Atmadharma magazine - Ank 175
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧પ
સળંગ અંક ૧૭પ
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ ૧પ મું
અંક ૭ સાતમોે
વૈશાખ
વી. સં. ૨૪૮૪
સંપાદક
રામજી માણેકચંદ શાહ
૧૭પ
શિવપુરનો પંથ
આચાર્યપ્રભુ પ્રેમપૂર્વક સંબોધન કરીને કહે છે કેઃ હે શિવપુરીના પથિક! હે મોક્ષના અભિલાષી!
જિનેન્દ્ર ભગવાને ઉપદેશેલો મોક્ષનો માર્ગ તો સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવરૂપ છે, અને તે પ્રયત્ન વડે સધાય
છે, માટે તે સમ્યગ્દર્શન આદિ શુદ્ધ ભાવોને જ મોક્ષનો પંથ જાણીને ઉદ્યમવડે તેને અંગીકાર કર. બીજી બધી
વાતો છોડીને પહેલાં તું સમ્યગ્દર્શનાદિ ભાવોને જાણ.
હે જીવ! શુદ્ધભાવ વગર જ તું અનંતકાળથી સંસારપરિભ્રમણ કરી રહ્યો છે, પણ શુદ્ધભાવને તે કદી
નથી ભાવ્યા.
“મિથ્યાત્વ આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે,
સમ્યક્ત્વઆદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે.”
–માટે હે મોક્ષપુરીના પંથી! હવે આ સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોને ઓળખીને તેની ભાવના કર.
સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ભાવોને ઓળખીને પ્રયત્નવડે તેને અંગીકાર કર. આ જ શિવનગરીનો પંથ છે.

PDF/HTML Page 3 of 25
single page version

background image
આનંદને જન્મ દેનારી માતા
જ્ઞાનીની વૈરાગ્ય ભાવના
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપે નિત્ય છે તેનું જેને ભાન અને ભાવના નથી, ને દેહના સંયોગમાં
જ આત્મબુદ્ધિ કરીને વર્તે છે એવો અજ્ઞાની જીવ, બંદૂકની ગોળી આવે ત્યાં “હાય! હાય!
હમણાં મારો નાશ થઈ જશે”–એવા અજ્ઞાનથી તીવ્ર ભય પામીને મહાદુઃખી થાય છે, ત્યારે,
નિત્યજ્ઞાનાનંદ સ્વરૂપની ભાવના ભાવનાર જ્ઞાની તો નિર્ભય છે કે મારા જ્ઞાનાનંદસ્વરૂપને
વિંધવાની કે નષ્ટ કરવાની તાકાત, બંદૂકની ગોળીમાં કે જગતના કોઈ પદાર્થમાં નથી.–આ રીતે
જ્ઞાનાનંદસ્વરૂપની ભાવનાપૂર્વક જ્ઞાનીને સમાધાન વર્તે છે. કદાચિત ભયને લીધે રાગદ્વેષ થઈ
આવે તોપણ જ્ઞાનાનંદસ્વરૂપની ભાવના ખસીને તો રાગદ્વેષ તેને થતા જ નથી, તેથી તેના
રાગદ્વેષનું પ્રમાણ ઘણું જ અલ્પ હોય છે. અને અજ્ઞાની કદાચિત્ રાષ્ટ્ર વગેરેના અભિમાનને
લીધે હિંમતપૂર્વક સામી છાતીએ બંદૂકની ગોળી ઝીલતો હોય તોપણ, નિત્યજ્ઞાનાનંદસ્વરૂપની
ભાવના નહિ હોવાથી ને દેહાદિ પરદ્રવ્યોમાં આત્મબુદ્ધિ હોવાથી, તેના અભિપ્રાયમાં રાગદ્વેષનું
પ્રમાણ ઘણું જ તીવ્ર (અનંતાનુબંધી) છે. અહા, ભાવનાનું વલણ કઈ તરફ ઝૂકે છે તેના ઉપર
આધાર છે. જ્ઞાનીની ભાવનાનું વલણ આત્મસ્વભાવ તરફ ઝૂકે છે, તે ભાવના આનંદની જનની
છે ને ભવની નાશક છે. અનિત્ય, અશરણ વગેરે બારે પ્રકારની વૈરાગ્યભાવનાઓનો ઝૂકાવ તો
નિત્ય–શરણભૂત ચિદાનંદસ્વભાવ તરફ જ હોય છે. દેહાદિ સંયોગોને અનિત્ય જાણીને તેનાથી
વિરક્ત થઈને, નિત્યજ્ઞાનાનંદસ્વભાવમાં વળવું–તે જ ખરું અનિત્યભાવનાનું તાત્પર્ય છે. અને
આ રીતે સ્વભાવ તરફના ઝૂકાવપૂર્વક વૈરાગ્યભાવનાઓના ચિંતનથી ધર્માત્માને આનંદ વધતો
જાય છે, તેથી બાર વૈરાગ્યભાવનાઓ આનંદની જનેતા છે, આનંદને જન્મ દેનારી માતા છે;
માટે આનંદના અભિલાષી જીવોને વસ્તુસ્વરૂપના લક્ષપૂર્વક એ ભાવનાઓ ભાવવા જેવી છે.
(– દ્વાદશાનુપ્રેક્ષાના પ્રવચનોમાંથી)
(ધર્માત્મા શ્રાવકની દિનચર્યાનું વર્ણન કરતાં સાગાર–ધર્મામૃતમાં
કહે છેઃ મધરાતે એકાએક નિંદ્રા તૂટી જાય તો શ્રાવકે શું
કરવું? કે સમ્યક્પ્રકારે વૈરાગ્ય ભાવનાઓનું ચિંતન કરવું.)
(ટાઈટલ પેઈજ ત્રીજાથી શરૂ)
પ્રીતિ નથી પણ ચૈતન્યના વેરીનો તે આદર કરે છે; રાગ પ્રત્યે જેને પ્રીતિ છે, તેને ચૈતન્ય પ્રત્યે ક્રોધ છે.
દયાદિના શુભરાગના એક અંશને પણ જો આત્મહિતનું સાધન માને તો તે જીવ ચૈતન્યના વીતરાગસ્વભાવનું અપમાન
કરે છે. સરળ વીતરાગી મોક્ષમાર્ગને બદલે, વિપરીત માર્ગ માને (રાગને મોક્ષમાર્ગ માને) તો તે અનંતી માયા છે–
ધર્મની આડોડાઈ છે. અને રાગને હિતરૂપ જાણીને તેને જે રાખવા માંગે છે તેને અનંત લોભ છે. આત્માના
ચિદાનંદસ્વભાવનું ભાન થતાં રાગમાં આત્મબુદ્ધિ છૂટી જાય છે, તેનો આદર છૂટી જાય છે, એટલે સમ્યક્ભાન થતાં જ
અનંતાનુબંધી ક્રોધ–માન–માયા–લોભ છૂટી જાય છે. સમ્યગ્દર્શન વગરના બધા સાધન થોથાં છે. એક સેકંડનું
સમ્યગ્દર્શન અનંત જન્મમરણને છેદી નાંખે છે. એ સમ્યગ્દર્શન વગર અનંતકાળથી બીજાં સાધનો કર્યા, શુભરાગ કરીને
અનંતવાર સ્વર્ગમાંય ગયો. પણ સંસાર–પરિભ્રમણથી તેનો છૂટકારો ન થયો; કેમ કે ધર્મની વાસ્તવિક રીત તેણે જાણી
નહિ. માટે પ્રથમ ધર્મની વાસ્તવિક રીત શું છે તે જાણવી જોઈએ. ભગવાન્! તારો આત્મા જ સર્વજ્ઞ થવાને લાયક છે,
એક વાર તે વાત શ્રદ્ધામાં તો લે, તેને વિશ્વાસમાં તો લે; ચૈતન્યનો વિશ્વાસ કરતાં અલ્પકાળમાં ભવભ્રમણથી છૂટીને
પરમાત્મપદ પ્રગટી જશે. ચૈતન્યનો વિશ્વાસ કરીને પરમ કલ્યાણરૂપ એવું સમ્યગ્દર્શન જેણે પ્રગટ કર્યું તે જીવને પોતામાં
ધર્મનો અવતાર થયો ને તેણે જ ભગવાનના જન્મકલ્યાણકને પરમાર્થે ઊજવ્યો, તે જિનેશ્વર ભગવાનનો નંદન થયો.

PDF/HTML Page 4 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ પંદરમું સંપાદક વૈશાખ
અંક સાતમો રામજી માણેકચંદ દોશી ૨૪૮૪
મોક્ષના કારણરૂપ સામાયિક
મુનિઓને નિશ્ચયથી કરવા યોગ્ય જે છ આવશ્યક તેમાં પહેલું સામાયિક છે.
જે અન્યવશ નથી એટલે કે રાગને વશ નથી પણ સ્વવશ છે એટલે કે માત્ર નિજ
આત્માને જ અવલંબે છે એવું જે અવશ–કાર્ય, સ્વાધીન કાર્ય તે સામાયિકાદિ આવશ્યક છે.
સ્વભાવમાંથી ખસીને પરાશ્રયે જે રાગાદિ થાય તે તો પરવશપણું છે, તે સામાયિક નથી,
આવશ્યક નથી, નિશ્ચયથી કરવા જેવું તે કાર્ય નથી. ચૈતન્યસ્વરૂપ આત્મામાં એકાગ્રતાથી
સ્વવશપણે ઉત્પન્ન થતું જે વીતરાગી સામાયિક તે મોક્ષનું કારણ છે, તે મુનિઓનું આવશ્યક
કર્મ છે. આત્મસ્વભાવમાં સ્થિરતારૂપ આ સામાયિકધર્મ તે સકળ કર્મનો ક્ષય કરવામાં કુશળ
છે, ને તે જ નિર્વાણનો પ્રસિદ્ધ માર્ગ છે. શુદ્ધચૈતન્યપદના નિર્દોષ આસન ઉપર આરૂઢ થઈને જે
જીવ આવું સામાયિક કરે છે તેને નિર્વિકલ્પ આત્મસુખનું વેદન થાય છે, તે સાક્ષાત્ ધર્મ છે...આ
સિવાય બહારના પાથરણામાં, દેહની સ્થિરતામાં, વચનમાં કે શુભરાગમાં ક્યાંય સામાયિક
રહેતી નથી. સામાયિક તો જૈનજ્યોતિ છે, ચૈતન્યજ્યોતમાં સ્થિરતા વગર એ વીતરાગી
જૈનજ્યોતિ (સામાયિક) પ્રગટે નહિ, ને એવી સામાયિક વગર મુક્તિ થાય નહિ. મોક્ષનો માર્ગ
“સામાયિક” છે,–તે આત્માના જ આશ્રયે રચાયેલું છે એટલે કે સ્વવશ છે, અન્યવશ નથી.
શું પાથરણાંને વશ સામાયિક છે? ના. શું શરીર સ્થિર બેઠું તેને વશ સામાયિક છે? ના.
શું વચનની ક્રિયાને વશ સામાયિક છે? ના.
તો શું શુભરાગને વશ સામાયિક છે?–તેની પણ ના.
તો સામાયિક કોને વશ છે? સામાયિક સ્વવશ છે, એટલે કે પોતાના આત્મસ્વભાવને
આધીન જ સામાયિક છે, એ સિવાય અન્ય કોઈને વશ સામાયિક નથી.
સંપૂર્ણપણે શુદ્ધ આત્માને જ વશ વર્તતા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે વીતરાગી
સામાયિક છે તે જ કર્મક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરવામાં કુશળ છે, તેનામાં જ નિર્વિઘ્નપણે મોક્ષ
પમાડવાની તાકાત છે, વચ્ચે વ્યવહારમાર્ગ (રાગ) આવે તે કાંઈ કર્મક્ષય કરવામાં કે મોક્ષ
પ્રાપ્ત કરવામાં કુશળ નથી, તે તો કર્મનું બંધન કરનાર છે; તેનામાં કર્મનો ક્ષય કરીને મોક્ષ
પમાડવાની તાકાત નથી. માટે શુદ્ધ આત્માને આશ્રયે વર્તતું સ્વવશ સામાયિક જ આવશ્યક છે–
તે જ મોક્ષને માટે અવશ્ય કરવા જેવું કાર્ય છે; તેને જ જિનશાસનના સંતોએ નિર્વાણનો માર્ગ
કહ્યો છે. – (નિયમસાર કળશ ૨૩૮ના પ્રવચનમાંથી)

PDF/HTML Page 5 of 25
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૭પ
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
(૪૩)
કરણ શક્તિ
* આ ‘કરણશક્તિ’ માં ધર્મના
સાધન સંબંધી ખૂબ સ્પષ્ટીકરણ
કરવામાં આવ્યું છે. જિજ્ઞાસુ જીવોએ તે
ખાસ સમજવા જેવું છે.
“અહો! સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદશા સુધીના મારા
કાર્યોનું સાધન થવાની તાકાત મારા આત્મામાં છે, બહારના
કોઈ પદાર્થો મારું સાધન છે જ નહિ”–આવો નિર્ણય કરનાર
ધર્માત્મા બાહ્યસાધનો શોધવાની વ્યગ્રતા કરતો નથી,
અંર્તસ્વભાવનું અવલંબન લઈને પોતાના આત્માને જ તે
સમ્યગ્દર્શનાદિનું સાધન બનાવે છે.–એ વાત આ કરણશક્તિમાં
આચાર્યદેવે પ્રસિદ્ધ કરી છે.
આત્માએ પોતે કર્તા થઈને પોતાના સમ્યગ્દર્શનાદિ કાર્યને કર્યું; પરંતુ તેનું સાધન શું? કર્તાએ કયા સાધનવડે
પોતાનું કાર્ય કર્યું?–તે હવે બતાવે છે.
“ભવતા ભાવના ભવનના સાધકતમપણામયી કરણશક્તિ છે.”–આ શક્તિથી આત્મા પોતે જ પોતાના ભાવનું
સાધન થાય છે. “ભવતો ભાવ” એટલે વર્તમાન વર્તતો ભાવ, તે કાર્ય છે, તે કાર્ય થવાનું ઉત્કૃષ્ટ સાધન આત્મા પોતે
જ છે. સાધકના આત્મામાં જે

PDF/HTML Page 6 of 25
single page version

background image
વૈશાખઃ ૨૪૮૪ઃ પઃ
સમ્યગ્દર્શનાદિ નિર્મળ કાર્ય થાય છે તેનો ‘સાધકતમ’ આત્મા પોતે જ છે. અહીં આત્માને ‘સાધકતમ’ કહ્યો તેથી એમ
ન સમજવું કે ‘સાધક’ અને ‘સાધકતમ’ કોઈ બીજું હશે. અહીં ‘સાધકતમ’ એ અનન્યપણું બતાવે છે એટલે કે
નિર્મળ ભાવનું સાધન એક આત્મા પોતે જ છે, તેનાથી ભિન્ન બીજું કોઈ સાધન છે જ નહિ.
અહો! સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદશા સુધીના જે જે ભાવો મારામાં થાય તેનું સાધન થવાની તાકાત
મારા આત્મામાં છે, બહારના કોઈ પદાર્થો મારું સાધન છે જ નહિ. નિમિત્ત તે પણ મારા કાર્યનું સાધન છે જ
નહિ. આવો નિર્ણય કરનાર પોતાના કાર્યને માટે (સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રને માટે) બાહ્ય સાધનો શોધવાની
વ્યગ્રતા કરતો નથી, તે તો અંર્તસ્વભાવનું અવલંબન લઈને પોતાના આત્માને જ સમ્યગ્દર્શનાદિનું સાધન
બનાવે છે.
‘શરીર તે ધર્મનું સાધન છે, સારા નિમિત્તો તે ધર્મનું સાધન છે, શુભરાગ તે ધર્મનું સાધન છે, સારો ઉપદેશ તે
ધર્મનું સાધન છે’–એમ માનીને અજ્ઞાની તો તેના જ અવલંબનમાં રોકાય છે. તેને અહીં સમજાવે છે કે અરે જીવ! તારા
ધર્મનું સાધન થવાની તાકાત તારા આત્મામાં જ છે, અંતર્મુખ થઈને તારા આત્માને જ સાધનપણે અંગીકાર કર. એ
સિવાય બીજા કોઈ પદાર્થોમાં કે રાગમાં તારા ધર્મનું સાધન થવાની તાકાત નથી. બીજા જે કોઈ સાધન કહેવાતા હોય તે
બધાય ઉપચારથી જ છે,–તે ઉપચાર પણ કયારે લાગુ પડે? કે વાસ્તવિક સાધન જે આત્મસ્વભાવ તેના અવલંબનવડે
જ્યારે નિર્મળ કાર્ય પ્રગટ કરે ત્યારે નિમિત્ત–રાગ–વ્યવહાર વગેરેને ઉપચાર સાધન કહેવાય છે. પણ જે ખરા સાધનને
તો જાણે નહિ ને ઉપચાર સાધનને જ ખરું સાધન માની લ્યે તેને તો નિર્મળ કાર્ય થતું જ નથી, અને કાર્ય થયા વગર
તેના સાધનનો ઉપચાર પણ ક્યાંથી લાગુ પડે? જ્યાં નિશ્ચય સાધન વડે કાર્ય થાય ત્યાં જ બીજાને (ગુરુઉપદેશ
વગેરેને) વ્યવહાર સાધન કહેવાય છે.
ધર્મનું ખરું સાધન જે પોતાનો શુદ્ધચિદાનંદ–સ્વભાવ તેનું તો અવલંબન લેતો નથી અને વ્યવહારના
શુભરાગ વગેરેને જ સાધન માનીને તેના અવલંબનમાં અટકે છે તે જીવને સ્વભાવની રુચિ નથી પણ વિકારની
રુચિ છેઃ તેને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ ક્યાંથી થાય? જેને આત્માના વીતરાગી ધર્મનો પ્રેમ હોય તે
તેનાથી વિરુદ્ધ ભાવોને આદરે નહિ. રાગ તો આત્માના સ્વભાવથી વિરુદ્ધ અને નુકસાનકારક હોવા છતાં તેને જે
લાભકારક માને, તે રાગને સાધન માને, તેને તો રાગનો પ્રેમ છે, રાગરહિત સ્વભાવનો પ્રેમ નથી; જેને રાગનો
પ્રેમ છે તે રાગરહિત સ્વભાવને ક્યાંથી સાધી શકશે? જે સમ્યગ્જ્ઞાન છે તે રાગને પોતાના સ્વભાવથી વિરુદ્ધ
જાણે છે;–તેને સાધન તરીકે નથી જાણતું પણ બાધક તરીકે જાણે છે, એટલે તેમાં તે તન્મય થતું નથી. પોતાના
શુદ્ધ સ્વભાવને જ સાધન જાણીને તેમાં એક્તા વડે રાગનો અભાવ કરી નાંખે છે. આ રીતે સ્વભાવ–સાધનવડે જ
સિદ્ધિ પમાય છે. બહારના કોઈ સાધનના અવલંબન વિના આત્મા પોતે પોતાની તાકાતથી જ સાધન થઈને
સિદ્ધિને સાધે છે.
ઘણા લોકો પૂછે છે કે ધર્મનું સાધન શું? અહીં તે સાધન બતાવે છે. ભાઈ! આત્મા પોતે જ પોતાના ધર્મનું
ઉત્કૃષ્ટ સાધન થવાની તાકાતવાળો છે. જેમ અગ્નિની ઉષ્ણતાનું સાધન બીજું કોઈ નથી, પોતે પોતાના સ્વભાવથી જ
ઉષ્ણતાનું સાધન છે; તેમ ચૈતન્યમૂર્તિ આત્માને પોતાના જ્ઞાન–આનંદનું સાધન બીજું કોઈ નથી, પોતે જ સાધન થઈને
જ્ઞાન–આનંદરૂપે પરિણમે છે. એક વાર આત્માની આવી તાકાતનો વિશ્વાસ તો કર. આત્માના આવા સાધનનો વિશ્વાસ
કરે ત્યાં બહારના સાધન (નિમિત્ત વગેરે) શોધવાની પરાશ્રયબુદ્ધિ છૂટી જાય, ને સ્વભાવના સાધનથી અનંતી શાંતિ
થઈ જાય.
પ્રશ્નઃ– ઇન્દ્રિયો, પુસ્તકો, ચશ્મા વગેરે જ્ઞાનનું સાધન છે ને?
ઉત્તરઃ– જ્ઞાનનો એવો પરાધીન સ્વભાવ નથી કે પોતાથી ભિન્ન સાધનનો આશ્રય લેવો પડે. આત્મા સ્વયં
જ્ઞાનસ્વભાવી છે, એટલે આત્મા પોતે જ જ્ઞાનનું સાધન છે. ઇન્દ્રિયો વગેરે જડ છે, તે જ્ઞાનનું સાધન નથી. જ્ઞાનનું
સાધન જ્ઞાનથી જુદું ન હોય. ઇન્દ્રિયો તો જ્ઞાનથી જુદી છે.
પ્રશ્નઃ– વ્યવહાર તો નિશ્ચયનું સાધન છે ને?
ઉત્તરઃ– નિશ્ચયરત્નત્રયનું સાધન થવાની તાકાત દ્રવ્ય–સ્વભાવમાં જ છે, કેમકે કરણશક્તિ દ્રવ્યની છે.

PDF/HTML Page 7 of 25
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૭પ
વ્યવહાર–રત્નત્રયમાં એવી શક્તિ નથી કે સાધક થઈને નિશ્ચયરત્નત્રયને સાધે. સ્વભાવને એકને જ સાધન બનાવીને
જેણે નિશ્ચયરત્નત્રયને સાધ્યા તેને વ્યવહારરત્નત્રય ઉપચારથી સાધન કહેવાય છે. ખરેખર તો દ્રવ્ય જ સાધકતમ છે;
એના સિવાય વ્યવહારથી કાંઈ સાધ્ય નથી.
આ સમયસારમાં ગા. ૩પ૬ થી ૩૬પની ટીકામાં પ્રશ્ન મૂકયો છે કે ‘અહીં સ્વ–સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું
સાધ્ય છે?’ તેના ઉત્તરમાં સ્પષ્ટ કહે છે કે ‘તેનાથી કાંઈ સાધ્ય નથી.’ જુઓ, ભેદદ્વારા અભેદ સાધ્ય છે, કે
વ્યવહારદ્વારા નિશ્ચય સાધ્ય છે–એમ આચાર્યદેવે ન કહ્યું, પણ તેનાથી કાંઈ જ સાધ્ય નથી–એમ કહ્યું. જ્યાં અંદરના
ગુણ–ગુણીભેદરૂપ સૂક્ષ્મ વ્યવહારથી પણ કાંઈ સાધ્ય નથી તો પછી બીજા સ્થૂળ રાગાદિ તો સિદ્ધિનું સાધન ક્યાંથી
થાય? રાગ દ્વારા અર્થાત્ રાગને સાધન બનાવીને આત્માના સ્વભાવમાં જવાતું નથી પણ સીધા સ્વભાવના
અવલંબનથી જ સ્વભાવમાં જવાય છે, એટલે આત્મા પોતે જ પોતાનું સાધન થાય છે. જ્યાં આત્મસ્વભાવનું અવલંબન
લ્યે ત્યાં જરૂર સમ્યગ્દર્શનાદિ થાય જ, અને આત્મસ્વભાવના અવલંબન વગર સમ્યગ્દર્શનાદિ થાય જ નહિ; એ રીતે
આત્મસ્વભાવ જ અબાઘિત સાધન છે. બીજા જે કોઈ સાધન કહેવામાં આવતા હોય તે ઉપચારથી જ છે, નિયમરૂપ
નથી–એમ સમજવું.
શુદ્ધ અનંત ચૈતન્યશક્તિવાળો આ આત્મા પોતે જ કેવળજ્ઞાનરૂપે પરિણમવાના સ્વભાવવાળો હોવાથી
પોતે જ સાધકતમ છે; સ્વયમેવ છ કારકરૂપ થઈને પરિણમતો હોવાથી તે ‘સ્વયંભૂ’ છે. આથી એમ કહ્યું કે,
નિશ્ચયથી પરની સાથે આત્માને કારણપણાનો સંબંધ નથી, કે જેથી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિને માટે સામગ્રી
(બાહ્ય સાધનો) શોધવાની વ્યગ્રતાથી જીવો નકામા પરતંત્ર થાય છે. આ રીતે શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ
અન્યકારકોથી નિરપેક્ષ હોવાથી અત્યંત આત્માધીન છે. (જુઓ પ્રવચનસાર ગા. ૧૬) સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પણ
અન્ય કારકોથી નિરપેક્ષ, અત્યંત આત્માધીન છે; એ જ પ્રમાણે સમ્યગ્જ્ઞાન–સમ્યક્ચારિત્ર વગેરેની પ્રાપ્તિ પણ
અન્ય સાધનોથી નિરપેક્ષ, અત્યંત આત્માધીન છે.
મારી પર્યાયોનું સાધન હું જ છું ને બીજું મારું સાધન નથી–એમ નક્કી કરીને ધર્માત્મા ‘બાહ્ય સાધનોનો
આશ્રય લેતા નથી પણ પોતાના આત્માનો જ આશ્રય કરે છે, ને આત્માનો આશ્રય કરતાં આત્મા પોતે સાધન થઈને
નિર્મળ પર્યાયો થાય છે. પ્રવચનસાર ગા. ૧૨૬માં કહ્યું છે કે–
કર્તા, કરમ, ફળ, કરણ જીવ છે–
એમ જો નિશ્ચય કરી,
મુનિ અન્યરૂપ નવ પરિણમે,
પ્રાપ્તિ કરે
શુદ્ધાત્મની.
(વિશેષ માટે આ ગાથાની ટીકા જુઓ; અથવા ૩૯મી શક્તિ ઉપરનું પ્રવચન જુઓ.)
લોકોએ સ્થૂળપણે–બાહ્યદ્રષ્ટિથી બહારનાં સાધનો માની લીધા છે, પણ સૂક્ષ્મપણે–અંતરદ્રષ્ટિ કરીને પોતાના
ધર્મનું વાસ્તવિક સાધન કદી શોધ્યું નથી. અરે! બહારમાં મારા હિતનું સાધન માનીને અનંતકાળથી મેં પ્રયત્ન કર્યો
છતાં મને મારું હિત ન મળ્‌યું, માટે અંતરમાં બીજું કાંઈક સાધન હોવું જોઈએ–એમ ઊંડાણથી વિચારીને જીવે કદી સાચા
સાધનની તપાસ કરી નથી. અરે! વિકારથી ભિન્ન મારા આત્માનો અનુભવ કયા સાધનથી થાય?–એમ જેના અંતરમાં
ઊંડી જિજ્ઞાસા જાગી છે તેને સાધન બતાવતાં આચાર્યદેવ કહે છે કે આત્મા અને બંધને જુદા કરવારૂપ કાર્યમાં કર્તા જે
આત્મા તેના કરણ (સાધન) સંબંધી ઊંડી વિચારણા–મીમાંસા કરવામાં આવતાં, નિશ્ચયે પોતાથી ભિન્ન કરણનો
અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ છેદનાત્મક કરણ છે. તે પ્રજ્ઞાવડે તેમને છેદવામાં આવતાં તેઓ જુદાપણાને અવશ્ય
પામે છે, માટે પ્રજ્ઞાવડે જ આત્મા અને બંધનું દ્વિધા કરવું છે, એટલે કે પ્રજ્ઞારૂપી સાધનવડે જ તેમનું ભેદજ્ઞાન થાય છે.
(જુઓ, સમયસાર ગા. ૨૯૪ ટીકા)
આત્માના સ્વભાવને અને રાગાદિ બંધભાવને પ્રજ્ઞા વડે ખરેખર કઈ રીતે છેદી શકાય? એમ શિષ્યને પ્રશ્ન થતાં
આચાર્યદેવ તેને ઉત્તર આપે છે કે ‘આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંર્તસંધિમાં પ્રજ્ઞાછીણીને સાવધાન
થઈને પટકવાથી તેમને છેદી શકાય છે–એમ અમે જાણીએ છીએ.’
(સ. ગા. ૨૯૪ ટીકા)

PDF/HTML Page 8 of 25
single page version

background image
વૈશાખઃ ૨૪૮૪ઃ ૭ઃ
જુઓ, આ સાધન! આચાર્યદેવ સ્વાનુભવ સહિત કહે છે કે અમે આવા અંતરના સાધનથી જ આત્માને
બંધભાવોથી જુદો જાણ્યો છે. કર્તાનું સાધન પોતામાં જ છે. કર્તાનું સાધન ખરેખર કર્તાથી ભિન્ન હોતું નથી; તેથી
કર્તાથી ભિન્ન જે કોઈ સાધન કહેવામાં આવે તે કોઈ ખરેખર સાધન નથી. ‘પોતાથી ભિન્ન કરણનો અભાવ છે.’ એમ
કહીને આચાર્યદેવે મહાસિદ્ધાંત બતાવ્યો છે. અરે જીવ! તારા સાધનની ઊંડી તપાસ તારામાં કર, તારામાં જ સાધનને
શોધ. જેઓ પોતાના સાધનને બહારમાં શોધે છે તેઓ સાધનની ઊંડી તપાસ કરનારા નથી પણ છીછરી બુદ્ધિવાળા–
બાહ્ય દ્રષ્ટિવંત છે. જેઓ આત્માના હિતના સાધનથી ખરી મીમાંસા કરે છે, ઊંડી તપાસ કરે છે, અંતરમાં ઊતરીને શોધ
કરે છે તેઓને તો પોતાના આત્મામાં જ પોતાનું સાધન ભાસે છે; એ સિવાય રાગ કે બાહ્યદ્રવ્યો પોતાના હિતના સાધન
તરીકે જરાય ભાસતા જ નથી. જ્ઞાનને સૂક્ષ્મ કરીને (ઇન્દ્રિયોથી ને રાગથી પાર લઈ જઈને) અંતરમાં વાળતાં ભગવાન
આત્માનો અનુભવ થાય છે. તે અંતર્મુખ જ્ઞાનને પ્રજ્ઞા કહે છે, ને તે જ આત્માના અનુભવનું સાધન છે. અને તે
પ્રજ્ઞારૂપ નિર્મળપર્યાય આત્મા સાથે અભેદ હોવાથી અભેદપણે આત્મા જ પોતે પોતાનું સાધન છે. ‘હું જ, મારા વડે જ,
મારા માટે જ, મારામાંથી જ, મારામાં જ, મને જ ગ્રહણ કરું છું’–એમ પોતામાં જ અભિન્ન છ કારકો છે. (જુઓ,
સમયસાર ગા. ૨૯૭)
અહો! પોતાના સમ્યગ્દર્શનાદિ કાર્યના સાધકતમ થવાની તાકાત આત્મામાં ત્રિકાળ છે, પોતે જ સ્વયં કારણ
થઈને પોતાના સમ્યગ્દર્શનાદિને સાધે એવી શક્તિ પોતામાં જ છે, પણ તેને ભૂલીને સાધન માટે મફતનો બહારમાં ફાંફા
મારી રહ્યા છે. અંતરના નિજ સાધનને ભૂલીને અનંતકાળથી બહારમાં ફાફાં માર્યા પણ જીવને કાંઈ હાથમાં ન આવ્યું,
છતાં સત્ય સાધન શું છે તેનો તે ઊંડો વિચાર પણ કરતો નથી. શ્રીમદ્ રાજચંદ્રજી કહે છે કે–
“યમ નિયમ સંયમ આપ કિયો,
પુનિ ત્યાગ વિરાગ અથાગ લહ્યો;
વનવાસ લયો મુખ મૌન રહ્યો,
દ્રઢ આસન પદ્મ લગાય દિયો.
સબ શાસ્ત્રનકે નય ધારી હિયે,
મત મંડન ખંડન ભેદ લિયે;
વહ સાધન બાર અનંત કિયો,
તદપિ કછુ હાથ હજુ ન પર્યો.
અબ કયોં ન વિચારત હૈ મનસેં,
કછુ ઓર રહા ઉન સાધનસેં?
બિન સદ્ગુરુ કોઈ ન ભેદ લહે
મુખ આગળ હૈ કહ બાત કહે!”
અરે જીવ! એક અંતરના ચૈતન્ય સાધનને ચૂકીને બહારના બીજા બધા સાધન તેં અનંતવાર કર્યાં, વ્રત અને
તપ કર્યાં, દિગંબર મુનિ–દ્રવ્યલિંગી થઈને પંચમહાવ્રત પાળ્‌યા, હજારો રાણીઓ છોડીને શુભ વૈરાગ્યથી ત્યાગી થયો,
શાસ્ત્રો ભણ્યો, વનમાં રહ્યો ને મૌન રહ્યો; આવા આવા બધા સાધનો અનંતવાર તેં કર્યા, છતાં હજી તું જરા પણ હિત
ન પામ્યો. તો હવે તું તારા મનમાં કેમ વિચાર કરતો નથી કે આ બધાય સાધનોથી બીજું કંઈક ખરું સાધન બાકી રહી
જાય છે? સદ્ગુરુગમે એ સાધનનો તું વિચાર કર.
પ્રભો! મારા હિતનું સાધન શું? એમ પૂછતાં શ્રીગુરુ કહે છે કે હે વત્સ! તારો આત્મા અનંતગુણથી ભરેલો
ચૈતન્યમૂર્તિ છે, તેનું અવલંબન કર; તે જ તારા હિતનું સાધન છે. તારા આત્માથી ભિન્ન બીજું કોઈ તારા હિતનું
સાધન નથી, માટે અત્યાર સુધી માનેલા બાહ્ય સાધનોની દ્રષ્ટિ છોડ ને અંતરના ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિ કર..તેનો
વિશ્વાસ કરીને તેને જ સાધન બનાવ. તારો શુદ્ધ આત્મા જ સાધ્ય છે, ને તે શુદ્ધ આત્માનું અવલંબન કરવું તે જ સાધન
છે; આ રીતે તારું સાધ્ય અને સાધન બંને તારામાં જ સમાય છે.
આત્માની અનંતશક્તિઓમાં એક એવી કરણશક્તિ છે કે જે સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયો થાય છે તેનું સાધન
આત્મા પોતે થાય છે. સમ્યગ્દર્શનાદિ નિર્મળ પર્યાયોનું ઉત્કૃષ્ટ સાધન આત્મા જ છે. નિમિત્ત વગેરે પરવસ્તુમાં કે રાગમાં
એવી શક્તિ નથી કે આત્માની નિર્મળ પર્યાયનું તે સાધન થાય, અને આત્માનો સ્વભાવ એવો નથી કે પોતાના નિર્મળ
કાર્યને માટે તે કોઈ બીજા સાધનની અપેક્ષા રાખે. આત્માનો સ્વભાવ પોતે જ સાધકતમ હોવાથી તેનું સન્મુખતાથી

PDF/HTML Page 9 of 25
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૭પ
જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થાય છે, પણ નિમિત્ત વગેરે પરદ્રવ્ય કાંઈ આત્માના કાર્યનું સાધકતમ નથી, એટલે તેની
સન્મુખતાથી આત્માના સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ કાર્ય થતું નથી. ‘નિમિત્ત વગેરે જરાક તો સાધન થાય ને?’ તો
કહે છે કે ના; નિમિત્તમાં એવી કોઈ શક્તિ નથી કે તે આત્માના મોક્ષમાર્ગરૂપ કાર્યનું જરા પણ સાધન થાય. મોક્ષમાર્ગનું
સાધન થવાની પરિપૂર્ણ શક્તિ આત્મામાં જ છે.
વળી, જેમ આત્મા પોતાના કાર્યને માટે અન્ય સાધનની અપેક્ષા નથી રાખતો, તેમ આત્મા સાધનરૂપ
થઈને કોઈ બીજાનાકાર્ય કરે એમ પણ બનતું નથી. પોતાની નિર્મળ પર્યાયોનું સાધન થવાની આત્માની
પરિપૂર્ણ તાકાત છે, પણ શરીર–વાણી વગેરેની ક્રિયામાં સાધન થાય એવી જરાપણ તાકાત આત્મામાં નથી; અને
ખરેખર વિકારીભાવોનું સાધન થવાનો પણ આત્માનો સ્વભાવ નથી. આત્માના આવા સ્વભાવની શ્રદ્ધા કરનાર
જીવ વિકારના સાધકતમપણે પરિણમતો નથી પણ પોતાની નિર્મળપર્યાયના જ સાધકતમપણે પરિણમે છે. આત્મા
પોતાના સ્વભાવના અવલંબનથી પોતે જ સાધન થઈને પોતાની મુક્તિને સાધે છે; મુક્તિ માટે બહારમાં બીજું
કોઈ સાધન ગોતવું પડતું નથી.
નિશ્ચયરત્નત્રયનું સાધન વ્યવહાર રત્નત્રય છે?–તો કહે છે કે ના; શુદ્ધ ચિદાનંદસ્વભાવનું અવલંબન તે એક જ
નિશ્ચયરત્નત્રયનું સાધન છે; વ્યવહારરત્નત્રયને સાધન કહેવું તે તો કથન માત્ર છે. વ્યવહારરત્નત્રયના શુભરાગમાં
એવી તાકાત નથી કે તે મોક્ષનું કે મોક્ષમાર્ગનું સાધન થાય. અહીં તો સાધન (–સાધકતમ) તેને જ કહે છે કે કાર્ય સાથે
જે અભેદ હોય. મોક્ષમાર્ગરૂપી કાર્યની સાથે આત્મા અભેદ છે, તેથી આત્મા જ તેનું સાધન છે. પણ રાગને મોક્ષમાર્ગરૂપ
કાર્યની સાથે અભેદતા નથી તેથી રાગ તેનું સાધન નથી. તેમજ આત્માના સ્વભાવને રાગની સાથે અભેદતા નથી તેથી
આત્મા રાગનું સાધન પણ નથી.
પ્રશ્નઃ– તો રાગનું સાધન કોણ છે?
ઉત્તરઃ– રાગનું કોઈ ધ્રુવ સાધન નથી. રાગ તો ઉપરની ક્ષણિક વિકૃતિ છે, ને તેનું સાધન પણ ક્ષણિક પર્યાય જ
છે. પર્યાયે અંતર્મુખ થઈને જ્યાં ધ્રુવસ્વભાવને પોતાનું સાધન બનાવ્યું ત્યાં વિકારનું સાધન કોઈ રહેતું જ નથી, એટલે
કે ત્યાં વિકાર થતો જ નથી, નિર્મળતા જ થાય છે. આ રીતે પોતાની નિર્મળ પર્યાયનું સાધન થવાનો જ આત્માનો
સ્વભાવ છે.
હે નાથ! આ આત્માને સુખી થવા માટે કયા સાધનનું અવલંબન કરવું? મારા સુખનું સાધન શું છે?–
એમ સાધનને માટે ઝંખતા શિષ્યને શ્રી આચાર્યદેવ કહે છે કે હે ભાઈ! તું મુંઝાઈશ નહિ. તારો આત્મા પોતે જ
તારા સુખનું સાધન છે, તેનું અવલંબન કરતાં જ તું સુખી થઈશ; માટે તારા આત્માને જ સુખનું સાધન જાણીને
તેમાં અંતર્મુખ થા. જ્યારે જો ત્યારે તારા સુખનું સાધન તારામાં હાજરાહજૂર પડયું છે, અંતર્મુખ થઈને તેનું
અવલંબન કર એટલી જ વાર છે. અંતર્મુખ થતાં તારો આત્મા જ તારા સુખનું સાધન થઈ જશે, તારે બીજું કોઈ
સાધન શોધવું નહિ પડે.
અહો! આચાર્યદેવે કેટલી અદ્ભુત વાત સમજાવી છે! આ વાત સમજે તેને આત્મામાં અપૂર્વ આનંદનો
આહ્લાદ ઉલ્લસ્યા વિના રહે નહિ. અહો! મારામાં જ મારું સુખ ભર્યું હતું પણ અત્યાર સુધી મેં બહાર શોધ્યું ને
તેથી હું દુઃખી થયો. સ્વભાવમાં જ મારું સુખ છે એવું સમ્યગ્જ્ઞાન થતાં, બહારમાં સુખબુદ્ધિ છૂટી ગઈ ને પોતાના
સ્વભાવમાં મગ્ન થઈને આત્મા પોતે સુખરૂપ પરિણમ્યો. તે સુખનું સાધન આત્મા જ છે, બીજું કોઈ તેનું સાધન
નથી.
કોનામાં એવી તાકાત છે કે જેનું અવલંબન કરવાથી તે આત્માની નિર્મળ પર્યાયનું સાધન થાય? નિમિત્તોમાં
એવી તાકાત નથી, રાગમાં પણ એવી તાકાત નથી, એકલી પર્યાયમાં પણ એવી તાકાત નથી, અને એકેક ગુણના
આશ્રયે પણ એવી તાકાત નથી, એટલે તે નિમિત્તો–રાગ–પર્યાય–કે ગુણભેદ–એ કોઈની સન્મુખતાથી નિર્મળ પર્યાય
થતી નથી. અનંત ગુણથી અભેદ આત્મસ્વભાવમાં જ એવી તાકાત (કરણશક્તિ) છે કે તેનું અવલંબન કરવાથી તે
નિર્મળ પર્યાયનું સાધન થાય છે, એટલે તેની સન્મુખતાથી જ નિર્મળ પર્યાય થાય છે. ગુણનો ભેદ પાડીને એક ગુણના
લક્ષે સાધકપણું થતું નથી; જો એક ગુણના લક્ષે જ સાધકપણું થવાનું માને તો તેણે એક ગુણ જેટલો જ આખો આત્મા
માન્યો, એટલે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર–પ્રભુત્વ–જીવત્વ વગેરે

PDF/HTML Page 10 of 25
single page version

background image
વૈશાખઃ ૨૪૮૪ઃ ૯ઃ
બધા ગુણો સહિત આખો આત્મા તેની માન્યતામાં ન આવ્યો. અનંતગુણથી પરિપૂર્ણ આખા આત્માને માન્યા વિના કદી
સાધકપણું થાય નહિ.
વિકલ્પવડે એક ગુણને જુદો પાડીને જીવ લક્ષમાં લ્યે છે, પણ વસ્તુમાં કાંઈ એક ગુણ જુદો નથી પડતો; એટલે
તે વિકલ્પવડે વસ્તુ પ્રતીતમાં આવતી નથી. જેમ જડ–ચેતનને અત્યંત પ્રદેશભેદ છે, બંને વસ્તુના પ્રદેશો જ જુદા છે, તેમ
કાંઈ વસ્તુની અનંતશક્તિઓને પ્રદેશભેદ નથી, જ્ઞાનના જુદા પ્રદેશ, દર્શનના જુદા પ્રદેશ, આનંદના જુદા પ્રદેશ–એવો
પ્રદેશભેદ તો નથી; તેમજ અનંતશક્તિઓથી જુદો બીજો કોઈ શક્તિમાન નથી પરંતુ શક્તિમાન (વસ્તુ) પોતે જ
અનંતશક્તિસ્વરૂપ છે, એ રીતે શક્તિમાનને અને શક્તિઓને સ્વરૂપભેદ પણ નથી. માત્ર સમજાવવા માટે અભેદમાં
ભેદ ઊપજાવીને એક ગુણની મુખ્યતાથી ‘જ્ઞાન તે આત્મા’ એમ કહેવામાં આવે છે. ત્યાં ભેદ સામે જોવાથી આત્મા
સમજાતો નથી, પણ અનંતધર્મસ્વરૂપ એક અખંડ ચૈતન્યવસ્તુ આત્મા છે–તેની સામે જોવાથી જ આત્માનું ખરું સ્વરૂપ
સમજાય છે. આ વાત જરાક સૂક્ષ્મ તો છે, પરંતુ પૂર્વે અનંતકાળમાં નહિ કરેલ એવું અપૂર્વ આત્મકલ્યાણ જેણે કરવું હોય
તેણે અંતરમાં વારંવાર ઉદ્યમ કરીને આ વાત સમજવા જેવી છે. આ વાત સમજ્યે જ ભવભ્રમણથી છૂટકારો થાય તેમ
છે, બીજી કોઈ રીતે છૂટકારો થાય તેમ નથી.
શ્રી તત્ત્વાર્થ સૂત્રજી પાંચમા અધ્યાયમાં એક સૂત્ર છે કે ‘द्रव्याश्रया निर्गुणा गुणाઃ’ બધાય ગુણો દ્રવ્યના
આશ્રયે રહેલા છે અર્થાત્ દ્રવ્ય પોતે જ અનંતગુણસ્વરૂપ છે, એટલે તે દ્રવ્યના આશ્રયે પરિણમતાં બધા ગુણોનું
નિર્મળ પરિણમન થઈ જાય છે; પરંતુ ગુણ પોતે નિર્ગુણ છે એટલે કે એક ગુણના આશ્રયે બીજા ગુણ રહેલા નથી,
તેથી એક ગુણનો ભેદ પાડીને તેના આશ્રયે શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા કરવા માંગે તો તે બની શકતું નથી, કેમકે,
એક ગુણને શ્રદ્ધા–જ્ઞાનમાં લેવા જતાં બીજા અનંત ગુણો બાકી રહી જાય છે, તેથી આખી વસ્તુ જેવી છે તેવી
પ્રતીતમાં કે જ્ઞાનમાં આવતી નથી, અને પ્રતીતમાં ને જ્ઞાનમાં આખી વસ્તુ આવ્યા વિના તેમાં એકાગ્રતા પણ ક્યાંથી થાય? એક જ્ઞાન ગુણના આશ્રયે કેવળજ્ઞાન પ્રગટાવવા માંગે તો તેને કેવળજ્ઞાન થતું નથી; કેમકે, કેવળજ્ઞાન
જો કે જ્ઞાનગુણની પર્યાય છે તો પણ તે ગુણ કાંઈ વસ્તુથી જુદો પડીને નથી પરિણમતો. અખંડ વસ્તુનો આશ્રય
કરીને પરિણમતાં આત્માના બધા ગુણો નિર્મળપણે પરિણમી જાય છે, શ્રદ્ધાગુણ સમ્યક્ત્વરૂપે પરિણમી જાય છે,
જ્ઞાનગુણ કેવળજ્ઞાનરૂપે પરિણમી જાય છે. ચારિત્રગુણ સ્વરૂપમાં લીનતારૂપે પરિણમી જાય છે, આનંદગુણ
આનંદરૂપે પરિણમી જાય છે. ત્યાં દરેક ગુણનું જુદું જુદું અવલંબન નથી, એક અખંડ ચૈતન્ય વસ્તુનું જ અવલંબન
છે, ને તે જ બધાય ગુણોની નિર્મળપર્યાયનું સાધન છે.
ભાઈ! તારા આત્મામાં ને દરેક આત્માના સ્વરૂપમાં જે વસ્તુસ્થિતિ છે તેનું જ આ વર્ણન છે. તારા
આત્માનો વૈભવ તને દેખાડાય છે. આ શક્તિઓ કાંઈ નવી ઉત્પન્ન કરવાની નથી, શક્તિઓ તો તારામાં સદાય
છે જ, પણ તેં તેની પ્રતીત કરી નથી, તેથી અંતર્મુખ થઈને તેની પ્રતીત નવી કરવાની છે. આ શક્તિઓની પ્રતીત
કરતાં એટલે કે આવી શક્તિસ્વરૂપ આત્માને પ્રતીતમાં લેતાં આત્મા પોતે નિર્મળપણે પરિણમે છે ને તેની
શક્તિઓ પર્યાયમાં પ્રગટી જાય છે, નિર્મળપણે ખીલી જાય છે. આનું નામ મોક્ષમાર્ગ; અને બધી શક્તિઓ
પૂરેપૂરી ખીલી જાય તે મોક્ષ.
‘મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્યો સંક્ષેપમાં, સકલ માર્ગ નિર્ગ્રંથ’
(આત્મસિદ્ધિ)
અહીં જુદી જુદી શક્તિઓ બતાવવાનું પ્રયોજન નથી, પરંતુ આત્મવસ્તુ અનંતશક્તિસંપન્ન છે–તે
બતાવવું છે, અનંતધર્મસ્વરૂપ–અનેકાન્તમૂર્તિ આત્મદ્રવ્ય ઓળખાવવું છે. કોઈ પણ શક્તિ લ્યો–જેમ કે
જીવત્વશક્તિ, તે શક્તિ કોની?–આત્મદ્રવ્યની; આત્મદ્રવ્ય કેવડું? એક સાથે જ્ઞાનાદિ અનંતધર્મ જેવડું. આવા
આત્મદ્રવ્યને પ્રતીતમાં લીધા વગર તેની કોઈ શક્તિઓ પોતાનું નિર્મળકાર્ય આપતી નથી; અને શુદ્ધદ્રવ્યને
પ્રતીતમાં લઈને તેના આશ્રયે પરિણમતાં બધી શક્તિઓ નિર્મળ કાર્ય આપે છે,–દ્રવ્ય પરિણમતાં તેની બધી
શક્તિઓ નિર્મળપણે પરિણમી જાય છે. અજ્ઞાનીનો આત્માય પરિણમે છે તો ખરો,–પરંતુ તે સ્વદ્રવ્યના આશ્રયે ન
પરિણમતાં પરના આશ્રયે વિકારપણે પરિણમે છે, તેથી તેને ખરેખર આત્માની શક્તિનું કાર્ય ગણવામાં આવતું
નથી. શક્તિનું કાર્ય તેને કહેવાય કે જે

PDF/HTML Page 11 of 25
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૭પ
શક્તિના જેવું નિર્મળ હોય, ને શક્તિ સાથે અભેદ હોય. આત્મા પોતાની કરણશક્તિવડે સાધકતમ થઈને પોતાના
અનંતગુણોની નિર્મળ પર્યાયોના સાધનપણે પરિણમે છે. આ રીતે અંતરમાં ભગવાન આત્મા જ પોતાનું સાધન છે એમ
જે જાણે તેને બાહ્યસાધનો શોધવાની વ્યગ્રબુદ્ધિ–આકુળબુદ્ધિ–મિથ્યાબુદ્ધિ–પરાધીનબુદ્ધિ રહેતી નથી, પણ સ્વાશ્રય કરીને
અંતસ્વભાવમાં એકાગ્ર થવાનું જ રહે છે, દ્રવ્યસ્વભાવ જ તેના શ્રદ્ધાજ્ઞાનમાં સદા મુખ્ય રહે છે, અને તે જીવ નિઃશંકપણે
સ્વભાવસાધન વડે મોક્ષને સાધે છે.
નિમિત્તથી કે વિકારથી મારી પર્યાય નિર્મળ થાય એમ જે માને છે તેને સ્વાશ્રયનો સમ્યક્ પુરુષાર્થ નથી પણ
પરાશ્રયનો ઊંધો પુરુષાર્થ છે. મારા સ્વભાવના સાધનથી જ મારી પર્યાય નિર્મળ થાય છે–એમ જે ખરેખર જાણે તે તો
સ્વસન્મુખ થઈને સ્વભાવનો પુરુષાર્થ કરે છે, ને તેને જ સમ્યગ્દર્શનાદિ નિર્મળ કાર્ય થાય છે. અહો! શુદ્ધચૈતન્યદ્રવ્યના
આશ્રય સિવાય ગુણભેદના આશ્રયે લાભ થવાની માન્યતા પણ જ્યાં ઊડાડી દીધી ત્યાં રાગના આશ્રયે કે પરના
આશ્રયે લાભ થવાની માન્યતા તો ક્યાંથી ઊભી રહે?
આ એક નિયમ છે કે–જેનાથી જેને લાભ હોય તેની સાથે તેને એકતા હોય. જેને પોતાથી ભિન્ન જાણે તેનાથી
પોતાને લાભ કોઈ માને નહિ, અને જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના રહે નહિ. શરીરથી આત્માને લાભ
થાય એમ માનનાર શરીરને અને આત્માને એકપણે જ માને છે; રાગથી આત્માને લાભ માનનાર રાગને અને
આત્માના સ્વભાવને એકપણે જ માને છે; પુણ્યથી ધર્મ થાય–એમ માનનાર પુણ્યને અને ધર્મને એકપણે જ માને છે;
વ્યવહારથી નિશ્ચય થાય એમ માનનાર નિશ્ચય–વ્યવહાર બંનેને એકપણે જ માને છે; અને એક ગુણના ભેદના આશ્રયે
લાભ થાય એમ માનનાર એક જ ગુણ સાથે આત્માની એકતા માને છે પણ અનંતગુણ સાથે આત્માની એકતાને
જાણતો નથી, એટલે ગુણભેદના વિકલ્પને જ તે આત્મા માને છે.–આ બધા મિથ્યાદ્રષ્ટિ જીવની માન્યતાના પ્રકારો છે.
અંતરના ચિદાનંદ સ્વભાવમાં જ્યાં એકતા ન થઈ ત્યાં બીજે ક્યાંય એકતા માન્યા વિના રહે જ નહિ. અને ધર્મી જાણે
છે કે મારો ચિદાનંદ સ્વભાવ જ મને લાભનું કારણ છે; અને, ‘જેનાથી લાભ માને તેની સાથે એકતા માન્યા વગર રહે
નહિ,’ એ સિદ્ધાંત પ્રમાણે ધર્મી પોતાના સ્વભાવથી જ લાભ માનીને તેમાં જ એકતા કરે છે, ને સ્વભાવમાં એકતાથી
તેને સમ્યગ્દર્શનાદિનો લાભ થાય છે.
પર્યાયરૂપે પરિણમે છે તો ગુણ; પણ ગુણના ભેદના આશ્રયે ગુણનું નિર્મળ પરિણમન થતું નથી, અભેદ
દ્રવ્યના જ આશ્રયે ગુણોનું નિર્મળ પરિણમન થાય છે. એક જ્ઞાન ગુણના ચિંતનથી કેવલજ્ઞાન નથી થતું પણ
જ્ઞાનસ્વભાવી અખંડ આત્માના ચિંતનથી કેવળજ્ઞાન થાય છે; એ જ પ્રમાણે એક ગુણના ચિંતનથી સમ્યક્ત્વ નથી
થતું પણ અખંડ ચિદાનંદ સ્વભાવના ચિંતનથી જ સમ્યક્ત્વ થાય છે. એ જ રીતે એક આનંદ ગુણને લક્ષમાં લઈને
ચિંતવતાં આનંદનો અનુભવ નથી થતો પણ આનંદ વગેરે અનંતગુણોથી અભેદ આત્માના ચિંતનથી જ આનંદનો
અનુભવ થાય છે, આ રીતે અભેદ દ્રવ્યના આશ્રયે જ તેના બધા ગુણોનું નિર્મળ પરિણમન થાય છે, એટલે
નિર્મળતાનું સાધન આત્મા પોતે જ છે. ગુણભંડાર આત્મા પોતે જ પોતાની કરણશક્તિથી સાધકતમ થઈને
રત્નત્રયધર્મને સાધે છે.
જુઓ, આ સાધક થવાની રીત! આ ધર્મને સાધવાનું ઉત્કૃષ્ટ સાધન! પોતાના સ્વભાવને જ સાધન
બનાવીને અનંતા જીવોએ સિદ્ધપદને સાધ્યું છે, વર્તમાનમાં અનેક જીવો એ જ રીતે સિદ્ધપદને સાધે છે, અને
ભવિષ્યમાં પણ એ જ રીતે સિદ્ધપદને સાધશે. સ્વભાવસાધનથી બહાર બીજું સાધન જે શોધશે તેને સિદ્ધપદની
સિદ્ધિ નહિ થાય, તે તો સંસારનો જ સાધક રહેશે એટલે કે સંસારમાં જ રખડશે. અહીં તો સ્વભાવ સાધન
સમજીને સાધક થઈને પોતાના સિદ્ધપદને સાધે એવા જીવોને માટે જ આ વાત છે, સંસારમાં રખડનારા જીવો તો
પરજ્ઞેયમાં જાય છે.
અનંતગુણમૂર્તિ આત્મસ્વભાવને જ જે પોતાનું સાધન માને તે જીવ નિમિત્તને–રાગને–વ્યવહારને પોતાનું
સાધન માને નહિ એટલે તેનાથી લાભ માને નહિ. જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના સ્વામી સિવાય બીજાનો સંગ સ્વપ્નેય
કરે નહિ, તેમ સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા પોતાના ચૈતન્યસ્વામી સિવાય બીજા કોઈને સ્વપ્ને પણ પોતાના સાધન તરીકે
સ્વીકારે નહિ. આ જ સાધ્યની સિદ્ધિનું સાધન છે, બીજા કોઈ સાધનથી સાધ્યની

PDF/HTML Page 12 of 25
single page version

background image
વૈશાખઃ ૨૪૮૪ઃ ૧૧ઃ
સિદ્ધિ થતી નથી. તેથી આચાર્યદેવ કહે છે કે–‘અનંત ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી આત્મજ્યોતિને અમે નિરંતર
અનુભવીએ છીએ, કારણ કે તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની સિદ્ધિ નથી.’
सततमनुभवामोऽनंतचैतन्यचिह्नं
न खलुः न खलु यस्मादन्यथा साध्यसिद्धिः।
(સમયસાર કળશ ૨૦)
ભગવાન આત્મદ્રવ્યમાં બીજા સાધન વગર પોતાથી જ નિર્મળપર્યાયરૂપે પરિણમવાની તાકાત છે; દ્રવ્ય
પોતે પરિણમીને બધા ગુણોનું કાર્ય કરે છે. વર્તમાન વર્તતા પરિણામના સાધકતમ થવાની આત્માની શક્તિ છે
એમ કહ્યું તેમાં જે વર્તમાન પરિણામ લીધા તે નિર્મળ પરિણામ છે; કેમ કે સાધકની દ્રષ્ટિ શક્તિમાન એવા દ્રવ્ય
ઉપર ગઈ છે, ને તે દ્રવ્યના આશ્રયે નિર્મળ પરિણામ જ થાય છે. તે નિર્મળ પરિણામનું જ સાધન થવાનો દ્રવ્યનો
સ્વભાવ છે. વ્યવહાર સમ્યગ્દર્શનમાં એવો સ્વભાવ નથી કે તે નિશ્ચય સમ્યગ્દર્શનનું સાધન થાય.
નિશ્ચયસમ્યગ્દર્શન તો શુદ્ધદ્રવ્યને જ સાધન બનાવીને થાય છે, અને તે જ સાધનથી તે ટકે છે. એમ બધી
નિર્મળપર્યાયમાં શુદ્ધદ્રવ્યને જ સાધન સમજી લેવું.
સાધકપણા વખતે નિમિત્તપણે બહારની ચીજો હો તો ભલે હો, ભૂમિકાઅનુસાર રાગ પણ હો તો ભલે હો, પરંતુ
સાધક ધર્માત્મા તે કોઈને પોતાના સાધકપણાના સાધન તરીકે સ્વીકારતા નથી, સાધકપણાના સાધન તરીકે તો
પોતાના આત્માને જ સ્વીકાર્યો છે. તે અખંડ સાધનમાંથી જ મોક્ષમાર્ગની ને મોક્ષની નિર્મળપર્યાયોનો પ્રવાહ ચાલ્યો
આવે છે.
રાગમાં અને નિમિત્તોમાં જ્ઞાનનું જ્ઞેય થવાની તાકાત છે, પણ જ્ઞાનનું સાધન થવાની તાકાત નથી. તે
જ્ઞાનનું જ્ઞેય હોવા છતાં જે તેને જ્ઞાનના સાધન તરીકે માને તે બૌદ્ધમતી જેવો મિથ્યાદ્રષ્ટિ છે. જ્ઞાનનું સાધન તો
આખો જ્ઞાયકસ્વભાવ છે તેને સાધન ન બનાવતાં પરજ્ઞેયોને સાધન માને છે, એટલે કે જ્ઞાનસ્વભાવમાં એકતા ન
કરતાં પરજ્ઞેયો સાથે એકતા માને છે, તેને જ્ઞાનનું કાર્ય નથી થતું પણ અજ્ઞાન થાય છે. જાતિસ્મરણજ્ઞાન,
જિનપ્રતિમાદર્શન, વેદના વગેરેને સમ્યક્ત્વ–ઉત્પત્તિનાં કારણો કહ્યા છે તે બધા ઉપચારથી–તે તે નિમિત્તોનું જ્ઞાન
કરાવવા માટે કહ્યા છે, પરમાર્થ સાધન તો પોતાનો ચિદાનંદ ભગવાન જ છે. આ એક જ સાધન છે,–‘એક
નનૈયો સો રોગને હણે’–તેમ આ એક સ્વભાવસાધનનો સ્વીકાર બીજા બધા બાહ્યસાધનોના રોગને હણી નાંખે
છે એટલે કે સ્વભાવસાધનનો સ્વીકાર કરતાં કોઈ પણ બાહ્ય સાધનોની માન્યતા છૂટી જાય છે.
તીર્થંકરપ્રકૃતિ જડ હોવા છતાં શાસ્ત્રમાં કોઈ વાર તેને પણ અરહંતપદનું કારણ કહે; ત્યાં તો એવો
નિમિત્ત–નૈમિત્તિક સંબંધ બતાવવો છે કે તીર્થંકરપ્રકૃતિ બાંધનાર સમ્યગ્દ્રષ્ટિ જીવ ત્રીજે ભવે અવશ્ય અરહંતપદ
પ્રગટાવીને તીર્થંકર થાય છે,–તે તીર્થંકર પ્રકૃતિના સાધનથી નહિ, પણ સ્વભાવના જ સાધનથી. એ જ પ્રમાણે
અચેતન વાણીને પણ જ્ઞાનનું સાધન કહેવાય, તે પણ ઉપચારથી જ છે, તે ખરેખર જ્ઞાનનું સાધન નથી. જ્ઞાન
થવાનું ખરું સાધન તો જ્ઞાનસ્વભાવ જ છે. આ પરમાર્થ–સાધનને લક્ષમાં લ્યે તેને જ સમ્યગ્જ્ઞાનાદિ કાર્યની સિદ્ધિ
થાય છે. આ પરમાર્થસાધનની પ્રતીતનું ફળ મોક્ષ છે, ને બાહ્ય સાધન માને તેનું ફળ સંસાર છે.
અનંતશક્તિસ્વરૂપ ભગવાન આત્મા છે, તેની ૪૩મી ‘કરણશક્તિ’ નું આ વર્ણન ચાલે છે. કરણ એટલે
સાધન; આત્મા પોતે કર્તા થઈને પોતાના નિર્મળપર્યાયરૂપ કાર્યને કરે છે, પણ તેનું સાધન શું?–તો કહે છે કે–
કરણશક્તિને લીધે આત્મા પોતે જ ઉત્કૃષ્ટ સાધન છે. સાધકને પોતાનો આત્મા જ નિર્મળતાનું સાધન છે.
આત્મામાં સાધન થવાની શક્તિ તો ત્રિકાળ છે, પણ પોતે સ્વસન્મુખ થઈને તે સાધનને કદી પકડયું નથી. જો
સ્વસન્મુખ થઈને સ્વભાવ–સાધનને પકડે તો સાધકદશા થયા વિના રહે નહિ. ત્રિકાળી દ્રવ્યને સાધનપણે
અંગીકાર કરતાં જ્ઞાનાદિ અનંતગુણો પોતપોતાની નિર્મળ પર્યાયપણે પરિણમી જાય છે. પ્રવચનસારની ૨૧મી
ગાથામાં પણ કહે છે કે–“કેવળીભગવાન સ્વયમેવ.. અનાદિઅનંત, અહેતુક અને અસાધારણ
જ્ઞાનસ્વભાવને
જ કારણપણે ગ્રહવાથી તુરત જ પ્રગટતા કેવળજ્ઞાનોપયોગરૂપ થઈને પરિણમે છે..” જુઓ, કેટલી સ્પષ્ટ વાત
છે! કેવળજ્ઞાનનું કારણ બીજું કોઈ છે જ નહિ, પોતાનો ત્રિકાળી જ્ઞાનસ્વભાવ જ કેવળજ્ઞાનનું કારણ છે, જે ક્ષણે
તે જ્ઞાનસ્વભાવને જ કારણ–

PDF/HTML Page 13 of 25
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૭પ
પણે ગ્રહણ કરે તે ક્ષણે કેવળજ્ઞાન થાય છે. આ કેવળજ્ઞાનની જેમ બધી નિર્મળ પર્યાયોમાં પણ સમજી લેવું.
આત્માને ધર્મના સાધન તરીકે એકલું સ્વદ્રવ્યનું જ અવલંબન છે, બીજું કોઈ સાધન નથી. સ્વદ્રવ્યમાં અંતર્મુખ
થતાં દ્રવ્ય પોતે જ નિર્મળપર્યાયનું સાધન થાય છે, આવી શક્તિ આત્મામાં છે.
જ્ઞાનનું સાધન શાસ્ત્ર નથી પણ જ્ઞાનનું સાધન આત્મા જ છે.
ચારિત્રનું સાધન શરીર નથી પણ ચારિત્રનું સાધન આત્મા જ છે. આત્માના જ ગ્રહણથી જ્ઞાન–ચારિત્ર વગેરે
નિર્મળપર્યાયો થાય છે, તેથી આત્મા જ તેમનું સાધન છે. અભેદપણે આત્મા પોતે જ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર–તપ વગેરે રૂપ છે–
‘મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે,
મુજ આત્મ દર્શન ચરિત છે,
મુજ આત્મ પ્રત્યાખ્યાન ને
મુજ આત્મ સંવર યોગ છે.’
(–સમયસાર ગા. ૨૭૭)
આત્મા જ પોતાની દર્શન–જ્ઞાન–ચારિત્ર વગેરે નિર્મળ પર્યાયોમાં અભેદપણે પરિણમે છે તેથી તે પર્યાયો આત્મા
જ છે, તેનું સાધન પણ આત્મા જ છે. ત્રિકાળી દ્રવ્ય તે કારણ ને તેની નિર્મળપર્યાય તે કાર્ય; આવા કારણ–કાર્ય અભેદ
એક સાથે છે, બીજું કોઈ ભિન્ન કારણ નથી.
પ્રશ્નઃ– જો કારણ–કાર્ય બંને સાથે જ હોય તો, શુદ્ધદ્રવ્યરૂપ કારણ તો ત્રિકાળ છે છતાં કાર્ય કેમ નથી?
ઉત્તરઃ– શુદ્ધ કારણને સ્વીકારે ને નિર્મળ કાર્ય ન હોય એમ બને જ નહિ; ‘કારણ ત્રિકાળ છે’ એમ સ્વીકાર્યું
કોણે? કારણને સ્વીકારનારું પોતે જ નિર્મળકાર્ય છે. અજ્ઞાનીએ તો શુદ્ધદ્રવ્યને કારણ તરીકે સ્વીકાર્યું જ નથી, તેણે તો
પરને કારણ તરીકે માન્યું છે એટલે શુદ્ધકારણ તેની દ્રષ્ટિમાં આવ્યું જ નથી, ને સમ્યગ્દર્શનાદિ કાર્ય પણ તેને થયું નથી.
શુદ્ધકારણને સ્વીકારે અને સમ્યગ્દર્શનાદિ કાર્ય ન હોય એમ બને જ નહિ. ‘કારણ છે પણ કાર્ય નથી’ એમ જે કહે છે
તેણે ખરેખર કારણને કારણ તરીકે સ્વીકાર્યું જ નથી. ધ્રુવવસ્તુ કારણ, અને જ્યાં તેનો સ્વીકાર કર્યો ત્યાં મોક્ષમાર્ગરૂપ
કાર્ય,–એ રીતે કારણ–કાર્ય બંને એક સાથે જ છે. જો કાર્ય નથી તો દ્રવ્યને કારણ તરીકે સ્વીકારનાર કોણ છે?
શુદ્ધદ્રવ્યના અવલંબને જ્યાં શુદ્ધકાર્ય થયું ત્યાં ભાન થયું કે અહો! મારો સ્વભાવ જ મારા કાર્યનું કારણ છે. આવું કારણ
મારામાં પૂર્વે પણ હતું પણ મેં તેનું અવલંબન ન લીધું તેથી કાર્ય ન થયું. હવે તે શુદ્ધકારણના સ્વીકારથી સમ્યગ્દર્શનાદિ
શુદ્ધકાર્ય થયું.
તીર્થંકર ભગવંતોના માર્ગમાં તો મોક્ષમાર્ગનું સાધન શુદ્ધઆત્મા જ છે. શુદ્ધઆત્મસ્વભાવના અવલંબનથી જ
મોક્ષમાર્ગને સાધી શકાય છે ને એ જ તીર્થંકર ભગવંતોએ બતાવેલો મુક્તિનો માર્ગ છે. ભગવાન પણ એ જ માર્ગે
મુક્તિ પામ્યા છે; ને ‘હે જીવો! તમે પણ આ રીતે તમારા ચિદાનંદસ્વભાવને જ સાધનપણે અંગીકાર કરો..તેને સાધન
કરવાથી જ સિદ્ધિ થાય છે’–એમ ભગવાનનો ઉપદેશ છે. આ સિવાય બીજા કોઈ સાધનથી મોક્ષ થાય એમ ભગવાને
કહ્યું નથી.
જુઓ, આ ધર્મનું સાધન બતાવાય છે.
ધર્મનું સાધન શું?
–દેહની ક્રિયા તે ધર્મનું સાધન નથી;
–પુણ્ય તે ધર્મનું સાધન નથી;
અનંત શક્તિસંપન્ન ધર્મી એવો જે આત્મા તે જ ધર્મનું સાધન છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે ધર્મ છે, ને
આત્માનો સ્વભાવ જ તેનું સાધન છે. સ્વામી સમન્તભદ્રઆચાર્યદેવે કહ્યું છે કે ‘न धर्मो धार्मिकैर्विना’ ધર્મ ધાર્મિક
વિના હોતો નથી; પરમાર્થે ધર્મને ધારણ કરનાર એવો જે આત્મા (ધર્મી) તેના વિના સમ્યગ્દર્શનાદિ ધર્મ હોતો નથી.
અનંતગુણને ધારણ કરનાર એવો આત્મા તે ધર્મી છે ને તેના જ આધારે ધર્મ છે. આત્મા પોતે સાધક થઈને પોતાના
ધર્મને સાધે છે તેથી આત્મા સાધુ છે, અથવા આત્માના ગુણો પોતપોતાની નિર્મળ પર્યાયોને સાધે છે તેથી તે સાધુ છે;
એ જ રીતે પોતપોતાની નિર્મળ પર્યાયોની જતના (–રક્ષા) કરે છે તેથી યતિ છે; વળી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર
ઇત્યાદિ નિજ ઋદ્ધિ સહિત

PDF/HTML Page 14 of 25
single page version

background image
વૈશાખઃ ૨૪૮૪ઃ ૧૩ઃ
હોવાથી તે ઋષિ છે. આમ આત્મા પોતે સ્વભાવથી સર્વસાધનસંપન્ન છે.
હે જીવ! તારામાં એવી કઈ અપૂર્ણતા છે કે તું બહારના સાધનને શોધે છે? સાધન થવાની પરિપૂર્ણ શક્તિ
તારામાં છે. તારો આત્મા જ સર્વસાધનસંપન્ન હોવા છતાં તું બહારમાં તારા સાધનો કેમ શોધે છે? જેમ પોતાના ઘરમાં
ઝારો વગેરે સાધન ન હોય તે પાડોશી પાસે માંગવા જાય, પણ જેના ઘરમાં બધાય સાધન હોય તે બીજા પાસે માંગવા
શા માટે જાય? તેમ ચૈતન્યસ્વભાવ પોતે સર્વસાધનસંપન્ન છે, તેનામાં એવી કોઈ અધૂરાશ નથી કે બીજા પાસેથી
સાધન માંગવું પડે.
પ્રશ્નઃ– વીતરાગતા પ્રગટ કરવા માટે વીતરાગતાના નિમિત્તો શોધવા પડેને? પૂર્વે બીજા જીવોને જે
વીતરાગતાના નિમિત્તો થયા તે નિમિત્તોને મેળવે તો પોતાને વીતરાગતા થાય!
ઉત્તરઃ– અરે ભાઈ! એમ નથી; એ તો નિમિત્તાધીનદ્રષ્ટિ છે. નિમિત્તાધીનદ્રષ્ટિ છોડીને તારા સ્વભાવસાધનને
શોધ. તું જ્યાં સ્વભાવસાધન કરીશ ત્યાં તારે નિમિત્તોને શોધવા નહિ પડે. સ્વભાવમાં સાધનશક્તિની એવી અધૂરાશ
નથી કે બીજા સાધનને મેળવવા પડે. ‘બીજા જીવોને જે વીતરાગતાના નિમિત્તો થયા તેવા પદાર્થોને હું મેળવું તો તેમના
નિમિત્તે મને વીતરાગતા થાય’–એ દ્રષ્ટિ જ ઊંધી છે; એને સ્વભાવ તરફ નથી વળવું, પણ હજી તો એણે નિમિત્તોને
મેળવવા છે! એટલે સાધન થવાની તાકાતવાળા પોતાના સ્વભાવને તે ખરેખર માનતો જ નથી. જ્ઞાની તો પોતાના
સ્વભાવસામર્થ્યને ઓળખીને, તેનું અવલંબન લઈને તેને જ સાધન બનાવે છે.
જેમ મોટું મંદિર કરવું હોય તો તેની સામગ્રી ક્યાં મળશે તે લક્ષમાં લ્યે છે, તેમ આ આત્માનું સિદ્ધમંદિર–
મોક્ષમંદિર બાંધવા માટે કયા સાધન છે? તેની આ વાત છે. ભાઈ! તારા સિદ્ધમંદિરનું સાધન થાય એવી સામગ્રી
(–સાધનશક્તિ, કરણશક્તિ) તારા સ્વભાવમાં જ ભરી છે. તે જ સાધનનો ઉપયોગ કરીને (એટલે કે સ્વભાવમાં
ઉપયોગને વાળીને તારા સિદ્ધમંદિરને તૈયાર કર. તારી સિદ્ધિને સાધવા માટે તારા સ્વભાવરૂપ એક જ સાધન બસ છે,
બીજા કોઈ સાધનને શોધ મા.
૪૩મી કરણશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.
આસન્નભવ્ય જીવને ઉપાદેય શું છે?
બહુ જ અલ્પકાળમાં જેને સંસારપરિભ્રમણથી મુક્ત થવું છે
એવા અતિ આસન્નભવ્ય જીવને નિજ પરમાત્મા સિવાય બીજું કાંઈ
ઉપાદેય નથી. જેનામાં કર્મની કોઈ વિવક્ષા નથી–એવું જે પોતાનું
શુદ્ધપરમાત્મતત્ત્વ, તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન થાય છે, તેનો જ
આશ્રય કરવાથી સમ્યક્ ચારિત્ર થાય છે, ને તેનો જ આશ્રય કરવાથી
અલ્પકાળમાં મુક્તિ થાય છે, માટે મોક્ષના અભિલાષી એવા અતિ
નીકટ–ભવ્ય જીવે પોતાના શુદ્ધઆત્મતત્ત્વનો જ આશ્રય કરવા જેવો
છે, એનાથી ભિન્ન બીજું કાંઈ આશ્રય કરવા જેવું નથી. શુદ્ધ–સહજ–
પરમપારિણામિકભાવરૂપ એવા પોતાના શુદ્ધ આત્મતત્ત્વને ઉપાદેય
કરવાથી જ મોક્ષ થાય છે–એ નિયમ છે, તેથી અંતર્મુખ થઈને જે જીવ
પોતાના આવા શુદ્ધ આત્માને ઉપાદેય તરીકે અંગીકાર કરે છે તે જ
અતિ નીકટભવ્ય છે, તે જ અલ્પકાળમાં મોક્ષ પામે છે. અને જે જીવ
આવા શુદ્ધાત્માને ઉપાદેય નથી કરતો, ને બહિર્મુખ રાગાદિભાવોને
ઉપાદેય કરે છે તે મૂઢ જીવ દૂર્ભવ્ય છે,–તેને મોક્ષ ઘણો દૂર છે. માટે હે
આસન્નભવ્ય જીવ! હે મોક્ષાર્થી જીવ! તારા શુદ્ધ આત્મતત્ત્વને જ તું
ઉપાદેય કર, તે જ ઉપાદેય છે એમ શ્રદ્ધા કર, તેને જ ઉપાદેય તરીકે
જાણ, ને તેને જ ઉપાદેય કરીને તેમાં ઠર.–આમ કરવાથી અલ્પકાળમાં
તારી મુક્તિ થશે.
(– ઋષભનિર્વાણદિને નિયમસાર ગા. ૩૮ના પ્રવચનમાંથી)

PDF/HTML Page 15 of 25
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૭પ
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્ય પાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના
–ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
(વીર સં. ૨૪૮૨ જેઠ સુદ સાતમ)
હવે આવા અંતરાત્મા થવા માટે આત્માને જાણવાનો ઉપાય કહે છે–
एवं त्यक्त्वा बहिवाचं त्यजेदन्तरशेषतः ।
एष योगः समासेन प्रदीपः परमात्मनः
।।१७।।
હું દેહાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ આત્મા છું, બહારમાં ઇન્દ્રિયોદ્વારા જે દેખાય છે તે બધુંય અચેતન છે, તે
હું નથી, તે બધા મારાથી ભિન્ન છે–એવા ભાનપૂર્વક ચૈતન્યસ્વરૂપના ચિંતનમાં એકાગ્રતાવડે બાહ્યવચનપ્રવૃત્તિ
છોડવી તેમજ અંતરંગ વિકલ્પો પણ છોડવા; આનું નામ યોગ છે, અને સંક્ષેપથી આ યોગ તે પરમાત્માનો
પ્રકાશક પ્રદીપ છે.
જુઓ, એકલી વાણીને રોકીને મૌન થઈને બેસી જવાની આ વાત નથી; વાણી તો જડ છે, તેને રોકવાનો જેનો
અભિપ્રાય છે તે તો વાણીનો કર્તા થાય છે, તેનું લક્ષ જડ ઉપર છે પણ આત્મા ઉપર નથી. જ્ઞાની તો જાણે છે કે વાણી તે
જડ છે, તે વાણી મારાથી ભિન્ન છે, તે વાણીથી મારું સ્વરૂપ પ્રકાશિત થતું નથી, ને વાણી તરફના વિકલ્પવડે પણ મારા
સ્વરૂપનો પ્રકાશ થતો નથી; વાણી અને વિકલ્પ બંનેથી પાર થઈને અંતર્મુખ ચૈતન્યના ચિંતનમાં એકાગ્રતાવડે જ મારા
સ્વરૂપનું પ્રકાશન થાય છે. વાણી બોલવાની ક્રિયા થતી હોય તે વખતે પણ જ્ઞાનીને તેનાથી ભિન્ન આવા ચૈતન્યનું
ભાન છે માટે એમ કહ્યું છે કે જ્ઞાની બોલે છતાં મૌન છે. અને અજ્ઞાની મૌન છતાં બોલે છે કેમકે ‘હું ન બોલ્યો’ એવા
અભિપ્રાયથી તે ભાષાનો સ્વામી થાય છે. વચન અને વિકલ્પ બંનેથી જુદો હું તો જ્ઞાન છું, મારા જ્ઞાનવડે જ હું મને
જાણું છું–એમ જ્ઞાની પોતે પોતાના આત્માને સ્વસંવેદનથી પ્રકાશે છે–આ જ આત્માને જાણવાની રીત છે, આનું નામ જ
યોગ છે. આ સિવાય મન, વચન કે કાયાના જડ યોગથી આત્માને જાણવા માંગે તો તે મૂઢ છે, તેણે ચૈતન્ય સાથે જોડાણ
નથી કર્યું પણ જડ સાથે જોડાણ કર્યું છે; તે જ્ઞાનસ્વરૂપમાં સાવધાન નથી તેથી તેને સમાધિ નથી. જ્ઞાનસ્વરૂપમાં
સાવધાની તે જ સમાધિ છે.
ભાઈ, એક વાર સત્યનો નિર્ણય કરીને હા તો પાડ. મારા જ્ઞાનસ્વરૂપ સિવાય બીજે ક્યાંય મારું સુખ કે શાંતિ
નથી એમ એક વાર નિર્ણય કર તો અંતર્મુખ થવાનો અવસર આવે. પણ જ્યાં નિર્ણય જ ખોટો હોય, બહારમાં ને
રાગમાં શાંતિ માને, તેને અંતર્મુખ એકાગ્ર થવાનો અવસર ક્યાંથી આવે? ઘણા કહે છે કે મરણ ટાણે આપણે સમાધિ
રાખશું. પણ જીવનમાં જેણે દેહથી ભિન્ન આત્માની દરકાર કરી નથી. દેહાદિનાં કાર્યોને જ પોતાનાં કાર્ય માન્યાં છે, તે
દેહ છૂટવા ટાણે કોના જોરે સમાધિ રાખશે? જેણે

PDF/HTML Page 16 of 25
single page version

background image
વૈશાખઃ ૨૪૮૪ઃ ૧પઃ
દેહથી ભિન્ન આત્માને જાણીને તેની વારંવાર ભાવનાનો અભ્યાસ કર્યો છે તેને જ દેહ છૂટવા–ટાણે ચૈતન્યના જોરે
સમાધિ રહી શકશે. પોતાના આત્મા સિવાય બહારમાં બીજું કોઈ શરણ આત્માને છે જ નહિ. બહારમાં બીજાને શરણ
માનીને સમાધાન કરવા માંગે તે તો ફાંફાં છે, સંયોગ છૂટી જતાં તેનું સમાધાન ટકી નહિ શકે. અને આત્માના આધારે
જેણે સમાધાન કર્યું તેને ગમે તેવા પ્રતિકૂળ સંયોગમાં પણ તે ટકી રહેશે.
સ્વર્ગમાં અસંખ્ય સમકિતી દેવો છે; તેમને જ્યાં આયુષ્ય પૂરું થવાનો વખત આવે ત્યારે, ત્યાં સ્વર્ગમાં શાશ્વત
રત્નોના જિનબિંબો છે તેમના ચરણમાં જઈને ભક્તિથી કહે છે કે અહો! નાથ! આપનું જ શરણ છે, આપે બતાવેલા
આત્મસ્વભાવનું જ શરણ છે, જૈનધર્મનું જ શરણ છે. પ્રભો! આપે બતાવેલા ધર્મની આરાધના અધૂરી રહી ગઈ તેથી
અહીં અવતાર થયો હતો, હવે મનુષ્ય અવતાર પામીને અમારી આરાધના પૂરી કરશું ને મુક્તિ પામશું” એમ ભાવના
ભાવતાં જિનેન્દ્રદેવના ચરણ સમીપે જ દેહ છૂટી જાય છે, ને પરમાણુઓ છૂટા થઈને ઊડી જાય છે. જુઓ, અંદર
ચૈતન્યનું શરણ ભાસ્યું છે એટલે તેના જોરે આવી ભાવનાથી દેહ છોડે છે. જ્યારે મૂઢ અજ્ઞાની જીવો તો અસમાધિપણે
વલોપાત કરી કરીને મરે છે.
સર્વજ્ઞ ભગવાનનો ઉપદેશ બાહ્ય વિષયોથી છોડાવીને અંતરમાં ચૈતન્યનું શરણ કરાવે છે; તે જ જીવનું હિત છે,
કેમકે ચૈતન્યના અનુભવથી જ ભવનો નાશ થઈને મોક્ષસુખ પ્રગટે છે.
‘વચનામૃત વીતરાગનાં પરમ શાંત રસમૂળ,
ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.’
દેહને જ જેણે આત્મા માન્યો છે, વિષયોમાં જ જેણે સુખ માન્યું છે એવા મૂઢ જીવોને વીતરાગની વાણી
પ્રતિકૂળ પડે છે, કેમકે વીતરાગની વાણી તો વિષયોનું વિરેચન કરાવનારી છે. મૂઢ કાયર જીવો વિષયોની લીનતા
છોડીને ચૈતન્યને દેખી શકતા નથી, તેઓ તો ચૈતન્યના પુરુષાર્થ રહિત નપુંસક છે, તેમનામાં ભવરહિત એવા
વીતરાગની વાણીનો નિર્ણય કરવાની તાકાત નથી. “અહો જીવો! તમારું સુખ તમારામાં છે, બાહ્ય વિષયોમાં ક્ય
ાંય સુખ નથી, આત્મા જ સુખસ્વભાવી છે, માટે આત્મામાં અંતર્મુખ થયે જ સુખ છે”–આવી વાણીના રણકાર
જ્યાં કાને પડે ત્યાં તો આત્માર્થી જીવનો આત્મા ઝણઝણી ઊઠે કે વાહ! આ ભવરહિત વીતરાગી પુરુષની
વાણી!! આત્માના પરમશાંત રસને બતાવનારી આ વાણી અપૂર્વ છે! વીતરાગી સંતોની વાણી પરમ અમૃત છે,
ને એ ભવરોગનો નાશ કરનાર અમોઘ ઔષધ છે.–આમ તેનો આત્મા ઉલ્લસી જાય છે, ને પુરુષાર્થની દિશા
સ્વતરફ વળી જાય છે, વિષયોમાંથી સુખબુદ્ધિ ઊડી જાય છે.–એણે જ ખરેખર ભવરહિત વીતરાગની વાણીનો
નિર્ણય કર્યો છે. બાહ્યવિષયોની કે રાગની પ્રીતિવાળો નામર્દ જીવ વીતરાગી ભવરહિત પુરુષોની વાણીનો નિર્ણય
કરી શકતો નથી.
સ્વસન્મુખ થવાનું બતાવનારી વીતરાગની વાણીનો નિર્ણય કરનાર જ્ઞાની વચન અને વિકલ્પની પ્રવૃત્તિનું
અવલંબન છોડીને, જ્ઞાનને અંતર્મુખ કરીને પોતાના આત્માને સમસ્ત પરપદાર્થોથી ભિન્ન દેખે છે–જાણે છે–અનુભવે છે.।। ૧૭।।

PDF/HTML Page 17 of 25
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૭પ
(સમયસાર–કર્તાકર્મ અધિકાર ઉપરના પ્રવચનોમાંથી)
(આત્મધર્મ અંક ૧૭૨ થી ચાલુ)
***
(૮૯) પ્રશ્નઃ– આત્મામાં ધર્મ થાય તેની પોતાને ખબર પડે?
ઉત્તરઃ– હા,
જેને આત્મામાં ધર્મ થયો હોય તેને પોતાના સ્વસંવેદનથી તેની નિઃશંક ખબર પડે છે. તેમજ પરીક્ષા
વડે બીજાની ઓળખાણ પણ થઈ શકે છે.
(૯૦) પ્રશ્નઃ– હું ભવ્ય છું–એવો નિર્ણય છદ્મસ્થને થઈ શકે?
ઉત્તરઃ– હા;
જ્યાં પોતાને આત્માનું ભાન થયું તે ક્ષણે જ ધર્મીને સંદેહ ટળી જાય છે, ને નિઃશંકતા થઈ જાય છે કે
હું ભવ્ય જ છું, ને ભવ્યમાં પણ હું નિકટ ભવ્ય છું; મારો અનંત સંસાર કપાઈ ગયો છે, ને હવે
અલ્પકાળમાં જ મારી મુક્તિ થવાની છે.
(૯૧) પ્રશ્નઃ– સમ્યક્ત્વ–મિથ્યાત્વની ખબર પડે?
ઉત્તરઃ– હા;
જ્યાં રાગાદિથી ભિન્ન ચિદાનંદસ્વભાવનું ભાન અને અનુભવ થયા ત્યાં ધર્મીને તેની નિ–સંદેહ
ખબર પડે છે કે અહો! આત્માના અપૂર્વ આનંદનું મને વેદન થયું, સમ્યગ્દર્શન થયું, આત્મામાંથી
મિથ્યાત્વનો નાશ થઈ ગયો. ‘હું સમકિતી હઈશ કે મિથ્યાદ્રષ્ટિ’–એવો જેને સંદેહ છે તે નિયમથી
મિથ્યાદ્રષ્ટિ છે. સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્માને એવો સંદેહ હોતો નથી. તેમજ ધર્મી જીવ પરીક્ષા વડે બીજાને પણ
ઓળખી લ્યે છે.
(૯૨) પ્રશ્નઃ– સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા શું છે?
ઉત્તરઃ– જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને તેમાં એકાગ્રતા કરવી તે જ સર્વજ્ઞ ભગવાનની આજ્ઞા છે; તે જ મોક્ષમાર્ગ
છે. ભગવાન પણ એ જ ઉપાયવડે સર્વજ્ઞપદ પામ્યા છે.
(૯૩) પ્રશ્નઃ– “વિજ્ઞાન” એટલે શું?
ઉત્તરઃ– આત્મા
અને રાગાદિ ભિન્ન છે–એવું જે વિશેષ જ્ઞાન અર્થાત્ ભેદજ્ઞાન તે ‘વિજ્ઞાન’ છે. જેને આવું
વિજ્ઞાન નથી તેને ભલે જ્ઞાનનો ઘણો ઉઘાડ હોય તોપણ તે ‘અજ્ઞાન’ છે. ભલે વિજ્ઞાન (સાયન્સ) ની
મોટી મોટી ડિગ્રી (ઉપાધિ) મેળવી હોય પણ જો અંદરમાં રાગથી ભિન્ન આત્માનું ભાન નથી તો તે જીવ
ખરેખર વિજ્ઞાની નથી પણ અજ્ઞાની જ છે. અને દેડકા વગેરે તિર્યંચને ભલે લખતા–વાંચતા ય ન
આવડતું હોય પણ ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળીને અંતરમાં જો રાગાદિથી ભિન્ન ચિદાનંદ સ્વભાવનું
ભાન કર્યું છે તો તે અજ્ઞાની નથી પણ વિજ્ઞાની છે, ભેદજ્ઞાની છે, ધર્મી છે. જગતનું વિજ્ઞાન (સાયન્સ) તે
કાંઈ ભવથી તરવામાં કામ નથી આવતું, પણ આ ભેદજ્ઞાનરૂપ આત્મ–વિજ્ઞાન તે જ ભવથી તારનાર છે.
જે જીવ જિજ્ઞાસુ થઈને પૂછે છે તેને સમજાવે છે.
(૯પ) પ્રશ્નઃ– જિજ્ઞાસુ શું પૂછે છે?
ઉત્તરઃ– જિજ્ઞાસુ એમ પૂછે છે કે હે પ્રભો! આ આત્મા જ્ઞાની થયો તે શી રીતે ઓળખાય?–અર્થાત્ જ્ઞાનીનું શું
લક્ષણ છે?

PDF/HTML Page 18 of 25
single page version

background image
વૈશાખઃ ૨૪૮૪ ઃ ૧૭ઃ
(૯૬) પ્રશ્નઃ– શિષ્યના પ્રશ્નના ઉત્તરમાં આચાર્યદેવ કઈ ગાથા કહે છે?
ઉત્તરઃ–
શિષ્યના પ્રશ્નના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે–
“પરિણામ કર્મતણું અને
નોકર્મનું પરિણામ જે
તે નવ કરે, જે માત્ર જાણે,
તે જ આત્મા જ્ઞાની છે. ૭પ
જે આત્મા કર્મ–નોકર્મના પરિણામને ખરેખર કરતો નથી, વિકારમાં તન્મય થતો નથી, પણ વિકારથી
ભિન્ન પોતાના આત્માને જાણીને જ્ઞાનસ્વરૂપ થાય છે–તે જ્ઞાની છે.
(૯૭) પ્રશ્નઃ– આત્માનો સ્વભાવ કેવો છે?
ઉત્તરઃ– આત્માનો સ્વભાવ પરિપૂર્ણ જ્ઞાન ને આનંદથી ભરેલો છે; વિકાર તે તેનો સ્વભાવ નથી. મોહથી જ
વિકારનું કર્તાપણું પ્રતિભાસે છે.
(૯૮) પ્રશ્નઃ– મોહ શું છે?
ઉત્તરઃ– જ્ઞાન–આનંદસ્વરૂપ આત્માને ભૂલીને, ‘વિકાર તે જ હું,’ એવી માન્યતા તે મોહ છે; અથવા સ્વરૂપમાં
અસાવધાની ને વિકારમાં જ સાવધાની તે મોહ છે. સ્વરૂપનો ઉત્સાહ છોડીને પરપદાર્થ તરફનો ઉત્સાહ તે
મોહ છે.
(૯૯) પ્રશ્નઃ– રાગ–દ્વેષ–મોહ તે કોનાં પરિણામ છે?
ઉત્તરઃ– રાગ–દ્વેષ–મોહ તે જીવની પર્યાયમાં થાય છે તે અપેક્ષાએ તો જીવનાં વિકારી પરિણામ છે.
(૧૦૦) પ્રશ્નઃ– તે જીવનાં પરિણામ હોવા છતાં, નિશ્ચયથી તેને કર્મનાં પરિણામ કેમ કહ્યા છે?
ઉત્તરઃ–
જીવના સ્વભાવમાં રાગ–દ્વેષ–મોહ નથી, તે રાગ–દ્વેષ–મોહરૂપે પરિણમવાનો જીવનો સ્વભાવ નથી;
જીવના સ્વભાવ સાથે તે રાગ–દ્વેષ–મોહની એકતા નથી, તેથી સ્વભાવદ્રષ્ટિની અપેક્ષાએ તે જીવનાં
પરિણામ નથી,–માટે તેને કર્મનાં પરિણામ કહ્યાં છે.
(૧૦૧) પ્રશ્નઃ– એ રીતે વિકારને કર્મનાં પરિણામ કહેવાનું શું પ્રયોજન છે?
ઉત્તરઃ–
તે વિકારથી ભેદજ્ઞાન કરાવીને જીવના શુદ્ધસ્વભાવની દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તે શુદ્ધસ્વભાવના
અવલંબનમાં વિકારની ઉત્પત્તિ થતી નથી.
(૧૦૨) પ્રશ્નઃ–જીવને અને રાગાદિ વિકારને પરમાર્થે કર્તાકર્મપણું છે કે નથી?
ઉત્તરઃ– ના;
પરમાર્થે જીવને અને રાગાદિ વિકારને કર્તાકર્મપણું નથી.
(૧૦૩) પ્રશ્નઃ– જીવને રાગાદિ સાથે કર્તાકર્મપણું કેમ નથી?
ઉત્તરઃ–
કેમકે જીવના સ્વભાવને અને રાગાદિને વ્યાપ્ય–વ્યાપકપણું નથી; વ્યાપ્ય–વ્યાપકપણા વગર કર્તાકર્મપણું
હોતું નથી.
(૧૦૪) પ્રશ્નઃ– વ્યાપ્ય–વ્યાપકભાવનું દ્દષ્ટાંત શું છે?
ઉત્તરઃ–
જેમ કે ઘડો અને માટી, તેમને વ્યાપ્ય–વ્યાપકપણું છે; તેમાં ઘડો તે વ્યાપ્ય છે ને માટી વ્યાપક છે, તેથી
તેમને તો કર્તાકર્મપણું છે.–માટી કર્તા છે ને ઘડો તેનું કાર્ય છે, પરંતુ ઘડો અને માટીની માફક વિકારને
અને આત્મસ્વભાવને વ્યાપ્ય–વ્યાપકપણું નથી. આત્મા વ્યાપક થઈને વિકારમાં વ્યાપતો નથી–તેમાં
તન્મય થતો નથી; માટે આત્માને વિકાર સાથે કર્તાકર્મપણું ખરેખર નથી.
(૧૦પ) પ્રશ્નઃ– તો આત્માને કોની સાથે કર્તાકર્મપણું છે?
ઉત્તરઃ– આત્માને પોતાના જ્ઞાનપરિણામ સાથે જ કર્તાકર્મપણું છે; કેમકે તેની સાથે જ તેને વ્યાપ્ય–વ્યાપકપણું છે.
(૧૦૬) પ્રશ્નઃ– વ્યાપ્ય–વ્યાપકપણું ક્યાં હોય, ને ક્યાં ન હોય?
ઉત્તરઃ– વ્યાપ્ય–વ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય, અતત્–સ્વરૂપમાં ન હોય; અર્થાત્ જે જેનું સ્વરૂપ હોય તેમાં જ
તે વ્યાપક હોય, અને જે જેનું સ્વરૂપ ન હોય તેમાં તે વ્યાપક ન હોય. તથા જ્યાં વ્યાપ્ય–વ્યાપકપણું હોય
ત્યાં જ કર્તાકર્મપણું હોય.
(૧૦૭) પ્રશ્નઃ– કુંભાર ઘડાનો કર્તા છે કે નથી?
ઉત્તરઃ– ના;
ખરેખર કુંભાર ઘડાનો કર્તા નથી.

PDF/HTML Page 19 of 25
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૭પ
કેમકે કુંભાર ઘડામાં વ્યાપતો નથી એટલે તેને ઘડા સાથે વ્યાપ્ય–વ્યાપકપણું નથી, તેથી તે ઘડાનો કર્તા
નથી.
કુંભાર તે પરદ્રવ્ય છે, તે પરદ્રવ્યથી નિરપેક્ષપણે માટી પોતે પરિણમીને ઘડારૂપે થાય છે, માટે માટી જ
ઘડાની કર્તા છે ને કુંભારનો તો તેમાં અસદ્ભાવ છે. ઘડો બનતી વખતે કુંભારની હાજરી હોવા છતાં, ઘડો
તો કુંભારના કર્તાપણા વિના જ થાય છે.
(૧૧૦) પ્રશ્નઃ– જેમ માટી ઘડાની કર્તા છે, તેમ આત્મા વિકારનો કર્તા છે કે નહિ?
ઉત્તરઃ– ના;
કેમકે માટી અને ઘડાને તો વ્યાપ્ય–વ્યાપકપણું છે, પણ તેમની જેમ વિકારની સાથે આત્માને વ્યાપ્ય–
વ્યાપકપણું નથી, તેથી આત્માને વિકારની સાથે કર્તાકર્મપણું નથી. પરંતુ જેમ કુંભારને ઘડા સાથે વ્યાપ્ય–
વ્યાપકપણું નથી તેથી કુંભાર ઘડાનો કર્તા નથી, તેમ આત્માના જ્ઞાનસ્વભાવને વિકારની સાથે વ્યાપક–
વ્યાપ્યપણું નહિ હોવાથી, આત્માને વિકાર સાથે કર્તાકર્મપણું નથી.
(૧૧૧) પ્રશ્નઃ–તત્ત્વાર્થસૂત્ર’ માં તો ઔદયિકભાવને પણ જીવનું સ્વતત્ત્વ કહ્યું છે ને?
ઉત્તરઃ– ત્યાં તો ઔદયિકભાવ પણ જીવની પર્યાય છે–એમ બતાવવા માટે વ્યવહારે તેને જીવનું સ્વતત્ત્વ કહ્યું છે;
પણ તે જીવનો સ્વભાવ નથી, જીવનો જ્ઞાનસ્વભાવ વિકારથી ભિન્ન છે,–એમ ઓળખાવવા અહીં
નિશ્ચયથી તે વિકારીભાવોને પુદગલનાં પરિણામ કહ્યાં છે.
(૧૧૨) પ્રશ્નઃ– વિકારને ઘડીકમાં જીવનાં પરિણામ કહો છો ને ઘડીકમાં પુદ્ગલનાં પરિણામ કહો છો, તો અમારે
વિકારને જીવનો માનવો કે પુદ્ગલનો?
ઉત્તરઃ– તે વિકાર જીવની જ પર્યાયમાં થાય છે તે અપેક્ષાએ તો તેને જીવનો જાણવો; પણ જીવનો સ્વભાવ
વિકારમય નથી, જીવનો સ્વભાવ તો વિકારરહિત છે–એ રીતે સ્વભાવદ્રષ્ટિથી વિકાર તે જીવનો નથી,
પણ પુદ્ગલના જ લક્ષે થતો હોવાથી તે પુદ્ગલનો જ છે એમ જાણવું.–એમ બંને પડખાં જાણીને
શુદ્ધસ્વભાવમાં ઢળતાં પર્યાયમાંથી પણ વિકાર ટળી જાય છે, એ રીતે જીવ વિકારનો સાક્ષાત્ અકર્તા થઈ
જાય છે, માટે પરમાર્થે જીવ વિકારનો કર્તા નથી. જો પરમાર્થે જીવ વિકારનો કર્તા હોય તો તે કર્તાપણું કદી
છૂટી શકે નહિ. પણ અંર્તસ્વભાવની સન્મુખ થતાં વિકારનું કર્તાપણું છૂટી જાય છે, માટે જીવ તેનો કર્તા
નથી. જીવના સ્વભાવના આશ્રયે તો સમ્યગ્દર્શનાદિ નિર્મળ પરિણામ જ થાય છે, માટે તેનો જ જીવ કર્તા
છે, ને તે જ જીવનું કર્મ છે.
–એ પ્રમાણે જાણીને જે વિકારના કર્તાપણે નથી પરિણમતો, પણ સ્વભાવસન્મુખ
થઈને જ્ઞાનપરિણામના કર્તાપણે જ પરિણમે છે–તે જ્ઞાની છે.–એનાથી વિપરીત હોય તે
અજ્ઞાની છે.

PDF/HTML Page 20 of 25
single page version

background image
વૈશાખઃ ૨૪૮૪ ઃ ૧૯ઃ
વિધવિધ સમાચાર
ગુરુદેવના ૬૯મા જન્મોત્સવ પ્રસંગે
થયેલ ફંડની વિગત
સુરેન્દ્રનગર શહેરમાં વૈશાખ સુદ બીજે પૂ. ગુરુદેવની ૬૯મી જન્મજયંતિનો
ઉત્સવ ઊજવાયો હતો. એ પ્રસંગે મુમુક્ષુ ભક્તો તરફથી ગુરુદેવ પ્રત્યે ભાવભીનું
અભિનંદન કરવામાં આવ્યું હતું. તેમજ અનેક સ્થળેથી ભક્તિભર્યાં અભિનંદન
સંદેશાઓ આવ્યા હતા. આ પ્રસંગની ખુશાલીમાં અનેક ભક્તોએ ૬૯ની રકમો જાહેર કરી હતી અને લગભગ સાડાપાંચ
હજાર, રૂા. નું ફંડ થયું હતું. આ જન્મોત્સવ–ફંડનો ઉપયોગ સોનગઢના જિનમંદિર વગેરેમાં કરવાનું નક્કી થયું છે. ફંડની
યાદી નીચે મુજબ છેઃ–
૨૦૭ નાનાલાલ કાળીદાસ જસાણી
રાજકોટ૬૯શેઠ અમુલખ લાલચંદજોરાવરનગર
૨૦૭ શેઠ ધનજી ગફલભાઈસુરેન્દ્રનગર ૬૯શેઠ ભાઈલાલ ઘેલાભાઈમદ્રાસ
૧૩૮ બેચરલાલ કાળીદાસ જસાણીરાજકોટ૬૯ઘડીઆળી હિંમતલાલસુરેન્દ્રનગર
૧૩૮ મોહનલાલ કાળીદાસ જસાણીરાજકોટ૬૯શેઠ જગજીવન લક્ષ્મીચંદવઢવાણ
૧૩૮ દિલ્હી મુમુક્ષુ મંડળ હા. સુરેન્દ્રકુમારજીદિલ્હી૬૯શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદવઢવાણ
૧૩૮ ખીમચંદ જેઠાલાલ શેઠસોનગઢ૬૯શાહ જેચંદ તલકશીવઢવાણ
૧૩૮ શેઠ ફૂલચંદ ચતુરભાઈસુરેન્દ્રનગર ૬૯શેઠ બાઉચંદ જાદવજીસાવરકુંડલા
૧૩૮ શેઠ જગજીવન ચતુરભાઈસુરેન્દ્રનગર ૬૯સાવરકુંડલા મુમુક્ષુ મંડળસાવરકુંડલા
૬૯દોશી રામજીભાઈ માણેકચંદસોનગઢ૬૯હિંમતલાલ છોટાલાલસાવરકુંડલા
૬૯શેઠ પ્રેમચંદ મગનલાલરાણપુરહા. કાન્તાબેન જગજીવનસુરેન્દ્રનગર
૬૯શેઠ મગનલાલ સુંદરજીરાજકોટ૬૯ધીરજલાલ મનસુખલાલ
૬૯શેઠ કાનજી અંદરજીરાજકોટહા. લીલાબેન જગજીવનસુરેન્દ્રનગર
૬૯શેઠ ભૂરાલાલ ભૂદરજીપોરબંદર૬૯જેકુંવરબેન (લીલાધર પારેખ)સોનગઢ
૬૯કસુંબાબેન(ભૂરાલાલભાઈના ધર્મપત્ની)પોરબંદર૬૯ચંદનબેન (કેશવલાલ
૬૯શેઠ નેમિદાસ ખુશાલદાસપોરબંદરગુલાબચંદ દેહગામવાળા)સોનગઢ
૬૯ધ્રાંગધ્રા મુમુક્ષુ મંડળધ્રાંગધ્રા૬૯ડો. નવરંગભાઈના માતુશ્રીરાજકોટ
૬૯વીરજીભાઈ તારાચંદ વકીલજામનગર૬૯શેઠ નીમચંદ મેઘજીભાઈમૂળી
૬૯કામદાર વછરાજ ગુલાબચંદસોનગઢ૬૯ઠા. નાથાલાલ વિઠ્ઠલજીરાજકોટ
૬૯શેઠ મલુકચંદ છોટાલાલઅમદાવાદ ૬૯શેઠ શીવલાલ ટપુભાઈરાજકોટ
૬૯ગુલાબચંદ માણેકચંદ ઝોબાળીઆમુંબઈ૬૯દોશી હંસરાજ ભગવાનજીમોરબી
૬૯ઉદાણી અનોપચંદ છગનલાલમુંબઈ૬૯શેઠ શાંતિલાલ ખીમચંદભાવનગર
૬૯શેઠ પ્રેમચંદ મહાસુખરામઅમદાવાદ ૬૯શેઠ નારણદાસ કરસનજીરાણપુર
૬૯દોશી શીવલાલ મનજીભાઈલખતર૬૯દોશી મગનલાલ લહેરાભાઈસુરેન્દ્રનગર
૬૯વઢવાણ મુમુક્ષુ મંડળવઢવાણ૬૯મણિબેન તલકશીવઢવાણ
૬૯શેઠ છગનલાલ ભાઈચંદવાંકાનેરશહેર