PDF/HTML Page 1 of 41
single page version
PDF/HTML Page 2 of 41
single page version
અરે જીવ! બાહ્ય વિષયો તો મૃગજળ જેવા છે; તેમાં ક્યાંય તારી
તેનાથી પાછો વળ....ને ચૈતન્યસ્વરૂપમાં અંતર્મુખ થા! ચૈતન્યસન્મુખ થતાં
ક્ષણમાત્રમાં તને શાંતિનું વેદન થશે.....ને....એ શાંતિના ઝરણામાં તારો આત્મા
તૃપ્ત–તૃપ્ત થઈ જશે.
PDF/HTML Page 3 of 41
single page version
અલૌકિક છે. આધ્યાત્મિક
ઉપશાંતરસ વરસાવવા માટે
આપ ચંદ્ર સમાન છો.....ને
બ્રહ્મચર્યના અખંડ તેજથી આપ
સૂર્ય સમાન છો..... આપના
જેવા તેજસ્વી પુરુષનો જોટો
મળવો આ કાળે મુશ્કેલ છે.
અધ્યાત્મરસની ખુમારીથી ને
બ્રહ્મચર્યના રંગથી આપનું જીવન
રંગાયેલું છે...તેથી, આપની
મહાપ્રતાપી છાયામાં નિરંતર
વસતા....ને આપશ્રીના પાવન
ઉપદેશનું પાન કરતા આપના
નાના નાના બાળક–બાળિકાઓ
પણ બ્રહ્મજીવન પ્રાપ્ત કરે તેમાં
શું આશ્ચર્ય છે!!
હે ધર્મપિતા!........જીવનના આધાર.....ને હૈયાનાં હાર! આપશ્રી દ્વારા થઈ રહેલ
જિનશાસનની પ્રભાવનાના સૂર ઊઠી રહ્યા છે...... ને રોમેરોમમાં વીતરાગધર્મનો નાદ ગૂંજી રહ્યા
છે. જિનશાસન ઉપર ઘેરાયેલા મોહનાં વાદળને ગગનભેદી જ્ઞાનગર્જનાવડે આપે વિખેરી નાખ્યા
છે.... ને દિવ્યજ્ઞાનપ્રભા વડે આપે જૈનશાસનને ઝગમગાવી દીધું છે.....તેથી આપ ‘જિનશાસનના
અણમોલરત્ન’ છો.
જીવો હોંસભેર આવી રહ્યા છે.
PDF/HTML Page 4 of 41
single page version
પ્રભાવિત થઈને ૧૮ થી ૨૬ વર્ષની નાની નાની ઉમરના ચૌદ ૧૪ કુમારિકા બહેનોએ આજીવન બ્રહ્મચર્ય–
પ્રતિજ્ઞા અંગીકાર કરી છે. આ બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા જે ઉદે્શથી ધારણ કરવામાં આવી છે તેની ખાસ મહત્તા છે,–તે
આપણે આગળ જતાં જોઈશું.
તો પૂ. ગુરુદેવનો પ્રભાવ ભારતભરમાં પ્રસરી ગયો છે. તેમાં વળી આ ૧૪ કુમારિકા બહેનોએ બ્રહ્મચર્યની
પ્રતિજ્ઞા લીધી તે પણ જૈનધર્મની પ્રભાવનાનો એક એવો જ મહાન પ્રસંગ છે.
કુમારિકા બહેનોએ, માત્ર આત્મહિતની સાધના અર્થે આ રીતે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હોય–એવું
હાલના ઈતિહાસમાં સાંભળવામાં આવતું નથી. પરમપૂજ્ય ગુરુદેવનો ઉપદેશ કેટલી સરલતાથી જીવોને
આત્મહિતમાં લગાડી દ્યે છે, અને તે ઉપદેશ કેટલો વીતરાગતા ભરેલો છે–તેનું અનુમાન વિવેકી જિજ્ઞાસુઓ આ
મહાન પ્રસંગ ઉપરથી કરી શકશે. પૂ. ગુરુદેવનો આત્મસ્પર્શી ઉપદેશ અનેક જીવોનાં જીવન પલટાવી નાંખે છે.
PDF/HTML Page 5 of 41
single page version
PDF/HTML Page 6 of 41
single page version
બાણ વડે સંસારને જીતી લીધો હોય ને આધ્યાત્મિકતાનો વિજયધ્વજ ફરકાવતી હોય!
આ બ્રહ્મચર્ય પ્રસંગ ઘણા ઉલ્લાસપૂર્વક ઊજવવામાં આવ્યો હતો.
“બ્રહ્મચર્ય–અંક” જુઓ, વર્ષ છઠ્ઠું અંક બીજો.) આ પ્રમાણે એકંદર વીસ કુમારિકા બ્રહ્મચારી બહેનો હાલ
સોનગઢમાં વસે છે.
સમીપતામાં કેવી સુગમ બની જાય છે!–એનું આ પ્રત્યક્ષ ઉદાહરણ છે. ખરેખર તો, પરમ ઉપકારી પરમ પૂજ્ય
ગુરુદેવ શ્રી પરમ અસંગી શુદ્ધચૈતન્યતત્ત્વના જે ઉપદેશની અમૃતધારા નિરંતર વરસાવી રહ્યા છે તેમાં કોઈ એવો
પ્રભાવ છે કે તે ઉપદેશનું શ્રવણ અને મંથન કરનારના જીવનમાં વૈરાગ્યભાવ સહેજે પોષાતો જાય છે, ને તેનું જ
આ એક નાનકડું ફળ છે.......... શુદ્ધસ્વભાવ તરફ વળવા માટે દિશા પલટાવવાનો ઉદ્યમ કરતાં કરતાં વચ્ચે
રાગની દિશા પણ પલટી જાય છે ને તેથી વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે વિનય–ભક્તિના તેમજ બ્રહ્મચર્ય
વગેરેના અનેક પ્રસંગો બને છે.
કારણ છે, અને તે છે–બે બહેનોની શીતલ છાયા ને વાત્સલ્યભરી હૂંફ! પરમ પૂજ્ય બેનશ્રી ચંપાબેન તથા પરમ
પૂજ્ય બેન શાંતાબેન એ બંને બહેનો (–કે જેમનો ઉલ્લેખ મુખ્યપણે “બેનશ્રી–બેન” એવા સંયુક્ત નામથી
કરવામાં આવે છે–) તેમનું ધર્મરંગથી રંગાયેલું સહજ જીવન તો નજરે જોવાથી જ ખ્યાલમાં આવી શકે. એ બંને
બહેનોની પવિત્રતા, અનુભવ, સંસ્કાર, વૈરાગ્ય, તેમજ દેવ–ગુરુ–ધર્મ પ્રત્યેની અપાર ભક્તિ અને અર્પણતા,
વિનય અને વાત્સલ્ય વગેરેનું વિગતવાર વર્ણન અહીં થઈ શકે તેમ નથી. આજથી પાંચ વર્ષ પહેલાંં જ્યારે
કલકત્તાવાળા શેઠશ્રી વછરાજજી ગંગવાલ તથા તેમના ધર્મપત્ની મનફૂલાદેવી પહેલીવાર સોનગઢ
આવ્યા..........અને માત્ર ચાર દિવસ પૂ. ગુરુદેવનો આધ્યાત્મિક ઉપદેશ સાંભળ્યો....તથા બંને પવિત્ર બહેનોની
ધર્મમય જીવનચર્યા દેખી.... ત્યારે તેઓ એટલા પ્રભાવિત થઈ ગયા કે તે જ વખતે સોનગઢમાં બહેનોને માટે
એક આશ્રમ બંધાવવાનો તેમણે નિશ્ચય કર્યો, અને તે પ્રમાણે એક સુંદર આશ્રમ–“શ્રી ગોગીદેવી દિગંબર જૈન
શ્રાવિકા બ્રહ્મચર્યાશ્રમ” લગભગ સવા લાખ રૂા. ખર્ચીને તેમણે બંધાવી આપ્યો. તે આશ્રમમાં પૂ. બેનશ્રી–બેનની
હિતકર છાયામાં અનેક બહેનો રહે છે; જેઓ આશ્રમમાં નથી રહી શકતા તેઓ પણ આસપાસમાં જ રહે છે. અને
આ બહેનોના જીવનમાં પૂ. બેનશ્રી–બેન નિરંતર અપાર વાત્સલ્યપૂર્વક જ્ઞાન–વૈરાગ્યનું સીંચન કરે છે.....દેવ–
ગુરુ–ધર્મની ભક્તિ બાબતમાં તો વર્તમાનયુગમાં તેઓશ્રીની અતૃતીયતા છે. આ રીતે ધર્મમાતા પૂ. બેનશ્રી–બેને
આ પુત્રીઓના જીવનનું ઘડતર કર્યું છે અને એ માતાઓની પવિત્ર ગોદમાં રહીને જ આ બધી બહેનોએ સતના
શરણે જીવન સમર્પણ કરવાની તાકાત મેળવી છે. આ રીતે પરમ પવિત્ર પૂ. બેનશ્રી ચંપાબેન અને પરમ પવિત્ર
પૂજ્ય બેન શાંતા બેનનો પણ બહેનો જીવનમાં મહાન ઉપકાર છે.
PDF/HTML Page 7 of 41
single page version
પોતાની મેળે જ બ્રહ્મચર્ય–જીવન ગાળવાનો નિર્ણય કર્યો છે, તે માટે કોઈએ તેમને કહ્યું નથી, એટલું જ નહિ
પરંતુ જ્યારે તેમણે બ્રહ્મચર્ય માટેના પોતાના વિચારો જણાવ્યા ત્યારે તેમની દ્રઢતાની કસોટી કરીને જ તેમના
વડીલોએ તેમને સંમતિ આપી છે. આ બહેનો પોતાની ભૂમિકાને લક્ષમાં રાખીને રાત્રીભોજનત્યાગ, કંદમૂળ
વગેરે અભક્ષ્ય ત્યાગ ઈત્યાદિ યોગ્ય સંયમપૂર્વક રહે છે; અને નિવૃત્તિપૂર્વક પોતાના ધ્યેયને પહોંચી વળવા માટે
શક્તિ અનુસાર પ્રયત્ન કર્યા કરે છે. સંતોની છાયામાં આત્મસાધના વડે તેઓ પોતાના શીઘ્ર ધ્યેયને પ્રાપ્ત
કરો..... એવી ભાવના છે.
તથા દસલક્ષણધર્મનું સમૂહપૂજન કર્યું હતું. ત્યાર બાદ આજના પ્રસંગ નિમિત્તે શ્રી જિનવાણી માતાની રથયાત્રા
બેન્ડવાજાં સહિત નીકળી હતી. બ્રહ્મચર્ય લેનારા ચૌદ બહેનો સહિત રથયાત્રા ગામમાં ફરીને ‘શ્રી પ્રવચનમંડપે’
આવી હતી.... ત્યાં પ્રવચનમાં પૂ. ગુરુદેવે વૈરાગ્યપૂર્વક કહ્યું હતું કે “આ શરીર તો ધૂળનું ઢીંગલું છે તેમાં ક્યાંય
આત્માનું સુખ નથી.......તેના ઉપરથી દ્રષ્ટિ હઠાવીને, ચૈતન્યસ્વભાવમાં એકાગ્ર થતાં અંદરથી શાંતિનું એક ઝરણું
આવે છે! જીવ જે શાંતિ લેવા માગે છે તે કોઈ સંયોગોમાંથી નથી આવતી પણ પોતાના સ્વભાવમાંથી જ આવે
છે.” પૂ. ગુરુદેવનું અધ્યાત્મરસ–ઝરતું આ પ્રવચન સભાજનોને વૈરાગ્યની ધૂનમાં ડોલાવતું હતું. એ ચૈતન્યસ્પર્શી
પ્રવચનનું શ્રવણ કર્યા બાદ ચૌદે બહેનો એકસાથે બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લેવા માટે હાથ જોડીને ઊભા થયા....ને
સભાજનો ઉત્સુકતાથી એ વૈરાગ્યપ્રસંગ નીહાળી રહ્યા....
ત્યાર બાદ.... “નાની ઉમરમાં આ બહેનો બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લ્યે છે તે બહુ સારું કામ કરે છે” એમ કહીને, પૂ.
ગુરુદેવે બ્રહ્મચર્યપ્રતિજ્ઞા આપી હતી કે–તમારે ચૌદેય દીકરીઓએ પંચપરમેષ્ઠીની સાખે, ચાર તીર્થની સાખે ને
આત્માની સાખે જાવજ્જીવપર્યંત–આખી જિંદગી બ્રહ્મચર્ય પાળવું.
શાસ્ત્રોમાં બ્રહ્મચર્યના વખાણ ઘણા આવે છે; દ્રષ્ટિ સહિતની વાત તો જુદી છે, અને ત્યારે પહેલાંં પણ પાત્રજીવને
બ્રહ્મચર્યાદિનો રંગ હોય છે.
છે.....અભ્યાસ કરે છે...........ને સમજણના લક્ષે આ કામ કરે છે; ધર્મનું મૂળસ્વરૂપ શું છે ને આ
બ્રહ્મચર્યપ્રતિજ્ઞાની મર્યાદા કેટલી છે તે તેમના ખ્યાલમાં છે. પહેલાંં છ બેનુંએ પ્રતિજ્ઞા લીધી હતી ને આજે આ
ચૌદ બેનુંએ પ્રતિજ્ઞા લીધી, આમ વીસ બેનો થયા. આવો પ્રસંગ ઘણા વર્ષે બને છે. રામજીભાઈ તો કહે છે કે
‘દીકરીયુંએ ડંકા માર્યા છે.” બીજાઓએ આનું અનુકરણ કરવા જેવું છે. ઘણા તો પચાસ પચાસ વર્ષે પણ વૃત્તિને
વાળી નથી શકતા, ત્યારે આ તો નાની નાની ઉમરમાંથી આ જાતની જવાબદારી લ્યે છે તે બેનોએ ઘણી હિંમત
કરી છે..........કોઈએ તેમને કહ્યું નથી પણ તેઓને પોતાની મેળે જ આ જાતના ભાવ થયા છે...........આ તો
સહજના સોદા છે......” (પૂ. ગુરુદેવે આટલું કહ્યા બાદ હિંમતભાઈ ભાષણ કરવા ઉભા થયા.........પણ ત્યાં તો
અચાનક એક વાત યાદ આવતાં પૂ. ગુરુદેવે કહ્યું–)
PDF/HTML Page 8 of 41
single page version
બેનોની છત્રછાયામાં આ બ્રહ્મચારી બેનોનું રક્ષણ ને પાલન થાય છે, તે બેનોનો પ્રભાવ છે. આ બેનોનાં
(બેનશ્રી ચંપાબેન તથા બેન શાંતાબેનના) આત્મા અલૌકિક છે.......... આ કાળે આવા બેનો પાક્યા તે મંડળની
બેનુંના મહાભાગ્ય છે..... જેનાં ભાગ્ય હશે તે તેમનો લાભ લેશે.”
ગુરુદેવનો મહા પ્રભાવ છે.......... આનંદનિધાન ચૈતન્યભગવાનના દર્શન કરીને તેનું જે સ્વરૂપ પૂ. ગુરુદેવ
બતાવે છે તે ઝીલીને, “અમે અમારા આવા આનંદનિધાનને કેમ વરીએ!.....ને આ દુઃખદ ભવસાગરથી કેમ
તરીએ?”–એવી ભાવનાથી, “જ્યાં સુધી એ આનંદધામ હાથ ન લાગે ત્યાં સુધી તે આનંદધામને સ્પર્શીને
આવતી સંતોની વાણી સાંભળ્યા જ કરીએ.......... સંતોની છાયામાં રહીને એ આનંદધામની ઝાંખી કરાવનારી
વાણીનું મંથન કર્યા જ કરીએ” –આવી ભાવનાથી આજે આ બેનોએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લીધી છે. તે માટે તેમને
અત્યંત અભિનંદન ઘટે છે...........જે ભાવનાથી તેમણે આ કાર્ય કર્યું છે તે ભાવનામાં આગળ વધીને તેઓ
પુરુષાર્થ વડે આત્મહિત સાધે–એમ ઈચ્છીએ.....આપણે સૌએ પણ એ કરવા જેવું છે કે જેથી અનંત ભવભ્રમણથી
છૂટીએ......આ બેનોએ જે વિરાટ પ્રયત્ન આદર્યો છે તે માટે તેમને ફરીને અભિનંદન!....તેઓએ તેમના કુટુંબને
અજવાળ્યું છે.......ને મુમુક્ષુમંડળનું ગૌરવ વધાર્યું છે.”
લખે છે કે–
मूर्तरूप सौराष्ट्र के अनेक तरुणा बालब्रह्मचारी बन्धुओंमें द्रष्टिगोचर हो रहा है। इसी प्रकार ब्राह्मी–सुन्दरी
और राजीमतीके आदर्शको कार्यान्वित करनेवाली सोनगढमें विद्यमान २० बालब्रह्मचारिणी बहनें तथा
युवानस्थामें ही ब्रह्मचर्य अंगीकार करनेवाले अनेक दम्पती भगवान महावीरके तीर्थकी प्रभावना कर उसे
सार्थक बना रहे हैं। निःसंदेह आज यह भौतिकता पर आध्यात्मिकताकी विजय है।
રાખીને આગળ વધો’ –એવી ભાવનારૂપ આશીર્વાદ આપ્યા હતા; તેમ જ દરેક બહેનને એકેક સાડલો તથા
ચાંદીનો ગ્લાસ ભેટ આપવામાં આવ્યા હતા.
અનેક ગામોથી હજાર ઉપરાંત લોકો આવ્યા હતા..... ને દરેક ગામના શ્રી સંઘોએ પોતાનું વાત્સલ્ય બતાવ્યું હતું.
અનેક લોકોએ કુમારિકા–બ્રહ્મચર્યાશ્રમના ફંડમાં હજારો રૂપિયાની રકમો લખાવી હતી. સુતાર અને રબારી
સુદ્ધાંએ રકમો લખાવીને આ પ્રસંગે પોતાનો પ્રમોદ જાહેર કર્યો હતો.
PDF/HTML Page 9 of 41
single page version
આત્મહિતના હેતુએ જીવન ગાળજો.....દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે ભક્તિ અને બહુમાન વધારજો....અરસપરસ
એકબીજાની બેનો હો–એ રીતે વર્તજો....ને વૈરાગ્યથી રહેજો....એમાં શાસનની શોભા છે. આત્માનું કલ્યાણ કેમ
થાય...ને તે માટે પૂ. ગુરુદેવ શું કહે છે–તેનો વિચાર કરવો....સ્વાધ્યાય અને મનન વધારવું. બ્રહ્મચર્યપ્રતિજ્ઞાને
લીધે આત્માના વિચારને માટે નિવૃત્તિ મળે છે એમ પૂ. ગુરુદેવ વારંવાર કહે છે, માટે નિવૃત્તિ લઈને સ્વાધ્યાય–
મનન કરવું. આમ તમારે તમારા જીવનમાં આત્માનું કલ્યાણ કરવાનું લક્ષ રાખવું.
આ પ્રસંગ નિમિત્તે ‘આશ્રમ’ સુશોભિત મંડપ વગેરે શણગારથી શોભતો હતો....ને ત્યાં આખો દિવસ
બેનો તરફથી આહારદાન માટે વિનંતિ થતાં ભાદરવા સુદ છટ્ઠના રોજ પૂ. ગુરુદેવે આશ્રમમાં પધારીને ભોજન
કર્યું હતું. આ રીતે પૂ. ગુરુદેવ દ્વારા થઈ રહેલી અનેકવિધ પ્રભાવનાનો આ એક મહાન પ્રસંગ ઊજવાયો હતો.
વગર રહી શકતું નથી.
જીવ પોતાના આત્મહિતને માટે જેટલો લઈ શકાય તેટલો લાભ અવશ્ય લ્યે. વિવેકીજનો આત્મહિતના
અવસરમાં પ્રમાદ કરતા નથી.
આત્મસ્વરૂપ શું છે તેનો નિર્ણય કરવાની ધૂન જાગવી જોઈએ......બધા ન્યાયોથી નક્કી
એમ ને એમ ઉપર ટપકે જતું ન કરી દેવાય. અંદર મંથન કરી કરીને એવો દ્રઢ નિર્ણય કરે કે જગત
આખું ફરી જાય તોય પોતાના નિર્ણયમાં શંકા ન પડે. આત્માના સ્વરૂપનો આવો નિર્ણય કરતાં
વીર્યનો વેગ તેના તરફ જ વળે છે. અંતરમાં પુરુષાર્થની દિશા સૂઝી ગઈ પછી તેને માર્ગની મુંઝવણ
થતી નથી....પછી તો તેની આત્માની લગની જ તેનો માર્ગ કરી લ્યે છે. આગળ શું કરવું તેનો
પોતાને જ ખ્યાલ આવી જાય છે.....‘હવે મારે શું કરવું’ એવી મુંઝવણ તેને થતી નથી.
PDF/HTML Page 10 of 41
single page version
છો....ને હાકલદ્વારા અનેક જીવોને એ તરફ દોરી રહ્યા છો. આપની વીરહાકલ સાંભળતાં જ આત્માર્થી જીવો
ઝબકી ઊઠે છે....અને સંસારના વિષ જેવા વિષયોને ઠોકર મારીને આત્મિક–આનંદને સાધવા માટે આપના
શરણે દોડયા આવે છે.
ભાઈઓએ લગભગ દસવર્ષ પહેલાંં પૂ. ગુરુદેવ પાસે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે; અને પૂ. ગુરુદેવની
શીતલ છાયામાં તેઓ પોતાનું જીવન વીતાવે છે.
PDF/HTML Page 11 of 41
single page version
અપરંપાર પ્રભુજી બાળકો કેમ વર્ણવે? આનંદ હૃદયે ઊછળે પ્રભુ! આપનાં દર્શન થકી. નાચું બજાવું ભક્તિથી
ગુણ ગાન ગાઉં પ્રેમથી, આ બાળ વિનવે નાથ પ્રભુજી! ચાહું સેવા ચરણની. સત્ પંથના પ્રેરક પ્રભુ! જય જય
થજો તુજ જગતમાં, કલ્યાણકારી નાથ! મારાં વંદન હો તુજ ચરણમાં. ચૈતન્ય તણી વૃદ્ધિ કરી રહું આત્મશક્તિમાં
સદા, પ્રેર્યા કરો એ બોધ મુજને, ગુરુ કહાન ઉર વસિયા સદા. શુદ્ધાત્મની શક્તિ પ્રકાશી, સ્વરૂપગુપ્ત બનાવજો,
મુજને તમારી સાથ રાખી બ્રહ્મપદમાં સ્થાપજો. શાશ્વત તીર્થમાં સાથ રાખી, દર્શન અનંત ભગવંતનાં, આ દાસને
શિવપંથ સ્થાપી, રાખો તમારાં ચરણમાં.
PDF/HTML Page 12 of 41
single page version
અરે જીવ! બાહ્યવિષયો તો મૃગજળ જેવા છે, તેમાં ક્યાંય તારી શાંતિનું ઝરણું
ન થઈ, માટે તેમાં શાંતિ નથી એમ સમજીને હવે તો તેનાથી પાછો વળ.... ને
ચૈતન્યસ્વરૂપમાં અંતર્મુખ થા! ચૈતન્ય સન્મુખ થતાં ક્ષણમાત્રમાં તને શાંતિનું વેદન
થશે ને... એ શાંતિના ઝરણામાં તારો આત્મા તૃપ્ત–તૃપ્ત થઈ જશે.
છે. અને આ સમયસારની ૯૫ મી ગાથા વંચાય છે તેમાં પણ આત્માના હિતની મહામંગળ વાત છે.
તેમાંથી જ તે વ્યક્ત થાય છે. પોતાના આવા સ્વભાવસામર્થ્યની શ્રદ્ધા અને એકાગ્રતા કરીને અતીન્દ્રિય આનંદના
વેદનમાં એવો લીન થાય કે જગતની કોઈ પ્રતિકૂળતામાં દ્વેષ કે અનુકૂળતામાં રાગની વૃત્તિ જ ન થાય, વીતરાગી
આનંદના વેદનમાં વચ્ચે ક્રોધાદિ ભાવોની ઉત્પત્તિ જ ન થાય,––તેનું નામ ઉત્તમક્ષમાદિ ધર્મ છે. આવા વીતરાગી
ધર્મની વિશેષ ઉપાસનાના દિવસો આજે શરૂ થાય છે.
કોઈ સંયોગોમાંથી
PDF/HTML Page 13 of 41
single page version
અશાંતિ ઉત્પન્ન ન થાય,–એનું નામ ધર્મ છે. બહિરલક્ષે રાગ–દ્વેષના ભાવો ઉત્પન્ન થાય તે આત્માનું સ્વરૂપ નથી;
વગેરે ધર્મની આરાધના થાય છે.
અંદરમાં જો એવી બુદ્ધિ છે કે ‘ આ મંદકષાયના પરિણામ કે પાંચ ઈન્દ્રિયના વિષયો આત્માને સુખનું કારણ છે’–
વિષયોમાંથી સુખ લેવાની બુદ્ધિ તે ચૈતન્યસ્વભાવથી તદ્ન વિરુદ્ધ છે. અનંત અનંતકાળ બાહ્યવિષયોમાં ભટક્યો
શ્રદ્ધાજ્ઞાન કરીને પછી તેમાં જ અંતર્મુખ થઈને જ્યાં આનંદના વેદનમાં લીન થયો ત્યાં બહારમાં લાખો પ્રતિકૂળ
દેહ જાય પણ માયા થાય ન રોમમાં
લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો...’
અસત્ય છે ને તે મહાપાપ છે. પહેલાંં તે માન્યતા સુધાર્યા વગર કદી પણ ચારિત્રધર્મ થાય નહિ. જેમ જમીન
વગર આકાશમાં બીજ ઊગતા નથી, તેમ ભગવાન
PDF/HTML Page 14 of 41
single page version
પોતાની શાંતિ માટે બહાર વ્યર્થ ફાંફાં મારે છે. જેમ પોતાની ડૂંટીમાં જ રહેલી કસ્તુરીને ભૂલીને મૃગલું સુગંધ
વિષયો તો મૃગજળ જેવા છે, તેમાં ક્યાંય તારી શાંતિનું ઝરણું નથી. અનંતકાળથી તેં બાહ્યવિષયોમાં ઝાંવા
ઝરણામાં તારો આત્મા તૃપ્ત..........તૃપ્ત થઈ જશે.
આત્મામાંથી શાંતિનાં ઝરણાં વહે છે.
આત્માના આનંદને પ્રાપ્ત કરે છે.
છું, મારું સુખ પરમાં નથી, મારું સુખ તો મારામાં જ છે..... અત્યાર સુધી પરમાં સુખ માનીને હું ભૂલ્યો’–ત્યાં
પ્રતિજ્ઞા કરે છે તે ઘણી હિંમત કરે છે. સાધારણ માણસો–જેઓ વૃત્તિનો વેગ વાળી શકતા નથી–તેમનાં તો હૃદય
PDF/HTML Page 15 of 41
single page version
ઈન્દ્રિયવિષયોનો રંગ ઊડી જાય. સંયોગી ચીજમાં જે વૃત્તિનો તીવ્ર વેગ કરી નાંખે છે તેને અસંયોગી સ્વભાવ
તરફ વળવાનો અવકાશ રહેતો નથી. સ્વભાવની રુચિ થાય અને બાહ્યવિષયો તરફની વૃત્તિનો વેગ મોળો ન
પુણ્ય–પાપની જે વૃત્તિઓ થાય તેમાં મારી શાંતિ નથી, અને સંયોગોમાં પણ સ્વપ્નેય મારું સુખ નથી. ચૌદ
બ્રહ્માંડમાં કોઈ મારો આનંદ આપનાર નથી, મારો આનંદ મારામાં જ છે. ઈન્દ્રપદના વૈભવમાં કે ઈન્દ્રાણીના
સહવાસમાં પણ મારો આનંદ નથી. આવા ભાનપૂર્વક ચૈતન્યના અતીન્દ્રિયઆનંદના વેદન પાસે, ઈન્દ્રાણી જેવી
નવયૌવના સ્ત્રીને નીરખતાં તે કષ્ટાની પૂતળી ભાસે છે, તેમાં સ્વપ્નેય સુખ ભાસતું નથી, તે ભગવાન સમાન
જરાપણ સુખબુદ્ધિ તેને થતી નથી;–તે ભગવાન સમાન છે, અને અલ્પકાળમાં પૂર્ણાનંદને સાધીને તે સાક્ષાત્
પરમાત્મા થઈ જશે.
સમાન આ માનવદેહના ભોગથી તેને કદાપિ તૃપ્તિ થવાની નથી. માટે ભોગ ખાતર જિંદગી
ગાળવા કરતાં મનુષ્યજીવનમાં બ્રહ્મચર્ય પાળવું અને નિવૃત્તિથી તત્ત્વનો અભ્યાસ કરવો તે જ
આ મોંઘા માનવજીવનમાં કરવા જેવું ઉત્કૃષ્ટ કર્તવ્ય છે.
અલ્પ માનવજીવનનો કટકો મળ્યો, તેને મૂર્ખ જીવ વિષયોમાં વેડફી નાંખે છે. અરે! આ મોંઘા
જીવનને વિષયભોગની લાલસામાં વેડફી નાંખવા કરતાં વૈરાગ્ય લાવી બ્રહ્મચર્ય પાળવું અને
નિવૃત્તિથી તત્ત્વનો અભ્યાસ કરવો તે આ મોંઘા જીવનનું મહા કર્તવ્ય છે.
છે કે હવે આત્માર્થને ખાતર આ જીવન અર્પણ કરો.
PDF/HTML Page 16 of 41
single page version
(૭) પદ્માબેન, (૮) સુશીલાબેન શાંતિલાલ, (૯) લલિતાબેન, (૧૦) જસવંતીબેન હિંમતલાલ, (૧૧)
ચંદ્રાબેન, (૧૨) પુષ્પાબેન, (૧૩) જસવંતીબેન રતિલાલ, (૧૪) ભાનુમતીબેન–એ પ્રમાણે ૧૪ બ્રહ્મચારી
બહેનો છે.
આ ખાસ વિશેષ અંક “બ્રહ્મચર્ય–અંક” (બીજો) પ્રસિદ્ધ કરતાં અમને ઘણો હર્ષ થાય છે. અને અમને દ્રઢ
વિશ્વાસ છે કે ભારતના જે જે ભક્તજનોના હાથમાં આ અંક જશે તે સૌ ભક્તજનો અમારા આ હર્ષમાં
હોંસપૂર્વક સાથ પુરાવશે.
PDF/HTML Page 17 of 41
single page version
PDF/HTML Page 18 of 41
single page version
સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે આંગણે આવેલો જીવ પહેલાંં પોતાના
‘અરિહંત જેવો મારો આત્મા છે’ એમ નક્કી કર્યું છે, એટલે તે નિર્ણયમાં મનના
અવલંબનની મુખ્યતા નથી પણ સ્વભાવ તરફના ઝૂકાવની મુખ્યતા છે, તેથી તેને
“સમ્યગ્દર્શનનું અફર આંગણું” કહ્યું છે.
કરીને સર્વજ્ઞ અરિહંતદશા પ્રગટ કરી. –આવા અરિહંત ભગવાનના આત્માને દ્રવ્ય–ગુણ–પર્યાયપણે જે જીવ
બરાબર જાણે છે તે પોતાના આત્માને જાણે છે ને તેને દર્શનમોહનો નાશ થઈને શુદ્ધ સમ્યક્ત્વ પ્રગટે છે.
PDF/HTML Page 19 of 41
single page version
શરૂઆતમાં, અરિહંત ભગવાનના દ્રવ્ય–ગુણ–પર્યાયને ઓળખીને પોતાના આત્મ સ્વભાવનો નિર્ણય
કરે છે તેમાં હજી મનનું અવલંબન છે તેથી તેને ‘સમ્યગ્દર્શનનું આંગણું’ કહેવાય છે. મનનું
અવલંબન છોડીને સીધો સ્વભાવનો અનુભવ કરશે તે સાક્ષાત્ સમ્યગ્દર્શન છે. ભલે પહેલાંં મનનું
અવલંબન છે પણ નિર્ણયમાં તો ‘અરિહંત જેવો મારો આત્મા છે’ એમ નક્કી કર્યું છે, એટલે તે
નિર્ણયમાં મનના અવલંબનની મુખ્યતા નથી પણ સ્વભાવ તરફના ઝૂકાવની મુખ્યતા છે, તેથી તેને
‘સમ્યગ્દર્શનનું અફર આંગણું’ કહ્યું છે.
ઊતરીને સ્વભાવનો અનુભવ કરવામાં અનંતી અપૂર્વ પુરુષાર્થ છે. આ ચૈતન્યભગવાનને આંગણે
આવ્યા પછી–એટલે કે મન વડે આત્મસ્વભાવને જાણ્યા પછી–ચૈતન્યસ્વભાવની અંદર ઢળીને
અનુભવ કરવા માટે અપૂર્વ પુરુષાર્થ કરે તે જ ચૈતન્યમાં ઢળીને સમ્યગ્દર્શન પ્રગટ કરે છે, પણ જે
જીવો શુભવિકલ્પમાં અટકી જાય છે તેઓ પુણ્યમાં અટકી જાય છે, તેમને સમ્યગ્દર્શન થતું નથી.
પરંતુ અહીં તો જે જીવ સ્વભાવના આંગણે આવ્યો તે જીવ સ્વભાવમાં વળીને અનુભવ કરે જ–એવી
અપ્રતિહતપણાની જ વાત છે, આંગણે આવેલો પાછો ફરે એવી વાત જ નથી.
ભવનો નાશ થયા વિના રહે નહિ. જેણે આવી સમજણ કરીને સમ્યગ્દર્શન કર્યું તે જીવ મોક્ષના
આંગણે આવી ગયો. ભલે તેને આહાર વિહારાદિ હોય પણ આત્માનું લક્ષ એક ક્ષણ પણ દ્રષ્ટિમાંથી
છૂટતું નથી, આત્મસ્વભાવનો જે નિર્ણય કર્યો છે તે કોઈ પ્રસંગે ખસતો નથી; તેને ક્ષણે ક્ષણે ધર્મ
થયા કરે છે.
થઈ ગયો, નિર્વિકલ્પ સમાધિ થઈ ગઈ, અનંત ભવનો નાશ થઈ ગયો, સિદ્ધદશાના સંદેશ આવી
ગયા, આત્માની મુક્તિના ભણકાર આવી ગયા. સમકિતી ધર્માત્માની આવી દશા હોય છે,––ભલે તે
અવ્રતી હોય.... ભલે તિર્યંચ હોય.... કે ભલે નરકમાં હોય.
સમ્યગ્દર્શનનો લાભ થાય. –આ વાત સાંભળવા મળવી પણ મોંઘી છે. આ સમજવામાં સ્વભાવનો
અપૂર્વ પુરુષાર્થ છે. સ્વભાવના અનંત પુરુષાર્થ વગર જો તરી જવાતું હોત તો તો બધા જીવો મોક્ષમાં
ચાલ્યા જાત! પુરુષાર્થ વગર આ સમ–
PDF/HTML Page 20 of 41
single page version
આત્મસ્વભાવનું ભાન કર્યું તેને તે ભાન સદાય રહ્યા કરે છે, ખાતાં–પીતાં ક્યારેય આત્મા ભૂલાતો
નથી. સદાય આવું આત્મભાન રહ્યા કરે–એ જ કરવાનું છે. આવું ભાન થયા પછી જ્ઞાનીને તે ગોખવું
નથી પડતું, તેની સહજદશા જ એવી થઈ જાય છે.
આત્માની મુક્તિ મળે તેવી વાત છે, મોક્ષના અભિલાષીને આ સમજવા માટે અંતરમાં હોંસ ને
ઉત્સાહ જોઈએ. આ સમ્યગ્દર્શનની રીત સમજ્યા વગર ક્યાંય આરો કે ઉગારો નથી. જે જીવ આ
સમજશે તે જીવ મોહનો નાશ કરીને, ક્રમેક્રમે અકંપપણે સ્વભાવમાં આગળ વધીને, ચારિત્રદશા
પ્રગટ કરીને, કેવળ જ્ઞાન અને સિદ્ધપદને પામશે.
પણ વિકલ્પથી જુદો પડીને સ્વભાવના વેદનમાં ન આવ્યો તેથી સમ્યગ્દર્શન ન થયું. કેમકે
સમ્યગ્દર્શનની આદિમાં (–શરૂઆતમાં) વિકલ્પ નથી પણ આત્મા જ છે, એટલે કે વિકલ્પના
આશ્રયથી સમ્યગ્દર્શનની શરૂઆત થતી નથી પણ આત્માના જ આશ્રયથી સમ્યગ્દર્શનની
શરૂઆત થાય છે.
તો એમ હતું કે આ વિકલ્પ મારા સમ્યક્ત્વનું સાધન નથી, હજી આ વિકલ્પથી આગળ જઈને
આત્મામાં ઊંડા ઊતરવાનું છે, હજી સ્વભાવમાં અંતર્મુખ થવાનું છે. અંતર્મુખ થતાં આત્મા પોતે
જ સાધન થઈને સમ્યક્ત્વ થાય છે.