Atmadharma magazine - Ank 195
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૭
સળંગ અંક ૧૯૫
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image










––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ સત્તરમું: અંક ૩ જો સંપાદક: રામજી માણેકચંદ દોશી પોષ: ૨૪૮૬
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
દીપાવલીનો મંગલ સન્દેશ
(આત્માની આરાધનાનો દિવસ)
દિપાવલીના મંગલ પ્રવચનમાં આત્માની આરાધનાનો ઉત્સાહ આપતાં ગુરુદેવે કહ્યું
હતું કે:–
ભગવાન મહાવીર પરમાત્માના આત્માને અનાદિ–સાંત સંસારસ્થિતિ પૂરી થઈને
આજે સાદિ–અનંત સિદ્ધદશા શરૂ થઈ, તે મહામંગલદશાનો આજે દિવસ છે. ભગવાને
મોક્ષના કારણરૂપ આત્મઅનુભવ તો પૂર્વે અનેક ભવ પહેલાં પ્રગટ કર્યો હતો....પછી તેમાં
આગળ વધતાં વધતાં આજે પરોઢિયે પૂર્ણ મોક્ષદશા પ્રગટ કરી. તેના બહુમાનમાં હજારો
દીપકોની માળાથી લોકોએ નિર્વાણમહોત્સવ ઊજવ્યો. તે નિર્વાણનું આજે બેસતું વર્ષ છે.
આજે ૨૪૮૬ મું વર્ષ બેઠું.
ભગવાન મોક્ષ પામતાં ગૌતમગણધર આજે જ કેવળજ્ઞાન પામ્યા, એટલે તેમને
અર્હંતપદ પ્રગટ્યું. ભગવાન મહાવીરનું સિદ્ધપદ અને ગૌતમસ્વામીનું અર્હંતપદ તેનો આજે
મહામંગળ દિવસ છે. એટલે ખરેખર તો, તે ભગવંતોએ કઈ રીતે મોક્ષની આરાધના કરી તે
ઓળખીને તેવી આરાધના પ્રગટ કરવાનો આ દિવસ છે. અંતરમાં આત્માની સન્મુખ
થઈને જેણે આરાધના પ્રગટ કરી તેણે રત્નત્રયરૂપ દીવડાથી મોક્ષનો મહોત્સવ ઊજવ્યો..
તેણે ખરી દીપાવલી ઊજવી.. તેના આત્મામાં આનંદમય સુપ્રભાત ખીલ્યું. તે મંગળ છે.
અને દરેક જીવે તેની ભાવના તથા આરાધના કરવા જેવી છે.
(–વીર સં. ૨૪૮૬ આસો વદ અમાસના પ્રવચનમાંથી)
૧૯પ

PDF/HTML Page 3 of 21
single page version

background image
સૌરાષ્ટ્રમાં વેદીપ્રતિષ્ઠા નિમિત્તે–
પૂ. ગુરુદેવના મંગલ–વિહારનો કાર્યક્રમ
પરમપૂજ્ય ગુરુદેવના પ્રતાપે સૌરાષ્ટ્રમાં અનેક વીતરાગી જિનમંદિરો થયા છે ને હજી
થતા જાય છે. વડીઆ, જેતપુર અને ગોંડલ એ ત્રણે શહેરમાં દિગંબર જિનમંદિર તૈયાર થઈ
ગયા છે અને માહ માસમાં તે ત્રણે ગામોમાં જિનબિંબ–વેદીપ્રતિષ્ઠા થવાની છે. આ
મંગલકાર્ય માટે વડીઆનું મુહૂર્ત મહાસુદ છઠ્ઠ ને મંગળવાર, જેતપુરનું મુહૂર્ત મહા સુદ ૧૧ ને
સોમવાર, તથા ગોંડલનું મુહૂર્ત માહ સુદ ૧૪ ને ગુરુવારનું છે. વિહારનો કાર્યક્રમ
સામાન્યપણે નીચે મુજબ છે.
સોનગઢથી મંગલપ્રસ્થાન પોષ વદ ૬ મંગળવાર
ઢસા .. પોષ વદ ૭
લાઠી (ત્રણ દિવસ) પોષ વદ ૮–૯–૧૦
અમરેલી (ચાર દિવસ) પોષ વદ ૧૧–૧૨–૧૩–૧૪
આંકડીઆ (બે દિવસ) પોષ વદ ૦) ) તથા માહ સુદ ૧
તોરાઈ (બીજનો ક્ષય) માહ સુદ ત્રીજ
વડીઆ (ત્રણ દિવસ) માહ સુદ ૪–પ–૬
થાણા ગાલોળ .. માહ સુદ ૭
જેતપુર (પાંચ દિવસ) માહ સુદ ૮ (બે) –૯–૧૦–૧૧
ગોંડલ (ચાર દિવસ) માહ સુદ ૧૨–૧૩–૧૪–૧પ
રસ્તામાં ... માહ વદ ૧
રાજકોટ–પ્રવેશ ... માહ વદ બીજ

રાજકોટના દિ. જિનમંદિરની પ્રતિષ્ઠાને આ ફાગણ સુદ ૧૨ ના દિને દસ વર્ષ પૂરા
થતા હોવાથી તેનો દસવાર્ષિક મહોત્સવ ત્યાં પૂ. ગુરુદેવની મંગળ છાયામાં ઉજવાશે.
* * *
જૈનદર્શન શિક્ષણવર્ગ
આ વર્ષે ઉનાળાની રજાઓ દરમિયાન વૈશાખ માસમાં સોનગઢમાં વિધાર્થીઓ માટેનો જૈન
શિક્ષણવર્ગ ચાલશે. તેની તારીખ વગેરે હવે પછી પ્રસિદ્ધ થશે.
સર્વે મુમુક્ષુઓએ પોતાના બાળકોને આ વર્ગમાં મોકલવાની વિનંતિ છે.

PDF/HTML Page 4 of 21
single page version

background image
આત્મધર્મ
____________________________________________________________________________
વર્ષ સત્તરમું: અંક ૩ જો સંપાદક: રામજી માણેકચંદ દોશી પોષ: ૨૪૮૬
____________________________________________________________________________
ઉ.....પ.....દે.....શ.....અ.....મૃ.....ત
(૧) પ્રથમ જીવને એમ ધગશ જાગવી જોઈએ ને આત્માની ધૂન
લાગવી જોઈએ કે મારા આત્માનું સમ્યગ્દર્શન કર્યા વગર આ
જન્મમરણથી છૂટકારો થાય તેમ નથી. માટે સર્વ ઉદ્યમથી સમ્યગ્દર્શન
કરવા જેવું છે.
(૨) જેને અંદરમાં આત્માના સમ્યગ્દર્શનની ખરી ઝંખના જાગે તે
અંતરમાં તેનો માર્ગ શોધે. તે જીવ બહારના સંયોગમાં કે વિકલ્પોમાં
સુખબુદ્ધિ કરે નહિ, એટલે તેમાં આત્માને બાંધી દ્યે નહિ; પણ તેનાથી
છૂટો ને છૂટો રહીને જ્ઞાનાનંદસ્વભાવ તરફ વારંવાર વળ્‌યા કરે.
(૩) રાગથી પાર ચૈતન્યસ્વભાવનો અનુભવ કર્યે જ મારો
ભવભ્રમણથી છૂટકારો થાય તેમ છે–એમ લક્ષમાં લઈને, કોઈ પણ રીતે
સમ્યગ્દર્શનવડે શુદ્ધ આત્માનો અનુભવ કરવાની જેને ધગશ અને
ઝંખના જાગી છે એવો જિજ્ઞાસુ શિષ્ય વિનયપૂર્વક શ્રી ગુરુને પૂછે છે કે
પ્રભો! આત્મા અને રાગાદિને ભિન્ન કઈ રીતે અનુભવવા?
(૪) શ્રી ગુરુ અનુગ્રહપૂર્વક તેને સમજાવે છે કે હે ભવ્ય!
શુભાશુભવૃત્તિઓ તો અપવિત્ર છે ને ચૈતન્યસ્વભાવ પવિત્ર છે;
શુભાશુભવૃત્તિઓનું વેદન આકુળતામય છે–દુઃખરૂપ છે, ને
ચૈતન્યસ્વભાવનું વેદન તો શાંત–આનંદમય છે,–આમ સ્વાદભેદથી બંનેને
જુદા જાણતાં જ તારું જ્ઞાન રાગથી છૂટીને અંર્તસ્વભાવમાં વળી જશે,
ને રાગથી ભિન્ન ચૈતન્યસ્વભાવનો અપૂર્વ અનુભવ તને થશે.
(પ) જુઓ, આ ભેદજ્ઞાન! .......જેનાથી સંસાર અટકે ને મુક્તિ
થાય. એક સેકંડનું ભેદજ્ઞાન અનંત સંસારનો નાશ કરીને અલ્પકાળમાં
મુક્તિ આપે છે. અહા, ભેદજ્ઞાનનો મહિમા જીવને અનાદિથી ભાસ્યો
નથી, ને બહારની ક્રિયાનો ને બહારના ભાવોનો મહિમા માન્યો છે.
જેનો મહિમા માને તેનાથી પાછો કેમ વળે? અને ચૈતન્યનો મહિમા
જાણ્યા વગર તેમાં અંતર્મુખ કેમ થાય?
(૬) અરે જીવ! એક વાર આવો નિર્ણય તો કર કે મારા આત્મામાં
અંતર્મુખ થવું તે જ મને સુખનું કારણ છે ને બહિર્મુખવૃત્તિ તે મને દુઃખનું
કારણ છે. અહા! હું તો જ્ઞાયક છું, મારો આત્મા જ મારા સુખનું કારણ
છે–એમ નિર્ણય કરીને અંતર્મુખ થવું તે જ બંધનથી છૂટકારાનો ઉપાય છે.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૪: આત્મધર્મ: ૧૯પ
(૭) ધીરો થઈને અંતર્મુખ લક્ષ કર તો ખ્યાલમાં આવે કે આ
રાગાદિની લાગણીઓમાં શાંતિ નથી પણ આકુળતા છે, ને
ચૈતન્યસ્વભાવ શાંત–અનાકુળ સ્વાદથી ભરેલો છે કેમકે તેની નિકટતામાં
પણ શાંતિ ભાસે છે, અને તે સ્વભાવમાં વળતાં શાંત–અનાકુળ સ્વાદનું
વેદન થાય છે.–આમ પોતાને સ્વાદના ભેદથી આત્મા અને રાગની
ભિન્નતાનો નિર્ણય થાય છે.
(૮) આત્મા અને રાગ એ બંનેના સ્વાદને પોતાના વેદનથી જ્યાં
ભિન્ન જાણ્યો ત્યાં રાગના સ્વાદમાં જ્ઞાન રોકાતું નથી પણ અંતર્મુખ
થઈને ચૈતન્યના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લ્યે છે. આ રીતે ભેદજ્ઞાન
થતાં જ આત્મા સંસારથી નિવૃત્ત થાય છે ને મોક્ષ તરફ પરિણમતો જાય
છે.
(૯) સમ્યગ્જ્ઞાન વગર બીજું બધું જીવ અનંતવાર કરી ચૂક્્યો, પણ
મુક્તિનો માર્ગ તેને હાથ ન આવ્યો....કેમ કે મુક્તિનો માર્ગ રાગમાં
નથી.
(૧૦) આચાર્યભગવાન કહે છે કે પ્રભુ! તારી મુક્તિનો માર્ગ તારા
આત્મામાંથી શરૂ થાય છે, બહારથી તારી મુક્તિનો માર્ગ મળે તેમ નથી;
માટે અંર્તસ્વભાવને લક્ષમાં લઈને તેની સન્મુખ થા. મુક્તિનો માર્ગ
અંતર્મુખ છે.
શિખામણ
જેમ માતા બાળકને શિખામણ આપે ત્યારે, કોઈક વાર એમ કહે કે
‘બેટા! તું તો ભારે ડાહ્યો.......તને આ શોભે!!’ અને ક્્યારેક એમ પણ કહે કે
‘તું મૂરખ છો.........ગાંડો છો!’ આમ ક્્યારેક મૃદુતાભરેલા શબ્દોથી શિખામણ
આપે ક્્યારેક કડક શબ્દોમાં ઠપકો આપે, પરંતુ બંને વખતે માતાના હૃદયમાં
પુત્રના હિતનો જ અભિપ્રાય છે એટલે તેની શિખામણમાં કોમળતા જ ભરેલી
છે: તેમ ધર્માત્મા સંતો બાળક જેવા અબુધ શિષ્યોને સમજાવવા માટે ઉપદેશમાં
ક્્યારેક મૃદુતાથી એમ કહે કે હે ભાઈ! તારો આત્મા સિદ્ધ જેવો છે તેને તું
જાણ!’ અને ક્્યારેક કડક શબ્દોમાં કહે કે ‘અરે મૂર્ખ! પુરુષાર્થહીન નામર્દ!
તારા આત્માને હવે તો ઓળખ! આ મૂઢતા તારે ક્્યાંસુધી રાખવી છે? હવે તો
તે છોડ!’ આ રીતે, કોઈવાર મુદૃ સંબોધનથી અને કોઈવાર કડક સંબોધનથી
ઉપદેશ આપે, –પરંતુ બંને પ્રકારના ઉપદેશ વખતે તેમના હૃદયમાં શિષ્યના
હિતનો જ અભિપ્રાય છે એટલે તેમના હૃદયમાં કોમળતા જ છે..........વાત્સલ્ય
જ છે.
સમયસાર કળશ ૨૩માં આચાર્યદેવ કોમળતાથી સંબોધન કરીને
શિષ્યને ઉપદેશ આપે છે. શું ઉપદેશ આપે છે–તે જાણવા માટે આવતા અંકમાં
પ્રસિદ્ધ થનારું પૂ. ગુરુદેવનું પ્રવચન વાંચો.

PDF/HTML Page 6 of 21
single page version

background image
પોષ: ૨૪૮૬ : પ :
છ મહિનાનો કોર્સ
આત્મપ્રાપ્તિના અભ્યાસનો કોર્સ કેટલો?–વધુમાં વધુ છ
મહિના! જેમ મેટ્રીકના અભ્યાસનો કોર્સ ૧૦–૧૧ વર્ષનો હોય
છે, બી. એ. ના અભ્યાસનો કોર્સ ૪ વર્ષનો હોય છે, તેમ અહીં
ધર્મના અભ્યાસમાં બી. એ. નો એટલે કે બ્રહ્મસ્વરૂપ આત્માના
અનુભવનો કોર્સ કેટલો? –આચાર્યદેવ કહે છે કે વધુમાં વધુ છ
મહિના! છ મહિના અભ્યાસ કરવાથી તને બ્રહ્મસ્વરૂપ
આત્માનો અનુભવ જરૂર થશે..પણ અભ્યાસ માટેની એક
શરત! કઈ શરત?...કે બીજો નકામો કોલાહલ છોડીને
અભ્યાસ કરવો..
કઈ રીતે અભ્યાસ કરવો તે આચાર્યદેવ શીખવાડે છે:
(સમયસાર કલશ ૩૪ ઉપરનું પ્રવચન)
विरम! किमपरेणाकार्य कोलाहलेन
स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम्।
हृदयसरिस पुसं पद्गलाद्भिन्नधाम्नो
ननु किमनुपलब्धिर्भाति किं चोपलब्धिः।।३४।।
આત્માનો અનુભવ કરવા માટે જેને લગની લાગી છે–એવા શિષ્યને સંબોધીને આચાર્યદેવ કહે
છે કે હે ભવ્ય! વિરમ....જગતના બીજા નકામા કોલાહલથી નું વિરક્ત થા....બીજા નકામા કોલાહલથી
તને કાંઈ લાભ નથી માટે એનાથી તું વિરક્ત થા...બાહ્ય કોલાહલને એકકોર રાખીને અંતરમાં ચૈતન્યને
દેખવાનો અભ્યાસ કર. સમસ્ત પરભાવોના કોલાહલથી રહિત એવા ચૈતન્યસ્વરૂપને દેખવા માટે
નિભૃત થા....નિભૃત થઈને (એટલે શાંત થઈને, નિશ્ચળ થઈને, એકાગ્ર થઈને, વિશ્વાસુ થઈને, સ્થિર
થઈને, ગુપ્ત રીતે, ચુપચાપ, વિનીત થઈને, કેળવાયેલ થઈને, દ્રઢ થઈને) અંતરમાં ચૈતન્યને દેખવાનો
છ મહિના સુધી આ રીતે અભ્યાસ કર....એક વાર છ મહિના સુધી આવો અભ્યાસ કરીને તું ખાતરી
કરી જો....કે આમ કરવાથી તારા હૃદયસરોવરમાં પુદ્ગલથી ભિન્ન એવા ચૈતન્યપ્રકાશની પ્રાપ્તિ થાય છે
કે નહીં? છ મહિનામાં તો જરૂર પ્રાપ્તિ થશે.
હે ભાઈ! તારી બુદ્ધિથી દેહ અને રાગાદિને પોતાના

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૧૯પ
માનીને તેનો તો તેં અનંત કાળથી અભ્યાસ કર્યો, છતાં તને ચૈતન્યવિદ્યા પ્રાપ્ત ન થઈ, તને તારો
આત્મા અનુભવમાં ન આવ્યો, ને તું અજ્ઞાની જ રહ્યો.. માટે હવે તારી એ મિથ્યાબુદ્ધિને છોડીને અમે
કહીએ છીએ તે રીતે તું અભ્યાસ કર.–એવા અભ્યાસથી છ મહિનામાં તો તને જરૂર ચૈતન્યવિદ્યા પ્રાપ્ત
થશે...છ મહિના સુધી લગનીપૂર્વક અભ્યાસ કરતાં તને જરૂર આત્માનો અનુભવ થશે. ભાઈ, છ
મહિના તો અમે વધુમાં વધુ કહીએ છીએ, જો ઉત્કૃષ્ટ આત્મલગનીપૂર્વક તું પ્રયત્ન કર તો તો બેઘડીમાં
જ તને આત્માનો અનુભવ થશે.
અહા, જુઓ તો ખરા...આ ચૈતન્યના અનુભવનો માર્ગ? કેટલો સરલ અને સહજ? ચૈતન્યનો
અનુભવ સહજ અને સરલ હોવા છતાં, દુનિયાના નકામા કોલાહલમાં જીવ રોકાઈ ગયો હોવાથી તેને
તે દુર્લભ થઈ પડ્યો છે. તેથી આચાર્યદેવ ખાસ શરત મૂકે છે કે દુનિયાનો નકામો કોલાહલ છોડીને
ચૈતન્યના અનુભવનો અભ્યાસ કર...એક ચૈતન્યતત્ત્વ સિવાય બીજું બધું ભૂલી જા...આ રીતે, માત્ર
ચૈતન્યનો જ અભિલાષી થઈને અંતરમાં તેના અનુભવનો અભ્યાસ કર તો તેની પ્રાપ્તિ કેમ ન થાય? –
જરૂર થાય. ‘કેટલા વખતમાં?’–કે માત્ર બે ઘડીમાં! કદાચ તને કઠણ લાગે અને વાર લાગે તો પણ
વધુમાં વધુ છ મહિનામાં તો જરૂર આત્માની પ્રાપ્તિ થશે. આ રીતે આત્મપ્રાપ્તિના અભ્યાસનો વધુમાં
વધુ કોર્સ છ મહિના છે.
અહીં ‘વધુમાં વધુ છ મહિના’ કહીને કાંઈ કાળની ગણતરી ઉપર વજન નથી દેવું, પરંતુ શિષ્યને
આત્મલગનીના ભાવ કેવા ઉગ્ર છે તે બતાવવું છે. આખાય જગતની દરકાર છોડીને જે શિષ્ય
આત્માનો અનુભવ કરવા તૈયાર થયો તે શિષ્ય કાળના માપ સામે જોતો નથી....કે ‘કેટલો કાળ થયો!’
–તે તો અંતરમાં ચૈતન્યને પકડવાના અભ્યાસમાં ઊંડો ને ઊંડો ઊતરતો જાય છે, ક્ષણે ક્ષણે
ચૈતન્યસ્વભાવ નજીક ને નજીક થતો જાય છે. આવો ને આવો ધારાવાહી અભ્યાસ ઠેઠ આત્માનો
અનુભવ થતાં સુધી તે ચાલુ જ રાખે છે. આવા અનુભવના અભ્યાસમાં તેને પોતાને જ અંતરમાં
પ્રતિભાસે છે કે મારા ચિદાનંદ સ્વભાવની શાંતિ હવે નીકટમાં જ છે, સુખના સમુદ્રને સ્પર્શીને હવા
આવી રહી છે, હવે સુખનો સમુદ્ર એકદમ પાસે જ છે. આથી આચાર્યદેવે કહ્યું કે: હે ભાઈ! છ મહિના
આવો અભ્યાસ કરવાથી તને પોતાને જ તારા હૃદયમાં ચૈતન્યનો વિલાસ દેખાશે. માટે બીજી
આડીઅવળી અત્યારસુધીની અભ્યાસેલી તારી દલીલો એક કોર મૂક, અને આ રીતે અંતરમાં ચૈતન્યના
અનુભવનો અભ્યાસ કર.
જુઓ, આ ચૈતન્યવિદ્યાનો અભ્યાસ! આ ચૈતન્યવિદ્યા તો ભારતની મૂળ વિદ્યા છે. અગાઉ તો
બાળપણથી જ ભારતના બાળકોમાં આવી ચૈતન્યવિદ્યાના સંસ્કાર રેડાતા....માતાઓ પણ ધર્માત્મા
હતી, તેઓ પોતાના બાળકોને આવા ઉત્તમ સંસ્કારો શીખવતી. અને બાળકો પણ અંતરમાં અભ્યાસ
કરી–અંતરમાં ઊતરીને–આઠ આઠ વરસની ઉંમરમાં આત્માનો અનુભવ કરતા...ભારતમાં
ચૈતન્યવિદ્યાનો આવો ધીકતો ધર્મકાળ હતો....તેને બદલે આજે તો આ ચૈતન્યવિદ્યાનું શ્રવણ મળવું પણ
કેટલું દુર્લભ થઈ પડ્યું છે!! પરંતુ જેને હિત કરવું હોય ને શાંતિ જોઈતી હોય તેણે આ ચૈતન્યવિદ્યા
શીખ્યે જ છૂટકો છે.....આ સિવાય જગતની બીજી કોઈ વિદ્યાવડે આત્માને હિત કે શાંતિનો અંશ પણ
મળે તેમ નથી, માટે હે જીવો! ‘આ વાત અમને ન સમજાય....અમને અઘરું લાગે.....અત્યારે અમને
ટાઈમ નથી’–એમ નકામું કલબલ કરવાનું છોડો.....ને આ ચૈતન્યના અભ્યાસમાં જ તમારા આત્માને
જોડો. છ મહિના એકધારો અભ્યાસ કરવાથી તમને જરૂર આત્મભાન અને આત્મશાંતિ થશે.
બહારની બીજી વિદ્યા–મેટ્રીક કે એમ. એ. વગરે ભણવા માટે કેટલા વર્ષ ગુમાવે છે? પૈસા
કમાવા માટે પરદેશમાં પણ કેટલા વર્ષ ગુમાવે છે? તો આ ચૈતન્યવિદ્યા–કે જે અપૂર્વ છે તેને માટે એક
વાર છ મહિના તો કાઢો. છ મહિના તો ચૈતન્યવિદ્યાનો અભ્યાસ અંતરમાં કરો, મન નહિ, રાગ નહિ,
પરની અપેક્ષા નહિ એમ પરના અવલંબન વગર સ્વાશ્રિત ચૈતન્યના અનુભવ માટે નિશ્ચલપણે છ
મહિના તો અંતરમાં પ્રયત્ન કરો. બીજી બધી વાતોથી નિવૃત્ત થઈને, સમસ્ત પરભાવોથી હું જુદો છું–
એમ લક્ષમાં લઈને, અંતરમાં ઊતરીને ચૈતન્યસરોવરમાં એક વાર તો ડૂબકી મારો. સ્વરૂપના
અભ્યાસથી આત્મપ્રાપ્તિ સુલભ છે,–વધુમાં વધુ છ મહિનામાં જરૂર તે પ્રાપ્ત થાય છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
પોષ: ૨૪૮૬ : ૭ :
બંધનથી છૂટકારાનો
ઉપાય બતાવીને
આચાર્યદેવ શિષ્યની
જિજ્ઞાસા તૃપ્ત કરે છે
(શ્રી સમયસાર ગા. ૬૯ થી ૭૨ ઉપરનાં પ્રવચનોનું દોહન: ગતાંકથી ચાલુ)
આત્માનો સ્વભાવ, અને રાગાદિ વિભાવ, એ
બંનેનું જુદાપણું જાણીને હે જીવ! તું રાગાદિથી નિવૃત્ત
થા...ને અંતર્મુખ થઈને તારા જ્ઞાનસ્વભાવમાં જ પ્રવૃત્તિ
કર. આમ કરવાથી તારો ભવબંધન તૂટી જશે, ને તને
તારા સુખનો અનુભવ થશે.
૯૨ *મારો આત્મા પવિત્ર સ્વભાવી છે, આસ્રવો અશુચીરૂપ છે.
* મારો આત્મા સ્વપરપ્રકાશક જ્ઞાનસ્વભાવી છે, આસ્રવો તેનાથી વિપરીત એટલે કે સ્વપરને
નહિ જાણનાર છે, તેઓ તો પોતાથી ભિન્ન એવા બીજાવડે જણાય છે; આસ્રવોથી જુદું એવું
જ્ઞાન જ તેને જાણે છે.
* મારો આત્મા સહજસુખસ્વભાવી છે, તેમાં દુઃખનું નામ પણ નથી, આસ્રવો તો આકુળતા–
જનક હોવાથી દુઃખનાં કારણ છે, તેમનામાં શાંતિ નથી.
–આવું જાણનારું જ્ઞાન શુદ્ધઆત્મામાં પ્રવર્તીને આસ્રવોથી નિવૃત્ત થઈ જાય છે.
૯૩ *શુદ્ધ આત્માને જાણે અને તેમાં જ્ઞાનની પ્રવૃત્તિ ન થાય એમ કદી બને નહિ. એ જ રીતે,
આસ્રવોને દુઃખરૂપ જાણે અને છતાં જ્ઞાન તેમાં જ લીનપણે પ્રવર્તે–ને તેનાથી નિવૃત્ત ન થાય–
એમ કદી બને નહીં. ક્રોધાદિથી છૂટું પડ્યા વિના અને સ્વભાવસન્મુખ થઈને તેમાં એકતા
કર્યા વિના ખરેખર આત્માને કે આસ્રવોને જાણી શકાતા નથી.
૯૪ જ્ઞાતાપણું અને કર્તાપણું એક સાથે હોતું નથી, તે આ પ્રમાણે: આત્મા અને આસ્રવોના ભિન્ન
ભિન્ન સ્વરૂપનો જે જ્ઞાતા છે તે રાગાદિનો કર્તા નથી, અને જે રાગાદિનો કર્તા છે તે આત્મા
અને આસ્રવોની ભિન્નતાનો જ્ઞાતા નથી. આ રીતે જે જ્ઞાતા છે તે કર્તા નથી, અને જે કર્તા છે
તે જ્ઞાતા નથી.–
करे करम सोई करतारा,
जो जाने सो जाननहारा;
जाने नहि करता जो सोई,
जाने सो करता नहि होई
.

PDF/HTML Page 9 of 21
single page version

background image
જે જ્ઞાતા છે તેને કર્મબંધન થતું નથી; જે રાગાદિનો કર્તા છે તેને જ કર્મબંધન થાય છે.
૯પ પ્રશ્ન:– તો પછી જ્ઞાની શેનોય કર્તા છે જ નહીં?
ઉત્તર:– જ્ઞાની પોતાની સમ્યક્ત્વાદિ નિર્મળ પર્યાયોરૂપે પરિણમતો થકો તેનો કર્તા છે, અને તે
નિર્મળપર્યાય તેનું કર્મ છે. આ રીતે તેને કર્તાકર્મની એકતા છે. નિર્મળપર્યાયથી બહારના બીજા
કોઈ કાર્ય સાથે જ્ઞાનીને એકતા નથી તેથી જ્ઞાની તેનો કર્તા નથી. રાગ પણ નિર્મળપર્યાયથી
બહાર છે, જ્ઞાની તેનો પણ કર્તા નથી.
૯૬ જ્યારે પોતાના નિર્દોષ સ્વભાવનું અને વિકારીભાવનું ભેદજ્ઞાન કરીને જીવ પોતાના સ્વભાવમાં
પ્રવર્તે છે ત્યારે તે અબંધ થાય છે એટલે કે તેને બંધન થતું નથી; અને જ્યાંસુધી વિકારીભાવને
પોતાના માનીને તેમાં પ્રવર્તે છે ત્યાંસુધી તેને બંધન થાય છે, મુક્તિ થતી નથી.
૯૭ અનંતકાળથી જીવે બધું કર્યું છે પણ વિકારીભાવથી છૂટા પડવાનો પ્રયત્ન કદી કર્યો નથી.
અવિકારી અબંધસ્વરૂપ આત્માને સમજ્યે જ મોક્ષનો પંથ પ્રગટે છે. સ્વભાવ અને વિભાવનું
ભેદજ્ઞાન તે જ મોક્ષને સાધવાની દોરી છે, ભેદજ્ઞાન થતાંવેંત મોક્ષને સાધવાની દોરી હાથમાં
આવે છે, એટલે કે આત્મામાં મોક્ષની નિઃશંકતા થઈ જાય છે.
૯૮ જુઓ ભાઈ, આ અપૂર્વ સત્ય વાત છે. દુનિયાના ઘણા જીવો ન માને કે વિરોધ કરે તેથી કાંઈ
‘સત્’ તે અસત્ ન થઈ જાય; અને દુનિયાના ઘણા જીવો માને તેથી કાંઈ ‘અસત્’ તે સત્ ન
થઈ જાય. દુનિયા તો અનાદિથી ઊંધે માર્ગે છે જ, તે ઊંધુંં કહે જ; પરંતુ જ્ઞાની પોતાના અંતરમાં
સત્યમાર્ગમાં નિઃશંક છે, દુનિયાને તાબે થઈને તે બીજું માને નહીં. સંસારમાં રખડનાર જીવોના
અને મોક્ષને સાધનાર જીવોના રસ્તા જુદા જ હોય, સંસારમાર્ગી અને મોક્ષમાર્ગી એ બંનેના
રસ્તા એકબીજાથી ઉલટા જ હોય, ઉલટા ન હોય તો સંસાર–મોક્ષ જ ન હોય.
૯૯ સ્વભાવ અને વિભાવનું ભેદજ્ઞાન કરીને જેટલો સ્વભાવમાં રોકાણો તેટલો આત્મા,
તેટલો ધર્મ, અને તેટલું જ જિનશાસન છે; એ સિવાય રાગદ્વેષમાં રોકાવું તે ધર્મ નથી, તે
આત્મા નથી, તે જિનશાસન નથી, પરંતુ તે અધર્મ છે, અનાત્મા છે, વિભાવ છે, આસ્રવ
છે, બંધન છે, સંસાર છે.
૧૦૦ જ્યારે જીવ પોતાના સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન–આચરણરૂપે પરિણમે છે ત્યારે તેને રાગ–દ્વેષ–ક્રોધાદિ
ભાવો પોતામાં થતા દેખાતા નથી; ‘હું જ્ઞાન છું’ એવા વેદનમાં એકાગ્ર થતાં ‘હું ક્રોધ છું’ એવું
વેદન થતું નથી; આ રીતે જ્ઞાન અને ક્રોધાદિ ભેગાં નથી જ, ભિન્ન જ છે. જેણે ભિન્ન જાણ્યા તે
ક્રોધાદિનો કર્તા થતો નથી પણ જ્ઞાતા જ રહે છે. જ્ઞાતાપણું પોતાનો સ્વભાવ છે, અને ક્રોધાદિ
પોતાનો સ્વભાવ નથી એમ ભેદજ્ઞાનથી બંનેને જુદા જાણીને, પોતે જ્ઞાતાપણે જ રહેતો થકો
ક્રોધાદિથી જુદો જ પરિણમે છે; તે ક્રોધાદિને પોતાથી ભિન્ન જાણ્યા તેથી તેનો કર્તા થતો નથી.
૧૦૧ પોતાની સ્વભાવપર્યાય (સમ્યગ્દર્શનાદિ) ઊઘાડું તો જ ખરો સંતોષ છે એમ નહિ માનતાં
અજ્ઞાની જીવ અશુભમાંથી શુભ રાગ થાય તેમાં જ સંતોષ માની લ્યે છે, એટલે શુભરાગથી
જ તે સંતોષ માની લ્યે છે, તેથી ખરેખર તેને રાગનો લોભ છે, એ અનંતાનુબંધી લોભ છે.
૧૦૨ રાગનો જ્યાં આદર છે ત્યાં વીતરાગસ્વભાવનો અનાદર છે. અને જ્યાં વીતરાગસ્વભાવનો
અનાદર છે ત્યાં, તે વીતરાગસ્વભાવને પામેલા સર્વજ્ઞનો, તેને સાધનારા સાધુઓનો, તેમજ
તેનું પ્રતિપાદન કરનારા શાસ્ત્રનો પણ અનાદર તે ઊંધા અભિપ્રાયમાં સેવાઈ જાય છે.
વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્રની આજ્ઞા તો વીતરાગભાવની જ પોષક છે, તેને બદલે જેણે
પોતાના અભિપ્રાયમાં રાગનું પોષણ કર્યું તેણે ખરેખર વીતરાગની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે.
બહારથી ભલે વીતરાગના ભક્તિ–પૂજા–બહુમાનનો શુભભાવ કરતો હોય પરંતુ અંતરમાં
વીતરાગસ્વરૂપના અજ્ઞાનને લીધે તે પોતાના અભિપ્રાયમાં તો રાગનું જ સેવન ને રાગના જ
ભક્તિ–પૂજા–બહુમાન કરી રહ્યો છે. આ ઊંધો અભિપ્રાય

PDF/HTML Page 10 of 21
single page version

background image
પોષ: ૨૪૮૬ : ૯ :
એ જ વીતરાગની મોટી વિરાધના અને મોટું પાપ છે, એનો ખ્યાલ જગતના જીવોને નથી આવતો!
૧૦૩ આ વાત સાંભળતાં કોઈને ઝણઝણાટ ઊઠે, પરંતુ ભાઈ! સત્ય તો આજ વાત છે, આ
સમજ્યા વિના ભવનો અંત આવવાનો નથી. અને ખરેખર તો આ વાત સાંભળતાં
આત્માર્થી જીવને અંદરથી સ્વભાવનો ઝણઝણાટ ઊઠવો જોઈએ કે અહો! મારો આવો
સ્વભાવ!–આ સ્વભાવ જ મારે સાધવા જેવો છે. અત્યારસુધી મારો આવો સ્વભાવ મારા
લક્ષમાં નહોતો આવ્યો, હવે હું મારા આવા સ્વભાવને સર્વ પ્રયત્નથી જરૂર પ્રાપ્ત કરીશ.–આ
રીતે સ્વભાવની પ્રાપ્તિ માટે જેના અંતરમાં ઝણઝણાટ જાગે તે જીવ તેને પ્રાપ્ત કરીને જ જંપે!
૧૦૪ અહીં આચાર્યદેવ કહે છે કે ભેદજ્ઞાન થતાં જ્ઞાનમાં ક્રોધાદિ માલૂમ પડતા નથી. જુઓ, ભેદજ્ઞાન
થતાં તે ધર્મીને પોતાને જ નિઃસંદેહ ખબર પડે છે કે મારું જ્ઞાન જ્ઞાનરૂપે જ છે, મારું જ્ઞાન
ક્રોધાદિરૂપ થતું નથી. ‘અત્યારે મારો આત્મા જ્ઞાનરૂપે પરિણમતો હશે કે રાગરૂપે’–એમ તે ધર્મીને
શંકા નથી પડતી, પરંતુ નિઃસંદેહપણે પોતાનો આત્મા જ્ઞાનરૂપે થતો જ પ્રતિભાસે છે, રાગાદિરૂપે
થતો જરા પણ પ્રતિભાસતો નથી. જ્યાં આવી નિઃસંદેહતા ન હોય ત્યાં ભેદજ્ઞાન જ નથી.
ભેદજ્ઞાન થાય અને ‘આત્માનું પરિણમન રાગથી જુદું પડીને જ્ઞાનરૂપ થયું કે નહીં’ તેની પોતાને
ખબર ન પડે ને બીજાને પૂછવા જવું પડે–એમ બનતું નથી, ભેદજ્ઞાન થતાં પોતાના સ્વભાવ–
પરિણમનની પોતાને નિઃશંક ખબર પડે છે.
૧૦પ અરે જીવ! એક વાર તારા સ્વભાવને લક્ષમાં લઈને નિઃસન્દેહ થા, નિઃશંક થા. સ્વભાવની
નિઃશંકતાના જોરે કેવળજ્ઞાનાદિ ભાવો ફૂટશે. આચાર્યભગવાને ઘણા ઘણા સ્પષ્ટીકરણથી
ચિદાનંદસ્વભાવ રાગથી ભિન્ન બતાવીને નિઃશંકતા કરાવી છે. આ સમયસારશાસ્ત્રની એવા
બળવાન યોગે રચના થઈ છે કે પાત્ર જીવ ઝટ દઈને સમજી જાય તેવું છે, ભવ્ય જીવો ઉપર
અપાર કરુણા કરીને સંતોએ આત્મસ્વરૂપ બતાવ્યું છે. અંતરમાં જરાક ઊંડે ઊતરીને રહસ્ય
સમજે તેને આ સમયસારના મહિમાની ખબર પડે. અહો! આ સમયસાર ભરતક્ષેત્રનો
ભગવાન છે...આ સમયસારમાં મોક્ષનાં વેણલા વાયા છે.
૧૦૬ અનાદિથી જીવ શુભાશુભરાગને આધીન થઈ રહ્યો છે, તેને અહીં સ્વાધીન આત્મસ્વરૂપ
ઓળખાવ્યું છે. અરે જીવ! હું પરનું કાર્ય કરું ને પર મારું કાર્ય કરે–એવી પરાધીનતા વગરનો
એક પણ દિવસ ખરો?–એક ક્ષણ પણ ખરી? એક દિવસ તો પરાધીનતા વગરનો લાવ!
અરે, એક ક્ષણ તો પર સાથેનો સંબંધ તોડીને તારા સ્વભાવ સાથે સંબંધ જોડીને સ્વાધીન
થા.–આવી સ્વાધીનતાથી તારા જીવનમાં અતીન્દ્રિય આનંદની ઉષા ઊગશે. એના વગર કદી
પણ સુખ કે શાંતિ થાય તેમ નથી. આવી સ્વાધીનતાની એક ક્ષણ તો લાવ!
૧૦૭ જ્ઞાનનો સ્વભાવ તો શાંત–સુખરૂપ છે, અને રાગાદિનો સ્વભાવ અશાંત–દુઃખરૂપ છે. રાગથી
ભિન્ન જ્ઞાનની ‘પ્રસિદ્ધિવડે આત્માની પ્રસિદ્ધિ થાય છે. બાળગોપાળ બધા જ્ઞાનથી સમજી શકે
છે તેથી જ્ઞાનલક્ષણવડે આત્માને ઓળખાવ્યો છે. આત્મા તરફ વળેલું ‘જ્ઞાન’ તેમાં મોક્ષમાર્ગ
સમાઈ જાય છે.
૧૦૮ જ્ઞાનમાત્રથી જ અબંધપણું કઈ રીતે છે તે સમજાવતાં અહીં આચાર્યદેવ કહે છે કે, ક્રોધાદિ આસ્રવો
અશુચી, વિપરીત અને દુઃખનાં કારણો છે–એવું જ્ઞાન થતાં જ આત્મા તેમનાથી પાછો વળી જાય
છે; અને આત્મસ્વભાવ પવિત્ર–જ્ઞાન–સ્વભાવી, સુખથી ભરેલો છે–એમ જાણીને તે સ્વભાવ તરફ
ઝૂકી જાય છે. આ રીતે જ્ઞાનમાત્રથી જ જીવને બંધનો નિરોધ થાય છે, –બીજાથી નહીં.
૧૦૯ અશુભભાવ તો મલિન છે અને શુભભાવ પણ મલિન છે. જુઓ, શુભને પણ મલિન કોણ
કહે?–જેણે શુભાશુભરાગથી રહિત મહાનિર્મળ આત્મસ્વભાવનો અનુભવ કર્યો હોય,
સ્વભાવથી વીતરાગી શાંતિનો આસ્વાદ લીધો હોય, તે જીવ

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૧૯પ
શુભરાગને પણ ખરેખર મલિન જાણે છે. પાપ ભાવને તો સાધારણ લોકો મલિન કહે જ છે
પરંતુ પુણ્યભાવને તેઓ ધર્મ સમજે છે, તે આસ્રવ હોવા છતાં તેને ધર્મ સમજે છે એ તેમની
મૂઢતા છે, અજ્ઞાન છે.
૧૧૦ જીવને જ્યાં સુખ લાગે તેમાં તે પ્રવૃત્તિ કરે છે, અને જ્યાં દુઃખ લાગે ત્યાંથી તે નિવૃત્તિ કરે છે,
કેમ કે સર્વે જીવો સુખને ચાહે છે ને દુઃખથી ડરે છે. જ્યાંસુધી જીવ રાગમાં સુખ માને છે
ત્યાંસુધી તે આસ્રવોમાં જ પ્રવર્તે છે, પણ તેનાથી પાછો વળીને સ્વભાવમાં આવતો નથી.
ભેદજ્ઞાનવડે જ્ઞાની એમ જાણે છે કે આ શુભ–અશુભ સર્વે આસ્રવો દુઃખરૂપ છે ને મારો જ્ઞાન–
સ્વભાવ જ સુખરૂપ છે.–આવું જાણતો તે આત્મસ્વભાવમાં પ્રવૃત્તિ કરે છે ને આસ્રવોથી
નિવૃત્તિ કરે છે. આ રીતે ભેદજ્ઞાન તે જ બંધને રોકવાનો અને મોક્ષનો પામવાનો ઉપાય છે.
૧૧૧ જેમ સ્વચ્છ પાણીથી ભરેલા સરોવરમાં ઉપર જે લીલફૂગ છે તે મલિન છે ને નિર્મળ જળ
તેનાથી જુદું છે; તેમ નિર્મળ ચૈતન્યજળથી ભરેલા આત્મસરોવરમાં ઉપર જે રાગાદિ
આસ્રવોનાં ગોદડાં છે તે લીલફૂગની જેમ મલિનપણે અનુભવાય છે, તેનું વેદન મલિનરૂપ છે,
ને નિર્મળચૈતન્યજળ તેનાથી જુદું છે, તે ચૈતન્યનું વેદન નિર્મળ–વીતરાગી આનંદરૂપ છે. આ
રીતે વેદનવડે પોતાના અંતરમાં તે બન્નેને ભિન્ન ભિન્ન સમજીને જ્ઞાની જીવ, લીલફૂગ દૂર કરીને
સ્વચ્છ જળ પીનારા પુરુષની જેમ, રાગથી છૂટા પડીને નિર્મળ ચૈતન્યને જ અનુભવે છે.
૧૧૨ અહીં આસ્રવોને મલિન કહ્યા તેની સામે આત્માને ‘ભગવાન આત્મા’ એમ કહીને ‘અતિ
નિર્મળ’ કહ્યો. અહા! ક્્યાં આસ્રવ! ને ક્્યાં પરમ પવિત્ર ભગવાન આત્મા! આસ્રવોનો તો
સ્વાદ મેલો કષાયેલો (–કષાયવાળો) છે અને ભગવાન આત્માનો સ્વાદપરમપવિત્ર મીઠો–
મધુરો (આનંદરૂપ) છે.–આવો સ્વાદભેદ જાણે તે જ્ઞાની આસ્રવોના સ્વાદમાં કેમ જોડાય?
૧૧૩ વળી ભગવાન આત્મા તો સ્વ–પરપ્રકાશક જાગૃત જ્યોત છે, અને પુણ્ય–પાપની લાગણીપૂર્વક
આસ્રવો પોતે પોતાને કે બીજાને નહિ જાણનારા હોવાથી જડસ્વરૂપ છે, તેઓ તો બીજાવડે
જણાવાયોગ્ય છે.–આ રીતે પણ જ્ઞાનસ્વરૂપ આત્મા ક્રોધાદિથી ભિન્ન છે.
૧૧૪ ક્રોધને ખબર નથી કે ‘હું ક્રોધ છું; તેનાથી જુદું એવું જ્ઞાન જ તેને જાણે છે કે ‘આ ક્રોધ છે’
‘હું જ્ઞાન છું’ એમ જ્ઞાન પોતે પોતાને પણ જાણે છે, અને ‘આ ક્રોધ છે, તે હું નથી’ એમ જ્ઞાન
પરને પણ જાણે છે. ‘હું ક્રોધ છું’–એમ માનીને ક્રોધાદિમાં પરિણમતું (–પણ તેનાથી જુદું નહિ
રહેતું) એવું જ્ઞાન, પોતાને કે ક્રોધાદિને જાણી શકતું નથી એટલે તે આંધળું જ્ઞાન છે, અર્થાત્
તે જ્ઞાન નથી પણ અજ્ઞાન છે. ભેદજ્ઞાનવડે જ્ઞાન અને ક્રોધાદિને જુદા જાણતો થકો ભગવાન
આત્મા સદા ચેતકપણે જ રહે છે, ક્રોધાદિપણે થતો નથી.
૧૧પ આવું ભેદજ્ઞાન થતાં જ જીવને પોતાના અંતરમાં મુક્તિ પ્રતિભાસે છે, ને બંધનથી તે દૂર રહે
છે. માટે આચાર્યદેવ કહે છે કે અહો! આ ભેદજ્ઞાન જ મુક્તિનો પરમ ઉપાય છે, તેનાથી જ
બંધન અટકી જાય છે. સ્વભાવ પ્રગટ કરવાનો અને બંધનને અટકાવવાનો આ એક જ
ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી.
૧૧૬ કોઈ કહે કે આમાં તો એકલું જ્ઞાન આવ્યું, પચ્ચખાણ વગેરે કાંઈ ન આવ્યું? તો તેને કહે છે કે
અરે ભાઈ! ‘જ્ઞાન’ એટલે શું–એની તને હજી ખબર નથી. પચ્ચખાણની પણ તને ખબર નથી,
એટલે જ આવો સંદેહ તને ઊંઠે છે. ચૈતન્યતત્ત્વને યથાર્થપણે જાણીને તેમાં જ્ઞાન જેટલે અંશે ઠર્યું
તેટલે અંશે ખરું પચ્ચખાણ છે, તે જ્ઞાન પોતે જ પચ્ચખાણસ્વરૂપ છે કેમકે તે જ્ઞાનમાં રાગાદિ
પરભાવોનો ત્યાગ વર્તે છે. યથાર્થ જ્ઞાન વિના પચ્ચખાણનું સ્વરૂપ અજ્ઞાની નહિ જાણી શકે. તે
અજ્ઞાની તો કંઈક અશુભ છોડીને શુભ કરે તે શુભને જ પચ્ચખાણ માનશે, પરંતુ શુભભાવરૂપ
પચ્ચખાણ પણ બંધનરૂપ છે, અને સ્વરૂપમાં ઠરતું જ્ઞાન જ અબંધરૂપ છે. રાગમાં અટકેલા જીવો,
રાગનો જેમાં ત્યાગ છે

PDF/HTML Page 12 of 21
single page version

background image
પોષ: ૨૪૮૬ : ૧૧ :
એવા જ્ઞાનને (–પ્રત્યાખ્યાનસ્વરૂપ જ્ઞાનને) ઓળખી પણ શકતા નથી.
૧૧૭ પહેલાં જ્ઞાનસ્વભાવ શું ચીજ છે તે ઓળખે તો સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન થતાં જ અનંતો
બંધ છૂટી જાય છે; પછી જે અલ્પ બંધ રહે છે તે પણ જ્ઞાનથી જુદાપણે જ રહેતો હોવાથી તેને
ગણતરીમાં ગણવામાં આવતો નથી. અલ્પકાળમાં જ્ઞાન પોતાના સ્વરૂપમાં ઠરતાં તે અલ્પબંધ
પણ છૂટી જશે, ને આત્મા સર્વથા અબંધ સાક્ષાત્ પરમાત્મા થઈ જશે.–આ રીતે
ચૈતન્યસ્વરૂપ આત્માને ઓળખીને તેમાં જ્ઞાનની લીનતા તે જ સંસારનાશનો અને
પરમાત્મપદપ્રાપ્તિનો એકમાત્ર અમોઘ ઉપાય છે.
૧૧૮ ભેદજ્ઞાની એમ જાણે છે કે હું વિજ્ઞાનઘન છું; વિભાવો વિભાવોને જાણતા નથી અને વિભાવો
મને પણ જાણતા નથી; હું વિભાવોને જાણું છું અને મને પણ જાણું છું, આ રીતે સ્વ–પરને
જાણનાર વિજ્ઞાનઘન હું છું. મારો વિજ્ઞાનઘન સ્વભાવ વિભાવોથી જુદો જ છે.–આમ
જાણનાર ભેદજ્ઞાની જીવ વિભાવોથી પાછો વળીને સ્વભાવના શ્રદ્ધા–જ્ઞાન–રમણતામાં પ્રવર્તે
છે, એટલે કે મોક્ષમાર્ગમાં વર્તે છે, તેથી તેને બંધન થતું નથી.
૧૧૯ લોકો બહારની દેહાદિની પ્રવૃત્તિ ઉપરથી ધર્મનું માપ કાઢે છે, પણ ભાઈ, આત્માનો ધર્મ તે
આત્માના ભાવમાં હોય કે જડમાં હોય? દેહથી ભિન્ન અને રાગની ભિન્ન એવા આત્માના
શ્રદ્ધા–જ્ઞાન–ગૃહસ્થપણામાં થઈ શકે છે. આચાર્યદેવ કહે છે કે અહો! જ્ઞાનઘન આત્માની શ્રદ્ધા
થતાં અનંતા કર્મોની નિર્જરા થઈ જાય છે; અને પછી તેમાં સ્થિરતા થતાં કેવળજ્ઞાન થાય છે;
આવો ભેદજ્ઞાનનો મહિમા છે.
૧૨૦ શુભભાવથી સ્વર્ગ મળે અને અશુભથી નરકાદિ મળે, પરંતુ બંને ભાવો છે તો બંધનરૂપ;–
એનો અર્થ એવો નથી કે પુણ્યભાવ છોડીને પાપભાવ કરવો.–એવી તો વાત હોય નહિ, એવું
તો કોઈ જ્ઞાનીનું વચન હોય જ નહિ.
–પરંતુ પુણ્યભાવ કરતાં કરતાં ધર્મ થશે એમ કોઈ દિવસ બન્યું નથી, બનતું નથી, બનશે પણ
નહિ, પુણ્યપાપના ભાવ તે કાંઈ સ્વભાવ સાથે જોડાણનું કાર્ય નથી, તે તો કર્મ સાથે જોડાણનું
કાર્ય છે, અને દુઃખનું કારણ છે.
૧૨૧ પાપ કે પુણ્ય એ બન્ને ભાવો આકુળતા ઉપજાવનારા છે, વર્તમાન સમયમાં પણ તે ભાવો
દુઃખરૂપ છે અને ભવિષ્યમાં પણ તે દુઃખનાં જ કારણો છે; ત્યારે ભગવાન આત્મા તો સદાય
નિરાકુળસ્વભાવી છે, આનંદસ્વરૂપી છે, તેના અવલંબનથી આનંદનો જ અનુભવ થાય છે, તે
દુઃખનું કારણ નથી પણ સુખનું જ કારણ છે, અને તેના સુખકાર્યને કર્મ સાથે જરા પણ સંબંધ
નથી. રાગાદિ આસ્રવો તે કર્મ સાથે સંબંધવાળા છે.–આ રીતે આત્મા અને આસ્રવોને
જુદાપણું છે. આવું જુદાપણું જાણીને હે જીવ! તું રાગાદિથી નિવૃત્ત થા....ને અંતર્મુખ થઈને
તારા જ્ઞાનસ્વભાવમાં જ પ્રવૃત્તિ કર. આમ કરવાથી તારા ભવબંધન તૂટી જશે, ને તને તારા
સુખનો અનુભવ થશે.
***

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૧૯પ
(“આત્મધર્મ” ની અધ્યાત્મરસ ભરપૂર સહેલી ચાલુ લેખમાળા)
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવ
શ્રી કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર.
***
(વીર સં. ૨૪૮૨, જેઠ વદ ૧૨: ગાથા ૪૦મી ચાલુ)
જેને ચૈતન્યના આનંદનો અનુભવ નથી તેને બાહ્ય વિષયોમાં સુખબુદ્ધિ થાય છે; અને ચૈતન્યના
આનંદનું ભાન થાય પછી પણ જેને તેના અનુભવમાં લીનતા નથી તેને જ બાહ્ય પદાર્થો સંબંધી રાગ–
દ્વેષ થાય છે. ઉપયોગને અંતર્મુખ કરીને જેને પોતાના અતીન્દ્રિય આનંદના અનુભવમાં લીનતા વર્તે છે
તેને બાહ્ય પદાર્થો પ્રત્યે વલણ જ નથી એટલે તેને તો કોઈ પદાર્થ સંબંધી રાગ–દ્વેષ થતા નથી.
રાગદ્વેષ ટાળવાનો ઉપાય શું?
કે ચૈતન્ય સ્વરૂપમાં ઉપયોગને જોડવો તે જ રાગ–દ્વેષને ટાળવાનો ઉપાય છે. આ સિવાય બાહ્ય
પદાર્થો તરફ વલણ રાખીને રાગદ્વેષ ટાળવા માંગે તો તે કદી ટળી શકે નહીં. પહેલાં તો દેહાદિથી ભિન્ન ને
રાગાદિથી પણ પરમાર્થે ભિન્ન એવા ચિદાનંદસ્વરૂપનું ભાન કર્યું હોય, તેને જ તેમાં ઉપયોગની લીનતા
થાય. પરંતુ જે જીવ દેહાદિની ક્રિયાને પોતાની માનતો હોય, કે રાગથી લાભ માનતો હોય તેનો ઉપયોગ
તે દેહથી ને રાગથી પાછો ખસીને ચૈતન્યમાં વળે જ ક્્યાંથી? જ્યાં લાભ માને ત્યાંથી પોતાના ઉપયોગને
કેમ ખસેડે?–ન જ ખસેડે. માટે ઉપયોગને પોતાના ચિદાનંદ સ્વરૂપમાં એકાગ્ર કરવા ઈચ્છનારે પ્રથમ તો
પોતાના સ્વરૂપને દેહાદિથી ને રાગાદિથી અત્યંત ભિન્ન જાણવું જોઈએ. જગતના કોઈ પણ બાહ્ય
વિષયોમાં કે તે તરફના રાગમાં ક્્યાંય સ્વપ્નેય મારું સુખ કે શાંતિ નથી, અનંતકાળ બહારના ભાવો
કર્યા પણ મને કિંચિત્ સુખ ન મળ્‌યું. જગતમાં ક્્યાંય પણ મારું સુખ હોય તો તે મારા નિજસ્વરૂપમાં જ
છે, બીજે ક્્યાંય નથી. માટે હવે હું બહારનો ઉપયોગ છોડીને, મારા સ્વરૂપમાં જ ઉપયોગને જોડું છું.–
આવા દ્રઢ નિર્ણયપૂર્વક ધર્મી જીવ વારંવાર પોતાના ઉપયોગને અંર્તસ્વરૂપમાં જોડે છે.
આ રીતે ઉપયોગને અંર્તસ્વરૂપમાં જોડવો તે જ જિન–આજ્ઞા છે, તે જ આરાધના છે, તે જ
સમાધિ છે, તે જ સુખ છે ને તે જ મોક્ષનો પંથ છે. ।। ૪૦।।
(વીર સં. ૨૪૮૨ જેઠ વદ તેરસ: સમાધિશતક ગા. ૪૧)
ચૈતન્યસ્વભાવની મહત્તા અને બાહ્ય ઈંદ્રિયવિષયોની તુચ્છતા જાણીને, પોતાના ઉપયોગને
વારંવાર ચૈતન્ય ભાવનામાં જોડવો; એમ કરવાથી પર પ્રત્યેનો પ્રેમ નાશ

PDF/HTML Page 14 of 21
single page version

background image
પોષ: ૨૪૮૬ : ૧૩ :
થાય છે ને વીતરાગી આનંદનો અનુભવ થાય છે,–એમ પૂર્વ ગાથામાં કહ્યું. એ જ વાતને દ્રઢ કરતાં હવે
કહે છે કે આત્માના વિભ્રમથી ઉત્પન્ન થયેલું દુઃખ આત્માની ભાવનાથી જ નાશ થાય છે–જેઓ
આત્મજ્ઞાનનો ઉદ્યમ નથી કરતા તેઓ ઘોર તપ કરે તોપણ નિર્વાણ પામતા નથી.–
आत्मविभ्रमजं दुखमात्मज्ञानात्प्रशाम्यति।
नायतास्तत्र निर्वान्ति कृत्वाति परमं तपः।।४१।।
આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે, તેને ભૂલીને દેહાદિકમાં આત્મબુદ્ધિરૂપ જે વિભ્રમ છે તે જ દુઃખનું
મૂળ છે. તે આત્મા–વિભ્રમથી થયેલું દુઃખ આત્મજ્ઞાનવડે જ દૂર થાય છે. ‘દેહાદિકથી ભિન્ન
જ્ઞાનદર્શનસ્વરૂપ જ હું છું, બીજું કાંઈ મારું નથી.’ એવા આત્મજ્ઞાન વગર દુઃખ મટવાનો બીજો કોઈ
ઉપાય નથી. આવા આત્મજ્ઞાન વગર ઘોર તપ કરે તોપણ જીવ નિર્વાણપદને પામતો નથી.
જેઓ આત્મજ્ઞાનનો તો પ્રયત્ન કરતા નથી ને વ્રતતપનો જ ઉદ્યમ કરે છે તેઓ માત્ર કલેશ જ
પામે છે, નિર્વાણને પામતા નથી. તેને જે વ્રત–તપ છે તે આત્માની ભાવનાથી નથી પણ રાગની અને
વિષયોની જ ભાવનાથી છે. ભલે સીધી રીતે વિષયોની ઈચ્છારૂપ પાપભાવના તો ન હોય, પરંતુ
અંતરમાં વિષયાતીત ચૈતન્યનું વેદન નથી કરતો તે રાગના જ વેદનમાં અટક્યો છે, એટલે તેના
અભિપ્રાયમાં રાગની ને રાગના ફળરૂપ ઈંદ્રિયવિષયોની ભાવના પડી જ છે. આત્માના અતીન્દ્રિય
આનંદના સ્વાદ વગર વિષયોની ભાવના ખરેખર તૂટે જ નહિ.
જેઓ આત્મજ્ઞાનનો પ્રયત્ન કરે છે તેઓ જ દુઃખથી છૂટે છે. જેઓ આત્મજ્ઞાનનો પ્રયત્ન નથી
કરતા તેઓ દુઃખથી છૂટતા નથી.
જુઓ, આ પૂજ્યપાદસ્વામીએ તત્ત્વાર્થસૂત્ર ઉપર ‘સર્વાર્થસિદ્ધિ’–નામની મહાન ટીકા રચી છે;
તેઓ કહે છે કે આત્માનો વિભ્રમ તે જ દુઃખનું કારણ છે; કર્મના કારણે દુઃખ છે એમ ન કહ્યું, પણ
આત્મજ્ઞાનનો પ્રયત્ન પોતે નથી કરતો તેથી જ દુઃખ છે. ‘કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ’
પોતાની ભૂલથી જ આત્મા દુઃખી થાય છે, કર્મ બિચારું શું કરે? પોતે જ આત્મજ્ઞાનનો યત્ન નથી કરતો
તેથી દુઃખ છે, છતાં અજ્ઞાની કર્મનો વાંક કાઢે છે કે કર્મ દુઃખ આપે છે,–પોતાનો વાંક બીજા ઉપર ઢોળે
છે–તે અનીતિ છે, તે જૈનનીતિને જાણતો નથી. જો જિનધર્મને જાણે તો આવી અનીતિ સંભવે નહીં.
મોક્ષમાર્ગપ્રકાશકમાં કહે છે કે: “તત્ત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવતો નથી એ જીવનો જ દોષ છે......
તત્ત્વનિર્ણય કરવામાં કાંઈ કર્મનો તો દોષ છે નહિ પણ તારો જ દોષ છે.....તું પોતે તો મહંત રહેવા
ઈચ્છે છે અને પોતાનો દોષ કર્માદિકમાં લગાવે છે. પણ જિનઆજ્ઞા માને તો આવી અનીતિ સંભવે
નહિ”.....એટલે કે પોતાનો દોષ જે કર્મ ઉપર ઢોળે છે તે જીવ જિનાજ્ઞાથી બહાર છે.
આત્મસ્વરૂપના જ્ઞાન વગર તેમાં એકાગ્રતારૂપ તપ હોય જ નહિ. આત્મજ્ઞાન વગર હઠથી વ્રત–તપ
કરવા માંગે તેમાં એકલું કષ્ટ છે, ભલે શુભરાગથી કરે તો પણ તેમાં કેવળ કષ્ટ છે, આત્માની શાંતિ તેમાં
જરા પણ નથી. દુઃખનું કારણ તો આત્મ–વિભ્રમ છે, તે ભ્રમણા ટાળ્‌યા વગર દુઃખ ટળે જ નહિ. આનંદનું
વેદન તે જ દુઃખના અભાવની રીત છે. જે તપમાં આત્માના આનંદનું વેદન નથી તેમાં કષ્ટ જ છે.
આત્મજ્ઞાન વગર રાગાદિક ખરેખર ઘટે જ નહિ. પહેલાં આત્મજ્ઞાન કરે પછી તેમાં લીનતાવડે
રાગાદિક ઘટતાં વ્રત–તપ ને મુનિદશા થાય છે. પં. ટોડરમલ્લજી પણ કહે છે કે: જિનમતમાં તો એવી
પરિપાટી છે કે પહેલાં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યક્ત્વ તો સ્વ–પરનું શ્રદ્ધાન થતાં થાય છે
તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે, માટે પહેલાં દ્રવ્યાનુયોગ–અનુસાર શ્રદ્ધાન કરી
સમ્યગ્દ્રષ્ટિ થાય અને પછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ કરી વ્રતી થાય.
જીવને પોતાનું વાસ્તવિક સ્વરૂપ જ્યાંસુધી લક્ષમાં ન આવે ત્યાંસુધી પરભાવોમાંથી આત્મબુદ્ધિ
છૂટે નહિ; એટલે રાગાદિ પરભાવના વેદનમાં અટકીને ‘આટલો જ હું’ , અથવા દેહાદિની ક્રિયા તે જ
હું,–એવી આત્મભ્રમણાથી પરભાવોમાં જ લીન થઈને જીવ મહાદુઃખ વેદી રહ્યો છે, આ આત્મભ્રમણા જ
મહાદુઃખનું મૂળિયું છે એ વાત જ્યાંસુધી ખ્યાલમાં ન આવે ત્યાંસુધી આત્મજ્ઞાનનો સાચો પુરુષાર્થ જાગે
નહીં. અને આત્મજ્ઞાન વગર સાચી શાંતિ થાય નહિ.

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૧૯પ
ભાઈ! તારે આત્માની શાંતિ જોઈતી હોય....અતીન્દ્રિય આનંદ જોઈતો હોય ને દુઃખને દુર કરવું
હોય તો તારા આત્મજ્ઞાનનો ઉદ્યમ કર.....આત્મજ્ઞાન તે એક જ શાંતિનો ને આનંદનો ઉપાય છે, તે જ
ઉપાયથી દુઃખ ટળે છે; બીજા કોઈ ઉપાયથી દુઃખ ટળતું નથી. છહ ઢાળામાં કહ્યું છે કે–
“જ્ઞાન સમાન ન આન જગતમેં સુખકો કારણ.
યહ પરમામૃત જન્મ જરા મૃતુ રોગ નિવારણ.”
આત્મજ્ઞાન વિના બીજા કોઈ ઉપાયે સુખ થતું નથી. એ જ વાત છહ ઢાળામાં કહે છે કે–
‘મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઊપજાયો,
પૈ નિજઆત્મજ્ઞાન વિન સુખ લેશ ન પાયો,’
આત્મજ્ઞાન વગર એકલા શુભરાગથી પંચમહાવ્રત પાળીને ઠેઠ નવમી ગૈ્રવેયક સુધી દેવલોકમાં
ગયો, તોપણ ત્યાં જરાય સુખ ન પામ્યો, માત્ર દુઃખ જ પામ્યો. અજ્ઞાની જીવની ક્રિયા સંસારને માટે
સફળ છે, ને મોક્ષને માટે નિષ્ફળ છે; ને જ્ઞાનીની જે ધર્મક્રિયા છે તે સંસારને માટે નિષ્ફળ છે ને મોક્ષને
માટે સફળ છે. જેને અંતરમાં સ્વસન્મુખ પ્રયત્ન નથી તે પરસન્મુખ જેટલો પ્રયત્ન કરે તેનું ફળ દુઃખ
અને સંસાર જ છે. આત્મસ્વભાવમાં સ્વસન્મુખ પ્રયત્નથી જ સુખ અને મુક્તિ થાય છે; માટે
આત્મજ્ઞાનના ઉદ્યમનો ઉપદેશ છે.
।। ૪૧।।
બહિરાત્મા શું ઈચ્છે છે ને ધર્માત્મા શું ઈચ્છે છે–તે હવે કહેશે.
અંતરમાં ચૈતન્યના અતીન્દ્રિય
આનંદને ચૂકીને બાહ્ય
ઈન્દ્રિયવિષયોમાં મુર્છાઈ
ગયેલા બહિરાત્માઓ
નિરંતર દુઃખી છે.
અને
મારું સુખ મારા આત્મામાં જ છે,
બાહ્ય ઈન્દ્રિયવિષયોમાં
મારું સુખ નથી–એવી અંર્તપ્રતીતિ કરીને,
ધર્માત્મા અંતર્મુખ થઈને
આત્માના અતીન્દ્રિયસુખનો
સ્વાદ લ્યે છે..........તે નિરંતર સુખી છે.

PDF/HTML Page 16 of 21
single page version

background image
પોષ: ૨૪૮૬ : ૧પ :
(શ્રી પ્રવચનસાર ઉપરના પ્રવચનોમાંથી; ગાથા ૨૨૦–૨૨૧ તથા ૧૯૧ થી ૧૯પ)

પ્રશ્ન:– મોક્ષમાર્ગી મુનિવરો કેવા હોય છે?
ઉત્તર:– જેણે સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્રરૂપ શુદ્ધ પરિણતિ પ્રગટ કરીને અંતરમાં તો અશુદ્ધ
ઉપયોગને છોડ્યો છે, અને બહારમાં સમસ્ત પરિગ્રહને છોડ્યો છે,–આવા મોક્ષમાર્ગી મુનિવરો હોય છે.
પ્રશ્ન:– વસ્ત્રાદિનું ગ્રહણ હોય ત્યાં મુનિદશા હોય કે નહીં?
ઉત્તર:– વસ્ત્રાદિનું ગ્રહણ હોય ત્યાં મુનિદશા હોય નહીં, એ નિયમ છે.
પ્રશ્ન:– વસ્ત્રાદિનું ગ્રહણ હોય ત્યાં સમ્યગ્દર્શન હોય કે નહીં.
ઉત્તર:– વસ્ત્રાદિનું ગ્રહણ હોય ત્યાં સમ્યગ્દર્શન હોઈ શકે.
પ્રશ્ન:–વસ્ત્રાદિ પરિગ્રહ સહિત મુનિપણું માને તેને સમ્યગ્દર્શન હોય?
ઉત્તર:– ના, વસ્ત્રાદિ પરિગ્રહ સહિત જે મુનિપણું માને તેને સમ્યગ્દર્શન હોતું નથી, કેમ કે તે
કુગુરુને ગુરુ માને છે. દેવ–ગુરુ–શાસ્ત્રની વ્યવહારશ્રદ્ધા પણ તેને નથી.
પ્રશ્ન:– બહારમાં ભલે વસ્ત્રાદિ હોય પણ અંતરમાં શુદ્ધ પરિણતિ પ્રગટી હોય, તો મુનિપણું કેમ ન હોય?
ઉતર:– અંતરમાં જેને મુનિદશાને યોગ્ય શુદ્ધપરિણતિ પ્રગટી હોય તેને અશુદ્ધ પરિણતિ છૂટી ગઈ
હોય, અને અશુદ્ધ પરિણતિ છૂટી જતાં તેના નિમિત્તરૂપ વસ્ત્રાદિનું ગ્રહણ પણ ત્યાં સહેજે છૂટી જ ગયું
હોય–એવો નિયમ છે. અને જ્યાં વસ્ત્રાદિનું ગ્રહણ હોય ત્યાં તે પ્રકારની અશુદ્ધપરિણતિ પણ હોય જ છે,
તેથી તેને મુનિપણું હોતું નથી. અને છતાં જો મુનિપણું માને તો સમ્યગ્દર્શન પણ હોતું નથી.
આ રીતે જ્યાં બાહ્ય પરિગ્રહનું ગ્રહણ છે ત્યાં અંતરંગ અશુદ્ધિ પણ છૂટી નથી,–ફોતરાવાળા
ચોખાના દ્રષ્ટાંતે.
પ્રશ્ન:– ચોખાનું દ્રષ્ટાંત કઈ રીતે છે?
ઉત્તર:– જેમ બહારના ફોતરાંના સદ્ભાવમાં ચોખાને અંદરની રતાશ છૂટી નથી, તેમ જ્યાં બાહ્ય
પરિગ્રહનો સદ્ભાવ છે ત્યાં અંદરમાં તે સંબંધી અશુદ્ધ પરિણતિ છૂટી નથી. જે ચોખાને અંદરની રતાશ
છૂટી ગઈ હોય તેને બહારનું ફોતરું પણ છૂટી જ ગયું હોય, તેમ જે આત્માને અંતરમાંથી રાગરૂપી
રતાશ છૂટી ગઈ હોય તેને બહારમાં વસ્ત્રાદિ પરિગ્રહ પણ છૂટી જ ગયો હોય. હજી એમ બને કે ચોખાનું
ઉપરનું ફોતરું છૂટયું હોય પણ અંદરની રતાશ ન છૂટી હોય; તેમ બહારથી વસ્ત્રાદિ પરિગ્રહ છૂટી ગયો
હોય પણ અંદરમાં મોહ ન છૂટયો હોય–એમ બની શકે; પરંતુ અંદરથી જેનો મોહ છૂટયો તેને બહારમાં
વસ્ત્રાદિ પરિગ્રહ હોય–એમ તો કદી બને જ નહીં.
પ્રશ્ન:– વસ્ત્રાદિ તો પરદ્રવ્ય છે, ને પરદ્રવ્ય તો કોઈ આત્માને નડતું નથી–એવો સિદ્ધાંત છે, તો
પછી જેને વસ્ત્રાદિનું ગ્રહણ હોય તેને મુનિપણું ન હોય–એમ શા માટે કહો છો?
ઉત્તર:– જ્યાં વસ્ત્રાદિ પરિગ્રહનો સદ્ભાવ છે ત્યાં મુનિપણું હોતું નથી, કેમ કે, તે વસ્ત્રાદિ પરિગ્રહના

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૧૯પ
સદ્ભાવમાં પ્રથમ તો મમત્વપરિણામરૂપ મૂર્છા હોય છે, બીજું તે વસ્ત્રાદિને ધોવા–સાચવવા વગેરે પ્રકારે
તે પરિગ્રહની વ્યવસ્થાના પરિણામરૂપ આરંભ પણ હોય છે;–આ રીતે મૂર્છા અને આરંભના સદ્ભાવમાં
મુનિપણું ક્્યાંથી હોય? અથવા તે પરિગ્રહવાળા જીવને પરદ્રવ્યમાં પ્રવૃત્તિરૂપ અશુદ્ધતા છે અને તે
અશુદ્ધતાવડે શુદ્ધાત્મસ્વરૂપની હિંસા થાય છે, તેથી તેને શુદ્ધાત્મસ્વરૂપની હિંસારૂપ અસંયમ જરૂર હોય
છે; તે અસંયમીને મુનિપણું ક્્યાંથી હોય? –ન જ હોય.
પ્રશ્ન:– વસ્ત્રાદિ પરિગ્રહ કેવો છે?
ઉત્તર:– વસ્ત્રાદિ પરિગ્રહ આત્માને પરદ્રવ્ય છે.
પ્રશ્ન:– જેણે વસ્ત્રાદિ પરિગ્રહ ગ્રહણ કર્યો હોય તે જીવ કેવો છે?
ઉત્તર:– જેણે વસ્ત્રાદિ પરિગ્રહનું ગ્રહણ કર્યું છે તે જીવ પરદ્રવ્યમાં રત છે.
પ્રશ્ન:– પરદ્રવ્યમાં રત જીવને સાધુંપણું કેમ ન હોય?
ઉત્તર:– જે જીવ પરદ્રવ્યમાં રત હોય તે સ્વદ્રવ્યરૂપ શુદ્ધાત્માને કઈ રીતે સાધે? પરદ્રવ્યમાં
રતપણાને લીધે તેને શુદ્ધાત્મદ્રવ્યના સાધકપણાનો અભાવ હોય છે, તેથી તેને સાધુપણું હોતું નથી.
પ્રશ્ન:– મુનિપણામાં પરિણમનાર જીવ કેવો હોય છે?
ઉત્તર:– પ્રથમ તો, મારો શુદ્ધ આત્મા જ મને ધુ્રવ છે, એ સિવાય બધાય પરદ્રવ્યોનો સંયોગ મને
અધુ્રવ છે, તેથી શુદ્ધાત્મા જ મારે ઉપલબ્ધ કરવા જેવો છે–એમ નિર્ણય કરીને શુદ્ધાત્મામાં પ્રવૃત્તિ દ્વારા જેણે
મિથ્યાત્વનો નાશ કર્યો છે, અને પછી તે શુદ્ધાત્મામાં જ પ્રવૃત્તિદ્વારા રાગદ્વેષનો પણ નાશ કરીને જે જીવ
સુખદુઃખમાં સમભાવી થયો છે તે જીવ શ્રામણ્યમાં પરિણમે છે, એટલે કે તે મોક્ષમાર્ગી મુનિરાજ છે.
પ્રશ્ન:– મોક્ષમાર્ગી મુનિવરોને શું ઉપલબ્ધ કરવા જેવું છે?
ઉત્તર:– મોક્ષમાર્ગી મુનિવરોને પોતાનો શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ કરવા જેવો છે. શુદ્ધાત્માની
ઉપલબ્ધિથી જ મોક્ષમાર્ગ હોય છે.
પ્રશ્ન:– શુદ્ધાત્માની ઉપલબ્ધિ કઈ રીતે થાય છે?
ઉત્તર:– હું પરનો નથી, પર મારાં નથી, હું એક જ્ઞાન છું, શુદ્ધજ્ઞાન જ મારું સ્વ છે–આમ
સ્વપરને અત્યંત ભિન્ન જાણીને જે જીવ પરદ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધાત્માને ધ્યાનમાં ધ્યાવે છે તેને
શુદ્ધાત્માની ઉપલબ્ધિ થાય છે. આ શુદ્ધાત્માની ઉપલબ્ધિની રીત છે. મોક્ષાર્થી જીવ આ રીતે પોતાના
શુદ્ધાત્માને જ ઉપલબ્ધ કરે છે.
પ્રશ્ન:– શુદ્ધાત્માની ઉપલબ્ધિથી શું થાય છે?
ઉત્તર:– શુદ્ધાત્માની ઉપલબ્ધિથી મોહનો ક્ષય થઈને મોક્ષના અક્ષયસુખની પ્રાપ્તિ થાય છે.
આ રીતે શુદ્ધાત્માની ઉપલબ્ધિવડે મોક્ષમાર્ગી મુનિવરો મોહનો ક્ષય
કરીને મુક્તિ પામે છે. એવા મુનિવરોને અમારા નમસ્કાર હો.
સ મ કિ તી–હં સ
આત્માના ચૈતન્ય સરોવરના શાંતજળમાં કેલિ કરનાર સમકિતી હંસને ચૈતન્યના શાંતરસ
સિવાય બહારમાં પુણ્ય પાપની વૃત્તિની કે ઈંદ્રિયવિષયોની રુચિ ઊડી ગઈ છે; ચૈતન્યના શાંત–
આનંદરસનો એવો નિર્ણય (વેદન સહિત) થઈ ગયો છે કે બીજા કોઈ રસના વેદનમાં તેને સ્વપ્નેય
સુખ લાગતું નથી. આવો સમકિતી–હંસ નિરંતર શાંતરસના સરોવરમાં કેલી કરે છે.

PDF/HTML Page 18 of 21
single page version

background image
પોષ: ૨૪૮૬ : ૧૭ :
મા ર્ગ નું
ફ ળ
કેવળજ્ઞાન–સૂર્યથી જગતના જીવોને નેત્ર પ્રાપ્ત થાય છે
(નિયમસાર ગાથા ૧પ૯–૧૬૦ ના પ્રવચનમાંથી)
નિયમસારમાં મોક્ષના માર્ગરૂપ શુદ્ધરત્નત્રયનું, અને તે માર્ગના ફળરૂપ
કેવળજ્ઞાનાદિ શુદ્ધોપયોગનું વર્ણન કર્યું છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે માર્ગ તેની
આરાધનાવડે માગના ફળને પામેલ આત્મા કેવો છે? – કે કેવળજ્ઞાનમૂર્તિ તે આત્મા
સમસ્ત વિશ્વને સાક્ષાત્ જાણે છે. ઝળહળતો ચૈતન્યસૂર્ય જ્યાં ઊગ્યો અને કર્મરૂપી
સમસ્ત વાદળાં જ્યાં દૂર થયા ત્યાં તે ચૈતન્યસૂર્ય કોને ન પ્રકાશે? –કોને ન જાણે?
ખરેખર તે કેવળજ્ઞાન પોતાના દિવ્ય સામર્થ્યવડે ત્રણલોક–ત્રણકાળવર્તી સમસ્ત પદાર્થોને
જાણી લે છે. અહો! આવા ચૈતન્યસૂર્યનો ઉદય જગતના જીવોને જ્ઞાનનેત્ર ખોલવાનું
કારણ છે. જેમ સૂર્યનો ઉદય થતાં જગતના જીવોની નિદ્રા ટળીને નેત્ર ખૂલે છે, તેમ
કેવળજ્ઞાનસૂર્યનો ઉદય જગતના જીવોની નિદ્રાને દૂર કરીને જ્ઞાનનેત્ર ખોલવાનું કારણ
છે. જે જીવ કેવળજ્ઞાનને લક્ષમાં લઈને તેનો નિર્ણય કરે તેને જ્ઞાનસ્વભાવની સન્મુખતા
થઈને સમ્યગ્જ્ઞાનચક્ષુ ખુલ્યા વગર રહે નહીં.
સ્વભાવ–આશ્રિત જે સમ્યક્માર્ગ, તેની આરાધના કરનારને તેના ફળની શંકા
હોય નહીં. કેવળજ્ઞાનના સામર્થ્યમાં જેને શંકા છે તેને માર્ગના ફળની શંકા છે, એટલે
ખરેખર માર્ગની પણ તેને શંકા છે,–માર્ગની આરાધના તેને પ્રગટી જ નથી. જગતમાં
માર્ગના ફળરૂપે ઝળહળતો ચૈતન્યસૂર્ય ઊગ્યો છે, પણ જેનાં જ્ઞાનચક્ષુ બંધ છે તે તેને
દેખતો નથી–શ્રદ્ધતો નથી. સ્વસન્મુખ થઈને જ્ઞાનચક્ષુ ઊઘડયા વગર કેવળજ્ઞાનની શ્રદ્ધા
થાય નહીં.
કેવળજ્ઞાન જગતના પદાર્થોના પારને પામેલું છે,–એમ જે નથી માનતો તે જીવ
કેવળજ્ઞાનના પારને પામ્યો નથી એટલે કે કેવળજ્ઞાનની તેને શ્રદ્ધા નથી.
અનાદિ પદાર્થના પારને પણ કેવળજ્ઞાન પામી ગયું છે એટલે કે અનાદિ પદાર્થને
અનાદિપણે જેમ છે તેમ તે કેવળજ્ઞાને જાણી લીધું છે. “અનાદિપદાર્થને જો જ્ઞાન જાણે

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૧૯પ
તો તે પદાર્થનું અનાદિપણું નથી રહેતું”–એમ કોઈ શંકા કરે તો કહે છે કે: ભાઈ! એમ નથી.
જ્ઞેયો કરતાં કેવળજ્ઞાનનું સામર્થ્ય અચિંત્ય છે તેની તને ખબર નથી. જો અનાદિ પદાર્થને
અનાદિસ્વરૂપે કેવળજ્ઞાન ન જાણી લ્યે તો તે જ્ઞાનનું સર્વજ્ઞપણું ક્્યાં રહ્યું? માટે શ્રદ્ધા કર કે
કેવળજ્ઞાન ત્રણલોક અને ત્રણકાળને જાણે છે. કેવળજ્ઞાનભાનુ એવા જિનદેવ જયવંત છે.
હે જીવ! તારા જ્ઞાનમાં સર્વજ્ઞનો સ્વીકાર કરતાં જ, તારા આત્માનું અચિંત્ય સામર્થ્ય
તને લક્ષમાં આવશે. અહા! સર્વજ્ઞતાને પામેલા કેવળીભગવંતોને સર્વે ઈષ્ટની પ્રાપ્તિ થઈ છે ને
સર્વે અનિષ્ટનો નાશ થયો છે. પૂર્ણ જ્ઞાન ને આનંદની પ્રાપ્તિ તે જ મુમુક્ષુનું ઈષ્ટ છે. આત્માના
જ્ઞાન–આનંદ સિવાય મુમુક્ષુને બીજું શું ઈષ્ટ હોય? “જગત ઈષ્ટ નહિ આત્મથી”–મુમુક્ષુને
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની પ્રાપ્તિ સિવાય જગતમાં બીજું કાંઈ ઈષ્ટ નથી. રત્નત્રયમાર્ગની
આરાધનાથી આવું ઈષ્ટ કેવળીભગવંતોને પરિપૂર્ણ પ્રાપ્ત થયું છે. તેમને ઓળખવાની આ વાત
છે. કેમકે–
જે જાણતો અર્હંતને ગુણ દ્રવ્ય ને પર્યયપણે
તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે.
(પ્રવચનસાર ગા. ૮૦)
અહા! કેવળજ્ઞાનસૂર્યના નિમિત્તે જગતના જીવોને નેત્ર પ્રાપ્ત થાય છે.–તેને લક્ષમાં
લઈને પ્રતીત કરનાર જીવોને સમ્યગ્જ્ઞાનનેત્ર પ્રાપ્ત થાય છે. અને સમ્યગ્જ્ઞાનરૂપી નૌકાવડે તે
જીવ ભગસાગરને તરી જાય છે.
કેવળજ્ઞાનરૂપી જે માર્ગનું ફળ તેને પોતાની પ્રતીતમાં લઈને સાધક જીવ કહે છે કે:
હે જિનનાથ! સદ્જ્ઞાનરૂપી નાવમાં આરોહણ કરી ભવસાગરને ઓળંગી જઈને, તું
ઝડપથી શાશ્વતપુરીએ પહોંચ્યો....હવે હું પણ તારા જ માર્ગે તે શાશ્વતપુરીમાં આવું છું,
સર્વજ્ઞતાના અચિંત્ય સામર્થ્યને મારા હૃદયમાં લઈને, જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને હું પણ
તારા માર્ગે ચાલ્યો આવું છું, કારણ કે આ લોકમાં ઉત્તમપુરુષોને તે માર્ગ સિવાય બીજું શું
શરણ છે?
જુઓ, આ સર્વજ્ઞની શ્રદ્ધા કરનાર જીવની નિઃશંકતાના ભણકાર!
સર્વજ્ઞની શ્રદ્ધા તે સર્વજ્ઞસ્વભાવની આરાધનાનું કારણ છે, સર્વજ્ઞની શ્રદ્ધા ભવનું
કારણ નથી. સર્વજ્ઞને યથાર્થ ઓળખે ને અનંત ભવમાં રખડવાની શંકા રહે એમ બને નહીં.
સર્વજ્ઞનો નિર્ણય કરનાર તો ચૈતન્ય સ્વભાવની સન્મુખ થઈને મોક્ષનો આરાધક થઈ જાય છે.
એટલે માર્ગફળનો નિર્ણય કરનાર પોતે પણ તે માર્ગમાં ભળી જાય છે; આ રીત માર્ગ અને
માર્ગના ફળની સંધિ છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
પોષ: ૨૪૮૬ : ૧૯ :
વૈરાગ્ય સમાચાર
અમદાવાદના ભાઈશ્રી મોહનલાલ ગોકળદાસ કારતક વદ ૧૧ ના રોજ સ્વર્ગવાસ
પામ્યા છે...તેમની ઉમર લગભગ ૭૦ વર્ષની હતી. તેમને પૂ. ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ
હતો....વારંવાર સોનગઢ આવીને તેઓ લાંબો ટાઈમ રહેતા ને લાભ લેતા. અમદાવાદ મુમુક્ષુ
મંડળના તેઓ એક ઉત્સાહી કાર્યકર, વડીલ અને સલાહકાર હતા અને ત્યાંના મંડળમાં કેટલોક
વખત સુધી તેમણે વાંચન પણ કરેલું. છેલ્લા કેટલાક વખતથી તેમની તબીયત બરાબર રહેતી
ન હતી તેથી તેઓ સોનગઢ આવી શક્્યા ન હતા...છતાં માંદગીમાં પણ તેઓ ગુરુદેવને
વારંવાર યાદ કરીને તત્ત્વવિચાર કરતા હતા....તેમનો આત્મા ધાર્મિકોલ્લાસમાં આગળ વધીને
આત્મહિતને સાધે...એ જ ભાવના.
પોરબંદરના શેઠશ્રી ભુરાલાલ ભુદરજીભાઈના સ્મરણાર્થે તેમના સુપુત્રો
મનસુખલાલભાઈ વગેરે તરફથી નીચે મુજબ રકમો ઉદારતાપૂર્વક જાહેર કરવામાં આવી છે.
પ૦૧) શ્રી સોનગઢ–જિનમંદિર ખાતે.
પ૦૦) જ્ઞાન ખાતે.
૨૭૨૭) બાલબ્રહ્મચારી બહેનો ૨૭ દરેકને રૂા. ૧૦૧)
૧૦૦૧) કુમારિકા–બ્રહ્મચર્યાશ્રમ ખાતે.
પ૦પ) જૈન અતિથિ સેવાસમિતિ, સોનગઢ.
પ૦૧) જૈન વિધાર્થીગૃહ, સોનગઢ.
૨૦૨૧)
પૂ. ગુરુદેવના પ્રભાવે સૌરાષ્ટ્રમાં થયેલા દરેક દિગંબર જિનમંદિરમાં રૂા. ૧૦૧)
૨૦૧) સોનગઢમાં કાયમી વાર્ષિકતિથિએ પૂજન માટે.
૮૪)
એક વર્ષ સુધી માસિક પૂજન માટે.
૨પ૧) પૂ. બેનશ્રી–બેન (ચંપાબેન–શાન્તાબેન) હસ્તક, –તેઓશ્રીને યોગ્ય લાગે ત્યાં વાપરવા માટે.
૧૦૦૧) પૂ. ગુરુદેવ સૌરાષ્ટ્ર વિહાર કરીને સોનગઢે પધારે ત્યારે નવકારશી–જમણ કરવા માટે.
૩૦૦૦) પોરબંદરના દિ. –જિનમંદિરમાં અષ્ટમંગલ વગેરે માટે.
સ્વ
શેઠ શ્રી ભુરાલાલભાઈ ઉદાર, ઉત્સાહી અને ધર્મપ્રેમી હતા...પાંચેક વર્ષના ટૂંકા
ગાળામાં પણ તેમણે મુમુક્ષુઓમાં પોતાની સારી સુવાસ ફેલાવી હતી. તેમના ચારે સુપુત્રોએ અને
કુટુંબના સર્વે સભ્યોએ પણ તેમના ધાર્મિક સંસ્કારોનો વારસો ઝીલ્યો છે, અને દેવ–ગુરુ–ધર્મની
પ્રભાવનામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે, તે માટે તેઓને ધન્યવાદ.