PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
વી.સં.
શાસનમાં જ યથાર્થ છે...જૈન શાસનમાં સર્વજ્ઞ ભગવાને કહેલા ચૈતન્ય સ્વભાવની
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી જ મોક્ષના કારણરૂપ શુદ્ધભાવ થાય છે, તેથીજ જૈનધર્મની
શ્રેષ્ઠતા છે; માટે હે જીવ! આવા શુદ્ધભાવવડે જ જૈનધર્મનો મહિમા જાણીને તું તેને
અંગીકાર કર, અને રાગને–પુણ્યને ધર્મ ન માન. જૈનધર્મમાં તો ભગવાને એમ કહ્યું
છે કે પુણ્યને જ ધર્મ માને છે તે કેવળ ભોગને જ ઈચ્છે છે, કેમકે પુણ્યના ફળમાં તો
સ્વર્ગાદિના ભોગની જ પ્રાપ્તિ થાય છે; તેથી જેને પુણ્યની ભાવના છે તેને ભોગની
જ એટલે કે સંસારની જ ભાવના છે, પણ મોક્ષની ભાવના નથી.
PDF/HTML Page 3 of 21
single page version
રુચિથી સ્વીકાર કરીને શિષ્યને પોતાનો શુદ્ધાત્મા સમજવાની ઝંખના થઈ. તેથી તે શુદ્ધાત્માનું સ્વરૂપ જાણવાની
જિજ્ઞાસાથી તેણે પ્રશ્ન પૂછયો કે–હે નાથ! એવો શુદ્ધ આત્મા કોણ છે કે જેનું સ્વરૂપ જાણવું જોઈએ હે? પ્રભો! જે
શુદ્ધ આત્માને જાણ્યા વિના હું અત્યાર સુધી રખડયો, તે શુદ્ધાત્માનું સ્વરૂપ શું છે? તે કૃપા કરીને મને બતાવો.
ત્યાં આવી ન હતી, તેથી સાતમી ગાથાની શરૂઆતમાં શ્રી આચાર્યદેવે શિષ્યના મુખમાં પ્રશ્ન મુકાવ્યો છે કે–
પ્રભો! દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદથી પણ આ આત્માને અશુદ્ધપણું આવે છે, અર્થાત્ ‘આત્મા જ્ઞાન છે–દર્શન છે–
ચારિત્ર છે’ એમ લક્ષમાં લેવા જતાં પણ ભગવાન શુદ્ધ આત્માનો અનુભવ થતો નથી પરંતુ માત્ર વિકલ્પની
આગળ વધીને શુદ્ધ આત્માનો નિર્વિકલ્પ અનુભવ કરવા માટે તેને આ પ્રશ્ન ઊઠ્યો છે. છઠ્ઠી ગાથામાં શ્રી ગુરુજી
પાસેથી મહાવિનય અને પાત્રતાપૂર્વક જ્ઞાયકસ્વરૂપનું શ્રવણ કરીને તેવો અનુભવ કરવા માટે અંર્ત–મંથન કરતાં
કરતાં ‘હું જ્ઞાયક છું’ એમ લક્ષમાં લેવા માંડ્યું; પરંતુ તેમાં ગુણગુણીભેદનો વિકલ્પ ઊઠ્યો. ત્યાં પોતાની
શુદ્ધાત્મરુચિના જોરે શિષ્યે એટલું તો નક્કથ્ી કરી લીધું કે હજી આ ગુણગુણીભેદનો વિકલ્પ ઊઠે છે તે પણ
શુદ્ધાત્માના અનુભવને રોકનાર છે, આ વિકલ્પ છે તે અશુદ્ધતા છે તેથી તે પણ નિષેધ કરવા જેવો છે. શિષ્યને
રુચિ અને જ્ઞાનમાં એટલી તો સૂક્ષ્મતા થઈ ગઈ છે કે ગુણ–ગુણી ભેદના વિકલ્પથી પણ શુદ્ધ આત્માનો અનુભવ
આગળ કાંઈક અભેદ વસ્તુ છે તેને લક્ષમાં લઈને તેનો અનુભવ કરવા માટે અંતરમાં ઊંડો ઊંડો ઊતરતો જાય
છે, અને તે વાત શ્રીગુરુના મુખથી સાંભળવા માટે વિનયથી પૂછે છે કે પ્રભો! જ્ઞાન–દર્શન–ચારિત્રના ભેદથી
આત્માને લક્ષમાં લેવા જતાં ગુણગુણીભેદનો વિકલ્પ ઊઠે છે ને અશુદ્ધતાનો અનુભવ થાય છે, તો શું કરવું?
ચારિત્ર એવા ગુણભેદ વ્યવહારથી જ કહેવામાં આવ્યા છે, પરમાર્થથી તો ભગવાન આત્મા એક અભેદ છે. માટે
‘એક અભેદ જ્ઞાયક આત્મા’ને લક્ષમાં લઈને અનુભવ કરતાં, હું જ્ઞાન છું’ ઈત્યાદિ ગુણગુણીભેદના વિકલ્પોનો
પણ નિષેધ થઈ જાય છે ને શુદ્ધ આત્માનો નિર્વિકલ્પ અનુભવ થાય છે.
બાબતનો પત્ર–વ્યવહાર હવેથી નીચેના સરનામે કરવો :–
PDF/HTML Page 4 of 21
single page version
આ ચૈતન્યસ્વરૂપી આત્મા પોતે અનંતશક્તિવાળો દેવ છે, પોતે જ
આરાધ્ય છે, માટે તેની સન્મુખ થઈને તેની જ આરાધના કરવી. તેની
આરાધનાનું ફળ મોક્ષ છે.
હોય નહિ; તેમજ પોતાની પર્યાયમાં જે શુભ–અશુભ રાગાદિ ભાવો થાય છે
તે તો સ્વયં અપરાધરૂપ છે–વિરાધકભાવ છે, તો તેની આરાધના કરવાનું
કેમ હોય? માટે પરચીજ કે વિકાર તે આત્માનું આરાધ્ય નથી, પણ પરથી
ભિન્ન તેમજ વિકારથી રહિત એવો જે પોતાનો અચિંત્ય ચૈતન્ય શક્તિસંપન્ન
સ્વભાવ છે તે જ આરાધ્ય છે, તેની આરાધનાથી જ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્ર–તપ અને: મોક્ષ પમાય છે. જેઓ આવા આત્મસ્વભાવની આરાધના
કરે છે તેઓ જ આરાધક છે; અને જેઓ આવા આત્મસ્વભાવની આરાધના
PDF/HTML Page 5 of 21
single page version
ભાવલિંગી સંતમુનિને સમાધિમરણનો અવસર હોય... આસપાસ બીજા મુનિઓ
ને પાણી માંગે... કે... ‘પાણી!’
અતીન્દ્રિય આનંદના સાગરમાંથી આનંદના અમૃત પીઓ... ને આ પાણીની વૃત્તિ છોડો...
અત્યારે સમાધિનો અવસર છે... અનંતવાર દરિયા ભરાય એટલા પાણી પીધાં... છતાં
તૃષા ન છીપી... માટે એ પાણીને ભૂલી જાઓ... ને અંતરમાં ચૈતન્યના નિર્વિકલ્પ
અમૃતનું પાન કરો.........
કાળની તૃષાને છીપાવી દ્યો........
PDF/HTML Page 6 of 21
single page version
(પરમપૂજ્ય શ્રી કહાન ગુરુદેવે સોનગઢથી કારતક સુદ પૂર્ણિમાએ
વેદીપ્રતિષ્ઠા તથા મુંબઈમાં મહાન પ્રભાવના કરીને તેઓશ્રી હાલ વિધવિધ
તીર્થધામોની યાત્રા સંઘસહિત કરી રહ્યા છે. પૂ. ગુરુદેવના સોનગઢથી ધંધુકા
ત્યારપછીના સમાચારો અહીં સંક્ષેપમાં આપવામાં આવે છે. પૂ. ગુરુદેવ સાથે
પ્રવાસમાં હોવાને કારણે આ સમાચારો વિસ્તારથી નથી આપી શકતા, એ
બદલ જિજ્ઞાસુ ગ્રાહકો ક્ષમા કરે. સોનગઢ આવ્યા બાદ વિસ્તારપૂર્વક યાત્રા–
વર્ણન, તે તે પ્રસંગના ફોટાઓ સહિત આપવાની ભાવના છે.)
કારતક વદ છઠ્ઠના રોજ સવારમાં શ્રી જિનેન્દ્રદેવની સ્તુતિ અને અનંતનાથ ભગવાનના જયજયકારપૂર્વક
જરાક વિકટ છે. ધંધુકાથી ખડોલ સુધી ગીચ ઝાડીઓના વિકટ રસ્તે પસાર થતાં સમ્મેદશિખરજી ધામની ગીચ
ભાલપ્રદેશમાંથી બહાર નીકળીને સિદ્ધ નગરીમાં પહોંચવા માટે પૂ. ગુરુદેવ જ માર્ગદર્શક ભોમિયા છે. પૂ.
ગુરુદેવની સાથેસાથે તેઓશ્રીના પુનિત માર્ગે વિચરીએ–એવી ભાવનાપૂર્વક ખડોલ ગામે પહોંચ્યાં. ત્યાં થોડી વાર
રોકાઈને ૧૦ વાગ્યે ફેદરા ગામે પહોંચ્યા.
ભક્તિ કરતાં કરતાં ભક્તજનો પણ નૌકામાં બેઠા... ને નૌકા ચાલી... ચાલતી નૌકામાં પૂ. ગુરુદેવના પવિત્ર
હસ્તાક્ષર (““ ચિદાનંદાય નમ:” એ પ્રમાણે) કરાવ્યા... ગુરુદેવ સાથે નૌકાવિહારનો આ પ્રસંગ બહુ
આનંદકારી હતો. તેનું વિસ્તૃત વર્ણન હવે પછી આપશું.
સ્વર્ગવાસના સમાચાર મળતાં વાતાવરણમાં સ્તબ્ધતા છવાઈ ગઈ.
PDF/HTML Page 7 of 21
single page version
ભજન ગવડાવ્યું હતું. ત્યારબાદ પૂ. બેનશ્રીબેને પણ ભક્તિ કરાવી હતી. ભક્તિ બાદ અહીંની શ્રીમદ્
રાજચંદ્રજીની સ્વાધ્યાયશાળા જોવા ગયા હતા.
એક પત્ર ઉપર પ્રવચન કરતાં “નિજપદની પ્રાપ્તિ તે અનેકાન્તનું ફળ છે” એ વિષય સુંદર રીતે સમજાવ્યો હતો.
(૨) “કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી–પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યગ્દ્રષ્ટિપણે
એમ અનુભવમાં આવે છે.”
વ્યાખ્યાન બાદ પૂ. ગુરુદેવ વડવાથી પાછા ખંભાત પધાર્યા.
કારતક વદ અગીયારસે સવારમાં પૂ. ગુરુદેવે બોરસદ તરફ વિહાર કર્યો... અમે ભક્તજનો મોટરબસમાં
ખંભાત તરફ જ જઈ રહી હતી... આ રીતે રસ્તો ભૂલવાથી અમે મોડા પહોંચ્યા. પૂ. ગુરુદેવને પણ રસ્તાની
ગરબડ થઈ થવાથી તેઓ લગભગ સાડાબાર વાગે બોરસદ પહોંચ્યા. આવતાં વેંત જિનમંદિરમાં શ્રી આદિનાથ
ભગવાનનાં દર્શન કર્યા. તે ઉપરાંત એક ગૃહચૈત્યમાં અજિતનાથ ભગવાન (સ્ફટિકના) બિરાજે છે ત્યાં પણ
દર્શન કર્યાં. બપોરે પ્રવચનમાં ઘણા માણસો આવેલા ને પૂ. ગુરુદેવે સમ્યગ્દર્શનની અદ્ભુત વાત સમજાવી હતી.
ભગવાનનું દિ. જિનમંદિર છે, ત્યાં દર્શન કર્યા. નીચે સ્વાધ્યાય ર્હાંલમાં આવ્યા બાદ થોડીવાર તો ગુરુદેવ એવી
ગંભીર સ્તબ્ધતાથી બેસી રહ્યા–જાણે કે શ્રીમદ્ને યાદ કરતા હતા કે ‘ક્યાં છે મારો ભાઈ! ’ ‘મારા
સાધર્મીભાઈનું આ સ્થાન! ’ ત્યારબાદ ગુરુદેવે માંગળિક સંભળાવ્યું હતું અને પછી આખી સંસ્થાના વિધવિધ
સ્થાનોનું અને આસપાસના વાતાવરણનું અવલોકન કર્યું હતું. બપોરે પૂ. ગુરુદેવે “અનેકાંતિક માર્ગ પણ સમ્યક્
એકાંત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય કોઈ હેતુએ ઉપકારી નથી” –એ શ્રીમદ્ના વચનનું રહસ્ય
પ્રવચનમાં સમજાવ્યું હતું.
અહીંથી પાવાગઢ સિદ્ધક્ષેત્રના પણ દૂરદૂર દર્શન થતા હતા.
આવ્યા હતા ને સુંદર પ્રવચન સાંભળીને સૌ પ્રસન્ન થયા હતા. અહીં એક “સુખસાગર” નામનું સરોવર છે.
અહીંના મ્યુઝિયમમાં અનેક પુરાણા જિનબિંબો છે.
વાતાવરણમાં બાળકો માટેનું ખાસ પ્રવચન કર્યું. તેમાં બાળકોને કેવા સંસ્કાર પાડવા તે સમજાવ્યું હતું આ
પ્રવચન વખતનું દ્રશ્ય બહુ સરસ
PDF/HTML Page 8 of 21
single page version
ગુરુદેવનું પ્રવચન સાંભળતા.
પાલેજનું રળિયામણું જિનમંદિર તથા અનંતનાથ–સીમંધરનાથ વગેરે ભગવંતોની મુદ્રા નીહાળતાં નીહાળતાં
ગુરુદેવના હૃદયમાં આનંદની ઊર્મિઓ જાગતી હતી. પૂ. ગુરુદેવ અહીં જે દુકાનમાં બેસતા હતા તે દુકાન તથા
જ્યાં અફીણના કેઈસનો પ્રસંગ બનેલો તે સ્થળ વગેરે ભક્તોએ જોયું. જયાં પૂં ગુરુદેવ એકાંતમાં વિચાર–મંથન
કરતા તે ઓરડી પણ જોઈ. માગસર સુદ સાતમે પાલેજની હાટડીમાં ભક્તજનોએ ઉમંગથી ભક્તિ કરી...
ગુરુદેવનું પ્રવચન થયું હતું. રાત્રે જિનેન્દ્ર–ભજન થયું હતું. બીજે દિવસે પણ સીમંધરાદિ વીસ વિહરમાન
ભગવાનનું પૂજન ચાલ્યું. દસમના રોજ નાંદીવિધાન, ઈંદ્રપ્રતિષ્ઠા, યાગમંડલ વિધાન, જલયાત્રા, તથા વેદિશુદ્ધિ
વગેરે વિધિ થઈ હતી. પૂ. બેનશ્રી–બેનજીના પવિત્ર હસ્તે વેદીશુદ્ધિની કેટલીક મહત્ત્વની ક્રિયાઓ જોઈને ભક્તોને
આનંદ થતો હતો. પૂ. ગુરુદેવના પ્રવચનમાં દોઢ હજાર જેટલા માણસો આવ્યા હતા...ને ગુરુદેવે સમ્યગ્દર્શનનો
ઘણો સરસ મહિમા સમજાવ્યો હતો.
હૃદયના શુદ્ધભાવે ને પાવન હસ્તે પ્રભુજીને વેદી ઉપર બિરાજમાન કર્યા... હૃદયમાં સ્થાપેલા નાથને જિનમંદિરમાં
પણ સ્થાપ્યાં. પછી સૌ સંતોએ હીરામાણેક–રત્નોથી ભગવાનને વધાવ્યાં. અહીંનું જિનમંદિર લગભગ ૪૦, ૦૦૦
સીમંધર ભગવાન બિરાજે છે, ને ઉપરના ભાગમાં પાર્શ્વનાથ ભગવાન, અભિનંદન ભગવાન અને અમરનાથ
ભગવાન બિરાજે છે. આ ઉપરાંત બાજુના જ્ઞાનમંદિરમાં શ્રી સમયસારજી–જિનવાણી–માતાની સ્થાપના કરવામાં
આવી છે. પ્રતિષ્ઠા બાદ પૂ. ગુરુદેવે ઘણા ભાવથી માંગળિક સંભળાવ્યું હતું. શાંતિયજ્ઞ અને પ્રવચન બાદ ભવ્ય
રથયાત્રા નીકળી... રથયાત્રા માટે ખાસ હાથી આવેલ હતો... ગજરાજ ઉપર જિનરાજ અતિશય શોભતા હતા...
પાલેજમાં આ રથયાત્રા અદ્ભુત હતી... ને રાત્રે ભક્તિ થઈ હતી. પાલેજમાં પ્રતિષ્ઠા–મહોત્સવ પ્રસંગે ત્યાંના
ભક્તજનો–શેઠ કુંવરજીભાઈ, આણંદજીભાઈ વગેરેએ ઘણો ઉત્સાહ બતાવ્યો હતો.
વાતાવરણ અધ્યાત્મમય બની જાય છે, એ તેઓશ્રીનો અજોડ પ્રભાવ છે. સેંકડો ને હજારો લોકો જિજ્ઞાસાપૂર્વક
ગુરુદેવનો પાવન સંદેશ સાંભળે છે.
PDF/HTML Page 9 of 21
single page version
નર્મદા નદીનો ૧ માઈલ લાંબો પૂલ ઓળગી ગયા... હવે અમે પુષ્પદંત–ભૂતબલિ જેવા મહાન્ શ્રુતધર સંતોની
પાવનભૂમિમાં જતા હતા. જે ભૂમિમાં એ મહાન્ સંતો પૂર્વે વિચર્યા તે ભૂમિમાં વર્તમાન સંતોની સાથે વિચરતાં
બહુ આનંદ થતો હતો.
બેસતાં જ આત્મધ્યાનની પ્રેરણા જાગે છે. ગુરુદેવે અને ભક્તજનોએ ઘણા જ ભાવથી પ્રભુજીને સર્વાંગે
નિહાળ્યા... સ્તુતિ કરી... અને અર્ધ્ય ચડાવ્યો... અહીં પૂ. ગુરુદેવે શ્રી જિનેન્દ્રદેવને અર્ધ્ય ચડાવવાની પહેલી જ
વાર શરૂઆત કરી, ગુરુદેવ ભાવપૂર્વક જ્યારે ભગવાનને અર્ધ્ય ચડાવતા હતા ત્યારનું દ્રશ્ય ઘણું ભક્તિભર્યું હતું
ને એ દ્રશ્ય દેખીને ભક્તોને ઘણો હર્ષ થતો હતો.
૨૦,૦૦૦ની વસ્તી છે, દિ. જૈનોના ૨૦ ઘર છે; ચાર પુરાણા જિનમંદિરો છે, તેમાં અનેક પુરાણા જિનપ્રતિમા
બિરાજમાન છે. અનેક સ્થળે મુનિઓના પ્રતિમા પણ છે. સાંજે શ્રુતધર સંતોની અને જિનવાણીમાતાની અદ્ભુત
ભક્તિ પૂ. બેનશ્રીબેને કરાવી હતી. આ અંકલેશ્વરની યાત્રાનું વિશેષ વર્ણન હવે પછી આપશું.
સુરતની જનતાએ ઉમંગભેર સ્વાગત કર્યું. ચંદાવાડીમાં ઊતારો હતો... અનેક જિન–મંદિરો છે તેના દર્શન કર્યા.
બપોરે બીસન્ટ હાલમાં પ્રવચન હતું ને હજારોની સંખ્યામાં જનતા શ્રવણ કરવા આવી હતી. રાત્રિચર્ચામાં પણ
મોટી સંખ્યામાં જિજ્ઞાસુઓ લાભ લેતા હતા.
યોગીન્દુસ્વામી, જિનસેનસ્વામી, અકલંકસ્વામી વગેરે અનેક સંતોના પુનિત ચરણકમળ છે. ત્યાં ભક્તિથી દર્શન
કર્યા. અહીંનું વાતાવરણ ઉપશાંત હતું... ત્યાં દર્શન–ભક્તિ કરીને સૌ પાછા સુરત આવ્યા. પ્રવચન બાદ
જિનમંદિરમાં ભક્તિ થઈ હતી. અહીં ચંદાવાડીના જિનમંદિરમાં એક નાનકડા સુવર્ણ–પ્રતિમા હતા. રાત્રે ચર્ચામાં
પૂ. ગુરુદેવે આત્માના શાંતરસનું (–સમકિતીના આનંદનું) અદ્ભુત વર્ણન કર્યું હતું. પૂ. ગુરુદેવ સુરત પધારતાં
પ્રસન્ન થયા. ‘જૈનમિત્ર’માં આ પ્રસંગની ભાવભરી નોંધ પ્રગટ થઈ હતી.
થીએટરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન હતું. આખું થીએટર વિદ્યાર્થી ભાઈ–બહેનોથી ચીક્કાર ભરાઈ ગયું હતું. પ્રવચન
બાદ અહીંના હેડ માસ્તરે પૂ. ગુરુદેવ પ્રત્યે ઘણો પ્રમોદ બતાવ્યો હતો.
PDF/HTML Page 10 of 21
single page version
પ્રવેશ કર્યો. સમ્મેદશિખરજી તીર્થધામની યાત્રા માટે પૂ. ગુરુદેવ સાથે સાથે વનજંગલના પ્રદેશોમાંથી વિચરતાં
વિચરતાં ક્યારેક ક્યારેક અમને આહારદાનનો પણ લાભ મળતો, ને તેથી આનંદ થતો.
વનવાસી મુનિવરોની સ્તુતિ કરી હતી. આજે કુંદકુંદ પ્રભુની આચાર્યપદવીનો દિવસ અને વનમાં મુનિઓની
સ્તુતિનો પ્રસંગ બનતાં સૌને આનંદ થયો હતો. (આ પ્રસંગનું વિશેષ વર્ણન હવે પછી આવશે.)
મનોરથી ખુપરી ગામે થઈને સાંજે અંબાડી ગામે આવ્યા. અહીંના એકાંત–શાંત વાતાવરણમાં પૂ. ગુરુદેવ
ભક્તોએ ઉમંગપૂર્વક સ્વાગત કર્યું. મુંબઈથી પણ ૫૦૦ જેટલા ભક્તો પ્રવચન સાંભળવા આવ્યા હતા... સાંજે
ભીમંડીથી વિહાર કરીને થાણા પધાર્યા. થાણાના શ્વેતાંબર મંદિરમાં શ્રી સીમંધર ભગવાનની મૂર્તિ પણ છે.
“શિવનગરીમાં પ્રદેશ કઈ રીતે થાય” તે સમજાવ્યું.
હતી... લાખો લોકોએ ઉત્સુકતાથી ગુરુદેવના દર્શન કર્યા. આજે મુંબઈ નગરી ઠેર ઠેર શણગારથી ઘણી શોભતી
હતી. પૂ. ગુરુદેવના પ્રવચનમાં સવારે–બપોરે સાત–આઠ હજાર શ્રોતાઓ આવતા..પૂ. ગુરુદેવ મુંબઈમાં ૧૭
દિવસ રહ્યા તે દરમિયાન મુંબઈની જનતાએ જે ઉત્સાહથી લાભ લીધો છે ને જે પ્રભાવના થઈ છે તે જોઈને
લોકો ચકિત થઈ જતા હતા. મુમ્માદેવી પ્લોટમાં મહાવીરનગરમાં પ્રવચનમંડપ હતો, તેનું પ્રવચનસભા વખતનું
દ્રશ્ય અદ્ભુત લાગતું. અહીં પાંચ દિગંબર જિનમંદિર (ભૂલેશ્વર, કાલબાદેવી, ગુલાલવાડી તથા ચોપાટી ઉપર
કાચના બે મંદિર) છે ત્યાં પૂ. ગુરુદેવ દર્શન કરવા પધાર્યા હતા ને હીરા–માણેકથી જિનેન્દ્ર ભગવાનને વધાવ્યા
આ જિનમંદિરના પાયામાં પૂ. ગુરુદેવના પાવન હસ્તે શિલારોપણ કરાવ્યું હતું... મુંબઈમાં પૂ. ગુરુદેવનું જે ભવ્ય
સ્વાગત થયું તેની પ્રશંસનીય નોંધ મુંબઈના અનેક પત્રકારોએ લીધી હતી. શ્રી જયપુરના સંઘ તરફથી
(પ્રતિષ્ઠિત ૩૦૦ વ્યક્તિઓની સહી કરેલ) આમંત્રણ પત્ર આવ્યું હતું તેમાં પૂ. ગુરુદેવને જયપુરમાં ચોમાસું
રહેવા માટે વિનતિ કરવામાં આવી હતી. આ સિવાય ઇંદોર, કલકત્તા, દિલ્હી વગેરે અનેક સ્થળેથી પણ આમંત્રણ
આવ્યા હતા. અહીંના મ્યુઝીયમમાં શ્રી બાહુબલી ભગવાનના (૧૨૦૦ વર્ષ પુરાણા) પ્રતિમાજી છે તથા બીજા
પણ અનેક પ્રતિમાઓ છે. મુંબઈમાં જિનમંદિરોમાં સોનગઢના ભક્તજનોએ ધામધૂમપૂર્વક મહાન પૂજન ભક્તિ
વગેરે કર્યા હતા, ને પૂજનાદિનો ઉત્સાહ જોઈને મુંબઈના ભક્તજનોને આશ્ચર્ય અને આનંદ થયા હતા. પૂ.
ગુરુદેવ ૮–૧૦ હજાર શ્રોતાઓની સભામાં જ્યારે હલકપૂર્વક ગદગદવાણીથી ભગવાનની ભક્તિ વગેરેનું વર્ણન
મોહમયી–નગરી જાણે કે ધર્મનગરી બની ગઈ હતી. રવિવારે શ્રી જિનેન્દ્ર ભગવાનની મહાન્ ભવ્ય રથયાત્રા
ઘણા ઉલ્લાસ અને ભક્તિપૂર્વક નીકળી હતી.
PDF/HTML Page 11 of 21
single page version
પ્રભાવના કરતા કરતા શાશ્વત સિદ્ધિધામ શ્રી સમ્મેદશિખરજીની યાત્રા અર્થે ભક્તોના મોટા સંઘ સહિત પૂ.
ગુરુદેવ વિચરી રહ્યા છે ને સિદ્ધિનો પંથ પ્રસિદ્ધ કરતા જાય છે. ગુરુદેવનો આ યાત્રાપ્રવાસ ભારતભરમાં જૈન
ધર્મનો જયજયકાર ફેલાવો.
મુક્તિ પામ્યા છે. પર્વત ઉપર ૮ ફૂટના ભવ્ય–પ્રતિમાજી પાર્શ્વનાથ ભગવાનના છે, તે ઉપરાંત પંચપરમેષ્ઠી વગેરેના
પ્રતિમા પણ છે. સાત બલભદ્રના ચરણકમળ પણ છે. ત્યાં ઉલ્લાસપૂર્વક જાત્રા કરીને સંઘ માંગીતુંગી આવ્યો.
પૂ. ગુરુદેવના સ્વાગતનું ભાષણ કર્યું હતું તથા ત્યાંની ટ્રસ્ટકમિટિ તરફથી પૂ. ગુરુદેવને એક માનપત્ર આપ્યું હતું.
માંગીતુંગીના ફંડ માટે અપીલ થતાં ચારેક હજાર રૂા. નું ફંડ થયું હતું.
માંગીતુંગીથી (વદ ચોથે) પૂ. ગુરુદેવ ધૂલિયા ગામે પધાર્યાં, ભક્તોએ ઉલ્લાસથી સ્વાગત કર્યું હતું ને
ગજા) ખડ્ગાસન પ્રતિમા પર્વતમાં જ કોતરેલા છે, તે અદ્ભુત છે ને એશિયાભરમાં આ પ્રતિમા સૌથી મોટા છે.
પર્વતની તળેટીમાં પણ અનેક જિનમંદિરો છે. આ પર્વત ઉપરથી શ્રી ઈન્દ્રજીત, કુંભકર્ણ અને કરોડો મુનિવરો
મુક્તિ પામ્યા છે. આ ઉપરાંત
ગુરુદેવના હસ્તે જિનેન્દ્રદેવના અભિષેકનું દ્રશ્ય દેખીને સૌ ભક્તોને ઘણો આનંદ થયો હતો. બપોરે પૂ. ગુરુદેવે
ગામમાં પ્રવચન કર્યું હતું.
ઉપશાંત મુદ્રામાં ખડ્ગાસને ધ્યાનસ્થ બિરાજે છે. તેની ઘણા ઉલ્લાસથી યાત્રા કરી.
આવતા હતા. ભક્તિ, રાત્રિચર્ચા વગેરેમાં પણ ઘણા લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. હવે અહીંથી
સિદ્ધવરકુટ થઈને પૂ. ગુરુદેવ ઇંદોર તા. ૨૭મીએ પધારશે.
PDF/HTML Page 12 of 21
single page version
એકલું જ્ઞાન જ નથી પણ આનંદ વગેરે અનંતશક્તિઓ પણ નિર્મળ પર્યાયસહિત અનુભવાય છે. એકેક શક્તિનો
જુદો જુદો અનુભવ નથી પણ અભેદ આત્માના અનુભવમાં અનંતશક્તિનો રસ ભેગો જ છે. તે ઓળખાવવા
અહીં આત્માની શક્તિઓનું અદ્ભુત વર્ણન આચાર્યદેવે કર્યું છે. તેમાં ૨૪મી ‘નિયનપ્રદેશત્વ શકિત’ છે. તે કેવી
છે?–“આત્માનું નિજક્ષેત્ર અસંખ્ય પ્રદેશી છે, તે અનાદિસંસારથી માંડીને સંકોચ–વિસ્તારથી લક્ષિત છે અને
મોક્ષદશામાં તે ચરમશરીરના પરિમાણથી કંઈક ઊણા પરિમાણે અવસ્થિત થાય છે; આવું લોકાકાશના માપ
જેટલા અસંખ્ય આત્મ–અવયવપણું તે નિયત–પ્રદેશત્વ શક્તિનું લક્ષણ છે.”–આવી પણ એક શક્તિ આત્મામાં છે.
સંખ્યા છે તેટલી જ આત્માના અવયવોની સંખ્યા છે; અને તે દરેક અવયવ જ્ઞાન–આનંદ વગેરે શક્તિથી
ભરેલા છે.
સંસારદશામાં તે તે શરીરપ્રમાણે આત્માના પ્રદેશોનો સંકોચ–વિસ્તાર થાય છે. હાથીના મોટા શરીરમાં જે આત્મા
રહેલો છે તેના અસંખ્ય પ્રદેશો તેટલા વિસ્તાર પામ્યા છે, ને કીડીના શરીરમાં જે આત્મા રહેલો છે તેના અસંખ્ય
પ્રદેશો તેટલા સંકોચ પામ્યા છે, છતાં અસંખ્ય પ્રદેશો તો બંનેમાં સરખા જ છે.
PDF/HTML Page 13 of 21
single page version
નાનો આકાર થાય તો પણ એકેય પ્રદેશ ઘટી જતો નથી. નાના કે મોટા ગમે તે આકારમાં સરખે–સરખા અસંખ્ય
પ્રદેશો રહે છે.
તેનો આકાર વિસ્તારરૂપ થયો, પણ તેથી કાંઈ તે જીવના પ્રદેશો મોટા નથી થઈ ગયા, પ્રદેશો તો એવડા ને
એવડા જ છે, તેમની સંખ્યા પણ એટલી ને એટલી જ છે.
થાય છે?
અવગાહીને રહે તેમ તેમ જીવના આકારનો સંકોચ થાય છે, ને લોકના એક પ્રદેશે જીવના જેમ જેમ ઓછા પ્રદેશો
રહે તેમ તેમ જીવના આકારનો વિકાસ થાય, એ રીતે સંકોચ–વિસ્તાર થાય છે. દાખલા તરીકે–જીવ જ્યારે આખા
લોકમાં અવગાહીને રહ્યો હોય ત્યારે લોકના દરેક પ્રદેશે જીવનો એકેક પ્રદેશ છે, અને જ્યારે અર્ધા લોકને
વ્યાપીને જીવ રહે ત્યારે લોકના દરેક પ્રદેશે જીવના બબ્બે પ્રદેશો હોય, એ જ પ્રમાણે જ્યારે લોકના અસંખ્યાતમા
ભાગને વ્યાપીને જીવ રહે ત્યારે લોકના એકેક પ્રદેશે જીવના ‘અસંખ્યાતમા ભાગના અસંખ્ય’ પ્રદેશો રહેલા છે.
જીવના અસંખ્ય પ્રદેશોનું માપ એટલું મોટું છે કે તેને અસંખ્યથી ભાગતાં પણ અસંખ્ય આવે છે. વળી જીવનો
અવગાહન સ્વભાવ પણ એવો જ છે કે ગમે તેટલો તે સંકોચાય તો પણ અસંખ્ય પ્રદેશને તો તે રોકે જ;
સંકોચાઈને એક જ પ્રદેશમાં જીવના બધા પ્રદેશો રહી જાય–એવો સંકોચ જીવમાં કદી થતો નથી. કંદમૂળની,
સોયની અણી ઉપર રહે એટલી નાની કટકીમાં પણ અસંખ્ય શરીરો છે ને એકેક શરીરમાં અનંત જીવો રહેલા છે,
તે દરેક જીવે પણ અસંખ્ય પ્રદેશો રોકયા છે.
અસંખ્ય પ્રદેશો એક પ્રદેશે કદી ન રહે (કેમકે જીવના પ્રદેશોમાં જ એ પ્રકારનો સંકોચ થવાનો સ્વભાવ નથી),
પરંતુ જુદા જુદા અનંત જીવોના અનંત પ્રદેશો એક જ પ્રદેશે રહેલા છે. એ રીતે લોકના અસંખ્ય પ્રદેશોમાં
અનંતાનંત જીવો સમાયેલા છે. લોકાગ્રે જ્યાં એક સિદ્ધભગવાન છે ત્યાં જ બીજા અનંત સિદ્ધભગવંતો બિરાજે
છે, છતાં બધા ભિન્ન ભિન્ન છે, દરેકને પોતપોતાનો આનંદ જુદો છે, દરેકને પોતપોતાનું જ્ઞાન જુદું છે, દરેકને
પોતપોતાના આત્મપ્રદેશો જુદા છે, એ રીતે એક ક્ષેત્રે અનંતસિદ્ધો હોવા છતાં દરેકનું અસ્તિત્વ જુદું જુદું છે. જે
અજ્ઞાનીઓને આવા સ્વભાવની ખબર નથી તેઓને એવો ભ્રમ થાય છે કે મુક્તજીવો એકબીજામાં જ્યોતમાં
જ્યોત મિલાય–તેમ ભળી ગયા છે, ને ત્યાં જીવો જુદા જુદા નથી. પરંતુ આચાર્યદેવ કહે છે કે જીવમાં નિત્ય–
અસંખ્ય પ્રદેશ હોવારૂપ શક્તિ છે, તેથી પોતાના સ્વતંત્ર અસંખ્ય પ્રદેશરૂપે તે ત્રિકાળ ટકી રહે છે.
અસંખ્ય છે.
PDF/HTML Page 14 of 21
single page version
સંકોચ–વિકાસ થતો નથી. અહીં ‘ચરમશરીરથી કિંચિત્ ન્યૂન આકારે અવસ્થિત’ એવા અસંખ્ય પ્રદેશીપણાને
નિયતપ્રદેશત્વ શક્તિનું લક્ષણ કહ્યું, ચરમશરીર તો મોક્ષગામીને જ હોય; એટલે મોક્ષગામી જીવની વાત લીધી.
જે જીવ આત્માની શક્તિ તરફ વળ્યો છે તે અલ્પકાળમાં જ ચરમશરીરી થઈને અશરીરી–સિદ્ધ થઈ જશે.
બદલે ચરમશરીરથી ત્રીજા ભાગે ન્યૂન કેટલાક માને છે તેમની માન્યતા બરાબર નથી. શરીરના કેશ–નખ વગેરે
કેટલાક ભાગમાં આત્મપ્રદેશો નથી–તે બાદ કરીને કિંચિત્ન્યૂન આકાર કહેવાય છે.
છતાં બધાય સિદ્ધનો આકાર એકસરખો જ હોતો નથી; કોઈનો આકાર મોટો હોય, કોઈનો નાનો હોય; જેમકે
બાહુબલી ભગવાન પરમ ધનુષ ઊંચા હતા ને મહાવીર ભગવાન ૧ ધનુષ ઊંચા હતા, સિદ્ધદશામાં પણ તેમનો
આકાર તે પ્રકારે જુદો જુદો જ છે.
જ્ઞાનઆનંદ ઓછા–એમ નથી. પ્રદેશો તો બંનેના સરખા જ છે. કોઈ જીવનો આકાર નાનો હોય છતાં બુદ્ધિ ઉગ્ર
પણ હોય, ને કોઈ જીવનો આકાર મોટો ભેંસ જેવો હોય છતાં બુદ્ધિ અલ્પ પણ હોય; કેમકે જ્ઞાન વગેરે ગુણનું
કાર્ય જુદું છે, ને પ્રદેશોના આકારની રચના થવાનું કાર્ય જુદું છે. ઓછી અવગાહના હોય તેથી કાંઈ આત્માની
શક્તિઓ કે પ્રદેશો ઓછા થઈ જતા નથી, ને ઓછી અવગાહનાને કારણે કાંઈ આત્માના પરિપૂર્ણ જ્ઞાન–આનંદ
કે પ્રભુતાને બાધા આવતી નથી, તેથી મુક્તદશા થતાં આત્માનો આકાર સર્વવ્યાપક થઈ જાય–એવું કાંઈ નથી.
આત્માના અસંખ્ય પ્રદેશમાં જ મારી અનંતશક્તિથી પરિપૂર્ણ પ્રભુતા ભરી છે. એનો વિશ્વાસ ન આવ્યો. એટલે
આત્માને શરીરપ્રમાણ ન માનતાં સર્વવ્યાપક માને છે તેને આત્માના સ્વભાવની ખબર નથી, તે મિથ્યાદ્રષ્ટિ છે
એમ જાણવું.
ગુણોની સંખ્યા અનંતી છે. પ્રદેશ અપેક્ષાએ જે એક અંશ છે તે બીજે ઠેકાણે નથી, એવા અસંખ્ય અંશોરૂપ
આત્માનું સ્વક્ષેત્ર છે. આત્મામાં અનંતગુણો છે તે દરેક ગુણ તો અસંખ્ય પ્રદેશમાં વ્યાપીને રહેલો છે, પણ
PDF/HTML Page 15 of 21
single page version
આનંદ એમ ભિન્ન ભિન્ન ક્ષેત્ર નથી, પણ એકેક પ્રદેશે સર્વે ગુણો એક સાથે રહેલા છે. એટલે, એક પ્રદેશે સર્વે
ગુણો છે પણ એક પ્રદેશે સર્વે પ્રદેશો નથી.
થયા જ કરે એવો પણ આત્માનો સ્વભાવ નથી; અસંખ્યપ્રદેશ અનંતગુણથી ભરેલા કાયમ રહ્યા કરે–એવો
સ્વભાવ છે. સિદ્ધદશા થતાં આત્માના અસંખ્ય પ્રદેશો સંકોચ–વિસ્તાર થયા વિના એમ ને એમ સ્થિર રહી જાય
છે. સંકોચ–વિકાસરૂપ ભિન્ન ભિન્ન આકારો–વડે આત્મા એકરૂપ લક્ષિત થતો નથી, કેમકે કોઈ પણ આકાર
ત્રિકાળ નથી રહેતો, તેથી સંકોચ–વિસ્તારવડે તો માત્ર એક સમયનો વ્યવહાર લક્ષિત થાય છે, ને આત્માનું
અસંખ્યપ્રદેશીપણું તો ત્રિકાળ એકરૂપ રહે છે, એટલે તે દ્રવ્યનો સ્વભાવ છે. –આમ હોવા છતાં એકલું અસંખ્ય
પ્રદેશીપણું તે કાંઈ આત્માનું લક્ષણ નથી, કેમ કે અસંખ્યપ્રદેશીપણું તો ધર્માસ્તિકાય વગેરે જડ દ્રવ્યોમાં પણ છે;
આત્માનું લક્ષણ તો ‘જ્ઞાન’ છે, તેના વડે જ આત્મા લક્ષિત થાય છે. અહીં ‘જ્ઞાનલક્ષણ’ તેને જ કહ્યું કે જે જ્ઞાન
અંતર્મુખ થઈને આત્માને લક્ષિત કરે,–આત્માને પ્રસિદ્ધ કરે,–આત્માનો અનુભવ કરે. જો રાગ સાથે એકતા કરીને
રાગને જ પ્રસિદ્ધ કરે–તેનો જ અનુભવ કરે, ને રાગથી ભિન્નપણે આત્માને ન પ્રસિદ્ધ કરે,–ન અનુભવે તો તે
જ્ઞાન ખરેખર જ્ઞાન જ નથી પણ અજ્ઞાન છે, ને તેને આચાર્યદેવ આત્માનું લક્ષણ નથી કહેતા. અહીં તો જ્ઞાનવડે
પોતે પોતાના આત્માને પ્રસિદ્ધ કરવાની વાત છે; જે જ્ઞાન પોતે પોતાના આત્માને પ્રસિદ્ધ ન કરે ને પરને જ
પ્રસિદ્ધ કરે તો તો તે પરનું લક્ષણ થઈ ગયું, તે આત્માનું લક્ષણ ન થયું.–એટલે કે તે જ્ઞાન મિથ્યા થયું.
આત્મામાં જ એવી લાયકાત છે કે તેના પ્રદેશો સંસાર–અવસ્થામાં સંકોચ–વિકાસ પામે. તે ઉપરાંત અહીં તો એમ
બતાવે છે કે સંકોચ–વિકાસ જેટલું જ આત્માનું ત્રિકાળી સ્વરૂપ નથી, અસંખ્યપ્રદેશીપણુ નિયત છે–એકરૂપ છે,
તેથી તે જીવનું કાયમ સ્વરૂપ છે. આ ઉપરાંત પ્રદેશોમાં એવું પણ નિયતપણું છે કે તેનું સ્થાન પણ બદલે નહિ,
સંકોચ–વિકાસ થાય પણ નીચેનો પ્રદેશ ઉપર આવી જાય કે ઉપરનો પ્રદેશ નીચે આવી જાય–એમ પ્રદેશનું સ્થાન
પલટે નહિ. આત્માના આવા અસંખ્ય પ્રદેશોનો નિર્ણય આગમથી ને યુક્તિથી થાય, પણ છદ્મસ્થને તે પ્રત્યક્ષ ન
દેખાય; જેમ જ્ઞાન–આનંદનું તો સાક્ષાત્ વેદન થાય છે, તેમ અસંખ્ય પ્રદેશો સાક્ષાત્ ન દેખાય; પરંતુ, જેટલા
ભાગમાં મને મારા જ્ઞાન–આનંદનું વેદન થાય છે તેટલા અસંખ્ય પ્રદેશમાં જ મારું અસ્તિત્વ છે–એમ નિર્ણય થઈ
શકે.
અમુક જ આકારવાળો કહી શકાતો નથી, પણ ‘અસંખ્યપ્રદેશી જીવ’ એમ કહી શકાય છે. અસંખ્ય પ્રદેશ કહ્યા ને
છતાં તેને નિશ્ચય કહ્યો, કેમકે અસંખ્યપ્રદેશી કહીને કાંઈ અસંખ્ય ભેદ નથી બતાવવા, પણ જીવનું નિત્ય એકરૂપ
સ્વરૂપ બતાવવું છે. જીવમાં અસંખ્ય–પ્રદેશીપણું નિગોદદશા વખતે પણ છે ને સિદ્ધદશા વખતે પણ છે,–
અનાદિઅનંત છે, તેથી તેને નિશ્ચય કહ્યો. અને નિગોદદશાના સંકોચરૂપ આકાર વખતે સિદ્ધદશાનો આકાર નથી,
તથા સિદ્ધદશાના આકાર વખતે નિગોદ વગેરેનો આકાર નથી, એ રીતે સંકોચ–વિકાસરૂપ આકારમાં એકરૂપતા
નથી પણ તે ક્ષણિક અને જુદા જુદા અનેક રૂપ છે તેથી તેને વ્યવહાર કહેવાય છે.
વગેરેનો આકાર આત્મા કરે–એમ કદી બનતું નથી. બળદના શરીર ઉપર કાંકરો પડતાં આખું ય શરીર
PDF/HTML Page 16 of 21
single page version
શરીર સંકોચવાની ક્રિયા ખરેખર તે તે આત્માએ કરી નથી; એ જ પ્રમાણે સર્પ આનંદથી ડોલે કે ક્રોધમાં આવે
ત્યારે તેની ફેણ વિકસે છે, તથા દેડકું શરીરને ફૂલાવીને દડા જેવું વિકસાવે છે,–તેમાં પણ ખરેખર તે તે આત્માએ
તે ક્રિયાને કરી નથી. શરીરને અનુસાર આત્માના પ્રદેશોમાં તે પ્રકારનો સંકોચ–વિસ્તાર થયો તે આત્મામાં થયો
છે, પરંતુ તે સંકોચ–વિસ્તારની પર્યાય વડે આત્માનો નિયત આકાર કહેવાતો નથી, અસંખ્ય–પ્રદેશીપણું સદા
નિયત છે; વળી, એકલા નિયતપ્રદેશત્વ વડે પણ આત્મા ઓળખાતો નથી, પરંતુ એવી અનંત–શક્તિનો પિંડ
આત્મા છે, તેને પકડતાં જ આત્મા વાસ્તવિક સ્વરૂપે ઓળખાય છે. આ અધિકારના છેડે ઉપસંહાર કરતાં
આચાર્યદેવ કહેશે કે–આવી અનેકાન્ત–સ્વરૂપ વસ્તુ છે, તેને જાણવી તે જૈનનીતિ છે. આવી જૈનીનીતિને જે
સત્પુરુષો ઓળંગતા નથી તેઓ સ્વયં જ્ઞાનસ્વરૂપ થાય છે; એટલે કે આત્મા પોતે જ્ઞાન–સ્વરૂપ થઈ જાય–તે
અનેકાન્તનું ફળ છે. એ જ વાત બીજી રીતે કહીએ તો જ્ઞાનને અંતર્મુખ કરીને જ્ઞાયકસ્વભાવી આત્માને પકડવો
તે જ ખરો અનેકાન્ત છે, ને તે જ જૈનમાર્ગની નીતિ છે.
લોકાકાશ જેટલો પહોળો નથી; પરંતુ તેના પ્રદેશરૂપ અવયવોની સંખ્યા લોકાકાશના પ્રદેશ જેટલી જ છે. આત્મા
લોકાકાશ જેટલો પહોળો થાય તે નિશ્ચય ને શરીરપ્રમાણ રહે તે વ્યવહાર–એમ નથી; પણ સંખ્યાથી આત્માને
લોક જેટલા અસંખ્ય પ્રદેશ ત્રિકાળ છે તે નિશ્ચય, અને શરીરપ્રમાણ આકાર કહેવો તે વ્યવહાર છે. આત્માના
અસંખ્યપ્રદેશે અનંત ગુણો વ્યાપીને રહ્યા છે, અર્થાત્ અસંખ્યપ્રદેશી આત્મા પોતે જ અનંતગુણસ્વરૂપ છે. તે
ગુણોમાં એવી અંશકલ્પના નથી કે ગુણનો અમુક ભાગ એક પ્રદેશમાં ને અમુક ભાગ બીજા પ્રદેશમાં; આત્માના
અસંખ્ય પ્રદેશોમાં કોઈ પ્રદેશ ગુણથી હીન કે અધિક નથી, એટલે પગ વગેરે નીચેના અવયવોના આત્મપ્રદેશોને
ખરાબ કહેવા ને ઉપરના મસ્તક વગેરે અવયવોના આત્મપ્રદેશોને સારા કહેવા–એવા ભેદ આત્મપ્રદેશોમાં નથી.
બધા પ્રદેશો અનંત શક્તિથી પરિપૂર્ણ છે, માટે તારા અસંખ્ય પ્રદેશમાં ભરેલી તારી સ્વભાવશક્તિને જો, તે
તાત્પર્ય છે.
અશાંતિ, તારી વીતરાગતા કે રાગદ્વેષ, તે બધુંય તારા અસંખ્ય પ્રદેશમાં જ છે, તારા અસંખ્ય પ્રદેશથી બહાર
બીજે ક્યાંય તારું સુખ કે દુઃખ નથી, તારી અશાંતિ પણ બહારમાં નથી. તારા શાંત–ઉપશમ સ્વભાવની
વિકૃતિરૂપ અશાંતિનું વેદન પણ તારા અસંખ્ય પ્રદેશોમાં જ છે. જ્યાં અશાંતિનું વેદન થાય છે ત્યાં જ તારો શાંતિ
સ્વભાવ ભર્યો છે, જ્યાં અજ્ઞાન છે ત્યાં જ તારો જ્ઞાનસ્વભાવ રહેલો છે, જ્યાં દુઃખનું વેદન છે ત્યાં જ તારો
આનંદ સ્વભાવ પરિપૂર્ણ છે, જ્યાં રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે તે જ ઠેકાણે તારો વીતરાગી સ્વભાવ વિદ્યમાન છે.
માટે, અશાંતિ ટાળીને શાંતિ કરવા, દુઃખ ટાળીને સુખ કરવા, અજ્ઞાન ટાળીને જ્ઞાન કરવા કે રાગ–દ્વેષ ટાળીને
વીતરાગતા કરવા ક્યાંય બહારમાં ન જો, પણ તારા સ્વભાવમાં જ જો. તું પોતે જ જ્ઞાન–સુખ–શાંતિ–
વીતરાગતાથી ભરેલો છે, માટે તેમાં નજર કર. તારા આત્માનો એકેય પ્રદેશ એવો નથી કે જેમાં જ્ઞાન–સુખ–
શાંતિ–વીતરાગતારૂપ સ્વભાવ ન ભર્યો હોય, માટે તે સ્વભાવને જોતાં શીખ તો તને તારા જ્ઞાન–સુખ–શાંતિ ને
વીતરાગતાનો વ્યક્ત અનુભવ થાય. બહારમાં જોયે જ્ઞાન–સુખ–શાંતિ કે વીતરાગતાનું વેદન નહિ થાય કેમકે
તારું જ્ઞાન–સુખ–શાંતિ કે વીતરાગતા ક્યાંય બહારમાં નથી.
ઈચ્છા અનુસાર શરીર પરિણમતુ નથી તેમજ આત્માના પ્રદેશોમાં પણ તેવો ફેરફાર થતો નથી. પ્રદેશશક્તિનું કાર્ય
સ્વતંત્ર છે,–તેમાં ઈચ્છાનું નિરર્થક–
PDF/HTML Page 17 of 21
single page version
છે, તે જ પ્રમાણે “હું સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કરું કે હું મોક્ષ પામું” એવી ઈચ્છા વડે સમ્યગ્દર્શનાદિ થતા નથી,
પણ અંર્ત સ્વભાવનું અવલંબન લઈને તે રૂપે પરિણમન કરે તો જ સમ્યગ્દર્શનાદિ થાય છે. સમ્યગ્દર્શનાદિનું
પરિણમન આત્માની શક્તિમાંથી થાય છે, કાંઈ ઈચ્છામાંથી નથી થતું; માટે આત્માની શક્તિનું અવલંબન કર, ને
ઈચ્છાને નિરર્થક જાણ.
પામ્યા છે, ને અંગુલના અસંખ્યાતમા ભાગનું નાનું શરીર હોય તેમાં રહેલા આત્માના પ્રદેશો તેટલો સંકોચ
પામીને રહ્યા છે; બંને આત્માના પ્રદેશો સરખા હોવા છતાં, જેવું– જેવું શરીર આવે તેવા તેવા આકારે થાય છે,
માટે તે શરીરને કારણે થયું કે નહિ?
થતાં આત્માના પ્રદેશો પણ તેવા આકારે વિકાસ પામે.–પરંતુ, આ રીતે શરીર અને આત્મા બંને એક કાળે સંકોચ
કે વિકાસ પામે તેથી શું? તેથી કાંઈ શરીરને કારણે આત્મા સંકોચાણો કે આત્માએ શરીરને સંકોચ્યું–એમ નથી.
જગતમાં તો સદાય એક સાથે અનંતા દ્રવ્યો પોતપોતાનું કામ કરી જ રહ્યા છે, એક સાથે બધાના કાર્યો થાય
તેથી કાંઈ એક–બીજાના કર્તા ન કહેવાય. જ્યાં સિદ્ધભગવંતો બિરાજે છે ત્યાં જ નિગોદના જીવ પણ રહેલા છે,
સિદ્ધભગવંતો પોતાની પરમ આનંદરૂપ સિદ્ધદશારૂપે પરિણમી રહ્યા છે ને તે જ વખતે તથા તે જ ક્ષેત્રે રહેલ
નિગોદનો જીવ પરમદુઃખરૂપ નિગોદદશારૂપે પરિણમી રહ્યો છે, –તો શું એક જ વખતે ને એક જ ક્ષેત્રે બનેનું કાર્ય
થયું તેથી ને બનેને એક કહી શકાશે? અથવા એકબીજાના કર્તા કહી શકાશે? –ના; એ જ પ્રમાણે જીવ અને
શરીરના સંકોચ–વિકાસનું કાર્ય એક ક્ષેત્રે ને એક કાળે થાય તેથી કાંઈ તે બંનેને એક ન કહી શકાય, અથવા
એકબીજાના કર્તા પણ ન કહી શકાય. –આમ ન્યાયથી બે દ્રવ્યોની ભિન્નતા ઓળખે તો બધાય પરમાંથી મોહ (–
આત્મબુદ્ધિ) છૂટી જાય, ને ચૈતન્યસ્વરૂપ પોતાના આત્મામાં જ બુદ્ધિ વળી જાય. એ રીતે બુદ્ધિને એટલે
મતિશ્રુતજ્ઞાનને આત્મસ્વભાવની સન્મુખ કરવા તે અપૂર્વ ધર્મની રીત છે.
ચેતનસ્વરૂપ છે, તારું અસંખ્યપ્રદેશી શરીર અનાદિ–અનંત નિયત છે. ચારે ગતિમાં ગમે તેટલા દેહ ધારણ કર્યા ને
છોડયા છતાં તારા આત્માનો એક પ્રદેશ પણ ઘટ્યો કે વધ્યો નથી. જીવનો નાનો મોટો આકાર શરીરના કે
આકાશના નિમિત્તે છે, પણ એકલા જીવનો સ્વ–આકાર તો નિશ્ચયથી સર્વજ્ઞભગવાને અસંખ્યપ્રદેશી જોયો છે.
આ સિવાય શરીરના અવયવો તો જડની રચના છે, તેને આત્માના માનવા તે ભ્રમ છે. ભાઈ, તારું ચૈતન્ય–
શરીર અસંખ્યપ્રદેશી છે, ને તે જ તારા અવયવ છે. અસંખ્ય પ્રદેશે અનંતશક્તિઓ ભરેલી છે. ખરેખર તું જડ
શરીરમાં નથી રહ્યો, પણ તારા અસંખ્ય પ્રદેશોમાં જ તું રહ્યો છે. અસંખ્ય–પ્રદેશી ક્ષેત્ર તે જ તારું ઘર છે, તે જ
તારું રહેઠાણ છે.
શક્તિ ભરી હતી તે શક્તિ પ્રગટ થઈ. કોઈ એક ધનુષ (૪ હાથ) ના શરીરાકારે મોક્ષ જાય ને કોઈ પાંચસો–
સવાપાંચસો ધનુષના શરીરાકારે મોક્ષે જાય, છતાં તે બંનેના આત્મપ્રદેશો તો સરખા જ છે, જ્ઞાન સરખું જ છે,
આનંદ સરખો જ છે, પ્રભુતા સરખી જ છે; આ રીતે બાહ્ય આકૃતિથી મહત્તા નથી પણ અસંખ્ય પ્રદેશમાં જે
સ્વભાવ ભર્યો છે તે સ્વભાવની મહત્તા છે. આવા અસંખ્યપ્રદેશમાં ભરેલા આત્મસ્વભાવને જાણે તો દેહાદિ
સમસ્ત પદાર્થોમાંથી અહંકાર કે મહિમા
PDF/HTML Page 18 of 21
single page version
વેદન થાય તે માંગળિક છે
કરવી એવો જે ભાવ તે પોતે મંગળ છે. તીર્થંકર ભગવંતોએ જે પરમાનંદદશા પ્રાપ્ત કરી તે ક્યાંથી કરી? પોતાના
આત્મામાંથી જ તે દશા પ્રાપ્ત કરી છે. સુખ–આનંદ–શાંતિ તે આત્મામાં જ છે, બહારના વિષયોમાં ક્યાંય સુખ–
શાંતિ કે આનંદ નથી. આવા આત્માનું ભાન કરવું તે મંગળ છે.
સંસારમાં રખડે છે, તે અમંગળ છે; ને આત્માના જ્ઞાનદ્વારા તેનો જે નાશ કરે તે મંગળ છે. આત્માના અતીન્દ્રિય
આત્માના જ્ઞાન વગર જન્મ–મરણનો કદી આરો આવે તેમ નથી.
તીર્થંકર દેવોએ જે કર્યું તે પ્રમાણે કરવાનું જગતને કહ્યું. આત્માના જ્ઞાનાનંદ સ્વભાવમાં જ પરમાત્મા થવાની
તાકાત છે: તેમાં એકાગ્રતાવડે જ અનંતા જીવો પરમાત્મા થયા અને ભગવાને એ જ ઉપદેશ આપ્યો કે આત્માના
બહારમાં ઢૂંઢે છે, તેમ અજ્ઞાની પ્રાણી પોતાના આનંદ–સ્વભાવને ભૂલીને બહારમાં આનંદ ઢૂંઢે છે. આત્માના
જ્ઞાનાનંદ સ્વરૂપનું ભાન કરવું તે જ જગતમાં ઉત્કૃષ્ટ મંગળ છે. મંગળ તેને કહેવાય કે જેનાથી સુખની પ્રાપ્તિ અને
વૃદ્ધિ થાય, સંસારમાં પુત્રજન્મ, લગ્ન વગેરેને મંગળ પ્રસંગ કહે છે તે તો લૌકિક છે, તે ખરેખર મંગળ નથી.
મંગળ તો તેને કહેવાય કે જેનાથી આત્માને સુખશાંતિ થાય ને દુઃખ ટળે.
પણ અહિંસાનું સ્વરૂપ શું છે? તેની પણ જીવને ખબર નથી. એક ક્ષણની અહિંસા મુક્તિ આપે. –તે કઈ
અહિંસા? પરજીવને બચાવવાનો શુભ રાગ થાય તે ખરેખર અહિંસા નથી. પણ હું જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું–
આવી વીતરાગી અહિંસા તે ધર્મ છે, અને તે મંગળ છે. આ પ્રમાણે મંગળ કર્યું.
અસંખ્ય પ્રદેશમાં જ છું–એવા ભિન્નતાના બોધવડે મૃત્યુપ્રસંગે પણ સમાધિ રહે છે.
PDF/HTML Page 19 of 21
single page version
ઉપરથી આ શાસ્ત્રો વીતરાગી સંતોએ રચ્યાં છે. તેમાં એમ કહે છે કે હે આત્મા! તું અનાદિઅનંત છો, તારા
ભાવનગર અત્યાર સુધીમાં તેં અનંત અનંત અવતાર કર્યાં. તારો સ્વભાવ તો જ્ઞાન ને આનંદ છે; પરિભ્રમણ
કરવું તે તારો સ્વભાવ નથી. આત્મા શરીરના રજકણે રજકણથી જુદો છે. તે સ્વભાવમાં તો અતીન્દ્રિય
આનંદરસ ભર્યો છે. આવા આત્માનો રસ જેને નથી આવતો ને પુણ્ય–પાપનો રસ આવે છે તે સંસારમાં જન્મ–
મરણ કરે છે. પણ એક વાર પણ જો ચૈતન્યનો રસ પ્રગટાવીને તેનું સમ્યક્ભાન કરે તો અજ્ઞાનનો નાશ થઈ
જાય, ને પછી તેને જન્મ–મરણ ન રહે.
આકુળતાનો સ્વાદ આવે છે ને તે જન્મ–મરણમાં રખડે છે. પણ રુચિમાં તેને પચાવીને તેનું સમ્યગ્જ્ઞાન કરતાં
આનંદનો મીઠો સ્વાદ આવે છે ને પછી તે સંસારમાં જન્મ–મરણ કરતો નથી.
આત્માના આનંદની પ્રાપ્તિનો ઉપાય સાંભળવો જોઈએ. આત્માના આનંદ સ્વભાવની વાર્તા સાંભળવી પણ
દુર્લભ છે, ને તે આનંદની પ્રાપ્તિનો પુરુષાર્થ કરવો તે તો મહા અપૂર્વ ચીજ છે. આનંદ કહો કે ધર્મ કહો. ધર્મ
કરનારને પોતાના આત્મામાંથી આનંદનું વેદન થાય છે... અંદરથી શાંતિના ઝરણાં ઝરે છે.
આનંદમાં ઝૂલનારા સંતો કહે છે કે અરે જીવ! તારા આત્માની સમજણ કર... સાચી સમજણ તે જ તારો વિસામો
છે. તારા આત્મામાં આનંદ સદાય ભર્યો જ છે, પણ અજ્ઞાનદશામાં તે તને અવ્યક્ત છે... તારા આનંદને તેં કદી
દેખ્યો નથી, ને બહારમાં આનંદ માનીને તું સંસારની ચારે ગતિમાં રઝળી રહ્યો છે... તેમાં તને ક્યાંય વિસામો
નથી ભાઈ! આત્મામાં આનંદ ભર્યો છે તે સંતોને અતીન્દ્રિય જ્ઞાનવડે વ્યક્ત જણાય છે. આ એકત્વઅધિકારના
ત્રીજા શ્લોકમાં આચાર્યદેવ કહે છે કે–
सारं यत्सर्ववस्तुनां नमस्तस्मै चिदात्मने।।
હોય તે બધાનો સંહાર કરીને પણ હું અનુકૂળતા મેળવું ને સુખી થાઉં. –હવે આ લોકમાં તો એક ખૂન કરનારને
પણ ફાંસી અપાય છે ને હજારો લાખોના સંહારનો ભાવ કરનારને પણ ફાંસી એક જ વાર અપાય છે. હજાર
ખૂન કરનારને હજાર વાર ફાંસી આ લોકમાં અપાતી નથી, તો વિચાર કરો કે, એક ખૂન કરનારને એક વાર
ફાંસી, ને હજારો ખુન કરનારને પણ એક વાર ફાંસી –તેમાં શું કુદરતનો ન્યાય છે? ના; હજારો મનુષ્યોની
હિંસાના તીવ્ર પાપ પરિણામ છે તેનું ફળ ભોગવવાનું
PDF/HTML Page 20 of 21
single page version
દુઃખ છે. આવા નરકના ભીષણ દુઃખો જીવ અનંતવાર ભોગવી આવ્યો છે, માટે અરે આત્મા! હવે તું ચેત અને
આત્માના જ્ઞાનાનંદ સ્વરૂપનું શ્રવણ કર.
અજ્ઞાનને લીધે તને તે અવ્યક્ત છે, માટે યથાર્થ જ્ઞાન કરીને તે: આનંદને વ્યક્ત કર. સર્વજ્ઞ ભગવંતોને જે આનંદ
પ્રગટ્યો તે ક્યાંથી પ્રગટ્યો? અંદર આત્મશક્તિમાં હતો તેમાંથી જ પ્રગટ્યો છે. જેમ ચોસઠપહોરી તીખાસ
લીંડીપીપરની શક્તિમાં રહેલી છે તેમાંથી જ તે વ્યક્ત થાય છે, તેમ જ્ઞાન ને આનંદની શક્તિ આત્મ–સ્વભાવમાં
ભરેલી છે, તેમાંથી જ તે વ્યક્ત થાય છે. તે વ્યક્ત થવાનો ઉપાય અહીં સમજાવે છે.
શબ’ કહે છે; કેમકે આ શરીર તે તો જડ કલેવર છે, તેને જ તે પોતાનું સ્વરૂપ માને છે, પણ દેહથી ભિન્ન
ચૈતન્યસ્વરૂપ હું છું–એમ તે પોતાને જાણતો નથી. ભાઈ, તારી આનંદશક્તિ અનાદિ કાળથી બિડાઈ રહેલી છે,
હવે તેનું ભાન કરીને તારા આનંદને તું વ્યક્ત કર.
સ્ત્રી આદિ છૂટયા માટે આત્માનો સંસાર છૂટી ગયો એમ નથી. સંસાર તો આત્માની અરૂપી વિકારી હાલત છે.
આત્માના આનંદનું ભાન કરીને તેમાં એકાગ્ર થતાં આત્મામાંથી અજ્ઞાન અને રાગાદિ છૂટી જાય છે, એટલે
આત્માનો સંસાર છૂટી જાય છે.
અભ્યાસ કર. સમ્યગ્જ્ઞાનરૂપી ચક્ષુવડે આ ચૈતન્યનો આનંદ વ્યક્ત થાય છે. જેમ સૂર્ય ઘુવડને નથી દેખાતો તેમ
આત્મામાં આનંદ ભર્યો હોવા છતાં અજ્ઞાનથી અંધ જીવોને તે દેખાતો નથી. સમ્યગ્જ્ઞાનરૂપી ચક્ષુ જેને ઊઘડી
ગયાં છે તે પોતાના આનંદને વ્યક્તરૂપે અનુભવે છે.
યથાર્થ સમજણ એક ક્ષણ પણ કરે તો અનંત ભવનો નાશ કરીને તે જીવ અલ્પકાળમાં પરમાત્મા થયા વિના રહે
નહિ. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનથી થાય છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ તે મોક્ષમાર્ગ છે. જ્ઞાનચક્ષુ
ખોલીને જેણે આત્માને જાણ્યો તેને અલ્પકાળમાં જન્મમરણનો અંત આવી જાય છે ને તે મુક્તિ પામે છે.
આ જન્મમરણથી કેમ છૂટું? ને મારા આત્માને શાંતિ કેમ થાય! –એમ અંદરથી આત્માની સમજણનો રસ
જાગવો જોઈએ. આત્માનો આવો રસ જેને લાગ્યો તેને સત્સમાગમે સમ્યગ્જ્ઞાનવડે આત્માનું ભાન થાય છે.
એક વાર જે આત્માને જાણે તેને તેના આનંદનો સ્વાદ આવે ને પછી તેનું ધ્યાન કરતાં કરતાં તે સાક્ષાત્
પરમાત્મા બની જાય છે.
આત્માના સ્વભાવ તરફ વળે છે. આત્માનો સ્વભાવ સમજીને તેનો મહિમા કરવાથી ને તેમાં લીન થવાથી જન્મ–
મરણનો અંત આવે છે, માટે સત્સમાગમે આત્માનું સમ્યગ્જ્ઞાન કરવું જોઈએ.