PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
ઓળખીને તેનો આદર કરવો તે જ કલ્યાણનો ઉપાય છે; જેણે આત્માની પ્રભુતાની પ્રતીત કરી
PDF/HTML Page 3 of 21
single page version
અને તેથી વધુ હોય, અને જેઓ, ગુજરાતી પમું ધોરણ કે તેથી
ઉપરના ગુજરાતી કે અંગ્રેજી ધોરણોમાં અભ્યાસ કરતા હોય,
તેમને દાખલ કરવામાં આવે છે.
કાનજીસ્વામી’ નાં વ્યાખ્યાન–શ્રવણનો, અપૂર્વ લાભ મળે તેમ
છે.
હાલ, સંસ્થાનું સ્વતંત્ર નવું, સુંદર, હવા ઉજાસ તથા
સંસ્થાના પ્રવેશપત્ર તથા ધારાધોરણ અને નિયમો તા. ૩૦–૪–
૫૭ સુધીમાં મંગાવી ભરી તા. ૨૦–૫–૫૭ સુધીમાં પરત મોકલી
તેને બદલે હવેથી ભાવનગરથી થશે અને વ્યવસ્થા પણ ત્યાંથી
થશે; માટે વ્યવસ્થા બાબતનો પત્રવ્યવહાર હવેથી
આનંદ પ્રેસ–ભાવનગર
ન જગાડયા તો જીવન શું કામનું?
જેણે જીવનમાં ભવથી છુટવાનો ઉપાય
ન કર્યો તેના જીવનમાં ને કીડા–
કાગડાના જીવનમાં શું ફેર છે! માટે
ભાઈ! હવે આ ભવભ્રમણથી
ઉપાય સત્સમાગમે કર.
શ્રવણ કરીને, તેની પ્રતીત કરતાં જ
તારા આત્મામાં ભવના અંતના
ભણકારા આવી જશે.
વિષયોનો ભોગવટો ન હોય. તારા
જ્ઞાયકસ્વભાવના આનંદનો ભોગવટો
છોડીને અનાદિથી આ વિકારરૂપ
વિષયોના ભોગવટા કરી કરીને તારું
ભાઈ! હવે તે વિકારનો ભોગવટો
કરવામાં રાજી ન થા, ને તારા
જ્ઞાનાનંદ સ્વરૂપને સંભાળ. વિકારનો
ભોક્તા થવામાં તારું આનંદશરીર
હણાય છે, માટે તે ભોગવટો છોડ;
વિકાર તારા જ્ઞાનસ્વભાવથી જુદા છે,
તેને ભોગવવાનો તારો સ્વભાવ નથી.
માટે અંતરમાં લક્ષ કરીને તારા
ભોગવટો કર. આ અતીન્દ્રિય
ભગવાન ઈન્દ્રિય વિષયોમાં મુર્છાઈ
જાય–તે શોભતું નથી.
PDF/HTML Page 4 of 21
single page version
સુધી શુભ ભાવ કરવાનો ઉપદેશ કેમ આપતા નથી?
સમ્યગ્દર્શનથી જ થાય છે. અશુભ તેમજ શુભ એ બંને પ્રકારના ભાવો તો જીવ
અનાદિકાળથી ઉપદેશ વગર પણ કરતો જ આવ્યો છે, પણ તેનાથી કાંઈ
ભવભ્રમણનો અંત આવતો નથી, તેથી તેના ઉપર શું વજન દેવું!! શુભરાગ પણ
અપરાધ છે, વિકાર છે, તેની રુચિ કરવાનું કેમ કહેવાય? જેમ ‘અમૃત ન મળે તો
તું ઝેર ખાજે’ એમ કેમ કહેવાય? હા, એમ કહેવાય કે અમૃત ન મળે ત્યાંસુધી
તેને જ મેળવવાનો પ્રયત્ન કરજે, પણ ઝેર તો ખાઈશ નહિ. –તેમ સમ્યગ્દર્શન ન
થાય તો તેણે સમ્યગ્દર્શનનો પ્રયત્ન કરવો, પણ રાગને તો ધર્મ ન જ માનવો.
રાગને ધર્મ માનવો તે તો મિથ્યાત્વરૂપ ઝેરનું સેવન છે, માટે જેણે ભવથી છૂટવું
હોય તેને માટે તો પહેલાંં સમ્યગ્દર્શનનો જ ઉપદેશ છે.
ઊંચી જાતના શુભભાવો તો સહેજે થઈ જાય છે, એટલે તેને તેના ઉપદેશની
મુખ્યતા નથી. જેમ અનાજ પાકતાં રાડાં પણ સાથે પાકી જાય છે, પણ ખેડૂતનો
પ્રયત્ન અનાજ માટે છે, રાડાં માટે નથી; તેમ સમ્યગ્દર્શન વગેરેને સાધતાં સાધતાં
વચ્ચેની ભૂમિકામાં ઊંચી જાતનો શુભરાગ પણ આવી જાય છે, પણ ધર્મીનો
પ્રયત્ન તો સમ્યગ્દર્શનાદિ માટે છે, રાગ માટે તેનો પ્રયત્ન નથી, તેમજ તે રાગને
ધર્મ માનતા નથી.
તો તેના શુભની શી કિંમત? તેણે આત્માનું શું હિત કર્યું? –અહીં તો આત્માનું
હિત થાય ને ભવભ્રમણનો અંત આવે–એવી વાત છે. જેનાથી આત્માનું
ભવભ્રમણ ન અટકે તેની શી કિંમત?
PDF/HTML Page 5 of 21
single page version
PDF/HTML Page 6 of 21
single page version
રહ્યો છે, પણ તું કદી મુક્તિ પામ્યો નથી. હે ભાઈ! સંસારમાં રખડતાં તેં આત્મસ્વરૂપની વાત પણ કદી પ્રેમપૂર્વક
સાંભળી નથી. દેહથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ આત્મા શું ચીજ છે–એના ભાન વગર તેં બહારમાં આ કરું ને તે કરું–
એવો દેકારો કર્યો છે. તેં ચૈતન્યના ચિંતન સિવાય બાહ્ય પદાર્થોનું ચિંતન પૂર્વે અનંતવાર કર્યું, ને તેથી ચાર
ગતિમાં પરિભ્રમણ કર્યું, માટે હે જીવ! હવે સંતો પાસેથી ચૈતન્યનું શ્રવણ કરીને તેનું તું ચિંતન કર.
કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
એક આંગળીને ઈજા થાય તો પણ કેટલા વિચાર કરે છે! તો આ આખો આત્મા અનાદિ કાળથી ચાર ગતિમાં
દુઃખ પામે છે તેનાથી તેનો કેમ છૂટકારો થાય–તેનો વિચાર કેમ નથી કરતો?
સંભળાય પણ આત્મા કાંઈ કાનથી ન જણાય; નાકથી સુગંધ–દુર્ગંધ જણાય પણ આત્મા તો ગંધ વગરનો છે તે
કાંઈ નાકથી સૂંઘી શકાય નહિ. જીભથી રસ ચખાય પણ આત્મા રસ વગરનો છે તે જીભથી સ્વાદમાં ન આવે;
તેમજ સ્પર્શથી પણ તે જણાય નહિ; આત્મા તો અરૂપી ચૈતન્યસ્વરૂપ છે, તે જ્ઞાનથી જણાય છે. અરે! આત્મા
કોણ–તેનો તો વિચાર પણ કરે નહિ, મરીને હું ક્યાં જઈશ ન મારું શું થશે! –એનો વિચાર કરે નહિ, ને માંસ
ખાય, દારુ પીએ, શિકાર કરે–એવા મહાપાપના કામ કરે તે જીવ નરકમાં મહાદુઃખ પામે છે. આત્મા તો
જ્ઞાનસ્વરૂપ છે. જેનામાં રૂપ નથી તે આંખથી કેમ દેખાય? જેનામાં શબ્દ નથી તે કાનથી કેમ સંભળાય? જેનામાં
ગંધ નથી તે નાકથી કેમ સૂંઘાય? જેનામાં શબ્દ નથી તે કાનથી કેમ જણાય? જેનામાં સ્પર્શ નથી તે સ્પર્શવડે કેમ
જણાય? જેનામાં રસ નથી તે જીભવડે કેમ જણાય? આત્મા તો પાંચે ઈન્દ્રિયોથી જુદો છે, તે કોઈ ઈન્દ્રિયોવડે
જણાતો નથી, પણ અંતરમાં જ્ઞાન કરે તો તે જણાય છે.
છે. તીવ્ર પાપમાં ડુબેલા જીવને ધર્મનો વિચાર થતો નથી. અરે રે! અનંતકાળમાં આવો મનુષ્ય અવતાર મળ્યો,
આ શરીર તો ક્ષણમાં છૂટી જશે... માટે આ મનુષ્ય અવતારમાં મારા આત્માનું હિત થાય–એવો ઉપાય હું કરું, –
એમ વિચાર કરવો જોઈએ. શાંતિ તો જીવના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ છે પરંતુ મહામોહને લીધે જીવે તેનું ચિંતન
કદી કર્યું નથી, ને સ્ત્રી–પુત્રાદિનું જ ચિંતન કર્યું છે; ઠેઠ મરણ સુધી પરની જ ચિંતા કર્યા કરે છે... અનંત ભવમાં
એ જ રીતે પરની ચિંતા કરતો કરતો મર્યો... પણ પોતાના સ્વરૂપનું ચિંતન જીવે કદી ન કર્યું. ‘હું શુદ્ધચિદ્રૂપ છું’ –
એવા સ્વરૂપના સ્મરણપૂર્વક કદી સમાધિમરણ કર્યું નથી. ભાઈ! તારા ચિદાનંદસ્વરૂપ આત્મા વગર તને કોઈ
શરણરૂપ નથી; માટે જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને ઓળખ. જીવનમાં આત્માનું ભાન કર્યું હોય તો મરવા ટાણે તેનું
સ્મરણ કરે ને?
PDF/HTML Page 7 of 21
single page version
અલ્પકાળમાં મુક્તિ થયા વગર રહે નહિ.
જ્ઞાન–આનંદ ભર્યા છે. જેમ લીંડી પીપરમાં ૬૪ પહોરી તીખાશની તાકાત છે તો તેમાંથી તે તીખાશ પ્રગટે છે. તેમ
એકેક આત્મામાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદની તાકાત ભરી છે, તેનું ભાન કરતાં તેમાંથી જ તે જ્ઞાન–આનંદ પ્રગટ
થાય છે: વેપાર ધંધામાં પાપના ભાવ કરે ને પૈસા મળે, ત્યાં મૂઢપ્રાણી એમ માને છે કે મેં આમ કર્યું તેથી મને
પૈસા મળ્યા. પણ ભાઈ! પૈસા તે કાંઈ તારા પાપના ધંધાથી નથી મળ્યા; પૈસા તો પૂર્વના પુણ્યના ફળમાં મળ્યા
છે. પુણ્ય વિના લાખ ઉપાય કરે તો પણ પૈસા મળતા નથી. પહેલાંં સત્સમાગમે આત્માનું સ્વરૂપ વારંવાર
સાંભળીને તેનો પરિચય કરવો જોઈએ. જેમ નિશાળમાં એકડો શીખવા જાય છે ત્યાં પણ તે એકડો સેંકડો વાર
ઘૂંટે છે. તેમ જેણે આત્માનું જ્ઞાન કરવું હોય તેણે સત્સમાગમે તેની વાત વારંવાર ઘૂંટવી જોઈએ.
આત્માના હિતનો કદી ઉપાય કર્યો નથી તો મરણ વખતે તું કોનું શરણ કરીશ? ઘણા કહે છે કે છેલ્લે મરવા ટાણે
આત્માનું ધર્મધ્યાન કરશું! –પણ ભાઈ! અત્યારે જીવનમાં આત્માની દરકાર કરતો નથી તો મરવા ટાણે તેનું
ધ્યાન ક્યાંથી લાવીશ! જેમ–બંદૂક જેણે કદી હાથમાં ઝાલી નથી, કઈ રીતે બંદૂક પકડવી ને ક્યાંથી ફોડવી તેની
ખબર નથી તે લડાઈમાં ક્યાંથી ઊભો રહી શકશે? બંદૂક પકડતાં પણ તેનો હાથ ધૂ્રજશે. તેમ જીવનમાં દેહથી
જુદા આત્માને જાણવાની જેણે દરકાર નથી કરી, સત્સમાગમે શ્રવણ–મનન પણ કર્યું નથી તે દેહ છૂટવા ટાણે તેનું
ચિંતન ક્યાંથી લાવશે? માટે ભાઈ! જીવનમાં તારા હિતનો ઉપાય કર–એવો ઉપદેશ છે.
છૂટવાનો ઉપાય છે. આત્માના જ્ઞાન વગર આ ભવના દુઃખનો ક્યાંય આરો નથી. શ્રીમદ્ રાજચંદ્ર મોરબી પાસે
વવાણીયા ગામમાં થઈ ગયા. તેઓ ૧૬ વર્ષની ઉમરમાં કહે છે કે–
શુભ દેહ માનવનો મલ્યો,
તોય અરે! ભવચક્રનો
આંટો નહિ એકે ટળ્યો,
સુખ પ્રાપ્ત કરતાં સુખ–ટળે છે,
લેશ એ લક્ષે લહો!
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે
કાં અહો! રાચી રહો?
આત્મજ્ઞાન વગર ક્ષણે ક્ષણે તું ભાવ મરણે મરી રહ્યો છે. તેનાથી તારા આત્માનો ઉદ્ધાર કેમ થાય તેની આ વાત
છે.
તેનો વિચાર કર... તેનો વિશ્વાસ કર. જેને આત્માની ઘા લાગી છે, આત્માના હિતની જિજ્ઞાસા જાગી છે તે
સત્સમાગમે જ્ઞાની પાસેથી આત્માની વાત સાંભળીને એમ વિચારે છે કે અરેરે! મારા આવા સ્વરૂપનો મેં કદી
વિચાર ન કર્યો ને હું ભવભ્રમણમાં દુઃખી થયો. હવે જ્ઞાની પાસેથી મારું શુદ્ધ સ્વરૂપ ભવભ્રમણ ટાળવું છે. –આમ
જિજ્ઞાસા જગાડીને આત્માનું શ્રવણ–મનન કરવું જોઈએ તો આત્માનું ભાન થાય ને આ ભવભ્રમણથી છૂટકારો
થાય.
PDF/HTML Page 8 of 21
single page version
ધર્મોરૂપે જ રહ્યો છે. આ રીતે ‘સર્વ શરીરોમાં એક સ્વરૂપાત્મક એવી સ્વધર્મવ્યાપકત્વ શક્તિ આત્મામાં છે. ’
એટલે શરીરના ધર્મરૂપે ન થતાં આત્મા પોતાના ધર્મોમાં જ રહે છે. અનાદિથી સંસારમાં રખડતાં રખડતાં અનંત
શરીરો જીવે ધારણ કર્યા પણ તે બધામાં તેનું સ્વરૂપ તો એક જ રહ્યું છે, તે કદી કોઈ શરીરના ધર્મમાં વ્યાપીને
રહ્યો નથી પણ પોતાના નિજધર્મોમાં વ્યાપીને એક સ્વરૂપે જ રહ્યો છે. મનુષ્યદેહ હોય ત્યાં અજ્ઞાનીને દેહબુદ્ધિથી
એમ લાગે છે કે ‘હું મનુષ્ય છું. ’ તિર્યંચનો દેહ હોય ત્યાં એમ લાગે છે કે ‘હું તિર્યંચ છું’ –એમ જે જે શરીર હોય
તે શરીરરૂપે જ પોતાને માને છે; અહીં આચાર્યપ્રભુ સમજાવે છે કે અરે જીવ! તું શરીરરૂપે થઈ ગયો નથી. જુદ
જુદા અનંત શરીરો ધારણ કર્યા ને છૂટયા છતાં તારો આત્મા તો તે ને તે જ રહ્યો છે. મનુષ્ય અવતાર વખતે તું
કાંઈ મનુષ્ય શરીરરૂપે થઈ ગયો નથી, તું તો તારા જ્ઞાનાદિ અનંત ધર્મોથી એકરૂપ છો. શરીરો અનંત બદલાઈ
ગયા પણ તારા સ્વરૂપના ધર્મો કાંઈ બદલી ગયા નથી. અનંતકાળ પહેલાંં તારામાં જે જ્ઞાનાદિ નિજધર્મો હતા તે
જ જ્ઞાનાદિ નિજધર્મોમાં અત્યારે પણ તું રહ્યો છે, માટે તારા નિજધર્મોને દેખ.
તો અચેતન–જડ ધર્મમાં રહેલું છે, એટલે આત્મા તો જાણનાર ધર્મવાળો છે, ને શરીર તો કંઈ પણ ન જાણે એવા
જડધર્મવાળું છે; આ રીતે બંનેના ધર્મો પ્રગટ ભિન્ન ભિન્ન છે. પોતાના જ્ઞાનધર્મથી તે તે વખતના શરીરને જાણતાં
‘આ શરીર જ હું છું’ એમ માનીને અજ્ઞાની જીવ પોતાના જ્ઞાનધર્મને ભૂલી જાય છે. દેહને જાણવાનો આત્માનો
સ્વભાવ છે પણ પોતે દેહરૂપે થઈ જાય–એવો આત્માનો સ્વભાવ નથી. પોતે તો પોતાના જ્ઞાનાદિ સ્વભાવરૂપ
ધર્મમાં જ રહે છે.
PDF/HTML Page 9 of 21
single page version
આંબા જેવો મીઠો થઈ જતો નથી; ભિન્ન ભિન્ન અનેક જ્ઞેયોને જાણવા છતાં પોતે તો પોતાના જ્ઞાનધર્મરૂપે જ રહે
છે. અજ્ઞાની પોતાના જ્ઞાનધર્મને ભૂલીને, જે જે પરજ્ઞેયોને જાણે તેને જ પોતાનું સ્વરૂપ માની લ્યે છે.
પોતાની અવસ્થામાં ક્ષણે ક્ષણે અનાદિથી રાગાદિ કરતો આવે છે છતાં આત્માનો સ્વભાવ રાગમય થઈ ગયો
નથી. ઘડીકમાં રાગ, ઘડીકમાં દ્વેષ, ઘડીકમાં હર્ષ ને ઘડીકમાં ગમગીની, ઘડીકમાં અશુભ ને ઘડીકમાં શુભ–એમ
અનાદિકાળથી જુદા જુદા વિકારીભાવો બદલાયા કરે છે, એક ને એક વિકારીભાવ સળંગપણે રહેતા નથી, પણ
આત્મા પોતાના અનંતધર્મો સહિત સળંગપણે અનાદિ–અનંત એકરૂપ વર્તે છે, માટે વિકાર તેનું વાસ્તવિક સ્વરૂપ
નથી. અનંતધર્મોમાં વ્યાપવાપણું ત્રિકાળ છે તે જ વાસ્તવિક સ્વરૂપ છે. આવા સ્વરૂપને ઓળખે તો પર્યાયમાંથી
રાગાદિનું વ્યાપવાપણું છૂટી જાય ને નિર્મળતા વ્યાપે.
વેદન છે. “મારા આત્મા સદાય દર્શન–જ્ઞાન–ચારિત્ર–આનંદ વગેરે મારા નિજધર્મોમાં જ રહેલો છે” એમ શ્રદ્ધા
કરે તેને દર્શન–જ્ઞાન–ચારિત્ર–આનંદ વગેરે બધાય ધર્મોનું શુદ્ધ પરિણમન થયા વિના રહે નહિ.
આત્મા કદી બહાર રહેતો નથી. આત્મા શરીરમાં તો નથી રહ્યો, પણ એકલા રાગાદિમાં રહે તેને પણ ખરેખર
આત્મા કહેતા નથી. આત્મા તો પોતાના અનંતધર્મો અને તેની નિર્મળ પર્યાયોમાં રહેનાર છે. આવા સ્વરૂપે
ઓળખે તો જ આત્માને ઓળખ્યો છે.
સાત ધાતુનું ઢીંગલું છે, ને આ ભગવાન આત્મા તો ચૈતન્યધાતુનો પિંડ છે. એકબીજાના સંયોગમાં રહ્યા તેથી
આત્મા શરીરમાં રહ્યો એમ લોકો બોલે છે, પણ ખરેખર તો અત્યારે પણ આત્મા પોતાના ગુણ–પર્યાયરૂપ
ધર્મોમાં જ રહ્યો છે. પોતાના ધર્મોને આત્મા કદી પણ છોડતો નથી, ને શરીરાદિને આત્મા કદી પણ ગ્રહતો નથી.
આત્મા કાંઈ અચેતન નથી, આત્મા તો ચૈતન્યમૂર્તિ છે. અચેતન–શરીરમાં ચૈતન્યમૂર્તિ આત્મા કેમ રહે? આત્મા
તો પોતાના ચૈતન્યધર્મમાં જ રહ્યો છે. અહો, દેહ અને આત્માનું આવું સ્પષ્ટ ભિન્નપણું હોવા છતાં, મોહને લીધે
અજ્ઞાની જીવને તેની ભિન્નતા દેખાતી નથી.
પ્રભુના પુત્ર બાહુબલિકુમાર પણ કામદેવ હતા, તેમને દેહથી ભિન્ન ચિદાનંદસ્વરૂપી આત્માનું ભાન હતું, છ ખંડમાં
રૂપાળું શરીર હોવા છતાં તે શરીરમાં આત્મબુદ્ધિ સ્વપ્નેય તેમને ન હતી, જેમ થાંભલાથી આત્મા જુદો છે તેમ
દેહથી પણ આત્માને અત્યંત જુદો જાણતા હતા; અમારો આત્મા આ રૂપાળા દેહમાં રહ્યો છે–એવી બુદ્ધિ સ્વપ્ને
પણ ન હતી, આત્માના સ્વધર્મના ભાનમાં દેહાદિથી તો ઉદાસ–ઉદાસ હતા, સ્વપ્નેય તેમાં સુખ ભાસતું ન હતું.
જેમ કોઈ મુસાફર રસ્તા ઉપરથી જતો હોય ત્યાં એક પછી એક ઝાડની છાયામાંથી પસાર થતો જાય છે, પણ હું
આ ઝાડની છાયારૂપે થઈ ગયો–એવી કલ્પના તેને થતી નથી; આંબા, અશોક, ચંપા, જાંબુડા, દ્રાક્ષ, સોપારી,
નાળિયેરી
PDF/HTML Page 10 of 21
single page version
મનુષ્ય મટીને ઝાડની છાયારૂપે થઈ જતો નથી. તેમ સંસાર પરિભ્રમણમાં આત્મા એક પછી એક શરીરો ધારણ
કરે છે ને છોડે છે, અનેક શરીરોમાંથી પસાર થવા છતાં ‘હું આ શરીરરૂપે થઈ ગયો’ એવી કલ્પના પણ જ્ઞાનીને
થતી નથી. દેવ–મનુષ્ય–હાથી–બળદ વગેરે શરીરોમાંથી પસાર થવા છતાં આત્મા તો સોંસરવટ તેને તે જ
એકસ્વરૂપે રહ્યો છે, આત્મા ચેતન મટીને જડ શરીરરૂપે થઈ ગયો નથી. ભાઈ! આમ સ્પષ્ટપણે તારું સ્વરૂપ
દેહથી અત્યંત જુદું છે, તો જુદાને જુદારૂપે માનવામાં તને શું વાંધો આવે છે!! ! જેમ સડક ઉપર જતો માણસ
ઝાડના પડછાયા ઉપરથી ચાલ્યો જાય છે, ત્યાં તે માણસનો સ્વભાવ કોઈ છાયારૂપે થતો નથી. માણસ તો બધી
છાયાને ઓળંગીને સોંસરવો નીકળી જાય છે, તેમ અનાદિથી સંસાર–સડકમાં ચાલતો આત્મા એક પછી એક
અનેક શરીરોમાંથી પસાર થયો, પણ તે કદી કોઈ શરીરરૂપે થયો નથી, સદા સળંગપણે એક સ્વરૂપે પોતામાં જ
રહ્યો છે. બધાય આત્મામાં આવી શક્તિ છે કે તે સ્વધર્મમાં જ રહે છે. આવા નિજધર્મને જે ઓળખે તેને શરીરનો
સંબંધ છૂટીને અશરીરી મુક્તદશા થયા વિના રહે નહીં.
આત્મા કરે અથવા શરીરની ક્રિયાથી આત્માને ધર્મ થાય–એમ જેણે માન્યું તેણે આત્માને ‘સ્વધર્મવ્યાપક’ ન
માન્યો પણ જડ શરીરના ધર્મોમાં વ્યાપક માન્યો. એટલે કે આત્માને જડરૂપ માન્યો, ને જડને આત્મારૂપ માન્્યું,
જીવને અજીવ માન્યો અને અજીવને જીવ માન્યો–તે મિથ્યાત્વ છે. અને મિથ્યાત્વ તે જ અધર્મની મહાન્ ક્રિયા છે.
આત્મા તો જ્ઞાનાદિ સ્વધર્મોમાં જ રહેલો છે, ને શરીરથી તો જુદો જ છે–એમ બંનેના ધર્મોને ભિન્ન ભિન્ન
ઓળખીને, સ્વધર્મમાં વ્યાપક આત્માની શ્રદ્ધા કરવી તે અપૂર્વ સમ્યક્ત્વ છે. તે સમ્યક્ત્વ થતાં આત્મા પોતાની
નિર્મળ પર્યાયોમાં વ્યાપે છે; અને તે જ ધર્મની ક્રિયા છે.
સ્વભાવ તો મારા અનંતધર્મોમાં જ વ્યાપેલો છે, વિકારમાં કે પરમાં વ્યાપવાનો મારો સ્વભાવ નથી” –એવું
સમ્યગ્જ્ઞાન થતાં સાધક જીવ પોતાની નિર્મળ પર્યાયોમાં જ તન્મય થઈને તેમાં વ્યાપે છે, રાગાદિમાં પણ તે
તન્મય થઈને વ્યાપતો નથી; તેને રાગાદિ ટળીને અલ્પકાળમાં મુક્તદશા થઈ જાય છે.
અનાદિથી અજ્ઞાનીને તેનું ભાન નથી, તેથી પર્યાયમાં તેને નિજધર્મનો અનુભવ થતો નથી. માટે તેને કહે છે કે તું
તારા નિજધર્મને ઓળખીને તેનો અનુભવ કર, તો તને પર્યાયમાં સમ્યગ્દર્શનાદિ ધર્મ થાય.
તાદાત્મ્યરૂપે એકમેક છે, જુદો નથી, તેથી જ્ઞાનને સેવે જ છે; તો પછી તેને જ્ઞાનની ઉપાસના કરવાનો ઉપદેશ કેમ
આપવામાં આવે છે?
જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એટલે કે સ્વભાવથી તો આત્મા સદાય જ્ઞાનસ્વરૂપ હોવા છતાં, પર્યાયમાં અનાદિથી
અજ્ઞાનને સેવી રહ્યો છે, જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને પર્યાયમાં તેનું સેવન કદી એક ક્ષણ પણ કર્યું નથી. અને
જ્યાં સુધી પર્યાયમાં જ્ઞાનસ્વભાવનું સેવન ન કરે ત્યાં સુધી તે આત્મા અજ્ઞાની છે; જ્યારે અંતર્મુખ થઈને
પર્યાયને જ્ઞાનસ્વભાવમાં એકાકાર કરીને તેનું સેવન (શ્રદ્ધા–જ્ઞાનલીનતા) કરે ત્યારે આત્મા જ્ઞાની થાય છે. એ
રીતે પર્યાયમાં જ્ઞાન નવું પ્રગટે છે. તેમ અહીં આત્માને સ્વધર્મવ્યાપક કહ્યો તેમાં પણ એ
PDF/HTML Page 11 of 21
single page version
નિર્મળ પરિણમન થાય અને પર્યાયમાં ધર્મ પ્રગટે. આ રીતે નિર્મળ પર્યાયને સાથે ભેળવીને આ શક્તિઓનું
વર્ણન છે–તે વાત ઘણી વાર સ્પષ્ટ કરવામાં આવી છે. નિર્મળ પર્યાયને સાથે ભેળવ્યા વગર શક્તિની પ્રતીત કરી
કોણે? પ્રતીત કરવાનું કાર્ય તો નિર્મળ પર્યાયમાં જ થાય છે; એટલે નિર્મળ પર્યાય ભેગી ભેળવીને પ્રતીત કરે તેને
જ આત્માની સાચી પ્રતીત થાય છે. પર્યાયમાં જરા પણ નિર્મળતા થયા વગર એકલી શુદ્ધ શક્તિની પ્રતીત કરવા
જાય તો તેને સાચી પ્રતીત થતી નથી, પણ એકાંત થઈ જાય છે.
લાગે. –જુઓ, આ મૂઢ જીવોની વાત! તેણે તો આત્માને શરીરના ધર્મરૂપ થઈ ગયેલો જ માન્યો છે. જ્યારે
ભેંસનો આત્મા તે શરીરમાં હતો ત્યારે પણ તે શરીરની ક્રિયાના કારણે તેને પાપ નહોતું લાગતું. શરીરના ચામડા
આત્માએ ક્યારે કર્યાં છે કે તેનું પાપ આત્માને લાગે? શરીર આત્માને કારણે થયું નથી, પણ પરમાણુની રચના
છે, આત્માનો ધર્મ કે પાપ–પુણ્ય તે શરીરમાં નથી રહેતા. શરીરરહિત આત્મા ત્રિકાળ પોતાના સ્વરૂપમાં છે તેને
જાણ્યા વગર શરીરાદિને ખરેખર ‘વોસરાવી’ શકાય નહિ. “કાયાથી કરેલા પાપને હું વોસરાવું છું” –એ તો
ચૈતન્યસ્વભાવના ભાનપૂર્વક કાયા તરફનું લક્ષ છૂટી જાય તેની વાત છે. તેને બદલે અજ્ઞાની તો શરીરથી જ પાપ
થવાનું માને છે ને શરીરને હું વોસરાવું (છોડું) એમ માને છે, એટલે તે ખરેખર શરીરને વોસરાવતો નથી પણ
ઉલટો શરીર સાથે એકતાબુદ્ધિ કરીને મિથ્યાત્વને સેવે છે, ને આત્માના સમ્યગ્દર્શનાદિ ધર્મને વોસરાવે છે. ભાઈ,
પહેલાંં કાયા સાથેની એકત્વબુદ્ધિ તો છોડ, ને કાયાથી ભિન્ન આત્માને તો જાણ, –પછી તને ખબર પડશે કે
કાયાને વોસરાવવી એટલે શું? કાયા તે જ હું–એમ કાયાને જે પોતાની માને તે કાયાને વોસરાવશે ક્યાંથી? કાયા
તે હું નથી, હું તો મારા જ્ઞાનાદિ અનંતધર્મોમાં જ રહેલો છું, કાયાપણે હું કદી થયો જ નથી, કાર્મણકાયમાં પણ હું
કદી રહ્યો નથી, હું તો મારી ચૈતન્યકાયામાં જ સદાય રહ્યો છું–આ પ્રમાણે દેહથી ભિન્ન ચૈતન્યતત્ત્વનું જે જ્ઞાન કરે
તેણે શ્રદ્ધા–જ્ઞાન અપેક્ષાએ કાયાને વોસરાવી દીધી; માટે હે જીવ! શરીરથી અત્યંત ભિન્ન અને પોતાના અનંત
ધર્મોથી સદાય અભિન્ન એવા તારા સ્વભાવને એવો નક્કી કર કે જેથી શરીરનો સંબંધ છૂટીને અશરીરી સિદ્ધદશા
થયે છૂટકો થાય.
પણ કાંઈ જડમાં તો રહ્યો નથી, તે પોતાના અજ્ઞાનભાવમાં રહ્યો છે. એક ઠેકાણે પાવૈયા લોકોમાં એવો રિવાજ કે
જ્યારે નવા મકાનનું વાસ્તુ લ્યે ત્યારે બધા ભેગા થઈને કૂટતા કૂટતા તે મકાનમાં જાય. –જુઓ, આ નપુંસકનું
વાસ્તુ!! તેમ અનંતધર્મસ્વરૂપ ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને તેમાં વાસ કરવાના પુરુષાતનથી જે રહિત છે
એવા મૂઢ–અજ્ઞાની જીવો ચૈતન્યનું વાસ્તુ છોડીને, જડમાં ને વિકારમાં પોતાનો વાસ માની રહ્યા છે. તેને સમજાવે
છે કે અરે જીવ! તે તારો વાસ નથી, વિકારમાં વસવાનો તારો સ્વભાવ નથી, તારો સ્વભાવ તો તારા શ્રદ્ધા–
જ્ઞાન–આનંદ વગેરે અનંતધર્મોમાં વસવાનો છે; માટે તારા સ્વભાવને ઓળખીને તેમાં વાસ કર, –તેની શ્રદ્ધા–
જ્ઞાન–એકાગ્રતા કર; ને વિકારની વાસના છોડ. પોતાના અનંતધર્મોમાં પોતાનું વાસ્તુ છે તેને ન માનતાં, જડ
શરીર વગેરેમાં પોતાનો વાસ જે માને છે તે સ્થૂળ અજ્ઞાની છે તેને જૈનધર્મની ગંધ પણ નથી, તે તો અજૈનધર્મી
છે, એટલે કે મિથ્યાદ્રષ્ટિ છે. સસલા જેવો પોચો કે મગર જેવો કઠણ, રીંછ જેવો કાળો કે હંસ જેવો ધોળો આત્મા
કદી થયો જ નથી, આત્મા તો પોતાના અનંત ધર્મોમાં જ રહ્યો છે. ‘અનંતધર્મોમાં આત્મા રહ્યો છે’ એમ કહેતાં
અનંત–ધર્મો અને તેમાં રહેનારો આત્મા–એમ જુદી જુદી બે ચીજ ન સમજવી, પરંતુ આત્મા પોતે જ
અનંતધર્મસ્વરૂપ છે; અનંતધર્મોથી ભિન્ન બીજું કાંઈ આત્મતત્ત્વ નથી. આવા અનંતધર્મસ્વરૂપ એકાકાર પોતાના
આત્માને ઓળખવો તે અનેકાન્ત છે ને તે અનેકાન્તનું ફળ પરમ અમૃત છે એટલે કે આત્માને ઓળખીને તેનો
અનુભવ કરતાં પરમ આનંદરૂપ અમૃતનો સ્વાદ અનુભવમાં આવે છે.
PDF/HTML Page 12 of 21
single page version
PDF/HTML Page 13 of 21
single page version
હતા. આવા દિગંબર સંત કહે છે કે: અહો! જે જીવો આત્માના અતીન્દ્રિય સુખને ઝંખી રહ્યા છે તેમને માટે હું
કર્મથી ભિન્ન શુદ્ધ આત્માનું સ્વરૂપ બતાવીશ, કે જે આત્માને જાણતાં જરૂર અતીન્દ્રિય આનંદ થાય. આત્મા પોતે
અતીન્દ્રિય આનંદનો સાગર છે; જગતના અનંતકાળના ભવભ્રમણના દુઃખથી થાકીને જેને કેવળ આત્માના
સુખની જ સ્પૃહા જાગી છે–એવા ભવ્ય આત્માને માટે અહીં ભિન્ન આત્માનું સ્વરૂપ બતાવીશ.
સંદેહ જેને ટળી ગયો છે, ને આનંદનો ઉપાય બતાવનાર દેવ–ગુરુ–શાસ્ત્રની આસ્થા થઈ છે, તેથી આત્માના
સુખનો અભિલાષી થઈને તેનો ઉપાય જાણવા આવ્યો છે, એવા આત્માને અહીં ભિન્ન આત્માનું સ્વરૂપ કહીને
સુખનો ઉપાય બતાવે છે. દુઃખ તો ક્ષણિક પર્યાયમાં છે, તેનો નાશ થઈને સુખ પ્રગટ થશે;–ક્યાંથી? કે આત્માના
સ્વભાવમાં અતીન્દ્રિય સુખ છે તેમાંથી તે પ્રગટશે. સુખ વર્તમાનમાં નથી ને ત્રિકાળમાં છે–એમ અનેકાન્ત
જાણીને, જ્યાં ત્રિકાળ સ્વભાવની સન્મુખ થયો ત્યાં પર્યાયમાં પણ સુખ થયું ને દુઃખ ટળ્યું. પરથી ભિન્ન આત્માનું
સ્વરૂપ જાણીને તેની સન્મુખ થવું તે જ હિતનો ઉપાય છે, માટે હિતના કામી જીવને ભિન્ન આત્માનું સ્વરૂપ
આચાર્યદેવ બતાવે છે.
નહિ આત્મથી’ –એમ આત્માના અતીન્દ્રિય સુખ સિવાય જગતમાં બીજું કાંઈ જેને વહાલું નથી, કેવળ આત્માના
આનંદની જ જેને ભાવના છે, એવા ભવ્ય જીવોને માટે ભિન્ન આત્માનું સ્વરૂપ હું બતાવીશ–એમ શ્રી
પૂજ્યપાદસ્વામી કહે છે.
તો પણ તેનો જન્મ સફળ નથી. સુખ અને શાંતિ તો અંદરથી આવે છે કે બહારથી? અંતરના સ્વભાવમાં શાંતિ
છે તેમાંથી જ શાંતિ આવે છે, માટે તેનું લક્ષ કરવું તે જ સર્વ શાસ્ત્રનો સાર છે. અને જેણે એવું લક્ષ કર્યું તેનો
અવતાર સફળ છે.
તેનાથી, અને મારા આત્માના પ્રચુર સ્વસંવેદન વગેરેથી જે આત્મવૈભવ પ્રગટ્યો છે તે સર્વ વૈભવથી હું શુદ્ધ
આત્માનું સ્વરૂપ કહીશ. અહીં પણ પૂજ્યપાદસ્વામી કહે છે કે હું કર્માદિથી ભિન્ન શુદ્ધ આત્માનું સ્વરૂપ કહીશ.
અશુદ્ધતાને તો જગત અનુભવી જ રહ્યું છે, પણ શુદ્ધ આત્માને કદી જાણ્યો નથી, તેથી જે સુખનો અભિલાષી છે
તેણે તો શુદ્ધ આત્માનું સ્વરૂપ જ જાણવાયોગ્ય છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ જ આરાધ્ય છે. આ સમાધિશતકમાં જ
આગળ ૫૩ મી ગાથામાં કહેશે કે–જેને મોક્ષની અભિલાષા છે એવા જીવોએ તો જ્ઞાન–આનંદ–સ્વરૂપ આત્માની
જ કથા કરવી, બીજા અનુભવી પુરુષોને પણ તે જ પૂછવું, તે આત્મસ્વરૂપની જ ઈચ્છા અર્થાત્ પ્રાપ્તિની ભાવના
કરવી ને તેમાં જ તત્પર થવું, કે જેથી અવિદ્યામય એવી અજ્ઞાનદશા છૂટીને જ્ઞાનમય નિજપદની પ્રાપ્તિ થાય.
આત્માર્થીને પોતાના આત્મસ્વરૂપની વાત સિવાય બીજી વાતમાં રસ ન હોય... તેને તો સર્વ પ્રકારે એક
આત્મસ્વરૂપની જ પ્રાપ્તિનો ઉદ્યમ કર્તવ્ય છે.
કરવા યોગ્ય છે, તે જ અભ્યાસવા યોગ્ય છે, તે જ ઉપાર્જન કરવા યોગ્ય છે, તે જ જાણવા યોગ્ય છે, તે જ કહેવા
યોગ્ય છે, તે જ પ્રાર્થના કરવા યોગ્ય છે, તે જ શિક્ષા યોગ્ય (વિનેય) છે, અને તે જ સ્પર્શવા યોગ્ય છે, –કે જેથી
આત્મા સદા સ્થિર રહે.
PDF/HTML Page 14 of 21
single page version
જગતના જીવોને–જેને સુખ જોઈતું હોય તેણે–આ પરથી ભિન્ન શુદ્ધ આત્મા જ જાણવા યોગ્ય છે, તેને
શાસ્ત્રોમાં સંતોનો ઉપદેશ છે. સર્વ ઉપદેશનું રહસ્ય શું? કે શુદ્ધ આત્માની સન્મુખ થઈને તેને જાણવો. તે જ સર્વ
શાસ્ત્રોનો સાર છે. આ સિવાય બહારના બીજા ઉપાયથી સુખ થવાનું જે કહેતા હોય તે ઉપદેશક પણ સાચા નથી,
ને તેનો ઉપદેશ તે હિતોપદેશ નથી. હિતોપદેશ તો આ છે કે તું તારા શુદ્ધ આત્માને જાણીને તેની સન્મુખ થા.
કેમ થાય, મારા આત્મામાં શાંતિનું વેદન કેમ થાય–એવી જેના અંતરની ઊંડી અભિલાષા છે તે જીવને અહીં શુદ્ધ
આત્માનું સ્વરૂપ સંભળાવે છે.
सेसा मे बाहिरा भावा सव्वे संजोगलक्खणा।।’
બાકી બધા સંયોગલક્ષણ ભાવ મુજથી બાહ્ય છે.
બાકીના સર્વે સંયોગલક્ષણરૂપ ભાવો મારાથી બાહ્ય છે.
આ રીતે કુંદકુંદાચાર્યદેવ વગેરે સંતોએ, નિયમસાર, સમયસારાદિ પરમ આગમોમાં શુદ્ધાત્માનું સ્વરૂપ જે
તેઓ ભિન્ન હોય છે, –જેમકે જળ અને અગ્નિના લક્ષણ (શીત અને ઉષ્ણ) ભિન્ન ભિન્ન હોવાથી તેઓ પ્રસિદ્ધપણે
જુદા છે. આત્મા ઉપયોગસ્વરૂપથી લક્ષિત છે અને શરીરાદિ તેનાથી વિરુદ્ધ એવા અનુપયોગ–જડ સ્વરૂપે લક્ષિત
છે, તેથી તેને જુદાપણું છે. એ જ પ્રમાણે રાગાદિ ભાવોથી પણ જ્ઞાનની ભિન્નતા છે, કેમકે બંનેના લક્ષણ જુદા છે.
–ઈત્યાદિ પ્રકારે યુક્તિ તથા અનુમાનથી પણ હું ભિન્ન આત્માનું સ્વરૂપ કહીશ. –કોને? કે જે જીવ કેવળ
અતીન્દ્રિય સુખનો અભિલાષી છે તેને.
જે જીવ આત્માના અતીન્દ્રિય સુખનો અભિલાષી છે તેને માટે હું શુદ્ધ આત્માનું સ્વરૂપ કહીશ–એમ
મારા અંતરના અનુભવથી મારી આત્મશક્તિ અનુસાર હું શુદ્ધ આત્માનું કર્માદિથી ભિન્ન સ્વરૂપ કહીશ. કોને માટે
કહીશ? કે જેને આત્માના સુખની અભિલાષા છે તેને માટે કહીશ.
ભિન્ન આત્માનું સ્વરૂપ સમજવાની જિજ્ઞાસા જ નથી, એટલે એવા જીવોને શ્રોતા તરીકે લીધા જ નથી.
સ્વરૂપ બતાવે છે, કેમ કે એવા આત્માનું સ્વરૂપ જાણવાથી જ અતીન્દ્રિય સુખ થાય છે; માટે આગમથી, યુક્તિથી
ને અનુભવથી આવા શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણવા યોગ્ય છે.
PDF/HTML Page 15 of 21
single page version
બતાવ્યો છે, તે અનુસાર જાણીને હું તેનું વર્ણન કરીશ.
ભિન્નભિન્ન છે. કોઈને દેહ નાનો હોય છતાં બુદ્ધિ ઘણી હોય, ને કોઈને દેહ મોટો હોય છતાં બુદ્ધિ થોડી હોય–એમ
દેખાય છે; જો દેહ અને બુદ્ધિ ભિન્ન ભિન્ન ન હોય તો એમ બને નહિ. માટે દેહ તો જડ છે, ને બુદ્ધિ એટલે કે જ્ઞાન
તે તો આત્માનું લક્ષણ છે, એ રીતે દેહ અને આત્મા ભિન્નભિન્ન છે. –આ પ્રમાણે યુક્તિથી હું દેહાદિથી ભિન્ન
આત્માનું સ્વરૂપ કહીશ.
છે, અંતર્મુખ થવાનો તેનો સ્વભાવ છે, સ્વપરને જાણવાનો તેનો સ્વભાવ છે, આ રીતે ભિન્ન લક્ષણ દ્વારા
રાગાદિથી જ્ઞાનને ભિન્ન જાણીને, તે જ્ઞાનલક્ષણવડે આત્માને રાગાદિથી ભિન્ન ઓળખવો, સર્વ પ્રકારના લક્ષણવડે
અનુમાનથી–યુક્તિથી આત્માને દેહાદિથી જુદો ને રાગાદિથી જુદો જ્ઞાનદર્શનસ્વરૂપ નક્કી કરવો.
અભિલાષી છે તેને!
PDF/HTML Page 16 of 21
single page version
‘આ ‘પદ્મનંદી’ અધ્યાત્મશાસ્ત્ર છે.
આ દેહમાં રહેલો આત્મા જ્ઞાનસ્વરૂપ છે. તેને જાણીને જેઓ સર્વજ્ઞ થયા, તેમની વાણીમાં આત્માનું જે
જીવ ચાર ગતિમાં અનંતકાળથી પરિભ્રમણ કરી રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે–
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત. (૧)
આત્મજ્ઞાન વગર જ દુઃખી થયો. અજ્ઞાનને લીધે ચાર ગતિના અનંત દુઃખ ભોગવ્યા, માટે હે જીવ! હવે
સત્સમાગમે આત્માની સમજણ કર.
પણ તું અનંત વાર થયો, અને તેં શાસ્ત્રજ્ઞાન પણ અનંતવાર કર્યું પણ શાસ્ત્રોએ કહેલા ચૈતન્યતત્ત્વને તેં કદી
જાણ્યું નહિ.
न विदन्ति परं तचं दारुणीव हुताशनम्।।५।।
છો, તેનું ભાન કર. આ વાતનું શ્રવણ પણ જીવને દુર્લભ છે. સમયસારમાં કહે છે કે–
PDF/HTML Page 17 of 21
single page version
કામ–ભોગ–બંધનની કથા
પરથી જુદા એકત્વની
અનંત જન્મમરણનો જેનાથી અંત આવે–એવા ચૈતન્ય સ્વરૂપની વાત જીવે કદી પ્રેમથી સાંભળી નથી, તેનો
પરિચય કર્યો નથી, તેથી તે દુર્લભ છે. જીવે ક્યારેક શાસ્ત્રોનું ભણતર કર્યું તો તે પણ વેદીયાની જેમ ભણી ગયો,
પણ તેના મર્મને ન સમજ્યો. જેમ લાકડામાં અગ્નિ છે તે ઈન્દ્રિયોથી દેખાતો નથી પણ જ્ઞાનથી જ તેનો નિર્ણય
થાય છે; તેમ આ દેહરૂપી લાકડામાં ચૈતન્યજ્યોત આત્મા રહેલો છે, તે આત્મા ઈન્દ્રિયોવડે ન દેખાય, પણ
અંતરના જ્ઞાનવડે જ તે ઓળખાય છે. આવા આત્મસ્વરૂપને ઓળખ્યા વગર જીવ અનંત દુઃખ પામ્યો છે.
સત્સમાગમે આત્માના આનંદસ્વરૂપનું વારંવાર શ્રવણ કરીને તેનો પ્રેમ અને નિર્ણય કરવો જોઈએ. જીવે પૂર્વે
બધું કર્યું છે પણ આત્માને સમજવાની કદી દરકાર કરી નથી.
આત્મા દર્શાવે છે, તેને જો ઓળખે તો જ શાસ્ત્રને ખરેખર ભણ્યો કહેવાય.
છે, અંદરના કર્મરૂપી કાચલાંથી પણ ભિન્ન છે ને રાગરૂપી રતાશથી પણ તે ભિન્ન છે. આવા આત્માનો અનુભવ
કરતાં અંદરમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે તેનું નામ ધર્મ છે.
કાળથી સંસારમાં રખડતાં તેં શું કર્યું? શું તેં એકલા પાપ જ કર્યાં છે? –ના; પાપ તેમજ પુણ્ય પણ તેં અનંતવાર
કર્યાં; છતાં હજી જન્મમરણથી તારો છૂટકારો ન થયો. એક સેકંડ પણ જો ધર્મ કરે તો અલ્પકાળમાં જન્મમરણથી
છૂટકારો થયા વિના રહે નહિ. જન્મ–મરણથી છૂટકારો કેમ થાય તેની આ વાત છે. આ સમજવું તારે બાકી રહ્યું
છે.
અજ્ઞાની પૈસા વગેરેમાં સુખ માનીને મમતા કરે છે, તે મમતાના દુઃખનું વેદન તેને પોતામાં થાંય છે, પણ પૈસા
કાંઈ તેના આત્મામાં આવી જતા નથી, તે તો બહાર જ રહે છે. લોકો કહે છે કે “આની પાસે કરોડ રૂપીયા છે.”
જ્ઞાની કહે છે કે એની પાસે કરોડ રૂપીયા નથી પણ કરોડ રૂપીયાની મમતા તેની પાસે છે. કરોડ રૂપીયા તે તો જડ
પુદ્ગલ છે, તે કાંઈ આત્મામાં આવતા નથી.
આનંદ નથી. અરે, ચૈતન્યને ચૂકીને જેને બાહ્ય પદાર્થોમાં રસ પડ્યો છે તેઓ ચૈતન્યના અપૂર્વ આનંદને જાણતા
નથી. ભગવાન કહે છે કે તારો આત્મા પણ મારા આત્મા જેવો જ છે; ભગવાન થવાની તારામાં તાકાત છે; માટે
તું એક વાર તારા આત્માની ઓળખાણ
PDF/HTML Page 18 of 21
single page version
જેવો મૂર્ખ છે.
લગાડીને ચાલ્યા જાઓ, ચાલતાં ચાલતાં બારણું આવશે એટલે અંદર ચાલ્યા જાજો... આંધળાને ફરતાં ફરતાં
જ્યાં બારણું આવવાનું ટાણું થયું ત્યાં જ બરાબર ખંજવાળ આવી, ને ગઢ ઉપરનો હાથ ઉપાડીને ખંજવાળતો–
ખંજવાળતો ચાલ્યો ગયો... ને બારણું પાછળ રહી ગયું... તેથી પાછો ભટકવા લાગ્યો... તેમ અનાદિ કાળથી
સંસારમાં રખડતા આ જીવને મનુષ્ય અવતારમાં સત્ સમજીને મુક્તિપુરીમાં પ્રવેશવાનું ટાણું આવ્યું.... સંતોએ
તેને મુક્તિમાં પ્રવેશવાનું દ્વાર દેખાડયું... પણ મૂઢ અજ્ઞાની જીવ આંધળાની જેમ વિષય કષાયોની ખંજવાળમાં
જીવન વીતાવી દે છે ને મુક્તિનો આ અવસર ગુમાવી દે છે, માટે સંતો કહે છે કે–અરે ભાઈ! અનંત અનંત
અવતારના દુઃખથી છૂટવાનું આ ટાણું આવ્યું છે; તો હવે દેહાદિથી ભિન્ન એવા તારા પરમતત્ત્વને સત્સમાગમે તું
જાણ.
દેખાતું, કે શરીરના કટકા કરવાથી તેમાં તે નથી દેખાતું, તે ચૈતન્યતત્ત્વ તો અંતરના જ્ઞાનદ્વારા જ ઓળખાય છે.
પરમ ચૈતન્યતત્ત્વને જાણ્યા વગર તેના આનંદનું વેદન થાય નહિ. જગતના આનંદથી ચૈતન્યનો આનંદ જુદી
જાતનો છે. આવા ચૈતન્યતત્ત્વને સાંભળવા માટે પણ જીવે રસ લીધો નથી. જરાક પ્રતિકૂળતા આવે ત્યાં ગમતું
નથી ને તેનાથી છૂટવા માંગે છે. પણ બાપુ! જેનાથી અનંત જન્મમરણની અનંતી પ્રતિકૂળતા સહન કરવી પડે–
એવા અજ્ઞાનને તો તું સેવી રહ્યો છે, માટે જો તું ખરેખર જન્મમરણના દુઃખથી છૂટવા ચાહતો હો તો અજ્ઞાન
છોડ, ને સત્સમાગમે આત્માનું જ્ઞાન કર. આત્માનું યથાર્થ જ્ઞાન કરવું તે જ જગતમાં ઉત્તમ માંગળિક છે, તેનાથી
જ પાપનો નાશ, ને પવિત્રતાની પ્રાપ્તિ થાય છે. આવું માંગળિક તે જ ધર્મ છે; આવા માંગળિકના સાથિયા પૂર્યા
વગર આત્માના ભવનો અંત કદી આવતો નથી, માટે સત્સમાગમે આત્માનું જ્ઞાન કરીને આત્મામાં આવા
મંગળ–સાથિયા પૂરવા, તે ભવથી છૂટવાનો ઉપાય છે.
અહો, મોક્ષમાર્ગી મુનિવરોની દશા!!
એ તો પરમેશ્વરનો માર્ગ છે.
જૈન મુનિવરો પરમેશ્વરનો ભેટો કરવા નીકળ્યા છે.
“–પરમેશ્વરનો ભેટો કેમ થાય? ”
મુનિવરોને અંતરના શ્રદ્ધા–જ્ઞાનમાં તો પરમેશ્વરનો ભેટો થઈ ગયો છે, ને હવે અંતરમાં લીન થઈને પૂર્ણ–
ગઈ છે. આવા મુનિ–અહો! જાણે કે ‘ચાલતા સિદ્ધ!ં’ –એવી એમની અદ્ભુત દશા છે.
PDF/HTML Page 19 of 21
single page version
તે દુર્લભ છે.
હોવાથી પશુ છે.
PDF/HTML Page 20 of 21
single page version