Atmadharma magazine - Ank 174
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧પ
સળંગ અંક ૧૭૪
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ ૧પ મું
અંક ૬ ઠ્ઠોે
ચૈત્ર
વી. સં. ૨૪૮૪
સંપાદક
રામજી માણેકચંદ શાહ
૧૭૪
મોક્ષની રીત
જેને મોક્ષ પ્રિય હોય તેને મોક્ષનું કારણ પ્રિય હોય, ને બંધનું
કારણ તેને પ્રિય ન હોય. હવે મોક્ષનું કારણ તો આત્મસ્વભાવમાં
અંતર્મુખ વલણ કરવું તે જ છે, ને બહિર્મુખ વલણ તો બંધનું જ કારણ
છે; માટે જેને મોક્ષ પ્રિય છે એવા મોક્ષાર્થી જીવને અંતર્મુખ વલણની જ
રુચિ હોય છે, બહિર્મુખ એવા વ્યવહારભાવોની તેને રુચિ હોતી નથી.
પહેલાં અંતર્મુખ વલણની બરાબર રુચિ જામવી જોઈએ–પછી
ભલે ભૂમિકાનુસાર વ્યવહાર પણ હોય, પણ ધર્મીને–મોક્ષાર્થીને તે
આદરવારૂપે નથી, પણ તે જ્ઞેયરૂપે ને હેયરૂપે છે. આદર અને રુચિ તો
અંતર્મુખ વલણની જ હોવાથી, જેમ જેમ તે અંતર્મુખ થતો જાય છે તેમ
તેમ બહિર્મુખ ભાવો છૂટતા જાય છે. આ રીતે નિશ્ચય સ્વભાવમાં
અંતર્મુખ થતાં બહિર્મુખ એવા વ્યવહારનો નિષેધ થઈ જાય છે.–આ જ
મોક્ષની રીત છે.
(સ. ગા. ૨૭૨ પ્રવચનમાંથી)

PDF/HTML Page 3 of 25
single page version

background image
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સગવડ
અહીં ‘સોનગઢ’ માં ઉપરોક્ત બોર્ડિંગ છેલ્લાં ૭ વર્ષથી ચાલે છે. સંસ્થામાં, જૈનધર્મ પાળતા કોઈ પણ ફીરકાના
વિદ્યાર્થીઓ, કે જેઓની ઉંમર ૧૦ વર્ષ અને તેથી વધુ હોય, અને જેઓ ગુજરાતી પ મું ધોરણ અને તેથી ઉપરના
ગુજરાતી કે અંગ્રેજી ધોરણોમાં અભ્યાસ કરતા હોય, તેમને દાખલ કરવામાં આવે છે.
માસિક પૂરી ફીનું લવાજમ રૂા. ૨પ લેવામાં આવે છે.
અહીં એસ. એસ. સી. (મેટ્રીક) સુધીના અભ્યાસ માટે હાઈસ્કૂલ છે.
અહીંની આબોહવા સૂકી, ખૂશનુમા તેમજ આરોગ્યપ્રદ છે. વિદ્યાર્થીઓને સંસ્થામાં, ખોરાક સાત્ત્વિક તથા સારો
આપવામાં આવે છે.
ગત છ માસથી વિદ્યાર્થીઓ સંસ્થાના નવા, સ્વતંત્ર, વિશાળ, સુંદર હવા ઉજાસ તથા સગવડતાવાળા મકાનમાં
રહે છે.
સંસ્થામાં રહેતા વિદ્યાર્થીઓને દરરોજ નિયમિત શ્રી સનાતન જૈન–ધર્મનો ધાર્મિક અભ્યાસ કરાવવામાં આવે
છે. ઉપરાંત પરમપૂજ્ય આધ્યાત્મિક સંત સદ્ગુરુદેવ શ્રી ‘કાનજી સ્વામી’ના તત્ત્વપૂર્ણ વ્યાખ્યાન–શ્રવણનો પણ અલભ્ય
લાભ મળે છે.
સંસ્થામાં અમુક નિશ્ચિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને દાખલ કરવાના છે.
આથી, જે વિદ્યાર્થીઓને દાખલ થવા ઇચ્છા હોય તેમણે, તા. ૨પ–૪–પ૮ સુધીમાં ઉપરના સરનામે ૦–૧પ નયા
પૈસાની પોષ્ટની ટિકિટો મોકલી, પ્રવેશપત્ર તથા ધારાધોરણ અને નિયમો મંગાવી, તે ભરી, તા. ૨૨–પ–પ૮ સુધીમાં
પરત મોકલવાં. તે પછી આવેલાં પ્રવેશપત્રો સ્વીકારવામાં આવશે નહિ.
લી. મોહનલાલ કાળીદાસ જસાણી
મોહનલાલ વાઘજી મહેતા કરાંચીવાળા
મંત્રીઓ,
શ્રી જૈન વિદ્યાર્થી ગૃહ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
રાજકોટમાં પૂ. ગુરુદેવનું સ્વાગત
લીંબડી શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે, સૌરાષ્ટ્રમાં મંગલ વિહાર કરતાં કરતાં પૂ. ગુરુદેવ શ્રી
કાનજીસ્વામી, ફાગણ વદ ૧૨ ના રોજ રાજકોટ મુકામે પધાર્યા, તે પ્રસંગે રાજકોટના હજારો મુમુક્ષુ ભક્તજનોએ
ઉમંગપૂર્વક ભવ્ય સ્વાગત કર્યું હતું. હજારો શ્રોતાઓ સવાર–બપોર પૂ. ગુરુદેવના પ્રવચનનો લાભ લઈ રહ્યા છે.
રાજકોટમાં પૂ. ગુુરુદેવ ચૈત્ર સુદ ૧૦ સુધી રહેશે. ત્યારબાદ ચૈત્ર સુદ ૧૨ ના રોજ વાંકાનેર પધારશે, ને ત્યાંથી ચૈત્ર વદ
ત્રીજના રોજ મોરબી પધારશે; ત્યાંથી ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, જોરાવરનગર, વઢવાણસીટી થઈને લીંબડી પધારશે. ત્યાં
પંચકલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવ બાદ રાણપુર, ચૂડા, બોટાદ, વીંછીયા, ગઢડા તથા ઉમરાળા થઈને જેઠ સુદ છઠ્ઠ
લગભગમાં સોનગઢ પધારશે.
રજીસ્ટ્રેશન ઓફ ન્યુસપેપર્સ (સેન્ટ્રલ) રૂલ્સ ૧૯પ૬ના અન્વયે “આત્મ–ધર્મ” સંબંધમાં
નીચેની વિગતો પ્રકટ કરવામાં આવે છે.
૧. પ્રસિદ્ધિસ્થળ–સુતારવાડ, ભાવનગર ૨. પ્રસિદ્ધિક્રમ–દરેક મહિનાની આખર તારીખ
૩. મુદ્રકનું નામ–હરિલાલ દેવચંદ શેઠ, કયા દેશના–ભારતીય, ઠેકાણું–આનંદ પ્રીન્ટીંગ પ્રેસ–ભાવનગર
૪. પ્રકાશકનું નામ–હરિલાલ દેવચંદ શેઠ–ભાવનગર, કયા દેશના–ભારતીય, ઠેકાણું–સુતારવાડ, ભાવનગર
પ. તંત્રીનું નામ–શ્રી રામજીભાઈ માણેકચંદ, કયા દેશના–ભારતીય, ઠેકાણું–શ્રી દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર
ટ્રસ્ટ–સોનગઢ
આથી જાહેર કરીએ છીએ કે ઉપર આપેલી વિગતો અમારી જાણ અને માન્યતા મુજબ બરોબર છે.
તા. ૧પ–૩–પ૮.
હરિલાલ દેવચંદ શેઠ

PDF/HTML Page 4 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ પંદરમું સંપાદક ચૈત્ર
અંક છઠ્ઠો રામજી માણેકચંદ દોશી ૨૪૮૪
न हि कृतमुपकारं साधवो विस्मरंति
બુદ્ધિમાન જનોએ ભગવાન સર્વજ્ઞદેવને પૂજવા યોગ્ય છે, કેમકે ભગવાન સર્વજ્ઞદેવે મોક્ષનો માર્ગ દર્શાવ્યો છે;
આ રીતે ભવ્ય જીવો ઉપર સર્વજ્ઞ ભગવાનનો ઉપકાર છે...ને સત્પુરુષો કરેલા ઉપકારને ભૂલતા નથી. ભગવાન
સર્વજ્ઞદેવનો ઉપદેશ ઝીલીને, અંતર્મુખ થઈને જે જીવ મોક્ષમાર્ગ પામ્યો તે જીવ વિનય અને બહુમાનપૂર્વક ભગવાનના
ઉપકારને પ્રસિદ્ધ કરે છે કે અહો! ભગવાનના પ્રસાદથી અમને મોક્ષમાર્ગ મળ્‌યો. ભગવાનની કૃપાથી–ભગવાનની
મહેરબાનીથી અમને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થઈ...ભગવાને જ પ્રસન્ન થઈને અમને મોક્ષમાર્ગ આપ્યો. આ રીતે પોતાની
ઉપર કરાયેલ ઉપકારને સત્પુરુષો ભૂલતા નથી. આમાં પણ ખરેખર તો પોતે જ્યારે અંતર્મુખ થઈને માર્ગની પ્રાપ્તિ કરી
ત્યારે જ ખરા ઉપકારનો ભાવ આવે છે.
અંર્ત સ્વભાવની સન્મુખતા કરાવે ને પરથી વિમુખતા કરાવે–ઉપેક્ષા કરાવે, એવો ઉપદેશ તે જ ખરો હિતોપદેશ
છે; આવો હિતોપદેશ જે સંતોએ આપ્યો તે સંતોના ઉપકારને મુમુક્ષુ–સત્પુરુષો ભૂલતા નથી. ભગવાને અને સંતોએ શું
ઉપદેશ આપ્યો?–શાંતિનો ઉપદેશ આપ્યો. હે જીવ! સ્વભાવ તરફ જવાથી જ તને શાંતિ થશે, બહારના લક્ષે શાંતિ નહિ
થાય; શુભરાગરૂપ વ્યવહાર તે પણ પરના આશ્રયે થતો બહિર્લક્ષીભાવ છે, તે કાંઈ શાંતિનો દાતાર નથી, અંતર્મુખ
વલણવાળો સ્વાશ્રિત ભાવ જ શાંતિનો દાતાર છે, અહા! આવો ઉપદેશ ઝીલીને જે અંતર્મુખ થયો તે મુમુક્ષુ, તે
ઉપદેશના દેનારા સંતોના ઉપકારને ભૂલતો નથી.
જીવને હિતનો ઉપાય સમ્યગ્જ્ઞાન છે; ને તે સમ્યગ્જ્ઞાનનો ઉપદેશ ભગવાનની વાણીમાં આવ્યો છે, તેથી
ભગવાનનો ઉપકાર ગણીને, સત્પુરુષોને ભગવાન પૂજ્ય છે. અહા! જગતના મુમુક્ષુ જીવો ઉપર સર્વજ્ઞ ભગવાનનો
મહાઉપકાર છે, ભગવાનની કૃપા છે, ભગવાનના પ્રસાદથી જ જીવોને સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત થાય છે, ભગવાનની
પ્રસન્નતાથી જ સમ્યક્ ચારિત્ર થાય છે. આ રીતે સમ્યગ્જ્ઞાનાદિ હિતનો ઉપાય પામવામાં ભગવાનનો ઉપકાર છે,
જ્ઞાનીઓ તે ઉપકારને ભૂલતા નથી. જ્ઞાનમાં નિમિત્ત કેવું છે તેને બરાબર જાણીને વિનય કરે છે.
ભગવાનને કાંઈ પ્રસન્નતાનો વિકલ્પ નથી, પરંતુ સાધક જીવ પોતાની પ્રસન્નતાનો આરોપ કરીને કહે છે કે
‘અહા, ભગવાન મારા ઉપર પ્રસન્ન થયા, ભગવાનના પ્રસાદથી મને મોક્ષમાર્ગ મળ્‌યો.’–આવા વિનયનો માર્ગ છે. જો
કે ભગવાન તરફનો વિકલ્પ પણ બંધનું કારણ છે, એમ સાધક ધર્માત્મા જાણે છે, તો પણ ધર્મીને એવા બહુમાનનો ભાવ
આવે છે, કેમકે સત્પુરુષો કરેલા ઉપકારને ભૂલતા નથી.
જે અજ્ઞાની રાગને ધર્મ માને છે તેણે વીતરાગનો વીતરાગી ઉપદેશ ઝીલ્યો નથી, ને તેથી તેના ઉપર ખરેખર
વીતરાગની કૃપા કે–વીતરાગનો ઉપકાર નથી; અને તેને પણ વીતરાગ પ્રત્યે ખરી (ઓળખાણપૂર્વકની) ભક્તિ આવતી નથી.
ભગવાન અંતર્મુખ થઈને વીતરાગ થયા; ભગવાનના શ્રીમુખથી વીતરાગવાણી નીકળી, તે વીતરાગતાનો જ
ઉપદેશ આપે છે. તે ઉપદેશ ઝીલીને જે જીવ વીતરાગમાર્ગે વળ્‌યો તે વીતરાગના ઉપકારને ભૂલતો નથી.
ભગવાનને પૂર્વે સાધકપણામાં વીતરાગતાના વિકલ્પો ઘોળાતા, તેના નિમિત્તે બંધાયેલી વાણીમાં પણ વીતરાગી
બોધનો ધોધ વહે છે. જે ભવ્ય અંતર્મુખ થઈને વીતરાગતા તરફ આવ્યો તેણે જ વીતરાગની વાણી ઝીલી છે ને તેના
ઉપર જ વીતરાગનો ઉપકાર છે; તે સત્પુરુષને વીતરાગ પ્રત્યે વિનય–ભક્તિ–બહુમાનનો ભાવ આવ્યા વિના રહેતો
નથી..કેમ કે–
न हि कृतमुपकारं साधवो विस्मरंति
(નિયમસાર ગા. ૬ના કલશ ઉપરના પ્રવચનમાંથી)

PDF/HTML Page 5 of 25
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૭૪
“અપૂર્વ પુરુષાર્થ વડે સર્વજ્ઞનો સ્વીકાર”
ત્યાંથી જ ધર્મની શરૂઆત થાય છે
સર્વજ્ઞતાનો નિર્ણય કરવામાં કેવો અપૂર્વ પુરુષાર્થ છે
અને અંતર્મુખ થઈને તે નિર્ણય કરનારને પોતાના
આત્મામાંથી કેવી નિઃશંકતા આવી જાય છે, તેનું
આત્મસ્પર્શી અદ્ભુત વર્ણન પૂ. ગુરુદેવ અનેકવાર કરે છેઃ
અહીં પણ તે બાબતમાં ગુરુદેવ કહે છે કે–“પહેલાં નક્કી
કરો કે આ જગતમાં સર્વજ્ઞતાને પામેલા કોઈ આત્મા છે કે
નહિ? જો સર્વજ્ઞ છે, તો તેમને તે સર્વજ્ઞતારૂપી કાર્ય કઈ
ખાણમાંથી આવ્યું? ચૈતન્યશક્તિની ખાણમાં સર્વજ્ઞતારૂપી
કાર્યનું કારણ થવાની તાકાત પડી છે. આવી
ચૈતન્યશક્તિની સન્મુખ થઈને સર્વજ્ઞનો સ્વીકાર કરતાં
અપૂર્વ પુરુષાર્થ તેમાં આવે છે. ‘સર્વજ્ઞનો સ્વીકાર કરતાં
પુરુષાર્થ ઊડી જાય છે’ એમ માને તેને તો ઘણી મોટી
સ્થૂળ ભૂલ છે. કેવળજ્ઞાન અને તેના કારણની પ્રતીત
કરતાં સ્વસન્મુખ અપૂર્વ પુરુષાર્થ ઊપડે છે, તે જીવ
નિઃશંક થઈ જાય છે કે મારા આત્માના આધારે સર્વજ્ઞની
પ્રતીત કરીને મોક્ષમાર્ગનો પુરુષાર્થ મેં શરૂ કર્યો છે, ને
સર્વજ્ઞના જ્ઞાનમાં પણ એ જ રીતે આવ્યું છે..હું
અલ્પકાળમાં મોક્ષ પામવાનો છું ને ભગવાનના જ્ઞાનમાં
પણ એમ જ આવ્યું છે.
અહા, સર્વજ્ઞતારૂપ કાર્યનું જે કારણ થાય–તેના મહિમાની શી વાત! એકલા કેવળજ્ઞાનનું નહિ પણ કેવળજ્ઞાનની
સાથે સાથે કેવળદર્શન, અનંત આહ્લાદ, ક્ષાયિક શ્રદ્ધા, અનંત વીર્ય–એ બધાનું કારણ થવાની આત્મામાં તાકાત છે.
કેવળજ્ઞાની અર્હંત પરમાત્માની પ્રતીત કરનારને આત્માની આવી તાકાત પ્રતીતમાં આવી જ જાય છે. કેમ કે કાર્યની
પ્રતીત કરવા જતાં તેના કારણની પ્રતીત પણ ભેગી આવી જ જાય છે. “કાર્યમાં આટલી તાકાત પ્રગટ થઈ તો તેના
કારણમાં પણ તેટલી તાકાત પડી જ છે” એમ કાર્ય–કારણની પ્રતીત એક સાથે જ થાય છે. કારણના સ્વીકાર વગર
કાર્યની પ્રતીત થતી નથી. કારણ અને કાર્ય એ બેમાંથી એકમાં પણ જેની ભૂલ છે તેને બંનેમાં ભૂલ છે.
લોકો “કેવળજ્ઞાન..કેવળજ્ઞાન” કહે છે, અમારા ભગવાન સર્વજ્ઞ હતા–કેવળજ્ઞાની હતા એમ કહે છે, પણ
ખરેખર તેને ઓળખતા નથી. અહા, અચિંત્ય સામર્થ્યવાળું કેવળજ્ઞાનરૂપી પૂર્ણ કાર્ય જેમાંથી આવ્યું તે કારણ કેવું છે?
એને જો ઓળખે તો અપૂર્વ સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન થાય.

PDF/HTML Page 6 of 25
single page version

background image
ચૈત્રઃ ૨૪૮૪ઃ પઃ
અહો, આવા કેવળજ્ઞાનનો સ્વામી આત્મા!–તેની પ્રતીત કોની સામે જોઈને થશે? આમ અંતર્મુખ થયે જ આવો
આત્મા પ્રતીતમાં આવે છે. એના ભરોસા વિના ભગવાનનો ય ભરોસો આવતો નથી. આહા, કેવળજ્ઞાની પિતા!–તેનું
અચિંત્ય સામર્થ્ય! એને પ્રતીતમાં લઈને જેણે કેવળજ્ઞાની પિતાને પોતાના અંતરમાં પધરાવ્યા, તેનો આદર કર્યો, તે
જીવના જ્ઞાનમાં બીજા બધાનો આદર ન રહ્યો, ચિદાનંદસ્વરૂપ તરફ જ તેનું જ્ઞાન વળી ગયું. કેવળજ્ઞાનરૂપ ‘કાર્ય’ ને
પ્રતીતમાં લેતાં, તેના ‘કારણ’ રૂપ અંર્ત સ્વભાવમાં ઝૂકાવ થઈ જાય છે, અને તે કારણની સાથે એકતા થતાં તેને
કાર્યની શરૂઆત (સમ્યગ્દર્શનાદિ) થઈ જાય છે.
“જગતમાં કેવળજ્ઞાન છે” એમ જો પ્રતીત કરે તો, “આત્મામાં કેવળજ્ઞાન થવાની તાકાત છે” એમ પ્રતીત પણ
ભેગી થઈ જ જાય છે. કેવળજ્ઞાની પરમાત્મા જગતમાં છે,–તો તેમને કેવળજ્ઞાનરૂપી કાર્ય ક્યાંથી આવ્યું? કોનામાં તે
કાર્યનું કારણ થવાની તાકાત છે? ચૈતન્ય શક્તિમાં જ તેનું કારણ થવાની તાકાત છે. આમ અંતર્મુખ કારણ પરમાત્માની
સન્મુખ થઈને જ કાર્ય પરમાત્માની (કેવળજ્ઞાની ભગવાનની) પ્રતીત થાય છે. કારણની સન્મુખ થઈને તેના સ્વીકાર
વગર કાર્યની પણ પ્રતીત થતી નથી.
પહેલાં નક્કી કરો કે આ જગતમાં સર્વજ્ઞતાને પામેલા કોઈ આત્મા છે કે નહિ? જો સર્વજ્ઞ છે, તો તેમને
તે સર્વજ્ઞતારૂપી કાર્ય કઈ ખાણમાંથી આવ્યું? ચૈતન્ય શક્તિની ખાણમાં સર્વજ્ઞતારૂપી કાર્યનું કારણ થવાની
તાકાત પડી છે. આવી ચૈતન્ય શક્તિની સન્મુખ થઈને સર્વજ્ઞનો સ્વીકાર કરતાં અપૂર્વ પુરુષાર્થ તેમાં આવે છે.
‘સર્વજ્ઞનો સ્વીકાર કરતાં પુરુષાર્થ ઊડી જાય છે–’ એમ માને તેને તો ઘણી મોટી સ્થૂળ ભૂલ છે, તેને નથી તો
સર્વજ્ઞની ખબર, નથી મોક્ષના પુરુષાર્થની ખબર, કે નથી આત્માના જ્ઞાનસામર્થ્યની ખબર. અહો, કેવળજ્ઞાની
સર્વજ્ઞ આવા, ને તેનું કારણ આવું– આમ કાર્ય–કારણની પ્રતીત કરતાં સ્વસન્મુખ અપૂર્વ પુરુષાર્થ ઊપડે છે,
તેને એમ શંકા નથી પડતી કે મારો પુરુષાર્થ ક્યારે ઉપડશે? તે નિઃશંક થઈ જાય છે કે મારા આત્માના આધારે
સર્વજ્ઞની પ્રતીત કરીને મોક્ષમાર્ગનો પુરુષાર્થ મેં શરૂ કર્યો છે ને અનંત સર્વજ્ઞ ભગવંતોના જ્ઞાનમાં પણ એ જ
રીતે આવ્યું છે. હવે મારે અનંતભવ છે જ નહિ, ને સર્વજ્ઞ ભગવંતોના જ્ઞાનમાં પણ મારા અનંતભવ આવ્યા
નથી; હું અલ્પકાળે મોક્ષ પામવાનો છું–અને સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં પણ એમ આવ્યું છે. જુઓ, આ
સર્વજ્ઞની પ્રતીત કરનારનું સામર્થ્ય? જુઓ, આ પુરુષાર્થ! જુઓ, આ નિઃશંકતા! અહીંથી જ ધર્મની શરૂઆત
થાય છે.
કેવળજ્ઞાનના કારણરૂપ જે ત્રિકાળી સ્વભાવશક્તિ છે તે પરમશુદ્ધ નિશ્ચયનયાત્મક છે; અને કેવળજ્ઞાનરૂપી જે
કાર્ય પ્રગટયું તે શુદ્ધ સદ્ભુત વ્યવહાર નયાત્મક છે. આ રીતે તે તે નય સાથે તેના વિષયને અભેદ કરીને કહ્યું છે.
ભગવાનનું કેવળજ્ઞાન તે શુદ્ધ સદ્ભુત વ્યવહારનયનો વિષય છે તે અપેક્ષાએ તેને શુદ્ધસદ્ભુતવ્યવહાર નયાત્મક કહેલ
છે, પણ ભગવાનને પોતાને કાંઈ નય હોતો નથી, જ્યાં સંપૂર્ણ પ્રમાણજ્ઞાન થઈ ગયું ત્યાં નયો રહેતા નથી. સાધક જીવ
જ્યારે “કેવળજ્ઞાની ભગવાન આવા” એમ વિચારે છે ત્યારે તે સાધકના જ્ઞાનમાં શુદ્ધસદ્ભુત વ્યવહાર નયનો વેપાર
હોય છે; અને તે કેવળજ્ઞાનના કારણરૂપ પોતાના આત્માનો જે સહજ જ્ઞાનસ્વભાવ, તેને જાણવામાં જ્યારે પોતાનો
ઉપયોગ જોડે ત્યારે તે સાધકના જ્ઞાનમાં ‘પરમશુદ્ધ નિશ્ચયનય’ વર્તે છે.–આ રીતે સાધકને નિશ્ચય અને વ્યવહાર નયો
હોય છે. છતાં તેમાં વ્યવહારનય આશ્રય કરવા જેવો નથી ને નિશ્ચયનય આશ્રય કરવા જેવો છે–એ વાત અહીં પણ
લાગુ પાડીને સમજવી જોઈએ. વ્યવહારનયના વિષયરૂપ કેવળજ્ઞાનપર્યાયનો આશ્રય કરવા જતાં રાગની વૃત્તિનું ઉત્થાન
થાય છે,–માટે તે કર્તવ્ય નથી; અને નિશ્ચયનયના વિષયરૂપ શુદ્ધ આત્મદ્રવ્યનો આશ્રય કરતાં નિર્વિકલ્પ શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટે છે, માટે તેનો આશ્રય જ કર્તવ્ય છે,
તેના વડે જ આત્માને આનંદમય સિદ્ધપદનું
ચિરંજીવન પ્રાપ્ત થાય છે.
(પોષ પૂર્ણિમાઃ નિયમસાર ગા. ૧૩ ઉપરના પ્રવચનમાંથી)

PDF/HTML Page 7 of 25
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૭૪
અદ્વિતીય અર્હત્શાસન–પ્રકાશક
પંચરત્ન
(વીર સં. ૨૪૮૪ પોષ સુદ ૧૧ થી પોષ વદ એકમ સુધીના પ્રવચનોમાંથી)
આખા પ્રવચનસાર શાસ્ત્રની કલગીનાં રત્નો સમાન આ છેલ્લી પાંચ
ગાથાઓ છે, તે વંચાય છે. પહેલાં તે પંચરત્નોનો મહિમા કરવામાં આવે છેઃ
આ શાસ્ત્રનાં મુગટમણિ જેવાં આ પાંચ નિર્મળ રત્નો જયવંત વર્તો!
કેવાં છે આ પાંચ રત્નો? સંક્ષેપથી અર્હંત ભગવાનના સમગ્ર અજોડ
શાસનને સર્વ પ્રકારે પ્રકાશે છે; એટલે આ પાંચ ગાથારત્નોમાં જે
વસ્તુસ્થિતિ કહેવાશે તે સર્વજ્ઞદેવના આખા શાસનમાં સર્વત્ર લાગુ કરીને
પરીક્ષા કરવી અને આ પાંચ રત્નો સંસાર તથા મોક્ષના વિલક્ષણ પંથને
એટલે કે બંનેના ભિન્નભિન્ન માર્ગને જગત સમક્ષ પ્રસિદ્ધ કરે છે. અહા!
આચાર્યદેવ કહે છે કે અર્હંતદેવના સમગ્ર શાસનને સંક્ષેપથી પ્રકાશનારા,
તેમજ સંસાર–મોક્ષની વિલક્ષણ પંથવાળી સ્થિતિને જગત સમક્ષ
પ્રકાશનારા આ પંચરત્નો (ગા. ૨૭૧ થી ૨૭પ સુધીના પાંચ સૂત્રો)
જયવંત વર્તો.
પહેલું રત્ન
સમયસ્થ હો પણ સેવી ભ્રમ
અયથા ગ્રહે જે અર્થને,
અત્યંતફળ સમૃદ્ધ ભાવી
કાળમાં જીવ તે ભમે. ૨૭૧.
પંચરત્નોમાં આ પહેલું રત્ન સંસારતત્ત્વને પ્રગટ કરે છે, એટલે કે સંસારતત્ત્વ કોને કહેવું તે ઓળખાવે છે.
જૈન શાસનમાં રહીને વ્રત–મહાવ્રત પાળતો હોવા છતાં જે જીવ મિથ્યાદ્રષ્ટિપણે વિપરીતતત્ત્વોની શ્રદ્ધા કરે છે, તે
જીવ મિથ્યાત્વને લીધે અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે, તેથી તે સંસારતત્ત્વ છે; તેનું સ્વરૂપ આ પહેલું રત્ન પ્રકાશે છે.
જેઓ સ્વયં અવિવેકથી એટલે કે કર્મને લીધે નહિ પણ પોતાના જ અજ્ઞાનભાવથી, પદાર્થોને અન્યથા સ્વરૂપે જ
અંગીકાર કરે છે, તેઓ ભલે દ્રવ્યલિંગી શ્રમણ થયા હોય તો પણ સંસારતત્ત્વ જ છે. જુઓ, આ સૂત્રો સમગ્ર
જિનશાસનનું રહસ્ય સંક્ષેપથી પ્રકાશે છે, એટલે કર્મના ઉદયથી અજ્ઞાન થવાનું કહ્યું હોય તો તે નિમિત્તથી કથન છે, ત્યાં
પણ આ સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજી લેવું કે તે જીવને સ્વયં અવિવેકથી જ અજ્ઞાન થવાનું કહ્યું હોય તો તે નિમિત્તથી
કથન છે, ત્યાં પણ આ સૂત્રમાં કહ્યા પ્રમાણે સમજી લેવું કે તે જીવને સ્વયં અવિવેકથી જ અજ્ઞાન થયું છે, કર્મને લીધે નહિ.

PDF/HTML Page 8 of 25
single page version

background image
ચૈત્રઃ ૨૪૮૪ઃ ૭ઃ
અહીં સંસારતત્ત્વનું ઉત્કૃષ્ટ સ્વરૂપ બતાવવું છે એટલે અજ્ઞાની દ્રવ્યલિંગી શ્રમણની વાત મુખ્ય લીધી છે. કોઈ
જીવ જિનમતમાં કહેલું બાહ્યદ્રવ્યલિંગ ધારણ કરીને ભલે દ્રવ્યશ્રમણ થયો હોય છતાં જો યથાર્થ તત્ત્વોને શ્રદ્ધતો નથી ને
વિપરીત રૂપે તત્ત્વોને શ્રદ્ધે છે તો તે શ્રમણાભાસ મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાની સંસારતત્ત્વ જ છે; દ્રવ્યલિંગ ધારણ કરવાથી જરા
પણ મોક્ષમાર્ગ તેને થઈ ગયો–એમ નથી, હજી પણ તે સંસારતત્ત્વ જ છે એમ જાણવું.
મારા આત્માનો સ્વભાવ તો ચૈતન્ય સામર્થ્યમય છે;
રાગાદિ વિભાવો મારા સ્વભાવથી વિપરીત છે;
અને દેહાદિ સંયોગ, તો મારાથી અત્યંત ભિન્ન છે.
–આમ યથાર્થપણે જે જાણતો નથી. દેહાદિની ક્રિયાઓ હું કરું એમ માને છે, રાગથી મને ધર્મનો લાભ થશે–
એમ માને છે; આ રીતે તત્ત્વોને વિપરીતપણે શ્રદ્ધે છે તેઓ સતત મહામોહરૂપ મેલને એકઠો કરે છે, તેમનું મન
મિથ્યાત્વરૂપ મહામળથી મલિન છે, તેથી તેઓ નિત્ય અજ્ઞાની છે; “નિત્ય અજ્ઞાની” કહ્યા, એટલે કે આવી વિપરીત
શ્રદ્ધાવાળા જીવને વ્યવહારનો શુભ રાગ કરતાં કરતાં ક્યારેક–ઘણા કાળે પણ–સમ્યગ્જ્ઞાન પ્રગટી જશે એમ નથી, જ્યાં
સુધી પોતાના અવિવેકને લીધે વિપરીત શ્રદ્ધા કરશે ત્યાંસુધી નિરંતર તે અજ્ઞાની જ રહેશે.
આવો અજ્ઞાની જીવ ભલે કદાચ દ્રવ્યલિંગી થઈને જિનમાર્ગમાં રહ્યો હોય, એટલે કે વ્યવહારથી સર્વજ્ઞદેવને જ
માનતો હોય ને બીજાને ન માનતો હોય, પંચમહાવ્રતાદિ પાળતો હોય, તો પણ ખરું શ્રામણ્યપણું તે પામ્યો નહિ હોવાથી
તે શ્રમણાભાસ જ છે. આ સૂત્ર ઉપરથી એમ સમજી લેવું કે જે કોઈ જીવો વિપરીત તત્ત્વોની શ્રદ્ધા કરે–(જડની ક્રિયાને
આત્માની માને કે રાગના ભાવને ધર્મ માને) તે બધાય શ્રમણ નથી પણ શ્રમણાભાસ જ છે, ને ઊંધી શ્રદ્ધાને લીધે
તેઓ સંસારમાર્ગમાં જ સ્થિત છે.
જુઓ, આ શ્રમણાભાસને સાચા દેવગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો શુભરાગ છે, તે શુભરાગ હોવા
છતાં તેને સંસારમાર્ગમાં જ સ્થિત કહ્યો છે. એટલે કે શુભરાગ તે મોક્ષમાર્ગ નથી–એમ આ સૂત્ર
પ્રસિદ્ધ કરે છે.
જુઓ, આ સૂત્રરત્ન અર્હંતદેવના સમગ્ર શાસનને સંક્ષેપથી પ્રકાશે છે. અંદરમાં સંસારતત્ત્વ જ હોવા છતાં,
બહારથી મોક્ષમાર્ગનો ભેષ પહેરીને મુનિ જેવો લાગતો હોય તો આ સૂત્ર “તે સંસારતત્ત્વ જ છે” એમ પ્રસિદ્ધ કરીને
તેને ખુલ્લો પાડે છે.
જેમ ચોર–લૂંટારા ખોટો વેષ પહેરીને લોકોને છેતરે છે, જાણે મોટો સાહુકાર હોય–એમ બનાવટી વેષ
પહેરીને લોકોને છેતરે છે; તેમ, અહીં આચાર્યદેવ કહે છે કે બહારથી જિનમાર્ગનો ભેખ લઈને એટલે કે દિગંબર
દ્રવ્યલિંગી સાધુ થઈને પણ અંદરમાં જેઓ રાગાદિ પુણ્યને ધર્મ માનીને વિપરીત તત્ત્વોની શ્રદ્ધા કરતા થકા
અજ્ઞાનીપણે વર્તે છે તેઓ શ્રમણાભાસ છે; ખરેખર તેઓ શ્રમણ નથી પણ શ્રમણનો માત્ર બાહ્ય ભેખ લીધો છે;
એવા શ્રમણાભાસને પણ સંસારતત્ત્વ જ જાણવું; તે પણ અજ્ઞાનને લીધે અનંત દુઃખમય સંસારમાં જ પરિભ્રમણ
કરે છે.
જેમ કડવું કરિયાતું સાકરની કોથળીમાં ભરે તેથી કાંઈ તે કરિયાતું મટીને સાકર ન થઈ
જાય તેમ મિથ્યાદ્રષ્ટિ જીવ દ્રવ્યલિંગ ધારણ કરે તેથી કાંઈ તે સંસારતત્ત્વ મટીને મોક્ષમાર્ગી ન
થઈ જાય.
દ્રવ્યલિંગી સાધુ થઈને અહિંસાદિ પંચમહાવ્રત પાળતો હોવા છતાં, તે વિપરીત શ્રદ્ધાવાળા જીવનું ચિત્ત
મહા મોહમળથી મલિન છે, અને તેથી તેઓ દીનપણે ફરીફરીને દેહ ધારણ કરતા થાક સંસારમાં જ રખડે છે, માટે
તેને સંસારતત્ત્વ જ જાણવું. “પંથે ચાલતાં અનંતકાળ વીત્યો છતાં હજી આરો ન આવ્યો” એમ કોઈ કહે, તો
તેનો અર્થ એ થયો કે એનો પંથ જ ખોટો છે. સાચા પંથે ચાલે ને અલ્પકાળમાં ભવભ્રમણનો આરો ન આવે એમ
બને નહિ.
સંસારતત્ત્વ તે પાંચ ભાવોમાંથી કયા ભાવમાં આવે? સંસારતત્ત્વ તે ઔદયિક ભાવમાં આવે છે. અને નવ
તત્ત્વોમાંથી આસ્રવ ને બંધતત્ત્વ તે સંસારતત્ત્વ છે. અહીં તો કહે છે કે મિથ્યાદ્રષ્ટિ શ્રમણાભાસને સંસારતત્ત્વ જાણવું,
એટલે કે મિથ્યાત્વ તે જ મૂળ સંસાર છે. નાટક–સમયસારમાં પં. બનારસીદાસજી પણ સ્પષ્ટ કહે

PDF/HTML Page 9 of 25
single page version

background image
प्रगट हो कि मिथ्यात्व ही आस्रवबंध है और मिथ्यात्व का अभाव अर्थात् सम्यक्त्व संवर निजरा मोक्ष

” ..
આ રીતે જે મિથ્યાદ્રષ્ટિ છે તે સંસારતત્ત્વ જ છે.
ભલે રાજપાટ છોડી, રાણીઓ છોડી, વૈરાગ્યથી પંચ મહાવ્રતધારી દ્રવ્યલિંગી દિગંબર સાધુ થયો હોય તો પણ,
જો મિથ્યાશ્રદ્ધાને નથી છોડતો તો તેણે સંસાર જરા પણ છોડયો નથી, તે સંસારતત્ત્વમાં જ ઊભો છે–એમ નિઃશંક
જાણવું. (પહેલા રત્નનો પ્રકાશ અહીં પૂરો થયો.)
* * *
બીજું રત્ન
હવે આ બીજું રત્ન મોક્ષતત્ત્વને પ્રકાશે છે–
અયથાચરણહીન,
સૂત્ર–અર્થસુનિશ્ચયી ઉપશાંત જે,
તે પૂર્ણ સાધુ અફળ આ
સંસારમાં ચિર નહિ રહે. ૨૭૨.
અપ્રતિહતપણે ચૈતન્ય સ્વરૂપમાં જેઓ લીન થયા છે એવા નિર્વિકલ્પ મુનિભગવંતોને અહીં મોક્ષતત્ત્વ કહ્યું છે.
સંપૂર્ણ શ્રામણ્યવાળા સાક્ષાત્ શ્રમણને મોક્ષતત્ત્વ જાણવું.–કેવા છે તે શ્રમણ? પ્રથમ તો ત્રણ લોકની કલગી
સમાન નિર્મળ વિવેકરૂપી દીવીનો પ્રકાશ જેમને પ્રગટી ગયો છે તેથી યથાસ્થિત પદાર્થોનો નિશ્ચય થયો છે નેતે
સંબંધી ઉત્સુકતા નિવર્તાવી છે. તત્ત્વના નિર્ણય સંબંધી આત્માની ભૂલ તે સંસાર છે. તે ભૂલ ભાંગવામાં આત્મા
પોતે સમર્થ છે. પ્રથમ તો સમ્યગ્જ્ઞાનરૂપ દીપક વડે જેણે તે ભૂલને ભાંગી નાંખી છે એટલે સંસારના મૂળને છેદી
નાંખ્યું છે; અને પદાર્થનો નિર્ણય કરવા ઉપરાંત સ્વરૂપમાં મગ્ન થઈને ઉપશાંત થઈ ગયા છે–એવા ભાવલિંગી
સંત તે મોક્ષતત્ત્વ છે, હવે લાંબો કાળ તેઓ આ સંસારમાં નહિ રહે, અલ્પ જ કાળમાં તેઓ મોક્ષ પામશે. જેમણે
પોતાના આત્મામાં સમ્યગ્જ્ઞાનરૂપી દીવો પ્રગટ કરીને, યથાર્થ તત્ત્વોનું નિશ્ચય શ્રદ્ધાન કર્યું છે તથા ચિદાનંદ
સ્વરૂપમાં લીન થઈને જે સદા ઉપશાંતરૂપ વર્તે છે–
નિર્વિકલ્પ આનંદસરોવરમાં નિરંતર હંસની જેમ
કેલી કરે છે–તેમાંથી બહાર આવતા જ નથી એવા સાક્ષાત્ શ્રમણ–કે જેમને અહીં મોક્ષતત્ત્વ કહેલ છે–તેઓ
પૂર્વનાં સકળ કર્મનાં ફળને લીલામાત્રથી નષ્ટ કરે છે એટલે કે તેમાં જરા પણ જોડાતા નથી અને
નવાં કર્મફળને જરાય નીપજાવતા નથી, તેથી તેઓ ફરીને સંસારમાં જન્મ ધારણ કરતા નથી.
જુઓ તો ખરા! આમાં કર્મ પ્રમાણે વિકાર થવાની વાત ક્યાં રહી?
કર્મ પ્રમાણે (DEGREE TO DEGREE) વિકાર થવાનું જે માને તેને તો મહાવિપરીત શ્રદ્ધા છે, તે તો સંસારમાં
ડુબેલા છે; પરંતુ કર્મ પ્રમાણે વિકાર ન થાય, વિકાર પોતાની ભૂલથી થાય–એમ માને, પંચમહાવ્રત પાળે, પણ અંતરમાં
રાગથી પાર ચૈતન્યના ભૂતાર્થસ્વરૂપને જો ન અનુભવે તો તે પણ સંસારતત્ત્વ જ છે. એ સંસારતત્ત્વની વાત તો પહેલી
ગાથામાં ગઈ, આમાં હવે મોક્ષતત્ત્વની વાત છે.
અહા! સ્વરૂપમાં ઠરી ગયેલા મુનિને મોક્ષતત્ત્વ જ કહી દીધું. મોક્ષને પામવા માટે જે તદ્ન નિકટ વર્તે છે એવા
મુનિવરો ધર્મમાં પ્રધાન છે ને તેમને, અહીં મોક્ષતત્ત્વ કહ્યા છે, કેમકે તેઓ સ્વરૂપમાં એવા ઠર્યાં છે કે શ્રેણી માંડીને
કેવળજ્ઞાન લઈને મોક્ષ જ પામશે, ને ફરીને સંસારમાં પ્રાણ ધારણ નહિ કરે.
અરે, મિથ્યાત્વમાં રહેલો દ્રવ્યલિંગી, મુનિ પણ દુઃખી જ છે; દુઃખી કહો કે સંસારતત્ત્વ કહો; તત્ત્વનો યથાર્થ
નિશ્ચય નહિ હોવાથી તે અવિવેકી છે. વિવેકચક્ષુ તેને ઉઘડયાં નથી. અહા, સંસારના ઘોર દુઃખથી આત્મરક્ષા
સમ્યગ્દર્શન –જ્ઞાન–ચારિત્રવડે થાય છે; એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ કરીને જેઓ સ્વરૂપમાં
ઠર્યા છે..એવા ઠર્યા છે કે તેમાંથી બહાર નીકળવાના આળસુ છે–તેમાં જ મગ્ન રહે છે. પ્રશાંત થઈને
સ્વરૂપમાં જામી ગયાં છે, તેથી અયથાચારથી એટલે કે રાગાદિથી રહિત છે. વીતરાગ થઈને શાંત
નિર્વિકલ્પ રસને ઝીલે છે. આનંદના અનુભવમાં ઝૂલે છે, જ્યાં વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ પણ
નથી, નિર્વિકલ્પ થઈને આનંદ

PDF/HTML Page 10 of 25
single page version

background image
ચૈત્રઃ ૨૪૮૪ઃ ૯ઃ
રસ્રને પી રહ્યા છે, સ્વરૂપમાં એકમાં જ અભિમુખ થઈને વર્તે છે, સ્વરૂપથી બહાર આવીને
વ્યવહારનો જરાક વિકલ્પ ઊઠે તો તેટલો પણ અયથાચાર છે, આ મુનિરાજ સ્વરૂપથી બહાર
નીકળતા નહિ હોવાથી ‘અયથાચાર રહિત’ છે, ને નિત્ય જ્ઞાની છે. આવા સાક્ષાત્ શ્રમણને
મોક્ષતત્ત્વ જાણવું.
મોક્ષતત્ત્વ તરીકે અહીં ‘સિદ્ધ’ ને ન લેતાં, જે અપ્રતિહતપણે અંર્તસ્વરૂપમાં લીન થયા છે ને તેમાંથી હવે બહાર
નીકળવાના નથી એવા સાધુને અહીં મોક્ષતત્ત્વ કહ્યું છે. આમ નજરોનજર પોતાની સામે જાણે કે મુક્ત
થવાની ક્રિયારૂપે સાધુ પરિણમી રહ્યા હોય–એ રીતે તેમને મોક્ષતત્ત્વ તરીકે આચાર્યદેવ વર્ણવે છેઃ
અહા! ચિદાનંદસ્વરૂપમાં અપ્રતિહતપણે જે લીન થયા એવા મુનિ તે મોક્ષતત્ત્વ છે, કેમ કે ચૈતન્યમાં લીન થઈને
આનંદની મોજપૂર્વક પૂર્વનાં સમસ્ત કર્મોનું ફળ તેણે નષ્ટ કર્યું છે ને નવાં કર્મો જરા પણ બાંધતા નથી, તેથી તેઓ ફરીને
પ્રાણધારણરૂપ દીનતાને પામતા નથી, આ રીતે કર્મોથી મુક્ત થવાની ક્રિયારૂપે જ પરિણમી રહ્યા હોવાથી તે મુનિને
મોક્ષતત્ત્વ જાણવું.
આ રીતે પહેલાં સંસારતત્ત્વ અને પછી મોક્ષતત્ત્વ પ્રગટ કર્યું. તત્ત્વોની વિપરીત શ્રદ્ધાવાળા અવિવેકી દ્રવ્યલિંગી
શ્રમણાભાસને સંસારતત્ત્વમાં લીધા, ને પરમ વિવેકથી તત્ત્વશ્રદ્ધા કરીને ચૈતન્યના આનંદમાં અછિન્નપણે લીન વર્તતા
ભાવલિંગી શ્રમણરાજને મોક્ષતત્ત્વ કહ્યા.
નમસ્કાર હો એ ચરમશરીરી મુનિભગવંતોને!
(બીજા રત્નનો પ્રકાશ અહીં પૂર્ણ થયો.)
* * *
ત્રીજું રત્ન
હવે આ ત્રીજું રત્ન, મોક્ષતત્ત્વના સાધનતત્ત્વને પ્રકાશિત કરે છેઃ
જાણી યથાર્થ પદાર્થને,
તજી સંગ અંતર્બાહ્યને,
આસક્ત નહિ વિષયો વિષે જે,
‘શુદ્ધ’ ભાખ્યા તેમને. ૨૭૩
જુઓ, અહીં શુદ્ધોપયોગરૂપે પરિણમેલા મુનિ ભગવંતને જ મોક્ષતત્ત્વના સાધન તત્ત્વ તરીકે કહ્યા છે. ભગવાન
અર્હંત દેવે જૈન શાસનમાં કહેલા મોક્ષના સાધનને આ સૂત્રરત્ન પ્રકાશિત કરે છે. અર્હંતદેવના શાસનમાં કહેલા મોક્ષ
સાધનનું સર્વતઃ સંક્ષેપથી કથન કરતાં આ સૂત્ર કહે છે કે સ્વરૂપગુપ્ત પ્રશાંત પરિણતિવાળા સકળ મહિમાવંત ભગવંત
શુદ્ધોપયોગી સંતો જ મોક્ષનું સાધનતત્ત્વ છે, કેમકે કર્મબંધનને તોડીને મુક્ત થવા માટેનો અતિ ઉગ્ર પ્રયત્ન તેઓ કરી
રહ્યા છે. અતિઉગ્ર પ્રયત્ન કહ્યો તે કયો?–કે અંતરમાં શુદ્ધોપયોગ વર્તે છે તે જ કર્મને છેદનાર અતિઉગ્ર પ્રયત્ન છે.
શુદ્ધોપયોગ સિવાય બીજો કોઈ ખરેખર મોક્ષનો પ્રયત્ન કે મોક્ષનું સાધન નથી.–એમ પ્રસિદ્ધ કરીને આ ત્રીજું રત્ન
અર્હંતદેવના શાસનને પ્રકાશે છે.
હવે, મોક્ષના સાધનરૂપ શુદ્ધોપયોગરૂપે પરિણમેલા સંતો કેવા છે? તે કહે છે. પ્રથમ તો અનેકાન્ત વડે જણાતું જે
સકળ જ્ઞાતૃતત્ત્વનું અને જ્ઞેયતત્ત્વનું યથાસ્થિત સ્વરૂપ તેના પાંડિત્યમાં જે પ્રવીણ છે. જુઓ આ પંડિતાઈ! શાસ્ત્રો ભણી
ભણીને ભલે મોટા મોટા પંડિત નામ ધરાવે પણ અંતરમાં જ્ઞાતાતત્ત્વ કોણ છે ને જ્ઞેયતત્ત્વ શું છે? તેનો જેને નિર્ણય
નથી તે પંડિતાઈમાં પ્રવીણ નથી પણ મૂર્ખ છે. જેણે અંતર્મુખ થઈને જ્ઞાતા અને જ્ઞેય તત્ત્વોને અનેકાન્ત વડે જાણીને
તેમનો બરાબર નિર્ણય કર્યો છે તે ભલે શાસ્ત્રો ન પઢયો હોય તો પણ તે પંડિતાઈમાં પ્રવીણ છે. આવા પાંડિત્યમાં
પ્રવીણ શુદ્ધોપયોગી સંતો પોતે જ મોક્ષના સાધન છે.
મોક્ષના સાધનરૂપ આ શુદ્ધોપયોગી સંતો પ્રથમ તો અનેકાન્તવડે જ્ઞાતા–જ્ઞેય તત્ત્વના પાંડિત્યમાં પ્રવીણ છે;
વળી તે કેવા છે? જેમણે અંતરંગમાંથી મોહ–રાગ–દ્વેષનો સંગ છોડયો છે ને બહિરંગમાં વસ્ત્રાદિનો સંગ છોડયો છે; આ
રીતે સમસ્ત અંતરંગ તથા બહિરંગ સંગતિના પરિત્યાગવડે તે સંતોએ અંતરમાં ચકચકિત અનંત શક્તિવાળા
ચૈતન્યતત્ત્વના સ્વરૂપને વિવિક્ત કર્યું છે, એટલે કે મોહાદિ પરભાવોથી ચૈતન્યના નિજ સ્વરૂપને જુદું પાડી દીધું

PDF/HTML Page 11 of 25
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૭૪
છે; અને તે મોક્ષસાધક સંતોની અંર્તપરિણતિ ચિદાનંદ સ્વરૂપમાં ગુપ્ત થઈ ગઈ છે, સ્વરૂપમાં એવી જામી ગઈ છે કે
જાણે સુષુપ્ત હોય...જેમ ઘોર નિદ્રામાં સૂતેલાને આસપાસના જગતનું ભાન નથી રહેતું, તેમ ચૈતન્યની અત્યંત શાંતિમાં
ઠરી ગયેલા મુનિવરોને જગતના બાહ્યવિષયોમાં જરા પણ આસક્તિ થતી નથી, અંર્તસ્વરૂપની લીનતામાંથી બહાર
નીકળવું જરાય ગોઠતું નથી; આસપાસ વનના વાઘ ને સિંહ ત્રાડ પાડતા હોય તો પણ તેનાથી જરાય ડરતા નથી કે
સ્વરૂપની સ્થિરતાથી જરાય ડગતા નથી.–અહા, એ દશાની ભાવના ભાવતાં શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે,
એકાકી વિચરતો વળી સ્મશાનમાં
વળી પર્વતમાં સિંહ વાઘ સંયોગ જો..
અડોલ આસન ને મનમાં નહિ ક્ષોભતા,
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો..
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
અહા! આવા સ્વદ્રવ્યમાં લીન શુદ્ધોપયોગી સંત ભગવંતો, તેઓ પોતે જ મોક્ષના સાધન છે, તેઓ પોતે જ
સાક્ષાત્ જીવંત મોક્ષમાર્ગ છે.
જુઓ, ઉત્કૃષ્ટ વાત છે એટલે સાક્ષાત્ શુદ્ધોપયોગી સંતને મોક્ષના સાધન તરીકે વર્ણવ્યા. છઠ્ઠે ગુણસ્થાને
શુભોપયોગમાં વર્તતા મુનિઓને પણ અંતરમાં તે વખતે વર્તતી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધ પરિણતિ (વીતરાગ
પરિણતિ) તે જ મોક્ષમાર્ગ છે, તેનો ઉપચાર કરીને શુભને વ્યવહાર સાધન કહ્યું છે. ખરેખર તો જેટલો રાગ છે તે
મોક્ષના સાધનથી વિપક્ષ જ છે.
શુદ્ધ રત્નત્રય તો મોક્ષસાધન જ છે, તે બંધસાધન નથી; અને રાગ તો
બંધસાધન જ છે, તે મોક્ષસાધન નથી; આ રીતે બંધમોક્ષના કારણરૂપ ભાવોને ભિન્ન ભિન્ન સ્વરૂપે
જે નથી ઓળખતો તેને તો મુનિદશાની પણ ઓળખાણ હોતી નથી. મુનિ તો શુદ્ધ પરિણતિવાળા
હોય છે, શુદ્ધરત્નત્રયના નિર્વિકલ્પ આનંદના પીણાં પીને મસ્ત થયા છે, ને શુદ્ધોપયોગવડે મોક્ષને
સાધે છે. તેમની શુદ્ધ પરિણતિ જ મોક્ષનું સાધન છે, બીજું કોઈ મોક્ષનું સાધન નથી.–એમ આ રત્ન
પ્રકાશે છે.
આ રીતે અર્હંતદેવના સમગ્ર શાસનમાં કહેલા મોક્ષના સાધનને આ સૂત્ર સંક્ષેપથી સર્વતઃ
પ્રકાશે છે, એટલે કે આ સૂત્રમાં મોક્ષના સાધનનું જે સ્વરૂપ કહ્યું તેને અનુસરીને સમગ્ર શાસ્ત્રોનું
તાત્પર્ય સમજી લેવું, આનાથી વિરુદ્ધ તાત્પર્ય ક્યાંય પણ ન સમજવું.
અહા! આવા શુદ્ધોપયોગી સંતમુનિવરો સકળ મહિમાનું સ્થાન છે; સર્વ મનોરથના સ્થાન તરીકે તેઓ
અભિનંદનીય છે. મુમુક્ષુના સર્વ મનોરથની સિદ્ધિ આવા શુદ્ધોપયોગવડે થાય છે, તેથી તેને
અભિનંદતા થકા અતિ આસન્નભવ્ય મહામુમુક્ષુ આચાર્યદેવ કહે છે કે હું આવા શુદ્ધોપયોગને
અભેદપણે ભાવીને નમસ્કાર કરું છું, એટલે કે હું તે–રૂપે પરિણમું છું.
આ કહેવાનો વિકલ્પ ઊઠયો તે તો
જુદી વાત છે (ગૌણ છે) પણ તે વખતે આચાર્યદેવની પરિણતિ તે પ્રકારની શુદ્ધતારૂપે પરિણમી જ રહી છે, એટલે કે
જેવું ‘વાચક’ પરિણમે છે તેવું જ અંદર ‘વાચ્ય’ પણ પરિણમી જ રહ્યું છે, આ રીતે સંધિબદ્ધ રચના છે,–વાચક–
વાચ્યની સંધિ તૂટતી નથી.
આ રીતે પંચરત્નમાંથી પહેલા રત્નમાં સંસારતત્ત્વ બતાવ્યું; બીજા રત્નમાં મોક્ષતત્ત્વ બતાવ્યું; ને આ ત્રીજા
રત્નમાં મોક્ષનું સાધનતત્ત્વ બતાવ્યું; હવે ચોથા રત્નમાં તે મોક્ષના સાધનને સર્વ મનોરથના સ્થાન તરીકે આચાર્યદેવ
અભિનંદે છેઃ
* * *
ચોથું રત્ન
સર્વ મનોરથના સ્થાનભૂત એવા મોક્ષતત્ત્વના સાધનતત્ત્વને અભિનંદે છે–
રે! શુદ્ધને શ્રામણ્ય ભાખ્યું, જ્ઞાન દર્શનશુદ્ધને,
છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨૭૪

PDF/HTML Page 12 of 25
single page version

background image
ચૈત્રઃ ૨૪૮૪ઃ ૧૧ઃ
અહા! મુમુક્ષુના સકળ મનોરથનું સ્થાન હોય તો એક આ શુદ્ધોપયોગ જ છે...આચાર્યદેવ કહે છે કે બસ! એક
શુદ્ધોપયોગનો જ અમને મનોરથ છે, વિકલ્પ ઊઠે છે તેનો મનોરથ નથી, તેની ભાવના નથી. ભાવના તો શુદ્ધોપયોગની
જ છે. મોક્ષાર્થીના સકળ મનોરથની સિદ્ધિ શુદ્ધોપયોગવડે જ થાય છે. શુદ્ધોપયોગરૂપે પરિણમેલા સંતને શ્રમણપણું કહ્યું
છે, જ્ઞાન–દર્શન પણ તેને જ કહ્યા છે, નિર્વાણ પણ તેને જ છે, અને તે જ સિદ્ધ છે, અહો! તેને નમસ્કાર હો, એટલે કે
આ આત્માનું તે રૂપે પરિણમન હો.
મોક્ષનું સાધનતત્ત્વ તો શુદ્ધોપયોગ જ છે, દેહાદિની ક્રિયા તો જડ છે, હિંસાદિભાવ તેમજ મિથ્યાત્વાદિ તે અશુભ
પાપાચરણ છે ને દયાદિભાવો તે શુભઆચરણ છે; આ કોઈ મોક્ષનું સાધન નથી. મોક્ષનું કારણ તો શુદ્ધોપયોગ છે.
શુદ્ધોપયોગી સંતમુનિઓને જ ખરેખરું શ્રામણ્ય છે, ને શુભોપયોગી મુનિઓને તો તેમની પાછળ પાછળ (ગૌણપણે)
લેવામાં આવે છે.
તે શુભોપયોગી મુનિને પણ સાથે સાથે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની શુદ્ધપરિણતિ તો
વર્તે જ છે, અને જેટલી શુદ્ધ પરિણતિ છે તેટલું જ મોક્ષસાધન છે; બાકી જે રાગ રહ્યો છે તે
મોક્ષસાધન નથી. આવી શ્રદ્ધા પણ જે ન કરે ને રાગને જ મોક્ષસાધન માને તેને તો હજી પ્રાથમિક
સમ્યગ્દર્શનની શુદ્ધિ પણ નથી,
તો પછી ચારિત્રરૂપ મુનિદશા તો ક્યાંથી હોય? ને ચારિત્રદશા વગર મોક્ષસાધન
કેવું? શુદ્ધોપયોગરૂપે પરિણમેલા સંત તે જ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે, પોતાની મોક્ષદશાનું તે પોતે જ
છે.
સાતમા ગુણસ્થાને વર્તતા શુદ્ધોપયોગી મુનિઓને શ્રામણ્યમાં મુખ્ય લીધા છે, ને છઠ્ઠે વર્તતા
શુભોપયોગી મુનિઓને તો પછી પાછળ પાછળ લીધા છે એટલે કે ગૌણપણે લીધા છે. શુદ્ધોપયોગીનું મુખ્યપણું
કહીને તેને જ અભિનંદનીય અને ઉપાદેય બતાવ્યા છે, ને શુભોપયોગીનું ગૌણપણું કહીને તે શુભરાગનું હેયપણું
બતાવ્યું છે.
અહા! જુઓ, આ પરમ સત્ય માર્ગ!! ભગવાન સીમંધર પરમાત્મા પૂર્વદિશામાં વિદેહ ક્ષેત્રે અત્યારે
બિરાજી રહ્યા છે, ત્યાં જઈને કુંદકુંદાચાર્ય દેવ ભગવાન પાસેથી દિવ્યધ્વનિ સાંભળી આવ્યા, ને પછી તેમણે આ
શાસ્ત્રોમાં પરમ સત્ય માર્ગની રચના કરી. અહા, કેવો સત્ય માર્ગ!! કેવો ચોકખો માર્ગ!! કેવો પ્રસિદ્ધ માર્ગ!
પણ અત્યારે લોકો શાસ્ત્રના નામે પણ માર્ગની મોટી ગરબડ ઊભી કરી રહ્યા છે. શું થાય? એવો જ કાળ! પણ
સત્ય માર્ગ તો જે છે તે જ રહેવાનો છે. શુદ્ધોપયોગરૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગ ત્રણે કાળે જયવંત છે, તે જ
અભિનંદનીય છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની એકતારૂપ જે સાક્ષાત્ મોક્ષમાર્ગસ્વરૂપ શ્રામણ્ય તે શુદ્ધોપયોગીને જ હોય છે, માટે
તે જ મોક્ષાર્થીના મનોરથનું સ્થાન છે.
ત્રણે કાળની સમસ્ત પર્યાયો સહિત સમસ્ત વસ્તુઓને પ્રત્યક્ષ જાણનાર–દેખનાર એવા કેવળજ્ઞાન ને
કેવળદર્શન પણ શુદ્ધોપયોગીને જ થાય છે, માટે તે શુદ્ધોપયોગ જ મોક્ષાર્થીના સર્વ મનોરથનું સ્થાન છે.
સહજ જ્ઞાન ને આનંદ જેની મુદ્રા છે એવા દિવ્ય સ્વભાવવાળું જે નિર્વાણ, તે પણ શુદ્ધોપયોગીને જ થાય છે,
માટે મોક્ષાર્થીને તે શુદ્ધોપયોગનો જ મનોરથ છે.
ટંકોત્કીર્ણ પરમાનંદરૂપ અવસ્થાઓમાં સ્થિત આત્મસ્વભાવની ઉપલબ્ધિથી જે ગંભીર છે એવું સિદ્ધપદ, તે પણ
શુદ્ધોપયોગ વડે પમાય છે. આ રીતે સર્વે ઇષ્ટની પ્રાપ્તિના સાધનભૂત હોવાથી શુદ્ધોપયોગ તે સર્વે મનોરથનું
સ્થાન છે, ને તે જ મોક્ષાર્થી જીવોએ અભિનંદનીય છે. આત્મા શુદ્ધોપયોગરૂપે પરિણમે તે મોક્ષાર્થીનો
મનોરથ છે.
અહા! સ્પષ્ટ મોક્ષમાર્ગને પ્રસિદ્ધ કરતાં આચાર્યદેવ કહે છે કે–
શુદ્ધોપયોગ જ મોક્ષનું સાધન છે, બીજું સાધન નથી.

PDF/HTML Page 13 of 25
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૭૪
શુદ્ધોપયોગ જ અભિનંદનીય છે, બીજું અભિનંદનીય નથી.
શુદ્ધોપયોગ જ મોક્ષાર્થીનો મનોરથ છે, બીજો મનોરથ નથી.
ભગવાન અર્હંતદેવના આવા શાસનને (આવા ઉપદેશને, આવા માર્ગને) આ પાંચ સૂત્રરત્નો પ્રકાશિત કરે છે.
* મોક્ષના સાક્ષાત્ સાધનરૂપ શ્રામણ્ય શુદ્ધોપયોગીને જ હોય છે, બીજાને નહિ.
* કેવળજ્ઞાન અને કેવળદર્શન પણ શુદ્ધોપયોગીને જ થાય છે, બીજાને નહિ.
* પરમ જ્ઞાન–આનંદરૂપ નિર્વાણપદ પણ શુદ્ધોપયોગીને જ થાય છે, બીજાને નહિ.
* પરમાનંદરૂપ આત્મસ્વભાવની પ્રાપ્તિરૂપ સિદ્ધ પદ પણ શુદ્ધોપયોગીને જ હોય છે, બીજાને નહિ.
–વધારે શું કહીએ! આટલાથી બસ થાઓ!! સર્વ મનોરથના સ્થાનરૂપ એવા આ શુદ્ધોપયોગને તદ્રૂપે
પરિણમીને અભેદભાવે નમસ્કાર હો.
અહો..અંતરમાં ચિદાનંદ તત્ત્વને પકડીને ઉપયોગ સ્થિર થાય તે જ મુક્તિનો ઉપાય છે, તે અમૃત છે, તે
જ ધર્મીના સર્વે મનોરથનું સ્થાન છે. ધર્માત્માના મનોરથનું ચક્ર શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર જ ચાલે છે, વિકારના
માર્ગ ઉપર તેના મનોરથનું ચક્ર ચાલતું નથી. શુદ્ધોપયોગવડે જ મુનિદશા અંગીકાર થાય છે. સમ્યગ્દર્શનની
ઉત્પત્તિ પણ શુદ્ધોપયોગપૂર્વક થાય છે. આ રીતે શુદ્ધોપયોગ જ ધર્મ છે, તે જ પરમાર્થ મોક્ષસાધન છે. સાક્ષાત્
શુદ્ધોપયોગરૂપ પરિણમવું તે શુદ્ધોપયોગી સંતને અભેદ નમસ્કાર છે; તેમાં નમસ્કાર કરનાર હું ને મારે નમસ્કાર
કરવા યોગ્ય બીજા– એવા સ્વપરના ભેદનો વિકલ્પ તોડીને, નિર્વિકલ્પપણે પોતે પોતાના સ્વરૂપમાં
નમ્યા..એટલે જે નમસ્કાર કરવા યોગ્ય હતા તે રૂપે પોતે જ પરિણમી ગયા..આ રીતે શુદ્ધોપયોગરૂપે પરિણમીને
આચાર્ય ભગવાને શુદ્ધોપયોગીને ભાવનમસ્કાર કર્યા, અને તેને જ સર્વ મનોરથના સ્થાન તરીકે અભિનંદન
કર્યું.
આ રીતે, શુદ્ધોપયોગ જ મોક્ષસાધન છે–એમ કહીને, આ ચોથા રત્નમાં તેને સર્વ મનોરથના સ્થાન તરીકે
અભિનંદન કર્યા..નમસ્કાર કર્યા.
(ચોથા રત્નનો પ્રકાશ અહીં પૂરો થયો.)
* * *
પાંચમું રત્ન
શાસ્ત્ર પૂરું કરતાં પહેલાં, ભગવાન આચાર્યદેવ શિષ્યજનોને શાસ્ત્રના ફળ સાથે જોડે છે–
સાકાર અણ–આકાર ચર્યાયુક્ત આ ઉપદેશને
જે જાણતો, તે અલ્પકાળે સાર પ્રવચનનો લહે. ૨૭પ.
શાસ્ત્રનું ફળ શું છે તેને આ પાચમું રત્ન પ્રકાશે છે. શ્રુતજ્ઞાનને અંતર્મુખ કરીને તેના પ્રભાવવડે કેવળ આત્માનો
અનુભવ કરવો તે આ શાસ્ત્રનો ઉપદેશ છે; જે જીવ એ પ્રમાણે આત્માને અનુભવે તે જીવ જ્ઞાન ને આનંદથી ભરપૂર
એવા અભૂતપૂર્વ સિદ્ધપદને પામે છે–એ જ આ શાસ્ત્રને જાણવાનું ફળ છે.
જુઓ, આ શાસ્ત્રને જાણવાનું ફળ અપૂર્વ જ્ઞાનાનંદ સ્વભાવની પ્રાપ્તિ છે; પણ શાસ્ત્રને કઈ રીતે જાણવું? કે
સમસ્ત શાસ્ત્રોના અર્થના વિસ્તારરૂપ કે સંક્ષેપરૂપ શ્રુતજ્ઞાનઉપયોગપૂર્વક પ્રભાવવડે કેવળ આત્માના અનુભવ સહિત જે
શિષ્યો આ ઉપદેશને જાણે છે તે ખરેખર અપૂર્વ જ્ઞાનાનંદસ્વરૂપ આત્માને પામે છે. જેઓ શ્રુતજ્ઞાનવડે કેવળ આત્માને
અનુભવે છે તેઓએ જ ખરેખર સમસ્ત શાસ્ત્રનું રહસ્ય જાણ્યું છે. શાસ્ત્રનો ઉપદેશ પણ એ જ છે કે જ્ઞાન ઉપયોગને
અંતરમાં વાળીને કેવળ આત્માનો અનુભવ કરવો;–તેથી જે શિષ્ય તેમ કરે છે તેણે જ સમસ્ત શાસ્ત્રના ઉપદેશને જાણ્યો
છે, અને એ રીતે આ શાસ્ત્રના ઉપદેશને જે જાણે છે તે શિષ્યવર્ગ અપૂર્વ આત્મિક સિદ્ધિને પામે છે. આ પ્રમાણે આ
પાંચમું રત્ન શાસ્ત્રના ફળને પ્રકાશે છે.
આ પ્રવચનસારે શું કહ્યું? અને તેના શ્રોતા

PDF/HTML Page 14 of 25
single page version

background image
ચૈત્રઃ ૨૪૮૪ઃ ૧૩ઃ
મુમુક્ષુએ શું કર્યું? પ્રવચનસારે જે કહ્યું તે પ્રમાણે જે કરે તેણે પ્રવચનસાર વાસ્તવિક રૂપે સાંભળ્‌યું
કહેવાય. પ્રથમ તો પ્રવચનસારે શું કહ્યું? કે શ્રુતજ્ઞાનને અંતર્મુખ કરીને કેવળ આત્માનો અનુભવ
કરવાનું કહ્યું એટલે કે શુદ્ધોપયોગરૂપ પરિણમવાનું કહ્યું તે ઝીલીને, શુદ્ધાત્માની સન્મુખ થઈને
શુદ્ધોપયોગરૂપે જે પરિણમે છે તે શિષ્ય જન પ્રવચનના સારરૂપ સિદ્ધપદને પામે છે.
શાસ્ત્રમાં નિશ્ચય અને વ્યવહાર (–શુદ્ધ અને શુભ) બંને પ્રકારની ચર્યા બતાવી છે ખરી, પણ ત્યાં તાત્પર્ય
શું હતું? શુદ્ધોપયોગરૂપે પરિણમવું તે જ તાત્પર્ય હતું, એ તાત્પર્ય પ્રમાણે જે જીવે કર્યું તે જ આ શાસ્ત્રના
રહસ્યને સમજ્યો છે. તેણે જે પ્રમાણે કર્યું તે જ પ્રમાણે શાસ્ત્રનો ઉપદેશ હતો, એટલે તે જીવે શાસ્ત્રનું ભાવશ્રવણ કર્યું છે
ને તે જ શાસ્ત્રના ફળરૂપ મોક્ષપદને પામે છે.–આવું અર્હંતદેવના શાસનનું સંક્ષેપ રહસ્ય છે, બીજું જે કાંઈ છે તે બધું
આનો જ વિસ્તાર છે.
આ રીતે ભગવાન અર્હંતદેવના સમગ્ર શાસનને સંક્ષેપથી સર્વ તરફથી પ્રકાશનારા પાંચ રત્નો
જયવંત વર્તો
શ્રી પ્રવચનસાર શાસ્ત્રની
કલગીનાં અલંકાર સમાન આ નિર્મળ
પાંચ રત્નો ઉપરના પૂ. ગુરુદેવના
પ્રવચનોનો કેટલોક સાર અહીં પ્રસિદ્ધ
કર્યો છે, તે મુમુક્ષુ જીવોને ખાસ
ઉપયોગી છે. વિસ્તૃત પ્રવચનો હવે
પછી પ્રસિદ્ધ થશે.
આનંદજનની વૈરાગ્ય ભાવના
અહો, અડોલ દિગંબરવૃત્તિને ધારણ કરનારા, વનમાં વસનારા
અને ચિદાનંદસ્વરૂપ આત્મામાં ડોલનારા મુનિવરો, જેઓ છઠ્ઠે–સાતમે
ગુણસ્થાને આત્માના અમૃતકુંડમાં ઝૂલે છે, તેમનો અવતાર સફળ
છે...એવા સંતમુનિવરો પણ વૈરાગ્યની બાર ભાવના ભાવીને
વસ્તુસ્વરૂપ ચિંતવે છે. વસ્તુસ્વરૂપને લક્ષમાં રાખીને વૈરાગ્યની આ
બાર ભાવનાઓ ભાવવા જેવી છે. આ ભાવનાઓને આનંદની જનની
કીધી છે; કેમકે વસ્તુસ્વરૂપ અનુસાર વૈરાગ્યની ભાવનાઓનું ચિંતવન
કરતાં ચિત્તની સ્થિરતા થઈને ભવ્ય જીવને આનંદ થાય છે, તેથી આ
ભાવનાઓ ‘ભવિકજન આનંદજનની’ છે, અને તે સાંભળતાં જ
ભવ્ય જીવોને મોક્ષમાર્ગમાં ઉત્સાહ ઊપજે છે. અહા, તીર્થંકરો પણ
દીક્ષા વખતે જેનું ચિંતન કરે એવી વૈરાગ્ય–રસમાં ઝૂલતી આ બાર
ભાવનાઓ ભાવતાં કયા ભવ્યને આનંદ ન થાય? અને કયા ભવ્યને
મોક્ષમાર્ગનો ઉત્સાહ ન જાગે? ?
– દ્વાદશાનુપ્રેક્ષાના પ્રવચનમાંથી

PDF/HTML Page 15 of 25
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૭૪
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
(૪૨)
કર્તૃત્વ શક્તિ
અહો, આત્માની આ શક્તિઓ બતાવીને
અમૃતચંદ્રદેવે અમૃતના રેલા રેડયા છે...અરે જીવ!
આવી આવી શક્તિઓ તારામાં જ છે, તો હવે તારે
બહારમાં ક્યાં અટકવું છે! અંતરમાં તારી
શક્તિઓથી પરિપૂર્ણ સર્વગુણ–સંપન્ન તારા આત્માનું
જ અવલંબન કર, જેથી તારા ભવદુઃખની નીવેડા
આવે ને તને મોક્ષસુખ પ્રાપ્ત થાય.
નિર્મળ કાર્યરૂપ જે કર્મ તેરૂપ આત્મા પોતે થાય છે–એમ કર્મશક્તિમાં બતાવ્યું.–હવે, નિર્મળ કાર્ય તો થયું પણ તે
કાર્યનો કર્તા કોણ? તે કાર્યનો કર્તા કોઈ બીજો નથી પણ આત્મા પોતે જ તેનો કર્તા થાય છે–એ વાત આ
કર્તૃત્વશક્તિમાં બતાવે છેઃ “થવાપણારૂપ એવો જે સિદ્ધરૂપભાવ તેના ભાવકપણામયી કર્તૃત્વશક્તિ છે.” આત્મામાં એક
આવી શક્તિ છે એટલે પોતાના નિર્મળભાવનો કર્તા પોતે જ થાય છે. પહેલાં ૨૧મી અકર્તૃત્વશક્તિમાં એમ બતાવ્યું હતું
કે જ્ઞાતા સ્વભાવથી જુદા જે સમસ્ત વિકારી પરિણામો તેનો કર્તાપણાથી નિવૃત્તસ્વરૂપ આત્મા છે; અને હવે,
જ્ઞાતાસ્વભાવ સાથે એકમેક જે અવિકારી પરિણામો તેનો કર્તા આત્મા છે–એમ આ કર્તૃત્વશક્તિમાં બતાવે છે. આ રીતે
આ ભગવાન આત્મા વિકારનો અકર્તા ને શુદ્ધતાનો કર્તા–એવા સ્વભાવવાળો અનેકાન્તમૂર્તિ છે.
કર્તૃત્વશક્તિ રાગના આધારે નથી પણ આત્મદ્રવ્યના આધારે છે; એટલે રાગ કર્તા થઈને સમ્યગ્દર્શનાદિ કાર્ય
કરતો નથી, પણ આત્મદ્રવ્ય પોતે કર્તા થઈને સમ્યગ્દર્શનાદિ કાર્ય કરે છે. આવા આત્મસ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે તે
સ્વયં કર્તા થઈને પોતાના સમ્યગ્દર્શન આદિ–રૂપે પરિણમે છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે

PDF/HTML Page 16 of 25
single page version

background image
ચૈત્રઃ ૨૪૮૪ઃ ૧પઃ
સિદ્ધરૂપ ભાવ છે ને તેનો ભાવક આત્મા છે. ભવનરૂપ ભાવમાં તન્મય થઈને, તેનો ભાવક થઈને, આત્મા પોતે તેને
ભાવે છે એટલે કે તેને કરે છે, એવી તેની કર્તૃત્વશક્તિ છે.
કર્મપણે આત્મા જ પરિણમે છે, કર્તાપણે પણ આત્મા પોતે જ પરિણમે છે, સાધનપણે પણ પોતે જ પરિણમે
છે. કર્તા–કર્મ–કરણ વગેરે છ કારકો ભિન્ન ભિન્ન નથી પણ અભેદ છે, આત્મા પોતે એકલો જ કર્તા–કર્મ–કરણ–
સંપ્રદાન–અપાદાન–અધિકરણરૂપ થાય છે; છ કારકરૂપ અને એવી અનંત શક્તિઓરૂપ આત્મા પોતે જ પરિણમે છે;
એ રીતે એક સાથે અનંત શક્તિઓનું પરિણમન જ્ઞાનમૂર્તિ આત્મામાં ઊછળી રહ્યું છે તેથી તે અનેકાન્તમૂર્તિ
ભગવાન છે.
પોતાના જ્ઞાનાદિ કાર્યનો કર્તા આત્મા પોતે જ છે ને તેનું સાધન પણ પોતામાં જ છે. પૂર્વે ૨૯૪ મી
ગાથામાં આચાર્યદેવે કહ્યું હતું કે “આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં (એટલે કે ભેદજ્ઞાનરૂપ કાર્યમાં)
કર્તા જે આત્મા તેના કરણ સંબંધી મીમાંસા (ઊંડી તપાસ, વિચારણા) કરવામાં આવતાં, નિશ્ચયે પોતાથી ભિન્ન
કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ છેદનાત્મક કરણ છે...” જુઓ, ભેદજ્ઞાનરૂપ કાર્યનો કર્તા આત્મા પોતે
જ છે, અને તેનું સાધન પણ પોતામાં જ છે. કર્તાનું સાધન ખરેખર કર્તાથી ભિન્ન હોતું નથી; કર્તાથી ભિન્ન જે
કોઈ સાધન કહેવામાં આવે તે કોઈ ખરેખર સાધન નથી. “પોતાથી ભિન્ન કરણનો અભાવ છે” એમાં તો
મહાનિયમ ભરી દીધો છે. અરે જીવ! તારા સાધનની ઊંડી તપાસ તારામાં જ કર..તારામાં જ સાધનને શોધ.
જેઓ બહારમાં સાધન શોધે છે તેઓ સાધનની ઊંડી તપાસ કરનારા નથી પણ છીછરા જ્ઞાનવાળા–
બાહ્યદ્રષ્ટિવાળા–છે. જેઓ આત્માના જ્ઞાનના સાધનની ખરી મીમાંસા કરે–ઊંડી તપાસ કરે–અંતરમાં ઊતરીને
શોધ કરે તેઓને તો પોતાની પવિત્ર પ્રજ્ઞા જ પોતાનું સાધન ભાસે છે, એ સિવાય રાગ કે પરદ્રવ્યો તેને પોતાના
સાધન તરીકે ભાસતા જ નથી. સાધન સંબંધી વિશેષ ખુલાસો હવે પછીની (૪૩ મી) શક્તિમાં આવશે અત્યારે
કર્તાશક્તિનું વર્ણન ચાલે છે.
આત્માની એવી કર્તૃત્વશક્તિ છે કે પોતાના જ્ઞાનાદિ કાર્યનો કર્તા પોતે જ થાય છે. શું ભગવાનનો
દિવ્યધ્વનિ આ આત્માના જ્ઞાનનો કર્તા છે?–ના. કેવળી–શ્રુતકેવળી સમીપે જ ક્ષાયક સમ્યક્ત્વ થાય એવો નિયમ છે
તો શું કેવળી–શ્રુતકેવળી આ આત્માના ક્ષાયકસમ્યક્ત્વના કર્તા છે? ના. તે રૂપે થઈને તેના કર્તા થવારૂપ
કર્તૃત્વશક્તિ આત્માની જ છે, તેને કોઈ બીજાની અપેક્ષા નથી. કેમકે વસ્તુની શક્તિઓ બીજાની અપેક્ષા રાખતી
નથી.
શરારાદિ જડમાં એવી તાકાત નથી કે તે આત્માના કાર્યના કર્તા થાય. રાગમાં પણ એવી તાકાત નથી કે તે
આત્માના સમ્યગ્દર્શનાદિ કાર્યના કર્તા થાય. આત્માના સ્વભાવમાં જ એવી તાકાત છે કે તે પોતાના સમ્યગ્દર્શનાદિ
કાર્યનો કર્તા થાય છે. આવી શક્તિવાળા આત્માને જે ભજે તેને સમ્યગ્દર્શનાદિ કાર્ય થયા વિના રહે નહિ.
લોકો પૂછે છે કે અમારે કોને ભજવો?–તો કહે છે કે શક્તિમાનને ભજો. ખરેખર શક્તિમાન કોણ છે તેનું
સ્વરૂપ જાણવું જોઈએ. શક્તિમાન કોણ તેનું સ્વરૂપ લોકો જાણતા નથી. ખરો શક્તિમાન પોતાનો આત્મા જ છે
તેથી તેનું જ ભજન (શ્રદ્ધા–જ્ઞાન ને લીનતા) કરવા યોગ્ય છે. અહીં આચાર્યદેવ શક્તિમાન આત્માની ઓળખાણ
કરાવે છે. આત્મશક્તિને જાણ્યા વગર બીજાને (કુદેવ–દેવી, શક્તિ–મેલડીમાતા વગેરેને) શક્તિમાન માનીને
ભજ્યાં કરે તો તેની પાસેથી કાંઈ મળે તેમ નથી. કુદેવાદિને જે ભજે છે તે તો મોટો મૂઢ છે. અરે મૂઢ! તારી
શક્તિ પરમાં નથી કે તે તને કાંઈ આપે. અહીં તો કહે છે કે આત્માની શક્તિને ઓળખ્યા વગર એકલા રાગથી
પંચપરમેષ્ઠીને ભજ્યા કરે તો તે પણ ખરેખર શક્તિમાનને ભજતો નથી પણ રાગને જ ભજે છે; પંચપરમેષ્ઠીને તે
ખરેખર ઓળખતો નથી ને તેને પંચપરમેષ્ઠીનું ભજન પણ ખરેખર આવડતું નથી. જો પંચપરમેષ્ઠીની શક્તિને
ખરેખર ઓળખીને ભજે તો તેમના જેવી પોતાના આત્માની શક્તિને જાણીને તે શક્તિમાન તરફ વળ્‌યા વગર
રહે નહિ. પોતાનો આત્મા જ એવો શક્તિમાન છે કે તેનું ભજન કરતાં તે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના અનંત
નિધાન આપે છે, કેવળજ્ઞાન અને સિદ્ધદશારૂપી કાર્ય એક ક્ષણમાં કરી દેવાની તેની તાકાત છે. આવી શક્તિવાળા
આત્માનું ભજન તે જ પરમાર્થ ભક્તિ છે, તેનું ફળ મુક્તિ છે.

PDF/HTML Page 17 of 25
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૭૪
‘શક્તિમાનને ભજો’–એમ કહેતાં જીવોની નજર બહારમાં બીજા તરફ જાય છે, પરંતુ ‘હું પોતે જ
શક્તિમાન છું’–એમ પોતાની તરફ નજર કરતા નથી. આ સંબંધમાં એક લૌકિક દ્રષ્ટાંત આવે છે તે આ પ્રમાણેઃ
એક વાર કોઈ માણસે સાધુ પાસે જઈને પૂછયુંઃ હે સ્વામી! મારાથી વિશેષ કાંઈ થઈ શકતું નથી, માટે મને કોઈ
એવો સહેલો ઉપાય બતાવો કે મારી મુક્તિ થાય!! સાધુએ કહ્યુંઃ
“ભાઈ, બીજું કાંઈ ન થઈ શકે તો, જે
સૌથી શક્તિમાન હોય તેને ભજો!”–બસ, આ ધર્મનો ટૂંકો સિદ્ધાંત છે.” તે માણસ ઘરે જઈને વિચાર
કરવા લાગ્યો કે શક્તિમાન કોણ? વિચાર કરતાં કરતાં સૂઈ ગયો, ને સવારે ઊઠીને જોયું તો તેના ઊંચી જાતના
કપડાં ઉંદર કોતરી ગયેલ; તેને ગુસ્સો આવ્યો.. પણ ત્યાં તો તરત સાધુનું વચન યાદ આવ્યું અને એમ થયું કે
બસ! આ ઉંદર શક્તિમાન છે માટે તેને ભજવું. આમ હજી વિચાર કરે છે ત્યાં તો બિલ્લીબાઈએ ઉંદરભાઈ ઉપર
ઝપટ મારી, ને ઉંદરભાઈ તો ઊભી પૂંછડીએ ભાગ્યા. તરત જ તે માણસનો વિચાર બદલાયો કે “બિલાડી ઉંદર
કરતાં વધુ શક્તિમાન છે માટે તેને ભજવી...થોડા દિવસ બિલાડીનું ભજન કર્યું ત્યાં તો એક વાર કુતરાએ
‘હા..ઉ’ કર્યું ને બિલાડી તો “મ્યાં..ઉં” કરતી ભાગી...ત્યારથી તે માણસ કુતરાને વધુ શક્તિમાન જાણીને તેને
ભજવા લાગ્યો. એક વાર કુતરું રસોડામાં ઘૂસી ગયેલું ને તેની સ્ત્રીએ કુતરા ઉપર વેલણ ઊગામ્યું ત્યાં તો કુતરું
ભાગ્યું એટલે તે માણસને થયું કે બધા કરતાં આ સ્ત્રી જ શક્તિમાન લાગે છે; આથી તે મૂરખો પોતાની સ્ત્રીને
ભજવા લાગ્યો. એક વાર તેની સ્ત્રી દાળમાં મીઠું નાંખતાં ભૂલી ગઈ તેથી ગુસ્સે થઈને તેણે સ્ત્રી ઉપર જ્યાં
લાકડી ઊગામી ત્યાં તો સ્ત્રી રાડ પાડતી પાડતી ભાગી ગઈ. તરત જ આ ભાઈસાહેબની આંખ ઊઘડી ગઈ કે
અરે! હું તો અત્યાર સુધી આને શક્તિમાન જાણીને ભજતો હતો, પરંતુ મારાથી તો તે બીએ છે, માટે હું જ
શક્તિમાન લાગું છું, તેથી હવે બીજાનું ભજન છોડીને મારે મને જ ભજવો. (સિદ્ધાંત સમજાવવા માટેનું આ એક
કલ્પિત દ્રષ્ટાંત છે.) જેમ તે મૂરખો કૂતરાં–બિલાડાંને ભજવા લાગ્યો તેમ તીવ્ર અજ્ઞાનવશ જીવો ધરણેન્દ્ર–
પદ્માવતી–શીતળા–મેલડી વગેરે અનેક કુદેવ દેવતાને ભજે છે, ત્યાંથી જરાક આઘા ચાલે તો નિમિત્તને અને
કર્મપ્રકૃતિને જ બળવાન માનીને તેને જ ભજે છે; કદાચિત્ એથી પણ જરાક આગળ ચાલે તો અંદરના
શુભરાગથી લાભ માનીને તેના ભજનમાં અટકી જાય છે. પણ જ્યારે શ્રીગુરુ પાસે જઈને પૂછે છે કે પ્રભો!
અત્યાર સુધી મેં અનેક દેવ–દેવતાને ભજ્યાંં, નિમિત્તોને ભજ્યા, પૂજા–ભક્તિ કરી કરીને શુભરાગને પણ બહુ
ભજ્યો, છતાં મારી મુક્તિ કેમ ન થઈ? ત્યારે શ્રીગુરુ કહે છેઃ હે ભાઈ! સાંભળ!! અત્યાર સુધી જેને જેને તેં
ભજ્યાં એ કોઈનામાં એવી શક્તિ નથી કે તને મુક્તિ આપે. મુક્તિ આપે એવી શક્તિ તો તારા આત્મામાં જ છે,
માટે તે શક્તિમાનને ઓળખીને તેને ભજ, તો જરૂર મુક્તિ થાય. શક્તિમાનને ભૂલીને બીજાને ભજે તો મુક્તિ
ક્યાંથી થાય? માટે શક્તિમાનને ભજ. તારા આત્મામાં જ એવી અચિંત્યશક્તિ છે કે તે તારી મુક્તિનું સાધન
થાય. તારી મુક્તિનું કાર્ય કરી દ્યે એવી શક્તિ તો તારા આત્મામાં જ છે, જગતમાં બીજા કોઈમાં પણ એવી શક્તિ
નથી કે તારી મુક્તિનું કાર્ય કરી દ્યે, માટે અંતર્મુખ થઈને તું તારા આત્માને જ ભજ.
જગતના છએ દ્રવ્યોમાં જીવદ્રવ્ય મહાન છે, જીવોમાં પણ પંચપરમેષ્ઠી મહાન છે, પંચપરમેષ્ઠીમાં પણ સિદ્ધ
મહાન છે, માટે તેને ભજો;–પણ અરે! એ સિદ્ધપદ પ્રગટવાની તાકાત તો શુદ્ધ આત્મસ્વભાવમાં ભરી છે, માટે પોતાના
શુદ્ધ આત્મસ્વભાવને જ ભજો.–આવો સંતોનો ઉપદેશ છે. શ્રી પ્રવચનસારની ટીકામાં શ્રી જયસેનાચાર્ય કહે છે કેઃ
‘પંચાસ્તિકાયમાં જીવાસ્તિકાય ઉપાદેય છે, તેમાં પણ પંચપરમેષ્ઠી ઉપાદેય છે, તે પંચપરમેષ્ઠીમાં પણ અર્હત્ અને સિદ્ધ
ઉપાદેય છે, તેમાં પણ સિદ્ધ ઉપાદેય છે; અને વસ્તુતઃ (પરમાર્થે), રાગાદિરહિત અંતર્મુખ થઈને, સિદ્ધજીવોની સદ્રશ
પરિણમેલો સ્વકીય આત્મા જ ઉપાદેય છે.
થવાપણારૂપ એવો જે સિદ્ધરૂપ ભાવ એટલે કે નિર્મળ–પર્યાયરૂપ ભાવ તે કાર્ય છે. તેનો કર્તા કોણ? આત્મા
પોતે ભાવક થઈને તેને કરે છે તેથી આત્મા પોતે જ કર્તા છે. પોતાની શ્રદ્ધાશક્તિવડે સમ્યગ્દર્શનાદિ કાર્યનો કર્તા આત્મા
પોતે જ થાય છે; આત્મા પોતે જ જ્ઞાનશક્તિવડે કેવળજ્ઞાનનો કર્તા થાય છે. આત્મા પોતે જ ચારિત્રશક્તિવડે ચારિત્રનો
કર્તા થાય છે. એ રીતે પોતાની અનંતશક્તિના કાર્યના કર્તાપણે આત્મા પોતે જ થાય છે–એવી તેની કર્તૃત્વશક્તિ છે.
પર્યાયમાં

PDF/HTML Page 18 of 25
single page version

background image
ચૈત્રઃ ૨૪૮૪ઃ ૧૭ઃ
જે જે નવું નવું કાર્ય સિદ્ધ થાય છે તે તે કાર્યરૂપે પરિણમીને આત્મા પોતે કર્તા થાય છે. આ કર્તાપણું આત્માનો સ્વભાવ
છે. જ્યાં એમ કહ્યું છે કે ‘કર્તાપણું આત્માનો સ્વભાવ નથી’ ત્યાં તો વિકારના અને જડકર્મના કર્તાપણાની વાત છે.
અને અહીં તો નિર્મળ–પર્યાયરૂપ કાર્યના કર્તાપણાની વાત છે,–આ કર્તાપણું તો આત્માનો ત્રિકાળી સ્વભાવ છે.
જ્ઞાનાનંદસ્વભાવી અનંત શક્તિસંપન્ન ભગવાન આત્માને જાણીને જ્યાં તેનો આશ્રય કર્યો ત્યાં આત્માની
કર્તૃત્વશક્તિને લીધે જ્ઞાનગુણે કર્તા થઈને જ્ઞાનભાવરૂપ કાર્ય કર્યું, શ્રદ્ધાગુણે કર્તા થઈને સમ્યગ્દર્શનરૂપી કાર્ય કર્યું,
આનંદગુણે કર્તા થઈને અતીન્દ્રિય આનંદનું વેદન આપ્યું; એ રીતે અનંતા ગુણોએ કર્તા થઈને પોતપોતાની નિર્મળ
પર્યાયરૂપ કાર્યને કર્યું કર્તૃત્વ–શક્તિવાળા આત્માને ઓળખતાં આત્મા પોતાના નિર્મળ ભાવનો જ કર્તા થાય છે ને
વિકારનું કર્તાપણું તેને રહેતું નથી. કર્તાશક્તિવાળો આત્મસ્વભાવ ત્રિકાળ એકરૂપ છે, તે એકરૂપ સ્વભાવમાં એકતાથી
નિર્મળ–એકરૂપ કાર્ય જ થયા કરે છે. આત્માની કર્તાશક્તિ એવી નથી કે આત્મા રાગનો કર્તા થાય; આત્માની
કર્તાશક્તિ તો એવી છે કે તે નિર્મળ ભાવોનો જ કર્તા થાય. જ્યાં એકલું વિકારનું કર્તાપણું છે ત્યાં આત્માની
કર્તાશક્તિની પ્રતીત નથી.
‘આત્મામાં તો અનંતશક્તિ છે તેથી આત્મા પરનાં કાર્યો કરી શકે’–એમ અનેક મૂઢ જીવો માને છે. અહીં
આચાર્યદેવ તેને કહે છે કે અરે મૂઢ! જગતના એક પરમાણુને કે સ્કંધને કોઈ પણ પરને આત્મા કરે એવી કર્તાશક્તિ
તો આત્મામાં નથી. હા, એક ક્ષણમાં સમસ્ત વિશ્વને સાક્ષાત્ જાણવાનું કાર્ય કરે એવી કર્તાશક્તિ આત્મામાં છે.
આત્માની શક્તિનું કાર્ય તો આત્મામાં હોય કે બહારમાં હોય? આત્માની અનંત શક્તિઓ છે તે બધીયે શક્તિઓનું
કાર્ય આત્મામાં જ થાય છે, એક પણ શક્તિ એવી નથી કે આત્માથી બહાર કાંઈ કાર્ય કરે. અહો! મારો આત્મા,
મારી બધી શક્તિઓ, ને બધી શક્તિઓનું કાર્ય–એ બધું ય મારા અંતરમાં જ સમાય છે,–આવી અંર્તદ્રષ્ટિ કરવી તે
અપૂર્વ કલ્યાણ છે.
જેમ આ આત્મા અને બીજા બધાય આત્મા જગતમાં સ્વયંસિદ્ધ અનાદિઅનંત સત્ છે, કોઈ તેનો કર્તા નથી;
તેમ પોતાની પર્યાયરૂપ કાર્યના કર્તા થવાની તાકાત પણ આત્મામાં સ્વયમેવ છે; પર્યાયનું કાર્ય નવું ઉત્પન્ન થાય છે
માટે તેનો કર્તા બીજો કોઈ હશે–એમ નથી. આત્મા જ સ્વયં તે–રૂપે પરિણમીને કર્તા થાય છે. ધર્મી જાણે છે કે મારો જે
સાધકભાવ છે તેનો હું જ સ્વયં કર્તા છું, મારા આત્મામાં જ તેના કર્તા થવાની તાકાત છે. પોતાના કાર્ય માટે બીજો કોઈ
કર્તા જોઈએ એવું પરાધીન વસ્તુસ્વરૂપ નથી. કાર્યથી જુદો કોઈ કર્તા નથી, ને કર્તાનું કાર્ય પોતાથી જુદું નથી; એ જ
પ્રમાણે સાધન વગેરે પણ જુદા નથી.–આમ અનંત શક્તિથી અભેદ આત્મસ્વભાવની પ્રતીત કરીને પરિણમતાં
સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદશા સુધીના નિર્મળ કાર્યો સિદ્ધ થઈ જાય છે. દ્રવ્યની એક કર્તાશક્તિમાં તેના બધાય ગુણોના
કાર્યોનું કર્તાપણું સમાઈ જાય છે; એટલે કર્તાશક્તિને શોધવા માટે ગુણભેદ ઉપર જોવાનું નથી રહેતું પણ અખંડ દ્રવ્ય
ઉપર જોવાનું રહે છે. અખંડ આત્મદ્રવ્યની સન્મુખ જોતાં જ તેની પરિપૂર્ણ શક્તિઓ પ્રતીતમાં આવે છે, ને વીતરાગી
શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટે છે.
સર્વજ્ઞના બધા શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગભાવ છે; અને તે વીતરાગભાવ નિરપેક્ષ આત્મસ્વભાવના અવલંબને
જ થાય છે. પરના આશ્રયે પોતાની શક્તિ માને તેને પર પ્રત્યેનો રાગનો અભિપ્રાય ખસે નહિ ને વીતરાગતા કદી થાય
નહિ. મારી અનંતી શક્તિઓ મારા આત્માના જ આશ્રયે છે, હું જે કાર્ય (સમ્યગ્દર્શનાદિ) કરવા માંગું છું તે મારા
આત્માના જ આશ્રયે થાય છે–એમ નિર્ણય કરીને સ્વભાવનો આશ્રય કરતાં વીતરાગભાવ થાય છે, તે ધર્મ છે, તે જૈન
શાસનનો સાર છે, તે સંતોનું ફરમાન છે, ને તે જ સર્વ શાસ્ત્રોનો ઉપદેશ છે.
અનંત શક્તિવાળા શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માને જુઓ તો તેમાં કોઈ પરચીજને લેવા–મૂકવાનું કે
ફેરવવાનું કર્તૃત્વ નથી, તેમજ વિકારનું કર્તૃત્વ પણ તેમાં નથી; તે વખતે સ્વભાવમાં અભેદ થયેલી નિર્મળ પર્યાયનું
જ કર્તૃત્વ છે. પર્યાય દ્રષ્ટિથી જોતાં ક્ષણિક વિકારનું કર્તૃત્વ છે, પરંતુ તેટલો જ આત્મા માને તો તેણે આત્માના
સ્વભાવને જાણ્યો નથી.
આત્મા ભાવક થઈને કોને ભાવે? અથવા આત્મા કર્તા થઈને કોને કરે? આત્મા ભાવક થઈને (કર્તા થઈને)
વિકારને પોતાના કાર્યપણે ભાવે એવો તેનો સ્વભાવ નથી,

PDF/HTML Page 19 of 25
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ૧૭૪
પણ આત્મા ભાવક થઈને પોતાના સ્વભાવમાંથી પ્રાપ્ત થતા નિર્મળ ભાવને જ ભાવે–એવો તેનો સ્વભાવ છે. આવા
સ્વભાવની દ્રષ્ટિમાં ધર્માત્મા નિર્મળ ભાવરૂપે પરિણમીને તેનો જ કર્તા થાય છે.
અહો! આત્મસ્વભાવનો અનંત ગંભીર મહિમા આચાર્યદેવે આ સમયસારમાં ભર્યો છે...આ શક્તિઓમાં ઘણી
ગંભીરતા છે; અંદર ઊતરીને આત્મા સાથે મેળવીને સમજે તેને મહિમાની ખબર પડે. આવી શક્તિઓવાળા
આત્મસ્વભાવને કબૂલતાં સાધક પર્યાય તો થઈ જ જાય છે. જ્યાં આત્મસ્વભાવને કબૂલ્યો ત્યાં તે સ્વભાવ પોતે
સાધકપર્યાયનો કર્તા થાય છે, ને ત્યાં વિકારનું કર્તાપણું રહેતું નથી. સાધક પોતાના અખંડ આત્મસ્વભાવને સાથે ને
સાથે રાખીને તેમાં જ એકત્વપણે પરિણમન કરે છે એટલે તેને નિર્મળ–નિર્મળ પર્યાયો જ થાય છે. આ અંતદ્રષ્ટિનો
વિષય છે. અને આવી અંતદ્રષ્ટિથી જ ધર્મ થાય છે.
આત્મા પોતે પોતાના સ્વભાવને જાણે તે મોક્ષનું કારણ છે...અને આત્મા આત્માને ન જાણી શકે એ માન્યતા
સંસારનું કારણ છે. ધર્મી જાણે છે કે સ્વપરને જાણવારૂપ સમ્યગ્જ્ઞાનપણે પરિણમું એ જ મારું કાર્ય છે. અજ્ઞાનપણે
પરિણમવાનો મારો સ્વભાવ નથી. આવા શુદ્ધ આત્મસ્વભાવને જાણીને તેમાં જ્ઞાનને એકાગ્ર કર્યું ત્યાં આખું જૈનશાસન
આવી ગયું. આત્મા જ્યાં પોતાના સ્વભાવરૂપે પરિણમ્યો ત્યાં મોહ–રાગ–દ્વેષાદિ વેરીઓ જીતાઈ ગયા, એટલે તેમાં
જૈનશાસન આવી ગયું.
આ ભગવાન આત્મા વનગોચર કે વિકલ્પગોચર નથી પણ જ્ઞાનગોચર છે, અને તે પણ અંતર્મુખ થયેલા
જ્ઞાન વડે જ ગોચર છે. જ્ઞાનને અંતર્મુખ કરીને પોતાના આત્માને લક્ષમાં લેવો તે જૈનધર્મ છે. આ રીત સિવાય
બીજી કોઈ રીતે જૈનધર્મ થતો નથી; અને આવા જૈન ધર્મ વિના કદી કોઈને ક્યાંય કોઈ રીતે મુક્તિ થતી નથી.
‘થનાર તે કર્તા’ અને જે થાય તે તેનું કર્મ. મારી જે પર્યાય થાય છે તે રૂપે થનાર મારું દ્રવ્ય છે–એમ
નક્કી કરનારની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય છે, અને દ્રવ્યમાં તો વિકાર નથી એટલે દ્રવ્ય વિકારરૂપ થઈને વિકારનું કર્તા
થાય એમ બનતું નથી. માટે દ્રવ્યદ્રષ્ટિવાળો જીવ વિકારનો કર્તા થતો નથી, તે તો નિર્મળ પર્યાયરૂપ થઈને તેનો જ
કર્તા થાય છે. જેમ સોનું કર્તા થઈને સોનાની અવસ્થારૂપે થાય, પણ સોનું કર્તા થઈને લોઢાની અવસ્થારૂપ ન
થાય; તેમ આત્માનો એવો સ્વભાવ છે કે તે કર્તા થઈને પોતાની સ્વભાવદશાને કરે; પણ તે કર્તા થઈને વિકારને
કરે એવો આત્માનો સ્વભાવ નથી. કર્તાનું ઇષ્ટ તે કર્મ છે; કર્તા એવા આત્મામાં રાગાદિ વિકારીભાવો તે ઇષ્ટ
નથી, તે તો તેનાથી વિપરીત છે, માટે તે ખરેખર કર્તાનું કર્મ નથી. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ નિર્મળપર્યાયો
જ આત્મસ્વભાવ સાથે એકમેક થતી હોવાથી આત્માનું ઇષ્ટ છે, ને તે જ કર્તાનું કર્મ છે. આવા કાર્યનો કર્તા
થવાનો આત્માનો સ્વભાવ છે.
‘સ્વાધીનપણે પરિણમે તે કર્તા.’ આત્માનું સ્વાધીન પરિણમન તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે, ને વિકાર તો
પરાધીન પરિણમન છે. સ્વને આધીન થઈને સ્વાધીનપણે પોતાના સમ્યગ્દર્શનાદિને કરે એવી કર્તૃત્વશક્તિવાળો આત્મા
છે. આવા ‘કર્તા’ ને જ્યાં લક્ષમાં લીધો ત્યાં સાધક–પર્યાય સમ્યગ્દર્શનાદિની સિદ્ધિ થઈ; અને તે સિદ્ધરૂપ ભાવના
કર્તાપણે આત્મા પરિણમ્યો..એટલે કે તે ધર્મી થયો.
જુઓ, ધર્મ કેમ થાય તેની આ રીત કહેવાય છે. ધર્મની આ રીત સમજતાં સાથે ઊંચી જાતના પુણ્ય પણ
બંધાય છે ને તેના ફળમાં સ્વર્ગાદિનો સંયોગ મળે છે. પણ ધર્મની રુચિવાળા જીવને તે પુણ્યની કે સંયોગની રુચિ
હોતી નથી. જેને પુણ્યની કે સંયોગની રુચિ–હોંસ–ઉત્સાહ છે તેને ધર્મની રુચિ–હોંસ કે ઉત્સાહ નથી. જેને પુણ્યની
હોંસ હોય તે પુણ્યરહિત આત્મા તરફ કેમ વળે? જેને સંયોગની હોંસ હોય તે અસંયોગી આત્મા તરફ કેમ વળે?
જેને ચૈતન્યસ્વભાવની જ હોંસ છે તે જ ચૈતન્યસ્વભાવ તરફ વળીને મુક્તિ સાધે છે. અને જેને સંયોગની કે
રાગની હોંસ છે તે અસંયોગી–વીતરાગી ચૈતન્યસ્વભાવનો અનાદર કરીને સંસારની ચારે દુર્ગતિમાં રખડે છે.
મારી બધી પર્યાયોરૂપે થનાર મારું શુદ્ધ દ્રવ્ય જ છે, કોઈ બીજું નથી,–બસ! જ્યાંં! આવો નિર્ણય કર્યો ત્યાં બધી
પર્યાયોમાં શુદ્ધ દ્રવ્યનું જ અવલંબન રહ્યું. એટલે બધી પયાર્યો નિર્મળ જ થવા માંડી. આવો

PDF/HTML Page 20 of 25
single page version

background image
ચૈત્રઃ ૨૪૮૪ઃ ૧૯ઃ
નિર્ણય કરનારને શુદ્ધ આત્માના જ આશ્રયે એકાગ્રતા થતાં પરની ચિંતાથી પાછો ફરી ગયો, એટલે એકાગ્ર
ચિંતાનિરોધરૂપ ધ્યાન થયું. પરનો હું કર્તા ને મારી પર્યાય પરથી થાય–એમ જે માને તેને પરની ચિંતા છૂટે નહિ ને
સ્વમાં એકાગ્રતા થાય નહિ; એટલે આત્માનું ધ્યાન તેને થાય નહિ; અને આત્માના ધ્યાન વગર વીતરાગભાવરૂપ ધર્મ
થાય નહિ.
સમસ્ત શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગભાવ છે, ને તે વીતરાગભાવ શુદ્ધ આત્માના આશ્રયે જ
થાય છે...એટલે શુદ્ધ આત્માનો આશ્રય કરવો તે જ સમસ્ત શાસ્ત્રોનો સાર ઠર્યો. આ સમયસારની
સુપ્રસિદ્ધ ૧પમી ગાથામાં આચાર્યદેવે એ જ વાત સ્પષ્ટ બતાવી છે કે જે શુદ્ધ આત્માની અનુભૂતિ છે
તે સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે; શુદ્ધાત્માને જે જાણે છે તે સમસ્ત જિનશાસનને જાણે છે. આ
મહાસિદ્ધાંત અને જૈનશાસનનું રહસ્ય છે.
અહો! કુંદકુંદ સ્વામી તો ભગવાન હતા..તેમણે તો તીર્થંકર જેવું કામ કર્યું છે...ને અમૃતચંદ્રાચાર્ય તેમના ગણધર
જેવા હતા. સંતોએ અજબ ગજબનાં કામ કર્યા છે. અહો! આકાશ જેવા નિરાલંબી મુનિઓ તો જૈનધર્મના સ્તંભ છે.
નિરાલંબી આત્માને અડીને તેમની વાણી નીકળી છે. આવા વીતરાગી સંતોનો, ચૈતન્યપદને પ્રાપ્ત કરાવનારો પરમ
હિત–ઉપદેશ પામીને આત્માને ઊંચે ઊંચે લઈ જવો એટલે કે અંતર્મુખ થઈને આત્માની ઉન્નતિ કરવી તે જ જિજ્ઞાસુ
આત્માર્થી જીવોનું કર્તવ્ય છે.
પ્રભો! તારી પ્રભુતા તારામાં પડી છે. તું પરને પ્રભુતા આપ ને તેની પાસેથી તારી પ્રભુતા લેવા માંગ
તેમાં તો તારી પામરતા છે. તારી પ્રભુતાની ભીખ બીજા પાસે માંગવી તેમાં તારી પ્રભુતા–શોભા નથી પણ
તારી દીનતા છે. એ દીનતા છોડ, ને તારી પ્રભુતાને ધારણ કર. જે જીવ પોતાના આત્માની પ્રભુતાને તો
સ્વીકારતો નથી ને એકલી બાહ્યદ્રષ્ટિથી ભગવાન પાસે જઈને કહે છે કે “હે ભગવાન! તમે પ્રભુ છો..હે
ભગવાન! મારું હિત કરો..મને પ્રભુતા આપો!” તો ભગવાન તેને કહે છે કે રે જીવ! તારી પ્રભુતા અમારી
પાસે નથી, ભાઈ! તારામાં જ તારી પ્રભુતા છે, માટે તારા અંતરમાં વળ..અંર્તદ્રષ્ટિ કરીને અંતરમાં જ તારી
પ્રભુતાને શોધ. જેમ અમારી પ્રભુતા અમારામાં છે તેમ તારી પ્રભુતા તારામાં છે; તારો આત્મા જ પ્રભુતાથી
ભરેલો છે; તારા આત્માને સર્વથા દીન માનીને બહારથી તું પ્રભુતા શોધીશ તો તને તારી પ્રભુતા નહિ મળે.–
‘દીન ભયો પ્રભુ પદ જપે મુક્તિ કહાંસે હોય?’ પોતામાં પ્રભુતા ભરેલી છે તેને તો માનતો નથી ને બહારમાં
ભટકે છે તેને તો મિથ્યાત્વને લીધે પામરતા થાય છે. રાગ હોવા છતાં, રાગ જેટલો તૂચ્છ–પામર હું નહિ પણ હું
તો પ્રભુત્વશક્તિથી ભરેલો છું,–એમ રાગને ઓળંગી જઈને પોતાની પ્રભુતાનો સ્વીકાર કરવો તે અપૂર્વ
પુરુષાર્થ છે. પોતાની પ્રભુતાને ભૂલીને જીવ સંસારમાં રખડયો છે, ને પોતાની પ્રભુતાની સંભાળ કરવાથી જીવ
પોતે પરમાત્મા થઈ જાય છે. દેહથી પાર રાગથી પાર આત્માની પ્રભુતાને અપૂર્વ પ્રયત્નવડે જ્યાં સુધી ન
ઓળખે ત્યાં સુધી ભેદજ્ઞાન–સમ્યગ્જ્ઞાન થાય નહિ, ને સમ્યગ્જ્ઞાન વગર અજ્ઞાનીને ધર્મ કેવો? માટે જેણે
ખરેખર ધર્મ કરવો હોય–ધર્મી થવું હોય તેણે અપૂર્વ ઉદ્યમ કરીને પોતાના આત્મસ્વભાવની ઓળખાણથી
ભેદજ્ઞાન કરવું જોઈએ. ભેદજ્ઞાની જીવ પોતાના સ્વભાવના આશ્રયે નિર્મળ–પર્યાયરૂપે પરિણમીને તેનો જ કર્તા
થાય છે, ને વિકારનો કર્તા થતો નથી; એનું નામ ધર્મ છે.
અહો! આત્માની આ શક્તિઓ બતાવીને અમૃતચંદ્રદેવે અમૃતના રેલા રેડયા છે...અરે જીવ! આવી આવી
શક્તિઓ તારામાં જ છે, તો હવે તારે બહારમાં ક્યાં અટકવું છે!! અંતરમાં તારી શક્તિથી પરિપૂર્ણ
સર્વગુણસંપન્ન તારા આત્માનું જ અવલંબન કર..જેથી તારા ભવદુઃખથી નીવેડા આવે..ને તને મોક્ષસુખ પ્રાપ્ત
થાય.
૪૨મી કર્તૃત્વશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.
* * *