Atmadharma magazine - Ank 168
(Year 14 - Vir Nirvana Samvat 2483, A.D. 1957). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૪
સળંગ અંક ૧૬૮
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
સંસારથી સંતપ્ત જીવોને શાંતિની ઝાંખી કરાવતું અજોડ આધ્યાત્મિક–માસિક
સમ્યગ્દ્રષ્ટિ વૈરાગી છે.
સમ્યગ્જ્ઞાનપૂર્વક જ સાચો વૈરાગ્ય હોય છે; કેમકે વૈરાગ્યનું ખરું સ્વરૂપ એ છે કે સમસ્ત રાગથી વિરક્ત
થઈને ચૈતન્યસ્વભાવની સન્મુખ પરિણમવું–આવો વૈરાગ્ય જ્ઞાનીને જ હોય છે, ને તેઓ કર્મથી મુક્ત થાય છે.
જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે,
એ જિનતણો ઉપદેશ તેથી, ન રાચ તું કર્મો વિષે. ૧૫૦.
જે જીવ રાગમાં રક્ત છે,–તેમાં જ રાચી રહ્યો છે તે કર્મોથી બંધાય છે, અને જે જીવ રાગથી ભિન્ન
પોતાના જ્ઞાયકસ્વભાવને જાણીને તે સ્વભાવસન્મુખ પરિણમ્યો છે તે જીવ રાગથી વિરક્ત છે, એટલે કે વૈરાગ્ય
પ્રાપ્ત છે; તેથી તે કર્મોથી છૂટે છે. સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થપણામાં હોય તો પણ આવા વૈરાગ્યનું પરિણમન તેના
અંતરમાં સદાય વર્તી જ રહ્યું છે.
સ્વભાવમાં એકતા તે મોક્ષનું કારણ છે ને રાગમાં એકતા તે બંધનું કારણ છે,–આવો જિનવરદેવનો
ઉપદેશ જાણીને હે જીવ! તું રાગની રુચિ છોડ ને સ્વભાવમાં ઉપયોગ જોડ, જેથી તારી મુક્તિ થાય.
–પ્રવચનમાંથી : : આસો વદ ચોથ

PDF/HTML Page 3 of 25
single page version

background image
‘આત્મધર્મ’ ના ગ્રાહક બનો
બધા ગ્રાહકોનું ચાલુ વર્ષનું લવાજમ આ અંક સાથે પૂરું થાય છે. નવા વર્ષનું ઘણા
ગ્રાહકોનું લવાજમ બાકી છે, તો તે તુરત મોકલી દેવા વિનંતી છે. આપના ગામના મુમુક્ષુ મંડળમાં
પણ લવાજમ ભરી શકાય છે.
“આત્મધર્મ”માં આત્માની ૪૭ શક્તિ ઉપરના પ્રવચનોની લેખમાળા છેલ્લા ચાર–પાંચ
વર્ષોથી ચાલે છે, તે લેખમાળાના છેલ્લા મહત્વના લેખો આવતા વર્ષમાં પ્રસિદ્ધ કરીને એ
લેખમાળા પૂરી કરવામાં આવશે. આ લેખમાળામાં છેલ્લો કર્તા–કર્મ–કરણ વગેરે છકારકસૂચક
શક્તિઓ ઉપરના પ્રવચનો તો બહુ જ મહત્ત્વના છે, ને દરેક જિજ્ઞાસુઓએ તે પઠન કરવા યોગ્ય
છે, આત્માની ૪૭ શક્તિની આ લેખમાળા જિજ્ઞાસુ વાંચકોમાં પ્રિય છે, ને અત્યારે અનેક
જિજ્ઞાસુઓ તેના પાછલા અંકોની માગણી કરે છે, પણ કેટલાક અંકો અપ્રાપ્ય થઈ ગયા હોવાથી
તેમને નિરાશ થવું પડે છે, માટે આગામી વર્ષમાં પ્રગટ થનાર આ લેખમાળાના છેલ્લા મહત્વના
લેખો નિયમિત મેળવવા “આત્મધર્મ”ના ગ્રાહક થઈ જવું જરૂરી છે.
વાર્ષિક લવાજમ રૂા. ત્રણ હતું તેને બદલે હવે રૂા. ચાર કરવામાં આવ્યું છે.
–જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર)
હવે મોક્ષમાં જવાના. ટાણાં આવ્યા છે
“અહો, આવો પવિત્ર જૈનધર્મ! આવો અપૂર્વ મોક્ષમાર્ગ! પૂર્વે કદી નહિ આરાધેલો આવો
મોક્ષમાર્ગ!–તેને સાધીને હવે મોક્ષમાં જવાના ટાણાં આવ્યા છે.....તો તેમાં પ્રમાદ કે અનુત્સાહ કેમ
હોય? ” –આમ અનેક પ્રકારે મોક્ષમાર્ગનો મહિમા પ્રસિદ્ધ કરીને સમકિતી પોતાના આત્માને તેમ
જ બીજાના આત્માને મોક્ષમાર્ગમાં સ્થિર કરે છે, એનું નામ સ્થિતિકરણ છે.
ધર્માત્મા પોતાના આત્માને મોક્ષમાર્ગથી ચ્યૂત થવા દેતા નથી, તેમ બીજા સાધર્મીને
કદાચિત મોક્ષમાર્ગ પ્રત્યે નિરૂત્સાહી થઈને ડગતો દેખે, તો તેને ઉપર મુજબ ઉપદેશાદિવડે
મોક્ષમાર્ગ પ્રત્યે ઉલ્લાસિત કરીને દ્રઢપણે માર્ગમાં સ્થિર કરે છે.–આવો સ્થિતિકરણનો ભાવ
ધર્મીને સહેજે આવી જાય છે.
“તું સ્થાપ નિજને મોક્ષપંથે, દયા, અનુભવ તેહને;
તેમાં જ નિત્ય વિહાર કર, નહિ વિહર પરદ્રવ્યો વિષે.
આત્મધર્મના ગ્રાહકોને
આ અંકની સાથે આત્મધર્મનું ૧૪ મું વર્ષ પૂરું થાય છે, ને સર્વે ગ્રાહકોનું ચાલુ વર્ષનું
લવાજમ પણ પૂરું થાય છે. આગામી અંકથી ‘આત્મધર્મ’ માસિકનું ૧૫ મું વર્ષ શરૂ થશે; તો
નવા વર્ષનું લવાજમ રૂા. ૪–૦૦ (ચાર રૂપીયા) વહેલાસર મોકલી દેવા વિનંતિ છે. કારતક સુદ
પૂર્ણિમા સુધીમાં આપનું લવાજમ ન આવે તો આપને વી. પી. રૂા. ૪–૬૫ નું કરવામાં આવશે, તે
સ્વીકારી લેવા વિનંતિ છે. વી. પી. થી પણ આત્મધર્મ મંગાવવાની આપની ઈચ્છા ન હોય તો
અગાઉથી જણાવવા વિનંતિ છે.
લવાજમ મોકલવાનું સરનામું–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર) SONGAD
વાર્ષિક લવાજમ રૂપિયા ચાર : : : છૂટક નકલ પાંચ આના

PDF/HTML Page 4 of 25
single page version

background image
વર્ષ ચૌદમું સમ્પાદક આસો
અંક બારમું રામજી માણેકચંદ દોશી ૨૪૮૩
ભ્રાન્તિ ટળી.ને.ભાન થયું ત્યારે
જેમ અંધારાને લીધે કોઈ પુરુષ ઝાડના ઠુંઠાને કે પત્થરના પાળીયાને પુરુષ માનીને તેને
બોલાવે, તેના ઉપર પ્રેમ કરે, તેની સાથે લડે, લડતાં લડતાં તે પોતાના ઉપર પડે ત્યાં એમ માને
કે આણે મને દાબ્યો, ને કહે કે ભાઈ સા’બ! હવે ઊઠ.....એમ અનેક પ્રકારે તેની સાથે ભ્રાંતિથી
ચેષ્ટાઓ કરે, પણ જ્યાં પ્રકાશ થાય ત્યાં દેખાય કે અરે, આ તો પુરુષ નથી પણ પત્થર છે–ઠુંઠ છે,
મેં ભ્રાંતિથી વ્યર્થ ચેષ્ટા કરી! તેમ અજ્ઞાની જીવ અજ્ઞાનરૂપી અંધારાને લીધે અચેતન શરીરાદિને
જ આત્મા માનીને તેથી સાથે પ્રીતિ કરતો, બાહ્ય વિષયોને પોતાના ઈષ્ટ–અનિષ્ટકારી માનીને
તેમની સાથે રાગ–દ્વેષ કરતો, અને દેહની ક્રિયાઓ તે મારી જ છે–હું જ ખાઉં છું, હું જ બોલું છું–
એમ માનીને ભ્રાંતિથી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરતો; પણ જ્યાં જ્ઞાનપ્રકાશ થયો ને
સ્વસંવેદનવડે આત્માને દેહથી અત્યંત ભિન્ન જાણ્યો ત્યાં ધર્મી જાણે છે કે અરે! મેં પૂર્વે
અજ્ઞાનદશામાં ભ્રમણાથી દેહને જ આત્મા માનીને વ્યર્થ ચેષ્ટાઓ કરી. પણ હવે ભાન થયું કે આ
દેહ તો મારાથી જુદો છે. હું અરૂપી ચૈતન્યસ્વરૂપની સ્વસંવૈદ્ય છું; શરીરથી મારી અત્યંત જુદો
અચેતન છે; જેમ લાકડાનો થાંભલો મારાથી જુદો છે તેમ આ દેહ પણ મારાથી જાત જ જુદી છે.
શરીર રૂપી, હું અરૂપી; શરીર જડ, હું ચેતન;
શરીર સંયોગી, હું અસંયોગી; શરીર વિનાશી, હું અવિનાશી;
શરીર આંધળું, હું દેખતો. શરીર ઈન્દ્રિયગ્રાહ્ય, હું અતીન્દ્રિય– સ્વસંવેદનગ્રાહ્ય;
.
આ રીતે શરીરને અને મારે અત્યંત ભિન્નતા છે. આવા અત્યંત ભિન્નપણાના વિવેકથી
જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં ધર્મીને શરીરની ચેષ્ટાઓ પ્રત્યે ઉદાસીનતા થઈ ગઈ છે, અર્થાત્ શરીરની
ચેષ્ટા મારી છે–એમ હવે જરા પણ ભાસતું નથી. અજ્ઞાનપણામાં જડ ઈન્દ્રિયોને પોતાની માનીને
ઈન્દ્રિયોનો દાસ–વિષયોનો ગુલામ–થઈ રહ્યો હતો, ને હવે જ્ઞાનદશામાં પોતાને જડ ઈન્દ્રિયોથી
ભિન્ન જાણ્યો છે તેથી જ્ઞાની ઈન્દ્રિયોનો દાસ નથી પણ તેનાથી ઉદાસ છે. ને અતીન્દ્રિય આત્માનો
દાસ (ઉપાસક) છે. આ રીતે દેહાદિથી અત્યંત ઉપેક્ષિત થઈને ચિદાનંદસ્વરૂપની ઉપાસનાવડે તેને
સમાધિ (એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર)ની પ્રાપ્તિ થાય છે. દેહાદિથી ભિન્ન આત્મતત્ત્વના
ચિંતન વિના કદી સમાધિ થાય જ નહિ.
(–સમાધિશતક પ્રવચનોમાંથી)

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪ : ‘આત્મધર્મ’ ૨૪૮૩ : આસો :
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
[૩ – ૩૪]
ભાવશક્તિ અને અભાવશક્તિ
ચક્રવર્તીનો ય ચક્રવર્તી એવો આ ચૈતન્ય ભગવાન તેના ભંડારમાં સમ્યગ્દર્શન,
મુનિદશા, કેવળજ્ઞાન, સિદ્ધદશા વગેરે નિર્મળ રત્નોની હારમાળા ગુંથાયેલી પડી છે;
તેને ભંડાર ખોલીને બહાર કાઢવાની રીત અહીં આચાર્યભગવાને બતાવી છે. અરે
જીવ! અંતર્મુખ થઈને એક વાર તારા ચૈતન્યભંડારને ખોલ, તારી ચૈતન્યશક્તિ એવી
છે કે તેને ખોલતાં તેમાંથી નિર્મળ પર્યાયો નીકળશે, પણ તેમાંથી વિકાર નહિ નીકળે.

જ્ઞાનસ્વરૂપ આત્મા અનંત શક્તિવાળો છે તેનું આ વર્ણન ચાલે છે. તેમાં જીવત્વશક્તિથી શરૂ કરીને
અનેકત્વશક્તિ સુધીની ૩૨ શક્તિઓનું વર્ણન થયું છે. હવે ‘ભાવ’ અને ‘અભાવ’ વગેરેના જોડકાંરૂપ છ
શક્તિઓ કહે છે–
(૩૩–૩૪) ભાવશક્તિ અને અભાવશક્તિ;
(૩૫–૩૬) ભાવ–અભાવશક્તિ અને અભાવ–ભાવશક્તિ;
(૩૭–૩૮) ભાવ–ભાવશક્તિ અને અભાવ–અભાવશક્તિ.
તેમાંથી પહલાં ભાવશક્તિ તથા અભાવશક્તિનું વર્ણન ચાલે છે. “જ્ઞાનસ્વરૂપ આત્મામાં વિદ્યમાન
અવસ્થાવાળાપણારૂપ ભાવશક્તિ છે; તેમ જ શૂન્ય–અવિદ્યમાનઅવસ્થાવાળાપણારૂપ અભાવશક્તિ છે.” આત્મા
ત્રિકાળ ટકનાર વસ્તુ છે–ને તેનામાં કોઈ ને કોઈ અવસ્થા વર્તમાન વર્તતી હોય જ છે. પોતાની જ એવી શક્તિ
છે કે દરેક સમયે કોઈ અવસ્થા વિદ્યમાન હોય

PDF/HTML Page 6 of 25
single page version

background image
: આસો : ૨૪૮૩ ‘આત્મધર્મ’ : ૫ :
અજ્ઞાની જીવ ભ્રાંતિને લીધે આત્મશાંતિ ખોઈ બેઠો છે.
ભ્રાંતિ ટળે તો શાંતિ થાય
જ. એટલે બીજાના કારણે અવસ્થા થાય એ વાત રહેતી નથી અને વર્તમાન જે અવસ્થા વિદ્યમાનપણે વર્તતી
હોય તે સિવાયની બીજી બધી અવસ્થાઓ અવિદ્યમાનરૂપ છે એવી અભાવશક્તિ છે. જો વર્તમાન અવસ્થા
વિદ્યમાન ન હોય તો વસ્તુ જ ન હોય અને જો પહેલાંં–પછીની અવસ્થાઓનો વર્તમાન અભાવ ન હોય તો પૂર્વનું
અજ્ઞાન કદી (જ્ઞાનદશામાં પણ) ટળે નહિ, તેમજ સાધકપણામાં જ ભવિષ્યની કેવળજ્ઞાનદશા થઈ જાય; પણ
એમ નથી. વર્તમાનપણે એક અવસ્થા વર્તે છે તે ભાવશક્તિનું કાર્ય છે, ને તે અવસ્થામાં બીજી અવસ્થાઓ
અવિદ્યમાન છે–તે અભાવશક્તિનું કાર્ય છે. જુઓ, આમાં પર્યાયબુદ્ધિ ઊડી જાય છે, કેમ કે એકેક પર્યાયમાં આખું
દ્રવ્ય સાથે ને સાથે વર્તે છે, પણ એક પર્યાયમાં બીજી પર્યાય વર્તતી નથી. અને આવી દ્રષ્ટિથી જ્યાં આત્મા પોતે
નિર્મળભાવરૂપે પરિણમ્યો ત્યાં તે નિર્મળભાવમાં વિકારનો અભાવ છે. પર્યાયમાં વિકારનું વિદ્યમાનપણું જ ભાસે,
વિકારનો અભાવ ન ભાસે તો તેણે ખરેખર આત્માની ભાવ–અભાવશક્તિને જાણી નથી.
આત્મા છે પણ તેની કોઈ પર્યાય નથી એમ માને, અથવા તો પરને લીધે પર્યાય થવાનું માને, અથવા તો
પર્યાયમાં આત્મા દેખાતો નથી–એમ માને, તો તે જીવે ખરેખર ભાવશક્તિવાળા આત્માને જાણ્યો જ નથી. હે
ભાઈ! પૂર્વની પર્યાયોનો વર્તમાનમાં અભાવ છે, પછીની પર્યાયો પણ વર્તમાનમાં અવિદ્યમાન છે, આવી તારી
અભાવશક્તિ છે, માટે પૂર્વની પર્યાયોને ન જો, પછીની પર્યાયોનો ન જો, વર્તમાન પર્યાયને વર્તમાન વર્તતા દ્રવ્ય
સાથે જોડ; તો તે પર્યાયમાં નિર્મળતાનો ભાવ અને મલિનતાનો અભાવ છે. અહીં ભાવશક્તિના પરિણમનમાં
નિર્મળ અવસ્થાનું વિદ્યમાનપણું લેવું છે, કેમકે જેણે આવી શક્તિવાળા આત્માને લક્ષમાં લીધો તેને વર્તમાન
પર્યાય નિર્મળપણે વર્તે છે.
અહો, ત્રણે કાળે જ્યારે જુઓ ત્યારે દ્રવ્યની અવસ્થા પોતાથી જ વિદ્યમાનપણે વર્તે છે. અને તે તે
સમયની અવસ્થા સિવાયની બીજી આગળ–પાછળની બધી અવસ્થાઓ અવિદ્યમાન જ છે. વર્તમાન પર્યાયનું
વર્તવાપણું તે ‘ભાવ’ ને બીજી પર્યાયોનું નહિ વર્તવાપણું તે ‘અભાવ’–આવી બંને શક્તિઓ આત્મામાં એક
સાથે વર્તે છે.
દ્રવ્ય તે સામાન્ય છે, ને પર્યાય તે તેનું વિશેષ છે. વિશેષ વગરનું એકલું સામાન્ય હોઈ શકે નહિ; જો
આત્માની અવસ્થા પોતાથી ન હોય તો, સામાન્ય–દ્રવ્ય વિશેષ વગરનું થઈ જાય એટલે આત્માનો અભાવ જ
થઈ જાય. જડમાં પણ આવો સ્વભાવ છે એટલે જડની અવસ્થાનું વિદ્યમાનપણું પણ તેના પોતાથી જ છે.
ભાવશક્તિવાળો ભગવાન આત્મા જ્યારે જુઓ ત્યારે વર્તમાન વિદ્યમાન અવસ્થાવાળો જ વર્તી રહ્યો
છે.–કેવી અવસ્થા?–કે નિર્મળ અવસ્થા. એકલી મલિન અવસ્થા વર્તે તેને ખરેખર આત્માની અવસ્થા કહેતા નથી
કેમકે તે અવસ્થામાં આત્માનો સ્વીકાર નથી.
દ્રવ્ય–ગુણ ત્રિકાળ સત્ છે ને તેની વર્તતી અવસ્થા તે વર્તમાન સત્ છે; આ રીતે દ્રવ્ય–ગુણ ને તેની
વર્તતી અવસ્થાથી આત્મા ભાવરૂપ છે. તથા બીજી અવસ્થાઓ અવિદ્યમાન છે એટલે તે અભાવરૂપ છે.
ભૂતકાળની અજ્ઞાનદશા કે ભવિષ્યની સિદ્ધદશા તેનો વર્તમાન સાધકદશામાં અભાવ છે. અજ્ઞાનદશા ભૂતકાળમાં
હતી, સિદ્ધદશા ભવિષ્યમાં થવાની છે છતાં વર્તમાનમાં તે બંનેનો અભાવ છે,–એવી અભાવશક્તિ આત્મામાં છે.

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬ : ‘આત્મધર્મ’ ૨૪૮૩ : આસો :
કાયાની વિસારી માયા સ્વરૂપે શમાયા એવા
નિગ્રંથનો પંથ ભવઅંતનો અમોઘ ઉપાય છે


આત્માની અવસ્થામાં પરનો તો અભાવ, ને તેની વર્તમાન અવસ્થામાં બીજી અવસ્થાનો પણ અભાવ
છે. અજ્ઞાની તો પોક મૂકે છે કે અરે! આત્મામાં કર્મનું જોર ઘણું! તેને કહે છે કે અરે મૂઢ! તારી પર્યાયમાં
કર્મનો તો અભાવ છે, તો તે તને શું કરે? તારામાં તારી પર્યાયના ભાવને દેખ, ને કર્મના અભાવને દેખ.
કર્મનો તારી પર્યાયમાં ભાવ છે કે અભાવ? તારી પર્યાયમાં તો તેનો અભાવ છે. એ ઉપરાંત અહીં તો કહે છે કે
પૂર્વની પર્યાયનો પણ વર્તમાનમાં અભાવ છે; માટે, “અરેરે! પૂર્વે બહુ અપરાધ કર્યા હવે આત્માનો કેમ ઉદ્ધાર
થાય?”–એવી હતાશબુદ્ધિ છોડ તારી વર્તમાન પર્યાયને સ્વભાવમાં વાળે તો તેમાં કંઈ પૂર્વના દોષ નથી
આવતા. અજ્ઞાનીને પણ પોતાની જ વર્તમાન ઊંધાઈથી મલિનતા છે, કાંઈ પૂર્વની મલિનતા તેને વર્તમાનમાં
નથી આવતી, પૂર્વની પર્યાયનો તો અભાવ થઈ ગયો છે. અહો, સમયે સમયે વર્તતી વર્તમાન પર્યાયનો ‘ભાવ’
અને તેમાં બીજી પર્યાયોનો ‘અભાવ’–એમાં તો પર્યાયેપર્યાયની સ્વતંત્રતા બતાવી છે.
વસ્તુ હોય અને તેને પોતાનો કોઈક આકાર ને પ્રકાર વિદ્યમાન ન હોય–એમ બને નહિ. (અહીં આકાર
તે વ્યંજનપર્યાય છે ને પ્રકાર તે અર્થપર્યાય છે.) જેમ સોનું છે તો તેનો કોઈ ને કોઈ આકાર તથા પીળાશ
વગેરે પ્રકાર હોય જ. તેમ આત્મવસ્તુમાં પણ પોતાના આકાર અને પ્રકારરૂપ ભાવ વર્તે જ છે. નિમિત્ત આવે
તો પર્યાય થાય–એવી જેની માન્યતા છે તેણે આત્માની ભાવશક્તિને માની નથી.
કોઈ કહે કે આત્મા અને તેની અવસ્થા પોતાથી વિદ્યમાન છે–એમ તો અમે સ્વીકારીએ છીએ, પણ
અમારી પર્યાયમાં મિથ્યાત્વ જ વર્તે છે! તો આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! આત્માના ભાવ પોતાથી જ છે એમ
તેં કોની સામે જોઈને સ્વીકાર્યું? જો આત્મા સામે જોઈને તે સ્વીકાર્યું હોય તો પર્યાયમાં મિથ્યાત્વ રહે જ નહિ.
અને પરની સામે જોઈને જ જો તું કહેતો હો કે ‘આત્માના ભાવ પોતાથી છે’–તો એ રીતે પરની સામે જોઈને
આત્માના સ્વભાવનો ખરો સ્વીકાર થઈ શકે જ નહિ. જો આત્માના સ્વભાવને સ્વીકારે તો તે સ્વભાવને
અનુસરીને નિર્મળ અવસ્થાનું વિદ્યમાનપણું હોવું જોઈએ. જો પર્યાય એકલા પરને જ અનુસરે તો તેણે
સ્વભાવને કઈ રીતે સ્વીકાર્યો? માટે જો નિર્મળ અવસ્થાનું વિદ્યમાનપણું ન હોય તો તેણે વિદ્યમાન
અવસ્થાવાળા આત્મસ્વભાવ”ને પ્રતીતમાં લીધો જ નથી. જેમ દ્રવ્યની સન્મુખ થયા વગર ક્રમબદ્ધ પર્યાયની કે
સર્વજ્ઞની પ્રતીત ખરેખર થઈ શકતી જ નથી તેમ દ્રવ્યની સન્મુખ થયા વગર તેની કોઈ પણ શક્તિની યથાર્થ
પ્રતીત થઈ શકતી નથી.–અખંડ સ્વભાવની સન્મુખતાથી જ ધર્મની શરૂઆત થાય છે.
ભાવશક્તિ વગેરે શક્તિઓ તો બધા આત્મામાં ત્રિકાળ છે, પણ તેના નિર્મળ પરિણમન વગર તે શું
કામની? શક્તિની સન્મુખ થઈને તેને નિર્મળપણે ન પરિણમાવી તેને તો તે અભાવ સમાન જ છે, કેમકે તેના
વેદનમાં તે આવતી નથી. જેમ મેરુપર્વત નીચે શાશ્વત સોનુ છે, પણ તે શું કામનું? (તે નીકળીને કદી
ઉપયોગમાં નથી આવતું.) તેમ સર્વજ્ઞત્વ વગેરે શક્તિઓ બધા આત્મામાં હોવા છતાં જ્યાં સુધી તે નિર્મળ
પરિણમનમાં ન આવે ત્યાં સુધી અજ્ઞાનીને તો તે મેરુની નીચેના સોના સમાન જ છે. પોતે પોતાની શક્તિની
સન્મુખ થઈને તેની પ્રતીત નથી કરતો એટલે તેને તો તે અભાવ સમાન જ છે. પોતાની સ્વભાવશક્તિનો
સ્વીકાર કરતાં પર્યાયમાં તેનું નિર્મળ

PDF/HTML Page 8 of 25
single page version

background image
: આસો : ૨૪૮૩ ‘આત્મધર્મ’ : ૭ :
પરિણમન થાય છે, તેની આ વાત છે. એકલા વિકારની રુચિવાળો આત્માની સ્વભાવશક્તિની પ્રતીત કરી
શકતો નથી; અને સ્વભાવશક્તિની પ્રતીત જે કરે છે તેને પર્યાયમાં એકલો વિકાર જ નથી રહેતો, તેને નિર્મળતા
વર્તે છે, ને તેમાં વિકારનો અભાવ થતો જાય છે. સ્વભાવમાં વળતાં નિર્મળ પર્યાય થઈ, તેમાંથી વિકારને ટાળવો
નથી પડતો, પણ તે પર્યાયમાં વિકારનો અભાવ જ વર્તે છે. જુઓ, આ વિકારનો અભાવ કરવાની રીત! કઈ
રીત? કે જે પર્યાય શુદ્ધસ્વભાવ સાથે એકતા કરીને નિર્મળરૂપે પરિણમી છે તે પર્યાય પોતે જ વિકારના
અભાવરૂપ છે. નિર્મળપર્યાયનો ‘ભાવ’ને તેમાં વિકારનો ‘અભાવ’ એવી આત્માની ભાવશક્તિ તથા
અભાવશક્તિ છે. જ્ઞાનસ્વભાવી આત્માના પરિણમનમાં આવી શક્તિઓ પરિણમી જ રહી છે, એમ બતાવીને
અહીં શુદ્ધ આત્મા લક્ષિત કરાવવો છે.
જેને વિકારની રુચિ છે તેની રુચિમાં ‘સ્વભાવનો અભાવ’ છે. એટલે તેને અભાવશક્તિનું ઊંધુંં પરિણમન
છે. અને જેને સ્વભાવની રુચિ છે તેની રુચિમાં ‘વિકારનો અભાવ’ છે એટલે તેને અભાવશક્તિનું નિર્મળ
પરિણમન છે.
વળી, જેને વિકારની રુચિ છે તેની પર્યાયમાં નિર્મળતાને બદલે એકલા વિકારનું જ વિદ્યમાનપણું છે એટલે
તેને ભાવશક્તિનું વિપરીત પરિણમન છે.
અને જેને સ્વભાવની રુચિ છે તેની પર્યાયમાં નિર્મળતાનું વિદ્યમાનપણું છે એટલે તેને ભાવશક્તિનું નિર્મળ
પરિણમન વર્તે છે.
જુઓ, આમાં દ્રવ્ય સાથે પર્યાયની સંધિની અલૌકિક વાત છે. જેમ કરોડ રૂપીયાની મૂડીવાળાને તે સંબંધી
હૂંફ રહે છે, તેમ અહીં અનંતશક્તિવાળા શુદ્ધ આત્માને સ્વીકારે ને પર્યાયમાં તેની હૂંફ ન આવે–એમ બને જ નહિ.
જે પર્યાયે અંતર્મુખ થઈને ચિદાનંદથી ભરપૂર ભગવાનને સ્વીકાર્યો તે પર્યાયમાં નિર્મળતા પ્રગટીને એવી અપૂર્વ
હૂંફ આવી ગઈ છે કે બસ! હું તો આવા શુદ્ધ સ્વરૂપ જ છું, વિકારસ્વરૂપ હું નથી; આવી હૂંફના જોરે તેને નિર્મળતા
જ વધતી જાય છે, ને વિકાર ટળતો જાય છે, આનું નામ ધર્મ અને આરાધકદશા છે. જેને આવી હૂંફ (–નિઃશંકતા)
નથી તેને ધર્મનો અંશ પણ નથી.
‘મારી વર્તમાન પર્યાયની વિદ્યમાનતા મારા સ્વભાવથી જ છે’–બસ, આમ નક્કી કર્યું તેણે પરાશ્રયબુદ્ધિ
ઊડાડી દીધી, તેમ જ પૂર્વ–પછીની પર્યાયનો વાયદો ઊડાડી દીધો, ને હાજરાહજૂર એવા પોતાના શુદ્ધ સ્વભાવની સાથે
પર્યાયની સંધિ કરી –તે ધર્મનો ખરો વેપારી છે આવા આત્માનો નિર્ણય પોતે કરે નહિ અને “અમારા ભગવાને તથા
અમારા ગુરુએ કહ્યું તે સાચું છે પણ અમને આત્મા ઓળખાતો નથી.” –એમ કહે,–તો તેણે ખરેખર ભગવાનનો કે
ગુરુનો પણ નિર્ણય કર્યો નથી; કેમકે ભગવાને અને ગુરુએ શું કહ્યું તે સમજ્યા વગર તેમની ઓળખાણ ક્યાંથી કરી?
માટે સ્વાશ્રયથી વસ્તુસ્વરૂપનો નિર્ણય કર્યા વગર ધર્મના પંથમાં એક પગલુંય ચાલે તેમ નથી.
નિર્મળ પર્યાય વિના દ્રવ્યનો સ્વીકાર થતો નથી–એમાં તો ઘણું રહસ્ય છે. ત્રિકાળી દ્રવ્યસ્વભાવને
સ્વીકારનારી પર્યાય તેની સાથે તદ્રૂપ થઈ જાય છે, એટલે તે પર્યાય નિર્મળ છે. સ્વભાવ તરફ ઢળેલી નિર્મળ
અવસ્થા વગર સ્વભાવનો સ્વીકાર યથાર્થપણે થાય જ નહિ. આત્માનો સ્વભાવ જ એવો છે કે તેનો સ્વીકાર કરતાં
તે પોતે નિર્મળ અવસ્થારૂપે પરિણમી જાય છે. જો સ્વભાવ પરિણમીને અવસ્થામાં કાંઈક ન આવે તો તે અવસ્થાએ
સ્વભાવનો સ્વીકાર કર્યો જ નથી એકલા દ્રવ્યની શુદ્ધતા કહે ને પર્યાયની શુદ્ધતા જરાય ન ભાસે તો તે પર્યાય
શુદ્ધદ્રવ્ય તરફ વળી જ નથી એટલે શુદ્ધદ્રવ્યનો પણ ખરેખર સ્વીકાર કર્યો નથી. આત્માનો શુદ્ધસ્વભાવ સ્વીકારતાં તે
સ્વભાવ ઉલ્લસીને પર્યાયમાં આવે છે,–અર્થાત્ પર્યાય પણ સ્વભાવમાં અભેદ થઈને શુદ્ધરૂપ પરિણમે છે.
વસ્તુમાં કોઈ ને કોઈ એક અવસ્થા વિદ્યમાન હોય જ એમ તો સામાન્યપણે ઘણા કહે છે, પરંતુ અહીં તો તે
ઉપરાંત એ વિશેષ વાત છે કે ‘મારી અવસ્થા મારાથી જ વિદ્યમાન છે’–એવો સ્વભાવ જેણે સ્વીકાર્યો તેને નિર્મળ
જ અવસ્થાનું વિદ્યમાનપણું છે. સ્વભાવની પ્રતીત વિના અજ્ઞાનીને અનાદિથી વિકાર જ વિદ્યમાન છે, સ્વભાવનું
વિદ્યમાનપણું તેને ભાસતું નથી.

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : ‘આત્મધર્મ’ ૨૪૮૩ : આસો :
જ્યાં નિર્મળ સ્વભાવની વિદ્યમાનતા ભાસી ત્યાં તે સ્વભાવના આશ્રયે થયેલી વિદ્યમાન પર્યાય પણ નિર્મળ થઈ
છે. જો એમ ન બને તો સ્વભાવનો જ અભાવ થઈ જાય. આવા પોતાના સ્વભાવને સમજવાનો અભ્યાસ કરવો
તે પણ ધર્મ માટેનો પ્રયત્ન છે.
જો અંતરમાં પ્રેમ કરે તો તો ચૈતન્યપ્રભુ નજીક જ બિરાજે છે; અંતરની પ્રીતિના અભાવે ચૈતન્યપ્રભુ દૂર
લાગે છે, પણ જો ગુરુગમે ચૈતન્યનું સ્વરૂપ લક્ષમાં લઈને તેમાં પ્રીતિ જોડે તો તો પ્રભુ પોતાની પાસે જ છે–પોતે
જ ચિદાનંદ પ્રભુ છે. જેથી પ્રીતિ પરમાં છે તેવી પ્રીતિ જો આત્મામાં જોડે તો આત્માનો અનુભવ થયા વિના રહે
નહીં.
અશુદ્ધતાની દ્રષ્ટિમાં આત્માનું વિદ્યમાનપણું દેખાતું નથી. જો સ્વભાવને દેખે તો પર્યાયમાં ફેર પડ્યા
વિના રહે નહિ. જેમ પૈસાની પ્રીતિવાળો પચીસ લાખ રૂપીયા કમાય ને તેની હોંસમાં ફેર ન પડે એમ બને નહિ,
તેમ અંર્ત લક્ષે ચૈતન્યસ્વભાવનો લાભ થતાં પર્યાયની હોંસમાં ફેર ન પડે તેમ બને નહિ, અર્થાત્ પર્યાયમાં
સ્વભાવની નિઃશંકતા અને તે તરફનો ઉત્સાહ આવ્યા વિના રહે નહિ. જો નિર્મળઅવસ્થા ન હોય તો ત્યાં વસ્તુ
જ વિદ્યમાન નથી એટલે કે અજ્ઞાનીને વસ્તુસ્વભાવનો નિર્ણય કે નિઃશંકતા નથી. ચૈતન્યસ્વભાવમાં અંદર
ઊતરીને જ્યાં તેનો નિર્ણય કર્યો ત્યાં તે વખતની વિદ્યમાનતા પર્યાય નિર્મળ થઈ છે. નિર્મળ પર્યાયની
વિદ્યમાનતા વગર સ્વભાવનો નિર્ણય કર્યો કોણો? કાંઈ મલિનતામાં એવી તાકાત નથી કે સ્વભાવનો નિર્ણય
કરી શકે? દેહ તે હું, રાગનું વેદન તે હું–એમ સ્વીકારનારી પર્યાયમાં સ્વભાવનો સ્વીકાર નથી, એટલે તે પર્યાય
પોતે સ્વભાવ તરફ વળેલી નથી; જ્યાં સ્વભાવ તરફ વળનારી નિર્મળ પર્યાય વિદ્યમાન ન હોય ત્યાં
શુદ્ધસ્વભાવના અસ્તિત્વનો નિર્ણય પણ હોય નહિ. આ રીતે, શુદ્ધસ્વભાવના અસ્તિત્વનો નિર્ણય અને શુદ્ધ
પર્યાયરૂપ પરિણમન–એ બંને એક સાથે જ છે. અને એ રીતે જ્ઞાનસ્વભાવી આત્મા વિદ્યમાન અવસ્થાવાળો છે.
“વિદ્યમાન અવસ્થાવાળો છે.” કોણ? કે જ્ઞાનસ્વભાવી આત્મા. આ રીતે વિદ્યમાન અવસ્થાવાળાપણું
નક્કી કરનારની દ્રષ્ટિ જ્ઞાનસ્વભાવી આત્મા ઉપર જાય છે ને તે સ્વભાવની દ્રષ્ટિથી તેની વિદ્યમાન અવસ્થા
નિર્મળ જ વર્તે છે. આત્માની હયાતીનો નિર્ણય કરે ને નિર્મળ પર્યાય તેમાં ન આવે એમ બને નહિ. શુદ્ધ દ્રવ્ય ને
શુદ્ધ પર્યાય બંને થઈને અભેદપણે આત્માની હયાતી છે.
આત્માની પર્યાયનું વિદ્યમાનપણું નિમિત્તને કારણે તો નથી, પૂર્વ અવસ્થાને કારણે પણ વર્તમાન પર્યાયનું
વિદ્યમાનપણું નથી, તેમજ એક સમયે જે વિકાર છે તેને લીધે પણ નિર્મળતાનું વિદ્યમાનપણું નથી, પણ ચૈતન્ય
દ્રવ્યમાં એક ભાવશક્તિ છે, તેથી તેના જ આધારે નિર્મળ પર્યાયની વિદ્યમાનતા છે. આત્માની સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ પર્યાયનું વિદ્યમાનપણું કોઈ પરના આધારે છે–એમ નથી, પણ આત્માની પોતાની ભાવશક્તિથી તે
અવસ્થાનું વિદ્યમાનપણું છે. આત્માનો જે ત્રિકાળ ટકતો ભાવ તે ધ્રુવ ઉપાદાન છે અને અવસ્થાનું વિદ્યમાનપણું
તે ક્ષણિક ઉપાદાન છે.
છઠ્ઠા સાતમા ગુણસ્થાને મુનિદશા વિદ્યમાન વર્તે છે; તે મુનિદશા શું શરીરની દિગંબર દશાના આધારે
છે?–કે ના; પંચ મહાવ્રતના વિકલ્પના આધારે છે?–ના; પૂર્વની પર્યાયના આધારે છે?–ના; એક ગુણના ભેદના
આધારે છે?–ના; અનંત શક્તિસ્વરૂપ અભેદ આત્માના આધારે જ તે મુનિદશા વિદ્યમાન વર્તે છે. આ રીતે,
અભેદ આત્માની સામે જોઈને જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે નિર્મળ પર્યાયની વિદ્યમાનતાનો નિર્ણય થાય
છે; અને ત્યારે જ જ્ઞાનીની, મુનિની કે સર્વજ્ઞની યથાર્થ ઓળખાણ થાય છે.
આત્મા પોતે નિર્મળ પર્યાયપણે વિદ્યમાન વર્તે–એવી તેની ભાવશક્તિ છે; પણ તે ભાવશક્તિનું કાર્ય એવું
નથી કે વિકારને પોતામાં વર્તાવે. વિકાર તો વિપરીત પરિણમન છે તેને શક્તિનું કાર્ય કહેવાય નહિં. કારણ જેવું
કાર્ય હોય, એટલે કે નિર્મળ કાર્ય હોય તેને જ શક્તિનું કાર્ય કહેવાય. આત્માની એકેય શક્તિ એવી નથી કે
વિકારનું કારણ થાય, માટે વિકાર તે ખરેખર આત્માની શક્તિનું પરિણમન નથી. એટલે એકલા વિકાર ઉપર
જેની દ્રષ્ટિ છે તેના પરિણમનમાં આત્માનો સ્વભાવ આવ્યો જ નથી. જો આત્માના સ્વભાવને દ્રષ્ટિમાં લ્યે તો
આત્મા પોતે નિર્મળ પર્યાયરૂપે

PDF/HTML Page 10 of 25
single page version

background image
: આસો : ૨૪૮૩ ‘આત્મધર્મ’ : ૯ :
પરિણમી જાય–એવો જ તેનો સ્વભાવ છે. નિર્મળતારૂપે પરિણમી જાય ને વિકારનો પોતામાં અભાવ રાખે એવી
આત્માની અચિંત્ય તાકાત છે. અહો! પોતાના અસલી સ્વભાવનો મહિમા જીવને કદી આવ્યો નથી.
સમ્યગ્દર્શન તે શ્રદ્ધાગુણની પર્યાય છે. તે પર્યાય જો પરને લીધે કે વિકલ્પને લીધે માને તો તે વખતે
શ્રદ્ધાગુણની પર્યાય વિદ્યમાન ન રહી!–એટલે ત્યાં ખરેખર સમ્યગ્દર્શન જ ન રહ્યું, મિથ્યાત્વ થઈ ગયું; અને
મિથ્યાત્વ તે ખરેખર શ્રદ્ધાગુણની પર્યાય ગણતા નથી.
સ્વદ્રવ્યનો આશ્રય કરીને અને પરદ્રવ્યનો આશ્રય છોડીને, નિર્મળ પર્યાયના ભાવરૂપ અને વિકારના
અભાવરૂપ પરિણમે એવો આત્માનો અનેકાન્ત સ્વભાવ છે, અને તે જ ધર્મ છે.
સ્વનો આશ્રય છોડીને પરના આશ્રયે જ જે એકલા વિભાવરૂપ પરિણમે છે, ને વિભાવના અભાવરૂપ
નથી પરિણમતો, તેને સ્વ–પરની એકતાબુદ્ધિરૂપ એકાંત છે–મિથ્યાત્વ છે.
અજ્ઞાની કહે છે કે આત્મામાં કર્મોનું જોર છે, પણ અહીં તો આચાર્યદેવ કહે છે કે આત્મામાં
અભાવશક્તિનું એવું જોર છે કે કર્મને પોતામાં આવવા જ નથી દેતું. ભાવશક્તિને લીધે વર્તમાન નિર્મળપર્યાય
વર્તે છે, ને તે જ વખતે અભાવશક્તિને લીધે તે પર્યાયમાં કર્મનો–વિકારનો તેમજ પૂર્વ–પછીની પર્યાયોનો
અભાવ વર્તે છે. જો ભાવશક્તિ ન હોય તો નિર્મળ પર્યાયરૂપ ભવન–પરિણમન ન થઈ શકે; અને જો
અભાવશક્તિ ન હોય તો પૂર્વની વિકારી પર્યાયના અભાવરૂપ પરિણમન ન થઈ શકે, માટે એ બંને શક્તિઓ
આત્મામાં એક સાથે પરિણમે છે. આવા આત્માની ઓળખાણ કરીને તેનું અવલંબન કરતાં અનુક્રમે સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળ પરિણમન થાય છે અને વિભાવ પરિણામનો અભાવ થાય છે.–આમાં જ મોક્ષનો
પુરુષાર્થ છે.
ચૈતન્યસ્વભાવની સન્મુખ થતાં જ મિથ્યાત્વના અભાવરૂપ ને સમ્યક્ત્વના સદ્ભાવરૂપ પરિણમન થાય
છે. જે પર્યાય અંતર્મુખ થઈને સ્વભાવ સન્મુખ થઈ તે પર્યાયમાં સ્વભાવનું પરિણમન થયા વિના રહે નહીં.
સ્વભાવ ઉપર દ્રષ્ટિ જતાં સ્વભાવની નિર્મળતાના ભાવરૂપ અને વિકારના અભાવરૂપ જે પર્યાય થઈ તે
પર્યાયની વિદ્યમાનતામાં સમકિતીનો આત્મા વર્તે છે, પણ રાગાદિમાં તે ખરેખર વર્તતો નથી, તેના તો અભાવમાં
વર્તે છે.
જુઓ, આ સમકિતીની ઓળખાણ! સમકિતીનો આત્મા ક્યાં રહ્યો છે? સ્વર્ગ કે નરકાદિના સંયોગમાં
સમકિતીનો આત્મા નથી, રાગમાં પણ સમકિતીનો આત્મા નથી, આત્માના આશ્રયે જે નિર્મળ પર્યાય વિદ્યમાન
વર્તે છે તેમાં જ ખરેખર સમકિતીનો આત્મા છે. આ સિવાય રાગથી કે સંયોગથી ઓળખવા જાય તો તે રીતે
સમકિતીના આત્માની ઓળખાણ ખરી રીતે થતી નથી.
અહો! આત્માનો સ્વભાવ તો વિકારના અભાવરૂપ છે; તે સ્વભાવના આશ્રયે તો વિકારનો અભાવ થતો
જાય છે, તેને બદલે વિકારને રાખવા માંગે તો તેને આત્માના સ્વભાવની પ્રતીત નથી.
હે જીવ! તારો સ્વભાવ વિભાવના અભાવવાળો છે.
તારુ જ્ઞાન અજ્ઞાનના અભાવવાળું છે. તારી શ્રદ્ધા વિપરીતતાના અભાવવાળી છે.
તારો આનંદ આકુળતાના અભાવવાળો છે. તારું ચારિત્ર કષાયના અભાવવાળું છે.
તારી સર્વજ્ઞતા આવરણના અભાવવાળી છે. તારી સ્વચ્છતા મલિનતાના અભાવવાળી છે.
તારું જીવન ભાવ–મરણના અભાવવાળું છે. તારું સુખ દુઃખના અભાવવાળું છે.
તારી પ્રભુતા દીનતાના (પામરતાના) અભાવવાળી છે.
–એ પ્રમાણે તારી બધી શક્તિઓ વિભાવના અભાવવાળી છે. આવા સ્વભાવનો સ્વીકાર થતાં પર્યાયમાં
પણ તેવું પરિણમન થઈ જાય છે.–આ જ ધર્મની રીત છે. સ્વભાવની શુદ્ધતાને પ્રતીતમાં લઈને તેના આશ્રયે
પરિણમન કર્યા સિવાય બીજો કોઈ ધર્મનો ઉપાય જગતમાં છે જ નહીં.
પહેલાંં વિકલ્પ હોય છે તે વિકલ્પને લીધે કાંઈ

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : ‘આત્મધર્મ’ ૨૪૮૩ : આસો :
મિથ્યાત્વના અભાવરૂપ ને સમ્યક્ત્વના ભાવરૂપ પરિણમન થતું નથી; પણ શુદ્ધ આત્માના જ આશ્રયે
મિથ્યાત્વના અભાવરૂપ ને સમ્યક્ત્વના ભાવરૂપ પરિણમન થાય છે. નિર્મળ પર્યાયની એકતા પોતાના
ચૈતન્યપ્રભુ સાથે છે. અંતર્મુખ થઈને શ્રદ્ધા–જ્ઞાન–આનંદની જે પરિણતિ પોતાના ચૈતન્ય–પિયુ સાથે એકતા કરે તે
સમ્યક્ પરિણતિ છે; અને જે પરિણતિ પોતાના ચૈતન્ય–પિયુ સાથે એકતા ન કરતાં, પરમાં ને વિકારમાં લાભ
માનીને તેની સાથે એકતા કરે તે પરિણતિ દુરાચારિણી છે, તેને ખરેખર ચૈતન્યપ્રભુની પરિણતિ કહેતા નથી.
વર્તમાન પર્યાય અંતર્મુખ થઈને ત્રિકાળી દ્રવ્ય સાથે એકતા કરે તેનું નામ અનેકાન્ત છે. અને પર સાથે એકતા
કરે તો ત્યાં દ્રવ્ય શુદ્ધ ને પર્યાય અશુદ્ધ–એટલે દ્રવ્ય–પર્યાયની એકતારૂપ અનેકાન્ત ન થયું પણ એકાંત થયું. અહીં
આચાર્યદેવ અનંતશક્તિવાળા આત્મસ્વભાવની સાથે એકતા કરાવીને અનેકાન્ત કરાવે છે. સાધકને પર્યાયમાં
અલ્પ રાગ હોવા છતાં, શુદ્ધ સ્વભાવ સાથે એકતાની દ્રષ્ટિમાં રાગનો અભાવ છે. પહેલાંં આવા નિર્મળ
સ્વભાવનું લક્ષ કરે તો તે લક્ષના દોરે–દોરે નિર્મળ પરિણમન થાય.
અહો, આત્મા કેવો છે? કે પોતાની શુદ્ધ પર્યાયની વિદ્યમાનતા સહિત છે. શુદ્ધ પર્યાય વિના દ્રવ્યની સિદ્ધિ
થાય નહિ. આ ચૈતન્યદ્રવ્ય ઈચ્છા વગરનું હોય, રાગ વગરનું હોય, સંગ વગરનું હોય, કર્મ અને શરીર વગરનું
હોય, પણ નિર્મળ અવસ્થાની વિદ્યમાનતા વિનાનું ન હોય.
પ્રશ્ન:– અજ્ઞાનીને આત્મા તો છે પણ નિર્મળ અવસ્થા નથી!
ઉત્તર:– અહીં પોતાના આત્માનો નિર્ણય કરવાની વાત મુખ્ય છે. અજ્ઞાનીને પોતાના આત્માના
અસ્તિત્વનો નિર્ણય ખરેખર છે જ નહિ, એટલે તેની પ્રતીતિમાં તો દ્રવ્યની હયાતી નથી, તેને તો રાગની જ
હયાતી છે. મારું શુદ્ધદ્રવ્ય છે પણ નિર્મળપર્યાય નથી–એમ કહેનારને ખરેખર શુદ્ધદ્રવ્યનો પણ નિર્ણય થયો જ
નથી. શુદ્ધ દ્રવ્યનો નિર્ણય થયો હોય ત્યાં શુદ્ધ પર્યાય હોય જ.
આવી આત્માની ભાવશક્તિ છે. આ ભાવશક્તિ આત્માનું રાગાદિથી ને પરથી ભિન્નપણું તથા વર્તમાન
નિર્મળ પર્યાય સાથે એકપણું બતાવે છે અને વર્તમાન દ્રવ્ય સાથે અભેદ થયેલી નિર્મળ પર્યાય સિવાય બીજી
પર્યાયો તથા રાગાદિ અવિદ્યમાન છે–એમ અભાવશક્તિ બતાવે છે, જ્ઞાનસ્વભાવને લક્ષમાં લઈને પરિણમન
કરતાં આવી ભાવશક્તિ ને અભાવશક્તિ પણ નિર્મળપણે પરિણમે છે. એ રીતે જ્ઞાનસ્વભાવી આત્મામાં એક
સાથે અનેક શક્તિઓનું પરિણમન હોવાથી તે સ્વયમેવ અનેકાન્તસ્વરૂપ છે. આવા અનેકાન્તમૂર્તિ ભગવાન
આત્માને ઓળખવો તે અપૂર્વ ધર્મ છે.
આત્માના શુદ્ધસ્વભાવમાં વિકારનો અભાવ છે, ને તે સ્વભાવમાં એકાગ્ર થયેલી નિર્મળ પર્યાયમાં પણ
વિકારનો અભાવ છે, એવી અભાવશક્તિ છે; એટલે “વિકારનો અભાવ કરુ” એવું રહેતું નથી કેમકે નિર્મળપણે
વર્તતી પર્યાય પોતે વિકારના અભાવસ્વરૂપ છે. જેમ કે–સમ્યક્ત્વ પર્યાય થઈ તે પોતે મિથ્યાત્વના અભાવસ્વરૂપ
જ છે એટલે ‘મિથ્યાત્વનો અભાવ કરું’ એવું તે પર્યાયમાં રહેતું નથી. મિથ્યાત્વનો અભાવ કરું એવા લક્ષમાં
અટકે ત્યાં સુધી મિથ્યાત્વનો અભાવ થતો નથી, પણ શુદ્ધચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિથી જ્યાં સમ્યક્ત્વરૂપે પરિણમ્યો
ત્યાં મિથ્યાત્વનો અભાવ જ વર્તે છે. આ રીતે નિર્મળતાના ભાવમાં વિકારનો અભાવ જ છે, એવો આત્માનો
સ્વભાવ છે. શુદ્ધસ્વભાવમાં વિકાર નથી માટે તે સ્વભાવમાં અભેદ થયેલી પર્યાયમાં પણ વિકાર હોતો નથી. જો
સ્વભાવના આશ્રયે પણ વિકાર થાય તો તો તે વિકાર સ્વભાવ જ થઈ જાય, ને તે ટળીને મોક્ષ થઈ શકે જ નહિ.
પરંતુ સ્વભાવમાં વિકાર નથી એટલે તે સ્વભાવના આશ્રયે વિકારનો અભાવ થઈને મોક્ષદશા થઈ જાય છે.
આમ ન્યાયથી આત્માના શુદ્ધસ્વભાવનો નિર્ણય કરીને અંર્તઅનુભવથી તેની પ્રતીતિ કરવી તે સમ્યગ્દર્શન છે.
અને તે સમ્યગ્દર્શનના અભિપ્રાયમાં શુદ્ધ આત્મા સિવાય સમસ્ત પરભાવોનો ત્યાગ જ વર્તે છે.
જેમ મોચીના કોથળા ખોલતાં તેમાંથી તો દુર્ગંધી ચામડાના કટકા નીકળે; પણ ચક્રવર્તીના કરંડિયા
ખોલતાં તેમાંથી તો રત્ન–મણીના હાર નીકળે, તેમ આ શરીર તો ગંધાતા ચામડા જેવું છે, તેની ક્રિયામાંથી કાંઈ
સમ્યગ્દર્શનાદિ રત્નો ન નીકળે, શરીરના

PDF/HTML Page 12 of 25
single page version

background image
: આસો : ૨૪૮૩ ‘આત્મધર્મ’ : ૧૧ :
લક્ષે તો રાગ–દ્વેષના મલિન ભાવો થાય ને ચૈતન્ય ચક્રવર્તી ભગવાનઆત્માની શક્તિના કરંડિયા ખોલતાં
તેમાંથી નિર્મળ પર્યાયની પરંપરારૂપ હારમાળા નીકળે છે; ચક્રવર્તીનો ય ચક્રવર્તી એવો આ ચૈતન્યભગવાન, તેના
ભંડારમાં સમ્યગ્દર્શન–મુનિદશા–કેવળજ્ઞાન–સિદ્ધદશા વગેરે નિર્મળરત્નોની હારમાળા ગૂંથાયેલી પડી છે, તેને
ભંડાર ખોલીને બહાર કાઢવાની આ રીત આચાર્યભગવાને બતાવી છે. અરે જીવ! અંતર્મુખ થઈને એક વાર
તારી ચૈતન્ય શક્તિના ભંડારને ખોલ. તારી ચૈતન્યશક્તિ એવી છે કે તેને ખોલતાં તેમાંથી નિર્મળપર્યાયો
નીકળશે પણ તેમાંથી વિકાર નહીં નીકળે; વિકારથી તે શૂન્ય છે.
એક સમયની મલિન અવસ્થામાં વિકાર છે તે ત્રિકાળી સ્વભાવમાં નથી; ત્રિકાળી સ્વભાવના આશ્રયે
નિર્મળ અવસ્થાપણે વર્તતા ભગવાન આત્મામાં મિથ્યાત્વાદિનું શૂન્યપણું છે.
આ રીતે ત્રિકાળમાં અને ત્રિકાળના આશ્રયે વર્તતી વર્તમાન અવસ્થામાં, એ બંનેમાં વિકારનો અભાવ
છે. સાધક જીવને અલ્પ રાગાદિ છે પણ તેની સાથે એકતારૂપ પરિણમન નથી તેથી સ્વભાવમાં એકતારૂપ
પરિણમનમાં તેનો પણ અભાવ છે. અભાવશક્તિનું ભાન થતાં વિકારના અભાવરૂપ પરિણમન થાય છે.
અજ્ઞાની જીવમાં પણ આ બધી શક્તિઓ હોવા છતાં તેનો અસ્વીકાર કરીને અને વિકારનો જ સ્વીકાર કરીને તે
રખડે છે. આત્માના બધા ગુણમાં નિર્મળ અવસ્થારૂપે વર્તવાની ‘ભાવશક્તિ’ છે, પણ તેનો આશ્રય કરે તેને તેવું
પરિણમન થાય છે.
શુદ્ધસ્વભાવની સન્મુખતા થતાં વિભાવથી વિમુખતા થઈ જાય છે. બે માણસ હોય ત્યાં એકની સાથે
વાતમાં જોડાતાં બીજાની સાથેનો સંબંધ છૂટી જાય છે, તેમ ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને તેમાં ટકતાં
વિકારનો સંબંધ સહેજે છૂટી જાય છે. શુદ્ધસ્વભાવ તરફનું જેટલું જોર આપે તેટલો વિકારનો અભાવ થઈ જાય
છે.–આમાં પરમાર્થ, વ્રત, તપ, ત્યાગ વગેરે બધા ધર્મો સમાઈ જાય છે. ત્રિકાળ સ્વભાવની શુદ્ધતા ઉપર જોર ન
આપતાં, તેનાથી વિરુદ્ધ એવા વિકાર ઉપર કે નિમિત્ત ઉપર જે જોર આપે છે તેની પર્યાયમાં સ્વભાવનું
પરિણમન નથી થતું પણ વિકારનું જ પરિણમન થાય છે, ને તે અધર્મ છે. ચિદાનંદ સ્વભાવની સન્મુખ થઈને
તેની સમ્યક્શ્રદ્ધા કરી, તે શ્રદ્ધામાં મિથ્યાત્વનો ત્યાગ છે, તેના સમ્યગ્જ્ઞાનમાં અજ્ઞાનનો ત્યાગ છે, ને તેમાં
લીનતામાં અવ્રતનો ત્યાગ છે. આ સિવાય ધર્મ થવાનો ને અધર્મના ત્યાગનો બીજો કોઈ ઉપાય નથી; બીજા
કથન હોય તે બધા નિમિત્તના વ્યવહારના કથન છે, આત્મસ્વભાવમાં એકતા થતાં કેવા કેવા નિમિત્તનો સંબંધ
છૂટયો તેનું જ્ઞાન કરાવવા વ્યવહાર કથન છે કે આત્મા એ આ છોડ્યું.
પહેલાંં યથાર્થ ભેદજ્ઞાન કરીને અભિપ્રાય પલટી જવો જોઈએ કે ચૈતન્યસ્વભાવ જ હું છું, દેહાદિ કે
રાગાદિ તે બધાય મારાથી પર છે. જેમ કુવારી કન્યા પિતાના ઘરને અને મૂડીને ‘આ મારું ઘર ને આટલી
અમારી મૂડી’ એમ માને છે, પણ જ્યાં તેનું સગપણ કરે કે તરત તેના અભિપ્રાય બદલી જાય છે કે પિતાનું ઘર કે
પિતાની મૂડી મારી નહિ, પણ પતિનું ઘર ને પતિની મૂડી તે મારી. –હજી પિતાના ઘરે રહેલી હોવા છતાં તેનો
અભિપ્રાય પલટી જાય છે, તેમ અજ્ઞાનીએ અનાદિ સંસારથી ‘દેહ અને રાગ તે હું’ એમ માન્યું છે, પણ જ્યાં
ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ કરીને સિદ્ધદશા સાથે સંબંધ બાંધ્યો ત્યાં તેની દ્રષ્ટિ પલટી ગઈ છે કે સિદ્ધ ભગવાન જેવી
મૂડીવાળો સ્વભાવ તે હું, ને રાગ–દેહાદિ હું નહિ. હજી અલ્પ રાગાદિ તથા દેહાદિનો સંબંધ હોવા છતાં તેનો
અભિપ્રાય પલટી ગયો છે. અને અભિપ્રાય પલટતાં તે અભિપ્રાય અનુસાર પરિણમન પણ પલટી ગયું છે, એટલે
કે સિદ્ધદશા તરફનું શુદ્ધ પરિણમન થવા માંડ્યું છે ને સંસાર તરફનું શુદ્ધ પરિણમન છૂટવા માંડ્યું છે. ભલે ગમે
તેટલા વ્રત–તપ–ત્યાગ કરે, હજારો રાણીઓ છોડીને વૈરાગ્યથી દ્રવ્યલિંગી મુનિ થાય, પરંતુ આ રીતે શુદ્ધસ્વભાવ
સાથેનો સંબંધ જોડીને વિકાર સાથેનો સંબંધ ન તોડે ત્યાં સુધી કિંચિત્ પણ ધર્મ થતો નથી, તે અનાદિ
સંસારરૂપી પીયરમાં જ રહે છે.
ધર્મી જાણે છે કે મારા દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં કર્મનો તો અભાવ જ છે, અને કર્મના નિમિત્તે થતા
વિકારનો પણ અભાવ છે. દ્રવ્ય–ગુણમાં તો ત્રિકાળ વિકાર નથી ને પર્યાય પણ તેમાં વળેલી છે તેથી તેમાં પણ
વિકાર નથી. આ રીતે આત્મસ્વભાવમાં વિકારનો અભાવ છે એવી પ્રતીતવડે સાધકને ક્રમક્રમે વિકારનો

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : ‘આત્મધર્મ’ ૨૪૮૩: આસો :
પૂર્ણ અભાવ થઈને સિદ્ધપદ પ્રગટે છે. વિકારના અભાવરૂપ સ્વભાવની પ્રતીત કરે તેને પર્યાયમાં વિકારનો
અભાવ થયા વિના રહે નહિ. પર્યાયબુદ્ધિથી જ આત્મા વિકારી ભાસે છે, સ્વભાવબુદ્ધિથી જોતાં આત્માના દ્રવ્ય–
ગુણ–પર્યાય ત્રણે વિકારથી શૂન્ય છે. સંસાર તેનામાં છે જ નહિ. સંસાર કોનો? કે જે પોતાનો માને તેનો; એટલે
કે વિકારમાં જેની બુદ્ધિ છે, તેને જ સંસાર છે. સ્વભાવની બુદ્ધિવાળા સાધક તો કહે છે કે મારામાં સંસાર છે જ
નહિ–આવા શુદ્ધાત્માની દ્રષ્ટિ કરવી તે જ સંસારથી છૂટીને સિદ્ધ થવાનો ઉપાય છે.
આત્માનો એવો અભાવ સ્વભાવ છે કે તે પરથી અને વિકારથી શૂન્ય છે. જ્ઞાન–આનંદ વગેરે
નિજભાવથી ભરેલો છે, ને રાગાદિ પરભાવોથી તે ખાલી છે. અભાવશક્તિને લીધે પરનો ને વિકારનો
આત્મસ્વભાવમાં અભાવ છે, પરંતુ અભાવશક્તિ પોતે કાંઈ આત્મામાં અભાવરૂપ નથી, અભાવશક્તિ પોતે તો
આત્માના સ્વભાવરૂપ છે. પરના અભાવરૂપ ભાવ તે પણ આત્માનો સ્વભાવ છે.
આત્મામાં પરનો અભાવ છે, તેનો તો કદી ભાવ થતો નથી. આત્માના સ્વભાવમાં વિકારનો અભાવ છે
તેનો પણ કદી ભાવ થતો નથી. પણ આત્માની ભવિષ્યની કેવળજ્ઞાનાદિ પર્યાયો જે અત્યારે અભાવરૂપ છે તેનો
ભાવ થાય છે.–સાધકને પોતાના આવા આત્મસ્વભાવની પ્રતીત છે, કેવળજ્ઞાનની પણ પ્રતીત છે, વિકારના
અભાવની પણ પ્રતીત છે, તેને વર્તમાન નિર્મળતા વર્તે છે ને અલ્પકાળમાં વિકારનો સર્વથા અભાવ થઈને
ઝળહળતું કેવળજ્ઞાન ખીલી જવાનું છે.
જય હો તે કેવળજ્ઞાનનો.
– ૩૩મી ભાવશક્તિનું તથા ૩૪મી અભાવશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.
હાજર છતાં ગેરહાજર
સભામાં હાજર હોવા છતાં ક્યો શ્રોતા ગેરહાજર છે?
સભામાં હાજર હોવા છતાં, જે શ્રોતાનો ઉપયોગ શ્રવણમાં નથી જોડાતો ને બીજે
બહારમાં ઉપયોગ ભમે છે તે શ્રોતાનો આત્મા ગેરહાજર છે. તેનું શરીર અહીં બેઠું છે પણ
આત્માનો ઉપયોગ તો બીજે ભમે છે, તેથી તે હાજર છતાં ગેરહાજર છે.
જ્ઞાનું બહુમાન
જેને શ્રુતજ્ઞાનનો પ્રેમ હોય એટલે આત્મા સમજવાની દરકાર હોય, તેને તેના શ્રવણમાં
પણ ઉત્સાહ જોઈએ. ઉત્સાહ વિના શ્રવણ કરે તે પરિણમે નહિ. શ્રવણ વખતે બેદરકારી રાખે કે
ઝોલાં ખાય તો તેમાં શ્રુતજ્ઞાનનો અવિનય થાય ને તેને શ્રુતજ્ઞાન સમજાય નહિ. જ્ઞાન સમજવા
માટે તેનું ઘણું બહુમાન અને વિનય જોઈએ; શ્રવણ કરતાં, “અહો! આ તો મારા અપૂર્વ હિતની
વાત છે”–એમ અંતરમાં ઉત્સાહ આવવો જોઈએ.

PDF/HTML Page 14 of 25
single page version

background image
: આસો : ૨૪૮૩ ‘આત્મધર્મ’ : ૧૩ :
આઠ અંગથી ઝગઝગતો
સમ્યકત્વરૂપ સય
[સમકિતીના આઠ અંગનું અદ્ભુત વર્ણન]
(સમયસાર ગા. ૨૨૯ થી ૨૩૬ ઉપરના પ્રવચનોમાંથી : વીર સં. ૨૪૮૩ જેઠ)

• સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થતાં, નિઃશંકતાદિ આઠ ગુણોથી ઝળહળતો જે સમ્યકત્વરૂપી સૂરજ ઊગ્યો તેનો
પ્રતાપ આઠે કર્મોને ભસ્મ કરી નાંખે છે. • જીવને અંતરમાં એમ થવું જોઈએ કે અરે, મારું શું થશે? મારું
હિત કેમ થાય? સમ્યગ્દર્શન વિના અનાદિ સંસારમાં રખડતાં બહારમાં ક્યાંય મને શરણ ન મળ્‌યું, માટે હવે
અંતરમાં મારું શરણ શોધું. • જ્ઞાની કહે છે કે ભાઈ! અંતરમાં તારો આત્મા જ્ઞાયક સ્વભાવમય છે તે જ
તને શરણરૂપ છે; જ્ઞાન–આનંદથી ભરેલા ચૈતન્યનિધાન જેણે પોતાના અંતરમાં દેખ્યા તેને પરની આકાંક્ષા કેમ
હોય? • અહો, આત્માનો સ્વભાવ તો રત્નત્રયમય પવિત્ર છે, અને આ મલિનતા તો શરીરનો સ્વભાવ છે.
ધર્મી જાણે છે કે મારા જ્ઞાયકભાવમાં મોહ જ નથી, તો મૂંઝવણ કેવી? તેથી તે ધર્માત્મા પોતાના સ્વભાવના
પંથમાં મૂંઝાતા નથી. • અંતદ્રષ્ટિવડે ધર્માત્માએ રત્નત્રય ગુણોને પ્રસિદ્ધ કરીને દોષોનું ઉપગૂહન કરી નાંખ્યું
છે. ધર્મીને અંતરમાં સિદ્ધસમાન પોતાના શુદ્ધસ્વભાવ ઉપર જ દ્રષ્ટિ છે ને તેના પ્રત્યે જ ભક્તિ છે. • પોતાના
આત્માને મોક્ષમાર્ગમાં દ્રઢપણે સ્થિર કરવો તે જ સાચું સ્થિતિકરણ છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને
પોતાના આત્મામાં અભેદપણે દેખતો હોવાથી સમકિતીને તે રત્નત્રય પ્રત્યે પરમ વાત્સલ્ય હોય છે, રત્નત્રયરૂપ
મોક્ષમાર્ગ પ્રત્યે તેને પરમ પ્રીતિ–ગાઢ સ્નેહ હોય છે ચૈતન્યવિદ્યારૂપી રથમાં આ રૂઢ કરીને ધર્મી જીવ પોતાના
આત્માને જ્ઞાનમાર્ગમાં પરિણમાવે છે, એ રીતે તે જિનેશ્વરદેવના જ્ઞાનમાર્ગની પ્રભાવના કરનાર છે. • અહો!
આવો વીતરાગી જૈનમાર્ગ! તે લોકમાં પ્રસિદ્ધ થાય ને લોકો તેનો મહિમા જાણે...એવો ભાવ પણ ધર્માત્માને
આવે છે.
• સમ્યગ્દ્રષ્ટિ, નિઃશંકતા આદિ આઠ અંગોથી પરિપૂર્ણ એવા સમ્યગ્દર્શનરૂપી સુદર્શનચક્ર વડે
સમસ્ત કર્મોને હણીને મોક્ષને સાધે છે.

PDF/HTML Page 15 of 25
single page version

background image
: આસો : ૨૪૮૩ ‘આત્મધર્મ’ : ૧૪ :
આચાર્યદેવ કહે છે કે સમ્યગ્દ્રષ્ટિને નિઃશંકતા આદિ જે આઠ ચિહ્નો છે તે આઠ કર્મોને હણી નાંખે છે.
સમકિતી ધર્માત્મા અંર્તદ્રષ્ટિવડે નિજરસથી ભરપૂર એવા પોતાના જ્ઞાનસ્વરૂપને નિઃશંકપણે અનુભવે છે,
જ્ઞાનના અનુભવમાં રાગાદિ વિકારને જરા પણ ભેળવતા નથી. નિઃશંકપણે જ્ઞાનસ્વરૂપનો અનુભવ સમસ્ત
કર્મોને હણી નાંખે છે.
જ્ઞાનસ્વરૂપના અનુભવ વડે જ આઠ કર્મોનો નાશ થાય છે. શ્રદ્ધામાં જ્યાં પરિપૂર્ણ ચૈતન્ય સ્વભાવને
રાગાદિથી પાર જાણ્યો ત્યાં પછી તે ચૈતન્યસ્વભાવના અનુભવવડે જ્ઞાનીને ક્ષણેક્ષણે કર્મોનો નાશ જ થતો જાય
છે, ને નવા કર્મોનું જરાપણ બંધન થતું નથી–આ રીતે ધર્મીને નિયમથી નિર્જરા થાય છે. જ્ઞાનસ્વરૂપી આત્મા
અબંધસ્વભાવી છે, તેની સન્મુખ જ્યાં દ્રષ્ટિ થઈ ત્યાં જ્ઞાનીને બંધન થતું નથી.
જુઓ, આ શ્રદ્ધાનો મહિમા! સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થતાં જે સમ્યક્ત્વરૂપી ઝળહળતો સૂરજ ઊગ્યો તે
સૂર્યનો પ્રતાપ સમસ્ત કર્મોને નષ્ટ કરી નાંખે છે. નિઃશંકતા, નિઃકાંક્ષા, નિર્વિચિકિત્સા, અમૂઢદ્રષ્ટિ, ઉપગૂહન,
સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના–એ આઠ અંગરૂપી કિરણોથી ઝગઝગતો જે સમ્યકત્વરૂપી સૂર્ય ઊગ્યો તેના
પ્રતાપવડે સમ્યગ્દ્રષ્ટિ સમસ્ત કર્મોને ભસ્મ કરીને અલ્પકાળમાં જ સિદ્ધપદને પામે છે. પૂર્વ કર્મનો ઉદય વર્તતો
હોવા છતાં, દ્રષ્ટિના જોરે સમ્યગ્દ્રષ્ટિને નવા કર્મોનો જરા પણ બંધ ફરીને થતો નથી, પણ પૂર્વકર્મ નિર્જરતું જ
જાય છે. ઉદય છે માટે બંધ થાય–એ વાત ક્યાંય ઊડી ગઈ; ઉદય વખતે ચિદાનંદ સ્વભાવ તરફની દ્રષ્ટિના જોરે
આત્મા તે ઉદયને ખેરવી જ નાંખે છે, એટલે તે ઉદય તેને બંધનું કારણ થયા વિના નિર્જરી જ જાય છે.
સમ્યક્ત્વરૂપી સૂર્યનો ઉદય કર્મના ઉદયને ભસ્મ કરી નાંખે છે. જ્યાં મિથ્યાત્વના બંધનને ઊડાડી દીધું ત્યાં
અસ્થિરતાના અલ્પબંધનની શી ગણતરી?–તે પણ ક્રમે ક્રમે ટળતું જાય છે. આ રીતે જ્ઞાનીને સ્વસન્મુખ–
પરિણતિને લીધે કર્મની નિર્જરા જ થાય છે, ને અલ્પકાળમાં સર્વકર્મનો નાશ કરીને તે સિદ્ધપદને પામે છે.–આવો
સમ્યગ્દર્શનનો મહિમા છે.
ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવ હું છું–એવી પ્રતીતિના જોરે સમકિતીને નિઃશંકતા વગેરે આઠ ગુણો હોય છે
ને શંકા વગેરે આઠ દોષોનો અભાવ હોય છે; તેથી તેને બંધન થતું નથી પણ નિર્જરા જ થાય છે. સમકિતીના
આઠ અંગનું આઠ ગાથાઓ દ્વારા આચાર્યદેવ અદ્ભુત વર્ણન કરે છે.
(૧) સમ્યગ્દ્રષ્ટિનું નિ:શંકિત – અંગ
જે કર્મબંધન મોહકર્તા પાદ ચારે છેદતો,
ચિન્મૂર્તિ તે શંકારહિત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૨૯
જુઓ આ સમકિતી જીવનું ચિહ્ન! આ સમકિતીના આચાર! સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા જાણે છે કે હું તો
એક ટંકોત્કીર્ણ જ્ઞાયકભાવ છું, બંધન મારા સ્વભાવમાં છે જ નહિ; આ રીતે અબંધ જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિમાં
ધર્મીને બંધનની શંકા થતી નથી. આત્માના સ્વભાવમાં બંધનની શંકા કે ભય થાય તે તો મિથ્યાત્વભાવ છે,
ધર્મીને તેનો અભાવ છે. કર્મ અને તે કર્મ તરફનો ભાવ એ મારા સ્વભાવમાં છે જ નહિ, હું તો અબંધસ્વભાવ
છું–આવી દ્રષ્ટિમાં ધર્મીને નિઃશંકતા છે, તેથી શંકાકૃત બંધન તેને થતું નથી, પણ નિર્જરા જ થાય છે.
જુઓ ભાઈ, લાખો–કરોડો રૂપીઆ ખરચ્યે કાંઈ આ ચીજ મળે તેવી નથી, આ તો અંતરની ચીજ છે.
પૈસા તો પૂર્વના પુણ્યથી મળી જાય, પરંતુ આ ચીજ તો પુણ્યથી પણ મળે તેવી નથી. પૈસા અને પુણ્ય બંનેથી
પાર અંતરથી રુચિ અને પ્રતીતનો આ વિષય છે. હું એક જાણનાર–દેખનાર સ્વભાવમય છું, બીજા બંધભાવો
મારા સ્વરૂપમાં છે જ નહિ,–આવી દ્રષ્ટિથી અબંધપરિણામે વર્તતા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને બંધન થવાની શંકારૂપ
મિથ્યાત્વાદિનો અભાવ છે. ધર્મી જાણે છે કે–હું જ્ઞાયકભાવ છું; ‘મારો જ્ઞાયકસ્વભાવ કર્મથી ઢંકાઈ ગયો’–એવી
તેને શંકા થતી નથી. કર્મબંધના કારણરૂપ મિથ્યાત્વાદિ ભાવોનો મારા સ્વભાવમાં અભાવ જ છે. –આવી
જ્ઞાયકસ્વભાવની નિઃશંકતા તે જ ધર્મનું સાધન છે. જ્ઞાયકસ્વભાવની સન્મુખતા થઈ ત્યાં બીજા સાધનમાં
વ્યવહારસાધનનો ઉપચાર આવ્યો. પણ જ્યાં જ્ઞાયકસ્વભાવની સન્મુખદ્રષ્ટિ નથી ત્યાં તો બીજા સાધનને
વ્યવહારસાધન પણ કહેવાતું નથી.
જીવને એમ થવું જોઈએ કે અરે, મારું શું થશે? મારું હિત કેમ થાય? અનાદિસંસારમાં ક્યાંય બહારમાં
શરણ ન મળ્‌યું, માટે અંતરમાં મારું શરણ શોધું.

PDF/HTML Page 16 of 25
single page version

background image
: આસો : ૨૪૮૩ ‘આત્મધર્મ’ : ૧૫ :
શું આજ સ્થિતિમાં રહેવું છે? ભાઈ, અંતરમાં તારું શરણ છે તેને ઓળખ. તારો આત્મા જ્ઞાયકસ્વભાવમય છે તે
જ તને શરણરૂપ છે.
સમકિતી ધર્માત્માએ પોતાના ધ્રુવ જ્ઞાયકસ્વભાવને જાણીને તેનું શરણ લીધું છે, તે સ્વભાવના શરણમાં
તેને કર્મબંધન થવાની શંકા જ નથી, તેથી તેને બંધન થતું નથી પણ નિર્જરા જ થાય છે.
ચોથા ગુણસ્થાને રહેલા સમકિતીને પણ જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિમાં નિઃશંકતા છે, બંધન કરનારા
મિથ્યાત્વાદિ ભાવો મારા સ્વભાવમાં છે જ નહિ–આવા ભાનમાં ધર્મીને બંધન થવાની શંકા થતી નથી, એટલે
શંકાકૃત બંધન તેને થતું નથી, પણ નિઃશંકતાના બળે પૂર્વકર્મ પણ તેને નિર્જરી જાય છે.
(૨) સમ્યગ્દ્રષ્ટિનું નિ:કાંક્ષિત – અંગ
જે કર્મફળ ને સર્વ ધર્મતણી ન કાંક્ષા રાખતો,
ચિન્મૂર્તિ તે કાંક્ષારહિત સમકિતદ્રષ્ટિ જાણવો. ૨૩૦
હું તો એક જ્ઞાયકભાવ જ છું, જ્ઞાયકસ્વભાવ જ મારો ધર્મ છે, એ સિવાય બહારના કોઈ ધર્મો મારાં નથી,
કર્મો અને કર્મોના ફળથી હું અત્યંત ભિન્ન છું. આવા અંર્તભાનમાં ધર્મીને કોઈપણ કર્મ કે કર્મફળ પ્રત્યે આકાંક્ષા
નથી, એ બધાયને તે પુદ્ગલસ્વભાવ જાણે છે; અને જ્ઞાયકસ્વભાવથી ભિન્ન સર્વધર્મો પ્રત્યે કાંક્ષાથી તે રહિત છે.
આ રીતે ધર્મી જીવ નિઃકાંક્ષ છે; તેથી કાંક્ષાકૃત બંધન તેને થતું નથી, પણ પૂર્વકર્મ નિર્જરી જાય છે.
હું જ્ઞાનસ્વભાવ છું–એવી જ્ઞાનનિધિ જેણે પોતાની પાસે દેખી છે તેને પરની કાંક્ષા કેમ હોય? આનંદથી
ભરેલી ચૈતન્યરિદ્ધિ પાસે જગતની કોઈ રિદ્ધિને જ્ઞાની ઈચ્છતો નથી. કેમકે–
સિદ્ધ–રિદ્ધ–વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા,
અંતરકી લક્ષ્મીસોં અજાચી લક્ષપતી હૈ;
દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સોં,
સુખીયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ.
સમકિતી જાણે છે કે અહો! મારા આત્માની સિદ્ધિ, રિદ્ધિ ને વૃદ્ધિ સદા મારા ઘટમાં–અંતરમાં જ છે; આવી
અંતરની ચૈતન્યલક્ષ્મીના લક્ષવડે તે અયાચક લક્ષપતી છે, બહારની સિદ્ધિ–રિદ્ધિને તે વાંછતો નથી. વળી તે
જિનેન્દ્રભગવાનનો દાસ છે ને જગતથી ઉદાસ છે. આવા સમકિતી જીવ સદાય સુખીયા છે. અહા! જેની પાસે
ઈન્દ્રનો વૈભવ તો શું! પણ ત્રણ લોકની ‘વિભૂતિ’ તે પણ ખરેખર ‘વિભૂતિ સમાન’ (રાખ સમાન) છે એવી
ચૈતન્યની અચિંત્ય વિભૂતિ જેણે પોતાના અંતરમાં દેખી તે જીવ બહારની વિભૂતિને કેમ વાંછે?
ચૈતન્યની રિદ્ધિ પાસે ધર્મીને જગતની કોઈ રિદ્ધિની કાંક્ષા નથી. જ્યાં જીવસ્વભાવ પ્રતીતમાં આવ્યો ત્યાં
કનક કે પાષાણ વિગેરે સર્વને અજીવના ધર્મો જાણીને ધર્મીને તેની કાંક્ષા હોતી નથી. જગતમાં પ્રશંસા થાય કે
નિંદા થાય, પણ તેનાથી પોતાનું હિત–અહિત ધર્મી માનતા નથી, તેથી તેને તે સંબંધી કાંક્ષા નથી;
જ્ઞાયકસ્વભાવની ભાવનામાં બીજા પરભાવરૂપ અન્ય ધર્મોની આકાંક્ષા જ્ઞાનીને હોતી નથી. આ રીતે
સમકિતીજીવ જગતમાં સર્વત્ર નિઃકાંક્ષ છે; તેથી પરની કાંક્ષકૃત બંધન તેને થતું નથી, પણ નિર્જરા જ થાય છે.
કયા ઈચ્છત ખોવત સબે હૈ ઈચ્છા દુઃખ મૂલ
અરે જીવ! સુખ તો તારા ચૈતન્ય સ્વભાવમાં છે, તે સુખને ચૂકીને બહારના પદાર્થોમાંથી સુખ લેવાની
વાંછા તું કેમ કરે છે? પોતાના જ્ઞાનાનંદસ્વભાવની ભાવના છોડીને પરની ઈચ્છા તે દુઃખનું મૂળ છે. કર્મીને
જ્ઞાનાનંદસ્વભાવ સિવાય બીજા કોઈની ભાવના નથી. અસ્થિરતાની ઈચ્છા ધર્મીને થાય તે ઈચ્છાની તેને
ભાવના નથી, તે ઈચ્છાને પોતાના જ્ઞાયક સ્વભાવથી ભિન્ન જાણે છે, તેથી જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિમાં પરમાર્થે
તેને ઈચ્છાનો અભાવ જ છે. આ રીતે ઈચ્છાના અભાવને લીધે તેને સર્વત્ર નિષ્કાંક્ષપણું જ છે, ને તેથી તેને
નિર્જરા જ થાય છે; વાંછાના અભાવને લીધે કાંક્ષાકૃત બંધન તેને થતું નથી.
(૩) સમ્યગ્દ્રષ્ટિનું નિર્વિચિકિત્સા – અંગ
સૌ કોઈ ધર્મ વિષે જુગુપ્સાભાવ જે નહિ ધારતો,
ચિન્મૂર્તિ નિર્વિચિકિત્સ સમકિતદ્રષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૧
હું એક વીતરાગી જ્ઞાનસ્વભાવ છું–એવું જ્યાં અંતર્વેદન થયું ત્યાં ધર્મીને જગતાના કોઈ પદાર્થના સ્વરૂપ

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : ‘આત્મધર્મ’ ૨૪૮૩ : આસો :
પ્રત્યે ગ્લાનિ હોતી નથી; પદાર્થનો એવો જ સ્વભાવ છે–એમ જાણીને તે પ્રત્યે ધર્મીને દુઃગંછા થતી નથી. હું તો
શાંત–જ્ઞાનસ્વરૂપ જ છું–એવા જ્ઞાનવેદનમાં રહેતાં, ગ્લાનિનો અભાવ હોવાથી, ધર્મીને નિર્જરા જ થાય છે. બંધન
થતું નથી. કોઈ રત્નત્રયધારક મુનિરાજનું શરીર મલિન–કાળુંકૂબડું હોય તો ત્યાં ધર્મીને જુગુપ્સા નથી થતી; તે
જાણે છે કે અહો! આત્માનો સ્વભાવ તો રત્નત્રયમય પવિત્ર છે, અને આ મલિનતા તો શરીરનો સ્વભાવ છે,
શરીર એવા જ સ્વભાવવાળું છે.–આમ વસ્તુસ્વભાવને ચિંતવતા ધર્માત્માને દુર્ગંછા–ગ્લાનિ થતી નથી; માટે
ગ્લાનિકૃત બંધન તેને થતું નથી.
હું તો જ્ઞાન છું, મારા જ્ઞાનમાં મલિનતા નથી, તેમ જ મલિન વસ્તુને જાણતાં જ્ઞાન કાંઈ મલિન થઈ જતું
નથી; મલિનતાને જાણતાં ધર્માત્માને એમ શંકા નથી થતી કે મારું જ્ઞાન જ મલિન થઈ ગયું. તે તો જ્ઞાનને
પવિત્રરૂપે જ અનુભવે છે, તેથી ખરેખર તેને દુર્ગંછા–જુગુપ્સા હોતી નથી.
શરીરમાં ક્ષુધા–તૃષા થાય, રોગ થાય, છેદાય–ભેદાય ને લોહીનો પ્રવાહ ચાલે ત્યાં ધર્મી તેને જડની
અવસ્થા જાણે છે. અરે, હું તો આત્મા છું, આ બધી જડની અવસ્થા મારાથી ભિન્ન છે–આવા સમ્યગ્ભાનમાં
વર્તતા ધર્માત્માને સંયોગી દ્રષ્ટિ છૂટી ગઈ છે, એટલે પદાર્થના સ્વરૂપ પ્રત્યે તેને દ્વેષ થતો નથી; પોતાની ઓછી
સહનશક્તિથી કોઈવાર અલ્પ અણગમાનો ભાવ થઈ આવે, તે તો અસ્થિારતાપૂરતો દોષ છે, પણ શ્રદ્ધાનો દોષ
નથી. દેહથી ભિન્ન આત્માના આનંદનો જેણે નિર્ણય કર્યો હશે તેને દેહની દુર્ગંધી અવસ્થા વખતે દુર્ગંછા નહિ થાય;
દેહ હું નથી, હું તો આનંદ છું,–આમ આત્માના જ્ઞાનાનંદસ્વરૂપની સુગંધ (સંસ્કાર) જેણે પોતામાં બેસાડી હશે
તેને દેહની દુર્ગંધાદિ અવસ્થા વખતે પણ જ્ઞાનની એકતાબુદ્ધિ છૂટશે નહિ, એટલે જ્ઞાનની એકતાથી છૂટીને તેને
દુર્ગંધા થતી નથી.
મારા આત્માની પવિત્રતાનો પાર નથી, મારો આત્મા તો પવિત્રસ્વરૂપ છે, ને આ દેહાદિ તો સ્વભાવથી
જ અપવિત્ર છે.–આમ જાણનાર ધર્માત્માને ક્યાંય પરદ્રવ્યમાં દુર્ગંછા થતી નથી; એટલે ગમે તેવા મલિન વગેરે
પદાર્થોને જોઈને પણ તે પવિત્ર જ્ઞાનસ્વભાવની શ્રદ્ધાથી ડગતા નથી. જેમ અરિસામાં ગમે તેવા મલિન પદાર્થોનું
પ્રતિબિંબ પડે તોપણ ત્યાં અરિસાને તેના પ્રત્યે દુર્ગંછા થતી નથી; તેમ જ્ઞાન–સ્વરૂપ સ્વચ્છ અરિસામાં ગમે તેવા
પદાર્થ જણાય તો પણ દુર્ગંછાદ્વેષ કરવાનો તેનો સ્વભાવ નથી.–આવા જ્ઞાન–સ્વભાવને અનુભવતા જ્ઞાનીને
દુર્ગંછાનો અભાવ હોવાથી બંધન થતું નથી પણ નિર્જરા જ થાય છે.
(૪) સમ્યગ્દ્રષ્ટિનું અમૂઢદ્રષ્ટિ – અંગ
સંમૂઢ નહિ જે સર્વ ભાવે, સત્ય દ્રષ્ટિ ધારતો,
તે મૂઢદ્રષ્ટિ રહિત સમકિતદ્રષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨
આત્માના જ્ઞાનાનંદસ્વરૂપની જેને દ્રષ્ટિ થઈ છે તે ધર્માત્મા અનેક પ્રકારની વિપરીત વાતો સાંભળીને
પણ મૂંઝાતો નથી, વિપરીત યુક્તિઓ સાંભળીને પણ તેને પોતાના સ્વરૂપમાં મૂંઝવણ કે શંકા થતી નથી. પૂર્વના
પંડિત કાંઈ કહે, પશ્ચિમના પંડિત કાંઈક કહે, ઉત્તરના કાંઈ કહે ને દક્ષિણના વળી કાંઈ કહે–એમ અનેક વિદ્વાનો
ભિન્ન ભિન્ન અનેક પ્રકારે કહે, ત્યાં સમકિતી ધર્માત્માને મૂંઝવણ ન થાય કે આ સાચું હશે કે આ સાચું હશે!
અનેક મોટા મોટા વિદ્વાનો ભેગા થઈને વિપરીત પ્રરૂપણા કરતા હોય ત્યાં ધર્મી મુંઝાઈ જતા નથી.
જ્ઞાનાનંદસ્વભાવની જે દ્રષ્ટિ થઈ છે તેમાં નિઃશંકપણે વર્તે છે. સર્વપદાર્થના સ્વરૂપને સમકિતી યથાર્થ જાણે છે.
શાસ્ત્રોમાં પૂર્વે થઈ ગયેલા તીર્થંકરો વગેરેનું, દૂરવર્તી અસંખ્ય દ્વીપ–સમુદ્ર વગેરેનું, મહાવિદેહક્ષેત્ર વગેરેનું, સૂક્ષ્મ
પરમાણું વગેરેનું વર્ણન આવે છે, ત્યાં ધર્મીને શંકા–મુંઝવણ નથી થતી કે આ કેમ હશે! હું તો જ્ઞાયક ભાવ છું,
જ્ઞાયક ભાવમાં મોહ જ નથી તો મુંઝવણ કેવી? નિર્મોહપણે તે પોતાના જ્ઞાનસ્વરૂપને જ અનુભવે છે. જેમ
લૌકિકમાં ડહાપણવાળા માણસો અનેક પ્રકારના આંટીઘૂંટીના પ્રસંગ આવી પડતાં મુંઝાતા નથી પણ ઊકેલ કરી
નાંખે છે, તેમ ધર્માત્મા પોતાના સ્વભાવના પંથમાં મુંઝાતા નથી, અનેક પ્રકારની જગતની કુયુક્તિઓ આવી પડે
તો પણ ધર્માત્મા પોતાના આત્મહિતના કાર્યમાં મુંઝાતા નથી. ગમે તે પ્રકારમાંથી પણ પોતાનું આત્મહિત શું છે
તે શોધી લે છે. આ રીતે ક્યાંય પણ તેને મુંઝવણ થતી નથી. અસ્થિરતાજન્ય જે મુંઝવણ હોય તે કાંઈ શ્રદ્ધાને
દૂષિત નથી કરતી, એટલે શ્રદ્ધાના વિષયમાં તો મુંઝવણનો તેને અભાવ જ છે.

PDF/HTML Page 18 of 25
single page version

background image
: આસો : ૨૪૮૩ ‘આત્મધર્મ’ : ૧૭ :
આવી શ્રદ્ધાના જોરે ધર્મીને નિર્જરા જ થતી જાય છે, બંધન થતું નથી. સર્વભાવો પ્રત્યે ક્યાંય પણ તેને વિપરીત
દ્રષ્ટિ થતી નથી માટે ધર્મીની દ્રષ્ટિમાં મુંઝવણનો અભાવ છે.
જેમ કોઈ સાહૂકાર પાસે લાખો–કરોડો રૂા.ની મૂડી હોય, ને કોઈ બીજા માણસો તેની પેઢી ઉપર લખી
જાય કે “આ માણસે દેવાળું કાઢ્યું,” એમ અનેક માણસો ભેગા થઈને કદાચ પ્રચાર કરે, તો પણ તે સાહૂકાર
મૂંઝાતો નથી; તે નિઃશંક જાણે છે કે મારી બધી મૂડી મારી પાસે સલામત પડી છે, લોકો ભલેને બોલે, પણ મારું
હૃદય ને મારી મૂડી તો હું જાણું છું. આ રીતે તે સાહૂકારને મૂંઝવણ થતી નથી.
તેમ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા નિઃશંક જાણે છે કે મારા ચૈતન્યની ઋદ્ધિ મારી પાસે મારા અંતરમાં છે; બાહ્યદ્રષ્ટિ
લોકો ભલે અનેક પ્રકારે વિપરીત કહે કે નિંદા કરે પણ ધર્મીને પોતાના અંર્ત સ્વભાવની પ્રતીતમાં મૂંઝવણ થતી
નથી. લોકો ભલે ગમે તેમ બોલે પણ મારી સ્વભાવની પ્રતીતનું વેદન હું જાણું છું, મારા સ્વભાવની શ્રદ્ધા
નિઃશંકરૂપે સલામત પડી છે, મારું વેદન–મારા ચૈતન્યની મૂડી–તો હું જાણું છું; આ રીતે ધર્મી જીવને પોતાના
સ્વરૂપમાં કદી મૂંઝવણ થતી નથી; તેથી મૂઢતાકૃત બંધન તેને થતું નથી પણ નિર્જરા જ થાય છે.
[આ લેખનો બીજો સુંદર ભાગ આવતા અંકમાં વાંચો]
મોક્ષના સાધન સંબંધી પ્રશ્નોત્તર
(મોક્ષઅધિકાર ઉપરના પ્રવચનોમાંથી : વીર સં. ૨૪૮૩ શ્રાવણ સુદ ૧ થી શરૂ.)
જિજ્ઞાસુઓને સમજવામાં સુગમતા પડે તે માટે આ વિષય
પ્રશ્નોત્તરરૂપે રજાૂ કરવામાં આવ્યો છે.



(૧) પ્રશ્ન:– મોક્ષઅધિકારની શરૂઆતમાં કોને નમસ્કાર કર્યા છે?
ઉત્તર:– જેઓ સમસ્ત કર્મબંધને કાપીને મોક્ષ પામ્યા, એવા સિદ્ધ પરમાત્માને આ મોક્ષઅધિકારની
શરૂઆતમાં નમસ્કાર કર્યા છે.
(૨) પ્રશ્ન:– આચાર્યદેવે કઈ રીતે માંગળિક કર્યું છે?
ઉત્તર:– “પૂર્ણ જ્ઞાન જયવંત વર્તે છે” એમ કહીને સમ્યગ્જ્ઞાનના મહિમારૂપ માંગળિક કર્યું છે.
(૩) પ્રશ્ન:– મોક્ષ શું છે?
ઉત્તર:– મોક્ષ એટલે આત્માની પૂર્ણ શુદ્ધ પર્યાય; તે પણ આત્માનો એક સ્વાંગ છે. અથવા આત્મા અને
બંધને સર્વથા જુદા કરવા તે મોક્ષ છે.
(૪) પ્રશ્ન:– આત્મા અને બંધને કઈ રીતે જુદા કરાય છે?
ઉત્તર:– પ્રજ્ઞારૂપી કરવતવડે આત્મા અને બંધને જુદા કરાય છે.
(૫) પ્રશ્ન:– પ્રજ્ઞારૂપી કરવત એટલે શું?

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : ‘આત્મધર્મ’ ૨૪૮૩ : આસો :
ઉત્તર:– પ્રજ્ઞા એટલે આત્મા અને બંધનું ભેદજ્ઞાન; તે ભેદજ્ઞાનનો વારંવાર અભ્યાસ કરવાથી આત્મા અને બંધ જુદા
પડી જાય છે. ભેદજ્ઞાન સિવાય બીજા કોઈ– (રાગાદિ ના અભ્યાસવડે કદી મોક્ષ થતો નથી.
(૬) પ્રશ્ન:– આ આત્મા કઈ રીતે નિશ્ચિત થાય છે?
ઉત્તર:– સ્વસંવેદનરૂપ અનુભૂતિવડે જ આત્મા નિશ્ચિત થાય છે; એ સિવાય રાગાદિવડે આત્માનો નિશ્ચિય થતો નથી.
(૭) પ્રશ્ન:– સમ્યગ્દર્શન કઈ રીતે થાય છે?
ઉત્તર:– સમ્યગ્દર્શન એટલે મિથ્યાત્વથી મુક્તિ; તે સમ્યગ્દર્શન પણ સ્વસંવેદનરૂપ સ્વાનુભૂતિવડે જ પ્રગટ થાય છે.
(૮) પ્રશ્ન:– આગમમાં મોક્ષ માટે શેનું વિધાન (ફરમાન) છે?
ઉત્તર:– મોક્ષ માટે જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ કરવાનું જ આગમમાં વિધાન અર્થાત્ ફરમાન છે.
કળશ ૧૦૫માં આચાર્યદેવ કહે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપે પરિણમે તે જ મોક્ષનો હેતુ છે, ને તેના સિવાય અન્ય જે
કાંઈ છે તે બંધનો હેતુ છે.
“ ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम् ”
માટે જ્ઞાનસ્વરૂપ થવાનું એટલે કે અનુભૂતિ કરવાનું જ આગમમાં વિધાન છે. જુઓ, આ જિનાગમનો હુકમ! જિનાગમની
આજ્ઞા! આ જિનાગમનો પ્રસિદ્ધ ઢંઢેરો છે કે મોક્ષ માટે આ જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ કરો.
(૯) પ્રશ્ન:– મોક્ષમાર્ગની શરૂઆત કઈ રીતે થાય છે?
ઉત્તર:– સ્વરૂપના અનુભવનવડે જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિને જ ભગવાને
મોક્ષનું કારણ ફરમાવ્યું છે.
(૧૦) પ્રશ્ન:– મોક્ષના કારણરૂપ સમ્યગ્જ્ઞાન કેવું છે?
ઉત્તર:– સમ્યગ્જ્ઞાન ‘સરસ’ છે, એટલે કે સહજ પરમ આનંદરૂપી રસથી ભરેલું છે.
(૧૧) પ્રશ્ન:– ઉત્કૃષ્ટ કોણ છે?
ઉત્તર:– પૂર્ણરૂપ સમ્યગ્જ્ઞાન તે ઉત્કૃષ્ટ છે.
(૧૨) પ્રશ્ન:– કૃતકૃત્ય કોણ છે?
ઉત્તર:– મોક્ષના કારણરૂપ જે પૂર્ણજ્ઞાન છે તે કૃતકૃત્ય છે, કેમકે કરવા યોગ્ય સમસ્ત કાર્ય તેણે કરી લીધાં છે.
(૧૩) પ્રશ્ન:– કરવા યોગ્ય કાર્ય તે શું?
ઉત્તર:– આત્માને અને બંધને સર્વથા જુદા કરીને, આત્માને મોક્ષ પમાડવો તે જ કરવા યોગ્ય કાર્ય છે. કેવળજ્ઞાન
આત્માને મોક્ષ પમાડતું હોવાથી કૃતકૃત્ય છે.
(૧૪) પ્રશ્ન:– મોક્ષમાં કોણ જયવંત વર્તે છે?
ઉત્તર:– પુરુષને મોક્ષ પમાડતું પૂર્ણજ્ઞાન મોક્ષમાં જયવંત વર્તે છે. આ રીતે જ્ઞાનનું જયવંતપણું કહીને, મોક્ષ અધિકારનું
મંગળ કર્યું.
(૧૫) પ્રશ્ન:– મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થાય છે?
ઉત્તર:– બંધનનો છેદ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
(૧૬) પ્રશ્ન:– બંધનને જાણવાથી મોક્ષ થાય છે કે નહિ?
ઉત્તર:– ના, બંધના જ્ઞાનમાત્રથી મોક્ષ થતો નથી, પણ બંધનનો છેદ કરવાથી જ મોક્ષ થાય છે.
(૧૭) પ્રશ્ન:– જીવ ક્યારે બંધનથી મુકાય છે?
ઉત્તર:– જીવ જ્્યારે શુદ્ધ થાય એટલે કે શુદ્ધ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમે ત્યારે જ તે કર્મબંધથી મુકાય છે ને
મોક્ષ પામે છે. આ રીતે શુદ્ધતારૂપ પરિણમન તે જ મોક્ષનું કારણ છે.
(૧૮) પ્રશ્ન:– મોક્ષને સાધનારા જીવો ક્યારે થાય છે?
ઉત્તર:– જગતમાં મોક્ષને સાધનારા સાધક જીવો ત્રણે કાળે સદાય હોય છે.
(૧૯) પ્રશ્ન:– તીર્થંકરનામકર્મ ક્યારે બંધાય છે?
ઉત્તર:– તીર્થંકરનામકર્મ સાધક અવસ્થામાં જ બંધાય છે.
(૨૦) પ્રશ્ન:– તીર્થંકરનામકર્મ બાંધનારા જીવો ક્યારે થાય છે?
ઉત્તર:– જગતમાં તીર્થંકરનામકર્મ બાંધનારા જીવો ત્રણે કાળ સદાય વિદ્યમાન હોય છે.
[એ જ પ્રમાણે આહારક શરીર
અને આહારક અંગોપાંગની મધ્યમ સ્થિતિ બાંધનારા જીવો પણ જગતમાં સદાય વિદ્યમાન હોય છે–એમ શ્રી કષાયપ્રાભૂત પુ. ૩,
પૃષ્ઠ ૨૪૩માં કહ્યું

PDF/HTML Page 20 of 25
single page version

background image
: આસો : ૨૪૮૩ ‘આત્મધર્મ’ : ૧૯ :
છે. આહારક શરીર અને આહારક અંગોપાંગ–એ પ્રકૃતિઓ સાધકઅવસ્થામાં વર્તતા મુનિઓને જ બંધાય છે.]
(૨૧) પ્રશ્ન:– કર્મબંધનના પ્રદેશ–પ્રકૃતિ વગેરેનો વિચાર કર્યા કરવો તે બંધનથી છૂટવાનું કારણ છે કે નહિ?
ઉત્તર:– ના; કર્મબંધનથી બંધાયેલાને બંધનના વિચાર તે બંધનથી મુકાવાનું કારણ નથી. જેમ બેડીથી
બંધાયેલાને બેડીના બંધન વગેરેનો વિચાર તે બંધનથી છૂટવાનું કારણ નથી પણ બેડીના બંધનનો છેદ કરવો તે
જ બેડીના બંધનથી છૂટવાનો ઉપાય છે, તેમ કર્મથી બંધાયેલાને તે બંધનનો વિચાર તે બંધનથી છૂટવાનો ઉપાય
નથી પણ સ્વભાવસન્મુખ થઈને બંધનનો છેદ કરવો તે જ તેને બંધનથી છૂટવાનો ઉપાય છે.
(૨૨) પ્રશ્ન:– મોક્ષ માટે રૂદન કરે ને ઝૂરે તો અવશ્ય મુક્તિ થાય–એ વાત સાચી?
ઉત્તર:– મોક્ષ માટે રૂદન કરે તેથી અવશ્ય મોક્ષ થાય–એ વાત બરાબર નથી; રૂદન તો આર્ત્તપરિણામ છે,
તે મોક્ષનો ઉપાય નથી.
(૨૩) પ્રશ્ન:– મોક્ષ કઈ રીતે થાય છે?
ઉત્તર:– આત્મસ્વભાવની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થવું તે જ મોક્ષનો ઉપાય છે.
(૨૪) પ્રશ્ન:– કર્મબંધનના વિચાર કર્યા કરવાથી મોક્ષ થઈ જશે–એમ માનનારા કેવા છે?
ઉત્તર:– કર્મબંધનનો વિચાર તે શુભ વિકલ્પ છે; તે શુભ વિકલ્પવડે મોક્ષ થઈ જશે એમ જેઓ માને છે
તેમની બુદ્ધિ શુભરાગના ધ્યાનવડે અંધ થઈ ગઈ છે; તેઓ શુભ રાગમાં જ લીન વર્તે છે પણ આત્મસ્વભાવની
સન્મુખ થતા નથી. એવા મિથ્યાદ્રષ્ટિ જીવને અહીં સમજાવે છે કે હે ભાઈ! શુભવિચારથી મોક્ષ થતો નથી.
(૨૫) પ્રશ્ન:– તો મોક્ષનું કારણ શું છે?
ઉત્તર:– આત્મા અને બંધ બંનેને ભિન્ન ભિન્ન જાણીને, તેમનું દ્વિધાકરણ કરવું તે જ મોક્ષનું કારણ છે.
(૨૬) પ્રશ્ન:– આ મોક્ષનો ઉપાય કોને સમજાવે છે?
ઉત્તર:– મોક્ષાર્થી જીવ જિજ્ઞાસાથી પૂછે છે કે “પ્રભો! બંધને જાણવાથી કે બંધના વિચાર કર્યા કરવાથી જો
મોક્ષ થતો નથી, તો કઈ રીતે મોક્ષ થાય છે?”–એમ પૂછનાર જિજ્ઞાસુ શિષ્યને અહીં આચાર્યદેવ મોક્ષનો ઉપાય
સમજાવે છે.
(૨૭) પ્રશ્ન:– કર્મબંધનો છેદ કઈ રીતે થાય?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવી આત્મામાં એકાગ્ર થવાથી કર્મબંધનો છેદ થાય છે.
(૨૮) પ્રશ્ન:– મોક્ષનો પુરુષાર્થ ક્યો છે?
ઉત્તર:– આત્માના સ્વભાવને અને બંધના સ્વભાવને ભિન્ન ભિન્ન ઓળખીને આત્મસ્વભાવમાં સન્મુખ
થવું, ને બંધભાવથી વિરક્ત થવું તે જ મોક્ષનો પુરુષાર્થ છે.–આવો પુરુષાર્થ તે જ મોક્ષનું કારણ છે.
(૨૯) પ્રશ્ન:– માત્ર આ જ મોક્ષનું કારણ કેમ છે?
ઉત્તર:– કેમકે, જે જીવ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મા, અને તેનાથી વિરુદ્ધ બંધ,–એ બંનેના સ્વભાવને ભિન્ન
ભિન્ન જાણીને, આત્મસ્વભાવમાં એકાગ્ર થાય છે ને બંધથી વિરમે છે તે જ મોક્ષ પામે છે; માટે આત્મા અને
બંધનું દ્વિધાકરણ તે જ મોક્ષનો ઉપાય છે–એવો નિયમ છે.
(૩૦) પ્રશ્ન:– શુભરાગ તે મોક્ષનું કારણ છે કે નથી?
ઉત્તર:– ના; શુભરાગ તે બંધનું જ કારણ છે, તે મોક્ષનું કારણ નથી.
(૩૧) પ્રશ્ન:– આત્મા અને બંધને જુદા કરવાનું સાધન શું છે?
ઉત્તર:– પ્રજ્ઞારૂપી છીણી જ તેમને છેદવાનું સાધન છે;
જીવ બંધ બંને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે
પ્રજ્ઞા–છીણી થકી છેદતાં બંને જુદા પડી જાય છે. ૨૯૪.
(૩૨) પ્રશ્ન:– આત્મા કેવો છે? તેનું લક્ષણ શું છે?
ઉત્તર:– આત્મા તો જ્ઞાયકસ્વરૂપ છે ચૈતન્ય તેનું લક્ષણ છે.
(૩૩) પ્રશ્ન:– બંધ કેવો છે? તેનું લક્ષણ શું છે?
ઉત્તર:– બંધ તે આત્માથી વિરુદ્ધભાવ છે, તેનું લક્ષણ રાગાદિક છે.