Atmadharma magazine - Ank 016
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૨
સળંગ અંક ૦૧૬
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
: સપદક :
રામજી માણેકચંદ દોશી
જે પોતાની પ્રભુતાને ઓળખે
• ત પ્રભ થય •
(પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના વ્યાખ્યાનમાંથી. લાઠી તા. ૭ – ૪ – ૪)
પ્રભુ! તું જ્ઞાનસ્વરૂપ છો, તું સમજી શકે એવો છો–એમ જાણીને તને સમજાવીએ છીએ; ‘ન સમજાય’
એવું શલ્ય જ તને સમજવામાં આડું આવે છે. ભગવંત! ન સમજાય એ વાત કાઢી નાખ. આવો મનુષ્ય દેહ અને
સત્ સમજવાના આવા ઉત્તમ ટાણાં મળ્‌યાં અને સત્ ન સમજાય એમ બને જ કેમ? ચૈતન્ય બળથી ભગવાન
આત્મા ભરચક પડ્યો છે, એ બળ અંતર તરફ વળે તો વીતરાગ થાય. અનંત–અનંત આત્માઓ સ્વભાવનું
ભાન કરીને મુક્ત થઈ ગયા છે; દરેક આત્મા ભાન કરી શકે છે.
અનંતકાળથી સંસારમાં રખડયો તે પરની ભૂલથી નથી રખડયો, પણ પોતાની ભૂલથી રખડયો છે.
ભગવાન થયા તે તો પરિપૂર્ણ સ્વરૂપ પામેલા વીતરાગ છે, તે કોઈ ઉપર કૃપા કે અકૃપા કરે નહીં, તેમણે તો માર્ગ
દર્શાવ્યો–તે માર્ગે ચાલે તો જીવનું કલ્યાણ થાય.
દેહ–મન–વાણીના સાધનથી ત્રણ કાળમાં ધર્મ થાય નહીં. અહીં તો મોક્ષની (મોક્ષ થાય એવી) વાત છે,
જન્મ–મરણનો અંત લાવવો હોય તેની વાત છે. સ્વભાવને ઓળખ્યા વગર જન્મ–મરણનો અંત કોઈ રીતે આવે
તેમ નથી, આ વાતનો વિવેક લાવવો પણ કઠણ થઈ પડ્યો છે. ભગવાન આત્મા પોતે પ્રભુ છે–પણ...એણે એના
અંતર જાતના પંથને પ્રીતિથી કદી સાંભળ્‌યો નથી.
અંતર (ચૈતન્ય) શક્તિનું સામર્થ્ય પરિપૂર્ણ છે, પણ અનાદિથી દ્રષ્ટિ પર ઉપર ગઈ છે એટલે તેને પોતાનું
પરિપૂર્ણ સ્વરૂપ ભાસતું નથી.
મોક્ષમાર્ગ તેનું નામ કે આત્મભાન સહિત આત્માની સ્થિરતામાં રહી આગળ વધે; તે મોક્ષમાર્ગ કહો,
અમૃતમાર્ગ કહો કે સ્વરૂપ માર્ગ કહો! જેઓ પ્રભુ થયા તે બહારના સાધનથી નથી થયા, પણ અંતર સ્વરૂપના
સામર્થ્યથી થયા છે. બધા આત્મા શક્તિપણે પ્રભુ સ્વરૂપ છે, જે પોતાની પ્રભુતાને ઓળખે તે પ્રભુ થાય છે.
વાર્ષિક લવાજમ છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
• શિષ્ટ સાહિત્ય ભંડાર, દાસ કુંજ, મોટા આંકડિયા – કાઠિયાવાડ •

PDF/HTML Page 3 of 17
single page version

background image
ત્યાગ શેનો?
સાચી સમજણનો
કે ઊંધી માન્યતાનો!
(શ્રી સમયસાર ગાથા ૩૪ ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવના વ્યાખ્યાનમાંથી)
પચ્ચખાણ (ત્યાગ) ની વ્યાખ્યા કહેવાય છે. માણસો કહે છે કે ત્યાગ કરો, ત્યાગ કરો. તો ત્યાગનું શું
સ્વરૂપ હશે? ત્યાગ તે કોઈ વસ્તુ છે, કોઈ ગુણ છે કે કોઈ પદાર્થની અવસ્થા છે? કારણ કે જે શબ્દ બોલાય તે
કોઈ દ્રવ્યને, કાં ગુણને, કાં પર્યાયને અવલંબીને હોય છે. ત્યાગ તે કોઈ પર વસ્તુનો ત્યાગ છે? કે કોઈ રાગ–
દ્વેષનો ત્યાગ છે? કે સ્વરૂપમાં એકાગ્ર રહેવું તે ત્યાગ છે?
આત્માના મૂળ સ્વભાવમાં ગ્રહણ–ત્યાગ છે નહિ. આત્માએ પરને કાંઈ ગ્રહણ કર્યું હોય તો ત્યાગેને? તેથી
સ્વરૂપની ઓળખાણ કરી તેમાં સ્થિર રહેવું તે જ ત્યાગ છે અને તે આત્માની નિર્મળ પર્યાય છે. મકાન, કુટુંબ, લક્ષ્મી
વગેરે કાંઈ આત્મામાં પેસી ગયાં નથી તો તેનો ત્યાગ શી રીતે થાય? તે મકાનાદિ આત્મામાં પેસી ગયાં નથી પણ
માન્યતામાં પેસી ગયાં છે; માન્યું છે કે ‘શરીરાદિ, મકાન, સ્ત્રી, લક્ષ્મી વગેરે મારાં’ તે જ અત્યાગ ભાવ છે.
ઊંધુંં જે માન્યું હતું તેમાં ભાન થયું કે આ હું નહિ, મારા સ્વભાવનો વિસ્તાર તે વિકાર ન હોય, હું એક આત્મા
છું અને જાણવા દેખવાનો મારો સ્વભાવ છે, તેમાં પર નિમિત્તે જે ક્રોધ, માન, માયા અને લોભનો જે વિસ્તાર દેખાય
તે મારા આત્માના સ્વભાવનો વિસ્તાર નથી; રાગદ્વેષને છોડવા તે પણ વ્યવહાર છે, આત્માના અખંડ શુદ્ધ નિર્મળ
સ્વભાવમાં જેટલા અંશે સ્થિર થયો તેટલા અંશે રાગ–દ્વેષ સહજ છૂટી જાય છે, તેને ત્યાગ કહેવાય છે.
હિંદુસ્તાનના માણસો ત્યાગના નામે ઠગાણા છે. બાવા–જોગી કેટલાય ત્યાગ લઈને ચાલી નીકળ્‌યા છે.
તેનો બહારનો ત્યાગ દેખીને હિંદુસ્તાન ઠગાય છે, કારણ કે એટલી હિંદુસ્તાનમાં આર્યતા છે, ત્યાગનો પ્રેમ છે
એટલે તે ત્યાગને બાને ઠગાય છે, પણ (ત્યાગની) સાચી ઓળખાણ કરતા નથી.
ગૃહીત મિથ્યાત્વનું સ્વરૂપ
(અનુસંધાન પાન ૧૪ થી ચાલુ)
પ–ગુણગ્રહણની અપેક્ષાથી અનેક ધર્મોમાં પ્રવૃત્તિ હોવી તે વૈનયિક મિથ્યાત્વ છે, અર્થાત્ વૈનયિકની
પ્રવૃત્તિમાં અજ્ઞાન મુખ્ય કારણ નથી પણ વિનયસ્વભાવનો અતિરેક મુખ્ય કારણ છે; તેથી આ પાંચમો ભેદ
અજ્ઞાનથી (અજ્ઞાનીક મિથ્યાત્વથી) જુદો બતાવવો પડ્યો છે; તેનું લક્ષણ ઉપરના ચારેથી જુદું છે અને એવા
(વૈનયિક મિથ્યાદ્રષ્ટિયો) ની સંખ્યા પણ ઘણી છે તેથી તેને એક જુદું મિથ્યાત્વ બતાવવાની જરૂર પડી.
આત્માની શુદ્ધતા શું ચીજ છે અને કઈ રીતે થઈ શકે છે એવું જેને જ્ઞાન હશે તે વૈનયિક હોઈ શકશે નહિ. તેથી
વૈનયિક પણ અનાત્મજ્ઞાનોની ગણતરીમાં આવે છે. આત્મસ્વરૂપ અજાણપણાનું નામ જ મિથ્યાત્વ છે.
મિથ્યાત્વનું આ સામાન્ય લક્ષણ પણ વૈનયિકમાં રહેલું છે.
આ પ્રમાણે મિથ્યાત્વના ઉપર કહેલા પાંચે ભેદો જુદા જુદા અને આવશ્યક ઠરે છે. લોકોના મિથ્યાજ્ઞાન
અથવા પ્રવૃત્તિઓના સ્થુળતાથી આ પાંચ પ્રકાર જ બની શકે છે–વધારે નહિ; વધારે ભેદ કરવા ચાહે તો તે આ
પાંચના જ પેટાભેદ હોય છે. તેથી કરીને મધ્યમ વિસ્તાર કરવો ઠીક સમજીને પાંચ ભેદ કહેવામાં આવ્યા છે.
મિથ્યાજ્ઞાનને જ મિથ્યાત્વ કહે છે તેથી મિથ્યાજ્ઞાનના કોઈ કોઈ ઠેકાણે ત્રણ પ્રકાર પણ બતાવવામાં
આવ્યા છે: (૧) કેટલાક લોકો હિત અર્થાત્ આત્મકલ્યાણને સમજતા જ નથી અને તે સાચા હિતરૂપ
આત્મકલ્યાણને ચાહતા પણ નથી, (૨) કેટલાક લોકો હિત સમજીને પણ તેમાં શંકા કરીને દિવસો ગૂમાવે છે,
(૩) કેટલાક લોકો અહિતને હિત સમજી લે છે. આ ત્રણ પ્રકારના અજ્ઞાનથી જગતના જીવો ખેદખિન્ન–દુઃખી
થઈ રહ્યા છે.
(તત્ત્વાર્થસાર પાનું–૨૭૪ થી ૨૮૧)
સમયસર પર પ્રવચન
આ પુસ્તકમાં પરમ પૂજ્ય સદ્ગુરુદેવના સમયસારની પહેલી તેર ગાથાઓ ઉપરનાં પ્રવચનો છે, જેમાં
અદ્ભુત શૈલીથી તદ્ન સરળ અને ઘરગથ્થુ ભાષામાં સમયસારના શબ્દે શબ્દની છણાવટ કરીને તેનું મૂળ રહસ્ય
વિસ્તારથી સ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે, તેના ૬૦૦ ઉપરાંત પાનાં છે, તેની કિંમત રૂા. ૩–૦–૦ છે. આ ગ્રંથ
ફાગણ સુદ ૨ ના રોજ સીમંધર ભગવાનની પ્રતિષ્ઠા મહોત્સવના મંગળદીને પ્રગટ થશે.
આત્મધર્મની પ્રભાવનાકરો, તમારી નકલ પાંચને વંચાવો

PDF/HTML Page 4 of 17
single page version

background image
આત્મધર્મ: શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક: આત્મધર્મ
આત્મધર્મ
(પરમ પૂજ્ય સદ્ગુરુ દેવના તા. ૧૪ – ૯ – ૪ ના વ્યાખ્યાનમાંથી)
કોઈ એમ કહે કે આ જ્ઞાન પહેલાંં નહોતું અને નિમિત્ત મળતાં પ્રગટ્યું; જો મારામાં જ હોત તો પહેલાંં
મને કેમ ખબર ન પડી?
તેનો ઉત્તર:– જ્ઞાન તો તારી પાસે જ છે, તેમાંથી જ પ્રગટે છે. પહેલાંં સામાન્ય શક્તિરૂપે જ્ઞાન હતું તે જ
વિશેષ રૂપે (પર્યાય રૂપે) પ્રગટ થયું છે.
જો સામાન્ય જ્ઞાન જે ત્રિકાળ શક્તિરૂપે છે તેને જીવ માને, તો પોતાની સામાન્ય શક્તિની જ આ વિશેષ
પર્યાય થાય છે એમ માને; પણ જો સામાન્ય જ્ઞાન જ ન માને તો “ મારું આ વિશેષ જ્ઞાન પરમાંથી આવ્યું, ગુરુ
મળ્‌યા માટે જ્ઞાન થયું” એમ જ્ઞાનને પરાશ્રિત જીવ માને, કે જે ખોટું છે.
દરેક દ્રવ્યમાં ગુણનો ભંડાર પડ્યો છે; તેમાંથી જ પર્યાયમાં આવે છે. આત્મામાં પણ જ્ઞાન વગેરેનો પૂરો
ભંડાર ભર્યો જ છે. તેમાંથી જ પર્યાયમાં આવે છે. વાંચવાથી જ્ઞાન થયું એ વાત ખોટી છે. જ્ઞાન જે શક્તિરૂપે છે
તેમાંથી જ વિશેષ જ્ઞાન પ્રગટ્યું છે.
વિશેષ જ્ઞાન એટલે જ્ઞાનની વર્તમાન પર્યાય એ વિશેષ આવ્યું ક્યાંથી? જે ત્રિકાળ સામાન્ય જ્ઞાન પડ્યું
છે તેમાંથી જ આવ્યું છે. અંદરના ત્રિકાળી સામાન્ય જ્ઞાનની જે પ્રતીત કરે તે વિશેષ જ્ઞાનને પરનું અવલંબન
માને નહીં. અને પોતાની જે વિશેષ પર્યાય તેનું અવલંબન પણ ન માનતા, અંદરના ત્રિકાળી જ્ઞાનનું જ
અવલંબન માને છે.
ત્રિકાળી સામાન્ય તો આખું પડ્યું છે, તેની વર્તમાન પ્રગટ પર્યાય થોડી હોવા છતાં પણ ત્રિકાળી
સામાન્ય તો આખે આખું પૂર્ણ જ છે. જેને એ ત્રિકાળી સામાન્યની શ્રદ્ધા નથી, તે વિશેષ નિમિત્તના અવલંબનથી
આવ્યું છે એમ માને છે.
આ તો વેપારી જેવી યુક્તિ છે. જેમ વેપારી કહે કે, ભાઈ! ઘરમાં પૂરી મૂડી નથી એટલે બીજાનાં મોઢાં
બોલાવવાં પડે છે, બીજા પાસેથી રૂા. લ્યે તેનું વ્યાજ ભરે છતાં પણ કેટલી ઓશિયાળી કરવી પડે! પણ જેના
ઘરમાં પૂરી મૂડી હોય તે બીજાની ઓશિયાળ જરાપણ ન કરે! તેમ પોતામાં જ્ઞાનરૂપી મૂડી તો ત્રિકાળ પૂરી જ છે,
તેમાંથી પર્યાય આવે છે. પોતાના જ્ઞાન સ્વભાવની જેને ખબર છે તે પર નિમિત્તની ઓશિયાળ કરે નહીં.
નિમિત્તના અભાવે જ્ઞાનની ઉણપ નથી–પણ–સામાન્ય શક્તિ તરફની એકાગ્રતાના અભાવે ઉણપ દેખાય
છે.
જો ત્રિકાળી શક્તિની શ્રદ્ધા કરે તો તેમાંથી એકાગ્ર થઈને પૂર્ણ જ્ઞાન કાઢે, જ્ઞાનની અવસ્થા નિમિત્તને લઈને
આવી નથી, પણ ત્રિકાળી શક્તિ પડી છે તેમાંથી આવી છે.
પ્રશ્ન:– કુંચી આવી તો તાળું ઉઘડયું ને? તેમ નિમિત્ત આવ્યું ત્યારે જ્ઞાનની પર્યાય ખીલી ને?
ઉત્તર:– નહીં! તાળું ઉઘડે એવું હતું ત્યારે કુંચી આવી, આમ વાતમાં ગુલાંટ છે. (તાળા કુંચીની જેમ)
નિમિત્ત દ્વારા જ્ઞાનની પર્યાય ખીલી નથી, પણ અંદર ત્રિકાળી સામર્થ્ય પડ્યું છે તેમાંથી તે સામાન્યનું વિશેષ
પ્રગટ્યું છે. જ્ઞાનની પર્યાય અદ્ધરથી આવી નથી પણ અંદર જે ત્રિકાળી શક્તિ પડી છે તેના આધારે આવી છે.
અંદરની શક્તિ પડી છે તેની પ્રતીત નથી તેથી બહારના નિમિત્તથી જ્ઞાનની પર્યાય આવી એમ અજ્ઞાની માને છે.
ફુલખરણીમાંથી જે તણખા ઝરે છે તે ફુલખરણીમાં જ સામર્થ્યરૂપે હતા તે પ્રગટ્યા છે, તેમ આત્મામાં
એવો પાવર ભર્યો છે કે તેમાં એકાગ્રતારૂપી ચિનગારી મૂકે તો ફટ ફટ નિર્મળ પર્યાયના તણખાં ફાટે!
જ્ઞાન વર્તમાન અવસ્થામાં ઉણપ વખતે પણ શક્તિમાં પૂરું છે.
સામાન્ય જ્ઞાન અને
વિશેષ જ્ઞાન

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૫૨ : આત્મધર્મ ૨૦૦૧ : માહ :
આત્મા શુદ્ધ અથવા અશુદ્ધ ઉપયોગ સિવાય બીજાું કાંઈ કરી શકતો જ નથી.
(મોક્ષમાર્ગ પ્રકાશક પાન ૪૯ ઉપરના પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંથી ૧૯ – ૧ – ૪)
‘...કારણકે જો સંસારમાં પણ સુખ હોત તો સંસારથી છુટવાનો ઉપાય શા માટે કરીએ?’ આ
લીટીનું વિવેચન ચાલે છે.
દુઃખથી છુટવાનો ઉપાય દરેક જીવ ક્ષણે ક્ષણે કરી રહ્યો છે. સારો દૂધપાક ખાવામાં સુખ માન્યું હોય છે
પણ અમુક દૂધપાક ખાધા પછી તે પોતે જ ના પાડી દેશે. જો દૂધપાક ખાવામાં સુખ હોત તો સુખથી કોઈ છૂટે શા
માટે? તેવી જ રીતે સૂવામાં પણ છ, આઠ કે દસ કલાક ઊંઘશે પછી તેને સૂવું નહિ ગમે, કોઈને પ્રશંસા સાંભળવી
ગમતી હોય પણ અમુક વખત પોતાનાં વખાણ સાંભળીને તેને જ કંટાળો આવી જશે. કેમકે એમાં ક્યાંય ખરેખર
સુખ છે જ નહીં. જો સંસારી કોઈ પણ કાર્યોમાં સુખ હોત તો જ્ઞાનનો ઉપયોગ ત્યાંથી ફેરવત શા માટે? સુખથી
કોઈ છૂટવા માગે નહિ. સંસારમાં સુખ નથી તેથી જ ત્યાંથી ઉપયોગને પાછો ફેરવે છે. સંસારના કોઈ કાર્યોમાં
ઉપયોગ લાંબો વખત ટકી શકશે નહિ અને આત્મામાં સુખ ને આનંદ જ છે તેથી આત્મામાં જ્ઞાનનો ઉપયોગ
એકાગ્ર થાય છે તેને કોઈ ફેરવવા માગતું નથી. કોઈ પણ પર વસ્તુ ઉપર લક્ષ જાય ત્યાં કંટાળો આવી જાય છે
તેથી ઉપયોગને ત્યાંથી ફેરવીને ફરી પાછો બીજી પરવસ્તુમાં ઉપયોગને જોડે છે, અને એ રીતે દુઃખથી છૂટવા માગે
છે, પણ ઉપયોગ ક્યાં થંભાવવો જોઈએ તેના નિશ્ચયની ખબર નથી તેથી સાચો ઉપાય કરતો નથી.
પર વસ્તુમાં જ્ઞાનનો ઉપયોગ મૂકે છે ત્યાં ભંગ પડે છે. મનના વિચાર પણ બહુ થાય ત્યાં કંટાળીને
ઉપયોગને ફેરવીને બીજામાં ઉપયોગ જોડે છે: તેથી એટલું સિદ્ધ થાય છે કે મનના અવલંબનથી પણ જીવ
છૂટવા તો માગે જ છે.
પરંતુ મનના અવલંબન રહિત સ્વ વસ્તુનું ભાન નથી તેથી પાછો પર વસ્તુમાં ઉપયોગ
જોડે છે. તો ક્યાં ઉપયોગને થંભાવીને એકાગ્ર થવું કે ઉપયોગ ફરીથી ખસે નહિ અને કદાચ અસ્થિરતા પૂરતો
ખસે તો પણ ફેરવીને ક્યાં ફરી મુકવો તેની અજ્ઞાની જીવને ખબર નથી. જીવ પરના ઉપયોગથી છૂટવા તો માગે
છે પણ પરના ઉપયોગથી છૂટીને એકાગ્ર ક્યાં થવું તેની તેને ખબર નથી તેથી સંસાર તરફના ઉપયોગના
વેપારને વારંવાર ફેરવ્યા કરે છે, પણ યથાર્થ વસ્તુના ભાન વગર તે ફરીને પરમાં ઉપયોગને એકાગ્ર કરે છે.
જુઓ! (દૃષ્ટાંત) એડીસન ફોનોગ્રાફની શોધની પાછળના વિચારમાં ત્રણ દિવસ સુધી એકાગ્ર રહ્યો
પરંતુ ચોથે દિવસે તો તે વિચારની એકાગ્રતાથી પાછો ખસી ગયો, કેમકે પરલક્ષે એકાગ્ર થયો હતો! પરલક્ષે
એકાગ્ર થયો તે ક્યાં સુધી રહેશે? પરલક્ષે જે વિચાર આવે છે તે બધા કલ્પનાના ઘોડા છે–તે આત્માનું સ્વરૂપ
નથી. દુઃખથી આત્મા છૂટવા માગે છે પણ સંસાર તરફના ઉપયોગથી છૂટીને સ્વમાં ઉપયોગને એકાગ્ર કરવાની
ખબર નથી.
સિદ્ધાંત એ લીધો કે–આત્મા પોતાના ઉપયોગ સિવાય પરમાં તો કાંઈ પણ કરી શકતો નથી. કાં તો સ્વ
તરફનો શુદ્ધ ઉપયોગ કરે અને કાં પર તરફનો અશુદ્ધ ઉપયોગ કરે, ઉપયોગ સિવાય બીજું તો આત્મા કદી કરી
જ શકતો નથી. અજ્ઞાની પર પદાર્થ તરફનો ઉપયોગ ફેરવે છે ત્યાં તેની માન્યતામાં પણ ઊંધાઈ છે. “
પરપદાર્થ અનિષ્ટ છે”
એમ સામી વસ્તુને ખરાબ માનીને તે તરફથી ઉપયોગને અજ્ઞાની જીવ ફેરવી લ્યે છે.
અજ્ઞાનીનો ભગવાન ઉપરનો શુભરાગ છે તે પણ “ભગવાન સારા છે” એમ પરદ્રવ્યને ઈષ્ટ માનીને રાગ કરે છે,
જ્યારે જ્ઞાની પર દ્રવ્યને ઈષ્ટ માનીને રાગ કરતા નથી કે પર પદાર્થને ખરાબ માનીને દ્વેષ કરતા નથી.
પોતાના પુરુષાર્થની નબળાઈથી રાગ–દ્વેષ થઈ જાય છે એમ તે માને છે અને તે પુરુષાર્થની નબળાઈથી થતા
રાગ–દ્વેષને પણ પોતાનું સ્વરૂપ માનતાં નથી. આત્માના સ્વરૂપમાં રાગ છે નહિ, પર વસ્તુ રાગનું કારણ નથી
આવી દ્રષ્ટિમાં રાગ રહ્યો છે તેને પણ તે ટાળવા માગે છે. રાગ ટાળતાં ટાળતાં જે રાગ રહી ગયો તેનું કારણ પર
વસ્તુને માનતા નથી પણ પોતાના પુરુષાર્થની નબળાઈ છે એમ જ્ઞાની જાણે છે. અજ્ઞાની જીવ પોતાના પરિણામ
ઉપર ન જોતાં પર વસ્તુને ભલી–બૂરી માને છે અને પર વસ્તુને કારણે રાગ–દ્વેષ માને છે; આ રીતે જ્ઞાની અને
અજ્ઞાનીના રાગદ્વેષમાં પણ આંતરો છે.

PDF/HTML Page 6 of 17
single page version

background image
: માહ : ૨૦૦૧ આત્મધર્મ : ૫૩ :
ભૂલનું મૂળ મિથ્યાત્વ જ છે. વર્તનના કારણે ભૂલ નથી, કષાયના કારણે ભૂલ નથી કે પ્રમાદ અને
યોગના કારણે ભૂલ નથી. પણ મિથ્યા માન્યતાના કારણે જ ભૂલ છે, સૌથી પહેલું બંધન મિથ્યાત્વ જ છે, અને
સૌથી પહેલાંં મિથ્યાત્વ જ છૂટે છે. મિથ્યાત્વ છૂટયા પછી જ પ્રમાદ કષાય અને યોગ છૂટે છે. મિથ્યાત્વ છૂટયાં
પહેલાંં તે છૂટતાં નથી. એ મિથ્યાત્વ છોડવા માટે આત્મસ્વરૂપનું ભાન કરવું જોઈએ.
સુવર્ણપુરીમાં સ્વાધ્યાય મંદિરમાં પૂજ્ય શ્રી સદ્ગુરુદેવે શીખવેલો
તા. ૨ – ૧ – ૪ ની રાત્રિ ર્ચા • જૈન દર્શનો કક્કો •
વીતરાગનો માર્ગ–જૈનદર્શનનું રહસ્ય–વસ્તુનું સ્વરૂપ અનેકાન્ત છે. વીતરાગનો માર્ગ અર્થાત્ વસ્તુનું સ્વરૂપ
‘છે’ થી ઉપડે છે. ‘તું છો’ એ પહેલાંં નક્કી કર. કોઈ એમ કહે કે હું હઈશ કે નહિ એની મને શંકા છે! તો તેને કહે છે
કે ભાઈ! ‘હું હઈશ કે નહિ’ એવી જે શંકા થઈ તે કોણે કરી? જે હોય તે શંકા કરે કે ન હોય તે? ન હોય તે કાંઈ કરી
શકે નહિ, તેથી શંકા થઈ તેનો કરનાર તું છો. એટલે ‘હું હઈશ કે નહિ’ એવી શંકા થઈ ત્યાં જ તારું હોવાપણું નક્કી
થઈ ગયું છે. જો તું ન હો તો આ શંકા કોણે કરી? માટે ‘તું છો’ એ પહેલો નિશ્ચય કર! પછી...
તું છો, તું છો તો તારાથી છો–પરથી નથી. એટલે હું છું એટલી કબુલાતમાં હું પરથી સ્વતંત્ર–જુદો છું એમ
હવે ‘આત્મા છે’ એમ નક્કી કર્યું ત્યાં તેને ત્રિકાળ લાગુ પડી ગયા. ‘છે’ કહેતાં તેની ઉત્પત્તિ નથી અને
હવે વસ્તુ હોય તેમાં સ્વાશ્રયે વિકાર ન હોય અને વસ્તુ ત્રિકાળ રહીને તેની અવસ્થા સમયે સમયે
વસ્તુથી પોતાથી થાય છે. એકલી વસ્તુમાં સ્વથી વિકાર હોય નહિ–છતાં અવસ્થામાં વિકાર છે, તે વિકાર પરને
આશ્રયે છે–પણ તે વિકાર પરવસ્તુએ કરાવ્યો નથી. આત્મામાં ‘અવિકારી’ ગુણ ત્રિકાળ છે. અવસ્થામાં વિકાર
છે તેની પાછળ અવિકારી ગુણ ત્રિકાળ છે. એક સમયની અવસ્થા પૂરતો વિકાર છે તેમાં આખો અવિકારી ગુણ
આવી ગયો નથી અર્થાત્ વિકારી દશામાં અવિકારી ગુણની નાસ્તિ છે, અને તે ગુણમાં વિકારી પર્યાય આવી ગઈ
નથી એટલે કે ગુણમાં પર્યાયની નાસ્તિ છે.
ઘણી વખત જીવ વિકલ્પ કરે છે કે “મારે વિકાર ન જોઈએ” તે જ એમ બતાવે છે કે વિકાર તે ગુણ નથી
પણ ક્ષણિક અવસ્થા છે, તેથી તે ટાળી શકાય છે. વિકાર ક્ષણિક અવસ્થા છે તેને ટાળનાર આખો નિર્વિકારી
સ્વભાવ છે. ત્રિકાળી ગુણમાં એક સમયની અવસ્થાની નાસ્તિ છે અને એક અવસ્થામાં આખો સ્વભાવ આવી
જતો નથી (નાસ્તિરૂપ છે).
વિકાર હાલત છે તે વર્તમાનકાળ પૂરતી છે તેની બીજા સમયની હાલતમાં નાસ્તિ છે; અને વિકારને
વસ્તુ સ્વતંત્ર, વસ્તુના અનંતગુણો દરેક સ્વતંત્ર, વસ્તુની એક પર્યાય [વિકારી હોય તોપણ]
સ્વતંત્ર અને ક્ષણિક પર્યાયથી ત્રિકાળ ગુણ સ્વતંત્ર છે. અનંત ગુણનો પિંડ તે દ્રવ્ય છે, તેથી એક ગુણ જેટલું
આખું દ્રવ્ય નથી એટલે એક ગુણમાં આખા દ્રવ્યની નાસ્તિ છે.
[] આખા દ્રવ્યમાં એક ગુણની નાસ્તિ છે (કેમકે દ્રવ્યમાં એક જ ગુણ નથી પણ અનંત ગુણો છે);
[] એક ગુણમાં આખા દ્રવ્યની નાસ્તિ છે (કેમકે જો એક જ ગુણમાં આખું દ્રવ્ય આવી જાય તો બીજા ગુણનો
અભાવ થાય); [] એક ગુણમાં બીજા ગુણની નાસ્તિ છે (કેમકે જો એક ગુણમાં બીજા ગુણની અસ્તિ હોય તો
બે ગુણ એક થઈ જાય એટલે કે ગુણનો અભાવ થઈ જાય); [] આખા ગુણમાં એક પર્યાયની નાસ્તિ છે
(કેમકે જો આખા ગુણમાં એક પર્યાય આવી જાય તો વિકાર અવસ્થા ટાણે આખો ગુણ પણ

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૫૪ : આત્મધર્મ ૨૦૦૧ : માહ :
વિકારરૂપે થઈ જાય, તો પછી વિકાર ટાળે કોણ?) ; [] એક પર્યાયમાં આખા ગુણની નાસ્તિ છે (કેમકે જો
એક જ પર્યાયમાં આખો ગુણ પરિણમી જતો હોય તો બીજે સમયે ગુણનો અભાવ થાય અને એક પર્યાય
બદલીને બીજી પર્યાય જ ન થાય); અને
[] એક અવસ્થાની બીજી અવસ્થામાં નાસ્તિ છે (કેમકે જો પહેલી
અવસ્થાની બીજી અવસ્થામાં નાસ્તિ ન હોય તો પહેલી અવસ્થાનો વિકાર બીજી અવસ્થામાં ચાલ્યો જ આવે
એટલે નિર્વિકારી અવસ્થા કદી થાય જ નહીં); એક અવસ્થાનો વિકાર બીજા સમયે નાશ થઈ જાય છે. જે વિકાર
નાશ થઈ જાય છે તે બીજી અવસ્થાને શું કરી શકે? કાંઈ જ ન કરી શકે. જેમ સસલાનાં શીંગડાનો અભાવ છે તો
તે કોઈને લાગે નહિ, તેમ એક અવસ્થાનો બીજી અવસ્થામાં અભાવ છે તો તે બીજી અવસ્થામાં કાંઈ જ કરી
શકે નહિ; એટલે બીજી અવસ્થા કેવી કરવી–વિકારી કરવી કે અવિકારી કરવી તે પોતાની સ્વતંત્રતા રહી. પહેલાં
સમયનો વિકાર તો બીજે સમયે ટળી જ જાય છે તેથી વિકાર કરવો કે અવિકાર કરવો તે પોતાને આધારે છે.
વિકાર કરે તેમાં પણ સ્વાધીનતા છે (પોતે કરે તો થાય છે) અને વિકાર ટાળવામાં પણ પોતે સ્વાધીન છે.
આ જૈન ધર્મનો કક્કો છે. અનેકાન્તધર્મનું સ્વરૂપ તદ્ન સહેલી રીતે કહેવાય છે. અહો! અનેકાન્ત!
એ તો જગતનું સ્વરૂપ છે. આ અનેકાન્તની સાદામાં સાદી વાત કહેવાય છે. આ એક અનેકાન્ત સમજે તો બધું
સમાધાન થઈ જાય. અનેકાન્ત સમજે તો સ્વતંત્રતા સમજી જાય.
વર્તમાન પર્યાયનો વિકાર બીજી પર્યાયમાં આવતો નથી તેથી બીજી પર્યાય કેવી કરવી તે પોતાના દ્રવ્યને
આધીન છે. બીજી પર્યાય વિકારી કરવી કે નિર્વિકારી કરવી તે તારે આધીન છે.
બસ! આ અનેકાન્ત! જૈનદર્શનની ચાવી. દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રિકાળ સ્વતંત્ર સિદ્ધ થઈ ગયાં.
અહો! જૈનદર્શન.
પહેલામાં પહેલી વાત એ કે તું છો કે નહિ? તો કહે હા, હું છું–એમ કહેતાં તે પર પણે નથી અને તેનો
એક ‘છે’ –માંથી અનેકાન્ત લાગુ પાડતાં દ્રવ્ય–ગુણ–પર્યાયનું ત્રિકાળ સ્વતંત્ર સત્ ઉભું થઈ જાય છે.
આહા! જૈનદર્શન તદ્ન સીધું અને સરળ છે પણ વિપરીતપણે માનીને મોટું બાઘડા જેવું (અઘરૂં) કરી
મૂક્યું છે– (વિપરીત માન્યું છે તેથી જ અઘરૂં લાગે છે.)
વ્યવહાર આવે તેની જ્ઞાનીને હોંશ હોતી નથી
દર્શનો વિષય અખંડ ધ્રુવ આત્મા છે
સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અથવા સમ્યગ્ચારિત્રનો પણ આશ્રય સમ્યગ્દર્શનમાં નથી.
શ્રદ્ધાની પર્યાયનો આશ્રય પણ શ્રદ્ધામાં નથી. શ્રદ્ધાની પર્યાયનો આશ્રય થાય તો તે
વ્યવહારદ્રષ્ટિ થઈ ગઈ–અજ્ઞાન થયું. ‘વ્યવહાર આવશે તો ખરોને’ એવી જેને હોંશ છે તેને
વ્યવહારનો એટલે રાગનો સંતોષ છે. વ્યવહાર આવે તેની હોંશ હોય કે ખેદ? ખેદ હોય.
અજ્ઞાનીને હોંશ છે, હોંશ છે ત્યાં રાગ–વિકલ્પ છે. હોંશ=આશ્રય, ભાવના. અજ્ઞાનીને તેની
ઊંડી આશા છે. જ્ઞાનીને તેની ભાવના, આશ્રય, કે હોંશ હોતા નથી, ખેદ હોય છે. જ્ઞાની
તેમાં રાજી થતાં નથી. અજ્ઞાનીને અખંડ વિષય છોડીને પરાશ્રયમાં હોંશ થાય છે.
જ્ઞાનીને રાગની ભાવના ન હોય, વીતરાગતાની ભાવના હોય છે. ગુણની હાનિ
થાય તેની હોંશ ન હોય. જેનો વ્યય થાય તેની હોંશ ને આશ્રય છે તે અજ્ઞાન છે. દર્શનનો
વિષય અખંડ ધ્રુવ આત્મા છે. દર્શનનો આખો વિષય ત્યાં જ આખું બીજ પડ્યું છે. વ્યવહાર
આવે ને આશ્રય બદલાય તે બેમાં ભેદ છે. મોક્ષની નિર્મળ પર્યાય ને અભેદ બન્ને વચ્ચેનો
આંતરો (ભેદ) સમ્યગ્દર્શન માનતું નથી. અભેદદ્રષ્ટિ થતાં નિર્મળ પર્યાય દૂર જ નથી.

PDF/HTML Page 8 of 17
single page version

background image
: માહ : ૨૦૦૧ આત્મધર્મ : ૫૫ :
આત્મધર્મની શરૂઆતથી જ ચાલુ અંકોમાં આપવા ધારેલી મોક્ષની ક્રિયાની લેખમાળા આજે મોક્ષની ક્રિયાના નામથી
પુસ્તક રૂપે પ્રગટ થાય છે.
આ પુસ્તકની પ્રસ્તાવનામાં વર્તમાન જૈન સમાજ તથા વીતરાગ માર્ગની શી સ્થિતિ છે તેમજ જૈન ધર્મ તથા મોક્ષની
ક્રિયા માટે કેવી વિચિત્ર માન્યતાઓ ઘર કરી (રૂઢ થઈ) ગઈ છે તે સ્પષ્ટ અને સહેલી ભાષામાં સરળ રીતે સમજાવેલું છે.
વળી આવી વિષમ પરિસ્થિતિમાં પણ ગુજરાત કાઠિયાવાડમાં અધ્યાત્મ જ્ઞાનનો કઈ રીતે ફેલાવો થયો છે તે સવિસ્તર
જણાવેલું છે. ઉપરાંત આ પુસ્તકમાં રજુ કરેલા વિષયો અને મુમુક્ષુ જીવોએ ખાસ લક્ષમાં રાખવા યોગ્ય બાબતો દર્શાવેલી છે,
એથી મોક્ષની ક્રિયાની પ્રસ્તાવના આત્મધર્મના વાંચકો મનન પૂર્વક વાંચે એવી વિનંતિ છે.
અનાદિથી સંસારી જીવે નથી કરેલ તે ક્ષ િક્ર
લેખક: રામજી માણેકચંદ દોશી
श्री सर्वज्ञ वीतरागाय नमः । “। श्री सद्गुरुदेवाय नमः
– : પ્રસ્તાવના : –
૧. આ ગ્રથં તૈયાર કરવાનો હેતુ જણાવતાં પહેલાંં જૈન સમાજની પરિસ્થિતિ જાણવાની જરૂર છે તેથી તે અહીં પ્રથમ
કહેવામાં આવે છે.
સાં. ૧૯પ૨–પ૪ ની પરિસ્થિતિ
૨. શ્રીમાન સમીપ સમયવર્તી સમયજ્ઞ શ્રીમદ્રાજચંદ્ર કહે છે કે:– હાલ જૈનમાં ઘણો વખત થયાં અવાવરૂ કૂવાની માફક આવરણ
આવી ગયું છે; કોઈ જ્ઞાની પુરુષ છે નહીં. કેટલોક વખત થયાં જ્ઞાની થયા નથી કેમકે નહીં તો તેમાં આટલા બધા કદાગ્રહ થઈ જાત નહીં.
(જુઓ શ્રીમદ્ રાજચંદ્ર પા. પ૨૯)
(૧) આશ્ચર્યકારક ભેદ પડી ગયા છે. (૨) ખંડિત છે. (૩) સંપૂર્ણ કરવાનું કાર્ય દુર્ગમ્ય લાગે છે. (૪) તે પ્રભાવને
વિષે મહત અંતરાય છે. (પ) દેશકાળાદિ ઘણા પ્રતિકૂળ છે. (૬) વીતરાગોનો મત લોક પ્રતિકૂળ થઈ પડ્યો છે. (૭)
રૂઢીથી જે લોકો તેને માને છે તેના લક્ષમાં પણ તે પ્રતીત જણાતો નથી. અથવા અન્ય મતને વીતરાગનો મત સમજી
પ્રવર્ત્યે જાય છે.
(૮) યથાર્થ વીતરાગોનો મત સમજવાની તેમનામાં યોગ્યતાની ઘણી ખામી છે. (૯) દ્રષ્ટિરાગનું પ્રબળ રાજ્ય
વર્તે છે. (૧૦) વેષાદિ વ્યવહારમાં મોટી વિટંબના કરી મોક્ષમાર્ગનો અંતરાય કરી બેઠા છે.
(૧૧) તુચ્છ પામર પુરુષો
વિરાધક વૃત્તિના ધણી અગ્રભાવે વર્તે છે. (૧૨) કિંચિત્ સત્ય બહાર આવતાં તેમને પ્રાણઘાત તુલ્ય દુઃખ લાગતું હોય
તેમ જણાય છે.
(જુઓ શ્રીમદ્ રાજચંદ્ર પા. ૭૦૨)
૩. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં તેઓ નીચે પ્રમાણે કહે છે કે:–
વર્તમાન આ કાળમાં મોક્ષમાર્ગ બહુલોપ વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. ૨.
૪. આ ઉપરથી સિદ્ધ થાય છે કે (૧) તે વખતે મોક્ષમાર્ગના જાણનારા બહુ લોપરૂપ હતા. (૨) રૂઢીથી જેઓ તેને
માનતા તેને વીતરાગ ધર્મની પ્રતીતિ (સાચી માન્યતા) નહોતી. (૩) અન્યમતને વીતરાગનો મત સમજી તેઓ પ્રવર્તતા.
ત્યાર પછીથી હાલ સુધીની પરિસ્થિતિ
પ. આ દેશમાં ત્યારપછી અંગ્રેજી કેળવણીનો ઘણો પ્રચાર થયો અને જીવન નિર્વાહ ચલાવવાનાં સાધનો તંગ થતાં તે
મેળવવામાં લોકો પોતાનો મોટો ભાગ ગાળવા લાગ્યા એટલે વીતરાગી તત્ત્વજ્ઞાનથી સમાજનું લક્ષ વિશેષ દૂરદૂર થવા લાગ્યું અને
ચાલતી ધર્મરૂઢીઓ પ્રત્યે કેળવણી પામેલા લોકોના મોટા ભાગને અરુચિ થતી ચાલી.
– : અર્પણ : –
પરમ પૂજ્ય પરમ ઉપકારી શાસનોદ્ધારક અધ્યાત્મ યોગી શ્રી કાનજી સ્વામીની પરમ પવિત્ર સેવામાં
આપશ્રીએ આ પામર પર પરમ ઉપકાર કર્યો છે. આપશ્રી વીતરાગ ધર્મની મહા પ્રભાવના કરી રહ્યા છો. અનંત
વીતરાગોએ કહેલ મોક્ષમાર્ગ શું છે અને તે પામવાની ખરી ક્રિયા શું છે તે આપ આ ભરત ભૂમિમાં આપની શ્રુત
ગંગાના ધોધમાર પ્રવાહ દ્વારા મુમુક્ષુ જીવોને પ્રત્યક્ષ સમજાવી રહ્યા છો. ભગવાને કહેલી ક્રિયા નું આપ સ્થાપન કરી
રહ્યા છો. આપનો પવિત્ર ઉપદેશ સાંભળી અનેક જીવો પાવન થયા છે અને થતા જાય છે તેથી ‘મોક્ષની ક્રિયા’ નું આ
લઘુ પુસ્તક અત્યંત ભક્તિભાવે આપશ્રીને અર્પણ કરી આપના પવિત્ર ચરણ કમળમાં રજુ કરું છું.
આપનો દાસાનુદાસ રામજી

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૫૬ : આત્મધર્મ ૨૦૦૧ : માહ :
૬. જૈનધર્મ એ કાંઈ વાડો નથી છતાં તેના અનુયાયીઓએ ધર્મને નામે વાડાઓ ઉભા કર્યા અને તેને
સમર્થન આપવા માટે સંપ્રદાયોની પરિષદો (conferences) ભરાવા લાગી. તે પરિષદોએ પોતાનું લક્ષ મુખ્યપણે
(ધાર્મિક બનાવવાને બદલે) સામાજીક સુધારા તરફ રાખ્યું. લૌકિક કેળવણી માટે પણ પ્રચાર અને ફંડો થયા
પણ તે કેળવણીમાં વીતરાગી વિજ્ઞાન વિરૂદ્ધ કેટલું શીખવવામાં આવે છે, તે જાણવાની દરકાર કરી નહીં.
પરિણામે ધર્મ ઉપરની બાહ્યશ્રદ્ધા પણ લગભગ નષ્ટ થઈ. પરિષદના સંચાલકોનું શ્રીમદ્ રાજચંદ્રના નીચેનાં
અમૂલ્ય કથન ઉપર પણ લક્ષ ન રહ્યું.
ગચ્છ મતની જે કલ્પના તે નહીં સદ્ વ્યવહાર ભાન નહિ નિજ રૂપનું તે નિશ્ચય નહીં સાર. ૧૩૩.
૭. કેળવણીના પ્રચારના ઠરાવોનો અમલ બરાબર નહીં થતો હોવાની ફરિયાદ ચાલુ રહી અને સમાજ
સુધારાના બીજા ઠરાવો માત્ર કાગળ ઉપર રહ્યા.
૮. સાં. ૧૯૭૪ માં આ દેશમાં ઈન્ફલ્યુએન્ઝા તાવની મહા બીમારી આવી ત્યારે સમાજ સેવા મંડળો (social
service laegues) શરૂ થયાં અને સેવા તરફ જનસમાજનું વલણ થયું. સાં ૧૯૮૭ થી રાજકીય હિલચાલે સમાજના
હૃદયમાં પ્રવેશ કર્યો ત્યારથી યુવક વર્ગ રાષ્ટ્રસેવા, દેશસેવા, સમાજ સેવા તરફ વળ્‌યો અને તે લૌકિક કાર્યોને ધર્મના
નામથી તેઓ સંબોધવા લાગ્યા. તેને તેઓ રાષ્ટ્રધર્મ, દેશધર્મ, સમાજધર્મ એવાં નવાં નામો આપવા લાગ્યા.
૯. આ હિલચાલની અસર જેઓ કુળધર્મથી જૈનો છે તેને થયા વિના ન રહે એ દેખીતું છે. તે હિલચાલમાં
‘અહિંસા’ ને સ્થાન આપવામાં આવ્યું છે એમ જૈનોને લાગતાં તે તરફ જૈન સમાજ પ્રેરાયો. તેનું પરિણામ એ
આવ્યું કે:– જૈન સમાજનો કેટલોક ભાગ ‘રાષ્ટ્રધર્મ’ એ જ વીતરાગ ધર્મ છે અથવા તેનો એક ભાગ છે એમ
સમજવા લાગ્યો. પરિણામે વીતરાગ–વિજ્ઞાનથી સમાજ વિશેષ દૂર થયો.
૧૦. આ હિલચાલને અંગે જૈન યુવક સંઘો સ્થપાયા. અને તેનો મુખ્ય કાર્યક્રમ સમાજ સુધારણા તેમજ
સમાજ સેવાનો રહ્યો. એ પ્રવૃત્તિને ધર્મનું નામ આપી ટેકો આપવા માટે પુસ્તકો અને વર્તમાન પત્રો પ્રગટ થયાં;
તેમાં તીર્થંકર ભગવાનોના ચરિત્રોમાંથી તેમના કાર્યક્રમને ટેકો મળે છે અને તે જ ખરો જૈનધર્મ છે એવી
મતલબના લેખો આવવા લાગ્યા.
૧૧. સમાજ મુખ્યપણે તત્ત્વજ્ઞાનથી રહિત હતો અને તેને પ્રિય લાગતાં કાર્યો જૈનધર્મને અનુકૂળ છે એવા
લેખો વાંચવા મળતાં, પોતે જૈનધર્મના ખરા અનુયાયી છે એવી ભ્રમણારૂપ માન્યતા તેમનામાં પેદા થઈ અને તે
દ્રઢ થઈ. તેઓની પરીક્ષા લેવામાં આવે અને તેમાં છ દ્રવ્યોનાં નામ શું, પંચાસ્તિકાયના નામો શું, નવ તત્ત્વના
નામો શું, સામાયિક, પ્રતિક્રમણ, પ્રત્યાખાન તપ, ક્રિયા, વિગેરેના ખરા અર્થ શું છે તે સવાલો પુછયા હોય તો
તેનું પરિણામ લગભગ શુન્યવત્ આવે. એ પ્રમાણે તત્ત્વજ્ઞાનના અજાણપણાની દશા હોય ત્યાં નિશ્ચયનય
અને વ્યવહારનયના ખરા અર્થની ખબર તો ક્યાંથી જ હોય તે સહેજે કલ્પી શકાય છે.
એક વિચિત્રતા.
૧૨. સંસારને લગતા બધા ધંધામાં જેણે જે ધંધાનો પાકો અભ્યાસ કર્યો હોય તે જ તેને લગતા લેખો
વર્તમાનપત્રોમાં લખે. જેમકે વૈદકશાસ્ત્ર ઉપર કોઈ વકીલ લેખ ન લખે; પણ ધર્મનું ક્ષેત્ર લોકોએ એવું માન્યું છે
કે–ગમે તે વ્યક્તિ, પછી તે તત્ત્વજ્ઞાનથી વંચિત હોય તો પણ ધર્મ વિષય ઉપર લેખો લખી શકે અને તે લેખક
સમાજમાં કાંઈક પ્રતિષ્ઠિત હોય તો તેનું કથન આધારભૂત મનાય. વળી એમ પણ માનવામાં આવે છે કે–આવી
ચર્ચાથી સત્ય શું છે તેનું શોધન થઈ શકે. આ માન્યતા સાચી હોય તો તેનો અર્થ એ થાય છે કે ધર્મને લગતા
લેખો માટે તે વિષયના ખાસ અભ્યાસની જરૂર નથી, અને ધર્મ તો જાણે સાવ ફોગટિયો જ છે!
૧૩. ગૃહસ્થ સમાજની આ દશા છે ત્યારે ત્યાગી સમાજની સ્થિતિ શું છે તે આપણે જોઈએ. કેટલાક
સંપ્રદાયોમાં ત્યાગીઓની સંખ્યા વધારવા તરફ ખાસ ધ્યાન અપાતું હોવાની ફરિયાદો થવા લાગી. યુવક સમાજ
અને ત્યાગી સમાજ તથા તેને ટેકો આપનારા ગૃહસ્થ સમાજ વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થવા લાગ્યું. ત્યાગીઓ વચ્ચે
બાહ્ય બાબતોમાં તીવ્ર કલેશરૂપ મતભેદ ઉત્પન્ન થવા લાગ્યા. તેને અંગે વર્તમાન પત્રોમાં ખૂબ જોરથી સામસામા
આક્ષેપો કરવામાં આવે છે. પરિણામે સાધુ સમાજની સંખ્યામાં વધારો થયો હોય તોપણ, અનેક કારણોએ તે
સમાજ તત્ત્વજ્ઞાનથી મુખ્યપણે વંચિત રહેલ છે. કેટલાક ત્યાગીઓ સમાજને અનુકુળ વિષયોને ધર્મનું સ્વરૂપ
મનાવે છે અને કેટલાક ઉપદેશકો કહે છે કે–આ કાળ ધર્મ પામવા માટે લાયક નથી; છતાં તેઓ સાધુઓની સંખ્યા
વધારતા જ જાય છે.

PDF/HTML Page 10 of 17
single page version

background image
: માહ : ૨૦૦૧ આત્મધર્મ : ૫૭ :
૧૪. આ પ્રમાણે શ્રીમદે જણાવેલા ૧૨ મુદઓમાંથી નં–૬–૭–૧૧–૧૨ મુદઓ વિશેષપણે પુષ્ટ થયા છે
એમ તટસ્થ વિચારકને લાગ્યા વિના રહેશે નહીં.
ત્ત્જ્ઞ િ
૧પ. ઉપરના કથનનો અર્થ એવો નથી કે તત્ત્વજ્ઞાનના રસિકજનો કોઈ છે જ નહીં. વીતરાગનું શાસન પાંચમા
આરાના છેડા સુધી રહેવાનું છે. પાંચમો આરો ૨૧૦૦૦ વર્ષનો છે. તેમાં હજુ ૨પ૦૦ વર્ષ માત્ર થયાં છે તેથી વીતરાગી
ધર્મને સમજવાની રુચિવાળા જીવો હોવા જ જોઈએ. એટલે આ બાબતમાં શું શું થયું છે તે હવે આપણે જોઈએ.
૧૬. શ્રીમદ્ રાજચંદ્રે ગુજરાત કાઠિયાવાડમાં જૈનસમાજને અધ્યાત્મ સમજાવ્યું અને અધ્યાત્મના પ્રચાર
અર્થે ‘શ્રી પરમશ્રુત પ્રભાવક મંડળ સ્થાપ્યું. ’ એ રીતે જન સમાજ ઉપર (મુખ્યત્વે ગુજરાત કાઠિયાવાડ પર)
તેમનો મહાન ઉપકાર વર્તી રહ્યો છે.
૧૭. શ્રી પરમ શ્રુત પ્રભાવક મંડળ તરફથી શ્રી કુંદકુંદાચાર્યે બનાવેલા પરમાગમો શ્રી સમયસાર,
પ્રવચનસાર, પંચાસ્તિકાય, શ્રી યોગીન્દ્ર દેવકૃત શ્રી પરમાત્મા પ્રકાશ, શ્રી ઉમાસ્વામીકૃત તત્ત્વાર્થ સુત્ર, શ્રી
અમૃતચંદ્ર આચાર્ય કૃત પુરુષાર્થ સિદ્ધિઉપાય, શ્રી નેમીચંદ સિદ્ધાંત ચક્રવર્તી કૃત દ્રવ્યસંગ્રહ, ગોમટસાર વિગેરે ગ્રંથો
હીંદી ભાષામાં પ્રગટ કર્યા; અને ‘શ્રીમદ્ રાજચંદ્ર’ ગુજરાતીમાં પ્રગટ કર્યું.
૧૮. કલકત્તા અને બીજા સ્થળોએથી અર્થ પ્રકાશિકા, સમાધિશતક, સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, રત્નકરંડ
શ્રાવકાચાર, નિયમસાર અને અષ્ટપાહુડ, સમયસાર નાટક, મોક્ષમાર્ગ પ્રકાશક, જૈનસિદ્ધાંત પ્રવેશિકા, જૈનસિદ્ધાંત
દર્પણાદિ અનેક તત્ત્વના ગ્રંથો હીંદી ભાષામાં પ્રગટ થયાં.
૧૯. ગુજરાત કાઠિયાવાડના જૈનધર્મના જુદા જુદા ફીરકાના સંઘોએ આ પુસ્તકો (અગર તેમાંના
કેટલાક) તેમની લાઈબ્રેરી માટે ખરીદ કર્યાં તેમજ ગુજરાત કાઠિયાવાડના કેટલાક જૈનોએ પણ તે ખરીદ કર્યાં.
લોકોના હાથમાં આ સાહિત્ય આવતાં કેટલાકે તેનું વાંચન કર્યું. અને તે ઉપરથી તત્ત્વને લગતા પ્રશ્નો ઉઠવા
લાગ્યા. તેમજ તટસ્થવૃત્તિના જીવો તેમાં રસ લેવા લાગ્યા. એ રીતે ગુજરાત કાઠિયાવાડમાં અધ્યાત્મ રસનાં જે
બીજ શ્રીમદે વાવ્યાં હતાં તે ઉગતા દેખાવા લાગ્યાં.
એક પવિત્ર પ્રસંગ
૨૦. સંવત ૧૯૭૮ માં શ્રી વીરશાસનના ઉદ્ધારનો, અનેક મુમુક્ષુઓના મહાન પુણ્યોદયને સૂચવતો એક
પવિત્ર પ્રસંગ બન્યો. કોઈ ધન્ય પળે શ્રીમદ્ ભગવત્કુંદકુંદાચાર્ય કૃત શ્રી સમયસાર નામનો મહાન ગ્રંથ
પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીના હસ્ત કમળમાં આવ્યો;
સમયસાર વાંચતાંજ તેમના હર્ષનો પાર
ન રહ્યો. જેની શોધમાં તેઓ હતા તે તેઓને મળી ગયું. (શ્વેતાંબર આગમો તેની ટીકાઓ અને ગ્રંથોનો અભ્યાસ
તે પહેલાંં તેઓએ કર્યો હતો.) શ્રી સમયસારજીમાં અમૃતનાં સરોવર છલકાતાં મહારાજશ્રીના અંતર નયને
જોયાં. એક પછી એક ગાથા–ટીકા વાંચતાં ઘુંટડા ભરી ભરીને તે અમૃત પીધું. ગ્રંથાધિરાજ સમયસારજીએ
મહારાજશ્રી પર અલૌકિક અનુપમ ઉપકાર કર્યો. અને તેમના આત્માનંદનો પાર ન રહ્યો. મહારાજશ્રીના
અંતર્જીવનમાં પરમપવિત્ર પરિવર્તન થયું. ભુલી પડેલી પરિણતિએ નિજઘર દેખ્યું, ઉપયોગ ઝરણાનાં
વહેણ અમૃતમય થયાં; જિનેશ્વર દેવના સુનંદન ગુરુદેવની જ્ઞાનકળા હવે અપૂર્વ રીતે ખીલવા લાગી.
અધ્યાત્મ – જ્ઞાની પ્રભાવના
૨૧. પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું ચાતુર્માસ સાં ૧૯૯૦ માં રાજકોટ સદરમાં હતું. તે
વખતે તેઓએ શ્રી સમયસારની શરૂઆતથી ૯૯ ગાથા સુધીનો અર્થ–તેમની મધુર અને બાળ ગોપાળને સમજાય
તેવી ઘરગથ્થુ ભાષામાં સમજાવી તેના અતિ ગહન આશયો પ્રગટ કર્યા, ત્યારથી સમાજની અધ્યાત્મ વૃત્તિ
જાગૃત થવા લાગી.
૨૨. સાં ૧૯૯૦ નું ચાતુર્માસ પૂરું થતાં તેઓશ્રી જામનગર પધાર્યા. ત્યાં શ્રી સમયસારનું વ્યાખ્યાન ચાલુ
રહ્યું. એ રીતે કાઠિયાવાડમાં અધ્યાત્મનો પ્રચાર ચાલવા લાગ્યો. જૈનધર્મના તત્ત્વને લગતી તેઓશ્રીની માન્યતા
બદલેલી હોવાથી તેઓએ સં. ૧૯૯૧ ના ચૈત્ર સુ. ૧૩ના પવિત્ર દિવસે સ્થાનક સંપ્રદાયનો ત્યાગ સોનગઢ
મુકામે કર્યો. તેઓશ્રીનો મુખ્ય નિવાસ સોનગઢમાં જ છે. સાં ૧૯૯પ માં દસમાસ સુધી અને સાં ૧૯૯૯ માં
લગભગ નવ માસ તેઓશ્રી રાજકોટ સદરમાં બીરાજ્યા હતા. તે વખત તથા વિહારનો કાળ બાદ કરતાં બાકીનો
વખત તેઓશ્રી સોનગઢમાં જ રહી છેલ્લા દશ વર્ષથી કાઠિયાવાડમાં વીતરાગ

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૫૮ : આત્મધર્મ ૨૦૦૧ : માહ :
દેવના તત્ત્વજ્ઞાનનો અૃમત વરસાદ ધોધમાર વરસાવી રહ્યા છે અને તેનો લાભ અનેક મુમુક્ષુઓ લઈ રહ્યા છે.
આ ગ્રંથની તૈયારી
૨૩. ઘણા મુમુક્ષુજીવો અધ્યાત્મ જ્ઞાનમાં રસ લેતા થયા તેથી ધર્મની ખરી ક્રિયા શું છે તે જાણવા તેમની ઈન્તેજારી
વધી. કેટલાક ઉપદેશકો શરીર–જડની ક્રિયાથી ધર્મ થાય એમ સમજાવી રહ્યા હતા. લોકો જે સામાયક, પ્રતિક્રમણ,
પચખાણ, તપ, ઉપવાસ, દાન, ભક્તિ, દેવદર્શન, પૂજા વિગેરે કરે છે તે જ ભગવાને કહેલી ક્રિયા છે અને તે કરતાં કરતાં
હળવે હળવે ધર્મ થશે એમ સમજાવવા લાગ્યા. કુળ ધર્મના ગુરુ જે કાંઈ કહે તે માની લેવાની ટેવ સાંપ્રદાયિક
મનોવૃત્તિવાળા જીવોમાં હોય છે તેથી એ ક્રિયાથી પોતાનો ઉદ્ધાર થઈ જશે એવી ભ્રમિત માન્યતા તેઓ સેવ્યા કરે છે.
૨૪. કેટલાક ઉપદેશકો તો એમ કહે છે કે–અમે હાલ ચાલતી ક્રિયાના મહા ઉપાસક છીએ. તેના અમે
ઉપદેશક છીએ. લોકો આ કાળે ધર્મ સમજી શકે નહિ માટે તેઓ જેવી રીતે ક્રિયાઓ કર્યા કરે છે તેમ તેઓએ કર્યા
કરવી. આવી રીતે તેઓ મૂઢતાને પોષે છે. જો આ કાળમાં જીવ ધર્મ પાળી શકે નહીં તો તેઓ સાચા ઉપદેશકો કે
ત્યાગી શી રીતે ગણાય? ધર્મને લાયક કાળ ન હોય તો દીવસે દીવસે સાધુઓની સંખ્યા વધારવાથી શું લાભ છે?
આ કાળે જીવ ધર્મ ન પામી શકે તો તેઓ ખરી સાધુ દિક્ષા શી રીતે લઈ શકે અને ખરા સાધુ કેમ થઈ શકે?
૨પ. આવી પરિસ્થિતિમાં કેટલાક મુમુક્ષુભાઈઓ ‘વીતરાગદેવે પરૂપેલી ક્રિયા કઈ છે તેને લગતું એક
પુસ્તક લખાય તો સારૂં’ એમ કહેવા લાગ્યા, તેમની ભાવના વ્યાજબી લાગતાં પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી
કાનજી સ્વામીના મુખકમળથી નીકળતી શ્રુતગંગામાંથી જે કાંઈ આ સંબંધમાં હું ગ્રહણ કરી શક્યો છું તે મેં આ
ગ્રંથમાં જણાવેલ છે. તેમાં વીતરાગ વિજ્ઞાન અનુસાર કથન કરવા મેં કાળજી રાખી છે.
૨૬. આ ગ્રંથમાં નીચેના વિષયો લેવામાં આવ્યા છે:–
(૧) જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. (૨) જ્ઞપ્તિ ક્રિયા (૩) કરોતિ ક્રિયા (૪) મોક્ષને કાતરનારી ક્રિયા (પ) કુ
સામાયિક ક્રિયા, સુ સામાયિક ક્રિયા. (૬) કુ પ્રતિક્રમણ–સુ પ્રતિક્રમણ. (૭) સાચું પ્રત્યાખ્યાન (પચ્ચખાણ)
(૮) સાચું તપ (૯) સાચી ગુપ્તિ સમિતિ (૧૦) ધર્મ–અનુપ્રેક્ષા, પરિષહજયનું સ્વરૂપ (૧૧) ભક્તિ (૧૨)
પ્રશસ્ત દાન, શીલ, તપ, ભાવ (૧૩) દેહદમન, ઈન્દ્રિય નિગ્રહનો ખરો અર્થ (૧૪) મોક્ષમાર્ગમાં જ્ઞાન અને
ક્રિયાના કેટલા કેટલા ટકા. (૧પ) જીવે પ્રથમ શું કરવું (૧૬) નિમિત્ત પરદ્રવ્યને કાંઈ કરી શકે નહીં (૧૭)
નિશ્ચય–વ્યવહારનું સ્વરૂપ (૧૮) જીવની અનાદિથી ચાલી આવતી ભૂલો, (૧૯) જીવના અનાદિના સાત
વ્યસનો એ વિગેરે વિષયો લેવામાં આવ્યા છે.
વાંચકોને વિનંતિ
૨૭. મુમુક્ષુઓને નીચેની બાબતો ખાસ લક્ષમાં રાખવા વિનંતિ છે:–
(૧) સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે.
(૨) સમ્યગ્દર્શન પામ્યા સિવાય કોઈપણ જીવને સાચાં વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખાન
વિગેરે હોય નહીં. કેમકે તે ક્રિયા, પ્રથમ પાંચમે ગુણસ્થાને શુભભાવ રૂપે હોય છે.
(૩) શુભભાવ જ્ઞાની અને અજ્ઞાનીને બન્નેને થાય છે પણ અજ્ઞાની તેનાથી ધર્મ થશે એમ માને છે અને
જ્ઞાની (તે હેય બુદ્ધિએ હોવાથી) તેનાથી કદી ધર્મ થાય નહીં એમ માને છે.
(૪) આ ઉપરથી શુભભાવ કરવાની ના પાડવામાં આવે છે એમ સમજવું નહીં પણ તેને ધર્મ માનવો
નહીં કે તેથી ક્રમે ક્રમે ધર્મ થશે એમ માનવું નહીં. કેમકે અનંત વીતરાગોએ તેને બંધનું કારણ કહ્યું છે.
(પ) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં, પરિણમાવી શકે નહીં, પ્રેરણા કરી શકે નહીં, અસર,
મદદ કે ઉપકાર કરી શકે નહીં, લાભ નુકશાન કરી શકે નહીં, મારી જીવાડી શકે નહીં, સુખ દુઃખ આપી શકે નહીં
એવી દરેક દ્રવ્ય–ગુણ પર્યાયની સંપૂર્ણ સ્વતંત્રતા અનંત જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહી છે.
(૬) જિનમતમાં તો એવી પરિપાટી છે કે પહેલાંં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય; હવે સમ્યક્ત્વ તો
સ્વ–પરનું શ્રદ્ધાન થતાં થાય છે, તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે; માટે પહેલાંં
દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થવું.
(૭) પહેલે ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને શાસ્ત્રનો અભ્યાસ, વાંચન મનન, જ્ઞાની પુરુષનો ધર્મોપદેશ
સાંભળવો, નિરંતર તેમના સમાગમમાં રહેવું, દેવ દર્શન, પૂજા, ભક્તિ, દાન વગેરે શુભ ભાવો હોય છે. પરંતુ
પહેલે ગુણસ્થાને સાચાં વ્રત, તપ વગેરે હોતાં નથી.

PDF/HTML Page 12 of 17
single page version

background image
: માહ : ૨૦૦૧ આત્મધર્મ : ૫૯ :
૨૮. ઉપલક દ્રષ્ટિએ જોનારને નીચેની બે શંકા થવાનો સંભવ છે:–
(૧) આવા કથન સાંભળવાથી કે વાંચવાથી લોકોને ઘણું નુકશાન થવા સંભવ છે. (૨) હાલ લોકો જે
કાંઈ વ્રત, પચ્ચખાણ, પ્રતિક્રમણાદિ ક્રિયા કરે છે તે છોડી દેશે.
તેનો ખુલાસો નીચે પ્રમાણે છે: –
સત્યથી કોઈપણ જીવને નુકશાન થાય એમ કહેવું તે ભૂલભરેલું છે અર્થાત્ અસત્ કથનથી લોકોને લાભ
થાય એમ માનવા બરાબર થાય છે. સત્ સાંભળવાથી કે વાંચવાથી જીવોને કદી નુકશાન થાય જ નહિ અને વ્રત–
પચ્ચખાણ કરનારાઓ જ્ઞાની છે કે અજ્ઞાની છે તે જાણવાની જરૂર છે. જો તેઓ અજ્ઞાની હોય તો તેને સાચા
વ્રતાદિ હોતાં જ નથી તેથી તે છોડવાનો પ્રશ્ન જ નથી. જો વ્રત કરનાર જ્ઞાની હશે તો છદ્મસ્થ દશામાં તે વ્રત છોડી
અશુભમાં જશે તેમ માનવું ન્યાય વિરુદ્ધ છે. એમ બને કે તે ક્રમેક્રમે શુભભાવને ટાળી શુદ્ધને વધારે. પણ તે તો
લાભનું કારણ છે નુકશાનનું કારણ નથી. માટે સત્ય કથનથી કોઈને નુકશાન થાય નહિ.
૨૯. આ રીતે જીવોને સત્યનું સ્વરૂપ અને મોક્ષ પામવાની ખરી ક્રિયાનું સ્વરૂપ બતાવતું આ પુસ્તક
સર્વને હિતનું જ કારણ છે.
એના સાચા ભાન વગર ધર્મને નામે અધર્મનું સેવન કરી રહ્યા હોય છે. તેથી ધર્મની ક્રિયા શું છે તેનું વાસ્તવિક સ્વરૂપ
આ પુસ્તકમાં આપવામાં આવેલ છે...
માટે તેનો કાળજી પૂર્વક અભ્યાસ કરવા જિજ્ઞાસુ જીવોને ખાસ વિનંતિ છે.
પોષ સુદ પ રામજી માણેકચંદ દોશી
સાં. ૨૦૦૧ પ્રમુખ
સોનગઢ શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
વાંચકોને:–
“મોક્ષની ક્રિયા” છપાઈને તૈયાર થઈ ગયું છે. કાગળની તથા બીજી ચીજોની મુશ્કેલીને કારણે એની
નકલો જોઈએ તેના કરતાં ઓછી છાપી છે માટે જે ભાઈ બહેનો આ ઉપયોગી ગ્રંથનું વાંચન મનન કરવા
ઈચ્છતાં હોય તેઓ પોતાની નકલ વહેલી તકે મેળવી લ્યે.
મૂલ્ય એક રૂપિયો – ટપાલ ખર્ચ માફ
દાસ કુંજ, મોટા આંકડિયા – (કાઠિયાવાડ)
• વદન યગ્ય કણ? • (મોક્ષર્માગ પ્રકાશક પાનું ૧૮૩–૮૪)
“दंसणमूलो धम्मो, उवइट्ठी जिणवरेहिं सिस्साणं तं सोउण सकण्णे, दंसणहीणो ण वंदिव्वो”
અર્થ:– સમ્યગ્દર્શન જેનું મૂળ છે એવો જિનવર દ્વારા ઉપદેશેલો ધર્મ સાંભળી, હે કર્ણસહિત પુરુષો! તમે એમ
માનો કે–સમ્યક્ત્વરહિત જીવ વંદન યોગ્ય નથી. જે પોતે કુગુરુ અને કુગુરુના શ્રદ્ધાન સહિત છે, તે સમ્યગ્દ્રષ્ટિ ક્યાંથી
હોય? તથા સમ્યક્ત્વ વિના અન્ય ધર્મ પણ ન હોય, તો તે ધર્મ વિના વંદન યોગ્ય ક્યાંથી હોય?
जे दंसणेसु भट्ठा, णाणे भट्ठा चरितभट्ठा य; एदे भट्ठविभट्ठा, सेसं पि जणं विणासंति
અર્થ:– જે શ્રદ્ધાનમાં ભ્રષ્ટ છે, જ્ઞાનમાં ભ્રષ્ટ છે, તથા ચારિત્રમાં ભ્રષ્ટ છે, તે જીવ ભ્રષ્ટમાં પણ ભ્રષ્ટ છે,
અન્ય જીવો કે જેઓ તેનો ઉપદેશ માને છે, તે જીવોનો પણ તે નાશ કરે છે–બૂરું કરે છે. વળી કહે છે કે:–
जे दंसणेसु भट्ठा, पाए पाडंति दंसण धराणं; ते होंति लल्लमूआ, बोही पूण दुल्लहा ते सिं।
અર્થ:– જે પોતે તો સમ્યક્ત્વથી ભ્રષ્ટ છે; છતાં સમ્યક્ત્વ ધારકોને પોતાના પગે પડાવવા ઈચ્છે છે, તે
લુલા, ગુંગા વા સ્થાવર થઈ જાય છે, તથા તેને બોધની પ્રાપ્તિ મહાદુર્લભ થઈ જાય છે.
जे पि पडंति च तेसिं, जाणंता लज्जगारव भयेण; तेसिं पि णत्थि बोही, पावं अणमोअमाणाणं।
અર્થ:– જે જાણતો હોવા છતાં પણ, લજ્જા, ગારવ અને ભયથી તેના પગે પડે છે, તેને પણ બોધી અર્થાત્ સમ્યકત્ત્વ નથી..
કેવા છે એ જીવો! માત્ર પાપની અનુમોદના કરે છે. પાપીઓનું સન્માનાદિ કરતાં પણ તે પાપની અનુમોદનાનું ફળ લાગે છે.
(નોંધ:– અહીં સમ્યકત્ત્વરહિતને વંદન ન કરવાનું કહ્યું છે; તેથી વંદન કરનારને પ્રથમ તો સમ્યકત્ત્વી અને
મિથ્યાત્વીની ઓળખાણ જોઈએ. કેમકે ઓળખ્યા વગર વંદન કરે તો પણ વંદનનું યથાર્થ ફળ તેને મળે નહીં,
ખરેખર તો ઓળખાણ વગરનું વંદન તે વંદન જ નથી. અહીં જે વંદનની વાત છે તે ધર્મબુદ્ધિપૂર્વક વંદનની વાત
છે. સમ્યગ્દર્શન એ જ પહેલો ધર્મ છે, તે ધર્મ જેનામાં નથી તે ધર્મબુદ્ધિથી વંદન કરવા યોગ્ય નથી.)

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૬૦ : આત્મધર્મ ૨૦૦૧ : માહ :
સમદર્શિપણું એટલે શું?
ઘણા લોકો બધા ધર્મને સરખા માનવા અને સમન્વય કરવો તેને સમદર્શિપણું માને છે તે ખોટું હોવાથી
તેની સાચી વ્યાખ્યા અત્રે આપવામાં આવી છે. સંપાદક
સમદર્શિપણાની વ્યાખ્યા લખતાં શ્રીમદ્ રાજચંદ્રજીએ લખ્યું છે કે:–
‘સમદર્શિતા એટલે પદાર્થને વિષે ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ રહિતપણું, ઈચ્છા રહિતપણું, મમત્વ રહિતપણું,
સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષરહિત થવું તે ચારિત્રદશા છે. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ, મમત્વ, ભાવા–ભાવનું
ઉપજવું એ રાગ–દ્વેષ છે. આ મને પ્રિય છે, આ ગમે છે, આ મને અપ્રિય છે, ગમતું નથી એવો ભાવ સમદર્શિને
વિષે ન હોય.
સમદર્શિ બાહ્ય પદાર્થને, તેના પર્યાયને તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે,
જણાવે, પણ તે પદાર્થ કે તેના પર્યાયને વિષે મમત્વ કે ઈષ્ટ અનિષ્ટપણું ન કરે.
આત્માનો સ્વાભાવિક ગુણ દેખવા–જાણવાનો હોવાથી તે જ્ઞેય પદાર્થને જ્ઞેયાકારે દેખે, જાણે; પણ જે
આત્માને સમદર્શિપણું પ્રગટ થયું છે, તે આત્મા તે પદાર્થને દેખતાં, જાણતાં છતાં તેમાં મમત્વ બુદ્ધિ, તાદાત્મ્યપણું,
ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે. વિષમદ્રષ્ટિ આત્માને પદાર્થને વિષે તાદાત્મ્ય વૃત્તિ થાય; સમદ્રષ્ટિ આત્માને ન થાય.
કોઈ પદાર્થ કાળો હોય તો સમદર્શિ તેને કાળો દેખે, જાણે, જણાવે. કોઈ શ્વેત હોય તો તેને તેવો દેખે,
જાણે, જણાવે. કોઈ સુરભિ (સુગંધી) હોય તો તેને તેવો દેખે, જાણે, જણાવે. કોઈ દૂરભિ (દુર્ગંધી) હોય તો તેને
તેવો દેખે, જાણે, જણાવે. કોઈ ઊંચો હોય, કોઈ નીચો હોય તો તેને તેને તેવો તેવો દેખે, જાણે, જણાવે. સર્પને
સર્પની પ્રકૃત્તિરૂપે દેખે, જાણે, જણાવે. વાઘને વાઘની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે. ઈત્યાદિ પ્રકારે વસ્તુ માત્રને
જે રૂપે, જે ભાવે તે હોય તે રૂપે તે ભાવે સમદર્શિ દેખે, જાણે, જણાવે.
હેય (છાંડવાયોગ્ય) ને હેયરૂપે દેખે,
જાણે, જણાવે. ઉપાદેય (આદરવાયોગ્ય) ને ઉપાદેયરૂપે દેખે, જાણે, જણાવે. પણ સમદર્શિ આત્મા તે બધામાં
મારાપણું, ઈષ્ટ–અનિષ્ટ બુદ્ધિ, રાગદ્વેષ ન કરે. સુગંધ દેખી પ્રિયપણું ન કરે; દુર્ગંધ દેખી અપ્રિયતા–દુગંછા ન
આણે. (વ્યવહારથી) સારૂં ગણાતું દેખી આ મને હોય તો ઠીક એવી ઈચ્છાબુદ્ધિ (રાગ, રતિ) ન કરે.
(વ્યવહારથી) માઠું ગણાતું દેખી આ મને ન હોય તો ઠીક એવી અનિચ્છા બુદ્ધિ (દ્વેષ–અરતિ) ન કરે. પ્રાપ્ત
સ્થિતિ–સંજોગમાં સારું–માઠું, અનુકૂળ–પ્રતિકૂળ, ઈષ્ટા–નિષ્ટપણું, આકુળવ્યાકુળપણું ન કરતાં તેમાં સમવૃત્તિએ
અર્થાત્ પોતાના સ્વભાવે, રાગદ્વેષ રહિતપણે રહેવું એ સમદર્શિતા.
સમદર્શિપણું એટલે લૌકિક ભાવનો સમાન ભાવ, અભેદ ભાવ, એક સરખી બુદ્ધિ, નિર્વિશેષપણું
(સરખાપણું) નહીં; અર્થાત્ કાચ અને હીરો એ બે સમાન ગણવા, અથવા સત્શ્રુત અને અસત્શ્રુતમાં સમપણું
ગણવું, અથવા સદ્ધર્મ અને અસદ્ધર્મમાં અભેદ માનવો, અથવા સદ્ગુરુ અને અસદ્ગુરુને વિષે એક સરખી
બુદ્ધિ રાખવી, અથવા સદ્દેવ અને અસદ્દેવને વિષે નિર્વિશેષપણું દાખવવું અર્થાત્ બંનેને એક સરખા ગણવા
ઈત્યાદિ સમાનવૃત્તિ એ સમદર્શિતા નહિ, એ તો આત્માની મૂઢતા, વિવેક શુન્યતા વિવેક વિકળતા (છે).

સમદર્શિ સત્ને સત્ જાણે, બોધે; અસત્ને અસત્ જાણે નિષેધે; સત્શ્રુતને સત્શ્રુત જાણે, બોધે; કુશ્રુતને કુશ્રુત જાણે
નિષેધે; સદ્ધર્મને સદ્ધર્મ જાણે, બોધે; અસદ્ધર્મને અસદ્ધર્મ જાણે, નિષેધે; સદ્ગુરુને સદ્ગુરુ જાણે, બોધે;
અસદ્ગુરુને અસદ્ગુરુ જાણે નિષેધે; સદ્દેવને સદ્દેવ જાણે, બોધે; અસદ્દેવને અસદ્દેવ જાણે, નિષેધે; ઈત્યાદિ જે
જેમ હોય તેને તેમ જાણે, દેખે, પ્રરૂપે, તેમાં રાગદ્વેષ, ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ ન કરે એ પ્રકારે સમદર્શિપણું સમજવું.’
[જુઓ, શ્રીમદ્ રાજચંદ્ર મોટું પુસ્તક, ભાગ બીજો, પાનું–૬૯૩–૬૯૪]
આ ઉપરાંત પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી આત્મસિદ્ધિ પર પ્રવચનો કરતાં ‘સમદર્શિતા’ ની વ્યાખ્યા સંબંધે
કહે છે કે:–
‘સમદર્શિતા એટલે એમ નથી કે ખોટાને ખોટું ન કહે. પણ સત્ય અસત્યનો યથાર્થ વિવેક કરે, ખોટાનો
નિષેધ કરે, હિત, અહિત બરાબર

PDF/HTML Page 14 of 17
single page version

background image
: માહ : ૨૦૦૧ આત્મધર્મ : ૬૧ :
જાણે અને જેમ છે તેમ કહે તેમાં સમદર્શિતા છે, તેમાં રાગ દ્વેષ નથી.’ (આત્મસિદ્ધિ પ્રવચન પા. ૯૪)
‘જ્ઞાની બેધડક સત્ય પ્રરૂપણા કરે છે, જગતને ન રૂચે તેથી કાંઈ ઉંધી વાત ન કહે. તે, જ્ઞાનીને જ્ઞાની જ
કહે અને અજ્ઞાનીને દોષવાન કહે. કોઈ આત્માની નિંદા ન કરે પણ જેમ છે તેમ કહે, તેમાં કોઈને વિખવાદ થાય
તેવું હોય તો કવચિત વખત જોઈને મૌન રહે, પણ અસત્ય માન્યતા, કુતર્ક, કુદેવ, કુધર્મ, કુશાસ્ત્રને ખોટા કહીને
નિષેધ કરવો, તેમાં (ખોટાનો નિષેધ કરવામાં) જ્ઞાનીનો દોષ નથી.
કોઈ કહે છે કે ‘દ્રષ્ટિ વિષ ગયા પછી બધું ય સરખું દેખાય’ એ વાત ખોટી છે. જ્ઞાની સત્ય–અસત્ય, ઝેર,
અમૃત, પરભાવ–સ્વભાવ, અકષાય અને કષાય એને સરખા ન માને પણ જેવું છે તેવું માને, કહે, અસત્યનો
નિષેધ કરે. કુજ્ઞાની (અસમદર્શિ) સત્યને નહિ ઓળખવાના કારણે જ્ઞાનનો, સત્યનો નિષેધ કરે છે.
(આત્મસિદ્ધિ પાનું ૯પ)
‘સમદર્શિપણું એવું ન હોય કે સત્ય–અસત્ય, સાર–અસાર, હિત–અહિતને સરખા છે એમ જાણે. માંસ
અને રોટલાની અવસ્થાને જેમ છે તેમ વિવેકથી જાણે. સ્ત્રી, પુરુષ, માતા બેન જેમ છે તેમ તે દશારૂપે જાણે પણ
અન્યથા ન માને. ખોટી માન્યતાવાળાને ખોટા માને (જાણે). એવા બળવાન વિવેકવાન સમદર્શિ ધર્માત્મા હોય
છે. × × ખોટાને ખોટું કહેવું તેમાં દ્વેષ નથી, પણ જેમ છે તેમ માનવું તેમાં જ સમદર્શિતા એટલે સમભાવ છે. પણ
રાગ, દ્વેષ, માન, અપમાન સરખા માનવા તે સમભાવ નથી. (આત્મસિદ્ધિ પાનું ૧૨પ)
‘જેમ છે તેમ જાણે પણ તેમાં રાગ, દ્વેષ ન કરે એ સમદર્શિતાના લક્ષણ છે. × × સ્વભાવમાં રાગ–દ્વેષ
રહિત પણ રહેવું એ સમદર્શિતા. (આત્મસિદ્ધિ પા. ૧૨૮)
“સ્વચ્છંદે પોતાની મતિ કલ્પનાથી સર્વજ્ઞ પરમાત્માના ન્યાયને અલ્પજ્ઞ જીવો બીજા લૌકિક ધર્મ સાથે
સરખાવે છે. ક્યાં સૂર્યનું તેજ અને ક્યાં આગિયાનું તેજ? એનો સમન્વય કરનારા સૂર્યને ઢાંકવા પ્રયત્ન કરે છે
એ બધા આત્મજ્ઞાનથી અજાણ છે. સત્યને સત્ય અને અસત્યને અસત્ય માનવું, કહેવું, ઉપદેશવું તેમાં દોષ નથી.
સમદર્શિ હોવા છતાં અવિરોધપણે જેમ છે તેમ કહી શકે છે. અને તે સાચું સમદર્શિપણું સમજવું.”
(આત્મસિદ્ધિ પાનું ૧૩૨)
ગૃહીત મિથ્યાત્વનું સ્વરૂપ
ગૃહીત મિથ્યાત્વના પાંચ ભેદ છે:
૧–એકાંતિક મિથ્યાત્વ, ૨–સાંશયિક મિથ્યાત્વ, ૩–વિપરીત મિથ્યાત્વ, ૪–અજ્ઞાનીક મિથ્યાત્વ અને
પ–વૈનયીક મિથ્યાત્વ. એ પાંચ ભેદોનું સ્વરૂપ કહેવામાં આવે છે.
(૧) –એકાંતિક મિથ્યાત્વનું લક્ષણ–
यत्राभिसंन्निवेशः स्यादत्यन्तं धर्मिधर्मयोः।
इदमेवेत्थमेवेति तदैकान्तिकमुच्यते ।।
४।।
(તત્ત્વાર્થસાર, અધ્યાય છઠો)
અર્થ:– દ્રવ્ય ગુણ વગેરે તત્ત્વોમાં અર્થાત્ ધર્મ અને ધર્મીમાં પરસ્પર એકાંત જુદાપણું માનવું, ધર્મનું કે
ધર્મીનું સ્વરૂપ કોઈ એકાંત પ્રકારનું માનીને હઠ કરવી, ‘આ આ પ્રકારે છે–આમ જ છે અર્થાત્ આ ધર્મ નિત્ય જ
છે કે અનિત્ય જ છે, આ ધર્મ જ છે અથવા ધર્મી જ છે’ એમ કોઈના સ્વરૂપમાં સર્વથા એકાન્તનો આગ્રહ
રાખવો તે એકાન્તિક મિથ્યાત્વ છે.
દ્રષ્ટાંત:– ‘શબ્દ અમૂર્તિક જ છે, આકાશનો જ ગુણ છે અથવા જેમ સ્પર્શનું જ્ઞાન ઈન્દ્રિય સાથે તે
વિષયનો સંબંધ થવાથી થાય છે તેમ ચક્ષુ અને મનના વિષયનું જ્ઞાન પણ તે વિષયના સંબંધ થયા વગર થવું ન
જોઈએ’ આ સિદ્ધાંત (કલ્પના) ની પુષ્ટિ જો કે પ્રત્યક્ષ બાધિત (ખોટી) છે તો પણ તેને પુષ્ટ કરવા માટે
અલૌકિક ચક્ષુની કલ્પના કરી લીધી; પરંતુ અસંબંધ વિષયોને જાણી લેવામાં પણ વસ્તુનું સ્વરૂપ સમર્થ છે એવા
અનેકાન્તિક ન્યાયનો સ્વીકાર ન કર્યો. શાખા, ચન્દ્ર વગેરે તદ્ન જુદી અને દૂર રહેલી વસ્તુઓ એક સાથે દેખાય
છે તેથી ઉપરની કલ્પના ખોટી પડે છે; તેમ જ આઘાત અને પ્રતિઘાત–અથડાવાપણું હોવાથી શબ્દ અમૂર્તિક
આકાશનો ગુણ બની શકતો નથી
[કેમકે

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૬૨ : આત્મધર્મ ૨૦૦૧ : માહ :
અમૂર્તિક વસ્તુના ગુણ મૂર્તિક હોઈ શકે નહિ] તોપણ એકાન્તિક કલ્પનાઓને જે નથી જ છોડતા તે બધા
એકાંતિક મિથ્યાત્વી છે.
આ પ્રમાણે જ્યારે સંયોગ સંબંધ બે જુદી વસ્તુઓનો હોય છે ત્યારે ગુણગુણી સંબંધ પણ ગુણ અને
વસ્તુને એક બીજાથી જુદા સિદ્ધ કરશે અને એ સંબંધ પણ, ગુણ છે તે વસ્તુથી એક જુદો જ પદાર્થ છે એવી
સર્વથા ગુણ અને વસ્તુની જુદાપણાની કલ્પના કરવી વગેરે કલ્પનાઓ તે બધી એકાન્તિક મિથ્યાત્વના ઉદાહરણ
છે. વસ્તુના બધા ધર્મો એકાંતરૂપ અથવા કોઈ એક એક પ્રકારના જ નથી છતાં પણ તદ્ન એકાંત માનવું એ જ
એકાન્ત મિથ્યાત્વ છે.
(૨) –સાંશયિક મિથ્યાત્વનું લક્ષણ–
किं वा भवेन्न वा जैनो धर्मोऽहिंसादि लक्षणं।
इति यत्र मतिद्वैधं भवेत्सांशयिकं हि तत् ।।
५।।
અર્થ:– જૈનધર્મ અહિંસામય છે અથવા કોઈ કોઈ વિષયમાં હિંસામય પણ છે–એ વગેરે સંશય–સહિત બે
પ્રકારની માન્યતા તે જ સાંશયિક મિથ્યાત્વ છે.
જે પદાર્થનું નિશ્ચય સ્વરૂપ ન જણાયું હોય તેના સંબંધમાં શંકા થવી તે સંશય મિથ્યાત્વ નથી, કેમકે મોટા
મોટા તત્ત્વજ્ઞાનીઓને પણ (છદ્મસ્થ દશામાં) શંકા ઉત્પન્ન થાય છે. જ્યાં સુધી અપૂર્ણ અવસ્થા છે ત્યાં સુધી
સંશય રહેવો તે અસંભવ નથી. મુનિ હોય તેને પણ શ્રુતજ્ઞાનના સૂક્ષ્મ તત્ત્વમાં (કોઈકવાર) શંકા ઊપજે છે,
અને ત્યારે આહારક શરીર દ્વારા કેવળી ભગવાનના દર્શનથી મુનિ પોતાની શંકા દૂર કરે છે; (ત્યાં) આહારક
શરીરને પણ એક પ્રયોજન માનવામાં આવ્યું છે. તેથી કરીને સંશય હોવો તે કાંઈ અનુચિત નથી (અર્થાત્ તેથી
મિથ્યાત્વ નથી). પણ આગમ અને યુક્તિના પ્રમાણ મળવા છતાં પણ તત્ત્વ અને ધર્મના માર્ગમાં સંશય રાખવો
તે સંશય મિથ્યાત્વ છે. એવા સંશય હોવાના અનેક કારણો હોય છે; એક કારણ તો એ હોય છે કે–ઘણા કાળથી
મિથ્યાત્વનો ઉપદેશ મળ્‌યા કર્યો હોય છે; બીજું કારણબુદ્ધિની અને મધ્યસ્થ પરિણામોની ઓછપ; ત્રીજું કારણ–
ગુરુકુળમાં રહીને (અર્થાત્ સત્સમાગમ કરીને) સિદ્ધાંતોનું અધ્યયન ન કરવું; ચોથું કારણ–ધર્મ બંધનને
(નિયમોને) દુઃખદાયક માનવા; પાંચમું કારણ–સ્વચ્છંદતામાં આનંદ માનવો; છઠું કારણ–બધી બાબતોનો વિરોધ
કરવાનું અભિમાન તથા વિનોદ રાખવો–આ વગેરે કારણોને લીધે માણસો તત્ત્વના સાચા ઉપદેશમાં તથા ધર્મમાં
પણ શંકા ઉત્પન્ન કરવા લાગે છે. જ્યારે હંમેશાંં શંકા રાખવાની ટેવ પડી જાય અને આગમ તથા યુક્તિનું પ્રમાણ
મળવા છતાં પણ તે પ્રમાણો તરફ ધ્યાન પહોંચાડે નહિ ત્યારે તે સંશય મિથ્યાત્વ કહેવાય છે. જ્યાં કોઈ નિર્ણય
કરવા માટે શંકા ઉપસ્થિત કરવામાં આવે અને પછી વિચાર કરીને નક્કી થયેલ સિદ્ધાંતનો સ્વીકાર કરે તો ત્યાં
સંશય છે પણ મિથ્યાત્વ નથી. જૈનધર્મ કે જૈન વ્રત સત્ય છે કે નહિ–આ વાત તત્ત્વોની પરીક્ષા કરવાથી નક્કી થઈ
શકે છે, જૈનતત્ત્વોમાં પૂર્વાપર વિરોધ હોઈ શકતો નથી તેથી જૈનધર્મની સત્યતામાં શંકા રાખવી તે મિથ્યાત્વ છે.
જ્યાં સુધી આગમ પોતે જ પ્રમાણ ન માનવામાં આવે ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ નક્કી થઈ શકતું નથી. જો
આગમને સર્વજ્ઞના ઉપદેશ અનુસાર માનવામાં આવે તો જ તેને પ્રમાણ માની શકાય છે. જે દેશ–કાળની તથા
મનુષ્યોની ઈચ્છાની અનુકૂળતા જોઈને બનાવવામાં આવ્યા હોય તે, પ્રથમ તો વાસ્તવિક સુખસાધક હોઈ શકે
નહિ; કેમકે મનુષ્યોની ઈચ્છા સ્વભાવથી જ સ્વાર્થ પર એટલે કે પોતાનું ધાર્યું કરવાની હોય છે, તે સ્વાર્થ પર
ઈચ્છાઓનું જ્યારે જોર ચડે છે અર્થાત્ ઈચ્છા ખૂબ વધી જાય છે ત્યારે ચોરી વગેરે અન્યાય પણ ઈચ્છાનુસાર થઈ
જાય છે; બીજી વાત એ છે કે–તે ગ્રંથો ત્રિકાલ અબાધિત અને બધાનું હિત કરનાર હોતાં નથી, કેમકે ઈચ્છાઓ
અનેક પ્રકારની અને એક બીજાથી વિરુદ્ધ થયા કરે છે તેથી કરીને તે બધી ઈચ્છાઓ અનુસાર કાર્ય કયા પ્રકારે
સાધી શકાય? માટે તે (દેશ–કાળ તથા મનુષ્યોની ઈચ્છા અનુસાર બનાવવામાં આવેલા) ગ્રંથો બધાને માન્ય
થાય એ સર્વથા કઠિન છે–અશક્ય છે, તેથી કરીને શાસ્ત્રોને સર્વજ્ઞના ઉપદેશ અનુસાર માનવામાં આવે છે.
સર્વજ્ઞનો ઉપદેશ વાસ્તવિક અને બધા જીવોને હિતકારક હોય છે; કેમકે સર્વજ્ઞને ચરાચર બાધક–સાધક
બધું જણાય છે તેથી તેમનો ઉપદેશ વિરોધ અને બાધા રહિત હોય છે, અને તેમના ઉપદેશમાં સ્વત: પ્રમાણતા
હોય છે. શાસ્ત્રને પોતાને જ પ્રમાણ માન્યા વગર જે ધર્મનો નિશ્ચય કરવા માગે છે તેને માટે તો એમ કહેવું
જોઈએ કે તે તેની બુદ્ધિને પ્રમાણ માને છે! પણ

PDF/HTML Page 16 of 17
single page version

background image
અમે કહી ગયા છીએ કે અલ્પજ્ઞોની બુદ્ધિ સર્વસ્વરૂપનો નિશ્ચય કરી શકતી નથી; તેથી જે બાબત તેના
સમજવામાં ન આવી હોય એ સૂક્ષ્મતત્ત્વ, સ્વબુદ્ધિપ્રમાણવાદીઓને એટલે કે પોતાની બુદ્ધિને જેઓ પૂર્ણ માની
બેઠા છે તેને જાણવામાં આવી શકતું નથી, આ રીતે પૂર્ણ ધર્મના સ્વરૂપમાં ભંગ ઉત્પન્ન થાય છે અને ધીમે ધીમે
આ પ્રકારે વાસ્તવિક ધર્મ ઢંકાઈ પણ જાય છે. આ દોષ સ્વબુદ્ધિપ્રમાણવાદીઓ અનુસાર સંસારમાં ફેલાય છે. જો
આગમને પોતાને જ પ્રમાણ માનવામાં આવે તો આ દોષ ઉત્પન્ન થઈ શકતો નથી. જો કોઈ આગમ–
પ્રમાણવાદીના જાણવામાં કોઈ ધર્મ કે ઉપદેશનું સ્વરૂપ ન આવ્યું હોય તો પણ તેને તે પ્રમાણ માને છે કે જેથી
કરીને સાચા ધર્મમાં ભંગ કે વિસ્ખલના થતી નથી. તેથી કહ્યું છે કે–જૈનધર્મના સ્વરૂપમાં શંકા રાખવી તે
મિથ્યાત્વ દોષ છે, જેનાથી સ્વ–પરનું બૂરું થવું સંભવે છે અને જે આત્મજ્ઞાનથી વિમુખતા થઈ રહી છે તેનું પોષણ
થાય છે.
(૩) વિપરીત મિથ્યાત્વનું લક્ષણ
सग्रन्थोपि च निर्ग्रन्थो ग्रासाहारी च केवली।
रुचिरेवंविधा यत्र विपरीतं हि तत्स्मृतम्।।
६।।
અર્થ:– ગ્રંથ એ પરિગ્રહનું નામ છે. સર્ગ્રંથ અર્થાત્ પરિગ્રહ સહિત હોવા છતાં પણ નિર્ગ્રંથ એટલે પરિગ્રહ
રહિત માની લેવામાં આવે તો એવી શ્રદ્ધાને વિપરીત મિથ્યાત્વ કહે છે. આ પ્રમાણે ભોજનરૂપ પર વસ્તુમાં
પ્રવૃત્તિ કરનારને પણ કેવળજ્ઞાની માનવું તે પણ વિપરીત મિથ્યાત્વનું એક ઉદાહરણ છે.
જો નિષ્પરિગ્રહ હોય તો વસ્ત્ર વગેરે પરિગ્રહ રાખવા માટે ઉત્સુક કઈરીતે થાય? (નિષ્પરિગ્રહપણું અને
પરિગ્રહની ઉત્સુકતા એ બન્ને) એકબીજાથી વિરુદ્ધ છે. જે વસ્ત્ર વગેરે પરિગ્રહ રાખતું હોય તે પરિગ્રહથી વિરક્ત
હોઈ શકે નહિ અને જે પરિગ્રહને પોતાથી ભિન્ન જાણીને તેનાથી વિરક્ત થાય તે વસ્ત્ર વગેરે પરિગ્રહ ગ્રહણ
કરવામાં પ્રવૃત્ત હોઈ શકે નહિ. આ પ્રમાણે એકબીજાથી વિરોધી વાતો હોવા છતાં પણ (તે બન્ને) એક જીવમાં
રહે છે એમ માનવું તે બુદ્ધિની વિપરીતતા જ છે; એવી જે બુદ્ધિની વિપરીતતા છે તે આત્મજ્ઞાનથી બહિર્મુખ
હોવાનું લક્ષણ છે, તેથી જ આ વિપરીતરૂપ બહિર્મુખતાનું નામ વિપરીતમિથ્યાત્વ રાખ્યું છે.
જ્યારે ચારે ઘાતિકર્મો નાશ થાય છે ત્યારે કેવળજ્ઞાન થાય છે. જીવને પરવસ્તુમાં મોહિત કરે, પરાધીન
કરે, પરવસ્તુઓ વગર નિર્વાહ નહિ થાય એવી માન્યતા ઉત્પન્ન કરે એ ઘાતિકર્મોનું કાર્ય છે; તેથી કરીને જીવ
જ્યાં સુધી ઘાતિકર્મોના ઉદયમાં જોડાય છે ત્યાં સુધી ક્ષુધા વગેરે દોષોથી વ્યાકુળ રહે છે અને અનુકૂળ સંયોગ
મેળવતો રહે છે. પણ જે મોહ વગેરે ઘાતિકર્મોનો નાશ કરીને નિર્મોહ તથા કેવળજ્ઞાની થઈ ગયા છે તેને અમે
જીવનમુક્ત કહીએ છીએ. જીવનમુક્તનો અર્થ આ છે કે–જે પરવસ્તુઓનો સંગ્રહ કરાવવાવાળી બધી ક્રિયાઓથી
છુટી ગયા છે અને રત્નત્રયને સિદ્ધ જીવોની સમાન પૂર્ણ કરી લીધા છે, પરંતુ અઘાતિકર્મ તથા પૂર્વે ધારણ કરેલ
શરીરમાંથી જુદા પડ્યા નથી તેથી મુક્ત હોવા છતાં પણ જીવિત છે–અર્થાત્ શરીર, આયુ, શ્વાસોચ્છવાસ તથા
ઈન્દ્રિયપ્રાણો રહેલા છે તેથી જીવિત કહેવાય છે. પરંતુ બુદ્ધિપૂર્વક એટલે કે ઈચ્છા સહિત પુદ્ગલને ગ્રહણ કરવાનું
તદ્ન છોડી દીધું છે, એવા કેવળી થયા પછી પણ કવલાહારને ખાય તે પરસ્પર સંબંધ રહિત અર્થાત્ વિરુદ્ધ કાર્ય
છે, તે કારણથી (કેવળજ્ઞાન અને કવલાહાર એ બન્ને એક જ જીવમાં માનવું) એવું શ્રદ્ધાન આત્મજ્ઞાનથી
રહિતપણું બતાવે છે જેથી કરીને અમે તેને વિપરીતમિથ્યાત્વ એવા અન્વર્થ નામથી સંબોધીએ છીએ.
(૪) –અજ્ઞાનીક મિથ્યાત્વનું લક્ષણ–
हिताहितविवेकस्य यत्रात्यंतमदर्शनं।
यथा पशुवधो धर्मस्तदज्ञानिकमुच्यते।।
७।।
અર્થ:– જે મતમાં હિત કે અહિતનું જરા પણ વિવેચન ન હોય, સંસારી જીવોને હિતને માટે જ ઉપદેશ ન
દેતાં અહિતમાં પ્રવૃત્તિ કરાવવાનો ઉપદેશ છે તે અજ્ઞાનીકમિથ્યાત્વ છે; તેનું સૌથી મોટું ઉદાહરણ ‘યજ્ઞમાં
પશુઓનો હોમ કરવો અને પાછો વળી તેને ધર્મ બતાવવો’ તે છે. જે હિંસા કોઈ પણ કાળમાં કોઈને માટે
વાસ્તવિક હિતદાયી ન હોઈ શકે તે હિંસા કરવાનો લોકોને ઉપદેશ દેવો અને ‘હિંસા કરવાથી તમને ધર્મ થશે, ધર્મ
પ્રાપ્ત થવાથી સ્વર્ગાદિનું સુખ મળશે’ એમ આશા કરાવવી તે ઘોર અજ્ઞાન છે; કેમકે આ તો સર્વ કોઈ જાણે છે કે–
સંસારમાં સર્વેને પોત પોતાના પ્રાણ વહાલા હોય છે અને નાના મોટા દરેક જીવ, પોતાથી બને તેટલો પ્રયત્ન
તેની રક્ષા માટે કરે છે, તો કોઈ સ્વાર્થવશ પશુઓને મારવાની આજ્ઞા કરવી અને તેનાથી ધર્મ થવાની લાલચ

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permisson of Baroda Govt. Regd. No. B. 4787
Order No. 30/84 date 31-10-44
દેવી તેને કોઈ પણ સંજોગોમાં કોઈ પણ ડાહ્યા માણસો ન્યાય અથવા સાચું જ્ઞાન કહી શકતા નથી. તેથી કરીને જે
શાસ્ત્રોમાં અને જે મતોના પ્રવર્તકોમાં ઉપર કહેલ અજ્ઞાન વિદ્યમાન છે તેઓને, આચાર્યદેવે અજ્ઞાનીક મિથ્યાત્વી
કહ્યા છે અને એમ કહ્યું છે કે તેઓમાંના કોઈને પણ હિતાહિતનું જ્ઞાન નથી. જો તેઓને હિત–અહિતનું જ્ઞાન હોય
તો શું તેઓ આટલું નથી સમજી શકતા કે–જે ક્રિયાથી બીજા જીવોને દુઃખ પહોંચે છે અને એ દુઃખ પણ જેવું–તેવું
નહિ પરંતુ સૌથી મોટું જે મૃત્યુનું દુઃખ પામે છે, તે ક્રિયાથી ઉલટા સ્વભાવવાળા સુખની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે?
(પ) –વૈનયિક મિથ્યાત્વનું લક્ષણ–
सर्वेषामपि देवानां समयानां तथैव च।
यत्र स्यात् समदर्शित्वं ज्ञेयं वैनयिकं हि तत्।।
८।।
અર્થ:– “સંસારમાં જેટલા દેવ પૂજાય છે અને જેટલા શાસ્ત્રો કે દર્શનો પ્રચલિત છે તે બધાય સુખદાયી છે,
તેનામાં કોઈ ભેદ નથી, તે બધાથી મુક્તિ અથવા આત્માના કલ્યાણની પ્રાપ્તિ થઈ શકે છે” એમ જે માને છે તે
વિનયમિથ્યાત્વ છે અને તે સિદ્ધાંતને માનનારા લોકો વૈનયિક મિથ્યાત્વી છે.
મિથ્યાત્વના પાંચ ભેદોની જરૂરિયાત
૧–જેઓ સ્યાદ્વાદ દર્શનથી વિરુદ્ધ કોઈ ને કોઈ એકાંત–એકાંતપક્ષો–ને માને છે તેઓને માટે એકાન્ત
મિથ્યાત્વ કહેવામાં આવ્યું છે. જૈનદર્શન સિવાયના દર્શનોનો એકાંત દ્રષ્ટિના કારણે જ નિષેધ કરવામાં આવ્યો છે,
જો તેમ નિષેધ ન કરવામાં આવે તો ઘણા એકાન્તવાદીઓના સિદ્ધાંત પણ જૈનદર્શનને અનુકૂળ થઈ જાય.
જૈનદર્શન સિવાય જેટલા દર્શન છે તે બધાય એકાંતવાદી છે, તેથી કરીને તે બધાને એકાંત મિથ્યાદ્રષ્ટિ જ
માનવામાં આવે છે. ઉદાહરણ તરીકે, બૌદ્ધદર્શન એકાંત મિથ્યાત્વી છે; કેમકે તે દરેક વસ્તુને પૂર્વાપર સંબંધ
વગરની ક્ષણિક રહેનાર માને છે; પણ ક્ષણિકતાની સાથે નિત્યતા સ્વરૂપ માન્યા વગર કામ ચાલી શકતું નથી
[અર્થાત્ વસ્તુ સ્વરૂપ સિદ્ધ થતું નથી]. જો વસ્તુઓ સંબંધ વગરની હોય તો અંકુરા ઉત્પન્ન થવામાં બીજની
જરૂરિયાત કેમ હોવી જોઈએ? આ પ્રમાણે સર્વ એકાંતવાદ દોષિત ઠરે છે.
૨–ધર્મક્રિયાઓને જે વિપરીત કરે છે તે વિપરીત મિથ્યાદ્રષ્ટિ છે, તેનું સૌથી મોટું ઉદાહરણ, યજ્ઞ સંબંધમાં
પશુ હિંસા કરવી તે છે. સંકલ્પ કરીને કોઈ નિરપરાધીને મારવો તે બધા નિષ્પક્ષ મનુષ્યોની દ્રષ્ટિમાં પાપ છે.
એવા સર્વસંમત પાપને જે ધર્મ સમજે છે તે સૌથી મોટો વિપરીત જ્ઞાની છે, તેથી કરીને અનાત્મ જ્ઞાનને અથવા
મિથ્યાત્વને વિપરીત મિથ્યાત્વ કહી શકાય છે. જો કે એકાન્ત મિથ્યાત્વને પણ, તે સ્યાદ્વાદની અપેક્ષાથી વિરુદ્ધ
હોવાથી વિપરીત મિથ્યાત્વ કહી શકાય છે પરંતુ તે વિપરીતતા જ્ઞાની હોય તેને જ સમજમાં આવે છે, બધાની
સામાન્ય દ્રષ્ટિમાં સુગમતાથી આવી શકતી નથી; પણ હિંસા અથવા વધને ધર્મ મનાવવાવાળા, બધાની દ્રષ્ટિમાં
વિપરીત જણાવા લાગે છે, તેથી કરીને વધ વગેરે પ્રસિદ્ધ વિપરીત ધર્માચરણોનો વિપરીત મિથ્યાત્વમાં સમાવેશ
કરવો યોગ્ય છે. એવું મિથ્યાત્વ પણ જગતમાં એક પ્રખ્યાત જુદી રીતનું વર્તમાન છે.
૩–સત્યધર્મની સમીપ પહોંચીને પણ તેમાં શંકા રહ્યા કરવી, જેથી કરીને નિર્ણય સહિત ધર્મમાં પ્રવૃત્તિ ન હોઈ
શકે–એ સંશય મિથ્યાત્વ છે. જ્યાં સુધી વાસ્તવિક આત્મજ્ઞાન પ્રગટ ન થયું હોય ત્યાં સુધી આ વાત હોય જ. જે
આત્મજ્ઞાની થઈ ગયા છે એવા આત્માને બંધન–મુક્તિ વગેરેના સ્વરૂપમાં શંકા કેમ થાય? તેથી આશંકાપણું જ મિથ્યાત્વ
છે. સર્વથા સત્ય જૈનધર્મ સુધી આવી પહોંચ્યો છતાં પણ શંકા રહ્યા કરે છે, આ વાત બતાવવા માટે આ મિથ્યાત્વના
ભેદનો સંગ્રહ કર્યો છે, તેનું ઉદાહરણ જૈનાભાસનું આપ્યું છે. સંશય મિથ્યાત્વના બીજા પણ ઉદાહરણ હોઈ શકે છે.
૪–જે વસ્તુનું સામાન્ય વિશેષરૂપ સ્વરૂપ યથાર્થ ન જાણવું પણ પોતાના મનની પ્રેરણાથી જેમ ઠીક લાગે
તેમ માનવું તે અજ્ઞાનીક મિથ્યાત્વ છે; તેનું ઉદાહરણ મસ્કરી વગેરે ભેદ છે. આત્માના અમૂર્તિત્વ વગેરે સામાન્ય
ધર્મોથી, તથા ઉપયોગ વગેરે વિશેષ ધર્મોથી જ્યારે અજ્ઞાન રહે છે ત્યારે જ મનોનીત કલ્પનાઓ ઉત્પન્ન થાય છે
તેથી વાસ્તવિક જ્ઞાનના અભાવથી તેને મિથ્યાત્વમાં બતાવ્યું છે.
[વધુ માટે જુઓ પા. પ૦]
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ તા. ૧૩–૧–૪૫
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દાસકુંજ મોટા આંકડિયા (કાઠિયાવાડ)