Atmadharma magazine - Ank 182
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 23
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૬
સળંગ અંક ૧૮૨
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 23
single page version

background image
વર્ષ ૧૬ મું
અંક ૨ જો
માગશર
વી. સં. ૨૪૮પ
ઃ સંપાદકઃ
રામજી માણેકચંદ શાહ
૧૮૨
મોક્ષની ખાણ
આત્માના ધુ્રવસ્વભાવથી બહારમાં
વલણ તે સંસારની ખાણ છે, ને આત્માનો
ધુ્રવસ્વભાવ તે મોક્ષની ખાણ છે; માટે હે
જીવ! બાહ્ય પદાર્થોથી અત્યંત ભિન્નતા
જાણીને તારા ચિદાનંદ ધુ્રવસ્વભાવમાં
એકતા કર, ધુ્રવસ્વભાવની ખાણમાં ઊંડા
ઊતરીને તેમાંથી તારા મોક્ષરત્નને કાઢ.

PDF/HTML Page 3 of 23
single page version

background image
સૂચના
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામી પોષ સુદ આઠમના રોજ સોનગઢની પ્રસ્થાન કરીને,
પાવાગઢ થઈને મુંબઈ તરફ પધારશે અને મુંબઈના પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ, તેમજ દક્ષિણના
તીર્થધામોની યાત્રાના મંગલ કાર્યો કરીને વૈશાખ સુદ અગીઆરસ લગભગમાં પુનઃ સોનગઢ પધારશે.
આ સમય દરમીયાન સોનગઢમાં પુસ્તક વેચાણ વિભાગ તેમજ જૈન–અતિથિ સેવા સમિતિનું રસોડું બંધ
રહેશે. પરંતુ ઓફિસનું કામકાજ ચાલુ રહેશે, એટલે પત્રવ્યવહાર તેમજ આત્મધર્મનું લવાજમ વગેરે
મોકલવા માટે નીચેના સરનામે કામકાજ કરવું.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર. સોનગઢ (સૌરાષ્ટ્ર)
પાવાગઢ યાત્રાએ જનારા યાત્રિકોને સૂચન
(૧) જે મુમુક્ષ ભાઈ–બહેનોને પાવાગઢની પોષ શુદ ૧૦ સોમવાર સવારની યાત્રા કરવાની ઈચ્છા
હોય તેમણે અહીં (સોનગઢ) માગશર વદ ૧૩ બુધવાર તા. ૧૭ જાન્યુઆરી ૧૯પ૯ સુધીમાં ખબર પહોંચે તેવી
રીતે પત્ર લખવા જરૂર તસ્દી લેવી કે જેથી તેમના માટે સૂવા બેસવાની જગ્યા, પીવાના પાણી, દીવાબત્તી, ગરમ
પાણી, સગવડ કરી શકાય.
(૨) પૂજ્ય ગુરુદેવશ્રી પોષ શુદ ૯ રવિવાર તારીખ ૧૮–૧–૧૯પ૯ના દિને સવારે લગભગ ૯ાા વાગ્યે
પહોંચશે. તેઓશ્રીના સ્વાગતસમારંભમાં ભાગ લેવાની ઈચ્છા રાખનારે તે પહેલાં પાવાગઢ પહોંચી જવું.
(૩) તે સમયે પાવાગઢ પહોંચવા માટે વડોદરાથી તા. ૧૮–૧–પ૯ રવિવારે સવારે વડોદરામાં બસ
સ્ટેન્ડથી લગભગ ૭ વાગ્યે ઉપડતી બસમાં પાવાગઢ જઈ શકાશે પાવાગઢમાં ઉતરવા માટે ત્યાં દિગંબર જૈન
ધર્મશાળા છે.
(૪) વડોદરામાં ઉતરવા રહેવા માટે પાણી દરવાજા નજીક દિગંબર જૈન ધર્મશાળા છે.
(પ) પાવાગઢમાં બે દિવસ માટે ભોજનનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. અને વ્યક્તિ દીઠ એક
દિવસના બે રૂપીયા ઠરાવવામાં આવ્યા છે, તો આ રીતે જેમને જમવાની ઈચ્છા હોય તેમણે પણ પોતાના નામ
અગાઉથી જણાવી દેવા વિનંતિ છે; જેથી જમનારની સંખ્યાનો અંદાજ નીકળી શકે.
વ્યવસ્થાપક કમિટિ,
પૂ. શ્રી કાનજીસ્વામી દિ. જૈન તીર્થયાત્રા સંઘ. સોનગઢ (સૌરાષ્ટ્ર)
તીર્થયાત્રા સંબંધી પૂજનનું પુસ્તક સોનગઢથી મળશે. કિંમત ૧–૭–૦. ટપાલ ખર્ચ ૦–૪–૦.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંકલેશ્વરના ભાઈશ્રી શાંતિલાલ નાથુભાઈ ચોકસીએ (ઊંમર વર્ષ ૪૨) કારતક વદ ચોથના રોજ પૂ.
ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્ય–પ્રતિજ્ઞા અંગીકાર કરેલ છે. આ માટે તેમને ધન્યવાદ!
શ્રી સદ્ગુરુ–પ્રવચન–પ્રસાદ કાર્યાલય તરફથી
પ્રસાદ કાર્યાલયમાં પ્રભાવના ખાતે લગભગ ચાર હજાર રૂા. બચત હતા. આ કારતક વદ ૭ના રોજ સ્વ.
અમૃતલાલ નરસીભાઈના સ્મરણાર્થ તે રકમની નીચે મુજબ વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.
૨૦૧૩–૦૦તીર્થયાત્રાના વર્ણનનું જે પુસ્તક પ્રસિદ્ધ થવાનું છે
તેમાં અમૃતલાલભાઈના સ્મરણાર્થે, શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને
૧પ૦પ–૦૦ ધાર્મિક પુસ્તકો લેવા માટે ૧૭ ગામના જિનમંદિરોને.
પ૦૧–૦૦
પંચાસ્તિકાયની કિંમત ઘટાડવા માટે
શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટને અગાઉ અપાયેલ તે.
૪૧–૦૦આહારદાન ખાતામાં
––––––––
૪૦૬૦–૦૦
––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
‘આત્મધર્મની વ્યવસ્થા સંબંધી ફરિયાદ નીચેના સરનામે કરવી–
આનંદ પ્રેસ –ભાવનગર

PDF/HTML Page 4 of 23
single page version

background image
આત્મધર્મ
વર્ષ સોળમું સંપાદક માગશર
અંક ૨જો રામજી માણેકચંદ દોશી ૨૪૮પ
ચૈતન્યસરોવરમાંથી
વહેતી શાંતિની સરિતા
પરમ શાંત રસની સરિતા તો ચૈતન્ય
સરોવરમાં એકાગ્ર થવાથી જ વહે છે; બાહ્ય
ભાવોમાંથી શાંતિની સરિતા વહેતી નથી. જ્યાં
પાણી ભર્યું હોય ત્યાંથી પ્રવાહ આવે. શાંતિ અને
હિતરૂપ જળ તો અંતરમાં ચૈતન્ય સરોવરમાં ભર્યું
છે, તે ચૈતન્ય સરોવરમાંથી જ (– એટલે કે તેમાં
એકાગ્ર થવાથી જ) હિત અને શાંતિની સરિતાનો
પ્રવાહ નીકળે છે; બીજી કોઈ રીતે આત્મામાં શાંત
રસની સરિતા વહેતી નથી.
આથી આચાર્યદેવ કહે છે કે–
હે જીવો! જો તમારા આત્મામાં તમારે
શાંતરસની સરિતા વહેવડાવવી હોય તો
આત્મસ્વરૂપમાં એકાગ્ર થઈને આત્મનિષ્ઠ રહેવું તે
જ પરમ આવશ્યક કાર્ય છે, એનાથી જે બાહ્ય છે તે
બધું ત્યાજ્ય છે.
નિયમસાર ગા. ૧પ૦ ના પ્રવચનમાંથી
માહ વદ તેરસ

PDF/HTML Page 5 of 23
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૮૧ઃ
ભારતના પાટનગરમાં પૂ. શ્રી કાનજીસ્વામી પધાર્યા તે પ્રસંગે–
કોંગ્રેસપ્રમુખ શ્રી ઢેબરભાઈનું
સ્વાગત–પ્રવચન
સં. ૨૦૧૩ માં સમ્મેદશિખર વગેરે
તીર્થધામોની યાત્રા કરીને પાછા ફરતાં પૂ.
ગુરુદેવશ્રી કાનજીસ્વામી સંઘ સહિત
ભારતના પાટનગર દિલ્હીશહેરમાં પધાર્યા
હતા. ત્યારે કોંગ્રેસપ્રમુખ શ્રી ઢેબરભાઈ
દિલ્હીની અનેકવિધ પ્રવૃત્તિઓમાં રોકાયેલ
હોવા છતાં લગભગ દરરોજ પૂ. ગુરુદેવના
પ્રવચનોનો લાભ લેતા. તા. ૬–૪–પ૭ ના
રોજ તેમણે એક સ્વાગત–પ્રવચન કર્યું હતું;
તેનો મુખ્યસાર અહીં આપવામાં આવ્યો
છે.
ભારત કે ઈસ પાટનગરમે આપ સબકી, ઔર મેરી ઓરસે મૈંં મહારાજશ્રી કા સન્માન કરને કે લિયે ખડા
હુઆ હું.
મહારાજશ્રી કે પ્રમુખ શિષ્ય રામજીભાઈ નરમ તબીયત હોને સે યહાં નહીં આ સકે હૈ. વે મેરે એક બુલંદ
સાથી હૈ; મૈં જબ સૌરાષ્ટ્ર મેં ગયા તબસે, કરીબ ૩૦ સાલસે, રામજીભાઈ કો મેરા બડા ભાઈ સમજતા હું.
હાલાંકિ ઉનકા માર્ગ અલગ રહા ઔર મેરા અલગ રહા, ફિર ભી હમારે દોનોં કે બીચમેં પ્રેમ–આદર કી કમી નહીં
હુઈ. ઉનકે હૃદય મેં મહારાજ કે લિયે જો પ્રેમ વ આદર હૈ ઉતના હી મેરે હૃદયમેં હૈ. આપ સબકી તરહ,
મહારાજશ્રી કે પરિવારકા મૈં ભી એક અંગભૂત હું. મહારાજશ્રી કે અન્ય શિષ્યો (નાનાલાલભાઈ વગેરે) હૈ વે
ભી મેરે બડે ભાઈ હૈ.
મહારાજશ્રી કી દુનિયા એક અલગ દુનિયા હૈ, ઔર મહારાજશ્રી મેરે સાથીઓંકો એક પછી એક અલગ
દુનિયામેં લેતે જા રહે હૈ. હમારા કાર્યક્ષેત્ર ભિન્ન ભિન્ન હોતે હુએ ભી હમારે બીચ કોઈ અંતરભેદ નહીં.
મહારાજશ્રી કે જીવન કે બાર મેં આપ લોગોંને બહુત સુના હોગા. ઉનકે બારેમેં મૈં ઈતના હી કહૂંગા કિ
ઉનકા જીવન એક સત્ય દ્રષ્ટા કા જીવન હૈ, ઔર વે નિર્ભીક હૈ. જિસ ચીજ મેં વિશ્રામ હૈ ઉનકા વિશ્વાસ હૈ ઉસકો
વે નિડરતાસે કહ રહે હૈ. અગર ગુરુ મેં ઐસી નિર્ભીકતા ન હો તો વે શિષ્યોંકો બીચમેં હી રૂલાદે–નિર્ભીકતા કે
વિના સત્ય માર્ગ પર કૈસે લે જાય?
મહારાજશ્રી કા ચરિત્ર સંપૂર્ણ સત્યકા ભાન કરાનેવાલા હૈ; વે અપના જો સંદેશ સુના રહે હૈ વહ એક

PDF/HTML Page 6 of 23
single page version

background image
માગશરઃ ૨૪૮પઃ પઃ
કોંગ્રેસપ્રમુખ શ્રી ઢેબરભાઈ દિલ્હીમાં સ્વાગત–પ્રવચન કરી રહ્યા છે.
અનુભવ–સન્દેશ હૈ, ઔર ઉનકી બાત તર્કશુદ્ધ હૈ. ઉનકે ઉપકારકા બદલા હમ લોગ કૈસે દેવે? ઉનકે લિયે
તો એક હી બદલા હૈ કિ–હમ કોશીષ કરે ઉનકે માર્ગ પર ચલનેકી! કોરી તારીફથી તેમને સંતોષ નહિ,
થાય, પણ તેઓ આપણને જે સન્દેશ સંભળાવે છે તે સમજવાથી જ તેમને સંતોષ થશે. ઈસલિયે
પ્રવચનમેં આપ વારંવાર કહેતેં હૈ કિ “સમઝે?” “સમજાય છે?” જેમ ગુરુ પ્રેમથી શિષ્યને પઢાવતાં
કહે કે બેટા! સમઝા! સમઝા! વૈસે આપ ભી પ્રવચનમેં બારબાર શ્રોતાજનોંસે પૂછતે હૈ કિ “સમઝમેં
આતા હૈ.......?”
મહારાજશ્રી જો ચીજ સમઝા રહે હૈ વહ ભારતવર્ષકી મૂલ ચીજ હૈ, ઔર આજ ભારતવર્ષકી ઈસ ચીજકી
સારે વિશ્વકો જરૂર હૈ, બડે બડે લોગોંકા હૃદય સેવાભાવસે ભરા હુઆ હૈ; ઉસમેં મહારાજશ્રીકા સંદેશ ઐસા નહીં
કિ તુમ સેવક મીટ જાઓ, લેકિન મહારાજશ્રી યહ કહેતે હૈ કિ, તુમ સમઝો કિ દુનિયાંકા શત્રુ અણુબમ્બ નહીં હૈ,
ઉસકો ઉત્પન્ન કરનેંવાલી વ્યક્તિ ભી નહીં, લેકિન જો રાગદ્વેષકી ભાવના હે વહી દુનિયાકા શત્રુ હૈ; રાગદ્વેષકી
પ્રબલ ભાવનાને હી એસે હથિયારોંકી ઉત્પત્તિ કી હૈ, ઈસલિયે હથિયાર શત્રુ નહીં કિન્તુ રાગ–દ્વેષ હી શત્રુ હૈ
જિસ વિકારાત્માક ભૂમિ કે ઉપર હમ એક દૂસરોકોં શત્રુ સમઝ રહે હે ઉસકા નાશ કૈસે હૈ યહ મહારાજશ્રી બતલા
રહે હૈ.
અપના ભારતદેશ અધ્યાત્મપ્રધાન હૈ. મહારાજશ્રીકા સન્દેશ ભારતવર્ષકી સભ્યતા ઔર સંસ્કૃતિકી નીવ–
જડ હૈ. અગર ભારતવર્ષને સારા વિશ્વમાં દેદીપ્યમાન બનવું હશે તો તે આ નીંવ (પાયા) ઉપર જ બની શકશે.
અપની ઈસ નીંવકે દ્વારા આજ ભારતવર્ષ દુનિયાકો ઊંચા ઊઠાનેકા પ્રયત્ન કર રહા હૈ. ‘પંચશીલ’ કે દ્વારા
ભારત આજ નિર્વૈરબુદ્ધિકા ફેલાવ કરના ચાહતા હૈ; મહારાજશ્રી કહેતે હૈ કિ રાગદ્વેષ હી વૈરાબુદ્ધિકા મૂલ હૈ;
નિર્વૈરબુદ્ધિ કૈસે હો યહ આપ સમઝાતે હૈ. મહારાજશ્રીકી

PDF/HTML Page 7 of 23
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૮૨
નકારાત્મક ભૂમિકા નહીં હૈ, લેકિન અનુભવાત્મક ભૂમિકા કે ઉપર માર્ગ દિખલા રહે હૈ.
મૂઝે ૨૦ સાલસે મહારાજશ્રી કે સન્દેશ સુનનેકા સૌભાગ્ય મિલા હૈ. મેરે સાથીઓં ઉનકા સન્દેશ નિરંતર
સુન રહૈ હૈ. ઔર રાતદિન ઉનકી યહ ભાવના રહી કિ મુઝે ભી મહારાજશ્રી કી ઔર ખીંચના!
મહારાજ અપને સન્દેશસે એક સત્યદર્શન સમઝાનેકી કોશીષ કર રહૈ હૈ. મહારાજશ્રી અપની શિષ્ય મંડલી
કે સાથ યાત્રાકે લિયે નીકલે ઔર યહાંકી જનતાકો ભી ઉનકા સન્દેશ સુનનેકા લાભ મિલા, ઈસ નગરીમેં મૈં
આપ સબકી ઓરસે મહારાજશ્રીકા સન્માન કરતાં હૂં સત્યકા સન્દેશ સુનાકર વે હમકો જાગૃત કર રહે હૈ, ઔર
હમ મહારાજશ્રી કો વિશ્વાસ દેતે હૈ કિ હમ ભી ઈસકે લિયે કોશીષ કરેંગે.
અંતમે એક વાર ફિર મૈં સબકી ઓરસે ઔર મેરી ઓરસે મહારાજશ્રીકા સ્વાગત કરતાં હું.
દિલ્હીના ‘વીર સેવામંદિર’ માં
કોંગ્રેસપ્રમુખ શ્રી ઢેબરભાઈ
પૂ. ગુરુદેવની મુલાકાતે
સં. ૨૦૧૩ માં સમ્મેદશીખર વગેરે
તીર્થધામોની યાત્રા કરીને પાછા ફરતાં પૂ.
ગુરુદેવ સંઘ સહિત દિલ્હી પધાર્યા હતા, અને
ત્યાં “વીર સેવામંદિર” માં ઊતર્યા હતા.
કોગ્રેંસપ્રમુખ શ્રી ઢેબરભાઈ પૂ. ગુરુદેવના
પ્રવચનોનો લાભ લેતા, અને તે ઉપરાંત તા.
૬–૪–પ૭ ના રોજ સાંજે સાત વાગે તેઓ પૂ.
ગુરુદેવની ખાસ મુલાકાત લેવા માટે વીર
સેવામંદિરમાં આવ્યા હતા. કોગ્રેસપ્રમુખ તરીકે
નહિ પરંતુ એક પ્રેમી–જિજ્ઞાસુ સજ્જન તરીકે
આ મુલાકાત દરમિયાન તેમણે પૂ. ગુરુદેવ સાથે
લગભગ એક કલાક ધાર્મિક વાતચીત કરી હતી.
તેનો ટૂંક અહેવાલ અહીં આપવામાં આવ્યો છે.
શરૂઆતમાં શ્રી ઢેબરભાઈએ રામજીભાઈને યાદ કર્યા હતા કે તેઓ અહીં કેમ આવી શક્યા નથી? શ્રી
રામજીભાઈની તબીયત બરાબર નહિ હોવાથી તેઓ દિલ્હી આવ્યા ન હતા.
પૂ. ગુરુદેવે ઢેબરભાઈને સોનગઢનો પરિચય આપ્યો હતો. અનેક લોકો બહારગામથી આવીને કાયમ માટે
સોનગઢ રહે છે, માત્ર તત્ત્વજ્ઞાનનો લાભ લેવાના હેતુથી જ ત્યાં આવીને રહ્યા છે. બે વખતના પ્રવચનો ઉપરાંત
આખો દિવસ સ્વાધ્યાય–ચર્ચા ચાલે છે. બહેનો માટે બ્રહ્મચર્યાશ્રમ છે; (અહીં તે આશ્રમનો તથા બે બહેનોનો
કેટલોક પરિચય ગુરુદેવે આપ્યો હતો.) ત્યાર બાદ ગુરુદેવે કહ્યું કે અમારો વિષય તો અધ્યાત્મનો છે. અંદર આ
દેહથી ભિન્ન આત્મા શું ચીજ છે? તે અમારો મુખ્ય વિષય છે. જગત આ બહારના ક્રિયાકાંડમાં ધર્મ માની બેઠું છે,
તે ખરેખર ધર્મ નથી. ‘હું કોણ છું’–આત્મા શું ચીજ છે તેની સમજણ ઉપર અમારું મુખ્ય વજન છે.
ઢેબરભાઈઃ આત્મ–ધર્મ ઉપર જોર દેનાર પ્રથમ શ્રીમદ્ રાજચંદ્ર થયા...ત્યારથી એ વાત પ્રકાશમાં આવી.
ગુરુદેવઃ હા, છેલ્લા–છેલ્લા હમણાં શ્રીમદ્ રાજચંદ્ર

PDF/HTML Page 8 of 23
single page version

background image
માગશરઃ ૨૪૮પ ઃ ૭ઃ
થયા....તેમનામાં ઘણી શક્તિ હતી....ગાંધીજીએ તેમને ૨૭ પ્રશ્નો પૂછેલા, તેના જવાબ તેમણે આપ્યા છે.
ગાંધીજીએ તેમને ગુરુ સ્વીકારેલા....પરંતુ લોકો તેમને બહુ ઓળખી ન શક્યા. તેમને જાતિસ્મરણ જ્ઞાન પણ
હતું.....ઢેબરભાઈ એ જાતિસ્મરણ જ્ઞાન સંબંધી વિશેષ પૂછતાં ગુરુદેવે કહ્યું; જ્ઞાનીની અમુક નિર્મળતા (–ઉઘાડ)
માં ભાન થાય છે કે આ ભવ પહેલાં આ જીવ ક્યાં હતો! આ જીવ કાંઈ અહીં નવો નથી થયો, તે તો અનાદિનો
છે; તો આ ભવ પહેલાં પણ તે ક્યાંક હતો તો ખરોને! જેમ અહીં ઘણા માણસોને દસી–વીસ–પચાસ કે તેથી પણ
વધારે વર્ષ પહેલાંની આ ભવની વાત યાદ આવે છે તેમ કોઈને આ ભવ પહેલાં જીવ ક્યાં હતો તેનું પણ સ્મરણ
થાય છે.
ઢેબરભાઈઃ એવું પૂર્વભવનું જ્ઞાન અત્યારે થઈ શકતું હશે!
ગુરુદેવઃ હા, અત્યારે પણ એવા જીવો છે. પરંતુ આત્મા શું ચીજ છે તેનું જ્ઞાન કરવું એ મુખ્ય ચીજ છે.
પૂર્વ ભવનું જ્ઞાન હો કે ન હો, તેથી સાથે ધર્મનો સંબંધ નથી. આત્માનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેનું પહેલાં જ્ઞાન
કરવું જોઈએ. આ દેહમાં રહેલો, દેહથી જુદો જ્ઞાનસ્વરૂપમાં આત્મા છે–તેની ઓળખાણ વિના આ જન્મ મરણ
અટકે નહિ. આત્માનું શું સ્વરૂપ છે તેના અનુભવ વગર, પૂર્વ ભવે આત્મા ક્યાં–તે કદાચ જાણે તોપણ તેથી કાંઈ
જન્મમરણ અટકે નહિ.
ભિન્ન ભિન્ન ધર્મોની સામ્યતા બાબત વાત નીકળતાં ગુરુદેવે દ્રષ્ટાંત આપીને કહ્યું. જુઓ ભાઈ! બહારથી
ઉપલક દ્રષ્ટિએ જોનારને તળાવનું પાણી કાંઠે અને મધ્યમાં સરખું લાગે, પણ અંદર ઉતરીને માપે ત્યારે કેટલો ફેર
છે તેની ખબર પડે. તેમ જૈન ધર્મને અને અન્ય ધર્મોને મૂળભૂત બાબતોમાં મોટો ફેર છે. અમે પણ પહેલાં
મુહપતિમાં (સ્થાનકવાસી સંપ્રદાયમાં) હતા, પણ એમાંય મૂળ વાતમાં ઘણો ફેર હોવાથી મને એમ લાગ્યું કે હું
આમાં નહિ રહી શકું; એટલે સં. ૧૯૯૧ માં તેમાંથી પરિવર્તન કરી નાખ્યું.
ઢેબરભાઈઃ આપના ઉપદેશનું બધું વજન આત્મા ઉપર છે. અને એ જ ભારતની બ્રહ્મવિદ્યા છે.
ગુરુદેવઃ હા, બ્રહ્મવિદ્યા–આત્મવિદ્યા એ જ મૂળ ચીજ છે હિંદમાં એ બ્રહ્મવિદ્યાના સંસ્કાર છે, એવા બીજે
નથી. પણ આજે તો લોકો આ બ્રહ્મવિદ્યાને ભૂલીને બહારની ધમાલમાં પડયાં છે. જેમ લીંડી પીપરમાં તીખાસ
ભરી છે તેમ આત્મામાં જ આનંદ છે, ને આત્મામાંથી જ તે પ્રગટ થાય છે– એ વાતના સંસ્કાર આજે હિંદમાં જ
છે, બીજે ક્યાંય નથી. બ્રહ્મચર્ય પાળવું ને આત્મજ્ઞાન કરવું–એ બે વાત ઉપર અમારું વિશેષ વજન છે. શ્રીમદ્
રાજચંદે કહ્યું છે.
પાત્ર વિના વસ્તુ ન રહે
પાત્રે આત્મિક જ્ઞાન;
પાત્ર થવા સેવો સદા,
બ્રહ્મચર્ય મતિમાન.
છે.
ત્યાર પછી જતાં જતાં રામજીભાઈને પ્રણામ કહેવાનું કહીને શ્રી ઢેબરભાઈ પ્રસન્નતાપૂર્વક વિદાય થયા
હતા.
___________________________________________________________________________________
–તો બેડો પાર!
આત્મસ્વભાવનો અચિંત્ય મહિમા સંતો પ્રગટ બતાવે છે. સ્વભાવના અચિંત્ય મહિમાને લક્ષમાં લઈને એક
વાર પણ જો અંતરથી ઊછળીને તેનું બહુમાન કરે તો સંસારથી બેડો પાર થઈ જાય. ચૈતન્ય સ્વભાવનું બહુમાન
કરતાં અલ્પકાળમાં જ તેનું સ્વસંવેદન થઈને મુક્તિ થયા વિના રહે નહિ.
અરે જીવ! એક વાર બીજું બધું ભૂલી જા.......સંસાર આખો ભૂલી જા.....ને તારી સ્વભાવ શક્તિને સંભાળ.
તારામાં પરિપૂર્ણ જ્ઞાન–આનંદની તાકાત છે, તેની સન્મુખ થઈને નિજ શક્તિની સંભાળ કરતાં જ તને
અભૂતપૂર્વ આનંદનું વેદન થશે અને સંસારથી તારો બેડો પાર થઈ જશે.

PDF/HTML Page 9 of 23
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મ ૧૮૨
“ પ્રભો! મારાં બંધન કેમ છૂટે? ને
મને આનંદનું વેદન કઈ રીતે થાય?”
(ધ્રાંગધ્રા શહેરમાં પૂ. ગુરુદેવનું પ્રવચનઃ
વીર સં. ૨૪૮૪ ચૈત્ર વદ ૧૨)
*
ગુરુ પાસે જઈને, વિનયવંત થઈને શિષ્ય પૂછે છેઃ પ્રભો! હું બંધનમાં છું, હું દુઃખી છું; તે બંધનથી ને
દુઃખથી છૂટીને મને આત્માની શાંતિ કેમ થાય?–મને આનંદનું વેદન કઈ રીતે થાય? બંધનથી આત્માને
છોડાવવાનું ને આનંદનો અનુભવ કરવાનું સાધન શું? હે નાથ! મને એવો ઉપાય બતાવો કે જેથી મારો આત્મા
બંધનના દુઃખથી છૂટે...ને મને મારા આનંદનું વેદન થાય.
જુઓ, આ પાત્ર શિષ્યની જિજ્ઞાસા! સુખ અને તેના ઉપાયને શિષ્ય સ્વીકારે છે, તેમજ પોતાના
અપરાધથી દુઃખ અને બંધન છે–તેને પણ કબુલે છે, અને તે બંધનથી છૂટીને સુખ પ્રાપ્ત કરવાની ઝંખનાથી તેનો
ઉપાય પૂછે છેઃ પ્રભો! મારો આત્મા બંધનથી કેમ છૂટે? ને મને આનંદનો અનુભવ કઈ રીતે થાય? આ રાગના
વેદનમાં મને મારો આનંદ નથી ભાસતો, મને રાગ વગરના અતીન્દ્રિય આનંદનું વેદન થવું જોઈએ. પ્રભો! એ
અતીન્દ્રિય આનંદનું વેદન કેમ થાય? તેનું સાધન બતાવો.
આવું પૂછનાર જિજ્ઞાસુ શિષ્યને બંધનથી છૂટવાનો ઉપાય દર્શાવતાં આચાર્યદેવ કહે છે કે–
જીવ બંધબંને નિયત નિજ નિજલક્ષણે છેદાય છે,
પ્રજ્ઞાછીણીથકી છેદતાં બંને જુદા પડી જાય છે.
(સમયસાર ગા. ૨૯૪)
આત્મા અને બંધ એ બંનેના લક્ષણ ભિન્નભિન્ન છેઃ તેમના ભિન્નભિન્ન લક્ષણને ઓળખીને, ભેદજ્ઞાનરૂપી
છીણીવડે છેદતાં તે બંને જુદા પડી જાય છે, એટલે કે આત્મા બંધનથી છૂટી જાય છે ને તેને પોતાના આનંદનું
વેદન થાય છે. આ રીતે ભેદજ્ઞાનરૂપી ભગવતી પ્રજ્ઞા તે જ બંધનથી છૂટવાનો ને આનંદના અનુભવનો
ઉપાય છે.
હે શિષ્ય! આત્મા અને રાગાદિ ભાવો જાણે કે એકમેક થઈ ગયા હોય–એમ અજ્ઞાનને લીધે લાગે છે,
પરંતુ ખરેખર તેઓ એક નથી; લક્ષણભેદથી તે બંને જુદા છે. આત્મા તો સદાય ચેતક છે– ચેતનારો છે, ને
રાગાદિ ભાવો તે ચેતક નથી, પણ ચેતકવડે ચેતાવાયોગ્ય (ચેત્ય) છે. આ રીતે આત્મા ચૈતન્ય લક્ષણવાળો છે,
ને રાગાદિક તો બંધનું લક્ષણ છે, તે કાંઈ આત્માનું લક્ષણ નથી, કેમકે રાગાદિક વગર પણ ચૈતન્યસ્વરૂપ
આત્માનો અનુભવ થાય છે. આ રીતે સૂક્ષ્મ વિચારવડે બંનેની ભિન્નતા જાણીને તેમને જુદા કરી શકાય છે. હે
શિષ્ય! અમે અમારા અનુભવથી કહીએ છીએ કે આત્મા અને રાગાદિને ભિન્નભિન્ન ઓળખીને, તેમની સંધિ
વચ્ચે સાવધાનીપૂર્વક પ્રજ્ઞાછીણીને પટકતાં તેઓ જુદા પડી જાય છે, તે ભગવતી પ્રજ્ઞાબંધનને છેદી નાંખે છે,
ને રાગ વગરના અતીન્દ્રિય આનંદનો અનુભવ કરાવે છે. માટે હે શિષ્ય! તું ભગવતી પ્રજ્ઞાનો એટલે કે
ભેદજ્ઞાનનો વારંવાર અભ્યાસ કર.
આત્માના હિતના ઉપાયની જેને ધગશ છે ને તેની પ્રાપ્તિના ઉપાયને ઝંખતો શ્રીગુરુ પાસે આવ્યો છે

PDF/HTML Page 10 of 23
single page version

background image
માગશરઃ ૨૪૮પઃ ૯ઃ
ગઈ.
દેવ કેવા હોય? – કે સર્વ બંધનથી છૂટેલા, જેને કોઈ પણ પ્રકારનું રાગનું બંધન ન હોય, વીતરાગ હોય,
સર્વજ્ઞ હોય ને પૂર્ણ આનંદને પામેલો હોય.
ગુરુ કેવા હોય? – જેણે ભેદજ્ઞાનવડે આત્મા અને રાગાદિને ભિન્નભિન્ન જાણ્યા હોય, રાગ વગરના
આનંદનો અનુભવ કર્યો હોય, અને જેઓ પ્રજ્ઞાછીણીવડે બંધનને છેદીને સર્વજ્ઞપદપ્રાપ્તિનો પરમ પુરુષાર્થ કરી
રહ્યા હોય.
શાસ્ત્ર કેવા હોય? – કે આત્માને બંધનથી છૂટકારાનો ઉપાય દર્શાવનારી, આવા દેવ–ગુરુની વાણી તે
શાસ્ત્ર છે. તે શાસ્ત્ર ભેદજ્ઞાનવડે સર્વ તરફથી રાગને છેદવાનું બતાવે છે, ક્યાંય પણ રાગથી લાભ થવાનું
બતાવતા નથી.
આવા દેવ–ગુરુ–શાસ્ત્રને ઓળખીને, તેમણે બતાવેલા મોક્ષના ઉપાયને ભેદજ્ઞાનવડે સાધવો તે જ
મોક્ષનો પંથ છે; તે જ બંધનથી છૂટવાનો ને આનંદના અનુભવનો ઉપાય છે.
–આવો ઉપાય કોણ કરે? રાગમાં ને બાહ્ય વિષયોમાં જેને આનંદ ન ભાસતો હોય પણ દુઃખ ભાસતું
હોય, બંધન ભાસતું હોય, ત્રાસ લાગતો હોય, અને તેનાથી છૂટીને રાગ વગરના આનંદને ચાહતો હોય તે જીવ
આવો ઉપાય કરે.
એવો શિષ્ય કહે છે કે હે નાથ! હે સ્વામી! મારે એક જ પ્રયોજન છે કે મારો આત્મા કોઈ પણ રીતે આ
બંધનથી છૂટે ને આનંદને પામે, માટે તેનો ઉપાય મને બતાવો, બીજું કોઈ પ્રયોજન મારે નથી. ‘કામ એક
આત્માર્થનું, બીજો નહીં મન રોગ’–હે પ્રભો! હું મારા આત્માર્થને સાધું એ એક જ મારી અભિલાષા છે, બીજી
કોઈ અભિલાષા મારા મનમાં નથી. હું કોઈ પણ ભવને ઇચ્છતો નથી, પુણ્યને ઈચ્છતો નથી, સ્વર્ગના વૈભવ
ઇચ્છતો નથી, સંસારના કોઈ પણ પદની મને ઈચ્છા નથી, એક માત્ર આત્માર્થની જ ઈચ્છા છે, આત્માર્થી થઈને
હું મારા મોક્ષને સાધવા માંગું છું, માટે કૃપા કરીને મને તેનો ઉપાય બતાવો.
–આ પ્રમાણે શિષ્ય આત્માર્થી થઈને મોક્ષના ઉપાયની જ વાત પૂછે છે. જે જીવ ખરેખરો આત્માર્થી
થઈને મોક્ષના ઉપાયને શોધે તેના અંતરમાં મોક્ષનો ઉપાય પરિણમ્યા વગર રહે જ નહિ, તેને મોક્ષનો પંથ
મળે જ.
પ્રથમ જીવને પોતાના અંતરમાં જ એમ ભાસવું જોઈએ કે મારામાં જે આ રાગનું વેદન છે તે દુઃખ
છે–અશાંતિ છે, મારા સ્વભાવનું આવું વેદન ન હોઈ શકે, મારા સ્વભાવનું વેદન તો શાંત–આનંદરૂપ હોય.
મારો આત્મા તો આનંદ–સ્વભાવી છે તેથી તેનું વેદન પણ આનંદરૂપ જ હોય.
આમ જેને રાગમાં દુઃખ લાગે,
ને સ્વભાવનો આનંદ લક્ષમાં આવે, તે જીવ રાગ અને સ્વભાવનું ભેદજ્ઞાન કરીને પોતાના સ્વાભાવિક આનંદનો
અનુભવ કરે. બંધનથી છૂટવાનો ને મોક્ષ પામવાનો આ જ પંથ છે.–
“મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ગ્રંથ.” (આત્મસિદ્ધિ)
જેમ લીંડીપીપરમાં ચોસઠ પોરી પૂરી તીખાસની તાકાત છે તેમાંથી તે જ પ્રગટે છે, તેમ આત્મામાં પૂર્ણ
આનંદ ને સર્વજ્ઞતા પ્રગટે એવો સ્વભાવ છે, તે સ્વભાવની શ્રદ્ધા અને એકાગ્રતાવડે તેમાંથી જ તે પ્રગટે છે. પૂર્ણ
જ્ઞાન ને આનંદ પ્રગટી જાય તેનું નામ મોક્ષ છે; ને સ્વભાવની શ્રદ્ધા તથા એકાગ્રતા તે મોક્ષનો પંથ છે. આવ
મોક્ષપંથની આરાધનાવડે જીવ બંધનથી છૂટીને પોતાના અતીન્દ્રિય આનંદને અનુભવે છે.
આ રીતે આચાર્યદેવે આત્માર્થી શિષ્યને બંધનથી છૂટવાનો ને આનંદના વેદનનો ઉપાય બતાવ્યો.

PDF/HTML Page 11 of 23
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મ ૧૮૨
* મોક્ષ માટે કોની સેવા કરવી? *
* વીર સં. ૨૪૮૪ જેઠ સુદ ચોથઃ ઉમરાળાના પ્રવચનમાંથી *
આ આત્મા પોતે આનંદસ્વરૂપ છે, તે પરચીજોથી અત્યંત જુદો છે, પરચીજોમાં તેનો આનંદ હોઈ શકે
નહિ. પણ પોતાના આનંદસ્વરૂપને ભૂલીને, અને બહારમાં આનંદ માનીને જીવ ચાર ગતિમાં ભ્રમણ કરી રહ્યો
છે. આનંદ તો આત્મામાં છે, પણ તે આનંદનો અર્થી થઈને તેની શોધ અંતરમાં કદી કરી નથી. અહીં શિષ્ય
આનંદનો અર્થી થઈને શ્રીગુરુને તેની પ્રાપ્તિનો ઉપાય પૂછે છે કે પ્રભો! આત્માના આનંદની પ્રાપ્તિ કઈ રીતે
થાય? કોની સેવા કરવાથી આત્મા મુક્તિ પામે? આવું પૂછનાર મોક્ષાર્થી શિષ્યને ઉત્તર આપતાં આચાર્યદેવ આ
સમયસારની ૧૭–૧૮ ગાથામાં કહે છે કે–
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે પછી શ્રદ્ધા કરે,
પછી યત્નથી ધન–અર્થી એ અનુસરણ નૃપતિનું કરે;
જેમ ધનનો અર્થી પુરુષ રાજાને સેવે છે, તેનું દ્રષ્ટાંત આપીને કહે છે કે–
જીવરાજ એમ જ જાણવો, વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુસરણ, પછી યત્નથી મોક્ષાર્થીએ.
અહીં જીવને ‘રાજા’ કહ્યો, બધા પદાર્થોમાં શ્રેષ્ઠપણે રાજે છે–શોભે છે તેથી જીવ રાજા છે; મોક્ષ દેવાની
તેનામાં તાકાત છે. જેમ રાજાની સેવા કરીને તેને રીઝવતાં તે અનેક પ્રકારની લક્ષ્મી વગેરે આપે છે, તેમ આ
ચૈતન્યરાજાની શ્રદ્ધા, તેનું જ્ઞાન ને તેનું જ અનુસરણ–એ રીતે તેની સેવા–આરાધના કરીને તેને રીઝવતાં તે
મોક્ષલક્ષ્મી આપે છે. માટે મોક્ષાર્થી જીવે મોક્ષને માટે સર્વ ઉદ્યમથી આ ચૈતન્યરાજાનું સેવન કરવું. એના સેવનથી
સાધ્યની એટલે કે મોક્ષની સિદ્ધિ થાય છે.
જુઓ, આમાં બે વાતની જવાબદારી છે–
એક તો જીવ ખરેખરો મોક્ષાર્થી હોવો જોઈએ;
અને બીજું, પ્રયત્નપૂર્વક આત્માને આરાધે, એટલે કે પુરુષાર્થપૂર્વક આત્માને જાણે, તેની શ્રદ્ધા કરે ને તેમાં
ઠરે. આ આત્મસિદ્ધિનો ઉપાય છે.
પ્રથમ આત્માની શ્રદ્ધા તથા જ્ઞાન કઈ રીતે કરવું? તે કહે છેઃ આત્માને જ્ઞાન, રાગ વગેરે અનેક પ્રકારના
ભાવો એક સાથે અનુભવાતા હોવાં છતાં ભેદજ્ઞાનમાં પ્રવીણતાથી મોક્ષાર્થી જીવે એમ જાણવું કે આ બધા
ભાવોમાં જે જ્ઞાનપણે અનુભવાય છે તે જ હું છું. આ રીતે જ્ઞાનઅનુભૂતિસ્વરૂપ આત્માને જાણીને તેની નિઃશંક
શ્રદ્ધા કરવી કે ‘આ જ હું છું’ આ રીતે જ્ઞાનસ્વરૂપ આત્માની નિઃશંક શ્રદ્ધા–જ્ઞાન કરતાં અન્ય સમસ્ત ભાવોથી
ભેદ થવાથી જીવ નિઃશંકપણે પોતાના જ્ઞાનસ્વરૂપમાં ઠરવા સમર્થ થાય છે, એટલે તેને સ્વરૂપનું ચારિત્ર ઉદય
પામે છે. આ રીતે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રવડે તેને સાધ્યરૂપ આત્માની સિદ્ધિ થાય છે.
પુરુષાર્થપૂર્વક આત્માની આવી આરાધના કરવી તે મોક્ષનો ઉપાય છે.
આબાળગોપાળ નાના–મોટા સૌને જ્ઞાનસ્વરૂપ આત્મા સદાકાળ અનુભવમાં આવતો હોવા છતાં,
અજ્ઞાનને લીધે તે પોતાના જ્ઞાનને રાગાદિ પરભાવો સાથે એકમેકપણે અનુભવે છે, ‘રાગાદિ છે તે હું જ છું’
એમ જ્ઞાન સાથે રાગાદિને એકમેકપણે શ્રદ્ધે છે, ને રાગાદિમાં જ નિઃશંકપણે વર્તે છે; રાગાદિથી જુદું જે આ જ્ઞાન
છે તે જ હું છું–એ રીતે રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન તેને નહિ હોવાથી, રાગથી ભિન્ન આત્માને તે જાણતો નથી,
તેથી તેને તેની શ્રદ્ધા પણ થતી નથી; અને શ્રદ્ધા–જ્ઞાન વિના ઠરે શેના? એટલે ચરિત્ર પણ થતું નથી.
માટે પ્રથમ તો સર્વ પડખેથી બરાબર ઓળખાણ કરવી જોઈએ કે આત્મા શું ચીજ છે? જ્ઞાનસ્વરૂપે જે
અનુભવમાં આવે છે તે જ હું છું, એમ નિઃશંકપણે જાણીને તેમાં જ પોતાપણે વર્તવું તે મોક્ષનો ઉપાય છે. આ રીતે
મોક્ષાર્થી જીવે મોક્ષ માટે આત્માની જ સેવા કરવી, એટલે કે તેનું જ્ઞાન–શ્રદ્ધાન કરીને તેમાં ઠરવું; એવો
આચાર્યભગવાનનો ઉપદેશ છે.

PDF/HTML Page 12 of 23
single page version

background image
માગશરઃ ૨૪૮પઃ ૧૧ઃ
દક્ષિણયાત્રાનો કાર્યક્રમ અને
સંક્ષિપ્ત પરિચય
પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામી પોષ સુદ
આઠમના રોજ સોનગઢથી પ્રસ્થાન કરીને પોષ સુદ નોમે
પાવાગઢ પધારશે. વડોદરા થઈને મોટરબસથી પાવાગઢ
જવાય છે. આ પાવાગઢ–સિદ્ધક્ષેત્રથી રામચંદ્રજીના પુત્રો લવ–
કુશ, તથા લાટ દેશના રાજા અને પાંચ કરોડ મુનિવરો મોક્ષ
પામ્યા છે. પર્વત ઉપર જિનમંદિરો તેમજ તળાવ છે, અને
લવ–કુશ ભગવંતોના ચરણપાદુકા છે. પોષ સુદ દસમના રોજ
આ સિદ્ધક્ષેત્રની જાત્રા થશે. ત્યારબાદ પોષ સુદ ૧૧ તથા ૧૨
ના રોજ દાહોદ, સુદ ૧૩ પાલેજ, સુદ ૧૪ સુરત તથા મનોર,
અને સુદ ૧પ ના રોજ શિવ થઈને, પોષ વદ એકમ ને
રવિવારના રોજ પૂ. ગુરુદેવ મુંબઈ શહેરમાં પ્રવેશ કરશે. ત્યાં
મમ્માદેવી રોડ (ઝવેરી બજાર) પર નવા બંધાયેલા ભવ્ય
દિગંબર જિનમંદિરનો પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવ થશે.
પ્રતિષ્ઠાનું મુહૂર્ત માહ સુદ છઠ્ઠે છે. પ્રતિષ્ઠા બાદ માહ સુદ
આઠમના રોજ પૂ. ગુરુદેવ સંઘ સહિત યાત્રા અર્થે પ્રસ્થાન
કરશે. (ગયા અંકમાં ભૂલથી ફાગણ સુદ આઠમ લખાઈ ગયું
છે તેને બદલે માહ સુદ આઠમ સમજવું) મુંબઈ પછી આવતાં
સ્થળોનો અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલો પરિચય અહીં ટૂંકમાં
આપવામાં આવે છે. (અહીં આપેલી તિથિઓ સોનગઢના
તિથિદર્પણ અનુસાર છે. હાલ આ પ્રમાણે કાર્યક્રમ નક્કી
કરવામાં આવ્યો છે; ખાસ પ્રસંગવશાત્ જરૂર પડશે તો તેમાં
ફેરફાર થશે.)
પુના (મહા સુદ ૮–૯) અહીં ત્રણ જિનમંદિરો છે.
ફલટન, દહીગાંવ, કુંભોજ (મહાસુદ ૧૦–૧૧) ફલટનમાં છ જિનમંદિરો, સહસ્રકૂટમંદિર, લાકડાની સીડીવાળો
માનસ્તંભ વગેરે છે; દહીંગાંવમાં બગીચા વચ્ચે ભવ્ય મંદિર છે; જિનમંદિરના ભોંયરામાં સીમંધરાદિ વીસ
વિહરમાન ભગવંતોના ભવ્ય પ્રતિમાજી બિરાજે છે. બાહુબલી–કુંભોજમાં ૨૮ ફૂટ ઊંચા બાહુબલીસ્વામીના ભવ્ય
પ્રતિમાજી છે, તેમજ સમવસરણની રચના છે. જે સોનગઢ અને

PDF/HTML Page 13 of 23
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૮૨
અજમેરના સમવસરણ જોઈને બનાવેલી છે. આ ઉપરાંત અહીં નાનકડા પહાડ ઉપર જિનમંદિરો છે. પહાડ
ચડતાં વીસેક મિનિટ લાગે છે; કુંભોજમાં બીજા પણ જિનમંદિરો છે.
કોલ્હાપુર (મહા સુદ ૧૨)–અહીં છ જિનમંદિરો છે.
સ્તવનિધિ થઈને બેલગામ (મહા સુદ ૧૨) –સ્તવનિધિમાં પાશ્વપ્રભુ વગેરેનાં પુરાણા પ્રતિમાજી તથા
મુનિઓના નિવાસસ્થાન જેવી ગુફાઓ છે. બેલગામમાં છ જિનમંદિરો છે; નેમનાથપ્રભુની અતિમનોજ્ઞ
પ્રતિમા છે.
હૂબલી (મહા સુદ ૧૪–૧પ) અહીં અનેક જિનમંદિરો છે.
જોગફોલ્સ થઈને સાગર (મહા વદ એકમ) જોગફોલ્સ તેમાં પાણીના કુદરતી ધોધ છે.
હુમચ (મહા વદ ૨–૩) અહીં તળાવકિનારે પાંચ પુરાણા મંદિરો છે, નાનકડી પહાડી ઉપર એક મંદિરમાં
બાહુબલી ભગવાનના પુરાણા પ્રતિમા સુંદર છે.
કુંદનગીરી–કુંદકુંદપર્વત (જાત્રા મહા વદ ૩) દક્ષિણજાત્રામાં આ પહેલું તીર્થ આવ્યું. અહીં ગીચ ઝાડીથી
રળિયામણો કુંદકુંદપર્વત છે; પર્વતનું ચઢાણ લગભગ ત્રણ માઈલ જેટલું છે. અડધે સુધી બાંધેલો રસ્તો
છે, પછી ઝાડીથી વચ્ચે કેડી રસ્તો છે. આ પર્વત ઉપર કુંદકુંદપ્રભુની તપોભૂમિ તથા નિર્વાણભૂમિ છે;
ત્યાં પાપવિધ્વંસક કુંડના કિનારે કુંદકુંદાચાર્યદેવના પુરાણા ચરણકમળ છે; એક પુરાણું જિનમંદિર તેમજ
માનસ્તંભ વગેરે છે. પર્વત ઉપરનું દશ્ય બહુ રળિયામણું ને ઉપશાંત છે.
જેમ પૂર્વમાં બિહાર પ્રાંત એ મુખ્યપણે તીર્થંકરોની વિહારભૂમિ છે, તેમ દક્ષિણપ્રાંત એ મુખ્યપણે
મુનિવરોના વિહારની ભૂમિ છે. મહાવીરભગવાન પછી અમુક વર્ષે ઉત્તરમાં જ્યારે ૧૨ વર્ષનો ભીષણ
દુષ્કાળ પડયો ત્યારે ભદ્રબાહુસ્વામીની આગેવાનીમાં ૧૨૦૦૦ જેટલા મુનિવરો દક્ષિણ તરફ વિહાર કરી
ગયેલા....દક્ષિણપ્રાંતમાં શિલાલેખો વગેરેમાં ઠેરઠેર મુનિવરોના વિહારના સંસ્મરણો ભર્યાં છે, અને
તાડપત્ર ઉપર લખેલાં પુરાણા શાસ્ત્રો પણ દક્ષિણ પ્રાંતમાં ઠેરઠેર જોવા મળે છે. આવા દક્ષિણપ્રાંતની
જાત્રામાં સૌથી પહેલાં પરમગુરુથી કુંદકુંદાચાર્ય પ્રભુના પવિત્ર ચરણોથી પાવન થયેલી ભૂમિ
કુંદકુંદગિરિની યાત્રા થશે. જાત્રાનાં મુખ્ય તીર્થોમાંનું આ સૌથી પહેલું તીર્થ છે. અહીંની જાત્રા કરીને
પાછા હુમચ જવાનું; અને હુમચથી પછી વરાંગ જવાનું છે.
વરાંગ (મહા વદ પ) અહીં ૧૭ જેટલા જિનમંદિરો છે; તળાવની વચ્ચે એક રળિયામણું જિનમંદિર છે. તેમાં ચારે
બાજુ ખડગાસન ભગવંતો દર્શનીય છે. આ મંદિરમાં દર્શન કરવા માટે નાનકડી નૌકામાં બેસીને જવાય છે.
અહીં દર્શન કરીને કારકલ તરફ જવાનું.
કારકલ (મહા વદ પ)–અહીં ૧૭ જેટલા જિનમંદિરો છે; લગભગ ૬૦ ફૂટ ઊંચો માનસ્તંભ (એક જ પત્થરનો)
છે. એક નાનકડા રળિયામણા પર્વત ઉપર બાહુબલી ભગવાનના ૪૧ ફૂટ ઊંચા ભવ્ય પ્રતિમાજી બિરાજે છે.
પ્રર્વત ઉપર જતાં દસેક મિનિટ લાગે છે. તેની પાસેના જ એક બીજા ડુંગરા ઉપર એક ચૌમુખી મંદિર છે–જે
ઘણું શાંત છે, ને તેમાં ચારે દિશામાં છ ફૂટના ત્રણત્રણ ભગવંતોની ત્રિપુટી અતિ મનોજ્ઞ ને ઉપશાંત છે, આ
પ્રતિમાઓ ‘કસોટી’ નાં છે. મંદિરની કારીગીરી–કળા પણ ઉત્તમ છે. કારકલ પછી હવે આવે છે આપણી
જાત્રાનું બીજું મહાનક્ષેત્ર મૂળબીદ્રિ
મૂળબિદ્રી (–માહવદ પ થી ૮) અહીંના અતિમહત્ત્વનાં આકર્ષણોમાં–એક તો રત્નમય જિનબિંબોનાં દર્શન;
બીજુ તાડપત્ર ઉપર લખેલાં સિદ્ધાંતશાસ્ત્રોઃ અને ત્રીજુ ‘ત્રિભુવનતિલકચુડામણિ’ મંદિર. જેમ બિહારપ્રાંતમાં
મુખ્ય તીર્થો–સમ્મેદશીખર, રાજગીરી અને પાવાપુરી તેમ દક્ષિણ

PDF/HTML Page 14 of 23
single page version

background image
માગશરઃ ૨૪૮પ ઃ ૧૩ઃ
પ્રાંતના તીર્થોમાં સૌથી મુખ્ય બે તીર્થો–એક તો શ્રવણબેલગોલના બાહુબલિભગવાન; (જે હવે પછી
આવશે.) અને બીજું આ મૂળબિદ્રી લગભગ ૨૦ જિનમંદિરો છે, અનેક માનસ્તંભો તથા ધર્મધ્વજો
છે. મંદિરોમાં બે મંદિરો અતિ પ્રસિદ્ધ છે એક “ત્રિભુવનતિલકચુડામણિ”–જેને એક હજાર થાંભલા
હતા. કરોડો રૂપિઆના ખર્ચે બંધાયેલા આ મંદિરમાં અકૃત્રિમ ચૈત્યાલયોની માફક પ્રેક્ષાગૃહ–
સભામંડપ વગેરે છે તેમાં પંચધાતુના સાત ફૂટ ઊંચા અતિભવ્ય ચંદ્રપ્રભુના પ્રતિમાજી છે. ત્રીજા
માળે સ્ફટિકના જિનપ્રતિમાઓનો દરબાર છે. બીજા મુખ્ય મંદિરનું નામ ‘સિદ્ધાંતભવન’ અથવા તો
“ગુરુવસ્તી” છે. ચાંદી–સોનું, હીરા–માણેક પન્ના–નીલમ–સ્ફટિક –વૈડુર્યરત્ન–ગરુડમણિ વગેરે
વિધવિધ રત્નોનાં અતિ મહિમાવંત જિનબિંબો આ મંદિરમાં બિરાજે છે, જેનાં અતિદૂર્લભ દર્શન
કરતાં જ ભક્તોના હૃદયમાં ભક્તિ ઊભરાય છે અને નેત્રોમાંથી આનંદરસ ઝરવા લાગે છે. આ
મંદિરમાં મૂળનાયક પાર્શ્વનાથ ભગવાનના દસેક ફૂટ ઊંચા ભવ્ય પ્રતિમા બિરાજે છે. આ ઉપરાંત
તાડપત્ર ઉપર લખેલા પ્રાચીન સિદ્ધાંતશાસ્ત્રો (ષટખંડાગમ–ધવલ–મહાધવલ–જયધવલ વગેરે) પણ
આ મંદિરમાં બિરાજે છે. આ શાસ્ત્રો કન્નડલિપિ (ભાષા સંસ્કૃત–પ્રાકૃત) માં લખાયેલાં છે.
મોક્ષમાર્ગપ્રકાશકમાં પંડિત ટોડરમલ્લજીએ લખ્યું છે કેઃ “દક્ષિણમાં ગોમટ્ટસ્વામીની પાસે
મૂલબિદ્રીનગરમાં શ્રી ધવલ–મહાધવલ–જયધવલ ગ્રંથો હાલ છે પણ તે દર્શનમાત્ર જ છે. “–આ રીતે
ટોડરમલ્લજીસાહેબે જેનો ઉલ્લેખ કરેલ છે તેના સાક્ષાત્દર્શન આપણને પૂ. ગુરુદેવની સાથે થશે.
અહીં માત્ર સંક્ષિપ્ત પરિચય જ આપવાનો હોવાથી વિશેષ નથી લખતાં. યાત્રિકો એક સૂચના
ધ્યાનમાં રાખે કે અહીંના ઊંડા ઊંડા પ્રાચીન મંદિરોના દર્શન કરવા જતી વખતે (દિવસે પણ) બેટરી
કે મીણબત્તી વગેરે સાધન સાથે લઈ જવાં.
વેણુર તથા હળેબિડુ (માહ વદ ૯); વેણુરમાં અનેક જિનમંદિરો છે, તથા એક સુંદર ચોકમાં
બાહુબલીભગવાનના લગભગ ૩૭ ફુટ ઊંચા ભવ્ય પ્રતિમાજી બિરાજે છે. હળેબિડુમાં પુરાણા
જિનમંદિરો છે, તેમાં કસોટી–પાષણના એક થાંભલાની શિલ્પકળા દર્શનીય છે. બે મંદિરોમાં ૧૪–૧૪
ફૂટ ઊંચા કૃષ્ણ પાષાણના અતિઉપશાંત પાર્શ્વનાથ અને શાંતિનાથ ભગવંતો બિરાજે છે. પહેલાં અહીં
૭૨૦ જિનમંદિરો હતા; હોટસલેશ્વર મંદિરની કારીગરી સર્વોતમ ગણાય છે.
હવે આવે છે–આપણી દક્ષિણજાત્રાના સૌથી અગ્રગણ્ય શ્રી બાહુબલીભગવાન.....ક્યાં?
શ્રવણબેલગોલમાં.
શ્રવણબેલગોલઃ (માહ વદ ૯ થી ૧૨)ઃ આ શ્રવણબેલગોલ બે બાજુ ઈંદ્રગીરી તથા ચંદ્રગીરી એવા બે
છે.
આ શ્રવણબેલગોલને “જૈનબિદ્રી” અથવા તો “દક્ષિણનું કાશી” પણ કહેવાય છે. ઐતિહાસિક
દ્રષ્ટિએ પણ અહીંના પ્રતિમાઓ તથા શિલાલેખો વગેરેને લીધે આ સ્થાન અતિ મહત્વનું છે. આપણે
સમયસારમાં શ્રી કુંદકુંદાચાર્ય દેવના મહિમા સંબંધી છાપેલાં શ્લોકો (
वंधो विभुर्भुवि न केरिह
कौण्डकुंद......ઇત્યાદિ શ્લોકો) પણ અહીંના પર્વતો ઉપરના શિલાલેખમાંથી જ મળેલા છે. આવા આ
અતિશય ક્ષેત્રમાં ઈંદ્રગિરિ (અર્થાત્ વિંધ્યગિરિ, મોટી પહાડી) ઉપર શ્રી બાહુબલી ભગવાનના પ૭ ફુટ
ઊંચા અતિ ભવ્ય વિશ્વપ્રસિદ્ધ પ્રતિમા બિરાજે છે. આ પ્રતિમા એ દુનિયાની નવમી આશ્ચર્યકારી વસ્તુમાં
ગણાય છે, ખરેખર નવમી નહિ પરંતુ સૌથી પહેલી અને સૌથી મહાન આશ્ચર્યકારી વસ્તુ આ છે.
આધુનિક દુનિયામાં એક જ પત્થરમાંથી

PDF/HTML Page 15 of 23
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૮૨
કોતરેલા આવડા મોટા પ્રતિમાજી બીજે ક્યાંય નથી. અહા! પર્વતના શિખરે અડોલ ધ્યાનમાં ઊભેલા એ
બાહુબલી ભગવાનની મુદ્રા ઉપર તરવરતા પરમવૈરાગ્ય.....શાંતિ.....અડોલ પુરુષાર્થ મહાન ધૈર્ય...
પ્રસન્નતા....આખા સંસાર પ્રત્યેની ઉદાસીનતા અને આત્મિક આનંદની તૃપ્તતા.....વગેરે ગંભીર ભાવોનો
ખ્યાલ તો સાક્ષાત્ નયને નીહાળનારને જ આવે....અડોલપણે મોક્ષને સાધનાર એ ધ્યાનસ્થ વીર,
મુમુક્ષુદર્શકોને મૌનપણે પણ મોક્ષમાર્ગનો પાવન સંદેશ સંભળાવી રહ્યો છે. ભારતના વડાપ્રધાન પં. નહેરુ
અનેક વિદેશી પ્રવાસીઓ વગેરે પણ આ પ્રતિમાના દર્શનથી આશ્ચર્યમુગ્ધ બની ગયા હતા. આધુનિક વિશ્વમાં
સૌથી ઊંચી એવી આ પ્રતીમા પોતે જાણે કે આખા વિશ્વને જૈનધર્મનો પવિત્ર સંદેશ સંભળાવી રહી છે. (થોડું
લખ્યું ઘણું કરીને વાંચજો...અને નજરે નીહાળજો)
આ ઈંદ્રગિરિ પર્વત ઉપર બીજાં પણ કેટલાક મંદિરો છે, અનેક ખડગાસન ભગવંતો ગણધર દેવનાં
નાજુક ચરણકમળ, તેમજ પર્વતની વિશાળ શિલાઓમાં જિનબિંબો અને શિલાલેખો કોતરેલા છે.
પર્વત બહુ મનોહર છે, અને ચડતાં વીસેક મિનિટ લાગે છે; ચઢાણ સહેલું છે.
સામેના ચંદ્રગિરિ પર્વત ઉપર અનેક જિનમંદિરો ઉપરાંત અતિ મહત્વના પ્રાચીન શિલાલેખો
પર્વતમાં જ કોતરેલા છે. તથા ભદ્રબાહુસ્વામીની ગૂફા છે, તેમાં તેઓશ્રીનાં પવિત્ર ચરણકમળ
સ્થાપિત છે. પર્વત ચડતાં લગભગ પંદર મિનિટ લાગે છે. આ ઉપરાંત નીચે ગામમાં પણ અનેક
જિનમંદિરો છે. કેટલાક મંદિરોની પ્રાચીન કારિગરી અદ્ભૂત છે. પાસે જ (લગભગ એક માઈલ પર)
‘જિનનાથપુર’ ગામમાં પણ પ્રાચીન જિનમંદિરો છે, જેમાં શાંતિનાથ ભગવાનનું કળામય મંદિર
દર્શનીય છે, બીજા મંદિરમાં સપ્તફણી પાર્શ્વનાથ પ્રતિમા છે.
મ્હૈસુર (મહા વદ ૧૨–૧૩) અહીંનો વૃંદાવનબાગ તથા રોશની પ્રસિદ્ધ છે. મલયાગિરિ ચંદનની ઉત્પત્તિનું આ
કેન્દ્ર છે, તથા થોડે દૂર કૃષ્ણરાજસાગર નામનું રમણીય–વિશાળ સરોવર છે.
ગોમટગિરિઃ અહીં એક નાની પહાડી ઉપર બિરાજમાન ૧પ ફૂટ ઊંચા ચિત્તાકર્ષક બાહુબલી ભગવાનના દર્શન
કરીને પાછા મ્હૈસુર જવું.
બેંગલોરઃ (માહ વદ ૧૪ તથા અમાસ) અહીં એક વિશાળ જિનમંદિર છે. બેંગલોરથી લગભગ ૩૦ માઈલ પર
કોલરની સોનાની ખાણો છે.
ચિત્તુરઃ (ફાગણ સુદ એકમ)
તિરુમલેઃ (ફાગણ સુદ બીજ) અહીં એક સુંદર પહાડ ઉપર અનેક જિનમંદિરો છે, એક ગૂફા છે. જેમાં મોટા
પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે; તથા શ્રી વૃષભસેન ગણધરના ચરણપાદુકા પણ છે. લગભગ અડધી
કલાકનું ચઢાણ છે. પર્વત ઉપર નેમનાથ પ્રભુની અતિમનોહર ૧૬ ફુટની પ્રતિમા છે.
મદ્રાસઃ (ફાગણ સુદ ૨ થી ૭) અહીં એક જિનમંદિર છે, તથા મ્યુઝીયમમાં અનેક પુરાણા જિન– પ્રતિમા છે.
વિશાળ દરિયાકિનારો જોવા લાયક છે.
પોન્નુરઃ (ફાગણ સુદ પાંચમ) ‘પોન્નુર’ નો અર્થ થાય છે– ‘સુવર્ણનો પર્વત.’ અહીં કુંદકુંદાચાર્ય દેવની
તપોભૂમિ છે, અને પર્વત ઉપર એક સુંદર ચંપાવૃક્ષની નીચે કુંદકુંદાચાર્યદેવના ચરણકમળ બિરાજમાન છે.
પર્વત ઉપર ચડતાં લગભગ ૧પ મિનિટ લાગે છે.
કાજીવરમ્ઃ (ફાગણ સુદ પાંચમ)ઃ સ્વામી સમન્તભદ્રાચાર્યની નિવાસભૂમિ છે. ત્યાંના દર્શન કરીને પાછા મદ્રાસ
આવવું.

PDF/HTML Page 16 of 23
single page version

background image
માગશરઃ ૨૪૮પઃ ૧પઃ
મદ્રાસ સુધીના યાત્રિકો અહીંથી તા. ૧૬–૩–પ૯ ફાગણ સુદ સાતમના રોજ મુંબઈ તરફ પાછા ફરશે; ને
તા. ૨૧ મીએ મુંબઈ પહોંચી જશે. અને બાકીનો યાત્રિક–સંઘ પૂ. ગુરુદેવ સાથે આગળ જશે.
નેલ્લોર, બેઝવાડા (ફાગણ સુદ ૭–૮)ઃ
હૈદરાબાદ (ફાગણ સુદ ૯ થી ૧૧) અહીં લગભગ છ જિનમંદિરો છે.
કુલપાકક્ષેત્ર (ફાગણ સુદ ૧૨) એક પ્રાચીન મંદિરમાં લીલા રંગના આદિનાથ ભગવાન બિરાજે છે, જેને “
માણિકસ્વામી” કહે છે.
સોલાપુર (ફાગણ સુદ ૧૨–૧૩–૧૪)ઃ પાંચ જિનમંદિરો છે.
ઉસ્માનાબાદ–કલિકુંડ (ફાગણ સુદ ૧પઃ નગરથી બે ત્રણ માઈલ દૂર ધારાશિવની ગૂફાઓમાં અનેક જિનબિંબો
છે.
કુંથલગિરિ સિદ્ધક્ષેત્ર (ફાગણ સુદ ૧પ થી ફા. વદ ૨)ઃ દેશભૂષણ અને કૂલભૂષણ મુનિવરો અહીંથી મોક્ષ પામ્યા
છે. પ્રાકૃતિક સૌંદર્યથી સુશોભિત નાનકડા પર્વત ઉપર દસ જિનમંદિરો છે, દેશભૂષણ–કૂલભૂષણ ભગવંતોની
ચરણપાદુકા છે; એક મંદિરમાં ભોયરું છે. પર્વતનું ચઢાંણ સહેલું છે.
ઔરંગાબાગ (ફા. વદ ૩–૪) છ મંદિરો છે; એક વિશાળ મંદિરમાં ભોયરૂં છે, ને સેંકડો પ્રતિમાઓ છે. અહીંથી
ઈલોરાની ગુફાઓ (ફા. વ. ૪) મૂળ પર્વતને જ કોતરીને ગૂફા–મંદિરો બનાવેલા છે.....નં. ૩૦ થી ૩૪
સુધીના જૈન ગૂફા–મંદિરો છે...ગૂફા–મંદિરોનું વાતાવરણ અતિ ગંભીર–ઉપાશાંતરસથી ભરેલું છે,
મુનિઓના નિવાસધામ જેવું છે. એક સાથે હજારો માણસો રહી શકે એટલી વિશાળ ગૂફાઓ છે.
મંદિરના વિશાળ પ્રતિમાઓ પણ પર્વતમાંથી જ કોતરી કાઢેલા છે. “કૈલાસ મંદિર” વગેરેનું દશ્ય
અદ્ભૂત–આશ્ચર્યકારી છે; પર્વતની ટોચ ઉપર એક બહુ વિશાળ પ્રતિમા (શત્રુંજયના અદબદનાથ
જેવા) પાર્શ્વપ્રભુ બિરાજે છે.
અજન્તાની ગૂફાઓ (ફાગણ વદ પ) અહીં પણ પર્વતમાંથી કોતરી કાઢેલી ગૂફાઓ દર્શનીય છે. ગૂફા નં.
૧૩ માં જૈનસંઘનું ચિત્ર છે; ગૂફા નં. ૩૩ માં ડાબા હાથ તરફ જૈનમૂર્તિ કોતરેલી છે.
જલગાંવ (ફાગણ વદ પ–૬)
મલકાપુર (ફાગણ વદ ૬–૭)
બલદાણા–શેરપુર–અંતરીક્ષ પાર્શ્વનાથઃ (ફાગણ વદ ૯) શેરપુરમાં ધર્મશાળાની વચ્ચે એક મોટું પ્રાચીન
મંદિર છે; તેમાં ઘણા પ્રતિમાઓ છે; તેમાંથી એક પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાનો ઘણોખરો ભાગ
વેદીથી અધર રહેતો હોવાથી તે ‘અંતરીક્ષ પાર્શ્વનાથ’ તરીકે પ્રસિદ્ધ છે. તેના પૂજનાદિ માટે શ્વેતાંબર
તથા દિગંબરના ત્રણ ત્રણ કલાકના વારા છે. આ ઉપરાંત બીજું એક પ્રાચીન દિ. જિનમંદિર છે.
કારંજા (ફાગણ વદ ૧૦) અહીં ૩ જિનમંદિરો છે તેમજ બ્રહ્મચર્યાશ્રમ છે; બ્રહ્મચર્યાશ્રમના ચૈત્યાલયમાં
ચાંદી–સોનું–સ્ફટિક–મુંગા–નીલમણી તથા ગરુડમણીના પ્રતિમાઓ બિરાજે છે.
એલિચપુર (ફાગણ વદ ૧૧)

PDF/HTML Page 17 of 23
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૮૨
મુક્તાગિરિ સિદ્ધક્ષેત્ર (ફાગણ વદ ૧૧–૧૨) જંગલ અને પર્વતમાં આવેલ આ ક્ષેત્રથી સાડાત્રણ કરોડ
મુનિઓ મોક્ષ પધાર્યા છે. એક નાનકડો પહાડ છે. તેની ઉપર ગૂફાઓમાં પ્રતિમાઓ છે.... લગભગ
૩૦ જેટલા મનોજ્ઞમંદિરોથી પર્વત શોભી રહ્યો છે. એક મંદિર ‘મેંઢગિરિ’ નામથી પ્રસિદ્ધ છે; તેમાં
શાંતિનાથ પ્રભુના દસ ફૂટના પ્રતિમા અતિ મનોહર છે....મંદિરની પાસે જ ૨૦૦ ફૂટની ઊંચાઈએથી
પાણીની ધારા વરસે છે. આ ક્ષેત્રના નામ બાબત એવી કથા પ્રચલિત છે કે અહીં મુનિએ સંભળાવેલા
નમસ્કારમંત્રના પ્રભાવથી એક મેંઢો દેવ થયેલ, તેણે અહીં મુક્તા (મોતી) ની વૃષ્ટિ કરેલ, તેથી આ
ક્ષેત્રનું નામ મુક્તાગિરિ અથવા મેંઢગીરી પડયું.
અમરાવતી–ભાતકુલી (ફાગણ વદ ૧૩)ઃ અમરાવતીમાં અનેક જિનમંદિરો છે. એક પ્રાચીન મંદિરમાં વિધવિધ
રત્ન પ્રતિમાઓ છે. ભાતકુલીમાં ત્રણ વિશાળ મંદિરો છે, ને વિશાળ પ્રાચીન પ્રતિમાઓ છે. કેટલાક
પ્રતિમાઓ ચોથા કાળના ગણાય છે.
નાગપુર (ફાગણ વદ ૧૪ તથા અમાસ) અહીં અનેક જિનમંદિરો છે.
ખેરાગઢરાજ (ચૈત્રસુદ બીજ) શહેરથી થોડે દૂર રામટેક પર્વતની તળેટીમાં જંગલ છે, તેમાં દસેક
જિનમંદિરો છે. આજુબાજુ બે મૂર્તિઓ સહિત શાંતિનાથ પ્રભુની ૧પ ફૂટ ઊંચી પ્રતિમા બહુ જ સુંદર
છે. રામગિરિપર્વત ઉપર રામચંદ્રજી વગેરેએ દેશભૂષણ–કુલભૂષણ મુનિરાજની ભક્તિ કરી હતી ને
અનેક મંદિરો બંધાવ્યા હતા; તે રામટેક આ જ હશે એમ અનુમાન થાય છે.
સિવની (ચૈત્રસુદ ત્રીજ)ઃ અહીં બે જિનમંદિરો છેઃ એક ઉન્નત મંદિરમાં ૧૩ વેદી છે.
જબલપુર–મઢિયાજી (ચૈત્રસુદ ૪– પ) જબલપુરમાં ૪૬ જિનમંદિરો છે; છ માઈલ દૂર નર્મદા નદીનો ધોધ છે.
તેની નજીકમાં “મઢિયાજી” નામનું એક જૈનમંદિર છે, તેમાં અતિપ્રાચીન બે મેરુ છે ને અનેક પ્રતિમાઓ છે.
દમોહ (ચૈત્રસુદ ૬) અહીં પાંચ વિશાળ મંદિરો છે.
કુંડલપુર (ચૈત્રસુદ ૭)ઃ અહીં કુંડલ–આકારના પર્વત ઉપર તથા તળેટીમાં કુલ પ૯ મંદિરો છે. મુખ્ય
મંદિરમાં મહાવીરભગવાનના દસેક ફૂટના પ્રાચીન પ્રતિમા બિરાજે છે, જે પહાડમાં જ કોતરેલી છે.
સાગર (ચૈત્રસુદ ૮–૯–૦)ઃ અહીં ૩૭ જિનમંદિરો છે; અને એક વિશાળ સરોવર છે.
નૈનાંગિરિ સિદ્ધક્ષેત્ર (ચૈત્રસુદ ૧૧)ઃ અહીંથી શ્રી વરદત્તાદિ અનેક મુનિવરો મોક્ષ પધાર્યા છે; પાર્શ્વપ્રભુનું
સમવસરણ અહીં આવ્યું હતું. રેશંદીગીરી પર્વત ઉપર ૨પ જિનમંદિરો છે. પાસે એક તળાવની વચ્ચે મંદિર છે;
ગામમાં ૭ મંદિરો છે.
દ્રોણગિરિ સિદ્ધક્ષેત્ર (ચૈત્ર સુદ ૧૨–૧૩–૧૪)ઃ અહીંથી શ્રી ગુરુદત્તાદિ મુનિવરો મોક્ષ પામ્યા છે. પર્વત ઉપર ૨૬
મંદિરો અને ૬૦ પ્રતિમાઓ છે; પાસે એક ગૂફા છે, જે વરદત્તાદિ મુનિવરોનું નિર્વાણસ્થાન મનાય છે. શ્રી
મહાવીર પ્રભુના જન્મકલ્યાણકનો દિવસ આ દ્રોણગીરીમાં ઊજવાશે.
છત્તરપુર (ચૈત્ર સુદ ૧પ)
ખજરાહા (ચૈત્ર સુદ ૧પ) અહીં ૨પ જેટલા પ્રાચીન જિનમંદિરો છે. શાંતિનાથ ભગવાનના વિશાળ પ્રતિમા
તેમજ મંદિરોની કારીગરી દર્શનીય છે.
ટીકમગઢ (ચૈત્ર સુદ ૧પ) અહીં ૭ જિનમંદિરો છે.

PDF/HTML Page 18 of 23
single page version

background image
માગશરઃ ૨૪૮પ ઃ ૧૭ઃ
પપૌરાજી (ચૈત્ર વદ ૨) ટીકમગઢથી ૩ માઈલ દૂર આ રમણીય તીર્થ છે; અહીં ૮૦ જિનમંદિરો છે.
અહાર (ચૈત્ર વદ ૩)ઃ અહીં એક સરોવરની બાજુમાં ત્રણ પર્વતો છે. તેના ઉપર અનેક પ્રાચીન જિનમંદિરો છે.
પાણાશાહ નામના શ્રાવકે એક માસોપવાસી મુનિરાજને અહીં આહારદાન કરેલ તેથી આ ક્ષેત્રનું નામ “
આહારક્ષેત્ર” પડયું છે. આહારદાનનો અતિશય થતાં તે પાણાશાહ શ્રાવકે અહીં જિનમંદિરો બંધાવ્યા હતા.
૧૮ ફૂટ ઊંચા અતિ પ્રશાંત શ્રી શાંતિનાથ ભગવાન ખાસ દર્શનીય છે. પ્રાચીન મૂર્તિઓનું સંગ્રહસ્થાન પણ
અહીં છે. ચક્રવર્તી તીર્થંકરત્રિપુટીના પ્રતિમા પણ અતિ મનોજ્ઞ છે.
લલિતપુર (ચૈત્ર વદ ૩–૪)ઃ અહીં અનેક રમણીય જિનમંદિરો છે, દરેક મંદિરમાં ઘણી વેદીઓ છે, અને વિશાળ
પ્રતિમાઓ છે.
દેવગઢ (ચૈત્ર વદ ૪)ઃ પહાડ ઉપર લગભગ ૪પ જિનમંદિરો છે. શાંતિનાથ પ્રભુના વિશાળ પ્રતિમા દર્શનીય છે.
આ દેવગઢને ઉત્તરભારતનું જૈનબિદ્રી કહેવાય છે. પર્વતમાં મુનિવરો વગેરેના ભાવવાહી પ્રતિમા છે; અહીં
જિનબિંબોનો એવડો મોટો મેળો છે, તેને માટે કહેવાય છે કે ચોખાની આખી ગુણી ભરી હોય ને દરેક
જિનબિંબના ચરણે એકેક ચોખાનો દાણો ચડાવ્યો હોય તો પણ તે ચોખા ખૂટી જાય.
ચંદેરી (ચૈત્ર વદ પ) અહીં પ્રાચીન મંદિરો છે; એક મંદિરમાં ચોવીસ તીર્થંકરોના રંગ પ્રમાણે ૩–૩
ફૂટના પ્રતિમા અતિ ભાવવાહી છે. અહીંથી એક માઈલ દૂર “ખંદારગિરિ” પર્વત છે તેમાં મોટા
મોટા પ્રતિમાઓ કોતરેલા છે. ઉપર ગૂફાઓમાં પણ ભાવવાહી જિનબિંબો કોતરેલા છે. બૂઢી
ચંદેરીમાં અતિશય કલાવંત પ્રાચીન પ્રતિમાઓ અને મંદિરો દર્શનીય છે.
થુબોનજી (ચૈત્ર વદ પ) અહીં ૨પ જેટલા જિનમંદિરો છે; અહીંના પ્રતિમાઓ સાદી કારીગરીના છે. એક મંદિરમાં
લગભગ ૨પ ફૂટના પ્રતિમા આદિનાથ ભગવાનના છે; આ ઉપરાંત “થોવનજી” માં ૧૬ મંદિરો છે, તેમા
૧૦–૧પ ફૂટના અનેક ખડગાસન પ્રતિમાઓ છે.
શિવપુરી (ચૈત્ર વદ ૬) અહીં મંદિર છે, તથા થોડે દૂર છત્રીઓ, બાનગંગા વગેરે જોવા લાયક છે.
બારાં (ચૈત્ર વદ ૬) એક જિનમંદિરમાં મનોજ્ઞ પ્રતિમાઓ છે. અહીંથી થોડે દૂર જંગલમાં એક દેરીમાં ચરણપાદૂકા
છે–જે કુંદકુંદાચાર્યદેવના હોવાનું મનાય છે.
ચાંદખેડી (ચૈત્ર વદ ૭) અહીં ભોયરામાં પ્રાચીન મંદિર છે, જેમાં સેંકડો પ્રતિમાઓ છે; પ–૭ ફૂટના અનેક
.
કોટા (ચૈત્રવદ ૮–૯–૧૦) અહીં અનેક જિનમંદિરો છે.
ચિત્તોડ (ચૈત્ર વદ ૧૧) અહીંનો પુરાણો કિલ્લો, તથા દિ. જૈનનો બંધાયેલો ૮૦ ફૂટ ઊંચો કીર્તિસ્તંભ વગેરે
દર્શનીય છે.......કીર્તિસ્તંભમાં જૈન મૂર્તિઓ પણ કોતરેલી છે.
કેસરીયાજી (ચૈત્ર વદ ૧૨) નદીકિનારે પ્રાચીન મંદિરમાં આદિનાથ પ્રભુના પ્રતિમા બિરાજે છે. બીજા પણ અનેક
પ્રતિમાઓ છે.
ઉદયપુર (ચૈત્રવદ ૧૨–૧૩–૧૪)ઃ અહીં આઠ જિનમંદિરો છે.
ફતેહપુર (ચૈત્રવદ ૦) વૈશાખ સુદ ૧ તથા ૨)ઃ પૂ. ગુરુદેવની જન્મજયંતિનો ૭૦મો ઉત્સવ અહીં ઊજવાશે.
જન્મોત્સવ ઉજવ્યા બાદ સાંજે પ્રસ્થાન કરીને સંઘ ઈડર આવશે.

PDF/HTML Page 19 of 23
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૮૨
ઈડર (વૈશાખ સુદ ૩–૪)ઃ અહીં બે પર્વતો છે, એક પર્વત ઉપર જિનમંદિર છે; બીજા પર્વત ઉપર શ્રીમદ્
રાજચંદ્રજીની ધ્યાનભૂમિ (સિદ્ધશિલા) છે. પર્વતનાં દશ્યો રળિયામણાં છે; ઈડર શહેરમાં પણ જિનમંદિરો છે.
સોનાસણ (વૈશાખ સુદ પ) તલોદ (વૈશાખ સુદ છઠ્ઠઃ પહેલી તથા બીજી) રખિયાલ (વૈશાખ સુદ ૭) દેહગામ
(વૈશાખ સુદ ૯) કલોલ (વૈશાખ સુદ ૧૦) આ પાંચેય ગામ સંઘ આગલા દિવસે સાંજે પહોંચી જશે.)
સોનગઢ (વૈશાખ સુદ ૧૧) સુપ્રભાતે સુવર્ણપુરીમાં પ્રવેશ.
*
– પરમ શાંતિ દાતારી–
* અધ્યાત્મભાવના *
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં
અધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપે્રરક પ્રવચનોનો સાર
રાગદ્વેષરહિત થઈને, ચૈતન્યસ્વભાવની સન્મુખ એકાગ્ર થવું તે જ આત્માનું અવિક્ષિપ્તમન છે, તે જ
આત્માનું તત્ત્વ છે; ને રાગ–દ્વેષાદિમાં જોડાયેલું મન તો વિક્ષિપ્ત છે, તેને આત્માનું તત્ત્વ ગણતા નથી. વિક્ષિપ્ત મન
તો આસ્રવ–બંધ છે, અને અવિક્ષિપ્તમન તે સંવર–નિર્જરા છે. તેથી વિક્ષિપ્ત મન છોડીને, ચૈતન્યસ્વરૂપમાં વળીને
અવિક્ષિપ્ત મન ધારણ કરવાનું આચાર્યદેવ કહે છે.–
अविक्षिप्तं मनस्तत्त्वं विक्षिप्तिं भ्रान्तिरात्मन;।
धारयेत्तदविक्षिप्तं विक्षिप्तं नाश्रयेत्ततः।। ३६।।
અવિક્ષિપ્ત મન એટલે કે રાગદ્વેષરહિત અંતરમાં ઠરેલું જ્ઞાન, તે જ આત્માનું તત્ત્વ છે, અને રાગાદિરૂપે
પરિણત વિક્ષિપ્ત મન તે તો આત્માનો વિભ્રમ છે–તે વાસ્તવિકસ્વરૂપ નથી. માટે હે ભવ્ય! તું તે અવિક્ષિપ્ત મનને
ધારણ કર, અને રાગદ્વેષમાં વર્તતા વિક્ષિપ્ત મનને ધારણ ન કર.
‘અવિક્ષિપ્તમન’ એટલે નિર્વિકલ્પ સ્થિરતા, તે આત્મતત્ત્વ છે, અંતરમાં ઠરેલી નિર્મળ પર્યાયને જ
અભેદપણે આત્મા કહી દીધો; અને ‘વિક્ષિપ્તમન’ એટલે સંકલ્પ–વિકલ્પ, તે આત્માનું સ્વરૂપ નથી, દેહાદિમાં
આત્માની બુદ્ધિ કરવી તે ભ્રાંતિ છે, તેને અહીં વિક્ષિપ્ત મન કહ્યું છે. પરમાં આત્મબુદ્ધિવાળા જીવનું મન કદી
સંકલ્પ–વિકલ્પ રહિત થઈને ઠરતું નથી, એટલે અવિક્ષિપ્ત થતું નથી, પણ રાગદ્વેષથી વિક્ષિપ્ત જ રહે છે; તે
ખરેખર આત્માનું તત્ત્વ નથી. દેહાદિથી ને વિકારથી ભેદજ્ઞાન કરીને જે જીવ આત્મામાં જ આત્મબુદ્ધિ કરે છે તેનું
મન સંકલ્પવિકલ્પ રહિત થઈને ચૈતન્યમાં ઠરે છે, તે

PDF/HTML Page 20 of 23
single page version

background image
માગશરઃ ૨૪૮પ ઃ ૧૯ઃ
અવિક્ષિપ્ત મન આત્માનું તત્ત્વ છે. અંતરમાં વળેલા સમ્યક્ ભાવશ્રુતજ્ઞાનને અહીં અવિક્ષિપ્ત મન કહ્યું છે અને તેને
જ આત્મા કહ્યો છે. આ ‘મન’ ને બાહ્ય વિષયોનું કે જડ મનનું અવલંબન નથી. ચૈતન્યનું જ અવલંબન છે. “
ભાવમન પણ આત્માનું સ્વરૂપ નથી” એમ કહેવાય છે તે તો સંકલ્પ–વિકલ્પ–રાગ–દ્વેષવાળા મનની વાત છે; ને
અહીં અવિક્ષિપ્ત મનને આત્મા કહ્યો છે તે તો સંકલ્પ વિકલ્પ રહિત થઈને અંતરમાં એકાગ્ર થયેલા નિર્વિકલ્પ
ભાવની વાત છે.
આત્મલાભને જેઓ ઈચ્છતા હોય તેઓ રાગદ્વેષવાળા વિક્ષિપ્ત ચિત્તને છોડો, ને ચૈતન્યમાં જ મનને
એકાગ્ર કરીને અવિક્ષિપ્ત કરો. તે અવિક્ષિપ્ત મનથી આત્માની પ્રાપ્તિ થાય છે.
બાહ્યવિષયોમાં વર્તતું સંકલ્પ–વિકલ્પ સહિત મન તે સંસારનું કારણ છે; ને ચૈતન્યમાં ઠરેલું નિર્વિકલ્પ
મન તે મોક્ષનું કારણ છે. બાહ્યવિષયોનું મનન–ચિંતવન કરનારું મન તે સંસારનું કારણ છે; અને ચૈતન્ય
વિષયનું મનન કરનારું મન તે મોક્ષનું કારણ છે. માટે ચૈતન્યસ્વરૂપમાં મનને સ્થિર કરવાનો દ્રઢ પ્રયત્ન કરો,
એમ પૂજ્યપાદસ્વામીનો ઉપદેશ છે.
જ્યાં સુખ લાગે ત્યાં જ્ઞાન ઠરે...પરમાં જેને સુખ લાગતું હોય તેનું જ્ઞાન પરથી હઠીને સ્વમાં ઠરે નહિ;
રાગમાં જેને સુખ લાગતું હોય તેનું જ્ઞાન રાગથી ખસીને સ્વભાવમાં ઠરે નહિ. આનંદ તો આત્માનો સ્વભાવ જ
છે એટલે આત્મા પોતે જ આનંદસ્વરૂપે પરિણમે છે–આવો નિર્ણય કરીને જે જીવ અંતમુર્ખ થાય છે તેનું ચિત્ત
અવિક્ષિપ્ત થાય છે, રાગાદિથી તે વિક્ષિપ્ત થતું નથી. અહા! વાસ્તવિક આનંદ શું છે તેની પણ જગતના જીવોને
ખબર નથી, ને ભ્રમણાથી બાહ્ય વિષયોમાંથી આનંદ લેવા માટે તે તરફ જ જ્ઞાનને જોડે છે, એટલે તેનું ચિત્ત
સદાય બાહ્ય વિષયો પ્રત્યેના રાગદ્વેષથી વિક્ષિપ્ત જ રહે છે. અને જેનું ચિત્ત અંતર્મુખ થઈને ચૈતન્યના અતીન્દ્રિય
આનંદના વેદનમાં જોડાયેલું છે તેનું ચિત્ત અવિક્ષિપ્ત રહે છે, કોઈ પણ વિષયોથી વિક્ષિપ્ત થતું નથી, કેમકે બાહ્ય
વિષયો તરફ તેનું વલણ જ નથી. આત્માનો આનંદ ‘નિર્વિષય’ એટલે કે બાહ્ય વિષયો વિનાનો છે. અહા! જ્યાં
અંતરના આનંદના અનુભવમાં લીન થયો ત્યાં જગતના બાહ્ય વિષયો તેને શું કરે? જગતનો અનુકૂળ વિષય
તેને લલચાવવા સમર્થ નથી, તેમજ ગમે તેવો પ્રતિકૂળ વિષય પણ તેને ડગાવવા સમર્થ નથી; તેના ચિત્તમાં કોઈ
પ્રત્યેના રાગદ્વેષનો વિક્ષેપ જ રહ્યો નથી, સમભાવમાં તેનું ચિત્ત સ્થિર થયું છે. આવું અવિક્ષિપ્ત ચિત્ત તે મોક્ષનું
કારણ છે; માટે હે ભવ્ય જીવો! આનંદસ્વરૂપ આત્માને ઓળખીને ચિત્તને તેમાં સ્થિર કરો એવો સંતોનો ઉપદેશ
છે.ાા ૩૬ાા
ક્યાં કારણથી મન વિક્ષિપ્ત થાય છે અને તેને કઈ રીતે અવિક્ષિપ્ત કરવું તે હવે બતાવે છે.
अविधाभ्याससंस्कारैरवशं क्षिप्यते मनः।
तदेव ज्ञानसंस्कारेः स्वतस्तत्वेऽवतिष्ठते।। ३७।।
દેહ તે જ હું, એવી ભ્રમણા તે અવિદ્યા છે, તે અવિદ્યાના સંસ્કારને લીધે મન પરને આધીન વર્તતું થકું
ક્ષુબ્ધ થાય છે; પણ હું જ્ઞાયક છું.–એવા સમ્યગ્જ્ઞાનરૂપ વિદ્યાના સંસ્કારથી મન પોતાના સ્વતત્ત્વમાં એકાગ્ર થાય
છે ને વિક્ષિપ્ત થતું નથી.
(વીર સંવત ૨૪૮૨, જેઠ વદ ૭)
આત્માના જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્રતા તે સમાધિ છે; અને રાગ–દ્વેષમાં એકાગ્રતા તે અસમાધિ છે.
આત્મજ્ઞાન તે સમાધિનું કારણ છે, ને અજ્ઞાન તે અસમાધિનું કારણ છે.
દેહ તે હું, દેહને હું પવિત્ર રાખું–એવી માન્યતા તે અવિદ્યા છે, તે અવિદ્યાના સંસ્કારથી જીવનું મન
શરીરાદિ બાહ્ય વિષયોમાં જ વર્તે છે; પણ જ્ઞાનસ્વરૂપમાં સ્થિર થતું નથી. હું તો જ્ઞાયક છું, દેહથી ભિન્ન–રાગથી
ભિન્ન પવિત્ર જ્ઞાનસ્વરૂપ જ હું છું–એવા જ્ઞાનસંસ્કારવડે મન આત્મામાં સ્થિર થાય છે. (મન–જ્ઞાનનો ઉપયોગ)
શરીર તો જડ છે, અશુચીનું ધામ છે, અસ્થિર છે ને પર છે, છતાં જીવ તેને જ આત્મા માને છે,
તેને શુચી, સ્થિર અને પોતાનું માને છે, તે અવિદ્યા છે; તે અવિદ્યાના જ અભ્યાસને લીધે અજ્ઞાનીનું મન
ક્ષુબ્ધ થઈને બાહ્યવિષયોમાં જ વર્તે છે. પણ હું દેહથી ભિન્ન, શુચિ, સ્થિર અને જ્ઞાયકસ્વરૂપ છું, આ શરીર
મારું નથી–આવા ભેદજ્ઞાનની ભાવનાથી પોતાના ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતા થાય છે; તે જ સમાધિનો
ઉપાય છે.