Atmadharma magazine - Ank 199
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 31
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૭
સળંગ અંક ૧૯૯
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 31
single page version

background image
____________________________________________________________________________
સંપાદક: રામજી માણેકચંદ દોશી
____________________________________________________________________________
ઉમરાળાનગરીમાં પૂ. ગુરુદેવના જન્મધામમાં બિરાજમાન પરમઉપકારી
શ્રી સીમંધર ભગવાન
વૈશાખ: ૨૪૮૬
સગંળ અંક
૧૯૯
વર્ષ: ૧૭
અંક: ૭
લવાજમ
ચાર રૂપિયા
આવો આવો સીમંધરનાથ અમ ઘેર આવો રે....
રૂડા ભક્તિવત્સલ્ય ભગવંત નાથ પધારો રે......

PDF/HTML Page 3 of 31
single page version

background image
: ૨ : આત્મધર્મ: ૧૯૯
* આ અંકના આભૂષણો *
ગુરુદેવના આંગણે સીમંધર ભગવાન...
જન્મધામનો મંગલ સ્વસ્તિક......
ધર્માત્માનો યોગ......
‘સ્વયંભૂ’ આત્માની મંગલમાળા: ૭૧ પુષ્પની.....
ફત્તેપુરમાં આત્માની ફત્તેહ થાય તેવી વાત.....
અનુભવદશાનું વર્ણન અને તેનો ઉપાય.......
* સાધક જીવ પોતાના આંગણે સિધ્ધભગવાનને પધરાવે છે....
* પાંચ ભાષામાં અભિનંદન પત્રો....
(સંસ્કૃત, તામિલ, ઈંગ્લીશ, હિંદી, ગુજરાતી)
હે સીમંધર ભગવાન! હે ગણધરો! હે સંતો!
હે કુંદકુંદપ્રભુ! હે વિશ્વના સર્વે ધર્માત્માઓ!
મારા આંગણે પધારો....પધારો....!
હે કુંદકુંદાદિ વીતરાગી સંતો! અતીન્દ્રિય આનંદમય
તમારા નિર્વિકલ્પ આત્મધ્યાનને
નમસ્કાર હો...નમસ્કાર હો.
(ઉમરાળાના ‘ઉજમબા જૈન સ્વાધ્યાયગૃહ’ માંથી)
‘આત્મધર્મ’ અંક ૧૯૮ માં સુધારો
પાનું ૪ કોલમ ૧ લાઈન ૧ માં “પરિભ્રમણ કરવા આત્માને”–એમ છપાયું છે તેને બદલે
“પરિભ્રમણ કરતા આત્માને” એમ સુધારવું.
પાનું ૧૨ કોલમ ૨ છેલ્લી લાઈનમાં મોહ લક્ષ્મી ને બદલે મોક્ષ બદલી વાંચવું.
પાનું ૧૨ કોલમ ૨ લાઈન ૩૦ માં દીક્ષારૂપી સખીને પામીને એમ વાંચવું.
જૈન દર્શન શિક્ષણ વર્ગ
ઉનાળાની રજાઓ દરમિયાન વિદ્યાર્થીઓ માટે સોનગઢમાં જૈન દર્શન શિક્ષણ વર્ગ વૈશાખ સુદ
૧૪ ને મંગળવાર તા. ૧૦–પ–૬૦ થી શરૂ થશે અને જેઠ સુદ ૬ ને મંગળવાર તા. ૩૧–પ–૬૦ સુધી
ચાલશે. આ શિક્ષણવર્ગ ચાર વર્ષ બાદ ખુલ્લી રહ્યો છે. જિજ્ઞાસુ વિદ્યાર્થીઓ ધાર્મિક શિક્ષણનો લાભ
લઈને રજાઓનો સદુપયોગ કરે–એવી ખાસ ભલામણ છે. વિદ્યાર્થીઓ માટે રહેવા–જમવાની વ્યવસ્થા
સંસ્થા તરફથી થશે. વર્ગમાં આવનાર વિદ્યાર્થીઓએ નીચેના સરનામે ખબર આપી દેવા ને વખતસર
સોનગઢ આવી જવું. –દિ. જૈન સ્વાધ્યાય મંદિર, સોનગઢ (સૌરાષ્ટ્ર)

PDF/HTML Page 4 of 31
single page version

background image
જન્મધામનો મંગળ સ્વસ્તિક
ઉમરાળાનગરમાં ઉજમબા માતાના ઘરમાં જે સ્થાને કહાનકુંવરનો
જન્મ થયો તે સ્થાને મંગળ સ્વસ્તિકનું સ્થાપન કરેલ છે તેનું દ્રશ્ય.

PDF/HTML Page 5 of 31
single page version

background image
ધ....ર્મા....ત્મા....નો યો....ગ
વૈશાખ સુદ બીજ....એ આત્માર્થી જીવોને માટે ધન્ય દિવસ છે. એ દિવસે ગુરુદેવનો મંગલ
અવતાર થયો....અને, તેમના પ્રતાપે, આ જગતમાં મહાન દુર્લભ એવો ધર્માત્માનો યોગ જિજ્ઞાસુ
જીવોને સંપ્રાપ્ત થયો. આ જગતમાં બધી વસ્તુનો યોગ સુગમ છે પરંતુ ધર્માત્માનો યોગ બહુ દુર્લભ છે.
એમાંય આ હળહળતા વિષમ કાળમાં ધર્માત્માનો યોગ મળવો તે તો ખરેખર રણમાં તૃષાતુરને અમૃત
મળવા જેવું છે. જેમ માબાપની હાજરી પણ બાળકને પ્રસન્નકારી ને હિતકારી છે તેમ ધર્માત્માનો યોગ
મુમુક્ષુ જીવને પ્રસન્નકારી ને હિતકારી છે.
હે ગુરુદેવ! બલિહારી છે આપની....કે જેણે અમને આ કાળે ધર્માત્માનો યોગ આપ્યો!
અનેકવિધ આધિ–વ્યાધિ–ઉપાધિથી ભરેલા આ અસાર સંસારમાં પણ જ્યાં આપશ્રી જેવા ધર્માત્માનો
યોગ છે ત્યાં આત્માર્થી જીવોને કોઈ ચિંતા કે મુંઝવણ કેમ હોય? સંસારથી રક્ષણ કરનારી ને સદા
સન્માર્ગે દોરનારી આપની મંગળ છાયામાં અમને સદાય આનંદ છે કેમકે આપના પાવન જીવનને
ધ્યેયરૂપે રાખીને જ અમે અમારું જીવન જીવી રહ્યા છીએ. આપશ્રીની નીડરતા માત્રથી જીવનના બધા
દુઃખો ભુંસાઈ જાય છે ને ભક્તિ–પુષ્પોની સૌરભથી અમારું જીવન મહેકી ઊઠે છે.....એમાંય જ્યારે
આપની મીઠી નજર અને મધુરી વાણી અમારા ઉપર વરસે છે ત્યારે અમારા આત્મામાં અનુભવાતો
આહ્લાદ.....તે તો જાણે આપશ્રીના અતીન્દ્રિય આનંદની પ્રસાદી જ હોય–એમ અમને લાગે છે. અને
આપશ્રીના ઉપકારનું સ્મરણ કરતાં જ આત્માના અસંખ્ય–પ્રદેશોરૂપી સીતાર ઝણઝણીને તેમાંથી
ભક્તિનું એવું સંગીત ઊઠે છે કે–
હે નાથ! આ બાલકશિરે તુજ છત્રછાયા અમર હો.....
છૂટે ન કદીય સુયોગ તુજનો, સિદ્ધપદનો સાથ હો....
તારી અમીદ્રષ્ટિ ઝીલી તુજ ચરણભક્તિથકી ભજી.....
આનંદમય જીવું જીવન...સંસારની માયા તજી......
(બ્ર. હરિલાલ જૈન)

PDF/HTML Page 6 of 31
single page version

background image
વૈશાખ: ૨૪૮૬ : ૩ :
ગુરુદેવના ૭૧મા જન્મોત્સવ પ્રસંગે
સ્વયંભૂ આત્માની મંગળમાળા
(ગૂંથનાર: હરિ)
વૈશાખ સુદ બીજે પૂ. ગુરુદેવનો મંગલ
જન્મદિવસ છે.....ભવ્ય જીવો ઉપર ગુરુદેવે મહાન
ઉપકાર કર્યો છે. જે મહાપુરુષના પ્રતાપે
ભવભ્રમણથી છૂટવાની દિશા સૂઝી હોય, જે સંતના
નિમિત્તે સત્ય ધર્મની પ્રાપ્તિ થઈ હોય, જે
મંગલમૂર્તિના પ્રસાદથી આત્મકલ્યાણના આશીર્વાદ
મળ્‌યા હોય, તે મહાત્માના જન્મોત્સવ પ્રસંગે
ભક્તોના હૃદયમાં ભક્તિની વિશેષ ઊર્મિઓ જાગે
એ સહજ છે.–એ ઊર્મિ વ્યક્ત કરવા માટે એવો
વિચાર આવ્યો કે ગુરુદેવના જન્મોત્સવપ્રસંગે
એવી વસ્તુ અર્પણ કરવી કે જે ગુરુદેવને પ્રિય
હોય. આત્માનું ‘સ્વયંભૂ–પણું ગુરુદેવને ખૂબ જ
પ્રિય છે, વારંવાર તેઓ તેનું રટણ કરે છે. તેથી
‘સ્વયંભૂ’ના મહિમા સંબંધી તેઓશ્રીના જ
શ્રીમુખથી નીકળેલા પુષ્પોમાંથી ૭૧ પુષ્પોની આ
મંગળમાળા ગૂંથીને તેઓશ્રીને સમર્પણ કરીએ
છીએ.
૧. આત્મા ‘સ્વયંભૂ’ છે, કેમકે અન્ય કારકોની અપેક્ષા વગર, સ્વયમેવ છ કારકરૂપ થઈને પોતે
સર્વજ્ઞ થાય છે.
૨. શુદ્ધોપયોગવડે શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ થાય છે, તે અન્ય કારકોથી નિરપેક્ષ છે.
૩. શુદ્ધોપયોગથી આત્મા પોતાના જ આશ્રયે કેવળજ્ઞાન પામે છે તેથી તે અત્યંત સ્વાધીન છે.
૪. હે જીવ! તારા સ્વભાવનો આશ્રય કરીને તેને જ તારી સર્વજ્ઞતાનું સાધન બનાવ, બહારના
સાધનને ન શોધ.
પ. જેમ સર્વજ્ઞ થયેલ આત્મા ‘સ્વયંભૂ’ છે તેમ સમ્યગ્દર્શન વગેરેમાં પણ આત્મા ‘સ્વયંભૂ’ છે.
૬. શુદ્ધોપયોગની ભાવનાના પ્રભાવથી આત્મા સર્વજ્ઞ થાય છે, તે શુદ્ધોપયોગ આત્માને જ આધીન
છે.
૭. ઉપયોગને અંતરમાં વાળવો તે જ આત્મપ્રાપ્તિનો ઉપાય.
૮. સ્વયંભૂ આત્માને જ સિદ્ધદશા થઈ તે થઈ, તેનો હવે કદી અભાવ નહિ થાય.

PDF/HTML Page 7 of 31
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૧૯૯
૯. સ્વયંભૂ આત્માને સંસારદશા ગઈ તે ગઈ, હવે ફરીને કદી સંસાર નહિ થાય.
૧૦. શુદ્ધોપયોગના પ્રસાદથી થયેલી આવી શુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ તે પ્રશંસનીય છે.
૧૧. બીજા કોઈ કર્તાની અપેક્ષા વગર, આત્મા પોતે જ કર્તા થઈને સ્વયં સર્વજ્ઞ થયો છે તેથી તે
‘સ્વયંભૂ’ છે.
૧૨. બીજા કોઈ કાર્યની અપેક્ષા વગર, આત્મા પોતે જ સર્વજ્ઞતારૂપ, કાર્યરૂપે પરિણમ્યો છે તેથી તે
‘સ્વયંભૂ’ છે.
૧૩. બીજા કોઈ સાધન (કરણ) ની અપેક્ષા વગર, આત્મા પોતે જ કરણ (સાધન) થઈને સર્વજ્ઞ
થયો છે તેથી તે ‘સ્વયંભૂ’ છે.
૧૪. બીજા કોઈ સંપ્રદાનની અપેક્ષા વગર, આત્મા પોતે જ સંપ્રદાન થઈને સર્વજ્ઞ થયો છે તે ‘સ્વયંભૂ’ છે.
૧પ. બીજા કોઈ અપાદાનની અપેક્ષા વગર, આત્મા પોતે જ અપાદાન થઈને સર્વજ્ઞ થયો છે તેથી તે
‘સ્વયંભૂ’ છે.
૧૬. બીજા કોઈ આધારની અપેક્ષા વગર, પોતાના સ્વભાવના આધારે જ આત્મા સર્વજ્ઞ થયો છે તેથી
તે ‘સ્વયંભૂ’ છે.
૧૭. હે જીવ! સર્વજ્ઞ થવા માટેની સામગ્રી (છએ કારકો) તારા સ્વભાવમાં જ છે, માટે બાહ્ય સામગ્રી
શોધવાની આકુળતા છોડ....ને સ્વભાવમાં ઉપયોગ જોડીને તેને જ સાધન બનાવ.
૧૮. રાગમાં એવી તાકાત નથી કે તે આત્માની સર્વજ્ઞતાનું કે સમ્યક્ત્વાદિનું સાધન થાય.
૧૯. પોતાના સ્વભાવને સાધવા માટે આત્માને જો પરની કે રાગની અપેક્ષા લેવી પડે તો તે ‘સ્વયંભૂ’
ન થયો પણ પરાધીન થયો; પરાધીનતા તો સુખ કેમ હોય?
૨૦. સુખ તેને કહેવાય કે જેમાં સ્વાધીનતા હોય, જેમાં બીજાની અપેક્ષારૂપ પરાધીનતા ન હોય.
૨૧. શુદ્ધોપયોગના પ્રભાવથી સ્વયંભૂ થયેલા સર્વજ્ઞ આત્માને ઈંદ્રિયો વગર જ પરિપૂર્ણ જ્ઞાન ને
આનંદ હોય છે, કેમકે આત્માનો સ્વભાવ જ જ્ઞાન ને આનંદ છે.
૨૨. સ્વભાવને પરની અપેક્ષા હોય નહિ, તેથી સ્વયમેવ પરિપૂર્ણ જ્ઞાન ને આનંદરૂપે પરિણમેલા
સ્વયંભૂ આત્માને પોતાના જ્ઞાન કે આનંદ માટે ઈંદ્રિયવિષયોની અપેક્ષા નથી.
૨૩. જેમ સર્વજ્ઞ થયેલા આત્માનું જ્ઞાન કે સુખ ઈંદ્રિયવિષયોમાંથી આવતું નથી, તેમ જગતના કોઈ
પણ આત્માનું જ્ઞાન કે સુખ ઈંદ્રિયવિષયોમાંથી આવતું નથી.
૨૪. ધર્મી જાણે છે કે: ज्ञानस्वभावोहं...आनंदस्वभावोहં.
૨પ. અન્ય કોઈ પણ કારકોની અપેક્ષા વગર, શુદ્ધોપયોગના પ્રસાદથી સ્વયમેવ છ કારકરૂપ થઈને જે
કેવળજ્ઞાનરૂપે ને અતીન્દ્રિય પરમાનંદરૂપે પ્રગટ્યો એવા ‘સ્વયંભૂ’ આત્માની પ્રશંસા કરીને શ્રી
કુંદકુંદાચાર્યદેવ કેવળજ્ઞાનરૂપી સુપ્રભાતના ગાણાં ગાય છે, તેનું બહુમાન કરે છે.
૨૬. અતીન્દ્રિય જ્ઞાન ને આનંદરૂપી જે મંગલ સુપ્રભાત ઊગ્યું તે પ્રશંસનીય છે, તે આદરણીય છે, તે
મંગલ પ્રભાત સદાકાળ જયવંત રહેશે.
૨૭. આત્માના જ્ઞાનાનંદસ્વભાવની પ્રતીત કરવી તે પણ સમ્યક્રૂપી મંગલ પ્રભાત છે, તે પણ
આનંદરૂપ છે.
૨૮. અહા! ઈંદ્રિયો વગર અને રાગ વગર જ જ્ઞાન ને આનંદ હોય છે–એ વાત સ્વભાવસન્મુખ થયા
વગર બેસે તેમ નથી.
૨૯. અનાદિથી અજ્ઞાની જીવોને દેહબુદ્ધિથી ઈંદ્રિયવિષયોમાં જ સુખની કલ્પના છે, અતીન્દ્રિય આત્મસુખનું
લક્ષ પણ નથી; સ્વયંભૂ’ આત્માના જ્ઞાન ને સુખની વાત સાંભળતા તેને પ્રશ્ન ઊઠે છે કે ઈંદ્રિયો વગર
જ જ્ઞાન અને સુખ કઈ રીતે હોય? રૂપ–રસ–ગંધ વગેરે કોઈ પદાર્થ વગર જ જ્ઞાન ને સુખ કેમ હોય?

PDF/HTML Page 8 of 31
single page version

background image
વૈશાખ: ૨૪૮૬ : પ :
૩૦. આચાર્યદેવ પરમકરુણાથી સમજાવે છે કે ભાઈ ઈંદ્રિયવિષયોમાં તને જે સુખની કલ્પના છે તે
ખોટી છે, તેમાં સુખ નથી, તે ઈંદ્રિયવિષયો પ્રત્યેની આકુળતા તો દુઃખ જ છે, એ જ રીતે
ઈંદ્રિયોના અવલંબનમાં અટકતાં જ્ઞાનનો વિકાસ અટકે છે.
૩૧. ભાઈ! એક વાર તું ઈંદ્રિયોથી ભિન્ન થઈને તારા અતીન્દ્રિય આત્માને લક્ષમાં લે તો, ઈંદ્રિયો વગર
જ જ્ઞાન ને સુખ કઈ રીતે હોય છે તેની ખાતરી તને તારા સ્વભાવના અવલંબને જ થઈ જશે;
અને ‘સ્વયંભૂ’ એવા સર્વજ્ઞના જ્ઞાન ને સુખનો પણ નિર્ણય તને થઈ જશે.
૩૨. ઈંદ્રિયવિષયોમાં ને રાગમાં જ સુખ કલ્પીને તેમાં લીનપણે જે વર્તે તેને અતીન્દ્રિય આત્માના
સુખનો નિર્ણય ક્્યાંથી થાય?
૩૩. રાગના એક વિકલ્પને પણ જે જીવ સુખનું કે જ્ઞાનનું સાધન માને છે તે જીવ ઈંદ્રિયવિષયોમાં જ
સુખ માને છે; આત્માના ‘સ્વયંભૂ’–સ્વભાવને તે માનતો નથી.
૩૪. રાગને સાધન માન્યું તો, જ્યાં રાગ નહિ ત્યાં સુખ નહિ–એમ તેની માન્યતામાં આવ્યું, એટલે
રાગ વગરનું અતીન્દ્રિય વીતરાગસુખ તેની શ્રદ્ધામાં ન આવ્યું. અતીન્દ્રિય સુખની જ્યાં શ્રદ્ધા પણ
ન હોય ત્યાં તેનો ઉપાય ક્્યાંથી કરે?
૩પ. “અહા, શુદ્ધોપયોગ જ મારા જ્ઞાન ને આનંદનો ઉપાય છે!”–આવો નિર્ણય કરતાં જ જીવની
પરિણતિ અંતરમાં વળે છે, ને બહારમાં ઊછાળા મારવાનું અટકી જાય છે.
૩૬. શુધ્ધોપયોગ એટલે શું? શુદ્ધ આત્મસ્વભાવમાં ઉપયોગની એકાગ્રતા તે શુદ્ધોપયોગ છે; તેને
રાગનું કે વિકલ્પનું અવલંબન નથી.
૩૭. આત્મદશાનું અપૂર્વ ‘પરિવર્તન’ કેમ થાય? જ્ઞાન અને રાગનું ભેદજ્ઞાન કરવાથી, અનાદિના
અજ્ઞાનનો નાશ થઈને અપૂર્વ સમ્યગ્જ્ઞાન પ્રગટે છે.–આ જ અપૂર્વ પરિવર્તન છે.
૩૮. ચૈતન્યનું ભાન કરીને પછી જેઓ મુનિ થયા ને અતીન્દ્રિયરસના અનુભવમાં જેમણે જિંદગી
વીતાવી–એવા મહાન સંતનું આ કથન છે.
૩૯. કોને સમજાવે છે આ વાત?–જેને તૃષા લાગી છે, આત્મરસની જેને ગરજ થઈ છે, અનાદિની
અજ્ઞાનદશાનું પરિવર્તન કરીને જે જ્ઞાનદશા પ્રગટ કરવા માંગે છે અને તેનો ઉપાય વિનયથી પૂછે
છે, એવા શિષ્યને આચાર્યદેવ ભેદજ્ઞાનની આ વાત સમજાવે છે.
૪૦. ભાઈ, તારો ‘સ્વયંભૂ’ આત્મા રાગાદિ પરભાવોથી અત્યંત નિરપેક્ષ છે, રાગની અપેક્ષા વગર તે
સ્વયં જ્ઞાન ને આનંદરૂપ થાય છે.
૪૧. ‘વિદ્વાન’ કોને કહેવાય?–કે જે ભેદજ્ઞાનવાળો હોય તેને; સ્વયંભૂ આત્માને રાગથી જુદો જાણીને
જે ભેદજ્ઞાન કરે તે જ ખરો વિદ્વાન છે.
૪૨. આત્માનું હોવાપણું કે થવાપણું પરને લીધે જે માને તે જીવ ‘સ્વયંભૂ’ આત્માને નહિ જાણતો
હોવાથી અજ્ઞાની છે, મૂઢ છે.
૪૩. જેમ શુદ્ધોપયોગવડે કેવળજ્ઞાન ને પૂર્ણ આનંદ સાધવા માટે કોઈ વિકલ્પનું કે બાહ્ય પદાર્થનું
અવલંબન નથી તેમ કેવળજ્ઞાન થયા પછી પણ તે આત્માને પોતાના પૂર્ણ જ્ઞાન કે આનંદને માટે
કોઈ વિકલ્પનું કે પરનું અવલંબન નથી. પરના કે વિકલ્પના અવલંબન વગર જ સ્વયમેવ તે
આત્મા પૂર્ણ જ્ઞાન ને આનંદરૂપે પરિણમે છે તેથી તે ‘સ્વયંભૂ’ છે.
૪૪. જે પોતે જ સ્વયં જ્ઞાનસ્વરૂપ હોય તેને પોતાના જ્ઞાન માટે બીજાની અપેક્ષા કેમ હોય?–તેમજ જે
પોતે જ

PDF/HTML Page 9 of 31
single page version

background image
: ૬: આત્મધર્મ: ૧૯૯
સ્વયં સુખસ્વરૂપ હોય તેને પોતાના સુખ માટે બીજાની આધીનતા કેમ હોય? ન જ હોય; માટે
સ્વયંમેવ જ્ઞાન ને સુખરૂપે પરિણમનાર ‘સ્વયંભૂ’ ભગવાનને ઈંદ્રિય વગર જ જ્ઞાન ને સુખ હોય છે.
૪પ. જુઓ, આ કેવળજ્ઞાનનો મહિમા! આવું કેવળજ્ઞાન શુદ્ધોપયોગના પ્રસાદથી થાય છે. પણ જે
કેવળજ્ઞાનને જ ન માને તેને શુદ્ધોપયોગનો પ્રસાદ કેવો?
૪૬. હું જ્ઞાયકસ્વભાવ છું–એવી પ્રતીત વગર સર્વજ્ઞની પ્રતીત કેવી–અને શુદ્ધોપયોગ ક્્યાંથી?
જ્ઞાનસ્વભાવ તરફ વળે તેને જ કેવળજ્ઞાનની પ્રતીત થાય છે અને તેને જ શુદ્ધોપયોગનો પ્રસાદ
(–કેવળજ્ઞાન) પ્રાપ્ત થાય છે.
૪૭. રાગરૂપ શુભોપયોગના પ્રસાદથી કેવળજ્ઞાન તો નથી થતું પરંતુ કેવળ–કલેશ થાય છે. શુભને
પ્રસન્ન કરવા જાશે તો તેની પ્રસાદીથી સંસારકલેશ મળશે; અને શુદ્ધોપયોગને પ્રસન્ન કરશે તો
તેની પ્રસાદીથી કેવળજ્ઞાન પામીને સ્વયંભૂ પરમાત્મા થશે.
૪૮. જેમ કેવળજ્ઞાન થવામાં શુદ્ધોપયોગ સિવાય બીજું કોઈ કારણ નથી તેમ સમ્યગ્દર્શન થવામાં પણ
શુદ્ધાત્માની પ્રતીત સિવાય બીજું કોઈ કારણ નથી; નવતત્ત્વના વિકલ્પો પણ સમ્યગ્દર્શનમાં કારણ નથી.
૪૯. કેવળજ્ઞાન માટે શુદ્ધોપયોગ સિવાય બીજાને (–રાગાદિને) સાધન માનવું તે કેવળજ્ઞાનનો
અનાદર છે, તેમાં શુદ્ધોપયોગનો પણ અનાદર છે, ધર્મનો અનાદરછે, મોક્ષનો અનાદર છે અને
મોક્ષના સાધક શુદ્ધોપયોગી સન્તોનો પણ અનાદર છે.–આ રીતે તે ઊંધી માન્યતામાં મોટો
અપરાધ છે, તે સંસારનું કારણ છે.
પ૦. શુદ્ધોપયોગ તે કેવળજ્ઞાનનો રાજમાર્ગ છે. અને શુભરાગ તો કેવળજ્ઞાનને રોકનાર લૂંટારો છે.
રાગને ધર્મનું સાધન માને તે રાજમાર્ગનો અપરાધી છે; તે ‘રાજમાર્ગી’ નથી પણ ‘રાગમાર્ગી’
એટલે કે સંસારમાર્ગી છે.
પ૧. શુદ્ધ અનંતશક્તિવાળા જ્ઞાનરૂપે પરિણમવાનો આત્માનો સ્વભાવ જ છે, પછી બીજું સાધન કેમ
હોય? આત્મા સ્વભાવથી જ કેવળજ્ઞાનરૂપ થતો હોવાથી તે ‘સ્વયંભૂ’ છે. પોતે સ્વયં છ
કારકોરૂપે થઈને કેવળજ્ઞાનરૂપ થતો હોવાથી સ્વયંભૂ છે.
પ૨. એક તો કુંદકુંદાચાર્યદેવની અદ્ભુત રચના અને વળી તેના ઉપર અમૃતચંદ્રઆચાર્યની ટીકા. –
ભરતક્ષેત્રમાં અજોડ છે, પંચમકાળે અમૃત રેડાયા છે.
પ૩. આત્માનો જ્ઞાન અને સુખસ્વભાવ તે મહામંગળ છે, તેની શ્રદ્ધા કરતાં આત્મામાં અપૂર્વ
મંગલપ્રભાતનો ઉદય થાય છે. સમ્યગ્દર્શન તે અપૂર્વ મંગલપ્રભાત છે.
પ૪. આત્માના નિરપેક્ષ જ્ઞાન અને સુખસ્વભાવની જેણે શ્રદ્ધા કરી તે પર તરફના ભાવોથી ઉદાસીન
થઈને પોતાના સ્વરૂપમાં પરિણમવા લાગ્યો.
પપ. હવે સ્વરૂપસન્મુખ પરિણમતાં જેમ જેમ કાળ જાય છે તેમ તેમ કેવળજ્ઞાન નજીક–નજીક આવતું
જાય છે.....એક સમયમાં એક પર્યાય પરિણમે છે ને એક સમય કેવળજ્ઞાન નજીક આવે છે.
પ૬. આચાર્યદેવ પોતે આવી દશામાં ઝૂલી રહ્યા છે ને કેવળજ્ઞાનને સાધી રહ્યા છે....તેમના
આત્મામાંથી નીકળેલા આ ન્યાયો છે.
પ૭. ઈદ્રિયો જડસ્વરૂપ છે, તેનાથી જ્ઞાન થતું નથી. જ્ઞાનસ્વરૂપી આત્મા પોતે જ, ઈંદ્રિયોથી
નિરપેક્ષપણે જ્ઞાનરૂપ પરિણમીને જાણે છે.
પ૮. જ્ઞાનની જેમ આત્માનો સુખસ્વભાવ પણ ઈન્દ્રિયોને આધીન નથી. સિદ્ધભગવંતો પોતાના
સ્વભાવથી જ સુખરૂપે પરિણમી રહ્યા છે.
પ૯. આત્માના આવા નિરપેક્ષ જ્ઞાન અને સુખસ્વભાવને હોંસપૂર્વક....આદરપૂર્વક...... ઉલ્લાસપૂર્વક જે
સ્વીકારે છે તે જીવ આસન્નભવ્ય છે....અલ્પકાળમાં તે પોતે ઈંદ્રિયોથી પાર એવા જ્ઞાન ને
સુખસ્વરૂપ સ્વયંભૂ–પરમાત્મા થઈ જશે.

PDF/HTML Page 10 of 31
single page version

background image
વૈશાખ: ૨૪૮૬ : ૭ :
૬૦. અહા, જુઓ આ સ્વભાવ સાથે સંબંધ જોડવાની, ને પર સાથેનો સંબંધ તોડવાની રીત.–આ
રીતથી સંસારથી છૂટાય છે ને સર્વજ્ઞતા પમાય છે.
૬૧. આત્માના જ્ઞાન–આનંદ સ્વભાવની પ્રતીત કરનાર જીવ પોતાના કેવળજ્ઞાનને પોતામાં જ દેખે છે,
કેવળજ્ઞાન માટે બીજો કોઈ પણ કારકોની અપેક્ષા તેની દ્રષ્ટિમાંથી છૂટી જાય છે.
૬૨. કેવળજ્ઞાન લેવા માટે આત્માને ક્્યાંય બહાર નથી જવું પડતું, તેમજ બીજા સામે જોવું નથી પડતું,
પોતાથી ભિન્ન બીજી કોઈ સામગ્રી શોધવી નથી પડતી; માટે બહારનું કોઈ કારણ નથી. આત્મા
પોતામાં જ રહીને, સ્વયમેવ છ કારકરૂપ થઈને પોતે કેવળજ્ઞાનપણે પ્રગટ થાય છે તેથી તે
‘સ્વયંભૂ’ છે.
૬૩. જુઓ, આ આત્મરસ! આત્મરસિક થઈને આવા સ્વયંભૂ આત્માની ભાવના કરતાં અપૂર્વ
આત્મરસનાં ઝરણાં ફૂટે છે.
૬૪. ‘સ્વયંભૂ’ થયેલા આત્માની પ્રશંસા કરતાં આચાર્યદેવ કહે છે કે અહા! શુદ્ધોપયોગના સામર્થ્યથી
ઘાતીકર્મોનો ક્ષય કરીને ‘આ’ આત્મા પોતે જ જ્ઞાન અને સુખરૂપે પ્રસિદ્ધ થયો છે.
૬પ. જુઓ, આચાર્યદેવની અદ્ભુત શૈલિ! આ....આત્મા’ એમ કહીને, સ્વયંભૂ–સર્વજ્ઞ ભગવંતોને
પોતાના જ્ઞાનમાં પ્રત્યક્ષ કરીને, જાણે કે પોતાનો આત્મા પણ શુદ્ધોપયોગના બળથી વર્તમાનમાં
કેવળજ્ઞાન અને સુખરૂપે પરિણમતો હોય!–એવી અદ્ભુત રીતે સ્વયંભૂ આત્માનો મહિમા ગાયો
છે.
૬૬. અહો, આત્માની એ પળ અને એ ક્ષણને ધન્ય છે કે જે પળે ને જે ક્ષણે ચૈતન્યના
શુદ્ધઉપયોગના સામર્થ્યથી પોતે જ પરિપૂર્ણ જ્ઞાન અને સુખરૂપે થઈને સ્વયંભૂ થશે....ને એ
જ રીતે પૂર્ણ જ્ઞાન–આનંદરૂપે પોતે સાદિ–અનંતકાળ સુધી રહ્યા કરશે.
૬૭. તે આત્માઓ પણ ધન્ય છે કે જેઓ સ્વયંભૂ થઈને પોતાના અતીન્દ્રિય જ્ઞાન ને આનંદમાં
સાદિ–અનંત બિરાજી રહ્યા છે.
૬૮. તે આત્માઓ પણ ધન્ય છે કે જેઓ એવા પૂર્ણ જ્ઞાન ને આનંદની અપૂર્વ આરાધના કરી
રહ્યા છે.
૬૯. જેનો ઉદય જ્ઞાનપ્રકાશથી ભરપૂર છે અને આનંદદાયક છે એવા સ્વયંભૂ–સુપ્રભાતનો ઉદય
જયવંત વર્તો.
૭૦. જેમની ઓળખાણ કરતાં આત્માના જ્ઞાન–આનંદ–સ્વભાવની ઓળખાણ થાય છે.... એવા
જ્ઞાન–આનંદમય સ્વયંભૂ સર્વજ્ઞ પરમાત્માને નમસ્કાર હો.
૭૧. અન્યકારકોથી નિરપેક્ષ એવા ‘સ્વયંભુ’ આત્માની ઓળખાણ કરાવનાર...અને ‘સ્વયંભૂ’
થવાનો સત્યમાર્ગ દર્શાવનાર ગુરુદેવને ૭૧મા મંગલજન્મોત્સવ પ્રસંગે નમસ્કાર હો.
* * *

PDF/HTML Page 11 of 31
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૧૯૯
(વૈશાખ સુદ બીજના મંગલદિને ફત્તેપુરનગરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન)
જુઓ ભાઈ, જગતમાં બધું સુલભ છે પરંતુ
ચૈતન્યતત્ત્વની વાર્તા અતિ દુર્લભ છે. અંતરમાં
ચિદાનંદસ્વરૂપ આત્માનો અનુભવ કેમ થાય, તે
જ કરવા જેવું છે....તેમાં જ આત્માની ફત્તેહ છે....ને
તેમાં જ જીવનની સફળતા છે. ભાઈ, એક વાર
ચૈતન્યની વાત લક્ષમાં લઈને હોંસથી હા પાડ...
તો તારી અપૂર્વ ફત્તેહ થાય...ને તને મોક્ષપદ મળે.
સર્વજ્ઞદેવની વાણી હો કે સાધક સંતોની વાણી હો, તેમનું કથન એક જ પ્રકારનું સમ્યક્ હોય છે;
સમ્યક્ શ્રદ્ધા તેમની સરખી છે. સર્વજ્ઞ પરમાત્મા હો, ચારિત્રધારી સંત મુનિ હો, કે અવિરત સમ્યગ્દ્રષ્ટિ
હો, તેમની શ્રદ્ધા ને પ્રરૂપણા સરખી જ હોય છે, તેમાં ફેર હોતો નથી. સ્વરૂપસ્થિરતારૂપ આચરણમાં
હીનાધિકતા હોય, પણ પ્રરૂપણામાં પરસ્પર વિરોધ હોતો નથી.
આત્મસ્વરૂપનું ભાન કરીને તેને સાધતાં સાધતાં જ્યારે સ્વરૂપસ્થિરતા પ્રગટે ને મુનિદશા થાય
ત્યારે બાહ્યમાં પણ વસ્ત્રાદિ પરિગ્રહરહિત થઈ જાય છે. આવા વનવાસી દિગંબર મુનિરાજ પદ્મનંદીદેવે
આત્માના આનંદમાં ઝૂલતાં ઝૂલતાં આ શાસ્ત્ર રચ્યું છે. સર્વજ્ઞદેવ અનુસાર તેમની પ્રરૂપણા હોય છે.
સમ્યગ્દ્રષ્ટિ પણ શ્રદ્ધામાં તો સર્વજ્ઞ જેવા જ છે. સર્વજ્ઞદેવ અને અવ્રતી સમ્યગ્દ્રષ્ટિની સમ્યક્ શ્રદ્ધામાં કાંઈ
ફેર નથી. સમ્યગ્દ્રષ્ટિ કેવા છે? –
સ્વારથ કે સાચે પરમારથ કે સાચે ચિત,
સાચે સાચે વૈન કહે સાચે જૈન મતિ હૈ;
કાહૂકે વિરોધી નાંહી પરજાય બુદ્ધિ નાંહી,
આતમગવેષી, ન ગૃહસ્થ હૈ ન યતી હૈ.
સિદ્ધિ–રિદ્ધિ–વૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા,
અંતરકી લક્ષીસોં અજાચી લક્ષપતી હૈ;
દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સોં
સુખીયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈ.
(કવિવર બનારસીદાસજી)

PDF/HTML Page 12 of 31
single page version

background image
વૈશાખ: ૨૪૮૬ : ૯ :
જુઓ, આ સમ્યગ્દ્રષ્ટિની દશા! સમ્યગ્દ્રષ્ટિને બાહ્યની પરવા હોતી નથી, તે જગતથી ઉદાસ છે,
ચૈતન્ય સ્વરૂપની જ તેને પ્રીતિ છે, પરમાત્મપદની તેને લગની લાગી છે. અંતરની ચૈતન્યસંપદાના
અનુભવપૂર્વક તે ચૈતન્યલક્ષ્મીનો સ્વામી થયો છે, જગત પાસેથી તેને કાંઈ જોઈતું નથી. તે જગતથી
ઉદાસ છે ને જિનેશ્વર ભગવાનનો દાસ છે એટલે કે ભગવાને કહેલા માર્ગની આરાધનામાં તત્પર છે.
અહીં પદ્મનંદીપચીસીના નિશ્ચયપંચાશત અધિકારમાં (પ૨ મી ગાથામાં) આચાર્યદેવે કહ્યું કે
મુનિવરોના હૃદયમાં જે ચૈતન્યતત્ત્વની પ્રાપ્તિ થતાં વિકલ્પો નષ્ટ થઈ જાય છે–તે ચૈતન્યતત્ત્વને નમસ્કાર
કરો. રાગ તરફ ન નમો, વિકલ્પ તરફ ન નમો. ચિદાનંદ તત્ત્વનું બહુમાન કરીને તે તરફ જ નમો. આ
જ વિકલ્પોને જીતીને ફતેહ મેળવવાની રીત છે. મુનિની મુખ્યતાથી સંબોધન કર્યું છે પરંતુ નીચલી
દશામાં પણ સમકિતીને એજ વાત લાગુ પડે છે. જ્યારે વિકલ્પોથી પાર થઈને ચૈતન્યતત્ત્વનો અનુભવ
કરે ત્યારે જ સમ્યગ્દર્શન થાય છે.
સમ્યગ્દ્રષ્ટિને અંતરમાં કેવા આત્માનો અનુભવ હોય છે તે આ પ૩મી ગાથામાં બતાવે છે:–
बद्धो वा मुक्तो चिद्रूपो नयविचारविधिरेषः।
सर्वनयपक्षरहितो भवति हि साक्षात्समयसारः।।५३।।
ચૈતન્યસ્વરૂપ આત્મા બંધાયેલો છે કે મુક્ત છે–એ બધી નયવિચારની વિધિ છે, એટલે કે
વિકલ્પની રીત છે, તે વિકલ્પમાં શુદ્ધાત્માનો અનુભવ નથી. તે સર્વ નયપક્ષરૂપ વિકલ્પોથી રહિત થાય
ત્યારે જ સાક્ષાત્ સમયસાર થાય છે, ત્યારે જ શુદ્ધાત્માનો અનુભવ થાય છે. સમ્યગ્દ્રષ્ટિ પોતાના
આત્માને આવો અનુભવે છે.
જુઓ ભાઈ, જગતમાં બીજું બધું સુલભ છે. પરંતુ આ ચૈતન્યતત્ત્વના અનુભવની વાર્તા અતિ
દુર્લભ છે. અંતરમાં ચિદાનંદસ્વરૂપ આત્માનો અનુભવ કેમ થાય તે જ કરવા જેવું છે. ભગવાન
શાંતિનાથ–કુંથુનાથ–અરનાથ એ ત્રણે તીર્થંકરો પહેલાં ચક્રવર્તી હતા; જન્મ્યા ત્યારથી જ તે ત્રણે
આત્મજ્ઞાન ઉપરાંત ત્રણ જ્ઞાન સહિત હતા, ઈંદ્રોએ તેમનો જન્માભિષેક કર્યો હતો, ને હજારહજાર
નયનોથી તેમનું દિવ્યરૂપ નીહાળવા છતાં તૃપ્ત થયા ન હતા. પણ જન્મ્યા ત્યારથી જ તેમને અંતરમાં
ભાન હતું કે અમે શુદ્ધ ચૈતન્યરૂપ છીએ, આ દેહનું દિવ્યરૂપ તે અમે નથી, ઈંદ્રો નમે તેને લીધે કાંઈ
અમારા આત્માનો આવો જ સ્વભાવ છે. આવા આત્માને ઓળખે તેણે ભગવાનને ઓળખ્યા કહેવાય
ને તે જ ભગવાનનો સાચો ભક્ત કહેવાય. પ્રભો! તારા આત્માનો સાચો સ્વભાવ સમજ્યા વગર
જગતમાં તેને કોઈ શરણરૂપ, મંગલરૂપ કે ઉત્તમરૂપ નથી. કેવો છે આત્મા?
સર્વનયપક્ષથી રહિત છે; દેહાદિથી તો જુદો છે, બહારના પદાર્થો સંબંધી સ્થૂળ રાગ–દ્વેષ તેનાથી
પણ જુદો છે, ને અંદરમાં ‘હું જ્ઞાન છું’ ઈત્યાદિ જે સૂક્ષ્મ વિકલ્પો તેના સંબંધથી આત્માને ઓળખવા
માંગે તો પણ તે ઓળખાતો નથી. તે વિકલ્પને પણ ઓળંગીને, જ્યારે જ્ઞાનને આત્મસન્મુખ કરે ત્યારે
આત્મા ઓળખાય છે.
રે જીવ! આ મનુષ્યદેહ તો માટીનું ઢીંગલ છે....તે ક્ષણમાં વીંખાઈ જશે....સંયોગો અનિત્ય છે,
ચિદાનંદ સ્વભાવ એક જ આત્માને માટે ધુ્રવ છે–તે જ શરણ છે. આત્માને કોઈ પણ પદાર્થનો સંયોગ
નિત્ય નથી તેથી તે શરણરૂપ નથી. સમવસરણ અનિત્ય, પર્વતો ને પ્રતિમાઓનો સંયોગ અનિત્ય, અને
જાત્રા વગેરેના રાગની વૃત્તિઓ પણ અનિત્ય; એક અસંયોગી ચિદાનંદતત્ત્વ જ સદા ધુ્રવ રહેનાર છે,
તેઓ કદી વિયોગ નથી, તે જ શરણરૂપ છે. ધર્મીને તેનું જ આલંબન છે.
ધર્મી જાણે છે કે મારા શુદ્ધસ્વભાવની સંપદા કર્મથી રહિત છે, મારી ચૈતન્યસંપદા કર્મથી
બંધાયેલી નથી. હું બંધાયેલો છું એવી વૃત્તિ, કે હું મુક્ત થાઉં એવી વૃત્તિ–તે ચૈતન્યસ્વરૂપથી બહાર છે.
ચૈતન્યસ્વરૂપને પકડતાં ‘હું બંધાયેલો છું કે હું મુક્ત છું’ એવી રાગવૃત્તિને કર્તૃત્વ રહેતું નથી, ને
રાગરહિત ચિદાનંદસ્વભાવની પ્રતીતિ–અનુભવ થાય છે, તે મોક્ષમાર્ગનું પહેલું પગથિયું છે.
આ સમ્યગ્દર્શનની વાત છે. સમ્યગ્દર્શનની આ ભૂમિકા

PDF/HTML Page 13 of 31
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૧૯૯
પણ અચિંત્ય–અલૌકિક–અપૂર્વ છે. ચૈતન્યતત્ત્વની સન્મુખ થતાં રાગવૃત્તિનું કર્તૃત્વ રહેતું નથી,
વીતરાગી આનંદના અંશનું વેદન થાય છે.–આવી ભૂમિકા વગર ધર્મની શરૂઆત થતી નથી. જેમ સીરો
કરવાની જે રીત હોય તે જ રીતે સીરો થાય છે, તેમ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ મોક્ષમાર્ગમાં પહેલાં
સમ્યગ્દર્શન હોય છે, ને પછી ચારિત્ર હોય છે. સમ્યગ્દર્શન વગર વ્રત–તપ કે ચારિત્ર માને તો તેને
મોક્ષમાર્ગની વિધિની ખબર નથી. બંધ–મોક્ષબંધથી વિકલ્પના પક્ષમાં ઊભો રહીને આત્માના
સ્વભાવનો અનુભવ થતો નથી. ‘હું શુદ્ધ છું–મુક્ત છું’ એવા નિશ્ચયસંબંધીના વિકલ્પના કર્તૃત્વમાં
રોકાયેલો જીવ પણ હજી આત્માના અનુભવથી બહાર છે. બંધ–મોક્ષના વિકલ્પનું કર્તૃત્વ છોડીને,
આનંદસ્વરૂપ આત્મામાં ઢળતાં સમ્યગ્દર્શનરૂપી પહેલો ધર્મ થાય છે.
સમ્યગ્દર્શન પામવાનો અધિકારી જગતમાં પરના કર્તૃત્વથી ઉદાસ છે, મારું ચૈતન્યતત્ત્વ જગતથી
જુદું છે, ને એક રાગની વૃત્તિનું કર્તૃત્વ પણ મારા ચૈતન્યમાં નથી,–આવા યથાર્થ લક્ષપૂર્વક તે ચૈતન્યના
અનુભવનો ઉદ્યમી છે. રાગની વૃત્તિનું ઉત્થાન તે ચૈતન્યના અનુભવનો ઉપાય નથી, પણ
ચૈતન્યસ્વભાવની સન્મુખતાનો ઉદ્યમ તે જ ચૈતન્યના અનુભવનો ઉપાય છે.
અહા, ચૈતન્યતત્ત્વ શું ચીજ છે તેનું લક્ષ પણ જીવે કદી બાંધ્યું નથી. જગતના પદાર્થોના દ્રવ્ય–
ક્ષેત્ર–કાળ–ભાવ આ આત્માથી ભિન્ન છે, એક રજકણમાત્રનું પણ કર્તાપણું આત્મામાં નથી.–આવા
આત્માને લક્ષમાં લીધા વગર, પરના કર્તાપણાની બુદ્ધિમાં અટકેલા જીવો અંર્તસ્વભાવમાં ક્્યાંથી
વળે? પરના કર્તૃત્વની વાત તો દૂર રહો, અહીં તો આચાર્યદેવ અંતરની સૂક્ષ્મ વાત સમજાવે છે કે
ચૈતન્યના આંગણે આવીને પણ જ્યાંંસુધી ‘બદ્ધ–મુક્ત’ ના વિકલ્પમાં રોકાય છે ત્યાંસુધી શુદ્ધઆત્માનો
અનુભવ થતો નથી. ચૈતન્યસ્વભાવમાં બદ્ધ–મુક્ત સંબંધી રાગ–વિકલ્પો નથી, તેથી તે રાગવિકલ્પોના
કર્તૃત્વમાં અટકેલા જીવને (–ભલે મુક્ત સંબંધી વિકલ્પો હોય તો પણ) શુદ્ધ આત્માનો અનુભવ થતો
નથી, શુદ્ધાત્મા તરફ વળ્‌યા પહેલાં શરૂઆતમાં તેવા વિકલ્પો હોય છે ખરા, પણ તે વિકલ્પો સાધક નથી
પણ બાધક છે, માટે તે વિકલ્પથી પાર થઈને અંતર્મુખ સાક્ષાત્ ચિદાનંદસ્વરૂપનો સ્વાદ લેવો તે
‘સમયસાર’ છે, તે જ સમ્યગ્દર્શન છે.....તેમાં આત્માની ફતેહ છે.
અહો, આ અપૂર્વ વાત છે...અપૂર્વ કલ્યાણ કરવાની આ વાત છે. આ અપૂર્વ સમજણ કરવી
તેમાં જ જીવનની સફળતા છે. આચાર્યદેવ કહે છે કે અરે ભાઈ! એક વાર અમારી વાત સાંભળીને
લક્ષમાં તો લે....આવો જ મારો સ્વભાવ છે–એમ લક્ષમાં લઈને હોંસથી હા તો પાડ. આ વાતની હા
પાડવાથી પણ તારું અપૂર્વ કલ્યાણ થશે. જુઓ, આ ફત્તેહપુરમાં આત્માની ફત્તેહ થાય.–એવી સરસ
વાત આવી છે. આત્મા અજ્ઞાનભાવે હારી ગયો છે, આ સમજવાથી આત્માની ફત્તેહ થાય છે ને આત્મા
સંસારથી છૂટીને સિદ્ધદશા પામે છે.

PDF/HTML Page 14 of 31
single page version

background image
વૈશાખ: ૨૪૮૬ : ૧૧ :
અને
તે અનુભવનો ઉપાય
રાજકોટ શહેરમાં સમયસાર ગા. ૧૪૨–૪૩–૪૪
ઉપરનાં મહત્વનાં પ્રવચનોનો સાર
જે જીવ આત્માનો ખરો જિજ્ઞાસુ થઈને તેના અનુભવનો પ્રયત્ન કરવા
મથે છે, તેને શું થાય છે ને કઈ રીતે તે સ્વાનુભવમાં પહોંચે છે–તે
સંબંધી સુંદર વિવેચન જાણવા માટે ગુરુદેવનું આ પ્રવચન વાંચો
(ગતાંકથી ચાલુ)
૧૭. જે જીવ આત્માનો ખરો જિજ્ઞાસુ થઈને તેના અનુભવનો પ્રયત્ન કરવા મથે છે તેની આ
વાત છે. અંતરના અનુભવમાં વળ્‌યા પહેલાં અનેક પ્રકારના વિકલ્પોની જાળ ઊઠે છે. પરંતુ કરું એવી
તો વાત નથી, અશુભવિકલ્પોની પણ વાત નથી, શુભ વિકલ્પોમાં પણ બહારના વિકલ્પોની વાત નથી;
અંતરમાં ઢળવાં માટે ‘હું જ્ઞાન છું, હું નિત્ય છું, ઈત્યાદિ જે વિકલ્પો ઊઠે છે તે વિકલ્પોની જાળમાં જ્યાં
સુધી અટવાઈ રહે ત્યાં સુધી પણ સ્વાનુભવમાં પહોંચાતું નથી. જ્યારે તે વિકલ્પની જાળમાંથી બહારથી
નીકળીને, જ્ઞાનભાવમાં પહોંચે છે ત્યારે તે વિકલ્પોની જાળ આપોઆપ સમાઈ જાય છે. બહારથી
ખસીને અંતરમાં ઢળતાં વચ્ચે એવો વિકલ્પોનો કાળ આવે છે, પણ જ્ઞાનલક્ષે તે વિકલ્પોને ઓળંગીને
સ્વાનુભવ થાય છે.
૧૮. વિકલ્પો વચ્ચે આવે તેને સાધન માનીને અટકે, તેના વેદનમાં શાંતિ ભાસે, તેને તો તે
વિકલ્પોનો જ કાળ છે, તેને તો સ્વાનુભવનો કાળ આવતો નથી. પણ જે આત્માર્થી છે તેને તો
વિકલ્પોના કાળે પણ જ્ઞાનસ્વભાવનું લક્ષ ભેગું જ વર્તતું હોવાથી એકલા વિકલ્પોનો જ કાળ નથી,
વિકલ્પોનું જ અવલંબન નથી, પણ જ્ઞાનલક્ષનું અવલંબન હોવાથી તે વિકલ્પોને ઓળંગીને અપૂર્વ
સ્વાનુભવનો અવસર પ્રાપ્ત કરે છે.–ચૈતન્યના શાંતસરોવરમાં જઈને વિકલ્પોની આકુળતાના આતાપને
શમાવે છે. ચૈતન્યની આવી અનુભૂતિમાં એકલો અતીન્દ્રિય શાંતરસ જ વેદાય છે, ત્યાં વિકલ્પોની
વિષમતા વેદાતી નથી.
૧૯. ચૈતન્યનું સ્ફૂરણ થતાં જ, એટલે કે અંતર્મુખ થઈને જ્યાં ચૈતન્યને લક્ષમાં લીધો ત્યાં જ,
સમસ્ત વિકલ્પોની ઈંદ્રજાળ દૂર થઈ જાય છે. જેમ સિંહનો જરાક રણકાર થતાં જ હરણીયાં દૂર થઈ
જાય છે, તેમ અંતર્મુખ જ્ઞાનમાં જ્યાં ચિદાનંદ તત્ત્વનું સ્ફૂરણ થયું કે તરત જ સમસ્ત વિકલ્પો વિલય
પામી જાય છે.
૨૦. ‘હું જ્ઞાન છું–એક છું, અનેક છું; નિત્ય

PDF/HTML Page 15 of 31
single page version

background image
: ૧૨ : આત્મધર્મઃ૧૯૯
છું, અનિત્ય છું’ આ પ્રકારે સ્વતત્ત્વ સંબંધી વિકલ્પોમાં અટકવું તે પણ સ્વાનુભવમાં બાધક છે, તો પછી
પરનું કરું–એવા બાહ્યમાં ઝૂકતા વિકલ્પોમાં અટકે તેની તો વાત જ શી?–એ તો સ્વાનુભવથી ઘણે દૂર–
દૂર છે. જે ખરી ધગશવાળો છે, ખરો આત્માનો રંગી છે, તે જીવ એવા દુર્વિકલ્પોમાં તો નથી અટકતો,
અને સ્વાનુભવ પહેલાં વચ્ચે આવી પડેલા ભેદ–વિકલ્પોમાં પણ તે અટકવા નથી માંગતો, તેને પણ
ઓળંગીને સ્વાનુભવમાં જ પહોંચવા માંગે છે. કઈ રીતે સ્વાનુભવમાં પહોંચે છે તે વાત ૧૪૪મી
ગાથામાં આચાર્યદેવે અલૌકિક ઢબે બહુ સરસ સમજાવી છે.
૨૧. જ્ઞાનસ્વભાવ તરફ ઢળતાં ઢળતાં, હજી જ્યાં સુધી સાક્ષાત્ જ્ઞાનમાં આવ્યો નથી ત્યાં સુધી
વચ્ચે આવા વિકલ્પોની જાળ આવશે, તે બતાવીને આચાર્યદેવ કહે છે કે તે વિકલ્પજાળમાં તું ગુંચવાઈ
ન જઈશ, પણ જ્ઞાનને તેનાથી જુદું તારવીને તે વિકલ્પજાળને ઓળંગી જાજે, ને જ્ઞાનને અંતરમાં લઈ
જાજે. આમ કરવાથી નિર્વિકલ્પ સ્વાનુભવનો અપૂર્વ આનંદ તને અનુભવાશે.
૨૨. અહા, દ્રષ્ટિ પલટતાં બધું પલટી જાય છે; ઉપયોગનો પલટો કરવાનો છે. ઉપયોગનું લક્ષ
બહારમાં અટકવાથી સંસાર ઊભો થયો છે, ઉપયોગનું લક્ષ અંતરમાં વાળતાં સંસાર ટળીને મોક્ષ થાય છે.
ઉપજે મોહવિકલ્પથી સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવલોકતાં વિલય થતાં નહિ વાર.
૨૩. મૂળવસ્તુસ્વભાવ શું છે તેના અંતર્મુખી નિર્ણય વગર વિકલ્પથી ભિન્નતા થઈ શકે નહિ
જે જીવ જ્ઞાનસ્વભાવમાં અંતર્મુખ થયો ને વિકલ્પથી જુદો પડ્યો, તેને પછી અમુક પ્રકારના
રાગના વિકલ્પો હોય તો પણ તેના ગ્રહણનો ઉત્સાહ નથી, તેના અવલંબનની બુદ્ધિ નથી, ઉત્સાહ
તો ચૈતન્ય તરફ જ વળી ગયો છે, બુદ્ધિમાં એટલે કે ભાવશ્રુતજ્ઞાનમાં ચૈતન્યસ્વભાવનું એકલું જ
અવલંબન છે.–આવો સમકિતી ધર્માત્મા નયપક્ષથી અતિક્રાંત થયેલો શુદ્ધઆત્મા છે, તે જ
‘સમયસાર’ છે.
૨૪. અહા! નિર્વિકલ્પ અનુભવ વખતે સમકિતી ધર્માત્મા કેવો હોય છે, તે વાત ભગવાન
કેવળજ્ઞાની સાથે સરખાવીને આચાર્યદેવે અલૌકિક રીતે સમજાવી છે. જે જે જીવને સમ્યગ્દર્શન થાય તેને
આવી દશા હોય છે.
૨પ. જેમ કેવળી પરમાત્મા નયોના પક્ષથી પાર છે તેમ અનુભવદશામાં સમકિતી પણ નયોના
પક્ષથી પાર છે; એ વાત કેવળી ભગવાનના દ્રષ્ટાંતથી આચાર્યદેવે સ્પષ્ટ રીતે સમજાવી છે–
* જેમ કેવળીભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે નયપક્ષના સ્વરૂપના પણ સાક્ષી જ છે–જ્ઞાતા
જ છે. તેમ સમકિતી ધર્માત્માને નયપક્ષના વિકલ્પોના ગ્રહણનો ઉત્સાહ છૂટી ગયો હોવાથી, એટલે
ચૈતન્ય પ્રત્યે જ ઉત્સાહ વળી ગયો હોવાથી, તે પણ નયપક્ષના વિકલ્પોનો સાક્ષી જ છે જ્ઞાતા જ છે.
તેનાથી જુદો પડીને તેનો અકર્તા થઈ ગયો એટલે સાક્ષી જ રહ્યો.
* કેવળીભગવાન સકળવિમળ કેવળજ્ઞાનવડે વિજ્ઞાનઘન થયા છે, તેમાં નય પક્ષના વિકલ્પોનો
પ્રવેશ નથી; તેમ સમકિતી ધર્માત્મા પણ ભાવશ્રુતને અંતર્મુખ કરીને, તીક્ષ્ણ જ્ઞાનદ્રષ્ટિથી
ચૈતન્યસ્વભાવને ગ્રહણ કરીને તેમાં જ પ્રતિબદ્ધ થયા છે, એટલે કે ચૈતન્યના અનુભવવડે વિજ્ઞાનઘન
થયા છે, તેથી તેના અનુભવમાં પણ નયપક્ષના વિકલ્પોનો પ્રવેશ નથી.
* કેવળીભગવાન સદા વિજ્ઞાનઘન થયા છે, તો શ્રુતજ્ઞાની ધર્માત્મા પણ અનુભવદશા વખતે
વિજ્ઞાનઘન થયા છે.
* કેવળીભગવાન તો શ્રુતજ્ઞાનની ભૂમિકાને જ ઓળંગી ગયા છે એટલે તેમને નયપક્ષના
વિકલ્પોનું ઉત્થાન રહ્યું નથી; શ્રુતજ્ઞાની સમકિતી ધર્માત્મા–(ભલે સ્ત્રી હો, નરકમાં હો, તિર્યંચ હો કે દેવ
હો) તે પણ અનુભવના કાળે શ્રુતજ્ઞાનસંબંધી સમસ્ત નયપક્ષના વિકલ્પોથી અતિક્રાંત થયા છે,
નિર્વિકલ્પ થયા છે, તેથી તે પણ નયપક્ષના વિકલ્પથી પાર છે.

PDF/HTML Page 16 of 31
single page version

background image
વૈશાખ: ૨૪૮૬ : ૧૩ :
* જેમ કેવળીભગવાન સાક્ષાત્ જ્ઞાનસ્વરૂપ શુદ્ધ આત્મા છે, તેમ શ્રુતજ્ઞાની સાધક પણ અનુભવ
દશાના નિર્વિકલ્પ કાળે જ્ઞાનસ્વરૂપ શુદ્ધઆત્મા થયો છે, વિકલ્પોથી પાર થયો છે; અનુભૂતિમાં તેને
આત્માની પ્રસિદ્ધિ થઈ છે; તેને પણ ‘સમયસાર’ કહ્યો છે.
૨૬. અહા! જુઓ, આ સમકિતીનો મહિમા! કેવળીભગવાનના મહિમાની તો શી વાત? અરે,
સાધક સંત મુનિઓની દશાની પણ શી વાત? અવિરત સમકિતી ધર્માત્માની દશાનો પણ અચિંત્ય
મહિમા છે, તે જગતના સાધારણ જીવોને ખ્યાલમાં આવતો નથી. અહા, જેની સરખામણી કેવળજ્ઞાની
પરમાત્મા સાથે આચાર્યદેવે કરી તેની અંર્તદશાના મહિમાની શી વાત?
૨૭. અનુભવદશામાં ધર્માત્મા પોતાને ચૈતન્યસ્વભાવરૂપે જ અનુભવે છે, સમસ્ત
વિભાવભાવોને પોતાના સ્વભાવથી જુદા પાડીને, ચૈતન્યસ્વભાવમાં એકતાપણે જ તે પરિણમે છે.–
આવો અનુભવ તે સમ્યગ્દર્શન છે, તે અપૂર્વધર્મ છે, તેમાં અતીન્દ્રિય શાંતિ અને આનંદના તરંગો
ઉલ્લસે છે. ભાઈ! એ જ ખરું કર્તવ્ય છે. ચૈતન્ય ભંડાર તારામાં જ ભર્યા છે તેમાં અંતર્મુખ થા, તો તને
આવો અનુભવ સ્વયમેવ તારા આત્માથી જ (–વિકલ્પોના જરાય અવલંબન વગર જ) થશે.
૨૮. જ્ઞાનસ્વરૂપ આત્માને જાણીને તેનો અનુભવ કરનાર સમ્યગ્દ્રષ્ટિ જીવ કેવો છે, અને તે
અનુભવની રીત શું છે, તે અહીં ૧૪૪મી ગાથામાં આચાર્યદેવ સમજાવે છે. પહેલાં તો આત્માર્થી થઈને
જ્ઞાનમાં નક્કી કરવું જોઈએ કે જ્ઞાનસ્વરૂપ જ હું છું, સમસ્ત પરદ્રવ્યોથી અને પરભાવોથી અત્યંત ભિન્ન
જ્ઞાનસ્વરૂપ જ હું છું. ઘણા ઘણા પ્રકારે અનુભવ સહિત યુક્તિ વગેરે દ્વારા સમસ્ત પુદ્ગલોથી અત્યંત
ભિન્ન આત્મા આચાર્યદેવે બતાવ્યો તે પ્રમાણે પોતાના જ્ઞાનમાં દ્રઢપણે નિર્ણય કરવો જોઈએ.–એવો
નિર્ણય કે રાગ તરફના જોરવાળો નહિ પણ જ્ઞાનસ્વભાવ તરફના જોરવાળો.
૨૯. આવા નિર્ણયના જોરે અંતરમાં અભ્યાસ કરતાં કરતાં મતિ–શ્રુતજ્ઞાનને સ્વસન્મુખ વાળતાં
આત્મઅનુભવ થાય છે. સ્વસન્મુખ થઈને આવો અનુભવ કરનાર જીવ નય પક્ષના વિકલ્પોથી ખંડિત
થતો નથી. અનુભવ પછી અસ્થિરતાના વિકલ્પો ઊઠે તેમાં પણ તેને એકત્વબુદ્ધિ થતી નથી. એટલે
તેની સ્વભાવદ્રષ્ટિ વિકલ્પોથી ખંડિત થતી નથી. આ રીતે નિર્વિકલ્પ વિજ્ઞાનઘન થઈને શુદ્ધાત્માનો
અનુભવ કરનાર જીવ સમ્યગ્દ્રષ્ટિ છે, તે ‘સમયસાર’ છે.
૩૦. પ્રથમ શું કરવું? ધર્મી થવા માટે, આત્માનો અનુભવ કરવા માટે, સમ્યગ્દર્શન માટે, પ્રથમ
શું કરવું? તેની આ વાત છે. પ્રથમ તો શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવી આત્માનો નિશ્ચય
કરવો. જુઓ, આ નિર્ણયમાં શ્રુતજ્ઞાનનું અવલંબન કહ્યું; રાગનું અવલંબન નથી; રાગ હોવા છતાં તેનું
અવલંબન નથી, તેના ઉપર વજન નથી, જ્ઞાન ઉપર જ વજન છે.
૩૧. શ્રુતજ્ઞાનના અવલંબનદ્વારા શું નક્કી કરવું? કે મારો આત્મા જ્ઞાનસ્વભાવી જ છે,–બીજા
કોઈ ભાવો તે હું નથી, જ્ઞાનસ્વભાવ જ હું છું–એમ નક્કી કરવું. જુઓ, શ્રુતજ્ઞાન આવા સ્વભાવનો
નિર્ણય કરાવવા માંગે છે. વીતરાગ માર્ગમાં સંતોએ આવો નિર્ણય કર્યો છે, અને તેમના કહેલા શ્રુતમાં
પણ આવો જ નિર્ણય કરવાનું કહ્યું છે. આવા નિર્ણય વગર તો વીતરાગી સંતોની કે તે સંતોએ કહેલા
શ્રુતની પણ ખરી ઓળખાણ થાય નહીં.
૩૨. ‘હું જ્ઞાન છું’ એમ યથાર્થપણે એટલે કે જ્ઞાનરૂપ થઈને જે નિર્ણય કરે તેને રાગમાંથી ને
પરમાંથી રુચિ ઊડી જાય, એટલે કે તેમાંથી એકત્વબુદ્ધિ છૂટી જાય, તેનાથી જુદો પડીને જ્ઞાનસ્વભાવની
સન્મુખ થાય.–આવો નિર્ણય તે મોક્ષમાર્ગનું પહેલું કર્તવ્ય છે.
૩૩. અહીં એકદમ અંતર્મુખ થવાની વાત છે એટલે એકલા ‘અસ્તિ સ્વભાવ’ ની વાત લીધી છે;
‘જ્ઞાનસ્વભાવ તે હું’–એમ સ્વભાવની અસ્તિમાં વળતાં ‘રાગાદિ તે હું નહીં’–એવી વિભાવની નાસ્તિ
તેમાં આવી જાય છે.–પણ ઉપયોગનું લક્ષ તો તે વખતે સ્વભાવની અસ્તિ ઉપર જ છે.

PDF/HTML Page 17 of 31
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૧૯૯
૩૪. ‘જ્ઞાનસ્વભાવ તે હું’ એવા નિર્ણયમાં તો ઘણું જોર છે, તે અપૂર્વ નિર્ણયનું જોર ક્ષણે ક્ષણે
મિથ્યાત્વને તોડતું જાય છે ને રાગને મંદ કરતું જાય છે.
૩પ. ભાઈ, તારે જો શાંતિ જોઈતી હોય, સમ્યગ્દર્શન જોઈતું હોય, મોક્ષમાર્ગી થવું હોય તો,
બીજી બધી વાતને એકકોર મૂકીને તારા ઉપયોગમાં એમ નક્કી કર કે જ્ઞાનસ્વભાવી આત્મા જ હું છું.
આવા નિર્ણયના જોરે તારું જ્ઞાન, જ્ઞાનસ્વભાવમાં જ એકાગ્ર થશે એટલે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર થશે.
આ સિવાય બીજી કોઈ રીતે મોક્ષમાર્ગ થતો નથી.
૩૬. જેણે જ્ઞાનસ્વભાવનો નિર્ણય કર્યો તેના અભિપ્રાયમાં એટલી તો દ્રઢતા થઈ ગઈ કે હવે
મારા હિતને માટે મારે આ જ્ઞાનસ્વભાવનું જ અવલંબન કરવાનું છે, એ સિવાય રાગના કોઈ પણ
અંશનું અવલંબન નથી. તેના નિર્ણયની આવી દ્રઢતા તેને પરના અવલંબનથી પાછો વાળીને
સ્વભાવની સન્મુખ લઈ જાય છે.–આ જ મોક્ષમાર્ગની રીત છે.
૩૭. ‘હું જ્ઞાન સ્વભાવ છું’ એમ નક્કી કર્યું એટલે હવે મારી શાંતિ માટે મારે આ જ્ઞાનની જ
સેવા કરવાનું રહ્યું. અત્યારસુધી જ્ઞાનસ્વભાવના નિર્ણય વગર પરભાવોને હિતરૂપ જાણીને તેની સેવા
કરી, પણ હવે તેની સેવા અને તેનો આદર છોડીને, જ્ઞાનસ્વભાવનો જ આદર કર્યો; જ્ઞાનસ્વભાવની
સન્મુખ થઈને તેની સેવા કરતાં સમ્યગ્દર્શન જ્ઞાનચારિત્ર થાય છે.
૩૮. જ્યાંસુધી જ્ઞાન–સ્વભાવનો નિર્ણય ન હતો ત્યાં સુધી મતિ–શ્રુતજ્ઞાન તે સ્વભાવ તરફ
વળતા ન હતા, પણ ઈંદ્રિયો અને મન તરફ જ વળતા હતા; એટલે તે જ્ઞાનમાં આત્માની પ્રસિદ્ધિ થતી
ન હતી, પણ ઈંદ્રિયો અને મનના અવલંબનને એકાંત પરની જ પ્રસિદ્ધિ થતી હતી, તે જ્ઞાનો પોતાની
જ્ઞાનમર્યાદાને છોડીને બહાર જતા હતા–રાગાદિમાં એકતાપણે અજ્ઞાનભાવે વર્તતા હતા, એટલે તે
જ્ઞાનમાં પોતાની મર્યાદા રહેતી ન હતી. હવે જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતાં તેનો અચિંત્ય મહિમા
લાવીને તે મતિ–શ્રુતજ્ઞાન સ્વસન્મુખ થાય છે, ઈંદ્રિયો અને મનના અવલંબનથી પાછા વળીને, પર
તરફથી ઉપયોગને પાછો ખેંચીને, જ્ઞાનને પોતાની મર્યાદામાં લાવે છે, એટલે સ્વસન્મુખ થઈને
આત્માને સમ્યક્પણે પ્રસિદ્ધ કરે છે. આનું નામ જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે; આનું નામ ધર્મ છે,
આમાં અપૂર્વ આત્મશાંતિ છે, ને આ જ મોક્ષનો ઉપાય છે.
૩૯. જ્ઞાનીની મર્યાદા એ છે કે પોતાના સ્વભાવમાં એકાગ્રપણે રહે. એક સૂક્ષ્મ વિકલ્પ ઊઠે તે
પણ જ્ઞાનની મર્યાદાથી બહાર છે. જ્ઞાનની મર્યાદામાં એક સૂક્ષ્મ વિકલ્પનો પણ પ્રવેશ નથી. જ્યાં આવો
નિર્ણય પણ ન કરે ને વિકલ્પથી–રાગથી લાભ માને તે તો હજી સમ્યગ્દર્શનના આંગણે પણ નથી
આવ્યો. અહીં તો સમ્યગ્દર્શનના આંગણે આવેલો જીવ અંર્તસ્વભાવમાં કઈ રીતે ઢળે છે તેની વાત છે.
૪૦. આ વાત કોના અંતરમાં ઉત્તરે?–કે જેના અંતરમાં ધર્મની જિજ્ઞાસા ખરી જાગી હોય તે
જિજ્ઞાસુ જીવ પોતાના હિતને માટે આ વાત અંતરમાં ઉતારીને જ્ઞાનસ્વભાવી આત્માનો નિર્ણય કરે છે;
જગતમાં કોઈ પદાર્થોનો કર્તા હું નથી,–એનાથી તો હું જુદો છું–એમ સમજીને પર તરફનો ઉત્સાહ જેને
ઓસરી ગયો છે; અને રાગની વૃત્તિઓમાં પણ મને આકુળતાનું જ વેદન ને અશાંતિ છે, જ્ઞાનના
વેદનમાં જ શાંતિ છે–એમ નક્કી કરીને, રાગ તરફનો ઉત્સાહ પણ ઓસરી ગયો છે ને જ્ઞાન
જ્ઞાનસ્વભાવ તરફના ઉત્સાહની જેને ભરતી આવી છે,–એવા જીવના અંતરમાં આ વાત ઉતરી જાય છે,
–એટલે કે તેને શુદ્ધઆત્માની અનુભૂતિ થાય છે.
૪૧. ચૈતન્યસ્વભાવનો ઉત્સાહ છોડીને, રાગનો અને પરનાં કાર્યોનો ઉત્સાહ તે તો સંસારમાં
રખડવાનું અને દુઃખનું કારણ છે.
૪૨. ભાઈ, પર ચીજ ક્્યાં આવી અધૂરી છે કે તે તારી આશા કરે? અને તારો આત્મા પણ
ક્્યાં એવો અધૂરો છે કે તે બીજાની આશા રાખે? માટે તારી વૃત્તિને પર તરફથી પાછી વાળ...ને સ્વ
તરફ જા. પર તરફના વલણમાં અશાંતિ છે, સ્વ તરફ વળવાથી શાંતિ છે. શાંતિ કહો કે ધર્મ કહો,–તેની
રીત આ એક જ છે.

PDF/HTML Page 18 of 31
single page version

background image
વૈશાખ: ૨૪૮૬ : ૧પ :
૪૩. આત્મશાંતિના અનુભવની આ રીતમાં વચ્ચે ક્યાંય રાગનો પ્રવેશ નથી. પહેલાં કે પછી
રાગ હો ભલે પણ તે કાંઈ ધર્મની રીતને મદદગાર તરીકે નથી. શાસ્ત્રભાષાથી કહીએ તો, નિશ્ચય સાથે
વ્યવહાર હો ભલે, પણ તે વ્યવહાર નિશ્ચયને મદદગાર નથી, તેમજ વ્યવહાર કરતાં કરતાં તેના
અવલંબને નિશ્ચય પમાશે–એમ પણ નથી. ભૂતાર્થ સ્વભાવના આશ્રયે જ ધર્મ થાય છે–એ એક
અબાધિત નિયમ છે.
भूयत्थमस्सिदो खलु सम्माईट्ठी इवइ जीवो (જુઓ, સમયસાર ગાથા–
૧૧)
૪૪. ચૈતન્યમાં અદ્ભુત આનંદરસ ભર્યો છે,–તેવો આનંદરસ જગતના બીજા કોઈ પણ પદાર્થમાં
નથી. ચૈતન્યનો નિર્ણય કરીને તેના આનંદરસમાં લીન થતાં જગતના બધા પદાર્થોમાંથી રસ ઊડી જાય
છે. જેને જગતના પદાર્થોમાં રસ લાગે, તેમાં સુખ લાગે, તે જીવ ચૈતન્યના રસમાં કેમ વળે?
૪પ. જેને ચૈતન્યનો રસ હોય તેને અંતરથી ચૈતન્યના શાંત જળના તરંગ ઊછળે. જેમ
નાળીએરમાં ભરેલું પાણી, છાલાં, કાચલાં ને ટોપરું એ ત્રણેની અંદર છે, છતાં ઉપરના ત્રણે પડલથી
પાર એવા પાણીનો નિર્ણય નાળિએર ખખડાવીને નક્કી કરે છે કે આમાં પાણી ભર્યું છે. તેમ આત્મા
ચૈતન્યરસરૂપ શાંતજળથી ભરેલો છે, ચૈતન્યનો રસ જાગતાં અંદરથી શાંતિના તરંગ ઊછળે છે. આ જડ
શરીર, કર્મ અને રાગાદિ ભાવો એ ત્રણે પડલ વીંધીને તેનાથી પાર એવા શાંતરસનો નિર્ણય
જિજ્ઞાસુજીવ પોતાના વીર્યને ઉલ્લસાવીને કરી લ્યે છે, જ્ઞાનને અંતરમાં વાળીને તે એવો નિર્ણય કરી લ્યે
છે કે મારા આત્મામાં જ અતીન્દ્રિય આનંદરસ ભરેલો છે. તે આનંદનો અનુભવ કરતાં આત્મા જાણે કે
આખાય વિશ્વની ઉપર તરતો, હોય–એમ તે અનુભવે છે. આ રીતે અનુભવમાં ભગવાન આત્મા પ્રસિદ્ધ
થાય છે, તે જ સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન છે; અને તે જ ‘સમયનો સાર’ છે.
આ માનવદેહની કૃતાર્થતા
દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે
અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ
સફળપણું થયું નહિ, પણ આ મનુષ્યદેહને
કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે
જ્ઞાનીપુરુષને ઓળખ્યા, તથા તે
મહાભાગ્યનો આશ્રય કર્યો. જે પુરુષના
આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહ
આદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે
આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ જરા
મરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન
જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય
જ જીવને જન્મ–જરા–મરણાદિનો નાશ
કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે....
શ્રીમદ્ રાજચંદ્ર (વર્ષ ૨૯મું)

PDF/HTML Page 19 of 31
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૧૯૯
સાધકજીવ પોતાના આંગણે
સિદ્ધભગવાનને પધરાવે છે
(ફત્તેપુરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન: વૈશાખ સુદ બીજ)
સાધક જીવને પોતાના સ્વરૂપની લગની
લાગી છે, તે સ્વરૂપલગનીના મંડપમાં
સિદ્ધભગવંતોને આમંત્રે છે કે હે સિદ્ધભગવંતો!
મારી મુક્તિના મંગલ પ્રસંગે મારા આંગણે મારા
ચૈતન્યમંડપમાં પધારો....આપના પધારવાથી મારા
મંડપની (–મારા શ્રદ્ધા–જ્ઞાનની) શોભા વધશે.
સમ્યગ્દર્શન પામવા માટેની શી રીતે છે ને સમ્યગ્દર્શનની શી સ્થિતિ છે તે વાત જીવે પ્રીતિથી
કદી સાંભળી નથી. જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છે તેને શ્રદ્ધા–જ્ઞાનમાં લીધા વગર બીજા કોઈ ઉપાયથી
સમ્યગ્દર્શન થતું નથી. અનાદિ અનંતકાળનો આત્મા, તેનું વાસ્તવિક સ્વરૂપ, તેની વિકૃત વિભાવદશા,
તેની સાધકદશા, તેની સ્વભાવદશા, તેનું પરથી ભિન્નપણું–એ બધી વાત આચાર્યદેવે શ્રી સમયસારમાં
બતાવી દીધી છે. જેમ રાજા–મહારાજાનું આખું જીવન અલ્પકાળના નાટકમાં બતાવી દે છે, તેમ
આચાર્યદેવે આ સમયસારરૂપી નાટકમાં આખા આત્માનું જીવન (અજ્ઞાનદશા, સાધકદશા ને
સિદ્ધદશામાં રહેલા આત્માનું સ્વરૂપ) બતાવી દીધું છે.
આત્મા પરથી ભિન્ન છે, એટલે પરની ક્રિયામાં આત્માની ક્રિયા નથી; આત્માની ક્રિયા આત્મામાં
છે. આત્મામાં જે રાગાદિ વિભાવ છે તે વિકાર ક્રિયા છે, તે ક્રિયાને અજ્ઞાની કરે છે, ને તે ક્રિયા સંસારનું
કારણ છે. જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું ભાન કરીને તેમાં લીનતારૂપ વીતરાગીક્રિયા તે સ્વભાવક્રિયા છે, તે
ધર્મક્રિયા છે, ધર્મીજીવ તે ક્રિયાને કરે છે.
વ્યવહારથી હું બંધાયેલો છું ને નિશ્ચયથી હું બંધાયેલો નથી–એવા બે નય સંબંધી પક્ષપાતના
વિકલ્પો કરવામાં જે જીવ અટક્યો છે તે જીવ પણ વિભાવક્રિયામાં અટકેલો છે, તો બીજા બાહ્ય
વિકલ્પોની શી વાત? ભગવાન તારા ચિદાનંદ સ્વભાવના અવલંબન વગર તે ચારે ગતિમાં ઘોર દુઃખો
ભોગવ્યા....અજ્ઞાનભાવથી તેં જે અનંતદુઃખ ભોગવ્યું તે વાણીથી વર્ણવી શકાય તેવું નથી; એ દુઃખો તો
તેં ભોગવ્યા ને કેવળીભગવાને જાણ્યા. માટે રાગનો પક્ષ છોડીને ચિદાનંદ સ્વભાવનું અવલંબન કર–તે
તારી ફત્તેહનો રસ્તો છે. જુઓ, આ ફત્તેપુરમાં ફત્તેહ થવાનો ઉપાય બતાવ્યો.
આત્મા સમજી શકે એવી આ વાત છે. અમને ન સમજાય, અમારી શક્તિ નથી–એમ ન માનશો.
દરેક આત્મા કેવળજ્ઞાનની તાકાત પોતામાં સંઘરીને બેઠો છે. પૂર્ણજ્ઞાન ને આનંદનો સાગર આત્મામાં
ભરેલો છે–તેમાં અંતર્મુખ થઈને અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
મોક્ષમાર્ગ આત્મધ્યાન વડે જ પમાય છે, રાગ વડે પમાતો નથી. પહેલાંમાં પહેલું સમ્યગ્દર્શન પણ
રાગના અવલંબન વગર શુદ્ધ આત્માના નિર્વિકલ્પ–

PDF/HTML Page 20 of 31
single page version

background image
વૈશાખ: ૨૪૮૬ : ૧૭ :
ધ્યાનમાં જ પ્રગટે છે. ને ત્યારપછી મુનિદશા તો ઘણી અલૌકિક છે. જ્ઞાનસ્વરૂપી ચૈતન્યબિંબ આત્માની
જેને પ્રીતિ લાગી તેને તીવ્ર વિષય–કષાય–હિંસા–શિકાર–માંસાદિ ભક્ષણ–દારૂ–ચોરી વગેરેનો તો ભાવ
હોય નહીં, પરંતુ જે શુભરાગ હોય તેનો પણ પ્રેમ તેને હોતો નથી. બીજા રાગ તો દૂર રહો, પણ ‘મારો
આત્મા શુદ્ધ ચિદાનંદ છે’ એવા વિકલ્પરૂપ જે રાગ છે તેનો પ્રેમ કરીને તેના પક્ષમાં–તેના કર્તૃત્વમાં જે
અટકે છે તેને પણ સમ્યગ્દર્શન થતું નથી. સર્વવિકલ્પોથી પાર ચિદાનંદતત્ત્વ છે, તેની સાક્ષાત્
અનુભૂતિથી જ સમ્યગ્દર્શન પ્રગટે છે. માટે આચાર્યદેવ કહે છે કે–
अलमलमति जल्पैर्दु विकल्पैरनल्पै
रयमिह परमार्थर्श्चत्यतां नित्यमेक।
स्वरसविसरपूर्ण ज्ञानविस्फूर्तिमात्रात्–
न खलु समयसारदुत्तरं किंचिदस्ति।।२४४।।
બહુ કથનથી ને બહુ વિકલ્પોથી બસ થાઓ, શબ્દ અને વિકલ્પથી પાર થઈને પરમાર્થરૂપ
આત્માનો અનુભવ કરો. અહા, આ પરમાર્થરૂપ આત્મા સ્વાનુભવમાં પોતાના નિજરસના ફેલાવાથી
પૂર્ણ એવા જ્ઞાનપણે સ્ફૂરાયમાન થાય છે, આવા શુદ્ધાત્માથી ઊંચું બીજું કાંઈ નથી, માટે તેનો જ
અનુભવ કરો.
જેમ લગ્ન ટાણે માંડવે નોતરતાં વહાલાને પત્ર લખે કે અત્યારસુધી કાંઈ દોષ થયો હોય ને માઠું
લાગ્યું હોય તો ભૂલી જાજો, ને શુભ પ્રસંગે અમારા મંડપમાં પધારીને મંડપની શોભા વધારજો....તેમ
અહીં સાધક ધર્માત્માને પોતાના સ્વરૂપની લગ્ની લાગી છે. તે સ્વરૂપલગનીના મંડપમાં સિદ્ધભગવંતોને
આમંત્રે છે કે હે સિદ્ધભગવંતો! મારી મુક્તિનો મંગલ પ્રસંગ છે...આ મંગલપ્રસંગે મારા આંગણે.....
મારા ચૈતન્યમંડપમાં પધારો.....આપના પધારવાથી અમારા મંડપની શોભા વધશે. અત્યાર સુધી
ભૂલથી મેં વિભાવનો આદર કર્યો ને તમારો આદર છોડયો, મારો તે અપરાધ છોડીને હવે હું વિભાવનો
આદર છોડું છું ને સ્વભાવનો જ આદર કરું છું, માટે હે સિદ્ધભગવંતો! મારા આંગણે પધારો....મારા
શુદ્ધસ્વરૂપની લગની લગાડીને હું આપને મારા આંગણે પધરાવું છું....આ રીતે સાધક જીવ પોતાના
શુદ્ધસ્વભાવનો આદર કરીને તેના સેવનથી સિદ્ધપદને સાધે છે. આ સિદ્ધપદનો ઉપાય છે. તેથી આચાર્ય
ભગવાન કહે છે કે–
અરે જીવ! અનંતકાળથી તેં રાગની સેવા કરી....હવે બસ કર....બસ કર....એ રાગની સેવા
છોડ ને ચૈતન્યની સેવા કર....ચૈતન્યસ્વભાવમાં એકતા કરીને તેની સેવા કરતાં અતીન્દ્રિય
આનંદનો અનુભવ થશે....ને તારા આંગણે સિદ્ધભગવાન પધારશે,–એટલે કે તું પોતે સિદ્ધ
પરમાત્મા બની જશે.
હવે પ્રસિદ્ધ થાય છે–
પાંચ ભાષામાં અભિનંદન–પત્રો
તામીલ, સંસ્કૃત, ઈંગ્લીશ, ગુજરાતી અને
હિન્દી દક્ષિણતીર્થયાત્રા દરમિયાન પૂ. ગુરુદેવને
ઉપરોક્ત પાંચ ભાષામાં મળેલા અભિનંદન–
પત્રોનો નમુનો હવે પછીના પાનાંઓમાં આપ
જોઈ શકશો.