Atmadharma magazine - Ank 018
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૨
સળંગ અંક ૦૧૮
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
વર્ષ : ૨ અધિક ચૈત્ર
અંક : ૬ ૨૦૦૧
(૧) જૈનદર્શન અનેકાન્ત સ્વરૂપ છે; તે દરેક વસ્તુને અનેકાન્ત સ્વરૂપ બતાવે છે, એટલે કે દરેક દ્રવ્ય
સ્વથી અસ્તિરૂપ અને પરથી નાસ્તિરૂપ છે. આ અનેકાન્ત એ જ વસ્તુ સ્વરૂપ સમજવાનો ઉપાય છે, તેનાથી જ
જૈનદર્શનની મહત્તા છે.
(૨) એક દ્રવ્ય (તત્ત્વ) બીજા દ્રવ્યનું કિંચિત્માત્ર ત્રણકાળ ત્રણલોકમાં કરી શકે નહિ, એ નક્કી કરીને
સત્શાસ્ત્રોના અર્થ સમજવા.
(૩) દરેકે દરેક તત્ત્વ સ્વતંત્ર છે, પોતે પોતાથી અસ્તિરૂપ છે અને બીજાથી નાસ્તિરૂપ છે, તેથી કોઈ દ્રવ્ય
એક–બીજાનું કાંઈ કાર્ય કરવા સમર્થ નથી.
(૪) દરેક દ્રવ્યો જુદા જુદા હોવાથી દરેક દ્રવ્યના ગુણો અને પર્યાય પણ ત્રિકાળ જુદે જુદાં જ તે તે
દ્રવ્યના આધારે થાય છે. કોઈ દ્રવ્યના ગુણ–પર્યાય બીજા દ્રવ્યના આધારે થતા નથી.
(પ) જીવ પોતે બીજા અનંત પર પદાર્થોથી ભિન્ન છે, તેથી કોઈ પર પદાર્થો જીવને લાભ–નુકશાન કરી
શકે નહિ, એટલે જીવ જો સમજવાનો પુરૂષાર્થ કરે તો તેને કોઈ રોકી શકે નહિ કેમકે પોતે સર્વ પર વસ્તુઓથી
જુદો છે–તેથી પોતાનો પુરૂષાર્થ પોતે સ્વાધીનપણે કરી શકે છે.
જગતના સર્વ દ્રવ્યો સ્વથી અસ્તિરૂપ અને પરથી નાસ્તિરૂપ એમ અનેકાંત સ્વરૂપ છે. એ અનેકાંત દ્વારા
વસ્તુ સ્વરૂપની સ્વતંત્રતા અને પૂર્ણતા માનીને, સત્શાસ્ત્રોના દરેક કથનનો અર્થ કરવામાં આવે તોજ તેનું ખરું
રહસ્ય જાણી શકાય છે; માટે કોઈપણ સત્શાસ્ત્ર વાંચતાં ઉપર્યુક્ત પાંચ સિદ્ધાંતો ધ્યાનમાં રાખવા જરૂરી છે.
આ અંકમાં
વિષય પાનું
મહાન શાસ્ત્ર શ્રી જયધવલા. ૮૨
નમઃસમયસારાય–વ્યાખ્યાન ૮૩
જીવે શું કરવા યોગ્ય છે.
૮૬
રુચિ અને પુરુષાર્થ ૮૬
દયા, દાન વગેરેનું વાસ્તવિક સ્વરૂપ. ૮૭
નિશ્ચય અને વ્યવહાર ૯૧
શ્રી સમયસાર શાસ્ત્ર અત્યંત અજ્ઞાનીઓનું
અજ્ઞાન ટાળવા માટે રચાયેલું છે.
૯૨
“ સત્શ્રુત ૯૪
શિષ્ટ સાહિત્ય કાર્યાલય
દાસ કુંજ – મોટા આંકડિયા
કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
સ્ત્ર શ્ર
(૧૯) “ જે જાણવામાં આવે છે તેને અર્થ કહે
છે–” એ વ્યુત્પત્તિ અનુસાર વર્તમાન પર્યાયોમાં પણ
અર્થ પણું હોય છે. તેના સુત્રો નીચે પ્રમાણે છે–(૧)
अर्यते परिच्छिद्यते– (૨) “अर्यत इत्यर्थः निश्चीयत
इत्यर्थः સર્વાર્થ સિદ્ધિ. ૧, ૨.
(૨૦) આત્મા કેવળજ્ઞાન સ્વરૂપ છે.
(૨૧) મતિજ્ઞાનાવરણાદિના ક્ષયોપશમ
[ઉઘાડ] થી પ્રગટ થતા જ્ઞાનોને મતિજ્ઞાનઆદિ કહ્યાં છે.
જ્ઞાનનો સ્વભાવ પદાર્થોને સ્વત: પ્રકાશિત કરવાનો છે.
તેથી ચાર ક્ષયોપશમિક જ્ઞાનોમાંથી જે જ્ઞાનોના
ક્ષયોપશમની વિશેષતાને કારણે એ ધર્મ પ્રગટ રહે છે તે
પ્રત્યક્ષ જ્ઞાન છે. અને જે જ્ઞાનોનો એ ધર્મ આવૃત રહે છે
તે પરોક્ષ જ્ઞાન છે.
(૨૨) પ્રત્યક્ષનું લક્ષણ જે વિશદતા છે તે
એકદેશે (અંશે) મતિજ્ઞાનમાં પણ હોય છે.
(૨૩) નિમિત્તની મુખ્યતાથી દ્રવ્ય શ્રુતને પણ
શ્રુતજ્ઞાન કહેવામાં આવે છે. પા. ૨૭
(૨૪) દ્રવ્યશ્રુતને તીર્થંકર દેવ પોતાની
દિવ્યધ્વનિમાં બીજ પદો દ્વારા કહે છે, અને ગણધર દેવ
તેને બાર અંગોમાં ગ્રથિત કરે છે.
(૨પ) જે દ્વારા પદાર્થ જાણવામાં આવે તેને
‘પ્રમાણ’ કહેવામાં આવે છે. प्रमीयतेऽनेनेति प्रमाणम्।
પા. ૩૭
(૨૬) શંકા–સ્થાપનાને પ્રમાણતા કેવી રીતે છે?
સમાધાન– એવી શંકા ન કરવી જોઈએ કેમકે સ્થાપ્ના
દ્વારા ‘તે આ પ્રકારે છે’ એમ અન્ય વસ્તુનું જ્ઞાન દેખાડી
આપે છે. પા. ૩૮
(૨૭) છએ દ્રવ્યોની એક પર્યાયથી બીજી પર્યાય
થવામાં અંતરંગ કારણ પ્રત્યેક દ્રવ્યનો અગુરૂલઘુગુણ છે,
અને નિમિત્ત કારણ કાળદ્રવ્ય છે. પા. ૪૧
(૨૮) વ્યવહાર કાળનું ઉપાદાન કારણ કાળદ્રવ્ય
છે અને નિમિત્તકારણ જીવ અને પુદ્ગલોનું તથા
વિશેષપણે અઢી દ્વિપમાં સ્થિત સૂર્ય મંડળનું પરિણમન
છે. પા. ૪૨
(૨૯) કાળમાં જે સમયનો વ્યવહાર થાય છે તે
પુદ્ગલ નિમિત્તક છે.
(૩૦) શંકા–જ્ઞાન પ્રમાણ છે એમ કહેવાથી
સંશય, અનધ્યવસાય અને વિપર્યય જ્ઞાનોને પણ
પ્રમાણતા આવી જશે? સમાધાન: નહીં, કેમકે પ્રમાણમાં
આવેલા ‘પ્ર’ શબ્દથી સંશય આદિની પ્રમાણતાનો નિષેધ
કરવામાં આવ્યો છે. પા. ૪૨
(૩૧) સાત પ્રકારના પ્રમાણમાંથી જ્ઞાન પ્રમાણ
જ પ્રધાન છે.
(૩૨) મહાસ્કંધથી લઈને પરમાણુ પર્યંત સમસ્ત
પુદ્ગલ દ્રવ્યોને, અસંખ્યાત લોક પ્રમાણ ક્ષેત્ર, કાળ તથા
ભાવોને તથા કર્મના સંબંધથી પુદ્ગલ ભાવને પ્રાપ્ત
થએેલા જીવોને જે પ્રત્યક્ષરૂપથી જાણે છે તે અવધિજ્ઞાન
કહેવાય છે.
પા. ૪૩
(૩૩) જો એમ કહેવામાં આવે કે કેવળજ્ઞાન
અસિદ્ધ છે તો તેમ પણ નથી, કેમકે સ્વસંવેદન પ્રત્યક્ષ દ્વારા
કેવળજ્ઞાનના અંશરૂપ જ્ઞાનની નિર્બાધપણે ઉપલબ્ધિ થાય
છે, અર્થાત્ મતિજ્ઞાનાદિક કેવળજ્ઞાનના અંશ રૂપ છે અને
તેની ઉપલબ્ધિ સ્વસંવેદન પ્રત્યક્ષથી સર્વેને થાય છે, તેથી
કેવળજ્ઞાનના અંશ રૂપ અવયવ પ્રત્યક્ષ છે, માટે કેવળજ્ઞાન
અવયવીને પરોક્ષ કહેવું યુક્ત નથી.
સમાચાર
(૧) ઘણા મુમુક્ષુભાઈઓની ઈચ્છા ‘આત્મધર્મ’ આ
મહિને પણ મળે એવી જણાવાથી અધિક ચૈત્ર માસનો અંક ૧૮ માં
અંક તરીકે પ્રગટ કરી ૨૪ માં અંકે એટલે ભાદ્રપદ સુદ બીજે આ વર્ષ
પુરું કરવાનું નક્કી થયું છે.
(૨) શ્રી સમયસાર શાસ્ત્ર પર પ્રવચનો પ્રગટ થઈ ગયેલ
છે તેની કિંમત ૩ રૂપિયા છે. ટપાલ રસ્તે મંગાવનારે ૩–૧૦–૦
મોકલવા તેમજ ‘મોક્ષની ક્રિયા’ કિંમત ૦–૧૦–૦ જેની થોડી જ
નકલો બાકી છે તે ૦–૧૨–૦ મોકલી જીજ્ઞાસુઓએ મંગાવી લેવી.
(૩) હિંદી ‘આત્મધર્મ’ મહાવીર જયંતિ ઉપર પ્રગટ થશે.
વા. લ. ત્રણ રૂા. રહેશે,
(૪) જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી પ્રગટ થયેલા
તમામ પુસ્તકો મુંબઈમાં મળવાનું ઠેકાણું નીચે મુજબ છે.
શ્રી જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય હીરા બાગ, સી. પી. ટેન્ક,
મુંબઈ.
(૫) શિષ્ટ સાહિત્ય કાર્યાલય, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય,
શિષ્ટ સાહિત્ય પત્રિકા, અને શિષ્ટ સાહિત્ય ભંડાર એ ચાર
વિભાગમાંથી શિષ્ટ સાહિત્ય ભંડાર બંધ કરેલ છે. એથી હવે પછી
‘આત્મધર્મ’ માસિક સિવાયનું કોઈપણ પ્રકાશન અહિ રાખવામાં
આવશે નહિ. અહિંથી પ્રગટ થતાં તમામ ગ્રંથો સોનગઢથી જ મળશે.
માટે સૌ ગ્રાહક બંધુઓએ પોતાને જોઈતા સત્શાસ્ત્રો–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ–કાઠિયાવાડ
એ સરનામે પત્ર લખી મંગાવવા ભલામણ છે.
વિનંતિ
આત્મધર્મ માસિકના ૧૮ અંકો પ્રગટ થઈ ચૂકયા. તટસ્થ
રીતે વાંચનારા પંડિતજનોએ પણ કબુલ કર્યું છે કે ‘કેવળ
અધ્યાત્મરસ–શાંતરસરૂપી અમૃત પાતું આવું સામયિક પત્ર હિંદ
ભરમાં એક પણ પ્રગટ થતું નથી.’ અને આવો જ અભિપ્રાય જે જે
વાંચક, પછી તે ગમે તે સંપ્રદાય કે માન્યતા ધરાવતો હોય તેણે
દર્શાવેલ છે. તો પછી દરેક ગ્રાહકબંધુને આવું અમૃત આપના સૌ
સ્વજનો, પ્રિયજનો, આપ્તજનો, કે સ્નેહી સંબંધીઓને પાવાની
ભલામણ કરું તો ખોટું તો નથીને! આપની પાસે વધુ તો નહિ પણ
ઓછામાં ઓછા એક ગ્રાહકના નામની આશા આ અધિક મહિનાના
અંત સુધીમાં રાખું છું. આપ આ વસ્તુને લક્ષમાં લઈ આત્મધર્મની
પ્રભાવનાનું પવિત્ર કાર્ય જરૂર કરશો.
જમુ રવાણી

PDF/HTML Page 4 of 17
single page version

background image
: ચૈત્ર ૧ : ૨૦૦૧ આત્મધર્મ : ૮૩ :
આત્મધર્મ
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વષ ૨ : અક ૬ ચત્ર ૧ : ૨૦૧
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી नमः समयसाराय સંવત ૨૦૦૦ ના ચૈત્ર વદ
કાનજી સ્વામીનું વ્યાખ્યાન ૧૧ બુધવાર તા. ૧૯–૪–૪૪
શ્રી સમયસારજી કળશ ૧
नमः समयसाराय स्वानुभूत्या चकासते।
चित्स्वभावायभावाय सर्व भावांतरच्छिदे।।
નમ: સમયસારાય:–‘સમય’ એટલે આત્મા, અને ‘સાર’ એટલે રાગાદિ રહિત સ્વભાવ તેને ‘નમ:’
એટલે હું નમું છું–આદર કરૂં છું. આમાં કોનો આદર કરવો અને કોનો ન કરવો તે બતાવ્યું છે. સમયસાર એટલે
રાગાદિ તથા શરીરાદિ રહિત શુદ્ધ આત્મ સ્વભાવ તેમાં નમવાથી જ ધર્મની શરૂઆત થાય છે.
“પ્રથમ શરૂઆતથી, પછી પંડિત મૃત્યુ ટાણે અને છેવટ કેવળજ્ઞાનની પ્રાપ્તિ એ ત્રણે (જઘન્ય, મધ્યમ
અને ઉત્કૃષ્ટ) ભૂમિકા સુધી સમયસારમાં નમ્યા કરૂં” એમ આચાર્યદેવે અપ્રતિહત ભાવના મંગળિક નાખ્યા છે.
શી રીતે? કે શરીરાદિ પર વસ્તુ છે, કાંઈ કરવાનો ભાવ તે બધા સંયોગી–ક્ષણિક ભાવ છે, મારો સ્વભાવ ધ્રુવ
અવિનાશી છે તેમાં જ નમ્યા કરૂં–એવી ભાવના મૂકી છે. શ્રી આનંઘનજીએ કહ્યું છે કે–
‘ વીર જિનેશ્વર ચરણે લાગું, વીરપણું તે માગું રે; ’
‘વીર’ એટલે આત્માનો વીર્ય સ્વભાવ. પુણ્ય–પાપ કે રાગ–દ્વેષ એ કોઈ આત્માનો સ્વભાવ નથી.
આત્માના વીર્યનો એવો સ્વભાવ નથી કે રાગ–દ્વેષને પોતાના માને! રાગ–દ્વેષ કે કર્મને પોતાનાં માનવા તે
અજ્ઞાન વીર્યનું કામ છે, અજ્ઞાન ભાવે ‘પર મારાં’ એમ માને છે; સ્વરૂપમાં રાગ–દ્વેષના ક્ષણિક ભાવોને ગ્રહવાનો
આત્મવીર્યનો સ્વભાવ નથી.
“ વીરપણું તે માગું રે ” મારૂં શુદ્ધ આત્મબળ એકલા શુધ્ધ સ્વભાવ સિવાય પર ઉપર લક્ષ ન જાય એવું
વીરપણું–માગું છું; પુણ્ય–પાપના ભાવને ગ્રહવા તે અજ્ઞાન વીર્ય અર્થાત્ મિથ્યા મોહનું કાર્ય છે. અનાદિથી અજ્ઞાન
વીર્યને કારણે સ્વભાવ પરથી જિતાઈ જતો, હવે સ્વભાવના જોરવડે મિથ્યામોહને જીતીને વીરપણું પ્રગટાવવું છે.
તે વીરપણું ક્યાં છે? તે કહે છે:–
‘વીરપણું તે આતમ સ્થાને, જાણ્યું તુમચી વાણે રે.’
ધ્રુવ એકલો જ્ઞાનનો રસકંદ એજ સ્વભાવ છે. પોતાના જ્ઞાન અને શક્તિ પ્રમાણે પોતાના ધ્રુવ સ્વભાવને
પહોંચાડે; તે ધ્રુવ સ્વભાવને જાણવું અને તેમાં ઠરવું એ જ ધર્મ છે.
અહીં કહ્યું કે––“નમો સમયસારાય,” એટલે એકલો જ્ઞાનસ્વરૂપ ધ્રુવ અવિનાશી છે તે ઉપર લક્ષ ગયા
વગર રાગાદિ ટળે નહીં–તેથી–મારા આત્મસ્વભાવમાં નમું છું– પ્રણમીને સ્વભાવમાં ઢળું છું. અહીં આચાર્યદેવે
સાધક દશાથી એવી શરૂઆત કરી છે કે પૂર્ણતા લીધા વગર રહે નહીં. હું વિકાર તરફ નથી નમતો, એટલે કે
વિકારી પર્યાયનો આદર નથી કરતો. ‘નમ:’ માં સાધક પર્યાય છે અને ‘સમયસારાય’ માં શુદ્ધ સ્વભાવ–તે તરફ
પરિણમવાનો ભાવ છે.
ઓછા જ્ઞાનને લીધે જેટલું બહિરમુખ લક્ષ જાય તેટલો રાગદ્વેષ થયા વગર રહે નહીં, એટલે અહીં
આચાર્યદેવે ‘વિકારી પર્યાયનો હું નાશ કરૂં છું’ એમ નાસ્તિથી વાત ન લેતાં “ શુધ્ધ સ્વભાવ તરફ ઢળું છું” એમ
અસ્તિથી વાત ઉપાડી છે. આમાં શ્રધ્ધાથી માંડીને ઠેઠ કેવળજ્ઞાન દશા સુધીની વાત છે. શ્રદ્ધા તે વસ્તુ છે અને
શુદ્ધ સ્વભાવ તરફ પરિણમનનો ‘ભાવ’ તે પર્યાય છે.
આ પહેલા કળશમાં આચાર્યદેવ કહે છે કે:–હું મારા શુદ્ધ સ્વભાવનો જ અંતરથી આદર કરૂં છું. નિર્મળ
સ્વભાવનો આદર કરતા નિર્મળ પર્યાય પ્રગટે છે. સ્વરૂપ કાયમ રાખીને નિર્મળ પરિણતિનું પ્રગટવું એ બેને જ
લક્ષમાં લીધા છે; નિર્મળ પર્યાયની ઉત્પત્તિમાં રાગાદિનો વ્યય સહેજે આવી જાય છે.
ધર્મ તો આત્માનો સ્વભાવ છે. સ્વભાવથી બહારનું વલણ તે અધર્મ છે. પોતે અંતરની ચીજ છે, જેટલી
બહારની ચીજ છે તેમાં મારૂં પરિણમન જ નથી, હું એકલો શુધ્ધ સહજ સ્વાભાવિક વસ્તુ છું એવા ‘સમયસાર’
માં બંધ–મોક્ષની અપેક્ષા પણ લેવા જેવી નથી–એવા સ્વભાવ તરફ ઢળું છું.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૮૪ : આત્મધર્મ : ચૈત્ર ૧ : ૨૦૦૧
આ મંગળિકનો પહેલો જ કળશ છે, તેમાં આચાર્યની ભાવના છે કે–આત્મા સહજ સ્વરૂપ અવિનાશી
વસ્તુ છે, તેમા વ્રત–દયા આદિના બધા ભાવો વિકાર છે, તે વિકાર ભાવ તરફ પરિણમવા માગતો નથી, પણ
ધ્રુવ સ્વરૂપની પર્યાય તરફ જ ઢળું છું. આમાં અપ્રતિહત ભાવની વાત મૂકી છે–પાછા ફરવાની વાત જ નથી.
જગતમાં કહેવાય છે કે “ નાણાંવાળો કન્યા લીધા વગર પાછો ફરશે નહિ”; નાણું એટલે શું? નાણ
એટલે જ્ઞાન પણ થાય છે. અહીં તો આચાર્ય દેવ કહે છે કે:–શુધ્ધ આત્મ સ્વરૂપમાં વળ્‌યા તે વળ્‌યા, તે શુધ્ધ
પરિણતિ લીધા વિના હવે અમે પાછા ફરશું નહીં.
‘નમઃસમયસાર’ ––શુદ્ધ સ્વરૂપમાં જ મન–વચનથી ઢળું છું,
વાણીમાં પણ બીજાનો આદર નથી.
આ સમયસારમાં ઢળનાર જ પંચપરમેષ્ટિ અરિહંત સિધ્ધ કે આચાર્ય–ઉપાધ્યાય–સાધુ થાય છે.
નમસ્કારમંત્રના પહેલા જ પદમાં કહ્યું છે કે “ નમો અરિહંતાણં” રાગ–દ્વેષ ટાળ્‌યા તેને નમસ્કાર! એટલે કે હવે હું
રાગ–દ્વેષ તરફ નહિ ઢળું, રાગ–દ્વેષ રહિત સ્વભાવમાં જ ઢળું છું. આ પાંચ નમસ્કારના પદનું આખું સ્વરૂપ “
નમો સમયસારાય ” માં કહી દીધું છે, કહેનાર પોતે આચાર્યપદે છે અને સિદ્ધપદે અલ્પકાળમાં પહોંચવાના છે.
નમસ્કાર ક્યારે કહેવાય? કે અરિહંતને નમન કરનાર પોતાનો રાગ–દ્વેષરહિત સાચો સ્વભાવ માને તો
તે અરિહંતને નમ્યો છે. જે અરિહંતને નમે તે અરિહંત થાય અને સિદ્ધને નમે તે સિધ્ધ થાય.
આમાં એકલા પરિણમન સ્વભાવની જ વાત છે. સમય એટલે પોતાના જ્ઞાનપણે જ થતો. તેમાં રાગપણે
થવાનો સ્વભાવ નથી–હું રાગપણે થતો જ નથી, હું પૂર્ણ સ્વરૂપના જ આદરમાં રહું, તેમાં કાંઈ વિઘ્ન નથી.
પાંચ પદ–અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ; આ પાંચ પદમાંથી સાધુ, અરિહંત અને સિદ્ધ એ
ત્રણ પદ તો દરેક મુક્ત થનાર જીવને આવે જ, આચાર્ય અને ઉપાધ્યાય એ બે પદ તો કોઈને આવે અને કોઈને
ન પણ આવે. જે સમયસાર તરફ નમ્યો તેને સિદ્ધપદ થાય જ, વચ્ચે વિઘ્ન આવે નહીં. આત્માના સ્વરૂપમાં જે
નમ્યા તેને કર્મ નડે એવું અમારી પાસે નથી. કોઈ કર્મ, કોઈ કાળ કે કોઈ ક્ષેત્ર આત્માને નડતાં નથી.
અરિહંત કે સિદ્ધ થયા તે “નમ: સમયસારાય” એમ કહે નહીં, કેમકે તેઓ તો પૂર્ણ થઈ ગયા છે.
આચાર્યદેવ કહે છે કે હું શુદ્ધ આત્મામાં જ નમું છું, પુણ્ય કે પાપની વૃત્તિમાં હું નમતો નથી. અવસ્થામાં રાગ હોવા
છતાં કહ્યું છે કે હું તે રૂપે પરિણમતો નથી, તે તરફ નમતો નથી, પરિણમતાં છતાં નથી પરિણમતો એમ “નમ:
સમયસારાય”માં કહ્યું છે.
અરિહંત કે સિદ્ધને કોઈને નમસ્કાર કરવાનું હોય નહીં કેમકે તેઓ પૂર્ણ છે, તથા અજ્ઞાની પરમપદને
નમસ્કાર કરી શકે નહીં કેમકે તે અરિહંત કે સિદ્ધનું સ્વરૂપ જાણતો નથી, અને અરિહંત કે સિદ્ધનું સ્વરૂપ જાણ્યા
વિના નમસ્કાર કરે કોને? તેથી નમસ્કાર કરવાપણું તો આચાર્ય–ઉપાધ્યાય સાધુ અને સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે.
વંદ્ય–વંદક ભાવના ભેદ રાગમિશ્રિત છે, સાધક દશામાં નમસ્કારનો વિકલ્પ ઊઠે છે, છતાં હું તે રૂપે
પરિણમતો નથી. અહીં વિકલ્પ છે છતાં હું તે રૂપે થતો નથી એવા સ્વભાવના જોરમાં” વિકલ્પનો વ્યવહાર છે
તેને માત્ર જાણે છે, તે તરફ આદર નથી. એકલા શુધ્ધ સ્વભાવ તરફ જ ઢળું છું, વચ્ચે રાગાદિ આવે તેનો આદર
નથી એટલે કહ્યું કે હું તે રૂપે પરિણમતો જ નથી.
એકને નમસ્કારના યથાર્થ ભાવમાં અનંત સમાઈ જાય છે. એકથી અનંત જુદા નહીં, અનંતથી એક જુદો
નહીં, કેમકે સ્વરૂપમાં જુદાપણું નથી અર્થાત્ બધાનું સ્વરૂપ સરખું જ છે.
આત્મા એકલો જ્ઞાતા દ્રષ્ટા, તેની હાલતમાં રાગ–દ્વેષ થાય તેનો આદર નથી, પૂર્ણ સ્વરૂપને આદરવાનો
જ ભાવ છે. એકલા જ્ઞાતા સ્વરૂપ તરફ જ પરિણમન એ જ મારૂં સત્વ અને એજ મારૂં જીવન છે, એવા જોરમાં
વચ્ચે રાગાદિ આવે તેને પોતાના માનતો જ નથી. (પર્યાયને તો ભૂલી જ ગયો છે.)
જયધવલમાં પંડિત મરણનો અધિકાર છે તે (મંગળિક તરીકે વાંચવા માટે) લક્ષમાં આવ્યો હતો, આમાં
પણ એ જ આવ્યું છે. મૃત્યુ વખતે પણ સ્વભાવ તરફનું અંતર વલણ છૂટે નહીં. જીવનમાં શુધ્ધ સ્વરૂપ તરફનું જ
વલણ, મરણ ટાણે પણ શુદ્ધ પરિણતિમાં જ પરિણમન અને દેહ છૂટયા પછી પણ જ્યાં જાય ત્યાં “નમો
સમયસારાય”––શુદ્ધ સ્વરૂપમાં જ પરિણમન! સ્વરૂપની અંતરદશામાં સ્વભાવ તરફ જ વલણ છે, તે વલણ
કેવળજ્ઞાન લીધા વિના છૂટે નહીં.
આ સમયસારનાં નમનમાં અને જગતના લૌકિક નમનમાં ફેર છે:
નમન નમનમેં ફેર હૈ, બહોત નમે નાદાન;
દગલબાજી દુણા નમે, ચિત્તા ચોર કમાન.

PDF/HTML Page 6 of 17
single page version

background image
: ચૈત્ર ૧ : ૨૦૦૧ આત્મધર્મ : ૮૫ :
નમન નમનમાં ફેર હોય છે, ચીત્તો હરણને મારવા માટે નમે છે, ચોર નમે છે તે ઘરમાં પેસી જવા માટે
નમે છે, રાજાને નમે છે ત્યાં લોભની ખાતર નમે છે, અંદર કાંઈક દગો હોય તે બહારમાં બમણો નમે, પણ એ
બધાં નમન ક્ષણિક છે, પરાધીન થવા માટે છે, અશાંતિ અને પર પદાર્થ મેળવવાના ભાવ માટે છે, આ નમન
અવિનાશી છે, સ્વાધીનતા અને શાંતિ માટે છે.
––આચાર્યદેવ કહે છે કે “અમે રાગ–દ્વેષ અને શરીરના સંયોગને સંકોચીએ છીએ અને અંતર સ્વરૂપમાં
નમીએ છીએ. અંતર વલણનું ફળ અંતરમાં આવે છે. જેટલી વૃત્તિ બહાર જાય તે તરફ આદર નથી. આખો
સંસાર અને સંસાર તરફના વલણના ભાવથી હવે અમે સંકોચાઈએ છીએ. બહારના પર પદાર્થના વલણથી
સંકોચાઈને ચિદાનંદ ધ્રુવ સ્વભાવી એવા ‘સમયસાર’માં સમાઈ જવા માગીએ છીએ, બહારનો સંયોગ કે
શરીરાદિ સ્વપ્ને પણ જોઈતા નથી, બહારના ભાવ અનંતકાળ કર્યા, હવે તેનો આદર નથી. પૂર્ણ થવા પહેલાંં
શુભાશુભ થાય તે તરફ હવે આદર નથી. અમે બહારથી સંકોચાઈએ છીએ, હવે અમારૂં પરિણમન અંદર ઢળે છે;
તે બહારમાં જણાય નહીં. અંતર સ્વરૂપના વલણથી તે કેવળજ્ઞાન સુધી એ બધું આત્મામાં સમાઈ જાય છે, તેનું
ફળ બહારમાં દેખાતું નથી. તેને કોઈ રોકી શકે નહીં. અમારા નમનમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ પાછી ફરે નહીં.” આ
રીતે આચાર્યદેવે “નમ: સમયસારાય”માં એકલો અપ્રતિહત ભાવ વર્ણવ્યો છે; ચૌદ પૂર્વ, બાર અંગ અને
કેવળજ્ઞાનીઓનાં પેટ મૂકી દીધાં છે.
“નમ: સમયસારાય” તેમાં સમયસાર તે શુદ્ધ દ્રવ્ય અને નમ: તે પર્યાય છે. ‘સમયસાર’ એવો શુદ્ધ
ત્રિકાળ ધ્રુવ તે શુદ્ધ પરમાર્થ દ્રષ્ટિ અને નમ: તે પર્યાય બતાવે છે; આ રીતે ‘નમ: સમયસારાય’ કહેતાં સ્વભાવ
ત્રિકાળ સિદ્ધ થયો અને શુદ્ધ પર્યાય નવી પ્રગટે છે તે પણ બતાવ્યું.
શ્રી આનંદઘનજી મહારાજે કહ્યું છે કે:–
ધર્મ જિનેશ્વર ગાઉં રંગશું
ભંગ મ પડશો પ્રીત હો...જિને.
બીજો મન–મંદિર આણું નહિ
એ અમ કુળવટ રીત હો...જિને.
આમાં પણ એકલા શુધ્ધ સ્વભાવ તરફ નમવાની જ વાત મૂકી છે–ભંગ પડવાની વાત જ નથી. આચાર્ય
કહે છે કે દ્રવ્યે અને ભાવે સ્વભાવને જ નમન કરૂં છું. વાણી દ્વારા પણ આત્મ સ્વભાવને જ સ્થાપું છું. શુદ્ધ
આત્મસ્વભાવ તે ત્રિકાળ પણ છે અને શુધ્ધ પર્યાય તે ક્ષણિક પણ છે, એકાંત ધ્રુવ કે એકાંત બદલતો–ક્ષણભંગુર
નથી. ધ્રુવ સ્વભાવ જે અવિનાશી શક્તિપણે આનંદઘન પડ્યો છે. તેની જ પર્યાય પ્રગટીને આવશે, તે અવસ્થાને
રોકવા જગતમાં કોઈ સમર્થ નથી તે અવસ્થા બહારથી ક્યાંયથી નહીં આવે.
‘નમ: સમયસારાય’માં જ બધું આવી ગયું છે, પણ તેટલાથી કોઈ ન સમજે અને કહે કે–આત્માને કોઈ
ક્રિયા ખરી કે નહીં? વીતરાગ ભગવાન ક્રિયા માને છે કે નહીં? તો કહ્યું કે– ‘સ્વાનુભુત્યા ચકાસતે’ પ્રથમ
સામાન્ય લીધા પછી હવે વિષેશ લ્યે છે.
આત્માના સ્વરૂપને અનુસરીને જે અંતર ક્રિયા તેનું ઉપજવું છે. શરીર, મન, વાણીની ક્રિયા તો નહીં પણ
બાહ્ય આચરણ ઉપર લક્ષ જવાનો જે શુભભાવ તેનાથી પણ પ્રગટતો નથી, પણ ‘સ્વાનુભુત્યા ચકાસતે’ એટલે
પોતાથી જ પ્રકાશે છે. પોતાની અનુમતિ [પર્યાય] રૂપ ક્રિયાથી પ્રકાશે છે. પોતાના નિર્મળ વેદનમાં દયાદિના
ભાવના વેદનનો આધાર નથી. અંતર સ્વભાવની એકાગ્રતા દ્વારા જ પ્રગટ થાય છે–બીજાથી નહીં. અહીં
અસ્તિથી જ વાત લીધી છે, અસ્તિ કહેતાં પરથી નાસ્તિ સમજી લેવી.
‘છે અંદર’ તેના ઉપર જોર કર! જોર કર! બાહ્ય વલણના ભાવને કર શિથિલ! અને અંતર સ્વભાવ
ઉપર જોર લાવ! અંદર છે તેના ઉપર જોર કર, તો નિર્મળતા પ્રગટી જશે. અંતરદ્રષ્ટિ, અંતર વલણ અને અંતર
એકાગ્રતા વગર મુક્તિ નથી, બાકી બીજા બધા રખડવાના રસ્તા છે.
હવે કોઈ પૂછે કે–અંદર હતું તે પ્રગટ્યું કે બહારથી નવું આવ્યું? તો કહે છે કે ‘ચિત્સ્વભાવાય ભાવાય’
ચિત્ એટલે જ્ઞાન; એકલા જ્ઞાનસ્વભાવે છે; તેના જોરે જ નિર્મળતા પ્રગટે છે, આમાં બીજું કાંઈ બહારનું ન
આવ્યું. જાણવું એ જ સ્વરૂપ છે, તેમાં પરનું કરવા મૂકવાનો સ્વભાવ નથી. જ્ઞાન એ જ પોતાનો સ્વભાવ છે,
તેનો પ્રથમ વિશ્વાસ કર્યા વગર ફળ પ્રગટે નહિ.
‘ચિત્ સ્વભાવાય’ એટલે જ્ઞાન એ જ સ્વભાવ છે અને ‘ભાવાય’ કહેતાં–ત્રિકાળ છે. આવા અંતર
સ્વભાવનો વિશ્વાસ એ જ જ્ઞાનની (આત્માની) ક્રિયા છે. ખાવા પીવાની ક્રિયા આત્માની નથી, ખાવા–પીવામાં
સુખ માન્યું છે તે કદી જોયું નથી છતાં વિશ્વાસ કર્યો છે, ત્યાં તો વિનાશીનો વિશ્વાસ છે, તે અજ્ઞાનની ક્રિયા છે.

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૮૬ : આત્મધર્મ : ચૈત્ર ૧ : ૨૦૦૧
અને અંતર સ્વભાવનો વિશ્વાસ એ જ્ઞાનીની ક્રિયા છે.
ઊનાળામાં ગરમીની લૂ વાતી હોય, સખ્ત ગરમી પડતી હોય અને ઠંડી હવા આવે ત્યાં ‘હાશ’ એમ થઈ
જાય છે તેનું શું કારણ? પ્રથમ લૂ ઉપર લક્ષ હતું ત્યારે શરીર ઉપરના રાગના કારણે તે લૂ ઉપર દ્વેષ હતો, અને
ઠંડી હવા ઉપર લક્ષ ગયું ત્યાં શરીર ઉપર રાગ છે તેથી ‘હાશ’ કહે છે કેમકે ઠંડી હવાને સુખનું કારણ માન્યું છે–
તેમાં સુખ કલ્પ્યું છે; પણ ભાઈ! ‘હાશ’ પરમાં નથી–તારામાં છે. તારા સુખસ્વરૂપને ચૂકીને પરમાં સુખની
કલ્પના તે તારૂં અજ્ઞાન છે, તને તારો મહિમા નથી–વિશ્વાસ નથી.
અહાહા! શું વસ્તુ સ્વરૂપ છે! પણ અજ્ઞાનીને પોતાના જ્ઞાન સ્વભાવનું માહાત્મ્ય નથી, ‘મારો જ્ઞાન
સ્વભાવ જ મારી શાંતિનું સત્તાસ્થાન છે, એ જ મારૂં સત્તાધામ છે’ એવો વિશ્વાસ નથી. પ્રભુ! તારા
જ્ઞાનસ્વભાવ સિવાય ખેતર, જંગલ કે બંગલામાં તારૂં સત્તાસ્થાન નથી. સ્વાધ્યાયમંદિરમાં બેઠાં કે નિરાંત! એમ
માને પણ નિરાંત છે ક્યાં? સ્વાધ્યાય મંદિરમાં છે કે તારામાં છે? પ્રભુ! તું ચિત્સ્વભાવી છો! તારા
આત્મધામમાં જ તારી શાંતિ છે. તારૂં સમાધિ મરણ કોઈ બાહ્ય ક્ષેત્રથી નહિ આવે, પણ તારા જ્ઞાન સ્વભાવથી જ
આવશે. તું જ્ઞાન સ્વભાવી વસ્તુ છો!
હવે જ્ઞાનનું સ્વરૂપ કેવું છે? તે કહે છે:
‘સર્વ ભાવાંતરચ્છિદે’:–એકલા જ્ઞાન સ્વરૂપમાં સર્વ પરને–ત્રણકાળ ત્રણલોકને–એક સમયમાં પૂર્ણપણે
જાણવાનો સ્વભાવ છે; જાણવામાં રાગ નહિ, વિકાર નહિ કે નિમિત્ત નહીં, એવો જ્ઞાન સ્વભાવ છે. “એવા જ્ઞાન
સ્વભાવને હું પ્રણમીને નમસ્કાર કરૂં છું, આ નમન પૂર્ણ થતાં સુધી રહે છે. પૂર્ણદશા થયા પછી તેમાં વધવા પણું
થતું નથી, એમને એમ રહે છે,” આ પ્રમાણે આચાર્ય દેવે ‘સમયસાર’માં પ્રણમીને નમસ્કાર કર્યા છે અને
‘સમયસાર’નું શુદ્ધ સ્વરૂપ વર્ણવીને પોતાના શુદ્ધ આત્માને જ ઈષ્ટ દેવ માનીને મંગળિક તરીકે તેને જ નમસ્કાર
કર્યા છે.
જીવે શું કરવું યોગ્ય છે?
જીજ્ઞાસુ જીવોએ આત્મા –જે નિશ્ચલ ચૈતન્યરૂપ પદાર્થ છે તેને ૧ પઢવા–ભણવા યોગ્ય, ૨
ધ્યાન કરવા યોગ્ય, ૩ આરાધવા યોગ્ય, ૪ પૂછવા યોગ્ય, પ સાંભળવા યોગ્ય, ૬ અભ્યાસ કરવા
યોગ્ય, ૭ ઉપાર્જન કરવા યોગ્ય, ૮ જાણવા યોગ્ય, ૯ કહેવા યોગ્ય, ૧૦ પ્રાર્થના યોગ્ય, ૧૧ શિક્ષા
યોગ્ય, ૧૨ દેખવા યોગ્ય, અને ૧૩ સ્પર્શ કરવા યોગ્ય છે, કે જેથી આત્મા સદા સ્થિર બન્યો રહે.
[શ્રી અમિતગતિ આચાર્યકૃત યોગસાર અધ્યાય ૬ ગાથા ૪૯]
રુચિ અને પુરુષાર્થ
જેને જે વસ્તુની રુચિ હોય તે વસ્તુની તે મર્યાદા ન બાંધે–તેની હદ ન હોય. જેને પૈસાની રુચિ હોય તે
લાખ–બેલાખ કે કરોડ એવી મર્યાદા ન બાંધે પણ જેટલા મળે તેટલા લેવાની ભાવાના હોય, તેમ જેને આત્માની
રુચિ થઈ હોય તે આત્મહિત માટે કોઈ પણ મર્યાદા ન બાંધે, આત્માના બેહદ સ્વભાવની રુચિ થઈ તો તેમાં કાંઈ
હદ ન હોઈ શકે, પણ કાળની અને પુરુષાર્થની મર્યાદા તોડીને બેહદ પુરુષાર્થ દ્વારા સંપૂર્ણ સ્વરૂપ મેળવે જ.
“આત્માનું સ્વરૂપ બે ત્રણ દિવસમાં કે અમુક વખત સુધીમાં મળે તો લેવું” એમ જે કાળની મર્યાદા
બાંધીને સ્વરૂપ મેળવવા માગે છે તેને આત્માની રુચિ જ નથી; જો ખરેખર આત્માની રુચિ હોય તો મર્યાદા હોય
નહિ. સંસારના કાર્યો અનંત–અનંત કાળથી કરતો આવ્યો છે. છતાં તેની કાંઈ મુદત મારતો નથી અને અહીં મોક્ષ
સાધનમાં મુદત મારે છે તો તેને આત્માની રુચિ નથી પણ સંસારની જ રુચિ પડી છે. જો તને ખરેખર આત્માની
રુચિ થઈ હોય તો સંસાર ભાવ મૂકી દઈને આત્મા માટે જ જીવન અર્પી દે! અરે! એક તો શું પણ અનંત–અનંત
ભવ આત્મા માટે આપવા પડે તો પણ આપવા તૈયાર છું, ગમે તેમ થાવ પણ મારે તો આત્માનું કરવું જ છે–એમ
આત્માની રુચિ કરીને કાળની મર્યાદા તોડી નાંખ! આમ કરવાથી અનંત ભવનો નાશ થઈને અલ્પ કાળમાં જ
તારી મુક્તિ અવશ્ય થઈ જશે. કાળની મર્યાદા તોડીને જે આત્મા માટે અનંતભવ અર્પણ કરવા તૈયાર થયો છે
તેને ભવ હોય જ નહિ. આત્મા તરફની યથાર્થ રુચિ હોવાથી–તે રુચિના જોરે કાળની મર્યાદા તોડીને–ઉગ્ર પુરુષાર્થ
દ્વારા તે અંક–બે ભવમાં જ મુક્ત થઈ જવાનો! પણ જો કાળની મર્યાદા બાંધી તો અનંતકાળે પણ જન્મ મરણનો
અંત નહિ આવે. મર્યાદાના લક્ષે મુક્તિનો અમર્યાદીત પુરુષાર્થ ફાટે નહિ; જે તરફની રુચિ હોય તે તરફનો
પુરુષાર્થ ઉપડે છે, માટે પ્રથમ ક્ષેત્ર કાળાદિની મર્યાદાને તોડીને રુચિ ફેરવો.

PDF/HTML Page 8 of 17
single page version

background image
: ચૈત્ર ૧ : ૨૦૦૧ આત્મધર્મ : ૮૭ :
દયા वगेरेनु वास्तविक स्वरूप દાન
પહેલો મિત્ર:–આપણે ‘સ્વવશે’ અને ‘પરવશે’ સંબંધે [આત્મધર્મના પહેલા વર્ષના ચોથા અંકમાં]
વિવેચન કર્યું તેથી મને સમજાય છે કે, ‘સ્વવશે’નો અર્થ આત્માના વશે થાય છે; એટલે કે આત્માના શુદ્ધ
સ્વભાવના વશે થાય તે ‘સ્વવશે’, અને રાગના વશે થાય તે ‘પરવશે’ છે. આ તથા બીજા વિષયો ચર્ચ્યા; હવે
બીજા પ્રશ્ન ઉપર જઈએ તો કેમ?
બીજો મિત્ર:–ભલે; મને કાંઈ વાંધો નથી.
પહેલો મિત્ર:–હું હમણાં એક સભામાં ગયો હતો. ત્યાં એક ભાઈએ ભાષણ કર્યું કે– ‘ગરીબોને દાન
આપીએ તે ધર્માનુષ્ઠાન છે’. તમારો એ બાબતનો શો મત છે?
બીજો મિત્ર:–તેમાં તમને શંકા કેમ થઈ?
પહેલો મિત્ર:–મેં એ બાબત વિચાર કર્યો કે આ જીવ અનાદિથી છે, તેણે આટલા બધા લાંબા કાળમાં
કોઈવાર કરુણાભાવે દાન ન આપ્યું હોય એ કેમ બને? અને તે વખતે ‘ધર્મ’ ન થયો તો આ વખતે કેમ થાય?
એમ વિચાર થતાં મન્થન ચાલ્યું પણ કાંઈ નિર્ણય ન થયો એટલે તમને પૂછયું.
બીજો મિત્ર:–દાન દેવામાં જો શુભ પરિણામ હોય તો પુણ્ય થાય; ધર્મ ન થાય.
પહેલો મિત્ર:–તમે પુણ્ય કહો છો તેનું કારણ શું?
બીજો મિત્ર:–જુઓ! સમ્યગ્દર્શન પામ્યા વગર જીવે પૂર્વે અનંતવાર મહાવ્રત પાળ્‌યાં, તેમાં અતિચાર
આવવા દીધા નહીં, તો પણ ધર્મ ન થયો, પુણ્ય થયું અને તેનું ફળ દેવગતિ થઈ–એ તમે સાંભળ્‌યું છે?
પહેલો મિત્ર:–હા, મેં તે સાંભળ્‌યું છે. ત્યારે તમે શું એમ કહેવા માગો છો કે પુણ્ય તે ધર્મ નથી?
બીજો મિત્ર:–પુણ્યને લોકો ધર્મ કહે છે, અને માને છે; તેથી તેને ‘લૌકિક ધર્મ’ કહેવો હોય તો કહો, પણ
તે ‘સત્યધર્મ’ નથી.
પહેલો મિત્ર:–ભલે તે સત્યધર્મ ન હોય પણ તે ધર્માનુષ્ઠાન તો ખરૂં ને?
બીજો મિત્ર:–ભાઈ! તે ધર્માનુષ્ઠાન છે કે નહીં તે આપણે વિચારીએ. ‘ધર્માનુષ્ઠાન’ શબ્દ ત્રણ પદનો
બનેલો છે. તે નીચે પ્રમાણે:–
ધર્મ+અનુ+સ્થાન=ધર્મને અનુસરીને આત્મામાં સ્થિત રહેવું તે. હવે તમને તુરત ખ્યાલમાં આવશે કે જો
તે ભાવથી ધર્મનો અંશ થતો હોય તો જીવમાં આજે શુદ્ધતાના ઘણાં અંશો પ્રગટપણે જોઈએ અગર તો સમ્પૂર્ણ
પવિત્રતા જોઈએ. ધર્મનો એક અંશ જેને પ્રગટે તેને ક્રમે ક્રમે સમ્પૂર્ણ ધર્મ પ્રગટ થયા વિના રહે નહીં. વળી જો
દાનથી ધર્મ થતો હોય તો ગરીબો ધર્મ કરી શકે નહીં; કેમકે તેની પાસે તો પૈસા નથી; અને એમ થતાં પૈસાવાળા
માટે જ ધર્મ છે એમ બને, પણ તેવું નથી. કેમકે ‘ધન’ તો પરવસ્તુ છે, પરવસ્તુ વડે આત્માનો ધર્મ થાય જ
નહીં.
પહેલો મિત્ર:–ગરીબ પૈસા ન આપી શકે તો કંઈ નહીં. બીજા આપે તેનું અનુમોદન કરે. ગરીબને તે રીતે
ધર્મ થાય, કરવા–કરાવવા અને અનુમોદવાનો ગમે તે ભાવ હોય તો પણ સરખો લાભ ગણાય છે, માટે ગરીબ તે
રીતે ‘ધર્મ’ કરે.
બીજો મિત્ર:–તેનો અર્થ તો એવો થયો કે પરના આધારે ધર્મ થાય એટલે કે પૈસા વડે–(જે વસ્તુ જીવથી
પર છે તેને આધારે) ધનાઢયને થાય–અને ગરીબો તેનું અનુમોદન આપે– એટલે કે ધનાઢયો પૈસાને આધારે
ધર્મ કરે તેનું ગરીબ અનુમોદન આપે અને ધર્મ થાય–એવો સિદ્ધાંત હોય તો ધર્મ જડ–પર વસ્તુને આધિન થાય,
પણ ધર્મ તો આત્માનો (પોતાનો) સ્વભાવ છે પોતાનો સ્વ (પોતીકો) ભાવ તો પોતામાં હોય તેથી પોતાનો
શુદ્ધ સ્વભાવ તે ધર્મ કહેવાય. માટે જીવ પોતાના સ્વભાવની બરાબર સમજણ પ્રથમ કરે તો તે ધર્મ પ્રગટ કરી
શકે. તે વિના કદી ધર્મ થાય નહીં.
પહેલો મિત્ર:–બરાબર–ધર્મ તે આત્માનો સ્વભાવ છે, તે વાત તો સાચી; તે ભાષણ કર્તા પણ ‘ધર્મ’ ની
તેવી વ્યાખ્યા કરતા હતા, પણ તે કહેતા હતા કે આપણે દાન આપીએ, સેવા કરીએ તો તે પુણ્ય છે; અને તે
ધર્મને પ્રેરે માટે તે સત્ અનુષ્ઠાન કહેવાય–સહાયક કહેવાય. એ બાબતમાં તમારું શું કહેવું છે?
બીજો મિત્ર:–જો તે ભાવ ધર્મને પ્રેરતો હોય તો ધર્મનો અનંતમો ભાગ પણ તેનાથી પ્રગટ થવો જોઈએ
અને જો તેનાથી અનંતમો ભાગ પણ પ્રગટ થતો હોય તો જેમ જેમ દાન, સેવા વગેરે આપણે વધુ વધુ કરીએ
તેમ તેમ તે દાન, સેવા વગેરે

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૮૮ : આત્મધર્મ : ચૈત્ર ૧ : ૨૦૦૧
કરુણાભાવ તો રાગભાવ છે; શુભરાગ છે તે વિકાર છે, તેથી.
રજુ કરનાર
રા.મા. દોશી
ધર્મને પ્રેર્યા કરે અને ધર્મ વધતો જાય, પણ તેમ તો બનતું નથી. કેટલાક માણસો એવા હોય છે કે જે
પોતાનું નામ બહાર પાડ્યા વગર ઘણા જ ગરીબ માણસને દાન આપ્યા કરે છે, સેવા કરે છે, દયા પાળે છે, છતાં
તેને આત્માના સ્વરૂપની કાંઈ ખબર હોતી નથી; એ રીતે પુણ્યભાવ ધર્મનો પ્રેરક કે સહાયક તેમને થતો નથી, તો
બીજાને કેમ થાય?
પહેલો મિત્ર:–તેનું કારણ શું?
બીજો મિત્ર:–કરુણાભાવ તો રાગભાવ છે. શુભરાગ છે તે વિકાર છે. વિકાર કરતાં કરતાં અવિકારીપણું
પ્રગટે એમ તો બની શકે જ નહીં; પણ વિકાર ટાળતાં ટાળતાં અવિકારીપણું પ્રગટે છે.
પહેલો મિત્ર– તમે કહ્યું તે હું સમજ્યો. પાપ ટાળી પુણ્ય કરવું તે પાપ કરતાં સારું છે, કેમકે તેમાં
મંદકષાય છે; પણ આત્માના ધર્મની અપેક્ષાએ તે સારું નથી, કેમકે તે મંદકષાયપણ વિકાર છે; અને વિકાર હોય
તે અવિકારને પ્રેરે જ નહીં, કે સહાયક થાય જ નહીં–એમ તમે કહેવા માગો છો, તે હું સ્વીકારું છું.
બીજો મિત્ર–સારૂં; પુણ્ય તે ધર્મ નથી એમ કહેવામાં પુણ્યનું સ્વરૂપ સમજાવ્યું છે. એનો અર્થ એવો નથી
કે–જે શુદ્ધ સ્વભાવને સમજે પણ એકદમ અમલમાં મૂકી ન શકે તેણે પુણ્ય છોડી પાપ કરવું. તેનો અર્થ તો
એવો છે કે–પાપ કદી ન કરવું. જ્યાંસુધી વીતરાગ ન થવાય ત્યાંસુધી મુમુક્ષુ જીવને જે રાગ રહ્યો છે તે
સત્દેવ, સત્ગુરુ, સત્શાસ્ત્ર–– તથા કરુણાભાવ તરફ વળ્‌યા વિના નહીં રહે પણ તે જીવ રાગને ‘ધર્મ’ કદી
ગણશે નહીં; તેને તે ‘ધર્મ’ ગણતો નથી. તેથી તે શુભભાવને ટાળી શુદ્ધમાં જવાનો પ્રયત્ન કરી ક્રમે ક્રમે
પૂર્ણ શુદ્ધતા પ્રગટ કરશે. હવે કહો કે જે જીવ યથાર્થ સ્વરૂપ સમજે તે જીવ લોભ ઓછો કરશે કે કેમ?
પહેલો મિત્ર–– જરૂર તે લોભ ઓછો કરશે; લોભ ઓછો કરવાનો ભાવ તેને આવશે જ. તેને પરિણામે
દાન થયા વગર રહેશે નહીં, અને બીજાને પોતે દાન આપે છે, એવું અભિમાન તેને થશે નહીં. જેટલે અંશે
પોતામાં સુધારો થયો તેટલે અંશે પોતે પોતાને દાન આપ્યું એમ તે માનશે, કેમ તે બરાબર છે?
બીજો મિત્ર:–હા, તે બરાબર છે, પણ તેટલું જ નથી, જીવનું યથાર્થ સ્વરૂપ સમજનાર તો એમ માને છે
કે–પૈસા છે તે મારા નથી, જડ છે, હું તેનો સ્વામી નથી, હું તે કોઈને આપી શકું નહીં; કે લઈ શકું નહીં. પણ મારી
તે ઉપર આસકિત છે તે મારે ટાળવી જ જોઈએ, અને તે આસક્તિ ટાળતાં પૈસા જે જગ્યાએ જવાયોગ્ય છે તે
જગ્યાએ પોતાના કારણે ગયા વગર રહેશે નહીં. મેં જડનું દાન કર્યું એમ માનું તો હું તો જડનો સ્વામી થાઉં, માટે
તેમ નથી. મેં તો પોતાના લાભ માટે મારો લોભ ઓછો કર્યો, તેનો મારા પોતા ઉપર ઉપકાર છે, અને જે કંઈ
હજુ લોભ રહે છે તે મને નુકસાનકારક છે, માટે તે ટાળું તો જ મને પૂરો લાભ થાય.
પહેલો મિત્ર:–તમારી વાત મને ન્યાયસર લાગે છે. અને ભાષણ કર્તાનો અભિપ્રાય સાચો નથી, એમ
મને ખાતરી થાય છે. તે ભાષણ કર્તા બીજું ઘણું કહેતા હતા તે સંબંધે પણ ચર્ચા કરવા જરૂર છે. પણ હવે પછી
મળશું.
બીજો મિત્ર:–ભલે બહુ સારું.
(બન્ને મિત્રો જુદા પડે છે)
સંવાદચાલુ (બન્ને મિત્રો મળે છે.)
પહેલો મિત્ર:–તે ભાષણ કર્તા કહેતા હતા કે–‘ગરીબ ભલે દાન ન કરી શકે તો શું થયું? ધર્મના બીજા
અંગો ઘણાં છે. જેવાં કે દયા, ગુરુસેવા વગેરે દરેક કરી શકે, તે બધાં ધર્માનુષ્ઠાનો છે એમ જો ન માનીએ તો
જગતમાં દયા, દાન વગેરે અનુષ્ઠાનો રહેશે નહીં.’ હવે આપણે દયા સંબંધી વિચારીએ.
બીજો મિત્ર:–એ ભાષણ કર્તાએ કહ્યું હતું એવો જ તમારો મત છે, એમ માની આપણે આગળ ચાલીએ
તો કેમ?
પહેલો મિત્ર:–ના, તેમ નહીં. મારા તે વિચાર નથી. મારે તો હજી નિર્ણય કરવો છે, તેથી તમને પૂછયું છે.
એ ભાષણકર્તાએ જે ભાવો કહ્યા હતા તે, હું તો સમજવા માટે તમારી પાસે રજુ કરૂં છું.
બીજો મિત્ર:–તમે કહો છો તેવા વિચાર તે ભાષણકર્તાના અને બીજાઓનાં પણ છે માટે તે વિચારની
પરીક્ષા આપણે કરીએ.
પહેલો મિત્ર:–કહો, ત્યારે દયા તે ધર્મનું અંગ ખરૂં કે નહીં?
બીજો મિત્ર:–આપણે દયાનું સ્વરૂપ વિચારીએ તે પહેલાંં ‘દયા’ શબ્દથી તમે શું કહેવા માગો છો? તેની
વ્યાખ્યા કરો.

PDF/HTML Page 10 of 17
single page version

background image
: ચૈત્ર ૧ : ૨૦૦૧ આત્મધર્મ : ૮૯ :
વિકાર કરતાં કરતાં અવિકારીપણું પ્રગટે એમ કદી બની શકે જ નહીં.
પહેલો મિત્ર:–દયા શબ્દ જાણીતો છે, તેના અર્થની શું જરૂર છે. નાનું છોકરૂં પણ જાણે છે કે, ‘જીવની
હિંસા’ ન કરવી તેનું નામ ‘દયા’ છે.
બીજો મિત્ર:–ઠીક છે. પણ તે વ્યાખ્યા અપૂર્ણ છે. પોતાના જીવની હિંસા ન કરવી તે દયા કે પર જીવની
હિંસા ન કરવી તે દયા તે તમે સ્પષ્ટ કર્યું નથી, માટે સ્પષ્ટ કરો.
પહેલો મિત્ર–‘પોતાના જીવની હિંસા’ વળી કેમ થતી હશે? પર જીવને મારી ન નાખવો તે દયા એવો
અર્થ લોકમાં પ્રચલિત છે. તમે કાંઈ જુદો અર્થ કરવા માગો છો?
બીજો મિત્ર–હું શું અર્થ કરવા માગું છું તે અહીં સવાલ જ નથી. ભાષણ કર્તા દયાનો શું અર્થ કહેતા હતા
તે સવાલ છે.
પહેલો મિત્ર– બીજા જીવને મારી નાખવો નહીં તેને ‘દયા’ કહેવી એમ ભાષણ કર્તા કહેવા માગતા હતા,
માટે હું તે અર્થ તમારી પાસે સ્પષ્ટતા થવા માટે મૂકું છું.
બીજો મિત્ર– ત્યારે શું જીવે પૂર્વે અનંતવાર મહાવ્રત પાળ્‌યાં ત્યારે જીવ હિંસા કરી હતી?
પહેલો મિત્ર–એમ કેમ કહી શકાય?
જો અતિચાર વગરનાં મહાવ્રત પાળે તો જ જીવ નવમી ગ્રૈવયકે દેવગતિમાં જાય અને (આત્માની
ઓળખાણ ન હોય તો) તે પાછો સંસાર ચક્રમાં રખડે એમ મેં સાંભળ્‌યું છે, માટે પૂર્વે જીવે તેવી દયા તો
અનંતવાર પાળી છે એમ માનવું જ જોઈએ.
બીજો મિત્ર–જો તેમ છે તો તે વખતે ‘ધર્મ’ ન થયો, તો આજે કેમ થાય?
પહેલો મિત્ર–ભલે ધર્મ ન થાય પણ ધર્મનું અનુષ્ઠાન તો થાય ને? તેને સદ્વ્યવહાર તો કહેવો જ પડશે
ને? પરમાર્થને તો પ્રેરે છે ને?
બીજો મિત્ર:–પર જીવને ન મારવાનો વિકલ્પ ઉઠવો તે રાગભાવ છે કે વીતરાગભાવ છે?
પહેલો મિત્ર:–તે વિકલ્પ તો વીતરાગને હોતો નથી. અરે વીતરાગને તો શું પણ અપ્રમત્ત સાધુને પણ આ
જીવને બચાવું તો સારું એવો વિકલ્પ ઊઠે નહીં; માટે વિકલ્પ ઊઠે છે તે રાગભાવ છે એમ તો કહ્યા વગર ચાલી
શકતું નથી.
બીજો મિત્ર:–ત્યારે હવે કહો કે–રાગભાવ તે વીતરાગભાવને પ્રેરે? જો થોડો રાગ વીતરાગ ભાવને પ્રેરે
તો વિશેષ રાગ વધારે વીતરાગભાવને પ્રેરે એમ કહેવું પડે. માટે રાગભાવ તે વીતરાગભાવને પ્રેરે જ નહીં, માટે
તે સદનુષ્ઠાન કે સદ્વ્યવહાર નથી.
પહેલો મિત્ર:–પણ જો તમે ઉપર કહ્યું તેમ દયાને ધર્મમાં નહીં ગણો તો પછી લોકો દયા નહીં કરે તો?
બીજો મિત્ર:–સાચું સમજે અને નુકસાન થાય એમ માનવું યોગ્ય નથી. અસત્યથી લોકોને કે સમાજને
લાભ થાય એમ માનનારા તેમ કહી શકે. કષાય ચક્રમાં પુણ્યભાવ સમ્પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી જીવને
આવ્યા વગર કેમ રહે? સમ્યગ્દ્રષ્ટિને પુણ્યની ઈચ્છા ન હોવા છતાં ઘણાં ઉંચા પુણ્ય બંધાય છે. મિથ્યાદ્રષ્ટિને તેવા
પુણ્ય હોય નહીં. અજ્ઞાની જીવ અનાદિથી પુણ્ય પાપ કરતાં આવે છે અને નહીં સમજે ત્યાં સુધી તે અજ્ઞાન પુર્વક
કર્યા કરશે અને પુણ્યને તે ધર્મ માનશે. દરેક જીવ પોતાને ઠીક પડે તેવી માન્યતા કરે એ નિયમ છે. એજ દરેક
જીવની સ્વતંત્રતા સિદ્ધ કરે છે. પ્રરૂપણા અસત્ કેમ કરાય? સત્ પ્રરૂપણાથી કોઈ જીવને નુકસાન થાય જ નહીં,
પણ તે સુધરે.
પહેલો મિત્ર– વિકારી જીવોને પુણ્યપાપનું ચક્ર ચાલ્યા જ કરે છે એમ તમે કહ્યું તે બરાબર સમજાતું નથી,
માટે સ્પષ્ટતા કરો.
બીજો મિત્ર– વિકાર આત્માનો સ્વભાવ નથી, પણ દોષ છે. વિકારનું સ્વરૂપ એવું છે કે તે વધારે ઓછો
થયા કરે પણ એક સરખો ન રહે. જેમ કોઈને તાવ આવ્યો હોય તો કોઈ વખતે ૯૯ ડીગ્રી હોય તો કોઈ વખતે
૧૦૨ ડીગ્રી હોય; પણ તાવ ઉતરી જાય ત્યારે ૯૮।। ડીગ્રી (normal) એક સરખો રહે એમ વિકાર પણ એક
સરખો રહે નહીં. આ સિદ્ધાંતને અનુસરીને જીવને જુદી જુદી ગતિ પોતાના ભાવને અનુસરી ને પ્રાપ્ત થાય છે.
જ્યારે ઘણી ક્રુરતા કરે ત્યારે નારકી થાય, જ્યારે પુણ્યભાવ ઘણા કરે ત્યારે સ્વર્ગમાં દેવ થાય, માયા કરે ત્યારે
તીર્યંચ થાય, પુણ્ય પાપના મધ્યમ પરિણામ કરે ત્યારે મનુષ્ય થાય. એમ પુણ્ય–પાપનું ચક્ર ફર્યા કરે–એટલે વિકાર
તો ફર્યા જ કરે અને શુભ–અશુભ–(પુણ્ય–પાપ) એમ કષાય ચક્ર અજ્ઞાનીને ચાલ્યા જ કરે.
પહેલો મિત્ર:–ત્યારે શું જીવને અનાદિથી પુણ્ય–પાપ જ આવડે છે?
બીજો મિત્ર:–છે તો તેમજ–જો નિગોદમાં જીવ પુણ્યભાવ ન કરે તો તે

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૯૦ : આત્મધર્મ : ચૈત્ર ૧ : ૨૦૦૧
જીવ ત્રસ કેમ થાય? તે પોતાના શુભભાવ
વડે જ થઈ શકે; નિગોદમાં સાંભળવાની ઈન્દ્રિય નથી,
કોઈ ઉપદેશક નથી, કોઈ જીવની દયા પાળી નથી, કાંઈ
દાન આપ્યું નથી તો પણ ત્રસ થયો, વળી મનુષ્ય
થયો એ બધા શુભ ભાવ પોતે કર્યા તેથી તે ગતિ
પ્રાપ્ત થઈ.
પહેલો મિત્ર–ત્યારે શુભ ભાવ તે રાગ છે,
બંધનું કારણ છે. ધર્મનું અનુષ્ઠાન નથી. ધર્મને તે
પ્રેરતું નથી તે સદ્વ્યવહાર નથી, એમ તો હું સમજ્યો;
પણ શુભ ભાવ તો જ્ઞાની જીવ પણ કરે છે તેનું કેમ?
બીજો મિત્ર–એ પ્રશ્ન ઘણો સરસ છે. તમે
પોતે તે ઉપર વિચાર કરશો તો વધારે ઠીક પડશે. માટે
હવે આપણે ફરી મળીશું ત્યારે તે પ્રશ્ન લઈશું. પણ
હજુ દયાનો ખરો અર્થ કરવો બાકી રહે છે. તે પ્રથમ
લઈશું
(બન્ને મિત્રો જુદા પડ્યા)
સંવાદ ચાલુ
[બન્ને મિત્રો ફરી મળે છે]
પહેલો મિત્ર:–દયાનું સ્વરૂપ તમે શું કહો છો,
તેની શી વ્યાખ્યા છે?
બીજો મિત્ર:–દયાના બે વિભાગ છે, સ્વદયા
અને પરદયા.
પહેલો મિત્ર:–સ્વદયા એ વળી શું––પોતાની
દયા થતી હશે?
બીજો મિત્ર:–પોતાની હિંસા અને અહિંસા
બન્ને થઈ શકે છે. પોતાની અહિંસાને પોતાની દયા
પણ કહી શકાય છે. જીવ અનાદિથી પોતાની શુદ્ધતાની
હિંસા કરી રહ્યો છે, તે ટાળવી એ પોતાની અહિંસા
અગર પોતાની દયા છે.
પહેલો મિત્ર:–આવો અર્થ કોઈ ઠેકાણે કર્યો છે?
બીજો મિત્ર:–હા, શ્રીમદ્ રાજચંદ્ર કહે છે:–
(૧) ‘ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં
અહો! રાચી રહો.’
‘ભાવ નિદ્રા ટાળો.’
(૨) શ્રી સમયસારની સ્તુતિમાં પહેલી જ
લીટીમાં કહ્યું છે કે:– ‘સંસારી જીવના ભાવ મરણો
ટાળવા કરુણા કરી, સરિતા વહાવી× × ×’
(૩) આ માસિકના પ્રથમ વર્ષના અંક
બીજામાં હિંસા–અહિંસાના લેખમાં પણ કહ્યું છે.
તા. ૬–પ–૪પ રવિવાર બીજા ચૈત્ર વદ ૯ થી
એક માસ સુધી જૈનદર્શનના અભ્યાસ માટે એક
શિક્ષણ વર્ગ ખોલવામાં આવશે; ૧૪ વર્ષથી ઉપરના
ઉમેદવારોને દાખલ કરવામાં આવશે. શિક્ષણવર્ગમાં
દાખલ થનારને માટે ભોજનની તથા રહેવાની સગવડ
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી થશે. આ વર્ગમાં દાખલ
થવા ઈચ્છા હોય તેમણે નીચેને સરનામે લખવું.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સુચના:– જેની અરજી નામંજુર થવા સંબંધે
સમાચાર તા. ૧–પ–૪પ સુધીમાં ન મળે તેઓએ વર્ગમાં
હાજર થવું.
પહેલો મિત્ર:–સારૂં, પણ પર દયાનો અર્થ શું
કરો છો?
બીજો મિત્ર:–પર જીવને મારી નહિ નાખવાનો
કે દુઃખ નહિ દેવાનો પોતાનો શુભભાવ તે પર દયા છે.
પહેલો મિત્ર:–સ્વદયાનું સ્વરૂપ શું છે?
બીજો મિત્ર:–સ્વદયા, સ્વરૂપ દયા અને નિશ્ચય
દયાનું સ્વરૂપ નીચે પ્રમાણે છે:–
સ્વદયા:–આ આત્મા અનાદિ કાળથી
મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્ત્વ પામતો નથી, જિનાજ્ઞા
પાળી શકતો નથી, એમ ચિંતવી ધર્મમાં પ્રવેશ કરવો તે
‘સ્વદયા.’
સ્વરૂપ દયા:–સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપ વિચારણા
કરવી તે ‘સ્વરૂપદયા.’
નિશ્ચયદયા:–શુદ્ધ–સાધ્ય ઉપયોગમાં એકતાભાવ
અને અભેદ ઉપયોગ તે નિશ્ચયદયા.
નિશ્ચયધર્મ:–પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી,
આત્માને આત્મભાવે ઓળખવો, આ સંસાર તે મારો
નથી, હું એથી ભિન્ન, પરમ અસંગ, સિદ્ધ સદ્રશ શુદ્ધ
આત્મા છું; એવી આત્મસ્વભાવ વર્તના તે નિશ્ચયધર્મ
છે. (મોક્ષમાળા પાઠ ૯)
પહેલો મિત્ર:–આ સંબંધે હું વિચાર કરીશ અને
જરૂર પડશે તો હું તમને પૂછીશ. હાલ તો સમ્યગ્જ્ઞાની
શુભભાવ
[દયા, દાન આદિ] કેમ કરે છે? તે કહો.
બીજો મિત્ર:–આત્મા એક પરિપૂર્ણ ચૈતન્ય દ્રવ્ય
છે, અને તેથી પોતે પોતાના સ્વભાવે પરિપૂર્ણ છે, એમ
સમ્યગ્જ્ઞાની જીવ માને છે, અને તે પોતાના ધ્રુવ
સ્વભાવમાં ઠરવા વારંવાર પ્રયત્ન પુરુષાર્થ કર્યા કરે છે,
પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાનો પુરુષાર્થ કરતાં
જ્યારે સ્વરૂપમાં ટકી શકે નહિ ત્યારે અશુભ ભાવ ટળે
છે પણ શુભભાવ રહે છે તેનું સ્વામીત્વ તેને નથી. તે
તો એ રાગનો જ્ઞાતા છે. બીજી રીતે કહીએ તો જ્ઞાનીની
દશા નીચે મુજબ છે.
૧. દ્રષ્ટિ અપેક્ષાએ તે પોતાને પરિપૂર્ણ માને છે.
૨. જ્ઞાન અપેક્ષાએ પોતાનો ત્રિકાળી શુદ્ધ સ્વભાવ,
પોતામાં થતી શુદ્ધતા અને રહી જતી અશુદ્ધતાને જાણે
છે, એટલે કે તેનો તે જ્ઞાતા છે.

PDF/HTML Page 12 of 17
single page version

background image
: ચૈત્ર ૧ : ૨૦૦૧ આત્મધર્મ : ૯૧ :
૩. ચારિત્ર અપેક્ષાએ પોતામાં બાકી રહેતા અશુદ્ધ ભાવને (શુભાશુભભાવને) તે ઝેર સમાન ગણે છે.
અને તે ટાળવાને જ પુરુષાર્થ વર્તે છે.
એ રીતે જ્યારે શુદ્ધતામાં ટકી શકાતું નથી ત્યારે તેને શુભભાવ થાય છે. અને તે શુભભાવને અનુકૂળ
બાહ્યપદાર્થોનો પ્રસંગ–સંયોગ રહે છે. જગતનાં જીવો મુખ્યપણે બહિદ્રષ્ટિ છે, અને પોતાને અને જ્ઞાનીને બહારના
સંયોગે સરખા કે વધારે દેખીને જ્ઞાનીનો ભાવ પોતાના જેવો જ છે, એવી કલ્પના કરે છે. તેથી લોકો માને છે
તેવી દયા, દાન જ્ઞાનીઓ કરતા હોય તેમ તે બહિદ્રષ્ટિઓ માને છે; પરંતુ જ્ઞાનીઓ તો પોતામાં થતા કષાયને
અકષાય–સ્વરૂપની દ્રષ્ટિ વડે ટાળવા માગે છે. તેમાં ક્રમ પડે છે; તેથી વચ્ચે શુભભાવ આવે છે; પણ તે
શુભભાવને જ્ઞાની કદી ધર્મ ગણતા નથી. ધર્મમાં તેને પ્રેરક, આદરણીય કે સહાયક ગણતા નથી. જેને પ્રેરક
ગણ્યું–ભલું ગણ્યું–આદરણીય ગણ્યું–સહાયક ગણ્યું–તેને છોડવા લાયક કોઈ માને જ નહીં, એ રીતે જ્ઞાનીઓ અને
જગતના બીજા લોકોની માન્યતામાં મોટો આંતરો છે. જગતનાં તે જીવોની માન્યતા સંપૂર્ણ ઉલટી છે; માન્યતામાં
તદ્ન ફેર છે.
પહેલો મિત્ર– સાચી શ્રદ્ધા થયા પછી ચારિત્ર તેવું જ થવું જોઈએ, તે કેમ થતું નથી?
બીજો મિત્ર:–સાચી શ્રદ્ધા અને સાચું જ્ઞાન એકી સાથે થાય, પણ ચારિત્રમાં ક્રમ પડ્યા વગર રહે નહીં.
મારા એક મિત્ર આ દલીલ વખતો–વખત લાવે છે, ત્યારે આ નિયમ સમજાવવા તેમને કેટલાક દાખલા આપું છું,
તે અહીં કહું છું:–
આજીવન બ્રહ્મચર્યવ્રત
સંવત ૨૦૧ ના ફાગણ સુદ ના રોજ, કરાંચીના ભાઈશ્રી નાગરદાસ
ભણજી (ઉમર વષ ૪પ) તથ તમન પત્ન શ્ર મરઘબન (ઉમર વષ ૪૦) અ
બન્નેએ આજીવન બ્રહ્મચર્યવ્રત પરમ પૂજ્ય શ્રી સદ્ગુરૂદેવ મારફત અંગીકાર કર્યું છે.
[] આપણે નિશ્ચય કર્યો કે આપણે આપણા ભાઈને ત્યાં જવું છે. ત્યાં જવાથી લાભ છે. તે નિશ્ચયની
સાથે તુરત જ ભાઈને ઘેર જવાય નહીં, પહોંચાય નહીં, એરોપ્લેનમાં જઈએ તો પણ તે જ વખતે ન પહોંચાય;
એટલે કાર્ય કરવાના નિશ્ચય અને કાર્યની પૂર્ણતા વચ્ચે અંતર હોય જ.
[] આપણે ખોટે રસ્તે ચાલ્યા છીએ. એમ ખબર પડી એટલે આપણે પ્રથમ ત્યાંથી આગળ વધતાં
અટકીએ, પછી ત્યાંથી મોઢું ફેરવી જૂને રસ્તે ફેરવેલ મોઢે ચાલીએ અને જૂનો રસ્તો પૂરો થાય, પછી નવે રસ્તે
ચાલીએ ત્યારે રસ્તાને છેડે આપણે સ્થાને પહોંચીએ. [આ દ્રષ્ટાંત છે.]
પહેલો મિત્ર:– આતો તમે પરવસ્તુનો દાખલો આપ્યો, પોતાનો દાખલો ન આપ્યો.
બીજો મિત્ર:– પરવસ્તુ જે જે જાણીતી હોય તેનું દ્રષ્ટાંત અપાય, તે સિદ્ધાંતને સર્વાંશે લાગુ પડે નહીં; પણ
તે ઉપરથી સિધ્ધાંત પકડી લેવો જોઈએ. આત્માનું દ્રષ્ટાંત હોય નહીં, કેમકે તે તો અનુભવનો વિષય છે. જેને
આત્માનો અનુભવ ન હોય તેને દ્રષ્ટાંતની જરૂર છે. જે સમજેલ છે તેને દ્રષ્ટાંતની જરૂર નથી, જે સમજવા માગે
છે તેને દ્રષ્ટાંતની જરૂર પડે, અને તે તેને પરિચિત વસ્તુનું દ્રષ્ટાંત અપાય તોજ તે સમજે.
પહેલો મિત્ર–કોઈ પણ જીવને શ્રધ્ધા અને ચારિત્ર સરખાં હોય?
બીજો મિત્ર– કેવળી ભગવાનને અને સિદ્ધ ભગવાનને તેમ હોય છદ્મસ્થને તેમ હોય જ નહીં.
પહેલો મિત્ર:–તેનું કારણ શું?
બીજો મિત્ર:–સમ્યગ્જ્ઞાનીને અંશે રાગ ટળ્‌યો છે તથા અંશે રાગ છે, તે ટાળવા મથે છે, પોતે સરાગી
અવસ્થામાં છે એમ તે જાણે છે, તેથી રાગ હોય ત્યાં સુધી ચારિત્ર પૂરૂં થાય નહીં.
અહીં એક ખાસ વાત ખ્યાલમાં રાખવાની છે કે–‘પોતે સરાગ છે માટે રાગના કૃત્ય કરવાં જોઈએ’ એવો
ધર્મ છે એમ તે માને નહીં કે બીજાને તેમ પ્રરૂપે જ નહીં. જો એવી પ્રરૂપણા કરવામાં આવે તો સરાગ અવસ્થામાં
રાગ આદરણીય છે, એવી માન્યતા થઈ અને તેવી માન્યતા સાચા જ્ઞાનીને હોય નહીં.
(૧) જીવનો ત્રિકાળી ચૈતન્ય ધ્રુ સ્વભાવ તે નિશ્ચય; અને વર્તમાન વર્તતી પર્યાય તે વ્યવહાર. (૨)
વ્યવહારને વર્તમાન પર્યાય પુરતો જેમ છે તેમ ન જાણે તો એકાંત. (૩) વ્યવહારને આદરણીય માને તો એકાંત,
ફક્ત તેને જાણવાથી અનેકાંત. (૪) નિશ્ચય અને વ્યવહાર એ બંને જેમ છે તેમ જાણી નિશ્ચયને આદરવો,
આશ્રય કરવો તે અનેકાંત; નિશ્ચયને આશ્રયે શુધ્ધ અવસ્થા પ્રગટે છે. (પ) પર ચીજથી મને લાભ નુકશાન
થાય એમ માને છે તે પર ચીજ અને હું એક છું એમ માને છે તેથી એકાંત. (૬) નિશ્ચય અને વ્યવહાર બંને
જાણવા લાયક છે, પણ આદરવા લાયક નિશ્ચય છે. (૭) નિશ્ચયનો આશ્રય તે મોક્ષમાર્ગ, વ્યવહારનો આદર–તે
સંસાર માર્ગ.

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૯૨ : આત્મધર્મ : ચૈત્ર ૧ : ૨૦૦૧
શ્ર સ્ત્ર ત્ જ્ઞ જ્ઞ
સંક્ષિપ્ત અવલોકન
સંપાદક : રા. મા. દોશી
દર્શન બીજું
; સ્ત્ર
પર અવલોકન કર્યું હતું, હવે ત્યાર પછી આગળની ગાથાઓમાં આચાર્ય ભગવાન શું કહેવા માગે છે તે જોઈએ.
[ગાથા ૬ થી ૧૦]
૮. આગળ ચાલતાં ગાથા ૬ માં શુદ્ધ આત્માનું શું સ્વરૂપ છે તે કહી, આત્મા અનંત ગુણનો અખંડ પિંડ
છે છતાં તેમાં ભેદ પાડી ‘તેને દર્શન છે–જ્ઞાન છે–ચારિત્ર છે’ એમ કહેતાં–ભેદ પાડતાં છદ્મસ્થ જીવને વિકાર થયા
વિના રહેતો નથી––એમ ગાથા ૭ માં જણાવ્યું. ગાથા ૮ માં કહ્યું કે–ગુણોના ભેદ પાડીને સમજાવ્યા વિના
અજ્ઞાની જીવો આત્માનું સ્વરૂપ સમજી શકતા નથી, તેથી ભેદ પાડીને સમજાવવું પડે છે. અનાર્યનું દ્રષ્ટાંત આપી
કહ્યું કે–અનાર્યને જેમ તેની ભાષા વિના સમજાવવું અશક્ય છે–તેમ અજ્ઞાની જીવોને (જો કે ધર્મ અને ધર્મી
સ્વભાવથી અભેદ છે તો પણ) ભેદ દ્વારા જ સમજાવી શકાય છે, તેથી તેઓ તુરત ઓળખી શકે તેવા ધર્મો–
ગુણોના નામરૂપ ભેદ ઉત્પન્ન કરી તેમને સમજાવવામાં આવે છે. જેમ બ્રાહ્મણે મ્લેચ્છ થવું યોગ્ય નથી તેમ તે
ભેદરૂપ કથન અનુસરવા યોગ્ય નથી, પણ તે કથન દ્વારા આત્માનું અભેદ પરમાર્થ સ્વરૂપ સમજી લેવું.
૯. એ રીતે આઠમી ગાથા પણ સિદ્ધ કરે છે કે મુખ્યપણે અનાદિના અજ્ઞાની જીવોને ઉદેશીને આ શાસ્ત્ર
બનાવ્યું છે. ગાથા ૯–૧૦ માં ‘વ્યવહારનય પરમાર્થનું જ પ્રતિપાદન કરે છે’ એમ બતાવ્યું છે.
[ગાથા ૧૧–૧૨]
૧૦. ભેદ ઉપરની દ્રષ્ટિ જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવ અજ્ઞાની રહે છે. (તેવા જીવોને શાસ્ત્રની
પરિભાષામાં વ્યવહારથી વિમોહિત–પર્યાય બુધ્ધિ કહ્યા છે.) તે દ્રષ્ટિ છોડી આત્માના ત્રિકાળી એક અખંડ શુધ્ધ
જ્ઞાયક ધ્રુવ સ્વરૂપ તરફ જીવ દ્રષ્ટિ કરે–તેનો આશ્રય લે તો જ તેનું અજ્ઞાન ટળી સમ્યગ્દર્શન થાય છે–એમ ગાથા
૧૧ માં કહ્યું. એ પ્રમાણે દ્રષ્ટિ ફેરવવા માટે ત્રિકાળી જીવનું સ્વરૂપ (નિશ્ચયનય) અને વર્તમાન કાળની વિકારી
અવસ્થા (વ્યવહારનય) જાણવા યોગ્ય છે–એમ ૧૨ મી ગાથામાં કહ્યું છે. ટુંકામાં કહ્યું કે બન્ને પડખાંઓનું
(નયોનું) જ્ઞાન કરવું, પણ તેમાં આદરવા યોગ્ય ત્રિકાળી પડખું (નિશ્ચયનય) છે એમ સમજવું.
૧૧. આ બે ગાથાઓમાં જીવના ત્રિકાળી પડખાં (નિશ્ચયનય) નું અને વર્તમાન અવસ્થા
(વ્યવહારનય) નું જ્ઞાન કરવાનો ઉપદેશ આપી નિશ્ચયનયનો આશ્રય હોય તો જ જીવ સમ્યગ્દ્રષ્ટિ થઈ શકે છે–
એ પ્રમાણે અજ્ઞાનીને તેનું અનાદિનું અજ્ઞાન ટાળવા માટે કહ્યું.
[ગાથા ૧૩ થી ૧૬]
૧૨. અનાદિના અજ્ઞાનીને સમ્યગ્દર્શન કોઈ કાળે પ્રગટ્યું નથી. અને સમ્યગ્દર્શન પ્રગટ કરવાનો પુરુષાર્થ
જે ન કરે તે જીવને ધર્મનો નાનામાં નાનો અંશ પણ ન થાય; તેથી અજ્ઞાન ટાળવા માટે સમ્યગ્દર્શનનું સ્વરૂપ
ગાથા ૧૩ અને ૧૪ માં વિગતવાર સમજાવ્યું છે. સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે સમ્યગ્જ્ઞાન હોય જ છે–તેથી
સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ ગાથા ૧પ માં કહ્યું છે.
૧૩. ગાથા ૧પ માં સ્પષ્ટપણે જણાવ્યું કે–સમ્યગ્જ્ઞાન એ જ ખરૂં જિનશાસન છે એમ અનંત જ્ઞાનીઓએ
કહ્યું છે. એટલે કે–જે જીવ સમ્યગ્દ્રષ્ટિ નથી તે જિનશાસનનો ખરો અનુયાયી નથી. પુણ્યભાવ તે જિનશાસન છે
એમ ઘણાઓ–માને છે, તેથી અજ્ઞાનીઓનું એ અજ્ઞાન ટાળવા માટે ભાવશ્રુત જ્ઞાન જ [આત્માના શુદ્ધ સ્વરૂપનું
યથાર્થ જ્ઞાન જ] ખરૂં જિનશાસન છે એમ ડાંડી પીટીને આચાર્યદેવે આ ગાથામાં કહ્યું છે.
૧૪. સમ્યક્દર્શન જેને પ્રગટ થાય તેને અંશે સમ્યક્ચારિત્ર હોય છે, તે ચારિત્રને સ્વરૂપાચરણ ચારિત્ર કહેવામાં
આવે છે. તેવા જીવ ક્રમેક્રમે સમ્યગ્ચારિત્રમાં આગળ વધે છે તેથી સમ્યક્ચારિત્રનું સ્વરૂપ ગાથા ૧૬ માં આપ્યું.
[ગાથા ૧૭–૧૮]
૧પ. ગાથા ૧૭ માં કહ્યું કે ધનના અર્થી જીવ જેમ રાજાને તેના લક્ષણો વડે જાણી રાજાની શ્રધ્ધા કરે છે
અને તેને અનુસરે છે તેમજ જે જીવ ખરા સુખનો અર્થી હોય તેણે પ્રથમ જીવને તેના લક્ષણો વડે જાણીને જીવની
યથાર્થ પ્રતીતિરૂપ શ્રદ્ધાન કરવું જોઈએ; અને પછી પોતામાં સ્થિર થવા રૂપ આચરણ પ્રગટ કરવું જોઈએ.
૧૬. અહીં આચાર્ય ભગવાને અનાદિના અજ્ઞાનીને ખાસ નીચેની બાબતો સમજાવી છે:–
(૧) જાણ્યા વિનાની શ્રદ્ધા–ગધેડાના શિંગડા સમાન હોવાથી તે ખોટી છે–અશ્રદ્ધા છે. વિના જાણ્યે શ્રદ્ધાન
કોનું? માટે આત્માના (જીવના) સ્વરૂપને જાણ્યા સિવાય કદી પણ કોઈ જીવને ધર્મનો અંશ પણ થાય જ નહીં.
(૨) જો આત્માને પોતે જાણે નહીં તો શ્રધ્ધાન

PDF/HTML Page 14 of 17
single page version

background image
: ચૈત્ર ૧ : ૨૦૦૧ આત્મધર્મ : ૯૩ :
પણ થઈ શકે નહીં, તો પછી પોતે સ્થિરતા કરે શેમાં? માટે એમ સમજવું કે–સાધ્ય આત્માની પ્રાપ્તિ, સિધ્ધિ,
બીજી કોઈ રીતે નથી જ, એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી જ છે એમ નિશ્ચય કરવો.
૧૭. જ્યાંસુધી જીવ પોતાના સ્વરૂપને જાણે નહીં ત્યાં સુધી તે અજ્ઞાની જ છે કેમકે તેને સદાય
અપ્રતિબુદ્ધપણું છે; એક ક્ષણમાત્ર પણ તે સાચા જ્ઞાનને સેવતો નથી માટે જીવે અજ્ઞાન ટાળવાની ખાસ જરૂર છે
એમ આ ગાથાઓમાં ફરમાવ્યું છે.
[ગાથા ૧૯]
૧૮. તે ઉપરથી શિષ્યને પ્રશ્ન થયો કે–જીવ જે અનાદિનો અજ્ઞાની છે તેનું અજ્ઞાનપણું–અપ્રતિબુધ્ધપણું
ક્યાં સુધી રહે? તેના ઉત્તરમાં–આચાર્ય ભગવાન કહે છે કે:–
“જ્યાં સુધી આ આત્માને ભાવકર્મ, દ્રવ્ય કર્મ, અને શરીરાદિ નોકર્મમાં “હું આ હું છું” અને મારામાં આ
ભાવકર્મ,–દ્રવ્યકર્મ–નોકર્મ છે એવી બુધ્ધિ છે ત્યાં સુધી આ આત્મા અજ્ઞાની છે.”
૧૯. જીવને અનાદિથી જે અજ્ઞાન ચાલ્યું આવ્યું છે તેમાં જીવ શું ભૂલ કરે છે તે આ ૧૯ મી ગાથામાં કહ્યું
છે. જીવ પોતાની શું ભૂલ થાય છે એ જાણે તો તે ટાળી શકે તેથી તે ભૂલ ટાળવા માટે અહીં જણાવ્યું કે–:
(૧) જીવ પરવસ્તુને ઈષ્ટ અનિષ્ટ માને છે તે જીવની ભાવકર્મ રૂપ મૂળ ભૂલ છે.
(૨) ‘ઝીણાં રજકણરૂપ દ્રવ્યકર્મ આત્મામાં છે અને શરીરાદિનો જે સંયોગ છે તે પોતામાં છે–’ એમ જીવ
માને છે, તે જીવની અનાદિની ચાલી આવતી દ્રવ્યકર્મ અને શરીરાદિ સંબંધી ભૂલ છે.
[ગાથા ૨૦ થી ૨૨]
૨૦. આ ત્રણ ગાથામાં જીવને પોતાનું અજ્ઞાન ટાળવા અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અજ્ઞાની અને જ્ઞાની
બંન્નેનાં લક્ષણો ઓળખી શકાય એવાં ચિન્હો આપ્યાં છે.
અજ્ઞાનીને ઓળખવાનાં ચિન્હ
૨૧. અજ્ઞાનીને ઓળખવાનાં ચિહ્ન નીચે પ્રમાણે જણાવ્યાં છે (જુઓ ગાથા ૨૦–૨૧).
પોતાથી અન્ય જે પરદ્રવ્ય–સચિત સ્ત્રી પુત્રાદિક, અચિત ધન ધાન્યાદિક, અથવા મિશ્ર ગામ નગરાદિ
તેને જે જીવ એમ સમજે કે–૧. હું આ છું; ૨. આ દ્રવ્ય મુજ સ્વરૂપ છે; ૩. હું આનો છું, ૪. આ મારૂં છે, પ. આ
મારે પૂર્વે હતું, ૬. આનો હું પણ પૂર્વે હતો, ૭. આ મારૂં ભવિષ્યમાં થશે, ૮ હું પણ આનો ભવિષ્યમાં થઈશ– તે
અજ્ઞાની છે.
૨૨. ગાથા ૨૨ ના પહેલા અર્ધા ભાગમાં કહ્યું કે:– આવો જુઠો પોતાપણાનો વિકલ્પ જે જીવ કરે છે તે
સારી રીતે મૂઢમોહી–અજ્ઞાની છે.
જ્ઞાનીને ઓળખવાનું ચિન્હ
૨૩. ગાથા ૨૨ ના પાછલા અર્ધા ભાગમાં જ્ઞાનીજીવનું ચિહ્ન જણાવતાં કહે છે કે–જે જીવ પરમાર્થ
(ભૂતાર્થ) વસ્તુ સ્વરૂપને જાણતો થકો એવો જુઠો વિકલ્પ કરતો નથી તે મૂઢ નથી–પણ જ્ઞાની છે.
૨૪. આ ગાથા સિધ્ધ કરે છે કે–પોતે જ્ઞાની થયો છે કે કેમ એમ જીવ પોતે ઉપરના ચિહ્નથી નક્કી કરી શકે
છે. આ પ્રમાણેના ચિહ્નથી ઓળખવું તે ભાવશ્રુત જ્ઞાન છે. કેટલાક કહે છે કે–“અવધિજ્ઞાન જીવને થાય ત્યારે જ
તે પોતે જ્ઞાની થયો છે એમ ભૂલ રહિત જાણી શકે. તેવા જ્ઞાનથી કે તેથી ઉંચા પ્રકારના જ્ઞાન એટલે કે મનઃપર્યય
અને કેવળજ્ઞાનથી જે નિર્ણય થાય તે ભૂલરહિત થાય. પણ શ્રુતજ્ઞાનમાં ભૂલરહિત નિર્ણય ન પણ થાય.’ આ
માન્યતા તદન ખોટી છે. ભાવશ્રુતજ્ઞાન પ્રમાણ જ્ઞાન છે અને પ્રમાણજ્ઞાન હંમેશા સાચું હોય છે. એટલે કે સંશય
વિપર્યય અને અનધ્યવસાય રહિત હોય છે તેથી શ્રુતજ્ઞાનથી પોતે જ્ઞાની થયો છે એમ જીવ નિઃશંકપણે સત્ય
નિર્ણય કરી શકે છે.
૨પ. જે જીવોને કેવળજ્ઞાન થાય છે તેઓમાં અવધિજ્ઞાન વગરના જીવોની સંખ્યા ઘણી મોટી છે જ્યારે
અવધિજ્ઞાનવાળા જીવોની સંખ્યા ઓછી છે, જો અવધિ જ્ઞાન વગર પોતે જ્ઞાની થયો છે તે જાણી શકાતું ન હોય
તો પછી તેવા જીવો પોતે સમ્યગ્દ્રષ્ટિ થયા છે–એવો ખરો નિર્ણય કરી શક્યા નહોતા એવો અર્થ થાય જે તદ્ન
ભૂલ ભરેલો છે.
૨૬. વાસ્તવિક સ્વરૂપ તો એવું છે કે જે જીવ સમ્યગ્દ્રષ્ટિ પોતે છે કે કેમ તેનો સાચો ભૂલરહિતનો નિર્ણય
ભાવશ્રુત દ્વારા કરી શકે નહીં તેને કદી પણ અવધિજ્ઞાન થાય જ નહીં. વિભંગ જ્ઞાન થાય પણ તે તો મિથ્યા
દ્રષ્ટિને થાય છે.
૨૭. આ ગાથામાં કોણ જીવ જ્ઞાની કહેવાય અને તે શું ચિહ્નથી ઓળખી શકાય તે સ્પષ્ટ પણે જણાવ્યું છે.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૯૪ : આત્મધર્મ : ચૈત્ર ૧ : ૨૦૦૧
શ્રીમદ્રાજચંદ્રના પત્રો હાથનોંધ વગેરે ‘શ્રીમદ્રાજચંદ્ર’ એ નામથી પુસ્તકરૂપે પ્રસિધ્ધ થયેલ છે; શ્રીમદ્ની સત્શ્રુત
સંબંધી શું માન્યતા હતી તે ઘણા જિજ્ઞાસુઓના જાણવામાં નહિ હોવાથી એ સંબંધી તેમની નોંધ અહીં આપવામાં આવી છે.
તેમના લખાણો ઘણા ગહન અને તત્ત્વથી ભરપૂર હોય છે, અને એ જ પ્રકારની આ નોંધ હોવાથી તેનું રહસ્ય
ટુંકામાં લખવાની જરૂર છે. આ હાથ નોંધના મથાળે ‘સત્શ્રુત’ મોટા છપાયેલ છે એટલે મૂળમાં પણ મોટા અક્ષરે હોવું
જોઈએ–એમ માની શકાય છે.
‘સત્શ્રુત’ એ ઘણો અર્થસૂચક શબ્દ છે. જેનો દરેક શબ્દ, પદ વાક્ય અને ભાવ પરમ સત્ય હોય તે સત્શ્રુત
છે. તત્ત્વનું નિરૂપણ અને યુક્તિઓ વીતરાગની પ્રરૂપણા અનુસાર જે શાસ્ત્રોમાં કરવામાં આવ્યાં હોય તે શાસ્ત્રો જ
‘સત્શ્રુત’ કહી શકાય, અને તે વ્યાખ્યામાં ઉપર જણાવેલા શાસ્ત્રો આવે છે એમ તેઓએ બેધડકપણે જણાવ્યું છે.
એ શાસ્ત્રોમાંથી પહેલાંં આઠ શાસ્ત્રો દીગંબરી છે. તે હીંદીમાં પ્રસિધ્ધ થયા છે; તેમાંથી શ્રી મોક્ષમાર્ગ પ્રકાશની
ગુજરાતી બે આવૃત્તિઓ પ્રસિધ્ધ થયેલ છે અને તે શાસ્ત્ર ગુજરાત કાઠિયાવાડના તત્ત્વજ્ઞાન–રસિક જીવોમાં ઘણું
લોકપ્રિય થયું છે.
‘સત્શ્રુત’ને લગતી આ નોંધ તેઓશ્રીએ ઉત્તર અવસ્થામાં કરી છે, એ ઘણું અર્થસૂચક છે; એટલું જ નહિ પરંતુ
તેઓએ નમસ્કાર કરવાના પ્રસંગે નીચેના ભક્તિથી ભરપૂર શબ્દો વાપર્યા છે.
‘હે કુંદકુંદાદિ આચાર્યો! તમારા વચનો પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભુત થયાં
છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરૂં છું.’ આ સ્તુતિમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યનું ખાસ નામ
જણાવ્યું છે તે હકીકત તથા ‘સ્વરૂપાનુસંધાન’–‘પરમ ઉપકારભૂત’ ‘અતિશય ભક્તિથી નમસ્કાર’ અને ‘વચનો’ તથા
સત્શ્રુતના નામો ખાસ ઉપયોગી હોવાથી મનન કરવા યોગ્ય છે. મુમુક્ષુઓએ પોતાનું સ્વરૂપ સમજી સ્વરૂપાનુસંધાન
કરવાનું હોવાથી શ્રીમદ્ના સત્ગુરુ અને સત્શ્રુત સંબંધી આ મર્મસૂચક શબ્દો હૃદયમાં નોંધી રાખવાની જરૂર છે.
શ્રીમાન્ કુંદકુંદાદિ આચાર્યોનાં વચનો શ્રીમદ્ને સ્વરૂપાનુસંધાન વિષે પરમ ઉપકારભૂત થયાં તે વચનો કયા કયા
શાસ્ત્રોમાં હોવાનું તેઓએ જણાવ્યું છે અને તે શાસ્ત્રો સંબંધે તેમણે શું કહ્યું છે તે અહીં બતાવવું યોગ્ય છે.
શ્રીમાન્ કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્નો–શ્રી સમયસાર શ્રી પ્રવચનસાર, અને શ્રી પંચાસ્તિકાય–સંબંધમાં તેઓ નીચે
પ્રમાણે જણાવે છે.
શ્રી સમયસાર સંબંધી [સં. ૧૯પ૬ અષાડ]
“..............‘પદ્મનંદિ’, ‘ગોમટ્ટસાર’, ‘આત્માનું શાસન’ ‘સમયસાર મૂળ’ એ આદિ પરમશાંતશ્રુતનું અધ્યયન
થતું હશે. આત્માનું શુધ્ધ સ્વરૂપ સંભારીએ છીએ. “ શાંતિ. ”
અહીં તેઓએ શ્રી સમયસારને પરમશાંતશ્રુત કહ્યું છે અને તેનું અધ્યયન કરવા જણાવ્યું છે. બનારસીદાસકૃત
સમયસાર નાટક નહિ, પણ ભગવાન કુંદકુંદ આચાર્યકૃત્ત સમયસાર–એ જણાવવાના હેતુથી ‘સમયસાર મૂળ’ એ શબ્દો
વાપર્યા છે. [આવૃત્તિ છઠ્ઠી પાનું ૩૨૭]
શ્રી પ્રવચનસાર સંબંધી [સં. ૧૯પ૩]
સં. ૧૯પ૩ માં તેઓ જણાવે છે કે–
“પૂર્વ મહાત્માઓએ કહ્યું છે કે:–
जे जाणई अरिहंते, दव्वगुणपज्जवेहिंय;
सो जाणई निय आप्पा मोहो खलु जाईय तस्स लयं।।
મુંબઈ–સં. ૧૯પ૬ કારતક વદ ૧૧ ।। ।।
સત્શ્રુત
શ્રી પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર
” પુરુષાર્થ સિદ્ધિ ઉપાય
” પદ્મનંદી પંચવિંશતિ
” ગોમટ્ટસાર
રત્ન કરન્ડ શ્રાવકાચાર
” આત્માનુશાસન
” મોક્ષમાર્ગ પ્રકાશ
” કાર્તિકે્યાનુપ્રેક્ષા
” યોગદ્રષ્ટિ સમુચ્ચય
આદિ અનેક છે, ઈન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક એ સત્શ્રુત સેવવા યોગ્ય છે, એ ફળ અલૌકિક છે–અમૃત છે.
[શ્રીમદ્રાજચંદ્ર આવૃત્તિ છઠ્ઠી પાનું ૩૧૮]

PDF/HTML Page 16 of 17
single page version

background image
જે ભગવાન અર્હંતનું સ્વરૂપ દ્રવ્ય, ગુણ, પર્યાયથી જાણે તે પોતાના આત્માનું સ્વરૂપ જાણે અને તેનો નિશ્ચય
કરીને મોહ નાશ પામે.’
ઉપર મૂકેલી ગાથા શ્રી પ્રવચનસારની અધ્યાય ૧ ગાથા ૮૦ મી છે; અને આ ગાથા જો કે ભગવાન
કુંદકુંદાચાર્યની બનાવેલી છે તો પણ, ‘પૂર્વ મહાત્માઓએ કહ્યું છે’ એવું બહુવચન સૂચક પદ વાપરી, તે કથન ઉપર
તેમની પહેલાના સર્વ પૂર્વ મહાત્માઓની છાપ છે એમ જણાવ્યું છે. [આવૃત્તિ છઠ્ઠી પાનું–૨૭૨]
શ્રી પંચાસ્તિકાય સંબંધે
(સં. ૧૯પ૩ ચૈત્ર સુદ પ) સંવત ૧૯પ૩ ના ચૈત્ર સુદ પ ના રોજ તેઓ લખે છે કે:–
‘દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિર્ગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લ ધ્યાનનું અનન્ય કારણ છે. શુક્લ
ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. મહા ભાગ્ય વડે તે દ્રવ્યાનુયોગની પ્રાપ્તિ થાય છે.
દર્શનમોહનો અનુભાગ ઘટવાથી અથવા નાશ પામવાથી, વિષય પ્રત્યે ઉદાસીનતાથી અને મહત્પુરુષના
ચરણકમળની ઉપાસનાના બળથી દ્રવ્યાનુયોગ પરિણમે છે.
જેમ જેમ સંયમ વર્દ્ધમાન થાય છે, તેમ તેમ દ્રવ્યાનુયોગ યથાર્થ પરિણમે છે. સંયમની વૃદ્ધિનું કારણ
સમ્યક્દર્શનનું નિર્મલત્વ છે, તેનું કારણ પણ ‘દ્રવ્યાનુયોગ’ થાય છે.
સામાન્યપણે દ્રવ્યાનુયોગની યોગ્યતા પામવી દુર્લભ છે. આત્મારામ પરિણામી, પરમ વીતરાગ દ્રષ્ટિવંત, પરમ
અસંગ એવા મહાત્મા પુરુષો તેનાં મુખ્ય પાત્ર છે.
કોઈ મહાપુરુષના મનનને અર્થે પંચાસ્તિકાયનું સંક્ષિપ્ત સ્વરૂપ લખ્યું હતું; તે મનન અર્થે આ સાથે મોકલ્યું છે.
‘હે આર્ય! દ્રવ્યાનુયોગનું ફળ સર્વ ભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તે આ પુરુષનાં વચન તારા
અંતઃકરણમાં તું કોઈ દિવસ શિથિલ કરીશ નહિ. વધારે શું? સમાધિનું રહસ્ય એ જ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો
અનન્ય ઉપાય એ જ છે.’
[આવૃત્તિ છઠ્ઠી પાનું–૪૧૮]
શ્રી નિયમસાર અને શ્રી અષ્ટપાહુડ સંબંધી
આ ઉપરાંત ભગવાન કુંદકુંદાચાર્યનાં બનાવેલાં અને હાલ પ્રસિદ્ધ થયેલાં શ્રી નિયમસાર અને અષ્ટપાહુડ છે.
નિયમસાર તેમના વખત પછી હસ્તગત થયેલ છે એટલે તેમના હાથમાં તે આવેલ નથી; પણ શ્રી અષ્ટપાહુડ તેમને
મળેલ, તે સંબંધે તેઓ નીચે મુજબ જણાવે છે:–
સ્વામી વર્દ્ધમાન જન્મતિથિ (ચૈત્ર સુદ ૧૩)
[સાં–૧૯પ૬ ધર્મપુર]
“અષ્ટપાહુડના ૧૧પ પાનાં સંપ્રાપ્ત થયાં.”
[મોરબી, અષાડ સુદ ૭ બુધ. સાં ૧૯પ૬]
“શ્રીમાન્ કુંદકુંદાચાર્યે અષ્ટ પાહુડ (અષ્ટપ્રાભૃત) રચેલ છે. પાभृત ભેદ:–દર્શનપ્રાभृત, જ્ઞાનપ્રાभृત,
ચારિત્રપ્રાभृત, ભાવપ્રાभृત ઈત્યાદિ. દર્શનપ્રાभृતમાં જિનભાવનું સ્વરૂપ બતાવ્યું છે. શાસ્ત્રકર્તા કહે છે કે અન્યભાવો
અમે, તમે અને દેવાધિદેવ સુદ્ધાંએ પૂર્વે ભાવ્યા છે, અને તેથી કાર્ય સર્યું નથી; એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર
છે. જે જિનભાવ શાંત છે, આત્માનો ધર્મ છે; અને તે ભાવ્યેથી જ મુક્તિ થાય છે.’ (આવૃત્તિ છઠ્ઠી પાનું પ૩૬)
શ્રી કુંદકુંદાચાર્યની દશા સંબંધી
આ સંબંધમાં તેઓ કહે છે કે:–
“કુંદકુંદાચાર્યજી તો આત્મસ્થિતિમાં બહુસ્થિત હતા.” (સં. ૧૯૯પ. આવૃત્તિ છઠ્ઠી પાનું ૨૨૮)
પુરુષાર્થ સિદ્ધિઉપાય સંબંધી
ભગવાન અમૃતચંદ્ર આચાર્ય (શ્રી સમયસાર–શ્રી પ્રવચનસાર અને શ્રી પંચાસ્તિકાયના ટીકાકાર)નું
શ્રાવકાચાર સંબંધનું બનાવેલું આ શાસ્ત્ર છે. તે સંબંધમાં તેઓ કહે છે કે:–
“પુરુષાર્થસિદ્ધિઉપાયનું ભાષાંતર ગુર્જર ભાષામાં કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી.”
(સંવત ૧૯૯પ ફાગણ સુદ ૧ આવૃત્તિ છઠ્ઠી પાનું ૩૦૬)
ઉપરના લખાણ ઉપરથી સિધ્ધ થાય છે કે આ શાસ્ત્રને પણ તેઓએ સત્શ્રુત તરીકે સ્વીકાર્યું છે.
સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા સંબંધી
(મોરબી અશાડ સુદ–૧૯પ૬)
આ શાસ્ત્રના સંબંધમાં તેઓ કહે છે કે:–
“ સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા વૈરાગ્યનો ઉત્તમ ગ્રંથ છે. દ્રવ્યને–વસ્તુને યથાવત્ લક્ષમાં રાખી વૈરાગ્યનું એમાં નિરૂપણ
કર્યું છે. ગઈ સાલ મદ્રાસ ભણી જવું થયું હતું. કાર્તિક સ્વામી એ ભૂમિમાં બહુ વિચર્યા છે. એ તરફના નગ્ન, ભવ્ય, ઊંચા,
અડોલવૃત્તિથી ઉભેલા પહાડ નીરખી સ્વામી કાર્તિકેયાદિની અડોલ, વૈરાગ્યમય, દિગમ્બર વૃત્તિ યાદ આવતી હતી.”
નમસ્કાર તે સ્વામી કાર્તિકેયાદિને
(આવૃત્તિ છઠ્ઠી પા. ૩૨૭)

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARAM With the permissdon of the Baroda Govt. Regd No. B, 4787
order No. 30/24 date 31-10-44
નોંધ–‘નગ્ન’ અને ‘દીગમ્બરવૃત્તિ’ એ બે શબ્દો ખાસ નોંધને પાત્ર છે. પૂર્વભવનું સ્મરણ થતાં નગ્ન દિગંબર
સાધુઓનો સત્સમાગમ અહીં યાદ આવ્યો એમ તેઓશ્રી જણાવે છે. સ્વામી કાર્તિકેય–શ્રી કુંદકુંદાચાર્ય પૂર્વે વિક્રમ સંવત
પહેલાંંના મુનિ હોવાની પ્રચલિત માન્યતા છે. પૂર્વ ભવની આ યાદગીરી સનાતન જૈન મુનિઓની દશા સૂચવે છે.
બૃહત્ દ્રવ્ય સંગ્રહ સંબંધી
સંવત ૧૯૯પ–પોષ માસમાં ઈડર મુકામે તેઓ તે શાસ્ત્રની નીચેની ગાથાઓ ઉપદેશ બોધ તરીકે લખતાં
તેઓ જણાવે છે કે:–
मा मुज्जह मा रज्जह दूसह इठ्ठनिट्ठ अठ्ठेसु,
थिरमिच्छहि जह चित्तं विचित्तज्झाणप्पसिद्धिए.
पणतीससोल छप्पणचउदुगमेगं च जवह ज्झाएह,
परमेठ्ठि वाचयाणं अण्णं च गुरुवएसेण.
જો તમે સ્થિરતા ઈચ્છતા હો તો પ્રિય અથવા અપ્રિય વસ્તુમાં મોહ ન કરો, રાગ ન કરો, દ્વેષ ન કરો. અનેક
પ્રકારના ધ્યાનની પ્રાપ્તિને અર્થે પાંત્રીસ, સોળ, છ, પાંચ, ચાર, બે અને એક એમ પરમેષ્ટિ પદના વાચક છે તેનું
ધ્યાન કરો. વિશેષ સ્વરૂપ શ્રી ગુરુના ઉપદેશથી જાણવું યોગ્ય છે.
जं किंचिवि चिंतंतो णिरीहवित्ती हवे जदा साहू,
लध्दूणय एयत्तं तदाहु तं तस्स निज्छयं ज्झाणं.
ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને સાધુ નિસ્પૃહ વૃત્તિવાન અર્થાત્ સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત થાય તેને પરમ
પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે. [આવૃત્તિ છઠ્ઠી પાનું ૩૧૭]
દેવાગમસ્તોત્ર સંબંધી
[‘દેવાગમ સ્તોત્ર’ જે મહાત્મા સમંત્તભદ્રાચાર્યે (જેના નામનો શબ્દાર્થ ‘કલ્યાણ જેને માન્ય છે’ એવો
થાય છે) બનાવેલ છે, ..... તે સ્તોત્રમાં પ્રથમ નીચેનો શ્લોક છે:–
‘देवागमन भोयान चामरा दिविभूतय;
माया विष्वपि द्रश्यंते, नातस्त्वमसि नो महान्ः’
આ શ્લોકનો ભાવાર્થ એવો છે કે દેવાગમન (દેવતાઓનું આવવું થતું હોય), આકાશગમન (આકાશગમન
થઈ શકતું હોય), ચામરાદિ વિભૂત્તિ (ચામર વગેરે વિભુતિ હોય–સમવસરણ થતું હોય એ આદિ) એ બધાં તો
માયાવીઓનામાં પણ જણાય છે, (માયાથી અર્થાત્ યુક્તિથી પણ થઈ શકે) એટલે તેટલાથી જ આપ અમારા
મહત્તમ નથી. (તેટલા ઉપરથી કાંઈ તીર્થંકર વા જિનેન્દ્ર દેવનું અસ્તિત્વ માની શકાય નહિ. એવી વિભુતિ આદિનું
કાંઈ અમારે કામ નથી. અમે તો તેનો ત્યાગ કર્યો છે.)
આ આચાર્યે કેમ જાણે ગુફામાંથી નીકળતાં તીર્થંકરનું કાંડું પકડી ઉપર પ્રમાણે નિરપેક્ષપણે વચનો કહ્યાં હોય
એવો આશય આ સ્થળે બતાવવામાં આવ્યો છે.]
(વ્યાખ્યાન સાર અષાડ વદ ૧ ૧૯પ૬–માંથી. આવૃત્તિ છઠ્ઠી પાનું–૩૩૦–૩૩૧)
આ રીતે સત્ધર્મ તરીકે તેઓશ્રીએ વીતરાગ કથિત ધર્મ, સત્દેવ તરીકે શ્રી સર્વજ્ઞ વીતરાગ દેવો, સત્ગુરુ
તરીકે શ્રી કુંદકુંદાદિ આચાર્યો અને સત્શ્રુત (સત્શાસ્ત્ર) તરીકે ઉપરના શાસ્ત્રોને સ્વીકાર્યાં છે. તેનો અર્થ એ થયો કે
તે સત્શાસ્ત્રોનું કથન વીતરાગ પ્રરૂપિત છે અને જે શાસ્ત્રોમાં તેથી વિરૂદ્ધ કથન હોય તે સત્શાસ્ત્રો નથી. એમ તેમાં
સ્હેજે આવી જાય છે. માટે ઉપર જણાવેલ શાસ્ત્રોને સત્શ્રુત તરીકે માની, તેનો અભ્યાસ કરી જિજ્ઞાસુઓએ સત્ય–
અસત્યનો નિર્ણય પરીક્ષાપૂર્વક કરવાની ખાસ જરૂર છે; કેમકે સત્શાસ્ત્ર–આગમ જ સમ્યગ્જ્ઞાનમાં નિમિતભૂત થઈ
શકે છે, અને અસત્ શાસ્ત્રો મિથ્યાત્વના પોષક થાય છે.
દરેક જીવ અહર્નિશ સુખ મેળવવા મથે છે, પણ સાચો ઉપાય જાણતો નહિ હોવાથી તેને સુખ મળતું નથી.
અને તેનું દુઃખ મટતું નથી. તેથી અનંત જ્ઞાની પુરુષોએ કહ્યું છે કે:–
આ જીવનું મુખ્ય કર્તવ્ય આગમજ્ઞાન છે, એ જ્ઞાન થતા તત્ત્વોનું શ્રધ્ધાન થાય છે, તત્ત્વ શ્રદ્ધાન થતાં સંયમ
ભાવ થાય છે; અને તે સત્શ્રુત સત્ આગમથી આત્મજ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે–જેથી સહજ મોક્ષ દશાનો લાભ
થાય છે. જીવ જો સત્શ્રુતને જ સત્ તરીકે ન સ્વીકારે અને અસત્ શાસ્ત્રોને સાચાં છે એમ સ્વીકારે તો તે જીવને
અનાદિથી જે અગૃહીત મિથ્યાત્વ છે તેને આ ગૃહીત (નવા) મિથ્યાભાવથી પોષણ મળે છે અને તેથી જીવનું દુઃખ
મુક્ત થવું અતિ દુર્લભ થઈ પડે છે. માટે જીવોએ સત્શ્રુતને બરાબર પરીક્ષા કરી ઓળખવાં જોઈએ.
મુદ્રક:– જમનાદાસ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય દાસકુંજ, મોટા આંકડિયા, કાઠિયાવાડ. તા. ૧૦–૩–૪પ
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, દાસકુંજ મોટા આંકડિયા (કાઠિયાવાડ.)