PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
અષાડ
વી.
લેતાં અતીન્દ્રિય–આનંદનું વેદન થાય–એવા પરમશાંત આનંદસ્વરૂપ સ્વ–
વિષયને છોડીને દુઃખદાતાર એવા પરવિષયોમાં જ તું કાં રાચી રહ્યો
છે!! રે ભાઈ!
અશરણ અને દુઃખદાયી એવા પર–વિષયને કોણ આદરે?
‘અહો, આવો મારો આત્મા!’
અને પછી આ સ્વ–વિષયના અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે
PDF/HTML Page 3 of 21
single page version
સ્વતંત્ર નવું મકાન આશરે રૂા. ૮૦) હજારના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
આ શુભ પ્રસંગે અત્રે પધારનારને પૂ. ગુરુદેવશ્રીની અમૃતમયી વાણી સાંભળવાનો પણ અપૂર્વ લાભ મળશે.
તીર્થધામોની યાત્રા ગુરુદેવ સાથે હજારો ભક્તજનોએ ઘણા ઉલ્લાસથી કરીને; અને એ અપૂર્વ તીર્થયાત્રા નિમિત્તે
આ અષ્ટાહ્નિકા દરમિયાન સોનગઢમાં “શ્રી સિદ્ધચક્ર–વિધાન” પૂજન ઘણા ઉલ્લાસપૂર્વક ધામધૂમથી કરવામાં
આવ્યું હતું. આ વિધાનમાં પહેલે દિવસે આઠ, અને પછી દરરોજ બમણા–બમણા કરતાં છેલ્લે દિવસે ૧૦૨૪
અર્ઘો ચડાવવાના હોય છે. સિદ્ધભગવંતોનું આ સિદ્ધચક્રવિધાન પૂજન સુંદર અધ્યાત્મભાવોથી ભરેલું છે.
ઉલ્લાસ અને ભક્તિ ઉલ્લસતા હતા. પૂજન પૂર્ણતા બાદ પૂર્ણિમાની સાંજે જિનમંદિરમાં શ્રી જિનેન્દ્રદેવનો
મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. સિદ્ધચક્રવિધાન નિમિત્તે જાપ વગેરે યોગ્ય વિધિ કરવામાં આવી હતી.
જિનવાણીમાતાનું સમૂહપૂજન થયું હતું. ત્યારબાદ જિનવાણીમાતાની “પ્રવચન યાત્રા” નીકળી હતી. ત્યારબાદ
પૂ. ગુરુદેવનું પ્રવચન થયું હતું. વિપુલાચલ ધામની હમણાં તાજી જ જાત્રા કરી હોવાથી ગુરુદેવનું એ ભાવભીનું
પ્રવચન વિપુલાચલ તીર્થધામનો ફરીને સાક્ષાત્કાર કરાવતું હતું. એટલું જ નહિ પણ ભગવાનના સમવસરણનો
રાજગૃહી, એ વિપુલાચલ ધામ, એ મહાવીર ભગવાન, એ સમવસરણ, એ ઈન્દ્ર, એ માનસ્તંભ, એ ઈન્દ્રભૂતિનું
ગણધરપદ, એ દિવ્યધ્વનિ, એ શાસ્ત્રરચના, એ શ્રેણિકરાજા અને સભાજનો, એ અમૃતમય ધર્મવર્ષાનો આખોય
ચિતાર પૂ. ગુરુદેવના પ્રવચન વખતે સ્મૃતિ સમક્ષ ઉપસ્થિત થતો હતો.
PDF/HTML Page 4 of 21
single page version
સમાધિ છે. તે સમાધિ કેમ થાય? કે દેહાદિથી ભિન્ન જ્ઞાનાનંદ–સ્વરૂપ આત્માનું ભાન કરીને તેમાં એકાગ્રતાથી
સમાધિ થાય છે. આત્માને દેહાદિથી ભિન્ન ન જાણે ને રાગાદિવાળો જ જાણે તો તેને સમાધિ થતી નથી, પણ
ભ્રાંતિ થાય છે. એવી ભ્રાંતિ તે બહિરાત્મદશા છે. સિદ્ધ સમાન, જ્ઞાન–આનંદથી પરિપૂર્ણ, દેહાદિથી ભિન્ન એવા
આત્માની અંતદ્રષ્ટિ જેને છે તે અંતરાત્મા છે. દેહ હું, રાગ હું–એવા પરમાં આત્માના સંકલ્પ–વિકલ્પથી જે રહિત
છે ને નિર્વિકલ્પ પ્રતીતસહિત છે તે અંતરાત્મા છે. પછી ચૈતન્યમાં લીન થઈને જેમણે કેવળજ્ઞાન ને પરિપૂર્ણ
આનંદ પ્રગટ કર્યો તે પરમાત્મદશા પરમ ઉપાદેય છે.
ભરેલા નિજરસનું પાન કરે છે; આત્મામાંથી જ ઉત્પન્ન એવા પરમ સ્વાધીન અનંતસુખના ભોગવટામાં સદાય
લીન છે. જુઓ, ભગવાન પરમાત્મા કેવા છે? સર્વજ્ઞ–વીતરાગ–પરમ હિતોપદેશી છે. પોતે સર્વજ્ઞ–વીતરાગ
PDF/HTML Page 5 of 21
single page version
મહાવિદેહમાં અત્યારે સીમંધર પરમાત્મા સાક્ષાત્ બિરાજે છે, સમવસરણમાં તેઓનો એવો ઉપદેશ છે કે તમારો
સ્વભાવ પરિપૂર્ણ જ્ઞાન ને આનંદસ્વરૂપ છે, રાગનો એક અંશ પણ સ્વભાવમાં નથી; આવા સ્વભાવનું
અવલંબન કરો. ભગવાનનો ઉપદેશ વીતરાગતાનો છે, રાગ રાખવાનો ભગવાનનો ઉપદેશ નથી, જો રાગથી
લાભ થાય તો ભગવાન પોતે રાગ છોડીને વીતરાગ કેમ થયા? અને જે વીતરાગ થયા તે રાગથી લાભ થવાનું
કેમ કહે? રાગથી લાભ થાય એવો ભગવાનનો ઉપદેશ છે જ નહીં. રાગથી લાભ થાય–એવો ઉપદેશ તે
હિતોપદેશ નથી પણ અહિતોપદેશ છે.
માને છે તે રાગરહિત–વીતરાગી સર્વજ્ઞ પરમાત્માને ઓળખતો જ નથી.
થઈ છે. સમયસાર એટલે શુદ્ધઆત્મા: શક્તિપણે દરેક આત્મા શુદ્ધ સ્વભાવથી પરિપૂર્ણ “કારણસમયસાર” છે,
તેને કારણ પરમાત્મા કહે છે, તે કારણસમયસારસ્વરૂપ શુદ્ધ આત્માનું સ્વરૂપ આ સમયસાર બતાવે છે. અને તે
કારણસમયસારની દ્રષ્ટિ કરતાં તેના આશ્રયે અનંત–ચતુષ્ટયસ્વરૂપ કાર્ય પરમાત્માપણું ખીલી જશે, તે
કાર્યસમયસાર છે. આવા કારણસમયસાર શુદ્ધ આત્માની જેણે શ્રદ્ધા–જ્ઞાન–રમણતા કરી તેણે પોતાના આત્મામાં
ભગવાન સમયસારની સ્થાપના કરી. આવી સમયસારની સ્થાપનાનો આ દિવસ છે. આ સમયસારમાં
ભગવાનની દિવ્યધ્વનિમાં કહેલો ઉપદેશ કુંદકુંદાચાર્યદેવે ગૂંથ્યો છે. સીમંધરપરમાત્મા મહાવિદેહે સાક્ષાત્ બિરાજે છે
તેમની અહીં જિનમંદિરમાં સ્થાપના છે અને તે ભગવાને દિવ્યધ્વનિમાં જે કહ્યું તે આ સમયસારમાં
કુંદકુંદાચાર્યદેવે ભર્યું છે તેની અહીં સ્વાધ્યાયમંદિરમાં સ્થાપના છે. કુંદકુંદાચાર્યદેવ અહીં થયેલા, વિદેહ ગયેલા,
દિવ્યધ્વનિ લાવેલા, ને આ સમયસાર રચ્યું; તે અંતરના કારણ–સમયસારનું વાચક છે; ને તે કારણસમયસારના
આશ્રયે કાર્યસમયસાર થવાય છે. આમ ત્રણ ‘સમયસાર’ થયા;–એક કારણસમયસાર, તેના આશ્રયે થતું
કાર્યસમયસાર, અને તેના વાચકરૂપ આ પરમાગમ સમયસાર. આવા શુદ્ધ સમયસારને ઓળખીને આત્મામાં તે
સમયસારની સ્થાપના કરે તો તેના આશ્રયે મોક્ષના કારણરૂપ સમ્યગ્દર્શનાદિ પ્રગટે. આ અપૂર્વ છે–પૂર્વે કદી
આવા આત્માની શ્રદ્ધા કે ઓળખાણ કરી નથી. અરહંતપરમાત્મા થયા તે તો કાર્ય–પરમાત્મા છે, ને તે કાર્યનું જે
કારણ છે તે ત્રિકાળી કારણપરમાત્મા છે. પહેલા જ તબક્કે આ વાત સાંભળતાં બહુમાન લાવીને હા પાડે, ને તેનો
નિર્ણય કરીને વિશ્વાસ કરે તે ધર્મની અપૂર્વ શરૂઆત છે. જ્ઞાનસ્વભાવનું લક્ષ કરવું તે જ પરમહિતનો માર્ગ છે,
ને એવા હિતનો જ ઉપદેશ ભગવાને કર્યો છે એટલે કે જ્ઞાનસ્વભાવ તરફ વળવાનો જ ભગવાનનો ઉપદેશ છે.
પરાશ્રયનો ભગવાનનો ઉપદેશ નથી, તે તો છોડવાનો ભગવાનનો ઉપદેશ છે, પહેલાંં આવો નિર્ણય કરે તેણે
ભગવાન પરમાત્માને અને તેમના હિતોપદેશને જાણ્યો છે. પણ રાગાદિથી લાભ માને તો તેણે હિતોપદેશી
સર્વજ્ઞ–વીતરાગ પરમાત્માને માન્યા નથી.
અનુભવ કરે છે. આવા ભગવાનના આનંદને ઓળખે તો આત્માના આનંદ સ્વભાવની પ્રતીત થઈ જાય અને
ઈન્દ્રિય વિષયોમાંથી સુખબુદ્ધિ ઊડી જાય. ભગવાન સાદિઅનંત પોતાના અતીન્દ્રિય આનંદરસનું પાન કરે છે,
કૃતકૃત્ય પરમાત્મા છે; પોતાના અતીન્દ્રિય જ્ઞાન ને આનંદના ભોગવટા સિવાય બીજું કોઈ કાર્ય તેમને રહ્યું નથી;
આત્માની શક્તિમાંથી આનંદ ઊછળ્યો છે તેના અનુભવથી પરમાત્મા કૃતકૃત્ય
PDF/HTML Page 6 of 21
single page version
परमेष्ठी परात्मेति परमात्मेश्वरो जिनः।।
ઈન્દ્રિયોજનિત સુખ–દુઃખ કે જ્ઞાન તેમને નથી, તેઓ અતીન્દ્રિય થઈ ગયા છે. દ્રવ્યકર્મ–ભાવકર્મનો અભાવ
હોવાથી તેઓ ‘શુદ્ધ’ છે. ચાર ઘાતી કર્મો ટળ્યાં ત્યાં બાકી રહેલા ચાર અઘાતી કર્મોનો પણ ક્ષય જ થતો જાય છે,
તે રાગાદિ અશુદ્ધતા ઉપજાવતા નથી; માટે અરહંતભગવાન પણ પરમવિશુદ્ધિને પામેલા હોવાથી ‘શુદ્ધ’ છે.
રાગાદિથી અત્યંત ભિન્ન થઈ ગયા હોવાથી ભગવાન ‘વિવિક્ત’ છે. ઈન્દ્ર વગેરેના પણ સ્વામી હોવાથી ‘પ્રભુ’
છે. કેવળજ્ઞાનાદિ જે અનંતચતુષ્ટય પ્રગટ્યા તેનાથી કદી ચ્યૂત થતા નથી તેથી તે ‘અવ્યય’ છે. ઈન્દ્રાદિકથી વંદ્ય
એવા પરમ ચૈતન્યપદમાં સ્થિત હોવાથી તેઓ ‘પરમેષ્ઠી’ છે. સંસારના જીવોથી પર એટલે ઉત્કૃષ્ટ આત્મા
હોવાથી તે ‘પરાત્મા’ છે; અને તે જ ઉત્તમ હોવાથી ‘પરમાત્મા’ છે. ઈન્દ્રાદિને : પણ ન હોય એવા અંતરંગ–
બહિરંગ દિવ્ય ઐશ્વર્યસહિત હોવાથી તે જ ‘ઈશ્વર’ છે. અને સમસ્ત દ્રવ્યકર્મ–ભાવકર્મનું ઉન્મૂલન કરી નાંખ્યું
પરમાત્મસ્વરૂપને લક્ષમાં લઈને તેને સાધે છે, ત્યાં પરમાત્મસ્વરૂપને પામેલા એવા અરહંત–સિદ્ધભગવંતો પ્રત્યે
બહુમાનનો ભાવ આવતાં અનેક પ્રકારે સ્તુતિ કરે છે. જેને આવા શુદ્ધ આત્માનું લક્ષ હોય તે જ પરમાત્માની
વાસ્તવિક સ્તુતિ કરી શકે.
તેમ મારો આત્મા પણ પરમાર્થે રાગાદિના સંબંધ વગરનો ને કર્મના સંબંધ વગરનો છે–એમ પોતાના આત્માને
‘કેવળ’–પરસંબંધરહિત શુદ્ધ અનુભવવો તે પરમાત્મા થવાનો ઉપાય છે.
અને જે પોતાના આવા આત્માનો અનુભવ કરે તેને જ પરમાત્માની પરમાર્થ ઓળખાણ થાય કે અહો! રાગથી
જુદો પડીને જે અતીન્દ્રિય આનંદનો અંશ મને વેદનમાં આવ્યો તે જ જાતનો (પણ તેથી અનંતગુણો) પરિપૂર્ણ
આનંદ પરમાત્માને પ્રગટી ગયો છે, ને તેઓ સર્વથા રાગરહિત થઈ ગયા છે. આ રીતે અંશના વેદનપૂર્વક પૂરાનું
અંતરમાં હોય તેવા અજ્ઞાનીને ન હોય.
‘વિવિક્તશય્યાસન’ ! બ્રહ્મચર્યની રક્ષા માટે વિવિક્તશય્યાસન કરવું એટલે કે સ્ત્રી–પશુ વગેરેથી ખાલી એકાંત
સ્થાનમાં રહેવું એમ કહ્યું છે તેમાં તો વ્યવહારમાં
PDF/HTML Page 7 of 21
single page version
રહિત છે–રાગથી પણ વિવિક્ત છે,–એમ જે જાણતો નથી, ને રાગના સંગથી લાભ માને છે તેને ખરેખર
‘વિવિક્તશય્યાસન’ નથી પણ વિકારમાં જ શય્યાસન છે. ભલે તે જંગલમાં એકાંત ગુફામાં એકલો પડ્યો રહેતો
હોય તો પણ અંતરમાંથી રાગનો સંગ છૂટયો નથી તેથી તેને ખરેખર વિવિક્તશય્યાસન હોતું નથી, અને
તો ઉપર કહ્યાં; તે ઉપરાંત સર્વના જ્ઞાતા હોવાથી ભગવાનને ‘સર્વજ્ઞ’ કહેવાય છે, સહજ અત્મિક આનંદ સહિત
હોવાથી ‘સહજાનંદી’ પણ કહેવાય છે; રાગ–દ્વેષ–મોહરૂપકલંક રહિત હોવાથી ‘નિકલંક’ અથવા ‘અકલંક’ પણ
કહેવાય છે; રાગાદિ અંજનરહિત હોવાથી નિરંજન પણ કહેવાય છે. જન્મ–જરા–મરણ રહિત હોવાથી ‘અજ–
અજર–અમર’ પણ કહેવાય છે; વળી તેઓ જ જ્ઞાનસ્વરૂપ–બોધસ્વરૂપ હોવાથી ખરા ‘બુદ્ધ’ છે; પોતાના
જ્ઞાનાનંદસ્વરૂપની મર્યાદાને ધારણ કરતા હોવાથી તેઓ જ ‘સીમંધર’ છે. આત્માનું અનંત મહાન પરાક્રમ–
વીરતા પ્રગટ કરેલ હોવાથી તેઓ ‘મહાવીર’ છે.
(સત્યવતીનંદન) ઓળખાય છે તથા ‘મહાવીર’ કહેતાં ભરતક્ષેત્રના છેલ્લા તીર્થંકર (ત્રિશલાનંદન) ઓળખાય
છે; પણ ગુણવાચક તરીકે તો બધાય પરમાત્મા–જિનવરોને ‘સીમંધર’ અથવા ‘મહાવીર’ કહેવાય છે, કેમકે
બધાય ભગવંતો સ્વરૂપની સીમાને ધારણ કરનારા છે ને મહાન્ વીર્યના ધારક છે–આ રીતે ગુણના સ્વરૂપથી
પરમાત્માને ઓળખવાની પ્રધાનતા છે. અને, પરમાત્માને જેટલા નામો લાગુ પડે છે તે બધાય નામો આ
આત્માને પણ સ્વભાવ–અપેક્ષાએ લાગુ પડે છે, કેમ કે સ્વભાવથી તો આ આત્મા પણ પરમાત્મા જેવો જ છે.
પરમાત્માના ગુણોને ઓળખીને પરમાત્માનું સ્વરૂપ જે જાણે તેને આત્માનું સ્વરૂપ પણ જણાયા વગર રહે નહિ.
જેટલા ગુણો પરમાત્મામાં છે તેટલા જ ગુણો આ આત્મામાં છે ને તેનો વિકાસ કરીને (એટલે કે પર્યાયમાં પ્રગટ
ઓળખવું જોઈએ; ઓળખાણ વિના તેની પ્રાપ્તિ થતી નથી.
ને શનિવાર સુધીના દસ દિવસો દસલક્ષણીધર્મ
અર્થાત્ પર્યુષણપર્વ તરીકે ઊજવાશે. આ દિવસો
દરમિયાન ઉત્તમ ક્ષમા વગેરે ધર્મો ઉપર પૂ.
ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
સુધીના આઠ દિવસો ધાર્મિક પ્રવચનના ખાસ
દિવસો તરીકે ઊજવાશે.
PDF/HTML Page 8 of 21
single page version
જ્ઞાનસ્વરૂપ આત્મામાં અનંત શક્તિઓ છે તેનું વર્ણન ચાલે છે; તેમાં “વિલક્ષણ અનંત સ્વભાવોથી
જુદા લક્ષણવાળા અનંતધર્મોને ધારણ કરે છે–એવી તેની અનંતધર્મત્વ શક્તિ છે. આત્મામાં શક્તિઓ કેટલી? –કે
અનંત; તે અનંત શક્તિઓથી અભિનંદિત (અભિમંડિત) આત્મા એક સ્વરૂપ છે, એક જ સ્વરૂપ અનંત ધર્મરૂપ
છે, એ રીતે અનંતધર્મત્વ નામની એક શક્તિ આત્મામાં છે.
અનુભવ થવો તે આનંદનું લક્ષણ, અનાકુળતા તે સુખનું લક્ષણ, અખંડિત પ્રતાપવાળી સ્વતંત્રતાથી
શોભાયમાનપણું તે પ્રભુત્વનું લક્ષણ, ત્રિકાળ હોવાપણું તે અસ્તિત્વનું લક્ષણ, જણાવું તે પ્રમેયત્વનું લક્ષણ–એમ
દરેક શક્તિના જુદા જુદા લક્ષણ છે; એ રીતે અનંતી શક્તિઓ વિલક્ષણ સ્વભાવવાળી છે, છતાં આત્મા તે અનંત
શક્તિઓથી ખંડિત નથી થઈ જતો, આત્મા તો અનંત શક્તિઓથી અભેદ એવા એક ભાવસ્વરૂપ છે. ગુણો
એકબીજાથી જુદા હોવા છતાં વસ્તુથી કોઈ ગુણ જુદો નથી; ભિન્ન ભિન્ન અનંતધર્મો હોવા છતાં એક ભાવસ્વરૂપે
રહેવાની આત્માની શક્તિ છે, તેનું નામ અનંતધર્મત્વ શક્તિ છે.
શક્તિઓ પરથી તો જુદી છે ને વિકારથી પણ ખરેખર જુદી છે.
અનંત ધર્મો પરસ્પર વિલક્ષણ હોવા છતાં એક ભાવસ્વરૂપ છે, એટલે જ્ઞાનલક્ષણવડે અભેદ
PDF/HTML Page 9 of 21
single page version
થાય છે.
આ સત્તાવીસમી શક્તિમાં વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત એવા એકભાવસ્વરૂપ અનંતધર્મત્વ
સાથે એકરૂપ કર્યા; અને અહીં વિલક્ષણ અનંત ધર્મોથી ભાવિત એવા એકભાવસ્વરૂપ અનંતધર્મત્વ શક્તિ કહીને,
અનંત ધર્મોનું આત્મામાં અભેદપણું બતાવ્યું. જુદા જુદા અનંત ધર્મો અને છતાં આત્માનું એકપણું–એવો અચિંત્ય
અનેકાન્ત સ્વભાવ છે. જ્ઞાનનો આત્મા જુદો, આનંદનો આત્મા જુદો, શ્રદ્ધાનો આત્મા જુદો–એમ નથી, આત્મા
તો અનંતગુણના પિંડસ્વરૂપ છે.
નિર્ણય થાય છે.
છે–એવો જ આત્માનો સ્વભાવ છે. જેમ ઔષધિની એક ગોળીમાં અનેક પ્રકારના ઓસડનો સ્વાદ રહેલો છે, તેમ
આત્મસ્વભાવના અનુભવમાં અનંત શક્તિઓનો રસ ભેગો છે. આ રીતે અનંતધર્મત્વ શક્તિવાળો એક આત્મા
છે; આ શક્તિઓના વર્ણન દ્વારા ધર્મોના ભેદ બતાવવાનું પ્રયોજન નથી, પણ ધર્મીના ધર્મોદ્વારા ધર્મી એવા
અખંડ આત્માને લક્ષ્ય કરાવવો છે.
પ્રતીત થાય છે.
ધર્મોનો પિંડ એવો આત્મા જ્ઞાનલક્ષણવડે જ ઓળખાય છે. જ્ઞાનલક્ષણ તો ખરેખર વિકારથી પણ આત્માને જુદો
બતાવે છે. “જ્ઞાનલક્ષણ” અનંત ધર્મોવાળા આત્માને લક્ષિત કરે છે, પણ જ્ઞાનલક્ષણ કાંઈ વિકારને લક્ષિત નથી
કરતું. આત્માની અનંત શક્તિઓમાં વિકાર થવાની કોઈ શક્તિ નથી. “વૈભાવિક” નામની એક શક્તિ છે પરંતુ
તેનો સ્વભાવ પણ કંઈ વિકાર કરવાનો નથી; કોઈ પણ વિશેષ ભાવરૂપે પરિણમવું તે વૈભાવિક શક્તિનું કાર્ય છે,
તેમાં પણ નિર્મળ–નિર્મળ વિશેષ ભાવોરૂપે પરિણમવું–તે જ તેનો સ્વભાવ છે. આવી વૈભાવિક શક્તિ સિદ્ધદશામાં
પણ છે. વિકારરૂપ પરિણમન થાય છે તે તો ઉપરની (–પર્યાયની) એક સમયની તેવી લાયકાત છે, પરંતુ
આત્માની એકેય શક્તિ એવી નથી. –“શક્તિમાનને ભજો” –આવા શક્તિમાન આત્માને ઓળખીને તેને ભજે
તેના ભજનથી કલ્યાણ થતું નથી. પણ અનંતી શુદ્ધશક્તિઓથી ભરેલા એવા પોતાના આત્મસ્વભાવની પ્રતીત
કરવાથી જ ધર્મ અને કલ્યાણ થાય છે.
સમજણ કહોં કે ધર્મ કહો; ધર્મ અને આત્માની સમજણ એ બંને જુદા નથી. આત્માની સાચી સમજણ તે પહેલો
અપૂર્વ ધર્મ છે, તેના વિના ધર્મ થતો નથી.
PDF/HTML Page 10 of 21
single page version
જાણવું તે જ્ઞાન–ગુણનું કામ છે, તે કાર્ય શ્રદ્ધા વગેરે ગુણો ન કરે. અહો, પોતાનો એક ગુણ પોતાના જ બીજા
ગુણનું કાર્ય નથી કરતો તો પછી તે બીજા પર દ્રવ્યોનું શું કાર્ય કરે? જ્ઞાનનું લક્ષણ ‘જાણપણું’ તે શું પુણ્ય–પાપને
કરે? –પરને કરે? એ જ પ્રમાણે શ્રદ્ધાનું કાર્ય પ્રતીતિ, આનંદનું કાર્ય આહ્લાદ, એમ દરેક ગુણ પોતપોતાના
કાર્યને કરે છે; કોઈ ગુણનું એવું કાર્ય નથી કે વિકારને કરે કે પરને કરે!
આશ્રયે નિર્મળતા–રૂપે જ પરિણમે છે; ત્યાં સાધકને જે થોડોક વિકાર રહ્યો છે તેને, સ્વભાવની દ્રષ્ટિમાં ગુણના
કાર્ય તરીકે તે સ્વીકારતો નથી, પણ તેને ગુણથી ભિન્ન જાણે છે. ગુણ સાથે એકતા થઈને જેટલી નિર્મળ પરિણતિ
થઈ તે જ ગુણનું કાર્ય છે. જેને ગુણના શુદ્ધ સ્વભાવની ખબર જ નથી તેને ગુણનું શુદ્ધ કાર્ય ક્યાંથી થાય?
વિકાર કરવા ઉપર જેની દ્રષ્ટિ છે તેને ગુણ ઉપર દ્રષ્ટિ નથી.
વિલક્ષણ છે. અખંડ આત્માના આશ્રયે તેના બધાય ગુણોનું નિર્મળ કાર્ય એક સાથે થવા માંડે છે. એક વસ્તુમાં
રહેલા અનંત ગુણોમાં પણ સર્વ ગુણ પરસ્પર અસહાય છે, એક ગુણ બીજા ગુણને સહાયરૂપ નથી; જો એક ગુણ
બીજાને સહાય કરે તો વસ્તુના અનંત ગુણો સિદ્ધ ન થાય; ગુણોનું વિલક્ષણપણું ન રહે. કોઈને શ્રદ્ધા ક્ષાયક થાય
છતાં જ્ઞાન ક્ષાયક ન થાય, કેમકે બંને ગુણ જુદા છે, ને બંનેના કાર્ય જુદા છે. એ પ્રમાણે બધા ગુણોમાં સમજી
લેવું. ભાઈ! તારો એક ગુણ તારા બીજા ગુણના કાર્યને પણ મદદ નથી કરતો, તો પછી તારો આત્મા પરનાં કે
વિકારનાં કામને કરે એ માન્યતા ક્યાં રહી? અને શરીર કે પુણ્ય તને ધર્મમાં મદદ કરે એ વાત પણ ક્યાં રહી?
તારો એકલો જ્ઞાનનો ઉઘાડ તે પણ સમ્યક્શ્રદ્ધાને મદદગાર નથી થતો (–કેમકે એકલા જ્ઞાનના ઉઘાડથી
સમ્યક્શ્રદ્ધા નથી થતી,) તો પછી રાગ કે બહારની ચીજ તને સમ્યક્શ્રદ્ધા વગેરેમાં મદદગાર કેમ થાય?
અભેદપિંડરૂપ આત્મા ઉપરની દ્રષ્ટિથી તેને પર્યાયે પર્યાયે ધર્મ થાય છે.
સાથે તેના બધા ગુણો પરિણમે છે.
આત્મામાં અંતર્મુખ થઈને જે અનુભવ કરે તેને આત્માના અનંત ધર્મોની ખબર પડે. બધાય આત્મા અનંત
ગુણથી ભરેલા હોવા છતાં સ્વસન્મુખ થઈને જે તેની સંભાળ કરે તેને માટે જ તેનું ખરું અસ્તિત્વ છે; અનંત
શક્તિવાળા આત્માનો જેને નિર્ણય નથી તેને, અનંત શક્તિ હોવા છતાં તેનો શું લાભ? એટલે તેને તો તે નહિ
હોવા સમાન જ છે. જેમ ઘરમાં રત્ન વગેરેના ભંડાર ભર્યા હોય પણ તેની ખબર ન હોય તો તે નહિ હોવા
સમાન જ છે. ઘરમાં અનાજની કોઠી ભરી હોય પણ તેની ખબર ન હોય ને ભૂખે મરતો હોય તો, તેને તો તે
અનાજ હોવા છતાં તે ન હોવા જેવું જ છે. તેમ આત્મામાં અનંત શક્તિ સિદ્ધ ભગવાન સમાન ભરી હોવા છતાં,
તેની જેને ખબર નથી–તેની સન્મુખ થઈને આનંદનો અનુભવ કરતો નથી ને એકલા વિકારને જ સર્વસ્વ માનીને
અનુભવી રહ્યો છે, તેને તો તે શક્તિઓ ન હોવા સમાન જ છે, –તેને તે શક્તિઓ પર્યાયમાં
PDF/HTML Page 11 of 21
single page version
આમ જ્યાં નિર્ણય કર્યો ત્યાં તો સ્વસન્મુખ અપૂર્વ પુરુષાર્થથી તે શક્તિઓ પર્યાયમાં ઊછળવા માંડી... અનંતી
શક્તિઓ નિર્મળપણે વેદનમાં આવી... અનંતશક્તિવાળો ભગવાન આત્મા પ્રસિદ્ધ થયો. –ત્યારે જ
અનંતશક્તિના ખરા મહિમાની ખબર પડી.
શક્તિઓને પૃથક્ પૃથક્ લક્ષણ સહિત પ્રત્યક્ષ જાણે એવી બેહદ તાકાતવાળું કેવળજ્ઞાન ખીલી જાય છે. શક્તિના
ભેદ ઉપર લક્ષ છે ત્યાં બધી શક્તિનું ભિન્ન ભિન્ન જ્ઞાન થઈ શકતું નથી, પણ જ્યાં ભેદનું લક્ષ છૂટીને, અભેદ
આત્માના અવલંબને કેવળજ્ઞાન થયું ત્યાં બધી શક્તિનું ભિન્ન ભિન્ન જ્ઞાન પણ થઈ જાય છે. આ રીતે અંતરના
અભેદ સ્વભાવના અવલંબન તે જ માર્ગ છે. સમ્યગ્દર્શન પણ અંતરના અભેદ સ્વભાવના અવલંબને જ થાય છે,
સમ્યગ્જ્ઞાન પણ તેના જ અવલંબને થાય છે, ને સમ્યક્ચારિત્ર પણ તેના જ અવલંબને થાય છે. બધાયમાં
અંતર્મુખ વલણની એક જ ધારા છે.
આચાર્યદેવ આત્માનો વૈભવ બતાવે છે. ભાઈ! જુદા જુદા સ્વરૂપવાળી અનંતી શક્તિનો વૈભવ તારામાં છે, તેને
સંભાળીને સિદ્ધપદમાં તે વૈભવને સાથે લઈ જવાનો છે.
શુદ્ધ ચૈતન્ય પ્રાણને ધારણ કરવું તે આત્માના જીવત્વનું લક્ષણ છે.
સ્વરૂપની રચનાનું સામર્થ્ય તે વીર્યશક્તિનું લક્ષણ કહ્યું;
અખંડિત પ્રતાપવાળી સ્વતંત્રતાથી શોભીતપણું તે પ્રભુતાનું લક્ષણ કહ્યું.
પ્રકાશ શક્તિનું લક્ષણ સ્વયં પ્રકાશમાન વિશદ સ્વસંવેદન કહ્યું;
વિલક્ષણ અનંત સ્વભાવોથી ભાવિત એવો એક ભાવ તે અનંતધર્મત્વ શક્તિનું લક્ષણ કહ્યું;
વળી તદ્રૂપમયપણું અને અતદ્રૂપમયપણું તે વિરુદ્ધ ધર્મત્વશક્તિનું લક્ષણ કહેશે.
–આ પ્રમાણે દરેક શક્તિઓ વિલક્ષણ છે, એટલે કે તેમના લક્ષણો એક બીજી સાથે મળતા નથી. હજી તો
વિકાર સાથે તો એકતા ક્યાંથી હોય? શક્તિઓને તો લક્ષણભેદ હોવા છતાં આત્મસ્વભાવની અભેદતાની
અભેદ નથી. આત્મામાં અનંત શક્તિઓ હોવા છતાં તેમનામાં એક ભાવપણું છે–એવા આત્માને લક્ષમાં લેતાં
વિકાર કે પર તેમાં નથી આવતા, એટલે વિકાર અને પર સાથેની એકતાબુદ્ધિ રહેતી નથી; અનંત શક્તિવાળા
એક સ્વભાવમાં જ એકતાબુદ્ધિ થઈને, તેના આશ્રયે શક્તિઓ નિર્મળપણે ખીલી જાય છે.
ભાન વગર ધર્મ કેવો? ને સાધુપણાં કેવા?
PDF/HTML Page 12 of 21
single page version
પૂછયું કે આત્માનું લક્ષણ શું? –તો તે કહે કે “આત્માનું લક્ષણ શરીર! ” પછી પૂછયું કે આત્માનો ગુણ શું? તો
કહે કે શરીરને ટકાવી રાખવું તે. જુઓ આ દશા! વળી એક વ્રત અને પડિમાનું નામ ધરાવનારને પૂછયું કે
આત્મા કેવા રંગનો હશે? –તો વિચાર કરીને કહે કે “ધોળા રંગનો! ” શરીર અનંત પરમાણુનું બનેલું છે–એમ
સાંભળીને એક માણસે પૂછયું કે ‘મહારાજ! આત્મા કેટલા પરમાણુનો બનેલો હશે!!’ –અરે! રોજ સામાયિક ને
પ્રતિક્રમણ કરવાનું માને, પોતાને, વ્રતી કે સાધુ માને, અને તત્ત્વનું જરાય ભાન પણ ન હોય–એનું તો બધું થોથે
થોથાં છે. ભલે કદાચિત્ બીજાં થોથાં જાણે, પણ ચૈતન્યસ્વરૂપ આત્મા શું છે તે ન જાણે–તો તેની ઓળખાણ વિના
ધર્મ થાય નહીં.
કોઈ ગુણો કે તેની કોઈ પર્યાયો કદી પરપણે થતી નથી, બીજાના દ્રવ્ય–ગુણ કે પર્યાયને કરે એવી શક્તિ જગતના
કોઈ તત્ત્વમાં નથી; દરેક દ્રવ્ય પોતાની અનંત શક્તિથી પોતાના દ્રવ્ય–ગુણ–પર્યાયપણે ટકી રહ્યું છે. વિકાર પરને
લીધે થાય, એમ માનનાર પોતાના તત્ત્વને પરથી ભિન્ન જાણતો નથી; તેમજ વિકાર થાય તેને જ આત્મા માનીને
અનુભવનાર પોતાના શુદ્ધ અનંત શક્તિસંપન્ન ચૈતન્યતત્ત્વને વિકારથી ભિન્ન જાણતો નથી. મારામાં અનંતધર્મત્વ
શક્તિ છે એટલે મારા એક સ્વભાવપણે રહીને અનંત શક્તિઓને હું ધારણ કરનાર છું–એ જ મારું સ્વતત્ત્વ છે.
વિકારને કે પરને હું મારા સ્વભાવમાં ધારણ કરતો નથી, –આ પ્રમાણે અનંત ધર્મવાળા શુદ્ધ ચૈતન્ય તત્ત્વને
અંતરમાં દેખવું તે સમ્યગ્જ્ઞાન છે, ને તે મોક્ષનું કારણ છે.
સમ્યગ્જ્ઞાન છે, તે જયવંત રહો, એટલે કે સાધકદશામાં થયેલું સમ્યગ્જ્ઞાન અપ્રતિહતભાવે આગળ વધીને
કેવળજ્ઞાન થાઓ–એવી ભાવના છે. દરેક આત્મામાં જ્ઞાનાદિ ગુણો સરખા હોવા છતાં, એક આત્માનું જે જ્ઞાન છે
તે બીજા આત્માનું નથી–એ અપેક્ષાએ તેમનામાં અસાધારણપણું પણ છે, દરેક આત્માના ગુણો જુદા જુદા છે,
દરેક આત્માનું અસ્તિત્વ જુદું જુદું છે. પરથી ભિન્ન ને પોતાના અનંત ધર્મો સાથે એકરૂપ એવા આત્માના
અસ્તિત્વને દેખવું તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે, તે જ સાચી વિદ્યા હોવાથી સરસ્વતી છે.
ભગવાન જિનદેવના મત સિવાય બીજે ક્યાંય આવું યથાર્થ વસ્તુસ્વરૂપ છે જ નહિં. આવું યથાર્થ વસ્તુસ્વરૂપ
અજ્ઞાની લોકોને ખ્યાલમાં ન આવ્યું એટલે એકાંત નિત્ય અથવા એકાંત અનિત્ય કે ઈશ્વરકર્તા એમ અનેક પ્રકારે
ઊંધુંં માની લીધું છે, ને તેથી જ સંસાર પરિભ્રમણ છે. અહીં આચાર્યદેવે અનેકાન્તના વર્ણનવડે યથાર્થ
આત્મસ્વરૂપ અદ્ભુત શૈલીથી પ્રસિદ્ધ કર્યું છે. આત્મા વસ્તુપણે એક હોવા છતાં તેનામાં ગુણો અનંત છે.
આનંદનું લક્ષણ જુદું, શ્રદ્ધાનું જુદું, જ્ઞાનનું જુદું–એમ ગુણના લક્ષણ જુદા છે; પરંતુ જ્ઞાનની વસ્તુ જુદી, આનંદની
જુદી, શ્રદ્ધાની જુદી–એમ કાંઈ જુદીજુદી વસ્તુઓ નથી, વસ્તુ તો એક જ છે. એક સાથે અનંત ગુણસ્વરૂપે એક
જ વસ્તુ ભાસે છે. જો એક ગુણનું લક્ષણ બીજા ગુણોમાં આવી જાય–તો તે લક્ષણની અતિવ્યાપ્તિ થઈ જાય ને
ભિન્નભિન્ન અનંત ગુણો સિદ્ધ થઈ શકે નહિ; તેમજ ગુણભેદ ન હોય તો ક્ષાયક સમ્યગ્દર્શન થતાં બીજા બધા
ગુણો પણ પૂર્ણ શુદ્ધ ક્ષાયકભાવે ઊઘડી જવા જોઈએ! પણ એમ તો બનતું નથી. સાધક દશામાં શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્ર વગેરે ગુણના વિકાસનો ક્રમ પડે છે, કેમ કે ગુણોનું લક્ષણ ભિન્નભિન્ન હોવાથી કાર્ય ભિન્નભિન્ન છે. તેમજ
એકાંતે ગુણભેદ જ છે–એમ પણ નથી, વસ્તુપણે અનંત ગુણની અભેદતા પણ છે, એટલે વસ્તુના આશ્રયે
પરિણમન થતાં બધાય ગુણોની નિર્મળતાનો અંશ એક સાથે ખીલી જાય છે. સમ્યગ્દર્શન થતાં કેવળજ્ઞાન તે જ
વખતે ભલે ન થાય, પરંતુ સમ્યગ્જ્ઞાન પણ ન થાય–એમ બનતું નથી. એ પ્રમાણે બધા ગુણનો એક અંશ
PDF/HTML Page 13 of 21
single page version
વસ્તુસ્વરૂપ છે. એ રીતે અનંતધર્મસ્વરૂપ આત્માને ઓળખીને તેનો અનુભવ કરવો તે મુક્તિનું કારણ છે.
શું, તારા ગુરુનું સ્વરૂપ શું, તારા ધર્મનું સ્વરૂપ શું–તેની પણ તને ઓળખાણ ન મળે તો તું કોના જોરે તરીશ?
ઊંધી માન્યતા ને કુદેવ–કુગુરુ–કુધર્મનું સેવન તે તો સંસારમાં ડુબાડનાર છે. તારો આત્મા જ કલ્યાણસ્વરૂપ
હોવાથી તું જ શંકર છો, તારો આત્મા જ તારી નિર્મળ પર્યાયરૂપ સૃષ્ટિનો સરજનહાર હોવાથી તું જ બ્રહ્મા છો,
તારો આત્મા જ સ્વત: તારું રક્ષણ કરનાર હોવાથી તું પોતે જ વિષ્ણુ છો, આ સિવાય બીજો કોઈ શંકર, બ્રહ્મા કે
વિષ્ણુ તારું કલ્યાણ કરનાર, સરજનહાર કે રક્ષણ કરનાર નથી. અન્ય કુદેવોની તો શી વાત? –સર્વજ્ઞ જિનેન્દ્રદેવ
પણ તારો કોઈ ધર્મ તને આપનાર નથી, ભગવાન તો એમ કહે છે કે અમારા જેવા જ બધાય ધર્મો તારા
આત્મામાં પણ છે, તેનો સ્વીકાર કર તો તું અમારા જેવો થા, ને તારું કલ્યાણ થાય. –આવા પોતાના સ્વભાવને
જે જીવ સ્વીકારે તેણે જ સર્વજ્ઞદેવનો અને સર્વજ્ઞદેવની વાણીનો સ્વીકાર કર્યો છે; આનાથી વિપરીત માને તેણે
ફસાઈ જાય, ને અવતાર નિષ્ફળ ગુમાવી દ્યે. જેમ રાખ તો ઘરેઘરે ચૂલામાં ભરી હોય, પણ રત્ન તો ક્યાંક
વિરલા જ હોય. તેમ બહારથી ને રાગથી ધર્મ મનાવનારા અજ્ઞાનીની સંખ્યા તો જગતમાં ઘણી છે, પણ
રાગરહિત ચૈતન્ય રત્નને પારખનારા ધર્માત્મા જીવો જગતમાં બહુ વિરલા છે; સત્ય કરતાં અસત્યને માનનારા
મૂઢ જીવોની સંખ્યા ઝાઝી હોય તેથી કાંઈ તે સાચું ન થઈ જાય, કેમ કે સત્ને કાંઈ સંખ્યાની જરૂર નથી અર્થાત્
સંખ્યા ઉપરથી સત્યનું માપ નથી. મનુષ્ય કરતાં કીડીના નગરોની સંખ્યા ઝાઝી હોય તેથી કાંઈ માણસ કરતાં
કીડી મોટી ન થઈ જાય. સિદ્ધ ભગવંતો કરતાં નિગોદના જીવોની સંખ્યા અનંતગુણી વધારે છે, તેથી શું સિદ્ધ
છે. જે ભાવમાં પોતાનું હિત હોય તે ઉત્તમ છે–પછી ભલે તેને માનનારા બહુ થોડા હોય; અને જે ભાવમાં પોતાનું
હિત ન હોય તે છોડવા જેવો છે, –પછી ભલે તેને માનનારા અનંતા હોય. તારા આત્માનો ધર્મ કરવામાં તને
બહારનો કોઈનો સાથ કામ આવે તેમ નથી, તારા આત્મામાં રહેલા અનંત ધર્મોનો જ તને સાથ છે. માટે તેની
ઓળખાણ અને શ્રદ્ધા કરીને, તેની સાથે એકતા કર, તો તારી પર્યાયમાં અધર્મ છૂટીને સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ ધર્મ થાય.
પ્રશ્ન:– એમને એકલા એકલા કેમ ગમતું હશે?
ઉત્તર:– અહો! એકલા નથી પણ અંતરમાં અનંત ગુણોનો સાથ છે. બહારનો સંગ છોડીને અંતરમાં
આત્માના અનંત ગુણો સાથે ગોષ્ઠી (એકતા) કરતાં તેમાં અનંત આનંદ છે, પણ અજ્ઞાનીને તે આનંદ ભાસતો
નથી; ને બહારમાં પરચીજ સાથે ગોષ્ઠી કરતાં તેમાં આકુળતાનું દુઃખ છે છતાં તેમાં અજ્ઞાનીને સુખ ભાસે છે.
અરે! કેવી વિચિત્રતા છે કે–
ઊઘાડ ન્યાયનેત્રને નીહાળ રે નીહાળ તું,
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ તું.”
PDF/HTML Page 14 of 21
single page version
દુઃખ છે છતાં મૂઢ જીવ ત્યાં પ્રેમ કરીને મિત્રતા કરે છે, એ કેવી વિચિત્રતા છે! –એમ જ્ઞાનીઓને કરુણા આવે છે,
તેથી કહે છે કે અરે જીવ! તારા જ્ઞાનરૂપી નેત્રને ઊઘાડીને તું નીહાળ રે નીહાળ! –સ્વભાવમાં સુખ છે ને
બહારમાં ક્યાંય સુખ નથી–એમ તું ન્યાયથી સમજ; અને બાહ્યમાં સુખની માન્યતારૂપ અજ્ઞાનથી તું શીઘ્ર નિવૃત્તિ
તેની સાથે પ્રેમ કર... તેની સાથે મિત્રતા કર... તેના આનંદમાં કેલિ કર. સ્વભાવ સાથે ગોષ્ઠી કરે અને ત્યાં ન
ગોઠે એમ બને નહિ. અનંતા સંતો પોતાના સ્વભાવ સાથે ગોષ્ઠી કરીને, તેના આનંદમાં કેલિ કરતાં કરતાં મુક્તિ
પામ્યા છે, માટે રાગાદિ સાથે એકતારૂપ મૈત્રી છોડીને અનંતશક્તિસંપન્ન આત્મા સાથે એકતારૂપ ગોષ્ઠી કર. –
જેથી તને જ્ઞાન–આનંદમય એવા મુક્તપદની પ્રાપ્તિ થશે. લોકોમાં પણ એમ કહેવાય છે કે મોટા સાથે મિત્રતા
કરવી; તેમ અહીં રાગાદિ તો તુચ્છ, સામર્થ્યહીન છે, ને ચિદાનંદસ્વભાવ મોટો અનંત શક્તિવાળો છે, તે મોટાની
સાથે મિત્રતા કરતાં મોક્ષપદ પમાય છે.
અનેકાન્ત જ ધર્મનો પ્રાણ છે. અનેકાન્તથી જ વીતરાગી
જિનશાસન અનાદિથી જયવંત વર્તે છે. અમૃતમય એવું મોક્ષપદ
તે અનેકાન્તવડે જ પમાય છે, તેથી અનેકાન્ત અમૃત છે.
શાંતિની આપનાર છે.
જ્ઞાયકસ્વરૂપ આત્મામાં “તદ્રૂપમયપણું અને અતદ્રૂપમયપણું જેનું લક્ષણ છે એવી વિરુદ્ધધર્મત્વ શક્તિ”
તદ્રૂપપણું જ હોય તો આત્મા જડ સાથે પણ તદ્રૂપ થઈ જાય એટલે જડ થઈ જાય; ને એકલું અતદ્રૂપપણું જ
હોય તો આત્મા પોતાના જ્ઞાન–આનંદથી પણ જુદો ઠરે; માટે તદ્રૂપ અને અતદ્રૂપ એવી બંને શક્તિઓ તેનામાં
એકસાથે છે, એનું નામ વિરુદ્ધધર્મપણું છે. પરંતુ સર્વથા વિરુદ્ધધર્મ પણું નથી એટલે કે આત્મા અરૂપી છે ને રૂપી
પણ છે, આત્મા ચેતન છે ને અચેતન પણ છે–એવું વિરુદ્ધધર્મપણું નથી. અસ્તિ–નાસ્તિપણું, તત્–અતત્પણું એવા
ધર્મોને પરસ્પર વિરુદ્ધતા હોવા છતાં, સ્વાદ્વાદના બળવડે તે વિરોધ દૂર થઈને બંને ધર્મો આત્મામાં એક સાથે
રહે છે. આત્મામાં અસ્તિપણું છે? –કે હા; આત્મામાં સ્વઅપેક્ષાએ અસ્તિપણું છે.
PDF/HTML Page 15 of 21
single page version
વગેરેમાં પણ સમજવું. આ રીતે અનેકાન્તસ્વરૂપ આત્મા એકસાથે પરસ્પર વિરુદ્ધધર્મોને ધારણ કરે છે–એવી
વિરુદ્ધધર્મત્વ શક્તિ તેનામાં છે. જે સમયે તત્રૂપ છે તે જ સમયે તેનાથી વિરુદ્ધ અતત્રૂપ પણ છે, જે સમયે
અસ્તિરૂપ છે તે જ સમયે તેનાથી વિરુદ્ધ નાસ્તિરૂપ પણ છે, આવું વિરુદ્ધધર્મપણું આત્મામાં છે.
કે વસ્તુસ્વરૂપમાં જ વિરુદ્ધધર્મત્વ નામની શક્તિ છે, વસ્તુ પોતે જ એવી છે કે પરસ્પર કથંચિત વિરુદ્ધ ધર્મોને
પોતામાં ધારી રાખે છે. આવું વસ્તુસ્વરૂપ જાણતાં, પરથી પરાંગ્મુખ થઈને સ્વમાં વળવાનું થાય છે, પર સાથેની
એકતા છૂટીને સ્વ સાથે એકતા થાય છે, મિથ્યાબુદ્ધિ છૂટીને સમ્યગ્બુદ્ધિ થાય છે, પરાશ્રય છૂટીને સ્વાશ્રય થાય
છે, વીતરાગતા અને કેવળજ્ઞાન તેનું ફળ છે.
આત્મા પોતાના જ્ઞાન–આનંદ વગેરે સ્વભાવો સાથે સદા એકરૂપ છે ને રાગ સાથે એકરૂપ કદી થતો નથી–એવો
તેનો સ્વભાવ છે; આત્માનો જ્ઞાનાનંદ સ્વભાવ રાગ સાથે કદી એકમેક થઈ ગયો નથી પણ જુદો જ છે. આવા
સ્વભાવને ઓળખીને તેની સન્મુખ થતાં પર્યાયમાં પણ તેવું (રાગથી ભિન્નતાનું) પરિણમન થાય છે; એટલે
સ્વભાવમાં વળેલી તે પર્યાયમાં પણ જ્ઞાનઆનંદ સાથે તદ્રૂપતા ને રાગાદિ સાથે અતદ્રૂપતા–એવું અનેકાંતપણું
પ્રકાશે છે. એ જ ધર્મ છે ને એ જ મોક્ષમાર્ગ છે.
જૈનશાસન અનાદિથી જયવંત વર્તે છે, કેમ કે વસ્તુ પોતે જ આવા અનેકાન્તસ્વરૂપ છે. અનેકાન્ત જ ધર્મનો
પ્રાણ છે. જેમ પ્રાણ વિના જીવન ન હોય તેમ અનેકાન્તસ્વરૂપને સમજ્યા વિના ધર્મ ન હોય; માટે અનેકાન્ત જ
ધર્મનો પ્રાણ છે. અનેકાન્તને અમૃત પણ કહેવાય છે, કેમ કે અમૃતમય એવું જે મોક્ષપદ તે અનેકાન્તવડે પમાય
છે. અનેકાન્તમય વસ્તુસ્વરૂપ જીવ અનંતકાળમાં એક ક્ષણ પણ સમજ્યો નથી, ને પોતાની મિથ્યા કલ્પનાવડે
અનેકાન્તને વિપરીતપણે માનીને “રાગથી પણ ધર્મ થાય. આત્મા પરનું પણ કરે” એમ માને છે. પરંતુ
અનેકાન્તનું એવું સ્વરૂપ નથી. વીતરાગતા તે ધર્મ ને રાગ પણ ધર્મ એવો અનેકાન્ત નથી, પણ વીતરાગતા તે
ધર્મ, અને રાગ તે ધર્મ નહિ–એવો અનેકાન્ત છે. અનેકાન્ત, વસ્તુસ્વરૂપમાં પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ કહે છે,
પણ કેવી? –કે વસ્તુસ્વરૂપને નીપજાવનારી. “વીતરાગતા તે ધર્મ ને રાગ પણ ધર્મ” એમ કહેવામાં ધર્મનું સ્વરૂપ
સિદ્ધ નથી થતું, પરંતુ “વીતરાગતા તે જ ધર્મ છે ને રાગ તે ધર્મ નથી” એમ કહેતાં ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સિદ્ધ
થાય છે, ને તે જ અનેકાન્ત છે.
નીપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓ સ્વયમેવ પ્રકાશે છે, તેનું નામ અનેકાન્ત છે. આ જ્ઞાન માત્ર
આત્મવસ્તુને પણ સ્વયમેવ અનેકાન્તપણું પ્રકાશે જ છે–આવા આત્માને ઓળખે તો ધર્મ થાય.
થતો નથી એટલે તે અનેકાન્ત નથી. એ જ રીતે સ્વભાવના આશ્રયે ધર્મ થાય ને પરના આશ્રયે ધર્મ ન થાય,
એમ અનેકાન્ત છે કેમકે તેમાં પરથી ભિન્ન આત્માનું જેવું સ્વરૂપ છે તેવું પ્રસિદ્ધ થાય છે; પણ સ્વભાવના આશ્રયે
ધર્મ થાય અને પરના આશ્રયે પણ
PDF/HTML Page 16 of 21
single page version
“આમ પણ થાય ને આમ પણ થાય” –એમ અનેકાંત ગરબડ નથી કરાવતો, પણ “આમ છે ને બીજી રીતે
નથી” એમ યથાર્થ વસ્તુસ્વરૂપને અનેકાંત નિશ્ચિત કરાવે છે. વસ્તુસ્વરૂપમાં હોય તેવા ધર્મોને માનવા તે
અનેકાંત છે, પણ વસ્તુસ્વરૂપમાં ન હોય તેવા ધર્મોને માનવા તે તો મિથ્યાત્વ છે. જેમકે પરનું ન કરે એવો ધર્મ
આત્મામાં છે, પરંતુ પરનું કરે એવો તો ધર્મ આત્મામાં નથી; છતાં આત્મા પરનું કરે એમ માનવું તે મિથ્યાત્વ છે.
આત્મા પોતાનું કરે, ને પરનું પણ કરે–ત્યાં વિરુદ્ધધર્મત્વ ન થયું, પણ આત્મા પોતાનું કરે ને પરનું ન કરે–એમાં
વિરુદ્ધધર્મત્વવડે વસ્તુની સિદ્ધિ થઈ, તેથી તે અનેકાંત છે.
ધારણ કરવા તે વિરુદ્ધધર્મત્વ શક્તિનું લક્ષણ છે. જે તદ્રૂપ હોય તે જ અતદ્રૂપ કેમ હોય? એમ અજ્ઞાનીને
વિરુદ્ધતા લાગે, પણ ભગવાન કહે છે કે એવા ધર્મોને ધારણ કરવાનો તો તારો સ્વભાવ છે; પોતાપણે તત્ ને
પરપણે અતત્ એવા વિરુદ્ધધર્મને ધારણ કરે એવો જ તારો અવિરુદ્ધ સ્વભાવ છે. તત્–અતત્, એક–અનેક,
સત્–અસત્ વગેરે ચૌદ બોલથી અનેકાંતની વ્યાખ્યાનું ઘણું વિસ્તારથી સ્પષ્ટીકરણ આ પરિશિષ્ટની શરૂઆતમાં
આવી ગયું છે.
આપે–એવો પોતાનો કે પરનો સ્વભાવ નથી. જો આત્માને પરનું શરણ હોય તો તે પર સાથે તદ્રૂપ–એકમેક થઈ
જાય; પણ એમ કદી બનતું નથી. અનેકાન્ત સ્વભાવરૂપી અભેદ કિલ્લો એવો છે કે આત્માને સદા પરથી અત્યંત
ભિન્ન જ રાખે છે, પરના એક અંશને પણ આત્મામાં આવવા દેતો નથી અંર્તદ્રષ્ટિથી આવા (–પરથી અત્યંત
વિભક્ત ને પોતાના સ્વરૂપથી એકત્વ) વસ્તુસ્વભાવને ઓળખવો તે અપૂર્વ સમ્યગ્દર્શન ને સમ્યગ્જ્ઞાન છે.
શકે નહિ, કેમ કે તેને પર સાથે અતત્પણું છે બસ, બધાયથી છૂટાછેડા! એક સ્વતત્ત્વનું જ અવલંબન રહ્યું.
આત્મા અને પરવસ્તુ (શરીર વગેરે) કદી ક્ષેત્રથી પણ ભેગા રહ્યા નથી, સૌનું સ્વક્ષેત્ર ભિન્ન ભિન્ન છે. આત્માને
પોતાના અસંખ્ય પ્રદેશોરૂપી સ્વક્ષેત્રથી સત્પણું છે, ને શરીરાદિના પ્રદેશોરૂપ પરક્ષેત્રથી અસત્પણું છે બંને
એકપણે કદી ભેગા થયા જ નથી, જુદા જુદા બે પણે જ સદાય રહ્યા છે, તો કોઈ કોઈનું શું કરે? એ જ ન્યાયે
આત્મા અને કર્મનું પણ પરસ્પર અતત્પણું સમજવું. પોતાના સ્વધર્મોથી બહાર નીકળીને કદી કર્મપણે આત્મા
થયો જ નથી, ને કર્મો આત્માના સ્વરૂપમાં આવ્યા જ નથી, તો આત્માને તે શું કરે?
પર્યાયોથી અતત્રૂપ છે–જુદો છે. જો આમ ન હોય તો આત્મા અને જડ બંને એકમેક થઈ જાય, એટલે વસ્તુનો
જ અભાવ થઈ જાય–વસ્તુના અભાવને તો કોણ ઈચ્છે? નાસ્તિક હોય તે એવું માને!
માટે તેને કાંઈ નિમિત્ત નથી કહેતા. નિમિત્ત સાથે કાર્યનું અતત્પણું છે. જેને જેની સાથે
PDF/HTML Page 17 of 21
single page version
નિમિત્ત કાંઈપણ કરે એમ માને છે તેઓ વસ્તુની તત્–અતત્શક્તિને જાણતા નથી, અનેકાન્તમય વસ્તુસ્વરૂપને
જાણતા નથી, તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.
જરાક ઝેર પડ્યું હોય તો લોકો તે ખાતા નથી, અરે! ઝેર ન હોય પણ ‘આમાં ઝેર પડ્યું હશે’ એવી શંકા પડે
તોય તે દૂધપાક ખાતા નથી; તો અહીં ધર્મમાં સાચા દેવ–ગુરુ–શાસ્ત્ર ને કુદેવ–કુગુરુ–કુશાસ્ત્ર તે બંનેને સરખા
માનીને આદરવા તે તો અમૃત ને ઝેરને ભેગા કરવા જેવું છે. અને સાચા દેવગુરુશાસ્ત્રને માનવા છતાં જો પોતે
પોતાના જ્ઞાનમાં સત્યનો નિર્ણય ન કરે તો સત્યનો લાભ થાય નહિ, માટે સત્–અસત્ નો પોતાના જ્ઞાનમાં
વિવેક કરવો જોઈએ. પૈસા વગેરે તો બુદ્ધિ વિના પુણ્યથી મળી જાય, પરંતુ ધર્મ વિવેકબુદ્ધિ વગર થતો નથી.
પર–વસ્તુ સુખ–દુઃખનું કે લાભ–નુકસાનનું કારણ નથી; માટે ભાઈ! જ્યાં તારું રૂપ નથી તેની સામે ન જો, જેની
સાથે તારે તદ્રૂપતા છે એવા તારા સ્વરૂપમાં જો. તારા આનંદસ્વરૂપમાં તદ્રૂપતા થતાં તને તારા આનંદનો
અનુભવ થશે. એ સિવાય બહારમાં કલ્પનાના ઘોડા દોડાવીને ત્યાં સુખ–દુઃખ માને તે તો ભ્રમણા છે. અરે ભાઈ!
ક્યાં નાત! ક્યાં કુટુંબ! ક્યાં વાડો! ક્યાં સંપ્રદાય! ક્યાં પૈસા ને ક્યાં શરીર! –એ તો બધુંય આત્માથી બહાર
છે, તું તે બધાયથી જુદો છો, તારે તે બધાની સાથે અતત્પણું છે, ને તારા જ્ઞાન–આનંદ વગેરે અનંતધર્મો સાથે
તત્પણું છે. આત્માનું જે સ્વરૂપ–પોતાનું રૂપ–છે તે સ્વરૂપને ન સમજતાં ઊંધી શ્રદ્ધાથી પરને પોતાનું માને છે તે
મોહ અનંત સંસારનું કારણ છે; માટે હે જીવ! આમ બહારમાં તારાપણું ન માનતાં, અંતરમાં તારા આત્માને જો.
–તે મોક્ષનું કારણ છે.
છે, આ રીતે પર્યાયમાં નિર્મળ પરિણમન થાય તેને જ શક્તિની યથાર્થ પ્રતીતિ છે. એકલા વિભાવમાં જ તદ્રૂપપણે
જેની પર્યાય પરિણમે છે તે તો રાગ સાથે એકતા બુદ્ધિવાળો મિથ્યાદ્રષ્ટિ છે, તેને આત્માની શક્તિની પ્રતીત નથી;
‘રાગથી ને પરથી અતદ્રૂપ’ એવા સ્વભાવને તેણે ખરેખર જાણ્યો જ નથી.
છે, ને તે વિરુદ્ધધર્મો તો આત્મામાં ત્રિકાળ છે. રાગ તે આત્માના સ્વભાવથી વિરુદ્ધ છે તે અપેક્ષાએ તનેય
વિરુદ્ધધર્મ કહેવાય, પરંતુ અહીં જે વિરુદ્ધધર્મો કહ્યા છે તેમાં તે ન આવે. આ વિરુદ્ધધર્મપણું તો આત્માનો
સ્વભાવ છે.
પણ રાગથી ભિન્નતારૂપે ને આનંદમાં એકતારૂપે પરિણમે એવો આત્માનો સ્વભાવ છે. –જે પોતાના
PDF/HTML Page 18 of 21
single page version
આત્માને પરથી ભિન્ન પરિણમાવીને અને સ્વભાવમાં એકતા કરાવીને આત્માને લાભરૂપ થાય.
શાંતિની આપનાર છે.
વિકારનું પરિણમન થાય તે ગુણ સાથે અભેદ નથી એટલે તે આત્મા નથી, આત્માના ગુણોનું તે ખરુ પરિણમન
નથી ગુણ સાથે એકતાથી ગુણની (એટલે કે નિર્મળ પર્યાયની) જ ઉત્પત્તિ થાય. ગુણ સામે જોતાં લાભ જ થાય
અને ગુણ સામે ન જુએ તેને વિકાર થાય, તે વિકાર કાંઈ ગુણના કારણે નથી, તે તો તે પર્યાયનો જ અપરાધ
છે. આ રીતે નિર્દોષ ગુણોથી ભરેલા આત્માનું ભાન કરે તો મુક્તિ થાય. સમકિતીને દ્રષ્ટિ અપેક્ષાએ તો મુક્ત જ
કહ્યો છે.
ઉત્તર:– હા; નરકમાં પણ આવા શુદ્ધસ્વભાવની દ્રષ્ટિવાળો સમકિતી દ્રષ્ટિ અપેક્ષાએ મુક્ત જ છે. કેમ કે
અપેક્ષાએ તો સમકિતી સર્વત્ર મુક્ત જ છે; અને તે દ્રષ્ટિના બળે એકાદ ભવમાં જ તે સાક્ષાત્ મુક્ત
સિદ્ધપરમાત્મા થઈ જશે.
પ્રેમ કરી કરીને તું અનંતકાળથી દુઃખી થયો, હવે તારા આત્માને પ્રેમ કર; જગતના પદાર્થો કરતાં તારા આત્માને
જ સૌથી વહાલો કર, ‘જગત ઈષ્ટ નહીં આત્મથી,’ –તો તારું અપૂર્વ કલ્યાણ થાય.
चिर प्रतीक्षाके पश्चात् आपका पदार्पण मदनगंज किशनगढ़में हुआ। आप
एवं गौरवान्वित अनुभव कर रहे हैं। जबसे आपका शुभागमन–संदेश हम लोगों को
प्राप्त हुआ; तभी
PDF/HTML Page 19 of 21
single page version
साक्षात्कार से हम सब भक्ति–भाव के परमानन्द से ओतप्रोत हो श्रद्धा–सुमन अर्पित
करते हैं।
भौतिकवादियों को सचेत कर दिया है कि ये समस्त सुख क्षणभंगुर है एवं
मिथ्यात्व से परिपूर्ण हैं, शाश्वत शांति का शिव–मग अध्यात्म–दर्शन में है। आपकी
अध्यात्म संबंधी परम चमत्कारी शैली के फलस्वरूप अनेक मुमुक्षु मानव
मोहान्धकार से मुक्त हो गये हैं; वे सब आपके पथानुयायी होकर ज्ञानसाधना में
संलग्न हैं।
आकुल संसार को मोह ममतासे मुक्त होने की सर्वदा सत्प्रेरणा प्रदान की है।
आपने अपने समय को अधिकतर रचनात्मक कार्योमें ही संलग्न किया है, जिसके
फलस्वरूप आप के तत्त्वावधान में सम्यक्ग्रंथों का प्रकाशन तथा अनेक मन्दिर–
निर्माण हुए हैं। आपने अपने पीयूष प्रवाहित प्रवचनों से सहस्त्रों नवीन बन्धुओं को
जैन धर्ममें दीक्षित किया है।
पारायण एवं दोहन से अनेक ज्ञानपिपासु मानवों को परितृप्त किया है। आप की
छत्रछाया में अनेक जिज्ञासु अपने शिवमार्ग की ओर अग्रसर है।
शुभ सन्देश संसार के कौने २ में सूर्य की प्रखर रश्मियों की भांति आलोकित
होकर अज्ञानतम को नष्ट करें। यही हमारी हार्दिक कामना है।
PDF/HTML Page 20 of 21
single page version
कहां हमारा यह पुराना इन्द्रप्रस्थ
प्रवाहित जैनधर्मकी पवित्र गंगामें गोते लगाकर अपना जन्म सफल मान रहे हैं।
इस महोपकार से विनीत हम आपके अत्यन्त आभारी एवं चिरकृतज्ञ हैं।
आज लोग सन्मार्ग पा सके हैं और अपने वास्तविक कल्याण पथ पर चलनेकी
प्रेरणा पा सके है। आपके द्वारा शुद्ध सत्यका निरुपण जनताको एक मंगल मार्ग
सिद्ध हुआ है। आपने भगवान श्री कुंदकुंदाचार्यदेव–जिनको सच्चा ज्ञान श्री सीमंधर
भगवानकी दिव्यध्वनिसे प्राप्त हुवा था–की वाणीका गूढ रहस्य समझकर उसे
समस्त मुमुक्षुगणके सामने स्पष्ट खोल कर रखा है, जिससे संसारके निरंतर
दुःखोसे संतप्त एवं क्लांत प्राणी शांति पा सकते है।
धन्य है वह जो आपके भी आदर्श रूप सिद्ध होकर आपके द्वारा जनता को यह
दिव्य–भव्य मार्गप्रदर्शक बन विश्ववन्द्य हुए। आपके उपदेशसे सहस्त्रों भाई–बहन जैन
धर्मके शुद्ध तात्त्विक रूपको समझकर साम्प्रदायिकता जैसे दुर्भेध–दुश्छेघ पाश को
तोडकर सच्चे जिन धर्मानुयायी हुए है। सौराष्ट्र अनेक नवनिर्मित मन्दिर व
जिनबिम्ब आपके सच्चे प्रभाव का एक ज्वलन्त उदाहरण है। लाखों प्रतियां जैन
ग्रंथो की प्रकाशित होकर वितरित हो चुकी है। अनेकोने दुर्द्धर ब्रह्मचर्यव्रत आजन्म
धारण किया है, यह आपके ही उपदेशका सत् परिणाम है।