Atmadharma magazine - Ank 150
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 22
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૩
સળંગ અંક ૧પ૦
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 22
single page version

background image
વર્ષ તેરમું ઃ સમ્પાદકઃ ચૈત્ર
અંક છઠ્ઠો રામજી માણેકચંદ દોશી ૨૪૮૨
“ભાવનાથી ભવન”
જેને જેની રુચિ હોય તે તેની વારંવાર ભાવના ભાવે છે, અને ભાવના અનુસાર
ભવન થાય છે.
ભાવનાથી ભવન થાય છે; જેવી ભાવના તેવું ભવન, એટલે કે શુદ્ધ
આત્મસ્વભાવની વારંવાર ભાવના કરવાથી તેવું ભવન–પરિણમન થઈ જાય છે.....માટે
જ્યાં સુધી આત્માની યથાર્થ શ્રદ્ધા, જ્ઞાન ને અનુભવ ન થાય ત્યાં સુધી સત્સમાગમે
વારંવાર પ્રીતિપૂર્વક તેનું શ્રવણ–મનન અને ભાવના કર્યા જ કરવી.–એ ભાવનાથી જ
ભવનો નાશ થાય છે.
– પૂ. ગુરુદેવ.
મિથ્યાત્વ–આદિક ભાવ રે! ચિરકાળ ભાવ્યા છે જીવે;
સમ્યક્ત્વ–આદિક ભાવને ભાવ્યા નથી પૂર્વે જીવે.
– ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ.
વાર્ષિક લવાજમ (૧પ૦) છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 22
single page version

background image
આત્મધર્મ અંક ૧૪૯ વગેરેની અશુદ્ધિ
અંક–પાનું–કોલમ–લાઈનઅશુદ્ધ શુદ્ધ
૧૪૯–૭૯–૧–૩૧ભાન જ હોયભાન જ ન હોય
૧૪૯–૭૯–૨–૨૯શુદ્ધભાવ મહાવ્રતાદિ પાળે શુભભાવથી મહાવ્રતાદિ પાળે
૧૪૯–૭૯–૨–૩૨કહ્યું છે પૂર્વે જે કે કહ્યું કે પૂર્વે જે
૧૪૯–૮૦–૨–૧૭ગંધ આવી પણ નથીગંધ પણ આવી નથી
૧૪૯–૮૦–૨–૨૧આત્માની મોક્ષની આત્મામાં મોક્ષની
૧૪૯–૮૦–૨–૨૯ આત્માના સ્વભાવનો આત્માના
૧૪૯–૮૩–૨–૨૮
ધ્યાનથી જ ધ્યાનની જ
૧૪૯–૮પ–૧–૧નિજપરિણામ વિષય નિજપરિણામ વિષમ
૧૪૯–૮પ–૨–પત્યાંની જીવો ત્યાંથી જીવો
૧૪૯–૯૧–૧–૩૩પ્રારબ્ધથી મળી જતો નથીપ્રારબ્ધથી મળી જાય છે,
પરંતુ તેમ ધર્મ કાંઈ પ્રયત્ન વિના
પ્રારબ્ધથી મળી જતો નથી;
૧૪૯–૯૧–૨–૯અનાબરૂ તે ગુણ નથીઆબરૂ તે ગુણ નથી
૧૪પ–૭–૧–૧૩શુભતા પ્રગટે છેશુદ્ધતા પ્રગટે છે
૧૪૬–૨૨–૧–૨અનંતકાળથી પણ અનંતકાળ પછી પણ
૧૪૬–૨૬–૧–૩૦ચાર રૂપી દ્રવ્યોમાં અદ્રશચાર અરૂપી દ્રવ્યોમાં સદ્રશ
૧૪૬–૨૯–૧–૩૦જ્ઞાનની મારા જ્ઞાની ને મારા
૧૪૬–૨૯–૧–૩૧જ્ઞાનથી ને જુદી છેજ્ઞાનથી જુદી છે
૧૪૬–૩૨–૨–૩૪ભાવવાથી ભાવવને ભાવવાથી ભવનો
૧૪૭–૩પ––૧૦ ભક્તિ છે–ભક્તિ છે ભક્ત છે–ભક્ત છે
૧૪૮–૬૦––૮સંતોને ઉપદેશ છે સંતોનો ઉપદેશ છે
૧૪૮–૬૪–૨–૪ભ્રમણાનો નાશ થઈ જાય છેભ્રમણનો નાશ થતો નથી
*
મોક્ષનું દાતાર
અહો! જેને ધર્મની ભાવના
હોય....મોક્ષની ભાવના હોય, તે જીવો આત્માના
સ્વભાવનું નિરીક્ષણ કરો........આત્મામાં
અંર્તઅવલોકન કરો.......તે જ મોક્ષનું દાતાર છે.
– પૂ. ગુરુદેવ.
ભવના અંતના ભણકારા
હે ભાઈ! હવે આ ભવભ્રમણથી આત્માનો
છૂટકારો કેમ થાય તેનો ઉપાય સત્સમાગમે કર.
સત્સમાગમે ચિદાનંદસ્વભાવનું અંતરના
ઉલ્લાસપૂર્વક શ્રવણ કરીને, તેની પ્રતીત કરતાં જ
તારા આત્મામાં ભવના અંતના ભણકારા વાગી
જશે.

PDF/HTML Page 4 of 22
single page version

background image
‘હૈડાનાં હાર આવો....આતમ–શણગાર પધારો....’
* ચૈત્ર સુદ દસમે શ્રી માનસ્તંભનું સ્વાગત *
આજ મારે રે આંગણીયે શ્રી જિનવરજી પધાર્યા.....
શ્રી જિનવરજી પધાર્યા.....શ્રી જિનવરજી પધાર્યા.....આજ
સીમંધરનાથ આવો.....તીર્થંકરદેવ પધારો
(૨)
જયનાદ ગગનમાં ગાજે.....હૈડાં સેવકના હરખે.....
હૈડાનાં હાર આવો, આતમ–શણગાર પધારો
(૨)
પાવન સેવકને કરીને સેવક સામું નીહાળો.....
કઈ વિધ વંદું સ્વામી! કઈ વિધ પૂજું સ્વામી! (૨)
ત્રિલોકીનાથ પધાર્યા અમ સેવકના આંગણીય.....
શ્રી માનસ્તંભ સોહે સીમંધરનાથ બિરાજે (૨)
વિભૂતિ જગની આવે શ્રી જિનવરનાં ચરણોમાં.....
ધ્યાન ધૂરંધર સ્વામી.....વીતરાગ વિલાસી સ્વામી (૨)
સુખમંદિર જિનવર દેવા, હમ રહીએ તુજ ચરણોમાં.....
ત્રિલોકીનાથ ચરણે મુક્તિનું સુખ નીહાળું.....(૨)
દિનરાત જિનને ધ્યાવું અંતરમાં નાથ વસાવું.....
ગુરુ કહાન જિનને નીરખે, હૈડામાં હરખી જાયે (૨)
તુજ વારણાં ઉતારે સુવર્ણે મંગલ થાયે.....
ગુરુ કહાનના પ્રતાપે, જિનરાજ ભેટયા આજે (૨)
આ પંચમકાળ ભૂલાયે, નિતનિત મંગલ થાયે.....
આજ મારે રે આંગણીયે.....શ્રી માનસ્તંભજી પધાર્યા.....
આજ મારે રે માનસ્તંભે સીમંધરનાથ બિરાજ્યા.....
* * *

PDF/HTML Page 5 of 22
single page version

background image
ભાવશુદ્ધિનો ઉપદેશ
* ભાવપ્રાભૃત ગાથા ૬૮ થી ૭૧ ઉપરના પ્રવચનમાંથી *
સમ્યગ્દર્શન વગર એકલા બાહ્ય નગ્નપણાથી જ પોતાને જે મુનિ માને છે તેને સંબોધીને
આચાર્યદેવ કહે છે કે અરે જીવ! સમ્યગ્દર્શનાદિ જિનભાવના વગર એકલા બાહ્ય નગ્નપણાથી તને
શું લાભ છે? અંતરમાં રાગની ભાવના પડી છે તે મિથ્યાત્વ છે, ને તે જ દુઃખનું મૂળ છે. ધર્મીને
તો, હું જ્ઞાનાનંદ શુદ્ધઆત્મા છું એવી જ ભાવના છે; રાગ હોવા છતાં સમકિતીને તેની ભાવના
નથી, ભાવના તો શુદ્ધ જ્ઞાનમૂર્તિ આત્માની જ છે, ને તેનું નામ જિનભાવના છે. આવી
જિનભાવના તે જ રત્નત્રયનું કારણ છે ને તે જ મોક્ષમાર્ગ છે. આવી જિનભાવના વગર બાહ્યમાં
નગ્નતા હોય ને પંચમહાવ્રત પાળતો હોય તો પણ તેને કિંચિત્ લાભ નથી; રાગની ભાવનાને
લીધે તે દુઃખ જ પામે છે, શરીરનો એક રજકણ પણ મારો નથી, શરીરની નગ્નદશા થઈ તેનો
કર્તા હું નથી, ને અંદર શુભરાગની વૃત્તિ ઊઠે તેનાથી પણ મારા આત્માને લાભ નથી, હું તો દેહથી
ને રાગથી પાર જ્ઞાનસ્વરૂપ છું–આવું ભેદજ્ઞાન કરીને જિનભાવના જે નથી ભાવતો, ને રાગની
ભાવના ભાવે છે, તે ભલે નગ્ન રહેતો હોય તો પણ દુઃખ જ પામે છે. શરીરની નગ્નતા તે કાંઈ
સુખનું કે મોક્ષમાર્ગનું કારણ નથી. અંતરમાં શુદ્ધ આત્માની ભાવનારૂપ જે જિનભાવના છે તે જ
ભાવલિંગ છે, ને તે જિનભાવના જ સુખનું કારણ ને મોક્ષમાર્ગ છે. ભાવલિંગી દિગંબર મુનિઓ
અંતરમાં આવી જિનભાવના વડે જ સુખી છે, મૂઢ જીવો રાગની ભાવના કરીને તેને સુખનું કારણ
કે મોક્ષમાર્ગ માને છે, પણ તે મિથ્યાદ્રષ્ટિ છે. તે મોટા રાજપાટ ને રાણીઓ છોડીને ભલે ત્યાગી
થયો હોય, નગ્ન થઈને પાંચ મહાવ્રત પણ પાળતો હોય, પણ અંતરમાં આત્મા શું ચીજ છે તેનું
ભાન નથી ને રાગ કરતાં કરતાં કલ્યાણ થઈ જશે–એવી રાગની ભાવના ભાવી રહ્યો છે–તો તે
પ્રાણી ખેદખિન્ન દુઃખી જ છે. આત્મા શાંતિનો સાગર છે તેની તો અંતરમાં દ્રષ્ટિ નથી તો સુખ કયાંથી
લાવશે? ભાવલિંગી દિગંબર સંતો અંતરમાં ચૈતન્યપિંડ આત્માના અનુભવથી સુખી છે.
હવે જે અજ્ઞાની જીવ એકલા બાહ્ય નગ્નપણાથી જ મુનિપણું પોતાને માને છે અને
અંતરમાં જિનભાવના તો ભાવતો નથી.–એવા જીવને આચાર્યદેવ સમજાવે છે કે અરે મુનિ!
અંતરમાં તું ચૈતન્યસ્વભાવ સાથે તો આત્માની એકતા કરતો નથી ને રાગની ભાવના ભાવે છે,
તથા અન્ય સંતોનો દોષ
ચૈત્રઃ ૨૪૮૨ ઃ ૯૭ઃ

PDF/HTML Page 6 of 22
single page version

background image
કાઢે છે તો એવા ઈર્ષાભાવથી તો તારું જ અહિત થશે....ભાઈ, અંતરમાં ગુણી સાથે એકતા કરીને
તેં ગુણ પ્રગટ ન કર્યા, તો પરના એકલા દોષને જ તું દેખશે.....તારા સ્વદ્રવ્ય સાથે પર્યાયની
હરીફાઈ (–સરખામણી) ન કરી તો બીજા સાથે હરીફાઈ કરીને ઈર્ષ્યાથી તું દુઃખી થઈશ. ધર્મી તો
અંર્તદ્રષ્ટિથી પર્યાયને દ્રવ્ય સાથે એક કરે છે, એટલે પોતામાં દ્રવ્યના આશ્રયે પર્યાયની શુદ્ધતા કરે
છે ને દોષ ટળતા જાય છે. શુદ્ધ સ્વભાવની ભાવના સિવાય બીજી ફૂરસદ કયાં છે કે કોઈના દોષ
જોવા રોકાય? અજ્ઞાની મૂઢ જીવને અંતરની શુદ્ધ આત્માની તો ભાવના નથી ને બહારમાં
બીજાના દોષ જોવામાં જ રોકાય છે....બીજાની ઈર્ષામાંથી નવરો થાય ત્યારે અંતરમાં જિનભાવના
ભાવે ને! ચિદાનંદ સ્વભાવની તો ભાવના નથી ને તેની ખબર પણ નથી, છતાં બાહ્યમાં નગ્ન
થઈને મુનિપણું મનાવી બેસે,–તેમાં તો ધર્મની અપ્રભાવના થાય! કેમકે અંતરની ભાવના વગર
મુનિ નામ ધરાવીને હાસ્ય–ઈર્ષા–કષાય વગેરે ભાવોમાં પ્રવર્તે તેમાં તો વ્યવહારધર્મની હાંસી
થાય. માટે અહીં ઉપદેશ છે કે હે ભાઈ! અંતરમાં સમ્યગ્દર્શન પ્રગટ કરીને તું જિનભાવના ભાવ,
ભાવશુદ્ધિ કર; ભાવશુદ્ધિ વગર એકલું નગ્નપણું તો નિરર્થક છે. ભાવશુદ્ધિ વગર મુનિપણું કદી
હોય નહીં.
હે આત્મા! અંતરમાં તું સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવલિંગને ધારણ કર.........
અંતરંગમાં ભાવદોષથી રહિત અત્યંત શુદ્ધ એવા જિનવરલિંગને ધારણ કર. એવા અંતરંગ
ભાવલિંગ સહિત નિર્ગ્રંથરૂપ દ્રવ્યલિંગને ધારણ કર. અંતરંગમાં ભાવલિંગ વગર તો દ્રવ્યલિંગ પણ
બગડે. માટે અહીં અંતરમાં ભાવશુદ્ધિનો પ્રધાન ઉપદેશ છે. ભાવશુદ્ધિ એટલે સમ્યગ્દર્શન જ્ઞાન–
ચારિત્રરૂપ ભાવ; તે ભાવશુદ્ધિ જ મોક્ષનું કારણ છે.
અંતરંગમાં ભાવશુદ્ધિને જે જીવ પ્રગટ કરતો નથી, સમ્યગ્દર્શનને કે ઉત્તમ ક્ષમાદિ ધર્મને
ધારણ કરતો નથી ને નગ્ન થઈને પોતાને મુનિ માને છે.–તો તે ખરેખર મુનિ નથી પણ નટ–
શ્રમણ છે, એટલે કે નટની માફક તેણે ફક્ત નગ્નવેષ ધારણ કર્યો છે.–તે કેવો છે? કે અંતરમાં
ગુણ વગરનો એકલા દોષનું જ સ્થાન છે. ઈક્ષુના ફૂલની જેમ તેને કાંઈ ગુણ નથી. જેમ ઈક્ષુના
ફુલમાં સુગંધ પણ નથી ને તેનું કાંઈ ફળ પણ નથી, તેમ અંતરમાં ભાવશુદ્ધિ વિના એકલા
શ્રમણના બાહ્ય ભેષથી તેને વર્તમાનમાં કાંઈ સુગંધ–એટલે શાંતિ કે ગુણ નથી, અને ભવિષ્યમાં
તેનું કાંઈ ફળ નથી એટલે કે તે કાંઈ મોક્ષફળનું કારણ નથી. મોક્ષફળને દેનારી તો જિનભાવના
છે. માટે હે જીવ! મારું સ્વરૂપ અમૃત ચિદાનંદસ્વરૂપ છે–એવી જૈનભાવના ભાવ.
સમ્યગ્દર્શનાદિ વગરનું નગ્નપણું તો ભાંડના વેષ જેવું દેખાય છે.......અરે! ભાંડ પણ
શણગાર કરીને નાચે તો લોકમાં શોભા પામે......પણ સમ્યગ્દર્શનાદિ વગરનો એકલો નગ્નભેષ તે
તો હાસ્યનું સ્થાન છે! માટે હે ભાઈ! બહારના એકલા નગ્નપણામાં મુનિપણું માનવાનું છોડ, ને
અંતરમાં ચિદાનંદ સ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરીને જિનભાવના ભાવ.–આ સિવાય મુનિપણું
હોય નહિ. જિનશાસનમાં સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવની પ્રધાનતા છે, ને તેને અંગીકાર કરવાનો
પ્રધાન ઉપદેશ છે. (–૨૪૮૨ માગસર સુદ ૧૪)
ઃ ૯૮ઃ આત્મધર્મઃ ૧પ૦

PDF/HTML Page 7 of 22
single page version

background image
મોક્ષના કારણરૂપ ચારિત્ર
મોક્ષના કારણરૂપ ચારિત્ર તે આત્માનો સ્વધર્મ છે; તે કયાંય બહારમાં
નથી પણ જીવના અનન્યપરિણામ જ છે. “અનન્યપરિણામ” એટલે આત્માના
શુદ્ધસ્વભાવમાં અભેદ થએલા પરિણામ તે ચારિત્ર છે. રાગ તે ખરેખર
અનન્યપરિણામ નથી પણ સ્વભાવથી અન્ય છે, માટે તે ખરેખર ચારિત્ર કે
મોક્ષમાર્ગ નથી.
(મોક્ષપ્રાભૃત ગા. પ૦–પ૧ ઉપરના પ્રવચનમાંથી)
*
આત્મા અતીન્દ્રિય આનંદરસથી ભરેલો છે, તેના પરમ આનંદનો પ્રગટ પૂર્ણ
અનુભવ થવો તે મોક્ષ છે. પહેલાં, દેહથી ભિન્ન જ્ઞાનાનંદ સ્વરૂપ હું છું–એવી અંર્તપ્રતીતિ ને
અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે, પછી એવા આત્માના અનુભવમાં લીનતા થાય તે સમ્યક્
ચારિત્ર છે, ને પછી પૂર્ણ જ્ઞાન–આનંદ પ્રગટે તેનું નામ મોક્ષ છે. મોક્ષ કોઈ જુદી ચીજ નથી પણ
આત્માની પૂર્ણ આનંદમય શુદ્ધ દશા તે જ મોક્ષ છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણામ તે ધર્મ છે, અને તે આત્માના જ અભેદપરિણામ
છે. રાગ–દ્વેષ–મોહ રહિત પરિણામે આત્મા પરિણમ્યો તે જ ધર્મ છે. શુદ્ધઆત્માના શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્રરૂપ પરિણામ તે જ ધર્માત્માનું કાર્ય છે, એ સિવાય વિકાર કે બહારનું કાર્ય તે ખરેખર
ધર્મીનું નથી. જેવા સિદ્ધ પરમાત્મા શુદ્ધ જ્ઞાનાનંદે પરિપૂર્ણ છે, તેવો જ મારા આત્માનો સ્વભાવ
છે, ને બધાય જીવો પણ સ્વભાવથી તેવા જ છે. અવસ્થામાં સંસારી જીવોને અશુદ્ધતા છે તે તેના
મૂળ સ્વભાવમાં નથી, ઉપરનો ક્ષણિક ઉપાધિભાવ છે, અંતરના શુદ્ધસ્વભાવના અનુભવથી તે
અશુદ્ધતા ટળી જાય છે. ધર્મી પોતાના આત્માને એવો શુદ્ધ અનુભવે છે, ને સર્વે જીવોને પણ
સ્વભાવથી આપ–સમાન શુદ્ધ જાણે છે, એકલી પર્યાયની અશુદ્ધતા પૂરતા જ નથી માનતા, એટલે
પર્યાયબુદ્ધિના રાગદ્વેષ ધર્માત્માને થતા નથી. “સર્વ જીવ છે સિદ્ધ સમ”–કઈ રીતે? કે
શુદ્ધસ્વભાવની દ્રષ્ટિએ; જેણે પોતાના આત્માને અંતરમાં સ્વસંવેદન–પ્રત્યક્ષથી શુદ્ધ–સિદ્ધ સમાન
અનુભવ્યો છે તે જ સર્વ જીવોને સિદ્ધ સમાન ઓળખે છે. અજ્ઞાનીને પોતાના
ચૈત્રઃ ૨૪૮૨ ઃ ૯૯ઃ

PDF/HTML Page 8 of 22
single page version

background image
આત્માનું જ ભાન નથી, ત્યાં બીજા આત્માને સિદ્ધ સમાન કયાંથી જાણે? અહીં તો આત્માના
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ઉપરાંત મુનિના વીતરાગી ચારિત્રની વાત છે. મુનિઓને
શુદ્ધાત્મસ્વરૂપમાં લીનતાથી જે વીતરાગી ચારિત્ર પ્રગટયું છે તે આત્માના જ પરિણામ છે,
આત્માથી જુદા નથી. જેમ જ્ઞાન–દર્શન આત્માના જ પરિણામ છે તેમ ચારિત્ર તે પણ આત્માના
જ અભેદ પરિણામ છે, ચારિત્ર કયાંય બહારમાં–શરીરની ક્રિયામાં નથી, રાગમાં નથી, પણ
આત્મામાં એકાગ્રતારૂપ જે વીતરાગી પરિણામ થયા તે જ ચારિત્ર છે, તે જ ધર્મ છે. ચારિત્ર છે તે
સ્વધર્મ છે, તે આત્માનો જ વીતરાગી સમભાવ છે. રાગ તે ખરેખર સ્વધર્મ નથી. રાગ તો અધર્મ
છે ને ચારિત્ર તે સ્વધર્મ છે. જેમ દર્શન–જ્ઞાન તે જીવના અનન્ય પરિણામ છે–જીવથી જુદા નથી,
તેમ ચારિત્ર તે પણ જીવના અનન્ય પરિણામ છે–જીવથી જુદું બહારમાં કયાંય ચારિત્ર નથી.
આત્માના સ્વરૂપમાં ચરવારૂપ ચારિત્ર તે વીતરાગી પરિણામ છે ને તે ચારિત્ર મોક્ષનું કારણ છે.
શરીરની નગ્નદશામાં ચારિત્ર નથી રહેતું, પંચમહાવ્રતના શુભ વિકલ્પમાં ચારિત્ર નથી રહેતું,
આત્માની વીતરાગ પરિણતિમાં ચારિત્ર રહે છે. ચારિત્રને આત્માના “અનન્ય પરિણામ” કહ્યા
છે, રાગ તે ખરેખર આત્માના અનન્ય પરિણામ નથી, રાગને આત્માના સ્વભાવ સાથે
એકલપણું–અનન્યપણું નથી પણ ભિન્નપણું છે. ચારિત્ર પરિણામને આત્માના સ્વભાવ સાથે
અનન્યપણું–એકતા છે, એટલે કે તે આત્માનો સ્વધર્મ છે. આત્મામાં અભેદ થયા તે આત્માના
અનન્યપરિણામ છે ને તે જ આત્માનો ધર્મ છે. આવો ધર્મ તે મુક્તિનું કારણ છે.
ચારિત્ર તો આત્માના શુદ્ધ–વીતરાગ પરિણામ છે, તેમાં રાગ–દ્વેષની કાલિમા નથી. જેમ
સ્ફટિકમણિનો સ્વભાવ સ્વચ્છ ઊજળો છે, તેમાં રાતી–કાળી ઝાંઈથી તે રાતો–કાળો દેખાય છે,–
પણ સ્ફટિકનો મૂળસ્વભાવ કાંઈ રાતો–કાળો નથી. તેમ આ ચૈતન્યસ્ફટિક આત્મા તો ઊજળો
સ્વચ્છ છે, તેના સ્વભાવમાં રાગ–દ્વેષની કાલિમા નથી; પણ પર્યાયમાં રાગ–દ્વેષની ઝાંઈથી તે
મલિન દેખાય છે. જુઓ, કર્મને લીધે મલિનતા થઈ–એમ નથી, પણ પોતાના રાગદ્વેષ પરિણામને
લીધે જ આત્મા મલિન દેખાય છે; પણ તેના મૂળસ્વભાવને જુઓ તો તે ઉપાધિ વગરનો સ્વચ્છ–
નિર્મળ વીતરાગી જ છે. જેમ પીળો–રાતો કે લીલો તે સ્ફટિકનો સ્વભાવ નથી તેમ આત્મામાં
રાગ–દ્વેષ–મોહ તે તો અનન્ય સ્વભાવ નથી પણ ઉપાધિરૂપ અન્યભાવ છે. ચારિત્ર તો આત્માનો
અનન્ય ભાવ છે, ને રાગ–દ્વેષ–મોહ તે આત્માના સ્વભાવથી અન્ય છે, તે વિકારી પરિણામને
લીધે આત્મા અનેક અનેક પ્રકારનો દેખાય છે, પણ નિર્વિકારી પરિણામ તો આત્મામાં અભેદ છે,
તેથી તેમાં એકપણું છે, તે આત્માના અનન્ય પરિણામ છે. અહીં સ્ફટિકનો દાખલો આપીને
આત્માનો એકરૂપ શુદ્ધ સ્વભાવ બતાવવો છે, ને વિકારનું આત્મસ્વભાવથી અન્યપણું બતાવવું
છે. ચારિત્ર પરિણામમાં આત્માની વીતરાગી શાંતિ છે–ઉપશમ રસનો અનુભવ છે ને રાગ
પરિણામમાં તો આકુળતારૂપી હોળી છે–કષાયરૂપી અગ્નિ છે, તેમાં આત્માની શાંતિ નથી.
આત્માનો જ્ઞાન–આનંદ સ્વભાવ છે, તે સ્વભાવમાં એકતા થવી તેનું નામ ચારિત્ર છે.
આત્મા ચૈતન્ય ચમત્કારથી ભરેલો ચિંતામણિ છે. તેનો જ્ઞાનપ્રકાશ જગતનો પ્રકાશક છે, એ
સિવાય રત્ન–મણિનો પ્રકાશ તો જડ છે; જેમ સ્વચ્છ દર્પણમાં પદાર્થોનું પ્રતિબિંબ દેખાય ત્યાં
ખરેખર તેની સ્વચ્છતાને લીધે તે જણાય છે, તેમ આત્મા સ્વચ્છ ચૈતન્યઅરીસો છે, તેના
જ્ઞાનદર્પણમાં
ઃ ૧૦૦ઃ આત્મધર્મઃ ૧પ૦

PDF/HTML Page 9 of 22
single page version

background image
પરચીજ દેખાય ત્યાં અજ્ઞાની મૂઢપ્રાણી જ્ઞાનના સ્વચ્છ સ્વભાવને ભૂલીને, પરને પોતાનું માને છે,
રાગ થાય ત્યાં રાગ સાથે આત્માનું એકપણું માને છે, ચૈતન્યના સ્વભાવની સ્વચ્છતાને તે જાણતો
નથી એટલે આત્માના સ્વભાવમાં એકતારૂપ વીતરાગચારિત્ર તેને થતું નથી. ધર્મી સમકિતીને
અલ્પ રાગ–દ્વેષ થાય પણ ત્યાં તે રાગને પોતાના નિત્ય સ્વભાવ સાથે વ્યાપ્યવ્યાપક (એકમેક
થયેલા) માનતા નથી, ક્ષણિકપર્યાયમાં છે પણ તે મારો કાયમી સ્વભાવ નથી, કાયમી સ્વભાવ
શુદ્ધજ્ઞાન–આનંદથી ભરેલો છે, તેના સ્વસંવેદન વડે રાગનો અભાવ થઈ જાય છે. રાગને
સ્વભાવમાં જમે નથી કરતા, પણ સ્વભાવથી જુદો જ જાણે છે. અજ્ઞાની રાગને જ આત્મા માને
છે, રાગથી જુદા આત્માની તેને ખબર નથી–ભેદજ્ઞાન નથી. એટલે તે તો રાગ–દ્વેષ–મોહાદિ
અનેક અનેક પ્રકારનો જ જીવ અનુભવે છે, પણ એકરૂપ જ્ઞાયકસ્વભાવને તે અનુભવતો નથી,
એટલે તેને સમ્યગ્દર્શન નથી.
જુઓ, કાન ને આંખનો વેપાર બંધ કરો, ત્યાં પણ અંદર વિચાર તો ચાલે છે ને! તો અંદર
એક ચૈતન્યતત્ત્વ આ દેહથી જુદું છે; આંખ–કાનથી પાર ને અંદરના મનના સંકલ્પ–વિકલ્પોથી
પણ પાર, જ્ઞાનના સ્વસંવેદનથી આત્મા પકડાય છે; અંતરના જ્ઞાનના સ્વસંવેદનનો વિષય છે.
આવા આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં પકડીને, તેમાં પરિણામની લીનતા તે ચારિત્ર છે, ને તે મોક્ષનું
કારણ છે. વચ્ચે રાગ આવે તે મોક્ષનું કારણ નથી પણ બંધનું કારણ છે.
*
સમ્યક્ત્વના મહિમાસૂચક
પ્રશ્નોત્તર
પ્રશ્નઃ– મિથ્યાદ્રષ્ટિ મુનિ કરતાં કયો ગૃહસ્થ શ્રેષ્ઠ છે?
ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિ–ગૃહસ્થ તો મોક્ષમાર્ગમાં રહેલો છે, પરંતુ મિથ્યાદ્રષ્ટિ–મુનિ
મોક્ષમાર્ગી નથી; માટે મિથ્યાદ્રષ્ટિ–મુનિ કરતાં સમ્યગ્દ્રષ્ટિ–ગૃહસ્થ શ્રેષ્ઠ છે.
(–રત્નકરંડશ્રાવકાચાર ૩૩)
પ્રશ્નઃ– જીવને કલ્યાણકારી કોણ છે?
ઉત્તરઃ– ત્રણકાળ અને ત્રણલોકમાં પણ પ્રાણીઓને સમ્યક્ત્વસમાન બીજું કોઈ
શ્રેયરૂપ નથી.
(–રત્નકરંડશ્રાવકાચાર ૩૪)
*
ચૈત્રઃ ૨૪૮૨ ઃ ૧૦૧ઃ

PDF/HTML Page 10 of 22
single page version

background image
જિનશાસનનો મહિમા []
(શ્રી ભાવપ્રાભૃત ગા. ૮૨ ઉપરના પ્રવચનોમાંથી)
લૌકિકજનો પુણ્યને ધર્મ માને છે, પણ તે ધર્મ છે નહીં. અરે જીવ!
શું તેં પુણ્ય અનાદિકાળમાં નથી કર્યાં? અનંતવાર પુણ્ય કરીને સ્વર્ગનો
મોટો દેવ થયો છતાં તારું આ ભવભ્રમણ તો એમ ને એમ ઊભું જ રહ્યું!
–માટે સમજ કે ધર્મ ચીજ કંઈક જુદી છે,–કે જેનું તેં કદી એક ક્ષણ પણ
હજી સેવન નથી કર્યું. જ્યાં સુધી શુદ્ધ આત્માને શ્રદ્ધા–જ્ઞાનમાં ન લ્યે ત્યાં
સુધી આ શરમ ભરેલા જન્મમરણથી છૂટકારો ન થાય.
જુઓ, આ ચૈતન્યના આનંદની મસ્તીમાં ઝૂલતા ને વનમાં વસતા
વીતરાગી સંતોની વાણી છે. જૈનધર્મમાં તો ભગવાને એમ કહ્યું છે કે
પુણ્યને જે ધર્મ માને છે તે કેવળ ભોગને જ ઈચ્છે છે, અહો! જેને ધર્મની
ભાવના હોય.....મોક્ષની ભાવના હોય તે જીવો આત્માના સ્વભાવનું
નિરીક્ષણ કરો.....આત્મામાં અંર્તઅવલોકન કરો, તે જ મોક્ષનું દાતાર છે;
આત્માના અંર્ત અવલોકન વિના ભવનો અંત આવતો નથી. અરે,
મનુષ્યઅવતાર પામીને જો ભવના અંતના ભણકાર આત્મામાં ન જગાડયા
તો જીવન શું કામનું?
જિનશાસનમાં ધર્મ શું છે, અથવા કેવા ભાવથી જિનશાસનનો મહિમા છે તે વાત ચાલે છે. આત્મા જ્ઞાન–
આનંદસ્વભાવની મૂર્તિ છે, તેની શ્રદ્ધા–જ્ઞાન ને રમણતારૂપ શુદ્ધભાવ તે ધર્મ છે, અને તે ધર્મ ગ્રહ્યા પછી ભવભ્રમણ
રહે નહિ, એ જ જિનશાસનનો મહિમા છે. માટે કહ્યું કે–ભવનું જે મંથન કરી નાખે–ભવનો નાશ કરી નાંખે એવો
જૈનધર્મ છે, તેને હે જીવ! તું ભાવ! ભવનો નાશ કરવા માટે તું આવા ધર્મને ભાવ. જુઓ, આ ભવરોગની દવા.
ભાઈ, તારો આત્મા સદાય જ્ઞાન–દર્શન–આનંદથી ભરેલો છે, પણ અનાદિથી એક ક્ષણ પણ તેમાં તેં દ્રષ્ટિ
કરી નથી; બાહ્યદ્રષ્ટિથી દેહાદિની ક્રિયાનું અભિમાન કરીને તેમાં જ ધર્મ માની લીધો છે. આત્માના ભાન વડે
સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ પ્રગટ કર્યા વિના શુભ–અશુભ ભાવ વડે ચાર ગતિના ભવમાં અવતાર કરી રહ્યો છે, પણ
ઃ ૧૦૨ઃ આત્મધર્મઃ ૧પ૦

PDF/HTML Page 11 of 22
single page version

background image
તેના વડે જન્મ–મરણનો અંત થતો નથી. માટે અહીં કહે છે કે જે ભાવિ–ભવનું મથન કરી નાંખે એટલે કે જેનાથી
ભવિષ્યમાં ભવ ન મળે પણ મોક્ષ મળે એવો આત્માનો ભાવ તે ધર્મ છે, ને એવો ભાવ તો શુદ્ધ સમ્યગ્દર્શન–
જ્ઞાનચારિત્ર છે. પુણ્યથી સ્વર્ગ–મનુષ્યનો ભવ મળે, કે પાપથી તિર્યંચ–નરકનો ભવ મળે, તે કાંઈ ધર્મ નથી, તેમાં
દુઃખનો અંત નથી. ચારે ગતિના ભવના દુઃખનો જેનાથી અંત આવે એવો શુદ્ધ વીતરાગભાવ તે ધર્મ છે. આ સિવાય
બીજા ભાવને કે બીજી રીતે ધર્મ કહેવો તે તો નામ માત્ર છે, તેનાથી કાંઈ ભવનો નાશ થતો નથી. માટે ભવનો નાશ
કરનાર એવા શુદ્ધ સમ્યગ્દર્શનાદિ ભાવોની જેમાં પ્રાપ્તિ થાય છે એવો જિનધર્મ જ ઉત્તમ છે,–એમ જાણીને હે ભવ્ય!
તું તેને અંગીકાર કર. તું ભવનો નાશ કરવા માટે આવા ધર્મની રુચિ કર ને રાગની રુચિ છોડ. આ વીતરાગી ધર્મની
ભાવનાથી તારા ભવનો નાશ થશે, માટે આવા ધર્મની ભાવના કર.–એમ સંતોનો ઉપદેશ છે.
જુઓ, આ જૈનધર્મનું સ્વરૂપ, અને જૈનધર્મને ઉત્તમ કહ્યો તેનું કારણ! ભવનો નાશ કરી નાંખે તે જ
જૈનધર્મ, અને એનાથી જ તેની ઉત્તમત્તા. જૈનધર્મની એટલે કે આત્માના જ્ઞાનાનંદસ્વભાવની ભાવના કર, તેની
ભાવના વડે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ પ્રગટશે ને ભવનો નાશ થઈને સિદ્ધપદ પ્રાપ્ત થશે.
આત્મા પોતે શું ચીજ છે તે જાણ્યા વિના ધર્મ કયાંથી આવશે? આ દેહ તો અચેતન જડ પરમાણુનું ઢીંગલું
છે, આવા દેહ તો અનંતવાર આવ્યા ને છૂટી ગયા, તેમાં કયાંય આત્માનો ધર્મ નથી. તેમજ રાગ–દ્વેષ–મોહાદિ ભાવ
થાય તે પણ ધર્મ નથી. પુણ્યનો શુભભાવ થાય તેને સામાન્ય લોકો (જેને હવેની ગાથાના ભાવાર્થમાં ‘લૌકિકજનો’
કહ્યા છે તેઓ) ધર્મ કહે છે, પણ તે કાંઈ ધર્મ નથી, તે તો રાગ છે,–તેનાથી કાંઈ ભવનો અંત આવતો નથી. જૈનધર્મ
તો વીતરાગભાવરૂપ છે ને ભવના નાશનું કારણ છે. અહો, અનંત શરીરો સંયોગરૂપે આવ્યા ને ચાલ્યા ગયા, અનેક
પ્રકારના રાગાદિ આવ્યા ને છૂટી ગયા, છતાં આ આત્મા તો તેનો તે જ છે,–તો દેહથી ને રાગથી પાર તેનું શું સ્વરૂપ
છે–એને ઓળખવું જોઈએ. જ્ઞાનસ્વભાવી તત્ત્વને જ્યાં સુધી અનુભવમાં ન લ્યે ત્યાં સુધી આ શરમ ભરેલા જન્મ–
મરણથી છૂટકારો ન થાય. માટે હે ભાઈ! તારા શુદ્ધ આત્માના શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતારૂપ જિનધર્મને અંગીકાર કર–
જેથી તારા આ જન્મમરણનો અંત આવે.
આ શરીર–વાણી–પૈસા વગેરે તો જડ છે, તે તો અચેતન ભાવથી ભરેલા છે, ને ચૈતન્યસ્વરૂપી જીવથી
અત્યંત ભિન્ન છે, તેથી તેની તો અહીં વાત નથી. અહીં તો જીવના ભાવની વાત છે. જીવના કયા ભાવથી ધર્મ થાય
છે તે અહીં બતાવે છે. જીવના ભાવ ત્રણ પ્રકારના છે– (૧) શુદ્ધભાવ (૨) શુભભાવ અને (૩) અશુભભાવ; તેમાં
શુભ તેમજ અશુભ એ બંનેથી રહિત, જે નિશ્ચય–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ છે તે જ ધર્મ છે, અને તેના
વડે જ જૈનશાસનની શોભા છે. કેમકે આ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવની પ્રાપ્તિ જૈનશાસનમાં જ થાય છે
ને તેનાથી જ ભવનો નાશ થાય છે. આવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગી જિનધર્મની આરાધના વિના
શુભ–અશુભ ભાવ કરીને જીવ અનંતકાળથી ચાર ગતિમાં રખડયો છે, પુણ્ય વડે સ્વર્ગના ભવ પણ અનંતવાર કર્યા,
છતાં હજી ભવનો અંત ન આવ્યો, માટે હે જીવ! તું સમજ કે પુણ્ય તે ધર્મ નથી, તેમ જ તે કરતાં કરતાં ભવનો અંત
આવતો નથી. લૌકિકજનો પુણ્યને ધર્મ માને છે પણ તે ધર્મ છે નહીં. લૌકિકજન એટલે મિથ્યાદ્રષ્ટિ. પુણ્યથી ધર્મ
થાય–એમ માનનાર ખરેખર જૈનમતી છે જ નહિ પણ અન્યમતિ જેવો લૌકિકજન છે. મોહ–રાગ–દ્વેષ તે તો ભાવિ–
ભવનું કારણ છે, રાગની ભાવના તો ભવનું કારણ છે, માટે હે ભવ્ય! તું તેની ભાવના છોડ, રાગરહિત એવા
ચૈતન્યસ્વભાવની ભાવના ભાવ.
પાપ જુદી ચીજ છે, પુણ્ય જુદી ચીજ છે, ને ધર્મ તે ત્રીજી ચીજ છે. દેહાદિ જડની ક્રિયા તો જીવથી અત્યંત જુદી
છે તેથી તેની તો વાત નથી. હિંસાદિ પાપ ભાવોને તો અધર્મ સામાન્યપણે લોકો માને જ છે, પણ લોકોનો મોટો ભાગ
પુણ્યને જ ધર્મ માનીને મિથ્યાત્વમાં અટકી ગયો છે તેથી અહીં તે વાત સ્પષ્ટ સમજાવે છે કે અરે જીવ! શું તેં પુણ્ય
અનાદિકાળમાં નથી કર્યાં? ભાઈ! પુણ્ય પણ તું અનંતવાર કરી ચૂક્યો, અનંતવાર પુણ્ય કરીને સ્વર્ગનો મોટો દેવ થયો,
છતાં તારું આ ભવભ્રમણ તો એમ ને એમ ઊભું જ રહ્યું! માટે સમજ કે ધર્મ ચીજ કાંઈક જુદી છે કે જેનું તેં કદી એક
ચૈત્રઃ ૨૪૮૨
ઃ ૧૦૩ઃ

PDF/HTML Page 12 of 22
single page version

background image
ક્ષણ પણ સેવન કર્યું નથી. પુણ્ય–પાપ બંનેથી પાર તારો જ્ઞાનાનંદસ્વભાવ છે. તે સ્વભાવની સન્મુખ થઈને તેની રુચિ
કર, તેની દ્રષ્ટિ કર, તેનો મહિમા કર અને તેની જ ભાવના કર. પુણ્ય–પાપ એ બંને તારા આત્મધર્મથી ભિન્ન છે માટે
તેની રુચિ છોડ. જેમ પાપ તે ધર્મ નથી તેમ પુણ્ય પણ ધર્મ નથી, ધર્મ તો પુણ્ય–પાપ રહિત જ્ઞાનાનંદસ્વરૂપની શ્રદ્ધા–
જ્ઞાન–રમણતારૂપ વીતરાગભાવ જ છે, તેનામાં જ ભવનો નાશ કરવાની તાકાત છે. એક ક્ષણ પણ આવા ધર્મનું
સેવન અનંત ભવનો નાશ કરી નાંખે છે. પણ આવા યથાર્થ ધર્મની ઓળખાણ કે રુચિ તેં પૂર્વે અનંતકાળમાં કદી કરી
નથી, માટે હે ભાઈ! હવે આવા શુદ્ધધર્મની ભાવના ભાવ. જિનશાસનમાં તો ધર્મનું સ્વરૂપ આવું કહ્યું છે, ને આવા
ધર્મની ભાવનાથી જ તારા ભવભ્રમણનો અંત આવશે.
હજી તો જેઓ પાપમાં જ ડુબેલા છે, કુદેવ–કુગુરુ–કુશાસ્ત્રને માને છે તેમની તો વાત જ શી? પરંતુ ચૈતન્યના
યથાર્થ ભાન વિના, જેઓ સાચા દેવ–ગુરુ–શાસ્ત્રને માને છે, વ્યવહારરૂપ વ્રત–પૂજાદિ પુણ્યભાવ કરે છે. તેઓ પણ
ધર્મી નથી; પુણ્યને ધર્મ માને છે તે મિથ્યાદ્રષ્ટિ લૌકિકજન જેવો જ છે. મિથ્યાત્વાદિ મોહભાવ તથા રાગદ્વેષરૂપ ક્ષોભ,
તે મોહ અને ક્ષોભથી રહિત, શુદ્ધજ્ઞાનાનંદ સ્વરૂપની રુચિ જ્ઞાન અને એકાગ્રતારૂપ વીતરાગભાવ તે ધર્મ છે. ધર્મનું
આવું સ્વરૂપ ઓળખીને પહેલાં તેની રુચિ કરો ને તેનાથી વિપરીત માર્ગની રુચિ છોડો. આવી અંતર્દ્રષ્ટિ થયા પછી
પણ સાધકને અમુક અંશે રાગ તો હોય, પણ તે રાગને તેઓ ધર્મ નથી માનતા, રાગને તો બંધનું જ કારણ સમજે છે
ને શુદ્ધ ચિદાનંદતત્ત્વના આશ્રયે શુદ્ધભાવને જ મોક્ષનું કારણ જાણીને તેની આરાધના કરે છે. દ્રષ્ટિની આખી દિશા
પલટી ગઈ છે.
જેને સંસાર જોઈએ છે, સંસારની રુચિ છે, પુણ્યની ને સ્વર્ગની વાત મીઠી લાગે છે તે જીવ તો ધર્મની
રુચિવાળો જ નથી, તે ધર્મને પાત્ર નથી. ભાઈ! તને ભાવના શેની છે? ધર્મની ભાવના છે ને?–તો અમે કહીએ
છીએ કે ધર્મ તો વીતરાગભાવમાં જ છે, તારા આત્મસ્વભાવના અંર્તઅવલોકનથી જે શુદ્ધ–વીતરાગભાવ થાય તે જ
ધર્મ છે, ને રાગ તે ધર્મ નથી. હું તો શુદ્ધ જ્ઞાન–આનંદનો ભંડાર છું, કોઈ પણ રાગ મને જરા હિતકર કે મદદગાર
નથી–એવી પહેલાં રુચિ તો કર. રુચિની દિશા સાચી હશે તો આગળ વધીને ભવના નીવેડા આવશે. પણ જેની રુચિ
જ ખોટી હશે, સંસારના જ કારણને મોક્ષનું કારણ માનીને સેવતો હશે–તેના નીવેડા કયાંથી આવશે?
અરે જીવ! તારો આત્મા તારી પાસે જ છે, ને તેના જ આધારે તારો ધર્મ છે; અંતર્મુખ થઈને એકવાર તેને
પ્રતીતમાં લે. જેમ રત્નોમાં વજ્રરત્ન સૌથી ઉત્તમ છે, તેમ જગતના બધા પદાર્થોમાં આ ચૈતન્યસ્વભાવી રત્ન સૌથી
ઉત્તમ છે, અને એ ચૈતન્યસ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતારૂપ જે બોધિ, તેની પ્રાપ્તિ જૈનધર્મમાં જ છે તેથી જૈનધર્મ
જ જગતમાં સૌથી ઉત્તમ છે. જગતમાં આ વીતરાગભાવરૂપ જૈનધર્મ એક જ સત્યધર્મ છે, આ એક વીતરાગી જૈનધર્મ
જ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. બીજા ધર્મો તો નામમાત્ર જ ધર્મ છે, પણ મોક્ષની પ્રાપ્તિ તેમાં નથી, એટલે કે તે
ખરેખર ધર્મ છે જ નહિ. જેમ કડવા કરિયાતાથી ભરેલી કોથળી ઉપર ‘સાકર’ એવું નામ લખે, તે નામમાત્ર જ છે,
તેથી કાંઈ કરિયાતું કડવું મટીને મીઠું થઈ જતું નથી; તેની જેમ અન્ય ધર્મોને કે રાગાદિને ધર્મ કહેવા તે પણ નામમાત્ર
જ છે, તેનાથી કાંઈ ભવનો નાશ થતો નથી. આત્માનો શુદ્ધ વીતરાગભાવ તે જ ખરેખર ધર્મ છે, તે સિવાય
રાગભાવ પણ ખરેખર તો અન્યધર્મ છે, તે રાગને ધર્મ કહેવો એ તો નામમાત્ર છે. રાગ તે ધર્મ નથી પણ ધર્મથી
અન્ય છે, માટે રાગને ધર્મ માનનારા પણ અન્યમતિ છે એટલે કે લૌકિકજન છે,–મિથ્યાદ્રષ્ટિ છે. માટે પરીક્ષા કરીને
મોક્ષના કારણભૂત ધર્મ કયો છે તેનો નિર્ણય કરવો જોઈએ.
મોક્ષ એટલે આત્માની પૂર્ણ આનંદમય શુદ્ધ વીતરાગી દશા; તેનું કારણ પણ વીતરાગી શુદ્ધભાવ જ છે;
રાગાદિ અશુદ્ધભાવ તે મોક્ષનું કારણ નથી, પણ સંસારનું કારણ છે. સંસાર એટલે આત્માની વિકારી દશા;
મિથ્યાત્વ અને રાગ–દ્વેષરૂપ અશુદ્ધભાવ તે જ સંસાર છે. બહારની પર વસ્તુમાં કાંઈ આત્માનો સંસાર નથી, એટલે
બહારમાં ઘરબાર–સ્ત્રી–વેપારધંધા વગેરેનો સંયોગ છૂટવા માત્રથી કાંઈ આત્મામાંથી સંસાર છૂટી જતો નથી, પણ
અંતરંગમાં શુદ્ધ સમ્યગ્દર્શનાદિ ભાવ વડે મિથ્યાત્વાદિ અશુદ્ધ ભાવનો અભાવ કરવાથી જ સંસારનો અભાવ થઈને
મોક્ષદશા થાય
ઃ ૧૦૪ઃ
આત્મધર્મઃ ૧પ૦

PDF/HTML Page 13 of 22
single page version

background image
છે. આ રીતે આત્માનો સંસાર, મોક્ષ ને મોક્ષમાર્ગ તે બધુંય આત્મામાં ને આત્મામાં જ છે; ને તેનું કારણ પણ
આત્મામાં જ છે.
બહારમાં આ શરીર–ઘરબાર વગેરે દેખાય છે તે જ જો સંસાર હોય તો, મરણ વખતે આ શરીર વગેરેને અહીં
છોડીને આત્મા એકલો બીજે ચાલ્યો જાય છે. શરીર વગેરેને સાથે લઈ જતો નથી,–એટલે શરીર છૂટતાં તેનો સંસાર
પણ છૂટી જવો જોઈએ ને મોક્ષ જ થઈ જવો જોઈએ.–પણ એમ તો બનતું નથી. મરતી વખતે શરીર છોડીને જાય છે
ત્યારે પણ જીવ પોતાનો સંસાર ભેગો જ લઈ જાય છે,–કયો સંસાર?–કે અજ્ઞાન અને રાગદ્વેષરૂપી ભાવ તે સંસાર
છે, અને તેને તો જીવ ભેગો જ લઈ જાય છે. જો તે અજ્ઞાન અને રાગ–દ્વેષના ભાવને છોડે તો સંસાર છૂટે, સંસાર શું
ને મોક્ષ શું તેનું પણ જીવોને ભાન નથી, બધુું બહારમાં જ માની લીધું છે.
અહીં તો સંતો કહે છે કે પુણ્ય તે સંસાર છે, પુણ્ય તે ધર્મ નથી. અને અજ્ઞાનીઓ એમ માને છે કે પુણ્ય તે ધર્મ
છે ને તે કરતાં કરતાં મોક્ષ થઈ જશે. જુઓ, કેટલો બધો ફેર છે? અહો! આત્માના શુદ્ધ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
વીતરાગી ધર્મ તે જ સંસારના નાશનું કારણ છે, તે જ જૈનધર્મ છે; તેને ચૂકીને મૂઢ જીવો બિચારા રાગમાં ને પુણ્યમાં
જ ધર્મ માનીને ત્યાં રોકાઈ ગયા છે, પણ પુણ્યની મીઠાસ તે તો સંસારની ઉત્પત્તિનું કારણ છે. ‘પુણ્ય વડે જૈનધર્મની
શ્રેષ્ઠતા છે–એટલે કે રાગવડે વિકારવડે જૈનધર્મની શ્રેષ્ઠતા છે’ એમ મૂઢ અજ્ઞાની જીવો માને છે, તેને આચાર્યદેવે
લૌકિકજન કહ્યા છે. હવેની ૮૩મી ગાથામાં આચાર્યદેવે સ્પષ્ટ ખુલાસો કર્યો છે કે જિનશાસનમાં તો ભગવાન
જિનેન્દ્રદેવે પૂજા–વ્રતાદિના શુભભાવને પુણ્ય કહ્યું છે, તેને ધર્મ નથી કહ્યો; ધર્મ તો આત્માના મોહ–ક્ષોભરહિત
પરિણામને એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધ વીતરાગ ભાવને જ કહ્યો છે. ચૈતન્યના આનંદની મસ્તીમાં
ઝૂલતાં ને વનમાં વસતા વીતરાગી સંતની આ વાણી છે.
જૈનધર્મની મહત્તા એ છે કે મોક્ષના કારણભૂત સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવની પ્રાપ્તિ તેમાં જ
થાય છે; મોક્ષનો માર્ગ જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જૈનશાસનમાં જ યથાર્થ છે...જૈનશાસનમાં સર્વજ્ઞ ભગવાને
કહેલા ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી જ મોક્ષના કારણરૂપ શુદ્ધભાવ થાય છે, ને તેથી જ જૈનધર્મની શ્રેષ્ઠતા
છે. માટે હે જીવ! આવા શુદ્ધભાવ વડે જ જૈનધર્મનો મહિમા જાણીને તું તેને અંગીકાર કર, અને રાગને–પુણ્યને ધર્મ
ન માન, તેમ જ તેનાથી જૈનધર્મની મહત્તા ન માન. જૈનધર્મમાં તો ભગવાને એમ કહ્યું છે કે પુણ્યને જે ધર્મ માનેે છે
તે કેવળ ભોગને જ ઈચ્છે છે, કેમ કે પુણ્યના ફળમાં તો સ્વર્ગાદિના ભોગની પ્રાપ્તિ થાય છે; તેથી જેને પુણ્યની
ભાવના છે તેને ભોગની એટલે કે સંસારની જ ભાવના છે, પણ મોક્ષની ભાવના નથી. અહો! જેને ધર્મની ભાવના
હોય, મોક્ષની ભાવના હોય, તે જીવો આત્માના સ્વભાવનું નિરીક્ષણ કરો,......આત્મામાં અંર્તઅવલોકન કરો.....તે જ
મોક્ષનું દાતાર છે. આત્માના અંર્તઅવલોકન વિના ભવનો અંત આવતો નથી. મોક્ષદશા આત્મામાંથી આવે છે માટે
આત્માનું શરણ કરો, રાગમાંથી મોક્ષદશા નથી આવતી માટે રાગનું શરણ છોડો. રાગનું શરણ છોડીને અંતરમાં
વીતરાગી ચૈતન્યતત્ત્વનું શરણ કરવું–તેની શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા કરવા–તે ધર્મ છે, આવા ધર્મથી જ ભવનો અંત
આવે છે, આ સિવાય બીજી કોઈ રીતે ભવનો અંત આવતો નથી. અજ્ઞાની ભલે પુણ્ય કરે પણ તેનાથી કિંચિત્ ધર્મ
થતો નથી ને ભવનો અંત પમાતો નથી. આ મનુષ્યઅવતાર પામીને જો ભવના અંતના ભણકાર આત્મામાં ન
જગાડયા તો જીવન શું કામનું? જેણે ભવથી છૂટવાનો ઉપાય ન કર્યો તેના જીવનમાં ને કીડા–કાગડાના જીવનમાં શું
ફેર છે? માટે ભાઈ! હવે આ ભવભ્રમણથી આત્માનો છૂટકારો કેમ થાય તેનો ઉપાય સત્સમાગમે કર, સત્સમાગમે
ચિદાનંદસ્વભાવનું અંતરના ઉલ્લાસપૂર્વક શ્રવણ કરીને, તેની પ્રતીત કરતાં જ તારા આત્મામાં ભવ–અંતના ભણકારા
આવી જશે.
મિથ્યાદ્રષ્ટિ હો કે સમ્યગ્દ્રષ્ટિ હો, તેને જે શુભરાગ છે તે તો બંધનું જ કારણ છે; હા, સમકિતને તે રાગ વખતે
ય રાગથી પાર ચિદાનંદસ્વભાવની દ્રષ્ટિ તથા અંશે વીતરાગતા વર્તે છે તે ધર્મ છે, ને જે રાગ બાકી રહ્યો છે તેને તે
ધર્મ માનતા નથી. મિથ્યાદ્રષ્ટિને તો રાગથી
ચૈત્રઃ ૨૪૮૨
ઃ ૧૦પઃ

PDF/HTML Page 14 of 22
single page version

background image
ભિન્ન ચૈતન્યતત્ત્વનું લક્ષ જ નથી, તે તો શુભરાગને ધર્મ માને છે તેથી તેને તો ધર્મનો એક અંશ પણ નથી. અજ્ઞાની
કે જ્ઞાનીને રાગનો અંશ તો બંધનું કારણ જ છે; ને સમ્યગ્દર્શન આદિ વીતરાગ ભાવ તે મોક્ષનું કારણ જ છે. જે બંધનું
કારણ હોય તેનાથી ધર્મ ન થાય, ને જે ધર્મ હોય તેનાથી બંધન ન થાય. ધર્મ કહો કે મોક્ષનું કારણ કહો; આવા
ધર્મની જેને રુચિ નથી ને શુભરાગને જ ધર્મ માનીને, રુચિથી તેનું સેવન કરે છે, તે જીવ કદાચ પુણ્ય કરીને સ્વર્ગમાં
જશે તો ત્યાં પણ પુણ્યની મીઠાસને લીધે તે પુણ્યના ફળરૂપ ભોગમાં લીન થઈને એકેન્દ્રિયાદિમાં ચાલ્યો જશે ને
અનંત સંસારમાં પરિભ્રમણ કરશે. ધર્મનું ફળ તો મોક્ષ છે, ધર્મીને ય વચ્ચે પુણ્ય તો ઊંચી જાતના આવે, પણ તેને
પુણ્યની કે તેના ફળની જરા ય રુચિ નથી, એટલે તે પુણ્યની લાંબી સ્થિતિ તોડીને, સ્વભાવમાં લીનતા વડે
અલ્પકાળમાં વીતરાગ થઈને મોક્ષમાં ચાલ્યા જશે અને પુણ્ય અને ધર્મ માનનાર જીવ ઉધી માન્યતાના જોરને લીધે,
પુણ્યની લાંબી સ્થિતિ તોડીને નિગોદમાં ચાલ્યો જશે, કેમ કે ઊંધી માન્યતાનું ફળ નિગોદ છે.–માટે પુણ્ય તે ધર્મ
નથી–એમ તમે સમજો. ભવભ્રમણથી જે ભયભીત હોય તે રાગથી ધર્મ માનવાનું છોડો ને રાગરહિત
ચિદાનંદસ્વભાવની આરાધના કરો. જ્ઞાનીઓને રાગરહિત ચિદાનંદસ્વભાવની ભાવનાથી સંસાર કટ થઈને
અલ્પકાળમાં મોક્ષ થઈ જાય છે. ને મિથ્યાદ્રષ્ટિ જીવો રાગની રુચિ કરી, ચૈતન્યના સ્વભાવનો અનાદર કરી નરક–
નિગોદમાં પરિભ્રમણ કરે છે.
જુઓ, હજી આ શરૂઆતની ભૂમિકાની વાત છે. પહેલાં ધર્મની ભૂમિકા તો ચોક્ખી કરવી જોઈએ ને! ક્યો
ભાવ તે ધર્મ ને ક્યો ભાવ અધર્મ છે? અથવા ક્યો ભાવ મોક્ષનું કારણ છે ને ક્યો ભાવ સંસારનું કારણ છે? તેના
ભાન વિના સંસારના કારણને ધર્મ માને–પુણ્યને ધર્મ માને તો તેને ધર્મની ભૂમિકા જ ચોક્ખી નથી. ધર્મ શું છે તેના
ભાન વિના ધર્મ ક્યાંથી કરશે? તે તો પુણ્ય વગેરેને ધર્મ માનીને, ધર્મના નામે અધર્મનું જ સેવન કરીને સંસારમાં જ
રખડશે. માટે આચાર્યદેવ કહે છે કે હે જીવો! તમે જિનશાસનમાં કહેલા આવા વીતરાગ ભાવરૂપ ધર્મને જાણીને,
ભવના અભાવ માટે તેની જ ભાવના કરો. આવા જિનધર્મને જ ઉત્તમ અને હિતકારી જાણીને તેનું સેવન કરો....ને
રાગની રુચિ છોડો, પુણ્યની રુચિ છોડો.....જેથી તમારા ભવનો અંત આવે ને મોક્ષ થાય.
શ્રી જૈનદર્શન–શિક્ષણવર્ગ
* * * * *
સોનગઢમાં દર વર્ષની માફક આ વર્ષે પણ ઉનાળાની રજાઓ દરમિયાન વૈશાખ
સુદ ચોથ ને સોમવાર તા. ૧૪–પ–પ૬ થી શરૂ કરીને, વૈશાખ વદ દસમને સોમવાર તા.
૪–૬–પ૬ સુધી વિદ્યાર્થીઓને જૈનદર્શનના અભ્યાસ માટે શિક્ષણવર્ગ ખોલવામાં આવશે.
વિદ્યાર્થીઓ ઉપરાંત બીજા જિજ્ઞાસુ જૈનબંધુઓ પણ આ વર્ગનો લાભ લઈ શકશે. વર્ગમાં
દાખલ થનારને માટે જમવા તથા રહેવાની વ્યવસ્થા શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
તરફથી થશે. વર્ગ પૂરો થયા પછી પરીક્ષા લઈને પ્રમાણપત્ર આપવામાં આવશે.
જેમને આ શિક્ષણવર્ગમાં દાખલ થવાની ઈચ્છા હોય તેમણે સૂચના મોકલી દેવી,
ને વર્ગમાં ટાઈમસર હાજર થઈ જવું.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)
ઃ ૧૦૬ઃ આત્મધર્મઃ ૧પ૦

PDF/HTML Page 15 of 22
single page version

background image
सम्यग्दर्शन–ज्ञान–चारित्राणि मोक्षमार्गः
* કષ્ટ સહન કરીને પણ, દ્રઢ વૈરાગ્યપૂર્વક, જ્ઞાનભાવનાનો ઉપદેશ *
(ભાવપ્રાભૃત ગા. પ૯–૬૨ ઉપરના પ્રવચનોમાંથી)
કોઈ જીવ જ્ઞાનની ચર્ચા તો ઘણી કરે છે પરંતુ આચરણ જરા પણ કરતો નથી, વિષય–કષાયોથી પાછો
ફરીને જ્ઞાનસ્વભાવ તરફ વળતો નથી, તો એકલા શાસ્ત્રના જાણપણાથી તેને કાંઈ સિદ્ધિ થતી નથી. હું
જ્ઞાનસ્વભાવ છું–એમ જો આત્માનું યથાર્થ જ્ઞાન કરે તો તે તરફ વળ્‌યા વગર રહે નહિ, ને વિષય–કષાયોની રુચિ
તેને રહે જ નહિ. માટે જે જીવ વિષયકષાયોથી પાછો ફર્યો નથી, સ્વચ્છંદે વિષયકષાયમાં જ વર્તે છે તે અજ્ઞાની જીવ
સિદ્ધિ પામતો નથી.
એ જ પ્રમાણે બીજા કોઈ જીવો વ્રત–તપ વગેરેનું આચરણ તો ઘણું કરે છે, પરંતુ આત્મા શું છે–તે તો જાણતા
નથી, કષાયોની મંદતા તો કરે છે પણ આત્મા કષાયરહિત જ્ઞાનસ્વભાવી છે તેને જાણતા નથી તો એકલા શુભ–
આચરણથી તેને કાંઈ પણ સિદ્ધિ થતી નથી. જ્ઞાનાનંદસ્વરૂપ આત્માના ભાન વગર યથાર્થ ચારિત્ર હોય નહિ. મંદ
કષાયરૂપ વ્રત–તપથી જ જે સિદ્ધિ માને છે પણ ચૈતન્યસ્વરૂપ શું છે તે તો જાણતો નથી, તો તેના વ્રત–તપ બધાય
માત્ર કલેશરૂપ છે, મોક્ષને માટે તે વ્યર્થ છે. જે જીવ ચૈતન્યસ્વરૂપ આત્માને જાણે છે એટલે કે સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન
કરે છે, અને તેમાં લીનતારૂપ ચારિત્ર પણ ધારણ કરે છે તે જ મુક્તિને પામે છે. સમ્યગ્જ્ઞાન હોવા છતાં પણ જ્યાં
સુધી ચારિત્રદશા ધારણ ન કરે એટલે કે ચૈતન્યસ્વરૂપમાં લીનતા ન કરે ત્યાં સુધી સાક્ષાત્ મુક્તિ થતી નથી. અને
સમ્યગ્જ્ઞાન વગરના વ્રત–તપ તો માત્ર પુણ્યબંધનું જ કારણ છે, તેનાથી કાંઈ સિદ્ધિ થતી નથી. આ રીતે સમ્યક્શ્રદ્ધા–
સમ્યગ્જ્ઞાન અને તે જ્ઞાન સહિતનું સમ્યક્ચારિત્ર તે જ મોક્ષનું કારણ છે.
તીર્થંકરનો આત્મા નિયમથી તે જ ભવે મોક્ષ પામનાર હોય છે, જન્મે ત્યારથી આત્મજ્ઞાન સહિત હોય છે,
છતાં તે તીર્થંકર પણ જ્યારે ચિદાનંદસ્વરૂપમાં લીન થઈને આનંદમાં ઝૂલતી ચારિત્રદશા ધારણ કરે છે ત્યારે જ
કેવળજ્ઞાન ને મોક્ષ પામે છે. ચારિત્રદશા વિના કોઈ જીવની મુક્તિ થતી નથી. અહીં ભાવપ્રાભૃતમાં મોક્ષના કારણરૂપ
ભાવલિંગ બતાવવું છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે ભાવલિંગ છે તે જ મોક્ષનું કારણ છે. તીર્થંકરનો આત્મ પણ
જ્યાં સુધી ગૃહવાસમાં રાજપાટમાં હોય ત્યાં સુધી, સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન હોવા છતાં, મુનિદશા કે કેવળજ્ઞાન ન
પામે. જ્યારે બાહ્યમાં સર્વ પરિગ્રહ રહિત થઈ, અંતરમાં ચૈતન્યનું ધ્યાન કરીને લીન થાય છે ત્યારે જ ચારિત્રદશા–
મુનિદશા પ્રગટે છે; ને એવી ભાવલિંગી મુનિદશા પછી જ કેવળજ્ઞાન ને મુક્તિ થાય છે.
અહીં તીર્થંકરભગવાનનો તો દાખલો છે; તે ઉત્કૃષ્ટ દાખલો આપીને અહીં એમ સમજાવે છે કે સમ્યગ્દર્શન
અને સમ્યગ્જ્ઞાનપૂર્વક સમ્યક્ચારિત્ર વડે જ મુક્તિ થાય છે. માટે જ્ઞાન સહિત ચારિત્રમાં તત્પર થવું–એવો ઉપદેશ છે.
ચૈતન્યનું જ્ઞાન કરીને તેમાં ચરવું તે ચારિત્ર છે. ચૈતન્યના જ્ઞાનસહિત તેમાં લીનતારૂપ ક્રિયા તે મોક્ષનું કારણ છે.
જે જીવ બાહ્યલિંગથી તો સહિત છે, વસ્ત્રરહિત દિગંબરપણું ધારે છે, ૨૮ મૂળગુણ પાળે છે, શાસ્ત્ર ભણે છે,
વ્રત–તપ પાળે છે, નિર્દોષ આહાર કરે છે, એ રીતે બાહ્યમાં દ્રવ્યલિંગરૂપ મુનિપણું પાળે છે, પણ અંતરમાં
ચૈત્રઃ ૨૪૮૨
ઃ ૧૦૭ઃ

PDF/HTML Page 16 of 22
single page version

background image
ભાવલિંગથી રહિત છે, મુનિનું ભાવલિંગ જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તેને તો ધારણ કરતો નથી તો તે જીવ
મોક્ષમાર્ગથી ભ્રષ્ટ છે. પરથી ભિન્ન ને ચિદાનંદસ્વભાવથી એકાકાર એવા આત્માનો અનુભવ નથી–શાંતિનું વેદન
નથી ને એકલા શુભરાગથી દ્રવ્યલિંગની ક્રિયાઓ કરે છે તે પણ મોક્ષમાર્ગથી રહિત છે. તેણે રાગમાં જ જાગૃતિ રાખી
છે પણ રાગથી જુદો પડીને ચૈતન્યને જગાડયો નથી, આત્માની અંતરની નિધિ તે ખોલતો નથી, તો તે આત્માના
મોક્ષમાર્ગને જાણતો નથી. એકલા દ્રવ્યલિંગને–શુભરાગને જે મોક્ષનું કારણ માને છે. તે મોક્ષપંથનો વિનાશ કરનાર છે
એટલે કે તે આત્મા પોતે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ છે. એકલા વ્યવહારને જ જે મોક્ષમાર્ગ માને છે તે મોક્ષમાર્ગનો આરાધક
નથી પણ મોક્ષમાર્ગની વિરાધના કરે છે, પોતાના આત્માના આચરણથી તે ભ્રષ્ટ છે. અહો! અંતરમાં આત્માની
શાંતિમાં લીન થવું તે મોક્ષમાર્ગ છે, તેની ખબર અજ્ઞાનીને નથી. અંતરની શાંતિના વેદન વગર જે જીવ એકલા
શુભમાં પ્રવર્તે છે તે જીવને છૂટકારાનો પંથ હાથ આવ્યો નથી, તે મોક્ષમાર્ગથી ભ્રષ્ટ છે. માટે ચિદાનંદસ્વરૂપ આત્માની
શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક તેમાં લીનતારૂપ ચારિત્રદશા ધારણ કરવાનો ઉપદેશ છે.
હવે કહે છે કે તપશ્ચરણ આદિ વૈરાગ્યભાવના પૂર્વક તું જ્ઞાનને ભાવ! એકલા સાતાશીલીયાપણાને જે સેવે છે
ને જ્ઞાનની વાતો કરે છે તો પ્રતિકૂળતા પ્રસંગે તે જ્ઞાનભાવના કયાંથી ટકાવી શકશે? માટે સહનશીલતાપૂર્વક
ચૈતન્યશક્તિના આલંબનથી તું જ્ઞાનભાવના ભાવ, એવો ઉપદેશ છે. વૈરાગ્યપૂર્વક–વ્રત–તપાદિના અભ્યાસ સહિત તું
જ્ઞાનસ્વભાવની ભાવના કર; જેણે એવી ભાવના ભાવી છે તેને ગમે તેવી પ્રતિકૂળતામાં પણ જ્ઞાનભાવના છૂટતી
નથી. મરણની વાત આવે ત્યાં અજ્ઞાની ભડકે છે. જ્ઞાની તો વૈરાગ્યપૂર્વક જ્ઞાનભાવના ભાવે છે એટલે તેને મરણનો
પણ ભય નથી. તેને જ્ઞાનભાવના છૂટતી નથી. વારંવાર આત્માના અનુભવનો પ્રયોગ કર્યો છે, સ્વભાવમાં ઠરવાની
વારંવાર અજમાયશ કરી છે તેને પ્રતિકૂળતાનો પ્રસંગ આવતાં પણ જ્ઞાનભાવના જાગૃત રહે છે. માટે પહેલેથી જ
કષ્ટસહિત એટલે કે સહનશીલતાના પ્રયત્ન સહિત જ્ઞાનભાવના કરવાનો ઉપદેશ છે.
‘હું આત્મા છું, શરીર મારું નથી’–એવી સામાન્ય ધારણા કરી હોય પણ અંતરમાં વાસ્તવિક ભેદજ્ઞાન કરીને
તેની ભાવના ભાવી નથી, તેને શરીરાદિની અનુકૂળતા હોય ત્યાં સુધી તો એમ લાગે કે જ્ઞાન છે. પણ જ્યાં શરીરમાં
ભીંસ પડે, દેહ છૂટવાનો પ્રસંગ આવે કે બીજા અનેક પ્રકારના પ્રતિકૂળ પ્રસંગો આવે ત્યાં તેની ધારણા ટકશે નહિ,
એકાકાર થઈને ભીંસાઈ જશે. માટે અહીં એમ ઉપદેશ છે કે અત્યારથી જ દેહાદિ પ્રત્યે ઉદાસીનતાની ભાવના પૂર્વક તું
જ્ઞાનનો અભ્યાસ કર. જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતાનો પ્રયત્ન કર. અત્યારે દેહાદિ પ્રત્યે ઉદાસીનતાપૂર્વક વૈરાગ્યનું સેવન
કર્યું હશે ને જ્ઞાનની દ્રઢતા કરી હશે તો ગમે તેવી પ્રતિકૂળતામાં તે ટકી રહેશે. અનુકૂળતાનો જેને પ્રેમ છે તેને
પ્રતિકૂળતામાં તેટલો દ્વેષ થયા વિના રહેશે નહીં. અનુકૂળતા હો કે પ્રતિકૂળતા હો, જ્ઞાની તો બન્નેથી ભિન્ન આત્માને
જાણીને ક્ષણે ને પળે તેની જ ભાવના ભાવે છે. જ્ઞાનની ખરી ભાવના હોય તો ખરે પ્રસંગે તે હાજર થાય. આખી
જિંદગી સામાયિક ને વ્રતાદિ કર્યા હોય ને જ્યાં મરણ પ્રસંગ આવે,–ત્યારે કોઈ કહે કે ‘ભાઈ! દેહથી ભિન્ન આત્માને
યાદ કરો,......’ ત્યાં કહે કે ‘અત્યારે આત્માને યાદ કરશો નહિ, અત્યારે તો આ દેહમાં ભીસાઈ જાઉં છું’–જુઓ, આ
સાચી ભાવના ન કહેવાય, ધર્માત્માને આવા પરિણામ ન થાય. ધર્મી તો સદાય ચૈતન્યસ્વભાવના અવલંબનમાં
રહેવાની પોતાની શક્તિની અજમાયશ કરે છે, વારંવાર તેનો અભ્યાસ કરે છે. એટલે બાહ્ય પ્રતિકૂળતા આવે તો પણ
તેમની જ્ઞાનભાવના છૂટતી નથી. અહો! અંતરમાં આત્મા જ મારું આલંબન છે એવી જેણે ભાવના કરી છે, તેમાં
એકાગ્રતાનો અભ્યાસ કર્યો છે, તેને ગમે તે પ્રસંગે જ્ઞાનભાવના છૂટતી નથી, ઉલ્ટું ખરે ટાણે જ્ઞાનભાવનાની ઉગ્રતા
થાય છે. સંયોગથી ભિન્નતા જાણી છે ને ભિન્ન ચૈતન્યની ભાવના ભાવી છે, તે ભાવના ધર્મીને આત્માના અવલંબને
થઈ છે તેથી કોઈ સંયોગમાં તે ભાવના તેમને છૂટતી નથી. માટે હે ભવ્ય! જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધા–જ્ઞાન
કરીને કષ્ટપૂર્વક–ઉદ્યમપૂર્વક તેની ભાવના કર, એવો ઉપદેશ છે.
*
ઃ ૧૦૮ઃ આત્મધર્મઃ ૧પ૦

PDF/HTML Page 17 of 22
single page version

background image
‘દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ’
(દર્શનશુદ્ધિ પ્રગટ કરવાનો ભગવાનનો પ્રધાન ઉપદેશ છે.)
(શ્રી મોક્ષપાહુડ ગા. ૩૯–૪૦ ઉપરના પ્રવચનોમાંથી–તેમ જ રાત્રિચર્ચા ઉપરથી.)
દર્શનશુદ્ધિ માટે સાત તત્ત્વોની પ્રતીત કેવી હોય.....ને એ પ્રતીતનું કેટલું બધું જોર
છે...તે આ પ્રવચનમાં પૂ. ગુરુદેવે ઘણી સરસ શૈલીથી સમજાવ્યું છે.
અહો! શ્રદ્ધાનું બળ અપાર છે....જગતના તમામ તત્ત્વોનો નિર્ણય તેનામાં આવી
જાય છે....તે પહેલું પ્રધાન કર્તવ્ય છે.
પૂ. ગુરુદેવ કહે છે કેઃ “સમકિતી પોતાના જ્ઞાયક સ્વભાવી આત્માને દ્રષ્ટિમાં
લઈને તેમાં જ આરામ કરે છે....આતમરામમાં રહેવું તે જ ખરો આરામ છે......
આત્મસ્વભાવની સન્મુખતા વિના સુખ હરામ છે....ભાઈ, એકવાર તારી
ચૈતન્યવિભૂતિને પ્રતીતમાં તો લે.....તો તારી દર્શનશુદ્ધિ થાય....
દર્શનશુદ્ધિ વિના દેહશુદ્ધિ કે આહારશુદ્ધિ ભલે કરે, પણ તેમાં કયાંય આત્માની
સિદ્ધિ થતી નથી. અને જેને દર્શનની શુદ્ધિ જાગી છે તે ધર્માત્મા ગમે ત્યાં ગમે તે
સંયોગમાં ઊભા હોય તોપણ તેને દર્શનશુદ્ધિના પ્રતાપે શુદ્ધતા સળંગપણે વર્તે છે, ને તેને
જ દર્શનશુદ્ધિથી આત્માની સિદ્ધિ–મુક્તિ પ્રાપ્ત થાય છે.
તત્ત્વાર્થશ્રદ્ધાનમાં વીતરાગી અભિપ્રાયનું અનંત જોર છે; તે શ્રદ્ધાનમાં રાગનું
કર્તૃત્વ રહ્યું નથી, પરની કર્તાબુદ્ધિ રહી નથી; સ્વભાવ સન્મુખ થઈને જ્ઞાયકપણે જ
પોતાને પ્રતીતમાં લીધો છે, આવી પ્રતીતનું એટલું જોર છે કે તેને લીધે જીવ રાગાદિરૂપ
પરિણમતો નથી; જ્ઞાયકસન્મુખ દ્રષ્ટિથી શુદ્ધતા જ કરતો જાય છે.–આ રીતે દર્શનશુદ્ધિથી
જ આત્માની સિદ્ધિ છે.
સર્વ ઉદ્યમપૂર્વક સમ્યગ્દર્શન ગ્રહણ કરવાનો ભગવાનનો મુખ્ય ઉપદેશ છે; જેણે
શુદ્ધ–આત્માને દ્રષ્ટિમાં લઈને દર્શનશુદ્ધિ પ્રગટ કરી તેણે ભગવાનના ઉપદેશનો સાર
ગ્રહણ કર્યો; જે જીવ દર્શનશુદ્ધિ કરતો નથી, આત્માને અશુદ્ધ જ અનુભવે છે તે જીવે
ખરેખર ભગવાનના ઉપદેશનું ગ્રહણ કર્યુ નથી.
આત્મા પોતે પરમ આનંદસ્વરૂપ છે, તે આનંદ પર્યાયમાં પરિપૂર્ણ પ્રગટ થવો તેનું નામ મોક્ષદશા છે. મોક્ષ
એટલે આત્માની પૂર્ણ શુદ્ધતા; પણ તે શુદ્ધતા કેમ થાય? કે પહેલાં ‘હું શુદ્ધજ્ઞાનાનંદ આત્મા છું’ એવી શુદ્ધ દ્રષ્ટિ કરવી
જોઈએ; તે દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ થાય છે. જેણે પોતાના શુદ્ધઆત્માને દ્રષ્ટિમાં લઈને દર્શનશુદ્ધિ પ્રગટ કરી છે તે
આત્મા સમ્યગ્દર્શન વડે શુદ્ધ છે. તેને દર્શનશુદ્ધિ છે તે મોક્ષનું કારણ છે.
ચૈત્રઃ ૨૪૮૨ ઃ ૧૦૯ઃ

PDF/HTML Page 18 of 22
single page version

background image
છે
તેમાં જીવ અને અજીવ તો સામાન્યરૂપ છે, ને આસ્રવ–બંધ, સંવર–નિર્જરા–મોક્ષ તે તેમની વિશેષ પર્યાયો છે. જીવના
વિશેષો જીવથી છે, અજીવની વિશેષ પર્યાયો અજીવથી છે. અજીવ પણ અનંતા પદાર્થો છે, તે પ્રત્યેક પદાર્થની વિશેષ
પર્યાયો તેના પોતાથી થાય છે. જે ત્રિકાળ શક્તિરૂપ જીવ–અજીવ પદાર્થો છે તે જીવતત્ત્વ ને અજીવતત્ત્વ છે, ને બીજા
પાંચે તત્ત્વો તે તેમની પર્યાયો છે. જીવની આસ્રવબંધ કે સંવર–નિર્જરા–મોક્ષરૂપ પર્યાયો તો જીવથી છે, અજીવને લીધે
નથી. પુદ્ગલકર્મમાં આસ્રવબંધ કે સંવર–નિર્જરા વગેરે અવસ્થા થાય છે તે તેના સામાન્ય અજીવપદાર્થની પર્યાય છે,
તેમજ કર્મ સિવાયની બીજી પણ અજીવની જે જે પર્યાયો (લાકડું, શરીર, ઘડો વગેરે) છે તે બધી પર્યાયો પણ તે તે
સામાન્ય અજીવ પદાર્થથી થાય છે, જીવને લીધે નહિ. આ રીતે જગતમાં સામાન્યરૂપ જીવ–અજીવતત્ત્વો અનંતા છે, ને
તેમનું રૂપાંતર કે ક્ષેત્રાંતરરૂપ વિશેષ તે તેનાથી જ છે.–આ પ્રમાણે જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા કરતાં પ્રતીત થાય છે. આ
સિવાય જીવથી અજીવની પર્યાય થાય, કે અજીવથી જીવની પર્યાય થાય–એમ પ્રતીત કરે તો તેને જીવ–અજીવ વગેરે
તત્ત્વો યથાર્થ પ્રતીતમાં આવ્યા નથી, એટલે તેને દર્શનશુદ્ધિ નથી.
રાગ તે આસ્રવ છે–તે જીવતત્ત્વનું વિશેષ છે, અજીવના કારણે નહિ; શરીરની ક્રિયા વગેરે થાય તે અજીવ–
તત્ત્વનું વિશેષ છે, જીવના રાગને કારણે નહિ. જીવો અનંતા છે ને અજીવ અનંતાનંત છે, તેની સંખ્યા જગતમાં સદાય
એટલી ને એટલી જ છે, તેમાં એક પણ વધતા નથી કે ઘટતા નથી. તે બધા તત્ત્વો જગતમાં ત્રિકાળ પોતાથી જ છે,
તેમજ તે દરેક તત્ત્વની વિશેષપર્યાયો પણ પોતપોતાથી જ છે. મારા કારણે જગતમાં બીજાનું કાંઈ નથી, ને જગતના
કારણે મારું કાંઈ નથી. અજીવની પર્યાયમાં અજીવ છે, ને જીવની પર્યાયમાં જીવ છે,–બસ! આવી અનંત પદાર્થોની
સ્વતંત્રતાને શ્રદ્ધાનું બળ સ્વીકારે છે. મારા સિવાય જગતના કોઈપણ જીવ કે અજીવની પર્યાયમાં હું નથી, તેમજ મારે
લીધે તે કોઈની પર્યાય નથી, હું તો જ્ઞાયકસ્વભાવી જીવતત્ત્વ છું,–આવી રીતે સાતે તત્ત્વોને જાણીને, જ્ઞાનસ્વભાવી
જીવતત્ત્વની સન્મુખ થઈને તેની સ્વસંવેદનપૂર્વક પ્રતીત કરી તે જ “
तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम्” છે. સમ્યગ્દર્શનમાં
પ્રતીતનું જોર કેટલું છે–તેની આ વાત છે. આવી દર્શનબુદ્ધિથી જ આત્મસિદ્ધિ થાય છે.
જુઓ, જગતમાં મોક્ષતત્ત્વ છે, એટલે કે પૂર્ણ જ્ઞાનઆનંદરૂપ દશા પામેલા સર્વજ્ઞ છે;–તે સર્વજ્ઞની પ્રતીત
કરવા જાય તો તેમાં આત્માની શક્તિ તરફ વલણ થયા વિના રહે નહીં. કેમ કે આત્માની શક્તિમાં સર્વજ્ઞ થવાની
તાકાત છે, તેમાંથી જ સર્વજ્ઞતા ને પૂર્ણાનંદ પ્રગટે છે. સાત તત્ત્વોમાં જીવતત્ત્વની પ્રતીત કરવા જાય તો તેમાં આવા
મોક્ષતત્ત્વની પણ ભેગી જ પ્રતીત આવી જાય છે, અને મોક્ષતત્ત્વની પ્રતીત કરવા જાય કે સર્વજ્ઞની પ્રતીત કરવા જાય
તો તેમાં શુદ્ધજીવતત્ત્વની પ્રતીત પણ ભેગી આવી જ જાય છે. જીવના જ્ઞાનાનંદસ્વભાવની સન્મુખ થયા વગર સાત
તત્ત્વોમાંથી એક પણ તત્ત્વની પ્રતીત યથાર્થ થતી નથી. ચોથા ગુણસ્થાને આત્માના જ્ઞાનાનંદસ્વભાવની પ્રતીતપૂર્વક
સાતે તત્ત્વોની યથાર્થ પ્રતીત થઈ ગઈ છે, તે શ્રદ્ધા ઠેઠ સુધી ટકી રહે છે; સમ્યક્શ્રદ્ધાનમાં સાતે તત્ત્વોની જે યથાર્થ
પ્રતીત આવી છે તે રહેવા માટે આવી છે.
મુનિદશા થાય,–છઠ્ઠા–સાતમા ગુણસ્થાનની દશા પ્રગટે ને વસ્ત્રનો સંયોગ છૂટી જાય, ત્યાં મુનિને પ્રતીતમાં
એમ નથી આવતું કે મારા કારણે આ વસ્ત્ર છૂટયાં. પહેલાં પણ સમ્યગ્દર્શન થયું ત્યારે એમ પ્રતીતમાં ન હતું કે આ
વસ્ત્ર મારા કારણે રહ્યા છે! વસ્ત્રની ક્રિયા અજીવ છે, મારા રાગને કારણે તે અજીવની પર્યાય થાય છે, એમ
સમકિતીની પ્રતીતમાં નથી. તેને નિજ પરમેશ્વરની પ્રભુતા પ્રતીતમાં આવી છે ને અજીવ તત્ત્વને પણ તેણે જગતના
સ્વતંત્ર તત્ત્વો તરીકે પ્રતીતમાં લીધા છે. જગતમાં અજીવ છે, શુભરાગ પણ છે, સમ્યગ્દર્શનાદિ પણ છે ને હું
જ્ઞાયકતત્ત્વ છું–એમ બધા તત્ત્વોની પ્રતીત સમ્યગ્દ્રષ્ટિને વર્તે છે, તેમાં રાગને કારણે અજીવ, કે અજીવને કારણે રાગ–
એમ બે તત્ત્વોની એકતા તે માનતા નથી, એકબીજાના કારણકાર્યને એકબીજામાં ભેળવતા નથી. એટલે તેની શ્રદ્ધામાં
જીવનો અંશ પણ અજીવમાં ભેળવતા નથી ને અજીવનો
ઃ ૧૧૦ઃ
આત્મધર્મઃ ૧પ૦

PDF/HTML Page 19 of 22
single page version

background image
અંશ પણ જીવમાં ભેળવતા નથી. જીવ–અજીવ તત્ત્વોને જેમ છે તેમ ભિન્ન–ભિન્ન જાણીને, પોતાના જ્ઞાયકસ્વભાવમાં જ
આરામ કરે છે તે જ ખરો આરામ છે. આતમરામમાં રહેવું તે જ ખરો આરામ છે, તે જ શુદ્ધતા છે. જ્ઞાનાનંદસ્વરૂપ
આત્માની પ્રતીત કરીને દર્શનશુદ્ધિ કરવી તે જ ખરી શુદ્ધિ છે. ને આવી દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ થાય છે. આ સિવાય
બહારની દેહાદિ–આહારાદિની શુદ્ધિને ખરેખર શુદ્ધિ કહેતા નથી. દર્શનશુદ્ધિ વિના દેહશુદ્ધિ કે આહારશુદ્ધિ ભલે હોય પણ
તેમાં કયાંય આત્માની સિદ્ધિ થતી નથી. અને જેને દર્શનની શુદ્ધિ જાગી છે, તે ગમે ત્યાં ગમે તે સંયોગમાં ઊભો હોય તો
પણ તેને દર્શનશુદ્ધિના પ્રતાપે શુદ્ધતા સળંગપણે વર્તે છે, ને તેને જ આત્માની સિદ્ધિ–મુક્તિ પ્રાપ્ત થાય છે.
ચોથા ગુણસ્થાનથી જે દર્શનશુદ્ધિ થઈ છે તેમાં સાતેય તત્ત્વો પ્રતીતમાં આવી ગયા છે, પછી પાંચમે–છઠ્ઠે
ગુણસ્થાને આગળ વધતાં પણ પ્રતીત તો એવી જ ટકી રહે છે ને શુદ્ધતા વધતી જાય છે. ભાઈ! એક વાર તારી
ચૈતન્ય વિભૂતિને પ્રતીતમાં તો લે. અનંતા જીવ, અનંતા અજીવ જગતમાં છે તે પ્રત્યેક સ્વતંત્ર તત્ત્વ છે, તેમાં કોઈના
કારણે કોઈની પર્યાય થતી નથી. હું તો જગતના જીવ–અજીવ તત્ત્વોથી જુદો જ્ઞાયક છું, મારું જીવતત્ત્વ બીજાથી ભિન્ન
છે.–આવી પ્રતીત વગર દર્શનશુદ્ધિ થાય નહિ, ને દર્શનશુદ્ધિ વગર આત્માની શુદ્ધતા થાય નહિ. દર્શનશુદ્ધિથી જ
આત્માની શુદ્ધિ થાય છે.
× આત્માની શ્રદ્ધા સાથે જ સર્વજ્ઞની ને મોક્ષની શ્રદ્ધા થાય છે.
× સર્વજ્ઞની શ્રદ્ધા સાથે જ આત્માની ને મોક્ષની શ્રદ્ધા થાય છે.
× મોક્ષની શ્રદ્ધા સાથે જ આત્માની ને સર્વજ્ઞની શ્રદ્ધા થાય છે.
× આત્માની, સર્વજ્ઞની ને મોક્ષની શ્રદ્ધા એક સાથે જ થાય છે.
× જ્ઞાનસ્વભાવની સન્મુખ જોતાં એ બધાની પ્રતીત એક સાથે લઈ જાય છે.
આત્મા તરફ વળીને તેની શ્રદ્ધા કરતાં સંવર–નિર્જરા મોક્ષની પણ શ્રદ્ધા આવી જાય છે, ને તેથી વિરુદ્ધ એવા
અજીવ–આસ્રવ–બંધ તત્ત્વોની શ્રદ્ધા પણ હેયપણે આવી જાય છે.
આત્મા તરફની અસ્તિમાં સંવર–નિર્જરા–મોક્ષ આવે છે ને તેમાં અજીવ–આસ્રવ–બંધનું નાસ્તિરૂપ પરિણમન
છે. જેણે અહિત ટાળીને પોતાનું હિત કરવું હોય તેણે સાતે તત્ત્વો માનવા જોઈએ.
× મારે હિત કરવું છે;
× વર્તમાન અહિત છે;
× તે પોતામાં છે;
× તે ટળી શકે છે;
× હિત પોતામાંથી આવે છે;
× હિત થવાની શક્તિ જેમાં છે તે જીવતત્ત્વ કાયમ છે;
× તેમાંથી હિત પ્રગટયું તેનું નામ સંવર–નિર્જરા–મોક્ષ;
× અહિત છે તે આસ્રવ ને બંધ;
× આત્માના પોતાના જ આશ્રયે અહિત ન થાય;
× અહિત કોઈ વિરુદ્ધ પદાર્થના આશ્રયે થાય;
× જીવથી વિરુદ્ધ તત્ત્વ તે અજીવ;
× અજીવના આશ્રયે અહિત છે;
× અહિત ક્ષણિક છે, તે પલટીને હિત થઈ શકે છે, આત્મા કાયમ રહે છે.
–આમ સાત તત્ત્વોના સ્વીકાર વિના હિતની ખરી બુદ્ધિ હોઈ શકે નહીં.
હિતનું કારણ
જીવતત્ત્વનું અવલંબન.
અહિતનું કારણ – અજીવતત્ત્વનું અવલંબન.
અહિતરૂપ –
આસ્રવ ને બંધતત્ત્વો.
હિતરૂપ – સંવર–નિર્જરા–મોક્ષ તત્ત્વો.
આમ સાતે તત્ત્વોને ઓળખીને પોતાના શુદ્ધ જીવતત્ત્વ તરફ વળતાં સમ્યગ્દર્શનાદિ થાય છે, તે સંવર–
નિર્જરારૂપ છે. અને અજીવનું અવલંબન છૂટતાં આસ્રવ–બંધ છૂટતા જાય છે. જીવતત્ત્વમાં પૂરી લીનતા થતાં
પૂર્ણશુદ્ધતારૂપ મોક્ષદશા પ્રગટી જાય છે, ને અજીવનો સંબંધ છૂટી જાય છે. આવી મોક્ષદશા તે સાક્ષાત્ પૂર્ણ હિતરૂપ છે.
ચૈત્રઃ ૨૪૮૨
ઃ ૧૧૧ઃ

PDF/HTML Page 20 of 22
single page version

background image
એક શુદ્ધજ્ઞાયક તત્ત્વને લક્ષમાં લઈને પ્રતીતમાં લીધું ત્યાં સંવર–નિર્જરારૂપ શુદ્ધ પરિણતિ તેમાં અભેદ થઈ
ગઈ, આસ્રવ–બંધરૂપ અશુદ્ધપર્યાય જુદી પડી ગઈ, અજીવ પણ બહાર રહી ગયું,–આ રીતે શુદ્ધપર્યાય સહિત
આત્માની અસ્તિ, ને તેમાં અજીવની તથા અશુદ્ધતાની નાસ્તિ–એવી જે યથાર્થ પ્રતીત કરવી તેનું નામ દર્શનવિશુદ્ધિ
છે, તે દર્શનવિશુદ્ધિ જ મુક્તિનું કારણ છે.
જગતમાં જેટલા જીવ ને અજીવ તત્ત્વો છે એટલી જ તે દરેકની એકેક પર્યાયો છે. દરેક તત્ત્વની પર્યાય ન્યારી
ન્યારી પોતપોતામાં છે. જીવની પર્યાય જીવમાં, અજીવની અજીવમાં;–એક અજીવની પર્યાય એક અજીવમાં ને બીજા
અજીવની પર્યાય બીજા અજીવમાં, આ જીવની પર્યાય આ જીવમાં, અન્ય જીવોની પર્યાય અન્ય જીવોમાં; સર્વજ્ઞની
પ્રતીત કરી ત્યાં સર્વજ્ઞની પર્યાય સર્વજ્ઞમાં ને મારી પર્યાય મારામાં; કોઈ એકને કારણે બીજાની પર્યાય નથી.–જુઓ
તત્ત્વાર્થશ્રદ્ધાન! આમાં વીતરાગી અભિપ્રાયનું અનંતું જોર છે, તે શ્રદ્ધાનમાં રાગનું કર્તૃત્વ રહ્યું નથી, પરની
કર્તાબુદ્ધિ રહી નથી, સ્વભાવ સન્મુખ થઈને જ્ઞાયકપણે જ પોતાને પ્રતીતમાં લીધો છે. આવી પ્રતીતનું એટલું જોર છે
કે તેને લીધે જીવ રાગાદિરૂપ પરિણમતો નથી; જ્ઞાયકસન્મુખ દ્રષ્ટિથી શુદ્ધતા જ કરતો જાય છે. આ રીતે દર્શનશુદ્ધિથી
જ આત્માની સિદ્ધિ છે. સાતમી નરકમાં રહેલો પણ જે જીવ આવી સાત તત્ત્વોની પ્રતીત કરીને દર્શનશુદ્ધિ કરે છે તે
જીવ ત્યાં નરકમાં પણ શુદ્ધ છે; અને જેને સાત તત્ત્વોની પ્રતીત નથી, દર્શનશુદ્ધિ નથી તે જીવ સર્વજ્ઞ ભગવાનનાં
સમવસરણમાં બેઠો હોય તો પણ અશુદ્ધિમાં જ પડયો છે. શુદ્ધઆત્માના ભાન વિના આત્માની શુદ્ધિ કેવી?
સમકિતીને સાતે તત્ત્વોની ને શુદ્ધઆત્માની પ્રતીતના જોરે આત્માની શુદ્ધતા થઈ છે. તેથી દર્શનશુદ્ધિ જેને છે તે
આત્મા શુદ્ધ છે. “દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ છે.–એવો જૈનશાસનનો મુદ્રાલેખ કુંદકુંદાચાર્યભગવાને કહ્યો છે.
*
દર્શનથી જે શુદ્ધ છે તે જ શુદ્ધ છે, રાગાદિથી જે લાભ માને છે તે તો ચૈતન્યને મલિન કરે છે. રાગથી પાર
શુદ્ધચૈતન્યતત્ત્વ જેની પ્રતીતમાં આવ્યું નથી તેને શુદ્ધતા કયાંથી થાય? પુણ્યથી સ્વર્ગમાં જાય તોપણ અજ્ઞાની જીવ
અશુદ્ધ છે, ને જ્ઞાની શુદ્ધઆત્માની દ્રષ્ટિમાં સદા શુદ્ધ છે. જેને જેવી દ્રષ્ટિ છે તેવી પર્યાયની ઉત્પત્તિ થાય છે.
શુદ્ધઆત્માની દ્રષ્ટિમાં શુદ્ધપર્યાયની ઉત્પત્તિ ને ‘વિકાર તે હું’ એવી અશુદ્ધ દ્રષ્ટિમાં અશુદ્ધ પર્યાયની જ ઉત્પત્તિ થાય
છે. અહો! મારું જ્ઞાન ખુલ્લું જ છે, રાગથી મારું જ્ઞાન કદી બંધાયું નથી, આનંદ સાથે સદાય અભેદ છે, આમ,
જ્ઞાનતત્ત્વની પ્રતીત કરવી તે દર્શનશુદ્ધતા છે, અને દર્શનશુદ્ધિવાળા જ નિર્વાણ પામે છે. જેને દર્શનશુદ્ધિ નથી તે ઇષ્ટ
લાભ પામતો નથી. અનંતા જીવો મોક્ષ પામ્યા તે બધાય સમ્યગ્દર્શનની શુદ્ધતા વડે જ મોક્ષ પામ્યા છે. શુદ્ધતા જેમાંથી
કાઢવાની છે તેની પ્રતીત વિના શુદ્ધતા કયાંથી આવશે? સોનાની ખાણમાં સોનું ભર્યું છે, તે ખોદે તો સોનું નીકળે,
પણ લોઢાની ખાણ ખોદે તો સોનું કયાંથી આવશે? તેમ જીવને મોક્ષ એટલે પૂર્ણ અતીન્દ્રિય–આનંદ પ્રગટ કરવો છે.
તે આનંદની ખાણ તો આ આત્મા છે, આત્માના સ્વભાવને ખોજે–તેની અંતર્દષ્ટિ કરીને એકાગ્ર થાય–તો અંદરથી
આનંદનો અનુભવ પ્રગટે. પણ રાગની કે દેહની ખાણ ખોદે તો તેમાં કાંઈ આનંદ નથી ભર્યો. આનંદસ્વભાવ જ્યાં
ભર્યો છે એવા શુદ્ધચૈતન્યતત્ત્વની દ્રષ્ટિ વિના કદી આત્માની શુદ્ધતા થાય નહિ. જેને મોક્ષ જોઈતો હોય–આત્માની પૂર્ણ
શુદ્ધતા જોઈતી હોય તેણે પહેલાં તો શુદ્ધઆત્માને દ્રષ્ટિમાં લઈને દર્શનશુદ્ધિ કરવી જોઈએ. દર્શનશુદ્ધિ જ મોક્ષનું મૂળ
છે. સમ્યગ્દર્શન એટલે શુદ્ધઆત્માની રુચિ, જેને શુદ્ધઆત્માની રુચિ છે તે જ પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષને પામે છે; જેને
શુદ્ધઆત્માની રુચિ નથી તે મુક્તિ પામતા નથી. આ રીતે સમ્યગ્દર્શન જ મોક્ષની પ્રાપ્તિનું મુખ્ય કારણ છે. માટે
આચાર્ય ભગવાને મુદ્રાલેખ બાંધ્યો છે કે દર્શનશુદ્ધિવાળો જ શુદ્ધ છે, ને દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ પમાય છે માટે
સર્વ પ્રકારના ઉદ્યમથી દર્શનશુદ્ધિ કરવાનો ઉપદેશ છે.
હવે કહે છે કે ભગવાનના ઉપદેશમાં સમ્યગ્દર્શનના ગ્રહણનો મુખ્ય ઉપદેશ છે તે જ સારભૂત છે. સમ્યગ્દર્શન
એટલે શુદ્ધઆત્માની અંર્તદ્રષ્ટિ કરવી તે જ ભગવાનના ઉપદેશનો સાર છે ભગવાનનો ઉપદેશ શુદ્ધઆત્મા બતાવવા
માટે છે, જેણે શુદ્ધઆત્માને દ્રષ્ટિમાં લઈને દર્શનશુદ્ધિ પ્રગટ કરી તેણે ભગવાનના ઉપદેશનો સાર ગ્રહણ કર્યો.
ઃ ૧૧૨ઃ
આત્મધર્મઃ ૧પ૦