Atmadharma magazine - Ank 163
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૪
સળંગ અંક ૧૬૩
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
સંસારથી સંતપ્ત જીવોને શાંતિની ઝાંખી કરાવતું અજોડ આધ્યાત્મિક–માસિક
સાચું માર્ગદર્શન

જીવોને આ આત્મસ્વભાવની વાત મોંઘી પડે એટલે બીજો રસ્તો લેવાથી ધર્મ થઈ જશે–
એમ તેમને ઊંધુંં શલ્ય પેઠું છે. પણ ભાઈ! અનંત વરસ સુધી તું બહારમાં જોયા કર તો પણ
આત્મધર્મ ન પ્રગટે; માટે પરનો આશ્રય છોડીને સ્વતત્ત્વની રુચિ કરવી...પ્રેમ કરવો...મનન કરવું
તે જ સત્ સ્વભાવને પ્રગટાવવાનો (ધર્મનો) ઉપાય છે. જે પોતાનું હિત ચાહે છે તે આવું કરો–
એમ આચાર્યદેવ કહે છે.
જેને પોતાનું હિત કરવું હોય તેને આવી ગરજ થશે.
(–પૂ. બેનશ્રીબેન લિખિત સમયસાર–પ્રવચનોમાંથી)

PDF/HTML Page 3 of 25
single page version

background image
હિ.ત.વ.ચ.નો
(૧) જીવને સુખ વહાલું છે, દુઃખ વહાલું નથી.
(૨) મોક્ષપદ જ આત્માને પરમ સુખરૂપ છે; બાહ્યમાં સુખ નથી.
(૩) જો સંયોગોમાં સુખ હોત તો, તીર્થંકર–ચક્રવર્તી વગેરે મહાપુરુષો, રાજ્યાદિ વૈભવને છોડીને કેમ ચાલ્યા
ગયા? અને આત્મસાધનામાં કેમ એકાગ્ર થયા?
(૪) તે મહાપુરુષોએ એમ જોયું કે આત્મામાં જ સુખ છે, સંયોગોમાં સુખ નથી; તેથી સંયોગ તરફનું વલણ
છોડીને તેઓ સ્વભાવમાં એકાગ્ર થયા.
(પ) સ્વભાવ તરફની એકાગ્રતા તે સુખની જનેતા છે, સંયોગ તરફની તૃષ્ણા તે દુઃખની જનેતા છે.
(૬) હે જીવ! એક વાર એમ દ્રઢ વિશ્વાસ કર... કે અંતર્મુખ થયે જ મારું હિત છે; બહિર્મુખપણામાં મારું હિત
નથી––આવો દ્રઢ વિશ્વાસ કરીશ તો અંતર્મુખ થવાનો અવસર આવશે... ને તારું હિત થશે.
(૭) કાળકૂટ સર્પનું ઝેર તો એક વાર મરણ કરે (–અને તે પણ આયુષ્ય ખૂટ્યું હોય તો), પરંતુ ઊંધી દ્રષ્ટિરૂપ
મિથ્યાત્વનું ઝેર તો સંસારમાં અનંત જન્મ–મરણ કરાવે છે; માટે હે જીવ! અનંત ચૈતન્યશક્તિથી ભરેલા
તારા અમૃતસ્વરૂપ આત્માને ઓળખીને તેના અનુભવનો ઉદ્યમ કર, તે જ અનંત જન્મ–મરણથી તારા
આત્માને ઉગારનાર છે.
(૮) હે જીવ! તું તારી આત્મશક્તિનો વિશ્વાસ કર; તારી શક્તિ નાની (–ક્ષણિક વિકાર જેવડી) નથી, તારી
શક્તિ તો મોટી છે, અનંત શક્તિથી તારો આત્મા મહાન છે. સિદ્ધભગવાન જેટલી મહાન શક્તિ તારામાં
છે, તો તારે બીજાની શી જરૂર છે? માટે તું તારી શક્તિનો વિશ્વાસ કર. તારી શક્તિના અવિશ્વાસને લીધે
જ, બહારમાં ભટકી ભટકીને તું દુઃખી થઈ રહ્યો છે.
(૯) બહારના સંયોગ–વિયોગમાં હર્ષ–શોક કરીને તેના વેદનમાં અજ્ઞાની એવો મૂર્છાઈ જાય છે કે તેનાથી ભિન્ન
આત્માનું અસ્તિત્વ જ ભૂલી જાય છે. જરાક પ્રતિકૂળતાની ભીંસ આવે ત્યાં તો એવો ભીંસાઈ જાય કે જાણે
આત્મા ખોવાઈ જ ગયો, પણ અરે ભાઈ! એવા સંયોગ–વિયોગ સંસારીને ન આવે તો શું સિદ્ધને આવે!!
સંયોગ–વિયોગ કે હર્ષ–શોક સિદ્ધ ભગવાનને ન હોય, નીચલી દશામાં તો તે હોય. ––પરંતુ તે હોવા છતાં, હું
તો તેનાથી ભિન્ન જ્ઞાન–સ્વભાવી સિદ્ધ સમાન છું––એમ શુદ્ધ આત્માને ધ્યેયરૂપે રાખીને તેના તરફ વલણ કર
તો તારું પરિણમન સિદ્ધદશા તરફ થયા કરે ને સિદ્ધ ભગવાન જેવા અતીન્દ્રિય આનંદનું વેદન ખીલતું જાય.
સુવર્ણપુરી–સમાચાર
પરમ પૂજ્ય ગુરુદેવ સુખશાંતિમા બિરાજે છે.
તીર્થધામ સોનગઢમાં બધા કાર્યક્રમો પૂર્વવત્ વ્યવસ્થિત ચાલે છે. સવારે પ્રવચનમાં શ્રી ગુજરાતી
પંચાસ્તિકાય પહેલેથી વંચાય છે, ને બપોરે શ્રી સમયસાર–સંવરઅધિકાર વંચાય છે. સાંજે ભક્તિ તથા રાત્રે
તત્ત્વચર્ચા વિગેરે કાર્યક્રમો પૂર્વવત્ નિયમિત ચાલે છે.
પૂ. ગુરુદેવનો ૬૮ મો જન્મોત્સવ આ વખતે અમદાવાદ શહેરમાં ઊજવાયો હતો. આ પ્રસંગે ગુરુદેવને
અભિનંદનરૂપે મુમુક્ષુ ભક્તજનોના પ્રવચન થયા હતા, તે ઉપરાંત દેશોદેશના મંગલસંદેશ આવેલા તે
સંભળાવવામાં આવ્યા હતા; અને ૬૮ ની રકમનું ફંડ થયું હતું. આ ફંડમાં અત્યાર સુધી લગભગ આઠ હજાર રૂા.
થયા છે. (આ ફંડનો ઉપયોગ જિનમંદિરના કાર્યમાં કરવાનું નક્કી થયું છે.)
નવા પ્રકાશનમાં ગુજરાતી પંચાસ્તિકાયનું છાપકામ ચાલી રહ્યું છે.
ભક્તિ માટે ઉપયોગી પુસ્તક
ભારતવર્ષના સર્વ તીર્થક્ષેત્રો તથા અતિશય ક્ષેત્રોમાં પૂજા સમયે ઉપયોગી ઉત્તમ પુસ્તક ‘શ્રી જૈન
તીર્થપૂજા પાઠસંગ્રહ’ છપાઈને બહાર પડ્યું છે. આ પુસ્તક ઊંચી જાતના કાગળ પર છપાયું છે અને કપડાના
પૂંઠાથી બંધાયેલું છે; લગભગ ૩૦૦ પૃષ્ઠો છતાં કિંમત ફક્ત ૧–૭–૦
આત્મધર્મના ગ્રાહકોને
આ અંકથી “આત્મધર્મ”નું પ્રકાશન આનંદ પ્રેસ–ભાવનગરથી થાય છે. અત્યાર સુધી તેનું પ્રકાશન
વલ્લભવિદ્યાનગરથી થતું તેને બદલે હવેથી ભાવનગરથી થશે. અને વ્યવસ્થા પણ ત્યાંથી જ થશે; માટે વ્યવસ્થા
બાબતનો પત્રવ્યવહાર હવેથી નીચેના સરનામે કરવો :–
આનંદ પ્રેસ–ભાવનગર
વાર્ષિક લવાજમ રૂપિયા ત્રણ : : : છૂટક નકલ ચાર આના

PDF/HTML Page 4 of 25
single page version

background image
વર્ષ ચૌદમું સમ્પાદક માહ
અંક ચોથો રામજી માણેકચંદ દોશી ૨૪૮૩
ભારતના અનેક તીર્થધામોની
મંગલ યાત્રા કરીને
પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનું
સોનગઢમાં પુનરાગમન
––ભક્તજનોએ કરેલું ભાવભીનું ભવ્ય સ્વાગત––

અત્યંત ભક્તિ અને ઉમળકાપૂર્વક, લગભગ પ૦૦ ઉપરાંત ભક્તજનોના સંઘસહિત, ભારતના શાશ્વત
તીર્થરાજ શ્રી સમ્મેદશિખરજી ધામ અને બીજા અનેક તીર્થધામોની પવિત્ર યાત્રા કરીને, પરમ પૂજ્ય સદ્ગુરુદેવ
વૈશાખ સુદ છઠ્ઠ ને રવિવારના રોજ પુન: સોનગઢ પધાર્યા છે...આ પ્રસંગે હજારો ભક્તજનોએ હૈયાના
ઉમળકાથી ગુરુદેવનું હાર્દિક સ્વાગત કર્યું હતું, તેમાં આ ‘આત્મધર્મ’ પણ પોતાનો સૂર પુરાવે છે.
સોનગઢ–જિનમંદિરમાં વેદીપ્રતિષ્ઠા કરીને તરત કારતક પૂર્ણિમાએ પૂ. ગુરુદેવે મંગલવિહાર કર્યો... પછી
પાલેજ જિનમંદિરમાં વેદીપ્રતિષ્ઠા કરીને ગુરુદેવ મુંબઈ પધાર્યા... ને ત્યારબાદ એક પછી એક નવા નવા
તીર્થધામોની ઉલ્લાસભરી યાત્રા કરતા કરતા શાશ્વતસિદ્ધિધામ સમ્મેદશિખરજી પધાર્યા...હજારો ભક્તજનો સહિત
એ સિદ્ધિધામની યાત્રા કરતાં ગુરુદેવને ખૂબ આનંદ થયો ને અનેક મંગલ ભાવનાઓ સ્ફૂરી...ગુરુ–

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ ૨૪૮૩ : વૈશાખ :
દેવની ભક્તિ અને ઉલ્લાસ દેખીને ભક્તોને પણ ઘણો જ હર્ષ થયો...આ રીતે શાશ્વત તીર્થરાજની એક મહાન્
ઐતિહાસિક યાત્રા કરીને, ત્યારબાદ ખંડગીરી–ઉદયગીરી વગેરે યાત્રા કરતા કરતા, અને કલકત્તા, દિલ્હી, જયપુર
વગેરે પ્રધાન જૈન નગરોમાં થતા થતા, પૂ. ગુરુદેવ વૈશાખ સુદ છઠ્ઠે શાંતિધામ સોનગઢ પધાર્યા છે... ને છ–છ
મહિનાથી સૂની લાગતી આ સુવર્ણપુરી ફરીને ઝાકઝમાળ બનીને શોભી રહી છે.
પૂ. ગુરુદેવનો આ યાત્રાપ્રવાસ મહામંગલકારી થયો...અનેક પવિત્ર તીર્થો, હજારો જિનમંદિરો, હજારો વર્ષ
પુરાણા અને વિશાળ જિનપ્રતિમાઓ, તથા પુરાણી ગુફાઓ વગેરેનાં દર્શન થયા...આજે પણ પૂ. ગુરુદેવ જ્યારે
જ્યારે તે સર્વનું ભાવપૂર્વક સ્મરણ કરે છે ત્યારે ત્યારે ભક્તોનાં હૈયાં ફરીને ભક્તિથી રોમાંચિત થઈ જાય છે.
ગુરુદેવ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાં હજારો લાખો જિજ્ઞાસુઓએ ગુરુદેવના દર્શનનો અને વાણીનો લાભ લીધો
છે...ને ઘણો પ્રેમ બતાવીને ગુરુદેવનું સ્વાગત કર્યું છે.
આવા મહામંગલ કાર્ય કરીને પૂ. ગુરુદેવ જ્યારે સોનગઢ પધાર્યા ત્યારે ભક્તોએ ઘણા ઉલ્લાસપૂર્વક ભવ્ય
સ્વાગત કર્યું હતું. સૌરાષ્ટ્રના ગામે ગામથી ભક્તજનો આ સ્વાગતમાં ભાગ લેવા આવ્યા હતા... સોનગઢના
આગેવાન માણસોએ પણ તેમાં ભાગ લીધો હતો...આ પ્રસંગે ઠેકાણે ઠેકાણે દરવાજાઓ, મંડપ, કમાનો, રંગોળી,
ધજા–વાવટા ને તોરણો વગેરેથી સુવર્ણપુરીને શણગારવામાં આવી હતી. ચાંદીનો દરવાજો તેમજ હારનો દરવાજો
વગેરેથી સ્વાધ્યાયમંદિર શોભતું હતું. ગુરુદેવ પધારતાં આખી નગરીની શોભા પલટી ગઈ હતી, ને ચારે કોર
પ્રસન્નતાનું વાતાવરણ છવાઈ ગયું હતું.
પૂ. ગુરુદેવ પધારતાં જ ભક્તજનોએ હૈયાના ઉમળકાથી વધાવીને સ્વાગત કર્યું... જય જયકારથી ને
બેન્ડવાજાંના મંગલનાદથી સુવર્ણપુરીનું વાતાવરણ ગાજી ઊઠયું... દૂરથી માનસ્તંભના દર્શન થતાં ગુરુદેવ
એકીટસે તેની સામે નીહાળી રહ્યા... પછી જિનમંદિરમાં આવીને વહાલા સીમંધર નાથને ભેટતાં ગુરુદેવ થોડી
વાર તો સ્તબ્ધ બનીને શાંતિથી ભગવાન સામે નીહાળી જ રહ્યા ...પછી વંદન કરીને ભક્તિપૂર્વક અર્ધ ચડાવ્યો...
સીમંધર નાથ અને તેમના લઘુનંદનના મિલનનું આ દ્રશ્ય હજારો ભક્તજનો આશ્ચર્યથી નિહાળી રહ્યા.
ત્યારબાદ હજારો ભક્તોના હર્ષનાદ વચ્ચે ગુરુદેવે સ્વાધ્યાય મંદિરમાં પ્રવેશ કર્યો... ને અદ્ભુત શાંતિપૂર્વક
માંગળિક સંભળાવતાં, આનંદભાવ અને શાંતિભાવથી ભરેલા આત્માના પરમ સ્વભાવનો મહિમા બતાવ્યો...
આત્માના પરમ ભાવનો આવો હૃદયસ્પર્શી મહિમા ભક્તો શાંતચિત્તે સ્તબ્ધ બનીને સાંભળતા હતા. માંગળિક
બાદ સંઘ તરફથી વિદ્વાન ભાઈ શ્રી હિંમતલાલ જે. શાહે ભાવભીનું સ્વાગત પ્રવચન કર્યું, એક બાલિકાએ
સ્વાગત–ગીત ગાયું, ને સ્વાગત નિમિત્તે આવેલ ભક્તિભર્યા સંદેશાઓ વાંચી સંભળાવવામાં આવ્યા... છેવટે પૂ.
બેનશ્રીબેને અંતરની ઊર્મિ ભરેલું એક સ્વાગત ગીત ગવડાવ્યું...
આ રીતે સોનગઢમાં પૂ. ગુરુદેવના ભવ્ય સ્વાગતપૂર્વક તીર્થયાત્રા–મહોત્સવ મંગલપૂર્વક પૂર્ણ થયો.
કહાન ગુરુદેવનો આ તીર્થયાત્રા મહોત્સવ જયવંત વર્તો....
આ યાત્રા મહોત્સવ ભવ્ય જીવોને કલ્યાણકારી હો...
સર્વે પવિત્ર તીર્થધામોને ફરીફરીને નમસ્કાર હો...

PDF/HTML Page 6 of 25
single page version

background image
: વૈશાખ : ૨૪૮૩ આત્મધર્મ : ૫ :
ચૈ ત ન્ય ર ત્ન ની પ રી ક્ષા
(ઝ વે રી ને મ ળે લું ઈ ના મ!)
(ફેદરા ગામાં પૂ૦ ગુરુદેવનું પ્રવચન : : કારતક વદ ૬ : શુક્રવાર)

[
તત્ત્વજ્ઞાનતરંગિણી: પાંચમો અધ્યાય, શ્લોક પહેલો]
ભગવાન તીર્થંકરદેવ કહે છે કે આ જીવે સંસારના પરિભ્રમણમાં બધું જાણ્યું પણ ચૈતન્યસ્વરૂપ આત્માને
જાણ્યો નથી. રત્નોના પારખાં કર્યા, પણ આ દેહમાં રહેલા ચૈતન્યરત્નને ન પારખ્યું, તેથી અહીં કહે છે કે–
[તત્ત્વજ્ઞાનતરંગિણી અ. પ, શ્લોક ૧]
જિજ્ઞાસુ જીવ વિચાર કરે છે કે અરે, આ સંસારમાં પરિભ્રમણ કરતાં મેં પૂર્વે અનેક વાર રત્નો, ઔષધિ,
સિંહ–વાઘ, હાથી–ઘોડા, મગરમચ્છ, સોનું–ચાંદી વગેરેની ઓળખાણ કરી, પરંતુ જગતમાં શ્રેષ્ઠ એવા મારા
ચૈતન્યરત્નને મેં કદી ન ઓળખ્યું. તેથી મારે માટે આ જગતમાં હીરા–રત્નો વગેરે કોઈ પદાર્થ અપૂર્વ નથી, પણ
મારો આત્મા જ મારે માટે અપૂર્વ પદાર્થ છે. આમ વિચારીને જિજ્ઞાસુ આત્મા પોતાના શુદ્ધ ચૈતન્યરત્નની
પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે.
જુઓ, એક દ્રષ્ટાંત આવે છે: એક મોટો ઝવેરી હતો; ઝવેરાતની પરીક્ષા કરવામાં તે બહુ કુશળ હતો.
રાજદરબારમાં એક વાર કોઈ પરદેશી ઝવેરી ઘણું જ કિંમતી રત્ન લઈને આવ્યો, ને રાજાને કહ્યું કે તમારા
ઝવેરીઓ પાસે આ રત્નની કિંમત કરાવો. રાજાએ ઝવેરીઓને આજ્ઞા કરી, પણ કોઈ તેની કિંમત કરી ન શક્યા.
છેવટે રાજાએ પેલા વૃદ્ધ ઝવેરીને બોલાવ્યો ને તેણે બરાબર કિંમત કરી તેથી રાજાએ ખુશી થઈને તે ઝવેરીને
ઈનામ આપવા માટે દીવાનને આજ્ઞા કરી. દીવાનજીએ કહ્યું કે: બીજે દિવસે ઈનામની જાહેરાત કરશું. રાત્રે
ઝવેરીને બોલાવીને પૂછયું: ઝવેરીજી! તમે આ રત્નની પરીક્ષા કરતાં તો શીખ્યા પણ આ દેહથી ભિન્ન
ચૈતન્યરત્નને જાણ્યું છે ખરું? ઝવેરી કહે: ના, ચૈતન્યરત્નની પરખ કરતાં તો મને નથી આવડતી. દીવાનજી કહે:
અરે ઝવેરી! તમને ૮૦–૮૦ વર્ષ થયા, મરણનાં ટાણાં આવ્યા, ને આવા મનુષ્ય અવતારમાં આત્માના હિતને
માટે તમે કાંઈ ન કર્યું! માણેક–મોતી ને રત્નોના પારખાં કર્યા પણ ચૈતન્યરત્નને ન પારખ્યું તો આ અવતાર પૂરો
થતાં આત્માના ક્યાં ઉતારા થશે!! એમ શિખામણ આપીને ત્યારે તો ઝવેરીને વિદાય કર્યા, ને બીજે દિવસે
કચેરીમાં આવવાનું કહ્યું.
બીજો દિવસ થયો, ત્યાં કચેરી ભરાણી છે, રાજા બેઠા છે, ઝવેરી પણ આવ્યા છે. રાજાએ દીવાનજીને
આજ્ઞા કરી કે હવે આ ઝવેરીના ઈનામની જાહેરાત કરો. દીવાનજીએ ઊભા થઈને કહ્યું : મહારાજ! આ ઝવેરીને
સાત ખાસડા મારવાનું ઈનામ આપવાનું હું જાહેર કરું છું. દીવાનજીની વાત સાંભળતાં જ રાજા અને આખી
સભા આશ્ચર્યમાં પડી ગયા...ત્યાં તો ઝવેરી પોતે ઊભો થઈને, હાથ જોડીને રાજાને કહેવા લાગ્યો કે મહારાજ!
આ દીવાનજી કહે છે તે સાચું છે, અરે! મને સાત નહિ પણ ચૌદ ખાસડા મારવા જોઈએ.. ઝવેરીની વાત
સાંભળીને તો વળી બધાયને વિશેષ અચંબો થયો. છેવટે ઝવેરીએ ખુલાસો કર્યો કે : હે રાજન્! આ દીવાનજીએ
કહ્યું તેમ મને ખાસડાં જ મારવા જેવું છે; કેમકે મેં મારું જીવન આત્માના ભાન વગર એમ ને એમ વ્યર્થ ગુમાવ્યું.
મેં આ જડ હીરાને પારખવામાં જિંદગી વીતાવી, પણ મારા ચૈતન્યરત્નને મેં કદી પારખ્યું નહિ. આ ભવ પૂરો
થતાં મારા આત્માનું શું થશે? એનો મેં કદી વિચાર કર્યો નથી. આ દીવાનજીએ મને સાત ખાસડાનું ઈનામ
આપવાનું કહીને મને આત્મહિત માટે જાગૃત કર્યો છે, તેથી તે તો મારે ગુરુસમાન છે.
અહીં આત્માર્થી જીવ વિચારે છે કે : અરે! મેં રત્નો વગેરે ઓળખ્યા પણ ચૈતન્યરત્નને ન પારખ્યું.

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬ : આત્મધર્મ ૨૪૮૩ : વૈશાખ :
જુઓ, જે આત્માર્થી હોય, આત્મા પ્રાપ્ત કરવાનું જેને રટણ હોય એવા જીવોને સંતો આત્માની સૂક્ષ્મ વાત
સંભળાવે છે.
કહે મહાત્મા, સુણ આતમા,
કહું વાતમાં વીતક ખરી;
સંસારસાગર દુઃખભર્યામાં,
અવતર્યા કર્મે કરી...
સંત–મહાત્મા કહે છે કે : અરે જીવ! તું સાંભળ! આ તારી કથા કહેવાય છે. તારો આત્મા સંસારમાં કેમ
દુઃખી થઈ રહ્યો છે ને તે દુઃખ કેમ ટળે તે હું તને કહું છું.
આ ચૈતન્ય હીરો શું છે તેનું ભાન ન કરે ને ડોકમાં ૧૭ લાખનો હીરાનો હાર પહેર્યો હોય. તે હીરો કાંઈ
મરણ ટાણે શરણ નહિ થાય. જીવને શરણરૂપ તો એક સમ્યગ્દર્શન રત્ન છે. એ રત્ન સિવાય કરોડો–અબજોની
કિંમતના રત્નો પણ અનંતવાર મળી ગયા, પણ તે કોઈ શરણભૂત ન થયા.
ભાઈ! જગતમાં તને આત્મજ્ઞાન વગર બીજું કોઈ શરણ નથી. જુઓ, આ જગતમાં પૈસા વગેરેનો
સંયોગ તો પૂર્વના પુણ્ય–પાપના પ્રારબ્ધ અનુસાર થાય છે. કોઈ જીવ અત્યારે મહાપાપી હોય–દંભી હોય છતાં
પૂર્વના પ્રારબ્ધથી લાખો રૂા. પેદા કરતા હોય ને લહેર કરતો દેખાય; ને કોઈ જીવ સરળ હોય–પાપથી ડરનારો
હોય છતાં પૂર્વના અશુભ પ્રારબ્ધને લીધે અત્યારે રોટલાના પણ સાંસા પડતા હોય. ભાઈ! એ તો પૂર્વના
પ્રારબ્ધ અનુસાર મળે છે. પણ આ આત્મા કાંઈ પ્રારબ્ધથી નથી મળતો, પોતે સત્સમાગમે ચૈતન્યસ્વરૂપ
સમજવાનો પ્રયત્ન કરે તો આત્માનું ભાન થાય છે. આવું આત્માનું ભાન કરવું તે જ જીવને શરણભૂત છે; એ
સિવાય લક્ષ્મીના ઢગલા કે બીજું કોઈ જીવને શરણભૂત નથી.
ચૈતન્યસ્વરૂપને ભૂલેલા જીવો પુણ્ય–પાપથી ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. જેઓ પુણ્ય કરે છે તેઓ દેવ
અને મનુષ્ય થાય છે; જેઓ તીવ્ર માયા–કપટ કરે છે તેઓ તિર્યંચ–ઢોર થાય છે; ને તીવ્ર હિંસાદિ પાપ કરનારા
જીવો નરકમાં જાય છે. ચૈતન્યનું ભાન કરનાર જીવ ચાર ગતિના પરિભ્રમણથી છૂટીને સિદ્ધિ પામે છે.
આ શરીરની નાડીની ગતિ કેવી ચાલે છે ને કેટલા ધબકારા થાય છે–તેની પરીક્ષા કરે છે, પણ અંદર
આત્મા રહેલો છે તેની ગતિ કેવી થાશે?–તેનો કદી વિચાર પણ જીવ કરતો નથી. કઈ જમીનમાં કેવું અનાજ
ઊગશે તે વિચારે છે, પણ આત્મામાં હું જે ભાવ સેવી રહ્યો છું તેનું ફળ કેવું ઊગશે–તેનો વિચાર કરતો નથી.
છાંયો પૂરો થતાં જ જેમ તડકો શરૂ થાય છે; તેમ આ ભવ પૂરો થતાં જ જીવને બીજા ભવની શરૂઆત
થાય છે. તે બીજા ભવમાં મારું શું થશે તેનો વિચાર પણ જીવ નથી કરતો! જુઓ, ૨૦ વર્ષનો માણસ એમ
વિચાર કરે છે કે હું ૧૦૦ વર્ષ જીવીશ તો ૮૦ વર્ષમાં મારે હવે આટલું ખરચ જોઈશે ને હું આમ કરીશ. એમ આ
ભવમાં ૮૦ વર્ષ સુધીની સગવડતાનો વિચાર કરે છે, પણ આ ભવ પૂરો થયા પછી બીજી જ ક્ષણે બીજો ભવ શરૂ
થશે, તેમાં મારું શું થશે–તેનો વિચાર કરતો નથી. તે ભવ કોનો છે? આ જીવનો જ તે ભવ છે, તો તે ભવમાં
મારું શું થશે–એનો હે ભાઈ! જરાક વિચાર તો કર! જો આ ભવ પછીના બીજા ભવનો યથાર્થ વિચાર કરવા
જાય તો ક્ષણિક દેહદ્રષ્ટિ છૂટીને ચૈતન્ય તરફ દ્રષ્ટિ થઈ જાય. ભાઈ, અહીં જરાક કાળની જરાક પ્રતિકૂળતામાં પણ
તું ધૂંવાંફૂવાં થઈ જાય છે, તો બીજા આખા ભવમાં તારું શું થશે–એનો તો વિચાર કર. જો આ ભવમાં આત્માની
દરકાર નહિ કર તો અનંતસંસારમાં તારો આત્મા ક્યાંય ખોવાઈ જશે; માટે ભાઈ! જો તને દુઃખ ખરેખર ન
ગમતું હોય તો આ દેહથી ભિન્ન આત્મા શું ચીજ છે–તેને સત્સમાગમે ઓળખ.
ગોસળિયાનું દ્રષ્ટાંત : ગામડાનો એક ભોળો ગોસળિયો શહેરમાં માલ લેવા ગયેલો...શહેરની ભીડમાં તેને
એમ ભ્રમણા થઈ ગઈ કે “હું આ ભીડમાં ખોવાઈ ગયો.” એટલે શહેરમાં ચારે કોર ફરી–ફરીને પોતે પોતાને
ઢૂંઢવા લાગ્યો...તેમ આ ભોળો અજ્ઞાની જીવ પોતે પોતાના સ્વરૂપને ભૂલીને બહારમાં પોતાને શોધે છે. તેને
જ્ઞાની સમજાવે છે કે: અરે ભાઈ! તારો આનંદ તારામાં જ છે; તું ક્યાંય ખોવાઈ નથી ગયો; તું પોતે જ જ્ઞાન–
આનંદસ્વરૂપ આત્મા છો. પણ ભ્રમણાથી તું તને પોતાને ભૂલીને સંસારમાં ભટક્યો, માટે તારા આત્માને ચૈતન્ય
ચિહ્નથી તું ઓળખ.
અરે! આવો અવતાર પામીને જીવોને આત્માનું

PDF/HTML Page 8 of 25
single page version

background image
: વૈશાખ : ૨૪૮૩ આત્મધર્મ : ૭ :
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય
સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના – ભરપૂર
વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(૪)
હવે અહીં એવી આશંકા થાય છે કે વિવિક્ત આત્માનું સ્વરૂપ કહેવાની પ્રતિજ્ઞા કરી, તો આત્મા કેટલા
પ્રકારના છે? અને તેમાંથી કેવો આત્મા ઉપાદેય છે ને કેવો આત્મા હોય છે? આત્માના કેટલા પ્રકાર છે કે
જેમાંથી આપ પરથી વિભક્ત શુદ્ધ આત્માને જ ઉપાદેય તરીકે બતાવવા માંગો છો?–એવી આશંકાના ઉત્તરરૂપ
ચોથો શ્લોક કહે છે:–
बहिरन्तःपरश्चेति त्रिधात्मा सर्वदेहिषु।
उपायेत्तत्र परमं मध्योपायाद्बहिस्त्यजेत्।। ४।।
સ્વરૂપ સમજવા માટે નવરાશ પણ નથી મળતી. આ દેહ તો આજ છે ને કાલ નથી. આ દેહ કાંઈ કાયમ
નથી રહેવાનો; માટે આત્માનું હિત કેમ થાય–તે કરી લેવા જેવું છે. અમારે સોનગઢમાં એક શારદાબેન હતી, તેને
મરવાની તૈયારી હતી ત્યારે કહ્યું કે આત્મા જ્ઞાન–દર્શન ને આનંદસ્વરૂપ છે...ત્યારે તે પણ કહે કે હા...આ દેહ તો
આજ છે ને કાલ નથી! હજી તો આમ વાતચીત કરતી હતી ત્યાં પા કલાકમાં તો દેહ છૂટી ગયો. એમ ક્ષણમાં આ
દેહ તો છૂટી જાય છે; માટે દેહથી ભિન્ન જ્ઞાન ને આનંદસ્વરૂપ આત્મા શું ચીજ છે તેનું ભાન કરવું જોઈએ.
આત્માના ભાન વિના જીવે બધું કર્યું પણ તેનું પરિભ્રમણ ન ટળ્‌યું; માટે હે જીવ! આત્માનું ભાન કર તો તારું
ભવભ્રમણ ટળે ને મુક્તિ થાય.

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ ૨૪૮૩ : વૈશાખ :
સર્વે જીવોમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ પ્રકારના આત્મા છે.
બાહ્ય શરીરાદિ પદાર્થોને જ જે આત્મા માને છે તે બહિરાત્મા છે.
અંતરમાં દેહાદિથી ભિન્ન જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું જેને ભાન છે તે અંતરાત્મા છે.
અને ચૈતન્ય શક્તિ ખોલીને જેણે પરમ સર્વજ્ઞપદ પ્રગટ કર્યું છે તે પરમાત્મા છે.
આવા ત્રણ પ્રકારમાંથી સર્વજ્ઞતા ને પરિપૂર્ણ આનંદરૂપ એવું પરમાત્મપણું પરમ ઉપાદેય છે.
અંતરાત્માપણું તે તેનો ઉપાય છે અને બહિરાત્માપણું છોડવા જેવું છે. પરમાત્મા થવાનું સાધન શું? કે
અંતરાત્માપણું તે પરમાત્મા થવાનું સાધન છે. અંતરમાં પરમાત્મશક્તિ ભરી છે, તેની પ્રતીત કરીને તેમાંથી જ
પરમાત્મદશા પ્રગટે છે, એ સિવાય બહારમાં બીજું કોઈ તેનું સાધન છે જ નહિ. આત્માના અંતર અવલોકનમાં
કોઈ બહારની ચીજ સહાયક પણ નથી ને વિઘ્નકારી પણ નથી. આવા અંતર સ્વભાવની દ્રષ્ટિ કરે તો
અંતરાત્મપણું થાય ને બાહ્યમાં આત્મબુદ્ધિરૂપ બહિરાત્મપણું છૂટી જાય. અને જે અંતરાત્મા થયો તે હવે
અંર્તશક્તિમાં એકાગ્ર થઈને પરમાત્મા થઈ જશે. આ રીતે હેયરૂપ એવા બહિરાત્મપણાને છોડવાનો તથા
ઉપાદેયરૂપ એવું પરમાત્મપણું પ્રગટ કરવાનો ઉપાય અંતરાત્મપણું છે. અને તે અંતરાત્મપણું કર્માદિથી ભિન્ન
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને જાણવાથી જ થાય છે, માટે અહીં ભિન્ન આત્માનું સ્વરૂપ કહેવામાં આવે છે.
અરિહંત અને સિદ્ધ ભગવાન સાક્ષાત્ પરમાત્મા થઈ ગયા. તે પરમાત્માને પણ પરમાત્મદશા પ્રગટ્યા
પહેલાંં બહિરાત્મપણું હતું, તે છોડીને અંતરાત્મા થયા ને તે ઉપાયથી પરમાત્મપણું પ્રગટ કર્યું.
વર્તમાનમાં જે ધર્મી–અંતરાત્મા છે તેને પૂર્વે અજ્ઞાનદશામાં બહિરાત્મપણું હતું ને હવે અલ્પકાળમાં
પરમાત્મપણું પ્રગટ થશે.
જે જીવ અજ્ઞાની–બહિરાત્મા છે તેને પણ આત્મામાં પરમાત્મા અને અંતરાત્મા થવાની તાકાત છે.
આત્મામાં કેવળજ્ઞાનાદિ પરમાત્મશક્તિ છે; જો શક્તિપણે કેવળજ્ઞાનાદિ શક્તિ ન હોય તો તેને રોકવામાં
નિમિત્તરૂપ કેવળજ્ઞાનાવરણીય કર્મ કેમ હોય? બહિરાત્માને કેવળજ્ઞાનાવરણ છે તે એમ સૂચવે છે કે તેનામાં પણ
શક્તિપણે કેવળજ્ઞાન છે.
આ રીતે આત્માની બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એવી ત્રણ અવસ્થા છે; તેમાંથી ચૈતન્યશક્તિની
પ્રતીતવડે બહિરાત્મપણું છોડવા જેવું છે ને પરમાત્મપણું પ્રગટ કરવા જેવું છે.
[વીર સં. ૨૪૮૨ વૈશાખ વદ ૬: સમવસરણપ્રતિષ્ઠા–વાર્ષિકોત્સવ]
આત્માનું સ્વરૂપ એક સમયમાં પરિપૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપ છે; તેની ત્રણ પ્રકારની અવસ્થાઓ છે. જે
પોતાના ચિદાનંદસ્વરૂપને ચૂકીને બહારમાં શરીરાદિ તે જ હું–એમ માને છે તે બહિરાત્મા છે; તે અધર્મી છે,
એકલા વિભાવને જ સાધે છે. અને જેણે દેહથી ભિન્ન રાગથી પાર પોતાના જ્ઞાનાનંદસ્વભાવથી પરિપૂર્ણ
આત્માને અંતરમાં જાણી લીધો છે તે અંતરાત્મા છે, તે ધર્માત્મા છે, તે પરમાત્મદશાના સાધક છે. અને
ચિદાનંદસ્વભાવમાં લીન થઈને કેવળજ્ઞાન–અનંતઆનંદ વગેરે જેમને પ્રગટી ગયા છે તે પરમાત્મા છે.
આ બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એ ત્રણ દશામાંથી એક વખતે એક દશા વ્યક્ત હોય છે.
બહિરાત્મદશા વખતે અંતરાત્મપણું કે પરમાત્મપણું વ્યક્ત ન હોય ; અંતરાત્મદશા વખતે પરમાત્મપણું કે
બહિરાત્મપણું ન હોય; અને પરમાત્મદશા વખતે બહિરાત્મપણું કે અંતરાત્મપણું ન હોય. અરહંત અને
સિદ્ધભગવાન તે પરમાત્મા છે; ચોથા ગુણસ્થાનથી માંડીને બારમા ગુણસ્થાન સુધીના સાધક જીવો તે બધાય
અંતરાત્મા છે અને મિથ્યાદ્રષ્ટિ જીવો બહિરાત્મા છે.
બહિરાત્મદશા વખતે પણ આત્માની શક્તિમાં પરમાત્મા થવાની તાકાત પડી છે. ભગવાને સમવસરણમાં
એથી દિવ્ય ઘોષણા કરી છે કે અહો જીવો! તમારા આત્મામાં પરમાત્મ શક્તિ ભરેલી છે, તે શક્તિનો વિશ્વાસ
કરો. જે જીવો પોતાની પરમાત્મ

PDF/HTML Page 10 of 25
single page version

background image
: વૈશાખ : ૨૪૮૩ આત્મધર્મ : ૯ :
શક્તિનો વિશ્વાસ કરે છે તેને બહિરાત્મપણું છૂટીને તે અંતરાત્મા થાય છે, ને તે પોતાની ચૈતન્યશક્તિમાં લીન
થઈને તેમાંથી પરમાત્મ દશા પ્રગટ કરે છે.
જેઓ પરમાત્મા થયા તેમને પણ પૂર્વે બહિરાત્મદશા હતી, પછી પોતાની પરમાત્મશક્તિનું શ્રવણ કરતાં
તેનું બહુમાન લાવીને, તેની સન્મુખ થતાં તે બહિરાત્મપણું ટળ્‌યું ને અંતરાત્મપણું થયું, ને પછી સ્વભાવમાં લીન
થઈને તેઓ પરમાત્મા થયા. આ રીતે પહેલાંં જેઓ બહિરાત્મા હતા તેઓ જ પોતાની શક્તિના અવલંબને
અંતરાત્મા થઈને પરમાત્મા થયા. આવી પરમાત્મા થવાની તાકાત દરેક આત્મામાં છે. અભવ્યમાં પણ એવી
તાકાત છે, પણ તે પોતાની શક્તિની પ્રતીત કદી કરતો નથી તેથી તેને તે કદી વ્યક્ત થતી નથી. કોઈ એમ કહે કે
અભવ્ય જીવમાં કેવળજ્ઞાનની શક્તિ નથી. –તો તે વાત જુઠ્ઠી છે. અભવ્યને પણ કેવળજ્ઞાનાવરણીયકર્મ તો છે કે
નહીં? જો કેવળજ્ઞાન શક્તિ ન હોય તો તેને આવરણ કરનારું કર્મ કેમ હોય? અનાદિથી બધાય જીવોને
કેવળજ્ઞાનાવરણીય કર્મ છે, ને આત્મામાં કેવળજ્ઞાનાદિ પરમસ્વભાવ પણ અનાદિથી જ છે. તે સ્વભાવની પ્રતીત
કરીને તેમાં જે લીન થાય છે તેને તે કેવળજ્ઞાનાદિ શક્તિ પ્રગટી જાય છે અને કેવળજ્ઞાનાવરણીય વગેરે કર્મો છૂટી
જાય છે. અહીં તો એમ બતાવવું છે કે તારા આત્મામાં અત્યારે પણ પરમાત્મદશા પ્રગટવાની તાકાત પડી છે,
તેની પ્રતીત કર, ને બહિરાત્મબુદ્ધિ છોડ.
દર્શનમોહ સંબંધી સમ્યક્ત્વમોહ પ્રકૃતિ તથા સમ્યક્મિથ્યાત્વ પ્રકૃતિ એ બે પ્રકૃતિ તો અનાદિ મિથ્યાદ્રષ્ટિને
હોતી નથી, તે તો સમ્યક્ત્વ પામેલા અમુક જીવને જ હોય છે, અનાદિ મિથ્યાદ્રષ્ટિને તો એકલી મિથ્યાત્વ પ્રકૃતિ
જ હોય છે, બીજી બે પ્રકૃતિ તેને નથી હોતી; –પરંતુ તેની જેમ અનાદિ મિથ્યાદ્રષ્ટિને કે અભવ્યને કેવળજ્ઞાનાવરણ
તથા મનઃપર્યયજ્ઞાનાવરણ કર્મપ્રકૃતિઓ પણ નથી–એમ નથી; પહેલેથી ઠેઠ બારમા ગુણસ્થાન સુધીના બધાય
જીવોને પાંચે જ્ઞાનાવરણકર્મ હોય છે, અને ઠેઠ દસમા ગુણસ્થાનના અમુક ભાગ સુધી જ્ઞાનાવરણની પાંચે
પ્રકૃતિઓ બંધાયા જ કરે છે. આ બંધન ઉપરથી અહીં સિદ્ધ એમ કરવું છે કે બધાય આત્મામાં તે કેવળજ્ઞાનાદિ
શક્તિરૂપે છે. “સર્વ જીવ છે સિદ્ધ સમ”–શક્તિપણે બધાય આત્મા પરિપૂર્ણ, સિદ્ધભગવાન જેવા સામર્થ્યવાળા
છે,–પણ ‘જે સમજે તે થાય”– પોતાની સ્વભાવશક્તિને જે સમજે તેને તે શક્તિમાંથી પરમાત્મદશા પ્રગટે છે.
મારા આત્મામાં પરમાત્મા થવાની તાકાત છે ને તેમાંથી પરમાત્મદશા પ્રગટ કરવી તે ઉપાદેય છે. આવી
શક્તિની પ્રતીત કરતાં બહિરાત્મપણું છૂટીને અંતરાત્મપણું થાય છે ને તે પરમાત્મા થવાનો ઉપાય છે. આ રીતે
બહિરાત્મપણું છોડવા જેવું છે, પરમાત્મપણું પ્રગટ કરવા જેવું છે ને અંતરાત્મપણું તેનો ઉપાય છે.
પરમાત્મ શક્તિથી પરિપૂર્ણ એવા પોતાના આત્મસ્વભાવને ભૂલીને ‘દેહ તે હું, રાગ તે હું’ એવી
બર્હિઆત્મબુદ્ધિથી એટલે કે મિથ્યાબુદ્ધિથી જીવ અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે, ને તે દુઃખનું
જ કારણ છે તેથી તે બહિરાત્મબુદ્ધિ છોડવા જેવી છે. બહિરાત્મબુદ્ધિ છોડવાનો ઉપાય શું? કે અંતરાત્મપણું તે
બહિરાત્મપણાના ત્યાગનો ઉપાય છે. હું શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ છું, જ્ઞાનદર્શનસ્વરૂપ એક શાશ્વત આત્મા જ મારો
છે, એ સિવાય સંયોગલક્ષણરૂપ કોઈ ભાવો મારા નથી, તેઓ મારાથી બાહ્ય છે–એમ ભેદજ્ઞાન કરીને, આત્માના
અંર્તસ્વભાવમાં આત્મબુદ્ધિ કરવી તે અંતરાત્માપણું છે. આવા અંતરાત્મપણારૂપ સાધનવડે પરમાત્મદશા પ્રગટ
કરવાનો ઉપાય કરવો જોઈએ.
।। ।।

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ ૨૪૮૩ : વૈશાખ :
• • • વદન • • •
પ્રશ્ન:– પશુપણું હોવા છતાં મનુષ્ય સમાન વિવેકી કોણ છે?
ઉત્તર:– “
पशुत्वेऽपि नरायन्ते सम्यक्त्वव्यक्तचेतना” ––અને સમ્યકત્વદ્વારા જેની ચૈતન્ય સંપત્તિ વ્યક્ત
થઈ ગઈ છે એવો સમ્યગ્દ્રષ્ટિ જીવ, પશુપણું (તિર્યંચ દેહ) હોવા છતાં મનુષ્ય સમાન વિવેકી–હિત અહિતના
વિચારવાળું–આચરણ કરતો હોવાથી મનુષ્ય છે.–જુઓ, સમ્યક્ત્વનો પ્રભાવ!!
(–સાગારધર્મામૃત–૪)
પ્રશ્ન:– એક સેકંડમાં અનંત ભવનો નાશ કરી નાંખવાની તાકાત કોનામાં છે?
ઉત્તર:– સમ્યગ્દર્શન એવી ચીજ છે કે જો જીવ એક સેકંડમાત્ર પણ તે પ્રગટાવે તો તેના ભવભ્રમણનો
નાશ થઈ જાય. એક ક્ષણમાં અનંત ભવનો નાશ કરી નાંખવાની તાકાત સમ્યગ્દર્શનમાં છે.
(પૂ. ગુરુદેવ)
પ્રશ્ન:– જે પોતાનું કલ્યાણ ચાહતા હોય તેણે પહેલાંં શું કરવું?
ઉત્તર:– હે જીવો! જો તમે આત્મકલ્યાણને ચાહતા હો તો પવિત્ર સમ્યગ્દર્શન પ્રગટ કરો. જ્ઞાનીઓ
સમ્યગ્દર્શનને કલ્યાણની મૂર્તિ કહે છે, માટે હે કલ્યાણના કામી જીવો! તમે સર્વપ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો
અભ્યાસ કરો. (પૂ. ગુરુદેવ)
પ્રશ્ન:– સમ્યગ્દર્શન કેમ થાય?
ઉત્તર:– સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે શ્રી ગુરુ પાસેથી આત્મસ્વભાવનું સીધું શ્રવણ કરીને, અચિંત્ય
ચૈતન્યશક્તિસંપન્ન અને સ્વત: પરિપૂર્ણ એવા પોતાના શુદ્ધ જ્ઞાનસ્વભાવની રુચિ કરો... પ્રીતિ કરો...નિર્ણય
કરો...લક્ષ કરો...આશ્રય કરો...આ પ્રમાણે શુદ્ધ આત્માની લગની તે સમ્યગ્દર્શનનો ઉપાય છે.
પહેલાંં ‘હું જ્ઞાન છું’ એમ પોતાના જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને, પછી અંતરમાં દ્રઢ પ્રયત્નથી વારંવાર
તેનો અભ્યાસ કરીને મતિ–શ્રુતજ્ઞાનને અંતર્મુખ કરતા શુદ્ધ આત્મામી નિર્વિકલ્પ આનંદ સહિત સ્વાનુભૂતિ થાય
છે, આ જ સમ્યગ્દર્શન થવાની રીત છે.
(–પૂ. ગુરુદેવ)
પ્રશ્ન:– માનવદેહ કરતાં પણ અનંતગણું દુર્લભ શું છે?
ઉત્તર:– સંસારમાં મનુષ્યપણું દુર્લભ છે, મનુષ્યપણું અનંત કાળે મળે છે, પરંતુ સમ્યગ્દર્શન તો એનાથી યે
અનંતું દુર્લભ છે. મનુષ્યપણું અનંતવાર મળ્‌યું છે પણ સમ્યગ્દર્શન પૂર્વે કદી પ્રાપ્ત કર્યું નથી; માટે આ મનુષ્યપણું
પામીને તે જ મહાન કર્તવ્ય છે.
(–પૂ. ગુરુદેવ)
પ્રશ્ન:– આ કાળે ભરતક્ષેત્રમાં સમ્યગ્દર્શન–ધારક મહાત્માઓ છે ખરા?
ઉત્તર:– હા; જો કે આ કાળે આ ભરતક્ષેત્રમાં એવા સમ્યગ્દર્શનધારક મહાત્માઓની ઘણી જ વિરલતા છે,
તો પણ, ખારા પાણીના સમુદ્રમાં મીઠા પાણીની વીરડી માફક અત્યારે પણ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા આ ભૂમિમાં
વિચરે છે. જગતમાં સમ્યગ્દ્રષ્ટિ જીવોની ત્રણે કાળે વિરલતા જ હોય છે.
પ્રશ્ન:– સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત કોણ છે?
ઉત્તર:– “હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગ્દર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.” (–શ્રીમદ્
રાજચંદ્ર)
પ્રશ્ન:– સંસારમાં અનંતાનંત જીવો અનંતું દુઃખ કેમ ભોગવે છે?
ઉત્તર:– આ અનાદિ સંસારમાં અનંત–અનંત જીવો સમ્યગ્દર્શનના આશ્રય વિના અનંત–અનંત દુઃખ
અનુભવે છે.

PDF/HTML Page 12 of 25
single page version

background image
: વૈશાખ : ૨૪૮૩ આત્મધર્મ : ૧૧ :
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
સાધારણ–અસાધારણ–સાધારણાસાધારણ ધર્મત્વશક્તિ
[૨૬]
જ્ઞાનસ્વરૂપ આત્માની શક્તિઓનું વર્ણન ચાલે છે. પચીસ શક્તિઓ વર્ણવાઈ ગઈ છે, હવે છવીસમી
શક્તિ કહેવાય છે. “સ્વ–પરના સમાન, અસમાન, અને સમાન–અસમાન એવા ત્રણ પ્રકારના ભાવોના
ધારણસ્વરૂપ સાધારણ–અસાધારણ–સાધારણાસાધારણ–ધર્મત્વ શક્તિ છે.”
આત્મામાં અનંત ધર્મો છે, પણ તે બધા એક સરખા નથી; તેમાં કેટલાક સાધારણ છે, કેટલાક અસાધારણ
છે ને કેટલાક સાધારણ–અસાધારણ છે; એ રીતે ત્રણ પ્રકારના ધર્મો છે; તે ત્રણે પ્રકારના ધર્મોને ધારણ કરવાની
આત્મામાં શક્તિ છે. તે શક્તિનું નામ ‘સાધારણ–અસાધારણ–સાધારણાસાધારણ ધર્મત્વ શક્તિ’ છે.
સાધારણ ધર્મ એટલે શું?
–જે ધર્મ જીવમાં હોય ને જીવ સિવાયના બીજા દ્રવ્યોમાં પણ હોય તે સાધારણ ધર્મ છે,–જેમકે
અસ્તિત્વધર્મ જીવ તેમજ અજીવ સમસ્ત દ્રવ્યોમાં છે તેથી તે સાધારણ ધર્મ અથવા સામાન્ય ગુણ છે.
અસાધારણધર્મ એટલે શું?
–કે જે જે ધર્મ જીવમાં જ હોય, ને જીવ સિવાયના બીજા કોઈ પદાર્થમાં ન હોય તે જીવનો અસાધારણ ધર્મ
છે; જેમકે જ્ઞાનધર્મ જીવમાં જ છે, ને જીવ સિવાયના બીજા કોઈ દ્રવ્યોમાં નથી તેથી તે જીવનો અસાધારણ ધર્મ
અથવા વિશેષ ગુણ છે.
ત્રીજો પ્રકાર સાધારણ–અસાધારણ ધર્મ છે, એટલે શું?
–કે જીવનો ધર્મ બીજા કેટલાક દ્રવ્યો સાથે સમાન હોય ને કેટલાક સાથે અસમાન હોય, તેને સાધારણ–
અસાધારણ ધર્મ કહેવાય છે. જેમકે જીવમાં અમૂર્તત્વધર્મ છે તે આકાશ વગેરેમાં પણ છે તેથી આકાશ વગેરેની
અપેક્ષાએ તે સાધારણ છે, ને પુદ્ગલમાં અમૂર્તપણું નથી તેથી પુદ્ગલની અપેક્ષાએ તે અસાધારણ છે, એ રીતે
અમૂર્તપણું તે જીવનો સાધારણ–અસાધારણ ધર્મ છે.
આ રીતે ત્રણ પ્રકારના ધર્મો જીવમાં એક સાથે છે. ધર્મો તો અનંત છે, પણ આ ત્રણ પ્રકારમાં તે બધા
ધર્મો સમાઈ જાય છે.
આત્મા છે? – કે હા; આત્મા પણ છે અને આત્મા સિવાયના બીજા પદાર્થો પણ છે. હોવાપણું એટલે કે

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ ૨૪૮૩ : વૈશાખ :
અસ્તિત્વ બધાય પદાર્થોમાં છે, તેથી તે સામાન્ય ધર્મ છે. એકલા અસ્તિત્વથી આત્માનું અન્ય દ્રવ્યથી જુદું સ્વરૂપ
લક્ષમાં આવતું નથી.
આત્મા છે તો ખરો, પણ તે કેવો છે?
–કે આત્મા જ્ઞાનસ્વરૂપ છે, આનંદસ્વરૂપ છે. જ્ઞાનઆનંદ વગેરે ધર્મોથી જોતાં આત્મા સમસ્ત અન્ય
દ્રવ્યોથી ભિન્ન લક્ષમાં આવે છે, કેમકે આત્મા સિવાય બીજે ક્યાંય જ્ઞાન કે આનંદ નથી. આ રીતે જ્ઞાન–આનંદ તે
આત્માના અસાધારણ ધર્મ છે, આત્માની તે ખાસ વિશેષતા છે. તે વિશેષતાવડે આત્મા અન્ય દ્રવ્યોથી જુદો પડી
જાય છે. અસ્તિત્વ કહેતાં બીજા દ્રવ્યોથી આત્માની કાંઈ વિશેષતા નથી આવતી, અને જ્ઞાનસ્વરૂપ કહેતાં
આત્માની બીજા દ્રવ્યોથી ભિન્નતા–વિશેષતા ખ્યાલમાં આવે છે.
વળી આત્માને અમૂર્ત કહેવાથી પણ તેનું વાસ્તવિક સ્વરૂપ બધા પદાર્થોથી જુદું લક્ષમાં નથી આવતું,
કેમકે અમૂર્ત તો આકાશ પણ છે; અમૂર્ત કહેવાથી ફક્ત મૂર્ત–પુદ્ગલ દ્રવ્યથી અસાધારણપણું જણાય છે, માટે તે
ધર્મને સાધારણ–અસાધારણ ધર્મ કહેવાય છે.
આ રીતે, અસ્તિત્વ વગેરે સાધારણ ધર્મો, જ્ઞાન–આનંદ વગેરે અસાધારણ ધર્મો, તેમજ અમૂર્તપણું વગેરે
સાધારણ–અસાધારણ ધર્મો, એમ ત્રણે પ્રકારના ધર્મો આત્મામાં છે. “આત્મા સત્ ચૈતન્ય અમૂર્તિક છે”–એમ
કહેતાં ઉપરના ત્રણે પ્રકારના ધર્મો તેમાં આવી જાય છે.
જ્ઞાનગુણ બધાય જીવોમાં છે, તો પણ આ જીવનું જે જ્ઞાન છે તે બીજા જીવોમાં નથી, તેથી પોતાના
જ્ઞાનવડે પોતે બીજા બધા જીવથી જુદો અનુભવમાં આવે છે.
હોવાપણે આત્મા અને બધા પદાર્થો સરખા છે; પરંતુ આત્મામાં જ્ઞાન છે ને જડમાં જ્ઞાન નથી એ રીતે
આત્માની વિશેષતા છે. જેમ પુદ્ગલમાં રૂપીપણું એટલે કે સ્પર્શ–રસ–ગંધ–વર્ણ છે, તે બીજા કોઈ દ્રવ્યોમાં નથી
એટલે રૂપીપણું તે પુદ્ગલનો અસાધારણ ધર્મ છે. તેમ જ્ઞાન–દર્શન–આનંદ તે જીવમાં જ છે, ને બીજા કોઈમાં
નથી, એટલે જ્ઞાનાદિ તે જીવના અસાધારણ ધર્મો છે.
જો બધી રીતે બધી વસ્તુઓ સમાન જ હોય ને સૌ સૌના વિશેષધર્મો જુદા ન હોય તો “આ આત્મા છે
ને આ પર છે”––એમ ભિન્નપણું કઈ રીતે ઓળખાય? “આ ચીજ આત્મા છે, ને આ ચીજ આત્મા નથી” એવું
ભિન્નપણું આત્માના અસાધારણધર્મ વડે ઓળખાય છે.
વળી, અસ્તિત્વ વગેરે ગુણો જેમ આત્મામાં છે તેમ પરમાં પણ છે. આત્માના એકેય ગુણો પરમાં નથી,
પરંતુ આત્માની જાતના (અસ્તિત્વ વગેરે) કેટલાક ગુણો પરમાં છે. જો એમ ન હોય ને સર્વથા અસમાન ધર્મો જ
હોય તો આત્માની માફક પરનું અસ્તિત્વ સિદ્ધ જ ન થાય, એટલે આત્મા છે ને પરચીજ નથી, અથવા પરચીજ છે
ને આત્મા નથી–એમ થઈ જાય,–પરંતુ એમ નથી. આત્મા પણ અસ્તિરૂપ છે ને પરચીજ પણ અસ્તિરૂપ છે, આત્મા
પણ વસ્તુ છે, ને પરચીજ પણ વસ્તુ છે,–એ રીતે અસ્તિત્વ, વસ્તુત્વ વગેરે સાધારણ ધર્મો છે. અને આત્માના
જ્ઞાન–આનંદ વગેરે ભાવો પરદ્રવ્યોમાં નથી એટલે આત્માને પરથી અસાધારણપણું–ભિન્નપણું છે.
જેમ મનુષ્ય તરીકે બધા માણસો સરખા છે, છતાં તેમાં કોઈ ક્ષત્રિય છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ વાણીયા છે,
કોઈ હરિજન છે,–એમ તેનામાં વિશેષતા છે. તેમ જડ–ચેતન બધી વસ્તુઓ અસ્તિપણે સરખી છે, પણ તેમાં કોઈ
જ્ઞાનવાળી વસ્તુ છે, કોઈ જ્ઞાન વગરની છે, કોઈ અમૂર્ત છે, કોઈ મૂર્ત છે–એમ તેમનામાં વિશેષ ધર્મોવડે વિશેષતા
પણ છે.
આત્મામાં હોવાપણું છે, જ્ઞાન છે, અમૂર્તપણું છે, તે બધા ધર્મો એક સાથે રહેલા છે. અસ્તિત્વ બધી
વસ્તુમાં સરખું છે, પરંતુ ‘સરખું’ કહેવાથી કાંઈ એક જ અસ્તિત્વ ગુણ બધી વસ્તુઓમાં વહેંચાઈ ગયેલો નથી,
દરેક વસ્તુમાં પોતપોતાનો અસ્તિત્વ ગુણ જુદો જુદો છે, એકનું અસ્તિત્વ તે બીજાનું નથી; પણ પોતપોતાનું
અસ્તિત્વપણું બધાયમાં છે તેથી તેને સમાન કહ્યું છે. જેમ માણસોને મનુષ્ય તરીકે સમાન કહ્યા તેથી કાંઈ બધા
માણસો એક થઈ ગયા નથી, દરેક માણસ જુદો જુદો જ છે. તેમ અસ્તિત્વ તરીકે બધા પદાર્થો સરખા કહ્યા, પણ
તેથી કાંઈ બધા પદાર્થો એક થઈ ગયા નથી, દરેક પદાર્થ જુદે જુદો જ છે.

PDF/HTML Page 14 of 25
single page version

background image
: વૈશાખ : ૨૪૮૩ આત્મધર્મ : ૧૩ :
પરથી તો આત્મા જુદો છે, ને અંદરના અરૂપી વિકારથી પણ આત્માનો સ્વભાવ જુદો છે. જેમ આત્મા
પણ છે ને પરમાણુ પણ છે, છતાં બંને જુદા છે, કેમ કે બંનેનો સ્વભાવ જુદો છે; તેમ આ આત્મામાં ત્રિકાળશુદ્ધ
સ્વભાવ પણ છે ને ક્ષણિક વિકાર પણ છે, અસ્તિત્વ બંનેનું હોવા છતાં શુદ્ધ સ્વભાવ તે વિકારરૂપે નથી, ને
વિકાર તે સ્વભાવરૂપ નથી, એ રીતે બંનેની ભિન્નતા છે. –આ રીતે બંનેની ભિન્નતા હોવાથી, અંતર્મુખ દ્રષ્ટિવડે
વિકારથી ભિન્નતાનો અનુભવ થાય છે. જેમ વિકારને અને જ્ઞાનને જુદા પાડીને જ્ઞાન સ્વભાવનો અનુભવ થઈ
શકે છે, તેમ જ્ઞાન અને આનંદને જુદા પાડી શકાતા નથી, કેમ કે તે તો બંને આત્માના સ્વભાવરૂપ છે, તે બંને
ધર્મો આત્મામાં એક સાથે રહેલા છે, તેમને જુદા પાડી શકાય નહિ. પરંતુ વિકારને ધારણ કરી રાખવાનો કોઈ
ધર્મ આત્મામાં નથી એટલે તેને જુદો પાડી શકાય છે. વિકારથી જુદો ને પરથી જુદો આત્માનો અનુભવ થાય,
પણ જ્ઞાનથી જુદો કે આનંદથી જુદો એવો આત્માનો અનુભવ થાય નહીં.
જગતમાં શરીરાદિ અજીવ છે, રાગાદિ વિકાર પણ છે, ને જ્ઞાન સ્વભાવ પણ છે.–બધુંય છે એમ જાણવું
જોઈએ. જો તેના અસ્તિત્વને જ ન જાણે તો અજ્ઞાન છે. અને તે બધાયનું અસ્તિત્વ હોવા છતાં તેમના ભાવોની
વિશેષતાવડે તેમની ભિન્નતા પણ ઓળખવી જોઈએ; જો ભિન્નતા ન ઓળખે તોય અજ્ઞાન છે. શરીર છે પણ તે હું
નથી, રાગ છે પણ તે હું નથી, જ્ઞાન સ્વભાવ છે તે જ હું છું–એમ પરથી ને વિકારથી ભિન્ન એવા પોતાના
જ્ઞાનસ્વભાવનો અનુભવ કરવો તે ધર્મ છે.
શરીર છે, રાગ છે, જ્ઞાન છે,
ત્રણેય હોવા છતાં, તે ત્રણેનું સ્વરૂપ સરખું નથી.
શરીર તે અજીવ છે–જ્ઞાન વગરનું છે, તેને અને જ્ઞાનને તદ્ન ભિન્નતા છે. વળી રાગ તો વિકાર છે ને જ્ઞાન
તો આત્માનો સ્વભાવ છે, એ રીતે રાગ અને જ્ઞાન એ બંને સરખાં નથી, પણ જુદા જુદા સ્વભાવવાળા છે.–આમ
ભેદજ્ઞાન કરીને શુદ્ધ જ્ઞાનાદિ અનંત શક્તિઓથી એકાકાર એવા પોતાનો અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે.
આત્મા સર્વજ્ઞત્વ શક્તિનો ધરનાર, અને પુદ્ગલ તદ્ન અચેતન,–આવો સ્વભાવભેદ છતાં અસ્તિત્વપણે
બંનેમાં સમાનતા છે.
આત્મા અસંખ્યપ્રદેશી મર્યાદિત ક્ષેત્રવાળો, અને આકાશ અનંતપ્રદેશી અમર્યાદિત ક્ષેત્રવાળું, છતાં બંનેમાં
અસ્તિત્વ સરખું છે, તેમજ અમૂર્તપણું બંનેમાં સરખું છે. અસ્તિત્વ વગેરે સમાન હોવા છતાં આત્માને પોતાના
ચૈતન્યગુણવડે આકાશ સાથે અસમાનપણું છે.
અસ્તિત્વ વગેરે સામાન્ય ગુણોવડે બધા દ્રવ્યોને સમાનતા હોવા છતાં, પોતપોતાના જ્ઞાનાદિ વિશેષ
ગુણોવડે દરેક દ્રવ્યોમાં અસમાનતા છે. એ સમાન, તેમજ અસમાન, અને સમાન–અસમાન એવા ત્રિવિધ ધર્મો
આત્મામાં એક સાથે રહેલા છે.––જો કે બધા દ્રવ્યોમાં રહેલા છે પરંતુ અહીં આત્માની પ્રધાનતા છે.
અસ્તિત્વને લીધે દરેક દ્રવ્ય અનાદિઅનંત સ્વત: સિદ્ધ ટકેલાં છે.
વસ્તુત્વને લીધે દરેક વસ્તુ પોતપોતાની પ્રયોજનભૂત ક્રિયા સહિત છે.
દ્રવ્યત્વને લીધે દરેક દ્રવ્ય પોતાની પર્યાયોના પ્રવાહપણે દ્રવે છે–પરિણમે છે.
પ્રમેયત્વને લીધે દરેક દ્રવ્ય પ્રમાણજ્ઞાનમાં પ્રમેય થાય છે––જણાય છે.
અગુરુલઘુત્વને લીધે દરેક દ્રવ્ય પોતાના દ્રવ્યગુણપર્યાયપણે રહે છે, ને પરના દ્રવ્ય–ગુણ–પર્યાયપણે થતું નથી.
પ્રદેશત્વ ગુણને લીધે દરેક દ્રવ્ય પોતપોતાના પ્રદેશરૂપ આકારપણે રહે છે.
––આ અસ્તિત્વ વગેરે સામાન્ય ગુણો છે, તે દરેક દ્રવ્યમાં છે. જીવ–પુદ્ગલ–ધર્મ–અધર્મ–આકાશ અને
કાળ એ છએ દ્રવ્યો આ સામાન્યગુણ અપેક્ષાએ સરખા છે અર્થાત્ સામાન્યગુણો છએ દ્રવ્યોમાં છે. અને જ્ઞાન,
રૂપીપણું, ગતિહેતુત્વ, સ્થિતિ હેતુત્વ, અવગાહનહેતુત્વ તથા પરિણમનહેતુત્વ–ઈત્યાદિ વિશેષ ધર્મો વડે દરેક
દ્રવ્યને બીજાથી અસાધારણપણું છે. આત્મામાં અનંત ધર્મો છે

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ ૨૪૮૩ : વૈશાખ :
પણ તેમાં જ્ઞાન અસાધારણધર્મ છે, તેના વડે આત્મા લક્ષિત થાય છે.
જુઓ, આ આત્માને શોધવાની રીત! ભાઈ, ‘આત્મા છે’ એમ એકલા અસ્તિત્વગુણથી આત્માને
શોધીશ તો પરથી જુદો આત્મા પ્રાપ્ત નહિં થાય. આત્મા અમૂર્ત છે–એમ એકલા અમૂર્તપણાથી શોધતાં પણ
વાસ્તવિક આત્મા પ્રાપ્ત નહિ થાય. પણ ‘જ્ઞાન’ તે આત્માનો અસાધારણ સ્વભાવ છે, તે જ્ઞાનવડે શોધતાં, પરથી
ને વિકારથી જુદા તથા પોતાના અનંતધર્મો સાથે એકમેક એવા આત્માની પ્રાપ્તિ થાય છે. વિકાર તે આત્મા–એમ
પ્રતીત કરતાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ પ્રાપ્ત થતું નથી, પણ જ્ઞાનસ્વરૂપ આત્મા–એમ પ્રતીત કરતાં આત્માનું
વાસ્તવિક સ્વરૂપ પ્રાપ્ત થાય છે. એકેક શક્તિને જુદી લક્ષમાં લઈને શ્રદ્ધા કરતાં આખો આત્મા શ્રદ્ધામાં નથી
આવતો, પણ શક્તિવડે શક્તિમાન એવા અખંડ દ્રવ્યને શ્રદ્ધામાં લેતાં આખો આત્મા અનુભવમાં આવે છે, તે
સમ્યગ્દર્શનની રીત છે.
મારે લીધે શરીર હાલે–ચાલે કે શરીરને લીધે મને ધર્મ–અધર્મ થાય એમ જે માને છે તે ખરેખર આત્માના
સમાનધર્મને માનતો નથી, કેમ કે આત્મામાં પોતાનું અસ્તિત્વ છે ને શરીરના પરમાણુઓમાં તેમનું અસ્તિત્વ છે,
એ રીતે બંનેના સમાન અસ્તિત્વને ન માનતાં, બંનેની એકતા માનીને એકના અસ્તિત્વનો લોપ કરે છે (–
શ્રદ્ધામાં ઈન્કાર કરે છે). વળી, આત્મા અને શરીરની એકતા માની એટલે તેણે આત્માના અસમાન ધર્મને પણ
ન માન્યો; શરીર તો રૂપી જડ અને આત્મા ચૈતન્યસ્વરૂપ–એમ અસાધારણધર્મથી બંનેના સ્વભાવ જુદા છે તેથી
બંને જુદા છે,–એમ તે માનતો નથી.
એ જ પ્રમાણે શરીરની જેમ, કર્મને લીધે આત્મામાં વિકાર થાય એમ જે માને છે તે કર્મ અને આત્માની
એકતા જ માને છે, કેમ કે તે પણ આત્મા અને કર્મના ભિન્ન ભિન્ન અસ્તિત્વને કે બંનેના ભિન્ન ભિન્ન સ્વભાવને
ખરેખર માનતો નથી, એટલે આત્માના સમાન, અસમાન ધર્મોને તે જાણતો નથી. સમાન, અસમાન, તથા
સમાન–અસમાન એવા ત્રિવિધ ધર્મોનો ધારક આત્મા છે,–એવા આત્માને જો ઓળખે તો પરથી ને વિકારથી
ભેદજ્ઞાન થઈને શુદ્ધ આત્માનો અનુભવ થયા વિના રહે નહિ.
–છવીસમી શક્તિનું વર્ણન અહીં પૂરું થયું.
મોક્ષની ભાવના હોય તો.
.અંર્ત અવલોકન કરો
અહો! જેને ધર્મની ભાવના હોય, મોક્ષની ભાવના હોય, તે જીવો આત્માના
સ્વભાવનું નિરીક્ષણ કરો...આત્મામાં અંર્ત અવલોકન કરો... તેજ મોક્ષનું દાતાર છે,
આત્માના અંર્ત અવલોકન વિના ભવનો અંત આવતો નથી. મોક્ષદશા આત્મામાંથી
આવે છે માટે આત્માનું જ શરણ કરો. રાગમાંથી મોક્ષદશા નથી આવતી માટે રાગનું
શરણ છોડો. રાગનું શરણ છોડીને અંતરમાં ચૈતન્યતત્ત્વના શરણે વીતરાગી શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્ર કરવા તે ધર્મ છે, ને તેનાથી જ ભવનો અંત આવે છે.

PDF/HTML Page 16 of 25
single page version

background image
: વૈશાખ : ૨૪૮૩ આત્મધર્મ : ૧૫ :
आत्मार्थी, आजन्मब्रह्मचारी, अध्यात्म – रसिक, आत्मधर्म – पथिक,
अध्यात्म – प्रसारक
श्री कानजीस्वामी की सेवा में
अभनन्दन – पत्र
आत्मार्थिन्! आत्म–धर्मके परम आराधक और प्रसारक होते हुए भी आपने सम्यग्दर्शनकी
विशुद्धि के साधन–भूत सिद्धक्षेत्रोंकी वंदनार्थ एक विशाल संघके साथ यात्रा प्रारम्भ की और परम
तीर्थाधिराज सम्मेदशिखर, पावापुर, राजगिर, चम्पापुर आदि अनेकों तीर्थस्थानोंकी वंदना करते
हुए इस दिल्लीमें पदार्पण किया है, जिसे स्वतन्त्र भारत की राजधानी होनेका गौरव प्राप्त हैं।
अपनी खोंज–शोधके लिये प्रख्यात, प्रसिद्ध पुरातत्त्वविद्, साहित्यतपस्वी, ब्र० आ०
जुगलकिशोरजी मुख्तार, ‘युगवीर’ द्वारा संस्थापित इस वीरसेवामन्दिरमें ठहर कर आपने हम
लोगों पर जो अनुग्रह किया हैं वह हम सबके लिये परम हर्षकी बात हैं।
आजन्म ब्रह्मचारिन्! भ० नेमिनाथके पाद–पद्मसे पवित्र हुए और वीरवाणीके समुद्धारक
श्रीधरसेनाचार्यकी तपोभूमि होनेके कारण अपने ‘सुराष्ट्र’ नामको सार्थक करनेवाले सौराष्ट्र देशमें
आपने जन्म लिया। गृहस्थाश्रममें सर्व साधन–सम्पन्न होते हुए भी आपने बाल्यकालसे ही
ब्रह्मचर्यको अंगीकार किया, और अत्यन्त अल्प वयमें संसारसे उदास होकर साधु–दीक्षा ग्रहण
की। पूरे २१ वर्ष तक स्थानकवासी जैन सम्प्रदायमें रह कर श्वेताम्बर आगम–सूत्रों–ग्रन्थोंका
विशिष्ट अभ्यास किया और अपने सम्प्रदायके एक प्रभावक वक्ता एवं तपस्वी बने। उस समय
अनेकों राजे–महाराजे और सहस्त्रों जैन आपके परम भक्त थे, तथा आपको ‘ प्रभु ’ कह कर
वंदना–पूर्वक साष्टाङ्ग नमस्कार करते थे।
अध्यात्म–रसिक! श्वे० जैन आगम–सूत्रों के पूर्ण अवगाहन करने पर भी आपकी
अध्यात्म–रस–पिपासा शान्त न हो सकी। सौभाग्यसे दो सहस्र वर्ष पूर्व आ० कुन्दकुन्द–निर्मित
परम अमृतमय समयसार आपके हस्तगत हुआ, आपने अत्यन्त सूक्ष्म द्रष्टिसे उसका स्वाध्याय
प्रारम्भ किया। स्वाध्याय करते ही आपको यथार्थ द्रष्टि प्राप्त हुई और विवेक जागृत हुआ। आपने
अनुभव किया कि आज तक मैंने शालि–प्राप्तिके लिये तुष–खंडनमें ही अपने जीवनका बहुभाग
बिताया है। उस समय आपके हृदयमें अन्तर्द्वन्द मच गया। एक ओर आपके सामने अपने सहस्रों
भक्तों द्वारा उपलब्ध पूजा–प्रतिष्ठा आदिका मोह था, और दूसरी ओर सत्यका आकर्षण। इन
दोनोंमेंसे अपनी पूजा–प्रतिष्ठाके व्यामोहको ठुकराकर आपने दिगम्बर धर्मको स्वीकार किया और
महान् साहस और द्रढ़ताके साथ विक्रम संवत् १९९१ में चैत्र शुक्ला त्रयोदशीको वीरजयन्तीके दिन
वीरता–पूर्वक अपने वेष–परित्यागकी घोषणा कर दी। घोषणा सुनते ही सम्प्रदायमें खलबली मच
गई और नाना प्रकार के भय

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ ૨૪૮૩ : વૈશાખ :
दिखाये गये, परंतु आपने निश्चय पर सुमेरुके समान अटल और अचल रहे। तबसे आप अपने
आपको आत्मार्थी कह कर आ० कुन्दकुन्दके अति गहन आध्यात्मिक ग्रन्थों की गूढ़तम ग्रन्थियों के
सूक्ष्मतम रहस्य का उद्घाटन कर कुन्दावदात, अमृतचन्द्र–प्रस्यूत पीयूष का स्वयं पान करते हुए
अन्य सहस्रों अध्यात्म–रस–पिपासुओं को भी उसका पान करा रहे है और अत्यन्त सरल शब्दों में
अध्यात्म तत्त्वका प्रतिपादन कर रहे हैं।
आत्म–धर्म–पथिक! जिस सौराष्ट्र दि० जैनधर्मका अभाव–सा हो रहा था, वर्हां आपके
वचनोंको श्रवण कर सहस्त्रों तत्त्व–जिज्ञासुओंने दि० जैनधर्मको धारण किया, सैकड़ों नर–नारियों
और सम्पन्न धरानोंके कुमार–कुमारिकाओंने आजीवन ब्रह्मचर्यव्रत अंगीकार किया। तथा जिस
सौराष्ट्रमें दि० जैन मन्दिर विरल ही थे, वर्हां आपकी प्रेरणासे २० दि
जैन मन्दिरोंका निर्माण हो
चुका है और इस प्रकार आपने धर्मकी साधना और आत्मा का आराधन के साधन वर्तमान और
भावी पीढ़ी के लिए प्रस्तुत किये हैं।
अध्यात्मप्रसारक! कुछ शताब्दियोंसे जैन सम्प्रदायके आचार–व्यवहारमें जब विकार प्रविष्ट
होने लगा और त्रिवर्णाचार एवं चर्चासागर जैसे ग्रंथ प्रचारमें आने लगे तब १८ वीं शताब्दीके
महान् विद्वान् पं० टोडरमलजी ने उस दूषित व्यवहारसे जनताके बचाव के लिये मोक्षमार्गप्रकाशकी
रचनाकर जैनधर्मके शुद्ध रूपकी रक्षा की। उनके पश्चात् इस बीसवीं शताब्दीमें व्यवहार–मूढ़ता–
जनित धर्मके विकृत स्वरूपको बतलाकर ‘आत्म–धर्म’ के द्वारा उससे बचनेके मार्गका आप निर्देंश
कर रहे हैं। आपके तत्त्वावधानमें आज तक तीन लाख पुस्तकों का प्रकाशन हुआ है जिससे
लोगोंको अपनी ‘भूलमें भूल’ ज्ञात हुई है।
अध्यात्म–संघनायक! आपने सोनगढमें रहकर और श्रमण–संस्कृतिके प्रधान कार्य ध्यान–
अध्ययनको प्रधानता देकर उसे वास्तविक अर्थमें श्रमण–गद बना दिया है। आप परम शान्तिके
उपासक हैं और निन्दा–स्तुतिमें समवस्थ रहते हैं। आपके हृदयकी शान्ति और ब्रह्मचर्यका तेज
आपके मुख पर विद्यमान है, आप समयके नियमित परिपालक है। भगवद्–भक्ति–पूजा करनेकी
विधि, आध्यात्मिक–प्रतिपादन–शैली और समयकी नियमितता ये तीन आपकी खास विशेषताएं है।
अध्यात्मका प्रतिपादन करते हुए भी हम आपकी प्रवृत्तियोंमें व्यवहार और निश्चयका अपूर्व सम्मिश्रण
देखते है। आपके इन सर्व गुणोंका प्रभाव आपके पार्श्ववर्ती मुमुक्षुओं पर भी हैं। यही कारण हैं कि
उनमें भी शान्ति–प्रियता और समयकी नियमितता द्रष्टिगोचर हो रही हैं।
आपकी इन्हीं सब विशेषताओं से आकृष्ट होकर अभिनन्दन करते हुए हम लोग आनन्द–
विभोर हो रहे हैं।
ता० ७–४–५७ हम है आपके––
२१ दरियागंज, दिल्ली वीर सेवा–मन्दिर–सदस्य भा० दि० जैन परिषद्–सदस्य।

PDF/HTML Page 18 of 25
single page version

background image
: વૈશાખ : ૨૪૮૩ આત્મધર્મ : ૧૭ :
। श्रीवीतरागाय नमः।
आध्यात्मिक सन्त आत्मार्थीं श्री कानजीस्वामी की
सेवा में सादर समर्पित
सम्मान – पत्र
सम्माननीय!
यह हमारा महान् सौभाग्य है कि आप करीब १५०० धर्मबंधुओं के साथ उत्तर भारत के
समस्त सिद्ध–क्षेत्रों एवं परम पुनीत शाश्वत तीर्थक्षेत्र श्री सम्मेदशिखरजी की वंदना करते हुए
कलकत्ता नगरी में पधारे हैं। बंगदेश की यह प्रधान नगरी आपके पदार्पण से पवित्र हुई है। आज
इस मंगलवेला में हम आपके प्रति श्रद्धाभाव प्रगट करते हुए अपने आपको गौरवान्वित समझते हैं।
ज्ञानसुधाकर!
भगवान श्री कुंदकुंदाचार्यदेव, स्वामी पुष्पदंत, भूतबलि, श्री उमास्वामी, स्वामी कार्तिकेय,
श्री अमृतचंद्राचार्यदेव, इत्यादि महान् आचार्यो के हृदय में प्रवेश कर आपने जैनधर्म के गूढ़ रहस्य
को समझा है और उसे समस्त मुमुक्षुगण के सामने स्पष्ट खोलकर रख दिया है। सौराष्ट्र से लेकर
कलकत्ता तक आपके हृदय की गहराई से निकले हुए ज्ञान–सुधारस का स्रोत वह गया है।
आपकी वाणी से अध्यात्म रस का झरना निरंतर झरता रहता है। संसार के दुःखों से संतप्त एवं
क्लान्त प्राणी इस अमृत को पीकर अत्यन्त विश्राम पाते हैं।
अध्यात्मयोगिन्!
धन्य है सोनगढ़ के निवासी जिन्हें आपके पादमूल में ज्ञानानंद रस पीने का सौभाग्य
हमेशां प्राप्त है। धन्य हैं मातेश्वरी देवी उजमबा जिन्होंने आप जैसे पुत्ररत्न को जन्म दिया। धन्य हैं
भगवान् धरसेनाचार्य की धरा सौराष्ट्र देश जहां आप जैसे ज्ञानी महानुभाव का आविर्भाव हुआ।
धन्य है यह भारतवर्ष जो आप जैसे तत्त्व–मर्मझ के कारण आज भी अपनी आध्यात्मिक परम्परा
अक्षुण्ण बनाए रखने में समर्थ है।
युगप्रवर्तक!
आपके उपदेश से सहस्रों भाई बहिनोंने जैन धर्म के शुद्ध तात्विक स्वरूप को समझा है।
परिणामस्वरूप सौराष्ट्र में अनेकों जिनमंदिरों एवं जिनबिम्बों की प्रतिष्ठा हुई है, आर्ष ग्रन्थों की
करीब तीन लाख प्रतियां सोनगढ़ से प्रकाशित हो चुकी हैं और अनेक कुमार, कुमारिकाओं

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ ૨૪૮૩ : વૈશાખ :
एवं दम्पतियोंने दुर्धर ब्रह्मचर्यव्रत आजन्म धारण किया है। आपकी उपस्थिति से सोनगढ़ तीर्थ
सद्रश बन गया है। आपने एक नवयुग का निर्माण किया है। आपकी वाणी अनादिरुढ,
व्यवहारमूढ़, निश्चयअनारुढ़ प्राणियों को सत्पथ प्रदर्शन करती है और दीर्घ काल तक करती
रहेगी ऐसा हमारा विश्वास है। जैन धर्म विश्वधर्म है, उसका सूक्ष्म अध्यात्मवाद अद्वितीय है। उस
अध्यात्मवाद को सरल और स्पष्ट भाषा में समझाकर आपने इसकी ख्याति में चार चांद लगा दिए
है। आपके द्वारा जिन शासन की जो प्रभावना हुई है वह ऐतिहासिक और अवर्णनीय है।
शाश्वत सुख मार्ग प्रदर्शक!
सच्चिदानन्दधन भगवान आत्मा के स्वरूप को हम भूले हुए थे। उसका एवं द्रव्य के
परिणमन की स्वतन्त्रता का विशद विवेचन करके आपने हम श्रोताओं के हृदय में धर्म के मौलिक
तत्त्व की प्रतिष्ठा की है। आपके इस सिंहनाद से कि “प्रभुत्व शक्ति प्राणि मात्र के अन्तर में अनादि
काल से पड़ी है अतः उस ओर अन्तर्दष्टि करे तो प्रत्येक प्राणी प्रभु हो सकता है” हमारे भीतर
की सुषुप्त प्रभुत्व शक्ति को प्रभावपूर्ण आह्वान मिला हैं। हमारे अन्तर में एक अभूतपूर्व जागृति हुई
है। आगे हम आत्मोन्नति के पथ पर बराबर अग्रसर होकर अपनी स्वरूपप्राप्ति के लिए सतत
प्रयत्नशील रहेंगे, ऐसा हमारा द्रढ़ निश्चय है।
हम लोगों पर महान् कृपा करके आप यहां पधारे तथा आठ दिन तक लगातार आपने हमें
उपदेशामृत पान कराया पर हमें तृप्ति नहीं हुई। ऐसा लगता है कि आपके समीप रह कर यह
अमृतपान निरंतर करते रहें। आपकी महान् कृपा के लिए अपनी कृतज्ञता प्रकाश करने योग्य
हमारे पास शब्द नहीं हैं। अतः हम आपके सामने नतमस्तक हैं।

कलकत्ता विनयावनत ः–
दिनांक २९–३–५७ श्री कानजीस्वामी स्वागत समिति
• • • •
श्रीवीतरागाय नमः
परम आध्यात्मिक संत, आत्मार्थी, श्री कानजीस्वामी की
सेवा में सादर समर्पित
अभनन्दन – पत्र
सम्माननीय!
यह हमारा सौभाग्य है कि आप करीब १५०० धर्मबंधुओं के साथ उत्तर भारत के समस्त
सिद्ध–क्षेत्रों एवं परम पुनीत शाश्वत तीर्थक्षेत्र श्री सम्मेदशिखरजी की वन्दना करते

PDF/HTML Page 20 of 25
single page version

background image
: વૈશાખ : ૨૪૮૩ આત્મધર્મ : ૧૯ :
हुए सहारनपुर नगरी में पधारे। उत्तर–प्रदेश की यह नगरी आपके पदार्पण से पवित्र हुई है। इस
मंगल वेला में आपके प्रति श्रद्धाभाव प्रगट करते हुए हम गौरव अनुभव करते हैं।
ज्ञान–सुधाकर!
भगवान् श्री कुंदकुंदाचार्यदेव, स्वामी पुष्पदंत, भूतबलि, श्री उमास्वामी, स्वामी कार्तिकेय,
श्री अमृतचंद्राचार्य देव इत्यादि महान् आचार्यों के हृदय में प्रवेश कर आपने जैन धर्म के गूढ़
रहस्य को समझा और उसे मुमुक्षुओं के सामने स्पष्ट करके रख दिया है। आपकी वाणी–तुङ्ग से
अध्यात्म रस का स्रोत सौराष्ट्र से उत्तर भारत तक अविरल बह रहा है, जिस से सांसारिक दुःखों
से संतप्त एवं क्लान्त प्राणी उसे पीकर शांति–विश्रान्ति पारहे हैं।
अध्यात्मयोगिन्!
धन्य हैं मातेश्वरी देवी उजमबा, जिसने आप जैसे पुत्ररत्न को जन्म दिया। धन्य है
भगवान् धरसेनाचार्य का सौराष्ट्र, जहां आप से आत्मज्ञानी का आविर्भाव हुआ। धन्य है भारत
देश, जो आपसे तत्त्व–मर्मज्ञ के द्वारा आध्यात्मिक आगार रहा है।
युगप्रवर्तक!
आपके उपदेशों से सहस्त्रों भाई बहनोंने जैन धर्म के शुद्ध स्वरूप को समझा है। जैन धर्म
विश्व–धर्म है, उसका सूक्ष्म अध्यात्मवाद अद्वितीय है और उस अध्यात्मवाद को आपने सरल–स्पष्ट
भाषा में समझाकर उसमें चार–चांद लगा दिये हैं। आपके द्वारा जिनशासन की जो प्रभावना हुई
वह अवर्णनीय, ऐतिहासिक और एक नवयुग का निर्माण कर रही है।
शाश्वत सुख–मार्ग–दर्शक!
आपके इस सिंहनाद से कि “प्रभुत्व शक्ति प्राणी–मात्र के अन्तर में अनादि काल से पड़ी
है, अतः उस ओर द्रष्टि करे तो प्रत्येक प्राणी प्रभु हो सकता है।” हमारी सुषुप्त प्रभुत्व–शक्ति को
जागृति का आह्वान मिला है। भविष्य में हम आत्मोन्नति के पथ पर अग्रसर होकर अपने शुद्ध
स्वरूपप्राप्ति में सजग रहेंगे, ऐसा हमारा निश्चय है।
आत्मबोधी–मनस्वी!
आपके थोडे़ से प्रवचनामृत पान से उसके और अधिक निरंतर पाने की अतृप्त भावना जाग
उठी है। आज आपकी महान् कृपा है जो आप यहां पधारे। अपनी कृतज्ञता प्रकाश करने योग्य
शब्द भी हमारे पास नही हैं। हार्दिक भावना से ही हम आप का बारम्बार अभिनन्दन करते हैं।
सहारनपुर श्रद्धावनत–
८–४–५७ जैन पंचान प्रबन्धकारिणी कमैटी