PDF/HTML Page 1 of 25
single page version
PDF/HTML Page 2 of 25
single page version
ગૂઢગંભીર ઊંડા ઊંડા અનેક ભાવો આ પરમાગમમાં ભર્યાં છે તે બધા ભાવો
બુદ્ધિ અમારામાં નથી, તેમની પાસે તો અમે બાળક જેવા છીએ. ક્યાં એ બુદ્ધિના
દરિયા! ને ક્યાં હું–છતાં ગુરુપરંપરાથી જે કાંઈ ભાવો અમને પ્રાપ્ત થયા છે તે
મંથન ચાલ્યા કરે છે, અને તેથી ભવ્ય જીવોના હિતને માટે આ ટીકા પણ રચાય
છે. અહા; સંતોની નિર્માનતા અને ભદ્રિકતા તો જુઓ! પોતે જ્ઞાનના દરિયા છે,
પ્રભો! આપની પાસે તો અમે બાળક જેવા મંદબુદ્ધિ છીએ.
PDF/HTML Page 3 of 25
single page version
શહેરમાં પણ ભવ્ય દિગંબર જિનમંદિરનું નિર્માણ થયું છે, ને તેમાં જિનેન્દ્ર ભગવાનની
પ્રતિષ્ઠા માટેનો પંચકલ્યાણક મહોત્સવ ઊજવવાનું નક્કી થયું છે. પ્રતિષ્ઠાનું મુહૂર્ત
વૈશાખ સુદ તેરસનું છે. આ નિમિત્તે પૂ. ગુરુદેવના મંગલ વિહારનો કાર્યક્રમ હાલ નીચે
મુજબ વિચારવામાં આવ્યો છે, આ વિહાર ડોળી મારફત થવાનો છેઃ
તથા રાણાવાવ થઈને, લગભગ ફાગણ સુદ તેરસે પોરબંદર પહોંચશે; ત્યાં આઠેક
દિવસ રોકાઈ, વચ્ચેના ગામો થઈને રાજકોટ ફાગણ વદ ૧૨ ના રોજ પહોંચશે. ચૈત્ર
સુદ ૧૨ વાંકાનેર પધારશે; ત્યાંથી મોરબી પધારશે; ત્યારબાદ, ધ્રાંગધ્રા, ગુજરવદી,
જોરાવરનગર વગેરે ગામો થઈને, વૈશાખ સુદ એકમ(પહેલી)ના રોજ સુરેન્દ્રનગર,
વૈશાખ સુદ ચોથે વઢવાણ શહેર, ને વૈશાખ સુદ આઠમે લીંબડી શહેર પધારશે. ત્યાં
પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે; ત્યારબાદ ચૂડા, રાણપુર, બોટાદ, વીંછીયા
ને ગઢડા થઈને ઉમરાળા જેઠ સુદ ત્રીજે પધારશે; ને ત્યારબાદ સોનગઢ પધરામણી
થશે. (વાંકાનેર–ચૈત્ર સુદ તેરસ, સુરેન્દ્રનગર–વૈશાખ સુદ ત્રીજ, વઢવાણ–શહેર–
વૈશાખ સુદ સાતમ, ઉમરાળા–જેઠ સુદ ચોથ,–આ બધા ગામોની જિનમંદિર પ્રતિષ્ઠાની
વર્ષગાંઠ પ્રસંગે પૂ. ગુરુદેવ તે જ ગામમાં બિરાજમાન હશે. મહાવીર જન્મકલ્યાણક
મહોત્સવ વાંકાનેરમાં ઊજવાશે. ગુરુદેવનો ૬૯મો જ જન્મોત્સવ સુરેન્દ્રનગરમાં
ઉજવાશે.
હતી. એ તીર્થયાત્રાના મંગલ દિવસો ફરીને આવતાં, જે દિવસે જે તીર્થધામની યાત્રા
થયેલી તેનું સ્મરણ કરીને, તે દિવસે જે તીર્થધામની સમૂહપૂજા સોનગઢ જિનમંદિરમાં
કરવામાં આવે છે, ને કોઈ કોઈ વાર પૂ. ગુરુદેવ પ્રવચનમાં પણ સિદ્ધવરકૂટ વગેરે
તીર્થધામોના સ્મરણો કહે છે,–આમ, એ આનંદકારી તીર્થયાત્રાનું ફરી ફરીને સ્મરણ
થાય છે. વિશેષમાં, એ તીર્થયાત્રાના ભવ્ય પ્રસંગની ફિલ્મ પણ ઉતારવામાં આવેલી છે,
તેનું પણ સોનગઢમાં પ્રદર્શન થતાં એ ભવ્ય તીર્થયાત્રાના દ્રશ્યો ફરીને જાણે નજર
સમક્ષ જ બની રહ્યા હોય–એવું લાગે છે..અથવા તો, ગુરુદેવની અને ભક્તજનોની
મહાન ભક્તિથી અત્યંત પ્રસન્ન થઈને બધાય તીર્થધામો સુવર્ણપુરે પધાર્યા હોય!–એમ
લાગે છે. સોનગઢના આંગણે જ બધાય તીર્થધામોનાં દર્શન કરતાં ભક્તોને બહુ આનંદ
થાય છે (આખી ફિલ્મ લગભગ ૬૪૦૦ ફીટ લાંબી છે.)
સાથે) કરવાની સૌની ભાવના છે.
PDF/HTML Page 4 of 25
single page version
અંક ચોથો રામજી માણેકચંદ દોશી ૨૪૮૪
આત્મામાં છે. તારા આત્માની સ્વતંત્ર પ્રભુતાના પ્રતાપને કોઈ
ખંડિત કરી શકે તેમ નથી. અનાદિથી તેં જ તારી પ્રભુતાને
ભૂલીને તેનું ખંડન કર્યું છે; હવે તારા આત્મસ્વભાવની
પ્રભુતાને પ્રતીતમાં લઈને તેનું અવલંબન કર, તેથી તારી
પામરતા ટળી જશે ને અખંડ પ્રતાપવાળી પ્રભુતાથી તારો
આત્મા સ્વતંત્રપણે શોભી ઊઠશે.
પામર છે. જે જીવ સમ્યગ્દર્શન વડે આત્માની પ્રભુતાને ઓળખે
છે તે જીવ અલ્પકાળમાં ‘પ્રભુ’ થઈ જાય છે; સ્વતંત્રતાથી
શોભિત એની પ્રભુતાના અખંડ પ્રતાપને કોઈ તોડી શકતું
નથી. આત્માની પ્રભુતાની પ્રતીતનું આ ફળ છે.
અહાહા! ભાવલિંગી સંતમુનિ મળે ને આવી અધ્યાત્મની વાત સંભળાવતા હોય તો, એના ચરણ પાસે બેસીને..
PDF/HTML Page 5 of 25
single page version
કરી; શ્રી રામ–લક્ષ્મણ–સીતાજી વિદેશ સીધાવ્યા.. ને
અયોધ્યાના રાજસિંહાસન ઉપર વૈરાગ્યવંત ભરતકુમારનો
રાજ્યાભિષેક થયો..વૈરાગી ભરતની ત્યાર પછીની આ કથા
હવે આગળ ચાલે છે. (મોટા પદ્મપુરાણના આધારેઃ બ્ર.
હરિલાલ જૈન)
વચનના પાલનની ખાતર રામ પાછા આવતા નથી ને વિદેશગમન કરે છે. ભરતરાજ ઉદાસીનતાપૂર્વક, શ્રાવકધર્મ
અંગીકાર કરીને ધર્મપાલનપૂર્વક રાજ્ય સંભાળે છે.
જિનમંદિરો બંધાવે છે તેથી તે પર્વત “રામગીરી” તરીકે પ્રસિદ્ધિ પામે છે. એક વાર નર્મદા–કિનારે વનમાં
ગુપ્તિ–સુગુપ્તિ નામના ચારણમુનિવરોને રામચંદ્રજી ભક્તિપૂર્વક આહારદાન કરે છે; એ પ્રસંગ દેખીને ત્યાં ઝાડ
ઉપર બેઠેલા એક ગૃદ્ધપક્ષીને જાતિસ્મરણ થાય છે ને મુનિરાજના ચરણસમીપે ભક્તિપૂર્વક પાંખો ફેલાવીને તે
નૃત્ય કરે છે.
મંદોદરી વગેરે હજારો રાણીઓ પણ દીક્ષા લઈને અર્જિકા થાય છે..રામ–લક્ષ્મણ–સીતા વગેરે લંકામાં રાવણના મહેલમાં
શાંતિનાથ જિનમંદિરમાં ભક્તિ કરે છે..ત્યારબાદ ત્રણ ખંડના અધિપતિ રામ–લક્ષ્મણ, બળદેવ–વાસુદેવ તરીકે
અયોધ્યાનગરીમાં પ્રવેશ કરે છે, અયોધ્યામાં ઘરેઘરે રત્નવૃષ્ટિ થાય છે, ને ઠેરઠેર નવા જિનમંદિરો બંધાય છે. રામ–
લક્ષ્મણ–સીતાના દર્શનથી ભરત બહુ ખુશી થાય છે..
તેને રોકયો; ને રામચંદ્રજી અતિસ્નેહપૂર્વક તેને કહેવા લાગ્યા–હે બંધુ! પિતાજી જ્યારે વૈરાગ્ય પામ્યા ત્યારે આ
રાજસિંહાસન ઉપર તને બેસાડયો છે, તેથી તું જ આ રઘુવંશનો સ્વામી છે. આ સુદર્શનચક્ર તથા દેવો અને વિદ્યાધરો
તારી આજ્ઞામાં રહેશે, હું તારા શિરે છત્ર ધરીશ, ભાઈ શત્રુઘ્ન ચામર ઢાળશે અને લક્ષ્મણ તારું મંત્રીપણું કરશે, હે
ભરત! જો તું અમારા વચન નહિ માને તો
PDF/HTML Page 6 of 25
single page version
તું આ રાજ્ય કર. પછી તારી સાથે હું પણ મુનિપણું અંગીકાર કરીશ.
શીઘ્ર મોક્ષને સાધવા માગું છું. સ્વર્ગસમાન આ ભોગોમાં કે રાજસંપદામાં મને ક્યાંય રુચિ નથી. રત્નત્રયરૂપ જહાજમાં
બેસીને હવે હું આ સંસારસમુદ્રને તરવા ચાહું છું. અનંતકાળના જન્મ–મરણોથી આ આત્મા ખેદખિન્ન થયો–
તેનાથી હવે બસ થાઓ..
વિવાદ શો? હે શ્રીરામ! હે લક્ષ્મણ! તમે બળદેવ–વાસુદેવનો મહાન વૈભવ પ્રાપ્ત કર્યો છે તો પણ મને હવે તેમાં
રુચિ નથી. કેમ કે–જેમ સમુદ્ર નદીઓનાં પાણીથી કદી તૃપ્ત થતો નથી તેમ બાહ્ય વિષયો વડે આત્માને કદી તૃપ્તિ
થતી નથી. માટે હવે તો હું તત્ત્વજ્ઞાનના માર્ગમાં (–મુનિમાર્ગમાં) પ્રવર્તીશ.
સ્નેહપૂર્વક લક્ષ્મણે તેનો હાથ ઝાલીને રોકયો..માતા કૈકેયી પણ આંસુ સારતી આવી...રામ–લક્ષ્મણની રાણીઓ (સીતા,
વિશલ્યા, વગેરે) એ પણ ભરતને ઘણો વિનવ્યો..અને જલક્રીડા માટે સરોવર કિનારે લઈ ગઈ..પણ આ તો અત્યંત
વિરક્ત છે..બધા જલક્રીડા કરે છે ત્યારે આ તો સરોવરના કાંઠે ઊભો છે..ને બાજુમાં આવેલા જિનમંદિરમાં જઈને
ભગવાનની પૂજા–ભક્તિ કરે છે...
હાથી નગરનો દરવાજો તોડીને, ભરત જ્યાં પૂજા કરતો હતો ત્યાં આવ્યો..સીતા વગેરે રાણીઓ ભયભીત થઈને
ભરતના શરણે આવી. હાથીને ભરત તરફ જતો દેખીને તેની માતા હાહાકાર કરવા લાગી...સીતા વગેરેને
બચાવવા માટે ભરત તેમની આગળ આવીને ઊભો રહ્યો. ભરતને દેખતાં જ હાથીને જાતિસ્મરણ થયું..તે
પોતાનો પૂર્વભવ વિચારીને શાંતચિત્ત થઈ ગયો ને સૂંઢ નરમ કરીને વિનયપૂર્વક ભરતની પાસે ઊભો.
ભરતે મધુર વાણીથી કહ્યુંઃ અહો ગજરાજ! કયા કારણથી તું ક્રોધિત થયો! ભરતના વચન સાંભળતાં અત્યંત
શાંત અને સૌમ્ય થઈને ત્રિલોકમંડન હાથી ભરતની સામે જોઈ રહ્યો અને મનમાં વિચારવા લાગ્યોઃ અહા! આ
ભરત મારો પરમ મિત્ર છે, છઠ્ઠા સ્વર્ગમાં અમે બંને સાથે હતા; ત્યાંથી આ તો ઉત્તમપુરુષ થયો ને હું મહાનિંદ્ય
પશુયોનિ પામ્યો! ધિક્કાર આ જન્મને! હવે શોચ કરવો વૃથા છે, હવે તો એવો ઉપાય કરું કે જેથી આત્માનું
કલ્યાણ થાય, ને સંસાર ભ્રમણમાં ન ભમું. શોચ કરવાથી શું? હવે સર્વ પ્રકારનો ઉદ્યમ કરીને ભવદુઃખથી
છૂટવાનો ઉપાય કરું–આ રીતે, જેને પૂર્વ ભવનું ભાન થયું છે એવો તે ગજેન્દ્ર અત્યંત વિરક્ત થઈને
હિતચિંતન કરવા લાગ્યો.
શાંત થયો ત્યારથી બધી ચેષ્ઠા છોડીને,
PDF/HTML Page 7 of 25
single page version
નિશ્ચલપણે શાંતચિત્તે આંખો મીંચીને ધ્યાનારૂઢ ઊભો રહે છે; ગીત સાંભળતો નથી, નૃત્ય દેખતો નથી–ખબર નથી
પડતી કે એના મનમાં શું છે? આ સાંભળીને બંને ભાઈ પણ ચિંતાવાન થઈને વિચારવા લાગ્યા કે હાથી ગજબંધન
તોડીને શા માટે ભાગ્યો? ને પાછો! અચાનક ભરત પાસે કેમ ક્ષમાવાન બની ગયો? ને ત્યારથી તે આહાર–પાણી કેમ
નથી લેતો?
આગમન સાંભળતાં જ ભરત વગેરેને ઘણી પ્રસન્નતા થઈ, ને ત્રિલોકમંડન હાથી ઉપર બેસીને રામ–લક્ષ્મણ–ભરત–
શત્રુઘ્ન તેમના દર્શને ગયા; સાથે કૌશલ્યા–સુમિત્રા–કૈકેયી અને સુપ્રભા એ ચારે રાજમાતાઓ પણ અનેક રાણીઓ
સહિત ગયાં; સુગ્રીવ આદિ અનેક વિદ્યાધર રાજાઓ પણ સાથે ચાલ્યા. દૂરથી જ કેવળી ભગવાનને જોતાં રામ વગેરે
હાથી ઉપરથી ઉતરી ગયા, ને ભગવાન સમીપ જઈને વિનયપૂર્વક દર્શન–પૂજનાદિ કર્યા, અને વૈરાગ્યઉત્પાદક ને રાગનો
નાશક એવો ભગવાનનો ઉપદેશ સાંભળ્યો; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે મોક્ષનું કારણ છે–એનું વર્ણન દિવ્યધ્વનિમાં
સાંભળ્યું.
હાથીને ઘણા ભવથી સંબંધ ચાલ્યો આવે છે. ભગવાન ઋષભદેવના વખતમાં તેઓ બંને સૂર્યોદય અને ચંદ્રોદય
નામના ભાઈઓ હતા, ત્યારે મારીચીના સંબંધથી મિથ્યાત્વના સેવન વડે કુધર્મનું આચરણ કરીને અનેક ભવોમાં
ભમતાં ભમતાં, વિમલનાથ ભગવાનના વખતમાં તે બંને હરણ થયેલા; તે વખતે સ્વયંભૂતિ નામના ત્રીજા નારાયણે
તેમને પકડી જિનમંદિરની પાસે રાખેલા. જિનમંદિરની સમીપ હોવાને કારણે તે હરણોને અનેક મુનિઓના દર્શન
થતાં ને જિનવાણીનું શ્રવણ થતું.
પાલન કરી, છઠ્ઠા–બહ્મોત્તર સ્વર્ગમાં ગયો.
મહામુનિ ચાર માસના ઉપવાસ કરીને રહેલા. ચાર માસ પૂર્ણ થતાં તે ગુણનિધાન મુનિ તો બીજે વિહાર કરી ગયા; ને
તે વખતે મૃદુમતિ મુનિ તે નગરમાં આવ્યા. નગરીના લોકોએ મૃદુમતિ મુનિને જ પૂર્વોક્ત ચાર માસના ઉપવાસ
કરનારા મુનિ સમજીને ઘણા આદરથી તેમની પ્રશંસાદિક કરીને આહારાદિ આપ્યાં. આણે પણ જાણ્યું કે પર્વત ઉપર ચાર
માસ ઉપવાસ કરીને રહેલા મહામુનિને ભરોસે લોકો ભ્રમથી મારી અધિક પ્રશંસા કરી રહ્યા છે–આમ જાણવા છતાં
માનને લીધે તેણે ન તો લોકો પાસે કંઈ ખુલાસો કર્યો, કે ન ગુરુ પાસે પ્રાયશ્ચિત કરીને શલ્ય દૂર કર્યું; આ તીવ્ર
માયાશલ્ય જ તેને તિર્યંચ અવતારનું કારણ થયું. અહીંથી તો તે મૃદુમતિ મુનિ છઠ્ઠા સ્વર્ગે–ભરતના જીવની સાથે
ઉપજ્યાંં.
સંસારથી વિરક્ત થઈને આત્મહિતનું ચિંતન કરતો થકો ખાનપાનથી પણ ઉદાસ વર્તે છે. ભરત તો આજ ભવે મોક્ષ
પામનાર ચરમશરીરી છે, ને હાથીનો જીવ પણ નિકટ ભવ્ય છે. રત્નત્રયરૂપ વીતરાગી જિન ધર્મ જ મોક્ષપ્રાપ્તિ
કરાવવા સમર્થ છે, માટે ભવ્યજીવો તેનું આરાધન કરો.
PDF/HTML Page 8 of 25
single page version
કહેવા લાગ્યોઃ
ચાર ગતિરૂપ નદીમાં હું ડૂબું છું તેમાંથી, હે સ્વામી! હસ્તાવલંબન દઈને મને ઉગારો..” આમ કહીને, કેવળી
ભગવાનની આજ્ઞા અનુસાર જેણે સમસ્ત પરિગ્રહ છોડી દીધો છે એવા તે પરમ સમ્યક્ત્વી ભરતરાજે, પોતાના
કોમળ હાથ વડે શિરના કેશનો લોચ કર્યો, ને મહાવ્રત અંગીકાર કરીને જિનદીક્ષા ધારણ કરી. અહા! ભરતની
દીક્ષાના આ પ્રસંગે આકાશમાં દેવો “ધન્ય..ધન્ય” કહેતા થકા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. હજારથી પણ વધારે
રાજાઓ ભરતના અનુરાગને લીધે વિરક્ત થઈને, રાજઋદ્ધિ છોડી ભરતની સાથે જ જિનદીક્ષા ધારણ કરીને મુનિ
થયા, અને કેટલાક અણુવ્રતધારી શ્રાવક થયા.
કરવા લાગીઃ ‘હાય પુત્ર! તારા વિના હવે હું કેમ જીવીશ!!’–આ પ્રમાણે વિલાપ કરતી માતાને ધૈર્ય બંધાવતાં
રામ–લક્ષ્મણે કહ્યુંઃ હે માતા! ભરત તો પહેલેથી જ મહાવિવેકી, જ્ઞાનવાન અને સંસારથી અત્યંત વિરક્ત હતો;
તેનો શોક તજો. શું અમે પણ તમારા પુત્રો નથી? અમે તમારા આજ્ઞાકારી કિંકર છીએ. કૌશલ્યા–સુમિત્રા
તેમજ સુપ્રભાએ પણ કૈકેયીને ઘણું સંબોધન કર્યું. તેથી શોકરહિત થઈને તે પ્રતિબોધ પામી. શુદ્ધ મન વડે
પોતાના મોહની તે નિંદા કરવા લાગી, અરે! ધિક્કાર છે આ સ્ત્રી પર્યાયને; હવે જિનદીક્ષા ધારણ કરીને
એવો ઉપાય કરું કે જેથી ફરીને સ્ત્રીપર્યાય ન ધરું ને ભવસાગરને તરું. આમ આમ વિચારી મહાજ્ઞાનવાન
અને સદા જિનશાસનની ભક્ત એવી તે કૈકેયી, મહાવૈરાગ્યથી પૃથ્વીમતી આર્યિકાની પાસે આર્યિકા થઈ.
નિર્મળ સમ્યક્ત્વની ધારક કૈકેયીએ સમસ્ત પરિગ્રહ ત્યાગીને માત્ર એક શ્વેતવસ્ત્ર ધારણ કર્યું. તેની સાથે બીજી
ત્રણસો સ્ત્રીઓ આર્યિકા થઈ. અને બીજા અનેક જીવોએ શ્રી દેશભૂષણ–કૂલભૂષણ કેળવી ભગવાનની સમીપે
શ્રાવક–શ્રાવિકાના વ્રત ધારણ કર્યાં.
પંદર–પંદર દિવસના, કે મહિના–મહિનાના ઉપવાસ કરવા લાગ્યો, ને સુકાં પાન વડે પારણું કરતો હતો.
સંસારથી ભયભીત અને ઉત્તમ ચેષ્ટામાં પરાયણ એવો તે ત્રિલોકમંડન હાથી લોકો વડે પૂજ્ય એવી
મહાવિશુદ્ધિને ધારણ કરતો પૃથ્વીને વિષે વનજંગલમાં વિચરવા લાગ્યો. ક્યારેક પંદર દિવસના, તો ક્યારેક
મહિનાના ઉપવાસ કરીને તેના પારણે જ્યારે ગામમાં આવે છે ત્યારે શ્રાવકો અતિભક્તિપૂર્વક શુદ્ધ અન્ન
જળવડે તેને પારણું કરાવે છે. (સોનગઢ–સ્વાધ્યાય મંદિરમાં આ પ્રસંગનું ચિત્ર છે.) જેનું શરીર ક્ષીણ થઈ ગયું
છે અને વૈરાગ્યરૂપી ખીલે જે બંધાયેલો છે એવો તે હાથી ઉગ્ર તપ કરતો હતો, ને ધીમે ધીમે આહાર ત્યાગીને
અંતસલ્લેખનાપૂર્વક શરીર તજીને છઠ્ઠા સ્વર્ગમાં દેવ થયો. પહેલાં છઠ્ઠા સ્વર્ગેથી આવ્યો હતો ને છઠ્ઠા સ્વર્ગે જ
ગયો; ત્યાંથી પરંપરા મોક્ષ પામશે.
PDF/HTML Page 9 of 25
single page version
વળી જાણીને દુઃખ કારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨
દુઃખનાં કારણો છે–એમ જાણીને જ્યારે જીવ પોતાના જ્ઞાન સ્વભાવ તરફ ઢળે છે ત્યારે તેને ક્રોધાદિ
આસ્રવોથી નિવૃત્તિ થાય છે, અને તેથી તેને બંધન થતું નથી. આ રીતે સ્વભાવ તરફ વળેલા જ્ઞાનમાત્રથી
જ બંધન અટકી જાય છે.
અનુભવાતા હોવાથી અશુચી છે–અપવિત્ર છે.
ઉત્તરઃ– આત્મા
ક્રોધાદિ આસ્રવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ સ્વ–પરને જાણતા નથી, તેઓ તો બીજા વડે જણાવા
યોગ્ય છે;–એ રીતે આત્મા અને ક્રોધાદિને ભિન્નપણું છે.
શત્રુ કે મિત્ર, મહેલ કે જંગલ, સુખ કે દુઃખ, રત્ન કે રજકણ–એ સર્વે જેને સમાન છે એવા વીતરાગી,–તે શાસ્ત્રોક્ત
મુનિમાર્ગમાં વિચરી રહ્યા છે, તપના પ્રભાવથી અનેક ઋદ્ધિઓ પ્રગટી છે પણ એનું ચિત્ત તો ચૈતન્યની કેવળજ્ઞાનઋદ્ધિ
પ્રાપ્ત કરવામાં લાગેલું છે, કોમળ પગમાં સોય જેવા કાંટા ખૂંચી જાય છે પણ તે તરફ કાંઈ લક્ષ નથી. આવા
ભરતમુનિરાજે શુક્લધ્યાનની શ્રેણી વડે મોહનો નાશ કરીને, લોકાલોકપ્રકાશક એવું કેવળજ્ઞાન પ્રગટ કર્યું; અને પછી
અઘાતી કર્મોને પણ નષ્ટ કરીને સિદ્ધપદ પામ્યા.–તેમને અમારા અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર હો!
PDF/HTML Page 10 of 25
single page version
ઉત્તરઃ– બીજો એટલે ચૈતન્યસ્વભાવ; ક્રોધાદિ આસ્રવો પોતે પોતાને જાણતા નથી, પણ તેનાથી બીજો (–જુદો)
જડસ્વભાવી છે, ને ભગવાન આત્મા તો સ્વ–પરને જાણનાર હોવાથી ચૈતન્યસ્વભાવી છે–આ રીતે
આત્માને આસ્રવોથી ભિન્નપણું છે. ક્રોધ પોતે પોતાને જાણતો નથી કે ‘હું ક્રોધ છું.’ ક્રોધથી જુદું એવું
જ્ઞાન જ જાણે છે કે ‘આ ક્રોધ છે.’ આ રીતે ક્રોધ પોતે જાણનાર સ્વભાવી નથી, તે તો જણાવા યોગ્ય છે;
ને આત્મા પોતે જાણનાર સ્વભાવી છે–આ રીતે ભિન્ન ભિન્ન લક્ષણ વડે આત્માને અને ક્રોધાદિને જુદા
ઓળખવા.
ઉત્તરઃ– ક્રોધાદિ આસ્રવો તો આકુળતા ઉપજાવનારાં હોવાથી દુઃખનાં કારણો છે, ને ભગવાન આત્મા તો સદાય
ઉત્તરઃ– ભગવાન
આ આત્મા જાણે છે તે જ વખતે તે પોતાના પવિત્ર–જ્ઞાનાનંદસ્વભાવ તરફ વળી જાય છે ને ક્રોધાદિ
આસ્રવોથી તે નિવૃત્ત થાય છે.
ઉત્તરઃ– આત્મા
ઉત્તરઃ– તો ત્યાં આત્મા અને આસ્રવોનું પારમાર્થિક ભેદજ્ઞાન થયું જ નથી. જે જ્ઞાન આત્મા અને ક્રોધાદિને
નહિ. જો ક્રોધાદિમાં જ એકત્વપણે વર્તે તો તે જ્ઞાને ક્રોધાદિથી ભિન્નતા જાણી જ નથી, એટલે કે
ભેદજ્ઞાન થયું જ નથી. યથાર્થ ભેદજ્ઞાન થતાં જ્ઞાન અવશ્ય આત્મસ્વભાવ તરફ વળી જાય છે ને
ક્રોધાદિથી જુદું પડી જાય છે.–આ રીતે ‘ભેદજ્ઞાન’ ને ‘ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્તિ’ સાથે
અવિનાભાવીપણું છે.
ઉત્તરઃ– આત્માના
રુચિથી નિવૃત્ત થઈ ગયું; માટે આત્મા તરફ વળીને તેમાં જેણે એક્તા કરી છે તે જ્ઞાન આસ્રવોથી જરૂર
પાછું વળી ગયું છે. આ રીતે જ્ઞાનને આસ્રવોથી નિવૃત્તિ સાથે અવિનાભાવીપણું છે. જ્ઞાન અંતર્મુખ થઈને
શુદ્ધ આત્મામાં પ્રવૃત્તિ કરે અને ક્રોધાદિની રુચિ ન ટળે–એમ બનતું નથી. જો ક્રોધાદિની રુચિ ન છૂટી
હોય તો તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે, તેણે ખરેખર આસ્રવોથી પોતાની ભિન્નતા જાણી નથી, એટલે તે
આસ્રવોમાં જ અભેદપણે પ્રવર્તે છે. જે જ્ઞાન ક્રોધાદિથી પોતાની ભિન્નતા જાણે તે જ્ઞાન ક્રોધાદિની રુચિ
છોડીને, અંતર્મુખ સ્વભાવ તરફ વળ્યા વગર રહે જ નહિ.
ઉત્તરઃ– તો તે જ્ઞાન નથી પણ અજ્ઞાન જ છે. આત્મા અને આસ્રવોની ભિન્નતાને જાણનારું જ્ઞાન આસ્રવોથી પાછું
છે, તે આત્મા અને આસ્રવોની ભિન્નતાને જાણતું નથી. અને જે ભેદજ્ઞાન છે તે તો નિયમથી
PDF/HTML Page 11 of 25
single page version
ઉત્તરઃ– આ
ઉત્તરઃ–
“અજ્ઞાનનો અંશ એવો ક્રિયાનય” છે; અહીં ભેદજ્ઞાન વડે જ બંધનો નિરોધ થવાનું સિદ્ધ થતાં તે
ક્રિયાનયનું ખંડન થયું.
ઉત્તરઃ– અહીં
ઉત્તરઃ– આત્મા
ઉત્તરઃ– આત્મા
જાણપણામાં અટકી જાય–તો તે ‘એકાંત જ્ઞાનનય’ છે. આત્મા અને આસ્રવોની ભિન્નતા જાણવાનું
તાત્પર્ય તો એ હતું કે આત્મસ્વભાવમાં અંતર્મુખ થવું ને આસ્રવોથી પરાંગમુખ થવું. તેને બદલે
આસ્રવોમાં જ એકમેકપણે વર્ત્યા કરે તો તે જ્ઞાન વડે બંધનનો નિરોધ સિદ્ધ થતો નથી; એ રીતે તે એકાંત
જ્ઞાનનયનું ખંડન થયું એટલે કે તે જ્ઞાન નથી પણ અજ્ઞાન જ છે એમ નક્કી થયું.
ઉત્તરઃ–
જડ છે અને દુઃખનાં કારણ છે;–આ રીતે લક્ષણભેદ વડે આત્મા અને આસ્રવોને જુદા જાણવા.
ઉત્તરઃ–
ભિન્ન છે,–એમ જાણીને તેની સાથેની એકતા છોડવી; એટલે કે જ્ઞાનસ્વભાવમાં પ્રવર્તવું ને આસ્રવોથી
છતાં તેને ભેદજ્ઞાન કઈ રીતે છે?
નહિ વર્તતું હોવાથી તેનું જ્ઞાન આસ્રવોથી નિવર્તેલું જ છે, ને તેથી તેને ભેદજ્ઞાન છે જ.
ઉત્તરઃ–
ભેદજ્ઞાનમાં વિકાર સાથે એકતા કે કર્મનું બંધન કેમ હોય?–ન જ હોય.
ઉત્તરઃ– હા,
ઉત્તરઃ– હા;
PDF/HTML Page 12 of 25
single page version
અનંતાનુબંધી છે. અને જ્ઞાનીને રાગથી ભિન્ન જ્ઞાનસ્વભાવનું ભાન છે, તેને રાગમાં એકતા થતી નથી,
તેનું જોર જ્ઞાનસ્વભાવ તરફ વળી ગયું છે તેથી તેનો રાગ ઘણો અલ્પ છે. અને જે અલ્પ રાગ છે તેને
પણ તે પોતાના સ્વભાવથી જુદાપણે જાણે છે. આ રીતે જ્ઞાનીને રાગથી ભિન્નપણું છે ને અજ્ઞાનીને રાગ
સાથે એકપણું છે. જ્ઞાનીને જ્ઞાનમાં એકતાપણે રાગની ઉત્પત્તિ થતી જ નથી.
છે? તે ઉપરથી જ્ઞાની–અજ્ઞાનીપણાનું માપ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ મંદરાગ કરીને બ્રહ્મચર્યાદિ પાળતો હોવા
છતાં ‘આ રાગથી મને લાભ થશે–’ એવી રાગ સાથેની એકત્વબુદ્ધિ ઊંડે ઊંડે તેને પડી છે તેથી તે
અજ્ઞાની જ છે; જેને રાગ સાથે એકતાબુદ્ધિ છે–રાગમાં સુખબુદ્ધિ છે, તેણે રાગના ફળને છોડયું છે–એમ
પણ ખરેખર કહેવાતું નથી, એટલે જેને રાગની રુચિ છે તેને રાગના ફળરૂપ ભોગની રુચિ પણ પડી જ
છે,–પછી ભલે તે બ્રહ્મચર્યાદિ પાળતો હોય. અને સમકિતી ધર્માત્માને ભોગ વગેરે અશુભ રાગ હોવા
છતાં તે વખતે પણ રાગથી ભિન્ન ચિદાનંદ સ્વભાવનું જ્ઞાન વર્તે છે, વિષયભોગમાં સ્વપ્ને ય સુખ
માનતા નથી, ને રાગ સાથે એકતા કરતા નથી, જ્ઞાન સાથે જ એકતાપણે પરિણમે છે તેથી તે જ્ઞાન જ છે.
રાગની ને વિષયોની રુચિ તેને છૂટી ગઈ છે. અરે! જ્ઞાની–અજ્ઞાનીની ઓળખાણ પણ જગતના જીવોને
દુર્લભ છે.
એક સ્ત્રી પરણે માટે તેને રાગ થોડો જ હોય ને સમકિતી ચક્રવર્તી રાજા ૯૬૦૦૦ રાણીઓ પરણે માટે
તેને રાગ ઘણો હોય–એવો કોઈ નિયમ નથી. નહિતર તો જેના શરીરમાં ઝાઝા પરમાણુ હોય તેવા જાડા
માણસોને વધારે રાગ ને જેનું શરીર પાતળું–નાનું થોડા પરમાણુવાળું હોય તેને થોડો રાગ–એમ ઠરે. પણ
એમ નથી. એ જ રીતે લક્ષ્મી વગેરેમાં પણ સમજવું.
છે. તથા જેને રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન નથી પણ એકતાબુદ્ધિ છે તે અજ્ઞાની જ છે. આ રીતે
રુચિનું વલણ કઈ તરફ છે તે ઉપરથી જ જ્ઞાની–અજ્ઞાનીનું માપ થાય છે. પોતાના વેદનમાં જેને
જ્ઞાન અને રાગની ભિન્નતા નથી ભાસતી તે બીજા જીવનો યથાર્થ નિર્ણય કરી શકશે નહિ; કેમ કે
રાગ અને જ્ઞાનના ભિન્ન ભિન્ન સ્વરૂપની તેને ખબર નથી, તેથી સામો જીવ રાગ અને જ્ઞાનને
એકપણે અનુભવે છે કે ભિન્નપણે–તેનો નિર્ણય તે કઈ રીતે કરી શકે? આ રીતે પોતાના અંતરમાં
રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન કરે ત્યારે જ માર્ગની શરૂઆત થાય છે ને ત્યારે જ જ્ઞાનીની ખરી
ઓળખાણ થાય છે.
પોતાના આત્માને જાણે છે.
પક્કડબુદ્ધિ છોડી દે છે; એટલે આસ્રવોથી પાછો વળીને જ્ઞાનસ્વભાવમાં એકતા કરે છે; જ્ઞાનસમુદ્રમાં લીન
થઈને આસ્રવોને છોડી દે છે.
PDF/HTML Page 13 of 25
single page version
મિથ્યાત્વરૂપી વમળ વડે આત્માએ આસ્રવરૂપ વહાણને પકડયું હતું; પણ, જેમ સમુદ્ર ઉપશાંત થઈને વમળ
શમી જતાં તે વહાણને છોડી દે છે, તેમ ચૈતન્યસમુદ્ર ભગવાન આત્મા ક્રોધાદિથી ભિન્નતા જાણીને જ્યાં
સ્વરૂપમગ્ન પ્રશાંત થયો ત્યાં ‘ક્રોધાદિ તે હું’ એવા મિથ્યા વિકલ્પોરૂપી વમળ શમી ગયા ને આત્માએ
આસ્રવરૂપી વહાણને છોડી દીધું.–આ રીતે દરિયાના દ્રષ્ટાંતે ભેદજ્ઞાન વડે આત્મા આસ્રવોને છોડે છે.
ઉત્તરઃ– ના,
ઉત્તરઃ– ના;
મિથ્યાજ્ઞાન ન ટળે–એમ બને નહિ; સમ્યગ્જ્ઞાન ઉત્પન્ન થાય ને આસ્રવોથી જુદું ન પડે એમ પણ બને
નહિ. આ રીતે જ્ઞાનની ઉત્પત્તિ, અજ્ઞાનનો નાશ ને આસ્રવોથી નિવૃત્તિ–એ ત્રણેયનો એક જ કાળ છે.
ભેદજ્ઞાન થયા પછી જેમ જેમ આત્મા જ્ઞાનમાં સ્થિર થઈને વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ તે
આસ્રવોથી છૂટતો જાય છે; અને જેમ જેમ આસ્રવોથી છૂટતો જાય છે તેમ તેમ વિજ્ઞાનઘન થતો જાય છે.
અને આ રીતે ભેદજ્ઞાન કરીને વિજ્ઞાનઘન થવું–તે જ ધર્મ છે.
મુનિરાજ કહે છે કે નિયમથી જે મોક્ષનો માર્ગ તેનું
આ ‘નિયમસાર’ માં પ્રતિપાદન છે, અને
નિજાત્માની ભાવના અર્થે આ શાસ્ત્ર રચાય છે. હે
ભવ્ય શ્રોતા! અમે આ નિયમસારમાં જે
નિજાત્મભાવનાનું વારંવાર ઘોલન કર્યું છે તેવી
નિજાત્મ ભાવનાના વારંવાર ઘોલનથી તને પણ
નિયમથી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થશે. નિયમરૂપ જે
મોક્ષમાર્ગ છે તેને સાધતાં સાધતાં અમારું આ કથન
છે, તેમાં બતાવેલી ભાવનાના ઘોલનથી તને પણ
અમારા જેવા મોક્ષમાર્ગની ચોક્કસ પ્રાપ્તિ થશે.–આ
રીતે વક્તા અને શ્રોતાની સંધિના કોલકરાર છે.
PDF/HTML Page 14 of 25
single page version
છે; પોતાના નિર્મળભાવરૂપ ક્રિયા કરવા માટે તેને કોઈ બહારના
કારકોનો આશ્રય લેવો પડતો નથી. અહો! પરમાત્મા થવાની
પ્રભુતાના નિધાનને દેખતા નથી ને બહારમાં ભટકે છે, તેથી
સંસારમાં રખડે છે. અહીં આચાર્યદેવ આત્માની શક્તિઓ
નિધાન દેખો! અરે જીવો! તમારા અંતરનાં એવા ચૈતન્ય
નિધાન દેખાડું કે જેને જોતાં જ અનાદિકાળની દીનતા ટળી જાય,
જ પ્રદેશે પ્રદેશે રોમાંચ ઊછળી જાય કે ‘અહો! આવી મારી
પ્રભુતા!!’ એવી અચિંત્ય પ્રભુતા આત્મામાં ભરી છે.
અનંતશક્તિઓને ઓળખતાં પર્યાયમાં તેનું વ્યક્ત વેદન થાય છે તેનું નામ ધર્મ છે.
PDF/HTML Page 15 of 25
single page version
ક્રિયાશક્તિ આત્મામાં છે, પણ આત્મા પરની ક્રિયા કરે કે પરને અનુસરીને ક્રિયા કરે એવી તેની ક્રિયાશક્તિ નથી.
પોતાના સ્વભાવનું જ અવલંબન રાખીને એક અવસ્થામાંથી બીજી નિર્મળ અવસ્થારૂપે પરિણમે–એવી ક્રિયાશક્તિવાળો
આત્મા છે. પણ આત્મા પલટીને પરભાવરૂપ થઈ જાય એવી તેની શક્તિ નથી.
છે, ને પરિપૂર્ણતારૂપ આત્મવૈભવના આધારે પર્યાયમાંથી વિકારરૂપી દીનતા છૂટી જાય છે. પર્યાયમાં વિકાર હોવા છતાં
તે શક્તિના આધારે થયેલો નથી, તેમજ આત્માની શક્તિઓમાં એવી કોઈ પણ શક્તિ નથી કે તે વિકારનો કર્તા થાય.
શુદ્ધભાવના છ કારકરૂપ થઈને સ્વયં પરિણમે એવી આત્માની ક્રિયાશક્તિ છે. આત્મા સ્વયમેવ છ કારકરૂપ થઈને
કેવળજ્ઞાનાદિરૂપે પરિણમવાના સ્વભાવવાળો છે–એ બાબતમાં પૂર્વે (૩૯મી શક્તિના વર્ણનમાં, પ્રવચનસાર વગેરેનો
આધાર આપીને) ઘણું કહેવાઈ ગયું છે.
આત્માના સ્વભાવનો નિર્ણય કરીને તેમાં અંતર્મુખ થતાં સમ્યગ્દર્શનાદિ નિર્મળ ભાવો પ્રગટે છે. આવા નિર્મળ
ભાવોને સ્વયં છ કારકરૂપ થઈને કરે એવી આત્માની ક્રિયાશક્તિ છે. આત્માને પોતાના નિર્મળ ભાવરૂપ ક્રિયા
કરવા માટે કોઈ બહારના કારકોનો આશ્રય લેવો પડતો નથી, તેમજ આત્મા કારક થઈને જડની કે રાગની ક્રિયા
કરે એવો પણ તેનો સ્વભાવ નથી. પોતાના જ કારકોને અનુસરીને પોતાના વીતરાગભાવરૂપ પરિણમવાની જ
ક્રિયા કરે એવો આત્માનો સ્વભાવ છે. જુઓ, આમાં એકલી સ્વભાવદ્રષ્ટિ જ થાય છે, ને બહારમાં કોઈના આશ્રયે
લાભ થાય–વ્યવહારના આશ્રયે લાભ થાય–એ દ્રષ્ટિનો ભૂક્કો ઊડી જાય છે. પોતાના સ્વભાવના આશ્રયે જ
પોતાની પરમાત્મદશા પ્રગટે છે, આત્માને પોતાની પરમાત્મદશા પ્રગટ કરવા માટે કોઈ બીજાનો આશ્રય લેવો પડે
કે કોઈ બીજો તેને મદદ કરે–એમ છે જ નહિ.
જ તેઓ પરમાત્મા થયા છે. બાહ્ય પદાર્થોને સાધન બનાવ્યા વિના જ તેઓ પરમાત્મા થયા છે, બાહ્ય પદાર્થોને સંપ્રદાન
કે અપાદાન બનાવ્યા વિના જ તેઓ પરમાત્મા થયા છે, બાહ્ય પદાર્થોનો આધાર લીધા વિના જ તેઓ પરમાત્મા થયા
છે, ને બાહ્ય પદાર્થો સાથેના સંબંધ વિના જ તેઓ પરમાત્મા થયા છે. અલ્પજ્ઞતાનો નાશ કરીને પરમાત્મ દશારૂપે
પરિણમવારૂપ જે ક્રિયા થઈ તેના સ્વયં પોતે જ કર્તા છે, પોતાનો આત્મા જ તેનું સાધન છે, પોતાનો આત્મા જ તેનું
સંપ્રદાન ને અપાદાન છે, પોતાનો આત્મા જ તે પરમાત્મદશાનો આધાર છે, ને પોતાના સ્વભાવ સાથે જ તેનો સંબંધ
છે. આ રીતે બાહ્યના છ કારકો વિના, પોતાના જ કારકો અનુસાર શુદ્ધભાવરૂપે સ્વતઃ પરિણમવાની ક્રિયા કરે એવો
આત્માનો સ્વભાવ છે.
પ્રભુતા દેખાડે છે. દેખો રે દેખો! ચૈતન્યનાં નિધાન દેખો! અરે જીવો! તમારા અંતરના એવા ચૈતન્ય નિધાન
દેખાડું કે જેને જોતાં જ અનાદિકાળની દીનતા ટળી જાય ને આત્મામાં અપૂર્વ આહ્લાદ જાગે..જેની સન્મુખ નજર
કરતાં જ પ્રદેશે પ્રદેશે રોમાંચ ઉછળી જાય કે ‘અહો! આવી મારી પ્રભુતા!? એવી અચિંત્ય પ્રભુતા આત્મામાં
ભરી છે.
PDF/HTML Page 16 of 25
single page version
અંતરમાં નજર કરીને તારી પ્રભુતાને દેખ! નજર કરતાં જ ન્યાલ કરી દ્યે એવો તારો સ્વભાવ છે. તું તારા સ્વભાવની
પ્રભુતાનો વિશ્વાસ રાખીને તેના આધારે શુદ્ધભાવરૂપ પરિણમવાની ક્રિયા કર, અને બીજો કોઈ સાધન થઈને તને
પરિણમાવી દેશે એવી વ્યર્થ આશા છોડી દે. અરે, પોતાની જ પોતાને ખબર ન હોય તે સુખી કેમ થાય? પોતાને જ
ભૂલીને બહારમાં ફાંફાં મારે તેને સુખ ક્યાંથી મળે? માટે અંતરમાં મારો આત્મા શું ચીજ છે કે જેનામાં મારું સુખ ભર્યું
છે!–એમ અંર્તશોધ કરીને આત્માનો પત્તો મેળવવો જોઈએ. આત્માની સત્તા સિવાય બીજે તો ક્યાંય સુખનું અસ્તિત્વ
છે જ નહિ.
અદ્ભુત વર્ણન કર્યું છે. અંતરના અનુભવની આ ચીજ છે. આત્માના હિત માટે વીતરાગી સંતોએ આ જે માર્ગ
બતાવ્યો છે તે જ પરમ સત્ય છે; આ સિવાય બીજું માને તો તે જીવ વીતરાગી સંતોને કે તેમના કહેલાં વીતરાગી
શાસ્ત્રોને માનતો નથી, ભગવાનને કે ભગવાનના માર્ગને તે જાણતો નથી, આત્માના વીતરાગી જ્ઞાનસ્વભાવની
તેને ખબર નથી. એકેક આત્મામાં રહેલી અનંતશક્તિઓનું આવું વર્ણન સર્વજ્ઞના વીતરાગશાસન સિવાય બીજે
ક્યાં છે? અનેકાન્ત તે સર્વજ્ઞભગવાનના શાસનનું અમોઘ લાંછન છે. તે અનેકાન્ત વડે જ આત્માનું ખરૂં સ્વરૂપ
જણાય છે. એકેક શક્તિના વર્ણનમાં ઘણું રહસ્ય આવી જાય છે. એક પણ શક્તિને યથાર્થ ઓળખે તો તેમાં
શક્તિમાન એવું દ્રવ્ય માન્યું, દ્રવ્યના ગુણો માન્યા, તેની પર્યાય માની, વિકાર માન્યો, પરિણમન માન્યું, વિકાર
રહિત થવાનો સ્વભાવ છે એમ પણ માન્યું, દરેક આત્મા જુદા છે એમ માન્યું, પરવસ્તુઓ પણ છે, તે આત્માથી
ભિન્ન છે, તેનો આત્મા અકર્તા છે,–એ બધું રહસ્ય આમાં સમાઈ જાય છે. અનેકાન્ત વગર એક પણ વસ્તુનું
સાચું જ્ઞાન થતું નથી. અનેકાન્તશાસન અર્થાત્ સર્વજ્ઞનું શાસન–જૈનશાસન–વસ્તુસ્વભાવનું શાસન,–તે સિવાય
બીજે ક્યાંય આ વાત નથી. કુંદકુંદાચાર્યદેવે સમયસારની ૪૧પ ગાથામાં તો આત્મસ્વભાવનો વૈભવ ભરી દીધો
છે, ને અમૃતચંદ્રાચાર્યદેવે તેનું દોહન કરીને તેનાં રહસ્યો ખોલ્યાં છે, તેઓ પોતે કુંદકુંદપ્રભુના ગણધર સમાન છે;
કુંદકુંદાચાર્યદેવે તીર્થંકર જેવાં કામ કર્યાં છે, ને અમૃતચંદ્રાચાર્યદેવે ગણધર જેવાં કામ કર્યાં છે. અહો! આ કાળે તે
સંતોનો મહા ઉપકાર છે. સંતોએ દાંડી પીટીને વસ્તુસ્વરૂપ જગતને જાહેર કર્યું છે.
અભેદ છે. અભેદ સ્વભાવ ઉપર દ્રષ્ટિ જતાં આત્મા પોતે નિર્મળ પર્યાયરૂપે પરિણમી જાય છે, તેમાં છએ કારકો
પોતાના જ છે; કર્તા પોતે, કર્મ પોતે, સાધન પોતે, સંપ્રદાન પોતે, અપાદાન પોતે અને અધિકરણ પણ પોતે જ છે;
માટે હે જીવ! તારા ધર્મને માટે
PDF/HTML Page 17 of 25
single page version
અનુસરીને પરમાત્મદશારૂપે પરિણમી જાય એવી પ્રભુતા તારામાં જ ભરી છે, તારી પ્રભુતાને ક્યાંય બહાર ન
શોધ.. તારી પ્રભુતા માટે બાહ્ય સામગ્રીને (–શરીરને. નિમિત્તને કે રાગાદિને) શોધવાની વ્યગ્રતા ન કર. બાહ્ય
સામગ્રી વિના પોતે એકલો પોતાના છ કારકોરૂપ થઈને કેવળજ્ઞાનરૂપે પરિણમી જાય એવો સ્વયંભૂ–ભગવાન
પોતે જ છે. અહો! આવી પોતાની પ્રભુતાને છોડીને પરને કોણ શોધે? બહારમાં સાધનોને માટે કોણ ફાંફા
મારે!!
નથી, તે નિમિત્તોને અનુસરીને આત્મા શુદ્ધતારૂપે નથી પરિણમતો પણ પોતાના સ્વભાવને અનુસરીને જ તે શુદ્ધતારૂપે
પરિણમે છે, એવો ભગવાન આત્માનો સ્વભાવ છે.
જ અમે ‘ભગવાન’ કહીએ છીએ ને આત્માને જ ‘પ્રભુ’ કહીએ છીએ. જેઓ ભગવાન અને પ્રભુ થયા તેઓ ક્યાંથી
થયા? આત્મામાં તાકાત છે તેમાંથી જ થયા છે, અને આ આત્મામાં પણ એવી તાકાત છે; અંતદ્રષ્ટિના બળે તે તાકાતને
ખોલીને આ આત્મા પણ ભગવાન અને પ્રભુ થઈ શકે છે. માટે પહેલાં તારા સ્વભાવની આવી તાકાતનો વિશ્વાસ કર
અને તેનો મહિમા લાવ. પછી તે સ્વદ્રવ્યના આશ્રયે એકાગ્ર થતાં, પરના કારકોની અપેક્ષા વગર પોતાના જ કારકોથી
તારો આત્મા પ્રભુતારૂપે પરિણમી જશે. તું પોતે ભગવાન થઈ જઈશ. આત્મા પોતાની પ્રભુતા બીજાને આપતો નથી
અને બીજાની પ્રભુતાને પોતામાં સ્વીકારતો નથી તેમજ બીજા પાસેથી પોતાની પ્રભુતા લેતો નથી. હે જીવ! આવી તારી
પ્રભુતાને તું ધારણ કર,–‘પ્રભુતા પ્રભુ! તારી તો ખરી’ ...શક્તિરૂપે તો બધા આત્મામાં પ્રભુતા છે પણ તેનું સમ્યક્
ભાન કરીને પર્યાયમાં પ્રભુતા વ્યક્ત કરે તેની બલિહારી છે. પ્રભુતાના ભાન વગર તો ઊંધુંં (–પામરતા –દીનતારૂપ)
પરિણમન છે.
તો તને તારી પ્રભુતા મળ્યા વગર રહે નહિ. જેમ હાથમાં કોલસો કે પથરો લઈને ચિંતવે તો કાંઈ મળે નહિ, પણ
હાથમાં ચિંતામણી લઈને જે ચિંતવે તો બાહ્ય વૈભવ મળે; તેમ શરીરને કે રાગરૂપી કોલસાને પકડીને ચિંતવે તો
તેની પાસેથી કાંઈ આત્માની પ્રભુતા ન મળે. પણ આત્માનો સ્વભાવ પોતે ચૈતન્ય–ચિંતામણિ છે, એ
ચિંતામણિને ચિંતવે તો પ્રભુતા મળે..અર્થાત્ હું જ પ્રભુતાથી ભરેલો ચૈતન્ય–ચિંતામણિ છું–એમ પોતાના
આત્માનું ચિંતન કરતાં આત્મા પોતે પ્રભુ થઈ જાય છે. આ સિવાય પોતાની પ્રભુતા બીજા પાસેથી જે માંગે તે તો
દીન થઈને ચાર ગતિમાં રખડે છે, માટે આચાર્યદેવ આત્માની પ્રભુતા બતાવે છે કે અરે જીવ! તારી પ્રભુતાનાં
નિધાન તને બતાવીએ, તે એક વાર તો દેખ! તારા નિધાનને જો તો ખરો! પોતાના સ્વભાવની પ્રભુતાને
જોવાનું કુતૂહલ–હોંસ–ઉમંગ કરે તેને પ્રભુતા મળ્યા વિના રહે જ નહિ. નિરપેક્ષપણે પોતાના વીતરાગી છ
કારકોરૂપે થઈને પ્રભુતારૂપે પરિણમવાની ક્રિયા કરે એવી આત્માની ક્રિયાશક્તિ છે. આવા નિરપેક્ષ સ્વભાવનું
ભાન થતાં સ્વ–પરપ્રકાશક સમ્યગ્જ્ઞાન ખીલી જાય છે, અને યથાર્થ નિમિત્તો કેવા હોય–એવા નિમિત્ત–નૈમિત્તિક
સંબંધરૂપ સાપેક્ષતાને પણ તે જ્ઞાન યથાર્થરૂપે જાણે છે. નિરપેક્ષતાને ઓળખ્યા વિના એકલી સાપેક્ષતાનું જ્ઞાન
સાચું થતું નથી.
આ સંબંધી વિશેષ
PDF/HTML Page 18 of 25
single page version
અતીન્દ્રિયપણું છે, ને તે મતિ–શ્રુતજ્ઞાનમાં પણ આત્મા સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે, અને પોતાને તેની ખબર પડે છે. જો
પોતાને પોતાના સ્વસંવેદનની નિઃશંક ખબર ન પડે તો નિઃશંકતા વગર સાધક શેનો? અને તે આત્માને સાધશે કઈ
રીતે? સાધક જીવ (ચોથા ગુણસ્થાનવાળા અવિરત સમકિતી પણ) પોતાના જ્ઞાનને અંતરમાં વાળીને સ્વસંવેદન
પ્રત્યક્ષથી આત્માને જાણી શકે છે. આમ જે નથી માનતો તેણે આત્માને જાણ્યો જ નથી. આત્મામાં જ ‘સ્વયં’
પ્રકાશમાન વિશદ–સ્પષ્ટ સ્વસંવેદનમયી પ્રકાશશક્તિ’ છે, એટલે આત્મા પોતે પોતાના જ્ઞાનથી જ પોતાનો સ્પષ્ટ–
પ્રત્યક્ષ સ્વાનુભવ કરે એવો તેનો સ્વભાવ છે. (–આ પ્રકાશશક્તિના વિશેષ વિવેચન માટે જુઓ “આત્મધર્મ” અંક
૧૦૯)
સ્વભાવના લક્ષે સ્વસંવેદન પ્રત્યક્ષતાનું પરિણમન થઈ જાય છે.
છે; કોઈ પણ ગુણનો એવો સ્વભાવ નથી કે પોતાના નિર્મળ પરિણમનને માટે પરના કારકોને અનુસરે; તેમ જ પરને
અનુસરીને વિકારપણે કે હીનપણે પરિણમે તે પણ ગુણનું ખરૂં સ્વરૂપ નથી, તે તો ઉપાધિભાવ છે, સ્વભાવને જ કારક
બનાવીને પરિણમતાં તે ઉપાધિભાવ છૂટી જાય છે ને શુદ્ધતારૂપ પરિણમન થઈ જાય છે; તે જ આત્માની શુદ્ધ ક્રિયા છે,
તે જ ધર્મક્રિયા છે, તે જ ક્રિયાથી મોક્ષ થાય છે.
પોતાના કારક બનાવ્યા વિના, પોતાના જ છ કારકોને અનુસરીને આત્મા સમ્યગ્દર્શનરૂપે પરિણમે છે. એ રીતે
પોતાના કારકો વડે જ પોતાની ક્રિયા કરે છે. એ પ્રમાણે જ્ઞાન, ચારિત્ર, આનંદ વગેરે બધા ગુણોમાં નિર્મળ
પરિણમનરૂપ ક્રિયા આત્મા પોતે સ્વતઃ છ કારકોરૂપે થઈને કરે છે, આવી ક્રિયાશક્તિ આત્મામાં ત્રિકાળ છે.
કારકરૂપ થવાના આત્માના શુદ્ધસ્વભાવને જાણ્યો નથી તેથી તે એકલા પરને જ કારક માનીને તેના આશ્રયે
અશુદ્ધતારૂપે પરિણમે છે. જો પરથી નિરપેક્ષ સ્વયં છ કારકરૂપ થવાના આત્માના સ્વભાવને જાણે તો તે
સ્વભાવના આશ્રયે શુદ્ધતારૂપ પરિણમન થયા વિના રહે જ નહિ; આ રીતે શુદ્ધદ્રવ્યસ્વભાવને સ્વીકારતાં પર્યાય
પણ તેની સાથે એકતા કરીને તેના જેવી–શુદ્ધ–થઈ જાય છે, એટલે ત્યાં દ્રવ્યપર્યાયનો ભેદ રહેતો નથી ને
અભેદમાં નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે.–આવું આત્મસ્વભાવની સમજણનું ફળ છે.
PDF/HTML Page 19 of 25
single page version
જુદો છે. આમ જે નથી જાણતો તે બહિરાત્મા પોતામાં આત્માને શરીર જ માને છે ને બીજામાં પણ તેના શરીરને દેખીને
તેને જ આત્મા માને છે. ‘આ જ્ઞાની, બોલે છે–ખાય છે–ચાલે છે–હસે છે’ એમ અજ્ઞાની દેહની ચેષ્ટાને જ આત્મા તરીકે
દેખે છે, ને તેનાથી જ્ઞાનીને ઓળખે છે, પણ જ્ઞાનીનો આત્મા તો જ્ઞાતાદ્રષ્ટા છે, દેહથી પાર છે ને રાગનો પણ કર્તા તે
નથી, તે તો આનંદ અને જ્ઞાનરૂપ પરિણમે છે–એમ ઓળખે તો જ જ્ઞાનીની સાચી ઓળખાણ થાય; પણ એને તો
અજ્ઞાની ઓળખતો નથી; તે તો શરીરની ચેષ્ટાને જ દેખે છે.
જ કારણ થવાનો છે તેથી તેને કારણપણે જે સ્વીકારે તેને શુદ્ધતારૂપ કાર્ય થયા વિના રહે નહિ. હે
જીવ! તારી સિદ્ધિનું સાધન તારા આત્મામાં જ રહ્યું છે; તારી ક્રિયાશક્તિને લીધે તારો આત્મા
પોતાના જ છ કારકો વડે એક અવસ્થામાંથી બીજી અવસ્થારૂપે પરિણમી જાય છે.–માટે પરાશ્રયબુદ્ધિ
છોડ ને આવા તારા સ્વભાવનો જ આશ્રય કરીને નિર્મળભાવરૂપે પરિણમવાની ક્રિયા કર.–એમ
ભગવાન સંતોના ઉપદેશનું તાત્પર્ય છે.
PDF/HTML Page 20 of 25
single page version
શરીર જડ છે, તેના સંયોગ–વિયોગે મારી ઉત્પત્તિ કે નાશ નથી એમ અજ્ઞાની જાણતો નથી. વળી શરીરને જ
આત્મા માન્યો એટલે શરીરને પોષનારા પાંચ ઇન્દ્રિયના વિષયભોગોને તે સુખકારી માને છે, તેથી બાહ્ય
વિષયોથી તે ખસતો નથી ને ચૈતન્ય સુખને જાણતો નથી; વિષયોના રસને લીધે ચૈતન્યના આનંદરસને ચૂકી જાય
છે, અને બાહ્યમાં પ્રતિકૂળતા આવે– રોગાદિ થાય–ત્યાં પોતાને દુઃખી માને છે. આ રીતે એકલા બાહ્યસંયોગથી જ
પોતાને સુખી–દુઃખી માનીને તેમાં જ રાગ –દ્વેષ–મોહથી પ્રવૃત્તિ કરે છે, અંતર્મુખ વળતો નથી.–આવો બહિરાત્મા
છે. ખરેખર કોઈપણ સંયોગ આત્માના ઉપકારી નથી, તે આત્મીય વસ્તુ નથી છતાં મોહને લીધે બહિરાત્મા તેને
આત્મીય માનીને ઉપકારી માને છે. જ્યાં અનુકૂળ સંયોગ મળે ત્યાં તેમાં જ સુખ માનીને સંતુષ્ટ થઈ જાય છે–
રાગમાં લયલીન થઈ જાય છે, અને જ્યાં તેનો વિયોગ થાય ને પ્રતિકૂળતા આવે ત્યાં મહા સંતાપ કરે છે–શોકમાં
તલ્લીન થઈ જાય છે; પણ રાગ–દ્વેષના ચક્કરથી છૂટીને ચૈતન્યની શાંતિમાં આવતો નથી. દેહાદિ સંયોગથી ભિન્ન
મારું ચૈતન્યતત્ત્વ છે–એમ જો ઓળખે તો બધા સંયોગમાંથી રાગ–દ્વેષનો અભિપ્રાય છૂટી જાય, ને ચૈતન્યની
અપૂર્વ શાંતિ થઈ જાય. જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા સિવાય પુણ્ય–પાપથી કે બાહ્ય–સંયોગથી પોતાને જે ઠીક માને છે
તે બહિરાત્મા છે, તે બહારમાં જ પોતાનું અસ્તિત્વ માને છે, પોતાના ચૈતન્યના ભિન્ન અસ્તિત્વને તે જાણતો
નથી. દેહ તે જ હું, ને દેહના સંબંધી તે બધાય મારા સંબંધી–એવો દ્રઢ અભિપ્રાય અજ્ઞાનીને ઘૂંટાઈ ગયો છે;
એટલે પર સાથેનો સંબંધ તોડીને પોતાના સ્વભાવ સાથે સંબંધ કરતો નથી–અર્થાત્ સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન કરતો
નથી, તેથી તેને સમાધિ થતી નથી.
બાહ્યચીજમાં એકતાબુદ્ધિથી રાગ–દ્વેષ તેને થતા નથી. અજ્ઞાની તો આત્માને દેહાદિ બાહ્ય સ્વરૂપ જ માને છે, દેહ
અને ઇન્દ્રિયો તથા બાહ્ય વિષયોને તે હિતરૂપ માને છે તેથી તે બાહ્ય પદાર્થોની પ્રીતિ છોડીને ચૈતન્ય તરફ કેમ
વળે? જેને હિતરૂપ માને તેનો પ્રેમ કેમ છોડે? જ્ઞાની કદી ચૈતન્યનો પ્રેમ છોડતા નથી, ને અજ્ઞાની બાહ્ય
વિષયોનો પ્રેમ છોડતો નથી. જેણે અંતરના ચૈતન્ય સ્વભાવને જ સુખરૂપ જાણ્યો છે તે અંતરાત્મા છે; ને બાહ્ય
વિષયોમાં જે સુખ માને છે તે બહિરાત્મા છે. આમ જાણીને બહિરાત્મપણું છોડીને અંતરાત્મા થવા માટે આ
ઉપદેશ છે.
येन लोकोड्गमेव स्वं पुनरप्यभिमन्यते।।१२।।
પણ પોતાની વિભ્રમબુદ્ધિને લીધે જ અવિદ્યાના સંસ્કાર છે. ચિદાનંદસ્વરૂપને ન જાણ્યું ને દેહને જ આત્મા માન્યો તે જીવ
ભલે ગમે તેટલા શાસ્ત્રો ને ગમે તેટલી વિદ્યા ભણ્યો હોય તો પણ તેને અવિદ્યા જ છે. ચેતન અને જડનું ભેદવિજ્ઞાન
જ્યાં ન કર્યું ત્યાં અવિદ્યા જ છે. અને ભલે શાસ્ત્રો ન ભણ્યો હોય,–અરે! તિર્યંચ હોય, તો પણ જો અંતરમાં
ચૈતન્યસ્વરૂપ પોતાને દેહથી ભિન્ન જાણે છે તો તે સમ્યક્ વિદ્યાવાળો છે, તેને અનાદિના અવિદ્યાના સંસ્કાર છૂટી ગયા
છે..તે અંતરાત્મા છે..ધર્માત્મા છે..મોક્ષના પંથી છે.
આત્માને વિકાર કરાવે એમ માનનાર પણ