Atmadharma magazine - Ank 178
(Year 15 - Vir Nirvana Samvat 2484, A.D. 1958). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ ૧પ મું
અંક ૧૦ મોે
દ્વિ. શ્રાવણ
વી. સં. ૨૪૮૪
સંપાદક
રામજી માણેકચંદ શાહ
૧૭૮
આત્મા ઝણઝણી ઊઠે છે
આત્મા જ આનંદનું ધામ છે, તેમાં અંતર્મુખ થયે જ
સુખ છે-
આવી વાણીના રણકાર જ્યાં કાને પડે ત્યાં આત્માર્થી
જીવનો આત્મા ઝણઝણી ઊઠે છે કે વાહ! આ ભવરહિત
વીતરાગી પુરુષની વાણી! આત્માના પરમશાંતરસને
બતાવનારી આ વાણી અપૂર્વ છે...વીતરાગી સંતોની વાણી
પરમ અમૃત છે...ભવરોગનો નાશ કરનાર એ અમોઘ
ઔષધ છે.

PDF/HTML Page 3 of 25
single page version

background image
દસ લક્ષણી પર્યુષણ પર્વ
સોનગઢમાં દર વર્ષની જેમ ભાદરવા સુદ પાંચમ
ને બુધવારથી શરૂ કરીને, ભાદરવા સુદ ૧૪ ને
શુક્રવાર સુધીના દસ દિવસો દસલક્ષણી ધર્મ અર્થાત્
પર્યુષણપર્વ તરીકે ઊજવાશે. આ દિવસો દરમિયાન
ઉત્તમ ક્ષમાદિ ધર્મો ઉપર પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો
થશે.
‘આત્મધર્મ’ ના વાચકોને
‘આત્મધર્મ’ દરેક અંગ્રેજી મહિનાની આખર તારીખે પ્રગટ કરવામાં આવે છે, એટલે તે આપને દરેક
અંગ્રેજી મહિનાની લગભગ પાંચમી તારીખ સુધીમાં મળી જશે, જો ત્યારબાદ આપને ‘આત્મધર્મ’ ન મળે તો તે
અંગેની ફરિયાદ કરવી.
‘આત્મધર્મ’ ની વ્યવસ્થા કે લવાજમને અંગે ‘આત્મધર્મ’ કાર્યાલય-સોનગઢના શીરનામે પત્રવ્યવહાર
કરવો.
સિદ્ધોના સુખનો સ્વીકાર
અહા! સિદ્ધ ભગવંતો વિષયાતીત અતીન્દ્રિય આત્મિક સુખને અનુભવે છે.
ઇન્દ્રિય તરફના વલણમાં કે ઇન્દ્રિયવિષયોમાં જે જીવ સુખ માને છે તે જીવ મુક્તિના વિષયાતીત અતીન્દ્રિય
સુખને સ્વીકારી શકતો નથી.
અને
જે જીવ, ‘કેવળી ભગવંતોને ઇન્દ્રિયો વગર જ આત્માનું અતીન્દ્રિય સુખ છે’-એમ સ્વીકારે છે તે જીવ
ઇન્દ્રિયવિષયોમાં કદી સુખ માનતો નથી.
ઇન્દ્રિયવિષયની સન્મુખ રહીને સિદ્ધોના અતીન્દ્રિય સુખનો વાસ્તવિક સ્વીકાર થઈ શકતો નથી.
અતીન્દ્રિય સ્વભાવની સન્મુખ થઈને, અતીન્દ્રિય સુખના અંશનો સ્વાદ ચાખીને જ સિદ્ધોના અતીન્દ્રિય
સુખનો વાસ્તવિક સ્વીકાર થાય છે. અને એ રીતે જેઓ સિદ્ધ ભગવંતોના અતીન્દ્રિય સુખનો આનંદથી સ્વીકાર કરે
છે તેઓ આસન્નભવ્ય છે એટલે કે નીકટ-મોક્ષગામી છે.
પ્રતિકૂળ સંયોગ અને આત્માની સમજણ
પ્રશ્નઃ– પ્રતિકૂળતાનું દુઃખ ટળે તો આત્માની સમજણ થાય?-એ વાત બરાબર છે?
ઉત્તમઃ- ના; પ્રથમ તો, પ્રતિકૂળતાને દુઃખ માનવું તે જ ભૂલ છે. પ્રતિકૂળ સંયોગનું દુઃખ નથી પણ મોહનું
દુઃખ છે. ‘પ્રતિકૂળતા તેટલું દુઃખ’ એમ નથી પણ ‘જેટલો મોહ તેટલું દુઃખ’ એમ સિદ્ધાંત છે.
બીજું-પ્રતિકૂળતાનું દુઃખ મટે તો આત્માની સમજણ થાય-એમ નહિ. પરંતુ આત્માની સમજણ કરે તો દુઃખ
મટે, એટલે ગમે તેવી પ્રતિકૂળતા હોય તોપણ તેમાં તે દુઃખ ન માને; આત્માની સમજણ થતાં બહારની પ્રતિકૂળતા
તો ટળે કે ન પણ ટળે, પરંતુ તે પ્રતિકૂળતાના પ્રસંગ વખતેય આત્માના અતીન્દ્રિય સુખનું આસ્વાદન (અમુક
અંશે) વર્તે જ છે, માટે પ્રતિકૂળતાથી ડરીને આત્માની સમજણના ઉદ્યમમાં હતાશ થવું તે યોગ્ય નથી, પરંતુ ગમે
તેવી પ્રતિકૂળતાથી પણ ન ડરતાં, નિર્ભયપણે આત્માની સમજણનો ને અનુભવનો એકધારો ઉદ્યમ કરવો તે જ
દુઃખ મટવાનો ને સુખી થવાનો ઉપાય છે.

PDF/HTML Page 4 of 25
single page version

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ ઃ ૩ઃ
આત્મધર્મ
વર્ષ પંદરમું સંપાદક દ્વિ. શ્રાવણ
અંક ૧૦ મો રામજી માણેકચંદ દોશી ૨૪૮૪
જયપુર-મહિલા સંમેલનમાં
ગુરુદેવના આશીર્વાદ
શ્રી સમ્મેદશિખરજી વગેરે અનેક
તીર્થધામોની યાત્રા કરીને પૂ. ગુરુદેવ
જયપુર નગરીમાં પધાર્યા તે પ્રસંગે ચૈત્ર
૧૨ના રોજ ત્યાં મહિલા સંમેલન થયું
હતું, જેમાં ૧૨-૧૩ હજાર બહેનોની
હાજરી હતી; તેઓની ખાસ વિનંતિથી
પૂ. ગુરુદેવે લગભગ દસ મિનિટ
આશીર્વાદરૂપ પ્રવચન કર્યું હતું.. તેમાં
કહ્યું હતું કેઃ-
સ્ત્રીનો દેહ કે પુરુષનો દેહ તે તો પુદ્ગલની રચના છે, અંદર આત્મા બધાનો એક સરખો છે. સ્ત્રીનો

PDF/HTML Page 5 of 25
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૭૮
પણ તે પૂજાય છે. પૂર્વે બ્રાહ્મી-સુંદરી, ચંદના, સીતાજી વગેરે અનેક બડીબડી ધર્માત્મા સ્ત્રીઓ થઈ ગઈ છે.
બહેનો! સૌથી પહેલાં બ્રહ્મચર્યની રક્ષા કરવી જોઈએ, કેમકે શીયળ એ સ્ત્રીઓનું આભૂષણ છે. બ્રહ્મચર્યનો
રંગ અને તેની સાથે સ્વભાવની દ્રષ્ટિનું લક્ષ રાખવું જોઈએ. શરીર ગમે તે હો-સ્ત્રીનું હો કે પુરુષનું હો, પણ
ચૈતન્યમૂર્તિ આત્મા તેનાથી ભિન્ન છે-એનું ભાન કરવું જોઈએ. જેમ સોનાની અનેક લગડી હોય, તેમાં કોઈ ઉપર
હાથીના ચિત્રવાળું કપડું વીંટયું હોય, કોઈ ઉપર મનુષ્યના ચિત્રવાળું કપડું વીંટયું હોય,-પણ તેથી કાંઈ અંદરની
લગડી જુદી જુદી થઈ જતી નથી, લગડી તો બધી એક સરખી જ છે. તેમ દરેક આત્મા ચૈતન્યમૂર્તિ સોનાની
લગડી જેવો છે; તેના ઉપર કોઈને સ્ત્રીનું શરીર છે, કોઈને પુરુષનું શરીર છે, કોઈને હાથી વગેરેનું શરીર છે; એમ
ભિન્ન ભિન્ન શરીરો હોવા છતાં, આત્મા તો તેનાથી જુદો ચૈતન્યમૂર્તિ છે, માટે “હું સ્ત્રી હું પુરુષ” એવી બુદ્ધિ
છોડીને, “હું તો જ્ઞાનમૂર્તિ આત્મા છું” એવી સમજણ કરવી જોઈએ.
સ્ત્રીના ગર્ભમાં તો ત્રિલોકનાથ તીર્થંકર તેમજ ચક્રવર્તી વગેરે સલાકા પુરુષો આવે છે. તીર્થંકર ભગવાન
જ્યારે માતાના ગર્ભમાં આવે ત્યારે ઇન્દ્રો આવીને માતાનું બહુમાન કરે છે કે અહો, રત્નકુંખધારિણી માતા! આપ
તો જગતની માતા છો...જગત્પૂજ્ય છો...ત્રિલોકપૂજ્ય તીર્થંકરને જન્મ દેનારાં આપ છો...આપની કુંખ ધન્ય
છે...તીર્થંકર ભગવાનને જન્મ દેનારી માતા પણ અલ્પકાળમાં જ (ત્રીજે ભવે) મોક્ષ પામનાર હોય છે.
મહિલાઓની સભામાં બોલવાનો આ પહેલો જ પ્રસંગ છે...આત્માનું ભાન કરવું તે જ ખરા આશીર્વાદ છે.
આત્માનું ભાન કરે તેને ફરીને આવો સ્ત્રી અવતાર મળે નહિ. આત્માનું સ્વસંવેદન કરો-એ જ અમારા આશીર્વાદ
છે, ને તેમાં જ આત્માનો ઉદ્ધાર છે...વ્યક્તિ પોતાનો સુધાર કરે તેમાં સમાજનો ઉદ્ધાર થઈ જાય છે. ‘સમાજ’ એ
પણ વ્યક્તિઓના સમૂહથી બનેલો છે એટલે વ્યક્તિ સુધરતાં સમાજ સુધરે છે. સમાજની દરેક વ્યક્તિએ
પોતપોતાનો સુધાર કરવાનો છે; બીજી વ્યક્તિનું સુધરવું-બગડવું તો તે વ્યક્તિના આધારે છે, પોતાનું સુધારી લેવું
તે પોતાના હાથમાં છે. માટે સત્સમાગમે સાચું જ્ઞાન કરીને, આત્માના સ્વસંવેદનવડે પોતે પોતાના આત્માનું સુધારી
લેવું-એ જ અમારો ઉપદેશ છે ને એ જ અમારા આશીર્વાદ છે.
આઠ વર્ષની બાળકી પણ સ્વસંવેદન કરી શકે છે. સ્ત્રી અવતાર નિંદ્ય કહ્યો છે, પરંતુ સ્ત્રીઅવતારમાં પણ
જો આત્માનું ભાન કરે તો તે આત્મા જગતમાં પ્રશંસનીય છે. કોઈને પુરુષદેહ હોવા છતાં તીવ્ર પાપ કરીને નરકમાં
પણ જાય છે, અને કોઈને સ્ત્રીદેહ હોવા છતાં અંતરમાં આત્માનું ભાન પ્રગટ કરીને એકાદ બે ભવમાં મોક્ષ પામી
જાય છે, માટે દેહ ઉપર ન જોતાં દેહથી ભિન્ન આત્માનો બોધ કરવો. લોકો તો મોટા મોટા ભાષણો કરીને
બહારની ધમાધમ કરવાનું કહેશે, પરંતુ અમારો એ વિષય નથી, આત્માનો બોધ કેમ થાય-તે જ અમારો વિષય છે;
માટે આત્માનું ભાન કરવું અને સત્સમાગમે તેની ઓળખાણનો પ્રયત્ન કરવો કે જેથી ફરીને સ્ત્રી અવતાર ન મળે
ને અલ્પકાળમાં મુક્તિ થઈ જાય;-એ જ અમારા આશીર્વાદ છે.

PDF/HTML Page 6 of 25
single page version

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ ઃ પઃ
(અષાઢ સુદ બીજના પ્રવચનમાંથી)
દ્રવ્ય સત્ છે, તે પોતાના ગુણ-પર્યાયોથી અભેદ છે, એટલે ગુણો સાથે નિત્ય
ટકીને નવી નવી પર્યાયરૂપે પોતે સ્વયં પરિણમે છે. આવા દ્રવ્યનું સ્વરૂપ-ચતુષ્ટયથી
(પોતાના દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી) સત્પણું છે ને પર ચતુષ્ટયથી
અસત્પણું છે.-સર્વજ્ઞ ભગવાને જોયેલો આવો વસ્તુસ્વભાવ છે.
સર્વજ્ઞ ભગવાને રાગ અને વિકલ્પથી પાર થઈને અતીન્દ્રિય જ્ઞાનવડે જગતના
પદાર્થોનું આવું સ્વરૂપ જાણ્યું, ને પછી રાગ અને વિકલ્પ વગર વાણીથી વીતરાગપણે
તે કહેવાયું; તે તત્ત્વોને રાગ અને વિકલ્પથી પાર એવા ભાવશ્રુતજ્ઞાનવડે જાણતાં
સમ્યગ્જ્ઞાનની પ્રસિદ્ધિ થાય છે. આ રીતે સમ્યગ્જ્ઞાનની પ્રસિદ્ધિ કરાવવા અર્થે આ
શાસ્ત્રનો ઉપદેશ છે.
જે ‘સત્’ છે તે જ પરપણે ‘અસત્’ છે, પણ સત્નો સર્વથા નાશ થઈને તે
અસત્ થઈ જાય-એમ બનતું નથી. સત્નો સર્વથા વિચ્છેદ થતો નથી, ને જે સર્વથા
અસત્ હોય તેની ઉત્પત્તિ થતી નથી.
‘જે છે, તે જ નથી’-કઈ રીતે? કે ‘स्यात્’; એટલે કે સ્વ-રૂપે જે સત્ છે તે જ
પરરૂપે સત્ નથી; પરંતુ સ્વ-રૂપે જે ‘સત્’ છે તે જ સ્વ-રૂપે પણ ‘અસત્’ છે-એમ
નથી. જો એમ હોય તો પદાર્થનું કાંઈ સ્વરૂપ જ નથી રહેતું. અર્થાત્ તે સત્ પણ નથી
સિદ્ધ થતું કે અસત્ પણ નથી સિદ્ધ થતું. માટે ‘સત્પણું, તો સ્વ-રૂપે છે, ને
‘અસત્પણું’ પર-રૂપે છે, -આવું અનેકાન્તરૂપ વસ્તુસ્વરૂપ છે.
આત્મા સત્ છે,-કયા રૂપે? પોતાના જ્ઞાન-આનંદરૂપે; આત્મા અસત્ છે,-કયા
રૂપે? દેહાદિ પર-રૂપે; પોતાના આવા ‘સત્’ સ્વરૂપને ન જોતાં, પરરૂપે-દેહાદિરૂપે કે
એકલા રાગાદિરૂપે જ સ્વ-સત્તા માનવી તે ભ્રમણા છે, તે આત્મભ્રાંતિ છે, ને તે જ
સંસારનું મૂળ છે.
જે સત્ છે તે ત્રણ કાળ રહેનારું છે, ને ત્રણે કાળે પોતાની પર્યાયસહિત છે; કેમ
કે પર્યાય વગરનું સત્ કોઈ કાળે હોતું નથી...તો હવે ત્રિકાળી સત્ને કે તેની કોઈ
પર્યાયને

PDF/HTML Page 7 of 25
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૭૮
પરાશ્રયપણું ક્યાં રહે છે!! જગતમાં બીજી પરચીજોનું અસ્તિત્વ હો ભલે, પણ
તેનું સત્પણું તેનામાં છે, આત્મામાં નથી. માટે પરને લીધે કાંઈ આત્માનું સત્પણું
નથી કે પરને લીધે આત્માની પર્યાય નથી; તેમજ આત્માને લીધે પરનું સત્પણું કે
પરની પર્યાય નથી.
અહા! આત્મા તો જગતથી જુદો પરમ શાંત અતીન્દ્રિયરસનો સાગર છે; તેને
ચૂકીને રાગના રસમાં રોકાવું તે સંસાર છે. અને અંતર્મુખ થઈને શાંતરસસ્વરૂપ
આત્માનું સ્વસંવેદન કરવું તે મુક્તિનો માર્ગ છે.
શરીરની માંદગી વગેરે જે કાંઈ થાય તે શરીરમાં-પુદ્ગલમાં છે, જીવમાં નથી, તો
તેને કારણે આત્માની પરિણતિ અટકે કે બગડે કે ઢીલી પડે એમ નથી. અરે, ચૈતન્યની
પ્રભુતામાં પરની સત્તા જ નથી, તો પર તેને શું કરે? પણ પરને લીધે મારું કંઈ થાય
ને મારે લીધે પરનું કંઈ થાય-એવી ભ્રમણા જીવને અંતર્મુખ થવા દેતી નથી, અને
અંતર્મુખતા વગર આત્મશાંતિનું વેદન થતું નથી ને બહિર્ભાવોમાં જ તે ભટકે છે.
આત્મા જ્ઞાતા છે, પદાર્થો જ્ઞેય છે; બંને સત્ છે પણ જ્ઞાતામાં પરજ્ઞેયો નથી.
સ્વનું સ્વપણે અસ્તિત્વ છે, પરનું પરપણે અસ્તિત્વ છે, સ્વ-પરની એકબીજામાં
નાસ્તિ છે, આવું સમજીને, પરથી ભિન્ન એવા સ્વમાં અંતર્મુખ થતાં ઉપાદાન-
નિમિત્તના ને નિશ્ચય-વ્યવહારના બધાય ખુલાસા થઈ જાય છે, ક્યાંય નિમિત્તાધીન
બુદ્ધિ કે પરાધીનબુદ્ધિ રહેતી નથી, સ્વરૂપની અંતર્મુખતામાં પરમ શાંતરસરૂપ
અમૃતનું વેદન થાય છે.
આવું અનેકાન્તનું ફળ હોવાથી અનેકાન્ત તે અમૃત છે.
એ અમૃતને પૂ. ગુરુદેવના સ્વહસ્તાક્ષરમાં પીરસીએ તો-

હે આત્માર્થી બંધુઓ! ..
પૂ. ગુરુદેવે વહેવડાવેલી અમૃતધારાનું પાન કરો..
.. એ અમૃતરસના પાનથી અમર પદની પ્રાપ્તિ થશે.

PDF/HTML Page 8 of 25
single page version

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ ઃ ૭ઃ
અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની
(૪૭)
સંબંધ શક્તિ
આ જગતમાં મારું શું છે ને કોની સાથે મારે
પરમાર્થસંબંધ છે તેના ભાન વગર, પરને પોતાનું
માનીને, પર સાથે સંબંધ જોડીને જીવ સંસારમાં
રખડી રહ્યો છે. આત્માનું ‘સ્વ’ શું છે, ને
વાસ્તવિક સંબંધ કોની સાથે છે તે આ
સંબંધશક્તિમાં બતાવ્યું છે. આ સંબંધશક્તિ પણ
આત્માનો પર સાથે સંબંધ નથી બતાવતી પરંતુ
પોતામાં જ સ્વ-સ્વામીસંબંધ બતાવીને પર સાથેનો
સંબંધ તોડાવે છે; એ રીતે પરથી ભિન્ન આત્માને
બતાવે છે. આત્મા જ્ઞાન-દર્શન-આનંદસ્વરૂપ
પોતાના ભાવનો જ સ્વામી છે, ને તે ભાવો જ
આત્માનું સ્વ છે,-આમ જાણીને, સ્વભાવ સાથે
સંબંધ જોડવો ને પર સાથે સંબંધ તોડવો-આવું
એકત્વવિભક્તપણું તે સમયસારનું તાત્પર્ય છે, ને
તે એકત્વ-વિભક્તપણામાં જ આત્માની શોભા છે.

PDF/HTML Page 9 of 25
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૭૮
આ ભગવાન આત્મા પોતાની જ્ઞાનક્રિયામાં અનંત શક્તિથી ઉલ્લસી રહ્યો છે, તેના જ્ઞાનમાત્ર ભાવમાં
અનંત ધર્મો એક સાથે પરિણમી રહ્યા છે, તેથી આત્મા અનેકાન્તમૂર્તિ છે. આવા અનેકાન્તમૂર્તિ આત્માની ૪૭
શક્તિઓનું અમૃતચંદ્ર આચાર્યદેવે અદ્ભુત વર્ણન કર્યું છે. તેમાંથી ૪૬ શક્તિઓનું ઘણું સરસ વિવેચન થઈ ગયું,
હવે છેલ્લી સંબંધશક્તિ છે. “સ્વભાવમાત્ર સ્વ-સ્વામીત્વમયી સંબંધશક્તિ આત્મા છે.”
સમ્યગ્દર્શન-જ્ઞાન-આનંદરૂપ જે પોતાનો ભાવ છે તે જ આત્માનું સ્વ-ધન છે, ને તેનો જ આત્મા સ્વામી
છે; એ સિવાય બીજું કાંઈ આત્માનું સ્વ નથી ને આત્મા તેનો સ્વામી નથી. જુઓ, આ સંબંધશક્તિ! સંબંધશક્તિ
પણ આત્માનો પર સાથે સંબંધ નથી બતાવતી, પણ પર સાથેનો સંબંધ તોડાવીને સ્વમાં એક્તા કરાવે છે; આ
રીતે આત્માના એકત્વવિભક્ત સ્વરૂપને બતાવે છે. સમકિતી ધર્માત્મા એમ અનુભવે છે કે-
હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાનદર્શનમય ખરે,
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે!
આ એક શુદ્ધ જ્ઞાનદર્શનમય સદા અરૂપી આત્મા જ હું છું, એ જ મારું સ્વ છે, એ સિવાય જગતમાં બીજું
કાંઈ એક પરમાણુમાત્ર પણ મારું નથી. પોતે પોતાના આત્મસ્વભાવમાં વળીને સ્વમાં એક્તારૂપે પરિણમ્યો ત્યાં
કોઈ પણ પરદ્રવ્ય સાથે જરા પણ સંબંધ ભાસતો નથી.
આવા પરના સંબંધ વગરના શુદ્ધ આત્માને દેખવો તે જ ધર્મ છે, તે જ જૈનશાસન છે. આચાર્ય કુંદકુંદપ્રભુ
કહે છે કે-જે પુરુષ આત્માને અબદ્ધસ્પૃષ્ટ (એટલે કે કર્મના બંધન રહિત અને સંબંધ રહિત), અનન્ય, અવિશેષ
તથા નિયત અને અસંયુક્ત દેખે છે તે સર્વ જિનશાસનને દેખે છે;
जो पस्सदि अप्पाणं अबद्धपुट्ठं...पस्सदि
जिणसासणं सव्वं..” જે આ અબદ્ધસ્પૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવોસ્વરૂપ
આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે...જુઓ, આચાર્યભગવાન સ્પષ્ટ કહે છે કે
પરના સંબંધ વગરના શુદ્ધ આત્માની અનુભૂતિ તે જ જૈનધર્મ છે. ખરેખર આત્માનો સ્વભાવ રાગના પણ સંબંધ
વગરનો છે. જે જીવ પોતાના આત્માને કર્મના સંબંધવાળો ને વિકારી જ દેખે છે પણ કર્મના સંબંધ રહિત અને
રાગાદિ રહિત એવા પોતાના શુદ્ધ સ્વભાવને નથી દેખતો તેણે જિનશાસનને જાણ્યું નથી, ને તેના આત્મામાં
જૈનધર્મ પ્રગટયો નથી. જ્ઞાનદર્શનસ્વભાવ જ હું છું, ને જ્ઞાનદર્શન સ્વભાવથી જુદા બીજા જે કોઈ ભાવો છે તે હું
નથી, તે બધાય મારા સ્વરૂપથી બાહ્ય છે.-આ પ્રમાણે જ્ઞાનદર્શનસ્વભાવમાં એકત્વપણે ને બીજા સમસ્ત પદાર્થોથી
વિભક્તપણે પોતાના આત્માને અનુભવવો તે જૈનધર્મ છે, આવા આત્માને જાણ્યા વગર ખરેખર જૈનપણું થાય
નહિ.
આ જગતમાં મારું શું છે ને કોની સાથે મારે પરમાર્થસંબંધ છે તેના ભાન વગર, પરને જ પોતાનું માની-
માનીને જીવ સંસારમાં રખડી રહ્યો છે. પરદ્રવ્ય કદી પોતાનું થઈ શકતું જ નથી, છતાં પરને પોતાનું માને તે જીવ
મોહને લીધે દુઃખી જ થાય. જો પરને પરરૂપે જાણે ને સ્વને જ સ્વ-રૂપે જાણે તે નિઃશંકપણે પોતાના સ્વરૂપમાં
એકાગ્રતાથી સુખી જ થાય.
દુઃખનું મૂળ શું?–કે પરદ્રવ્યને પોતાનું માનવું તે.
સુખનું મૂળ શું?–કે સ્વ–પરનું ભેદજ્ઞાન કરવું તે,
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
तस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।।
જે કોઈ જીવો સિદ્ધ થયા છે તેઓ ભેદજ્ઞાનથી જ સિદ્ધ થયા છે; જે કોઈ જીવો બંધાયા છે તેઓ ભેદજ્ઞાનના
અભાવથી જ બંધાયા છે.
ભેદજ્ઞાન શું છે તેનું આ વર્ણન ચાલે છે. આત્માના જ્ઞાનદર્શનસ્વભાવ સિવાય બીજે ક્યાંય પણ સ્વામીપણું
માને તો તે જીવને ભેદજ્ઞાન નથી પણ અજ્ઞાન છે. ધર્મી પોતાના આત્માને કેવો ધ્યાવે છે તે પ્રવચનસારમાં કહે
છે-
‘હું પરતણો નહિ, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું
–જે એમ ધ્યાવે, ધ્યાનકાળે જીવ તે ધ્યાતા બને.’ ૧૯૧
“જે આત્મા..‘હું પરનો નથી, પર મારાં નથી’ એમ સ્વ-પરના પરસ્પર સ્વ-સ્વામીસંબંધને ખંખેરી
નાખીને, ‘શુદ્ધ જ્ઞાન જ એક હું છું’ એમ અનાત્માને છોડીને, આત્માને જ આત્માપણે ગ્રહીને, પરદ્રવ્ય-

PDF/HTML Page 10 of 25
single page version

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ ઃ ૯ઃ
થી વ્યાવૃત્ત (ભિન્ન) પણાને લીધે આત્મારૂપી જ એક અગ્રમાં (ધ્યેયમાં) ચિંતાને રોકે છે...તે...ખરેખર શુદ્ધાત્મા
હોય છે.” જુઓ, ધર્મી પોતાના આત્મામાંથી પરદ્રવ્યનો સંબંધ ખંખેરી નાંખે છે, ને એક શુદ્ધ જ્ઞાનસ્વરૂપે જ
પોતાના આત્માને ધ્યાવે છે. “પ્રથમ તો હું સ્વભાવથી જ્ઞાયક જ છું; કેવળ જ્ઞાયક હોવાથી મારે વિશ્વની સાથે પણ
સહજ જ્ઞેયજ્ઞાયકલક્ષણ સંબંધ જ છે, પરંતુ બીજા સ્વસ્વામીલક્ષણાદિ સંબંધી નથી; તેથી મારે કોઈ પ્રત્યે મમત્વ
નથી, સર્વત્ર નિર્મમત્વ જ છે.”-મોક્ષ-અધિકારી જીવ આવા જ્ઞાયકસ્વભાવી આત્માનો નિર્ણય કરીને સર્વ ઉદ્યમથી
પોતાના શુદ્ધાત્મામાં જ પ્રવર્તે છે. (જુઓ, પ્રવચનસાર ગા. ૨૦૦ ટીકા) જે જીવ પર સાથે કર્તાકર્મપણું, સ્વ-
સ્વામીપણું વગેરે સંબંધ જરા પણ માને તે જીવ પરનું મમત્વ છોડીને પોતાના જ્ઞાયકસ્વભાવમાં પ્રવર્તી શકતો નથી,
તે તો રાગ-દ્વેષ-મોહમાં જ પ્રવર્તે છે, તે ખરેખર મોક્ષનો અધિકારી નથી.
જુઓ, આ આત્માને કોની સાથે ખરો સંબંધ છે તે બતાવે છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે-
“હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું?
કોના સંબંધે વળગણા છે! રાખું કે એ પરિહરું?
એના વિચાર વિવેકપૂર્વક, શાંતભાવે જો કર્યા,
તો સર્વ આત્મિક જ્ઞાનનાં, સિદ્ધાંત તત્ત્વો અનુભવ્યાં.”
ધર્મી જાણે છે હું તો જ્ઞાનદર્શનસ્વભાવી આત્મા છું; જ્ઞાન-દર્શનસ્વભાવ જ મારું સ્વ છે ને તેનો જ હું
સ્વામી છું. એ સિવાય બીજા કોઈનો હું સ્વામી નથી, તેમજ બીજું કોઈ મારું સ્વામી નથી. આ કુટુંબ-સ્ત્રી-પુત્ર-
ધન-શરીર તે કોઈ મારું સ્વ નથી ને હું તેનો સ્વામી નથી. નિયમસારમાં કહે છે કે આ સ્ત્રીપુત્રાદિક કોઈ તારા
સુખ-દુઃખના ભાગીદાર થતા નથી, તે તો પોતાની આજીવિકા માટે ધૂતારાઓની ટોળી તને મળી છે. જો તું એને
પોતાના માનીશ તો તું ધુતાઈ જઈશ. (જુઓ ગા. ૧૦૧ની ટીકા.) એ સ્ત્રી પુત્રાદિક કોઈ આ આત્માના સંબંધી
ખરેખર નથી. તીર્થંકર ભગવાન વગેરે આરાધક જીવો માતાના પેટમાં હોય ત્યારે પણ પોતાના આત્માને આવો જ
જાણે છે, પર સાથે જરાય સંબંધ માનતા નથી. કેમ કે-
‘પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય’ એવું કોણ જ્ઞાની કહે અરે!
નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે? ૨૦૭
પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે,
હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮
“જે જેનો સ્વભાવ છે તે તેનું સ્વ (ધન, મિલકત) છે, અને તે તેનો (સ્વ ભાવનો) સ્વામી છે-એમ
સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદ્રષ્ટિના આલંબનથી જ્ઞાની પોતાના આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી ‘આ
મારું સ્વ નથી, હું આનો સ્વામી નથી’ એમ જાણતો થકો પર દ્રવ્યને પરિગ્રહતો નથી.” (-સમયસાર ગા. ૨૦૭
ટીકા)
વળી જ્ઞાની કહે છે કે-“જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું સ્વ થાય, હું પણ
અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે
(લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયકભાવ જ સ્વ છે, ને તેનો જ હું સ્વામી છું; માટે
મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પર દ્રવ્યને નહિ પરિગ્રહું.” (-સમયસાર ગા. ૨૦૮ ટીકા)
આઠ વર્ષની નાની બાળિકા પણ જો સમકિત પામે તો તે પોતાના આત્માને આવો જ જાણે છે. પછી મોટી
થતાં તેના લગ્ન થાય ને પરણે તો પણ તેના અંર્તઅભિપ્રાયમાં પોતાના જ્ઞાયકસ્વભાવી આત્મા સિવાય બીજા
કોઈને તે પોતાનો સ્વામી માનતી નથી. અને પતિ જો ધર્માત્મા હોય તો તે પણ એમ નથી માનતા કે ‘હું આ
સ્ત્રીનો સ્વામી છું,’ હું તો મારા જ્ઞાનનો જ સ્વામી છું-એમ ધર્મી જાણે છે. પતિ-પત્ની તરીકે એકબીજા પ્રત્યે જે
રાગ છે તેને તે પોતાના દોષ તરીકે જાણે છે, અને જ્ઞાયકસ્વભાવમાં તે રાગનું સ્વામીપણું પણ સ્વીકારતા નથી.
અમારા જ્ઞાયકસ્વભાવના આશ્રયે

PDF/HTML Page 11 of 25
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ૧૭૮
જે સમ્યગ્દર્શનાદિ ભાવો પ્રગટયા છે તે જ અમારું ‘સ્વ’ છે ને તેના જ અમે સ્વામી છીએ,-આ રીતે માત્ર
પોતાના સ્વ-ભાવમાં જ સ્વ-સ્વામીપણું જાણે છે. આ સિવાય શરીર કે રાગાદિ સાથે સ્વ-સ્વામીપણું માનતા નથી.
આચાર્યદેવે તો કહ્યું કે જો તું અજીવને પોતાનું માનીને તે અજીવનો સ્વામી થવા જઈશ તો તું અજીવ
થઈ જઈશ!-એટલે કે જીવતત્ત્વ તારી શ્રદ્ધામાં નહિ રહે, માટે હે ભાઈ! જો તું તારી શ્રદ્ધામાં તારા
જીવતત્ત્વને જીવતું રાખવા માંગતો હો તો તારા આત્માને જ્ઞાયકસ્વભાવી જ જાણીને તેનો જ સ્વામી થા, ને
બીજાનું સ્વામીપણું છોડ.
પ્રશ્નઃ– મુનિઓએ ધન-મકાન-સ્ત્રી-વસ્ત્ર વગેરે છોડી દીધું છે એટલે તે તો તેનો સ્વામી નથી, પરંતુ અમારે
ગૃહસ્થોને તો તે બધુંય હોય એટલે અમે તો તેના સ્વામી ખરા ને?
ઉત્તરઃ– અરે ભાઈ! શું મુનિનો આત્મા ને તારો આત્મા જુદી જુદી જાતના છે? અહીં આત્માના
સ્વભાવની વાત છે; જગતનો કોઈપણ આત્મા પરદ્રવ્યનો તો સ્વામી છે જ નહિ. સિદ્ધભગવાન કે સંસારી
મૂઢ પ્રાણી, કેવળી ભગવાન કે અજ્ઞાની, મુનિ કે ગૃહસ્થી કોઈપણ આત્મા પરદ્રવ્યનો સ્વામી નથી. હવે
મુનિને સ્ત્રી-વસ્ત્રાદિનો રાગ છૂટી ગયો છે ને તને તે રાગ નથી છૂટયો; રાગ હોવા છતાં, આત્માનો સ્વભાવ
જ્ઞાયકમૂર્તિ છે, રાગનું સ્વામીપણું પણ મારા જ્ઞાયકસ્વભાવમાં નથી-એમ પહેલાં નિર્ણય તો કર. ધર્મીને રાગ
હોવા છતાં તેના અભિપ્રાયમાં ‘રાગ તે હું’ એવી રાગની પક્કડ નથી પણ ‘જ્ઞાયકસ્વભાવ જ હું’-એવી
સ્વભાવની પક્કડ છે. ચૈતન્યસ્વભાવને ચૂકીને દેહાદિ પરનું સ્વામીપણું માનવું તે તો મિથ્યાત્વ છે જ, અને
શુભાશુભ પરિણામનું સ્વામીત્વ તે પણ મિથ્યાત્વ જ છે.
પ્રશ્નઃ– શુભાશુભ પરિણામનો સ્વામી આત્મા નથી તો કોણ છે?
ઉત્તરઃ– શુભાશુભ પરિણામ આત્માની પર્યાયમાં થાય છે તે અપેક્ષાએ તો આત્મા જ તેનો સ્વામી છે. પરંતુ
અહીં તો આત્માના સ્વભાવનું-આત્માની શક્તિનું વર્ણન ચાલે છે. શુભાશુભ પરિણામ તે આત્માનો સ્વભાવ નથી,
આત્મા તો જ્ઞાયકસ્વભાવી છે; તે જ્ઞાયકસ્વભાવના આશ્રયે શુભાશુભ ભાવરૂપ પરિણમન થતું જ નથી, માટે
જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિવાળા ધર્માત્મા શુભાશુભ પરિણામના સ્વામી થતા નથી; જ્ઞાયકસ્વભાવના આશ્રયે જે
સમ્યગ્દર્શનાદિ વીતરાગી પરિણામ થયા તેના જ તે સ્વામી થાય છે. અજ્ઞાનીને જ્ઞાયકસ્વભાવની દ્રષ્ટિ નથી તેથી તે
જ શુભાશુભ પરિણામનો સ્વામી થઈને-તેમાં એકત્વબુદ્ધિથી મિથ્યાત્વરૂપે પરિણમે છે.
ધર્મી જાણે છે કે હું તો મારા જ્ઞાન-આનંદ વગેરે અનંત ગુણોનો સ્વામી છું, ને તે જ મારા સ્વ-ભાવો છે.
મારું સ્વરૂપ એવું નથી કે હું વિકારનો સ્વામી થાઉં. વિકારનો સ્વામી તો વિકાર હોય, મારો શુદ્ધભાવ વિકારનો
સ્વામી કેમ હોય? મારા જ્ઞાયકસ્વભાવ સાથે એકત્વ થયેલો જે નિર્મળભાવ (સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર) તે જ મારું
સ્વ છે ને હું તેનો જ સ્વામી છું. મારા આ સ્વ-ધનને હું કદી છોડતો નથી. જે મારું સ્વ હોય તે મારાથી જુદું કેમ
પડે? સ્વભાવમાં એકાગ્ર થતાં રાગાદિ તો મારાથી છૂટા પડી જાય છે માટે તે મારું સ્વ નથી.
જે જેને પોતાનું માને તે તેને છોડવા માંગે નહિ. રાગને જે પોતાનું સ્વ માને છે તે રાગને છોડવા
માંગતો નથી. એટલે પોતાના સ્વભાવથી તે રાગને જુદો નથી જાણતો, તેથી તે તો મિથ્યાદ્રષ્ટિ જ છે. જે
એમ જાણે કે હું તો જ્ઞાયક સ્વભાવ છું, રાગ તે મારા સ્વભાવથી જુદો ભાવ છે, આમ જાણીને જ્ઞાયક
સ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શનાદિ ભાવ પ્રગટ કરે, પછી તેને જે અલ્પરાગ રહે તે અસ્થિરતા પૂરતો
ચારિત્રદોષ કહેવાય. તેને શ્રદ્ધામાં જ્ઞાયક ભાવનું જ સ્વામીપણું વર્તે છે, રાગનું સ્વામીપણું વર્તતું નથી
એટલે શ્રદ્ધાનો દોષ તેને છૂટી ગયો છે. પરંતુ જે જીવ જ્ઞાયકસ્વભાવને જ પોતાનો જાણીને તેની
સન્મુખતાથી સમ્યગ્દર્શનાદિ રૂપે પરિણમતો નથી, ને પરના તથા રાગના જ સ્વામીત્વપણે પરિણમે છે તેને
તો શ્રદ્ધા જ ખોટી છે; અને શ્રદ્ધાનો દોષ તે અનંત સંસારનું કારણ છે.
પ્રશ્નઃ– આ આત્મા પરનો સ્વામી નહિ, પરંતુ ઈશ્વરે આત્માને બનાવ્યો છે તેથી તે તો આ આત્માના
સ્વામી ખરા ને?
ઉત્તરઃ– એ તો વળી ઘણી મોટી મૂઢતા થઈ. આ આત્માને કોઈએ બનાવ્યો નથી. આત્મા સ્વયંસિદ્ધ વસ્તુ
છે, તેનો કોઈ બનાવનાર નથી. ઈશ્વરનું સ્વરૂપ પણ

PDF/HTML Page 12 of 25
single page version

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ ઃ ૧૧ઃ
એવું નથી કે તે કોઈને બનાવે. જેમ આ આત્મા પરનો સ્વામી કે કર્તા થાય તો મિથ્યાદ્રષ્ટિ છે, તેમ ઈશ્વર
પણ જો પરના કર્તા થાય તો તે મિથ્યાદ્રષ્ટિ જ થાય, એટલે તેનું ઈશ્વરપણું જ ન રહે. હું તો જ્ઞાયકસ્વરૂપ છું,
પરનો કર્તા કે પરનો સ્વામી હું નથી-એવું આત્મભાન કરીને પછી તેમાં એકાગ્રતાવડે પૂર્ણ જ્ઞાન-આનંદ જે
જીવે પ્રગટ કર્યો તે જીવને જ ઈશ્વર કહેવામાં આવે છે. અને અનંતા જીવો એ રીતે પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ
કરી કરીને ઈશ્વર થઈ ગયા છે-એટલે કે મોક્ષ પામી ગયા છે. એવા અનંતા જીવો ઈશ્વરપણે અત્યારે
સિદ્ધાલયમાં દેહ રહિત બિરાજી રહ્યા છે, તેઓ કદી ફરીને દેહ ધારણ કરતા નથી. આ આત્મા પણ પોતાના
જ્ઞાયક સ્વભાવને ઓળખીને તેમાં લીનતાથી એવા ઈશ્વરપદને પામી શકે છે. પરંતુ ઈશ્વરને જે જીવ જગતના
કર્તા તરીકે માને છે તે તો ઈશ્વરના શુદ્ધસ્વરૂપનો અનાદર કરે છે, તે ઈશ્વરને ખરેખર માનતો જ નથી;
એટલે તે તો નાસ્તિક જેવો મિથ્યાદ્રષ્ટિ છે.
પ્રશ્નઃ– કોઈ ઈશ્વર આ જીવના કર્તા કે સ્વામી નથી, એ વાત સાચી, પરંતુ જગતના અકર્તા અને પૂર્ણ
જ્ઞાન-આનંદસ્વરૂપ એવા સિદ્ધભગવાન તથા અરહંત ભગવાન તો આત્માના સ્વામી ખરા કે નહિ?
ઉત્તરઃ– ભગવાનની અને ગુરુની ભક્તિમાં ભલે એમ કહેવાય કે હે નાથ! હે જિનેન્દ્રદેવ! આપ જ
અમારા સ્વામી છો. પરંતુ ખરેખર તો ભગવાનનો આત્મા તેમના કેવળજ્ઞાન અને આનંદનો જ સ્વામી છે, તે
આત્મા કાંઈ આ આત્માનો સ્વામી નથી. અને આ આત્માના ભાવનો સ્વામી આ આત્મા પોતે જ છે, બીજું
કોઈ આ આત્માનું સ્વામી નથી. જો આમ ન જાણે અને ખરેખર ભગવાનને જ પોતાના સ્વામી માની લ્યે
તો તેણે પોતાના આત્માને પરાધીન માન્યો, પોતાની જેમ બધાય આત્માને પણ પરાધીન સ્વભાવવાળા
માન્યા, એટલે ભગવાનના આત્મને પણ તેણે પરાધીન માન્યો..તેથી તેણે ભગવાનને ન ઓળખ્યા ને
ભગવાનની ભક્તિ કરતાં તેને ન આવડી.
ભગવાનની ખરી ભક્તિ કરનાર જીવ, ભગવાને જેમ કર્યું તેમ પોતે કરવા માંગે છે. હે ભગવાન
સર્વજ્ઞદેવ! આપે આપના આત્માને જ્ઞાયક સ્વભાવી જ જાણીને પરનું મમત્વ છોડી દીધું ને આપ પરમાત્મા
થયા..મારો આત્મા પણ આપના જેવો જ્ઞાયક સ્વભાવી જ છે-આમ જે જીવ ભગવાન જેવા પોતાના આત્માને
ઓળખે તે જ ભગવાનનો ખરો ભક્ત છે, તેણે જ ભગવાનને ઓળખીને ભગવાનની ભક્તિ કરી છે. અને
આવી પરમાર્થ ભક્તિ સહિત ભગવાનના બહુમાન ઉલ્લાસ આવતાં એમ કહે કે ‘હે નાથ! આપ જ મારા
સ્વામી છો, આપે જ મને આત્મા આપ્યો છે..’ ધર્મી આમ બોલે તે કાંઈ મિથ્યાત્વ નથી, પરંતુ યથાર્થ
વિનયનો વ્યવહાર છે. ધર્માત્માના અંતરમાં અભિપ્રાય શું છે તેને તો ઓળખે નહિ ને એકલી ભાષાને વળગે
કે “જ્ઞાની આમ બોલ્યા ને જ્ઞાનીએ આમ કર્યું.”-તો તે બાહ્યદ્રષ્ટિ જીવ ધર્માત્માને ખરેખર ઓળખતો જ
નથી; તે જડ ભાષાને અને શરીરને જ ઓળખે છે પણ જ્ઞાનીના ચૈતન્યભાવને તે ઓળખતો નથી.
જુઓ, રામચંદ્રજી જ્ઞાની-ધર્માત્મા હતા; તે ભવે જ મોક્ષગામી હતા. રામચંદ્ર બળદેવ હતા ને લક્ષ્મણ
વાસુદેવ હતા; બંને ભાઈને એવો પ્રેમ કે, ‘રામચંદ્રજી સ્વર્ગવાસ પામ્યા’ એટલા શબ્દ કાને પડતાં જ ‘હા!
રા..મ..’ કહેતાંકને લક્ષ્મણના પ્રાણ ઊડી ગયા! અને રામચંદ્ર તે લક્ષ્મણના મડદાને છ મહિના સુધી સાથે
લઈને ફર્યા..અનેક રીતે તેને બોલાવે કે ભાઈ! તું કેમ બોલતો નથી? તું કેમ મારાથી રીસાણો છો!
જમવાનો સમય થાય ત્યાં તેને ખવરાવવાની ચેષ્ટા કરે, તેના મોઢામાં કોળિયો મૂકે..રાત્રે પણ તેને બાજુમાં
રાખીને સુવડાવે ને તેના કાનમાં કહે કે ભાઈ, હવે તો બોલ! અત્યારે હું ને તું એકલા જ છીએ માટે તારા
મનની જે વાત હોય તે કહી દે...સવાર પડે ત્યાં એ મડદાને નવરાવે-ધોવરાવે, ને કહે કે ભાઈ! ક્યાં સુધી
સુઈશ! હવે તો જાગ! આ સવાર પડી, ને જિનેન્દ્ર ભગવાનની પૂજાનો સમય ચાલ્યો જાય છે..માટે ઝટ
ઊઠ!-આમ અનેક પ્રકારે ચેષ્ટાઓ કરે ને લક્ષ્મણના શરીરને ખભે નાંખીને સાથે ને સાથે ફેરવે..છતાં હરામ
છે જો રામ તેની સાથે જરાય સંબંધ માનતા હોય તો! સ્વભાવ માત્ર સ્વ-સ્વામીસંબંધ સિવાય બીજા કોઈ
સાથે અંશ માત્ર સંબંધ માનતા નથી. પણ બહારથી જોનારો અજ્ઞાની જીવ ધર્માત્માની આવી અંર્તદ્રષ્ટિનું
માપ કઈ રીતે કાઢશે? છ છ મહિના સુધી ઉપર મુજબની ચેષ્ટા કરે છે છતાં તે વખતે પણ લક્ષ્મણ સાથે કે
લક્ષ્મણ પ્રત્યેના રાગ સાથે સ્વ-સ્વામીસંબંધ રામચંદ્રજીએ માન્યો નથી, તે વખતે પણ પોતાના જ્ઞાયક
સ્વભાવના આશ્રયે જે સમ્યગ્દર્શનાદિ વર્તે છે તેના સ્વામીપણે પરિણમી રહ્યા છે. ધર્માત્માના

PDF/HTML Page 13 of 25
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૭૮
હૃદય કળવા અજ્ઞાનીને કઠણ પડે તેમ છે.
પ્રશ્નઃ– જો લક્ષ્મણ સાથે રામચંદ્રજી જરાય સંબંધ ન માનતા હોય તો છ મહિના સુધી તેના મડદાને કેમ
સાથે ફેરવે?
ઉત્તરઃ– અરે મૂઢ! તું રામચંદ્રજીના આત્માને દેખતો નથી એટલે જ તને એમ દેખાય છે કે રામચંદ્રજીએ છ
મહિના સુધી મડદું ફેરવ્યું. પણ જ્ઞાની તો કહે છે કે રામચંદ્રજીએ પોતાના આત્મામાં રાગને કે લક્ષ્મણને એક સેકંડ
પણ ઉપાડયા નથી; ચિદાનંદસ્વભાવનું સ્વામીપણું છોડીને એક સેકંડ પણ રાગના કે પરના સ્વામી તે થયા જ નથી.
આ (પોતાના) શરીરના પણ સ્વામી પોતાને નથી માનતા; ખભે મડદું પડયું છે તે વખતે પણ આત્મામાં તો
સમ્યગ્દર્શનાદિ નિર્મળભાવોને જ ઊપાડયા છે-તેના જ સ્વામીપણે વર્તે છે.
જુઓ, વેદાંત એમ કહે છે કે ‘કરે છતાં અકર્તા રહે (-અનાસક્તિભાવે કરે)’ -એવી આ વાત નથી;
તેને અને આ વાતને તો મોટો આકાશ-પાતાળનો ફેર છે. કરવું છતાં અકર્તા રહેવું એ વાત જ પરસ્પર
વિરુદ્ધ છે. જે કરે છે તે તો કર્તા જ છે; રાગાદિનો કર્તા પણ થાય ને જ્ઞાતા પણ રહે-એમ બનતું નથી. અહીં
તો એવી અંર્તદ્રષ્ટિની અપૂર્વ વાત છે કે મારે મારા જ્ઞાયકસ્વભાવ સાથે જ સ્વ-સ્વામિત્વ સંબંધ છે પર
સાથે મારે સંબંધ છે જ નહિ-એમ જાણીને જ્ઞાયકસ્વભાવના આશ્રયે પરિણમનાર જીવ સમ્યગ્દર્શનાદિ નિર્મળ
ભાવો સાથે જ એકપણે પરિણમે છે, ને રાગાદિ સાથે એકપણે કર્તા થઈને એ પરિણમતો જ નથી માટે તે
અકર્તા છે. ને આત્માના આવા સ્વભાવને જે ઓળખે તે ધર્માત્માને દેવ-ગુરુ-શાસ્ત્રનો તેમજ પોતાના ગુણ-
દોષ વગેરેનો બરાબર વિવેક થઈ જાય; તેને ક્યાંય સ્વચ્છંદ કે મુંઝવણ ન થાય. ધર્માત્માની દશા જ કોઈ
ઓર થઈ જાય છે! બહારથી જોનારા જીવો એને ઓળખી શકતા નથી.
જુઓ, રાજા રાવણ જ્યારે સીતાને ઉપાડી ગયો ને પાછળથી રામચંદ્ર તેની શોધમાં નીકળે છે ત્યારે
ઝાડને અને પર્વતને પણ પૂછે છે કે અરે ઝાડ! તેં ક્યાંય મારી સીતાને જોઈ? અરે પર્વત! તેં ક્યાંય
જાનકીને દેખી? દેખી હોય તો મને કહે. ત્યારે પોતાના શબ્દનો પડઘો પડતાં જાણે કે પર્વતે કાંઈક જવાબ
દીધો-એમ લાગે છે. આવી દશા વખતે રામચંદ્રજી જ્ઞાની-વિવેકી-ધર્માત્મા છે, અંર્તદ્રષ્ટિમાં સીતાનું કે સીતા
પ્રત્યેના રાગનું સ્વામીપણું માનતા નથી, પણ જ્ઞાનના જ સ્વામીપણે પરિણમે છે. મારા આત્માની સંબંધશક્તિ
એવી છે કે નિર્મળભાવ જ મારું સ્વ છે, ને તેનો જ હું સ્વામી છું; પણ સીતા મારું સ્વ ને હું તેનો સ્વામી,
અથવા રાગ કે શોકપરિણામ તે મારું સ્વ ને તેનો સ્વામી-એવો સંબંધ મારા સ્વભાવમાં નથી, એમ તે જાણે
છે. અજ્ઞાનીને સ્ત્રીઆદિનો વિયોગ થતાં કદાચિત તે ખેદ ન કરે ને શુભ રાગથી સહન કરી લ્યે, પણ તેના
અભિપ્રાયમાં એમ છે કે ‘આ રાગ મારું સ્વ ને હું તેનો સ્વામી,’ અથવા ‘સ્ત્રી મારી હતી ને ગઈ છતાં મેં
સહન કર્યું.’-એટલે તેનો અભિપ્રાય જ મિથ્યા છે, તેના અભિપ્રાયમાં અનંતા રાગનું ને અનંતી સ્ત્રી વગેરેનું
સ્વામીત્વ પડયું છે. જ્ઞાનીને શોક પરિણામ થાય તે વખતે પણ ‘હું જ્ઞાયક જ છું’ એવી દ્રષ્ટિ છૂટતી નથી
એટલે આખા જગતનું ને વિકારનું સ્વામીપણું તેને છૂટી ગયું છે. સ્વભાવના આશ્રયે જે નિર્મળપર્યાય પ્રગટી
તે ‘સ્વ’ અને આત્મા પોતે તેનો સ્વામી-આ રીતે છેલ્લી સંબંધશક્તિમાં દ્રવ્યપર્યાયની એક્તા બતાવીને
આચાર્યદેવે ૪૭ શક્તિઓ પૂરી કરી છે. ‘આ નિર્મળપર્યાય મારું સ્વ, ને હું આનો સ્વામી’ એમ સ્વ-
સ્વામીરૂપ બે ભેદના વિકલ્પનો આ વિષય નથી. અહીં ‘સ્વ’ ને ‘સ્વામી’ એવા બે ભેદ બતાવવાનો આશય
નથી, પણ પોતાના દ્રવ્ય-પર્યાયની એક્તારૂપ પરિણમન બતાવવું છે. પોતે પોતાના સ્વભાવ સાથે જ સંબંધ
રાખીને સ્વભાવ સાથે એક્તારૂપે પરિણમે એવો આત્માનો સ્વભાવ છે, ને તેમાં જ આત્માની શોભા છે.
આત્મા પોતે પોતાના સ્વભાવમાં એક્તા કરીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમે તેમાં આત્માની શોભા
છે; પરંતુ પરના સંબંધથી આત્માને ઓળખાવવો તેમાં આત્માની શોભા નથી, માટે હે જીવ! પરનો સંબંધ
તોડીને તારા જ્ઞાયકસ્વભાવમાં જ એકત્વ કર. જ્ઞાયકસ્વભાવમાં એકતા કરીને જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર
પ્રગટયાં તે તારા સ્વ-ભાવ છે, ને તું જ તેનો સ્વામી છો. આ સિવાય બીજા કોઈ સાથે તારે સ્વ-
સ્વામીસંબંધ નથી.
આ રીતે આ સંબંધશક્તિ પોતાના સ્વભાવ સાથે જ સંબંધ (-એકતા) કરાવીને પર સાથેનો સંબંધ તોડાવે

PDF/HTML Page 14 of 25
single page version

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ ઃ ૧૩ઃ
સ્વ-સ્વામીપણું છે, વિકાર સાથે પણ સ્વ-સ્વામીપણું નથી. સ્વભાવમાં વળીને એકાગ્ર થયો ત્યાં આત્મા પોતે જ
પોતાના શુદ્ધભાવનો જ સ્વામી છે, એ સિવાય બીજાનો સ્વામી પોતે નથી, કે પોતાનો સ્વામી બીજો નથી. પોતાના
સ્વભાવ સાથે એક્તારૂપ સંબંધ કરીને તેનું સ્વામીપણું જીવે કર્યું નથી ને પરનું સ્વામીપણું માન્યું છે. જો આ
‘સ્વભાવમાત્ર સ્વ-સ્વામિત્વરૂપ સંબંધશક્તિ’ ને ઓળખે તો પર સાથેનો સંબંધ તોડે ને સ્વભાવમાં એક્તારૂપ
સ્વ-સ્વામિત્વસંબંધ કરે એટલે સાધકદશા થાય.
આત્માને સ્વ-સ્વામિપણાનો સંબંધ માત્ર પોતાના સ્વભાવ સાથે જ છે. જો એમ ન હોય ને પર સાથે પણ
સંબંધ હોય તો, પર સાથેનો સંબંધ તોડી, સ્વભાવમાં એક્તા કરીને શાંતિનો અનુભવ થઈ શકે નહિ,-પરથી જુદો
પડીને પોતાના સ્વરૂપમાં સમાઈ જઈ શકે નહિ. પરંતુ પરથી વિભક્ત ને સ્વરૂપમાં એકત્વ થઈને આત્મા પોતામાં
જ પોતાની શાંતિનું વેદન કરી શકે છે, કેમકે તેને પોતાની સાથે જ સ્વ-સ્વામીપણાનો સંબંધ છે. પોતાના શાંતિના
વેદન માટે આત્માને પરનો સંબંધ કરવો પડતો નથી. સ્વશક્તિના બળે, પરના સંબંધ વગર એકલા સ્વમાં જ
એક્તાથી આત્મા પોતાની શાંતિનો અનુભવ કરે છે.
સ્વમાં એકત્વ ને પરથી વિભક્ત એવો આત્માનો સ્વભાવ છે; છ કારક અને એક સંબંધ એ સાતે
વિભક્તિવડે આચાર્યદેવે આત્માને પરથી વિભક્ત બતાવ્યો છે. સંબંધશક્તિ પણ આત્માનો પર સાથે સંબંધ નથી
બતાવતી પણ પોતામાં જ સ્વ-સ્વામી-સંબંધ બતાવીને પર સાથેનો સંબંધ તોડાવે છે, એ રીતે પરથી ભિન્ન
આત્માને બતાવે છે. જેણે બધાથી વિભક્ત આત્માને જાણ્યો તેણે બધી વિભક્તિ જાણી લીધી.
પરના સંબંધથી ઓળખતાં આત્માનું વાસ્તવિક સ્વરૂપ ઓળખાતું નથી. કરોડ-પતિ, લક્ષ્મી-પતિ,
પૃથ્વી-પતિ, ભૂ-પતિ, સ્ત્રીનો પતિ-એમ કહેવાય છે, પણ ખરેખર આત્મા તે લક્ષ્મી, પૃથ્વી કે સ્ત્રી વગેરેનો
સ્વામી નથી, આ શરીરનો-સ્વામી પણ આત્મા નથી, આત્મા તો જ્ઞાનદર્શન-આનંદરૂપ સ્વ-ભાવોનો જ
સ્વામી છે, ને તે જ આત્માનું ‘સ્વ’ છે. સ્વ તો તેને કહેવાય કે જે સદાય સાથે રહે, કદી પોતાથી જુદું ન
પડે. શરીર જુદું પડે છે, રાગ જુદો પડે છે પણ જ્ઞાન-દર્શન-આનંદ આત્માથી જુદા નથી પડતા, માટે તેની
સાથે જ આત્માને સ્વ-સ્વામીસંબંધ છે.
જેમ, આત્મામાં જીવનશક્તિ જો ન હોય તો દસ જડ પ્રાણના સંયોગ વગર તે જીવી શકે નહિ પરંતુ
આત્મામાં જીવનશક્તિ હોવાથી સિદ્ધ ભગવંતો દસ પ્રાણ વગર જ એકલા ચૈતન્ય પ્રાણથી જ જીવે છે, ને એ
પ્રમાણે બધાય આત્મામાં જીવનશક્તિ છે. તેમ આત્માની સંબંધશક્તિથી જો માત્ર પોતાની જ સાથે સ્વ-
સ્વામીત્વસંબંધ ન હોય ને પર સાથે પણ સ્વ-સ્વામીત્વસંબંધ હોય તો આત્મા પરના સંબંધ વગર રહી શકે
નહિ; પરંતુ દેહ-રાગાદિ પરના સંબંધ વગર જ એકલા સ્વભાવમાં જ સ્વ-સ્વામિત્વ સંબંધથી અનંતા સિદ્ધ
ભગવંતો શોભી રહ્યા છે; બધાય આત્માનો એવો જ સ્વભાવ છે. પર સાથે સંબંધથી ઓળખાવવો તેમાં
આત્માની શોભા નથી. પંચેન્દ્રિય જીવ, રાગી જીવ, કર્મથી બંધાયેલો જીવ-એમ પર સાથેના સંબંધથી
ભગવાન આત્માને ઓળખાવવો તે તેની મહત્તાને લાંછન લગાડવા જેવું છે, એટલે કે એ રીતે પરના
સંબંધથી ભગવાન આત્મા ખરા સ્વરૂપે ઓળખાતો નથી. આત્મા તો પોતાના જ્ઞાયક સ્વભાવનો જ સ્વામી
છે, ને તે જ તેનું સ્વ છે; તે જ્ઞાયકસ્વભાવથી આત્માને ઓળખવો તેમાં જ તેની શોભા છે.
ઇન્દ્રિયો વગેરે પર સાથેનો સંબંધ તોડીને આવા આત્માનો અનુભવ કરે ત્યારે સર્વજ્ઞભગવાનની
નિશ્ચય સ્તુતિ કરી કહેવાય; સર્વજ્ઞભગવાનની નિશ્ચય સ્તુતિનો સંબંધ સર્વજ્ઞ સાથે નથી પણ પોતાના
આત્મસ્વભાવની સાથે જ છે. જ્યાંસુધી સર્વજ્ઞ ઉપર જ લક્ષ રહે ને પોતાના આત્મસ્વભાવમાં લક્ષ ન કરે
ત્યાંસુધી સર્વજ્ઞભગવાનની નિશ્ચયસ્તુતિ થતી નથી. પોતાનો આત્મા જ સર્વજ્ઞશક્તિથી પરિપૂર્ણ છે-એમ
પ્રતીતમાં લઈને સ્વભાવ સાથે જેટલી એક્તા કરે તેટલી સર્વજ્ઞ-ભગવાનની નિશ્ચય સ્તુતિ છે; અને સર્વજ્ઞ
તરફના બહુમાનનો ભાવ રહે તે વ્યવહારસ્તુતિ છે.
જેમ પુત્રને માતા સાથે સંબંધ છે, સ્ત્રીને પતિ સાથે સંબંધ છે, તેમ ધર્મને કોની સાથે સંબંધ છે? ધર્મનો
સંબંધ કોઈ બીજા સાથે નથી, પણ ધર્મી એવા પોતાના આત્મા સાથે જ ધર્મનો સંબંધ છે.
શું ભગવાનના આત્મા સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે?-ના.
શું મહાવિદેહ વગેરે ક્ષેત્રની સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે?-ના.

PDF/HTML Page 15 of 25
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૭૮
શું ચોથો કાળ વગેરે કાળની સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે?-ના.
શું રાગાદિ ભાવો સાથે આ આત્માના ધર્મનો સંબંધ છે?-ના.
કોઈપણ પરદ્રવ્ય-પરક્ષેત્ર-પરકાળ કે પરભાવની સાથે આ આત્માના ધર્મનો સંબંધ નથી, તે કોઈ આ
આત્માનું સ્વ નથી, ને આ આત્મા તેમનો સ્વામી નથી. આ આત્માને પોતાના સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાથે જ
પોતાના ધર્મનો સંબંધ છે. અનંતશક્તિના પિંડરૂપ શુદ્ધચૈતન્યદ્રવ્ય સાથે જ ધર્મની એક્તા છે, અસંખ્ય પ્રદેશી
ચૈતન્યક્ષેત્ર તે જ ધર્મનું ક્ષેત્ર છે; સ્વભાવમાં અભેદ થયેલી સ્વ-પરિણતિ તે જ ધર્મનો કાળ છે; ને જ્ઞાન-દર્શન-
આનંદ વગેરે અનંત ગુણો તે જ આત્માના ધર્મના ભાવ છે. આવા સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ સાથે જ આત્માના
ધર્મનો સંબંધ છે, ને તેની સાથે જ આત્માને સ્વ-સ્વામીપણું છે.
પ્રશ્નઃ– આત્માને બીજા પદાર્થો સાથે ભલે સંબંધ ન હોય, પણ કર્મ સાથે તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે
ને?
ઉત્તરઃ– ના; પોતાના સ્વભાવ સાથે જ સ્વ-સ્વામીત્વ સંબંધ જાણીને, તેમાં જ એક્તાપણે જે પરિણમ્યો તેને
કર્મ સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તૂટી ગયો છે. જે જીવ અસંયોગી સ્વભાવ તરફ દ્રષ્ટિ કરતો નથી ને કર્મ
સાથેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધની દ્રષ્ટિ છોડતો નથી તે મિથ્યાદ્રષ્ટિ છે. આત્માને એકાંતે કર્મની સાથેના
સંબંધવાળો જ આત્માને ઓળખે-તો તે જીવ આત્માના શુદ્ધ સ્વરૂપને ઓળખતો નથી. જ્યાં માત્ર પોતાના સ્વભાવ
સાથે જ એક્તા કરીને, માત્ર પોતાના સ્વ-ભાવ સાથે જ સ્વ-સ્વામીત્વસંબંધપણે પરિણમે છે ત્યાં કર્મ સાથે
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ ક્યાં રહ્યો? આ રીતે કર્મ સાથે આત્માનો સંબંધ નથી. સાધકને પોતાના સ્વભાવમાં
જેમ જેમ એક્તા થતી જાય તેમ તેમ કર્મનો સંબંધ તૂટતો જાય છે. આ રીતે સંબંધશક્તિ સ્વભાવ સાથે સંબંધ
કરાવીને કર્મ સાથેનો સંબંધ તોડાવનારી છે.
-૪૭ મી સંબંધશક્તિનું વર્ણન અહીં પૂરું થયું.
હે ભવ્ય! કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ અને સંબંધ એ સાતે વિભક્તિના
વર્ણનદ્વારા અમે તારા આત્માને પરથી અત્યંત વિભક્ત બતાવ્યો, માટે હવે તારા આત્માને બધાથી
વિભક્ત, અને પોતાની જ્ઞાનાદિ અનંતશક્તિઓ સાથે એકમેક જાણીને તું પ્રસન્ન થા..સ્વભાવનો જ
સ્વામી થઈને પર સાથે સંબંધના મોહને છોડ!
* સ્વભાવનો કર્તા થઈને પર સાથેની કર્તાબુદ્ધિ છોડ.
* સ્વભાવના જ કર્મરૂપ થઈને બીજા કર્મની બુદ્ધિ છોડ.
* સ્વભાવને જ સાધન બનાવીને અન્ય સાધનની આશા છોડ.
* સ્વભાવને જ સંપ્રદાન બનાવીને નિર્મળભાવને દે.
* સ્વભાવને જ અપાદાન બનાવીને તેમાંથી નિર્મળતા લે.
* સ્વભાવને જ અધિકરણ બનાવીને પરનો આશ્રય છોડ.
* સ્વભાવનો જ સ્વામી થઈને તેની સાથે એક્તાનો સંબંધ કર ને પરની સાથેનો સંબંધ છોડ.
‘આ મારું ને હું એનો’ એવી પર સાથે એક્તાની બુદ્ધિ છોડ.
–આમ સમસ્ત પરથી વિભક્ત ને નિજસ્વભાવથી સંયુક્ત એવા પોતાના આતમરામને
જાણીને તેના અનુભવથી તું આનંદિત થા..તું પ્રસન્ન થા.
ગણધરતૂલ્ય શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે સમયસારના પરિશિષ્ટમાં વર્ણવેલી
‘અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની ૪૭ શક્તિઓ’ ઉપર, પરમ પૂજ્ય અધ્યાત્મમૂર્તિ
કહાનગુરુદેવના પ્રવચનો દ્વારા થયેલું અદ્ભુત વિવેચન અહીં પૂરું થયું.. તે ભવ્યજીવોને
ભગવાન આત્માની પ્રસિદ્ધિ કરાવો.
આવતા અંકે આ લેખમાળાનો છેલ્લો લેખ પ્રગટ થશે; અને તેમાં,
‘જ્ઞાનલક્ષણવડે અનેકાન્તમૂર્તિ ભગવાન આત્માની પ્રસિદ્ધિ’ પૂર્વક આ લેખમાળા
સમાપ્ત થશે.

PDF/HTML Page 16 of 25
single page version

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ ઃ ૧પઃ
ભેદજ્ઞાન–પ્રશ્નોત્તર
(સમયસાર સર્વવિશુદ્ધજ્ઞાન–અધિકાર
ઉપરનાં પ્રવચનોમાંથી)
[ ગતાંક (અધિક શ્રાવણ) થી ચાલુ ]
પ્ર. (૧૬પ)ઃ- જડનો ભોક્તા કોણ છે?
ઉ.ઃ-
જડનો ભોક્તા જડ છે, જ્ઞાની કે અજ્ઞાની કોઈ જડનો ભોક્તા નથી, કેમકે આત્મામાં તેનો અભાવ
છે.
પ્ર. (૧૬૬)ઃ- અજ્ઞાની શેનો ભોક્તા છે?
ઉ.ઃ-
જ્ઞાનસ્વભાવને નહિ જાણતો અજ્ઞાની પ્રકૃતિના સ્વભાવને એટલે કે હર્ષ-શોક વિગેરેને જ ભોગવે
છે.
પ્ર. (૧૬૭)ઃ- જ્ઞાની શેનો ભોક્તા છે?
ઉ.ઃ-
જ્ઞાની પોતાના જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય-આનંદનો જ ભોક્તા છે.
પ્ર. (૧૬૮)ઃ- દ્રવ્યશ્રુતનું જ્ઞાન થવા છતાં પણ અભવ્ય, અજ્ઞાની જીવ પ્રકૃતિના સ્વભાવને કેમ છોડતો નથી?
ઉ.ઃ-
ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનનો તેને અભાવ છે તેથી તે પ્રકૃતિના સ્વભાવને (હર્ષશોકના
ભોગવટાને) છોડતો નથી.
પ્ર. (૧૬૯)ઃ- દ્રવ્યશ્રુત કેવાં છે?
ઉ.ઃ-
પ્રકૃતિના સ્વભાવને છોડાવવાને સમર્થ છે એટલે નિમિત્ત તરીકે તે દ્રવ્યશ્રુત (તેમજ તેના ઉપદેશક
જ્ઞાની) એમ બતાવે છે કે તું જ્ઞાયકસ્વભાવ તરફ વળ, ને પ્રકૃતિના સ્વભાવને છોડ; તે
જ્ઞાયકસ્વભાવને પકડવાનું કહે છે ને પ્રકૃતિના સ્વભાવને છોડવાનું કહે છે. રાગ-દ્વેષ, હર્ષ-શોક તે
પ્રકૃતિનો સ્વભાવ છે, તેનાથી આત્માને લાભ થવાનું કહે તો તે દ્રવ્યશ્રુત નથી પણ કુશ્રુત છે.
દ્રવ્યશ્રુત તો જ્ઞાયક તરફ વળીને મિથ્યાત્વનો નાશ થવાનું બતાવે છે; અને આવા દ્રવ્યશ્રુત જ
મિથ્યાત્વાદિ છોડાવવાને સમર્થ નિમિત્ત છે,-કોને? કે ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધઆત્મજ્ઞાન પ્રગટ કરે
તેને. રાગથી જે ધર્મ મનાવે છે તે કુશ્રુત છે, તે તો મિથ્યાત્વાદિ છોડાવવાને નિમિત્ત પણ નથી.
પ્ર. (૧૭૦)ઃ- પાત્ર શ્રોતા કેવો હોય?
ઉ.ઃ-
શ્રવણ કરીને તેમાંથી પોતાના આત્માનું હિત સાધવા માંગે છે, પોતે પોતાના આત્માનું હિત કરવા
માટે જિજ્ઞાસાથી સાંભળે છે, તે પાત્ર શ્રોતા છે. પણ શ્રવણ કરીને પછી બીજાને સંભળાવવાનું ને
માન-મોટાઈ લેવાનું જેનું લક્ષ છે-તેવો જીવ તો શ્રવણની લાયકાતવાળો પણ નથી.
પ્ર. (૧૭૧)ઃ- દ્રવ્યશ્રુતના શ્રવણનું ખરું તાત્પર્ય શું છે?
ઉ.ઃ-
અંતર્મુખ થઈને ભાવશ્રુતજ્ઞાનમાં શુદ્ધ આત્માને પકડવો તે જ દ્રવ્યશ્રુતનું ખરું તાત્પર્ય છે. જે જીવ
આવું ભાવશ્રુતજ્ઞાન-શુદ્ધઆત્માનું જ્ઞાન-પ્રગટ કરે છે તેને તો દ્રવ્યશ્રુત મિથ્યાત્વાદિ છોડાવવાનું
સમર્થ નિમિત્ત થયું. અને અજ્ઞાની એવું ભાવશ્રુતજ્ઞાન કરતો નથી તેથી તેને તે દ્રવ્યશ્રુતનું જ્ઞાન
મિથ્યાત્વાદિ છોડાવવાનું નિમિત્ત પણ નથી થતું. દ્રવ્યશ્રુત તો મિથ્યાત્વાદિ છોડાવવાને સમર્થ
નિમિત્ત છે,-પણ અજ્ઞાની તેને નિમિત્ત બનાવતો નથી. ઉપાદાન વિના નિમિત્ત કોનું?

PDF/HTML Page 17 of 25
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૭૮
ઉ.ઃ- જેણે શુદ્ધ આત્માને જાણ્યો તેણે દ્રવ્યશ્રુત તેમજ ભાવશ્રુત બંનેને જાણ્યા, એટલે તેણે જ જૈન
શાસનને જાણ્યું છે. પંદરમી ગાથામાં પણ એ જ કહ્યું છે કે જે શુદ્ધ અબદ્ધ-સ્પૃષ્ટ આત્માને જાણે છે
તે દ્રવ્યશ્રુત ને ભાવશ્રુતરૂપ સમસ્ત જિનશાસનને જાણે છે. ખરેખર તો અંતરમાં જે ભાવશ્રુતજ્ઞાન
પરિણમ્યું તે જ જિનશાસન છે, દ્રવ્યશ્રુત તો તેનું નિમિત્ત છે.
પ્ર. (૧૭૩)ઃ- અજ્ઞાની હર્ષ-શોકાદિનો જ ભોક્તા કેમ છે?
ઉ.ઃ-
અજ્ઞાનીને, શુદ્ધાત્માનું જ્ઞાન નથી એટલે શુદ્ધઆત્માના આનંદનું વેદન નથી, તેથી તે હર્ષ-શોકનો જ
ભોક્તા છે-એમ નિયમ કરવામાં આવે છે. નિગોદથી માંડીને નવમી ગ્રૈવેયક સુધીના બધાય
અજ્ઞાની જીવોને શુદ્ધાત્માનું વેદન નહિ હોવાને લીધે તેઓ નિયમથી હર્ષ-શોકના ભોક્તા છે.
પ્ર. (૧૭૪)ઃ- સમકિતી જીવ કેવો છે?-તે શેનો વેદક છે?
ઉ.ઃ-
આત્મપ્રયોજનને સાધનારો સાધક, સ્વકર્તવ્યપરાયણ સમકિતી, તે પોતાના શુદ્ધાત્મા તરફ ઝૂકેલો
હોવાથી પરદ્રવ્ય પ્રત્યેથી વૈરાગ્ય પામેલો છે, તેથી તે શુદ્ધાત્માના અનુભવનો જ વેદક છે, રાગાદિને
તે પોતાના સ્વરૂપપણે અનુભવતો નથી, તેથી તે કર્મફળનો અવેદક જ છે. હું સ્વયં ચિદાનંદસ્વરૂપ
જ્ઞાયક છું-એમ અનુભવતો તે પોતાના આનંદનો જ વેદક છે.
પ્ર. (૧૭પ)ઃ- સમકિતીને શું છે ને શું નથી?
ઉ.ઃ-
ભાવશ્રુતજ્ઞાનસ્વરૂપ શુદ્ધાત્મજ્ઞાનનો તેને સદ્ભાવ છે, અને પરથી તે અત્યંત વિરક્ત છે, એટલે
પરદ્રવ્યને કે પરભાવને તે પોતાના સ્વરૂપમાં એકમેકપણે જરા પણ અનુભવતો નથી.
પ્ર. (૧૭૬)ઃ- અજ્ઞાનીને શું નથી અને શું છે?
ઉ.ઃ-
અજ્ઞાનીને શુદ્ધાત્માનું જ્ઞાન નથી, ભાવશ્રુતજ્ઞાન નથી, જ્ઞાયકસ્વભાવનું વેદન નથી; અને પરને તથા
હર્ષ-શોકાદિ વિકારને પોતાના સ્વરૂપમાં એકમેકપણે માનીને, હર્ષ-શોકને જ વેદે છે, તેથી તેને
વિકારનું જ વેદન છે.
પ્ર. (૧૭૭)ઃ- જ્ઞાની શેને માટે અયોગ્ય છે?
ઉ.ઃ-
જ્ઞાનીને પોતાના જ્ઞાયકસ્વભાવમાં જ એકત્વપણું હોવાથી, તે સ્વભાવના અનુભવમાં તેને,
‘પરદ્રવ્યને તેમજ હર્ષ-શોકાદિ ભાવોને પોતાપણે અનુભવવાની અયોગ્યતા છે; સ્વભાવના
અનુભવમાં પરભાવોને અનુભવવાની અયોગ્યતા છે. આ રીતે જ્ઞાની જ્ઞાયકસ્વભાવના અનુભવને
યોગ્ય છે, ને રાગાદિના અનુભવને માટે તે અયોગ્ય છે, એટલે કે જ્ઞાની કદી રાગાદિભાવોને
પોતાના સ્વરૂપપણે અનુભવતો નથી. જેમ અભવ્ય જીવ ભેદજ્ઞાનને માટે અયોગ્ય છે, તેમ જ્ઞાની
પોતાના સ્વભાવમાં રાગાદિને ‘હુંપણે’ અનુભવવાને અયોગ્ય છે.
પ્ર. (૧૭૮)ઃ- અજ્ઞાની શેને માટે અયોગ્ય છે?
ઉ.ઃ-
અજ્ઞાનીને શુદ્ધઆત્મસ્વભાવનું જ્ઞાન નહિ હોવાથી, રાગાદિ પરભાવોને જ હુંપણે તે અનુભવે છે,
એટલે રાગથી પાર ચિદાનંદસ્વરૂપના સ્વાદનું વેદન કરવાને તે અયોગ્ય છે. રાગને જ પોતાના
સ્વભાવપણે જે અનુભવે તેને શુદ્ધાત્માનો અનુભવ થઈ શકતો નથી; કેમકે રાગ અને શુદ્ધઆત્મા-
એ બંનેને એક સાથે પોતાપણે અનુભવવું અશક્ય છે. રાગના અનુભવમાં શુદ્ધ આત્માનો અનુભવ
નથી, અને શુદ્ધ આત્માના અનુભવમાં રાગનો અનુભવ નથી.
પ્ર. (૧૭૯)ઃ- ધર્મી કોનાથી સન્મુખ છે, ને કોનાથી વિમુખ છે?
ઉ.ઃ-
ધર્મી પોતાના જ્ઞાયકસ્વભાવની સન્મુખ છે, ને વિભાવથી વિમુખ છે.
પ્ર. (૧૮૦)ઃ- અધર્મી કોનાથી સન્મુખ છે ને કોનાથી વિમુખ છે?
ઉ.ઃ-
અધર્મી પોતાના જ્ઞાયકસ્વભાવને નહિ જાણતો થકો, ને રાગાદિ વિભાવને જ પોતાનું સ્વરૂપ માનતો
થકો, તે વિભાવની સન્મુખ છે, ને સ્વભાવથી વિમુખ છે.
પ્ર. (૧૮૧)ઃ- કોણ કોનો ભોક્તા છે?
ઉ.ઃ-
જે જેની સન્મુખ છે તે તેનો જ ભોક્તા છે. જ્ઞાની તો સ્વભાવ સન્મુખ હોવાથી સ્વભાવના
આનંદનો જ ભોગવનાર છે, ને અજ્ઞાની વિભાવ સન્મુખ હોવાથી વિકારનો જ ભોગવનાર છે.
પ્ર. (૧૮૨)ઃ- આમાં ભેદજ્ઞાન કઈ રીતે થયું?
ઉ.ઃ-
વિભાવની સન્મુખતામાં પોતાના શુદ્ધાત્માના આનંદનું વેદન નથી થતું, અને સ્વસન્મુખ થઈને
આનંદનું વેદન કરતાં તેમાં વિભાવનું વેદન નથી આવતું; આ રીતે વેદન ઉપરથી શુદ્ધાત્માને અને
વિભાવને ભિન્ન ભિન્ન જાણવા તે ભેદજ્ઞાન છે, ને સ્વસંવેદનજન્ય આવું ભેદજ્ઞાન તે મોક્ષનું મૂળ
છે.

PDF/HTML Page 18 of 25
single page version

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ ઃ ૧૭ઃ
– પરમ શાંતિ દાતારી –
અધ્યાત્મ ભાવના
ભગવાનશ્રી પૂજ્ય પાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના અધ્યાત્મભાવના
-ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
[વીર સં. ૨૪૮૨, જેઠ સુદ ૧૪ (૧); સમાધિશતક ગા. ૨પ]

આત્માને સમાધિ કેમ થાય-વીતરાગી શાંતિ કેમ થાય તેનું આ વર્ણન છે. મારો આત્મા દેહથી ભિન્ન
જ્ઞાનાનંદસ્વરૂપ છે-એમ પરથી ભિન્ન આત્માને જાણ્યા વગર સમાધિ થાય નહિ. જે પોતાને પરથી ભિન્ન
જ્ઞાનાનંદસ્વરૂપ જાણે છે તેને પરમાં ‘આ મારો મિત્ર કે આ મારો શત્રુ’ એવી બુદ્ધિ રહેતી નથી. એટલે બોધસ્વરૂપ
આત્માના લક્ષે તેને એવો વીતરાગભાવ થઈ જાય છે કે કોઈ મારો શત્રુ કે કોઈ મારો મિત્ર એમ તે માનતો નથી.
તે વાત હવેની ગાથામાં કહે છે-
क्षीयन्तेऽत्रव रागाद्यास्तत्त्वतो मां प्रपश्यतः।
बोधात्मानं ततः कश्चिन्न मे शत्रुर्न च प्रियः।।२५।।
મારા જ્ઞાનસ્વરૂપ આત્માના અવલોકનથી અહીં જ રાગદ્વેષાદિ દોષો ક્ષય પામી જાય છે, તેથી મારે કોઈ
મિત્ર નથી કે કોઈ શત્રુ નથી. જુઓ, આ વીતરાગી સમાધિની રીત! હું તો જ્ઞાનસ્વરૂપ જ છું, એમ નક્કી કરીને
જ્યાં જ્ઞાનસ્વરૂપની ભાવનામાં રહ્યો ત્યાં બહારમાં કોઈ મને મારા શત્રુ કે મિત્ર ભાસતા નથી, કેમકે જ્ઞાનસ્વરૂપની
ભાવનાથી રાગદ્વેષનો નાશ થઈ ગયો છે. જેના ઉપર રાગ હોય તેને પોતાનો મિત્ર માને ને જેના ઉપર દ્વેષ હોય
તેને શત્રુ માને, પણ હું તો બોધસ્વરૂપ શુદ્ધ ચૈતન્ય છું-એવી ભાવનામાં રાગ-દ્વેષનો ક્ષય થતાં કોઈ મિત્ર-શત્રુપણે
ભાસતાં નથી. પહેલાં આવો વીતરાગી અભિપ્રાય થયા વગર કદી રાગ-દ્વેષનો નાશ થાય નહિ ને વીતરાગી
સમાધિ પ્રગટે નહિ. હું જ્ઞાનસ્વરૂપ છું, રાગદ્વેષ મારા જ્ઞાનસ્વરૂપમાં છે જ નહિ ને બહારના કોઈ મારા શત્રુ કે
મિત્ર નથી-આવા વીતરાગી અભિપ્રાયપૂર્વક ચૈતન્યની ભાવનાથી વીતરાગી સમાધિ થાય છે. પણ પરને પોતાનું
ઇષ્ટ-અનિષ્ટ માને, પરને મિત્ર કે શત્રુ માને તેને રાગ-દ્વેષ કદી છૂટે નહિ. માટે જ્ઞાનસ્વરૂપ આત્માને જાણીને તેની
ભાવના કરવી તે જ રાગાદિના નાશનો ને સમાધિનો ઉપાય છે.
આ શરીરની સેવા કરનાર મારા મિત્ર નથી કેમકે શરીર હું નથી, શરીરનો ઘાત કરનાર મારા શત્રુ નથી
કેમકે શરીર હું નથી, હું તો જ્ઞાનસ્વરૂપ છું. મારા જ્ઞાનસ્વરૂપની શ્રદ્ધા-જ્ઞાન કરીને તેની ભાવનાથી રાગાદિનો ક્ષય
થતાં મને કોઈ મિત્ર કે શત્રુપણે ભાસતા નથી. સમ્યગ્દ્રષ્ટિ અંતરાત્મા કોઈ રાજા હોય ને લડાઈનો પણ પ્રસંગ
આવી જાય, છતાં તે પ્રસંગેય તેને ભાન છે કે હું તો જ્ઞાનસ્વરૂપ છું, મારા જ્ઞાનસ્વરૂપને આ જગતમાં કોઈ મિત્ર કે
વેરી નથી.-આવો વીતરાગી અભિપ્રાય ધર્મીને કોઈ ક્ષણે છૂટતો નથી. અને આવા અભિપ્રાયને લીધે
જ્ઞાનાનંદસ્વરૂપની ભાવના કરતાં રાગાદિનો ક્ષય થાય છે. ચોથા ગુણસ્થાને હજી અમુક રાગ-દ્વેષ થાય છે તેટલો
દોષ છે પણ કોઈ પરને શત્રુ કે મિત્ર માનીને તે રાગદ્વેષ થતા નથી, તેમજ જ્ઞાનસ્વરૂપમાં તે રાગદ્વેષ કર્તવ્યપણે

PDF/HTML Page 19 of 25
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૭૮
ભાસતા નથી; ‘હું જ્ઞાનસ્વરૂપ છું’ એવી આત્મભાવનાના જોરે ધર્મીને રાગાદિ નાશ થતા જાય છે.
જ્યાંસુધી આ જીવ પોતાના નિજાનંદસ્વભાવના સહજ અમૃતનું પાન નથી કરતો ત્યાંસુધી જ બાહ્ય
પદાર્થોને ભ્રમથી તે ઇષ્ટ-અનીષ્ટ માને છે, તેથી ઇષ્ટ સંયોગમાં તે મિત્રતા માને છે ને અનીષ્ટ સંયોગમાં તે
શત્રુતા માને છે; આ રીતે પરને મિત્ર કે શત્રુ માનતો હોવાથી રાગ-દ્વેષનો તેનો અભિપ્રાય છૂટતો નથી, ને
વીતરાગી શાંતિ તેને થતી નથી. પણ જ્યારે સંયોગથી ભિન્ન પોતાના ચિદાનંદ સ્વભાવના વીતરાગી
અમૃતનું તે પાન કરે છે ત્યારે પોતાને સદા જ્ઞાનસ્વરૂપે જ દેખે છે, ને જ્ઞાનસ્વરૂપમાં કોઈને મિત્ર કે શત્રુ
તરીકે તે માનતો નથી; અહા! હું તો જ્ઞાનમૂર્તિ છું, જ્ઞાનસ્વભાવની ભાવનામાં રાગ-દ્વેષ છે જ નહિ; તો રાગ
વગર હું કોને મિત્ર માનું? ને દ્વેષ વગર હું કોને શત્રુ માનું? મિત્ર કે શત્રુ તો રાગ-દ્વેષમાં છે, જ્ઞાનમાં
મિત્ર-શત્રુ કેવા? જ્ઞાનમાં રાગ-દ્વેષ નથી, તો રાગ-દ્વેષ વગર મિત્ર કે શત્રુ કેવા? આ રીતે જ્ઞાનભાવનારૂપે
પરિણમેલા જ્ઞાની કહે છે કે મારા ચિદાનંદ-સ્વરૂપને દેખતાં વેંત જ રાગ-દ્વેષ એવા ક્ષીણ થઈ ગયા છે કે
જગતમાં કોઈ મને મિત્ર કે શત્રુ ભાસતા નથી, જગતથી ભિન્ન મારું જ્ઞાનાનંદસ્વરૂપ જ મને ભાસે છે.
જુઓ, આવા આત્મસ્વરૂપની ભાવના તે જ વીતરાગી સમાધિનો ઉપાય છે, ને વીતરાગી સમાધિ તે જ
ભવઅંતનો ઉપાય છે, માટે વારંવાર આવા આત્મસ્વરૂપની ભાવના કરવી તે તાત્પર્ય છે.
-કોણ વિદ્વાન એમ કહે?

ગુરુચરણોના સમર્ચનથી ઉત્પન્ન થયેલા નિજ મહિમાને
જાણતો કોણ વિદ્વાન ‘આ પરદ્રવ્ય મારું છે’ એમ કહે?
को नाम वक्ति विद्वान् मम च परद्रव्यमेतदेव स्यात् ।
निजमहिमानं जानन् गुरुचरणसमर्च्चनासमुद्भूतम् ।।१३२।।
-શ્રી પદ્મપ્રભ મુનિમહારાજ
‘પરદ્રવ્ય આ મુજ દ્રવ્ય’ એવું કોણ જ્ઞાની કહે અરે!
નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે.
-ભગવત્ કુંદકુંદાચાર્ય

PDF/HTML Page 20 of 25
single page version

background image
દ્વિતીય શ્રાવણઃ ૨૪૮૪ ઃ ૧૯ઃ
સોનગઢ
જિનમંદિરના
ચિત્રોની યાદી
તીર્થધામ સોનગઢમાં શ્રી સીમંધર ભગવાનનું ભવ્ય જિનમંદિર છે; જિનમંદિરની અંદર નિજમંદિરમાં
અતિ સુશોભિત કળામય સોનેરી કારીગરીવાળી દેરીમાં શ્રી સીમંધરભગવાન વગેરે જિનેન્દ્ર ભગવંતો
બિરાજે છે, તેઓની અતિ પ્રશાંત વીતરાગ-રસઝરતી પાવન મુદ્રા દર્શકના નયનોને શાંતરસથી તૃપ્ત તૃપ્ત કરે
છે. અને ચારે કોરની દીવાલો ઉપર કોતરેલા સુંદર ચિત્રોવડે ભગવાનના દરબારની શોભા અદ્ભુત બની
જાય છે. જિનમંદિરમાં કુલ ૧૩ ચિત્રો છે, જેમાંના ઘણાખરા મુનિભક્તિથી ભરપૂર છે, કોઈ તીર્થંકરોના
પૂર્વભવના ખાસ પ્રસંગસૂચક છે, તો કોઈમાં તીર્થયાત્રાના મીઠાં સંભારણાવડે તીર્થભક્તિ ભરેલી છે.-આ
ચિત્રોની સંક્ષિપ્ત વિગત નીચે મુજબ છેઃ
(૧) શાંતિનાથ ભગવાન પૂર્વભવે વિદેહ ક્ષેત્રમાં ઘનરથતીર્થંકરના પુત્ર મેઘરથ હતા, તે વખતનો એક
પ્રસંગ; અને તેઓ અઢીદ્વીપના તીર્થોની વંદના કરે છે તે દ્રશ્ય. (આ ચિત્રની કથા આત્મધર્મ અંક ૧૭૭ માં
આવી ગઈ છે.)
(૨) પૂ. શ્રી કાનજીસ્વામીએ પ૦૦ ઉપરાંત યાત્રિકો સહિત શ્રી સમ્મેદશિખરજી વગેરે તીર્થધામોની મહાન
ઐતિહાસિક જાત્રા કરી તેનું ભાવવાહી દ્રશ્ય; સંઘની ૩૦ જેટલી મોટરો ને ૯ મોટરબસોની હારમાળા ચાલી જાય
છે, વચ્ચે ઇંદોર વગેરે અનેક સ્થળે ભાવભીનું સ્વાગત થાય છે, ગુરુરાજ યાત્રિકો સહિત સમ્મેદશિખરજી તીર્થની
વંદના કરી રહ્યા છે, ક્યાંક ચર્ચા-ભક્તિ વગેરે થાય છે-એનાં દ્રશ્યો.
(૩) મહાવીર ભગવાનની બાલ્યાવસ્થાના પ્રસંગોનું દ્રશ્ય. એક દેવ સર્પનું રૂપ લઈને વીરકુંવરના બળની
પરીક્ષા કરે છે; બાલ-તીર્થંકરને દેખતાં જ બે મુનિવરોની સૂક્ષ્મ શંકાનું સમાધાન થઈ જાય છે. (આ ચિત્રની કથા
આ અંકમાં આપવામાં આવી છે.)
(૪) મથુરાનગરીમાં સપ્તર્ષિ મુનિવરોના આગમનનું અતિ ભાવવાહી દ્રશ્ય.
(પ) ૨૧ મા તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુના વૈરાગ્ય પ્રસંગનું દ્રશ્ય. વિદેહક્ષેત્રના તીર્થંકરની સભામાં
નેમિનાથ પ્રભુની વાર્તા સાંભળીને, બે દેવો દર્શન કરવા આવે છે; તે પ્રસંગે નેમિનાથ પ્રભુ વૈરાગ્ય પામી દીક્ષિત
થાય છે, સાથે ૧૦૦૦ રાજાઓ પણ દીક્ષા લ્યે છે.
(૬) ઋષભદેવ ભગવાનના જીવને જુગલીયાના ભવમાં બે મુનિઓ આવીને અનુગ્રહપૂર્વક સમ્યક્ત્વ-ગ્રહણ
કરવાનો ઉપદેશ આપે છે; ઋષભદેવનો જીવ ત્યાં સમ્યક્ત્વ પામે છે; તેમની સાથે સાથે તેમની સ્ત્રી
(શ્રેયાંસકુમારનો જીવ) તેમજ ભરત વગેરેના જીવો પણ સમ્યક્ત્વ પામે છે તેનું ભાવવાહી અદ્ભુત દ્રશ્ય.
(૭) ભાવ-પ્રાભૃતમાં કુંદકુંદાચાર્ય દેવ “शिवकुमारो परीत्तसंसारीओ जादाે”-એમ કહીને શિવકુમારનું
દ્રષ્ટાંત આપ્યું છે તે સંબંધી આ ચિત્ર છે. જંબૂસ્વામી