PDF/HTML Page 1 of 25
single page version
PDF/HTML Page 2 of 25
single page version
પરમ સિદ્ધપદને પામે છે, તે તેના સમ્યગ્દર્શનનો પ્રતાપ છે.
બાહ્યસંયોગના ભયથી તે કદી નિજસ્વરૂપમાં શંકિત થતા નથી.
PDF/HTML Page 3 of 25
single page version
કરવામાં આવેલ છે.
રવાના કરવામાં આવેલ છે.
વેલાસર મળે તે માટે દરેક ગુજરાતી માસના પહેલા અઠવાડીયામાં અંક રવાના કરવામાં આવશે.
પરમાત્મશક્તિનો વિશ્વાસ કરે છે તેને બહિરાત્મપણું છૂટીને તે અંતરાત્મા થાય છે, ને પછી
તે પોતાની ચૈતન્યશક્તિમાં લીન થઈને તેમાંથી પરમાત્મદશા પ્રગટ કરે છે.
PDF/HTML Page 4 of 25
single page version
જ ભગવાને મોક્ષનું કારણ ફરમાવ્યું છે.
જુઓ, આ જિનાગમનો હુકમ! જિનાગમની આજ્ઞા!
મુમુક્ષુએ એક શુદ્ધ જ્ઞાનના આલંબનથી, સહજ આનંદથી વિલસતું આ ચૈતન્યપદ
PDF/HTML Page 5 of 25
single page version
કરાવવામાં આવ્યું છે; જિજ્ઞાસુઓને ઉપયોગી હોવાથી
તે અહીં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
એકબીજાના સહભાવી છે, તેથી “ધર્મનું મૂળ સર્વજ્ઞ છે” એમ કહો અથવા “ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે” એમ કહો–
એ બંને એક જ છે. આ સંબંધમાં શ્રી પ્રવચનસારની ગા. ૮૦–૮૨ તેમને બહુ પ્રિય છે, તેમાં કહ્યું છે કે–જે જીવ દ્રવ્ય–
ગુણ–પર્યાયથી અરહંતદેવને ઓળખે છે તે જીવ પોતાના આત્માને પણ અવશ્ય ઓળખે છે અને તેનો દર્શનમોહ
અવશ્ય ક્ષય થઈને તેને સમ્યગ્દર્શન થાય છે. પછી શુદ્ધોપયોગના બળથી રાગદ્વેષનો ક્ષય કરતાં ચારિત્રમોહનો પણ
ક્ષય થઈ જાય છે...બધાય તીર્થંકર ભગવંતોએ આ જ ઉપાયથી કર્મોનો ક્ષય કર્યો, અને આ જ પ્રકારનો ઉપદેશ કરીને
નિર્વાણ પામ્યા; તે અરહંત ભગવંતોને નમસ્કાર હો!
વસ્તુસ્વરૂપના નિર્ણયનો, પુરુષાર્થ નથી. સર્વજ્ઞની શ્રદ્ધામાં અને વસ્તુસ્વરૂપનો નિર્ણય કરવામાં સ્વસન્મુખ અપૂર્વ
પુરુષાર્થ છે. આવા પુરુષાર્થ વિના સર્વજ્ઞનો કે ક્રમબદ્ધપર્યાયનો સાચો નિર્ણય કદી થઈ શકતો નથી.
તે જ થશે, તેમાં ફેરફાર નહિ થાય,–એ રીતે સર્વજ્ઞની ઓથ લેતાં તો પુરુષાર્થ ઊડી જાય છે”–આ માન્યતામાં ઘણી
ગંભીર ભૂલ છે. પૂ. ગુરુદેવ કહે છે કેઃ હે ભાઈ! શું તેં સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે? “આ જગતમાં સર્વજ્ઞ છે,–જેને ભવ
નથી, રાગ નથી, દ્વેષ નથી” એમ સર્વજ્ઞનો નિર્ણય કરવામાં રાગાદિથી ભિન્ન જ્ઞાનસ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ પણ
આવી જ જાય છે; માટે પહેલાં તું સર્વજ્ઞનો નિર્ણય કર. સર્વજ્ઞનો નિર્ણય કરવાથી–(તેમાં જ્ઞાનસ્વભાવનો
ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય પણ આવી જ જાય છે.) તને ખબર પડશે કે તેમાં સમ્યક્ પુરુષાર્થ આવે છે કે નથી આવતો!
ઃ ૪ઃ
PDF/HTML Page 6 of 25
single page version
સમ્યક્ત્વપ્રાપ્તિને માટે દેશનાલબ્ધિમાં અજ્ઞાનીને નિમિત્ત માનવું અથવા તો એકલા શાસ્ત્રને નિમિત્ત માનવું તે એક
બહુ મોટી ભૂલ છે.
નેમીચન્દ્રાચાર્યદેવ વગેરે દિગંબર સંતોનું સ્મરણ કરીને જ્યારે આપશ્રી ભક્તિથી કહો છો કે ‘અહો! છઠ્ઠા–સાતમા
ગુણસ્થાને આત્માના આનંદમાં ઝૂલનારા....ને...વનજંગલમાં વસનારા એ વીતરાગી સંત મુનિવરોની શી વાત
કરીએ!! અમે તો તેમના દાસાનુદાસ છીએ. હજી અમારી મુનિ દશા નથી, અત્યારે તો તેની ભાવના ભાવીએ છીએ.
એ મુનિદશાની તો શી વાત! પરંતુ એના દર્શન થવા તે પણ મહાધનભાગ્ય છે.
ચારિત્રદ્વારા જ મુનિપદ હોય છે, અને જ્યારે આવું મુનિપદ થાય ત્યારે વસ્ત્રાદિકનો ત્યાગ પણ સહેજે હોય જ છે.
સ્વતંત્ર છે–આ વાત તેઓ અનેક દ્રષ્ટાંત, યુક્તિ અને શાસ્ત્રીય પ્રમાણોથી સારી રીતે સમજાવે છે; અને કહે છે કે જીવ
નિમિત્તાધીન–પરાશ્રિત બુદ્ધિથી જ સંસારમાં ભટકી રહ્યો છે. નિમિત્તાધીન દ્રષ્ટિનું પરિણમન છોડીને પોતાના
સ્વાધીનસ્વભાવની સન્મુખ પરિણમન કરવું તે જ મુક્તિનો માર્ગ છે.
નિશ્ચયસ્વભાવના આશ્રયથી જ મુક્તિમાર્ગ છે, વ્યવહારના–શુભરાગના આશ્રયથી કદાપિ મુક્તિ થતી નથી. વળી
એમ પણ નથી કે મુક્તિમાર્ગમાં પહેલો વ્યવહાર અને પછી નિશ્ચય. નિશ્ચય વિના સાચો વ્યવહાર હોતો નથી.
વ્યવહાર કરતાં કરતાં તેના અવલંબનથી નિશ્ચય થઈ જશે–એવી જેની માન્યતા છે તેને દિ. જૈનસિદ્ધાંતમાં
‘વ્યવહારમૂઢ’ કહ્યો છે. નિશ્ચય–વ્યવહારના આ મહત્વપૂર્ણ સિદ્ધાંતને તેઓ ઘણા વિવેચનથી સમજાવે છે અને
ભારપૂર્વક કહે છે કે આ જૈનધર્મની મૂળ ચીજ છે; આમાં જેની ભૂલ છે તે જૈનધર્મના રહસ્યને સમજી શકતો નથી.
નિશ્ચયના આશ્રય વગર કદી ધર્મની શરૂઆત પણ થતી નથી.
પૂજનાદિનો રાગ આવ્યા વિના રહેતો નથી. જો દેવ–ગુરુ–શાસ્ત્રના દર્શન–પૂજનાદિનો ભાવ ન આવે તો તે સ્વચ્છંદી
છે. અને જો તે રાગમાં જ ધર્મ માનીને રોકાઈ જાય ને સમ્યગ્દર્શનાદિનો પ્રયત્ન ન કરે તો તે પણ અજ્ઞાની છે, માટે
કઈ ભૂમિકામાં કેવો રાગ હોય છે અને ધર્મનું શું સ્વરૂપ છે; એ બંનેનું ભિન્ન ભિન્ન સ્વરૂપ ઓળખવું જોઈએ. પૂ.
ગુરુદેવ જ્યારે ચરણાનુયોગ દ્વારા ગૃહસ્થોનું
શ્રાવણઃ ૨૪૮૩
PDF/HTML Page 7 of 25
single page version
ચરિત્ર જાણે કે આપણી નજર સામે જ બની રહ્યું હોય–એવું લાગે છે.
અજીવની ભિન્નતા, આસ્રવ અને સંવરની ભિન્નતા, વગેરેનું પણ તેઓ ઘણું સ્પષ્ટ વિવેચન કરે છે. રાગદ્વારા સંવર
થવાનું માનવું તે તત્ત્વની ભૂલ છે.
કરતું નથી, અને જડની ક્રિયા ચેતન કરતું નથી. ક્રિયાના ત્રણ પ્રકાર છે. –
એક સેકંડના સમ્યગ્દર્શનમાં એટલી તાકાત છે કે અનંત ભવનો નાશ કરી નાંખે. સમ્યગ્દર્શન થતાં જ જીવ નિઃશંક
થઈ જાય છે કે બસ! હવે મારે અનંત ભવનો અભાવ થઈ ગયો, હવે હું સાધક થયો ને અલ્પકાળમાં જ મારી મુક્તિ
થશે. સમકિતીને સ્વયં પોતાથી જ પોતાનો નિર્ણય થાય છે, બીજાને પૂછવું નથી પડતું. જીવે સંસાર પરિભ્રમણમાં શુભ
રાગરૂપ વ્રત–તપ–ત્યાગ અનંત વાર કર્યા છે પરંતુ સમ્યગ્દર્શન કદી પ્રગટ કર્યું નથી; અને સમ્યગ્દર્શન વગર કદી
સમ્યગ્જ્ઞાન કે સમ્યક્ચારિત્ર હોતું નથી. સમ્યગ્દર્શન વગર જ્ઞાન અને ચારિત્ર પણ મિથ્યા જ હોય છે, માટે સમ્યગ્દર્શન
જ ધર્મનું મૂળ છે–એમ જાણીને પહેલાં સમ્યગ્દર્શનનો પ્રયત્ન કરવો જોઈએ.
શ્રોતાજનોની સભામાં પણ સંપૂર્ણ શાંત વાતાવરણ રહે છે અને સમયની બરાબર નિયમિતતા જળવાય છે તેઓશ્રીની
વાણી આત્મસ્પર્શી હોવાથી નિઃશંકરૂપે ધારાપ્રવાહ ચાલી જાય છે.
ઃ ૬ઃ
PDF/HTML Page 8 of 25
single page version
પોતાનો અજ્ઞાનભાવ જ બંધનું કારણ છે. જ્ઞાની તો પોતાના જ્ઞાનભાવ રૂપે જ પરિણમતા હોવાથી તેને
બંધન થતું નથી; અને અજ્ઞાની પોતાના અજ્ઞાન ભાવરૂપે પરિણમતો હોવાથી તેને બંધન થાય છે. જ્ઞાની
અને અજ્ઞાનીના અંતર–પરિણમનનું મોટું અંતર પૂ. ગુરુદેવે આ પ્રવચનમાં ઓળખાવ્યું છે.
જ્ઞાનભાવપણે જ પરિણમે છે. અલ્પરાગાદિ થાય તેમાં તન્મયપણે પરિણમતા નથી. આવા જ્ઞાની ધર્માત્મા
બાહ્યભોગોપભોગની સામગ્રી વચ્ચે વર્તતા હોય ત્યારે પણ અજ્ઞાનજનિત બંધન તેને થતું નથી સંયોગો જ્ઞાનીને
અજ્ઞાનરૂપ પરિણમાવી શકતા નથી, તેથી સંયોગના કારણે બંધન થતું નથી. અજ્ઞાની તે સંયોગના પ્રસંગ વખતે
જ્ઞાનને ભૂલીને પર સાથે એકતાબુદ્ધિથી, રાગમાં લીન થઈને અજ્ઞાનભાવપણે પરિણમે છે. તેથી તેને પોતાના
અજ્ઞાનભાવને લીધે બંધન થાય છે.
અર્થાત્ કાળીવસ્તુ ખાવાથી શંખ કાળો થઈ જતો નથી; તેમ ઉજ્જવળ જ્ઞાનભાવરૂપે પરિણમતા જ્ઞાની પરસંયોગમાં
ઉભેલા દેખાય તોપણ તે પરદ્રવ્ય તેના જ્ઞાનને અજ્ઞાનરૂપ કરી શકતું નથી; કેમ કે કોઈ પણ દ્રવ્ય બીજા દ્રવ્યને નિમિત્ત
થઈ ને પરભાવસ્વરૂપે પરિણમાવી શકતું નથી, અને પરદ્રવ્યથી લાભ–નુકશાન માનનારો અજ્ઞાની જીવ ભગવાનનું
નામ લેતો હોય ત્યારે પણ તેના અજ્ઞાનભાવને લીધે તેને બંધન જ થાય છે; તે સ્વયં અપરાધી હોવાથી બંધાય છે.
રાગાદિથી ધર્મ માનનારો મિથ્યાદ્રષ્ટિ જીવ કદાચિત પૂંજણી લઈને પરજીવની દયાના શુભ પરિણામમાં વર્તતો હોય તો
પણ તે વખતેય પોતાના અજ્ઞાનભાવને લીધે તેને બંધન જ થાય છે. પરની ક્રિયા મારી એમ માનીને રાગમાં
લીનપણે વર્તતો હોવાથી અજ્ઞાની ક્ષણે ક્ષણે બંધાય છે; ને જ્ઞાની તો જ્ઞાનાનંદસ્વરૂપમાં એકત્વપણે વર્તતા થકા ક્ષણે
ક્ષણે કર્મોથી છૂટતા જ જાય છે.
પરિણમતા થકા કર્મોથી છૂટતા જ જાય છે. એ જ્ઞાનભાવની ઓળખાણ અજ્ઞાનીને નથી. સંયોગ ઘટયા માટે બંધન
ઘટયું અને સંયોગ વધ્યા માટે બંધન વધ્યું એમ અજ્ઞાનીઓ જ બાહ્યદ્રષ્ટિથી દેખે છે, પણ વસ્તુ સ્થિતિ એમ નથી.
અંતર્મુખ થઈને જ્ઞાનરૂપે પરિણમતા જ્ઞાનીને અજ્ઞાનરૂપ કરવા કોઈ પરદ્રવ્યની તાકાત નથી; અને સ્વયં
અજ્ઞાનભાવરૂપે વર્તતા અજ્ઞાનીને જ્ઞાનરૂપ કરવા કોઈ પરદ્રવ્ય સમર્થ નથી.
શ્રાવણઃ ૨૪૮૩
PDF/HTML Page 9 of 25
single page version
સ્વયમેવ પોતાના જ્ઞાનભાવને છોડીને જ્યારે અજ્ઞાનરૂપે પરિણમે છે ત્યારે પોતાના સ્વયંકૃત અજ્ઞાનભાવથી જ તે
અજ્ઞાની થાય છે. પણ કોઈ પર ચીજ તેને અજ્ઞાનરૂપ કરતી નથી. પરચીજનો સંયોગ હોય કે ન હોય તો પણ
સ્વયંકૃત અજ્ઞાનભાવને લીધે તે જીવ પોતે જ અજ્ઞાની થાય છે. આ રીતે જીવ પોતે પોતાના સ્વયંકૃત ભાવથી જ
જ્ઞાનરૂપ કે અજ્ઞાનરૂપ પરિણમે છે. અને જેને બંધન થાય છે તેને પોતાના અજ્ઞાનભાવને લીધે જ બંધન થાય છે.
જ્ઞાનીને તો જ્ઞાનભાવ હોવાથી બંધન થતું નથી. જ્ઞાનભાવમાંં જ્ઞાનીને બંધન થવાની શંકા ઉઠતી જ નથી. આ રીતે
જ્ઞાનભાવમાં નિઃશંકપણે વર્તતો જ્ઞાની કર્મથી બંધાતો નથી પણ તેને કર્મોની નિર્જરા જ થતી જાય છે.
“ આ જ્ઞાની રાગ કરે છે, આ જ્ઞાની હર્ષ વેદે છે;” પણ તે વખતે રાગ અને હર્ષથી પાર જ્ઞાનીની પરિણતિ વર્તે છે
તેને તે અજ્ઞાની દેખતો નથી. જ્ઞાનીની પરિણતિ રાગથી ભિન્ન છે. જેને પોતાને રાગથી ભિન્ન જ્ઞાનભાવનું વેદન નથી
તે જીવ જ્ઞાનીની રાગાતીત જ્ઞાનપરિણતિને ક્યાંથી જાણી શકે? અંતરાત્માની ગતિ બહિરાત્મા ક્યાંથી જાણે?
જ્ઞાનીના પરિણામ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન સહિત ઉજ્જવળ છે, તે ઉજ્જવળતાને તેઓ જ જાણે છે, મિથ્યાદ્રષ્ટિઓ તે
ઉજ્જવળતાને જાણતા નથી. જો જ્ઞાનીની અંર્તપરિણતિને યથાર્થ સ્વરૂપે ઓળખે તો જીવને પોતામાં સ્વભાવ અને
વિભાવનું ભેદજ્ઞાન થયા વગર રહે નહિ.
यद्वज्रेऽपि पतत्वमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि ।
सर्वामेव निसर्गनिर्भयतया शंकां विहाय स्वयं
जानंत स्वमवध्यबोधवपुषं बोधाच्चयवंते न हि
જ્ઞાનસ્વભાવથી ચ્યૂત થતા નથી. ‘હું તો જ્ઞાનસ્વરૂપ છું, મારું જ્ઞાનશરીર અવધ્ય છે, જગતમાં કોઈ તેને હણવા સમર્થ
નથી’–આમ નિઃશંક અને નિર્ભયપણે જાણતા થકા ધર્માત્મા પોતાના જ્ઞાન–શ્રદ્ધાનથી ડગતા નથી.
થતા નથી. સ્વરૂપમાં નિઃશંકતા છે તેથી તેમને નિર્ભયતા છે. હું તો જ્ઞાનશરીરી છું, આ જડ શરીર મારું છે જ નહિ, ને
મારા જ્ઞાનશરીરને હણવા કોઈ આ જગતમાં સમર્થ નથી. કદાચિત વજ્રપાત થાય ને ત્રણલોકના જીવો ભયથી
ખળભળી ઊઠે તો પણ ત્યાં ધર્માત્મા પોતાના સ્વરૂપની શ્રદ્ધાથી ડગતા નથી. જગતના સાધારણ જીવો તો ભયથી
ખળભળી ઊઠે છે ને માર્ગ છોડી દે છે, પણ સમકિતી ધર્માત્મા પોતાના સ્વરૂપની શ્રદ્ધાથી નિઃશંકપણે વર્તે છે તેથી તે
નિર્ભય છે, તે પોતાના માર્ગથી ચ્યૂત થતા નથી;–આવા સમકિતી ધર્માત્માને નિર્જરા થાય છે.
PDF/HTML Page 10 of 25
single page version
સામર્થ્ય નથી કે મારા જ્ઞાનસ્વરૂપને અન્યથા કરી શકે?”–આવી સ્વભાવની નિઃશંકતાને લીધે
સમ્યગ્દ્રષ્ટિ નિર્ભય હોય છે.
આવશું નહિ.
તેની પણ અપેક્ષા નથી એટલે કે આ રાગ મને કાંઈ લાભ કરશે એવી જરા પણ બુદ્ધિ નથી; હું તો રાગથી પાર
જ્ઞાનસ્વરૂપ જ છું, એ સિવાય બીજું કાંઈ મારું છે જ નહિ.–આ પ્રમાણે અત્યંત નિઃશંક–દારુણ નિશ્ચયવાળા હોવાથી
સમ્યગ્દ્રષ્ટિ જીવો અત્યંત નિર્ભય છે. સિંહ પાછળ આવે ને જરાક ભયથી સમકિતી પણ દોડીને ભાગે, છતાં તે વખતે
પણ, આચાર્યદેવ કહે છે કે તે સમકિતી નિર્ભય છે, કેમકે આ સિંહ મને મારા સ્વરૂપથી ડગાવશે–એવો ભય તેમને
થતો નથી, માટે તે નિર્ભય છે. જ્ઞાનસ્વરૂપમાં શંકા ઉત્પન્ન કરે એવો ભય જ્ઞાનીને કદી થતો નથી. “હું જ્ઞાનસ્વરૂપ
છું”–એવી પ્રતીતમાં ધર્મીને કદી શંકા થતી નથી, અને જ્ઞાનથી ભિન્ન કોઈ પરભાવની તેને અપેક્ષા નથી. સ્વરૂપમાં
નિઃશંક અને પરભાવોથી અત્યંત નિરપેક્ષ હોવાથી ધર્માત્મા અત્યંત નિર્ભય છે. જરાક રાગાદિ થાય કે પ્રતિકૂળતા
આવી પડે ત્યાં “આ રાગ કે પ્રતિકૂળતા મારા જ્ઞાનસ્વરૂપનો નાશ
PDF/HTML Page 11 of 25
single page version
થયો ત્યાં ધર્મીને સંદેહ કે ભય ક્યાંથી હોય? મારું જ્ઞાનસ્વરૂપ જે મેં પ્રતીતમાં લીધું છે તે કદી અન્યથા થવાનું નથી.
જગતમાં કોઈ સંયોગનું એવું સામર્થ્ય નથી કે મારા જ્ઞાનસ્વરૂપને અન્યથા કરી શકે.–આવી સ્વભાવની નિઃશંકતાને
લીધે સમ્યગ્દ્રષ્ટિ નિર્ભય હોય છે. હવે, સમકિતીને સાત ભય હોતા નથી–એ વાત આચાર્યદેવ છ કલશ દ્વારા અદ્ભુત
રીતે સમજાવે છેઃ
श्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः ।
लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तद्भीः कुतो
निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ।। १५५।।
આત્માનો લોક છે; તેનાથી ભિન્ન બીજો કોઈ આ લોક કે પરલોક મારો નથી.–આ રીતે જ્ઞાની તો નિરંતર નિઃશંકપણે
પોતાના આત્માને સહજજ્ઞાનસ્વરૂપે જ અનુભવે છે, ત્યાં તેને આ લોક કે પરલોક સંબંધી ભય ક્યાંથી હોય?
સદા આત્મા સાથે શાશ્વત રહે છે ને બીજાના સંબંધ વગરનો તે એકલો છે, આત્મા પોતે અંતર્મુખ થઈને એકલો જ
(કોઈ મન–વાણી–દેહાદિની મદદ વિના જ) પોતાને અંતરમાં અવલોકે છે, તેથી પોતે જ પોતાનો લોક છે; ને આત્માનું
ચૈતન્યસ્વરૂપ સદા વ્યક્ત છે. આ રીતે ચૈતન્યસ્વરૂપ આત્માને જ પોતાનો લોક જાણતા હોવાથી ધર્માત્માને લોકસંબંધી
ભય હોતો નથી. અહો! હું તો જ્ઞાયક છું. જ્ઞાનસ્વરૂપમાં જ મારું સર્વસ્વ છે, જ્ઞાનસ્વરૂપથી બાહ્ય મારું કોઈ છે જ નહિ,
એમ ધર્મી જાણે છે, માટે દેહાદિ સામગ્રીનું શું થશે? એવો ભય ધર્માત્માને હોતો નથી. હું મારી અંતરની સામગ્રીથી
પરિપૂર્ણ છું, બહારની સામગ્રી મારી નથી–એવા અનુભવની નિઃશંકતામાં ધર્માત્માને આ લોક કે પરલોકનો ભય હોતો
નથી ‘આ જગતમાં મારું કોણ? પરભવમાં મારું શું થશે? હું ક્યાં જઈશ?’ એવો સંદેહ કે ભય ધર્માત્માને થતો નથી.
હું ચૈતન્યસ્વરૂપ છું ને પરભવમાં પણ હું જ્ઞાનસ્વરૂપે જ રહીશ, જ્ઞાનસ્વરૂપ જ મારો પર–લોક (ઉત્કૃષ્ટ વસ્તુ) છે.
આવી જ્ઞાનસ્વરૂપની નિઃશંકતામાં ધર્મીને બીજી શંકા થતી નથી, ને શંકા નહિ હોવાથી ભય પણ થતો નથી.
અનુભવમાં ધર્માત્માને આ લોક કે પરલોક સંબંધી ભય હોતો નથી.
ઃ ૧૦ઃ
PDF/HTML Page 12 of 25
single page version
જોઈએ. આમ વિચારીને વિરોધ કરે તો તેને કષાયનો અભિપ્રાય છે, તેને પુણ્યનો વિવેક નથી. જેમ પુણ્ય અનુસાર જે
માતા–પિતા મળ્યા, ત્યાં કોઈ એમ વિચારે કે મિથ્યાદ્રષ્ટિ જીવોને માતા–પિતા તરીકે ન સ્વીકારું, તો તેને વિચારમાં
વિવેક નથી. ભાઈ, લૌકિકમાં એમ માપ ન હોય, અને ધર્મમાં કોઈ “અમારા ગુરુ બહુ પુણ્યવંત છે”–એમ એકલા
પુણ્ય ઉપરથી ગુરુપદને ઓળખે તો તેણે ખરેખર ગુરુપદને ઓળખ્યું નથી. ધર્મ ચીજ જુદી છે ને પુણ્ય જુદી ચીજ છે.
લૌકિકમાં તો જે પુણ્યથી મોટો હોય તે મોટો ગણાય.
વળે છે. અંર્તસ્વરૂપના અનુભવમાં આ લોકની કે પરલોકની ચિંતા શી? અંર્ત સ્વરૂપના અવલંબને જ્ઞાની સમકિતી
ધર્માત્મા નિરંતર નિઃશંક અને નિર્ભય છે.
હોતો નથી જેને ચૈતન્યસ્વરૂપની નિઃશંકતા નથી તેને જ ભય હોય છે ને તેને જ બંધન થાય છે. ધર્માત્માને
ચૈતન્યસ્વરૂપની નિઃશંકતાને લીધે લોક સંબંધી નિર્ભયતા છે, તેથી તેને નિર્જરા જ થતી જાય છે પણ બંધન થતું નથી.
એકતાબુદ્ધિ થતી જ નથી, જ્ઞાનમાં જ એકતારૂપે પરિણમન રહે છે, માટે ત્યાં પર સંબંધી ભય હોતો નથી. કર્મનો ઉદય
આવીને મારા ચૈતન્યસ્વરૂપને બગાડી નાંખશે એવો પણ ભય ધર્માત્માને હોતો નથી.
કોઈ વેદન મારામાં નથી. મારા જ્ઞાન–આનંદના વેદનમાં આકુળતાના વેદનનો પણ અભાવ છે, તો પછી પુદ્ગલજન્ય
રોગાદિ વેદના તો ક્યાં રહી? આ રીતે નિઃશંકપણે પોતાના સહજ અનાકુળ જ્ઞાનને જ નિરંતર વેદતા હોવાથી
જ્ઞાનીને બીજી વેદનાનો ભંગ હોતો નથી.
મારા જ્ઞાનને જ વેદું છું; જ્ઞાન જ મારું શરીર છે. મારા જ્ઞાનશરીરમાં આ ઈન્ફલ્યુએન્ઝા
શ્રાવણઃ ૨૪૮૩
PDF/HTML Page 13 of 25
single page version
તે જ્ઞાનવેદનમાં બહારની કોઈ વેદનાનો પ્રવેશ જ નથી, તો પછી જ્ઞાનીને વેદનાનો ભય કેમ હોય? આ દેહ છેદાય કે
ભેદાય, તેમાં રોગ થાય કે વીંછી કરડે–તેની વેદનાનું વેદન ધર્મીને નથી–નબળાઈથી જરાક અણગમો કે દ્વેષ થઈ જાય
તોપણ તે દ્વેષને પોતાના જ્ઞાનસ્વરૂપ સાથે એકપણે તેઓ વેદતા નથી, દ્વેષથી ભિન્ન જ્ઞાનભાવને જ પોતામાં
એકત્વપણે વેદે છે; માટે જ્ઞાનવેદનમાં નિઃશંકપણે વર્તતા ધર્માત્માને બીજી કોઈ બાહ્યવેદનાનો ભય હોતો નથી.
વેદનામાં–સંયોગના ભોગવટામાં–સુખબુદ્ધિથી એકાગ્ર થઈને પોતાના સ્વરૂપની શ્રદ્ધાને કદી છોડતા નથી. હર્ષ–
શોકરૂપ વિકારનું જે ક્ષણિક વેદન છે તેનાથી પણ ભિન્ન પોતાના જ્ઞાનસ્વરૂપને જાણ્યું છે ને આત્માના અતીન્દ્રિય
આનંદના અંશનું વેદન થયું છે, ત્યાં બાહ્ય રોગાદિની વેદનાનો ભય ધર્માત્માને હોતો નથી. અમે તો આત્માના
અતીન્દ્રિય આનંદને વેદનારા છીએ, હર્ષ–શોકનું વેદન થાય તે પણ ખરેખર અમારું વેદન નથી, તે વિકારી વેદનાનો
મારા જ્ઞાનસ્વરૂપમાં પ્રવેશ નથી; અને બહારમાં રોગાદિ થાય તે તો મારાથી બહાર જ છે, તેની વેદના મને નથી.–
આવા ભેદજ્ઞાનમાં ધર્માત્માને કદી વેદનાનો ભય હોતો નથી.
વેદનમાં એકાકાર થતા નથી. મારા જ્ઞાનમાં બીજી કોઈ ચીજનો પ્રવેશ જ નથી. તો તેનું વેદન મને કેમ હોય? અજ્ઞાની
તો હર્ષ–શોકના ક્ષણિકવેદનમાં એવો એકાકાર થઈ જાય છે કે જ્ઞાનઆનંદસ્વરૂપને સાવ ભૂલી જ જાય છે, હર્ષશોકથી
જુદું કોઈ વેદન તેને ભાસતું જ નથી; તેથી હર્ષ–શોકના જ વેદનમાં એકાકારપણે વર્તતો તે કર્મોથી બંધાય જ છે. ને
જ્ઞાની ધર્માત્માએ હર્ષ–શોકથી પાર ચૈતન્ય આનંદના વેદનને જાણ્યું છે, તેથી તે હર્ષ–શોકના વેદન વખતે પણ તેમાં
એકાકારરૂપે પરિણમતા જ નથી, તેનાથી ભિન્નપણે રહીને, જ્ઞાનમાં જ એકતા કરીને જ્ઞાનને વેદે છે, તેથી તે
જ્ઞાનવેદનની મુખ્યતામાં ધર્મીને નિર્જરા જ થતી જાય છે. ધર્મીને જ્ઞાનની મુખ્યતાનું વેદન હોવાથી તેનું જ એક વેદન
ગણ્યું, ને હર્ષ–શોકનું અલ્પ વેદન હોવા છતાં તે ગૌણ હોવાથી, તેનો અભાવ ગણ્યો. આ રીતે ધર્મીને એક
જ્ઞાનવેદનામાં બીજી વેદનાનો અભાવ જ છે, તેથી તેને વેદનાને ભય હોતો નથી.
છે, તે ઉપરના ભાવો વડે અંતરમાં જવાતું નથી. તે ઉપરના ભાવોને ઓળંગીને ધર્માત્માએ અંતરમાં પ્રવેશ કર્યો છે,–
અંતર્મુખ થઈને તે પોતાના આત્મિક જ્ઞાન–આનંદના શાંતરસને વેદે છે.
ત્યાં જ્ઞાની તો તે નરકની વેદનાથી પાર પોતાના જ્ઞાનાનંદસ્વરૂપના વેદનને વેદે છે. જ્ઞાનાનંદસ્વરૂપની દ્રષ્ટિની
મુખ્યતામાં શોકના વેદનનો તેને અભાવ છે. પણ આ વાત અંતરની છે, લોકોને બહારથી સમજવું કઠણ પડે તેવું છે.
ઃ ૧૨ઃ
PDF/HTML Page 14 of 25
single page version
નહિ. જુઓ, આ જ્ઞાનીની નિર્ભયતા! જ્ઞાનીનાં અંતરના વેદન બહારથી ઓળખાય તેવા નથી.
નિરાકુળપણે અંતરના ચૈતન્યસ્વભાવ ઉપર નિઃશંક દ્રષ્ટિ રાખીને જ્ઞાનના સહજવેદનને નિર્ભયપણે અનુભવે છે.
અને “જેવું વર્તમાન તેવું ભવિષ્ય”–એ ન્યાયે તેને એવો પણ ભય નથી થતો કે ‘ભવિષ્યમાં રોગાદિની વેદનામાં
હું ભીંસાઈ જઈશ!’ તે નિશંક છે કે ભવિષ્યમાં પણ મારા જ્ઞાનસ્વરૂપમાંથી આવા નિરાકુળ જ્ઞાનનું જ વેદન
આવશે, મારા જ્ઞાનમાં બીજા વેદનનો અભાવ છે.–આવી નિઃશંકતાને લીધે ધર્માત્માને નિર્ભયતા છે, તેમને
વેદનાભય હોતો નથી.
સૂરજ ઉગ્યો ત્યાં તે સૂર્યનો પ્રતાપ સમસ્ત કર્મોને નષ્ટ કરી નાંખે છે; પૂર્વકર્મનો ઉદય
વર્તતો હોવા છતાં દ્રષ્ટિના જોરે સમ્યગ્દ્રષ્ટિને નવા કર્મોનો જરાપણ બંધ ફરીને થતો
નથી પણ પૂર્વકર્મ નિર્જરતું જ જાય છે. ઉદય છે માટે બંધ થાય–એ વાત ક્યાંય ઉડી
ગઈ; ઉદય વખતે ચિદાનંદસ્વભાવ તરફથી દ્રષ્ટિના જોરે આત્મા તે ઉદયને ખેરવી જ
નાંખે છે, એટલે તે ઉદય તેને બંધનું કારણ થયા વિના નિર્જરી જ જાય છે. જ્યાં
મિથ્યાત્વના બંધનને ઉડાડી દીધું ત્યાં અસ્થિરતાના અલ્પ બંધનની શી ગણતરી?–તે
પણ ક્રમે ક્રમે ટળતું જ જાય છે, આ રીતે જ્ઞાનીને સ્વસન્મુખ પરિણતિને લીધે કર્મની
નિર્જરા જ થાય છે, ને અલ્પકાળમાં સર્વકર્મનો નાશ કરીને તે સિદ્ધપદને પામે છે.–
આવો સમ્યગ્દર્શનનો મહિમા છે.
PDF/HTML Page 15 of 25
single page version
અતત્ત્વશક્તિ છે.” જ્ઞાનસ્વરૂપ આત્મા સ્વયમેવ આવી શક્તિવાળો છે.
મટીને જડરૂપ ન થવારૂપ શક્તિ તે અતત્ત્વશક્તિ છે. આવી બંને શક્તિ આત્મામાં ત્રિકાળ છે. આત્મા જ્ઞાનમાત્ર છે
એમ કહેતાં તેમાં આ બંને શક્તિઓ પણ ભેગી આવી જ જાય છે.
રહેવાની તેની શક્તિ છે. જો ત્રિકાળી સ્વભાવ એક સમયના વિકારમાં તદ્રુપ થઈ જાય તો તે વિકાર ટળી શકે જ
નહિ, અથવા તો વિકાર ટળતાં આખા સ્વભાવનો જ નાશ થઈ જાય, માટે ત્રિકાળ શુધ્ધસ્વભાવને વિકાર સાથે
તદ્રૂપતા નથી. સમયસારની છઠ્ઠી ગાથામાં પણ કહ્યું છે કે–શુદ્ધ દ્રવ્યના સ્વભાવની દ્રષ્ટિથી જોતાં જ્ઞાયકભાવ શુભાશુભ
વિકારરૂપે પરિણમતો નથી. આત્માની શક્તિઓમાં વિકારરૂપે પરિણમવાનો પણ સ્વભાવ નથી તો પછી આત્મા
દેહાદિનું કરવારૂપે પરિણમે, એ વાત તો ક્યાંથી હોય? વિકાર તે ત્રિકાળી શક્તિનો ભાવ નથી પણ ક્ષણિક પર્યાયનો
ભાવ છે.
PDF/HTML Page 16 of 25
single page version
ત્રિકાળી સ્વભાવમાં કે અનંતી શક્તિઓમાં વિકારની યોગ્યતા પણ નથી, જેવો સ્વભાવ છે તેવી પર્યાય થાય તેને જ
આત્મતત્ત્વ કહે છે. ધર્મ કરનારે ક્યાં દ્રષ્ટિ કરવી?–કે જેમાંથી ધર્મ આવે ત્યાં દ્રષ્ટિ કરવી. દેહમાંથી કે વિકારમાંથી ધર્મ
આવતો નથી; એક સમયની વિકારની લાયકાતનો જ આશ્રય કરીને શ્રદ્ધા કરવાથી મિથ્યાત્વ છે. મારો આત્મા તો
ત્રિકાળ જ્ઞાન–સુખ ને શ્રદ્ધારૂપે થવાની તાકાતવાળો છે, વિકારરૂપે કે પરરૂપે ન થાય એવો મારો સ્વભાવ છે,–આમ
શુદ્ધસ્વભાવના આશ્રયે શ્રધ્ધા કરવાથી સમ્યક્ત્વ થાય છે.
પરિણમે એવી તત્ત્વશક્તિ, અને વિકારરૂપ ન એવી અતત્ત્વશક્તિ આત્મામાં છે. આ શક્તિઓ તે સ્વભાવ છે ને
આત્મા સ્વભાવી છે. આત્મા પોતે આવા સ્વભાવવાળો છે કે પોતાના સ્વભાવમાં (–દ્રવ્ય, ગુણ ને શુદ્ધ પર્યાયમાં)
તદ્રૂપ–એકાકાર થઈને પરિણમે અને વિકારરૂપે કે પરરૂપે અતદ્રૂપ રહે એટલે કે તે–રૂપે ન પરિણમે. અહો! વિકારરૂપે
પરિણમવાનો આત્માનો સ્વભાવ જ નથી તો પછી કર્મ તેને વિકાર કરાવે એ વાત ક્યાં રહી? જેને કર્મ ઉપર ને
વિકાર ઉપર દ્રષ્ટિ છે તેને આત્માના શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ નથી; વિકારપૂરતો જ આત્માને અનુભવે છે તે મિથ્યાદ્રષ્ટિ
છે. તેને આચાર્યદેવ સમજાવે છે કે અરે ભાઈ! વિકારરૂપે પરિણમવાનો તારો સ્વભાવ નથી, તારો સ્વભાવ તો
શુદ્ધચૈતન્યસ્વરૂપે થવાનો જ છે. તે સ્વભાવ તરફ જઈને તેની સમ્યક્શ્રધ્ધા–જ્ઞાન કરવા અને તેમાં લીનતા કરવી તે
જ મોક્ષનો માર્ગ છે. આ સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી. વચ્ચે શુભભાવ હોય પણ તે મોક્ષમાર્ગ નથી અને તે–રૂપે
પરિણમવાનો આત્માનો સ્વભાવ નથી. જો તે શુભને મોક્ષમાર્ગ માને તો તે જીવે શુભવિકારરૂપે નહિ પરિણમવારૂપ
આત્મસ્વભાવને જાણ્યો નથી એટલે તે મોક્ષમાર્ગથી ભષ્ટ છે.
પ્રવેશ જ નથી, મારો આત્મા વિકાર સાથે અતદ્રૂપ છે એટલે વિકારને માટે મારા આત્માનાં બારણાં બંધ છે.
મકાનના બારણાં બંધ કરી દે છતાં તેમાં તો ભૂતડું પેસી પણ જાય, પણ આ ચૈતન્યમૂર્તિ આત્મા એવો છે કે તેના
સ્વભાવઘરમાં જઈને મિથ્યાત્વરૂપી બારણું બંધ કરી દે પછી તેમાં રાગ–દ્વેષ–મોહરૂપી ભૂતડાં પેસી શકતા નથી;
જ્ઞાનીને તે રાગાદિ પોતાના સ્વભાવપણે જરા પર ભાસતા નથી.
અતત્ત્વશક્તિની પ્રતીત નથી. અહો, એક પણ શક્તિથી આત્માનું સ્વરૂપ બરાબર સમજે તો તેમાં અનંતશક્તિની
પ્રતીત ભેગી આવી જાય છે.
શરીર જડ, બંને ત્રણે કાળે જુદેજુદા
PDF/HTML Page 17 of 25
single page version
ચૈતન્ય સ્વભાવરૂપે જ પરિણમે અને રાગાદિરૂપે ન પરિણમે–એવું તેનું સ્વરૂપ છે.
સ્વભાવ થઈ જાય. આ રીતે આત્માની તત્–અતત્શક્તિઓને સમજતાં જડથી ને વિકારથી જુદો ચેતનસ્વભાવ
સમજાય છે, પોતાનો આત્મા ચેતનસ્વભાવમય રહે છે ને વિકારમય થતો નથી–એવું ભેદજ્ઞાન થાય છે,–તે ધર્મ છે.
પછી તે ધર્મની ભૂમિકામાં જે જે શુભ–અશુભ પરિણામો આવે તેને ધર્મી જીવ પોતાના સ્વભાવથી અતદ્રૂપે જ્ઞેયપણે
જાણે છે, એટલે સ્વભાવની જ અધિકતા તેને રહે છે ને વિકારની હીનતા જ થતી જાય છે. આવી અંર્તદશા થયા
વગર વ્રત કે ત્યાગના શુભ પરિણામ કરે તેની કિંમત કાંઈ નથી, તેનું ફળ પણ સંસાર જ છે. વર્તમાન પરિપૂર્ણ શુદ્ધ
ચિદાનંદ સ્વભાવની ઉપાદેય–બુદ્ધિ થતાં સમસ્ત પરભાવોમાં હેયબુદ્ધિ થઈ ગઈ, તે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે,
અને તે જ ચારિત્ર માટેની ભૂમિકા છે. આવી ભૂમિકા વગર ધર્મમાં આત્માનો પ્રવેશ થઈ શકતો નથી.
ખોટી છે. સમજ્યા પછી પણ તારા માનેલા વ્રતાદિ નહિ આવે, શુદ્ધતા વગરના એકલા રાગને તે વ્રતાદિ માન્યા છે
પણ એવું વ્રતનું સ્વરૂપ છે જ નહિ. અને તારા માનેલા એકલા શુભ રાગરૂપ વ્રતાદિ અનંત કાળ કર તો પણ તેનાથી
આત્માની સમજણ થાય નહિ. ભાઈ, રાગના રસ્તા જુદા છે ને ધર્મની સમજણના રસ્તા જુદા છે. રાગને ધર્મનો
રસ્તો તેં માની લીધો, તેમાં તો ઊંધી સમજણનું પોષણ થાય છે.
ચિદાનંદ સ્વભાવમાં એકાગ્રતા થતાં જ સહેજે રાગરહિત પરિણતિ થઈ જાય છે ને વિકાર છૂટી જાય છે,–તેનું નામ
વિકારનો ત્યાગ છે; માટે પહેલાં આત્માના શુદ્ધ સ્વભાવની ઓળખાણ કરી હોય તો જ તેમાં એકાગ્રતાવડે વિકારનો
ત્યાગ થઈ શકે. આ સિવાયજડનો ત્યાગ કરવાનું માને તે તો આત્માને જડ સાથે એકમેક માને છે, એટલે તેણે જડથી
ભિન્ન આત્માને ઓળખ્યો નથી. જેમ–વાણીયાને કોઈ કહે કે તું માંસ છોડ, તો તેણે વાણીયાને ઓળખ્યો નથી કેમકે
વાણીયાનો સ્વભાવ માંસના ત્યાગરૂપ જ છે, વાણીયાએ મોઢામાં માંસ પકડયું જ નથી, તો છોડે શું? તેમ જે અજ્ઞાની
પરને છોડવાનું માને છે તેણે પરથી ભિન્ન આત્માને ઓળખ્યો જ નથી, આત્માનો સ્વભાવ પરના તો ત્યાગરૂપ જ છે.
આત્માએ પરવસ્તુને પકડી જ નથી તો છોડે કોને? અહીં તો સ્વભાવદ્રષ્ટિ માં વિકારને છોડું” એવો પણ વિકલ્પ
નથી કેમકે સ્વભાવમાં વિકારનું ગ્રહણ થયું જ નથી. આવા સ્વભાવમાં જે પર્યાય અભેદ થઈ તે પર્યાય પણ સ્વયમેવ
વિકારના અભાવરૂપ જ છે; સ્વભાવમાં તે તદ્રૂપ છે ને વિકારમાં અતદ્રૂપ છે. આત્મા જડથી અતદ્રૂપ છે, એટલે જડના
સંગ વગરના એકલા આત્માને લક્ષમાં લેતાં તે શુદ્ધ જ છે, તેનામાં વિકાર નથી.
પરિણમન થાય તે તદ્રૂપ પરિણમન છે, પણ અજ્ઞાનરૂપે પરિણમન થાય તે તદ્રૂપ ન કહેવાય; એ જ રીતે શ્રદ્ધાનું
સમ્યક્શ્રદ્ધારૂપે પરિણમન થાય તે તદ્રૂપ–પરિણમન છે, પણ મિથ્યાત્વરૂપે પરિણમન થાય તે તદ્રૂપ ન કહેવાય;
આનંદનું આનંદરૂપે પરિણમન થાય તે તદ્રૂપ પરિણમન છે, પણ આકુળતારૂપે પરિણમન થાય તેને તદ્રૂપ ન
કહેવાય. ચારિત્રનું સ્વરૂપમાં લીનતારૂપ વીતરાગી પરિણમન થાય તે તદ્રૂપ–પરિણમન છે, પણ રાગરૂપ પરિણમન
થાય તે તદ્રૂપ ન કહેવાય, એમ બધા ગુણોનો તદ્રૂપ–પરિણમન સ્વભાવ છે, ને વિકાર સાથે અતદ્રૂપ રહેવાનો
સ્વભાવ છે. આવા સ્વભાવને નહિ જાણનાર અજ્ઞાની રાગમાં
PDF/HTML Page 18 of 25
single page version
સહિત શક્તિઓ તે જ આત્મા છે. આત્મામાં શુદ્ધતારૂપ થવાની શક્તિ તો ત્રિકાળ છે; ને અશુદ્ધતારૂપ થવાની તો
માત્ર એક સમયની પર્યાયની યોગ્યતા છે, તેને ખરેખર આત્મા નથી કહેતા, કેમકે તેમાં આત્માની પ્રસિદ્ધિ નથી.
ઉત્તરઃ– જેનાથી એક જીવને લાભ તેનાથી બધા જીવોને લાભ! સમાજ એ કોઈ જુદી વસ્તુ નથી પણ
તેનાથી બધાને લાભ થાય, માટે જે વ્યક્તિનાહિતનો માર્ગ છે તે જ સમાજના હિતનો માર્ગ છે. વ્યક્તિના હિતનો
માર્ગ એક ને સમાજના હિતનો માર્ગ તેનાથી બીજો–એમ નથી.
એમ સ્વરૂપનું ભાન કરીને પરની મમતાનો અભાવ કરવો ને સ્વરૂપમાં ઠરવું તેનું નામ ધર્મ છે, આ સિવાય બીજા
લાખ–કરોડ ઉપાયે પણ ધર્મ નથી.
ઉત્તરઃ– ભાઈ, મોટા કહેવા કોને? શું મોટા શરીરવાળાને મોટા કહેવા? તો તો માછલું પણ મોટું હજાર
તો માંસ ખાનારા પાપી જીવો પણ પૈસામાં ને પદવીમાં મોટા હોય છે. શું તેને મોટા ગણશો?–નહિ. શરીરથી,
લક્ષ્મીથી કે પુણ્યથી કાંઈ ધર્મમાં મોટાપણું ગણાતું નથી. ધર્મમાં તો ધર્મથી મોટાપણું ગણાય છે જેને ધર્મનું ભાન પણ
ન હોય તે ભલે લોકોમાં આચાર્ય તરીકે પૂજાતો હોય તો પણ ધર્મમાં તેને મોટા ગણતા નથી. સમયસારની ચોથી
ગાથામાં કહે છે કે પરથી ભિન્ન એકત્વસ્વરૂપ આત્માના ભાન વિના સમસ્ત અજ્ઞાની જીવો પરસ્પર આચાર્યપણું કરે
છે. સાચા તત્ત્વથી વિરુધ્ધ પ્રરૂપણા કરીને અજ્ઞાનીઓ એક–બીજાના અજ્ઞાનને પોષણ આપે છે, તે તો ઊંધુંં
આચાર્યપણું છે. જગતના જીવો માને કે ન માને તેનું અહીં કામ નથી, સંસાર તો એમ ને એમ ચાલ્યા જ કરશે, અહીં
તો પોતે સત્ય સમજીને પોતાનું હિત કરી લેવાની વાત છે.
પદ નથી, તે તો બધા અપદ છે....અપદ છે, માટે તેનાથી પાછો ફર, ને આ અનંત શક્તિસંપન્ન શુદ્ધચૈતન્યપદમાં
આવ! એક વાર તારા નિજ પદની અનંત ઋદ્ધિનું નિરીક્ષણ કર, તો બહારની ઋધ્ધિનો મહિમા ઊડી જાય.
સર્વજ્ઞભગવાન જેવી તારી ચૈતન્યઋદ્ધિ છે. સર્વ શાસ્ત્રો તારા ચૈતન્યપદનો મહિમા ગાય છે. સાંભળ–
અંતર્મુખ થઈને આવ ચૈતન્યપદને લક્ષમાં લેવું તે જ છે. આવા ચૈતન્યપદને લક્ષમાં જેણે ન લીધું તેણે શાસ્ત્રોનું
તાત્પર્ય જાણ્યું નથી.
PDF/HTML Page 19 of 25
single page version
છે ને ક્યાંથી લક્ષ ઊઠાડવા જેવું છે તે સમજ. બહારમાં તારું પદ નથી, બહારમાં લક્ષ કરીને અત્યાર સુધી રખડયો
માટે ત્યાંથી લક્ષ ઉઠાડ અને અંતરમાં તારું ચૈતન્યપદ સર્વજ્ઞસમાન છે–તેમાં લક્ષ કર. અંતર્મુખ લક્ષ કર્યે જ કલ્યાણ છે,
માયે તે જ કરવાનું છે.
તું છો કે નહિ?–કે હા.
પર છે કે નહિં?–હા.
તું અને પર જુદા છો કે એક?–જુદા.
જુદાં છે તેનાં કાર્ય જુદા હોય કે એક? જુદા.
–એ રીતે જુદાનાં કાર્યો જુદાં છે, માટે જુદા પદાર્થો ઉપરથી દ્રષ્ટિ છોડ! તેનું હું કાંઈ કરું એ માન્યતા છોડ. ને
–વિકાર તો ક્ષણિક છે?
અને તારો સ્વભાવ કાયમ રહેનાર છે કે ક્ષણિક છે?
–આત્મનો સ્વભાવ તો કાયમ રહેનાર છે.
બસ! ક્ષણિક વિકાર જેટલો આત્મા નથી, આત્મા તો કાયમ ટકનાર જ્ઞાનાદિ અનંત ગુણનો ભંડાર છે; તે
છે. આત્માને પરથી ભિન્ન જાણીને સ્વભાવમાં એકતારૂપ પરિણમન કરે તે ધર્મી–અંતરાત્મા છે, અને જે પર સાથે
એકતા માનીને વિકારમાં એકતારૂપ પરિણમન કરે તે અધર્મી–બહિરાત્મા છે.
થઈ જાય છે.
સ્વભાવ નથી. દુઃખ તો એક સમયનું માત્ર પર્યાયમાં છે, ને આનંદ સ્વભાવથી દ્રવ્ય–ગુણ ત્રિકાળ ભરેલો છે. એકલા
સિદ્ધોમાં નહિ પણ બધાય આત્મામાં આવો આનંદસ્વભાવ ભરેલો છે, તે સ્વભાવમાં જુએ એટલી જ વાર છે.
સ્વભાવ છે. આવા આત્મસ્વભાવને લક્ષમાં લીધા વગર ‘મોક્ષ જોઈએ ને ભવ ન જોઈએ’ એવી ભાવના સાચી હોય
નહિ. ભવના કારણરૂપ વિભાવને જે પોતાના સ્વભાવમાં માને તેને ભવથી છૂટવાની ખરી ભાવના જ નથી. એટલે
ખરી મુમુક્ષુતા તેને થઇ જ નથી. જેનામાં ભવ નથી એવા આત્મસ્વભાવની સન્મુખતા વગરરહિત થવાની સાચી
ભાવના હોય નહીં.
ઉત્તરઃ– અનંત શક્તિના પિંડરૂપ ભવરહિત સ્વભાવની દ્રષ્ટિમાં ક્ષણે ક્ષણે તેને મોક્ષરૂપ પરિણમન જ થઈ
પ્રધાનતા નથી પણ મોક્ષ તરફના પરિણમનની જ પ્રધાનતા છે. અને જેની પ્રધાનતા હોય તેનું જ અસ્તિત્વ ગણવામાં
આવે છે, માટે સમકિતીને ભવ નથી.
ઃ ૧૪
PDF/HTML Page 20 of 25
single page version
ભવસ્વભાવ વગરના મુક્તસ્વરૂપ આત્માને તેણે જાણ્યો જ નથી. અનંતગુણો સાથે તદ્રૂપ એવા આત્માને જાણતાં
તેના અનંતગુણોમાં તદ્રૂપ એટલે કે જેવો સ્વભાવ છે તેવા સ્વભાવરૂપ શુદ્ધ પરિણમન થાય છે, આનંદનું વેદન થાય
છે ને ભવની શંકા ટળી જાય છે. આવા સાધકને અલ્પ વિકાર રહે તેની મુખ્યતા નહિ હોવાથી (–તેમાં તદ્રૂપતા નહિ
હોવાથી) તે અભાવ સમાન જ છે.
છે, આત્માના ગુણોનું વિકારથી અતદ્રૂપપણું તેણે જાણ્યો નથી. જો ખરેખર જાણે તો ગુણના પરિણમનમાં પણ
વિકારથી અતદ્રૂપતા થઈને સ્વભાવમાં તદ્રૂપતા થયા વિના રહે નહિ, કેમ કે એવો જ આત્માનો સ્વભાવ છે.
આત્મામાં જ્ઞાન–આનંદ–શ્રદ્ધા વગેરે અનંત ગુણો છે, તે અનંતગુણો સાથે તદ્રૂપ થઈને પરિણમે એવો આત્માનો
સ્વભાવ છે; જ્ઞાન તદ્રૂપ પરિણમે ને આનંદ વગેરે ન પરિણમે– એમ ન બને. અભેદ પરિણમનમાં બધા ગુણોનો અંશ
સમ્યક્ પણે પરિણમે છે–એવો આત્મસ્વભાવ છે.