Atmadharma magazine - Ank 188
(Year 16 - Vir Nirvana Samvat 2485, A.D. 1959). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૬
સળંગ અંક ૧૮૮
Version History
Version
NumberDateChanges
001Oct 2003First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
–આ છે ચિત્તોડના કિલ્લા ઉપરનો જૈન–કીર્તિસ્તંભ. એક દિ. જિનમંદિરની સન્મુખ આ ૮૦ ફૂટ ઊંચો
કળામય ધર્મસ્તંભ વીતરાગી જિનબિંબો સહિત શોભી રહ્યો છે. યાત્રા વખતે, ૭ મંજિલના આ સ્તંભ ઉપર
જિનબિંબોની શીતલ છાયામાં બેસીને સિદ્ધગુણોનું સ્મરણ કરતાં મુમુક્ષુઓનું હૃદય આહ્લાદિત થતું હતું.
૧૮૮

PDF/HTML Page 3 of 21
single page version

background image
પ્રૌઢ વયના ગૃહસ્થો માટે
જૈન દર્શન શિક્ષણ વર્ગ
સોનગઢમાં દર વર્ષની માફક આ વર્ષે પણ શ્રાવણ સુદ
પાંચમ ને રવિવાર તા. ૯–૮–પ૯ થી શરૂ કરીને શ્રાવણ વદ દસમ
ને શુક્રવાર ૨૮–૮–પ૯ સુધી તત્ત્વજ્ઞાનના અભ્યાસ માટે “જૈન
દર્શન શિક્ષણ વર્ગ” ચાલશે. વર્ગમાં દાખલ થનાર ગૃહસ્થો માટે
રહેવા–જમવાની વ્યવસ્થા સંસ્થા તરફથી થશે. જે જિજ્ઞાસુ
ભાઈઓને વર્ગમાં આવવાની ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે
સૂચના મોકલી દેવી, અને વર્ગમાં વખતસર આવી જવું.
–શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (સૌરાષ્ટ્ર)
વૈ રા ગ્ય સ મા ચા ર
મુંબઈમાં તા. ૧૭–૬–પ૯ રોજ સંઘવી દલીચંદ હકુભાઈ
(મોરબીવાળા) ૭૮ વર્ષની વયે હૃદયરોગના હૂમલાથી સ્વર્ગવાસ
પામ્યા છે. તેઓ છેલ્લા અનેક વર્ષોથી સોનગઢ રહીને પૂ.
ગુરુદેવના સત્સમાગમનો લાભ લેતા હતા, તેઓ ખૂબ ઉત્સાહી
અને તત્ત્વપ્રેમી હતા. મોરબી મુમુક્ષુમંડળના તેઓ એક વડીલ
હતા. ૭૮ વર્ષની વૃધ્ધાવસ્થા, નબળી તબીયત તેમજ આંખની
તકલીફ હોવા છતાં તેમનો ઉત્સાહ એવો ને એવો જ હતો, અને
ચાર દિવસ પહેલાં તો તેઓ સોનગઢ આવવા માટે કહેતા હતા.
પરંતુ સોનગઢ આવતા પહેલાં તેઓ સ્વર્ગવાસ પામી
ગયા....સંયોગની આવી જ સ્થિતિ છે, સંયોગો જીવને આધીન
પરિણમતા નથી માટે જીવે સંયોગાધીન વૃત્તિ છોડીને સ્વભાવ–
આધીન વૃત્તિનો અભ્યાસ કરવા જેવો છે. ભાઈશ્રી દલીચંદભાઈ
તત્ત્વપ્રેમવડે પોતાના સુશિક્ષિત સુપુત્રોમાં પણ ધર્મપ્રેમના બીજ
રોપતા ગયા છે. આશા રાખીએ કે તેમના સુપુત્રો એ બીજનું
વિશેષ સીંચન કરીને, તેમના પિતાજીએ બતાવેલા ધર્મમાર્ગમાં
આવળ વધે; અને શ્રી દલીચંદભાઈનો આત્મા તાત્ત્વિક ઉલ્લાસમાં
આગળ વધીને પોતાના આત્મહિતને સાધે.
આત્માર્થી જીવોએ સંસારની આવી સ્થિતિ જાણીને,
આગળ–પાછળની સર્વે ચિંતાઓ છોડી વર્તમાન સ્વસમયને
સંભાળવા જેવું છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ સોળમું સંપાદક જેઠ
અંક ૮ મો રામજી માણેકચંદ દોશી ૨૪૮પ
આત્માને રાજી
કરવાની ધગશ
જગતના જીવોએ દુનિયા રાજી કેમ થાય અને
દુનિયાને ગમતું કેમ થાય–એવું તો અનંતવાર કર્યું છે
પણ હું આત્મા વાસ્તવિક રીતે રાજી થાઉં ને મારા
આત્માને ખરેખર ગમતું શું છે–એનો કોઈ વાર વિચાર
પણ નથી કર્યો, એની કોઈ વાર દરકાર પણ નથી કરી.
જેને આત્માને ખરેખર રાજી કરવાની ધગશ જાગી તે
આત્માને રાજી કર્યે જ છૂટકો કરશે અને તેને ‘રાજી’
એટલે આનંદધામ’ માં પહોંચ્યે જ છૂટકો છે. અહીં
જગતના જીવોને રાજી કરવાની વાત નથી, પણ જે
પોતાનું હિત ચાહતો હોય તેણે શું કરવું તેની વાત છે.
પોતે સ્વભાવ જ્ઞાન–આનંદથી ભરેલો છે તેની શ્રદ્ધા કરે
તો તેમાંથી કલ્યાણ થાય, તે સિવાય બીજેથી કલ્યાણ
ત્રણ કાળ ત્રણ લોકમાં થાય જ નહીં.
જીવોને આ વાત મોંઘી પડે એટલે બીજો રસ્તો
લેવાથી ધર્મ થઈ જશે!–એમ તેને ઊંધું શલ્ય પેઠું છે. પણ
ભાઈ! અનંત વરસ સુધી તું બહારમાં જોયા કર તો પણ
આત્મધર્મ ન પ્રગટે. માટે પરનો આશ્રય છોડીને
સ્વતત્ત્વની રુચિ કરવી...પ્રેમ કરવો...મનન કરવું તે જ
સત્ સ્વભાવને પ્રગટાવવાનો ઉપાય છે. માટે જે પોતાનું
હિત ચાહે તે આવું કરો–એમ આચાર્યદેવ કહે છે. જેને
પોતાનું હિત કરવુ્રં હોય તેને આવી ગરજ થશે.
અજ્ઞાની જીવોની બાહ્યદ્રષ્ટિ હોવાથી તે એમ માને
છે કે હું પરનો આશ્રય લઉં ધર્મ થાય; પણ જ્ઞાની કહે છે
કે હે ભાઈ! તે બધાનો આશ્રય છોડીને તું અંતરમાં તારા
આત્માની શ્રદ્ધા કર, આત્માને પ્રગટાવવાનો આધાર
અંતરમાં છે. આત્માની પવિત્રતા અને આત્માનો આનંદ
તે આત્મામાંથી જ પ્રગટે છે, બહારથી કોઈ કાળે પણ
પ્રગટતો નથી.
(–પૂ. બેનશ્રીબેન લિખિત
સમયસાર–પ્રવચનોમાંથી)

PDF/HTML Page 5 of 21
single page version

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૧૮૮
છ મહિનામાં જરૂર
આત્મપ્રાપ્તિ થશે
નાગપુરમાં પૂ. ગુરુદેવનું મંગળ પ્રવચન
(ફાગણ વદ ૧૪–૧પ)
ભગવાન સીમંધરપરમાત્મા સર્વજ્ઞ–તીર્થંકરપણે અત્યારે વિદેહક્ષેત્રે પૂર્વદિશામાં બિરાજે છે. આ
ભરતક્ષેત્રમાં ૨૦૦૦ વર્ષ પહેલાં કુંદકુંદાચાર્યદેવ થયા, તેમણે તીર્થંકરના વિહરથી સીમંધરપરમાત્માનું ધ્યાન
કર્યું....ને સદેહે વિદેહ જઈને સીમંધરપરમાત્માના સાક્ષાત્ દર્શન કર્યા અને તેમની દિવ્યધ્વનિનું ૮ દિવસ શ્રવણ
કર્યું. તેનો સાક્ષી કોણ? તેનો સાક્ષી આત્મા જ છે....ભગવાનની વાણી સાંભળીને પછી ભરતક્ષેત્રે પધારીને
આચાર્યદેવે આ સમયસાર વગેરે મહાન શાસ્ત્રો રચ્યા, તેમાં આત્માના અનુભવનું અલૌકિક વર્ણન કર્યું છે
આચાર્યદેવે વિદેહક્ષેત્રે જઈને સમયસારની જગતને ભેટ આપી......
આ સમયસાર આત્માનું શુદ્ધ સ્વરૂપ બતાવે છે. કેવું છે આત્માનું સ્વરૂપ?–
चेतनरूप अनुप अमूरत सिद्धसमान सदा पद मेरो
જેવા સિદ્ધભગવાન, દેહરહિત, વિકારરહિત, પરિપૂર્ણ જ્ઞાન–આનંદસ્વરૂપ છે, એવો જ મારા આત્માનો
સ્વભાવ છે, એમ સમ્યગ્દ્રષ્ટિ–ધર્માત્મા પોતાના આત્માને અનુભવે છે. હજી વર્તમાન અવસ્થામાં રાગ છે પણ તે
રાગ જેટલો જ આત્મા નથી; રાગથી પાર જ્ઞાનાનંદસ્વરૂપને સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા અનુભવે છે.–કઈ રીતે?
ભૂતાર્થદ્રષ્ટિથી અથવા શુદ્ધનયના અવલંબનથી; રાગદિભાવો ક્ષણિક અવસ્થામાં વિદ્યમાન છે, પણ આત્માના
અસલી સ્વભાવની દ્રષ્ટિથી જોતાં તેમાં તે રાગાદિભાવોનો અભાવ છે તેથી તેઓ અભૂતાર્થ છે, ને આત્માનો
સહજચૈતન્ય સ્વભાવ જ ભૂતાર્થ છે. આવા સ્વભાવપણે આત્માને અનુભવવો તે અપૂર્વધર્મ છે.
આત્માના આવ શુદ્ધસ્વભાવની વાત જીવે રુચિપૂર્વક કદી સાંભળી પણ નથી. ભગવાન પાસે કે જ્ઞાની
પાસે અનંતવાર ગયો ને શુદ્ધ આત્માની વાત કાને પડી, પરંતુ તે વખતે રાગની રુચિ રાખીને સાંભળ્‌યું છે, તેથી
ખરેખર તેણે રાગકથાનું જ શ્રવણ કર્યું છે, શુદ્ધાત્માની કથા તેણે સાંભળી નથી. સાંભળ્‌યું તેને કહેવાય કે જેવો
શુદ્ધ આત્મા ભગવાને કહ્યો તેવો લક્ષમાં લઈને તેની રુચિ કરે.
આચાર્યભગવાન કહે છે કેઃ અરે જીવ! અમે જેવો શુદ્ધ આત્મા કહીએ છીએ તેવો લક્ષમાં લઈને તેનો
અનુભવ કર, તો તારો આત્મા અશરીરી પરમાત્મા થઈ જશે.
આ સમયસારની ૪૧પ ગાથા છે, તેમાંથી ૭૨મી ગાથા અહીં વંચાય છે. ભેદજ્ઞાનનો જિજ્ઞાસુ શિષ્ય પૂછે
છે કે પ્રભો! ભેદજ્ઞાનથી જ બંધનો નિરોધ થઈ જાય છે–એ કઈ રીતે? આવા શિષ્યને ઉત્તર આપતાં આચાર્યદેવ
કહે છે કે સાંભળ!
અશુચીપણું વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે.
જુઓ, આ ચૈતન્યનો અપૂર્વ શાંતરસ બતાવનારી વીતરાગની વાણી!
વચનામૃત વીતરાગનાં.....પરમ શાંતરસમૂળ.
વીતરાગી સંતોની વાણી ચૈતન્યના પરમશાંતરસનું પાન કરાવીને અનાદિના ભવરોગનો નાશ કરાવે છે.
વીતરાગની

PDF/HTML Page 6 of 21
single page version

background image
જેઠઃ ૨૪૮પઃ પઃ
વાણી તો વિષય–કષાયનો રસ છોડાવીને ચૈતન્યના શાંતરસનો અનુભવ કરાવે છે.
ધર્માત્મા–જ્ઞાની–સંતો પાસે જઈને શુદ્ધ આત્માના અનુભવ સિવાય લક્ષ્મી–પુત્ર વગેરેની આશા જે
જીવ કરે છે તે જીવ, કંદોઈની દુકાને જઈને ઝેરની માગણી કરનારા જેવો છે. અહીં તો જેને એક
આત્મબોધની જ લગની લાગી છે, ભેદજ્ઞાન કરીને શુદ્ધ આત્માનો અનુભવ કરવા માંગે છે, એ સિવાય
સંસાર સંબંધી બીજી કોઈ ભાવનાનું શલ્ય જેના અંતરમાં નથી, એવો શિષ્ય આચાર્ય– ભગવાન પાસે
જઈને તેની જ વાત પૂછે છે અને આચાર્યભગવાન તેની પાત્રતા જોઈને કરુણાપૂર્વક તેને ભેદજ્ઞાનનું
સ્વરૂપ સમજાવે છે.
આત્મા તો ચૈતન્યસ્વરૂપ સ્વ–પરનો જાણનાર છે, ને રાગાદિ ભાવો અચેતન છે, તેઓ સ્વપરને જાણતા
નથી. રાગ પોતે પોતાને જાણતો નથી, રાગને જાણનારો રાગથી જુદો છે. રાગ તો આકુળતારૂપ છે, ને
ચૈતન્યસ્વભાવ શાંતઅનાકુળ છે, માટે રાગ હું નથી, રાગને જાણનારું જે જ્ઞાન તે હું છું, રાગ સાથે મારી એકતા
નથી પણ જ્ઞાન સાથે જ મારી એકતા છે–આમ ભેદજ્ઞાન કરીને અંતર્મુખ થઈને જ્ઞાનસ્વભાવ તરફ ઢળે છે તે ક્ષણે
જ રાગથી ભિન્ન પોતાના શુદ્ધઆત્માનો અનુભવ થાય છે, ને રાગાદિ પરભાવો જુદા પડી જાય છે. આવું
ભેદજ્ઞાન તે જ બંધનથી છૂટવાનો ઉપાય છે. આવ ઉપાય સિવાય બીજી કોઈ રીતે બંધનથી છૂટકારો નથી, માટે
પ્રથમ આવા ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ.
*
ભગવાન કુંદકુંદાચાર્યદેવે સાક્ષાત્ તીર્થંકરભગવાન સીમંધર પરમાત્માની વાણી સાંભળી હતી અને
આત્માના આનંદના સાધનમાં લાગ્યા હતા, તેઓ આ સમયસારમાં કહે છે કે ભગવાન ચૈતન્યમૂર્તિ આત્મા
પવિત્ર છે અને રાગાદિ વિકારી ભાવો મલિન છે, ચૈતન્ય મૂર્તિ આત્મા તે રાગાદિથી જુદો છે. આ પ્રમાણે
ભેદજ્ઞાન કરીને, શુદ્ધચિદાનંદસ્વરૂપ આત્મા તરફ ઢળતાં જ રાગાદિ પરભાવો જુદા રહી જાય છે. શુદ્ધ આત્મા
પોતાના સ્વાનુભવથી પ્રકાશમાન છે. અંતરના અનુભવવડે શુદ્ધ આત્માની પ્રાપ્તિથી જ કર્મોનો સંવર અને
નિર્જરા થાય છે, તે શુદ્ધાત્માનો અનુભવ ભેદજ્ઞાનથી જ થાય છે; માટે–
भावयेत् भेदविज्ञानम् इदं अच्छिन्नधारया।
तावत् यावत् परात्च्युत्वा ज्ञानं ज्ञाने प्रतिष्ठितम्।।
આ ભેદજ્ઞાન ત્યાં સુધી અચ્છિન્નધારાથી ભાવવું માટે કે જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં જ સ્થિર થાય.
આ ભેદજ્ઞાન એક જ સિદ્ધિનો ઉપાય છે, તે બતાવતાં આચાર્યદેવ કહે છે કે–
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
तस्यैवाभावतो बद्धाः बद्धाः ये किल केचन।।
અત્યાર સુધીમાં જે કોઈ અનંતા જીવો સિદ્ધિ પામ્યા છે તે બધાય જીવો ભેદજ્ઞાનથી જ સિદ્ધિ પામ્યા છે;
અને જે કોઈ જીવો બંધાયા છે તેઓ તે ભેદજ્ઞાનના અભાવને લીધે જ બંધાયા છે. આ રીતે ભેદજ્ઞાન જ સિદ્ધિનો
ઉપાય છે.
કોઈ પૂછે કે આવું ભેદજ્ઞાન ક્યારે થાય?–તેને કેટલો વખત લાગે? તો આચાર્યદેવ ઉત્તર આપે છે કે હે
ભાઈ! જગતનો કોલાહલ છોડીને, ને આત્માનો અર્થી થઈને જો તું અંતરમાં શુદ્ધાત્માના અનુભવનો પ્રયત્ન કર
તો અંતર્મુહૂર્તમાં જ તેની પ્રાપ્તિ થઈ જશે. કોઈ જીવને કદાચ બહુ કઠણ લાગે તોપણ વધારેમાં વધારે છ મહિના
લાગશે. આત્માની ખરેખરી તાલાવેલીપૂર્વક અમે કહીએ છીએ તે પ્રમાણે જે જીવ નિરંતર અભ્યાસ કરશે તેને છ
મહિનામાં જરૂર શુદ્ધાત્માની પ્રાપ્તિ થશે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
ઃ ૬ઃ આત્મધર્મઃ ૧૮૮
‘કારણશુદ્ધપર્યાય’ ની લેખમાળા
‘કારણશુદ્ધપર્યાય’ એ નિયમસારનો ખાસ મહત્વનો વિષય છે.
નિયમસારના આ વિષય ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનોની લેખમાળા
લગભગ ચાર વર્ષ પહેલાં ‘આત્મધર્મ’ માં શરૂ થઈ છે અંક ૧૪૬ માં તેનો
પાંચમો લેખ પ્રસિદ્ધ થયા બાદ તે લેખમાળા મુલતવી રહેલ. હવે તે
લેખમાળા આગળ શરૂ કરતા પહેલાં અહીં તેના પૂર્વ–પ્રકાશીત લેખોનું
સંક્ષિપ્ત અવલોકન કરી લઈએઃ
અંક ૧૩૯ માં આ લેખમાળાની ઉત્થાનિકારૂપે સમુદ્રના દ્રષ્ટાંતે
છે.
અંક ૧૪૦ માં આ લેખમાળાનો પહેલો લેખ પ્રસિદ્ધ થયો છે, તેમાં
નિયમસાર ગા. ૩ ઉપરના પ્રવચનો દ્વારા ‘કારણનિયમ અને કાર્યનિયમ’
નું વિસ્તૃત સ્પષ્ટીકરણ કર્યું છે. તેમાં કહ્યું છે કે શુદ્ધરત્નત્રયરૂપી જે તારું
કર્તવ્ય, તેનું કારણ તારા સ્વભાવમાં જ વર્તે છે. અંતરમાં જ્યારે જો ત્યારે
મોક્ષમાર્ગનું કારણ તારામાં વર્તી જ રહ્યું છે. આ ‘કારણ’ ને ઓળખીને
તેની સાથે એકતા કરતાં મોક્ષમાર્ગરૂપી કાર્ય થઈ જાય છે. અંતરમાં કારણ–
કાર્યની એકતા સાધતાં સાધતાં...મુનિવરોએ અનુભવમાં કલમ
બોળીબોળીને આ ભાવો કાઢયા છે......
અંક ૧૪૧ માં બીજો લેખ પ્રસિદ્ધ થયો છે તેમાં પં.
બનારસીદાસજીની ‘પરમાર્થવચનિકા’ માંથી આગમ–અધ્યાત્મના સ્વરૂપ
ઉપરનું વિવેચન છે. તેમાં કહ્યું છે કે–આત્મામાં અધ્યાત્મરૂપ
શુદ્ધચેતનાપદ્ધતિ ત્રિકાળ છે. ભાઈ! તારા આત્મામાં વિકાર અને શુદ્ધચેતના
એ બંનેની ધારા અનાદિપરંપરાથી ચાલી આવે છે. એમાંથી જ્યાં શુદ્ધતાની
ધારાને કારણપણે સ્વીકારી ત્યાં મોક્ષમાર્ગરૂપ નિર્મળકાર્યની ધારા શરૂ થાય
છે, અને વિકારની ધારા તૂટી જાય છે. અહો! આ વાત જેના આત્મામાં
બેઠી તે જીવ મોક્ષમાર્ગમાં આવ્યો........
અંક ૧૪૨ માં પ્રસિદ્ધ થયેલ ત્રીજા લેખાંકમાં નિયમસારના
ટીકાકારની શૈલિનું અવલોકન કર્યું છે, અને ‘કારણશુદ્ધપર્યાય’ નો ધ્વનિ
કઈ રીતે નીકળે છે તે બતાવ્યું છે.
અંક ૧૪૨ પછી પ્રથમ ભાદરવાના ખાસ અંકમાં, તેમજ અંક ૧૪૬
માં પ્રસિદ્ધ થયેલ ૧૦મી ગાથાના પ્રવચનોમાં ‘કારણસ્વભાવજ્ઞાન
ઉપયોગ’ નું વર્ણન કર્યું છે; તેમાં કહ્યું છે કે ‘કારણ’ તો સદાય શુદ્ધપણે વર્તે
છે, પણ તે કારણનું અવલંબન લઈને જ્યાં શુદ્ધ કાર્ય થયું ત્યાં ખબર પડી કે
અહો, મારું કારણ તો આ છે! કારણનું અવલંબન લેનાર જાગ્યો ત્યારે–
એટલે કે કાર્ય થયું ત્યારે કારણના મહિમાની ખબર પડી અને તેને કારણ
સાથે કાર્યની અપૂર્વ સંધિ થઈ.
આ લેખમાળાના ઉપરોક્ત પાંચ લાખો પછી હવે છઠ્ઠો લેખ સામે
પાનેથી શરૂ થાય છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
જેઠઃ ૨૪૮પઃ ૭ઃ
(૬)
* જ્ઞાનઉપયોગ પ્રકારો; તેમા ઉપાદેયરૂપ સ્વરૂપ–પ્રત્યક્ષ સહજજ્ઞાનનું વર્ણન*
(શ્રી નિયમસાર ગા. ૧૧–૧૨ ઉપરનાં પ્રવચનો)
આ બ્રહ્મોપ્રદેશ છે.....કેવો છે આ બ્રહ્મોપદેશ?–
સંસારના મૂળને છેદી નાંખનાર છે... ‘અહો! મારા
સ્વભાવનો કોઈ અચિંત્ય મહિમા સંતો સમજાવી
રહ્યો છે’ –આમ સ્વભાવનું બહુમાન લાવશે તે પણ
ન્યાલ થઈ જશે. અહો! આત્માનો સ્વભાવ એકેક
સમયમાં
પૂરો..... પૂરો....ને પૂરો. આવા
નિજસ્વભાવના સામર્થ્યનો વિશ્વાસ કરીને તેનો
ઉલ્લાસ કરવો તે મોક્ષનું કારણ છે. જીવને જ્યાં
સ્વભાવ તરફનો ઉલ્લાસ જાગ્યો ત્યાં વિકાર તરફનો
ઉલ્લાસ રહેતો નથી, એટલે વિકારના ઊછાળા શમી
જાય છે, સંસાર તરફનો ઉત્સાહ તૂટી જાય છે ને
સ્વભાવ તરફ તેના ઉત્સાહનો વેગ વળી જાય છે.–
આવો ઉલ્લાસીત વીર્યવાન જીવ અલ્પકાળમાં જ
મોક્ષ પામે છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે રચેલું આ નિયમસાર મહા અલૌકિક શાસ્ત્ર છે, અધ્યાત્મના ઘણા ઊંડા
ભાવો તેમાં ભર્યા છે. અને ટીકાકાર પ્રદ્મપ્રભ–મુનિરાજે પણ સૂક્ષ્મ રહસ્યો ખોલીને આત્માના પરમસ્વભાવને
પ્રકાશીત કર્યો છે.
દસમી ગાથામાં આત્માના ઉપયોગ–લક્ષણનું વર્ણન કરતાં સ્વભાવજ્ઞાનઉપયોગ ‘કારણ’ અને ‘કાર્ય’
એવા બે પ્રકાર બતાવ્યા, અને તેમાંથી કારણસ્વભાવજ્ઞાનઉપયોગને ‘પરમ પારિણામિકભાવે રહેલું ત્રિકાળ
નિરૂપાધિરૂપ સહજજ્ઞાન’ કહીને અલૌકિક વર્ણન કર્યું. તેનું ઘણું વિવેચન થઈ ગયું છે. હવે વળી, ૧૧–૧૨ મી
ગાથામાં ઉપયોગના ભેદોનું વર્ણન કરતાં આ સહજજ્ઞાનને (–અર્થાત્ કારણસ્વભાવજ્ઞાનઉપયોગને જ)
‘સ્વરૂપ–પ્રત્યક્ષ’ તરીકે વર્ણવશે,

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઃ ૮ઃ આત્મધર્મઃ ૧૮૮
તેમજ તેને ‘મોક્ષનું મૂળ’ અને ‘ઉપાદેય’ કહીને તે સહજજ્ઞાનના વિલાસરૂપે આત્માની ભાવના કરવાનું કહેશે.
આમાં પણ અદ્ભુત વાત આવશે જુઓ, મૂળગાથા–
केवलमिंदियरहियं असहायं तं सहावणाणं त्ति।
सण्णाणिदरवियप्पे विहावणाणं हवे दुविहं।। ११।।
सणाणं चउभेयं मदिसुदओही तहेव मणपज्जं।
अण्णाणं तिवियप्पं मदियाई भेददो चेव।। १२।।
અસહાય, ઈંદ્રિવિહીન, કેવળ, તે સ્વભાવિકજ્ઞાન છે;
સુજ્ઞાન ને અજ્ઞાન–એમ વિભાવજ્ઞાન દ્વિવિધ છે. ૧૧
મતિ, શ્રુત, અવધિ, મનઃપર્યય–ભેદ છે સુજ્ઞાનના;
કુમતિ કુઅવધિ, કુશ્રુત–એ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ૧૨
જે કેવળ, ઈંદ્રિયરહિત અને અસહાય છે તે સ્વભાવજ્ઞાન છે. સમ્યગ્જ્ઞાન અને મિથ્યાજ્ઞાન એવા ભેદથી
વિભાવજ્ઞાન બે પ્રકારનું છે. (અહીં વિભાવજ્ઞાનને જેમ બે પ્રકારનું કહ્યું તેમ સ્વભાવજ્ઞાનને પણ કારણ અને
કાર્ય એવા બે પ્રકારનું વર્ણવીને ટીકાકાર અદ્ભુત વાત સમજાવશે.)
વિભાવજ્ઞાન જે સમ્યગ્જ્ઞાન છે તેના ચાર ભેદ છે–મતિ, શ્રુત, અવધિ અને મનઃપર્યય તથા જે અજ્ઞાન છે
તેના ત્રણ ભેદ છે–કુમતિ, કુશ્રુત અને વિભંગ.
મતિ–શ્રુત આદિ ચાર જ્ઞાનો સમ્યક્ હોવા છતાં હજી અધૂરા છે ને આવરણ સહિત છે તેથી તેમને વિભાવ
જ્ઞાન કહેલ છે. અને કુમતિ વગેરે ત્રણ જ્ઞાન તો વિપરીતરૂપ જ છે તેથી તેમને વિભાવજ્ઞાન કહે છે.
જેમાં ઈંદ્રિયોનું અવલંબન નથી, કર્મનું આવરણ નથી, પરની સહાય નથી એવું એકલું અસહાય નિરપેક્ષ
જ્ઞાન તે સ્વભાવજ્ઞાન છે.–આ સ્વભાવજ્ઞાન પરમ મહિમાવંત છે, તેનું વર્ણન કરતાં કારણ અને કાર્ય બંનેને સાથે
ને સાથે જ રાખીને ટીકકાર અદ્ભુત વાત કરે છે.
“જે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી કેવળ (એકલુ, શુદ્ધ) છે, આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી
ક્રમ, ઈંદ્રિય અને વ્યવધાના (–આડ વિઘ્ન) થી રહિત છે, એક એક વસ્તુમાં નહિ વ્યાપતું હોવાથી (–સમસ્ત
વસ્તુને એક સાથે જાણતું હોવાથી) અસહાય છે, તે કાર્યસ્વભાવજ્ઞાન છે. અને કારણજ્ઞાન પણ તેવું જ છે.”
જીવનું ઉપયોગ લક્ષણ છે, તેના ભેદોનું આ વર્ણન છે. આ દેહથી જુદો ચૈતન્યમૂર્તિ અરૂપી આત્મા
અનાદિઅનંત વસ્તુ છે, તેનું ઉપયોગ લક્ષણ પણ અનાદિઅનંત છે. તે ઉપયોગનો ‘કારણસ્વભાવજ્ઞાન’ નામનો
એક પ્રકાર છે તે પણ અનાદિઅનંત છે, આત્મા સાથે તે ત્રિકાળ એકરૂપ વર્તે છે; તેના આધારે કેવળજ્ઞાનરૂપ
કાર્યસ્વભાવજ્ઞાન પ્રગટે છે, તે સાદિઅનંત છે.
અહીં કહે છે કે જેવું કાર્યસ્વભાવજ્ઞાન છે તેવું જ કારણસ્વભાવજ્ઞાન છે જો કે કાર્યજ્ઞાન તો સાદિઅનંત છે
ને કારણજ્ઞાન તો અનાદિઅનંત છે, એ રીતે તેમાં ફેર છે, છતાં–જેવું ‘શુદ્ધ કાર્ય’ પ્રગટયું તેવું જ તેનું ‘શુદ્ધ
કારણ’ ત્રિકાળ વર્તે છે એમ ઓળખાવવા માટે અહીં ‘કાર્યસ્વભાવજ્ઞાન જેવું જ કારણસ્વભાવજ્ઞાન છે’–એમ
કહ્યું છે; એ રીતે શુદ્ધ કાર્ય ઉપરથી તેના કારણની ઓળખાણ કરાવી છે. કેવળજ્ઞાન તે તો કાર્યસ્વભાવજ્ઞાન છે, તે
નવું પ્રગટે છે; તે કેવળજ્ઞાનરૂપ કાર્ય શેમાંથી પ્રગટયું?–તો કહે છે કે તે કાર્ય જેવું જ એક કારણસ્વભાવજ્ઞાન છે
તેમાંથી જ તે કાર્ય પ્રગટે છે. જુઓ, આ આત્માના સ્વભાવકાર્યનું કારણ! કેવળજ્ઞાનરૂપ જે સ્વભાવકાર્ય થયું તેનું
કારણ કોઈ નિમિત્ત તો નહિ, વ્યવહાર રત્નત્રયનો રાગ તે પણ કારણ નહિ, અને મતિ–શ્રુતજ્ઞાનરૂપ જે
પૂર્વપર્યાય તે પણ પરમાર્થે કારણ નહિ, પણ આત્માની સાથે ત્રિકાળ વર્તતું એવુ જે કારણસ્વભાવજ્ઞાન તે જ
કેવળજ્ઞાનનું પરમાર્થ કારણ છે, તેમાં જ લીનતાથી કેવળજ્ઞાન થાય છે. માટે કહ્યું કે જેવું કાર્યસ્વભાવજ્ઞાન છે તેવું
જ કારણજ્ઞાન છે.
જુઓ, અહીં ‘કારણ જેવું કાર્ય છે’ એમ ન કહેતાં ‘કાર્ય જેવું કારણ છે’ એમ કહ્યું; કેમ કે કાર્ય વ્યક્ત–
પ્રગટ છે તે પ્રગટ દ્વારા અપ્રગટ શક્તિરૂપ કારણ ઓળખાવવું છે. કાર્ય ઉપરથી કારણ ઓળખાવે છે.
કેવળજ્ઞાનરૂપી કાર્ય પ્રગટે છે તો સમજ કે અંદરમાં તેવા જ સામર્થ્યવાળું કારણ પડયું છે. જેવું કાર્ય પ્રગટયું તેવું
જ તેનું કારણ આત્મામાં વર્તે છે, તારા આત્મામાં કેવળજ્ઞાનનું કારણ અત્યારે પણ વર્તે છે, તે કારણનું અવલંબન
લેવાથી કાર્ય પ્રગટી જાય છે. સામાન્યરૂપે લોકોને કેવળજ્ઞાનરૂપ કાર્યનો તો મહિમા આવે છે, પણ તે
કેવળજ્ઞાનરૂપ કાર્ય થવાનું કારણ અત્યારે પોતામાં પડયું છે–તે તેમના લક્ષમાં આવતું

PDF/HTML Page 10 of 21
single page version

background image
જેઠઃ ૨૪૮પઃ ૯ઃ
નથી, અને તેથી બાહ્ય કારણોમાં વ્યર્થ ફાંફાં મારે છે. જો અંતરમાં ધુ્રવ ઉપયોગરૂપ કારણસ્વભાવજ્ઞાનને
લક્ષમાં લઈને તેને જ કારણપણે સ્વીકારે તો તે કારણના અવલંબને કાર્ય થયા વિના રહે નહિ. આ
‘કારણ’ ત્રિકાળ છે, પણ તે કારણને કારણપણે સ્વીકારનારું કાર્ય તો સાદિ છે. ‘કારણની સિદ્ધિ કાર્યથી
છે’–એટલે કે કાર્ય થતાં કારણની સિદ્ધિ’ થાય છે. કારણ નવું નથી થતું પણ તે કારણની સિદ્ધિ નવી થાય
છે.–કારણની પ્રસિદ્ધિ–ઓળખાણ નવી થાય છે. જ્યાં સુધી કારણના આશ્રયે કાર્ય પ્રગટ કર્યું નથી ત્યાં સુધી
કારણની ઓળખાણ (–પ્રસિદ્ધિ) થઈ નથી. કારણના અવલંબને જેણે કાર્ય કર્યું તેને જ કારણની ખરી
ઓળખાણ અને પ્રસિદ્ધિ થઈ. ‘કારણ’ શબ્દ જ ‘કાર્ય’ ને સૂચવે છે અર્થાત્ ‘કારણ’ એવું નામ ‘કાર્ય’
ની અપેક્ષા રાખે છે, એટલે જ્યાં કાર્ય થયું છે ત્યાં જ કારણની સિદ્ધિ થઈ છે. અહીં કાર્ય કહેતાં એકલું
કેવળજ્ઞાન ન લેવું પણ સ્વભાવના આશ્રયે જ્યાં સમ્યગ્જ્ઞાન થયું ત્યાં જ કાર્યની શરૂઆત થઈ ગઈ છે.
સમ્યગ્જ્ઞાનરૂપ કાર્ય થતાં જ ધર્મીને ભાન થયું કે અહો! મારું કારણ તો મારામાં જ છે; પહેલાં પણ મારામાં
આવો કારણરૂપ સ્વભાવ તો હતો પણ મને તેનું ભાન ન હતું ને મેં તેનું અવલંબન ન લીધું તેથી કાર્ય ન
થયું. હવે મને ભાન થતાં આ કારણના મહિમાની ખબર પડી....અહો! કેવળજ્ઞાનનું કારણ થાય એવી
અચિંત્ય શક્તિ આત્મામાં સદાય વર્તી જ રહી છે, આત્માનો કોઈ અચિંત્ય મહિમા છે, શુદ્ધ
ચૈતન્યતરંગ મારા સ્વભાવમાં સદા ઊછળી રહ્યા છે.–આ રીતે આત્માનો અચિંત્ય મહિમા સમજાતાં
તેમાં એકાગ્રતાથી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થઈ જાય છે, તે અપૂર્વ છે.
આત્મા અનાદિઅનંત વસ્તુ છે, ઉપયોગ તેનું લક્ષણ છે તે પણ અનાદિઅનંત છે, તથા તે ઉપયોગ
શુદ્ધતરંગપણે સદાય વર્તમાન વર્તે છે, તેનું નામકારણ સ્વભાવજ્ઞાનઉપયોગ છે, અને તેમાંથી જે કેવળજ્ઞાન પ્રગટે
છે તે કાર્યસ્વભાવજ્ઞાન ઉપયોગ છે. ‘ઉપયોગ તે જીવનું લક્ષણ છે’–એમ કહેતાં આ બંને ઉપયોગ તેમાં આવી
જાય છે.
અહીં ટીકાકાર કહે છે કે જેવું કાર્યજ્ઞાન છે તેવું જ કારણજ્ઞાન છે.–આમ કહીને કાર્ય–કારણની અદ્ભુત
સંધિ બતાવી છે. કાર્યજ્ઞાન એટલે કેવળજ્ઞાન; તે કેવું છે?–કે તે કાર્યસ્વભાવજ્ઞાનમાં ક્રમ નથી, ઈંદ્રિયોનું
અવલંબન નથી, અંતરાય કે આવરણ નથી, તથા અલ્પજ્ઞતા નથી. અહો! કેવળજ્ઞાનના સામર્થ્યની શી વાત?
એક પછી એક પદાર્થોને જાણે–એવો ક્રમ તેનામાં નથી, તે બધું એક સાથે અક્રમે જાણે છે, તેને ઈંદ્રિયોની સહાય
નથી, તે અતીન્દ્રિય છે, કોઈ પણ બીજાની સહાય વગર સ્વયં જ જાણતું હોવાથી તે અસહાય છે, સ્વાધીન છે,
તેને કોઈ કર્મોનું આવરણ કે અંતરાય નથી, તેનામાં રાગાદિ વિભાવ નથી, તેમજ અમુક જાણે ને અમુક ન જાણે–
એવી અલ્પજ્ઞતા પણ તેનામાં નથી.–આવું અચિંત્યમહિમાવંત કાર્યસ્વભાવજ્ઞાન છે; અને કારણજ્ઞાન પણ તેવું જ
છે. કેવળજ્ઞાનરૂપી કાર્ય થયું તે અતીન્દ્રિય છે. તો તેનું કારણ પણ તેવું જ–અતીન્દ્રિય– છે. કેવળજ્ઞાન આવરણ
વિનાનું છે, તો કારણજ્ઞાન પણ ત્રિકાળ આવરણ વિનાનું છે; કેવળજ્ઞાનનો કદી (–પ્રગટયા પછી) વિરહ નથી.
તેમ કારણજ્ઞાનનો કદી (–ત્રણ કાળમાં) વિરહ નથી. કેવળજ્ઞાનમાં ક્રમ નથી તેમ કારણજ્ઞાનમાં પણ ક્રમ નથી,
કેવળજ્ઞાનમાં ઈંદ્રિયોનું અવલંબન કે પરની સહાય નથી તેમ કારણજ્ઞાનમાં પણ કોઈનું અવલંબન કે સહાય નથી,
કેવળજ્ઞાન એક સાથે સર્વને જાણે છે તેમ કારણજ્ઞાનમાં પણ તેવું જ સામર્થ્ય છે. આ રીતે કેવળજ્ઞાનરૂપ
કાર્યસ્વભાવજ્ઞાનનું જેવું સામર્થ્ય છે તેવું જ અચિંત્ય સામર્થ્ય કારણસ્વભાવજ્ઞાનમાં ત્રિકાળ છે, ને તે કારણજ્ઞાન
આત્મામાં ત્રિકાળ છે. અહો! જ્યાં કાર્યની વાત આવે ત્યાં કારણ પણ આવું જ બતાવતા જાય છે. જેણે આવા
અચિંત્યમહિમાવંત અતીન્દ્રિય અસહાય શુદ્ધ કારણસ્વભાવજ્ઞાનનો નિર્ણય કર્યો–સ્વીકાર કર્યો તેને બીજા કોઈ
પરના આશ્રયે પોતાનું જ્ઞાનકાર્ય થવાની મિથ્યાબુદ્ધિ રહેતી નથી.
કેવળજ્ઞાન તે કાર્યસ્વભાવજ્ઞાન છે, તેનો અચિંત્ય મહિમા છે, અને કારણજ્ઞાન પણ તેવું જ છે.
કેવળજ્ઞાનરૂપ કાર્ય તો નવું પ્રગટશે પણ તે કેવળજ્ઞાન પ્રગટયા પહેલાં જ તેના કારણરૂપ સ્વભાવજ્ઞાન અત્યારે જ
મારામાં વર્તી રહ્યું છે–એમ ધર્મી જાણે છે. કેવળજ્ઞાન પ્રગટશે તે શેમાંથી આવશે? શું નિમિત્તકારણોમાંથી
આવશે? ના; માટે તે ખરેખર કારણ નથી. શું વ્યવહાર રત્નત્રયના રાગમાંથી કેવળજ્ઞાન આવશે?–ના;

PDF/HTML Page 11 of 21
single page version

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૧૮૮
માટે તે પણ ખરું કારણ નથી. શું પૂર્વની અલ્પજ્ઞ પર્યાયમાંથી કેવળજ્ઞાન આવશે?–ના; માટે તે પણ ખરું કારણ
નથી. કારણસ્વભાવજ્ઞાન આત્મામાં ત્રિકાળ છે તેનામાં જ કેવળજ્ઞાનરૂપ કાર્ય આપવાની તાકાત છે, તે કારણના
અવલંબને જ કાર્ય થાય છે, માટે તે જ ખરું કારણ છે. આવા સામર્થ્યસ્વરૂપે આત્માને દ્રષ્ટિમાં–શ્રદ્ધામાં લેવો તે
સમ્યગ્દર્શન છે, તેનું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે ને તેમાં લીનતા તે સમ્યક્ચારિત્ર છે, આ જ મુક્તિનો પંથ છે. આ
સિવાય બહારના બીજા કોઈ કારણથી મુક્તિ થવાનું જેઓ માને છે તેઓ સંસારના જ માર્ગમાં ઊભા છે.
મુક્તિના પંથને તેઓ જાણતા પણ નથી.
આત્માનો ઉપયોગ જ્ઞાન અને દર્શન એવા બે પ્રકારનો છે, તેમાંથી જ્ઞાનના પ્રકારોનું આ વર્ણન ચાલે છે.
જે સ્વભાવરૂપજ્ઞાન છે તે કાર્ય અને કારણ એમ બે પ્રકારનું છે. કાર્યસ્વભાવજ્ઞાન તે તો કેવળજ્ઞાન છે.
તે જ્ઞાન ઉપાધિ વિનાનું છે,
*એકલું શુદ્ધ એકરૂપ છે.
*કર્મના આવરણ વિનાનું છે,
*ક્રમ વગર જાણનારું છે,
* ઈંદ્રિયોનું નિમિત્ત તેમાં નથી,
*દેશ–કાળનો અંતરાય તેને નથી,
*કોઈની તેને સહાય નથી;
અને કારણજ્ઞાન પણ તેવા જ સામર્થ્યવાળું છે. ટીકાકાર આ કારણજ્ઞાનને ‘સ્વરૂપ–પ્રત્યક્ષ’ કહેશે, ને
કાર્યરૂપ કેવળજ્ઞાનને ‘સકલ–પ્રત્યક્ષ’ કહેશે.
‘કારણજ્ઞાન’ નિજ પરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહજચારિત્ર, સહજસુખ અને સહજ પરમ
ચિત્શક્તિરૂપ નિજ કારણ સમયસારનાં સ્વરૂપોને યુગપદ્ જાણવાને સમર્થ છે. કાર્યજ્ઞાન તો તે સહજચતુષ્ટયને
જાણે જ છે, ને કારણજ્ઞાનમાં તેને જાણવાનું સામર્થ્ય છે; માટે તે કારણજ્ઞાન પણ કાર્યજ્ઞાન જેવું જ છે. જો કે
કાર્યજ્ઞાનની જેમ કારણજ્ઞાન જાણવાનું પ્રગટ કામ નથી કરતું, પરંતુ તેનામાં તેવું કાર્ય પ્રગટવાની તાકાત ભરેલી છે
તે બતાવવા માટે અહીં તેને કાર્યજ્ઞાન જેવું કહી દીધું છે.
પ્રશ્નઃ– છદ્મસ્થનું જ્ઞાન તો આવરણવાળું ને ક્રમવાળું જ હોય છે?
ઉત્તરઃ– છદ્મસ્થને જે આવરણ છે તે કાર્યજ્ઞાનમાં (–વિભાવરૂપ કાર્યજ્ઞાનમાં) છે, કારણજ્ઞાનમાં તેને
આવરણ નથી; એ જ પ્રમાણે જે ક્રમ છે તે ક્રાર્યમાં છે, કારણજ્ઞાનમાં ક્રમ નથી, ઇંદ્રિયોનું નિમિત્ત, પરોક્ષપણું વગેરે
પણ કાર્યજ્ઞાનમાં છે, કારણજ્ઞાનમાં ઇંદ્રિયોનું નિમિત્ત કે પરોક્ષપણું વગેરે નથી. અહો! છદ્મસ્થદશા વખતે પણ
કેવળજ્ઞાન જેવું જ સામર્થ્ય કારણસ્વભાવજ્ઞાનમાં છે; આવા સામર્થ્યની પ્રતીત કરીને તેની સન્મુખ પરિણમતાં,
પરિણમતાં, જેવું કારણ છે તેવું જ કાર્ય પ્રગટી જાય છે
એટલે કે કેવળજ્ઞાન થાય છે. સંસારદશા વખતે પણ
કારણસ્વભાવજ્ઞાનને કોઈ વિઘ્ન નથી, અને જેણે આવા કારણનું અવલંબન લીધું તેને કેવળજ્ઞાનરૂપ કાર્ય થવામાં
વચ્ચે વિઘ્ન આવતું નથી.
આ રીતે કારણરૂપ તથા કાર્યરૂપ એવા શુદ્ધજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. તેમાં જે કારણસ્વભાવજ્ઞાન છે તે
નિશ્ચયનયનો વિષય છે–દ્રવ્યદ્રષ્ટિનો વિષય છે. અને જે કાર્યજ્ઞાન છે તે વ્યવહારનયનો વિષય છે. જેને
કાર્યસ્વભાવજ્ઞાન ઊઘડી ગયું છે તેને પોતાને કાંઈ વ્યવહારનય હોતો નથી, પણ બીજો જીવ જ્યારે તે કાર્યને
લક્ષમાં લ્યે ત્યારે તેને વ્યવહારનય હોય છે; અને જ્યારે પોતાના કારણસ્વભાવજ્ઞાનને લક્ષમાં લ્યે ત્યારે તેનું
જ્ઞાન અંર્તસ્વભાવ તરફ વળેલું હોય છે એટલે તેને નિશ્ચયનય હોય છે.
નિશ્ચયનયનું જે જ્ઞેય છે તે જ
ખરેખર કેવળજ્ઞાનનું કારણ છે; અને જે વ્યવહારનયનું જ્ઞેય છે તે ખરેખર કેવળજ્ઞાનનું (–કે સમ્યગ્દર્શનાદિનું
પણ) કારણ નથી. કારણસ્વભાવજ્ઞાનના અવલંબને જ્યાં કેવળજ્ઞાન પ્રગટયું ત્યાં કારણ અને કાર્ય બંને સરખા
થયા, અર્થાત્ કારણમાં જેવું સામર્થ્ય હતું તેવું પરિપૂર્ણ સામર્થ્ય કાર્યમાં પણ પ્રગટી ગયું. આવા કારણસ્વભાવની
પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે, સમકિતીને નિર્વિકલ્પ આનંદના વેદનસહિત આવા કારણસ્વભાવની પ્રતીતિ
થઈ ગઈ છે. પછી તે કારણમાં જેમ જેમ એકાગ્રતા વધતી જાય છે તેમ તેમ આનંદનું વેદન પણ વધતું જાય
છે. એ રીતે કારણની સન્મુખ થઈને ઘણા આનંદના ઝૂલતા ઝૂલતા મહામુનિભગવાને આ

PDF/HTML Page 12 of 21
single page version

background image
જેઠઃ ૨૪૮પઃ ૧૧ઃ
રચના કરી છે. વાહ! વીતરાગી મુનિઓના મુખમાંથી અમૃત ઝર્યાં છે. જુઓ, આ ગણધરાદિ સંતોની
પરંપરાથી આવેલી વાત! સંતોએ અંતરના કોઈ
અચિંત્ય સૂક્ષ્મ રહસ્યો ખોલ્યાં છે. કોઈને વિશેષ ન સમજાય
તો સામાન્યપણે એમ મહિમા કરવો કે ‘અહો! મારા સ્વભાવના કોઈ અચિંત્ય મહિમાની આ વાત છે, મારા
આત્મસ્વભાવનો અચિંત્ય મહિમા સંતો સમજાવી રહ્યા છે. ‘–આ રીતે આ સાંભળતાં સ્વભાવનું બહુમાન
લાવશે તે પણ ન્યાલ થઈ જશે.
અહો, આત્માનો સ્વભાવ એકેક સમયમાં પૂરો.....પૂરો....ને પૂરો....દરેક સમયે આત્મા પોતાના
સ્વભાવસામર્થ્યથી પરિપૂર્ણ બિરાજી રહ્યો છે. આવા નિજસ્વભાવના સામર્થ્યનો વિશ્વાસ કરીને તેનો
ઉલ્લાસ કરવો તે મોક્ષનું કારણ છે. જીવને જ્યાં સ્વભાવ તરફનો ઉલ્લાસ જાગ્યો ત્યાં વિકાર તરફનો
ઉલ્લાસ રહેતો નથી એટલે વિકારના ઉછાળા શમી જાય છે. સંસાર તરફનો ઉત્સાહ તૂટી જાય છે ને
સ્વભાવ તરફ તેનો ઉત્સાહનો વેગ વળી જાય છે–આવો ઉલ્લાસીત વીર્યવાન જીવ અલ્પકાળમાં જ
મોક્ષ પામે છે.
અહો! કેવળજ્ઞાનરૂપી કાર્ય પ્રગટવાના આધારરૂપ કારણસ્વભાવજ્ઞાન આત્મામાં સદાય સ્વરૂપ–
પ્રત્યક્ષપણે વર્તી જ રહ્યું છે.–આ વાત ક્યાંથી નીકળી? કારણના આશ્રયે સિદ્ધદશારૂપ કાર્યને સાધતાં
સાધતાં સાધકસંતોના આત્મામાંથી આ વાત નીકળી છે. જંગલમાં વસતા ને આત્માના આનંદમાં
ઝુલતા મુનિના અંતરમાંથી આ રહસ્ય નીકળ્‌યાં છે....અંતરના અધ્યાત્મના ઊંડાણમાંથી આ પ્રવાહ
વહ્યો છે....અંર્તસ્વરૂપના અનુભવને મુનિઓએ પ્રસિદ્ધ કર્યો છે.... તદ્ન નિકટપણે કેવળજ્ઞાન સધાઈ
રહ્યું છે, ત્યાં તે કાર્યને સાધતાં સાધતાં તેના કારણનો અચિંત્ય મહિમા કર્યો છે કે અહો! આ અમારા
કેવળજ્ઞાનનું કારણ! અંતરમાં શક્તિ સાથે વ્યક્તિની સંધિ કરીને, કારણ સાથે કાર્યની સંધિ કરીને
મુનિઓના આત્મામાંથી, સિદ્ધપદને સાધતાં સાધતાં આ રણકાર ઊઠયા છે. અહો! સિદ્ધપદના સાધક
મુનિઓની શી વાત! અલૌકિક અધ્યાત્મનાં ઘણાં રહસ્યો તેમના અનુભવના ઊંડાણમાં ભર્યા છે.
બહાર તો અમુક આવે અંતરના ઊંડાણમાંથી અલૌકિક રહસ્યો મુનિઓએ બહાર કાઢયાં છે. આ અંતરની
અદ્ભુત વાત છે!
ત્રિકાળ કારણસ્વભાવરૂપ જ્ઞાનની પ્રતીત કરતાં સાધકદશારૂપ કાર્ય પ્રગટી જાય છે, અને તેનું પૂરું
કાર્ય તો કેવળજ્ઞાન છે. ત્રિકાળ વર્તતું સ્વરૂપ–પ્રત્યક્ષ જ્ઞાન છે તે જ કેવળજ્ઞાનનું અભેદકારણ છે; તે
‘બ્રહ્મસ્વરૂપ’ છે ને તેમાં અંતર્મુખ થવાનો આ ઉપદેશ છે તેથી આ ‘બ્રહ્મોપદેશ’ છે. કેવો છે આ
બ્રહ્મોપદેશ?
કે સંસારનું મૂળી છેદી નાંખનાર છે. જે જીવ આ બ્રહ્મસ્વરૂપ આત્મસ્વભાવને જાણીને તેમાં
અંતર્મુખ થાય છે તેનો સંસાર છેદાઈ જાય છે. વેદાંતવાળા જે અદ્વૈત–બ્રહ્મા કહે છે તેની આ વાત નથી,
વિશેષ વગરનું એકાંત અદ્વૈત સામાન્ય તે તો સસલાના શીંગડાની જેમ અસત્ હોવાથી મિથ્યા છે. અહીં
તો પર્યાયને અંતર્મુખ કરીને વિશેષ સહિતના સામાન્યની કોઈ અચિંત્ય વાત છે. જે કાર્ય થયું તે
વિશેષ છે, ને તેનું જે એકરૂપ કારણ છે તે સામાન્ય છે. એ રીતે સામાન્ય–વિશેષની એકતારૂપ
અનેકાંત વસ્તુ સ્વરૂપ છે.
કેવળજ્ઞાનના આધારરૂપ જે કારણસ્વભાવજ્ઞાન છે તેને ‘પરમ પારિમાણિક ભાવમાં સ્થિત’ કહ્યું છે.
કેવળજ્ઞાન તે ક્ષાયિકભાવમાં સાદિ–અનંત સ્થિત છે ને આ કારણસ્વભાવજ્ઞાન પરમ પારિણામિકભાવમાં
અનાદિઅનંત સ્થિત છે.
અહીં કોઈ એમ કહે કે–જેમ ક્રોધાદિને કર્મના ઉદયની અપેક્ષાએ તો ઔદયિકભાવે કહ્યા, અને બીજાની
અપેક્ષા વિના તેને પારિણામિકભાવે કહ્યા; તેમ અહીં પણ કર્મના ક્ષયની અપેક્ષાએ તો કેવળજ્ઞાનને ક્ષાયિક–

PDF/HTML Page 13 of 21
single page version

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૧૮૮
ભાવે કહ્યું; ને નિરપેક્ષદ્રષ્ટિથી તેને જ ‘પારિણામિકભાવે સ્થિત સહજજ્ઞાન’ કહ્યું–એમ તો નથી ને?
તેનો ખુલાસો–ના; જે સહજ કારણસ્વભાવરૂપ જ્ઞાન છે તે તો ‘ત્રિકાળ’–નિરૂપાધિરૂપ છે, ને
પારિણામિક ભાવે તે તો સદાય વર્તે છે, તેનો કદી વિરહ નથી. અને કેવળજ્ઞાન તો નવું પ્રગટે છે, પહેલાં
તેનો વિરહ હતો. કારણસ્વભાવજ્ઞાનનું પહેલાં ભાન ન હતું તે અપેક્ષાએ તેનો વિરહ કહેવાય, છતાં ત્યારે
પણ તેનો કાંઈ અભાવ ન હતો. કારણજ્ઞાનને તો સ્વરૂપપ્રત્યક્ષ કહ્યું છે, કેવળજ્ઞાનને સ્વરૂપ–પ્રત્યક્ષ નથી
કહ્યું પણ સકલપ્રત્યક્ષ કહ્યું છે. આ રીતે કેવળજ્ઞાન તે જ કારણ સ્વભાવજ્ઞાન નથી–એમ સમજવું. જ્ઞાનનો
જે ત્રિકાળપ્રત્યક્ષસ્વભાવ છે તેને અહીં સ્વરૂપ–પ્રત્યક્ષ સહજજ્ઞાન અથવા કારણસ્વભાવજ્ઞાન કહીને
ઓળખાવ્યો છે. આ કારણસ્વભાવજ્ઞાન તો બધાય જીવોમાં ત્રિકાળ વર્તી જ રહ્યું છે. જેવા સિદ્ધ ભગવંતો
લોકાગે્ર બિરાજમાન છે તેવા જ ભવલીન સંસારી જીવો છે અર્થાત્ ‘સર્વ જીવ છે સિદ્ધસમ’–એમ કહ્યું છે,
તેમાં તો શક્તિ અપેક્ષાએ કહ્યું છે, કાંઈ સિદ્ધ ભગવંતોની માફક પૂર્ણ જ્ઞાન આનંદરૂપ સિદ્ધદશા સંસારી
જીવોને પ્રગટ નથી. પરંતુ આ જે કારણ–સ્વભાવજ્ઞાન છે તે તો બધાય જીવોને સદાય વર્તી જ રહ્યું છે, તે
કાંઈ નવું નથી થતું, પણ તેના આશ્રયે સમ્યગ્જ્ઞાન નવું પ્રગટે છે. ત્રિકાળ જ્ઞાનસ્વભાવ શુદ્ધ છે, ને તેના
આશ્રયે થતું કેવળજ્ઞાન પણ શુદ્ધ છે, એક કારણરૂપે શુદ્ધ છે, ને બીજું કાર્યરૂપે શુદ્ધ છે.
આ શુદ્ધ જ્ઞાનો કેવાં છે? –કે આનંદદાતા છે. તેમાં કાર્યરૂપે કેવળજ્ઞાન તે તો સાદિ–અનંત આનંદદાતા
છે ને અનંતચતુષ્ટયને સાદિઅનંત ભોગવનારું છે. તથા કારણરૂપ જ્ઞાન અનાદિઅનંત આનંદદાતા છે–ત્રિકાળ
આનંદ સાથે એકમેક છે, સહજ ચતુષ્ટય સહિત જ સદા શોભી રહ્યું છે.
જે અનંત આનંદદાતાર કેવળજ્ઞાન પ્રગટયું તે તો મહિમાવંત છે,–પણ તે કેવળજ્ઞાન ક્યાંથી પ્રગટયું? કે
કારણસ્વભાવજ્ઞાનમાંથી–માટે ખરો મહિમા કારણનો છે. નીચલી દશામાં કેવળજ્ઞાન તો હોતું નથી પણ
કારણજ્ઞાન હોય છે, ને તે કારણનો મહિમા કરીને તેમાં લીન થતાં કેવળજ્ઞાન ખીલી જાય છે. અજ્ઞાની
એકલી પર્યાયનો મહિમા કરીને બાહ્ય કારણોની શોધમાં રોકાય છે, પણ કેવળજ્ઞાન પ્રગટવાના આધારરૂપ
જે ત્રિકાળી કારણજ્ઞાન પોતાના સ્વભાવમાં વર્તી રહ્યું છે તેના મહિમાની તેને ખબર નથી. જો પોતાના
કારણ સ્વભાવનો મહિમા આવે તો તેના જોરે શુદ્ધ કાર્ય પ્રગટે, ને બાહ્ય કારણોની દ્રષ્ટિ છૂટી જાય.
કેવળજ્ઞાન થયા પહેલાં પણ પોતામાં જે ધુ્રવ કારણરૂપ સ્વભાવ છે તેની પ્રતીત કરવી તે સમ્યગ્દર્શન છે,
ને પછી તે કારણનો મહિમા કરીને તેમાં એકાગ્રતાનું જોર દેતાં કેવળજ્ઞાન ખીલી જાય છે.
આત્માના સ્વભાવને ઓળખે તો જ તેનો ખરો મહિમા આવે. ઓળખાણ વગર આત્માનું બહુ
માહાત્મ્ય પ્રથમ તો શું આવે!! આત્મા શું, તેના ગુણ શું, તેનો સ્વભાવ શું,–એની જેમ જેમ ઓળખાણ
થાય તેમ તેમ તેનો મહિમા આવે. જેમ ભરવાડના હાથમાં સવા લાખની કિંમતનો ચકચકતો હીરો
આવે,–પણ ઓળખાણ વગર તો તેનો તેને શું મહિમા આવે! તે તો તેને સારો–મજાનો કાચનો કટકો
માનીને બકરીની ડોકે બાંધી દે. પણ જ્યાં ઝવેરીને બતાવે કે અરે, આ તો ઊંચી જાતનો સવા લાખનો
હીરો છે!–તો એની કિંમત જાણતાં તેને તેનો મહિમા આવે છે.–તેમ અહીં ભરવાડ એટલે અજ્ઞાની–
મિથ્યાદ્રષ્ટિ જીવ, તેની પાસે મહાકિંમતી ચૈતન્યરત્ન છે પણ ઓળખાણ વગર તેને તેનો યથાર્થ મહિમા
આવતો નથી એટલે તે તો બકરીની ડોકની માફક શુભ–અશુભ રાગમાં જ ચૈતન્યરત્નને બાંધે છે. પણ
ભેદજ્ઞાની–ઝવેરી તેને સમજાવે છે કે, “અરે મૂઢ! ભરવાડ જેવા! આ તારું ચૈતન્યરત્ન શુભા–શુભ રાગ
જેટલું નથી તારું ચૈતન્યરત્ન તો જ્ઞાન–આનંદ–પ્રભુતા વગેરે અનંતઋદ્ધિથી ભરેલું છે, ઉપશાંતરસના
મોજાં તેમાં ઊછળે છે, ચૈતન્યની પ્રભા તેમાં ચમકે છે, તેમાંથી અતીન્દ્રિયપ્રકાશના કિરણો છૂટે છે.”–જ્યાં
આવું ભાન થયું ત્યાં તેનો અપાર મહિમા આવ્યો કે અહો! આવું મારું ચૈતન્યરત્ન! આવો મહિમા
આવતાં તે પોતાના ચૈતન્યરત્નને રાગ સાથે બાંધતો નથી,–રાગમાં એકાગ્રતા કરતો નથી પણ પોતે
પોતાના સ્વભાવમાં જ એકાગ્ર થાય છે. આ રીતે આત્માનું સ્વરૂપ જાણે તો તેનો ખરો મહિમા આવે ને
તેમાં એકાગ્ર થઈને મુક્તિ પામે. આત્મા વર્તમાન પણ પરિપૂર્ણ સ્વભાવથી ભરેલો છે, તેનો મહિમા
આવ્યા વગર કોઈ જીવને

PDF/HTML Page 14 of 21
single page version

background image
જેઠઃ ૨૪૮પઃ ૧૩ઃ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર કે મોક્ષરૂપી કાર્ય પ્રગટે નહિ. માટે અહીં સંતો આત્માનું સ્વરૂપ ઓળખાવે છે કે હે
ભાઈ! તારા આત્માનો સ્વભાવ કોઈ સમયે અધૂરો નથી, વર્તમાન પણ પરિપૂર્ણ સ્વભાવ છે માટે તેનો જ
મહિમા લાવીને તેમાં અંતર્મુખ થા, તેના ઉપર જોર આપ,–એટલે કે તેની પ્રધાનતા કર, તેને જ મુખ્ય કર, તેનું જ
અવલંબન કર, તેનો જ આદર કર, તેનો જ આશ્રય કર, તેમાં જ ઉત્સાહ કર, તેમાં જ તત્પર થા, તેની જ
આરાધના કર, તેનું જ ધ્યાન કર, તારો આ સ્વભાવ સર્વશક્તિમાન પ્રભુ છે, તેને કોઈ દબાવનાર નથી, તેમાં
કોઈ નડતર નથી, તેને કાળ કે કર્મો આવરી શકતા નથી, અનાદિઅનંત જ્યારે જો ત્યારે વર્તમાનમાં જ તે પૂરો
છે, કોઈ સમયે વર્તમાનમાં તે પૂરો નથી–એમ નથી; તું જે સમયે અંતર્મુખ થઈને આવા તારા આત્મસ્વભાવને
પકડ તે સમય તારો પોતાનો છે, તે સ્વસમય છે. આત્મામાં હરેક સમયે પરિપૂર્ણતા પડી છે; પૂરું કાર્ય પ્રગટાવવા
માટે આત્મામાં વર્તમાન પૂરું કારણ નથી–એવું કોઈ ક્ષણે બનતું નથી. ‘પૂરુંકારણ’ દરેક સમયે વિદ્યમાન છે, તે
કારણના સ્વીકારથી કાર્ય પ્રગટી જાય છે.
જુઓ, આ અંતરના કારણ–કાર્યની સૃષ્ટિ!! આત્માના કારણસ્વભાવમાંથી જ સમ્યગ્દર્શન–જ્ઞાન–
ચારિત્રરૂપ કાર્યની સૃષ્ટિ–ઉત્પત્તિ થાય છે. આમાં કાર્ય તે તો ઉત્પાદ–વ્યયરૂપ પરિણામ છે, તે પહેલાં નથી હોતું ને
પછી પ્રગટે છે. અને કારણસ્વભાવ તે ધુ્રવરૂપ પરિણામ છે, તે સદાય વિદ્યમાન છે, તેનામાં ઉત્પાદ–વ્યય નથી.
કેવળજ્ઞાનના કારણરૂપ જે ધુ્રવજ્ઞાનપરિણામ છે તેને સહજસ્વભાવજ્ઞાન અથવા સ્વરૂપ–પ્રત્યક્ષજ્ઞાન કહે છે.
તેનામાં આત્માનાં સહજ ચતુષ્ટયને યુગપત્ જાણવાનું સામર્થ્ય ત્રિકાળ છે; તે ત્રિકાળની સાથે વર્તમાનની એકતા
થતાં તે વર્તમાન પર્યાય પણ પૂરા સામર્થ્યરૂપે પરિણમી જાય છે.
* ત્રિકાળ સામર્થ્યમાંથી વર્તમાન આવે છે,
* ધ્રુવના આશ્રયે જ ઉત્પાદ થાય છે,
* દ્રવ્યમાંથી પર્યાય આવે છે,
* કારણના આશ્રયે કાર્ય થાય છે,
* શક્તિમાંથી વ્યક્તિ થાય છે,
* ‘પ્રાપ્ત’ ની પ્રાપ્તિ થાય છે,
* નિશ્ચયના આશ્રયે મુક્તિ થાય છે,
* જ્ઞાયકસ્વભાવી આત્મા વિકારનો અકર્તા છે,
* આત્માની શક્તિઓ બાહ્ય કારણોથી અત્યંત નિરપેક્ષ છે,
* આત્મા અને પર દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે,
–આમાંથી કોઈ પણ બોલનો નિર્ણય કરતાં બધાય બોલનો નિર્ણય થઈ જાય છે; ને આ જૈનશાસનની
મૂળ વસ્તુ છે. આ વસ્તુ સમજ્યા વગર જૈનધર્મનું રહસ્ય સમજાય નહિ, ને અંતર્મુખ વળ્‌યા વગર આ વસ્તુ
સમજાય નહીં.
આત્મા પોતે પરમ સ્વરૂપ હોવાથી પરમાત્મા છે. તેનામાં સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ સુખ અને
સહજ પરમ ચિત્શક્તિ ત્રિકાળ રહેલી છે, તે ‘કારણસમયસાર’ નું સ્વરૂપ છે. અહીં સહજ ચતુષ્ટયને
કારણસમયસાર કહે છે, તે જ કારણપરમાત્મા છે, ને તે ત્રિકાળ એકરૂપ છે, તેના આશ્રયે અનંતચતુષ્ટયરૂપ કાર્ય
સમયસારપણું પ્રગટે છે. અને ‘સમયસાર’ વગેરેમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપે પરિણમેલા આત્માને
‘કારણસમયસાર’ કહે છે, તે જુદી વાત છે, તેમાં તો મોક્ષમાર્ગની વાત છે. મોક્ષના કારણરૂપ મોક્ષમાર્ગપણે
આત્મા પરિણમ્યો તેથી તેને ‘કારણસમયસાર’ કહ્યો. ખરેખર જે ધુ્રવરૂપ કારણસમયસાર છે તે જ મોક્ષનું
નિશ્ચયકારણ છે, અને જે આ મોક્ષમાર્ગરૂપ કારણસમયસાર છે તે મોક્ષનું કારણવ્યવહારે છે. મોક્ષમાર્ગ તરીકે તો
તે નિશ્ચય છે, પરંતુ મોક્ષના કારણ તરીકે તે વ્યવહાર છે.
જુઓ, અહીં નિશ્ચય મોક્ષમાર્ગને પણ મોક્ષનું કારણ કહેવું–તેનેય વ્યવહાર કહ્યો, કેમકે મોક્ષમાર્ગની પર્યાય
કાંઈ મોક્ષદશા નથી લાવતી, એક પર્યાયના આશ્રયે બીજી પર્યાય નથી. મોક્ષમાર્ગની પૂર્ણતા થતાં મોક્ષ થાય છે–
એ નિયમ છે, પણ તે મોક્ષ કોના

PDF/HTML Page 15 of 21
single page version

background image
ઃ ૧૪ઃ આત્મધર્મઃ ૧૮૮
આશ્રયે થાય છે? તે અહીં બતાવવું છે. પૂર્વનો સાધકભાવ કાંઈ સાધ્યને પરાણે–બરજોરીથી નથી પરિણમાવતો,
પણ સાધ્યપર્યાય પોતે સ્વભાવનો આશ્રય કરીને સ્વતઃ પરિણમે છે.
પ્રશ્નઃ– જો સાધકભાવ છે તે સાધ્યભાવને નથી પરિણમાવતો તો પછી તે પૂર્વભાવને ‘સાધક’ કેમ
કહ્યો?
ઉત્તરઃ– કેમકે પૂર્વે એવા સાધકભાવપૂર્વક જ સાધ્યભાવ પ્રગટે છે, તેથી પૂર્વભાવને સાધક કહ્યો છે. જેમકે
સમ્યક્ મતિશ્રુતજ્ઞાનપૂર્વક જ કેવળજ્ઞાન થાય છે, એવો પૂર્વ–ઉત્તરભાવ બતાવવા માટે મતિ–શ્રુતને કેવળજ્ઞાનના
સાધક કહ્યા છે, પણ કેવળજ્ઞાન કાંઈ મતિશ્રુતજ્ઞાનને આધીન નથી. મતિ–શ્રુતજ્ઞાન વગેરે સાધક ભાવપણ
બળજોરથી કેવળજ્ઞાનાદિ સાધ્યભાવને નથી પરિણમાવતા, તો પછી વ્યવહાર–રાગ કે નિમિત્ત વગેરેની તો શી
વાત! અહીં તો એકદમ અંતર્મુખની વાત કરે છે કે અરે જીવ! તારા કેવળજ્ઞાનના કારણને તારા સ્વભાવમાં જ
શોધ.....તારો કારણસ્વભાવ જ કેવળજ્ઞાનનું કારણ છે. જ્યાં અંતર્મુખ થઈને આવા કારણમાં લીન થયો ત્યાં
‘આ મારું કારણ ને આ કાર્ય એવા કારણ–કાર્યના ભેદના વિકલ્પો પણ નથી, ત્યાં તો કારણ–કાર્યની એકતારૂપ
આનંદનું જ વેદન છે.
આત્મા જ્ઞાનસ્વભાવી છે. તેનું જ્ઞાન ‘સ્વભાવ’ અને ‘વિભાવ’ એમ બે પ્રકારનું છે; ને તેના કુલ નવ
પ્રકાર થાય છે, તે આ પ્રમાણે–
(૧–૨)કારણસ્વભાવજ્ઞાનઆ બે પ્રકાર સ્વભાવજ્ઞાનના છે.
કાર્યસ્વભાવજ્ઞાન
વિભાવજ્ઞાન ‘સમ્યક’ અને મિથ્યા એમ બે જાતનું છે.
(૩–૬)
મતિજ્ઞાન
શ્રુતજ્ઞાન
અવધિજ્ઞાન
આ ચાર પ્રકાર સમ્યગ્જ્ઞાનના છે.
મનઃપર્યયજ્ઞાન
(૭–૯)કુમતિજ્ઞાન
કુશ્રુતજ્ઞાન
આ ત્રણ પ્રકાર મિથ્યાજ્ઞાનના છે,
વિભંગજ્ઞાન
આ પ્રમાણે જ્ઞાનના કુલ નવ પ્રકાર છે. આમાંથી કયું જ્ઞાન કયા જીવોને હોય છે તે હવે કહેશે.
(નિયમસારની આ ૧૧–૧૨ ગાથામાં નીચે મુજબ છ વિષયો છે–
(૧) જ્ઞાન ઉપયોગના ૯ પ્રકારનું વર્ણન (૨ સ્વભાવજ્ઞાન, ૪ સમ્યગ્જ્ઞાન અને ૩ મિથ્યાજ્ઞાન)
(૨) કયું જ્ઞાન કયા જીવોને હોય છે? તેનું વર્ણન.
(૩) કયા જ્ઞાનો ‘પ્રત્યક્ષ’ છે ને કયા જ્ઞાનો‘પરોક્ષ’ છે? તેનું વર્ણન.
(૪) કયું જ્ઞાન ઉપાદેય (અર્થાત્ મોક્ષનું મૂળ) છે તેનું વર્ણન
(પ) આત્માને કેવો ભાવવો તેનું વર્ણન
(૬) ‘આ બ્રહ્મોપદેશ છે’ એમ કહીને આ વિષયનો મહિમા.
ઉપર્યુક્ત છ વિષયોમાંથી પહેલો વિષય અહીં પૂરો થયો. બીજા વિષયો હવે પછી.
(ચાલુ)

PDF/HTML Page 16 of 21
single page version

background image
જેઠઃ ૨૪૮પઃ ૧પઃ
લીંબડી શહેરના
પંચકલ્યાણક વખતનાં પ્રવચનો
અંક ૧૮૩ થી ચાલુ
(વીર સં. ૨૪૮૪ વૈશાખ સુદ ૧૦ થી ૧૩)
ચારિત્રના મહિમાનું ઝરણું.....
ને આનંદરસનું પીણું
લીંબડી શહેરમાં પંચકલ્યાણક વખતે, ભગવાનની દીક્ષા બાદ દીક્ષાવનમાં પૂ. ગુરુદેવનું આ પ્રવચન ચાલી
રહ્યું છે; ગુરુદેવ અદ્ભુત વૈરાગ્યપૂર્વક ચારિત્રદશાના મહિમાનું ઝરણું વહેવડાવી રહ્યા છેઃ
અહા, ચારિત્ર! ધન્ય એ દશા! ગણધરો જેને આદરે છે, ઇન્દ્રો અને ચક્રવર્તીઓ જેનાં ચરણે મસ્તક ઝૂકાવે
છે, એ દશા કેવી! જેને દુઃખથી મુક્ત થવું હોય તેણે આવી દશા ઓળખીને તે પ્રગટ કર્યે છૂટકો છે. પદ્મનંદીસ્વામી
કહે છે કે હે નાથ! આપે કેવળજ્ઞાન–નિધિ પ્રગટ કરીને દેખાડી, ચૈતન્યના અપાર અચિંત્ય નિધાન આપે પ્રગટ
દેખાડયાં, તો હવે કોણ એવો છે કે આ ચૈતન્યનિધાન પાસે ઇન્દ્રાસનને પણ તરણાં જેવું સમજીને દીક્ષિત ન
થાય? મુનિવરો આત્મરસમાં ચડીને નિર્વિકલ્પ આનંદના પીણાં પીએ છે; જેમ પુનમનો ચંદ્ર દરિયાને ઉછાળે તેમ
ચૈતન્યના ધ્યાનવડે મુનિવરો અંતરના આનંદના દરિયાને ઉછાળે છે. અહા, એ આનંદના અનુભવ પાસે ઇન્દ્રનો
વૈભવ તો શું, ત્રણ લોકનો વૈભવ પણ અત્યંત તુચ્છ છે.
જ્ઞાની વગાડે છે–આનંદની વીણા
સમકિતીએ પણ પોતાના શુદ્ધ સ્વરૂપને જાણીને તેના અતીન્દ્રિય આનંદનો સ્વાદ ચાખી લીધો છે, અને તે
જાણે છે કે મારા સ્વભાવના આ આનંદ પાસે જગતના બધાય વિષયો અત્યંત તુચ્છ છે. અંતરમાં એકાગ્ર થઈને
જ્ઞાની આનંદના તારની વીણા વગાડે છે. તેમાંથી રણકાર ઊઠે છે કે–
કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું,
અપને રસમેં ભર્યો અનાદિ ટેક હું;
મોહ કરમ મમ નાહીં નાંહી ભ્રમકૂપ હૈ,
શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ.
અંદરમાં નિઃશંકપણે ચૈતન્યવીણાના તાર ઝણઝણાવીને ધર્માત્માના હૃદયમાંથી રણકાર ઊઠે છે કે હું તો
સદાય મારા જ્ઞાન ને આનંદ રસથી ભરેલો એક છું, એ જ અનાદિની ટેક છે. મોહ મારા સ્વરૂપમાં નથી, શુદ્ધ
ચેતનાનો દરિયો તે જ મારું રૂપ છે. પહેલાં આવું ભાન કર્યા પછી જ તેમાં લીનતાવડે મુનિદશા હોઈ શકે.
ભગવાન આદિનાથને આવું અંર્તભાન અનેક ભવ પહેલાં થયું હતું, ને આ ભવમાં સમ્યગ્દર્શન–જ્ઞાન ઉપરાંત
ચારિત્રની આરાધના પૂરી કરીને પરમાત્મા થયા.

PDF/HTML Page 17 of 21
single page version

background image
ઃ ૧૬ઃ આત્મધર્મઃ ૧૮૮
મુનિવરોની ઉદાસીનતા
મુનિવરોની પરિણતિ એકદમ અંર્તસ્વરૂપમાં ઢળી ગઈ છે એટલે જગત તરફથી તેમને અત્યંત
ઉદાસીનતા છે. જેમ વીસ વરસનો એકનો એક પુત્ર મરી જતાં તેની માતા ઉદાસ–ઉદાસ થઈ જાય, તેમ જેનો
મોહ મરી ગયો છે એવા મુનિવરો સંસાર તરફથી એકદમ ઉદાસીન થઈ ગયા છે. દ્રષ્ટાંતમાં માતાની ઉદાસીનતા
તો મોહકૃત છે, જ્યારે મુનિવરોની ઉદાસીનતા તો નિર્મોહીપણાને લીધે છે; માતા પુત્રપ્રેમને લીધે ઉદાસ થઈ છે,
તો મુનિ ચૈતન્યપ્રેમને લીધે સંસારથી ઉદાસીન થયા છે.
ધન્ય એ કાળ! ..........ધન્ય એ આનંદધારા
આદિનાથ ભગવાન દીક્ષા લઈને વનમાં છ મહિમા સુધી ધ્યાનસ્થ રહ્યા. અહા, ધન્ય એ કાળ!–જ્યારે
પ૦૦ ધનુષ ઊંચા આદિનાથ મુનિરાજ નગ્નપણે વનમાં છ–છ મહિના સુધી ધ્યાનમાં ઊભા હશે.....એ દેખાવ
કેવો હશે? પુરાણોમાં તેનું અદ્ભુત વર્ણન આવે છે. વનનાં પશુઓ–સિંહ અને હરણો પણ આશ્ચર્યથી ભગવાન
સામે જોઈ રહે છે.....ને ભગવાનની શાંત છાયામાં એકઠા થઈને બેસે છે. ભગવાન તો પોતાના ધ્યાનમાં છે,
અંતરની આનંદધારામાં મશગૂલ છે. ચારિત્રદશા એ કાંઈ અસિધારા નથી, એ તો આનંદની ધારા છે; બહારથી
જોનારા કાયર જીવોને તે અસિધારા લાગે છે, પણ અંતરમાં તો આનંદની ધારા છે. જો ચારિત્રદશામાં આનંદની
ધારા ન હોય ને દુઃખ હોય તો એને કોણ આદરે!! ચારિત્ર તો સ્વરૂપમાં સ્થિરતા છે, ને સ્વરૂપની સ્થિરતામાં
આનંદનો અનુભવ છે. આવી ચારિત્રદશા વગર મુક્તિ નથી.
સંત વિના ભવનો અંત નહીં
“ચેતન રૂપ અનૂપ અમૂરત
સિદ્ધ સમાન સદા પદ મેરો”
–આવા પોતાના સિદ્ધસ્વરૂપના શ્રદ્ધા–જ્ઞાન તો ગૃહસ્થદશામાંય સમ્યગ્દ્રષ્ટિને હોય છે, પણ એ સિદ્ધપદના
સાક્ષાત્ સાધક તો ચારિત્રધર મુનિવરો છે. જ્યાં સ્વરૂપની ઘણી લીનતાવડે કષાયો અતિશય ક્ષીણ થઈ ગયા હોય,
વારંવાર નિર્વિકલ્પ આનંદના અનુભવમાં એકાગ્ર થતા હોય, એવી સંતદશા વગર ભવના અંત આવતા નથી.
મોક્ષમાર્ગ
પંચાસ્તિકાયમાં વીતરાગ ચારિત્રને જ સાક્ષાત્ મોક્ષમાર્ગ કહ્યો છે; વીતરાગચારિત્ર સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન વિના હોતું નથી, એટલે કે તેમાં સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન પણ ભેગાં આવી જ જાય છે. સમ્યક્
દર્શનવડે તો દર્શનમોહનો નાશ થાય છે, તે પછી સ્વરૂપસ્થિરતારૂપ ચારિત્રવડે ચારિત્રમોહનો નાશ થાય છે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ પણ ટૂંકમાં એ વાત બતાવી દીધી છે કે–
‘કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ;
હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.’
મોહકર્મના નાશનો આ અચૂક ઉપાય છે કે ‘બોધ’ એટલે કે સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનવડે તો
દર્શનમોહ હણાય છે, ને વીતરાગતાવડે ચારિત્રમોહ હણાય છે.
સમકિતી ધર્માત્માની દશા
દેહથી ભિન્ન ચિદાનંદતત્ત્વનું જેને ભાન થયું છે, અને એ સમ્યગ્ભાનવડે જેણે દર્શનમોહનો તો નાશ કર્યો
છે, એવા ધર્માત્મા પછી સ્વરૂપમાં સ્થિરતારૂપ ચારિત્રદશાની ભાવના ભાવે છે. –
દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે,
દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું ભાન જો;
તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકીએ,
વર્ત એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો.....
અપૂર્વ અવસર એવા ક્યારે આવશે!
જ્ઞાનીને સમ્યક્ આત્મભાન થતાં જ અંતરમાં નિઃશંકતા આવી ગઈ છે કે અમારા આત્મામાંથી મિથ્યાત્વનો
તો નાશ થઈ ગયો છે, અને દેહથી ભિન્ન જે ચૈતન્યતત્ત્વ ધ્યાનમાં લીધું છે તેમાં એકાગ્રતાથી ચારિત્રમોહ પણ હવે
અલ્પકાળમાં ક્ષીણ થઈ જશે. આત્માનું અપૂર્વ ભાન થાય ને અંદરથી ભવઅંતના ભણકાર ન આવે એમ બને નહિ.
જ્ઞાન થતાં જ ધર્મીની દશા ફરી જાય છે, આખી પરિણતિ એકદમ પલટો ખાઈ જાય છે.–

PDF/HTML Page 18 of 21
single page version

background image
જેઠઃ ૨૪૮પઃ ૧૭ઃ
જ્ઞાન કલા જિસકે ઘટ જાગી.....
તે જગમાંહી સહજ વૈરાગી.......
જ્ઞાની મગન વિષયસુખમાંહી......
–યહ વિપરીત સંભવે નાંહી....
જેના ઘટમાં જ્ઞાનકળા જાગી, જેના અંતરમાં ચૈતન્યના આનંદનું વેદન થયું, તે ધર્માત્મા પછી
ઇન્દ્રિયવિષયોના સુખમાં મગ્ન રહે એવી વિપરીત વાત કદી સંભવતી નથી; ચૈતન્યના આનંદનો અનુભવ થતાં
જ બાહ્યવિષયો પ્રત્યે સહજ વૈરાગ્ય થઈ જાય છે, કેમકે પરિણતિનો વેગ અંતર તરફ વળી ગયો છે એટલે બાહ્ય
વિષયો તરફથી તે સંકોચાવા લાગી છે. જ્ઞાનીની આવી સહજ અંર્તપરિણતિને અજ્ઞાનીઓ બહારથી ઓળખી
શકતા નથી. સમયસારમાં કહે છે કે–
सम्यगूदष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः।
સમ્યગ્દ્રષ્ટિને નિયમથી જ્ઞાન–વૈરાગ્યની શક્તિ હોય છે; કેમકે સ્વ–પરનો ભેદ જાણીને, સ્વરૂપમાં રહેવા
માટે તે સ્વરૂપ તરફ ઝૂકતો જાય છે, ને પરથી તથા રાગથી વિરમતો જાય છે. જ્યારથી સમ્યગ્દર્શન થયું ત્યારથી
જ આવી દશા થઈ જાય છે, તો પછી મુનિ થયા પછીની તો વાત જ શું?–એ તો નિજસ્વરૂપમાં ઘણા કરી ગયા
છે, ને એમને પરભાવ ઘણા છૂટી ગયા છે; માત્ર સંજ્વલનનો અતિઅલ્પ રાગ બાકી રહ્યો છે, એને છેદતાં જ
કેવળજ્ઞાન પામશે
ભાન કરીને....ભાવના કરો
અહો જીવો! આવી શરમ શાંત મુનિદશાને ઓળખીને તેની ભાવના તો કરો. જે રાગથી ધર્મ માને છે
તેની તો ભાવના જ ખોટી છે, તેને વીતરાગતાની ખરી ભાવના નથી પણ રાગની જ ભાવના છે, એટલે
મુનિદશાની ખરી ભાવના તેને હોતી નથી. જ્યાં સાચી ભાવના પણ ન હોય ત્યાં એ મુનિદશા તો હોય જ ક્ય
ાંથી? મુનિદશાની કે કેવળજ્ઞાન વગેરેની સાચી ભાવના સમ્યગ્દ્રષ્ટિને જ હોય છે. સમ્યગ્દ્રષ્ટિ જીવ ભગવાનનો
દાસ હોઈને જગતથી ઉદાસ છે, અંતરની ચૈતન્યલક્ષ્મીના લક્ષવાળો તે જગત પાસે અજાચક છે, જગત પાસેથી
મારે કાંઈ જોઈતું નથી, મારું સર્વસ્વ મારા અંતરમાં જ છે–આવા ભાનપૂર્વક તે પોતાના નિજસ્વરૂપને સાધે છે.
જે કોઈ જીવો મોક્ષ પામ્યા તેઓ પોતાના નિજસ્વરૂપને સાધી સાધીને જ મોક્ષ પામ્યા છે, માટે સૌએ
નિજસ્વરૂપનું ભાન કરીને તેની જ ભાવના કરવા જેવી છે.
* કેવળજ્ઞાન–કલ્યાણકનું પ્રવચન*
વૈશાખ સુદ ૧૨
આજે સવારમાં ભગવાન આદિનાથ પ્રભુની દીક્ષાનો પ્રસંગ થયો. દીક્ષા પછી ચૈતન્ય આનંદમાં લીનતા
કરીને ભગવાન કેવળજ્ઞાન પ્રગટ કરીને સર્વજ્ઞ પરમાત્મા થયા. તે સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાન વિષયોની પ્રતિબદ્ધતા
વગર સર્વને પ્રત્યક્ષ જાણનારું છે. પૂર્વે આત્મજ્ઞાન સહિત સાધકદશામાં પૂર્ણ સ્વભાવને સાધવાનો વિકલ્પ હતો
ત્યારે તેના નિમિત્તે પુણ્ય બંધાયેલા, તીર્થંકર પ્રકૃતિ બંધાયેલી, ને હવે કેવળજ્ઞાન થતાં તે પ્રકૃતિનો ઉદય આવ્યો
ને દિવ્યધ્વનિ છૂટયો. તે દિવ્ય– ધ્વનિમાં ભગવાને શું ઉપદેશ આપ્યો તેની આ વાત છે.
દિવ્યધ્વનિમાં ભગવાનનો ઉપદેશ
ભગવાને સ્વભાવસન્મુખ થઈને અને પરની ઉપેક્ષા કરીને આત્માના પરમાત્મપદને સાધ્યું, ને વાણીમાં
પણ પરની ઊપેક્ષા કરીને સ્વભાવસન્મુખ થવાનું જ આવ્યું. આ જગતમાં નવ તત્ત્વો છે; જીવતત્ત્વ જ્ઞાન સ્વરૂપ
છે; જ્ઞાનરહિત એવા પાંચ પ્રકારના અજીવતત્ત્વો છે; શુભરાગાદિની લાગણી તે પુણ્યતત્ત્વ છે, હિંસાદિની લાગણી
તે પાપતત્ત્વ છે; જેના નિમિત્તે કર્મો આવે અને બંધાય એવા મિથ્યાત્વાદિ ભાવો તે આસ્રવ તથા બંધ તત્ત્વ છે.
આત્માના સ્વભાવની સન્મુખ થતાં નિર્મળપર્યાય પ્રગટે ને કર્મો તથા મિથ્યાત્વાદિ ભાવો અટકે તે સંવરતત્ત્વ છે;
શુદ્ધતાની વૃદ્ધિ થતી જાય ને અશુદ્ધતા તથા કર્મો ઝરતા જાય તે નિર્જરાતત્ત્વ છે; અને સંવર–નિર્જરાવડે સંપૂર્ણ
કર્મોથી મુક્ત થઈને પૂર્ણ જ્ઞાનાનંદદશા પ્રગટી જાય તે મોક્ષતત્ત્વ છે.

PDF/HTML Page 19 of 21
single page version

background image
ઃ ૧૮ઃ આત્મધર્મઃ ૧૮૮
જગતમાં આવા નવતત્ત્વો છે, તે ભગવાને પ્રત્યક્ષ જાણીને જેમ છે તેમ કહ્યા છે.
ભગવાનની વાણી સહજ, ઇચ્છા વિના, એક સાથે બધા રહસ્ય લેતી પ્રગટે છે. સાધારણ મનુષ્યોની માફક
ભગવાન ક્રમેક્રમે શબ્દો બોલતા નથી પણ ૐકારરૂપ નિરક્ષરી ધ્વનિ છૂટે છે, ને સાધારણ મનુષ્યની માફક
ભગવાનના હોઠ ચાલતા નથી, પણ સર્વાંગથી નિરક્ષર ધ્વનિના નાદ ઊઠે છે, જાણે મેઘગર્જના થતી હોય–એમ
અતિ મધુરવાણી છૂટે છે.
દરેક આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત ભરી છે, તેને ભૂલીને અજ્ઞાનથી સંસારપરિભ્રમણમાં અનંતકાળ
વીતાવ્યો, પરંતુ અંતરમાં ભાન કરીને પરમાત્મપદ સાધતા કાંઈ અનંતકાળ નથી લાગતો, સાધક તો અસંખ્ય
સમયના કાળમાં જ પરમાત્મપદને સાધી લ્યે છે. પરમાત્માના ચરણોમાં ઈંદ્રો પણ અતિ ભક્તિથી નમી જાય છે;
ધન્ય નાથ! આપની આ ચૈતન્યઋદ્ધિ! આપની ચૈતન્યઋદ્ધિ પાસે અમારી ઈંદ્રપદની ઋદ્ધિને અમે તુચ્છ તરણાં
જેવી સમજીએ છીએ. ધર્મરાજા તીર્થંકર ભગવાનની દિવ્યધ્વનિ ઝીલીને ધર્મવજીર ગણધરદેવે જે અંગપૂર્વરૂપ
શાસ્ત્રો રચ્યાં, તેમાં ‘જ્ઞાનપ્રવાદ’ નામનું પાંચમું પૂર્વ છે, તેમાંથી કુંદકુંદાચાર્યદેવે આ સમયસારની રચના કરી છે.
ભગવાને કહેલી ને પોતે અનુભવેલી ભેદજ્ઞાનની વાત આચાર્યદેવ કહે છે.
ભગવાને દિવ્યધ્વનિમાં જે કહ્યું ને પોતે અંતરમાં અનુભવ્યું તે જ આચાર્યદેવે આ સમયસારમાં કહ્યું છે.
તેમાં આચાર્ય ભગવાન કહે છે કેઃ હું જ્ઞાયક સ્વભાવ છું, રાગાદિભાવો તે મારા સ્વભાવથી ભિન્ન છે, તે મને
શરણ નથી–આવું ભેદજ્ઞાન જ્યારે કરે ત્યારે જીવ જ્ઞાની થાય છે એટલે કે ત્યારથી ધર્મની શરૂઆત થાય છે;
આવા ભેદજ્ઞાન વગર કદી ધર્મની શરૂઆત થતી નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ અને રાગાદિ પરભાવ એ બંનેનું
યથાર્થ ભેદજ્ઞાન થતાવેંત જ આત્મા રાગાદિ પરભાવોથી નિવૃત્ત થઈને, પોતાના જ્ઞાનસ્વભાવમાં પ્રવૃત થાય છે.
ખરેખર તો જ્યારે અંતર્મુખ થઈને જ્ઞાનસ્વભાવમાં એકત્વપણે પરિણમ્યો ત્યારે જ રાગ અને આત્માનું ભેદજ્ઞાન
થયું. ભેદજ્ઞાન થવાના કાળે ‘આ આત્મા છે ને આ રાગ છે’ એમ કાંઈ બંનેનું લક્ષ નથી હોતું; તે કાળે તો
ઉપયોગને અંતરમાં વાળીને જ્ઞાનસ્વભાવમાં એકત્વપણે પરિણમે છે, અને રાગમાં એકત્વરૂપે નથી પરિણમતો.
આ રીતે અંતર્મુખ ઉપયોગવડે આત્મા અને રાગનું ભેદજ્ઞાન પ્રગટે છે.
ઉપયોગને અંતર્મુખ કેમ કરવો?
ચૈતન્ય સ્વભાવનો તીવ્ર પ્રેમ (રુચિ) જાગે એટલે ઉપયોગ તે તરફ વળ્‌યા વગર રહે જ નહીં. પ્રથમ
ગુરુગમે ચૈતન્યસ્વભાવ સાંભળીને તેના અતિશય બહુમાનપૂર્વક ખરેખરા પ્રેમથી તેનો વારંવાર અભ્યાસ
કરવાથી ઉપયોગ તે તરફ વળે છે. જેને ચૈતન્યસ્વભાવનો ખરેખરો પ્રેમ જાગે તેનો ઉપયોગ તેમાં વળ્‌યા વગર
રહે જ નહીં. જેને ચૈતન્યનો સાચો મહિમા અને રુચિ જાગે તેની પરિણતિને ચૈતન્યથી વિરુદ્ધ એવા પરભાવોમાં
ચેન પડે જ નહિ, એટલે ત્યાંથી પરિણતિ પાછી વળીને અંતરસ્વભાવમાં વળ્‌યે જ છૂટકો. અને તે માટે અપૂર્વ
રુચિપૂર્વક તેનો સતત પ્રયત્ન ચાલતા હોય છે.
ભગવાનના ઉપદેશનો સાર
ઉપયોગને અંર્તસ્વભાવમાં વાળવો તે જ ભગવાનના ઉપદેશનો સાર છે. ચૈતન્યસ્વભાવમાં ઉપયોગને
જોડવાથી જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રગટે છે, અને એ જ ભગવાનનો ઉપદેશ છે.
(વૈશાખ સુદ ૧૩)
‘જિનપ્રતિમા જિન સારખી’
આજે સવારે કૈલાસપર્વત ઉપર આદિનાથ ભગવાન મોક્ષ પધાર્યા, ને દેવોએ ભગવાનનો નિર્વાણ
કલ્યાણક ઊજવ્યો. આ રીતે ભગવાનના પંચકલ્યાણ પૂર્ણ થયા અને ભગવાનની જિનમંદિરમાં પ્રતિષ્ઠા થઈ.
તીર્થંકર ભગવાનના પંચકલ્યાણક ઈંદ્રો ઊજવે છે, એ સાક્ષાત્ પંચકલ્યાણકની તો શી વાત! અહીં તો
સ્થાપના તરીકે પંચકલ્યાણક થાય છે. જુઓ, સાક્ષાત્ ભગવાનને જે ઓળખે તેને ભગવાનની સ્થાપના પ્રત્યે
પણ બહુમાન આવે છે. શાસ્ત્રમાં જિનપ્રતિમાને જિન સારખી કીધી છેઃ

PDF/HTML Page 20 of 21
single page version

background image
જેઠઃ ૨૪૮પઃ ૧૯ઃ
कहत बनारसी अलप भवथिति जाकी,
सोइ जिनप्रीतमा प्रमाणें जिनसारखी
એકલા પ્રતિમાની વાત નથી પરંતુ પ્રતિમામાં જેમનું સ્થાપન છે એવા સર્વજ્ઞ ભગવાનના સ્વરૂપને
વાસ્તવિકપણે જે ઓળખે તેની ભવસ્થિતિ અલ્પ જ હોય. ‘जिनसारखी’ એમ કહ્યું છે એટલે સાક્ષાત્ જિનદેવ
સર્વજ્ઞપરમાત્મા કેવા હોય તેનું જેને લક્ષ હોય–ઓળખાણ હોય, તે જ જિનપ્રતિમાને જોતાં એવું સ્મરણ કરી શકે
કે ‘અહો! જિનેન્દ્ર ભગવાન આવ હોય.’–આ રીતે જિનપ્રતિમા ઉપરથી સ્મરણ કરીને જિનદેવનું યથાર્થ સ્વરૂપ
ચિંતવતાં આત્માનું શુદ્ધ સ્વરૂપ લક્ષમાં આવે છે, અને એ રીતે શુદ્ધ સ્વરૂપને લક્ષમાં લેનાર જીવને ઝાઝા ભવ
હોતા નથી. અને એ રીતે શુદ્ધસ્વરૂપના લક્ષ વગર એકલા જિનબિંબ વગેરેના દર્શનથી પુણ્ય બંધાય પરંતુ
ભવસ્થિતિ ન ઘટે.
ધર્મીના અંતરમાં સિદ્ધોની સ્થાપના
ધર્મી જીવે પોતાના આત્મામાં સિદ્ધભગવાનને સ્થાપ્યા છે, જેવા સિદ્ધભગવાન, તેવો જ પરમાર્થે મારો
આત્મા–એમ પ્રતીત કરીને આત્મામાં સિદ્ધપણું સ્થાપ્યું છે; આત્મામાં સિદ્ધોને સ્થાપીને સિદ્ધિના પંથની શરૂઆત
કરી છે, હવે અલ્પકાળમાં તે પોતે જ સિદ્ધ પરમાત્મા થઈ જશે.
આત્મામાં અરિહંતને સ્થાપે તે અરિહંત થાય
જુઓ, આ લીંબડીના જિનમંદિરમાં પાર્શ્વનાથ વગેરે ભગવંતોની સ્થાપનાના પ્રસંગે આત્મામાં
સિદ્ધભગવંતોની સ્થાપનાની પણ વાત આવી. ‘વિકાર જેટલો જ હું’ એમ માનીને અનાદિકાળથી
આત્મામાં વિકારની પ્રતિષ્ઠા કરી હતી. તેને બદલે વિકારથી ભિન્ન આત્મસ્વભાવને જાણીને, વિકાર
ભાવોની આત્મામાં પ્રતિષ્ઠા ન કરતાં, ‘સિદ્ધસમાન સદા પદ મેરો’ એમ આત્મામાં સિદ્ધ ભગવાનની
પ્રતિષ્ઠા કરવી. શ્રી અરિહંત ભગવાને પણ ‘વિકાર તે હું નહિ, અખંડ ચૈતન્ય સ્વભાવ તે હું’ એવા
જ્ઞાનદ્વારા પોતાના આત્મામાં ચૈતન્ય સ્વભાવની પ્રતિષ્ઠા કરી ને પછી તેમાં લીનતાથી રાગદ્વેષને ટાળીને
તેઓ સર્વજ્ઞ અરિહંત થયા. તેમની આ સ્થાપના થઈ. ખરેખર અરિહંત ભગવાનની સ્થાપના કરનારે
પોતાના આત્મામાં અરિહંત ભગવાન જેવા ભાવને સ્થાપવા જોઈએ, અને તેમનાથી વિરુદ્ધભાવને
આત્મામાં સ્થાપવા ન જોઈએ. આવા ભાવથી જે જીવ પોતાના આત્મામાં અરિહંત ભગવાનને સ્થાપે છે
તે પોતે પણ અલ્પકાળમાં અરિહંત બની જાય છે.
વાહ, સાધક સંતોની દશા!
અહો, આત્મશક્તિના સાધક સંતોની દશા
અદ્ભુત હોય છે. સાધક જ્ઞાની પોતાની અનંત
ચૈતન્યશક્તિનો બાદશાહ છે. જગતની તેને દરકાર
નથી, કેમકે જગત પાસેથી કાંઈ લેવું નથી.
ભગવાનના દાસ.....ને જગતથી ઉદાસ.....એવા
સમકિતી સંતો સદાય સુખીયા છે......અંર્તલક્ષે
પોતાના આત્મિક આનંદને અનુભવે છે. જ્ઞાન–
આનંદરૂપે પરિણમતો–પરિણમતો કંકુંવરણે પગલે
કેવળજ્ઞાન લેવા માટે સાધક ચાલ્યો જાય છે......
સાધક સંતોની આવી દશા બહારથી કલ્પી
શકાય એવી નથી........એની વાસ્તિવિક
ઓળખાણમાં પણ અપૂર્વ આત્માર્થિતા છે.