Atmadharma magazine - Ank 153
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૩
સળંગ અંક ૧પ૩
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ તેરમું ઃ સમ્પાદકઃ અષાઢ
અંક નવમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૨
ભગવાનને નમસ્કાર
અહો
ભગવાન!
સ્વાશ્રય વડે જ્ઞાનસંપદાને
પામ્યા, અને સ્વાશ્રય વડે
જ્ઞાનસંપદાની પ્રાપ્તિનો જ ઉપદેશ
આપે અમને આપ્યો. અમે તે ઉપદેશ
ઝીલીને... જ્ઞાનસંપદા તરફ ઝૂકીને... આપને
નમસ્કાર કરીએ છીએ, આપના પંથે આવીએ
છીએ....... – આ સિવાય બીજો કોઈ માર્ગ નથી.
–પૂ. ગુરુદેવ.
[વીર સં. ૨૪૮૧ અસાડ સુદ ૬ઃ
પ્રવચનસાર ગા. ૮૨ ના પ્રવચનમાંથી]
વાર્ષિક લવાજમ (૧પ૩) છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
* શ્રી જિનમંદિર–જન્મોત્સવ ફંડ *
પરમ પૂજ્ય ગુરુદેવના ૬૬ મા જન્મોત્સવ નિમિત્તે જાહેર થયેલી રકમોનો
ઉપયોગ સોનગઢના જિનમંદિર માટે કરવાનો છે તે વાત અગાઉ પ્રસિદ્ધ થઈ ગઈ
છે, અને તે મુજબ ૬૬ મા જન્મોત્સવની કુલ રકમ રૂા. ૭૩૩પ૦ાાા થયેલ છે. પરંતુ,
સોનગઢના વિશાળ જિનમંદિરનું જે ભવ્ય કામકાજ ચાલી રહ્યું છે તેને માટે રૂા. એક
લાખ ઉપરાંતની જરૂર પડશે; તેથી પૂ. ગુરુદેવના આ ૬૭ મા જન્મોત્સવ નિમિત્તે જે
રકમો જાહેર થાય તે પણ જિનમંદિરના કામ માટે ઉપયોગમાં લેવાનું નક્કી થયું છે.
આ મંગલ કાર્ય માટે ભક્તજનો તરફથી પ્રસિદ્ધ થયેલી રકમો નીચે મુજબ છેઃ–
૭૩૩પ૦।।।આત્મધર્મ અંક ૧૩૬ માં પ્રસિદ્ધ થયેલ
૬૬મા જન્મોત્સવની કુલ રકમ.
પ૦૧શેઠી મહેન્દ્રકુમારજી મીઠાલાલજી, જયપુર
પ૦૧શેઠ શીવલાલ જેઠાલાલ તરફથી તેમના
ધર્મપત્ની સવિતાબેનના સ્મરણાર્થે, સોનગઢ
૪૦૨ શેઠ નાનાલાલ કાળીદાસ, સોનગઢ
૨૬૮શેઠ બેચરલાલ કાળીદાસ, સોનગઢ
૨૬૮શેઠ મોહનલાલ કાળીદાસ, સોનગઢ
૩૩પઝીણીબેન હરજીવનદાસ, પોરબંદર
૨૦૧એક ગૃહસ્થભાઈ(હા.પૂ.બેનશ્રીબેન) સોનગઢ
૧૦૧શેઠ કેસરીમલ્લજી વેણીચંદજી, ઈંદોર
૧૦૧ડો.નવલચંદ વાલજી હા.મોતીબેન, જામનગર
૧૩૪શેઠ ખીમચંદ જેઠાલાલ, સોનગઢ
૧૩૪કાશીબેન પાનાચંદ, સોનગઢ
૧૩૪શ્રી ગોગીદેવી દિ. જૈ.
શ્રા. બ્રહ્મચર્યાશ્રમના બહેનો,
સોનગઢ
૬૭પૂ. બેનશ્રી ચંપાબેન, સોનગઢ
૬૭પૂ. બેનજી શાંતાબેન, સોનગઢ
૬૭રામજીભાઇ માણેકચંદ દોશી, સોનગઢ
૬૭સુમનલાલ રામજીભાઈ દોશી, મુંબઈ
૬૭લીલીબેન ઉદાણી, રાજકોટ
૬૭શેઠ નેમિદાસ ખુશાલદાસ, પોરબંદર
૬૭નેમિદાસભાઈના ધર્મપત્ની કંચનબેન,પોરબંદર
૬૭કોઠારી ભુરાલાલ ભુદરજી, પોરબંદર
૬૭ભુરાલાલભાઈના ધર્મપત્ની કસુંબાબેન,પોરબંદર
૬૭શેઠ પ્રેમચંદ મગનલાલ, રાણપુર
૬૭પાંચુબહેન, રાણપુર
૬૭જીવતીબેન, મુંબઈ
૬૭મલુકચંદ છોટાલાલ ઝોબાલીયા, સોનગઢ
૬૭મલુકચંદભાઈના ધર્મપત્ની સમતાબેન,સોનગઢ
૬૭કેશવલાલ ગુલાબચંદ શાહ, દહેગામ
૬૭ભીખાલાલ મગનલાલ શાહ, દહેગામ
૬૭શેઠ ચંદુલાલ વ્રજપાળ, રાજકોટ
૬૭શેઠ કાનજી અંદરજી, રાજકોટ
૬૭શેઠ વછરાજ ગુલાબચંદ, સોનગઢ
૬૭રેવાલાલ વછરાજના ધર્મપત્ની
સમરતબેન, સોનગઢ
૬૭લક્ષ્મીકાન્ત વછરાજના ધર્મપત્ની
સવિતાબેન, સોનગઢ
૬૭શાહ કેશવલાલ કસ્તુરચંદ, ભડકવા
૬૭શાહ વાડીલાલ જગજીવન, કલોલ
૬૭કાગદી જટાશંકર માણેકચંદ, જેતપુર
૬૭શાહ રીખવચંદ મણીલાલ, મુંબઈ
૬૭સંઘવી શીવલાલ વરવાભાઈ, વઢવાણ
૬૭શાહ હીરાચંદ ભાઈચંદ, રાજકોટ
૬૭હીરાચંદભાઈના ધર્મપત્ની તરફથી, રાજકોટ
૬૭ઈચ્છાબેન હીરાચંદ, રાજકોટ
૬૭છોટાલાલ નારણદાસ ઝોબાળીઆ, સોનગઢ
૬૭શેઠ પ્રેમચંદ લક્ષ્મીચંદ, વીંછીયા
(અનુસંઘાન માટે ટાઈટલ પેજ ૩ જુઓ)

PDF/HTML Page 4 of 21
single page version

background image
મોક્ષમાર્ગી મુનિ કેવા હોય?
* અને *
શ્રાવકોનું કર્તવ્ય શું
(મોક્ષપ્રાભૃત ગા. ૮૦ થી ૮૯ ઉપરના પ્રવચનોમાંથી)
અહો! મોક્ષના સાધક મુનિવરો જગતથી એકદમ નિસ્પૃહ હોય છે, એ
વીતરાગી સંતો અંતરમાં એકાગ્ર થઈને આત્માના આનંદનો અનુભવ
કરવામાં એવા લીન છે કે શરીરને વસ્ત્રથી ઢાંકવાની કે ઉદીષ્ટ આહાર
લેવાની વૃત્તિ તેમને ઊઠતી નથી. –આવા જ મુનિઓ મોક્ષમાર્ગી છે. આ
સિવાય જેમને અંતરમાં ચૈતન્યની ધ્યાનદશા થઈ નથી ને શુભરાગમાં જ ધર્મ
માનીને વર્તે છે એવા દ્રવ્યલિંગી મુનિઓને મોક્ષમાર્ગમાં સ્વીકારવામાં
આવતા નથી.
હે શ્રાવક!
હે શ્રાવક! સમ્યગ્દર્શનને મેરુવત નિશ્ચલ ધારણ કરીને તેને ધ્યાવ!
સિદ્ધિકર એવા સમ્યક્ત્વને જેણે સ્વપ્ને પણ મલિન કર્યું નથી તે ધન્ય છે.....
શૂરવીર છે.....કૃતકૃત્ય છે.....પંડિત છે.....આ પ્રમાણે સમ્યક્ત્વનો પરમ મહિમા
જાણીને તેને અંગીકાર કરો.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ આ મોક્ષપ્રાભૃતમાં મોક્ષમાર્ગી મુનિવરોની કેવી દશા હોય તે કહે છેઃ પહેલાં તો
મોહરહિત ભાવનિર્ગંથતા હોય; ને બાહ્યમાં પણ વસ્ત્રાદિ રહિત નિર્ગ્રંથ દશા હોય. મોક્ષમાર્ગી સંતોને જ્ઞાન–આનંદ
સ્વભાવના અનુભવ સહિત તેમાં એટલો ઝૂકાવ થઈ ગયો છે કે ઘણા જ અતીન્દ્રિય આનંદના વેદનમાં લીન છે, ત્યાં
બહારના લૌકિક કાર્યોની તો વૃત્તિ જ નથી ઊઠતી. હું તો એકાકી જ્ઞાનસ્વભાવ છું, તે સિવાય ત્રણ લોકમાં કાંઈ પણ
મારું નથી.–આવા અંતરના અનુભવપૂર્વક અંતરના એકાકી આત્મામાં લીન થઈને તેમાં રમણતા કરે છે,
આતમરામમાં રમણતા કરે છે, ને ક્ષણેક્ષણે નિર્વિકલ્પ આનંદમાં લીન થાય છે.–આવી મોક્ષના સાધક મુનિઓની દશા
હોય છે.
હું તો આનંદસ્વભાવથી ભરેલો એકાકી આત્મા છું, જ્ઞાન–આનંદમય આત્મા સિવાય બહારમાં બીજું કાંઈ
પણ મારું નથી;–આવા શ્રદ્ધા–જ્ઞાન ઉપરાંત વારંવાર તેની ભાવના કરીને તેમાં લીનતાનો પ્રયત્ન કરે છે.–આવા
અષાઢઃ ૨૪૮૨
ઃ ૧પ૭ઃ

PDF/HTML Page 5 of 21
single page version

background image
યોગી–મુનિવરો શાશ્વત સિદ્ધસુખને પામે છે. પહેલાં કદી જે નહોતા પામ્યા એવા પૂર્ણઆનંદને પામે છે પર સાથેનો
સંબંધ તોડીને એકાકી ચિદાનંદસ્વભાવમાં જેણે ઉપયોગને જોડયો તે જ ખરા યોગી છે. એકત્વ આત્મામાં ઉપયોગને
એકાગ્ર કરીને મુનિઓ તેની ભાવના કરે છે. જ્ઞાનાનંદસ્વરૂપમાં ઊંડે ઊતરીને નિર્વિકલ્પશાંતિમાં વારંવાર લીન થાય
છે એવા મુનિ મોક્ષના સાધક છે. જેઓ અંતરના ચિદાનંદ સ્વરૂપમાં એકાગ્રતા તો કરતા નથી, તેની ભાવના કરતા
નથી, અને બાહ્યમાં મુનિવેષ ધારણ કરીને પણ લૌકિકકાર્યોમાં આરંભ–સમારંભમાં વર્તે છે, ઉદિષ્ટઆહાર કરે છે, તે
તો મોક્ષમાર્ગથી ભ્રષ્ટ છે અહીં તો મોક્ષમાર્ગમાં કેવા મુનિઓનું ગ્રહણ છે–કેવા મુનિઓ મોક્ષમાર્ગી છે–તેની વાત છે.
અહો, મોક્ષના સાધક વીતરાગી સંતો તો જગતથી એકદમ નિસ્પૃહ હોય છે, દેહથી પણ એવા નિસ્પૃહ છે કે
વસ્ત્રથી શરીર ઢાંકવાની વૃત્તિ જ ઊઠતી નથી, તોય ઉદિષ્ટ આહાર લેતા નથી, અંતરના સ્વભાવમાં એકાગ્ર થઈને
આનંદનો અનુભવ કરવામાં લીન છે, ને પછી મોક્ષ પામીને સદાકાળ પૂર્ણ આનંદમાં જ તે લીન રહે છે.
મોક્ષના સાધક મુનિઓ મુખ્યપણે તો એકાકી વન–જંગલમાં રહીને, એકાકી જ્ઞાનાનંદસ્વરૂપની ભાવનામાં જ
લીન છે. અને હજી જરાક રાગ બાકી છે, તેથી શુભવૃત્તિ ઊઠતાં સર્વજ્ઞદેવની ભક્તિ, ગુરુની ભક્તિ, સંસાર પ્રત્યે
વૈરાગ્યનું ચિંતન, મોક્ષમાર્ગ પ્રત્યે ઉત્સાહ–ઇત્યાદિ ભાવો આવે છે. મુનિ પોતે છઠ્ઠા–સાતમા ગુણસ્થાને છે, ને સર્વજ્ઞ
અરિહંતપરમાત્મા તેરમી–ચૌદમી ભૂમિકાએ બિરાજમાન છે એટલે તે પૂર્ણ પરમાત્મા પ્રત્યે ભક્તિનો ભાવ મુનિને
આવે છે, તેમજ મોક્ષના સાધક એવા ગુરુ પ્રત્યે પણ ભક્તિ–વંદનનો ભાવ આવે છે; વળી વારંવાર વૈરાગ્ય ભાવના
ભાવે છે, તથા ધ્યાનમાં રત છે અને સમ્યક્ ચારિત્રમાં ઉદ્યત છે–આવા મુનિઓ મોક્ષમાર્ગના અધિકારી છે. જેને
અંતરમાં ચૈતન્યની ધ્યાનદશા થઈ નથી ને એકલા શુભરાગમાં વર્તે છે તેવા દ્રવ્યલિંગી મુનિને મોક્ષમાર્ગમાં
સ્વીકારવામાં આવતા નથી, તે તો બંધમાર્ગમાં જ છે, સંસારમાર્ગ માં જ છે. એકાકાર ચૈતન્યસ્વરૂપ શું છે તેનું જેને
સમ્યક્ભાન પણ નથી, તેને તેમાં એકાગ્રતારૂપ ધ્યાન હોતું નથી, ને ચૈતન્યના ધ્યાન વિના મુનિદશા હોતી નથી.
ચૈતન્યની સમ્યક્શ્રદ્ધા–જ્ઞાન કરીને પછી સંસારથી અત્યંત વિરક્ત થઈને, ચૈતન્યની પૂર્ણતાને સાધવા જેઓ નીકળ્‌યા
છે એવા મુનિવરો વારંવાર ઉપયોગને અંતરમાં એકાગ્ર કરીને આત્મધ્યાન કરે છે, એટલે તેઓ આત્મધ્યાનમાં તત્પર
છે, અતીન્દ્રિય આનંદના દરિયામાં વારંવાર ડુબકી મારે છે;–આવી દશાવાળા મુનિઓ જ મોક્ષને પામે છે, તેથી તેમનું
જ મોક્ષમાર્ગમાં ગ્રહણ છે. આ સિવાય જેને આત્માનું ભાન નથી, જે પંચમહાવ્રતાદિ શુભરાગને ધર્મ માને છે, કે
વસ્ત્રસહિત મુનિદશા માને છે–તે કોઈનું મોક્ષમાર્ગમાં ગ્રહણ નથી, તે કોઈને ખરેખર મુનિદશા નથી.
એકેક આત્મા પોતાની ભિન્ન ચૈતન્ય સત્તાથી પરિપૂર્ણ, આનંદથી ભરેલો છે, તેના સ્વસંવેદન–અનુભવવડે
પહેલાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થાય છે. ત્યાં આત્મજ્ઞાન થવા છતાં હજીત્રણકાળ ત્રણલોકનું પૂરું જ્ઞાન નથી, ને
પૂરો આનંદ નથી. તે પૂર્ણ–જ્ઞાન–આનંદને સાધવા માટે અંતરના જ્ઞાનાનંદસ્વભાવમાં લીન થવાનો પ્રયત્ન કરે છે ને
વારંવાર તેમાં લીન થાય છે–એવા મુનિઓ મોક્ષમાર્ગી છે. અને જ્યારે સ્વરૂપમાં અત્યંત લીન થઈ જાય છે ત્યારે
રાગાદિ સર્વથા ટળીને સર્વજ્ઞતા અને પૂર્ણ આનંદરૂપ પરમાત્મદશા પ્રગટે છે, આત્મા પોતે પરમાત્મા થઈ જાય છે.
એકેક આત્મામાં આવા પરમાત્મા થવાની તાકાત છે. પણ તેને ઓળખીને તેમાં લીન થાય ત્યારે જ પરમાત્મદશા
પ્રગટે છે.
નિશ્ચયવડે આત્માનો જેવો સ્વભાવ છે તેવો જાણે અને પછી આત્માને માટે પોતે પોતાના સ્વભાવમાં સારી
રીતે લીન થાય એવા આત્મધ્યાની મુનિવરો સમ્યક્ચારિત્રવાન થયા થકા મુક્તિ પામે છે. દેહાદિક પર સંયોગથી કે
અશુદ્ધ અવસ્થાથી આત્માને ઓળખે તો તેણે આત્માનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું નથી એટલે તેને આત્મામાં
લીનતારૂપ ચારિત્ર હોતું નથી. દેહને લક્ષમાં લઈને ‘હું
ઃ ૧પ૮ઃ
આત્મધર્મઃ ૧પ૩

PDF/HTML Page 6 of 21
single page version

background image
મનુષ્ય છું’ એમ માને અથવા ક્રોધાદિ થાય તે જ હું છું–એમ માનનાર મિથ્યાદ્રષ્ટિ છે. અરે પ્રભુ! દેહ તું નથી, ક્ષણિક
ઉપાધિભાવ જેટલો તું નથી, ધનવાનપણામાં તારી મોટપ નથી, તું તો જ્ઞાન–આનંદ સ્વરૂપ છો, તે જ્ઞાન–આનંદ
સ્વરૂપને ઓળખીને તેમાં લીનતા કર.–એ જ મોક્ષપ્રાપ્તિનો ઉપાય છે.
ઉત્કૃષ્ટ જ્ઞાન–દર્શન સ્વભાવથી ભરેલો, પુરુષાકાર આત્મા છે, આવો આત્મા ધ્યાન કરવા યોગ્ય છે. આવા
આત્માના ધ્યાનવડે રાગ–દ્વેષ રહિત નિર્દ્વન્દ્વ થનાર યોગી મુક્તિ પામે છે. ભગવાન અરિહંત પરમાત્માનો આત્મા
જેવો શુદ્ધ છે તેવો જ મારા આત્માનો સ્વભાવ છે–એમ ઓળખીને, તેના ધ્યાન વડે શ્રમણ–મુનિવરો મુક્તિ પામે છે.
માટે ચૈતન્યનું ધ્યાન કરો,–એમ ભગવાન જિનદેવે મુનિઓને કહ્યું છે. આ રીતે મુનિઓને તો મોક્ષના કારણરૂપ
ચારિત્ર સહિત આત્મધ્યાનનો ઉપદેશ છે. હવે જેનાથી ચારિત્રદશા ન થઈ શકે–આત્મામાં વિશેષ લીનતા ન થઈ શકે–
એવા શ્રાવકોને સમ્યગ્દર્શનની દ્રઢતાનો ઉપદેશ આપે છે, સમ્યક્ત્વ ન હોય તેણે તો પ્રથમ સમ્યક્ત્વ ગ્રહણ કરવું, અને
સમ્યક્ત્વ ગ્રહણ કરીને તેને અતિ દ્રઢપણે જાળવી રાખવું–એમ હવે શ્રાવકોને માટે ઉપદેશ આપે છે.
શ્રાવકના કર્તવ્યનો ઉપદેશ
આચાર્યદેવ ભલામણ કરે છે કે અહો, હવે હું શ્રાવકોને માટે સંસારવિનાશકર અને સિદ્ધિકર એવો ઉપદેશ કરું
છું તેને હે શ્રાવકો! તમે સાંભળો.
गहिऊण य सम्मत्तं सुणिम्मलं सुरगिरीव णिक्कंप ।
तं झाणे झाईज्जइ सावय! दुक्खक्खयट्ठाए ।। ८६।।
શ્રાવકોએ શું કરવું? શ્રાવકોએ પ્રથમ તો સુનિર્મળ અને મેરુસમાન નિષ્કંપ અચલ દોષરહિત સમ્યક્ત્વ ગ્રહણ
કરવું; અને પછી ધ્યાનમાં તેને જ ધ્યાવવું. દુઃખના ક્ષયને અર્થે સમ્યક્ત્વને જ ધ્યાવવું, એટલે કે સમ્યક્ત્વમાં જેવા
શુદ્ધઆત્માનો અનુભવ થયો છે તેવા શુદ્ધઆત્માને જ ધ્યાવવો. તે શુદ્ધઆત્માની પ્રતીત તો એવી દ્રઢ રાખવી કે
ત્રણલોક ખળભળી જાય તોય શ્રદ્ધા ન ડગે. જેમ પવનથી મેરુ પર્વત ડગતો નથી તેમ મેરુવત્ અડગ–નિશ્ચલ શ્રદ્ધા
કરવી. પહેલાં જ શ્રાવકોએ સમ્યગ્દર્શન ગ્રહણ કરવું. સમ્યગ્દર્શન વગર તો શ્રાવકપણું હોતું નથી, માટે ભગવાને
શ્રાવકોને કહ્યું છે કે પ્રથમ તો સમ્યક્ત્વને અંગીકાર કરો. અને તે સમ્યક્ત્વ વડે વસ્તુસ્વરૂપની વારંવાર ભાવના
ભાવવી. વસ્તુસ્વરૂપની ભાવનાથી શ્રાવકને ગૃહકાર્ય વગેરે સંબંધી ક્ષોભ પણ મટી જાય છે. સમ્યક્ત્વવડે વસ્તુસ્વરૂપ
જેણે જાણ્યું નથી તેને વ્રત–તપ વગેરે સાચું હોતું નથી. માટે હે શ્રાવક! દુઃખના ક્ષયને માટે નિર્વિકારી આનંદમૂર્તિ
આત્માને પ્રતીતિમાં લઈને તેનું જ ધ્યાન કર. જુઓ ગૃહસ્થાશ્રમમાં રહેલા શ્રાવકોને પણ આત્મધ્યાનનો ઉપદેશ છે.
અજ્ઞાની કહે છે કે નિશ્ચય સમ્યગ્દર્શન અત્યારે ન થઈ શકે!–તે તો વિપરીત પ્રરુપણા છે. અહીં તો કહે છે કે શ્રાવકને
નિશ્ચય સમ્યગ્દર્શન થાય અને તે પણ એવું અચલ દ્રઢ થાય કે ડગે નહીં. ધર્માત્મા ગૃહસ્થાશ્રમમાં પણ ચૈતન્ય સ્વરૂપ
આત્માની ભાવના ભાવે છે. અહો! હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું, દેહનો એક રજકણ પણ મારો નથી, પરચીજની
ક્રિયા મારે લીધે થતી નથી,–આવા વસ્તુસ્વરૂપના ચિંતનથી સમકિતીને આકુળતા ટળી જાય છે. માટે કહ્યું છે કે હે
શ્રાવકો! પ્રથમ વસ્તુસ્વરૂપ જાણીને, પરથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધારૂપ સમ્યગ્દર્શન પ્રગટ કરો ને
દુઃખના ક્ષયને અર્થે તેને જ ધ્યાવો. આ રીતે, શ્રાવકધર્મ કે મુનિધર્મ એ બંનેનો પાયો સમ્યગ્દર્શન છે. માટે ભગવાને
સૌથી પહેલાં સમ્યગ્દર્શન કરવાનું કહ્યું છે.
આત્માના જ્ઞાન–આનંદ સ્વભાવને શ્રદ્ધામાં લઈને સમકિતી વારંવાર તેનું ચિંતન કરે છે; ને આ રીતે
આત્માના સ્વભાવના ચિંતનથી તેને દુઃખ ટળે છે. આચાર્યદેવ કહે છે કે અહો! સમ્યગ્દર્શન તો શ્રાવકોનું પરમ કર્તવ્ય
છે. તે સમ્યગ્દર્શનની ઉપાસનાના બળથી તે આઠ કર્મનો ક્ષય કરે છે–
અષાઢઃ ૨૪૮૨
ઃ ૧પ૯ઃ

PDF/HTML Page 7 of 21
single page version

background image
सम्यक्त्वं यः ध्यायति सम्यग्द्रष्टिः भवति सः जीवः ।
सम्यक्त्वपरिणतः पुनः क्षपयति दुष्टाष्टकर्माणि ।। ८७।।
જે જીવ સમ્યગ્દર્શનને ધ્યાવે છે એટલે કે સમ્યગ્દર્શન વડે શુદ્ધઆત્માને ધ્યાવે છે તે સમ્યગ્દ્રષ્ટિ હોય છે, અને
સમ્યક્ત્વરૂપે પરિણમેલો તે સમ્યક્ત્વના પ્રભાવવડે દુષ્ટ આઠ કર્મોનો નાશ કરી નાંખે છે.
“શ્રવણ કરે તે શ્રાવક” એટલે કે ભગવાનની વાણીમાં આત્માનો જેવો સ્વભાવ કહ્યો છે તેનું શ્રવણ કરીને
શ્રદ્ધા કરે તે શ્રાવક છે; ભગવાને કહેલા આત્માનું શ્રવણ પણ જે નથી કરતો તે ખરેખર શ્રાવક નથી. જ્ઞાનાનંદસ્વરૂપ
આત્માના ધ્યાનથી જ સમ્યગ્દર્શન થાય છે, એવું સમ્યગ્દર્શન પ્રગટ કરીને પછી પણ તેના જ ધ્યાનથી કર્મનો ક્ષય
થાય છે. સમ્યગ્દર્શન પછી પણ વ્રતાદિના રાગ વડે કાંઈ કર્મનો ક્ષય થતો નથી, સમ્યક્ત્વના પરિણમનથી જ કર્મનો
ક્ષય થાય છે. જે શુદ્ધ આત્માના ધ્યાનથી સમ્યગ્દર્શન થયું તેના જ ધ્યાન વડે વીતરાગી ચારિત્ર પ્રગટીને કર્મનો ક્ષય
થાય છે. બહિર્મુખ રુચિ છૂટીને, અંતર્મુખ સ્વભાવની રુચિથી તેનો અનુભવ થયો તે સમ્યગ્દર્શન છે. આવું સમ્યગ્દર્શન
તે શ્રાવકોનું કર્તવ્ય છે.
(પ્રશ્ન) જેને સમ્યગ્દર્શન ન થયું હોય તેણે શું કરવું?
(ઉત્તર) તેણે પણ સમ્યગ્દર્શનનું ધ્યાન ધરવું, એટલે કે સમ્યગ્દર્શનના વિષયભૂત જે શુદ્ધઆત્મા છે તેનો
વારંવાર મહિમા લાવીને તેનું ધ્યાન કરવું,–એવા ધ્યાનથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે.
(પ્રશ્ન) સમ્યગ્દર્શન થયા પછી શું કરવું?
(ઉત્તર) સમ્યગ્દર્શન પછી પણ તે સમ્યગ્દર્શનના ધ્યેયભૂત એવા આત્માનું ધ્યાન કરવું; તેના વડે આઠે
કર્મોનો નાશ થઈ જાય છે. સમ્યગ્દર્શન થતાં જીવના પરિણામ એવા થાય છે કે તેને શુદ્ધતા થતી જાય છે ને કર્મોની
ઘણી નિર્જરા થતી જાય છે. શ્રાવકને દેવ–ગુરુની પૂજા વગેરેનો ભાવ જરૂર આવે, પણ તે શુભભાવ કાંઈ મુક્તિનું
કારણ નથી, મુક્તિનું કારણ તો સમ્યગ્દર્શનાદિ શુદ્ધ પરિણામ જ છે.
સમ્યગ્દર્શનનો ઉપાય પણ એક જ છે કે શુદ્ધ આત્માનું ધ્યાન કરવું, સમ્યક્ત્વને ઓળખીને તેનું ધ્યાન કરવું
તે જ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય છે. મંદરાગ તે કાંઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનો ઉપાય નથી. भूयत्थमस्सिदो
खलु सम्माइट्ठी हवइ जीवो–ભૂતાર્થના આશ્રયે એટલે કે આત્માના શુદ્ધ એકાકાર સ્વભાવના આશ્રયે જ
સમ્યગ્દર્શન થાય છે. શુદ્ધઆત્માનું ધ્યાન કહો, સમ્યક્ત્વનું ધ્યાન કહો કે ભૂતાર્થનો આશ્રય કહો–તે જ સમ્યક્ત્વનો
ઉપાય છે. આત્માના સ્વભાવને જાણીને સમ્યગ્દર્શન ઉપરાંત અંતર્મુખ લીનતાથી મુનિઓને તો ઘણી આત્મગતિ થઈ
છે–તેમને તો ઘણી જ વીતરાગતા થઈ ગઈ છે; અને શ્રાવકને આત્મસ્વભાવનું જ્ઞાન અને સમ્યગ્દર્શન હોવા છતાં
હજી તેમાં વિશેષ લીનતા નથી–આત્મગતિ મુનિઓ જેવી ઉગ્ર નથી, એટલે તેમને દેવપૂજા વગેરે શુભરાગ આવે છે
તેથી વ્યવહારથી શ્રાવકનાં તે છ કર્તવ્ય કહ્યાં છે, પણ ખરેખર તો સમ્યગ્દર્શન પ્રગટ કરીને પછી તેનું જ ધ્યાન કરવું તે
કર્તવ્ય છે. પણ શ્રાવકની ભૂમિકામાં સર્વ રાગ છૂટી શકતો નથી, હજી અમુક રાગ વર્તે છે છતાં તે રાગની દિશા પલટી
ગઈ છે તેથી ભગવાનની પૂજા, મુનિઓની વૈયાવૃત્ય વગેરેનો ભાવ આવે છે, ને ધર્મની ભૂમિકામાં વર્તતા તે રાગને
પણ ઉપચારથી શ્રાવકોનો ધર્મ ચરણાનુયોગમાં કહ્યો છે; પણ ખરેખર રાગ તે ધર્મ નથી. પહેલાં નિર્વિકલ્પ
ચિદાનંદસ્વરૂપના અનુભવસહિત જે સમ્યક્ પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન છે, એ સિવાય સમ્યગ્દર્શન હોતું નથી. પછી
ચૈતન્યના ઉગ્ર ધ્યાન વડે અંતરમાં એકાગ્ર થતાં મુનિદશા થાય છે, ને પછી અપ્રતિહત ધ્યાનની શ્રેણી લગાવીને લીન
થતાં શુક્લધ્યાનવડે ચાર ઘાતિકર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ચૈતન્યના ધ્યાનમાં એકાગ્ર થયો ત્યાં
સમ્યગ્દર્શનાદિ તથા કેવળજ્ઞાન સહેજે થઈ જાય છે; ત્યાં માંગવું નથી પડતું. જેમ આંબાના ઝાડ પાસે કેરી માંગવી ન
પડે, તેમાં કેરી લટકતી ઝૂલતી જ હોય; તેમ ચૈતન્યસ્વભાવ અનંતગુણરૂપ કેરીથી ભરેલો આંબો છે, તેના ધ્યાનમાં
એકાગ્ર થતા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર મોક્ષ થાય છે. માટે કહે છે કે સમ્યક્ત્વના ધ્યાનરૂપ પરિણમનથી આઠે કર્મોનો
નાશ થાય છે. માટે આ સમ્યક્ત્વ તે મોક્ષનું પ્રધાન કારણ છે. વિશેષ શું કહીએ? ભૂતકાળે જેઓ સિદ્ધ થયા છે,
અત્યારે થાય છે ને ભવિષ્યમાં થશે તે સર્વે ઉત્તમપુરુષો આ સમ્યક્ત્વના
ઃ ૧૬૦ઃ
આત્મધર્મઃ ૧પ૩

PDF/HTML Page 8 of 21
single page version

background image
માહાત્મ્યથી જ સિદ્ધિ પામ્યા છે–પામે છે ને પામશે,–એમ સમ્યક્ત્વનો મહિમા જાણો, અને તેની આરાધના કરો, એમ
આચાર્યદેવનો ઉપદેશ છે.
किं बहुना भणितेन ये सिद्धाः नरवराः गते काले ।
सेत्स्यंति येऽपि भव्याः तज्जानित सम्यक्त्वमाहात्म्यम् ।। ८८।।
આ કાળે કે ત્રણેકાળે શુદ્ધઆત્માની શ્રદ્ધા–જ્ઞાન–રમણતાથી જ સિદ્ધિ પમાય છે, અને તેનું મૂળ સમ્યક્ત્વ છે,
સમ્યક્ત્વનું જ માહાત્મ્ય જાણો. વ્રતાદિના શુભરાગનું માહાત્મ્ય ન કહ્યું, કેમ કે તે કાંઈ સિદ્ધિનું મૂળ કારણ નથી. સિદ્ધિનું
મૂળ કારણ સમ્યક્ત્વ જ છે, માટે કહ્યું કે જે ઉત્તમપુરુષો ત્રણેકાળ મુક્ત થાય છે તે આ સમ્યક્ત્વનો જ મહિમા જાણો.
વિશેષ શું કહીએ? સંક્ષેપમાં એમ જાણો કે આ સમ્યક્ત્વ જ મુક્તિનું પ્રધાન કારણ છે. અને એ સમ્યગ્દર્શન
(–નિશ્ચયસમ્યગ્દર્શન) તો ગૃહસ્થી શ્રાવકને પણ હોય છે. માટે એમ ન સમજવું કે ગૃહસ્થને તો શું ધર્મ હોય?–
ગૃહસ્થ પણ મન–વાણી–દેહથી પાર, જ્ઞાનાનંદ સ્વરૂપ આત્માના ધ્યાન વડે સમ્યગ્દર્શન પામે છે, ને શ્રદ્ધાના બળે તે
ગૃહસ્થાશ્રમથી નિર્લેપ રહે છે, ને તે સમ્યક્શ્રદ્ધારૂપ પરિણમતાં અલ્પકાળે સ્થિરતારૂપ ચારિત્ર પ્રગટ કરીને કેવળજ્ઞાન
અને મોક્ષ પામશે. આ રીતે ગૃહસ્થનો આ સમ્યક્ત્વ ધર્મ પણ ધર્મના સર્વ અંગોને સફળ કરે છે, માટે આ પણ
પરમધર્મ છે, ને તેનો પરમ મહિમા છે.
આવા સમ્યગ્દર્શનને જેઓ ધારણ કરે છે ને શુદ્ધપણે તેને ટકાવી રાખે છે–તે જીવો ધન્ય છે એમ હવે કહે છે–
ते धण्णा सुकयत्था ते सूरा ते वि पंडिया मणुया ।
सम्मत्तं सिद्धियरं सिविणे वि ण मइलियं जेहिं ।। ८९।।
આનંદની ખાણ એવા આત્માના ધ્યાનથી સમ્યગ્દર્શન જેણે પ્રગટ કર્યું ને પછી સ્વપ્નમાં પણ તેને મલિન થવા
ન દીધું–તે ધન્ય છે. જુઓ, સમકિતીને સ્વપ્ના આવે તોય તે કોઈ ભાવલિંગી સંતના કે ભગવાનનાં આવે; અથવા
મારો આત્મા દેહથી છૂટીને જાણે સિદ્ધભગવંતોની વચ્ચે બેઠો છે–એવા સ્વપ્નાં આવે. પણ સ્વપ્નામાંય એમ ન આવે કે
કુદેવાદિનો આદર કરતા હોય! શુદ્ધ ચિદાનંદસ્વરૂપનો અનુભવ કરીને તેની શ્રદ્ધા થઈ છે તે શ્રદ્ધામાં સ્વપ્નેય મલિનતા
આવવા નથી દેતા આવા સમકિતીને આચાર્યદેવ ધન્ય કહે છે. ચિદાનંદસ્વભાવના આદર સિવાય રાગનો સ્વપ્ને પણ
આદર ધર્મીને થતો નથી.–આવા સમકિતી જ જગતમાં ધન્ય છે, તે જ સુકૃતાર્થ છે–કરવા જેવું ઉત્તમકાર્ય તેણે જ કર્યું છે,
તે જ ખરા મનુષ્ય છે–ચૈતન્યસ્વરૂપને યથાર્થપણે માન્યો તે જ ખરા મનુષ્ય છે. આત્માની દિવ્ય શક્તિને શ્રદ્ધામાં લઈને
તેને ખોલવાનો પ્રયત્ન કરે છે તેથી તે દેવ છે; તે જ શૂરવીર અને પંડિત છે. સમ્યક્ત્વ વિનાનો નર પશુસમાન છે. આવું
સમ્યક્ત્વનું માહાત્મ્ય જાણીને તેને અંગીકાર કરવાનો આચાર્યદેવનો પ્રધાન ઉપદેશ છે.
જેણે ચૈતન્યની દિવ્યશક્તિને શ્રદ્ધામાં લીધી છે તે કૃતાર્થ છે, બહારના કાર્ય વડે આત્માની કૃતાર્થતા નથી.
વળી સમ્યક્ત્વ જેણે પ્રગટ કર્યું તે જ શૂરવીર છે, તેણે જ અપૂર્વ પુરુષાર્થ કરીને શૂરતા પ્રગટ કરી છે. લડાઈમાં લાખો
યોદ્ધાને હરાવીને મોટી જીત મેળવે તેને કાંઈ શૂરવીર અહીં કહેતા નથી, આત્માના સ્વભાવની શ્રદ્ધા વડે જેણે
અનાદિના મિથ્યાત્વમોહનો નાશ કરીને સમ્યક્ત્વ કર્યું તે જ શૂર છે. લોકમાં ધામધૂમથી લગ્ન વગેરે કરે તેને લોકો
કૃતાર્થ કહે છે, પણ તેમાં આત્માનું જરાય હિત નથી; આત્મસ્વભાવની લગની લગાડીને સમ્યક્ શ્રદ્ધા કરે તે જ કૃતાર્થ
છે ને તે અલ્પકાળમાં સિદ્ધિ પામે છે. મોટા રાજાને કે લાખો–કરોડો રૂા. દાન કરે–તેને અહીં ધન્ય નથી કહેતા,–એવું
તો અનંતવાર જીવે કર્યું, તેમાં કાંઈ કલ્યાણ નથી. અનાદિ કાળમાં નહિ કરેલ એવું અપૂર્વ સમ્યગ્દર્શન કરીને તેને
નિર્મળપણે મેરુસમાન નિશ્ચલ ટકાવી રાખે છે તે જ ધન્ય છે. અહીં સમ્યક્ત્વનો મહિમા બતાવીને એમ કહે છે કે
શ્રાવકોએ આવા સમ્યક્ત્વને પ્રાપ્ત કરીને તેને નિર્દોષપણે ટકાવી રાખવું. આ સમ્યક્ત્વ તે શ્રાવકોનું પરમ કર્તવ્ય છે.
યથાર્થ દેવ–ગુરુ–ધર્મ શું અને આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું તે ઓળખીને સમ્યક્ શ્રદ્ધા કરવી. ઘણા શાસ્ત્રો ભણે,
પણ જો શુદ્ધ આત્મપ્રતીતિરૂપ સમ્યગ્દર્શન ન કરે તો તેને
અષાઢઃ ૨૪૮૨ ઃ ૧૬૧ઃ

PDF/HTML Page 9 of 21
single page version

background image
ખરેખર પંડિત કહેતા નથી. શાસ્ત્રનો સાર તો આત્મા જાણવાનો છે, તેથી જેણે આત્મસ્વભાવને જાણીને સમ્યગ્દર્શન
કર્યું તે જ ખરો પંડિત છે; તથા મનુષ્યોમાં તે જ પ્રધાન છે, સમ્યગ્દર્શન વગરનો નર તો પશુ સમાન છે.
આ પ્રમાણે સમ્યગ્દર્શનનો પરમ મહિમા છે, ને તે સમ્યગ્દર્શનધર્મ શ્રાવકોને પણ હોય છે. માટે શ્રાવકોએ શુદ્ધ
સમ્યગ્દર્શન પ્રગટ કરીને તેને નિશ્ચલપણે ટકાવી રાખવું.–એ પ્રમાણે આચાર્યદેવનો ઉપદેશ છે.
સૂત્રનાં પદોનો અને પદાર્થોના
સ્વરૂપનો નિશ્ચય કરવાની રીત
ॐ*ॐ
‘નિશ્ચયનય દ્વારા સૂત્રનાં પદો અને અર્થોનો નિશ્ચય થાય છે.’
(આ છે શાસ્ત્રોનાં અર્થ ઉકેલવાની ચાવી– master key )
(શ્રી પ્રવચનસાર ગાથા ૨૬૮ ઉપરનાં પૂ. ગુરુદેવનાં મહત્ત્વના પ્રવચનોમાંથી.)
(લેખાંક બીજો)
સમસ્ત દ્રવ્ય–ગુણ–પર્યાયરૂપ પદાર્થોનો જેને નિશ્ચય હોય તેને જ જ્ઞાતૃતત્ત્વ કહે છે, તે નિશ્ચય કઈ રીતે
હોય?–કે નિશ્ચયનયવડે. પરથી ભિન્ન, વસ્તુનું પોતાનું સ્વરૂપ શું છે તેનો નિશ્ચય નિશ્ચયનયવડે થાય છે. વ્યવહાર તો
લોકોક્તિ છે એટલે ઉપચારથી બોલવાની રીત છે, તે કાંઈ વસ્તુસ્વરૂપ નથી એટલે તેનાથી વસ્તુસ્વરૂપનો નિશ્ચય
થતો નથી.
દરેક પદાર્થ અસ્તિ–નાસ્તિરૂપ છે, એટલે પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયથી સત્રૂપ છે, ને પરપણે તે અસત્ છે.
આમ સ્વ–પર તત્ત્વોની ભિન્નતાના નિશ્ચયવડે જ્ઞાન કરવું તે યથાર્થ છે, અને સ્વ–પરનો એકબીજામાં આરોપ કરીને
કહેવું તે વ્યવહાર છે, તે અસત્યાર્થ છે, વસ્તુસ્વરૂપ નથી.
“ઈંદ્રિયો વગેરે પર નિમિત્તથી જ્ઞાન થયું” એમ કહેવાય ત્યાં, ખરેખર એમ નથી કેમકે નિશ્ચયથી ઈંદ્રિયો અને
જ્ઞાન બંને ભિન્નભિન્ન પદાર્થો છે. તેથી એકને કારણે બીજામાં કાંઈ થાય નહિ. જો એક તત્ત્વને લીધે બીજા તત્ત્વમાં કાંઈ
થાય એમ ખરેખર માનવામાં આવે તો બે પદાર્થોની ભિન્નતાની પ્રતીત રહેતી નથી. માટે વ્યવહારના કથન પ્રમાણે
ખરેખર વસ્તુસ્વરૂપ નથી એમ સમજીને, નિશ્ચયનય અનુસાર ખરું વસ્તુસ્વરૂપ શું છે તે ઓળખવું જોઈએ.
જો વ્યવહાર પ્રમાણે જ વસ્તુસ્વરૂપ માની લ્યે અને નિશ્ચયનયદ્વારા સ્વ–પર પદાર્થોના ભિન્નભિન્ન સ્વરૂપને ન
ઓળખે તો તે જીવ મિથ્યાદ્રષ્ટિ જ રહે છે, અને એવા જીવને સંયમ હોતો નથી.
સંયમી મુનિ કેવા હોય? કે પહેલાં તો નિશ્ચયનયવડે સૂત્ર અને અર્થનો નિશ્ચય કરનાર હોય. સમ્યગ્દ્રષ્ટિને ચોથા
ઃ ૧૬૨ઃ આત્મધર્મઃ ૧પ૩

PDF/HTML Page 10 of 21
single page version

background image
ગુણસ્થાને પણ આવો નિશ્ચય હોય છે. આવા નિશ્ચય ઉપરાંત જેના કષાયો અતિશયપણે ઉપશાંત થઈ ગયા હોય....
શાંતસ્વરૂપમાં ઠરી ગયા હોય, અને ચૈતન્ય સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતાના ઘણા પ્રયત્નવડે જેઓ અધિક તપવાળા
હોય;–આ રીતે જે સૂત્રાર્થ નિશ્ચયવંત હોય, જેના કષાયો ઉપશાંત થઈ ગયા હોય અને જે અધિક તપવાળા હોય તે
સંયમીમુનિ છે.
જુઓ, આ મુનિની ઓળખાણ!
નિશ્ચયનય વગર સૂત્ર અને અર્થોનો નિશ્ચય થતો નથી;
સૂત્રઅને અર્થના નિશ્ચય વગર કષાયોનો ઉપશમ થતો નથી;
કષાયોના ઉપશમ વગર સ્વરૂપમાં ઉપયોગની સ્થિરતા થતી નથી.
અને સ્વરૂપમાં એકાગ્રતા વગર મુનિદશા હોતી નથી.
આ રીતે નિશ્ચયનય અનુસાર તત્ત્વનો નિર્ણય કરવો તે મૂળ વાત છે.
જેમ અગ્નિના સંગથી પાણી ઉષ્ણ થઈ જાય છે તેમ, પુણ્ય તે જ મોક્ષકારણ છે–ઇત્યાદિ વિપરીત
માન્યતાવાળા લૌકિક જનોના સંગથી સંયમી મુનિ પણ અસંયત થઈ જાય છે, માટે તે લૌકિક જનોના સંગનો નિષેધ
છે. અગ્નિને કારણે પાણી ઉનું થાય કે પરને કારણે મુનિ અસંયમી થાય–એ કથન વ્યવહારનું છે એટલે ખરેખર એમ
નથી. પાણી પોતાની તેવી લાયકાતથી ઉનું થયું છે, તેમજ જે મુનિ ભ્રષ્ટ થાય છે તે પણ પોતાની વિકારી પરિણતિના
કારણે જ ભ્રષ્ટ થાય છે, ચૈતન્યસ્વભાવના સંગથી છૂટીને તેની પરિણતિ લૌકિક સંગમાં અટકી તેથી જ અસંયતપણું
છે,–પરને કારણે નથી થયું. આમ શાસ્ત્રોનો વાસ્તવિક અર્થ છે, ને આવું વસ્તુસ્વરૂપ છે.
અમુક માણસ આવતાં મંદિર કે માનસ્તંભ વગેરેનું કામ સુધરી ગયું–એમ કહેવું તે નિમિત્તના આરોપનું
વ્યવહારકથન છે. બંને ચીજ જુદી હોવાથી એકને લીધે બીજામાં કાંઈ થાય નહિ–એ નિશ્ચય છે, છતાં તેમનો સંયોગ
દેખીને એકના કારણે બીજામાં કાર્ય થયું–એમ વ્યવહારનય એકબીજામાં આરોપ કરી દ્યે છે, પણ વસ્તુસ્વરૂપ એમ નથી.
આ ગુરુના પ્રતાપે જ હું ધર્મ પામ્યો, આ ગુરુએ જ મને મહા અનુગ્રહ કરીને જ્ઞાન આપ્યું–એમ વિનયના
વ્યવહારથી શિષ્ય કહે છે. ત્યાં પણ નિશ્ચય વસ્તુસ્વરૂપ લક્ષમાં રાખીને તે વ્યવહારનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ.
“નિમિત્ત પામીને કાર્ય થયું” એમ જ્યાં જ્યાં કહ્યું હોય ત્યાં ત્યાં નિશ્ચયનયવડે એમ સમજવું જોઈએ કે
ખરેખર કાર્ય તો ઉપાદાનથી થયું છે, નિમિત્તથી નથી થયું, ઉપાદાનના કાર્યમાં નિમિત્તની તો નાસ્તિ હોવા છતાં
તેનાથી કાર્ય થવાનું કહેવું તે ઉપચાર છે, યથાર્થ વસ્તુસ્વરૂપ એમ નથી. જગતના બધાય દાખલામાં આ નિયમ લાગુ
પાડી દેવો.
ધર્મીને ધર્મ પોતાના આત્માથી થયો;–એ નિશ્ચય વસ્તુસ્વરૂપ છે.
ધર્મીને ધર્મ ગુરુઉપદેશ વગેરે પરથી થયો;–એ વ્યવહારકથન છે. તેમાં નિશ્ચયને તો યથાર્થ જાણવો, ને
વ્યવહારને આરોપ જાણવો. બધાય શાસ્ત્રોના કથનનો અને બધાય પદાર્થના સ્વરૂપનો આ રીતે નિર્ણય કરવો.
જ્યાં સ્વથી કથન હોય ત્યાં તેને “સત્ય” છે એમ સમજવું.
જ્યાં પરથી કથન હોય ત્યાં તેને “ખરેખર એમ નથી” એમ સમજવું.
કર્મના ઉદયથી જીવને વિકાર થયો, (વ્યવહાર,–ખરેખર એમ નથી.)
અમુક જીવે મંદિર બાંધ્યું, (વ્યવહાર,–ખરેખર એમ નથી.)
અમુક કારીગરે પ્રતિમાજી બનાવ્યા, (વ્યવહાર,–ખરેખર એમ નથી)
અમુક મુનિએ શાસ્ત્ર લખ્યાં, (વ્યવહાર,–ખરેખર એમ નથી)
અષાઢઃ ૨૪૮૨ ઃ ૧૬૩ઃ

PDF/HTML Page 11 of 21
single page version

background image
સ્ત્રીએ રોટલી બનાવી, (વ્યવહાર,–ખરેખર એમ નથી.)
અગ્નિથી પાણી ઉષ્ણ થયું, (વ્યવહાર,–ખરેખર એમ નથી.)
પેટ્રોલથી મોટર ચાલી, (વ્યવહાર,–ખરેખર એમ નથી)
કુંભારે ઘડો બનાવ્યો (વ્યવહાર,–ખરેખર એમ નથી)
ઈચ્છાથી શરીર ચાલ્યું (વ્યવહાર,–ખરેખર એમ નથી.)
છત્રના કારણે છાયો થયો (વ્યવહાર,–ખરેખર એમ નથી)
–એ પ્રમાણે જેટલા જેટલા વ્યવહારના દાખલા છે તે બધાયમાં ‘ખરેખર એમ નથી’ એ પ્રમાણે સમજીને
અર્થ કરવો. નિશ્ચયથી એમ સમજવું કે તે કોઈ પણ પદાર્થનું કાર્ય પરથી થયું નથી, પણ સ્વપર્યાયની સ્વતંત્રતાથી જ
થયું છે.–જો આવો અર્થ ન સમજે તો વસ્તુસ્વરૂપનો નિર્ણય થાય નહિ, ને નિશ્ચય–વ્યવહારના ગોટા મટે નહિ.
નિશ્ચયનયથી પદાર્થના સ્વરૂપનું જ્ઞાન જેને નથી તેને સમ્યગ્દર્શન કે સમ્યગ્જ્ઞાન હોતું નથી.
જુઓ, આ જૈનશાસ્ત્રોના અર્થ કરવાની પદ્ધતિ છે, અને આ જ પદાર્થના સ્વરૂપનો નિર્ણય કરવાની પદ્ધતિ છે.
દરેક દ્રવ્યની પર્યાય પોતાથી જ ક્રમબદ્ધ થાય છે–એ નિશ્ચય છે એટલે કે ખરેખર એમ જ વસ્તુસ્વરૂપ છે.
અને નિમિત્તને લીધે પર્યાય થવાનું કહેવું તે વ્યવહાર છે એટલે ખરેખર એમ વસ્તુસ્વરૂપ નથી.
મનુષ્યદેહથી જીવ ધર્મ પામે; અથવા વજ્ર સંહનનથી જીવ કેવળજ્ઞાન પામે, એ કથન વ્યવહારનું છે, ખરેખર
શરીરને કારણે જીવ ધર્મ નથી પામતો પણ પોતાની પર્યાયથી જ પામે છે.
અમુક દવાથી અમુક રોગ મટે–એ વ્યવહારકથનમાં પણ ઉપર મુજબ સમજી લેવું.
કર્મની સ્થિતિ ઘટીને અંતઃકોડાકોડી થઈ ગઈ તેથી જીવ ધર્મ પામવા યોગ્ય થયો,–એ પણ વ્યવહારથી કથન
છે, નિશ્ચયથી જીવ પોતે પોતાની પર્યાયની તૈયારીથી ધર્મ પામવા યોગ્ય થયો છે–એમ સમજવું.
વ્યવહાર તે સાધક અને નિશ્ચય સાધ્ય–એમ શાસ્ત્રમાં કથન આવે,–પણ તે કયા નયથી કહ્યું છે?
વ્યવહારનયથી!–તો તેનો અર્થ એમ સમજવો જોઈએ કે ખરેખર એમ નથી. પોતાના સ્વભાવના આશ્રયથી જ
નિશ્ચય સાધ્ય થાય છે, અને ત્યાં વ્યવહારમાં આરોપ કરીને તેને સાધક કહેવાય છે,–પણ વસ્તુસ્વરૂપ એમ નથી,
ખરેખર શુભરાગરૂપ વ્યવહાર તે નિશ્ચયમોક્ષમાર્ગનો સાધક નથી. નિશ્ચયના લક્ષ વગર અજ્ઞાનીના બધા અર્થ ખોટા
છે. વ્યવહારનું પ્રયોજન તે વખતે મુખ્યની સાથે રહેલી પરચીજનું (સંયોગ, નિમિત્ત વગેરેનું) જ્ઞાન કરાવવાનું છે.
સંયોગ અને નિમિત્તને દેખીને વ્યવહારનય તેમાં આરોપ કરી દે છે કે ‘આનાથી આ થયું’ આવા વ્યવહારના જેટલા
દાખલા હોય તે બધાયમાં આ ગાથાની ચાવી (
master key) લાગુ પાડીને, નિશ્ચયનયથી શું સ્વરૂપ છે તે સમજી
લેવું જોઈએ; જો વ્યવહાર પ્રમાણે જ વસ્તુસ્વરૂપ માની લેવામાં આવે તો યથાર્થ વસ્તુસ્વરૂપનો નિશ્ચય થતો નથી.
દરેક આત્મા શક્તિ સ્વભાવે પરિપૂર્ણ છે, દરેક આત્મામાં પ્રભુ થવાની તાકાત છે; પરંતુ ‘કર્મે તેને રોક્યો
છે’ એમ કહેવું તે વ્યવહારનો આરોપ છે, ત્યાં ખરેખર એમ નથી, પણ જીવ પોતે જ પરાશ્રયભાવને લીધે સંસારમાં
રહ્યો છે–એમ નિશ્ચયથી જાણવું જોઈએ.
કયારેક જીવ બળવાન, અને કયારેક કર્મ બળવાન–એમ ઇષ્ટોપદેશમાં કહ્યું છે, તેમાં જીવ જ્યારે પુરુષાર્થ નથી
કરતો ત્યારે કર્મને બળવાન કહ્યું તે વ્યવહારથી છે, નિશ્ચયથી તેનો અર્થ એમ સમજવો કે ખરેખર જીવમાં કર્મનું જોર
નથી; કર્મોએ જીવને નથી રોક્યો, પણ જીવ પોતાના ઊંધા પુરુષાર્થથી રોકાયો છે. આમ નિશ્ચયનયદ્વારા પદાર્થનો
નિશ્ચય કરે તો જ સમ્યગ્જ્ઞાન થાય છે.
આહારમાં ધ્યાન ન રાખવાથી સ્વાસ્થ્ય બગડયું, અને સાત્ત્વિક આહારથી પરિણામ સુધરે–એ કથન પણ
વ્યવહારનું છે, એટલે કે ખરેખર એમ નથી. જુઓ, આ લાકડી ઊંચી થઈ,–તે હાથથી ઊંચી થઈ એમ કહેવુું તે
વ્યવહાર છે, પણ જો તે પ્રમાણે જ વસ્તુસ્વરૂપ માને તો તે મિથ્યાદ્રષ્ટિ છે. હાથથી લાકડી ઊંચી થઈ એવા વ્યવ–
ઃ ૧૬૪ઃ
આત્મધર્મઃ ૧પ૩

PDF/HTML Page 12 of 21
single page version

background image
હારકથનનો અર્થ એમ સમજવો કે ખરેખર તે પ્રમાણે નથી, હાથથી લાકડી ઊંચી થઈ નથી. પણ લાકડીની જ તેવી
પર્યાયની શક્તિ છે.–આમ નિશ્ચય અનુસાર વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવો. વ્યવહારના કથન ઉપરથી વસ્તુસ્વરૂપનો
નિર્ણય ન કરવો કેમ કે તે તો એકબીજામાં આરોપ કરીને કહે છે.
સિદ્ધભગવાન અલોકમાં કેમ નથી જતા? કે धर्मास्तिकाय अभावात् ત્યાં ધર્માસ્તિકાયના અભાવને લીધે
સિદ્ધ ભગવાન અલોકમાં નથી જતા–એ કથન વ્યવહારનું છે. નિશ્ચયથી એમ સમજવું કે લોકમાં જ રહેવાની
આત્માની લાયકાત છે તેથી તે અલોકમાં જતા નથી.
લૂખા આહારને કારણે બ્રહ્મચર્યની દ્રઢતા રહે,
સૂર્યના ઉદયથી કમળ ખીલે,
આહાર પ્રમાણે પરિણામ બગડે કે સુધરે,
કાળા–રાતા રંગને કારણે સ્ફટિક કાળો–રાતો પરિણમે,
ઝાડનું પાન પવનથી ચાલે,
ઉપરના ઝાડને કારણે નીચે પડછાયો પડે,
ઝાડ હાલવાના કારણે પડછાયો ચાલે,
ધજા ફરફર થઈ માટે તેનો પડછાયો ફરફર થયો,
ઉપર બલૂન ચાલે તેને લીધે નીચે તેનો છાયો પડે,
સમ્મેદશીખરજીને લીધે ભક્તિનો શુભભાવ થયો,
–આવા જેટલા જેટલા વ્યવહારકથનના હજારો–લાખો દાખલા હોય તે બધામાં એમ સમજવું કે તે કથન
આરોપનું છે; એક પદાર્થને કારણે બીજા પદાર્થમાં કાંઈ થવાનું કહેવું તે કથન આરોપનું છે, એટલે વસ્તુસ્વરૂપ તેમ
નથી. નિશ્ચયનય લાગુ પાડીને ભિન્નભિન્ન વસ્તુસ્વરૂપ શું છે તે સમજી લેવું.
નિશ્ચયનય પ્રમાણે વસ્તુસ્વરૂપ જે સમજે છે તે સમ્યગ્દ્રષ્ટિ છે.
વ્યવહારનય પ્રમાણે જ વસ્તુસ્વરૂપ જે માની લ્યે છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
વસ્તુની પર્યાય પોતાથી જ થઈ એમ જાણવું તે યથાર્થ છે.
પરને લીધે પર્યાય થઈ એમ જાણવું તે યથાર્થ નથી.
ઉપાદાન–નિમિત્તની સ્વતંત્રતાની આ વાત દાંડી પીટીને દુનિયામાં પ્રસિદ્ધ કરવા જેવી છે. નિશ્ચય–વ્યવહારના
અર્થ સમજવા આ પદ્ધતિ ખાસ જરૂરની હોવાથી બેધડકપણે જાહેર કરવા જેવી છે.
જુઓ, આ હિતોપદેશ! સર્વજ્ઞ ભગવાન હિતોપદેશી છે, ને આ જ તેમનો હિતોપદેશ છે; કેમકે આ સમજે તો
જ સ્વસન્મુખતા થાય છે, ને સ્વસન્મુખતા કરે તો જ હિત થાય છે. જો નિશ્ચયનય અનુસાર વસ્તુસ્વરૂપ જાણીને
પરથી ભિન્નતા ને સ્વમાં એકતા (એકત્વવિભક્તપણું) કરે તો જ જીવનું હિત થાય છે. માટે જે જીવ આ પ્રમાણે
સમજે તે જ સર્વજ્ઞવીતરાગદેવના હિતોપદેશને સમજ્યો છે, ને તેનું જ હિત થાય છે. એકલા વ્યવહાર પ્રમાણે જ
વસ્તુસ્વરૂપ માની લ્યે તો હિત થતું નથી. માટે જેને પોતાનું હિત કરવું હોય તેણે ભગવાનના કહેલા શાસ્ત્રોનો અર્થ
અને વસ્તુનું સ્વરૂપ આ પ્રમાણે નિશ્ચયનય દ્વારા સમજવું.
*****
પ્રૌઢવયના ગૃહસ્થો માટે જૈનદર્શન શિક્ષણવર્ગ
દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ સુદ ત્રીજ ને ગુરુવાર તા. ૯–૮–પ૬થી શરૂ
કરીને, શ્રાવણ વદ આઠમ ને બુધવાર તા. ૨૯–૮–પ૬ સુધી તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે
સોનગઢમાં “જૈનદર્શન શિક્ષણવર્ગ” ચાલશે. જે જિજ્ઞાસુ જૈન ભાઈઓને વર્ગમાં આવવાની
ઈચ્છા હોય તેમણે સૂચના મોકલી દેવી, અને વખતસર આવી જવું.
આ વખતે શિક્ષણવર્ગમાં જૈનસિદ્ધાંત પ્રવેશિકા, દ્રવ્ય સંગ્રહ, મોક્ષમાર્ગપ્રકાશક
(અધ્યાય–૯) તથા પ્રવચનસાર જ્ઞેય–અધિકારમાંથી કેટલોક ભાગ ચાલશે.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ (સૌરાષ્ટ્ર)
અષાઢઃ ૨૪૮૨ ઃ ૧૬પઃ

PDF/HTML Page 13 of 21
single page version

background image
જિનશાસનનો મહિમા []
(શ્રી ભાવપ્રાભૃત ગા. ૮૩ ઉપરનાં ખાસ પ્રવચનો)
અહો! એક સમયસારની પંદરમી ગાથા અને બીજી આ ભાવપ્રાભૃતની
૮૩ મી ગાથા,–એમાં આચાર્યદેવે આખા જૈનશાસનનો નીચોડ ભરી દીધો છે.
આ બે ગાથાનું રહસ્ય (ગુરુગમે) સમજે તો બધા પ્રશ્નોનો નીકાલ થઈ જાય.
ભગવાનની વાણી જીવોના હિતને માટે જ છે. જિજ્ઞાસુ–આત્માર્થી તો
એમ વિચારે છે કે અહો, ‘પુણ્ય તે ધર્મ નથી.’ એમ કહીને ભગવાન મને
રાગથી પણ પાર મારો ચૈતન્યસ્વભાવ બતાવીને તેનો અનુભવ કરાવવા
માંગે છે. આ રીતે સ્વભાવ સન્મુખ થઈને તે પોતાનું હિત સાધે છે.
– પૂ. ગુરુદેવ.
આ ભાવપ્રાભૃત વંચાય છે. ૮૨ મી ગાથામાં જૈનધર્મની શ્રેષ્ઠતા બતાવીને આચાર્યદેવે કહ્યું છે કે હે જીવો!
તમે જિનશાસનમાં કહેલા વીતરાગભાવરૂપ ધર્મને જાણીને, ભવના અભાવ માટે તેની જ ભાવના કરો. આવા
જિનધર્મને જ ઉત્તમ અને હિતકારી જાણીને તેનું સેવન કરો.....ને રાગની રુચિ છોડો..... પુણ્યની રુચિ છોડો.....જેથી
તમારા ભવનો અંત આવે ને મોક્ષ થાય.
જૈનધર્મને જ શ્રેષ્ઠ કહ્યો, તે જૈનધર્મ કેવો છે?
–કે ભાવિ–ભવનો નાશ કરીને મુક્તિ આપનાર છે. આત્માના એવા પરિણામ કે જેનાથી સંસારનો નાશ
થાય, તેનું નામ જૈનધર્મ છે, અને તે શ્રેષ્ઠ–ઉત્તમ છે. તેથી ભાવિ–ભવને મથી નાંખવા માટે હે જીવ! તું આવા
જૈનધર્મની રુચિ કર.....આત્મસ્વભાવના આશ્રયે શુદ્ધ ભાવ પ્રગટ કર.
જિનશાસનમાં ધર્મનું સ્વરૂપ
હવે જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે પ્રભો! આપે જૈનધર્મને ઉત્તમ કહ્યો અને તેની ભાવના કરવાનું કહ્યું, તો તે
ધર્મનું સ્વરૂપ શું છે? જૈનધર્મની શ્રેષ્ઠતા કહી તો તેનું સ્વરૂપ શું છે? જેના અંતરમાં ધર્મનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસા
જાગી છે, જેને ધર્મની ધગશ છે–અભિલાષા છે, એવો જીવ વિનયથી પૂછે છે કે હે નાથ! જૈનધર્મનું ખરું સ્વરૂપ શું છે–
તે કૃપા કરીને સમજાવો.
એવા જિજ્ઞાસુ જીવને સમજાવવા આચાર્યદેવ ૮૩ મી ગાથામાં જૈનધર્મનું સ્વરૂપ કહે છે–
पूयादिसु वयसहियं पुप्णं हि जिणेहिं सासणे भणियं ।
मोहक्खोह विहीणो परिणामो अप्पणो धम्मो
।। ८३।।
पूजादिषु व्रतसहितं पुण्यं हि जिनैः शासने भणितम् ।
मोह–क्षोभविहीनः परिणामः आत्मनः धर्मः ।। ८३।।
જિનશાસનમાં જિનેન્દ્રદેવે એમ કહ્યું છે કે પૂજાદિકમાં અને વ્રતસહિત હોય તે તો પુણ્ય છે, અને આત્માના
મોહ–ક્ષોભ રહિત પરિણામ તે ધર્મ છે.
જુઓ, આ ગાથા ઘણી મહત્વની છે. પુણ્ય અને ધર્મ બંનેનું જુદું જુદું સ્વરૂપ બતાવીને આચાર્યદેવે સ્પષ્ટ કર્યું
છે કે શુભરાગ તે જૈનધર્મ નથી, શુભરાગવડે જૈનધર્મનો મહિમા નથી, જિનશાસનમાં વ્રત–પૂજા વગેરેના શુભરાગને
ભગવાને ધર્મ નથી કહ્યો, પણ તેને પુણ્ય કહ્યું છે; અને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધ પરિણામને જ
જિનશાસનમાં ભગવાને ધર્મ કહ્યો છે, તેનાથી જ જિનશાસનો મહિમા છે.
ઃ ૧૬૬ઃ
આત્મધર્મઃ ૧પ૩

PDF/HTML Page 14 of 21
single page version

background image
લૌકિ જન
જૈનધર્મના નામે પણ ઘણા લોકો પુણ્યને ધર્મ માને છે. શુભરાગ કરતાં કરતાં ધર્મ થશે એમ માને છે એટલે
રાગવડે જિનશાસનનો મહિમા માને છે, તેનો અહીં આચાર્યદેવ ખુલાસો કરે છે કે અરે ભાઈ! જિનેશ્વરદેવે તો
જિનશાસનમાં તે રાગને ધર્મ નથી કહ્યો લોકોત્તર એવો જે જૈનમાર્ગ તેમાં તો વ્રત–પૂજાદિના શુભરાગને પુણ્ય કહ્યું છે,
તેને ધર્મ નથી કહ્યો, પરંતુ લૌકિકજનો તેને ધર્મ માને છે. ભાવાર્થમાં તો પંડિત જયચંદ્રજીએ (દોઢસો વર્ષ પહેલાં),
વ્રત–પૂજાદિને જે ધર્મ માને છે તેને સ્પષ્ટપણે લૌકિકજન તથા અન્યમતિ કહ્યા છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
વીતરાગભાવ તે જ ધર્મ છે, તે જ ભવના નાશનું કારણ છે, ને તેનાથી જ જિનશાસનની શ્રેષ્ઠતા છે.
શુદ્ધાત્માના અનુભવમાં જિનશાસન
અજ્ઞાની પોકાર કરે છે કે શું પુણ્ય તે જૈનધર્મ નથી?–તો અહીં બેધડક કહે છે કે ના, નથી. રાગદ્વેષ–
મોહરહિત શુદ્ધપરિણામ તે જ જૈનધર્મ છે. આચાર્યદેવે સમયસારની ૧પ મી ગાથામાં પણ સ્પષ્ટ કહ્યું છે કે જે
શુદ્ધઆત્માની અનુભૂતિ છે તે સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે. અબદ્ધસ્પૃષ્ટ–અનન્ય–નિયત–અવિશેષ અને
અસંયુક્ત એવા સ્વભાવરૂપ શુદ્ધઆત્માને જે દેખે છે તે સમસ્ત જિનશાસનને દેખે છે.–બસ! શુદ્ધઆત્માના
અનુભવમાં આખું જિનશાસન આવી ગયું?–હા. એમાં જ જિનશાસન આવી ગયું ને એમાં જ જૈનધર્મ સમાઈ ગયો.
અહો, એક સમયસારની પંદરમી ગાથા અને બીજી આ ભાવપ્રાભૃતની ૮૩ ગાથા,–એમાં તો આચાર્યદેવે
આખા જૈનશાસ્ત્રનો નીચોડ ભરી દીધો છે. આ બે ગાથાનું રહસ્ય સમજે તો બધા પ્રશ્નોનો નીકાલ થઈ જાય. આમાં
તો અલૌકિકભાવો ભર્યા છે.
અરે, અત્યારે તો “જૈન” કુળમાં જન્મેલાને પણ જૈનધર્મના સ્વરૂપની ખબર નથી, બહારની ક્રિયામાં કે
પૂજા–વ્રતનાં શુભરાગમાં જ ધર્મ માની બેઠા છે, પણ તે કાંઈ જૈનધર્મનું સ્વરૂપ નથી. તેથી આચાર્યદેવે આ ગાથા
મૂકીને ખાસ ખુલાસો કર્યો છે કે વ્રત–પૂજાનો શુભરાગ તે જૈનધર્મ નથી, જૈનધર્મ તો મોહ–ક્ષોભ વગરનો એવો
વીતરાગભાવ છે. આ સમજ્યા વિના ‘અમારો જૈનધર્મ ઊંચો’ એમ ભલે બોલે, પણ ભાઈ, તું પોતે તો પહેલાં
જૈનધર્મનું સ્વરૂપ સમજ, જૈનધર્મની શ્રેષ્ઠતા કઈ રીતે છે તે ઓળખીને તેનું ગ્રહણ કર, તો તારું હિત થાય.
જિનશાસનમાં જિનવરોએ આમ કહ્યું છે –
આચાર્યદેવ તીર્થંકર ભગવંતોની સાખ આપીને કહે છે કે ‘जिनैः शासने भणितम्’ અનંતા તીર્થંકરો
જિનશાસનમાં થયા, અત્યારે પણ મહાવિદેહક્ષેત્રમાં સીમંધરભગવાન વગેરે ૨૦ તીર્થંકરો બિરાજે છે, તે તીર્થંકર
ભગવંતોએ જિનશાસનમાં આમ કહ્યું છે; –
શું કહ્યું છે? કે पूजादिषु व्रतसहितं पुण्यं हि પૂજાદિકમાં અને વ્રત સહિત હોય તો તે પુણ્ય છે. તો
ભગવાને ધર્મ કોને કહ્યો છે? કે मोहक्षोभविहीनः परिणामः आत्मनः धर्मः–મોહ–ક્ષોભ રહિત આત્માના
પરિણામ તે ધર્મ છે–એમ જિનેન્દ્ર ભગવંતોએ જિનશાસનમાં કહ્યું છે. આથી બીજી રીતે માને, એટલે કે રાગને–
પુણ્યને ધર્મ માને, તો તે ભગવાનના જિનશાસનનું સ્વરૂપ સમજ્યો નથી.
ધર્મીનાં વ્રત તે પુણ્ય કે ધર્મ?
અહીં વ્રતસહિતને પણ પુણ્ય કહ્યું; તેમાં વ્રત કહેતાં શ્રાવકના અણુવ્રત કે મુનિઓનાં મહાવ્રત એ બંને આવી
જાય છે. ખરા વ્રત સમ્યગ્દર્શન પછી પાંચમાં–છઠ્ઠા ગુણસ્થાને જ હોય છે. અજ્ઞાની–મિથ્યાદ્રષ્ટિને ખરા વ્રત હોતા નથી.
અજ્ઞાનીને તો ધર્મનું ભાન નથી; પરંતુ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને પણ વ્રતાદિની જે શુભવૃત્તિ ઊઠે તે પુણ્યબંધનું કારણ છે,
તે ધર્મ નથી. જેટલો અરાગભાવ (સમ્યગ્દર્શ–
અષાઢઃ ૨૪૮૨
ઃ ૧૬૭ઃ

PDF/HTML Page 15 of 21
single page version

background image
નાદિ) વર્તે છે તેટલો ધર્મ છે, તે જિનશાસન છે, ને જે વ્રતાદિનો રાગ કહ્યો છે તે ધર્મ નથી પણ પુણ્ય છે; પુણ્યને
જિનશાસનમાં ધર્મ નથી કહ્યો, મોહ–ક્ષોભ રહિત જે શુદ્ધચૈતન્ય પરિણામ તેને જ ધર્મ કહ્યો છે.
હૈયું હેઠું રાખીને શાંતિથી સાંભળ, ભાઈ!
છઠ્ઠા ગુણસ્થાને ભાવલિંગીસંત મુનિને પંચમહાવ્રતની જે શુભવૃત્તિ ઊઠે તે પણ ધર્મ નહિ;–આ વાત સાંભળે
ત્યાં અજ્ઞાની તો ભડકી ઊઠે છે. તેને રાગની રુચિ છે એટલે તે ભડકી ઊઠે છે. પણ ભાઈ! તું ધીરો થા....હૈયું હેઠું
રાખીને શાંતિથી આ વાત સાંભળ. રાગથી પાર ચૈતન્યતત્ત્વ શું ચીજ છે તેની તને ખબર નથી ને તેં રાગને જ ધર્મ
માન્યો છે. પણ ભાઈ, રાગ તો તારા વીતરાગી ચૈતન્યસ્વભાવથી વિરુદ્ધભાવ છે, તેમાં તારો ધર્મ કેમ હોય?
પંચમહાવ્રતની વૃત્તિ વખતે પણ મુનિઓને અંતરમાં તે વૃત્તિથી પાર જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની શ્રદ્ધાજ્ઞાન લીનતાથી
જેટલો મોહનો ને રાગનો અભાવ થયો છે તેટલો ધર્મ છે, તે મોક્ષનું કારણ છે, ને જે રાગ રહ્યો છે તે ધર્મ નથી.
જેને આત્માના અમૃતના સ્વાદની ખબર નથી એવા અજ્ઞાનીઓ ઝેરના
ઘડાને અમૃતનો ઘડો માને છે.
અજ્ઞાનીને તો ધર્મનો અંશ પણ નથી; તે શુભરાગથી વ્રતાદિ પાળે તો તે પુણ્યનું કારણ છે; સમયસારમાં તો
તેને વિષકુંભ એટલે કે ઝેરનો ઘડો કહ્યો છે; અને સમકિતીને અંશે વીતરાગભાવરૂપ સમ્યગ્દર્શનાદિધર્મ પ્રગટયો હોવા
છતાં, તેને પણ વ્રત–પૂજાદિનો જે શુભભાવ છે તે તો પુણ્યનું જ કારણ છે, ને સમયસારમાં તો તેને પણ નિશ્ચયથી
વિષકુંભ કહ્યા છે. શુદ્ધઆત્માના અનુભવને જ અમૃતકુંભ કહ્યો છે.
સમયસાર–મોક્ષઅધિકારમાં, જે શુભરાગરૂપ પ્રતિક્રમણાદિને વ્યવહારશાસ્ત્રો અમૃત કહે છે તેને નિશ્ચયથી ઝેર
કહ્યું છે.–એટલે શું? કે જેને આત્માના ચિદાનંદી સ્વભાવનું ભાન થયું છે, અતીન્દ્રિય અમૃતનો અનુભવ થયો છે પણ
હજી તેમાં લીન થઈને ઠર્યો નથી ત્યાં વચ્ચે જે વ્યવહારપ્રતિક્રમણાદિનો શુભરાગ આવે છે તે નિશ્ચયથી ઝેરકુંભ છે,
કેમકે તેમાં આત્માનું નિર્વિકલ્પ અમૃત લૂંટાય છે. જુઓ, આ કુંદકુંદઆચાર્યદેવની વાણી છે; તેમની તો કોઈ અદ્ભુત
રચના છે! વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે એમ માનીને જે રાગની મીઠાસ વેદે છે તે જીવ ઝેરના સ્વાદમાં મીઠાસ
માને છે, આત્માના અતીન્દ્રિય આનંદરૂપ અમૃતના સ્વાદની તેને ખબર નથી.
મોક્ષઅધિકારમાં શિષ્ય પૂછે છે કે પ્રભો! આપ તો પહેલેથી જ શુદ્ધઆત્માનું અવલંબન જ કરવાનું બતાવો
છો, પણ ત્યાં સુધી તો અમે નથી પહોંચી શકતા, માટે પહેલાં તો અમને આ શુભરાગરૂપ વ્યવહાર જ કરવા દ્યો ને!
વ્યવહાર કરતાં કરતાં શુદ્ધઆત્માના આનંદના અનુભવરૂપ અમૃતપદ પમાશે! માટે અમારે તો વ્યવહાર તે જ
અમૃતનો ઘડો છે.
ત્યાં આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! તારો માનેલો વ્યવહાર તો એકલો ઝેરનો જ ઘડો છે, તેને તો અમે
વ્યવહારે પણ અમૃત નથી કહેતાં. અંતર્મુખ થઈને, રાગરહિત શુદ્ધઆત્માના અતીન્દ્રિયઆનંદનો અનુભવ થાય તે
સાક્ષાત્ અમૃતકુંભ છે,–તે જ નિશ્ચયથી અમૃત છે, અને એના લક્ષપૂર્વક વ્યવહાર પ્રતિક્રમણાદિનો જે શુભભાવ ધર્મીને
આવે છે તેને વ્યવહારે અમૃત કહ્યું હોવા છતાં નિશ્ચયથી તો તે પણ વિષકુંભ જ છે. જેને આચાર્યદેવે વિષકુંભ કહ્યો
તેને જૈનશાસન કેમ કહેવાય? રાગ તે જૈનશાસન નથી, જૈનશાસન કહો, જિનેન્દ્રદેવનો ઉપદેશ કહો, કે ભગવાનની
આજ્ઞા કહો,–રાગ કરવાની વીતરાગ ભગવાનની આજ્ઞા કેમ હોય? વીતરાગ ભગવાન રાગને ધર્મ કેમ કહે?
જિનશાસનમાં કયાંય પણ રાગથી ધર્મ થાય એવો ભગવાનનો ઉપદેશ છે જ નહીં. વીતરાગીશ્રદ્ધા, વીતરાગી જ્ઞાન, ને
વીતરાગી આચરણરૂપ શુદ્ધભાવને જ જિનશાસનમાં ભગવાને ધર્મ કહ્યો છે અને તે જ ભાવિભવભંજક છે, પુણ્યમાં
ભાવિ–ભવનું ભંજન કરવાની તાકાત નથી.
ઃ ૧૬૮ઃ
આત્મધર્મઃ ૧પ૩

PDF/HTML Page 16 of 21
single page version

background image
જિનશાસનો સર્વ ઉપદેશ હિતને માટે જ છે,
ઊેંચે ચડવા માટે જ છે, નીચે પડવા માટે નથી –
જિનશાસન એને કહેવાય કે એક ક્ષણ પણ જેના સેવનથી જરૂર મોક્ષ થાય. એટલે કે જીવનું પરમ હિત થાય.
ભગવાનનો ઉપદેશ જીવોનાં હિત માટે છે. ‘પુણ્ય તે ધર્મ નથી, પુણ્યથી ધર્મ થતો નથી’–આવો જે જિનેન્દ્રભગવાનનો
ઉપદેશ છે તે પણ જીવોના હિતને માટે જ છે, પુણ્યથી ધર્મ નથી માટે પુણ્ય છોડીને પાપમાં જવું–એમ કાંઈ નથી કહેતા,
નીચે જવાનું નથી કહેતાં; પણ પુણ્ય તે ધર્મ નથી એમ કહીને રાગરહિત ચૈતન્યસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–રમણતા
કરવાનું કહે છે એટલે કે ઊંચે ઊંચે લઈ જાય છે. આ રીતે સંસારમાર્ગથી છોડાવીને મોક્ષમાર્ગમાં લઈ જવા માટે
ભગવાનનો ઉપદેશ છે, અહિતમાર્ગથી છોડાવીને હિતમાર્ગમાં જોડવાનો ભગવાનનો ઉપદેશ છે. છતાં તેનો ઊંધો અર્થ
લઈને, ‘પુણ્ય તે ધર્મ નથી માટે પુણ્ય છોડીને પાપ કરવાનું કહે છે’–એમ જે માને તે તો મોટો સ્વછંદી અનંત
સંસારમાં રખડનાર છે, તેનામાં તો ભગવાનનો ઉપદેશ સાંભળવાની પણ લાયકાત નથી. ભગવાનની વાણી તો
જીવોના હિત માટે જ છે–ધર્મવૃદ્ધિ માટે જ છે, જીવોને સંસારથી છોડાવીને મોક્ષમાં લઈ જવા માટે જ ભગવાનનો સર્વ
ઉપદેશ છે. જિજ્ઞાસુ–આત્માર્થી તો એમ વિચારે છે કે અહો, ‘પુણ્ય તે ધર્મ નથી’ એમ કહીને ભગવાન મને રાગથી
પણ પાર મારો ચૈતન્યસ્વભાવ બતાવીને તેનો અનુભવ કરાવવા માંગે છે. આ રીતે સ્વભાવ સન્મુખ થઈને
વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન પ્રગટ કરીને તે પોતાનું હિત સાધે છે.
હિત કરવું હોય તો હિતનો ઉપાય જાણ.
અહીં આચાર્યદેવ એમ કહે છે કે રાગરહિત જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ છે તે જ જિનશાસન
છે, ને રાગ તે ખરેખર જૈનશાસન નથી; એટલે કે તારા સ્વભાવની સન્મુખતાથી જે શુદ્ધપરિણામ થયા તેમાં જ તારું
હિત છે, રાગમાં તારું હિત નથી. હજી શરૂઆતમાં રાગ સર્વથા ન ટળી જાય, ધર્મીનેય રાગ તો થાય, પણ પહેલાં
આવી ઓળખાણ કરવી જોઈએ કે આ રાગ મારા સ્વભાવથી જુદી જાત છે, તેમાં મારું હિત નથી, મારું હિત તો
સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવમાં જ છે–આમ બરાબર સમજે તો શુદ્ધભાવ પ્રગટાવવાનો ને રાગ ટાળવાનો ઉદ્યમ કરે; પણ
રાગને જ હિતરૂપ માની લ્યે તો તે રાગને ટાળવાનો ઉદ્યમ કેમ કરે? માટે હે ભાઈ, તારું હિત કયાં છે તે તો નક્કી
કર. હિતનો ઉપાય જાણ્યા વિના, અનાદિથી અહિતને જ હિત માનીને તેનું સેવન કર્યું છે, પણ હજી સુધી જરાય હિત
થયું નથી. માટે અહીં સંતો હિતનો સાચો ઉપાય બતાવે છે.
‘હિતોપદેશ’ જિનશાસનમાં જ છે –
હિતનો સાચો ઉપાય જિનશાસનમાં જ છે. હિતનું કારણ જે શુદ્ધરત્નત્રય તેનો યથાર્થ ઉપદેશ જિનશાસનમાં
જ છે તેથી જ જિનશાસનની શ્રેષ્ઠતા છે. સાધારણ રીતે દયા–દાનાદિ પુણ્યનો ઉપદેશ તો બધાય આપે છે પણ તે કાંઈ
હિતોપદેશ નથી. જિનશાસનમાં આત્માનો જ્ઞાન–આનંદથી પરિપૂર્ણ સ્વભાવ બતાવીને તેની શ્રદ્ધા–જ્ઞાન ને તેમાં
લીનતા કરવાનો ઉપદેશ છે ને તે જ ખરો હિતોપદેશ છે. પુણ્યનો શુભરાગ તે પણ ચારિત્રમોહનો પ્રકાર છે, તે મોહમાં
હિત કેમ હોય?–તે ધર્મ કેમ હોય? તેને જૈનશાસન કેમ કહેવાય? જિનશાસનમાં તો મોહરહિત શુદ્ધાત્મપરિણામને જ
ધર્મ કહ્યો છે, તેમાં જ હિત છે, ને તે જ જિનશાસન છે.
(ચાલુ)
અષાઢઃ ૨૪૮૨ ઃ ૧૬૯ઃ

PDF/HTML Page 17 of 21
single page version

background image
જિનશાસનનો મહિમા []
(શ્રી અષ્ટપ્રાભૃત ગા. ૮૩ ઉપરનાં ખાસ પ્રવચનો)
એક ક્ષણ પણ જૈનધર્મને અંગીકાર કરે તો અલ્પકાળમાં જરૂર મુક્તિ પામે એવો
જૈનધર્મનો મહિમા છે.
રાગથી પાર થઈને જ્ઞાનના અપૂર્વ અંર્ત ઉદ્યમવડે જ જૈનધર્મનો નિર્ણય થાય છે.
જેના અંતરમાં રાગની જરાક પણ મીઠાસ પડી છે તે જીવ વીતરાગી જૈનધર્મનો
નિર્ણય કરી શકતો નથી.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવવડે મોહ–રાગ–દ્વેષરૂપ શત્રુઓને જે જીતે
તે જ જૈન છે.
ધર્મ તેને કહેવાય કે જેનાથી ભવના નાશની નિઃસેદતા થઈ જાય, ને ભવનો
ભય ટળી જાય. જ્યાં ભવના નાશની નિઃશંકતા નથી ત્યાં ધર્મ થયો જ નથી. પુણ્યમાં
એવી તાકાત નથી કે ભવનો નાશ કરાવે......કે નિઃશંકતા આપે.
*
જે હિત કરવા માંગે છે તેને આ સમજાવે છે –
રાગથી પાર ચૈતન્યમૂર્તિ આત્માનો અનુભવ–શ્રદ્ધા–જ્ઞાન થયા પછી પણ ધર્માત્માને જિનેન્દ્રભગવાનની
પૂજાભક્તિનો તેમજ વ્રત–સ્વાધ્યાય વગેરેનો શુભરાગ આવે છે. જેને હજી વીતરાગી દેવ–ગુરુ–ધર્મ પ્રત્યે પૂજા–
ભક્તિ–બહુમાનનો શુભભાવ પણ નથી ને એકલા પાપભાવમાં જ ડુબેલા છે, તેની તો અહીં વાત જ નથી, કેમ કે તેને
તો આત્માના હિતની દરકાર જ નથી ને તે તો આવો ઉપદેશ સાંભળવા પણ નવરો થતો નથી. અહીં તો જેને
આત્માનું હિત કરવાની કંઈક ભાવના જાગી છે, વીતરાગી દેવ–ગુરુ–ધર્મ તરફ ભક્તિબહુમાનપૂર્વક વલણ થયું છે,
તેને ધર્મનું વાસ્તવિકસ્વરૂપ સમજાવે છે. સમજીને પોતાનું હિત કરવા માંગે છે તેને સમજાવે છે.
ધર્મીને શુભરાગ તે પણ ધર્મ નથી.
દેવપૂજા, ગુરુસેવા, શાસ્ત્રસ્વાધ્યાય વગેરે છ કાર્યો ગૃહસ્થનાં કહ્યાં છે, સમકિતી ધર્માત્માને તેવા ભાવ આવે
છે, પણ તેમાં એ શુભરાગ છે તે પુણ્ય છે, જિનશાસનમાં તે રાગને ધર્મ નથી કહ્યો. તે રાગ વખતે ધર્મીને અરાગી
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે શુદ્ધભાવ છે તે જ ધર્મ છે–તે જ મોક્ષનો સાધક છે; ને જે રાગ છે તે તો બાધક ભાવ
છે–દોષ છે. ધર્મી પોતે તેને ધર્મ તરીકે માનતા નથી. રાગને જે ધર્મ માને છે તેને તો શ્રદ્ધા–જ્ઞાન પણ ખોટાં છે એટલે
તેને તો એકાન્તઅધર્મ છે, ધર્મ શું છે તેની તેને ખબર જ નથી. જ્યાં સમ્યગ્દ્રષ્ટિના શુભરાગને પણ પુણ્યબંધનું કારણ
કહ્યું છે તો મિથ્યાદ્રષ્ટિની શી વાત!! સમ્યગ્દ્રષ્ટિને પણ શુભરાગ તે ધર્મનું કારણ નથી તો મિથ્યાદ્રષ્ટિને શુભરાગ તે
ધર્મનું સાધન કેમ થાય? દયા–દાન વગેરેના શુભપરિણામથી મિથ્યાદ્રષ્ટિને પરિતસંસાર થઈ જાય–એવો ઉપદેશ
જિનશાસનનો નથી, પણ મિથ્યાદ્રષ્ટિનો છે. ઉપાસક–અધ્યયનમાં શ્રાવકોના આચારના વર્ણનમાં વ્રતોનું, તેમજ
જિનદેવની ભક્તિ–પૂજા, ગુરુની ઉપાસના, સ્વાધ્યાય, દાન વગેરેનું જે વર્ણન છે તે બધોય શુભરાગ પણ પુણ્ય છે, તે
ધર્મ નથી. ધર્મ તો અંર્તસ્વભાવમાંથી પ્રગટેલો મોહ–ક્ષોભરહિત શુદ્ધભાવ છે.
– આવું છે જિનશાસન –
જુઓ, આ જિનશાસન!! ચિદાનંદસ્વભાવના અંર્તઅનુભવથી સમ્યગ્દર્શન થતાં જ અનાદિના દર્શનમોહનો
ઃ ૧૭૦ઃ આત્મધર્મઃ ૧પ૩

PDF/HTML Page 18 of 21
single page version

background image
તેમજ અનંતાનુબંધીકષાયરૂપ ક્ષોભનો નાશ થયો,–ત્યાં જિનશાસનની શરૂઆત થઈ, મોહ અને ક્ષોભના અભાવરૂપ
જે સમ્યગ્દર્શનાદિ શુદ્ધપરિણતિ થઈ તેનું નામ ધર્મ છે. આવા શુદ્ધભાવ વડે જિનશાસનને ઓળખવું......જ્યાં
સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ છે ત્યાં જ જિનશાસન છે.
લૌકિજનો તથા અન્યમતિઓ જ પુણ્યને ધર્મ માને છે, જિનમત નહિ.
આ ગાથાના ભાવાર્થમાં આજથી દોઢસો વર્ષ પહેલાં પં. જયચંદ્રજી લખે છે કે लौकिकजन तथा अन्यमति
केई कहे हैं जो–पूजा आदिक शुभक्रिया तिनि विषें अर व्रतक्रिया सहित है सो जिनधर्म है,–सो ऐसैं नांही है।
जिनमत में जिन भगवान ऐसैं कह्या है जो पूजादिक विषै अर व्रत–सहित होय सो तौ पुण्य है
.......”
(અષ્ટપ્રાભૃત નવી આવૃત્તિ પૃષ્ઠ ૨૧૩) પૂજાવ્રતાદિનો શુભરાગ તે પુણ્ય છે; લૌકિકજનો તથા અન્યમતિઓ જ તેને
ધર્મ માને છે, પણ જિનશાસનમાં તો તેને ધર્મ નથી કહ્યો.
જીવદયાનો રાગ તે જૈનધર્મ નથી, પણ પુણ્ય છે.
લૌકિકજનો કે અન્યમતિઓ એમ માને છે કે જૈનધર્મમાં લીલોતરી વગેરેની દયા પાળવાનું કહ્યું છે–માટે
જૈનધર્મની શ્રેષ્ઠતા છે.–પણ એ કાંઈ જૈનધર્મનું ખરું સ્વરૂપ નથી. અહિંસાદિ વ્રતમાં પરજીવની દયાનો શુભ ભાવ કે
ભગવાનની પૂજા વગેરેનો શુભભાવ–તેના વડે જ બાહ્યદ્રષ્ટિ લોકો જૈનધર્મને ઓળખે છે, પણ તે ખરેખર જૈનધર્મ
નથી; તે તો પુણ્ય છે, બંધન છે.
કોઈ પર જીવને ન મારવાનું કહ્યું તે જિનશાસનની મહત્તા છે–એમ મિથ્યાદ્રષ્ટિઓ માને છે. પર જીવની દયા
પાળવાનો શુભરાગ તે ધર્મ–એમ જે માને છે તે મિથ્યાત્વના પોષક છે; કેમકે રાગ તે જૈનધર્મ નથી, જૈનધર્મ તો
વીતરાગભાવ છે.
જિનશાસનો અહિંસા – ધર્મ
‘ભાઈ જગતમાં જૈનોની અહિંસા બહુ ઊંચી! જૈનધર્મ તો અહિંસાવાદી છે.’–એ વાત સાચી, પણ અહિંસાનું
સ્વરૂપ શું છે તેની લોકોને ખબર નથી. જિનશાસનમાં અહિંસાનું સ્વરૂપ તો આ પ્રમાણે કહ્યું છેઃ રાગ–દ્વેષ–મોહરૂપ
ભાવવડે જીવના ચૈતન્ય પ્રાણનો ઘાત થાય છે તેથી તે રાગ–દ્વેષ–મોહરૂપ ભાવ જ હિંસા છે, અને તે રાગ–દ્વેષ–
મોહરૂપ હિંસકભાવોની ઉત્પત્તિ જ ન થવી તેનું નામ અહિંસા–ધર્મ છે. આવો અહિંસાધર્મ કયારે થાય?–કે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગભાવ પ્રગટતાં રાગ–દ્વેષ–મોહભાવની ઉત્પત્તિ અટકે, માટે સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ જે વીતરાગી શુદ્ધભાવ છે તે જ જિનશાસનનો અહિંસાધર્મ છે; ને આવી યથાર્થ અહિંસા જિનશાસનમાં જ
છે તેથી જિનશાસનની શ્રેષ્ઠતા છે. પર જીવની દયાનો શુભરાગ તે કાંઈ અહિંસાધર્મ નથી; એકલા પરદયાના
શુભરાગને જે અહિંસાધર્મ માને છે તે જિનશાસનને જાણતો નથી, તે લૌકિકજન એટલે કે મિથ્યાદ્રષ્ટિ છે એમ જાણવું.
અહો, જૈનધર્મ, તારો મહિમા!
અહો, જૈનધર્મ તો વીતરાગી છે. આવા ધર્મના નિર્ણયમાં ઉગ્ર પુરુષાર્થ જોઈએ, ઉગ્ર જ્ઞાન જોઈએ. રાગથી
પાર થઈને જ્ઞાનના અપૂર્વ અંતર–ઉદ્યમવડે જ આવા જૈનધર્મનો નિર્ણય થાય છે. એક ક્ષણ પણ જૈનધર્મને અંગીકાર
કરે તો અલ્પકાળમાં જરૂર મુક્તિ પામે,–એવો જૈનધર્મનો મહિમા છે. આ માટે આત્માના સ્વભાવની ઝંખના
(લગની) અને રુચિની તલ્લીનતા જોઈએ. જેના અંતરમાં રાગની જરાક પણ મીઠાસ પડી છે તે જીવ વીતરાગી
જૈનધર્મનો નિર્ણય કરી શકતો નથી. આંખમાં કણું તો કદાચિત્ સમાય, પરંતુ ધર્મમાં રાગનો અંશ પણ ન સમાય,
ધર્મમાં રાગ નહિ ને રાગમાં ધર્મ નહિ, બંને ચીજ જુદી છે. ધર્મની ભૂમિકામાં સાથે રાગ પણ હોય, પરંતુ જે રાગ છે
તો પોતે ધર્મ નથી.
જિનશાસન સિવાય અન્ય કોઈ મતમાં તો ધર્મ છે જ નહીં, તે તો બધા ધર્મથી વિપરીત છે, તેમની વાત તો
દૂર ગઈ, પરંતુ જિનશાસનમાં પણ પુણ્યના ભાવને ભગવાને ધર્મ નથી કહ્યો. જિનશાસનમાં કહેલા વ્યવહાર પ્રમાણે
ભગવાનની પૂજા, વ્રતાદિ શુભરાગ કરે છે અને તે રાગથી જ પોતાને જે ધર્મીપણું માને છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે,
જિનશાસનના ખરા સ્વરૂપની તેને ખબર નથી.
તો ધર્મ શું છે?
જૈનધર્મ તો શુદ્ધઆત્મપરિણામ વડે રાગાદિને જીતનાર છે, એટલે કે જૈનધર્મ તો રાગનો નાશક છે પણ
રાગનો પોષક નથી. જો રાગને ધર્મ કહો તો, જૈનધર્મ રાગનો નાશક કયાં રહ્યો? જૈનધર્મને રાગનો નાશક કહેવો
અષાઢઃ ૨૪૮૨
ઃ ૧૭૧ઃ

PDF/HTML Page 19 of 21
single page version

background image
અને વળી શુભરાગને ધર્મ કહેવો–એ બે વાત એક બીજાથી વિરુદ્ધ છે; રાગના અંશ માત્રનો પણ પોષક જૈનધર્મ નથી.
પહેલાં તો શુદ્ધ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ વડે શ્રદ્ધામાં રાગનો અભાવ કરે, અને પછી તે શુદ્ધ ચૈતન્યપરિણતિવડે રાગને
જીતે તે જૈનધર્મ છે. પણ જે રાગવડે ધર્મ મનાવે તો તે જૈન નથી, તે તો રાગનો પોષક છે. વીતરાગી રત્નત્રયવડે
રાગ–દ્વેષ–મોહને જીતીને જ્ઞાનાનંદસ્વરૂપમાં રહે તે જૈન છે.
“જે જીતે તે જૈન”–એટલે શું?
જીતનાર તો આત્મા છે.
જેને જીતવાના છે તે રાગ–દ્વેષ–મોહરૂપ અશુદ્ધ ભાવ છે.
તેને કઈ રીતે જીતાય?
કે આત્માના શુદ્ધ સ્વભાવને શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને તેમાં લીન થતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ
પ્રગટે છે ને અનાદિના રાગ–દ્વેષ–મોહરૂપ અશુદ્ધ ભાવોનો નાશ થઈ જાય છે.
આ રીતે, શુદ્ધઆત્માના અવલંબને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ વડે રાગ–દ્વેષ–મોહભાવને જે
જીતે તે જ જૈન છે; એને જ જિનશાસનમાં ધર્મ કહ્યો છે. આ સિવાય રાગનો એક અંશ પણ રહે તેને ભગવાને ધર્મ
કહ્યો નથી.
સૌથી પહેલાં, પરથી ભિન્ન ને પોતાના જ્ઞાન–આનંદ સ્વભાવથી એકરૂપ એવા શુદ્ધઆત્માની શ્રદ્ધા કરીને
સમ્યગ્દર્શન પ્રગટ કરતાં અનાદિના મિથ્યાત્વરૂપ મોહનો તથા અનંતાનુબંધી રાગ–દ્વેષનો નાશ થઈ જાય છે, અને
ત્યારથી આત્મામાં જૈનધર્મની શરૂઆત થાય છે.
ધર્મ તો મોહ–ક્ષોભ રહિત એવા શુદ્ધ પરિણામ છે, આત્માના શુદ્ધપરિણામ સિવાય બહારમાં બીજે કયાંય ધર્મ
નથી, કે બીજું કોઈ મોક્ષનું કારણ નથી. મોહ–ક્ષોભ રહિત એટલે કે મિથ્યાત્વ અને અસ્થિરતાથી રહિત જીવના
પરિણામ તે ધર્મ છે, એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ તે ધર્મ છે.
સંતોના કથનમાં જ્યાં જુઓ ત્યાં એક જ ધારા છે. પ્રવચનસારની સાતમી ગાથામાં પણ કહ્યું છે કે ચારિત્ર તે
ધર્મ છે, ધર્મ તે સામ્ય છે, અને સામ્ય તે જીવના મોહ–ક્ષોભ રહિત પરિણામ છે. અહીં પણ કહે છે કે જીવના મોહ–
ક્ષોભ રહિત પરિણામ તે ધર્મ છે. વચ્ચે રાગ હોય તે ધર્મ નથી.
એક ‘પાપરિણામી’ અધર્મી, ને બીજા ‘પુણ્યપરિણામી’ – અધર્મી.
જેમ હિંસાદિક ભાવો તે પાપ છે, તે ધર્મ નથી, તેમ અહિંસાદિક શુભભાવો તે પુણ્ય છે, તે ધર્મ નથી. જેઓ
તીવ્ર હિંસા વિષય–કષાય, કુદેવ–કુગુરુનું સેવન વગેરે પાપ ભાવમાં જ લીન છે તેઓ તો ‘પાપી–અધર્મી’ છે, અને
જેઓ અહિંસા–વ્રત–પૂજા વગેરે શુભભાવને ધર્મ માનીને તેમાં જ લીનપણે વર્તે છે તેઓ ‘પુણ્ય પરિણામી–અધર્મી’
છે. બંને અધર્મી છે.–એક પાપ પરિણામમાં ડુબેલા, ને બીજા પુણ્યપરિણામમાં અટકેલા. જે જીવ પુણ્ય–પાપ રહિત
આત્માના સ્વભાવને શ્રદ્ધે છે–પ્રતીત કરે છે–અનુભવે છે તે જ ધર્માત્મા છે, ને તે જ તરે છે.
ધર્મ તેને કહેવાય કે જેનાથી ભવનો અંત આવે.
ધર્મ તેને કહેવાય કે જેનાથી ભવના નાશની નિઃસંદેહતા થઈ જાય.....ને ભવનો ભય ટળી જાય. જ્યાં ભવના
નાશની નિઃશંકતા નથી ત્યાં ધર્મ થયો જ નથી. એ નિઃશંકતા કોણ આપે? આત્માનો ભવરહિત ચૈતન્ય સ્વભાવ
સમજે તો ભવના નાશની નિઃશંકતા પોતાના આત્મામાંથી જ પ્રગટે. એ સિવાય પુણ્યમાં એવી તાકાત નથી કે ભવનો
નાશ કરાવે......કે નિઃશંકતા આપે.
હજી તો જે આત્માને માનતા નથી, જેને પાપનો ડર નથી, પરલોકની શ્રદ્ધા નથી–અને એકલા પાપમાં જ
ડુબેલા છે, તે તો પાપીષ્ઠ છે, એવા જીવની તો શું વાત! પરંતુ જેઓ કંઈક આસ્થાવાળા છે–આત્માને માને છે–
પરલોકને માને છે ને પાપથી કંઈક ડરીને, પુણ્યમાં ધર્મ માનીને ત્યાં જ રોકાઈ ગયા છે પણ રાગરહિત શુદ્ધઆત્માની
પ્રતીત કરતા નથી, તેઓ પણ મિથ્યાદ્રષ્ટિ અધર્મી જ છે. તેઓ પણ ચારગતિના ભવભ્રમણથી છૂટતા નથી. અહીં તો
અપૂર્વ ધર્મની વાત છે કે જેનાથી ભવનો અંત આવે.........ને મુક્તિ થાય.
जैनं जयति शासनम्।
ઃ ૧૭૨ઃ આત્મધર્મઃ ૧પ૩

PDF/HTML Page 20 of 21
single page version

background image
૬૭મોદી નાગરદાસ દેવચંદ, સોનગઢ
૬૭નાગરદાસભાઈના ધર્મપત્ની તરફથી, સોનગઢ
૬૭મોદી હરગોવિંદ દેવચંદ, સોનગઢ
૬૭વિજયાબેન હરગોવિંદ મોદી, સોનગઢ
૬૭પુષ્પાબેન, પોરબંદર
૬૭જગદીશભાઈ તથા પ્રફુલ્લાબેન, પોરબંદર
૬૭શાહ શાંતિલાલ ખીમચંદ, ભાવનગર
૬૭દુધીબેન દેવચંદ, સોનગઢ
૬૭ખીમચંદ જે. શેઠના ધર્મપત્ની જયાબેન, સોનગઢ
૬૭શેઠ કુંવરજી જાદવજી, પાલેજ
૬૭શેઠ જગજીવન ચતુરભાઈ,સુરેન્દ્રનગર
૬૭બ્ર. શારદાબેન તથા સુશીલાબેન, સોનગઢ
૬૭કામદાર પરસોત્તમદાસ શીવલાલ, ભાવનગર
૬૭કાંતિલાલ ત્રિકમજી ઉદાણી, દામનગર
૬૭કોઠારી ગોવિંદજી કુબેર, ધ્રાંગધ્રા
૬૭કોઠારી ન્યાલચંદ કુબેર, ધ્રાંગધ્રા
૬૭કોઠારી નટવરલાલ ન્યાલચંદ, ધ્રાંગધ્રા
૬૭સમજુબેન તથા સુરજબેન, સોનગઢ
૬૭ધીરજલાલ હરજીવન(ફાવાભાઈ),સોનગઢ
૬૭શાહ શાંતિલાલ ગીરધરલાલ, સોનગઢ
૬૭સુશીલાબેન શાંતિલાલ, સોનગઢ
૬૭સુલોચનાબેન શાંતિલાલ, સોનગઢ
૬૭શાહ બાઉચંદ જાદવજી, સાવરકુંડલા
૬૭ચંચળબેન છગનલાલ, બરવાળા
૬૭કોઠારી દેવસી રામજી, સોનગઢ
૬૭પારેખ લીલાધર ડાહ્યાભાઈ,સોનગઢ
૬૭શેઠ મોહનલાલ કાનજી ઘીયા, રાજકોટ
૬૭ડો. નવરંગભાઈ એમ. મોદી, રાજકોટ
૬૭ધ્રાંગધ્રા મુમુક્ષુ મંડળ
હા. છોટાલાલ ડામરદાસ,
ધ્રાંગધ્રા
૬૭મહેતા મગનલાલ સુંદરજી, રાજકોટ
૬૭પ્રભાવતી મગનલાલ, રાજકોટ
૬૭શાહ કેશવલાલ મહીજીભાઈ,બોરસદ
૬૭શેઠ મોહનલાલ વાઘજીભાઈ,સોનગઢ
૬૭ડાહીબેન (મોહનલાલ વાઘજી), સોનગઢ
૬૭શાહ રતિલાલ પ્રાગજી, ઉમરાળા
૬૭મંજુલાબેન, બોટાદ
૬૭શાહ પ્રેમચંદ કેશવજી, નાઈરોબી
૬૭ઝબકબેન ધ્રોળવાળા, સોનગઢ
૬૭મોતીબેન બોરસદવાળા, સોનગઢ
૬૭સંઘવી દલીચંદ હકુભાઈ,મોરબી
૬૭નવલબેન (દલીચંદ હકુભાઈ),મોરબી
૬૭મહેતા વાઘજી ગુલાબચંદ, મોરબી
૬૭શેઠ ચુનીલાલ હઠીસંગ, જામનગર
૬૭, ઉજમબેન (ચુનીલાલ હઠીસંગ), જામનગર
૬૭ગાંધી મનમોહન પરમાણંદ, ભાવનગર
૬૭છબલબેન પારેખ, રાજકોટ
૬૭જમનાદાસ તારાચંદ કાપડીઆ, ભાવનગર
૬૭શેઠ અમૃતલાલ હંસરાજ, ઈંદોર
૬૭બ્ર. અમૃતલાલ નથુભાઈ,સોનગઢ
૬૭બ્ર. ધીરજલાલ ભગવાનજી, સોનગઢ
૬૭શેઠ જીવણલાલ મુળજીભાઈ,સુરેન્દ્રનગર
૬૭કામદાર કાળીદાસ હાકેમચંદ, બોટાદ
૬૭શેઠ નારણદાસ કરસનજી, રાણપુર
૬૭વિમલાબહેન કાપડીઆ, સુરત
૬૭વિજયાબહેન, ગોંડલ
૬૭ ઢસા
૬૭જ્ઞાનચંદજી, કોટા
૬૭હીરાચંદ જેમલભાઈ,રાણપુર
૬૭એક મુમુક્ષુભાઈ(હા. પૂ. બેનશ્રીબેન),સોનગઢ
૬૭મોહનલાલ ત્રિકમજી દેસાઈ,ભાવનગર
૬૭મંજુલાબેન મોહનલાલ દેસાઈ,ભાવનગર
૬૭પ્રવીણચંદ મોહનલાલ દેસાઈ,ભાવનગર
૬૭અવિનાશ મોહનલાલ દેસાઈ,ભાવનગર
૬૭પ્રથમેશ મોહનલાલ દેસાઈ,ભાવનગર
૬૭ગોમતીબેન(શેઠ લાલજી વાલજી), લાઠી
૬૭જ્યોતિન્દ્ર લીલાધર પારેખ, સોનગઢ
૬૭શાહ જેઠાલાલ મોતીચંદ, સોનગઢ
૬૭શાહ મોહનલાલ ડોસાભાઈ,રાજકોટ
૬૭જેકુંવરબેન ઘીયા, રાજકોટ
૬૭વોરા અમૃતલાલ દેવકરણ,જામનગર
૬૭શાહ શાંતિલાલ વીરજી, ચેલા
૬૭શાહ લક્ષ્મીચંદ નીમચંદ, મુળી
૬૭શાહ મોહનલાલ કીરચંદ, ગોંડલ
૬૭શાહ બાબુલાલ હીરાચંદ, માંગરોળ
૬૭શેઠ છગનલાલ ભાઈચંદ, વાંકાનેર