PDF/HTML Page 1 of 25
single page version
PDF/HTML Page 2 of 25
single page version
સિદ્ધ... ને હું પણ સિદ્ધ! બસ! હવે મારા આત્મામાં સમયે સમયે સિદ્ધદશા
સંસારની સમયે સમયે હાનિ જ થતી જાય છે. આ રીતે મારા જ્ઞાનમાં આપને
પધરાવીને હું પણ આપની પાસે આવી રહ્યો છું.
PDF/HTML Page 3 of 25
single page version
જાઉં છું, વિભાવના માર્ગે હું જતો નથી. અનાદિનો પુણ્ય–પાપરૂપી જે સંસારમાર્ગ તેને છોડીને હવે હું જ્ઞાનાનંદ
સ્વભાવમાં વળું છું... હવે હું વીતરાગી મોક્ષમાર્ગે જાઉં છું. બધાય મુમુક્ષુઓને આ એક જ મોક્ષમાર્ગ છે. મુમુક્ષુઓ
તે માર્ગનું અનુસરણ કરો.
બાબતનો પત્રવ્યવહાર હવેથી નીચેના સરનામે કરવો:–
ને બીજે ક્યાંય કહ્યું નથી. અને આપના શાસનના ભક્ત સિવાય બીજો કોઈ તેની યથાર્થ પ્રતીત કરી શકતો
નથી.
થવાના છીએ.
બીજું કાંઈ થાય નહિ, ફેર પડે નહિ.
છે,–પણ જાત તો તે જ. સમકિતી આનંદસાગરના અમૃતનો અપૂર્વ સ્વાદ લઈ રહ્યો છે, આનંદના ઝરણામાં મોજ
માણી રહ્યો છે.
PDF/HTML Page 4 of 25
single page version
છે ત્યારે તેમને એમ નથી લાગતું કે અમે પરદેશમાં
આવ્યા છીએ; પણ તેમને તો એવા ભાવો ઉલ્લસે છે
કે અહો! આ તો અમારા ધર્મપિતાનો દેશ! તીર્થંકરો
અને સંતો અમારા ધર્મપિતા છે... અમે અમારા
ધર્મપિતાના આંગણે આવ્યા છીએ... અમે અમારા
ધર્મપિતાનો જ્ઞાન અને આનંદનો વારસો લેવા આવ્યા
છીએ... હે નાથ! આપ અમારા ધર્મપિતા છો... અમે
આપના પુત્ર છીએ... આપના પગલે પગલે... આપના
પુનિત પંથે સિદ્ધિધામમાં આવીએ છીએ...
સંતો જ ભગવાનની ખરી યાત્રા કરે છે.
નમસ્કાર હો... એ સિદ્ધિધામના યાત્રિક સંતોને.
PDF/HTML Page 5 of 25
single page version
હિંદુસ્તાનમાં પાવન પગલા ગુરુદેવના રે... હિંદ જીવોનાં જાગ્યા સુલટા (મહા) ભાગ્ય... આજે...(૪)
ગુરુદેવના વિહારે ભારત નાચશે રે... આવ્યો આવ્યો અદ્ભુત યોગીરાજ... આજે...(૫)
અનુપમ મૂર્તિ સાક્ષાત્ ગુરુદેવ છે રે... અનુપમ કાર્યો કરે જીવન માંહી... આજે...(૬)
ભારત આંગણ–આંગણ તોરણો બંધાય છે રે... ભવ્ય જીવોનાં વૃંદો ઊછળી જાય... આજે...(૭)
શાશ્વત તીર્થ દર્શને ગુરુ સંચરે રે... એને હૈડામાંહી ઘણી છે હામ... મારે દૈવી... આજે...(૮)
ગુરુજીનો સાથ મળવો બહુ દોહીલો રે... મહાભાગ્યે મળ્યો ગુરુજીનો સાથ... આજે...(૯)
તીર્થયાત્રા ગુરુજી સંગે થશે રે... સેવકોના જન્મ સફળ થાય... આજે...(૧૦)
કુમકુમ પગલે ગુરુજી પધારતા રે... આકાશે બહુ દેવદુંદુભી નાદ... આજે...(૧૧)
મંગલકારી ચંદનથી ગુરુચરણો પૂજું રે... હીરલેથી વધાવું ગુરુદેવ... આજે...(૧૨)
દેશોદેશના સજ્જનો ગુરુજીને પૂજશે રે... ભક્તિભાવે સ્વાગત રૂડા થાય... આજે...(૧૩)
ગુરુદેવની ન્યાયવાણી અમર તપો રે... જૈન શાસનમાં વર્તો જય જયકાર... આજે...(૧૪)
વીતરાગી માર્ગ ગુરુજી મારા સ્થાપતા રે.....ગુરુદેવનો વર્તો જય જયકાર...આજે...(૧૫)
શાશ્વતયાત્રા શાશ્વત તીરથરાજની રે... શાશ્વત હોજો ગુરુદેવનો સાથ... આજે...(૧૬)
તેને કોઈ બીજાની મદદની અપેક્ષા નથી; તેમજ દરેક જડ પરમાણુ પણ
તેના સ્વભાવથી પરિપૂર્ણ–જડેશ્વર ભગવાન–છે; આ રીતે ચેતન અને
જડ દરેક પદાર્થ સ્વતંત્ર અને પોતાથી જ પરિપૂર્ણ છે, કોઈ તત્ત્વ કોઈ
બીજા તત્ત્વનો આશ્રય માંગતું નથી.–આમ સમજીને પોતાના પરિપૂર્ણ
આત્માની શ્રદ્ધા અને આશ્રય કરવો ને પરનો આશ્રય છોડવો તે
પરમેશ્વર થવાનો પંથ છે.
PDF/HTML Page 6 of 25
single page version
આત્માનું અંતિમ ધ્યેય જે સિદ્ધપદ, તેને અનંત જીવો પ્રાપ્ત કરી ચૂકયા છે; જે સ્થાનથી જીવો સિદ્ધપદ પ્રાપ્ત
તીર્થંકરો ત્યાંથી મુક્તિ પામ્યા છે ને પામશે. સિદ્ધપદ–પ્રાપ્તિની ભાવનાવાળા જીવોને સિદ્ધિધામની યાત્રાનો ભાવ
પણ જાગે છે.
છેવટે એક મંગલદિને ભક્તોની એ ભાવના ફળી ને પૂ. ગુરુદેવે સંઘ સહિત શ્રી સમ્મેદશિખરજી ધામની યાત્રાએ
પધારવાનો સ્વીકાર કર્યો...આ શુભ સંદેશથી ભારતમાં ઠેરઠેર હર્ષ છવાઈ ગયો.
થવા લાગી... જ્યાં જુઓ ત્યાં બધાય ભક્તજનો યાત્રાની તૈયારીમાં જ મશગૂલ હતા... બે દિવસ તો ઝડપથી
ચાલ્યા ગયા... ને શાશ્વત તીર્થધામ પ્રત્યે પુનિત પગલાં ભરવાનો મંગલ દિન આવી પહોંચ્યો.
પધાર્યા... જાણે વહાલો પુત્ર પિતાજી પાસે યાત્રા માટે વિદાય લેવા આવ્યો... એવું એ પિતા–પુત્રનું મિલન હતું.
ગુરુદેવ હાથ જોડીને ભાવભીના ચિત્તે સીમંધર
PDF/HTML Page 7 of 25
single page version
श्री सिद्धांतसुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।।
પાવન થયું. ત્યાં અગાશીમાંથી માનસ્તંભસ્થ ગગનવિહારી વિદેહીનાથ નજરે પડ્યા... પછી આવ્યા
સમવસરણમાં...ત્યાં દર્શન કરીને–
–એમ ગાતાં ગાતાં ભક્તોએ પૂ. ગુરુદેવની સાથે સાથે પ્રભુજીની પ્રદક્ષિણા કરી. તે વખતે એવું સરસ
પ્રભુના પંથે ચાલી રહ્યા છે. ત્યારબાદ માનસ્તંભમાં ચારે દિશામાં બિરાજમાન સીમંધરપ્રભુના દર્શન કરીને પૂ.
ગુરુદેવ સ્વાધ્યાયમંદિરમાં આવીને બિરાજ્યા...
પરના ધર્મો નથી, એટલે તેનામાં સર્વ ધર્મો નથી, પણ સર્વજ્ઞ અને સર્વદર્શીપણું તેનામાં છે. પરના ચતુષ્ટયનો
આત્મામાં અભાવ છે, પણ પોતાના અનંતજ્ઞાન, દર્શન, આનંદ અને વીર્યરૂપ સ્વચતુષ્ટયથી તે પરિપૂર્ણ છે. આમ
પરથી ભિન્ન પોતાના સ્વભાવચતુષ્ટયને ઓળખીને અને તેને વ્યક્ત કરીને અનંતા જીવો સિદ્ધપદ પામ્યા છે.
પોતાના સ્વભાવચતુષ્ટય પ્રગટ કરીને અનંતા તીર્થંકરો સમ્મેદશિખરધામથી મોક્ષ પધાર્યા...તે સમ્મેદશિખરજી
તીર્થની યાત્રા કરવા માટે આ વિહાર થાય છે.”
ગુરુદેવના મંગલ વિહારનો પ્રારંભ થયો.
હતું. જરાક ચાલીને આશ્રમ પાસે આવતાં પૂ. ગુરુદેવ એકાએક થંભી ગયા... ને ભક્તોને આશ્ચર્ય થયું... ત્યાં તો
માનસ્તંભ સામે નજર કરીને પૂ. ગુરુદેવ બોલ્યા–જુઓ, ભગવાન કેવા દેખાય છે!! ભક્તોને એ દ્રશ્ય જોઈને
આનંદ થયો. પૂ. ગુરુદેવ ભાવપૂર્વક હાથ જોડીને ભગવાનને નીહાળી રહ્યા હતા... જાણે કે યાત્રા માટે જતાં જતાં
ભગવાન પાસે વિદાયની આજ્ઞા લેતા હતા... ને... ભગવાન મંગલ–આશીર્વાદપૂર્વક વિદાય આપતા હતા.
વિહારમાં પૂ. ગુરુદેવની સાથે રહેનારા ભક્તો (બ્ર. ભાઈઓ વગેરે) રસ્તામાં ઉમંગપૂર્વક ગાતા હતા કે:–
PDF/HTML Page 8 of 25
single page version
લાભ લીધો. સોનગઢથી પણ અનેક મુમુક્ષુ ભાઈ–બહેનો આવ્યા હતા. પૂ. ગુરુદેવે પદ્મનંદી પચીસીના
એકત્વઅધિકારની પહેલી ગાથા ઉપર મંગલ પ્રવચન કર્યું.
મંદકષાયમાં તેને પ્રસન્નતા લાગે છે. આત્મા પોતે આનંદ સ્વભાવી છે, તે આનંદસ્વભાવી આત્માના ભાનપૂર્વક
તેના અતીન્દ્રિય આનંદનું જે વેદન થાય તે જ ખરી પ્રસન્નતા છે. જ્ઞાનસ્વભાવને પકડતાં જે આનંદ આવે તે
અતીન્દ્રિય આનંદ કહેવાય... ને તેમાં જ આત્માની ખરી પ્રસન્નતા છે. જ્ઞાનસ્વભાવી આત્માના લક્ષ વગર જે
પ્રસન્નતા દેખાય છે તે તો સાતાનો ઉદય છે, ને જે ખેદખિન્નતા થાય છે તે અસાતાનો ઉદય છે. આત્માના લક્ષ
વગર જે પ્રસન્નતા લાગે છે તે કાંઈ ખરો આનંદ નથી, તે તો મંદકષાય છે, એટલે તે પણ કષાય છે–દુઃખ છે.
કરાવીને તેનું ઉદ્ઘાટન કર્યું... ત્યાંથી આગળ પાટણા પહોંચતા લોકોએ ઉમંગથી સ્વાગત કર્યું.
PDF/HTML Page 9 of 25
single page version
કે: જાણે કોઈ મહાન આચાર્ય કે મુનિઓના સહવાસમાં વિચરતા હોઈએ–એવી ઉત્તમ ભાવનાથી આ યાત્રાનો
વિહાર પૂ. ગુરુદેવની સાથે કરવો છે. અને, આવા નાના ગામડાના શાંત વાતાવરણમાં પૂ. ગુરુદેવની સમીપ
બળદ પાણી પીવા આવ્યો છે, એ તો પશુ છે... એને તો એમ જ છે કે ‘મને તરસ લાગી છે ને હું પાણી પીઉં છું
તથા પાણીથી મને તૃપ્તિ થાય છે.’ પણ ‘આ બળદનું શરીર હું નથી, હું તો આ શરીરથી ને પાણીથી જુદો
જ્ઞાનસ્વરૂપ આત્મા છું’ –એવો વિચાર તેને નથી. તેમ આ મનુષ્ય અવતાર પામીને પણ જેઓ દેહાદિથી ભિન્ન
સંભળાવતા કહ્યું કે “આત્માનો આનંદ તે ઉત્કૃષ્ટ મંગળ છે; જે ભાવે આત્માનો આનંદ પ્રગટે તે મંગળ છે.”
‘આત્માનો અતીન્દ્રિય આનંદ પ્રગટે તે માંગળિક છે.’ બપોરે પ્રવચનમાં ૪૦૦–૫૦૦ માણસો આવેલા. પ્રવચન
પછી પૂ. ગુરુદેવ ‘ભીમનાથ’ પધારેલા ને ત્યાં માંગળિક સંભળાવેલું.
હતો. પૂ. ગુરુદેવના પગલાં જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં લોકોને એમ થતું કે “અહો! પૂ. કાનજીસ્વામી
સમ્મેદશિખરજીની જાત્રાએ જતાં જતાં અમારા આંગણે પધારે–એવો લાભ અમને ક્યાંથી? ” આવી ભાવનાથી
લોકોને ઘણો ઉલ્લાસ થતો. બપોરે પ્રવચનમાં ૫૦૦–૬૦૦ માણસોએ લાભ લીધો હતો; ને રાત્રે ચર્ચામાં પણ
ઘણા માણસોએ રસપૂર્વક લાભ લીધો હતો. આજના પ્રવચનમાં પૂ. ગુરુદેવે
PDF/HTML Page 10 of 25
single page version
છે... તેમાં પૂ. ગુરુદેવ ભાવપૂર્વક કહે છે કે: હે ભગવાન! આપને
થવા માટે આપના પગલે પગલે આવું છું.
આત્માના ધર્મનો આ વિષય છે. અહીં મંગલાચરણમાં ચિદાનંદસ્વરૂપ પરમાત્માને નમસ્કાર કરે છે:–
प्रणमामि सदा शान्तं शान्तये सर्वकर्मणाम्।।
એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યા.”
જામસાહેબ દિગ્વિજયસિંહજીને જામનગરમાં આ શ્લોક સંભળાવ્યો હતો. અરે, હું કોણ છું? આ દેહ તો
લીંડીપીપરમાં તીખાસની તાકાત ભરી છે તેમાંથી જ ૬૪ પહોરી તીખાસ પ્રગટે છે, તે ક્યાંય બહારથી નથી
આવતી; તેમ આત્માની પરમાનંદ દશા ક્યાંય બહારથી નથી આવતી, પણ આત્મામાં શક્તિ ભરી છે તેમાંથી જ
તે પ્રગટે છે.
PDF/HTML Page 11 of 25
single page version
છે, પણ તેને ભૂલીને બહારમાંથી સુખ લેવા જતાં તારું વાસ્તવિક સુખ ટળી જાય છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે–લેશ એ લક્ષે લહો,
ક્ષણક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો! રાચી રહો?”
ભોગવવા માટે નીચે નરકમાં જાય છે.
તેનું અસ્તિત્વ ન હતું–એમ નથી. એમ નરક પણ છે; ને તીવ્ર પાપ કરનારા જીવો ત્યાં જાય છે. અહીં તો નરકાદિ
ચારે ગતિના અવતારનો અંત કેમ આવે તેની વાત છે, આત્મ–ધર્મની આ વાત છે.
તેને એક વાર સંભાળ.
અત્યારે જ્ઞાન કરી શકે છે. તેની માફક બીજો માણસ–કે જે ૪૦ વર્ષનો છે તે પણ જો પોતાની ૫૦ વર્ષ પહેલાંંની
દશાને જાણવા માંગે તો કેમ ન જાણી શકે? એક આત્મા ૫૦ વર્ષ પહેલાંંની વાત જાણી શકે તો બીજો આત્મા કેમ
ભવથી આગળ ચાલતાં પૂર્વ ભવની સાથે સંધિ થઈ જાય, ને જાતિસ્મરણ જ્ઞાન થઈ જાય. આત્માના
અસ્તિત્વનો યથાર્થ નિર્ણય કરવો જોઈએ.
યુવાન કે વૃદ્ધાવસ્થા તો શરીરની છે, તે જીવનું સ્વરૂપ નથી; જીવનું સ્વરૂપ તો જ્ઞાન છે. આવા જ્ઞાનસ્વરૂપ
આત્માને ઓળખવો તે કરવા જેવું છે. આવા આત્માના ભાન વગર કરોડો–અબજોની પેદાશ હો કે મોટો રાજા
હો–તેની કાંઈ કિંમત નથી. બહારના સામ્રાજ્ય તો અનંત વાર મળ્યા, તેમાં આત્માનું કાંઈ હિત નથી. આત્માનું
ખરું સામ્રાજ્ય તો જ્ઞાન ને આનંદમાં છે. તે જ્ઞાન–આનંદસ્વરૂપ સામ્રાજ્ય કેમ પ્રાપ્ત થાય, ને આ અવતાર કેમ
અટકે–તેની આ વાત છે.
તેનો પિતા કેવો હર્ષ પામે છે? ત્યાં એવો હર્ષ પામે છે કે પુત્ર અને પૈસાની પ્રીતિ આડે શરીરના રોગને પણ
ભૂલી જાય છે. એ રીતે ત્યાં એકના લક્ષે બીજું ભૂલી જાય છે. તેમ જેને આત્માનો ખરો પ્રેમ હોય, આત્મા
PDF/HTML Page 12 of 25
single page version
શકાય તેવાં છે...... આશા છે કે જિજ્ઞાસુ વાંચકો આ લેખમાળાદ્વારા સહેલાઈથી અધ્યાત્મરસનું પાન
પૂજ્યપાદસ્વામી પણ વિદેહીનાથના દર્શનથી પાવન થયા હતા–એવો ઉલ્લેખ શિલાલેખોમાં છે. તેમણે સર્વાર્થસિદ્ધિ
(તત્ત્વાર્થસૂત્રની ટીકા), તેમજ જૈનેન્દ્ર વ્યાકરણ વગેરે
PDF/HTML Page 13 of 25
single page version
સમાધિતંત્ર અથવા સમાધિશતક આજે શરૂ થાય છે. તેનું મંગલાચરણ–
પરમાનંદ–સુબોધમય, નમું સિદ્ધ ભગવાન.
આત્મસિદ્ધિ કે માર્ગકા, જિસમેં સુગમ વિધાન,
ઉસ સમાધિયુત તંત્રકા, કરું સુગમ વ્યાખ્યાન.
સિદ્ધભગવંતોને હું નમસ્કાર કરું છું. સિદ્ધભગવાન કેવા છે? પરમ આનંદ અને જ્ઞાનમય છે, પોતાનું
આત્મકલ્યાણ કર્યું છે, અને સમસ્ત વિભાવનો અભાવ કર્યો છે.
નમસ્કાર કર્યા છે. નાટક–સમયસારમાં કહે છે કે–
સિદ્ધભગવાનને પરમાર્થ નમસ્કાર છે, તે અપૂર્વ માંગળિક છે.
સિદ્ધભગવાનને નમસ્કાર કરે છે: જુઓ, સૌથી પહેલાંં તો મોક્ષાર્થી જીવની વાત લીધી છે; જે જીવ મોક્ષાર્થી છે...
આત્માર્થી છે... ‘હું કોણ છું ને મારું હિત કેમ થાય?’ એમ જેને આત્માના હિતની જિજ્ઞાસા જાગી છે–એવા
આત્માર્થની જ ભાવના છે, બીજી કોઈ ભાવના નથી, આત્માનો જ અર્થી થઈને શ્રીગુરુ પાસે હિતનો ઉપાય
સમજવા આવ્યો છે ને પૂછે છે કે પ્રભો! આ આત્માને શાંતિ કેમ થાય? આ આત્માનું હિત કેમ થાય? એવા
આત્માર્થી જીવને આ આત્માના મોક્ષનો ઉપાય આચાર્યદેવ બતાવે છે.
જો તેમાં સુખ હોત તો ઈન્દ્રો અને રાજાઓ પણ મુનિઓના ચરણની સેવા કેમ કરત? મુનિવરો પાસે તો લક્ષ્મી
વગેરે નથી, અને ઈન્દ્ર પાસે તો ઘણો વૈભવ છે, છતાં તે ઈન્દ્ર પણ મુનિના ચરણે નમસ્કાર કરે છે. તે ઉપરથી
એમ નક્કી થયું કે લક્ષ્મી વગેરેમાં સુખ નથી; અને લક્ષ્મી વગેરેની જેને ભાવના છે તેને આત્માના હિતની
આચાર્યદેવ આત્માના હિતનો ઉપાય બતાવે છે.
अक्षयानन्तबोधाय तस्मै सिद्धात्मने नमः।।
PDF/HTML Page 14 of 25
single page version
તેણે પોતાના આત્મામાં જ સિદ્ધભગવાનને ઊતારીને, અંતર્મુખ થઈને સિદ્ધભગવાનને નમસ્કાર કર્યા.
આત્મા શુદ્ધ છે, તેથી તેને જાણતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ જણાય છે, ને સ્વપરનું ભેદજ્ઞાન થાય છે. જેણે આવું
ભેદજ્ઞાન કર્યું તેણે સિદ્ધભગવાનને પરમાર્થ નમસ્કાર કર્યા.
સિદ્ધમાં જે નથી તે પર.
અપૂર્વ ધર્મ છે.
અને જે રાગનો આદર કરે છે તેણે રાગરહિત એવા સિદ્ધભગવાનનો આદર ખરેખર કર્યો નથી. આત્માનું શુદ્ધ
સ્વરૂપ અને રાગાદિ એ બંનેના ભેદજ્ઞાન વગર સિદ્ધભગવાનને ખરેખર ઓળખી શકાય નહિ. જેણે
સિદ્ધભગવાનને ઓળખ્યા તેણે પોતાના શુદ્ધ સ્વભાવને સિદ્ધસમાન જાણ્યો ને રાગને સ્વભાવથી ભિન્ન જાણ્યો.
એ રીતે રાગથી પાછો ફરીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં નમ્યો તેણે સિદ્ધને ખરા નમસ્કાર કર્યાં.
જ ઈષ્ટ માનીને તે તરફ જ નમે છે–તેનો જ આદર કરે છે, રાગનો આદર તે કરતો નથી. સિદ્ધભગવાનને જાણતાં
આત્મા પોતાના શુદ્ધસ્વરૂપને જાણે છે, તેથી માંગળિકમાં સિદ્ધભગવાનને નમસ્કાર કર્યાં છે.
જણાય છે; એ જ રીતે અહીં પૂજ્યપાદસ્વામીએ પણ સિદ્ધભગવંતોને નમસ્કાર કર્યા છે. “જે સિદ્ધનું સ્વરૂપ તે
મારું સ્વરૂપ; અને જે સિદ્ધના સ્વરૂપમાં નહિ તે મારું સ્વરૂપ નહિ” –આ પ્રમાણે સિદ્ધને ઓળખતાં સ્વ–પરનું
ભેદજ્ઞાન થાય છે, તે અપૂર્વ મંગળ છે.
સિદ્ધ ભગવાનને જાણતાં ‘આત્મા આત્મારૂપે જણાય છે ને પર પરરૂપે જણાય છે’ –આવું ભેદજ્ઞાન તે મોક્ષનો
ઉપાય છે અને પરિપૂર્ણ જ્ઞાન ને આનંદરૂપ દશા પ્રગટે તે મોક્ષ છે.
PDF/HTML Page 15 of 25
single page version
જણાય છે. રાગાદિ વિભાવ કે નર–નારકાદિ વિભાવપર્યાયો તે આત્માનો સ્વભાવ નથી પણ આત્માના સ્વરૂપથી
ભિન્ન છે, કેમ કે સિદ્ધભગવાનને તે નથી;–આમ સિદ્ધભગવાનને જાણતાં આત્માનું સ્વરૂપ જણાય છે, ને શરીરાદિ
નથી. જીવનું સ્વરૂપ તો અનંત જ્ઞાન–દર્શન–સુખ ને વીર્યસંપન્ન છે. આવા નિજ સ્વરૂપને જાણતાં તેના આશ્રયે
મોક્ષમાર્ગ તથા મોક્ષ પ્રગટે છે.
જે સિદ્ધભગવાનમાં ન હોય તે પર.
ઈષ્ટ છે; ને એવા સ્વરૂપને પામેલા શ્રી સિદ્ધ ભગવાન પણ નિમિત્તરૂપે પરમ ઈષ્ટ છે. આમ ઈષ્ટપણે સ્વીકારીને
સિદ્ધપરમાત્માને નમસ્કાર કર્યા છે.
તેથી તેઓ પણ ઈષ્ટ છે.
શાંતિકારી હિતરૂપ છે, ને સિદ્ધભગવાનમાંથી જે ભાવો નીકળી ગયા તે ભાવો આત્માને અહિતરૂપ છે. –આમ
ઓળખીને પોતાના જ્ઞાનાનંદસ્વરૂપના આદરથી મોહાદિ ભાવનો નાશ કરવો તે કર્મબંધનથી છૂટીને મુક્ત થવાનો
ઉપાય છે. પણ અજ્ઞાનીને સ્વ–પરના ભેદજ્ઞાનમાં કંટાળો આવે છે, –મોક્ષનો ઉપાય કરવામાં તેને દુઃખ લાગે છે,
તે આત્માની શ્રદ્ધા–જ્ઞાન–રમણતાનો તો ઉપાય કરતો નથી ને રાગાદિ ભાવોને જ હિતરૂપ માનીને સેવે છે, –તે
વિપરીત ઉપાય છે, તેનાથી ચતુર્ગતિના દુઃખથી છૂટકારો થતો નથી. સિદ્ધભગવાન જેવો મારો આત્મા છે–એમ
જાણીને, આત્માની સન્મુખ થવું તે દુઃખથી છૂટીને સુખી થવાનો ઉપાય છે. આત્માની નિર્વિકલ્પ શ્રદ્ધા, જ્ઞાન અને
એકગ્રતારૂપ રત્નત્રયવડે આત્મા બંધનથી છૂટીને મુક્તિ પામે છે. શુદ્ધ રત્નત્રય કહો કે સમાધિ કહો, –તે જ
વાસ્તવિક સ્વરૂપ નથી;” –આ પ્રમાણે ગુરુના ઉપદેશથી જાણીને, અથવા પૂર્વે સાંભળ્યું હોય તેના સંસ્કારથી,
જીવ જ્યારે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રતીત કરે છે ત્યારે મિથ્યાત્વાદિ કર્મોનો ઉપશમાદિ થઈ જાય છે; તથા
સમ્યગ્દર્શન થતાં તત્ત્વોની વિપરીતબુદ્ધિ છૂટી જાય છે, ને પોતાના શુદ્ધ આત્મસ્વરૂપ સિવાય બીજે ક્યાંય
આત્મબુદ્ધિ થતી નથી. આ રીતે શુદ્ધ આત્માને આત્મારૂપે, વિકારને વિકારરૂપે, ને પરને પરરૂપે જાણે છે, એટલે
સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન થાય છે, પછી આત્મસ્વરૂપમાં સ્થિર થતાં પરથી ઉદાસીનતારૂપ ચારિત્ર થાય છે;–
ઉદાસીન થઈને સ્વમાં ઠરવું તે મોક્ષનો ઉપાય છે. સિદ્ધભગવાનને ઓળખતાં આવો મોક્ષનો ઉપાય થાય છે, માટે
માંગળિકમાં ઈષ્ટદેવ તરીકે સિદ્ધભગવાનને નમસ્કાર કર્યાં.
પામ્યા છે; તે સિદ્ધભગવંતોને આત્માના
PDF/HTML Page 16 of 25
single page version
ભોગવટામાં જ લીન છે. –આવી સિદ્ધદશા તે આત્માનું ધ્યેય છે, તે જ આત્માનું ઈષ્ટ છે. શાસ્ત્રકર્તા પૂજ્યપાદ
સ્વામીને તેમજ વ્યાખ્યાતા અને શ્રોતાજનોને આવું શુદ્ધ આત્મપદ પ્રાપ્ત કરવાની ઉત્કટ અભિલાષા છે તેથી તેવા
છે. શાસ્ત્રકર્તાને, વ્યાખ્યાતાને તેમજ શ્રોતાજનોને સિદ્ધપદની પ્રાપ્તિની જ ભાવના છે, ને તેને માટે જ અનુષ્ઠાન
(ઉપાય) કરે છે, તેથી સિદ્ધભગવાનનું બહુમાન કરીને તેમને નમસ્કાર કર્યા છે: અહો! અમને આ એક સિદ્ધપદ
જ પરમપ્રિય છે, તે સિવાય રાગાદિ કે સંયોગ અમને પ્રિય નથી; માટે શુદ્ધપદને પામેલા સિદ્ધભગવંતોને નમસ્કાર
કરીને શુદ્ધ આત્માનો જ અમે આદર કરીએ છીએ.
નમસ્કાર કરે છે.
કેવળજ્ઞાન પ્રગટ કર્યું છે; અને દરેક જીવના અંતરમાં ચૈતન્ય
દરિયો છલોછલ છલકાઈ રહ્યો છે, તેમાં અંર્તદ્રષ્ટિ કરવી તે
સમ્યગ્દર્શન છે. આખો પરિપૂર્ણ ચૈતન્ય આત્મા છે તેનું ભાન
કર્યા સિવાય બીજી કોઈ રીતે સાચું સમ્યક્ત્વ થતું નથી. દરેક
આત્મા પ્રભુ છે, પૂર્ણ સામર્થ્યવાળા છે; વર્તમાન અવસ્થામાં
અપૂર્ણતા ભલે હો, પણ તે અપૂર્ણતા સદા રહ્યા કરે–એવું તેનું
સ્વરૂપ નથી. પર્યાયથી પણ પરિપૂર્ણ થવાનું દરેક આત્માનું
સામર્થ્ય છે. આવા આત્મસ્વભાવને ઓળખીને તેના અનુભવથી
જ ધર્મની શરૂઆત થાય છે.
PDF/HTML Page 17 of 25
single page version
થાય? –તેનું આ વર્ણન છે. શરૂઆતમાં આચાર્યદેવે કહ્યું છે કે જ્ઞાનલક્ષણવડે આત્માની પ્રસિદ્ધિ થાય છે. આત્મા
તરફ ન વળતાં એકલા પર જ્ઞેયો તરફ જ જે જ્ઞાન વળે તે જ્ઞાનમાં આત્માની પ્રસિદ્ધિ થતી નથી, તેથી તે
મિથ્યાજ્ઞાનને આત્માનું લક્ષણ પણ કહેતા નથી; અંતરમાં વળીને આત્માને લક્ષિત કરે તે જ્ઞાનમાં આત્માનો
પ્રસિદ્ધ અનુભવ થાય છે, ને તે જ્ઞાન જ ખરેખર લક્ષણ છે. આવા જ્ઞાનલક્ષણને મુખ્ય કરીને આત્માને જ્ઞાનમાત્ર
કહ્યો, ત્યાં શિષ્યને પ્રશ્ન થયો કે–પ્રભો! આત્મામાં અનંતધર્મો હોવા છતાં આપ તેને ‘જ્ઞાનમાત્ર’ કેમ કહો છો?
જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાંત નથી થતો? તેના સમાધાનમાં આચાર્યદેવે કહ્યું કે: અનંતધર્મોવાળા આત્માને
જ્ઞાનમાત્ર કહેવા છતાં એકાંત નથી થતો, કેમ કે આત્માના જ્ઞાનમાત્ર ભાવની સાથે જ અનંત શક્તિઓ પરિણમે
છે તેથી તે જ્ઞાનમાત્ર ભાવને સ્વયમેવ અનેકાન્તપણું છે.
કર્મના ઉપરમથી પ્રવર્તેલી આત્મપ્રદેશોની નિષ્પંદતા સ્વરૂપ નિષ્ક્રિયત્વ શક્તિ છે.” જ્ઞાનમાત્ર આત્મામાં આવી
પણ એક શક્તિ છે.
અકંપ સ્વભાવી આત્મા શરીરને હલાવેચલાવે કે કર્મો આવવામાં નિમિત્ત થાય–એ વાત ક્યાં રહી?
સ્વભાવદ્રષ્ટિમાં તો આત્મા કર્મને નિમિત્ત પણ નથી. આત્માના સ્વભાવમાં એવી કોઈ શક્તિ નથી કે જડ
શરીરાદિકને હલાવે, કે કર્મોને ખેંચે. શરીરનું હાલવું–ચાલવું–બોલવું–ખાવું વગેરે ક્રિયાઓ આત્મા સાથે મેળવાળી
લાગે, ત્યાં અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે “મારાથી આ ક્રિયા થાય છે,” –આત્માના અકંપ સ્વભાવની તેને
ખબર નથી. ભાઈ, શરીરાદિ ક્રિયા તો સ્વયં જડની શક્તિથી થાય છે, તેનો તો તું કર્તા નથી; પણ તારા
આત્મપ્રદેશોમાં જે કંપન થાય તે પણ તારું ખરું સ્વરૂપ નથી, નિષ્ક્રિય એટલે કે અડોલ–સ્થિર–અકંપ રહેવાનો
તારો સ્વભાવ છે.
PDF/HTML Page 18 of 25
single page version
જ આત્માનો સ્વભાવ છે. ઈચ્છા અને કંપન બંને વિકાર છે. જીવ એમ ઈચ્છા કરે કે હું અમુક ઠેકાણે (નંદીશ્વર
વગેરે) જાઉં, છતાં આત્મપ્રદેશોમાં ત્યાં જવાની ક્રિયા ન પણ થાય, કેમકે ત્યાં જવાની ઈચ્છા અને ત્યાં જવાની
વગરનો અને કંપન વગરનો છે, અત્મા તો વીતરાગી અકંપસ્વભાવી છે. આત્માના પ્રદેશોમાં જે કંપન–ધ્રૂજારો
થાય છે અને તેના નિમિત્તે કર્મો આવે છે–તે માત્ર વર્તમાન પૂરતી લાયકાત છે, આત્માની ત્રિકાળી શક્તિમાં તે
નથી. જો ત્રિકાળી શક્તિમાં કંપન હોય, તો તો સદાય કર્મ આવ્યા જ કરે, ને આત્મા કર્મરહિત મુક્ત કદી થઈ જ
ન શકે. પણ આત્માની નિષ્ક્રિય શક્તિ છે, તે કદી કર્મને નિમિત્ત થતી નથી, અને આવા આત્મસ્વભાવની દ્રષ્ટિથી
ક્ષણેક્ષણે કર્મનું નિમિત્તપણું છૂટતું જાય છે, ને સર્વ કર્મનો અભાવ થઈને સિદ્ધદશા પ્રગટે છે, ત્યાં આત્મા સાદિ–
અનંત અકંપપણે સ્થિર રહે છે. ચૌદમા ગુણસ્થાનથી જ અકંપણું થઈ જાય છે, ત્યાં આત્માને કર્મનો આસ્રવ
સર્વથા અટકી ગયો છે. નીચલી દશામાં કંપન તો હોય, પરંતુ તે હોવા છતાં, આત્મસ્વભાવ શું છે તેની
ઓળખાણ કરવાની આ વાત છે. આત્માનો સ્વભાવ શું છે તે લક્ષમાં લઈને તેની હા તો પાડે, પછી તે
સ્વભાવ પ્રતીતમાં આવતાં જ પ્રદેશોનું કંપન અંશે અટકી જાય. હા, એટલું ખરું કે તે કંપન હોવા છતાં
મિથ્યાત્વાદિના રજકણો તો તેને આવતાં જ નથી. તેરમા ગુણસ્થાને જ્ઞાન–આનંદ પૂરા થઈ ગયા છે, છતાં ત્યાં
પ્રદેશોનું કંપન હોય છે. અનાદિથી માંડીને તેરમા ગુણસ્થાન સુધી પ્રદેશોનું કંપન હોય છે. એક સમય પણ
પર્યાયમાં અકંપપણું થાય તો મુક્તિ થયા વિના રહે નહીં; અને અકંપ–આત્મ–સ્વભાવની પ્રતીત કરે તેને પણ
મુક્તિ થયા વિના રહે નહિ. અકંપસ્વભાવને પ્રતીતમાં લેવા જતાં એકલું અકંપપણું જુદું પ્રતીતમાં નથી આવતું
પણ અકંપપણાની સાથે જ રહેલા શ્રદ્ધા–જ્ઞાન–આનંદ–પ્રભુતા વગેરે અનંત ગુણોનો પિંડ આત્મા પ્રતીતિમાં આવે
શ્રદ્ધા અને સ્થિરતા કરીને કેવળજ્ઞાન પામી શકાય છે. કોઈ જીવ જ્ઞાનમાં એમ વિચારે કે હું પ્રદેશોના કંપનને
રોકી દઉં, –તો એમ ન રોકાય, કેમ કે જ્ઞાનક્રિયાથી કંપનરૂપ ક્રિયા જુદી છે. માટે તું તારા સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન ને
આનંદનો ઉદ્યમ કર, પ્રદેશોનું કંપન કાંઈ તારા શ્રદ્ધા–જ્ઞાન–આનંદને રોકતું નથી. કેવળજ્ઞાન થયા પછી પણ
કોઈને લાખો–અબજો વર્ષો સુધી કંપન રહે, છતાં ત્યાં કેવળજ્ઞાનને કે પૂર્ણાનંદને જરાય બાધા નથી આવતી.
પ્રદેશોની સ્થિરતા તો સહેજે તેના કાળે થઈ જશે, જીવે તો પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપની શ્રદ્ધા–જ્ઞાન ને
એકાગ્રતાનો જ ઉદ્યમ કરવાનો છે. કેવળી ભગવાનને પ્રદેશોનું કંપન હોવા છતાં આત્માનો અકંપસ્વભાવ
કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ જણાઈ ગયો છે, તેમ જ અકંપદશા પ્રગટશે તે પણ જણાઈ ગયું છે.
કે ‘ભગવાનનું બળ કેટલું કે ધરતી ધુ્રજાવી?’ –તો તેને ભગવાનના આત્માની ખરી ઓળખાણ નથી. અરે
ભાઈ, આત્માનો પોતાનો ધુ્રજવાનો સ્વભાવ નથી ત્યાં પરને તો તે ક્યાંથી ધુ્રજાવે? તે વખતે તે પ્રકારનું
પ્રદેશોનું કંપન ભગવાનના આત્મામાં થયું તે પણ તેનો સ્વભાવ નથી, એટલે તેના ઉપરથી ભગવાનના
આત્માની ખરી ઓળખાણ થતી નથી. ભગવાનને તો તે વખતે, જરાક માનનો વિકલ્પ અને કંપન હોવા છતાં
તેનાથી ભિન્ન પોતાના અકંપ–જ્ઞાનાનંદસ્વભાવનું ભાન હતું. એ પ્રકારે ઓળખે તો જ ભગવાનને ઓળખ્યા
કહેવાય.
PDF/HTML Page 19 of 25
single page version
ભાઈ! જો આત્મા ન હોય તો આ ઈન્દ્રિયો ક્યાંથી જાણે? માટે જે જાણપણું પ્રવર્તે છે તે આત્માની સત્તાવડે જાણ.
–એ રીતે આત્માનું હોવાપણું ત્યાં સિદ્ધ કર્યું છે. અને અહીં તો જે આત્માના અસ્તિત્વને માને છે પણ તેના
વાસ્તવિક સ્વરૂપને નથી જાણતો ને પરનો કર્તા માને છે, તેને આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઓળખાવવું છે. ભાઈ,
તારો આત્મા સ્થિર સ્વભાવી છે, તારા આત્માના પ્રદેશોમાં જે પરિસ્પંદન થાય તે પણ તારો સ્વભાવ નથી, તો
પછી તારાથી અત્યંત જુદા એવા જડ પદાર્થોને તારો આત્મા ચલાવે એ વાત તો ક્યાં રહી? પ્રદેશોનું કંપન તો
તારી પર્યાયમાં છે, પરંતુ પરને હાલવવાનું તો તારી પર્યાયમાં પણ નથી.
ટાળીને નિષ્કંપદશા પ્રગટે છે તેને અહીં નિષ્ક્રિયપણું કહ્યું છે.
ઉત્તર:– પ્રદેશોના કંપનરૂપ ક્રિયા આત્માનો સ્વભાવ નથી તે અપેક્ષાએ તો આત્મા નિષ્ક્રિય છે; પણ
પ્રતિમા થઈ ગયા છે, તેવો જ આત્માનો સ્વભાવ છે.
નથી, દરિયો તો અંદરથી ઊછાળા મારતો મેલને બહાર કાઢી નાખે છે, તેમ આ આત્મા અનંત શક્તિઓથી
ઊછળતો ચૈતન્ય દરિયો છે. હે જીવ! અંતરમાં અનંત શુદ્ધ શક્તિઓથી ભરચક ચૈતન્ય–સમુદ્ર ઊછળી રહ્યો છે
તેને તો જો! અનંત શક્તિથી ઊછળતા ચૈતન્ય સમુદ્રને તો જે દેખતો નથી ને કાંઠાના મેલની માફક પર્યાયના
ક્ષણિક વિકારને જ દેખે છે ને તેને જ આત્મા માને છે તે જીવ લોકોત્તર મૂર્ખ એટલે કે મિથ્યાદ્રષ્ટિ છે. અરે મૂઢ!
તારા આત્માનો સ્વભાવ તો અનંત શક્તિઓના નિર્મળ પરિણમનરૂપે ઊછળીને વિકારને બહાર કાઢી
નાંખવાનો છે, માટે અંતર્મુખ નજર કરીને આખા ચૈતન્ય દરિયાને દેખ, ને પર્યાય બુદ્ધિ છોડ. શાંતિનો દરિયો
તારા આત્મસ્વભાવમાં ભર્યો છે, તેમાં દ્રષ્ટિ કર તો તને શાંતિનું વેદન થાય, એના સિવાય બીજે ક્યાંયથી તને
શાંતિનું વેદન થાય તેમ નથી.
ભગવાન આત્મા બતાવવો છે. લોકો કહે છે કે અમુક નેતા તો પગના ધમધમાટથી ધરતીને ધુ્રજાવે છે. –પણ એ
તો બધું દેહનું અભિમાન છે, અહીં તો કહે છે કે ભાઈ! તારો આત્મા દેહથી તો જુદો ને ત્રિકાળ ધ્રૂજારા વગરનો
સ્થિર–નિષ્ક્રિય છે, તો તે પરને કંપાવે એ વાત ક્યાં રહી? માટે તારા આત્માના સ્વભાવ સામે જો... તો તારી
અનંત શક્તિઓનું શુદ્ધ પરિણમન ઊછળતાં પર્યાયમાંથી કંપન પણ છૂટીને સાદિ–અનંત અકંપ એવી સિદ્ધદશા
પ્રગટશે.
PDF/HTML Page 20 of 25
single page version
દેહાદિથી ભિન્ન આત્માને ઓળખીને અનંત જીવો પરમાત્મા થયા... જે પોતાના આવા આત્માને ઓળખે તે
પરમાત્માની પંક્તિમાં બેઠો કહેવાય.
વાસ્તવિક ઉપાયને જાણતા નથી. જુઓ, આ સુખનો ઉપાય કહેવાય છે. દુનિયામાં સારામાં સારી આ વાત છે.
દુનિયામાં સારામાં સારી ઉત્તમ ચીજ હોય તો તે જ્ઞાન–આનંદ–સ્વરૂપ આત્મા જ છે; દુનિયાના જીવો સારામાં
સારી ચીજ લેવા માગે છે, દુનિયામાં સારામાં સારી વસ્તુ એવો જે આત્મા, તેની પ્રાપ્તિ (અનુભવ) કેમ થાય
તેની આ વાત છે.
એમ બીજી ચીજને સારી માનનારો તું પોતે જ સારો છો કે નહિ? તારામાં કાંઈ સારાપણું છે કે નહિ? તેને તો તું
ઓળખ! આત્મા જ ઉત્તમ છે. આત્માની પાસે પુણ્યનાં ફળરૂપ ઈન્દ્રપદ પણ તુચ્છ છે. વીતરાગનો ભક્ત પુણ્યના
ફળની ભાવના ભાવતો નથી. ઈન્દ્રો પાસે પુણ્યના ફળના ઢગલા હોવા છતાં તે વીતરાગી મુનિનો આદર કરે છે
કે અહો! ધન્ય ધન્ય! મુનિરાજ!! આપના ચરણકમળમાં મારા નમસ્કાર છે! આ રીતે ધર્માત્મા પુણ્યને કે
પુણ્યના ફળને ઉત્તમ નથી માનતો પણ આત્માના ધર્મને જ ઉત્તમ માને છે. આ રીતે આત્માના જ્ઞાનાનંદસ્વરૂપને
પ્રતીતમાં લઈને તેનું જે બહુમાન કરે છે તેણે જ વીતરાગને ખરેખર નમસ્કાર કર્યા છે. આવું સમજીને જે
વીતરાગને એક વાર પણ નમ્યો તેને અનંત અવતારનો નાશ થઈ જાય છે.
ભગવાનને નમસ્કાર કરતાં ધર્માત્મા કહે છે કે–હે ભગવાન! જેવા આપ છો તેવો જ હું છું, આપની જાતનો જ હું
છું–એવી ઓળખાણ કરીને હું આપની પંક્તિમાં આવું છું... હું પણ પરમાત્મા થવા માટે આપના પગલે પગલે
આવું છું.
હતા એવા મુનિરાજ કહે છે કે: “અહો! અમને અમારું ચૈતન્યપદ જ પરમપ્રિય છે. ચૈતન્યસ્વરૂપના
આનંદની વાર્તા સાંભળવા માટે દેવો પણ તલસે છે. ચૈતન્યસ્વરૂપની સમજણ જ અનંત
જન્મમરણના દુઃખોથી જીવની રક્ષા કરનાર છે. દેવો પણ મનુષ્ય અવતારને ઝંખે છે કે ક્યારે મનુષ્ય
થઈને અમે અમારી મુક્તિને સાધીએ ને આ ભવચક્રમાંથી આત્માને છોડાવીએ! આ રીતે દેવોને પણ
પ્રિય એવો મનુષ્ય અવતાર પામેલા હે દેવાનુપ્રિય! દેહથી ભિન્ન તારું જ્ઞાનાનંદસ્વરૂપ છે તેનો તું
વિચાર કર... આ આત્માની ઓળખાણ વગર આ ભવચક્રમાંથી ઊગરવાનો બીજો કોઈ આરો નથી.