PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
રાગાદિમાં જે સુખ માને છે તે રાગાદિને જ આત્મા માને છે; ગુણ–
ગુણી ભેદ વગેરેના વિકલ્પમાં જે સુખ માને છે તે વિકલ્પને જ
આત્મા માને છે; એ રીતે જ્યાં જ્યાં સુખ માને છે ત્યાં ત્યાં આત્મા
માને છે, ને ત્યાંથી તે ખસતો નથી.
અભૂતાર્થ છે; અંતર્મુખ ચૈતન્યસ્વભાવમાં લક્ષ જાય ત્યારે જ સુખ
થાય છે, માટે તે શુદ્ધચૈતન્યસ્વભાવ એક જ ભૂતાર્થ છે, તેની
દ્રષ્ટિથી જ સુખ થાય છે. માટે શુદ્ધનયના અવલંબન વડે
જીવને સમ્યગ્દર્શન આદિ અપૂર્વ શાંતિનું વેદન થાય છે.
PDF/HTML Page 3 of 21
single page version
છું... હું ભગવાન છું” એવા રટણપૂર્વક દેહ છોડેલ છે. સ્વર્ગવાસ અગાઉ બે કલાક પહેલાંં મુમુક્ષુઓ તેની પાસે ધૂન
બોલતાં, તેમજ માંગળિક સંભળાવતા, અને કહેતા “જો ભાઈ જગદીશ! તારો આત્મા આ બધાથી જુદો છે... આ
શરીર–માતા–પિતા કે સગાવહાલાં કોઈ તને શરણભૂત નથી... ભગવાન આત્મા એક જ શરણભૂત છે...
ભગવાનનું શરણ લે...” જગદીશ પણ એ સાંભળીને ‘હું ભગવાન છું... હું જીવ છું” એમ વારંવાર તૂટક બોલતો
હતો... ને ઘણું દર્દ હોવા છતાં એ જ રીતે શાંતિપૂર્વક દેહ છોડીને તેનો આત્મા ચાલ્યો ગયો હતો.
અને રાજકોટની દિ. જૈનપાઠશાળામાં તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરવા જતો હતો, તથા વાર્ષિક પરીક્ષામાં પાસ
થયેલ હતો. કિશોર વયમાં આવા ધર્મપ્રેમનું બીજાઓએ પણ અનુકરણ કરવા જેવું છે.
આ દુર્લભ મનુષ્યઅવતાર મલ્યો... તેમાં ભરોસો નથી કે અમુક કાળ સુધી તે ટકી જ રહેશે! ... ગમે તે ક્ષણે
આત્માનું હિત કેમ થાય–તે ઉપાય કરવા જેવો છે... આત્મહિતનું કાર્ય ભવિષ્ય ઉપર મુલતવી રાખવા જેવું નથી.
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે. લેશ એ લક્ષે લહો,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી અહો?”
કાનજીભાઈ તરફથી સ્વ. જેકુંવરબેનના સ્મરણાર્થે સોનગઢના જૈન વિદ્યાર્થીગૃહના મકાન માટે
વિદ્યાર્થીગૃહને અર્પણ કરવામાં આવ્યા છે, તે બદલ તેમને ધન્યવાદ ઘટે છે.
સોનગઢમાં “જૈનદર્શન શિક્ષણવર્ગ” ચાલશે. જે જિજ્ઞાસુ જૈન ભાઈઓને વર્ગમાં આવવાની
ઈચ્છા હોય તેમણે સૂચના મોકલી દેવી, અને વખતસર આવી જવું.
સોનગઢ,
PDF/HTML Page 4 of 21
single page version
સૌરાષ્ટ્રના ગીરનારધામ ઉપરનું આ દ્રશ્ય જોતાં જ એ સંત–ત્રિપુટી અને શ્રુતજ્ઞાન પ્રત્યેની ભક્તિથી હૃદય
પુષ્પદંત–ભૂતબલિ મુનિવરો એમનો અપાર વિનય, એમની પરમ શ્રુતભક્તિ, એમની અગાધ જ્ઞાનશક્તિ, અને
જ્ઞાનના દરિયાને હૃદયમાં પચાવી દેવાની એમની ગંભીરતા! –એ બધાયને યાદ કરતાં આ સંતોના ચરણોમાં શીર
ઝૂકી પડે છે.
ઉપર આવીને દેવોએ એ શ્રુતધારક સંતોની પૂજા કરી હતી.
પણ એ દિવસ ‘શ્રુતપંચમી’ તરીકે ઉલ્લાસથી ઊજવાય છે.
પ્રસંગ છે. જયવંત વર્તો એ દિવ્યશ્રુત અને એ શ્રુતધારક સંતો!
PDF/HTML Page 5 of 21
single page version
અહો, આત્માનું કલ્યાણ જેને કરવું હોય તેણે અત્યારે જ આ સમજવા જેવું છે. આત્માને ભવથી
હિતનો ઉદ્યમ કરે, –પહેલાંં બીજું કરી લઈએ પછી આત્માનું કરશું–એવી મુદત તે વચ્ચે ન નાંખે. વળી તેને એમ
પણ કાળની મર્યાદા ન હોય કે અમુક દિવસોમાં જ આત્મા સમજાય તો સમજવો છે, અમને બહુ ઝાઝો ટાઈમ
નથી. જ્યાં રુચિ હોય ત્યાં કાળની મર્યાદા હોય નહિ. જેને આત્માની રુચિ હોય–ખરેખરી ધગશ હોય તે
આત્માના પ્રયત્નને માટે કાળની મુદત બાંધતો નથી. અને આવી લગની હોય તેને આત્માનું હિત અલ્પકાળમાં
જરૂર સધાય છે. સંસારમાં જેને પૈસાની પ્રીતિ છે તે એમ મુદત નથી મારતો કે અમુક વખતમાં જ પૈસા મળે તો
લેવા–ત્યાં તો કાળની દરકાર કર્યા વગર પ્રયત્ન કર્યા જ કરે છે ને એમાં ને એમાં આખી જિંદગી વ્યર્થ ગૂમાવે છે.
તેમ જેને આત્માની રુચિ જાગી છે તે એમ મુદત નથી મારતો કે મારે અમુક વખત સુધી જ આત્માની સમજણનો
પ્રયત્ન કરવો. –તે તો કાળની દરકાર કર્યા વિના પ્રયત્ન કર્યાં જ કરે છે, ને તેને જરૂર આત્માનો અનુભવ થાય
છે. આત્માની રુચિના અભ્યાસમાં જે કાળ જાય તે પણ સફળ છે. હમણાં બહારના વેપાર–ધંધા વગેરે કામ કરી
લઈએ પછી નિરાંતે આત્માનું કરશું–આમ જે મુદત મારે છે તેને ખરેખર આત્માની દરકાર જાગી જ નથી. અરે,
મારા આત્માની દરકાર વગર અનંત–અનંત કાળ વીતી ગયો છતાં મારા ભવભ્રમણનો આરો ન આવ્યો, માટે
હવે તો આત્મા આ ભવભ્રમણથી છૂટે એવો ઉપાય કરું–આમ જેને અંતરથી આત્માર્થ જાગે તે આત્મ–હિતના
પ્રયત્ન સિવાય એક ક્ષણ પણ નકામી જવા દ્યે નહીં. અને એવો અપૂર્વ અંતરનો પ્રયત્ન ઊગે ત્યારે જ આત્મા
પ્રાપ્ત થાય તેવો છે. ભાઈ, તારું હિત બીજો કોઈ કરી દ્યે તેમ નથી, તું જ તારા સ્વભાવનો ઉદ્યમ કરીને તારું હિત
કર! સ્વભાવને ભૂલીને પરભાવથી તેં તારું અહિત અત્યાર સુધી કર્યું, હવે સત્સમાગમે યથાર્થ સ્વભાવને
સમજીને તું જ તારું અપૂર્વ હિત કર.
પરજીવ બચી
PDF/HTML Page 6 of 21
single page version
નથી. તે માત્ર પુણ્યબંધનું કારણ છે. જીવદયાના શુભભાવને પાપ કહેનારા તો મૂઢ છે, તેને ધર્મ માનનાર પણ
મૂઢ–અજ્ઞાની છે, અને તે ભાવથી આત્મા પરનું કાંઈ કરી શકે એમ માનનાર પણ મૂઢ–અજ્ઞાની જ છે. પરથી ને
પર તરફના શુભભાવથી પણ પાર એવા પોતાના જ્ઞાનાનંદસ્વરૂપને ઓળખે તે જ ધર્મી છે.
ભાઈ! શું અત્યારે તારો આત્મા મરી ગયો છે? આત્મા ત્રિકાળ છે તો તેનો ધર્મ પણ ત્રિકાળ એકરૂપ વર્તે છે. શું
ચોથા કાળનો આત્મા જુદી જાતનો ને પંચમકાળનો આત્મા જુદી જાતનો–એમ છે? નહિ, આત્મા તો તે જ છે,
કાળ પલટતાં આત્માનું સ્વરૂપ કાંઈ પલટી જતું નથી; એટલે ચોથા કાળે ધર્મનું જે સ્વરૂપ હતું તે જ અત્યારે છે.
“એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ” –ધર્મનું સ્વરૂપ ત્રણેકાળે એક જ છે. તેમાં કોઈ કાળે ફેરફાર થતો નથી.
જૈનધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહિ. જૈનધર્મ એ વસ્તુનું સ્વરૂપ છે, અર્થાત્ આત્માની શુદ્ધતા તે
જૈનધર્મ છે; આત્માને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહિ, વસ્તુસ્વરૂપનો નિયમ ફેરવી શકાય નહિ. કોઈ કાળે
વસ્તુસ્વરૂપ વિપરીત થતું નથી. ચેતનવસ્તુ જડ બની જાય કે જડ વસ્તુ ચેતન થઈ જાય–એમ કોઈ કાળે પણ
બનતું નથી, તેમ જે વિકારી ભાવ છે તેનાથી ધર્મ થઈ જાય–એમ પણ કોઈ કાળે બનતું નથી. માટે વસ્તુ
સ્વભાવરૂપ જૈનધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાતો નથી.
રહેતાં પોતાના સ્વભાવ તરફ તેનું વલણ જાય છે એટલે સ્વભાવના સમ્યક્ શ્રદ્ધાન્–જ્ઞાન–આચરણરૂપ ધર્મ
તેને થાય છે.
એટલે કે સંસાર કદી સુધરે તેમ નથી, માટે સ્વભાવના સમ્યક્–શ્રદ્ધા–જ્ઞાન–આચરણ વડે વિકારને બાળી નાંખીને
તું સંસારથી છૂટીને મોક્ષ પામી જા.
વિપરીત દેખે છે. આ ‘દેખત–ભૂલ’ એ જ સંસારનું મૂળ છે. અને વસ્તુના યથાર્થ સ્વભાવને દેખવો તે મોક્ષનું
મૂળ છે. વસ્તુના સ્વભાવને જાણ્યા વગર બહારથી જ્ઞાની ઓળખાય નહિ, અને જ્ઞાની કઈ રીતે ધર્મ કરે છે તે
પણ ઓળખાય નહિ. આ સંબંધી વાંદરાનું દ્રષ્ટાંત–એકવાર કેટલાક માણસો એકગામથી બીજે ગામ જતાં વચ્ચે
જંગલમાં રોકાયા. પોષ મહિનાની કડકડતી ઠંડીના દિવસો, એટલે આસપાસથી સુકા ડાળ–પાન ભેગા કરીને
ઢગલો કર્યો ને તેમાં ચીનગારી મૂકીને ભડકો કર્યો, અને તાપીને ટાઢ ઊડાડી. તે વખતે ઝાડ ઉપર બેઠેલા
વાંદરાઓએ તે જોયું. વાદરા પણ ટાઢથી થરથર ધૂ્રજે, એટલે તેમને પણ ટાઢ ઊડાડવાનું મન થયું. ઝાડપાનનો
ઢગલો તો ભેગો કર્યો. –પણ હવે ચીનગારી ક્યાં? માણસોએ ચકચકતું કાંઈક મૂકયું હતું એમ ધારીને રાતના
આગીયા જીવડા જે ચકચક થતા હોય છે તેને પકડયા ને ઢગલા વચ્ચે મૂક્યા! ઘણી મહેનત કરી પણ ભડકો થયો
નહિ ને વાંદરાભાઈની ટાઢ ઊડી નહીં. તેમ જ્ઞાનીઓએ તો આત્મામાં ચૈતન્ય–ચીનગારી પ્રગટાવી છે, અંતરમાં
અતીન્દ્રિય સ્વભાવની સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન રમણતા વડે તેને ધર્મ થાય છે, ને શુભરાગ વખતે તેઓ પૂજા–ભક્તિ–
દયા–દાન વગેરેમાં પણ પ્રવર્તે છે. ત્યાં અજ્ઞાની જીવો (વાંદરાની જેમ), જ્ઞાનીઓની ચૈતન્ય ચીનગારીને તો
ઓળખતા નથી, ને એકલા પૂજા–ભક્તિ દયા–દાન વગેરે શુભક્રિયાથી
PDF/HTML Page 7 of 21
single page version
જ્ઞાનીની એકલી બહારની શુભક્રિયા જોઈને અજ્ઞાની તેને ધર્મ માની લ્યે છે. પણ ચૈતન્ય ચીનગારીને જાણતો
નથી તેથી તેને ધર્મ થતો નથી. આ રીતે સ્વભાવને ન જોતાં સંયોગને જ અજ્ઞાની જુએ છે. જ્ઞાનીને
ઉપદેશનો ભાવ આવે ને હજારો–લાખો જીવોને હિતનો ઉપદેશ કરે, –ત્યાં અજ્ઞાનીને એમ લાગે કે આ બીજાનું
ભલું કરતા લાગે છે માટે તે જ ધર્મનો ઉપાય છે! પણ ભાઈ, તેં જે જોઈ તે ક્રિયા ખરેખર જ્ઞાનીએ કરી જ
નથી અને જ્ઞાનીએ જે ક્રિયા કરી છે તેને તો તું દેખતો નથી. ખરેખર વાણીની કે રાગની ક્રિયાના જ્ઞાની કર્તા
નથી, તેણે તો પોતાના જ્ઞાનાનંદસ્વભાવના સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–રમણતા જ કર્યા છે. ને તેના વડે જ ધર્મ થાય
છે. આ સમજ્યા વગર એકલી બહારની ક્રિયાની નકલ કરે તે તો વાંદરાની માફક ‘અક્કલ વગરની નકલ’
છે, તેમાં ધર્મ કે કલ્યાણ નથી.
એમ માની લ્યે, –પણ તેમાં કિંચિત્ ધર્મ નથી. અહો, ભગવાને તો અંતરના ચૈતન્યસ્વભાવમાં લીન થઈને
આનંદનો અનુભવ કર્યો હતો, ને તે આનંદની લીનતામાં આહારની વૃત્તિ જ ઊઠતી ન હતી, –એવી ભગવાનની
તપશ્ચર્યા હતી. ત્યાં અંતરમાં આનંદની લીનતા થઈ તેને તો મૂઢ જીવો દેખતા નથી ને એકલા બહારના આહાર–
ત્યાગને જ ધર્મ માની લે છે, તે પણ ઉપરના દ્રષ્ટાંતની માફક અક્કલ વગરની નકલ છે, તેમાં ધર્મ નથી.
પાસે હો... પણ તેને ધર્મ થતો નથી, કેમ કે ગુણ જ્યાં ભર્યા છે તેની સામે તો તે જોતો નથી. પોતામાં ગુણ ભર્યા
છે તેમાં જે દ્રષ્ટિ કરતો નથી તેને ધર્મ થતો નથી. અજ્ઞાનીને મિથ્યાશ્રદ્ધાથી આખો આત્મા ઢંકાઈ ગયો છે, તેને
યથાર્થ આત્મા ઓળખાવીને આચાર્યદેવ આત્માની પ્રસિદ્ધિ કરાવે છે, તેથી આ સમયસારની ટીકાનું નામ પણ
‘
આલંબિત, સદ્રશ તેમજ વિસદ્રશરૂપ અસ્તિત્વને આત્મા પોતાની પરિણામશક્તિ વડે ધારી રાખે છે. આ
પરિણામશક્તિમાં ‘ધુ્રવઉપાદાન’ અને ‘ક્ષણિકઉપાદાન’ બંને સમાઈ જાય છે. સદ્રશતા અથવા ધુ્રવતા તે તો
ધુ્રવઉપાદાન છે અને વિસદ્રશતા અથવા ઉત્પાદ–વ્યય તે ક્ષણિકઉપાદાન છે. –આવી પરિણામશક્તિને ઓળખતાં
‘નિમિત્તથી કાર્ય થાય’ એવી પરાશ્રયબુદ્ધિ છૂટી જાય છે ને સ્વભાવ–આશ્રિત અનંત–ગુણોનું નિર્મળ પરિણમન
થાય છે. –આ જ સિદ્ધિનું સાધન છે.
બહારની ફરજ મનાવે છે ને મોટા મોટા ભાષણ કરે છે, –પણ અહીં તો કહે છે કે ભાઈ, એ બધી બહારની ફરજ
તે તો વૃથા વ્યથા છે, –મફતની હેરાનગતી છે. આ આત્માની સમજણ કરવી તે જ બધાયની ખરી ફરજ છે, –એ
ફરજ એકવાર બજાવે તો મોક્ષ મળે.
ભરેલો તારો અસંખ્યપ્રદેશી આત્મા જ તારો ‘સ્વદેશ’ છે, તેને ઓળખીને તેની સેવા કર, તે તારી ફરજ છે; એ
સિવાય બહારનો દેશ તે તો ‘પર–દેશ’ છે,
PDF/HTML Page 8 of 21
single page version
ફરજ નથી. રાગ કરે છે પોતે, પણ તે ફરજ નથી–કર્તવ્ય નથી, કેમ કે તેમાં પોતાનું હિત નથી. જેમાં પોતાનું
હિત ન હોય તેને ફરજ કેમ કહેવાય? અંતરમાં ચૈતન્યમૂર્તિ આનંદથી ભરપૂર પોતાના આત્માને ઓળખીને
તેના આશ્રયે સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરવા, ને એ રીતે આત્માને ભવદુઃખથી છોડાવવો તે દરેક
તારી અનંત શક્તિમાં રાગ નથી, રાગ તે તારી ફરજ નથી, ને રાગ તને શરણ નથી.
તારો આત્મા અનંતશક્તિસંપન્ન છે, તે જ તારું સ્વરૂપ છે,
બુદ્ધિ જોડ. આત્માની સંભાળ કર, તેનું શરણ કર, ને તેના શરણે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને તારા
આત્માને ભવભ્રમણથી છોડાવ...... ને એ રીતે તારી ફરજ બજાવ. આ મનુષ્યપણું પામીને આત્માને હવે ભવ–
દુઃખથી છોડાવવો તે જ, હે જીવ! તારી ફરજ છે.
પાસેથી પોતાની શક્તિ લેતો નથી. પરની શક્તિ પરમાં, ને પોતાની શક્તિ પોતામાં. દરેક દ્રવ્ય પોતપોતાની
શક્તિઓથી પરિપૂર્ણ છે. પોતાના આવા સ્વભાવનો નિર્ણય કરે તો ક્યાંય પરમાંથી લાભ લેવાની પરાશ્રય–બુદ્ધિ
છૂટી જાય ને અંતરના સ્વભાવના આશ્રય તરફ વલણ થઈ જાય. –માટે હે ભાઈ! તું જરાક વિચાર તો કર કે
બીજાના કારણે નથી, પણ તારા આત્માના પરિણામસ્વભાવથી જ છે. કોઈના આધારે તારા ગુણ–પર્યાયનો
નીભાવ નથી, ને તું આધાર થઈને કોઈ બીજાના ગુણ–પર્યાયને નીભાવી દેતો નથી; માટે કોઈ બીજાથી તું રાજી
થા કે તું કોઈ પરને રાજી કર–એવો તારો સ્વભાવ નથી; તારા આત્માનું અવલંબન કરીને તું પોતે રાજી થા
(એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–આનંદરૂપ થા) એવો તારો સ્વભાવ છે. માટે તારા આત્માની નિજશક્તિને
સંભાળીને તું પ્રસન્ન થા! તારા નિજવૈભવનું અંર્તઅવલોકન કરીને તું આનંદિત થા! ‘અહો! મારો આત્મા
આવો પરિપૂર્ણ શક્તિવાળો........ આવા આનંદવાળો! ’ –એમ આત્માને જાણીને તું રાજી થા... ખુશી થા...
આનંદિત થા!! જે આત્માને યથાર્થપણે ઓળખે તેને અપૂર્વ આનંદનો અનુભવ થાય જ. માટે આચાર્યદેવ
આત્માની અનેક શક્તિઓનું વર્ણન કરીને કહે છે કે હે ભવ્ય! આવા આત્માને જાણીને તું આનંદિત થા!
ઉત્તર:– ધન્ય અહો! ભગવંત બુધ જે ત્યાગે પરભાવ;
લોકાલોક પ્રકાશકર જાણે વિમલસ્વભાવ.
–અહો! તે ભગવાન્ જ્ઞાનીઓને ધન્ય છે કે જેઓ પરભાવનો ત્યાગ કરે
PDF/HTML Page 9 of 21
single page version
ઓળખાણ થઈને સમ્યગ્દર્શન અને મોક્ષ થયા વિના રહે નહિ. (આમાં ‘યથાર્થ લક્ષ’ તે ઉપાદાન છે અને જ્ઞાની
પાસેથી શ્રવણ તે નિમિત્ત છે.)
પરસન્મુખ જ રોકાઈ ગયો, પણ રાગથી પાર ચૈતન્યસ્વરૂપ છે તેમાં સ્વસન્મુખ ન થયો, એટલે કિંચિત્ ધર્મ ન
થયો, ને ભવભ્રમણ ન મટયું.
મંદતા અનંતવાર કરી, પણ અંર્તલક્ષ કદી કર્યું નથી. પરથી જુદો, રાગથી જુદો, હું તો જ્ઞાનમૂર્તિ છું–એવા
આત્માના લક્ષે જ સમ્યગ્દર્શનાદિ ધર્મ થાય છે, ને તે જ ભવભ્રમણના દુઃખથી છૂટવાનો ઉપાય છે.
સંભળાવે તો તે કેવી હોંસથી લક્ષ રાખીને સાંભળે છે! તેમ અહીં જેને ભવભ્રમણના દુઃખનો થાક લાગ્યો છે ને
તેનાથી છૂટીને આત્માનું સુખ લેવા ઈચ્છે છે એવા જીવને આચાર્યદેવ સુખનો ઉપાય બતાવે છે, ચૈતન્યનાં નિધાન
મારા આત્માનું સુખ મળવાની આ વાત છે, એમ ઉલ્લાસ લાવીને સમજવા માંગે તો જરૂર આ વાત સમજાય.
ચૈતન્યસ્વભાવના લક્ષરૂપ લક્ષ્મીથી જ સદાય સુખિયા છે. આત્માના લક્ષ વિના કદી સુખ થાય નહિ.
પરને કારણે નથી. અશુદ્ધતા તે ક્ષણિક પર્યાયનો ધર્મ હોવાથી તે ટળી શકે છે. શુદ્ધદ્રવ્યની સાથે એકતા કરતાં
નથી જાણ્યો; તેથી તે બાહ્યજ્ઞેયોમાં જ પોતાપણું માનીને રાગ–દ્વેષ–મોહથી દુઃખી થાય છે, પણ પરથી ભિન્ન
આત્મ–સ્વરૂપની ભાવના તેને હોતી નથી. જ્ઞાની તો પરથી ભિન્ન, પોતાના ધર્મો વડે પોતાના ચૈતન્યસ્વરૂપ
આત્માને જાણીને, તેમાં અંતર્મુખ થઈને તેની જ ભાવના કરે છે, ને એ રીતે આત્મભાવના વડે તે પૂર્વ કદી નહિ
અનુભવેલા એવા જ્ઞાન–આનંદસ્વરૂપ આત્માને અનુભવે છે. આ જ ભવભ્રમણના દુઃખથી છૂટીને આનંદની
પ્રાપ્તિનો ઉપાય છે.
PDF/HTML Page 10 of 21
single page version
છે... અને તે જરૂર આત્માને પ્રાપ્ત કરે છે.
આત્માના સ્વરૂપની પ્રાપ્તિ કેમ થાય તે વાત ચાલે છે. અનાદિથી પોતાના સ્વરૂપની પ્રાપ્તિ વગર
મોહભાવનાથી આત્માની પરિણતિ ચકરાવો ખાય છે, સ્થિર ન રહેતાં પુણ્ય–પાપમાં ચક્કર ખાય છે, તેથી તે
પોતાની પર્યાયમાં ક્ષુબ્ધ થાય છે, અને તેથી તેને આત્માની પ્રાપ્તિ દૂર છે. આ રીતે અનાદિથી આત્માની પ્રાપ્તિ
કેમ ન થઈ તે બતાવ્યું.
પરથી ભિન્ન પોતાનું જ્ઞાન તો ભાસતું નથી, ને જ્ઞાનના જ્ઞેયભૂત પરપદાર્થો જ ભાસે છે એટલે તે બહિર્મુખપણે
પરજ્ઞેયોમાં જ વર્તે છે; ભિન્નભિન્નજ્ઞેયોને જાણવા છતાં હું તો એકાકાર જ્ઞાન જ છું, જ્ઞાન સાથે જ મારી એકતા
છે–એવી જ્ઞાનસ્વભાવની ભાવના વડે આત્માની પ્રાપ્તિ થાય છે. પણ જ્ઞાન તે હું એવી ભાવના ન ભાવતાં, જે
પરજ્ઞેયોને જાણે છે તે જ્ઞેયો સાથે જ એકતાબુદ્ધિથી તેમની ભાવના ભાવે છે, એટલે પર તરફના ઝૂકાવથી તેની
દ્રષ્ટિ છૂટતી નથી, પર સાથેનો સંબંધ તોડીને સ્વજ્ઞેય તરફ વળતો નથી–એ જ સંસાર છે. જેને પોતાનું માને તેની
સાથેનો સંબંધ કેમ તોડે? જેનાથી લાભ માને તેની સાથેનો સંબંધ કેમ છોડે? અજ્ઞાની પરજ્ઞેયને પોતાનું માને છે
ને તેનાથી લાભ માને છે એટલે તેનાથી જુદો પડીને સ્વમાં આવતો નથી; તેથી તે અજ્ઞાનીને આત્માની પ્રાપ્તિ
થતી નથી, આત્માના આનંદસ્વરૂપનો તેને અનુભવ થતો નથી.
તેમાં જ સ્થિર રહે ત્યારે પરથી અત્યંત ભિન્ન થઈને પોતાના જ્ઞાન–આનંદસ્વરૂપનો અનુભવ થાય છે. આ રીતે
અંતર્મુખ એકાગ્રતા વડે આત્માની પ્રાપ્તિ થાય છે.
PDF/HTML Page 11 of 21
single page version
તેથી તેને આત્માના વિવેકનો અભાવ છે. મારું જ્ઞાન ને મારો આનંદ તો મારાંમાં છે, પરથી મારે તદ્ન ભિન્નતા
છે–એવો વિવેક કરીને અંતર્મુખ થઈને એકાગ્ર થતાં આત્માની પ્રાપ્તિ થાય છે. આ રીતે જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના
આત્માને પ્રાપ્ત કરો–એમ આચાર્યદેવ આદેશ કરે છે.
વાસ્તુ કરાવે છે. અંતર્મુખ થઈને ચૈતન્યની ભાવનામાં વસવું તે વાસ્તું છે; અનાદિથી પોતાના ઘરમાં જીવે વાસ્તુ
કર્યું નથી. ચૈતન્સ્વભાવને જાણીને પોતાના સ્વઘરમાં એકવાર પણ વાસ્તુ કરે (–તેમાં એકાગ્ર થઈને રહે) તો
પરમ આનંદરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય. આ રીતે આત્મામાં વાસ્તુ કર્યું, તે કર્યું, હવે સાદિ અનંત પોતાના
આનંદસ્વરૂપમાં જ તે વસી રહેશે.
અંતર્મુખ થઈને આત્મભાવનાથી જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને તમે પ્રાપ્ત કરો એમ આચાર્ય ભગવાનનો ઉપદેશ છે.
“તારો આત્મા અખંડ જ્ઞાનમૂર્તિ છે તેમાં અંતર્મુખ થા” એમ સત્સમાગમે શ્રવણ કરતાં તે તરફનો ઉલ્લાસ આવે
છે, તે ભાવને અહીં ક્રિયાકાંડ કહ્યો છે, એ રીતે સત્સમાગમ કરતાં કરતાં અંતર્મુખ ઢળે ત્યારે જ્ઞાનકાંડ પ્રચંડ
થયો–એમ કહે છે. એ રીતે અંતર્મુખ થઈને જે જ્ઞાનકાંડને પ્રાપ્ત કરે તેને પહેલાંનાં સત્સમાગમનો વિકલ્પ તે
નિમત્ત હોવાથી તે વિકલ્પરૂપ ક્રિયાકાંડ વડે જ્ઞાનકાંડની પ્રાપ્તિ થઈ એમ વ્યવહારે કહેવાય છે.
જ્ઞાનની પ્રાપ્તિ કરનારને મહાન સત્સમાગમ–વારંવાર જ્ઞાનીનો સમાગમ–નિમિત્તરૂપે હોય છે, તેનું નામ પ્રચંડ
કર્મકાંડ છે. આ રીતે વારંવાર સત્સમાગમે શ્રવણ–મનન કરી કરીને આત્માના જ્ઞાયકસ્વભાવનો નિર્ણય કરે છે,
ને તે સ્વભાવની ભાવના કરીને તેમાં એકાગ્ર થઈને તેનો અનુભવ કરે છે. આ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની
પ્રાપ્તિનો ઉપાય છે. આ ઉપાયથી જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને તમે પ્રાપ્ત કરો જ... એમ આચાર્ય ભગવાનનો
આત્માને તેનાથી વિભક્ત કરે છે, ને તે વિભક્ત આત્માની ભાવનાના પ્રભાવ વડે પરિણતિને અંતરસ્વરૂપમાં
એકાગ્ર કરે છે;
PDF/HTML Page 12 of 21
single page version
જ્ઞાની ગુરુ પણ એમ કહે છે કે ‘તારો આનંદ તારામાં છે, તેમાં અંતર્મુખ થા;’ –એવી જ્યારે પ્રતીત કરી
આત્માનો અનુભવ કરે છે. સમયસારમાં પણ ૩૮ મી ગાથામાં કહે છે કે–“જે અનાદિ મોહરૂપ અજ્ઞાનથી
ઉન્મત્તપણાને લીધે અત્યંત અપ્રતિબુદ્ધ હતો અને વિરક્ત ગુરુથી નિરંતર સમજાવવામાં આવતાં જે કોઈ પ્રકારે
સમજી, સાવધાન થઈ... પોતાના પરમેશ્વર આત્માને... જાણીને... સમ્યક્ પ્રકારે એક આત્મરામ થયો...”
ઝંખના લાગી છે, ચોવીસે કલાક વારંવાર તેનું ચિંતવન કરે છે, આત્માને પ્રાપ્ત કરવાની ધૂન થઈ ગઈ છે, તેની
જ ચાહ છે; માટે કહે છે કે શ્રીગુરુદ્વારા તેને નિરંતર સમજાવવામાં આવે છે. વારંવાર તેને એ જ ઘોલન ચાલે છે;
અંદરમાં ચૈતન્યસ્વભાવને પકડવા માંગે છે. ત્યાં પહેલાંં બહુમાનનો વિકલ્પ છે, તેથી ઉપચારથી એમ કહ્યું કે તે
વિકલ્પરૂપ ક્રિયા વડે જ્ઞાન પામે છે; પણ ખરેખર તો વિકલ્પને છોડીને તેનાથી પાર જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થાય
છે ત્યારે જ સમ્યગ્દર્શનને સમ્યગ્જ્ઞાન પામે છે.
તરફના બહુમાનનો ભાવ તે નિમિત્તરૂપ છે; તેને અહીં ક્રિયાકાંડ કહ્યો છે. પણ તે વિકલ્પમાં જ રોકાઈ રહે તો કાંઈ તે
ક્રિયાકાંડ વડે જ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. પહેલાંં આત્મા તરફનો વિકલ્પ હતો તે તોડીને, અંતરમાં ચૈતન્યસ્વભાવને
પકડીને કેવળ આત્મભાવનાથી સમ્યગ્જ્ઞાન થયું, ત્યાં પૂર્વના વિકલ્પને ક્રિયાકાંડ ગણીને તેના દ્વારા જ્ઞાન થવાનું કહ્યું.
પરિણતિને અંતરમાં એકાગ્ર કરી ત્યારે સમ્યગ્જ્ઞાન થયું, ને આનંદમય આત્માની પ્રાપ્તિ થઈ.
પરિણમતો નથી. આ રીતે આત્મસ્વભાવનું અવલંબન કરી કરીને અનંતા જીવો મોક્ષ પામ્યા છે. જેમ બહારમાં
સમ્મેદશિખરજીથી અનંતા તીર્થંકરો–સંતો મુક્તિ પામ્યા છે, તેમ અંતરમાં તે બધાય જીવો ચૈતન્યના શિખરરૂપ
આ આત્મસ્વભાવના આધારે મુક્તિ પામ્યા છે. આ ચૈતન્યના સમ્મેદશિખર ઉપર આરૂઢ થવું તે જ મોક્ષની
યાત્રા છે.
આત્માના પરમ આનંદના જમણનું સાગમટે નોતરું દીધું છે. જગતના બધાય જીવો આત્માના આનંદને આજે જ
અવશ્ય પ્રાપ્ત કરો. આત્માની પ્રાપ્તિનો અમે જે ઉપાય કહ્યો તે ઉપાયથી જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની જરૂર પ્રાપ્તિ
થાય છે, માટે આ રીતે જગત જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને આજે જ પ્રાપ્ત કરો–એમ આચાર્યદેવનું આમંત્રણ, આદેશ
અને ઉપદેશ છે.
PDF/HTML Page 13 of 21
single page version
આ પ્રવચનસારની ૨૬૮ મી ગાથા વંચાય છે. આ ચરણાનુયોગ સંબંધી અધિકાર હોવા છતાં,
બતાવે છે; કેમ કે આ મૂળ પ્રયોજનભૂત વાત છે. નિશ્ચયનયવડે સૂત્રના પદોનો અને અર્થોનો નિશ્ચય
કર્યા વગર ચરણાનુયોગ કે મુનિદશા યથાર્થ હોય જ નહિ. માટે આચાર્યદેવ આ ગાથામાં કહે છે કે
મુનિ ‘સૂત્રાર્થ નિશ્ચયવંત’ હોય છે એટલે કે મુનિએ સૂત્રનાં પદોને અને અર્થોને નિશ્ચિત કર્યાં છે.
સૂત્રનાં પદોનો અને અર્થોનો નિશ્ચય કઈ રીતે થાય છે–તે બાબત સ્પષ્ટ ખુલાસો કરતાં ટીકામાં શ્રી
અમૃતચંદ્રસૂરિ કહે છે કે–“વિશ્વનો વાચક, ‘સત્’ લક્ષણવાળો એવો જે આખોય શબ્દબ્રહ્મ અને તે
શબ્દ બ્રહ્મનું વાચ્ય, સત્’ લક્ષણવાળું એવું જે આખુંય વિશ્વ તે બન્નેના જ્ઞેયાકારો પોતાનામાં યુગપદ
ગુંથાઈ જવાથી (–જ્ઞાતૃતત્ત્વમાં એકી સાથે નિર્ણીત થવાથી) તે બંનેના અધિષ્ઠાનભૂત ‘સત્’
લક્ષણવાળું જ્ઞાતૃતત્ત્વ નિશ્ચયનયદ્વારા ‘સૂત્રના પદો અને અર્થોના નિશ્ચયવાળું’ હોય...”
યથાર્થ વસ્તુસ્વરૂપને બતાવનાર છે; અને વ્યવહારનય તો એકબીજામાં આરોપ કરીને કથન કરે છે
તેથી તેના દ્વારા યથાર્થ વસ્તુસ્વરૂપનો નિર્ણય થતો નથી.
તે નિર્ણય કઈ રીતે થાય? –કે નિશ્ચયનયદ્વારા સૂત્રના પદો અને અર્થોનો નિશ્ચય થાય છે. જેઓ
નિશ્ચયનય–અનુસાર વસ્તુસ્વરૂપ શું છે તે તો સમજતા નથી અને વ્યવહારનયના કથન પ્રમાણે જ
વસ્તુસ્વરૂપ માની લ્યે છે તેઓને સૂત્રનાં પદનો કે અર્થનો નિશ્ચય કરતાં આવડતો નથી.
PDF/HTML Page 14 of 21
single page version
શબ્દ અને અર્થ એ બંનેનો નિર્ણય કરનારું જ્ઞાન પણ સત્ લક્ષણવાળું છે.
નિશ્ચયનયદ્વારા.
એટલે કે વસ્તુના દ્રવ્ય–ગુણ–પર્યાય શું, ને તેનો નિશ્ચય કરનારું જ્ઞાન શું? એ ત્રણેની વાત આમાં
આવી જાય છે.
પ્રયોજન જ્ઞાનસ્વભાવ બતાવવાનું છે. અને આવા જ્ઞાનસ્વભાવનો નિર્ણય નિશ્ચયનયદ્વારા થાય છે,
એકલા વ્યવહાર દ્વારા જ્ઞાનસ્વભાવનો નિર્ણય થતો નથી. નિશ્ચયનયદ્વારા જ્ઞાન સ્વભાવનો નિર્ણય
કર્યા વગર કોઈ પણ તત્ત્વનો (ઉપાદાન–નિમિત્તનો, દેવ–ગુરુ–ધર્મનો, શાસ્ત્રનો વગેરે કોઈ પણ
તત્ત્વનો) યથાર્થ નિર્ણય થાય જ નહિ અને તત્ત્વના નિર્ણય વગર એકાગ્રતા રૂપ મુનિદશા હોઈ શકે
નહિ. માટે કહ્યું કે ‘જ્ઞાતૃતત્ત્વ નિશ્ચયનયદ્વારા સૂત્રનાં પદો અને અર્થોના નિશ્ચયવાળું હોય... ’ એટલે
કે મુનિઓએ નિશ્ચયનયના અવલંબનથી સૂત્રોનો અને સૂત્રોમાં વસ્તુસ્વરૂપનો નિશ્ચય કર્યો હોય.
પણ ભ્રષ્ટ છે, ભગવાનની આજ્ઞાથી બહાર છે, કેમકે ભગવાનના કહેલા સૂત્રોના અભિપ્રાયની તેને
ખબર નથી, ને પોતાના મિથ્યા અભિપ્રાયથી તે શાસ્ત્રના ઊંધા અર્થો કરે છે. –આવા ઊંધી દ્રષ્ટિ
પોષનારા જીવો પણ ખરેખર લૌકિકજનો જેવા જ છે. અહીં એમ કહેવું છે કે એવા ઊંધી દ્રષ્ટિપોષક
લૌકિક જનોના સંગથી સંયમી મુનિ પણ અસંયત થઈ જાય છે માટે તે લૌકિકસંગ સર્વથા નિષેધ્ય જ
છે. –જુઓ, શાસ્ત્રનું આ કથન પણ નિમિત્તથી છે. ત્યાં શાસ્ત્રોના અર્થ સમજવાની ચાવી લાગુ કરીને
અર્થ સમજવો જોઈએ. –કઈ ચાવી? “નિશ્ચયનદ્વારા સૂત્રનાં પદોનો અને અર્થોનો નિશ્ચય થાય છે.”
–આ સર્વ શાસ્ત્રોના અર્થ ઉકેલવાની કુંચી (
પરને કારણે ભ્રષ્ટ થતા નથી પણ પોતાની જ પર્યાયના અપરાધને લીધે જ ભ્રષ્ટ થાય છે. પોતાના
અસંગચૈતન્યસ્વભાવના સંગથી ચ્યૂત થઈને પરસંગનો પ્રેમ થયો તે જ ભ્રષ્ટપણું છે; પર નિમિત્તને
કારણે ભ્રષ્ટ થવાનું કહ્યું તે વ્યવહારકથન છે એટલે ખરેખર એમ નથી. નિશ્ચયનયનું કથન સ્વ–પરને
એક બીજામાં જરાય ભેળવ્યા વગર, જેમ છે તેમ યથાર્થ વસ્તુસ્વરૂપ બતાવે છે, અને વ્યવહારનય તો
સ્વ–પરને એક બીજામાં ભેળવીને કથન કરે છે. તેથી જો નિશ્ચયનયને ભૂલીને વ્યવહાર પ્રમાણે અર્થ
કરવા જાય
PDF/HTML Page 15 of 21
single page version
જ યથાવત્ નિરૂપણ કરે છે તથા કોઈને મેળવતો નથી તેથી એવા જ શ્રદ્ધાનથી સમ્યક્ત્વ થાય છે
માટે તેનું શ્રદ્ધાન્ કરવું.”
નથી પણ નિમિત્તાદિની અપેક્ષાએ એ ઉપચાર કર્યો છે’ એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ
જ બંને નયોનું ગ્રહણ છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘આ પ્રમાણે પણ છે
તથા આ પ્રમાણે પણ છે’ એવા ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.”
જૈનશાસનનું આ મૂળ રહસ્ય છે, આ બધા પ્રશ્નોના ઉકેલની ચાવી (માસ્ટર કી) છે.
કરીને વ્યવહારનયનું કથન છે. નિશ્ચયથી તો જ્ઞાન અને કર્મ બંને જુદા છે, તેથી કર્મના કારણે
જ્ઞાનની અવસ્થા રોકાણી નથી, પણ પોતાની લાયકાતથી જ્ઞાનની અવસ્થા હીનરૂપે પરિણમી છે ત્યાં
કર્મનું નિમિત્તપણું દેખીને વ્યવહારનયે એકનો બીજામાં આરોપ કરી દીધો કે કર્મને લીધે જ્ઞાન ઢંકાણું.
–પણ ખરેખર એમ નથી. આ આ રીતે નિશ્ચયનયદ્વારા સૂત્રના અર્થનો એમ નિર્ણય કરવો કે
જ્ઞાનાવરણીયકર્મને લીધે જ્ઞાન નથી અવરાયું, જ્ઞાન અને જડકર્મ બંને જુદા જુદા છે. આ રીતે
નિશ્ચયનયવડે સમજવાથી જ યથાર્થ વસ્તુસ્વરૂપનું ને સૂત્રનું જ્ઞાન થાય છે. જો આ પ્રમાણે ન સમજે
ને વ્યવહારના કથન પ્રમાણે જ માની લ્યે તો બે પદાર્થોની એકતાબુદ્ધિ ટળે નહિ એટલે યથાર્થ
વસ્તુસ્વરૂપનો કે સૂત્રનો નિર્ણય થાય નહિ ને અજ્ઞાન મટે નહિ.
PDF/HTML Page 16 of 21
single page version
ઉત્તર:– ના; નિશ્ચયનયને તો યથાર્થ માનવો ને વ્યવહારનયને આરોપીત જાણવો–એટલે કે
નિશ્ચયનયને ભૂતાર્થ જાણવો અને વ્યવહારનયને અભૂતાર્થ જાણવો–એમાં જ બંને નયોની સંધિરૂપ
અનેકાન્ત છે, ને તેમાં જ બંને નયોનો યથાર્થ સ્વરૂપે સ્વીકાર છે. આ સિવાય વ્યવહારના
આરોપકથનને પણ નિશ્ચયની સમાન જ યથાર્થ માની લ્યે તો તેણે નિશ્ચય કે વ્યવહાર બેમાંથી એકેય
નયના સ્વરૂપને ઓળખ્યું નથી.
પદાર્થજ્ઞાન થતું નથી. માટે આચાર્યદેવ કહે છે કે સૂત્ર અને અર્થનો નિર્ણય નિશ્ચયનયદ્વારા થાય છે.
–કે નિશ્ચયનયદ્વારા.
વસ્તુનું સ્વરૂપ કઈ રીતે સમજવું?
–કે નિશ્ચયનયદ્વારા.
શાસ્ત્રમાં વ્યવહારથી કથન કર્યું હોય તો?
–તો ત્યાં પણ નિશ્ચયનય વડે વસ્તુનું ખરું સ્વરૂપ શું છે તે શોધી કાઢવું, પરંતુ વ્યવહારકથન
સમજાય છે.
થવાનું કહેવું તે વ્યવહારનયનું કથન છે એટલે કે ખરેખર એમ નથી. નિશ્ચયનયદ્વારા એમ સમજવું કે
પોતાની પર્યાય પોતાના કારણે છે.
સ્થાનમાં રાખેલું પાણી શીતળ રહે છે તેમ સમાન ગુણવાળા ધર્માત્માના સંગથી પોતાના ગુણની રક્ષા
થાય છે, અને જેમ વધારે શીતળ એવા બરફના સંગથી પાણી વધારે શીતળ થાય છે તેમ વિશેષ
ગુણવાળા ધર્માત્માના સંગથી પોતાના ગુણની વૃદ્ધિ થાય છે;–માટે સત્સંગ કરવા જેવો છે ને
અસત્સંગ અર્થાત્ લૌકિકસંગ છોડવા જેવો છે.
લક્ષ જાય છે પણ બીજા અસત્સંગ તરફ લક્ષ જતુ નથી; આટલું નિમિત્તપણું દેખીને, તે નિમિત્તને
લીધે જ ગુણની રક્ષા ને ગુણની વૃદ્ધિ થવાનું
PDF/HTML Page 17 of 21
single page version
ગુણની રક્ષા કે વૃદ્ધિ થાય છે, ’ –એમ જો ન જાણે, અને પરને કારણે જ ગુણની રક્ષા કે વૃદ્ધિ થવાનું
ખરેખર માની લ્યે તો તે જીવ પરસંગ છોડીને સ્વ તરફ વળે જ શેનો? માટે વ્યવહારના કથનને તો
યથાર્થ સ્વરૂપ ન માનવું પણ ઉપચાર સમજવો, ને નિશ્ચયનય દ્વારા યથાર્થ વસ્તુસ્વરૂપ શું છે તેનો
નિર્ણય કરવો. આવો નિર્ણય કર્યા પછી જ મુનિદશા હોય છે.
ભાંગીને ભૂક્કો થઈ જાય છે. –ઈત્યાદિ પ્રકારે ષટ્ખંડાગમ વગેરેમાં આચાર્ય ભગવાને કહ્યું છે, ત્યાં
એમ સમજવું કે એ કથન વ્યવહારનયનું છે, ખરેખર પરના દર્શનથી સમ્યગ્દર્શન થતું નથી, કે પરના
કારણે કર્મનો નાશ થતો નથી. કોઈ પાત્ર જીવને વીતરાગી જિનબિંબના દર્શન કરતાં એમ અંતર્લક્ષ
થઈ જાય કે ‘અહો! મારો આત્મા આવો વીતરાગી અક્રિય ચૈતન્યબિંબ છે,’ –એમ પોતાના
આત્મસ્વભાવના દર્શનથી સમ્યક્ત્વ પ્રગટ કરે ત્યાં ‘જિનબિંબ દર્શનથી સમ્યક્ત્વ થયું’ –એમ
વ્યવહારનય નિમિત્તમાં આરોપ કરીને કથન કરે છે. ત્યાં નિશ્ચયનયને લક્ષમાં રાખીને એમ સમજવું
કે સમ્યક્ત્વનું ખરું કારણ એ નથી, પણ ઉપચારથી જ તેને કારણ કહેવામાં આવ્યું છે.
ચીજ છે, ક્રોધ તો જીવનો ભાવ છે અને કર્મ તો જડ છે, એ રીતે બંને જુદાં છે, એટલે કર્મને કારણે
ખરેખર ક્રોધ થતો નથી પણ જીવની પર્યાયની જ તેવી લાયકાતથી ક્રોધ થયો છે–એમ નિશ્ચયનયથી
જાણવું તે યથાર્થ છે; તે ક્રોધ વખતે કર્મ નિમિત્ત છે–એમ જાણવું તે પણ બરાબર છે, પરંતુ કર્મને
કારણે ક્રોધ થયો–એમ કહેવું તે તો નિમિત્તમાં આરોપ કરીને વ્યવહારનયનું કથન છે, તે પ્રમાણે
વસ્તુસ્વરૂપ નથી. આ રીતે નિશ્ચયનય વડે જ યથાર્થ વસ્તુ સ્વરૂપનો બોધ થાય છે. નિશ્ચયનય વડે
પદાર્થના સ્વરૂપનો નિર્ણય કર્યા વિના શાસ્ત્રના એક પણ કથનનો સાચો અર્થ થાય નહીં.
એમ સમજવું. સ્વાશ્રય અનુસાર અર્થ કરીને સમજવાથી જ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ ઓળખાય છે.
PDF/HTML Page 18 of 21
single page version
પ્રમાણે ચરણાનુયોગમાં વ્યવહારનયનું કથન છે; તેમાં ભેગી નિશ્ચયનયની વાત મૂકીને આચાર્યદેવ
સ્પષ્ટ ખુલાસો કરે છે કે અમે વ્યવહારથી કથન કર્યું હોય ત્યાં નિશ્ચયનયથી કથન કર્યું હોય ત્યાં
નિશ્ચયનય લક્ષમાં રાખીને અર્થ સમજવો. પોતાના દ્રવ્ય ગુણપર્યાય ત્રણે પોતાથી છે ને પરથી નથી
એમ નિશ્ચયનયદ્વારા પદાર્થનો નિશ્ચય કરવો. અને પરને કારણે ગુણદોષ થવાનું કહેવું તે
વ્યવહારકથન છે એટલે ખરેખર એમ વસ્તુસ્વરૂપ નથી એવો તેનો અર્થ સમજવો. આ શૈલિથી
નિશ્ચય વ્યવહારના અર્થો સમજે તો જ સૂત્રના સાચા અર્થ સમજ્યો કહેવાય, અને તો જ યથાર્થ
વસ્તુસ્વરૂપ સમજાય; માટે આ
નિશ્ચયનયવડે સૂત્રોનો અને પદાર્થોનો નિશ્ચય કર્યો હોય તેને જ મુનિપણું હોય. જેઓ નિશ્ચયને તો
જાણતા નથી અને વ્યવહારને જ સત્યાર્થ જાણીને આદરે છે તેઓ તો પદાર્થના નિશ્ચયસ્વરૂપને નહિ
જાણનારા તથા સૂત્રને પણ નહિ જાણનારા સ્વેચ્છાચારી છે, ભ્રષ્ટ છે.
કથન હો, પણ તેનો અર્થ નિશ્ચયનયદ્વારા સમજે તો જ સમજાય. શાસ્ત્રોના અર્થ ઉકેલવાની આ
ચાવી ચારે અનુયોગના શાસ્ત્રોને લાગુ પડે છે. અર્થ એટલે દ્રવ્ય ગુણ ને પર્યાય બધુંય; તેના
સ્વરૂપનો નિર્ણય નિશ્ચયનયદ્વારા થાય છે. પર્યાય પરથી થવાનું કહ્યું હોય તો ત્યાં તેને ઉપચાર
જાણીને, સ્વાશ્રિત સ્વરૂપે શું છે તે નિશ્ચયનયથી સમજી લેવું. સ્વાશ્રિતતત્ત્વના જ્ઞાનપર્વક જ પરાશ્રિત
વ્યવહારનું (નિમિત્ત વગેરેનું) જ્ઞાન બરાબર થાય છે. સ્વાશ્રિત તત્ત્વનું સ્વરૂપ જાણ્યા વિના પરને
(નિમિત્ત વગેરેને) જાણવા જાય ત્યાં તો પરમાં એકત્વબુદ્ધિથી મિથ્યાત્વ થઈ જાય છે. માટે વસ્તુના
સ્વાશ્રિત સ્વરૂપને બતાવનાર નિશ્ચયનયરૂપી
શાસ્ત્રોમાં હજારો વિવક્ષાના ગમે તેવા કથન આવે તો પણ તેના અર્થ સમજવામાં મુંઝવણ થાય નહિ,
એવો આ અમોઘમંત્ર છે.
નિર્ણય જે કરે તેને જ વ્યવહારની ખબર પડે. નિશ્ચયથી વસ્તુસ્વરૂપ જાણ્યા વગર વ્યવહારનું ભાન
યથાર્થ ન હોય, કેમ કે નિશ્ચયને જાણ્યા વિના વ્યવહારને જાણવા જાશે તે તો વ્યવહારને જ નિશ્ચય
માનીને મૂઢતાનું પોષણ કરશે. નિશ્ચયથી સ્વાશ્રિત વસ્તુસ્વરૂપ જાણે તેને પરનિમિત્ત
PDF/HTML Page 19 of 21
single page version
કેવાં હોય ને રાગ કેવો હોય તેનું પણ જ્ઞાન થઈ જાય છે–નિશ્ચયનયરૂપી આંખ ઉઘાડીને જે પોતે
પોતાને તો જાણતો નથી, ને પરથી ભિન્ન સ્વતત્ત્વના જ્ઞાન વિના એકલા રાગને કે પરને જાણવા
જાય છે તે તો અંધ છે, તેને તો વ્યવહારનું પણ યથાર્થ જ્ઞાન થતું નથી, તે તો વ્યવહારને જ ખરું
સ્વરૂપ માનીને સ્વ–પરની એકત્વબુદ્ધિથી મિથ્યાત્વ જ સેવે છે.
પદાર્થોના સ્વરૂપનો નિર્ણય કરવાની આ નિશ્ચયનયમાં તાકાત છે. નિશ્ચયનય વસ્તુના સ્વરૂપને
સ્વતત્ત્વના આશ્રયે દેખે છે. પર ચીજને જુદી રાખીને, સ્વતત્ત્વના આશ્રયે વસ્તુનું પોતાનું (દ્રવ્ય–ગુણ
કે પર્યાયનું) સ્વરૂપ શું છે તેને જાણે તો જ યથાર્થજ્ઞાન થાય છે, અને જ્ઞાન નિશ્ચયનયથી જ થાય છે
વ્યવહારનય તો પરના આશ્રયે કથન કરે છે એટલે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ તેનાથી જણાતું નથી.
માટે વ્યવહારનયના કથનને ખરું વસ્તુસ્વરૂપ ન માની લેવું પણ તેને ઉપચાર જાણવો. નિશ્ચયનય તો
કહે છે કે સ્વ અને પર બંને ભિન્ન છે, કોઈનો અંશ બીજામાં નથી એટલે પરનું કંઈ કારણપણું સ્વમાં
નથી. –આ રીતે યથાર્થ ભિન્નભિન્ન સ્વરૂપને તે બતાવે છે; અને વ્યવહારનય તો નિમિત્તમાં ઉપચાર
કરીને સ્વની વાતમાં પરથી થવાનું કહે છે. તેથી જે જીવ તે વ્યવહારના કથન પ્રમાણે જ ખરેખર
વસ્તુસ્વરૂપ માની લ્યે તેને વસ્તુના સત્યસ્વરૂપની ઓળખાણ થતી નથી. વાત ચાલતી હોય
સ્વતત્ત્વની, અને તેમાં પરને ભેળવીને જાણે તો ત્યાં પરથી ભિન્ન સ્વતત્ત્વનું યથાર્થ જ્ઞાન થતું નથી.
માટે સ્વપરને એકબીજામાં જરાપણ ભેળવ્યા વગર નિશ્ચયનય અનુસાર વસ્તુસ્વરૂપ જાણવું તે જ
શબ્દબ્રહ્મના ઉકેલની ચાવી છે, તે જ વસ્તુસ્વરૂપના સમ્યગ્જ્ઞાનનો ઉપાય છે. ચારે અનુયોગની જુદી
જુદી કથન શૈલિ ભલે હો, કુંદકુંદપ્રભુનું કથન હો કે સમત્નભદ્રસ્વામીનું કથન હો, –પણ તેના અર્થનો
નિશ્ચય તો નિશ્ચયનયદ્વારા જ થાય છે. જ્યાં જ્યાં વ્યવહારનું કથન હોય, પરથી લાભ નુકસાન થવાનું
કહ્યું હોય, નિમિત્તથી કાર્ય થવાનું કહ્યું હોય, નિમિત્તનો પ્રભાવ કહ્યો હોય, નિમિત્ત વડે વિલક્ષણતા
થવાનું કહ્યું હોય ત્યાં ત્યાં બધે ઠેકાણે નિશ્ચયનયને લાગુ કરીને બેધડકપણે સમજી લેવું કે ખરેખર એ
પ્રમાણે નથી. શાસ્ત્રોમાં વ્યવહારના કથનો ઘણા છે પણ વસ્તુનું સ્વરૂપ એવું નથી, માટે વ્યવહારના
આશ્રયનું ફળ સંસાર છે, ને નિશ્ચયનયથી યથાર્થ વસ્તુસ્વરૂપ સમજવું તેનું ફળ મોક્ષ છે.
અને અર્થોનું સ્વરૂપ જાણવાનું કહ્યું તેમાં તો દ્રવ્ય–ગુણ–પર્યાય એ ત્રણે પોતાના તે નિશ્ચય છે, વિકારી
પર્યાય પણ નિશ્ચયથી સ્વ છે, તે વિકાર પોતાની પર્યાયથી થયો છે, પરને લીધે થયો નથી એમ
નિશ્ચયનય જાણે છે. અને આ રીતે વિકારને પણ નિશ્ચયથી પોતાનો જાણનાર જીવની દ્રષ્ટિ તો
PDF/HTML Page 20 of 21
single page version
ભિન્ન જાણે છે. આ પ્રમાણે નિશ્ચયનય અનુસાર અર્થો સમજવાથી બધા શાસ્ત્રોના કથનની યથાર્થ
સંધિ જણાય છે, ક્યાંક પરસ્પર વિરુદ્ધતા ભાસતી નથી. અને અજ્ઞાનીને તો ક્યાંય મેળ ખાતોનથી,
નિશ્ચયનય વિના વસ્તુસ્વરૂપ તેને નક્કી થતું નથી.
દ્રવ્ય–ગુણ–પર્યાયનું યથાર્થ સ્વરૂપ જાણતો નથી ને નિમિત્તાધીનદ્રષ્ટિ તેને છૂટતી નથી. જો
નિશ્ચયનયરૂપી ચાવી લાગુ કરીને અર્થ સમજે તો યથાર્થ જ્ઞાન થાય, ને નિમિત્તને કારણે પોતાની
પર્યાય ન માને; એટલે સ્વસન્મુખ થઈને વિકાર ટાળવાનો ઉપાય પોતામાં કરે. પરને કારણે વિકાર
થવાનું માને તો તે વિકાર ટાળવાનો ઉપાય તેનામાં કેમ કરે? માટે વ્યવહારનું કથન હોય તો પણ
નિશ્ચયનયથી સાચું સ્વરૂપ શું છે તે જાણવું જોઈએ.
માટીની જ પર્યાય છે, માટે કુંભાર તેનો કર્તા નથી પણ માટી જ તેની કર્તા છે. કુંભારને કર્તા કહેવો તે
તો ઉપચાર છે, યથાર્થ નથી.
અવસ્થા મોટરમાં; નિશ્ચયથી બંને ચીજ જુદી છે એટલે પેટ્રોલથી મોટર ચાલી નથી. મોટર મોટરથી
ચાલી છે–એમ જાણવું તે યથાર્થ છે.
વિકાર થયો–એમ ખરેખર નથી.
એમ જાણવું; અને જો પરને લીધે સ્વના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં કાંઈ પણ થવાનું કહ્યું હોય તો તે કથન
વ્યવહારના ઉપચારનું છે એટલે કે ‘ખરેખર એમ નથી’ એમ જાણવું. આ રીતે નિશ્ચય–વ્યવહારના
અર્થનો ઉકેલ કરીને બધા ય દ્રવ્ય–ગુણ–પર્યાયનો નિશ્ચય કરવો. નિશ્ચયનય સ્વ–પરની યથાર્થ ભિન્નતા
બતાવીને વસ્તુનું નિજસ્વરૂપ જેમ છે તેમ ઓળખાવે છે, અને વ્યવહારનય તો જુદી વસ્તુને
એકબીજામાં ભેળવીને કહે છે એટલે તે યથાર્થ સ્વરૂપને નથી ઓળખાવતો, માટે નિશ્ચયનયથી જ
અસલી સ્વરૂપનો નિર્ણય થાય છે. –આવી શાસ્ત્રોના અર્થ સમજવાની રીત છે. આ સંતોના હૃદયનું હાર્દ