Atmadharma magazine - Ank 185
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૬
સળંગ અંક ૧૮પ
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ ૧૬ મું
અંક પ મો
ફાગણ
વી. સં. ૨૪૮પ
ઃ સંપાદકઃ
રામજી માણેકચંદ શાહ
૧૮પ
મ હા પા ત્ર
આત્મા એવી સંપ્રદાનશક્તિવાળો છે કે તેનો સ્વભાવ પરિણમીને પોતાને
કેવળજ્ઞાન આપે અને પોતે જ પાત્ર થઈને તે લ્યે. પણ પોતાની આવી શક્તિને
ભૂલીને અજ્ઞાનીએ પોતાના આત્માને એવો માન્યો છે કે જાણે તે રાગનું જ પાત્ર
હોય તેને સમજાવે કે અરે ભગવાન! તારા આત્મામાં તો રાગને તોડીને પોતે
કેવળજ્ઞાનનું પાત્ર થાય એવી તાકાત છે.......તેને ઓળખ. અજ્ઞાની ઘડીએ ઘડીએ
(પર્યાયે પર્યાયે) પોતાના સ્વભાવને ભૂલીને મિથ્યાત્વભાવથી વિકારને જ પ્રાપ્ત
કરે છે; ધર્માત્મા જ્ઞાની તો પોતાના સ્વભાવને ઓળખીને તેમાંથી ઘડીએ ઘડીએ
ક્ષણે–ક્ષણે પર્યાયે–પર્યાયે નિર્મળ ભાવને જ લ્યે છે. નિર્મળપર્યાયને દેવાની અને તેને
જ લેવાની આત્માની સંપ્રદાનશક્તિ છે; પરવસ્તુનું કાંઈ લેવાની કે પરને કાંઈ
દેવાની તાકાત આત્મામાં–દ્રવ્યમાં ગુણમાં કે પર્યાયમાં–નથી. અને રાગનો દેનાર કે
રાગનો લેનાર એવો પણ આત્માનો સ્વભાવ નથી. પર્યાયમાં ક્ષણિક રાગાદિ થાય
તેને જ ગ્રહણ કરનારો પોતાને જે માને તે જીવ, પોતાના સ્વભાવમાં કેવળજ્ઞાન
લેવાની મહાન પાત્રતા છે તેને ઓળખતો નથી.
(સંપ્રદાનશક્તિના પ્રવચનમાંથી)

PDF/HTML Page 3 of 25
single page version

background image
શ્રી જૈન વિદ્યાર્થીગૃહ–સોનગઢ (સૌરાષ્ટ્ર)
વિદ્યાર્થીઓ માટે અભ્યાસની સુંદર સગવડ
જૈન વિદ્યાર્થીઓ કે જેઓની ઉંમર ૧૦ વર્ષ અને તેથી વધુ હોય અને જેઓ ગુજરાતી ધોરણ પ અને તેની
છે.
અહીં સોનગઢમાં એસ. એસ. સી (મેટ્રીક) સુધીના અભ્યાસ માટે હાઈસ્કૂલ છે.
સંસ્થામાં માસિક ભોજનનું લવાજમ પૂરી ફીના રૂા. ૨પ લેવામાં આવે છે. લાયક ગરીબ વિદ્યાર્થીઓની
પાસેથી ભોજનનું લવાજમ માસિક રૂા. ૧પ લેવામાં આવે છે.
સંસ્થામાં રહેતા વિદ્યાર્થીઓને દરરોજ નિયમિત ફરજીયાત શ્રી સનાતન દિગંબર જૈન દર્શનનો ધાર્મિક
અભ્યાસ કરાવવામાં આવે છે. ઉપરાંત રજાના દિવસોમાં પૂજ્ય ‘કાનજીસ્વામી’ જેવા અદ્વિતીય
અધ્યાત્મજ્ઞાનીનાં તત્ત્વપૂર્ણ વ્યાખ્યાન–શ્રવણનો પણ અપૂર્વ અલભ્ય લાભ મળે છે. આમ અહીં વ્યવહારી
કેવળણી ઉપરાંત ધાર્મિક શિક્ષણની સગવડ હોઈ તથા પૂજ્ય સદ્ગુરુદેવશ્રીની પવિત્ર શીતળ છાયામાં
સત્સમાગમમાં રહેવાનું હોઈ વિદ્યાર્થીઓને સુસંસ્કાર મેળવવાની સુંદર તક છે.
અહીંની આબોહવા સૂકી, ખુશનુમા તથા આરોગ્યપ્રદ છે. વાતાવરણ શાંત તથા પવિત્ર છે.
સંસ્થામાં રહેતા વિદ્યાર્થીઓને સારો, સાદો, સાત્વિક ખોરાક આપવામાં આવે છે.
વિદ્યાર્થીઓને રહેવા માટે સુંદર,વિશાળ, પૂરતી હવાઉજાસવાળું મકાન છે.
આગામી વર્ષે અમુક નિશ્ચિત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને અહીં દાખલ કરવાના છે.
આથી વિદ્યાર્થીઓને અત્રે આ સંસ્થામાં અભ્યાસ અર્થે દાખલ થવા ઇચ્છા હોય તેમણે ઉપરના સરનામે
રૂા. ૦–૧પ ન. પૈ. ની પોષ્ટની ટીકીટો મોકલી સંસ્થાનું પ્રવેશપત્ર તથા ધારાધોરણ અને નિયમો તા. ૨૦–૪–પ૯
સુધીમાં મંગાવી તે ભરી તા. ૧પ–પ–પ૯ સુધીમાં પરત મોકલી આપવાં.
તે પછી આવેલા પ્રવેશપત્રો સ્વીકારવામાં આવશે નહિ.
લી. મોહનલાલ કાળીદાસ જસાણી
મોહનલાલ વાઘજી મહેતા (કરાંચીવાળા)
મંત્રીઓ–શ્રી જૈન વિદ્યાર્થીગૃહ–સોનગઢ (સૌરાષ્ટ્ર)
રજીસ્ટ્રેશન ઓફ ન્યુ પેપર્સ (સેન્ટ્રલ) રૂલ્સ ૧૯પ૬ ‘ના અન્વયે
“આત્મધર્મ” સંબંધમાં નીચેની વિગતો પ્રકટ કરવામાં આવે છે.
૧. પ્રસિદ્ધિ સ્થળ–આનંદ પ્રેસ, ભાવનગર
૨. પ્રસિદ્ધિ ક્રમ–દરેક મહીનાની આખર તારીખ
૩. મુદ્રકનું નામ–શ્રી હરિલાલ દેવચંદ શેઠ કયા દેશના–ભારતીય
ઠેકાણુંઃ આનંદ પ્રીન્ટીંગ પે્રસ–ભાવનગર
૪. પ્રકાશકનું નામ–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢવતી હરિલાલ દેવચંદ શેઠ–ભાવનગર
કયા દેશના–ભારતીય
ઠેકાણુંઃ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ
પ. તંત્રીનું નામ–રામજી માણેકચંદ દોશી કયા દેશના–ભારતીય
ઠેકાણું– જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ
૬. સામયિકના માલીકનું નામ–
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ
અમે આથી જાહેર કરીએ છીએ કે ઉપર આપેલી વિગતો અમારી જાણ અને માન્યતા મુજબ બરોબર છે.
સહી
રામજી માણેકચંદ દોશી

PDF/HTML Page 4 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ સોળમું સંપાદક ફાગણ
અંક પ મો રામજી માણેકચંદ દોશી ૨૪૮પ
દક્ષિણાદિ મહાન તીર્થોના
યાત્રા સમાચાર
પરમપ્રભાવી ગુરુદેવશ્રી કાનજીસ્વામી ૬પ૦
જેટલા યાત્રિકોના વિશાળ સંઘ સહિત દક્ષિણના
તીર્થધામોની યાત્રા અર્થે વિચરી રહ્યા છે.....આ
તીર્થયાત્રાના મુંબઈથી હુબલી સુધીના સંક્ષિપ્ત
સમાચાર ‘આત્મધર્મ’ ના ગંતાકમાં આપી ગયા
છીએ....ત્યાર પછી આગળના સમાચારો તથા
મુંબઈના ભવ્ય પ્રતિષ્ઠામહોત્સવના કેટલાંક દ્રષ્યો
અહીં આપવામાં આવે છે.
–બ્ર. હરિલાલ જૈન
હુબલી શહેર–મહા સુદ ૧પ ના રોજ પૂ. ગુરુદેવ હુબલી શહેરમાં પધારતાં ભવ્ય સ્વાગત થયું.....બપોરના
પ્રવચન બાદ જૈન સમાજ તરફથી ત્યાંના ખાસ કાર્યકર શ્રી શાંતિલાલ ઈગડે–એ કાનડીમાં ભાષણ કરતાં
ગુરુદેવનું સ્વાગત અને અભિનંદન કર્યું હતું. તેમજ ગુરુદેવના પ્રવચનનો સાર કાનડી ભાષામાં સમજાવ્યો હતો.
અને સંઘના આતિથ્યસત્કાર નિમિત્તે રૂા. પ૦૧) યાત્રાસંઘને અર્પણ કરવાનું જાહેર કર્યું હતું (પરંતુ સંઘે એ રકમ
સ્વીકારી ન હતી.) ગુરુદેવ હુબલી શહેરમાં પધાર્યા અને આવું સરસ આધ્યાત્મિક જ્ઞાન આપ્યું–તે માટે જૈન
સમાજે આભાર માનીને ગુરુદેવને અભિનંદન આપ્યા હતા.
જોગફોલ્સ–મહા વદ એકમના રોજ હુબલીથી પ્રસ્થાન કરીને વચ્ચે સુંદર રમણીય ઝાડીઓ–પર્વતો–ખીણો
અને ઝરણાંઓનો રસ્તો ઓળંગીને જોગફોલ્સ (ગેરસપ્પાના ધોધ ) પહોંચ્યા. ધોધના કુદરતી દ્રશ્યોનું
અવલોકન કર્યું. તેમજ ઈલેકટ્રીક ટ્રેઈન લગભગ એક હજાર ફૂટ નીચે ઊતરીને, પાણીના બળે ઈલેકટ્રીક ઉત્પન્ન
થાય છે તે સ્થાન જોયું. રાત્રે સંઘ સાગર પહોંચી ગયો.
હુમચ–મહા વદ બીજના રોજ જોગફોલ્સથી સાગર થઈને પૂ. ગુરુદેવ હૂમચ પધાર્યા....ને સ્વાગત થયું
અહીં પાંચેક જિનમંદિરો છે....સરોવરના કિનારે પંચવસતી મંદિર મોટું છે, તેમાં પાંચ વેદીમાં પ્રાચીન વિશાળ
જિનપ્રતિમાઓ બિરાજે છે. મંદિરનું વાતાવરણ ખૂબ શાંત છે, ને તે મુનિવરોની શાંતિની ઝાંખી કરાવે છે. આ
મંદિરના પ્રાચીન પ્રતિમાઓના દર્શનથી ગુરુદેવ પ્રસન્ન થયા અને કહ્યું જુઓ, આ હજારો વર્ષ જૂના પ્રતિમા!–
એ દિગંબર જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરે છે. આ ઉપરાંત મંદિરમાં જૈન ધર્મ સંબંધી હજાર વર્ષ ઉપરાંતના
પ્રાચીન શિલાલેખો પણ છે. આ ઉપરાંત બીજા મંદિરોના પણ દર્શન કર્યા હતા.

PDF/HTML Page 5 of 25
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૮પ
મુંબઈ–પ્રતિષ્ઠા મહોત્સવ
સમયનો પ્રવચન–મંડપ જ્યાં હજારો
ભાવિકો પૂ. ગુરુદેવનું પ્રવચન ઝીલી
રહ્યા છે.
જિનમંદિરોના દર્શન બાદ મોટા મંદિરમાં (ભટ્ટારકજીના મંદિરમાં) ઉપર ભક્તિ થઈ હતી.... પ્રથમ પૂ.
ગુરુદેવે “ઉપશમરસ વરસે રે પ્રભુ તારા નયનમાં......” એ સ્તવન ગવડાવ્યું હતું; ત્યાર બાદ પૂ. બેનશ્રીબેને “
લેજો સેવા પ્રભુકી લેજો....” એ ભક્તિ ગવડાવી હતી. ભક્તિ બાદ હુબલીના ૨૦ જેટલા રત્ન–મણિ વગેરેના
જિનબિંબોના દર્શન કર્યા હતા. રત્નબિંબોના દર્શનથી ગુરુદેવને તેમજ સર્વે યાત્રિકોને આનંદ થયો હતો.......અને
ચોવીસે જિનેન્દ્રોને સૌએ અર્ઘ ચડાવ્યો હતો.
આજે પ્રવચનનો કાર્યક્રમ ન હતો. પરંતુ દર્શન અને ભક્તિ બાદ ત્યાંના ભટ્ટારકજીએ પ્રવચન માટે
માંગણી કરતાં ગુરુદેવને કહ્યું કેઃ ઈતને દૂરસે આપ જૈસે ઈતને બડે વિદ્વાન હમારે યહાં આયે ઔર કુછ
ભી નહીં બોલેંગે? આપ ઈતને બડે પુરુષ હમારે યહાં આયે હો તો કુછ પ્રવચન અવશ્ય કિજીયેગા....હમ
આપકી વાની સુનના ચાહતે હૈ! ગુરુદેવે કહ્યુંઃ પણ અહીં તો કાનડી ભાષા છે, અહીં હિંદી સમજશે કોણ?
ભટ્ટારકજીએ કહ્યું; હમ સુનનેવાલે હૈ; હમ હિંદી સમઝ સકેંગેઃ મૈં ભી પ્રવચન સુનનેકો બેઠુંગા......આથી
ગુરુદેવે પા કલાક પ્રવચન કર્યું હતું......પ્રવચન સાંભળીને ભટ્ટારકજી વગેરેએ ઘણી પ્રસન્નતા વ્યક્ત કરી
હતી.
પ્રવચન બાદ, અહીં નાનકડી પહાડી ઉપર જિનમંદિરમાં પાંચ ફૂટના બાહુબલી ભગવાન બિરાજે છે
ત્યાં દર્શન કરવા માટે ગુરુદેવ પધાર્યા હતા....સુંદર રળિયામણી ઝાડી વચ્ચેથી ગુરુદેવ સાથે પસાર થતાં
ભક્તોને આનંદ થતો હતો. ઉપર જઈને દર્શન કરીને સૌએ ગુરુદેવ સાથે અર્ઘ ચડાવ્યો હતો. એ રીતે
નાનકડી યાત્રા બાદ, પૂ. બેનશ્રીબેનને ત્યાં ભોજન કરીને સાંજે ગુરુદેવ કુંદાપુર પહોંચી ગયા હતા.
કુંદાપુરમાં શ્રી શંકરરાવ ગોડેએ પૂ. ગુરુદેવ પ્રત્યે ઘણો આદર બતાવ્યો હતો, તેમજ સંઘની વ્યવસ્થામાં
ઉત્સાહથી સહાય કરી હતી.
કુંદપ્રભુના સમાધિસ્થાન
કુંદાદ્રિ (કુંદનગીરી) ની યાત્રા
(મહા વદ ત્રીજ)
માહ વદ ત્રીજના રોજ સવારમાં કુંદકુંદાચાર્ય પ્રભુના પવિત્ર ચરણોને ભેટવા માટે ગુરુદેવે
કુંદકુંદપર્વતની યાત્રા શરૂ કરી....કુંદકુંદપ્રભુ જે ભૂમિમાં વિચર્યા તે પવિત્ર ભૂમિમાં વિચરતાં ગુરુદેવને ઘણી
ભક્તિ અને પ્રમોદભાવ ઉલ્લસતા હતા.....કુંદકુંદપ્રભુની ભૂમિમાં ગુરુદેવની સાથે વિચરતાં પૂ.
બેનશ્રીબેનને પણ અતિ

PDF/HTML Page 6 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮પઃ પઃ
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞાનું એક દ્રશ્ય
મુંબઈ શહેરમાં પૂ. ગુરુદેવ પધાર્યા
ત્યારે, પંચ કલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવની શરૂઆત પહેલાં છ
ભાઈઓએ સજોડે આજીવન બ્રહ્મચર્ય
પ્રતિજ્ઞા અંગીકાર કરી હતી. ચિત્રમાં
મુંબઈ મુમુક્ષુ મંડળના પ્રમુખ શેઠ શ્રી
મણિલાલભાઈ વગેરે છ ભાઈઓ
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી રહેલા
દેખાય છે. આ છ ભાઈઓ ઉપરાંત
બીજા પણ કેટલાક ભાઈઓએ સજોડે
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી હતી.
શય ભક્તિ અને હર્ષ થતો હતો.....યાત્રિકો પણ હુમચથી કુંદગીરી આવી પહોંચ્યા હતા.
અહીં કુંદાપુરમાં એક સુંદર રળિયામણો પર્વત છે, તેના ઉપર કુંદકુંદાચાર્યદેવનું સમાધિસ્થાન છે.
કુંદકુંદપ્રભુના પ્રતાપે તેનું નામ “કુંદાદ્રિ” (કુંદગીરી) પડયું છે. પર્વત ગીચ ઝાડીથી છવાયેલો છે.....હૃદયમાં
કુંદકુંદપ્રભુનું સ્મરણ અને ભક્તિ કરતાં કરતાં ગુરુદેવ સાથે ભક્તો ઉપર પહોંચ્યા...... પર્વત ઉપર એક
પુરાણું જિનાલય છે, તેમાં પાર્શ્વનાથ વગેરે ભગવંતો બિરાજે છે; તેની સન્મુખ માનસ્તંભ છે; બાજુમાં એક
સુંદર કુંડ છે, તેના કિનારે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના અતિ પ્રાચીન ચરણપાદુકા કોતરેલા છે.
આસપાસનું દ્રશ્ય ઘણું સુંદર ને ભાવવાહી છે. અહીં પૂ. ગુરુદેવને યાત્રામાં ઘણો ભાવ ઉલ્લસ્યો
હતો......કુંદકુંદપ્રભુના પવિત્ર ચરણોનો તેમણે ભક્તિપૂર્વક અભિષેક કર્યો હતો.... ને ભાવભીના ચિત્તે
ભક્તિ પણ કરાવી હતી.....પૂ. બેનશ્રીબેને પણ અહીં ઘણા રંગથી ભક્તિ કરાવી હતી......ગુરુદેવ સાથે
કુંદકુંદપ્રભુના આ પાવન ધામની યાત્રાથી ભક્તોને ઘણો આનંદ અને ઉત્સાહ આવ્યો હતો....અને ગુરુદેવ
સાથે આ મહાન ઐતિહાસિક યાત્રાના કાયમ સ્મરણ માટે આ તીર્થધામમાં કાંઈક યાદગીરી બનાવવા માટે
લગભગ ૧૨૦૦૦) રૂા. નું ફંડ થયું હતું, જેમાં રૂા. પ૦૦૧) સોનગઢ જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટમાંથી (પૂ.
બેનશ્રીબેન હસ્તકના ખાતામાંથી) જાહેર કરવામાં આવ્યા હતા. (ફંડ હજી ચાલુ છે)
જાત્રા બાદ ત્યાં કુંદકુંદાદ્રિ તીર્થની તળેટીમાં જ સંઘભોજન થયું હતું....અહીં શ્રી શંકરરાવ ગોડે
વગેરેએ ગુરુદેવ પ્રત્યે તેમજ સંઘની વ્યવસ્થા માટે ઘણો પ્રેમ બતાવ્યો હતો.....હુમચના ભટ્ટારકજી પણ અહીં
આવ્યા હતા. બપોરે શંકરરાવ ગોડે તેમજ ભટ્ટારકજીની ખાસ માંગણીથી ગુરુદેવે ૦ાા કલાક પ્રવચન કર્યું
હતું...જેમાં કુંદકુંદપ્રભુનો પરમમહિમા અને આદરભાવ પ્રસિદ્ધ કર્યો હતો...પ્રવચન બાદ એક બાળકે કન્નડ
ભાષામાં સ્વાગતગીત ગાયું હતું. તેમજ સ્થાનિક કાર્યકરો તરફથી ગુરુદેવના સ્વાગત અને અભિનંદન
સંબંધી હુમચના ભટ્ટારકજીએ ઘણું ભાવભીનું વક્તવ્ય કર્યું હતું. ત્યારબાદ ગુરુદેવે તથા સંઘે મૂળબિદ્રી તરફ
પ્રસ્થાન કર્યું હતું...રસ્તામાં વચ્ચે સુંદર ઘાટ અને ગીચ ઝાડીઓનાં રમણીય દ્રશ્યો આવે છે. ઊંચાનીચા
પર્વતો, પાણીના ઝરણાંઓ, ખીણો ને ઝાડીઓનું શાંતરમણીય વાતાવરણ વનવાસી મુનિવરોની
શાંતપરિણતિની યાદ દેવડાવતું હતું. ગુરુદેવ સાંજે મૂળબિદ્રી પહોંચી ગયા હતા....ને સંઘ રાત્રે પહોચ્યો
હતો...બીજે દિવસે ગુરુદેવ સાથે અહીંના રત્નપ્રતિમાના દર્શન કરવાની ધૂનમાં ને ધૂનમાં સૂતેલા ભક્તો
રાત્રે સ્વપ્નમાં પણ રત્નમય જિનબિંબોને દેખાતા હતા.

PDF/HTML Page 7 of 25
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૮પ
મુંબઈ શહેરની પ્રવચન સભાનું એક દ્રશ્ય
મુંબઈ શહેરમાં પૂ. ગુરુદેવના પ્રવચન
વખતે પંદર–પંદર હજાર માણસોથી ભવ્ય–
પ્રવચનસભા ખૂબ જ શોભતી હતી...નગરના
અનેક પ્રતિષ્ઠિત માણસો પણ પ્રવચનમાં
આવતા. સર શેઠ ભાગચંદજી સાહેબ સોની,
ભૈયા સાહેબ શ્રી રાજકુમારસિંહજી શાહુ
શાંતિપ્રસાદજી શેઠ, શેઠ વછરાજજી ગંગવાલ,
શેઠ બાલચંદ હીરાચંદ વગેરે અનેક પ્રતિષ્ઠિત
સજ્જનો ઉપરાંત મુંબઈના સ્વરાજખાતાના
પ્રધાન શ્રી માણેકલાલ શાહ વગેરે પણ
પ્રવચનમાં આવતા હતા. ઉપરના ચિત્રમાં
પ્રધાનશ્રી માણેકલાલભાઈ, પ્રમુખશ્રી
રામજીભાઈ વગેરે નજરે પડે છે.
મૂળબિદ્રીમાં રત્નપ્રતિમા દર્શન
(માહ વદ ચોથ)
આ રત્નમય જિનેશ્વરોના ધામમાં આવતાં ભક્તોને આનંદ થયો. સવારમાં ભક્તો સહિત ગાજતેવાજતે
ગુરુદેવે અહીંના જિનમંદિરોના દર્શન કર્યાઃ અહીંનુ એક હજાર થાંભલાવાળું પ્રસિદ્ધ ત્રિભુવનતિલકચુડામણિ
જિનમંદિર અતિભવ્ય અને પ્રાચીન છે. નીચે ચંદ્રપ્રભુ ભગવાનના દસેક ફૂટના ધાતુના ભવ્ય પ્રતિમા છે, ને ઉપર
સ્ફટિક વગેરેના જિનબિંબોનો દરબાર છે. આ ઉપરાંત અહીં બીજા અનેક જિનમંદિરો છે; ત્યાં દર્શન–પૂજન કર્યા.
બપોરે સિદ્ધાંતવસતી–જિનમંદિરમાં રત્નમય જિનબિંબોના દર્શન માટે ગુરુદેવ તેમજ યાત્રિકો
આવ્યા....શરૂઆતમાં જિનવાણીમાતા (તાડપાત્ર ઉપરના પ્રાચીન ધવલ–મહાધવલ સિદ્ધાંતશાસ્ત્રો) નાં દર્શન
કરાવ્યા...અને ત્યારબાદ અનુક્રમે ૩પ વિવિધ પ્રકારના રત્નમણીના મહાકિંમતી જિનબિંબોના દર્શન કરાવ્યા....ને
છેલ્લે એક સાથે આખો જિનેન્દ્ર દરબાર (–સમવસરણ દરબાર) બતાવ્યો...ગુરુદેવ સાથે આ જિનબિંબોના દર્શન
થી ભક્તોને ઘણો જ હર્ષ થયો હતો...ગુરુદેવ પણ આ જિનબિંબોના દર્શનથી ખૂબ જ પ્રસન્ન થયા હતા, ને ફરીને
બીજી વાર પણ દર્શન કરવા બેઠા હતા....૨૪ ભગવંતોનું પૂજન તેમજ ભક્તિ થયા હતા....ગુરુદેવ સાથે રત્નમય
જિનબિંબોના દર્શનથી આનંદિત થઈને પૂ. બેનશ્રીબેને “વાહ વા જી વાહ વા” વાળી ભક્તિ કરાવી હતી.
કારકલ
મૂળબિદ્રીમાં સંઘ ૩ દિવસ રહ્યો હતો....તે દરમીયાન માહ વદ સાતમના રોજ મૂળબિદ્રીથી કારકલમાં
દર્શન કરવા ગયા હતા. અહીં એક નાનકડી પહાડી ઉપર ૪૦ ફૂટના બાહુબલી પ્રભુના પ્રતિમા છે, ત્યાં પૂજન–
ભક્તિ કર્યાં હતા. તે ઉપરાંત બીજા અનેક જિનમંદિરો, માનસ્તંભ વગેરેના દર્શન કર્યા હતા; અને ભૂજબલી
બ્રહ્મચર્યાશ્રમમાં ગુરુદેવનું મંગલપ્રવચન તથા સ્વાગતસમારોહ થયો હતો. ત્યાંથી પાછા મૂળબિદ્રી આવ્યા હતા.
રાત્રે ત્રિભુવનતિલકચુડામણિ–મંદિરમાં ભક્તિ થઈ હતી, તે વખતે હજારો દીપકોની કળામય રચના વચ્ચે શ્રી
ચંદ્રપ્રભુ ભગવાનનો દેખાવ અદ્ભુત હતો, તે દેખીને સર્વે ભક્તોને ઘણો આનંદ થયો હતો.
વેણુર અને હળેબીડ
માહ વદ આઠમના રોજ મૂળબિદ્રીથી પ્રસ્થાન કરીને દસ માઈલ દૂર વેણુરમાં સ્થિત ૩પ ફૂટના બાહુબલી

PDF/HTML Page 8 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮પઃ ૭ઃ
ભગવાનના દર્શન કર્યા. ત્યાંથી હળેબીડ આવ્યા. હળેબીડમાં ઉત્તમ પ્રાચીન કારીગરીવાળા ત્રણ જિનમંદિરો છે;
તેમાં ૧પ–૨૦ ફૂટના અતિ ભવ્ય પ્રાચીન જિનબિંબો છે, શાંતિનાથ, પાર્શ્વનાથ વગેરેના દર્શન કરીને થોડીવાર
ભક્તિ પણ કરી હતી. ત્યારબાદ ગુરુદેવ હાસન પધારતાં ત્યાંના જૈનસમાજે ઘણા જ ઉમળકાથી ગુરુદેવનું
સ્વાગત કર્યું, અને આગ્રહથી ગુરુદેવને ત્યાં જ રોકયા. સ્વાગત વખતે વચ્ચે એક સુંદર જિનમંદિર આવતાં ત્યાં
દર્શન કર્યા હતા.....એક ભાઈએ સંસ્કૃત–સ્વાગત ગીત ગાયું હતું. સંઘ રાત્રે શ્રવણબેલગોલ પહોંચી ગયો હતો.
બાહુબલી ભગવાનની યાત્રાનું મુખ્ય ધામ
શ્રવણબેલગોલ
માહ વદ ૯ ની સવારમાં પૂ.
ગુરુદેવ હાસનથી શ્રવણબેલગોલ
પધારતાં સ્વાગત થયું. સ્વાગત બાદ
તુરત પૂ. ગુરુદેવ સંઘસહિત બાહુબલી
ભગવાનની યાત્રા માટે ઈંદ્રગીરી
પર્વત ઉપર પધાર્યા....ખૂબ જ
રળિયામણો આ પર્વત લગભગ ૪૦૦
પગથિયા ઊંચો છે, ને પા કલાકમાં
ઉપર પહોંચી જવાય છે.... ઉપર જઈને
પ૭ ફૂટ ઊંચા બાહુબલીનાથને
નીહાળતાં જ ગુરુદેવ આશ્ચર્ય અને
ભક્તિથી સ્તબ્ધ થઈ ગયા....ખૂબ જ
ભાવપૂર્વક ફરી ફરીને એ વીતરાગી
નાથને નીહાળ્‌યા...ને એ વીર–વૈરાગી
બાહુબલીનાથના દર્શન કરી–કરીને
ઘણો આનંદ વ્યક્ત કર્યો. ગુરુદેવની
સાથે બાહુબલીનાથની યાત્રા કરતાં
બેનશ્રીબેનને પણ ખૂબ જ ઉલ્લાસ
અને ભક્તિભાવ જાગતા હતા. પ્રથમ
બાહુબલી પ્રભુનું સમૂહપૂજન
થયું....ત્યારબાદ પૂ. ગુરુદેવે બાહુબલી
ભગવાનની ભક્તિ (ઐસે
ઋષભનંદન દેખેં
વનમેં......ઇત્યાદિ) કરાવી.
પછી પૂ. બેનશ્રીબેને પણ
ભક્તિ કરાવી હતી.
“જેને મુદ્રા જોતાં આત્મસ્વરૂપ લખાય છે રે.”

PDF/HTML Page 9 of 25
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૮પ
ત્યારબાદ ગુરુદેવે ફરી ફરીને બાહુબલી ભગવાનનાં દર્શન કર્યા......અને અનેકવિધ ભક્તિભર્યા ઉદ્ગારો
કાઢયા. (જે આપણે યાત્રાના વિસ્તૃત વર્ણન વખતે જોઈશું.) અને પર્વત ઉપર બિરાજમાન બીજા અનેક
ભગવંતો, શિલાલેખો વગેરેનાં દર્શન કર્યાં....આમ ઘણા આનંદ, ઉલ્લાસ અને ભક્તિભાવથી શ્રવણબેલગોલમાં
બાહુબલી ભગવાનની યાત્રા કરીને, સંઘસહિત ગુરુદેવ નીચે પધાર્યા.
બાહુબલીનાથની યાત્રા કરાવનાર ગુરુદેવને નમસ્કાર હો.
બપોરે પ્રવચન વખતે પણ ગુરુદેવ બાહુબલી ભગવાનનો મહિમા વર્ણવીને યાત્રાનો હર્ષ વ્યક્ત કરતા
હતા. શ્રવણબેલગોલ ગામમાં પણ અનેક જિનમંદિરો છે; રાત્રે ચોવીસ ભગવંતોના મંદિરમાં ભક્તિ થઈ હતી.
ચંદ્રગીરીની યાત્રા
મહા વદ દસમની સવારમાં પૂ. ગુરુદેવ સંઘસહિત શ્રવણબેલગોલની બીજી પહાડી ચંદ્રગીરીની યાત્રાએ
પધાર્યા. આ પહાડી ઉપર લગભગ ૧૪ પ્રાચીન જિનમંદિરો, અતિ મહત્વના પ્રાચીન શિલાલેખો, તેમજ
ભદ્રબાહુસ્વામીની ગુફા છે. આ પર્વત પ૦૦ મુનિઓનું સમાધિસ્થાન છે. એક મંદિરમાં પાર્શ્વપ્રભુના મોટા
પ્રતિમાજી છે; બીજું એક મંદિર જે ચામુંડ રાજાનું બંધાવેલું છે તેમાં ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તના જીવન સંબંધી
પ્રાચીન ચિત્રો કોતરેલા છે; પર્વત ઉપર આ મંદિર સૌથી જૂનું છે, અને નેમિચંદ્ર સિદ્ધાંતચક્રવર્તીએ ગોમટ્ટસારની
રચના આ મંદિરમાં કરી હતી. મંદિરોના દર્શન બાદ શાંતિનાથ પ્રભુ (જે લગભગ ૧પ ફૂટ ઊંચા છે–તેમની)
સન્મુખ પૂજન–ભક્તિ થયા હતા. અહીંના અનેક પ્રાચીન શિલાલેખો (જે કન્નડી લિપિમાં છે) તેમાં
કુંદકુંદાચાર્યદેવનો અતિ આદરપૂર્વક ઉલ્લેખ છે; એક શિલાલેખમાં તેઓ શ્રીને“તત્કાલીન અશેષ તત્ત્વોના જ્ઞાતા”
કહ્યા છે. આ ઉપરાંત “
वंधो विभुर्भुवि न कैरिह कौण्डकुण्ड” ઇત્યાદિ જે શિલાલેખ સોનગઢના સમયસાર
વગેરેમાં છપાયેલા છે તે શિલાલેખ અહીંના પાર્શ્વપ્રભુના મંદિરમાં ડાબા હાથ ઉપર છે, તેનું ઘણા ભાવપૂર્વક
ગુરુદેવે અને ભક્તોએ અવલોકન કર્યું હતું. ત્યારબાદ ભદ્રબાહુ સ્વામીની ગૂફા જોઈ–જેમાં ભદ્રબાહુ સ્વામીના
પ્રાચીન ચરણકમળ છે, ત્યાં દર્શન કરીને અર્ઘ ચડાવ્યો.
જિનનાથપુરી
ચંદ્રગીરી ધામની યાત્રા બાદ તેની બીજી બાજુ તળેટીમાં આવેલા જિનનાથપુર ગામમાં બે જિનમંદિરોના
દર્શન કરવા ગુરુદેવ સંઘસહિત પધાર્યા હતા. તેમાંથી એક મંદિરમાં તે પાર્શ્વનાથ પ્રભુ બિરાજે છે કે જેના ફોટાની
સન્મુખ પૂ. ગુરુદેવ સોનગઢમાં પરિવર્તન કર્યું હતું.
બપોરે શ્રવણબેલગોલ શહેરના બીજા પાંચ મંદિરોના દર્શન કરવા ગુરુદેવ પધાર્યા હતા.... તેમાં
અક્કનવસતી અને મંગાવસતી એ બે મંદિરો અકકા અને મંગી (મોટી બહેન અને નાની બહેન) એ બે બહેનોએ
બંધાવેલ છે. અક્કનવસતી–મંદિરમાં કસોટીના સ્તંભ ઉપર સુંદર પ્રાચીન કારીગરી છે; તે જોતાં જૈનધર્મના
પ્રાચીન વૈભવનો ખ્યાલ આવે છે.
તીર્થધામોમાં ગુરુદેવને આહારદાનનો લાભ મળતાં ભક્તોને બહુ આનંદ થતો હતો. રાત્રે ભટ્ટારકજીના
મંદિરમાં વિવિધ પ્રકારના જિનબિંબોના દર્શન કર્યા હતા.

PDF/HTML Page 10 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮પઃ ૯ઃ
શ્રવણબેલગોલમાં
બાહુબલી પ્રભુની બીજી યાત્રા અને અભિષેક
મહા વદ ૧૧ના રોજ ફરીને
ઈંદ્રગીરી (અર્થાત્ વિંધ્યગીરી) ઉપર
બાહુબલી ભગવાનની યાત્રા અર્થે ફરીને
ગુરુદેવ સંઘસહિત પધાર્યા હતા. આજે
ગુરુદેવે ભાવપૂર્વક બાહુબલી પ્રભુના
ચરણોનો અભિષેક કર્યો હતો. ત્યારબાદ
યાત્રિકોએ પણ ભક્તિપૂર્વક અભિષેક
કર્યો હતો. આ અભિષેક સંબંધી
ઉછામણીમાં તેમજ રથયાત્રા સંબંધી
ઉછામણીમાં લગભગ દસેક હજાર રૂા.
થયા હતા. આ રૂાં નો ઉપયોગ અહીંના
પર્વત ઉપર યાત્રાના સ્મરણાર્થે કરવામાં
આવશે. અભિષેક બાદ ગુરુદેવે ચારે
બાજુથી ફરી ફરીને બાહુબલીનાથને
નયનભર નીરખ્યા....
नीरखत तृप्ति न
थाय
..... બસ, જાણે ભગવાનને
નીરખ્યા જ કરીએ!–અભિષેક બાદ
ખૂબ ભક્તિ કરી..આમ બાહુબલી
ભગવાનની બીજી યાત્રા અને અભિષેક
કરીને ગુરુદેવ સાથે આનંદથી ભક્તિ
કરતાં કરતાં ભક્તો નીચે
આવ્યા...બાહુબલી ભગવાનની આ
બીજી જાત્રાથી ભક્તોને ઘણો આનંદ
થયો.
બપોરે પ્રવચનમાં ભેદજ્ઞાનના
નિમિત્તોની દુર્લભતાનું વર્ણન આવતાં
ગુરુદેવે કહ્યુંઃ ‘જુઓ, આ નિરાવરણ
શાંત વીતરાગી બાહુબલી ભગવાન આ
દુનિયામાં અજોડ છે, તે ભેદજ્ઞાનનું
નિમિત્ત છે; ચૈતન્યશક્તિને ખુલ્લી કરીને
ઊભેલા આ બાહુબલી ભગવાન સાક્ષાત્
ચૈતન્યને દેખાડે છે. વ્યાખ્યાન પછી
દક્ષિણીબહેનોએ રાસપૂર્વક ભક્તિ કરી
હતી. સંઘના યાત્રિકો સાંજે ભોજન
કરીને શ્રવણબેલગોલ તરફ રવાના
થયા.
“–નિરખત તૃપ્તિ ન થાય....”

PDF/HTML Page 11 of 25
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૮પ
ર્ચલાઈટમાં બાહુબલી–દર્શન (ત્રીજી યાત્રા)
સાંજે બાકીના ભક્તો સહિત પૂ. ગુરુદેવ સર્ચલાઈટના પ્રકાશમાં બાહુબલી ભગવાનના દર્શન કરવા માટે
ફરીને ઈંદ્રગિરિ ઉપર પધાર્યા. ગુરુદેવે ઘણા ભાવથી...ઘણી લગનથી....ભક્તિભીના ચિત્તે દર્શન કર્યા. શાંત
વાતાવરણમાં ઝગઝગતી રહેલી એ વીર વીતરાગી સંતની મુદ્રા નીહાળતાં સૌને ઘણો આનંદ થયો. અને–
પ્યારા બાહુબલીદેવ......જિનને વંદુ વાર હજાર.........
નાથને વંદુ વાર હજાર........
એ ભક્તિ પૂ. બેનશ્રીબેને ઘણી હોંસથી કરાવી.
એ રીતે ઉલ્લાસભરી ભક્તિપૂર્વક બાહુબલીનાથના દર્શન કરીને નીચે આવતાં શ્રવણબેલગોલની
જનતાએ અતિ ઉમળકાપૂર્વક ગુરુદેવને ગામમાં ફેરવીને સ્વાગત કર્યું......ગુરુદેવનું આવું ભાવભીનું સ્વાગત
દેખીને ભક્તોને ઘણો હર્ષ થયો. લોકો કહેતાઃ જૈસે બાહુબલી ભગવાનકો દેખકર આપકો અતિશય આનંદ હુઆ,
વૈસે હી હમકો કાનજીસ્વામીકો દેખકર અતિશય આનંદ હુઆ.
આમ અતિશય આનંદ અને ભક્તિપૂર્વક બાહુબલી ભગવાનની યાત્રા કરીને ગુરુદેવ બીજે દિવસે શ્રવણ
બેલગોલથી મૈસુર પધાર્યા.
* ભારતના સર્વોન્નત ભગવાન બાહુબલીનાથને નમસ્કાર.
*બાહુબલીભગવાનની યાત્રા કરાવનાર કહાન ગુરુદેવને નમસ્કાર.
મૈસુર શહેર
માહ વદ ૧૨ના રોજ ગુરુદેવ મૈસુર પધારતાં ભક્તોએ ભાવભીનું સ્વાગત કર્યું....સ્વાગતમાં ચાર હાથી
હતા. મૈસુર એક રળિયામણું શહેર છે; અહીં બે જિનમંદિરો ઉપરાંત કેટલાક સ્થળો જોવાલાયક છે. ચંદનના
તેલની ફેકટરી વગેરે જોવા માટે યાત્રિકો ગયા હતા. બીજે દિવસે મૈસુરથી દસેક માઈલ દૂર શ્રીરંગપટ્ટમમાં ૨૪
ભગવંતોના દર્શન કર્યા. સાંજે ગુરુદેવ વગેરે મૈસુરથી પચીસેક માઈલ ઉપર આવેલ ગોમટગીરીના દર્શને ગયા
હતા, અહીં ૧પ ફૂટના સુંદર (શ્યામ) બાહુબલી ભગવાન છે તેમનાં દર્શન–પૂજન કર્યા. બસના યાત્રિકો પણ
ગોમટ્ટગીરીના દર્શન માટે જતા હતા. પરંતુ એક બસ (નો. ૭) વચ્ચે અટકી જતાં, બસોને પાછા ફરવું પડયું
હતું. રાત્રે પ્રસિદ્ધ વૃંદાવનગાર્ડન અને કૃષ્ણસાગર તળાવ જોવા ગયા હતા. રંગબેરંગી પ્રકાશ વચ્ચે વિવિધ
પ્રકારના ફુવારાઓ અને પાણીના ધોધ વગેરે રચનાથી બગીચાનો દેખાવ ઘણો આકર્ષક છે; કૃષ્ણસાગર
તળાવની વચ્ચે લગભગ ૭પ ફુટ ઊંચો ફૂવારો છે. તેનું અવલોકન કરીને પાછા મૈસુર આવ્યા.
બેંગલોર સીટી
મહા વદ ૧૪ ના રોજ પૂ. ગુરુદેવ સંઘ સહિત બેંગલોર પધારતાં, ત્યાંના સેંકડો પ્રતિષ્ઠિત માણસોએ
ભવ્ય સ્વાગત કર્યું. બેંગલોર એ ભારતના ઉધોગોનું એક મુખ્ય શહેર છે; અહીં એક જિનમંદિર છે, તેમાં ધાતુના
મહાવીર ભગવાન ખડ્ગાસને ખૂબ જ શોભી રહ્યા છે. અહીંના ગુજરાતી સમાજે સંઘને જમાડયો હતો. અહીં સંઘ
બે દિવસ રહ્યો હતો. બીજે દિવસે ટાઉનહોલમાં પ્રવચનનું દ્રશ્ય સુંદર હતું; પ્રવચન પહેલા પ્રોફેસર કે. એસ.
ધર્મેન્દ્રૈયા (મ્.અ.બ્.ત્.) એ ઈંગ્લીશ સ્વાગતપ્રવચનમાં ગુરુદેવનો જીવનપરિચય આપીને કહ્યું હતું કે આ એક
સોનેરી અવસર છે કે બેંગલોરના આંગણે ૭૦૦ માણસોના સંઘ સહિત પૂ. કાનજીસ્વામી પધાર્યા છે. બેંગલોરની
જનતા તરફથી હું તેઓશ્રીનું સ્વાગત કરું છું. બીજા એક ભાઈએ ઈંગ્લીશ પ્રવચન દ્વારા અભિનંદન આપતાં કહ્યું
કે–આપણા સદ્ભાગ્ય છે કે કાનજીસ્વામી આટલે દૂરથી સંઘસહિત અહીં પધાર્યા છે. ૨પ૦૦ વર્ષ પહેલાં ભગવાન
મહાવીરે જે સંદેશો કહેલો તે આજે તેઓ સંભળાવી રહ્યા છે. આપણા સૌની વતી હું સ્વામીજીને અભિનંદન આપું
છું. ગુજરાતી સમાજ તરફથી સ્વાગતપ્રવચન કરતાં એક ભાઈએ કહ્યું હતું કેઃ આજે આપણો ઘણો આનંદનો
ધન્ય દિવસ છે કે પૂ. ગુરુદેવ અહીં બે દિવસ પધાર્યા છે. બેંગલોર શહેર તરફથી હું અભિનંદનપૂર્વક તેઓશ્રીનો
આભાર માનું છું. ગુરુદેવના પ્રવચનમાં શહેરના અનેક પ્રતિષ્ઠિત માણસો ઉપસ્થિત હતા.....અને પ્રવચનની
ગુજરાતી કે હિંદી કોઈ ભાષા ન સમજતાં હોવા છતાં ગુરુદેવની પ્રભાવશાળી મુદ્રા અને ભાવભીની ચેષ્ટા જોઈને
ઘણા પ્રભાવીત થતા હતા.

PDF/HTML Page 12 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮પઃ ૧૧ઃ
એરોપ્લેન બનાવવાનું કારખાનું ટેલીફોનનું કારખાનું વગેરે મોટા ઉધોગો બેંગલોર શહેરમાં છે.
બેંગલોરનો બે દિવસનો કાર્યક્રમ પૂરા કરીને ફાગણ સુદ ૧ની સવારમાં સંઘે ત્યાંથી પ્રસ્થાન કર્યું.....વચ્ચે
કાંજીવરમ્ શહેરમાં ગામથી એક માઈલ દૂર ૧૨૦૦ વર્ષના પ્રાચીન જિનમંદિરના દર્શન કર્યા. પૂ. ગુરુદેવ રાત્રે
અહીં રોકાયા હતા. સંઘ રાત સુધીમાં મદ્રાસ પહોંચી ગયો હતો.
પુંડી નગરી
પૂ. ગુરુદેવ બેંગલોરથી મદ્રાસ આવતા વચ્ચે પુંડીનગરમાં જિનમંદિરના દર્શન કરવા પધાર્યા; ત્યાંના
જિનમંદિરમાં અતિપ્રાચીન અને સું્રદર છ ફૂટ ખડ્ગાસને પાર્શ્વનાથ ભગવાન બિરાજે છે; તથા આદિનાથ પ્રભુ
વગેરે પ્રાચીન પ્રતિમાઓ તેમજ નવો માનસ્તંભ છે. અહીં અડધી કલાક વ્યાખ્યાન થયું હતું અને બહારથી
૩૦૦–૪૦૦ માણસો ગુરુદેવના દર્શને આવ્યા હતા.
મદ્રાસ શહેર
ફાગણ સુદ બીજના શુભદિને પૂ. ગુરુદેવ મદ્રાસ પધારતાં દિગંબર જૈન સમાજે તેમજ ગુજરાતી
સમાજે ભાવભીનું ભવ્ય સ્વાગત કર્યું.....સ્વાગતના મોખરે હાથી હતો.....નગરીમાં ધામધૂમપૂર્વક ફરીને
સ્વાગત સેન્ડમેરી હોલમાં આવ્યું હતું. ત્યાં પ્રવચન માટે સુંદર કળામય સ્ટેજ ગોઠવવામાં આવ્યું હતુ. ત્યાં
લગભગ ચાર હજાર માણસોની મેદની વચ્ચે ગુરુદેવે મંગલપ્રવચન કર્યું મદ્રાસના ભાઈઓએ સંઘના
ઉતારા–ભોજન વગેરેની સુંદર વ્યવસ્થા કરી હતી. સવારે તથા બપોરે પ્રવચનમાં બે હજાર માણસો થતા
હતા. આજે (ફાગણ સુદ બીજ) સોનગઢમાં સીમંધર પ્રભુની પ્રતિષ્ઠાનો મંગલ દિવસ હોવાથી રાત્રે
જિનમંદિરમાં પૂ. બેનશ્રીબેને ખાસ ભક્તિ કરાવી હતી. ફાગણ સુદ ત્રીજના દિવસે મદ્રાસ એસેમ્બલીના
સ્પીકરે ગુરુદેવના સન્માનનું પ્રવચન ઈંગ્લીશમાં કર્યું હતું, –જેમાં ગુરુદેવની પ્રવચનશૈલીનો ખાસ મહિમા
કર્યો હતો. પં. ભરતચક્રવર્તી પૂ. ગુરુદેવના પ્રવચનનો તાલીમ ભાષામાં અનુવાદ કરીને સંક્ષિપ્તસાર
સમજાવતા હતા. ફાગણ સુદ ૪ ના રોજ મદ્રાસ દિગંબર જૈન સમાજ તરફથી પૂ. ગુરુદેવને નીચેનું
અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું, જે પં મલ્લિનાથ શાસ્ત્રીએ વાંચ્યું હતું ને શેઠ કન્નૈયાલાલ જૈનના
હસ્તે અર્પણ કરવામાં આવ્યું હતું.
।। श्रीजिनाय नमः।।
आदरणीय निश्चयतत्त्वप्रकाशक श्री कानजी स्वामी
के करकमलों में सादर समर्पिंत
अभिनन्दन पत्र
मान्यवर!
आप का शुभागमन मद्रास प्रान्त के लिये अहोभाग्य है। आप सौराष्ट्रप्रान्त के होने पर भी
भारतभर के धर्मबन्धु कहा जाय तो कोई अत्युक्ति की बात नहीं है। महान अध्यात्म तत्त्व के जन्मदाता
श्री कुन्दकुन्दाचार्य के समयसार आदि ग्रन्थो के प्रचारकार्य ही आप की निष्पक्षता एवं धर्मपरायणता का
ज्वलन्त उदाहरण है। इस से स्वयं ही नहीं बल्कि हजारो नरनारिर्यां स्व–पर तत्त्व को अवलोकन कर
सद्धर्मानुयायी है।
निरभिमानसेवाव्रती
बो सच्ची सेवा करते हैं वे अभिमान को नाममात्र के लिये भी नहीं रखते, इसका आप प्रत्यक्ष
उदाहरण हैं। इस पवित्र सेवाकार्य को करने में कई बाधाओं का सामना करना स्वाभाविक है। फिर भी
आपने इस पर जो द्रढता दिखाई है वह कम महत्व की बात नहीं है। आज यह महान कार्य बीजरूप में न
ह कर बृहद् वटवृक्ष का सा रूप धारण करने लगा है।

PDF/HTML Page 13 of 25
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૮પ
सरस्वतीसुत!
आप के दर्शन मात्र से ही आप की आध्यात्मिक विद्वत्ता की झलक झलकने लगती है। यह वक्त्रं
वक्ति हि मानसंवाली नीति को चरितार्थ करती है। आप गुजराती तथा हिन्दी आदि भाषाओं के अच्छे
ज्ञाता हैं। आप की आध्यात्मिक प्रतिभाविशिष्ट प्रवचनशैलीने तो जनसाधारण को ही नहीं अ तुपि
विद्वद्वृन्द को भी मुग्ध कर दिया है।
शुद्धात्मतत्त्वाराधक!
आपने अपनी स्वानुभूति के द्वारा संसार एवं विषयभोगों की क्षणभंगुरता को भलीभांति जान कर
शुद्धात्म तत्त्वाराधन का जो उच्च आदर्श उपस्थित किया है, यह प्रशंसनीय ही नहीं बल्कि अनुकरणीय
भी है। इसी कारण से प्रेरित होकर अपना जैन समाज आज तत्त्वमार्गानुगामी बनता जा रहा है।
सद्धर्मप्रचारक!
आपने अपने निरीह प्रचार से जहाँ दि. जैन धर्म की महत्ता का मान नहीं के बराबर था वहाँ
इसकी गरिमा को चमका दिया है। आज सौराष्ट्रभर में दि. जैनमंदिर, स्वाध्याय– शाला, विधा–भवन,
श्राविकाश्रम आदि धार्मिक संस्थायें कायम हो गई हैं। यह काम इस मद्रास प्रान्त के उस समय को याद
दिलाता है जब कि दि
. जैन धर्म के उद्भट आचार्यवर्य श्री समन्तभद्र, कुन्द कुन्द, अकलंक आदिने इस
धरातल को अलंकृत कर दि. जैन धर्मका डंका सारी दुनियाँ में बजाया था। यही कारण है कि आज भी
इसका महत्व जाज्वल्यमान है। नहीं तो यहाँ के सांप्रदायिक संघर्षो के कारण इस का [दि. जैन धर्म]
नाम तक रह नहीं पाता। यहाँ जो मधुर तमिल भाषा बोली जाती है इसकी उन्नति एवं रक्षा में जैन
आचार्यो की सेवा अतुलनीय हैं। यहाँ के जितने भी व्याकरण, साहित्य आदि उत्तम ग्रन्थ पाये जाते हैं वे
सब के सब जैनाचार्यो के ही है। अतः इसकी रक्षा के लिये समुचित व्यवस्था करना परमावश्यक है। इस
पुनीत कार्य में उत्तर भारत के जैन धनाढय को इस ओर आकर्षित कर, नश्वर संपति को अविनश्वर
बनाने का मार्ग दिखायेंगे तो आप की सेवा चिरस्मरणीय रहेगी।
शांतिप्रिय!
अन्तिम प्रार्थना आप से यह है कि आज अपने दि. जैन समाज में उपादान और निमित्त को लेंकर
जो चर्चा चल रही है, उसे अनुकुल वातावरण में निरोधकर शान्ति का साम्राज्य स्थापित किया जाय;
जिस से समाज का संगठन मजबूत निरर्गलता के साथ आगे बठ सकें।
मद्रास आप के शुभागमन से प्रफुल्लित होनेवाला
૧૩–૩–૧૯પ૯ मद्रास दि. जैन समाज

PDF/HTML Page 14 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮પઃ ૧૩ઃ
વાંદેવાસ
ફાગણ સુદ પાંચમના રોજ પોન્નુરની યાત્રાએ જતાં વચ્ચે કાંજીવરમ થઈને વાંદેવાસમાં લગભગ ૨૦૦૦
માણસો ગુરુદેવના દર્શન તથા શ્રવણ માટે એકઠા થયા હતા, ને ગુરુદેવને ત્રણ અભિનંદન પત્રો આપ્યા હતા.
અજાણ્યો દેશ, અજાણ્યા માણસો, ને અજાણી ભાષા, છતાં ગુરુદેવ જ્યાં જ્યાં પધાર્યા ત્યાં ત્યાં હજારો, લોકોએ
ઘણાજ ઉમંગથી ગુરુદેવનું સન્માન કર્યું....ને ગુરુદેવનો મહાન પ્રભાવ દેખીને ઘણા પ્રસન્ન થયા.
કુંદકુંદ પ્રભુની પવિત્ર તપોભૂમિ પોન્નુરધામની ઉલ્લાસભરી યાત્રા
લગભગ ૯ વાગે પોન્નુર પહોંચી ગયા હતાં. અહીં એક નાનકડો ખૂબ જ રળિયામણો પર્વત છે....આ
પર્વત કુંદાકુંદાચાર્યદેવની તપોભૂમિ છે. તેઓશ્રી અહીં ધ્યાન કરતા....એટલું જ નહીં પરંતુ એવી વાત પણ અહીંના
લોકોમાં પ્રસિદ્ધ છે કે તેઓશ્રી અહીંથી વિદેહક્ષેત્રે ગયા હતા ને અહીં જ પરમાગમોની રચના કરી હતી. આવી
કુંદકુંદપ્રભુની પવિત્ર ભૂમિમાં આવતાં ગુરુદેવ વગેરે સૌને ઘણો જ આનંદ થયો....અનેક ચંપાના વૃક્ષોથી એ
પોન્નુર ધામ શોભી રહ્યું છે... ‘પોન્નુર’ નો અર્થ થાય છે ‘સુર્વણનો ડુંગર’ તેના ઉપર કુંદકુંદાચાર્યદેવના
મહામંગળ ચરણપાદૂકા છે; કુંદકુંદપ્રભુના પવિત્ર ચરણોના પ્રતાપે આ પોન્નુરધામ સુવર્ણના ડુંગર કરતાં પણ
વધારે શુસોભિત લાગે છે. પૂ. ગુરુદેવ ચાલીને પર્વત ઉપર ચડી ગયા......પર્વત ચડતાં દસેક મિનિટ લાગે છે...પૂ.
બેનશ્રી ચંપાબેન અને પૂ. બેન શાંતાબેન પણ ચાલીને પર્વત ઉપર ચડયા હતા, ને પર્વતનું દ્રશ્ય જોઈને ખૂબ જ
પ્રસન્ન થયા હતા.
પર્વત ઉપર આવીને ગુરુદેવે ઘણા ભાવથી એ પવિત્ર ક્ષેત્રનું અવલોકન કર્યું. પર્વત ઉપર ચંપાના પાંચ
વૃક્ષો છે....જ્યાં કુંદકુંદપ્રભુના ચરણકમળ સ્થાપિત છે તેની બરાબર ઉપર એક ચંપાનું ઝાડ છે ને તેના ઉપરથી
ખરતાં ચંપા–પુષ્પો કુદરતે કુંદકુંદપ્રભુના ચરણો ઉપર પડે છે.–એ રીતે એ ચંપા–પુષ્પો કુંદકુંદપ્રભુની જગત્પૂજ્યતા
પ્રસિદ્ધ કરી રહ્યા છે.
શરૂઆતમાં ઘણા ભાવથી કુંદકુંદાચાર્યદેવનું સમૂહ પૂજન થયું. ઉત્સાહભર્યા પૂજન બાદ ગુરુદેવે ઘણા જ
ભક્તિભાવથી નીચેનું સ્તવન ગવડાવ્યું.
એવા કુંદપ્રભુ અમ મંદિરિયે......
એવા આતમ આવો અમ મંદિરિયે...
જેણે તપોવન તીર્થમાં જ્ઞાન લાધ્યું.....
જેણે વન–જંગલમાં શાસ્ત્ર રચ્યું....
ૐ કાર ધ્વનિનું સત્ત્વ સાધ્યું......
એવા કુંદપ્રભુ અમ મંદિરિયે.
જેણે જીવનમાં જિનવર ચિંતવ્યા......
જેણે જીવનમાં જિનવરને
દેખ્યા.....
જેણે જીવનમાં સીમંધરપ્રભુ દેખ્યા....
–એવા કુંદપ્રભુ અમ મંદિરિયે
–ઇત્યાદિ ભક્તિ ઘણા જ ભાવપૂર્વક થઈ હતી...ગુરુદેવના મુખે કુંદકુંદપ્રભુની આવી સરસ ભક્તિ
સાંભળતાં બેનશ્રીબેન વગેરેનો ઘણો જ હર્ષ થતો હતો. કુંદકુંદ પ્રભુના ધામની આ યાત્રાથી ગુરુદેવને તેમજ
એકેએક ભક્ત જનને હૃદયમાં અદ્ભૂત ભક્તિ ને ઉલ્લાસની ઉર્મિઓ ઊછળતી હતી.
ત્યાર બાદ, કુંદકુંદ પ્રભુના આ પવિત્ર ધામની ગુરુદેવની સંઘ સહિત મહાન યાત્રાના એક
સંભારણાનિમિત્તે અહીં કુંદકુંદ પ્રભુના ચરણકમળ ઉપર એક મંડપ બંધાવવાનો વિચાર થતાં તે માટે ફંડ થયું હતું.
તેમાં ચારેક હજાર રૂા. થયા હતા; જેમા ૧પપપ) રૂા. શ્રી જૈન સ્વાધ્યાય મંદિર–સોનગઢ તરફથી (પૂ. બેનશ્રીબેન
હસ્તક ફંડમાંથી) જાહેર કરવામાં આવ્યા હતા
ત્યાર બાદ ગુરુદેવે ઘણા ઉલ્લાસથી પોતાના પરમગુરુ ભગવાન કુંદકુંદપ્રભુના પાવન ચરણોનો અભિષેક
કર્યો હતો...બેનશ્રીબેને પણ ઘણા ભાવથી કુંદકુંદપ્રભુના ચરણોનો અભિષેક કર્યો હતો...અભિષેક પ્રસંગે ગુરુદેવ
વગેરેના હૃદયમાં કુંદકુંદપ્રભુ પ્રત્યે કેટલી પરમભક્તિ ભરેલી છે તે દેખાતું હતું;–જાણે કે તેઓના અંતરમાં

PDF/HTML Page 15 of 25
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૮પ
ભરેલી ભક્તિનો પ્રવાહ જ જળરૂપે બહાર આવીને કુંદકુંદપ્રભુના ચરણોનો અભિષેક કરતો હોય!!
અભિષેકાદિ બાદ પહાડ ઉપરની નાની નાની ૩ ગુફાઓ, ચંપાના વૃક્ષો વગેરેનું અવલોકન કરીને સૌ
નીચે ઉતર્યા હતા...ઉતરતાં ઉતરતાં...પૂ. બેનશ્રીબેન આશ્ચર્યકારી ભક્તિદ્વારા આજની યાત્રાનો ઉત્સાહ અને
કુંદકુંદપ્રભુ પ્રત્યેની પરમભક્તિ વ્યક્ત કરતા હતા....આ રીતે પોન્નુરમાં કુંદકુંદ પ્રભુની પવિત્ર તપોભૂમિની યાત્રા
ઘણા જ આનંદથી થઈ....જાણે સાક્ષાત્ કુંદકુંદ પ્રભુના જ દર્શન થયા હોય–એવો આનંદ ભક્તોને આ જાત્રામાં
થયો.
પરમ ઉપકારી કુંદકુંદાચાર્ય ભગવાનને નમસ્કાર હો...
કુંદકુંદ પ્રભુની પવિત્ર તપોભૂમિ પોન્નુરને નમસ્કાર હો...
કુંદ પ્રભુના પવિત્ર ધામની યાત્રા કરાવનાર કહાનગુરુદેવને નમસ્કાર હો....
યાત્રા બાદ પોન્નુર પર્વતની તળેટીમાં જ મંડપ બાંધીને ત્યાં ગુરુદેવને અભિનંદનપત્રો અર્પણ કરવામાં
છે.
પોન્નુર–તળેટીમાં મંગલ પ્રવચન કરતાં ગુરુદેવે કુંદકુંદ પ્રભુનો મહિમા વ્યક્ત કર્યો હતો.
આ રીતે અદ્ભૂત ઉલ્લાસ–ભક્તિ અને હર્ષથી કુંદકુંદ પ્રભુની તપોભૂમિની મંગલયાત્રા કરીને ગુરુદેવ અને
સંઘ વાંસખેડ આવ્યા....ને ત્યાંના જૈનસમાજ તરફથી સંઘનું ભોજન થયું....ભોજન બાદ, હવે મદ્રાસ સુધીના
યાત્રિકો મુંબઈ જવા માટે (ચાર બસોમાં) અહીંથી વિખૂટા પડયા...ગુરુદેવથી અને સંઘથી વિખૂટા પડતા
યાત્રિકો ગદગદ થઈ જતા હતા....અને મહિના સુધી ભેગા રહેલા યાત્રિકો એકબીજાને લાગણીપૂર્વક વિદાય
આપતા એ દ્રશ્ય પણ ભાવભીનું હતું....ચાર બસો અને અનેક મોટરો અહીંથી મુંબઈ તરફ પાછી ફરી
હતી,......લગભગ ૪૦૦ યાત્રિકા પાછા ફર્યા હતા.....ને બાકી ચાર બસો અને દસ જેટલી મોટરોમાં લગભગ
૨પ૦ યાત્રિકો પૂ. ગુરુદેવ સાથે યાત્રામાં આગળ જવા માટે મદ્રાસ તરફ ચાલ્યા.
અકલંક વસતી
મદ્રાસ જતાં વચ્ચે કેરેન્ડે (Karandai) માં બે જિનમંદિરોના દર્શન કર્યા....એક જિનમંદિરનું નામ
‘અકલંક વસતી’ છે. અકલંકસ્વામીનો બૌદ્ધો સામેનો મોટો વાદવિવાદ અહીં થયો હતો અને વાદવિવાદમાં
જીત્યા બાદ તેમણે અહીં ધ્યાન કર્યું હતું....તે સંબંધી એક ચિત્ર મંદિરની દિવાલમાં કોતરેલું છે. તેમજ અકલંક
સ્વામીની સમાધિનું સ્થાન પણ અહીં છે. ગુરુદેવ અહીં પધારતાં આસપાસના હજાર જેટલા માણસો આવ્યા
હતા, અને અકલંકવસતીમાં તાલીમ ભાષામાં ગુરુદેવને સ્વાગતપત્રિકા અર્પણ કરી હતી; ત્યારબાદ ગુરુદેવે ત્યાં
મંગલ પ્રવચન કરીને અકલંક સ્વામી, કુંદકુંદસ્વામી વગેરે સંતોનો મહિમા કર્યો હતી. પ્રવચન બાદ ગુરુદેવને
અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું. જૈનધર્મના મહાન પ્રભાવક અકલંકસ્વામીનું સ્થાન નીરખતાં ગુરુદેવને
અને ભક્તોને આનંદ થયો હતો. આ રીતે કુંદકુંદસ્વામી અને અકલંક સ્વામીના પાવન ધામોની યાત્રા કરીને
સાંજે પાછા મદ્રાસ આવી ગયા હતા.
આ રીતે, ‘પૂ. શ્રી કાનજીસ્વામી દિગંબર જૈન તીર્થયાત્રા સંઘની દક્ષિણના તીર્થધામોની યાત્રામાં મુંબઈથી
મદ્રાસ સુધીનો પહેલો હપ્તો પૂર્ણ થયો.
મદ્રાસ બાદ પૂ. ગુરુદેવ સંઘસહિત બેઝવાડા, હૈદરાબાદ, સોલાપુર, કુંથલગિરિ, અને ઔરંગાબાદ ઈલોરા–
અજંટાની ગુફાઓ જોઈને તા. ૨૯–૩–પ૯ ના રોજ જલગાંવ શહેર પધાર્યા છે. ત્યારબાદ મલકાપુર વગેરે થઈને
મુક્તાગીરી વગેરે સિદ્ધક્ષેત્રોની યાત્રા કરશે

PDF/HTML Page 16 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮પઃ ૧પઃ
મુંબઈ સમાચાર
ઝંડા શ્રી મહાવીર કા
માહ માસમાં ભારતની
એક મુખ્ય નગરી મુંબઈ શહેરમાં અભૂતપૂર્વ
પંચ કલ્યાણક મહોત્સવ ઊજવાયો...પરમ
પ્રભાવી પૂ. શ્રી કાનજીસ્વામીની મંગલ
છાયામાં ઉજવાયેલો આ પંચકલ્યાણક
પ્રતિષ્ઠા મહોત્સવ મુંબઈના ઈતિહાસમાં
અભૂતપૂર્વ હતો. પૂ. ગુરુદેવના પ્રતાપે
મુંબઈના દિ. જૈન મુમુક્ષુમંડળે અતીવ
ઉત્સાહપૂર્વક લગભગ ચાર લાખ રૂા. ના
ખર્ચે ઝવેરીબજારમાં ભવ્ય જિનમંદિર
બંધાવીને પંચકલ્યાણક પ્રતિષ્ઠાનો મહોત્સવ
મુંબઈનગરીમાં ઊજવ્યો. આ મહોત્સવનાં
દ્રશ્યો નીહાળીને હજારો–લાખો લોકો
આશ્ચર્યચકિત બન્યા હતા. આ પ્રતિષ્ઠા
ઉત્સવમાં લગભગ બે લાખ રૂા. નું ખર્ચ થયું
હતું, અને અઢી લાખ રૂા ની આવક થઈ
હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવના બધા
પ્રસંગોના વિગતવાર સમાચારોનો લગભગ
પ૦ પાનાંનો એક લેખ ‘આત્મધર્મ’ ના
ગતાંકમાં છાપવા માટે મોકલ્યો હતો, પરંતુ
પોસ્ટની ગરબડમાં તે ગૂમ થઈ જવાથી
પ્રસિદ્ધ થઈ શક્યો નથી; આથી તે
પ્રતિષ્ઠામહોત્સવના મુખ્ય–મુખ્ય પ્રસંગો
ફરીથી સંક્ષેપમાં લખીને મોકલવામાં આવ્યા
છે. યાત્રા પ્રવાસમાં હોવાને કારણે ઊભી
થયેલી મુંબઈના સમાચારોની આ
પરિસ્થિતિ બદલ આત્મધર્મના વાંચકો પાસે
ક્ષમા માંગીએ છીએ.
–બ્ર હરિલાલ જૈન
મુંબઈ નગરીમાં અભૂતપૂર્વ પંચકલ્યાણક
પ્રતિષ્ઠા–મહોત્સવની મંગલ શરૂઆતમાં ‘મહાવીર
નગર’ પ્રતિષ્ઠામંડપમાં ઝંડારોપણ થયું તે પ્રસંગનું
દ્રશ્ય ચિત્રમાં શેઠ શ્રી ખીમચંદભાઈ વગેરે ઝંડારોપણ
કરી રહેલા દેખાય છે.

PDF/HTML Page 17 of 25
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૮પ
મુંબઈ નગરીમાં પૂ. ગુરુદેવ પધારતાં હજારો ભક્તોએ ઉલ્લાસથી સ્વાગત કર્યું, અને પ્રમુખશ્રી
મણિલાલભાઈ શેઠે અતિ ઉલ્લાસથી ગદ્ગદ્ભાવે સ્વાગત પ્રવચન કરીને ગુરુદેવનું સ્વાગત કર્યું.
પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત પહેલાં છ ભાઈઓએ સજોડે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી; આ
ઉપરાંત બીજા પણ અનેક ભાઈઓએ સજોડે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી.
પ્રતિષ્ઠા મહોત્સવ સંબંધી વિધિ માટે મમ્માદેવી પ્લોટમાં ‘મહાવીરનગર’ નામની સુંદર નગરી રચવામાં
આવી હતી, તેમાં પ્રતિષ્ઠામંડપ ખૂબ જ સુશોભિત હતો.
મહોત્સવની શરૂઆતમાં પ્રતિષ્ઠા–મંડપમાં શ્રી જિનેન્દ્ર ભગવાનને બિરાજમાન કરીને ઝંડારોપણ વગેરે
વિધિ થઈ હતી. શરૂઆતના પૂજનવિધાન તરીકે ‘શ્રી સમવસરણ મંડલવિધાન’ થયું હતું. પૂજનની પૂર્ણતા થતાં
શ્રી જિનેન્દ્રદેવનો મહાઅભિષેક થયો હતો.
આચાર્યઅનુજ્ઞા તથા ઈન્દ્રપ્રતિષ્ઠા બાદ ઇન્દ્રપ્રતિષ્ઠાનું જુલૂસ નીકળ્‌યું હતું, અને ઇન્દ્રોએ યાગમંડલપૂજન
કર્યું હતું. માહ સુદ એકમથી નેમિનાથપ્રભુના પંચકલ્યાણકના દ્રશ્યોની શરૂઆત થઈ હતી....શરૂઆતમાં
ગર્ભકલ્યાકના પૂર્વ દ્રશ્યો થયા હતા મંગલાચરણ બાદ, ઇંદ્રસભામાં નેમનાથપ્રભુના અવતરણ સંબંધી ચર્ચા થાય
છે, શિવાદેવીમાતાને ૧૬ મંગલસ્વપ્નો આવે છે, કુમારિકાદેવીઓ માતાની સેવા કરે છે–વગેરે દ્રશ્યો થયા હતા.
(પ્રતિષ્ઠામહોત્સવમાં ભગવાનના માતા–પિતા થવાનું સૌભાગ્ય શેઠ શ્રી મણિલાલભાઈ તથા તેમના ધર્મપત્ની
સુરજબેનને મળ્‌યું હતું, અને તેના ઉલ્લાસમાં તેમણે રૂા. ૧૦૦૦૦) પ્રતિષ્ઠામહોત્સવમાં અર્પણ કર્યા હતા.
સૌધર્મેન્દ્ર થવાનું સૌભાગ્ય શેઠશ્રી પુરણચંદ્રજી ઝવેરી જયપુરવાળાને મળ્‌યું હતું.
માહ સુદ બીજની સવારે ગર્ભકલ્યાણકનું દ્રશ્ય થયું હતું. દેવીઓ શિવાદેવી માતા સાથે પ્રશ્નોત્તરરૂપે સુંદર
તત્ત્વચર્ચા કરે છે તેમજ અનેક પ્રકારે સેવા કરે છે. ત્રિલોકનાથ બાવીસમા તીર્થંકર નેમપ્રભુ શિવાદેવી માતાની
કૂંખે આવ્યાના કલ્યાણકારી સમાચાર મળતાં જ ઈંદ્રો આવીને ભગવાનના માતા–પિતાનું સન્માન કરીને સ્તુતિ–
પૂજન કરે છે, ઈત્યાદિ દ્રશ્યો થયા હતા.
બપોરના પ્રવચન બાદ ઘણા ઉલ્લાસથી જિનમંદિરની વેદી–કલશ–ધ્વજની શુદ્ધિની વિધિ થઈ હતી...ઈંદ્રો–
ઈંદ્રાણીઓએ તેમજ કુમારિકા દેવીઓએ વેદિશુદ્ધિ વગેરે વિધિ કરી હતી; તે ઉપરાંત સંઘની ખાસ ભાવનાથી
વેદીશુદ્ધિ વગેરેમાં કેટલીક મહત્વની ક્રિયાઓ પવિત્રાત્મા પૂ. બેનશ્રી–બેન (ચંપાબેન અને શાંતાબેન)ના સુહસ્તે
થઈ હતી. તેઓશ્રી અતિશય ભક્તિપૂર્વક જ્યારે ભગવાનની વેદીશુદ્ધિ અને સ્વસ્તિકસ્થાપન વગેરે વિધિ કરતા
હતા ત્યારે ભક્તજનો તે દેખીને અતિ હર્ષપૂર્વક ભક્તિ કરતા હતા.
આ પ્રતિષ્ઠામહોત્સવ પ્રસંગે અજમેરની પ્રસિદ્ધ ભજનમંડળી પણ આવી હતી; મંડળીના ભાઈઓ વિધ–
વિધ પ્રકારના ભજન–નૃત્ય વગેરેના કાર્યક્રમથી દરેક પ્રસંગને વિશેષ શોભાવતા હતા. જન્મકલ્યાણકના વરઘોડા
વખતની અદ્ભુત ભક્તિ, તેમજ રાજીમતી અને તેના પિતાજીનો વૈરાગ્યભર્યો સંવાદ વગેરે પ્રસંગો દેખીને
હજારો માણસો આશ્ચર્ય પામ્યા હતા. આ ઉપરાંત મંડળીએ સર્પનૃત્ય, મારવાડીનૃત્ય વગેરેનો નમૂનો પણ
બતાવ્યો હતો. એક બાલિકાએ મયૂરનૃત્ય કર્યું હતું.
માહ સુદ ત્રીજના દિવસે ભગવાનના જન્મકલ્યાણકનો અદ્ભુત મહોત્સવ થયો હતો... સવારમાં
બાવીસમા તીર્થંકર ભગવાન શ્રી નેમિકુમારના જન્મની વધાઈ આવતાં જ ઇન્દ્રો ઐરાવત હાથી લઈને
જન્મકલ્યાણક ઊજવવા આવ્યા...ને મહાવીરનગરને ત્રણ પ્રદક્ષિણો કરી.....ત્યારબાદ ભગવાન નેમકુમારને હાથી
ઉપર બિરાજમાન કરીને મેરૂપર્વત ઉપર અભિષેક માટેનું ભવ્ય જુલુસ નીકળ્‌યું...આ જન્મકલ્યાણકનો વરઘોડો
અપૂર્વ હતો. અનેક બેન્ડ પાર્ટીઓ વગેરે વૈભવથી સહિત ૧પ–૨૦ હજાર જેટલા ભક્તોની ભક્તિથી ગાજતો
લગભગ એક માઈલ લાંબો આ વરઘોડો દેખીને મુંબઈની જનતા મુગ્ધ બની હતી...વરઘોડાનું સૌથી મોટું
આકર્ષણ બે હાથી હતા. હાથી સહિતનો આવો ભવ્ય વરઘોડો મુંબઈના ઈતિહાસમાં પહેલો જ હતો.....હાથી
માટેની પરવાનગી મેળવવા શેઠ મણિલાલભાઈએ બે લાખ રૂા. ની જામીનગીરી આપી હતી. હાથી ઉપર
બિરાજમાન નેમપ્રભુનું આ ભવ્ય જુલુસ મુંબઈ નગરીના જે જે રસ્તેથી પસાર થતું ત્યાંનો વાહન–વ્યવહાર
ઘડીભાર થંભી જતો હતો...ચારે કોરની અટારીઓ અને રસ્તાઓ

PDF/HTML Page 18 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮પઃ ૧૭ઃ
હજારો દર્શકોથી ઊભરાઈ જતા.....જુલુસ દરમિયાન આખા રસ્તે અજમેર ભજનમંડળીનું સુંદર નૃત્ય ચાલુ જ
હતું.....મૂલચંદજીની ભક્તિભીની કળાએ મુંબઈની જનતાને મુગ્ધ કરી હતી.....નેમ પ્રભુને હાથી ઉપર દેખીને
ભક્ત જનોએ અદ્ભુત ઉલ્લાસથી આખે રસ્તે જે ભક્તિ કરી છે તેનું સ્મરણ આજે પણ હૃદયને ઉલ્લાસિત કરે
છે...મુંબઈનગરીમાં જૈનધર્મનું આ પ્રભાવક દ્રશ્ય દેખીને ભક્તો ઉલ્લાસથી નાચી ઊઠયા હતા......અહીં એક
વાતનો ઉલ્લેખ કરતાં હર્ષ થાય છે કે જન્મ કલ્યાણકના જુલુસ માટેના બે હાથી ‘કમલા સરકસ’ તરફથી
હોંસપૂર્વક આપવામાં આવ્યા હતા....જ્યારે હાથીની માંગણી કરવામાં આવી ત્યારે તેના માલીકે હોંસથી જવાબ
આપ્યો કે “ભગવાનના ઉંત્સવમાં અમારા હાથી ક્યાંથી?” અને આ બદલ તેમને એક હજાર રૂા. ની ભેટ
આપવા માંડી ત્યારે તેનો અસ્વીકાર કરતાં તેમણે કહ્યું કેઃ આવા ધર્મના કામમાં અમારા હાથી ઉપયોગમાં આવે
તે અમારું મહાભાગ્ય છે; આવા કાર્ય માટે જ્યારે જરૂર પડે ત્યારે અમને કહેજો, અમે ગમે ત્યાંથી અમારા હાથી
મોકલશું. તેમની આ ભાવના બદલ કમલા સરકસના માલીકને અભિનંદન ઘટે છે.
આઝાદ મેદાનમાં મેરૂપર્વતની રચના કરવામાં આવી હતી, ત્યાં પહોંચતાં હાથીએ મેરૂપર્વતને ઉમળકાભેર
ત્રણ પ્રદક્ષિણ કરી.....ત્યાર બાદ પચીસ હજાર જેટલી માનવમેદની વચ્ચે અતિ આનંદોલ્લાસપૂર્વક શ્રી જિનેન્દ્ર
ભગવાનનો જન્માભિષેક થયો.....જન્માભિષેક પ્રસંગનું દ્રશ્ય અદ્ભુત રોમાંચકારી હતું. જન્માભિષેક બાદ
પ્રતિષ્ઠામંડપમાં આવીને ઈંદ્ર–ઈંદ્રાણીઓએ ભક્તિથી તાંડવનૃત્ય કર્યું હતું. બપોરે બાલતીર્થંકર નેમિકુમારનું
પારણાઝૂલન થયું હતું.....પૂ. બેનશ્રીબેને અતિશય ભક્તિ અને વાત્સલ્યથી ભગવાનનું પારણું ઝુલાવ્યું હતું....અને
બીજા હજારો ભક્તોએ પણ ભક્તિથી ભગવાનનું પારણું ઝુલાવ્યું હતું. રાત્રે નેમકુમારના લગ્નપ્રસંગની
રાજસભાનું ભવ્ય દ્રશ્ય થયું હતું.... રાજા–મહારાજા તરીકે અનેક પ્રતિષ્ઠિત ગૃહસ્થોથી સભા શોભતી હતી.
માહ સુદ ચોથના રોજ ભગવાનનો દીક્ષાકલ્યાણક થયો હતો; લગ્નની તૈયારી, રથમાં પ્રભુજીનું ગમન,
પશુઓનો પોકાર, ભગવાનનો વૈરાગ્ય, અને તે પ્રસંગે નેમ–સારથીનો સુંદર સંવાદ વગેરે દ્રશ્યો ખૂબ જ
ભાવવાળા હતા; વૈરાગ્ય થતાં લૌકાંતિક દેવોનું આગમન, ભગવાનની સ્તુતિ અને વૈરાગ્યસંબોધન વગેરે દ્રશ્યો
થયા હતા. ત્યારબાદ ભગવાનની દીક્ષા માટે વનયાત્રાનો અભિભવ્ય વરઘોડો નીકળ્‌યો થતો. દીક્ષાવનમાં
(ગોવાલીઆ ટેન્ક મેદાનમાં) ૨૦–૨પ હજારની ઉપસ્થિતિ વચ્ચે ભગવાનની દીક્ષાવિધિ થઈ હતી. દીક્ષાવિધિ
બાદ ત્યાં દીક્ષાવનમાં ગુરુદેવે અદ્ભુત ભાવભીના પ્રવચન દ્વારા મુનિદશાનો અપાર મહિમા કરીને તેની ભાવના
વ્યક્ત કરી હતી. દીક્ષાવિધિ બાદ પ્રભુના કેશને સમુદ્રમાં ક્ષેપણ કરવામાં આવ્યા હતા.
દીક્ષાકલ્યાણકદિને રાત્રે સુંદર મુનિભક્તિ તેમજ નેમરાજુલનો સંવાદ વગેરે કાર્યક્રમ હતો...તે પ્રસંગે
સભામાં વૈરાગ્યનું વાતાવરણ છવાઈ ગયું હતું. મુનિદશામાં બિરાજમાન નેમપ્રભુના દર્શનથી ભક્તોને ઘણો
આનંદ થયો હતો. પ્રતિષ્ઠામંડપના પ્રવેશદ્વારા પાસે નેમિનાથ ભગવાનના વૈરાગ્ય સંબંધી એક ઘણી સુંદર રચના
કરવામાં આવી હતી; નેમનાથ કુમારનો રથ, પશુઓના પીંજરા પાસે આવતાં જ ભગવાનને દેખીને ડોક ઊંચી
કરીને પશુઓનો પોકાર, વરમાળા પહેરાવવા ઉત્સુક રાજુલમતી વગેરે સુંદર રચના તેમાં હતી. આ ઉપરાંત બીજી
રચનામાં, ગુરુદેવના પ્રતાપે થયેલા સૌરાષ્ટ્ર વગેરેના જિનમંદિરોનું દ્રશ્ય હતું, તેમજ બાહુબલી ભગવાન હતા.
મહા સુદ પાંચમ
આજે સવારમાં ગુરુદેવના પ્રવચન બાદ મુનિરાજ નેમપ્રભુના આહારદાનનો પ્રસંગ બન્યો હતો.....આ
પ્રસંગ અદ્ભુત હતો.....ગુરુદેવની અને સર્વે ભક્તોની મુનિભક્તિ જોઈને લોકો સ્તબ્ધ બની જતા હતા. આહાર
પ્રસંગ શેઠશ્રી મણિલાલભાઈના કુંટુંબીજનોને ત્યાં થયો હતો......અનેક ભક્તો અતિશયભક્તિપૂર્વક મુનિરાજને
આહારદાન કરતા હતા અને પોતાના જીવનને ધન્ય સમજતા હતા....નેમનાથ મુનિરાજ આહારનો આ અતિ
ભાવભીનો પ્રસંગ નીહાળીને ગુરુદેવનું અંતર પણ મુનિભક્તિથી ઊભરાતું હતું, અને તેમણે અતિ ભક્તિથી
સ્વહસ્તે મુનિભગવાનને આહારદાન કર્યું હતું. ગુરુદેવના જીવનમાં આ પ્રસંગ અપૂર્વ હતો....એક બાળકની જેમ
નમ્રભાવે પ્રસન્નચિત્તે ગુરુદેવ જ્યારે મુનિ–ભગવાનના કરકમળમાં કેરીના રસનું દાન કરી રહ્યા હતા ત્યારે ખૂબ
જ ભક્તિ અને હર્ષપૂર્વક હજારો ભક્તજનો તેનું અનુમોદન કરી

PDF/HTML Page 19 of 25
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૮પ
સરસ્વતી ભવનનું ઉદ્ઘાટન
મુંબઈમાં પંચ કલ્યાણક
પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જિનમંદિરમાં “કુંદકુંદ–
કહાન દિ. જૈન સરસ્વતી ભવન” નું ઉદ્ઘાટન પૂ.
ગુરુદેવના સુહસ્તે થયું હતું....ઉદ્ઘાટન કર્યા બાદ
જિનવાણીમાતાને અર્ઘ ચડાવીને પછી પૂ. ગુરુદેવે
સમયસાર વગેરે શાસ્ત્રોમાં હસ્તાક્ષર કર્યા હતા. પૂ.
ગુરુદેવ ઘણા ભાવપૂર્વક સમયસારમાં
ૐકા
દિવ્યધ્વનિનું આલેખય કરી રહ્યા છે–તેનું ભાવભર્યું
દશ્ય.
રહ્યા હતા...ઉત્તમ પાત્ર અને ઉત્તમ દાતારનો આવો
સુંદર મેળ દેખીને સૌનું હૃદય પુલકિત થતું હતું. બેનશ્રી
ચંપાબેને અને બેન શાંતાબેને પણ નેમિનાથમુનિરાજને
અતિશય ભક્તિપૂર્વક આહારદાન કર્યું હતું. આજે
સોનગઢના બ્રહ્મચર્યાશ્રમનો વાર્ષિક દિવસ હતો. સાત
વર્ષ પહેલાં બરાબર આ જ દિવસે બેનશ્રીબેનના ઘરે
નેમપ્રભુ પધાર્યા હતા, અને અહીં પણ આ દિવસે જ
નેમપ્રભુને આહારદાન દેતા પૂ. બેનશ્રીબેનને ખૂબ જ
ભક્તિ, ઉલ્લાસ અને પ્રસન્નતા થતા હતા.
આહારદાન બાદ, આ મહાનપ્રસંગના
ઉલ્લાસમાં શેઠશ્રી મણિલાલભાઈના કુંટુંબ તરફથી રૂા. પપ૦૧) જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ
જયપુરવાળા શેઠ પુરણચંદ્રજીએ પણ આ પ્રસંગની ખુશાલીમાં દર મહિને રૂા. ૧૦૧) (જિંદગી પર્યંત)
મુંબઈના સીમંધર દિ. જિનમંદિરને અર્પણ કરવાનું જાહેર કર્યું હતુ; આ ઉપરાંત આહારદાનની અનુમોદનાર્થે
ભક્તોએ હજારો રૂા. ના દાનની ઝડી વરસાવી હતી....અને ભક્તજનો ખૂબ જ આનંદથી ભક્તિ કરતા હતા.
અતિશય ભક્તિ ભરેલો, મુનિરાજના આહારદાનનો આ અદ્ભુત પ્રસંગ દેખીને દેશો દેશના ભક્તજનો
આશ્ચર્ય પામ્યા હતા, અને સોનગઢના મુમુક્ષુ ભક્તોની દિગંબર મુનિવરો પ્રત્યેની આટલી પરમ ભક્તિ
જોઈને સૌ સ્તબ્ધ બની ગયા હતા. ખરેખર, મુનિભક્તનો એ એક ધન્ય પ્રસંગ હતો!
બપોરે અંકન્યાસવિધાન થયું હતું, તે પ્રસંગે પૂ. ગુરુદેવના પરમ પાવન હસ્તે વીતરાગી જિનબિંબો
ઉપર મંત્રાક્ષરો લખાયા હતા. ગુરુદેવે ખૂબ જ ભાવપૂર્વક જ્યારે વીતરાગી જિનબિંબો ઉપર પવિત્ર
મંત્રાક્ષરો લખતા હતા ત્યારે ગુરુદેવના હસ્તે થતા એ મહાન પ્રભાવક મંગલ કાર્યને દેખીને સૌ ભક્તો દેવ–
ગુરુના જયજયકારપૂર્વક ભક્તિ કરીને વધાવતા હતા. જુદાજુદા ગામોના કુલ ૨૧ જિનબિંબો પ્રતિષ્ઠા માટે
આવ્યા હતા.
આ રીતે, દસ વખતના પંચ કલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવોમાં ગુરુદેવના હસ્તે કુલ ૧૮૮ વીતરાગી
જિનબિંબોની મંગલપ્રતિષ્ઠા થઈ.
(જિનબિંબો ઉપર અંકન્યાસની પૂરી વિધિ તો પ્રતિષ્ઠાચાર્ય પંડિત નાથુલાલજીએ કરી હતી, પરંતુ
માંગલિક તરીકે “ૐ અર્હં” એટલો મંત્ર પૂ. ગુરુદેવના સુહસ્તે લખાવ્યો હતો.)
અંકન્યાસવિધાન બાદ તરત ભગવાનનો કેવળજ્ઞાન કલ્યાણ થયો હતો.....આ પ્રસંગે સુંદર સમવસરણની
રચના થઈ હતી....અને પૂ. ગુરુદેવનું ખાસ પ્રવચન થયું હતું. રાત્રે ભક્તિ–ભજન થયા હતા.

PDF/HTML Page 20 of 25
single page version

background image
ફાગણઃ ૨૪૮પઃ ૧૯ઃ
મહા સુદ છઠ્ઠની સવારમાં નિર્વાણકલ્યાણક થયો હતો, તે વખતે મોક્ષધામ ગીરનારની સુંદર રચના
કરવામાં આવી હતી.
આ રીતે મુંબઈમાં શ્રી જિનેન્દ્ર ભગવાન ના પંચકલ્યાણક પૂરા થયા....તે ભવ્ય જીવોનું કલ્યાણ
કરો.
માહ સુદ છઠ્ઠે નિર્વાણ કલ્યાણક બાદ તરત જિનમંદિરમાં જિનેન્દ્રભગવંતોની વેદી પ્રતિષ્ઠા થઈ હતી.
જિનમંદિરનો મોટો હોલ આરસની રમણીય વેદીથી શોભી રહ્યો છે. જિનમંદિરમાં મૂળનાયક તરીકે શ્રી સીમંધર
ભગવાન છે; તેમની એક તરફ શ્રી ચંદ્રપ્રભુ ભગવાન બિરાજે છે ને બીજી તરફ શ્રી શાંતિનાથ ભગવાન બિરાજે
છે. આ ઉપરાંત શ્રી નેમિનાથ ભગવાન તથા આદિનાથ ભગવાન અને મહાવીર ભગવાન બિરાજે છે.
ભગવંતોની પ્રતિષ્ઠા ખૂબ જ ઉલ્લાસપૂર્વક થઈ હતી. ગુરુદેવની હાજરીમાં ભક્તજનો પોતાના મસ્તકે લઈને
જ્યારે ભગવાનને વેદી ઉપર પધારાવતા હતા ત્યારે એવા ભાવ વ્યક્ત થતા હતા કે અહા! ગુરુદેવના પ્રતાપે
અમને અમારા જીવનના નાથ જિનેન્દ્રભગવાન મળ્‌યા!! ભગવંતોની પ્રતિષ્ઠા બાદ કલશ અને ધ્વજારોહણ થયું
હતું. કલશ અને ધ્વજ ઉપર તેમજ ભગવાનની વેદીની બંને તરફ પૂ. ગુરુદેવના સુહસ્તે મંગલ સ્વસ્તિક થયા
હતા.
આ રીતે જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા ઘણા આનંદ અને ઉલ્લાસપૂર્વક થઈ હતી....અને હજારો માણસો
પ્રતિષ્ઠામંડપમાં બેઠાબેઠા તેનું વર્ણન લાઉડસ્પીકર દ્વારા સાંભળી રહ્યા હતા.
વેદી ઉપર બિરાજમાન સીમંધર ભગવંતોના દર્શન કરતાં ભક્તોનું હૃદય હર્ષ અને ભક્તિથી ગદગદ થઈ
જતું હતું. અનેક ભક્તજનો ભગવાનને દેખીને નાચી ઊઠયા હતા....આ પ્રસંગે પૂ. બેનશ્રીબેને પણ અદ્ભુત
ભક્તિ કરાવી હતી. મુંબઈનગરીના આ ભવ્ય ઉત્સવ સંબંધી “વાહવા જી વાહવા” વાળી ભક્તિ કરાવી
હતી....તેમ પોતે હાથમાં ચામર લઈને ખૂબ જ ભાવભીની ભક્તિ કરી હતી. એ ભક્તિ દેખીને ભક્તોના અંતરમાં
જિનેન્દ્ર મહિમાની લહેરો ઉલ્લસતી હતી....અને જ્ઞાનીઓના અંતરમાં જિનેન્દ્ર ભગવાન પ્રત્યે કેવો અપાર પ્રેમ છે
તે દેખાતું હતું. આવા વિરલ ભક્તિપ્રસંગો નજરે જોનારને જ તેનો ખ્યાલ આવે.
જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠા બાદ શાંતિયજ્ઞ થયો હતો અને સાંજે જિનેન્દ્રભગવાનની અતિ ભવ્ય
રથયાત્રા નીકળી હતી....આ રથયાત્રામાં જાણે કે આખી મુંબઈ નગરીનો વૈભવ ઊભરાઈ ગયો હોય–એવું
લાગતું હતું....જેમાં ૧૧ બેન્ડ પાર્ટી હતી....ત્રણ સુંદર રથ હતા. આ ઉપરાંત અજમેરની ભજનમંડળી, પ૧ જેટલી
મોટરો અનેક છડી–ધ્વજા–ચામર વગેરે ઘણો જ વૈભવ હતો.....આ રથયાત્રાએ આખી નગરીમાં જિનેન્દ્ર મહિમા
ફેલાવી દીધો હતો....નગરીના લાખો લોકો હર્ષભક્તિ ને આશ્ચર્યથી આ રથયાત્રા નીહાળવા ઊભરાયા હતા.
આમ ભવ્ય રથયાત્રાપૂર્વક આ મહાન પ્રતિષ્ઠા– મહોત્સવ સંપૂર્ણ થયો હતો.
આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઈંદોરના શ્રીમાન પં. શ્રી બંસીધરજી સિદ્ધાંતશાસ્ત્રી, તેમજ કાશીના પંડિત
શ્રી કૈલાશચંદ્રજી સિદ્ધાંતશાસ્ત્રી અને પંડિત શ્રી ફૂલચંદ્રજી સિદ્ધાંતશાસ્ત્રી આવ્યા હતા... ત્રણે પંડિતો આ
પ્રતિષ્ઠામહોત્સવ જોઈને ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને તેઓએ ૧પ–૧પ હજાર માણસોની સભા વચ્ચે
ભાષણ કરીને પૂ. ગુરુદેવનો મહિમા અને પ્રશંસા કરી હતી. પં. બંસીધરજીએ તો ગદગદ ભાવપૂર્વક બેધડકપણે
સ્પષ્ટ કહ્યું હતું કેઃ “બાર બાર મૈંં કહતા આયા હું, શીખરજી મેં ભી મેંને કહા થા ઔર ફિર યહાં પર ભી મૈં કહતા
હૂં કિ મહારાજજી (કાનજીસ્વામી) ભેદ જ્ઞાનકી જો બાત સુના રહે હૈ યહ ઉનકે ઘરકી નયી બાત નહીં હૈં, ઈસી
બાતકો તીર્થંકરોને, ભેદજ્ઞાની બડેબડે આચાર્યોને ઔર પૂર્વકે બડેબડે પંડિતોને કહી હૈ, વહી બાત આજ આપ
સુના રહે હૈ...ઔર યહી સચ્ચા નિખરા હુઆ દિગંબર જૈન ધર્મ હૈ...”
–આ પ્રમાણે મુંબઈ નગરીના પંચ કલ્યાણક પ્રતિષ્ઠામહોત્સવ સંબંધી મુખ્ય મુખ્ય સમાચારો સંક્ષેપમાં
ફરીથી લખીને “આત્મધર્મ” ના વાંચકો સમક્ષ રજૂ કર્યા છે....વિગતવાર વિસ્તૃત સમાચારો “આત્મધર્મ” ના
વાંચકોને ન મળી શકવા બદલ અમે દિલગીર છીએ.