Atmadharma magazine - Ank 019
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૨
સળંગ અંક ૦૧૯
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
વર્ષ : ૨ ભડના દીકરા દ્વિતિય ચૈત્ર
અક : ૭ ૨૦૧
અરેરે! અનંતકાળે આવો અવતાર મળ્‌યો
અને ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માની
ઓળખાણ ન મળે! ક્યાં અવતાર? ક્યાં શરણ?
આત્મા દેહ – મન વાણીથી જાુદો છે તેનો નિર્ણય કરે
નહિ, અને સત્સમાગમે સાંભળવા પણ નવરો
થાય નહિ તે દુષ્ટ છે, પોતાની જ કાળજી વિનાનો
છે. જે ભગવાના માર્ગને સમજતા નથી તે ભવ
ભય રહિત એવા, ભડના દીકરા છે. ત્રણ લોકના
નાથ તીર્થંકર ભગવાન પણ સંસારથી ડર્યા – અને
સ્વરૂપનું ભાન કરીને સંસારથી પાર તર્યા. જે
સંસારથી ભગવાન પણ ડર્યા તે સંસારના ભયથી
નહિ ડરનાર બધા ભડના દીકરા છે – ઊંધાઈમાં
મહાન સુભટ છે.
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રીના સત્તા –
સ્વરૂપ ઉપરના વ્યાખ્યાનમાંથી
: સપદક :
રામજી માણેકચંદ દોશી
વકીલ
વાર્ષિક લવાજમ પ્રાપ્તિસ્થાન છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
આત્મધર્મ કાર્યાલય (સુવર્ણપુરી) સોનગઢ કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
ત્ત્ સ્રૂ જા
ઠીક શું અને અઠીક શું તેના નીચે પ્રમાણે ચાર ભંગ છે.
૧–પર વસ્તુને ઠીક કે અઠીક માને તે અજ્ઞાની–મિથ્યાદ્રષ્ટિ છે; કેમકે પર કોઈ પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ છે જ
નહિ. જે પરમાં ઠીક–અઠીકપણું માનતો હોય તે, જે પરને ઠીક માને તેને ગ્રહણ કરવા માગે અને જે પરને અઠીક
માને તેને ત્યાગવા માગે, પરંતુ પર પદાર્થની ક્રિયા તો સ્વતંત્ર છે, આત્મા તેને ગ્રહણ કે ત્યાગ કરી શકતો જ
નથી. જે પદાર્થની ક્રિયા પોતાને આધીન નથી તેમાં ઠીક–અઠીકપણું માનવું અને તેના ગ્રહણ કે ત્યાગની ઈચ્છા
કરવી તે મિથ્યાદ્રષ્ટિપણું છે. કોઈપણ પર પદાર્થ ઈષ્ટ કે અનિષ્ટ નથી.
૨–હું આત્મા ઠીક અને પર પદાર્થ અઠીક–એમ માનવું તે પણ અજ્ઞાન છે; કેમકે એમ માનનાર જીવ પરને
અઠીક માનતો હોવાથી તે પરને છોડવા માગે છે, પરંતુ પરનું ગ્રહણ કે ત્યાગ આત્મા કરી જ શકતો નથી, ગ્રહણ
કે ત્યાગ પોતાના ભાવમાં થઈ શકે છે. જે પરને અઠીક માને છે અને હું પરને છોડી શકું કે ગ્રહી શકું એમ માને
છે તે મિથ્યાદ્રષ્ટિ છે.
ઉપરના બે ભેદ ઊંધી માન્યતાના છે, હવે સવળી માન્યતામાં પણ બે ભેદ નીચે પ્રમાણે છે:–
૩–મારો પૂર્ણાનંદ સ્વભાવ ઠીક અને આ વિકારી ભાવ અઠીક એમ માને છે–ત્યાં દ્રષ્ટિ તો સાચી છે–પરંતુ
ચારિત્રની અસ્થિરતા છે. વિકારી ભાવને અઠીક માને છે ત્યાં વિકારી ભાવ છોડી શકે છે અને શુદ્ધતા પૂર્ણાનંદ
પ્રગટાવી શકે છે–તેથી તેની દ્રષ્ટિ સાચી છે. જેને ઠીક–અઠીક માને છે તેમાં ઠીકનું ગ્રહણ અને અઠીકનો ત્યાગ કરી
શકે છે તેથી દ્રષ્ટિ સાચી છે, છતાં પણ ત્યાં ઠીકનું ગ્રહણ કરવાનો અને અઠીકનું ત્યાગ કરવાનો વિકલ્પ વર્તે છે–
તેથી ત્યાં રાગ–દ્વેષનો અંશ છે માટે ત્યાં ચારિત્રની અસ્થિરતા છે. છતાં ત્યાં માન્યતાનો દોષ નથી.
૪–મારો સ્વભાવ ઠીક અને વિકારી અવસ્થા અઠીક એવા વિકલ્પ પણ છૂટીને જ્ઞાયક સ્વભાવમાં સ્થિર
થઈ જાય, વીતરાગ થઈ જાય–ત્યાં દ્રષ્ટિ અને ચારિત્ર બને પૂર્ણ છે. ગ્રહણ ત્યાગનો વિકલ્પ જ છૂટી જતાં પૂર્ણાનંદ
સ્વભાવ પ્રગટી ગયો તે જ ઉત્તમ છે.
પરદ્રવ્યમાં તો ઠીક અઠીકપણું છે જ નહિ; અને સ્વદ્રવ્યમાં પણ ઠીક અઠીક પણાની અપેક્ષા નથી. દ્રવ્ય
ઠીક–અઠીકપણાની અપેક્ષાઓથી અતિક્રાંત છે. ઠીક અઠીકના વિકલ્પ દ્વારા દ્રવ્ય લક્ષમાં આવી શકતું નથી.
ઉપરની જ ચૌભંગી પૂ. ગુરુદેવશ્રીએ તા. ૧૬–૨–૪૫ ના રોજ કહેલ તે નીચે પ્રમાણે
૧–પર વસ્તુ જીવને ઈષ્ટ કે અનિષ્ટ છે એમ માનવું તે મિથ્યાભાવ છે મહાભૂલ છે–મહાપાપ છે. તેનો
ખુલાસો
પરવસ્તુ આ જીવને આધીન નથી. તેને જીવ મેળવી શકતો નથી, તેનું તે કાંઈ કરી શકતો નથી, તે
પરવસ્તુ જીવનું કાંઈ કરી શકતી નથી છતાં જે બની શકે નહિ તેમાં ઈષ્ટ અનિષ્ટપણું માનવું તે અનંત દુઃખનું
કારણ છે, તે મિથ્યાભાવ છે કેમકે તેમાં ઈષ્ટ અનિષ્ટપણું માનવાનું પ્રયોજન સિદ્ધ થતું નથી...અર્થાત્ ઈષ્ટનું ગ્રહણ
અને અનિષ્ટનો ત્યાગ જીવ કરી શકતો નથી.
૨–જીવ પોતે ઈષ્ટ અને પરવસ્તુ અનિષ્ટ એમ માનવું તે મિથ્યાભાવ મહાભૂલ–મહાપાપ છે. તેનો ખૂલાસો
પર વસ્તુ જીવનું કાંઈ બગાડી શકતી નથી છતાં તેને અનિષ્ટ માનવી તે અનંત દુઃખનું કારણ છે; કેમકે
પરવસ્તુને અનિષ્ટ માનવાનું પ્રયોજન સિદ્ધ થતું નથી–અર્થાત્ જીવ પરવસ્તુનો ત્યાગ કરી શકતો નથી.
આ બન્ને માન્યતાઓ મિથ્યા છે. હિંસાદિ પાપ કરતાં આ પાપ અનંતગણું છે તેથી તેને મહાપાપ
કહેવામાં આવે છે; અજ્ઞાની જીવને થતા બધા વિકાર ભાવોનું મૂળ આ ઊંધી માન્યતા છે. જ્ઞાનીની માન્યતા
સંબંધી બે ભંગ નીચે પ્રમાણે છે.
૩– પોતાનો શુદ્ધ સ્વભાવ ઈષ્ટ અને વિકારી અવસ્થા અનિષ્ઠ એમ માનવું–જાણવું તે સાધક દશા છે,
તેનો ખુલાસો.
પોતામાં થતા વિકારી ભાવો અનિષ્ટ અને ત્રિકાળ શુદ્ધ ચૈતન્ય સ્વભાવ તથા તેને આશ્રયે પ્રગટતી શુદ્ધ
દશા તે ઈષ્ટ છે એમ માનવું જાણવું તે યથાર્થ છે. જીવ પોતાનું સ્વરૂપ યથાર્થ જાણે અને પોતે ગ્રહણ ત્યાગ કોનું
કરી શકે છે એ જાણે તો જ દોષ ટાળી શકે છે, માટે આ ત્રીજો ભંગ તે સાચી માન્યતા છે પણ તેમાં ગ્રહણ–
ત્યાગનો વિકલ્પ હોવાથી રાગ છે–અસ્થિરતા છે.
૪–પોતાનો શુધ્ધ સ્વભાવ ઈષ્ટ અને વિકારી અવસ્થા અનિષ્ટ એવા વિકલ્પ ટાળી સ્વરૂપમાં સ્થિર થવું તે
વીતરાગભાવ છે તેનો ખુલાસો–
ત્રીજા ભંગમાં કહેલી સાચી માન્યતા કર્યા પછી, વિકલ્પ ટાળી સ્વરૂપમાં સ્થિર થવું તે વીતરાગ દશા છે.
તે ઉત્તમ છે.
ઉપર્યુક્ત ગ્રહણ–ત્યાગનું સ્વરૂપ સમજાવતી ચૌભંગીનું સ્વરૂપ ખાસ મનન કરવા યોગ્ય છે.[રાત્રિ ચર્ચા]

PDF/HTML Page 4 of 17
single page version

background image
: ચૈત્ર ૨ : ૨૦૦૧ આત્મધર્મ : ૯૯ :
શ્વ ર્ ર્ િ
વર્ષ ૨ અંક ૭ : દ્વિતિય ચૈત્ર ૨૦૧
આત્મધર્મ
આત્માની ક્રિયા
પ્રશ્ન:–આત્મા શું કરી શકે?
ઉત્તર:–આત્મા ચૈતન્ય સ્વરૂપ છે તે ચૈતન્યના ઉપયોગ સિવાય બીજું કાંઈ
પણ કરી શકે નહીં.
પ્રશ્ન:–જો આત્મા ઉપયોગ સિવાય બીજું કાંઈ ન કરી શકતો હોય તો આ
સંસાર–મોક્ષ શા માટે?
ઉત્તર:–ઉપયોગ સિવાય બીજું તો કાંઈ જ આત્મા કરી શકતો નથી.
ચૈતન્યનો ઉપયોગ પર લક્ષ કરીને પરભાવમાં દ્રઢ કરે છે તે સંસાર છે
અને જ્યારે સ્વ તરફ લક્ષ કરીને સ્વમાં દ્રઢતા કરે ત્યારે મુક્તિ છે. કાં તો
સ્વ તરફનો ઉપયોગ અને દ્રઢતા, અથવા તો પર તરફનો ઉપયોગ અને
દ્રઢતા એ સિવાય બીજું કાંઈ પણ અનાદિથી કોઈ જીવ કરી શક્યો નથી
અને અનંત કાળમાં કદી પણ કરી શકશે નહિ.
પ્રશ્ન:–આત્મા જો માત્ર ઉપયોગ સિવાય કાંઈ નથી જ કરી શકતો તો
શાસ્ત્રો શા માટે છે?
ઉત્તર:–બાર અંગ અને ચૌદ પૂર્વ એ બધાનો હેતુ માત્ર એક જ છે કે
ચૈતન્યનો ઉપયોગ જે પર તરફ ઢળ્‌યો છે તેને સ્વ તરફ વાળીને સ્વમાં
દ્રઢતા કરવી. એ રીતે ઉપયોગ ફેરવવાની વાત છે–અને તે વાતને
શાસ્ત્રોમાં અનેક પડખેથી સમજાવવામાં આવે છે.
પ્રશ્ન:–સંસારીની અને સિદ્ધની ક્રિયામાં શું ફેર?
ઉત્તર:–ચૈતન્યનો ઉપયોગ તે જ આત્માની ક્રિયા છે. નિગોદથી માંડીને
સિદ્ધ ભગવાન સુધીના બધા જીવો ઉપયોગ જ કરી શકે છે–ઉપયોગ
સિવાય બીજું કાંઈ કોઈ જીવ કરી શકતો નથી. ફેર એટલો છે કે–નિગોદ
વગેરે સંસારી જીવો પોતાનો ઉપયોગ પર તરફ કરીને પર ભાવમાં એકાગ્ર
થાય છે–જ્યારે સિદ્ધ ભગવાન વગેરે પોતાના શુદ્ધસ્વભાવમાં ઉપયોગ
ઢાળીને સ્વભાવમાં એકાગ્ર થાય છે. પરંતુ સિદ્ધ કે નિગોદ કોઈ પણ જીવ
ઉપયોગ સિવાય પરનું કાંઈ પણ કરી શકતો નથી. સ્ત્રી–કુટુંબ–લક્ષ્મી કે
દેવ–ગુરુ–શાસ્ત્ર વગેરે બધા પર છે–તેનું આત્મા કાંઈ કરી શકે નહિ.
આત્મા માત્ર તે તરફનો શુભ કે અશુભ ઉપયોગ કરે. પરંતુ શુભ કે
અશુભ એ બંને ઉપયોગ પર તરફના હોવાથી તેને ‘અશુધ્ધ ઉપયોગ’
અને સ્વતરફનો ઉપયોગ તે ‘શુદ્ધ ઉપયોગ’ કહેવાય છે. આ સંબંધમાં
એવો સિદ્ધાંત છે કે–પર લક્ષે બંધન અને સ્વલક્ષે મુક્તિ. જ્યાં પરલક્ષ થયું
ત્યાં શુભભાવ હોય તોપણ તે અશુદ્ધ ઉપયોગ જ છે અને તે સંસારનું
કારણ છે, અને સ્વલક્ષ હોય ત્યાં શુદ્ધોપયોગ જ છે અને તે મુક્તિનું કારણ
છે.
[તા. ૨૫–૧૨–૪૪ ની ચર્ચા]

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૦૦ : આત્મધર્મ : ચૈત્ર ૨ : ૨૦૦૧
દરેકે દરેક આત્મા અને દરેકે દરેક રજકણ તદ્ન જાુદે જાુદાં સ્વતંત્ર પદાર્થ છે એથી આત્માની
અવસ્થા આત્માથી અને જડની અવસ્થા જડથી જ થાય એમ માનવું તેજ પહેલો ધર્મ છે.
દરેક વસ્તુનું કાર્ય અંતરંગ કારણથી જ થાય છે; બહારના કારણથી કોઈ કાર્ય થતું નથી. જો બહારના
કારણથી કાર્ય થતું હોય તો ચોખાના બીમાંથી ઘઊં અને ઘઊંના બીમાંથી ચોખા થવાનો પ્રસંગ આવશે, એમ
થતાં વસ્તુનો કોઈ નિયમ રહેતો નથી–માટે કહ્યું છે કે–
“कहीं पर भी अंतरंग कारणसे
ही कार्यकी उत्पत्ति होती है”
એટલે કે બધી વસ્તુઓનાં કાર્યની ઉત્પત્તિ અંતરંગ કારણથી જ [વસ્તુની પોતાની શક્તિથી જ] થાય
છે–એ નિયમ છે. આમાં અનેક પ્રશ્નોના સમાધાન આવી જાય છે.
અંતરંગકારણ= દ્રવ્યની શક્તિ, ઉપાદાન કારણ.
બહિરંગકારણ=પર દ્રવ્યની હાજરી નિમિત્ત કારણ.
કોઈ કાર્યો બાહ્ય પદાર્થોના કારણથી ઉત્પન્ન થતાં નથી એ નિશ્ચય છે. જો બહારના કારણે કાર્યની ઉત્પત્તિ
થતી હોય તો ચોખામાંથી ઘઊં થવા જોઈએ–પણ તેમ ક્યાંય થતું નથી; માટે કોઈ દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યના
કારણથી ઉત્પન્ન થતું નથી પણ તે દ્રવ્યની પોતાની શક્તિથી જ થાય છે.
ત્રણકાળ, ત્રણલોકમાં એવું દ્રવ્ય નથી કે જે દ્રવ્યનું કાર્ય બીજા દ્રવ્યથી થતું હોય! જો કોઈપણ દ્રવ્યનું કાર્ય
બીજા દ્રવ્યથી થતું હોય તો જીવમાંથી જડ અને જડમાંથી જીવ થઈ જવાનો પ્રસંગ આવી પડશે; પરંતુ કાર્ય અને
કારણ એક જ દ્રવ્યમાં હોય એ સિદ્ધાંતથી દરેક દ્રવ્યનું કાર્ય તે દ્રવ્યના કારણથી જ સ્વતંત્રપણે થાય છે, તેથી
ઉપર્યુક્ત દોષ આવતો નથી. આમાં દરેક કાર્ય થવામાં ઉપાદાન નિમિત્તનો ખુલાસો આવી જાય છે.
હવે ઉપર પ્રમાણે વસ્તુ સ્વરૂપ હોવાથી–આત્મદ્રવ્યનું કાર્ય–અવસ્થા તો આત્માના જ અંતરંગ કારણથી
ઉત્પન્ન થાય છે; અને આત્મદ્રવ્યમાં તો વીતરાગભાવ જ પ્રગટવાની શક્તિ છે. વીતરાગતા–શુધ્ધતારૂપી કાર્ય
ઉત્પન્ન થાય એવી જ દ્રવ્યની અંતરંગ શક્તિ છે.
પ્રશ્ન:–જો દ્રવ્યની અંતરંગ શક્તિ માં તો વીતરાગતા અને શુધ્ધતા જ પ્રગટવાની શક્તિ છે તો પછી
પર્યાયરૂપી કાર્યમાં અશુદ્ધતા કેમ છે?
ઉત્તર:–પર્યાયમાં જે અશુધ્ધતા છે તે, તે પર્યાયની વર્તમાન યોગ્યતા છે. આત્મા અરૂપી જ્ઞાનઘન
સ્વભાવ–કે જે અંતરંગ કારણ છે–તેમાંથી તો, ગમે તેવા બહારના નિમિત્ત હોય કે ગમે તેવા સંયોગ હોય તોપણ
જ્ઞાન અને વીતરાગતા જ આવે છે, છતાં પર્યાયમાં જે વિકાર–અશુદ્ધતા છે તે પર્યાયના અંતરંગ કારણે છે.
વિકારનું અંતરંગકારણ એક સમય પૂરતી પર્યાય છે તેથી વિકારરૂપી કાર્ય પણ એક જ સમય પૂરતું છે. પહેલા
સમયનો વિકાર બીજા સમયે ટળી જાય છે. રાગાદિ વિકારરૂપ અશુદ્ધ અવસ્થા તે પર્યાયના અંતરંગ કારણે છે,
રાગાદિનું અંતરંગ કારણ દ્રવ્ય નથી પણ અવસ્થા છે; એટલે કે દ્રવ્યના સ્વભાવમાં રાગાદિ નથી, માટે દ્રવ્ય
રાગાદિનું કારણ પણ નથી.
જેમ ચેતન દ્રવ્યની અવસ્થા ચેતનના અંતરંગ કારણે થાય છે તેમ જડ દ્રવ્યની અવસ્થા પણ જડ દ્રવ્યના
અંતરંગ કારણથી જ થાય છે. શરીરના પરમાણુઓ ભેગા થયા છે તે આત્માના કારણે આવ્યા નથી, પણ જે જે
પરમાણુઓની અંતરંગ શક્તિ હતી તેજ પરમાણુઓ ભેગા થયા છે, બીજા બધા પરમાણુઓ પેશાબ, વિષ્ટા વગેરે
મારફત જુદા પડી ગયા. પરમાણુઓમાં ક્રોધકર્મરૂપ અવસ્થા થાય છે તે પરમાણુની તે સમયની યોગ્યતા છે–જીવે
તે અવસ્થા કરી નથી. જીવની ક્રોધાદિ ભાવરૂપ અવસ્થા થાય છે તેમાં જીવની તે સમયની અવસ્થાની યોગ્યતા
છે. જીવની અવસ્થામાં વિકારભાવ અને પુદ્ગલની અવસ્થામાં કર્મરૂપ પરિણમન એ બન્ને પોતપોતાના અંતરંગ
સ્વતંત્ર કારણે થાય છે, કોઈ એક–બીજાનું અંતરંગ કારણ નથી.
સમયે સમયે અવસ્થા થવી તે વસ્તુનો સ્વભાવ છે; વસ્તુની અવસ્થા વસ્તુના કારણે નીકળે છે, બહારના
સાધનને કારણે કોઈ દ્રવ્યની અવસ્થા નીકળતી નથી, આમ હોવાથી પોતાની અવસ્થાનો સુધાર કે બગાડ દ્રવ્ય
પોતે જ કરી શકે છે. ચૈતન્યની પર્યાય ચૈતન્યપણે રહીને બદલે છે અને જડની પર્યાય જડપણે રહીને બદલે છે.
દ્રવ્યની અવસ્થાનો કર્તા કોઈ બીજો નથી.
શ્રી ધવલાશાસ્ત્ર વોલ્યુમ છઠ્ઠું પાનું ૧૬૪
પૂજ્ય સદ્ગુરુદેવ પાસેના વાંચનમાંથી
રાજકોટ

PDF/HTML Page 6 of 17
single page version

background image
: ચૈત્ર ૨ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૦૧ :
પરંતુ આત્મા શું અને શરીર શું એના જાુદાપણાના ભાન વગર આત્મા શું કરે છે તેની
અજ્ઞાનીને ખબર શું પડે?
એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે તે શ્રી સમયસારજીના કર્તાકર્મ અધિકારમાં અત્યંત સ્પષ્ટપણે સમજાવવામાં
આવ્યું છે તેથી તે અધિકારની ૯૯ મી ગાથા અને તે ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવનું વ્યાખ્યાન અત્રે આપવામાં આવે છે. (તા.
૧૯–૩–૪૫)
પર દ્રવ્યોને આત્મા કરે છે એવી વ્યવહારી લોકોની માન્યતા સત્યાર્થ નથી–એમ હવે કહે છે:–
जदि सो परदव्वाणि य करिज्ज
णियमेण तम्मजो होज्ज।
जह्मा ण तम्मओ तेण सो ण
तेसिं हवदि कत्ता।।९९।।
–:હરિગીત:–
પરદ્રવ્યને જીવ જો કરે તો
જરૂર તન્મય તે બને,
પણ તે નથી તન્મય અરે!
તેથી નહિ કર્તા ઠરે. ૯૯.
અન્વયાર્થ:– જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત્ પરદ્રવ્યમય થઈ જાય; પરંતુ
તન્મય નથી તેથી તે તેમનો કર્તા નથી.
ટીકા:–જો નિશ્ચયથી આ આત્મા પરદ્રવ્ય સ્વરૂપ કર્મને કરે તો, પરિણામ પરિણામીપણું બીજી કોઈ રીતે
બની શકતું નહિ હોવાથી, તે (આત્મા) નિયમથી તન્મય (પર દ્રવ્યમય) થઈ જાય; પરંતુ તે તન્મય તો નથી,
કારણ કે કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યમય થઈ જાય તો તે દ્રવ્યના નાશની આપત્તિ (દોષ) આવે. માટે આત્મા વ્યાપ્ય
વ્યાપકભાવથી પરદ્રવ્યસ્વરૂપ કર્મનો કર્તા નથી.
ભાવાર્થ:– એક દ્રવ્યનો કર્તા અન્ય દ્રવ્ય થાય તો બન્ને દ્રવ્યો એક થઈ જાય, કારણ કે કર્તા–કર્મપણું
અથવા પરિણામ–પરિણામીપણું એક દ્રવ્યમાં જ હોઈ શકે. આ રીતે જો એક દ્રવ્ય બીજા દ્રવ્યરૂપ થઈ જાય તો તે
દ્રવ્યનો જ નાશ થાય એ મોટો દોષ આવે, માટે એક દ્રવ્યને અન્ય દ્રવ્યનો કર્તા કહેવો ઉચિત્ત નથી. [જુઓ
ગુજરાતી સમયસાર–પાનું–૧૪૪]
આ આત્મા પરદ્રવ્યનું કિંચિત્ પણ કરી શકતો નથી. જો આત્મા પરદ્રવ્યનું કાંઈ પણ કરે તો તે બન્ને
દ્રવ્યો નિયમથી એક થઈ જાય. પણ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી, કેમકે દરેક દ્રવ્ય ત્રિકાળ જુદાં
છે.
એક આત્મા જો પરનું કાંઈ કરે તો તે પર દ્રવ્ય અને આત્મા બન્ને એક દ્રવ્ય થઈ જાય. કેમકે જે સમયે
આત્માએ પરદ્રવ્યનું કાંઈ પણ કર્યું તે સમયે સામા દ્રવ્યની સ્વતંત્ર અવસ્થા રહી નહિ એટલે અવસ્થાનો લોપ
થતાં તે દ્રવ્યનો પણ લોપ થયો, કેમકે અવસ્થા વગર કોઈ દ્રવ્ય હોય નહિ. આ રીતે જીવ જો પરવસ્તુની અવસ્થા
કરે તો તે પરદ્રવ્ય સાથે એક થઈ જાય, અને દ્રવ્યના લોપનો પ્રસંગ આવે, પણ એમ ત્રણકાળમાં બનતું નથી.
દરેકે દરેક આત્મા અને દરેકે દરેક રજકણ જુદાં સ્વતંત્ર પદાર્થ છે. આત્માની અવસ્થા આત્માથી થાય
અને જડની અવસ્થા જડથી થાય–એમ માનવું તે જ પહેલો ધર્મ છે.
આત્મા કોઈ પરવસ્તુમાં પેસી જતો નથી. શરીરમાં પણ આત્મા પેસી ગયો નથી; શરીર જડ છે અને
આત્મા ચેતન છે; શરીર અને આત્મા એ ત્રિકાળ ભિન્ન પદાર્થો છે. શરીરની અવસ્થા રૂપ, રસ, ગંધ,
સ્પર્શસહિત જડરૂપ થાય છે અને આત્માની અવસ્થા જ્ઞાનરૂપ થાય છે–બંને દ્રવ્યો તથા તેની અવસ્થા જુદી જ છે.
પ્રશ્ન:–જો આત્મા પરનું કરી શકે છે એમ માનવવામાં આવે તો શું વાંધો છે?
ઉત્તર:–એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકે એમ માનવામાં આવે તો દ્રવ્યના નાશનો પ્રસંગ આવે
છે–તે મહાન દોષ આવી પડે છે. જગતમાં અનંત પદાર્થો છે, જેમ આ આત્મા વસ્તુ છે તેમ સામું દ્રવ્ય પણ વસ્તુ
છે. વસ્તુ હોય તે સમયે સમયે પોતાની અવસ્થાનું કાર્ય કરે છે. હવે જો આત્માએ તે દ્રવ્યનું કાંઈ કર્યું એમ
માનવામાં આવે તો તે વખતે સામા દ્રવ્યે તેની પોતાની અવસ્થામાં શું કર્યું? કેમકે સામું દ્રવ્ય સામાન્ય સ્વરૂપ છે
તેનું વિશેષ પણ દરેક સમયે હોવું જ જોઈએ. હવે જો આત્મા તે દ્રવ્યની અવસ્થા કરે તો તે વખતે સામા દ્રવ્યની
પોતાથી શું અવસ્થા થઈ? અવસ્થા વગર તો દ્રવ્ય જ હોઈ શકે નહિ, માટે આત્માએ તે દ્રવ્યની અવસ્થામાં કાંઈ
પણ કર્યું નથી. દરેક દ્રવ્ય પોતાના સ્વરૂપે કાયમ ટકીને ક્ષણે ક્ષણે પોતાની અવસ્થા પોતાથી બદલાવે છે, તેમાં
બીજું દ્રવ્ય કિંચિત માત્ર પણ કરી શકતું નથી. જો એક દ્રવ્યની અવસ્થા બીજું દ્રવ્ય કરે એમ માનવામાં આવે તો
તે વખતે તે દ્રવ્યની વિશેષ અવસ્થા રહેતી નથી

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૦૨ : આત્મધર્મ : ચૈત્ર ૨ : ૨૦૦૧
અને વિશેષ અવસ્થા વગર દ્રવ્યની સત્તાના જ અભાવનો પ્રસંગ આવે છે–એ માહન દોષ આવે છે–માટે એક
દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરે એમ માનવું તે દ્રવ્યના ત્રિકાળી સ્વરૂપની હિંસા છે તેના જેવું મોટું પાપ જગતમાં
કોઈ નથી. પરદ્રવ્યનું હું કરી દઉં એમ માનવું તે જ મહાન હિંસા છે–તે જ મહાન પાપ છે. હિંસા બહારમાં પર
પ્રાણી મરે કે દુઃખી થાય તેમાં નથી, પણ હું તે પ્રાણીને સુખી કે દુઃખી કરી શકું એવી માન્યતા તે જ પોતાના
જ્ઞાનસ્વરૂપની હિંસા છે; તેમાં મિથ્યાત્વભાવનું અનંતુપાપ છે. અને પરનું કરી શકું એવી ઊંધી માન્યતા છોડીને,
“હું આત્મા જ્ઞાન સ્વરૂપ છું, પરદ્રવ્યનું હું કાંઈ ન કરી શકું, દરેક દ્રવ્યો સ્વતંત્ર છે, સૌ પોત પોતાના કર્તા છે”
એમ માનવું તે જ અહિંસા છે–અને એ જ પ્રથમ ધર્મ છે.
પ્રશ્ન:–શરીર આત્માનું ચલાવ્યું ચાલે અને માણસો ડુંગરાના ડુંગરા તોડી નાંખે છે એ બધું આંખે નજરે
દેખાય છે ને? છતાં આત્મા પરનું ન કરી શકે એમ કેમ કહો છો? શું અમે નજરે જોયું તે ખોટું?
ઉત્તર:–આત્મા શું અને શરીર શું એના જુદાપણાના ભાન વગર આત્માએ શું કર્યું તેની અજ્ઞાનીને શું
ખબર પડે? આત્માને તો તે દેખતો નથી, માત્ર બહારમાં જડની સ્થુળ ક્રિયાને જુએ છે, ત્યાં ‘આત્મા તે જડની
ક્રિયા કરે છે’ એમ તો દેખાતું નથી, પણ અજ્ઞાની મફતનો માની લે છે; અને કહે છે કે મેં નજરે જોયું; પણ નજરે
શું જોયું? નજરે તો જડ વસ્તુની ક્રિયા તેની મેળે થાય છે તે દેખાય છે. પણ ‘વછેરાંનાં ઇંડા’ ની જેમ “આત્માએ
કર્યું” એમ તે માને છે. તે વછેરાંના ઇંડાનું દ્રષ્ટાંત નીચે મુજબ છે:– એક વખત એક કાઠી દરબાર સારાં ઘોડાના
વછેરાં લેવાં નીકળ્‌યા, દરબાર કદી બહાર નીકળેલ નહિ, એટલે તેને કાંઈ ખબર પડે નહિ; તે એક ગામથી બીજે
ગામ વછેરાંની ખરીદ માટે જતા હતા ત્યાં વચ્ચે ધૂતારાઓ મળ્‌યા, અને વાત્ચીતમાં તે ધૂતારાઓએ જાણી લીધું
કે આ દરબાર તદ્ન બીન અનુભવી છે અને વછેરાં લેવાં નીકળ્‌યો છે. તે ધૂતારાઓએ દરબારને છેતરવાનો
નિશ્ચય કર્યો. અને બે મોટાં કોળાં લઈને એક ઝાડ ઉપર ટાંગી દીધાં તે ઝાડ પાસે ઝાડીમાં સસલાનાં બે બચ્ચાં
હતાં. હવે તે ધૂતારાઓએ દરબાર સાથે વાતચીત કરીને પોતા પાસે વછેરાંના બે સુંદર ઇંડા છે–એમાંથી સુંદર
વછેરાં નીકળશે, એમ કહીને દરબાર સાથે સોદો કર્યો અને બે વછેરાંની કિંમતના હજાર રૂપીયા લઈ લીધા. પછી
ગુપ્ત રીતે ઝાડ ઉપર ટાંગેલા બે કોળાં નીચે પાડ્યા, કોળાં અધ્ધરથી પડતાં જ તે ફાટયા અને અવાજ થયો, તે
અવાજ સાંભળીને તુરતજ પાસેની ઝાડીમાં રહેલાં બે સસલાનાં બચ્ચાં નાસવા માંડયા; ત્યાં ધૂતારાઓ તાળી
પાડીને કહેવા લાગ્યા કે અરે આપા! આપા! પકડો, આ તમારા વછેરાં ભાગ્યા! જલદી જાવ નહિતર સુંદર
વછેરાં નાસી જશે. દરબાર તો ખરેખર તેને ઘોડાનાં વછેરાં માનીને તેને પકડવા દોડયા, પણ એ તો ક્યાંય
ઝાડીમાં સંતાઈ ગયા. પછી દરબારે ઘરે આવીને પોતાના ડાયરામાં વાત કરી, કે શું વછેરાં, નાનકડાં અને સુંદર,
જેવા નીકળ્‌યા કે તરત જ દોડવા માંડયા! ત્યારે ડાયરાએ પૂછયું–આપા! શું થયું? ત્યારે દરબારે ‘વછેરાના ઇંડા’
ખરીદ કર્યા સંબંધી વાત કરી. ડાયરાના માણસો કહે, આપા! તમે મૂરખ થયા, કાંઈ વછેરાંના તે ઇંડા હોય? પણ
આપો કહે–મેં નજરે જોયાંને! પણ વછેરાંના ઇંડા હોય જ નહિ પછી નજરે ક્યાંથી જોયા? તમારી જોવાની ભૂલ
છે. તેવી રીતે અજ્ઞાની જીવ કહે છે કે “જીવ પરનું કરે એમ નજરે દેખાય છે ને? ” પણ ભાઈ! જીવ પરનું કરી
જ શકતો નથી તો તેં નજરે શું જોયું? નજરે તો જડની ક્રિયા દેખાય છે, આત્માએ તે કર્યું એમ તો દેખાતું નથી.
જુઓ! આ હાથમાં લાકડું છે તે ઊંચુ થયું–હવે ત્યાં આત્માએ શું કર્યું? કે પ્રથમ લાકડું નીચે હતું પછી ઊંચું થયું–
એમ આત્માએ જાણ્યું છે, પણ લાકડું ઊંચુ કરી શકવા આત્મા સમર્થ નથી. અજ્ઞાની જીવ પણ “લાકડું ઊંચુ થયું”
એમ જાણે છે, પરંતુ તે “મેં આ લાકડું ઊંચુ કર્યું” એમ માનીને નજરે દેખાય છે તેના કરતાં ઊંધુંં માને છે.
પ્રશ્ન:– હાથ તો આત્માએ હલાવ્યો ત્યારે હાલ્યોને?
ઉત્તર:–હાથ તો જડ છે–ચામડું છે, તે કાંઈ આત્મા નથી. આત્મા અને હાથ બન્ને જુદા પદાર્થો છે. આત્મા
હાથનું કાંઈ કરી શકે નહિ. આત્મા હાથનું કરી શકે એમ માનવું તે ચામડાને પોતાનું માનવારૂપ ચોરી છે–હિંસા
છે–મહાનપાપ છે.
(૧) એક આત્મા બીજા આત્માનું કાંઈ કરી શકે અથવા
(૨) એક આત્મા જડનું કાંઈ કરી શકે અથવા

PDF/HTML Page 8 of 17
single page version

background image
: ચૈત્ર ૨ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૦૩ :
(૩) એક પુદ્ગલ બીજા પુદ્ગલનું કાંઈ કરી શકે અથવા
(૪) એક પુદ્ગલ આત્માનું કાંઈ કરી શકે એમ માનવું તે મહાન હિંસા છે, તેના જેવું મહાન પાપ
જગતમાં બીજું કોઈ નથી, એ હિંસાનું ફળ જન્મ–મરણની જેલ છે.
જે જીવ, એક પણ પરદ્રવ્યનું આત્મા કાંઈ કરી શકે એમ માને છે તે એવા એવા અનંતા પરદ્રવ્યો છે તેનું
પણ આત્મા કરી શકે એવા અનંત પરદ્રવ્યોના કર્તૃત્વના મહાઅહંકારરૂપ ઊંધી માન્યતામાં આવ્યો અને જેમ પોતે
પરદ્રવ્યનું કરી શકે છે તેમ પરદ્રવ્ય પોતાનું કરી શકે એમ પણ તે ઊંધી માન્યતામાં આવ્યું એટલે પોતાને નમાલો
પરદ્રવ્યને આધીન માન્યો, આ રીતે બન્ને તત્ત્વોને પરાધીન માન્યા છે તે જ તત્ત્વની હિંસા છે. એક દ્રવ્ય બીજા
દ્રવ્યને કાંઈ કરી શકે એમ માનવું તેમાં પોતાના જ સ્વાધીન સ્વરૂપની હિંસા છે, અને પરાધીનપણાની ઊંધી
માન્યતાનું ત્રિકાળી પાપ તે એક સમયની માન્યતામાં છે; તથા “પરદ્રવ્યનું હું કાંઈ જ ન કરી શકું, પરદ્રવ્ય મારૂં
કાંઈ ન કરી શકે, દરેક તત્ત્વો સ્વતંત્ર સ્વાધીન પરીપૂર્ણ છે, સત્ સ્વરૂપ છે, કોઈ તત્ત્વને કોઈ તત્ત્વનો આધાર
નથી” એમ દરેક પદાર્થોની સ્વતંત્રતા માનવી તેમાં ત્રિકાળી સત્નો સ્વીકાર છે. સ્વતંત્ર સત્ સ્વરૂપનો આદર છે
એ જ ધર્મ છે.
પ્રશ્ન:–આત્મા તો અનંત શક્તિવાળો છે, તે પરનું કાંઈ જ ન કરી શકે એવો નમાલો નથી. જો પરનું કાંઈ
ન કરી શકે તો આત્માને અનંત શક્તિવાળો કેમ કહેવાય?
ઉત્તર:–આત્મા અનંત શક્તિવાળો છે એ વાત સાચી, પણ આત્માની અનંત શક્તિ આત્મામાં છે, પરમાં
આત્માની શક્તિ હોય નહિ. આત્મા ચેતન પદાર્થ છે, અને જ્ઞાન દર્શન, આનંદ, પુરુષાર્થ વગેરે અનંત ચૈતન્ય
શક્તિ તેનામાં છે, પરંતુ તે શક્તિથી આત્મા પરનું કાંઈ કરી શકતો નથી. પરનું કાંઈ કરવા માટે તો આત્મા
તદ્ન શક્તિ રહિત છે અર્થાત્ આત્માની પરદ્રવ્યપણે નાસ્તિ છે તેથી તે પરમાં કાંઈ કરી શકે જ નહિ. પરદ્રવ્ય
સ્વતંત્ર છે, તેમાં આત્માની શક્તિ જઈ કે ચાલી શકે નહીં; આત્માની અનંત શક્તિ આત્મામાં ચાલે છે. આત્માની
પોતા માટે એવી અનંત શક્તિ છે કે પોતાના સવળા ભાવે ક્ષણમાં કેવળજ્ઞાન લ્યે અને પોતાના ઊંધા ભાવે
ક્ષણમાં સાતમી નરકે જાય, એવી આત્માની અનંત શક્તિ આત્મામાં કાર્ય કરી શકે છે, પરમાં કિંચિત્ પણ કાર્ય
કરી શકે નહીં.
દરેક તત્ત્વ પોતપોતાના પરિણામનું ધારક છે અર્થાત્ દરેક વસ્તુ પોતે જ પોતાની અવસ્થાને ધારણ કરે
છે. વસ્તુ તે પરિણામી છે અને અવસ્થા તે તેનું પરિણામ છે. પરિણામી અને તેનું પરિણામ એટલે કે વસ્તુ અને
વસ્તુની અવસ્થા એ બન્ને જુદાં હોય નહિ–એવું વસ્તુસ્વરૂપ છે; છતાં જે જીવ પરદ્રવ્યનાં પરિણામ હું કરી શકું
એમ માને છે તે વસ્તુ સ્વરૂપનું–વિશ્વધર્મનું ખૂન કરે છે. (વસ્તુસ્વરૂપ તો જેમ છે તેમ જ છે, વસ્તુ સ્વરૂપ
અન્યથા થતું નથી, માત્ર અજ્ઞાની પોતાના ભાવમાં ઊંધુ માને છે, એ ઊંધી માન્યતા જ સંસારનું કારણ છે.)
પરિણામી અને પરિણામ અભેદ હોય છે; પરિણામ એક દ્રવ્યમાં થાય અને તેને પરિણમાવનાર બીજું
દ્રવ્ય હોય એમ કદીપણ બને જ નહિ. એક દ્રવ્યનાં પરિણામ બીજા દ્રવ્યના પરિણામમાં કાંઈ અસર કે મદદ કરી
શકતાં નથી. જીવને દાનાદિના શુભભાવ થાય તેને લઈને બીજાનું હિત થઈ જાય અગર હિંસાદિના અશુભભાવ
આવે તેને લઈને બીજાનું અહિત થઈ જાય–એમ નથી, કેમકે જીવના પરિણામનું ફળ તેનામાં જ છે, પરમાં નથી,
અને પરદ્રવ્યની અવસ્થા તેનામાં છે–આમ હોવાથી હું મારી અવસ્થા કરૂં, પરદ્રવ્ય તેની અવસ્થા કરે, હું પરનું ન
કરૂં, પર મારૂં ન કરે એવી પ્રથમ માન્યતા કરે તો જીવની અનંતી શાંતિ પ્રગટે અને અનંતા રાગ–દ્વેષ ટળી જાય.
આ માન્યતા એ જ સૌથી પ્રથમ ધર્મ છે. આ માન્યતા કરવામાં અનંતા પર પદાર્થનો અહંકાર ટાળવાનો અનંત
પુરુષાર્થ આવે છે. “હું શુદ્ધજ્ઞાયક સ્વરૂપી આત્મા છું, જ્ઞાન સિવાય પરદ્રવ્યનું કિંચિત્ હું ન કરી શકું–” એમ જ્યાં
સુધી સમ્યક્ માન્યતા ન થાય ત્યાંસુધી આત્માની સમ્યગ્જ્ઞાનરૂપી કળા ઉઘડે નહિ. સમ્યગ્જ્ઞાન કળા તે જ ધર્મ છે.
“હું પરદ્રવ્યના કતૃત્વ રહિત, પરથી ભિન્ન જ્ઞાનસ્વરૂપ સ્વતંત્ર દ્રવ્ય છું’ એમ જેને પોતાની સ્વતંત્રતા બેસતી
નથી તે બીજા દ્રવ્યોને પણ સ્વતંત્ર માનતો નથી, અને જ્યાં દ્રવ્યને સ્વતંત્ર માનતો નથી તેથી પરદ્રવ્યનું હું કરૂં
અને પરદ્રવ્ય મારૂં કરે એમ તે દ્રવ્યોને પરાધીન માને છે, અને જે જીવને પોતાની સ્વતંત્રતા બેસી છે તે અન્ય
દ્રવ્યોને પણ સ્વતંત્ર જાણે છે. તેથી તે પોતાને પરનો કર્તા માનતો નથી. એટલે અનંતા પરપદાર્થનો અહંકાર ટળી
જતાં પોતાના સ્વભાવની અનંતી દ્રઢતા થઈ–એજ ધર્મ છે, અને એ જ સ્વાધીનતાનો પંથ છે.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૦૪ : આત્મધર્મ : ચૈત્ર ૨ : ૨૦૦૧
ભગવન મહવર અન વસ્ત સ્વરૂપ
: દર્શાવનાર : રા. મા. દોશી
આ માસમાં ચૈત્ર સુદ ૧૩ ના રોજ શાસનનાયક શ્રી મહાવીર ભગવંતના જન્મ કલ્યાણકનો માંગલિક
દિવસ આવે છે; જન્મકલ્યાણક દિન વાસ્તવિકપણે તો તેમનાથી જ ઊજવી શકાય કે જેઓ ભગવાન મહાવીર
કોણ હતા, તેઓ શા માટે પૂજનિક છે અને તેમના ઉપદેશનું રહસ્ય શું છે–એ જાણતા હોય; જેઓ તે ન જાણતા
હોય તેઓ વાસ્તવિકપણે તેમની જયંતિ ઊજવી ન શકે.
ભગવાનનું પૂજ્યપણું માત્ર બાહ્ય સંયોગો ઉપરથી નથી, પરંતુ અંતરંગ ગુણોની પરિપૂર્ણતાને કારણે જ
ભગવાન પૂજ્ય છે. શ્રી સમન્તભદ્રાચાર્ય દેવાગમ સ્તોત્રમાં કહે છે કે–
‘देवागमन भोया न चामरादि विभूतयः,
माया विष्वपि द्रश्यंते, नातस्त्वमसि नो महान्.
સ્તુતિકાર શ્રી સમંતભદ્રસૂરિને વીતરાગદેવ જાણે કહેતા હોય, હે સમંતભદ્ર! આ અમારા અષ્ટપ્રાતિહાર્ય
આદિ વિભૂતિ તું જો; અમારૂં મહત્વ જો. ત્યારે સિંહ ગૂફામાંથી ગંભીરપદે બહાર નીકળતાં ત્રાડ પાડે તેમ શ્રી
સમંતભદ્રસૂરિ ત્રાડ પાડતા કહે છે:–‘દેવતાઓનું આવવું, આકાશમાં વિચરવું, ચામરાદિ વિભૂતિનું ભોગવવું,
ચામરાદિ વૈભવથી વિંઝાવું, એ તો માયાવી એવા ઈન્દ્રજાળીઆ પણ બતાવી શકે છે. તારા પાસે દેવોનું આવવું
થાય છે, વા આકાશમાં વિચરવું વા ચામર છત્ર આદિ વિભૂતિ ભોગવે છે માટે તું અમારા મનને મહાન્? ના,
ના. એ માટે તું અમારા મનને મહાન નહીં, તેટલાથી તારૂં મહત્વ નહીં. એવું મહત્વ તો માયાવી ઈન્દ્રજાળીઆ
પણ દેખાડી શકે.’
સત્દેવનું મહત્વ વાસ્તવિક શું છે તે તત્ત્વાર્થસૂત્રની ટીકાના મંગળ સ્તોત્રમાં નીચે પ્રમાણે જણાવ્યું છે:–
‘मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां;
ज्ञातारं विश्वतत्त्वानां वंदे तग्दुणलब्धये.’
મોક્ષમાર્ગના નેતા, કર્મરૂપી પર્વતના ભેત્તા–ભેદનાર, વિશ્વ [સમગ્ર] તત્ત્વના જ્ઞાતા [જાણનાર], તેને તે
ગુણોની પ્રાપ્તિ અર્થે વદું છું.
જૈન શિક્ષણ માટે ઉત્તમ તક
્ર ોં ર્ સ્ત્ર િક્ષ
અને ત્યારપછી પાસ થતાં તેમને જૈન પાઠશાળા ચલાવા હરકોઈ ગામે એકવર્ષ માટે મોકલવામાં આવશે,
અને દર માસે રૂા. ૩૦/ – પગાર તથા મોંઘવારી ભથ્થુ રૂા. ૨૦/ – મળી કૂલ રૂા. ૫૦/ – આપવામાં આવશે.
અભ્યાસ દરમ્યાન રહેવા – જમવાની તથા પુસ્તકોની સગવડતા ટ્રસ્ટ તરફથી વગર લવાજમે કરી
આપવામાં આવશે. ઉમેદવારોએ નીચેના સરનામે અરજીઓ મોકલવી..
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ – (કાઠિયાવાડ)
સારભૂત અર્થ:–‘મોક્ષમાર્ગસ્ય નેતારં’ [મોક્ષમાર્ગ લઈ જનાર નેતા] એમ કહેવાથી મોક્ષનું ‘અસ્તિત્વ’,
‘માર્ગ’, અને ‘લઈ જનાર’ એ ત્રણ વાત સ્વીકારી. જો મોક્ષ છે તો તેનો માર્ગ પણ જોઈએ, અને જો માર્ગ છે તો
તેનો દ્રષ્ટા પણ જોઈએ, અને જે દ્રષ્ટા હોય તે જ માર્ગે લઈ જઈ શકે, માર્ગે લઈ જવાનું કાર્ય નિરાકાર ન કરી
શકે, પણ સાકાર કરી શકે, અર્થાત્ મોક્ષમાર્ગનો ઉપદેશ સાકાર ઉપદેષ્ટા એટલે દેહસ્થિતિએ જેણે મોક્ષ અનુભવ્યો
છે એવા કરી શકે. ‘ભેતારં કર્મભૂભૃતાં’ [કર્મરૂપ પર્વતને ભેદવાવાળા] અર્થાત કર્મરૂપી પર્વતો તોડયાથી મોક્ષ
હોઈ શકે; એટલે જેણે દેહસ્થિતિએ કર્મરૂપી પર્વતો તોડયા છે તે સાકાર ઉપદેષ્ટા છે. તેવા કોણ? વર્તમાનદેહે જે
જીવન્મુક્ત છે તે. માટે કેટલાક માને છે તેમ, મુક્ત થયા પછી દેહ ધારણ કરે એવા જીવન્મુક્ત ન જોઈએ. ‘જ્ઞાતારં
વિશ્વતત્વનાં’ [વિશ્વતત્ત્વના જાણનાર] એમ કહેવાથી એમ દર્શાવ્યું કે આપ્ત કેવા જોઈએ, કે જે સમસ્ત વિશ્વના
જ્ઞાયક હોય. ‘વંદે તગ્દુણલબ્ધયે’ [તેના ગુણની પ્રાપ્તિને અર્થે તેને વંદના કરું છું] અર્થાત આવા ગુણવાળા
પુરુષ તે જ આપ્ત છે અને તે જ વંદન યોગ્ય છે. [શ્રીમદ્ રાજચંદ્ર આવૃત્તિ પાંચમી, પાનું ૩૩૧–૩૩૨ ના
આધારે]
આચાર્યદેવે આ સ્તોત્રમાં કોઈ ખાસ વ્યક્તિનું નામ લઈને વંદન કર્યું નથી, પરંતુ જેને પોતે વંદન કરે છે
તેનું સ્વરૂપ તેમના ગુણવડે ઓળખીને તે ગુણની પ્રાપ્તિ માટે વંદન કરેલ છે.
“જૈનધર્મ વીતરાગ પ્રણિત છે...તેનું રહસ્ય એક શબ્દમાં કહીએ તો તે ‘વીતરાગતા’ છે; માટે તે ગુણ
પ્રગટ કર્યા હોય તે સુદેવ અને સુગુરુ થઈ.

PDF/HTML Page 10 of 17
single page version

background image
: ચૈત્ર ૨ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૦૫ :
શકે, અને આપ્ત પુરુષે પ્રણીત કરેલાં શાસ્ત્રોને સુશાસ્ત્ર કહેવાય છે, જીવે પાત્રતા મેળવી આ વસ્તુ યથાર્થ સમજી
લેવાની જરૂર છે. તે ઉપરથી એમ પણ જણાશે કે–
જૈનધર્મ ગુણપૂજા સ્વીકારે છે; વ્યક્તિપૂજા નહિ. ગુણ ગુણી
વગર હોતો નથી તેથી ગુણની પૂજા તે જ જૈનશાસ્ત્રને માન્ય છે.”
[આત્મધર્મ ૩ “જૈનધર્મ” એ શીર્ષક હેઠળનો લેખ પા.–૪૦]
જૈનધર્મનું મુખ્ય રહસ્ય ‘વીતરાગતા’ છે, વીતરાગતાને ‘સ્વની અહિંસા’ કહેવામાં આવે છે; કેમકે કોઈ
જીવ ખરેખર પરની હિંસા કે અહિંસા કરી શકતો નથી, સ્વની હિંસા કે સ્વની અહિંસા પોતાના ભાવે કરી શકે છે.
આ અહિંસાનું સ્વરૂપ ભગવાને નીચે પ્રમાણે કહ્યું છે:–
ભગવાને પ્રરૂપેલી સાચી અહિંસા
‘અહિંસા તે ચારિત્રનું અંગ છે અને સમ્યક્ચારિત્ર સમ્યગ્દર્શન વગર હોઈ શકે નહિ, તેથી મિથ્યાદ્રષ્ટિને
ખરી અહિંસા હોતી નથી.
જૈન દર્શન શિક્ષણ વર્ગ
તા. ૬ – ૫ – ૧૯૪૫ રવિાર બીજા ચૈત્ર વદ – ૯ થી એક માસ સુધી જૈનદર્શના અભ્યાસ
માટે એક શિક્ષણવર્ગ ખોલવામાં આવશે; ૧૪ વર્ષથી ઉપરના ઉમેદવારોને દાખલ કરવામાં
આવશે. શિક્ષણવર્ગમાં દાખલ થનારને માટે ભોજની તથા રહેવાની સગવડ સ્વાધ્યાય મંદિર
ટ્રસ્ટ તરફથી થશે. આ વર્ગમાં દાખલ થવા ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે લખવું: –
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ–કાઠિયાવાડ
સૂચના–જેની અરજી નામંજુર થવા સંબંધે સમાચાર તા. ૧–૫–૪૫ સુધીમાં ન મળે તેઓએ વર્ગમાં હાજર થવું.
લૌકિક માન્યતા એવી છે કે–પર જીવોની હિંસા ન કરવી એવો ધર્મ ભગવાને ઉપદેશ્યો છે; પણ એ
માન્યતા ભૂલવાળી છે. ‘કોઈ જીવને મારવો નહિ, દુઃખ દેવું નહિ’ એવો ઉપદેશ દરેક ઘરમાં લોકો આપે છે,
શાળાઓમાં પણ તે ઉપદેશ ઓછે કે વધારે અંશે મળે છે; હવે જો તેને ભગવાને ધર્મ કહ્યો હોય તો ભગવાનને
લૌકિક પુરુષ ગણવા જોઈએ; પણ ભગવાનને તેમનું અનંત વીર્ય પ્રગટ્યા પછી જે દિવ્યધ્વનિ પ્રગટ થાય છે
તેમાં તો એવો ઉપદેશ હોય છે કે–આ લૌકિક માન્યતા ખોટી છે; કોઈ કોઈની હિંસા કરી શકે નહિ, પણ હિંસાના
વિકારી ભાવ જીવ કરી શકે, અને તે રીતે (વિકારી ભાવથી) જીવ પોતાની હિંસા અનાદિથી કરી રહ્યો છે.
ભગવાને અહિંસાનું સ્વરૂપ નીચે મુજબ કહ્યું છે:–
જીવમાં મોહ (મિથ્યાત્વ) અને રાગ–દ્વેષનું ઉત્પન્ન થવું તે હિંસા છે અને તે પેદા ન થતાં
આત્મસ્વરૂપમાં સ્થિત રહેવું તે અહિંસા જ ખરો ધર્મ છે. દ્રવ્યપ્રાણોનો ઘાત પણ ભાવહિંસા વિના કહેવાતો
નથી. જે જીવો ઉક્ત અહિંસાનું સર્વથા પાલન ન કરી શકે તે જેટલે અંશે તે સાચી અહિંસાને પાળી શકે
તેટલે જ અંશે અહિંસક છે અને શેષ અંશે હિંસાના ભાગી છે. એ ધ્યાન રાખવાની વાત છે કે–જેટલે અંશે
વીતરાગભાવ છે તે જ અહિંસા છે, અને શુભરાગ પણ હિંસા છે. આ અહિંસા તે મહાવીરે પ્રરૂપેલ છે.
ભગવાન અલૌકિક આત્મા હતા તેથી તેમણે બતાવેલી અહિંસા પણ અલૌકિક હોય તે જ ન્યાયસર છે.
પોતાનું સ્વરૂપ યથાર્થપણે સમજીને મિથ્યાદર્શન ટાળ્‌યા સિવાય કોઈ પણ જીવ અહિંસક, સત્યરૂપ, અચૌર્યરૂપ,
બ્રહ્મચર્યરૂપ કે અપરિગ્રહરૂપ અંશે કે પૂર્ણતાએ થઈ શકે નહિ.
સ્પષ્ટપણે દિવ્યધ્વનિથી જ્યારે તે જગજાહેર થતું
હતું ત્યારે શાસનભક્ત દેવો દુદુંભિના દિવ્યનાદથી તેને વધાવી લેતા હતા.
ભગવાનનો આ ઉપદેશ સાંભળી ઘણા ભવ્ય જીવો ધર્મ પામ્યા–એટલે કે સમ્યગ્દ્રષ્ટિ થયા;
સમ્યગ્દર્શનપૂર્વક સમ્યક્ચારિત્રી થયા; તેઓ જ્યારે શુદ્ધભાવમાં ન રહી શકતા ત્યારે અશુભભાવ ટાળી શુભમાં
રહેતા; કોઈ જીવની હિંસા કરવાનો ભાવ તે પાપભાવ હોવાથી તેવા ભાવો તેમણે ટાળ્‌યા. જેઓ સ્વરૂપ ન
સમજ્યા પણ સ્વરૂપ સમજવાની રુચિવાળા થયા તેઓએ પણ હિંસાના તીવ્ર અશુભભાવોને ટાળ્‌યા. જેઓને
સ્વરૂપસમજવા તરફ

PDF/HTML Page 11 of 17
single page version

background image
: ૧૦૬ : આત્મધર્મ : ચૈત્ર ૨ : ૨૦૦૧
વલણ ન થયું તેઓ મંદ કષાય તરફ પ્રેરાયા અને તેથી તેઓએ પણ અશુભ ભાવ કેટલેક અંશે છોડયા–વ્યવહારી
અજ્ઞાની લોકોની ભાષામાં–પરજીવોની હિંસા તે કારણે અટકી તે કાર્યને અહિંસા વધી–જીવો બચ્યાં–એમ કહેવાનો
રૂઢ પ્રસિદ્ધ વ્યવહાર છે; તેથી ‘ભગવાનના ઉપદેશથી પરજીવોની હિંસા અટકી’ એમ લૌકિક રીતે કહ શકાય, પણ
શબ્દપ્રમાણે કોઈ તેનો અર્થ કરે તો ભગવાન પરના કર્તા ઠરે–કે જે અસત્ય છે.”
[આત્મધર્મ અંક ૬ ‘મહાવીર
જીવનચરિત્ર પાન–૯૩–માંથી]
ભગવાન મહાવીર વિશ્વઉપકારક અને મહાન તીર્થના પ્રવર્તક તીર્થંકર મહાપુરુષ હતા; તેથી ભગવાનના
જન્મજયંતિના માંગલિક દિવસને જનસમૂહ ઊજવે એ સ્વાભાવિક છે, પરંતુ જયંતિ ઊજવનાર ભગવાનના
પરિપૂર્ણ ગુણોનું સ્વરૂપ ઓળખીને, પરમાર્થે પોતાનું સ્વરૂપ પણ તેવું જ છે–એવી શ્રદ્ધા કરે–તેને ભગવાન જેવા
પોતાના પરિપૂર્ણ ગુણોનો અંશ પ્રગટે, અને જેને તેવા ગુણોનો અંશ પ્રગટે તેણે જ વાસ્તવિકપણે ભગવાનની
જયંતિ ઊજવી ગણાય; તેથી સાચું સુખ જોઈતું હોય તેમણે પહેલાંં સાચી શ્રદ્ધા–જ્ઞાન કરવાં જોઈએ.
જો કોઈ જીવ એકવાર પણ દ્રવ્યદ્રષ્ટિ ધારણ કરે તો તેનો અવશ્ય
મોક્ષ થાય જ
(૧) દ્રવ્યદ્રષ્ટિમાં ભવ નથી.
આત્મા વસ્તુ છે; વસ્તુ એટલે શક્તિ–સામર્થ્યથી પૂર્ણ ત્રિકાળ એકરૂપ ટકતું દ્રવ્ય. એ દ્રવ્યનું વર્તમાન તો
દરેક સમયે હોય જ. હવે એ વર્તમાન જો નિમિત્તને આધીન હોય તો વિકાર છે અર્થાત્ સંસાર છે; અને જો તે
વર્તમાન સ્વલક્ષે–સ્વાશ્રયપણે હોય તો, દ્રવ્યમાં વિકાર ન હોવાથી તે પર્યાયમાં પણ વિકાર હોય નહિ એટલે કે
મુક્તિ જ હોય. દ્રષ્ટિએ જે દ્રવ્યનું લક્ષ કર્યું છે તે દ્રવ્યમાં ભવ કે ભવનો ભાવ નથી, તેથી તે દ્રવ્યના લક્ષે થતી
અવસ્થામાં પણ ભવ કે ભવનો ભાવ નથી. એટલે દ્રવ્ય દ્રષ્ટિમાં તો ત્રિકાળ મુક્તિ જ છે તેમાં ભવ નથી.
જો દ્રવ્યની વર્તમાન અવસ્થા પોતાના લક્ષને ચૂકીને જીવ કરતો હોય તો તે વિકારી છે, છતાં પણ તે
વિકાર તો એક જ સમય પૂરતો છે, ત્રિકાળ દ્રવ્યમાં તે વિકાર નથી, એટલે ત્રિકાળી દ્રવ્યના લક્ષે વર્તમાન
અવસ્થા થાય તેમાં ઉણપ કે વિકાર નથી અને જ્યાં ઉણપ કે વિકાર નથી ત્યાં ભવનો ભાવ નથી અને ભવનો
ભાવ નથી માટે ભવ પણ નથી, એટલે દ્રવ્યસ્વભાવમાં ભવ નહિ હોવાથી દ્રવ્યસ્વભાવની દ્રષ્ટિમાં ભવનો
અભાવ જ છે. દ્રવ્યદ્રષ્ટિ ભવને સ્વીકારતી નથી.[રાત્રિચર્ચા]
આત્માનો સ્વભાવ નિઃસંદેહ છે તેથી તેમાં ૧–સંદેહ, ૨–રાગદ્વેષ કે ૩–ભવ નથી–તે કારણે સમ્યગ્દ્રષ્ટિને
૧–પોતાના સ્વરૂપનો સંદેહ નથી, ૨–રાગદ્વેષનો આદર નથી, અને ૩–પોતાને ભવની શંકા નથી. દ્રષ્ટિ એકલા
સ્વભાવને જ જુએ છે, દ્રષ્ટિ પર વસ્તુને કે પર નિમિત્તની અપેક્ષાથી થતા વિભાવ ભાવોને પણ સ્વીકારતી નથી,
તેથી વિભાવભાવના કારણે થતા ભવ પણ દ્રષ્ટિમાં નથી. દ્રષ્ટિ એકલી સ્વવસ્તુને જ જોતી હોવાથી–તેમાં પર દ્રવ્ય
સાથેનો નિમિત્ત–નૈમિત્તિક સંબંધ પણ નથી. નિમિત્ત–નૈમિત્તિક સંબંધ વગર એકલો સ્વભાવભાવ જ રહ્યો,
સ્વભાવભાવમાં ભવ નથી–તેથી–દ્રવ્યદ્રષ્ટિમાં ભવ નથી. આમ હોવાથી દ્રવ્યદ્રષ્ટિનું જોર નવા ભવનું બંધન પડવા
દેતું નથી; અને દ્રવ્યદ્રષ્ટિના ભાન વગરના ભાવમાં ભવનું બંધન પડ્યા વગર રહેતું નથી; કેમકે તેની દ્રષ્ટિ દ્રવ્ય
ઉપર તો છે નહિ, પર્યાય ઉપર અને રાગ ઉપર દ્રષ્ટિ છે–તે દ્રષ્ટિ બંધનું જ કારણ છે.
(૨) દ્રવ્યદ્રષ્ટિ ભવને બગડવા દેતી નથી.
દ્રવ્યદ્રષ્ટિ થયા પછી કદાચ અસ્થિરતા રહી જાય અને એક–બે ભવ હોય તો પણ તે ભવ બગડતા નથી.
દ્રવ્યદ્રષ્ટિ પછી જીવ કદાચ લડાઈમાં ઉભો હોય અને બાણ–ઉપર બાણ છોડતો હોય અને નીલ–કાપોત લેશ્યાના
અશુભભાવ આવે છતાં તે વખતે નવા ભવના આયુનો બંધ પડે નહિ, કેમકે અંદર દ્રવ્યદ્રષ્ટિનું બેહદ જોર પડ્યું
છે તે જોર ભવને બગડવા દેતું નથી. તેમ જ ભવને વધવા દેતું નથી, જ્યાં દ્રવ્યસ્વભાવ ઉપર દ્રષ્ટિ પડી ત્યાં
સ્વભાવ તેનું કાર્ય કર્યા વગર રહેશે નહિ; તેથી દ્રવ્યદ્રષ્ટિ થયા પછી હલકી ગતિનો બંધ ન પડે તેમજ ભવ વધે
પણ નહિ. એવો જ દ્રવ્યસ્વભાવ છે. (૨૧–૯–૪૪ ચર્ચાના આધારે)
(૩) દ્રવ્ય દ્રષ્ટિને શું માન્ય છે.
દ્રવ્યદ્રષ્ટિ કહે છે કે– “હું એકલા આત્માને જ સ્વીકારૂં છું.” એકલા આત્મામાં પરનો સંબંધ હોય નહિ,
તેથી પરના સંબંધે થતા ભાવોને તે દ્રષ્ટિ સ્વીકારતી નથી,

PDF/HTML Page 12 of 17
single page version

background image
: ચૈત્ર ૨ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૦૭ :
અરે! ચૌદ ગુણસ્થાન ભેદો પણ પર સંયોગે થતા હોવાથી તેનો પણ સ્વીકાર નથી. દ્રષ્ટિને તો એકલો આત્મ
સ્વભાવ જ માન્ય છે. જે જેનો સ્વભાવ હોય તેનો તેમાં કદી જરા પણ અભાવ થાય નહિ અને અંશે પણ
અભાવ કે ફેરફાર થાય તે વસ્તુનો સ્વભાવ નથી; એટલે જે ત્રિકાળ એકરૂપ રહે છે તે જ વસ્તુનો સ્વભાવ છે
અને દ્રષ્ટિ તેને જ માને છે. દ્રવ્યદ્રષ્ટિ કહે છે કે:– “હું જીવને માનું છું–એ જીવ કેટલો?...સંબંધ વિના રહે તેટલો...
એટલે કે સર્વ પર પદાર્થનો સંબંધ કાઢી નાંખતાં જે એકલું સ્વતત્ત્વ રહે તે જીવ છે–તેને જ હું સ્વીકારૂં છું. મારા
લક્ષ્ય–ચૈતન્ય ભગવાનને પરની અપેક્ષાએ ઓળખાવવો તે ચૈતન્ય સ્વભાવમાં લાજપ છે–મારા ચૈતન્યને પરની
અપેક્ષા નથી. એક સમયમાં પરિપૂર્ણ દ્રવ્ય તે જ મને માન્ય છે.”
[૧૮–૧–૪૫ ના વ્યાખ્યાનમાંથી સમયસાર
ગાથા–૬૮]
(૪) મોક્ષ પણ દ્રવ્યદ્રષ્ટિને આધીન છે.
જો કોઈ જીવ એકવાર પણ દ્રવ્ય દ્રષ્ટિને ધારણ કરે તો તે જીવ જરૂર મોક્ષ પામે જ. અને દ્રવ્યદ્રષ્ટિ વગર
બીજાં અનંત–અનંત ઉપાયો કરે તો પણ જીવ મોક્ષ પામે જ નહિ. શ્રીમદ્ રાજચંદ્રજી ‘સમ્યક્ત્વની પ્રતિજ્ઞા’ સંબંધે
કહે છે કે:–“મને ગ્રહણ કરવાથી, ગ્રહણ કરનારની ઈચ્છા ન થાય તો પણ મારે તેને પરાણે મોક્ષ લઈ જવો પડે
છે.” તથા તેમણે જ કહ્યું છે કે–“સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવાયોગ્ય
નથી.” માટે જેને મોક્ષ જોઈતો હોય તેણે દ્રવ્યદ્રષ્ટિ ધારણ કરવી જોઈએ. જે જીવને દ્રવ્યદ્રષ્ટિ થઈ છે તેનો મોક્ષ છે
જ, અને જે જીવને દ્રવ્યદ્રષ્ટિ નથી તેને મોક્ષ નથી જ. એ રીતે મોક્ષ દ્રષ્ટિને આધીન છે.
(૫) જ્ઞાન પણ દ્રષ્ટિને આધીન
જે જીવને દ્રવ્યદ્રષ્ટિ નથી તે જીવનું જ્ઞાન સાચું નથી. ભલે જીવ અગિયાર અંગનું જ્ઞાન કરે પણ જો
દ્રવ્યદ્રષ્ટિ ન કરે તો તેનું બધું જ્ઞાન મિથ્યાજ્ઞાન જ છે; અને કદાચ નવતત્ત્વનાં નામ ન જાણતો હોય છતાં પણ જો
જીવને દ્રવ્યદ્રષ્ટિ હોય તો તે જીવનું જ્ઞાન સમ્યગ્જ્ઞાન કહેવાય છે. સમ્યગ્દર્શનને નમસ્કાર કરતાં શ્રીમદ્
રાજચંદ્રજીએ કહ્યું છે કે– “અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યંતર કરી
જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર.” દ્રવ્યદ્રષ્ટિ વગરનું જ્ઞાન મિથ્યાજ્ઞાન છે અને તે
સંસારનું કારણ છે; દ્રવ્યદ્રષ્ટિ થતાં જ્ઞાન સમ્યક્પણું પામે છે–તેથી જ્ઞાન પણ દ્રષ્ટિને આધીન છે.
[નોંધ:–દ્રવ્યદ્રષ્ટિ કહો કે આત્મસ્વરૂપની ઓળખાણ કહો, તેમજ સમ્યગ્દ્રષ્ટિ, પરમાર્થ દ્રષ્ટિ, વસ્તુ દ્રષ્ટિ,
સ્વભાવ દ્રષ્ટિ, યથાર્થ દ્રષ્ટિ, ભૂતાર્થ દ્રષ્ટિ–એ બધા એકાર્થ વાચક શબ્દો છે.]
(૬) ઊંધી દ્રષ્ટિની ઊંધાઈનું માહાત્મ્ય
જે જીવોને ઉપર કહી તેવી દ્રવ્યદ્રષ્ટિ ન હોય તે જીવોને ઊંધી દ્રષ્ટિ હોય છે. [ઊંધી દ્રષ્ટિનાં બીજાં પણ
અનેક નામો છે જેવાં કે–મિથ્યા દ્રષ્ટિ, વ્યવહાર દ્રષ્ટિ, અયથાર્થદ્રષ્ટિ, ખોટી દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ, વિકાર દ્રષ્ટિ,
અભૂતાર્થ દ્રષ્ટિ એ બધાં એકાર્થવાચક શબ્દો છે.
] એ ઊંધી દ્રષ્ટિ એક સમયમાં અખંડ પરિપૂર્ણ સ્વભાવને માનતી
નથી; એટલે એક સમયમાં અખંડપરિપૂર્ણ વસ્તુનો નકાર કરવાનું અનંતુ ઊંધુંં સામર્થ્ય તે દ્રષ્ટિમાં છે. આખા
સ્વભવનો અનાદર કરનાર તે દ્રષ્ટિ અનંતા સંસારનું કારણ છે, અને તે દ્રષ્ટિ એક સમયમાં મહા પાપનું કારણ
છે. હિંસા, ચોરી, જૂઠૂં, શિકાર વગેરે સાત વ્યસનોના પાપ કરતા પણ ઊંધી દ્રષ્ટિનું પાપ અનંતગણું વધારે છે.
(૭) દ્રવ્યદ્રષ્ટિ એ જ કર્તવ્ય છે.
અનાદિ–અનાદિકાળથી ચાલ્યા આવતાં આ સંસારના ભયંકર દુઃખોનો નાશ કરવા માટે તેના મૂળભૂત
બીજરૂપ મિથ્યાત્વનો, આત્માની સાચી સમજણરૂપ સમ્યકત્વ દ્વારા નાશ કરવો–એ જ જીવનું કર્તવ્ય છે.
અનાદિથી સંસાર પરિભ્રમણ કરતાં આ જીવે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા વગેરે બધું પોતાની
માન્યતાપ્રમાણે અનંતવાર કર્યું છે અને પુણ્ય કરી સ્વર્ગનો દેવ અનંતવાર થયો છે, છતાં સંસાર–ભ્રમણ ટળ્‌યું
નથી–તેનું એક માત્ર કારણ એ જ છે કે જીવે પોતાના આત્માસ્વરૂપને જાણ્યું નથી, સાચી દ્રષ્ટિ કરી નથી. અને
સાચી દ્રષ્ટિ કર્યા વગર ભવના નિવેડા આવે તેમ નથી તેથી આત્મહિત માટે દ્રવ્યદ્રષ્ટિ કરી સમ્યગ્દર્શન પ્રગટાવવું
એ જ સર્વ જીવોનું કર્તવ્ય છે–અને તે કર્તવ્ય સ્વ તરફના પુરુષાર્થથી દરેક જીવ કરી શકે છે. એ સમ્યગ્દર્શન
કરવાથી જીવનો જરૂર મોક્ષ થાય છે.

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૦૮ : આત્મધર્મ : ચૈત્ર ૨ : ૨૦૦૧
ંશ્રી સમયસાર શાસ્ત્ર અત્યંત અજ્ઞાનીઓનું અજ્ઞાન ટાળવા માટે રચાયેલું છે
સંક્ષિપ્ત અવલોકન : સંપાદક : રા. મા. દોશી
દર્શન ત્રીજાુ
; સ્ત્ર
પર અવલોકન કર્યું હતું, હવે ત્યાર પછી આગળની ગાથાઓમાં આચાર્ય ભગવાન શું કહેવા માગે છે તે જોઈએ.
[ગાથા ૨૩ થી ૨૫]
૨૮ આ ગાથાઓમાં આચાર્ય ભગવાન અપ્રતિબુદ્ધને સમજાવવા માટે પ્રયત્ન કરે છે. આત્માના યથાર્થ સ્વરૂપને
નહીં સમજનારા જીવોને અજ્ઞાની, અપ્રતિબુદ્ધ, પર્યાયબુધ્ધિ કે મિથ્યાદ્રષ્ટિ કહેવામાં આવે છે. આ ગાથાઓ અનાદિના
અજ્ઞાનીને ઉદેશીને કહેલી છે. આ ગાથામાં આચાર્યદેવ કહે છે કે:–
અજ્ઞાનથી જેની મતિ મોહિત થઈ છે. તેવા જીવો બધ્ધ અને અબધ્ધ પુદ્ગલ દ્રવ્યને ‘મારૂં છે’ એમ માને છે.
(શરીરાદિ બધ્ધ પુદ્ગલ દ્રવ્ય છે, ધન્ય ધાન્યાદિ અબધ્ધ પુદ્ગલ દ્રવ્ય છે.) તેવા જીવને કહે છે કે વીતરાગ સર્વજ્ઞ દેવના
જ્ઞાનમાં જીવ સદા ઉપયોગ લક્ષણવાળો દેખાયો છે, તો તારો જીવ પુદ્ગળ કેમ થઈ શકે છે કે જેથી “મારૂં આ” એમ તું
માને છે; જો જીવ પુદ્ગળ થઈ જતો હોય અને પુદ્ગળ જીવ થઈ જતું હોય તો તો “ પુદ્ગળ દ્રવ્ય મારૂં છે ” એમ તું
માની શકે, પણ તેમ તો કદી થતું નથી.
૨૯ આ પ્રમાણે ઉપદેશ આપી મિથ્યા માન્યતા છોડવા અપ્રતિબુદ્ધને સમજાવ્યું.
[ગાથા–૨૬]
૩૦ આચાર્ય ભગવાનનું કથન સાંભળવા માંગતો જીવ અજ્ઞાની છે, પણ તે પોતાનું અજ્ઞાન ટાળવાની
રુચિવાળો છે તેથી વધારે સમજવા માટે તે અજ્ઞાની (અપ્રતિબુદ્ધ) પોતે પ્રશ્ન રૂપે આ ગાથા કહે છે; તે પ્રશ્નની ગાથામાં
અપ્રતિબુદ્ધ શિષ્ય કહે છે કે:–
જો જીવ છે તે શરીર ન હોય તો તીર્થંકર ભગવાન તથા આચાર્યની સ્તુતિ કરીએ છીએ તે બધીએ મિથ્યા
(જુઠી) થાય છે તેથી અમે તો સમજીએ છીએ કે જીવ તે દેહ (શરીર) જ છે.
૩૧ અપ્રતિબુદ્ધ ઉપરની ૨૩, ૨૪, ૨૫ ગાથાઓ સાંભળીને આ પ્રશ્ન રજુ કરે છે અને તે પ્રશ્નમાં પોતેજ કહે
છે કે અમે તો જીવ અને શરીર એક જ માનીએ છીએ. અને તેના ટેકામાં ભગવાન તથા આચાર્ય દેવના શરીરની જે
સ્તુતિઓ કરવામાં આવે છે તેને દલીલરૂપે રજુ કરે છે. અહીં તો અજ્ઞાનીએ પોતાની માન્યતાને શાસ્ત્રનો પણ ટેકો છે
એમ કહ્યું. એ પ્રશ્ન સ્પષ્ટ રીતે જણાવે છે કે આ શાસ્ત્ર મુખ્ય પણે અજ્ઞાનીને સમજાવવા માટે રચ્યું છે.
[ગાથા ૨૭ થી ૩૦: વ્યવહાર સ્તુતિનું સ્વરૂપ]
૩૨ અજ્ઞાનીએ ગાથા ૨૬ માં પોતાની માન્યતા જે રજુ કરી તે ભૂલ ભરેલી છે એમ જણાવી તેને યથાર્થ સ્વરૂપ
સમજાવવા માટે આ ગાથાઓ આચાર્યદેવે કહી છે.
૩૩ અહીં આચાર્યદેવ અજ્ઞાનીને કહે છે કે–ભાઈ, નયનું સ્વરૂપ તું બરાબર જાણતો નથી માટે શરીરની સ્તુતિના
શબ્દો ઉપરથી જીવ અને શરીર એક છે એમ માની લીધું છે. નય વિભાગને જે જીવો જાણે છે તેઓ આ સ્તુતિનો ભાવ
બરાબર સમજે છે. તેથી તે સ્તુતિનો ખરો અર્થ શું છે તે ગાથાઓમાં કહેવામાં આવ્યો છે.
૩૪ ગાથા ૨૭ માં કહ્યુ્રં કે–સોનરૂપાને એક પિંડરૂપે કહેવાની–બોલવાની રીત છે. પણ તેથી સોનું અને રૂપું એક
થઈ જતું નથી; તેમ જીવ અને શરીર આકાશના એક જ ભાગમાં રહ્યાં છે– તેથી તેને એકક્ષેત્રાવગાહ અપેક્ષાએ એક
કહેવામાં આવે છે. પણ ખરેખર તે બન્ને ભિન્ન છે, તેથી એક પદાર્થ કદી પણ થઈ શકતાં જ નથી. [એક ક્ષેત્રાવગાહ
અપેક્ષા લક્ષમાં રાખીને જે એકપણે કહેવાની રીત છે તેને શાસ્ત્રની પરિભાષામાં વ્યવહારનય કહેવામાં આવે છે; અને
વસ્તુ ભિન્ન છે તેથી એક કદી થઈ શકે નહીં તે કથનને શાસ્ત્રમાં નિશ્ચય (ખરેખરો) નય કહેવામાં આવે છે.]
૩૫ જ્ઞાનીઓ સ્તુતિઓનો ભાવ બરાબર સમજે છે. તેથી તેઓ તેનો અર્થ એવો કરે છે કે:– જો કે સ્તુતિના
શબ્દો શરીરને ઉદેશીને છે–છતાં તેઓના લક્ષમાં તીર્થંકરદેવ તથા આચાર્યના આત્માની શુદ્ધતાની સ્તુતિ કરવામાં આવે
છે. આવો તે ગાથાઓનો અર્થ થાય છે અને આ સ્તુતિ વ્યવહાર સ્તુતિ છે એમ કહ્યું. ‘વ્યવહાર સ્તુતિ છે’ એમ
કહેવાનો અર્થ એ છે કે–કેવળી ભગવાન અને આચાર્ય મહારાજ તે સ્તુતિ કરનાર જીવથી પર છે તેથી પરની સ્તુતિમાં
રાગ આવ્યા વિના રહેતો નથી; તે વડે શુભભાવ થાય છે. પણ તે ધર્મ નથી. (જુઓ ગાથા ૨૮)
૩૬ એ વિષયને સ્પષ્ટ કરવા માટે ગાથા ૨૯ માં કહ્યું છે કે–શરીરના ગુણો દ્વારા કેવળીની સ્તુતિ તે વ્યવહાર
સ્તુતિ છે–તે ખરી (નિશ્ચય) સ્તુતિ નથી. નિશ્ચય

PDF/HTML Page 14 of 17
single page version

background image
: ચૈત્ર ૨ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૦૯ :
સ્તુતિ તો કેવળીના જેવા ગુણો છે તેવા પોતામાં અંશે પ્રગટ કરવા તે છે. તે પરમાર્થથી કેવળીની સ્તુતિ
છે.
૩૭ શરીરના ગુણો દ્વારા કેવળી ભગવાનની સ્તુતિ તે ખરી સ્તુતિ નથી એમ બતાવવા માટે ગાથા ૩૦
માં દ્રષ્ટાંત આપ્યું છે. તે દ્રષ્ટાંતમાં કહ્યું છે કે–નગરની સ્તુતિ કરતાં રાજાની ખરી સ્તુતિ થતી નથી. તેમ દેહ
ગુણની સ્તુતિ કરતાં કેવળી ભગવાનની ખરી સ્તુતિ નથી થતી.
૩૮ એ પ્રમાણે વ્યવહાર સ્તુતિનું સ્વરૂપ સમજાવ્યું (બીજી રીતે કહીએ તો વ્યવહાર નયનું સ્વરૂપ
સમજાવ્યું) તેમાં કહ્યું કે–વ્યવહારનયે જે ભગવાનની સ્તુતિ છે તે શુભભાવ છે તેથી તે સાચી સ્તુતિ નથી. સાચી
સ્તુતિ તો તે કહેવાય કે જેના દ્વારા શુદ્ધભાવ પ્રગટે છે. નિશ્ચય સ્તુતિનું સ્વરૂપ ગાથા ૩૧, ૩૨, ૩૩ માં અજ્ઞાનીનું
અજ્ઞાન ટાળવા માટે આચાર્ય ભગવાને કહ્યું છે. તે સમજતાં અજ્ઞાન ટળી જાય છે એમ હવે જણાવે છે.
[ગાથા ૩૧–૩૨–૩૩: નિશ્ચય સ્તુતિનું સ્વરૂપ.]
૩૯ જીવને અનાદિની અજ્ઞાન દશા ચાલતી આવે છે તેથી કદી પણ નિશ્ચય સ્તુતિનું સ્વરૂપ જીવ સમજ્યો
નથી તેથી તે અજ્ઞાન ટાળવા માટે નિશ્ચય સ્તુતિનું સ્વરૂપ પ્રગટપણે આ ગાથામાં પ્રતિપાદન કર્યું છે.
૪૦ જીવે અનાદિથી ઈન્દ્રિયો પોતાની છે–એમ માન્યું છે. તે ઈન્દ્રિયોની મદદ વડે જ્ઞાન થાય એમ માન્યું છે
અને ઈન્દ્રિયો દ્વારા જણાતા પદાર્થોનો સંગ કર્યો છે; અહીં સમજાવ્યું છે કે:–તે જડ ઈન્દ્રિયો–ભાવ–ઈન્દ્રિય અને
ઈન્દ્રિયોના વિષયભૂત પદાર્થોથી તારૂં સ્વરૂપ તદન જુદું છે; તું જ્ઞાન સ્વરૂપ છો માટે નિર્મળ ભેદ–અભ્યાસની
પ્રવિણતા પ્રાપ્ત કરી, અંતરંગમાં જે અંતરંગ પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે, તે
દ્રવ્યેંદ્રિઓ પોતાથી જુદી છે એમ નક્કી કરવું. તથા તું એક અખંડ ચૈતન્ય શક્તિરૂપ છો માટે ખંડખંડ જ્ઞાન તે તું
નથી એમ નક્કી કરવું, તથા સ્પર્શાદિ પદાર્થોથી તું અસંગ છો–એમ ત્રણ પ્રકાર સમજાવી કહ્યું છે કે– (૧) જીવને
ચૈતન્યના જ અવલંબનનું બળ છે (૨) જીવ અખંડ જ્ઞાન સ્વરૂપ છે (૩) જીવ અસંગ છે. એમ નક્કી કરવાથી
જિતેન્દ્રિય થવાય છે. માટે પ્રથમ આ માન્યતા પ્રગટ કરવી તે માન્યતા જ જિતેન્દ્રિયપણું છે અને તે ધર્મની
શરૂઆત છે.
૪૧ તે શરૂઆતની નિશ્ચય સ્તુતિ છે. તે જઘન્ય નિશ્ચય સ્તુતિ છે, તે ભગવાનની ખરી સ્તુતિ છે.
પ્રશ્ન–આમાં ભગવાનની સ્તુતિ ક્યાં આવી? એમાં તો ભગવાનનું નામ પણ ન લીધું.
ઉત્તર–જેની સ્તુતિ કરવામાં આવે તેના ગુણનો અંશ પોતે પોતામાં પ્રગટ કરે તો ખરી સ્તુતિ થાય.
સમ્યગ્દર્શન એ ભગવાનમાં પ્રગટ થએલા ગુણોનો એક અંશ છે–માટે સમ્યગ્દર્શન પ્રગટ કરવું તે ભગવાનની
નાનામાં નાની ખરી સ્તુતિ છે– સમ્યગ્દર્શન તેજ ખરી સ્તુતિ (ખરી ભક્તિ) છે. (જુઓ ગાથા ૩૧) એ પ્રમાણે
અજ્ઞાનીને ખરી સ્તુતિ (ખરી ભક્તિ) સમજાવી તેનું અજ્ઞાન આ ગાથામાં ટાળ્‌યું.
૪૨ ભગવાનની સૌથી નાની ખરી સ્તુતિ કહ્યા પછી તેનાથી ઉંચી જાતની સ્તુતિ ગાથા ૩૨ માં કહી છે.
સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાની શુદ્ધતા કેળવી સાધુપણું પ્રાપ્ત કરી નિર્વિકલ્પદશામાં આગળ વધી મોહ ઉપર જીત મેળવે
તે ભગવાનની વધારે ઊંચી ખરી સ્તુતિ છે. આ સ્તુતિ કહ્યા પછી સૌથી ઉંચા નંબરની સ્તુતિ–સમ્યગ્દ્રષ્ટિ સાધુ
ક્ષીણ–મોહ દશા પ્રાપ્ત કરે–તે છે, એમ ગાથા ૩૩ માં જણાવ્યું છે.
૪૩ ક્ષીણમોહ દશા તે કેવળદશા કરતાં ઉતરતી છે તેથી ત્યાં સુધીની શુદ્ધદશાને નિશ્ચય સ્તુતિ કહેવાય છે,
પણ કેવળજ્ઞાન પ્રગટ થતાં સમાનતા થઈ જાય છે તેથી તે દશાને નિશ્ચય સ્તુતિ કહેવાય નહીં. આ પ્રમાણે
અજ્ઞાનીને ખરી સ્તુતિના ત્રણ પ્રકાર કહ્યા, પહેલી સ્તુતિ ચોથે ગુણસ્થાને પ્રગટે છે. એ સ્તુતિ પ્રગટ્યા વિના
કોઈ પણ જીવને ઉપરની દશાની સ્તુતિ પ્રગટે જ નહીં.
૪૪ ગાથા ૩૧ માં કહેલી નિશ્ચય સ્તુતિને જ્ઞેય–જ્ઞાયક સંકર દોષનો પરિહાર, ગાથા ૩૨ માં કહેલી નિશ્ચય
સ્તુતિ ને ભાવક ભાવ્ય સંકર દોષ દૂર થવો અને ગાથા ૩૩ માં કહેલી ઉત્કૃષ્ટ સ્તુતિને ભાવક ભાવ્ય સંકર
દોષનો અભાવ એ નામથી પણ ઓળખવામાં આવે છે.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૧૦ : આત્મધર્મ : ચૈત્ર ૨ : ૨૦૦૧
સ્ત્ર શ્ર
[‘મહાન શાસ્ત્ર શ્રી જયધવલા’ એ શીર્ષક હેઠળ બે વિભાગ અનુક્રમે અંક ૧૭, ૧૮ માં આપવામાં
આવ્યા છે; તેમાં શ્રી જયધવલાજીના ૪૪ પાનાં સુધીમાંથી કુલ ૩૩ કલમો આપવામાં આવેલ છે. તેમાંથી કલમ
નં. ૨૦–૨૧–૨૨ તથા ૩૩ કલમમાં ગંભીર આશય રહેલા છે, તે વિષય ઉપર પૂ. શ્રી સદ્ગુરુદેવે કરેલ સ્પષ્ટતા
અત્યંત જરૂરી હોઈ તે અહીં આપવામાં આવે છે.
] સંપાદક
જીવનું સ્વરૂપ કેવળજ્ઞાન છે.
તે કેવળજ્ઞાન સર્વ પ્રકારના આવરણનો નાશ થતાં પ્રગટ થાય છે; તથા તે કેવળજ્ઞાન ઉપર જેટલે અંશે
આવરણ આવે તે અનુસાર કર્મને મતિજ્ઞાનાવરણ–શ્રુતજ્ઞાનાવરણ એમ ભેદ પાડી નામ અપાય છે, તથા તે
વખતે
[આવરણ વખતે] કેવળજ્ઞાનનો જેટલો અંશ પ્રગટ રહ્યો છે એટલે કે જેટલા ભાગ ઉપર આવરણ નથી તે
ભાગને ક્ષયોપશમ અનુસાર મતિજ્ઞાન શ્રુતજ્ઞાન વગેરે નામ આપવામાં આવે છે; કેવળજ્ઞાન કદી સંપૂર્ણપણે
અવરાતું નથી, કેમકે જ્ઞાન જો સંપૂર્ણપણે અવરાય અર્થાત્ જ્ઞાનનો અભાવ થાય તો જીવને જડત્વનો પ્રસંગ
આવે; પણ તેમ બનવું અશક્ય છે–એટલે કે કેવળજ્ઞાનનો અમુક ભાગ (અંશ) તો જીવની ગમે તે અવસ્થા
વખતે પણ ખુલ્લો હોય જ છે. (અહીં કેવળજ્ઞાન એટલે કેવળપર્યાય નહિ પણ સામાન્ય જ્ઞાન–એ અર્થ છે.)
મુમુક્ષુઓ પ્રત્યે સદ્ગુરુદેવનો પ્રશ્ન:–“કેવળજ્ઞાન પ્રત્યક્ષ કે પરોક્ષ?”
મુમુક્ષુઓનો ઉત્તર:– કેવળજ્ઞાનનો વિષય પ્રત્યક્ષ છે.
સદ્ગુરુદેવ:–કેવળજ્ઞાનના વિષયનું નથી પૂછયું પણ મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ કે પરોક્ષ? એમ પૂછયું
છે. શ્રી જયધવલામાં આ બાબત આવી છે, સાંભળો:–
મતિજ્ઞાનમાં કેવલજ્ઞાન પ્રત્યક્ષ છે. તેના ન્યાયો:–
(૧) કેવળજ્ઞાન તે પૂર્ણ સ્વરૂપ છે અર્થાત અંશી (આખી વસ્તુ) છે, અને મતિજ્ઞાન તે અધૂરું જ્ઞાન
એટલે કે કેવળજ્ઞાનનો અંશ (ભાગ) છે; જેનો એક અંશ પ્રત્યક્ષ છે તે અંશી પણ પ્રત્યક્ષ જ છે. એક અંશ પ્રત્યક્ષ
હોય અને અંશી પ્રત્યક્ષ ન હોય તેમ બને નહીં, આ રીતે મતિજ્ઞાન તે કેવળનો અંશ હોવાથી “અંશ પ્રત્યક્ષ છે
ત્યાં અંશી પણ પ્રત્યક્ષ જ છે” એ ન્યાયે મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પણ પ્રત્યક્ષ જ છે.
(૨) અંશી અને અંશ અર્થાત્ વસ્તુ અને વસ્તુનો ભાગ બન્ને જુદા નથી–પણ અભેદ છે, તેથી એકના
પ્રત્યક્ષ હોવાથી બન્નેનું પ્રત્યક્ષ હોવાપણું સિધ્ધ થાય છે. ‘અંશ’ નામ પણ અંશીની અપેક્ષા રાખીને છે.
(૩) હવે તે દ્રષ્ટાંતથી સિદ્ધ કરે છે:–જેમકે એક થાંભલો (સ્થંભ) હોય, તેને જોઈને લોકો કહે છે કે
“આખો સ્થંભ નજરે દેખાય છે”–આમ બોલવાનો વ્યવહાર જગપ્રસિધ્ધ છે; ત્યાં [સ્થંભ જોવામાં] તો ઈન્દ્રિયનો
સ્થુળ વિષય છે, છતા તેમાં અંશ જોવા છતાં આખી વસ્તુ જોયાનો સ્વીકાર કરે છે, તો આ કેવળજ્ઞાન તો
અતીન્દ્રિય છે અને તેનો અંશ મતિજ્ઞાન પ્રત્યક્ષ છે તો મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પણ પ્રત્યક્ષ જ છે. [લોકોને પર
વસ્તુમાં વ્યવહારની બરાબર ખબર પડે પણ પોતાની વસ્તુમાં ભરોસો બેસતો નથી; પોતાના સામર્થ્યનો સ્વીકાર
જ કરતા નથી તેથી તેની દ્રષ્ટિ બહારમાં પર ઉપર જાય છે.
]
આંખના વિષયમાં વસ્તુનો એક ભાગ જણાતાં આખી વસ્તુ જોઈ એમ કહે છે, તો સ્વ–અપેક્ષા પોતાની
પર્યાયનો જે અંશ ઊઘડયો તે ‘આખું દ્રવ્ય પ્રત્યક્ષ છે’ એમ ન કહે તો કોણ કહે? સમોસરણમાં જાય અને ત્યાં
ભગવાનના શરીરનો બહારનો અમુક ભાગ જ નજરે દેખાય છતાં બહાર આવીને કહે કે “મેં તો ભગવાનના
પ્રત્યક્ષ દર્શન કર્યાં” ત્યાં (આંખના વિષયમાં) પ્રત્યક્ષ માને તેમ સ્વમાં નિશ્ચયનો અંશ ઊઘડયો તેમાં આખી
વસ્તુ પ્રત્યક્ષ જ છે; સંપૂર્ણ જ્ઞાનને આશ્રયે જે જ્ઞાનનો અંશ ઉઘડયો તે જ્ઞાનનો અંશ આખાને પ્રત્યક્ષ ન કરે તો
કોણ કરે?
એક પ્રશ્ન:–જો કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે તો પછી કેવળજ્ઞાનનો વિષય પણ પ્રત્યક્ષ હોવો જોઈએને?
ઉત્તર:–હા, કેવળજ્ઞાનનો વિષય પણ પ્રત્યક્ષ જ છે. ત્રણકાળ ત્રણલોકને જાણવાની જે વ્યાખ્યા છે તે તો
લોકોની બાહ્ય દ્રષ્ટિ છે, અને તેઓ બહારના માહાત્મ્યને જુએ છે માટે કહ્યું છે. પણ અહીં કેવળજ્ઞાનનો વિષય એ
રીતે પ્રગટ છે કે–જગતના છ એ દ્રવ્યોના [છ દ્રવ્યોમાં પોતે પણ સાથે આવી જાય છે] સ્વરૂપને જેમ છે તેમ
યથાર્થ જાણે છે, કોઈ દ્રવ્યના સ્વરૂપથી અજાણ નથી તેથી જગતના બધા દ્રવ્યોનું સ્વરૂપ જાણે છે માટે
કેવળજ્ઞાનનો વિષય પણ પ્રત્યક્ષ છે.
[અહીં જે મતિજ્ઞાનને કેવળના અંશ તરીકે લેવામાં આવ્યું છે તે

PDF/HTML Page 16 of 17
single page version

background image
: ચૈત્ર ૨ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૧૧ :
સમ્યક્મતિજ્ઞાન છે.] એક પુદ્ગલ પરમાણુનું યથાર્થ સ્વરૂપ જાણ્યું તો જગતમાં જેટલા પુદ્ગલો છે તે
બધાનું સ્વરૂપ પણ તે જ પ્રમાણે જણાઈ ગયું છે; તે જ રીતે બધા જીવોનું સ્વરૂપ સરખું જ છે એ પણ જણાઈ
ગયું છે–માટે કેવળજ્ઞાનનો વિષય પ્રત્યક્ષ છે.
તા. ૨૧–૭–૪૪ ના વ્યાખ્યાનમાંથી
મતિજ્ઞાનમાં કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. મતિજ્ઞાનમાં કેવળજ્ઞાનને પ્રત્યક્ષ જાણ્યા વિના “ આ મતિજ્ઞાન
કેવળજ્ઞાનનો અંશ છે ” એમ લાવ્યા ક્યાંથી? કેવળજ્ઞાનને જોયા વિના “ આ અંશ કેવળજ્ઞાનનો છે ” એમ
નક્કી શી રીતે કર્યું? કેવળજ્ઞાનને જાણ્યા વિના તે નક્કી થઈ શકે નહીં, તેથી જ્યાંં અંશ–અવયવ (મતિજ્ઞાન)
પ્રત્યક્ષ છે ત્યાં અંશી–અવયવી [–કેવળજ્ઞાન] પ્રત્યક્ષ જ છે.
લોકો પણ વસ્તુનો અંશ જોવા છતાં આખી વસ્તુને પ્રત્યક્ષ જોઈ એમ કહે છે. જેમ કોઈ બંદર ઉપર મોટો
દરિયો ઊછળતો જુએ, પુનમની ભરતીનાં મોજાં ઉછળતા જુએ, ત્યારે બીજો કોઈ તેને પૂછે કે ભાઈ! કેટલો
દરિયો જોયો? ત્યારે તરત જ કહે છે કે મેં તો આખે આખો દરિયો જોયો ત્યારે પૂછનાર કહે કે–દરિયાનાં મોટા
માછલાંં–મગરમચ્છ વગેરે બધું નજરે જોયું? તો કહે કે–“મને તો એવો વિકલ્પ પણ નહોતો ઉઠયો, આખો જ
નજરે જોયો એમાં શંકા જ નહોતી ઊઠી, આખા અને અંશ વચ્ચેનો ભેદ જ નથી.” એમ અંશ જોવા છતાં પણ
આખાને જોયું એમાં શંકા કરતો નથી. ત્યાં એ નિઃશંકતા ક્યાંથી આવી? તેમ ચૈતન્ય આત્મા આખો અનંત
ગુણોથી ભરચક પડ્યો છે, તેનો એક અંશ પ્રત્યક્ષ જોયો ત્યાં પૂર્ણ વસ્તુની શંકા જ નથી. પરને જોયું તેમાં આખા
અને ઊણાનો ભેદ જ પાડતો નથી તો સ્વ દ્રવ્યમાં આખી વસ્તુનો એક અંશ ઊઘડયો ત્યાં પરિપૂર્ણ અને અંશ
એવા ભેદ જ કોણ જાણે છે! અખંડ–પરિપુર્ણ જ છે તેમાં શંકા જ નથી ને! ત્રણલોકનો નાથ ચૈતન્ય ગંજ
આનંદનો સાગર છું, તેની પ્રતીત થઈ તેમાં વળી અંશ ઊઘડયો કે આખો તેના ભેદ જ ક્યાં છે? અવસ્થા દ્વારા
એક જ સામાન્યનું લક્ષ છે.
અહોહો! જયધવલા! જયધવલા ગજબ કરી છે. જ્યાં હાથમાં આવ્યું અને આ વિષય નજરે પડ્યો ત્યાં
થયું કે–અહાહા! ઓછી વસ્તુ જોઈ (દેખી) એવું છે જ ક્યાં? પુર્ણનો જ સ્વીકાર છે. બહારની વસ્તુમાં પણ અંશ
જુએ છતાં આખાનો સ્વીકાર કરી લ્યે છે. એક લાખ રૂપિયાની લોનનો કાગળિયો હાથમાં આવે, ત્યાં તો માત્ર
એક કાગળનો કટકો જ પ્રત્યક્ષ જુએ છતાં કહે કે “આ લોનમાંથી લાખ રૂપિયા મળશે, જ્યારે જોઈએ ત્યારે આ
લોનના લાખ રૂપિયાની સરકાર ના ન પાડે,” એમ રૂપિયા લાવ્યા પહેલાંં જ નક્કી કરે છે; તેમ આત્મામાં પણ
અંશ પ્રત્યક્ષ છે ત્યાં આખી વસ્તુ પ્રત્યક્ષ જ છે, તેમાં ઊણા અધૂરાનું લક્ષ કરતો નથી. અભેદ દ્રષ્ટિના જ્ઞાનના
પ્રત્યક્ષના જોરે નિર્મળ દશા સહજ થાય છે.
અહો! કેવળીનાં મુખનાં રહસ્યનો પોકાર આ જયધવલામાં કર્યો છે. કેવળીની જ વાત મૂકી છે. “હું અને
તું સરખા” બોલ! આ વાત બેસે છે? જો કહે ‘હા’–તો હાલ્યો આવ! જ્ઞાનના પ્રત્યક્ષના જોરે દ્વૈતપણું છે–એટલે
પરીપૂર્ણ વસ્તુને જાણે છે અને વર્તમાન પર્યાયને પણ જાણે છે, છતાં જે દર્શનનું સમાન્ય જોર છે તેમાંથી પોકાર
ઉઠે છે કે “નહીં રે નહીં, ભેદ નહીં. અવસ્થાના અંશમાં આખી વસ્તુ જ આવી ગઈ છે. આખી વસ્તુ પ્રત્યક્ષ ન
હોય તો ‘વસ્તુનો અંશ પ્રત્યક્ષ છે’ એમ કહેવું પણ ખોટું ઠરે છે, કેમકે વસ્તુ જોયા વિના ‘આ અંશ વસ્તુનો છે’
એમ નકકી શી રીતે કર્યું? તેથી અંશમાં આખી વસ્તુ પ્રત્યક્ષ છે. હા પાડ અને હાલ્યો આવ! હા જ પાડ.”
બંધાણી જ્યારે કસુંબો પીએ ત્યારે કોઈ “આવ્યો, આવ્યો” એમ કહે તો જ તેને નશો ચડે; તેમ અહીં
સ્વભાવમાંથી જોર ચડે છે કે “પૂર્ણ છું પૂર્ણ છું, પરિપૂર્ણ જ છું” તેની હા પાડી તો પુર્ણતા જ પ્રગટી જશે. અંતરથી
પુર્ણ સ્વભાવનું જોર ચડે કે હા પરિપુર્ણ જ છું, મારી અવસ્થા ઊણી હોઈ શકે જ નહીં; એમ જો હા પાડ તો
હાલ્યો આવ સિદ્ધમાં, અને ના પાડ તો જા નિગોદમાં.
પોતે જ્ઞાન સ્વરૂપ જ છે, ત્રિકાળ પરિપુર્ણ જ્ઞાન સ્વરૂપે જ છે; એકવાર પરિપુર્ણ સ્વરૂપનો અંતરથી સાચો
હોંકારો આપે તે પુર્ણ જ્ઞાનસ્વરૂપ પ્રગટ થઈ જ જાય.
અહો! સંતોએ માર્ગ સહેલા કરી દીધાં છે. આત્મતત્ત્વના સાચા ભાન વિના તું શું કરીશ ભાઈ?
અનાદિકાળમાં આત્મતત્ત્વના ભાન વિના પુણ્ય પણ અનંતવાર કરી ચૂક્યો, પણ ભાઈ! જેનાથી જન્મ મરણના
અંત ન આવે અને આત્મતત્ત્વની સ્વાધીનતા ન ખીલે એને તે કાંઈ આચરણ કહેવાય? તેનાથી આત્માને શું
લાભ? બસ! જે ભાવે જન્મ–મરણ ટળે એ જ લાવ! એ જ લાવ!

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARAM With the permissdon of the Baroda Govt. Regd No. B, 4787
order No. 30/24 date 31-10-44
વસ્તુ સ્વરૂપનું યથાર્થ દર્શન કરવા
શ્ર સમયસર પ્રવચન
ભાગ–ત્રીજો
“ ભગવાન શ્રી કુંદકુંદ–કહાન જૈન શાસ્ત્રમાલા ” નું પ્રથમ
પુષ્પ ૨૦૦૧ ના ફાગણ સુદ ૨ ના રોજ પ્રગટ થયું હતું તેમાં શ્રી
સમયસારજીની પહેલી તેર ગાથાઓના પ્રવચનોનો સમાવેશ થયો
હતો. ત્યારપછી ગાથા ૨૩ થી ૬૮ સુધીના પ્રવચનોનો ત્રીજો ભાગ,
શ્રી સમયસાર પ્રતિષ્ઠા મહોત્સવ દિન
[વૈશાખ વદ–૮] ના રોજ
પ્રગટ થશે, આ ભાગમાં ૬૦૦ ઉપરાંત પાનાં થશે. તેની કીંમત રૂા.
૩–૦–૦ છે.
“ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડનાં ભર્યાં”
(સમયસાર–સ્તુતિ) એ કથન અનુસાર, મહાન પરમાગમ શ્રી
સમયસારજીમાં રહેલા બ્રહ્માંડના–સંપુર્ણ આત્મસ્વરૂપના–ભાવોને આ
સમયસાર પ્રવચનોમાં પુ. સદ્ગુરુદેવે ખૂલ્લાં કર્યાં છે; અને શક્ય
એટલો વિસ્તાર કરીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્ત્વોને તદ્ન સહેલાં અને
સ્પષ્ટ કરીને ‘હથેળીમાં ચાંદ’ ની જેમ વસ્તુસ્વરૂપ દર્શાવ્યું છે.
આ ભાગના અગાઉથી ગ્રાહકો નોંધવાની શરૂઆત થઈ ગઈ
છે, જેમને અગાઉથી કિંમત ભરી ગ્રાહક તરીકે નામ લખાવવા ઈચ્છા
હોય તેઓએ નીચેના સરનામે લખવું:–
“શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ– (કાઠિયાવાડ)
નોંધ:–બીજા ભાગનું ગાથા ૧૪ થી ૨૨ સુધીના વ્યાખ્યાનોનું
લખાણ તૈયાર થાય છે, તે ત્રીજો ભાગ પ્રગટ થયા પછી પ્રગટ થશે.
આજીવન બ્રહ્મચર્ય
સાં–૨૦૦૧ ના પ્રથમ ચૈત્ર સુદ–૧૦ ના રોજ ગઢડાના
ભાઈશ્રી ગંભીરદાસ વલભદાસ [ઉ. વ. ૪૧] તથા તેમનાં ધર્મપત્ની
હેમકુંવરબેન [ઉ. વ. ૩૨] તેમણે સજોડે પૂ. શ્રી સદ્ગુરુદેવ પાસે
આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું છે
તા. ૨–૪–૪૫, પ્રથમ ચૈત્ર વદ–પ ના રોજ કરાંચીના ભાઈશ્રી
મોહનલાલ વાઘજી–તથા તેમનાં ધર્મપત્ની ડાહીબેન–તેમણે સજોડે પૂ.
શ્રી સદ્ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્યવ્રત અંગીકાર કર્યું છે.
આ માસમાં પાળવાની તિથિઓ
સુદ–૨ શનિવાર સુદ–૧૪ ગુરુવાર
સુદ–૫ [ક્ષય છે] સુદ–૧૫ શુક્રવાર
સુદ–૮ ગુરુવાર વદ–૨ રવિવાર
સુદ–૧૧ રવિવાર વદ–પ
બુધવાર
સુદ–૧૩ બુધવાર વદ–૮ શનિવાર
શ્રી મહાવીર જન્મકલ્યાણક વદ–૧૧ મંગળવાર
મહોત્સવ તથા શ્રી સદ્ગુરુદેવ વદ–૧૪ ગુરુવાર
પરિવર્તન દિન વદ–૦)) શુક્રવાર
નિવેદન
ગયા અંકમાં શિષ્ટ સાહિત્ય
ભંડાર બંધ થયાના સમાચાર જણાવ્યા
પછી આજે શિષ્ટ સાહિત્ય કાર્યાલય
બંધ કર્યાના સમાચાર જણાવું છું. એથી
હવે પછી તમામ ગ્રાહકોએ સઘળો
પત્રવ્યવહાર હિસાબી તેમજ વ્યવસ્થા
અંગેનો આત્મધર્મ કાર્યાલય
(સુવર્ણપુરી) સોનગઢ કાઠિયાવાડ એ
સરનામે કરવાનો છે.
કેટલાક ખાસ કારણોસર
આત્મધર્મ માસિકની હિસાબી તથા
રવાનગીની સઘળી વ્યવસ્થા
સોનગઢથી જ થાય એવી મારી ઈચ્છા
થવાથી આત્મધર્મ કાર્યાલયની
શરૂઆત કરી છે.
એ કાર્યાલયની સઘળી
જવાબદારી મારી જ છે. એટલે કે શ્રી
જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટની આત્મધર્મ
કાર્યાલય સંબંધેની કોઈપણ પ્રકારની
જવાબદારી નથી.
આથી સૌ ગાહકબંધુઓને
જણાવવા રજા લઉં છું કે આત્મધર્મ
કાર્યાલય સાથે ઉપરની સમજણ
ધ્યાનમાં રાખીને જ વ્યવહાર કરે.
તારીખ જમુ રવાણી.
તા. ૧૦–૪–૪૫ સંચાલક
આત્મધર્મ કાર્યાલય
સમાચાર
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
તરફથી પ્રગટ થયેલા તમામ પુસ્તકો
તથા આત્મધર્મ માસિકની ફાઈલ
તેમજ હીંદી અને ગુજરાતી આત્મધર્મ
માસિક મુંબઈમાં નીચેને ઠેકાણેથી
મળશે
શ્રી જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય
હીરાબાગ; સી. પી. ટેંક. મુંબઈ–૪
મુદ્રક–પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય
મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ
માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય
મુદ્રણાલય દાસકુંજ મોટા આંકડિયા
કાઠિયાવાડ તા. ૧૦–૪–૪૫