Atmadharma magazine - Ank 196
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૭
સળંગ અંક ૧૯૬
Version History
Version
Number Date Changes
001 Jan 2005 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image









––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ સત્તરમું: અંક ૪ થો સંપાદક: રામજી માણેકચંદ દોશી મહા : ૨૪૮૬
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
શ્રી ગુરુના ચરણકમળની સેવાનો પ્રસાદ
નિર્મળ ચિત્તવાળા પુરુષો, ગુણમાં મોટા એવા
ગુરુનાં ચરણકમળની સેવાના પ્રસાદથી, ચૈતન્ય
પરમતત્ત્વને પોતાના અંતરમાં અનુભવે છે. જુઓ,
આ ગુરુ અને તેમની સેવાનો પ્રસાદ, ગુરુ ગુણમાં
મોટા હોય એટલે સમ્યગ્દર્શન–જ્ઞાનાદિ ગુણોથી
જેઓ મહાન છે, એવા ગુરુ–શિષ્યને કહે છે કે દેહમાં
રહેલો હોવા છતાં પણ, દેહથી ભિન્ન એવા તારા
પરમચૈતન્યતત્ત્વને અંતરમાં દેખ. દેહમાં રહ્યા છતાં
પણ ચૈતન્યનો અનુભવ થાય છે ગુરુનાં આવા
વચન સાંભળીને નિર્મળ ચિત્તવાળો શિષ્ય અંતરમાં
તદ્રૂપ પરિણમી જાય છે...ગુણમાં મોટા ગુરુ જે
પ્રમાણે કહે છે તે પ્રમાણે શિષ્ય પરિણમી જાય છે,–
એ જ ગુરુના ચરણની ખરી સેવા છે...ને એવી
સેવાના પ્રસાદથી તે શિષ્ય અંતરમાં પોતાના
આત્માનો અનુભવ પામે છે.
–નિયમસાર ગા. ૧૮૦ ઉપરના પ્રવચનમાંથી
૧૯૬

PDF/HTML Page 3 of 25
single page version

background image
સ...મા...ચા...ર
સૌરાષ્ટ્રમાં વડીયા, જેતપુર ને ગોંડલ એ ત્રણ સ્થળે જિનમંદિરમાં
વેદીપ્રતિષ્ઠા નિમિત્તે પૂ. ગુરુદેવેે સોનગઢથી પોષ વદ છઠ્ઠના રોજ મંગલ પ્રસ્થાન કર્યું
છે. સોનગઢથી લીમડા અને ઢસા થઈને પોષ વદ ૮ ના રોજ લાઠી શહેર
પધાર્યા...ત્યાંના મુમુક્ષુમંડળે ઉત્સાહથી સ્વાગત કર્યું. વદ ૯ના રોજ જિનમંદિરમાં
નંદિના માનસ્થંભનું સ્થાપન થયું. પૂ. ગુરુદેવ લાઠી શહેરમાં ત્રણ દિવસ રહીને પોષ
વદ ૧૧ ના રોજ અમરેલી પધાર્યા...ત્યાં ઉત્સાહપૂર્વક સ્વાગત થયું. અમરેલીમાં
ગુરુદેવ ચાર દિવસ રહ્યા. આ પ્રસંગે ભક્તોને દર્શન–પૂજનનિમિત્તે ભગવાન
શાંતિનાથ પ્રભુને પણ અમરેલીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. હંમેશ દર્શન–
પૂજન અને ભક્તિ થતા હતા. ગુરુદેવના પ્રવચનમાં તેમજ તત્ત્વચર્ચામાં અનેક
જિજ્ઞાસુઓ લાભ લેતા હતા. પોષ વદ અમાસે પૂ. ગુરુદેવે અમરેલીથી આંકડીઆ
તરફ પ્રસ્થાન કર્યું છે. ત્યારબાદ વડીઆ, જેતપુર, ગોંડલ થઈને મહા વદ બીજે
રાજકોટમાં પ્રવેશ કરશે. વડીઆમાં વેદીપ્રતિષ્ઠાનું મુહૂર્ત મહા સુદ છઠ્ઠનું છે,
જેતપુરમાં માહ સુદ ૧૧નુંં છે અને ગોંડલમાં માહ સુદ ૧૪નું છે. રાજકોટમાં
પ્રતિષ્ઠાનો દસવાર્ષિક દિવસ ફાગણ સુદ ૧૨ છે.
દક્ષિણયાત્રામાં આવેલ બસયાત્રિકોને સૂચના
“પૂ. શ્રી કાનજીસ્વામી દિ. જૈન તીર્થયાત્રા સંઘ” તરફથી યાત્રિકોને નીચે મુજબ સૂચના કરવામાં
આવે છે:
(૧) જેઓ મદ્રાસથી બસ તથા ટ્રેઈન રસ્તે પાછા ફર્યા છે તેઓને રૂા. ૧૦) બસના ટેકસ પેટે
લીધેલા પાછા આપવાનું નક્કી કર્યું છે.
(૨) મદ્રાસથી મુંબઈ પાછા ફરતાં બસ ૨ ના યાત્રિકો જેઓ ઈલોરા–અજન્ટા વગેરે જગ્યાએ
ફરીને આવેલા, તેમને બસના માઈલેજ વધારાના ચાર્જના રૂા. ૬) મજરે કાપીને રૂા. ૪) પાછા
આપવાનું નક્કી કર્યું છે.
(૩) જેઓએ ફત્તેપુર સુધીની આખી યાત્રા કરેલ છે તેઓને જણાવવાનું કે માઈલેજનો
વધારો થવાથી બસ ભાડું રૂા. ૧૨) વધારે આવેલ છે. તેમાંથી રૂા. ૧૦) મજરે લેતાં બાકીના વધારાના
રૂા. ૨) તેમની પાસે લેણા રહે છે, તે તેઓએ વેલાસર ભરી દેવાના છે.
(૪) તા. ૨૮–૨–૬૦ સુધીમાં રીફન્ડ પાછું શ્રી ચીમનલાલ ઠાકરશી મોદી ઠે. દિગમ્બર જૈન
મુમુક્ષુ મંડળ, ૧૭૩–૧૭પ મુમ્બાદેવી રોડ; મુંબઈ નં.૨ પાસેથી મેળવી લેવું.
(પ) રૂા. ૨) ભરવાનું ઠેકાણું
–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ (સૌરાષ્ટ્ર).
જૈનદર્શન શિક્ષણ વર્ગ
ઉનાળાની રજાઓ દરમિયાન વિદ્યાર્થીઓ માટે આ વર્ષે સોનગઢમાં
જૈનદર્શન શિક્ષણવર્ગ ખોલવાનું નક્કી થયું છે...ચાર વર્ષ બાદ આ શિક્ષણવર્ગ
ખોલાઈ રહ્યો છે...તો જિજ્ઞાસુ વિદ્યાર્થીબંધુઓ જરૂર તેનો લાભ લ્યે. વર્ગની તારીખ
માટે ‘આત્મધર્મ’ જોતા રહો.

PDF/HTML Page 4 of 25
single page version

background image
आत्मधमર્
____________________________________________________________________________
વર્ષ સત્તરમું: અંક ૪ જો સંપાદક: રામજી માણેકચંદ દોશી માગશર : ૨૪૮૬
બેહદ સ્વભાવ
આત્માનો જ્ઞાનસ્વભાવ, આત્માનો
શાંતિસ્વભાવ, આત્માનો ધૈર્ય સ્વભાવ બેહદ
છે...એવા આત્માને સાધનારા આત્માર્થીને
પણ પુરુષાર્થમાં બેહદતા, ધૈર્ય વગેરેમાં
બેહદતા હોય છે. તે આત્માર્થીને એમ ન થઈ
જાય કે આત્માને સાધવા માટે મેં ઘણું કર્યું, હવે
હું થાકી ગયો!’–તેને તો એમ જ હોય કે
કયાંક હદ બાંધ્યા વગર–કયાંક–અટકયા વગર
મારે આત્માને સાધવો જ છે...ન સધાય ત્યાં
સુધી થાકવાનું નથી પણ ઉત્સાહ વધારતો જ
જવાનો છે.
એ જ રીતે અનેકવિધ પ્રતિકૂળતા
જગતમાં આવે તો તેનાથી થાકીને આત્માર્થી
જીવ પોતાના પંથમાં જરાય શિથિલતા ન
આવવા દ્યે–પણ ઉગ્રતા જ કરતો જાય...તેને
એમ ન થાય કે આત્માને સાધવા માટે મેં
ઘણું–ઘણું સહન કર્યું–હવે મારાથી સહન નથી
થતું.–એટલે કે સહનશીલતાની તે હદ ન
બાંધી દે, કેમકે બેહદ સ્વભાવને સાધવા માટે
સહનશીલતાનું ધૈર્ય પણ બેહદ હોય છે.
(એક ચર્ચા ઉપરથી)

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ : ૧૯૬
જેમ માતા બાળકને સમજાવે છે...તેમ
આચાર્યદેવ શિષ્યને સમજાવે છે
જેમ માતા બાળકને શિખામણ આપે ત્યારે, કોઈકવાર એમ
કહે કે ‘બેટા! તું તો ભારે ડાહ્યો...તને આ શોભે!’ અને કયારેક એમ
પણ કહે કે ‘તું મૂરખ છો...ગાંડો છો!’–આમ કયારેક મૃદુતાભરેલા
શબ્દોથી શિખામણ આપે તો કયારેક કડક શબ્દોમાં ઠપકો આપે,–
પરંતુ બંને વખતે માતાના હૃદયમાં પુત્રના હિતનો જ અભિપ્રાય છે
એટલે તેની શિખામણમાં કોમળતા જ ભરેલી છે : તેમ ધર્માત્મા સંતો
બાળક જેવા અબુધ શિષ્યોને સમજાવવા માટે ઉપદેશમાં કયારેક
મૃદુતાથી એમ કહે કે ‘હે ભાઈ! તારો આત્મા સિદ્ધ જેવો છે તેને તું
જાણ!’ અને કયારેક કડક શબ્દોમાં કહે કે ‘અરે મૂર્ખ! પુરુષાર્થહીન
નામર્દ! તારા આત્માને હવે તો ઓળખ! આ મૂઢતા તારે કયાં સુધી
રાખવી છે! હવે તો તે છોડ!’–આ રીતે, કોઈ વાર મૃદુસંબોધનથી
અને કોઈવાર કડક સંબોધનથી ઉપદેશ આપે–પરંતુ બંને પ્રકારના
ઉપદેશ વખતે તેમના હૃદયમાં શિષ્યના હિતનો જ અભિપ્રાય છે
એટલે તેમના ઉપદેશમાં કોમળતા જ છે...વાત્સલ્ય જ છે.
અહીં સમયસાર–કળશ ૨૩માં પણ આચાર્યદેવ કોમળતાથી
સંબોધન કરીને શિષ્યને ઉપદેશ આપે છે :
अयि ! कथमपि मृत्वा तत्त्वकौतूहली सन्
अनुभव भवमूर्तेः पार्श्ववर्ती मुहूर्तम्।
पृथगथ विलसंतं स्वं समोलोक्य येन
त्यजसि झगिति मूर्त्या साकमेकत्वमोहम्।।

રે ભાઈ! તું કોઈ પણ રીતે તત્ત્વનો કૌતુહલી થા. હિતની શિખામણ આપતાં આચાર્યદેવ કહે છે
કે હે ભાઈ! ગમે તેમ કરીને તું તત્ત્વનો જિજ્ઞાસુ થા...ને દેહથી ભિન્ન આત્માનો અનુભવ કર. દેહ સાથે
તારે એકતા નથી પણ ભિન્નતા છે...તારા ચૈતન્યનો વિલાસ દેહથી જુદો છે, માટે તારા ઉપયોગને પર
તરફથી છોડીને અંતરમાં વાળ.
પરમાં તારું નાસ્તિત્વ છે માટે તારા ઉપયોગને પર તરફથી પાછો વાળ. તારા
ઉપયોગસ્વરૂપ આત્મામાં પરની પ્રતિકૂળતા નથી. મરણ જેટલું કષ્ટ (–બાહ્ય પ્રતિકૂળતા) આવે તો
પણ તેની દ્રષ્ટિ છોડીને અંતરમાં જીવતા ચૈતન્યસ્વરૂપની દ્રષ્ટિ કર “
मृत्वा अपि એટલે કે મરીને
પણ તું આત્માનો અનુભવ કર”–આમ કહીને આચાર્યદેવે શિષ્યને પુરુષાર્થની પ્રેરણા આપી છે.
વચ્ચે

PDF/HTML Page 6 of 25
single page version

background image
મહા : ૨૪૮૬ : પ :
કંઈ પ્રતિકૂળતા આવે તો તારા પ્રયત્નને છોડી ન દઈશ, પરંતુ મરણ જેટલી પ્રતિકૂળતા સહન કરીને પણ
તું આત્માનો તાગ લેજે...તેનો અનુભવ કરજે. મારે મારા આત્મામાં જ જવું છે તેમાં વચ્ચે પરની
ડખલગીરી કેવી? પ્રતિકૂળતા કેવી? બહારની પ્રતિકૂળતાનો આત્મામાં અભાવ છે–એમ ઉપયોગને
પલટાવીને આત્મામાં વાળ.–આમ કરવાથી પર સાથે એકતા–બુદ્ધિરૂપ મોહ છૂટી જશે...ને તને પરથી
ભિન્ન તારું ચૈતન્યતત્ત્વ આનંદના વિલાસસહિત અનુભવમાં આવશે.
૩૮મી ગાથા સુધી પરથી ભિન્ન શુદ્ધજીવનું સ્વરૂપ ઘણાઘણા પ્રકારે સ્પષ્ટ કરીને સમજાવવા છતાં
જે નહિ સમજે અને દેહાદિને જ આત્મા માનશે; તેને આચાર્યદેવ કડક સંબોધન કરીને સમજાવશે કે,
અમે આટલું આટલું સમજાવ્યું છતાં જે જીવ દેહને–કર્મને તથા રાગને જ આત્માનું સ્વરૂપ માને છે તે
જીવ મૂઢ છે, અજ્ઞાની છે, પુરુષાર્થહીન છે, પરને જ આત્મા માની માનીને તે આત્માના પુરુષાર્થને હારી
બેઠો છે. રે પશુ જેવા મૂઢ! તું સમજ રે સમજ! ભેદજ્ઞાન કરીને તારા આત્માને પરથી જુદો
જાણ...રાગથી જુદા ચૈતન્યનો સ્વાદ લે.
–આ રીતે જેમ માતા બાળકને શિખામણ આપે તેમ આચાર્યદેવ શિષ્યને અનેક પ્રકારે સમજાવે
છે...તેમાં તેના હિતનો જ આશય છે.
આચાર્યદેવ કહે છે કે ભાઈ! જડની ક્રિયામાં તારો ધર્મ ગોતવો મૂકી દે. આ ચૈતન્યમાં તારો ધર્મ
છે તે કોઈ દિવસ જડ થયો નથી. જડ ને ચૈતન્ય બંને દ્રવ્યના ભાગલા પાડીને હું તને કહું છું કે આ
ચૈતન્યદ્રવ્ય જ તારું છે. માટે હવે જડથી ભિન્ન તારા શુદ્ધ ચૈતન્યતત્ત્વને જાણીને તું સર્વ પ્રકારે પ્રસન્ન
થા...તારું ચિત્ત ઉજ્જવળ કરીને સાવધાન થા...અને “આ સ્વદ્રવ્ય જ મારું છે” એમ તું અનુભવ કર.
અહા! આવું ચૈતન્યતત્ત્વ અમે તને દેખાડયું...હવે તું આનંદમાં આવ...પ્રસન્ન થા!
જેમ બે છોકરા કોઈ વસ્તુ માટે બાઝે તો માતા વચ્ચે પડીને ભાગ આપે છે ને સમાધાન કરાવે
છે. તેમ અહીં આચાર્યદેવ જડ–ચેતનના ભાગ પાડીને, બાળક જેવા અજ્ઞાનીને સમજાવે છે કે લે, આ
તારો ભાગ! જો...આ ચૈતન્ય છે તે તારો ભાગ છે ને આ જડ છે તે જડનો ભાગ છે. તારો
ચૈતન્યભાગ એવો ને એવો આખે આખો શુદ્ધ છે, તેેમાં કાંઈ બગડયું નથી; માટે તારો આ ચૈતન્યભાગ
લઈને હવે તું પ્રસન્ન થા...આનંદિત થા...તારા મનનું સમાધાન કરીને તારા ચૈતન્યને આનંદથી
ભોગવ...તેના અતીન્દ્રિય સુખના સ્વાદનો અનુભવ કર.
અજ્ઞાનીનું ભેદજ્ઞાન કેમ ટળે, ને તેને ચૈતન્યના સુખનો અનુભવ કેમ થાય, તે માટે આચાર્યદેવ
ઉપદેશ આપે છે. કડક સંબોધન કરીને નથી કહેતા પણ કોમળ સંબોધન કરીને કહે છે કે હે વત્સ! શું
આ જડ દેહ સાથે એકમેકપણું તને શોભે છે? ના, ના. તું તો ચૈતન્ય છો...માટે જલદીથી જુદો થા...તેનો
પાડોશી થઈને તેનાથી ભિન્ન તારા ચૈતન્યને દેખ. દુનિયાની દરકાર છોડીને તારા ચૈતન્યને દેખ. જો તું
દુનિયાની અનુકૂળતા કે પ્રતિકૂળતા જોવા રોકાઈશ તો તારા ચૈતન્યભગવાનને તું નહીં જોઈ શકે, માટે
દુનિયાનું લક્ષ છોડી તેનાથી એકલો પડી અંતરમાં તારા ચૈતન્યને જો...અંતર્મુખ થતાં જ તને ખબર
પડશે કે ચૈતન્યનો કેવો અદ્ભુત વિલાસ છે!
હે બંધુ! તું ચોરાસીના અવતારરૂપી કૂવામાં પડયો છે, તેમાંથી બહાર નીકળવા માટે જગતના
ગમે તેટલા પરિસહો કે ઉપસર્ગો આવે, મરણ જેટલાં કષ્ટો આવે, તોપણ તેની દરકાર છોડીને તારા
ચૈતન્યદળને દેખ. દેહ કે શુભાશુભભાવો તે મારા સ્વઘરની ચીજ નથી પણ તેઓ તો મારા પાડોશી છે,
તેઓ મારી નજીકમાં રહેનારા છે પણ મારી સાથે એકમેક થઈને રહેનારા નથી,–આમ એકવાર તેમનો
પાડોશી થઈને જુદા આત્માનો અનુભવ કર. બે–ઘડી તો તું આમ કરી જો! બે–ઘડીમાં જ તને તારા
ચૈતન્યનો અપૂર્વ વિલાસ દેખાશે.
આ વાત સહેલી છે, કેમકે તારા સ્વભાવની છે અને તારાથી થઈ શકે તેવી છે. ને આમ કરવામાં
જ તારું હિત છે...માટે સર્વપ્રકારના ઉદ્યમથી તું આવા ચૈતન્યનો અનુભવ કર.–આમ સંતોનો ઉપદેશ છે.
(પૂ. ગુરુદેવના પ્રવચનોમાંથી)

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૬ : આત્મધર્મ : ૧૯૬
સ્વકાર્યને સાધવા માટે
આચાર્યદેવ મુમુક્ષુને શિખામણ આપે છે.
નિયમસાર ગા. ૧પપમાં આચાર્યદેવ કહે છે કે હે યોગી!
આત્મધ્યાનસ્વરૂપ નિશ્ચય પ્રતિક્રમણાદિ સત્ક્રિયાઓને જાણીને તું નિરંતર
સ્વકાર્યમાં પરાયણ થા...જગતની નિંદા–પ્રશંસા સામે ન જોતાં, મૌનપૂર્વક નિજ
કાર્યને સાધવામાં નિરંતર તત્પર થા.
અહીં મુખ્યપણે મુનિને સંબોધીને શિખામણ આપી છે, તે અનુસાર બીજા
મુમુક્ષુ જીવોને પણ એ શિખામણ લાગુ પડે છે. હે મુમુક્ષુ! પહેલાં તો તું શુદ્ધ
નિશ્ચયથી પ્રતિક્રમણાદિ ક્રિયાઓનું સ્વરૂપ જાણ! નિશ્ચયથી પ્રતિક્રમણાદિ
સત્ક્રિયાઓ આત્મધ્યાનસ્વરૂપ છે, આત્માના ધ્યાનમાં તે બધી ક્રિયાઓ સમાઈ
જાય છે, માટે, તું તારા આત્મસ્વરૂપને જાણીને તેના ધ્યાનમાં તત્પર થા.
આત્મસ્વરૂપને જાણીને તેનું ધ્યાન–એ જ તારું સ્વકાર્ય છે, તારા આ સ્વકાર્યમાં
જ તું પરાયણ થા. દુનિયાના અજ્ઞાની કે મૂર્ખ જીવો કદાચ તારી નિંદા કરે તોપણ
તું તારા નિજકાર્યથી ચ્યુત થયા વગર, સ્વકાર્યને સાધવામાં જ નિરંતર તત્પર
રહેજે.–કેમકે તારું નિજકાર્ય પરમ મોક્ષસુખનું કારણ છે. દુનિયાની નિંદાના
ભયથી તું તારા સ્વકાર્યને છોડીશ નહીં.
અહીં આ શિખામણ દ્વારા મુમુક્ષુની પરિણતિ કેવી હોય, અને તે પોતાના
કાર્યને કઈ રીતે સાધે તે ઓળખાવ્યું છે. જે જીવ ખરેખરો મુમુક્ષુ છે અને જેને પોતાનું
આત્મહિત સાધવું એ એક જ નિજકાર્ય ભાસ્યું છે તે મુમુક્ષુ સ્વકાર્યને સાધવા માટે
નિરંતર તત્પર હોય છે, તેના હૃદયમાં નિરંતર ખટક હોય છે કે સમસ્ત બહિર્મુખ
ભાવો છોડીને અંતર્મુખ થઈને હું મારા સ્વકાર્યને સાધું.–આવા મુમુક્ષુએ મૌનવ્રતપૂર્વક
નિજકાર્યને સાધવું, એટલે કે જગતમાં કોઈ નિંદા કરતું હોય તોપણ તે સાંભળીને ખેદ
ન થવા દેવો અને નિજકાર્યને છોડવું નહીં. અનંત અનંતકાળમાં પૂર્વે કદી નહીં સાધેલું
એવું અપૂર્વ આત્મકાર્ય હવે મારે સાધવાનું છે તેથી જગતના લૌકિક જીવોની જેમ
મારે પ્રવર્તવું યોગ્ય નથી, મારું જરૂરનું કાર્ય તો એક જ છે કે મારા સ્વરૂપની
સાવધાની કરવી.–આમ નિજકાર્યમાં ઉત્સાહિત થયેલો મુમુક્ષુ જીવ, જગતની દરકાર
છોડીને પોતાના હિતકાર્યને સાધે છે. તે જાણે છે કે નિજાત્માના આશ્રયે સધાતું આ
નિજકાર્ય જ મને પરમ સુખ દેનાર છે, તેથી તે પોતાના નિજકાર્યથી ડગતો નથી.

PDF/HTML Page 8 of 25
single page version

background image
મહા : ૨૪૮૬ : ૭ :
જગતમાં જીવો અનેક પ્રકારના છે; બધાય જીવો એક જ વિચારના
થઈ જાય અથવા તો પોતાના વિચારને અનુકૂળ થઈ જાય–એમ કદી બનતું
નથી. કોઈ જીવો તીવ્ર અજ્ઞાનને લીધે સત્નો વિરોધ પણ કરે કે નિંદા પણ
કરે...પણ મુમુક્ષુએ તેની સાથે વાદ કર્તવ્ય નથી, મુમુક્ષુએ તો સ્વાત્માના
અવલંબનરૂપ નિજકાર્ય જ કર્તવ્ય છે. સત્ની નિંદા કે વિરોધ કરનારા સાથે
વાદવિવાદ કરીને તેમને હરાવી દઊં, કે બીજા જીવોને સમજાવી દઊં,–આવી
બાહ્યવૃત્તિના વેગને શમાવીને, અંતર્મુખ થઈને નિજાત્માના આશ્રયે હિતકાર્ય
સાધવામાં જ મુમુક્ષુએ નિરંતર પરાયણ રહેવું, એવી આચાર્યદેવની શિખામણ
છે.
મુમુક્ષુ જીવે સહજતત્ત્વની આરાધના કઈ રીતે કરવી? તેની વિધિ
બતાવતાં આચાર્યદેવ કહે છે કે–
નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે,
ત્યમ જ્ઞાની પરજનસંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે.
જેમ કોઈ દરિદ્ર મનુષ્ય નિધિ પામે તો તે જગતમાં બીજા પાસે ઢંઢેરો
નથી પીટતો, પણ પોતાની જન્મભૂમિમાં જઈને ગુપ્તપણે તે નિધિને ભોગવે
છે. તેમ અનંતકાળથી નહીં પામેલ એવી અપૂર્વ સહજજ્ઞાનનિધિને શ્રી ગુરુના
ઉપદેશવડે કોઈ આસન્નભવ્યજીવ પામ્યો, તે જીવ જગતમાં ઢંઢેરો નથી પીટતો
કે અમને આમ થયું છે; તે તો અંતરમાં ઊતરીને પોતાના જ્ઞાનનિધાનને
ભોગવે છે. આ રીતે પરજનોની અપેક્ષા છોડીને, મુમુક્ષુ જીવ પોતાના
સહજતત્ત્વની આરાધના કરે છે. નિજસ્વરૂપનો સંગ છોડીને, પરજનોનો સંગ
કરવા જતાં સ્વાત્મધ્યાનમાં વિઘ્ન ઊભું થાય છે, માટે જ્ઞાની ધર્માત્મા તે
પરજનોનો સંગ છોડીને સ્વાત્મધ્યાનમાં તત્પર થાય છે, ને નિજકાર્યને
નિરંતર સાધે છે.
“અહો! અમારો પરમાનંદ અમને અમારા અંતરમાં પ્રાપ્ત થયો,
શ્રીગુરુના ચરણકમળની ઉપાસનાથી અમારા આનંદનિધાન અમને પ્રાપ્ત
થયા,...હવે અમે અંતરમાં ઊતરીને અમારા આનંદનિધાનને ભોગવશું, જગત
પાસેથી અમારે કાંઈ લેવું નથી તેમજ જગતમાં કોઈનો બોજો અમારા ઉપર
નથી. “–આ રીતે ધર્મી જીવ અવ્યગ્ર અને નિર્ભ્રાંતપણે પોતાના
આનંદનિધાનને ભોગવતો થકો તેની રક્ષા કરે છે, એટલે પોતાના
સહજતત્ત્વની આરાધનાને ટકાવી રાખે છે. જગત પ્રત્યેનો સહજ વૈરાગ્ય અને
નિજસ્વરૂપમાં પરાયણપણું ધર્મીને નિરંતર વર્તે છે, તે ઓળખાવીને
આચાર્યદેવે શિખામણ આપી છે કે
હે જીવ! તું સ્વકાર્યમાં પરાયણ થા.
(નિયમસાર ગા. ૧પપ–પ૬–પ૭ ઉપરના પ્રવચનમાંથી)

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ : ૧૯૬
આત્મ – આરાધનાનો
પ્રસાદ


નિયમસાર ગા. ૧પ૮માં આચાર્યદેવ કહે છે કે : સ્વયંબુદ્ધ એવા તીર્થંકરો અથવા તો બોધિતબુદ્ધ
એવા બીજા ધર્માત્મા–પુરુષો, અપ્રમત્ત મુનિદશાથી માંડીને કેવળજ્ઞાન સુધીના ગુણસ્થાનોની પંક્તિમાં
આરૂઢ થયા થકા કેવળજ્ઞાન પામ્યા,–તે કઈ રીતે પામ્યા?–કે આત્મ–આરાધનાના પ્રસાદથી તેઓ
કેવળજ્ઞાન પામ્યા, સ્વાત્માશ્રિત ધ્યાનવડે સ્વકાર્યને સાધવામાં પરાયણ થઈને તેઓએ આત્માની
આરાધના કરી, અને એ આત્મ–આરાધનાના પ્રસાદથી જ તેઓ કેવળજ્ઞાનધારી થયા, કોઈ રાગના
પ્રસાદથી કેવળજ્ઞાન થયું–એમ નથી. સર્વે પુરાણપુરુષો, એટલે કે પૂર્વે જે કોઈ ધર્માત્મા પુરુષો મોક્ષગામી
થયા છે તે સર્વે, આત્માની નિશ્ચય આરાધના કરીને તેના પ્રસાદથી જ મોક્ષગામી થયા છે. આમ અનંતા
તીર્થંકરો વગેરેનો દાખલો આપીને આચાર્યદેવ કહે છે કે મોક્ષ માટેનો આ એક જ માર્ગ છે કે સ્વાત્માના
આશ્રયે આત્માની નિશ્ચય આરાધના કરવી. જુઓ, આ મુમુક્ષુનું મોક્ષ માટેનું આવશ્યક કાર્ય.
વ્યવહારના વિકલ્પો તે મોક્ષ માટેનું આવશ્યક કાર્ય નથી, તેના પ્રસાદથી મુનિદશા કે કેવળજ્ઞાન થતું
નથી.
અહીં ઉત્કૃષ્ટ વાત લેવી છે તેથી અપ્રમત્ત મુનિદશાથી માંડીને કેવળજ્ઞાનની વાત લીધી છે; તેની
નીચેની ચોથા–પાંચમા–છઠ્ઠા ગુણસ્થાનની સમ્યગ્દર્શનાદિ દશા પણ આત્મઆરાધનાના પ્રસાદથી જ પ્રાપ્ત
થાય છે, કાંઈ રાગના પ્રસાદથી સમ્યગ્દર્શનાદિ થતું નથી. દેવ–ગુરુની ભક્તિ–બહુમાનનો ભાવ ત્યાં હોય
છે ખરો, અને “દેવ–ગુરુના પ્રસાદથી જ અમને સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ થઈ” એમ પણ ધર્માત્મા
વિનયથી કહે છે.–પણ દેવ–ગુરુએ શું કહ્યું હતું? દેવ–ગુરુએ તો એમ કહ્યું હતું કે તું અંતર્મુખ થઈને તારા
આત્માની આરાધના કર; તારા સ્વાત્માના આશ્રયે જ તારા સમ્યગ્દર્શનાદિ થાય છે.–શ્રી દેવ–ગુરુનો
આવો ઉપદેશ પાત્રતાપૂર્વક ઝીલીને તે ઉપદેશ–અનુસાર સ્વાત્માની આરાધના કરી ત્યારે તે
આરાધનાના પ્રસાદથી સમ્યગ્દર્શનાદિ થયું, અને ત્યારે ઉપચારથી એમ કહ્યું કે શ્રી દેવ–ગુરુના પ્રસાદથી
જ સમ્યગ્દર્શન થયું. શ્રી ગુરુએ કહ્યું તે પ્રમાણે પોતે આરાધના કરી ત્યારે શ્રી ગુરુનો પ્રસાદ મળ્‌યો એમ
કહેવાયું, પણ જે જીવ પોતે અંતર્મુખ થઈને આત્મ–આરાધના ન કરે ને રાગથી લાભ માનીને તેના જ
અવલંબનમાં અટકી રહે તેને તો રાગના પ્રસાદથી સંસારભ્રમણ થાય છે, તેને શ્રી ગુરુનો પ્રસાદ મળ્‌યો–
એમ ઉપચારથી પણ કહેવાતું નથી.
અહીં તો કયું આવશ્યક કાર્ય કરવાથી મોક્ષ થાય તેની વાત છે. નિશ્ચયસ્વભાવનો આશ્રય
કરીને આત્માની આરાધના કરવી તે જ પરમ આવશ્યક છે; તે આત્મ–આરાધનાના પ્રસાદથી જ
સમ્યગ્દર્શન થાય છે, તે આત્મ–આરાધનાના પ્રસાદથી જ પંચમગુણસ્થાન પ્રગટે છે, તે આત્મ–
આરાધનાના પ્રસાદથી જ મુનિદશા થાય છે, તે આત્મ–આરાધનાના પ્રસાદથી જ શ્રેણી માંડીને
કેવળજ્ઞાન થાય છે; માટે તું પણ એવી આત્મ–આરાધનામાં તત્પર થા, એવો ઉપદેશ છે. અનંતા
તીર્થંકરો અને સંતો આવી આત્મ–આરાધના કરી કરીને તેના પ્રસાદથી જ સિદ્ધપદ પામ્યા...તેમને
નમસ્કાર હો!

PDF/HTML Page 10 of 25
single page version

background image
મહા : ૨૪૮૬ : ૯ :
–પરમ શાંતિ દાતારી–
અધ્યાત્મ ભાવના
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિશતક’ ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવ
શ્રી કાનજીસ્વામીનાં અધ્યાત્મભાવના
ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર
બહિરાત્મા શું ઈચ્છે છે ને ધર્માત્મા શું ઈચ્છે છે તે હવે કહે છે–
शुभं शरीरं दिव्यांश्च विषयानभिवांछति।
उत्पन्नात्ममतिर्देहे तत्त्वज्ञानी ततश्च्युतिम्।।४२।।
અજ્ઞાનીને દેહમાં જ આત્મબુદ્ધિ હોવાથી તે શુભ શરીરને અને સ્વર્ગના વિષયભોગોને જ વાંછે
છે, ને જ્ઞાની તો શરીરથી ને વિષયોથી છૂટવા ચાહે છે, બાહ્ય વિષયોથી છૂટીને અંતરના
ચૈતન્યસ્વભાવમાં જ ઠરવા માંગે છે.
જેને શુભરાગની ભાવના છે તેને તે રાગના ફળરૂપ સ્વર્ગના ભોગની ને શરીરની જ
અભિલાષા છે; જેને પુણ્યની રુચિ છે તેને જડની રુચિ છે, તેને આત્માના ધર્મની રુચિ નથી.
દિવ્યશક્તિવાળો અતીન્દ્રિય આત્મા છે તેને ભૂલીને અજ્ઞાની જીવ દિવ્ય શરીરને અને ઈંદ્રિયવિષયોને જ
વાંછે છે. જ્ઞાની તો રાગાદિની વૃત્તિને દુઃખદાયક જાણીને તેનાથી છૂટવા ચાહે છે.
શુભરાગ તે ભોગનો હેતુ છે; જે જીવ શુભરાગને ધર્મ માનીને શ્રદ્ધે છે,–આદરે છે તે જીવ
ભોગહેતુ ધર્મને જ શ્રદ્ધે પણ મોક્ષના હેતુભૂત ધર્મને તે જાણતો નથી. સમયસારમાં આચાર્ય ભગવાન
કહે છે કે–
તે ધર્મને શ્રદ્ધે, પ્રતિત, રુચિ અને સ્પર્શન કરે,
તે ભોગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને.
રાગરહિત જ્ઞાનચેતનામાત્ર જે પરમાર્થધર્મ તેને તો અજ્ઞાનીજીવ શ્રદ્ધતો નથી, પરંતુ ભોગના
નિમિત્તરૂપ એવા શુભકર્મને જ ધર્મ માનીને તે શ્રદ્ધે છે; તેથી ખરેખર મોક્ષના કારણરૂપ ધર્મને તે નથી
આરાધતો, પરંતુ સ્વર્ગાદિના ભોગના કારણરૂપ એવા રાગને જ તે આરાધે છે. અને જે ધર્માત્મા છે તે
તો રાગમાં કે રાગના ફળરૂપ વિષયોમાં કયાંય સ્વપ્નેય સુખ માનતા નથી, રાગથી પાર એવા ચિદાનંદ
સ્વભાવને જ તેઓ આરાધે છે; તેથી રાગ અને રાગના ફળરૂપ વિષયોથી તો તે દૂર થવા ચાહે છે ને
રાગરહિત થઈને અંર્તસ્વભાવમાં એકાગ્ર થવા માંગે છે. ચૈતન્યના અતીન્દ્રિય આનંદ સિવાય જગતમાં
કાંઈ પણ તેને પ્રિય નથી. સ્વર્ગના દિવ્યભોગોને પણ તે પુદ્ગલની રચના જાણે છે. ચૈતન્યના અચિંત્ય
આનંદ પાસે તે બધાને તુચ્છ જાણે છે, તેથી અંતર્મુખ થઈને તે પોતાના ધ્યેયને સિદ્ધ કરે છે.

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૧૯૬
(વીર સં. ૨૪૮૨ જેઠ વદ ૧૪)
આ આત્મા દેહથી ભિન્ન અતીન્દ્રિય ચૈતન્યમૂર્તિ છે, તે અંતરનો વિષય છે, ને તેમાં જ સુખ છે.
જેણે આવા અંતરના વિષયને ન જાણ્યો તેને બાહ્યવિષયોમાં આત્મબુદ્ધિ થઈ; આ દેહ તે જ આત્મા છે,
ઈન્દ્રિયના વિષયોમાં સુખ છે–એવી મિથ્યાબુદ્ધિ થઈ તે જીવ ઉત્તમ શરીરને અને સ્વર્ગ વગેરે
વિષયભોગોને જ વાંછે છે. સીધી રીતે જે વિષયભોગોની ઈચ્છા કરે તેને તો પાપ છે, તેને કાંઈ ઉત્તમ
સ્વર્ગ મળતું નથી. અજ્ઞાની દ્રવ્યલિંગી થઈને વ્રત–તપ કરે છે તેને સીધી રીતે તો વિષયોની અભિલાષા
નથી, પણ તેના અભિપ્રાયમાં ચૈતન્ય તરફનો ઝૂકાવ નથી ને રાગ તરફનો જ ઝૂકાવ છે, રાગની જ
ભાવના છે તેથી તે રાગના ફળરૂપ વિષયોની ભાવના પણ તેના અભિપ્રાયમાં પડી જ છે. રાગની
ભાવનારૂપ મિથ્યાત્વમાં અનંતા વિષયભોગોનું મૂળિયું ઊભું છે, માટે અજ્ઞાની જે વ્રતાદિ સેવે છે તે
ભોગહેતુ જ છે–એમ કહ્યું છે.
જ્ઞાની તો અતીન્દ્રિય ચૈતન્યતત્ત્વની જ ભાવના કરે છે. શુભ–અશુભ હોય ભલે પણ તેને તેની
ભાવના નથી. અને જ્યાં રાગની ભાવના નથી ત્યાં રાગના ફળરૂપ વિષયોની ભાવના કેમ હોય?
વીતરાગી ચૈતન્યને જાણ્યા વગર રાગની ભાવના ટળે નહિ. ને જ્યાં રાગની ભાવના ટળી નથી ત્યાં
રાગના ફળરૂપ વિષયોની ભાવના પણ ટળી નથી.
મારો આત્મા જ જ્ઞાન ને આનંદસ્વરૂપ છે, બાહ્ય વિષયો વગર જ મારા આત્મામાં આનંદ છે–
એમ અતીન્દ્રિય આત્માનો સ્પર્શ–રુચિ–અનુભવ જેને નથી તે જીવને ઈંદ્રિયવિષયોનો જ સ્પર્શ–રુચિ–
અનુભવ છે. જુઓ, આ અંતરના વેદન ઉપરથી જ્ઞાની–અજ્ઞાનીનું માપ કાઢ્યું છે. જેને અતીન્દ્રિય
આનંદનું વેદન નથી તેને ઈન્દ્રિયવિષયોનું જ વેદન છે. જેને અતીન્દ્રિય આનંદનું વેદન છે તેને જ
ઈંદ્રિયવિષયોની રુચિ છૂટી છે. એક તરફ અતીન્દ્રિય આત્માનો વિષય, ને બીજી તરફ ઈંદ્રિય વિષયો,–તે
બંનેની રુચિ એકસાથે ન હોઈ શકે. જેને એકની રુચિ છે તેને બીજાની રુચિ નથી. રાગનું ફળ
અતીન્દ્રિય આનંદ નથી પણ ઈન્દ્રિયવિષયો જ છે, તેથી જેને રાગની રુચિ છે તેને ઈંદ્રિયવિષયોની જ
રુચિ છે, તેને અતીન્દ્રિય આત્માની રુચિ નથી.
ભગવાને કહેલાં વ્યવહાર વ્રત–તપ પાળતો હોવા છતાં અજ્ઞાનીને કેમ મુક્તિ થતી નથી?–તેનો
ખુલાસો કરતાં આચાર્યદેવ કહે છે કે તે અજ્ઞાની જીવ રાગની ને રાગના ફળરૂપ ભોગની જ રુચિથી
વ્રતાદિ કરે છે, તેથી તે મોક્ષને પામતો નથી; તેને રાગથી પાર ને ઈન્દ્રિવિષયોથી પાર
ચિદાનંદસ્વભાવની રુચિ–પ્રતીતિ–શ્રદ્ધા નથી; તેના વેદનમાં તે રાગને જ વેદે છે. રાગરહિત
આત્મસ્વભાવને તે વેદતો નથી, તેથી તેને કર્મક્ષય થતો નથી.
જ્ઞાની તો ચૈતન્ય સ્વભાવની ભાવનાથી રાગમાંથી છૂટવા માંગે છે, ને દેહાદિ વિષયોથી પણ
છૂટવા ચાહે છે. ચૈતન્યના આનંદનું વેદન જેમ જેમ વધતું જાય છે તેમ તેમ રાગ અને વિષયો છૂટતા
જાય છે. જેને રાગમાં ને દેહમાં આત્મબુદ્ધિ હોય તેને રાગ કે દેહથી છૂટવાની ખરી ભાવના કયાંથી
હોય? ચૈતન્યના અતીન્દ્રિયઆનંદની અસ્તિ વિના ઈંદ્રિયવિષયોની નાસ્તિ કયાંથી થાય?
કષાયની મંદતા કરીને, શુભરાગથી કંઈક વ્રત–તપ કરે, તે રાગની મીઠાસથી મૂઢ અજ્ઞાનીને એમ થઈ
જાય છે કે મેં ઘણું કર્યું...પંચમહાવ્રત પાળે ત્યાં અજ્ઞાનીને એમ થઈ જાય છે કે મેં ઘણો મોક્ષમાર્ગ સેવ્યો...હું
ધર્મમાં ઘણો આગળ વધી ગયો. પણ તે ખરેખર મોક્ષમાર્ગમાં આવ્યો જ નથી, સંસારમાર્ગમાં જ ઊભો છે.
અને કોઈ જ્ઞાની ધર્માત્મા ગૃહસ્થપણામાં હોય, તેને અંતરમાં વિષયોથી ને રાગથી પાર ચૈતન્યતત્ત્વના
આનંદનું વેદન થઈ ગયું છે; તેને વ્રત–તપ ન હોવા છતાં અંતરમાં અપૂર્વદ્રષ્ટિના બળે અનંત સંસાર કાપી
નાંખ્યો છે, ને મોક્ષના આરાધક થઈ ગયા છે. ત્યાં અજ્ઞાની તેની અપૂર્વ અંર્તદ્રષ્ટિના અચિંત્ય મહિમાને તો
ઓળખતો નથી અને મૂઢતાથી માને છે કે આને તો કાંઈ વ્રત–તપ નથી ને અમે તો વ્રત–તપ પાળીએ છીએ,
માટે અમે તો એનાથી ઘણા આગળ વધી ગયા!–એવા મૂઢને અહીં

PDF/HTML Page 12 of 25
single page version

background image
મહા : ૨૪૮૬ : ૧૧ :
પૂજ્યપાદસ્વામી કહે છે કે અરે મૂઢ અજ્ઞાની! તારા વ્રત–તપ તો સંસારનું જ કારણ છે; તને ચૈતન્યનું તો
ભાન નથી ને વિષયોની ભાવના છૂટી નથી, તારો સંસાર જરાય છૂટયો નથી; ને ધર્માત્માને અંતરમાં
ચૈતન્ય ભાવનાથી અનંત સંસાર છૂટી ગયો છે. વ્રત–તપ કરવા છતાં તું તો સંસારમાર્ગી છો ને તે
ધર્માત્માને વ્રત–તપ ન હોવા છતાં તે મોક્ષમાર્ગી છે. છતાં એને તારાથી હલકા માનીને, ને પોતાને તેનાથી
અધિક માનીને તું મોક્ષમાર્ગની મોટી વિરાધના કરી રહ્યો છે.
સમકિતી ધર્માત્માને ચૈતન્યના અતીન્દ્રિય આનંદ સિવાય બાહ્યવિષયો કલેશદાયક લાગે છે; બાહ્ય
વિષયો તરફનું વલણ જાય તે દુઃખ છે, ને ચૈતન્યમાં એકાગ્રતા રહે તે સુખ છે. અજ્ઞાનીને બાહ્યવિષયોની
અનુકૂળતામાં સુખ લાગે છે, એટલે વ્રત–તપમાં તેને કલેશ–બોજો લાગે છે. ઘણા ઉપવાસ થાય ત્યાં ઘણો
કલેશ લાગે છે, ને જ્ઞાની મુનિને તો આત્માના આનંદની લીનતાપૂર્વક આહારાદિની ઈચ્છા તૂટી જતાં
સહેજે અનેક ઉપવાસાદિ તપ થઈ જાય છે. જ્ઞાનીને આત્માના આનંદ સિવાય બહારના કોઈ પણ
વિષયોમાં સુખબુદ્ધિ નથી તેથી તેને તેની ભાવના નથી. અજ્ઞાનીને આત્માના આનંદનું ભાન નથી એટલે
બાહ્યવિષયોમાં જ સુખબુદ્ધિ વર્તે છે, તેથી તેને બાહ્યવિષયોની જ અભિલાષા વર્તે છે. આમ જ્ઞાની અને
અજ્ઞાનીની અંર્તભાવનામાં આકાશ–પાતાળનું અંતર છે.ાા ૪૨ાા
શા માટે?
અરે જીવ! તારી આત્મશક્તિને કે તારા જ્ઞાન–
આનંદને શા માટે તું બહાર શોધે છે? આત્માની શક્તિ
તો આત્મામાં છે, આત્માની શક્તિઓ કાંઈ બહારમાં
નથી; તો બહારમાં શા માટે શોધવું પડે?–અંતરમાં
શોધને!
અસંખ્ય પ્રદેશે અનંતશક્તિસંપન્ન એવા
આત્માને સર્વ પ્રકારે પ્રત્યક્ષ જાણીને સર્વજ્ઞ ભગવાન
કહે છે કે અરે જીવ! તારો આત્મા અસંખ્યપ્રદેશમાં
અનંતશક્તિથી પૂર્ણ છે, તેની સન્મુખ જો...પોતાથી જ
તારી પરિપૂર્ણતા છે; તારા સ્વરૂપમાં એવી કઈ કમીના
છે કે તારે બહાર બીજા પાસે શોધવું પડે? તારા
સ્વભાવમાં શી ખોટ છે કે તું બીજામાં ગોતવા જાય
છે? આત્માની સ્વભાવશક્તિમાં જે પૂર્ણ જ્ઞાન–આનંદ–
પ્રભુતાનું સામર્થ્ય હતું તે જ અમે આત્મામાંથી પ્રગટ
કર્યું છે, કયાંય બહારથી નથી લાવ્યા...તારા આત્મામાં
પણ અમારા જેવું જ સામર્થ્ય છે તેને તું જાણ...તેનો
વિશ્વાસ કરીને તેની સન્મુખ થા...એટલે તારી
આત્મશક્તિમાંથી પરિપૂર્ણ જ્ઞાન–આનંદ ને પ્રભુતા
ખીલી જશે. પોતામાં જ જે ચીજ છે તેને બહારમાં શા
માટે શોધવી પડે?

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૧૯૬
બંધનથી છૂટકારાનો ઉપાય બતાવીને
આચાર્યદેવ શિષ્યની જિજ્ઞાસા તૃપ્ત કરે છે.
(શ્રી સમયસાર ગા. ૬૯ થી ૭૨ ઉપરનાં
પ્રવચનોનું દોહન : ગતાંકથી ચાલુ)
વિદેહક્ષેત્રમાં આઠ આઠ વર્ષની બાલિકાઓ ને
રાજકુમારો આવી આત્મપ્રતીતિ કરી રહ્યા છે.–કેવી પ્રતીતિ? કે
ગણધર ભગવાન જેવી. વાહ! આઠ વર્ષનો બાળ હોય...હજી તો
બાળપણાના ખેલ ખેલતો હોય...પણ અંદર જુઓ તો ગણધર
જેવો વિવેક આત્મામાં વર્તતો હોય! ધન્ય એ દશા!–એવી દશા
કેમ પ્રગટે? તેનું આ વર્ણન છે.
(૧૨૨) જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ થાય છે–એમ આચાર્યદેવે કહ્યું; તે જ્ઞાન કેવું છે? કે
ક્રોધાદિ આસ્રવોથી નિવર્તેલું છે. કારણ કે જો તેનાથી નિવર્તેલું ન હોય તો તેને આત્મા અને આસ્રવોના
પારમાર્થિક ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્તિની સાથે જે અવિનાભાવી છે
એવા જ્ઞાનથી જ બંધન અટકે છે. શાસ્ત્રો વાંચીને કે સાંભળીને એકલી ધારણા કરી જાય, પણ અંર્ત
સ્વભાવમાં વળીને ક્રોધાદિથી જુદું ન પરિણમે, તો એવા જ્ઞાનથી (જાણપણાથી) કાંઈ બંધન અટકતું
નથી, ખરેખર તે જ્ઞાન જ નથી પણ અજ્ઞાન છે.
(૧૨૩) આત્માના સ્વભાવની ઓળખાણ–પ્રતીત–અનુભવ કરીને ક્રોધાદિ ભાવોથી જે જુદો
પડતો નથી, પાછો વળતો નથી, ભેદ પાડતો નથી તેને ભેદજ્ઞાનની સિદ્ધિ જ થતી નથી. પહેલાંની માફક
ક્રોધાદિમાં એકમેકપણે જ વર્ત્યા કરે તો એવા જ્ઞાનને ભેદજ્ઞાન કોણ કહે?
(૧૨૪) કોઈ કહે કે પહેલાં ભેદજ્ઞાન થાય પછી ક્રોધાદિથી નિવર્તે.–તો એમ નથી. જે સમ્યગ્જ્ઞાન
પ્રગટે છે તે ક્રોધાદિથી નિવર્તતું થકું જ પ્રગટે છે, એટલે જે વખતે સમ્યગ્જ્ઞાન પ્રગટે છે તે જ વખતે
ક્રોધાદિથી નિવૃત્તિ થાય છે; આ રીતે, ભેદજ્ઞાન થવાનો અને ક્રોધાદિથી નિવર્તવાનો એ બંનેનો એક જ
કાળ છે.
(૧૨પ) કોઈ કહે કે અમને ભેદજ્ઞાન થયું છે પણ હજી ક્રોધાદિથી ભિન્નપણું ભાસ્યું નથી,–તો
એની વાત ખોટી છે, તેને ભેદજ્ઞાન થયું જ નથી.
બીજો કોઈ એમ કહે કે અમને ક્રોધાદિથી આત્માનું જુદાપણું ભાસ્યું છે પણ હજી ભેદજ્ઞાન થયું
નથી,–તો એની વાત પણ ખોટી છે, તેને ક્રોધાદિથી આત્માનું ભિન્નપણું ખરેખર ભાસ્યું જ નથી.

PDF/HTML Page 14 of 25
single page version

background image
મહા : ૨૪૮૬ : ૧૩ :
(૧૨૬) જે ભેદજ્ઞાન છે તે ક્રોધાદિથી નિવૃત્તિની સાથે અવિનાભાવી છે; એક હોય ત્યાં બીજું ન
હોય એમ બને જ નહીં. જ્ઞાનમાં ક્રોધાદિ સાથે ભિન્નપણાની (–ભેદજ્ઞાનની) ‘અસ્તિ’ થઈ ત્યાં ક્રોધાદિ
સાથેના એકપણાની ‘નાસ્તિ’ જરૂર થાય જ છે.–આવી અસ્તિ–નાસ્તિ વગર ભેદજ્ઞાનની સિદ્ધિ થતી જ
નથી.
(૧૨૭) અજ્ઞાનદશા વખતે ઉપયોગ રાગાદિમાં એકાકાર વર્તતો હતો, ભેદજ્ઞાનવડે તેનાથી જુદો
પડીને ઉપયોગ પોતાના સ્વભાવમાં એકાકાર થયો ત્યાં તે ઉપયોગ રાગાદિ સાથે પણ એકાકાર રહ્યા કરે
એમ કદી બની શકતું નથી. એક ઉપયોગને, સ્વભાવ સાથે અને રાગ સાથે એમ બંને સાથે કદી એકતા
રહી શકતી નથી. સ્વભાવ સાથે એકતા થતાં રાગ સાથે ભિન્નતા થઈ જાય છે; જો રાગથી ભિન્નતા ન
થાય તો સ્વભાવ સાથે એકતા થતી નથી. આ રીતે જે ભેદજ્ઞાન છે તે નિયમથી રાગાદિથી નિવર્તેલું છે.
અને જ્યાં રાગાદિથી નિવૃત્તિ છે ત્યાં બંધન પણ થતું નથી. આ રીતે સિદ્ધ થયું કે જ્ઞાનમાત્રથી બંધન
અટકી જાય છે.
(૧૨૮) જુઓ ભાઈ! આ જે કહેવાયો તે જ બંધનથી છૂટવાનો માર્ગ છે, એ જ મોક્ષનો સત્ય
પંથ છે. સત્યને પંથે સત્ય મળે પરંતુ અસત્યને પંથે સત્ય ન મળે. આ કાંઈ ઠેઠ કેવળજ્ઞાની થાય ત્યારની
વાત નથી, આ તો હજી જેણે ધર્મની શરૂઆત કરી છે એવા અવ્રતી–સમ્યગ્દ્રષ્ટિની વાત છે, ગૃહસ્થદશામાં
રહ્યા છતાં કેવું જ્ઞાન કરવાથી ધર્મની શરૂઆત થાય–તેની આ વાત છે. જીવોએ અનાદિકાળથી
પરાઙ્મુખદ્રષ્ટિ રાખીને બધું કર્યું, શાસ્ત્રનો અભ્યાસ કર્યો, વ્રત કર્યાં, તપ કર્યાં, અરે! દિગંબરમુનિ પણ
અનંતવાર થયો, વનમાં રહ્યો, એકાંતમાં બેઠો;–આ બધુંય કર્યું પરંતુ રાગથી જરાકે ય જુદો ન પડયો,
રાગમાં જ વર્તીને બધું કર્યું અને એમ માન્યું કે આનાથી હવે મારો મોક્ષ થઈ જશે, હું આ મોક્ષનો જ
ઉપાય કરું છું.–આવી ઊંધી માન્યતાને લીધે રાગથી જુદો પડીને સ્વભાવમાં આવ્યો નહીં, તેથી તેને
જરાય કલ્યાણ થયું નહિ, બંધનથી જરાય છૂટકારો થયો નહિ. બંધનથી છૂટવાની ને મોક્ષદશા પામવાની
જે રીત અને જે વિધિ છે તે પ્રમાણે જાણે–માને ને વર્તે તો મોક્ષદશા પ્રગટે.
(૧૨૯) આ વાત એવી નથી કે ન થઈ શકે. આ વાત અપૂર્વ હોવા છતાં સુપાત્ર થઈને જે કરવા
માંગે તેનાથી જરૂર થઈ શકે એવી છે. એક પણ વ્રત–પચ્ચખાણ ન હોવા છતાં આત્માની પ્રતીતિ–જ્ઞાન–
અનુભવ થઈ શકે છે. કેવી પ્રતીતિ?–કે જેવી ગણધરોને, કેવળજ્ઞાનીને અને સિદ્ધભગવંતોને હોય તેવી.–
આવી પ્રતીત બેનો–ભાઈઓ બધાને થઈ શકે, અરે! આઠ વર્ષની બાલિકાને પણ થઈ શકે. અત્યારે
મહાવિદેહ ક્ષેત્રમાં આઠ આઠ વર્ષની બાલિકાઓ અને આઠ આઠ વર્ષના રાજકુંવરો આવી આત્મપ્રતીતિ
કરી રહ્યા છે. વાહ! આઠ વર્ષનો બાળક હોય...હજી તો બાળપણાના ખેલ ખેલતો હોય...પણ અંદર જુઓ
તો ગણધર જેવો વિવેક આત્મામાં વર્તતો હોય.–આવી સમ્યગ્દ્રષ્ટિ સ્તુતિ કરતાં કવિરાજ પં.
બનારસીદાસજી કહે છે કે–
जाके घट प्रगट विवेक गणधरकोसो, हिरदे हरख महा मोहको हरतु है;
सांचा सुख मानें निज महिमा अडोल जानें, आपु ही में आपनो स्वभाव ले धरतु है।
जैसे जल कर्दम कुतकफल भिन्न करे, तैसे जीव अजीव विलछन करतु है;
आतमशकति साधे ज्ञानको उदौ आराधे, सोइ समकिती भवसागर तरतु है।
જુઓ, આ ભેદજ્ઞાનનો મહિમા! ભેદજ્ઞાની જીવ જ્ઞાનસાગરમાં મગ્ન થતો થકો ભવસાગરને તરે છે.
(૧૩૦) અજ્ઞાન અવસ્થામાં ચૈતન્યને ભૂલીને જેવા રાગ–દ્વેષ કરતો તેવા ને તેવા જ્ઞાનઅવસ્થા
થયા પછી થતા નથી, ઘણો ફેર પડી જાય છે, આસક્તિ ઘણી ઘટી જાય છે. કોઈ કહે કે સમ્યગ્જ્ઞાન પોતાને
થયું તેની ખબર પોતાને

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૧૯૬
કેમ પડે?–જરૂર પડે. જેમ ગરીબને લક્ષ્મી મળતાં ખબર પડે છે કે હું લક્ષ્મીવાન થયો, જેમ ક્ષુધાતૂરને
ભોજન કરતાં ખબર પડે છે કે મારી ક્ષુધા શાંત થઈ, જેમ તૃષાતૂરને જળપાન કરતાં ખબર પડે છે કે મારી
તૃષા શાંત થઈ, તેમાં બીજાને પૂછવું નથી પડતું; તેમ સમ્યગ્જ્ઞાન થતાં અપૂર્વ આત્મશાંતિનું વેદન થાય છે
તેની પોતાને જરૂર ખબર પડે છે કે મારી આકુળતા શાંત થઈ, મને નિરાકુળ સ્વાભાવિક શાંતિનું વેદન
થયું. મારા જ્ઞાનની દિશા પલટી. સમ્યગ્જ્ઞાન અને શાંતિનું વેદન એ તો પોતાના ઘરની ચીજ છે, એટલે તે
પોતાથી છાની રહે જ નહીં.
(૧૩૧) ભેદજ્ઞાન થતાં જીવને ચૈતન્યસ્વભાવ તો પોતાનો પરમ મિત્ર ભાસે છે ને ક્રોધાદિ
આસ્રવો પોતાના દુશ્મન જેવા લાગે છે. જેમ સજ્જન અને દુશ્મન તે બન્નેની ખબર પડતાં જ સત્પુરુષોને
સજ્જન તરફ વલણ થાય છે ને દુશ્મન સાથેનો સંબંધ તે છોડી દે છે. તેમ સત્સ્વભાવી આત્મા અને
વિરુદ્ધસ્વભાવી આસ્રવો–એ બંનેની ભિન્નતાનું ભાન થતાં જ ધર્માત્મા સત્પુરુષને આત્મસ્વભાવ તરફ
વલણ થાય છે અને આસ્રવો સાથેનો સંબંધ તે છોડી દે છે.
(૧૩૨) અલ્પ રાગાદિ થતા હોય તેને જ્ઞાનમાં રાગાદિ તરીકે જાણી લેવા તે તો જ્ઞાનનું કાર્ય છે,
પરંતુ રાગાદિને હિતરૂપ જાણીને તેમાં જ વર્તવું તે અજ્ઞાનનું કાર્ય છે.–આ રીતે બંનેમાં મોટો ફેર છે. એક
તો રાગને રાગ તરીકે જાણીને છોડે છે, ને બીજો તેને પોતાનો માનીને પકડે છે. જેમ સર્પને સર્પ તરીકે
જાણીને હાથમાં લ્યે, અને સર્પને દોરડી સમજીને પકડે, તે બંનેમાં ફેર છે. સર્પને દોરડી સમજીને જે પકડે
છે તે તેનાથી બચવાનો ઉપાય રાખી શકશે નહિ. ઘોડિયામાં સુતેલા બાળક ઉપર ફેણ માંડીને સર્પ ડોલતો
હોય, અને જ્યાં ખબર પડે કે અરે, આ તો સર્પ!–ત્યાં તરત જ તેને મોઢા પાસેથી એવી રીતે પકડે છે કે
તે કરડી શકે નહીં; તેમજ હાથને ભરડો ન લઈ શકે એવી ચાલાકીથી પકડે છે. તેમ રાગને આસ્રવ તરીકે
નહિ ઓળખનાર જીવ, તેને આત્માથી ભિન્ન નહિ જાણતો થકો તેમાં જ વર્તે છે એટલે તે તો આસ્રવોના
ડંસથી પોતાના આત્માની રક્ષા કરી શકતો નથી. પરંતુ, હું તો જ્ઞાતાદ્રષ્ટા આત્મા છું ને આ ક્રોધાદિ છે તે
હું નથી–આવા ભેદજ્ઞાનવડે જ્યાં ક્રોધાદિને ક્રોધાદિરૂપે ઓળખી લીધા ત્યાં ધર્માત્મા પોતાના જ્ઞાનની
ચાલાકીવડે તે ક્રોધાદિને પોતાથી જુદા ને જુદા રાખે છે, એટલે તે ક્રોધાદિ ભાવો તેની સમ્યક્શ્રદ્ધા કે
સમ્યગ્જ્ઞાનને ભરડો લઈ શકતા નથી; ક્રોધાદિ વખતે તેનાં શ્રદ્ધા–જ્ઞાન જાગૃત ને જાગૃત રહે છે, ને તે
ક્રોધાદિને આત્માના સ્વરૂપમાં નહિ પ્રવેશવા દેતા થકા તેનાથી આત્માની રક્ષા કરે છે. અજ્ઞાનીને તો
મિથ્યાબુદ્ધિપૂર્વકના રાગ–દ્વેષ હોવાથી તે તેના શ્રદ્ધા–જ્ઞાનને કરડી ખાય છે, તે પોતાના શ્રદ્ધા–જ્ઞાનને
રાગ–દ્વેષથી જુદા રાખીને બચાવી શકતો નથી.
(૧૩૩) જિજ્ઞાસુ શિષ્યે પૂછયું હતું કે ‘ભગવન્! સમ્યગ્દર્શનનું અને ભેદજ્ઞાનનું આટલું બધું શું
માહાત્મ્ય છે કે તેનાથી બંધન અટકી જાય છે! અહા! જ્ઞાન થતાં વેંત જ બંધન છૂટી જાય છે–એ જ્ઞાન
કેવું! આત્મા અને રાગાદિનું ભેદજ્ઞાન થાય કે તરત જ બંધન અટકી જાય–એ કઈ રીતે?’ તેના ઉત્તરમાં
આચાર્યદેવે ભેદજ્ઞાનનું સ્વરૂપ સ્પષ્ટ કરીને સમજાવ્યું કે–જો ભાઈ! તું વિચાર કર કે જે જ્ઞાન છે તે
રાગમાં જ પ્રવર્તે છે કે રાગથી છૂટું પડીને જ્ઞાનસ્વભાવમાં પ્રવર્તે છે? જો રાગમાં જ પ્રવર્તતું હોય તો તે
જ્ઞાન નથી પણ અજ્ઞાન જ છે–એમ તું જાણ; અને જો તે જ્ઞાન રાગથી છૂટું પડીને જ્ઞાનસ્વભાવમાં વર્તે
છે,–તો જ્ઞાનમાં વર્તતાં તેને બંધન કેમ થાય? ન જ થાય.–માટે જ્ઞાનથી જ બંધનનો નિરોધ સિદ્ધ થયો.–
કયા જ્ઞાનથી? કે સ્વભાવ તરફ ઝૂકેલા જ્ઞાનથી. આ રીતે ભેદજ્ઞાનનો અને સમ્યગ્દર્શનનો અચિંત્ય
મહિમા તું સમજ.

PDF/HTML Page 16 of 25
single page version

background image
મહા : ૨૪૮૬ : ૧પ :
કુંથલગિરિ–સિદ્ધક્ષેત્રમાં
પ્રવચન
(૨૪૮પ : ફાગણ પૂર્ણિમા)
શ્રી દેશભૂષણ અને કુલભૂષણ મુનિવરો અહીંથી મોક્ષ
પામ્યા છે; તેઓ કઈ રીતે મોક્ષ પામ્યા? મોક્ષ પામ્યા પહેલાં
તેઓએ શું કર્યું? તે વાત પૂ. ગુરુદેવ આ પ્રવચનમાં સમજાવે છે.

આ સમયસારશાસ્ત્ર છે; ભગવાન કુંદકુંદાચાર્ય વિદેહક્ષેત્રે સીમંધર પરમાત્મા પાસે ગયા હતા;
તેમણે ભગવાન સીમંધર પરમાત્માની દિવ્યવાણી સાક્ષાત્ સાંભળીને આ શાસ્ત્ર રચ્યું છે. આ
સમયસારના કર્તા–કર્મ અધિકારમાં ભેદજ્ઞાન માટેની અદ્ભુત વાત છે, મોક્ષનું મૂળ એ ભેદજ્ઞાન છે.
આ જીવ સ્વયંસિદ્ધ અનાદિ–અનંત છે; તે છે–છે ને છે. તેનો સ્વભાવ જ્ઞાન અને સુખ છે, પણ
અનાદિકાળથી પોતાના સ્વભાવને ભૂલીને તે ચોરાસીમાં પરિભ્રમણ કરીને દુઃખી થઈ રહ્યો છે.
આચાર્યભગવાન તે પરિભ્રમણ ટાળવાનો ઉપાય બતાવતાં કહે છે કે ભાઈ! તું તો આત્મા છો...જેવા
સિદ્ધ પરમાત્મા છે તેવો જ તું પરમાર્થે છો...જે વિકલ્પ અને રાગ છે તે તો પાણીમાં સેવાળ જેેેવા છે, તે
વિકલ્પ અને રાગ તારા આત્માના

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૧૯૬
શાંત સ્વભાવભૂત નથી પણ મલિન ઉપાધિભાવ છે. જેને તૃષા લાગી હોય અને પાણી પીને તૃષા
છીપાવવી હોય તે જીવ પાણીમાંથી સેવાળ કાઢી નાંખીને શુદ્ધ જળને પીએ છે; તેમ જે આત્માર્થી હોય ,
જેને આત્માના શાંતજળની તરસ લાગી હોય, ને આત્માનો અનુભવ કરીને તે તરસ છીપાવવા ચાહતો
હોય તે આત્માર્થી જીવ આત્મામાંથી વિકારી–મલિન ભાવોને જુદા કરીને શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવપણે
આત્માને અનુભવે છે, ને એ રીતે શુદ્ધ આત્માના અનુભવવડે તે પોતાની તરસ છીપાવે છે.
આત્માનો જ્ઞાનાનંદ શુદ્ધસ્વભાવ શું ચીજ છે–એ વાત જીવે યથાર્થ રુચિથી કદી સાંભળી પણ નથી.
આચાર્યપ્રભુ કહે છે કે–
શ્રુત–પરિચિત અનુભૂત સર્વને કામ–ભોગ–બંધનની કથા,
પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભ ના.
ભાઈ, તેં અનાદિથી વિકારને કરવાની અને તેના ફળના ભોગવટાની જ રુચિ કરી છે, તેના જ
શ્રવણમાં પ્રેમ અને ઉત્સાહ કર્યો છે, વારંવાર તેનો જ અનુભવ કર્યો છે; પણ વિકારરહિત શુદ્ધ
જ્ઞાનાનંદસ્વરૂપ આત્માની રુચિ તેં કદી કરી નથી, તેના શ્રવણમાં પ્રેમ અને ઉત્સાહ કર્યો નથી, તેં તેનો
અનુભવ કર્યો નથી. એકત્વસ્વરૂપ સમજાવનારા સંતોનો યથાર્થ પરિચય પણ કર્યો નથી, માટે હવે એક
વાર અંતરમાં શુદ્ધ આત્માનો ઉલ્લાસ લાવીને પ્રેમથી આ વાત સાંભળ.
પ્રશ્ન :–પ્રભો! અનંતવાર સમવસરણમાં જઈને સાંભળ્‌યું છે ને?–છતાં ‘નથી સાંભળ્‌યું’ એમ કેમ
કહો છો?
ઉત્તર:–સમવસરણમાં જઈને સાંભળ્‌યું ને સંતો પાસેથી સાંભળ્‌યું, પણ તેને ખરેખર સાંભળ્‌યું અમે
કહેતા નથી, કેમકે સર્વજ્ઞો અને સંતોનો એવો આશય હતો તેવો લક્ષમાં લીધો નથી, માટે શ્રવણ જ કર્યું
નથી–એમ કહ્યું છે. એ જ રીતે, અનાદિ નિગોદના જીવો કે જેને સંસારમાં કદી કાન મળ્‌યા જ નથી, છતાં
તેઓએ પણ કામ–ભોગ–બંધનની કથા અનંતવાર સાંભળી છે–એમ કહ્યું, કેમકે શબ્દોને ન સાંભળ્‌યા
છતાં તેની રુચિમાં–અભિપ્રાયમાં–અનુભવમાં તો એ કામ–ભોગ–બંધનની વાત ઘૂંટાય જ છે. અનાદિથી
જે વિપરીત રુચિ હતી તેવી જ રુચિ દિવ્યધ્વનિ સાંભળતી વખતે પણ જો ઘૂંટાય જ છે તો તેનામાં
દિવ્યધ્વનિ સાંભળવાનું કાંઈ ફળ તો ન આવ્યું, ઉપાદાનમાં કાંઈ ફેર તો ન પડયો, માટે ખરેખર તેણે શુદ્ધ
આત્માની વાત સાંભળી જ નથી, તેણે ભગવાનની વાત સાંભળી જ નથી.
ભલે સમવસરણમાં જાય ને દિવ્યધ્વનિ સાંભળે, પણ જેની રુચિમાં જ વિકાર ભર્યો છે તેને શુદ્ધ
આત્માની સુગંધ (–રુચિ) થતી નથી. પોતાની અનાદિથી પોષાયેલી વિકારની રુચિ કાઢી નાંખીને શુદ્ધ
આત્માની રુચિ પ્રગટ કરે તો તેનો અપૂર્વ સ્વાદ આવે. તેનું દ્રષ્ટાંત; બે ભમરા હતા...બંને દુર્ગંધમાં રહેતા
ને નાકમાં દુર્ગંધી ગોળી ભરીને તેની દુર્ગંધનો સ્વાદ લેતા હતા...એકવાર એક ભમરો સુગંધી ગુલાબ
ઉપર જઈને બેઠો ને તેની સુગંધથી પ્રસન્ન થઈને બીજા ભમરાને કહ્યું : ચાલ ભમરા! ગુલાબની સુગંધ
લેવા! આ દુર્ગંધ કરતાં તને સુંદર સુગંધી ગુલાબની સુગંધનો સ્વાદ ચખાડું! બીજો ભમરો તેની સાથે
સુગંધનો સ્વાદ લેવા તો ગયો, પણ તેના નાકમાં દુર્ગંધી વસ્તુ ભરી હોવાથી તેને ગુલાબની સુગંધનો
સ્વાદ ન આવ્યો. પહેલા ભમરાએ પૂછયું : કેમ ભાઈ ! કેવી સુગંધ આવી? તો બીજો ભમરો કહે : મને
તો પહેલા જેવી જ દુર્ગંધ આવે છે, કાંઈ ફેર નથી દેખાતો. પહેલા ભમરાએ વિચાર કરીને કહ્યું : અરે
ભમરા! તારા નાકમાં આ દુર્ગંધી વસ્તુ ભરી છે તે કાઢી નાંખ ને પછી આ ગુલાબને સૂંઘ, તો તને તેની
સુગંધનો સ્વાદ આવશે. બીજા ભમરાએ નાકમાંથી દુર્ગંધી વસ્તુ કાઢી નાંખી ને ગુલાબની સુગંધથી તે
પ્રસન્ન થયો...તેમ અનાદિથી ચાલી આવતી વિકારની રુચિ ટાળીને પોતાના સ્વરૂપના અતીન્દ્રિય
આનંદનો સ્વાદ લઈને જ્ઞાની ધર્માત્મા બીજા ભવ્ય જીવોને કહે છે કે અરે જીવ! ચાલ તારા

PDF/HTML Page 18 of 25
single page version

background image
મહા : ૨૪૮૬ : ૧૭ :
અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવા! આ અનાદિના વિકારના આકુળતાના સ્વાદ કરતાં તને અતીન્દ્રિય
ચૈતન્યસ્વભાવનો અનાકુળ શાંતરસ ચખાડું. આવી વાત જ્ઞાનીએ સંભળાવી ત્યારે અંતરની રુચિમાં
વિકારની પક્કડ રાખીને જીવે સાંભળ્‌યું, તેથી તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ ન આવ્યો. ત્યારે જ્ઞાની તેને
ફરીને સમજાવે છે કે અરે જીવ! તારી રુચિમાં તેં વિકારને પકડયો છે તેથી તને તારા અતીન્દ્રિય
આનંદનો સ્વાદ નથી આવતો, માટે એક વાર તે વિકારની રુચિ છોડીને અંતર્મુખ થા, ને અંતર્મુખ થઈને
ચૈતન્યસ્વરૂપનો સ્વાદ લે, તો તને તારા અતીન્દ્રિય આનંદનો પૂર્વે કદી નહિ આવેલો એવો સ્વાદ આવશે.
આ રીત પ્રમાણે અંતર્મુખ થઈને અનુભવ કરતાં તે જિજ્ઞાસુ જીવને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે.
આ જ ધર્મની અને અતીન્દ્રિય આનંદના અનુભવની રીત છે.
પ્રભો, ધર્મની આ રીત એકવાર લક્ષમાં તો લે. આ રીત વગર બીજા કોઈ ઉપાયથી ધર્મ થાય તેમ
નથી. ધર્મી એવો જે આત્મા, તેના જ આશ્રયે ધર્મ થાય છે, એ સિવાય રાગાદિના આધારે ધર્મ થતો
નથી. અરે ભાઈ! આ સંસારના આવા દુઃખ! તેનાથી છૂટકારા માટે અંતરમાં આ વાત સમજવાનો
પ્રયત્ન કર. એકલા ક્ષણિક વિકારનું જોર ન દેખ; વિકાર વખતે જ આખો નિત્યાનંદ અવિકારી
આનંદસ્વભાવ ભર્યો છે તે સ્વભાવને દેખ...તેનો આદર કર. બાપુ! ચિરસ્થાયી સ્વભાવના શરણ વિના
બહારમાં કોઈ તને શરણ થાય તેમ નથી, તેમજ ક્ષણિક વિકારના શરણે પણ તારા ભવભ્રમણના આરા
આવે તેમ નથી. ભાઈ, તું એમ ન માની લે કે આત્માની વાત કેમ સમજાય? તું નાનો નથી.
સિદ્ધભગવાન જેવડી મહાન પ્રભુતા તારામાં ભરેલી છે. જો તેં તારી પ્રભુતાને લક્ષમાં ન લીધી તો તેં કાંઈ
નથી કર્યું...જેનાથી ભવદુઃખના આરા અટકે એવું કાંઈક અપૂર્વ કર. આત્માનો ચિદાનંદસ્વભાવ વિકારમાં
નથી, ને વિકાર આત્માના સ્વભાવમાં નથી.–આવા આત્મસ્વભાવને લક્ષમાં લે; તેને લક્ષમાં લેતાં
અતીન્દ્રિયઆનંદના વેદન સહિત તેની પ્રતીતિ થાય–તેનું નામ સમ્યગ્દર્શન છે. આવું સમ્યગ્દર્શન થતાં
આત્મામાં સિદ્ધપદના ભણકાર આવી જાય છે.
બાપુ! અનંતકાળના તારા દુઃખ મટાડવાની આ વાત છે. આ સમજ્યા વિના બીજે કયાંય
જગતમાં તને સુખનો અંશ પણ મળે તેમ નથી. દુઃખરૂપને તું કલ્પનાથી સુખરૂપ માની લે તો તારું દુઃખ
કયાંથી ટળશે? અહા, ચૈતન્યનો આત્મરસ–અતીન્દ્રિય આનંદરસ તેનો સ્વાદ જેમાં ન આવે તે સુખ
કેવું? ને તે ધર્મ કેવો? કેવળજ્ઞાન અને સિદ્ધપદરૂપી ફળ પાકે એવી તાકાત ચૈતન્યવેલડીમાં ભરી છે.
આવી તારી તાકાતને હે જીવ! તું એક વાર અંર્તમુખ થઈને પ્રતીતમાં લે. જો આવા આત્માને પ્રતીતમાં
ન લીધો તો શાસ્ત્રો ભણ્યો કે મુનિવ્રત પાળ્‌યાં તે બધું મોક્ષને માટે વ્યર્થ છે, એ બધું અનંતવાર જીવ
કરી ચૂકયો છે, માટે આત્માનો જ્ઞાનાનંદસ્વભાવ શું ચીજ છે તેને એકવાર લક્ષમાં લે...તેની પ્રતીતિ
કર...એની પ્રતીત કરતાં ભવભ્રમણનો અંત આવી જાય છે. અહીંથી દેશભૂષણ અને કુલભૂષણ મુનિવરો
મોક્ષ પધાર્યા, તે પહેલાં તેમણે આવા શુદ્ધ આત્માની પ્રતીત અને અનુભવ કર્યો હતો, અને પછી તેમાં
સંપૂર્ણ લીન થઈને કેવળજ્ઞાન અને મોક્ષપદ પામ્યા. આ રીતે મોક્ષનો ઉપાય અંર્ત સ્વભાવમાં છે, તે
સ્વભાવની ઓળખાણ અને પ્રતીતનો પ્રયત્ન કરવો જોઈએ. જુઓને, આ મુનિઓનાં ધામ કેવાં છે!
આ દેશભૂષણ અને કુલભૂષણ મુનિવરો જ્યારે અહીં સાક્ષાત્ વિચરતા હશે ત્યારે તેમના દેદાર કેવા
હશે?–જાણે કે સિદ્ધભગવાન ઉપરથી ઉતર્યાં! ચૈતન્યમાં ઝૂલતા ઝૂલતા તેઓ સિદ્ધપદને સાધતા હતા ને
અતીન્દ્રિય નિજાનંદનો અનુભવ કરતા હતા. રામચંદ્રજી જેવા પણ ભક્તિથી તેમની પાસે નાચી ઊઠયા
હતા. અસુરદેવો દેશભૂષણ–કુલભૂષણ મુનિવરોને ઉપદ્રવ કરીને ધ્યાનમાં ઉપસર્ગ કરતા હતા, રામ–
લક્ષ્મણે તે અસુર દેવોને ભગાડી મૂકયા, ને મુનિવરોની ખૂબ ભક્તિ કરી. મુનિવરો કેવળજ્ઞાન
પામ્યા...અને અહીંથી તેઓ મોક્ષ પધાર્યા...આવા મુનિવરોનું આ સિદ્ધિધામ છે. અહા! મુનિપદ શું છે–
એ લક્ષમાં

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૧૯૬
કુંથલગિરિ ઉપરના ભગવંતો
કુંથલગિરિ–સિદ્ધિધામ ઉપર બિરાજમાન દેશભૂષણ
અને કુલભૂષણ મુનિ ભગવંતોનું આ દ્રશ્ય છે. ખઙ્ગાસને
ધ્યાનમાં ઊભેલા મુનિભગવંતોનો અદ્ભુત વીતરાગી દેદાર
દેખતાં ગુરુદેવને ચૈતન્યભાવનાઓ જાગતી હતી; અને
મુનિવરોની ભક્તિ કરતાં કરતાં વચ્ચે પ્રમોદથી ગુરુદેવે કહ્યું
હતું કે–જુઓ...આ ‘દેશભૂષણ’ અને ‘કુલભૂષણ’
મુનિવરોનો દેખાવ! ‘દેશ’ એટલે આત્માના અસંખ્ય પ્રદેશ,
તેનું ‘ભૂષણ’ એટલે શોભા; અર્થાત્ અસંખ્ય પ્રદેશી પવિત્ર
ચૈૈતન્યધામ તે ‘દેશભૂષણ’ છે. અને ‘કુલભૂષણ’ એટલે
અનંતગુણરૂપી કુળથી શોભતો એવો આત્મા, તેની
આરાધના; આવા ‘દેશભૂષણ’ અને ‘કુલભૂષણ’ ને
ઓળખીને તેની આરાધના કરવી તે સિદ્ધિધામની ખરી
જાત્રા છે.

PDF/HTML Page 20 of 25
single page version

background image
મહા : ૨૪૮૬ : ૧૯ :
...યાત્રાનાં...મીઠાં...સંભારણાં...
“અહા! આ તો દુનિયાની એક અજાયબી છે”
ગઈ સાલના માહ સુદ છઠે મુંબઈમાં પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ
થયો...ત્યારબાદ માહ સુદ આઠમે ગુરુદેવે સંઘસહિત દક્ષિણનાં તીર્થધામોની
મંગલયાત્રા માટે પ્રસ્થાન કર્યું...ને માહ વદ નોમે પૂ. ગુરુદેવ ઘણા
ભક્તિભાવપૂર્વક બાહુબલી ભગવાનને ભેટયા...તેને આજે એક વર્ષ પૂરું થવા
આવ્યું છતાં તે વખતના પ્રસંગો આજે ય હજી તાજા જ નજરે તરવરી રહ્યા છે.
ગુરુદેવ ઘણીવાર એ બાહુબલી ભગવાનને યાદ કરીને કહે છે કે અહા! એ તો
દુનિયાની એક અજાયબી છે...
બડવાની તીર્થધામોમાં ૮૪ ફૂટ ઊંચા
આદિનાથ ભગવાનના ચરણ સમીપે ગુરુદેવ
“મંગલવર્દ્ધિની” મોટર–જેમાં
પૂ. ગુરુદેવે દક્ષિણ તીર્થધામોની યાત્રા કરી.