PDF/HTML Page 1 of 25
single page version
Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)
PDF/HTML Page 2 of 25
single page version
અભાવ હોવાથી સંસાર ક્યાં રહ્યો? રાગરહિત જ્ઞાનાનંદસ્વભાવ ઉપર દ્રષ્ટિ
હોવાથી તે મુક્ત જ છે, ––તેની દ્રષ્ટિમાં મુક્તિ જ છે; મુક્તસ્વભાવ ઉપરની
દ્રષ્ટિમાં બંધનનો અભાવ છે. સ્વભાવ ઉપરની દ્રષ્ટિ બંધભાવને પોતામાં
સ્વીકારતી નથી, માટે સ્વભાવદ્રષ્ટિવંત સમકિતી મુક્ત જ છે.
PDF/HTML Page 3 of 25
single page version
હોવાથી પૂજનાદિ વિધિ બહુ ઉત્સાહથી થયા હતા. દસલક્ષણ ધર્મનું મોટું મંડલ બનાવીને હમેશાં ઉત્તમ
ક્ષમાદિ ધર્મોનું સમૂહપૂજન થયું હતું. તે ઉપરાંત સોળ કારણ–ભાવનાનું પૂજન–
વંચાતું હતું. બપોરે સમયસાર સર્વવિશુદ્ધિ અધિકાર વંચાતો હતો. આ ઉપરાંત છેલ્લા દિવસોમાં શ્રી
ષટ્ખંડાગમ પુસ્તક ૮ માંથી તીર્થંકરપ્રકૃતિના કારણરૂપ ૧૬ ભાવનાઓનું વર્ણન પૂ. ગુરુદેવે પ્રવચનમાં
વાંચ્યું હતું.
નીકળી હતી... ભાદરવા સુદ ચૌદસના રોજ અભિષેક તથા સ્વાધ્યાય થયા હતા. સુગંધદસમીનો દિવસ
દસપૂજન, દસસ્તોત્ર ઈત્યાદિ વિધિથી વિશેષરૂપે ઊજવાયો હતો. ભાદરવા સુદ પુનમે
જિનવાણીમાતાની રથયાત્રા નીકળી હતી, તથા એક દિવસે જ્ઞાનપૂજન થયું હતું. ભાદરવા વદ એકમના
જિનમંદિરમાં હમેશાં અદ્ભુત જિનેન્દ્રભક્તિ થતી હતી... ક્યારેક ક્યારેક વીતરાગી વનવાસી
મુનિવરોની પણ અદ્ભુત ભક્તિ થતી હતી.
દસલક્ષણીપર્વ ધામધૂમથી ઊજવાયા હતા.
બોર્ડિગમાં પધાર્યા હતા... શરૂઆતમાં વિદ્યાર્થીઓએ પૂ. ગુરુદેવનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ પૂ.
ગુરુદેવે માંગળિક સંભળાવ્યું હતું અને ભેદવિજ્ઞાનરૂપ સમ્યગ્વિદ્યાનો મહિમા સમજાવ્યો હતો.
માસનો અંક આસો સુદ દસમે પ્રસિદ્ધ કરવા જણાવેલ, તેને બદલે આસો વદ ચોથના રોજ પ્રસિદ્ધ થશે,
તેની નોંધ લેવા ગ્રાહકોને વિનંતિ છે.
PDF/HTML Page 4 of 25
single page version
વર્ષ ચૌદમું : અંક ૧૧ મો
અહો! જેણે આત્માનું હિત કરવું હોય, ખરું સુખ જોઈતું
રાજચંદ્ર પણ કહે છે કે :– –
––એટલે જે ધર્મી છે અથવા ધર્મનો ખરો જિજ્ઞાસુ છે
કાંઈ તેને વહાલું નથી. આચાર્ય ભગવાન કહે છે કે: હે
ભવ્ય!
નથી. જેમ ગાયને પોતાના વાછરડાં પ્રત્યે, અને બાળકને
પોતાની માતા પ્રત્યે કેવો પ્રેમ હોય છે? તેમ ધર્મીને પોતાના
રત્નત્રયસ્વભાવરૂપ મોક્ષમાર્ગ પ્રત્યે અભેદબુદ્ધિથી
પરમવાત્સલ્ય હોય છે. પોતાને રત્નત્રયધર્મમાં પરમવાત્સલ્ય
હોવાથી બીજા જે જે જીવોમાં રત્નત્રયધર્મને દેખે છે તેમના
પ્રત્યે પણ તેને વાત્સલ્યનો ઉભરો આવ્યા વિના રહેતો નથી.
PDF/HTML Page 5 of 25
single page version
રહ્યું છે, તે મુક્તિપુરીનો પ્રવાસી થયો છે; તેથી “હવે મારે અનંત
સંસાર હશે? ” એવી શંકા તેને ઊઠતી જ નથી. એને ભવનો સંદેહ
ટળ્યો છે ને એ મોક્ષના પંથે વળ્યો છે. એની શ્રદ્ધાનું જોર સ્વ તરફ
વળ્યું છે, એના જ્ઞાને શુદ્ધદ્રવ્યને સ્વજ્ઞેય કર્યું છે, એનો પુરુષાર્થ
સ્વદ્રવ્ય તરફ ઝૂકી ગયો છે; એને કષાયોનું વેદન છૂટીને આત્માના
શાંત રસનું વેદન થયું છે; આ રીતે આખી પરિણતિમાં નવી જાગૃતિ
આવી ગઈ છે.. ને તે જીવ ભગવાનના માર્ગમાં ભળ્યો છે. આવી
છે... ધર્મીની અપૂર્વ દશા!
વ્યાપેલા નથી. વિકાર તો બીજી ક્ષણે જ નાશ થઈ જાય છે, તેનામાં એવી શક્તિ નથી કે લંબાઈને બધી પર્યાયોમાં
વ્યાપે; આત્મસ્વભાવમાં જ એવી શક્તિ છે કે બધી પર્યાયોમાં વ્યાપે છે. આવું ભાન થતાં વ્યાપક–વ્યાપ્યની
એકતાથી (અર્થાત્ દ્રવ્ય પર્યાય–
PDF/HTML Page 6 of 25
single page version
એક જ રહે છે, દ્રવ્યપણે કાંઈ પોતે અનેક થઈ જતો નથી એવી તેની એકત્વશક્તિ છે. અને દ્રવ્યપણે એક
હોવા છતાં અનેક પર્યાયોપણે પણ પોતે જ થાય છે–એવી તેની અનેકત્વશક્તિ છે. આ રીતે એકપણું ને
અનેકપણું બંને શક્તિઓ આત્મામાં એક સાથે છે. તેમાં ‘એકત્વ’ તે દ્રવ્યાર્થિકનયથી છે અને તેની સાથે
“અનેક પર્યાયોમાં વ્યાપક” એમ કહીને પર્યાય પણ બતાવી; તથા બીજા બોલમાં ‘અનેકત્વ’ કહ્યું તે
પર્યાયાર્થિકનયનો વિષય છે અને તેની સાથે “એક દ્રવ્યથી વ્યાપ્ય” એમ કહીને દ્રવ્ય પણ સાથે જ રાખ્યું
છે. દ્રવ્યનું લક્ષ છોડીને એકલું અનેકપણું માને તો તે યથાર્થ નથી. તે જ પ્રમાણે નિર્મળ પર્યાયો વિનાનું
એકલું દ્રવ્ય માને તો તે પણ યથાર્થ નથી. દ્રવ્ય અને નિર્મળ પર્યાય એ બંનેને વ્યાપક–વ્યાપ્ય તરીકે સાથે ને
સાથે રાખીને આચાર્યદેવે અદ્ભુત વર્ણન કર્યું છે.
ન વ્યાપે પણ પોતાની પર્યાયમાં વ્યાપે. અહીં નિર્મળ પર્યાયોની જ વાત છે. એક પછી એક પર્યાયમાં શુદ્ધતા
વધતી જાય છતાં તે બધી પર્યાયો આત્મામાં જ અભેદ થાય છે, અનેક પર્યાયો થવાથી આત્માની એકતા
તૂટતી નથી. સમ્યગ્દર્શનની શરૂઆત વખતે પણ તે જ છે ને કેવળજ્ઞાન વખતે પણ તે જ છે; એ રીતે અનેક
નિર્મળ પર્યાયપણે થવા છતાં પોતે ચૈતન્યસ્વરૂપે એક જ છે. જ્ઞાનપર્યાયમાં આત્મા, દર્શનમાં આત્મા,
આનંદમાં આત્મા, એમ અનંત ગુણોની પર્યાયમાં રહેલો હોવા છતાં, જ્ઞાનનો આત્મા જુદા, દર્શનનો આત્મા
જુદો ને આનંદનો આત્મા જુદો––એમ કાંઈ આત્માનું ભિન્નપણું નથી, આત્મા તો એક જ છે. “જગતમાં
બધા થઈને એક જ આત્મા (અદ્વૈતબ્રહ્મ) છે” એ વાત જૂઠી છે, તેની અહીં વાત નથી. જગતમાં તો
અનંતાનંત જીવાત્માઓ ભિન્ન ભિન્ન છે, પણ તેમાંથી વ્યક્તિદીઠ એકેક આત્મા પોતપોતાના અનંત
ગુણપર્યાયોમાં એકપણે રહ્યો છે, પરથી તો ભિન્નપણે રહ્યો છે. પરમાં તારો આત્મા નથી માટે પરનું લક્ષ
છોડ; દેહમાં–વાણીમાં–મનમાં ‘આત્મા’ એવા શબ્દમાં–કર્મમાં કે રાગમાં ક્યાંય તારો આત્મા નથી માટે તે
બધાયનું લક્ષ છોડ; તારા અનેક ગુણ–પર્યાયોમાં તારો આત્મા રહેલો હોવા છતાં તે અનેકપણે ખંડિત થઈ
ગયો નથી પણ એકપણે જ રહ્યો છે, માટે અનેકના ભેદનું પણ લક્ષ છોડીને, દ્રવ્યસ્વભાવની એકતાનું
અવલંબન કર. તે એકતાના અવલંબને અનેક નિર્મળ પર્યાયો થઈને તે એકતામાં જ ભળી જશે.
તેમાં જ આત્મા વ્યાપક છે. અહો! વિકારી પર્યાયમાં પણ આત્મા નથી રહ્યો તો પછી શરીરાદિ જડમાં તો
આત્મા ક્યાંથી હોય? શરીરમાં આત્મા નથી રહ્યો–એ વાત સાંભળતા અજ્ઞાની તો ભડકે છે કે અરે! શું
આત્મા આ શરીરમાં નથી? તો આત્મા ક્યાં રહ્યો હશે? શું આકાશમાં રહ્યો હશે? ” –અરે ભાઈ! ધીરો
થા, ધીરો થા. શરીર પણ જડ છે ને આકાશ પણ જડ છે, –શું આત્મા જડમાં રહે? કે જડથી ભિન્ન રહે?
આત્મા શરીરમાં નથી ને આકાશમાં પણ નથી, આત્મા પોતાના જ્ઞાન–આનંદ વગેરે અનંત ગુણ–પર્યાયોમાં
જ છે. ભાઈ! તારા ગુણ–પર્યાયોથી બહાર બીજે ક્યાંય તારો આત્મા નથી. જડ શરીરાદિમાં આ ચૈતન્યમૂર્તિ
આત્મા કદી રહ્યો જ નથી, તો પછી આત્મા તે શરીરાદિનાં કામ કરે એ વાત ક્યાં રહી? –એ તો ગઈ
અજ્ઞાનીની ભ્રમણામાં! અજ્ઞાનીને ભ્રમ થાય છે કે અમે આ ખાવું–પીવું–બોલવું બધું કરીએ છીએ ને! –પણ
ભાઈ! તું એટલે કોણ? તું જડ કે તું આત્મા? આત્મા આત્મામાં રહે કે જડમાં? ખાવું–પીવું–બોલવું તે
ક્રિયાઓ તો જડ શરીરમાં થાય છે, તે જડના સ્વભાવથી થાય છે, તારો સ્વભાવ તો જ્ઞાન છે, તું તો તેનો
જાણનાર જ છો. જડની વાત તો ક્યાંય ગઈ, પણ અહીં તો કહે છે કે એકલા રાગાદિ વિકારમાં જ આત્મા
રહેલો છે એમ અનુભવનાર પણ મિથ્યાદ્રષ્ટિ જ છે.
PDF/HTML Page 7 of 25
single page version
જેવા રાગાદિ વિકારમાં પણ નથી, ચૈતન્યમૂર્તિ આત્મા તો જ્ઞાન ને આનંદરૂપી પોતાના સ્વભાવમાં જ છે. એકલી
રાતી છાલને જ ખાઈને તેને શ્રીફળનો સ્વાદ માને તો ખરેખર તેણે શ્રીફળને જાણ્યું નથી, તેમ એકલા રાગના
અનુભવને જ આત્માનો સ્વાદ જે માને તેણે ખરેખર આનંદમૂર્તિ આત્માને જાણ્યો જ નથી. રાગમાં–પુણ્યમાં
આત્માનો વિસ્તાર નથી, રાગથી તો આત્માના પરિણમનનો સંકોચ થાય છે. આત્માનો વિકાસ અને વિસ્તાર
તો પોતાની નિર્મળ પર્યાયમાં જ છે. એકલું દ્રવ્ય પોતાના અનંત ગુણપર્યાયોના વિસ્તારમાં પહોંચી વળે છતાં
પોતે એકપણું છોડીને ખંડિત ન થાય એવી આત્માની શક્તિ છે. આવી શક્તિવાળા આત્માને જાણવો તે
અપૂર્વધર્મ છે. આવા આત્માની સમજણ વગર જે ધર્મ મનાવે છે–રાગથી ધર્મ મનાવે છે–તે પોતાના ચૈતન્યમૂર્તિ
આત્માનો અનાદર કરે છે, ભગવાનના માર્ગનો અનાદર કરે છે, ને ભવભ્રમણના માર્ગને આદરી રહ્યો છે.
અશુભકર્મનો ઉદય છે, તેમાં કોઈ બીજાનો વાંક નથી’ એમ એકલા કર્મની ઓથે ક્ષમા રાખે, તો તે પણ ખરેખર
ક્ષમા નથી; તેણે આત્માને યાદ ન કર્યો પણ કર્મને યાદ કર્યું–તે જ ઊંધી દ્રષ્ટિ છે. અહો, હું તો ચૈતન્યસ્વભાવ છું.
ક્રોધ મારા સ્વભાવમાં છે જ નહિ એવું જેને સમ્યગ્ભાન છે તેને અનંતક્રોધનો નાશ થઈ ગયો છે, કદાચિત્ કોઈ
પ્રત્યે તેને ક્રોધ થાય તો પણ તે ક્રોધ અનંતો અલ્પ છે, અને અજ્ઞાની કદાચ ક્રોધ ન કરે તોપણ તેને ઊંધા
અભિપ્રાયમાં જ અનંતા ક્રોધનું જોર ભર્યું છે. ચૈતન્યસ્વરૂપ આત્માના અવલંબન વિના ધર્મ થાય જ નહિ, ને
દોષ ખરેખર ટળે જ નહિ.
ધર્મીની દ્રષ્ટિની મીટ છે, આવા આત્માને શ્રદ્ધામાં લઈને તેમાં જ પર્યાયને એકાગ્ર કરી છે, ને તે જ ધર્મીનો ધર્મ
છે. ધર્મી એટલે આત્મદ્રવ્ય અને ધર્મ એટલે તેની નિર્મળ પર્યાય; ધર્મીનો ધર્મ તેનાથી જુદો નથી, ધર્મ ધર્મી સાથે
એકમેક છે.
નગર ઉપર કોઈ જાતનો કરનો બોજો ન હોય–એમ અગાઉના વખતમાં હતું, તેમ આ ચૈતન્યરાજા પોતાની
નિર્મળ પર્યાયરૂપ પાટનગરમાં રહે છે, ને તે નિર્મળ પર્યાય ઉપર કોઈ જાતનો કર એટલે કે વિકાર કે કર્મનો
બોજો નથી. દેશમાં કે દેહમાં તો આત્મા રહ્યો જ નથી, તો પછી તેની વાત ક્યાં રહી? સ્વભાવમાંથી નિર્મળ
પર્યાય પ્રગટ કરીને તેમાં આત્મા રહે છે. સમ્યગ્દર્શનજ્ઞાન–ચારિત્રની નિર્મળ પર્યાય થઈ તેમાં આત્મા પોતે
વ્યાપ્યો છે. કોઈ રાગનો–વ્યવહારનો વિસ્તાર થઈને સમ્યગ્દર્શન થયું એમ નથી પણ આત્મા પોતે વિસ્તારરૂપ
થઈને સમ્યગ્દર્શનમાં ફેલાયો છે. આત્માની નિર્મળ પર્યાયોમાં રાગાદિ નથી રહેતા, આત્માની નિર્મળપર્યાયમાં
આત્મા પોતે જ રહે છે, આવા આત્મા ઉપર ધર્મીની દ્રષ્ટિ છે. એકલી પર્યાય ઉપર પણ તેની દ્રષ્ટિ નથી, પરંતુ
પર્યાય જેમાંથી આવી એવા શુદ્ધ દ્રવ્ય ઉપર તેની દ્રષ્ટિ છે, એટલે તે દ્રષ્ટિ અને દ્રવ્ય બંને એકાકાર થઈ ગયા
છે. સમ્યગ્દર્શનની શરૂઆતથી માંડીને સિદ્ધદશા સુધીની બધી પર્યાયોમાં સળંગપણે એક આત્મા રહેલો છે, તે
એકના આશ્રયે જ અનેક નિર્મળ પર્યાયો થતી જાય છે. બસ! નિર્મળ પર્યાયને આ એકનો જ આશ્રય છે, એ
સિવાય બહારમાં કોઈ બીજાનો–રાગનો, નિમિત્તોનો, કે દેવ–શાસ્ત્ર–ગુરુનો આશ્રય ખરેખર નથી. શુદ્ધ
ચૈતન્યદ્રવ્યના આશ્રયે જ મોક્ષમાર્ગ પ્રગટે છે, ટકે છે ને વધે છે એ સિવાય વ્યવહાર–રાગ કે નિમિત્તોના
આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટતો નથી, ટકતો નથી ને વધતો નથી. અરે! મોક્ષમાર્ગની જે પર્યાય છે તે પર્યાયના
આશ્રયે પણ મોક્ષમાર્ગ નથી, શુદ્ધદ્રવ્યના જ આશ્રયે મોક્ષમાર્ગ છે. આત્મા દ્રવ્યસ્વરૂપે એકપણે રહેતો હોવા
છતાં, અનેક નિર્મળપર્યાયોરૂપ અનેકપણે પણ પોતે જ થાય છે. એકતારૂપ રહેવું તેમજ અનેકતારૂપે થવું–એ
બંને સ્વભાવ એક આત્મામાં રહેલા છે. સર્વથા એકરૂપ જ રહે તો એક
PDF/HTML Page 8 of 25
single page version
પર્યાય કોના આશ્રયે થાય? માટે આત્મામાં એકત્વ તેમજ અનેકત્વ એવી બંને શક્તિઓ છે.
થાય, માટે, અનંતગુણ–પર્યાયોમાં એકપણે વ્યાપીને રહેવારૂપ એકત્વ શક્તિ છે, તે અનંતગુણપર્યાયોમાં દ્રવ્યની
અખંડતા ટકાવી રાખે છે.
એ રીતે અનેકપણું પણ છે.
અનેકતાની ઓળખાણ થતી નથી, એકતારૂપે કે અનેકતારૂપે આત્મા પોતે જ છે તેથી આત્મસન્મુખતાથી જ તેની
યથાર્થ ઓળખાણ થાય છે.
આત્માને વ્યાપવા યોગ્ય પર્યાય એક જ નથી પણ અનેક પર્યાયો છે, તે અનેકપણે થતો હોવાથી આત્મા
અનેકરૂપ છે. સ્વભાવના આશ્રયે નિર્મળ ક્રમબદ્ધપર્યાયો એક પછી એક થાય તે જ આત્માનું ખરું વ્યાપ્ય છે;
રાગાદિ તેનું ખરું વ્યાપ્ય નથી, અને દેહાદિમાં તો આત્મા કદી વ્યાપ્યો જ નથી.
પરિણમીને તે સમ્યગ્દર્શનાદિ પર્યાયોમાં વ્યાપે છે, માટે હે જીવ! તારી નિર્મળ પર્યાય પ્રગટ કરવા માટે તારે તારા
શુદ્ધઆત્મામાં જ જોવાનું રહ્યું–તેનું જ અવલંબન કરવાનું રહ્યું; પણ કોઈ નિમિત્તનું, રાગનું કે પર્યાયનું અવલંબન
ન રહ્યું. તારો એક આત્મા જ તારી બધી પર્યાયોમાં પ્રસરી જાય છે એવી તેની શક્તિ છે, એટલે તારી પર્યાય માટે
તારે બીજા કોઈ દ્રવ્યોની સામે જોવાનું રહેતું નથી; તારા સ્વદ્રવ્યની જ સન્મુખ જોવાનું રહે છે. આત્માનું આવું
સ્વરૂપ જે સમજે તેને પરથી પરાડ્મુખતા અને સ્વની સન્મુખતાવડે નિર્મળ પર્યાયો થાય છે, એ જ ધર્મ છે.
તેમાં વ્યાપતું નથી. ઉપાદાન અને નિમિત્ત બંને ભેગા થઈને કાર્ય કરે એમ જે માને છે તે એક પર્યાયમાં અનેક
દ્રવ્યોને વ્યાપક માને છે. તેને સ્વ–પરનું ભેદજ્ઞાન નથી. આત્માની પર્યાયમાં પર તો વ્યાપ્યું નથી પણ જે
પર્યાયમાં એકલા ક્રોધાદિ વ્યાપે તેને પણ આત્મા કહેતા નથી. આત્માની પર્યાય તો તેને જ કહેવાય કે જેમાં
આત્માનો સ્વભાવ વ્યાપે. ક્રોધાદિ ભાવો ખરેખર આત્માના સ્વભાવથી વ્યપાયેલા નથી. ––આવા
આત્મસ્વભાવને જેણે નક્કી કર્યો તેની પર્યાયમાં આત્મા વ્યાપ્યો ને ક્રોધાદિ ન વ્યાપ્યા. ક્રોધમાં વ્યાપે તે હું નહિ;
શુદ્ધતામાં વ્યાપું તે જ હું–એમ નક્કી કરતાં ક્રોધ તરફનું જોર તૂટી ગયું ને શુદ્ધસ્વભાવ તરફનું જોર વધી ગયું––
આવી સાધકદશા છે, ને તે જ મોક્ષમાર્ગ છે.
ભગવાન આત્માની પ્રસિદ્ધિ ન થાય તો ત્યાં સમ્યક્પ્રતીતિ નથી. મારી બધી શુદ્ધપર્યાયોમાં મારું દ્રવ્ય જ વ્યાપશે,
મારો આત્મા જ અનેક નિર્મળ પર્યાયોરૂપે તન્મય થઈને પરિણમશે–આમ જેણે નિશ્ચય કર્યો તેની શ્રદ્ધાનું જોર
સ્વદ્રવ્ય તરફ વળી ગયું, તેના જ્ઞાને શુદ્ધદ્રવ્યને સ્વજ્ઞેય કર્યું, તેનો પુરુષાર્થ સ્વદ્રવ્ય
PDF/HTML Page 9 of 25
single page version
વ્યાપતો તેને બદલે હવે અપૂર્વ નિર્મળ પર્યાયોમાં ભગવાન આત્મા વ્યાપ્યો, ––આ રીતે આખી પરિણતિમાં નવી
જાગૃતિ આવી ગઈ–નવું વેદન આવી ગયું;–આવી ધર્મીની અપૂર્વદશા છે. પહેલાંં આવા શુદ્ધદ્રવ્યની ખબર ન હતી ત્યારે
પર્યાય તે તરફ વળતી ન હતી ને તે પર્યાયમાં આત્મા વ્યાપતો ન હતો. હવે શુદ્ધ દ્રવ્યનો નિર્ણય કરીને પર્યાય તે તરફ
વળી ને તે પયાયમાં ભગવાન આત્મા વ્યાપ્યો––ભગવાન આત્માની પ્રસિદ્ધિ થઈ, આત્મા કેવો છે તેની ખરી ખબર
પડી. તે જીવ હવે ભગવાનના માર્ગમાં ભળ્યો–આવો ભગવાનનો માર્ગ છે.
પર્યાયની પ્રતીતિ યથાર્થ થઈ અને શુદ્ધતાનો ક્રમ પણ તેને શરૂ થઈ ગયો. શુદ્ધદ્રવ્ય તરફ વળીને જ્યાં ક્રમબદ્ધ
પર્યાયનો યથાર્થ નિર્ણય કરે ત્યાં એકલી અશુદ્ધતાનો ક્રમ રહે–એમ બને નહિ. આ રીતે શુદ્ધદ્રવ્યનો નિર્ણય,
સ્વસન્મુખદ્રષ્ટિ, સર્વજ્ઞનો નિર્ણય, ક્રમબદ્ધપર્યાયનો નિર્ણય, શુદ્ધપર્યાયના ક્રમની શરૂઆત, અપૂર્વ પુરુષાર્થ–એ
બધુંય એક જ સાથે છે.
એકનું જ અવલંબન કરીને શુદ્ધપર્યાયોરૂપે પરિણમ્યા કરે છે. મારી જે જે પર્યાય પ્રગટે છે તે મારા આત્મ
દ્રવ્યમાંથી જ પ્રગટે છે–એમ તેને સમ્યક્ વિશ્વાસ થઈ ગયો હોવાથી પર્યાયે પર્યાયે આત્મદ્રવ્યનું જ અવલંબન તેને
વર્તે છે, અને આત્માનો સ્વભાવ શુદ્ધ હોવાથી તેના અવલંબને પરિણમતી પર્યાય પણ શુદ્ધ જ થાય છે. ધર્મીને
બધી પર્યાયોમાં આત્માનું જ અવલંબન છે. નિયમસારમાં કહ્યું છે કે––
છે. ધર્મીની બધી પર્યાયો એક શુદ્ધ આત્માને જ ઉપાદેય કરીને પરિણમે છે, તેની પર્યાયમાં બીજું કાંઈ ઉપાદેય
નથી. ચોથા ગુણસ્થાનકવાળા ધર્મીને પણ આવી જ દ્રષ્ટિ હોય છે. આવી દશા વગર સમ્યગ્દર્શન હોતું નથી.
આમ ન થાય–રુચિ ન પલટે ને એકલી પર તરફની જ સાવધાની રહે–અને કહે કે ‘પર્યાય તો ક્રમબદ્ધ થયા કરે
છે’ –તો તે માત્ર પરની ઓથે ક્રમબદ્ધ પર્યાયની વાતો કરે છે, ખરેખર તેને ક્રમબદ્ધપર્યાયના સ્વરૂપનો નિર્ણય
થયો નથી; જો ખરો નિર્ણય હોય તો રુચિનું વલણ પલટે જ.
પણ શુદ્ધ થઈ. આ રીતે અપૂર્વભાવે આત્માનો સ્વીકાર થતાં અપૂર્વ ધર્મ થયો. સર્વજ્ઞ ભગવાને જેમ કહ્યું તેમ તેણે
કર્યું તેથી તેણે જ ખરેખર સર્વજ્ઞને માન્યા, એ જ રીતે ગુરુને અને શાસ્ત્રને પણ તેણે ખરેખર માન્યા; ભગવાન
જે માર્ગે મુક્તિ પામ્યા તે માર્ગમાં તે ભળ્યો, તે સર્વજ્ઞનો નંદન થયો, ––સાધક થયો; એને ભવનો સંદેહ ટળ્યો, ને
એ મોક્ષના પંથે ચડયો. અને આવી દશા વગર દેવનો, ગુરુનો, શાસ્ત્રનો ક્રમબદ્ધપર્યાયનો દ્રવ્યનો, ગુણનો વગેરે
કોઈ પણ બાબતનો નિર્ણય ખરેખર સાચો કહેવાય નહીં, ને યથાર્થપણે ભવની શંકા તેને ટળે નહીં. ધર્મીને તો
શુદ્ધ દ્રવ્યનો સ્વીકાર થયો છે ને પરિણતિ તે તરફ વળી છે એટલે મુક્તિ તરફ જ ક્ષણે ક્ષણે પરિણમન ચાલી રહ્યું
છે, તે મુક્તિપુરીનો
PDF/HTML Page 10 of 25
single page version
નિઃશંકતા છે કે હવે અલ્પ જ કાળમાં મારી મુક્તદશા ખીલી જશે, આત્માનો આનંદમય ચૈતન્ય સ્વભાવ છે, તે
સ્વભાવમાં ભવ નથી, સ્વભાવમાં શંકા નથી, સ્વભાવમાં ભય નથી, સ્વભાવમાં વિકાર નથી, ––આવા
સ્વભાવનો નિર્ણય કરીને જ્યાં તેની સન્મુખ પરિણમન થયું ત્યાં ભવ રહેતો નથી, શંકા રહેતી નથી, ભય રહેતો
નથી ને વિકાર રહેતો નથી, તેથી ધર્મી નિઃશંક છે, નિર્ભય છે, વિકારનો ને ભવનો તે નાશક છે, ને શુદ્ધતાનો તે
ઉત્પાદક છે; અલ્પકાળમાં પૂર્ણ વિકારનો નાશ ને શુદ્ધતાની ઉત્પત્તિ કરીને તે મુક્તિ પામે છે.
જ વ્યાપે છે તેથી દ્રવ્ય જ પોતાની પર્યાયનું કર્તા છે. અનેક પર્યાયોમાં વ્યાપવારૂપ પોતાની શક્તિને ઓળખે તો
‘મારી પર્યાયનું કારણ પર હશે’ એવી માન્યતા રહે નહિ, પણ દ્રવ્યનો આશ્રય કરીને નિર્મળ પર્યાય થાય. અનેક
પર્યાયો થતી હોવા છતાં મારી બધી પર્યાયો મારા એક આત્માથી જ વ્યાપ્ય છે, બીજા કોઈથી વ્યાપ્ય નથી, એમ
નક્કી કરીને હે જીવ! પર્યાયને વાળ તારા દ્રવ્યમાં.
એવા આત્મસ્વભાવને ન દેખતાં એકલા પરજ્ઞેયોને જ દેખે તો તે અજ્ઞાન છે, તેને ખરેખર આત્માની પર્યાય
કહેતા નથી, તેમાં આત્મા વ્યાપ્યો નથી. જ્ઞાનપર્યાય કોની છે? કે આત્મદ્રવ્યની; તે જ્ઞાનપર્યાયે આત્મદ્રવ્ય તરફ
ઝૂકીને તેનો નિર્ણય કરવો જોઈએ, તે ન કરતાં પર તરફ ઝૂકીને ‘રાગાદિ તે જ હું’ એમ માને છે તો તે જ્ઞાને
પોતાનું જ્ઞાન તરીકેનું કામ ન કર્યું, એટલે તે જ્ઞાન મિથ્યા થયું. પોતાની પર્યાયને પોતાના આત્માથી વ્યાપ્ત ન
કરતાં રાગથી જ વ્યાપ્ત કરી તો તેને ખરેખર આત્માની પર્યાય કહેતા નથી. આત્માની પર્યાય તો તેને કહેવાય કે
જેમાં આત્માની વ્યાપ્તિ હોય, આત્માની પ્રસિદ્ધિ હોય. અને જ્યાં સુધી જ્ઞાન અંતર્મુખ થઈને સ્વદ્રવ્યનો નિર્ણય ન
કરે ત્યાં સુધી પરનો પણ સાચો નિર્ણય કરવાની તાકાત તે જ્ઞાનમાં હોતી નથી, એટલે એવા જ્ઞાનને જ્ઞાન કહેતા
નથી, તે તો અજ્ઞાન છે.
ત્રિકાળીદ્રવ્યના અવલંબને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે શુદ્ધપર્યાયો થતી જાય છે. ત્રિકાળી તત્ત્વના સ્વીકાર
વિના–આશ્રય વિના–પર્યાયની નિર્મળતા થતી નથી, સમ્યગ્જ્ઞાન થતું નથી, અને સમ્યગ્જ્ઞાન વગર નિમિત્તનું કે
વ્યવહારનું પણ ખરું જ્ઞાન થતું નથી.
થતી હોવા છતાં દ્રવ્યની એકતાનું અવલંબન છૂટતું નથી એટલે નિર્મળ–નિર્મળ પર્યાયો જ થતી જાય છે. ––એમ
સાધક ભૂમિકાથી વાત કરી છે. સાધકની શ્રદ્ધા ‘એક દ્રવ્ય’ તરફ વળી છે, તેનું જ્ઞાન ‘એક દ્રવ્ય’ તરફ વળેલું છે.
તેની એકાગ્રતા પણ ‘એક દ્રવ્ય’ તરફ જ છે. એ રીતે ‘એક દ્રવ્ય’ ને અવલંબીને જ (–શુધ્ધ આત્મસ્વભાવને
અવલંબીને જ) સાધક દશા વર્તી રહી છે, તેના જ અવલંબને શુધ્ધતા વધતાં વધતાં પૂર્ણ શુદ્ધતારૂપ સિદ્ધદશા
થઈ જશે.
થઈ શકે નહિ; પણ પર્યાયને શુદ્ધ એકરૂપ દ્રવ્ય તરફ વાળીને–દ્રવ્ય સન્મુખ થઈને જ નક્કી કર્યું છે કે અહો! મારી
પર્યાયોમાં તો આવું આત્મદ્રવ્ય જ વ્યાપેલું છે; પરમાં કે વિકારમાં વ્યાપે એવું મારા આત્મદ્રવ્યનું સ્વરૂપ નથી,
પણ નિર્મળ પર્યાયોમાં
PDF/HTML Page 11 of 25
single page version
નથી, મારો આત્મા તો ઉપયોગમાં રહેલો છે. અશુદ્ધ પર્યાયમાં શુદ્ધ દ્રવ્ય કઈ રીતે વ્યાપે? અશુધ્ધતા સાથે શુદ્ધ
દ્રવ્યની એકતા થઈ શકે નહિ; માટે રાગમાં આત્મા નથી આવતો. આત્મા તરફ વળવા માટે રાગ કામ નથી
આવતો, રાગનો તો અભાવ કરીને ઉપયોગ અંર્તમુખ થતાં તેમાં આત્મા આવે છે––આત્માનો અનુભવ થાય
છે; ને શક્તિઓનું શુદ્ધ પરિણમન થઈને એક આત્મા પોતાની અનેક નિર્મળ પર્યાયોમાં વ્યાપે છે. અજ્ઞાનદશામાં
પર્યાયમાં એકલો વિકાર વ્યાપતો તે અશુદ્ધ પરિણમન હતું, ને હવે સ્વાશ્રયે શુદ્ધ પરિણમન થતાં પર્યાયમાં આખો
ભગવાન આત્મા પોતે વ્યાપ્યો છે. આવું અનેકાન્તમૂર્તિ આત્માની ઓળખાણનું ફળ છે.
વાણી..
ને... ધર્મનો ક્રમ
વીતરાગની વાણી વીતરાગતાની જ પોષક
સાચી શ્રદ્ધા હોતી નથી.
કે પહેલાંં મિથ્યાત્વ ટળે; મિથ્યાત્વ ટળ્યા પછી જ
અવ્રત, પ્રમાદ, કષાય ને યોગ અનુકમે ટળે. ––આ
જ ધર્મનો ક્રમ છે. જે જીવ સમ્યગ્દર્શન વગર
મુનિપણું વગેરે માને છે તે ધર્મના ક્રમને જાણતો
નથી.
ને આત્માના જ્ઞાનસ્વભાવને પણ તે જાણતો નથી;
એવા જીવને સમ્યગ્દર્શન કે મુનિપણું હોતું નથી.
ધર્મના ક્રમમાં સૌથી પહેલું સમ્યગ્દર્શન છે.
PDF/HTML Page 12 of 25
single page version
જ્ઞાન–આનંદ સ્વભાવમાં જ એક્તા છે. જ્ઞાન–આનંદ–સ્વભાવનું જ અંર્ત અવલંબન ધર્મીને વર્તે છે, તે સિવાય
પરદ્રવ્ય અને પરભાવોમાં સર્વત્ર તે નિરાલંબન છે; પરભાવોનું અવલંબન ધર્મીની દ્રષ્ટિમાંથી છૂટી ગયું છે તેથી
તે સર્વત્ર નિરાલંબન છે, ને અંતરમાં જ્ઞાયક ભાવનું જ અવલંબન લઈને તે નિશ્ચલ જ્ઞાયક ભાવરૂપે જ રહે છે.
પર્યાયમાં અલ્પ રાગાદિ થાય છે પણ ધર્મી તે રાગ સાથે પોતાના ઉપયોગની એકતા કરતો નથી, ઉપયોગની
એકતા ચૈતન્યભૂમિમાં જ કરે છે. તેના અભિપ્રાયમાં સ્વભાવ અને વિભાવની ભિન્નતા જ વર્તે છે. એટલે
ધર્માત્માને જ્ઞાયકભાવ સાથેની એકતાના પરિણમનમાં રાગાદિ ભાવોની નિર્જરા જ થતી જાય છે ને શુદ્ધતા
વધતી જાય છે, એનું નામ ધર્મ છે.
જ્ઞાનસ્વભાવના અવલંબનની તેને ખબર નથી. છહ–ઢાળામાં કહે છે કે––
છોડીને અંર્તસ્વભાવનું અવલંબન કરતો નથી.
પ્રસંગમાં રાગ–દ્વેષની ઉત્પત્તિ જ નથી થતી, તેનું નામ પરિષહજય છે. જ્ઞાનાનંદ સ્વભાવ જ આત્માનું ઈષ્ટ છે, ને
વિભાવ તે અનીષ્ટ છે. સર્વજ્ઞભગવાને ઈષ્ટની પ્રાપ્તિ કરી છે, ને અનીષ્ટનો નાશ કર્યો છે. પરદ્રવ્ય આત્માને કંઈ
ઈષ્ટ કે અનીષ્ટ નથી.
અમૃતપિંડ જ્ઞાયકસ્વભાવ છે, તેમાં અંતર્મુખ થઈને તેની સાથે એકતા કરીને, ધર્મી જીવ એક
PDF/HTML Page 13 of 25
single page version
અનુભવ થાય છે, બહારમાં કોઈના અવલંબને આનંદ કે શાંતિનું વેદન થતું નથી, અંતરમાં ભાવભાસન
થઈને સ્વભાવનો સ્વીકાર થવો જોઈએ. અનાદિથી બહિર્મુખપણે ક્ષણેક્ષણે રાગાદિ પરભાવની પક્કડ કરી
છે, તેને પલટીને પર્યાયને અંતર્મુખ કરીને જ્ઞાયકસ્વભાવનો જ્યાં સ્વીકાર થયો ત્યાં સ્વભાવના જ્ઞાન–
આનંદનું વેદન થતું. બહિર્મુખપણામાં અશાંતિ અને આકુળતાનું વેદન હતું. અંતર્મુખ થયો ત્યાં ધર્માત્માને
પોતાના જ્ઞાયકભાવ સિવાય બીજા કોઈ પણ પરભાવોની પક્કડ નથી, માટે તેને કોઈપણ પરભાવોનો
પરિગ્રહ નથી, તે એક જ્ઞાયકભાવપણાને લીધે અને સર્વ પરભાવોની પક્કડ છૂટી ગઈ હોવાને લીધે
અત્યંત નિષ્પરિગ્રહી છે. આમ અંતરમાં જ્ઞાયકભાવની પક્કડ થઈ છે, ત્યાં બહારના સમસ્ત પરભાવોની
પક્કડ છૂટી ગઈ છે, એ રીતે જ્ઞાની ને પરભાવોંનો જરાપણ પરિગ્રહ નહિ હોવાથી તેને નિર્જરા જ છે.
જેને જ્ઞાયકભાવની પક્કડ નથી ને રાગાદિ પરભાવોની પક્કડ છે તે અજ્ઞાની છે, ને તેને જ બંધન થાય છે.
રાગનો વિયોગ છે. અને રાગનો વિયોગ હોવાથી પરદ્રવ્યનો સંયોગ તેને બંધનું કારણ થતો નથી, તેને
નિર્જરા જ થાય છે. જ્ઞાનીની દ્રષ્ટિનો સંબંધ આત્મા સાથે જોડાયો છે ને પરસાથેનો સંબંધ તૂટી ગયો છે,
તેથી પરદ્રવ્યનો પરિગ્રહ જ્ઞાનીને નથી, ને પરિગ્રહ નહિ હોવાથી તેને બંધન પણ થતું નથી, એટલે તેને
નિર્જરા જ થાય છે. અજ્ઞાનીને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નથી, ને રાગાદિ સાથે તથા પર સાથે એકતા
માનીને તેનો પરિગ્રહ કરે છે, તેનો એ પરસાથેનો મમત્વભાવ જ તેને બંધનું કારણ છે.
મારો આત્મા જ હિતનો ભંડાર છે, મારા આત્મા સિવાય આખા જગતમાં બીજા કોઈના આશ્રયે મારું
હિત નથી–એમ દ્રઢ નિર્ણય તો કર. જો આવો યથાર્થ નિર્ણય હશે તો પરિણતિનો વેગ અંર્તમુખ વળશે;
ને અંતર્મુખ વલણથી જ અપૂર્વ હિતની પ્રાપ્તિ થશે. અનંતઅનંત કાળના બહિર્મુખ વલણથી જે હિત પ્રાપ્ત
નથી થયું, તે અપૂર્વ હિતની પ્રાપ્તિ ક્ષણમાત્રમાં અંતર્મુખ વલણવડે થશે. અંતર્મુખ શોધ કરી કરીને જ
સંતોએ પોતાના પરમ હિતને સાધ્યું છે, ને તેઓ એ અંતર્મુખ થવાનો જ ઉપદેશ આપ્યો છે. આ અંતર્મુખ
થવાનો ઉપદેશ તે જ હિતોપદેશ છે; આ સિવાય બહિર્મુખપણાથી લાભ થવાનું જે કહેતા હોય તે
હિતોપદેશ નથી પણ મિથ્યા ઉપદેશ છે–એમ સમજવું.
પકડને લીધે ક્ષણે ક્ષણે શુધ્ધતા જ થતી જાય છે. રાગ હોવા છતાં એક ક્ષણ પણ જ્ઞાનસ્વભાવની અધિકતા
છૂટીને રાગની અધિકતા ધર્મીને થતી નથી માટે ધર્મીને બંધન હોતું નથી પણ નિર્જરા જ થતી જાય છે.
રહ્યું છતાં તે પાણીથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે તેમ જ્ઞાની રાગથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો
છે; રાગથી જ્ઞાન લેપાઈ જતું નથી, પણ રાગના ત્યાગરૂપ સ્વભાવે જ તે વર્તે છે. આ રીતે ભેદજ્ઞાનના
બળે જ્ઞાનીને સહજ વૈરાગ્ય હોય છે અને આવા જ્ઞાન–વૈરાગ્યના બળે તેને નિરંતર નિર્જરા જ થાય છે.
PDF/HTML Page 14 of 25
single page version
ते जगमाहीं सहज वैरागी।
ज्ञानी मगन विषयसुखमाहीं
यह विपरीत संभवे नाहीं।।
મગ્ન થાય, એવું વિપરીતપણું કદી સંભવતું નથી. જ્ઞાની જ્ઞાનસ્વભાવમાં મગ્ન છે, રાગ કે બાહ્ય વિષયો હોવા છતાં
તેમાં તે મગ્ન નથી, માટે જ્ઞાની કર્મથી લેપાતા નથી, તેને નવાં કર્મો બંધાતા નથી પણ જૂનાં કર્મો નિર્જરતા જ
જાય છે અજ્ઞાનીને તો જ્ઞાનસ્વભાવનું ભાન નથી, તે રાગમાં તથા વિષયોમાં જ લીનપણે વર્તે છે તેથી તે કર્મોથી
બંધાય છે. જ્ઞાનીનો સ્વભાવ, સોનાની જેમ કર્મપંકથી અલિપ્ત રહેવાનો છે, ને અજ્ઞાનીનો સ્વભાવ, લોઢાની જેમ
કર્મપંકથી લેપાવાનો છે.
જ પરિણમે છે, ને જ્ઞાનભાવનું પરિણમન તો બંધનું કારણ નથી, તેથી ધર્મીને બંધન થતું નથી.
થતું નથી. કર્મફળના સંયોગમાં ઊભો હોવા છતાં તે સંયોગ દેખીને જ્ઞાનીને શંકા પડતી નથી કે આ મને બંધનું
કારણ થશે... તે તો નિઃશંકપણે પોતાના જ્ઞાનમય ભાવમાં જ વર્તે છે. અનુકૂળતાના ઢગલા હો કે પ્રતિકૂળતાના
ગંજ હો, છતાં જ્ઞાનીનું જ્ઞાન કદી અજ્ઞાનરૂપ થઈ જતું નથી. કેમકે જ્ઞાની પોતાના સ્વભાવથી જ જ્ઞાનભાવરૂપે
પરિણમે છે, કોઈ પરવસ્તુ તેના સ્વભાવને અન્યથા કરી શકતી નથી. પરને લીધે બંધન થાય એવી શંકા જ્ઞાનીને
કદી પડતી નથી. આવી જ્ઞાનસ્વભાવની પ્રતીત કરીને નિઃશંકપણે જ્ઞાનભાવમાં પરિણમવું તે નિર્જરાનો ઉપાય છે,
ને તે જ ધર્મ છે.
સાધન થવાની તાકાત છે. એ સિવાય બહારના શાસ્ત્રોમાં પણ એવી તાકાત
નથી કે આત્માનું સાધન થાય.
સાંભળ્યા; પણ શુદ્ધ ચિદ્રૂપ આત્માને મેં કદી ન જાણ્યો તેથી મારું પરિભ્રમણ
થયું. બહારમાં મેં આત્માને શોધ્યો પણ અંતર્મુખ થઈને કદી મેં મારા આત્માને
PDF/HTML Page 15 of 25
single page version
કેમ હોય? જ્ઞાનીને તો એવી સહજ કરુણા આવે છે કે અરેરે! આ જીવો બીચારા પોતાના સ્વરૂપને ભૂલી જઈને
અજ્ઞાનને લીધે મહાન દુઃખમાં ડુબેલાં છે, એનાથી છૂટવાના ઉપાયની પણ તેમને ખબર નથી! હું જે પરિપૂર્ણ
સુખને પ્રાપ્ત કરવા ચાહું છું તે સુખ બીજા જીવો પણ પામે–એમ જ્ઞાનીને તો અનુમોદના છે. ઉપદેશમાં તો જ્ઞાની–
ધર્માત્મા કે વીતરાગી સંતમુનિઓ પણ એમ કહે કે “જે જીવો ધર્મનો તીવ્ર વિરોધ કરશે કે તીવ્ર પાપભાવો કરશે
તે જીવો મિથ્યાત્વના સેવનથી નરક–નિગોદમાં રખડશે ને અનંત દુઃખ પામશે” –આમ કહેવામાં જ્ઞાની–સંતોને
કાંઈ કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષબુદ્ધિ નથી, તેમજ તેમને કાંઈ કોઈ જીવને નરક–નિગોદમાં મોકલવાની ભાવના નથી;
પરંતુ ઉલટી કરુણાબુદ્ધિ છે–હિતબુદ્ધિ છે, એટલે યથાર્થ વસ્તુસ્થિતિ બતાવીને જીવોને મિથ્યાત્વથી છોડાવવા માંગે
છે. હે ભાઈ! મિથ્યાત્વનું આવું આકરું ફળ છે, એમ જાણીને તું તે મિથ્યાત્વનું સેવન છોડી દે, ને આત્માનું સ્વરૂપ
સમજ–જેથી તારું હિત થાય! આમ હિત માટે જ જ્ઞાનીનો ઉપદેશ છે–પણ શું થાય!! અરેરે, આ કાળ! જીવો
હિતની વાત સાંભળતાં પણ
PDF/HTML Page 16 of 25
single page version
કરવાનો છે. જે જીવો સત્ય સમજે તેની બલિહારી છે... તેના સંસારનો એક બે ભવમાં અંત આવી જશે. બાકી
જગતમાં તો સંસાર ચાલ્યા જ કરવાનો છે... ને સંસારમાં રખડવાનો યોગ્ય પરિણામવાળા જીવો પણ રહ્યા જ
કરવાના છે... જગતના બધાય જીવો સત્ય સમજીને મોક્ષ પામી જાય–એમ કદી બનવાનું નથી, માટે આ તો પોતે
સત્ય સમજીને પોતાનું હિત સાધી લેવા જેવું છે. અજ્ઞાનીઓ પોકાર કરે તો કરો... પણ તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ
તો ફરી નહિ જાય. વસ્તુસ્વરૂપ ન સમજતાં જેઓ વિરોધ કરે છે તેમના ઉપર જ્ઞાનીને કરુણા આવે છે.
ભાવના નથી કે અમારો વિરોધ કરે છે માટે તેને નિગોદમાં મોકલવો, પરંતુ વસ્તુસ્થિતિ જ એવી છે કે મિથ્યાત્વ
સેવનાર જીવ પોતાના ઊંધા પરિણામને લીધે નિગોદમાં જાય છે... એમ બતાવીને આચાર્યદેવ કરુણાબુદ્ધિથી
જીવોને મિથ્યાત્વથી છોડાવવા માંગે છે... અરે જીવ! મુનિદશાનું વાસ્તવિક સ્વરૂપ ઓળખ અને સાચી શ્રદ્ધા કર,
કે જેથી આ સંસારના દુઃખોથી તારો આત્મા છૂટે ને મોક્ષસુખ પામે.
રહ્યા છે, પરંતુ વાસ્તવિક મોક્ષમાર્ગને ઓળખતા નથી; એવા જીવોને જોઈને કરુણા આવે છે.
ક્રિયાથી ધર્મ થાય કે રાગથી ધર્મ થાય એવી મિથ્યા શ્રદ્ધાનું ફળ ઘોર સંસાર છે, માટે જેઓ દુઃખથી છૂટવા માંગતા
હોય તેઓ એવી મિથ્યામાન્યતા છોડો ને આત્માનું રાગરહિત–દેહથી ભિન્ન વાસ્તવિક જ્ઞાનાનંદ સ્વરૂપ સમજો,
એમ જ્ઞાનીઓનો ઉપદેશ છે.
બાહ્ય વિષયોથી રહિત અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય આનંદને જાણીને તેને જે સાધે છે તે અંતરાત્મા છે.
અને આત્માનો પરિપૂર્ણઆનંદ જેમને પ્રગટી ગયો છે તે પરમાત્મા છે. તે પરમાત્મા પરિપૂર્ણ જ્ઞાનસહિત
અલોકાકાશને પણ પ્રત્યક્ષપણે પરિપૂર્ણ જાણે છે એવું જ દિવ્યજ્ઞાનનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે. જ્ઞાને
અનાદિઅનંત કાળને કે અનંત આકાશને પ્રત્યક્ષ જાણી લીધું માટે જ્ઞાનમાં તેનો છેડો આવી ગયો–એમ કાંઈ નથી;
જો છેડો આવી જાય તો અનાદિ–અનંતપણું ક્યાં રહ્યું? માટે જ્ઞાને તો અનાદિઅનંતને અનાદિઅનંતરૂપે જ જેમ
છે તેમ જાણ્યું છે. –આ જ્ઞાનનો કોઈ અચિંત્ય મહિમા છે. અજ્ઞાનીને અનાદિઅનંતકાળની મહાનતા ભાસે છે, પણ
જ્ઞાનસામર્થ્યમાં તેના કરતાં અનંતગણી મહાનતા છે તે તેને ભાસતી નથી, અને જ્ઞાનસ્વભાવનો મહિમા
પ્રતીતમાં આવ્યા વગર આ વાતનું કોઈ રીતે સમાધાન થાય તેમ નથી. કાળનું અનાદિઅનંતપણું તેને મોટું લાગે
છે પણ જ્ઞાનનું અનંતસામર્થ્ય તેને મોટું નથી લાગતું, એટલે જ ‘અનાદિઅનંતને જ્ઞાન કઈ રીતે જાણે? ’ એમ
તેને શંકા પડે છે, તેમાં ખરેખર તો જ્ઞાનસામર્થ્યની જ શંકા છે. કાળના અનાદિઅનંતપણા કરતાં જ્ઞાનસામર્થ્ય
મોટું છે,
PDF/HTML Page 17 of 25
single page version
જ્ઞાનસામર્થ્યમાં અનાદિઅનંતકાળ તો ક્યાંય સમાઈ જાય છે, ને કાળ કરતાં ય અનંતગણું આકાશ પણ તેમાં
પરિપૂર્ણ જણાઈ જાય છે. આવું જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ જેમને પરિપૂર્ણ પ્રગટી ગયા છે એવા પરમાત્માને
કેવલી કહો, શુદ્ધ કહો, જિન કહો, ઈશ્વર કહો, બુદ્ધ કહો, મહાવીર કહો, સીમંધર કહો, ‘સમયસાર’ કહો–ઈત્યાદિ
અનેક નામોથી કહેવાય છે.
ભગવાનને ‘શાસ્તા’ એટલે કે ‘શાસક’ (શાસન કરનારા) પણ કહેવાય છે, કેમકે મોક્ષમાર્ગરૂપ ઉત્કૃષ્ટ
શાસનના ભગવાન નાયક છે. શાસન એટલે ઉપદેશ–શિખામણ; મોક્ષમાર્ગનો ઉત્કૃષ્ટ ઉપદેશ દેનારા હોવાથી
ભગવાન શાસક છે. વળી મોક્ષમાર્ગનું વિધાન (પ્રતિપાદન) કરનારા હોવાથી ભગવાનને ‘વિધાતા’ પણ કહે છે.
‘છો મોક્ષમાર્ગ વિધિ ધારણથી જ ધાતા’ એમ ભક્તામરસ્તુતિમાં પણ કહ્યું છે. કોઈ વિધાતા આવીને લેખ લખી
જાય છે, એ વાત તો ખોટી છે. એવો કોઈ આ જગતમાં વિધાતા નથી, પણ સર્વજ્ઞપરમાત્માના જ્ઞાનમાં ક્યારે શું
થયું–શું થાય છે ને શું થશે? તે બધું લખાઈ (જણાઈ) ગયું છે તેથી તેઓ જ વિધાતા છે. પોતે મોક્ષમાર્ગની વિધિ
(અર્થાત્ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને) ધારણ કરીને મુક્તિ પામ્યા ને બીજા જીવોને પણ તે મુક્તિમાર્ગનું વિધાન
કર્યું તેથી હે પરમાત્મા! આપ જ અમારા વિધાતા છો.
પરિપૂર્ણ જ્ઞાન ને આનંદને પામેલા હોય એવા પરમાત્માની જ આ વાત છે. બાકી જગતમાં મિથ્યાદ્રષ્ટિ જીવો
પરમાત્માનું સ્વરૂપ અનેક પ્રકારે વિપરીતપણે માની રહ્યા છે, તે બધાય સાચા છે એમ ન સમજવું.
થઈ ગયો છે, તેથી દેહથી પોતાનું જુદાપણું તેને ભાસતું જ નથી. જ્ઞાનને આમ–બહારમાં જ જોડે છે, ––પણ
અંદરમાં વાળતો નથી. બહારમાં ઈન્દ્રિયોના અવલંબને તો જડ દેખાય, કાંઈ આત્મા ન દેખાય; તેથી તે
બહિરાત્માને શરીરથી પૃથક્ આત્માનું અસ્તિત્વ ભાસતું જ નથી, તે તો શરીરને જ આત્મા માને છે. આહા! કેવી
ભ્રમણા!! કે પોતાનું અસ્તિત્વ જ પોતે ભૂલી ગયો! ને જડમાં જ પોતાનું અસ્તિત્વ માની બેઠો! ––એને સમાધિ
ક્યાંથી થાય?
PDF/HTML Page 18 of 25
single page version
જિંદગી વેપાર–ધંધા અને સંસારની લોહવાટ આડે જીવને ધર્મ સાંભળવાની દરકાર થતી નથી. ધર્મ સમજ્યા
વગર સ્વર્ગ–નરક–તિર્યંચ તેમજ મનુષ્ય ચાર ગતિના અવતાર અનંતવાર જીવે કર્યા છે, તેમાં ધર્મનું શ્રવણ પણ
જીવને બહુ દુર્લભ છે.
જિંદગી સુધીના ૨પ–પ૦ વર્ષ સુધી બધી જાતની અનુકૂળતા રહે ને કાંઈ પ્રતિકૂળતા ન આવે તેનો કેટલો વિચાર
કરે છે? તો હે જીવ! આ દેહ છૂટી જતાં બીજી જ ક્ષણે બીજો નવો દેહ મળશે, આ દેહ અને સંયોગો પલટીને
બીજો જ અવતાર મળશે, તો તે આખા અવતારમાં સુખ થાય ને દુઃખ ન થાય––તેને માટે તેં કાંઈ ઉપાય કર્યો?
જો આ ભવ પછી બીજા ભવનો વિચાર કરે તો કાંઈક હિતનો ઉપાય કરે. ભાઈ, આ દેહ જેટલો જ શું તારો
આત્મા છે? કે આત્મા પછી રહેવાનો છે? આત્મા તો કાયમ રહેવાનો છે. આ દેહ છૂટતાં તરત જ બીજો અવતાર
શરૂ થઈ જશે; તો બીજા અવતારમાં આત્માનું શું થશે? તેનો તો વિચાર કર.
ચૂક્યો છે.
દાનાદિના પરિણામ કરીને પુણ્ય બાંધનાર જીવ સ્વર્ગમાં જાય છે. સ્વર્ગમાં પણ જીવ અનંતવાર જઈ આવ્યો.
મનુષ્ય અવતાર તો અનંતકાળે બહુ દુર્લભ છે, તેમાં સંતોનો ઉપદેશ છે કે હવે આત્માનું ભાન કરીને
સંસારચક્રમાંથી બહાર નીકળો. જેમ નદીમાં કોઈ રમતો હોય ને પાછળ મોટું ઘોડાપૂર આવતું હોય, ત્યાં કોઈ
શિખામણ આપે કે– ‘ભાઈ, ઝટ બહાર નીકળી જાઓ, નહિ તો પાછળ મોટું પૂર આવે છે તેમાં તણાઈ જશો’...
છતાં જો ન નીકળે તો શું થાય? તણાઈને દરિયા ભેગો થાય ને ડૂબી જાય. તેમ અનંતઅનંતકાળે મનુષ્ય અવતાર
મળ્યો, તેમાં પાછળ મૃત્યુરૂપી ઘોડાપૂર ચાલ્યું આવે છે... સંતોનો ઉપદેશ છે કે અરે જીવો! આ અલ્પજીવનમાં
આત્માને ઓળખો. સત્–સમાગમે જો આત્માનું ભાન ન કર્યું ને એમ ને એમ ધંધાવેપારમાં જીવન ગુમાવ્યું તો
આયુષ્ય પૂરું થતાં આત્મા ચાર ગતિના દરિયામાં ડૂબી જશે; માટે સત્સમાગમે આત્માના ધર્મનું શ્રવણ–મનન
કરવું જોઈએ.
PDF/HTML Page 19 of 25
single page version
છે, એમ ઓળખાણ કરતાં આનંદરૂપી મંગળની પ્રાપ્તિ થાય છે અને મમકારરૂપી પાપનો નાશ થાય છે. આ રીતે
ધર્મ જ ઉત્કૃષ્ટ મંગળ છે. બાકી લૌકિકમાં લગ્ન થાય કે પુત્રજન્મ થાય કે દુકાન માંડે–તેને મંગળ કહેવાય છે, પણ
તે ખરું મંગળ નથી; આત્માનું જ્ઞાન કરતાં અવિનાશી સુખ મળે છે ને દુઃખ ટળે છે–તે જ ખરું માંગલિક છે.
ભાવથી સ્વર્ગ–નરક મળે? કયા ભાવથી તિર્યંચ કે મનુષ્ય અવતાર મળે? તેની પણ જેને હજી ખબર ન હોય,
તેને મુક્તિ કયા ભાવે થશે એની તો ક્યાંથી ખબર હોય?
આવતો. મારામાં પ્રભુતા ભરી છે–એમ તેને વિશ્વાસ નથી આવતો, ને બહારમાં જ સુખ શોધે છે. સંતો સમજાવે
છે કે ભાઈ! તારા ચૈતન્ય તત્ત્વમાં જ અતીન્દ્રિય આનંદનો રસ પડ્યો છે, તેને એક વાર જાણ તો ખરો! હરડે
વગેરેના ગુણો જાણે છે કે સમ્મેદશિખરની હરડે બહુ ઊંચી! પણ આ ભગવાન આત્મામાં ઊંચી સર્વજ્ઞતાની
તાકાત ભરી છે, તેને ઓળખતો નથી. આત્મામાંથી પરિપૂર્ણ શક્તિ પ્રગટ કરીને જીવો સર્વજ્ઞ પરમાત્મા થયા;
એવા સર્વજ્ઞ પરમાત્માની વાણીમાં ધર્મનો ઉપદેશ આવે છે, તે ધર્મનું શ્રવણ કરવા માટે સ્વર્ગના દેવો અને ઈન્દ્રો
પણ તલસે છે, ને તેમના સ્વર્ગમાંથી આ મનુષ્યલોકમાં ઊતરીને ભગવાનની વાણીમાં ધર્મનું શ્રવણ કરે છે, તો હે
ભાઈ! દેવો પણ જે ધર્મનું શ્રવણ કરવા માટે સ્વર્ગ છોડીને અહીં આવે છે, એવા ધર્મનું શ્રવણ કરવા માટે તું
નિવૃત્તિ લે ને સત્સમાગમ કર. આ દેહ તો ક્ષણભંગુર છે ભાઈ! એક વાર ઊઠ્યો તે રાતે પાછો નહિ સૂએ; અને
એક વાર સૂતો તે પાછો સવારે નહિ ઊઠે;–આવો ક્ષણભંગુર આ અવતાર છે; તેમાં આત્માના હિતનો ઉપાય કર,
ભાઈ! મોટો રાજા પણ તું અનંતવાર થયો, પરંતુ તે કાંઈ અપૂર્વ નથી. અપૂર્વ તો આત્માનું જ્ઞાન કરીને ભવનો
અંત લાવવો તે જ છે. આત્માનું જ્ઞાન કરે તો અંદરથી પોતાને એવી સાક્ષી આવી જાય કે હવે અલ્પ કાળમાં
મારી મુક્તિ થઈ જશે, હવે આ સંસારમાં ઝાઝા ભવ કરવાના નથી, પણ તે માટે ઘણી પાત્રતા અને ઘણી
ધગશથી સત્સમાગમે આત્માના હિતનો વિચાર કરવો જોઈએ કે––
સમજાવે છે–તે શું છે? તેને લક્ષમાં તો લ્યો! વિચાર તો કરો કે–અરેરે! અનંતઅનંતકાળથી મારો આત્મા આ
અવતારમાં રઝળી રહ્યો છે, તો હવે મારું આ રઝળવાનું કેમ ટળે? મારું વાસ્તવિક સ્વરૂપ શું છે કે જે
સમજવાથી મારું પરિભ્રમણ ટળે ને મને શાંતિ થાય!! –આમ અંતરમાં વિચાર કરીને જો આત્માનું સ્વરૂપ
ઓળખે તો આત્માને એવો આનંદ આવે કે સ્વર્ગમાં પણ જેની ગંધ નથી... અનંતકાળમાં જે આનંદનો સ્વાદ
સ્વર્ગમાં પણ જીવે નહોતો ચાખ્યો એવા અપૂર્વ આનંદનો અનુભવ જીવને ધર્મ સમજતાં જ થાય છે અને તેને
ભવના અંતની તૈયારી થાય છે. આવા ધર્મનું સ્વરૂપ શું છે? તે હવે કહેવાશે.
PDF/HTML Page 20 of 25
single page version
નિઃશંક અને નિર્ભય હોય છે
જ્ઞાનસ્વભાવના અવલંબને ધર્મી નિઃશંકપણે વર્તે છે, બાહ્ય સંયોગના
નિર્ભયતાથી ઝગઝગતો સમ્યક્ત્વરૂપી સૂરજ ઊગ્યો ત્યાં તે સૂરજનો
પ્રતાપ આઠે કર્મોને બાળીને ભસ્મ કરી નાંખે છે. સમકિતી
નિરપેક્ષપણે વર્તે છે; રાગાદિ થાય તેની પણ અપેક્ષા નથી એટલે કે આ રાગ મને કાંઈ લાભ કરશે એવી જરાપણ
બુદ્ધિ નથી. હું તો રાગથી પાર જ્ઞાન સ્વરૂપ જ છું, એ સિવાય બીજું કાંઈ મારું છે જ નહિ––આ પ્રમાણે અત્યંત
નિઃશંક દ્રઢ નિશ્ચયવાળા હોવાથી સમ્યગ્દ્રષ્ટિ જીવો અત્યંત નિર્ભય છે; સાત પ્રકારના ભય તેમને હોતા નથી.
ગયું છે; તે ઉપરાંત અરક્ષા, અગુપ્તિ, મરણ અને અકસ્માત–એ ચાર પ્રકારના ભયનો પણ સમ્યગ્દ્રષ્ટિને અભાવ
હોય છે, તેનું આ વિવેચન ચાલે છે.)
લીધે જ્ઞાનીને અરક્ષા ભય હોતો નથી, ––એમ હવે કહે છે––
र्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः।
अस्यात्राणमतो न किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो
निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति।।