Atmadharma magazine - Ank 170
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧પ
સળંગ અંક ૧૭૦
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ ૧પ મું
અંક ૨ જો
માગશર
વી. સં. ૨૪૮૪
સંપાદક
રામજી માણેકચંદ શાહ
૧૭૦
વિદ્યાનું પરિણામ
જે વિદ્યાનું પરિણામ આત્માના હિતમાં આવે, એટલે કે જે વિદ્યા
મોક્ષનું કારણ થાય તે વિદ્યા સમ્યક્ છે, એટલે કે મોક્ષ માટેની પરીક્ષામાં
તે પાસ છે. અને જે વિદ્યાનું પરિણામ આત્માના હિતમાં ન આવે, અથવા
જે વિદ્યા મોક્ષનું કારણ ન થાય તે વિદ્યા મિથ્યા છે એટલે કે મોક્ષ માટેની
પરીક્ષામાં તે નાપાસ છે.
અંતર્મુખ થઈને અતીન્દ્રિય ચૈતન્યને જાણવામાં જે જ્ઞાન નથી
પ્રવર્તતું ને ઇન્દ્રિય દ્વારા એકલા બાહ્ય વિષયોમાં જ વર્તે છે તે જ્ઞાન,
આત્માને જાણવા માટે નાપાસ છે, ચૈતન્યને જાણવારૂપ આત્મવિજ્ઞાનની
પરીક્ષામાં તે નાપાસ થાય છે. ભલે મેટ્રિક વગેરે મોટીમોટી પરીક્ષામાં
પહેલા નંબરે પાસ થાય પણ જો ચૈતન્યતત્ત્વને ન જાણ્યું તો તેનું જ્ઞાન
નાપાસ જ છે–મિથ્યા જ છે. અને કોઈક જીવ ભલે અભણ હોય, વાંચતાં–
લખતાં ય આવડતું ન હોય, પણ જ્ઞાનને અંતર્મુખ કરીને જો
ચૈતન્યવિષયને જાણે છે તો તેનું જ્ઞાન પાસ છે, આત્મવિજ્ઞાનની પરીક્ષામાં
તેં પાસ છે, ને તેનું જ્ઞાન મોક્ષનું કારણ છે, અને તે જ સાચી વિદ્યા ભણ્યો
છે. જે મોક્ષનું કારણ થાય તે જ સાચી વિદ્યા છે, એ સિવાય લૌકિક વિદ્યા
ગમે તેટલી ભણે તો પણ આત્મવિદ્યામાં તો તે નાપાસ છે.

PDF/HTML Page 3 of 25
single page version

background image
હિતોપદેશ * જ્ઞાનોપદેશ
અરે જીવ! તું ઠર, ઠર! ‘પરનું હું કરું’ એવી અજ્ઞાનબુદ્ધિને લીધે દુઃખમાં તારો અનંત..અનંત કાળ ગયો...
ચોરાસીના અવતારમાં તારા દુઃખમાં કોઈએ ભાગ ન લીધો...તારા દુઃખ તેેં એકલે જ ભોગવ્યા. તે દુઃખનું મૂળ પરના
કર્તૃત્વની અજ્ઞાનબુદ્ધિ જ છે, માટે હવે તે અજ્ઞાનબુદ્ધિ છોડ...પરના કર્તૃત્વની બુદ્ધિ છોડ...ને તારા આત્મામાં ઠર...જેથી
અનાદિના તારા દુઃખનો અંત આવે.
હે જીવ! તું તો જ્ઞાનસ્વરૂપ છો...તારું જ્ઞાન પરમાં શું કરે? તે પરનાં દુઃખને જાણે પણ પોતે પરનાં દુઃખ લઈ ન
શકે; તેમજ તારાં દુઃખ બીજો લઈ ન શકે. પોતે પોતાના અજ્ઞાન ભાવથી જ જે દુઃખ ઊભું કર્યું છે તે દુઃખ પોતાના
જ્ઞાનભાવથી જ ટળે છે...માટે હે જીવ! અંતર્મુખ થઈને તારા જ્ઞાનસ્વરૂપમાં ઠર...તેમાં તને અનાકુળ શાંતિનું વેદન થશે.
– પ્રવચનમાંથી
* * *
હે જીવ! તું કોને બદલાવીશ!
ને તને બીજો કોણ બદલાવશે!
જગતના કોઈ પદાર્થને તું બદલાવી શકે તેમ નથી; અને તને જગતનો કોઈ પદાર્થ બદલાવી શકે તેમ નથી.
તું અને જગતના પદાર્થો, સૌ સ્વતંત્રપણે પોતપોતાના પરિણામરૂપે પરિણમી રહ્યા છે.
આમ જગતના પદાર્થોનું સ્વતંત્ર પરિણમન જાણીને પરના કર્તૃત્વની બુદ્ધિથી તું વિરમ..વિરમ! પરથી તારી
અત્યંત ભિન્નતા જાણીને સ્વમાં અંતર્મુખ થા...
બહિર્મુખ અજ્ઞાનભાવથી ઉત્પન્ન થયેલું દુઃખ અંતર્મુખ જ્ઞાનભાવથી ટળી જાય છે.–આ જ દુઃખથી છૂટીને સુખી
થવાનો ઉપાય છે.
– પ્રવચનમાંથી.
શું કરવું?
જેણે આત્માનું હિત સાધવું હોય, જન્મ–મરણના દુઃખોથી આત્માને છોડાવવો હોય, તે જીવે શું કરવું? આચાર્ય
ભગવાન કહે છે કે તે જીવે પ્રથમ તો આગમપ્રમાણથી, અનુમાનપ્રમાણથી અને અંતરના સ્વસંવેદનપ્રમાણથી એમ
જાણવું કે હું જ્ઞાનચેતનાસ્વરૂપ છું; કર્મચેતના કે કર્મફળચેતના (–રાગદ્વેષ કે હર્ષશોક) તે મારું ખરું સ્વરૂપ નથી.–આ
રીતે પોતાને જ્ઞાનચેતનાસ્વરૂપ જાણીને અને તેની દ્રઢ શ્રદ્ધા કરીને, પછી તેનું જ ધ્યાન કરીને તેમાં લીન થવું.–આમ
કરવાથી આત્માને પરમ આનંદનો અનુભવ થાય છે, ને જન્મ–મરણના દુઃખથી છૂટીને તે મોક્ષસુખ પામે છે.
માટે ફરી ફરીને સંતો કહે છે કે–
જીવરાજ એમ જ જાણવો,
વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ,
પછી યત્નથી મોક્ષાર્થીએ.
આત્મધર્મના ગ્રાહકોનેઃ–
‘આત્મધર્મ’ માસિકને અંગે જે કંઈ ફરિયાદ કે સૂચન કરવાનું હોય તે, પંદર દિવસમાં “જૈન સ્વાધ્યાય મંદિર
ટ્રસ્ટ– ‘સોનગઢ” ના સીરનામે કરવી.
‘આત્મધર્મ’ નું લવાજમ રૂા. ત્રણને બદલે રૂા. ચાર લેવાનો નિર્ણય કર્યો છે.
___________________________________________________________________________________
વાર્ષિક લવાજમ રૂપિયા ચારઃઃઃ છૂટક નકલ પાંચ આના
___________________________________________________________________________________

PDF/HTML Page 4 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ પંદરમુંઃ અંક બીજો સમ્પાદક રામજી માણેકચંદ દોશી માગશર ૨૪૮૪
ધન્ય તે પુત્ર...ને ધન્ય તે માતા!
કલૈયાકુંવર જેવા આઠ આઠ વર્ષના રાજકુમારને, આત્માના ભાન સહિત વૈરાગ્ય થતાં
આનંદમાં લીનતાની જ્યારે ભાવના જાગે છે, ત્યારે માતા પાસે જઈને દીક્ષા માટે રજા માંગે છે
કે હે માતા! આત્માના પરમ આનંદને સાધવા હું હવે જાઉં છું...હે માતા! સુખી થવા માટે હવે હું
જાઉં છું...માતાની આંખમાંથી આંસુની ધારા વહે છે ને પુત્રના રોમેરોમે વૈરાગ્યની છાયા છવાઈ
ગઈ છે. તે કહે છે કે અરે માતા! જનેતા તરીકે તું મને સુખી કરવા માંગે છે; તો હું મારા સુખને
સાધવા જાઉં છું, તું મારા સુખમાં વિઘ્ન ન કરીશ; બા! મારા આત્માના આનંદને સાધવા હું
જાઉં છું, તેમાં તું દુઃખી થઈને મને વિઘ્ન ન કરીશ...હે જનેતા! મને રજા આપ, હું આત્માના
આનંદમાં લીન થવા માટે જાઉં છું.
ત્યારે, માતા પણ ધર્માત્મા છે, તે પુત્રને કહે છે કે બેટા! તારા સુખના પંથમાં હું વિઘ્ન
નહિ કરું. તારા સુખનો જે પંથ છે તે જ અમારો પંથ છે. માતાની આંખમાં તો આંસુની ધાર
ચાલી જાય છે ને વૈરાગ્યથી કહે છેઃ હે પુત્ર! આત્માના પરમ આનંદમાં લીનતા કરવા માટે તું
જાય છે, તો તારા સુખના પંથમાં હું વિઘ્ન નહિ કરું...હું તને નહિ રોકું...મુનિ થઈને આત્માના
પરમ આનંદને સાધવા માટે તારો આત્મા તૈયાર થયો છે, તેમાં અમારું અનુમોદન છે. બેટા! તું
આત્માના નિર્વિકલ્પ આનંદરસને પી. અમારે પણ એ જ કરવા જેવું છે.–આમ માતા પુત્રને રજા
આપે છે.
અહા! આઠ વર્ષનો કલૈયા કુંવર જ્યારે વૈરાગ્યથી આ રીતે માતા પાસે રજા માંગતો હશે,
ને માતા જ્યારે વૈરાગ્યપૂર્વક તેને સુખપંથે વિચરવાની રજા આપતી હશે–એ પ્રસંગનો દેખાવ
કેવો હશે!!
પછી એ નાનકડો રાજકુંવર જ્યારે દીક્ષા લઈને મુનિ થાય, એક હાથમાં નાનકડું કમંડળ ને
બીજા હાથમાં મોરપીંછી લઈને નીકળે,–ત્યારે તો અહા! જાણે નાનકડા સિદ્ધભગવાન ઉપરથી
ઉતર્યા! વૈરાગ્યનો અબધૂત દેખાવ! આનંદમાં લીનતા! વાહ રે વાહ!! ધન્ય તારી દશા!
અને પછી બે–ત્રણ દિવસે જ્યારે આહાર માટે નીકળે, આનંદમાં ઝૂલતા ઝૂલતા ધીમેધીમે
ચાલ્યા આવતા હોય, ને આહાર માટે નાનકડા બે હાથની અંજલિ જોડીને ઊભા હોય...એ
દેખાવ કેવો હશે!!
પછી તો એ આઠ વર્ષના મુનિરાજ આત્માના ધ્યાનમાં લીન થઈને કેવળજ્ઞાન પ્રગટાવીને
સિદ્ધ થઈ જાય.–આવી આત્માની તાકાત છે. અત્યારે પણ વિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરાદિ
ભગવાન પાસે આઠ આઠ વર્ષના રાજકુમારોની દીક્ષાના આવા પ્રસંગ બને છે.
(પ્રવચનમાંથી)

PDF/HTML Page 5 of 25
single page version

background image
ઃ૪ઃ આત્મધર્મઃ ૧૭૦
ભરત–વૈરાગ્ય
વીંછીયાના ભાઈશ્રી હિંમતલાલ વાલજીભાઈએ બાલપદ્મપુરાણના આધારે
આ સંવાદ તૈયાર કર્યો હતો; અને વીંછીયા–પાઠશાળાના વિદ્યાર્થીઓએ કારતક સુદ
એકમના રોજ સોનગઢમાં ભજવ્યો હતો. જિજ્ઞાસુઓને પ્રિય હોવાથી તે અહીં
પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
(શ્રી દશરથ રાજા દરબાર ભરીને બેઠા છે; સામંતો અને મંત્રી તથા નાયબમંત્રી બાજુમાં બેઠા છે શરૂઆતમાં
જિનેન્દ્રભગવાનના જયકારપૂર્વક પાંચ બાળકો નીચે મુજબ મંગલાચરણ કરે છે.)
मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी।
मंगलं कुंदकुंदार्यो जैनधर्मोऽस्तु मंगलं।।
सर्वमंगल्यमांगल्यम् सर्वकल्याणकारकं।
प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्।।
(ગીત)
ધન્ય– મુનિશ્વર આતમહિતમેં છોડ દિયા પરિવાર,
–કિ તુમને છોડા સબ ઘરબાર.
ધન છોડા વૈભવ સબ છોડા, સમજા જગત અસાર,
કિ તુમને છોડા સબ સંસાર.
ધન્ય ભરતજી આતમહિતમેં છોડ દિયા પરિવાર,
કિ તુમને છોડા સબ સંસાર...
કાયાસે મમતા કો ટારી,
કરતે સહન પરિસહ ભારી;
પંચ મહાવ્રતકે હો ધારી,
તીન રતન કે બને ભંડારી;
આત્મસ્વરૂપમેં ઝૂલતે કરતે,
નિજ આતમ ઉદ્ધાર.. કિ તુમને૦ (૧)
રાગદ્વેષ સબ તુમને ત્યાગે,
વૈર વિરોધ હૃદયસે ભાગે;
પરમ આતમકે અનુરાગે,
વૈર કર્મ પલાયન ભાગે;
સત્–સન્દેશ સુના ભવિજનકા
કરતે બેડા પાર...કિ તુમને૦ (૨)
હોય દિગંબર વનમેં વિચરતે,
નિશ્ચલ હોય ધ્યાન જબ ધરતે;
નિજપદકે આનંદમેં ઝૂલતે,
ઉપશમરસકી ધાર વરસતે;
મુદ્રા સૌમ્ય નીરખકર ‘વૃદ્ધિ’
નમતા વારંવાર... કિ તુમને૦ (૩)
ધન્ય ભરતજી આતમહિતમેં
છોડ દિયા પરિવાર...કિ તુમને...
દશરથઃ– અહો! આ રાજપાટ, રાણીઓ અને સુવર્ણના આ રાજમહેલો બધું આજે તુચ્છ ભાસે છે, ક્ષણિક અને
નાશવાન જણાય છે. અરે! આ શરીરને પણ ગમે તેટલી સજાવટથી શણગારવામાં આવે છતાં કાળક્રમે
તે શિથિલ થઈ જાય છે, વીજળીના ચમકારાની પેઠે તે નાશ પામી જાય છે. વિશ્વના કોઈ પદાર્થો, માણેક
કે મહેલો, પત્ની કે પુત્રો, એ કોઈ જીવને શરણભૂત નથી. વિશ્વના પદાર્થોમાં ક્યાંય સુખ, શાંતિ કે
સમાધિ નથી. અહો ધન્ય તે જીવન! ધન્ય તે મુનિપદ!

PDF/HTML Page 6 of 25
single page version

background image
માગશરઃ ૨૪૮૪ઃપઃ
છે.
અહા! ગઈકાલનો પ્રસંગ ચિત્ત સામે ખડો થતાં દિલમાં ખેદ ઊપજે છે...શોક થાય છે, દુઃખ અને
વૈરાગ્યનો ખળભળાટ મચી જાય છે. હવે તો જીવનને કલ્યાણના પવિત્ર પંથ ઉપર વાળીને ઉજ્જવળ
કરવા માટે ભગવતી જિનદીક્ષા અંગીકાર કરવાનો અમારો અડગ નિશ્ચય છે. ત્યારે બીજી તરફ કૈકેયીએ
વિચિત્ર વરદાન માંગ્યું છે! અરે! કૈકેયીને આમ કેમ સૂઝયું?–પણ નહિ, નહિ; બધું બરાબર છે. પદાર્થોનો
પ્રવાહ ક્રમબદ્ધ પલટી રહ્યો છે, તેને જાણવાનો જ આત્માનો સ્વભાવ છે, ફેરફાર કરવાનો નહિ. ઠીક છે,
મેં કૈકેયીને વચન આપેલું છે, આર્ય પુરુષ બોલેલા વચનનું પાલન કરવામાં જ તેમની ફરજ સમજે છે.
મંત્રીઃ– પ્રભો! આપનું ચિત્ત વિહ્વળ અને ખેદખિન્ન કેમ જણાય છે? શું હુકમ છે, ફરમાવો!
દશરથઃ–
મંત્રીજી! શું હુકમ ફરમાવું? અમે ગૃહસ્થાશ્રમમાં રહી જિનમંદિરોના જીર્ણોદ્ધાર કરાવ્યા, ભવ્ય જિનાલયો
બંધાવી વીતરાગી જિનબિંબો સ્થાપ્યા; શાસ્ત્ર અભ્યાસ માટે સ્વાધ્યાય ભવનો, અને જિનશાસનની
પ્રભાવનાના અનેક મંગળ કાર્યો કર્યા. હવે આ સંસારના વિષયોથી અમારું મન વિરક્ત થાય છે. અમે
હવે ભગવતી જિનદીક્ષા અંગીકાર કરી જીવનને અડગ પુરુષાર્થની કસોટીએ ચડાવી આત્મકલ્યાણ કરી
લેવા માગીએ છીએ. આ સંસારથી હવે બસ થાવ.
મંત્રીઃ– પ્રભો! આવા મંગળ કાર્ય માટે આપનો મંગળભાવ સફળ થાઓ, પરંતુ આપ ચિંતામાં કેમ છો?
દશરથઃ– મંત્રીજી! તમે જાણો છો કે ઘોર યુદ્ધના મેદાનમાં કટોકટીની પળે કૈકેયીએ રથનું સારથીપણું કરી આપણને
જીત અપાવી હતી, અને એ વખતે પ્રસન્ન થઈને મેં તેને વરદાન આપ્યું હતું.
મંત્રીઃ– હા, પ્રભો! એ વાત મને બરાબર સાંભરે છે.
દશરથઃ– મંત્રીજી, ત્યારે તેણે તે વરદાન બાકી રાખ્યું હતું, અને આજે તે પોતાના વરદાનની માંગણી કરે છે.
મંત્રીઃ– શા વરદાનની માંગણી કરે છે? પ્રભો!
દશરથઃ– શું કહું? બોલતાં જીભ ઉપડતી નથી, હૃદય દુઃખના ભારથી હચમચી જાય છે, અંતર અકળામણ અનુભવે
છે. જ્યારે કુંવર રામના અભિષેકની તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે કૈકેયી વરદાન માંગે છે કે
ભરતને રાજગાદી ઉપર બેસાડો.
(આ વરદાન માંગવા પાછળ કૈકેયીનો કોઈ દુષ્ટ હેતુ ન હતો; પરંતુ દશરથ રાજાની સાથેસાથે જ્યારે
તેનો પુત્ર ભરત પણ દીક્ષા લેવા માટે તૈયાર થઈ ગયો, ત્યારે પતિ તેમજ પુત્ર બંનેનો એકસાથે વિયોગ
થતાં તેને ઘણો આઘાત થયો, તેથી રાજ્યાભિષેકને બહાને કદાચ ભરતને દીક્ષા લેતો રોકી શકાય, એ
હેતુથી તેણે ઉપરોક્ત વરદાન માંગ્યું હતું.)
મંત્રી (એક સાથે)ઃ– હેં! અરે, અમે આ શું સાંભળીએ છીએ?
મંત્રીઃ–
અહા, આર્યપુરુષ રામચંદ્રજીના રાજ્યાભિષેકની જ્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, આખી
અયોધ્યાનગરી ઈંદ્રપુરી સમાન શણગારાઈ રહી છે, ધજા–પતાકાઓથી નગરીની સજાવટ થઈ ગઈ છે;
ઠેરઠેર તોરણો અને મંડપો, દરવાજાઓ અને રંગબેરંગી કમાનોથી નગરી ઝળહળી રહી છે, ચોમેર
ગોઠવાયેલી દીપમાળાઓની રોશની પાસે સ્વર્ગના તેજ પણ ઝાંખા લાગે છે; અયોધ્યાનગરીનો એકે એક
નગરજન અનેરા ઉત્સાહથી રામચંદ્રજીનો રાજ્યાભિષેક મહોત્સવ ઊજવવાના કાર્યમાં મશગુલ થઈ રહ્યો
છે...ત્યારે રામને બદલે ભરતને રાજગાદી આપવાની વાત આપ કરો છો!–શું આ સત્ય છે!!

PDF/HTML Page 7 of 25
single page version

background image
ઃ૬ઃ આત્મધર્મઃ ૧૭૦
દશરથઃ–
હા, મંત્રીજી! સત્ય કહું છું. મારું અંતર પણ વેદનાના આઘાતથી દુઃખ અનુભવે છે...પણ શું કરું!
નાયબમંત્રીઃ– પ્રભો! આપ વીતરાગી જૈનશાસનના ભક્ત અને મહાસમ્રાટ છો...આપ સમર્થ અને જ્ઞાનના સાગર
છો, આપની વિચક્ષણ બુદ્ધિ વિકટમાં વિકટ કોયડાને પણ ઉકેલી નાંખવા સમર્થ છે; માટે આપ યોગ્ય
ઉકેલ બતાવો.
દશરથઃ– ઉકેલ? ઉકેલ શો બતાવું? સાંભળો, થોડા દિવસ પહેલાં ‘સર્વભૂતહિત’ મુનિરાજના દર્શનનો લાભ
મળ્‌યો, ને એ મહાસંત મુનિરાજના શ્રીમુખથી મારા પૂર્વ ભવનું વૃત્તાંત સાંભળીને મારું ચિત્ત અડગપણે
વૈરાગ્ય તરફ ઢળી ગયું છે. પવિત્ર જિનદીક્ષા અંગીકાર કરું તે જ આ જીવનની પરમ સફળતા છે. બાહ્ય
પદાર્થો કે ભોગવિષયો તે કોઈ આત્માને સુખ આપવા સમર્થ નથી. હવે રત્નયત્ર ધર્મની આરાધના વડે
શીઘ્ર કલ્યાણ કરી લેવા અંતરાત્મા ઉતાવળો થઈ રહ્યો છે. ત્યારે બીજી તરફનો પ્રસંગ પણ સંસાર પ્રત્યે
વૈરાગ્યજનક છે. કાલે આ અયોધ્યાની રાજગાદી પર રામને બદલે ભરતનો અભિષેક થશે...રાણી
કૈકેયીને હું વરદાન આપી ચૂકયો છું તે અફર જ રહેશે...વચનનું પાલન કરવું તે રઘુકુળની રીત છે, માટે
હવે વિલંબ વ્યર્થ છે. રામચંદ્રને બોલાવો.
મંત્રીઃ– જેવી આજ્ઞા! કોણ છે હાજર?
હજુરીઃ– જી મહારાજ! શી આજ્ઞા છે?
મંત્રીઃ– જાઓ, રામચંદ્રજીને તેડી લાવો.
હજુરીઃ– જેવી આજ્ઞા.
(હજુરી નમન કરીને જાય છે...થોડીવારે રામ પ્રવેશે છે.)
રામઃ– (વંદન કરીને)ઃ પરમ પૂજ્ય પિતાશ્રી, શી આજ્ઞા છે?
દશરથઃ– (થોડીવાર વિચાર કરીને, ધીમા અવાજે કહે છે)ઃ પુત્ર! તારું અવિનાશી કલ્યાણ હો..મારા ચિત્તમાં
વૈરાગ્ય અને ક્ષોભની મિશ્ર લાગણીના વાદળ છવાઈ રહ્યા છે..જગતના આ બાહ્ય પદાર્થો સુનકાર અને
સડેલા તરણા જેવા ભાસે છે..અંતરમાં વિચારોના વાદળ દોડાદોડ કરતા કંઈક અવનવું થવાની આગાહી
આપે છે.
રામઃ– પિતાજી! આપના હૃદયની વાત સ્ફોટ કરીને સમજાવો..આપના અંતરના ક્ષોભને વહેલી તકે દૂર કરવા
હું આસમાન–જમીનને એક કરીશ..આપની ચિંતાતુર મુદ્રાને જોતાં અમને પારાવાર દુઃખ થાય છે..માટે
આપ શીઘ્ર આજ્ઞા કરો.
દશરથઃ– પુત્ર! તમે જાણો છો કે યુદ્ધ વખતે તમારી માતા કૈકેયીએ રથ ચલાવીને આપણને વિજય અપાવ્યો
હતો, રથ ચલાવવાની તેની કુશળતાથી જ હું તે વખતે બચી શક્યો હતો, ને તે વખતે પ્રસન્ન
થઈને મેં તેને વરદાન માંગવા કહ્યું હતું; ત્યારે તેણે એ વરદાન બાકી રાખેલું, હવે તારા
રાજ્યાભિષેક–વખતે તે પોતાના વરદાનની માંગણી કરે છે કે મારા પુત્ર ભરતનો રાજ્યાભિષેક
કરો. આ પરિસ્થિતિમાં જો હું ભરતનો રાજ્યાભિષેક ન કરું તો હું વચનભંગ થાઉં ને જગતમાં
મારી અપકીર્તિ થશે! વળી રાજનીતિનો વિચાર કરતાં મોટા પુત્રને છોડીને નાના પુત્રનો
રાજ્યાભિષેક કરવો તે કાર્ય ન્યાયવિરોધી લાગે છે. વળી ભરતને રાજ્ય આપું તો લક્ષ્મણ સહિત
તમે શું કરશો? તમે બંને પુત્રો મહાશૂરવીર અને વિનયવંત તથા વિચારવાન છો, તેથી હવે હું શું
કરું? એ કઠિન સમશ્યા થઈ પડી છે, ને તેથી જ મારા અંતરમાં ક્ષોભ થાય છે.
રામઃ– પિતાજી! નિશ્ચિંતપણે આપ આપના વચનનું પાલન કરો, અમારી ચિંતા છોડી દો, ને ખુશીથી
ભરતકુમારનો રાજ્યાભિષેક કરો. જો વચનભંગથી આપણા કુળની અપકીર્તિ આવે તો આ
રાજસંપદા કે ઇન્દ્રની સંપદા પણ અમારે શું કામની છે? જે સુપુત્ર છે તે એવું જ કામ કરે છે કે
જેથી પિતા–માતાને લેશમાત્ર દુઃખ ન થાય. પુત્રનું આ જ પુત્રપણું છે; નીતિના પંડિતજન એમ જ
કહે છે કે–જે પિતાને પવિત્ર કરે અને તેનું કષ્ટ દૂર કરે તે પુત્ર છે, પવિત્ર કરવું એટલે શું? કે
પિતાને ધર્મસન્મુખ કરવા. હે પિતાજી! રાજ્યની સંપદાનો અમને મોહ નથી, વનવાસ પણ અમને
કઠિન નથી; અમને દુઃખ માત્ર

PDF/HTML Page 8 of 25
single page version

background image
માગશરઃ ૨૪૮૪ઃ૭ઃ
એટલું જ છે કે જ્યારે આપ મહામુનિધર્મની ભગવતી દીક્ષા અંગીકાર કરવા અડગપણે તૈયાર થયા છો
ત્યારે આવો પ્રસંગ ઉપસ્થિત થાય છે.
દશરથઃ– પુત્ર! તારા વચનો મારા દિલમાં આરપાર ઊતરી જાય છે. તારા દિલની વિશાળતાથી મારું અંતર
સાંત્વન અનુભવે છે. મને એ જ વિચાર થાય છે કે અહા! આ વિશ્વના ખેલ કેવા ન્યારા છે! આ
સંયોગ સાથેના ક્ષણિક સંબંધો કેવા ન્યારા છે!!
(સેનાપતિ આવીને નમસ્કાર કરે છે.)
દશરથઃ– શા સમાચાર છે, સેનાપતિ!
સેનાપતિઃ– મહારાજ! હું રાજકુમાર ભરતના મહેલેથી આવું છું. આપ જિનદીક્ષા અંગીકાર કરી રહ્યા છો, તે હકીકત
જાણીને ભરતના હૈયામાં આનંદનો પાર નથી.
દશરથઃ– વાહ, આનંદ કેમ ન હોય! મુનિદશા તે તો પરમાત્મપદને ભેટવાનો મુક્તિનો મહોત્સવ! તે પ્રસંગે
ભરત જેવા વૈરાગી ધર્માત્માને આનંદ થાય તેમાં આશ્ચર્ય શું છે?
સેનાપતિઃ– પણ મહારાજ! રાજકુમાર ભરતને અત્યંત આનંદ તો એટલા માટે છે કે તેણે પણ આપની સાથે જ
જિનદીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કરેલ છે. જિનદીક્ષા માટેની ઘણાકાળની ભાવના આજે પૂરી થશે,
એથી જ તે અત્યંત આનંદિત છે.
બધા એક સાથેઃ– હેં, આ શું? શું ભરતજી પણ મુનિવ્રત ધારણ કરવા તૈયાર થયા છે? આટલી નાની વયમાં!
દશરથઃ–
અહા, જીવોના પરિણામ કેવા સ્વતંત્ર છે! જગતના પદાર્થોની શી ગતિ છે! શી સ્થિતિ છે!
જિનેન્દ્રદેવની દિવ્યધ્વનિમાં આવેલ સર્વ પદાર્થની સ્વતંત્રતાનો ઢંઢેરો સત્ય છે..ક્રમબદ્ધ પરિણમતા
પદાર્થો પોતપોતાના ઉત્પાદ–વ્યય–ધ્રૌવ્ય સ્વભાવને ધારણ કરીને સ્વતંત્ર પરિણમી રહ્યા છે. ત્યાં શેનો
હર્ષ?–ને શેનો શોક? માત્ર જ્ઞાન કરવું તે જ જીવનું કર્તવ્ય છે..અહા! ભરત પણ શું મારી સાથે જ
દીક્ષિત થશે!
(ભરત આવે છે, દરબારીઓ ઊભા થઈ સન્માન કરે છે; દશરથરાજા તથા રામચંદ્રજીને નમસ્કાર
કરીને, ભરત વૈરાગ્યપૂર્વક કહે છે–)
ભરતઃ– હા, પિતાજી! હું પણ આપની સાથે જ અડગ મુનિપદ ધારણ કરીને મારા આત્મકલ્યાણને સાધીશ, માટે
આપ આજ્ઞા કરો.
દશરથઃ– હે વત્સ! કુમાર! તારી ભાવના ઉત્તમ છે..પરંતુ હમણાં જ તારી માતાએ તારા રાજ્યાભિષેકનું વરદાન
માંગ્યું છે, માટે હાલ થોડો વખત તો રાજ્ય કરો..હજી તમે બાળક છો..પછી વૃદ્ધ ઉંમર થતાં સુખેથી
જિનદીક્ષા લેજો.
ભરતઃ– પિતાજી! આ ક્ષણભંગુર જીવનનો શો ભરોસો!
વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ
આયુષ્ તે તો જલના તરંગ
પુરંદરી ચાપ અનંગ રંગ
શું રાચિયે જ્યાં ક્ષણનો પ્રસંગ?
આયુષ્ય પૂરું થતાં ક્ષણભરમાં પાણીના પરપોટાની જેમ આ નાશવાન દેહ છૂટી જાય છે. તેમજ આ મૃત્યુ
વૃદ્ધ–બાળક કે યુવાન વચ્ચે ભેદભાવ રાખતું નથી....તે મૃત્યુ કોને ખબર ક્યારે આવી પહોંચે? માટે
આત્મહિતમાં પ્રમાદી થવું યોગ્ય નથી, માટે મને આજ્ઞા આપો.
શેઠઃ– પરંતુ રાજકુમાર! મહારાજા દીક્ષા લ્યે છે ને હવે આ રાજ્યના ધણી આપ છો..માટે આપ આ રાજ્યનું
પાલન કરો..પ્રજાજનો આપને વિનંતી કરે છે. વળી મારી સલાહ જો માનો તો હાલ આપ
ગૃહસ્થાશ્રમમાં રહીને વ્યવહારધર્મનું પાલન કરો, તે વ્યવહારધર્મથી પણ પરંપરા મોક્ષ થશે, સમજ્યા?
તો પછી મુનિ થવાની શી જરૂર છે?
ભરતઃ– નહિ, શેઠ! એમ નથી. વ્યવહારધર્મ દ્વારા કદી મોક્ષ થતો નથી, વ્યવહારધર્મ એ તો પુણ્યબંધનું કારણ
છે. પુણ્યથી તો ક્ષણિક સંયોગો મળીને છૂટી જાય છે, તેનાથી જીવનું કલ્યાણ કે મુક્તિ થતી નથી.
શેઠઃ– અરે કુંવરજી! વ્યવહારધર્મથી મોક્ષ થાય એમ તો અમારા બાપદાદાના વખતથી ઘણા લોકો માનતા
આવે છે,–તે શું ખોટું?
ભરતઃ– હા, જરૂર, તે ખોટું છે. મોક્ષ તો નિશ્ચયધર્મની આરાધનાથી જ થાય છે, વ્યવહારધર્મથી નહિ. અનંત
જિનેન્દ્ર ભગવંતો જે માર્ગે વિચર્યા અને

PDF/HTML Page 9 of 25
single page version

background image
ઃ૮ઃ આત્મધર્મઃ ૧૭૦
પવિત્ર મોક્ષદશાને પામ્યા, તે નિશ્ચય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી જ પામ્યા છે, નહિ કે વ્યવહારધર્મથી;
માટે નિશ્ચય રત્નત્રયની આરાધના તે જ મુક્તિનો પંથ છે, ને હવે અમે મુનિ થઈને તેને જ આરાધવા
માંગીએ છીએ.
શેઠઃ– અરે રાજકુમાર! આપનું તત્ત્વજ્ઞાન ઘણું ઊંચું છે, પરંતુ આપની વય હજી નાની છે. આવી નાની વયમાં
મુનિના કઠણ ધર્મોનું પાલન આપ શી રીતે કરી શકશો? વસ્ત્ર વિના વનજંગલમાં રહેવું, શીયાળાની
કડકડતી ઠંડી અને ઉનાળાના ધોમધખતા તાપ સહન કરવા, નિર્દોષ ભોજન લેવા, ભૂમિ ઉપર સૂવું,
લંગોટીમાત્ર પણ વસ્ત્રનો કટકો અંગ ઉપર ધરવો નહિ; આવા આકરા વ્રતતપ આપની કુમળી કાયા
કઈ રીતે સહન કરશે, બાપા!
ભરતઃ– અરે શેઠ! આપ ગામના નગરપતિ અને સંઘના અગ્રેસર થઈને આમ કાં બોલો? શું મુનિદશા
કષ્ટદાયક છે? નહિ શેઠ! આપ ભૂલો છો મુનિદશા કઠણ નથી, દુઃખદાયક નથી, એ તો
આનંદદાયક છે. અહા! મુનિદશા તો ચારિત્રનું ઝરણું છે, ત્યાં શાંતિની છોળો ઊછળે છે.
આનંદના હિલોળે ઝૂલતો ને અતીન્દ્રિયસુખને અનુભવતો આત્મા સુખ અને સમાધિમાં તરબોળ
થઈ જાય છે, આત્માના અનુભવથી તે તૃપ્ત–તૃપ્ત થઈ જાય છે. અહા, જૈનમાર્ગની મુનિદશા તે તો
શૂરવીરનો માર્ગ છે, કાયરનું ત્યાં કામ નથી. આનંદરસ–ઉપશમરસના સમુદ્રમાં ઝૂલતી તે
મુનિદશા ધન્ય છે..
શેઠઃવાહ રે વાહ! કુંવરજી! આપની વાત તો બહુ ઉત્તમ છે, પરંતુ ધર્મની આવી ઊંચી ઊંચી વાતમાં
અમારા જેવા શ્રાવકોને બહુ ખબર ન પડે; અમારે તો ટૂંકોને ટચ હિસાબ કે કાંઈક પુણ્ય દાન
કરીએ તો સુખી થઈએ, બાકી ઊંડી વાત તો આપણા આ શાસ્ત્રીજી જાણે. કેમ શાસ્ત્રીજી!
શાસ્ત્રીજીઃ– બરાબર છે શેઠજી, આપની વાત! ગૃહસ્થો તો પુણ્ય–ભક્તિ–દાન–દયા એવો વ્યવહારધર્મ જ આચરી
શકે છે, ને તે વ્યવહારધર્મથી જ તેઓ મુક્તિ પામે છે.
ભરતઃ– અરે શાસ્ત્રીજી! શાસ્ત્રો ભણીભણીને તમે આ શું ગોટાવાળો છો? શું ગૃહસ્થોને સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાનરૂપ નિશ્ચયધર્મ ન હોય? અને પુણ્ય–ભક્તિ–દાન–દયા તો શુભ રાગ છે, તે રાગ વડે શું કદી
મુક્તિ થાય? જૈનશાસનમાં તો રાગને બંધનું કારણ કહ્યું છે, મોક્ષનું કારણ નથી કહ્યું.
શાસ્ત્રીજીઃ– કુંવરજી! આપની વાત ઠીક છે; પરંતુ વ્યવહાર પણ જોઈએ તો ખરોને? મેં ઘણા શાસ્ત્રોનો અભ્યાસ
કર્યો છે, તેમાં વ્યવહારને ધર્મના ટેકારૂપ કહ્યો છે.
રામઃ– વાહ વાહ! શાસ્ત્રીજી! તમે પણ ખૂબ ભણ્યા!! શું આ જ તમારા ભણતરનો સાર છે! વ્યવહારનું
અવલંબન છોડીને જે નિશ્ચયસ્વભાવનો આશ્રય કરે છે તેને ઉપચારથી વ્યવહારનો ટેકો કહ્યો;
પરંતુ વ્યવહારના જ અવલંબનથી લાભ માનીને તેમાં જે અટકી જાય છે તેને તો તે વ્યવહારના
અવલંબનનું ફળ સંસાર જ છે શાસ્ત્રોમાં વ્યવહારના અવલંબનનું ફળ સંસાર જ કહ્યું છે, એ શું
તમે નથી જાણતા?
શાસ્ત્રીજીઃ– તો મુનિવરો પણ પંચમહાવ્રતનું પાલન શા માટે કરે છે? અઠ્ઠાવીસ મૂળગુણ શા માટે ધારણ કરે છે?
તીર્થજાત્રા વગેરે શા માટે કરે છે?
ભરતઃ– શાસ્ત્રીજી! મુનિઓને રાગભૂમિકામાં એવા ભાવો હોય છે ભલે, પરંતુ તે ભાવ કાંઈ મોક્ષનું કારણ
નથી, મોક્ષનું કારણ તો તે વખતે તેમને જે શુદ્ધરત્નત્રય વર્તે છે–તે જ છે. ભૂમિકા મુજબ વ્યવહાર અને
શુભ રાગ હોય પણ તે ભાવો વડે કદી મોક્ષ નથી થતો. મોક્ષ તો થાય છે અંતરના શ્રદ્ધા–જ્ઞાન અને
વીતરાગ ચારિત્રના બળ વડે, સમજ્યા! અહા! વીતરાગી રત્નત્રયની આરાધક મુનિદશા! એની શી
દશા? મુનિઓ તો મુક્તિપુરીના પ્રવાસી છે..એના દર્શનથી પણ આત્માના રોમરોમ હર્ષથી ઉલ્લસી જાય
છે..વાહ, મુનિદશા વાહ!
એ પરમ દિગંબર મુનિવર દેખી, હઈડું હરખી જાય છે,
એ પરમ પ્રતાપી સંતને નીરખી, આનંદ ઉછળી જાય છે
–આનંદ ઉછળી જાય છે..આનંદ ઉછળી જાય છે..
આનંદ.. (૪)

PDF/HTML Page 10 of 25
single page version

background image
માગશરઃ ૨૪૮૪ઃ૯ઃ
વાસ જેનો વન ઉપવનમાં, ગિરિશિખર કે નદી–તટે,
વાસ એનો ચિત્તગૂફામાં, આતમ આનંદને રટે..
–આતમ આનંદને રટે..આતમ આનંદને રટે. આતમ.. (૪)
કંચન–કામિનીના ત્યાગી, મહા તપસ્વી જ્ઞાની ધ્યાની
કાયાની માયાના ત્યાગી, તિન રતનધારી ભંડારી..
–તીન રતનધારી ભંડારી....તીન રતનધારી ભંડારી....તીન.. (૪)
તરણતારણ મુનિવરના પાવન ચરણમાં નમું,
સમતાધારી સૌમ્યમુદ્રા આનંદધારામાં રમું..
–આનંદધારામાં રમું..આનંદધારામાં રમું..
ચાહ નહીં આ રાજ્યની, ચાહ નહીં રમણીતણી,
ચાહ ઉરમાં એક છે બસ, શિવરમા વરવા તણી..
–શિવરમા વરવાતણી..શિવરમા વરવાતણી....શિવ...(૪)
એ પરમ દિગંબર મુનિવર દેખી, હઈડું હરખી જાય છે..
એ આતમધ્યાની સંતને નીરખી આનંદ ઉછળી જાય છે.
અહા! પરમ વીતરાગતા વડે ઉલ્લસતી આવી ચારિત્રદશા તે જ છે અડોલ મુનિપદ! બસ, હવે તો અમે
આવા મુનિપદને અંગીકાર કરીને આત્માની પરમસિદ્ધિને સાધશું.
શેઠઃ– મહારાજ! આ વૈરાગી ભરત અમારા સમજાવવાથી રોકાય એમ તો લાગતું નથી. હવે તો આપ
સમજાવો ને આપનું વચન માને તો!
દશરથઃ– બેટા ભરત! બધાની ઈચ્છા છે તો તું હાલ ગૃહસ્થાશ્રમમાં રહે..ગૃહસ્થપણે રહીને પણ મોક્ષનું સાધન
કરી શકાય છે!
ભરતઃ– પિતાજી! પિતાજી! આપ મને વૃથા મોહમાં કેમ ફસાવો છો? ઇન્દ્રિયવિષયોથી વશીભૂત એવા
ગૃહસ્થાશ્રમમાં તો અનેક પ્રકારના કામ–ક્રોધાદિ વર્તતા હોય છે, તેમાં મુક્તિ ક્યાંથી હોય? પિતાજી!
આપ પોતે પણ ગૃહસ્થાશ્રમ છોડીને જે પવિત્ર માર્ગને અંગીકાર કરી રહ્યા છો તે માર્ગમાં આવતાં મને
આપ શા માટે રોકો છો? જો ગૃહસ્થપણામાંય મોક્ષસાધન થઈ શકતું હોય તો આપ પોતે તેને કેમ છોડી
રહ્યા છો? મોક્ષને સાધવા માટે બાહ્ય–અભ્યંતર સમસ્ત પરિગ્રહ છોડીને મુનિ થયા વગર છૂટકો જ
નથી. હા, એટલું ચોક્કસ કે ગૃહસ્થપણામાંય સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનરૂપ ધર્મ હોઈ શકે, બહુ તો
પંચમ ગુણસ્થાનરૂપ દેશચારિત્ર હોઈ શકે, પણ મુનિદશા તો ગૃહસ્થપણામાં હોય નહિ, ને મુનિદશા
વગર મોક્ષ ક્યાંથી થાય?
રામઃ– બંધુ ભરત! તારી વાત તો સાચી છે, ભાઈ! આપણે સૌએ અંતે તો એ જ માર્ગ અંગીકાર કર્યે છૂટકો છે,
પરંતુ પિતાજી તારી માતાને વચન આપી ચૂકયા છે, ને પિતાજીના વચનનું પાલન કરવા ખાતર પણ તું હાલ
દીક્ષાના વિચાર છોડી દે. વળી મુનિઓને પણ બધાને કાંઈ તે જ ભવે મુક્તિ નથી થતી; માટે હાલ થોડા
દિવસ તમે ગૃહસ્થપણામાં રહો ને આ રાજ્યનું સુકાન સંભાળીને પિતા–માતાનું વચન પૂર્ણ કરો.
ભરતઃ– ભાઈ, આપે કહ્યું તે સત્ય છે. જો કે બધા જ મુનિઓ તે જ ભવે મુક્તિ નથી પામતા, તો પણ જે
મુનિવરો મહાપુરુષાર્થ વડે સમસ્ત કર્મોને હણી નાંખે છે તેઓ તે જ ભવે મોક્ષ પામી જાય છે, ત્યારે
ગૃહસ્થપણામાં તો નિયમથી મુક્તિ થતી જ નથી.
રામઃ– બંધુ તમે ઘણા સમજુ છો..તમારું તત્ત્વજ્ઞાન પણ પ્રશંસનીય છે..તમારા ઊછળતા વૈરાગ્યની ધારા જોઈને
અમને પણ ઘણો જ આનંદ થાય છે. પરંતુ હાલ માતા–પિતાની પરિસ્થિતિ જોતાં મુનિવ્રત ધારણ
કરવાનો તમારો વિચાર થોડા વખત માટે મુલતવી રાખો તો સારું.
ભરતઃ– ભાઈ, આપના કથનનો મર્મ હું સમજી શકું છું. આપની સલાહ યોગ્ય છે, પણ સંસાર પ્રત્યે કે રાજપાટ
પ્રત્યે મારી રુચિ બિલકુલ ચોંટતી નથી. મધ્યબિંદુથી જે વૈરાગ્યસમુદ્ર ઊછળ્‌યો તેને કોણ રોકી શકે?
ગૃહસ્થધર્મ તો હીનશક્તિવાળાને માટે છે. મારે તો મુનિધર્મ આરાધવાની જ ભાવના છે, માટે આપ સૌ
મને આજ્ઞા આપો!
દશરથઃ– પુત્ર! ધન્ય છે તારી ભાવનાને. તું ભવ્યોમાં પ્રધાન છે. જિનશાસનના રહસ્યને જાણીને તારો આત્મા
પ્રતિબુદ્ધ થયેલો છે; તારી વાત સત્ય છે; હે ધીર અને વીર પુત્ર! તેં મારી આજ્ઞા કદી ભંગ કરી નથી, તું
વિનયવંત છો; તો મારી એક વાત સાંભળ.

PDF/HTML Page 11 of 25
single page version

background image
ઃ૧૦ઃ આત્મધર્મઃ ૧૭૦
ભરતઃ– કહો શી આજ્ઞા છે પિતાજી! આપની આજ્ઞા શિરોમાન્ય છે.
દશરથઃ– સાંભળ વત્સ! યુદ્ધમાં કટોકટી વખતે સારથીપણું કરીને તારી માતાએ મને જીતાવ્યો હતો, ત્યારે મેં
પ્રસન્ન થઈને તેને એક વરદાન આપ્યું હતું, પણ તે વખતે વરદાન ન માંગતાં તેણે મારી પાસે તે જમા
રાખ્યું હતું. આજે, મારી સાથે તને પણ દીક્ષા માટે તૈયાર થયેલો જોઈને તેને ખૂબ જ આઘાત થાય છે;
તેથી તને દીક્ષા લેતો અટકાવવા આજે તે પોતાનું વરદાન માંગે છે કે “મારા પુત્ર ભરતને રાજ્યાસન
ઉપર બેસાડો” મારા વચન અનુસાર મેં તે વરદાનનો સ્વીકાર કર્યો છે, માટે હે પુત્ર! તું આ
રાજગાદીનો સ્વીકાર કરીને મહાસામ્રાજ્યનું પાલન કર, જેથી મારી વચનભંગની અપકીર્તિ જગતમાં ન
થાય. જો તું આ વાતનો સ્વીકાર નહિ કર તો, એક તો વચનભંગથી જગતમાં મારી અપકીર્તિ થશે અને
બીજું તારી માતા પણ તારા વિયોગથી અત્યંત શોકથી દુઃખી થઈને મરી જશે.
રામઃ– ભરત! ભરત! પિતાજીની વાતનો તારે અવશ્ય સ્વીકાર કરવો યોગ્ય છે. પુત્રની ફરજ છે કે માતા–
પિતાને શોકસમુદ્રમાં ન પાડતાં તેમને સુખી કરે. વળી હે બંધુ! તારી ઉંમર હજી તપ કરવાને યોગ્ય થઈ
નથી, માટે પિતાજીના વચનના પાલન ખાતર તું આ રાજ્ય સ્વીકાર, જેથી આપણા કુળની નિર્મળ
કીર્તિ જગતમાં ચંદ્રસમાન ફેલાય. તારા જેવો ગુણવાન પુત્ર હોવા છતાં માતાજી શોકથી સંતપ્ત થઈને
મરણ પામે–એ શું તારા માટે યોગ્ય છે? અમે હોવા છતાં આ રાજ્યાસન ઉપર બેસવું–તેમાં તને સંકોચ
થતો હોય તે સ્વાભાવિક છે. પરંતુ ભાઈ, પિતાજીની દીક્ષાબાદ અમે આ રાજવૈભવ છોડીને દેશાંતરમાં
કે કોઈ વન–પર્વતમાં એવા સ્થાનમાં રહેશું કે કોઈ અમને ન જાણે, માટે તું નિશ્ચિંતપણે આ રાજ્યાસન
ગ્રહણ કર.
(એમ કહીને રામચંદ્રજી ભરતનો હાથ પકડી તેને રાજગાદી પાસે લઈ જાય છે..દશરથ રાજા
રાજસિંહાસન ઉપરથી ઊભા થઈને કહે છે–)
દશરથઃ– આવ, ભરત આવ! આ રાજસિંહાસનને શોભાવ! શાસ્ત્રીજી! ચાલો, કુમકુમ અને અક્ષત વડે
ભરતકુમારને રાજતિલક કરો..
(શાસ્ત્રીજી રાજતિલક કરે છે. ત્યારબાદ દશરથ રાજા ભરતને હાથ ઝાલીને સિંહાસન ઉપર બેસાડીને
કહે છે–)
દશરથઃ– મંત્રીજી અને નગરશેઠ! આજથી આ અયોધ્યાનગરીના રાજસિંહાસને હું ભરતને બેસાડું છું. હવે તે જ
તમારો રાજા છે. બેટા ભરત! આજથી આ રાજ્યનું સુકાન તારા હાથમાં છે..પ્રજાનું પાલન કરો..ને તારું
કલ્યાણ થાઓ–એવા મારા આશીર્વાદ છે. તું આ રાજ્યાસનને શોભાવીને રઘુકુળની રીતિને ઉજાળજે..
ને જિનશાસનની મહાપ્રભાવના કરીને શાસનને શોભાવજે. વીતરાગી જિનમાર્ગની ઝળહળતી જ્યોતને
વધુ ને વધુ જવલંત કરજે. બસ, હવે હું નિશ્ચિંતપણે આ રાજપાટ ત્યાગીને મુનિદીક્ષા અંગીકાર કરવા ને
આત્માના પરમપદને સાધવા માટે વનમાં જાઉં છું.
(દશરથ રાજા દીક્ષા લેવા જાય છેઃ પડદો પડે છે.)
(સંવાદનો પહેલો અંક અહીં પૂરો થયો. બાકીનો ભાગ આવતા અંકે અપાશે.)

PDF/HTML Page 12 of 25
single page version

background image
માગશરઃ ૨૪૮૪ઃ૧૧ઃ
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
(૩૭–૩૮)
ભાવ–અભાવશક્તિ અને અભાવ–ભાવશક્તિ
આ જ્ઞાનસ્વરૂપ આત્મામાં અનંતશક્તિઓ છે તેનું વર્ણન ચાલે છે.
આત્મામાં કોઈપણ એક અવસ્થા વિદ્યમાન વર્તે છે–એમ ‘ભાવશક્તિ’ માં કહ્યું (૩૩)
આત્મામાં વર્તમાનઃ જે અવસ્થા વર્તે છે તે સિવાયની આગળ–પાછળની અવસ્થાઓ તેમાં અવિદ્યમાન છે–એમ
‘અભાવશક્તિ’ માં કહ્યું છે. (૩૪)
વર્તમાન જે અવસ્થા વર્તે છે તે બીજા સમયે અભાવરૂપ થઈ જાય છે–એમ ‘ભાવ–અભાવ’ શક્તિમાં કહ્યું
(૩પ)
બીજા સમયની જે અવસ્થા વર્તમાન અવિદ્યમાન છે તે બીજા સમયે પ્રગટે છે–એમ ‘અભાવ–ભાવ’ શક્તિમાં
કહ્યું. (૩૬)
હવે, ત્રિકાળી ભાવને આધારે વર્તમાન ભાવનું હોવાપણું ‘ભાવ–ભાવ’ શક્તિમાં કહે છે; તેમાં ત્રિકાળીના
આધારે વર્તમાન કહીને દ્રવ્ય–પર્યાયની એકતા બતાવે છે. (૩૭)
અને, દ્રવ્ય–પર્યાયની જે એકતા થઈ તેમાં પરનો ને વિકારનો અત્યંત અભાવ છે, તે ‘અભાવ–અભાવ’
શક્તિમાં બતાવે છે. (૩૮)
જ્ઞાન સ્વરૂપ આત્મામાં “ભવતા પર્યાયના ભવનરૂપ ભાવ–ભાવશક્તિ છે;” તેમજ “નહિ ભવતા પર્યાયના
અભવનરૂપ અભાવ–અભાવ શક્તિ છે.”
એકેક શક્તિના વર્ણનમાં અમૃતચંદ્રાચાર્યદેવે ‘સમયસાર’ નો ભંડાર ભરી દીધો છે, દરેક શક્તિમાં શુદ્ધ
આત્માનો રસ નીતરી રહ્યો છે. કોઈપણ શક્તિથી જો આત્માના સ્વરૂપને ઓળખવા જાય તો અનંતગુણના ભંડાર એવા
ભગવાન આત્માની સન્મુખતા થઈને અપૂર્વ આનંદરસનો અનુભવ થાય છે.
મારો સ્વભાવ અનંત ગુણનો ભંડાર છે–એવું જ્યાં જ્ઞાન થયું ત્યાં ત્રિકાળી શુદ્ધભાવના આશ્રયે પર્યાયમાં
સમ્યક્સ્વસંવેદન ભાવ વર્તે છે, તેનું નામ ‘ભાવ–ભાવ’ છે. ત્રિકાળભાવ અને વર્તમાનભાવ બંને એક થઈને વર્તે

PDF/HTML Page 13 of 25
single page version

background image
ઃ૧૨ઃ આત્મધર્મઃ ૧૭૦
છે એવી ભાવભાવશક્તિ છે. આત્મા ત્રિકાળ ભાવરૂપ રહીને સમય સમયના ભાવપણે વર્તે છે, એ રીતે ભવતા
ભાવનું ભવન છે. અને પરરૂપે આત્મા કદી થતો નથી, પરનો આત્મામાં અભાવ છે ને તે સદાય અભાવપણે જ
રહે છે એવી અભાવ–અભાવશક્તિ છે. આ રીતે આ શક્તિઓ આત્માનું સ્વમાં એકત્વ ને પરથી વિભક્તપણું
બતાવે છે. ‘ભાવ–ભાવ’ એટલે ગુણનો ભાવ અને પર્યાયનો ભાવ એવા બંને ભાવ સહિત આત્મા વર્તે છે;
અને ‘અભાવ–અભાવ’ એટલે પોતાથી ભિન્ન એવા પર દ્રવ્ય–ગુણ–પર્યાયો સદા પોતામાં અભાવપણે જ વર્તે
છે;–આવી બંને શક્તિઓ આત્મામાં છે. ‘આત્મજ્ઞાન સ્વરૂપ છે’ એમ લક્ષમાં લેતાં તેમાં આ બધી શક્તિઓ
ભેગી આવી જ જાય છે.
જ્યાં શુદ્ધચિદાનંદ આત્માનું સ્વસંવેદન થયું ત્યાં જ્ઞાનાદિ ગુણો તે ગુણપણે કાયમ રહીને વર્તમાન નિર્મળ
પર્યાયપણે વર્તે છે, અને તે જ પ્રમાણે નિર્મળપણે વર્ત્યા કરશે. ત્રિકાળભાવરૂપ ગુણનું ભવન–પરિણમન થઈને વર્તમાન
પર્યાયરૂપ નિર્મળભાવ વર્તે છે અને હવે ગુણના પરિણમનમાં તેવો જ ભાવ વર્ત્યા કરશે. સાધકને શુદ્ધતાની વૃદ્ધિ થાય છે
તે જુદી વાત છે, પણ હવે નિર્મળભાવમાં વચ્ચે બીજો વિકારી ભાવ નહિ આવે, ગુણનું એવું ને એવું નિર્મળ પરિણમન
થતા કરશે,–એવી આ વાત છે.
જ્ઞાન ત્રિકાળ જ્ઞાનભાવપણે રહીને વર્તમાન–વર્તમાનરૂપે પરિણમે છે; પ્રભુતાનો ભાવ ત્રિકાળ પ્રભુતારૂપે
રહીને વર્તમાન–વર્તમાનપણે પરિણમે છે. શ્રદ્ધા ત્રિકાળ શ્રદ્ધાભાવરૂપે રહીને વર્તમાન–વર્તમાનપણે પરિણમે છે;
આનંદ સદાય આનંદભાવરૂપે રહીને વર્તમાન–વર્તમાનરૂપે પરિણમે છે; વીર્ય ત્રિકાળ વીર્યશક્તિરૂપે રહીને
વર્તમાન–વર્તમાનપણે પરિણમે છે; આમ બધા ગુણ પોતપોતાના ત્રિકાળભાવરૂપે રહીને પોતપોતાની પર્યાયના
વર્તમાન ભાવરૂપે પરિણમે છે. પણ જ્ઞાન પરિણમીને બીજા ગુણરૂપ થઈ જાય કે બીજા ગુણો પરિણમીને
જ્ઞાનાદિરૂપ થઈ જાય–એમ બનતું નથી. ‘ભાવનું ભવન છે’ એટલે ત્રિકાળપણે રહીને વર્તમાનપણે પરિણમે છે.
આ રીતે ત્રિકાળભાવરૂપ અને વર્તમાનભાવરૂપ એવો વસ્તુનો સ્વભાવ છે, તેનું નામ ‘ભાવભાવશક્તિ’ છે.
અહો! મારા જ્ઞાનદર્શન વગેરેના ત્રિકાળભાવો જે પહેલા વર્ત્યા તે જ વર્ત્યા કરશે, શક્તિરૂપ ભાવ છે તેમાંથી
વ્યક્તિ પ્રગટશે, જ્ઞાનદર્શનના ભાવો ત્રિકાળ જ્ઞાનદર્શનપણે ટકીને પોતપોતાના પર્યાયમાં પરિણમશે.–આવા
સ્વભાવની જેણે પ્રતીત કરી તેને હવે જ્ઞાન–દર્શનસ્વભાવના આધારે જ્ઞાન–દર્શનમય નિર્મળ પરિણમન જ થયા
કરશે, વચ્ચે અજ્ઞાનભાવ આવે ને રખડવું પડે–એમ બનતું નથી. વર્તમાન જે જાણે છે તે પછી પણ જાણનારપણે
જ રહેશે, વર્તમાન શ્રદ્ધા કરે છે તે પછી પણ શ્રદ્ધશે, કેમ કે જ્ઞાનાદિનું જે વર્તમાન છે તે ‘ત્રિકાળનું વર્તમાન’
છે. ત્રિકાળભાવના આશ્રયે જે પરિણમન થયું તે ત્રિકાળભાવની જાતનું શુદ્ધ જ થાય છે. અને પરનો આત્મામાં
અત્યંત અભાવ છે તે સદાય અભાવરૂપ જ રહે છે; રાગાદિનો પણ ત્રિકાળસ્વભાવમાં અભાવ છે ને તે
સ્વભાવના આશ્રયે વર્તમાનમાં પણ તે રાગના અભાવરૂપ પરિણમન થઈ જાય છે. આવી આત્માની ‘અભાવ–
અભાવશક્તિ’ છે. રાગને જાણતાં જ્ઞાન પોતે રાગરૂપ થઈ જતું નથી, જ્ઞાન તો જ્ઞાનરૂપ જ રહે છે.
જેમ એક સોનાની ખાણ હોય ને બીજી કોલસાની ખાણ હોય, ત્યાં જે તરફ વલણ કરે તેની પ્રાપ્તિ થાય. તેમ
આ ભગવાન આત્મા અનંત જ્ઞાનાદિ નિર્મળ શક્તિઓનો ભંડાર છે તેની સન્મુખ દ્રષ્ટિ કરવાથી પર્યાયમાં નિર્મળતાની
પ્રાપ્તિ થાય છે. અને શરીરાદિ જડ છે તેની સન્મુખતાથી વિકારની ઉત્પત્તિ થાય છે. ભાઈ! તારા આત્માની શક્તિને
ઓળખ તો તેમાંથી નિર્મળતાની પ્રાપ્તિ થાય.
વર્તમાનમાં જે આત્મા વર્તે છે તે જ ભૂતકાળમાં વર્ત્યો હતો ને ભવિષ્યમાં પણ તે જ વર્તશે; એ રીતે એક
સમયમાં ત્રિકાળ ટકવાની તાકાત આત્મામાં ભરી છે; ત્રિકાળભાવરૂપ રહીને તે તે સમયના ભાવરૂપે પરિણમે છે.
પરિણમવાથી વસ્તુસ્વભાવમાં કાંઈ ફેરફાર થઈ જતો નથી, કે તેમાં ઓછા–વધતાપણું થતું નથી. ત્રિકાળ એકરૂપ
સ્વભાવે આત્મા વર્તે છે, અને તે ત્રિકાળ એકરૂપ સ્વભાવની સાથે એકતા કરીને વર્તમાન ભાવ પણ એકરૂપે
(–શુદ્ધતારૂપે) જ વર્તે છે. જ્યાં શુદ્ધસ્વભાવનો આશ્રય વર્તે છે ત્યાં એવી શંકા નથી કે મને અશુદ્ધતા થશે કે હું પાછો
પડી જઈશ. કેમ કે આત્માના સ્વભાવમાં વિકાર નથી એટલે આત્માના સ્વભાવના આશ્રયે જેનું પરિણમન છે તેને
વિકાર થવાની શંકા થતી નથી. આ રીતે સમ્યગ્દ્રષ્ટિને શુદ્ધ

PDF/HTML Page 14 of 25
single page version

background image
માગશરઃ ૨૪૮૪ઃ૧૩ઃ
પરિણમનપૂર્વક શુદ્ધાત્મદ્રવ્યની પ્રતીત હોય છે. પહેલાં જ્યારે આવા શુદ્ધાત્માની ખબર ન હતી ત્યારે ઊંધી દ્રષ્ટિથી
વિકારનું જ પરિણમન થતું, પરંતુ હવે શુદ્ધાત્માની દ્રષ્ટિમાં વિકારની અધિકતા ન રહી, શુદ્ધતાની જ અધિકતા રહી.
આવી શુદ્ધ આત્માની દ્રષ્ટિમાં સમકિતીને વિકારનો અભાવ જ છે.
આત્માની શક્તિઓ અનંત છે પરંતુ આત્મા અનંતશક્તિના ભાવોથી અભેદ છે. આત્માની એક પણ
શક્તિના ભાવને યથાર્થ લક્ષમાં લેતાં અનંતશક્તિ–સંપન્ન આખો આત્મા જ લક્ષમાં આવી જાય છે. સમકિતીની
દ્રષ્ટિ આખા આત્માને સ્વીકારે છે, તે અખંડ આત્માની દ્રષ્ટિમાં તેના બધાય ગુણોનો નિર્મળભાવ પ્રગટે છે. આ
રીતે ‘સર્વ ગુણાંશ તે સમ્યક્ત્વ’ છે. શુદ્ધસ્વભાવના આશ્રયે જ્યાં સમ્યગ્દર્શન થયું ત્યાં જ્ઞાન પણ સ્વસંવેદનથી
સમ્યક્ થયું, ચારિત્રમાં પણ આનંદના અંશનું વેદન થયું, વીર્યનો વેગ પણ સ્વ તરફ વળ્‌યો. આ રીતે
સમ્યગ્દર્શનની સાથે જ બધા ગુણોમાં નિર્મળતા શરૂ થઈ જાય છે; કોઈ ગુણોમાં નિર્મળતા ભલે વધતી–ઓછી
હોય, પણ પ્રતીતમાં તો પૂર્ણ નિર્મળતા આવી જ ગઈ છે. સમ્યગ્દર્શન પોતે તો શ્રદ્ધાગુણની પર્યાય છે, પણ તેની
સાથે જ્ઞાનાદિ અનંત ગુણોનો પણ નિર્મળ અંશ વર્તી જ રહ્યો છે. કોઈ કહે કે સમ્યગ્દર્શન થયું પણ આત્માની
અતીન્દ્રિય શાંતિનું વેદન ન થયું, સમ્યગ્દર્શન થયું પણ આત્માનું સ્વસંવેંદન જ્ઞાન ન થયું, સમ્યગ્દર્શન થયું પણ
વીર્યનો વેગ આત્મા તરફ ન વળ્‌યો,–તો એમ કહેનારે અનંતગુણથી અભેદ આત્માને માન્યો જ નથી; દ્રવ્ય–
ગુણ–પર્યાયસ્વરૂપ આત્માના ભાવોને તેણે જાણ્યા જ નથી, અને પોતાને સમકિતી માનીને તે સમ્યગ્દર્શનના
નામે પોતાનો સ્વચ્છંદ પોષે છે.
આત્માની ભાવભાવશક્તિ છે એટલે તેનામાં દ્રવ્ય–ગુણ–પર્યાય સદાય ભાવરૂપ જ છે; જ્યાં દ્રવ્યભાવ છે ત્યાં જ
ગુણનો ભાવ છે, જ્યાં દ્રવ્ય–ગુણનો ભાવ છે ત્યાં જ પર્યાયનો ભાવ છે. દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેનો ભાવ એક સાથે જ
છે; પર્યાય એક ને એક ભલે કાયમ ન ટકે પણ પર્યાય વગરના દ્રવ્ય–ગુણ કદી હોતા નથી.
કોઈ કહે કે આત્મામાં જ્ઞાન–આનંદ શક્તિ તો છે પણ વર્તમાન તેનો કાંઈ ભાવ ભાસતો નથી,–તો એમ
કહેનારે આત્માની ભાવ–ભાવશક્તિને જાણી નથી; નિર્મળ ભાવના ભવન સહિત જ ત્રિકાળ ભાવની પ્રતીત થાય
છે. નિર્મળ પર્યાય થયા વગર ‘ભવતા પર્યાય’–વાળા આત્માની પ્રતીત ક્યાંથી થાય? જ્યાં આત્માના સ્વભાવનું
ભાન થયું ત્યાં નિર્મળ પર્યાયરૂપ ભવન (પરિણમન) થાય છે. ભાવભાવશક્તિના બળથી દ્રવ્ય ગુણ ને
નિર્મળપર્યાય ત્રણે અભેદ થઈને શુદ્ધપણે વર્તે છે; અને તેના દ્રવ્ય–ગુણ–પર્યાયમાં વિકારનો અભાવ છે. આત્માની
અભાવ–અભાવશક્તિનું એવું બળ છે કે પોતાથી ભિન્ન શરીરાદિ પદાર્થોને, કર્મોને કે વિકારને તે પોતાના
સ્વભાવમાં વર્તવા દેતો નથી. આત્માના દ્રવ્યમાં, ગુણમાં અને તે તરફ ઢળેલી શુદ્ધપર્યાયમાં, એ ત્રણેમાં
વિકારનો–કર્મનો–શરીરાદિનો અભાવ જ છે ને અભાવ જ રહેશે. દ્રવ્ય–ગુણ–પર્યાયની એકતામાં હવે કદી તૂટ
પડશે નહિ, ને વિકાર સાથે કદી એકતા થશે નહિ. વિકાર આત્માની સાથે નહિ વર્તે પણ છૂટો પડી જશે. આવી
આત્મશક્તિને પ્રતીતમાં લેવી ને તેમાં એકતા કરવી તે મોક્ષનો ઉપાય છે.
આત્મામાં એક એવી ‘અભાવ–અભાવ’ શક્તિ છે કે તેના દ્રવ્ય–ગુણ–પર્યાય પરના અભાવરૂપ જ છે;
આત્માના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર–આનંદ વગેરે બધા ગુણોમાં તેમજ તેની પર્યાયોમાં પરનો તો અભાવ વર્તે છે, એટલે
કોઈ નિમિત્ત મેળવું તો મારા શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર ખીલે એ વાત રહેતી નથી. દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે નિમિત્તો હો ભલે,
પણ આત્મામાં તો તેનો અભાવ છે. અહીં તો તે ઉપરાંત વિકારના પણ અભાવની સૂક્ષ્મ વાત લેવી છે. આત્માના દ્રવ્ય–
ગુણ–પર્યાયમાં પરનો ત્રિકાળ અભાવ છે, એનો અર્થ તો એ થયો કે પરના આશ્રયે થતો પરભાવોનો પણ આત્મામાં
અભાવ છે. તેમજ ‘જ્ઞાનાદિમાં અલ્પતા છે તે ટાળીને પૂર્ણતા કરું’ એવો ભેદ પણ રહેતો નથી, એકરૂપ શુદ્ધદ્રવ્યની
સન્મુખતા જ થાય છે, અને તે દ્રવ્યની સન્મુખ થયેલી પર્યાય શુદ્ધ જ થતી જાય છે, તેનામાં વિકારનો અભાવ જ છે.
આવું અભાવઅભાવ–શક્તિનું તાત્પર્ય છે.
શુદ્ધ આત્મા ઉપર જેની દ્રષ્ટિ હોય તેને જ આ શક્તિઓનું રહસ્ય સમજાય તેવું છે. આત્મામાં કર્મનો ત્રિકાળ
અભાવ છે, તે કર્મ કદી આત્મામાં ભાવપણે નહિ વર્તે. અજ્ઞાની પોકાર કરે છે કે અરે, કર્મો માર્ગ નથી આપતા! પણ
આચાર્યદેવ કહે છે

PDF/HTML Page 15 of 25
single page version

background image
ઃ૧૪ઃ આત્મધર્મઃ ૧૭૦
કે અરે ભાઈ! તારા આત્માની સામે તો જો! તારા આત્મામાં કર્મો તો અનાદિથી અભાવપણે જ વર્તે છે; કર્મો તારા
આત્મામાં આવ્યા જ નથી. કર્મનો અભાવ કહેતાં કર્મ તરફના વિકારી ભાવનો પણ આત્માના સ્વભાવમાં અભાવ છે–
એમ લક્ષમાં આવે છે ને શુદ્ધ આત્મસ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે; ત્યાં પર્યાયમાં પણ વિકારનો અભાવ વર્તે છે. ત્રિકાળમાં
અભાવ હતો ને વર્તમાનમાં પણ અભાવ થયો,–આવું અભાવ–અભાવશક્તિનું નિર્મળ પરિણમન છે. આવા આત્માને
શ્રદ્ધાજ્ઞાનમાં લ્યે ત્યારે જીવતત્ત્વને બરાબર માન્યું કહેવાય. આવા જીવતત્ત્વનો આશ્રય કરતાં જ નિર્મળ પર્યાયરૂપ
સંવર–નિર્જરાતત્ત્વ પ્રગટે છે, અને તેના જ આશ્રયે પૂર્ણ શુદ્ધતારૂપ મોક્ષદશા થાય છે; તથા પુણ્ય–પાપ–આસ્રવ ને
બંધરૂપ મલિન તત્ત્વોનો અભાવ થઈ જાય છે; શરીરાદિ અજીવનો તો જીવમાં અભાવ જ હતો. આ રીતે આમાં નવે
તત્ત્વોનો સ્વીકાર આવી જાય છે તેમજ તેમાંથી ઉપાદેય તત્ત્વોનો અંગીકાર તથા હેય તત્ત્વોનો ત્યાગ પણ થઈ જાય છે.
–આનું નામ ધર્મ છે.
શુદ્ધદ્રવ્યસ્વભાવની દ્રષ્ટિથી જુઓ તો આ ભગવાન આત્મા અનાદિથી કદી વિકારપણે વર્ત્યો જ નથી. એક
સમયની પર્યાયના વિકારને જ આખો આત્મા માની લેવો તે તો અશુદ્ધદ્રષ્ટિ–ક્ષણિકદ્રષ્ટિ થઈ ગઈ. શુદ્ધદ્રવ્ય સ્વભાવને
જાણતાં તેની સન્મુખ થઈને પર્યાય પણ શુદ્ધ થઈ જાય છે; એ રીતે શુદ્ધદ્રવ્ય અને શુદ્ધપર્યાયની એકતારૂપ આત્મા
પ્રતીતમાં આવે તે સમ્યક્શ્રદ્ધા છે. જો એકલા દ્રવ્યને શુદ્ધ માને અને દ્રવ્ય સાથે શુદ્ધ પર્યાય ન માને–તો તે વેદાંત જેવું
થઈ ગયું; તેણે ખરેખર શુદ્ધદ્રવ્યને પણ જાણ્યું નથી. શુદ્ધપર્યાય વગર શુદ્ધદ્રવ્યને જાણ્યું કોણે? શુદ્ધદ્રવ્યને જાણતાં પર્યાય
પોતે શુદ્ધ ન થાય એમ બને નહિ; કેમ કે દ્રવ્ય સાથે પર્યાયની એકતા થયા વગર તેનું યથાર્થ જ્ઞાન થતું જ નથી. આ
રીતે, ‘વિકારનો આત્મામાં અભાવ છે’ એમ સ્વીકારનાર શુદ્ધદ્રવ્યની દ્રષ્ટિથી નિર્મળ પર્યાયરૂપે પરિણમીને તે પ્રમાણે
સ્વીકારે છે. શુદ્ધદ્રવ્યના આશ્રયે પર્યાયમાં શુદ્ધતા પ્રગટયા વગર વિકારના અભાવનો યથાર્થ સ્વીકાર થઈ શકે નહિ,–
આ ખાસ રહસ્ય છે.
ચૈતન્યસ્વરૂપ આત્મામાં કર્મનો અને વિકારનો અભાવ છે; કર્મ અને વિકારના અભાવસ્વરૂપ આત્મસ્વભાવની
જેને દ્રષ્ટિ થઈ છે તેને એવો ભય નથી રહેતો કે કર્મ મને હેરાન કરશે, અથવા એવો સંદેહ નથી પડતો કે મારા
આત્મામાંથી વિકાર આવશે. શુદ્ધ સ્વભાવની સન્મુખતાના જોરે તે નિઃશંક અને નિર્ભય વર્તે છે.
“વર્તમાનમાં તો અમને મિથ્યાત્વાદિ નથી પણ ભવિષ્યમાં થાય તો કોણ જાણે!”–એમ જેને શંકા છે તેને તો
વર્તમાનમાં જ મિથ્યાદ્રષ્ટિ જાણવો. અરે ભાઈ! શું મિથ્યાત્વાદિ ભાવો તારા સ્વભાવમાં ભર્યા છે? સ્વભાવમાં તેનો
અભાવ છે. જો આવા સ્વભાવ ઉપર નજર હોય તો મિથ્યાત્વાદિ થવાની શંકા પડે જ નહિ. સ્વભાવના જોરે વર્તમાનમાં
મિથ્યાત્વાદિનો અભાવ થયો ને ત્રિકાળમાં પણ તેનો અભાવ જ છે. રાગાદિના અભાવરૂપ સ્વભાવ છે એટલે તેમાંથી
રાગાદિ આવે, એ વાત જ રહેતી નથી.
આત્માનો સ્વભાવ ત્રિકાળ પરભાવના અપોહનસ્વરૂપ જ છે, પરભાવનો તેનામાં અભાવ જ છે. રાગ
છે ને તેનો અભાવ કરું–એવું પણ સ્વભાવદ્રષ્ટિમાં નથી. પર્યાયમાં રાગનો અભાવ થતો જાય છે ખરો, પરંતુ
‘રાગનો થોડોક અભાવ છે ને તદ્ન અભાવ કરું’–એવા ભેદનું અવલંબન જ્ઞાનીની દ્રષ્ટિમાં નથી; જ્ઞાનીની
દ્રષ્ટિ તો શુદ્ધ એકરૂપ સ્વભાવ ઉપર જ છે,–કે જેમાં રાગાદિનો સદા અભાવ જ છે. આ રીતે રાગના
અભાવરૂપ ચિદાનંદ સ્વભાવ ઉપર દ્રષ્ટિ તે જ રાગના અભાવનો ઉપાય છે. ચોથા ગુણસ્થાને સ્વભાવબુદ્ધિમાં
સમકિતીને આખા સંસારનો અભાવ થઈ ગયો છે. આવા સ્વભાવને શ્રદ્ધાજ્ઞાનમાં લઈને તેનો આશ્રય કર્યો
ત્યાં પર્યાયમાં પણ રાગનો અભાવ જ છે. આ રીતે દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં રાગનો અભાવ જ છે ને
અભાવ જ રહેશે.
‘સિદ્ધને કેમ વિકાર થતો નથી?’–તો કહે છે કે આત્માના સ્વભાવમાં એવી અભાવ–અભાવશક્તિ છે કે
વિકારનો પોતામાં અભાવ જ રાખે; તે સ્વભાવ સિદ્ધ ભગવાનને ખીલી ગયો છે તેથી તેમને વિકાર થતો નથી. ‘કર્મ
નથી માટે સિદ્ધને વિકાર થતો નથી’ એમ કહેવું તે તો નિમિત્તનું કથન છે. ખરેખર તો વિકારરૂપ થવાનો આત્માનો
સ્વભાવ જ નથી, માટે સિદ્ધને વિકાર થતો નથી.
આત્માની એવી શક્તિ છે કે તેના જ્ઞાનગુણની પર્યાય સદાય જ્ઞાનરૂપ જ થાય. શ્રદ્ધાનું પરિણમન શ્રદ્ધા–

PDF/HTML Page 16 of 25
single page version

background image
માગશરઃ ૨૪૮૪ઃ૧પઃ
રૂપ જ થાય, આનંદનું પરિણમન આનંદરૂપ જ થાય; એ રીતે બધાય ગુણો પોતપોતાના ભાવરૂપે રહીને જ પરિણમે
એવો સ્વભાવ છે.–આવો આત્મા તે લક્ષ્ય છે; ને લક્ષ્યના લક્ષે નિર્મળ પર્યાય જ થયા કરે છે. જ્ઞાન અજ્ઞાનરૂપ પરિણમે
કે શ્રદ્ધા મિથ્યાત્વરૂપ પરિણમે કે આનંદ દુઃખરૂપ પરિણમે,–તો તે પરિણમન લક્ષ્યના લક્ષે થયેલું નથી. ગુણ સાથે એકત્વ
થઈને નિર્મળ પરિણતિ થાય તેને જ ખરેખર ગુણનું પરિણમન કહેવાય. વિકાર તે ખરેખર ગુણની પરિણતિ નથી.
વિકાર તો અદ્ધરથી (ધ્રુવના આધાર વિના.) થયેલ ક્ષણિક પરિણામ છે. અહીં તો કહે છે કે ધ્રુવના આધારે જે નિર્મળ
પરિણમન થાય તે જ ખરું ભાવનું ભવન છે. શક્તિવાન શુદ્ધ આત્માની સન્મુખ પરિણમન થતાં ધ્રુવ ઉપાદાન અને
ક્ષણિક ઉપાદાન બંને શુદ્ધરૂપ પરિણમે છે–બંનેની એકતા થાય છે, ને વચ્ચેથી વિકારની આડશ નીકળી જાય છે.
ધ્રુવઉપાદાન અને ક્ષણિક ઉપાદાન એ બંનેરૂપ વસ્તુસ્વભાવ છે.
આત્મા ધ્રુવ રહીને વર્તમાન–વર્તમાન નિર્મળ ભાવરૂપ પરિણમે એવી ભાવભાવશક્તિ છે, તથા ત્રિકાળમાં અને
વર્તમાનમાં બંનેમાં પરનો તથા વિકારનો અભાવ જ રાખે એવી અભાવ–અભાવશક્તિ છે. આ બંને શક્તિઓ
જ્ઞાનસ્વરૂપ આત્મામાં એક સાથે વર્તે છે. એમ આ ૩૭ તથા ૩૮ મી શક્તિમાં બતાવ્યું.
આ રીતે ૩૩–૩૪, ૩પ–૩૬ તથા ૩૭–૩૮ એ છ શક્તિઓમાં ભાવ–અભાવ સંબંધી કુલ છ બોલ કહ્યા.
મિથ્યાત્વનો અભાવ થઈને વર્તમાન સમ્યક્ત્વ પર્યાય પ્રગટે છે તેમાં આ છ બોલ નીચે પ્રમાણે લાગુ પડે છે–
(૧) સમ્યક્ત્વ પર્યાય વર્તમાન વિદ્યમાન વર્તે છે તે ‘ભાવ.” (૩૩)
(૨) વર્તમાન સમ્યક્ત્વ પર્યાયમાં પૂર્વની મિથ્યાત્વ પર્યાય અવિદ્યમાન છે, તેમજ ભવિષ્યની કેવળજ્ઞાન
પર્યાય પણ અવિદ્યમાન છે, તે “અભાવ.” (૩૪)
(૩) પહેલા સમયે મિથ્યાત્વ ભાવરૂપ હતું તે વર્તમાનમાં અભાવરૂપ થયું તે “ભાવ–અભાવ” (અથવા જે
સમ્યગ્દર્શન પર્યાય વર્તમાન ભાવરૂપ છે તે બીજા સમયે અભાવરૂપ થઈ જશે તે “ભાવ–અભાવ.”
(૩પ)
(૪) પૂર્વ સમયે સમ્યક્ત્વનો અભાવ હતો ને વર્તમાન સમયે તે પ્રગટયું તે “અભાવ–ભાવ.” (અથવા
બીજા સમયની સમ્યક્ત્વ પર્યાય વર્તમાન અભાવરૂપ છે તે બીજા સમયે ભાવરૂપ થશે–તે “અભાવ–
ભાવ.” (૩૬)
(પ) શ્રદ્ધાગુણ શ્રદ્ધાભાવરૂપે કાયમ રહીને સમ્યક્ત્વ પર્યાયના ભાવરૂપ થયો છે તે “ભાવભાવ.” (૩૭)
(૬) શ્રદ્ધાના
સમ્યક્ પરિણમનમાં પરનો તથા મિથ્યાત્વાદિનો અભાવ છે ને અભાવ જ રહેશે, તે “અભાવ–
અભાવ.” (૩૮)
એ પ્રમાણે જ્ઞાનસ્વરૂપ આત્માના પરિણમનમાં તે છએ ધર્મો એક સાથે જ વર્તે છે. આ જ રીતે
સમ્યક્ત્વપર્યાયની જેમ કેવળજ્ઞાન–સિદ્ધદશા વગેરેમાં પણ એ છએ પ્રકાર એક સાથે લાગુ પડે છે તે સમજી લેવા.
‘અભાવ–ભાવ’ કહેતાં વર્તમાન જે પર્યાય થઈ તે પહેલાં અભાવરૂપ હતી, એ રીતે તેમાં ‘પ્રાક્–અભાવ’
આવી જાય છે. તેમજ ‘ભાવ–અભાવ’ કહેતાં વર્તમાન જે પર્યાય વિદ્યમાન છે તે પછીના સમયોમાં અભાવરૂપ થઈ
જશે, એ રીતે તેમાં ‘પ્રધ્વંસ–અભાવ’ આવી જાય છે. ‘અભાવ–અભાવ’ કહેતાં જીવમાં પોતાથી ભિન્ન એવા દ્રવ્ય–
ગુણ–પર્યાયનો ત્રણેકાળ અભાવ જ છે, એ રીતે તેમાં ‘અત્યંતઅભાવ’ પણ આવી જાય છે. અને ‘અન્યોન્ય–અભાવ’
તો પુદ્ગલની પર્યાયોમાં જ પરસ્પર લાગુ પડે છે.
ભાવ–અભાવ સંબંધી જે છ શક્તિઓ કીધી તે એક સરખી નથી પણ દરેકમાં ફેર છે.
પ્રશ્નઃ– ૩૩મી ‘ભાવ’ શક્તિ કીધી ને ૩૭ મી ‘ભાવભાવ’ શક્તિ કીધી. તે બંનેમાં શું ફેર છે?
ઉત્તરઃ– ‘ભાવશક્તિ’ માં તો વર્તમાન પર્યાયની વાત હતી, તે તો ભવિષ્યમાં અભાવરૂપ થઈ જશે; જ્યારે
‘ભાવભાવશક્તિ’ માં તો. જે જ્ઞાનાદિભાવ છે તે ત્રિકાળ જ્ઞાનાદિભાવરૂપે જ રહે છે, તેનો કદી અભાવ થતો નથી–એ
વાત છે. એ રીતે બંનેમાં ફેર છે.
પ્રશ્નઃ– ૩૪ મી ‘અભાવ’ શક્તિ કીધી અને ૩૮ મી ‘અભાવ–અભાવ’ શક્તિ કીધી, તે બંનેમાં શું ફેર છે?

PDF/HTML Page 17 of 25
single page version

background image
ઃ૧૬ઃ આત્મધર્મઃ ૧૭૦
(મોક્ષઅધિકાર ઉપરના પ્રવચનોમાંથીઃ વીર સં. ૨૪૮૩ શ્રાવણ વદ બીજ)
જિજ્ઞાસુઓને સમજવામાં સુગમતા પડે તે માટે આ વિષય
પ્રશ્નોત્તરરૂપે રજૂ કરવામાં આવ્યો છે.)
ગતાંકથી ચાલુ
(૧૦૧) પ્રશ્નઃ– મોક્ષ એટલે શું?
ઉત્તરઃ– મોક્ષ એટલે બંધનથી છૂટકારો; આત્મા પોતાના મિથ્યાત્વાદિ ભાવોથી બંધાયેલો છે, તેનાથી સમ્યગ્દર્શનાદિવડે
છૂટકારો થવો ને આત્માને પૂર્ણ જ્ઞાન–આનંદની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે.
(૧૦૨) પ્રશ્નઃ– તે મોક્ષનો ઉપાય શું છે?
ઉત્તરઃ– પ્રજ્ઞાછીણી વડે આત્માના સ્વભાવને અને વિભાવને ભિન્ન કરવા તે મોક્ષનો ઉપાય છે.
(૧૦૩) પ્રશ્નઃ– પ્રજ્ઞાછીણીને ક્યાં અને કેવી રીતે પટકવી?
ઉત્તરઃ– પ્રવીણ પુરુષોએ, મોક્ષાર્થી પુરુષોએ, આત્મા અને બંધની સૂક્ષ્મ સંધિની વચમાં, સાવધાન થઈને પુરુષાર્થપૂર્વક
પ્રજ્ઞાછીણીને પટકવી.
(૧૦૪) પ્રશ્નઃ– પ્રજ્ઞાછીણીને પટકવી એટલે શું?
ઉત્તરઃ– પ્રજ્ઞાછીણીને પટકવી એટલે જ્ઞાનને અંતરમાં વાળીને આત્માના સ્વભાવમાં એકાગ્ર કરવું, ને રાગાદિમાં એકાગ્ર
ન કરવું.
(૧૦પ) પ્રશ્નઃ– એ પ્રમાણે પ્રજ્ઞાછીણીને પટકવાથી શું થાય છે?
___________________________________________________________________________________
ઉત્તરઃ– જે ‘અભાવશક્તિ’ કીધી તેમાં તો વર્તમાન–પર્યાયમાં ભૂત–ભવિષ્યની પર્યાયની અભાવની વાત છે; ને
આ ‘અભાવ–અભાવશક્તિ’ માં તો ત્રિકાળ અભાવની વાત છે. જેમકે સાધકને ભવિષ્યની કેવળજ્ઞાનપર્યાયનો
વર્તમાનમાં જે અભાવ છે તે ‘અભાવ’ શક્તિમાં આવે, પણ ‘અભાવ–અભાવ’ શક્તિમાં તે ન આવે. કેમ કે જો તે
કેવળજ્ઞાન–પર્યાય અભાવઅભાવરૂપ હોય તો તો તે સદાય અભાવરૂપ જ રહે એટલે ભવિષ્યમાં પણ કદી કેવળજ્ઞાન
પ્રગટે જ નહીં–પણ એમ નથી. કેવળજ્ઞાનપર્યાયનો વર્તમાન અભાવ છે પણ ભવિષ્યમાં તે ભાવરૂપ થઈ શકે છે. અને
પરનો આત્મામાં અભાવ છે તે તો ત્રિકાળ અભાવરૂપ જ રહે છે, ભવિષ્યમાં પણ તે આત્મામાં ભાવરૂપ નહિ વર્તે, તેથી
તે અભાવઅભાવશક્તિમાં આવે છે.
પ્રશ્નઃ– ૩પ મી “ભાવ–અભાવ” શક્તિ કીધી અને ૩૬ મી “અભાવ–ભાવ” શક્તિ કીધી, તે બંનેમાં શું ફેર?
ઉત્તરઃ– ‘ભાવ–અભાવ’ માં વિદ્યમાન પર્યાયનો વ્યય થવાની વાત છે. અને ‘અભાવ–ભાવ’ માં અવિદ્યમાન
પર્યાયની ઉત્પત્તિ થવાની વાત છે.–એ રીતે એક જ સમયમાં બંને હોવા છતાં તેમાં વિવક્ષા ફેર છે.
એક સાથે અનંતી શક્તિવાળા ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માને પ્રતીતમાં લઈને તેની સાથે જ્ઞાનની એકતા
કરવી તે મોક્ષનો ઉપાય છે.
–૩૭ મી ભાવભાવશક્તિનું તથા ૩૮ મી અભાવઅભાવશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.

PDF/HTML Page 18 of 25
single page version

background image
માગશરઃ ૨૪૮૪ઃ૧૭ઃ
ઉત્તરઃ– તે પ્રજ્ઞાછીણી પડતાં વેંત જ આત્મા અને બંધનું વિદારણ કરી નાંખે છે, અર્થાત્ બંનેને ભિન્ન ભિન્ન કરી નાંખે
છે; આત્માને તો તે શુદ્ધ–જ્ઞાન–આનંદના પ્રવાહમાં મગ્ન કરે છે અને બંધને ભિન્ન કરીને તેને અજ્ઞાનભાવમાં
સ્થાપે છે. આ રીતે આત્માને અને બંધને ભિન્ન ભિન્ન કરતી પ્રજ્ઞાછીણી પડે છે.
(૧૦૬) પ્રશ્નઃ– પ્રજ્ઞાછીણી કેવી છે?
ઉત્તરઃ– પ્રજ્ઞાછીણી એટલે જ્ઞાનસ્વરૂપબુદ્ધિ, અથવા આત્મામાં એકાગ્ર થયેલું જ્ઞાન;–તે આત્માથી અભિન્ન છે, અને તે જ
આત્માને મોક્ષનું સાધન છે.
(૧૦૭) પ્રશ્નઃ– પ્રજ્ઞા જ મોક્ષનું સાધન છે ને બીજું કેમ નથી?
ઉત્તરઃ– કેમકે, મોક્ષનો કર્તા આત્મા છે ને નિશ્ચયથી કર્તાનું સાધન તેનાથી ભિન્ન હોતું નથી, માટે આત્માથી અભિન્ન
એવી પ્રજ્ઞા જ મોક્ષનું સાધન છે, ને તેનાથી ભિન્ન બીજું કોઈ મોક્ષનું સાધન નથી.
(૧૦૮) પ્રશ્નઃ– શાસ્ત્રોમાં તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને મોક્ષનું કારણ કહ્યું છે અને અહીં પ્રજ્ઞાછીણીને જ કેમ મોક્ષનું
સાધન કહ્યું?
ઉત્તરઃ– એ બરાબર છે; આ ‘પ્રજ્ઞાછીણી’માં પણ એ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણેય સમાઈ જાય છે, માટે
‘સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર’ને મોક્ષમાર્ગ કહો, કે ‘પ્રજ્ઞા’ને મોક્ષનું કારણ કહો તેમાં કાંઈ વિરોધ આવતો
નથી.
(૧૦૯) પ્રશ્નઃ– મોક્ષાર્થીએ પ્રથમ શું કરવું?
ઉત્તરઃ– મોક્ષાર્થીએ પ્રથમ તો, આત્મા અને બંધને તેમનાં સ્વલક્ષણોના જ્ઞાનથી સર્વથા છેદવા.
(૧૧૦) પ્રશ્નઃ– પછી શું કરવું?
ઉત્તરઃ– પછી, ઉપયોગ જેનું લક્ષણ છે એવા શુદ્ધાત્માને જ ગ્રહણ કરવો; અને રાગાદિક જેનું લક્ષણ છે એવા સમસ્ત
બંધને છોડવો.
(૧૧૧) પ્રશ્નઃ– પહેલાં તો શુભરાગ કરીએ, તેનાથી મોક્ષમાર્ગ પમાશે?
ઉત્તરઃ– ના; રાગ તો અનાદિથી કરી જ રહ્યો છે, તેના વડે કદી મોક્ષમાર્ગની શરૂઆત થતી નથી; આત્મા અને
બંધના ભેદજ્ઞાનવડે જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે, માટે મોક્ષાર્થીએ પહેલાં તો આત્મા અને બંધનું
ભેદજ્ઞાન કરવું.
(૧૧૨) પ્રશ્નઃ– આત્માને અને બંધને ‘સર્વથા છેદવા’ એટલે શું?
ઉત્તરઃ– સર્વથા છેદવા એટલે રાગના એક અંશથી પણ લાભ ન માનવો; સર્વ પ્રકારના બંધભાવોને પોતાના
જ્ઞાનસ્વભાવથી ભિન્ન જાણવા. કોઈપણ પ્રકારના રાગથી મને કિંચિત્ લાભ થશે એવી જેની બુદ્ધિ છે તેણે
આત્માને અને બંધભાવને સર્વથા છેદ્યા નથી. સમસ્ત પ્રકારના બંધભાવોને પોતાના જ્ઞાનસ્વભાવથી ભિન્ન
જાણીને, જ્ઞાનસ્વભાવમાં જેણે એકતા કરી તેણે જ આત્મા અને બંધને સર્વથા છેદ્યા છે.
(૧૧૩) પ્રશ્નઃ– જેને તીર્થંકરપ્રકૃતિ બંધાણી તે જીવ ત્રીજા ભવે અવશ્ય મોક્ષ પામે,–અને તીર્થંકરપ્રકૃતિનું બંધન તો
રાગથી જ થાય છે, તો રાગ તે મોક્ષનું કારણ થયું કે નહિ?
ઉત્તરઃ– ના; રાગ તો બંધનું કારણ છે, તે મોક્ષનું કારણ કેમ હોય? તીર્થંકરપ્રકૃતિ જેને બંધાણી તે ત્રીજા ભવે
અવશ્ય મોક્ષ પામશે,–એ વાત બરાબર છે, પરંતુ તે મોક્ષ કાંઈ તીર્થંકરપ્રકૃતિના કારણે નથી પામતો,
તેમજ તે રાગના કારણે પણ મોક્ષ નથી પામતો. પરંતુ તીર્થંકરપ્રકૃતિ બાંધતી વખતે સાથે જે ભેદજ્ઞાન
વર્તી રહ્યું છે તે જ મોક્ષનું કારણ થાય છે. વિચાર તો કરો કે રાગ તે અંતર્મુખભાવ છે કે બહિર્મુખ?
રાગ તો બહિર્મુખ જ ભાવ છે, તો જે બહિર્મુખ ભાવ હોય તેના વડે અંતરસ્વભાવમાં કેમ જવાય? ન જ
જવાય; માટે રાગ તે મોક્ષનું કારણ નથી. જ્યારે તે રાગનો અભાવ કરશે ત્યારે જ કેવળજ્ઞાન અને મોક્ષ
થશે...
(૧૧૪) પ્રશ્નઃ– પ્રભો! બંધને છોડીને શુદ્ધ આત્માનું ગ્રહણ કરવું–એમ આપે ફરમાવ્યું, તો તે આત્માનું ગ્રહણ શા વડે
કરવું?
ઉત્તરઃ– જેમ પ્રજ્ઞા વડે આત્માને જુદો કર્યો તેમ પ્રજ્ઞા વડે જ આત્માનું ગ્રહણ કરવું.

PDF/HTML Page 19 of 25
single page version

background image
ઃ૧૮ઃ આત્મધર્મઃ ૧૭૦
(૧૧પ) પ્રશ્નઃ– વ્યવહારના શુભરાગવડે આત્માનું ગ્રહણ કેમ ન થાય?
ઉત્તરઃ– રાગથી આત્માનું ગ્રહણ નથી થતું, કેમકે રાગથી તો આત્માને જુદો કર્યો છે; તો જેનાથી આત્માને જુદો કર્યો
તેના વડે આત્માનું ગ્રહણ કેમ થાય? મોક્ષરૂપી કાર્યમાં આત્માને ભિન્ન સાધનનો અભાવ છે–એ વાત પહેલાં
જ બતાવી ગયા છીએ.
(૧૧૬) પ્રશ્નઃ– પંચમહાવ્રત કે અઠ્ઠાવીસ મૂળગુણનો શુભરાગ તે સ્થિરતાનું કારણ છે કે નહિ?
ઉત્તરઃ– ના; શુભરાગ તે કારણ ને સ્વરૂપસ્થિરતા તેનું કાર્ય એમ કેમ હોય? શુભરાગ તો બંધનું કારણ છે ને સ્વરૂપ–
સ્થિરતા તો મોક્ષનું કારણ છે; તો જે બંધનું કારણ હોય તે મોક્ષનું કારણ કેમ થાય?–ન જ થાય; માટે શુભરાગ
તે સ્વરૂપસ્થિરતાનું કારણ નથી.
(૧૧૭) પ્રશ્નઃ– ‘આત્માને ગ્રહવો’ એટલે શું?
ઉત્તરઃ– આત્માને ગ્રહવો એટલે આત્મામાં સ્થિર થવું. જેમ જ્ઞાનને અંતર્મુખ કરીને પ્રજ્ઞાવડે ભેદજ્ઞાન કર્યું, તેમ જ્ઞાનને
અંતર્મુખ કરીને એકાગ્ર થવું,–આ રીતે પ્રજ્ઞાવડે જ આત્માનું ગ્રહણ થાય છે.
(૧૧૮) પ્રશ્નઃ– આત્માને પરથી ભિન્ન કરવાનું સાધન, અને પરથી ભિન્ન આત્માને ગ્રહણ કરવાનું સાધન,–એ બંને
એક છે કે જુદા?
ઉત્તરઃ– બંને એક જ છે; જેમ આત્માને ભિન્ન કરવામાં પ્રજ્ઞા જ એક સાધન હતું, તેમ શુદ્ધ આત્માને ગ્રહણ કરવામાં
પણ પ્રજ્ઞા જ એક સાધન છે. ભિન્ન કરવામાં અને ગ્રહણ કરવામાં કરણો–સાધનો જુદાં નથી.
(૧૧૯) પ્રશ્નઃ– પ્રભો! પ્રજ્ઞાવડે શુદ્ધ આત્માનું ગ્રહણ કરવાનું આપે કહ્યું, તો આ આત્માને પ્રજ્ઞાવડે કઈ રીતે ગ્રહણ
કરવો?
ઉત્તરઃ– હે ભવ્ય! સાંભળ! નીચે પ્રમાણે પ્રજ્ઞાવડે આત્માને ગ્રહવો –
પ્રજ્ઞાથી ગ્રહવો નિશ્ચયે
જે ચેતનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ
મુજ થકી પર જાણવું. ૨૯૭
નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞાવડે જુદો કરવામાં આવેલો જે ચેતક, તે આ હું છું; અને અન્ય
સ્વલક્ષણોથી લક્ષ્ય જે આ બાકીના વ્યવહારરૂપ ભાવો છે તે બધાય, ચેતકપણારૂપી વ્યાપકના વ્યાપ્ય નહિ થતા
હોવાથી, મારાથી અત્યંત ભિન્ન છે.–આ પ્રમાણે પ્રજ્ઞાવડે આત્મામાં અનુભવ કરવો. આ જ પ્રજ્ઞાવડે આત્માને
ગ્રહણ કરવાની રીત છે. આ સિવાય બીજી કોઈ રીતે (–રાગાદિ વ્યવહાર ભાવોના અવલંબને) આત્માનું
ગ્રહણ થઈ શકતું નથી.
(૧૨૦) પ્રશ્નઃ– વ્યવહારરૂપ ભાવો છે તે બધાય કેવા છે?
ઉત્તરઃ– વ્યવહારરૂપ ભાવો ચૈતન્યલક્ષણથી ભિન્ન છે.
(૧૨૧) પ્રશ્નઃ– સમ્યગ્દ્રષ્ટિનો વ્યવહાર કેવો છે?
ઉત્તરઃ– સમ્યગ્દ્રષ્ટિનો શુભરાગરૂપ વ્યવહાર તે પણ ચૈતન્યલક્ષણથી ભિન્ન છે, ને તે બંધનું કારણ છે.
(૧૨૨) પ્રશ્નઃ– શુભરાગરૂપ વ્યવહારથી શું લક્ષ્ય થાય છે?
ઉત્તરઃ– શુભરાગરૂપ વ્યવહારથી બંધ લક્ષ્ય થાય છે, તેનાથી આત્મા લક્ષિત નથી થતો.
(૧૨૩) પ્રશ્નઃ– પ્રજ્ઞા કોને અવલંબનારી છે?
ઉત્તરઃ– પ્રજ્ઞા આત્માના ચૈતન્યલક્ષણને જ અવલંબનારી છે, રાગાદિને અવલંબનારી નથી.
(૧૨૪) પ્રશ્નઃ– વ્યવહારના અવલંબનવડે આત્માનું ગ્રહણ કેમ થતું નથી.
ઉત્તરઃ– કેમકે વ્યવહાર તો બંધમાર્ગને અનુસરે છે, તેથી તે વ્યવહારના અવલંબનવડે તો બંધનું જ ગ્રહણ થાય છે, પણ
આત્માનું ગ્રહણ નથી થતું.
(૧૨પ) પ્રશ્નઃ– રાગાદિ વ્યવહારરૂપ ભાવોને અને આત્મસ્વભાવને કેવો સંબંધ છે?
ઉત્તરઃ– આત્માના સ્વભાવમાં તે રાગાદિ વ્યવહારરૂપ ભાવોનો અત્યંત અભાવ છે.
(૧૨૬) પ્રશ્નઃ– ન્યાય શાસ્ત્રોમાં જે પ્રાક્–પ્રધ્વંસ આદિ ચાર પ્રકારના અભાવ કહ્યા છે તેમાંથી આ ‘અભાવ’ કયા
પ્રકારમાં આવે?
ઉત્તરઃ– તે ચારે પ્રકારના અભાવમાં આ ‘અભાવ’ ન આવે, કેમકે આ તો તે ચારે પ્રકારથી જુદો, અધ્યાત્મદ્રષ્ટિએ
‘અભાવ’ છે. અધ્યાત્મદ્રષ્ટિએ આત્માના શુદ્ધ સ્વભાવમાં વ્યવહારરૂપ ભાવો

PDF/HTML Page 20 of 25
single page version

background image
માગશરઃ ૨૪૮૪ઃ૧૯ઃ
નથી, અને વ્યવહારરૂપ ભાવોમાં આત્માનો સ્વભાવ નથી; એ રીતે તેમનો એકબીજામાં અભાવ છે.
(૧૨૭) પ્રશ્નઃ– આત્માની મુક્તિ કેમ થાય છે?
ઉત્તરઃ– આત્મા અને બંધનું ભેદજ્ઞાન કરીને, શુદ્ધ આત્માના ગ્રહણથી અને બંધના ત્યાગથી આત્માની મુક્તિ થાય છે.
(૧૨૮) પ્રશ્નઃ– મોક્ષાર્થીએ શું જાણવું?
ઉત્તરઃ– મોક્ષાર્થીએ એમ જાણવું કે એક ચૈતન્યમય ભાવ જ હું છું ને તે જ મારે ગ્રહણ કરવા યોગ્ય છે; એ સિવાય બીજા
રાગાદિ ભાવ છે તે પરના ભાવો છે, તે મારા સ્વભાવના ભાવો નથી તેથી તે સર્વથા છોડવા યોગ્ય છે.
(૧૨૯) પ્રશ્નઃ– શુભરાગ પણ પરનો ભાવ છે?
ઉત્તરઃ– હા, કેમ કે શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં તે ભાવ નથી, માટે તે પરનો ભાવ છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં જે અભેદ છે
તે જ આત્માનો સ્વ–ભાવ છે.
(૧૩૦) પ્રશ્નઃ– શુદ્ધ ચિન્મયભાવને જ ‘ગ્રહણ કરવો’ એટલે શું?
ઉત્તરઃ– ગ્રહણ કરવો એટલે અનુભવવો, તેમાં એકાગ્ર થવું.
(૧૩૧) પ્રશ્નઃ– વ્યવહાર રત્નત્રયનો શુભ રાગ છે તે કેવો છે?
ઉત્તરઃ– મોક્ષને માટે વ્યવહાર રત્નત્રયનો શુભ રાગ પણ સર્વથા હેય છે. આચાર્ય ભગવાન સ્પષ્ટ કહે છે કે–
एकश्चित्तश्चिन्मय एव भावो
भावाः परे ये किल ते परेषाम्।
ग्राह्यस्ततश्चिन्मय एव भावो
भावाः परे सर्वतः एव हेयाः।।१८४।।
અર્થાત્ ચૈતન્યનો તો એક ચિન્મય જ ભાવ છે, જે બીજા ભાવો છે તે ખરેખર પરના ભાવો છે; માટે ચિન્મય
ભાવ જ ગ્રહણ કરવા યોગ્ય છે, બીજા ભાવો સર્વથા છોડવા યોગ્ય છે.
(૧૩૨) પ્રશ્નઃ– બીજા ભાવો સર્વથા છોડવા યોગ્ય કેમ છે?
ઉત્તરઃ– કેમ કે જ્યાં અંતરમાં ચૈતન્યસ્વભાવમાં સન્મુખ થઈને એકાગ્ર થયો ત્યાં મોક્ષાર્થીને શુદ્ધ ચૈતન્યસ્વભાવ સિવાય
સમસ્ત પરભાવોનું અવલંબન છૂટી જ ગયું છે; માટે તે સમસ્ત પરભાવો સર્વથા હેય છે. અંતર્મુખ થતાં
બહિર્મુખભાવો સહેજે છૂટી જ જાય છે. જ્યાં અંતર્મુખ થઈને શુદ્ધ ચૈતન્યભાવનું ગ્રહણ કર્યું ત્યાં બહિર્મુખ
પરભાવોનું ગ્રહણ કેમ હોય? અંતર્મુખ થઈને સ્વભાવનું ગ્રહણ કરતાં બહિર્મુખ પરભાવો છૂટી જ જાય છે; માટે
મોક્ષાર્થીને તે પરભાવો સર્વથા હેય જ છે, ને એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવ જ સર્વથા ઉપાદેય છે,–એમ જાણવું.
સૌ ભાવ જે પરકીય જાણે,
શુદ્ધ જાણે આત્મને,
તે કોણ જ્ઞાની ‘મારું આ’
એવું વચન બોલે ખરે? (૩૦૦)
અહો! ભેદજ્ઞાન વડે જેણે શુદ્ધ આત્માને જ પોતાનો જાણ્યો છે ને બાકીના સમસ્ત ભાવોને પોતાથી ભિન્ન–પારકા
જાણ્યા છે, તે જ્ઞાની પરભાવોને પોતાના સ્વભાવમાં કેમ ભેળવે? રાગાદિથી તે લાભ કેમ માને?–ન જ માને.
(૧૩૪) પ્રશ્નઃ– એનું દ્રષ્ટાંત શું છે?
ઉત્તરઃ– જેમ આર્ય માણસ કે જેને સ્વપ્નેય માંસભક્ષણનો ભાવ ન હોય તે, “માંસભક્ષણ કરવા જેવું છે”–એમ વાણીમાં
કેમ બોલે? ન જ બોલે; તેમ જેણે રાગાદિ પરભાવોથી ભિન્ન આત્માના શુદ્ધ સ્વભાવનો અનુભવ કર્યો છે
એવાં જ્ઞાની ધર્માત્મા રાગાદિ પરભાવોને પોતાના સ્વભાવમાં કેમ ભેળવે?–ન જ ભેળવે; અને તે જ્ઞાનીના
વચનમાં ‘રાગથી લાભ થાય’ એવું પ્રતિપાદન પણ કેમ આવે?–ન જ આવે.
(૧૩પ) પ્રશ્નઃ– પરભાવો આત્માના કેમ નથી?
ઉત્તરઃ– કેમકે નિશ્ચયથી આત્માના સ્વભાવને અને રાગાદિ પરભાવોને સ્વ–સ્વામીસંબંધનો અસંભવ છે; માટે શુદ્ધ
ચૈતન્યભાવ જ આત્માનો સ્વકીય ભાવ