Atmadharma magazine - Ank 154
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૩
સળંગ અંક ૧૫૪
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ તેરમું : સંપાદક: શ્રાવણ
અંક દસમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૨
નિર્ણય
સૌથી પહેલાંં જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરવા
ઉપર ખાસ ભાર મૂકીને પૂ. ગુરુદેવ કહે છે કે–
‘હું જ્ઞાનસ્વભાવ જ છું’ –એવા નિર્ણય વગર
કેવળજ્ઞાનીના આત્માને કે સંતોના આત્માને ખરેખર
ઓળખી શકાય નહિ.
એક વાર તો જ્ઞાનસ્વભાવનો એવો દ્રઢ
નિર્ણય થઈ જવો જોઈએ કે બસ! પછી વીર્યનો વેગ
સ્વ તરફ જ વળે.
આખું જગત ભલે ફરી જાય પણ પોતે
જ્ઞાનસ્વભાવનો જે નિર્ણય કર્યો તે ન ફરે..... તે
નિર્ણયમાં શંકા ન પડે; આવા નિઃશંક નિર્ણય વિના
વીર્યનો વેગ સ્વભાવ તરફ વળે જ નહિ.
(ચર્ચામાંથી)
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 21
single page version

background image
ભગવાની પ્રસાદી
આચાર્યદેવ કહે છે કે મારા આત્મા સમસ્ત
નિજવૈભવથી હું આ સમયસારમાં એકત્વ–વિભક્ત
આત્માનું સ્વરૂપ કહીશ. નિજવૈભવનું વર્ણન કરતાં તેઓશ્રી
કહે છે કે પર–અપર ગુરુઓએ એટલે કે તીર્થંકરોએ અને
ગણધરાદિ ગુરુઓએ પરમ અનુગ્રહપૂર્વક અમને ઉપદેશ
આપ્યો.... શું ઉપદેશ આપ્યો? –શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ
આપ્યો.... તેનાથી મારા નિજવૈભવનો જન્મ થયો છે.
સર્વજ્ઞથી માંડીને અમારા ગુરુ પર્યંતના સર્વે ગુરુઓએ
અમને પરમ અનુગ્રહ પૂર્વક શુદ્ધાત્મતત્ત્વનો જ ઉપદેશ
આપ્યો છે.... ચારે અનુયોગમાં એ જ ઉપદેશ આપ્યો.... એ
જ ભગવાનની ને ગુરુઓની પ્રસાદી છે. ભગવંતોએ અને
ગુરુઓએ અમારા ઉપર પ્રસન્ન થઈને અમને પ્રસાદી તરીકે
શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો.... ને અમે ઝીલ્યો..... ભગવાને
પ્રસન્ન થઈને પ્રસાદીરૂપે જે શુદ્ધાત્મતત્ત્વનો ઉપદેશ અમને
આપ્યો તે જ અમે અહીં બતાવશું.
ઉપદેશ મળ્‌યો, તેનાથી અમારો નિજવૈભવ પ્રગટ્યો છે.
વિકારના કે નિમિત્તના ઉપદેશથી નિજવૈભવ નથી પ્રગટ્યો
પણ શુદ્ધાત્મતત્ત્વના ઉપદેશથી જ નિજવૈભવ પ્રગટ્યો છે.
અશુદ્ધતા હોવા છતાં શુદ્ધાત્મતત્ત્વનો જ ઉપદેશ ભગવાને
આપ્યો છે. ભગવાનના ઉપદેશમાં અશુદ્ધતાનું ને નિમિત્તોનું
જ્ઞાન તો કરાવ્યું છે પણ તેની મુખ્યતા નથી કરાવી,
શુદ્ધાત્માની જ મુખ્યતા (–આદર, આશ્રય) કરાવેલ છે, માટે
ભગવાને શુદ્ધાત્માનો જ ઉપદેશ આપ્યો છે.
ભગવાને અને સંતોએ અનુગ્રહપૂર્વક–કૃપાપૂર્વક–
પ્રસન્નતાપૂર્વક અમને જે ઉપદેશ આપ્યો તેમાં અમને
શુદ્ધાત્મતત્ત્વનો જ ઉપદેશ આપ્યો.... અમને સ્વીકારીને–
અનુગૃહીત કરીને શુદ્ધાત્મતત્ત્વ શીખવ્યું.... તે સર્વજ્ઞોના અને
સંતોના સર્વ ઉપદેશનો જે સાર છે તે અમે નિજવૈભવથી આ
સમયસારમાં દર્શાવીએ છીએ.... આ સમયસારમાં જેવું
શુદ્ધાત્મસ્વરૂપ દર્શાવીએ છીએ તેવો જ ઉપદેશ કરીને જે જે
પુણ્યને ધર્મ મનાવે તેણે ખરેખર જૈનશાસનનો ઉપદેશ
મળ્‌યો જ નથી, ભગવાનનો કે સંતોના અનુગ્રહ તેના ઉપર
થયો જ નથી. (–સ. ગા. ૫ ઉપરના પ્રવચનમાંથી)
• • • • •

PDF/HTML Page 4 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૧૭૭ :
– શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ: ઉત્તમશ્રેણી –
પરીક્ષામાં પુછાયેલા પ્રશ્નો
અને તેના જવાબો
• મોક્ષમાર્ગ પ્રકાશક અધ્યાય ૯ તથા જૈનસિદ્ધાન્ત પ્રવેશિકા તથા ઉપાદાન – નિમિત્ત દોહા •


પ્રશ્ન:– ૧. સમ્યક્ત્વ અને ચારિત્ર કોને કહે છે અને તેને ધારણ કરનાર જૈનનું સ્વરૂપ શું–તે વિષે એક
નિબંધ લખો.
ઉત્તર:– ૧. શરીરઆદિ પર પદાર્થોથી ભિન્ન અને પર પદાર્થના લક્ષે થતા રાગ–દ્વેષાદિ પરભાવોથી રહિત
પોતાના શુદ્ધ આત્માની યથાર્થ પ્રતીતિ થવી તે સમ્યક્ત્વ અર્થાત્ નિશ્ચય સમ્યગ્દર્શન છે. (૧) સર્વજ્ઞ વીતરાગ તે
સાચા દેવ, નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રની એકતાસ્વરૂપ મોક્ષમાર્ગ જેને પરિણમ્યો છે અને જે અંતર્બાહ્ય નિર્ગ્રંથ
છે એવા મુનિરાજ તે સાચા ગુરુ, અને મિથ્યાત્વ–રાગ–દ્વેષ રહિત આત્માનો શુદ્ધ પરિણામ તે સાચો ધર્મ, –એ
પ્રમાણે સાચા દેવ–ગુરુ–ધર્મની દ્રઢ સમ્યક્ પ્રતીતિ; (૧) જીવાદિ સાત તત્ત્વોની સાચી પ્રતીતિ; (૨) સ્વપરનું
યથાર્થ શ્રદ્ધાન્; અને (૪) નિજ શુદ્ધાત્માનું સમ્યક્ શ્રદ્ધાન;–આ લક્ષણો સહિત જે શ્રદ્ધાન હોય છે તે નિશ્ચય
સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન તે ધર્મ–ચારિત્ર–મોક્ષમાર્ગનું મૂળ છે. જેમ મૂળ વિના વૃક્ષ હોય નહિ, તેમ નિશ્ચય
સમ્યગ્દર્શન વિના ધર્મ હોય નહિ. નિશ્ચય સમ્યગ્દર્શન ચતુર્થ ગુણસ્થાને થાય છે, ચોથા ગુણસ્થાનથી માંડીને
સાદિ–અનંત સિદ્ધ દશામાં પણ તેનો સદ્ભાવ હોય છે. આ નિશ્ચય સમ્યગ્દર્શન તે સમ્યકત્વ–અર્થાત્ શ્રદ્ધા ગુણનું
પરિણમન છે.
નિશ્ચય સમ્યગ્દર્શન સહિત નિજ શુદ્ધાત્મસ્વરૂપમાં ચરવું–રમવું તે ચારિત્ર છે; અથવા જ્ઞાનાનંદસ્વરૂપ
સ્વભાવમાં મિથ્યાત્વ–રાગ–દ્વેષ રહિત અકષાય પ્રવૃત્તિ કરવી તે ચારિત્ર છે; અથવા મિથ્યાત્વ–અસ્થિરતા રહિત,
અત્યંત નિર્વિકાર આત્મપરિણામ તે ચારિત્ર છે. આવી નિર્વિકાર સ્વરૂપ–સ્થિરતારૂપ ચારિત્ર–પર્યાય તે
ચારિત્રગુણનું શુદ્ધ પરિણમન છે.
નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ સદ્ગુણ વડે મિથ્યાદર્શન–જ્ઞાન–ચારિત્ર–સ્વરૂપ દોષોને જે જીતે તેને
જિન કહે છે. દોષોને સંપૂર્ણ જીતનાર વીતરાગ સર્વજ્ઞદેવ તે પૂર્ણ જિન છે. વીતરાગ સર્વજ્ઞદેવના અનુયાયી અર્થાત્
તેમણે દર્શાવેલા મિથ્યાત્વાદિ દોષાને જીતવાના ઉપાયભૂત નિશ્ચયસમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગના
અનુગામી તે જૈન છે. તે જેટલે અંશે મિથ્યાત્વાદિ દોષોને જીતે છે તેટલે અંશે તેને જિન કહેવાય છે. અથવા, નિજ
શુદ્ધાત્મદ્રવ્યના આશ્રયે મિથ્યાત્વ–રાગ–દ્વેષાદિને જીતનારી નિર્મળ પરિણતિ જેણે પ્રગટ કરી છે તે જૈન છે.
સમ્યગ્દર્શન વગર સાચું જૈનપણું હોતું નથી.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૧૭૮ : ‘આત્મધર્મ’ ૨૪૮૨: શ્રાવણ:
પ્રશ્ન: ૨ ः– જિનમાર્ગમાં બંને નયોનું ગ્રહણ કરવું કહ્યું છે તેનો આશય શો છે?
ઉત્તર: ૨ ः– જિનમાર્ગમાં કોઈ ઠેકાણે તો નિશ્ચયનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને તો ‘સત્યાર્થ
એમ જ છે,’ એમ જાણવું, તથા કોઈ ઠેકાણે વ્યવહારનયની મુખ્યતા સહિત વ્યાખ્યાન છે તેને ‘એમ નથી પણ
નિમિત્તાદિની અપેક્ષાએ આ ઉપચાર કર્યો છે’ એમ જાણવું; અને એ પ્રમાણે જાણવાનું નામ જ બંને નયોનું ગ્રહણ
છે. પણ બંને નયોના વ્યાખ્યાનને સમાન સત્યાર્થ જાણી ‘આ પ્રમાણે પણ છે તથા આ પ્રમાણે પણ છે’ એવા
ભ્રમરૂપ પ્રવર્તવાથી તો બંને નયો ગ્રહણ કરવા કહ્યા નથી.
પ્રશ્ન: ૨ ः– નિશ્ચયનય અને વ્યવહારનય બંને સમકક્ષી (બંને સમાનપણે આશ્રય કરવા યોગ્ય) છે? –
શા માટે? કારણો આપી સમજાવો.
ઉત્તર: ૨ ः– નિશ્ચયનય અને વ્યવહારનય બંને સમકક્ષી (બંને સમાનપણે આશ્રય કરવાયોગ્ય) નથી;
કેમ કે વ્યવહારનય સ્વદ્રવ્ય–પરદ્રવ્યને અથવા સ્વદ્રવ્ય–પરદ્રવ્યના ભાવોને અથવા કારણ–કાર્યાદિકને કોઈના
કોઈમાં મેળવી–ભેળસેળ કરી નિરૂપણ કરે છે;–માટે એવા જ શ્રદ્ધાનથી મિથ્યાત્વ છે તેથી તેનો ત્યાગ કરવો, તેનો
આશ્રય છોડવો. વળી નિશ્ચયનય તેને જ એટલે કે સ્વદ્રવ્ય–પરદ્રવ્યને, સ્વદ્રવ્ય–પરદ્રવ્યના ભાવોને અને કારણ–
કાર્યદિકને યથાવત્ (–જેવું તેમનું સ્વરૂપ છે તેમ જ) નિરૂપણ કરે છે, તથા કોઈને કોઈમાં મેળવતો નથી–
ભેળસેળ કરતો નથી; તેથી એવા જ શ્રદ્ધાનથી (–નિશ્ચયનય અનુસાર શ્રદ્ધાનથી જ) સમ્યક્ત્વ થાય છે. માટે
તેનું શ્રદ્ધાન કરવું–તેનો આશ્રય કરવો. આ પ્રમાણે વ્યવહારનય હેય છે અને નિશ્ચયનય ઉપાદેય છે, તો તે બંને
સમકક્ષી કેમ હોઈ શકે? –ન હોઈ શકે.
પ્રશ્ન: ૩ ः– એવા કયા કારણો છે કે જેનાથી મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય?
ઉત્તર: ૩ ः– નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતાસ્વરૂપ આત્માના સુવિશુદ્ધ પરિણામ જ એવું
કારણ છે કે જેનાથી મોક્ષની પ્રાપ્તિ અવશ્ય થાય. જ્યાં આ કારણ હોય ત્યાં બીજા કારણો સ્વયમેવ હોય જ છે.
પ્રશ્ન: ૩ ः– અસંયત સમ્યગ્દ્રષ્ટિને તો ચારિત્ર નથી તો તેને મોક્ષમાર્ગ થયો છે કે નથી થયો? તે
સમજાવો.
ઉત્તર: ૩ ः– અસંયત સમ્યગ્દ્રષ્ટિને ભાવ–ચારિત્ર નથી તેથી હજી સાક્ષાત્ મોક્ષમાર્ગ થયો નથી, પણ
સાક્ષાત્ મોક્ષમાર્ગ તેને થશે એ તો નિયમ છે; કેમ કે મોક્ષમાર્ગનું મૂળ સમ્યગ્દર્શન તેને પ્રગટ થયું છે અને તેથી
તેને મોક્ષમાર્ગ થયો એમ પણ કહીએ છીએ. પરમાર્થથી સમ્યક્ ચારિત્ર થતાં જ સાક્ષાત્ મોક્ષમાર્ગ થાય છે.
અસંયત સમ્યગ્દ્રષ્ટિને વીતરાગભાવરૂપ મોક્ષમાર્ગનું શ્રદ્ધાન થયું છે, તેથી તેને મોક્ષમાર્ગી કહીએ છીએ, અને
વીતરાગ ચારિત્રરૂપ પરિણમતાં સાક્ષાત્ મોક્ષમાર્ગ થશે. સમ્યગ્દર્શન થતાં ચોથા ગુસ્થાને મોક્ષમાર્ગની અંશે
શરૂઆત તો થઈ ચૂકી છે, પણ હજી ચારિત્રદશા નહિ હોવાથી સાક્ષાત્ મોક્ષમાર્ગ થયો નથી–એમ જાણવું. અને
સાક્ષાત્ મોક્ષમાર્ગ નહિ હોવાથી (–અંશે મોક્ષમાર્ગ હોવાથી) તેના મોક્ષમાર્ગને ઉપચાર મોક્ષમાર્ગ કહ્યો છે–એમ
સમજવું.
પ્રશ્ન: ૩ ः– જીવ તથા અજીવનું શ્રદ્ધાન કરતાં મોક્ષનું પ્રયોજન કેવી રીતે સિદ્ધ થાય છે?
ઉત્તર: ૩ ः– જીવ અને અજીવ–એ બે તો ઘણાં દ્રવ્યોની એકજાતિ અપેક્ષાએ સામાન્યરૂપ તત્ત્વ છે. એ
બંને જાતિ જાણતાં આત્માને સ્વ–પરનું શ્રદ્ધાન થાય ત્યારે પોતે પોતાને પરથી ભિન્ન જાણી, પોતાના હિતને
અર્થે મોક્ષનો ઉપાય કરે; તથા પોતાથી ભિન્ન પરને જાણે ત્યારે પરદ્રવ્યથી ઉદાસીન થઈ રાગાદિક છોડી
મોક્ષમાર્ગમાં પ્રવર્તે; તેથી એ બંને જાતિનું શ્રદ્ધાન થતાં જ મોક્ષનો ઉપાય થાય. આ પ્રમાણે જીવ–અજીવનું શ્રદ્ધાન
કરતાં મોક્ષનું પ્રયોજન સિદ્ધ થાય છે.
પ્રશ્ન: ૪ ः– નીચેનું કથન કયા નયનું છે? ને તેમાં નિશ્ચય–વ્યવહાર સમજાવો.
(૧) જીવના પરિણામથી કર્મોનું ઉત્કર્ષણ–અપકર્ષણાદિ થાય છે.
(૨) પુરુષાર્થ પૂર્વક તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય.

PDF/HTML Page 6 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૧૭૯ :
(૩) અરહંત ભગવાનને ચાર અઘાતિકર્મો બાકી છે તેથી સિદ્ધત્વને પ્રાપ્ત કરી શકતા નથી.
ઉત્તર: ૪
ः– (૧) જીવના પરિણામથી કર્મોનું ઉત્કર્ષણ, અપકર્ષણાદિ થાય છે–એ કથન વ્યવહારનયનું
છે. કર્મોનું ઉત્કર્ષણ, અપકર્ષણાદિ થવું તે કર્મપુદ્ગલોની શક્તિ છે. કર્મપુદ્ગલો પોતાની શક્તિથી ઉત્કર્ષણ,
અપકર્ષણાદિરૂપે થાય છે એવું નિરૂપણ તે નિશ્ચય છે, અને જીવના પરિણામ તેમાં નિમિત્ત હોવાથી, જીવના
પરિણામથી થાય છે એવું નિરૂપણ તે વ્યવહાર છે, કેમકે તે પરાશ્રિત કથન છે.
(૨) પુરુષાર્થપૂર્વક તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લાગવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય, –આ કથન
નિશ્ચયનયનું છે; કેમ કે તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવો તે કારણ અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તે
કાર્ય,–એ કારણ–કાર્યનું કથન સ્વાશ્રિત હોવાથી અને પરનાં કારણકાર્ય સાથે ભેળસેળ વિનાનું હોવાથી તે
નિશ્ચય છે.
(૩) અરહંત ભગવાનને ચાર અઘાતિ કર્મો બાકી છે તેથી તેઓ સિદ્ધત્વને પ્રાપ્ત કરી શકતા નથી, –આ
કથન વ્યવહારનયનું છે. અરહંત ભગવાન પોતાની અસિદ્ધત્વરૂપ વિભાવની યોગ્યતાને કારણે સિદ્ધત્વને
પામતા નથી તે કથન સ્વાશ્રિત હોવાથી, અને કર્મ વગેરે પરદ્રવ્ય સાથે ભેળસેળ વિનાનું હોવાથી, નિશ્ચય છે.
અઘાતિ કર્મોના કારણે સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકતા નથી તે કથન પરદ્રવ્ય સાથે–મેળવીને–ભેળસેળ કરીને હોવાથી
વ્યવહાર છે.
પ્રશ્ન: ૪ :– નીચેના વાક્યોનો કારણ સહિત ઉત્તર આપો.
(૧) કોઈ વખતે ઉત્પાદાનથી કાર્ય થાય અને કોઈ વખતે નિમિત્તથી કાર્ય થાય–એ વાત બરાબર છે કે
નહિ?
(૨) કેવળીભગવાન દ્રવ્ય–ગુણ–પર્યાયોને જાણે પણ તેના અપેક્ષિત ધર્મોને ન જાણે–એ વાત બરાબર છે
કે નહિ?
(૩) સમકિતીના શુભભાવમાં અંશે સંવર–નિર્જરા છે–એ કથન બરાબર છે કે નહિ?
ઉત્તર: ૪
:– (૧) કોઈ વખતે ઉપાદાનથી કાર્ય થાય અને કોઈ વખતે નિમિત્તથી કાર્ય થાય આમ માનવું
તે સાચો અનેકાન્ત નથી પણ મિથ્યા અનેકાન્ત અર્થાત્ એકાન્ત છે. કાર્ય હંમેશાં ઉપાદાનથી થાય અને નિમિત્તથી
ન થાય–એમ સમજવું તે અનેકાન્ત છે; તેમાં જ અસ્તિ–નાસ્તિરૂપ અનેક ધર્મોથી વસ્તુની સિદ્ધિ થાય છે.
(૨) કેવળી ભગવાન દ્રવ્ય–ગુણ–પર્યાયોને જાણે પણ તેના અપેક્ષિત ધર્મોને ન જાણે–આ કથન સાચું
નથી, કેમ કે કેવળી ભગવાન પોતાના કેવળજ્ઞાન વડે ત્રિકાળવર્તી સમસ્ત પદાર્થોને–તેના સર્વ ધર્મો સહિત
યથાસ્થિત, પરિપૂર્ણરૂપે, અત્યંત સ્પષ્ટ, એકસાથે જાણે છે. વળી કેવળજ્ઞાનનો કોઈ એવો જ અદ્ભુત અચિંત્ય
સ્વભાવ છે કે તે પોતપોતાના અનંત ધર્મો સહિત સર્વ દ્રવ્ય–ગુણ–પર્યાયોને યુગપત્ પ્રત્યક્ષ જાણી લે છે. આ
જ્ઞાનમાં કોઈ પણ જ્ઞેય અજ્ઞાત રહે તો ખરેખર તેને કેવળજ્ઞાન જ ન કહેવાય. છદ્મસ્થ પણ અપેક્ષિત ધર્મને જાણે
છે તે સર્વજ્ઞ કેમ ન જાણે?
(૩) સમકિતીના શુભભાવમાં અંશે સંવર–નિર્જરા છે–આ કથન બરાબર નથી, કેમ કે શુભભાવ
આસ્રવતત્ત્વ છે. આસ્રવતત્ત્વ બંધનું કારણ છે. જે બંધનું કારણ હોય તે સંવર–નિર્જરાનું કારણ જ ન હોઈ શકે.
સંવર–નિર્જરા મોક્ષમાર્ગ છે. શુભભાવ બંધમાર્ગ છે. બંધમાર્ગ મોક્ષમાર્ગ કેમ હોઈ શકે? ન જ હોઈ શકે.
સમકિતીને શુભ–ભાવના કાળે જે સંવર–નિર્જરા થાય છે તે શુભભાવથી નહિ, પણ અંતરમાં જેટલા અંશે
સ્વભાવની દ્રષ્ટિ–જ્ઞાન–સ્થિરતા પરિણમી છે તેના કારણે થાય છે. તે કાળે જેટલો શુભભાવ છે તેનાથી તો બંધ
જ છે.
પ્રશ્ન:– પ :– એવા ક્યા જીવો છે કે (૧) જેને જ્ઞાન અને દર્શનઉપયોગ બંને એકી સાથે હોય? અને
(૨) જેને બંને એક પછી એક હોય?
ઉત્તર: પ:– (૧) કેવળી ભગવાનને જ્ઞાન–ઉપયોગ અને દર્શનઉપયોગ બંને એકી સાથે હોય.
(૨) છદ્મસ્થ જીવને પહેલાંં દર્શનોપયોગ અને પછી જ્ઞાનોપયોગ–એમ એક પછી એક ઉપયોગ હોય.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૧૮૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૨: શ્રાવણ:
પ્રશ્ન: પ :– એવા કયા જીવો છે કે જેને (૧) સમ્યગ્દર્શન હોય પણ સકલચારિત્ર ન હોય? (૨)
સમ્યગ્દર્શન હોય પણ સમ્યગ્જ્ઞાન ન હોય? અને (૩) યથાખ્યાત ચારિત્ર હોય પણ કેવળજ્ઞાન ન હોય?
ઉત્તર: પ :– (૧) ચોથા અને પાંચમા ગુણસ્થાનવર્તી જીવોને સમ્યગ્દર્શન હોય અને સકલચારિત્ર ન
હોય. (૨) સમ્યગ્દર્શન હોય અને સમ્યગ્જ્ઞાન ન હોય એમ બને જ નહિ; કેમ કે તે બંને એક સાથે જ હોય છે.
(૩) અગિયારમા અને બારમા ગુણસ્થાનવર્તી જીવોને યથાખ્યાત ચારિત્ર હોય અને કેવળજ્ઞાન ન હોય.
પ્રશ્ન: પ
:– એવા ક્યાં જીવો છે કે જેને (૧) ચક્ષુદર્શન હોય અને સમ્યગ્દર્શન ન હોય? (૨) એકેય
શરીર ન હોય? અને (૩) માત્ર તૈજસ અને કાર્મણ શરીર હોય?
ઉત્તર: પ :– (૧) ચતુરિન્દ્રય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને મિથ્યાદ્રષ્ટિ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને ચક્ષુદ્રર્શન હોય
અને સમ્યગ્દર્શન ન હોય.
(૨) સિદ્ધભગવંતોને એકેય શરીર ન હોય.
(૩) વિગ્રહગતિવાળા જીવોને માત્ર તૈજસ અને કાર્મણ શરીર હોય.
પ્રશ્ન: ૬
:– (૧) શ્રી સીમંધર પરમાત્માને સર્વાંગેથી દિવ્ય ધ્વનિ છૂટયો. (૨) તેનું શ્રવણ કરતાં એક
ભવ્ય જીવે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું, (૩) એક જીવને મતિજ્ઞાન ઉપયોગનો અભાવ થઈને વર્તમાનમાં
શ્રુતજ્ઞાન ઉપયોગ વર્તે છે અને (૪) તેનો અભાવ થતાં તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. –આ દરેક વાક્યોમાં ક્યો ક્યો
અભાવ લાગુ પડે છે, તે લખો.
ઉત્તર: ૬ :– (૧) સીમંધર પરમાત્માને સર્વાંગેથી દિવ્યધ્વનિ છૂટ્યો, તેમાં સીમંધર પરમાત્મા અને
સર્વાંગ વચ્ચે અત્યંતાભાવ છે, સર્વાંગ અને દિવ્યધ્વનિ વચ્ચે અન્યોન્યાભાવ છે.
(૨) તેનું શ્રવણ કરતાં એક ભવ્ય જીવે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. –તેમાં દિવ્યધ્વનિ અને ક્ષાયિક
સમ્યક્ત્વ વચ્ચે અત્યંતાભાવ છે.
(૩) એક જીવને મતિજ્ઞાન–ઉપયોગનો અભાવ થઈને વર્તમાનમાં શ્રુતજ્ઞાન–ઉપયોગ વર્તે છે. ત્યાં
શ્રુતજ્ઞાનોપયોગરૂપ વર્તમાન પર્યાયનો મતિજ્ઞાનોપયોગરૂપ પૂર્વપર્યાયમાં અભાવ તે પ્રાગભાવ છે.
(૪) તે શ્રુતજ્ઞાનોપયોગનો અભાવ થતાં તે કેવળજ્ઞાન પ્રાપ્ત કરશે. –તેમાં શ્રુતજ્ઞાનોપયોગરૂપ વર્તમાન
પર્યાયનો કેવળજ્ઞાનરૂપ આગામી પર્યાયમાં અભાવ તે પ્રધ્વંસાભાવ છે.
પ્રશ્ન: ૬ :– ભવ્યજીવે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. –તેમાં તેના છ કારકો સમજાવો.
ઉત્તર : ૬ :– ભવ્ય જીવે જ્ઞાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું.–તેમાં છ કારકો આ પ્રમાણે છે–
ભવ્ય જીવ સ્વતંત્રપણે ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિરૂપ ક્રિયાનો કર્તા હોવાથી (ભવ્ય જીવ) કર્તા છે.
ક્ષાયિક સમ્યક્ત્વ કર્તાનું ઈષ્ટ હોવાથી તે કર્મ છે.
ભવ્ય જીવે, સાધકતમ કરણ એવા પોતાના સમ્યક્ત્વગુણ વડે અથવા સમ્યક્ત્વગુણથી અભેદ એવા પોતાના
આત્મા વડે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું છે. માટે સમ્યક્ત્વગુણ અથવા પોતાનો આત્મા સાધકતમ કરણ છે.
ભવ્ય જીવે ક્ષાયિક સમ્યક્ત્વરૂપ કાર્ય પોતાને માટે પ્રાપ્ત કરીને પોતાને દીધું. માટે ભવ્ય જીવ પોતે જ
સંપ્રદાન છે.
તે ભવ્ય જીવે ક્ષયોપશમ સમ્યક્ત્વરૂપ પૂર્વ ભાવનો વિનાશ કરી ધુ્રવ એવા પોતાના સમ્યક્ત્વગુણમાંથી
અથવા અભેદ અપેક્ષાએ પોતાના આત્મામાંથી, ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. માટે ધુ્રવ એવો પોતાનો
સમ્યક્ત્વગુણ અથવા પોતાનો આત્મા તે અપાદાન છે.
ભવ્ય જીવે પોતાના સમ્યક્ત્વગુણના આધારે અથવા અભેદ અપેક્ષાએ પોતાના આત્માના આધારે
ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. માટે પોતાનો સમ્યક્ત્વગુણ અથવા પોતાનો આત્મા તે અધિકરણ છે.
–આ રીતે નિશ્ચયથી પોતાના છ કારકો પોતામાં જ છે.
પ્રશ્ન: ૬
:– એક જીવે ક્રોધ ટાળીને ક્ષમા કરી–તેમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય સમજાવો.
ઉત્તર: ૬ :– એક જીવે ક્રોધ ટાળીને ક્ષમા કરી.–તેમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય આ પ્રમાણે છે–
જીવ જે સમયે ક્ષમા પરિણામે ઊપજ્યો તે ઉત્પાદ, તે જ સમયે ક્રોધ પરિણામનો વિનાશ થયો તે વ્યય અને
તે જ વખતે ચારિત્રગુણ અપેક્ષાએ સદ્રશ ટકી રહ્યો તે ધ્રૌવ્ય. –આમ એક જ સમયમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય થાય છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૧૮૧ :
જિનશાસનો મહિમા (૭)
[શ્રી અષ્ટપ્રાભૃત ગા. ૮૩ ઉપરનાં ખાસ પ્રવચનો]
તીર્થંકર ભગવંતોએ દિવ્યધ્વનિ વડે જે જિનશાસન કહ્યું છે તે જ
અહીં કુંદકુંદાચાર્યદેવે જાહેર કર્યું છે.
ધર્મ તો આત્માનો અંર્તમુખી ભાવ છે.... અહો! અંતર્મુખ થઈને
ચૈતન્યસ્વભાવનું નિરીક્ષણ કરો.
હે ભાઈ! તું ધીરજથી સાંભળ... આ તારા હિતની વાત છે. તારું
શ્રેય શેમાં છે તે જાણીને તેને તું સમાચર.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રય ત્રણ ભુવનમાં સારરૂપ છે,
તે જ શ્રેયરૂપ છે, તેની પ્રાપ્તિ જિનશાસનમાં જ થાય છે; તેથી જ
જિનશાસનની ઉત્તમતા છે; તેની જ ઉપાસના કરવાનો જિનશાસનનો
ઉપદેશ છે.
રાગને જે ધર્મ માને છે તે વીતરાગી જૈનધર્મનો ભક્ત નથી, પણ
તે જનધર્મનો વિરોધી છે.
સારભૂત ભાવ
આ ‘ભાવપ્રાભૃત’ વંચાય છે.
ભાવપ્રાભૃત એટલે ભાવોમાં સાર; જીવના ભાવોમાં સારભૂત ભાવ ક્યો છે? એટલે કે મોક્ષના કારણરૂપ
ભાવ ક્યો છે તે અહીં ઓળખાવે છે.
આ ભાવપ્રાભૃતની કુલ ૧૬૫ ગાથા છે, તેમાં આ ૮૩મી ગાથા બરાબર વચ્ચેની છે, ૮૨ આગળ રહી ને
૮૨ પાછળ રહી; આ વચલી ગાથામાં જિનશાસન શું છે તેનું રહસ્ય આચાર્યદેવે અલૌકિક રીતે સમજાવ્યું છે.
જીવના ભાવ ત્રણ પ્રકારના છે– (૧) અશુભ (૨) શુભ અને (૩) શુદ્ધ; મિથ્યાત્વ તથા હિંસાદિક
ભાવો તે અશુભ છે, તે તો પાપબંધનું કારણ છે. તથા દયા–પૂજા–વ્રતાદિ ભાવો તે શુભ છે, તે પુણ્યબંધનું
કારણ છે, તે કાંઈ મોક્ષનું કારણ નથી. અને મિથ્યાત્વ રહિત તથા રાગદ્વેષ રહિત એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ જે શુદ્ધભાવ છે તે ધર્મ છે, તે મોક્ષનું કારણ છે, અને જિનશાસનમાં ભગવાને આવા શુદ્ધભાવને જ
સારભૂત કહ્યો છે.
વીતરાગી સંતની વીતરાગી વાણી
અનંત તીર્થંકર ભગવંતોએ દિવ્યધ્વનિવડે જે જિનશાસન કહ્યું તે જ અહીં કુંદકુંદાચાર્યદેવે જાહેર કર્યું છે.
તેઓશ્રી લગભગ બે હજાર વર્ષ પહેલાંં આ ભરતક્ષેત્રમાં થયા... તેઓ અહીંથી મહાવિદેહક્ષેત્રમાં સાક્ષાત્ તીર્થંકર
સીમંધર પરમાત્મા પાસે ગયા હતા, તે સીમંધર ભગવાન

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૧૮૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૨: શ્રાવણ:
અત્યારે પણ બિરાજે છે ને હજી લાખો–કરોડો વર્ષ રહેશે, કેમકે ભગવાનનું આયુષ્ય એક કરોડ પૂર્વનું છે. આવા
જિનેશ્વરભગવાનની દિવ્યવાણી મહાવિદેહક્ષેત્રમાં સાક્ષાત્ સાંભળીને આચાર્યદેવ અહીં આવ્યા, ને તેમણે આ
સમયસાર વગેરે મહાન શાસ્ત્રો રચ્યાં. તેમાં જિનેશ્વર ભગવંતોએ શું કહ્યું છે તે તેમણે જાહેર કર્યું છે. આ ગાથામાં
કહે છે કે:– જિનશાસનમાં જિનેન્દ્રદેવોએ વ્રત–પૂજાદિક શુભરાગમાં પુણ્ય કહ્યું છે, ને આત્માના મોહ ક્ષોભરહિત
શુદ્ધપરિણામને ધર્મ કહ્યો છે. જુઓ, આ વીતરાગી સંતની વીતરાગી વાણી! વીતરાગભાવ તે જ જૈનધર્મ છે,
રાગ તે જૈનધર્મ નથી.
પુણ્ય તે આસ્રવ; ધર્મ તે સંવર
પુણ્ય અને ધર્મ એ બંને ચીજને ભગવાને જિનશાસનમાં જુદી જુદી કહી છે. પુણ્ય તો આસ્રવબંધરૂપ છે
એટલે કે સંસારનું કારણ છે, અને ધર્મ તો સંવર–નિર્જરારૂપ છે, તે તો મોક્ષનું કારણ છે. આમ પુણ્ય અને ધર્મ
વચ્ચે આકાશ–પાતાળ જેવું અંતર છે. પાપ જુદી ચીજ છે, પુણ્ય દૂસરી ચીજ છે, ને ધર્મ તીસરી ચીજ છે. પુણ્ય–
પાપ એ બંને બર્હિમુખી ભાવો છે, ને ધર્મ તો આત્માનો અંર્તમુખી ભાવ છે. અહો! અંતર્મુખ થઈને
ચૈતન્યસ્વભાવનું નિરીક્ષણ કરો... ચૈતન્યસ્વભાવનું નિરીક્ષણ કરતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધપરિણામ
થાય છે, તેને જ ભગવાને ધર્મ કહ્યો છે. આ જ વાત સમયસારમાં કહી છે કે જે શુદ્ધઆત્માને અનુભવે છે તે
સમસ્ત જિનશાસનને અનુભવે છે.
લોકોત્તર જિનધર્મ. અને તે સંબંધી લાકિજનોની ભ્રમણા
જુઓ, આ લોકોત્તર જિનધર્મનું સ્વરૂપ! પુણ્યને ધર્મ કહેવો તે લૌકિકજનોની ઉક્તિ છે. બસ, આ
‘લૌકિકજન’ કહ્યા તે વાત કેટલાક પંડિતોને આકરી લાગે છે. લોકોત્તર એવા જિનમાર્ગની સામે લૌકિકજનોની
કેવી માન્યતા છે તે પંડિત જયચંદ્રજીએ ભાવાર્થમાં બતાવ્યું છે. લોકોત્તર એવા જિનેન્દ્રભગવાન તો કહે છે કે
પુણ્ય તે ધર્મ નથી; સમ્યગ્દ્રષ્ટિ વગેરે પણ લોકોત્તરદ્રષ્ટિવાળા છે ને તેઓ પણ એમ જ માને છે. અને લૌકિકજનો
એટલે કે એકલા વ્યવહારને જ ધર્મ માનનારા મિથ્યાદ્રષ્ટિ જીવો વ્રત–પૂજા વગેરેના શુભરાગને ધર્મ માને છે. પણ
તે ખરેખર ધર્મ નથી. ધર્મ તો તે ને કે જેનાથી જન્મ–મરણનો નાશ થાય. એવો ધર્મનો મોહ–ક્ષોભરહિત જીવના
શુદ્ધપરિણામ છે. આવા શુદ્ધઆત્મપરિણામને ધર્મ જાણવો તે જ યથાર્થ છે એટલે તે જ નિશ્ચય છે, અને પુણ્યને
ધર્મ કહેવો તે તો માત્ર લૌકિકજનોનું કથન છે, તે લોકોક્તિને વ્યવહાર કહ્યો છે. તે લૌકિક કથનને જ જે યથાર્થ
માની લ્યે છે, એટલે કે રાગરહિત નિશ્ચયધર્મનું સ્વરૂપ તો સમજતા નથી ને શુભરાગને ઉપચારથી ધર્મ કહ્યો તેને
જ ખરેખર ધર્મ માની લ્યે છે તેઓ લૌકિકજન છે, તેઓ ખરેખર જૈનમતી નથી પણ અન્યમતી છે.
લૌકિકજનો તથા અન્યમતીઓ વ્રત–પૂજા વગેરે શુભ–રાગને જિનધર્મ માને છે. પડિમા કેટલી? –વ્રત
કેટલા? એમ એકલા શુભરાગ ઉપરથી અજ્ઞાનીઓ જિનધર્મનું માપ કાઢે છે. એ રીતે વ્રત–પૂજા–પડિમા વગેરેનો
શુભ–રાગ તે જ જિનધર્મ છે એમ લૌકિકજનો તથા અન્યમતીઓ માને છે, પરંતુ લોકોત્તર એવા જૈનમતમાં તો
એવું નથી. લોકોત્તર એવા જિનશાસનમાં તો ભગવાને વીતરાગભાવને જ ધર્મ કહ્યો છે. ચિદાનંદ
આત્મસ્વભાવને અંતર્મુખ શ્રદ્ધા–જ્ઞાનમાં લઈને તેમાં લીનતારૂપ શુદ્ધભાવ તે જ જૈનધર્મ છે, તેનાથી જ જન્મ–
મરણનો અંત આવીને મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે જ જ્ઞેયરૂપ છે.
‘यः श्रेयान् तं समाचर’
‘પુણ્યથી ધર્મ ન થાય’ –આ વાત કેટલાક લોકોને નવી લાગે છે અને સાંભળતાં ભડકી ઊઠે છે કે ‘અરે!
શું પુણ્ય તે ધર્મ નહીં? –અને પુણ્યને ધર્મ માને તે લૌકિકજન!!’ –હા ભાઈ, એમ જ છે. તું ધીરજથી સાંભળ તો
ખરો, આ તારા હિતની જ વાત છે. જૈનધર્મ શું ચીજ છે એની વાત પણ તેં હજી સાંભળી નથી, એટલે તને નવું
લાગે છે; બાકી તો અનાદિકાળથી તીર્થંકર ભગવંતો એ વાત કહેતા આવ્યા છે, ને તે પ્રમાણે સાધી સાધીને
અનંતા જીવો મોક્ષ પામ્યા છે. હજારો વર્ષથી સંતો એ વાત કહેતા જ આવ્યા છે, દોઢસો વર્ષ પહેલાંં જયપુરના

PDF/HTML Page 10 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૧૮૩ :
પંડિત જયચંદ્રજીએ પણ એ જ વાત સ્પષ્ટ કરી છે, અને આજે પણ દાંડી પીટીને એ જ વાત કહેવાય છે.
ભવિષ્યમાં પણ સંતો એમ જ કહેશે. ત્રણે કાળે એક જ પ્રકારનો જૈનધર્મ છે. અહો, આ પરમ સત્ય વાત છે.
પરંતુ, આ વાત માનવા જાય ત્યાં અત્યાર સુધીની પંડિતાઈ કરી તે પાણીમાં જાય છે, એટલે કેટલાકને
ખળભળાટ થઈ જાય છે. પણ જો આત્માનું હિત કરવું હોય–શ્રેય કરવું હોય તો આ સમજ્યે જ છૂટકો છે. ભાઈ
રે! તારા આત્માના હિતને માટે તું આ સમજ. બહારની શેઠાઈ ને શાસ્ત્રની પંડિતાઈ તો અનંતવાર મળી તેમાં
તારું કાંઈ હિત નથી. આ ચૈતન્યસ્વભાવ અને તેનો વીતરાગી ધર્મ શું છે તે સમજ, તેમાં જ સાચી પંડિતાઈ છે.
માટે હે વત્સ! તારું શ્રેય શેમાં છે તે જાણીને તેને તું સમાચર.
જૈનધર્મ તે કૂળધર્મ નથી, જૈનધર્મ તો શુદ્ધભાવ છે.
કોઈ કહે કે ‘જૈનકૂળમાં જે જન્મ્યા તેને ભેદજ્ઞાન તો થઈ જ ગયું’ –તો તે વાત ખોટી છે; ભેદજ્ઞાન કેવી
અપૂર્વ ચીજ છે તેની તેને ખબર નથી, ને કૂળધર્મને જ જૈનધર્મ માને છે. જૈનકૂળમાં જન્મ્યા તેથી જૈન નામ
ધરાવે કે પંડિત નામ ધરાવે કે ત્યાગી નામ ધરાવે, પરંતુ મોહાદિ રહિત યથાર્થ જૈનધર્મ શું છે તેને જે સમજતા
નથી ને રાગને જ ધર્મ માની રહ્યા છે તો તે પણ ખરેખર લૌકિકજનો જ છે, લૌકિકજનોની માન્યતાથી તેની
માન્યતામાં કાંઈ ફેર નથી. ધર્મની ભૂમિકામાં શુભભાવ આવે ભલે, પણ તે પોતે ધર્મ નથી; તેમ જ તે કરતાં
તેનાથી ધર્મ થઈ જશે એમ પણ નથી. રાગને ક્યાંય ધર્મ કહ્યો હોય તો ત્યાં તે આરોપીત કથન સમજવું, ઉપચાર
સમજવો, લૌકિક રૂઢિનું કથન સમજવું, પણ તે રાગને ખરેખર ધર્મ ન સમજવો. ધર્મ તો તે વખતના
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવને જ સમજવો.
ધર્મનો એક જ પ્રકાર છે.
જેમ સમ્યગ્દર્શન તો નિર્વિકલ્પ પ્રતીતિરૂપ એક જ પ્રકારનું છે, સમ્યગ્દર્શનને બે પ્રકારનું (સરાગ તથા
વીતરાગ) કહેવું તે વ્યવહાર માત્ર છે, તે જ પ્રમાણે મોક્ષમાર્ગ પણ શુદ્ધભાવરૂપ એક જ પ્રકારનો છે; એક
શુદ્ધભાવરૂપ ને બીજો શુભરાગરૂપ–એમ બે પ્રકારના મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ કહો કે ધર્મ કહો, તે એક જ પ્રકારે
છે. મોહક્ષોભરહિત એવો જે વીતરાગી શુદ્ધભાવ તે જ ધર્મ છે, ને જે રાગ છે તે ધર્મ નથી.
શુદ્ધતાની સાથે વર્તતા વ્રતાદિ શુભપરિણામને પણ ક્યાંક ઉપચારથી ધર્મ કહ્યો હોય, ત્યાં તે ઉપચારને જ
સત્ય માની લ્યે એટલે કે રાગને જ ધર્મ માની લ્યે તો તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને અહીં લૌકિકજન તથા અન્યમતિ
કહ્યા છે. સાધકજીવને શુભરાગ વખતે હિંસાદિનો અશુભ રાગ ટળ્‌યો તે અપેક્ષાએ, તથા સાથે રાગરહિત
જ્ઞાનાનંદ–સ્વભાવની દ્રષ્ટિપૂર્વક વીતરાગી અંશો પણ વર્તે છે તે અપેક્ષાએ, તેના વ્રતાદિને પણ ઉપચારથી ધર્મ
કહેવાય. પરંતુ આવો ઉપચાર ક્યારે? કે સાથે અનુપચાર એટલે કે નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ વર્તે છે
ત્યારે. પરંતુ અહીં તો ઉપચારની વાત નથી, અહીં તો પહેલાંં યથાર્થ વસ્તુરૂપ નક્કી કરવાની વાત છે.
શુદ્ધભાવને જ શ્રેયરૂપ
જાણીને તેને આચર!
અશુભ પરિણામ તો પાપનું કારણ છે, શુભપરિણામ પુણ્યનું કારણ છે, ને શુદ્ધપરિણામ તે ધર્મ છે, તે જ
મોક્ષનું કારણ છે. માટે હે જીવ! તે શુદ્ધપરિણામને જ તું સમ્યક્પ્રકારે આદર, ને શુભ–અશુભરાગનો આદર છોડ.
પહેલાંં ૭૭ મી ગાથામાં આચાર્યદેવે કહ્યું હતું કે: હે ભવ્ય! જીવના પરિણામ અશુભ, શુભ, અને શુદ્ધ એમ ત્રણ
પ્રકારનાં છે. તેસા શુદ્ધપરિણામ તો આત્માના સ્વભાવરૂપ છે. તે ત્રણ પ્રકારના ભાવોમાંથી જેમાં શ્રેય હોય તેને
તું સમાચર! એટલે કે શુદ્ધભાવમાં જ મારું શ્રેય છે–એમ નક્કી કર, ને તેને જ મોક્ષનું કારણ જાણીને તું આચર!
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નત્રય છે તે જ ત્રણ ભુવનમાં સારરૂપ છે; અને તેની પ્રાપ્તિ જિનશાસનમાં જ
થાય છે, તેથી જિનશાસનની ઉત્તમતા છે. પુણ્ય વડે જિનશાસનની ઉત્તમતા નથી. સમ્યગ્દ્રષ્ટિના પુણ્ય પણ

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૮૪ : ‘આત્મધર્મ’ ૨૪૮૨: શ્રાવણ:
અપૂર્વ હોય છે, છતાં તે પુણ્યની જિનશાસનમાં મહત્તા નથી, જિનશાસનમાં તો સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવોની જ
મહત્તા છે, ને તેની જ ઉપાસના કરવાનો જિનશાસનમાં ઉપદેશ છે. જે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને આરાધે છે તે
જ જિનશાસનને આરાધે છે; જે રાગને ધર્મ માને છે તે જિનશાસનનો ભક્ત નથી પણ જિનશાસનનો વિરાધક
છે. માટે હે ભાઈ! તું તારા હિતને માટે શુદ્ધભાવને જ ધર્મ જાણીને શુદ્ધભાવ પ્રગટ કર; શુદ્ધભાવ વિના વ્રત–તપ–
પૂજા સર્વે નિષ્ફળ છે, તેમાં તારું શ્રેય નથી.
ધર્મીને પુણ્યભાવ હોય.પણ પુણ્ય ધર્મ માને તે ધર્મી ન હોય.
पूजादिषु पुण्यं એમ કહ્યું, ત્યાં પૂજા–આદિ કહેતાં દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ, વંદના, વૈયાવચ્ચ,
સ્વાધ્યાય, જિનમંદિરની પ્રતિષ્ઠા વગેરે લેવા; તે બધાયમાં દેવ–ગુરુ–શાસ્ત્ર તરફ વલણ જાય છે, એટલે તે રાગમાં
પર તરફનો ઝૂકાવ છે, તેમાં સ્વભાવની એકતા નથી, તેથી તે ધર્મ નથી પણ પુણ્ય છે. જુઓ બે હજાર વર્ષ
પહેલાંં ગીરનાર ઉપર ધરસેનાચાર્યદેવે પુષ્પદંત–ભૂતબલિ મુનિઓને ભગવાનની પરંપરાનું અપૂર્વ જ્ઞાન આપ્યું;
અને તે પુષ્પદંત–ભૂતબલિ આચાર્યોએ તે શ્રુતને
षट्खंडागम રૂપે ગૂંથ્યું. ને પછી ચતુર્વિધ સંઘે શ્રુતભક્તિનો
મોટો મહોત્સવ કર્યો. એ રીતે ધર્માત્માને શ્રુતની ભક્તિનો ભાવ આવે છે, તેમ જ મુનિવરોને આહાર દેવાનો
ભાવ, જિનમંદિર કરાવવાનો તથા તેની પ્રતિષ્ઠા કરાવવાનો ભાવ, ભક્તિનો ભાવ, જે ભૂમિમાં તીર્થંકરો–સંતો
વિચર્યા તે ભૂમિની જાત્રાનો ભાવ–ઈત્યાદિ શુભભાવ પણ થાય છે, પણ ધર્મી તેને ધર્મ માનતા નથી; કેમકે તે
શુભભાવથી સ્વભાવ સાથે એકતા નથી થતી પણ તેનું વલણ પર તરફ જાય છે, તેમાં સ્વભાવ તરફનો ઝૂકાવ
નથી પણ પર તરફનો ઝૂકાવ છે, તેનાથી પુણ્ય બંધ થાય છે, પણ મોક્ષ થતો નથી; તે વખતે ધર્માત્માને
શુદ્ધઆત્માના શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક જેટલો શુદ્ધભાવ વર્તે છે તેટલો ધર્મ છે. ધર્મના ભાવમાં બહારનું–પરનું અવલંબન
ન હોય, તેમાં તો એક શુદ્ધઆત્માનું જ અવલંબન છે. મોટા રાજાને કે રંકને, બધાયને માટે ધર્મનો આ એક જ
માર્ગ છે. મોટા રાજા હો કે રંક હો, કોઈને પણ પુણ્યથી ધર્મ થઈ જાય–એમ બનતું નથી. કોઈ પણ જીવને માટે
પોતાના શુદ્ધ ચિદાનંદસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન તથા એકાગ્રતારૂપ શુદ્ધપરિણામ તે જ ધર્મ છે, ને પૂજા–વ્રતાદિક
શુભરાગ તે બંધનું જ કારણ છે; તે ધર્મ નથી ને ધર્મીને તેનો આદર નથી. જેને રાગનો આદર છે તે ધર્મી નથી.
રાગના ફળમાં કાંઈ સ્વભાવ સાથે એકતા થતી નથી, તેના ફળમાં તો સ્વર્ગાદિનો બાહ્યસંયોગ મળે છે. તેથી જેને
પુણ્યની પ્રીતિ છે, તેને ભોગની પ્રીતિ છે, અને તે જ પુણ્યને ધર્મ માને છે. એ રીતે લૌકિકજનો જ પુણ્યને ધર્મ કહે
છે. ભગવાન જિનેન્દ્રદેવે તો રાગાદિ રહિત શુદ્ધભાવને જ ધર્મ કહ્યો છે.
જિનશાસનમાં ધર્મનું સ્વરૂપ
“मोहक्षोभविहीनः परिणामः आत्मनः धर्मः” અર્થાત્ મોહ–ક્ષોભરહિત એવા આત્માના પરિણામ તે ધર્મ
છે–એમ ભગવાન જિનેન્દ્રદેવોએ જિનશાસનમાં કહ્યું છે. જેને સાત તત્ત્વોની વિપરીત માન્યતા છે, કુદેવ–કુગુરુને
જે માને છે, તેને તો તીવ્રમિથ્યાત્વરૂપ મોહ છે. અને ક્રોધ–માન–માયા–લોભ, રાગ–દ્વેષ આદિ ભાવો વડે
ચૈતન્યનો ઉપયોગ ડામાડોળ–અસ્થિર થાય છે તેથી તે ક્ષોભ છે. આવા મોહ ને ક્ષોભરહિત જે સમ્યક્ત્વ અને
સ્થિરતારૂપ શુદ્ધપરિણામ છે તે જ ધર્મ છે. આત્મા સાથે તેની એકતા હોવાથી તે જ ખરેખર આત્માના પરિણામ
છે. પહેલાંં ચિદાનંદ સ્વભાવની સમ્યક શ્રદ્ધાવડે વિપરીત શ્રદ્ધારૂપ દર્શનમોહનો અભાવ થતાં–સમ્યગ્દર્શનરૂપ
શુદ્ધઆત્મપરિણામ પ્રગટે છે તે ધર્મ છે. તથા પછી સ્વરૂપમાં એકાગ્ર થઈને ઉપયોગ સ્થિર થતા ક્રોધાદિ રહિત
વીતરાગીશુદ્ધ પરિણામ પ્રગટે છે તે ધર્મ છે. આ રીતે શુદ્ધઆત્મસ્વરૂપની દ્રષ્ટિ અને સ્થિરતારૂપ વીતરાગી
પરિણામ તે જ ધર્મ છે એમ જિનશાસનમાં જિનેન્દ્રભગવાને કહ્યું છે.
પરજીવનાં કાર્ય હું કરી શકું, દયાના શુભપરિણામ વડે હું બીજા જીવને મરતો બચાવી શકું–એવી જેની
ઊંધી માન્યતા છે તેને તો તીવ્ર મોહ છે, તેને ધર્મ હોતો નથી. પરજીવને મારવા કે બચાવવાની ક્રિયા હું કરી
શકતો નથી, તે તેના જ કારણે મરે કે જીવે છે, હું તો જ્ઞાન

PDF/HTML Page 12 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૧૮૫ :
છું, શુભવૃત્તિ પણ મારા જ્ઞાનનું સ્વરૂપ નથી–આવા યથાર્થ જ્ઞાનપૂર્વક ધર્મીને દયા–અહિંસા વગેરેની જે શુભવૃત્તિ
ઊઠે તેને પણ સર્વજ્ઞભગવાને ધર્મ કહ્યો નથી; કેમ કે તે શુભવૃત્તિથી પણ ઉપયોગ ક્ષોભિત થાય છે ને
સ્વરૂપસ્થિરતામાં ભંગ પડે છે. ચૈતન્યના આનંદની લીનતા છોડીને કોઈ પણ પર પદાર્થના આશ્રયે જે ભાવ થાય
તે ધર્મ નથી. જો પૂજા કે વ્રતાદિનો શુભરાગ તે ધર્મ હોય તો તો સિદ્ધદશામાંય તે ભાવ ટકી રહેવા જોઈએ. –પણ
એમ થતું નથી, કેમ કે રાગ તો સિદ્ધદશાનો બાધક છે, તેનો અભાવ થાય ત્યારે કેવળજ્ઞાન ને સિદ્ધદશા પ્રગટે છે.
માટે સર્વ પરદ્રવ્યોથી અત્યંત નિરપેક્ષ, –શુભરાગથી પણ પાર, શુદ્ધચૈતન્યપદના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર સિવાય
બીજા કોઈ જૈનધર્મ નથી. આ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવોને જ તારા પરમશ્રેયનું કારણ જાણીને
હે જીવ! સર્વ ઉદ્યમથી તેની ઉપાસના કર.
ધર્મમાં આત્માનું જ અવલંબન છે, રાગનું અવલંબન નથી. હે જીવ!
ધર્મનું કારણ અંતરમાં શોધ!
પ્રશ્ન:– પુણ્ય તે ધર્મ નથી પરંતુ ધર્મનું કારણ તો છે ને?
ઉત્તર:– અરે ભાઈ, પુણ્ય તો રાગ છે ને ધર્મ તો આત્માનો વીતરાગભાવ છે; રાગ તે આત્માના
વીતરાગી–ધર્મનું કારણ કેમ થાય? વીતરાગતાનું કારણ રાગ હોય નહીં. પુણ્યભાવથી ચૈતન્યના સ્વભાવ સાથે
એકતા થતી નથી પણ તેનાથી તો ક્ષોભ થાય છે ને બહારમાં જડનો સંયોગ મળે છે, માટે તે પુણ્ય ધર્મનું કારણ
નથી.
પ્રશ્ન:– પુણ્ય તે પરંપરા ધર્મનું નિમિત્ત તો છે ને? તે વ્યવહાર–કારણ તો છે ને?
ઉત્તર:– ભાઈ, પુણ્ય તો વિકાર છે, તે ધર્મનું કારણ છે જ નહીં. પહેલાંં ધર્મનું સાચું કારણ શું છે તે તો
શોધ! ધર્મનું નિશ્ચયકારણ જે રાગ વગરનો ચિદાનંદસ્વભાવ છે તેના ઉપર તો જોર દેતો નથી, ને પુણ્યને
વ્યવહાર–કારણ કહી–કહીને તેના ઉપર તું જોર દે છે, તો તને ખરેખર સ્વભાવની રુચિ નથી પણ રાગની જ રુચિ
છે; ‘કોઈ પ્રકારે રાગથી ધર્મ થાય!’ એવી તારી રાગબુદ્ધિ છે પણ રાગરહિત ચિદાનંદસ્વભાવ ઉપર તારી દ્રષ્ટિ
નથી, અને તે વિના ધર્મ થતો નથી. તને રાગની રુચિ છે એટલે તને તો ધર્મ જ નથી, તો ધર્મનું નિમિત્ત કોને
કહેવું? જે જીવ રાગની રુચિ છોડીને સ્વભાવની રુચિવડે સમ્યગ્દર્શનાદિ ધર્મ પ્રગટ કરે તેને પછી બીજામાં ધર્મના
નિમિત્તપણાનો ઉપચાર આવે; પણ અજ્ઞાનીને તો ધર્મ જ નથી એટલે તેના રાગમાં તો ધર્મના નિમિત્તપણાનો
ઉપચાર પણ થતો નથી. અહો, અરાગીધર્મને રાગનુંજ અવલંબન નથી, આત્મા પોતે જ પોતાના સમ્યગ્દર્શનાદિ
ધર્મનું અવલંબન છે, આત્માથી ભિન્ન બીજું કોઈ અવલંબન છે જ નહિ. –આમ નક્કી કરીને અંતર્મુખ થઈને
આત્મસ્વભાવનું અવલંબન લ્યે ત્યારે જ ધર્મ થાય છે. અનાદિથી જીવે બહારના અવલંબનમાં જ ધર્મ માન્યો છે,
પણ પોતાના આત્માનું અવલંબન કદી કર્યું નથી. આત્માનો સ્વભાવ એવો છે કે તેનું અવલંબન કરતાં ભવનો
નાશ થઈ જાય છે. અહો! આવો સ્વભાવ અંતરમાં પડ્યો છે તે તો અજ્ઞાનીને દેખાતો નથી, –આવા સ્વભાવનું
અવલંબન કરું તો ધર્મ થાય–એમ અંતરનું કારણ તો તેને લક્ષમાં આવતું નથી, ને ‘પુણ્ય તે વ્યવહાર–કારણ તો
છે ને!’ એમ રાગ ઉપરથી દ્રષ્ટિ ખસતી નથી. ચિદાનંદ સ્વભાવ રાગ વગરનો છે તેની રુચિ કરીને તે તરફ ન
ઝૂકતાં, રાગની રુચિ કરીને તેમાં જ લીન વર્તે છે તેથી અનંતકાળથી જીવ સંસારમાં રખડે છે. ચૈતન્યસ્વભાવ જ
હું છું, રાગ હું નથી–એમ એકવાર પણ સ્વભાવ અને રાગ વચ્ચે ત્રિરાડ પાડીને અંર્તસ્વભાવ તરફ ઝૂકી જાય
તો અલ્પકાળમાં ભવનો નાશ થઈને મુક્તિ પામે. માટે આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! તું આવા શુદ્ધભાવરૂપ
જૈનધર્મની રુચિ કર, ને રાગની રુચિ છોડ. જેને રાગની–પુણ્યની રુચિ છે તેને જૈનધર્મની રુચિ નથી.

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૮૬ : ‘આત્મધર્મ’ ૨૪૮૨: શ્રાવણ:
અનેકાન્તમૂર્તિ ભગવાન
આત્માની કેટલીક શક્તિઓ
• [૨૦] અમતત્વ શક્ત •





સમયસારમાં આચાર્યદેવે આત્માને ‘જ્ઞાયકમાત્ર’ કહીને ઓળખાવ્યો છે. આત્માને જ્ઞાયકમાત્ર કહ્યો તેનો
અર્થ એવો નથી કે આત્મામાં એક જ્ઞાનગુણ જ છે ને બીજા કોઈ ગુણો છે જ નહિ; જ્ઞાન સિવાય બીજા પણ
અનંતગુણો આત્મામાં અનાદિઅનંત રહેલા છે પરંતુ જ્ઞાનાદિ ગુણોથી વિરુદ્ધ એવા રાગાદિ વિકારથી અને જડથી
આત્મસ્વભાવની ભિન્નતા બતાવવા તેને જ્ઞાનમાત્ર કહ્યો છે; ને એ રીતે જ્ઞાનને લક્ષણ બનાવીને અનંતગુણથી
અભેદ આત્મા લક્ષિત કરાવ્યો છે. જ્ઞાનલક્ષણથી લક્ષિત થતા આત્મામાં કેવી કેવી શક્તિઓ છે તેનું આ વર્ણન
ચાલે છે. ઓગણીસમી ‘પરિણામશક્તિ’ નું વર્ણન કર્યું, હવે વીસમી ‘અમૂર્તત્વ’ નામની શક્તિ વર્ણવાય છે.
‘કર્મબંધનના અભાવથી વ્યક્ત કરાયેલા, સહજ, સ્પર્શાદિ રહિત એવા આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તત્વશક્તિ
છે.’ –જ્ઞાનમાત્ર પરિણમનમાં આ શક્તિ પણ ભેગી જ પરિણમે છે.
આત્મા અસંખ્યપ્રદેશી અખંડ વસ્તુ છે. આત્માના પ્રદેશો અમૂર્ત છે, તેનામાં વર્ણ ગંધ રસ કે સ્પર્શ નથી.
અસંખ્યપ્રદેશે ચૈતન્ય–સુખ–વીર્ય અને સત્તાથી ભરેલો, તથા જડથી ખાલી એવો અમૂર્ત આત્મા છે. આત્માના
અસંખ્ય પ્રદેશમાં ક્યાંય કાળો–લીલો–લાલ–પીળો કે સફેદ એવો કોઈ વર્ણ નથી; સુગંધ કે દુર્ગંધ એવી કોઈ ગંધ
પણ આત્મામાં નથી, આત્માના અસંખ્યપ્રદેશો આનંદરૂપી રસથી ભરેલા છે પરંતુ તીખો–કડવો–કસાયેલો–ખાટો
કે મીઠો એવા કોઈ રસ આત્મામાં નથી; તેમ જ લૂખો કે ચીકણો–ઠંડો કે ગરમ–કઠોર કે કોમળ ને હલકો કે ભારે
એવો કોઈ સ્પર્શ પણ આત્મપ્રદેશમાં નથી. આત્મા વર્ણ–ગંધ–રસ–સ્પર્શથી શૂન્ય અમૂર્તિક પ્રદેશોવાળો છે. આવો
અમૂર્તિક આત્મા ઈન્દ્રિયોદ્વારા દેખાતો નથી પણ અતીન્દ્રિય–જ્ઞાનદ્વારા જ અનુભવમાં આવે છે.
અહીં આચાર્યદેવે આત્મપ્રદેશોને ‘કર્મબંધના અભાવથી વ્યક્ત કરાયેલા’ એમ કહીને નિર્મળપર્યાયને પણ
ભેગી ભેળવીને અમૂર્તત્વ શક્તિ વર્ણવી છે. આ પ્રમાણે દરેક શક્તિની સાથે તે તે શક્તિનું નિર્મળ પરિણમન પણ
ઓળખાવતા જાય છે. શક્તિને ઓળખીને તેનું સેવન કરતાં તે શક્તિનું નિર્મળ પરિણમન થાય છે.
મૂર્ત કર્મ અને શરીરના સંબંધમાં રહ્યો હોવા છતાં આત્મા કાંઈ મૂર્ત થઈ ગયો નથી, અત્યારે પણ આત્મા
અમૂર્તસ્વભાવી જ છે. ભાઈ, મૂર્ત એવા કર્મ કે શરીર તારા અમૂર્ત આત્મા સાથે જરાય એકમેક થઈ ગયા નથી.
અમૂર્ત એવો તારો ચૈતન્ય–આત્મા ને મૂર્ત એવાં જડ કર્મો તે બંને એકક્ષેત્રે હોવા છતાં સ્વભાવથી સર્વથા જુદાં

PDF/HTML Page 14 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૧૮૭ :
છે. સિદ્ધદશામાં કર્મબંધનો સર્વથા અભાવ થતાં સાક્ષાત્ અમૂર્તપણું પ્રગટ થયું તે બતાવીને આચાર્યદેવ કહે છે કે
આવો તારો અમૂર્તસ્વભાવ છે. સિદ્ધભગવંતોને જે અમૂર્ત પણું પ્રગટ્યું તે ક્યાંથી પ્રગટ્યું? પહેલેથી આત્માનો
અમૂર્તસ્વભાવ હતો તે જ પ્રગટ્યો છે; પહેલાંં આત્મા મૂર્ત હતો ને પછી કર્મો ટળતાં અમૂર્ત થયો–એમ કાંઈ નથી.
મૂર્તના સંબંધથી આત્માને મૂર્ત કહેવો તે તો ઉપચારથી જ છે, ખરેખર કાંઈ આત્મા મૂર્ત નથી. કર્મની ઉપાધિ
તરફ ન જોતાં સહજ આત્મ પ્રદેશો અમૂર્ત છે. આત્માના અમૂર્તપણાનો નિર્ણય કરે તોય મૂર્તિક પદાર્થો (શરીર–
કર્મો વગેરે) સાથેની એકતાબુદ્ધિ છૂટી જાય; અને, રાગાદિ વિકાર જો કે અરૂપી છે તો પણ તે કર્મના સંબંધની
અપેક્ષા રાખે છે, તેથી જ્યાં કર્મનો સંબંધ તોડી નાંખ્યો ત્યાં વિકાર સાથેની એકતાબુદ્ધિ પણ છૂટી જાય છે.
અજ્ઞાનીને એમ લાગે છે કે મારું જ્ઞાન જડમાં ચાલ્યું જાય છે અથવા તો જડનો રસ (જુંબુનો સ્વાદ વગેરે) મારા
જ્ઞાનમાં આવી જાય છે; પરંતુ ખરેખર કાંઈ અમૂર્તિકજ્ઞાન મૂર્તપદાર્થમાં ચાલ્યું જતું નથી, તેમ જ મૂર્ત પદાર્થનો
રસ કાંઈ અમૂર્તિકજ્ઞાનમાં આવી જતો નથી. પણ અજ્ઞાની તે સ્વાદ વગેરેને જાણતાં ત્યાં જ રાગ કરીને રાગમાં
રોકાઈ જાય છે ને જ્ઞાનના વાસ્તવિક સ્વાદને ભૂલી જાય છે–ભિન્ન જ્ઞાનને ભૂલી જાય છે. એ રીતે અજ્ઞાનથી
તેને જડ સાથે એકત્વપણાની બુદ્ધિ થઈ ગઈ છે. જ્ઞાની તો જાણે છે કે મારું અમૂર્તિકજ્ઞાન જડથી તો જુદું જ છે, ને
રાગથી પણ જુદુ છે. મારું જ્ઞાન તો અતીન્દ્રિયઆનંદના સ્વાદવાળું છે.
ચેતન કે જડ, અમૂર્ત કે મૂર્ત, જેવી વસ્તુ હોય તેવા જ તેના ગુણ–પર્યાયો હોય છે. આત્મા અમૂર્તિક વસ્તુ
છે; તે દ્રવ્ય અમૂર્ત, તેના બધા ગુણો અમૂર્ત ને તેની પર્યાયો પણ અમૂર્ત છે. જડ–પુદ્ગલો મૂર્ત છે; તે દ્રવ્ય મૂર્ત,
તેના ગુણો મૂર્ત અને તેની અવસ્થા (કર્મ–શરીર વગેરે) પણ મૂર્ત છે. આ રીતે અમૂર્તિક અને મૂર્તિક બંને
વસ્તુના દ્રવ્ય–ક્ષેત્ર–કાળ–ભાવ ત્રિકાળ જુદેજુદા છે. એકક્ષેત્રાવગાહીપણું હોવા છતાં બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન
છે. આત્માના પ્રદેશો અમૂર્તિક છે, ને શરીર–કર્મ વગેરેના પ્રદેશો મૂર્ત છે. આત્મા અમૂર્તિક હોવાથી તેનું જ્ઞાન પણ
અમૂર્ત છે, તેનું સમ્યગ્દર્શન પણ અમૂર્ત છે, તેનો આનંદ પણ અમૂર્ત છે;–આ રીતે અતીન્દ્રિય જ્ઞાનનો જ વિષય
થવાનો તેનો સ્વભાવ છે. આવા અમૂર્ત ચિદાનંદ–સ્વભાવની દ્રષ્ટિ કરીને તેના અવલંબને મૂર્ત–કર્મ વગેરે સમસ્ત
પદાર્થો સાથેનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ જ્યાં તૂટ્યો ત્યાં સાક્ષાત્ અમૂર્ત એવી સિદ્ધદશા થયા વિના રહે નહિ.
એકેક શક્તિનું વર્ણન કરતાં તે શક્તિની નિર્મળ પર્યાયને તેમ જ આખા આત્મદ્રવ્યને સાથે ને સાથે
રાખીને આ વાત છે. દ્રવ્યની દ્રષ્ટિથી જ આ શક્તિઓની યથાર્થ ઓળખાણ થાય છે, અને એ રીતે શક્તિની
યથાર્થ ઓળખાણ થતાં તેની નિર્મળપર્યાય થાય છે. આ રીતે દ્રવ્ય–ગુણ ને નિર્મળ પર્યાયની સંધિ છે. કોઈ કહે કે
દ્રવ્ય–ગુણને માન્યા પણ નિર્મળપર્યાય ન થઈ. –તો એમ બને જ નહિ; તેણે ખરેખર દ્રવ્ય–ગુણને માન્યા જ નથી.
નિર્મળ પર્યાય વગર દ્રવ્ય–ગુણને માન્યા કોણે? માનનાર તો પર્યાય છે. જે પર્યાય દ્રવ્ય તરફ ઝૂકીને દ્રવ્યને માને
છે તે તો દ્રવ્ય સાથે અભેદ થયેલી નિર્મળપર્યાય જ છે.
અહીં અમૂર્તત્વશક્તિમાં પણ “કર્મબંધના અભાવથી વ્યક્ત કરાએલા... આત્મપ્રદેશો” –એમ કહીને
શક્તિની નિર્મળપર્યાય બતાવી છે; તેમ જ પહેલાંં સંસારદશામાં કર્મબંધ નિમિત્તપણે છે એમ પણ બતાવ્યું છે.
આત્માને સંસારપર્યાય છે અને તેના નિમિત્તરૂપ કર્મનો સંબંધ પણ છે–તેની ના પાડનાર તેના અભાવનો પ્રયત્ન
નહીં કરે. જો જીવ અવસ્થાની અશુદ્ધતાને તેમજ તેના નિમિત્તને જેમ છે તેમ ઓળખે, તેમજ પોતાની શુદ્ધશક્તિને
ઓળખે, તો જ શુદ્ધશક્તિનું અવલંબન કરીને અવસ્થામાંથી અશુદ્ધતા ટાળીને શુદ્ધતા પ્રગટ કરે. આત્માને કર્મનો
સંબંધ તો કૃત્રિમ–ઉપાધિરૂપ છે, ને કર્મબંધના અભાવથી વ્યક્ત થયેલા આત્મપ્રદેશો સહજ સ્વાભાવિક છે. આવા
સહજ આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તિકપણું છે તે આત્માનો ત્રિકાળ સ્વભાવ છે; એટલે આત્મા ત્રિકાળ વર્ણ–ગંધ–
રસ–સ્પર્શથી રહિત છે.
હે ભાઈ! આ શરીર તો જડ–મૂર્તિક છે, વર્ણ–ગંધ–

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૮૮ : ‘આત્મધર્મ’ ૨૪૮૨: શ્રાવણ:
રસ–સ્પર્શવાળું છે, તે શરીર તારું નથી; તું તો ચૈતન્યસ્વરૂપ–અમૂર્ત છો, વર્ણ–ગંધ–રસ–સ્પર્શ વગરનો છો. તારા
અમૂર્ત આત્મપ્રદેશોમાં શરીર–મન–વાણી કે રાગદ્વેષ ભર્યા નથી, પણ જ્ઞાન–શ્રદ્ધા–સુખ–વીર્ય વગેરે અનંત
શક્તિઓ ભરી છે. જેમ ગોળમાં ગળપણ ભર્યું છે પણ કાંઈ તેમાં કડવાશ નથી ભરી, તેમ આત્મામાં જ્ઞાનાદિ
અનંતી શક્તિઓ ભરેલી છે, પણ તેમાં કાંઈ વિકાર નથી ભર્યો. વિકાર તો ઉપલક ભાવ છે, અંતરના ઊંડા
સ્વભાવમાં વિકાર નથી. આત્માની સ્વભાવશક્તિને પકડીને તેના આનંદના અનુભવમાં લીન રહેતાં આહાર
તરફ વૃત્તિ જ ન જાય તેનું નામ ઉપવાસ છે, ને એવો તપ તે ધર્મ છે. ‘આત્મા ખોરાક ખાય છે તે તેણે છોડી
દીધો તેનું નામ ઉપવાસ’ –એમ અજ્ઞાનીઓ માને છે. પણ ભાઈ! આત્મા તો અમૂર્ત છે, તે મૂર્તિક ખોરાકને
ગ્રહતો પણ નથી ને છોડતો પણ નથી. આત્માને કાંઈ એવા હાથ–પગ નથી કે મૂર્તિક વસ્તુને ગ્રહે ને છોડે!
આત્માને વર્તમાન અવસ્થાથી જોતાં તેને કર્મનો સંબંધ અને રાગાદિ ભાવબંધ છે પરંતુ તે ખરેખર
આત્મા નથી કેમ કે તેના આશ્રયે આત્માને હિત થતું નથી. આત્મા તો પોતાની ત્રિકાળી શક્તિઓનો પિંડ છે,
તેના આશ્રયે વિકારની ઉત્પત્તિ થતી નથી. આત્માની કોઈ શક્તિ વિકારની ઉત્પાદક નથી.
પ્રશ્ન:– જો આત્માની કોઈ શક્તિ વિકારની ઉત્પાદક નથી તો વિકાર કેમ ઊપજે છે?
ઉત્તર:– આત્માની ત્રિકાળી શક્તિ જો વિકારની ઉત્પાદક હોય તો વિકાર કદી ટળી શકે નહિ. પરંતુ શક્તિ
તો ત્રિકાળ રહીને વિકાર ટળી જાય છે, માટે વિકાર તે ખરેખર શક્તિનું પરિણમન નથી. શક્તિનો આશ્રય ન
કરતાં પરનો આશ્રય કર્યો તેથી વિકારની ઉત્પત્તિ થઈ, માટે તે સમયનો પરાશ્રયભાવ પોતે જ વિકારનો ઉત્પાદક
છે. શક્તિના આશ્રયે વિકાર થતો નથી માટે શક્તિ વિકારની ઉત્પાદક નથી. આ રીતે આત્માના સ્વભાવ સાથે
એકતા કર તેને જ (–નિર્મળ પર્યાયને જ) અહીં આત્માની પર્યાય ગણી છે, આત્મા સાથે એકતા ન કરે તેને (–
મલિનપર્યાયને) ખરેખર આત્માની પર્યાય ગણતા જ નથી. જો કે તે થાય છે આત્મામાં, પરંતુ આત્માના
શુદ્ધસ્વભાવની મુખ્યતામાં તે અભાવ સમાન જ છે.
પોતાની અવસ્થામાં અશુદ્ધતા છે તેને જો સ્વીકારે જ નહિ તો તેને ટાળવાનો ઉદ્યમ કેમ કરે? અને જો
તેટલો જ પોતાને સ્વીકારી લ્યે તો ય તેને ટાળવાનો ઉદ્યમ ક્યાંથી કરે? મારા ત્રિકાળી સ્વભાવમાં આ અશુદ્ધતા
નથી–એમ જાણીને, શુદ્ધસ્વભાવનો આદર કરતાં અશુદ્ધતાનો અભાવ થઈને શુદ્ધ સિદ્ધપદ પ્રગટે છે. હજી તો
અમૂર્ત આત્માની શ્રદ્ધા કરવાની પણ જે ના પાડે ને મૂર્ત કર્મવાળો જ આત્માને માને તો તેને સિદ્ધપદ ક્યાંથી
પ્રગટે?
આત્માની પર્યાયમાં વિકાર છે, કર્મનો સંબંધ છે–એનો સ્વીકાર તે વ્યવહાર છે; અને આત્મા ત્રિકાળી
શક્તિથી પરિપૂર્ણ છે, શુદ્ધ છે, તેમાં વિકાર કે બંધન નથી–એવા આત્મસ્વભાવનો સ્વીકાર તે નિશ્ચય છે. ત્યાં જે
જીવ એકલા વ્યવહારને જ સ્વીકારીને તેના આશ્રયમાં અટકે છે તે તો મિથ્યાદ્રષ્ટિ–અધર્મી છે. જે જીવ શુદ્ધ–
આત્મસ્વભાવને દ્રષ્ટિમાં લઈને તેનો આશ્રય કરે છે તે સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા છે, તેને શુદ્ધદ્રવ્યના આશ્રયે પર્યાય
પણ નિર્મળ થતી જાય છે, અને કર્મ સાથેનો નિમિત્ત સંબંધ છૂટતો જાય છે.
મૂર્ત કર્મના અભાવરૂપ અમૂર્તશક્તિ આત્મામાં ત્રિકાળ છે, પણ કર્મ સાથે સંબંધ ટકાવી રાખે એવી તો
કોઈ શક્તિ આત્મામાં નથી. કર્મ સાથે સંબંધ બાંધે એવી એક સમય પૂરતા વિકારની યોગ્યતા છે, પરંતુ
આત્માની શુદ્ધશક્તિની દ્રષ્ટિમાં તો તેનો પણ અભાવ છે.
આત્મા અતર્મૂધર્મવાળો છે, એટલે કોઈ મૂર્તની (શરીર વગેરેની) મદદથી તેને ધર્મ થાય–એવો આત્મા
નથી. ઈન્દ્રિયો પણ મૂર્ત છે, તે અમૂર્ત આત્માના ધર્મમાં મદદગાર નથી; આત્માનો જ્ઞાનાનંદસ્વભાવ અમૂર્ત–
અતીન્દ્રિય છે, તે સ્વભાવના અવલંબને જ ધર્મ થાય છે. આત્મામાં આવી નિર્મળ શક્તિઓ તો ત્રિકાળ છે જ,
પણ પોતે પોતાની શક્તિને સેવતો નથી એટલે તે શક્તિ ઊછળતી નથી–નિર્મળપણે પરિણમતી નથી. પર્યાયને
(શેષાંક માટે જાુઓ પૃષ્ઠ ૧૯૦)

PDF/HTML Page 16 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૧૮૯ :
આત્માની પ્રભુતા બતાવીને સંતો ઉત્સાહ આપે છે:
અરે જીવ! તું ડર નહિ.મૂંઝા નહિ.
ઉલ્લાસિત થઈને તારી તાકાતને ઊછાળ!



સિદ્ધ અને અરિહંતભગવાનમાં જેવી સર્વજ્ઞતા, જેવી પ્રભુતા, જેવો અતીન્દ્રિય આનંદ અને જેવું
આત્મવીર્ય છે તેવી જ સર્વજ્ઞતા, પ્રભુતા, આનંદ અને વીર્યની તાકાત આ આત્મામાં પણ ભરી જ છે, તે અહીં
આચાર્યદેવ ઓળખાવે છે.
ભાઈ! એકવાર હરખ તો લાવ...કે અહો! મારો આત્મા આવો!! જ્ઞાન–આનંદની પરિપૂર્ણ તાકાત મારા
આત્મામાં ભરી જ છે, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી. ‘અરેરે! હું દબાઈ ગયો. વિકારી થઈ ગયો...
હવે કેમ મારું માથું ઊંચું થશે!’ –એમ ડર નહિ... મૂંઝા નહિ... હતાશ ન થા... એકવાર સ્વભાવનો હરખ લાવ...
સ્વભાવનો ઉત્સાહ કર... તેનો મહિમા લાવીને તારી તાકાતને ઊછાળ!
અહો! આનંદનો દરિયો પોતાના અંતરમાં ઊછળે છે તેને તો જીવો જોતા નથી ને તરણાં જેવા તુચ્છ
વિકારને જ દેખે છે! અરે જીવો! આમ અંતરમાં નજર કરીને દરિયાને દેખો... ચૈતન્યસમુદ્રમાં ડૂબકી મારો!!
આનંદનો સાગર અંતરમાં છે તેને ભૂલીને અજ્ઞાની તો બહારમાં ક્ષણિક પુણ્યના ઠાઠ દેખે ત્યાં તેમાં જ
સુખ માનીને મૂર્છાઈ જાય છે, ને જરાક પ્રતિકૂળતા દેખે ત્યાં દુઃખમાં મૂર્છાઈ જાય છે; પણ પરમ મહિમાવંત
પોતાના આનંદસ્વભાવને દેખતો નથી. જ્ઞાની તો જાણે છે કે હું પોતે જ આનંદસ્વભાવથી ભરેલો છું, ક્યાંય
બહારમાં મારો આનંદ નથી, કે મારા આનંદને માટે કોઈ બાહ્ય પદાર્થની મારે જરૂર નથી. આવું ભાન હોવાથી
જ્ઞાની બહારમાં પુણ્ય–પાપ ઠાઠમાં મૂર્છાતા નથી કે મૂંઝાતા નથી. પુણ્યના ઠાઠ આવીને પડે ત્યાં જ્ઞાની કહે છે કે
અરે પુણ્ય! રહેવા દે... હવે સારા દેખાવ અમારે નથી જોવા, અમારે તો સાદિ–અનંત અમારા આનંદને જ જોવો
છે. અમારા આત્માના અતીન્દ્રિય આનંદ સિવાય બીજું કાંઈ અમને પ્રિય નથી. અમારો આનંદ અમારા
આત્મામાં જ છે, આ પુણ્યના ઠાઠમાં ક્યાંય અમારો આનંદ નથી. પુણ્યનો ઠાઠ અમને આનંદ આપવા સમર્થ
નથી, તેમજ પ્રતિકૂળતાના ગંજ અમારા આનંદને લૂંટવા સમર્થ નથી. –આવી જ્ઞાનીની અંર્તકથા હોય છે. તેણે
સ્વસંવેદનપ્રત્યક્ષથી પોતાના આનંદનું વેદન થયું છે. આત્માનો એવો અચિંત્યસ્વભાવ છે કે સ્વસંવેદનપ્રત્યક્ષથી
જ તે જણાય; ‘સ્વયં પ્રત્યક્ષ’ થાય એવો આત્માનો સ્વભાવ છે. સ્વયંપ્રત્યક્ષ સ્વભાવની પૂર્ણતામાં પરોક્ષપણું કે
ક્રમ રહે એવો સ્વભાવ નથી, તેમજ સ્વયંપ્રત્યક્ષ આત્મામાં વચ્ચે વિકલ્પ–રાગ–વિકાર કે નિમિત્તની ઉપાધિ ગરી
જાય–એમ પણ નથી, એટલે કે વ્યવહારના અવલંબને આત્માનું સંવેદન થાય એમ બનતું નથી. પરની અને
રાગની આડ વચ્ચેથી કાઢી નાંખીને, પોતાના એકાકાર સ્વભાવને જ સીધેસીધો સ્પર્શીને આત્માનું સ્વસંવેદન
થાય છે, એ સિવાય બીજા કોઈ ઉપાયથી આનંદસ્વરૂપ ભગવાન આત્માનું સ્વસંવેદન થાય છે, એ સિવાય બીજા
કોઈ ઉપાયથી આનંદસ્વરૂપ ભગવાન આત્માનું વેદન થતું નથી.
અહો! આવો સ્વસંવેદનસ્વભાવી ચૈતન્યભગવાન આત્મા પોતે બિરાજી રહ્યો છે, પણ પોતાની સામે ન
જોતાં વિકારની જ સામે જુએ છે તેથી વિકારનું જ વેદન

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૯૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૨: શ્રાવણ:
થાય છે. જો અંતરમાં પોતાના ચિદાનંદસ્વરૂપને નીહાળે તો આનંદનું વેદન થાય ને વિકારનું વેદન ટળે.
આત્માનો આવો પ્રગટ મહિમા સંતો બતાવે છે, આ અચિંત્ય મહિમાને લક્ષમાં લઈને એકવાર પણ જો
અંતરથી ઊછળીને તેનું બહુમાન કરે તો સંસારથી બેડો પાર થઈ જાય. ચૈતન્યસ્વભાવનું બહુમાન કરતાં
અલ્પકાળમાં જ તેનું સ્વસંવેદન થઈને મુક્તિ થયા વિના રહે નહિ. વસ્તુમાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદની શક્તિ પડી
જ છે, તેને ઓળખીને, તેની સન્મુખ થઈને, પર્યાયમાં તે પ્રગટ કરવાની છે, અરે જીવ! એકવાર બીજું બધું ભૂલી
જા ને તારી નિજશક્તિને સંભાળ! પર્યાયમાં સંસાર છે એ ભૂલી જા ને નિજશક્તિની સન્મુખ જો, તો તેમાં
સંસાર છે જ નહિ. ચૈતન્યશક્તિમાં સંસાર હતો જ નહિ, છે જ નહિ, ને થશે પણ નહિ. –લ્યો આ મોક્ષ! આવા
સ્વભાવની દ્રષ્ટિથી આત્મા મુક્ત જ છે. માટે એકવાર બીજું બધુંય લક્ષમાંથી છોડી દે ને આવા
ચિદાનંદસ્વભાવમાં લક્ષને એકાગ્ર કર, તો તને મોક્ષની શંકા રહેશે નહિ, અલ્પકાળમાં અવશ્ય મુક્તિ થઈ જશે.
[–૪૭ શક્તિ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી]
ધાર્મિક પ્રવચના ખાસ દિવસો
સોનગઢમાં શ્રાવણ વદ ૧૧ ને શનિવાર તા. ૧–૯–૫૬થી ભાદરવા સુદ ૪ ને શનિવાર તા. ૮–૯–૫૬
સુધીના આઠ દિવસો ધાર્મિક દિવસો તરીકે ઊજવાશે, ને આ દિવસોમાં પૂ. ગુરુદેવનાં ખાસ પ્રવચનો થશે. આ
દિવસો દરમિયાન ઘણાખરા મુમુક્ષુઓને કામધંધાથી નિવૃત્તિનો વિશેષ અવકાશ મળતો હોવાથી તેઓ લાભ લઈ
શકે તે હેતુએ આ આઠ દિવસો રાખવામાં આવ્યા છે.
(શ્રાવણ વદ ૧૨ નો ક્ષય છે.)
[પૃષ્ઠ ૧૮નો શેષાંશ]
અંતર્મુખ કરીને જો શક્તિને સેવે તો તે શક્તિ પર્યાયમાં પણ નિર્મળપણે ઊછળે, તેનું નામ ધર્મ છે. પોતાની
વર્તમાન પર્યાયને પોતાના સ્વભાવમાં ન વાળતાં પર તરફ વાળે તો મલિન થાય છે એટલે કે અધર્મ થાય છે;
અને પોતાની વર્તમાનપર્યાયને પોતાના ત્રિકાળી સ્વભાવમાં વાળતાં તે નિર્મળ થાય છે, ને મૂર્ત કર્મ સાથેનો
સંબંધ ટળીને સાક્ષાત્ સિદ્ધદશા પ્રગટે છે, ત્યાં આત્માની અમૂર્તશક્તિ શુદ્ધપણે પરિણમી જાય છે. આવું,
અનંતશક્તિવાળા જ્ઞાનસ્વભાવી આત્માની શ્રદ્ધાનું ફળ છે.
–અહીં વીસમી અમૂર્તત્વશક્તિનું વર્ણન પૂરુ થયું.
જૈનઅતિથિ સેવાસમિતિની વાર્ષિક બેઠક
ભાદરવા સુદ બીજ ને ગુરુવાર તા. ૬–૯–૫૬ના રોજ સાંજે પાંચ વાગે શ્રી જૈનઅતિથિ સેવાસમિતિની
વાર્ષિક બેઠક મળશે, તેમાં સર્વ સભ્યોને હાજર રહેવા વિનતિ છે.
દસલક્ષણી ધર્મ અથવા પર્યુષણપર્વ
ભાદરવા સુદ પાંચમ ને રવિવાર તા. ૯–૯–૫૬ થી ભાદરવા સુદ ચૌદસ ને મંગળવાર તા. ૧૮–૯–૫૬
સુધીના દસ દિવસો સોનગઢમાં દસલક્ષણીધર્મ અથવા પર્યુષણપર્વ તરીકે ઊજવાશે. આ દિવસો દરમિયાન
ઉત્તમક્ષમા વગેરે ધર્મો ઉપર પૂ. ગુરુદેવશ્રીનાં ખાસ અધ્યાત્મપ્રવચનો થશે.
અ ભવ વણ ભવ છ નહ અ જ તક અનકળ;
વિચારતાં પામી ગયા આત્મધર્મનું મૂળ.
શ્રીમદ્ રાજચંદ્ર

PDF/HTML Page 18 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૧૯૧ :
ધર્માત્માનું સ્વરૂપ – સંચેતન
હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે!
જે અનાદિથી અત્યંત અપ્રતિબુદ્ધ હતો, ને વિરક્ત જ્ઞાની ગુરુવડે
નિરંતર પરમ અનુગ્રહપૂર્વક શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાવવામાં
આવતાં, પરમ ઉદ્યમવડે સમજીને જે જ્ઞાની થયો તે શિષ્ય પોતાના
આત્માનો કેવો અનુભવ કરે છે તેનું આ વર્ણન છે.
[તેમાં તે
પવિત્રાત્મા ગુરુના ઉપકારને ભૂલતો નથી.]
[શ્રી સમયસાર ગા. ૩૮ ઉપર પૂ. ગુરુદેવનું સુંદર પ્રવચન]


જેવું આત્માનું સ્વરૂપ છે તેવું ગુરુના ઉપદેશથી જાણીને અનુભવ્યું, તે અનુભવ કેવો થયો? તેનું વર્ણન
કરતાં શિષ્ય કહે છે કે–પહેલાંં તો અનાદિથી મોહરૂપ અજ્ઞાનથી હું અત્યંત અપ્રતિબુદ્ધ હતો, તદ્ન અજ્ઞાની હતો.
પછી વિરક્ત ગુરુઓએ પરમકૃપા કરીને મને નિરંતર આત્માનું સ્વરૂપ સમજાવ્યું. જેમણે પોતે આત્માના
આનંદનો અનુભવ કર્યો છે... જેઓનો સંસાર શાંત થઈ ગયો છે... જેઓ શાંત થઈને અંતરમાં ઠરી ગયા છે...
એવા પરમ વૈરાગી વિરક્ત ગુરુએ મહા અનુગ્રહ કરીને શુદ્ધઆત્મસ્વરૂપ મને વારંવાર સમજાવ્યું. જે સમજવાની
મને નિરંતર ધૂન હતી તે જ ગુરુએ સમજાવ્યું.
શ્રી ગુરુએ અનુગ્રહ કરીને જેવો મારો સ્વભાવ કહ્યો તેવો ઝીલીને મેં વારંવાર તે સમજવાનો ઉદ્યમ
કર્યો... ‘અહો હું તો જ્ઞાન છું, આનંદ જ મારો સ્વભાવ છે’ એમ મારા ગુરુએ મને કહ્યું, તે મેં સર્વ પ્રકારના
ઉદ્યમથી અંતર્મથન કરીને નિર્ણય કર્યો... મારો ઉદ્યમ થતાં કાળલબ્ધિ પણ ભેગી જ આવી ગઈ... કર્મો પણ ખસી
ગયાં... સર્વ પ્રકારના ઉદ્યમથી સાવધાન થઈને હું મારું સ્વરૂપ સમજ્યો. હું મારું શુદ્ધસ્વરૂપ જેવું સમજ્યો તેવું જ
સર્વજ્ઞ પરમાત્માએ અને શ્રીગુરુએ મને કહ્યું હતું; આ રીતે દેવ–ગુરુ–શાસ્ત્રોએ શું સ્વરૂપ સમજાવ્યું તેનો પણ
યથાર્થ નિર્ણય થયો.
જેમ પોતાની મૂઠીમાં રાખેલું સોનું ભૂલી ગયો હોય ને ફરી યાદ કરે; તેમ મારા પરમેશ્વરસ્વરૂપ આત્માને
હું ભૂલી ગયો હતો તેનું હવે મને ભાન થયું; મારામાં જ મારા પરમેશ્વરઆત્માને મેં દેખ્યો... અનાદિથી મારા
આવા આત્માને હું ભૂલી ગયો હતો, મને કોઈ બીજાએ ભૂલાવ્યો ન હતો, પણ મારા અજ્ઞાનને લીધે હું જ ભૂલી
ગયો હતો; મારા આત્માનો મહિમા ચૂકીને હું સંયોગનો મહિમા કરતો, તેથી હું મારા આત્માને ભૂલી ગયો હતો;
પણ શ્રીગુરુના અનુગ્રહપૂર્વક ઉપદેશથી સર્વ પ્રકારના ઉદ્યમ વડે હવે મને મારા પરમેશ્વર આત્માનું ભાન થયું.
શ્રીગુરુએ જેવો આત્મા કહ્યો હતો તેવો હવે મેં જાણ્યો.
એ પ્રમાણે જ્ઞાનસ્વરૂપ પરમેશ્વર આત્માને જાણીને, તેની શ્રદ્ધા કરીને તથા તેનું આચરણ હું સમ્યક્ પ્રકારે

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૯૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૨: શ્રાવણ:
એક આત્મારામ થયો. આત્માના અનુભવથી તૃપ્ત તૃપ્ત આતમરામ થયો. હવે હું મારા આત્માને કેવો
અનુભવું છું!:–
‘હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે!’
–સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમેલો હું મારા આત્માને આવો અનુભવું છું. એક આત્મા જ મારો
આરામ છે... એક આત્મા જ મારા આનંદનું ધામ છે... આત્માના શ્રદ્ધા–જ્ઞાન–આચરણ કરીને હું સમ્યક્ પ્રકારે
આત્મારામ થયો છું... હવે જ હું ખરેખરો આત્મા થયો છું... મારા આત્માને હવે હું એવો અનુભવુ છું કે–
‘હું’ મારા જ અનુભવથી પ્રત્યક્ષ જણાઉં એવો ચૈતન્યમાત્ર જ્યોતિ આત્મા છું. રાગથી ઈન્દ્રિયોથી મારું
સ્વસંવેદન થતું નથી. ચૈતન્યમાત્ર સ્વસંવેદનથી જ હું પ્રત્યક્ષ થાઉં છું. મારા મતિશ્રુતજ્ઞાનને અંતરમાં એકાગ્ર
કરીને હું મારું સ્વસંવેદન પ્રત્યક્ષ કરું છું.
મારા મતિશ્રુતજ્ઞાનને ઈન્દ્રિયોથી ને રાગથી ભિન્ન કરીને સ્વસંવેદન પ્રત્યક્ષ વડે હું મારો અનુભવ કરું છું.
આ રીતે સ્વસંવેદન પ્રત્યક્ષમાં આવતો હું છું. અંર્તમુખ અનુભવથી જે પ્રત્યક્ષ થયો તે જ હું છું. મારા સ્વસંવેદનમાં
બીજું બધું બહાર રહી જાય છે તે હું નથી, સ્વસંવેદનમાં ચૈતન્યમાત્ર આત્મા પ્રત્યક્ષ થયો તે જ હું છું.
‘હું એક છું’ –ચિન્માત્ર આકારને લીધે હું સમસ્ત ક્રમરૂપ તથા અક્રમરૂપ પ્રવર્તતા વ્યાવહારિક ભાવોથી
ભેદરૂપ થતો નથી, માટે હું એક છું. જ્ઞાનની જ અખંડમૂર્તિ હું એક છું. પર્યાયમાં મનુષ્ય–દેવ વગેરે ભાવો ક્રમરૂપ
હો, કે જોગ–લેશ્યા–મતિશ્રુત વગેરે જ્ઞાનો અક્રમે એક સાથે હો–પણ તે ભેદરૂપ વ્યવહારભાવો વડે હું ભેદાઈ જતો
નથી, હું તો ચિન્માત્ર એકાકાર જ રહું છું–મારા અનુભવમાં તો જ્ઞાયક એકાકાર સ્વભાવ જ આવે છે–માટે હું એક
છું. મારા આત્માને હું એકપણે જ અનુભવું છું... ખંડખંડ ભેદરૂપ નથી અનુભવતો. પર્યાયને ચૈતન્યમાં લીન
કરીને ચૈતન્યમાત્ર જ આત્માને અનુભવું છું. આત્માને રાગાદિવાળો નથી અનુભવતો, ચૈતન્યમાત્ર એકાકાર
જ્ઞાયકભાવરૂપ જ આત્માને અનુભવું છું... મારા આત્માને જ્ઞાયકસ્વરૂપે જ દેખું છું.
‘હું શુદ્ધ છું’–નરનારકાદિ જીવના વિશેષો, તેમજ અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા ને
મોક્ષસ્વરૂપ જે વ્યવહાર નવતત્ત્વો છે તેમનાથી અત્યંત જુદો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવરૂપ ભાવ છું, તેથી હું
શુદ્ધ છું. નવે તત્ત્વના વિકલ્પોથી હું પાર છું... પર્યાયમાં હું શુદ્ધ જ્ઞાયકસ્વભાવસ્વરૂપે પરિણમ્યો છું માટે હું શુદ્ધ છું.
શુદ્ધ જ્ઞાયકભાવમાત્ર મારા આત્માને હું શુદ્ધપણે અનુભવું છું. નવતત્ત્વના ભેદો તરફ હું નથી વળતો–તેના
વિકલ્પોને નથી અનુભવતો, પણ ક્ષાયકસ્વભાવ તરફ વળીને, નવતત્ત્વના વિકલ્પો રહિત થઈને, હું મારા
આત્માને શુદ્ધપણે અનુભવું છું. નવે તત્ત્વોના રાગમિશ્રિત વિકલ્પથી હું અત્યંત જુદો થઈ ગયો છું, નિર્વિકલ્પ
થઈને અંતરમાં આનંદસ્વરૂપ આત્માને એકને જ હું અનુભવું છું માટે હું શુદ્ધ છું. મારા વેદનમાં શુદ્ધઆત્મા જ છે.
હું દર્શન જ્ઞાનમય છું–હું ચિન્માત્ર હોવાથી સામાન્ય–વિશેષ ઉપયોગાત્મકપણાને ઉલ્લંઘતો નથી તેથી
દર્શન–જ્ઞાનમય છું. હું મારા આત્માને દર્શન–જ્ઞાન–ઉપયોગરૂપ જ અનુભવું છું.
હું સદાય અરૂપી છું–સ્પર્શ–રસ–ગંધ–વર્ણ જેનું નિમિત્ત છે એવા જ્ઞાનરૂપે પરિણમ્યો હોવા છતાં પણ તે
સ્પર્શાદિ રૂપી–પદાર્થોરૂપે હું પરિણમ્યો નથી માટે હું સદાય અરૂપી છું. રૂપી પદાર્થોને જાણતાં છતાં હું રૂપી સાથે
તન્મય થતો નથી, હું તો જ્ઞાન સાથે જ તન્મય છું માટે હું અરૂપી છું. રૂપી પદાર્થો મારાપણે મને નથી
અનુભવાતા, માટે હું અરૂપી છું.
–આમ સર્વથી જુદા, એક, શુદ્ધ, જ્ઞાનદર્શનમય, સદા અરૂપી આત્માને હું અનુભવું છું. અને આવા મારા
સ્વરૂપને અનુભવતો હું પ્રતાપવંત વર્તું છું
સ્વસંવેદન પ્રત્યક્ષ આત્માના અનુભવથી પ્રતાપવંત વર્તતા એવા મને, મારાથી બાહ્ય વર્તતા સમસ્ત
પદાર્થોમાં કોઈ પણ પરદ્રવ્ય પરમાણુમાત્ર પણ મારાપણે ભાસતું નથી. મારાથી બહાર જીવ અને અજીવ, સિદ્ધ
અને સાધક એવા અનંત પરદ્રવ્યો પોતપોતાની સ્વરૂપ સંપદા સહિત વર્તે છે તો પણ સ્વસંવેદનથી પ્રતાપવંત
વર્તતા એવા

PDF/HTML Page 20 of 21
single page version

background image
: શ્રાવણ: ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૧૯૩ :
સોનગઢ – જિનમંદિર – સમાચાર
[ભક્તોના ઉલ્લાસનો એક પ્રસંગ]


તીર્થધામ સોનગઢમાં પૂ. ગુરુદેવના પ્રતાપે શ્રી સીમંધર ભગવાનનું જિનમંદિર સં. ૧૯૯૭માં થયું...
ત્યારબાદ દિનદિન વધતી જતી પ્રભાવનાને પ્રતાપે ભક્તજનો એટલા વધતા ગયા કે એ જિનમંદિરમાં સાંકડ
પડવા લાગી... ને તેને વિશાળ કરવાની જરૂર પડી. ભક્તજનોએ ઉલ્લાસ–પૂર્વક જિનમંદિર મોટું કરવાની
યોજનાને વધાવી લીધી... ને એ મંગલ કાર્ય અત્યારે ચાલી રહ્યું છે. જિનમંદિર ઘણું ભવ્ય–રળિયામણું, વિશાળ
અને ઉન્નત થશે...
અષાડ સુદ ચૌદસ અને પુનમ–એ બે દિવસો દરમિયાન–આ જિનમંદિરની છત ભરવાનું કામ
ભક્તજનોએ ઘણા ઉમંગપૂર્વક હાથોહાથ કર્યું... અતિશય ભક્તિપૂર્વક પૂ. બેનશ્રીબેનની આગેવાનીમાં સેંકડો
ભક્તજનો જ્યારે એ કાર્ય ઉલ્લાસથી કરી રહ્યા હતા ત્યારે જિનમંદિર પ્રત્યેની સૌની અદ્ભુત ભક્તિ દેખીને
આશ્ચર્ય થતું... ભક્તિના ગીત ગાતાં ગાતાં એ મહાન પ્રસંગ ચાલ્યો તે વખતનું દ્રશ્ય ખાસ જોવા લાયક હતું. બે
દિવસના સતત પરિશ્રમ બાદ જ્યારે એ છત પૂરવાનું કાર્ય પૂરું થયું ત્યારે જિનમંદિર પ્રત્યેની અંતરની ઊંડી ઊંડી
લાગણીપૂર્વક પૂ. બેનશ્રીબેને આનંદપૂર્વક જે જયજયકાર ગજાવ્યા છે... અને ભક્તોએ અતિશય હોંશથી ઝીલ્યા
છે... તે જયનાદના રણકાર હજી પણ ભક્તોના કાનમાં ગૂંજી રહ્યા છે...
જિનમંદિર–ફંડની વિગત નીચે મુજબ છે– ૬૭ કપુરચંદ હીરાચંદ સોનગઢ
૮૪૩૮૮ાા આત્મધર્મ અંક ૧૫૩માં જણાવ્યા મુજબ ૬૭ શેઠ મોહનલાલ કાનજી ઘીયા રાજકોટ
૨૦૧ શ્રી જૈન શિક્ષણવર્ગના વિદ્યાર્થીઓ ૬૭ શેઠ ત્રીભોવન ફુલચંદ ખારા વીંછીયા
૨૦૧ રાયચંદ ધરમશી મોશી ૬૭ કાંતાબહેન ત્રીભોવન ખારા વીંછીયા
૧૦૧ ખેમરાજજી કપુરચંદજી ખેરાગઢરાજ ૬૭ સૌ. કસુંબાબહેન મુળજીભાઈ રાજકોટ
૧૦૧ પ્રાણલાલ દેવકરણ શેઠ હા. ઝબકબેન રાજકોટ ૬૭ લાલા સિખરચંદ વિસેસરલાલ કલકત્તા
૧૨૫ કરમણ નરસી નાઈરોબી ૬૭ મહાલક્ષ્મીબહેન હા. શાંતાબેન અમદાવાદ

મને તે કોઈ પરદ્રવ્ય જરાય મારાપણે ભાસતું નથી; મારું શુદ્ધતત્ત્વ પરિપૂર્ણ છે તે જ મને મારાપણે
અનુભવાય છે, મારી પૂર્ણતામાં પરદ્રવ્યનો એક રજકણમાત્ર મને મારાપણે ભાસતો નથી કે જે મારી સાથે
(ભાવકપણે કે જ્ઞેયપણે) એક થઈને મને મોહ ઉત્પન્ન કરે! નિજરસથી જ સમસ્ત મોહને ઉખેડી નાંખ્યો છે;
નિજરસથી જ સમસ્ત મોહને ઉખેડી નાંખીને–ફરી તેનો અંકુર ન ઊપજે એ રીતે તેનો નાશ કરીને મને મહાન
જ્ઞાનપ્રકાશ પ્રગટ થયો છે. મારા આત્મામાંથી મોહનો નાશ થયો છે ને અપૂર્વ સમ્યગ્જ્ઞાન પ્રકાશ ખીલી ગયો છે–
એમ હું મારા સ્વ–સંવેદનથી નિઃશંકપણે જાણું છું. મારા આત્મામાં શાંત રસ ઉલ્લસી રહ્યો છે... અનંતભવ
હોવાની શંકા નિર્મૂળ થઈ ગઈ છે... ને ચૈતન્યના આનંદના અનુભવ સહિત મહાન જ્ઞાનપ્રકાશ પ્રગટી ગયો છે.
–આ રીતે, શ્રીગુરુ વડે પરમ અનુગ્રહપૂર્વક શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાવવામાં આવતાં, નિરંતર
ઉદ્યમવડે સમજીને શિષ્ય પોતાના આત્માને આવો અનુભવે છે–તેનું વર્ણન કર્યું.