Atmadharma magazine - Ank 164
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 23
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૪
સળંગ અંક ૧૬૪
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 23
single page version

background image
સંસારથી સંતૃપ્ત જીવોને શાંતિની ઝાંખી કરાવતું અજોડ આધ્યાત્મિક–માસિક
વર્ષ ૧૪ મું
અંક ૮ મો
જેઠ
વી સં. ૨૪૮૩
૧૬૪
ચિદાનંદ તત્ત્વનું ભાન કરીને પોતાના આત્મામાં જેણે ‘જ્ઞાન–દીવડા’ પ્રગટાવ્યા ને અજ્ઞાન
અંધકારનો નાશ કર્યો તે જીવ ‘ધર્મ દીવાકર’ છે.....પરમાત્મસુખનો અભિલાષી એવો તે
‘પરમપુરુષાર્થ પરાયણ ભવ્ય જીવ’ ચિદાનંદસ્વભાવના આશ્રયે નિશ્ચયરત્નત્રયને ભાવે છે.....
જીવે મિથ્યાત્વાદિ ભાવો પૂર્વે અનાદિકાળથી ભાવ્યા છે, પણ ચિદાનંદસ્વભાવનો આશ્રય કરીને
સમ્યક્ત્વાદિ ભાવોને પૂર્વે કદી ભાવ્યા નથી. અતિ આસન્નભવ્ય મુમુક્ષુ જીવ તે મિથ્યાત્વાદિ ભાવોને
છોડીને, પોતાના પરમાત્મતત્ત્વના આશ્રયે સમ્યગ્દર્શનાદિ ભાવોરૂપે પરિણમે છે એ જ તે ધર્માત્માનું
પ્રતિક્રમણ છે. ચિદાનંદતત્ત્વના આશ્રયે સમ્યક્ત્વાદિની ભાવના ભવભ્રમણનો નાશ કરનારી છે.
આવી અપૂર્વ ભાવનાવાળો જીવ અતિ આસન્નભવ્ય છે, તે અલ્પકાળમાં જ મુક્તિ પામે છે.
(ફાગણ વદ દસમના પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી)
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 3 of 23
single page version

background image
સોનગઢમાં – પ્રોઢ વયના ગૃહસ્થો માટે
જૈન દર્શન – શિક્ષણ વર્ગ
દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ સુદ ત્રીજ ને સોમવાર તા. ૨૯–૭–પ૭ થી શરૂ કરીને, શ્રાવણ વદ
નોમ ને સોમવાર તા. ૧૯–૮–પ૭ સુધી આધ્યાત્મિકતત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે સોનગઢમાં “જૈનદર્શન–શિક્ષણવર્ગ”
ચાલશે. પ્રાથમિક અભ્યાસી તત્ત્વજિજ્ઞાસુ જીવોને માટે આ શિક્ષણવર્ગ ખાસ ઉપયોગી છે. આ ઉપરાંત પૂ. ગુરુદેવના
પ્રવચનોનો પણ લાભ મળશે.
આ શિક્ષણવર્ગમાં દાખલ થનાર ગૃહસ્થોને રહેવા–જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી થશે. જે જિજ્ઞાસુ જૈન
ભાઈઓને વર્ગમાં આવવાની ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે સૂચના મોકલી દેવી અને વર્ગમાં વખતસર આવી જવું.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)
સોનગઢમાં દસલક્ષણી પર્યુષણ પર્વ
સોનગઢમાં દર વર્ષની જેમ ભાદરવા સુદ પાંચમ ને ગુરુવાર તા. ૨૯–૮–પ૭ થી શરૂ કરીને, ભાદરવા સુદ
૧૪ ને શનિવાર તા. ૭–૯–પ૭ સુધીના દસ દિવસો દસલક્ષણીધર્મ અથવા પર્યુષણપર્વ તરીકે ઉજવાશે. આ દિવસો
દરમિયાન ઉત્તમ ક્ષમા વગેરે ધર્મો ઉપર પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
ધાર્મિક પ્રવચનના ખાસ દિવસો
શ્રાવણ વદ ૧૩ ને ગુરુવાર તા. ૨૨–૮–પ૭ થી શરૂ કરીને, ભાદરવા સુદ પાંચમ ને ગુરુવાર તા. ૨૯–૮–પ૭
સુધીના આઠ દિવસો સોનગઢમાં ધાર્મિક પ્રવચનના ખાસ દિવસો તરીકે ઉજવાશે. આ દિવસો દરમિયાન ઘણાખરા
ભાઈઓને કામધંધાથી નિવૃત્તિનો વિશેષ અવકાશ મળતો હોવાથી તેઓ લાભ લઈ શકે તે હેતુએ આ આઠ દિવસો
રાખવામાં આવ્યા છે.
પૂ. કાનજી સ્વામીના પ્રભાવથી .
૧૬૭ વીતરાગી જિનબિંબોની પ્રતિષ્ઠા થઈ.
૧પ નવા દિગંબર જિનમંદિરો બન્યા.
૯ વાર પંચકલ્યાણક મહોત્સવ થયા.
૭ જગ્યાએ વેદીપ્રતિષ્ઠા મહોત્સવ થયા.
૩ લાખ જેટલા દિ. જૈન સિદ્ધાંતને અનુસરતા પુસ્તકો પ્રસિદ્ધ થયા.
૨પ ઉપરાંત કુમાર ભાઈ–બેનોએ આજીવન બ્રહ્મચર્યની દીક્ષા લીધી.
હજારો જીવો દિ. જૈનધર્મમાં દીક્ષિત થયા.
૦ શ્રાવિકા–બ્રહ્મચર્યાશ્રમની સ્થાપના થઇ.
બે વાર ગિરનારજી તીર્થની સંઘસહિત યાત્રા થઈ.
સમ્મેદશિખરજી વગેરે તીર્થધામોની સંઘસહિત યાત્રા થઈ.
(“શાસન પ્રભાવ”) પુસ્તિકામાંથી
शासनप्रभाव
જિજ્ઞાસુઓને વાંચતા પ્રસન્નતા થાય એવી આ પુસ્તિકા પૂ. ગુરુદેવના યાત્રા–પ્રવાસ દરમિયાન પ્રસિદ્ધ થઈ
છે; તેની ૧૦,૦૦૦ દસ હજાર નકલ છાપવામાં આવી હતી. પૂ. શ્રી કાનજીસ્વામી દ્વારા જૈનધર્મની જે મહાન
પ્રભાવના થઈ રહી છે તેનો સંક્ષિપ્ત પરિચય આ પુસ્તિકામાં આપવામાં આવ્યો છે, જે દરેક જિજ્ઞાસુઓએ વાંચવા
લાયક છે. આ પુસ્તિકામાં શરૂઆતમાં પૂ. ગુરુદેવના જીવન સાથે સંબંધ ધરાવતા મુખ્ય પ્રસંગોનું વિવેચન આપવામાં
આવ્યું છે. તે ઉપરાંત દસ બોલદ્વારા પૂ. ગુરુદેવના ઉપદેશનો સાર અને બીજી અનેક જાણવા લાયક માહિતી
આપવામાં આવી છે. આ પુસ્તિકા હિંદી ભાષામાં છે, કિંમત બે આના છે.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ (સૌરાષ્ટ્ર)
સાયલામાં સ્વાધ્યાય મંદિરનું ઉદ્ઘાટન
સાયલા (મારવાડ) માં દિગંબર જૈન મુમુક્ષુમંડળ તરફથી લગભગ રૂ. ૧પ૦૦૦ ના ખર્ચે જૈન સ્વાધ્યાય
મંદિર તથા તેના ઉપરના ભાગમાં જિનમંદિર તૈયાર કરવામાં આવેલ છે, તે સ્વાધ્યાય મંદિરમાં આ ચૈત્ર સુદ તેરસના
શુભદિને સ્વાધ્યાયનું મુહૂર્ત કરવામાં આવ્યું છે. અહીં હંમેશાં સવાર–સાંજ સ્વાધ્યાય (વાંચન) ચાલે છે.
વાર્ષિક લવાજમ રૂપિયા ત્રણઃઃઃ છૂટક નકલ ચાર આના

PDF/HTML Page 4 of 23
single page version

background image
વર્ષ ચૌદમું ઃ સમ્પાદકઃ જેઠ
અંક આઠમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૩
દિવ્ય ધ્વનિ ધામ રાજગૃહી તીર્થમાં
મંગલ પ્રવચન
માહ વદ ૧૪ ના રોજ રાજગૃહીનગરીમાં પૂ. ગુરુદેવે સંઘ સહિત દિવ્યધ્વનિના
ધામ વિપુલાચલ તીર્થની યાત્રા કરી.....વિપુલાચલ ઉપર વીર પ્રભુના સમવસરણના અને
દિવ્યધ્વનિના ધામને હૃદયની ઊંડી ઊર્મિઓપૂર્વક નજરે નીહાળ્‌યા.....દિવ્યધ્વનિ છૂટવાના
એ ધન્ય પ્રસંગને યાદ કરીને ભાવભીની અદ્ભુત ભક્તિ કરી.....ત્યારબાદ નીચે આવીને
પ્રવચનમાં જે ભક્તિનું ઝરણું વહાવ્યું તે અહીં આપવામાં આવ્યું છે. દિવ્યધ્વનિ છૂટવાની
પાવન તિથિ–અષાડ વદ એકમ–નજીક આવી રહી છે ત્યારે આ ભક્તિભર્યું પ્રવચન
જિજ્ઞાસુ જીવોને વિશેષ ઉપયોગી થશે.
*
તીર્થંકરોના જ્યાં કલ્યાણક થયા, અને આત્મજ્ઞાન ધ્યાનવંત મુનિઓના ચરણથી જે ભૂમિ સ્પર્શાઈ તેને તીર્થ
કહેવાય છે. આ રાજગૃહી તીર્થધામ છે. અહીં મહાવીર ભગવાનનું સમવસરણ હતું. ભગવાનના વખતમાં રાજા
શ્રેણિકની આ રાજધાની હતી. અહીં મહાવીર ભગવાનના સમવસરણમાં શ્રેણિક રાજા ક્ષાયક સમ્યક્ત્વ પામ્યા હતા.
તેમને હજી ચારિત્ર ન હતું; પણ આત્માનું ભાન હતું ને તેમને તીર્થંકરનામકર્મ બંધાયું છે, આવતા ભવમાં તે આ
ભરતક્ષેત્રના પહેલા તીર્થંકર થશે.
આ રાજગૃહી છે. મહાવીર ભગવાનના વખતમાં રાજા શ્રેણિક અહીં રાજ્ય કરતા હતા. રાજ્યનો તે પ્રકારનો
રાગ તેમને હતો, પણ રાગ જેટલો આત્મા તેઓ માનતા ન હતા, રાગથી ને રાજથી પાર ચિદાનંદ સ્વરૂપનું તેમને
ભાન હતું. અહીં તો આ ચોવીસીના ૨૩ તીર્થંકર ભગવંતોના સમવસરણ આવેલા છે. ૨૩–૨૩ તીર્થંકરોના ચરણોથી
સ્પર્શાયેલી આ મહાપવિત્ર ભૂમિ છે, તેથી આ તીર્થ છે. અનેક સંતોએ આત્માનું જ્ઞાન–ધ્યાન કરીને ભવથી તરવાનો
ઉપાય આ ભૂમિમાં કર્યો છે.
અષાડ વદ એકમના રોજ સર્વજ્ઞ ભગવાન મહાવીર પરમાત્માની દિવ્યધ્વનિ આ વિપુલાચલ ઉપર સૌથી
પહેલી નીકળી હતી, તે જ આ ક્ષેત્ર છે. ગૌતમસ્વામીનું ગણધર પદ પણ અહીં જ થયું હતું ને ભગવાનની દેશના
ઝીલીને બાર અંગરૂપ શાસ્ત્રોની રચના પણ અહીં જ ગૌતમસ્વામીએ કરી હતી. વૈશાખ સુદ દસમે ભગવાનને
કેવળજ્ઞાન થયું પણ ૬૬ દિવસ સુધી દિવ્યધ્વનિ ન નીકળ્‌યો; અહીં ભગવાનનું સમવસરણ આવ્યું, ને ગૌતમસ્વામી
સભામાં આવતાં ૬૬ દિવસે પહેલવહેલી દિવ્યધ્વનિની અમૃતવર્ષા અહીં થઈ. એવી આ તીર્થભૂમિ છે. અહીં જ
ભગવાનના સમવસરણમાં શ્રેણિક રાજા ક્ષાયક સમ્યક્ત્વ પામ્યા હતા.
વળી ભગવાન મુનિસુવ્રતનાથના ગર્ભ–જન્મ તપ

PDF/HTML Page 5 of 23
single page version

background image
અને જ્ઞાન એ ચાર કલ્યાણક અહીં થયા છે. અને ભગવાન વાસુપૂજ્ય સિવાયના ૨૩ તીર્થંકરોના સમવસરણ અહીં
આવ્યા છે, તેથી આ પાવન તીર્થ છે.
અહીં કહે છે કે આત્મધ્યાનમાં અનુરક્ત સંતોના ચરણોથી સ્પર્શાયેલી ભૂમિ તે તીર્થ છે અને તે અનેક જીવોને
તારનાર છે. ભૂમિ તે તો ભૂમિ જ છે, પણ જે ભૂમિમાં આત્માના જ્ઞાન–આનંદને પામેલા જીવો વિચર્યા તે ભૂમિને
જોતાં આત્માના જ્ઞાન–આનંદનું સ્મરણ જાગે છે કે અહો! આત્માના અતીન્દ્રિય જ્ઞાન–આનંદને પામેલા સર્વજ્ઞો
અને સંતો અહીં આ ભૂમિમાં વિચર્યા છે. તેથી ભૂમિ પણ તરવાનું નિમિત્ત હોવાથી તે તીર્થ છે. ભાવ તીર્થ તો
આત્માનું જ્ઞાન–ધ્યાન છે, પણ તે જ્ઞાનધ્યાનવાળા સંતો જ્યાં વિચર્યા તે ભૂમિ પણ તીર્થ છે; જે કાળમાં તે
વિચર્યા તે કાળ પણ મંગળ છે. આવી તીર્થભૂમિને જોતાં આત્માના જ્ઞાન–આનંદને લક્ષમાં લઈને તે જ્ઞાન–
આનંદ સ્વભાવ તરફ જે જીવ ઝૂકે છે તે જીવ ભવથી તરી જાય છે.
આમ ભાવ તીર્થ વડે જે જીવ તરે છે તેને
તરવામાં આ ક્ષેત્ર પણ નિમિત્ત છે તેથી તે પણ તીર્થક્ષેત્ર છે.
“આ રાજગૃહી વગેરે પવિત્ર તીર્થ છે”–એમ કોણ ખરેખર કહી શકે? કે આ ભૂમિમાં વિચરેલા જ્ઞાન–
આનંદધારક સંતોના જ્ઞાન–આનંદનું લક્ષ જેને હોય ને તેનું સ્મરણ કરે તે એમ કહે છે કે–અહો! જ્ઞાન ને આનંદનું
આ તીર્થ છે. આ ભૂમિમાં શાસનનું પ્રવર્તન થયું છે. પોતાના આત્મામાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ તીર્થનું પ્રવર્તન
થયું તે પોતાનું જૈનશાસન છે. અહીં ભગવાનના સમવસરણમાં અનેક જીવો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ તીર્થને
પામ્યા છે. અષાડ વદ એકમે અહીં ભગવાનના સમવસરણમાં ચાર તીર્થની સ્થાપના થઈ; એ રીતે ભગવાનના
શાસનપ્રવર્તનની આ ભૂમિ છે; તેથી આ તીર્થ છે.
તીર્થ એટલે જેનાથી તરાય તે; અહીં ભૂમિને તીર્થ કહ્યું. પણ ભૂમિ તો ભૂમિ જ છે, તેનામાં કાંઈ તરવાનો
ભાવ નથી. પણ તરવાના ભાવવાળા (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રધારક) સંતો જ્યાં વિચર્યા ત્યાં તે ભાવતીર્થનો
આરોપ કરીને ભૂમિને પણ તીર્થ કહ્યું. અહો, આત્માના જ્ઞાન–ધ્યાનમાં લીન સંતો જે ભૂમિમાં વિચર્યા તે ભૂમિ
જગતમાં તીર્થ છે. તે સંતોના ચરણોથી જે ધૂળ સ્પર્શાઈ તે ધૂળ પણ તીર્થ છે.
જેને આત્માના જ્ઞાન–ધ્યાનનો પ્રેમ
છે તે જ્ઞાન–ધ્યાનનું સ્મરણ કરીને આવી ભૂમિનું પણ બહુમાન કરે છે કે અહો! જ્ઞાન–ધ્યાનધારક વીતરાગી સંતો
અહીં વિચરતા હતા......
જેને જ્ઞાન–ધ્યાનનો પ્રેમ નથી ને રાગની રુચિ છે તે વીતરાગી સંતોનો કે તેમની ભૂમિનો ખરો આદર કરી
શકશે નહિ. જ્ઞાની ધર્માત્માને તો આવી તીર્થભૂમિ જોતાં આત્માના જ્ઞાન–આનંદનું સ્મરણ થાય છે; એ રીતે
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ તીર્થ સાથેની સંધિપૂર્વક તીર્થયાત્રાની આ વાત છે.
જેને આત્માના જ્ઞાન–આનંદનું ભાન હોય તેને તેનું સ્મરણ થાય. પણ “હું પૂર્વે સિદ્ધ થઈ ગયો હતો.” એવું
સ્મરણ કોઈને થતું નથી કેમકે સિદ્ધદશા પૂર્વે થઈ નથી તેથી તેનું સ્મરણ ન હોય. તેમ આવા તીર્થધામને જોતાં
આત્માના જ્ઞાન–આનંદનું સ્મરણ થાય છે. પણ કોને? કે જેને અંતરમાં આત્માના જ્ઞાન–આનંદનું લક્ષ થયું છે તેને
તેનું સ્મરણ થાય છે, ને તેમાં નિમિત્તરૂપ હોવાથી આ ભૂમિ પણ તીર્થ છે. આ રીતે ઉપાદાન–નિમિત્તની સંધિ છે.
એકલી ભૂમિનું જ્ઞાન તે તો એકાંત પરપ્રકાશક છે, તેમાં બહુ તો શુભ ભાવ થાય, પણ તે કાંઈ તરવાનું કારણ નથી.
તરવાનું કારણ તો સમ્યગ્જ્ઞાન છે. આત્માના જ્ઞાન–આનંદનું ભાન અને સ્મરણ તે સ્વપ્રકાશક છે, ને તેમાં નિમિત્તરૂપ
આ રાજગૃહી આદિ તીર્થક્ષેત્રનું જ્ઞાન તે પર પ્રકાશક છે. આવું સ્વ–પરપ્રકાશક સમ્યગ્જ્ઞાન થયું તે તીર્થ છે;
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવતીર્થ ધારક સંતો જ્યાં જ્યાં વિચર્યા તે ક્ષેત્ર પણ જગતમાં તીર્થ છે. તેથી અહીં
(તત્ત્વજ્ઞાનતરંગિણીમાં) કહ્યું કેઃ–
तीर्थतां भूः पदेः स्पृष्टा नाम्ना योऽधचयःक्षयं ।
सुरौधौ याति दासत्वं शुद्धाचिद्रक्तचेतसां ।। २२।।
જે મહાત્મા સંતો શુદ્ધ ચિદ્રૂપના ધારક છે ને તેના ધ્યાનમાં અનુરક્ત છે તેમના ચરણોથી સ્પર્શાયેલી ભૂમિ
પણ જગતમાં અનેક જીવોને સંસારથી તારનાર ‘તીર્થ’ બની જાય છે અને તેના નામસ્મરણથી સમસ્ત પાપોનો નાશ
થઈ જાય છે ને અનેક દેવો તેના દાસ બની જાય છે.
ઃ ૪ઃ
આત્મધર્મઃ ૧૬૪

PDF/HTML Page 6 of 23
single page version

background image
હે જીવ! ચૈતન્યતત્ત્વનો પ્રેમ કર.
[પોલારપુરમાં પૂ. ગુરુદેવનું પ્રવચનઃ કારતક વદ ચોથ]
આત્માનો ધર્મ શું છે–તેની આ વાત છે.
ભગવાન સર્વજ્ઞદેવ જ્યારે પોતાના પરિપૂર્ણ સર્વજ્ઞ સ્વભાવને પામ્યા, અને જગતના પદાર્થોને જાણ્યા, ત્યારે
તેમની દિવ્ય વાણીમાં ચૈતન્ય તત્ત્વનો જે ઉપદેશ નીકળ્‌યો તેનું આ વર્ણન છે. આત્મા ચૈતન્યસ્વરૂપ છે તેને પોતાથી
એકત્વ ને પરથી પૃથક્ત્વ છે. આવા આત્મસ્વરૂપનું શ્રવણ મળવું દુર્લભ છે.
આ સંસારમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરતા જીવોને મનુષ્યપણું મળવું બહુ દુર્લભ છે, ને મનુષ્યપણામાં
પણ ચૈતન્યતત્ત્વની વાતનું શ્રવણ બહુ દુર્લભ છે. નરકના અવતાર અનંતવાર જીવે કર્યા, સ્વર્ગના અવતાર તેનાથી
પણ અનંતગુણા કર્યા; તે સ્વર્ગના અવતાર કરતા પણ મનુષ્યપણું જગતને દુર્લભ છે. છતાં મનુષ્યપણું પણ અનંતવાર
જીવ પામી ચૂક્યો છે; પરંતુ મનુષ્યપણામાંય આત્માની સાચી ઓળખાણ બહુ દુર્લભ છે. જીવોને “બોધિ” બહુ દુર્લભ
છે તેથી શાસ્ત્રોએ “બોધિદુર્લભ” ભાવના વર્ણવી છે. સ્વર્ગના દેવો પણ એવી ભાવના કરે છે કે મનુષ્ય અવતાર
પામીને મુનિ થઈને ક્યારે આત્માના આનંદમાં લીન થઈએ ને ક્યારે મુક્તિ પામીએ! આત્માના આનંદની પ્રાપ્તિ
થાય તેનું નામ મુક્તિ છે.
અહીં આચાર્યદેવ કહે છે કે–હે જીવ! તારો આત્મા આ દેહાદિથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ છે તેને તું જાણ–
चित्तत्वं यत्प्रतिप्राणी देह एव व्यवस्थितम् ।
तमच्छन्ना न जानन्ति भ्रमन्ति च बहिर्बहिः ।। ४।।
આજે વિહારનો ચોથો દિવસ છે ને આ ચોથો શ્લોક વંચાય છે! તેમાં કહે છે કે અહો, આ ચૈતન્ય સ્વરૂપ
આત્મા દરેક પ્રાણીના દેહમાં સ્થિત છે, પરંતુ અજ્ઞાનથી અંધ થયેલા લોકો તેને જાણતા નથી ને બહારમાં ભમે છે.
જુઓ, જગતમાં આ ચૈતન્ય હીરો જ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. લોકો બહારમાં સુખ માને છે પણ તેમાં સુખ નથી.
એક પંડિત કરોડોની કિંમતનો કોહીનૂર હીરો જોવા ગયો. કોઈએ તેને પૂછયુંઃ કેમ પંડિતજી! કેવો હીરો? ત્યારે પંડિતજી એ
જવાબ આપ્યો કે ભાઈ! હીરો કિંમતી તો ખરો, પણ જો આ આંખ ન હોય તો તે હીરાને કોણ દેખે? હીરાને તો આંખ
દેખે છે, તેથી ખરી કિંમત તો આંખની છે.–એ તો દ્રષ્ટાંત છે. તેમ આ આત્મા જગતનો જાણનાર ચૈતન્ય હીરો છે; જો તે ન
હોય તો જગતના અસ્તિત્વને કોણ જાણે? માટે જગતમાં સૌથી ઉત્તમ તો આ ચૈતન્યરત્ન જ છે.
આ શરીરની એક આંખ કરોડો રૂા. આપતાં પણ નથી મલતી; પરંતુ જો અંદર ચૈતન્ય ન હોય તો આ આંખ
વગેરે પણ શું કામનાં? માટે ચૈતન્ય તત્ત્વ જ જગતમાં ઉત્તમ છે.
જુઓ, આ સંતો ચૈતન્ય તત્ત્વનાં વખાણ કરે છે. શરીરના કે કુટુંબના વખાણ કરે ત્યાં જીવો પ્રેમથી તે સાંભળે છે,
પણ ચૈતન્ય તત્ત્વનો પ્રેમ તેણે કદી પ્રગટ કર્યો નથી. જગતને બહારના વિષયોનો રસ છે પણ અંતરના ચૈતન્યતત્ત્વનો
પ્રેમ નથી. જો આત્માનો પ્રેમ કરે તો તેમાં અતીન્દ્રિય આનંદ ભર્યો છે તેનો સ્વાદ આવે. “રાજરત્ન” નું બિરુદ મળે ત્યાં
તો રાજી–રાજી થઈ જાય, પણ આ “ચૈતન્યરત્ન” નું બિરુદ ભગવાને આપ્યું છે તેને જીવ ઓળખતો નથી. સાત પેઢીનાં
જેઠઃ ૨૪૮૩
ઃ પઃ

PDF/HTML Page 7 of 23
single page version

background image
વખાણ સાંભળે ત્યાં પોરસ ચડે, પણ અહીં “સર્વજ્ઞ ભગવંતો જેવો તારો આત્મા છે” એમ સંતો સંભળાવે છે તે
સાંભળતા જીવને પોરસ નથી ચડતો; આત્માનો જેને પ્રેમ હોય તેને તો તેની વાત સાંભળતાં અંતરથી આત્મા ઉછળી
જાય....ને એવો પોરસ કરે કે તેનો અનુભવ કરે જ. ભાઈ! આ ધર્મ કથા છે; તારા આત્માને ધર્મની એટલે કે સુખની
પ્રાપ્તિ કેમ થાય–તેની આ વાત છે. ભાઈ! તારો આનંદ બહારમાં નથી, સ્ત્રીમાં નથી, પૈસામાં નથી, શરીરમાં નથી,
મનમાં નથી, ને અંદરની શુભ–અશુભ વૃત્તિનું ઉત્થાન થાય તેમાં પણ તારો આનંદ નથી. તારો આનંદ તો તારા
એકત્વસ્વરૂપમાં જ છે. તારા આનંદની વાર્તા તો સાંભળ! તારા આત્માનો દુઃખથી ઉદ્ધાર કરે એવા ધર્મની આ વાત
છે, તેનો પ્રેમ લાવીને એક વાર સાંભળ તો ખરો. અંતરમાં જ આનંદ છે પણ તેને ભૂલીને અજ્ઞાની જીવો બહારમાં
ભટકે છે; પણ આત્મામાં આનંદ છે તેને શોધતો નથી. ૨૦૦ રૂા. નો દાગીનો ખોવાણો હોય તો કેવી શોધાશોધ કરી
મૂકે છે, પણ આ આખો ચૈતન્ય ભગવાન અનાદિનો ભૂલાઈ ગયો છે તેને શોધવાની–સમજવાની દરકાર પણ કરતો
નથી. વહાલો દીકરો રાત્રે ઘરે ન આવે તો તે કયાં ખોવાઈ ગયો હશે–એની ચિંતામાં ચેન પડતું નથી, ને ઉંઘ પણ
આવતી નથી. તો જેને આત્મા વહાલો હોય તેને તેની પ્રાપ્તિ વગર કયાંય ચેન પડે નહિ. અહો! મારા ચૈતન્યનો
અપાર મહિમા સર્વજ્ઞદેવે ગાયો છે, તેને હું કેમ પામું?–એમ અંતરમાં તેની શોધ કર્યા જ કરે. ચૈતન્યપદનો અપાર
મહિમા સર્વજ્ઞ ભગવાને ગાયો છે. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે
જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહિ તે પણ શ્રી ભગવાન જો;
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.....
અહો! આ ચૈતન્યપદનો અપાર મહિમા વાણીથી વર્ણવાય એવો નથી, એ તો જ્ઞાનથી જ અનુભવમાં આવે
છે.–આવા પોતાના ચૈતન્યપદને ઓળખવા માટે તેને ઘણો રસ લાગવો જોઈએ. ભાઈ! એક વાર તું આત્માનો
રસીલો થા. સંતો ચૈતન્યના ગાણાં ગાઈ ગાઈને તેનો મહિમા પ્રસિદ્ધ કરે છે પણ મૂઢ–પામર જીવોને સંસારની તીવ્ર
મમતા આડે આત્માનો મહિમા આવતો નથી. જુઓ, બે ભમરા હતા. એક ભમરો સુગંધી ફૂલની સુગંધ લેતો હતો;
તેને એમ થયું કે બીજા ભમરાને પણ હું આવી સુગંધ બતાવું.–આમ વિચારી બીજા ભમરાને તે સુગંધી ફૂલ ઉપર લઈ
ગયો, ને પૂછયુંઃ કેમ ભમરા! કેવી સુગંધ આવે છે?–તે ભમરાએ કહ્યુંઃ ભાઈ, મને તો કાંઈ સુગંધ નથી આવતી,
પહેલા જેવી જ દુર્ગંધ આવે છે. ત્યારે પહેલા ભમરાએ વિચાર્યું કે આનું શું કારણ? તપાસ કરતાં તેને ખબર પડી કે
એના નાકમાં દુર્ગંધની બે ગોળી ભરીને તે બેઠો છે! નાકમાં દુર્ગંધની ગોળી ભરી હોય પછી સુગંધનો સ્વાદ ક્યાંથી
આવે? એટલે તેણે પેલા ભમરાને કહ્યું કેઃ તારા નાકમાં આ દુર્ગંધની ગોળી લઈને બેઠો છો તે કાઢી નાંખ, અને પછી
આ ફૂલનો સ્વાદ લે એટલે તને સુગંધ આવશે. તેમ સંત ધર્માત્માઓ બાહ્ય વિષયોની રુચિરૂપ દુર્ગંધ છોડીને
ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લ્યે છે, ને બીજા જીવોને પણ તે બતાવે છે કે અરે જીવો! તમારા આત્મામાં
અતીન્દ્રિય આનંદ ભર્યો છે, તેનો સ્વાદ લ્યો. ત્યારે વિષયોની તીવ્ર લોલુપતાવાળો, બીજા ભમરા જેવો મૂઢ જીવ કહે
છે કે–અમને તો આત્મામાં કાંઈ સુખ દેખાતું નથી, અમને તો બાહ્ય વિષયોમાં સુખ લાગે છે. તેને જ્ઞાની કહે છે કે–
અરે ભાઈ! એક વાર બાહ્ય વિષયોની પ્રીતિ છોડ ને આત્માના સ્વભાવનો પ્રેમ કર. આત્મા કરતાં બાહ્ય વિષયોનો
પ્રેમ વધી જાય–પછી આત્માના આનંદનો સ્વાદ ક્યાંથી આવે? માટે એક વાર બહારનો પ્રેમ છોડીને ચૈતન્ય
સ્વભાવનો પ્રેમ કરીને તેમાં તારા આનંદને શોધ, તો જરૂર તને તારા અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવશે.
જેમ તળાવમાં ઊતરવા માટે તેનો આરો શોધે છે કે “કયાંય આનો આરો?”–તેમ જન્મ–મરણનો જેને થાક
લાગ્યો હોય તે તેનાથી પાર ઉતરવાનો આરો શોધે કે–‘કોઈ રીતે આ જન્મ–મરણનો આરો આવે!’ એક ખેડૂત પણ
પૂછતો હતો કે ‘મા’ રાજ! આ દુઃખનો કયાંય આરોવારો?’ આમ જેને જન્મ–મરણનો ત્રાસ થાય ને તેનાથી
છૂટવાની ધગશ જાગે તે વારંવાર સત્સમાગમ કરીને તેનો ઉપાય શોધે. આ રીતે સત્સમાગમથી વારંવાર પરિચય
કરીને આત્મસ્વભાવની સમજણ કરવી, તે જન્મ–મરણથી છૂટવાનો ઉપાય છે.
ઃ ૬ઃ
આત્મધર્મઃ ૧૬૪

PDF/HTML Page 8 of 23
single page version

background image
सम्मेदशिखरजी की यात्रा दरमियान
मधुवनमें श्रीमान् पं० बन्सीधरजी साहब [इन्दोर] का
भावपूर्ण भाषण
मधुवनमें ता० १६–३–५७ के दिन प्रवचनके बाद श्रीमान् पंडितजीने
बहुत गदगद भावसे भाषण करके, पू० श्री कानजी– स्वामीके प्रति
अपने जो भाव प्रगट किये सो यहां दिया गया है।
(આ ભાષણોનું ગુજરાતી ભાષાંતર પણ આ અંકમાં આપવામાં આવ્યું છે.)
पहले के कार्यक्रमके अनुसार ऐसी आशा थी कि यह अमृत से भरा कुण्ड फिरसे
प्राप्त होगा....किन्तु....अब प्रोग्राम बदल जाने पर [स्वामीजी आज ही यहां से प्रस्थान
करेंगे इस लिये] यह वाणी सुनने को नहीं मिल सकेगी......[ऐसा बोलते हुए पंडितजी
बहुत गदगद हो गये....और थोडी़ देर तक बोल नहीं सके.....आगे चलकर आपने कहा]
अनंत चोवीसी के तीर्थंकरो और आचार्योंने सत्य दिगंबर जैन धर्म को या मोक्षमार्ग को
प्रगट करने वाला जो सन्देश सुनाया वही आपकी वाणीमें हमारे सुनने में आ रहा है,
जिसको सुनते ही अकस्मात–निसर्ग से–प्रतीत हो जाती हैं और पदार्थका यथार्थ श्रद्धान
हो जा सकता है।
सम्यग्दर्शन क्या चीज है और कितनी महत्व की चीज है, यह आप समझाते हैं।
द्रष्टि अंतरकी चीज है, उसका कोई पढने–लिखने से संबंध नहि है। अंतर की द्रष्टि जमने
का संबंध शास्त्र के साथ नहि है, अमुक क्रिया से या शाख से वह प्राप्त हो जाय ऐसा नहि
है, वो तो अंतरंग की चीज है। हमारी तो भावना है कि सम्यग्द्रष्टि प्राप्त हो, जिसकी
बजहसे आत्मा के स्वरूपकी प्राप्ति हो जाय। सम्यग्द्रष्टि हुये पीछे हमारा जो कुछ जानना
है वह सम्यग्ज्ञान हैं, और जो आचरण है वह सम्यक् चारित्र है। सम्यग्दर्शनपूर्वक के ज्ञान–
चारित्र से ही मुक्ति होगी, इसके सिवाय और कोई शास्त्रीय ज्ञान या दैहिक क्रियाकाण्ड
मोक्षमार्ग नहि है; यही बात स्वामीजी समझा रहे है।
જેઠઃ ૨૪૮૩ ઃ ૭ઃ

PDF/HTML Page 9 of 23
single page version

background image
दुःखसे छूटने के लिये व सुखकी प्राप्ति के लिये जैन तीर्थंकर–आचार्योंने कहा है
कि, तुम स्वयं अपने आप परसे भिन्न आत्मज्ञान करके अंतरात्मा हो करके स्वयं परमात्मा
बन सकते हो;–इसीका प्रतिपादन यहां पर महाराजजी के प्रवचन में हो रहा हैं।
पराधीन बनाकर–भक्त बनाकर–शरणमें लेकर के मोक्ष देने की बात करना है वह तो
परतंत्रता है। तीर्थंकरोने स्वतंत्रता की बात की है। आत्माको परसे विभिन्न अपने आपमें
जानकर, स्थिर होकर तुम स्वयं परमात्मा बन जाओगे। यही मार्ग आज यह सन्त अपने
प्रवचनमें दर्शा रहे है। महावीर भगवानने जो कहा और कुन्दकुन्द आदि आचार्योंने जो
कहा, वही आज ये [महाराजश्री] प्रसिद्ध कर रहे है। [सभामें हर्षनाद]
–ऐसे आध्यात्मिक सन्तने स्वयंको आनंदित बनाया है और वीतरागता तथा
स्वतंत्रताकी घोषणा करके उसीका उपदेश दे रहे है। उस मार्गमें आनेवाले मुमुक्षु भी अपने
को महा सद्भागी मान रहे हैं कि हमें स्वतंत्रताके मार्ग दर्शानेवाले ऐसे संत मिले।
वस्तुकी योग्यताके बारेंमें आपका विवेचन अनोखा है; योग्यता वस्तुका स्वभाव है
ऐसा बतानेवाला देव–शास्त्र–गुरु सच्चा है। उपरी द्रष्टिवालोंको ‘ऐसा क्यों? ऐसा करते तो
ऐसा होता!’ ऐसा लगता है, लेकिन सचमुचमें जैनाचार्योंका ऐसा अभिप्राय नहीं है।
‘चरितं खलु धम्मो’–यह तो मोहक्षोभ रहित आत्मपरिणाम हैं, और वही धर्म है।
नीचे के दर्जेमें रागी प्राणी की क्रिया–जिसे सराग चारित्र कहते हैं–वह मोक्षमार्ग नहीं है,
वह तो ‘संसारक्लेशफलत्बात्’ देय है। मोक्षमार्ग तो वीतरागचारित्र है, लेकिन जो
संभवतः मोक्षसुख नहीं चाहते और संसारसुख चाहते है वही उस पुण्यक्रियाको उपादेय
समजते है, किन्तु वे पुण्यक्रियानुष्ठान मोक्ष दे देंगे–ऐसा हरगीझ नहीं।
आपकी बात सुनते सुनते लोगोंको ऐसा लग जाता है कि–बस देखो तब मोक्षकी
ही कथा?–आत्माकी ही कथा?–लेकिन वही तो दुर्लभ है, और वही तो मतलबकी बात
है। हम तो स्वाधीन बनना चाहते है। पहले द्रष्टिभेद [सम्यग्दर्शन] कीजिये। द्रष्टिभेद होने
के पीछे थोडासा भी पढना–लिखना सार्थक होगा। भले ही आगमधर हो और कठिन
आचरण भी करते हो, लेकिन भीतरी द्रष्टि के बिना वह कुछ सार्थक नहीं है, ऐसा ही जैन
शास्त्रों का उपदेश है।
मैंने आपके प्रवचनों का श्रवण किया उसमें मुझे ऐसी ही द्रष्टि विदित हुई; आपकी
वाणीमें तीर्थंकरोंका और कुन्दकुन्द स्वामी का ही हृदय था। इसका अवलंबन लेकर
लोगोंकी जो प्रवृत्ति हो वह मुमुक्षुके लिये उपादेय है। लोग उसे न समझ करके न जाने
किस किस प्रकारके गलत अभिप्राय कर लेते है।
आपका प्रचार अभी तो यात्राके निमित्तसे हुआ है, यात्रा तो सकुशल होगी ही,–
लेकिन आपकी द्रष्टिसे जो तत्त्व प्रतिपादित होता है वह जगतके लिये कल्याणकारी है।
[सभामें बडे़ हर्षपूर्वक तालीनाद]
अंतमे वे श्रावक–श्राविका व ब्रह्मचारी लोग भी हमारे लिये आदरणीय और
अनुकरणीय हैं–जो आपकी छत्रछायामें रहकरके आत्मकल्याण कर रहे हैं।।
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૬૪

PDF/HTML Page 10 of 23
single page version

background image
સમ્મેદશિખરજીની યાત્રા પ્રસંગે
મધુવનમાં શ્રીમાન પંડિત બંસીધરજી સાહેબ (ઇન્દોર) નું
ભાવભીનું ભાષણ
(મધુવનમાં તા. ૧૬–૩–પ૭ ફાગણ વદ એકમના રોજ પૂ. ગુરુદેવના પ્રવચન બાદ ઈંદોરના
પંડિત બંસીધરજીએ ઘણા ગદગદ ભાવથી ભાષણ કરીને, પૂ. ગુરુદેવ પ્રત્યે પોતાના જે ભાવો પ્રગટ
કર્યા હતા તે અહીં આપવામાં આવેલ છે. શ્રીમાન્ પંડિતજી દિગંબર જૈન સમાજના એક અગ્રગણ્ય
વિદ્વાન છે, અને અત્યારના દિગંબર જૈનસમાજના પંડિતોમાંથી મોટા ભાગના પંડિતો તેમની પાસે
ભણેલા છે, તેમનું આ ભાષણ છે.)
*
પહેલાંના કાર્યક્રમ અનુસાર એવી આશા હતી કે આ અમૃતથી ભરેલો કુંભ ફરીને પ્રાપ્ત થશે....પરંતુ....હવે
પ્રોગ્રામ બદલી જવાથી (પૂ. સ્વામીજી આજે જ અહીંથી પ્રસ્થાન કરશે તેથી) આ વાણી સાંભળવા નહીં મળે. (આમ
બોલતાં બોલતાં પંડિતજી એકદમ ગળગળા થઈ ગયા હતા અને થોડીવાર સુધી બોલી શક્યા ન હતા. ત્યારબાદ
આગળ ચાલતાં તેમણે કહ્યુંઃ–) અનંત ચોવીસીના તીર્થંકરો અને આચાર્યોએ સત્ય દિગંબર જૈનધર્મને અર્થાત્
મોક્ષમાર્ગને પ્રગટ કરનારો જે સંદેશ સંભળાવ્યો તે જ આમની (કાનજીસ્વામીની) વાણીમાં આપણા
સાંભળવામાં આવી રહ્યો છે;
તે સાંભળતાં જ સહેજે પ્રતીત થઈ જાય છે અને પદાર્થનું યથાર્થ શ્રદ્ધાન થઈ શકે છે.
સમ્યગ્દર્શન શું ચીજ છે અને તે કેટલી મહત્વની ચીજ છે–તે આપ સમજાવો છો. દ્રષ્ટિ અંતરની ચીજ છે,
તેનો કોઇ પઢવા–લખવા સાથે સંબંધ નથી. અંતરની દ્રષ્ટિ થવાનો સંબંધ શાસ્ત્રની સાથે નથી, તેમજ અમુક ક્રિયાથી
કે શાસ્ત્રથી તે પ્રાપ્ત થઈ જાય–એમ નથી, તે તો અંતરંગની ચીજ છે. અમારી તો ભાવના છે કે સમ્યગ્ દ્રષ્ટિ પ્રાપ્ત
થાય કે જેના પ્રતાપથી આત્માને સ્વરૂપની પ્રાપ્તિ થઈ જાય. સમ્યગ્દ્રષ્ટિ થયા પછી આપણું જે કાંઈ જાણવું છે તે
સમ્યગ્જ્ઞાન છે, અને જે આચરણ છે તે સમ્યક્ચારિત્ર છે. સમ્યગ્દર્શનપૂર્વકના જ્ઞાન–ચારિત્રથી જ મુક્તિ થશે, તેના
સિવાય બીજું કોઈ શાસ્ત્રીય જ્ઞાન કે દૈહિક ક્રિયાકાંડ મોક્ષમાર્ગ નથી.–આ વાત સ્વામીજી સમજાવી રહ્યા છે.
દુઃખથી છૂટવા માટે અને સુખની પ્રાપ્તિને માટે જૈન તીર્થંકર–આચાર્યોએ કહ્યું છે કે–તમે સ્વયં પરથી ભિન્ન
આત્માનું જ્ઞાન કરીને, અંતરાત્મા થઈને પરમાત્મા બની શકો છો;–એનું પ્રતિપાદન અહીં મહારાજજીના પ્રવચનમાં
થઈ રહ્યું છે.
પરાધીન બનાવીને, ભક્ત બનાવીને, શરણમાં લઈને મોક્ષ દેવાની વાત કરવી તે તો પરતંત્રતા છે.
તીર્થંકરોએ સ્વતંત્રતાની વાત કરી છે. પરથી વિભિન્ન આત્માને પોતે પોતામાં જાણીને અને તેમાં સ્થિર થઈને તમે
સ્વયં પરમાત્મા બનશો. એ જ માર્ગ આજે આ સંત પોતાના પ્રવચનમાં દર્શાવી રહ્યા છે. મહાવીર ભગવાને જે કહ્યું
અને કુંદકુંદ આદિ આચાર્યોએ જે કહ્યું તે જ આજે આ (મહારાજશ્રી) પ્રસિદ્ધ કરી રહ્યા છે. (સભામાં હર્ષનાદ)
આવા આધ્યાત્મિક સંતોએ સ્વયં પોતાને આનંદિત બનાવ્યા છે અને વીતરાગતા તથા સ્વતંત્રતાની ઘોષણા
કરીને તેનો જ ઉપદેશ દઈ રહ્યા છે. તે માર્ગમાં આવનારા મુમુક્ષુઓ પણ પોતાને મહાસદ્ભાગી માને છે કે–અમને
સ્વતંત્રતાનો માર્ગ દર્શાવનારા આવા સંત મલ્યા.
જેઠઃ ૨૪૮૩
ઃ ૯ઃ

PDF/HTML Page 11 of 23
single page version

background image
પંડિત બંસીધરજી પોતાની લાક્ષણિક
શૈલીથી માઇક પર પૂ. ગુરુદેવને
ભાવાંજલિ અર્પી રહ્યાં છે તે
સમયનું દ્રશ્ય.
વસ્તુની ‘યોગ્યતા’ બાબતમાં આપનું વિવેચન વિશિષ્ટ ઢંગનું છે. યોગ્યતા વસ્તુનો સ્વભાવ છે–એવું
બતાવનાર દેવ–શાસ્ત્ર–ગુરુ સાચા છે. ઉપરછલ્લી દ્રષ્ટિવાળાને એમ લાગે છે કે “ આમ કેમ? આમ કરત તો આમ
થાત!”–પરંતુ ખરેખર જૈનાચાર્યોનો એવો અભિપ્રાય નથી.
चरितं खलु धम्मो તે તો મોહક્ષોભરહિત આત્મ–પરિણામ છે, અને તે જ ધર્મ છે. નીચેની ભૂમિકામાં
રાગી પ્રાણીની ક્રિયા–કે જેને સરાગ ચારિત્ર કહેવામાં આવે છે–તે મોક્ષમાર્ગ નથી, તે તો ‘संसारक्लेशफलत्वात्’
હેય છે. મોક્ષમાર્ગ તો વીતરાગચારિત્ર છે, પરંતુ જે ઘણું કરીને મોક્ષ–સુખને નથી ચાહતો અને સંસારસુખને ચાહે છે
તે જ તે પુણ્યક્રિયાને ઉપાદેય સમજે છે, પણ તે પુણ્યક્રિયા–અનુષ્ઠાન મોક્ષ આપી દેશે–એમ હરગીજ નથી.
આપની વાત સાંભળતાં સાંભળતાં લોકોને એમ લાગી જાય છે કે “બસ! જ્યારે જુઓ ત્યારે મોક્ષની જ
કથા?–આત્માની જ કથા?” પરંતુ એ જ તો દુર્લભ છે અને એ જ મતલબની વાત છે. આપણે તો સ્વાધીન બનવા
ચાહીએ છીએ. પહેલાં દ્રષ્ટિભેદ (સમ્યગ્દર્શન) કરો. દ્રષ્ટિભેદ થયા પછી થોડુંક પણ પઢવા–લખવાનું સાર્થક થશે. અને
અંર્તની દ્રષ્ટિ વિના, ભલે આગમધર હોય ને કઠિન આચરણ પણ કરતો હોય, તો પણ તે કંઈ સાર્થક નથી; આવો જ
જૈન શાસ્ત્રોનો ઉપદેશ છે.
મેં આપના પ્રવચનોનું શ્રવણ કર્યું તેમાં મને એવી જ દ્રષ્ટિ વિદિત થઈ; આપની વાણીમાં તીર્થંકરોનું અને
કુંદકુંદ સ્વામીનું જ હૃદય હતું. તેને અનુસરીને લોકોની જે પ્રવૃત્તિ થાય તે મુમુક્ષુને માટે ઉપાદેય છે. લોકો તેને નહિ
સમજીને કોણ જાણે કેવા કેવા પ્રકારના ખોટા અભિપ્રાય કરી લ્યે છે?
આપનો પ્રચાર હાલ તો યાત્રાના નિમિત્તે થયો છે. યાત્રા તો સકુશલ થશે જ, પરંતુ આપની દ્રષ્ટિથી જે
તત્ત્વ પ્રતિપાદિત થાય છે તે જગતને માટે કલ્યાણકારી છે. (–સભામાં ઘણા હર્ષપૂર્વક તાલીનો અવાજ)
અંતમાં, તે શ્રાવક–શ્રાવિકા અને બ્રહ્મચારી વર્ગ પણ અમારે માટે આદરણીય અને અનુકરણીય છે–કે જેઓ
આપની છત્રછાયામાં રહીને આત્મકલ્યાણ કરી રહ્યા છે.
ઃ ૧૦ઃ
આત્મધર્મઃ ૧૬૪

PDF/HTML Page 12 of 23
single page version

background image
सम्मेदशिखरजी की यात्रा दरमियान–
मधुबन में श्रीमान् पं० फूलचंदजी साहब का
भावपूर्ण संक्षिप्त भाषण
ता० १६–३–५७ के दिन मधुबन में श्रीमान् पं० बंसीधरजी साहब के
भाषण के बाद पं० फूलचंदजी साहबने भी संक्षिप्त वक्तव्य के द्वारा अपना भाव
व्यक्त किया था–जो यहां दिया जाता है।
हमारे पू० पंडितजी [बंसीधरजी साहब] हमारे गुरुजी है, उन्होंने आपके
[पू० कानजीस्वामी के] बारे में बहुत स्पष्ट कह दिया। जब आप खडे हुए, हमने सोचा था
कि आप बहुत मर्यादा में रहकरके बोलेंगे, लेकिन हमने देखा कि भावना मर्यादा का
उल्लंघन करती है।
महाराजजी का जो प्रवचन हो रहा है उसके बारे में कुछ लोगों में भ्रान्ति फैली हुयी
है; मैं कहता हूं कि वे लोग आकर के प्रवचन सूनें; ऐसा काम न करें कि जनताको
सम्यग्ज्ञान के लाभमे बाधक हो।
कल रात को जिनमंदिर में इन लोगों की भक्ति हम सबने देखी; मैं आपसे पूछता हूं
कि क्या ऐसी भक्ति हमने कभी देखी है?
पू० स्वामीजी के साथ इन्दोर से मैं सम्पर्क मे रहा आता हूं। मैं आपकी और संघ
के सदस्यों की क्रिया, व्यवहार, धर्मकी लगन, भक्ति–जो भी देख रहा हूं, उस परसे एक
पंडित के नाते–विद्वत्परिषदके अध्यक्ष के नाते मैं घोषित करता हूं कि ये लोग पूरे
दिगम्बर है–सच्चे दिगम्बर है, धर्मबंधु के नाते हमें उनका स्वागत करना चाहिए, और
स्वामीजीके उपदेश का लाभ लेना चाहिए। यहां की जनता उनसे परिचत नहीं है, अतः
जनता से कोई अनुचित प्रवृत्ति न हो जाय–इसलिये हमें स्थिति को सम्हाल लेना चाहिए।
हमारी इच्छा है कि स्वामीजी का जहां जहां आगमन हो वहां जनता स्वागत करे और
आपके प्रवचन से लाभ उठावें।
सागर के प० मुन्नालालजी साहबकी भावना
मधुबन में ता० १६–३–५७ के दिन पं० बंसीधरजी व पं० फूलचंदजी–पंडितद्वय के
भाषण के बाद में सागर विद्यालय के मंत्री पं० मुन्नालालजी साहबने भी संक्षिप्त में अपनी
भावना व्यक्त करते हुए कहा कि–
स्वामीजी के विषय में कोई शंका नहि। दि० जैन विद्यालय–सागर का जो उत्सव यहां
की पावन भूमि में संतो के सान्निध्यमें हुआ है उसके लिये हम आपके आभारी है। भविष्य में
हमारे स्नातकों को सोनगढ भेजकर के वहां की द्रष्टि प्राप्त करने की हमें प्रेरणा हुई है।।
જેઠઃ ૨૪૮૩ આત્મધર્મઃ ૧૧

PDF/HTML Page 13 of 23
single page version

background image
સમ્મેદશિખરજીની યાત્રા પ્રસંગે–
મધુવનમાં શ્રીમાન પં. ફૂલચંદજી સાહેબનું
ભાવપૂર્ણ સંક્ષિપ્ત ભાષણ
તા. ૧૬–૩–પ૭ ફાગણ વદ એકમના રોજ મધુવનમાં શ્રીમાન પં. બંસીધરજી
સાહેબના ભાષણ પછી બનારસના પં. ફૂલચંદજી સાહેબે પણ સંક્ષિપ્ત વક્તવ્ય દ્વારા પોતાના
ભાવો પ્રગટ કર્યા હતા, તે અહીં આપવામાં આવે છે. તેઓ દિ. જૈન સમાજના અગ્રગણ્ય
વિદ્વાનોમાં સ્થાન ધરાવે છે, એટલું જ નહિ પણ “ભારતવર્ષીય દિગંબર જૈન વિદ્વત્–
પરિષદ” ના તેઓ અધ્યક્ષ છે. તેમનું આ ભાષણ છે.
અમારા પૂ. પંડિતજી (બંસીધરજી સાહેબ) અમારા ગુરુજી છે, તેમણે પૂ. કાનજીસ્વામીના સંબંધમાં ઘણું
સ્પષ્ટ કહી દીધું. જ્યારે તેઓ બોલવા માટે ઉભા થયા ત્યારે તો મને એમ લાગેલું કે તેઓ બહુ મર્યાદામાં રહીને
બોલશે–પરંતુ આપણે જોયું કે ભાવના તો મર્યાદાનું ઉલ્લંઘન કરે છે.
મહારાજજીના જે પ્રવચનો થઈ રહ્યા છે તે બાબતમાં કેટલાક લોકોમાં ભ્રાન્તિ ફેલાયેલી છે; હું કહું છે કે તે
લોકો આવીને પ્રવચન સાંભળે. તેઓ એવું કાર્ય ન કરે કે જે જનતાને સમ્યગ્જ્ઞાનના લાભમાં બાધક હોય!
કાલ રાત્રે જિનમંદિરમાં આ લોકોની ભક્તિ આપણે સૌએ દેખી; હું આપને પૂછું છું કે–શું આવી ભક્તિ
આપણે કદી દેખી છે?
પૂ. સ્વામીજીની સાથે ઈંદોરથી હું સંપર્કમાં રહેતો આવ્યો છું. હું આપની (પૂ. ગુરુદેવની) અને સંઘના
સદસ્યોની ક્રિયા, વ્યવહાર, ધાર્મિક લગન, ભક્તિ–જે કાંઈ દેખી રહ્યો છું તે ઉપરથી એક પંડિત તરીકે–
વિદ્વત્પરિષદના અધ્યક્ષ તરીકે જાહેર કરું છું કે આ લોકો પૂરા દિગંબર છે– સચ્ચા દિગંબર છે.
ધર્મબંધુ તરીકે
આપણે તેમનું સ્વાગત કરવું જોઈએ અને સ્વામીજીના ઉપદેશનો લાભ લેવો જોઈએ. આ તરફની જનતા તેમનાથી
પરિચિત નથી તેથી જનતા દ્વારા કોઈ અનુચિત પ્રવૃત્તિ ન થઈ જાય તે માટે આપણે પરિસ્થિતિને સંભાળી લેવી
જોઈએ. અમારી ઈચ્છા છે કે જ્યાં જ્યાં સ્વામીજીનું આગમન થાય ત્યાં જનતા તેમનું સ્વાગત કરે અને પ્રવચનનો
લાભ ઉઠાવે.
*
સાગર ના પંડિત મુન્નાલાલજી સાહેબની ભાવના
મધુવનમાં તા. ૧૬–૩–પ૭ ફાગણ વદ એકમના રોજ પં. બંસીધરજી અને પં. ફૂલચંદ્રજી એ બંને વિદ્વાનોના
ભાષણ બાદ સાગર વિદ્યાલયના મંત્રી પં. મુન્નાલાલજી સાહેબે પણ સંક્ષેપમાં પોતાની ભાવના વ્યક્ત કરતા કહ્યું કે–
સ્વામીજીના વિષયમાં કોઈ શંકા નથી, ‘દિગંબર જૈન વિદ્યાલય–સાગર’ નો જે ઉત્સવ અહીંની પાવન
ભૂમિમાં સંતોના સાન્નિધ્યમાં થયો તેને માટે અમે આપના અત્યંત આભારી છીએ. ભવિષ્યમાં અમારા સ્નાતકો
(વિદ્યાર્થીઓ) ને સોનગઢ મોકલીને ત્યાંની દ્રષ્ટિ પ્રાપ્ત કરવાની અમને પ્રેરણા મળી છે.
ઃ ૧૨ઃ
આત્મધર્મઃ ૧૬૪

PDF/HTML Page 14 of 23
single page version

background image
આજથી લગભગ સાત મહિના પહેલાં દિલ્હીમાં અનેક વિદેશી વિદ્વાનો (ફિલોસોફર) આવેલા, તે
પ્રસંગે ‘જૈન–સેમીનાર’ (મેળાવડો) યોજવામાં આવેલ. તેમાં ‘જૈનધર્મના સંદેશ’ તરીકે રજૂ કરવા માટે એક
ભાષણ મોકલવાની દિલ્હીના ભાઈઓની માંગણી આવેલ, તે ઉપરથી પૂ. ગુરુદેવના પ્રવચનોના આધારે જે
ભાષણ તૈયાર કરવામાં આવ્યું હતું તે અહીં પ્રસિદ્ધ કર્યું છે.
બ્ર. હરિલાલ જૈન
*
જૈનધર્મ એ આત્માશ્રિત ધર્મ છે. જૈનધર્મની એ ખાસ વિશિષ્ટતા છે કે તે દરેક વ્યક્તિને પોતપોતાથી પરિપૂર્ણ
અને સ્વતંત્ર દર્શાવે છે. આ વિશ્વમાં અનંત આત્માઓ છે, તેમાંથી કોઈ પણ આત્મા પોતે પોતાની શક્તિનો વિકાસ
કરીને પરમાત્મા બની શકે છે. આત્મામાં જ્ઞાન–શ્રદ્ધા–આનંદ–પુરુષાર્થ–અસ્તિત્વ–નિત્યત્વ વગેરે અનંત શક્તિઓ છે,
તેમાં જ્ઞાનશક્તિ મુખ્ય છે. જેમણે તે જ્ઞાનશક્તિની પૂર્ણતા પ્રગટ કરી છે તેઓને સર્વજ્ઞ અરહંત કહેવાય છે. તે
સર્વજ્ઞદેવ પોતાના અતીન્દ્રિયજ્ઞાનવડે આખા વિશ્વને સાક્ષાત્ જાણે છે.
સર્વજ્ઞદેવે આ વિશ્વમાં જીવ ઉપરાંત બીજા પાંચ જાતના દ્રવ્યો જોયા છેઃ પુદ્ગલ, ધર્માસ્તિ, અધર્માસ્તિ,
આકાશ અને કાળ. એ પાંચે દ્રવ્યો ‘અજીવ’ છે, તેમનામાં જ્ઞાનશક્તિ નથી. ઈંદ્રિયજ્ઞાન દ્વારા જે સ્થૂળ પદાર્થો નજરે
પડે છે તે બધાય અજીવ–પુદ્ગલોનું રૂપાંતર છે.
આ જીવ, પુદ્ગલ વગેરે છ દ્રવ્યો જગતમાં અનાદિ–કાળથી સ્વયંસિદ્ધ છે, તેઓ પોતાના મૂળ સ્વરૂપે નિત્ય
उत्पादव्ययध्रौव्ययुक्तं सत् કહીને વર્ણવવામાં આવ્યું છે.
‘ઉત્પાદ’ થતાં આખો પદાર્થ નવો નથી ઉપજતો, પણ તેની કોઈ એક હાલત તેની શક્તિમાંથી વ્યક્ત થાય
છે; બીજો કોઈ તેને ઉત્પન્ન કરતો નથી.
‘વ્યય’ થતાં આખો પદાર્થ નાશ નથી થતો, પણ તેની કોઈ એક હાલત નષ્ટ થાય છે; બીજો કોઈ તેને નષ્ટ
કરતો નથી.
ક્ષણે ક્ષણે આવા ઉત્પાદ અને વ્યય થતા હોવા છતાં
જેઠઃ ૨૪૮૩ ઃ ૧૩ઃ

PDF/HTML Page 15 of 23
single page version

background image
દરેક પદાર્થ પોતાના મૂળ સ્વરૂપપણે નિત્ય ટકી રહે છે, તેને ધુ્રવતા કહે છે, બીજો કોઈ તેને ટકાવનાર નથી.
આવ ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્યસ્વરૂપ પદાર્થોનો જે સમૂહ છે તેના વડે જ આ વિશ્વ રચાયેલું છે. સર્વજ્ઞ પરમેશ્વર
આવા વિશ્વના પ્રત્યક્ષ જ્ઞાતા છે, પણ સૃષ્ટા નથી. આ વિશ્વને કે વિશ્વના કોઈ પદાર્થોને ઈશ્વરે બનાવ્યા નથી, પણ જેમ
હતા તેમ જાણ્યા છે. જગતમાં પહેલાં કોઈ પણ સ્વરૂપે જેનું અસ્તિત્વ ન હોય તેની કદી ઉત્પતિ થઈ શકે નહિ.–શૂન્યમાંથી
સૃષ્ટિ થઈ શકે નહિ, માટે ઈશ્વર કોઈ પણ પદાર્થોના સરજનહાર નથી. ઈશ્વર જગતના જ્ઞાતા છે પણ કર્તા નથી.
“ઈશ્વર” તે સર્વજ્ઞતાને પામેલા એક આત્મા છે. આ વિશ્વમાં ભિન્નભિન્ન અનંત આત્માઓ છે. તે આત્મા
નિરવધિકાળથી પોતાના વાસ્તવિક સ્વરૂપને ચૂકીને દેવમાં ને ઢોરમા, નરકમાં ને મનુષ્યમાં અવતાર ધારણ કરીને
પરિભ્રમણ કરી રહ્યો છે. તે પરિભ્રમણમાં પોતાની જ્ઞાનાદિ શક્તિઓ તીવ્રપણે હણાઈ ગઈ હોવાથી તે દુઃખી છે. એ
દુઃખથી છૂટવા માટે જ્યારે કોઈ ધન્ય પળે એને પોતાનું આત્મસ્વરૂપ સમજવાની સાચી ઝંખના જાગે છે ત્યારે,
આત્મ–અનુભવી સંત તેને તેનું સ્વરૂપ બતાવે છે કેઃ અરે જીવ! તારો આત્મા પરમાત્મ શક્તિથી પરિપૂર્ણ છે...તારો
આત્મા જ આનંદનો સમુદ્ર છે; તારા આત્માથી બહારમાં ક્યાંય તારો આનંદ નથી, માટે તું તારા આત્માની સન્મુખ
થા.–એ પ્રમાણે પોતાના સ્વરૂપને જાણીને તેની સન્મુખ થતાં આત્માના પરિણમનમાં જ્ઞાન–આનંદની વૃદ્ધિ થતી જાય
છે, ને રાગાદિની હાનિ થતી જાય છે....અને છેવટે તે આત્મા પોતાના પરિપૂર્ણ જ્ઞાન–આનંદને પ્રગટ કરીને પરમાત્મા
થઈ જાય છે. આ રીતે સ્વપ્રયત્ન વડે કોઈ પણ આત્મા પામરતાનો નાશ કરીને પરમાત્મા બની શકે છે.
વર્તમાન જૈનસાહિત્યમાં “સમયસાર” તે આવા પરમાત્મસ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય બતાવનારું એક
મહાશાસ્ત્ર છે, અને તે જૈનધર્મની મહાગીતા છે. તે સમયસારના રચયિતા આચાર્ય શ્રી કુંદકુંદસ્વામી એક મહાન જૈન
સંત (મુનિ) હતા...તેઓ વનમાં વસતા હતા.....ને સર્વજ્ઞ પરમેશ્વર સીમંધર ભગવાનના સાક્ષાત્ દર્શન તેમણે કર્યા
હતા. તેઓશ્રી સમયસારની પહેલી જ ગાથામાં દાંડી પીટીને જાહેર કરે છે કેઃ અહો જીવો! હું સિદ્ધ છું, તમે પણ સિદ્ધ
છો.....મારા ને તમારા આત્મામાં પરિપૂર્ણ પ્રભુતા ભરી છે તેનો તમે ઉલ્લાસથી સ્વીકાર કરો.....અનાદિ કાળથી
આત્મામાં પામરતાનું સ્થાપન કર્યું છે તે કાઢી નાંખો ને તમારા આત્મામાં પ્રભુતા ભરેલી છે તેની સન્મુખ દ્રષ્ટિ કરો.
સિદ્ધપણું તે આત્મિક વિકાસની ચરમ સીમા છે. તે સિદ્ધપદ પામેલા પરમાત્માઓને, રાગ–દ્વેષ કે લક્ષ્મી–સ્ત્રી
આદિ તો શું પણ શરીર સુદ્ધાં હોતું નથી, તે શરીરાદિ વગર જ તેઓ પરમ સુખી છે. આ સિદ્ધપદમાં શરીરાદિ ન હોવા
છતાં આત્મા પોતાના જ્ઞાન ને આનંદ સહિત નિત્યપણે એક ને એક જ ટકી રહે છે. સંસાર અને સિદ્ધ–બંને
અવસ્થાઓમાં સળંગપણે જો એક જ આત્મા પોતે નિત્ય ન ટકતો હોય તો, ને સર્વથા પલટી જતો હોય તો, સાધક
પોતાના સાધ્યની સિદ્ધિનો આનંદ ક્યાંથી ભોગવી શકે?–જો ક્ષણેક્ષણે આત્મા સર્વથા બીજો થઈ જતો હોય તો
સાધના એક કરે ને તેના સાધ્યને બીજો ભોગવે,–પણ એ વાત કઈ રીતે સંભવી શકે? સાધકદશામાં જે આત્મા હતો
તે જ આત્મા નિત્ય ટકીને પોતાના સાધ્યની સિદ્ધિના આનંદને નિરંતર ભોગવે છે.
કોઈપણ જાતના ઈંદ્રિયવિષયોના સંબંધ વિના પણ પરમાત્માનું સુખ ઉત્કૃષ્ટ છે. પ્રવચનસાર શાસ્ત્રમાં
આચાર્ય કુંદકુંદ સ્વામી કહે છે કે –
णो सद्हंति सोक्खं सुहेसु परमं त्ति विगदधादीणं ।
सुणिदूण ते अभव्वा भव्वा वा तं पडिच्छंति ।। ६२।।
સુણી ‘ઘાતીકર્મવિહીનનું સુખ સૌ સુખે ઉત્કૃષ્ટ છે’
શ્રધ્ધે ન તેહ અભવ્ય છે ને ભવ્ય તે સંમત કરે.
–જેમના ઘાતી કર્મો નાશ પામ્યાં છે તેમનું સુખ સર્વ સુખોમાં પરમ અર્થાત્ ઉત્કૃષ્ટ છે.–આવું વચન
સાંભળીને જેઓ તેને શ્રદ્ધતા નથી તેઓ અભવ્ય છે, અને ભવ્યો તેનો સ્વીકાર કરે છે–આદર કરે છે–શ્રદ્ધા કરે છે.
આ સંસારમાં સર્વે જીવો સુખી થવા ચાહે છે. તે સુખ પોતાના આત્મસ્વભાવમાં જ છે. આવા સુખ–
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૬૪

PDF/HTML Page 16 of 23
single page version

background image
સાગર આત્માની સમ્યક્ શ્રદ્ધા, તેનું સમ્યગ્જ્ઞાન અને તેમાં એકાગ્રતા તે સુખનો ઉપાય છે. सम्यग्दर्शन–
ज्ञानचारित्राणि मोक्षमार्गः એ જૈન શાસનનું એક મહાન સૂત્ર છે.
–આવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે મોક્ષના જેઓ સાધક છે તેમને સાધુ અથવા મુનિ કહેવામાં આવે છે તે
મુનિદશામાં વનમાં રહેવું, વસ્ત્ર રહિત રહેવું, દિવસે એક જ વખત ઊભા ઊભા હાથમાં જ અહિંસક ભોજન કરવું,
જમીન ઉપર સૂવું–ઇત્યાદિ અનેકવિધ બાહ્ય આચારો હોય છે. મુનિદશાને યોગ્ય તે તે પ્રકારના બાહ્ય આચારો હોવા
છતાં, માત્ર તે બાહ્ય આચારો ઉપરથી મુનિના ધર્મનું માપ થતું નથી. કોઈને બાહ્ય આચારો ઘણા હોવા છતાં અંતરમાં
જેને પોતાના આત્મસ્વરૂપનું ભાન નથી તેને ધર્મ હોતો નથી. આત્મસ્વરૂપને જાણીને તેમાં એકાગ્રતા કરવી તે જ
ધર્મનું સાધન છે.
જગતમાં બહારની ક્રિયાઓથી કે બાહ્ય શુભાશુભ વૃત્તિઓથી ધર્મ માની લેવાની જે પધ્ધતિ ચાલે છે તેની
જૈનધર્મ બેધડકપણે ના પાડે છે કે બહારની ક્રિયાઓ વડે કે બાહ્ય શુભાશુભવૃત્તિઓ વડે ધર્મ થતો નથી; ધર્મ તે
આત્માના સ્વભાવના જ આધારે થાય છે, માટે તમે આત્માને ઓળખો.
આત્માને કઈ રીતે ઓળખવો?–એમ જો કોઈને જિજ્ઞાસા થાય તો, આચાર્ય કુંદકુંદસ્વામી પ્રવચનસારમાં કહે છે કે–
जो जाणदि अरहंतं दव्वत्त गुणत्त पज्जयत्तेहिं ।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ।। ८०।।
જે જાણતો અરહંતને ગુણ દ્રવ્ય ને પર્યયપણે
તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે ૮૦
આત્માની પરિપૂર્ણતાને પામેલા પરમાત્માના દ્રવ્ય–ગુણ–પર્યાયને જે જીવ ઓળખે છે તે પોતાના આત્માને
પણ જાણે છે; કેમ કે ખરેખર તે પરમાત્માનો અને આ આત્માનો સ્વભાવ સરખો જ છે.
એ પ્રમાણે પોતાના આત્માને જાણીને પછી તેમાં જ લીનતાવડે આત્મા પરમાત્મા બની જાય છે. –
सव्वे वि य अरहंता तेण विहाणेण खविद कम्मंसा ।
किच्चा तधोवदेशं णिव्वादा ते णमो तेसिं ।। ८२।।
અર્હંંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે
ઉપદેશ પણ એમ જ કરી નિવૃત્ત થયા નમું તેમને ૮૨
અનાદિકાળના પ્રવાહક્રમમાં એક પછી એક પોતાની પરમાત્મ દશાને સાધનારા અનંત આત્માએ થઈ ગયા
છે. તે સર્વ પરમાત્માઓએ આ જ વિધાનથી કર્મોનો ક્ષય કરીને પરમાત્મદશા પ્રાપ્ત કરી છે. અને પછી તે જ પ્રકારનો
ઉપદેશ કરીને તેઓ મુક્તિ પામ્યા છે. તે ભગવંતોને નમસ્કાર હો.
*
ભગવંતોએ જે મુક્તિમાર્ગ સાધ્યો, અને જે
મુક્તિમાર્ગ જગતને ઉપદેશ્યો, તે મુક્તિમાર્ગ આજે પણ
ભારતમાં ચાલી રહ્યો છે. શ્રી કાનજીસ્વામી–કે જેઓ
ભારતના એક મહાન આધ્યાત્મિક જૈન સંત છે, તેઓ આજે
તે મુક્તિમાર્ગને પ્રકાશી રહ્યા છે. તેઓશ્રીના ઉપદેશની
થોડીક ઝાંખી અમે અમારા વિદેશી મહેમાનો સમક્ષ રજૂ
કરી છે. આશા રાખીએ છીએ કે આપ સૌ આમાંથી
મુક્તિમાર્ગની પ્રેરણા મેળવશો.
જેઠઃ ૨૪૮૩ ઃ ૧પઃ

PDF/HTML Page 17 of 23
single page version

background image
શ્રી જિનમંદિર – જન્મોત્સવ ફંડ
આ વૈશાખ સુદ બીજે પરમપૂજ્ય ગુરુદેવનો ૬૮ મો જન્મોત્સવ અમદાવાદ શહેરમાં
ઊજવાયો હતો; આ મંગલ પ્રસંગે અનેક મુમુક્ષુ ભક્તજનો તરફથી જે રકમોની જાહેરાત કરાવામાં
આવી તેની યાદી અહીં પ્રસિદ્ધ કરવામાં આવી છે. આ ફંડની રકમનો ઉપયોગ સોનગઢના શ્રી
જિનમંદિરને માટે કરવાનું નક્કી થયું છે.
પ૦૧શેઠ મણીલાલ જેસંગભાઈ,અમદાવાદ
૨૦૪ શેઠ નાનાલાલ કાળીદાસ, સોનગઢ
૨૦૦, શેઠ ભુરમલ હીમાજીના માતુશ્રી, સાયલા
૧૮૦
વીજયાબેન, લીલીબેન, અનુબેન,
તારાબેન, વસુબેન, જ્યોતિબેન, સોનગઢ
૧૩૬શેઠ બેચરલાલ કાળીદાસ,
૧૩૬” ખીમચંદ જેઠાલાલ,
૧૩૬” મોહનલાલ કાળીદાસ,
૧૦૧” નરભેરામ હંસરાજ કામાણી, જમશેદપુર
૬૮દોશી શામજીભાઈ માણેકચંદ, સોનગઢ
૬૮દોશી સુમનભાઈ રામજીભાઈ,સોનગઢ
૬૮શેઠ પ્રેમચંદ મગનલાલ, રાણપુર
૬૮શેઠ નેમીચંદજી પાટની, કિશનગઢ
૬૮શેઠ ભીખાલાલ મગનલાલ, દેહગામ
૬૮શેઠ હરિચંદ જગજીવનદાસની કાું., અમદાવાદ
૬૮શેઠ મનવંતલાલ શાંતિલાલ, અમદાવાદ
૬૮શેઠ શિવલાલ મનજીભાઈ,અમદાવાદ
૬૮મહેતા બ્રધર્સ, અમદાવાદ
૬૮શેઠ મલુકચંદ છોટાલાલ, અમદાવાદ
૬૮સમરતબેન (મલુકચંદભાઈના
ધર્મપત્ની), અમદાવાદ
૬૮ડો. નવરંગભાઈમોદીના માતુશ્રી, રાજકોટ
૬૮શેઠ ચુનીલાલ હઠીસંગ, સોનગઢ
૬૮દોશી બાઉચંદ જાદવજી, સાવર–કુંડલા
૬૮દોશી જયંતિલાલ બેચરદાસ, સાવર–કુંડલા
૬૮શેઠ છોટાલાલ નારણદાસ, સોનગઢ
૬૮કામદાર છોટાલાલ મોહનલાલ, અમદાવાદ
૬૮શેઠ મહેન્દ્રકુમારજી શેઠી, જયપુર
૬૮શેઠ કેશવલાલ ગુલાબચંદ, દેહગામ
૬૮શાંતાબેન (ચુનીલાલ દેવચંદ), અમદાવાદ
૬૮શેઠ ગોપાલદાસ ત્રીકમલાલ, અમદાવાદ
૬૮કામદાર વછરાજ ગુલાબચંદ, સોનગઢ
૬૮કોઠારી ભુરાલાલ ભુદરજી, પોરબંદર
૬૮અ.સૌ.કસુંબાબેન ભુરાભાઈનાં
ધર્મપત્ની, પોરબંદર
૬૮શેઠ ધીરજલાલ હરજીવન, સોનગઢ
૬૮શેઠ ઉજમશી માવજી, વાંકીયા
૬૮શેઠ પ્રેમચંદ લક્ષ્મીચંદ, વીંછીયા
૬૮શેઠ મોહનલાલ કીરચંદ, અમદાવાદ
૬૮મહાલક્ષ્મીબેન, અમદાવાદ
૬૮શેઠ મોહનલાલ વાઘજી, ધ્રોળવાળા
૬૮અ.સૌ.ડાહીબેન મોહનભાઈનાં
ધર્મપત્ની, ધ્રોળવાળા
૬૮શેઠ જગજીવન ચતુરભાઈ,સુરેન્દ્રનગર
૬૮શેઠ ફુલચંદ હંસરાજ, મોરબી
૬૮શેઠ નેમીદાસ ખુશાલદાસ, પોરબંદર
૬૮અ.સૌ.કંચનબેન નેમીદાસભાઈનાં
ધર્મપત્ની, પોરબંદર
૬૮કાશીબેન પાનાચંદ કરાચીવાળા, સોનગઢ
૬૮શેઠ જેઠાલાલ મોતીચંદ, અમદાવાદ
૬૮શેઠ ધીરજલાલ શાંતિલાલ, અમદાવાદ
૬૮શેઠ નાગરદાસ ભાણજી, મુળીવાળા
૬૮દેસાઈ પ્રાણલાલ ભાઈચંદ, જેતપુરવાળા
૬૮શેઠ ચીનુભાઈ લાલભાઈનાં
ધર્મપત્ની, અમદાવાદ
૬૮મહેતા મગનલાલ સુંદરજી, રાજકોટ
૬૮શાંતાબેન ટોળીયા, મુંબઈ
૬૮શેઠ મુળજીભાઈ ભગવાનજી ખારા,અમરેલી
૬૮પ્રભાકર મોરારજી પન્ડયા, અમદાવાદ
૬૮શેઠ શીવલાલ વરવા, અમદાવાદ
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૬૪

PDF/HTML Page 18 of 23
single page version

background image
૬૮ગજરાબેન રતિલાલ ગાંધી, અમદાવાદ
૬૮મરઘાબેન શિવલાલ, જોરાવરનગર
૬૮શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, પાલેજ
૬૮કમળાબેન, અમદાવાદ
૬૮એક ગૃહસ્થ હા. નરસીદાસભાઈ, વડોદરા
૬૮શાંતાબેન મોતીચંદ, અમદાવાદ
૬૮કાંતિલાલ સોમચંદ, દહેગામ
૬૮શ્રી મુમુક્ષુ મંડળ હા. ભીખાલાલ
મગનલાલ,
દહેગામ
૬૮પારવતીબેન સુખલાલ, અમદાવાદ
૬૮વિમળાબેન કાપડીઆ, સુરતવાળા
૬૮શ્રી મુમુક્ષુમંડળ, ખીયાળ
૬૮ ચંદનલાલ કાશલીવાલ, આગરા
૬૮અમૃતલાલ નરસીદાસ શેઠ, કલોલવાળા
૬૮
દિગંબર જૈન મંદિરજી, ફત્તેપુર
૬૮ ધીરજલાલ નાથાલાલ, રાજકોટ
૬૮દોશી શાંતિલાલ ખીમચંદ, ભાવનગર
૬૮શેઠ મોહનલાલ ડોસાભાઈ,રાજકોટ
૬૮શેઠ દલીચંદ હકુભાઈ,મોરબી
૬૮શેઠ કાનજી અંદરજીભાઈ,રાજકોટ
૬૮શેઠ અમુલખ લાલચંદભાઈ, જોરાવરનગર
૬૮સુરજબેન અમૃતલાલ પારેખ, રાજકોટ
૬૮શેઠ હિરાચંદ ભાઈચંદ, રાજકોટ
૬૮શેઠ રતિલાલ લખમીચંદ, ભાવનગર
૬૮શેઠ જમનાદાસ ગુલાબચંદ, રાજકોટ
૬૮ખેમરાજજી, ખેરાગઢરાજ
૬૮વસુબેન મણીયાર હા.આનંદભાઈ, મુંબઈ
૬૮શેઠ લખમીચંદ લીલાધર, રાજકોટ
૬૮સવાઈલાલ ડી. દોશી, રાજકોટ
૬૮લાખાણી મુળજીભાઈ ચત્રભુજભાઈનાં
ધર્મપત્ની કસુંબાબેન,
રાજકોટ
૬૮લાખાણી દામોદરભાઈ ચત્રભુજભાઈના
ધર્મપત્ની જયાબેન,
રાજકોટ
૬૮શ્રી દિગંબર મુમુક્ષુ મંડળ, વાંકાનેર
૬૮લક્ષ્મણ ભાણજી, પોરબંદર
૬૮મોદી હરગોવિન્દદાસ દેવચંદ, સોનગઢ
૬૮શેઠ હરિલાલ મોહનલાલનાં માતુશ્રી વીંછીઆ
૬૮શેઠ વાઘજી ગુલાબચંદ મોરબી
૬૮શેઠ ચુનીલાલ લખમીચંદ
હા. રસિકલાલ,
વઢવાણ
૬૮જેકુંવરબેન લીલાધર પારેખ, સોનગઢ
૬૮શેઠ કપુરચંદ ખેમરાજ, ખેરાજગઢરાજ
૬૮એક મુમુક્ષુ બહેન હા પૂ. બેનશ્રીબેન, સોનગઢ
૬૮શેઠ ઝવેરચંદ પુનમચંદ, નાઈરોબી
૬૮શેઠ અમૃતલાલ હંસરાજ ઈંદોર
૬૮શેઠ છોટાલાલ ડામરદાસ, ધ્રાંગધ્રા
૬૮શેઠ ભગવાનજી કચરા, કીટાબે
૬૮શેઠ વાડીલાલ જગજીવન, કલોલ
૬૮શેઠ મયાભાઈ જેસંગભાઈ,અમદાવાદ
૩૬૨ (રૂા.૬૮)થી નીચેની રકમો ૧૧ વ્યક્તિઓ તરફથી)
(૧) ચીનુભાઈ લાલભાઈ અમદાવાદ
(૨) લલ્લુભાઈચુડાવાળા
(૩) જાવલનાં પ્રજાજનો
(૪) એક ગૃહસ્થઅમદાવાદ
(પ) અમૃતલાલ નરશીભાઈ શેઠ
(૬) અમદાવાદ–પરચુરણ
(૭) એક વિદ્યાર્થીની બેન
(૮) ભાયાણી હરિલાલ જીવરાજભાઈ
(૯) ખીમજી જેવંત હા. ચંપક
(૧૦) લાભુબેન શીવવાળા
(૧૧) અમીચંદ કરશનદાસ કુંડલા
.........................
કુલ ૮૨૧૨
(અંકે રૂા. આઠ હજાર બસો ને બાર) જેઠ સુદી ૧પ સુધી
*
અશુદ્ધિ
“આત્મધર્મ” ના પ્રિન્ટીંગમાં નીચે મુજબ
અશુદ્ધિઓ રહી ગયેલ છે, તે સુધારી લેવા વિનંતી છે.–
(૧) અંક ૧૬૩, પૃ. ૧૦ ઉપરના લેખમાં ‘વેદન’ એવું
મથાળું ભૂલથી છપાઈ ગયું છે તેને બદલે “સમ્યક્ત્વના
મહિમાસૂચક પ્રશ્નોત્તર”
એ પ્રમાણે મથાળું સુધારી
વાંચવું.
(૨) અંક ૧૬૩, પા. ૨૩ ઉપર પુરુષાર્થ લેખમાં, પહેલી
કોલમની ૨૯ મી લાઈનમાં–“જીવોને સાંભળવા મળશે
નહિ” એમ છપાયેલ છે તેને બદલે “જીવોને સાંભળવા
મળશો નહિ” –એમ સુધારી વાંચવું.
(૩) અંક ૧પ૭, પાનું ૨ માં ૨૨ મી લાઈનમાં
“વર્તમાન ૨પ તીર્થંકરો” એમ છપાયું છે તેને બદલે
“૨૪ તીર્થંકરો” એમ સુધારીને વાંચવું.
જેઠઃ ૨૪૮૩ ઃ ૧૭ઃ

PDF/HTML Page 19 of 23
single page version

background image
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય
સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના–ભરપૂર
વૈરાગ્યપે્રરક પ્રવચનોનો સાર.
(પ)
હવે, બહિરાત્મપણું છોડીને, અંતરાત્મા થઈને પરમાત્મપણું પ્રગટ કરવા માટે શિષ્ય પૂછે છે કે–પ્રભો! એ
ત્રણેનું લક્ષણ શું છે?–તેનો ઉત્તર કહે છેઃ–
बहिरात्मा शरीरादौ जातात्मभ्रांतिरांतरः ।
चित्तदोषात्मविभ्रांतिः परमात्माऽतिनिर्मलः ।। ५।।
શરીરાદિ બાહ્ય પદાર્થોમાં ‘આત્મા’ ની ભ્રાંતિ જે કરે છે તે બહિરાત્મા છે. અને રાગ–દ્વેષાદિ દોષો તથા
ચૈતન્યસ્વરૂપ આત્મા–તેમના સંબંધમાં જે ભ્રાંતિથી રહિત છે તે અંતરાત્મા છે. જે રાગાદિ દોષને દોષરૂપે જાણે છે, ને
પોતાના ચૈતન્યસ્વભાવને સ્વભાવરૂપે જાણે છે, જેને રાગાદિમાં ‘આત્મા’ ની ભ્રાંતિ થતી નથી, ને મલિનતાથી ભિન્ન
પોતાના શુધ્ધસ્વભાવને જે નિઃશંકપણે જાણે છે તે અંતરાત્મા છે. અને જે અત્યંત નિર્મળ છે–જેમના રાગાદિ દોષો
સર્વથા ટળી ગયા છે ને સર્વજ્ઞ પરમપદ જેમને પ્રગટી ગયું છે, તે પરમાત્મા છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના આત્માનું
સ્વરૂપ જાણવું.
આ શરીરાદિ જડ પદાર્થો પ્રગટપણે આત્માથી જુદા છે, તે કોઈ પદાર્થો આત્માના નથી, આત્માથી બહાર જ
છે, છતાં તેને જે પોતાના માને છે તે જીવ બહિરાત્મા છે. આ શરીર મારું, હું પુરુષ, હું સ્ત્રી, હું ધોળો, હું કાળો, હું
રાગી, હું દ્વેષી, આ શરીરના કાર્ય હું કરું ને શરીરાદિની ક્રિયાથી મને હિત–અહિત થાય એમ માનનાર જીવ બહિરાત્મા
મિથ્યાદ્રષ્ટિ છે, કેમ કે તે પોતાના આત્માને બાહ્ય પદાર્થોથી ભિન્ન નથી જાણતો, પણ બાહ્ય પદાર્થોને જ આત્મા માને
છે. આવા લક્ષણથી બહિરાત્મપણું ઓળખીને તે છોડવા જેવું છે.
ઃ ૧૮ઃ
આત્મધર્મઃ ૧૬૪

PDF/HTML Page 20 of 23
single page version

background image
દેહથી ભિન્ન, અને રાગદિથી પાર, મારો આત્મા જ્ઞાન ને આનંદસ્વરૂપ છે–એમ અંતરમાં આત્માના પરમાર્થસ્વરૂપને
જે ઓળખે છે તે અંતરાત્મા છે. આવા લક્ષણથી અંતરાત્મપણું ઓળખીને તે પ્રગટ કરવા જેવું છે.
અને સમસ્ત દોષથી રહિત આત્માનું પૂર્ણ જ્ઞાન આનંદસ્વરૂપ પ્રગટે તે પરમાત્મદશા છે, તે પરમ ઉપાદેય છે.
[વીર સં. ૨૪૮૨ વૈશાખ વદ સાતમ]
અનાદિકાળથી જીવ સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે તેનું કારણ શું અને તે કેમ છૂટે તે બતાવે છે. આત્મા
જ્ઞાનાનંદસ્વરૂપ છે તેને ભૂલીને બહારમાં દેહ–મન–વચન તથા રાગાદિ તે જ હું છું એવી બહિરાત્મબુદ્ધિને લીધે જ
અજ્ઞાની અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કર રહ્યો છે. દેહાદિથી ભિન્ન ને રાગાદિ દોષોથી ભિન્ન શુદ્ધ
જ્ઞાનનંદસ્વરૂપ હું છું–એવી આત્માની ઓળખાણ કરીને અંતરાત્મા થવું તે ભવભ્રમણથી છૂટવાનો ઉપાય છે.
ગૃહસ્થપણામાં રહેલો જીવ પણ જ્ઞાનનંદસ્વરૂપ આત્માનું ભાન કરીને અંતરાત્મા થઈ શકે છે; હજી રાગ–દ્વેષ
હોવા છતાં, આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે એવું સમ્યગ્ભાન થઈ શકે છે. સમકિતી ધર્માત્મા જીવ અજીવ આદિ તત્ત્વોને
ભ્રાંતિરહિત યર્થાથપણે જાણે છે. જીવને જીવરૂપે જાણે છે, રાગાદિને રાગાદિરૂપે જાણે છે, દેહાદિને કે અજીવરૂપે જાણે
છે. દેહાદિ કે રાગાદિને આત્માનું સ્વરૂપ તે માનતા નથી.
જીવ તો જ્ઞાન–દર્શન–આનંદસ્વરૂપ છે.
દેહ વગેરે તો અજીવ છે, તે જીવથી ભિન્ન છે.
રાગ–દ્વેષ–અજ્ઞાન તે દુઃખરૂપ ભાવો છે, એટલે કે આસ્રવ ને બંધરૂપ છે.
સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપ ભાવ તે જીવને સુખરૂપ છે, સંવર–નિર્જરા–મોક્ષનું કારણ છે.
–આમ બધા તત્ત્વોને જેમ છે તેમ જાણીને, એક જ્ઞાનાનંદસ્વરૂપ પોતાના આત્મામાં જ આત્મબુદ્ધિ કરે છે,
દેહાદિને પોતાથી બાહ્ય જાણે છે, રાગ–દ્વેષ–અજ્ઞાનને દુઃખરૂપ જાણીને છોડે છે, ને સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રને
સુખરૂપ જાણીને આદરે છે;–આવા જીવને અંતરાત્મા કહે છે.
જ્ઞાનસ્વરૂપ જીવ અને શરીરાદિ અજીવ, તે બંને પદાર્થો ભિન્ન ભિન્ન છે, છતાં અજ્ઞાની જીવ ભ્રાંતિથી તે
બંનેને એક માને છે, શરીરદિનાં કાર્યો આત્માના માને છે; ને આત્માને શરીર વગેરે બાહ્ય પદાર્થોથી હિત–અહિત માને
છે; વળી જ્ઞાન–વૈરાગ્યરૂપ ભાવ આત્માને હિતરૂપ હોવા છતાં તેમાં તે પ્રવૃત્તિ નથી કરતો, તેમાં તો અરુચિ અને
કંટાળો કરે છે, તથા રાગ–દ્વેષ–મોહરૂપ ભાવો જીવને અહિતરૂપ હોવા છતાં તેમાં નિરંતર પ્રવર્તે છે–તેની રુચિ છોડતો
નથી; આ પ્રમાણે જીવ–અજીવ વગેરે તત્ત્વોના સ્વરૂપમાં ભ્રાંતિથી પ્રવર્તે છે તે જીવ બહિરાત્મા છે.
ધર્મી તો જાણે છે કે જડથી હું ભિન્ન છું, દેહાદિક મારાં નથી, હું તેનો નથી; મારો તો એક જ્ઞાન દર્શનલક્ષણરૂપ
શાશ્વત આત્મા જ છે, એ સિવાય સંયોગલક્ષણવાળા જે કોઈ ભાવો છે તે બધાય મારાથી બાહ્ય છે. ચૈતન્યના આશ્રયે
જ્ઞાન–વૈરાગ્યરૂપ ભાવ પ્રગટે તે મને હિતરૂપ છે, ને બાહ્ય પદાર્થના આશ્રયે રાગાદિભાવો થાય તે મને અહિતરૂપ છે.
–આ પ્રમાણે જીવ અજીવ વગેરે તત્ત્વોની પ્રતીતિ કરીને, અંતર્મુખ ચૈતન્યસ્વરૂપમાં વર્તે છે તે અંતરાત્મા છે.
અને રાગ–દ્વેષ–મોહનો સર્વથા ક્ષય કરીને, કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત અતીન્દ્રિય આનંદ ને અનંતવીર્ય
જેમને પ્રગટી થયા છે તે પરમાત્મા છે; તેમાં અરહંતપરમાત્મા તે સકલ પરમાત્મા છે અને સિદ્ધ પરમાત્મા તે
નિકલપરમાત્મા છે. ચાર ઘાતીકર્મોના ક્ષયથી કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટય તો બંનેને સરખાં છે. અરહંત પરમાત્માને
ચાર અઘાતી કર્મો બાકી છે તેનો ક્ષણે ક્ષણે ક્ષય થતો જાય છે, બહારમાં સમવસરણાદિ દિવ્ય વૈભવ હોય છે, તેઓ
પરમહિતોપદેશક છે, હજી શરીરના સંયોગ સહિત હોવાથી તે સકલ પરમાત્મા છે. સિધ્ધપરમાત્મા આઠે કર્મોથી રહિત
લોકની ટોચે બિરાજમાને છે, અનંત આનંદના અનુભવમાં કૃત કૃત્યપણે સાદિઅનંતકાળ બિરાજે છે, શરીરાદિનો
સંયોગ છૂટી ગયો છે તેથી તેમને નિકલપરમાત્મા કહેવાય છે.
જૈઠઃ ૨૪૮૩
ઃ ૧૯ઃ