Atmadharma magazine - Ank 181
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 27
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૬
સળંગ અંક ૧૮૧
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 27
single page version

background image
વર્ષ ૧૬ મું
અંક ૧ લો
કારતક
વી. સં. ૨૪૮પ
ઃ સંપાદકઃ
રામજી માણેકચંદ શાહ
૧૮૧
બેસતા વર્ષના આશીર્વાદ
આ બેસતા વર્ષની શરૂઆતમાં, સુખે કરીને
તીર્થની શરૂઆત કરવાની વાત આવી છે. લોકોમાં
બેસતા વર્ષે આશીર્વાદ આપે છે કે નવું વર્ષ તમને
સુખરૂપ નીવડો......અહીં આચાર્ય ભગવાન અને જ્ઞાની
સંતો બેસતા વર્ષે અલૌકિક આશીર્વાદ આપે છે કે તમે
સુખે કરીને તીર્થની શરૂઆત કરો....કઈ રીતે? કે
નિશ્ચય–વ્યવહારની સંધિપૂર્વક અંર્તસ્વભાવની
આરાધનાથી.
–વિશેષ માટે આ અંકમાં
છપાયેલું પ્રવચન વાંચો.

PDF/HTML Page 3 of 27
single page version

background image
સોળમા વર્ષની શરૂઆતમાં
આત્માનો ધર્મ દર્શાવનારી પૂ. ગુરુદેવની વાણીના એક
નાનકડા ઝરણાં સમું આ ‘આત્મધર્મ’ માસિક પંદર વર્ષ પૂરા
કરીને આ અંકની સાથે સોળમા વર્ષમાં પ્રવેશ કરે છે......આ
પ્રસંગે પરમ ઉપકારી, આત્મધર્મ–પ્રણેતા પૂ. ગુરુદેવને અને સર્વે
ધર્માત્માઓને ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ...... આત્માર્થી
જીવોને ખાસ ઉપયોગી હોય એવા લેખો પસંદ કરીને આ
આત્મધર્મમાં અપાય છે.... સમ્યક્ત્વનો મહિમા તથા તેના ઉપાય
સંબંધી લેખો વાંચીને ઘણા આત્માર્થી જીવો ખૂબ પ્રસન્ન થાય છે;
૪૭ શક્તિની લેખમાળા વાંચીને અનેક જિજ્ઞાસુઓએ આત્મધર્મ’
પ્રત્યે મુક્તકંઠે બહુમાન વ્યક્ત કર્યું છેં, આ રીતે આત્માર્થી–જિજ્ઞાસુ
જીવોને ખાસ ઉપયોગી એવું આ ‘આત્મધર્મ’ હવે ૧૬મા વર્ષમાં
પ્રવેશે છે. આ અદ્વિતીય અધ્યાત્મ માસિકના ખૂબ જ પ્રચારની
તેમજ સુશોભનની ખાસ આવશ્યકતા છે. આશા રાખીએ છીએ કે
સર્વે ગ્રાહકો અને જિજ્ઞાસુઓ આ ભાવનામાં સાથ પુરાવશે.
સુવર્ણપુરી સમાચાર
પ્રવચન
પરમપૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. સવારના
પ્રવચનમાં શ્રી પંચાસ્તિકાય વંચાતું હતું. તે કારતક સુદ ૧૨ ના
રોજ, બરાબર નેમપ્રભુની વેદીપ્રતિષ્ઠાના દિવસે પૂરું થયું છે.
અને કારતક સુદ ૧૩થી પ્રવચનસારનો ત્રીજો અધ્યાય શરૂ થયો
છે. બપોરના પ્રવચનમાં પ્રવચનસારનો બીજો અધ્યાય ચાલે
છે. પંચાસ્તિકાયની છેલ્લી ૨૦ ગાથા (૧પ૪ થી ૧૭૩) માં
વીતરાગી મોક્ષમાર્ગનું નિશ્ચય–વ્યવહારની સંધિપૂર્વક અદ્ભુત
વિવેચન છે, તેના ઉપરના પ્રવચનો પણ ઘણા સરસ
સ્પષ્ટીકરણપૂર્વક થયા છે.
દીપાવલી–ઉત્સવ
આસો વદ અમાસે શ્રી મહાવીર પ્રભુના
મોક્ષકલ્યાણકનો દીપાવલી મહોત્સવ ઉત્સાહથી ઊજવાયો હતો.
સવારમાં, દીપકોના ઝગઝગાટથી શોભી રહેલા જિનમંદિર માં,
પાવાપુરી સિદ્ધિધામની

PDF/HTML Page 4 of 27
single page version

background image
પં દ ર મી સા લ નું પ હે લુ પ્ર વ ચ ન
* મંગલ.........સુપ્રભાત *
પંદરમી સાલના નૂતનવર્ષના સુપ્રભાતે મંગલ પ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું
કેઃ सव्वण्हुणाणदिट्ठो जीवो उवओगलक्खणो णिच्चं........’ અર્થાત્
સર્વજ્ઞભગવાને પોતાના જ્ઞાનમાં જીવને સદાય ઉપયોગલક્ષણવાળો જોયો છે. જીવ
તો ત્રિકાળ ઉપયોગસ્વરૂપ છે. ત્રિકાળ ઉપયોગસ્વરૂપી આત્મા પોતે જ માંગળિક
છે; અને તેની શ્રદ્ધા કરવી, જ્ઞાન કરવું, લીનતા કરવી ને કેવળજ્ઞાન પ્રગટ કરવું તે
મંગલ સુપ્રભાત છે.
જીવનો સ્વભાવ ત્રિકાળઉપયોગસ્વરૂપ છે, ક્ષણિક પુણ્ય–પાપ તે તેનો
સ્વભાવ નથી, ત્રિકાળઉપયોગસ્વરૂપમાં ક્ષણિક વિભાવોનો સદાય અભાવ છે.
આવા મંગળસ્વરૂપ–ઉપયોગસ્વરૂપ આત્માની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમા લીન થતાં,
અનંતજ્ઞાન–અનંતદર્શન–અનંતઆનંદ ને અનંતવીર્યરૂપ જે ચતુષ્ટય પ્રગટે તે
મંગલ સુપ્રભાત છે. ‘મારો આત્મા ત્રિકાળ ઉપયોગસ્વરૂપ છે’–એમ, રાગના
અવલંબનવગરની અંતમુર્ખ શ્રદ્ધા કરીને સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે પણ સુપ્રભાત
છે, સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવું તે પણ સુપ્રભાત છે, અંતરમાં લીન થઈને
સમ્યક્ચારિત્ર પ્રગટ કરવું તે પણ સુપ્રભાત છે; ને તેના ફળમાં જે કેવળજ્ઞાનાદિ
ચતુષ્ટય પ્રગટયા તે તો મહાન સુપ્રભાત છે. આત્મામાં આવું સુપ્રભાત ખીલ્યું તે
ખીલ્યું, પછી તે કદી અસ્ત થાય નહીં.
જુઓ, આજના સુપ્રભાતના માંગળિકમાં ત્રિકાળઉપયોગસ્વરૂપ આત્માની
મહામંગળ વાત આવી છે. સર્વજ્ઞભગવાને આત્માને ત્રિકાળઉપયોગસ્વરૂપ જોયો
છે. અહા! ‘ત્રિ.... કાળ.... ઉ.... પ.... યો......ગ.... સ્વ..... રૂ... પ’ એમ લક્ષમાં
લેતાં જ રાગથી ભેદજ્ઞાન થઈ જાય છે. ત્રિકાળઉપયોગસ્વરૂપ આત્મા તે ત્રિકાળ
મંગળસ્વરૂપ છે, તેની શ્રદ્ધા–જ્ઞાન કરતાં વર્તમાન અવસ્થામાં પણ મંગળપણું
પ્રગટે છે. માટે તેના શ્રદ્ધા–જ્ઞાન કરવા તે પણ અપૂર્વ મંગળ છે. અહા! જ્યાં
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ આરાધના મંગળરૂપ છે, ત્યાં તેના ફળરૂપ
કેવળજ્ઞાન પૂર્ણમંગળ હોય એમાં શું આશ્ચર્ય!! અને જેમાંથી એ કેવળજ્ઞાન આવે
છે એવા ત્રિકાળમંગળસ્વરૂપ આત્માના મહિમાની તો શી વાત!
ષટખંડાગમમાં શ્રી વીરસેન આચાર્ય કહે છે કે અરિહંત વગેરેનો
અનાદિઅનંત આત્મા મંગળરૂપ છે. અહા! વીરસેનસ્વામી વીતરાગી સંત,
જ્ઞાનના અગાધ દરીયા હતા; તેઓ કહે છે કે જે આત્મા કેવળજ્ઞાન પામવાનો
છે તે ત્રિકાળ મંગળ છે; અથવા જે આત્મા તીર્થંકર થનાર છે તે પણ
અનાદિઅનંત મંગળ છે.
(ગુરુદેવે પ્રમોદપૂર્વક અનાદિઅનંત મંગળની આ વાત
કરી તે સાંભળતા જ સભામાં હર્ષનાદ છવાઈ ગયો હતો.) તીર્થંકરોનો આત્મા તો
કેવળજ્ઞાનાદિથી મંગળરૂપ છે, અને તીર્થંકરપ્રકૃતિથી ઉત્પન્ન થયેલો તેમનો
ઔદયિકભાવ પણ મંગળરૂપ છે.
જીવને દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાથી અનાદિઅનંત મંગળરૂપ કહ્યો; ત્યાં
શિષ્ય શંકા કરે છે કે હે પ્રભો! આ રીતે જીવને અનાદિઅનંત મંગળ કહેવાથી તો
મિથ્યાત્વ અવસ્થામાં પણ જીવને મંગલપણાની

PDF/HTML Page 5 of 27
single page version

background image
પ્રાપ્તિ થઈ જશે! તેના સમાધાનમાં આચાર્યદેવ કહે છે કેઃ એમાં કાંઈ દોષ નથી,
કેમકે એવો પ્રસંગ તો અમને ઇષ્ટ જ છે.....અર્થાત્ મિથ્યાત્વ અવસ્થા વખતે
પણ જીવના સ્વભાવનું મંગળપણું સિદ્ધ થાય એ તો અમને ઇષ્ટ જ છે. પરંતુ
આવું માનવાથી પણ કાંઈ મિથ્યાત્વ–અવિરત–પ્રમાદ વગેરેને મંગલપણું સિદ્ધ થઈ
શકતું નથી, કેમકે તેમનામાં જીવત્વ નથી અર્થાત્ તેઓ જીવનો સ્વભાવ નથી;
મંગળ તો જીવ જ છે, અને તે જીવ કેવળજ્ઞાનાદિ અનંત ધર્માત્મક છે. (જુઓ, શ્રી
ષટખંડાગમ પુસ્તક ૧, પૃષ્ઠ ૨૮, ૩૬ વગેરે)
જુઓ, આ અનાદિઅનંત મંગળ! આવા અનાદિઅનંત મંગળસ્વરૂપ
આત્માને શ્રદ્ધામાં લેતાં પર્યાયમાં પણ સમ્યગ્દર્શનાદિ મંગળભાવ પ્રગટે છે,
અને કેવળજ્ઞાન થતાં આત્મા પૂર્ણ મંગલરૂપ થઈ જાય છે.
અરિહંતા મંગલં,
સિદ્ધા મંગલં....એ તો પર્યાયથી પણ મંગલરૂપ થઈ ગયા તેમની વાત છે, અને
આત્માનો સ્વભાવ ત્રિકાળ મંગલરૂપ છે, તે ત્રિકાળ મંગળના સ્વીકારથી (એટલે
કે સ્વભાવની સન્મુખતાથી) સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદશા સુધીની મંગળ
પર્યાયોની હારમાળા શરૂ થઈ જાય છે. બેસતા વર્ષના માંગલિકમાં મંગળની બહુ
સરસ વાત આવી.
સમયસાર ગા. ૧૭–૧૮માં કહે છે કે જે જીવ મોક્ષાર્થી છે તેણે પુરુષાર્થપૂર્વક
જીવરાજાને–ચૈતન્યરાજાને–શ્રદ્ધાજ્ઞાનમાં લઈને તેનું જ અનુસરણ કરવું....સર્વ
ઉદ્યમથી તેનું સેવન કરવું.....એ રીતે તેના સેવનથી કેવળજ્ઞાનરૂપી મંગલ સુપ્રભાત
ખીલી જાય છે.....સાધકના આત્મામાં પણ સમ્યગ્દર્શનાદિ મંગલ સુપ્રભાત ખીલી
ગયું છે.
અહા, તીર્થંકર થનાર આત્માને કે અરહંત થનાર આત્માને અનાદિઅનંત
મંગળ કહ્યો; અરે, તીર્થંકરપ્રકૃતિના ઉદયભાવનેય મંગળ કહ્યો, તો આત્માની
પ્રાપ્તિના અપૂર્વભાવની શી વાત!!–એ તો સાક્ષાત્ ભાવમંગળ છે. નિત્ય
મંગળરૂપ સ્વભાવના સંસ્કારથી પર્યાય પણ મંગળરૂપ પરિણમી જાય છે. પર્યાય
જ્યાં અંર્તસ્વભાવની સન્મુખ થઈ ત્યાં તેનામાં સ્વભાવના સંસ્કાર પડયા
એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ પરિણમન થયું, તે અપૂર્વ મંગળ છે, તે
સાચું તીર્થ છે.
અહીં (પંચાસ્તિકાયની ગા ૧૭૨માં) પણ, આવા મંગળતીર્થની શરૂઆત
કરનારા જીવની વાત આવી છે......ધર્માત્મા જીવ નિશ્ચય–વ્યવહારની સંધિપૂર્વક
સુખે કરીને તીર્થની શરૂઆત કરે છે.
જુઓ, આ બેસતા વર્ષની શરૂઆતમાં, સુખે કરીને તીર્થની શરૂઆત
કરવાની વાત આવી છે. લોકોમાં બેસતા વર્ષે આશીર્વાદ આપે છે કે નવું વર્ષ
તમને સુખરૂપ નીવડો.....અહીં આચાર્ય ભગવાન અને જ્ઞાની સંતો બેસતા
વર્ષે અલૌકિક આશીર્વાદ આપે છે કે તમે સુખે કરીને તીર્થની શરૂઆત કરો.–
કઈ રીતે? કે નિશ્ચય–વ્યવહારની સંધિપૂર્વક અંર્તસ્વભાવની આરાધનાથી.
ભવ્યજીવોને સુખપૂર્વક મંગલતીર્થની શરૂઆત કરાવનારા સર્વે–
ભગવંતોને નમસ્કાર હો.

PDF/HTML Page 6 of 27
single page version

background image
કારતકઃ ૨૪૮પ ઃ ૩ઃ
દીપાવલી–પ્રવચન
જયવંત વર્તો.....
સાક્ષાત્ મોક્ષમાર્ગસ્વરૂપ વીતરાગતા
ગુરુદેવે આપેલી બેસતા વર્ષની બોણી
આસો વદ અમાસે મહાવીર ભગવાનનો
મોક્ષકલ્યાણ ઊજવાયો, અને વીર સંવતનું નવું
વર્ષ બેઠું. નવા વર્ષની બોણીમાં પૂ. ગુરુદેવે સાક્ષાત્
મોક્ષમાર્ગનું સ્વરૂપ આપ્યું. પંચાસ્તિકાયની
૧૭૨મી ગાથામાં
स्वस्ति साक्षात्
मोक्षमार्ग...........” એમ કહીને આચાર્યભગવાન
આશીર્વાદ આપે છે કે હે ભવ્યજીવો! તમે
વીતરાગતાસ્વરૂપ સાક્ષાત્ મોક્ષમાર્ગની આરાધના
કરો......એ જ સંદેશ પૂ. ગુરુદેવે બેસતા વર્ષના
માંગલિકમાં સંભળાવ્યો, તે અહીં આપવામાં
આવ્યો છે.
આજે ભગવાન મહાવીર પરમાત્મા ચૈતન્યધ્યાનવડે મોક્ષ પામ્યા......ઈંદ્રોએ પાવાપુરીમાં અસંખ્ય
દીવડાથી ભગવાનના મોક્ષનો મહોત્સવ ઊજવ્યો. ચૈતન્યની પ્રતીત અને જ્ઞાન કરીને તેમાં ઠરતાં આત્માના
અસંખ્ય પ્રદેશે કેવળજ્ઞાનના અનંત દીવડા પ્રગટી જાય તે ખરી દીપાવલિ–દિવાળી છે. તે કેમ પ્રગટે તેની વાત આ
પંચાસ્તિકાયની ૧૭૨મી ગાથામાં ચાલે છે.
મહાવીર ભગવાન આજે મોક્ષ પામ્યા........
ગૌતમ ગણધર આજે
કેવળજ્ઞાન પામ્યા......
સુધર્મસ્વામી આજે મુખ્ય આચાર્યપદ પામ્યા.....
ઇન્દ્રો અને નરેન્દ્રોએ પાવાપુરીમાં આવીને ભગવાનના મોક્ષનો અને ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનો મોટો
ઉત્સવ ઊજવ્યો.
મોક્ષનો ખરો ઉત્સવ તો જો કે મોક્ષમાર્ગની આરાધનાથી

PDF/HTML Page 7 of 27
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૮૧
ઊજવાય છે, પરંતુ જેની પાસે જે હોય તેના વડે તે ઉત્સવ ઊજવે....સમ્યગ્દર્શનાદિ વડે મોક્ષને સાધતાં સાધતાં
હજી જેને રાગ બાકી રહી ગયો છે એવા રાગી જીવો શુભરાગવડે, મોક્ષને પામેલા અને મોક્ષને સાધનારા જીવોનું
બહુમાન–ભક્તિ કરીને ઉત્સવ ઊજવે છે; તેમાં રાગ તૂટીને જેટલે અંશે વીતરાગતા તરફ પોતાની પરિણતિ ઝૂકે
છે તેટલો પોતાને લાભ છે.
ભગવાન મોક્ષનો વાસ્તવિક ઉત્સવ, ચૈતન્યસ્વભાવની પ્રતીત કરીને વીતરાગતાવડે મોક્ષની આરાધના
કરવી તે છે. મોક્ષ તો ભગવાન પામ્યા, તેનો ઉત્સવ ઊજવનારને પોતામાં શું આવ્યું?–કે ભગવાન જેવા શુદ્ધ
રત્નત્રયનો જેટલો ભાવ પોતાના આત્મામાં પ્રગટ કર્યો તેટલો મોક્ષભાવ પોતામાં આવ્યો, તેણે પોતાના સ્વકાળ
રૂપ દી’ ને સ્વભાવમાં વાળીને દીવાળી ઊજવી, અને ભગવાનના મોક્ષનો ખરો ઉત્સવ તેણે જ ઊજવ્યો, આ
સિવાય જે જીવ ભગવાનના મોક્ષભાવને ઓળખે નહિ, તેનો અંશ પણ પોતામાં પ્રગટ કરે નહિ, તે જીવ એકલા
રાગરૂપ બંધભાવવડે મોક્ષનો ખરો ઉત્સવ કઈ રીતે ઊજવી શકે? મોક્ષના સ્વરૂપની ઓળખાણપૂર્વક તેના પ્રત્યે
જેવા બહુમાન અને ઉલ્લાસ જ્ઞાનીને આવશે તેવા અજ્ઞાનીને નહિ આવે. આ રીતે, ભગવાનના મોક્ષનો ઉત્સવ
ઊજવનારની જવાબદારી છે કે ભગવાનના જેવો ભાવ એટલે કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ વીતરાગભાવ
પોતામાં પ્રગટ કરવો.
ભગવાનના મોક્ષનો ઉત્સવ કોણ ઊજવે?
–કે જે મોક્ષાર્થી હોય તે,
તે મોક્ષાર્થી જીવ કઈ રીતે નિર્વાણ પામે છે?
સાક્ષાત્ મોક્ષનો અભિલાષી ભવ્યજીવ અત્યંત વીતરાગતાવડે ભવસાગરને તરી જઈને, શુદ્ધસ્વરૂપ પરમ
અમૃતસમુદ્રને અવગાહીને શીઘ્ર નિર્વાણને પામે છે.
જુઓ, આજે ભગવાનના નિર્વાણના દિવસે નિર્વાણ પામવાની વાત આવી છે. ભગવાનનો આત્મા
મોક્ષાર્થી થઈને ચિદાનંદ સ્વરૂપનું ભાન કરીને તેમાં લીનતાવડે વીતરાગ થયો, એ રીતે રાગ–દ્વેષ–મોહરૂપ
ભગસાગરથી પાર થઈને, પરમ આનંદના સાગર એવા પોતાના શુદ્ધ સ્વરૂપમાં નિમગ્ન થઈને નિર્વાણ પામ્યો.
નિર્વાણનો આવો જ માર્ગ ભગવાને ભવ્ય જીવોને બતાવ્યો. હે ભવ્ય જીવો! વીતરાગતા જ સાક્ષાત્ મોક્ષમાર્ગ
છે....તેના વડે જ ભવ્યજીવો ભવસાગરને તરીને નિર્વાણને પામે છે.
તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ,
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨
આખા શાસ્ત્રનું તાત્પર્ય આચાર્ય ભગવાને આ સૂત્રમાં બતાવ્યું છે. ભવ્યજીવો કઈ રીતે ભવસાગરને તરે
છે? કે વીતરાગતાવડે; બસ! વીતરાગતા તે જ સમસ્ત શાસ્ત્રનું તાત્પર્ય છે, તે જ શાસ્ત્રનું હાર્દ છે. ક્યાંય પણ
જરીકેય રાગ રાખીને ભગસાગરને તરાતું નથી, પણ સઘળી વસ્તુ પ્રત્યેના સમસ્ત રાગને છોડીને, અત્યંત
વીતરાગ થઈને ચૈતન્યસ્વરૂપમાં લીનતાવડે જ ભવસાગરને તરાય છે.
‘વિસ્તારથી બસ થાઓ. ’ આચાર્યદેવ કહે છે કે વધુ શું કહીએ? બધાય તીર્થંકર ભગવંતો આ ઉપાયથી
જ વીતરાગતાવડે જ ભવસાગરને તર્યા છે, ને તેઓએ બીજા મુમુક્ષુ જીવોને પણ એ વીતરાગતાનો જ ઉપદેશ
આપ્યો છે. આ રીતે વીતરાગતા જ શાસ્ત્રનું તાત્પર્ય છે અને તે જ મોક્ષમાર્ગનો સાર છે. માટે,
જયવંત વર્તો વીતરાગપણું.....કે જે સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર હોવાથી શાસ્ત્ર– તાત્પર્યભૂત છે.”
स्वस्ति साक्षात्मोक्षमार्गसारत्वेन शास्त्रतात्पर्यभूताय वीतरागत्वायेति।
આચાર્યદેવ સાક્ષાત્ મોક્ષમાર્ગ પ્રત્યેના પ્રમોદથી કહે છે કે અહો! આવો મોક્ષમાર્ગ જયવંત વર્તો!
“વિસ્તારથી બસ થાઓ....સાક્ષાત્ મોક્ષમાર્ગના સારરૂપ વીતરાગતા જયવંત વર્તો!”
જેમ અહીં આ પ્રમાણે કહ્યું છે, એ જ રીતે પ્રવચનસારમાં પણ પહેલો અધિકાર પૂરો કરતાં આચાર્યદેવે કહ્યું છે કે
જયવંત વર્તો સ્યાદ્વાદમુદ્રિત જૈનેંદ્ર શબ્દબ્રહ્મઃ
જયવંત વર્તો તે શબ્દબ્રહ્મમૂલક આત્મતત્ત્વઉપલબ્ધિ
કે જેના પ્રસાદને લીધે, અનાદિ સંસારથી બંધાયેલી મોહગ્રંથિ તુરત જ છૂટી ગઈ; અને
જયવંત વર્તો પરમ વીતરાગચારિત્રરૂપ શુદ્ધોપયોગ–કે જેના પ્રસાદથી આ આત્મા સ્વયમેવ ધર્મ થયો.

PDF/HTML Page 8 of 27
single page version

background image
કારતકઃ ૨૪૮પઃ પઃ
–આ પ્રમાણે વીતરાગી સંતોએ ઠેર ઠેર વીતરાગતાના જયકાર કરીને તેને જ સાક્ષાત્ મોક્ષમાર્ગ
તરીકે પ્રસિદ્ધ કરી છે, અને તેને જ શાસ્ત્રનું તાત્પર્ય કહ્યું છે.
બધાય તીર્થંકર ભગવંતોએ આ જ રીતે મોક્ષને સાધ્યો, અને આ જ રીતે તેનો ઉપદેશ કર્યો; માટે નક્કી
થાય છે કે આ જ નિર્વાણનો માર્ગ છે, બીજો કોઈ નિર્વાણનો માર્ગ નથી. આચાર્યદેવ કહે છે કે, આ રીતે
નિર્વાણનો માર્ગ નક્કી થતાં હવે બીજા પ્રલાપથી બસ થાઓ; મારી મતિ વ્યવસ્થિત થઈ છે. અને આવો
મોક્ષમાર્ગ દર્શાવનારા ભગવંતોને નમસ્કાર હો.
“અર્હંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિવડે;
ઉપદેશ પણ એમ જ કરી નિર્વૃત થયા; નમું તેમને.”
અહા, સાક્ષાત્ મોક્ષમાર્ગ તરીકે આ વીતરાગતાને જ જયવંત કહીને, અને તેને જ શાસ્ત્રનું તાત્પર્ય
કહીને આચાર્યદેવે કમાલ કરી છે. સાક્ષાત્ મોક્ષમાર્ગ અર્થાત્ સીધો મોક્ષમાર્ગ, ખરો મોક્ષમાર્ગ તો
વીતરાગતા જ છે, એટલે કે મોક્ષમાર્ગમાં પહેલેથી છેલ્લે સુધી (શરૂઆતથી પૂર્ણતા સુધી) જે વીતરાગતા
છે તે જ મોક્ષમાર્ગ છે; મોક્ષમાર્ગ તરીકે વીતરાગતા જ જયવંત વર્તે છે, રાગનો તો મોક્ષમાર્ગમાંથી ક્ષય
થતો જાય છે.
જુઓ, સાક્ષાત્ મોક્ષમાર્ગ વીતરાગતા છે; શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે; વીતરાગતામાં સ્વભાવની
સન્મુખતા છે ને પરની ઉપેક્ષા છે, કેમ કે પરની ઉપેક્ષા કરીને સ્વભાવમાં વળ્‌યા વિના વીતરાગતા થતી નથી.
વીતરાગતાને શાસ્ત્રનું તાત્પર્ય કહ્યું તેના અર્થમાં એ વાત પણ આવી જ ગઈ કે શાસ્ત્રમાં
ક્યાંય રાગ તે તાત્પર્ય નથી; કેમ કે શાસ્ત્રમાં ક્યાંય વીતરાગતાને તાત્પર્ય કહે ને ક્યાંય વળી રાગને તાત્પર્ય
કહે–એમ પરસ્પર વિરુદ્ધ કથન હોય નહિ. ભલે રાગને ક્યાંય વ્યવહારથી મોક્ષમાર્ગ કહ્યો કે પરંપરા મોક્ષકારણ
કહ્યું છતાં તે કથન વખતે પણ રાગ તે શાસ્ત્રનું તાત્પર્ય નથી, તે કથન વખતે પણ શાસ્ત્રનું તાત્પર્ય તો
વીતરાગતા જ છે. સંતોએ આખાય શાસ્ત્રમાં સળંગપણે વીતરાગી તાત્પર્ય જ ગૂંથ્યું છે.
જુઓ, આ બેસતા વર્ષની બોણી અપાય છે! વીતરાગી મોક્ષમાર્ગ સમજીને તેની આરાધના કરવી
તે અપૂર્વ બોણી છે. જેણે આવા વીતરાગી માર્ગની સમ્યક્ શ્રદ્ધા કરી તેના આત્મામાં અપૂર્વ નવું વર્ષ બેઠું,
ને તેણે સંતો પાસેથી સાચી બોણી લીધી.
હે ભવ્ય જીવો! વીતરાગતાને જ સાક્ષાત્ મોક્ષમાર્ગ જાણીને તેની આરાધના કરો.... વીતરાગતા કેમ
થાય? કે સ્વભાવમાં ઢળતાં વીતરાગતા થાય છે. અંર્તસ્વભાવમાં લીન થતાં વીતરાગ થઈને જીવ ભવસાગરને
તરે છે ને મોક્ષને પામે છે, માટે મોક્ષેચ્છુ જીવે, તરવાના કામી જીવે ક્યાંય પણ જરાય રાગ કર્તવ્ય નથી,
સ્વભાવમાં લીનતાવડે વીતરાગતા જ કર્તવ્ય છે. તે વીતરાગતા જ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે.....તે વીતરાગતા
જયવંત વર્તો.
*
આચાર્ય ભગવંતોના મહિમાપૂર્વક ગુરુદેવ કહે છે કેઃ વાહ! જંગલમાં બેઠા બેઠા સંતોએ
ગજબ કામ કર્યાં છે; વીતરાગી મોક્ષમાર્ગને જગત સમક્ષ ખુલ્લો મૂકીને સત્યમાર્ગ પ્રસિદ્ધ કર્યો છે.
અહા! આવો વીતરાગમાર્ગ! એને ‘શ્રદ્ધવાની રીત’ પણ કોઈ અલૌકિક છે. જો રાગના એક
સૂક્ષ્મ અંશની પણ રુચિ રહે તો તે જીવ વીતરાગમાર્ગની શ્રદ્ધા નહિ કરી શકે. ચૈતન્યસ્વભાવની
સન્મુખ થઈને આનંદની ધારામાં ઝૂલતા મુનિવરો વેગપૂર્વક મોક્ષમાર્ગમાં પરિણમતા હોવા છતાં,
વચ્ચે જેટલો રાગનો કણ રહી જાય છે તેટલો પણ મોક્ષ તરફનો વેગ રોકાય છે, માટે મોક્ષેચ્છુએ
સાક્ષાત્ વીતરાગતા જ કર્તવ્ય છે.

PDF/HTML Page 9 of 27
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૮૧
જુઓ, આ મોક્ષ માટેનાં મૂળ મંત્રો! આમાં તો સાક્ષાત્ વીતરાગતાનો જ ઉપદેશ છે.
અહા! મોક્ષેચ્છુએ ક્યાંય પણ અને किंचित् એટલે કે જરાક પણ રાગ ન કરવો. રાગ તે
ભવસાગરને તરવાનું સાધન નથી, તે તો ઉદયભાવ છે ને તેનું ફળ સંસાર છે; માટે મોક્ષેચ્છુએ તે
જરાય કર્તવ્ય નથી. મોક્ષેચ્છુએ સાક્ષાત્ વીતરાગતા જ કર્તવ્ય છે, કેમકે તેના વડે જ ભવસાગરને
તરાય છે.
*
અહાહા! મોક્ષેચ્છુની આ વાત તો જુઓ! કુંદકુંદાચાર્યદેવ જ્ઞાનના અગાધ દરિયા હતા,
તેમના આત્માની ઘણી પવિત્રતા હતી......ચૈતન્યના આનંદમાં તેઓ ઝૂલતા હતા.....ચૈતન્યના
આનંદમાં ઝૂલતાં ઝૂલતાં વચ્ચે જરાક રાગનો વિકલ્પ ઊઠતાં આ શાસ્ત્ર લખાય છે. તેમા કહે છે કે
સાક્ષાત્ વીતરાગતારૂપ જે મોક્ષમાર્ગ, તે માર્ગની પ્રભાવના અર્થે અમે કહીએ છીએ....અમે
મોક્ષાર્થી છીએ.... રાગને અમે નથી ઈચ્છતા. અહા, કેટલા ભદ્રિક! કેટલા નિર્માન! કેટલા
નીખાલસ!! બાપુ! રાગની હોંસ કરશો નહિ. અમારો ઉત્સાહ વીતરાગી મોક્ષમાર્ગમાં જ છે,
રાગમાં અમારો ઉત્સાહ નથી, ને હે મોક્ષાર્થી શ્રોતાઓ! તમે પણ વીતરાગી મોક્ષમાર્ગ તરફ જ
તમારો ઉત્સાહ વાળજો, વચ્ચે રાગ આવે તેમાં ઉત્સાહ કરશો નહિ.
*
શાસ્ત્રોનું હૃદય ખોલીને સંતો કહે છે કે પરમ વીતરાગતા જ કર્તવ્ય છે. તે જ સાક્ષાત્
મોક્ષમાર્ગ છે. અહા! જે જીવ પાત્ર થઈને આવો વીતરાગમાર્ગ સમજે તેને તે સમજાવનારા સંતો
પ્રત્યે કેટલો વિનય હોય! કેટલું બહુમાન હોય! રાગમાં વર્તતો હોવા છતાં જેને વીતરાગી
પંચપરમેષ્ઠિ ભગવંતો પ્રત્યે વિનય અને બહુમાનનો ભાવ નથી ઉલ્લસતો તેને તો
વીતરાગમાર્ગની શ્રદ્ધા પણ થતી નથી. વીતરાગમાર્ગની ભાવનાવાળાને, સાક્ષાત્ વીતરાગતા ન
થાય ત્યાં સુધી, વીતરાગીપુરુષો પ્રત્યે (પંચપરમેષ્ઠી વગેરે પ્રત્યે) પરમભક્તિ–વિનય–ઉત્સાહ–
બહુમાનનો ભાવ જરૂર આવે છે; છતાંય તેમાં જે રાગ છે તે કાંઈ તાત્પર્ય નથી, તે મોક્ષમાર્ગ
નથી; મોક્ષમાર્ગ તો વીતરાગભાવ જ છે એ નિયમ છે, અને એ જ મોક્ષેચ્છુએ કર્તવ્ય છે; એના
વડે જ તે ભવસાગરને તરીને પરમાનંદરૂપ મોક્ષપદને પામે છે.
વીતરાગી મોક્ષમાર્ગનો જય હો.
વીતરાગી મોક્ષમાર્ગના ઉપાસક અને ઉપદેશક સંતોનો જય હો.
ધુ્રવમાંથી ધર્મ લે
ધર્મની વાત સાંભળતાં જીવોને એમ થાય છે કે અમારે ક્યાંથી ધર્મ લેવો? શરીરની
ક્રિયામાંથી ધર્મ આવતો હશે? પુણ્યમાંથી આવતો હશે? કે કોઈ સ્થાનકમાંથી આવતો હશે?
આચાર્યદેવ સમજાવે છે કે “ધુ્રવમાંથી ધર્મ લે” ધર્મની ખાણ તારો ધુ્રવ આત્મા જ છે, તે
જ ધર્મનું સ્થાનક છે, તેમાંથી જ તારો ધર્મ આવે છે. એ સિવાય શરીરની ક્રિયામાંથી, રાગમાંથી,
બહારના સ્થાનોમાંથી કે બીજે ક્યાંયથી તારો ધર્મ આવે તેમ નથી.
ધર્મ તો જેમાં હોય તેમાંથી આવે કે બીજેથી? ભાઈ! તારો ધર્મ તારા આત્મસ્વભાવમાં જ
છે. તારાથી બહારમાં ક્યાંય તારો ધર્મ નથી; માટે બહારથી ધર્મ નહિ આવે, તારા
આત્મસ્વભાવમાં જ અંતમુર્ખ થઈને, તેમાંથી સમ્યગ્દર્શનાદિ ધર્મ લે. જેમ રત્નોની ખાણમાંથી
રત્નો નીકળે છે તેમ ચૈતન્યરત્નની ધુ્રવખાણ આત્મા છે, તેમાં ઊંડો ઉતરીને તે ધુ્રવખાણમાંથી
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ રત્નો કાઢ.

PDF/HTML Page 10 of 27
single page version

background image
કારતકઃ ૨૪૮પઃ ૭ઃ
ભવ્ય જીવોને આનંદની જનેતા
બાર અનુપ્રેક્ષા
(૨) અ.....શ....ર....ણ....ભા....વ.....ના
કાર્તિકેય સ્વામીની દ્વાદશ અનુપ્રેક્ષા ઉપરના
પ્રવચનોમાંથી વૈરાગ્યપ્રધાન
સુંદર અને હળવો લેખઃ પહેલી અનિત્ય ભાવનાના લેખ માટે અંક ૧૭૩ જુઓ.
વૈરાગ્યની બાર અનુપ્રેક્ષાઓ તે આનંદની
જનેતા છે, જેમ માતા પોતાના પુત્રને આનંદની
દેનાર છે, તેમ આ બાર વૈરાગ્ય ભાવનારૂપી
માતા, ભવ્ય જીવોને આનંદની જનેતા છે; તેના
યથાર્થ ચિંતનથી ભવ્ય જીવોને મોક્ષમાર્ગમાં
ઉત્સાહ ઊપજે છે. અહા, તીર્થંકરો પણ દીક્ષા
વખતે જેનું ચિંતન કરે છે એવી, વૈરાગ્યરસમાં
ઝૂલતી આ બાર ભાવનાઓનું ચિંતન કરતાં
કયા ભવ્યને આનંદ ન થાય? અને કોને
મોક્ષમાર્ગનો ઉત્સાહ ન જાગે? ?........આ
સંસારના દુઃખથી જેને થાક લાગ્યો હોય તે
અંતરમાં ચૈતન્યના શરણને શોધે.
વીતરાગી મુનિરાજ શ્રી કાર્તિકેય સ્વામી આ શાસ્ત્રની શરૂઆતમાં જ કહે છે કે, ત્રિભુવનના તિલક એવા
શ્રી સર્વજ્ઞદેવને વંદન કરીને.....હું આ અનુપે્રક્ષા કહીશ. –કેવી અનુપ્રેક્ષા કહીશ? –કે ‘ભવિકજન આનંદજનની’
એટલે ભવ્યજીવોને આનંદ દેનારી અનુપ્રેક્ષા કહીશ. અંતરમાં સમ્યગ્દર્શનપૂર્વક ચિદાનંદ સ્વભાવના અવલંબને
બાર વૈરાગ્ય ભાવનાઓનું ચિંતવન તે વીતરાગી આનંદને ઉપજાવનાર છે. વસ્તુસ્વરૂપી વિપરીત તેમજ વૈરાગ્ય
રહિત એવા ચિંતન તો અનેક પ્રકારનાં છે, પરંતુ તે કોઈ ચિંતન જીવને આનંદદાયક નથી પણ દુઃખદાયક છે.
અને વસ્તુસ્વરૂપ અનુસાર આ વૈરાગ્ય અનુપ્રેક્ષાઓનું ચિંતન તો આનંદદાયક છે અને દુઃખને દૂર કરનાર છે.
વસ્તુસ્વરૂપના યથાર્થ લક્ષપૂર્વક વૈરાગ્ય ભાવનામાં તત્પર રહેવું–એના જેવું દુઃખથી છૂટવાનું

PDF/HTML Page 11 of 27
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૮૧
કોઈ સાધન નથી. અહા! વૈરાગ્ય ભાવનામાં ઝુલતા મુનિવરો ગમે તેવા ઘોર ઉપસર્ગ વખતે પણ પોતાની
આરાધનામાં તત્પર રહે છે, જરા પણ ડગી જતા નથી. માટે આચાર્યદેવ કહે છે કે નિકટ ભવ્યજીવોને આનંદ
ઉપજાવનારી ભાવનાઓ હું કહીશ. જેના સંસારનો અંત નજીક આવી ગયો છે એવા ભવ્ય જીવોને આ વૈરાગ્ય
ભાવનાઓથી આનંદ થશે, અને તેમનો આત્મા મોક્ષમાર્ગમાં ઉત્સાહિત થશે.
અહો! અડોલ દિગબંર વૃત્તિને ધારણ કરનારા, વનમાં વસનારા, વૈરાગ્યની મસ્તીમાં ડોલનારા ને
ચૈતન્યના આનંદમાં ઝૂલનારા મુનિવરોનો અવતાર સફળ છે....એવા સંત–મુનિવરો પણ વૈરાગ્યની બાર
ભાવનાઓ ભાવીને વસ્તુસ્વરૂપ ચિંતવે છે ને વીતરાગતા વધારે છે. એવા મુનિભગવંતોએ કહેલી વૈરાગ્યની આ
ભાવનાઓ દરેક જીવે ભાવવા જેવી છે. આ ભાવનાઓ આનંદની જનની છે; કેમકે વસ્તુસ્વરૂપ અનુસાર
વૈરાગ્યની ભાવનાઓનું ચિંતવન કરતાં ચિત્તની સ્થિરતા થઈને ભવ્યજીવને આનંદ થાય છે, તેથી આ
ભાવનાઓ ‘ભવિક જન–આનંદ જનની’ છે. આ બાર ભાવનાઓથી ભવ્યજીવને મોક્ષમાર્ગમાં ઉત્સાહ ઊપજે
છે. દીક્ષા વખતે બધાય તીર્થંકરો પણ આ બાર–ભાવનાઓનું ચિંતન કરે છે. અહા! વૈરાગ્ય રસ ઝરતી આ બાર
ભાવનાઓ ભાવતાં કોને આનંદ ન થાય!–કોને મોક્ષમાર્ગનો ઉત્સાહ ન ઊપજે.
બાર ભાવનાઓ કઈ કઈ છે!–પહેલી અનિત્ય ભાવના, (૨) અશરણ ભાવના, (૩) સંસાર ભાવના,
(૪) એકત્વ ભાવના (પ) અન્યત્વ ભાવના, (૬) અશુચિત્વ ભાવના, (૭) આસ્રવ ભાવના (૮) સંવર
ભાવના, (૯) નિર્જરા ભાવના, (૧૦) લોક ભાવના, (૧૧) બોધિદુર્લભ ભાવના, અને (૧૨) ધર્મ ભાવના;–
આ પ્રમાણે બાર વૈરાગ્ય ભાવનાઓ છે. અનુક્રમે તે દરેકનું સ્વરૂપ કહેવાશે. તેમાંથી પહેલી ‘અનિત્ય ભાવના’નું
કેટલુંક વિવેચન આત્મધર્મ અંક ૧૭૩માં આવી ગયું છે; ત્યાર પછી બીજી ‘અશરણ ભાવના’ નું આ વિવેચન છે.
સંસારનું અશરણપણું ચિંતવીને, ચૈતન્યસ્વભાવનું શરણ લેવા માટે આ અશરણ ભાવના છે. અરે, આ
અશરણ સંસારમાં જ્યાં દેવ–દેવેન્દ્ર અને ચક્રવર્તી વગેરે પણ કાળનો કોળિયો થઈ જાય છે ત્યાં જીવોને શું શરણ
છે! ઈન્દ્રપદ કે ચક્રવર્તીપદ એ કોઈ, જીવને શરણભૂત નથી, ચૈતન્યપદ જ જીવને શરણભૂત છે. સ્વર્ગના ઈન્દ્રને
ચારે બાજુ હજારો દેવો સેવામાં ઊભા હોય, છતાં આયુષ્ય પૂરું થતાં તે ઈન્દ્રને પણ મરતાં કોઈ બચાવી શકતું
નથી, તો સાધારણ જીવોની શી વાત! હા, એક ચૈતન્યસ્વભાવ જ જીવોને મરણથી બચાવવા સમર્થ છે, માટે હે
જીવ! આખાય સંસારને અશરણ જાણીને તારા ચૈતન્યસ્વભાવ તરફ વળ, ને તેનું શરણ લે; તેના શરણે એવું
સિદ્ધપદ થશે કે જ્યાં કદી મરણ નથી, દુઃખ નથી, ભય નથી.
સર્વજ્ઞ ભગવાન કહે છે કે હે જીવ! તને બહારમાં કોઈ શરણ નથી, બહારના ભાવો પણ તને શરણ નથી;
દેહાદિથી નીરાળો તારો પવિત્ર ચૈતન્યસ્વભાવ જ તને અંતરમાં શરણરૂપ છે. મોટા મોટા શહેનશાહ અને ઇન્દ્ર
જેવા પણ ક્ષણમાત્રમાં કાળનો કોળિયો થઈ જાય છે, તો જીવને કોણ શરણ છે? શરણ તો તે કહેવાય કે જે
પોતાની રક્ષા કરે,–જન્મમરણાદિદુઃખોથી આત્માને બચાવે. જન્મમરણનાં દુઃખોથી આત્માની રક્ષા કરનાર તો
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર જ છે, તેથી તે જ શરણરૂપ છે.
જુઓને, આ સંસારમાં સવારમાં જેનો રાજ્યાભિષેક થતો દેખ્યો હોય તે જ સાંજે સ્મશાનમાં રાખ થતો
દેખાય છે,–આવા પ્રસંગો તો સંસારમાં અનેક બને છે; અનેક કોડભર્યા પતિ–પત્ની હજી તો પરણીને પાછા જતા
હોય ત્યાં ટ્રેઈનમાં જ અકસ્માત થતાં બંને મરી જાય છે, આ રીતે થોડીવાર પહેલાં જે લગ્નમંડપમાં હતા તે જ
થોડીવાર પછી રાખ થતા દેખાય છે; પરણતી વખતે તો સ્ત્રીને એમ થયું હશે કે આ પતિ મને આખી જિંદગી
શરણ આપશે....પરંતુ તે પોતે જ ઘરે પહોંચતાં પહેલાં અશરણપણે મરણને શરણ થઈ જાય છે.–આવા પ્રસંગો
નજરે જોવા છતાં મોહમૂઢ જીવોને વૈરાગ્ય નથી આવતો. બાપુ! સંસારને અશરણ જાણીને તે તરફના વેગથી
પાછો વળ, ને તારા આત્માનું શરણ લે. આ અસાર સંસારમાં આત્માના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર સિવાય બીજું કોઈ
શરણ નથી. હે જીવ! બહારમાં શરણ માનીને અનંતકાળ તું બહારમાં દોડયો.....પણ તને ક્યાંય શરણ ન
મળ્‌યું..... માટે હવે તો અંતમુર્ખ થા......તારું શરણ અંતરમાં છે. આ સંસાર કે સંસારના સંયોગો સ્વપ્નેય પણ
શરણભૂત માનવા જેવા નથી, અંતરના એક ચિદાનંદતત્ત્વને

PDF/HTML Page 12 of 27
single page version

background image
કારતકઃ ૨૪૮પઃ ૯ઃ
જ શરણભૂત સમજીને તેની ભાવના કરવા જેવું છે. આ સંસારના દુઃખથી જેને થાક લાગ્યો હોય તે અંતરમાં
ચૈતન્યના શરણને શોધે.
જેમ જંગલમાં સિંહના મુખમાં પડેલા સારંગને કોઈ રક્ષક નથી, તેમ મૃત્યુના મુખમાં પડેલા જીવને પણ
સંસારમાં કોઈ રક્ષક નથી. જેમ સિંહના મુખમાં પડેલું હરણીયું અશરણપણે મરે છે, તેમ શરણભૂત એવા
ચૈતન્યસ્વભાવની જેણે દરકાર કરી નથી, તેનું લક્ષ પણ કર્યું નથી, એવા જીવો મૃત્યુરૂપી સિંહના મુખમાં પડતાં
અશરણપણે મરે છે. જ્યાં કાળ પૂરો થયો ત્યાં કોણ શરણ થાય તેમ છે? અંદરમાં જે શરણ છે તેને તો જાણ્યું
નથી, ને બહારમાં શરણ માન્યું છે, પરંતુ બહારમાં કોઈ એક ક્ષણ પણ શરણભૂત થાય તેમ નથી. અરે, મોટા
મોટા રાજાઓ પણ જંગલમાં અશરણપણે મરે છે,–મરતાં મરતાં પાણી પણ નથી મળતું; અને કદાચિત મરણ
ટાણે આસપાસ સગાંવહાલાં ઊભા હોય ને બધી જાતની અનુકૂળતા હોય તોપણ મરનાર જીવને તે કોઈનું શરણ
નથી. જીવને શરણરૂપ તો શુદ્ધ રત્નત્રય જ છે. અહીં મરણ વખતનો તો દાખલો આપ્યો છે, પરંતુ મરણની જેમ
જીવતાં પણ જીવને કોઈ બીજું શરણભૂત નથી.–આમ જાણીને, વીજળીના ઝબકારા જેવા આ મનુષ્યજીવનમાં
ભેદજ્ઞાન કરીને શુદ્ધઆત્મસ્વભાવનું શરણ પ્રાપ્ત કરી લ્યો, એવો સંતોનો ઉપદેશ છે.
મરતા મનુષ્યને બચાવવા માટે તીવ્ર મોહને લીધે કેટલાક જીવો કુદેવાદિની માનતા પણ કરે છે; પરંતુ અરે
ભાઈ! મરતા મનુષ્યને જો કોઈ મૃત્યુથી બચાવી શકતું હોત તો તો જગતમાં કોઈ મરત જ નહીં. કોઈ દેવ, મંત્ર–
મંત્ર કે ક્ષેત્રપાલ વગેરે જો મૃત્યુ પામતા મનુષ્યની રક્ષા કરી શકતા હોત તો મનુષ્યો અક્ષય થઈ જાત! પરંતુ એ
કોઈ જીવને મૃત્યુથી બચાવી શકે તેમ નથી. મૃત્યુથી બચવાનો ઉપાય તો એક જ છે કે દેહરહિત એવા સિદ્ધપદની
આરાધના કરવી. આ ઉપાય સિવાય મૃત્યુથી બચવા માટે દોરા–ધાગા કરાવવા કે કુદેવાદિની માનતા કરવી તે તો
તીવ્ર મૂઢતા છે, સર્વજ્ઞનો ખરો ભક્ત કુદેવાદિને માને નહિ, તેમજ દોરાધાગા કરે નહિ. ભાઈ! દેહની ચિંતા છોડને
ચૈતન્યનું ચિંતન કર, એ જ તને શરણ છે. દેહ તો તારાથી જુદો જ છે, તે તો તેના કાળે ચાલ્યો જશે, તેમાં કાંઈ
તારું, શરણ નથી. રત્નત્રય ધર્મ જ અમરપદને દેનાર અમરફળ છે, એના સિવાય જીવને મરણથી બચાવનાર
બીજું કોઈ અમરફળ જગતમાં નથી.
ભલે અતિ બળવાન હોય, ભયંકર હોય ને અનેક પ્રકારના ઉપાયોથી રક્ષા કરવામાં આવતો હોય, છતાં
પણ આ સંસારમાં મરણ વગરનું કોઈ દેખાતું નથી. મજબૂત કિલ્લો, અંગરક્ષકો કે શસ્ત્ર વગેરે દ્વારા મરણથી રક્ષા
થઈ શકતી નથી, પણ જો જ્ઞાનસ્વભાવનું રક્ષણ લ્યે તો તે જ્ઞાનસ્વભાવ સ્વતઃ રક્ષિત જ છે, તેની રક્ષા માટે
બીજા કોઈની જરૂર પડતી નથી, તેમજ તેમાં મૃત્યુનો પ્રવેશ નથી. આ સિવાય બીજા કુદેવાદિ પોતે જ જ્યાં
અશરણ છે ત્યાં તેઓ બીજાની શું રક્ષા કરશે? ભાઈ, તારા આત્માની ખરી રક્ષા કરવા માટે ઉપયોગને અંતરમાં
વાળીને, શુદ્ધોપયોગરૂપી એવો ગઢ રચ, કે દેહમાં લાખો વીંછી કરડે તોય ચૈતન્યમાં વેદના પ્રવેશી ન શકે,
ચૈતન્યનું શરણ છૂટે નહિ, ને આત્માનું ભાવમરણ થાય નહિ. ‘અરિહંતનું શરણ, સિદ્ધનું શરણ એ વ્યવહારથી
છે, અને નિશ્ચયથી તો સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મ જ શરણ છે.
સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી,
આરાધ્ય! આરાધ્ય! પ્રભાવ આણી;
અનાથ એકાંત સનાથ થાશે,
એના વિના કોઈ ન બાંહ્ય સ્હાશે.
(શ્રીમદ્ રાજચંદ્રઃ અશરણ ભાવના)
અંતમુર્ખ થઈને જેણે રત્નત્રય ધર્મ પ્રગટ કર્યો તેણે જ અરિહંત–સિદ્ધ વગેરેનું ખરું શરણ લીધું.
જુઓ, આ અશરણ ભાવના! અશરણભાવના પણ ચૈતન્યસ્વભાવના શરણે જ ભવાય છે.
ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ વગર એકેય ભાવના સાચી હોતી નથી. ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિપૂર્વક ભાવવામાં આવતી આ
વૈરાગ્ય ભાવનાઓ ભવિક જીવોના હૃદયમાં આનંદ ઉપજાવનારી છે. જેણે આ વૈરાગ્યભાવનારૂપી બખ્તર પહેર્યું તેને
જગતની કોઈ પ્રતિકૂળતા નડે નહિ; વૈરાગ્ય ભાવનાવડે ઉપયોગને અંતરમાં વાળીને પોતાના આત્માની રક્ષાનો
એવો ગઢ કર્યો–કે જેમાં અણુબોંબ વગેરે તો શું, પણ કોઈ પરભાવો પણ પ્રવેશી શકે નહિ. આ સિવાય બહારમાં જે
શરણને શોધે છે તે જીવ અજ્ઞાની છે.

PDF/HTML Page 13 of 27
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૮૧
ગમે તેટલા ઉપાયો કરવા છતાં પણ સંસારમાં કોઈ જીવ મરણથી બચી શકતો નથી; આવું
અશરણપણું નજરે દેખતો હોવા છતાં મૂઢ જીવ સુગાઢ મિથ્યાત્વભાવને લીધે સૂર્ય, શનિ વગેરે ગ્રહોને કે
ભૂત–વ્યંતર–પિશાચને, જોગણી, ચંડિકા વગેરેને કે મણિભદ્ર વગેરે યક્ષને શરણ માને છે. કોઈ કુદેવ–દેવલાં
લાભ કરી દેશે–એમ માનવું તે મિથ્યાત્વની તીવ્રતા છે. અરે, બિચારા એ પોતે જ જ્યાં અશરણપણે
સંસારપરિભ્રમણથી દુઃખી થઈ રહ્યા છે ત્યાં તને એ શું શરણ આપશે? હજી તો દેહાદિની સગવડતા ખાતર
કુદેવાદિને માનવા પણ જે જીવ તૈયાર થઈ જાય છે તે જીવ દેહાદિથી ભેદજ્ઞાન કરીને ચૈતન્યનું ભાન તો ક્યાંથી કરશે? દેહાદિની સગવડતા રહો કે ન રહો,–પરંતુ જ્ઞાની કદી કુદેવાદિને માનતા નથી. અંતરમાં
ચૈતન્યનું શરણ પ્રાપ્ત કરી લીધું છે એટલે પોતાની રક્ષા માટે બહારમાં શરણ જ્ઞાની શોધતા નથી. તે જાણે છે
કે આ દેહાદિ કાંઈ મારી વસ્તુ નથી, એ તો સંયોગી વસ્તુ છે, ને સંયોગનો તો વિયોગ થાય જ. જેનો
વિયોગ થાય તેનું શરણ કેવું? મારા સ્વભાવભૂત તો જ્ઞાન–દર્શન છે, તેનો મને કદી વિયોગ થતો નથી. જે
પોતાનો સ્વભાવ હોય તેની સાથે એકતા હોય, પણ સંયોગ સાથે એકતા હોય નહિ; અને જેની સાથે એકતા
ન હોય તેનું શરણ પણ ન હોય. માટે જગતનો કોઈ પણ સંયોગ જીવને શરણભૂત નથી, એકમાત્ર પોતાનો
સ્વભાવ જ જીવને શરણભૂત છે. જેમ સમુદ્રની વચ્ચે તરતા વહાણમાં બેઠેલું પંખી, મધદરિયામાં તેને બીજું
કોઈ શરણ નહિ હોવાથી, ઊડી ઊડીને ફરી પાછું વહાણના જ શરણે આવે છે, તેમ જેણે આવો નિર્ણય કર્યો
છે એવા ધર્માત્મા જીવની પરિણતિ, સંસારમાં બીજે ક્યાંય શરણ નહિ હોવાથી ફરીફરીને અંતરના
ચૈતન્યશરણ તરફ જ વળ્‌યા કરે છે.–આ અશરણભાવનાનું તાત્પર્ય છે.
આયુષ્યનો ક્ષય થતાં મરણ થાય છે; અને જીવને આયુષ્ય તો બીજો કોઈ આપી શકતો નથી તેથી દેવેન્દ્ર
પણ મરણથી રક્ષા કરી શકતો નથી. કોઈ મને બચાવી દેશે કે હું કોઈને બચાવી દઈશ–એવી કલ્પના તે તો
ભ્રમણા છે. આ દેહના વિયોગરૂપ મરણ અવશ્ય થવાનું જ છે–આવો નિર્ણય કરતાં, દેહ અને દેહસંબંધી સમસ્ત
વિષયો પ્રત્યે ઉદાસીનવૃત્તિ થઈને ચૈતન્યની સન્મુખતા થાય છે. દેહાદિ બાહ્ય વિષયો પ્રત્યે જેને ઉદાસીનવૃત્તિ પણ
નથી–તેનાથી ભિન્નતાની ભાવના પણ નથી ને તેમાં જ તીવ્રપણે આસક્ત છે તે જીવ વિષયાતીત અતીન્દ્રિય
ચૈતન્યસ્વભાવનો અનુભવ ક્યાંથી કરશે?
સુરેન્દ્ર પણ જો પોતાના આત્માને મૃત્યુથી બચાવી શકતો હોત તો સર્વોત્તમ ભોગોથી સંયુક્ત એવા
સ્વર્ગને તે કેમ છોડત! આયુષ્ય પૂરું થતાં સ્વર્ગના દેવો પણ તત્ક્ષણે ત્યાંથી ચ્યૂત થઈ જાય છે. ત્યાં પણ મરણથી
બચાવવા તેમને કોઈ શરણ નથી. ત્યાં મિથ્યાદ્રષ્ટિ દેવો તો ખેદપૂર્વક અશરણપણે મરે છે; અને સમ્યગ્દ્રષ્ટિ દેવો તો
મરણસમયે ત્યાંના શાશ્વત જિનપ્રતિમાના ચરણસમીપે જઈને જિનેન્દ્રદેવના શરણપૂર્વક દેહ છોડે છે; અંદરમાં
ચૈતન્યશરણ ભાસ્યું છે ને બહારમાં જિનેશ્વરનાથનું શરણ લ્યે છે કે ‘હે નાથ! આ સંસારમાં જીવોને આપના જ
ચરણનું શરણ છે. આ અસાર સંસારમાં રખડતા જીવોને આપના પવિત્ર શાસનનું જ શરણ છે.....હે પ્રભો! હવે
અમે મનુષ્ય થઈને, આપના શાસનના શરણે આત્માની પૂર્ણ–સિદ્ધિને સાધશું. જેણે ચૈતન્ય શરણને જાણ્યું છે
એવા ધર્માત્મા તો આવા ભાવપૂર્વક દેહ છોડે છે. પણ જીવનમાં જેણે ચૈતન્યનું શરણ નથી જાણ્યું ને દેહાદિ
વિષયોના શરણે જીવન વીતાવ્યું છે એવા જીવો તો અશરણપણે મરે છે; જીવતાં પણ તે અશરણ છે ને મરતાં પણ
અશરણ છે; ભલે મોટો રાજા હોય ને સેંકડો માણસો ખમા–ખમા કરતા સેવામાં ઊભા હોય તોપણ તે અશરણ
છે; અને કોઈ ધર્માત્મા જીવ કદાચ વન–જંગલમાં એકલો હોય તો પણ તે અશરણ નથી, અંતરમાં ચૈતન્ય ના
શરણે તે નિર્ભય છે. રામચંદ્રજીએ જ્યારે સીતાજીને ભયાનક સિંહવાઘથી ભરેલા વનમાં મોકલી દીધા, અને
સીતાજી મુર્છિત થઈ ગયા તથા રુદન કરતા હતા ત્યારે પણ ખરેખર તે અશરણ ન હતા, ‘સમ્યગ્દર્શનાદિ ધર્મરૂપે
પરિણમેલો અમારો આત્મા જ અમને શરણ છે’ –એવું તે વખતેય અંતરમાં નિઃશંક ભાન હતું. સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્રરૂપ પરિણમેલો પોતાનો આત્મા જ શરણરૂપ છે–એમ જાણીને પરમ શ્રદ્ધાથી તેનું સેવન કરો એમ
આયાર્યદેવનો ઉપદેશ છેઃ
दर्शनज्ञानचारित्रं शरणं सेवस्य परश्रद्धया।
अन्यत् किमपि न शरणं संसारे संसरताम्।। ३०।।
હે ભદ્ર! શરણરૂપ એવા દર્શન–જ્ઞાન–ચારિત્રને તું

PDF/HTML Page 14 of 27
single page version

background image
કારતકઃ ૨૪૮પઃ ૧૧ઃ
પરમ શ્રદ્ધાથી સેવ; સંસારમાં સંસરતા જીવોને એના સિવાય બીજું કાંઈ શરણ નથી. આત્માનો ચિદાનંદ
સ્વભાવ, જેમાં ભય નથી, દુઃખ નથી, જન્મ નથી, મરણ નથી, તે જ શરણરૂપ છે, માટે હે જીવ! તેનું જ્ઞાન કર,
તેની શ્રદ્ધા કર, ને તેમાં લીનતા કર.
જંગલમાં પાછળ દીપડો આવે, ત્યાં ભયથી જીવ જાણે કે ઝાડ ઉપર ચડીને રક્ષા કરું. દેહની રક્ષાની દરકાર
કરે છે પણ અંદર આત્માની પાછળ મિથ્યાત્વાદિ દીપડા પાડયા છે તેનાથી આત્માની રક્ષા કેમ કરવી–તેની દરકાર
કરતો નથી. દેહની સ્થિતિ પૂરી થતાં ઝાડ કાંઈ તને શરણરૂપ નહિ થાય. પણ જો ચૈતન્યની શ્રદ્ધા કરીને તેનું
શરણ લે તો તને દીપડાનો કે કોઈનો ભય રહે નહીં. સુકુમાર મુનિ, સુકોશલ મુનિ વગેરે અનેક મુનિવરો
ચૈતન્યનું શરણ લઈને તેની આરાધનામાં એવા લીન થયા કે બહારમાં સિંહ–વાઘ આવીને શરીરને ખાઈ ગયા
તોપણ તેઓ પોતાની આરાધનાથી ડગ્યા નહિ, કે ભયભીત પણ થયા નહિ. જ્યાં ચૈતન્યનું શરણું લીધું ત્યાં ભય
કેવો!
અહો! સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર તે જ મારું સ્વરૂપ છે ને તે જ મારું શરણ છે. મારું શરણ મારાથી જુદું
ન હોય. શુદ્ધ રત્નત્રયરૂપે પરિણમેલો મારો આત્મા સ્વયં પોતે પોતાનું શરણ છે.’– આમ જાણીને હે જીવ! તું
પરમ શ્રદ્ધાપૂર્વક રત્નત્રયની આરાધના કર.
આ અશરણઅનુપ્રેક્ષાની છેલ્લી ગાથામાં આચાર્યદેવ કહે છે કે–ઉત્તમ ક્ષમાદિ વીતરાગભાવરૂપે પરિણમેલો
આત્મા પોતે જ પોતાનું શરણ છે; અને મિથ્યાત્વાદિ તીવ્ર કષાયોમાં પ્રવર્તતો આત્મા પોતે જ પોતાને હણે છે.
બીજું કોઈ તેને શરણ નથી કે બીજું કોઈ તેને હણનાર નથી. ક્રોધાદિ ભાવવડે પોતાના શુદ્ધચૈતન્યપ્રાણની હિંસા
થાય છે. માટે તે ભાવો આશરણ છે. અને ઉત્તમ ક્ષમાદિ વીતરાગભાવથી આત્માના ચૈતન્યપ્રાણની રક્ષા થાય છે,
માટે તે વીતરાગ ભાવરૂપે પરિણમેલો આત્મા શરણરૂપ છે. તેના વડે જ જન્મ–મરણના દુઃખોથી રક્ષા થઈને
આત્મા અવિનાશી સિદ્ધપદને પામે છે.
પ્રશ્નઃ– પાપભાવો તો જીવને અશરણરૂપ છે એ બરાબર, પરંતુ પુણ્યભાવને પણ અશરણ કહીને શા માટે
છોડાવો છો? જો પાપ અને પુણ્ય બંને ભાવોને છોડી દેશું તો પછી શરણ કોનું રહેશે?
ઉત્તરઃ– સમયસારમાં એવો જ પ્રશ્ન પૂછયો છે, ત્યારે તેના ઉત્તરમાં આચાર્ય ભગવાન કહે છે કે; શુભ
તેમજ અશુભ એ બંનેનો નિષેધ કરવામાં આવતાં, અને એ રીતે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતાં મુનિઓ કાંઈ
અશરણ નથી; જ્યારે પાપ–પુણ્ય બંનેથી રહિત એવી નિષ્કર્મ અવસ્થા પ્રવર્તે છે ત્યારે પોતાના જ્ઞાનસ્વરૂપમાં
પરિણમતું જ્ઞાન જ તે મુનિઓને શરણ છે; તેમાં લીન થયા થકા તેઓ પરમ અમૃતને સ્વયં અનુભવે છે. આ રીતે
જ્ઞાન સ્વરૂપમાં પ્રવર્તતું જ્ઞાન પોતે જ મહાશરણ છે, તેના શરણે મુનિવરો પરમ આનંદને અનુભવે છે. શુભરાગ
વખતે વ્યવહારથી પંચપરમેષ્ઠીનું શરણ છે, અને વસ્તુસ્વરૂપથી જોતાં, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રધર્મરૂપે
પરિણમેલો, પંચ પરમેષ્ઠી જેવો પોતાનો આત્મા જ શરણ છે, એનાથી ભિન્ન દેહાદિ કે રાગાદિ કોઈ આ જીવને
શરણરૂપ નથી. આ પ્રમાણે અશરણભાવના ભાવીને ચૈતન્યસ્વભાવનું શરણ કરવું, પરમ શ્રદ્ધાથી તેની
આરાધના કરવી.
વસ્તુસ્વભાવ વિચારથી શરણ આપ કો આપ;
વ્યવહાર પંચ પરમગુરુ, અવર સકલ સંતાપ.
(અશરણ ભાવના સમાપ્ત)
અશરણભૂત એવા સંસાર તરફનું વલણ છોડીને, પરમ શરણભૂત
એવા ચિદાનંદ સ્વભાવનું શરણ લઈને જેઓ ભવસમુદ્રથી પાર થયા
એવા શ્રી બાહુબલીનાથ આદિ વીતરાગી સંતોને નમસ્કાર હો.

PDF/HTML Page 15 of 27
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૮૧ઃ
૨૧મા
શ્રી નમિનાથ તીર્થંકરનો
વૈરાગ્ય પ્રસંગ
સોનગઢના ભવ્ય જિનમંદિરની દિવાલો
ઉપર કોતરેલા, વૈરાગ્ય અને ભક્તિથી ભરપૂર
ઐતિહાસિક ચિત્રોનો પરિચય ‘આત્મધર્મ’ માં
અનુક્રમે પ્રસિદ્ધ થાય છે. અત્યાર સુધીમાં (૧)
શાંતિનાથ ભગવાનનો પૂર્વભવ (૨)
સમ્મેદશીખરજીની યાત્રા (૩) વીરકુંવરની
બાલ્યાવસ્થાના બે પ્રસંગો અને (૪) મથુરામાં
સપ્તર્ષિ ભગવંતો–એ ચાર ચિત્રોનો પરિચય
અપાઈ ગયો છે. પાંચમું ચિત્ર, એક વીસમાં
તીર્થંકર શ્રી નમિનાથ કુમારના વૈરાગ્ય પ્રસંગનું
છે, તેનો પરિચય અહીં આપવામાં આવ્યો છે.
આ જંબૂદ્વીપના બંગદેશમાં મિથિલા નામની નગરી હતી; ત્યાં ભગવાન ઋષભદેવના વંશજ વિજય
મહારાજા રાજ્ય કરતા હતા. તેમની મહારાણી વપ્પિલાદેવીને એક વાર ૧૬ મંગળ સ્વપ્નો આવ્યા અને
હોનનાર નમિનાથ તીર્થંકર અપરાજિન વિમાનથી ચ્યવીને તેમની કૂખે અવતર્યા. જેઠ વદ દસમના રોજ
ભગવાનનો જન્મ થતાં ઈંદ્રોએ આવીને એકવીસમા તીર્થંકરનો જન્મકલ્યાણ ઉત્સવ કર્યો. ભગવાન
નમિનાથનું દસ હજાર વર્ષ આયુષ્ય હતું. કુમારકાળના અઢી હજાર વર્ષ બાદ તેમનો રાજ્યાભિષેક
થયો.....રાજ્ય કરતાં કરતાં પાંચ હજાર વર્ષ વીતી ગયા....
વર્ષા ઋતુ આવી.....આકાશ અનેક પ્રકારનાં વાદળોથી છવાઈ ગયું.....ત્યારે વર્ષાઋતુની શોભા
નીહાળવા નમિનાથકુમાર હાથી ઉપર બેસીને વનવિહાર માટે ચાલ્યા. અનેક રાજકુમારોની સાથે ભગવાન
નમિનાથ વર્ષાઋતુથી સુશોભિત વનની શોભા નીહાળી રહ્યા હતા.......એવામાં એકાએક આકાશમાર્ગેથી
બે દેવો આવ્યા.....અને હાથ જોડીને નમસ્કાર કરતા થકા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા....આ બંને
દેવો ભગવાન પાસે કેમ આવ્યા તે જાણવા માટે આપણી કથાને થોડીવાર મહાવિદેહમાંલઈ જઈએ.
જંબૂદ્વીપના પૂર્વવિદેહક્ષેત્રમાં વત્સકાવતી નામનો દેશ છે, તેની સુસીમા નગરીમાં અપરાજિન
પણ

PDF/HTML Page 16 of 27
single page version

background image
કારતકઃ ૨૪૮પ ઃ ૧૩ઃ
કોઈ તીર્થંકર છે ખરા? ત્યારે સર્વદર્શી અપરાજિત ભગવાને ઉત્તર આપ્યો કેઃ હા; અત્યારે ભરતક્ષેત્રના
બંગદેશની મિથિલાનગરીમાં નમિનાથસ્વામી અપરાજિન વિમાનથી અવતર્યા છે, અને તેઓ પુણ્યો દયથી
એકવીસમાં તીર્થંકર થનાર છે......અત્યારે તેઓ વનવિહારમાં વર્ષાઋતુની શોભા નીહાળી રહ્યા છે અને
દેવોદ્વારા લાવેલી વસ્તુઓનો ઉપભોગ કરી રહ્યા છે.....એટલે કે હજી તેઓ ગૃહસ્થાવસ્થામાં છે.
વિદેહક્ષેત્રમાં શ્રી અપરાજિત તીર્થંકરના શ્રીમુખેથી જ્યારે નમિનાથ તીર્થંકર સંબંધી આ વાત નીકળી ત્યારે
ઉપરોક્ત બે દેવો પણ ત્યાં ભગવાનના શ્રીમુખથી આ વાત સાંભળીને આશ્ચર્ય અને ભક્તિપૂર્વક તેઓ
નમિનાથ તીર્થંકરના દર્શન કરવા માટે ભરતક્ષેત્રમાં આવ્યા હતા.
બંને દેવોએ આવીને અત્યંત ભક્તિપૂર્વક નમિનાથ ભગવાનના દર્શન કર્યા અને સ્તુતિ
કરી....ત્યારબાદ અતિપ્રસન્નતાથી તેઓએ કહ્યું; હે નાથ! અમે બંને પૂર્વજન્મમાં ધાતકીખંડદ્વીપમાં હતા,
ત્યાંથી તપશ્ચરણ કરીને સૌધર્મસ્વર્ગમાં દેવ થયા છીએ......દેવ થયા બાદ બીજે જ દિવસે અમે,
વિદેહક્ષેત્રના અપરાજિત તીર્થંકરના કેવળ કલ્યાણકની પૂજા કરવા આવ્યા.....અને ત્યાં ભગવાનના
વચનમાં આપની કથા સાંભળીને અમે ઘણા પ્રસન્ન થયા....અને કૌતુકવશ પૂજનીય એવા આપના દર્શન
કરવા આવ્યા....હોનહાર તીર્થંકર એવા આપના સાક્ષાત્ દર્શનથી અમને મહા આનંદ થયો.– એમ કહીને
તે દેવોએ ફરીફરીને ભગવાનની સ્તુતિ કરી.
જેમને નિકટ કાળમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું છે એવા ભગવાન નમિનાથ, દેવોની કહેલી વાત
હૃદયમાં ધારણ કરીને નગરીમાં પાછા પધાર્યાં. ત્યાં તેઓ વિદેહક્ષેત્રના અપરાજિત તીર્થંકરની વાત,
તથા તેમની સાથેનો પોતાનો પૂર્વભવનો સંબંધ, તેનું સ્મરણ કરીને વારંવાર સંસારથી
વિરક્તભાવના ચિંતવવા લાગ્યાઃ અહા! પૂર્વ ભવે અપરાજિત તીર્થંકર અને હું– અમે બંને
અપરાજિત વિમાનમાં સાથે હતા......
આ જીવે પોતાને પોતાના જ દ્વારા બંધનવડે બરાબર જકડીને
અનાદિકાળથી શરીરરૂપી જેલખાનામાં પૂરી રાખ્યો છે....અને જેમ પીંજરામાં પુરાયેલું પાપી પક્ષી દુઃખી
થાય છે. અથવા ગજસ્તંભ સાથે બંધાયેલો હાથી દુઃખી થાય છે, તેમ આ આત્મા નિરંતર દુઃખી થાય
છે...સંસારભ્રમણમાં જો કે તે અનેક પ્રકારનાં દુઃખો ભોગવે છે તોપણ તે દુઃખોમાં રાગ કરે છે. વિષ્ટાના
કીડાની માફક ઈંદ્રિયવિષયોમાં આસકત રહેતો થકો અપવિત્ર પદાર્થોમાં તૃષ્ણા કરે છે. જો કે આ પ્રાણી
મૃત્યુથી તો ડરે છે પરંતુ તેની તરફ જ દોડે છે, દુઃખોથી છૂટવા ચાહે છે પરંતુ તેનો જ સંચય કરે છે. અરે!
મહાદુઃખની વાત છે કે આર્ત્ત અને રોદ્રધ્યાનવડે ઉત્પન્ન થયેલી તીવ્ર તૃષ્ણાથી જીવોની બુદ્ધિ વિપરીત થઈ
ગઈ છે, અને તેઓ પાપના ફળથી દુઃખી થતા થકા વિસામા વગર ચાર ગતિના ભવોમાં ભ્રમણ કરી રહ્યા
છે. અરે, અભીષ્ટ અર્થનો ઘાત કરનારી આ અનાદિ કાળથી ચાલી આવતી મૂઢતાને ધિક્કાર
હો.......વૈરાગ્યપૂર્વક નમિનાથ પ્રભુ વિચારે છે કેઃ અરે, આવો સંસાર ક્ષણમાત્ર પણ ઈચ્છવા જેવો નથી.
આ સમસ્ત સંસાર તરફનું વલણ છોડીને હવે અમે શુદ્ધ રત્નત્રય અંગીકાર કરશું ને તેના વડે અમારી
આત્મસાધના પૂરી કરશું.....
એ પ્રમાણે વૈરાગ્ય થતાં ભગવાન નમિનાથનું ચિત્તભોગ અને રાગથી અત્યંત દૂર થઈ
ગયું.....અને તેઓ દીક્ષા લેવા તત્પર થયા......તે જ વખતે દેવોમાં વીતરાગ એવા સારસ્વત આદિ
લૌકાન્તિક દેવોએ આવીને ભગવાનની સ્તુતિ–પૂજાપૂર્વક તેમના વૈરાગ્યનું અનુમોદન કર્યું..... ભગવાને
રાજ્યભાર સુપ્રભ નામના પુત્રને સોંપી દીધો......ત્યારબાદ દેવોએ દીક્ષા કલ્યાણક સંબંધી અભિષેક કર્યો
અને ઉત્તરકુરુ નામની સુંદર પાલખીમાં બેસીને ભગવાન ચૈત્રવન નામના ઉદ્યાનમાં પધાર્યાં......ત્યાં જેઠ
વદ દસમના રોજ (–બરાબર જન્મકલ્યાણક દિવસે) સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરીને નમિનાથ ભગવાન
સ્વયં દીક્ષિત થયા...... ભગવાનની સાથે સાથે

PDF/HTML Page 17 of 27
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૮૧
બીજા એક હજાર રાજવીઓએ પણ સંયમ દીક્ષા અંગીકાર કરી. તે જ સમયે આત્મધ્યાનમાં એકાગ્ર થતાં
ભગવાનને મનઃપર્યય જ્ઞાન પ્રગટયું.
મુનિદશામાં નવ વર્ષ વીત્યા બાદ માગસર સુદ અગીઆરશે પોતાના દીક્ષાવનમાં જ ધ્યાનસ્થ
ભગવાનને કેવળજ્ઞાન થયું અને દેવોએ કેવળજ્ઞાન કલ્યાણકનો ઉત્સવ કર્યો. ભવ્યજીવોને મોક્ષમાર્ગનો
ઉપદેશ કરતા થકા ભગવાન નમિનાથ તીર્થંકર અનેક દેશોમાં વિચર્યા...જ્યારે એક મહિનો આયુષ્ય બાકી
રહ્યું ત્યારે તેઓ સમ્મેદશિખર ઉપર આવીને બિરાજમાન થયા.....અને ત્યાં એક હજાર મુનિવરોની સાથે
પ્રતિમાયોગ ધારણ કરીને ચૈત્ર વદ ચોદસની રાત્રે પ્રભુજી મોક્ષ પધાર્યા.–તે શ્રી નમિનાથ તીર્થંકર અમને
પણ મોક્ષલક્ષ્મી પ્રદાન કરો.
(–મહાપુરાણના આધારે)
હવે પછી.....!
હવે પછી પ્રસિદ્ધ થનારી ચિત્રકથામાં
આદિનાથ પ્રભુને જુગલીયાનાં ભવમાં
સમ્યક્ત્વ–પ્રાપ્તિના પ્રસંગનું ભાવવાહી
આલેખન આવશે.
અજીવનો સ્વામી અજીવ હોય
“ જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું સ્વ
થાય, ને હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે
સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે–લાચારીથી પણ મને
અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયકભાવ જ સ્વ છે, ને તેનો જ હું
સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને
નહિ પરિગ્રહું”–આ પ્રમાણે જાણતો થકો ધર્મીજીવ પરદ્રવ્યને જરા પણ
પોતાનું માનતો નથી, પરથી અત્યંત ભિન્ન જ્ઞાયકસ્વભાવપણેજ પોતાને
અનુભવે છે. તેથી તેને નિશ્ચય છે કે–
છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે,
વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે.
આચાર્યદેવ કહે છે કેઃ જો તું અજીવને પોતાનું માનીને તે અજીવનો સ્વામી
થવા જઈશ તો તું અજીવ થઈ જઈશ! એટલે કે જીવતત્ત્વ તારી શ્રદ્ધામાં નહિ રહે.
માટે હે ભાઈ! જો તું તારી શ્રદ્ધામાં તારા જીવતત્ત્વને જીવતું રાખવા માંગતો હો
તો તારા આત્માને જ્ઞાયકસ્વભાવી જ જાણીને તેનો જ સ્વામી થા, ને બીજાનું
સ્વામીપણું છોડ.

PDF/HTML Page 18 of 27
single page version

background image
કારતકઃ ૨૪૮પઃ ૧પઃ
–પરમ શાંતિ દાતારી–
* અધ્યાત્મભાવના *
ભગવાનશ્રી પૂજ્યપાદ સ્વામી રચિત ‘સમાધિશતક’ ઉપર
પરમપૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીનાં
અધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર
(વીર સં. ૨૪૮૨ જેઠ વદ બીજ; સમાધિશતક ગા. ૩૦)
શિષ્ય પૂછે છે કે–હે પ્રભો! આવા શરણભૂત આત્માની પ્રાપ્તિનો ઉપાય શું છે? અભયપદરૂપ જે મારું
પરમાત્મતત્ત્વ તેનું શું સ્વરૂપ છે ને કઈ રીતે મારે તેનો અનુભવ કરવો? એમ પૂછતાં શ્રી પૂજ્યપાદ
‘જિનેન્દ્રબુદ્ધિ’ દેવનંદી સ્વામી કહે છે કે–
सर्वेंन्द्रियाणि संयम्य स्तिमितेनान्तरात्मना।
यरक्षणं पश्यतो भाति तत् परमात्मनः।।
६०।।
સર્વે ઇન્દ્રિયોને રોકીને એટલે કે ઉપયોગને અંતર્મુખ કરીને સ્થિર થઈને અંતર–આત્માદ્વારા અવલોકન
કરતાં તે ક્ષણે જે અનુભવમાં આવે છે તે જ પરમાત્મતત્ત્વ છે.
પરમાત્મતત્ત્વ અંતમુર્ખ અનુભવનો જ વિષય છે. બાહ્ય ઈંદ્રિયોવડે તે પ્રતિભાસતું નથી. અતીન્દ્રિય
પરમાનંદમય આત્મતત્ત્વ છે, તેને અંર્ત અવલોકનથી જ્ઞાની અનુભવે છે. સંકલ્પ–વિકલ્પવડે પણ ચૈતન્યતત્ત્વ
અનુભવમાં આવતું નથી, આત્મામાં ઉપયોગને સ્થિર કરવાથી જ તે અનુભવમાં આવે છે. આ જ
પરમાત્મતત્ત્વની પ્રાપ્તિનો ઉપાય છે. આવું પરમાત્મસ્વરૂપ જ આત્માને અભયનું સ્થાન છે; એનાથી બહાર તો
બધાય ભયસ્થાનો જ છે, ક્યાંય શરણ નથી.
જેને આત્મહિત કરવું છે, આત્માના આનંદનો અનુભવ કરવો છે તેણે બાહ્ય વિષયોથી વિમુખ થઈને
અંતરમાં સ્વભાવસન્મુખ થવા જેવું છે. હજી તો જે બહારના વિષયોમાં સુખ માને, બહારના પદાર્થોનું કર્તૃત્વ
માને તે બાહ્ય વિષયોથી પાછો વળીને અંતરમાં કેમ વળે? અંતરના ચૈતન્યમાં જ સુખ છે, બહારના વિષયોમાં
મારું કિંચિત્ સુખ નથી એમ નિર્ણય કરીને ઉપયોગને અંતમુર્ખ કરીને સ્થિર થતાં પરમાત્મતત્ત્વના આનંદનો
અનુભવ થાય છે. ચૈતન્યસત્તાના અવલોકનની વિદ્યા વગર જીવનું હિત થાય નહિ. ચૈતન્યસત્તાના શરણ વગર
નિર્ભયતા થાય નહિ.
ઇન્દ્રિયોથી પાર થઈને અંતમુર્ખ જ્ઞાનવડે જ્યાં પરમાત્ત્મ સ્વરૂપને જાણ્યું ત્યાં ભાન થયું કે મારો આત્મા
જ પરમાત્મા છે. અંતરમાં સ્વસંવેદનથી જે તત્ત્વ જણાયું તે જ પરમાત્માનું સ્વરૂપ છે. આત્માના અનુભવદ્વારા
આવા પરમાત્મતત્ત્વને જાણવાનો ઉદ્યમ કરવો જોઈએ.
અતીન્દ્રિય આત્મા તરફ ઝુકાવ થતાં, બાહ્ય ઇન્દ્રિયોના વિષયો તરફનું વલણ છૂટી જાય છે. બાહ્ય
વિષયો તો છૂટા જ છે, પણ ઉપયોગનું વલણ તેના તરફથી ખસેડીને આત્મસ્વભાવમાં કરવાનું છે. પહેલાં
પોતાના પરિણામમાં જ એમ ભાસવું જોઈએ કે મારા ઉપયોગનો ઝુકાવ પર તરફ જાય તેમાં મારું સુખ
નથી.......અંતરમાં

PDF/HTML Page 19 of 27
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૮૧ઃ
ઉપયોગનો ઝુકાવ તે જ સુખ છે. આવા નિર્ણયપૂર્વક ઉપયોગને અંતરમાં એકાગ્ર કરવો તે જ પરમ આનંદના
અનુભવની રીત છે.
।। ૩૦।।
જ્ઞાની જાણે છે કે સ્વાનુભવથી જે પરમાત્મતત્ત્વને મેં જાણ્યું તે જ હું છું, હું જ પરમાત્મા છું; તેથી હું જ
મારે ઉપાસવા યોગ્ય છું, મારાથી ભિન્ન બીજું કોઈ મારે ઉપાસ્ય નથી, એમ હવે કહે છે.
यः परात्मा स एवाऽहं थोऽहं परमस्ततः।
अहमेव मयोपास्यो नान्यः कश्चिदितिस्थितिः।।३१।।
જે પરમાત્મતત્ત્વ છે તે જ હું છું અને જે હું છું તે જ પરમાત્મ તત્ત્વ છે. તેથી હું જ મારો ઉપાસ્ય છું,
મારાથી ભિન્ન બીજું કોઈ મારે ઉપાસ્ય નથી–આવી વસ્તુસ્થિતિ છે.
અજ્ઞાની ‘આત્મા જ પરમાત્મા છે,’ એમ જાણતો નથી, ને આત્માથી ભિન્ન બહારમાં બીજાને
પોતાનું ઉપાસ્ય માને છે. જ્ઞાની તો જાણે છે કે પરમાત્મશક્તિનો પિંડ મારો આત્મા જ છે, પરમાત્મા ને હું
જુદા નથી, તેથી મારો આત્મા જ મારો ઉપાસ્ય છે, ને હું મારો જ ઉપાસક છું. કયા પરમાત્મા? પોતાથી
ભિન્ન અરિહંત ને સિદ્ધ પરમાત્મા તે ખરેખર આ આત્માના ઉપાસ્ય નથી; પોતે પોતાના આત્માને જ
પરમાત્માપણે જાણીને તેની જ અભેદપણે ઉપાસના કરે ત્યારે, બીજા પરમાત્માની ઉપાસના વ્યવહારે
કહેવાય; અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા વ્યવહારે જ આ આત્માના ઉપાસ્ય છે, ને આ આત્મા
તેમનો ઉપાસક છે. પણ નિશ્ચયથી અરિહંત અને સિદ્ધ જેવો મારો આત્મા જ મારે ઉપાસ્ય છે,
પરમાત્મપણાની તાકાત મારામાં જ છે. તેને અભેદપણે ઉપાસતાં હું પોતે જ પરમાત્મા થઈ જઈશ.
મારાથી ભિન્ન બાહ્ય બીજું કોઈ મારે ઉપાસવા યોગ્ય નથી.
જુઓ, આ ઉપાસના!! ભાઈ! તમે કોના ઉપાસક? જ્ઞાની કહે છે કે અમે તો અમારા શુદ્ધ આત્માના જ
ઉપાસક છીએ. અમારો શુદ્ધ આત્મા જ અમારા પરમ ઇષ્ટ આરાધ્યદેવ છે. પંચ પરમેષ્ઠી પ્રભુ વ્યવહારે આરાધ્ય
છે, પણ નિશ્ચયથી તેમના જેવો મારો શુદ્ધ આત્મા જ મારો આરાધ્ય છે. અંતમુર્ખ થઈને પોતે પોતાના આત્માની
ઉપાસના કરવી તે પરમાત્મા થવાનો ઉપાય છે, એવી જ વસ્તુની મર્યાદા છે.
(વીર સં. ૨૪૮૨ઃ જેઠ વદ ત્રીજ)
કોની આરાધનાથી આત્માને સમાધિ થાય તેની આ વાત છે.
જેવા સિદ્ધ ભગવાન છે તેવું જ પરિપૂર્ણ મારું સ્વરૂપ મારામાં શક્તિરૂપે છે. હું જે પરમાત્મ પદ પ્રાપ્ત
કરવા માંગું છું તે ક્યાંય બહારમાં નથી પણ મારામાં જ છે.–આવી આત્મસ્વભાવની ભાવનાના બળે જ સમાધિ
થાય છે. આવા ચૈતન્યની ભાવનાનું અવલંબન કરતાં ઇન્દ્રિયવિષયોથી વિરક્તિ થઈને વૈરાગ્યની દ્રઢતા થાય છે.
જીવ વિકારથી તો છૂટવા માગે છે; જેનાથી છૂટવા માંગે છે તે કાંઈ છૂટવામાં મદદ કરે? રાગાદિ વિકારથી
તો છૂટવું છે તો તે છૂટવામાં રાગ કેમ મદદ કરે? રાગ કરતાં કરતાં છૂટકારો (મોક્ષમાર્ગ) થશે એમ જે માને છે
તેને ખરેખર રાગથી છૂટવાની ભાવના નથી. પુણ્ય કરતાં કરતાં મોક્ષના દ્વાર ખુલ્લી જશે–એમ માનનારને
મોક્ષની ખરી ભાવના જ નથી, મોક્ષને તે ખરેખર ઓળખતો પણ નથી.
અહીં પૂજ્યપાદ સ્વામી કહે છે કે અહો! જેને મોક્ષની ભાવના હોય, આત્માને ભવભ્રમણથી છોડાવવો
હોય, તે જીવો એવી ભાવના કરો કે હું તો પરમાત્મસ્વરૂપ છું. જે પરમપદને હું સાધવા માંગું છું તે મારામાં જ છે,
મારો પરમાત્મસ્વભાવ જ મારે ઉપાસવાયોગ્ય છે. આવી સ્વભાવભાવની ભાવના કરો ને રાગની ભાવના છોડો.
સ્વભાવભાવની ભાવના કરીને તેમાં એકત્વ કરતાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ને મોક્ષ થાય છે. જો રાગથી લાભ
થવાનો ભગવાનનો ઉપદેશ હોય તો તે ભગવાન પોતે રાગમાં કેમ ન રોકાણા? ભગવાન રાગ છોડીને વીતરાગ
કેમ થયા? ભગવાન પોતે રાગ છોડીને સ્વરૂપમાં ઠર્યા તે જ એમ બતાવે છે કે રાગ છોડવાનો જ ભગવાનનો
ઉપદેશ છે; રાગથી લાભ થાય એમ જે માને તે ભગવાનના ઉપદેશને માનતો નથી.
ભગવાનનો ઉપદેશ તો એમ છે કે તારો આત્મા જ પરમાત્મા છે, તેની ભાવના કર. તારું પરમાત્મસ્વરૂપ
જ તારે આરાધ્ય છે; રાગ તે આરાધ્ય નથી. માટે

PDF/HTML Page 20 of 27
single page version

background image
કારતકઃ ૨૪૮પઃઃ ૧૭ઃ
પરથી ને રાગથી પરાડમુખ થઈને, આત્મસ્વભાવની જ આરાધના કર. જે આવી આરાધના કરે છે તે જ
ભગવાનના દિવ્ય ઉપદેશને ઝીલીને ભગવાનના કદમ–કદમ પર ચાલે છે, ભગવાન જે માર્ગે ચાલ્યા તે માર્ગે
ભગવાનના પગલે પગલે તે ચાલે છે. પણ રાગથી ધર્મ માનીને રાગને જે આરાધે છે તે ભગવાનના માર્ગે
ચાલનારો નથી અરે જીવ! તારે સર્વજ્ઞ ભગવાનના માર્ગે ચાલવું હોય– પ્રભુજીના પગલે પગલે ચાલવું હોય તો
રાગની ભાવના છોડીને; ચિદાનંદસ્વભાવની જ ભાવના કર.....તેની ભાવનામાં એકાગ્ર થઈને ચૈતન્યજિનપ્રતિમા
થા...આવો પરમાત્માનો માર્ગ છે, જે આવા માર્ગે ચાલે છે તે પોતે પરમાત્મા થઈ જાય છે.
।। ૩૧।।
મારો આત્મા જ પરમાત્મસ્વરૂપ છે તેથી મારો આત્મા જ મારે ઉપાસ્ય છે–એમ જાણનાર ધર્મી શું કરે છે
તે બતાવે છે–
प्रच्याव्य विषयेभ्योऽहं मां मयैव मयि स्थितम्।
बोधात्मानं प्रपन्नोऽस्मि परमानंदनिर्वृतम्।। ३२।।
મારો આત્મા જ પરમાત્મસ્વરૂપ છે તેથી તે જ મારે આરાધ્ય છે–એમ મેં જાણ્યું છે; તેથી હવે હું બાહ્ય
ઇન્દ્રિયવિષયોથી મારા આત્માને ચ્યુત કરીને, મારામાં સ્થિત જ્ઞાનસ્વરૂપ અને પરમ આનંદથી પરિપૂર્ણ એવા
મારા આત્માને મારા વડે જ પામ્યો છું.
મારા જ્ઞાન–આનંદસ્વરૂપને હું મારા વડે જ પામ્યો છું, રાગવડે નહિ. રાગના રસ્તે ચાલવાથી જ્ઞાનઆનંદમય
પરમાત્મપદની પ્રાપ્તિ થતી નથી. રાગના પગલે ચાલતાં ચાલતાં ધર્મ થવાનું જે માને છે તે જીવ પરમાત્માના
પગલાંને ઓળખતો નથી, તે જીવ પરમાત્માના પંથે–પરમાત્માના પગલે નથી ચાલતો. જેણે પરમાત્મા થવું હોય તેણે
પરમાત્માના પગલે ચાલવું જોઈએ. બાહ્ય વિષયોથી ચ્યુત થઈને આત્માના પરમ જ્ઞાનાનંદ સ્વરૂપમાં સ્થિર થવું તે
જ પરમાત્માનો પંથ છે. હે જીવ! તારે પરમાત્મા થવું હોય તો તું આ રીતે પરમાત્મસ્વરૂપની ભાવના કરીને
પરમાત્માના પગલે પગલે ચાલ....પરમાત્મતત્ત્વની અભેદ ભાવના ભાવીને ચૈતન્ય જિનપ્રતિમા થા.
ધર્મી કહે છે કે મારા પરમાત્મસ્વરૂપને જ પરમ આરાધ્ય જાણીને હું મારામાં જ સ્થિર થયો છું; ને એ રીતે હું
જિનેન્દ્ર ભગવાનના પુનિત પગલે ચાલ્યો જાઉં છું. રાગથી જે ધર્મ માને છે તે જીવ વિષયોથી ચ્યૂત થતો નથી તે
જ્ઞાનાનંદસ્વરૂપમાં ઠરતો નથી, એટલે તે ભગવાનના પગલે આવતો નથી. મારા આત્માની જ ઉપાસના કરીને હું
ઉપાસક–સાધક થયો છું. આવી સાધના તે જ પરમાત્મપદની પ્રાપ્તિનો ઉપાય છે. દેહાદિથી ભિન્ન મારો આત્મા જ
પરમાત્મ શક્તિથી પરિપૂર્ણ છે, એમ જાણીને ધર્મી પોતાના આત્માને જ ઉપાસ્ય જાણીને તેમાં એકાગ્રતાવડે તેની
આરાધના કરે છે, ને તે ઉપાયથી પરમાત્મપદ પામીને અનંતકાળ સુધી શાંત પરમાનંદ રસમાં જ મગ્ન રહે છે.।।૩૨।।
જ્ઞાની અંતમુર્ખ થઈને દેહાદિથી ભિન્ન પોતાના ચૈતન્યસ્વરૂપની જ આરાધના કરે છે, એમ ૩૨મી ગાથામાં
કહ્યું; હવે, દેહાદિથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ મારો આત્મા જ મારે આરાધ્ય છે એમ જે નથી જાણતો તે જીવ ઘોર તપ
કરે તોપણ મુક્તિ નથી પામતો, એમ કહે છે.–
यो न वेत्ति परं देहादेवमात्मानमव्ययम्।
लभते स न निर्वाणं पप्त्वापि परमं तपः।। ३२।।
એ રીતે પોતાના ઉપયોગને બાહ્ય વિષયોથી ચ્યુત કરીને એટલે કે અંતર્મુખ વાળીને, દેહાદિથી ભિન્ન
અવિનાશી આત્માને જે જીવ નથી જાણતો, તે મહાન તપ કરે તોપણ નિર્વાણને નથી પામતો
નિર્વાણનો માર્ગ તો અંતરમાં આત્માના આધારે છે. આત્માની શક્તિને જે જાણતો નથી તે પરાધીનપણે
સંસારમાં રખડે છે. આત્મા દૈવી ચૈતન્ય શક્તિવાળો દેવ છે, પોતે જ પોતાનો આરાધ્ય દેવ છે.
તમે કઈ શક્તિના ઉપાસક? એમ પૂછતાં ધર્મી કહે છે કે હું મારી ચૈતન્ય શક્તિનો જ ઉપાસક છું. પોતાની
ચૈતન્યશક્તિને જાણીને તેની ઉપાસના વગર બીજા કોઈ ઉપાયે મુક્તિ થતી નથી.
(વીર સં. ૨૪૮૨ઃ જેઠ વદ ૪)
જેને દેહથી ભિન્ન ચૈતન્ય તત્ત્વનું ભાન નથી, ચૈતન્યના આહ્લાદનું વેદન નથી, ને દેહને જ આત્મા
માનીને ઘોર તપશ્ચરણ કરે છે તે જીવ ઘોર તપ કરવા