Atmadharma magazine - Ank 186
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 31
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૬
સળંગ અંક ૧૮૬
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 31
single page version

background image
ભારત–અભિનંદનીય ગુરુદેવ અભિનંદન અંક
વર્ષ ૧૬ મું
અંક ૬ ઠો
ચૈત્ર
વી. સં. ૨૪૮પ
ઃ સંપાદકઃ
રામજી માણેકચંદ શાહ
૧૮૬
સમકિતી ધર્માત્માની મુનિભક્તિ
સમકિતી ધર્માત્માને રત્નત્રયના સાધક
સંતમુનિવરો પ્રત્યે એવો ભક્તિભાવ હોય છે કે
તેમને જોતાં જ તેના રોમરોમ ભક્તિથી ઉલ્લસી
જાય છે....અહો! આ મોક્ષના સાક્ષાત્ સાધક સંત
ભગવાનને માટે હું શું–શું કરું! કઈ–કઈ રીતે તેમની
સેવા કરું!! કઈ રીતે એમને અર્પણતા કરી દઉં!!–
આમ ધર્મીનું હૃદય ભક્તિથી ઊછળી જાય છે. અને
જ્યાં એવા સાધકમુનિ પોતાના આંગણે આહાર
માટે પધારે ને આહારદાનનો પ્રસંગ બને ત્યાં તો
જાણે સાક્ષાત્ ભગવાન જ આંગણે
પધાર્યા....સાક્ષાત્ મોક્ષમાર્ગ જ આંગણે આવ્યો–
એમ અપાર ભક્તિથી મુનિને આહારદાન આપે.

PDF/HTML Page 3 of 31
single page version

background image
(ફાગણ સુદ ૧૨ ના રોજ સોલાપુરમાં ગુરુદેવના પ્રવચનમાંથી)
આ સમયસાર શાસ્ત્ર વંચાય છે; તેના કર્તા ભગવાન કુંદકુંદાચાર્યદેવ આ ભરત ક્ષેત્રમાં લગભગ સં. ૪૯
માં વિચરતા હતા, નિર્વિકલ્પ શાંતિનું વેદન કરતા હતા. તેઓ પોન્નુર પહાડી ઉપર ધ્યાન કરતા હતા–હમણાં
તેની યાત્રા કરી આવ્યા. તે કુંદકુંદાચાર્યદેવ મહાસમર્થ અને ઋદ્ધિધારક સંત હતા. તે વખતે તીર્થંકરનો અહીં વિરહ
હતો.....વિદેહ ક્ષેત્રે સીમંધર પરમાત્મા સાક્ષાત્ બિરાજતા હતા–ને અત્યારે પણ તે ભગવાન બિરાજે છે.
કુંદકુંદાચાર્યદેવ અહીંથી વિદેહ ક્ષેત્રે સીમંધર ભગવાન પાસે ગયા હતા. મદ્રાસમાં પં. મલ્લિનાથજી કહેતા હતા કે
આ પોન્નુર ક્ષેત્રથી તેઓ વિદેહ ગયા હતા અને ત્યાંથી આવીને પછી આ સમયસાર વગેરે મહાન શાસ્ત્રો રચ્યા
હતા. આ રીતે સાક્ષાત્ સર્વજ્ઞ પરમાત્મા પાસેથી સાંભળેલું ને કુંદકુંદાચાર્યદેવે પોતે અનુભવીને કહેલું એવું આ
સમયસાર શાસ્ત્ર છે, તેની ૧૭–૧૮ મી ગાથા વંચાય છે.
આચાર્ય ભગવાન કહે છે કે હે જીવ! તું પ્રયત્ન વડે તારા આત્માની શ્રદ્ધા કર, તેનું જ્ઞાન કર ને
તેમાં જ એકાગ્રતાવડે તેનું અનુસરણ કર. પૂર્વે અનંતકાળમાં એક ક્ષણ પણ તેં તારા શુદ્ધ આત્માનું સેવન
કર્યું નથી; શુદ્ધ આત્માના ભાન વગર પુણ્ય–પાપ વિકારનું સેવન કરીને તું ચાર ગતિના અવતારમાં
પરિભ્રમણ કરી રહ્યો છે.
આત્મા ત્રિકાળી સત્ પદાથ છે; તેનો કોઈ કર્તા નથી. જે વસ્તુ સત્ છે તેનો કર્તા કોણ હોય? અને
જે વસ્તુ સર્વથા હોય જ નહિ તેને પણ કોણ કરે? આત્મા સત્ વસ્તુ છે તેનો કોઈ કર્તા નથી; તે સદાય
છે, છે ને છે. અત્યાર સુધી જીવ ક્યાં રહ્યો? જો પોતાના સ્વભાવને જાણીને સિદ્ધપદ પામી ગયો હોય તો
તેને સંસારમાં અવતાર ન હોય. પણ જીવ પોતાના સ્વભાવને ભૂલીને અત્યાર સુધી સંસારની ચાર
ગતિમાં રખડયો છે, ચારે ગતિમાં અનંત અવતાર તે કરી ચૂક્યો છે. તે ચાર ગતિના દુઃખથી જે છૂટવા
માંગતો હોય ને આત્માની શાંતિનો અનુભવ કરવા માંગતો હોય એવા મોક્ષાર્થી જીવને માટે આચાર્યદેવ
કહે છે કે–
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે પછી શ્રદ્ધા કરે, પછી પ્રયત્નથી ધન–અર્થીએ અનુસરણ નૃપતિનું કરે
જીવરાજ એમજ જાણવો વળી શ્રદ્ધવો પણ એ રીતે એનું જ કરવું અનુસરણ પછી યત્નથી મોક્ષાર્થીએ
જેમ ધનનો અર્થી પુરુષ રાજાને ઓળખીને પછી શ્રદ્ધાપૂર્વક તેનું સેવન કરે છે, તેમ જે મોક્ષનો અર્થી છે,
બીજી કોઈ ચીજનો અર્થી નથી, પુણ્યનો પણ અર્થી નથી, માત્ર મોક્ષનો જ અર્થી છે, તે જીવે શું કરવું? કે બધા
તત્ત્વોમાં ઉત્કૃષ્ટ એવા જીવ–રાજાને એટલે કે પોતાના શુદ્ધ આત્મસ્વભાવને બરાબર જાણીને પછી શ્રદ્ધાપૂર્વક તેનું
જ સેવન કરવું....તેના સેવનથી અવશ્ય શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય છે. આ સિવાય બીજી કોઈ રીતે શુદ્ધાત્માની પ્રાપ્તિ
થતી નથી–એ નિયમ છે.
અંતરમાં મારે શાંતિ જોઈએ, જગતમાં બીજું કાંઈ મારે જોઈતું નથી–એમ જે જીવ આત્માર્થી છે–
મોક્ષાર્થી છે, એવા જીવની આ વાત છે. ધર્માત્મા ધનનો કે વૈભવનો અર્થી નથી. તે તો પોતાના આત્માના
મોક્ષનો જ અર્થી છે. તેને આચાર્યદેવ કહે છે કે અરે જીવ! તારા આત્મામાં જ તારી શાંતિ ભરી છે, તેમાં
અંતર્મુખ થઈને તેનું જ તું સેવન કર, બહારના પદાર્થોના સેવનથી તને શાંતિ નહિ મળે. જેમ કસ્તુરી
મૃગની ડૂંટીમાં જ સુંગધી ભરી છે પણ તે પોતાની સુંગધને ભૂલીને બહારમાં દોડી રહ્યું છે....તેમ
આત્માની પ્રભુતા આત્મામાં જ ભરી છે, પણ પોતાની પ્રભુતાને ભૂલીને બાહ્યવિષયોમાં કે રાગમાં
શાંતિને શોધે છે ને તેને પ્રભુતા આપીને તેનું સેવન કરે છે તેથી ચાર ગતિમાં રખડે છેે...... અહીં
આચાર્યદેવ કહે છેઃ હે જીવ! જો તું ખરેખર મોક્ષાર્થી હો તો તારા આત્માની પ્રભુતાને જાણીને તેનું જ
સેવન કર; તેના સેવનથી તને જરૂર તારા આત્માની શાંતિનું વેદન થશે.

PDF/HTML Page 4 of 31
single page version

background image
ભારત–અભિનંદનીય ગુરુદેવને અભિનંદન
હે શાસનપ્રભાવી સંત! આપશ્રીના ધન્ય અવતારના આ ૭૦મા
જન્મોત્સવ પ્રસંગે આત્મિક ઉમંગની લાગણીપૂર્વક આપશ્રીનું અભિનંદન
કરીએ છીએ. આપશ્રીનો મંગલ જન્મ ભારતભરના જિજ્ઞાસુ જીવોને
આત્મહિત માટેની જાગૃતિનું કારણ બન્યો છે.....આ વર્ષનો આપશ્રીનો
જન્મોત્સવ તીર્થયાત્રા કરતાં કરતાં વચ્ચે ઊજવાઈ રહ્યો છે....તીર્થસ્વરૂપ જે
રત્નત્રયમાર્ગ, તેના આપ પ્રવાસી છો.....ભારતના અનેક તીર્થધામોની યાત્રા
દરમિયાન રત્નત્રયરૂપ તીર્થની આપે ઘણી મોટી પ્રભાવના કરી છે; ભારતના
લાખો લોકોએ હર્ષ અને ભક્તિપૂર્વક આપશ્રીનાં દર્શન કરીને આપને
અભિનંદ્યા છે.....ભારતના ખૂણે ખૂણેથી હજારો–લાખો લોકોએ અભિનંદન
આપીને આપશ્રીને ‘ભારત–અભિનંદનીય’ બનાવ્યા છે.....આ
જન્મોત્સવના મંગલ પ્રસંગે અમે તેમાં ભક્તિપૂર્વક સૂર પૂરીને આપશ્રીનું
અભિનંદન કરીએ છીએ.
તીર્થસ્વરૂપ હે મંગલમૂર્તિ ગુરુદેવ!
જે રીતે ભારતભરના તીર્થધામોની અતિ ઉલ્લાસભરી યાત્રા કરીને
આપે અમને આનંદિત બનાવ્યા, તેમ રત્નત્રયાત્મક તીર્થધામની યાત્રા કરીને
આપ અમને અતીન્દ્રિય આનંદરૂપ બનાવો... અને આપશ્રીની સાથે સાથે
સાક્ષાત્ સિદ્ધિધામની યાત્રા કરાવો.
આ મંગલ તીર્થયાત્રા મહોત્સવની સ્મૃતિમાં, રત્નત્રય તીર્થની પ્રાપ્તિની
ભાવનાપૂર્વક આપશ્રીના મંગલ જન્મોત્સવ પ્રસંગે આ અંક આપને સમર્પણ
કરીને, ફરીફરીને આપશ્રીને અભિનંદન કરીએ છીએ.
..... બાલ યાત્રિક હરિ.

PDF/HTML Page 5 of 31
single page version

background image
યાત્રાનું અમરઝરણું
હે પરમવૈરાગી અડગ સાધક, ઉત્કૃષ્ટ આત્મધ્યાની
બાહુબલીનાથ! કહાનગુરુદેવની સાથે આપશ્રીની પરમવૈરાગી
ધ્યાનમુદ્રાના દર્શન કરતાં આપશ્રીની પરમ આત્મસાધના
અમારા હૃદયમાં કોતરાઈ ગઈ છે.....કહાનગુરુદેવ સાથે થયેલી
આપશ્રીની આ મહા ‘મંગલવર્દ્ધિની’ યાત્રા સર્વે યાત્રિકોના
જીવનમાં આત્મહિતની પ્રેરણાનું એક અમરઝરણું બની
જશે....અને ફરી ફરીને–જીવનની પ્રતિ ક્ષણે–આપની પાવન
ધ્યાનમુદ્રાના સ્મરણ માત્રથી પણ યાત્રાનું એ અમર ઝરણું
અમને શાંતિ આપીને સંસારના તાપથી બચાવશે.....ને આપના
જેવું મોક્ષસુખ પમાડશે.
પ્રભો! આપની પરમ ધ્યાનમુદ્રા મૌન હોવાં છતાં જાણે કે
આપના આત્મપ્રદેશોમાંથી રણકાર ઊઠી રહ્યા છે કે....
મને લાગે સંસાર અસાર....એ રે સંસારમાં નહીં જાઉં....નહીં
જાઉંં....નહીં જાઉં રે....
મને જ્ઞાયક ભાવનો પ્યાર.....એ રે જ્ઞાયકમાં હું લીન
થાઉં.....લીન થાઉં....લીન થાઉં રે.....

PDF/HTML Page 6 of 31
single page version

background image
આત્મધર્મ
વર્ષ સોળમું સંપાદક ચૈત્ર
અંક ૬ ઠો રામજી માણેકચંદ દોશી ૨૪૮પ
યાત્રા સમાચાર
“પૂ. શ્રી કાનજીસ્વામી દિ. જૈન
તીર્થયાત્રા સંઘ” પૂ. ગુરુદેવ સાથે આનંદપૂર્વક
તીર્થયાત્રા કરતોં વિચરી રહ્યો છે....પૂ. ગુરુદેવ
જ્યાં જ્યાં પધારે છે ત્યાં ત્યાં મોટો મહોત્સવ
રચાઈ જાય છે, ને ઠેરઠેર નગરજનો
ઉમળકાભર્યું સ્વાગત કરે છે. સંઘના
અમરાવતી (ફાગણ વદ ૧૪) સુધીના
વિગતવાર સમાચાર આ અંકમાં આપ્યા છે.
ત્યારપછી નાગપુર, ડુંગરગઢ, ખેરાગઢ,
રામટેક, સીવની, જબલપુર, મઢીયાજી,
પનાગર, દમોહ, કુંડલગીરી, શાહપુર, સાગર,
નૈનાગીરી, દ્રૌણગીરી, ખજરાહ, પપૌરાજી,
ટીકમગઢ, આહારક્ષેત્ર, લલિતપુર અને દેવગઢ
(ચૈત્ર વદ ત્રીજે) થઈને કુશળપૂર્વક આગળ
પ્રસ્થાન કરી રહ્યો છે....મુખ્ય મુખ્ય
તીર્થધામોની યાત્રા ઘણા ઉલ્લાસપૂર્વક થઈ
ગઈ છે....ને હવે પાછા ફરી રહેલા ભક્તોને
ઘડીએ ઘડીએ સોનગઢનું સ્મરણ થાય છે....
પરમ પૂજ્ય શ્રી કહાનગુરુદેવની સંઘસહિત દક્ષિણના તીર્થધામોની મંગલયાત્રાનું મુંબઈથી મદ્રાસ સુધીનું
સંક્ષિપ્ત વર્ણન ‘આત્મધર્મ’ ના છેલ્લા બે અંકોમાં પ્રસિદ્ધ થઈ ચૂકયું છે....હવે મદ્રાસથી આગળ વધતાં પહેલાં
મદ્રાસ સુધીની તીર્થયાત્રાને જરાક યાદ કરી લઈએ.
મહા સુદ આઠમના રોજ મુંબઈથી નીકળી, વચ્ચે મુમ્રા થઈને પુના આવ્યા....પછી ફલટન શહેરના
ભવ્ય જિનાલયોના દર્શન કરીને દહીંગાવમાં સીમંધરાદિ વીસ ભગવંતોના ભવ્ય પ્રતિમાના દર્શન
કર્યા.....પછી બાહુબલી (કુંભોજ) ક્ષેત્રમાં ૨૮ ફૂટના બાહુબલી પ્રતિમા, સમવસરણ મંદિર, બાહુબલી–
મંદિર, માનસ્તંભના તથા નાનકડા પર્વત ઉપર ૩ મંદિરોનાં દર્શન કર્યા....ત્યારબાદ કોલ્હાપુર થઈને
બેલગાંવ આવ્યા. ત્યાં કિલ્લાના પ્રાચીન જિનમંદિરમાં નેમિચન્દ્ર સિદ્ધાન્તચક્રવર્તી દ્વારા પ્રતિષ્ઠિત
નેમિનાથ ભગવાનના દર્શન કર્યા. હુબલીમાં હાથીનાં બે બચ્ચાંએ સ્વાગત કર્યું...... ત્યારબાદ રમણીય
વન–જંગલ વચ્ચેથી પસાર થઈને જોગફોલ્સના કુદરતી ધોધ વગેરે જોઈને હુમચ આવ્યા...અનેક પ્રાચીન
જિનાલયો તથા રત્નાદિ–પ્રતિમાનાં દર્શન કર્યા....તથા પહાડી ઉપરના જિનમંદિરમાં બાહુબલીનાથના
દર્શન કર્યા. ત્યારબાદ ઘણા ઉલ્લાસપૂર્વક કુંદગિરિ (કુંદાદ્રિ) તીર્થધામની યાત્રા કરીને, વચ્ચે મોટો ઘાટ
ઓળંગીને મૂળબિદ્રિ આવ્યા....ત્યાં ત્રિભુવનતિલકચુડામણિ મંદિરમાં રાત્રે હજારો દીપકોના ઝગમગાટમાં
દર્શન કર્યા...રત્નાદિના પ્રતિમાઓનાં તથા તાડપત્રોક્ત જિનવાણીના ઘણી ભક્તિથી ફરીફરીને દર્શન
કર્યા....બીજા પણ અનેક જિનાલયોમાં ચોવીસ ભગવંતો વગેરેનાં દર્શન કર્યા.....કારકલમાં

PDF/HTML Page 7 of 31
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૮૬
લગભગ ૪૧ ફૂટના બાહુબલી ભગવાન અને અનેક જિનમંદિરોનાં દર્શન કર્યા......વેણુરમાં લગભગ ૩પ ફૂટના
બાહુબલી ભગવાનના દર્શન કર્યા...હળેબિડમાં ઉત્તમ કારીગરીવાળા પ્રાચીન મંદિરો અને ૧પ–૨૦ ફૂટ ઊંચા અતિ
ભવ્ય ભગવંતોના દર્શન કર્યા.....હાસનમાં હોંસભર્યું સ્વાગત થયું....મહા વદ નોમે પૂ. ગુરુદેવ શ્રવણબેલગોલ
પધાર્યા....અને સંઘસહિત અતિ ઉલ્લાસપૂર્વક બાહુબલી ભગવાનની યાત્રા કરી....ખૂબ જ ભાવથી પૂજન–ભક્તિ
કર્યા. પ૭ ફૂટ ઊંચા અતિ મનોજ્ઞ વીતરાગી ઉપશાંત આત્મધ્યાની બાહુબલીનાથને નીહાળતાં જ સંતોની
પરિણતિમાંથી જાણે કે રણકાર ઊઠતા હતા કે–
મને લાગે સંસાર અસાર.....
આરે....સંસારમાં નહીં જાઉં...નહીં જાઉં....નહીં જાઉં રે
મને જ્ઞાયકભાવનો પ્યાર.....
એ રે....જ્ઞાયકમાં હું લીન થાઉં.....લીન થાઉં.....
લીન થાઉં રે.........
મને સિદ્ધસ્વરૂપનો પ્યાર...
એ રે સિદ્ધપદમાં નમી જાઉં...નમી જાઉં....
નમી જાઉં.......રે.........
આવા ઉત્કૃષ્ટ ભાવે ફરીફરીને બાહુબલી ભગવાનના દર્શન કર્યા...બીજી પહાડી ચંદ્રગીરી ઉપર અનેક
જિનાલયોના, કુંદકુંદપ્રભુ વગેરે સંબંધી અનેક શિલાલેખોના, ભદ્રબાહુસ્વામીની ગૂફાના દર્શન કર્યા...ગામની
જનતાએ ગુરુદેવનું ખૂબ જ સ્વાગત કર્યું...ત્યારબાદ મૈસુર શહેરમાં ચાર હાથી સહિત ભવ્ય સ્વાગત
થયું....શ્રીરંગપટ્ટમમાં ૨૪ ભગવંતો અને ગોમટગીરીમાં બાહુબલી ભગવાન દેખ્યા... વૃંદાવન ગાર્ડન વગેરેની શોભા
જોઈ....પછી બેંગલોર થઈને મદ્રાસ આવતાં વચ્ચે પુંડી ગામમાં પ્રાચીન પ્રભુનાં દર્શન ગુરુદેવે કર્યા....ફાગણ સુદ
એકમના રોજ મદ્રાસમાં ગુરુદેવનું ભવ્ય સ્વાગત થયું...ફાગણ સુદ પાંચમના રોજ પોન્નુરની પહાડી ઉપર
કુંદકુંદપ્રભુની પવિત્ર તપોભૂમિની ખૂબજ ઉલ્લાસભરી યાત્રા થઈ...૭૦૦ ઉપરાંત ભક્તો સહિત અતિ ભક્તિપૂર્વક
કહાનગુરુદેવ કુંદપ્રભુના ચરણોને ચંપાવૃક્ષ નીચે ખૂબ જ શાંતિથી ભેટયા...ને નીરખી નીરખીને ભાવપૂર્વક એ પાવન
ધામ નીહાળ્‌યું.....
અહીં જાત્રાનો એક મુખ્ય હપ્તો પૂરો થયો...અને લગભગ ૪૦૦ યાત્રિકો મુંબઈ તરફ પાછાફર્યા...બાકીના
૨પ૦ જેટલા યાત્રિકો સહિત અકલંકવસતી વગેરેનાં દર્શન કરીને ગુરુદેવ મદ્રાસ પધાર્યા....
અહીં સુધીની વિગત“આત્મધર્મ” માં આવી ગઈ છે...હવે ત્યાર પછીના યાત્રાધામોમાં આપણે આગણ વધીએ.
બેઝવાડા–હૈદરાબાદ
ફાગણ સુદ છઠ્ઠ (તા ૧પ માર્ચ) ના રોજ મદ્રાસથી નેલ્લુર થઈને બેઝવાડા આવ્યા...ફાગણ સુદ સાતમે
ગુરુદેવ બેઝવાડા પધારતાં ગુજરાતી સમાજે સ્વાગત કર્યું....યાત્રિકો ફા. સુદ આઠમે હૈદરાબાદ આવી ગયા...ને બે
દિવસથી ભગવાનના વિરહમાં પડેલા ભક્તો રીક્ષામાં બેસી બેસીને ભગવાનને ભેટવા માટે આનંદપૂર્વક દોડયા.
ભગવાનનાં દર્શન કરવા માટે ભક્તોનું હૃદય કેવું તલસે છે તે અહીં દેખાઈ આવતું હતું. ભક્તોએ હોંસે હોંસે
પ્રભુજીનાં દર્શન કર્યા...ને રાત્રે પૂ. બેનશ્રીબેને (અષ્ટાહ્નિકા નિમિત્તે તેમજ યાત્રા ઉત્સવ નિમિત્તે) ભાવભીની
નવીનવી ભક્તિ ગવડાવી હતી. ફા. સુ. ૯ ના રોજ ગુરુદેવ હૈદરાબાદ પધારતાં ભક્તોએ સ્વાગત કર્યું ગુરુદેવ
સાથે અહીંના ૪ દિ. જિનમંદિરોનાં દર્શન કર્યાં, તેમાં સેંકડો પ્રાચીન પ્રતિમાઓ બિરાજે છે. આ ઉપરાંત અહીંના
વિશાળ મ્યુઝીયમમાં શ્રીપાર્શ્વનાથ અને મહાવીર ભગવંતોના (૨૪ ભગવંતો સહિત) અતિ મનોજ્ઞપ્રતિમા
જોયા...
સોલાપુરમાં ફાગણ સુદ ૧૧
હૈદરાબાદથી પ્રસ્થાન કરીને સંઘ સાજે સોલાપુર આવી ગયો.....રાત્રે રાજુલદેવી શ્રાવિકશ્રમના જિનાલયમાં
પૂ. બેનશ્રી બેને ભક્તિ કરાવી...ફા. સુ. ૧૨ ના રોજ ગુરુદેવ સોલાપુર પધારતાં જૈન સમાજે ઉત્સાહપૂર્વક સ્વાગત
કર્યું....શ્રાવિકાશ્રમના અધિષ્ઠાતા પં. સુમતીબાઈએ યાત્રાસંઘની વ્યવસ્થા ઘણા વાત્સલ્યપૂર્વક કરી હતી...પં.
સુમતીબાઈ બાલબ્રહ્મચારી છે, તેઓ સોનગઢ પ્રત્યે ખાસ પ્રેમ ધરાવે છે. આ ઉપરાંત શેઠ રાવજીભાઈ, શેઠ
માણેકલાલ ભાઈ વગેરેએ પણ હોંસપૂર્વક ભાગ લીધો હતો. સ્વાગતપ્રસંગે આશ્રમના

PDF/HTML Page 8 of 31
single page version

background image
ચૈત્રઃ ૨૪૮પઃ પઃ
હૈદરાબાદના એક જિનમંદિરના ભગવંતો
જિનાલયમાં કુંદકુંદપ્રભુનું અને ગુરુદેવનું ત્રિરંગી રંગોળીચિત્ર આલેખવામાં આવ્યું હતું, તે ખૂબ જ
કળામય હતું, જાણે અસલી ફોટા જ નીચે પાથર્યા હોય એવું દેખાતું હતું; આ દ્રશ્ય નવીન હતું....ગુરુદેવે
આદિનાથમંદિરમાં માંગળિક સંભળાવ્યું...અહીં પૂ. ગુરુદેવ પધારવાથી, અને પૂ. બેનશ્રીબેનના સમાગમથી
સુમિતબાઈ ખૂબ જ પ્રસન્ન થયા હતા. અહીં ગુરુદેવ પધારતાં અને સોનગઢ તથા સોલાપુર બંને આશ્રમના
બહેનોનું મિલન થતાં સોનગઢ જેવું વાતાવરણ લાગતું હતું. અહીં સાત સુંદર જિનમંદિરો છે...તેમાં રત્નત્રય
ભગવંતો વગેરેના સુંદર પ્રતિમાજી છે. ગુરુદેવનું પ્રવચન જૈન બોર્ડિંગમાં ખાસ મંડપમાં થતું હતું, પ્રવચનમાં
હજારો લોકો ઉત્સાહથી ભાગ લેતા હતા. રાત્રે શ્રાવિકાશ્રમના મંદિરમાં કમલાસન મહાવીરપ્રભુ સન્મુખ ભક્તિ
થઈ હતી...ભક્તિ વખતે આખું મંદિર અંદર તેમજ બહાર ચીક્કાર ભરાઈ ગયું હતું....ને પૂ. બેનશ્રીબેને વૈરાગ્ય
અને ઉલ્લાસથી ભરેલી ખૂબજ ભક્તિ કરાવી હતી. ભક્તિ પછી બંને આશ્રમના બહેનોએ પરસ્પર પરિચય કર્યો
હતો, તેમજ ભક્તિ પૂર્વક રાસ લીધો હતો તેમજ તાત્ત્વિક પ્રશ્નોત્તર થયા હતા. આ પ્રસંગે અરસપરસના
પરિચયથી બંને આશ્રમના બહેનોને ઘણી પ્રસન્નતા થઈ હતી.
ફાગણ સુદ તેરસની સવારે પ્રવચન બાદ જૈન બોર્ડિંગમાં ગુરુદેવના સ્વાગતનો સમારંભ થયો હતો. અને
બપોરે શ્રી આદિનાથ મંદિરમાં સુંદર ભક્તિ થઈ હતી; ભાવભીની ભક્તિમાં પૂ. બેનશ્રીબેનની તન્મયતા દેખીને
લોકો આશ્ચર્ય અને આનંદ પામ્યા. રાત્રે શ્રાવિકાશ્રમમાં સુંદર આધ્યાત્મિક તત્ત્વચર્ચા થઈ હતી, અને તત્ત્વચર્ચા
બાદ આશ્રમ તરફથી વિદ્યુલતાબેન શાહે (
B. A. B. T હેડ મીસ્ટ્રેસે) ઘણી લાગણી પૂર્વક ભાવભીનું અભારદર્શન
(મરાઠી ભાષામાં) કર્યું હતું; શ્રીમતી વિદ્યુલતાબેન બાલ બ્રહ્મચારી છે ને સોનગઢ પ્રત્યે ઘણો પ્રેમ ધરાવે છે.
આભાર દર્શનમાં તેમણે સોનગઢના આધ્યાત્મિક વાતાવરણની પ્રંશંસા કરી હતી, અને ગુરુદેવ સંઘ સહિત
સોલાપુર પધાર્યા તથા શ્રાવિકા આશ્રમમાં પધારીને તેઓશ્રીએ અધ્યાત્મચર્ચાનો લાભ આપ્યો તે બદલ ઘણી
પ્રસન્નતાથી તેમણે આભાર માન્યો હતો. તેમજ પૂ. બેનશ્રી–બેન (–ચંપાબેન તથા શાંતાબેન) ત્રણ દિવસ
આશ્રમમાં ઉતર્યા અને ભાવભીની ભક્તિ ચર્ચાનો ખૂબ લાભ આપ્યો તે બદલ તેમનો પણ આભાર માન્યો હતો.
પૂ. બેનશ્રીબેનના ત્રણ દિવસના સહવાસથી આશ્રમના બધા બહેનો ખૂબ પ્રભાવિત થયા હતા, અને તેઓશ્રીના
જ્ઞાન–શાંતિ–વૈરાગ્ય તથા

PDF/HTML Page 9 of 31
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૮૬
ભક્તિની તલ્લીનતાની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. પૂ. ગુરુદેવ અને બેનશ્રીબેન પધારતાં આશ્રમનું વાતાવરણ જ
પલટી ગયું હતું, ચારે કોર આનંદ ઉત્સવ અને અધ્યાત્મચર્ચાનું વાતાવરણ બની ગયું હતું. આશ્રમનું વાતાવરણ
સુંદર, આનંદી અને ઉલ્લાસભર્યું છે. પં. સુમતીબહેનની આગેવાનીમાં આશ્રમની દરેક બહેનો અને દરેક કાર્યકરો
ખૂબ જ પ્રેમ અને હોંસથી સંઘ સાથે ભળી જઈને આગતાસ્વાગતા કરતા હતા. ખરેખર સોલાપુરના બે દિવસો,–
અને તેમાં પણ રાજુલદેવી શ્રાવિકાશ્રમના બે દિવસો સંઘને બહુ યાદ રહેશે.
આ રીતે સોલાપુરનો કાર્યક્રમ પૂરો કરીને, ફાગણ સુદ ૧૪ ની સવારમાં ગુરુદેવે સંઘસહિત કુંથલગિરિ
સિદ્ધક્ષેત્ર તરફ પ્રસ્થાન કર્યું. આશ્રમવાસીઓએ ભાવભીની વિદાય આપી. બ્ર. સુમતીબેનને વિશેષ ભાવભીની
વિદાય આપી. બ્ર. સુમતીબેનને વિશેષ ભાવ થતાં તેઓ કુંથલગીરીની યાત્રા માટે સંઘની સાથે આવ્યા.
ધારાશિવની જૈન ગુફાઓ
સોલાપુરથી કુંથલગિરિ જતાં વચ્ચે ઉસ્માનાબાદથી ત્રણ માઈલ પર ધારાશિવની ગુફાઓ છે, તે જોવા
ગયા હતા. અહીં પર્વતમાં પ્રાચીન ગુફાઓ કોતરેલી છે. આ પ્રાચીન ગુફાઓ કરકંડુ રાજાએ કરાવેલી ગણાય છે,
અનેક ગુફાઓમાં જિનબિંબો બિરાજે છે...એક ગુફામાં પાણીની વાવડી પણ છે. ગુરુદેવ વગેરે ત્યાં ગુફાઓમાં
વહેલાં પહોંચી ગયા હતા...પાછળ રહેલા સેંકડો યાત્રિકો ગુરુદેવને અને ગુફાઓને શોધતા શોધતા ચારે કોર ઘૂમી
રહ્યા હતા...ગુફાવાસી ભગવંતોની શોધમાં આખા પર્વત ઉપર ભક્તો છૂટાછવાયા ફરી રહ્યા હતા. ભગવાનની
શોધમાં ફરીફરીને થાકેલા ભક્તોને ગુફામાં પ્રવેશતાં શાંતિ થઈ ને જિનેન્દ્ર ભગવંતના દર્શન કરતાં જ થાક ઉતરી
ગયો.... “હર્ષ પૂર્વક ભગવાનના દર્શન કરીને સૌએ ભક્તિ કરી...ગુફાઓનું વાતાવરણ બહુ શાંત છે....કોઈ કોઈ
ગુફા તો એવી શાંત છે કે અંદર પ્રવેશતાં જાણે કોઈ મહામુનિઓની સમીપમાં આવ્યા હોઈએ–એવી શાંતિ લાગે
છે. એક મોટી ગુફામાં લગભગ ૭ ફૂટ વિશાળ પાર્શ્વપ્રભુ બિરાજે છે.
ધારાશિવની જૈન ગુફાઓ જોઈને ઉસ્માનાબાદમાં
કુંથલગિરિનું સુંદર દ્રશ્ય

PDF/HTML Page 10 of 31
single page version

background image
ચૈત્રઃ ૨૪૮પઃ ૬અઃ
પારસપ્રભુ વગેરેના દર્શન કરીને કુંથલગિરિ
તરફ પ્રસ્થાન કર્યું......ગુરુદેવ
ઉસ્માનાબાદમાં રોકાયા હતા અને ત્યાં
પ્રવચન કર્યા બાદ કુંથલગિરિ પધાર્યા.
કુંથલગિરિ સિદ્ધક્ષેત્ર
દૂરદૂરથી આ સિદ્ધક્ષેત્રના દર્શન થતાં
આનંદ થાય છે.. સિદ્ધિધામ બહુ રળિયામણું
છે... તીર્થક્ષેત્રને લગભગ અર્ધચકરાવો
લઈને ગુરુદેવની મોટર આવી પહોંચતાં
ભાવભીનું સ્વાગત થયું.... બ્રહ્મચર્યાશ્રમના
વિદ્યાર્થીઓએ સંસ્કૃતમાં સ્વાગત ગીત
ગાયું......ત્યારબાદ જિનેન્દ્ર ભગવાનના
દર્શન કરીને, સમન્તભદ્ર મહારાજ સાથે
ગુરુદેવનું મિલન થયું અને પ્રસન્ન વાતાવરણ
વચ્ચે લગભગ એક કલાક સુધી પ્રેમભરી
વાતચીત થઈ. વાતચીત દરમીયાન
મહારાજજીએ પ્રમોદથી કહ્યુ્રં કે તમે આત્માનું
સાધ્યું છે; અને તમે અહીં આવ્યા છો તો
અમને લાભ મળવો જોઈએ. અહીં
કટનીવાળા પં. જગન્મોહનલાલજી શાસ્ત્રી
પણ આવ્યા હતા અને ગુરુદેવ સાથે
વાતચીતથી ખૂબ પ્રસન્ન થયા હતા.
આ કુંથલગિરિ–સિદ્ધિધામથી
દેશભૂષણ, કુલભૂષણ આદિ કરોડો મુનિવરો
મુક્તિ પામ્યા છે... પર્વત નાનકડો રળિયામણો
છે.....તળેટીમાં પાંચ તથા પર્વત ઉપર ચાર
એમ કુલ ૯ જિનમંદિરો છે.... ઉપરના મુખ્ય
મંદિરમાં દેશભૂષણ–કુલભૂષણ મુનિવરોના
અતિ ભાવવાહી ખડગાસન પ્રતિમા બિરાજે
છે– જાણે ક્ષપકશ્રેણી માંડીને હમણાં જ
કેવળજ્ઞાન પામતા હોય–એવા ભાવ તેમના
દર્શન કરતાં ભક્તોને જાગે છે. આ મંદિરના
ઉપરના ભાગમાં સીમંધર ભગવાન બિરાજે
છે....નીચેના મંદિરમાં અતિભાવવાહી
રત્નત્રય ભગવંતો બિરાજે છે.
કુંથલગિરિના રત્નત્રય ભગવંતો
ઘણા ભક્તો ફા. સુ. ૧૪ની સાંજે જ ઉપર જઈને દર્શન કરી આવ્યા હતા. રાત્રે જિનમંદિરમાં રત્નત્રય
ભગવંતો સન્મુખ ખૂબ ભાવવાહી ભક્તિ થઈ હતી. સિદ્ધક્ષેત્રમાં પૂ. બેનશ્રીબેનની વૈરાગ્યમય ભક્તિ દેખીને સૌને
આનંદ થતો હતો.–
આજ અમોલક અવસર આયા......
રત્નત્રય પ્રભુ દર્શન પાયા.........
ગુરુદેવ સાથે યાત્રા પાયા........

PDF/HTML Page 11 of 31
single page version

background image
ઃ ૬ બઃ આત્મધર્મઃ ૧૮૬
મુનિવર સિદ્ધિધામ નીરખ...મૈં આનંદ પાયા રે.
હાં....હાં
મૈં આનંદ પાયા રે.....
ઇત્યાદિ પ્રકારે પૂ. બેનશ્રીબેન ગુરુદેવ સાથેની
.
ફાગણ સુદ પૂર્ણિમા
સવારમાં ૬ાા વાગે પૂ. ગુરુદેવ સંઘસહિત
કુંથલગિરિ સિદ્ધક્ષેત્રની યાત્રા માટે ચાલ્યા....આજે પૂ.
ગુરુદેવ પણ ચાલીને યાત્રા કરતા હતા તેથી ગુરુદેવ સાથે
યાત્રામાં ભક્તોને વિશેષ આનંદ આવતો હતો. દસેક
મિનિટમાં પર્વત ઉપર પહોંચી ગયા....ઘણા
ભક્તિભાવપૂર્વક દર્શન–પૂજન–અભિષેક અને ભક્તિ કર્યા.
કુંથલગિરિપૂજન તથા સિદ્ધપૂજન બાદ ગુરુદેવે ભક્તિ
ગવડાવી. દેશભૂષણ અને કુલભૂષણ મુનિવરોની ભક્તિ
કરાવતાં કરાવતાં વચ્ચે પ્રમોદથી ગુરુદેવે કહ્યું કેઃ ‘દેશ’
એટલે અસંખ્યપ્રદેશ; તેનું ‘ભૂષણ’ એટલે શોભા; અર્થાત્
અસંખ્ય પ્રદેશી પવિત્ર ચૈતન્યધામ તે ‘દેશભૂષણ’ છે;
અને ‘કુલભૂષણ’ એટલે અનંત ગુણરૂપી કુળથી શોભતો
એવો આત્મા, તેની આરાધના (શ્રદ્ધા–જ્ઞાન–રમણતા) તે
ખરી યાત્રા છે.
અહીં ગુરુદેવની ભક્તિ અને ભાવભીના ઉદ્ગારો
સાંભળીને યાત્રામાં સૌને ઘણો ઉલ્લાસ આવ્યો...
કુંથલગિરિ પર્વત ઉપર મુનિવરો પાસે પૂ. ગુરુદેવ
વંદો વંદો જી....હાં હાં વંદો વંદો જી.
કુંથલગિરિ તીરથ,
દેશભૂષણ મોક્ષ ગયે....
કુલભૂષણ મોક્ષ ગયે...
ઇત્યાદિ ભક્તિ થઈ હતી.
યાત્રા બાદ નીચે ઉતરતાં વચ્ચે નંદીશ્વર–મંદિર આવ્યું...આજે નંદીશ્વર અષ્ટાહ્નિકાના છેલ્લા દિવસે
સિદ્ધિધામમાં ગુરુદેવ સાથે નંદીશ્વરમંદિરના દર્શન–યાત્રા કરતાં બેનશ્રીબેન વગેરે સૌને ઘણો હર્ષ થયો....
બપોરે ગુરુદેવના પ્રવચન બાદ ત્યાં સિદ્ધિધામની સન્મુખ ભક્તિ થઈઃ
ભવિ ભાવે કુંથલગિરિ આવો સિદ્ધક્ષેત્ર જોવાને,
ભવિ ભાવે આ તીર્થધામ આવો...સુનિધામ જોવાને.....
રાત્રે સુંદર તત્ત્વચર્ચા થઈ હતી, તેમાં અનેકવિધ પ્રશ્નો ચર્ચાયા હતા.
ફાગણ વદ એકમ
પૂ. ગુરુદેવને ભાવ આવતાં આજે સિદ્ધક્ષેત્રની બીજી યાત્રા થઈ...ત્રણ પૂજન બાદ મુનિવરોની
ઉલ્લાસપૂર્ણ ભક્તિ થઈ...ભક્તિ બાદ મુનિવરોની ચરણપાદુકાનો અભિષેક ઘણા ભક્તોએ કર્યો. આનંદથી યાત્રા
કરીને સૌ ગાતાં ગાતાં નીચે આવ્યા......યાત્રા બાદ ગુરુદેવે ખાસ પ્રવચન

PDF/HTML Page 12 of 31
single page version

background image
ચૈત્રઃ ૨૪૮પઃ ૬ કઃ
ઈલોરાની ગુફા
કર્યું.....ત્યારબાદ આહારદાન–પ્રસંગ દર્શનીય હતો....બપોરે ૧ થી ૨ાા જાતિસ્મરણ, સમ્યગ્દર્શન વગેરે સંબંધી ખૂબ
તત્ત્વચર્ચા થઈ....ત્યારબાદ પ્રવચન થયું અને સાંજે પાંચ વાગે ગુરુદેવે કુંથલગિરીથી ઔરંગાબાદ પ્રસ્થાન કર્યું.
(વચ્ચે કચનેરા ગામે રોકાયા. ત્યાં પાર્શ્વનાથ ભગવાન તથા વીસવિહરમાન ભગવંતો વગેરેનાં દર્શન કર્યાં.)
કુંથલગિરિ સિદ્ધક્ષેત્રમાં રાત્રે પૂ. બેનશ્રીબેને ભક્તિ કરાવી, તથા રાત્રે ફરીને પર્વત ઉપર દર્શન કરવા ગયા...ત્યાં
મુનિપરિણતિ, સમ્યગ્દર્શન, જાત્રાનો હેતુ વગેરે બાબતમાં સુંદર વાતચીત થઈ.....ફરી ફરીને સંતો સાથે આ
સિદ્ધિધામની યાત્રા થઈ તેના ઉલ્લાસમાં ભક્તોએ ધર્મશાળામાં રાસપૂર્વક ખૂબ જ ભક્તિ કરીને પોતાનો હર્ષ
વ્યક્ત કર્યો.
કુંથલગિરિ સિદ્ધિધામની અપૂર્વ યાત્રા કરાવનાર ગુરુદેવને નમસ્કાર હો
ઔરંગાબાદ
ફાગણ વદ બીજે સવારમાં કુંથલગિરિ સિદ્ધિધામના ફરી ફરી દર્શન કરીને યાત્રિકોએ ઔરંગાબાદ તરફ
પ્રસ્થાન કર્યું.....વચ્ચે કચનેરા ગામે દર્શન તથા ભોજનનો કાર્યક્રમ હતો, પરંતુ રસ્તો વિશેષ ખરાબ હોવાથી ત્યાં
જઈ શક્યા ન હતા, ને કચનેરાથી પાંચ માઈલ દૂર જંગલમાં ઝાડ નીચે જ યાત્રિકોએ ભોજન કર્યું હતું, ને ચાર
વાગે ઔરંગાબાદ પહોંચી ગયા હતા. ઔરંગાબાદ આવતાં વચ્ચે અડુલ ગામે સુંદર ગુલાબી પાષાણના ખૂબ જ
ચમકદાર મહાવીર પ્રભુના દર્શન કરીને ગુરુદેવ પ્રસન્ન થયા. ઔરંગાબાદમાં પાંચ જિનમંદિરોનાં દર્શન કર્યા.
ઈલોરાની ગુફાઓ (તા. ૨૭ માર્ચઃ ફાગણ વદ ત્રીજ)
સવારમાં ઈલોરાની ગૂફાઓ જોવા ગયા...ગૂફા નં. ૩૦ થી ૩૪ જૈન ગૂફાઓ છે, તેમાં બાહુબલીનાથ,
પાર્શ્વનાથ વગેરે ભગવંતોના સેંકડો પ્રતિમાઓ ગૂફામાં કોતરેલા છે....તેમજ બીજી પણ ખૂબ કારીગરી છે.
પર્વતમાં જ કોતરેલી ભવ્ય અને ઊંડી ગુફાઓ તેમજ

PDF/HTML Page 13 of 31
single page version

background image
ઃ ૬ ડઃ આત્મધર્મઃ ૧૮૬
જિનબિંબો જોઈને ગુરુદેવ વગેરે સૌ પ્રસન્ન થયા....ગૂફામાં પ્રાચીન ચિત્રો પણ છે. બીજી પણ અનેક ગૂફાઓ છે;
ગૂફાઓ જોયા બાદ પાછા ઔરંગાબાદ આવી ગયા હતા, અને રાત્રે યાત્રાસંઘની સભા ભરાણી હતી.
ફા. વદ ચોથે સવારમાં ઔરંગાબાદથી પ્રસ્થાન કરીને અજંટાની ગૂફાઓનું અવલોકન કર્યું... અહીં ખાસ
કરીને બોદ્ધોની જ ગૂફાઓ છે. ગૂફાઓ જોયા બાદ એક માઈલ દૂર વચ્ચે એક મીલના કમ્પાઉન્ડમાં સંઘે ભોજન
કર્યું.......ને સાંજે જલગાંવ પહોંચી ગયા.....અહીં એક જિનમંદિર અને બે ગૃહચૈત્ય છે.
જલગાંવ શહેર (તા. ૨૯–૩–પ૯)
સવારમાં ગુરુદેવ પધારતાં સુંદર સ્વાગત થયું.....સ્વાગતમાં તેમજ સંઘની વ્યવસ્થામાં શહેરના ત્રણે
ફિરકાના જૈન ભાઈઓએ સંયુક્ત થઈને ઉત્સાહથી ભાગ લીધો હતો. માંગળિક પ્રવચન બાદ શેઠ જયંતિલાલ
અમુલકચંદ દોશીએ સ્વાગત–પ્રવચન કરતાં કહ્યું કે જલગાંવ શહેરમાં ત્રણે ફિરકાના જૈનો ભેગા મળીને પૂ. શ્રી
કાનજીસ્વામીનું સ્વાગત કરતાં અમને ઘણો હર્ષ થાય છે અને પૂ. કાનજીસ્વામી અહીં પધાર્યાં તેને અમે
જલગાંવનું મહાભાગ્ય સમજીએ છીએ. આ ઉપરાંત શેઠ ભીખમચંદજી જૈન પણ જલગાંવની જનતા તરફથી
સ્વાગત–પ્રવચન કરતાં કહ્યું કે સૌરાષ્ટ્રમાં મહાન ધર્મક્રાંતિ કરનાર આધ્યાત્મિક સંત જલગાંવના આંગણે પધાર્યા
છે તે જલગાંવની જનતાનું મહાભાગ્ય છે, જલગાંવની જનતા તરફથી હું આપનું સ્વાગત કરું છું. સંઘના
સ્વાગતમાં તેમજ પ્રવચનાદિમાં જલગાંવની જનતાએ ઘણો ઉત્સાહ બતાવ્યો હતો. બપોરે પ્રવચન બાદ ભાઈ શ્રી
આનંદીલાલભાઈએ ઘણી લાગણીથી ગુરુદેવનો આભાર માનીને ભક્તિભાવના વ્યક્ત કરી હતી. અહીંથી સાંજે
પ્રસ્થાન કરીને સંઘ મલકાપુર આવ્યો હતો. મલકાપુરના ભાઈઓએ ઘણા જ વાત્સલ્યપૂર્વક ઉમળકાથી સંઘના
સ્વાગતની વ્યવસ્થા કરી હતી.
મલકાપુર (તા. ૩૦–૩–પ૯)
સવારમાં ગુરુદેવ પધારતાં ‘જિનશાસનમંડપ’ માં ગુરુદેવના હાથે ધર્મધ્વજ લહેરાવીને ધ્વજવંદન
થયું...ત્યારબાદ ભવ્ય સ્વાગત નીકળ્‌યું...ત્રણે ફીરકાના જૈનો ઉપરાંત અનેક નગરજનોએ સ્વાગતમાં
ભાગ લીધો હતો. સીમંધરદ્વાર, મહાવીરદ્વાર, ચંદ્રનાથદ્વાર, સુમતિનાથદ્વાર, પાર્શ્વનાથદ્વાર, કુંદકુંદદ્વાર,
તીર્થભક્તદ્વાર, કાનજીસ્વામીદ્વાર વગેરે અનેક દ્વારોમાંથી પસાર થઈને સ્વાગત સુસજ્જિત જિનમંડપમાં
આવ્યું. ગુરુદેવના પ્રવચનાદિ માટે આ ખાસ મંડપ બાંધવામાં આવ્યો હતો. સ્વાગત ઘણું ઉલ્લાસભર્યું
હતું, અહીં ગુરુદેવનો લાભ લેવા માટે સેંકડો માઈલ દૂરદૂરથી ઘણા લોકો આવ્યા હતા. બપોરે ગુરુદેવને
અભિનંદનપત્ર અર્પણ થયું.
ફાગણ વદ ૭ ની સવારે જિનમંદિરમાં સમૂહપૂજન થયું. અહીં બે જિનમંદિર છે; એક જિનમંદિરમાં
મહાવીરપ્રભુના અતિભવ્ય મોટા પ્રતિમાજી બિરાજે છે તે સૌરાષ્ટ્રમાં વીંછીયામાં પૂ. ગુરુદેવના હસ્તે પ્રતિષ્ઠા
થઈને અહીં આવેલા છે. અહીં ગુરુદેવના ઉપદેશથી પ્રભાવિત થઈને બે કુમારભાઈઓએ બ્રહ્મચર્યપ્રતિજ્ઞા
લેવાની ભાવના બતાવી હતી. આ ઉપરાંત નથુશા, રૂપચંદશા અને નેમિચંદશા એ ત્રણે ભાઈઓએ તેમજ
કચરૂશા રામુશાએ ગુરુદેવ પાસે સજોડે બહ્મચર્યપ્રતિજ્ઞા લીધી હતી. જિનશાસનમંડપમાં પૂ. બેનશ્રીબેને
ભક્તિ કરાવી હતી. બપોરે એક સમારંભ કરીને અહીંના મહિલાસમાજે પૂ. બેનશ્રીબેન (ચંપાબેન–
શાંતાબેન) ને અભિનંદનપત્ર આપ્યું હતું. આમ બે દિવસ દરમિયાન ઉલ્લાસપૂર્વક અનેકવિધ કાર્યક્રમો
યોજાયા હતા......
શિરપુરઅંતરીક્ષ પાર્શ્વનાથ
“પૂ. શ્રી કાનજીસ્વામી દિ. જૈના તીર્થયાત્રા સંઘ” ૨પ૦ જેટલા યાત્રિકો સહિત દક્ષિણના તીર્થધામોની
યાત્રા કરીને હવે વિદર્ભદેશમાં વિચરી રહ્યો છે. તા. ૧–૪–પ૯ ના રોજ મલકાપુરથી પ્રસ્થાન કરી, વચ્ચે
ખામગાંવમાં ચાપાણી પીને સંઘ શિરપુર આવી પહોચ્યો. આકોલા–બાસીમ વગેરે સો–સો માઈલ દૂરથી હજારો
માણસો ગુરુદેવનો લાભ લેવા આવ્યા હતા. અહીં એક મંદિરમાં પાર્શ્વનાથ આદિ ભગવંતો બિરાજે છે. ભોંયરામાં
પાર્શ્વપ્રભુના પ્રતિમા છે, તેના બે ખુણાનો જરાક ભાગ જમીનને સ્પર્શે છે,–તે ભગવાન ‘અંતરીક્ષ પાર્શ્વનાથ’
તરીકે ઓળખાય છે, તેમના દર્શન પૂજન માટે દિંગબર અને

PDF/HTML Page 14 of 31
single page version

background image
ચૈત્રઃ ૨૪૮પઃ ૬ ઈઃ
શ્વેતાંબરનો અમુક અમુક ટાઈમનો વારો છે. બપોરે ૧૨ાા વાગતાં ગુરુદેવ સાથે ભક્તો દર્શન કરવા આવ્યા અને
પૂજન ભક્તિ કર્યાં.
બપોરે પ્રવચનમાં ત્રણ હજાર જેટલા માણસો હતા. આસપાસના ગામોથી ગાડાં જોડી જોડીને હજારો
માણસો આવ્યા હતા. પ્રવચન બાદ ગુરુદેવને અભિનંદન પત્રો અપાયા. સોનગઢ પ્રત્યે પ્રેમ ધરાવનાર એક
ભાઈએ “પરમ પારિણામિક ભાવની જે” બોલાવી હતી. શિરપુરમાં બીજું એક પ્રાચીન દિગંબર જિનમંદિર છે.
ત્યાં દર્શન કરીને સંઘે પ્રસ્થાન કર્યું ને રાત્રે કારંજા પહોંચ્યાં. કારંજા તરફ આવતાં વચ્ચે બાસીમમાં ગુરુદેવનું
સ્વાગત કર્યું અને ગુરુદેવે ત્યાંના પ્રાચીન મંદિરોમાં અમીઝરા પાર્શ્વનાથ વગેરેનાં દર્શન કર્યા.
કારંજા (તા. ૨–૪–પ૯)
ફાગણ વદ દસમના મંગલદિને પૂ. ગુરુદેવ કારંજા પધારતાં ભાવભીનું ભવ્ય સ્વાગત થયું. અહીં સ્વાગત
વખતે જીપ–મોટરમાં ગુરુદેવનું દ્રશ્ય ઘણું શોભતું હતું.
કારંજામાં ૩ દિગંબર જિનમંદિરો છે, ત્રણે મંદિરો સુંદર છે, તેમાં સેંકડો ભાવવાહી ભગવંતો બિરાજે છે.
એક મંદિરમાં રત્ન, પન્ના, નીલમ, ગરૂડ–મણિ, સુવર્ણ, ચાંદી, સ્ફટિક વગેરેના પ્રતિમાઓ છે, અને ભોંયરામાં
પાર્શ્વનાથાદિ ભગવંતો બિરાજે છે. બીજા મંદિરમાં શાસ્ત્રભંડાર છે. આ ઉપરાંત મહાવીર બ્રહ્મચર્યાશ્રમમાં પણ
જિનમંદિર છે, તેમાં મહાવીરાદિ ભગવંતોના મનોજ્ઞ પ્રતિમાઓ બિરાજે છે, તેમજ રત્ન વગેરેના પ્રતિમાઓ તથા
ધવલ–જયધવલની હસ્તલિખિત પ્રતોપણ છે. આ બહ્મચર્યાશ્રમમાં ગુરુદેવના સ્વાગતનો સમારોહ થયો હતો
અને ગુરુદેવે ત્યાં ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ સમક્ષ ૧૦ મિનિટ પ્રવચન કર્યું હતું. અહીં સંઘની વ્યવસ્થામાં
ગુજરાતી ભાઈઓએ પણ ભાગ લીધો હતો. અહીંનો સમાજ સ્વાધ્યાયનો પ્રેમી છે અને ગુરુદેવના પ્રવચનો
સાંભળવા માટે ઘણો રસ ધરાવે છે. પ્રવચનમાં ૩–૪ હજાર માણસો થયા હતા. પં. ધન્યકુમારજીએ સ્વાગત–
અભિનંદનનું પ્રવચન કર્યું હતું. રાત્રે સમ્યગ્દર્શન વગેરે સંબંધી અધ્યાત્મરસ ભરપૂર તત્ત્વચર્ચા થઈ હતી.
ત્યારબાદ મહિલાશ્રમના ચૈત્યાલયમાં શાંતિનાથ પ્રભુની સન્મુખ પૂ. બેનશ્રીબેને સરસ ભક્તિ કરાવી હતી.
આજના મંગલદિને ભક્તિ કરતાં ભક્તોને ઘણો આનંદ થતો હતો. માત્ર એક દિવસના કાર્યક્રમમાં કારંજાના
સમાજે ઘણા પ્રેમપૂર્વક લાભ લીધો હતો; અને અહીં એક દિવસ વધારે રહેવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો, છેવટ
એક કલાક વધારે રોકાઈને પણ એક પ્રવચન આપવા વિનંતિ કરી હતી. અહીંના સમાજનો તત્ત્વશ્રવણનો પ્રેમ
જોતાં અહીંને માટે એક દિવસ ઓછો ગણાય; પરંતુ આગળના કાર્યક્રમો નક્કી થઈ ગયા હોવાથી રોકાઈ શકાય
તેમ ન હતું. અગાસમાં બિરાજમાન શ્રીચંદ્રપ્રભુ ભગવાનના પ્રતિમા આ કારંજાના મંદિરથી આવેલા છે.
મહિલાશ્રમમાં પૂ. ગુરુદેવ પધાર્યા હતા અને પાંચ પાંચ વર્ષની નાની બાળાઓએ અધ્યાત્મ ગીતવડે સ્વાગત કર્યું
હતું.
પરતવાડા (એલચપુર)
ફા. વદ ૧૧ના રોજ સવારમાં પ્રસ્થાન કરીને પરતવાડા (એલચપુર) માં શેઠ ગેંદાલાલજી વગેરેના ખાસ
આગ્રહથી સંઘ ત્યાં ભોજન માટે રોકાયો; ગુરુદેવનું સુંદર સ્વાગત થયું....શ્યામ થીએટરમાં પ્રવચન થયું, તેમાં
બહારગામના સેંકડો માણસો આવ્યા હતા. પ્રવચન બાદ ગુરુદેવ મુક્તાગિરિ પધારતાં પૂ. બેનશ્રીબેન વગેરે
ભક્તજનોએ ભાવભીનું સ્વાગત કર્યું અને કેટલાક ભક્તો સાંજે પર્વત ઉપર જઈને સિદ્ધક્ષેત્રનાં દર્શન કરી
આવ્યા.
મુક્તાગિરિ–સિદ્ધક્ષેત્ર
મુક્તાગિરિ રળિયામણું, પ્રાચીન સૌદર્યથી ભરપૂર સિદ્ધક્ષેત્ર છે, ૩ાા કરોડ મુનિવરો અહીંથી સિદ્ધિ પામ્યા
છે. રમણીય પર્વત ઉપર પ૧ જિનાલયો છે; કોઈ કોઈ જિનાલયો તો પર્વતની ગૂફામાં છે...દસ નંબરનું મંદિર
પર્વતની વિસ્તૃત ગૂફામાં જ કોતરેલું છે, ચારે તરફ દિવાલોમાં પણ જિનબિંબ કોતરેલા છે, ને વર્ષાઋતુમાં
લગભગ ૨૦૦ ફૂટ ઊંચેથી પડતો પાણીનો ધોધ પ્રાકૃતિક સૌંદર્યથી જિનમંદિરને શોભાવે છે. ફાગણ વદ ૧૨ની
સવારમાં આવા આ સિદ્ધિધામની યાત્રા ગુરુદેવ સાથે શરૂ થઈ. શરૂઆતના ૧૦ મંદિરો બાદ ૧૧ થી ૨૬ મંદિરો
એક વિશાળ ચોકમાં છે. તેમાં એક મંદિરમાં બાહુબલિ ભગવાન (દસેક ફૂટના) બિરાજે છે. નં. ૨પનું મંદિર ખૂબ
પ્રાચીન છે ને હાલ તેમાં પાર્શ્વનાથપ્રભુના પ્રાચીન પ્રતિમા બિરાજે છે, તે ઉપરાંત દિવાલોમાં પણ

PDF/HTML Page 15 of 31
single page version

background image
ઃ ૬ કઃ આત્મધર્મઃ ૧૮૬
૨૪ ભગવંતો વગેરે કોતરેલ છે. આ મંદિરમાં બેસીને ગુરુદેવ સાથે સૌએ તીર્થપૂજન (મુક્તાગિરિ સિદ્ધક્ષેત્રનું પૂજન)
કર્યું. ૩૧ થી ૩પ મંદિરો પર્વતની ટોચ ઉપર છે, તેમાં અહીંથી મોક્ષ પામેલા મુનિવરોનાં ચરણપાદુકા વગેરે છે. અહીંનું
દ્રશ્ય ઘણું શાંત ને રળિયામણું છે. અહીં દર્શન કરીને ભક્તિ ગાતાં ગાતાં સૌ નીચે ઉતર્યાં....કોઈ મંદિરોમાં રત્નત્રય
ભગવંતો બિરાજે છે. ૪૮ તથા ૪૯ નંબરના મંદિરો પર્વતની ગુફામાં આવેલાં છે, જાણે કે પર્વત પોતાના હૃદયમાં
જિનેશ્વર ભગવાનને સ્થાપીને ધ્યાવતો હોય તેમ એ ગુફામાં ૮ ફૂટ ઉન્નત પ્રાચીન ભગવંતો બિરાજે છે. તે પ્રભુજી પાસે
જવા માટે લાંબી–ઊંડી ગુફામાંથી પસાર થવું પડે છે....ત્યાંથી પસાર થતી વખતે સંસારનું વાતાવરણ તદ્ન ભૂલાઈ
જાય છે....માત્ર એક ભગવાનનું જ ધ્યાન રહે છે.....ને થોડી જ વારમાં ભગવાનનો સાક્ષાત્કાર થતાં ભક્તહૃદય
પ્રફુલ્લિત અને આનંદિત થઈને ઘડીભર ત્યાં જ થંભી જાય છે. જિનેન્દ્રદર્શન માટે ગુરુદેવ સાથે ગુફાવિહાર કરતાં
ભક્તોને આનંદ થયો....ને જ્યારે ગુરુદેવના પ્રતાપે ભગવાનને નીહળ્‌યા ત્યારે મુમુક્ષુ હૃદયમાંથી એવી ભાવનાના
ભણકાર ઉઠયા કે
હૈ જિનવર! તુજ ચરણકમળના
ભ્રમર શ્રી કહાન પ્રતાપે,
‘જિન’ પામ્યો..... ‘નિજ’ પામું અહો,
મુજ કાજ પૂરા સહુ થાય”
ગૂફાના મંદિરોમાં ૨૪ ભગવંતો વગેરેનાં દર્શન કરતાં પણ આનંદ થયો.....ત્યારબાદ બહાર આવીને મંદિરના
ચોકમાં સૌ બેઠા......ને ગુરુદેવે યાત્રા સંબંધી પ્રસન્નતા વ્યક્ત કરી...પૂ. બેનશ્રીબેને થોડીવાર મુનિવરોની ભક્તિ કરાવી.
સાઢે તીન ક્રોડ મુનિ મુક્તાગીરમેં
જાકે રાગદ્વેષ નહીં મનમેં......
ઐસે મુનિ કો મૈં નિતપ્રતિ ધ્યાવું......
એ જી દેત ઢોક ચરણનમેં......
આ પ્રમાણે આનંદ–ઉલ્લાસપૂર્વક જાત્રા–પૂજા–ભક્તિ કરીને મંગળગીત ગાતાં ગાતાં સૌ નીચે આવ્યા...
મુક્તાગીરી મુક્તિધામથી
મુક્તિ પ્રાપ્ત સંતોને નમસ્કાર હો....
મુક્તાગીરીની મંગલયાત્રા કરાવનાર
ગુરુદેવને નમસ્કાર હો...........
મુક્તાગીરીમાં ભોજનાદિની વ્યવસ્થા અમરાવતીના શેઠ નથુસાબ પાસુશાબ (–જેઓ આ ક્ષેત્રના અધ્યક્ષ છે)
તેમના તરફથી કરવામાં આવી હતી.
પર્વતની તળેટીમાં જ વિશાળ ધર્મશાળા છે ને તેમાં વિશાળ જિનાલય છે. તેમાં વચ્ચે રજત–સુવર્ણના ભવ્ય
સિંહાસનમાં આદિનાથ પ્રભુ શોભી રહ્યા છે....ત્યાં ઘણા ઉલ્લાસપૂર્વક ભક્તિ થઈ હતી...મુક્તાગિરિની યાત્રા પછી
ભાવભીની ભક્તિ કરતાં ભક્તોને આનંદ થતો હતો.
મૈં તેરે ઢીગ આયા રે....મુનિવર કે ઢીગ આયા....
મૈં તેરે ઢીગ આયા રે...સિદ્ધપ્રભુ ઢીગ આયા....
મૈં તેરે ઢીગ આયા રે....મુક્તાગિરિધામ આયા.....
મૈં તેરે ઢીગ આયા રે.....ગુરુવર કે સાથ આયા.....
ગુરુવર કે સાથ આયા રે...મૈં મુક્તાગિરિમેં આયા..
ઇત્યાદિ પ્રકારે અંતરભાવો ખોલીખોલીને પૂ. બેનશ્રીબેન ભક્તિ કરાવતા હતા. ઘણા આનંદથી સુંદર ભક્તિ
થઈ હતી; ત્યારબાદ પ્રવચનદ્વારા ગુરુદેવે મુક્તાગીરી ધામમાં મુક્તિનો માર્ગ દેખાડયો હતો.
પ્રવચન બાદ ઉત્સાહી કાર્યકર ભાઈશ્રી બાબુરાવજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કેઃ આ કાળમાં આવા
અધ્યાત્મતત્ત્વનું નિરૂપણ કરનાર સંતને, આવાં મુક્તિધામમાં દેખીને અમે અમારું અહોભાગ્ય સમજીએ છીએ. હું
સોનગઢ આવ્યો ત્યારે મને થયું કે અહીં ચતુર્થકાળ વર્તે છે... ચતુર્થકાલમાં સમોસરણ હતું, મેં પણ સોનગઢમાં
સમોસરણ દેખ્યું....સમોસરણમેં દિવ્યધ્વનિ હોતી હૈ, વહાં પર ભી મૈંને વોહી ભગવાન કી દિવ્ય ધ્વનિકા સાર ગુરુદેવકે
મુખસે સુના...હવે હું એક સ્તુતિકે દ્વારા સોનગઢ પ્રત્યેના અને ગુરુદેવ પ્રત્યેના મારા ભક્તિભાવ વ્યક્ત કરું છું–આમ
કહીને તેમણે “જય ગુરુદેવ....શ્રી કહાન ગુરુદેવ” ઇત્યાદિ કાવ્ય ગાયું હતું.

PDF/HTML Page 16 of 31
single page version

background image
ચૈત્રઃ ૨૪૮પઃ ૬ ડઃ
ત્યારબાદ ક્ષેત્રની વ્યવસ્થા કમિટી તરફથી આભાર પ્રદર્શન કરતાં કહ્યું કેઃ પૂ. શ્રી કાનજીસ્વામી
મુક્તાગીરી પધારી રહ્યા છે એ સાંભળીને અમે પાંચ માસથી ચાતકની જેમ રાહ જોતા હતા....આજે તેમના દર્શન
પામીને અમે ધન્ય થયા છીએ...તેઓએ સ્વાનુભૂતિનો ઉપદેશ સમજાવીને ભવભવના રોગીને દવા આપી
છે....તેઓશ્રી ફરીને પણ આ તીર્થક્ષેત્રમાં પધારીને અમને દર્શન આપે–એવી પ્રાર્થના છે....
ગુરુદેવનો લાભ લેવા માટે આસપાસના અનેક ગામોથી સેંકડો માણસો અહીં આવ્યા હતા. હીવરખેડના
શેઠ શ્રી શાંતિજી બંડ જૈન પણ ઉલ્લાસભર્યા સ્વાગત–પ્રવચનદ્વારા ગુરુદેવનું ભાવભીનું સન્માન કર્યું હતું.
અહીંથી પ્રસ્થાન કરીને ગુરુદેવ પરતવાડા રોકાયા હતા...મુક્તાગીરી રાત્રે સુંદર ભક્તિ થઈ
હતી....સિદ્ધિધામમાં સાધકસંતોના ભાવ સહેજે ઉલ્લસી જતા હતા–
ગુરુદેવ સાથે યાત્રા આજ...
વાહ વા જી...વાહ વાહ!
સિદ્ધપ્રભુજી દેખ્યા આજ...
વાહ વા જી...વાહ વાહ!
સિદ્ધપ્રભુ પાસે આવ્યા આજ....
વાહ વા જી...વાહ વાહ!
સિદ્ધપદને પાયા આજ......
વાહ વા જી...વાહ વાહ!
આવી ઉલ્લાસભરી ભક્તિ થતી હતી, અને,–
આજ હમ ગુરુદેવ તુમ્હારી સાથે આયે.....
આજ હમ મુનિરાજ તુમ્હારી પાસે આયે....
આજ હમ સિદ્ધપ્રભુજી તુમ્હારી પાસે આયે.......
ઇત્યાદિ પ્રકારે પૂ. બેનશ્રીબેન પોતાનો યાત્રા સંબંધી ઉલ્લાસ અને ભાવના વ્યક્ત કરતા હતા.
અમરાવતી થઈને નાગપુર તરફ
ફાગણ વદ ૧૩ ની સવારમાં સિદ્ધિધામના દર્શન કરીને સંઘે અમરાવતી પ્રસ્થાન કર્યું...વચ્ચે ભાતકુલી
ગામે પધારીને ગુરુદેવે આદિનાથ વગેરે પ્રાચીન જિનબિંબોના દર્શન કર્યા. અમરાવતીમાં દિ. જૈન સમાજે તેમજ
ગુજરાતી ભાઈઓએ ઉત્સાહથી ગુરુદેવનું સ્વાગત કર્યું. અહીં પાંચ જિનમંદિરો છે. મંદિરોના દર્શન તથા
ભોજનાદિ બાદ સાંજે સંઘે નાગપુર તરફ પ્રસ્થાન કર્યું....લાંબી મુસાફરીમાં પૂ. બેનશ્રીબેન કોઈવાર બસમાં બેસે
ત્યારે અદ્ભુત આત્મસ્પર્શી ભક્તિ કરાવતા હતા.....અને ભક્તો ભક્તિમાં એવા તલ્લીન બની જતા કે ‘બસમાં
બેઠા છીએ’ એ ભૂલી જતા...ને જાણે કે ભગવાનની પાસે જ બેઠા છીએ–એમ ભક્તિના આનંદમાં લયલીન બની
જતાં....ભક્તિ કરતાં કરતાં અનેક માઈલોનો લાંબો પ્રવાસ ક્યારે પૂરો થઈ જતો–તેની પણ ખબર પડતી ન
હતી. આમ ભક્તિ વગેરે દ્વારા પૂ. બેનશ્રીબેન સૌ બાળકોને આનંદ કરાવતા હતા..
અત્યારે આપણો યાત્રાસંઘ અમરાવતીથી નાગપુર તરફ જઈ રહ્યો છે...પૂ. બેનશ્રીબેન પણ સાથે જ છે.
વિધવિધ ભક્તિના નાદથી ગાજતી મોટર બસો દોડી જાય છે.....પણ વચ્ચે બજારગાંવ આવતાં રાત્રે નવ વાગે
બધી મોટર બસો એકાએક થંભી ગઈ...શા માટે! તે હવે પછીના લેખમાં કહેશું.

PDF/HTML Page 17 of 31
single page version

background image
ઃ ૬ ચઃ આત્મધર્મઃ ૧૮૯
ઉ....પ....દે....શ....અ....મૃ....ત
(૧) ભેદજ્ઞાનનું કાર્ય એ છે કે ચૈતન્ય સ્વભાવમાં પ્રવર્તે અને
વિકારથી નિવર્તે; જો વિકારથી નિવૃત્ત ન થાય એટલે કે તેનાથી પાછો
વળીને સ્વભાવ તરફ ન વળે તો તે જીવને સ્વભાવ અને વિકારનું ભેદજ્ઞાન
થયું જ નથી.
(૨) જીવ પંડિતાઈથી શાસ્ત્રો ભણ્યો પરંતુ સ્વભાવ અને વિભાવ
વચ્ચેનું યથાર્થ ભેદજ્ઞાન તેણે કદી ક્ષણ પણ પ્રગટ કર્યું નથી. ભેદજ્ઞાન થતાં
તો આત્માની પરિણતિ વિકારથી વિમુખ થઈને સ્વભાવની સન્મુખ થઈ
જાય.
(૩) અરે, આ તો જેને ચારે ગતિના ભ્રમણના દુઃખથી ત્રાસ
લાગતો હોય ને આત્મા સમજવાની ગરજ થઈ હોય એવા જીવોને માટે
વાત છે. જેને ભવનો ત્રાસ લાગ્યો હોય ને ચૈતન્યની શાંતિ માટે ઝંખના
જાગી હોય એવા આત્માર્થી જીવને સમજાય એવી આ વાત છે.
(૪) હજી તો જેને પુણ્યમાં અને તેના ફળમાં સુખ ભાસતું હોય,
જગતના બહારના કાર્યો મારાથી થાય છે. એવી બુદ્ધિ પોષાતી હોય, તે
જીવને અંતર સ્વભાવની આ વાત ક્યાંથી ગળે ઊતરે? પણ અંતરમાં આ
સમજ્યા વગર ભવભ્રમણના ત્રાસથી ક્યાંય છૂટકારો થાય એમ નથી.
(પ) ભાઈ, અંતરમાં આત્માનો મહિમા લાવીને, રુચિથી આ વાત
સમજવા જેવી છે. આવું મનુષ્ય જીવન કાંઈ વારંવાર મળતું નથી; આવા
મનુષ્ય જીવનમાં પણ જો આત્માના હિતની દરકાર ન કરી તો અવતાર
પૂરો થતાં ક્યાં તારા ઉતારા થશે? અંતરમાં આત્માના સ્વભાવની સમજણ
વગર જીવને બહારમાં ક્યાંય કોઈ શરણરૂપ થાય તેમ નથી.
(૬) આવા મનુષ્ય અવતારમાં આત્માની દરકાર કરવી જોઈએ કે
અરે! મારો આત્મા આ સંસારના જન્મમરણથી કેમ છૂટે! .....આત્માની
સમજણનો એવો યથાર્થ ઉપાય કરું કે જેથી અલ્પકાળમાં મારો આત્મા આ
જન્મમરણથી છૂટીને મુક્તિ પામે.
(૭) અંતરમાં આત્માની ખરેખરી જિજ્ઞાસા પ્રગટ કરીને જે
સમજવા માંગે તેને યથાર્થ સમજણ અને સમ્યગ્દર્શન થયા વગર રહે નહીં.
(૮) એક વાર પણ સમ્યગ્દર્શનરૂપી છીણીવડે જેણે મોહ ગ્રંથીને
ભેદી નાંખી તેના સંસારનું મૂળિયું છેદાઈ ગયું, ને મોક્ષનાં બીજ તેના
આત્મામાં રોપાઈ ગયા.
(૯) જેમ મૂળિયું છેદાતાં ઝાડનાં ડાળ–પાન પણ અલ્પકાળમાં
સુકાઈ જાય છે તેમ સમ્યગ્દર્શનવડે સંસારનું મૂળિયું છેદાઈ જતાં
અલ્પકાળમાં જ રાગાદિનો સર્વથા અભાવ થઈને જીવ મુક્તિ પામે છે.
(૧૦) આ રીતે સમ્યગ્દર્શનવડે જ જીવ બંધનથી છૂટીને મુક્તિ પામે
છે. માટે સમ્યગ્દર્શન જ મોક્ષનો મૂળ ઉપાય છે–એમ જાણીને મોક્ષાર્થી
જીવોએ તેનો પ્રયત્ન કરવા જેવો છે.

PDF/HTML Page 18 of 31
single page version

background image
ચૈત્રઃ ૨૪૮પઃ ૭ઃ
ખેરાગઢ (મધ્ય પ્રદેશ) માં
જિનબિંબ
વેદીપ્રતિષ્ઠા
મહોત્સવ
દક્ષિણના તીર્થધામોની યાત્રા કરીને મધ્ય પ્રદેશના તીર્થોની યાત્રાએ જતાં જતાં પૂ. ગુરુદેવ તા. ૮–૪–પ૯
ના રોજ ખેરાગઢ ગામમાં પધાર્યા...ખેરાગઢના ભાઈશ્રી દુલીચંદજી ખેમરાજજી તથા ભાઈશ્રી ખેમરાજજી
કપુરચંદજીની ખાસ આગ્રહભરી વિનંતિથી ૩૦૦ માઈલ જેટલો વધુ પ્રવાસ કરીને પૂ. ગુરુદેવ સંઘ સહિત
ખેરાગઢ પધાર્યા.......ગુરુદેવ પધારતાં નગરીને શણગારીને ઉલ્લાસભર્યું સ્વાગત કર્યું.
ખેરાગઢમાં ઉપરોક્ત બંને ભાઈઓ તથા શેઠ કંવરલાલજી અને ઘેવરચંદજી તરફથી લગભગ
૧પ૦૦૦) રૂા. ના ખર્ચે એક રળિયામણું દિ. જિનમંદિર બંધાવ્યું છે. પહેલાં ખેરાગઢમાં દિ. જિનમંદિર
ખેરાગઢમાં દિ. જૈનમંદિર કે દિ. જૈનોની વસતી ન હતી, પરંતુ પૂ. ગુરુદેવના હિતકર ઉપદેશના પ્રભાવે
ઉપરોક્ત ભાઈઓએ દિગંબર જૈનધર્મ સ્વીકારીને ઉત્સાહપૂર્વક ખેરાગઢમાં દિ. જિનમંદિર બંધાવ્યું અને
પૂ. ગુરુદેવ ખેરાગઢ પધારતાં તેઓશ્રીની મંગલવર્દ્ધિની છાયામાં આ જિનમંદિરમાં શાંતિનાથ ભગવાનની
વેદીપ્રતિષ્ઠાનો ઉત્સવ ઊજવાયો...
ચૈત્ર સુદ એકમ (તા. ૮) ના રોજ ભક્તિ બાદ પ્રતિષ્ઠા–મંડપની સન્મુખ ગુરુદેવના સુહસ્તે જૈન
ધર્મધ્વજનું આરોહણ થયું. બીજી ચૈત્ર સુદ એકમના રોજ સવારમાં ઇંદ્રપ્રતિષ્ઠા, યાગમંડલવિધાન વગેરે
વિધિઓ થઈ હતી.....પૂ. ગુરુદેવના પ્રવચન બાદ બે કુમારિકા બહેનોને બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી
હતી...ત્યાર બાદ શ્રી જિનમંદિરમાં વેદી વગેરેની શુદ્ધિની ક્રિયા થઈ હતી....ઇંદ્ર–ઇંદ્રાણીઓ અને કુમારિકા
બહેનોના હસ્તે વેદી શુદ્ધિ થઈ હતી, તે ઉપરાંત યંત્રસ્થાપન, સ્વસ્તિક વગેરે વિધિઓ પૂ. બેનશ્રી બેનના
મંગળ હસ્તે થઈ હતી.....બપોરે ૧૨ા વાગે પૂ. ગુરુદેવના મંગલ હસ્તે ભગવાનશ્રી શાંતિનાથ પ્રભુને
જિનમંદિરની વેદી ઉપર સ્થાપન કર્યા હતા....ગુરુદેવના હસ્તે જિનેન્દ્રદેવની મહામંગલ સ્થાપનાનું
ભાવભીનું દ્રશ્ય દેખીને ભક્તોને ઘણો આનંદ થતો હતો..... જિનેન્દ્ર ભગવંતોની પ્રતિષ્ઠાના અનેક
મંગલકારી કાર્યો પૂ. ગુરુદેવના સુહસ્તે થઈ રહ્યા છે... સૌરાષ્ટ્રથી હજાર–હજાર માઈલ કરતાંય વધારે દૂર
આવેલા નગરમાં પણ ગુરુદેવના પ્રતાપે દિગંબર જિનમંદિર અને વેદીપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો, એ
હર્ષનો વિષય છે. ભગવાનની વેદીપ્રતિષ્ઠા ઘણા જ ઉત્સાહ થી થઈ હતી. માત્ર એક જ દિવસમાં પણ
અનેકવિધ કાર્યક્રમોથી પ્રતિષ્ઠા ઉત્સવ ખૂબ જ શોભી ઊઠયો હતો.

PDF/HTML Page 19 of 31
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૮૬
આ પ્રસંગે યાત્રાસંઘના ૨પ૦ માણસો ઉપરાંત ડુંગરગઢથી સ્પેશ્યલ બસમાં શેઠશ્રી ભાગચંદજી વગેરે અનેક
માણસો આવ્યા હતા, આસપાસના ગામોથી અનેક માણસો આવ્યા હતા, તેમજ ગામની જનતાએ પણ મોટી
સંખ્યામાં ભાગ લીધો હતો. બપોરે શાંતિયજ્ઞ બાદ ખેરાગઢરાજના જૈન સમાજે ગુરુદેવને અભિનંદનપત્ર આપ્યું
અને પ્રવચન બાદ શ્રી જિનેન્દ્ર ભગવાનની રથયાત્રા નીકળી હતી. આ રીતે માત્ર એકજ દિવસમાં પણ પૂ.
ગુરુદેવની ઉપસ્થિતમાં ઘણા ઉત્સાહપૂર્વક ભગવાનની વેદીપ્રતિષ્ઠાનો ઉત્સવ ઊજવાયો હતો. આ રીતે જિનમંદિર
બંધાવીને પોતાના આંગણે શ્રી જિનેન્દ્ર ભગવાનની પધરામણી કરાવવા બદલ ઉભય ખેમરાજજી શેઠ તેમજ
ખેરાગઢના સૌ મુમુક્ષુઓને ધન્યવાદ ઘટે છે.
ખેરાગઢમાં બે કુમારિકા બહેનોએ અંગીકાર કરેલી
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
ખેરાગઢ નગરમાં ચૈત્રસુદ એકમના રોજ શ્રી
શાંતિનાથ ભગવાનની વેદીપ્રષ્ઠિાનો મહોત્સવ થયો ને પૂ.
ગુરુદેવ પોતાના આંગણે પધાર્યા. આ મંગલ પ્રસંગે નીચેની
બે કુમારિકા બહેનોએ પૂ. ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્ય
પ્રતિજ્ઞા અંગીકાર કરી હતી–
(૧) તારાબેન (શેઠ ખેમરાજજીની સુપુત્રી, ઉમર વર્ષ ૧૮)
(૨) જમનાબેન (શેઠ ઘેવરચંદજીની સુપુત્રી, ઉમર વર્ષ ૧૭)
ઉપરની બંને બહેનો બાલબ્રહ્મચારી છે, અને
છેલ્લા પાંચેક વર્ષથી સોનગઢમાં પૂ. બેનશ્રીબેનની મંગલ
છાયામાં રહીને તત્ત્વનો અભ્યાસ કરે છે; તેઓ તત્ત્વના
જિજ્ઞાસુ અને વૈરાગ્યવંત છે. લગભગ અઢી વર્ષ પહેલાં
જ્યારે સોનગઢમાં ૧૪ બહેનોએ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી
ત્યારે તેઓની સાથે બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેવાની આ બંને
બહેનોની પણ ભાવના હતી. બંનેના વડીલો અને
કુંટુંબીજનોએ હર્ષપૂર્વક તેમને આ કાર્ય માટે અનુમતિ
આપી છે. નાની ઉમરમાં આત્મહિતની ભાવનાથી આવું
કાર્ય કરવા બદલ તે બંને બહેનોને ધન્યવાદ ઘટે છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેનાર બંને બહેનો સોનગઢમાં જ રહે
છે. આ રીતે ગુરુદેવની મહામંગલ શીતળ છાયામાં
હજારો માઈલ દૂર દૂરથી પણ પોતાનો દેશ છોડીને અનેક
જિજ્ઞાસુઓ આવે છે...ખરેખર, ગુરુદેવ આ કળિયુગનું
કલ્પવૃક્ષ છે.... કે જેની શીતળ છાયામાં મુમુક્ષુઓને
પોતાની ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થાય છે. બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
લેનારી બંને બહેનો સત્સમાગમે પોતાના જીવનધ્યેયમાં
આગળ વધે ને સંતોની છાયામાં પોતાનું આત્મહિત
સાધે–એવી ભાવનાપૂર્વક તેમને અભિનંદન!

PDF/HTML Page 20 of 31
single page version

background image
ચૈત્રઃ ૨૪૮પઃ ૯ઃ
आदरणीय अध्यात्मप्रेमी श्री कानजीस्वामी की सेवा में
सादर समर्पित
अभिनन्दन–पत्र
आज परम पुनीत मंगलभय शुभ वेला में शुभ वेदी–
प्रतिष्ठा प्रसंग पर महान् योगी आध्यात्मिक संत श्री
कानजीस्वामी को हम अपने बीच में पाकर अपने को धन्य
मान रहे हैं।
धर्म प्रचारक!
आपने यात्रा प्रसंग को लेकर इस वंसुधरा पर विहार
करके भव्य जीवों को सन्मार्ग पर लगाने का जो प्रयत्न किया
है वह आदरणीय है।
स्वस्वरूपरमण
आपने एक वह महान् विशाल द्रष्टि पाई है जिसमें
परनिरपेक्षता के साथ ही साथ स्वात्मबोध जागृत होता है।
जिसमें सच्चे सुख की अनुभूति प्रतिबिंबित होती है।
सच्चे साधक!
आप एक उस साधना में लगे हुये हैं जिसके बल पर
यह अत्यन्त परिभ्रमण संसार छूट कर सच्चे साध्य की सिद्धि
होती हैं। विरले प्राणी इस साधना को समझते हैं जिसको
आपने अपने सतत प्रयत्न से प्राप्त किया है।
वीतराग उपासक!
हम देखते हैं कि जगत सरागी है और राबगर्द्धक
तत्त्वों को लेकर उन्हीं की उपासना करता हुआ रागमें
फसता जाता है किन्तु आपने अपने स्वानुभवन से उस परम
वीतराग तत्त्व को देखा है एवं उसीका रसास्वादन किया है
जिसमें सच्चे सुख की झलक है।
सच्चें उपदेशक!
आपका दिव्य उपदेश हम भव्य जीवों को अमृत पान
का काम करता हैं। जब आप दुःख और उनके कारण एवं
सुख और उनके कारणों का निरूपण करते है तब भोली
जनता स्वयं अपने गन्तव्य मार्ग का निर्णय कर लेती है और
सच्चे पथ का पथिक बन जाती हैं।
महानुभाव!
हम अल्पज्ञ किन शब्दों में आपके गुणों का वर्णन करें।
फिर भी सूर्य जैसे महान् तेजस्वी प्रतापी होने पर क्या दीपक
से पूज्य नहीं होता।