Atmadharma magazine - Ank 155
(Year 13 - Vir Nirvana Samvat 2482, A.D. 1956). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 23
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૩
સળંગ અંક ૧૫૫
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 23
single page version

background image
વર્ષ તેરમું : સંપાદક : ભાદરવો
અંક અગિયારમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૨
આનું નામ ધગશ!
જેને આત્માની ખરી ધગશ જાગે...આત્માની ખરી ગરજ થાય તે જીવની દશા કેવી
હોય? તે સમજાવતાં એકવાર પૂ. ગુરુદેવે કહ્યું હતું કે–
આત્માર્થીને સમ્યગ્દર્શન પહેલાંં સ્વભાવ સમજવા માટે એટલો તીવ્ર રસ હોય કે
શ્રીગુરુ પાસેથી સ્વભાવ સાંભળતાં જ તે ગ્રહણ થઈને આત્મામાં ગરી જાય... આત્મામાં
પરિણમી જાય... – ‘અહો! મારો આવો સ્વભાવ ગુરુએ બતાવ્યો...’ એમ ગુરુનો ઉપદેશ
ઠેઠ આત્મામાં સ્પર્શી જાય...
જેમ કોરા ઘડા ઉપર પાણીનું ટીપું પડતાં જ તે ચૂસી લ્યે છે, અથવા ધગધગતા
લોઢા ઉપર પાણીનું ટીપું પડતાં જ તે ચૂસી લ્યે છે, તેમ દુઃખથી અતિ સંતપ્ત થયેલા
આત્માર્થી જીવને, શ્રીગુરુ પાસેથી શાંતિનો ઉપદેશ મળતાં જ તે તેને ચૂસી લ્યે છે એટલે કે
તરત જ તે ઉપદેશને પોતાના આત્મામાં પરિણમાવી દ્યે છે.
આત્માર્થીને સ્વભાવની જિજ્ઞાસા અને ઝંખના એવી ઉગ્ર હોય કે ‘સ્વભાવ’
સાંભળતાં તો હૃદયમાં સોંસરવટ ઊતરી જાય... અરે, ‘સ્વભાવ’ કહીને જ્ઞાની શું બતાવવા
માંગે છે! –એનું જ મારે ગ્રહણ કરવું છે... આમ રૂંવાટે રૂંવાટે સ્વભાવ પ્રત્યેનો ઉત્સાહ જાગે
ને વીર્યનો વેગ સ્વભાવ તરફ વળી જાય. સ્વભાવ પ્રાપ્ત કર્યે જ છૂટકો... ત્યાં સુધી તેને ચેન
ન પડે.
–આવી દશા થાય ત્યારે આત્માની ખરી ધગશ કહેવાય.
વાર્ષિક લવાજમ છૂટક નકલ
ત્રણ રૂપિયા ચાર આના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 23
single page version

background image
–આત્મા અને અનાત્માના ભેદજ્ઞાન વગર ખ્યાતિ–પૂજા–લાભ વગેરેની ઈચ્છાથી અજ્ઞાની જીવ દેહને દાહ
કરનારી વિવિધ પ્રકારની જે ક્રિયા (પંચાગ્નિ તપ વગેરે) કરીને શરીરને ક્ષીણ કરે છે, તે બધુંય ગૃહીતમિથ્યા–
ચારિત્ર છે–એમ જાણીને હે જીવ! મિથ્યાશ્રદ્ધા–જ્ઞાન ચારિત્રને તું છોડ...... અને આત્મહિતના પંથે લાગ. આ
જગતની જાળમાં ભ્રમણ કરવું છોડ, ને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે નિજ આત્મામાં મગ્ન થા.
પ્રશ્ન:– (૪) : નીચેના પ્રશ્નોનો જવાબ લખો–
(૧) કયા કયા દ્રવ્યો ગતિ કરે છે? તેમાં ઉપાદાન અને નિમિત્ત શું છે?
(૨) શરીરોનાં નામ લખો; સૌથી વધારે શરીર કોને હોય?
(૩) પુદ્ગલપરમાણુને શા માટે અસ્તિકાય કહ્યો છે?
(૪) કર્મો આત્માને રખડાવે છે એમ માનનારે ક્યો અભાવ ન માન્યો?
(૫) ક્યો જીવ ક્યારે લોકાકાશ બરાબર થાય છે?
(૬) પ્રત્યભિજ્ઞાનનું કારણ કોણ છે?
(૭) મહાવીરભગવાન મોક્ષ પામ્યા–તેમાં ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય સમજાવો.
(૮) વર્તમાન વિચરતા સીમંધર ભગવાનનો પ્રાગભાવ અને પ્રધ્વંસાભાવ બતાવો.
ઉત્તર: (૪)
(૧) છ દ્રવ્યોમાંથી જીવ અને પુદ્ગલ એ બે દ્રવ્યો જ ગતિ કરે છે; તેમાં ઉપાદાન તે તે દ્રવ્યોનો ક્રિયાવતી
શક્તિનું પરિણમન છે, ને નિમિત્ત ધર્માસ્તિકાય છે.
(૨) શરીરો પાંચ છે–ઔદારિક, વૈક્રિયિક, આહારક, તૈજસ અને કાર્મણ; તેમાંથી, છઠ્ઠાગુણસ્થાનવર્તી
કોઈ મુનિને સૂક્ષ્મ તત્ત્વમાં શંકા થતાં તેના સમાધાન માટે આહારક શરીર પ્રગટે છે ને નિકટમાં બિરાજમાન
કેવળી–શ્રુતકેવળી પાસે જઈને શંકાનું સમાધાન કરે છે; આ પ્રસંગે તે મુનિને સૌથી વધારે (ચાર) શરીરો હોય
છે, તે આ પ્રમાણે–ઔદારિક, આહારક, તૈજસ, અને કાર્મણ.
(૩) પુદ્ગલપરમાણુ એકપ્રદેશી હોવાથી, નિશ્ચયથી જો કે તે અસ્તિકાય નથી, પણ સ્પર્શગુણના કારણે
અનેક પરમાણુઓ સ્કંદરૂપ થાય છે, તે અપેક્ષાએ બહુપ્રદેશો હોવાથી તેને અસ્તિકાય પણ કહેવાય છે.
(૪) કર્મો આત્માને રખડાવે છે એમ જેઓ માને છે તેઓ કર્મ અને આત્મા વચ્ચેના અત્યંત–અભાવને માનતા
નથી. આત્મા અને કર્મ એ બંનેનો એકબીજામાં અત્યંત–અભાવ છે, તેથી કર્મ આત્માને રખડાવે એ વાત સાચી નથી.
(૫) મોક્ષ જતાં પહેલાંં જે કેવળીભગવાનને સમુદ્ઘાત થાય છે તે કેવળીભગવાનનો આત્મા તે
સમુદ્ઘાત વખતે લોકાકાશ બરાબર થાય છે.
(૬) ‘આ તે જ છે’ ઈત્યાદિ પ્રકારના પ્રત્યભિજ્ઞાનનું કારણ દ્રવ્યની ધુ્રવતા છે. જો દ્રવ્ય કથંચિત્ ધુ્રવ ન
હોય તો તેનું પ્રત્યભિજ્ઞાન ન થઈ શકે.
(૭) ‘ભગવાન મહાવીર મોક્ષ પામ્યા’ –ત્યાં મોક્ષદશાનો ઉત્પાદ થયો, સંસારદશાનો વ્યય થયો, ને
ભગવાનના આત્માની ધુ્રવતા રહી. –એ રીતે એકસાથે ઉત્પાદ–વ્યય–ધુ્રવતા છે.
(૮) વર્તમાન અરહંતપદે બિરાજતા શ્રી સીમંધર ભગવાનનો તેમની અલ્પજ્ઞતારૂપ પૂર્વપર્યાયમાં જે
અભાવ છે તે પ્રાગ્–અભાવ છે, અને ભવિષ્યની સિદ્ધિપર્યાયમાં જે અભાવ છે તે પ્રધ્વંસ–અભાવ છે.
પ્રશ્ન: (૫) :– નીચેના પદાર્થોની વ્યાખ્યા લખો.
(૧) વસ્તુત્વગુણ (૨) બંધ (૩) જીવ (૪) સ્વભાવ–અર્થપર્યાય (૫) પ્રદેશ (૬) અનુજીવીગુણ
(૭) અન્યોન્યાભાવ
ઉત્તર: (પ)
(૧) વસ્તુત્વગુણ:– જે શક્તિના કારણે દ્રવ્યમાં અર્થક્રિયા હોય તેને વસ્તુત્વગુણ કહે છે; જેમ પાણીને
ધારણ કરવું તે ઘડાની અર્થક્રિયા છે તેમ પોતપોતાના ગુણપર્યાયોને ધારણ કરવા તે દરેક દ્રવ્યની અર્થક્રિયા છે.
(૨) બંધ:– અનેક ચીજોમાં એકપણાનું જ્ઞાન કરાવવાવાળા સંબંધવિશેષને બંધ કહે છે.
(૩) જીવ:– જેનામાં હંમેશા ચેતનાગુણ હોય તે જીવ છે.
(૪) સ્વભાવઅર્થપર્યાય:– બીજાના નિમિત્ત વગર જે અર્થપર્યાય હોય તેને સ્વભાવઅર્થપર્યાય કહે છે;
જેમ કે જીવની કેવળજ્ઞાન પર્યાય.
(૫) પ્રદેશ:– આકાશના જે સૌથી નાના ભાગને એક પરમાણુ રોકે તેટલા ભાગને ‘પ્રદેશ’ કહે છે; તેના
બે ભાગ કલ્પી શકાતા નથી.
(૬) અનુજીવીગુણ:– વસ્તુના ‘ભાવસ્વરૂપ’ ગુણોને અનુજીવીગુણ કહે છે: જેમ કે જીવમાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર
(શેષાંક માટે જુઓ પૃષ્ઠ ૨૧૦)

PDF/HTML Page 4 of 23
single page version

background image
સુવર્ણપુરી સમાચાર
એક વધામણી!!!
ભક્તજનોને વધામણી આપતાં આનંદ થાય છે કે–તીર્થાધિરાજ શ્રી
સમ્મેદશિખરજી ધામની યાત્રાએ જવાના નિર્ણયની જાહેરાત પરમ પૂજ્ય ગુરુદેવે
આ શ્રાવણ સુદ એકમના રોજ કરી દીધી છે. અનેક ભક્તજનોને ઘણા વખતથી પૂ.
ગુરુદેવની સાથે સમ્મેદશિખરજી તીર્થરાજની યાત્રા કરવાની હૃદયની ભાવના હતી;
તેથી પૂ. ગુરુદેવના શ્રીમુખથી ઉપર્યુક્ત વધામણી સાંભળતાં સૌ ભક્તજનોને ઘણો
જ હર્ષ થયો હતો. તેમજ થોડા જ વખતમાં ગામેગામ તેનો સંદેશ પહોંચી ગયો
હતો; અને આ મંગલ સમાચાર સાંભળતાં જ ચારેકોર ગામેગામથી ખુશાલી વ્યક્ત
કરતા તારો તથા પત્રો આવ્યા હતા. પૂ. ગુરુદેવનો મહાન પ્રભાવના ઉદય દેખીને,
તથા પૂ. ગુરુદેવની સાથે સાથે શાશ્વત સિદ્ધિધામને ભેટવાની ભાવનાથી,
ભક્તજનોનાં હૈયાં થનગની રહ્યાં છે. આવતા વર્ષે લગભગ ફાગણ માસમાં
સમ્મેદશિખરજી પહોંચવાનું થશે.
સોનગઢમાં જે ભવ્ય જિનમંદિર તૈયાર થઈ રહ્યું છે, તેના ઉપરના ભાગમાં
ભગવાન શ્રી નેમિનાથ પ્રભુની વેદીપ્રતિષ્ઠાનું તેમજ કલશ–ધ્વજારોહણ વગેરેનું
શુભમુહૂર્ત કારતક માસમાં આવ્યું છે, સોનગઢ–પ્રતિષ્ઠા બાદ વિહાર કરીને પૂ.
ગુરુદેવ પાલેજ તરફ પધારશે; પાલેજમાં નુતન જિનમંદિરમાં શ્રીઅનંતનાથ
ભગવાનની વેદીપ્રતિષ્ઠાનું શુભમુહૂર્ત માગસર સુદ ૧૪ નું આવેલ છે. પાલેજ–
પ્રતિષ્ઠા બાદ પૂ. ગુરુદેવ મુંબઈ પધારશે, અને મુંબઈથી તીર્થધામ શ્રી
સમ્મેદશિખરજી તરફ પધારશે.
जय सम्मदशखर! . जय गरुदव!

PDF/HTML Page 5 of 23
single page version

background image
પરમપૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજમાન છે.
શ્રાવણ સુદ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રી અકંપનઆચાર્ય તથા વિષ્ણુકુમાર
મુનિ સંબંધી વાત્સલ્ય ભરેલી કથા પ. ગુરુદેવે પ્રવચનમાં કહી હતી. તે જ દિવસે પ્રવચનમાં
સમાધિશતકનું વાંચન પૂરું થયું હતું અને ‘ઈષ્ટોપદેશ’ ઉપર પ્રવચનો શરૂ થયા હતા.
ભાદરવા સુદ પાંચમ ને રવિવારથી દસલક્ષણી–પર્યુષણપર્વ શરૂ થશે. તેના પ્રથમ દિવસે
(ભાદરવા સુદ પાંચમ ને રવિવારે) ચૌદ કુમારિકા બહેનો એકસાથે આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા પૂ.
ગુરુદેવ પાસે અંગીકાર કરવાના છે. એ એક ખાસ પ્રભાવનાનો પ્રસંગ ધાર્મિક–ઉત્સવના દિવસો
દરમિયાન આ વખતે બપોરના પ્રવચનમાં ‘ભક્તામર–સ્તોત્ર’ ઉપર પૂ. ગુરુદેવનાં અદ્ભુત ભક્તિ
ભરેલાં અને અધ્યાત્મરસ ઝરતાં પ્રવચનો થશે.
• આત્મધર્મના ગ્રાહકોને વિનંતી •
આત્મધર્મના ગ્રાહકોને ખાસ વિનંતી કરવામાં આવે છે કે ‘આત્મધર્મ’ નું નવા વર્ષનું લવાજમ
જેમ બને તેમ વહેલાસર ભરીને વ્યવસ્થામાં સહકાર આપશો. બની શકે તો પર્યુષણ દરમિયાન
આપનું લવાજમ જરૂર ભરી દેશો.
नमः श्री नेमिनाथ
* તીર્થધામ સોનગઢમાં એક ભવ્ય પ્રસંગ *
એક સાથે ૧૪ કુમારિકા
બહેનોની બ્રહ્મચર્યપ્રતિજ્ઞા
આત્મધર્મના જિજ્ઞાસુ વાંચકોને સહર્ષ જણાવવાનું કે પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી
કાનજીસ્વામીના વૈરાગ્યભરપૂર અધ્યાત્મઉપદેશના પ્રતાપે અનેક જિજ્ઞાસુ જીવોનાં જીવન
પલટાઈ જાય છે, ને મહાન ધર્મપ્રભાવના દિનદિન વધતી જાય છે... અને અનેક
જિજ્ઞાસુઓ સત્સમાગમ અર્થે જીવન સમર્પણ કરે છે. એવી જ ભાવનાથી સોનગઢમાં
લાંબા વખતથી રહીને પૂ. ગુરુદેવના સત્સમાગમનો લાભ લેનાર ચૌદ કુમારિકા બહેનો
આ ભાદરવા સુદ પાંચમ ને રવિવાર તા. ૯–૯–૫૬ના રોજ આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા
અંગીકાર કરવાનાં છે. પરમ પૂજ્ય ગુરુદેવના ઉપદેશના પ્રભાવથી, તેમ જ પૂ.
બેનશ્રીબેનજીની શીતલ હૂંફથી આ સર્વે બહેનો આવી મહાન હિંમત પ્રાપ્ત કરી શક્યાં છે.
સંતોની છાયામાં એક સાથે આટલા બધા કુમારિકા બહેનોની બ્રહ્મચર્યપ્રતિજ્ઞાનો આ
પ્રસંગ અપૂર્વ અને અભિનંદનીય છે. આ પ્રસંગ જોવાનો તથા તે વખતના પૂ. ગુરુદેવના
અદ્ભુત વૈરાગ્યભરપૂર પ્રવચનનો ખાસ લાભ જિજ્ઞાસુઓ લઈ શકે તે માટે આ
શુભસમાચાર અહીં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે.

PDF/HTML Page 6 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૧૯૭ :
અનેકાન્તમૂર્તિ ભગવાન
આત્માની કેટલીક શક્તિઓ
* (૨૧) અકતત્વ શક્ત *



‘સમસ્ત, કર્મથી કરવામાં આવેલાં, અને જ્ઞાતૃત્વમાત્રથી જુદાં જે પરિણામો તે પરિણામોના કરણના
ઉપરમસ્વરૂપ એવી અકર્તૃત્વશક્તિ છે.’ જ્ઞાનને અંતર્મુખ કરીને આત્માનો અનુભવ કરતાં તેમાં આ શક્તિનું
પરિણમન પણ ભેગું વર્તે છે. જ્ઞાનમાં જ્યાં આત્મસ્વભાવને પકડ્યો ત્યાં વિકારીભાવોનું કર્તાપણું છૂટી જાય છે–
વિરામ પામે છે, તે અકર્તૃત્વશક્તિનું નિર્મળ પરિણમન છે. શુભ–અશુભ સમસ્ત પરિણામો આત્માના
જ્ઞાયકભાવથી જુદા છે, તેથી પર્યાયનું વલણ જ્યાં જ્ઞાયકસ્વભાવ તરફ વળ્‌યું ત્યાં તેમાં જ્ઞાતાપણું જ રહ્યું ને
શુભ–અશુભ પરિણામનું કર્તાપણું ત્યાં ઉપરમ પામ્યું–છૂટી ગયું. આ રીતે જ્ઞાનમાત્રભાવમાં વિકારને ન કરે એવું
અકર્તૃત્વશક્તિનું પરિણમન પણ છે. અહીં વિકારના અકર્તાપણાની અપેક્ષાએ અકર્તૃત્વશક્તિ બતાવી છે, ને ૪૨
મી કર્તૃત્વશક્તિ કહીને ત્યાં નિર્મળપર્યાયનું કર્તાપણું બતાવશે. પોતાની પર્યાયના છએ કારણરૂપે આત્મા પોતે જ
પરિણમે છે–એવી તેની શક્તિ છે તેનું વર્ણન આગળ જતાં આવશે.
વિકારીભાવો કરવાનો જ્ઞાનનો સ્વભાવ નથી, જ્ઞાનથી તે વિકારીભાવો જુદા છે તેથી તેમને કર્મથી
કરાયેલા કહ્યા છે, તેમાં વિકારથી ભિન્ન જ્ઞાનસ્વભાવ બતાવવાનું પ્રયોજન છે. ‘વિકારીભાવો મારા જ્ઞાનથી
કરાયેલા નથી પણ કર્મથી કરાયેલા છે’ –એમ માનનારની દ્રષ્ટિ ક્યાં પડી છે? એની દ્રષ્ટિ તો પોતાના
જ્ઞાતાસ્વભાવ ઉપર પડી છે. સાધકજીવ જ્ઞાતાસ્વભાવની દ્રષ્ટિના બળે નિર્દોષતારૂપે જ પરિણમે છે એટલે તેને
મિથ્યાત્વાદિ અશુદ્ધ–પરિણામનું તો કર્તૃત્વ રહ્યું જ નથી, ને જે અલ્પ રાગાદિભાવ થાય છે તેની મુખ્યતા નથી,–
તેને જ્ઞાયક ભાવથી ભિન્ન જાણ્યા છે તેથી તેનું પણ અકર્તાપણું જ છે; એ રીતે વિકારી ભાવોને કર્મકૃત કહ્યા છે.
આવું અકર્તાપણું સમજનાર સાધકજીવ પર્યાયમાં પણ અકર્તાપણે પરિણમ્યો છે, તેની આ વાત છે. પરંતુ જે જીવ
વિકારથી ભિન્ન એવા જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ તો કરતો નથી, વિકારથી લાભ માનીને તેનું કર્તૃત્વ તો છોડતો
નથી, એવું ને એવું મિથ્યાત્વ સેવ્યા કરે છે અને કહે છે કે “વિકાર તો કર્મનું કાર્ય છે–એમ શાસ્ત્રમાં કહ્યું છે” –તો
તે જીવ શાસ્ત્રનું નામ લઈને માત્ર પોતાનો સ્વચ્છંદ જ પોષે છે, આત્માની અકર્તૃત્વશક્તિ તેની પ્રતીતમાં આવી
જ નથી; કેમ કે અકર્તૃત્વશક્તિને સ્વીકારે તો પર્યાયમાં મિથ્યાત્વાદિનું કર્તૃત્વ રહે જ નહિ, એટલે કે તેના
મિથ્યાત્વાદિ ભાવો ઉપરામ પામી જાય.
આત્મામાં અકર્તૃત્વસ્વભાવ તો અનાદિઅનંત છે, તે સદાય વિકારથી ઉપરમસ્વરૂપ જ છે, તે સ્વરૂપની
અપેક્ષાએ આત્મા વિકારનો કર્તા છે જ નહીં. જેણે આવા સ્વભાવને સ્વીકાર્યો તેને પર્યાયમાં પણ મિથ્યાત્વાદિનું
અકર્તાપણું થઈ જાય છે. મિથ્યાત્વભાવ થાય છે ને તેનો અકર્તા છે–એમ નહિ, પરંતુ મિથ્યાત્વભાવ તેને થતો જ

PDF/HTML Page 7 of 23
single page version

background image
: ૧૯૮ : ‘આત્મધર્મ’ : ભાદરવો : ૨૪૮૨
નથી; અને અસ્થિરતાનો જે અલ્પરાગ રહે છે તેનો શ્રદ્ધામાં સ્વીકાર નથી માટે તેનો પણ અકર્તા છે. અજ્ઞાની
જીવ પોતાના અકર્તાસ્વભાવને ભૂલીને, પર્યાયની ઊંધાઈથી વિકારના કર્તાપણે પરિણમે છે; પરનું કર્તાપણું તો
અજ્ઞાનીને પણ નથી. પરથી તો આત્મા અત્યંત જુદો છે એટલે તેનું તો કર્તાપણું છે જ નહિ, તેથી પરના
અકર્તાપણાની વાત અહીં નથી લીધી. પણ, અજ્ઞાનદશામાં વિકારનું કર્તાપણું છે તેથી જ્ઞાયકસ્વભાવ બતાવીને તે
વિકારનું અકર્તાપણું આચાર્યદેવ સમજાવે છે. ભાઈ, તારો આત્મા જ્ઞાયકસ્વભાવથી ભરેલો છે, તે કાંઈ વિકારથી
ભરેલો નથી, વિકાર તો તેનાથી બહાર છે, માટે વિકારના અકર્તારૂપ તારો સ્વભાવ છે. –એમ તું સમજ! આવી
અકર્તા–શક્તિને જે સમજે તે વિકારનો કર્તા કેમ થાય? –ક્ષણિક વિકારને જ આત્મા તે કેમ માને? વિકારથી
છૂટીને તેની પર્યાય શુદ્ધજ્ઞાયકસ્વભાવ તરફ વળી જાય છે. અહો! જ્ઞાયકસ્વભાવ તરફ વળતાં જ્ઞાતા પરિણામ
થઈ ગયા–તે આ શક્તિની ઓળખાણનું ફળ છે.
સ્વભાવદ્રષ્ટિમાં રહેતાં જ્ઞાતાપણે જ પરિણમે છે, અલ્પ વિકાર કહ્યો તેના પણ જ્ઞાતાપણે જ પરિણમે છે,
કર્તાપણે પરિણમતા નથી, તેથી તેને ટાળવાની પણ આકુળતા ધર્મીને નથી, સ્વભાવ તરફના વેદનની મુખ્યતામાં
તેને સમતા અને શાંતિ છે, વિકારથી ઉપરામ પામીને તે આત્મા ઉપશાંત થઈ ગયો છે. “અહો, હું તો
જ્ઞાનસ્વભાવી આત્મા છું, મારા જ્ઞાનમાં પરનું કે વિકારનું કર્તૃત્વ નથી, મારા કર્તૃત્વ વિના જ જગતના કાર્યો થઈ
રહ્યા છે, મારા જ્ઞાતા પરિણામ રાગના પણ કર્તા નથી, મારા જ્ઞાયકભાવ સિવાય સર્વત્ર મારે અકર્તાપણું જ છે”
–એ પ્રમાણે ધર્મી જીવ પોતાની અકર્તૃત્વશક્તિને નિર્મળપણે ઉલ્લસાવે છે. જ્ઞાયકસ્વભાવી આત્માની
અકર્તૃત્વશક્તિ એવી છે કે તેનો સ્વભાવ કદી પણ રાગના કર્તાપણે પરિણમતો જ નથી, અને આવા સ્વભાવ
તરફ ઝૂકેલી પર્યાય પણ રાગના અકર્તાપણે પરિણમી ગઈ છે. આત્માના આવા સ્વભાવને ઓળખ્યા વગર
રાગાદિ વિકારનું કર્તાપણું ટકે નહિ, એટલે કે ધર્મ થાય નહીં. લોકો કહે છે કે ‘નિવૃત્તિ લ્યો...’ –પણ ક્યાંથી
નિવૃત્તિ લેવી છે? પરથી તો આત્મા જુદો જ હોવાથી તેનાથી તો આત્મા નિવર્તેલો જ છે; અનાદિથી ક્ષણે ક્ષણે
વિકારનું પોતાનું સ્વરૂપ માનીને તેમાં પ્રવર્તી રહ્યો છે, તેનાથી નિવર્તવાનું છે. તેની નિવૃત્તિ કેમ થાય? –કે
આત્માનું જ્ઞાયકસ્વરૂપ વિકારથી ત્રિકાળ નિવૃત્ત જ છે એવા સ્વભાવને ઓળખીને તેમાં જે પર્યાય વળી તે પર્યાય
વિકારથી નિવૃત્ત થઈ જાય છે. વિકારથી નિવૃત્ત એવા જ્ઞાયકસ્વભાવનું અવલંબન કરતાં કરતાં સાધકને
પર્યાયમાં નિવૃત્તિ વધતી જાય છે, ક્ષણે ક્ષણે વીતરાગતા વધતાં વધતાં તેને રાગનું સાક્ષાત્ અકર્તાપણું થઈ જાય
છે. આ રીતે અનેકાન્તસ્વરૂપ આત્માને ઓળખતાં મુક્તિ થાય છે.
વસ્તુના અનેકાન્તસ્વરૂપને ભૂલીને એકાંતમાર્ગે ચડી ગયેલા અજ્ઞાની જીવને આત્માની શક્તિઓની
ઓળખાણ દ્વારા અનેકાન્તમય આત્મસ્વરૂપ બતાવીને મોક્ષમાર્ગે લઈ જાય છે. અરે જીવ! તારા આત્મામાં
જ્ઞાનની સહચારિણી અનંતશક્તિઓ એક સાથે છે, અનંતશક્તિથી ભરેલા તારા જ્ઞાનમૂર્તિ આત્માને શ્રદ્ધા–
જ્ઞાનમાં લે તો પર્યાયમાં અનંત શક્તિનું નિર્મળ પરિણમન થતાં થતાં મુક્તિ થાય; ને વિકાર સાથે એકપણાની
તારી એકાંતબુદ્ધિ છૂટી જાય.
ત્રિકાળી ચૈતન્યસ્વરૂપ આત્માનો સ્વભાવ જ્ઞાન–દર્શન–આનંદ છે, વિકાર કરવાનો તેનો સ્વભાવ નથી,
તેથી સમસ્ત વિકારીભાવોને કર્મથી કરવામાં આવેલા કહીને જ્ઞાયકસ્વભાવમાં તેનું અકર્તાપણું બતાવ્યું છે, એ
રીતે શુદ્ધ જ્ઞાયકઆત્માની દ્રષ્ટિ કરાવી છે. જે જીવ શુદ્ધ જ્ઞાયક–આત્માની દ્રષ્ટિ કરે તેને જ આ અકર્તૃત્વ વગેરે
શક્તિઓનું ખરું સ્વરૂપ સમજાય છે. જેવી શુદ્ધ શક્તિ છે તેવો નમૂનો પર્યાયમાં આવે તો જ શક્તિની સાચી
ઓળખાણ થઈ છે.
પર્યાયમાં વિકારીભાવ જીવ પોતે કરે છે, કાંઈ કર્મો નથી કરાવતું; પરંતુ જેની દ્રષ્ટિ શુદ્ધઆત્મા ઉપર છે તે
શુદ્ધઆત્માથી વિરુદ્ધ એવા વિકારીભાવનો કર્તા થતો નથી; જેની દ્રષ્ટિ શુદ્ધઆત્મા ઉપર નથી પણ કર્મ ઉપર જ
જેની દ્રષ્ટિ છે તે જ વિકારમાં એકત્વબુદ્ધિ વડે તેનો કર્તા થાય છે. કર્મની દ્રષ્ટિમાં જ તે વિકારનું કર્તાપણું છે માટે
તેને કર્મકૃત કહ્યા. સ્વભાવદ્રષ્ટિમાં તેનું કર્તાપણું નથી માટે સ્વભાવદ્રષ્ટિવાળો આત્મા તેનો અકર્તા જ છે.

PDF/HTML Page 8 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૧૯૯ :
અહીં સમ્યગ્દ્રષ્ટિના વિષયભૂત–ધ્યેયભૂત શુદ્ધઆત્મા બતાવવો છે, એટલે નિર્મળપર્યાય તો તેમાં અભેદપણે આવી
જાય, પણ મલિનપર્યાય તેમાં ન આવે. શુદ્ધ આત્માની દ્રષ્ટિમાં મલિનતા નથી તેથી તે દ્રષ્ટિમાં મલિનતાનો
કર્મકૃત જ કહેવાય છે.
હે ભાઈ! તું કોણ છો? તેની આ વાત છે. તું આત્મા છો, તો કેટલો છો ને કેવો છો? તું ત્રિકાળ છો,
તારી અનંતશક્તિ અને તેની નિર્મળપર્યાયો જેટલો તું છો; વિકારને ઉપજાવે એવો તું નથી. તારા આત્માની
અનંતી શક્તિમાં એવી એકપણ શક્તિ નથી કે જે વિકારને કરે. અજ્ઞાની કહે છે કે “આપણને આત્મા સમજાય
નહિ, આપણે તો પુણ્ય કર્યા કરશું ને સંસારના સુખ ભોગવ્યા કરશું!” –તેને જ્ઞાની કહે છે કે અરે મૂઢ! પુણ્ય
કરવાનો આત્માનો સ્વભાવ જ નથી. આત્માનો અનાદર કરીને તું પુણ્યના ફળ ભોગવવાની મીઠાસ કરી રહ્યો
છે તેમાં તો અનંતા પાપનાં મૂળિયાં પડ્યાં છે. જો વિકાર કરવાનો આત્માનો સ્વભાવ હોય તો તો વિકારથી
તેનો છૂટકારો કદી થાય જ નહિ, એટલે મુક્તિ કદી થાય જ નહિ. વિકારનું કર્તૃત્વ માનનાર, ને જ્ઞાયકસ્વભાવને
નહિ જાણનાર કદી મુક્તિ પામતો નથી.
જેમ લોઢામાં જરાક ઉપર–ઉપર કાટ છે પણ અંદરના ભાગમાં કાટ નથી, –એમ બંને પ્રકારને જાણીને કાટ
ઉખેડવા પ્રયત્ન કરે છે; તેમ આત્મામાં ક્ષણિક પર્યાયમાં વિકારરૂપી જરાક કાટ છે, પણ તેના અંદરના અસલી
સ્વભાવમાં તે વિકાર નથી, વિકાર વગરનો શુદ્ધ સ્વભાવ ત્રિકાળ છે–એમ બંને પડખાં જાણીને શુદ્ધદ્રવ્ય તરફનું
જોર કરતાં પર્યાયમાંથી વિકાર ટળી જાય છે, ને શુદ્ધતા પ્રગટે છે. જે જીવ આત્માના શુદ્ધ સ્વભાવ ઉપર જોર નથી
આપતો, ને પુણ્ય ઉપર જોર આપે છે તે વિકાર કરવાનો જ આત્માનો સ્વભાવ માને છે, એટલે વિકારના
અકર્તાપણારૂપ આત્માની શક્તિનો તે અનાદર કરે છે; આત્માના અનાદરનું ફળ અનંત સંસારમાં પરિભ્રમણ છે,
અને આત્મસ્વભાવની આરાધનાનું ફળ મુક્તિ છે. અરે જીવ! હવે તારે તારા શુદ્ધઆત્માની પ્રત્યે હોંશ કરવી છે
કે પુણ્ય–પાપ પ્રત્યે? અનાદિથી વિકાર પ્રત્યે હોંશ કરી કરીને તો તું સંસારમાં રખડયો, હવે જો તારે સંસારથી
મુક્ત થવું હોય તો તારા શુદ્ધઆત્માની હોંશ કર! અહો! મારો આત્મસ્વભાવ કદી વિકારરૂપે થઈ ગયો નથી,
અનંત શક્તિની શુદ્ધતામાં કદી વિકાર પેઠો નથી, માટે વિકાર તે મારું કર્તવ્ય નથી, હું તો જ્ઞાયકભાવ માત્ર જ છું.
–એમ સ્વભાવની હોંશ લાવીને તે તરફ વળ અને વિકારના કર્તૃત્વથી હવે વિરામ પામ! શુભ કે અશુભ સમસ્ત
વિકારી પરિણામો તારા જ્ઞાયકભાવથી જુદા છે, તેને કરવાની તારી ફરજ નથી, પણ જ્ઞાયકપણે રહીને તે
વિકારનો અકર્તા થવાની તારી ફરજ છે. ફરજ એટલે સ્વભાવ. જેના અંર્તઅવલંબને વિકારને છેદીને મુક્તિ
થાય એવો તારો સ્વભાવ છે ને તે જ તારી ફરજ છે. રાગને જે પોતાની ફરજ મને તે રાગને છેદીને મુક્તિ
ક્યાંથી પામશે?
જુઓ, આ એકલાખ–ચોત્રીસ હજાર રૂા. નો ‘કુંદકુંદ–પ્રવચન મંડપ’ થયો કે સવાલાખનો માનસ્તંભ
થયો, તે કોણે કર્યો? શું આત્માએ તે કર્યો? ના; આત્મા તો તેનો અકર્તા છે, અજ્ઞાનીનો આત્મા પણ તેનો તો
અકર્તા જ છે; કડિયા વગેરે કારીગરોનો આત્મા પણ તેનો કર્તા નથી. અને તે તરફનો ધર્મીને શુભરાગ થાય તે
રાગના પણ ધર્મી અકર્તા છે, કેમકે ધર્મી તો જ્ઞાયકસ્વભાવને એકને જ પોતાનું સ્વ માને છે, ને તે સ્વભાવની
દ્રષ્ટિમાં તેને વિકારનું કર્તાપણું નથી. વિકારની ઉત્પત્તિ કરવાનો આત્માનો સ્વભાવ નથી પણ તેનો અંત
લાવવાનો સ્વભાવ છે; પુણ્ય–પાપની પ્રવૃત્તિથી નિવૃત્તરૂપ આત્મસ્વભાવ છે. આવા અકર્તૃત્વસ્વભાવને જે નથી
જાણતો તેને અકર્તૃત્વશક્તિનું વિપરીત પરિણમન થાય છે એટલે તે વિકારનો કર્તા થાય છે.
પ્રશ્ન:– અમે તો વિષય–કષાયમાં ડુબેલા છીએ તેથી દેવ–ગુરુ–શાસ્ત્ર તરફનો ભાવ કરીએ તો અમારું
કંઈક હિત થાય.
ઉત્તર:– ભાઈ, એવા લક્ષથી તને અશુભ ટળીને શુભ તો થશે, એની ના નથી; પરંતુ તારા આત્મામાં તે
શુભનું જ કર્તૃત્વ માનીને જો ત્યાં જ અટકી જઈશ તો તને આત્માની પ્રાપ્તિ નહિ થાય, એટલે કે ધર્મ કે કલ્યાણ

PDF/HTML Page 9 of 23
single page version

background image
: ૨૦૦ : ‘આત્મધર્મ’ : ભાદરવો : ૨૪૮૨
નહિ થાય. માટે, શુભના પણ અકર્તારૂપ તારો જ્ઞાયક સ્વભાવ છે તે સ્વભાવને લક્ષમાં લે.
જ્ઞાની કહે છે કે આત્માના સ્વભાવના આશ્રયથી કલ્યાણ થાય, ને અજ્ઞાની કહે છે કે રાગથી ને
વ્યવહારથી કલ્યાણ થાય. એમ નિશ્ચય વ્યવહાર, ઉપાદાન નિમિત્ત વગેરેમાં બે પક્ષ પડી ગયા છે. જેમ, મોટી
લડાઈ ચાલતી ત્યારે કોઈ કહેતાં કે ‘હીટલર’ જીતશે ને બીજા કહેતાં કે બ્રિટિશ જીતશે,–એમ બે પક્ષ પડીને લોકો
અહીં પણ અંદરો–અંદર ઝઘડી પડતા; તેમ અહીં એમ સિદ્ધ તરફની પાર્ટી છે, ને બીજી નિગોદ તરફની પાર્ટી છે;
સિદ્ધ તરફની પાર્ટીવાળા કહે છે કે નિશ્ચયથી એટલે કે આત્માના સ્વભાવની સન્મુખ થવાથી જ મુક્તિ થાય;
પુણ્યથી કે નિમિત્ત સન્મુખ થવાથી મુક્તિ ત્રણકાળ ત્રણલોકમાં થાય નહિ. વળી ઉપાદાન પોતાની શક્તિથી
કાર્યરૂપ પરિણમે ત્યાં તેને યોગ્ય નિમિત્ત હોય, –એમ સિદ્ધ તરફની પાર્ટીવાળા કહે છે. ત્યારે તેનો વિરોધ કરીને
નિગોદ તરફની પાર્ટીવાળા કહે છે કે વ્યવહારના આશ્રયથી–રાગના આશ્રયથી મુક્તિ થાય, પુણ્યથી ધર્મ થાય, ને
નિમિત્તના પ્રભાવથી કાર્યમાં ફેરફાર થઈ જાય. સ્વાશ્રયથી મોક્ષ માનનારા તો સ્વાશ્રય કરીને મુક્તિ પામે છે–
સિદ્ધ થઈ જાય છે; ને પરાશ્રયથી મોક્ષ માનનાર પરાશ્રય કરી કરીને સંસારમાં જ રખડે છે ને પરંપરા નિગોદદશા
પામે છે. આ રીતે સ્વાશ્રયરૂપ સિદ્ધ પાર્ટીમાં ભળે તે સિદ્ધ થઈ જાય છે. ને પરાશ્રયથી લાભ માનવારૂપ
નિગોદપાર્ટીમાં જે ભળે તે નિગોદ થાય છે.
અહીં અકર્તૃત્વશક્તિમાં આચાર્યદેવ સમજાવે છે કે ભાઈ! પુણ્ય–પાપને કરે એવો તારો સ્વભાવ જ નથી,
તો તે પુણ્ય–પાપના આશ્રયે તારું હિત કેમ હોય? પુણ્ય–પાપના અભાવરૂપ એવો તારો જ્ઞાનાનંદસ્વભાવ છે
તેમાં જ તારું હિત છે. જ્ઞાયકસ્વભાવ તરફ વળતાં આ પુણ્ય–પાપની લાગણીઓ તો છૂટી જાય છે કેમ કે તે
જ્ઞાતાસ્વભાવમાંથી આવેલી નથી. જ્ઞાતાસ્વભાવમાંથી આવેલા જ્ઞાન–આનંદના પરિણામ આત્મા સાથે સાદિ–
અનંતકાળ સુધી એવા ને એવા રહે છે. અનાદિથી સંસારદશામાં કર્તૃત્વના જે અનંત પરિણામ થયા તેના કરતાં
સ્વભાવના જ્ઞાતૃત્વ પરિણામ અનંતગુણા છે; સંસાર–દશાના કાળ કરતાં સિદ્ધદશાનો કાળ અનંતગુણો અધિક છે.
કેમકે સંસારની વિકારી દશાને તો કોઈ ત્રિકાળી આધાર ન હતો, ને આ સિદ્ધપદની નિર્મળદશાને તો અંતરમાં
ત્રિકાળીધુ્રવસ્વભાવનો આધાર છે. અહો, આવા આત્મસ્વભાવની પ્રતીત કરે તેને પોતાના સિદ્ધપદની નિઃશંકતા
થઈ જાય...વર્તમાનમાં જ તેનું પરિણમન સિદ્ધદશા તરફ વળી જાય ને સંસારથી પાછું ફરી જાય, એટલે કે
વર્તમાનમાં જ તે સિદ્ધપદનો સાધક થઈ જાય.
જુઓ, આ સૂક્ષ્મ વાત છે, સ્વભાવની વાત છે. વિકારના ક્ષણિક કર્તૃત્વ કરતાં ત્રિકાળ અકર્તૃત્વશક્તિનું
જોર તો અનંતગણું છે જ; અને તે અકર્તૃત્વસ્વભાવની પ્રતીત કરતાં પર્યાયમાં જે સાદિ–અનંત અકર્તૃત્વપરિણામ
પ્રગટ થયાં તેની સંખ્યા પણ, કર્તૃત્વ પરિણામ કરતાં અનંતગણી છે. આ રીતે વિકાર કરતાં નિર્વિકારભાવની
તાકાત ભાવે તો અનંતગુણી છે ને સંખ્યાએ પણ અનંતગુણી છે. –આમ જે ઓળખે તેના શ્રદ્ધા–જ્ઞાન અંતરની
શુદ્ધશક્તિ તરફ વળ્‌યા વગર રહે નહિ. જેઓ ભૂતકાળ અને ભવિષ્ય કાળ એ બંને સરખાં માને છે તેઓ તત્ત્વની
મોટી ભૂલ કરે છે, તેઓ વસ્તુના સ્વભાવની પરિપૂર્ણતા જાણતા નથી.
વિકારનો કર્તા થયા કરે એવો આત્માનો કોઈ સ્વભાવ નથી, પણ વિકારના અકર્તારૂપ જ્ઞાતૃત્વપરિણામ
થયા કરે એવો આત્માનો ત્રિકાળ સ્વભાવ છે. આવા સ્વભાવને ઓળખતાં જ વર્તમાન પરિણામનું જોર તે તરફ
વળી જાય છે. પછી સ્વભાવ તરફના વલણથી પર્યાયે પર્યાયે તેને અકર્તાપણારૂપ નિર્મળ પરિણામ થતા જાય છે,
ને વિકારનું કર્તૃત્વ છૂટતું જાય છે, એમ કરતાં કરતાં વિકારનો સર્વથા અભાવ થઈને સાક્ષાત્ સિદ્ધદશા પ્રગટે છે.
આત્મા અને તેની શક્તિઓ અનાદિ અનંત છે, તેના આશ્રયે વર્તમાન પર્યાયમાં વિકારના કર્તૃત્વનો
અભાવ થઈને જે સિદ્ધદશા પ્રગટી તેનો હવે કદી અંત આવશે નહિ, સાદિ–અનંતકાળ સુધી સ્વભાવમાંથી નિર્મળ
અકર્તૃત્વ પરિણામનો પ્રવાહ વહ્યા જ કરશે. અહો, જેમાંથી આવા અનંતાશુદ્ધ અકર્તૃત્વ પરિણામ પ્રગટે છે–એવા
પોતાના સ્વભાવનો તો વિશ્વાસ અજ્ઞાની જીવ કરતો નથી, ને એક સમયના વિકાર ઉપર જોર દઈને તેના જ
કર્તૃત્વમાં રોકાઈ જાય છે–એ તેની ઊંધી રુચિનું અનંતું જોર છે.

PDF/HTML Page 10 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૦૧ :
અહો, એકેક શક્તિ વર્ણવીને આચાર્યદેવે આખા સમયસાર ભગવાનને પ્રસિદ્ધ કર્યો છે. એક શક્તિને પણ
બરાબર સમજે તો આત્માનો સ્વભાવ લક્ષમાં આવી જાય, ને અનાદિની વિકારની ગંધ બેઠી છે તે નીકળી જાય.
જ્ઞાયકસ્વભાવ તરફ વળતાં વિકારનો તો અંત આવી જાય છે કેમકે તે વસ્તુના સ્વરૂપમાં નથી. પણ જ્ઞાયક
સ્વભાવના આશ્રયે જે અકર્તૃત્વપરિણામ પ્રગટ્યા તેનો કદી અંત ન આવે, કેમ કે તે તો વસ્તુનું સ્વરૂપ જ છે,
તેથી જેમ વસ્તુનો અંત નથી આવતો તેમ તેના સ્વરૂપમાંથી પ્રગટેલા નિર્મળ પરિણામનો પણ અંત નથી
આવતો. જુઓ, અંતરના જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થતાં આનંદનો તો અનુભવ થાય છે પણ તેની સાથે કાંઈ
રાગનો અનુભવ થતો નથી કેમ કે આનંદ તો આત્માનો સ્વભાવ છે, પણ રાગ તે આત્માનો સ્વભાવ નથી. એ
જ પ્રમાણે આનંદની જેમ બીજી અનંતશક્તિઓ પણ જ્ઞાનની સાથે ઊછળે છે, તે બધી આત્માના સ્વભાવરૂપ છે,
પણ વિકાર આત્માના સ્વભાવરૂપ નથી. એટલે તેનો તો અભાવ થઈ જાય છે. આમાં સ્વભાવ અને વિકાર
વચ્ચેનું કેટલું સ્પષ્ટ ભેદજ્ઞાન છે! –પણ અજ્ઞાની વિકારની રુચિથી એવો આંધળો થઈ ગયો છે કે વિકારથી જુદો
પોતાનો આખો જ્ઞાયકસ્વભાવ અનંતશક્તિથી ભરેલો છે તે તેને જરાપણ દેખાતો નથી.
આત્મામાં અનંત શક્તિઓ છે પરંતુ તેમાં એવી તો કોઈ શક્તિ નથી કે પરમાં કાર્ય કરે. ડુંગરા ખોદવા
વગેરેની શક્તિ આત્મામાં નથી; અહીં તો તે ઉપરાંત કહે છે કે વિકારને કરે એવી પણ આત્માની કોઈ ત્રિકાળી
શક્તિ નથી. વિકારને ન કરે એવી અકર્તૃત્વશક્તિ છે. કર્તાબુદ્ધિને લીધે અજ્ઞાની બીજામાં પણ કર્તાપણું દેખે છે કે
‘ફલાણાએ આવા મંદિરો બંધાવ્યા, અમુક માણસે શત્રુંજય વગેરે તીર્થનો ઉદ્ધાર કર્યો.’ પરંતુ આત્મા તે બધાયનો
અકર્તા છે–એવું કર્તાપણું સાધી–સાધીને અનંતા સંત–મુનિઓએ આત્માનો ઉદ્ધાર કર્યો, –તેને અજ્ઞાની જાણતો
નથી; તેથી તે કર્તાબુદ્ધિથી સંસારમાં રખડે છે.
પ્રશ્ન:– રખડવાનું તો ફક્ત એક સમય પૂરતું જ છે ને?
ઉત્તર:– એ તો જ્ઞાની કહે છે કે આત્મામાં રખડવાનો ભાવ (–વિકાર) એક સમય પૂરતો જ છે; પરંતુ
અજ્ઞાની તો તે એક સમયના રખડવાના ભાવને જ પોતાનું સ્વરૂપ માને છે, તેથી તેની દ્રષ્ટિમાં તો તે એક
સમયનું નથી પણ ત્રિકાળ આખો આત્મા તે જ સ્વરૂપ છે–એમ તેને ભાસે છે, વિકારથી જુદું કાંઈ સ્વરૂપ તેને
ભાસતું જ નથી. જો રખડવાનો ભાવ એક સમયનો જ છે એમ ખરેખર જાણે તો તો તે રહિત ત્રિકાળીસ્વરૂપ છે
તેનો ખ્યાલ આવી ગયો, એટલે વિકાર અને સ્વભાવ વચ્ચે ભેદ પડી ગયો, ભેદજ્ઞાન થઈ ગયું, તેને તો વિકાર
તરફનું વલણ છૂટીને સ્વભાવ તરફનું વલણ થઈ ગયું.
–આવી અંર્તદશા થાય ત્યારે વિકારને એક સમય પૂરતો જાણ્યો કહેવાય. પણ વિકાર તરફ જ જે વલણ
રાખ્યા કરે છે તેણે વિકારને ખરેખર એક સમય પૂરતો નથી જાણ્યો, તેણે તો વિકારને જ આત્મા માન્યો છે. મારા
જ્ઞાયકઆત્મામાં વિકાર છે જ નહિ, તેથી પર્યાયના ક્ષણિક વિકારનું કર્તૃત્વ પણ મારા સ્વભાવમાં નથી–એમ
અકર્તૃત્વરૂપ જ્ઞાયકસ્વભાવને ઓળખીને તેની શ્રદ્ધા કરે તો તે સ્વભાવમાં એકાગ્રતા વડે પર્યાયમાંથી વિકારનો
તદ્ન અભાવ કરીને વિકારનો સાક્ષાત્ અકર્તા થઈ જાય. –આવું આ શક્તિ સમજવાનું તાત્પર્ય છે.
આત્મામાં જેમ જ્ઞાનસ્વભાવ ત્રિકાળ છે તેમ પુણ્ય–પાપના અકર્તાપણારૂપ સ્વભાવ પણ ત્રિકાળ છે.
ત્રિકાળ અકર્તૃત્વશક્તિથી ભરેલો આત્મા છે તેને તો ન માનવો ને પુણ્ય–પાપનું કર્તૃત્વ જ માનવું તે દ્રષ્ટિ ખોટી
છે. હું જ્ઞાયકભાવ છું ને મારા જ્ઞાયકભાવમાં વિકારનું કર્તાપણું નથી–એમ પહેલાંં દ્રષ્ટિથી વિકારનું કર્તૃત્વ ખેંચી
લ્યે, ને જ્ઞાયકસ્વભાવની જ દ્રષ્ટિ રાખે, તેનું નામ સમ્યગ્દર્શન છે, તે ધર્મની શરૂઆત છે. આઠ કર્મની ૧૪૮
પ્રકૃતિમાંથી કોઈપણ પ્રકૃતિ જે ભાવે બંધાય તે ભાવ વિકાર છે, ને આત્માના જ્ઞાયકભાવથી તે જુદા છે, તથા
આત્માનો જ્ઞાયકભાવ તે વિકારથી નિવૃત્તસ્વરૂપ છે; અહો! આવા નિવૃત્ત જ્ઞાયકસ્વભાવમાં સન્મુખ થઈને તેમાં
ઠરવા જેવું છે... તે જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે. રાગના કર્તૃત્વમાં જ રોકાઈને રાગથી જે ધર્મ
માની રહ્યા છે તેને વીતરાગી આત્મતત્ત્વની ખબર નથી, સંતોની દશાની ખબર નથી, જૈનધર્મની ખબર નથી,
અને તેને ખરેખર

PDF/HTML Page 11 of 23
single page version

background image
: ૨૦૨ : ‘આત્મધર્મ’ : ભાદરવો : ૨૪૮૨
જૈન કહેતા નથી.
પ્રશ્ન:– આમાં પુણ્યનો વિચ્છેદ થઈ જાય છે?
ઉત્તર:– અરે ભાઈ! વિકાર વગરના તારા જ્ઞાયકસ્વભાવની આમાં જાહેરાત થાય છે.......... માટે ગભરા
મા! તારા સ્વભાવનો મહિમા સાંભળીને પ્રસન્નતા કર. વળી આ સ્વભાવની સમજણના લક્ષે વચ્ચે જે પુણ્ય
બંધાય છે તે પુણ્ય પણ ઊંચી જાતના હોય છે, બીજાને તેવા ઊંચા પુણ્ય પણ હોતા નથી. બીજા પ્રયત્નમાં જે
કષાયની મંદતા કરે તેના કરતાં સ્વભાવ સમજવાનો પ્રયત્ન કરતાં કરતાં કષાયની ઘણી વધારે મંદતા સહેજે થઈ
જાય છે, વળી જો સ્વભાવને સમજીને પુણ્ય–પાપનો વિચ્છેદ કરશે તો તો વીતરાગતા અને કેવલજ્ઞાન થશે. –તે
તો કરવા જેવું જ છે, હજી તો પહેલેથી જ પુણ્ય–પાપનું કર્તાપણું સ્વીકારે, ને પુણ્ય–પાપથી ભિન્ન જ્ઞાયકસ્વભાવ
વિકારનો અકર્તા છે તેની શ્રદ્ધા પણ ન કરે તો તે વિકારનો અભાવ કરીને વીતરાગતા ક્યાંથી કરશે? માટે આ
વાત સમજીને તેની શ્રદ્ધા કરવા જેવું છે, તે સિવાય ક્યાંય જન્મ–મરણનો આરો આવે તેમ નથી.
પ્રશ્ન:– અનાદિથી પુણ્ય–પાપ કરતા આવ્યા છીએ છતાં તે કર્તવ્ય નહીં?
ઉત્તર:– ભાઈ રે! જ્ઞાયકસ્વભાવને ચૂકીને ‘પુણ્ય–પાપ તે હું’ એમ અજ્ઞાનથી જ માન્યું છે, તેથી પુણ્ય–
પાપનો કર્તા થાય છે ને તેથી જ સંસારમાં અનાદિથી રખડે છે. હવે તે સંસારમાં રખડવાનું કેમ અટકે તેની આ
વાત છે. પુણ્ય–પાપના વિકારને ન કરે એવો આત્માનો સ્વભાવ છે તેને બદલે ખોટી માન્યતામાં પુણ્ય–પાપનું
કર્તાપણું ભાસ્યું છે. તે માન્યતા ફેરવી નાંખ કે હું તો જ્ઞાયક છું, શ્રદ્ધા–આનંદ વગેરે અનંતશક્તિનો પિંડ છું.
ક્ષણિક વિકાર તે હું નથી ને તે મારું કર્તવ્ય નથી. જ્ઞાતાપણાના ભાવ સિવાય બીજું કાંઈ મારું કર્તવ્ય જગતમાં
નથી. આત્મા જ્ઞાનમાત્ર ભાવ સિવાય બીજું શું કરે? જો આત્મા પરનું કરતો હોય તો જગતનો ઉદ્ધાર કરવા
ઉપરથી સિદ્ધભગવાન નીચે કેમ ન ઊતરે? તેમને એવી વૃત્તિ જ નથી ઊઠતી કેમકે તે આત્માના સ્વભાવમાં
નથી. જો સિદ્ધભગવાનમાં નથી તો આ આત્મામાં આવ્યું ક્યાંથી? સિદ્ધભગવાનમાં જે નથી તે આ આત્માના
સ્વભાવમાં પણ નથી. બસ! આત્માનો સ્વભાવ જ અકર્તૃત્વ છે એટલે વિકારથી નિવર્તવું... નિવર્તવું... નિવર્તવું
એ જ તેનું સ્વરૂપ છે, સ્વરૂપમાં ઠરવું... ઠરવું... ઠરવું એવું આત્માનું સ્વરૂપ છે. સિદ્ધભગવાનમાં જે કાર્ય નથી તે
આ આત્માનું પણ કર્તવ્ય નથી. સિદ્ધભગવાનથી પોતાના સ્વભાવમાં ફેર માને છે ને વિકારને આત્મસ્વભાવ
સાથે એકમેક કરે છે તે જ સંસાર છે. ધર્મીનેય અસ્થિરતામાં શુભ લાગણી આવે, પણ તેને શ્રદ્ધા–જ્ઞાન વર્તે છે કે
આ મારું સ્વરૂપ નથી, આ મારું કર્તવ્ય નથી, હું તો જ્ઞાયક જ છું ને મારું જ્ઞાયકતત્ત્વ આ વિકારી લાગણીનું કર્તા
નથી. રાગ ટાળીને મારા જ્ઞાયકસ્વરૂપમાં ઠરું તે જ મારું કર્તવ્ય છે. પુણ્યનો શુભરાગ તે પણ મારા ધર્મનો
વોળાવિયો નથી પણ લૂટારો છે. વિકાર પોતે અવિકારીને મદદ નથી કરતો પણ રોકે છે માટે તે લૂટારો છે. –માટે
તે મારું કર્તવ્ય નથી. આમ સમસ્ત વિકારના અકર્તારૂપ પોતાના જ્ઞાયકસ્વભાવને જાણીને તેના સેવન વડે
વિકારથી અત્યંત નિવૃત્તિરૂપ મોક્ષપદને પામે છે.
શંકા:– ભગવાન સર્વજ્ઞ કહે છે કે આત્મામાં અકર્તૃત્વશક્તિ છે, એટલે વિકારને ન કરે એવો તેનો
સ્વભાવ છે, પણ ભગવાને જો અમારામાં હજી કર્તાપણાનો કાળ (–મિથ્યાત્વનો કાળ) દેખ્યો હોય તો તે કેમ
ફરે? –તો પછી, હે નાથ! શું આપના ઉપદેશની નિરર્થકતા થાય છે?
સમાધાન:– હે ભાઈ! સર્વજ્ઞદેવે જેવો કહ્યો તેવા આત્માના અકર્તાસ્વભાવનો જે નિર્ણય કરે તેને કર્તાપણું
રહેતું જ નથી–એમ પણ સર્વજ્ઞભગવાને જોયું છે; એટલે જ્ઞાયકસ્વભાવી આત્માનું અકર્તાસ્વરૂપ જેની દ્રષ્ટિમાં
આવ્યું તેને કર્તાપણાનો (–મિથ્યાત્વનો) કાળ ભગવાને જોયો નથી; જ્ઞાયકસ્વભાવની સન્મુખતાથી મિથ્યાત્વનો
નાશ કરીને તેની પર્યાયમાં અકર્તાપણું પ્રગટ થયું છે, અને તેને જ સર્વજ્ઞનો નિર્ણય થયો છે, અને સર્વજ્ઞ પણ તે
જીવની પર્યાયમાં તેવું અકર્તાપણું જ દેખે છે. તું મિથ્યાત્વાદિના અકર્તાપણે પરિણામ અને સર્વજ્ઞ તારું કર્તાપણું
દેખે એમ બને નહીં. માટે તું તારા સ્વભાવસન્મુખ થઈને પર્યાયમાં વિકારનું અકર્તાપણું પ્રગટ કર–એવું
ભગવાનના ઉપદેશનું તાત્પર્ય છે.
–એકવીસમી અકર્તૃત્વશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.

PDF/HTML Page 12 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૦૩ :
• ભેદજ્ઞાન – પ્રશ્નોત્તર •
[શ્રી સમયસાર – કર્તાકર્મ અધિકાર ઉપરના પ્રવચનોમાંથી]
વિકાર સાથેના કર્તાકર્મપણાની પ્રવૃત્તિ ટાળીને જેઓ જ્ઞાનમય
થયા ને મુક્તિ પામ્યા એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર હો.
(૧) પ્રશ્ન:– મોક્ષનું અને સંસારનું કારણ શું છે?
ઉત્તર:– આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે કર્તા થઈને પોતાનું જ્ઞાનકાર્ય કરે તે જ જ્ઞાનીનું ખરું કર્મ છે, અને તે
મોક્ષનું કારણ છે. તેને બદલે, ‘હું જ્ઞાનસ્વભાવી આત્મા કર્તા છું ને આ ક્રોધાદિભાવો મારાં કર્મ છે’ –એવી જે
અજ્ઞાનીને વિકાર સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેનું ફળ સંસાર છે. પોતાના ત્રિકાળી જ્ઞાનાનંદસ્વભાવ સાથે
પર્યાયની એકતા કરતો નથી ને વિકાર તે જ હું–એમ વિકારમાં એકતાબુદ્ધિ કરીને અજ્ઞાની તેનો કર્તા થાય છે, એ
જ સંસારનું કારણ છે. જ્ઞાની તો ચૈતન્યસ્વભાવમાં એકતા કરીને જે નિર્મળપર્યાય થઈ તેના જ કર્તા થાય છે, ને
ક્રોધાદિથી પોતાને ભિન્ન જાણે છે, –એ રીતે ભેદજ્ઞાન વડે તે મુક્તિ પામે છે.
(૨) પ્રશ્ન:– આચાર્યદેવે આ કર્તાકર્મ અધિકારનું મંગલાચરણ કઈ રીતે કર્યું છે?
ઉત્તર:– સમ્યગ્જ્ઞાનનો મહિમા કરીને મંગલાચરણ કર્યું છે; કેમ કે સમ્યગ્જ્ઞાન પોતે મંગળસ્વરૂપ છે તેથી
આચાર્યદેવે મંગલાચરણમાં તેનો જ મહિમા કર્યો છે.
(૩) પ્રશ્ન:– સમ્યગ્જ્ઞાન કેવું છે?
ઉત્તર:– અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિને સર્વ તરફથી શમાવી દેનારું છે અને જીવને મુક્તિ
પમાડનારું છે.
(૪) પ્રશ્ન:– કર્તાકર્મની પ્રવૃત્તિ એટલે શું?
ઉત્તર:– હું કર્તા છું ને આ ક્રોધાદિ ભાવો મારાં કર્મ છે–એવી મિથ્યાબુદ્ધિથી અજ્ઞાની ક્રોધાદિ સાથે
એકત્વપણે પરિણમે છે તેનું નામ કર્તાકર્મની પ્રવૃત્તિ છે; તે કર્તાકર્મની પ્રવૃત્તિનું ફળ સંસાર છે, અને
સમ્યગ્જ્ઞાનજ્યોતિ વડે તેનો નાશ થતાં મોક્ષ થાય છે.
(૫) પ્રશ્ન:– સમ્યગ્જ્ઞાનરૂપ જ્યોતિ કેવી છે?
ઉત્તર:– સમ્યગ્જ્ઞાનરૂપ જ્યોતિ એવી છે કે જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થઈને અજ્ઞાનવડે ઊપજેલી એવી
કર્તાકર્મની પ્રવૃત્તિને બધી તરફથી દાબી દ્યે છે, વિકારના એક અંશને પણ પોતાના ચૈતન્યસ્વભાવના કાર્યપણે તે
સ્વીકારતી નથી: વિકારના કર્તૃત્વને સર્વ તરફથી છેદી નાંખતી, ભેદજ્ઞાનજ્યોતિ ઝણઝણાટ કરતી સ્ફુરાયમાન
થાય છે. તે જ્ઞાન–જ્યોતિ એવી પરમ ઉદાત્ત છે કે રાગને આધીન જરાપણ થતી નથી, વળી તે અત્યંત ધીર છે–
અંદરના ચૈતન્યસ્વરૂપમાં તે ઠરતી જાય છે, આકુળતા રહિત થઈને શાંત–રસમાં તે લીન થતી જાય છે અને
ચૈતન્યતત્ત્વને સમસ્ત પરભાવોથી તે ભિન્ન દેખે છે, તથા વિશ્વને જાણવાનો તેનો સ્વભાવ છે. આવી
ભેદજ્ઞાનજ્યોતિ જગતને મંગળરૂપ છે. તે જ્ઞાનજ્યોતિનો મહિમા કરવો તે માંગળિક છે.
જે જ્ઞાનજ્યોતિ પ્રગટી તે ચૈતન્યના આનંદમાં લીન થયેલી છે તેથી અનાકુળ છે; તેનામાં એવી આકુળતા નથી

PDF/HTML Page 13 of 23
single page version

background image
: ૨૦૪ : ‘આત્મધર્મ’ : ભાદરવો : ૨૪૮૨
કે ‘અરે! પૂરું ચૈતન્યસ્વરૂપ ક્યારે પ્રાપ્ત થશે! ક્યારે મુક્તિ થશે!’
(૬) પ્રશ્ન:– ‘હું ક્યારે આ સંસારથી છૂટું ને ક્યારે મુક્તિ પામું!’ એવો આકુળતાનો વિકલ્પ તો ધર્મીનેય
આવે છે?
ઉત્તર:– ધર્મીનેય એવો વિકલ્પ આવે પણ તે જ્ઞાનજ્યોતિથી ભિન્ન છે, જ્ઞાનજ્યોતિમાં તે વિકલ્પ નથી.
ધર્માત્મા તે વિકલ્પને પોતાની જ્ઞાનજ્યોતિના કાર્યપણે સ્વીકારતા નથી એટલે કે વિકલ્પ સાથે જ્ઞાનની એકતા
માનતા નથી. જ્ઞાનજ્યોતિ તો વિકલ્પથી જુદી જ છે, તે તો અંતરમાં ઠરતી જાય છે, ને જેમ જેમ અંતરમાં ઠરતી જાય
છે તેમ તેમ અનાકુળ શાંતિનું વેદન વધતું જાય છે, તે જ જ્ઞાનજ્યોતિનું કાર્ય છે. અહો! માર્ગ તો અંતરની શાંતિનો
છે... આકુળતાવાળો માર્ગ નથી. જ્ઞાન તો શાંત થઈને અંદર ઠરે કે આકુળતા કરે? –આકુળતા તે જ્ઞાનનું કાર્ય નથી.
(૭) પ્રશ્ન:– સમ્યગ્જ્ઞાનજ્યોત ક્યારે પ્રગટી?
ઉત્તર:– પહેલાંં અજ્ઞાનદશામાં જ્ઞાનને અને ક્રોધાધિને ભિન્ન જાણતો ન હતો એટલે ક્રોધાદિમાં તન્મય
થઈને તેને પોતાનું કાર્ય માનતો ને તેના કર્તાપણે પરિણમતો હતો, ત્યારે જીવને જ્ઞાનજ્યોત પ્રગટી ન હતી; પણ
જ્યારે, ‘હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું ને ક્રોધાદિ મારા સ્વરૂપથી ભિન્ન પરભાવો છે, તેમની સાથે મારે એકતા નથી’
–એવું ભેદજ્ઞાન કરીને જીવ પોતાના જ્ઞાનસ્વરૂપમાં જ એકતાપણે પરિણમ્યો ત્યારે તેને અપૂર્વ જ્ઞાનજ્યોત પ્રગટી.
તે જ્ઞાનજ્યોત ધીર છે, ગંભીર છે, ઉદાર છે, અને તેણે અજ્ઞાનઅંધકારનો નાશ કર્યો છે.
(૮) પ્રશ્ન:– જીવને શરણભૂત કોણ છે?
ઉત્તર:– આ જ્ઞાનજ્યોત જ જગતના જીવોને શરણરૂપ છે. અરે આ સંસારરૂપી રણ–જંગલમાં આમતેમ
ભટકતા જીવોને આ ભેદજ્ઞાનજ્યોતિ સિવાય બીજું કોઈ શરણરૂપ નથી. બહારના શુભાશુભ કાર્યોમાં ઉત્સાહનાં
ક્ષણિક મોજાં તો ક્ષણમાં ઠરી જશે, તેમાં ક્યાંય શરણ નથી. અહો! આ જ્ઞાનજ્યોતિ પરમશાંત અમૃતરસની
ધારાથી ભરેલી છે, તે જ એક આત્માને શરણરૂપ છે.
(૯) પ્રશ્ન:– આ જીવને શું કરવા જેવું છે?
ઉત્તર:– જીવનું સ્વરૂપ જ્ઞાન છે; ને જ્ઞાન જ તેનું કાર્ય છે. તે જ્ઞાનસ્વભાવને ક્રોધાદિ પરભાવોથી ભિન્ન જાણીને
તેમાં જ્ઞાનની એકતા કરવી તે જ કરવા જેવું છે. આ સિવાય દયા–દાનાદિ શુભભાવો કરે તે કાંઈ આત્માનું ખરું કાર્ય નથી,
તેમાં ક્યાંય આત્માને શરણું મળે તેમ નથી. માટે તે રાગાદિથી આત્માનું ભેદજ્ઞાન કરવું તે જ પહેલાંં કરવા જેવું છે.
(૧૦) પ્રશ્ન:– ભેદજ્ઞાનની પ્રવૃત્તિ શું છે?
ઉત્તર:– હું જ્ઞાનસ્વભાવ છું, ને ક્રોધાદિ તે હું નથી એમ જાણીને, જ્ઞાનસ્વભાવમાં જ નિઃશંકપણે પોતાપણે
વર્તવું ને ક્રોધાદિમાં એકપણે–પોતાપણે ન વર્તવું પણ તેનાથી ભિન્નપણે વર્તવું તે ભેદજ્ઞાનની પ્રવૃત્તિ છે.
(૧૧) પ્રશ્ન:– કઈ રીતે ભેદજ્ઞાન થાય છે?
ઉત્તર:– જેમ જ્ઞાન સાથે આત્માને એકતા છે તેમ ક્રોધાદિ સાથે આત્માને એકતા નથી પણ ભિન્તા છે,
માટે તે ક્રોધાદિમાં એકતાબુદ્ધિ છોડવી ને જ્ઞાનસ્વભાવમાં એકતા કરવી. –આ રીતે ભેદજ્ઞાન થાય છે.
(૧૨) પ્રશ્ન:– જીવના સ્વભાવભૂતક્રિયા કઈ છે?
ઉત્તર:– જીવ જ્ઞાનસ્વરૂપ હોવાથી જ્ઞાનક્રિયા જ તેની સ્વભાવભૂતક્રિયા છે.
(૧૩) પ્રશ્ન:– પરભાવભૂતક્રિયા કઈ છે?
ઉત્તર:– ક્રોધાદિક તે જીવના સ્વભાવરૂપ નહિ હોવાથી ક્રોધાદિક્રિયા તે પરભાવભૂતક્રિયા છે.
(૧૪) પ્રશ્ન:– ભગવાને કઈ ક્રિયાનો નિષેધ નથી કર્યો?
ઉત્તર:– જ્ઞાનક્રિયા તે જીવના સ્વભાવભૂત હોવાથી ભગવાને તે ક્રિયાનો નિષેધ નથી કર્યો; અર્થાત્ ‘હું
જ્ઞાનસ્વરૂપ છું’ એવું ભાન કરીને તેમાં જ્ઞાનની લીનતારૂપ જે જ્ઞાનક્રિયા છે તે ક્રિયા તો મોક્ષનું કારણ છે, તેથી તે
ક્રિયા નિષેધવામાં નથી આવી.
(૧૫) પ્રશ્ન:– તો કઈ ક્રિયા નિષેધવામાં આવી છે?
ઉત્તર:– ક્રોધાદિક્રિયાઓ પરભાવભૂત હોવાથી તે ક્રિયાનો ભગવાને નિષેધ કર્યો છે; અર્થાત્ જ્ઞાનની જેમ
ક્રોધાદિ પરભાવો સાથે પણ એકતા માનીને અજ્ઞાનીજીવ નિઃશંકપણે તે ક્રોધાદિમાં પોતાપણે પ્રવર્તે છે, તે ક્રિયા
સંસારનું કારણ છે તેથી તે ક્રિયા નિષેધવામાં આવી છે.

PDF/HTML Page 14 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૦૫ :
(૧૬) પ્રશ્ન:– કઈ ક્રિયાથી ધર્મ થાય?
ઉત્તર:– જ્ઞાનક્રિયા આત્માના સ્વભાવભૂત હોવાથી તે ધર્મ છે.
(૧૭) પ્રશ્ન:– કઈ ક્રિયાથી અધર્મ થાય?
ઉત્તર:– ક્રોધાદિ ક્રિયા પરભાવરૂપ હોવાથી તે બંધનનું કારણ છે, અને તેથી તે અધર્મ છે.
(૧૮) પ્રશ્ન:– શરીરની ક્રિયાથી ધર્મ કે અધર્મ છે કે નહિ?
ઉત્તર:– ના; શરીરની ક્રિયા તો જડની ક્રિયા છે, તેનાથી જીવને ધર્મ કે અધર્મ થતો નથી.
(૧૯) પ્રશ્ન:– જ્ઞાનક્રિયા એટલે શું?
ઉત્તર:– હું જ્ઞાનસ્વરૂપ આત્મા છું, ક્રોધાદિથી હું ભિન્ન છું–એમ જાણીને જ્ઞાનસ્વરૂપના શ્રદ્ધા–જ્ઞાન–
આચરણરૂપે પરિણમવું તે જ્ઞાનક્રિયા છે; તે ક્રિયા મોક્ષનું કારણ છે તેથી જ્ઞાનીઓ તે ક્રિયાનો નિષેધ કરતા નથી.
(૨૦) પ્રશ્ન:– ક્રોધાદિક્રિયા એટલે શું?
ઉત્તર:– જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને ચૂકીને ‘ક્રોધાદિ તે જ હું’ એવી એકતાબુદ્ધિથી ક્રોધાદિમાં પરિણમવું તે
ક્રોધાદિક્રિયા છે, તે જીવનો સ્વભાવ નથી તેથી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. તે ક્રોધાદિક્રિયા મોક્ષનું કારણ
નથી પણ બંધનું કારણ છે માટે જ્ઞાનીઓ તેનો નિષેધ કરે છે.
(૨૧) પ્રશ્ન:– જ્ઞાનક્રિયાનો નિષેધ કેમ નથી?
ઉત્તર:– કેમકે તે ક્રિયા તો જીવના સ્વભાવભૂત જ છે, તેને તો આત્માની સાથે એકતા જ છે, તેથી તેનો
નિષેધ થઈ શકે જ નહિ. જ્ઞાનક્રિયાનો નિષેધ કરવાથી તો આત્માનો જ નિષેધ થઈ જાય. જેમ અગ્નિની
ઉષ્ણતાનો નિષેધ થઈ શકે નહિ, કેમ કે તે તેના સ્વાવભૂત છે, પણ અગ્નિમાંથી ધૂમાડાનો નિષેધ થઈ શકે કેમકે
તે પરભાવરૂપ છે; તેમ આત્માની જ્ઞાનક્રિયાનો નિષેધ થઈ શકે નહિ કેમ કે તે તો આત્માના સ્વભાવ સાથે
એકમેક હોવાથી સ્વભાવભૂત જ છે, પણા ક્રોધાદિ વિકારી ક્રિયાનો આત્મામાંથી નિષેધ થઈ શકે, કેમ કે તે
આત્માના સ્વભાવ સાથે એકરૂપ નથી પણ પરભાવરૂપ છે. આત્મા સાથે અભેદ થઈને એકતારૂપે પરિણમેલું
જ્ઞાન આત્માથી જુદું પડી શકતું નથી માટે તે જ્ઞાનક્રિયાનો નિષેધ નથી. પણ જ્ઞાન સાથે એકતારૂપ પરિણમતાં
ક્રોધાદિની રુચિ છૂટી જાય છે માટે તે ક્રોધાદિક્રિયાનો નિષેધ છે.
(૨૨) પ્રશ્ન:– ક્રિયાની કેટલી જાત?
ઉત્તર:– ક્રિયાની ત્રણ જાત– (૧) જ્ઞાનક્રિયા (૨) ક્રોધાદિક્રિયા અને (૩) જડક્રિયા.
(૨૩) પ્રશ્ન:– બંધ–મોક્ષનો સંબંધ કઈ ક્રિયા સાથે છે?
ઉત્તર:– જ્ઞાનક્રિયા અને ક્રોધાદિક્રિયા એ બંને અરૂપી છે, કે જીવમાં થાય છે. તેમાંથી જ્ઞાનક્રિયા તો મોક્ષનું
કારણ હોવાથી તે ધર્મ છે; ક્રોધાદિક્રિયા બંધનું કારણ હોવાથી તે અધર્મ છે. અને શરીરાદિ જડની ક્રિયા તો જીવથી
ભિન્ન હોવાથી તે બંધનું કે મોક્ષનું કારણ નથી, તેથી તેનાથી ધર્મ કે અધર્મ નથી.
(૨૪) પ્રશ્ન:– મોક્ષ કેમ થાય?
ઉત્તર:– જ્ઞાનક્રિયા અને ક્રોધાદિક્રિયા એ બંનેને ભિન્ન ભિન્ન જાણીને, જ્ઞાન સાથે જ અભેદતારૂપ પ્રવૃત્તિ
કરવી ને ક્રોધાદિ સાથે કર્તાકર્મની પ્રવૃત્તિ છોડવી, –આમ કરવાથી મોક્ષ થાય છે.
(૨૫) પ્રશ્ન:– આત્માને જ્ઞાન સાથે કેવો સંબંધ છે?
ઉત્તર:– જ્ઞાન સાથે આત્માને એકતારૂપ તાદાત્મ્ય–સંબંધ છે.
(૨૬) પ્રશ્ન:– ક્રોધાદિ સાથે આત્માને કેવો સંબંધ છે?
ઉત્તર:– ક્રોધાદિ ભાવો સાથે આત્માને સંયોગ–સંબંધ છે.
(૨૭) પ્રશ્ન:– ક્રોધાદિ ભાવો આત્માની જ પર્યાયમાં

PDF/HTML Page 15 of 23
single page version

background image
: ૨૦૬ : ‘આત્મધર્મ’ : ભાદરવો : ૨૪૮૨
થતા હોવા છતાં તેની સાથે સંયોગ સંબંધ કેમ કહ્યો?
ઉત્તર:– તે ક્રોધાદિને જીવના શુદ્ધસ્વરૂપ સાથે એકતા નથી પણ ભિન્નતા છે, તેથી ત્રિકાળી શુદ્ધસ્વભાવની
અપેક્ષાએ જીવને ક્રોધાદિ સાથે માત્ર સંયોગસંબંધ છે. જીવ જ્યાં પોતાના શુદ્ધસ્વરૂપમાં એકતારૂપે પરિણમ્યો ત્યાં
તે ક્રોધાદિનો સંબંધ છૂટી જાય છે, માટે તેને આત્મા સાથે સંયોગસંબંધ જ કહ્યો.
(૨૮) પ્રશ્ન:– આત્મા અને ક્રોધાદિનું ભેદજ્ઞાન કઈ રીતે છે?
ઉત્તર:– આત્માને જેવો સંબંધ જ્ઞાન સાથે છે તેવો સંબંધ ક્રોધાદિ સાથે નથી; જ્ઞાન સાથે તો આત્માને
ગુણ–ગુણીરૂપ એકતાનો સંબંધ છે, જ્યારે ક્રોધાદિ સાથે આત્મસ્વભાવની એકતા નથી પણ ભિન્નતા છે તેથી
તેની સાથે માત્ર સંયોગસંબંધ છે–આ રીતે ક્રોધાદિથી જ્ઞાનની અધિકતા (એટલે કે ભિન્નતા) જાણીને આત્મા
જ્ઞાનરૂપે પરિણમ્યો તે જ આત્મા અને ક્રોધાદિનું ભેદજ્ઞાન થયું.
(૨૯) પ્રશ્ન:– ભેદજ્ઞાન થતાં શું થાય છે?
ઉત્તર:– ભેદજ્ઞાન થતાં આત્મા ક્રોધાદિરૂપે પરિણમતો નથી તેથી તેને બંધન થતું નથી, એટલે તે મુક્તિ
પામે છે.
(૩૦) પ્રશ્ન:– જેને એવું ભેદજ્ઞાન નથી તેને શું થાય છે?
ઉત્તર:– જેને આત્મા અને ક્રોધાદિનું ભેદજ્ઞાન નથી તે અજ્ઞાની જીવ ક્રોધાદિનો કર્તા થઈને પરિણમે છે
તેથી તેને બંધન થાય છે. (–ચાલુ)
પુસ્તકોની કિંમતમાં ખાસ ઘટાડો
સંવત ૨૦૧૨ ના શ્રાવણ વદી ૧૧ને વાર શનિવાર તા. ૧–૯–૫૬થી ભાદરવા સુદ ૪ ને શનિવાર
તા. ૮–૯–૫૬ સુધી સ્વાધ્યાય મંદિર તરફથી ગુજરાતી પુસ્તકોમાં નીચે મુજબ કમીશન આપવામાં
આવશે:–
સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, કાર્તિકેયાનુપ્રેક્ષા, મોક્ષશાસ્ત્ર, આ પાંચ પુસ્તકો સિવાય નીચે
મુજબ કમીશન આપવામાં આવશે–
રૂા. ૧૦ થી ૨૫ સુધીનાં પુસ્તકો લેનારને દર રૂપિયે ૦/– એક આના મુજબ, રૂા. ૨૬ થી ૧૦૦
સુધીનાં પુસ્તકો લેનારને દર રૂપિયે ૦/– બે આના મુજબ, રૂા. ૧૦૦ થી ઉપરાંત લેનારને ૨૫/– પચીસ
ટકા કમીશન આપવામાં આવશે.
ઉપર લખેલા પુસ્તકો સિવાય સમયસાર, નિયમસાર, દરેક દસદસ પુસ્તકો એકીસાથે લેનારને
૧૨/– સાડાબાર ટકા કમીશન આપવામાં આવશે.
સમયસાર પ્રવચન ભાગ. ૨, ૩, ૪, પ, ચારનો સેટ લેનારને ૨૫ પચીસ ટકા કમીશન આપવામાં
આવશે.
સમયસાર પ્રવચન ભાગ. ૨, ૩, ૪, પ, મો તથા નિયમસાર પ્રવચન ભા. ૧ તથા ૨ એક સાથે ૬
પુસ્તકો લેનારને ૩૦ ત્રીસ ટકા કમીશન આપવામાં આવશે. : પ્રાપ્તિસ્થાન :
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
મું: સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 16 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૦૭ :
જિનશાસનો મહિમા (૮)
[ભવપ્રભત ગ. ૮૩ ઉપરન પ્રવચન]
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધવીતરાગીભાવ તે જ ખરો
ધર્મ છે, ને તેની જ પ્રાપ્તિનો જિનશાસનમાં ઉપદેશ છે. આવો ધર્મ તે
જ ભવનો નાશક ને મોક્ષનો દાતાર છે. માટે હે ભવ્યજીવો! તમે
આદરપૂર્વક આવા જૈનધર્મનું સેવન કરો...
શુદ્ધપરિણામ તે આત્માનો ધર્મ છે, તેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર ત્રણે આવી જાય છે, પણ રાગ તેમાં નથી આવતો. આ
શુદ્ધરત્નત્રયરૂપ વીતરાગી વીતરાગભાવ તે જ સર્વે શાસ્ત્રોનું તાત્પર્ય
છે, તે જ જિનશાસન છે, તે સર્વજ્ઞનાથની આજ્ઞા છે, ને તે જ સંતોનું
ફરમાન છે... માટે તેને જ શ્રેયરૂપ જાણીને આરાધના કરો.
જૈનધર્મ ક્યાં રહેતો હશે?
જૈનધર્મ એટલે આત્માનો સાચો ધર્મ; આત્માનો વાસ્તવિક સ્વભાવ તે જ જૈનધર્મ છે; જેના ગ્રહણથી
જરૂર મોક્ષ થાય એવો આત્માનો શુદ્ધભાવ તે જૈનધર્મ છે. જૈનધર્મ ક્યાં રહેતો હશે? જૈનધર્મ આત્માના
શુદ્ધભાવમાં રહે છે, એ સિવાય શુભાશુભભાવમાં કે જડના ભાવમાં જૈનધર્મ રહેતો નથી.
જડભાવમાં ધર્મ – અધર્મ નથી
દરેક પદાર્થને પોતપોતાના ‘ભાવ’ હોય છે, જડને પણ તેનો જડભાવ હોય છે. ‘જડભાવે જડ પરિણમે,
ચેતન ચેતનભાવ’ –એમ બંને પદાર્થોમાં પોતપોતાના ભાવ છે. હવે ક્યો ભાવ તે ધર્મ છે એ અહીં બતાવવું છે.
જડપુદ્ગલને તેના સ્પર્શાદિરૂપ ભાવો હોય છે. પુદ્ગલમાં એક છૂટો પરમાણુ હોય તેને શુદ્ધ કહેવાય છે,
પણ તેથી કાંઈ તેને સુખ હોતું નથી, તેમજ પુદ્ગલમાં સ્કંધ તે વિભાવપર્યાય છે, પણ તે વિભાવથી કાંઈ તેને
દુઃખ નથી; આ રીતે પુદ્ગલ તો સ્વભાવમાં હો કે વિભાવમાં હો, તેને સુખ–દુઃખરૂપ ભાવ નથી. એટલે તે જડના
ભાવમાં કાંઈ ધર્મ કે અધર્મ નથી.
જીવના ત્રણ પ્રકારના ભાવો;
તેમાં શુદ્ધભાવ તે જ જૈનધર્મ
હવે જીવના ભાવની આ વાત છે: જીવના ભાવ ત્રણ પ્રકારના છે–અશુભ, શુભ અને શુદ્ધ મિથ્યાત્વ–હિંસા
આદિક પાપ ભાવો છે તે અશુભ છે, પુજા–વ્રતાદિ પુણ્યભાવો છે તે શુભ છે; પરંતુ આ અશુભ ને શુભ બંને
ભાવો પરના આશ્રયે થાય છે એટલે વિભાવરૂપ છે, અશુદ્ધ

PDF/HTML Page 17 of 23
single page version

background image
: ૨૦૮ : ‘આત્મધર્મ’ : ભાદરવો : ૨૪૮૨
છે, આત્માના સ્વભાવરૂપ નથી એટલે તે ભાવમાં ધર્મ નથી, તે વિભાવભાવો આકુળતારૂપ હોવાથી જીવને
દુઃખરૂપ છે. અને પોતાના સ્વભાવ–આધીન પ્રગટેલા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે શુભભાવ છે, તે આત્માના
સ્વભાવરૂપ છે, તેમાં રાગાદિનો અભાવ છે, અનાકુળ શાંતિસ્વરૂપ હોવાથી તે ભાવ જીવને સુખરૂપ છે. તેથી તે
સુખરૂપ એવા શુદ્ધભાવોનું ઉપાદેયપણું બતાવવા અહીં કહ્યું કે શુદ્ધભાવ તે જ જૈનધર્મ છે, તે જ આદરણીય છે; ને
પુણ્ય તે જૈનધર્મ નથી.
ધર્મ – અધર્મ જીવના ભાવથી જ છે;
જૈનધર્મ તે જ કે જે ભવભ્રમણનો છેદ કરે.
જીવને ગુણ–દોષનું કારણ પોતાના ભાવ છે; ગુણદોષ એટલે કે ધર્મ–અધર્મ જીવને પોતાના ભાવથી જ
થાય છે, માટે હે જીવ! તું તારા ભાવને ઓળખ! ક્યો ભાવ તને હિતરૂપ છે, ને ક્યો ભાવ તને અહિતરૂપ છે, તે
ઓળખીને હિતરૂપ ભાવોને આદર, ને અહિતરૂપ ભાવોને છોડ. આ સિવાય શરીર વગેરે તો જડ છે, તે જડમાં
ક્યાંય તારો ધર્મ કે અધર્મ નથી. પુદ્ગલમાં તેનો જડરૂપ ભાવ છે પણ તેને સુખ–દુઃખના વેદનરૂપ ભાવ નથી.
પુદ્ગલમાં સુગંધી પર્યાય હો કે દુર્ગંધી પર્યાય હો, તેથી કાંઈ તેને સુખ કે દુઃખ નથી, તેમ જ તેનાથી જીવને સુખ–
દુઃખ થાય એમ પણ નથી. જડને લીધે જીવને સુખ–દુઃખ થતું નથી પણ પોતાના ભાવથી જ સુખ–દુઃખ થાય છે.
સુખ–દુઃખ વગરના એવા પુદ્ગલ વડે જીવ પોતાને સુખી–દુઃખી મને છે એ કેવી ભ્રમણા છે!! શરીરની નીરોગ
અવસ્થાથી જીવને સુખ, કે શરીરની રોગ અવસ્થાથી જીવને દુઃખ, –એમ નથી; પણ આ ચીજ મને ઠીક ને આ
ચીજ મને અઠીક–એવો જે રાગદ્વેષરૂપ વિભાવ છે તે જ દુઃખ છે. પર પ્રત્યે અશુભરાગ હો કે શુભરાગ હો તે
બંનેમાં આકુળતા છે, દુઃખ છે, તેનું ફળ બંધન છે, તેમાં ધર્મ નથી. નિરાકુળ શાંત પરિણામરૂપ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર તે સુખ છે તે જ ધર્મ છે, ને તેનું ફળ મુક્તિ છે. આ રીતે જીવના ભાવથી જ ભગવાને ધર્મ–અધર્મ કહ્યો
છે. તેમાં પણ જીવના સમ્યગ્દર્શનાદિ શુદ્ધ–ભાવને જ જિનશાસનમાં ધર્મ કહ્યો છે, તેને બદલે શરીરની ક્રિયા વગેરે
જડને લીધે જે ધર્મ માને છે તે તો જડ જેવા જ છે, તેની તો શું વાત! પણ શુભરાગથી જે ધર્મ મનાવે છે તેને
પણ જૈનશાસનની ખબર નથી. રાગ તો આસ્રવ અને બંધનું કારણ છે તેના વડે સંવર–નિર્જરારૂપ ધર્મ જરા પણ
થતો નથી. ચૈતન્ય સ્વભાવના આશ્રયે વીતરાગી શુદ્ધભાવ પ્રગટે તે જ ધર્મ છે. જુઓ, આ જિનશાસનમાં ધર્મની
રીત!! આવો જૈનધર્મ જ ભવભ્રમણનો છેદ કરી નાંખે છે. આ સિવાય વ્રત–પૂજાદિના શુભભાવને લૌકિકજનો
તથા અન્યમતીઓ ધર્મ કહે છે પરંતુ તેમાં કાંઈ ભવભ્રમણનો છેદ કરવાની તાકાત નથી માટે જેને ભવભ્રમણથી
છૂટવું હોય તે તો આવા શુદ્ધભાવને જ જૈનધર્મ જાણીને તેનું સેવન કરો......
.ત અન્યમત છ.
વ્રત–પૂજાદિ શુભરાગને જેઓ ધર્મ કહે છે તેઓ લૌકિકજન અન્યમતી છે, લોકોત્તર જૈનધર્મની ખબર તેને
નથી. લોકોત્તરદ્રષ્ટિવાળા જિનેન્દ્રદેવ તથા ધર્માત્મા સંતો રાગને ધર્મ માનતા નથી, પણ શુદ્ધ પરિણામને જ ધર્મ
કહે છે. સર્વજ્ઞ ભગવાનની દિવ્યધ્વનિમાંથી જે માર્ગ નીકળ્‌યો, અને તે ઝીલીને કુંદકુંદાચાર્યદેવ આદિ સંતોએ જે
માર્ગ ફરમાવ્યો, તે જ આ માર્ગ છે, આ જ જૈનશાસન છે; આનાથી વિરુદ્ધ માનનારા બીજા બધા અન્યમત છે.
‘આત્માનો સ્વભાવ તે ધર્મ’ – એ જ જૈનશાસન,
સ્ત્ર ત્ર્! !
આત્માનો જ્ઞાન–દર્શન સ્વભાવ છે; તે જ્ઞાન–દર્શન પરિણામ પોતાના સ્વભાવમાં સ્થિર રહે તેનું નામ ધર્મ
છે. શુભ–અશુભ રાગના કારણે તો જ્ઞાન–દર્શનનો ઉપયોગ ચંચળરૂપ થઈને ક્ષોભ પામે છે, એટલે કોઈ પ્રકારના
રાગાદિ ભાવો તે ધર્મ નથી. રાગદ્વેષ રહિત થઈને જ્ઞાન–દર્શન પોતાના સ્વભાવમાં નિશ્ચલ રહે તે ધર્મ છે. આત્મા
જ્ઞાનદર્શનસ્વભાવી છે; તે જ્ઞાન–દર્શન પરિણામ રાગ–દ્વેષ–મોહ વડે મલિન ન થાય–ક્ષોભ ન પામે–અસ્થિર ન

PDF/HTML Page 18 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૦૯ :
થાય, ને રાગ–દ્વેષ–મોહ રહિત થઈને પોતાના શુદ્ધસ્વરૂપમાં જ સ્થિર રહે, –એવા શુદ્ધપરિણામ તે આત્માનો ધર્મ
છે, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે તેમાં આવી જાય છે, પણ રાગ તેમાં નથી આવતો. આ શુદ્ધરત્નત્રયરૂપ
વીતરાગભાવ તે જ સર્વે શાસ્ત્રોનું તાત્પર્ય છે, તે જ જિનશાસન છે, ને તેને જ સંતો ધર્મ કહે છે; વચ્ચે રાગ રહી
જાય તે તાત્પર્ય નથી, તે જિનશાસન નથી, તેને સંતો ધર્મ કહેતા નથી.
સમકિતીના પુણ્ય તે પણ ધર્મ નથી
પ્રશ્ન:– મિથ્યાદ્રષ્ટિના પુણ્ય તે ધર્મ નહીં પણ સમકિતીના પુણ્ય તે તો ધર્મ છે ને!
ઉત્તર:– પુણ્ય મિથ્યાદ્રષ્ટિના હો કે સમ્યગ્દ્રષ્ટિના હો, તે કોઈ ધર્મ નથી, તે આસ્રવ છે. સમયસારમાં કહે છે
કે છઠ્ઠા ગુણ સ્થાનવર્તી ભાવલિંગી સંતને વ્યવહારપ્રતિ–ક્રમણાદિનો જે શુભ વિકલ્પ છે તે નિશ્ચયથી ઝેર છે. જો
તે ધર્મ હોત–અમૃત હોત–તો મુનિવરો તેને છોડીને નિર્વિકલ્પ કેમ થાત? માટે સમજો કે ધર્મીનો રાગ તે પણ
પુણ્ય છે, પણ ધર્મ નથી. ધર્મ તો વીતરાગી શુદ્ધ ભાવ જ છે. અહો, એક જ નિયમરૂપ ને એક જ ધારા પ્રવાહરૂપ
જૈનમાર્ગ ત્રિકાળ ચાલી રહ્યો છે.
– ધર્મના મૂળ પાયાની વાત!
અહો! એક વાર આવી દ્રષ્ટિ તો કરો... આત્માનો વાસ્તવિક સ્વભાવ શું ચીજ છે તે લક્ષમાં તો લ્યો. રાગ
રહિત ચિદાનંદસ્વભાવી હું છું–એવું આત્મસ્વભાવનું યથાર્થ લક્ષ હશે તો તે જાતનો પુરુષાર્થ ઊપડશે. પણ રાગને
જ હિતરૂપ માની લ્યે તો રાગથી જુદો પડીને વીતરાગતાનો પુરુષાર્થ તે કોના લક્ષે કરશે? માટે આ ધર્મના મૂળ
પાયાની વાત છે.
મિથ્યાદ્રષ્ટિને એકાંત અધર્મ છે!
વીતરાગભાવ તે જ ભવનાશક ધર્મ છે.
સમકિતીની દ્રષ્ટિ શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં ઝૂકી ગઈ છે, રાગના એક અંશનો પણ તેની દ્રષ્ટિમાં સ્વીકાર
નથી; આવી દ્રષ્ટિના જોરપૂર્વક સમકિતીને શાસ્ત્રસ્વાધ્યાયાદિ શુભ પ્રસંગ વખતે અશુભની નિર્જરા થાય છે તે
અપેક્ષાએ સમકિતીને સ્વાધ્યાયાદિ શુભથી પણ નિર્જરા થવાનું કહ્યું છે, ને ઉપચારથી તેને પણ ધર્મ કહેવાય છે.
પણ જેની દ્રષ્ટિ જ રાગ ઉપર છે, જે રાગને જ ધર્મ કે સંવર–નિર્જરાનું કારણ માને છે તેને તો શુભરાગ વખતે
પણ એકાંતે અધર્મ છે, ધર્મનો અંખ પણ તેને નથી. અને સમકિતીને પણ જે રાગ છે તે કાંઈ ધર્મ નથી. રાગ
વખતે તેને જે અરાગી દ્રષ્ટિ, અરાગી જ્ઞાન ને અરાગી ચારિત્ર છે તે જ ધર્મ છે. જો શુભરાગ તે ધર્મ હોય કે કે
તેનાથી ધર્મ થતો હોય તો તે રાગ છોડવાનું રહ્યું જ નહિ! –એટલે શ્રદ્ધામાં રાગનું ઉપાદેયપણું થતાં મિથ્યાશ્રદ્ધા
થઈ. મિથ્યાશ્રદ્ધા જ મોટો અધર્મ અને અનંત સંસારનું મૂળ છે. તેનો અભાવ થઈને વાસ્તવિક ધર્મ કેમ થાય તે
અહીં બતાવે છે. શુભરાગ તો વિકાર છે, ઔદયિકભાવ છે, આસ્રવ–બંધનું કારણ છે એટલે સંસારનું કારણ છે.
ચિદાનંદસ્વભાવમાં એકાગ્ર થતાં રાગ રહિત સમ્યક્શ્રદ્ધા, જ્ઞાન ને આનંદના અનુભવરૂપ જે શુદ્ધવીતરાગભાવ
પ્રગટ્યો તે ધર્મ છે; આ ધર્મથી કર્મ બંધાતા નથી, પૂર્વે બંધાયેલા કર્મો પણ તેનાથી ખરી જાય છે; એ રીતે
શુદ્ધપરિણામરૂપ ધર્મથી આસ્રવ–બંધ અટકે છે; સંવર–નિર્જરા થાય છે, અને તેનાથી જ સર્વ કર્મનો અભાવ થઈને
પરમ આનંદરૂપ મોક્ષદશા પ્રગટે છે. આનું નામ જૈનધર્મ છે. આવા જૈનધર્મને જાણીને ભવના નાશ માટે તેનું
આરાધન કરો......... એવો ઉપદેશ છે.
હે જીવ! એકવાર તું વિચાર તો કર.
હે જીવ! તારા ચિદાનંદતત્ત્વના ભાન વિના શુભભાવ પણ અનંતવાર તું કરી ચૂક્યો, પરંતુ અંશમાત્ર ધર્મ
ન થયો, તારો સંસાર તો એમ ને એમ ઊભો જ રહ્યો. તેં શુભરાગને ધર્મ માન્યો, પરંતુ શુભ કરવા છતાંય તે
શુભથી પણ તું સંસારમાં જ રખડયો. માટે જૈનધર્મનો ઉપદેશ છે કે રાગરહિત શુદ્ધભાવને જ તમે ધર્મ જાણો,
રાગ તે ધર્મ નથી એમ સમજો. જિનેન્દ્ર ભગવંતોએ જિનશાસનમાં આવો ઉપદેશ કર્યો છે, સંતો પણ આમ જ કહે
છે, શાસ્ત્રોમાં પણ આ જ આશય ભર્યો છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–

PDF/HTML Page 19 of 23
single page version

background image
: ૨૧૦ : ‘આત્મધર્મ’ : ભાદરવો : ૨૪૮૨
ચારિત્રરૂપ શુદ્ધભાવને જે જાણતો નથી અને પુણ્યને જ ધર્મ માનીને જે સેવે છે તે જીવ ભોગના હેતરૂપ ધર્મીને જ
સેવે છે એટલે કે સંસારના જ કારણને સેવે છે, પણ મોક્ષના કારણરૂપ વીતરાગી ધર્મને તે સેવતો નથી, –એમ
હવેની ગાથામાં આચાર્યદેવ કહેશે.
ભવનો નાશક ને મોક્ષનો દાતાર – એવો જૈનધર્મ છે.
રાગ ધર્મ ન હોવા છતાં તેને ઉપચારથી ધર્મ કહ્યો.
– પણ તે ઉપચાર ક્યારે?
જ્ઞાનીના શુભને ઉપચારથી ધર્મ કહ્યો હોય ત્યાં અજ્ઞાની તેને જ વળગે છે, પણ તે ઉપચાર કઈ રીતે છે
તેને સમજતો નથી. મુખ્યના અભાવમાં બીજામાં તેનો ઉપચાર કરવો તે વ્યવહાર છે, પૂર્ણ વીતરાગતા તે ધર્મ છે,
–તે મુખ્ય છે, સાક્ષાત્ પૂર્ણવીતરાગતાના અભાવમાં ધર્મીને શુભરાગ હોય છે ત્યારે અશુભ ટળવાની અપેક્ષાએ
એકદેશ વીતરાગતા ગણીને તેને ઉપચારથી ધર્મ કહ્યો છે; પરંતુ તેને તો તે જ વખતે અનુપચાર ધર્મનો અંશ પણ
વર્તે છે, પૂર્ણ વીતરાગતાની દ્રષ્ટિપૂર્વક એકદેશ વીતરાગતા વર્તે છે, તે જ ધર્મ છે. જ્ઞાનીના શુભને ઉપચારથી ધર્મ
કહ્યો તે એમ બતાવવા માટે છે કે ત્યાં તે વખતે અનુપચારરૂપ યથાર્થ ધર્મ (સમ્યગ્દર્શનાદિ) વર્તે છે. આ યથાર્થ
ધર્મને તો જે જાણતો નથી, ને શુભરાગને જ ખરેખર ધર્મ માનીને તેમાં જ સંતુષ્ટ છે તેને ધર્મની પ્રાપ્તિ થતી
નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધભાવ તે જ ખરો ધર્મ છે, ને તેની જ પ્રાપ્તિનો જિનશાસનમાં ઉપદેશ છે.
આવો ધર્મ તે ભવનો નાશક ને મોક્ષનો દાતાર છે, માટે હે ભવ્ય જીવો! તમે આદરપૂર્વક આવા જૈનધર્મનું સેવન
કરો.
(ગાથા ૮૩ પૂરી)
जैनं जयति शासनम्।
[ટાઈટલ પૃષ્ઠ ૨ નો શેષાંશ]
સુખ વગેરે; અને પુદ્ગલમાં સ્પર્શ–રસ–ગંધ–વર્ણ વગેરે;
(૭) અન્યોન્ય–અભાવ:– એક પુદ્ગલની વર્તમાન–પર્યાયમાં બીજા પુદ્ગલોની વર્તમાનપર્યાયનો અભાવ
છે તેને અન્યોન્ય–અભાવ કહે છે.
પ્રશ્ન:– (૬) :– નીચે લખેલા પદાર્થો દ્રવ્ય છે–ગુણ છે કે પર્યાય છે? તે બતાવો: તેમાં જે દ્રવ્ય હોય
તેનો વિશેષ ગુણ લખો; જે ગુણ હોય તે કયા દ્રવ્યનો છે? તથા અનુજીવી છે કે પ્રતિજીવી તે લખો; અને જે
પર્યાય હોય તે કયા દ્રવ્યની, કયા ગુણની અને કેવી જાતની છે તે લખો.
(૧) કેવળજ્ઞાન (૨) કાળ (૩) અચેતનત્ત્વ (૪) પડછાયો (૫) સ્થિતિ હેતુત્વ (૬) સમુદ્ઘાત (૭) લોભ.
ઉત્તર (૬) :–
(૧) કેવળજ્ઞાન: તે પર્યાય છે; જીવદ્રવ્યના જ્ઞાનગુણની સ્વભાવઅર્થપર્યાય છે;
(૨) કાળ: તે દ્રવ્ય છે, પરિણમનહેતુત્વ તેનો વિશેષગુણ છે.
(૩) અચેતનત્વ: તે ગુણ છે; પુદ્ગલાદિ પાંચ અજીવ–દ્રવ્યોનો પ્રતિજીવી ગુણ છે.
(૪) પડછાયો: તે પર્યાય છે, પુદ્ગલદ્રવ્યના રંગ–ગુણની વિભાવ અર્થપર્યાય છે.
(૫) સ્થિતિહેતુત્વ: તે ગુણ છે; અધર્માસ્તિકાયનો વિશેષગુણ છે તથા અનુજીવી છે.
(૬) સમુદ્ઘાત: તે પર્યાય છે; જીવદ્રવ્યના પ્રદેશત્વગુણની વિભાવ વ્યંજનપર્યાય છે.
(૭) લોભ: તે પર્યાય છે; જીવદ્રવ્યના ચારિત્રગુણની વિભાવ અર્થપર્યાય છે.

PDF/HTML Page 20 of 23
single page version

background image
: ભાદરવો : ૨૪૮૨ ‘આત્મધર્મ’ : ૨૧૧ :
શ્રી જૈનદર્શન શિક્ષણવર્ગ – સોનગઢ
• પ્રથમ શ્રેણીની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો અને તેના જવાબો •
(છ ઢાળા તથા જૈનસિદ્ધાંત પ્રવેશિકા)
પ્રશ્ન:– (૧) આત્માના ભેદ અને દરેકના પ્રભેદોનું સ્વરૂપ સ્પષ્ટતાથી લખો.
ઉત્તર:– (૧)
આત્માના ત્રણભેદ છે– (૧) બહિરાત્મા (૨) અંતરાત્મા અને (૩) પરમાત્મા.
(૧) જે શરીરને જ આત્મા માને છે તથા શરીરની ક્રિયાને પોતાની માને છે તે બહિરાત્મા છે.
(૨) ભેદવિજ્ઞાન દ્વારા આત્માને શરીરાદિથી ભિન્ન જાણે છે તે અંતરાત્મા–સમ્યગ્દ્રષ્ટિ છે. અંતરાત્મા પણ
જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારના છે. ચોથા ગુણસ્થાનવર્તી અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ તે જઘન્ય અંતરાત્મા
છે; સમ્યગ્દર્શન તથા આત્મજ્ઞાન ઉપરાંત વ્રતધારી પંચમગુણસ્થાનવર્તી શ્રાવક, તેમજ બાહ્ય–અંતર પરિગ્રહરહિત
છઠ્ઠા ગુણસ્થાનવર્તી મહાવ્રતધારી મુનિ, તેઓ મધ્યમ અંતરાત્મા છે; અને સાતમા ગુણસ્થાનથી બારમા
ગુણસ્થાન સુધી વર્તતા આત્મધ્યાનમાં લીન શુદ્ધોપયોગી મુનિવરો તે ઉત્તમ અંતરાત્મા છે.
આ ત્રણે પ્રકારના અંતરાત્માઓ મોક્ષમાર્ગે વિચરનારા છે.
(૩) આત્માના પરમ સર્વજ્ઞપદને પામેલા જીવો તે પરમાત્મા છે; તેના બે પ્રકાર છે; એક સકલ
પરમાત્મા, અને બીજા નિકલપરમાત્મા.
શરીરસહિત એવા અરિહંત પરમાત્મા તે સકલ પરમાત્મા છે; તેમને લોકાલોકવર્તી સમસ્ત પદાર્થોને
જાણનારું કેવળજ્ઞાન, તેમ જ કેવળદર્શન અનંતસુખ તથા અનંતવીર્ય એવા ચતુષ્ટય પ્રગટી ગયા છે, તથા
જ્ઞાનાવરણાદિ ચાર ઘાતિકર્મો ટળી ગયાં છે; ચાર અઘાતિકર્મો બાકી છે. તેઓ કેવળજ્ઞાનાદિ અંતરંગ લક્ષ્મીથી
તથા સમવસરણાદિ બહિરંગ લક્ષ્મીથી સંયુક્ત છે, પરમ ઔદારિક શરીર તેમને હોય છે, પણ ક્ષુધા, તૃષા, રોગ
વગેરે અઢાર મહાદોષો હોતા નથી. તેરમા અને ચૌદમા ગુણસ્થાને વર્તતા આવા અરિહંત ભગવાન તે સકલ
પરમાત્મા છે.
‘ઘનઘાતિકર્મ વિહીન ને ચોત્રીસ અતિશય યુક્ત છે,
કૈવલ્ય જ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્હંત છે.’
શરીર રહિત એવા સિદ્ધભગવાન તે નિકલપરમાત્મા છે. તેમને જ્ઞાનાવરણાદિ આઠે કર્મોનો નાશ થઈ
ગયો છે, ને શરીરાદિ નોકર્મ પણ છૂટી ગયા છે. તેઓ લોકાગ્રે શરીરરહિત બિરાજે છે. જ્ઞાન જ તેમનું શરીર છે,
ને સાદિ–અનંત અનંત આત્મિક અતીન્દ્રિયસુખને ભોગવે છે. દ્રવ્યકર્મ–ભાવકર્મ–નોકર્મ રહિત આવા
સિદ્ધપરમાત્મા તે નિકલપરમાત્મા છે.