PDF/HTML Page 1 of 21
single page version
PDF/HTML Page 2 of 21
single page version
ઊંચા શ્રી આદિનાથપ્રભુના વિશાળ
ચરણકમળમાં પૂ. ગુરુદેવ ભક્તિપૂર્વક ઊભા છે.
સાથે અનેક ભક્તો ભાવપૂર્વક આદિનાથપ્રભુનાં
દર્શન કરી રહ્યા છે.
PDF/HTML Page 3 of 21
single page version
તીર્થંકરોની પૂજા, નંદીશ્વર, પંચમેરુ, નિર્વાણક્ષેત્ર સોલહકારણ, દસલક્ષણધર્મ, રત્નત્રય વગેરેની
પૂજાઓ તથા ગુરુની અને શાસ્ત્રની પૂજાઓ, તેમજ દેવ–ગુરુ–શાસ્ત્રની અનેક આરતી વગેરેનો
વસાવવા યોગ્ય છે. કિંમત પોણાત્રણ રૂપીયા; પોસ્ટેજ જુદું.
અથવા પર્યુષણપર્વ તરીકે ઊજવાશે. આ દિવસો દરમિયાન દસલક્ષણમંડલનું પૂજન, તેમજ
દસલક્ષણ ધર્મો ઉપર પૂ. ગુરુદેવના ખાસ પ્રવચનો થશે.
દરમિયાન ઘણાખરા ભાઈઓને નિવૃત્તિનો વિશેષ અવકાશ મળતો હોવાથી તેઓ સોનગઢ
PDF/HTML Page 4 of 21
single page version
ગુરુદેવે કહ્યું હતું કે–
તે ગ્રહણ થઈને આત્મામાં ગરી જાય.......આત્મામાં પરિણમી
જાય........’ અહો! મારો આવો સ્વભાવ ગુરુએ બતાવ્યો’
પાસેથી શાંતિનો ઉપદેશ મળતાં જ તે તેને ચૂસી લ્યે છે એટલે કે
તરજ જ તે ઉપદેશને પોતાના આત્મામાં પરિણમાવી ઘે છે.
જાય......અરે! ‘સ્વભાવ’ કહીને જ્ઞાની શું બતાવવા માંગે છે!–
પ્રત્યેનો ઉત્સાહ જાગે ને વીર્યનો વેગ સ્વભાવ તરફ વળી જાય.
એવો પુરુષાર્થ જાગે કે સ્વભાવ પ્રાપ્ત કર્યે જ છૂટકો.....સ્વભાવ
PDF/HTML Page 5 of 21
single page version
વિભાવજ્ઞાન સમ્યક્ અને મિથ્યા એવા બે પ્રકારનું છે; તેમાંથી સમ્યગ્જ્ઞાનના મતિ–શ્રુતિ–અવધિ ને મનઃ
–કારણસ્વભાવજ્ઞાન કોને હોય છે?
–કારણસ્વભાવજ્ઞાન તો બધાય જીવોને ત્રિકાળ હોય છે.
–કાર્યસ્વભાવજ્ઞાન કોને હોય છે?
PDF/HTML Page 6 of 21
single page version
–મતિ–શ્રુત–અવધિ ને મનઃપર્યય એ ચાર સમ્યગ્જ્ઞાન કોને હોય છે?
પરમભાવમાં સ્થિત એવા સમ્યગ્દ્રષ્ટિ–સાધકને જ એ ચાર સમ્યગ્જ્ઞાન હોય છે. તેમાં વિશેષતા એટલી છે
મનઃપર્યયજ્ઞાન તો કોઈ વિશિષ્ટ સંયમધારી મુનિવરોને જ હોય છે.
મિથ્યાદ્રષ્ટિ જીવોને કુમતિ વગેરે ત્રણ અજ્ઞાન હોય છે; તેમાંથી વિભંગજ્ઞાન કોઈ કોઈ મિથ્યાદ્રષ્ટિને હોય
ભાવોમાં સ્થિત નથી પણ પરમભાવમાં જ સ્થિત છે; ‘પરમભાવ’ એટલે આત્માનો ત્રિકાળી પારિણામિક
સ્વભાવ, તેમાં જેણે પોતાની દ્રષ્ટિને એકાગ્ર કરી છે તે જ સમ્યગ્દ્રષ્ટિ છે, જેની દ્રષ્ટિ રાગાદિમાં એકાગ્ર છે તે
મિથ્યાદ્રષ્ટિ છે.
પણ તે બધાય સમકિતી ‘પરમભાવ’ માં સ્થિત હોય છે. ‘પરમભાવ’ એટલે શું? શરીરાદિ તો જડ અને
પર છે, તે નહિ, પુણ્ય–પાપ વિકાર છે તે પણ નહિ, મતિજ્ઞાન વગેરે ક્ષાયોપશમિકભાવ છે તે પણ નહિ, ને
કેવળજ્ઞાન પણ નહિ, જેટલા ક્ષણિકભાવો છે તે કોઈ પરમભાવ નથી; આત્માનો જે ત્રિકાળ એકરૂપ પરમ
પારિણામિકસ્વભાવ છે તે જ ‘પરમભાવ’ છે, તે સદાય શુદ્ધ છે, તે જ કેવળજ્ઞાન અને સમ્યગ્દર્શન વગેરેનો
આધાર છે. સમ્યગ્દ્રષ્ટિ જીવો આવા પરમભાવની ભાવનામાં જ સ્થિત હોય છે. કોઈ નિમિત્તની, સંયોગની,
વિકારની કે ક્ષણિકભાવોની ભાવનામાં જે સ્થિત છે તે સમ્યગ્દ્રષ્ટિ નથી. બાહ્યપદાર્થોના અવલંબને જે ધર્મ
માને છે તે જીવ પરમભાવમાં સ્થિત નથી પણ બાહ્ય પદાર્થોમાં જ સ્થિત છે, એ જ પ્રમાણે રાગના
અવલંબનથી જે ધર્મ માને છે તે રાગમાં જ સ્થિત છે, તે પરમભાવમાં સ્થિત નથી એટલે તે સમ્યગ્દ્રષ્ટિ
નથી ને તેને સમ્યગ્જ્ઞાન હોતાં નથી. એક સમયમાં પરિપૂર્ણ આનંદકંદ એવા પોતાના પરમ સ્વભાવની
પ્રતીત અને ભાવના જેને નથી, ને રાગાદિ બાહ્યભાવો–પરભાવોથી લાભ માનીને તેની ભાવના જે ભાવે
છે તે જીવ મિથ્યાદ્રષ્ટિ છે, ને મિથ્યાદ્રષ્ટિનાં જ્ઞાન પણ મિથ્યા જ હોય છે. ત્રિકાળ એકરૂપ, ધુ્રવ,
કારણસ્વભાવરૂપ એવો જે પરમભાવ તેની ભાવનાથી જ સમ્યગ્દર્શનાદિ થાય છે. જુઓ, આ ભાવના
વિકલ્પવાળી નથી, પણ પરમભાવને આશ્રયે જે ભવન થયું તે જ ખરી ભાવના છે. વિકલ્પની ભાવના નહિ
તેમ જ વિકલ્પથી ભાવના નહિ, પણ અંતર્મુખ નિર્વિકલ્પ પર્યાયથી આત્માના પરમસ્વભાવની ભાવના તે
મોક્ષમાર્ગ છે. પરમસ્વભાવમાં એકાગ્ર થઈને જે પર્યાય પરિણમી તેણે પરમસ્વભાવની ભાવના આવી, એમ
કહેવાય છે; તદ્રુપ પરિણમન વગર એકલા વિકલ્પથી ભાવના ભાવે તે ખરી ભાવના નથી. છઠ્ઠા–સાતમા
ગુણસ્થાને વારંવાર નિર્વિકલ્પ આનંદમાં ઝૂલતા ભાવલિંગી સંત હો.......કે ચક્રવર્તીરાજમાં ૯૬૦૦૦
રાણીની વચ્ચે રહેલો સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થ હો, તે બંનેને આત્માના પરમભાવની જ ભાવના હોય છે,
રાગાદિપરભાવોની ભાવના તેમને હોતી નથી. તેથી તેઓ રાગમાં સ્થિત નથી પણ પરમભાવમાં જ સ્થિત
છે. સમકિતીને રાગ હોય તે વખતે પણ તે રાગની ભાવના તેમને હોતી નથી, પરમભાવની જ ભાવના હોય
છે. અને તે પરમભાવની ભાવના જેમ જેમ ઉગ્ર થતી જાય છે એટલે કે તેમાં સ્થિરતા જામતી જાય છે તેમ
તેમ ગુણસ્થાન વધતું જાય છે, ને એ જ ઉપાયથી કેવળજ્ઞાન થાય છે. આ સિવાય એકલી બહારની ક્રિયા
ઉપરથી કે કષાયોની મંદતા ઉપરથી ગુણસ્થાનનું માપ નથી. અંતર્મુખ થઈને પોતાના પરમભાવને જે જાણે
છે તેને જ સ્વ–પરપ્રકાશક સમ્યગ્જ્ઞાન ખીલે છે. જે પોતાના પરમભાવને નથી જાણતો, ને રાગાદિ
પરભાવોને જ પોતાના સ્વભાવપણે માને છે તેને સ્વ–પરપ્રકાશક સમ્યગ્જ્ઞાન હોતું નથી પણ મિથ્યાજ્ઞાન
હોય છે. રાગાદિથી કે નિમિત્તોથી લાભ માનનાર જીવ એકાંત પરજ્ઞેય
PDF/HTML Page 7 of 21
single page version
જાણતો નથી, એટલે તેને સમ્યગ્જ્ઞાન હોતું નથી. આ રીતે, જે પરમભાવની ભાવનામાં સ્થિત છે તે જ
સમ્યગ્દ્રષ્ટિ છે ને તેને સમ્યગ્જ્ઞાનો હોય છે; તથા જે પરમ ભાવની ભાવનામાં સ્થિત નથી તે મિથ્યાદ્રષ્ટિ છે, તેને
મિથ્યાજ્ઞાનો હોય છે.
ઉપાદેયરૂપ છે, અને તે સહજજ્ઞાનના વિલાસરૂપે આત્માને ભાવવો.
પ્રત્યક્ષ’ કહીને જુદું પાડયું છે. આ સ્વરૂપ–પ્રત્યક્ષ સહજજ્ઞાન આત્મામાં સદાય વર્તે છે, તે પરમ આદરણીય છે.
ત્રણ અજ્ઞાન તો છોડવા જ જેવા છે, ચાર સમ્યગ્જ્ઞાન પણ આશ્રય કરવા યોગ્ય નથી કેમકે તે અધૂરા જ્ઞાનના
આશ્રયે પૂરું જ્ઞાન થતું નથી; અને કેવળજ્ઞાન તો સાધકને છે નહિ તેથી તેનો પણ આશ્રય થતો નથી. સાધકને
આદરવા યોગ્ય તો પરમસ્વભાવ સહજજ્ઞાન જ છે; તે જ્ઞાન સ્વરૂપ–પ્રત્યક્ષપણે ત્રિકાળ વર્તે છે ને તેનો આશ્રય
કરતાં કેવળજ્ઞાન પ્રગટે છે. આ રીતે કેવળજ્ઞાનના ધ્રુવકારણરૂપ એવું આ સહજ સ્વરૂપ–પ્રત્યક્ષ જ્ઞાન જ આદરવા
જેવું છે. આ જ્ઞાન શુદ્ધતત્ત્વમાં સદા વ્યાપક છે, તેનામાં કદી અશુદ્ધતા કે આવરણ નથી, તેમજ તેનો કદી વિરહ
નથી.
‘કારણસ્વભાવજ્ઞાન’ અથવા તો ‘જ્ઞાનની કારણશુદ્ધ પર્યાય’ પણ કહેવાય છે.
ઉત્તરઃ– ના; આ સ્વરૂપપ્રત્યક્ષજ્ઞાન તો બધાય જીવોમાં ત્રિકાળ રહેલું છે. અજ્ઞાનદશામાં પણ આ
તેનું ભાન છે, કેવળજ્ઞાન થયા પહેલાં પણ તેને પ્રતીત થઈ ગઈ છે કે કેવળજ્ઞાનના કારણરૂપ જ્ઞાન
મારામાં જ વર્તી રહ્યું છે; તે કારણજ્ઞાનના આશ્રયે જ મારું કેવળજ્ઞાનરૂપ કાર્ય થશે, એ સિવાય બીજું
કોઈ મારા કેવળજ્ઞાનનું કારણ નથી. આ સહજસ્વભાવરૂપ સ્વરૂપપ્રત્યક્ષજ્ઞાન તે અંર્તદ્રષ્ટિનો વિષય છે.
સમકિતીને જ તે પ્રતીતમાં આવે છે. આને ‘સ્વરૂપપ્રત્યક્ષ’ કહેવાય–એવા નામની ખબર કદાચ
સમકિતીને ભલે ન હોય, પણ અંતર્મુખ વેદન થઈને જે પ્રતીતિ તેને થઈ તેમાં આ સ્વરૂપપ્રત્યક્ષની પ્રતીત
પણ ભેગી આવી જ
PDF/HTML Page 8 of 21
single page version
આત્મસ્વભાવની પ્રતીતમાં તે પણ આવી જ જાય છે.
આત્માનો જ્ઞાનસ્વભાવ છે, ને કેવળજ્ઞાન પ્રગટે તે તેનું પૂરું કાર્ય છે; તે કાર્ય પ્રગટયા પહેલાં પણ કેવળજ્ઞાન
તે ક્ષાયિકભાવે છે; અને સહજજ્ઞાન ‘સ્વરૂપ–પ્રત્યક્ષ’ છે, તે પારિણામિકભાવે છે. જ્ઞાનમાં એકલો ઉપશમભાવ કે
એકલો ઉદયભાવ હોતો નથી.
તે મૂઢપ્રાણી એકલા ઈંદ્રિયજ્ઞાનરૂપ મિથ્યાજ્ઞાનવડે સંસારમાં જ રખડે છે. આ સ્વરૂપપ્રત્યક્ષ જ્ઞાનના
સ્વીકારવડે મોક્ષ થાય છે, તેથી તે જ્ઞાન મોક્ષનુ્ર મૂળ છે. દસમી ગાથામાં જેને કારણસ્વભાવજ્ઞાનઉપયોગ
તેથી તે ઉપાદેય છે.
આત્માનો સ્વભાવ છે તે સમ્યગ્દર્શનનો વિષય છે. તેના અવલંબને જે નિર્મળપર્યાય નવી પ્રગટી તે પણ
અભેદરૂપે સમ્યગ્દર્શનના વિષયમાં આવી જાય છે. નિર્મળપર્યાય આત્મા સાથે અભેદ છે, એટલે તે સમ્યગ્દર્શનના
વર્તે છે, કર્મની અપેક્ષાવાળા જે ચાર ભાવો છે તે વ્યવહારનયના વિષયો છે, ને પારિણામિકસ્વભાવ તે
નિશ્ચયનયનો વિષય છે. જ્ઞાનનો જે પરમ પારિણામિકસ્વભાવ છે તે જ કેવળજ્ઞાનનો આધાર છે. અહીં
ગાથામાં આખા દ્રવ્યના પારિણામિકભાવરૂપ કારણશુદ્ધપર્યાયની વાત આવશે, તે શુદ્ધ કાર્ય પ્રગટવાનું મૂળ
કારણ હોવાથી ટીકાકાર મુનિરાજ તેને ‘પૂજ્ય પરિણતિ–કહેશે. જો કે સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાન વગેરે
એટલે કે પારિણામિકભાવે વર્તતી પરિણતિની વાત છે.
સાધકનો ઉપયોગ જ્યારે આત્મા તરફ હોય છે ત્યારે તેને મતિ–શ્રુતજ્ઞાન હોય છે, અવધિ કે મનઃપર્યયજ્ઞાનનો
વેપાર તે વખતે હોતો નથી. અવધિ અને મનઃપર્યયજ્ઞાન તો પરવિષયોને જ જાણે છે અને તેમાં પણ રૂપી
PDF/HTML Page 9 of 21
single page version
સંબંધવાળા હોવાથી અહીં તેમને મૂર્ત ગણવામાં આવ્યા છે. આ રીતે અવધિ અને મનઃપર્યયજ્ઞાન એક અંશે
પ્રત્યક્ષ છે. મનઃપર્યયજ્ઞાન તો ઉત્તમ મુનિઓને જ હોય છે, તેનું ઘણું સામર્થ્ય છે, છતાં તે પણ એકદેશ–પ્રત્યક્ષ છે.
કેવળજ્ઞાન સકલ–પ્રત્યક્ષ છે ને અવધિ–મનઃપર્યયજ્ઞાન વિકલ–પ્રત્યક્ષ છે. મનઃપર્યયજ્ઞાનનો વિષય અવધિજ્ઞાન
કરતાં થોડો છે, પરંતુ અવધિજ્ઞાન કરતાં અનંતગણી સૂક્ષ્મતાને પણ તે જાણી શકે છે.
ખરેખર પ્રત્યક્ષ છે. પર વિષયોને ઈંદ્રિય અને મનના અવલંબનપૂર્વક અસ્પષ્ટ જાણે છે તેથી તે જ્ઞાનને પરોક્ષ
કહ્યાં છે, અને વ્યવહારથી ‘ઇંદ્રિય–પ્રત્યક્ષ’ જાણે છે તે અપેક્ષાએ વ્યવહારે પ્રત્યક્ષ કહ્યાં છે; પણ ઈંદ્રિયદ્વારા જે
પ્રત્યક્ષ થયું તે ખરેખર પ્રત્યક્ષ નથી પણ પરોક્ષ જ છે, તેથી નિશ્ચયથી તે મતિ–શ્રુતજ્ઞાન પરને પરોક્ષ જ જાણે છે;
ને સ્વવિષયને સ્વસંવેદન–પ્રત્યક્ષ જાણે છે, સ્વવિષયને જાણવામાં ઈંદ્રિયોનું ને મનનું અવલંબન નથી.
શ્રુતજ્ઞાનવડે આત્માનું પ્રત્યક્ષ સંવેદન થયા વગર સમ્યગ્દર્શન થાય નહિ. ચોથા ગુણસ્થાને ગૃહસ્થદશામાં
રહેલા અવિરત સમ્યગ્દ્રષ્ટિને પણ નિર્વિકલ્પ અનુભવરૂપ સ્વસંવેદનદશામાં મતિશ્રુતજ્ઞાન પ્રત્યક્ષ છે. પંચાધ્યાયી
વગેરેમાં પણ આ વાત સ્પષ્ટ કરી છે.
માન્યતાનું બહુ સરસ યુક્તિથી જયધવલામાં વીરસેનસ્વામીએ ખંડન કરી નાખ્યું છે. ત્યાં તો કહે છે જો
ઈંદ્રિયોથી જ્ઞાનની ઉત્પત્તિ થવાનું માનશો તો આત્માના અભાવનો પ્રસંગ આવશે
તેના સમાધાનમાં કહે છે–એમ નથી, મતિ જ્ઞાનાદિ ઈંદ્રિયોથી ઉત્પન્ન થતા નથી પણ સામાન્ય જ્ઞાનમાંથી
જીવના ગુણસ્વરૂપ જ્ઞાનનો અભાવ થઈ જવાથી, ગુણી એવા જીવના પણ અભાવનો પ્રસંગ આવે છે.
છે કે–કેવળજ્ઞાન અસિદ્ધ છે–એમ નથી, કેમકે સ્વસંવેદન પ્રત્યક્ષદ્વારા કેવળજ્ઞાનના અંશરૂપ જ્ઞાનની નિર્ભાવરૂપે
ઉપલબ્ધિ થાય છે. મતિશ્રુતજ્ઞાન તે કેવળજ્ઞાનના અંશરૂપ છે, ને તેની ઉપલબ્ધિ સ્વસંવેદન પ્રત્યક્ષથી બધાને થાય
છે; માટે કેવળજ્ઞાનના અંશરૂપ અવયવ પ્રત્યક્ષ હોતાં કેવળજ્ઞાનરૂપ અવયવીને પરોક્ષ કહેવો તે યુક્ત નથી; કેમકે
એમ માનતાં, ચક્ષુદ્વારા જેનો એક ભાગ પ્રત્યક્ષ જોવામાં આવે છે એવા થાંભલાની પણ પરોક્ષતાનો પ્રસંગ આવી
જાય છે. અહો! મતિજ્ઞાનના સ્વસંવેદનમાં કેવળજ્ઞાનનો વિરહ નથી...મતિજ્ઞાનની સંધિ કેવળજ્ઞાન સાથે છે,
મતિજ્ઞાનનું સ્વસંવેદન પ્રત્યક્ષ થયું ત્યાં કેવળજ્ઞાન પણ પ્રત્યક્ષ થઈ ગયું. જુઓ, આ સંતોની વાણી!!
સંતોએ પંચમકાળે કેવળજ્ઞાનના વિરહ ભૂલાવી દીધા છે.
PDF/HTML Page 10 of 21
single page version
વાંચવા લાયક છે.)
શબ્દોથી જ્ઞાન થાય એ વાત તો ક્યાંય ગઈ! તે તો સ્થૂળભૂલ છે. અહીં તો એકદમ અંતરના ઊંડાણની વાત
છે....જ્ઞાનનું મૂળકારણ શું છે તે અહીં બતાવ્યું છે.......કેવળજ્ઞાનનું મૂળીયું બતાવ્યું છે. અહો! પરિપૂર્ણ સામર્થ્યરૂપે
સદાય વર્તતું સ્વરૂપ–પ્રત્યક્ષજ્ઞાન જ મારા કેવળજ્ઞાનનું કારણ છે–એમ જે જાણે તે ઈંદ્રિય વગેરેને પોતાના જ્ઞાનનું
કારણ માને નહિ; એટલે તેને પરોક્ષપણું ટળીને, સ્વરૂપ–પ્રત્યક્ષજ્ઞાનના આધારે સકલ–પ્રત્યક્ષ એવું કેવળજ્ઞાન
પ્રગટી જાય.
PDF/HTML Page 11 of 21
single page version
નદીના પાણીથી આવતી નથી પણ દરિયો પોતે ઊછળીને ભરતી આવે છે; તેમ જ્ઞાન ને આનંદનો સમુદ્ર
ભગવાન આત્મા પોતે અંતર્મુખ થતાં સ્વાનુભવથી તેનામાં આનંદની ભરતી આવે છે, બહારના કોઈ સાધનથી
કે રાગથી આનંદની ભરતી આવતી નથી.
જ્ઞાન–અનુભવ વગર, માત્ર રાગ જેટલો માનીને જીવે અનંતવાર શુભ ભાવથી વ્રત–તપ કર્યા છે, પણ
આત્મજ્ઞાનના અભાવને લીધે તેના સંસારભ્રમણનો આરો નથી આવ્યો. આત્મજ્ઞાન અનંતકાળમાં પૂર્વે એક ક્ષણ
પણ જીવે નથી કર્યું. તેથી કહે છે કે–
पै निज आतमज्ञान बिन सुख लेश न पायो।।
પ્રતિકૂળતા વચ્ચે પડેલા જીવોને પણ આત્મજ્ઞાન થઈ શકે છે. અત્યારે વિદેહક્ષેત્રમાં સીમંધરાદિ ૨૦ તીર્થંકર
ભગવંતો સાક્ષાત્ બિરાજે છે, તેમની ધર્મસભામાં આઠ આઠ વર્ષના રાજકુમારો, સિંહ, વાઘ વગેરે અનેક જીવો
આત્મજ્ઞાન પામે છે.
ખરું સાધન પોતાનો આત્મા જ છે; જેણે અંતર્મુખ થઈને આત્માનું અવલંબન લીધું તેણે પોતાના આત્માને જ
પોતાના સમ્યગ્જ્ઞાનનું સાધન બનાવ્યું.
PDF/HTML Page 12 of 21
single page version
એટલે તે માત્ર સ્વાનુભવગમ્ય છે. આચાર્યદેવ કહે છે કે ચૈતન્યસ્વરૂપ કહેવા માટે અમને વિકલ્પ ઊઠયો છે ને વચનો
નીકળે છે, પણ તે વચનો આત્માને સ્પર્શતા નથી, તે વચનોવડે આત્મા જણાતો નથી, માટે તમે વચનના અવલંબનમાં
કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો.......
તેહ સ્વરૂપને અન્ય વાણી તો શું કહે?
અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.........
જણાતો નથી. સમયસારના માંગળિકમાં પણ આચાર્યદેવ કહે છે કે સ્વાનુભૂતિથી પ્રકાશમાન એવા ‘સમયસાર’
આવો સારભૂત આત્મા સ્વાનુભવગમ્ય છે. આ રીતે સ્વાનુભવગમ્ય આત્માને ઓળખીને તેને નમસ્કારરૂપ
મંગલાચરણ કર્યું છે. હું શુદ્ધ આત્માને નમું છું, એનો અર્થ એ થયો કે હું રાગને નથી નમતો, રાગ તરફ નથી ઢળતો,
અંતરમાં શુદ્ધ ચિદાનંદ આત્મામાં વળું છું, તેમાં ઢળું છું, તેનો આદર કરું છું.–આનું નામ “
આવે નહીં. જડમાં કદી જ્ઞાન કે સુખ છે જ નહીં, તો તે જડથી આત્માને જ્ઞાન કે સુખ કેમ થાય? જ્ઞાન અને સુખ
તો આત્માનો સ્વતઃ સ્વભાવ છે પરંતુ પોતે પોતાના સ્વભાવની સંગતિ છોડીને જડનો સંયોગ કર્યો તેથી તેને
પણ પોતાના સ્વાભાવિક સુખનું વેદન થાય છે; પરંતુ જ્યારે પોતે પોતાના સ્વભાવનો સંગ છોડીને પરનો સંસર્ગ
અપરાધ કર્મ ઉપર ઢોળી દેવાની ટેવ પડી ગઈ છે. અરે, ક્ષણિક પર્યાયમાં પોતે સ્વતંત્રપણે દોષ કરે છે તેને પણ
જે નથી સ્વીકારતો, તે જીવ અનંતગુણથી સ્વતંત્ર એવા શુદ્ધચિદાનંદસ્વરૂપને ક્યાંથી સ્વીકારશે?
ભવદુઃખથી રક્ષા કરો.–એમ આચાર્યદેવ આશીર્વાદાત્મક વચન કહીને અપૂર્વ મંગલાચરણ કરે છે.
તારું ચૈતન્યતેજ પ્રગટ અનુભવમાં આવશે. જેમ ધૂળમાંથી બહાર નીકળીને સ્વચ્છ સરોવરમાં પ્રવેશ કરતાં
શાંતિનું વેદન થાય છે, તેમ સમસ્ત બાહ્ય પદાર્થોની મમતા છોડીને–(–તેમને પોતાથી અત્યંત ભિન્ન જાણીને)
ચૈતન્યસ્વરૂપ છે. જ્ઞાનાનંદસ્વરૂપમાં એક વાર ડૂબકી માર...તો તને તારો આત્મા અનુભવગમ્ય થશે. આવો
સ્વાનુભવગમ્ય આત્મા તે જ જગતના જીવોને શરણરૂપ છે, તે જ મંગળરૂપ છે, ને તે જ ભવભયથી રક્ષા કરનાર
PDF/HTML Page 13 of 21
single page version
‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય
સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં
અધ્યાત્મભાવના, ભરપૂર વૈરાગ્યપ્રેરક
પ્રવચનોનો સાર
૧પ૮થી આ લેખમાળા શરૂ કરવામાં આવી છે.
આ પ્રવચનો અધ્યાત્મરસથી ભરપૂર હોવા
છતાં સરળ અને સહેલાઇથી સમજી શકાય તેવાં
છે;–આથી વાંચકવર્ગને આ લેખમાળા વિશેષ
પસંદ પડી છે, અને તે પુસ્તકાકારે છપાવવાની
અનેક માંગણી આવી છે.
થઈ ગયેલા મહાન દિગંબર સંત છે, તેમનું
બીજુ નામ દેવનંદી હતું; તેઓ વિદેહક્ષેત્રે
સીમંધર ભગવાન પાસે ગયા હતા–એવો પણ
શિલાલેખોમાં ઉલ્લેખ છે. તેમણે તત્ત્વાર્થસૂત્રની
‘સર્વાર્થસિદ્ધિ’ ટીકા તથા જૈનેન્દ્રવ્યાકરણ
વગેરે મહાન ગ્રંથો રચ્યા છે. તેમની અગાધ
બુદ્ધિને લીધે યોગીઓએ તેમને ‘જિનેન્દ્રબુદ્ધિ’
કહ્યા છે.–આવા મહાન આચાર્યના રચેલા
સમાધિશતક ઉપરનાં આ પ્રવચનો છે.
છપાઈ ગયા છે; ગાથા ૩૪–૩પના પ્રવચનો અંક
૧૮૩માં છે અને ગા. ૩૬–૩૭ના પ્રવચનો અંક
૧૮૨માં છે. એટલે અંક ૧૮૧ પછીનું અનુસંઘાન
અનુક્રમે અંક ૧૮૩, ૧૮૨ અને પછી ૧૮૮ એ
રીતે મેળવવું.)
PDF/HTML Page 14 of 21
single page version
ચિત્તમાં વિક્ષેપ–ક્ષુબ્ધતા થાય છે–
नापमानादयस्तस्य न क्षेपो यस्य चेतसः।। ३८।।
નથી તેને માન–અપમાન કાંઈ નથી, અર્થાત્ માન–અપમાનમાં તેને સમભાવ વર્તે છે.
વિભાવોથી કુત્સિત વર્તે છે; રાગદ્વેષાદિ વિભાવોમાં વર્તતો જીવ જ માન–અપમાનની કલ્પનાથી દુઃખી થાય છે.
પરંતુ જેનું ચિત્ત રાગ–દ્વેષ–મોહરૂપી વિભાવોથી દૂર થઈને પોતાના જ્ઞાનસ્વરૂપમાં ઠર્યું છે તેને એ પ્રકારની માન–
નિંદા કરે છે–એનો વિકલ્પ જ ઊઠતો નથી, સર્વત્ર સમભાવ જ વર્તે છે.–
જીવિત કે મરણે નહિ ન્યુનાધિકતા,
ભાવ–મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો”
સ્વભાવથી જ છે, મારા સ્વભાવની મહત્તાને તોડવા જગતમાં કોઈ સમર્થ નથી.
સ્વભાવ જ હણાઈ ગયો–એમ અજ્ઞાનીને અપમાન લાગે છે, અને બહારમાં જ્યાં અનુકૂળતા ને માન મળે ત્યાં
જાણે કે મારો સ્વભાવ વધી ગયો–એમ મૂઢ જીવ માને છે. આવી માન–અપમાનની વૃત્તિ અજ્ઞાનીને થાય છે.
હીનતા તે માનતા નથી. અસ્થિરતાને લીધે જરાક માન–અપમાનની વૃત્તિ થાય ત્યાં જ્ઞાનીને સ્વભાવની ભાવના
છૂટીને તે વૃત્તિ થઈ નથી. મુનિવરોને તો ધ્યાનમાં માન–અપમાનની વૃત્તિ જ નથી ઊઠતી, એટલું વીતરાગી
પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપની દ્રષ્ટિ થઈ છે, અજ્ઞાનના સંસ્કાર છૂટી ગયા છે, જ્ઞાનસ્વભાવની જ મહત્તા કરી છે,
એટલે તે જ્ઞાનસ્વભાવની મહત્તા પાસે બીજા પદાર્થોની જરાય મહત્તા ભાસતી નથી, તેથી બીજા પદાર્થોવડે તેને
કરે કે કોઈ પ્રસંશા કરે, તે બંને વખતે હું તો તેનાથી જુદો જ્ઞાનસ્વરૂપ છું, નિંદાના કે પ્રશંસાના શબ્દો મારામાં
આવતા નથી, નિંદા કરનાર તેના પોતાના દ્વેષ ભાવને કરે છે, પ્રશંસા કરનાર તેના પોતાના રાગભાવને કરે છે,
PDF/HTML Page 15 of 21
single page version
છે, ને જ્ઞાનભાવનામાં સ્થિર થઈને તે રાગ–દ્વેષની વૃત્તિને તોડી નાંખે છે.
એટલે તેને સંયોગો પ્રત્યે રાગદ્વેષ થયા જ કરે છે; તેને અવિદ્યાના સંસ્કારને લીધે સર્વત્ર પોતાનું માન–અપમાન
જ ભાસ્યા કરે છે. પણ હું તો સંયોગથી ભિન્ન જ્ઞાયક સ્વભાવ છું, મારા જ્ઞાનને જગતમાં કોઈ પ્રતિકૂળ કે
અનુકૂળ નથી, બધાય મારા જ્ઞેય જ છે,–આવી સ્વભાવભાવનાવડે જ માન–અપમાનની વૃત્તિ ટળીને
સમાધિશાંતિ થાય છે.
ને હું પણ રાજા છું–તો હું ભરતને કેમ નમું? એમ જરાક માનની વૃત્તિ આવી; પછી બંને વચ્ચે લડાઈ થતાં ભરત
હારી ગયા ત્યાં તેને જરાક અપમાનની વૃત્તિ આવી. આવી માન–અપમાનની વૃત્તિ થવા છતાં, તે બંને ધર્માત્માને
તે વખતેય જ્ઞાનસ્વભાવની જ ભાવના છે, જ્ઞાનસ્વભાવની ભાવના છૂટીને રાગદ્વેષની વૃત્તિ થઈ નથી,
જ્ઞાનભાવનાની જ અધિકતા છે; માન–અપમાનની વૃત્તિ થઈ માટે તે વખતે તે અજ્ઞાની હતા–એમ નથી; અંદર
જ્ઞાનભાવનાનું જોર પડયું છે, તેથી માન–અપમાનરૂપે તેમનું જ્ઞાન પરિણમતું જ નથી, એ વાતની અજ્ઞાનીને
ઓળખાણ નથી. જ્ઞાનભાવના છોડીને અજ્ઞાનથી જે જીવ પરસંયોગમાં માન–અપમાનની બુદ્ધિ કરે છે તે અજ્ઞાની
છે. જ્ઞાનસ્વભાવની જેને ભાવના નથી એવા અજ્ઞાનીને જ બાહ્યદ્રષ્ટિથી એકાંત માન–અપમાનરૂપ પરિણમન થાય
છે. જ્ઞાનસ્વભાવની ભાવનામાં જ્ઞાનીને જ્ઞાનનું પરિણમન થાય છે, માન–અપમાનરૂપ પરિણમન થતું નથી; જરાક
રાગ–દ્વેષની વૃત્તિ થાય ત્યાં તે વૃત્તિને પણ જ્ઞાનથી ભિન્નરૂપ જ જાણે છે ને જ્ઞાનસ્વભાવની જ ભાવનાવડે જ્ઞાનની
અધિકતારૂપે જે પરિણમે છે. જ્ઞાનીની આવી ભાવનાને અજ્ઞાની ઓળખતો નથી, એટલે જ્ઞાનીને જરાક રાગ–
દ્વેષની વૃત્તિ દેખે ત્યાં તેને એવો ભ્રમ થાય છે કે જ્ઞાની આ રાગ–દ્વેષ જ કરે છે. પણ જ્ઞાની તો તે વખતે રાગ–
દ્વેષથી અધિક જ્ઞાનભાવનારૂપે જ પરિણમે છે તેને અજ્ઞાની દેખી શકતો નથી, કેમકે તેને પોતાને જ્ઞાનભાવના
જાગી નથી. અહીં એમ કહે છે કે જેને જ્ઞાનભાવના નથી તે જ સંયોગમાં માન–અપમાનની કલ્પના કરીને રાગ–
દ્વેષરૂપે પરિણમે છે. જ્ઞાની તો જ્ઞાનભાવનારૂપે જ પરિણમે છે, તેને કોઈ સંયોગમાં માન–અપમાનની કલ્પનાથી
રાગ–દ્વેષરૂપ પરિણમન થતું જ નથી, માટે હે જીવ! તું તારા ચિત્તને ચૈતન્ય– ભાવનામાં સ્થિર કર, જેથી રાગ–
દ્વેષથી તે ક્ષુબ્ધ ન થાય; અને જ્યાં ચિત્તનો ક્ષોભ નથી ત્યાં માન–અપમાનની કલ્પના થતી નથી એટલે રાગદ્વેષરૂપ
પરિણમન થતું નથી પણ સમાધિ જ થાય છે. ગમે તેવા પ્રતિકૂળ પ્રસંગમાં કે અનુકૂળ પ્રસંગમાં પણ તે
ચૈતન્યભાવનાવાળો જીવ પોતાના સમ્યગ્દર્શનાદિથી ચ્યૂત થતો નથી, જ્ઞાનભાવનાથી ચ્યૂત થતો નથી. આ રીતે
જ્ઞાનસ્વભાવની ભાવના જ વીતરાગી સમાધિનો ઉપાય છે, માટે તે જ ભાવના કરવા જેવી છે, એમ પૂજ્યપાદ–
પ્રભુનો ઉપદેશ છે.
સંયોગથી મારું અપમાન એમ જેણે માન્યું તે અજ્ઞાનીને એકલી બાહ્યદ્રષ્ટિથી માન–અપમાન માનીને રાગ–દ્વેષ જ
થયા કરે છે. પણ જ્ઞાની તો જાણે છે કે માનનો પ્રસંગ હો કે અપમાનનો પ્રસંગ હો, હું તો જ્ઞાન જ છુંઃ અનુકૂળ
પ્રસંગ વખતે પણ હું તો ‘જ્ઞાન’ જ છું, ને પ્રતિકૂળ પ્રસંગ વખતે પણ હું તો ‘જ્ઞાન’ જ છું, એમ સર્વ પ્રસંગે હું
તો જ્ઞાનસ્વભાવ જ છું–એવી જ્ઞાન–ભાવના જ્ઞાનીને વર્તે છે, ને તે જ્ઞાનભાવનાના જોરે તેને રાગદ્વેષનો નાશ જ
થતો જાય છે, એટલે તેને સમાધિ–શાંતિ થાય છે.ાા ૩૮ાા
PDF/HTML Page 16 of 21
single page version
પરંતુ આત્માની વર્તમાન અવસ્થામાં રાગ–દ્વેષ–મોહરૂપ અપરાધ છે તેથી તેને પોતાના અતીન્દ્રિય આનંદનું વેદન
નથી. આત્માની અવસ્થામાં જો અપરાધ ન હોય તો તેને પોતાના અતીન્દ્રિય આનંદનું વેદન હોવું જોઈએ. પરંતુ
આનંદનું વેદન નથી એટલે દુઃખ છે–અપરાધ છે.–આ એક વાત નક્કી થઈ.
વિકાર કદી ટળી શકે નહીં. પરંતુ ચિદાનંદ સ્વભાવના આશ્રયે વિકાર ટળીને નિર્દોષતા થઈ શકે છે. અનંતા જીવો
વિકાર ટાળીને પૂર્ણાનંદ પ્રગટ કરીને પરમાત્મા થયા.
ભરેલો છે, એવો વિશ્વાસ સ્વસન્મુખ થઈને આવવો જોઈએ. ચૈતન્યસ્વભાવનો વિશ્વાસ કરીને પછી તેમાં
એકાગ્રતા કરતાં વિકારનો નાશ થઈને આત્મા પોતે પરમાત્મા થઈ જાય છે.
થવાનો ઉપાય છે.
न आत्मध्यानात् परं तपः
न आत्मध्यानात् परो मोक्ष–
पथ क्वापि कदाचन।
ક્યાંય સુખ નથી. અને ચૈતન્યતત્ત્વમાં ઉપયોગને એકાગ્ર કરીને તેનું ધ્યાન કરવું તે જ ઉત્તમ તપ છે. આવા
આત્મધ્યાન વડે જ મોક્ષ સધાય છે.
ઉપાય બતાવતાં કહે છે કે અરે જીવ! તારો આત્મા જ સુખસ્વભાવથી ભરેલો પરિપૂર્ણ છે, જગતના બાહ્ય
વિષયોમાં ક્યાંય તારું સુખ નથી, ને બાહ્ય પદાર્થો તરફની લાગણીમાં પણ સુખ નથી.
PDF/HTML Page 17 of 21
single page version
છે, પણ તેનાથી પાર ચિદાનંદતત્ત્વ શું છે તે જીવે કદી જાણ્યું નથી, તેથી તે કિંચિત્ સુખ પામ્યો નથી.
પૈ નિજ આતમજ્ઞાન બિન સુખ લેશ ન પાયો,
સ્વસન્મુખ થઈને તેનો વિશ્વાસ કરતો નથી તેથી સ્વભાવનું સુખ તેના વેદનમાં આવતું નથી. સ્વભાવમાં સુખ છે–
એનો વિશ્વાસ કરીને જો સ્વસન્મુખ થાય તો સ્વભાવના અતીન્દ્રિય સુખનો અનુભવ છે તે સુખનો અનંતમો અંશ
જ્ઞાન–ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગ છે તે આખોય મોક્ષમાર્ગ ચૈતન્યના ધ્યાનમાં સમાઈ જાય છે. ચૈતન્યના ધ્યાનથી
બહાર (રાગાદિ પરભાવોમાં કે દેહની ક્રિયાઓમાં) ક્યાંય સુખ કે મોક્ષમાર્ગ નથી. તેથી આચાર્યદેવે કહ્યું છે કે
‘
PDF/HTML Page 18 of 21
single page version
અભિનંદનપત્રો આપ્યા. લગભગ પ૦ શહેરોના જૈનસમાજ તરફથી
અભિનંદનપત્રો અર્પણ થયા. આમાંથી કેટલાંક અભિનંદનપત્રો
આત્મધર્મમાં પ્રસિદ્ધ થઈ ચૂક્યાં છે ને બાકીનાં પણ ક્રમેક્રમે પ્રસિદ્ધ થશે. આ
પૂ. ગુરુદેવ પ્રત્યે કેટલું સન્માન અને પ્રેમ બતાવેલ છે,–તેઓની લાગણીનો
જિજ્ઞાસુ વાંચકોને કંઈક ખ્યાલ આવે તે માટે આ અભિનંદનપત્રો પ્રસિદ્ધ
તો પણ તે પ્રસિદ્ધ કરેલ છે, એ વાત ધ્યાનમાં રાખીને ફકત તે તે નગરીના
જૈનસમાજની લાગણી ખ્યાલમાં આવે તે લક્ષે આ અભિનંદનપત્રો
અભિનંદનપત્રો અપાયા તેની યાદી નીચે મુજબ છે. –
રાજગૃહી, ભાગલપુર, હસ્તિનાપુર, દિલ્હી, ભારતવર્ષીય દિગંબર જૈન પરિષદ
તરફથી, કલકત્તા, સહારનપુર, કુચામનસીટી, અલીગઢ, લાડનૂ, જયપુર,
ટીકમગઢ, સાગર, શાહપુર, આહારજી, શીરપુર, ડુંગરગઢ, જબલપુર,
ખેરાગઢ, ઉદયપુર, તલોદ, રખિયાલ, સોનાસણ, ફત્તેપુર, દાહોદ, દક્ષિણ
જાણતી ન હતી. આ બધા લેખિત અભિનંદનપત્રો ઉપરાંત
ભાષણદ્વારા કે કાવ્યોદ્વારા ઠેર ઠેર જે અભિનંદન અપાયા તેની તો
PDF/HTML Page 19 of 21
single page version
भारत में प्राचीन धर्म जो जैनधर्म है वह एक समय तामिल प्रान्त में
भवनंदी आदि कई जैन आचार्योने जन्म लिया। ऐसे पवित्र स्थान में आपके
पधारने से हम लोग कृतकृत्य हुवे हैं।
श्री कुन्दकुन्दाचार्य के समयसार ग्रन्थ के अध्ययन से आपने सत्यधर्म
है। आपके इस महान कार्यो से हम लोग आपको कोटिशः धन्यवाद देते हैं।
कुन्दकुन्दाचार्य [एलाचार्य] के तपोभूमि एवं स्वर्गभूमि यह जो
स्वागत करने का जो सौभाग्य हम लोगों को मिल है उसे हम लोग कभी
भी नहीं भूलेंगे।
श्री कुन्दकुन्दाचार्य के रचित तिरुक्कुरल नामका जो
कराने की कृपा करें। इस स्थान सें आपका संघ पधारने की
यादगार में इस पर्वत की सीढी का जीर्णोद्धार एवं पर्वत की
तलहटी में एक बृहत गुरुकुल की स्थापना कर सद्धर्म एवं
सन्मार्गप्रदर्शन करने की कृपा करेंगे तो बहुत ही अच्छा होगा।
PDF/HTML Page 20 of 21
single page version
હતો, પણ પ. પૂ. સદ્ગુરુદેવનાં પરિચયમાં આવ્યા પછી તેમણે શ્રી દિગંબર જૈન
અંગીકાર કર્યો હતો.
નિવાસસ્થાન સોનગઢ થતાં એ ત્રણે ભાઈઓ તેમના અનુયાયી થયા હતા.
જૈન મુમુક્ષુ મંડળ થતાં પ્રથમથી જ તેમાં તેઓ જોડાયા હતા. તેમના મોટા પુત્ર
ભાઈ વ્રજલાલ પ્રથમથી જ તે મંડળની કિંમતી સેવા બજાવી રહ્યા છે. શ્રી
હતા. અને તેને અંગે તેમની સારી સેવાનો લાભ ટ્રસ્ટને મળ્યો હતો.
સ્થિતિ નબળી હોવાથી તેમાં જાતે તેઓ ભાગ લઈ શકે તેમ નહોતા, તેથી શીવમાં
તેમને ઘેર પૂ. સદ્ગુરુદેવ પધારી દર્શનનો તથા આહારદાનનો લાભ આપે તેવી
અને ભક્તિ પ્રદર્શિત કર્યાં હતા.
પહાડીગંજ જૈનમંદિરના મેનેજર હતા, ને સોનગઢ સંસ્થા પ્રત્યે પણ પ્રેમ ધરાવતા
હતા. તેમના સ્વર્ગવાસ નિમિત્તે જાહેર થયેલ ૨૧પ૧ રૂા. માંથી ૨૭પરૂા. સોનગઢ
એજ ભાવના.