમયે) નમસ્કાર કરૂં
છું. કુંદકુંદ ભગવાન કેવા છે? સુખ અને શાંતિના આપનાર છે, જગતના રક્ષણહાર એટલે કે જગતના જીવોને
અજ્ઞાન જનિત ભાવ–મરણથી બચાવનાર છે, અજ્ઞાની લોકોની ઊંધી માન્યતાનો નાશ કરનાર છે અને
વસ્તુસ્વરૂપના જાણકાર છે.
હવે તેમના ઉપકારોનું સ્મરણ કરવામાં આવે છે. જ્યારે પરદ્રવ્યના કર્તૃત્ત્વમમત્ત્વ અને અજ્ઞાનજનિત
ક્રિયાકાંડોનું આ ભરતક્ષેત્રમાં ખૂબ જોર વ્યાપી ગયું હતું (અને સાચી સમજણ દુર્લભ થઈ પડી હતી) એવા
સમયે, ઓ કુંદપ્રભુ! આપે સમયસારજી–નિયમસારજી–પ્રવચનસારજી જેવા અનેક મહાન શાસ્ત્રોની રચના કરીને
ઘણો–ઘણો ઉપકાર કર્યો છે... હું આજે (શરૂઆતમાં કહ્યા એવા) કુંદકુંદ ભગવાનને નમસ્કાર કરૂં છું–૧.
ભાવમરણમાં સળગી–રહેલા જગતના જીવોને, પોતાના અમૃતરસથી ભરેલા અધ્યાત્મ ઉપદેશ વચનો વડે
કુંદકુંદ ભગવાને સારી રીતે શાંત કર્યા. તમારા રચેલા મહાન ગ્રંથ શ્રી સમયસારનું શ્રવણ–મનન કરવાથી મનનો
શોક દૂર થયો; અથવા બીજો એવો પણ અર્થ નીકળે છે કે–કુંદકુંદ ભગવાનના વચનોરૂપી અમૃતદ્વારા શુદ્ધાત્મ
સ્વરૂપનો અનુભવ કરવાથી રાગદ્વેષરૂપ માનસિક શોકનો નાશ થયો..... હું કુંદકુંદ ભગવાનને નમસ્કાર કરૂં છું–૨.
વળી હે કુંદકુંદદેવ! આપના રચેલા સમયસારાદિ ગ્રંથોનું મનન–ચિંતવન કરવાથી હું અલૌકિક
આત્મસ્વરૂપની ઓળખાણ પામું, તથા (એ ઓળખાણ દ્વારા જાણેલા) જ્ઞાયક સ્વરૂપને–માત્ર જાણનાર એવા
શુદ્ધ આત્માને દરેક ક્ષણે–નિરંતર સ્મર્યા કરું–અનુભવ્યા કરૂં અને છેવટ તે જ્ઞાયક સ્વરૂપમાં પૂર્ણ સ્થિરતા કરીને
કેવળજ્ઞાન પામું. એવો હે કુંદકુંદ પ્રભુ! આપનો મહિમા છે... હું કુંદકુંદ પ્રભુને નમસ્કાર કરું છું–૩.
હે પરમ ઉપકારી કુંદકુંદ પ્રભુ! અધ્યાત્મ જ્ઞાન અને વૈરાગ્યભાવોથી તારું અંતર નિરંતર ભરપૂર છે, તારા
મહાન ઉપકારોના પવિત્ર સ્મરણ અર્થે હું લાખો વાર નમસ્કાર કરું છું, ફરી–ફરીને વંદન કરું છું.... હે.... કુંદકુંદ
ભગવાન હું આપને નમસ્કાર કરું છું–૪.
હે જીવો! તમે જાગો. મનુષ્યત્વ અત્યંત દુર્લભ છે; અજ્ઞાનમાં રહીને સદ્દવિવેક પામવો અશક્ય
છે. આખો લોક (સંસાર) કેવળ દુઃખથી સળગ્યા કરે છે, અને પોત પોતાના કર્મો વડે અહીં તહી
ભમ્યા કરે છે, એવા સંસારથી મુક્ત થવા હે જીવો! તમે સત્ત્વર આત્મભાન સહિત જાગો! જાગો!
હે જીવ! હે આત્મા! હવે ક્યાં સુધી ખોટી માન્યતા રાખવી છે? ખોટી માન્યતામાં રહીને
અનાદિથી અજ્ઞાનની મોહજાળમાં મૂંઝાઈ રહ્યો છો હવે તો જાગ! એકવાર તો ખોટી માન્યતાથી
છૂટીને, અજ્ઞાનની મોહજાળને ફગાવીને તારા મૂળ સ્વરૂપને જો!
સાચું સુખ કેમ પ્રગટે? સાચું સુખ આત્મામાં જ છે, બહારમાં ક્યાંય સાચું સુખ નથી જ.
આત્મા પોતે સુખ સ્વરૂપ છે, જ્યારે સમ્યગ્દર્શનદ્વારા પોતાના સ્વરૂપને બરાબર જાણે ત્યારે જ સાચું
સુખ પ્રાપ્ત થાય. તે માટે પ્રથમમાં પ્રથમ સત્પુરુષને ચરણે અર્પાઈ જવું જોઈએ અને રુચિપૂર્વક નિરંતર
સત્નું શ્રવણ–મનન જોઈએ.
દુઃખથી છૂટીને સુખ મેળવવાનો ઉપાય દરેક આત્મા કરે છે, પણ પોતાના સત્યસ્વરૂપના ભાન
વગર, સાચો ઉપાય કરવાને બદલે ખોટો ઉપાય કરી કરીને અનાદિથી અજ્ઞાનને લીધે દુઃખને જ
ભોગવે છે તે દુઃખથી છૂટવા માટે ત્રણેકાળના જ્ઞાનીઓ એક જ ઉપાય બતાવે છે કે આત્માને ઓળખો.

PDF/HTML Page 6 of 17
single page version

background image
: પોષ : ૨૦૦૧ : આત્મધર્મ : ૩૭ :
અ ક ષ ય ક રુ ણ ન સ ગ ર, પ ર મ પ ક ર, પ ર મ પ જ્ય
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય
[જેમની ઉત્કૃષ્ટ કરુણા વડે ભરત ક્ષેત્રના ભવ્ય જીવો વીતરાગ–વાણીનું આજે શ્રવણ મનન કરી રહ્યા
છે તે શ્રી કુંદકુંદાચાર્ય દેવનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર તેમના આચાર્ય પદ દિન–માગશર વદ ૮ પ્રસંગે
પ્રગટ કરવામાં આવે છે. આ ચરિત્ર ‘આત્મધર્મ’ ના વાંચકો મનન પૂર્વક વાંચી આચાર્યદેવના રચેલા
સત્ શાસ્ત્રો (પરમાગમો) નું નિરંતર અધ્યયન કરી મનુષ્ય જન્મ સફળ કરશે એવી આશા છે
]
રજાુ કરનાર – રા મ જી ભા ઈ મા ણે ક ચં દ દો શી
ભગવાન કુંદકુંદાચાર્ય વિક્રમ સંવતની શરૂઆતમાં થઈ ગયા છે. જૈન પરંપરામાં તેમનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે.
મંગલં ભગવાન્ વીરો મંગલં ગૌતમો ગણી મંગલં કુંદકુંદાર્યો જૈનધર્મોઽસ્તુ મંગલમ્।
આ શ્લોક દરેક દીગંબર જૈન શાસ્ત્રાધ્યયન શરૂ કરતાં મંગલાચરણ રૂપે બોલે છે. આ પરથી સિદ્ધ થાયછે કે:–
સર્વજ્ઞ ભગવાન શ્રી મહાવીર સ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમ સ્વામી પછી તુરત જ ભગવાન
કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દીગંબર જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની પરંપરાના કહેવડાવવામાં ગૌરવ માને છે.
ભગવાન કુંદકુંદાચાર્ય દેવના શાસ્ત્રો સાક્ષાત્ ગણધર દેવનાં વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે.
તેમના ગુરુ અને આચાર્યપદ
તેમના ગુરુ જિનચંદ્રાચાર્ય હતા. તેમનું બીજું નામ કુમાર નન્દિ હતું. તેઓ સિદ્ધાંતમાં ઘણા પ્રવિણ હતા
તેથી તેઓને ‘સિદ્ધાંત દેવ’ નું બિરૂદ પ્રાપ્ત થયું હતું. તેઓ અવધિજ્ઞાની મુનિ હતા. તેઓ મહા મનોનિગ્રહી હતા.
તેમના સર્વ શિષ્યો તેમનું સમ્યગ્જ્ઞાન અને ચારિત્ર જોઈને અતિશય નમતા રહેતા હતા. તેઓએ પોતાના બધા
શિષ્યોને વીતરાગી સિદ્ધાંતિક જ્ઞાનમાં પ્રવિણ બનાવ્યા હતા. પોતાની અસ્ખલિત વાણીથી સર્વે જીવોને ધર્મોપદેશ
દેતા. તેમની ઉમર ૬૫ વર્ષની થઈ ત્યારે અંતકાળ સમિપ જાણી પોતાના પટ્ટશિષ્ય કુંદકુંદ મુનિને સ્વત: આચાર્ય
પદ ઉપર બેસાડી પોતે સમાધિસ્થ થયા.
કુંદકુંદાચાર્યના આ પટ્ટાભિષેકનો પવિત્ર દિવસ પોષ વદ ૮ નો છે.
(ગુજરાતમાં તેને માગશર વદ ૮ કહેવામાં આવે છે)
આચાર્યપદની પ્રાપ્તિ પછીનો કાળ
આચાર્યપદે ભગવાન કુંદકુંદાચાર્ય બીરાજ્યા ત્યારે તેમની ઉંમર ૪૪ વર્ષની હતી. તેમની લાયકાત જોઈ
તેમના ગુરુએ તેમને ૧૧ વર્ષની ઉમરે દિક્ષા આપી હતી. તેઓ આચાર્યપદે બીરાજ્યા ત્યારે ૩૩ વર્ષનું તેમનું
સાધુ–જીવન થયું હતું. તેઓ ૫૧ વર્ષ અને ૧૦
।। માસ આચાર્ય પદે રહ્યા. તેમની ઉમર ૯૫ વર્ષ ૧૦।। માસ થઈ
ત્યારે તેમનો સ્વર્ગવાસ થયો.
તેઓની નીચે ઘણા શિષ્યોની મંડળી હતી. ભગવાન કુંદકુંદાચાર્યે ઉત્તમ રીતિથી આચાર્યપદને દીપાવ્યું.
પોતાના શિષ્યોને મોકલી ધર્મોપદેશનો સતત્ પ્રવાહ ચલાવ્યો. તેમનું આચાર્યપદ સર્વોત્કૃષ્ટ અને અજોડ નીવડયું.
સર્વજ્ઞ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૬૮૩ વર્ષ સુધી અંગોનું જ્ઞાન ઓછા અદકા પ્રમાણમાં રહેલું,
પણ ત્યાર પછી તે જ્ઞાન ક્રમે ક્રમે ઓછું થવા લાગ્યું. યાદ શક્તિ ઓછી થતી ચાલી. તે વખતની જૈનશાસનની
સ્થિતિ જોઈ તેઓએ આત્માના શુદ્ધ સ્વરૂપ બતાવનારાં અનેક શાસ્ત્રો રચ્યાં. તે વખતની પરિસ્થિતિ નીચેની
સ્તુતિમાં યથાર્થપણે વર્ણવી છે:–
“સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કરુણા કરી, સરિતા વહાવી સુધાતણી પ્રભુવીર તેં સંજીવની;
શોષાતી દેખી સરિતને કરૂણા ભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમય પ્રાભ્રત તણે ભાજન ભરી.”
શક સાં–૩૮૮ એક તામ્રપત્ર કુર્ગમાં હાથ આવ્યો છે, તે ઉપરથી આ સમય સિદ્ધ થાય છે. જુઓ જૈનસિદ્ધાંત
ભાસ્કર ૧૯૪૪ જુન પાનું–૨૨

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૩૮ : આત્મધર્મ : પોષ : ૨૦૦૧ :
સ્ત્ર ત્ત
ભગવાન કુંદકુંદાચાર્યે પોતાના પરમાગમોમાં તીર્થંકર દેવોના ઉત્તમોત્તમ સિદ્ધાંતને જાળવી રાખ્યા છે અને
મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો છે. તેમના પછી થએલા ગ્રંથકાર આચાર્યો પોતાના કોઈ કથનને સિદ્ધ કરવા માટે
કુંદકુંદાચાર્ય દેવનાં શાસ્ત્રોનો હવાલો આપે છે.
કુંદકુંદ ભગવાનું મહાવિદેહ ક્ષેત્રગમન
(અનુષ્ટુપ)
વિક્રમશક પ્રારંભે, ઘટના એક બની મહા; વિદેહી ધ્વનિના રણકા, જેથી આ ભરતે મળ્‌યા.
(સમોસરણ સ્તુતિ પાનું – ૧૪)
અર્થ–વિક્રમ સંવતની શરૂઆતમાં એક મહાન પ્રસંગ બન્યો, કે જે પ્રસંગને લીધે વિદેહક્ષેત્રના સાક્ષાત્
તીર્થંકરની દિવ્યધ્વનિના ઉપદેશનું રહસ્ય આ ભરતક્ષેત્રને મળ્‌યું. તે પ્રસંગ શું હતો તે હવે કહે છે:–
(શાર્દુલવિક્રીડિત)
બહુ ઋદ્ધિધારી કુંદકુંદ મુનિ થયા એ કાળમાં, જે શ્રુતજ્ઞાન પ્રવીણને અધ્યાત્મરત યોગી હતા;
આચાર્યને મન એકદા જિનવિરહ તાપ થયો મહા, રે! રે! સીમંધર જિનના વિરહા પડ્યા આ ભરતમાં!
(સમોસરણ સ્તુતિ પાનું – ૧૪)
અર્થ:– તે વખતમાં ઘણી ઋદ્ધિઓના ધારક કુંદકુંદ મુનિ આ ભરતક્ષેત્રમાં થયા, તેઓ શ્રુતજ્ઞાનમાં ઘણા
અનુભવી અને આત્મસ્વરૂપમાં મસ્ત નિર્ગ્રથ મુનિ હતા; એક દિવસ તે કુંદકુંદાચાર્યને ભરત ક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકર
દેવના વિરહનો તાપ થયો કે ‘અરેરે! આ ભરતક્ષેત્રને સાક્ષાત્ તીર્થંકરદેવ સીમંધર જિનના વિરહ પડ્યા!’
(શાર્દુલવિક્રીડિત)
એકાએક છૂટયો ધ્વનિ જિનતણો ‘સદ્ધર્મ વૃદ્ધિ હજો’ સીમંધર જિનના સમોસરણમાં ના અર્થ પામ્યા
જનો; સંધિહીન ધ્વનિ સૂણી પરિષદે આશ્ચર્ય વ્યાખ્યું મહા, થોડીવાર મંહી તહીં મુનિ દીઠા અધ્યાત્મમૂર્તિ સમા.
જોડી હાથ ઉભા પ્રભુ પ્રણમતા, શી ભક્તિમાં લીનતા! નાનો દેહ અને દિગંબરદશા, વિસ્મિત લોકો થતા; ચક્રી
વિસ્મય ભક્તિથી જિન પૂછે હેં નાથ! છે કોણ આ –છે આચાર્ય સમર્થ એ ભરતના સદ્ધર્મવૃદ્ધિ કરા.
(સમોસરણ સ્તુતિ પાનું – ૧૪)
અર્થ:– મહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકર શ્રી સીમંધર ભગવાન બિરાજે છે તેમના સમવસરણમાં
અચાનક “સદ્ધર્મ વૃદ્ધિ હજો” એવો ધ્વનિ છૂટયો, પરંતુ તે “સદ્ધર્મ વૃદ્ધિ હજો” એવા આશીર્વાદરૂપ વચનો શા
કારણે નીકળ્‌યા તે સભાજનો સમજી શકયા નહિ; અને તે સંધિ વગરની વાણી સાંભળીને સમવસરણની સભામાં
મહાન આશ્ચર્ય થયું કે આ શું? આ રીતે સભા આશ્ચર્યમાં પડી ગયા પછી થોડા વખતમાં સીમંધર ભગવાનના
સમવસરણમાં એક મુનિ આવ્યા, તે મુનિ જાણે કે અધ્યાત્મની જ મૂર્તિ હોય એવા હતા.
નવા આવેલા તે મુનિ હાથ જોડીને પ્રભુશ્રીને નમસ્કાર કરતા ઊભા હતા અને પ્રભુશ્રી પ્રત્યેની ભક્તિમાં
એકદમ લીન હતા. તેમનું શરીર નાનું હતું અને તેઓ તદ્ન નિર્ગ્રંથ દશામાં હતા, તેમને જોઈને સભાજનોને
આશ્ચર્ય થયું. (મહાવિદેહના માણસોનાં શરીર પ૦૦ ધનુષના હોય છે અને આ મુનિનું શરીર એક ધનુષ–૩
।।
હાથ–જ હતું તેથી ત્યાનાં માણસોને આશ્ચર્ય થયું.)
સભામાં બેઠેલા ચક્રવર્તી રાજાને પણ આશ્ચર્ય થયું અને જિનેશ્વરદેવને ભક્તિથી પૂછે છે કે “હે નાથ! આ કોણ
છે?” જિનેશ્વર દેવ દિવ્ય–ધ્વનિ દ્વારા ઉત્તર આપે છે કે તે ભરતક્ષેત્રના, સાચા ધર્મની વૃદ્ધિ કરનારા મહાન આચાર્ય છે.
(અનુષ્ટુપ)
સૂણી એ વાત જિનવરની હર્ષ જનહૃદયે વહે; નાનકડા મુનિકુંજરને ‘એલાચાર્ય’ જનો કહે.
(સમોસરણ સ્તુતિ પાનું – ૧૪)
અર્થ:– શ્રી સીમંધર જિનની એ વાત સાંભળીને સભાજનોના અંતરમાં હર્ષ થયો. અને નાનાદેહવાળા
તથા મુનિઓમાં હસ્તી સમાન એવા એ ભરતના કુંદકુંદને મહાવિદેહના લોકો એલાચાર્ય કહેવા લાગ્યા.
(િ) : પ્રત્યક્ષ જિનવર દર્શને બહુ હર્ષ એલાચાર્યને “કાર સૂણતાં જિનતણો, અમૃત મળ્‌યું મુનિહૃદયને;
સપ્તાહ એક રાણી ધ્વનિ, શ્રુત કેવળી પરિચય કરી શંકા નિવારણ સહુ કરી મુનિ ભરતમાં આવ્યા ફરી.
(સગાસરણ સ્તુતિ પાનું – ૧૪)
અર્થ:– જિનેન્દ્રદેવ શ્રી સીમંધર ભગવાનના સાક્ષાત્ દર્શન કરતાં એલાચાર્ય–કુંદકુંદાચાર્યને

PDF/HTML Page 8 of 17
single page version

background image
(અનુષ્ટુપ)
(સમોસરણ સ્તુતિ પાનું–૧૫)
વસંતતિલકા
(સમોસરણ સ્તુતિ
પાનું–૧૫)
િ (સમોસરણ સ્તુતિ
પાનું–૧૫)
છાયા
: પોષ : ૨૦૦૧ : આત્મધર્મ : ૩૯ :
ઘણો આનંદ થયો અને તેમનો દિવ્ય ધ્વનિ “ સાંભળતા મુનિના હૃદયને જાણે અમૃત મળ્‌યું હોય તેવો આનંદ
થયો એ પ્રમાણે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર ભગવાનનો દિવ્ય ધ્વનિ આઠ દિવસ સાંભળીને, ત્યાંના
શ્રુતકેવળીઓનો પરિચય કરીને અને બધી શંકાઓનું નિવારણ કરીને શ્રી કુંદકુંદ આચાર્ય ભરતમાં પાછા આવ્યા.
સ્ત્ર
વીરનો ધ્વનિ ગુરુપરંપર જે મળેલો, પોતે વિદેહ જઈ દિવ્ય ધ્વનિ ઝીલેલો;
તે સંઘર્યો મુનિવરે પરમાગમોમાં, ઉપકાર કુંદ મુનિનો બહુ આ ભૂમિમાં.
અર્થ:– ભરતના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીરપ્રભુના દિવ્યધ્વનિનો જે ઉપદેશ ગુરુ પરંપરાએ મળેલો તથા
આચાર્યે પોતે મહાવિદેહ ક્ષેત્રમાં જઈને સીમંધર ભગવાનનો જે દિવ્યધ્વનિ સાંભળ્‌યો તેનું રહસ્ય કુંદકુંદાચાર્યદેવે
પરમ આગમ ગ્રંથોમાં ઉતાર્યું છે, અને એ રીતે કુંદકુંદાચાર્યદેવનો આ ભરતક્ષેત્રમાં ઘણો જ ઉપકાર છે.
આ ક્ષેત્રના ચરમ જિન તણા સુપુત્ર, વિદેહના પ્રથમ જિન તણા સુભક્ત;
ભવમાં ભૂલેલ ભવિ જીવ તણા સુમિત્ર, વંદું તને ફરી ફરીને મુનિ કુંદકુંદ!
અર્થ:– આ ભરતક્ષેત્રના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર ભગવાનના સુપુત્ર, મહાવિદેહક્ષેત્રના પહેલાં તીર્થંકર
શ્રી સીમંધર ભગવાનના પરમ ભક્ત અને ભવમાં ભૂલા પડેલા ભવ્ય જીવોને સમ્યકમાર્ગ દર્શાવનાર સાચા મિત્ર
ઓ કુંદકુંદ! તને નમસ્કાર કરું છું–ફરીફરીને વંદન કરૂં છું.
નમું હું તીર્થનાયકને, નમું “કાર નાદને;
“કાર સંઘર્યો જેણે, નમું તે કુંદકુંદને.
અર્થ:– તીર્થના નાયકને નમસ્કાર કરૂં છું, દિવ્ય ધ્વનિ “કારને હું નમસ્કાર કરૂં છું તથા તે દિવ્ય ધ્વનિનું
રહસ્ય જેમણે સંઘર્યું છે એવા શ્રી કુંદકુંદ ભગવાનને હું નમસ્કાર કરૂં છું.
સાં. ૯૯૦ માં થએલા શ્રી દેવસેનાચાર્યવર દર્શનસાર નામના ગ્રંથમાં કહે છે કે:–
जइ पडमणं दिणाहो सीमंधर सामिदिव्य णाणेण।
णविवोहइतो समणा कहं सुम्मगं पयाणं ति।।
४३।।
यदि पद्मनन्दि नाथः सीमंधर स्वामी दिव्य ज्ञानेन।
न विबोधति तर्हि श्रमणाःकथं सुमार्ग प्रजानन्ति।।
४३।।
અર્થ:– (મહાવિદેહ ક્ષેત્રના વર્તમાન તીર્થંકરદેવ) શ્રી સીમંધર સ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી
પદ્મનન્દિ નાથે (શ્રી કુંદકુંદાચાર્ય દેવે) બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?
૧૨ મા સૈકામાં થએલા શ્રી જૈન સેન આચાર્ય શ્રી પંચાસ્તિકાય શાસ્ત્રની સંસ્કૃત ટીકા રચતાં કહે છે કે:–
મુનિપદની દીક્ષા લેવાનો ક્રમ
“મુનિપદ લેવાનો ક્રમ તો આ છે કે–પહેલાંં તત્ત્વજ્ઞાન થાય, પછી ઉદાસીન પરિણામ થાય, પરિષહાદિ સહન
કરવાની શક્તિ થાય, અને તે પોતાની મેળે જ મુનિ થવા ઈચ્છે, ત્યારે શ્રી ગુરુ તેને મુનિધર્મ અંગીકાર કરાવે. પણ આ
તો કઈ જાતની વિપરીતતા છે કે–તત્ત્વજ્ઞાન રહિત, અને વિષયાસક્ત
જીવને, માયાવડે વા લોભ બતાવી મુનિપદ
આપી, પાછળથી અન્યથા પ્રવૃત્તિ કરાવવી! પણ એ મહાન અન્યાય છે.” (મોક્ષમાર્ગ પ્રકાશક પાનું–૧૮૨)
૧. જે તત્ત્વજ્ઞાન રહિત હોય તે જીવ તત્ત્વદ્રષ્ટિએ વિષયાસક્ત હોય જ એવો નિયમ છે. ૨. સાચું મુનિપણું ન
હોય તેમાં મુનિપણું માનીને મુનિપણા જેવી પ્રવૃત્તિ કરવી–કરાવવી તેનું નામ અન્યથા પ્રવૃત્તિ છે. ૩. જે જીવ મુનિપદ
લેવાને લાયક ન હોય તેવા જીવને મુનિપદ આપવાની પ્રવૃત્તિ જ્યાં હોય ત્યાં તત્ત્વદ્રષ્ટિએ માયા કે લાભ હોય જ.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૪૦ : આત્મધર્મ : પોષ : ૨૦૦૧ :
સ્ત્ર ર્ દ્ધિ
જૈન શાસ્ત્રોમાં વસ્તુનું સ્વરૂપ સમજાવવાના બે પ્રકાર છે. નિશ્ચયનય અને વ્યવહારનય.
(૧) નિશ્ચયનય એટલે કે:– વસ્તુ સત્યાર્થપણે જેમ હોય તેમજ કહેવું તે; એટલે નિશ્ચયનયની મુખ્યતાથી
જ્યાં કથન હોય ત્યાં તેનો તો સત્યાર્થ એમ જ છે એમ જાણવું. અને
(૨) વ્યવહારનય એટલે કે:– વસ્તુ સત્યાર્થપણે તેમ ન હોય પણ પર વસ્તુ સાથેનો સંબંધ બતાવવા
માટે કથન હોય–જેમ કે ‘ઘીનો ઘડો’ તે ઘીનો નથી પણ માટીનો છે, છતાં બન્ને એક જગોએ રહે છે તેટલું
બતાવવા તેને ‘ઘીનો ઘડો’ કહેવામાં આવે છે. એવી રીતે જ્યાં વ્ય્વહારનયથી કથન હોય ત્યાં ખરેખર તેમ નથી
પણ નિમિત્તાદિ બતાવવા માટે તે ઉપચારથી કથન છે, એમ સમજવું.
બન્ને નયોના કથનને સત્યાર્થ જાણવું એટલે કે ‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’ એમ
માનવું તે ભ્રમ છે. માટે નિશ્ચય કથનને સત્યાર્થ જાણવું અને વ્યવહાર કથનને સત્યાર્થ ન જાણવું પણ નિમિત્તાદિ
બતાવનારું તે કથન છે એમ સમજવું.
આ પ્રમાણે બન્ને નયોના કથનનો અર્થ કરવો તે બન્ને નયોનું ગ્રહણ છે. બન્ને ને આદરવા લાયક
ગણવા તે ભ્રમ છે. સત્યાર્થ ને જ આદરવા–લાયક ગણવું જોઈએ. (મોક્ષમાર્ગ પ્રકાશક–પા. ૨૫૬ ના આધારે)
નય=જ્ઞાનનું પડખું. નિમિત્ત=હાજરરૂપ અનુકુળ પરવસ્તુ.
મુખ્ય, બહિરતત્ત્વ ગૌણ પ્રતિપાદન કરવા અર્થે અથવા શિવકુમારાદિ સંક્ષેપ રૂચિ શિષ્યના પ્રતિબોધન
અર્થે પંચાસ્તિકાય પ્રાભ્રત શાસ્ત્ર રચ્યું”
સાતમે અને છઠ્ઠા ગુણસ્થાને બીરાજતા આ બન્ને મહાન આચાર્યો હતા એટલે તેમનું કથન સંપૂર્ણ
વિશ્વાસનિય છે. ભગવાન કુંદકુંદાચાર્યને ચારણ ઋદ્ધિ હતી એમ ચંદ્રગિરી અને વિંધ્યગીરી ઉપરના શીલાલેખો
ઉપરથી જાણી શકાય છે.
વર્તમાન પૌદ્ગલિક વિજ્ઞાન અને વિમાનયંત્રોના યુગમાં આધ્યાત્મિક વિજ્ઞાન અને ઋધિધારીઓની
શક્તિથી અપરિચિત જીવો પોતાના જ્ઞાનના ગજથી માપ કરે તો તેમને આ બનાવ ન પણ સમજાય પણ
ચારણઋદ્ધિ જેવી અસાધારણ શક્તિ ધરાવનાર મહાત્મા વિદેહક્ષેત્રની દુર્ગમયાત્રા કરી લે એ તેમને માટે એક
સાધારણ કાર્ય છે. ઋદ્ધિધારીઓ માટે સુદુરવર્તી ક્ષેત્રોમાં સ્વયં યા કોઈ આકાશગામી વ્યક્તિ સાથે જવાને માટે
માર્ગની વિષમતા કે દુર્ગમતા જરાપણ બાધક થતી નથી.
ભગવાન કુંદકુંદાચાર્યે બનાવેલાં શાસ્ત્રોમાં પોતાનું નામ કર્તા તરીકે (બાર અનુપ્રેક્ષા સિવાય) કોઈ
ઠેકાણે આપ્યું નથી તેમજ તેમના ગુરુ કે સંઘનું નામ પણ આપ્યું નથી. આત્મલીન પુરુષો એ બાહ્ય વસ્તુઓને
ગૌણ કરે એ ન્યાયસર છે અને તેથી ભગવાન કુંદકુંદ આચાર્યે પોતાની આ વિદેહગમન યાત્રા પણ જણાવી નથી.
પણ તેમણે બનાવેલા શાસ્ત્રોમાં “સર્વજ્ઞ વીતરાગ દેવ કહે છે કે” એમ જણાવી ઘણે ઠેકાણે પોતાના કથનને
વીતરાગ દેવની સાક્ષીથી દ્રઢ કર્યું છે. અને શ્રી પ્રવચનસારની ૩જી ગાથામાં વિદેહ ક્ષેત્રના વર્તમાન તીર્થંકર દેવોને
નમસ્કાર કર્યો છે તથા શ્રુતકેવળી ભદ્રબાહુના તેઓ અનુયાયી (પરંપરા) શિષ્ય છે એમ અષ્ટ પાહુડમાં જણાવી
નમસ્કાર કર્યા છે એ લક્ષમાં રાખવા યોગ્ય છે.
સ્ત્ર
ભગવાન કુંદકુંદાચાર્યના બનાવેલાં અનેક શાસ્ત્રો છે જેમાંથી થોડાક હાલમાં વિદ્યમાન છે. ત્રિલોકનાથ
સર્વજ્ઞદેવના મુખમાંથી વહેલી શ્રુતામૃતની સરિતામાંથી ભરી લીધેલાં તે અમૃત ભાજનો હાલમાં પણ અનેક
આત્માર્થીઓને આત્મ જીવન અર્પે છે. હાલ તેમના જે શાસ્ત્રો વિદ્યમાન છે તેનાં નામ નીચે મુજબ છે.
(૧) સમયસાર (૨) પ્રવચનસાર (૩) પંચાસ્તિકાય (૪) નિયમસાર (૫) અષ્ટપાહુડ (૬)
દશભક્તિ આદિ. આ બધાં શાસ્ત્રો ઉત્તમ પ્રકારનાં છે અને તેમાં સર્વોત્તમ શ્રી સમયસાર છે.
બનાવું પત્ર કુંદનના, રત્નોના અક્ષરો લખી;
તથાપિ કુંદસૂત્રોનાં અંકાયે મૂલ્ય ના કદી.

PDF/HTML Page 10 of 17
single page version

background image
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે પૂર્યા,
ગ્રંથાધિરાજ! તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
: પોષ : ૨૦૦૧ : આત્મધર્મ : ૪૧ :
સમયસર



શ્રી સમયસાર અલૌકિક શાસ્ત્ર છે. આચાર્ય ભગવાને આ જગતના જીવો પર પરમ કરૂણા કરીને આ
શાસ્ત્ર રચ્યું છે. તેમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ જેમ છે તેમ કહેવામાં આવ્યું છે. અનંત કાળથી પરિભ્રમણ કરતાં
જે કાંઈ સમજવું બાકી રહી ગયું છે તે આ પરમાગમમાં સમજાવ્યું છે. પરમકૃપાળુ આચાર્ય ભગવાન આ શાસ્ત્ર
શરૂ કરતાં પોતે જ કહે છે:– ‘કામ ભોગ બંધનની કથા બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે, અનુભવી છે પણ
પરથી જુદા એકત્વની પ્રાપ્તિ જ કેવળ દુર્લભ છે. તે એક–વની–પરથી ભિન્ન આત્માની–વાત હું આ શાસ્ત્રમાં
સમસ્ત નિજ વિભવથી (આગમ, યુક્તિ, પરંપરા અને અનુભવથી) કહીશ. ’ આ પ્રતિજ્ઞા પ્રમાણે આચાર્યદેવ
આ શાસ્ત્રમાં આત્માનું એકત્વ–પર દ્રવ્યથી અને પર ભાવોથી ભિન્નતા–સમજાવે છે. તેઓશ્રી કહે છે કે ‘જે
આત્માને અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત દેખે છે તે સમગ્ર જિનશાસનને દેખે છે. ’ વળી
તેઓ કહે છે કે ‘આવું નહિ દેખનાર અજ્ઞાનીનાં સર્વ ભાવો અજ્ઞાનમય છે. ’ આ રીતે, જ્યાંસુધી જીવને પોતાની
શુદ્ધતાનો અનુભવ થતો નથી ત્યાં સુધી તે મોક્ષમાર્ગી નથી, પછી ભલે વ્રત, સમિતિ ગુપ્તિ આદિ વ્યવહાર ચારિત્ર
પાળતો હોય અને સર્વ આગમો પણ ભણી ચૂક્યો હોય. જેને શુદ્ધ આત્માનો અનુભવ વર્તે છે તે જ સમ્યગ્દ્રષ્ટિ
છે. રાગાદિના ઉદયમાં સમકીતી જીવ કદી એકાકારરૂપ પરિણમતો નથી પરંતુ એમ અનુભવે છે કે ‘આ
પુદ્ગલકર્મરૂપ રાગના વિપાકરૂપ ઉદય છે; એ મારો ભાવ નથી, હું તો એક જ્ઞાયક ભાવ છું–’ અહીં પ્રશ્ન થશે કે
રાગાદિ ભાવો થતાં હોવા છતાં આત્મા શુદ્ધ કેમ હોઈ શકે? ઉત્તરમાં સ્ફટિકમણિનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું છે.
જેમ સ્ફટિકમણી લાલ કપડાના સંયોગે લાલ દેખાય છે–થાય છે તો પણ સ્ફટિકમણિના સ્વભાવની દ્રષ્ટિથી જોતાં
સ્ફટિકમણિએ નિર્મળપણું છોડ્યું નથી, તેમ આત્મા રાગાદિ કર્મોદયના સંયોગે રાગી દેખાય છે–થાય છે તો પણ
શુદ્ધનયની દ્રષ્ટિથી તેણે શુદ્ધતા છોડી નથી. પર્યાયદ્રષ્ટિએ અશુદ્ધતા વર્તતા છતાં દ્રવ્યદ્રષ્ટિએ શુદ્ધતાનો અનુભવ
થઈ શકે છે. તે અનુભવ ચોથે ગુણસ્થાને થાય છે. સમ્યગ્દ્રષ્ટિનું પરિણમન જ ફરી ગયું હોય છે. તે ગમે તે કાર્ય
કરતાં શુદ્ધ આત્માને જ અનુભવે છે. જેમ લોલુપી માણસ મીઠાના અને શાકના સ્વાદને જુદા પાડી શકતો નથી
તેમ અજ્ઞાની જ્ઞાનને અને રાગને જુદા પાડી શકતો નથી; જેમ અલુબ્ધ માણસ શાકથી મીઠાનો જુદો સ્વાદ લઈ
શકે છે તેમ સમ્યગ્દ્રષ્ટિ રાગથી જ્ઞાનને જુદું જ અનુભવે છે. હવે એ પ્રશ્ન થાય છે કે આવું સમ્યગ્દર્શન કઈ રીતે
પ્રાપ્ત કરી શકાય અર્થાત્ રાગને આત્માની ભિન્નતા કઈ રીતે અનુભવાંશે સમજાય? આચાર્ય ભગવાન ઉત્તર
આપે છે કે, પ્રજ્ઞારૂપી છીણીથી છેદતાં તે બન્ને જુદાં પડી જાય છે, અર્થાત્ જ્ઞાનથી જ–વસ્તુના યથાર્થ સ્વરૂપની
ઓળખાણથી જ–’ અનાદિ કાળથી રાગદ્વેષ સાથે એકાકારરૂપે પરિણમતો આત્મા ભિન્નપણે પરિણમવા લાગે છે;
આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે દરેક જીવે વસ્તુના યથાર્થ સ્વરૂપની ઓળખાણ કરવાનો સદા પ્રયત્ન
કરવો તે તેનું કર્તવ્ય છે.

યથાર્થ આત્મસ્વરૂપની ઓળખાણ કરાવવી તે આ શાસ્ત્રનો મુખ્ય ઉદેશ છે. તે ઉદેશને પહોંચી વળવા આ
શાસ્ત્રમાં આચાર્ય ભગવાને અનેક વિષયોનું નિરૂપણ કર્યું છે. જીવ અને પુદ્ગલને નિમિત્ત નૈમિત્તિકપણું હોવા
છતાં બન્નેનું તદન સ્વતંત્ર પરિણમન, જ્ઞાનીને રાગદ્વેષનું અકર્તા–અભોક્તાપણું, અજ્ઞાનીને રાગદ્વેષનું કર્તા–
ભોક્તાપણું, સાંખ્ય દર્શનની એકાંતિકતા, ગુણસ્થાન–આરોહણમાં ભાવનું અને દ્રવ્યનું નિમિત્તનૈમિત્તિકપણું,
વિકારરૂપે પરિણમવામાં અજ્ઞાનીનો પોતાનો જ દોષ, મિથ્યાત્વાદિનું જડપણું તેમ જ ચેતનપણું, પુણ્ય અને પાપ
બન્નેનું બંધ સ્વરૂપપણું, મોક્ષમાર્ગમાં ચરણાનુયોગનું સ્થાન ઈત્યાદિ અનેક વિષયોમાં આ શાસ્ત્રમાં પ્રરૂપ્યા છે.

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૪૨ : આત્મધર્મ : પોષ : ૨૦૦૧ :
એ બધાનો હેતુ ભવ્ય જીવોને યથાર્થ મોક્ષમાર્ગ બતાવવાનો છે. આ શાસ્ત્રની મહત્તા જોઈને ઉલ્લાસ
આવી જતાં શ્રી જયસેન આચાર્યવર કહે છે કે ‘જયવંત વર્તો તે પદ્મનંદી આચાર્ય અર્થાત્ કુંદકુંદ આચાર્ય કે
જેમણે મહાતત્ત્વથી ભરેલો પ્રાભ્રતરૂપી પર્વત બુદ્ધિરૂપી શિર પર ઉપાડીને ભવ્ય જીવોને સમર્પિત કર્યો છે. ’
ખરેખર આ કાળે આ શાસ્ત્ર મુમુક્ષુ ભવ્યજીવોનો પરમ આધાર છે. આવા દુષમકાળમાં પણ આવું અદ્ભુત
અનન્ય–શરણભૂત શાસ્ત્ર–તીર્થંકરદેવના મુખમાંથી નીકળેલું અમૃત–વિદ્યમાન છે તે આપણું મહા સદ્ભાગ્ય છે.
નિશ્ચય વ્યવહારની સંધિપૂર્વક યથાર્થ મોક્ષમાર્ગની આવી સંકલનાબદ્ધ પ્રરૂપણા બીજા કોઈ પણ ગ્રંથમાં નથી.
પરમપૂજ્ય સદ્ગુરુદેવના શબ્દોમાં કહું તો– ‘આ સમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે; લાખો શાસ્ત્રોનો
નિચોડ એમાં રહેલો છે, જૈન શાસનનો એ સ્થંભ છે; સાધકની એ કામધેનું છે, કલ્પવૃક્ષ છે. ચૌદ પૂર્વનું રહસ્ય
એમાં સમાયેલું છે. એની દરેક ગાથા છઠ્ઠા–સાતમાં ગુણસ્થાને ઝુલતા મહામુનિના આત્મ–અનુભવમાંથી નીકળેલી
છે. આ શાસ્ત્રના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના
સમવસરણમાં ગયા હતા અને ત્યાં અઠવાડિયું રહ્યા હતા એ વાત યથાતથ્ય છે, અક્ષરશ: સત્ય છે, પ્રમાણ–સિદ્ધ
છે, તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. તે પરમ ઉપકારી આચાર્ય ભગવાને દેવની નિરક્ષરી “કારધ્વનિમાંથી
રચેલા આ સમયસારમાં તીર્થંકર નીકળેલો જ ઉપદેશ છે.’
સમયસાર – પર – પ્રવચનો
આ પુસ્તકમાં પરમપૂજ્ય સદ્ગુરુદેવના સમયસારની પહેલી તેર ગાથાઓનાં પ્રવચનો છે, જેમાં અદ્ભુત
શૈલીથી તદ્ન સરળ ભાષામાં સમયસારના શબ્દે શબ્દની છણાવટ કરીને તેનું મૂળ રહસ્ય સમજાવવામાં આવ્યું
છે, અને તેના ૬૦૦ ઉપરાંત પાના છે. તેની કિંમત રૂ. ૩–૦–૦ છે, ટુંક વખતમાં આ ગ્રંથ તૈયાર થઈ જશે. આ
ગ્રંથની કિંમત ભરીને અગાઉથી ગ્રાહક થઈ શકાય છે.
પ્ર વ ચ ન સ ર
ગૂંથ્યા પાહુડ ને ગૂંથ્યું પંચાસ્તિ, ગૂંથ્યું પ્રવચનસાર રે જીવજીની વાણી ભલી.


(આ ગ્રંથમાં) આચાર્યદેવે સૌથી પહેલાંં પંચપરમેષ્ઠિઓને નમસ્કાર કરીને આત્મા અને તેના ગુણોના
વિકાસનું વર્ણન કર્યું છે. સરાગ ચારિત્ર કર્મબંધનું કારણ હોવાથી તે હેય છે અને વિરાગ ચારિત્ર મોક્ષપ્રાપ્તિનું
સાધન હોવાથી તે ઉપાદેય છે. આત્મસ્વરૂપની સન્મુખનું ચારિત્ર તેજ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે.
આકુળતા–રહિત આત્માના પરિણામને સમભાવ કહે છે અર્થાત્ રાગરહિત સ્વરૂપ સ્થિરતા એ જ આત્માનો
સ્વભાવ કે આત્માનો ધર્મ છે.
શુભોપયોગ અર્થાત્ પંચપરમેષ્ઠિનું ધ્યાન, (વિકલ્પદ્વારા) આત્માનું ચિંતન, વ્રતનો અભ્યાસ અને
તપશ્ચરણ વગેરે પરિણામો થવા તે શુભ છે. તેના ફળરૂપે આત્મા દેવ અથવા મનુષ્ય પર્યાયમાં અનેક પ્રકારની
બાહ્ય સગવડો પામે છે, પરંતુ તે બાહ્ય સામગ્રીમાં આત્માનું વાસ્તવિક કે અવિનાશી સુખ નથી.
શુદ્ધોપયોગ ધારણ કરવાથી બધા દુઃખ અને કલેશનો સ્વયં નાશ થઈ જાય છે. જે જીવ અરિહંત
ભગવાનના સ્વરૂપને પૂર્ણ રીતે જાણે છે તે પોતાના આત્માનું સ્વરૂપ પણ જાણી લે છે, આત્મા અને પરમાત્માનો
ભ્રમ (ભેદ) તેના મનમાંથી દૂર થઈ જાય છે. આ ભ્રાંતિ (આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ) ટળી જવાથી
આત્મા પોતે જ અર્હંતદશા (પરમાત્મદશા) ને પામે છે અને બધા કર્મોનો નાશ કરીને મોક્ષની પ્રાપ્તિનો લાભ
કરી લે છે. આત્મા અને પરમાત્માના (સાચા જ્ઞાનરૂપ) વિવેકથી જ સમ્યગ્જ્ઞાનનો વિકાસ થાય છે.
વિશ્વમાં જેટલા દ્રવ્યો છે તે બધા, જુદા જુદા ગુણ–પર્યાય સહિત જ્ઞેય છે; ઉત્પાદ્–વ્યય

PDF/HTML Page 12 of 17
single page version

background image
: પોષ : ૨૦૦૧ : આત્મધર્મ : ૪૩ :
ધુ્રવ (તે દ્રવ્યનું લક્ષણ છે) તેના કારણે દ્રવ્યની અવસ્થા દરેક સમયે બદલાયા કરે છે, અર્થાત્ એક અવસ્થાનો
વ્યય થાય છે તે જ વખતે બીજી અવસ્થાનો ઉત્પાદ થાય છે તેથી બધી વસ્તુઓ પોત–પોતાના ગુણ પર્યાય સહિત
પોતાથી છે.
દ્રવ્ય બે પ્રકારના છે:– ચેતન અને અચેતન; જીવ અર્થાત્ ચેતન જ્ઞાનસ્વરૂપ છે અને અજીવ અર્થાત્
અચેતન જ્ઞાન વગરના છે; પુદ્ગલ ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ પાંચ ભેદો અજીવ દ્રવ્યના છે. આ બધા
દ્રવ્યો (છ એ દ્રવ્યો) લોકાકાશમાં રહેલા છે. અલોકાકાશમાં એક માત્ર આકાશ દ્રવ્ય છે. બીજું કોઈ દ્રવ્ય ત્યાં
નથી. કાળદ્રવ્ય બહુપ્રદેશી નથી, બાકીના પાંચે દ્રવ્યો બહુપ્રદેશી છે તેથી તેમને અસ્તિકાય કહેવાય છે.
આત્મા ચેતના સ્વરૂપ છે. શુભ અને અશુભ એ બે પ્રકારનો રાગસહિત ઉપયોગ તે અશુદ્ધચેતનાસ્વરૂપ
છે; રાગરહિત ઉપયોગ શુદ્ધરૂપ જ હોય છે તે શુદ્ધ ચેતનાસ્વરૂપ છે.
પોતાના ગુણ કે અવગુણના વિકાસનું (અર્થાત્ નિર્મળ પર્યાય થવાનું કે મલિન થવાનું) કારણ આત્મા
પોતે જ છે. જ્યારે રાગદ્વેષરૂપ બધા ભાવોથી સર્વથા જુદો થઈ જાય ત્યારે આત્મા પોતાના સ્વરૂપમાં એકાકાર
થાય છે. આત્મા પોતાના સ્વભાવથી જાણનાર છે. અને બધી વસ્તુઓ સાથે તેને જ્ઞેય–જ્ઞાયક સંબંધ છે (અર્થાત્
તેના જ્ઞાનમાં બધી વસ્તુઓ જણાવા યોગ્ય છે) પણ કોઈ વસ્તુની સાથે આત્માને સ્વામીપણાનો સંબંધ નથી
(એટલે આત્મા કોઈનો કર્તા નથી.)
• પંચાસ્તિકાય •
આ ગ્રંથમાં આચાર્યદેવે ૧૭૨ ગાથાઓ દ્વારા જીવ, પુદ્ગલ ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ દ્રવ્યોને, તે
દ્રવ્યો હમેશાં પોતપોતાના અનેક ગુણો અને ફેરફારવાળી પર્યાયમાં વર્તતા હોવાથી અસ્તિ સ્વભાવવાળા અને
ઘણા પ્રદેશોવાળા હોવાથી કાયવાળા બતાવીને તે (ઉપર કહેલા પાંચ દ્રવ્યો) ને ‘પંચાસ્તિકાય’ એવા નામથી
ઓળખાવ્યા છે અને તેને ઉત્પાદ–વ્યય ધુ્રવને આધીન હોવાથી ત્રણ લોકની રચનાનું કારણ સિદ્ધ કર્યું છે.
આ પંચાસ્તિકાય દ્રવ્યના સદા બદલવાથી કાળ દ્રવ્યનું હોવાપણું પણ નક્કી થઈ જાય છે. તે કાળ દ્રવ્ય
અસંખ્યાત છે. દરેક એક પ્રદેશી હોવાને લીધે ‘અસ્તિકાય’ દ્રવ્યોની ગણતરીમાં તેને લીધું નથી, છતાં પણ
પ્રકરણવશ જરૂરિયાત પ્રમાણે કોઈ કોઈ ઠેકાણે ગૌણ રૂપથી તેનું વર્ણન કરવામાં આવ્યું છે.
દરેક દ્રવ્યની સત્તા બીજા દ્રવ્યોની સત્તાથી બિલકુલ અલગ છે.
ત્યાર પછી આચાર્યદેવે જીવ દ્રવ્યની સંસારી અને મુક્ત અવસ્થાઓનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
પુદ્ગલ દ્રવ્યના પરમાણુઓ અને તેનો સ્કંધ (જથ્થો) એ વગેરેનું કથન કર્યું છે, પછી ધર્મ અને અધર્મ
એ બે દ્રવ્યોનું દૃષ્ટાંત સહિત વર્ણન કર્યું છે આકાશ દ્રવ્યને લોકાકાશ અને અલોકાકાશ ની અપેક્ષાથી સમજાવ્યું છે
અને કાળદ્રવ્યની વ્યાખ્યા પણ ટુંકમાં કરી છે.
પ્રવચનસાર – ગુજરાતી
પ્રવચનસારની મૂળ સંસ્કૃત ટીકાના આધારે તેનું ગુજરાતી ભાષાંતર ભાઈશ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ
(જેમણે સમયસારનું ગુજરાતી અનુવાદન કર્યું છે તેઓ) કરી રહ્યા છે, આ ગ્રંથ કુંદકુંદભગવાનનું અલૌકિકરત્ન
છે. પૂ. સદ્ગુરુદેવ આ ગ્રંથ સંબંધે કહે છે કે “આ એક અપૂર્વ ગ્રંથ તૈયાર થશે, બે હજાર વર્ષમાં ગુજરાતી
ભાષામાં નહિ થયેલો એવો અપૂર્વ આ ગ્રંથ તૈયાર થશે” વળી સાથે સાથે હર્ષની વાત તો એ છે કે શ્રી
હિંમતલાલ ભાઈ તેમની અદ્ભુત કવિત્વ શક્તિનો લાભ આપી મૂળગાથાઓને વળગીને તેનો ગુજરાતી
પદ્યાનુવાદ હરિગીત છંદમાં તૈયાર કરે છે... આ–મહાન ગ્રંથની કિંમત રૂા. ૩–૦–૦ છે. અગાઉથી કિંમત ભરી
ગ્રાહક થઈ શકાય છે.

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૪૪ : આત્મધર્મ : પોષ : ૨૦૦૧ :
મોક્ષ અને પુણ્ય, પાપ એ નવ તત્ત્વોનું ક્રમ પ્રમાણે વિસ્તારથી કથન કર્યું છે. સમ્યગ્દર્શન–જ્ઞાન ચારિત્રરૂપ
રત્નત્રયીની વ્યાખ્યા આપીને તેને મોક્ષપ્રાપ્તિનું સાધન સાબિત કર્યું છે.
જીવ અને અજીવનો પરસ્પર સંબંધ (નિમિત્તપણું) બતાવીને પુણ્યને શુભ અને પાપને અશુભ
પરિણામરૂપ કહ્યા છે, શુભભાવને શુભકર્મબંધનું અને અશુભ ભાવને અશુભ કર્મબંધનું કારણ બતાવ્યું છે; પરંતુ
આ શુભ અશુભ કર્મબંધથી છુટવા માટે શુભ–અશુભ બન્ને પ્રકારના ભાવોનો સમસ્ત પ્રકારે ત્યાગ કરવાનો
ઉપદેશ આપ્યો છે.
શુદ્ધોપયોગ દ્વારા પરમપદ (મોક્ષ) તથા ઉત્કૃષ્ટ અવસ્થા પ્રાપ્ત કરીને અનંતદર્શન, અનંતજ્ઞાન,
અનંતવીર્ય, તથા અનંત સુખ, એ અનંતચતુષ્ટયરૂપ પોતાના સ્વભાવમાં આત્મા સ્થિત થઈ જાય છે. અનાદિ
કાળની પોતાની વિકારી અવસ્થાનો સમસ્ત પ્રકારે નાશ કરીને પોતાની સ્વાભાવિક નિર્વિકાર અવસ્થાને આત્મા
પ્રાપ્ત કરે છે.
• નયમસર •
આ અધ્યાત્મજ્ઞાનથી ભરપૂર ગ્રંથમાં કુલ ૧૨ અધિકાર અને ૧૮૭ ગાથાઓ છે.
પહેલાં ઓગણીસ ગાથાના જીવાધિકારમાં આચાર્યદેવે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રય ને ‘નિયમ’
કહ્યો છે કે જે સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. એ જ ‘સાર’ પણું છે–એ રીતે ‘નિયમસાર’ નો અર્થ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ
કર્યો છે.
ક્ષુધા, તૃષા, ભય, ક્રોધ, રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, ખેદ, સ્વેદ, મદ, રતિ, અરતિ, આશ્ચર્ય,
નિંદ્રા, જન્મ અને આકુળતા એ અઢાર દોષોથી રહિત અને કેવળજ્ઞાન વગેરે પરમ ઐશ્વર્ય (શક્તિ) સહિત
પરમાત્મા આપ્ત અર્થાત્ પૂજ્ય કહેવાય છે. પૂર્વાપર વિરોધ રહિત શુદ્ધ, હિતકર અને મધુર એવા આપ્ત વચનોને
આગમ કહે છે; અને આગમમાં કહેલા ગુણપર્યાયો સહિત જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ એ છ
દ્રવ્યો જ તત્ત્વાર્થ છે. આવા આપ્ત, આગમ અને તત્ત્વાર્થની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન છે.
આ છ દ્રવ્યોમાંથી જીવ દ્રવ્ય ચૈતન્યસ્વરૂપ છે. આત્માના ચૈતન્ય ગુણની સાથે વર્તવાવાળા પરિણામને
ઉપયોગ કહે છે, જે (ઉપયોગ) દર્શન અને જ્ઞાન એવા ભેદથી બે પ્રકારનો છે. અતીન્દ્રિય, અસહાય એવું
કેવળજ્ઞાન તે આત્માનો સ્વભાવ છે. મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યયજ્ઞાન તે અપૂર્ણ જ્ઞાન છે. એજ પ્રમાણે
દર્શનોપયોગ પણ સ્વભાવ અને વિભાવ એવા ભેદથી બે પ્રકારનો છે. કેવળદર્શન તે સ્વભાવ ઉપયોગ છે અને
ચક્ષુ, અચક્ષુ તથા અવધિ દર્શન તે અપૂર્ણ દર્શનોપયોગ છે.
પર્યાય બે પ્રકારની છે:– (૧) સ્વ પર અપેક્ષિત (૨) નિરપેક્ષ. તે પર્યાયોનું સ્વરૂપ બતાવ્યું છે.
બીજા અઢાર ગાથાના અજીવાધિકારમાં પુદ્ગલ દ્રવ્યના એક છૂટો પરમાણુ અને સ્કંધ એવા બે ભેદ કહ્યા
છે. પુદ્ગલ દ્રવ્ય આત્માના સ્વરૂપથી સર્વથા જુદું છે પછી તે પુદ્ગલ છૂટો પરમાણુ હોય કે સ્કંધરૂપ હોય. તેના
લક્ષે વર્તતો આત્મા અશુદ્ધ, વિભાવસહિત અને વિકારરૂપ છે–એમ કહ્યા પછી ધર્મ, અધર્મ, આકાશ અને કાળ
દ્રવ્યોના લક્ષણ તથા તેના ભેદ અને વિશેષ ભેદનું વર્ણન કર્યું છે.
ત્રીજા અઢાર ગાથાના શુદ્ધભાવ અધિકારમાં મોક્ષાર્થી જીવોને નિરંતર આ પ્રકારની ભાવના કરવાનો
ઉપદેશ આપ્યો છે કે:– માન, અપમાન, હર્ષ, વિષાદ, બંધ, ઉદય, જન્મ, જરા, રોગ, મૃત્યુ, શોક, ભય, કુળ, જાતિ,
યોનિ, શરીર, સમાસ, માર્ગણા, દંડ, દ્વંદ, રાગદ્વેષ, શલ્ય, મૂઢતા વિષય, કષાય, કામ, મોહ, ગોત્ર, વેદ, સંસ્થાન,
સંહનન વગેરે બધા વિકારોથી આ શુદ્ધસ્વરૂપી આત્મા તદ્ન રહિત છે, એ રીતે વિભાવ ભાવોથી જુદો શુદ્ધ
આત્મા એ જ ઉપાદેય છે, બાકીના બાહ્ય તત્ત્વો હોય છે. આઠ ગુણ સહિત જેવા સિદ્ધભગવાનના આત્મા
અવિનાશી, નિર્મળ, લોકના અગ્રભાગે બિરાજે છે તેવા જ શુદ્ધસ્વરૂપી બધા સંસારી જીવો પણ નિશ્ચયનયથી છે.
વિપરીત અભિપ્રાયથી રહિત તત્ત્વ શ્રદ્ધાન તે સમ્યગ્દર્શન છે અને સંશય, મોહ વિભ્રમથી રહિત હેય ઉપાદેયનું
જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે.
ચોથા અઢાર ગાથાના વ્યવહાર ચારિત્ર અધિકારમાં એ બતાવ્યું છે કે જીવ અને અજીવના ભેદ વિજ્ઞાનનો
અભ્યાસ કરવાથી વીત

PDF/HTML Page 14 of 17
single page version

background image
: પોષ : ૨૦૦૧ : આત્મધર્મ : ૪૫ :
રાગ મુનિ જ સમ્યક્ચારિત્રને પ્રાપ્ત થઈ શકે છે.
પાંચમા અઢાર ગાથાના નિશ્ચય પ્રતિક્રમણ અધિકારમાં ચારિત્રને દ્રઢ કરવા માટે નિશ્ચય પ્રતિક્રમણનું
વર્ણન કર્યું છે. વાણી તરફનું બધું લક્ષ અને રાગ–દ્વેષ ભાવોને છોડીને આત્માના શુદ્ધ સ્વરૂપનું ચિંતવન કરવું,
વિરાધના (સ્વરૂપથી ખસીને જે શુભાશુભ ભાવ થાય તે વિરાધના છે તેને અહીં પાપક્રિયા કીધી છે–તે) છોડીને
આરાધના (આત્મસ્વરૂપમાં સ્થિરતા તે આરાધના છે તે) માં લીન થવું, ઉન્માર્ગથી પાછા ફરીને શુદ્ધ સ્વરૂપમાં
સન્મુખ રહેવું, માયા મિથ્યાત્વ નિદાન ભાવોથી છૂટીને શલ્ય રહિત થવું, આર્ત્ત રૌદ્ર ધ્યાન છોડીને ધર્મ–શુક્લ
ધ્યાનમાં લીન થવું, મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્રને સર્વથા છોડીને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ભાવના કરવી–તે
પ્રતિક્રમણ છે. એ રીતે બધા પરભાવો અને ક્રિયાઓથી છ્રૂટીને આત્મામાં સ્થિર થવું તે જ સાચું પ્રતિક્રમણ છે–કે
જે મોક્ષ પ્રાપ્તિનું વાસ્તવિક સાધન છે.
છઠ્ઠા બાર ગાથાના નિશ્ચય પ્રત્યાખ્યાન અધિકારમાં–સાધુજનો આહાર પછી હમેશાં આવતા દિવસો માટે
પોતાની શક્તિ પ્રમાણે યોગ્યકાળ સુધી આહારના ત્યાગનો વિકલ્પ કરે છે તે રૂપ વ્યવહાર પ્રત્યાખ્યાનનું કથન
નથી પણ પોતાના સ્વરૂપની સ્થિરતા કરવાના પ્રયોજનથી બધા પરભાવોનો સર્વથા ત્યાગ કરવો તેને સાચું
પ્રત્યાખ્યાન બતાવ્યું છે.
સાતમા છ ગાથાના નિશ્ચયાલોચનાધિકારમાં વીતરાગ–ભાવસ્વરૂપ પરિણામથી આત્મસ્વરૂપનું
અવલોકન કરવું (સ્થિરતા કરવી) તે આલોચનાનું લક્ષણ કહ્યું છે. જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારના દ્રવ્ય–કર્મ,
ઔદારીક–વૈક્રિયિક–આહારક એ ત્રણ પ્રકારના શરીર એ નોકર્મ–આત્માના સ્વભાવ જ્ઞાનથી વિભાવરૂપ મતિ,
શ્રુત, અવધિ અને મન: પર્યાય જ્ઞાન અને આત્માની વિભાવ વ્યંજન પર્યાય દેવ, મનુષ્ય તિર્યંચ અને નારક છે–
તેનાથી રહિત આત્માના સ્વરૂપનું ધ્યાન કરવું તે સાચી આલોચના છે.
આઠમાં નવ ગાથાના નિશ્ચય પ્રાયશ્ચિત અધિકારમાં વ્રત, સમિતિ, શીલ અને સંયમમાં પ્રવૃત્ત વિભાવરૂપ
શુભ ભાવોનો ક્ષય કરનારી ભાવનામાં વર્તવું તથા આત્માના સ્વરૂપનું ચિંતવન અથવા આત્મસ્થિરતા પ્રાપ્ત
કરવી તે સાચું પ્રાયશ્ચિત છે એમ કહ્યું છે. એ રીતે શરીર વગેરે પરદ્રવ્યોનું મમત્ત્વ તથા તે તરફના વિકલ્પને
છોડીને સકલ વિકલ્પો એટલે કે શુભાશુભ ભાવ છોડીને આત્મસ્વરૂપમાં એકાકાર રૂપ લીન થઈ જવું તે જ બધા
દોષ અને પાપોનું સાચું પ્રાયશ્ચિત છે.
નવમા બાર ગાથાના પરમસમાધિ અધિકારમાં આચાર્ય દેવે બતાવ્યું છે કે વીતરાગ ભાવપૂર્વક વાણી
તરફના વિકલ્પને છોડીને આત્માનું ચિંતન કરવું, સંયમ–નિયમ અને તપ દ્વારા ધર્મધ્યાનમાં એકાગ્ર થવું અને
પુણ્ય–પાપનું કારણ જે રાગ–દ્વેષ તેને છોડીને સ્વરૂપમાં સ્થિરતારૂપ સમભાવ ધારણ કરવો અને હાસ્ય, રતિ,
અરતિ, શોક, ભય, જુગુપ્સા, અને સ્ત્રી–પુરુષ તથા નપુંસક એ ત્રણ વેદ એવા નવ પ્રકારના નોકષાયોને છોડી
દેવા તે પરમ સમાધિ છે.
દસમા સાત ગાથાના પરમ ભક્તિ અધિકારમાં આચાર્યદેવે એ પ્રતિપાદન કર્યું છે કે સંસાર પરિભ્રમણથી
મુક્ત થવાના કારણભૂત એવા રત્નત્રય સ્વરૂપની દ્રઢ ભક્તિ થવી તેજ પરમ ભક્તિ છે. સિદ્ધસ્વરૂપના
(પોતાના) ગુણોને ભેદ અને ઉપભેદ સહિત જાણીને તે ગુણોમાં આત્માની (ગુણોથી અભેદ એવા આત્માની)
ભક્તિ થવી અને રાગ–દ્વેષ વિષય કષાયાદિ
મોક્ષની ક્રિયા
શ્રી રામજીભાઈ માણેકચંદ દોશીનું લખાણ પુસ્તકરૂપે આ પહેલી જ વાર પ્રગટ
થાય છે. આ પુસ્તકમાં તેના નામ પ્રમાણે ‘કઈ ક્રિયા કરવાથી મોક્ષ થાય...?’ એ પ્રશ્નનો
ઉત્તર અનેક ન્યાયપૂર્ણદલીલોથી તદ્ન સરળ અને સચોટ રીતે આપવામાં આવ્યો છે.
અહીં ક્રિયાનું ઉત્થાપન નથી થતું પણ વાસ્તવિક મોક્ષની ક્રિયા શું તેનું સ્થાપન થાય છે–
એ આ નાના શાસ્ત્રમાં બહુ સુંદર રીતે બતાવ્યું છે... આ પુસ્તક ટૂંક વખતમાં પ્રગટ થશે.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૪૬ : આત્મધર્મ : પોષ : ૨૦૦૧ :
વિભાવોને છોડીને પોતાના સ્વરૂપ–ભાવમાં પરિણમન કરવું તે જ પરમ ભક્તિ છે.
અગીઆરમાં વીશ ગાથાના નિશ્ચય આવશ્યક અધિકારમાં આચાર્યદેવે ‘આવશ્યક’ નો અર્થ ‘અવશપણું’
અર્થાત્ સ્વાધીનતા કર્યો છે. પર પદાર્થના લક્ષે થતા શુભાશુભ ભાવોથી છૂટીને પોતાના ગુણોમાં (આત્મામાં)
સ્થિર થઈ જવું તે સ્વાધીનતા છે, તે જ વાસ્તવિક મોક્ષમાર્ગ છે, આ માર્ગનું ગ્રહણ કરવું તે દરેક આત્માનું પરમ
આવશ્યક એટલે કે ખાસ કરીને કરવા યોગ્ય કર્તવ્ય છે. આત્માના વીતરાગ યોગીશ્વર સ્વરૂપનું પરભાવોમાં ન
ફસાવું અર્થાત્ પર ભાવોનો સર્વથા નાશ કરવો એ જ જરૂરી કરવા યોગ્ય કર્તવ્ય છે. આત્માથી અત્યંતપણે જુદા
એવા પરપદાર્થોનું લક્ષ કરીને શુભાશુભ ભાવોને આધીન થવું, છ દ્રવ્યોના ગુણ–પર્યાયના વિકલ્પ કરવા, પુણ્ય–
પાપરૂપ પરિણામોમાં પ્રવર્તવું એ વગેરેરૂપ પરાધીનતાને (પર લક્ષે થતા વિકલ્પોને) છોડીને આત્માના
સ્વભાવનું ધ્યાન કરવું તે જ સ્વાધીનતા છે. એ સ્વાધીનતારૂપ આવશ્યક કર્યા વિના બધું ચારિત્ર ભ્રષ્ટ છે અને
નિષ્ફળ છે; અર્થાત્ ચારિત્ર હોતું જ નથી.
બારમાં અઠાવીસ ગાથાના શુદ્ધોપયોગ અધિકારમાં આચાર્યદેવે એ નિરૂપણ કર્યું છે કે જેમ સૂર્યનો પ્રકાશ
અને ગરમી એક સાથે જ પ્રગટે છે તેમ કેવળજ્ઞાન અને કેવળદર્શન એક સાથે પ્રકાશમાન થાય છે. એ રીતે દર્શન
અને જ્ઞાન બન્ને સ્વ–પર પ્રકાશક છે. આત્મા સ્વભાવથી જ દર્શન જ્ઞાનસ્વરૂપ છે. બધા રૂપી અને અરૂપી દ્રવ્યોને
ગુણ પર્યાયો સહિત જેમ છે તેમ એક સાથે જાણવું તે પ્રત્યક્ષ જ્ઞાન છે. કેવળીને ઈચ્છાનો અભાવ હોય છે અને
ઈચ્છાના અભાવમાં દેખવું, જાણવું, વાણી છૂટવી, સ્થિર રહેવું કે ચાલવું વગેરે કર્મ બંધનું કારણ નથી. કેવળીને
આયુકર્મની પૂર્ણતા થતાં બાકીના અઘાતિયા કર્મો પણ ક્ષય થઈ જાય છે; અને આત્મા લોક શિખરની ટોચે
બિરાજમાન થાય છે, જ્યાં સંસારીક સુખ, દુઃખ, પીડા, બાધા જન્મ, મરણ, નિદ્રા, તૃષા, ક્ષુધા, દ્રવ્યકર્મ, નોકર્મ,
ઈન્દ્રિય–વિષય, ઉપસર્ગ, મોહ, આશ્ચર્ય, ચિંતા, ધ્યાન વગેરે વિકારનો અભાવ છે, અને આત્મા અનંતદર્શન–
અનંત–જ્ઞાન–અનંતવીર્ય–અનંતઆનંદમય સચ્ચિદાનંદ સ્વરૂપ અવિનાશી અને નિર્વિકારી અવસ્થામાં રહે છે.
જૈનો કર્મવાદી નથી પણ યથાર્થ આત્મજ્ઞાના
અને વિશ્વ સ્વરૂપના જ્ઞાતા છે.
આવી અવસ્થાને નિર્વાણ કહે છે. તે દશાની પ્રાપ્તિ થતાં આત્મા કૃતકૃત્ય અને સિદ્ધ થઈ જાય છે. અને
અનંત ચતુષ્ટય સહિત હોય છે. આ દશા અર્થાત્ પરમ પદ પ્રાપ્ત કરવું તે દરેક આત્માનું ધ્યેય છે–અર્થાત્ બધા
કરતાં પરમ પદની પ્રાપ્તિ એ જ મુખ્ય છે. પોતે લક્ષમાં લીધેલા પદની પ્રાપ્તિની નિરંતર ભાવના અને પરમ ધ્યેય
એવા સિદ્ધ સ્વરૂપી પરમાત્માના ગુણ ચિંતનમાં (શુદ્ધ–સ્વરૂપની ભાવનામાં) એકાગ્ર થઈ જવું તે શુદ્ધોપયોગ છે.
આ શુદ્ધોપયોગ નિર્વાણ અર્થાત્ સિદ્ધદશાની પ્રાપ્તિનું ખરેખર કારણ છે.
• અષ્ટપાહુડ •
દર્શનપ્રાભ્રતની ૩૬ ગાથાઓ દ્વારા સમ્યગ્દર્શનનું મહત્ત્વ વર્ણવ્યું છે; સામાન્ય રીતે તેનો અર્થ જીનેન્દ્ર
ભગવાને ઉપદેશેલા સિદ્ધાંતોની દ્રઢ શ્રદ્ધા કરવી અને આત્માના સ્વાભાવિક ગુણોને યથાર્થ રૂપે જાણી લેવું તે છે.
આ જ (સમ્યગ્દર્શન જ) ધર્મનો આધાર અને મુક્તિમાર્ગનું સુનિશ્ચિત સાધન છે, તેના વિના જ્ઞાન, ચારિત્ર કે
તપનું કાંઈ મૂલ્ય નથી, અને તેનાથી (સમ્યગ્દર્શનથી) અશુદ્ધતાનો નાશ થાય છે, તેના વિના સંસાર
પરિભ્રમણથી છૂટી શકાતું નથી.
સમ્યગ્દશન વગર પણ્ય પણ પણ્યરૂપ નથ.
જો કોઈ મનુષ્ય જીવન સફળ બનાવવા ધારતું હોય તો તેણે સાચી ભક્તિ અર્થાત્ આત્મભક્તિ દ્વારા
સાચી શ્રદ્ધા પ્રાપ્ત કરવી એ જરૂરનું છે.
“જૈન” એ ગુણવાચક નામ છે. કોઈ સંપ્રદાય સૂચક નથી. તેનો અર્થ રાગદ્વેષને જીતનારા એવો થાય છે.
જે જીવોને તે ગુણ પ્રગટે તે જ સંપૂર્ણપણે સત્ના જ્ઞાતા અને પ્રરૂપક હોઈ શકે. તેમનું કથન સંપૂર્ણપણે સત્ય જ
હોય. તે જીવોએ પોતાની સંપૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત કરેલી હોય છે; તેથી તેઓ જ આત્મસ્વરૂપની

PDF/HTML Page 16 of 17
single page version

background image
: પોષ : ૨૦૦૧ : આત્મધર્મ : ૪૭ :
તથા વિશ્વ સ્વરૂપના જ્ઞાતા હોઈશકે.
જૈનધર્મ કોઈ વ્યક્તિના કથન, પુસ્તક, ચમત્કાર કે વિશેષ વ્યક્તિ પર નિર્ભર નથી. તે તો સત્યનો અખંડ
ભંડાર, વિશ્વનો ધર્મ છે. અનુભવ તેનો આધાર છે. યુક્તિવાદ તેનો આત્મા છે. એ ધર્મને કાળની મર્યાદામાં કેદ
કરી શકાય નહિ. પદાર્થોના સ્વરૂપનો તે પ્રકાશક છે. ત્રિકાળ અબાધિત સત્યરૂપ છે. વસ્તુઓ અનાદિ અનંત છે.
તેથી તેનું સ્વરૂપ પ્રકાશક તત્ત્વજ્ઞાન અને તેના સત્ય જ્ઞાતા પણ અનાદિ અનંત છે.
ભગવાન કુંદકુંદાચાર્ય તે માંહેના એક સત્યજ્ઞાતા છે. જૈન–તત્ત્વજ્ઞાન અનાદિ અનંત વસ્તુઓનું યથાર્થ
પ્રકાશક છે અને આત્માને ન ઓળખે તે જૈન નથી એમ તેમણે બેધડકપણે દાંડી પીટીને જાહેર કર્યું છે. પોતાને
જૈનના શ્રમણો હોવાનું જણાવે છે છતાં ‘કર્મ આત્માને અજ્ઞાની કરે’ વિગેરે પ્રકારે કહી જૈનોને કર્મવાદી કહે છે
તેઓ શ્રમણાભાસો છે, તેઓ તેમની બુદ્ધિના અપરાધથી સૂત્રના સાચા અર્થને નહિ જાણનારા છે–એમ શ્રી
સમયસારની ગાથા ૩૩૦ થી ૩૪૪ સુધીમાં તેઓ કહે છે.
વળી તેઓ કહે છે કે–જેઓ પરનું કાંઈપણ કાર્ય આત્મા કરી શકે છે એમ માનતા હોય તો, તેઓ જૈનના
સાધુઓ હોય તો પણ, તેઓ અજ્ઞાની જ છે, કેમકે તેમને અને અજ્ઞાનીઓને અપસિદ્ધાંતની (ઊંધા સિદ્ધાંતની)
સમાનતા છે. લોક ઈશ્વરને કર્તા માને છે અને તે મુનિઓએ આત્માને પરનો કર્તા માન્યો એટલે બન્નેની
માન્યતા સમાન થઈ. લોકનો અને શ્રમણનો પરદ્રવ્યમાં કર્તાપણાનો વ્યવસાય સિદ્ધ કરે છે કે આ વ્યવસાય
સમ્યગ્દર્શન રહિત પુરુષોનો છે. (જુઓ સમયસાર ગાથા ૩૨૧ થી ૩૨૭)
હાલ જેઓ કુળધર્મે જૈન છે એવા પ્રરૂપકોનો મોટો ભાગ જડકર્મ આત્માને દુઃખી કરે છે એમ માને છે
તથા તેમની અને સમાજની એવી માન્યતા થઈ ગઈ છે કે જૈનધર્મ કર્મવાદી છે–પણ આ એક મહાન ભુલ છે.
સંપૂર્ણ સ્વતંત્રતાનો
ઢંઢેરો

૧–આ જગતમાં છ દ્રવ્યો જીવ, પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશ અને કાળ છે. આચાર્યદેવે
સંપૂર્ણ સ્વતંત્રતાનો ઢંઢેરો પીટીને એમ બતાવ્યું છે કે એકપણ વસ્તુ બીજી વસ્તુનું કાંઈ કરી શકતી નથી, તેને
બદલી શકતી નથી, પ્રેરણા કરી શકતી નથી, સહાય કે મદદ આપતી નથી એટલે કે દરેક દ્રવ્ય ત્રણેકાળે
ત્રણલોકમાં સ્વતંત્ર જ છે. કોઈપણ દ્રવ્ય તેના ગુણ કે પર્યાય કોઈપણ બીજા દ્રવ્ય તેના ગુણ કે પર્યાયને કિંચિત્
માત્ર લાભ કે નુકશાન કરી શકે જ નહિ; આવું પરમ સત્ય વીતરાગ સર્વજ્ઞ દેવ અને તેમના યથાર્થ અનુયાયીઓ
જ જાણી–કહી શકે.
૨–આટલું નક્કી કરતાં આત્માને પોતા તરફ જ લક્ષ કરવાનું રહે છે. પોતે પોતાના અનંતગુણનો અખંડ
સમાજ છે. આત્માનો સમાજ (પછી તે જ્ઞાનદશામાં હોય કે અત્યંત અજ્ઞાનદશામાં હોય તો પણ) ત્રણેકાળ
આત્મામાં જ અખંડપણે રહે છે. આત્માનો સમાજ આત્માની બહાર હોઈ શકે જ નહિ, માટે આત્માના
શુદ્ધભાવનું સેવન તે એક જ ખરી સમાજ સેવા છે. કોઈ પરનું તો કરી શકતું નથી, પછી તે પરની સેવા કેમ કરી
શકે? ન જ કરી શકે. આત્મા જો પર ઉપર લક્ષ કરે કે પોતાની અપૂર્ણ કે વિકારી અવસ્થા તરફ લક્ષ કરે તો તેને
વિકાર થયા વિના રહે નહિ અને જો પોતાના ત્રિકાળી અખંડ જ્ઞાયક સ્વભાવ તરફ લક્ષ કરે તો તેને શુદ્ધતા
પ્રગટ્યા વિના રહે જ નહિ. આત્માએ પોતાના ત્રિકાળી જ્ઞાયક સ્વભાવ (નિશ્ચયનય) નું તથા પોતાની વર્તમાન
વિકારી–અપૂર્ણ અવસ્થા (વ્યવહારનય) નું જ્ઞાન કરી પોતાના ત્રિકાળી જ્ઞાયક ધુ્રવ સ્વભાવ (નિશ્ચયનય) ને
આદરણીય માની તે તરફ વળતાં, તે ધુ્રવ સ્વભાવ (નિશ્ચયનય) ના આશ્રયે શુદ્ધતા પ્રગટે છે એમ જણાવ્યું છે.
૩–એક જીવ બીજા જીવનું કે જડનું–શરીર–મકાન–ગામ કે ક્ષેત્રનું કાંઈ કરી શકતો નથી, છતાં

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permisson of Broda Govt. Rgd No. B. 4787
Order No. 30/24 date 31-10-44
તે કરી શકે એમ માની જે શુભભાવ કરે તે શુભભાવ પછી તુરત જ અશુભભાવ આવે. તેનું ફળ તો સંસાર
(દુઃખ) હોય જ, ધર્મ હોય જ નહિ. પણ જે બીજાનું હું કાંઈ કરી શકું નહિ એમ માનતો હોય તેને જે શુભભાવ
થાય તે પણ ધર્મ નથી, કે ધર્મનું કારણ નથી.
સંપૂર્ણ વીતરાગતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જ્ઞાનીઓને શુભભાવ થાય છે પણ તેઓ તે શુભ ભાવને ધર્મ
કદી માને જ નહિ. પુણ્યને ધર્મ કે ધર્મને મદદગાર માનવાની પ્રવૃત્તિ દુનિયામાં જોસબંધ ચાલે છે તેથી આચાર્ય
ભગવાને તે સામે બળવાન લાલબત્તી આડી ધરી કહ્યું છે કે:–
છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભ કર્મને!
તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે?
૧૪૫
પુણ્ય અને પાપ બન્ને વિભાવ પરિણતિથી ઉપજ્યાં હોવાથી બન્ને બંધરૂપ જ છે. ભ્રમને લીધે તેમની
પ્રવૃત્તિ જુદી જુદી ભાસવાથી, સારું અને ખરાબ એમ બે પ્રકારે તેઓ દેખાય છે. સાચી દ્રષ્ટિએ તેઓ એક રૂપ જ,
બંધરૂપ જ, ખરાબ જ છે એમ જ્ઞાનીઓ જાણે છે. એ બન્ને ક્ષુદ્રાણીના ઉદરથી એકી સાથે જન્મેલા છે તેથી બન્ને
સાક્ષાત ક્ષુદ્ર છે. આ જાતની માન્યતા પ્રથમ થવી જોઈએ. માન્યતા થતાં જ તે શુભ ભાવ ટળી જાય નહીં, તેથી
જ્ઞાનીને પણ શુભ ભાવ થાય. પરંતુ જ્ઞાની અને અજ્ઞાનીનો આંતરો એ છે કે અજ્ઞાની શુભ ભાવને સારો માને,
ધર્મનું કારણ માને (જેને સારો માને તેને ટાળવા યોગ્ય કોઈ માને જ નહિ. પણ તે વિકાર હોવાથી બદલાઈને
થોડા વખતમાં અશુભ થયા વિના રહે નહીં. વળી શુભ ભાવ થાય ત્યારે પુણ્ય અને પાપ બન્ને પ્રકારના કર્મો
બંધાય છે તેથી અજ્ઞાનીને કદી ધર્મ થાય નહીં) જ્યારે જ્ઞાનીને અજ્ઞાની કરતાં શુભ ભાવ જુદા પ્રકારનો ઊંચો
અને ઘણો થાય છતાં તેને તે કદી ધર્મ માને જ નહિ.
૪–જીવ અનંત છે દરેક જીવ સ્વયંસિદ્ધ પૂર્ણ ચૈતન્ય સ્વરૂપ વસ્તુ છે. અનાદિથી જીવ પરવસ્તુઓથી મને
લાભ–નુકશાન થાય છે એમ પોતાની અવસ્થામાં માને છે તેથી તે દુઃખી છે.
પ–જે એમ માને છે કે હું પર જીવોને જીવાડું છું અને પર જીવો મને જીવાડે છે–તે મૂઢ છે, અજ્ઞાની છે,
જ્ઞાની તેથી વિપરીત છે.
૬–જે એમ માને છે કે હું પર જીવોને હણું છું અને પર જીવો મને હણે છે–તે મૂઢ છે, અજ્ઞાની છે, જ્ઞાની
તેથી વિપરીત છે.
૭–જે એમ માને છે કે હું પર જીવોને સુખી કે દુઃખી કરી શકું, પર જીવો મને સુખી દુઃખી કરી શકે–ત મૂઢ
છે, અજ્ઞાની છે, જ્ઞાની તેથી વિપરીત છે.
૮–હે ભાઈ! હું જીવોને સુખી–દુઃખી કરી શકું, હું જીવોને ધર્મ પમાડી શકું, તેને મોક્ષ પમાડી શકું, તેને
બંધનમાં નાંખી શકું એ તારી મૂઢમતિ છે તેથી તે મિથ્યા છે.
૯–જીવે પ્રથમ મિથ્યાદર્શન ટાળી સમ્યગ્દર્શન પ્રગટ કરવું જોઈએ, તે વિના સાચું જ્ઞાન કે ચારિત્ર હોતાં નથી.
૧૦–જે સમ્યગ્દર્શન સહિત હોય તેને જ સાચાં વ્રત, દાન કે તપ, શીલ હોઈ શકે, અજ્ઞાનીને હોય નહિ.
૧૧–ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. પોતાનું સ્વરૂપ યથાર્થ સમજ્યા વગર સમ્યગ્દર્શન થાય
નહિ–માટે સ્વરૂપ યથાર્થપણે સમજી સમ્યગ્દર્શન પ્રગટ કરવું. અભવ્ય જ તે પ્રગટ કરી શકે નહિ (પ્રગટ કરવાનો
પુરુષાર્થ તે ન કરે) ભવ્ય વૃદ્ધ, બાળ, રોગી, નિરોગી, સધન, નિર્ધન બધા પ્રગટ કરી શકે.
૧૨– (સમ્યક્) દર્શન તે ધર્મનું મૂળ છે, મિથ્યાત્વ તે સંસારનું મૂળ છે. માટે જીવના વિકારી ભાવ (પુણ્ય,
પાપ, આસ્રવ, બંધ) અને અવિકારી ભાવ (સંવર, નિર્જરા અને મોક્ષ) સમજી શુદ્ધતા પ્રગટ કરવી.
નિર્ગ્રંથ સાધુપદનું સ્વરૂપ :– સમ્યગ્દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. તે વિના કોઈને પણ સાધુપદ–કે સમ્યક્ચારિત્ર
પ્રગટે જ નહીં. સમ્યગ્દર્શન–જ્ઞાન પૂર્વક જેને સાચું ચારિત્ર હોય છે તેવા સાધુઓ હજારોવાર સાતમા અને છઠા
ગુણસ્થાને રહે છે. સાતમાગુણસ્થાનને અપ્રમત્ત ગુણસ્થાન કહેવામાં આવે છે. તે
(વધુ માટે જુઓ પાનું ૩૪)
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય દાસકુંજ, મોટા આંકડિયા. કાઠિયાવાડ. તા. ૧૩–૧૨–૪૪
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દાસકુંજ, મોટા આંકડિયા (કાઠિ.)