Atmadharma magazine - Ank 171
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧પ
સળંગ અંક ૧૭૧
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ ૧પ મું
અંક ૩ જો
પોષ
વી. સં. ૨૪૮૪
સંપાદક
રામજી માણેકચંદ શાહ
૧૭૧
આત્મજીવન
ચૈતન્યભાવ તે જ આત્માના
જીવનનું કારણ છે. હે જીવ! તારી
જીવત્વશક્તિથી જ તું જીવી રહ્યો છે!
(અનાદિઅનંત). જ્ઞાતાસ્વભાવ સન્મુખ
થયેલી જ્ઞાનપર્યાયવડે આત્માનું જીવન
છે. જે જીવ આવી જીવનશક્તિને જાણે
તેનું આત્મજીવન જુદી જાતનું થઈ જાય.
–અનંતકાળમાં પૂર્વે કદી નહિ થયેલ એવું
અપૂર્વ તેનું જીવન થઈ જાય.
–પહેલી શક્તિના પ્રવચનમાંથી

PDF/HTML Page 3 of 25
single page version

background image
સ્વાવલંબનનો ઉપદેશ
હે ભવ્ય!
દર્શન–જ્ઞાન–ચારિત્રસ્વરૂપ તારો આત્મા જ છે; તારા દર્શન–જ્ઞાન–ચારિત્ર કોઈ
બીજાના આધારે નથી; માટે પરસન્મુખ બુદ્ધિ છોડ ને સ્વસન્મુખ થા.
દેહ કે દેહની ક્રિયાઓ હણાવા છતાં તારા દર્શન–જ્ઞાન–ચારિત્ર હણાઈ જતાં નથી;
માટે તું એમ સમજ કે, દેહના કે દેહની ક્રિયાના આધારે તારા દર્શન–જ્ઞાન–ચારિત્ર નથી.
એ જ પ્રમાણે રાગ હણાવા છતાં તારા દર્શન–જ્ઞાન–ચારિત્ર હણાઈ જતાં નથી; માટે તું
એમ સમજ કે, તે રાગના આધારે તારા દર્શન–જ્ઞાન–ચારિત્ર નથી. તારા શુદ્ધ આત્માના
જ આશ્રયે તારા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે. તારા સ્વાલંબને જ તારા ગુણો ટકે છે,
માટે અંતર્મુખ થઈને સ્વાલંબન કર, ને પરાલંબન છોડ,–એવો સંતોનો ઉપદેશ છે.
– સ. ગા. ૩૬૬–૩૭૧ ના પ્રવચનમાંથી
બ્રહ્મચર્યપ્રતિજ્ઞાઃ
કારતક વદ છઠ્ઠના રોજ, રાજકોટના ભાઈ શ્રી હીરાચંદ ભાઈચંદ પારેખના સુપુત્રી ઇચ્છાકુમારીબેને પૂ.
ગુરુદેવ સમક્ષ આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા સોનગઢમાં અંગીકાર કરી છે; તેઓ બાલબ્રહ્મચારી કુમારિકા છે,
વૈરાગ્યવંત છે, અને સુશિક્ષિત (
Junior B. A.) છે; હાલ તેમની ઉંમર ૩૧ વર્ષની છે. અનેક વર્ષોથી
અવારનવાર તેઓ પૂ. ગુરુદેવના સત્સમાગમનો લાભ લ્યે છે. આ શુભ કાર્ય માટે તેમને અભિનંદન!
નોંધઃ ઉપરોક્ત સમાચાર પ્રસિદ્ધ કરવા માટે તે જ દિવસે મોકલી આપવામાં આવ્યા હતા; પરંતુ
પ્રેસના દ્રષ્ટિદોષથી તે લેખ ગુમ થઈ જવાને કારણે વિલંબથી પ્રસિદ્ધ થાય છે–આ માટે દિલગીર છીએ.
સુવર્ણપુરી સમાચાર
શાસ્ત્ર પ્રવચનઃ
પરમપૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. સવારના પ્રવચનમાં શ્રી પંચાસ્તિકાય (ગુજરાતી)
વંચાતું હતું તે માગશર વદ છઠ્ઠના રોજ સમાપ્ત થયું છે; ને માગશર વદ સાતમથી શ્રી નિયમસાર શાસ્ત્ર ઉપર
પ્રવચનો શરૂ થયાં છે. શરૂઆત કરતાં ગુરુદેવે કહ્યું કેઃ “આચાર્યભગવાને “નિજ ભાવના” અર્થે આ શાસ્ત્ર
રચ્યું છે.” એટલે શ્રોતાઓએ પણ “નિજ–ભાવના” કરવી તે આ શાસ્ત્રનું તાત્પર્ય છે. બપોરે શ્રી સમયસાર
વંચાય છે, તે થોડા દિવસોમાં પૂરું થશે. ગુજરાતી પંચાસ્તિકાય પૂરું છપાઈ ગયું છે તે થોડા વખતમાં પ્રસિદ્ધ
થશે.
આચાર્યપદ– આરોહણઃ
માગશર વદ આઠમના
ે દિવસ, શ્રી કુંદકુંદ ભગવાનના, આચાર્યપદ–આરોહણ દિન તરીકે ઉલ્લાસથી
ઉજવાયો હતો; એ પ્રસંગે, કુંદકુંદપ્રભુ સીમંધર પરમાત્મા પાસે વિદેહ ક્ષેત્રમાં જઈને જાણે હમણાં જ પધાર્યા
હોય–એવા ભાવો, સમવસરણમાં ભક્તિ વખતે ભક્તોને ઉલ્લસતા હતા..ખરેખર, કુંદકુંદ આચાર્યદેવનો
જિનશાસન ઉપર મહાન્ ઉપકાર છે..મંગળના શ્લોકમાં શ્રી મહાવીર ભગવાન અને ગૌતમ ગણધર પછી તરત
તેઓશ્રીનું સ્થાન (
मंगलं कुन्दकुन्दार्यो) આવે છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞાઃ
માગશર વદ આઠમના રોજ બીલખાના ભાઈશ્રી ભૂપતભાઈ કપુરચંદ ટીંબડીઆએ પૂ. ગુરુદેવ પાસે
આજીવનબ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે; તેઓ બાલબ્રહ્મચારી છે, તેમની ઉંમર ૨૮ વર્ષની છે. આ શુભ
કાર્ય માટે તેમને ધન્યવાદ!
વાર્ષિક લવાજમ રૂપિયા ચારઃ છૂટક નકલ પાંચ આના

PDF/HTML Page 4 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ પંદરમુંઃ અંક ત્રી જો સંપાદકઃ રામજી માણેકચંદ દોશી પોષઃ ૨૪૮૪
જ્ઞાની જનો સદા કાળ આનંદરૂપ રહો
(કારતક સુદ બીજના પ્રવચનમાંથી)
આત્મા પોતે આનંદનો સમુદ્ર છે, તેમાં અંતર્મુખ થઈને ડુબકી મારતાં પર્યાયમાં આનંદના
તરંગ ઊઠે છે. જેમ ચંદ્રનો ઉદય થતાં દરિયો ઊછળે છે, તેમ સમ્યગ્જ્ઞાનીરૂપી ચંદ્રનો ઉદય થતાં
આનંદનો દરિયો ઊછળે છે.
પહેલાં એવો દ્રઢ નિશ્ચય કરવો જોઈએ કે હું જ જ્ઞાન–આનંદસ્વરૂપ છું; સર્વજ્ઞ થવાની તાકાત
મારામાં છે. આવા સ્વરૂપનો નિર્ણય કરીને પછી વારંવાર જ્ઞાનચેતનાને તેમાં એકાગ્ર કરવાથી
કેવળજ્ઞાન થાય છે, ને કેવળજ્ઞાન થયા પછી જીવ સદાય પરમ આનંદરૂપ જ રહે છે. તેથી આચાર્યદેવ
કહે છે કે અહો, જ્ઞાની જનો! આ જ્ઞાનચેતનાને નચાવતા થકા કેવળજ્ઞાનરૂપ થઈને સદા કાળ
આનંદરૂપ રહો.
“સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો.”
જ્ઞાનચેતનાને અંતરમાં એકાગ્ર કરતાં આત્માના પરમ શાંતરસનો અનુભવ થાય છે. જ્ઞાની
જનો આનંદપૂર્વક પોતાની જ્ઞાનચેતનાને નચાવતા થકા હવેથી સદાકાળ (સાદિ–અનંત) પ્રશમરસને
પીઓ. અહા! આત્મામાં એકાગ્ર થતાં પરમ આહ્લાદપૂર્વક આત્માના પ્રશમરસનું વેદન થાય છે;
સમકિતીને તે સ્વાદનો નમૂનો વેદનમાં આવી ગયો છે; તે ઉપરાંત અહીં તો અંતરમાં લીન થઈને
પૂર્ણ આનંદ પ્રગટાવવાની આ વાત છે. આચાર્યદેવ કહે છે કે જ્ઞાની જનો સદા કાળ આનંદરૂપ રહો.–
કઈ રીતે? કે પોતાની જ્ઞાનચેતનાને નચાવતા થકા; જ્ઞાયકભાવને દ્રષ્ટિમાં લીધો, હવે તે
જ્ઞાયકભાવમાં ઠરો રે ઠરો! જ્ઞાયકભાવમાં એકાગ્ર થઈને ચૈતન્યના પ્રશાંતરસનું પાન કરો. ક્યાં
સુધી? કે અત્યારથી માંડીને સદા કાળ પ્રશમરસને પીઓ.
सानंदं नाटयंतः प्रशमरसमितः सर्वकालं पिबंत
આનંદસહિત જ્ઞાનચેતનાને નચાવતા થકા સદાકાળ પ્રશમરસને પીધા કરો. આ રીતે
જ્ઞાનચેતના વડે પ્રશમરસને પીતા થકા જ્ઞાની જનો સદા કાળ આનંદરૂપ રહો.
ચૈતન્યની ભાવના કરીને તેમાં એકાગ્ર થતાં આનંદના વેદનથી જીવ તૃપ્ત તૃપ્ત થઈ જાય છે,–
એવો તૃપ્ત થઈ જાય છે કે તેમાંથી બહાર નીકળવા માંગતો નથી, તેમાં જ લીન રહેવા માંગે છે.
આનંદનું વેદન થતાં એવી તૃપ્તિ થાય છે કે કોઈ તૃષ્ણા રહેતી નથી. બાહ્ય વિષયોમાં અનંતકાળથી
વર્તે છે છતાં જીવ અતૃપ્ત જ રહ્યો; જ્ઞાનને અંતરમાં વાળીને ચૈતન્યવિષયમાં એકાગ્ર કરતાં
આનંદરસના પાનથી આત્મા એવો તૃપ્ત–તૃપ્ત થઈ જાય છે કે જગતના કોઈ વિષયોની તૃષ્ણા તેને
રહેતી નથી. આ રીતે સ્વભાવની એકાગ્રતામાં જ સુખ–શાંતિ ને તૃપ્તિ છે; માટે હે જીવો! આવા
ચૈતન્યસ્વભાવને ઓળખીને, તેમાં એકાગ્રતા વડે સદા કાળ આનંદરૂપ રહો.

PDF/HTML Page 5 of 25
single page version

background image
ઃ૪ઃ આત્મધર્મઃ ૧૭૧
શ્રી દશરથ મહારાજા જ્યારે વૈરાગ્ય પામીને જિનદીક્ષા
અંગીકાર કરવા તૈયાર થયા છે, ત્યારે કૈકેયીપુત્ર ભરત પણ
પિતાજીની સાથે જ દીક્ષા લેવા તૈયાર થાય છે. આથી પતિ અને પુત્ર
બંનેના એક સાથે વિયોગથી કૈકેયી આઘાત પામે છે; અને “ભરતના
રાજ્યાભિષેકનું” વરદાન માંગીને ભરતને દીક્ષા લેતો રોકવા પ્રયત્ન
કરે છે. રાજસભામાં ખૂબ ચર્ચા બાદ, અંતે ભરતને રાજતિલક કરીને
દશરથ મહારાજા દીક્ષા અંગીકાર કરવા વનમાં ચાલ્યા જાય છે.
– વીંછીયાના સંવાદનો આટલો ભાગ આત્મધર્મના ગયા
અંકમાં આવી ગયો છે. ત્યાર પછીનો બીજો ભાગ અહીં આપવામાં
આવ્યો છે.
(રાજસભામાં લક્ષ્મણ પ્રવેશ કરે છે, ને ક્રોધિત થઈને સ્વગત કહે છે.)
લક્ષ્મણઃ– અરે, પિતાજીએ એક સ્ત્રીના કહેવાથી કેવો અન્યાય કર્યો? પાટવી કુંવર રામને છોડીને ભરતને રાજ્ય
આપ્યું, આ મહા અનુચિત થયું. હું એવો સમર્થ છું કે હાલ જ સમસ્ત દુરાચારીઓનો પરાભવ કરીને શ્રી
રામચંદ્રજીના ચરણમાં સમગ્ર રાજલક્ષ્મી ધરું! પરંતુ નહીં, મારે આ પ્રસંગે ક્રોધ કરવો ઉચિત નથી. ક્રોધ
મહા દુઃખદાયક છે...પિતાજી જ્યારે જિનદીક્ષા અંગીકાર કરી ચારિત્રના વીતરાગ માર્ગે પ્રયાણ કરી રહ્યા છે
ત્યારે આવા મંગળ સમયમાં ક્રોધિત થવું મારા માટે યોગ્ય નથી. મારે આવા વિચારો સાથે શું પ્રયોજન છે!
યોગ્ય શું અને અયોગ્ય શું–એ તો રામ જાણે, મારે તો વડીલ બંધુની આજ્ઞા ઊઠાવી, મારી ફરજ બજાવવા
કર્તવ્યશીલ રહેવું એટલું જ મારા માટે બસ છે.
(એક અનુચર પ્રવેશ કરે છે.)
અનુચરઃ– હે પુરુષોત્તમ સ્વામી! હું માતાજીના મહેલેથી આવું છું.
રામઃ– શા
સમાચાર છે, માતાજીના?
અનુચરઃ– નાથ, આપ દેશાંતર જવાને તૈયાર થયા છો તે સાંભળીને માતાજી અશ્રુપાત કરી રહ્યા છે...અને કહેવરાવે છે
કે તેઓ પણ આપની સાથે જ આવશે.
લક્ષ્મણઃ– અરે, માતાજી વિદેશમાં સાથે આવે તે જરા પણ યોગ્ય નથી; વનમાં રહેવું ને દેશ–દેશાંતર ફરવું એ તો ઘણું
કઠિન છે.
અનુચરઃ– કુંવરજી! ઘણી રીતે સમજાવવા છતાં માતાજી સમજતાં નથી; આપ કંઈ યોગ્ય માર્ગ કરો.
રામઃ– માતાજીને કહો કે અમે તો પગપાળા જવાના છીએ; માર્ગમાં કાંટા–પથ્થર ને કાંકરા બહુ જ હોય છે, તેઓ
કઈ રીતે ચાલી શકશે? માટે જાવ અને માતાજીને કહો કે હાલ તો શાંતિથી

PDF/HTML Page 6 of 25
single page version

background image
પોષઃ ૨૪૮૪ઃપઃ
થોડો વખત અહીં જ રહો, પછી કોઈ સ્થળ નક્કી કરીને અમે જરૂર રથમાં બેસાડીને તેમને તેડાવી લઈશું.
અમે હવે વિદાય થઈને છીએ, માતાજીના ચરણોમાં અમારા નમસ્કાર કહેજો.
અનુચરઃ– જેવી આપની આજ્ઞા! (એમ કહીને વિદાય થાય છે.)
(રામ–લક્ષ્મણ જવાની તૈયારી કરે છે; ત્યાં બીજો અનુચર આવીને કહે છેઃ)
બીજો અનુચરઃ– પ્રભો! સીતાદેવી માતા આપની સાથે આવવા માટે રાજમહેલના દરવાજે તૈયાર થઈને ઊભાં છે.
કૌશલ્યા માતાજીએ ઘણું સમજાવવા છતાં તેઓ કોઈ રીતે અટકતા નથી. તે આપની સાથે જ આવવા ઇચ્છે
છે. તે કહે છે કે “જ્યાં આર્યપુત્ર ત્યાં હું,–તેઓ વનમાં વિચરે ને હું આ મહેલમાં–એક ક્ષણ પણ રહી શકું
નહિ; તેથી તે પણ આપની સાથે જ આવી રહ્યા છે.
ભરતઃ– (સિંહાસન ઉપરથી ઊભા થઈને વેદનાથી કહે છેઃ) અરે! પવિત્ર મૂર્તિ સીતાજી પણ શું રામચંદ્રજીની
સાથે વિદેશ સીધાવશે? અરે, ફૂલની કોમળ શૈય્યામાં સુનાર અને કઠણ જમીન ઉપર જેણે કદી પગ
પણ મૂકયો નથી, એવા સીતાજી વન–પર્વતના વિકટ માર્ગોમાં કઈ રીતે ચાલશે? હા, પિતાજી! આ
રાજ્યનો ભાર મારે માથે નાંખીને આ શું વિટંબણા ઊભી કરી!–મારે આ રાજ્યથી શું પ્રયોજન હતું?
પિતાજી તો દીક્ષા અંગીકાર કરીને વનવાસ સીધાવ્યા, અને વડીલબંધુ પણ લક્ષ્મણ અને સીતાજી
સહિત અયોધ્યા છોડીને દેશાંતરગમન કરી રહ્યા છે. અરે, આનંદથી ઝળહળતી અયોધ્યાનગરી આજે
સુમસામ બની ગઈ છે! એકેએક નગરજન શોકમાં ગરકાવ બની ગયો છે, રાજમાતાઓના
રોઈરોઈને આંસુ પણ ખૂટી ગયા છે. અરે! અયોધ્યાના વૃક્ષો અને વેલડીઓ પણ ઉદાસીન બનીને
ઊભાં છે...અરે, આ સરયૂ નદીનાં નીર પણ મીઠા કલરવ બંધ કરીને વેદનાના સૂર સંભળાવી રહ્યા
છે. અને આ પર્વતના શિખરો ને જંગલના જાનવરો પણ શ્રીરામચંદ્રજીના વિયોગે ખેદખિન્ન થઈ ગયા
છે. અરે! મારાથી આ પ્રસંગ જોવાતો નથી...ભાઈ...ભાઈ! મારા અંતરની વ્યથા હું આપને કયા
શબ્દોમાં કહું? અરેરે, ધિક્કાર આવા સંસારને!
રામઃ– ભાઈ, તમે તો ધીર અને વીર છો. આવી વ્યથા તમને ન શોભે, માટે ધીરજ ધરો. કુદરતના ક્રમમાં
બનનારા પ્રસંગો નિર્ણીત હોય છે, સાક્ષાત્ ઇન્દ્ર–નરેન્દ્ર કે જિનેન્દ્ર પણ તેને ફેરવવા સમર્થ નથી. તમે તો
આવી વસ્તુસ્થિતિના જાણકાર છો...માટે ધીરજ કર્તવ્ય છે.
ભરતઃ– વડીલ બંધુ! આપની વાત સાચી છે, આપ મહાપ્રવીણ, ન્યાયમાર્ગના જ્ઞાતા છો; પણ આપનો વિરહ
અમારાથી સહ્યો જતો નથી. અરે..અયોધ્યાનગરીના એકે એક નગરજનના નયનોમાંથી આજ આંસુની
ગંગા વહી રહી છે; માતાઓ રુદન કરી રહ્યા છે, મારી માતાને તો પશ્ચાત્તાપનો પાર નથી. અરે, આપના
વિના આ રાજ્યથી મારે શું પ્રયોજન છે? પ્રભો! આપ નગરીમાં રહીને રાજ્ય કરો...હું આપના ઉપર છત્ર
ધરીને ઊભો રહીશ..ને ભાઈ શત્રુઘ્ન ચામર ઢાળશે, તથા લક્ષ્મણભાઈ મંત્રીપદ સંભાળશે.
રામઃ– અરે ભરત! ધૈર્ય ધરો...ક્ષત્રિયધર્મની ટેકને યાદ કરો...પિતાજીએ આપેલું વચન પાળવું તે આપણા
રઘુકુળની ટેક છેઃ
રઘુકુળ રીતિ ઐસી ચલી આઈ..
પ્રાણ જાય પણ વચન ન જાઈ..
માતા–પિતાની આજ્ઞા પાલન કરવામાં તમને કોઈ દોષ દઈ શકે નહિ...માટે નિશ્ચિંતપણે તમે આ રાજ્ય
સંભાળો...હવે અમારા પ્રસ્થાનનો સમય થઈ ગયો છે. શ્રી જિનેન્દ્રભગવાનને નમસ્કાર કરી, તમારી સૌની
વિદાય લઈને, અને વચ્ચે આવતા જિનમંદિરોના દર્શન કરીને અમે દૂર–દેશાંતર જઈએ છીએ. તમે સૌ
વીતરાગી જૈનધર્મને હૃદયમાં ધારી રાખજો ને રાજ્યભરમાં તેની પ્રભાવના વધારજો.
(રામ–લક્ષ્મણ ચાલ્યા જાય છે...જતાં જતાં વચ્ચે મોટી સરયૂ નદી આવે છે.)

PDF/HTML Page 7 of 25
single page version

background image
ઃ૬ઃ આત્મધર્મઃ ૨૪૮૪
નગરજનોઃ– અરે, આ નદી કઈ રીતે પાર ઉતરાશે!! અહા, રામ–લક્ષ્મણના તો પુણ્યયોગે નદીનાં નીર ઓછાં થઈ
ગયા, ને નદીએ તેમને માર્ગ આપી દીધો..સ્વામી! અમને પણ પાર ઉતારો..અમે આપની સાથે જ
આવશું...પ્રભો! અમને સાથે લઈ જાઓ..
રામઃ– પ્રજાજનો! હવે તમે સૌ ત્યાં જ રોકાઈ જાઓ..અમારો અને તમારો અહીં સુધીનો જ સંગાથ હતો..માટે હવે
તમે નગરમાં પાછા જાઓ. (એમ કહીને રામ–લક્ષ્મણ ચાલ્યા જાય છે.)
નગરજનોઃ– (વિલાપ કરતાં કહે છેઃ) પ્રભો! પ્રભો! અમને સાથે લઈ જાવ..આપ તો જૈનધર્મના મહાન ઉપાસક
છો..આપનાં મહાન પુણ્યપ્રતાપે આપ તો મોટી નદીને ક્ષણભરમાં પાર ઊતરી ગયા..હે નાથ! અમને પણ
પાર ઉતારો, અમને સાથે લઈ જાઓ..
(સંવાદમાં અહીં એક સ્તવન ગવાયું હતુંઃ “આશ ધરીને અમે આવીયા રે, અમને ઉતારો ભવોદધિ પાર
રે..” આ આખું સ્તવન સંવાદના ચાલુ પ્રકરણમાં લાગું પડતું નહિ હોવાથી અહીં આપ્યું નથી. આખું
સ્તવન વાંચવાની જેમને ઇચ્છા હોય તેમણે સ્તવનમંજરી પૃ. ૭૯માંથી વાંચી લેવું.)
નગરજનોઃ– અરે..રામચંદ્રજી વગર નગરીમાં પાછા જઈને શું કરીએ? અરેરે, સંસારની સ્થિતિ કેવી ક્ષણભંગુર છે?
આવા ક્ષણભંગુર સંસારથી હવે બસ થાવ..બસ થાવ! બાજુમાં જ મહામુનિરાજ શ્રી સત્યકેતુ આચાર્ય
બિરાજે છે તેમની પાસે જઈને હવે તો અમે પણ જિનદીક્ષા ધારણ કરશું.
(શ્રી રામચંદ્રજીના દેશાંતરગમનના આ મહાવૈરાગ્ય પ્રસંગે, સંસારથી વિરક્ત થઈને અનેક રાજાઓ ને
પ્રજાજનોએ જિનદીક્ષા ધારણ કરી...અનેક જીવો સમ્યગ્દર્શન પામ્યા..ને અનેક જીવો સંસારની ક્ષણભંગુરતા
જાણીને ધર્મસન્મુખ થયા. પદ્મપુરાણમાં તેનું અદ્ભુત વર્ણન આવે છે.)
ભરતઃ– અહા, પિતાજી વૈરાગ્ય પામીને મુનિ થયા..વડીલ બંધુ રામચંદ્રજી વિદેશ પધાર્યા..અરે, આ રાજ્યવૈભવ
અને આ રત્નજડિત સુવર્ણ સિંહાસન મને રુચતા નથી; માથાનો દૈવીમુકુટ કે નીલમણિના ઝબકતા
હાર મને પ્રિય લાગતા નથી...પિતા અને બંધુનો એક સાથે વિયોગ થયો..હા! સંયોગો તે અંતે તો
સંયોગો જ છે,–તેઓ કદી ચૈતન્યમાં પ્રવેશતા નથી, તેઓ ચૈતન્યથી બાહ્ય જ રહે છે...ને તેનો કાળ
પૂરો થતાં તેનો વિયોગ થઈ જાય છે. અરે, કેવી વિચિત્રતા છે–એક બાજુ તો આ મહાન સામ્રાજ્યનો
સંયોગ થાય છે, બીજી બાજુ ત્યારે જ પરમ પુરુષ શ્રીરામચંદ્ર જેવા બંધુનો વિયોગ થાય છે! એવી જ
પદાર્થોના પરિણમનની કોઈ વિચિત્ર વ્યવસ્થા છે. અહા! જગતનો ક્રમ કેવો વ્યવસ્થિત છે! ! બસ, જે
થાય છે તે વ્યવસ્થિત ક્રમ અનુસાર જ થાય છે, જાણનારને તેમાં હર્ષ શો! શોક શો? અહા.. મારો
આત્મા તો અંદરથી ચારિત્રના પોકાર કરે છે..ધન્ય તે ચારિત્રદશા..ધન્ય તે મુનિદશા..એ દશા
અંગીકાર કરવાનો ધન્ય અવસર ક્યારે આવશે?
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે!
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો..
સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને,
વિચરશું કવ મહત્પુરુષને પંથ જો..
– અપૂર્વ અવસર એવો ક્યારે આવશે!
– એ ચારિત્ર દશા સિવાય જીવની મુક્તિ નથી...ચારિત્ર વિના પરમશાંતિ નથી...અહા..આ
કલેશમય સંસારમાં એક નિર્ગ્રંથ મુનિવરો જ મહાસુખી છે.. મારે માટે પણ એ જ એક માર્ગ નિશ્ચિત છે, એ
જ મારો નિર્ણય છે. હે ભગવાન! હું પ્રતિજ્ઞા કરું છું કે ફરીને શ્રી રામચંદ્રજીના દર્શન થતાં જ હું પવિત્ર
મુનિવ્રત ધારણ કરીશ..સર્વ પરિગ્રહ છોડી, જિનદીક્ષા ધારણ કરીને વનવાસી–વીતરાગી સંતોના પંથે
વિચરીશ ને મારું આત્મકલ્યાણ સાધીશ..
* * *
(સંવાદ અહીં પૂરો થયો હતો..ને છેવટે જૈન ઝંડાનું સમૂહગીત ગવાયું હતું–)

PDF/HTML Page 8 of 25
single page version

background image
પોષઃ ૨૪૮૪ઃ૭ઃ
(રાગઃ મન ડોલે..મેરા...)
જય બોલો..જય જય બોલો,
જિનધર્મનો જયજયકાર રે..
–આ જૈન ધરમનો ઝંડો છે..
ઉર ખોલો..જય જય બોલો,
સત્ ધર્મનો જયજયકાર રે..
–આ વીર પ્રભુનો ઝંડો છે..
ઝંડા તારી શોભા ભારી, રમણીય તારું રૂપ;
વિશ્વગગનમાં ચમકિત ચંદ્ર, અનુપમ તારું સ્વરૂપ–
–ઝંડા, અનુપમ તારું સ્વરૂપ..
જય બોલો..જય જય બોલો,
જિન ધર્મનો જયજયકાર રે..
–આ જૈન ધરમનો ઝંડો છે.. (૧)
સત્ય અહિંસા સ્વતંત્રતાનો આપે છે સન્દેશ;
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રનો આપે છે આદેશ..
–જીવોને આપે છે આદેશ.. જય૦ (૨)
ઇન્દ્ર નરેન્દ્ર મુનિન્દ્રો આવી ચરણે શીશ નમાવે,
દેવ–પશુ–માનવના વૃંદો આવી આશીષ માંગે
જીવો સૌ આવી આશીષ માંગે..જય૦ (૩)
કુંદ–કાન ગુરુજી ફરકાવે શાશ્વત શાસન ઝંડા;
ફર ફર ફરકે ઉન્નત ઊડતો, અમર વીરાગી ઝંડો–
– હાં એ અમર વીરાગી ઝંડો.. જય૦ (૪)
સીમંધર–વીરના લઘુનંદન કુંદામૃત ગુરુ કહાન;
ભારતભરમાં વિજયપતાકા શાસન છે સુખધામ–
– પ્રભુનું શાસન છે સુખધામ..
જય બોલો, જય જય બોલો,
જિન ધર્મનો જય જયકાર રે..
– આ જૈન ધરમનો ઝંડો છે..
ઉર ખોલો, જય જય બોલો,
સત્ધર્મનો જયજયકાર રે..
– આ જૈન ધરમનો ઝંડો છે.
(નોંધઃ– પદ્મપુરાણમાં શ્રી રામચંદ્રજીના વિદેશગમનની વાત પહેલાં આવે છે ને ત્યાર પછી દશરથ રાજા દીક્ષા
લ્યે છે; પરંતુ અહીં સંવાદ ભજવવાની અનુકૂળતા માટે દશરથ રાજાનો દીક્ષાનો પ્રસંગ પહેલાં બતાવવામાં આવ્યો છે.
આ સંવાદમાં, વૈરાગી ભરતરાજનું પાછળનું જીવન અધૂરું રહે છે, જિજ્ઞાસુ વાંચકોને સહેજે તે જાણવાની
આકાંક્ષા થશે..તેથી તે આવતા અંકે આપવામાં આવશે.)
વિજ્ઞાની કે અજ્ઞાની!
ભલે મોટા મોટા બોંબગોળા બનાવી જાણે કે કૃત્રિમ ઉપગ્રહ બનાવીને આકાશમાં તરતા મૂકે, પણ જો
આત્મસ્વરૂપને જાણીને ભવસમુદ્રથી તરતાં ન આવડે તો તે જીવ વિદ્યામાં કાંઈ આગળ વધ્યો જ નથી, તેણે “વિજ્ઞાન”
જરા પણ જાણ્યું નથી, તે વિજ્ઞાની નથી પણ અજ્ઞાની છે. અને, ભલે બોંબગોળો કે કૃત્રિમ ઉપગ્રહ શું છે તેની ખબર પણ
ન હોય, પણ જો આત્મસ્વરૂપને જાણીને ભવસમુદ્રથી તરતાં આવડયું તો તે જીવ સમ્યગ્વિદ્યામાં આગળ વધી રહ્યો છે,
તેણે જ સાચું “વિજ્ઞાન” જાણ્યું છે, ને તે વિજ્ઞાન તેને પરમ શાંતિનું કારણ થાય છે.
આ છે અધ્યાત્મ–વિજ્ઞાન!
આ છે ભારતની અધ્યાત્મવિદ્યા!
सा विद्या या विमुक्तये

PDF/HTML Page 9 of 25
single page version

background image
ઃ૮ઃ આત્મધર્મઃ ૧૭૧
(ગાથા ૧૭૨ ઉપરનાં અદ્ભુત પ્રવચનોનો થોડોક નમૂનો)
શ્રી પંચાસ્તિકાય ગા. ૧૭૨ ઉપર હાલમાં પૂ.
ગુરુદેવનાં અદ્ભુત પ્રવચનો થયા..વીતરાગ મોક્ષમાર્ગ
અને તેને સાધનારા સંતમુનિઓની દશા કેવી હોય તે
સંબંધી અદ્ભુત ભાવભીની ધારા ગુરુદેવે
વહેવડાવી...અહા, એ પ્રવચનોમાં મોક્ષમાર્ગી મુનિવરોની
પરિણતિનું જે સ્વરૂપ ઘૂંટાતું તેનું પાન કરવામાં મુમુક્ષુ
શ્રોતાઓ એકતાન થઈ જતા...ને ગુરુદેવનો આત્મા તો
અધ્યાત્મની મસ્તીમાં ઝૂલી રહ્યો હતો. એવા આ
ગાથાના પ્રવચનોમાંથી, મુમુક્ષુ વાંચકોને માટે અહીં
થોડોક નમૂનો આપીએ છીએઃ “લીજિયે..રસ
પીજિયે!”
માગશર સુદ પાંચમના રોજ, ૧૭૨ મી ગાથા શરૂ કરતાં પહેલાં આચાર્ય ભગવાનનો અતિ મહિમા અને
બહુમાન કરીને ગુરુદેવે કહ્યું કેઃ વાહ! આચાર્ય–ભગવંતોએ ગજબ કામ કર્યાં છે. વીતરાગી મોક્ષમાર્ગને ખુલ્લો મૂકી દીધો
છે. અસત્ય સામે વીતરાગી તલવાર કાઢીને સત્ય માર્ગનો ઢંઢેરો પ્રસિદ્ધ કર્યો છે. અહા, આવો વીતરાગ માર્ગ! એને
‘શ્રદ્ધવાની’ રીત પણ કોઈ અલૌકિક છે. એક સૂક્ષ્મરાગના અંશની પણ રુચિ રહે તો તે જીવ વીતરાગમાર્ગની શ્રદ્ધા
નહિ કરી શકે. આનંદની ધારામાં ઝૂલતા મુનિવરો વેગપૂર્વક મોક્ષમાર્ગમાં પરિણમતા હોવા છતાં, વચ્ચે જેટલો રાગનો
કણ રહી જાય છે તેટલો પણ મોક્ષ તરફનો વેગ રોકાય છે. આચાર્ય ભગવાન ગા. ૧૭૨માં કહે છે કે–
તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ;
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨.
જુઓ, આ મોક્ષ માટેના મૂળ મંત્રો! આમાં તો સાક્ષાત્ વીતરાગતાનો જ ઉપદેશ છે. અહા, મોક્ષેચ્છુએ ક્યાંય
પણ અને કિંચિત્ એટલે જરાય રાગ ન કરવો. રાગ તે ભવસાગરને તરવાનું સાધન નથી, તે તો ઉદયભાવ છે, ને તેનું
ફળ સંસાર છે; માટે મોક્ષેચ્છુએ તે જરાય કર્તવ્ય નથી. વીતરાગભાવ વડે જ ભવસાગરને તરાય છે, માટે તરવાના
કામીએ એટલે કે મોક્ષેચ્છુએ સાક્ષાત્ વીતરાગતા જ કર્તવ્ય છે.
અહાહા! મોક્ષેચ્છુની આ વાત તો જુઓ. કુંદકુંદાચાર્યદેવ જ્ઞાનના અગાધ દરિયા હતા..આનંદમાં ઝૂલતા હતા..
આનંદમાં ઝૂલતા ઝૂલતા વચ્ચે જરાય રાગનો વિકલ્પ ઊઠયો તેથી આ સૂત્ર લખાય છે. મહાસમર્થ હોવા છતાં, એમની
કેટલી ભદ્રિકતા! કેટલી નિખાલસતા! (ફોટામાં કુંદકુંદપ્રભુની મુદ્રા બતાવીને ઘણા ભાવપૂર્વક ગુરુદેવ કહે છે–) અહા!
જુઓ તો ખરા..કેવા ભદ્રિક! કેવા નિખાલસ!! બસ, ઠરી ગયા

PDF/HTML Page 10 of 25
single page version

background image
પોષઃ ૨૪૮૪ઃ ૯ઃ
છે! પોતાને જરીક શુભ રાગ વર્તે છે તેનોય બચાવ નથી કરતા...સ્પષ્ટ કહે છે કે અરે! અમને પણ જે રાગ છે તે કલંક
છે. અમે મોક્ષાર્થી છીએ..આટલો રાગ પણ અરે! અમારા મોક્ષને અટકાવનાર હોવાથી કલંક છે. બચાવ કોને માટે?
અમે તો અમારા મોક્ષને જ ઇચ્છીએ છીએ, રાગને નથી ઇચ્છતા.
–આવા ભગવાન આચાર્ય મોક્ષેચ્છુ જીવને કહે છેઃ
બાપુ! રાગની હોંસ કરીશ નહિ. ‘હોંસીડા, હોંસ મત કીજે’–હે મોક્ષના હોંસીડા! તું રાગની હોંસ કરીશ નહિ.
અમે તો સંયમના વીતરાગી અમૃતને પીનારા, તેમાં રાગ તો કડવો વિષ જેવો છે. શાસ્ત્ર લખાય છે ને તે તરફનો જરા
વિકલ્પ ઊઠે છે, પણ તે વિકલ્પમાં અમારી હોંસ નથી; જો તેમાં અમારી હોંસ કલ્પો તો મોક્ષમાર્ગમાં વર્તતી અમારી
શુદ્ધપર્યાયને તમે અન્યાય આપો છો, માટે આ રાગની વૃત્તિને અમારી હોંસ તરીકે ન સ્વીકારશો.–એ તો કલંક છે!
અહા! સાક્ષાત્ તીર્થંકરભગવાન જેટલી જેમના કથનની પ્રમાણતા..અને જેમના સૂત્રનો આધાર મોટા મોટા આચાર્યો
પણ આદરપૂર્વક આપે..એવા ભગવાન કુંદકુંદાચાર્યદેવ આ કહે છેઃ “માર્ગની પ્રભાવના અર્થે અમે આ કહીએ છીએ, પણ
વિકલ્પમાં અમારો ઉત્સાહ નથી, ઉત્સાહ તો સ્વરૂપમાં જ છે. અમારા આત્મામાં વીતરાગ પરિણતિની ઉત્કૃષ્ટતા થાય તે
જ ખરેખર માર્ગની પ્ર–ભાવના છે. વિકલ્પ છે તે વ્યવહાર છે, તે વિકલ્પમાં અમારો ઉત્સાહ નથી, વ્યવહારમાં અમારો
ઉત્સાહ નથી.
મોક્ષમાર્ગમાં વર્તતા મુનિઓને નિશ્ચય–વ્યવહારની સંધિ કેવી હોય તે આચાર્યદેવ ટીકામાં બતાવશે; પણ તેમાંય
કર્તવ્ય તો વીતરાગભાવ જ છે, અંશ–માત્ર રાગ મોક્ષેચ્છુએ કર્તવ્ય નથી. રાગ કરવાનું ભગવાનનું ફરમાન નથી,
વીતરાગ ભગવાનનું વિધાન તો વીતરાગી અનુભૂતિ કરવાનું જ છે. રાગાદિ ઉદયભાવની ભરતીરૂપ જે ભવસાગર, તેને
વીતરાગભાવરૂપ નાવ વડે ભવ્ય જીવ તરે છે.
– આ બાર અંગનો સાર છે. આચાર્યદેવ આમોદ–પ્રમોદમાં આવીને કહે છે કે વિસ્તારથી બસ થાઓ. જયવંત
વર્તો આ વીતરાગતા, કે જે સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર હોવાથી સમસ્ત શાસ્ત્રોના તાત્પર્યભૂત છે.
* * *
પ્રવચન પૂરું થતાં જ, વીતરાગમાર્ગ અને તેના ઉપાસક સંતોના જયજયકારથી સભા ગૂંજી ઊઠી હતી...આ
ગાથાના પ્રવચનો દરમિયાન વારંવાર આવા જયનાદ કરીને પૂ. બેનશ્રી–બેન પોતાનો વિશિષ્ટ પ્રમોદ વ્યક્ત કરતા હતા.
તેમાં આપણે પણ સાદ પુરાવીએ–
વીતરાગી મોક્ષમાર્ગનો જય હો.
વીતરાગમાર્ગી આચાર્યભગવંતોનો જય હો.
વીતરાગમાર્ગ ઉપાસક અને દર્શક ગુરુદેવનો જય હો.
* * *
ગાથાનું વાંચન જેમ જેમ આગળ ચાલતું હતું તેમ તેમ ગુરુદેવ વધુ ને વધુ ખીલતા જતા હતા. છઠ્ઠના
પ્રવચનમાં કહ્યુંઃ અહા, જુઓ તો ખરા! આચાર્યદેવ આમ હાથમાં લઈને સાક્ષાત્ મોક્ષમાર્ગ દેખાડી રહ્યા છે. સિદ્ધપદના
પૂર્ણાનંદની પ્રાપ્તિરૂપ જે મોક્ષ, તેના માર્ગમાં અગ્રેસર–નેતા કોણ છે?–કે વીતરાગભાવ; વચ્ચે રાગ આવે ને મોક્ષમાર્ગમાં
અગ્રેસર નથી–મુખ્ય નથી, ગૌણ છે; ગૌણ છે એટલે વ્યવહાર છે, ને વ્યવહાર તો અભૂતાર્થ હોવાથી હેય છે. મોક્ષમાર્ગમાં
વીતરાગતા જ અગ્રેસર છે એટલે કે મુખ્ય છે, ને તે જ નિશ્ચય મોક્ષમાર્ગ હોવાથી ઉપાદેય છે. વીતરાગભાવ જ
મોક્ષમાર્ગનો નેતા–એટલે કે મોક્ષમાર્ગે લઈ જનાર છે, રાગ તે મોક્ષમાર્ગે લઈ જનાર નથી.
આચાર્ય ભગવાન પ્રમોદથી કહે છે કે–
જયવંત વર્તો આ સાક્ષાત્ વીતરાગતા..કે જે મોક્ષમાર્ગનો સાર છે..ને જે સમસ્ત શાસ્ત્રનું તાત્પર્ય છે. ભગવાન
સર્વજ્ઞપરમેશ્વરે જેટલા શાસ્ત્રો કહ્યા છે તેનો સાર આ વીતરાગતા જ છે.–તે વીતરાગતા જયવંત વર્તો..તે એ
વીતરાગમાર્ગના પ્રકાશક સંતો જગતમાં જયવંત વર્તો!
* * *
આવો વીતરાગમાર્ગ જે સમજે તેને તે સમજાવનારા સંતો પ્રત્યે કેટલો વિનય હોય!–કેટલું બહુમાન હોય!! રાગમાં
વર્તતો હોવા છતાં જેને વીતરાગી પંચપરમેષ્ઠી ભગવંતો પ્રત્યે વિનય અને બહુમાનનો આદરભાવ નથી ઉલ્લસતો તેને તો
વીતરાગમાર્ગની શ્રદ્ધા પણ થતી નથી. વીતરાગભાવની ભાવનાવાળાને, સાક્ષાત્ વીતરાગતા ન થાય ત્યાં સુધી, વીતરાગી પુરુષો

PDF/HTML Page 11 of 25
single page version

background image
ઃ૧૦ઃ આત્મધર્મઃ ૧૭૧
પ્રત્યે (–પંચ પરરમેષ્ઠી પ્રત્યે) પરમભક્તિ–વિનય–ઉત્સાહ–બહુમાનનો ભાવ જરૂર આવે છે.–છતાંય તેમાં જે રાગ છે તે
કાંઈ તાત્પર્ય નથી, તે કાંઈ મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ તો વીતરાગભાવ જ છે–એ નિયમ છે, અને એ જ મોક્ષેચ્છુએ
કર્તવ્ય છે.
ચંદનવૃક્ષની સુગંધી છાયા જેવી જે વીતરાગતા–પરમશાંતિ,–તેમાં રાગ તે તો અગ્નિ જેવો બળતરા કરનારો છે.
–મોક્ષેચ્છુએ તે કર્તવ્ય કેમ હોય? માટે હે મોક્ષાભિલાષી મહાજનો! હે ઉત્તમ પુરુષો! ક્યાંય પણ (–અર્હંત–સિદ્ધ પ્રત્યે
પણ) રાગ કિંચિત્ કર્તવ્ય નથી–એમ સમજો..આમ સમજીને જે મોક્ષાર્થી મહાજન સઘળાય પ્રત્યેના (–અર્હંત–સિદ્ધ
પ્રત્યેના પણ) રાગને છોડીને સ્વરૂપમાં લીનતા વડે સાક્ષાત્ વીતરાગભાવરૂપ પરિણમે છે, તે ભવ્ય મહાજન
વીતરાગભાવ વડે તુરત જ ભવસાગરને તરી જાય છે..ને પરમાનંદરૂપ મોક્ષપદને પામે છે.
આવો છે..વીતરાગી મોક્ષમાર્ગ!
* * *
અહા! ભાવલિંગી સંત, જેઓ વનજંગલમાં વસે છે, જેને દેહ ઉપર વસ્ત્રનો તાણો પણ નથી, ને આત્માના
આનંદમાં ઝૂલતા ઝૂલતા જેઓ મોક્ષમાર્ગે હાલ્યા જાય છે, એવા મુનિને ‘મહાજન’ તરીકે સંબોધીને કહે છે કે–
હે મુનિ! હે મોક્ષાર્થી મહાજન! સાક્ષાત્ મોક્ષામાર્ગ તો વીતરાગભાવ જ છે, ને તે વીતરાગતા જ તારે કર્તવ્ય છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન ઉપરાંત ચારિત્ર વડે અંતરમાં જે અમૃતસાગર ઊછળ્‌યો છે તેમાં લીનતા જ કરવા જેવી છે...તેમાંથી
જરાય બહાર નીકળવા જેવું નથી, એટલે જરાય રાગ કર્તવ્ય નથી.
જેમ, હોડીમાં બેસીને ‘સિદ્ધવરકૂટ’ જતાં વચ્ચે નદીનો ‘વળાંક’ આવતાં તરંગોનો ખળભળાટ ઊઠતો હતો..
તેમ રત્નત્રયરૂપી નાવમાં બેસીને સિદ્ધપદ તરફ જઈ રહેલા મોક્ષમાર્ગી મુનિવરોની પરિણતિરૂપી નદીનો પ્રવાહ મોક્ષ
તરફ જઈ રહ્યો છે તેમાં વચ્ચે રાગરૂપી વળાંક આવતાં કકળાટ થાય છે.
અહા..વનવાસી વીતરાગી સંતો વનના વાઘ જેવા નિર્ભય હતા..દુનિયાથી નિર્ભય સંતોએ બેધડક વીતરાગમાર્ગ
પ્રસિદ્ધ કર્યો છે. લોકો માનશે કે નહિ માને તેની એને દરકાર નથી. જે જીવ મોક્ષેચ્છુ હશેે તે આવા માર્ગે આવ્યા વગર
રહેશે નહિ. ગદગદ થઈને ગુરુદેવ કહે છે કે–અરે! આવો સ્પષ્ટ વીતરાગી માર્ગ સંતોએ ખુલ્લો મૂકયો છે..છતાં લોકો
તેનો વિરોધ કરે છે!! ! શું થાય? સીમંધર પરમાત્મા તો વિદેહક્ષેત્રે બેઠા બેઠા બધું જોઈ રહ્યા છે..કુંદકુંદાચાર્ય પોતે પણ
જાણે છે કે અત્યારે ભરતક્ષેત્રે શાસનમાં આમ ચાલી રહ્યું છે..પણ..શું થાય? આવો જ કાળ! ને જીવોની એવી જ
લાયકાત!–છતાં આ લોકો ભાગ્યશાળી કે હોંસથી આવી વાત સાંભળે છે.
શુદ્ધ ચિદાનંદસ્વરૂપ આત્મા આનંદનો સમુદ્ર છે; જેમ રત્નો મેળવવા માટે સમુદ્રને અવગાહીને તેમાં ઊંડા ઉતરવું
પડે છે, તેમ મોક્ષાર્થી મુનિવરો આનંદના સમુદ્રમાં ઊંડા ઊતરીને–અંતર્મુખ થઈને–સમ્યગ્રત્નત્રય કાઢીને તેના વડે શીઘ્ર
નિર્વાણ પામે છે. જુઓ, ચૈતન્યસમુદ્રને જે અવગાહે–તેમાં ઊતરે તે જ શીઘ્ર મોક્ષ પામે છે. બહિર્મુખ રાગમાં રહે તેને
મોક્ષ થતો નથી. જ્યાં સુધી રાગ રહેશે ત્યાં સુધી તો કલેશની પરંપરા ચાલુ રહેશે, ને રાગ ટળશે ત્યારે સાક્ષાત્ મોક્ષ
થશે; માટે હે ભવ્ય! એક વાર આવી વીતરાગતાની હોંસ લાવીને ઉત્સાહથી તેની હા તો પાડ.
જરાક રાગ તો વર્તે છે છતાં આચાર્યદેવ કહે છે કે “જયવંત વર્તો વીતરાગતા!” પોતાની ભૂમિકા સાથે
મેળવીને કહે છે કે અરે, આ રાગ આવ્યો તેનો જય ન હો પણ ક્ષય હો. વીતરાગતા જ જયવંત વર્તો. રાગ વડે મારો
જય હું નથી માનતો; વીતરાગતા જ સાક્ષાત્ મોક્ષનું કારણ છે, માટે તે જયવંત વર્તો!
મોક્ષનું કારણ તો પરમ વીતરાગતા છે, ને તે વીતરાગતામાં જ આ શાસ્ત્રનું સમસ્ત હૃદય રહેલું છે અહા!
જુઓ, મોક્ષમાર્ગી મુનિઓનું હૃદય બોલે છે...આ સંતો શાસ્ત્રનું હૃદય ખોલે છે. અમે મોક્ષામાર્ગી છીએ, અમારા હૃદયમાં
પરમ વીતરાગતાનો વાસ છે, ને શાસ્ત્રના હૃદયમાં પણ પરમ વીતરાગતા જ ભરેલી છે. પરમ વીતરાગતા સિવાય બીજું
તાત્પર્ય કાઢે (–વ્યવહારના રાગને તાત્પર્ય માને) તો તે જીવ શાસ્ત્રના હૃદયને સમજ્યો જ નથી. રાગ તે શાસ્ત્રનું હૃદય
નથી. વીતરાગતામાં જ શાસ્ત્રોનું આખું હૃદય સમાયેલું છે.

PDF/HTML Page 12 of 25
single page version

background image
પોષઃ ૨૪૮૪ઃ ૧૧ઃ
જેમ કોઈ માણસ અનેક પ્રકારની આડીઅવળી વાતો કરતો હોય ત્યાં બીજો તેને કહે છે કે ભાઈ, એ બધું ઠીક પણ તારા
હૃદયમાં શું છે તે કહી દેને! તેમ શાસ્ત્રમાં નિશ્ચયની, વ્યવહારની, નિમિત્તની, કર્મની વગેરે અનેક પ્રકારની વાત ભરી છે
પણ તેનું હૃદય શું છે? સંતો, શાસ્ત્રનું હૃદય ખોલીને બોલે છે કે શાસ્ત્રનું હૃદય તો પરમ વીતરાગતા કરવી તે જ છે. “
પરમ વીતરાગતા” માં બધાય શાસ્ત્રોના હૃદયનું રહસ્ય આવી જાય છે, એ જ સર્વ શાસ્ત્રોનું ફરમાન છે, એ જ સંતોના
હૃદયની વાત છે, ને એ જ મોક્ષનો માર્ગ છે.
જયવંતો વર્તો એ વીતરાગતા..
“વીતરાગમાર્ગ બતાવનાર..સેવકને તારનાર..ગુરુદેવનો જય હો”
આ તો હજુ નમૂનો છે...થોડા જ સમયમાં શ્રી પંચાસ્તિકાય પરમાગમ ગુજરાતી ભાષાંતર સહિત પ્રસિદ્ધ થવાનું
હોવાથી, તે શાસ્ત્રના મહિમાનો જિજ્ઞાસુઓને ખ્યાલ આવે તે માટે અહીં તે શાસ્ત્ર ઉપરના પ્રવચનોમાંથી થોડોક નમૂનો
આપવામાં આવ્યો છે.
– બ્ર. હરિલાલ જૈન
* * *
તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે
સુખ તે આત્માનું પ્રયોજન છે. દરેક જીવ સુખ
ઇચ્છે છે...ને...સુખને જ માટે ઝાંવા નાંખે છે. અહીં
આચાર્ય ભગવાન સમજાવે છે કેઃ
હે જીવ! તારા આત્મામાં સુખશક્તિ
હોવાથી આત્મા જ સ્વયં સુખરૂપ થાય છે.
આત્માનું સમ્યગ્દર્શન–સમ્યગ્જ્ઞાન ને સમ્યક્ચારિત્ર
તે ત્રણે સુખરૂપ છે; આત્માનો ધર્મ સુખરૂપ છે,
દુઃખરૂપ નથી. હે જીવ! તારી સુખશક્તિમાંથી જ
તને સુખ મળશે, બીજે ક્યાંયથી સુખ તને નહિ
મળે. કેમકે–
તું જ્યાં છો ત્યાં જ તારું સુખ છે.
હે જીવ! તારી સુખશક્તિ એવી છે કે જ્યાં
દુઃખ કદી પ્રવેશી શકતું નથી, માટે આત્મામાં ડુબકી
મારીને તારી સુખશક્તિને ઊછાળ,–ઊછાળ એટલે કે
પર્યાયમાં પરિણમાવ;–જેથી તારા સુખનો પ્રગટ
અનુભવ તને થશે.
– પાંચમી શક્તિના પ્રવચનમાંથી

PDF/HTML Page 13 of 25
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૭૧
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
(૩૯)
ભાવશક્તિ
આત્મા જ સ્વયં છ કારણરૂપ થઈને સુખરૂપ
પરિણમવાના સામર્થ્યવાળો છે. પોતાના સુખાદિ ભાવોને
માટે પરને કારક બનાવે એવો આત્માનો સ્વભાવ
નથી...જેણે આનંદમય સાચું જીવન જીવવું હોય તેણે અંતર્મુખ
થઈને આત્મામાં શોધવાનું છે...અંર્તદ્રષ્ટિથી જ્યાં
ચૈતન્યસ્વભાવનું સેવન કર્યું ત્યાં ચૈતન્યભગવાન પ્રસન્ન
થઈને કહે છે કે માગ! માગ! જે જોઈએ તે માગ–
સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદશા સુધીના બધાય પદ
આપવાની તાકાત આ ચૈતન્યરાજા પાસે છે; માટે તે
ચૈતન્યરાજાનું સેવન કરીને તેને જ પ્રસન્ન કર, બીજા પાસે
ન માંગ; બહાર ફાંફા ન માર, અંર્તઅવલોકન કર.
આત્મામાં અનંત શક્તિઓ છે, તેનું આ વર્ણન ચાલે છે. આત્મા જ્ઞાનલક્ષણથી પ્રસિદ્ધ થાય છે, છતાં તે એકાંત
જ્ઞાનસ્વરૂપ જ નથી, જ્ઞાન સાથે બીજી અનંત શક્તિઓ રહેલી છે તેથી ભગવાન આત્મા અનેકાન્ત સ્વરૂપ છે.
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની અનેક શક્તિઓનું વર્ણન ઘણા ઘણા પ્રકારે અલૌકિક રીતે આવી ગયું છે. અત્યાર
સુધીમાં ૩૮ શક્તિઓનું વર્ણન થયું, હવે નવ શક્તિઓ બાકી છે. તેમાં ૩૯મી ‘ભાવશક્તિ’ માં વિકારી છ કારકોનો
અભાવ બતાવે છે; પછી ૪૦મી ‘ક્રિયાશક્તિ’ માં સ્વભાવરૂપ છ કારકો બતાવશે; અને ત્યાર પછી કર્મ–કર્તા–કરણ–
સંપ્રદાન–અપાદાન–અધિકરણ તથા સંબંધ એ સાતે શક્તિઓને આત્માના સ્વભાવરૂપ વર્ણવીને આચાર્ય ભગવાન ૪૭
શક્તિઓનું કથન પૂરું કરશે.
કેવી છે આત્માની ભાવશક્તિ? કર્તા–કર્મ આદિ

PDF/HTML Page 14 of 25
single page version

background image
પોષઃ ૨૪૮૪ઃ ૧૩ઃ
કારકો અનુસાર જે ક્રિયા તેનાથી રહિત ભવનમાત્રમયી (–હોવામાત્રમયી, થવામાત્રમયી) ભાવશક્તિ છે. પહેલાં ૩૩મા
બોલમાં ભાવશક્તિ કહી હતી ત્યાં તો અવસ્થાની વિદ્યમાનતા બતાવી હતી; ને આ ભાવશક્તિ જુદી છે, આ
ભાવશક્તિમાં ભેદરૂપ કારકોથી નિરપેક્ષપણું બતાવે છે.
દુઃખ ટાળીને સુખી થવા માટે સુખ ક્યાં શોધવું તેની આ વાત છે. ભાઈ, તારું સુખ તારામાં છે, ને તારો આત્મા
જ સ્વયં છ કારકરૂપ થઈને સુખરૂપ પરિણમવાના સામર્થ્યવાળો છે. પરને કારક બનાવીને તેની પાસેથી સુખ લેવા
માંગશે તો કદી સુખ નહિ મળે. પોતાના સુખાદિ ભાવોને માટે પરને કારક બનાવે એવો આત્માનો સ્વભાવ નથી. કર્તા–
કર્મ આદિ ભિન્ન ભિન્ન કારકો અનુસાર જે ક્રિયા થાય તે રૂપે પરિણમવાનો આત્માનો સ્વભાવ નથી, પણ તેનાથી
રહિત પરિણમવાનો આત્માનો સ્વભાવ છે. આત્માનું દ્રવ્યગુણ કે પર્યાય પોતાથી ભિન્ન બીજા કોઈ કારકોના આધારે
ટકે એવો આત્માનો પરાધીન સ્વભાવ નથી; પણ અન્ય કારકોથી રહિત પોતે સ્વયં પોતાના ભાવરૂપે પરિણમે એવો
તેનો સ્વભાવ છે. જો આવા સ્વભાવમાં શોધે તો જ સુખ મળે તેમ છે. પણ બીજા કારણોમાં સુખ શોધે તો સુખ મળે
તેમ નથી.
હીરાનો હાર પોતાની ડોકમાં પહેર્યો હોય તે પોતાની ડોકમાં જુએ તો મળે, પણ બહાવરો બનીને બહાર
બીજે શોધે તો તે હાર મળે નહિ ને મુંઝવણ ટળે નહિ. તેમ સુખ પોતામાં જ્યાં ભર્યું છે ત્યાં શોધે તો મળે.
આત્મામાં સુખસ્વભાવ ભર્યો છે તેમાં અંર્તમુખ થઈને સુખ શોધે તો મળે, પણ બાહ્ય વૃત્તિથી બહાવરાની જેમ
બહારમાં શોધે તો સુખ મળે નહિ ને દુઃખ ટળે નહિ. સુખ અને સુખના કારક આત્મામાં જ છે, બહારમાં નથી;
તેથી વાસ્તવિક સુખ અને આનંદમય સાચું જીવન જેણે જીવવું હોય તેણે અંતર્મુખ થઈને આત્મામાં શોધવાનું
છે. પરમાં સુખ નથી, રાગમાં સુખ નથી માટે પરમાં કે રાગમાં શોધે તો સુખ મળે તેવું નથી. આત્મામાં સુખ
ભરપૂર છે તેમાં અંતર્મુખ થઈને શોધે તો સુખનો અનુભવ થાય. સુખ, પ્રભુતા, સર્વજ્ઞતા વગેરે બધી શક્તિઓ
આત્મામાં પડી છે તેમાં શોધે તો મળે તેમ છે.
–માટે શું કરવું? કે સંતોના ઉપદેશથી આત્માની શક્તિઓને ઓળખીને પ્રતીત કરવી, અંતર્મુખ થઈને તેમાં
એકાગ્ર થવું; તેમાં એકાગ્રતાથી જ્ઞાન–આનંદ–પ્રભુતા પ્રગટે છે...આત્મા પોતે પરમાત્મા બની જાય છે.
અંર્તદ્રષ્ટિથી જ્યાં ચૈતન્યસ્વભાવનું સેવન કર્યું ત્યાં ચૈતન્યભગવાન પ્રસન્ન થઈને કહે છે કે માગ...માગ!! તારે
શું જોઈએ છે? જે જોઈએ તે માગ! કેવળજ્ઞાન અને અતીન્દ્રિય આનંદ આપવાની તાકાત મારામાં છે. જે જોઈતું હોય તે
આત્માની શક્તિમાં ભર્યું જ છે. માટે આત્માની શક્તિનો વિશ્વાસ કરીને જે જોઈએ તે તેની પાસેથી માંગ...આત્મામાં
એકાગ્ર થા...બહાર ન શોધ...સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદશા સુધીના બધાય પદ આપવાની તાકાત આ ચૈતન્યરાજા
પાસે છે માટે તે ચૈતન્યરાજાનું સેવન કરીને તેને જ પ્રસન્ન કર...બીજા પાસે ભીખ ન માંગ, બહાર ફાંફા ન માર..
અંર્ત–અવલોકન કર.
આત્મા ક્યાં છે? જ્યાં આત્મા છે ત્યાં જ ગોત તો મળે. આત્મા પોતાથી બહાર ક્યાંય નથી, માટે બહાર ક્યાંય
શોધ્યે આત્માના ગુણો મળે તેમ નથી. આત્માના ગુણો આત્માથી બહાર નથી, આત્મામાં જ છે. ભાઈ! તારી પ્રભુતા
તારામાં છે...બહાર ન શોધ...તારી પ્રભુતા માટે બાહ્ય સામગ્રીને શોધવાની વ્યગ્રતા ન કર, કેમ કે તારી પ્રભુતા
બાહ્યસામગ્રીમાંથી આવે તેમ નથી. બાહ્ય સામગ્રીથી નિરપેક્ષપણે પોતે એકલો જ છ કારક રૂપ (કર્તા–કર્મ–કરણ વગેરે)
થઈને કેવળજ્ઞાન અને અતીન્દ્રિય આનંદરૂપે પરિણમી જાય એવો સ્વયંભૂ ભગવાન આ આત્મા છે. આત્માને જ ‘પ્રભુ’
કહ્યો છે, આત્માને જ ‘ભગવાન’ કહ્યો છે. અહો! પોતાની પ્રભુતાને છોડીને પરને કોણ શોધે? આવો સ્પષ્ટ સ્વભાવ
હોવા છતાં પામર જીવો પોતાની પ્રભુતાને પરમાં શોધે છે. તેને આચાર્ય ભગવાન સમજાવે છે કે અરે જીવ! તારી
પ્રભુતા તારામાં જ ભરી છે...અંર્તઅવલોકન કરીને તેને શોધ. અંતર્મુખ થઈને તારી પ્રભુતાને ધારણ કર, ને
પામરબુદ્ધિ છોડ.
અહો! પોતાની પ્રભુતાને ભૂલેલા પામર જીવો નિમિત્ત પાસે ને રાગ પાસે જઈને પોતાની પ્રભુતાની ભીખ માંગે
છે, ને ભીખારીપણે ચોરાસી લાખ યોનીના અવ–

PDF/HTML Page 15 of 25
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૭૧
જ.
આત્મા જ્ઞાનાદિ અનંત ગુણોની પ્રભુતાવાળો છે; અહીં વિધવિધ શક્તિ દ્વારા તેની પ્રભુતા બતાવે છે. જો આ
શક્તિઓ દ્વારા આત્માનું સ્વરૂપ યથાર્થ સમજે તો પરથી નીરાળું આખું પરિપૂર્ણ સ્વરૂપ પ્રતીતમાં આવી જાય. આત્માની
જુદી જુદી શક્તિઓનું જે વર્ણન કર્યું છે તે દરેક શક્તિના વર્ણનમાં વિવિધતા છે. આત્માની અનંત શક્તિઓ પરસ્પર
વિલક્ષણ એટલે કે ભિન્નભિન્ન લક્ષણવાળી છે; એટલે બધી શક્તિઓમાં એકને એક વાત નથી પણ નવી નવી વાત છે.
જેને આત્માની વિશાળતા તરફ લક્ષ ન હોય ને જ્ઞાનનો રસ ન હોય તેને નવા નવા પડખાંથી સમજવામાં કંટાળો આવે
છે, પણ જો અનેક પડખાંથી સમજે તો જ્ઞાનની નિર્મળતા ને દ્રઢતા વધતી જાય, ને અંદર ચૈતન્ય પ્રત્યે રસ તથા ઉલ્લાસ
આવે; તથા પોતાને ખ્યાલ આવે કે મારી પર્યાયમાં નવા નવા ભાવો પ્રગટતા જાય છે ને સૂક્ષ્મતા વધતી જાય છે.
અંતરમાં જેમ જેમ ઊંડો ઊતરે તેમ તેમ સૂક્ષ્મ રહસ્ય સમજાય, અને જેમ જેમ સમજાય તેમ તેમ રસ વધતો જાય, ને
રસ વધતાં વધતાં આત્માનું કાર્ય સિદ્ધ થાય, માટે અંતરમાં આ વાતની અપૂર્વતા લાવીને સમજવા માટે અપૂર્વ પ્રયત્ન
કરવા જેવો છે.
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની અનેક શક્તિઓમાંથી અત્યારે ૩૯મી ભાવશક્તિનું વર્ણન ચાલે છે. કર્તા–
કર્મ આદિ કારકો અનુસાર થતી ક્રિયાથી રહિત શુદ્ધ ભાવરૂપ થાય એવી આત્માની ભાવશક્તિ છે. રાગ–દ્વેષને
અનુસરીને આત્મા શુદ્ધ ભાવરૂપ થાય–એવો તેનો સ્વભાવ નથી. આત્માનો જે શુદ્ધભાવ થયો તેનો રાગ કર્તા નથી,
રાગ કર્મ નથી, રાગ કરણ નથી, રાગ સંપ્રદાન નથી, રાગ અપાદાન નથી, કે રાગ અધિકરણ નથી, એ રીતે કારકો
અનુસાર થતી ક્રિયાથી તે રહિત છે. તેમજ આત્મા પોતે પણ સ્વભાવથી રાગનો કર્તા નથી, રાગનું કર્મ નથી, કરણ
નથી, સંપ્રદાન નથી, અપાદાન નથી, તેમજ અધિકરણ પણ નથી. તેમજ રાગને અને સ્વભાવને સ્વ–સ્વામીત્વરૂપ સંબંધ
પણ નથી. રાગ કરે ને તેના ફળને ભોગવે–એવું આત્માના સ્વભાવમાં છે જ નહિ. આત્માનો સ્વભાવ તો જ્ઞાન–
આનંદમય છે, આનંદનો ભોગવટો કરે એવો તેનો સ્વભાવ છે. પરના કે વિકારના કારકોને અનુસરે એવો તેનો
સ્વભાવ નથી.
‘શુભ રાગ કે શરીરાદિની ક્રિયા તે કોઈ રીતે આત્માના ધર્મનાં કારણ છે?–કોઈ રીતે તેનો આધાર
છે?’–તો કહે છે કે ના; તે રાગાદિની ક્રિયાને અનુસાર ન થાય એવો આત્માનો સ્વભાવ છે. પર્યાયમાં એક સમય
પૂરતી વિકારની યોગ્યતા હોય તેને આત્માની ત્રિકાળી શક્તિ ન કહેવાય. ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિએ તો
આત્મામાં વિકારરૂપ થવાની લાયકાત પણ નથી, એમ સમજાવવું છે. આત્માની કોઈ શક્તિના સ્વભાવમાં
રાગાદિનું કર્તા–કર્મ–કરણ–સંપ્રદાન–અપાદાન કે અધિકરણપણું નથી; અને તે ત્રિકાળી સ્વભાવને અનુસરીને જે
નિર્મળ ભાવ થયો તે ભાવ પણ રાગાદિ કારકોને અનુસરતો નથી. એ રીતે કારકો અનુસાર થતી રાગાદિ ક્રિયાથી
રહિત પરિણમવાનો આત્માનો સ્વભાવ છે.
પ્રશ્નઃ– રાગ–દ્વેષ અને અજ્ઞાનભાવરૂપે પણ આત્મા પરિણમે છે તો ખરો?
ઉત્તરઃ– એક સમય પૂરતી અવસ્થાના વિકારને પોતાના કાર્ય તરીકે અજ્ઞાની જ સ્વીકારે છે, અને તેનું ફળ
સંસાર છે. તે આત્માનો સ્વભાવ નથી તો તેને આત્મા કેમ કહેવાય? આત્માની કોઈ શક્તિ એવી નથી કે પર
સાથે કારકોનો સંબંધ રાખે! પરને અનુસરતાં વિકાર થાય છે, તે આત્માનો સ્વભાવ નથી, માટે તેને આત્મા
કહેતા નથી. સમય સમય કરતાં અનંતકાળ વિકાર પરિણમનમાં વીત્યો, છતાં બે સમયનો વિકાર આત્મામાં ભેગો
નથી થયો, તેમજ એક સમય પૂરતો જે વિકાર છે તે પણ આત્માના સ્વભાવ રૂપ થઈ ગયો નથી, માટે સ્વભાવ
દ્રષ્ટિમાં રાગને આત્મા

PDF/HTML Page 16 of 25
single page version

background image
પોષઃ ૨૪૮૪ઃ ૧પઃ
સાથે કર્તા–કર્મપણું નથી, તે કરણ નથી–સાધન નથી, સંપ્રદાન નથી, અપાદાન નથી, આધાર નથી, ને તેની સાથે
આત્માને સ્વસ્વામીપણાનો સંબંધ પણ નથી.
પ્રશ્નઃ– ત્યારે રાગદ્વેષ કોણે કર્યો?
ઉત્તરઃ– જેની દ્રષ્ટિ આત્મા ઉપર નથી તેણે! એટલે એક સમયપૂરતી ઊંધી માન્યતાએ આત્માને રાગ–દ્વેષરૂપ જ
માનીને, તે રાગાદિને પોતાનાં કરીને માન્યા છે. સમકિતી તો શુદ્ધ જ્ઞાયકસ્વભાવને એકને જ પોતાનો માને છે.
સમ્યગ્દર્શન થયા પછી પરમાર્થે રાગ–દ્વેષનું કર્તૃત્વ ગણ્યું જ નથી, કેમ કે સમકિતી પોતાના શુદ્ધાત્મસ્વરૂપ સાથે રાગાદિને
એકમેક કરતો નથી.
‘જૈનદર્શનમાં તો બસ! કર્મની જ વાત છે, ને કર્મથી જ બધુંય થાય છે–એમ ભગવાને કહ્યું છે’–આમ
અજ્ઞાનીઓ માને છે, પણ તેને જૈનદર્શનની ખબર નથી. જૈનદર્શનમાં તો અનંતશક્તિસંપન્ન અનેકાન્તસ્વરૂપ શુદ્ધ
આત્માની જ મુખ્યતા છે; અને વિકાર વખતે તેને નિમિત્ત તરીકે કર્મ હોય છે–એમ ભગવાને બતાવ્યું છે. કર્મરૂપ
થવાની તાકાત પુદ્ગલની છે. આત્મા જડકર્મને બાંધે કે છોડે, અથવા જડ કર્મ આત્માને હેરાન કરે–એમ કહેવાનો
ભગવાનનો આશય નથી. આત્મા પરની અવસ્થા કરે નહિ, ને પર પદાર્થો આત્માની અવસ્થા કરે નહિ,–
પોતપોતાના છ કારકોથી જ દરેક દ્રવ્યની અવસ્થા થાય છે. પર્યાયમાં વિકાર અને તેના નિમિત્તરૂપ કર્મ છે તે
જાણવા યોગ્ય છે, પણ તેટલો જ આત્મા માનીને તેના આશ્રયમાં રોકાય તો મિથ્યાત્વ છૂટતું નથી, માટે
વ્યવહારનય જ્ઞાનમાં જાણવા યોગ્ય છે, પણ તે આદરવા યોગ્ય નથી–એમ જિનશાસનમાં આચાર્યદેવે દાંડી પીટીને
પ્રસિદ્ધ કર્યું છે.
જીવ અને પુદ્ગલ બંને એકબીજાથી નિરપેક્ષપણે સ્વયમેવ છ કારકરૂપ થઈને પરિણમે છે. પંચાસ્તિકાયની ૬૨
મી ગાથામાં આ સંબંધમાં સ્પષ્ટ કહ્યું છે કે નિશ્ચયથી અભિન્ન કારક હોવાથી જીવને તેમજ કર્મને બંનેને સ્વયં
પોતપોતાના સ્વરૂપનું જ કર્તૃત્વ છે. “...
स्वयमेव षट्कारकीरूपेण व्यवतिष्ठमानं न कारकांतरमपेक्षत
..” પુદ્ગલ દ્રવ્ય
પોતે જ સ્વયમેવ છ કારકરૂપ થઈને, અન્ય કારકોની અપેક્ષા વિના જ કર્મરૂપે પરિણમે છે. તેમજ જીવ પણ પોતાના
ઔદયિકાદિ ભાવોરૂપે “...
स्वयमेव षट्कारकीरूपेण व्यवतिष्ठमानो न कारकांतरमपेक्षते..” સ્વયમેવ છ કારકરૂપ
થઈને, અન્ય કારકોની અપેક્ષા વિના જ પરિણમે છે. એ ગાથાનો ભાવાર્થ જણાવતાં શ્રી જયસેનાચાર્યદેવ લખે છે કે–
अयमत्र भावार्थः। यथैवाशुद्धषट्कारकीरूपेण परिणममानः सन्नशुद्धमात्मानं करोति तथैव
शुद्धात्मतत्त्वसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपेणाभेदषट्कारकी स्वभावेन परिणममानः शुद्धमात्मानं करोतीति” જેમ
અશુદ્ધ છ કારકોરૂપે પરિણમતો થકો અશુદ્ધ આત્માને કરે છે તેમ શુદ્ધ આત્મતત્ત્વના સમ્યક્શ્રદ્ધાન–જ્ઞાન–અનુષ્ઠાનરૂપે
અભેદ છ કારક સ્વભાવથી પરિણમતો થકો શુદ્ધ આત્માને કરે છે. આ રીતે અશુદ્ધતામાં તેમજ શુદ્ધતામાં અન્ય કારકોથી
નિરપેક્ષપણું છે.
બીજું નિમિત્ત હો ભલે, પણ તે વખતે તેનાથી નિરપેક્ષપણે જ વસ્તુ પરિણમે છે. ‘પોતાને યોગ્ય જીવના
પરિણામ પામીને, જ્ઞાનાવરણાદિ અનેક પ્રકારનાં કર્મો અન્યકર્તાથી નિરપેક્ષપણે જ ઊપજે છે–
‘..
कर्क्रेतरनिरपेक्षाण्येवोत्पद्यंत
’ એમ પંચાસ્તિકાયની ૬૬મી ગાથામાં કહ્યું છે. (વિશેષ માટે જુઓ ગા. ૬૨ તથા
૬૬)
અન્ય કારકોથી નિરપેક્ષપણું બતાવીને આચાર્યદેવે ઘણો સ્પષ્ટ ખુલાસો કર્યો છે. વ્યવહારથી બીજા જેટલા કારકો
કહેવામાં આવતા હોય તે બધાયથી નિરપેક્ષપણે જ જીવ–પુદ્ગલનું પરિણમન છે. આવું નિરપેક્ષપણું જાણે તો પરાશ્રય
છૂટીને સ્વાશ્રયે શુદ્ધતારૂપ પરિણમન થયા વિના રહે નહિ.
વળી પ્રવચનસારની ૧૨૬મી ગાથામાં પણ આચાર્યદેવે કહ્યું છે કેઃ સંસાર અવસ્થામાં કે સાધક અવસ્થામાં પણ
આત્મા એકલો જ પોતે કર્તા–કર્મ–કરણ અને કર્મફળ છે, બીજું કોઈ તેનું સંબંધી નથી. તેમજ ૧૬મી ગાથામાં કહ્યું છે કે
શુદ્ધોપયોગની ભાવનાના પ્રભાવથી કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર આત્મા પોતે સ્વયમેવ છ કારકરૂપ થતો હોવાથી ‘સ્વયંભૂ’
છે. નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી. (આ બંને ગાથાનાં અવતરણો વિસ્તારથી આ જ લેખમાં
આગળ આવશે.)
પોતે શુદ્ધભાવરૂપ પરિણમીને પછી એમ જાણે છે કે પૂર્વે રાગાદિરૂપે પણ હું જ એકલો પરિણમતો હતો, કોઈ
પરના કારણે મારું તે પરિણમન ન હતું; અને હવે સ્વભાવરૂપ પરિણમતાં એમ પણ ભાન થયું કે પૂર્વે જે રાગાદિરૂપ
પરિણમન હતું તે મારો સ્વભાવ

PDF/HTML Page 17 of 25
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૭૧
ન હતો–આમ દ્રવ્ય–પર્યાય બંનેને યથાર્થપણે જ્ઞાની જાણે છે.
અહીં દ્રવ્યદ્રષ્ટિની પ્રધાનતાથી આચાર્યદેવ કહે છે કે, વિકારના છ કારકો અનુસાર ક્રિયા થવાનો આત્મામાં
અભાવ છે, આત્મા ભેદરૂપ છ કારકોની ક્રિયાથી રહિત છે. અને શુદ્ધ છ કારકો અનુસાર થવારૂપ ક્રિયાશક્તિ છે તે વાત
હવેની શક્તિમાં કહેશે.
રાગને કર્તા બનાવીને તેના અનુસારે આત્મા ધર્મરૂપી કાર્ય કરે એવો આત્માનો સ્વભાવ નથી.
રાગને કર્મ બનાવીને તેનો આત્મા કર્તા થાય–એવો પણ આત્માનો સ્વભાવ નથી.
એ જ પ્રમાણે રાગને સાધન બનાવીને આત્મા તેનાથી ધર્મને સાધે–એવો પણ તેનો સ્વભાવ નથી.
પહેલાં પર્યાયમાં રાગાદિનું કર્તાકર્મપણું હતું પણ જ્યાં પર્યાય અંતરમાં વળી ત્યાં તે કર્તાકર્મપણું ન રહ્યું.
અજ્ઞાનભાવ વખતે રાગાદિ કારકોને અનુસરતો, પણ જ્યાં અંતર્મુખ થઈને અભેદ સ્વભાવને અનુસર્યો ત્યાં ભેદરૂપ
કારકોને અનુસરવાની ક્રિયા ન રહી. આ રીતે પોતાના સ્વભાવને અનુસરે અને ભેદરૂપ કારકોને ન અનુસરે–એવી
આત્માની ભાવશક્તિ છે. જે શુદ્ધભાવ થયો તે પોતાના સ્વભાવને જ (અભેદરૂપ છ કારકોને જ) અનુસરે છે ને ભેદરૂપ
કારકોને–રાગને કે પરને–અનુસરતો નથી.
નિમિત્તને અનુસાર થવાનો આત્માનો સ્વભાવ નથી. જેવા વિલક્ષણ નિમિત્તો આવે તેવું વિલક્ષણ પરિણમન
થાય–એમ માનનાર નિમિત્તને જ અનુસરે છે પણ આત્માને અનુસરતો નથી, એટલે નિમિત્તને ન અનુસરે એવા
આત્મસ્વભાવની આત્માની (ભાવશક્તિની) તેને ખબર નથી. પોતાના સ્વભાવથી ભિન્ન અન્ય કારકોની અપેક્ષા
વિના–નિરપેક્ષપણે પોતે પોતાના નિર્મળભાવરૂપે પરિણમે છે–એવી આત્માની ભાવશક્તિ છે.
પ્રવચનસાર ગાથા ૧૬માં સર્વજ્ઞ થયેલા આત્માને ‘સ્વયંભૂ’ તરીકે વર્ણવતાં આચાર્ય ભગવાને અદ્ભુત વાત
કરી છે; ત્યાં સ્પષ્ટ કહે છે કે–
“શુદ્ધ ઉપયોગની ભાવનાના પ્રભાવથી સમસ્ત ઘાતિકર્મો નષ્ટ થયાં હોવાથી જેણે શુદ્ધ અનંત શક્તિવાળો
ચૈતન્યભાવ પ્રાપ્ત કર્યો છે એવો આત્મા,–
(૧) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાયક સ્વભાવને લીધે સ્વતંત્ર હોવાથી જેણે કર્તાપણાનો અધિકાર ગ્રહણ કર્યો છે
એવો,
(૨) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ પ્રાપ્ય હોવાથી (–પોતે જ પ્રાપ્ત
થતો હોવાથી) કર્મપણાને અનુભવતો,
(૩) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ સાધકતમ (–ઉત્કૃષ્ટ સાધન)
હોવાથી કરણપણાને ધરતો,
(૪) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવને લીધે પોતે જ કર્મવડે સમાશ્રિત થતો હોવાથી
(અર્થાત્ કર્મ પોતાને જ દેવામાં આવતું હોવાથી) સંપ્રદાનપણાને ધારણ કરતો,
(પ) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સમયે પૂર્વે પ્રવર્તેલા વિકળજ્ઞાનસ્વભાવનો નાશ થવા છતાં
સહજ–જ્ઞાનસ્વભાવવડે પોતે જ ધ્રુવપણાને અવલંબતો હોવાથી અપાદાનપણાને ધારણ કરતો, અને
(૬) શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવનો પોતે જ આધાર હોવાથી અધિકરણપણાને
આત્મસાત્ કરતો.
–એ રીતે સ્વયમેવ છ કારકરૂપ થતો હોવાથી.. ‘સ્વયંભૂ’ કહેવાય છે.
આથી એમ કહ્યું કે–નિશ્ચયથી પરની સાથે આત્માને કારકપણાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મ સ્વભાવની
પ્રાપ્તિને માટે સામગ્રી (–બાહ્ય સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો (નકામા) પરતંત્ર થાય છે.”
પરથી નિરપેક્ષપણે જ્ઞાન–આનંદરૂપે પરિણમવાના પોતાના સ્વભાવને અજ્ઞાની જાણતો નથી ને બહારના જ
કારણોને શોધે છે તેથી તે મફતનો વ્યાકુળ–દુઃખી જ થાય છે, ક્યાંય ઠરતો નથી. ઠરવાનું અંતરમાં છે પણ તેને તો તે
જાણતો નથી.–આતમરામને જાણ્યા વિના શેમાં આરામ કરે!
અહીં કહે છે કે બહારના કારણો તો દૂર રહો..પણ વિકારના કર્તા–કર્મ–કરણ વગેરે છ કારકો–જે આત્માની

PDF/HTML Page 18 of 25
single page version

background image
પોષઃ ૨૪૮૪ઃ ૧૭ઃ
પર્યાયમાં હોય છે–તે કારકો અનુસાર પરિણમવાનો પણ આત્માનો સ્વભાવ નથી. પરને લીધે વિકાર થાય કે
પરને લીધે ગુણ થાય એમ જે માને તેણે તો બહારના કારકોને આત્મામાં માન્યા, તે તો મિથ્યાત્વી છે; તેમજ
ભેદરૂપ કારકોથી વિકારરૂપ પરિણમે એવો જ આત્મા માને ને શુદ્ધઆત્મા ન જાણે તો તેણે પણ આત્માના
વાસ્તવિક સ્વભાવને જાણ્યો નથી, તે પણ મિથ્યાત્વી છે. જે સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવ થયો તે દ્રવ્ય સાથે અભેદ
થયો, ત્યાં કર્તા ને કર્મ તેમજ આધાર વગેરે બધા કારકો અભેદ થયા, કર્તા જુદો ને કર્મ જુદું ને સાધન કોઈ
બીજું,–એવો ભેદ ત્યાં ન રહ્યો, જ્ઞાતા પોતે જ છ કારકરૂપ થઈને શુદ્ધભાવરૂપ પરિણમ્યો છે ત્યાં ભેદરૂપ કારકોની
ક્રિયા અસ્ત થઈ ગઈ છે.
જુઓ, આમાં નિમિત્ત વગેરે કારકો તો કાઢી નાખ્યા, કેમકે તેનો તો આત્મામાં અભાવ છે–૧. વિકારી કારકો
પણ આત્માના સ્વભાવમાં નથી તેથી દ્રવ્યદ્રષ્ટિમાં તે પણ કાઢી નાખ્યા–૨. અને નિર્મળ છ કારકના ભેદની દ્રષ્ટિ પણ
કાઢી નાંખી–૩. આ રીતે અભેદસ્વભાવના આશ્રયે ભેદરૂપ કારકોની ક્રિયા રહિત શુદ્ધ ભાવરૂપે આત્મા પરિણમે છે.
આત્મા નિર્મળ છ કારકપણે અભેદ પરિણમે છે; છ કારકના ભેદ ઉપર લક્ષ રહે તો રાગ થાય છે; અને અભેદ આત્માના
આશ્રયે શુદ્ધભાવરૂપે આત્માનું પરિણમન થઈ જાય છે, તેમાં ભેદરૂપ કારકોનું અવલંબન નથી. એટલે અભેદનું જ
અવલંબન છે–એમ આ ભાવશક્તિમાં બતાવ્યું.
(૧) શુદ્ધભાવરૂપ સમ્યક્ત્વાદિ કાર્ય થયું તે આત્માનું કર્મ;
(૨) આત્મા સ્વતંત્રપણે તે રૂપે પરિણમનાર હોવાથી તેનો કર્તા;
(૩) આત્મા વડે જ તે ભાવ કરાયો હોવાથી આત્મા સાધકતમ કરણ;
(૪) આત્મામાંથી જ તે ભાવ પ્રગટયો હોવાથી આત્મા સંપ્રદાન;
(પ) તે ભાવ પ્રગટીને આત્મામાં જ રહ્યો હોવાથી આત્મા અપાદાન;
(૬) આત્માના જ આધારે તે ભાવ થયો હોવાથી આત્મા જ અધિકરણ.
–આ રીતે શુદ્ધભાવમાં પોતાના જ છ કારકો અભેદરૂપ છે; પરંતુ ભેદરૂપ કારકોને આત્મા અનુસરતો નથી, તે
આ પ્રમાણે –
(૧) સમ્યક્ત્વાદિ શુદ્ધભાવરૂપ કાર્ય થયું તે રાગનું કાર્ય નથી, કેમકે રાગભાવ તે રૂપે પરિણમ્યો નથી.
(૨) સમ્યક્ત્વાદિ શુદ્ધભાવનો કર્તા રાગ નથી.
(૩) તે શુદ્ધભાવનું સાધન રાગ નથી માટે રાગ તેનું કરણ નથી;
(૪) તે શુદ્ધભાવ પ્રગટીને રાગમાં નથી રહ્યો માટે રાગ તેનું સંપ્રદાન નથી;
(પ) તે શુદ્ધભાવ રાગમાંથી નથી આવ્યો માટે રાગ તેનું અપાદાન નથી.
(૬) તે શુદ્ધભાવ રાગના આધારે નથી માટે સંગ તેનું અધિકરણ નથી.
–આ રીતે રાગાદિ કારકોને અનુસર્યા વગર જ શુદ્ધભાવરૂપે સ્વયં પરિણમવાનો આત્માનો સ્વભાવ છે, તેને
આ ભાવશક્તિ બતાવે છે. ભાવ એટલે શુદ્ધભાવરૂપે ભવવું– પરિણમવું; તે શુદ્ધભાવરૂપે સ્વયં ભવવાની (સ્વયં
પરિણમવાની) આત્માની શક્તિ છે; તેમાં આત્માથી ભિન્ન બીજા કોઈ કારકોનું અવલંબન નથી.
અહો! નિરાલંબી ચૈતન્યની અપૂર્વ વાત છે! પણ પોતે અંતર્મુખ થઈને પોતાના ચૈતન્યતત્ત્વનું અવલંબન કદી
કર્યું નથી. એક વાર આત્માની અચિંત્ય શક્તિને ઓળખે તો બહારમાં ક્યાંય મોહ ન રહે...ને અંતર્મુખ થતાં
અલ્પકાળમાં મુક્તિ થઈ જાય. આવો આત્મસ્વભાવ સમજવા માટે અંદરથી પ્રેમ આવવો જોઈએ; અંતરમાં ઘણી રુચિથી
–ઘણી દરકારથી–ઘણી પાત્રતાથી–ઘણા પ્રયત્નથી પોતાની કરીને આ વાત સમજવી જોઈએ. જેણે એક વાર પણ
પોતાના આત્મામાં આ વાતના સંસ્કાર બેસાડયા તેને તે સંસ્કાર ફાલીને સિદ્ધદશા થઈ જશે,–તેમાં કોઈ સંદેહ નથી. જે
આ વાત સમજે તેના આત્મામાંથી સંસાર તરફના (–મિથ્યાત્વાદિના) છએ કારકોનું પરિણમન છૂટી જાય, ને મોક્ષ
તરફના કારકોનું પરિણમન (સ્વભાવના આશ્રયે) થવા માંડે.

PDF/HTML Page 19 of 25
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૭૧
“સ્વતંત્રપણે પરિણમે તે કર્તા.”–રાગભાવ કાંઈ સમ્યગ્દર્શનાદિરૂપે પરિણમતો નથી, પણ આત્મા પોતે જ
સ્વતંત્રપણે સમ્યગ્દર્શનાદિરૂપે પરિણમે છે તેથી આત્મા જ તે સમ્યગ્દર્શનાદિનો કર્તા છે, રાગ તેનો કર્તા નથી.
‘કર્તાનું ઇષ્ટ તે કર્મ.’ સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવરૂપે પરિણમવું તે જ આત્માનું ઇષ્ટ છે ને તેનો આત્મા કર્તા છે.
આ સિવાય નિમિત્તને કે રાગને ઇષ્ટ માનીને તેને જ અનુસાર મિથ્યાત્વાદિ ભાવરૂપે જે પરિણમે છે તેને ખરેખર આત્મા
કહેતા નથી, તે તો આસ્રવતત્ત્વમાં જાય છે.
એ જ પ્રમાણે કર્તાનું સાધકતમ સાધન તે કરણ છે. આત્માને સમ્યગ્દર્શનાદિ ઇષ્ટ કાર્યરૂપે પરિણમવામાં પર કે
રાગાદિ ખરું સાધન નથી પણ પોતાનો સ્વભાવ જ સાધકતમ હોવાથી તેનું સાધન છે, તેથી આત્મા જ કરણ છે.
નિમિત્તોને કે રાગને સાધન માનીને તેના આશ્રયે જે પરિણમે છે તેને સમ્યગ્દર્શનાદિ ઇષ્ટ કાર્ય થતું નથી પણ
મિથ્યાત્વાદિ થાય છે.
એ જ પ્રમાણે કર્તા પોતાનું કાર્ય જેને આપે તે સંપ્રદાન; આત્મા પોતાનું સમ્યગ્દર્શનાદિ કાર્ય રાગને કે નિમિત્તને
દેતો નથી તેથી રાગ કે નિમિત્તો તેનું સંપ્રદાન નથી; આત્મા પોતાના સ્વભાવમાં જ અભેદપણે તેને રાખે છે તેથી આત્મા
જ તેનું સંપ્રદાન છે.
જેમાંથી કાર્ય લેવામાં આવે અથવા કાર્યમાં જે ધ્રુવપણે ટકી રહે તે અપાદાન છે. સંયોગો અને રાગ તો છૂટી જાય
છે માટે તે અપાદાન નથી; સમ્યગ્દર્શનાદિ કાર્યમાં આત્મા જ સળંગપણે ટકી રહેનાર છે ને તેમાંથી જ તે કાર્ય લેવામાં
આવે છે, માટે તે જ અપાદાન છે.
એ જ પ્રમાણે રાગ કે નિમિત્તો તે સમ્યગ્દર્શનરૂપી કાર્યનો આધાર પણ નથી, રાગના કે નિમિત્તના આધારે તે
કાર્ય થતું નથી માટે રાગ તેનું અધિકરણ નથી, પણ સ્વભાવ જ તેનો આધાર હોવાથી અધિકરણ છે.
આ રીતે આ ભગવાન આત્મા શુદ્ધભાવરૂપ પરિણમનમાં પરના કારકો અનુસાર થતી ક્રિયાથી રહિત છે, પરના
કારકો અનુસાર થતી જે વિકારી ક્રિયા તેનાથી રહિત શુદ્ધભાવરૂપ ભવનમાત્ર શક્તિવાળો આત્મા છે, તેમાં અંતર્મુખ
જોયે જ કલ્યાણ છે.
આત્માનો સ્વભાવ શું છે તેની આ વાત ચાલે છે. પર્યાયમાં રાગ–દ્વેષ–મોહરૂપ વિકાર કરે છે તે પણ
જીવ પોતે જ કરે છે પણ તે જીવનું ખરૂં સ્વરૂપ નથી. વિકારને જ પોતાના સ્વરૂપ તરીકે માનવાથી જીવ
સંસારમાં દુઃખ ભોગવી રહ્યો છે. વિકાર વગરનું પોતાનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેને ઓળખે તો દુઃખ ટળીને
મુક્તિ થાય, માટે આચાર્યદેવ કહે છે કે હે જીવ! ભિન્ન કારકો અનુસાર વિકારરૂપે કે હીનતારૂપે પરિણમવાનો
તારો સ્વભાવ નથી, પણ તેનાથી રહિત શુદ્ધતારૂપે ને પૂર્ણતારૂપે પરિણમવાનો તારો સ્વભાવ છે. પરથી
નિરપેક્ષતા થતાં પોતાના સ્વભાવથી પૂર્ણતા જ છે. બસ! પૂર્ણતા..પૂર્ણતા ને પૂર્ણતા જ છે–એવા સ્વભાવનો
સ્વીકાર તે સમ્યગ્દર્શન છે. અને આવા સ્વભાવને ચૂકીને, પરને કારકો માનીને, અજ્ઞાનદશામાં વિકારપણે પણ
પોતે જ પોતાના કારકોથી પરિણમે છે, કોઈ બીજું તેને પરિણમાવતું નથી. પ્રવચનસાર ગા. ૧૮૬માં કહે છે કે
“તે આ આત્મા પરદ્રવ્યનાં ગ્રહણ–ત્યાગ વિનાનો હોવા છતાં પણ હમણાં સંસાર–અવસ્થામાં, પરદ્રવ્ય
પરિણામને નિમિત્તમાત્ર કરતા એવા કેવળ સ્વપરિણામમાત્રનું–તે સ્વપરિણામ દ્રવ્યત્વભૂત હોવાથી તેનું–
કર્તાપણું અનુભવતો થકો, તેના એ જ સ્વપરિણામને નિમિત્તમાત્ર કરીને કર્મપરિણામને પામતી એવી
પુદ્ગલરજ વડે વિશિષ્ટ અવગાહરૂપે ગ્રહાય છે અને કદાચિત્ મુકાય છે.” “
स इदाणिं कत्ता सं
सगपरिणामस्स दव्वजादस्स” એમ મૂળ સૂત્રકાર ભગવાને કહ્યું છે તેમાંથી આ સ્પષ્ટ અર્થ ટીકાકાર
આચાર્યદેવે ખુલ્લો કર્યો છે. વિકારી પરિણામ પણ આત્માના અસ્તિત્વમાં થાય છે તેથી તેને दव्वजादस्स કહ્યા
છે, અને તે સ્વપરિણામનો કર્તા આત્મા જ થાય છે, એમ બતાવ્યું છે. પણ જ્યાં શુદ્ધ ચિદાનંદસ્વરૂપને દ્રષ્ટિમાં
લઈને તેની સન્મુખ થયો ત્યાં તે અશુદ્ધપરિણમન રહેતું નથી; અને અલ્પરાગાદિ રહે તેનું કર્તાપણું પણ શુદ્ધ
દ્રવ્યની દ્રષ્ટિમાં રહેતું નથી. સાધકદશામાં વિકારી કારકોની ક્રિયા રહિત નિર્મળ ભાવરૂપે પોતે જ સ્વતઃ પરિણમે
છે. આ રીતે બંધમાર્ગમાં તેમજ મોક્ષમાર્ગમાં આત્મા એકલો જ છે.
આ સંબંધમાં પ્રવચનસાર ગા. ૧૨૬માં કહે છે કે–“જે પુરુષ એ રીતે ‘કર્તા, કરણ, કર્મ અને કર્મફળ આત્મા જ
છે’ એમ નિશ્ચય કરીને ખરેખર પરદ્રવ્યરૂપે

PDF/HTML Page 20 of 25
single page version

background image
પોષઃ ૨૪૮૪ઃ ૧૯ઃ
પરિણમતો નથી તે જ પુરુષ, પરદ્રવ્ય સાથે સંપર્ક જેને અટકી ગયો છે અને દ્રવ્યની અંદર પર્યાયો જેને પ્રલીન થયા છે
એવા શુદ્ધઆત્માને ઉપલબ્ધ કરે છે; પરંતુ અન્ય કોઈ એવા શુદ્ધ આત્માને ઉપલબ્ધ કરતો નથી.”
વળી આ વાત વિશેષ સ્પષ્ટ સમજાવતાં આચાર્યદેવ કહે છે કે–“જ્યારે...હું...સંસારી હતો ત્યારે પણ
(–અજ્ઞાનદશામાં પણ) મારું કોઈ પણ સંબંધી નહોતું. ત્યારે પણ હું એકલો જ કર્તા હતો, કારણ કે હું એકલો જ
ઉપરક્ત ચૈતન્યરૂપ સ્વભાવવડે સ્વતંત્ર હતો (અર્થાત્ સ્વાધીનપણે કરતો હતો); હું એકલો જ કરણ હતો, કારણ કે હું
એકલો જ ઉપરક્ત ચૈતન્યરૂપ સ્વભાવવડે સાધકતમ (–ઉત્કૃષ્ટ સાધન) હતો; હું એકલો જ કર્મ હતો, કારણ કે હું
એકલો જ ઉપરક્ત ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્માથી પ્રાપ્ય (–પ્રાપ્ત થવા યોગ્ય) હતો; અને હું
એકલો જ સુખથી વિપરીત લક્ષણવાળું ‘દુઃખ’ નામનું કર્મફળ હતો–કે જે (ફળ) ઉપરક્ત ચૈતન્યરૂપે પરિણમવાના
સ્વભાવવડે નિપજાવવામાં આવતું હતું.”
“...હમણાં પણ (– મુમુક્ષુદશામાં અર્થાત્ જ્ઞાનદશામાં પણ) ખરેખર મારું કોઈ પણ નથી. હમણાં પણ હું એકલો
જ કર્તા છું, કારણ કે હું એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપ સ્વભાવવડે સ્વતંત્ર છું (અર્થાત્ સ્વાધીનપણે કરું છું); હું એકલો
જ કરણ છું, કારણ કે હું એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપ સ્વભાવવડે સાધકતમ છું; હું એકલો જ કર્મ છું કારણ કે હું
એકલો જ સુવિશુદ્ધ ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવને લીધે આત્માથી પ્રાપ્ય છું; અને હું એકલો જ
અનાકુળતાલક્ષણવાળું ‘સુખ’ નામનું કર્મફળ છું–કે જે (ફળ) સુવિશુદ્ધ ચૈતન્યરૂપે પરિણમવાના સ્વભાવવડે
નિપજાવવામાં આવે છે.”
“આ રીતે બંધમાર્ગમાં તેમજ મોક્ષમાર્ગમાં આત્મા એકલો જ છે એમ ભાવનાર આ પુરુષ પરમાણુની માફક
એકત્વ ભાવનામાં ઉન્મુખ હોવાથી (–અર્થાત્ એકત્વને ભાવવામાં તત્પર–લાગેલો–હોવાથી), તેને પરદ્રવ્યરૂપ પરિણતિ
બિલકુલ થતી નથી; અને, પરમાણુની માફક (અર્થાત્ જેમ એકત્વભાવે પરિણમનાર પરમાણુ પર સાથે સંગ પામતો
નથી તેમ), એકત્વને ભાવનાર પુરુષ પર સાથે સંપૃક્ત થતો નથી; તેથી પરદ્રવ્ય સાથે અસંપૃક્તપણાને લીધે તે સુવિશુદ્ધ
હોય છે. વળી, કર્તા, કરણ, કર્મ અને કર્મફળને આત્માપણે ભાવતો થકો તે પુરુષ પર્યાયોથી સંકીર્ણ (–ખંડિત) થતો
નથી; અને તેથી પર્યાયો વડે સંકીર્ણ નહિ થવાને લીધે સુવિશુદ્ધ હોય છે.”
વિકારદશા વખતે પણ તેના છએ કારક જો કે આત્મામાં છે, પરંતુ તે અશુદ્ધ છ કારકો અનુસાર
પરિણમવાનો આત્માનો ત્રિકાળી સ્વભાવ નથી–એમ અહીં બતાવવું છે. આત્મામાં એક એવો
અનાદિઅનંતભાવ છે કે જે પરનો કે વિકારનો કર્તા થતો નથી. આત્માની અનંતશક્તિઓમાં વિકારની કર્તા–
કર્મ–કરણ –સંપ્રદાન–અપાદાન કે અધિકરણ થાય એવી તો કોઈ શક્તિ નથી, તે તો માત્ર ક્ષણિક પર્યાયનો ધર્મ
છે; તેથી અનંતશક્તિવાળા અખંડ આત્માની દ્રષ્ટિમાં તો તેનો અભાવ જ છે. આવા સ્વભાવની સન્મુખ થઈને
શુદ્ધભાવરૂપે પરિણમતાં ધર્મીને ભાન થયું કે અહો! વિકારી કારકોની ક્રિયાને અનુસાર પરિણમવાનો મારો
સ્વભાવ નથી. અભેદસ્વભાવમાં એકત્વપણે શુદ્ધભાવરૂપે પરિણમવાનો જ મારો સ્વભાવ છે. શરીર–મન–
વાણીનો, પરજીવનો કે પુણ્ય–પાપનો કર્તા થઈને પરિણમવાનો આત્માનો સ્વભાવ નથી. પર્યાયમાં એક
સમયપૂરતી વિકારની અમુક લાયકાત છે તેને ધર્મી જાણે છે, પણ તેને શુદ્ધસ્વભાવમાં ખતવતા નથી, તેને
આદરણીય માનતા નથી. માટે શુદ્ધસ્વભાવના આદરની દ્રષ્ટિમાં વિકારનો અભાવ જ વર્તે છે. જો વિકારના
અભાવરૂપ ત્રિકાળ નિર્દોષ સ્વભાવની દ્રષ્ટિ છોડીને એકલા વિકાર ભાવને જ જાણવામાં રોકાય તો ત્યાં એકાંત
પર્યાયબુદ્ધિરૂપ મિથ્યાત્વ થાય છે.
શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે આ ૪૭ શક્તિઓમાં આખા સમયસારનું દોહન કરીને આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. આ
સૂક્ષ્મ અંતરનો વિષય છે. ટૂંકામાં ઘણું રહસ્ય ભરી દીધું છે. અંતરમાં ઊંડો ઊતરીને સમજે તેને તેની ગંભીરતાના
મહિમાની ખબર પડે.
આ ભગવાન આત્મામાં અનંત શક્તિઓ છે; તે બધી શક્તિઓ કેવી છે?–(૧) આત્માની કોઈપણ શક્તિ
એવી નથી કે શરીરાદિ પરનું કાર્ય કરે; એટલે જે પરનું કર્તાપણું માને છે તેણે આત્માની શક્તિને ઓળખી નથી. (૨)
પર્યાયમાં એક સમય પૂરતો જે