Atmadharma magazine - Ank 017
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૨
સળંગ અંક ૦૧૭
Version History
Version
Number Date Changes
001 Nov 2005 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
વર્ષ : ૨
અંક : ૫
ફા ગ ણ
૨ ૦ ૦ ૧
૧૭
ઓ! અરિહંતા ભગવંતા, દેવાધિદેવા, પ્રભુ સીમંધરા તુજ પાદ પદ્મે સર્વાંગ અર્પણતા.
દર વર્ષે ફાગણ સુદ બીજે સુવર્ણપુરીમાં ભગવાન શ્રી સીમંધરનાથ સનાતન જૈન મંદિરનો પ્રતિષ્ઠા
મહોત્સવ દિન ઉજવાતો હોવાથી ઘણા મુમુક્ષુ ભાઈ–બહેનો એ મહોત્સવમાં સોનગઢ જાય છે એથી આ અંક
સાત દિવસ વહેલો પ્રગટ કર્યો છે, જેથી સૌને આત્મધર્મ પોતાને ઘેર વખતસર મળી જાય અને પાછળથી
અંક ન મળ્‌યાની ફરિયાદ કરવાનું કારણ ન રહે. પ્રકાશક
દરેક જીવને સુખ પ્રિય છે એ વિષે તો કોઈને પૂછવા જવું પડે તેમ નથી. દરેક કાર્યમાં સુખને માટે જ ઝાવાં
નાખે છે. સ્વર્ગના દેવ કે નરકના નારકી, તીર્યંચ કે મનુષ્ય, ત્યાગી સાધુ કે ગૃહસ્થ વગેરે બધા સુખને જ માટે
ઝંખના કરે છે; એ સુખ કેમ થાય? શું એ સુખ બહારથી પૈસા વગેરેમાંથી આવતું હશે? તો કહે છે કે ના; તે સુખ
બહારથી આવતું નથી, પણ અંદરથી જ પ્રગટે છે. બહારમાં ક્યાં સુખ છે? શું શરીરના લોચામાં સુખ છે, પૈસામાં છે,
સ્ત્રીમાં છે, ક્યાં છે? બહારમાં તો ધૂળ–જડ દેખાય છે, શું જડમાં આત્માનું સુખ હોય! ન જ હોય, પણ તે પર
વસ્તુઓમાં સુખની ખોટી કલ્પના અજ્ઞાની જીવે કરી નાંખી છે; પરમાં સુખ છે નહિ, કદી પરમાં સુખ જોયું પણ નથી
છતાં મૂઢતાએ કલ્પ્યું છે. અયથાર્થને યથાર્થ માને તેથી કાંઈ પરિભ્રમણનું દુઃખ ટળે નહિ. સુખ સ્વભાવની ખબર
નથી તેથી સ્વભાવથી વિરુદ્ધ ભાવ કરી રહ્યો છે, અને તેના કારણે આઠ પ્રકારનાં કર્મો બંધાય છે તેથી આકુળતાનો
ભોગવટો કરે છે, પણ જો સ્વભાવનું ભાન કરે અને સ્વભાવથી વિરુદ્ધ જે રાગ–દ્વેષના ભાવ તેનો નાશ કરે તો સર્વ
કર્મો ટળી જાય અને દુઃખ ટળીને સુખ થાય.
સુખ તો દરેક જીવને વહાલું છે; પણ કર્મના નાશ વિના સુખ પ્રગટે નહીં, વીતરાગતા વિના કર્મનો નાશ
નિર્ણયરૂપ આગમનું જ્ઞાન એકેન્દ્રિયથી માંડીને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોને તો થઈ શકવા યોગ્ય નથી,
કેમકે તેમને તો તત્ત્વ વિચારની શક્તિ જ નથી. મનુષ્યપણામાં પણ યથાર્થ શ્રધ્ધાનાદિ થવું કઠણ છે; ‘શ્રદ્ધાનાદિ’
એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણે થવા કઠણ છે, પણ માત્ર સમ્યક્ભાન તો બાળ–ગોપાળ, રોગી–નિરોગી
સર્વે કરી શકે છે. એથી સુખી થવા માટે સમ્યક્ભાન
પ્રાપ્ત કરો. (પૂજ્ય ગુરુદેવ)
: સંપાદક:
રામજી માણેકચંદ દોશી
શિષ્ટ સાહિત્ય ભંડાર–મોટા આંકડિયા–કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
મહાન શાસ્ત્ર શ્રી જય ધવલા
ભગવાન શ્રી મહાવીરની દિવ્ય ધ્વનિમાં આવેલું મહાતત્ત્વ શ્રીમાન આચાર્ય ભગવાનોએ જાળવી રાખ્યું અને ભવ્ય જીવોના
હિત માટે પુસ્તક આરુઢ કર્યું. એ પ્રમાણે ભગવાનથી આવેલ પરંપરા તત્ત્વના પ્રરૂપનારાં મહાન પુસ્તકો (શાસ્ત્રો) શ્રીધવળ, શ્રી
જયધવળ અને શ્રી મહાધવળ છે. આ શાસ્ત્રો મુડબિદ્રિ (દક્ષિણ) માં હસ્તલિખિત છે. હાલ સુધી અપ્રસિદ્ધ હતાં, માત્ર તેના દર્શન ભાવિક
જીવો ત્યાં જતા ત્યારે થતાં હતાં. સદ્ભાગ્યે તે હવે પ્રસિદ્ધ થવા લાગ્યાં છે. તેમાંથી શ્રી ધવળ પ્રસિદ્ધ થવાની શરૂઆત બે વર્ષ પહેલાંં
થએલી છે, અને તેના છ પુસ્તકો બહાર પડ્યાં છે, અને બીજા હજુ છપાવાનાં છે.
શ્રી જયધવલાનું પહેલું પુસ્તક હાલમાંજ પ્રસિદ્ધ થયું છે. ભગવાનની વાણી આવેલી તેમાં યથા તથ્યપણે જાળવી રાખ્યાની
પ્રતિત થાય છે. દ્રષ્ટિવાદ નામના બારમા અંગમાં જ્ઞાન પ્રવાદ નામનું પાંચમું પૂર્વ છે, તેમાં એક ‘કષાય પાહૂડ’ નામની વસ્તુ છે તેનું
દોહન શ્રી ગુણભદ્ર આચાર્યે “કષાય પાહુડ” નામના શાસ્ત્રમાં ૧૮૦ ગાથામાં કરી સાગરને ગાગરમાં ભરી લીધો છે. તે ઉપર શ્રીમાન
યતિવૃષભ આચાર્યે ચુર્ણિસુત્ર લખ્યું છે અને તે ઉપર શ્રી જયધવલા નામની ટીકા શ્રીમાન વીરસેન આચાર્યે કરી છે. મુળ સાથે હિંદી
અનુવાદનો તેનો પહેલો ભાગ પ્રસિદ્ધ થયો છે; તેમાંથી થોડીક અગત્યની બાબતો અહીં આપવામાં આવી છે. સં.
(૧) શ્રી જિનેદેવ (આત્મા) કેવળજ્ઞાન શરીરી છે. પાનું ૧
(૨) ‘કેવલણાણ શરીરો’ આ પદથી ભગવાનની આભ્યંતર સ્તુતિ કરી છે. પ્રત્યેક આત્મા કેવળજ્ઞાન, કેવળદર્શનાદિ અનંત
ગુણોનો પિંડ છે, તેથી તે અનંત ગુણોના સમુદાય વિનાની આત્મા સ્વતંત્ર બીજી કોઈ વસ્તુ નથી. પા. ૨
(૩) સિદ્ધ ભગવાન શિવ સ્વરૂપ છે. પા. ૨
(૪) શ્રુતદેવી માતા (અંબા) સદા ચક્ષુષ્મતિ અર્થાત્ જાગ્રત ચક્ષુ છે. પા. ૩
(૫) ગણધરદેવરૂપી સમુદ્રને લોકો નમસ્કાર કરો. પા. ૩
(૬) જ્ઞાન પ્રવાદ પૂર્વની નિર્દોષ દશમી વસ્તુના ત્રીજા કષાય પ્રાભૃતરૂપ સમુદ્રના જળ સમુદાયથી ધોવામાં
આવેલ મતિજ્ઞાનરૂપી લોચન સમૂહથી જેણે ત્રિભુવનને પ્રત્યક્ષ કરી લીધા છે અને જે ત્રણે લોકના પરિપાલક છે એવા
ગુણધર ભટ્ટારક દ્વારા પરમાગમરૂપ તીર્થની વ્યુચ્છિત્તિના ભયથી–જેમાં સંપૂર્ણ કષાય પ્રાભૃતનો અર્થ સમાવી દેવામાં
આવ્યો છે એવી ગાથાઓ ઉપદેશમાં આવી છે. પા. ૪, ૫
નોંધ–અહીં મતિજ્ઞાનનો મહિમા બતાવ્યો છે અને તે જ્ઞાન વડે સમ્યગ્જ્ઞાનીઓ ત્રિભુવનને પ્રત્યક્ષ કરી લીએ છે
એમ જણાવ્યું છે.
(૭) જો કે શુભ પરિણામ માત્ર બંધનું કારણ છે તો પણ જે શુભ પરિણામ સમ્યગ્દર્શનાદિના ઉત્પત્તિને સમયે
થાય છે, તથા જે સમ્યગ્દર્શનાદિના સદ્ભાવમાં થાય છે તે આત્માના વિકાસમાં બાધક નહીં હોવાના કારણે ઉપચારથી
કર્મ ક્ષયનું કારણ કહેવાય છે. પા. ૬
(૮) જે શિષ્ય યુક્તિની અપેક્ષા કર્યા વિના માત્ર ગુરુવચનને અનુસાર પ્રવૃત્તિ કરે છે તેને પ્રમાણાનુસારી
માનવામાં વિરોધ આવે છે. પા. ૭
(૯) શિષ્યોને સમ્યક્ત્વ (શ્રદ્ધા) નું અસ્તિત્વ અસિદ્ધ છે એમ કહેવું બરાબર નથી કેમકે અહેતુવાદ–એવા
દ્રષ્ટિવાદ અંગનું સાંભળવું સમ્યક્ત્વ વિના બની શકતું નથી, તેથી સમ્યક્ત્વનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે. પા. ૭
(૧૦) લાભ, પૂજા અને સત્કારની ઈચ્છાથી પણ અનેક શિષ્યો દ્રષ્ટિવાદ સાંભળે છે, એમ કહેવું તે બરાબર નથી
કેમકે તેવા શિષ્યોનું સાંભળવું સાંભળવા માત્ર છે, અહીં તો ભાવ શ્રવણ કરનારા શિષ્યોની વાત છે. પા. ૭
(૧૧) દ્રવ્ય શ્રવણથી અજ્ઞાનનું નિરાકરણ થઈ સમ્યગ્જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. પા. ૮
(૧૨) દેશવ્રતની સમાન સરાગસંયમ પણ પુણ્ય બંધનું કારણ છે. પા. ૮
(૧૩) જે વિવેકી જીવ ભાવપૂર્વક અરહંતને નમસ્કાર કરે છે તે અતિશીઘ્ર સમસ્ત દુઃખોથી મુક્ત થઈ જાય. પા. ૯
નોંધ:– વિવેકી જીવ અને ભાવપૂર્વક એ બે શબ્દો ઉપયોગી છે માટે તેનો અર્થ બરાબર સમજવો.
(૧૪) દ્વેષ રાગનો અવિનાભાવી છે; જીવ દ્રવ્યની અપેક્ષાએ રાગ અને દ્વેષ બન્ને એક છે; ‘રાગ’ એ રાગ અને
દ્વેષ એ બન્નેનું વાચક છે એ સુપ્રસિદ્ધ છે. પા. ૧૧
(૧૫) ‘आचेलककुदेसियं’ એ પદમાં ‘ચેલ’ શબ્દનો અર્થ સમસ્ત પરિગ્રહ થાય છે–માટે તેનો અર્થ પરિગ્રહ
માત્રનો ત્યાગ એવો કરવો. પા. ૧૨
(૧૬) ગુણ પ્રત્યય અવધીજ્ઞાન સમ્યગ્દર્શન, દેશવ્રત, અથવા મહાવ્રતના નિમિત્તથી થાય છે તો પણ તે બધા
સમ્યગ્દ્રષ્ટિ, દેશવ્રતી કે મહાવ્રતી જીવોને હોતું નથી કેમકે–અસંખ્યાત લોક પ્રમાણ સમ્યક્ત્વ, સંયમાસંયમ અને સંયમરૂપ
પરિણામોમાં અવધિજ્ઞાનાવરણના ક્ષયોપશમના કારણભૂત પરિણામ બહુ જ થોડા હોય છે. પા. ૧૭
(૧૭) જ્ઞાનથી ભિન્ન આત્મા હોતો નથી, તેથી કેવળજ્ઞાનને કેવળ અર્થાત્ અસહાય કહેવામાં કાંઈ આપત્તિ
નથી. પા. ૨૨
(૧૮) કેવળજ્ઞાન અર્થની સહાયતાથી થાય છે એમ કહી શકાય નહીં. પા. ૨૨
આત્મધર્મના ગ્રાહકો એકેક નવા ગ્રાહકનું નામ મોકલી આપે તો?

PDF/HTML Page 4 of 17
single page version

background image
આત્મધર્મ
: ફાગણ : ૨૦૦૧ : ૬૭ :
શા શ્વ ત સુ ખ નો મા ર્ગ દ ર્શા વ તું મા સિ ક
વર્ષ: ૨ ફા ગ ણ
અંક: પ ૨ ૦ ૦ ૧
શ્રી સી મં ધ ર ભ ગ વા ન
સ્તવન
[ગાજે પાટણપુરમાં–એ રાગ]
સુંદર સ્વર્ણપુરીમાં સ્વર્ણ–રવિ આજે ઉગ્યો રે,
ભવ્યજનોના હૈયે હર્ષાનંદ અપાર,
શ્રી સીમંધર પ્રભુજી પધાર્યા છે અમ આંગણે રે.
(વસંતતિલકા)
નિર્મૂળ મોહ કરીને પ્રભુ નિર્વિકારી,
છે દ્રવ્યભાવ સહુના પરિપૂર્ણ સાક્ષી;
કોટિ સુધાંશુ કરતાં વધુ આત્મશાન્તિ,
કોટિ રવીંદ્ર કરતાં વધુ જ્ઞાન જ્યોતિ.
જેની મુદ્રા જોતાં આત્મસ્વરૂપ લખાય છે રે,
જેની ભક્તિથી ચારિત્ર વિમળતા થાય,
એવા ચૈતન્ય મૂર્તિ પ્રભુજી અહો! અમ આંગણે રે.... સુંદર
‘સદ્ધર્મવૃદ્ધિ વર્તો’ જયનાદ બોલ્યા,
શ્રી કુન્દના વિરહ તાપ પ્રભુ નિવાર્યા;
સપ્તાહ એક વરસી અદ્ભુત ધારા
શ્રી કુંદકુંદ હૃદયે પરિતોષ પામ્યા.
જેની વાણી ઝીલી કુન્દપ્રભુ શાસ્ત્રો રચ્યાં રે,
જેની વાણીનો વળી સદ્ગુરુ પર ઉપકાર,
એવા ત્રણ ભુવનના નાથ અહો! અમ આંગણે રે.... સુંદર
છે પૂર્વધારી ગણધરો પ્રભુપાદપદ્મે,
છે ચાર તીર્થ પ્રભુ અહો! તુજ છત્ર નીચે;
સાધક સંતમુનિના હૃદયેશ સ્વામી,
સીમંધરા! નમું તને શિર નામી નામી.
જેના દ્વાર જિનજી આવ્યા; ભવ્યે ઓળખ્યા રે,
તે શ્રી કાનગુરુનો અનુપમ ઉપકાર,
નિત્યે દેવ–ગુરુનાં ચરણકમળ હૃદયે વસો રે.... સુંદર
(વિશેષ હકીકત માટે પાછળનું પાનું જુઓ.)

PDF/HTML Page 5 of 17
single page version

background image
તે
ના
સ્તિ
છે
જૈન નથી
: ૬૮ : : આત્મધર્મ : ૧૭
[આ આનંદરસથી છલકાતું સ્તવન સં. ૧૯૯૭ ના ફાગણ સુદ ૨ ના પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે રચાયેલું
છે. ફાગણ સુદ બીજ એટલે સુવર્ણપુરીમાં પરમ ઉપકારી સાક્ષાત્ ચૈતન્યનાથ શ્રી સીમંધરભગવંતની
પધરામણીનો મહામંગળિક દિવસ. ત્રિલોકનાથ દેવની પધરામણીના પ્રસંગે ભગવત્ પ્રેમી ભક્તોનો આનંદ અને
ઉત્સાહ અજબ હતાં. અરે! અધ્યાત્મ કવિઓ પણ જે ઉત્સાહનું સંપૂર્ણ વર્ણન કરી ન શકે એવો ઉત્સાહપૂર્ણ એ
પ્રસંગ હતો. એ આનંદ અને ઉત્સાહથી ભરપૂર પ્રસંગને ચિરંજીવ બનાવી દેવા માટે સીમંધરનાથના પરમ ભક્ત
એક ‘અધ્યાત્મ કવિ’ એ આ સ્તવનની રચના કરી છે, અને તેમણે સીમંધર ભગવંત પ્રત્યેના સંપૂર્ણ ભક્તિરસને
આ સ્તવનમાં વહેતો મૂક્યો છે. માંગલિક પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભગવાનને ભેટતા ભક્તોનો અપાર આનંદ
એવો હતો કે જાણે સીમંધરનાથ સાક્ષાત્ જ પધાર્યા હોય!!! સુવર્ણપુરીમાં અનેક મુમુક્ષુ જીવો ચૈતન્યમૂર્તિ
સીમંધરનાથના દર્શન કરવા આવે છે અને ઉપશમ રસ નીતરતી વીતરાગ જિનમૂદ્રાના દર્શન કરતાં આહ્લાદથી
બોલી ઊઠે છે કે– ‘અહો! શાંતરસમાં ઝુલતા સીમંધરનાથની ભાવવાહિની જિનમુદ્રા! સાક્ષાત્ વીતરાગતાનાં જ
દર્શન કરાવે છે! ’ એ સીમંધરદેવની પધરામણીના માંગલિક મહોત્સવ પ્રસંગે રચાયેલું આ સ્તવન, સાક્ષાત્
ભગવંતનો ભેટો થતાં જે આનંદ થાય તેના વર્ણનથી નીતરી રહ્યું છે–તે, આજના મંગલ મહોત્સવ દિન પ્રસંગે
અહીં આપવામાં આવ્યું છે.
]
પ્રભુજી પધાર્યા
ધન્ય ધન્ય આજનો દીન, અમ ઘેર પ્રભુજી પધાર્યા
ધન્ય ધન્ય આજનો દીન, અમઘેર જિનવર પધાર્યા
નેમપ્રભુ શાન્તી જીણંદ પધાર્યા પધાર્યાસીમંધર દેવ–અમઘેર–પ્ર.
મહાવિદેહવાસી પ્રભુજી પધાર્યા જગતઉદ્ધારક દેવ–અ. –પ્ર.
કલ્પવૃક્ષની છાંયા છવાણી, જય નાદ ઈન્દ્રો ગાય–અ. –પ્ર.
રત્ન રાશી અમ આંગણે ફળીઓ, સિધ્યાં મન વંછીત કાજ–અ. –પ્ર.
ગુણમણી ગુણ નિધી પ્રભુજી પધાર્યા, મનવંછીત દેનાર–અ. –પ્ર.
જિનબિંબ જળહળ જ્યોતિ જગે છે જ્ઞાન અજવાળા અમાપ–અ. –પ્ર.
દિવ્ય ધ્વનીના નાદ ગાજે છે સમવસરણ મોઝાર–અ. –પ્ર.
છપન્ન કુમારી પ્રભુ મહોત્સવ કરે છે ઈન્દ્રાણીજય નાદ ગાય–અ. –પ્ર.
શક્રેન્દ્ર ચમરેન્દ્ર ચમર ઢાળે છે ધન્ય ધન્ય પ્રભુ વીતરાગ–અ. –પ્ર.
અંતર મારું આનંદથી ઉછળે પધાર્યા શ્રી વીતરાગ–અ. –પ્ર.
સુવર્ણપુરી સદભાગ્ય ખીલ્યા છે જિનમુદ્રા મહોત્સવ થાય–અ. –પ્ર.
જે પોતાના દેવનું સ્વરૂપ યથાર્થ માનતો નથી
જેણે વીતરાગદેવની સર્વજ્ઞતા માની અને જેવું તેમનું સામર્થ્ય છે એવું જ સામર્થ્ય
પોતાની એક સમયની પર્યાયમાં પણ છે એમ જેણે કબુલ્યું તે રાગ–દ્વેષને પોતાનાં માને
નહિ કેમકે સર્વજ્ઞને રાગ દ્વેષ હોય નહીં. સંપૂર્ણ રાગ રહિતપણું હોય તો જ સર્વજ્ઞપણું હોઈ
શકે તેથી જેણે સર્વજ્ઞપણું પોતાનું સ્વરૂપ માન્યું હોય તે રાગને પોતાનું સ્વરૂપ માને નહિ.
જે રાગને પોતાનો માને છે તે સર્વજ્ઞતાને પોતાની માનતો નથી (કેમકે જ્યાં રાગ છે ત્યાં
સર્વજ્ઞપણું નથી.) અને જે પોતાનું સ્વરૂપ સર્વજ્ઞ નથી માનતો તે પોતાના દેવનું સ્વરૂપ
પણ સર્વજ્ઞ માનતો નથી, અને જે પોતાના દેવનું સ્વરૂપ યથાર્થ માનતો નથી તે નાસ્તિક
છે–જૈન નથી.
(પૂજ્ય સદ્ગુરુદેવના સમયસાર કલશ ૧ ઉપરના તા. ૪–૮–૪૪ના વ્યાખ્યાનમાંથી)

PDF/HTML Page 6 of 17
single page version

background image
ગુણાર્થિકનય શા માટે નહીં?
દ્ર
વ્યા
ર્થિ
ને
યા
ર્થિ
શું
: ફાગણ : ૨૦૦૧ : ૬૯ :
પરમ પૂજ્ય સવારની ચર્ચા
સદ્ગુરુદેવ ૬–૮–૪૪
શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એમ બે
નયો વાપર્યા છે, પણ ‘ગુણાર્થિકનય’ એમ ક્યાંય વાપરવામાં આવ્યું
નથી તેનું કારણ શું? તે કહેવાય છે:–
કોઈ એવો તર્ક કરે કે:–
તર્ક ૧–દ્રવ્યાર્થિકનય કહેતાં તેનો વિષય ગુણ અને પર્યાયાર્થિકનય કહેતાં
તેનો વિષય, તથા એ બન્ને ભેગું થઈને પ્રમાણ તે દ્રવ્ય, એ રીતે ગણીને
ગુણાર્થિકનય વાપર્યો નથી; આ પ્રમાણે કોઈ કહે તો એ પ્રમાણે નથી.
તર્ક ૨–દ્રવ્યાર્થિકનયનો વિષય દ્રવ્ય અને પર્યાયાર્થિક નયનો વિષય
પર્યાય, તથા તે પર્યાય ગુણનો અંશ હોવાથી પર્યાયમાં ગુણ આવી
ગયા, એ રીતે ગણીને ગુણાર્થિકનય વાપર્યો નથી; આ પ્રમાણે કોઈ કહે
તો તેમ પણ નથી.
ગુણાર્થિકનય ન વાપરવાનું વાસ્તવિક કારણ
શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય એ બે જ નયો વાપરવામાં
આવ્યા છે, તે બે નયોનું ખરૂં સ્વરૂપ એ છે કે–
પર્યાયાર્થિકનયનો વિષય અપેક્ષીત–બંધમોક્ષની પર્યાય છે,
અને તે રહિત (બંધ–મોક્ષની અપેક્ષા રહિત) ત્રિકાળી ગુણ
અને ત્રિકાળી નિરપેક્ષ પર્યાય સહિત ત્રિકાળી દ્રવ્યસામાન્ય તે
દ્રવ્યાર્થિક નયનો વિષય છે–
આ અર્થમાં શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિક અને
પર્યાયાર્થિકનય વાપરવામાં આવ્યા છે, એટલે ગુણાર્થિકનયની જરૂર
રહેતી નથી.
શાસ્ત્રોમાં દ્રવ્યાર્થિકનય વાપરે છે તેમાં ઊંડું રહસ્ય છે.
દ્રવ્યાર્થિકનયનો વિષય ત્રિકાળી દ્રવ્ય છે અને પર્યાયાર્થિક નયનો વિષય
ક્ષણિક છે.
દ્રવ્યાર્થિકનયના વિષયમાં જુદો ગુણ નથી કેમકે
ગુણને જુદો પાડી લક્ષમાં લેતાં વિકલ્પ ઊઠે છે અને વિકલ્પ તે
પર્યાયાર્થિકનયનો વિષય છે.
શરીરાદિના રજકણે રજકણની ક્રિયા સ્વતંત્ર થાય છે; સંસારની રુચિવાળા જીવોને વૈરાગ આવતો નથી.
આ મનુષ્યભવ પામીને અશરીરી ભાવ પ્રગટ કરી માત્ર એક ભવ રહે તેવો ભાવ પ્રગટ કર્યો નહિ અને વીતરાગ
દેવ શું કહે છે તેની ઓળખાણ ન કરી તો ભવનો અંત આવશે નહિ. અને સમજ્યા વિનાનો મનુષ્યભવ એળે
જવાનો; એવાં અવતાર તો ગલુડિયાં ને અણશિયાં જેવાં છે; એવા તો ઘણાય દુનિયામાં જન્મે છે ને મરે છે, પણ
એવો ભાવ પ્રગટ કરે કે ભવ ન રહે તો જીવનની સફળતા છે. બાકી દુનિયાના કહેવા પ્રમાણે ચાલે તો આત્માનો
ધર્મ થાય કે જન્મ–મરણ ટળે એ વાત ત્રણકાળમાં બને નહિ; દુનિયા પોતાનું માને તો પોતાની દુર્ગતિ ટળી જાય
ને દુનિયા પોતાનું ન માને તો પોતાની દુર્ગતિ થઈ જાય એમ કોઈ કાળે છે જ નહિ. અનાદિથી જીવોએ આત્માનું
સ્વરૂપ શું છે તે રુચિપૂર્વક સાંભળ્‌યું પણ નથી, રુચિપૂર્વક સાંભળ્‌યા વગર સમજે તો ક્યાંથી? ઘણા જીવોને તો
સાચા દેવ કોને કહેવા, તથા સાચા ગુરુ કોને કહેવા તેની પણ ખબર નથી; આત્માની ઓળખાણ વગર કદાચ
કોઈ જીવ સાચા દેવ, સાચા ગુરુ, અને સાચા શાસ્ત્રની ઓળખાણ કરે તો પણ વ્યવહાર સમ્યગ્દર્શન છે–કે જે
પુણ્યબંધ છે, ધર્મ નથી. દેવ–ગુરુ–શાસ્ત્ર, શરીર–મન–વાણી તે પરવસ્તુ અને તે તરફના વલણવાળા થતા જે
શુભાશુભ ભાવો તે વિનાનો હું એકલો, અખંડ, શુદ્ધ, નિર્વિકલ્પ છું એવી શ્રદ્ધા જ્ઞાન થયા વિના, એવી આત્માની
અંતર શુદ્ધિ કર્યા વિના કોઈ દી કોઈના જન્મ–મરણ ટળ્‌યાં નથી, અને ટળશે પણ નહીં. [પ્રવચન: સમયસાર ગાથા ૩૪]

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૭૦ : : આત્મધર્મ : ૧૭
આચાર્યદેવ આમંત્રણ આપે છે
(પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન)
બધા આવો, એકી સાથે આવો. શાંત રસમાં એકી સાથે અત્યંત નિમગ્ન થાવ, અત્યંત નિમગ્ન થાવ,
જરાય બાકી રાખશો નહીં
સમયસારનો પૂર્વરંગ ૩૮ ગાથાએ પૂરો થાય છે. આચાર્યદેવે ૩૮ ગાથામાં મોક્ષનો માર્ગ ખુલ્લો મૂક્યો
છે, અને હવે બધાને આમંત્રણ કરે છે. આચાર્યદેવ કહે છે કે આવું શાંત સ્વરૂપ સમજાવ્યું, તો તે સમજીને તેમાં
સમસ્ત લોક નિમગ્ન થાવ! એમ આમંત્રણ કરે છે તે વિષે હવે કળશ કહે છે:–
(માલિની)
मज्जंतु निर्भरममी सममेव लोका आलोक मुच्छलति शांतरसे समस्ताः।
आप्लाव्य विभ्रमतिरस्करिणीं भरेण प्रोन्मग्न एष भगवानवबोधसिंधुः।।
(સમયસાર કળશ–૩૨)
અર્થ:– આ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા વિભ્રમરૂપ આડી ચાદરને સમૂળગી ડુબાડી દઈને (દૂર કરીને)
પોતે સર્વાંગ પ્રગટ થયો છે; તેથી હવે સમસ્ત લોક તેના શાંત રસમાં એકી સાથે જ અત્યંત મગ્ન થાઓ. કેવો છે
શાંતરસ! સમસ્ત લોક પર્યંત ઊછળી રહ્યો છે.
અહીં આચાર્યદેવ આમંત્રણ કરે છે. કોને આમંત્રે છે? આખા જગતને સાગમટે નોતરે છે,
ભગવાનને ઘરે લગ્ન હોય પછી કોને નોતરાં ન હોય! બધાને હોય.
આ દેહરૂપી ખોળિયામાં પ્રભુ ચૈતન્ય સૂતો છે. શરીર અને રાગને પોતાના માની સૂતો છે. લૌકિક માતા
તો ઊંઘાડવાના હાલરડાં ગાય છે, પણ પ્રવચનમાતા જગાડવાના હાલરડાં ગાય છે, શરીરાદિના રજકણોમાં ગુપ્ત
થયેલો, પુણ્ય–પાપના ભાવમાં સંતાએલો ભગવાન આત્મા તેને પ્રવચન–માતા હાલરડાં દ્વારા જગાડે છે.
મોરલીના નાદે જેમ સર્પ ઝેરને ભૂલી જાય છે ને મોરલીના નાદમાં એકાગ્ર થાય છે, તેમ આચાર્ય દેવ કહે છે
કે આ અમારી સમયસારની વાણીરૂપ મોરલીના નાદે કોણ આત્મા ન ડોલે? કોણ ન જાગે? બધાય ડોલે, બધાય
જાગે. જેને ન બેસે તે તેના ઘરે રહ્યો, આચાર્યદેવે તો પોતાના ભાવથી સમસ્ત જગતને આમંત્રણ આપ્યું છે.
“જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા” કહ્યો છે, એટલે બધા આત્માને ભગવાન કહ્યા છે, જ્ઞાન સમુદ્ર ભગવાન,
સમુદ્રની જેમ પોતાના જ્ઞાનમાં ઊછાળા મારે છે. જ્ઞાન સમુદ્ર આત્મા ગમે તેટલા વર્ષોની વાત જાણે તો પણ
વજન થાય નહિ એવા જ્ઞાન સમુદ્રથી ભરપૂર આત્મા છે.
જેમ દરિયો પાણીથી છલોછલ ભર્યો હોય, તેમાં આડી ભીંત કે કાંઈ આવી જાય તો પાણી દેખાતું નથી
પરંતુ અહીં તો માત્ર ચાદર એટલે માત્ર પછેડી–લુગડું જ આડું લીધું છે કે જેને દૂર કરતાં વાર ન લાગે, માત્ર તે
લૂગડાંને પાણીમાં ડુબાડી દેવાથી છલોછલ પાણીથી ભરેલો દરિયો દેખાય છે તેમ જ્ઞાન સમુદ્ર ભગવાન આત્મા
અંદર છલોછલ પાણીથી ભર્યો છે, વિભ્રમરૂપ આડી ચાદરને ખસેડીને એટલે ઊંધી માન્યતાની આડી ચાદર પડી
હતી, (ભ્રાંતિરૂપ માત્ર લુગડું જ આડું છે–એમ ક્ષણ પૂરતી પર્યાયની શી કીંમત?) તેને સમૂળગી પાણીમાં ડુબાડી
દીધી, એટલે ભ્રમણાની ખોટી પકડનો વ્યય કર્યો અને સર્વાંગ પ્રગટ થવારૂપ ઉત્પાદ થયો, સર્વાંગ એટલે અસંખ્ય
પ્રદેશે પ્રગટ થયો, અને જ્ઞાનસમુદ્ર ભગવાન પોતાના જ્ઞાન આદિ શાંત–રસમાં ઊછાળા મારે છે.
જેમ લોકોમાં એમ કહેવાય છે કે આ મીઠું મહેરામણ જેવું પાણી ભર્યું છે, તેમાં ન્હાવ એટલે સ્નાન કરો તેમ
આચાર્ય દેવ કહે છે કે આ મીઠો મહેરામણ જેવો જ્ઞાન સમુદ્ર ભર્યો છે તેમાં બધા જીવો આવો, ન્હાવ–સ્નાન કરો, શીતળ
થાવ, શાંતરસમાં નિમગ્ન થાવ; બધા જીવો આવો એમ કહ્યું છે તે પણ એક સાથે આવો એમ કહ્યું છે, પણ એક પછી
એક આવો તેમ કહ્યું નથી. આહાહા! આવો ભગવાન આત્મા છે! એમ ભગવાન આત્માનો અદ્ભુત સ્વભાવ દેખીને
આચાર્ય દેવનો ભાવ ઊછળી ગયો કે અહો! આવો આત્મા છે ને બધા જીવો એક સાથે કેમ આવતા નથી? બધા આવો,

PDF/HTML Page 8 of 17
single page version

background image
: ફાગણ : ૨૦૦૧ : ૭૧ :
એકી સાથે આવો, શાંતરસમાં એકી સાથે અત્યંત નિમગ્ન થાવ, અત્યંત નિમગ્ન થાવ, જરાય બાકી રાખશો નહીં, એમ
આચાર્યદેવની બહુ ભાવના ઊછળી ગઈ છે. (અંતરંગમાં પોતાને પૂર્ણ થઈ જવાની ભાવનાનું જોર પડ્યું છે.)
એકલું ‘નિમગ્ન’ કહ્યું નથી પણ ‘અત્યંત નિમગ્ન થાવ’ તેમ કહ્યું છે. વળી કહે છે કે કેવો છે શાંત રસ?
આખા લોકમાં ઊછળી રહ્યો છે, ચૌદ બ્રહ્માંડના જીવોમાં શાંતરસ ઊછળી રહ્યો છે, બધા પ્રભુ છે, અહો! તેમાં
બધા લીન થાવ, એમ આચાર્યદેવ આમંત્રણ કરે છે અથવા બીજો અર્થ એમ છે કે કેવળજ્ઞાન થતાં સમસ્ત
લોકાલોક જાણે છે ત્યાં સમસ્ત લોકા–લોક પર્યંત શાંતરસ ઊછળી રહ્યો છે.
હવે ભાવાર્થનો વિસ્તાર થાય છે; માત્ર લુગડું આડું ભ્રાંતિનું હતું તેથી સ્વભાવ દેખાતો નહોતો, ભીંત જેવી
કઠણ ચીજ આડી હોય તો તોડતા વાર લાગે, પણ આતો લૂગડા જેવી ભ્રાંતિ ક્ષણમાં ટાળી શકાય છે. વિભ્રમથી
પોતાનું સ્વરૂપ જણાતું નહોતું, સ્ત્રી, કુટુંબ તો ક્યાંય રહ્યા–પણ શરીર મન, વાણી તે પણ ક્યાંય રહ્યા, –તે તો ભિન્ન
જ છે, પરંતુ અંદર થતી શુભાશુભ લાગણી તે પણ ભિન્ન છે, તે બધામાં એકત્વબુદ્ધિ હતી તેને દૂર કરીને સમૂળગી
ડુબાડીને આ જ્ઞાન–દરિયામાં–વીતરાગી વિજ્ઞાનમાં બધા એક સાથે નિમગ્ન થાવ! એમ આચાર્યદેવે ઢંઢેરો પીટ્યો છે–
સાગમટે નોતરાં આપ્યાં છે, સાગમટે નોતરામાં કોણ ન પહોંચે? બધા પહોંચે. જેને વિરોધ હોય, દ્વેષ હોય તે ન
પહોંચે. માંદો કહે અમે ન પહોંચી શકીએ તો શું કરીએ? (તેને કહે છે કે) અરે માંદા! તારી નમાલાપણાની વાત મૂક
એક કોર! આ સાગમટે નોતરામાં એકવાર ચાલ તો ખરો, દાળ–ભાત ખાજે પણ ચાલ તો ખરો!
કેટલાક શ્રાવકો સાધર્મીને જમાડે છે, તેમાં કેટલાકને એવા ભાવ હોય છે કે કોઈ પણ સાધર્મી રહી જવો
ન જોઈએ, કારણ કે આટલા બધામાંથી કોઈ જીવ એવો રૂડો હોય, ભવિષ્યનો તીર્થંકર થનાર હોય, કોઈ કેવળી
થનાર હોય, કોઈ અલ્પકાળમાં મુક્ત થાય એવો હોય, તો એવા સાધર્મીને પેટે મારો કોળિયો જાય તો મારો ધન્ય
અવતાર! કોણ ભવિષ્યે તીર્થંકર થનાર છે, કોણ અલ્પકાળમાં મુક્ત જનાર છે તેની ભલે ખબર ન હોય પણ
જમાડનારનો ભાવ એવો છે કે અલ્પકાળમાં મુક્ત જનાર કોઈ જીવ રહી જવો ન જોઈએ, જમાડનારના ભાવ
આત્મભાવના પૂર્વક જો યથાર્થ હોય તો તેનો અર્થ એવો છે; પોતાને અલ્પકાળમાં મુક્તિ લેવાના ભાવ છે–એવી
રુચિ છે. એમ આચાર્યદેવ કહે છે કે મારું નોતરું સાગમટે છે, સાગમટે આમંત્રણ આપ્યા છે કે આ શાંતરસના
સ્વાદ વગર કોઈ જીવો રહી જવા ન જોઈએ, એવા આમંત્રણ દેતાં ખરી રીતે આચાર્યદેવને પોતાને જ ભગવાન
આત્માના શાંતરસમાં ડુબી જવાની તીવ્ર ભાવના ઉપડી છે. સમયસારજીની એક એક ગાથામાં આચાર્યદેવે
અદ્ભૂત રચના કરી છે. અલૌકિક અપૂર્વ ભાવો ભર્યા છે, શું કહેવાય! જેને સમજાય તેને ખબર પડે.
કેવળજ્ઞાન પ્રગટ થાય ત્યારે બધા જ્ઞેયો એક સાથે જ્ઞાનમાં આવીને ઝળકે છે. તેને સર્વ લોક દેખો, એમ પણ
અહીં પ્રેરણા કરી છે. અહો! પૂર્ણ સ્વભાવની વાત આચાર્યદેવે પૂર્ણ રૂપે જ કરી; એક પરમાણુ માત્ર મારું નથી એમ
કહીને પૂરી વાત કહી દીધી. ‘એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શતા’ એવા ભાનના જોરમાં પૂર્ણતા થઈ જાય છે.
જેમ કોઈ માણસને રાજા વગેરે કોઈને મળવા જવું હોય તો નાળિયેર વગેરે સારૂં ભેટણું લઈને જાય છે
એમ ત્રિલોકીનાથ ભગવાન આત્માને ભેટવા જવું હોય તો તેને ભેટણું પ્રાપ્ત કરવું પડશે, તે વિના ભગવાન
આત્મા પ્રગટ થાશે નહીં; તે સમયપ્રાભૃત એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની પરિણતિરૂપ ભેટણા વગર
આત્મારૂપી રાજા કોઈ રીતે પ્રસન્ન થાય તેમ નથી.
તત્ત્વ શું છે તેનું એકવાર કુતૂહલ તો કર! આ બધી આબરૂનું કીર્તિનું, પૈસાનું, કુટુંબનું મારાપણું માનીને પડ્ય
માંડી છે તેને ભૂલીને અંદર આત્મામાં પડી તાગ લાવ. જેમ કુવામાં કોશિયો મારી તાગ લાગે છે તેમ તાગ લાગ. દુનિયાને
ભૂલીને મરીને પણ અંતર તત્ત્વ શું છે એમ અંદર જોવા માટે એકવાર પડ તો ખરો! ‘મરીને’ એટલે ગમે તેટલી પ્રતિકૂળતા
વેઠીને પણ કુતૂહલ કર, અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્‌યો પણ હવે એકવાર આત્માને અર્થે દેહ ગાળ તો ભવ રહે નહિ;
દુનિયાને ભૂલ, દુનિયાની પરવા છોડીને આત્માના રસમાં મસ્ત થઈ જા, પુરુષાર્થ કરી અંતર પડદાને તોડી નાંખ.
ભગવાન આચાર્યદેવ કરુણા કરે છે કે તું અનાદિ અનંત છો, એટલે કે નાશ ન થા તેવો તું છો, અવિનાશી
તારો ગુણ છે. અંદર અનંત ગુણથી ભરેલો છો, નિર્દોષ વીતરાગ સ્વરૂપે છો, એક ક્ષણમાં કેવળજ્ઞાન અને
પરમાત્મ દશા પ્રગટ કરે તેવો તું છો તેને ભૂલીને અરે! આ પરમાં ક્યાં રોકાણો? આ સદોષ તારું સ્વરૂપ નથી,
તેમાં વીર્યહીન થઈને કેમ અટક્યો છે?
તારા સ્વરૂપનું ભાન કર!

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૭૨ : : આત્મધર્મ : ૧૭
ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપની યથાર્થ પ્રતીતિ વગર રાગદ્વેષનો
ખરખર ત્યગ થઈ શક જ નહ
તા. ૯–૯–૪૪ રવિવાર ચૈત્ર વદી ૧
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીનું વ્યાખ્યાન. પદ્મનંદી પંચવિંશતિકા
तत्प्रति प्रीति चितेन येन वार्तापिः श्रुताः। निश्चित स भवेद्भव्यो भावि निर्वाण भाजनम्।। [એકત્વ અધિકાર
આ દેહમાં રહેલા આત્માનું સ્વરૂપ જો સ્વભાવ–દ્રષ્ટિથી જોવામાં આવે તો ત્રિકાળ નિર્મળ અને પવિત્ર છે;
નિમિત્ત ન લેવામાં આવે તો તેમાં વિકાર ન હોઈ શકે. ભૂલ ક્ષણિક દ્રષ્ટિથી અને અનાદિની થયેલી છે. જો ભૂલ
ન જ હોય તો પરમાનંદ સ્વરૂપ પ્રગટ હોય અને તે ભૂલ જો સ્વરૂપમાં હોય તો ટળી શકે નહીં. જો પ્રગટ સારૂં
હોય તો કોઈ સારૂં કરવા માગે નહિ, અને જો સારાપણું ત્રિકાળ સ્વભાવમાં ન હોય તો સારૂં કરવાનું રહે નહિ.
દરેક પ્રાણી સુખ શોધે છે તેથી તેને વર્તમાન પ્રગટ સુખ નથી; સુખ પોતાનું સ્વરૂપ છે. જો સુખની સત્તા
(હોવાપણું) ન કબુલે તો સુખની શોધ હોઈ શકે નહિ, જે ન હોય તેમાં કાર્ય કરવા કોઈ પ્રયત્ન કરતું નથી.
સુખનો પ્રયાસ કરે છે તેથી ક્યાંક સુખનું અસ્તિત્વ માને છે, સુખનું અસ્તિત્વ ન હોય તો શોધે નહિ અને સુખ
પ્રગટ હોય તો પણ કોઈ ગોતે નહિ. સુખ ક્યાંક માન્યું અને તેનો ઉપાય છે એ પણ કબુલે છે, પણ તે સુખ ક્યાં
છે અને તેનો ઉપાય શું છે તેના ભાન વગર સુખના નામે દુઃખના ઉપાય અનાદિથી જીવ કરી રહ્યો છે.
એક તત્ત્વને બીજા તત્ત્વની જરૂર પડે તે પરાધીનતા છે. નાશવાન વસ્તુથી અવિનાશીનું સુખ માનવું તેમાં
અંદર ભય રહે છે કે આ વસ્તુનો સંયોગ ખસી જશે તો હું એકલો રહી જઈશ અર્થાત્ મારું સુખ ચાલ્યું જશે–
એવો ત્રાસ રહે છે.
આવી પડેલી અગવડતા વખતે મરણનું દુઃખ સહન કરીને–દેહ છોડીને પણ દુઃખ દૂર કરીને સુખ ચાહે છે.
શરીર જતું કરીને પણ સુખ લેવા માગે છે તેમાં ગર્ભિત રીતે એમ રહ્યું છે કે શરીરાદિ પર વગર હું એકલો સુખ
સ્વરૂપ છું. શરીર વગર હું એકલો સુખરૂપ રહી શકીશ એવી શ્રદ્ધા અવ્યક્તપણે પણ રહેલી છે તેથી શરીર છોડીને
પણ સુખ લેવા માગે છે; આમાં ત્રણ વાત આવી:– (૧) સુખનું અસ્તિત્વ માન્યું છે, (૨) ઉપાય કરે છે, (૩)
શરીર છોડીને (એકલો આત્મા રહીને) પણ સુખ માગે છે; તેથી અજ્ઞાનપણે–અવ્યક્તપણે પણ ‘એકલો રહીને
પણ સુખ મેળવી શકું છું, અશરીરી એકલો રહી શકીશ, એકલા સ્વભાવમાં સુખ ભર્યું છે, એમ તો અવ્યક્તપણે
માની જ રહ્યો છે. રાગ, વિકાર રહિત એકલું સ્વરૂપ તેમાં સુખ છે એવા નિર્ણય વગર સુખ પ્રગટે નહીં.
આત્મામાં સુખ છે, તે સુખ સ્વાધીન છે, પરના આધાર વગરનું છે, તે પ્રગટી શકે છે.
પરથી નિરાળા સહજ આનંદ સ્વરૂપ આત્માની પ્રતીત કરી નથી. અજ્ઞાન ભાવે તો પર વગર એકલો
સુખ મેળવી શકું છું એમ અવ્યક્તપણે માને છે, પણ ભાન ભાવે વ્યક્તપણે કદી માન્યું નથી. વળી ગમે તેવી
અનીતિ કરતો હોય છતાં બહારમાં પોતાને અનીતિવાળો કહેવડાવે નહીં–કેમકે અપ્રગટપણે પણ વાણીમાં સત્નાં
શરણ લીધા વગર તે જીવી શકશે નહિ. કોઈ તેને ‘અનીતિવાળો’ કહે તો ફટ કહે કે શું અમે અનીતિવાળા
છીએ? જગતના પ્રાણી પણ અનીતિને શરણે જીવવા માગતા નથી અને અવ્યક્તપણે સત્યના શરણ વગર રહી
શકશે નહીં. જગતનાં પ્રાણી જુઠાણાં કરે પણ ‘જુઠાથી નભવું છે’ એમ બહારમાં બોલી શકશે નહિ–એટલી તો
સત્યની શરમ વાણીમાં રાખ્યા વગર જગતને છૂટકો નથી, તેથી ગમે તેમ પણ સત્યની ઓથે રહેવા તો માગે છે.
કોઈને પોતાના ભાવ પ્રમાણે ફળ ન આવે તેમ બને નહિ, માયા–દંભથી કોઈ પણ પોતાના ભાવના
ફળને ફેરવી શકે નહિ; કહ્યું છે કે–
પાપ છુપાયા ના છુપે, છુપે તો મહા ભાગ્ય;
દાબી દુબી ના રહે, રૂ એ લપેટી આગ.

PDF/HTML Page 10 of 17
single page version

background image
: ફાગણ : ૨૦૦૧ : ૭૩ :
‘અનીતિથી પૈસા મેળવવા નથી’ એમ નિશ્ચય કર્યા પછી પૈસા વગર આવી પડેલી અગવડતાને
‘દ્વેષરહિત’ સહન કરવી પડશે. અનીતિ જતી કરતાં અનીતિને કારણે * મળતી સગવડતા ન મળે તોપણ
સમભાવ રાખવો પડશે. શરીર જતું કરીને પણ અનીતિ કરશે નહિ. અનીતિ જેને નથી કરવી તેને શરીર જતાં તે
ઉપર દ્વેષ નહિ પાલવે; પણ અંતર સ્વરૂપની શાંતિના ભાન વિના દ્વેષ થયા વગર રહેશે નહિ એટલે આત્માની
શાંતિના ભાન વગર નીતિ પણ રહી શકે નહીં.
આત્મા જ્ઞાતા–દ્રષ્ટા સ્વરૂપે છે. જ્ઞાતા–દ્રષ્ટામાં પરનું કાંઈ કરવાનો
* અહીં અજ્ઞાની માને છે તે અપેક્ષાએ કહ્યું છે, ખરેખર અનીતિને કારણે સગવડતા મળતી નથી, પણ પૂર્વનાં પુણ્યને કારણે મળે છે.
ભાવ તે મમત્વ છે. ત્યારે અનીતિના ત્યાગનું ધ્યેય ક્યાં આવ્યું? કે શરીર ઉપરના રાગ–દ્વેષનો ત્યાગ કરે! જેને
રાગ–દ્વેષને જતા કરવા હોય તેણે રાગદ્વેષને ક્ષણીક માનવા પડશે. અને તે નાશવાન છે એમ માનવું પડશે. પરની
અનીતિની યથાર્થ ત્યાગવૃત્તિ કરવી હોય તેણે પ્રથમ તો તે અનીતિ અને રાગ–દ્વેષ પોતાના ત્રિકાળી સ્વભાવમાં
નથી એવો નિર્ણય કરવો પડશે તે નિર્ણય વગર રાગ–દ્વેષ ટળે નહીં.
ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપની યથાર્થ પ્રતીતિ વગર રાગ–દ્વેષનો ખરેખરો ત્યાગ થઈ શકે નહિ.
રાગ–દ્વેષના ત્યાગ વગર શરીરાદિ સંયોગનો ત્યાગ હોય નહિ અને અશરીરી સ્વરૂપ પ્રગટે નહિ.
શરૂઆતમાં કહેલ ગાથાનો પહેલો જ શબ્દ ‘તત્ત્પ્રત્તિ’ છે, તેનો અર્થ શું? જેવી પ્રીતિ પર ઉપર છે તેવી
પ્રીતિ આત્મા ઉપર આવવી જોઈએ. પુણ્ય–પાપની પ્રીતિ છોડીને આવા (હંમેશાંં કહેવાય છે તેવા) નિર્મળ
આત્માની પ્રીતિ કરીને એકવાર પણ જેણે આત્મસ્વરૂપની વાત સાંભળી છે તે જીવ જરૂર ભાવિ મુક્તિનું ભાજન
થાય છે. જીવે પ્રસન્ન ચિત્તથી કદી આ વાત સાંભળી નથી, કાને તો પડી પણ જ્યાં સુધી પરની રુચિ રહે ત્યાં
સુધી આત્માની રુચિ થતી નથી, અને આત્માની રુચિ વગર આ શબ્દો કાને પડે તે સાંભળ્‌યું ન કહેવાય. અહીં
“સાંભળી છે” એમ લખ્યું છે, ‘વાંચી છે’ એમ નથી કહ્યું–તેમાં ગંભીર ન્યાય છે.
શરીર તેની મર્યાદાએ (આયુકર્મની સ્થિતિ અનુસાર) છૂટે છે, અનંતવાર શરીર છૂટ્યાં પણ જેને શરીર
છૂટતાં અરુચિ થાય છે તેને શરીર અનુકૂળ રાખવાનો ભાવ છે, શરીર જતાં અણગમો કોને ન આવે? તેનો
ઉત્તર– ‘અણગમો પણ મારું સ્વરૂપ નથી’ એમ જેણે જાણ્યું હોય તેને અણગમો ન આવે. શરીર છૂટતાં જેને એમ
થાય છે કે બરાબર માવજત–દવા ન થઈ માટે આ પ્રમાણે થયું–તો તેને એમ છે કે મને શરીર નભાવતાં ન
આવડ્યું; એવી વૃત્તિવાળો જીવ, આ શરીર તો છૂટી જ જશે પણ પછી–બીજાં શરીર ધારણ કર્યા વગર રહેશે
નહિ.(શરીર પર છે) પરને નભાવવાની ત્રેવડ (તાકાત) મારામાં છે એવા ભાવથી તે જ્યાં જશે ત્યાં શરીર
ધારણ કર્યા વગર રહેશે નહિ.
સંસારનાં કાર્યોમાં, વકીલના કામમાં ડોકટર કે ડોકટરના કામમાં વકીલ માથું ન મારે, પણ ધર્મનાં કામમાં તો
સૌ ડાહ્યા થાય! અનંત કાળથી અપૂર્વ ધર્મની વાત પણ પોતે જાણી નથી, છતાં ધર્મની જ્યાં વાત ચાલતી હોય ત્યાં
પોતાનો મત ઝટ બતાવી દે છે; પણ તને જો ધર્મની ખબર હોય તો તને પૂછીએ છીએ કે ધર્મ એ આત્માનો સ્વભાવ
છે અને આત્માનો સ્વભાવ જન્મ–મરણ રહિત છે, તો તને જન્મ–મરણ રહિત સ્વભાવનો નિશ્ચય થયો છે?
આત્માના સ્વભાવમાં અણગમો નથી. શરીર જતાં પણ અણગમો ન થાય તો શરીર જતું કર્યું કહેવાય. શરીર
જતું તો જ કરી શકે કે જો અંતરમાં આત્માની શાંતિનું ભાન હોય તો! ‘રાગ–દ્વેષ જતા કરૂં’ એમ ધારે, પણ રાગદ્વેષ
જતા કરીને, તે જતા કરનારો ત્રિકાળ ટકનાર કોણ છે તેના ભાન વગર રાગ–દ્વેષ જતા કરી શકે નહિ.
આ આત્માની વાત ચાલે છે. આવા અપૂર્વ સ્વભાવની વાત પ્રીતિથી ક્યારે સાંભળી કહેવાય? જો
અંતરમાં પુણ્યની પ્રીતિ ન રાખે તો. સંસાર પ્રત્યેના રાગની પ્રીતિ ઘટાડીને આત્માની વાત સાંભળે તો પ્રીતિથી
સાંભળ્‌યું છે, પણ જો સંસારનો રાગ ઘટાડ્યા વગર સાંભળે તો તેણે આત્માની વાત સાંભળી નથી પણ રાગની
વાત સાંભળી છે. મારું તત્ત્વ (આત્માનું સ્વરૂપ) પુણ્ય–પાપની બધી વૃત્તિને છોડનારૂં છે.
અહીં ‘પ્રીતિથી સાંભળી’ એમ કહ્યું છે, ‘પ્રીતિથી વાંચી’ એમ કહ્યું નથી. જો વાંચવાથી મોક્ષ થતો હોય તો
પહેલો મોક્ષ પાનાંનો થવો જોઈએ. પાનાં તો જડ છે, જડમાં જ્ઞાન નથી. જેમાં હોય તેમાંથી જ્ઞાન આવે પણ ન
હોય તેમાંથી આવે નહીં. અહીં ‘સાંભળીને’ કહ્યું છે તેમાં નિમિત્ત જાહેર કર્યું છે. દીવે દીવો પ્રગટે. તેમ જ્ઞાન જેમાં
હોય તેમાંથી આવે. ન્યાય તો ગંભીર છે પણ ટુંકમાં કહેવાય છે.
જેણે કોઈ વિકાર રાખવા જેવો માન્યો તેને નિર્વિકાર સ્વરૂપની રુચિ

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૭૪ : : આત્મધર્મ : ૧૭
શ્ર સ્ત્ર ત્ જ્ઞ જ્ઞ
સંક્ષિપ્ત અવલોકન રા. મા. દોશી
(દર્શન પહેલું)
નથી. ‘પ્રીતિથી સાંભળી છે’ એમ કહ્યું તેમાં સાંભળનારમાં પરની રુચિનો ત્યાગ એ સાંભળનારનું ઉપાદાન અને
‘સાંભળી’ એમાં જ્ઞાની ગુરુનું નિમિત્ત બતાવ્યું છે. ઉપાદાન–નિમિત્ત કેવા જોઈએ તેનું વર્ણન ‘પ્રીતિથી’ અને
‘સાંભળી’ તેમાં આવી ગયું છે. શાસ્ત્રમાં તો બધું લખ્યું છે પણ જાણનાર જાણે, અભણને તો ધોળામાં કાળા
અક્ષર લાગે. વસ્તુનો સ્વભાવ જેમ છે તે તરફ જ્ઞાનને–આત્માને લઈ જવો તે ન્યાય.
આહાહા! આવો આત્મા! જે હું પ્રગટ કરવા માગું છું તે તો મારામાં છે અને જે ટાળવા માગું છું તે તો
નાશવાન–કૃત્રિમ જ છે. આમ જેને આત્મા પરથી નિરાળો શુદ્ધ છે એવી પ્રતીત થાય તે રાગ–દ્વેષ બધું જતું કરીને
પણ તે (આત્માની શુદ્ધતા) મેળવ્યા વગર રહે નહીં. આવો આત્મા જેમ જે રીતે કહેલ છે તેમ તે રીતે જેણે
પ્રીતિથી સાંભળીને સત્નાં બીજડાં રોપ્યા છે તે ભવિષ્યમાં સહજ શાંતિ અકૃત્રિમ સુખરૂપી ફળ અવશ્ય પામે છે
અને કૃત્રિમ રાગદ્વેષ–અશાંતિ નાશ પામી જાય છે.
પર પદાર્થ ઉપર થતી વૃત્તિ મારી નહિ અને અવિકારી શુદ્ધ તે હું છું એવી જેને રુચિ થઈ તેને પછી સ્થિર થવાના
વાયદા ન હોય, રુચિવાળી ચીજ દરેક જીવ ઝટ મેળવવા માગે છે. જેની જેને રુચિ થઈ તેનો તેને વાયદો ન હોય.
जानीते यः परं ब्रह्म कर्मणः पृथगेकताम्।
गतं तब्दत बोधात्मा तत्स्वरूपं सगच्छत्ति।।
પદ્મનંદી ગાથા–૨૪
જેટલી કર્મની વૃત્તિ અને તેનું ફળ છે તેનાથી પૃથકક (જુદું) મારું સ્વરૂપ છે એમ જેણે જાણ્યું છે તે
આત્મા વારંવાર તેમાં ઠરવાનો પ્રયત્ન કરે છે. પોતાની વસ્તુનો એક–અંશ પણ પરાધીન રહે તે ઈચ્છતો નથી.
બારણાંની ભીંસમાં આંગળી ચગદાય તો તરત રાડ નાખે છે કેમકે ‘મારી વસ્તુનો એક અંશ પણ પરમાં દબાય તે
મને પાલવતું નથી, ’ એમ જેને સ્વરૂપની પ્રીતિ છે તે ‘મારી એકપણ પર્યાય રાગ–દ્વેષથી દબાય તે મને
પાલવતું નથી’ એમ માને છે; અને જેવું નિર્મળ સ્વરૂપ છે તેવું પોતે જાણીને પોતામાં ઠરતાં તે પરમ બ્રહ્મસ્વરૂપ
પામી જાય છે, મુક્તિ અને આત્માનો આનંદ તે પામી જાય છે.
૧. ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે વિક્રમ સંવતના પહેલા સૈકામાં શ્રી સમયસાર શાસ્ત્ર પ્રાકૃત ભાષામાં
બનાવ્યું છે. તેમાં કુલ ૯ અધિકાર છે. અધિકારોનાં નામો નીચે મુજબ છે.
અધિકારનું નામ ગાથાઓ
૧. જીવાજીવ અધિકાર ગાથા ૧ થી ૬૮
૨. કર્તાકર્મ અધિકાર ગાથા ૬૯ થી ૧૪૪
૩. પુણ્ય પાપ અધિકાર ગાથા ૧૪૫ થી ૧૬૩
૪. આસ્રવ અધિકાર ગાથા ૧૬૪ થી ૧૮૦
અધિકારનું નામ ગાથાઓ
૫. સંવર અધિકાર ગાથા ૧૮૧ થી ૧૯૨
૬. નિર્જરા અધિકાર ગાથા ૧૯૩ થી ૨૩૬
૭. બંધ અધિકાર ગાથા ૨૩૭ થી ૨૮૭
૮. મોક્ષ અધિકાર ગાથા ૨૮૮ થી ૩૦૭
૯. સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકાર ગાથા–૩૦૮ થી ૪૧૫
જીવ શું કરી શકે અને શું ન કરી શકે તેની વિશેષતા
૨. ઉપર ગાથાઓની સંખ્યા જણાવી છે તે ઉપરથી માલુમ પડશે કે–કર્તાકર્મ અધિકાર અને સર્વ
વિશુદ્ધજ્ઞાન અધિકારની ગાથાઓ સર્વથી વધારે છે. કર્તાકર્મ અધિકારમાં ગાથા ૭૬ અને સર્વ વિશુદ્ધજ્ઞાન
અધિકારમાં ગાથા ૧૦૮ છે. સર્વ વિશુદ્ધજ્ઞાન અધિકારમાં ૩૦૮ થી ૩૮૨ સુધીની ગાથાઓમાં પણ કર્તાકર્મનો
વિષય લેવામાં આવ્યો છે. એ રીતે આ શાસ્ત્રમાં ૭૬ ગાથા બીજા અધિકારમાં અને ૭૪ ગાથા છેલ્લા
અધિકારમાં એમ મળી કુલ ૧૫૦ ગાથા કર્તાકર્મના વિષય ઉપર આપવામાં આવી છે.
૩. કર્તાકર્મના વિષય ઉપર જે કુલ ગાથા ૧૫૦ આપવામાં આવી છે, તેનું મુખ્ય કારણ એ છે કે–જીવ
અનાદિનો અજ્ઞાની છે અને તેથી પરનું હું કરી શકું અને પરને ભોગવી શકું એમ તે માને છે. શરીર જીવથી પર

PDF/HTML Page 12 of 17
single page version

background image
: ફાગણ : ૨૦૦૧ : ૭૫ :
છે અને તે અનંત અચેતન રૂપી રજકણોનો પિંડ છે અને તે શરીરમાં રહેલો જીવ શરીરથી તદ્ન જુદી જાત–એટલે કે
ચેતન સ્વરૂપ સ્વયંસિદ્ધ અનાદિ અનંત એક વસ્તુ છે. છતાં જીવ શરીરને પોતાનું માનતો હોવાથી, શરીરને હલાવી–
ચલાવી શકું એ વિગેરે શરીરનાં તથા
બીજાં પર દ્રવ્યોનાં કાર્યો જીવ કરી શકે એમ માનતો આવે છે. જે કાર્ય જીવથી થઈ શકતું જ ન હોય તે પોતાથી થઈ
શકે–એમ માનવું એ મહાભૂલ છે.
એ મહાભૂલ ટાળવા માટે–(અનાદિનું ચાલ્યું આવતું પોતાના અને પરવસ્તુના સ્વરૂપનું ઘોર અજ્ઞાન ટાળવા
માટે) આચાર્યદેવે આ ગાથાઓ રચી છે.
૪. વર્તમાન ગોચર જેટલા દેશો છે તેમાં તત્ત્વજ્ઞાનને લગતા હાલ હૈયાતી ધરાવતા શાસ્ત્રો કે ગ્રંથોમાં, કર્તા–
કર્મનો વિષય આટલી સ્પષ્ટતાપૂર્વક અને સચોટ રીતે સમજાવવામાં આવ્યો નથી. સમયસાર શાસ્ત્રની અનેક
વિશિષ્ટતાઓ માંહેની આ એક ખાસ વિશિષ્ટતા છે.
૫. ઉપર કહ્યું તે રીતે મુખ્યપણે આ શાસ્ત્ર અત્યંત અજ્ઞાનીઓનું અનાદિથી ચાલ્યું આવતું ઘોર અજ્ઞાન ટાળવા માટે,
આચાર્યદેવે કરુણા કરી બતાવ્યું છે. આચાર્ય ભગવાન પોતે આ શાસ્ત્ર અત્યંત અજ્ઞાનીઓનું અજ્ઞાન ટાળવા માટે બતાવે છે
એમ અનેક સ્થળે જણાવે છે. તેથી દરેક અધિકાર લઈ તેમાં આ સંબંધે આચાર્ય ભગવાન શું કહે છે તે અહીં કહેવામાં આવે છે.
જીવાજીવ અધિકાર
(ગાથા ૧ થી ૪)
૬. આ અધિકારમાં ૬૮ ગાથા છે; પહેલી ગાથામાં મંગળ કરી તુરત જ બીજી ગાથાના પાછલા અર્ધા ભાગમાં
‘પરસમય’ એટલે અજ્ઞાની કોણ કહેવાય તે જણાવ્યું છે. ત્રીજી ગાથામાં અજ્ઞાન દશા વિસંવાદિની છે–એટલે કે જીવને
દુઃખ દેનારી છે એમ કહી, ચોથી ગાથામાં કહ્યું કે–જીવને અજ્ઞાનદશા અનાદિથી ચાલી આવે છે તેમાં પરનું કરી શકું–
પરને ભોગવી શકું એવી (કામ ભોગની બંધ) કથાઓ લોકના સર્વ જીવોએ–પોતાનું અત્યંત બુરૂં કરનારી હોવા છતાં–
અનંતવાર સાંભળી, અનંતવાર તેનો પરિચય કર્યો અને અનંતવાર તેનો અનુભવ કર્યો;–પોતે આચાર્યપણું કરી બીજા
જીવોને તે સંભળાવી, પણ ભિન્ન આત્મા (જીવ) નું એકપણું કદી સાંભળ્‌યું નથી, પરિચયમાં આવ્યું નથી, અને તેનો
અનુભવ પોતે કદી કર્યો નથી. પોતાનું અનાત્મજ્ઞપણું અનાદિથી ચાલ્યું આવે છે. આત્માને જાણનારાઓની સંગતિ પોતે
નહીં કરી હોવાથી, આત્માનું સ્વથી એકત્વ અને પરથી વિભક્તપણું કદી સાંભળ્‌યું નથી, પરિચયમાં આવ્યું નથી અને
તેથી કદી અનુભવમાં પોતાને આવ્યું નથી.
(ગાથા–૫)
૭. લોકના સર્વ અજ્ઞાની જીવોને ગાથા ૫ માં આચાર્યદેવ કહે છે કે–આત્માનું સ્વથી એકત્વ અને પરથી વિભક્તપણું તમે
અનાદિથી સાંભળ્‌યું નથી તેથી એ હું તમોને આ શાસ્ત્રમાં મારા આત્માના નિજ જ્ઞાન વૈભવ વડે દેખાડું છું માટે આ શાસ્ત્રમાં પરમ
સત્ય જે કહેવામાં આવશે તેને તમારે પોતાના અનુભવ–પ્રત્યક્ષથી પરીક્ષા કરી પ્રમાણ કરવું.
પહેલી પાંચ ગાથાથી નીચેની બાબતો સિદ્ધ થઈ:–
(૧) જગતના મોટા ભાગના જીવો જીવના સાચા સ્વરૂપના જ્ઞાનથી રહિત છે તેથી આત્માથી અજ્ઞાત છે.
(જીવ અને આત્મા એકાર્થવાચક છે.)
(૨) તેઓએ કદી આત્માના સ્વરૂપની સાચી કથા સાંભળી નથી.
(૩) તેઓએ આત્માના સાચા સ્વરૂપનો પરિચય અને અનુભવ કર્યો નથી.
(૪) આત્માના સ્વરૂપના સાચા જ્ઞાનીની સંગતિ પૂર્વે કોઈવાર કરી નથી.
(૫) તેથી આચાર્ય ભગવાન પોતે તે સ્વરૂપ કહે છે.
(૬) તે કથનની અનુભવ–પ્રત્યક્ષ વડે પરીક્ષા કરવી કેમકે સત્યાસત્યની પરીક્ષા કર્યા વિના કોઈનું અજ્ઞાન ટળે નહીં.
(૭) આ શાસ્ત્ર અનાદિથી ચાલ્યા આવતા અજ્ઞાની જીવોને તેમનું અજ્ઞાન ટાળવા માટેનો ઉપદેશ કરનારું છે.
જીવો આત્માના સ્વરૂપના સાચા કથનને પોતે વિચારી આ કાળે અજ્ઞાન ટાળી શકે છે અને પોતાનું સમ્યગ્જ્ઞાન પ્રગટ
કરી પોતાના–આત્માનો અનુભવ કરી શકે છે.
શ્રી સમયસાર ૫૨ પરમ પૂજ્ય શ્રી સદ્ગુરુદેવના વ્યાખ્યાનો પ્રથમ ખંડ, ટૂંક સમયમાં પ્રગટ થશે.
–અગાઉથી ગ્રાહક થવા માટે લખો– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ–કાઠિયાવાડ

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૭૬ : : આત્મધર્મ : ૧૭
અભ્યાસ કર – હવે એકવાર અમે કહીએ છીએ તે પ્રમાણે
પરમપૂજ્ય સદ્ગુરુ દેવશ્રીના શ્રી સમયસાર કળશ ૩૪ ઉપરના પ્રવચનમાંથી
તારી માન્યતા પ્રમાણે તો અનંત–અનંતકાળથી તું કરતો આવ્યો છો, છતાં હજી તારો સંસાર તો ઊભો જ છે માટે
આચાર્યદેવ કહે છે કે–અમે તને જ કહીએ છીએ તે તું સમજી શકીશ એથી અમે તને સમજાવીએ છીએ. તું
આત્મા છો, જ્ઞાન સ્વરૂપ છો, તારામાં સમજવાની તાકાત છે તેથી તને સમજાવીએ છીએ; લાકડાને કહેતાં નથી કેમ
કે તે જડ છે. તું પણ જે કોઈ કામ બતાવે છે તે સામો સમજી શકે એવાને જ કહે છે. ‘પાણી લાવ’ એમ લાકડાને
સંબોધીને કહેતો નથી, કેમકે લાકડામાં તે શબ્દના ભાવને સમજવાની શક્તિ નથી એમ તેં જાણ્યું છે, એટલે ‘પાણી
લાવ’ એવા ભાવ જે સમજી શકે છે તેને પાણી લાવવાનું કહે છે. વળી તીજોરીની ચાવી વિશ્વાસુ નોકર હોય તેને
સોંપે, પણ બે વર્ષના પોતાના બાળકને સોંપતો નથી. જો કે ભવિષ્યમાં તો બધું તે છોકરાને જ આપવાનું છે, પણ
વર્તમાનમાં તેનામાં લાયકાત નથી માટે તેને સોંપતો નથી. જેમ તું લૌકિક કાર્યોમાં સામાની લાયકાતનું જ્ઞાન કરીને
તેને યોગ્ય કાર્ય સોંપે છે તેમ અહીં સર્વજ્ઞદેવે તેમના જ્ઞાનમાં, તારામાં સિદ્ધપણાની લાયકાત જોઈ છે તે લાયકાત
ભાળીને જ તને આવો ઉપદેશ આપીએ છીએ. અનંતકાળથી તારા પર તરફના ઊંધા અભ્યાસની અમને ખબર છે
છતાં અમે કહીએ છીએ કે તું રાગાદિ અને કર્મથી આત્માને જુદો માન! અને તે બધાથી ભિન્ન શુદ્ધ આત્માની શ્રદ્ધા
કર. ભાઈ! તારી માન્યતા પ્રમાણે તો અનંત–અનંતકાળથી તું કરતો આવ્યો છો, છતાં હજી તારો સંસાર તો ઊભો
જ છે–તેથી તારી માન્યતા ખોટી છે; માટે તે માન્યતા મૂકીને હવે એકવાર અમે કહીએ છીએ તે પ્રમાણે અભ્યાસ કર,
માત્ર છ મહિના એમ કરવાથી તને આત્મસ્વરૂપની જરૂર પ્રાપ્તિ થશે; એવો કલશ–૩૪ નો આશય છે.
આત્મા ત્રિકાળી છે, જે પુણ્ય પાપના ભાવ થાય છે તે વર્તમાન એક ક્ષણ પૂરતા છે, તે ક્ષણિક ભાવમાં આખો
આત્મા આવી જતો નથી; આત્મા ત્રિકાળ એકરૂપ રહે છે અને પુણ્ય–પાપ તો બીજી જ ક્ષણે ટળી જાય છે, તેથી જે ટળી જાય
તે ભાવ તારા સ્વરૂપના નથી, કર્મના છે–એમ સ્વભાવનું જોર બતાવવા માટે કહીએ છીએ; માટે સ્વભાવની શ્રદ્ધા કર.
આત્મનો નિઃસંદેહ નિર્ણય થઈ શકે છે.
(વ્યાખ્યાનમાંથી: ગાથા ૩૮ ટીકા)
નિર્ણય કરવાનો સ્વભાવ આત્માનો છે. આત્મામાં જ્ઞાન નામનો ત્રિકાળ ગુણ છે તેનું કાર્ય નિર્ણય
કરવાનું છે. નિશ્ચય કરવાનો ગુણ જ આત્માથી અભેદ છે; તેથી જે જીવ ‘આત્માનો નિર્ણય ન થઈ શકે’ એમ કહે
છે તે આત્માના નિર્ણય કરવારૂપ જ્ઞાન ગુણને જ માનતો નથી એટલે કે તે આત્માને જ માનતો નથી કેમકે ગુણ
અને આત્મા જુદા નથી.
નિર્ણય કરવારૂપ ગુણ તો આત્મામાં ત્રિકાળ છે, તેની વિકારરૂપ અવસ્થા હોય ત્યારે પરમાં ‘આ હું’ એમ
માને તે માન્યતા ખોટી હોવા છતાં પણ ત્યાં નિઃશંકપણે માને છે, જે પરમાં નિઃશંક થાય છે તે સ્વમાં કેમ નિઃશંક
ન થાય? નિઃશંકપણે નિર્ણય કરવાની શક્તિ તો આત્મામાંજ છે. જે અવસ્થા વડે પરનો કે પોતાની અવસ્થાનો
નિર્ણય કરે અને તેમાં નિઃસંદેહ થાય છે તો પછી તે અવસ્થા વડે ત્રિકાળી અખંડ સ્વભાવનો નિર્ણય કરે તેમાં
સંદેહ કેમ હોઈ શકે? સ્વનો નિર્ણય કરવામાં સંદેહ હોઈ શકે નહિ.
જ્ઞાનની જે પર્યાય પર તરફ કે ક્ષણિક પર્યાય તરફ લક્ષ કરીને નિઃસંદેહ થાય છે તે પર્યાય જો દીર્ઘ લંબાય
તો સ્વ તરફ ઢળે એટલે ત્રિકાળીનું લક્ષ કરે તો તેમાં સંદેહ હોઈ શકે નહિ; કેમકે અવસ્થા તો દ્રવ્યમાંથી જ વહે
છે; અને એ અવસ્થા સ્વ તરફ ઢળતાં દ્રવ્ય–પર્યાય અભેદ થયા–ત્યાં દ્રવ્યની શ્રદ્ધામાં સંદેહ કેમ હોય?
દ્રવ્યમાંથી જ્ઞાનની અવસ્થા આવે છે, તે અવસ્થા ક્ષણિક છે; તે અવસ્થાદ્વારા ‘શરીર તે હું, રાગ તે હું’
એમ વર્તમાન ક્ષણિકનો નિર્ણય કરે છે–તેમાં જરાપણ શંકા કરતો નથી; જો તે અવસ્થા સ્વભાવ તરફ ઢળે તો
સ્વભાવ પરિપૂર્ણ છે અને તેના જોરે શ્રદ્ધા પણ પૂર્ણ નિઃસંદેહ થઈ જાય છે.
વર્તમાન અવસ્થાદ્વારા સામા વર્તમાનનું લક્ષ કરે છે અને તેમાં નિઃસંદેહ થાય છે–તે નિઃસંદેહપણું તો
ક્ષણિકના લક્ષે હોવાથી ક્ષણિક છે; પણ જો વર્તમાન અવસ્થા જેમાંથી આવે છે તે ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કરે તો
તેમાં કદી સંદેહ રહે જ નહિ. આ નિઃસંદેહ શ્રદ્ધા દરેક જીવ સ્વ તરફના પુરુષાર્થથી કરી શકે છે. તા. ૨૮–૧૧–૪૪

PDF/HTML Page 14 of 17
single page version

background image
: ફાગણ : ૨૦૦૧ : ૭૭ :
સમ્યક્ત્વ એ જ પ્રથમ કર્તવ્ય છે
જુઓ અષ્ટ પાહુડ પાનું ૩૪૪ થી ૩૪૬
શ્રાવકે પ્રથમ શું કરવું તે બતાવે છે:– મૂળ ગાથા
गहिऊण य सम्मत्तं सुणिम्मलं सुर गिरीव णिक्कंप ।
तंजाणे झाइज्जइ सावय! दुक्खक्खय ट्ठाए ।।८६।।
સંસ્કૃત છાયા
गृहीत्वा च सम्यक्त्वं सुनिर्मलं सुर गिरे रिव निष्कंपम् ।
तत् ध्याने ध्यायते श्रावक! दुःख क्षयार्थे ।।८६।।
અર્થ:– પ્રથમ તો શ્રાવકે સુનિર્મલ કહેતાં સારી રીતે નિર્મળ અને મેરુવત્ નિષ્કંપ, અચલ અને ચળ–મલીન તથા અગાઢ દુષણ
રહિત અત્યંત નિશ્ચળ એવા સમ્યક્ત્વને ગ્રહણ કરી તેને (સમ્યક્ત્વના વિષયભૂત એકરૂપ આત્માને) ધ્યાનમાં ધ્યાવવું, શા માટે
ધ્યાવવું? દુઃખના ક્ષય અર્થે ધ્યાવવું.
ભાવાર્થ:– શ્રાવકે પહેલાંં તો નિરતિચાર નિશ્ચળ સમ્યક્ત્વને ગ્રહણ કરી તેનું ધ્યાન કરવું કે જે સમ્યક્ત્વની ભાવનાથી ગૃહસ્થને
ગૃહકાર્યસંબંધી આકૂળતા, ક્ષોભ, દુઃખ હોય તે મટી જાય. કાર્યના બગડવા–સુધરવામાં વસ્તુના સ્વરૂપનો વિચાર આવે ત્યારે દુઃખ મટી જાય.
સમ્યગ્દ્રષ્ટિને એવો વિચાર હોય છે કે સર્વજ્ઞે જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે, તેમ નિરંતર પરિણમે છે, અને તેમ થાય છે તેમાં ઈષ્ટ અનિષ્ટ
માની દુઃખી સુખી થવું તે નિષ્ફળ છે; એવા વિચારથી દુઃખ મટે તે પ્રત્યક્ષ અનુભવ ગોચર છે, તેથી સમ્યક્ત્વનું ધ્યાન કરવાનું કહ્યું છે.
હવે સમ્યક્ત્વના ધ્યાનનો મહિમા કહે છે:– ગાથા
सम्मत्तं जो झायइ साम्माइट्ठी हवेइ सो जीवो ।
सम्मत्त परिणदो उण खवेइ दुट्ठट्ठ कम्माणि ।।८७।।
સંસ્કૃત
सम्यक्त्वं यः ध्यायत्ति सम्यग्द्रष्टिः भवति सः जीवः ।
सम्यक्त्व परिणतः पुनः क्षपयति दुष्टाष्ट कर्माणि ।।८७।।
અર્થ:– જે જીવ સમ્યક્ત્વને ધ્યાવે છે, તે જીવ સમ્યગ્દ્રષ્ટિ છે; વળી તે સમ્યક્ત્વરૂપ પરિણમતાં દુષ્ટ જે આઠ કર્મો તેનો ક્ષય કરે છે.
ભાવાર્થ:– સમ્યક્ત્વનું ધ્યાન એવું છે કે જો પહેલાંં સમ્યક્ત્વ ન થયું હોય તોપણ, તેના સ્વરૂપને જાણી તેને ધ્યાવે તો તે સમ્યગદ્રષ્ટિ થઈ જાય
છે. વળી સમ્યક્ત્વ પ્રાપ્ત થયે જીવનાં પરિણામ એવાં હોય છે કે સંસારના કારણરૂપ જે દુષ્ટ આઠ કર્મો તેનો ક્ષય થાય છે; સમ્યક્ત્વ થતાં જ કર્મની
ગુણશ્રેણી નિર્જરા થતી જાય છે. અનુક્રમે મુનિ થાય ત્યારે, ચારિત્ર અને શુક્લધ્યાન તેના સહકારી હોય ત્યારે સર્વ કર્મોનો નાશ થાય છે.
હવે તે વાત સંક્ષેપમાં કહે છે:– ગાથા
किं बहुणा भणिएणं जे सिद्धा णरवरा गए काले ।
सिज्झिहहि जे वि भविया तं जाणइ सम्ममाहप्पं ।।८८।।
સંસ્કૃત
किं बहुना भणितेन ये सिद्धाः नरवराः गते काले ।
सेत्स्यंति येऽपि भव्याः तज्जानीत सम्यक्त्व माहात्म्यम् ।।८८।।
અર્થ:– કુંદકુંદાચાર્યદેવ કહે છે કે:– “ઘણું કહેવાથી શું સાધ્ય છે? જે નરપ્રધાન ભૂતકાળમાં સિદ્ધ થાય તથા ભવિષ્યમાં સિદ્ધ થશે
તે સમ્યક્ત્વનું જ માહાત્મ્ય જાણો.”
ભાવાર્થ:– આ સમ્યક્ત્વનું એવું માહાત્મ્ય છે કે આઠ કર્મોનો નાશ કરી જે ભૂતકાળમાં મુક્તિ પ્રાપ્ત થયા છે તથા ભવિષ્યમાં થશે,
તે આ સમ્યક્ત્વથી જ થયા છે અને થશે તેથી આચાર્યદેવ કહે છે કે વિશેષ શું કહેવું? સંક્ષેપમાં સમજો કે મુક્તિનું પ્રધાન કારણ આ
સમ્યક્ત્વ જ છે. એમ ન જાણો કે ગૃહસ્થીઓને શું ધર્મ હોય! આ સમ્યક્ત્વ ધર્મ એવો છે કે જે સર્વધર્મના અંગને સફળ કરે છે.
જે નિરંતર સમ્યક્ત્વ પાળે છે, તે ધન્ય છે એમ હવે કહે છે:– ગાથા
ते घण्णा सुकयत्था ते सूरा ते वि पंडिया मणुया ।
सम्मतं सिद्धियर सिविणे वि ण मइलियं जेहिं ।।८९।।
સંસ્કૃત
ते धन्याः सुकृतार्थः ते शूराः तेऽपि पंडिता मनुजाः ।
सम्यक्त्वं सिद्धि करं स्वप्नेऽपि न मलिनित यैः ।।८९।।
અર્થ:– જે પુરુષને મુક્તિનું કરવાવાળું સમ્યક્ત્વ છે, તેને (સમ્યક્ત્વને) સ્વપ્નાવસ્થા વિષે પણ મલિન કર્યું નથી–અતિચાર
લગાવ્યો નથી, તે પુરુષ ધન્ય છે, તે જ

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૭૮ : : આત્મધર્મ : ૧૭
મનુષ્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે, અને તે જ પંડિત છે.
ભાવાર્થ:– લોકમાં કંઈ દાનાદિક કરે તેને ધન્ય કહીએ, તથા વિવાહ, યજ્ઞાદિક કરે છે, તેને કૃતાર્થ કહીએ, યુદ્ધમાં
પાછો ન ફરે તેને શૂરવીર કહીએ, ઘણા શાસ્ત્રો ભણે તેને પંડિત કહીએ–આ બધું કથનમાત્ર છે. મોક્ષનું કારણ જે
સમ્યક્ત્વ તેને મલીન ન કરે, નિરતિચાર પાળે, તે જ ધન્ય છે, તે જ કૃતાર્થ છે, તે જ શૂરવીર છે, તે જ પંડિત છે, તે જ
મનુષ્ય છે; એ (સમ્યક્ત્વ) વિના મનુષ્ય પશુસમાન છે. એવું સમ્યક્ત્વનું માહાત્મ્ય કહ્યું છે.
સમ્યક્ત્વ એ જ પ્રથમ ધર્મ છે અને એ જ પ્રથમ કર્તવ્ય છે. સમ્યગ્દર્શન વિના જ્ઞાન, ચારિત્ર અને તપમાં
સમ્યક્પણું આવતું નથી; સમ્યગ્દર્શન જ જ્ઞાન, ચારિત્ર, વીર્ય અને તપનો આધાર છે. આંખોથી જેમ મોઢાને
સુંદરતા પ્રાપ્ત થાય છે તેમ સમ્યગ્દર્શનથી જ્ઞાનાદિકમાં સમ્યક્પણું પ્રાપ્ત થાય છે.
શ્રી રત્નકરંડ શ્રાવકાચારમાં કહ્યું છે કે :–
न सम्यक्त्वसमं किं चित्त्रैकाल्ये त्रिजगत्यपि ।
श्रेयोऽश्रेयश्च मिथ्यात्वसमं नान्यत्तनू भृताम् ।।३४।।
અર્થ:– સમ્યગ્દર્શન સમાન આ જીવને ત્રણકાળ ત્રણલોકમાં બીજું કોઈ કલ્યાણ નથી અને
મિથ્યાત્વસમાન ત્રણકાળ ત્રણલોકમાં બીજું કોઈ અકલ્યાણ નથી.
ભાવાર્થમાં કહ્યું છે કે–અનંતકાળ તો વીતી ગયો, એક સમય વર્તમાન ચાલે છે અને ભવિષ્યમાં
અનંતકાળ આવશે–એ ત્રણે કાળમાં અધોલોક, મધ્યલોક તથા ઊર્ધ્વલોક–એ ત્રણે લોકમાં જીવને સર્વોત્કૃષ્ટ
ઉપકાર કરનાર સમ્યક્ત્વ સમાન બીજું કોઈ છે નહિ–થયું નથી–થશે નહિ. ત્રણલોકમાં રહેલા એવા તીર્થંકર, ઈન્દ્ર,
અહમેન્દ્ર, ભુવનેન્દ્ર, ચક્રવર્તી, નારાયણ, બલભદ્ર વગેરે ચેતન તેમજ મણિ, મંત્ર, ઔષધ વગેરે જડ એ કોઈ દ્રવ્ય
સમ્યક્ત્વ સમાન ઉપકાર કરનાર નથી; અને આ જીવનું સૌથી મહાન અહિત–બૂરું જેવું મિથ્યાત્વ કરે છે એવું
અહિત કરનાર કોઈ ચેતન કે અચેતન દ્રવ્ય ત્રણકાળ ત્રણલોકમાં થયું નથી, છે નહિ, થશે નહિ. તેથી મિથ્યાત્વને
છોડવા માટે પરમ પુરુષાર્થ કરો. સમસ્ત સંસારના દુઃખનો નાશ કરનાર, આત્મકલ્યાણ પ્રગટ કરનાર એક
સમ્યક્ત્વ છે, માટે તે પ્રગટ કરવાનો જ પુરુષાર્થ કરો!
સમયસાર નાટકમાં કહ્યું છે કે:–
“प्रगट हो कि मिथ्यात्व ही आस्रव बंध है और मिथ्यात्वका
अभाव अर्थात् सम्यक्तव संवर, निर्जरा तथा मोक्ष है।”
(સમયસાર નાટક પાનું–૩૧૦)
અર્થ:– જાહેર થાવ કે મિથ્યાત્વ એ જ આસ્રવ–બંધ છે અને મિથ્યાત્વનો અભાવ અર્થાત્ સમ્યક્ત્વ એ જ
સંવર, નિર્જરા તથા મોક્ષ છે.
જગતના જીવો અનંત પ્રકારના દુઃખો ભોગવી રહ્યા છે, તે દુઃખોથી હંમેશને માટે મુક્ત થવા એટલે કે
અવિનાશી સુખ મેળવવા માટે તેઓ અહર્નિશ ઉપાયો કરી રહ્યા છે; પણ તેઓના તે ઉપાયો ખોટા હોવાથી
જીવોને દુઃખ મટતું નથી, એક કે બીજા પ્રકારે દુઃખ ચાલ્યા જ કરે છે. જો મૂળભૂત ભૂલ ન હોય તો દુઃખ હોય નહિ
અને તે ભૂલ ટળતાં સુખ થયા વગર રહે જ નહિ–એવો અબાધિત સિદ્ધાંત છે. તેથી દુઃખ ટાળવા માટે પ્રથમ ભૂલ
ટાળવી જોઈએ, એ મૂળભૂત ભૂલ ટાળવા માટે વસ્તુનું સાચું સ્વરૂપ સમજવું જોઈએ.
વસ્તુના સાચા સ્વરૂપ સંબંધી જીવને જો ખોટી માન્યતા ન હોય તો જ્ઞાનમાં ભૂલ થાય નહિ. જ્યાં માન્યતા
સાચી હોય ત્યાં જ્ઞાન સાચું જ હોય. સાચી માન્યતા અને સાચા જ્ઞાનપૂર્વક જે કાંઈ વર્તન થાય તે યથાર્થ જ હોય; તેથી
સાચી માન્યતા અને સાચા જ્ઞાનપૂર્વક થતા સાચા વર્તનદ્વારા જ જીવો દુઃખથી મુક્ત થઈ શકે છે.
‘પોતે કોણ છે’ એ સંબંધી જગતના જીવોની મહાન ભૂલ અનાદિથી ચાલી આવે છે. ઘણા જીવો શરીરને
પોતાનું સ્વરૂપ માને છે અથવા તો શરીર પોતાના તાબાની વસ્તુ છે એમ માને છે, તેથી શરીરની સંભાળ રાખવા
તેઓ અનેક પ્રકારે સતત્ પ્રયત્ન કર્યા કરે છે. શરીરને પોતાનું માનતો હોવાથી શરીરની સગવડ જે જડ કે ચેતન
પદાર્થો તરફથી મળે છે એમ જીવ માને તે તરફ તેને રાગ થાય જ; અને જે જડ કે ચેતન તરફથી અગવડ મળે છે એમ
તે માને તે તરફ તેને દ્વેષ થાય જ. જીવની આ માન્યતા મહાન ભૂલવાળી છે તેથી તેને આકુળતા રહ્યા જ કરે છે.
જીવની આ મહાન ભુલને શાસ્ત્રમાં મિથ્યાદર્શન કહેવામાં આવે છે. જ્યાં મિથ્યાદર્શન હોય ત્યાં જ્ઞાન અને
ચારિત્ર પણ મિથ્યા જ હોય; તેથી મિથ્યાદર્શનરૂપ મહાન ભુલને મહાપાપ પણ કહેવામાં આવે

PDF/HTML Page 16 of 17
single page version

background image
છે. મિથ્યાદર્શન એ મહાન ભૂલ છે અને સર્વ દુઃખોનું મહા બળવાન મૂળિયું તે જ છે–એવું લક્ષ જીવોને નહિ
હોવાથી, તે લક્ષ કરાવવા અને તે ભૂલ ટાળીને તેઓ અવિનાશી સુખ તરફ પગલાં માંડે એ હેતુથી આચાર્ય
ભગવંતોએ સૌથી પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો ઉપદેશ વારંવાર આપ્યો છે. જીવને સાચું સુખ જોઈતું હોય
તો તેણે પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું જ જોઈએ.
સંસાર સમુદ્રથી રત્નત્રયરૂપી જહાજને પાર કરવા માટે સમ્યગ્દર્શન ચતુર ખેવટીયો–નાવિક છે. જે જીવ
સમ્યગ્દર્શન પ્રગટ કરે છે તે અનંત સુખને પામે છે અને જે જીવને સમ્યગ્દર્શન નથી તે પુણ્ય કરે તો પણ અનંત
દુઃખને પામે છે; માટે ખરૂં સુખ પ્રાપ્ત કરવા જીવોએ તત્ત્વનું યથાર્થ સ્વરૂપ સમજી સમ્યગ્દર્શન પ્રગટ કરવું.
વંદન હો સમ્યક્ત્વને!
(અનુસંધાન પા. ૮૦ થી ચાલુ)
જેની દ્રષ્ટિ છે તેઓ આત્માને પ્રભુ માનવાની ‘ના’ પાડે છે. પણ અહીં કહે છે કે ‘હું સિદ્ધ છું, એમ વિશ્વાસ કરીને
હા પાડો.’ ‘પુર્ણતાના લક્ષ વિના વાસ્તવિક શરૂઆત નથી.’ હું પામર છું, હું ઊણો છું–એમ માની જે કાંઈ કરે
તેને પરમાર્થે કાંઈ શરૂઆત નથી. ‘હું પ્રભુ નથી’ તેમ કહેવાથી, ‘ના’ માંથી ‘હા’ નહિ આવે. અણશિયાને કોઈ
દુધ–સાકર પાય તો પણ નાગ ન થાય. તેમ પ્રથમથી હીણો માની પુરુષાર્થ કરવા માગે તો ન થાય. કણો
અણશિયા જેવડો હોય છતા ફૂંફાડા મારતો નાગ છે; કડક વીર્યવાળો હોય છે. નાનો નાગ પણ ફણીધર સાપ છે.
તેમ આત્મા વર્તમાન અવસ્થામાં નબળાઈવાળો દેખાય છતાં સ્વભાવે તો સિદ્ધ જેવો પૂર્ણ દશાવાન છે, માટે
આચાર્ય પ્રથમથી જ પુર્ણ સિદ્ધ સાધ્યપણાની વાત શરૂ કરે છે. કેટલી હોંશ છે!!!’(પાનું–૨૯)
૮–“ આચાર્ય કહે છે કે અપૂર્વ આત્મધર્મને જે ઈચ્છે છે તેણે ‘હું સિદ્ધ પરમાત્મા છું’ તેવી દ્રઢતાની
આત્મામાં સ્થાપના કરવી પડશે. પોતે પાત્ર થઈ પૂર્ણની વાત સાંભળતાં જ હા પાડવી પડશે. × × હું જેને
સંભળાવું છું તે બધા પ્રભુ છે, તેમ ભાળીને પ્રભુપણાનો ઉપદેશ આપું છું.” આચાર્યદેવ પોકાર કરે છે કે “હું તો
પૂર્ણ પવિત્ર સિદ્ધ પરમાત્મા છું, ને તમે પણ સ્વભાવે પૂર્ણ જ છો, ’ એમ તમે નિઃસંદેહ સમજો. × × દરેક
આત્મામાં પૂર્ણ પ્રભુત્વ શક્તિ ભરી છે. તેની ‘હા પાડ’ એમ જ્ઞાની કહે છે. તેની ના પાડનાર પ્રભુત્વ દશા પ્રગટ
કેમ કરી શકે?’
(પાનું–૩૦)
૯–“આચાર્ય કહે છે કે ‘હું પ્રભુ છું–પૂર્ણ છું’ એમ નક્કી કરીને તમે પણ પ્રભુત્વ માનજો. અને તે પૂર્ણ
પવિત્ર દશા પ્રગટ કરવાનો ઉપાય જે રીતે અહીં કહેવાય છે તે રીતે યથાર્થ ગ્રહણ કરજો” (પાનું–૩૦)
૧૦–ભાઈ! તું અનંત જ્ઞાન, આનંદરૂપ છો તેથી તું આવડો મોટો (પ્રભુ સ્વરૂપ) છો–તેવી વાત સાંભળી,
બેસાડી અંદરથી હા જ લાવ. × × સર્વજ્ઞ ભગવાન અને અનંત જ્ઞાની આચાર્યોએ બધા આત્માને પૂર્ણપણે જોયા
છે, તું પણ પૂર્ણ છો. પરમાત્મા જેવો છો. જ્ઞાની સ્વભાવ જોઈને કહે છે કે તું પ્રભુ છો, કારણ કે ભૂલ અને
અશુદ્ધતા તારું સ્વરૂપ નથી. ભૂલને અમે ન જોઈએ કારણ કે અમે ભૂલરહિત પૂર્ણ આત્મસ્વભાવને જોનારા
છીએ. અને એવા પૂર્ણ સ્વભાવને કબુલ કરી. તેમાં સ્થિરતા વડે અનંત જીવો પરમાત્મદશારૂપ થાય છે. તેથી
તારાથી થઈ શકે તે જ કહેવાય છે.”
(પાનું–૩૧)
ઉપર મુજબ અવતરણો તો માત્ર પ્રથમના ૩૧ પાનામાંથી જ છે, અને એવાં તો ૬૦૦ પાનાં આ મહાન
ગ્રંથમાં રહેલા છે, જે વાંચીને સમજતાં તેનો ખરો મહિમા સમજાય છે; અને એમ ઉલ્લાસ આવી જાય છે કે–
અહો! આવો અપૂર્વ ઉપદેશ! આ ઉપદેશના રણકાર મિથ્યાત્વ અને અજ્ઞાનના પડદાને ચીરી નાંખીને પૂર્ણાનંદી
સ્વભાવના દર્શન કરાવનાર છે. જૈનદર્શનની શરૂઆત અને પુર્ણતા બન્ને આ ગ્રંથમાં રહેલા છે. ખરેખર!
શ્રીસમયસાર–શાસ્ત્ર અને તેની ટીકા રચીને કુંદકુંદ ભગવાને અને અમૃતચંદ્રાચાર્યદેવે પરમ ઉપકાર કર્યો છે અને
તે પરમાગમ શાસ્ત્રમાં રહેલા ગૂઢ રહસ્યોને ખુલ્લાં કરીને સ્પષ્ટ સમજાવતા આ સમયસાર–પ્રવચનો આપીને
સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ તે આચાર્યોના ઉપકાર ઉપર સૂવર્ણ કળશ ચડાવી દીધો છે...ભરતક્ષેત્રના ભવ્ય
જીવો સમક્ષ આ સમયસાર–પ્રવચનોની મહાન ભેટ પૂજ્ય ગુરુદેવશ્રી અર્પણ કરે છે...અને...
ઓ ભરતક્ષેત્રના ભવ્ય જીવો! સંપૂર્ણ સ્વરૂપ સંપત્તિની પ્રાપ્તિ માટે સ્વરૂપાનંદી શ્રી સદ્ગુરુદેવે આપેલા
આ અપૂર્વ ભેટણાંને અપ્રતિહત ભાવે સહર્ષ વધાવી લેજો!!!
મુદ્રક–પ્રકાશક–જમનાદાસ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય. દાસ કુંજ, મોટા આંકડિયા–
કાઠિયાવાદ તા. ૩–૨–૪૫

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permission of Baroda Govt. Regd. No. B. 4787
Order No. 31/10/44
ભ ગ વા ન શ્રી કું દ કું દ ક હા ન જૈ ન શા સ્ત્ર મા ળા અ ને
સમયસાર
‘ભગવાન શ્રી કુંદકુંદ કહાન જૈન શાસ્ત્રમાળા એટલે શ્રી કુંદકુંદ ભગવંતના અંતર અનુભવમાંથી
ઝરી પડેલાં મોતીઓની શ્રી કહાન પ્રભુએ ગૂંથેલી માળા, અને એ માળાનો પહેલો મણકો એટલે શ્રી સમયસાર–
પ્રવચનો; જેની અંદર અનુભવપૂર્ણ વિધવિધ પ્રકારના અનેક ન્યાયો, યુક્તિઓ, દલીલો અને દ્રષ્ટાંતો વગેરેથી
ત્રિકાળી સિદ્ધાંતો દ્વારા સત્યધર્મનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે; બીજી રીતે કહિએ તો શુદ્ધ આત્માના
અનુભવરૂપ સમ્યગ્દર્શન પ્રગટાવવાનો ઉપાય આ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યો છે. અને એ ઉપાય બતાવીને,
ખરેખર આ શાસ્ત્ર સમસ્ત જૈનસમાજને મહાન ધાર્મિક સાહિત્યની ભેટ અર્પણ કરે છે. આ શાસ્ત્રના પાને પાને,
સૂતેલી ચેતનાને પડકાર કર્યો છે, વાક્યે વાક્યે્યુક્તિ અને અનુભવ ભરેલાં છે અને શબ્દે શબ્દે સ્વ તરફના
પુરુષાર્થની જાહેરાત છે. નમૂના તરીકે અહીં તેના કેટલાક અવતરણો આપવામાં આવે છે:–
૧– ‘જૈનધર્મ તે રાગદ્વેષ અજ્ઞાનને જિતનાર આત્મસ્વભાવ છે–વાડો વેશ નહિ, આ રીતના શુદ્ધ સ્વભાવને
માનનાર ધર્માત્મા જ્યાં જુએ ત્યાં ગુણને જ દેખે છે, ગુણને મુખ્ય કરે છે, વ્યક્તિને નહિ. (પાનું–૧૩)
૨– ‘આ સમયસારમાં આત્માની શુદ્ધતાનો અધિકાર છે.
આત્મા દેહાદિ રાગથી જુદો છે એવું વાસ્તવિકપણું જ્યાં સુધી આત્મા ન જાણે, ત્યાં સુધી મોહ ઘટે નહિ.
જ્યારે યથાર્થપણું જાણવામાં આવે, ત્યારે જ અંતરથી પરપદાર્થનું માહાત્મ્ય જાય, અને સ્વનું માહાત્મ્ય આવે.
સર્વજ્ઞ ભગવાને જેવો આત્માને જોયો તેવો જ આત્મસ્વભાવ આ સમયસાર શાસ્ત્રમાં વર્ણવ્યો છે.’ (પાનું–૧૫)
૩–“કોઈ કહે, ‘હમણાં આ ન સમજાય. ’ પણ આત્મા ક્યારે નથી? દેહ, ઈન્દ્રિય તો કાંઈ જાણતાં નથી,
જાણે છે તે જ પોતે છે, માટે જરૂર સમજાય.” (પાનું–૧૫)
૪–“પોતાના સ્વાધીન સ્વભાવને સમજવાની આ વાત છે. ‘સમજ પીછે સબ સરલ હૈ, બિન સમજે
મુશ્કેલ. ’ અંધારૂં કાઢવા માટે સાંબેલા, સૂપડાં ન જોઈએ પણ પ્રકાશ જ જોઈએ, તેમ અનંતકાળનું અજ્ઞાન
ટાળવા માટે સાચું જ્ઞાન કરવાની જરૂર છે. × × યથાર્થ જ્ઞાન શિવાય બીજા ઉપાય કરે તો શુદ્ધ સ્વરૂપનું ભાન ન
થાય તેથી સાચા જ્ઞાનવડે, અનેક અપેક્ષાવડે, અનેક ધર્મને બરાબર સમજવા જોઈએ.”
(પાનું–૧૯)
૫–“બંધન ભાવ આત્મા પોતે જ પોતાના અબંધક ભાવને ચૂકીને કરે છે; અને પોતે જ પોતાને
ઓળખીને અંતર સ્થિરતા વડે અશુદ્ધતા ટાળે છે. જેમ વસ્ત્રનો મૂળ સ્વભાવ મેલો નથી, પણ પર સંયોગથી
વર્તમાન અવસ્થામાં મેલું દેખાય છે. વસ્ત્રના ઊજળા સ્વભાવનું જ્ઞાન કરે તો તે મેલના સંયોગનો અભાવ થઈ
શકે છે. તેમ પ્રથમ શુદ્ધ આત્માનું પૂર્ણ પવિત્ર મુક્ત સ્વરૂપ જાણે તો અશુદ્ધતા ટાળી શકાય છે; માટે અહીં ટીકામાં
મુખ્યપણે શુદ્ધ આત્માનું કથન આવશે. આમાં તો અચિંત્ય આત્મસ્વરૂપના ગાણાં આવે છે.” (પાનું–૨૫)
૬– ‘આચાર્ય કહે છે: હું ધુ્રવ, અચળ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિને પ્રાપ્ત થયેલ એવા
સર્વ સિદ્ધોને નમસ્કાર કરી, અહો! શ્રુતકેવળીઓએ કહેલા આ સમયસાર નામના પ્રાભૃતને કહીશ.
આ મહામંત્રો છે. જેમ મોરલીના નાદથી સર્પ ડોલી ઊઠે, તેમ ‘સમયસાર’ એટલે શુદ્ધ આત્માનો મહિમા
કહેનાર આ શાસ્ત્ર, તેના કથન વડે ‘હું શુદ્ધ છું’ એમ આત્મા ડોલી ઊઠે છે.’ (પાનું–૨૭)
૭–પ્રથમ પોતાનો આત્મા સિદ્ધ પરમાત્મા સમાન છે, તે પોતાને સ્થાપીને કહે કે, મારામાં સિદ્ધપણું–
પુર્ણપણું છે. કોઈને નાને મોઢે આ મોટી વાત લાગે, પણ પૂર્ણ સ્વરૂપ કબુલ્યા વિના પૂર્ણની શરૂઆત કેમ થાય?
લોકોને જ્ઞાની કહે ‘તું પ્રભુ છો’ તે સાંભળતા ભડકી ઊઠે છે, અને કહે છે કે અરે? આત્માને પ્રભુ કેમ કહ્યો?
જ્ઞાની કહે છે, ‘બધા આત્મા પ્રભુ છે.’ બાહ્ય વિષય કષાયમાં
ગ્રંથ પહેલો મૂલ્ય ૩–૦–૦ ટ. ખ. જુદું
પ્રાપ્તિસ્થાન શ્રી જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ, કાઠિયાવાડ
(અનુસંધાન પા. ૭૯ ઉપર)