Atmadharma magazine - Ank 187
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 33
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૬
સળંગ અંક ૧૮૭
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 33
single page version

background image
–આવે છે હૈડામાં.....તીર્થોની યાદ જો.....
કુંદકુંદાચાર્યદેવના ચરણકમળ
વે ગુરુચરણ જહાં ધરે....જગમેં તીરથ તેહ....
સૌ રજ મમ મસ્તક ચઢો....સેવક માંગે એહ.......
(૧૮૭)

PDF/HTML Page 3 of 33
single page version

background image
સુવર્ણપુરી સમાચાર
પરમ પૂજ્ય ગુરુદેવ સંઘસહિત અનેક
તીર્થધામોની યાત્રા કરીને વૈશાખ શુદ તેરસના
રોજ સોનગઢ પધારતાં ભવ્ય સ્વાગત
થયું...સ્વાગત પછી સીમંધર પ્રભુના દર્શન બાદ
મંગલપ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું કેઃ ચૈતન્યના
ચતુષ્ટય પ્રગટે તે અપૂર્વ મંગલ સુપ્રભાત છે.
આ આત્મામાં શક્તિરૂપે સ્વભાવચતુષ્ટય પડયા
છે, તેની અંતર્મુખ પ્રતીત અને રમણતા કરતાં
પૂર્ણાનંદ દશા પ્રાપ્ત થાય...ને કેવળજ્ઞાન–
કેવળદર્શન–અનંતસુખ ને અનંતવીર્ય એવા
છે.
એ પ્રમાણે મંગલ બાદ ગુરુદેવે
ભાવપૂર્વક અનેક તીર્થધામોને યાદ કર્યાં
હતા....ઘણા ઘણા નવા નવા તીર્થધામો
જોયા....એમ કહીને કુંદાદ્રિ, પોન્નુર, પપૌરાજી,
આહારજી, કુંથલગિરિ, નૈનાગિરિ, દ્રૌણગીરી,
મુક્તાગીરી, કુંડલગીરી, ચાંદખેડી ખજરાહ
વગેરે અનેક તીર્થધામોનું ગુરુદેવે પ્રમોદથી
સ્મરણ કર્યું હતું. હજારોની સંખ્યામાં પ્રતિમાઓ
જોયા તેનું સ્મરણ કરીને કહ્યું કે એ તો
જિનેન્દ્રનો દરબાર હતો.
પ્રવચનમાં સવારે નિયમસાર અને બપોરે
સમયસારની શરૂઆત કરેલ છે. આ ઉપરાંત
હંમેશાં જિનેન્દ્રભક્તિ અને તત્ત્વચર્ચા વગેરે
કાર્યક્રમો પૂર્વવત્ નિયમિત ચાલુ છે. શ્રી દિ. જૈન
સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટની ઓફિસનું તેમ જ જૈન
અતિથિ સેવાસમિતિનું કામકાજ પણ પૂર્વવત્ ચાલુ
થઈ ગયું છે.
આપ આત્મધર્મના ગ્રાહક છો?
જો આપ ગ્રાહક ન હો તો જરૂર આજે જ
ગ્રાહક બનો....વાર્ષિક લવાજમ ચાર રૂા. છે.
લખોઃ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ
(સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 4 of 33
single page version

background image
જાત્રાનાં મીઠાં સંભારણાં
(પોન્નુર–તીર્થધામસ્થિત શ્રી કુંદકુંદપ્રભુના
ચરણકમળના પૂજન–ભક્તિ થઈ રહ્યા છે તેનાં દ્રશ્યો)
અનેક તીર્થધામોની મહામંગલ યાત્રા કરીને વૈશાખ સુદ
તેરસે સોનગઢ પધાર્યા બાદ પ્રવચનમાં શ્રી સમયસારની
શરૂઆત થઈ ત્યારે મંગલાચરણમાં શ્રી કુંદકુંદપ્રભુનું સ્મરણ
કરતાં ગુરુદેવે ભાવપૂર્વક કહ્યું કેઃ જાત્રામાં મદ્રાસથી ૮૦
માઈલ દૂર ‘પોન્નુર હીલ’ ગયા હતા, તે કુંદકુંદાચાર્યદેવની
ભૂમિ છે; કુંદકુંદાચાર્યદેવ ત્યાં રહીને ધ્યાન કરતા હતા...ને
ત્યાંથી તેઓ વિદેહક્ષેત્રે સીમંધર પરમાત્મા પાસે ગયા
હતા...પાછા ત્યાં આવીને તેમણે આ સમયસારાદિ શાસ્ત્રોની
રચના કરી છે.
પોન્નુર પર્વત બહુ રમણીય છે...એકાંત શાંત ધામ છે...ત્યાં
ધ્યાન ધરવાની બે ગૂફાઓ છે...ચંપાના ઝાડ નીચે
કુંદકુંદાચાર્યદેવના પ્રાચીન ચરણકમળ છે...જુઓ, આજે
માંગળિકમાં કુંદકુંદાચાર્યદેવની તપોભૂમિ પોન્નુર તીર્થનું સ્મરણ
થાય છે. તેઓ વિદેહ તો ગયા જ હતા, પરંતુ પોન્નુરથી તેઓ ગયા
હતા–એ વાત આ જાત્રામાં નવી જાણવા આવી.
જાત્રામાં ઘણા ઘણા તીર્થો જોયા.....તેમાંય આ
બાહુબલીની મુદ્રા તો જાણે વર્તમાન જીવંતમૂર્તિ હોય! એના
સર્વ અંગોપાંગમાં પુણ્ય અને પવિત્રતા બંને દેખાઈ આવે
છે...આંખો એવી ઢળતી છે...જાણે કે પવિત્રતાનો પિંડલો
થઈને અક્રિય જ્ઞાનાનંદનું ધ્યાન કરી રહ્યા છે.–એવા ભાવો
તેમની મુદ્રા ઉપર તરવરી રહ્યા છે....એને જોતાં તૃપ્તિ થતી
નથી....અત્યારે આ દુનિયામાં એનો જોટો નથી.

PDF/HTML Page 5 of 33
single page version

background image
ખડા બાહુબલી બતા રહા, ભય કરો ન આંધી પાનીસે,
બઢે ચલો તુમ અપને પથ પર, ઝૂકો ન, બન સેનાનીસે;
આત્મસાધનામેં જિતને ભી બડે બડે સંકટ આયે,
ઉન સભી સેં લડા બાહુબલી, ખડા સભી કો સમઝાવે
ગુરુદેવ કહે છેઃ જાત્રામાં ઘણા ઘણા તીર્થો જોયા; તેમાંય
આ બાહુબલી ભગવાનની મુદ્રા તો જાણે વર્તમાન જીવંત મૂર્તિ
હોય!–એવી છે. એના સર્વ અંગોપાંગમાં પુણ્ય અને પવિત્રતા બંને
દેખાઈ આવે છે. આંખો એવી ઢળતી છે.....જાણે કે પવિત્રતાનો
પિંડલો થઈને અક્રિય જ્ઞાનાનંદનું ધ્યાન કરી રહ્યા છે,–એવા ભાવો
તેમની મુદ્રા ઉપર તરવરી રહ્યા છે......એને જોતાં તૃપ્તિ થતી નથી.
અત્યારે આ દુનિયામાં એનો જોટો નથી.
–યાત્રા પછીના સોનગઢના પહેલા પ્રવચનમાંથી

PDF/HTML Page 6 of 33
single page version

background image
વૈશાખઃ ૨૪૮પ ઃ પઃ
આત્મધર્મ
વર્ષ સોળમું સંપાદક વૈશાખ
અંક ૭ મો રામજી માણેકચંદ દોશી ૨૪૮પ
યાત્રા સમાચાર
પૂ. શ્રી કાનજીસ્વામી દિ. જૈન
તીર્થયાત્રાસંઘનું નાગપુરથી અટકેલું વર્ણન
આગળ વધીને આ અંકે સમાપ્ત થાય છે.....પૂ.
ગુરુદેવની મહામંગલકારી યાત્રાની સમાપ્તિ
સાથે સાથે જ આ અંકે યાત્રાનું વર્ણન પૂરું
કરતાં અમને આનંદ થાય છે. પૃ. ગુરુદેવની આ
મંગલવર્દ્ધિની યાત્રા અને તેના સંસ્મરણો તીર્થ
પ્રત્યે અને તીર્થસ્વરૂપ સંતો પ્રત્યે ભવ્ય જીવોને
ભક્તિ વધારીને રત્નત્રયાત્મક તીર્થમાં પ્રવૃત્તિ
કરાવો.
–બ્ર. હરિલાલ જૈન
પૂ. શ્રી કાનજીસ્વામી દિ. જૈન તીર્થયાત્રા સંઘ અમરાવતીથી નાગપુર તરફ જઈ રહ્યો છે... જતાં જતાં
વચ્ચે બજારગાંવ આવતાં બધી મોટરબસો થંભી ગઈ છે....શા માટે? શ્રી જિનેન્દ્ર ભગવાનના દર્શન માટે.
બજારગાંવમાં એક વિશાળ પ્રાચીન જિનમંદિર છે, તેમાં નવ વેદી ઉપર અનેક જિનેન્દ્ર ભગવંતો બિરાજી રહ્યા
છે....મૂળનાયક તરીકે છ ફૂટ પદ્માસને શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના ભવ્ય પ્રતિમા બિરાજે છે...તેમજ બીજા અનેક
ભગવંતો બિરાજે છે....જંગલમાં મંગલ સમાન આ જિનમંદિર શોભી રહ્યું છે....રાત્રે ૯ વાગે ત્યાં જઈને પૂ.
બેનશ્રી બેન સાથે સૌએ આનંદ અને ભક્તિપૂર્વક ભગવંતોના દર્શન કર્યા....જાણે નાનકડા તીર્થની યાત્રા
થઈ....ગુરુદેવ પણ અહીંથી પસાર થયા ત્યારે આ જિનમંદિરના દર્શન કરીને પ્રસન્ન થયા હતા...અહીં દર્શન કરીને
સંઘ રાત્રે નાગપુર પહોંચી ગયો.
નાગપુર (ફાગણ વદ ૧૪–૧પ તા. ૬–૭)
સવારમાં જિનેન્દ્ર ભગવાનના દર્શન–પૂજન બાદ ભક્તો ગુરુદેવના સ્વાગત માટે તૈયાર થઈ ગયા...૮ાા
વાગે ગુરુદેવ પધારતાં નાગપુરના હજારો નાગરિકોએ ગુરુદેવનું ભવ્ય સ્વાગત કર્યું.... ચાંદીના બે રથ, બેન્ડ,
છડી, ચામર ને ઠેરઠેર પુષ્પવૃષ્ટિ વગેરેથી સ્વાગત શોભતું હતું ગુરુદેવ સુશોભિત મોટરમાં બેઠા હતા. સ્વાગત
બાદ મંગલપ્રવચન થયું. નાગપુરમાં ૧૩ જિનમંદિરો છે; બપોરે ગુરુદેવ સાથે ૧૧ જિનમંદિરોનાં દર્શન કરતાં
ભક્તોને આનંદ થયો. ત્યાર બાદ બપોરે ૨ થી ૩ ગુરુ–

PDF/HTML Page 7 of 33
single page version

background image
ઃ ૬ઃઃ આત્મધર્મઃ ૧૮૭
દેવના સ્વાગતનો સમારોહ હતો. ગુરુદેવ નાગપુર બે દિવસ રહ્યા હતા. બીજે દિવસે સવારમાં બે મંદિરોના દર્શન
કર્યા, એક ચૈત્યાલયમાં કાચની રચનાથી દેખાવ સુંદર લાગતો હતો.
(ડોંગરગઢ–ખેરાગઢ)
ચૈત્ર સુદ એકમે નાગપુરથી ડોંગરગઢ આવ્યા....શેઠ શ્રી ભાગચંદજી સાહેબના ખાસ આગ્રહથી અહીંનો
પ્રોગ્રામ રાખ્યો હતો....ગુરુદેવ પધારતાં સ્વાગત થયું....બપોરે અભિનંદન સમારોહમાં શેઠશ્રી ભાગચંદ્રજીએ
ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ વ્યક્ત કર્યો. જિનમંદિરમાં પ્રાચીન પ્રતિમાઓના દર્શન કર્યા. ભોજન અને પ્રવચન
બાદ સંઘે ખેરાગઢ પ્રસ્થાન કર્યું. પૂ. ગુરુદેવ ખેરાગઢ પધારતાં ઉલ્લાસભર્યું ભવ્ય સ્વાગત થયું....વેદી–
પ્રતિષ્ઠામહોત્સવના મંગળ પ્રારંભરૂપે ગુરુદેવના મંગલહસ્તે ઝંડારોપણ થયું...ગુરુદેવને ભાવપૂર્વક જૈનધર્મનો
ધ્વજ લહેરાવતા દેખીને સૌ ભક્તોને ઘણો આનંદ થયો. રાત્રે શાંતિનાથપ્રભુજી સન્મુખ (પ્રતિષ્ઠામંડપમાં) ભક્તિ
થઈ હતી.
બીજી ચૈત્ર સુદ એકમની સવારમાં વેદીપ્રતિષ્ઠા સંબંધી વિધિ (મંત્રજાપ, ઈંદ્રપ્રતિષ્ઠા, યાગમંડલપૂજન,
વેદીશુદ્ધિ વગેરે) થઈ હતી. ગુરુદેવના પ્રવચન બાદ બે કુમારિકા બહેનોએ બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી હતી. અહીં
ઉભયખેમરાજજીએ ઉત્સાહથી નવું દિ. જિનમંદિર બંધાવ્યું છે, તેમાં ગુરુદેવના હસ્તે શાંતિનાથપ્રભુની પ્રતિષ્ઠા
થઈ. (આ સંબંધી વિગતવાર સમાચાર આત્મધર્મ ગતાંકમાં અપાઈ ગયા છે.) બપોરે અભિનંદન અને પ્રવચન
પછી જિનેન્દ્રદેવની ભવ્ય રથયાત્રા નીકળી હતી, મોટી સંખ્યામાં નગરજનોએ તેમાં ભાગ લીધો હતો. દૂરદૂરથી
ગાડા જોડીને પણ અનેક લોકો અહીં આવ્યા હતા. સાંજે સંઘની વિદાયગીરી વખતે મારવાડી પદ્ધતિની વિદાયનું
દ્રશ્ય ભાવભીનું હતું. સંઘે સાંજે પાંચ વાગે ખેરાગઢથી રામટેક તરફ પ્રસ્થાન કર્યું.
આજે આખી રાત પ્રવાસ કરવાનો હતો, ને પૂ. બેનશ્રીબેન યાત્રિકોની બસમાં સાથે હતા તેથી સૌને ઘણો
આનંદ થયો....આખી રાત વિવિધ ભક્તિ ચાલ્યા કરતી...પૂ. બેનશ્રીબેને અધ્યાત્મ રસભરી આત્મસ્પર્શી ભક્તિ
કરાવીને ભક્તોને અધ્યાત્મ ભાવનામાં ઝુલાવ્યા હતા....ભક્તિનો એ એક ખાસ યાદગાર પ્રસંગ હતો....જાણે કે
અંદરથી આત્મપરિણતિજ જ બોલતી હોય–એવી અદ્ભુત આત્મસ્પર્શી એ ભક્તિ હતી. આ રીતે આખીરાત
આનંદથી ભક્તિ તથા અંતકડી કરતા કરતા, ખેરાગઢથી સાંજે પાંચ વાગે નીકળેલા યાત્રિકો બીજે દિવસે સવારે
પાંચ વાગે રામટેક પહોંચ્યા....ને ધર્મશાળા શોધતાં શોધતાં સવાર પડી ગઈ.....ભક્તો કહેતા કે આજે જાત્રા
નિમિત્તે જાગરણ થયું......
રામટેકઃ (ચૈત્ર સુદ બીજ)
આખી રાત જાગેલા ભક્તોએ સવારમાં નાહી–ધોઈને શાંતિનાથપ્રભુના દર્શન–પૂજન કર્યા... ગુરુદેવ
પધારતાં સ્વાગત કર્યું. ત્યારબાદ ગુરુદેવના સાથે જિનમંદિરોનાં દર્શન કર્યા....અહીં ધર્મશાળાના વિશાળ ચોકમાં
૯ જિનમંદિરો અને ૨૧ વેદીઓ છે. વચ્ચેના મુખ્ય મંદિરમાં શાંતિનાથ પ્રભુના ૧૬ ફૂટ ઊંચા ભવ્ય પ્રતિમાજી
છે....ને તેમની આજુબાજુ બંને તરફ પણ શાંતિનાથ પ્રભુના પાંચફૂટના પ્રતિમા બિરાજે છે....એક મંદિરની
રચના સમવસરણ જેવી છે; ત્રણ પીઠિકા ઉપર ચંદ્રપ્રભુ બિરાજે છે, માનસ્તંભ પણ છે....૧૬ ફૂટના ૧૬મા
શાંતિનાથપ્રભુ સમીપે આવતાં જ ભક્તહૃદયમાં શાંતિના શેરડા પડે છે....બપોરે શાંતિનાથપ્રભુ પાસે સમૂહ પૂજન
તથા ભક્તિ થઈ....ત્યારબાદ પ્રવચન તથા રાત્રે તત્ત્વચર્ચા થઈ હતી.
સીવની (તા. ૧૧–૪–પ૯ ચૈત્ર સુદ બીજ)
સવારમાં શાંતિનાથપ્રભુના દર્શન કરીને રામટેકથી સીવની પ્રસ્થાન કર્યું. સીવનીમાં બે જિનમંદિરો છે.
મોટા મંદિરમાં ૧૮ વેદી છે. બીજા મંદિરમાં વચ્ચે પંચમેરુની રચના છે ને ચાર ખૂણે ચાર વેદી છે. સ્વાગત બાદ
ગુરુદેવનું પ્રવચન થયું....બપોરે જિનમંદિરમાં સમૂહપૂજન તથા ભક્તિ થઈ. સૌરાષ્ટ્રના નેમિનાથ ભગવાનનું
પૂજન સૌરાષ્ટ્રના યાત્રિકોએ ઘણા ઉલ્લાસથી કર્યું ત્યારપછી ગુરુદેવે ભાવભીની ભક્તિ કરાવી.
મારા નેમ પિયા ગીરનારી ચાલ્યા,
મત કોઈ રોક લગાજો...
લાર લાર સંયમ અમ લેશું,
મત કોઈ પ્રીત બઢાજો....
સીવનીથી પ્રસ્થાન કરીને સાંજે છપારા ગામે આવ્યા....ત્યાં વિશાળ જિનમંદિરમાં છ વેદી તથા ગંધકૂટીના

PDF/HTML Page 8 of 33
single page version

background image
વૈશાખઃ ૨૪૮પઃ ૭ઃ
દર્શન કર્યા બાદ ભોજન કરીને યાત્રિકો જબલપુર પહોંચી ગયા. ગુરુદેવ રાત્રે સીવની રોકાયા હતા, ત્યાં પંડિત
સુમેરચંદજી દીવાકર વગેરે સાથે સુંદર તત્ત્વચર્ચા થઈ હતી....સીવનીમાં આખો દિવસ ગુરુદેવના પરિચયથી તથા
તત્ત્વચર્ચાથી પં. સુમેરચંદજી તેમજ રતનલાલજી વગેરે ઘણા પ્રસન્ન થયા હતા, ને તેમણે ભાવભીનું ભાષણ કરતાં
કહ્યું હતું કે હમ અભી તક ભ્રમમેં થે, સ્વામીજીને હમકો નઈ બાત સમઝાઈ હૈ.
જબલપુર (તા. ૧૨–૧૩ ચૈત્ર સુદ ૪–પ)
સવારે ૯ વાગે ગુરુદેવ પધારતાં જબલપુરના જૈનસમાજે શાંતિપૂર્વક સાદાઈથી સ્વાગત કર્યું. જબલપુરનો
જૈનસમાજ ખૂબ ઉત્સાહી છે ને અનેકવિધ વૈભવથી સંપન્ન છે. ગુરુદેવનું ખૂબ જ ઠાઠમાઠથી મહાન સ્વાગત
કરવાની તેમની ભાવના હતી; પરંતુ તાજેતરમાં કોઈ દુષ્ટ જીવોદ્વારા ત્યાંના એક જિનમંદિરનું ખંડન થઈ ગયું
હોવાથી જબલપુરના જૈન સમાજમાં ઉદાસી છવાઈ ગઈ છે; તેથી શાંતિથી સાદાઈપૂર્વક અધ્યાત્મગીત ગાતાં
ગાતાં ગુરુદેવનું સ્વાગત કર્યું. ખંડિત મંદિરના હાલ જોતાં ભક્તોનું હૃદય ગદગદ થઈ જતું હતું...મંદિરમાં ચારે
બાજુ વેરણછેરણ પડેલા કાચના ઢગલામાંથી પણ જાણે કે વીતરાગતાનો નાદ ગૂંજી રહ્યો હતો. ગુરુદેવના
સ્વાગતમાં અનેક પ્રતિષ્ઠિત અજૈન ભાઈઓએ પણ ભાગ લીધો હતો, પ્રવચન મંડપ પાંચેક હજાર માણસોથી
ચિક્કાર ભરાઈ ગયો હતો. સ્વાગત–પ્રવચન કરતાં એડીશનલ ડીસ્ટ્રીક જજ શ્રી ફૂલચંદજી સાહેબે કહ્યું કેઃ મૈં
સોનગઢ આ ગયા હું, શીખરજી ભી આયા થા, બમ્બઈ ભી આયા, ઔર સોનગઢકા દસ વર્ષકા સાહિત્ય મૈંને
સૂક્ષ્મતા સે પઢા હૈ; મૈં અપને અનુભવસે ઔર અધિકારસે યહ કહ સકતા હૂં કિ આજ ઈસ ભારત કે દાર્શનિકોમેં
જૈન દર્શનકા સર્વશ્રેષ્ઠ દાર્શનિક કાનજીસ્વામી હૈં, અપની અનોખી શૈલિસે આપને સમયસાર આદિકા રહસ્ય
સમઝાયા હૈ, જૈન દર્શન કી જિતની ઊંચીસે ઊંચી સેવા હો સકતી હૈ વહ સ્વામીજીને કી હૈ, ઈસલિયે જૈન સમાજ
કે ઉપર આપકા બડા ઉપકાર હૈ. જૈન સમાજ કી ઓરસે મૈં આપકો કિન શબ્દોમેં શ્રદ્ધાંજલિ દૂં! હિંદભરકે અનેક
પંડિતોંકા મુઝે સમાગમ હુઆ હૈ લેકિન મેરે આત્મામેં ગહરી તાત્ત્વિક અસર સ્વામીજીકી હૈ; અભી પ્રવચન
સુનનેપર આપકો ભી ઈસ બાતકા અનુભવ હો જાયગા. મૈં સ્વામીજી કો શ્રંદ્ધાંજલિ દે રહા હું....હમારે યહાં કુછ
ઐસી ચીજ હો ગઈ હૈ કિ હમ આપકા પૂરા સ્વાગત નહીં કર સકે, તૂટાફૂટા સ્વાગત કરકે મૈં આપસે ક્ષમા ચાહતા
હૂં.
ગુરુદેવના મંગલ પ્રવચન બાદ બપોરનો ભક્તિનો કાર્યક્રમ જાહેર કરતાં કહ્યું હતું કે, હમારે યહાં પધારી
હુઈ સોનગઢકી દો પવિત્ર બહિનેં (બેનશ્રી–બેન) તન્મયતાસે ઐસી ભક્તિ કરાયેંગી કિ વર્ષોંતક આપકો યાદ
રહ જાયેગા.
સંઘના યાત્રિકોને ભોજન માટે જુદા જુદા ભાઈઓએ ખાસ નિમંત્રણ આપીને પોતાના ઘરે
બોલાવ્યા હતા ને ખૂબ વાત્સલ્યથી અહીંના રીવાજ પ્રમાણે માળા પહેરાવીને તથા કપાળે ચંદન ચોપડીને
સ્વાગત કર્યું હતું.
અહીં ૧૩ મંદિરો છે. મંદિરો ઘણા વિશાળ છે, દરેક મંદિરમાં સ્વાધ્યાય તથા સામાયિકના ખાસ સ્થાનો
દેખીને “સામાયિકવાલે જી...” ઇત્યાદિ વર્ણન યાદ આવતું હતું. એક જિનમંદિરમાં ૮ વેદી છે, તેમાં બપોરે પૂ.
બેનશ્રીબેને અદ્ભુત ભક્તિ કરાવી હતી...ભક્તિ પ્રસંગે વિશાળ મંદિર ચિક્કાર ભરાઈ ગયું હતું તે ઉપરાંત હજારો
માણસો મંડપમાં બેસીને ભક્તિ સાંભળતા હતાં....પૂ. બેનશ્રીબેનની આશ્ચર્યકારી ભક્તિ દેખીને સૌ મુગ્ધ થયા
હતા.
અહીં તળાવકિનારે પંચાયતી મંદિર ઘણું મોટું છે, તેમા ૨૨ વેદી ઉપર જિનબિંબસમૂહ બિરાજે છે,
ઠેરઠેર સામાયિકના અને સ્વાધ્યાયનાં સ્થાનો છે. તેમાં મહાવીર ભગવાનના પ્રતિમાજી અતિપ્રાચીન અને
ઘણી સુંદર કારીગરીવાળા છે. ગુરુદેવ સાથે આવા વિશાળ જિનાલયોનાં અને જિનદરબારના દર્શન કરતાં
ભક્તોને ઘણો આનંદ થતો હતો. જિનમંદિર એટલું વિશાળ છે કે આખા મંદિરમાં દર્શન કરતાં લગભગ એક
કલાક લાગે છે.
ગુરુદેવના પ્રવચન માટે ભરબજાર વચ્ચે ચોકમાં ભવ્ય મંડપ કરેલ હતો. પાંચ–સાત હજાર
માણસોની મેદનીથી મંડપ ઊભરાઈ જતો હતો, અને આસપાસની ૨૦–૨પ મોટી મોટી દુકાનો પણ
શ્રોતાજનોથી ઠસોઠસ ભરાઈ જતી હતી...વેપાર સ્થાનને બદલે તે દુકાનો ધર્મશ્રવણનું સ્થાન બની ગઈ
હતી. ગુરુદેવના પ્રતાપે

PDF/HTML Page 9 of 33
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૮૭
૨૦પ વર્ષ પહેલાં......
આજથી લગભગ ૨૦પ વર્ષ પહેલાં સં. ૧૮૧૧ ના ફાગણ વદ પાંચમના એક
પત્રમાં પં. ટોડરમલ્લજી લખે છે કે–
આ વર્તમાન કાળમાં અધ્યાત્મ રસના રસિક જીવો બહુ જ થોડા છે. ધન્ય છે
તેમને જે સ્વાનુભવની વાર્તા પણ કરે છે. ×××
...... પત્રમાં આગળ જતાં લખે છે કેઃ સારૂં તો એ છે કે ચૈતન્યસ્વરૂપની
પ્રાપ્તિના ઉદ્યમમાં–અનુભવમાં રહેવું. વર્તમાનકાળમાં અધ્યાત્મતત્ત્વ તો આત્મા
છે...તમે અધ્યાત્મ તથા આગમ ગ્રંથોનો અભ્યાસ રાખજો અને નિજસ્વરૂપમાં મગ્ન
રહેજો. વળી તમે કોઈ વિશેષ ગ્રંથ જાણ્યા હો તે મને લખી મોકલજો..........સ્વધર્મીને
તો પરસ્પર ચર્ચા જ જોઈએ.....
પત્રની શરૂઆતના સંબોધનમાં તેઓશ્રી લખે છે કેઃ તમને ચિદાનંદઘનના અનુભવથી
સહજાનંદની વુદ્ધિ ચાહું છું.
આખી બજારનું વાતાવરણ એક ધર્મદરબારના રૂપમાં ફેરવાઈ ગયું હતું.
મઢીયાજી (ચૈત્ર સુદ ૪)
તા. ૧૨ રાત્રે જબલપુરથી પાંચ માઈલ દૂર મઢીયાજી ક્ષેત્રના દર્શન કરવા ગયા હતા. ત્યાં નાનકડા
(૩૦૦) ફૂટ ઊંચા પર્વત ઉપર અનેક જિનાલયો વગેરેની સુંદર રચના છે. વચ્ચે બાહુબલી ભગવાનના ૯ ફૂટના
પ્રતિમા છે; એક બાજુ મંદિરમાં ઢળતી આંખોવાળા ધ્યાનસ્થ મહાવીર પ્રભુની સરસ મુદ્રા છે, બીજી તરફ
આદિનાથ ભગવાન શોભી રહ્યા છે; ને ચોકમાં ફરતી ચોવીસ દેરીઓમાં એક સરખા ૨૪ ભગવંતો (તે તે
ભગવંતોના વર્ણમાં) શોભી રહ્યા છે, તેનાથી આખા પર્વતનું વાતાવરણ ખૂબ આકર્ષક બની ગયું છે. એક
મંદિરમાં કમળાસને જિનેન્દ્રભગવાન શોભી રહ્યા છે. બીજા પણ બે મંદિરો છે, તેમજ મનોહર–શાંત ગૂફાઓ પણ
છે, એક ગૂફામાં મુનિવરોનું ચિત્ર છે, ને બીજી ગૂફામાં નાનકડા જિનબિંબ મુમુક્ષુને આત્મધ્યાનની પ્રેરણા આપી
રહ્યા છે. ‘પીસનહારી કા મંદિરમાં બે નાના જિનબિંબો અને ગૌતમગણધરના ચરણ પાદુકા છે. તળેટીમાં
મંદિરમાં સુંદર મહાવીર પ્રભુ બિરાજે છે તથા માનસ્તંભ છે. અહીં ગુરુદેવ સાથે હર્ષપૂર્વક સર્વે મંદિરોના દર્શન
કરીને બાહુબલી ભગવાન પાસે ભક્તિ કરી....
(૧) જય બાહુબલી જય બાહુબલી
જય બાહુબલી દેવા...
માતા તોરી સુનંદા ને પિતા ઋષભદેવા...
(૨) ધન્ય બાહુબલી આતમહિતમેં
છોડ દિયા પરિવાર...
કિ તુમને છોડા સબ સંસાર...
ભારત છોડા......વૈભવ છોડા.....
છોડા સબ રાજપાટ......
કિ તુમને છોડા સબ સંસાર.......
ઇત્યાદિ ખૂબ જ ભક્તિ પૂ. બેનશ્રીબેને કરાવી હતી.
અહીં અનેક મંદિરો ને ચોવીશ ભગવંતોના દર્શનથી સૌને ઘણો આનંદ થયો.....ગુરુદેવ સાથે એક નવા
તીર્થધામની નાનકડી યાત્રા થઈ.....જતાં જતાં ફરીને પણ ભક્તિ કરવાનું મન થયું....તેથી નીચે મુજબની
ભાવભીની ભક્તિ કરાવી–

PDF/HTML Page 10 of 33
single page version

background image
વૈશાખઃ ૨૪૮પઃ ૯ઃ
આયા શ્રુતપંચમી પર્વ મહાન
મહાન શ્રુતધર શ્રી
ધરસેન સ્વામીએ ગીરનાર ઉપર
બે મુનિવરોને અગાધ શ્રુતજ્ઞાન
આપ્યું..... મુનિવરોએ
તે
શ્રુતજ્ઞાન શાસ્ત્રનિબદ્ધ કર્યું. અને
જેઠ સુદ પાંચમના રોજ ચતુર્વિધ
સંઘે શ્રુત– પૂજાનો મહાન ઉત્સવ
કર્યો. આ રીતે પશ્ચિમમાં ઉગેલા
શ્રુતજ્ઞાનસૂર્યનો પ્રકાશ આખા
ભારતમાં પ્રસરી રહ્યો.
આજ હમ જિનરાજ તુમારે દ્વારે આયે....
હાંજી હાં હમ આયે આયે.......
ચોવીસ પ્રભુ કે દ્વારે આયે......
જબલપુરકી યાત્રા આયે.......
ચોવીસ પ્રભુ કે દ્વારે આયે.....
ગુરુજીકી સાથમેં આયે......
ઇત્યાદિ પ્રકારે ગુરુદેવ સાથેની યાત્રાનો ઉલ્લાસ ભક્તિદ્વારા વ્યક્ત કર્યોં... ને પછી જયજયકાર કરતા
ત્યાંથી જબલપુર આવ્યા.
ભેલુઘાટ–કુદરતી દ્રશ્યો
તા. ૧૩ સવારમાં ભેલુઘાટ જોવા ગયા...અહીં એક પ્રાચીન જિનમંદિર છે તથા આસપાસ આરસના
પર્વતો અને પાણીના ધોધનું કુદરતી સૌંદર્ય છે. આરસની મોટી મોટી ભેખડો વચ્ચેથી પાણીનાં ઝરણાં વહી રહ્યા
છે...ને ૧૦૦ ફૂટ ઊંચેથી ધોધ પડે છે. અહીંના કુદરતી સૌંદર્ય વચ્ચે ભક્તિ કરતાં કરતાં ગુરુદેવ સાથે જલવિહાર
પ્રસંગે ભક્તોને હર્ષ થયો હતો.
સવારે ગુરુદેવના પ્રવચન બાદ ‘સન્મતિ–સંદેશ’ પત્રના સંપાદક શ્રી પ્રકાશચંદ્ર ભારીલ્લે સજોડે
આજીવન બ્રહ્મચર્યપ્રતિજ્ઞા અંગીકાર કરી હતી...ગુરુદેવ પાસે બ્રહ્મચર્યપ્રતિજ્ઞા લેતી વખતે ગદ્ગદ્ ભાવથી
તેમની આંખોમાંથી આંસુ ઝરી રહ્યા હતા. ત્યારબાદ શેઠ હુકમીચંદજી (મહાવીર સાયકલ માર્ટવાળા) એ
ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં કહ્યું કેઃ હમારા બડા સૌભાગ્ય હૈ કિ કાનજીસ્વામી યહાં પધારે હૈ,
ઔર સ્વામીજીને યહાં આકર કે, ચૈતન્યતત્ત્વકે ચિંતનકા જો માર્ગ અબ તક નહીં મીલા થા વહ હમકો
દિખલાયા હૈ. સ્વામીજી કે પ્રવચન સે યહાંકી જનતા કો યથાર્થ ચીજ સમઝનેકી મીલી હૈ. ભારતવર્ષ મેં
સંતોને યહી આધ્યાત્મિક બાત સમાજ કે સમક્ષ રખી હૈ. સૌરાષ્ટ્ર પ્રાન્ત કે મહાન સન્ત કાનજીસ્વામી કે
પ્રતાપસે સોનગઢ આધ્યાત્મિક મહાન સ્થાન સ્થાન બન ગયા હૈ; મૈં સ્વયં વહાં ગયા, મુઝે વહાં જો શાંતિ
મિલી ઉસકા વર્ણન કરના મેરી શક્તિસે બાહર હૈ. ઉનકે પ્રવચનકી મૈં કયા બાત કહૂં? અપની નગરીમેં
સ્વામીજી કો અભિનંદન દેતે હુએ હમેં હર્ષ હો રહા હૈ” ત્યારબાદ જબલપુરના મહિલા સમાજ તરફથી
સુંદરી બહેને કાવ્યરૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, તેમજ રૂપવતી બહેને પણ કાવ્યદ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ
કરી હતી. ત્યારબાદ કવિ હુકમચંદજી અનીલે પણ શ્રદ્ધાંજલિગીત ગાયું હતું.....અને પછી જબલપુરના દિ.
જૈનસમાજ તરફથી અભિનંદનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.

PDF/HTML Page 11 of 33
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૮૭
બપોરે પૂ. ગુરુદેવના નિવાસસ્થાને ખાસ તત્ત્વચર્ચાનો પ્રોગ્રામ હતો, જબલપુરના અનેક વિદ્વાન ભાઈઓ
તે વખતે ઉપસ્થિત હતા અને તત્ત્વચર્ચાથી પ્રસન્ન થયા હતા. ચર્ચા પછી જિનમંદિરમાં ભક્તિ અને ભક્તિ પછી
પ્રવચન; ભોજન પછી તરત પનાગર–જિનમંદિરોના દર્શને ગયા...આ રીતે જબલપુરના બેદિવસમાં વિધવિધ
ખૂબ જ ભરચક કાર્યક્રમો રહેતા. જબલપુરની જૈન જનતા ધર્મના ઉલ્લાસવાળી છે ને સ્વાધ્યાયચર્ચાની ખાસ
રસિક છે.
પનાગરમાં જિનબિંબદર્શન અને સ્વાગત
સાંજે ૬ વાગતાં ગુરુદેવ પનાગર પધાર્યા, ત્યારે ત્યાંના સમાજે ઘણા ઉત્સાહથી ગુરુદેવનું સ્વાગત કર્યું.
પનાગર જબલપુરથી દસ માઈલ દૂર છે. અહીં પાંચ જિનમંદિરો છે...એક મંદિરમાં શાંતિનાથ પ્રભુના વિશાળ
પ્રતિમા લગભગ ૧૦ ફૂટ ઊંચા અતિ ભવ્ય અને પ્રાચીન છે. આ અતિ ઉપશાંત જિનપ્રતિમાના દર્શનથી ગુરુદેવ
અને ભક્તો ઘણા પ્રસન્ન થયા...અહા! એ ઉપશાંત ચૈતન્યમુદ્રાના અવલોકનથી ચિત્તમાં આત્મિક શાંતિનું ઝરણું
વહેવા માંડે છે....સંસારના થાકથી થાકેલા ભક્તો આ શાંતિનાથ પ્રભુના શરણમાં શાંતિ પામે છે. આ ઉપરાંત
બીજા અનેક જિનબિંબો ત્યાં બિરાજે છે. એક મંદિરમાં ઉપરના ભાગમાં સમ્મેદશિખરજી તીર્થધામની અતિ ભવ્ય
મોટી રચના છે, તેમાં ૨પ ટૂંકોની રચના અને પગલાંની સ્થાપના છે. અહીં ૨૦૦ જેટલા યાત્રિકો બેન્ડવાજાં
સહિત ગાતાંગાંતાં જિનમંદિરોના દર્શન કરવા ગયા....અને ખૂબ હર્ષથી ભક્તિ કરી. ગુરુદેવે પણ ભક્તોને
ભલામણ કરી કે અહીંના પ્રતીમા ખાસ દર્શનીય છે. જિનેન્દ્રભગવાનના દર્શન–ભક્તિ બાદ પનાગર જૈન સમાજે
ગુરુદેવને અભિનંદનપત્ર આપ્યું, તેમજ યાત્રાસંઘને પણ અભિનંદનપત્ર આપ્યું....તથા દરેક યાત્રિકને માળા
પહેરાવીને અને મેવા આપીને યાત્રાસંઘનું સન્માન કર્યું. પનાગરના જૈનસમાજે ઘણું ભાવભીનું વાત્સલ્ય બતાવ્યું
હતું. સામર્ધી–સામર્ધીના મિલન અને વાત્સલ્યનું ભાવભીનું દ્રશ્ય દેખીને સૌને હર્ષ થયો હતો. સંઘને વિદાય પણ
ધામધૂમથી વરઘોડારૂપે આપી હતી. રાત્રે સૌ જબલપુર આવી ગયા હતા.
દમોહ (ચૈત્ર સુદ છઠ્ઠ તા. ૧૪)
જબલપુરથી ગુરુદેવ દમોહ પધારતાં ત્યાંના સમાજે ભવ્ય સ્વાગત કર્યું. બપોરે પ્રવચનમાં ત્રણેક હજાર
માણસો ઊભરાયા હતા; સેંકડો માણસો આસપાસના ગામોથી આવ્યા હતા...ધર્મશાળામાં માણસો સમાતા ન
હતા તેથી રસ્તા ઉપર માણસોની ભીડ જામી હતી. ધર્મશાળાનો ઉપરનો હોલ ભાઈઓથી ચિક્કાર હતો, નીચેનો
ભાગ બહેનોથી ચિક્કાર હતો, ધર્મશાળાના રૂમો પણ શ્રોતાજનોથી ભરાઈ ગયા હતા. અહીં લગભગ ૯
જિનમંદિરો છે, તેમાં ગુરુદેવ સાથે દર્શન કર્યા. સંઘના ભોજનાદિની વ્યવસ્થા દિ. જૈનસમાજે કરી હતી. સાંજે
દમોહથી કુંડલગીરી તરફ પ્રસ્થાન કર્યું.
યાત્રા દરમિયાન પ્રવાસ વખતે ભક્તો અધ્યાત્મ ભાવનાવાળી ભક્તિ કરતા..જગતનગરની ગલીગલીમાં
ફરીને, વનજંગલમાં ને ગિરિગૂફામાં ફરી ફરીને, દુનિયામાં ગમે ત્યાંથી હું મારા આત્મસ્વરૂપને શોધી
કાઢીશ...દુનિયામાં નહીં મળે તો અંર્તસ્વરૂપમાં વળી વળીને શોધીશ. અસંખ્ય આત્મપ્રદેશની ગલીગલીમાં
શોધીશ. એકલા નહીં જડે તો દેવ–ગુરુને સાથે રાખીને શોધીશ–ઇત્યાદિ પ્રકારની ભાવનાવાળી ભક્તિ સોને પ્રિય
હતી. ભક્તિ કરતાં કરતાં સાંજે સૌ કુંડલગીરી પહોંચી ગયા.
કુંડલગીરી –સિદ્ધક્ષેત્ર
દૂરદૂરથી કુંડલગિરિનું સુંદર દ્રશ્ય દેખાતું હતું.....ગોળાકાર પર્વત ચારે બાજુ પ્રકાશથી ભક્તોના ચિત્તને
આકર્ષી રહ્યો હતો.....પર્વત ઉપર અનેક ઊજ્જવળ જિનમંદિરોની શિખરમાળા એવી શોભી રહી છે– જાણે કે
પર્વતને મંદિરોની માળા જ પહેરાવી હોય! આ કુંડલગીરી સિદ્ધક્ષેત્રથી શ્રીધરસ્વામી–કે જેઓ અંતિમ કેવળજ્ઞાની
હતા તેઓ મોક્ષ પામ્યા છે. કુંડલાકાર પર્વત ઉપર ૪૬ ને નીચેની ધર્મશાળામાં ૧૦ જિનમંદિરો છે. પર્વત ઉપરના
મુખ્ય મંદિરમાં ‘કુંડલપુર કે બડે બાબા’ તરીકે પ્રસિદ્ધ શ્રી મહાવીરપ્રભુના ૧૨ ફૂટના ભવ્ય પ્રતિમાજી પદ્માસને
બિરાજે છે. વચ્ચે ‘વર્દ્ધમાનસાગર’ નામનું વિશાળ રમણીય તળાવ છે. આવા રમણીય સિદ્ધિધામમાં ગુરુદેવ
સાથે યાત્રિકો આવી પહોંચ્યા... ગુરુદેવ સાથે સિદ્ધિધામની શીતળ હવાથી સૌ યાત્રિકો પ્રફુલ્લિત થયા. રાત્રે ચર્ચા
વખતે ગુરુદેવ યાત્રાના મધુર સંસ્મરણો યાદ કરતા હતા.
કુંડલગીરી સિદ્ધિધામની યાત્રા
(ચૈત્ર સુદ સાતમ)
ગુરુદેવ સાથે સિદ્ધિધામની યાત્રા કરવા માટે

PDF/HTML Page 12 of 33
single page version

background image
વૈશાખઃ ૨૪૮પઃ ૧૧ઃ
ભક્તોને એટલો ઉમંગ હતો કે ચાર વાગ્યાના તૈયાર થઈ ગયા હતા...ને તીર્થયાત્રા માટે આતુર હતા...પહેલાં નીચેના
કેટલાક જિનમંદિરોના દર્શન કર્યા ત્યારે, રોજ નવા નવા જિનેન્દ્રસમૂહના દર્શનથી પ્રસન્નતા વ્યક્ત કરતાં ગુરુદેવે કહ્યું
કેઃ અહો....ઠેર ઠેર જિનેન્દ્રોનો દરબાર છે! જાત્રા દરમિયાન હજારો નહિ પરંતુ લાખો જિનેન્દ્ર ભગવંતોના દર્શન
થયા....ક્યાંક તો એકેક મંદિરમાં હજારો પ્રતિમાના દર્શન થતા.
આનંદથી જિનેન્દ્ર દરબારના દર્શન કરીને સવારમાં પાંચ વાગે ગુરુદેવ સાથે સિદ્ધક્ષેત્રની જાત્રા શરૂ થઈ...શ્રી
ધરસ્વામી વગેરેના જય જયકાર કરતા બે ત્રણ મિનિટ ચાલ્યા ત્યાં જ તળાવના કિનારે પર્વતના ચઢાણની ને
જિનેન્દ્રભગવંતોના દર્શનની શરૂઆત થઈ...યાત્રામાં પગલે પગલે જિનેન્દ્ર ભગવંતોના દર્શન થતાં ભક્તોને ઘણો
આનંદ થતો હતો...ગુરુદેવ પણ પ્રમોદથી ભક્તોને કહેતા કે આ તો ભગવાનનો દરબાર છે...જાત્રામાં લાખો જિનેન્દ્ર
ભગવંતોના દર્શન થયા છે. બે મંદિરોના દર્શન બાદ ત્રીજા મંદિરમાં શ્રીધર ભગવાનના ચરણપાદૂકા હતા. અનુક્રમે
દર્શન કરતાં કરતાં ૧૯ મા મંદિરમાં આવ્યા.... ‘કુંડલપુરકે બડે બાબા’ આ મંદિરમાં બિરાજે છે. ૧૨ ફૂટના ભવ્ય
મહાવીર ભગવાનને નીહાળતાં જ ભક્તનું શીર ભક્તિના ભારથી ઝૂકી પડે છે. ભોંયરામાં મહાવીરપ્રભુ ઉપરાંત ચારે
બાજુ દિવાલ પર મોટામોટા અનેક પ્રાચીન જિનબિંબો છે. અહીં સંઘે સમૂહ પૂજન કર્યું.....ઘણા ભાવથી દર્શન–પૂજન
કરીને બીજા મંદિરોના દર્શન માટે આગળ ચાલ્યા.....અહીં ગોળાકાર (કુંડલ આકાર) પર્વતમાળા છે, તેથી મંદિરોના
દર્શન કરતાં કરતાં પ્રદક્ષિણા થતી જાય છે.
આજ મારા હૃદયમાં આનંદ સાગર ઉલ્લસે......
જિનદરબારના દર્શનવડે સંસારતાપ સહુ ટળે......
ગુરુદેવ સાથે યાત્રા કરતાં સંતાપ સવિ સહેજે ટળે
યાત્રા કરતાં કરતાં વચ્ચે વચ્ચે ઉપર મુજબ વિવિધ મંગલ ગીત ગાતાં પૂ. બેનશ્રીબેન યાત્રાના ઉલ્લાસમાં
વૃદ્ધિ કરતા હતા. આમ ઘણા ભાવથી ગુરુદેવ સાથે પર્વત ઉપરના ૪૬ જિનમંદિરોની યાત્રા કરી....છેલ્લે તળાવના
કિનારે જિનમંદિરોનાં દર્શન કર્યા....આમ કુંડલગિરિ–સિદ્ધિધામની યાત્રા પૂરી કરીને સ્તુતિ ગાતાં ગાતાં ધર્મશાળાના
જિનમંદિરોના દર્શન કર્યા.
બપોરે જિનમંદિરમાં સમૂહપૂજન થયું હતું; આદિનાથ પ્રભુની અને સિદ્ધપ્રભુની પૂજા બાદ ત્રીજી પૂજા સોળ
કારણ ભાવનાની થઈ હતી–
દરશ વિશુદ્ધિ ભાવના ભાય....
સોલહ તીર્થંકર પદ પાય....પરમગુરુ હો....
જય જય નાથ....પરમગુરુ હો....
સોળ કારણ ભાવનાના અને દસલક્ષણી પર્વના દિવસો ચાલતા હોવાથી અને વળી ગુરુદેવ સાથે સિદ્ધક્ષેત્રની
જાત્રા થઈ હોવાથી ઉપરોક્ત પૂજન કરતાં પૂ. બેનશ્રીબેન વગેરે ભક્તોને ઘણો ઉલ્લાસ થતો હતો. પૂજન બાદ–
મૈં પરમ દિગંબર સાધુ કો નિત ધ્યાવું રે.....
ઇત્યાદિ ભક્તિ પણ થઈ હતી.
બપોરે પ્રવચન વખતે તીર્થ પ્રબંધક કમિટિ તરફથી ગુરુદેવ પ્રત્યે આભાર...અભિનંદન વ્યક્ત કર્યા હતા...રાત્રે
તત્ત્વચર્ચા થઈ હતી...આસપાસના ગામોથી સેંકડો માણસો અહીં લાભ લેવા આવ્યા હતા.
કુંડલગિરિ સિદ્ધિધામની યાત્રા કરાવનાર કહાનગુરુદેવને નમસ્કાર હો!
શાહપુર (ચૈત્ર સુદ આઠમ)
સવારમાં જિનેન્દ્રદેવના દર્શન કરીને યાત્રાસંઘે કુંડલગીરીથી પ્રસ્થાન કર્યું...વચ્ચે વાંસા ગામના જૈન સમાજે
ગુરુદેવનું સ્વાગત કર્યું....તેમજ સંઘને ચા પાણી માટે રોક્યો...ત્યાં જિનમંદિરના દર્શન કરીને આગળ સાગર તરફ
જતાં વચ્ચે શાહપુર જવા માટે ૭ માઈલનો ફાંટો પડે છે; ત્યાં મોટરબસો જઈ શકે તેવો રસ્તો ન હતો પણ શાહપુર
સંઘના ખાસ આગ્રહથી ત્યાંનો કાર્યક્રમ રાખ્યો હતો, રસ્તો ઘણો ખરાબ હોવા છતાં શાહપુર સમાજને હોંસ એટલી
બધી હતી કે રાતોરાત ૪૦ માણસો રોકીને આખો રસ્તો રીપેર કરાવ્યો...તેઓ કહેતા, મોટરનહિ ચાલે તો એકેક
માણસને ખભા ઉપર બેસાડી બેસાડીને લાવશું. પણ સંઘને શાહપુર લાવ્યે છૂટકો છે. સાગરની સડક ઉપર દસેક વાગે
આવીને શાહપુર જવા માટે વાહનની રાહ જોતાં ઉજ્જડ મેદાનમાં

PDF/HTML Page 13 of 33
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૮૭
કુંથલગીરી સિદ્ધિધામની
યાત્રા પછીની ભક્તિનું
આ દ્રશ્ય છે.
ઠેરઠેર ભક્તિ વગેરે
દ્વારા જાત્રાના પ્રસંગોનું
સ્મરણ કરીને યાત્રિકો
જાત્રાની ભાવનાને ઉગ્ર
બનાવતા...અને
પ્રવાસની ગમે તેવી
તકલીફો પણ ભૂલાઈ
જતી.
બે ત્રણ કલાક બેઠા....ને એક વાગે શાહપુર પહોંચ્યા...રસ્તા વગેરેની ક્યારેક તકલીફ પડતી ત્યારે
જાત્રાની ભાવના વિશેષ જાગતી...અને ભક્તિ વગેરે દ્વારા જાત્રાના પ્રસંગોનું સ્મરણ કરીને યાત્રિકો
જાત્રાની ભાવનાને ઉગ્ર બનાવતા હતા. શાહપુર સમાજનો ઉત્સાહ અનેરો હતો. અનેક દરવાજાથી
નાનકડી નગરીને શણગારીને ઉમંગભર્યું સ્વાગત કર્યું હતું......ને સંઘ પ્રત્યે પણ ઘણો વાત્સલ્યભાવ
બતાવ્યો હતો....અહીંના સંઘનો ઉત્સાહ અને વાત્સલ્ય દેખીને યાત્રિકો રસ્તા સંબંધી થાક ભૂલી
ગયા.....ભોજન બાદ તુરત જિનમંદિરમાં ભજન થયું.....ભજન વખતે મંદિર ચિક્કાર ભરાઈ ગયું હતું....ને
પૂ. બેનશ્રીબેને “મેં જીવન દુઃખ સબ ભૂલ ગયા” ઇત્યાદિ ભજનો દ્વારા ભાવભીની ભક્તિ કરાવી હતી.
બપોરે પ્રવચન બાદ શાહપુરની ધર્મપ્રેમી જનતાએ ગુરુદેવ પ્રત્યે અભિનંદનોની ઝડી વરસાવી હતી. અનેક
ભક્તોના હૃદયમાં કવિતા ગાવાની સ્ફૂરણા જાગતી હતી. ને ઘણો થોડો ટાઈમ હોવા છતાં ઉપરાઉપરી
ગાવાની માંગણી આવતી હતી. બે અભિનંદનપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. ગુરુદેવના સંઘ સહિત
શાહપુર પધારવાથી જનતાએ હૃદય ખોલીને હર્ષ વ્યક્ત કર્યો હતો.
સાંજે ભોજન બાદ, સાત માઈલનો રસ્તો ઓળંગી સડક પર આવ્યા...ને ત્યાંથી પ્રસ્થાન કરીને રાત્રે ૮
વાગે સાગર પહોચ્યા.
સાગર શહેર (ચૈત્ર સુદ ૯ તથા ૧૦)
સવારમાં દર્શન–પૂજન કરીને સૌ ગુરુદેવના સ્વાગત માટે ગયા. સ્વાગત માટે સાગર શહેરને
શણગાર્યું હતું. ગલ્લાબજારનો વિશાળચોક માનવસાગરથી ઉભરાઈ રહ્યો હતો. ગલ્લાબજારના વેપારીઓ
(–માત્ર જૈનો જ નહિ પરંતુ અજૈનો પણ) બે દિવસથી રાહ જોતા હતા કે ક્યારે સ્વામીજી પધારે! સાત–
આઠ હજારની માનવમેદની ગુરુદેવનું સ્વાગત કરવા માટે ઉત્સુક બની હતી, ઉત્સાહભર્યા કોલાહલથી
વિશાળ ચોક ગાજી રહ્યો હતો. આઠ વાગે ગુરુદેવ શાહપુરથી સાગર પધારતાં ઉલ્લાસપૂર્વક ભવ્ય સ્વાગત
થયું. સમ્મેદશિખરયાત્રામાં જેવું ઈંદોરનું સ્વાગત મહાન હતું તેવું જ આ યાત્રામાં સાગરનું સ્વાગત
મહાન હતું. ગુરુદેવ પધારતાં બેન્ડવાજાં ગાજી ઉઠયા, સ્વયંસેવક દળે સલામી આપીને સ્વાગત કર્યું, ને
હજારો માણસોએ જયજયકારથી ગગન ગજાવી મૂકયું... સ્વાગત મંડપમાં અનેક વિદ્વાનોએ પુષ્પમાળાવડે
શ્રદ્ધાંજલિ અર્પણ કરીને ગુરુદેવનું સ્વાગત કર્યું. પં. મુન્નાલાલજીએ સાગરની જનતાવતી સ્વાગત પ્રવચન
કર્યું...સાથે સાથે સંઘના યાત્રિકોનું પણ પુષ્પમાળા અને કુમકુમતિલકવડે વાત્સલ્યપૂર્વક સન્માન કર્યું.
સાગરના અનેક વિદ્વાનો સભામાં ઉપસ્થિત હતા. મંગલપ્રવચન કરતાં ગુરુદેવે કહ્યું કેઃ શાંતિનો સાગર
આત્મા છે, તેની શ્રદ્ધા–જ્ઞાન–રમણતારૂપ ધર્મ

PDF/HTML Page 14 of 33
single page version

background image
વૈશાખઃ ૨૪૮પઃ ૧૩ઃ
સાગરમાં પૂ.ગુરુદેવે શાંતિનો સાગર બતાવ્યો....
તે ઉત્કૃષ્ટ મંગળ છે.–આ રીતે સાગરમાં શાંતિનો સાગર ગુરુદેવે બતાવ્યો. (અહીં સાગર જેવડું વિશાળ તળાવ છે
તે ઉપરથી ગામનું નામ સાગર પડયું છે.)
મંગલ પ્રવચન બાદ સ્વાગત–સરઘસ શરૂ થયું....સાગરનો માનવસાગર સ્વાગતમાં ઊભરાયો. ખૂબ
લાંબુ ભવ્ય સ્વાગત વર્ણીભવનમાં આવીને પૂરું થયું. ગુરુદેવ પધાર્યા તે નિમિત્તે જૈન વેપારીઓએ બે દિવસ
દુકાનો બંધ રાખી હતી. ગુરુદેવની અને સંઘની વ્યવસ્થા માટે સાગરના જૈનસમાજે ઘણી હોંશ બતાવી હતી.
સંઘને જમવા માટે શેઠ ભગવાનદાસજી વગેરેએ પોતાને ત્યાં આમંત્રણ આપ્યું હતું ને જમતી વખતે વાત્સલ્ય
અર્થે દરેક યાત્રિકને કુમકુમતિલક કર્યું હતું.
વર્ણીભવનમાં બે જિનાલયો તથા માનસ્તંભ છે, માનસ્તંભ ઉપર જવા માટે લાકડાની સીડી છે. બપોરે
પ્રવચનમાં વર્ણીભવન ઊભરાઈ ગયું હતું. ઘણા માણસો આસપાસના ગામોથી આવ્યા હતા. દસેક હજાર
શ્રોતાજનોની સભા અનેક ત્યાગી–બ્રહ્મચારીઓ, વિદ્વાનપંડિતો અને પ્રતિષ્ઠિત આગેવાનોથી શોભતી હતી.
ગુરુદેવના અધ્યાત્મિકતાથી ભરપૂર પ્રવચન બાદ પંડિત મુન્નાલાલજીએ પ્રવચનની પ્રશંસા કરતાં કહ્યું કેઃ
સ્વામીજી કા પ્રવચન અનોખે ઢંગકા હૈ. ઐસા શુદ્ધ પ્રવચન–જો કેવલ આત્મતત્ત્વકા નિરૂપણ કરતા હો–મૈંને આજ
હી સુના. અગર ઈસકા ધ્યાનસે શ્રવણ–મનન કિયા જાય તો આત્માકા અવશ્ય કલ્યાણ હો જાયગા, યહાં મુઝે
બારહ વર્ષ હુઆ, મૈંને બહુત સે નેતાઓં કા પ્રવચન સુના, અબતક મૈં ભી પંડિત કહલાતા હું, મૈં અપની બાત
કહતા હું...જબ પૂ. શ્રીકા સાહિત્ય પઢા તબ માલુમ પડા કિ પુણ્ય અલગ ચીજ હૈ, ધર્મ અલગ ચીજ હૈ....બીચમેં
પુણ્ય આતે હૈ લેકિન વહ ધ્યેય નહીં... ધર્મ ઉનસે અલગ હૈ. હમારે સૌભાગ્ય સે હમેં સ્વામીજી કા દો દિનકા લાભ
મિલા હે; હમ લાભ લેંગે તો હમારા કલ્યાણ હોગા.
સાંજે ગુરુદેવ સાથે અનેક જિનમંદિરોના દર્શન કર્યા. રાત્રે અભિનંદન સમારોહમાં ગુરુદેવને ત્રણ
અભિનંદન પત્રો અપાયા. એક દિ. જૈન સમાજ તરફથી, બીજું સાગર–વિદ્યાલય તરફથી અને ત્રીજું મહિલા
આશ્રમ તરફથી–આ રીતે એક જ ગામમાં ત્રણ ત્રણ અભિનંદન પત્રો અપાયા, તે ઉપરથી ગુરુદેવ પ્રત્યે
જનતાના ઉત્સાહનો ખ્યાલ આવી શકે છે.
બીજે દિવસે સવારમાં ચૌધરન બાઈવાળા જિનમંદિરમાં સમૂહપૂજા થઈ હતી. આ વિશાળ મંદિરમાં અનેક
વેદીઓ છે, તેમજ ૮–૧૦ ફૂટ ઊંચા છ ખડ્ગાસન પ્રાચીન પ્રતિમાઓ બિરાજે છે, તેનો દેખાવ સુંદર છે, જાણે
ચૈતન્યધ્યાનમાં મગ્ન મુનિવરો શ્રેણી માંડીને

PDF/HTML Page 15 of 33
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૮૭
અર્હંતપદ પ્રગટ કરતા હોય! આવા જિનમંદિરમાં આદિનાથપ્રભુની, ચોવીસ ભગવંતોની અને સીમંધરાદિ વીસ
ભગવંતોની સમૂહપૂજા કરતાં સૌને આનંદ થયો.
સવારે પ્રવચન પછી જિનમંદિરોના દર્શન કરવા ગયા...અહીંના આગેવાન શેઠ ભગવાનદાસજી
ઉત્સાહપૂર્વક ગુરુદેવની સાથે રહીને જિનમંદિરો દેખાડતા હતા. ઊંચા ધવલ શિખરોથી સુશોભિત દસેક
જિનમંદિરના દર્શન કર્યા.
આજે સંઘનું જમણ ગુજરાતી શેઠ લલ્લુભાઈને ત્યાં હતું. જમ્યા બાદ પુષ્પમાળાવડે યાત્રિકોનું સન્માન
કર્યું. લગભગ ૧પ૦૦ માણસોને જમાડયા એટલું જ નહિ પરંતુ તે ઉપરાંત ગુરુદેવ પધાર્યા તેની ખુશાલીમાં પ૦૦
રૂા. ગણેશ વિદ્યાલયને, ૪૦૪) રૂા. પૂ. બેનશ્રીબેન હસ્તકના ખાતામાં, તથા ૩૦૦ રૂા. બ્રહ્મચારી બહેનો–
ભાઈઓને ભેટ તરીકે આપ્યા. આ રીતે ગુરુદેવ પ્રત્યે એક અજૈન ભાઈનો પણ આટલો ઉત્સાહ દેખીને સાગરની
જનતા ઘણી પ્રભાવિત થઈ હતી.
બપોરે પ્રવચનબાદ મંડપમાં પૂ. બેનશ્રીબેને ભક્તિ કરાવી હતી. રાત્રે આગમ અને અધ્યાત્મની શૈલી
બાબત સુંદર તત્ત્વચર્ચા થઈ હતી. આ વખતે અહીંના વયોવૃદ્ધ શ્રીમાન્ શેઠશ્રી કુંદનમલજી સિંધઈ (જેઓ
વર્ણીજીકે બડે ભાઈ તરીકે ઓળખાય છે અને સાગરના પ્રતિષ્ઠિત આગેવાન છે તેઓ) ઘણા ભાવથી ગુરુદેવના
દર્શન કરવા આવ્યા હતા. આભારદર્શનમાં પં. મુન્નાલાલજીએ કહ્યું કે–યહાં પર સ્વામીજીકા જો ભવ્ય સ્વાગત
હુઆ, મૈં સચ કહતા હું ૧૨ વર્ષસે મૈં સાગરમેં રહતા હું લેકિન ઐસા સ્વાગત મૈને આજ તક કીસી સન્તકા નહીં
દેખા....સ્વામીજીકી પ્રવચનશૈલી અદ્ભુત હૈ.......ભક્તિ પૂજનકા કાર્યક્રમ દેખકર મેરા હૃદય ગદગદ હો ગયા.
આ રીતે સાગરનો બે દિવસનો કાર્યક્રમ ઘણો પ્રભાવશાળી હતો ને સાગરના ઉત્સાહી સમાજે ઘણી
હોંસથી શોભાવ્યો હતો. મધ્યપ્રદેશમાં જબલપુરમાં અને સાગર–એ બે શહેરો જૈનધર્મની ખાસ જાહોજલાલીવાળા
નગરો છે.....અને બંને નગરોનો જૈનસમાજ ધાર્મિક પ્રસંગોના ઉત્સાહ માટે વખણાય છે. બંને શહેરોમાં જેનોની
વસતી ૮–૧૦ હજાર જેટલી છે.
નૈનાગીરી–રેશંદીગીરી સિદ્ધક્ષેત્રઃઃ ચૈત્ર સુદ ૧૧
સાગરનો બે દિવસનો કાર્યક્રમ પૂરો થતાં ગુરુદેવ સંઘસહિત નૈનાગીરી–રેશંદીગીરી સિદ્ધિધામ તરફ
પ્રસ્થાન કર્યું. હવે મધ્યપ્રદેશમાંથી વિદર્ભદેશનો પ્રવાસ શરૂ થયો......આ સમયે વિદર્ભમાં પ્રસિદ્ધ ડાકુઓનો ભય
હોવાથી સંઘની સાથે પોલીસ–પાર્ટીનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
સાગરથી નૈનાગીરી તરફ જતાં વચ્ચે બંડા ગામે સંઘને ચાપાણી માટે રોકીને ગુરુદેવનું સન્માન કર્યું. તથા
બીજા એક ગામે પણ ગુરુદેવને થોડીવાર રોકીને સન્માન કર્યું......આ રીતે પ્રવાસ દરમિયાન વચ્ચે આવતા અનેક
ગામોમાં સેંકડો માણસો ભેગા થઈને, ગુરુદેવને વચ્ચે રોકીને સ્વાગત કરતા....આવા કેટલાય ગામો છે કે જેનાં
નામ પણ યાદ નથી.
લગભગ ૮ વાગે નૈનાગીરી–રેશંદીગીરી પહોંચ્યા અહીં સામસામા બે નાનકડા ડુંગરા છે.... નૈનાગીરી
ધર્મશાળામાં ૧૩ જિનાલયો છે અને સામે રેશંદીગીરી ઉપર ૩૬ જિનાલયો છે, આ સિવાય બે પહાડી વચ્ચે
કમળપત્રથી છવાયેલું વિશાળ મનોજ્ઞ સરોવર છે, તે સરોવરની મધ્યમાં એક જલમંદિર છે; આ રીતે અહીં કુલ
પ૦ જિનમંદિરો છે. શ્રી વરદત્ત આદિ અનેક મુનિએ આ સિદ્ધિધામથી મોક્ષ પામ્યા છે.
રેશંદીગીરીનું ચઢાણ માંડ સોએક પગથિયા જેટલું છે, તેના મુખ્ય મંદિરમાં ૧૦–૧૨ ફૂટ ઊંચા ગુલાબી
રંગના પાર્શ્વનાથપ્રભુ અતિ સુંદર છે, ફરતા ૨૪ ભગવંતોને લીધે દેખાવ ઘણો ભાવવાળો બની જાય છે; તે
ઉપરાંત ૩ ફૂટના બાહુબલી ભગવાન અને વરદત્ત મુનિરાજના પ્રતિમા પણ વીતરાગ રસઝરતી મુદ્રાવડે ભક્તના
હૃદયને આકર્ષી રહ્યા છે. એક ઠેકાણે ગંધકૂટી ઉપર વરદત્તાદિ મુનિવરોના પગલાં છે. કેટલાક મંદિરોમાં
અતિપ્રાચીન સુંદર કળામય પ્રતિમાઓ બિરાજે છે...મંદિરોના દર્શન બાદ પાર્શ્વપ્રભુની સન્મુખ રેશંદીગીરી
સિદ્ધક્ષેત્રનું પૂજન તથા સિદ્ધપૂજન થયું. ત્યારબાદ પૂ. બેનશ્રીબેને નીચેની ઉલ્લાસભરી ભક્તિ કરાવી.....
આવો આવો જી......હાં હાં.....આવો આવો જી......
જૈન જગ સારે,
વરદત્ત મુનિ મોક્ષ ગયે....

PDF/HTML Page 16 of 33
single page version

background image
વૈશાખઃ ૨૪૮પઃ ૧પઃ
આ રીતે પૂજન–ભક્તિપૂર્વક ઉલ્લાસથી સિદ્ધક્ષેત્રની યાત્રા પૂર્ણ થઈ.
વિદર્ભદેશમાં નૈનાગીરી–રેશંદીગીરી સિદ્ધિધામની
અપૂર્વ યાત્રા કરાવનાર ગુરુદેવને નમસ્કાર હો.
પ્રવચન પહેલાં સ્વગાત–સમારોહ થયો હતો. બાળકોના સ્વાગત–ગીત બાદ ક્ષેત્રના મંત્રીજીએ સ્વાગત
પ્રવચનમાં કહ્યું કે હમેં આજ અત્યંત હર્ષ હૈં કિ પૂ. કાનજીસ્વામી જૈસે મહાપુરુષ સંઘસહિત આજ યહાં પધારે
હૈ......યહ વહી પુણ્ય સ્થાન હૈ જહાં વરદત્તાદિ મુનિવરોને આત્મસાધના કી થી....આજ ઈસ ક્ષેત્ર પર
કાનજીસ્વામીકો દેખકર હમેં અત્યંત આનંદ હો રહા હૈ. કાનજીસ્વામી સોનગઢકે હી નહિ, સમસ્ત ભારતકી પુંજી
હૈ, આપને અધ્યાત્મકી ગંગા પ્રવાહીત કી હૈ. હમ સ્વામીજીકા શતશત અભિનંદન કરતે હૈ.
ત્યારબાદ ક્ષેત્રના સભાપતિજીના પ્રવચન પછી, “તીર્થરાજકી પુણ્યધારા પર સ્વામીજી આજ પધારે.....”
એ સ્વાગત ગીત ગવાયું હતું. પછી તીર્થધામમાં ગુરુદેવનું પ્રવચન થયું હતું...... આસપાસના સેંકડો માણસો
ગાડા જોડીજોડીને આવ્યા હતા. પ્રવચન વખતે વાદળા હોવાથી ઉપશાંત વાતાવરણ લાગતું હતું.....પ્રવચનની દસ
મિનિટ બાકી હતી ત્યારે થોડા છાંટણા વરસ્યા હતાં–જાણે તીર્થક્ષેત્ર ઉપર ગંધોદક વૃષ્ટિ કરીને આકાશ તેને પૂજી
રહ્યું હોય? વરસતા વરસાદ વચ્ચે આભાર અને અભિનંદન વિધિ થઈ.....પ્રવચન પછી તરત પ્રસ્થાન કરવાનું
હોવાથી કેટલાક યાત્રિકો તૈયાર થઈને બસમાં બેઠાબેઠા જ પ્રવચન સાંભળતા હતા. નૈનાગીરીથી દ્રોણગીરી તરફ
પ્રસ્થાન થયું તે વખતનું દ્રશ્ય સરસ હતું...સંઘની બધી મોટરો ને બસો સાથે જ હતી. રસ્તા પાણીથી છંટાયેલા
હતા, વાદળાવાળું આકાશ પૃથ્વી ઉપર શાંતિની છાયા પાથરી રહ્યું હતું, સામે મંદિરોથી છવાયેલું તીર્થધામ દેખાતું
હતું ને પાસે જ કમળપત્રથી છવાયેલું સુંદર સરોવર હતું.....આવા રમણીય દ્રશ્યની સાથે ભક્તોના દિલમાં
યાત્રાનો ઉમંગ હતો......સૌથી આગળ ગુરુદેવની મોટર ‘મંગલવર્દ્ધિની’ ત્યારબાદ પોલીસવાન, ત્યારબાદ
બેનશ્રીબેનની મોટર ‘સત્સેવિની’ ત્યારબાદ મહેન્દ્રકુમાર શેઠીની ‘અમર–કિરણ’ વગેરે મોટરો, અને ત્યાર બાદ
યાત્રિકોની ચાર બસો,–આ રીતે આખાય સંઘની હારમાળા વિદર્ભદેશમાં એક સાથે વિચરી રહી હતી.....ગુરુદેવની
સાથે ને સાથે જ એક સિદ્ધિધામથી બીજા સિદ્ધિધામ તરફ પ્રવાસ કરતાં ભક્તોનું હૃદય પ્રફુલ્લિત હતું.
નૈનાગીરીથી દ્રોણગીરી તરફ જતાં વચ્ચે દલપતપુરા ગામે સેંકડો માણસોએ ગુરુદેવનું સન્માન કરીને
યાત્રિકોને દૂધીયું પાયું......એ જ રીતે શાહપુર ગામે પણ ગુરુદેવનું સ્વાગત કરીને સંઘને ભાતું આપ્યું.....આગળ
જતાં બીજા એક ગામે સંઘને રોકીને ગુરુદેવનું સ્વાગત કર્યું તથા યાત્રિકોને દૂધીયું પીવરાવીને માળા પહેરાવી.
સાંજે મલહરાગામમાં ગુરુદેવનું સ્વાગત કર્યું....ત્યાં માત્ર ૧૦ મિનિટના રોકાણમાં ગુરુદેવને અભિનંદનપત્ર
આપ્યું......સંઘને પણ થોડીવાર રોકાવા આગ્રહ કર્યો હતો. સંઘે સાંજનો નાસ્તો બસમાં જ કરી લીધો......સાંજે
દ્રોણગિરિ સિદ્ધિધામ પહોંચી ગયા... અહીં અનેક ત્યાગીઓ હતા, તેઓએ ગુરુદેવને જોઈને પ્રસન્નતા વ્યક્ત કરી.
દ્રોણગિરિ–સિદ્ધિધામની યાત્રા (ચૈત્ર સુદ ૧૨)
સવારમાં સવાપાંચ વાગે, ગુરુદત્તમુનિરાજના સિદ્ધિધામ દ્રોણગિરિની યાત્રા માટે ગુરુદેવ સહિત ભક્તોએ
પ્રસ્થાન કર્યું. પર્વત રળિયામણો છે, ચઢાણ પણ સહેલું છે.....દસેક મિનિટમાં ઉપર પહોંચી ગયા ને મંદિરોના
દર્શન શરૂ થયા.....પાસે પાસે ૨૬ મંદિરો છે, તેમાં દર્શન કરીને છેલ્લા મંદિરે આવ્યા. અહીં મોટી ઊંડી ગૂફા છે, તે
ગુરુદત્તમુનિરાજનું સિદ્ધિસ્થાન ગણાય છે....તેની બાજુમાં એક મંદિર છે, તેમાં અનેક પ્રતિમાઓ ઉપરાંત
મુનિવરોના ચરણપાદુકા છે, વચ્ચે મોટી વેદી છે તેની ચારે બાજુ મુનિવરોના ભાવવાહી દ્રશ્યો છે. મુનિધામ
ખરેખર શાંત અને રળિયામણું છે. આ મંદિર અને ગૂફા સામે વિશાળ ચોક છે, ત્યાં ભક્તિ પૂજન કર્યા. પહેલાં
દ્રોણગિરિ સિદ્ધક્ષેત્રનું પૂજન કર્યું, ત્યારબાદ સિદ્ધભગવંતો જાણે સાક્ષાત્ સન્મુખ બિરાજતા હોય–એવા ઉત્તમ
ભાવે સિદ્ધભગવંતોનું પૂજન કર્યું. પૂજન બાદ ભક્તિ થઈ–
ધન્ય મુનિશ્વર આતમહિતમેં,
છોડ દિયા પરિવાર......
કિ તુમને છોડા સબ ઘરબાર..........

PDF/HTML Page 17 of 33
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૮૭
ધન છોડા.....વૈભવ સબ છોડા......
સમજા જગત અસાર.....
કિ તુમને છોડા સબ સંસાર......
એ મુનિભક્તિ ગુરુદેવે ઘણા ભાવપૂર્વક
ગવડાવી હતી. ત્યારબાદ જાણે કે આ મુનિધામમાં
મુનિવરોને સાક્ષાત્
દેખતા હોઈએ એવા
ઉલ્લાસભાવથી બેનશ્રીબેને નીચેની ભક્તિ ગવડાવી
હતી.
ઐસે ગુરુદત્તમુનિ દેખે વનમેં
જા કે રાગદ્વેષ નહીં મનમેં...
દ્રોણગીરીતીર્થ બે નદીની વચ્ચે આવેલું છે.
પર્વતની પાસે જ ચંદ્રભાગા નદી કલરવ કરતી–જાણે કે
મુનિવરોનાં ગુણગાન કરતી હોય તેમ–ચાલી જાય છે.
પૂજન–ભક્તિ બાદ ગૂફાનું અને તીર્થધામના
વાતાવરણનું સૌએ ભાવપૂર્વક અવલોકન કર્યું. આ રીતે
આનંદપૂર્વક ગુરુદેવ સાથે સિદ્ધિધામની યાત્રા કરીને
જયજયકાર કરતા સૌ નીચે ઊતર્યા.....ને દ્રોણગીરી
તીર્થની યાત્રા પૂર્ણ થઈ.
દ્રોણગિરિ સિદ્ધિધામની યાત્રા કરાવના
ગુરુદેવને નમસ્કાર હો
સાગરવાળા શેઠ બાલચંદજી મલૈયાએ દ્રોણગીરી આવીને સંઘની વ્યવસ્થામાં હોંસપૂર્વક ભાગ લીધો હતો
અને સંઘને જમાડયો હતો, તેમજ ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ બતાવ્યો હતો. આ ઉપરાંત મલહરાના
ભાઈઓએ પણ હોંસપૂર્વક સંઘની વ્યવસ્થામાં ભાગ લીધો હતો.
અહીં ગુરુદેવ પધાર્યા તે પ્રસંગે, મહાવીર જન્મકલ્યાણક નિમિત્તે પાંચ દિવસનો ખાસ મેળો ભરાયો
હતો..બહારગામથી હજારો માણસો આવ્યા હતા ને બજારો ડેરાતંબુ વગેરેથી જાણે નવી નગરી રચાઈ ગઈ હોય
એવું લાગતું હતું. મેળાના સ્થાને એક વિશાળ મંડપમાં શ્રી જિનેન્દ્રેદેવને બિરાજમાન કર્યા હતા ને રાત્રે ત્યાં
ભક્તિ થઈ હતી. વીરપ્રભુના પારણાઝૂલનનું તેમજ વરદત્તાદિ મુનિવરોનું સ્તવન પૂ. બેનશ્રીબેને ગવડાવ્યું હતું.
મેળા વચ્ચે મંડપમાં સિદ્ધક્ષેત્રની સામે ભક્તિ કરતાં આનંદ થતો હતો...અને ભક્તિ કરીને પાછાં ફરતાં જાણે કે
ભગવાનનો જન્મકલ્યાણક ઊજવીને આવતા હોઈએ તેમ સૌ હર્ષિત થતા હતા.
ચૈત્ર સુદ તેરસના રોજ ભગવાન મહાવીર પ્રભુના જન્મકલ્યાણક નિમિત્તે સવારમાં પ્રભાતફેરી બાદ
મંડપમાં સમૂહપૂજન થયું હતું. પૂજન બાદ ભક્તિ થઈ હતી–
કુંડલપુરીકે મંઝાર છાયા હરષ અપાર......
ભારતભૂમિકે મંઝાર છાયા હરષ અપાર....
ત્રિલોકભૂમિકે મંઝાર છાયા હરષ અપાર....
ભક્તિ બાદ ગુરુદેવનું પ્રવચન થયું હતું. બપોરે મેળાના મંડપમાં ગુરુદેવના પ્રવચન બાદ શેઠ
બાલચંદજી મલૈયાએ સ્વાગત–પ્રવચન કરતાં કહ્યું કેઃ સૂર્ય પશ્ચિમમાં નહીં ઊંગતે, લેકિન યહ જ્ઞાનસૂર્ય તો
પશ્ચિમમેં ઉદિત હૂઆ હૈ ઔર હમકો જ્ઞાનપ્રકાશ દે રહા હૈ; અજ્ઞાનરૂપી અંધકારકો નષ્ટ કરકે ઈસને રાતકે
બદલેમેં દિન
ઃ મલકાપુરના મહાવીર ભગવાનઃ
પૂ. ગુરુદેવના મંગલ હસ્તે પ્રતિષ્ઠિત ૧૮૮ જિનબિંબોમાં આ સૌથી
મોટા છે; પ્રભુની એક બાજુ ભરત ને બીજી બાજુ બાહુબલી છે.

PDF/HTML Page 18 of 33
single page version

background image
વૈશાખઃ ૨૪૮પઃ ૧૭ઃ
કર દિયા હૈ, તીર્થંકર ભગવાન કી સાથમેં જૈસે ગણધરાદિકી સભા હોતી હૈ, વૈસે સ્વામીજી કી સાથ મેં ભી બડી સભા
હૈ, યહ સબ દેખકર હમ લોંગો કો બહુત આનંદ હો રહા હૈ.....
અહીં તદ્ન વેરાન જંગલ જેવું હતું પરંતુ ગુરુદેવના પધારવાથી મેળો ભરાતાં જંગલમાં મંગળ થઈ ગયું હતું.
છતરપુરના નરેન્દ્રકુમાર મ્. અ. ના ધર્મપત્ની સાહિત્યરત્ન શ્રીમતી રમાદેવીબહેને ઉલ્લાસપૂર્વક ભાષણ કરતાં
કહ્યુંઃ સ્વામીજીકે સંઘકે પરિચયસે મુઝે ચતુર્થકાલકે સમવસરણ જૈસા આનંદ આયા.....સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રકા
ચતુર્થકાલ જૈસા યોગ યહાં બના હૈ....પ્રવચનમેં સમ્યગ્જ્ઞાનકી ધારા વહતી થી......
આજ ચૈત્ર સુદ તેરસકા દિન,
દ્રોણગીરી જૈસા પાવન સિદ્ધક્ષેત્ર,
કાનજીસ્વામી જૈસે જ્ઞાની પુરુષ,
ઐસા ઉત્તમ મેળ આજ યહાં હો ગયા હૈ. કાનજીસ્વામી કી સભામેં બેઠે હુએ હમ માનોં મહાવીરપ્રભુકે
દરબારમેં હી બૈઠે હો–ઐસા હમેં હર્ષ હો રહા હૈ. ઔર હમેં વિશ્વાસ હૈ કિ જેસી શાંતિ સોનગઢકી યહ બહિનોં કો મિલી
વૈસી હી શાંતિ હમેં ભી પ્રાપ્ત હોગી.
ત્યારબાદ પં. દયાચંદજીએ શ્રદ્ધાંજલિ કાવ્ય ગાયું હતું અને પં. દુલીચંદજીએ આ પ્રાંત તરફથી આપવામાં
આવેલ અભિનંદન પત્ર વાંચ્યું હતું; અને ત્યારબાદ શ્રી જિનેન્દ્ર અભિષેક થયો હતો. સાંજે કેટલાક યાત્રિકો ફરીને
સિદ્ધક્ષેત્રની યાત્રાએ ગયા હતા.....રાત્રે તત્ત્વચર્ચા હતી.
આ રીતે દ્રોણગીરીનો બે દિવસનો કાર્યક્રમ આનંદથી પૂર્ણ થયો.
ખજરાહ; (ચૈત્ર સુદ ૧૪)
દ્રોણગીરીથી પ્રસ્થાન કરીને ૯ વાગે ખજરાહ પહોંચ્યા....અહીં ખૂબ જ સુંદર કોતરણીવાળા અનેક
પ્રાચીન જિનમંદિરો છે, ને સેંકડો પ્રાચીન જિનબિંબો છે. લગભગ ૮૦ ફૂટ ઊંચા શિખરબંધી મંદિરો અતિ
કળામય કોતરણીથી શોભે છે, ક્યાંય ક્યાંક, કોતરણી અધૂરી રહી ગઈ છે. હાલના મુખ્ય મંદિરમાં લગભગ
૧પ ફૂટ ઊંચા વિશિષ્ટ પાષાણમાં કોતરેલા શાંતિનાથ ભગવાન ખડ્ગાસને શોભે છે...અહા! એ શાંતિનાથ
ભગવાનને જોતાં જ આત્મિક શાંતિની ભાવનાઓ જાગૃત થાય છે. પ્રતિમાજી સં. ૧૦૮પ ના છે. મંદિરના
ચોકમાં ચારે બાજુ અનેક જિનબિંબો બિરાજે છે. અહીં કુલ ૩૨ સ્થાનોના દર્શન બાદ શાંતિનાથ પ્રભુ
સન્મુખ પૂજન–ભક્તિ થયા.
મંદિરની બહારના ચોકમાં અનેક મોટામોટા પ્રાચીન જિનબિંબના અવશેષો છે. ખંડિત હાલતમાં રહેલા અતિ
ભવ્ય જિનબિંબોના પ્રાચીન અવશેષો પણ દિગંબર જૈનધર્મના પુરાતન વૈભવની પ્રસિદ્ધિ કરતા થકા મુમુક્ષુદર્શકના
હૃદયમાં વીતરાગતાની પ્રેરણા જગાડે છે....એક તરફ ખંડિત દશા દેખીને હૃદય જરાક ખેદખિન્ન થાય છે તો બીજી
તરફથી જૈનધર્મના ભવ્ય પ્રાચીન વૈભવના સ્મરણથી હૃદય ગૌરવાન્વિત થઈને વીતરાગી ભાવનામાં રત બને છે.
મંદિરોના પ્રવેશદ્વાર વગેરેની કોતરણી ઘણી આકર્ષક છે, ક્યાંક માતાજીના ૧૬ સ્વપ્નોનું દ્રશ્ય છે, કયાંક દેવીઓ દ્વારા
માતાજીની સેવાનું દ્રશ્ય છે, તો ક્યાંય ભગવાન પંચ પરમેષ્ઠીનું દ્રશ્ય છે. શાંતિનાથ પ્રભુજી સન્મુખ અતિ શાંત
વાતાવરણ છે, ધ્યાનસ્થ ભગવાનના આંગળાની કળા વિશિષ્ઠ છે, હસ્તમાં પદ્મ ચિન્હ પણ દેખાય છે. શાંતિનાથ
પ્રભુજી સન્મુખ બેસીને શાંત વાતાવરણમાં શાંતિનાથ પ્રભુના આ સ્મરણો લખાયા છે.
બપોરે ભોજન બાદ ત્યાંના મ્યુઝીયમમાં સેંકડો પ્રાચીન જિનબિંબો જોયા, તેમજ બાજુમાં અન્યમતના
મંદિરોની પ્રાચીન કારીગીરી જોઈ. ત્યારબાદ સંઘે ત્યાંથી પ્રસ્થાન કર્યું. ૧ થી ૨ ગુરુદેવે ખજરાહમાં પ્રવચન કર્યું.
ખજરાહથી પપૌરાજી તરફ જતાં વચ્ચે નવગામ મુકામે મંડપ બાંધીને સેંકડો લોકોએ ગુરુદેવનું સ્વાગત કર્યું,
ને વાત્સલ્યપૂર્વક સંઘને રોકીને દૂધીયું પાયું. ટીકમગઢમાં પણ ઉત્સાહથી સ્વાગત કર્યું. ત્યાં દર્શન કરીને રાત્રે સંઘ
સહિત ગુરુદેવ પપૌરાજી ક્ષેત્રમાં પહોંચી ગયા.
પપૌરાજી
પપૌરા સુંદર ક્ષેત્ર છે, વિશાળ મેદાન ફરતી ચારે બાજુ ધર્મશાળા છે ને ૭પ મંદિરો છે. પહેલા જ મંદિરમાં
આદિનાથ પ્રભુના છ ફૂટ ઊંચા ખડ્ગાસન પ્રતિમાના દર્શન કરતાં વેંત જ યાત્રિકોનો થાક ઉતરી જાય છે ને હર્ષથી હૃદય
પુલકિત થાય છે. મંદિરો વિશાળ છે ને કેટલાક મંદિરો સુંદર ગજરથના આકારના છે.

PDF/HTML Page 19 of 33
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૮૭
(પપૌરાજીના ૭પ મંદિરોની વંદના (ચૈત્ર સુદ ૧પ)
સવારમાં ગુરુદેવે સંઘસહિત જિનમંદિરોની વંદના શરૂ કરી.....અહીં પર્વત નથી પણ વિશાળ મેદાનમાં જ
છૂટાછૂટા ૭પ મંદિરો છે. ત્રણ માનસ્તંભ છે, કોઈકોઈ મંદિર ત્રણ પીઠિકાની રચનાવાળા (સમવસરણ–મંદિર) છે.
‘જય જિનવર નમીએ આપનેં...’ ઇત્યાદિ મંગલ સ્તુતિ ગાતાં ગાતાં, ગૂફા જેવા પ્રવેશદ્વારોમાં થઈને એક પછી એક
જિનમંદિરોના દર્શન કરતા તથા અર્ઘ ચડાવતા ૩૭ મંદિરોની વંદના કરીને ૩૮મા મંદિરે આવ્યા. ૭પ મંદિરોમાં આ
બરાબર વચ્ચેનું મંદિર આવ્યું; યાત્રા કરતા થાકેલા ભક્તોએ અહીં શીતળ છાયામાં ગુરુદેવના ચરણે બેસીને થાક
ઉતાર્યો....ને આગળના મંદિરોની વંદના શરૂ કરી.
૪૩ મંદિર બાદ ૪૪મું મંદિર આવ્યું; અહીં ૪૪ થી ૬૮ મંદિરો એક સાથે છે ને તેને ચોવીસીમંદિર પણ કહે છે.
ચંદેરીની ચોવીસીના દર્શન બાદ ભાવના થતાં એક ભક્તે આ ચોવીસી કરાવેલી છે, તેમાં વિશેષતા એટલી છે કે દરેક
મંદિરને પ્રદક્ષિણા થઈ શકે છે. વિશાળ મંદિરમાં હારબંધ ૨૪ વેદી ઉપર ૨૪ ભગવંતો (–જેમાં મોટા ભાગના
પાર્શ્વનાથ ભગવંતો) બિરાજે છે, વચ્ચે બારીમાંથી જોતાં અનેક મંદિરોમાંથી સોંસરા ભગવાન દેખાય છે,–જાણે
ઊંડીઊંડી ગૂફામાં ભગવાન બેઠા હોય. ફરતા ૨૪ ભગવંતોની વચ્ચે ચંદ્રપ્રભુ ભગવાનનું મંદિર છે, તેમાં પાંચ ફૂટ મોટા
ચંદ્રપ્રભુ ભગવાન બિરાજે છે, પોણોસો મંદિરની વંદના બાદ અહીં પૂજન–ભક્તિ થયા હતા. ચારેકોર ભક્તોની ભીડથી
મંદિર ભરાઈ ગયું હતું. પપૌરાજી ક્ષેત્રની પૂજા તથા ચંદ્રનાથપ્રભુની પૂજા બાદ ગુરુદેવે ઉપશાંત વાતાવરણમાં જાત્રાના
ઉલ્લાસપૂર્વક નીચેનું સ્તવન ગવડાવ્યું હતું–
ધન્ય દિવસ ધન્ય આજનો
ધન્ય ધન્ય ઘડી તેહ,
ધન્ય સમય પ્રભુ માહરો....
દરશનદીઠું રે આજ.......મન લાગ્યું રે મારા નાથજી
સુંદર મુરત દીઠી તાહરી,
કેટલે દિવસે આજ,
નયન પાવન થયા માહરા,
પાપ તિમિર ગયાં ભાજ......
મન લાગ્યું રે મારા નાથજી!
ગુરુદેવની ભાવભીની ભક્તિ બાદ પૂ. બેનશ્રીબેને ભક્તિ કરાવી હતી.
નાથ હો લવલીન તુમારી મહિમા ગાયે......
હાં જી હાં હમ ગાયે ગાયે.......
કહાન ગુરુજીકી સાથમેં આયે.....
જાત્રા કરકે આનંદ પાયે.....નાથ હો.......
આ રીતે આનંદપૂર્વક પપૌરાજી જિનધામની વંદના થઈ. પપૌરાજી ટીકમગઢથી ૩ માઈલ છે; પપૌરાજીમાં
સંઘના ભોજન વગેરેની વ્યવસ્થા ટીકમગઢના જૈન સમાજે કરી હતી. બપોરે ટીકમગઢમાં પ્રવચન હતું.....ટીકમગઢમાં
૪–પ મંદિરો છે. મુખ્ય મંદિરમાં પાંચેક ફૂટના ચિંતામણી પાર્શ્વનાથ બિરાજે છે. પ્રવચન બાદ ટીકમગઢ જૈનસમાજ તથા
પપૌરાજી ક્ષેત્ર કમિટિ તરફથી અભિનંદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તરત રવાના થઈને આહારક્ષેત્ર
પહોંચ્યા......એક પછી એક ત્રણ વિશાળ સરોવર બાદ આહારક્ષેત્ર આવે છે. અહીં આવતાંવેંત, જેમ વિરહી બાળક
માતાને ભેટવા દોડે તેમ ભક્તો શાંતિનાથ પ્રભુને ભેટવા દોડયા.....ને શાંતિનાથ પ્રભુને દેખતાં જ અત્યંત આનંદિત
થયા. લગભગ ૧૮ ફૂટના શાંતિનાથ ભગવાન અને બંને બાજુ ૧૨ ફૂટના કુંથુનાથ–અરનાથ ભગવંતો, એ ત્રિરંગી–
ત્રિપુટી ભગવંતોનું દ્રશ્ય અદ્ભુત છે. આ ઉપરાંત બીજા ૭ મંદિરો અને ૨ નાનકડા માનસ્તંભો છે. દસ ફૂટ ઊંચા નવ
પ્રતિષ્ઠિત બાહુબલી ભગવાન પણ ઘણા ભાવવાહી છે. ગુરુદેવ સાથે આનંદથી દરેક ઠેકાણે દર્શન કર્યા. અહીંના
પુરાતત્ત્વસંગ્રહમાં અનેક પ્રાચીન–પ્રતિમાઓ છે. મંદિરોના દર્શન બાદ ગુરુદેવના સ્વાગતનો સમારોહ થયો તથા
અભિનંદન–પત્ર આપવામાં આવ્યું, અને ગુરુદેવનું મંગલપ્રવચન થયું. અહીં ક્ષેત્રના બધા કાર્યકરોએ ઉત્સાહથી ભાગ
લઈને સંઘના સ્વાગતની સુંદર વ્યવસ્થા કરી હતી. સંઘના આહારની વ્યવસ્થા...પણ આહારજીક્ષેત્રમાં જ થઈ હતી.
સાંજે શાંતિનાથ ભગવાન સન્મુખ આહારક્ષેત્રનું પૂજન તથા ભક્તિ થઈ.
મૈં તેરે ઢીગ આયા રે......
શાંતિનાથ ઢીગ આયા....

PDF/HTML Page 20 of 33
single page version

background image
વૈશાખઃ ૨૪૮પઃ ૧૯ઃ
મૈં રટતા રટતા આયા રે.....
ગુરુવરકે સાથ આયા........
ઇત્યાદિ ભક્તિ બાદ આહારજીથી પ્રસ્થાન કરીને સૌ ટીકમગઢ આવ્યા.....ને ત્યાં જિનમંદિર પાસે મંડપમાં
ભક્તિ થઈ–
તુમસે લાગી લગન....લેલો અપની શરન.....
પારસ પ્યારા......મેટો મેટોજી સંકટ હમારા......
ભગવાનની ભક્તિના રંગથી રંગાયેલા ભક્તોને આ રીતે ઉપરાઉપરી નવા નવા ધામોમાં જિનેન્દ્રભક્તિ
કરતાં આનંદ થતો હતો. ભક્તિ બાદ રાતે સંઘ પપૌરાજી આવી ગયો.
આ રીતે આજે એક જ દિવસમાં પપૌરાજી, આહારજી તથા ટીકમગઢમાં વંદન–પૂજા–ભક્તિ થયાં....આમ
ગુરુદેવ સાથે ઉપરાઉપરી નવા નવા જિનધામોને ભેટતાં ભક્તોને દેશના સ્મરણનો અવકાશ પણ મળતો ન
હતો......તીર્થવંદના કરતાં કરતાં એક જ પ્રશ્ન ઉઠતો હતો કે હવે કયું તીર્થ આવશે?
લલિતપુર
ચૈત્ર વદ બીજની સવારમાં, જિનેન્દ્ર દેવના દર્શન કરીને આહારજીથી લલિતપુર તરફ પ્રસ્થાન કર્યું....વચ્ચે
એક ગામે ગુરુદેવનું સ્વાગત કરીને સંઘના યાત્રિકોને ચા–પાણી માટે રોકયા હતા. ત્યાં જિનમંદિરના દર્શન કરીને
લલિતપુર પહોંચ્યા...ગુરુદેવનું સ્વાગત થયું....વિશાળ મંદિરમાં નવ વેદી છે, તથા ભોંયરામાં પણ પ્રાચીન પ્રતિમાઓ
છે, મૂળનાયક શ્રી અભિનંદનસ્વામી છે; માનસ્તંભ પણ છે. આ ઉપરાંત ગામમાં બીજા ૩ વિશાળ મંદિરો અનેક વેદી
સહિત છે. પ્રવચન–ભક્તિ વગેરે કાર્યક્રમો હતા.
દેવગઢ
બીજે દિવસે (ચૈત્ર વદ ૩) સવારમાં લલિતપુરથી દેવગઢના દર્શન કરવા ગયા. (અહીં ડાકુઓનો વિશેષ
ભય હોવાથી ૩૦ જેટલા પોલીસોની પાર્ટી સંઘની સાથે હતી) દેવગઢમાં નાનકડો પર્વત છે.....દેવગઢ ખરેખર દેવોનો
જ ગઢ છે, ગઢની અંદર લાખોની સંખ્યામાં જિનદેવની પ્રતિમાઓ છે. લગભગ વીસેક મિનિટમાં પર્વત ઉપર ચડી
જવાય છે. ઉપર ત્રણ પરકોટા છે ને ૩૨ મંદિરોના દર્શન છે. વીખરાયેલો અપાર જૈનવૈભવ ઠેરઠેર નજરે પડે છે. સુંદર
કળામય અદ્ભુત શાંત–સૌમ્ય મુદ્રાધારક લાખો દિગંબર જિનપ્રતિમા ત્યાં શોભે છે,–તેનો મોટો ભાગ ખંડિત દશામાં
છે.–અહીં એટલા જિનપ્રતિમા છે કે ચોખાની આખી ગુણી ભરી હોય ને દરેક પ્રતિમા પાસે ફકત એકેક દાણો
મૂકવામાં આવે તો પણ તે ચોખા ખૂટી જાય. વચ્ચેના મુખ્ય મંદિરમાં શાંતિનાથ પ્રભુના ૧૨ ફૂટ ઊંચા પ્રાચીન પ્રતિમા
બિરાજે છે. તેને ફરતા ચારે બાજુ અનેક મંદિરોની રચના જોતાં એમ લાગે છે કે વચ્ચેના મુખ્ય મંદિરને ફરતા
બાવન જિનાલયોની રચના હશે. અહીં એક સ્તંભ ઉપર જિનપ્રતિમા છે, વચ્ચે મુનિપ્રતિમા છે અને નીચે
અર્જિકામાતા કોતરેલા હોય–એમ લાગે છે. ક્યાંક માતાજી ૧૬ સ્વપ્નો નીહાળી રહ્યા છે, ક્યાંય દેવીઓ માતાની
સેવા કરી રહી છે, કયાંક પંચ પરમેષ્ઠી ભગવંતોની પ્રતિમા શોભી રહ્યા છે, તો કયાંક મોરપીંછી–કમંડળ સંયુક્ત
મુનિભગવંતો નજરે પડે છે,–આમ પર્વત ઉપર ચારેકોર વિવિધ પ્રકારના ભાવવાહી કળામય દ્રશ્યો નજરે પડે છે. આ
ઉપરાંત એક મંદિરમાં ચક્રવર્તી રાજવૈભવ છોડીને મુનિ થયા છે–તેનું દ્રશ્ય છે, મુનિરાજના ચરણો પાસે છોડેલા નવ
નિધાન તથા ૧૪ રત્નો (હાથી વગેરે) પડયા છે. અહા! જાણે હમણાં જ તે બધો વૈભવ છોડીને ચક્રવર્તી (શાંતિનાથ
કે ભરતજી વગેરે) મુનિ થાય છે, ને તે નિધાનો તેમના ચરણો પાસે દીનતાથી અનાથપણે લેટી રહ્યા છે,–પણ
મુનિરાજ તો પોતાના આત્મધ્યાનમાં તલ્લીન છે.–એ ભાવભીનું દ્રશ્ય જોતાં ભક્તના હૃદયમાંથી સહેજે ઉદ્ગાર સરી
પડે છે કે–
ધન્ય મુનિશ્વર આતમહિતમેં
છોડ દિયા પરિવાર.....
કિ તુમને છોડા સબ ઘરબાર....
ધન છોડા, વૈભવ સબ છોડા,
છોડા ચક્રવર્તી રાજ.....
કિ તુમને છોડા નવનિધાન.....
આ રીતે દેવગઢમાં અનેકવિધ જિનવૈભવના દર્શન કરીને સૌ નીચે આવ્યા. નીચે ધર્મશાળામાં એક મંદિર છે.
ત્યાં મુનિરાજના એક અદ્ભુત પ્રતિમા બિરાજે છે.