Atmadharma magazine - Ank 020
(Year 2 - Vir Nirvana Samvat 2471, A.D. 1945). Entry point of HTML version.


Combined PDF/HTML Page 1 of 1

PDF/HTML Page 1 of 17
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૦૨
સળંગ અંક ૦૨૦
Version History
Version
Number Date Changes
001 Jan 2006 First electronic version.

PDF/HTML Page 2 of 17
single page version

background image
વષ : ૨ જઠ
અક : ૯ ૨૦૧
જેનાં જન્મ મંગલ ઈન્દ્રો ગાય,
તે સત્પુરુષ અમ આંગણે રે;
: સપદક : સળગ અક
રામજી માણેકચંદ દોશી ૨૦
વકીલ
ભવ્યજનોનાં ભાવી જિન આજ,
અમે ભરતે ભાળ્‌યાં ભાવથી રે.
વાર્ષિક લવાજમ છુટક નકલ
અઢી રૂપિયા ચાર આના
આત્મધર્મ કાર્યાલય (સુવર્ણપુરી) સોનગઢ કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 17
single page version

background image
શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાન વિચરતા તીર્થંકર શ્રી સીમંધર પ્રભુની ઈન્દ્રે
રચેલ સમવસરણ (ધર્મસભા) ના નમુના તરીકે સુવર્ણપુરીમાં
જે રચના રચાએલી છે તેની સમજણ.
૧. ફરતો કોટ વિવિધ પ્રકારનાં મણિ રત્નોની
ધૂળનો બનાવેલો હોય છે. તે ‘ધૂલિસાલ’ કોટ
સમવસરણની હદ બતાવનાર છે. તેના ફરતા
સોનાના સ્તંભ છે ત્યાં તોરણો છે.
૨. “ધૂલિસાલ” કોટની બાજુમાં ચાર દિશાએ ચાર
રસ્તા છે. આ રસ્તા નીલમ રત્નોના બનાવેલા
છે. દરેકની આગળ ચાર બાજુએ ચાર
‘માનસ્તંભ’ છે.
૩. પેલી ભૂમિ ‘જિનમંદિરોની’ છે.
૪. બીજી ભૂમિકા ગોળાકારે ‘પાણીની ખાઈ’ છે.
તેમાં જલચર પ્રાણીઓ, કમળ વગેરે છે.
૫. ત્રીજી ભૂમિકા ‘લતાવન’ (ફૂલવાડી) છે. ઈન્દ્ર
વગેરે દેવો ત્યાં વિશ્રાંતિ લે છે. તે ભૂમિમાં
પર્વતો પણ છે.
૬. પેલો ‘કોટ સોનાનો’ છે. તે મણિ રત્નોથી
જડેલો છે. કોટના દરવાજા પાસે દેવો આયુધ
(હથિયાર) સહિત ઊભા છે. દરવાજા ઊપર
આઠ ‘મંગળ દ્રવ્યો’ છે.
૭. ચોથી ભૂમિકા ‘ઉપવન’ (બગીચા) છે. તેમાં
જિનમંદિરો તથા વાવો છે.
૮. પાંચમી ભૂમિકા ‘ધજાની હાર’ છે.
૯. બીજો ‘કોટ ચાંદીનો’ હોય છે, પણ અહિં
સોનેરી છે.
૧૦. છઠી ભૂમિકા ‘કલ્પવૃક્ષોની’ છે. કલ્પવૃક્ષો દશ
પ્રકારના છે. જે ફૂલમાળા, દીવા, જ્યોતિ, ફળ,
વસ્ત્ર, દાગીના, મકાન, ભોજન, વાજિંત્ર,
વાસણ વગેરે પ્રકારનાં છે.
૧૧. સાતમી ભૂમિકા ‘સ્તૂપ મંદિર’ (જિનમંદિર)
તથા દેવના મકાનો) છે.
૧૨. ત્રીજો ‘કોટ સ્ફટિકનો’ છે. અહિં તેના કાંગરા
સોનેરી છે.
૧૩. આઠમી ભૂમિકા– ‘બાર–સભાની’ છે. તેની
ઉપર ‘શ્રી મંડપ’ સફેદ સ્તંભ સહિત છે. અને
તે ધજા પતાકાથી શણગારેલો છે. તે મંડપ ઉપર
દેવો વિમાનમાંથી ફૂલો વરસાવે છે. બાર સભા
નીચે પ્રમાણે છે:–
(૧) મુનિરાજ (૨) કલ્પવાસી દેવી (૩)
અર્જિકા તથા શ્રાવિકાઓ (૪) જ્યોતિષી દેવી (પ)
વ્યંતરદેવી (૬) ભવનવાસી દેવી (૭) ભવનવાસી દેવ
(૮) વ્યંતર દેવ (૯) જ્યોતિષી દેવ (૧૦) કલ્પવાસી
દેવ (૧૧) મનુષ્ય (૧૨) તિર્યંચ.
મુનિરાજની સભામાં હાથ જોડી વંદન કરતા
ઊભા છે, તે વિક્રમ સંવત્ના પ્રારંભમાં ભરતક્ષેત્રમાં
થયેલા મહામુનિ ઋદ્ધિધારી શ્રી કુન્દકુન્દાચાર્યદેવ છે. તે
ભરતક્ષેત્રમાંથી શ્રી સીમંધર ભગવાન્ પાસે
સમવસરણમાં ગયા હતા. અને ત્યાં એક અઠવાડિયું
રહ્યા હતા. સભામાં સૌથી આગળ બેઠેલા મોટા
મુનિરાજ ભગવાનના ‘ગણધર’ છે.
૧૪. પેલી પીઠિકા ‘વૈડૂર્ય રત્નની’ છે. તે ઉપર ચારે
બાજુ યક્ષ ‘સહસ્ત્ર આરાવાળું ધર્મચક્ર’ લઈ
ઊભા છે. તેની ઉપર ચડવા માટે સોળ
નીસરણીઓ છે; તેની ઉપર ચડી ભગવાનના
દર્શન કરવામાં આવે છે. પીઠિકા ઉપર ચારે
બાજુ આઠ ‘મંગળ દ્રવ્યો’ છે.
૧૫. બીજી ‘પીઠિકા સોનાની’ છે. તેની ઉપર આઠ
‘મહા ધજાઓ’ છે.
૧૬. ત્રીજી ‘પીઠિકા’ જુદા જુદા પ્રકારનાં રત્નોની છે.
૧૭. તે ઉપર હજાર પાંખડીનું ‘લાલ કમળ’ છે, તે
ઉપર શ્રી સીમંધર ભગવાન ચૌમુખે બિરાજે છે.
૧૮. ભગવાન ઉપર દેવો ચોસઠજોડ ચામર ઢાળે છે.
ભગવાન ઉપર ત્રણ છત્ર છે. માથે અશોક વૃક્ષ
છે. ઉપર વિમાનમાંથી દેવો ફૂલની વૃષ્ટિ કરે છે.
સૂચના: – સવિનય જણાવાનું જે ‘આત્મધર્મ’ માસિકની
સઘળી વ્યવસ્થા સોનગઢથી જ કરવાનું નક્કી કરેલું
હોવાથી સઘળો પત્રવ્યવહાર શ્રી. વ્યવસ્થાપક, આત્મધર્મ
કાર્યાલય, સોનગઢ (કાઠિયાવાડ) એ સરનામે જ કરવા
િિ . જમુ રવાણી
મુદ્રક – પ્રકાશક: – શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી
જમનાદાસ માણેકચંદ રવાણી શિષ્ટ સાહિત્ય
મુદ્રણાલય દાસકુંજ મોટા આંકડિયા. કાઠિયાવાડ.
તા. ૧૦ – ૫ – ૪૫

PDF/HTML Page 4 of 17
single page version

background image
વૈશાખ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૧૫ :
પ્રાત: સ્મરણીય
વિદેહવાસી
ઉજ્જવલ ઉજમબા!
આજે આપને અમો
અત્યંત ભાવપૂર્વક વંદીએ છીએ.
આજનો દિવસ અમારા માટે
અનુપમેય છે, અવર્ણનિય છે,
અદ્વિતિય છે.
મહાઉપકારી
મહાભાગ્યશાળી
ઓ માતા!
આજે એ પવિત્રદિનને
પૂરા પંચાવન વર્ષ થયા કે જે
કલ્યાણ દિને આપની કુખે પરમ
પુજ્ય શ્રી કાનજી સ્વામીનો
જન્મ થયો.
જગતવંદનીય
જગત પૂજ્યની
ઓ! જનેતા!
ધર્મોદ્ધારક, ધર્મપ્રભાવક,
ધર્મના નાયક પરમ પુરુષાર્થી પરમ
પ્રતિભાધારી, પરમ–આત્મા શ્રી
કહાન પ્રભુ
ને જન્મ આપી આપ
ધન્ય ધન્ય જનનીનું
બિરુદ પામ્યા છો.
આજના સુપ્રભાતે
આબાલવૃદ્ધ સૌ આપનું સ્મરણ
કરીએ છીએ, નમન કરીએ છીએ,
વંદન કરીએ છીએ.
શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું
માસિક
વર્ષ ૨ : અંક: ૮
વૈશાખ : ૨૦૦૧
આત્મધર્મ
શ્રી સત પુરુષને ચરણે. સર્વાંગ અર્પણતા
અનંતયુગ વહી ગયા, અનંત જ્ઞાની થઈ ગયા
છતાં
અજ્ઞાની જીવો તો એવા ને એવા જ રહ્યા.
હવે, ઓ! ભગવાન આત્મા!
સાચું સમજવાનો પુરુષાર્થ કર! પુરુષાર્થ કર!
સત્પુરુષના કોમળ હૃદયમાં રહેલા આ ભાવોનું આબેહૂબ સ્વરૂપ
આપ અહર્નિંશ દર્શાવી રહ્યા છો અને ઉત્કૃષ્ટ કરુણાથી ઝરતી અમૃતવાણી
દ્વારા અનંતકાળથી પોષાતું આવતું અજ્ઞાન ટાળી, સ્વભાવમાં ભરપૂર
ભરેલું વાસ્તવિક સુખ–શાશ્વતું સુખ–કેમ પ્રગટ કરી શકાય એ સ્પષ્ટ
અત્યંત સ્પષ્ટ રીતે સમજાવી રહ્યા છો એથી:–
પરમોપકારી ઓ! પરમાત્મા!
અમે આપના ચરણે આવીએ છીએ, વંદીએ છીએ, પૂજીએ છીએ.
અનંત અનંતકાળથી ભવભ્રમણમાં ભટકતાં, ભટકતાં કોઈ મહત્
પુણ્યે આ નરદેહ પામી આપનું દર્શન પામ્યા છીએ અને આપના શ્રીમુખેથી
નિરંતર વહેતી શ્રુત–ગંગારૂપ વીતરાગવાણીનું રહસ્ય સમજવા ભાગ્યશાળી
બન્યા છીએ. ભગવંત! આપે અમારું ભવભ્રમણ ટાળ્‌યું છે અને પરમ
પવિત્ર પરમાત્માએ પ્રગટ કરેલી પૂર્ણ પરમાત્મ–દશાનો પંથ પમાડયો છે.
પ્રભુ! આપને શું કહીએ! અમ ભવ્ય જનોનાં આપ દેવ છો, ગુરુ અને
શાસ્ત્ર પણ આપ જ છો.
આજના આ મહા માંગલિક દિને આપના ચરણ કમળમાં સર્વાંગ
અર્પણતા કરીએ છીએ, આપનું કૌશલ્ય ઈચ્છીએ છીએ અને આપની
કંઈએ અશાતના થઈ હોય, અવિનય થયો હોય તેની લળી લળી ક્ષમા
યાચીએ છીએ..
સનાતન જૈન ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજાવનાર ઓ સત્પુરુષ
અપન જય હ! જય હ! જય હ! !
ન ધર્મો ધાર્મિકૈર્વિના
પરમ પૂ. સદ્ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંથી ૧૨ – ૪ – ૪૫
ધર્મી વિના ધર્મ હોતો નથી
ધર્મ ધર્માત્માઓ વિના હોતો નથી, જેને ધર્મની રુચિ હોય તેને
ધર્માત્મા પ્રત્યે રુચિ હોય જ. ધર્મી જીવો પ્રત્યે જેને રુચિ નથી તેને ધર્મની
જ રુચિ નથી. જેને ધર્માત્મા પ્રત્યે રુચિ અને પ્રેમ નથી તેને ધર્મની રુચિ
અને પ્રેમ નથી, અને ધર્મની રુચિ નથી તેને ધર્મી એવા પોતાના આત્માની
જ રુચિ નથી. ધર્મીની રુચિ ન હોય અને ધર્મની રુચિ હોય એમ બને જ
નહીં. કેમકે ધર્મ તો સ્વભાવ છે તે ધર્મી વગર હોતો નથી. ધર્મ પ્રત્યે જેને
રુચિ હોય તેને કોઈ ધર્માત્મા ઉપર ક્રોધ–અરૂચિ, અપ્રેમ હોય જ નહિ. જેને
ધર્માત્માનો પ્રેમ નથી તેને ધર્મનો પ્રેમ નથી, અને જેને ધર્મનો પ્રેમ નથી તે
મિથ્યાદ્રષ્ટિ છે. જે ધર્માત્માનો તિરસ્કાર કરે છે તે ધર્મનો જ તિરસ્કાર કરે
છે, કેમકે ધર્મ અને ધર્મી જુદા નથી.

PDF/HTML Page 5 of 17
single page version

background image
: ૧૧૬ : આત્મધર્મ વૈશાખ : ૨૦૦૧
શ્રી રત્નકરંડ શ્રાવકાચાર્યની ૨૬ મી ગાથામાં શ્રી
સમન્તભદ્રાચાર્યે કહ્યું છે કે–“न धर्मो धार्मिर्कैर्विना” એમાં બે પડખેથી
વાત કરી, એક તો જેને પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપની અરુચિ છે તે
મિથ્યાદ્રષ્ટિ છે; અને બીજું–જેને ધર્મના સ્થાનો પ્રત્યે, ધર્મી જીવો પ્રત્યે
અરુચિ છે તે પણ મિથ્યાદ્રષ્ટિ છે. તેનાથી વિરુદ્ધ બે પડખાં લઈએ તો
જેને ધર્મની રુચિ છે તેને આત્માની રુચિ છે, અને બીજામાં જ્યાં જ્યાં
ધર્મ જુએ છે ત્યાં ત્યાં તેને પ્રમોદ આવે છે. જેને ધર્મની રુચિ થઈ છે
તેને ધર્મ સ્વભાવી આત્માની રુચિ હોય જ અને ધર્માત્માઓની રુચિ
પણ હોય જ. અંતરમાં જેને ધર્મી જીવો પ્રત્યે કાંઈપણ અરુચિ થઈ તેને
ધર્મની અરુચિ છે. આત્માની તેને રુચિ નથી.
જેને આત્માનો ધર્મ રુચ્યો છે તેને જ્યાં જ્યાં ધર્મ જુએ ત્યાં
ત્યાં પ્રમોદ અને આદરભાવ આવ્યા વગર રહે નહિ. ધર્મ સ્વરૂપનું ભાન
થયા પછી હજી પોતે વીતરાગ થયો નથી એટલે પોતાને પોતાના ધર્મની
પૂર્ણતાની ભાવનાનો વિકલ્પ ઊઠે છે, અને વિકલ્પ પરનિમિત્ત માંગે જ,
એટલે પોતાના ધર્મની પ્રભાવનાનો વિકલ્પ ઉઠતાં જ્યાં જ્યાં ધર્મી
જીવોને જુએ છે ત્યાં ત્યાં તેને રુચિ, પ્રમોદ અને ઉત્સાહ આવે જ છે;
ખરેખર તો તેને પોતાના અંતરંગ ધર્મની પુર્ણતાની રુચિ છે. ધર્મનાયક
તીર્થંકર દેવાધિદેવ અને મુનિ–ધર્માત્માઓ, સદ્ગુરુ, સત્શાસ્ત્ર, સમકિતી
જ્ઞાનીઓ એ બધા ધર્માત્માઓ ધર્મનાં સ્થાનો છે, તેમના પ્રત્યે
ધર્માત્માને આદર–પ્રમોદભાવ ઊછળ્‌યા વગર રહેતો નથી; જેને
ધર્માત્માઓ પ્રત્યે અરુચિ છે તેને પોતાના ધર્મની અરુચિ છે, પોતાના
આત્મા ઉપર ક્રોધ છે.
જેનો ઉપયોગ ધર્મી જીવોને હીણા બતાવીને પોતાની મોટાઈ
લેવાના ભાવરૂપ થયો છે, ધર્મીનો વિરોધ કરીને જે મોટાઈ ઈચ્છે છે તે
પોતાના આત્મ કલ્યાણનો વેરી છે–મિથ્યાદ્રષ્ટિ છે. ધર્મ એટલે સ્વભાવ
અને તેનો ધારણ કરનાર ધર્મી એટલે આત્મા. જેને ધર્માત્માની અરુચિ
તેને ધર્મની અરુચિ, ધર્મની અરુચિ તેને આત્માની અરુચિ અને
આત્માની અરુચિ પુર્વકના જે ક્રોધ, માન, માયા, લોભ હોય તે
અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને
અનંતાનુબંધી લોભ હોય.... એટલે જે ધર્માત્માનો અનાદર કરે છે તે
અનંતાનુબંધી રાગદ્વેષવાળો છે અને તેનું ફળ અનંતસંસાર છે.
જેને ધર્મની રુચિ છે તેને પરિપુર્ણ સ્વભાવની રુચિ છે. તેને
બીજા ધર્માત્માઓ પ્રત્યે અણગમો કે અદેખાઈ ન હોય. પોતા પહેલાંં
બીજો કેવળજ્ઞાન પામીને સિદ્ધ થઈ જાય તો તેને ખેદ ન થાય પણ
અંતરથી પ્રમોદ જાગે, કે અહા! ધન્ય છે આ ધર્માત્માને! જે મારે
જોઈએ છે તે તેમણે પ્રગટ કર્યું છે, મને તેની રુચિ છે, આદર છે,
ભાવના છે. એમ બીજા જીવોના ધર્મની વૃદ્ધિ જોઈને ધર્માત્મા પોતાના
ધર્મની પુર્ણતાની ભાવના કરે છે એટલે તેને બીજા ધર્માત્માઓને જોઈને
હરખ આવે છે, ઉલ્લાસ આવે છે. અને એ રીતે ધર્મનો આદરભાવ
હોવાથી તે પોતાના ધર્મની વૃદ્ધિ કરીને પુર્ણ ધર્મ પ્રગટ કરી સિદ્ધ થઈ
જવાના..........!
આ સમયસારજીનું અધ્યયન,
મનન, સ્વાધ્યાય જીવનના છેલ્લા
શ્વાસોશ્વાસ સુધી કરવું યોગ્ય છે.
(૪–૮–૪૪)
સમયસારમાં પદે પદે પૂર્ણ
વસ્તુ બતાવી છે; આચાર્યને વિકલ્પ
ઊઠ્યો છે તે પૂર્ણનો, વાણીમાં પૂરું
છે, શબ્દમાં પૂરું આવ્યું છે,
આચાર્યની ભાવના પણ પૂર્ણની જ
છે, બધી રીતે સમયસારમાં પૂર્ણતા છે
અને.... વસ્તુ પણ પૂર્ણ જ છે ને!
સ્વભાવ પરિપૂર્ણ છે, પર્યાય પણ
પરિપૂર્ણતાના લક્ષે જ કાર્ય કરે છે
માટે પરિપૂર્ણ છે, વિકલ્પમાં પણ
પરિપૂર્ણ ગુણ આવે છે અને
આચાર્યદેવના કથનમાં પણ પરિપૂર્ણ
આવ્યું છે. આ તો સાક્ષાત્ તીર્થંકરની
વાણીમાંથી આવેલું છે તેથી બધી
રીતે પુર્ણ જ છે.
(૮–૮–૪૪)
આ તો દૈવી વાણી છે,
ભગવાનના શ્રીમુખેથી નીકળેલી
અને સંતો–મુનિઓએ ઝીલેલી દૈવી
વાણી છે, અપૂર્વ છે. અહો! આ
સમયસાર તો ભરતક્ષેત્રના ભગવાન
છે. આ સમયસાર તો દૈવી વાણી
અને દૈવી શાસ્ત્ર છે. ભરતક્ષેત્રની
અંદર અત્યારે આવું શાસ્ત્ર બીજું
કોઈ નથી. આ તો અદ્ભુત દૈવી
શાસ્ત્ર છે. શબ્દો ન સમજશો, આ તો
દૈવી મંત્રો છે.
(૧૦–૮–૪૪)
અહો! સમયસાર તો દૂઝણી
ભેંસ છે, કામધેનુ ગાય છે. અહોહો!
શું કહેવું ચૈતન્યનું નિધાન!! ! જેની
પાસે મોટા ચક્રવર્તીનું નિધાન પણ
સડેલાં તરણાં સમાન છે એવું પરિપૂર્ણ
ચૈતન્ય નિધાન એકેક આત્મા પાસે
અનાદિ અનંત પડ્યું છે.
(૧૫–૮–૪૪)
અહો! સમયસારની રચના!
કોઈ અલૌકિક રીતે આ મહાન શાસ્ત્ર

PDF/HTML Page 6 of 17
single page version

background image
વૈશાખ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૧૭ :
મહાન ઉપકારી પરમાગમ
શ્ર સમયસર.!
રચાયું છે. જેમ ભગવાનના શ્રીમુખેથી નીકળતા એકાક્ષરી દિવ્ય ધ્વનિમાં પૂરેપૂરું કથન આવે છે તેમ આ
શાસ્ત્રમાં આચાર્ય શ્રીકુંદકુંદ ભગવાને એકેક ગાથામાં–એકેક પદમાં પૂરેપૂરું આત્માનું સ્વરૂપ કહ્યું છે. ભગવાન
એક અક્ષરમાં પૂરું કહે છે, આચાર્યદેવ એક પદમાં પૂરું કહે છે.
(૮–૮–૪૪)
ત્રીજા કળશમાં ટીકાકાર આચાર્યદેવ સ્વભાવ તરફના જોરથી કહે છે કે આ સમયસારની વ્યાખ્યાના
ફળમાં મારી પરિપૂર્ણ નિર્મળ દશા પ્રગટ થાઓ! પરિપૂર્ણ જ લાવ. પરિપૂર્ણના જ ભણકાર આચાર્યને થઈ રહ્યા
છે. કોઈ કહે કે વર્તમાનમાં આ ટીકા કરવાનો વિકલ્પ વર્તે છે છતાં પરિપૂર્ણની માગણી કેમ કરે છે? તો તેને કહે
છે કે પહેલાંં તો પરિપૂર્ણ જ લાવ! વિકલ્પ વર્તે છે તેની વાત પછી! આમાં આચાર્યદેવ અપુર્ણ દશાના ભેદનો
નકાર કરે છે. વિકલ્પ છે પણ તેનું લક્ષ જ કોને છે? પરિપૂર્ણ સ્વભાવના જોરમાં વિકલ્પ ભાળે છે જ કોણ? એમ
પૂર્ણ સ્વભાવના અપ્રતિહત ભાવના જોરે આચાર્ય ઉપડ્યા છે. સમયસાર જેવા મહાન શાસ્ત્રની ટીકા કરતાં
આચાર્યદેવનું હૃદય હર્ષથી ઊછળી રહ્યું છે તેથી કહે છે કે–સ્વરૂપે તો ત્રિકાળ શુદ્ધ છું અને કેવળજ્ઞાન ન પ્રગટે
ત્યાંસુધી અવસ્થા નિરંતર–દરેક સમયે મલિન છે; પણ હવે... હવે? હવે આ સમયસારની ટીકા કરતાં મારી
અવસ્થા પણ વીતરાગ–પરમ વિશુદ્ધ થઈ જશે, એવી શ્રદ્ધાના જોર પૂર્વક આચાર્યદેવે ટીકા ઉપાડી છે.
(૯–૮–૪૪ ગાથા–૧)
અમૃતચંદ્રાચાર્યે પહેલી ગાથાની સંસ્કૃત ટીકામાં પ્રથમ જ શબ્દ ‘अथ’ મૂક્યો છે, તેનો અર્થ ‘હવે’ થાય
છે; તે મંગળિક છે. ‘હવે’ એટલે કે અનાદિથી આત્માને ઓળખ્યા વગર જે કર્યું તે છોડીને હવે આ સાધક દશા
શરૂ થાય છે. અનાદિની જે પરની–પુણ્ય–પાપની માંડી છે તેને બદલે હવે અમે સ્વભાવની વાત કરીએ છીએ.
અનાદિથી પરની માંડી હતી તે બસ થઈ, હવે તે છોડી દે! ચિદાનંદ ધુ્રવ સ્વભાવી છું એ હવે લાવ! અનાદિથી
આત્માને પરનો ઓશીયાળો માની બેઠો છો પણ હવે આત્માના સામર્થ્યને સંભાળ!
(૧૦–૮–૪૪)
સમયસાર શરૂ કરતાં મૂળ ગાથામાં જ આચાર્યદેવ કહે છે કે હું સિદ્ધ છું, તું સિદ્ધ છો તેની પહેલાંં હા પાડ
પછી અમે તને સમયસાર સંભળાવીએ. જે સાક્ષાત્ સિદ્ધ થઈ ગયા છે તે, જે વર્તમાન સાધક
છે તે, તથા જે
સિદ્ધપણાની હા પાડીને સાંભળવા
આવ્યો છે તે એ ત્રણેને સામાન્ય પણે લઈને આચાર્યદેવે સિદ્ધપણાની
સ્થાપના કરી છે; તેમાં ઉપાદાન–નિમિત્તનો મેળ રાખ્યો છે.
(૧૦–૮–૪૪ રાત્રિચર્ચા)
સમયસારની પહેલી ગાથામાં આચાર્યદેવ કહે છે કે અમે આ મોક્ષના માંડવા નાંખ્યા છે તેમાં, એક સિદ્ધને
નહિ પણ અનંતા સિદ્ધોને ઉતારીએ છીએ. લૌકિકમાં પણ છોકરાના લગ્ન વખતે સાથે મોટા શેઠિયાને લઈ જાય છે
કે જેથી સામાપક્ષવાળો ખૂટે તોપણ કન્યા પાછી ન ફરે! એમ અહીં આચાર્યદેવે અનંત સિદ્ધોને પહેલાંં આત્માના
આંગણે સ્થાપ્યા છે.
લગન એટલે જોડાણ કરવું. અમારા સ્વરૂપની ભક્તિ કરતાં, અંદર લગની (એકાગ્રતા) કરતાં અનંત
સિદ્ધોને ઉતાર્યા છે તેથી આ માંડવે મુક્તિરૂપી કન્યા પાછી નહિ ફરે. (‘અનંત સિદ્ધોને ઉતાર્યા છે’ એટલે કાંઈ
સિદ્ધ ભગવંતો ઉપરથી અહીં આવતા નથી પરંતુ આચાર્યદેવને સિદ્ધની વસ્તીમાં ભળી જવાની–સિદ્ધ થવાની
ભાવનાનું જોર છે એ બતાવ્યું છે. સિદ્ધ ભગવંતો અહીં આવતા નથી પણ આચાર્ય પોતે સિદ્ધદશામાં જવાની
ભાવના કરે છે.) મારા આંગણે–મારા આત્મામાં અનંતા સિદ્ધોને–સર્વ સિદ્ધોને સ્થાપું છું, હવે આ મોક્ષનો મેળો
ભેગો થયો અને મુક્તિરૂપી પરિણતિ પાછી ફરે એમ બને નહિ, મારી સિદ્ધ દશા પાછી ન જ ફરે. આ રીતે
આચાર્યદેવે સમયસારમાં અપ્રતિહત સાધકભાવ વર્ણવ્યો છે. એટલા જોરથી ઉપડ્યા છે કે સિદ્ધ દશા લીધે જ
છૂટકો! મુક્તિના માંડવે વચ્ચે કર્મ ખૂટે તો કહે, હાલ! હાલ! અનંતા સિદ્ધોને મારા–તમારા (સાંભળનારના)
આત્મામાં સ્થાપ્યા છે, હવે તેમાં રાગ સમાય તેમ નથી; એ રાગ તો તૂટયે જ છૂટકો. જેમ દસશેર સમાય તેવડા
તપેલામાં દસશેર સોનાનો પિંડલો સમાવી દેતાં અંદર જરાપણ પાણી રહી શકતું નથી તેમ અમારા આત્મામાં
અનંતા સિદ્ધોને સમાડયા હવે તેમાં જરાપણ

PDF/HTML Page 7 of 17
single page version

background image
: ૧૧૮ : આત્મધર્મ વૈશાખ : ૨૦૦૧
રાગ સમાય તેમ નથી. અહો! આચાર્યદેવે ગજબ મંગળિક કર્યું છે. પાત્ર થઈને જિજ્ઞાસાથી સાંભળે તો ચૈતન્ય
નિધાનના કબાટ ખૂલી જાય એવી અપુર્વ કથની છે.
આચાર્યદેવ કહે છે–મારો મુક્તિ–દશા સાથે લગ્નનો જલસો ચાલે છે તેમાં હું અનંતા સિદ્ધોને આમંત્રું છું,
અનંતા સિદ્ધોને મારા આત્મામાં સ્થાપું છું, અનંતા સિદ્ધોને મારી એક પર્યાયમાં સમાવી દઊં છું એટલે કે મારી
એક પુરી પર્યાયમાં અનંતા સિદ્ધોને જાણવાનું સામર્થ્ય છે તેને વર્તમાન જાણું છું–એ પર્યાયમાં, સિદ્ધદશા પ્રગટ્યા
પહેલાંં, સિદ્ધ સ્વરૂપની પ્રતીત કરવાની તાકાત છે. હું સિદ્ધ અને તું પણ સિદ્ધ... હા જ પાડી દે. શ્રીકુંદકુંદ
ભગવંતના પ્રથમ પદ ‘वंदित्तु सव्व सिद्धे’ એમાંથી આચાર્યદેવે આ ગજબ ટીકા કાઢી છે.
જગત આ જડ શરીર સાથે લગન કરે છે, સમયસારમાં આચાર્યદેવે આત્માની શુદ્ધ પરિણતિ સાથે લગન
માંડયા છે. શરીર તો મડદું છે, મડદાં સાથે શણગાર! મડદાં સાથે લગન! વાહ!! ચૈતન્ય નિધાન અંદર પડ્યા છે
તેને ભૂલીને આ જડ શરીર ઉપર–મડદાં ઉપર મોહી પડ્યો છો! અહો! આવો ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા
અંદર પડ્યો છે તેને મૂકીને આ શરીરનું શું થશે તેની ચિંતા કરે છે, પણ ભાઈ! અંદર આનંદકંદ અનંત ગુણનાં
નિધાન લઈને તું પડ્યો છો તેની સંભાળ કરને! માથાની બાબરીની કેવી સંભાળ કરે છે? ? ? એ બાબરીમાં
મોહી પડ્યો, પણ ભાઈ! એ બાબરી તારી બળી જવાની છે! ચૈતન્ય આનંદ કંદ પડ્યો છે તે શાશ્વત ધુ્રવ
અવિનાશી વસ્તુ છે, પ... ણ... તેના ભાન વગર પર ફંદમાં આનંદકંદ મૂંઝાઈ રહ્યો છે!
(૧૧–૮–૪૪)
वंदित्तु सव्व सिद्धे’ તેમાં સર્વ સિદ્ધ કહેવામાં વિશાળતા બતાવી છે કે અનંતા સિદ્ધને તારી એક
અવસ્થામાં સમાડવાની (એક સમયમાં જાણવાની) તાકાતવાળો તું છો. તારા આત્મામાં અનંતા સિદ્ધને સ્થાપ્યા
ને હવે તારે સ્વરૂપની બહાર પરભાવમાં જવું કેમ પાલવે? આચાર્યદેવ સમયસારની મહા મંગળ શરૂઆત કરતાં
એમ કહેવા માગે છે કે હવે હું અનંતા સિદ્ધની વસ્તીમાં ભળવા માગું છું અર્થાત્ હું સિદ્ધ થવા માગું છું. સિદ્ધ થઈ
ગયા તે, હું–સંયમી મુનિ અને સમયસાર સાંભળવા આવનાર જિજ્ઞાસુ (એટલે કે ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય)
એ ત્રણેમાં આચાર્યદેવે ભેદ પાડયો નથી.
(૨૭–૮–૪૪)
સમયસાર સાંભળવાને લાયક શિષ્ય કેવો છે? સંસારથી ભયભીત છે, મોક્ષનો કામી છે, વિનયથી સદ્ગુરુને
અર્પાયેલ અને શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણવની ભાવનાવાળો છે. આચાર્યદેવે એટલું તો સ્વીકારી જ લીધું છે કે–આ
પરમ સમયસાર સાંભળવા આવનાર ભવ્ય જીવ (૧) સાચાં દેવ–ગુરુ–શાસ્ત્રને બાહ્ય લક્ષણો વડે યથાર્થ ઓળખે છે
(૨) કુદેવાદિને માનતો નથી. (૩) સંસાર તરફના અશુભ રાગ કરતાં સાચાં દેવ–ગુરુ–ધર્મ–શાસ્ત્ર પ્રત્યેનો
શુભરાગ વધારે છે (૪) શિષ્ય તદ્ન લાયક છે, હા જ પાડે એવો છે એટલે કે જે કહેવાનો આશય છે તે બરાબર
પકડી લ્યે એવો છે. આવી જેનામાં લાયકાત છે એવા શિષ્યને આચાર્યદેવ આ સમયસારમાં ઉપદેશ કરે છે.
ગુજરાતી અનુવાદક ભાઈ શ્રી હિંમતલાલ જેઠાલાલ શાહ આ સમયસારજીના ઉપોદ્ઘાતમાં
લખે છે કે–
શ્રી સમયસાર અલૌકિક શાસ્ત્ર છે. આચાર્ય ભગવાને આ જગતના જીવો પર પરમ કરુણા કરીને આ
શાસ્ત્ર રચ્યું છે. તેમાં મોક્ષમાર્ગનું યથાર્થ સ્વરૂપ છે તેમ કહેવામાં આવ્યું છે. અનંતકાળથી પરિભ્રમણ કરતા
જીવોને જે કાંઈ સમજવું બાકી રહી ગયું છે તે આ પરમાગમમાં સમજાવ્યું છે. પરમ કૃપાળુ આચાર્ય ભગવાન આ
શાસ્ત્ર શરૂ કરતાં પોતે જ કહે છે કે:– ‘કામભોગબંધની કથા બધાએ સાંભળી છે, પરિચય કર્યો છે, અનુભવી છે
પણ પરથી જુદા એકત્વની પ્રાપ્તિ જ કેવળ દુર્લભ છે. તે એકત્વની–પરથી ભિન્ન આત્માની–વાત હું આ શાસ્ત્રમાં
સમસ્ત નિજ વિભવથી (આગમ, યુક્તિ, પરંપરા અને અનુભવથી) કહીશ.’ આ પ્રતિજ્ઞા પ્રમાણે આચાર્યદેવ આ
શાસ્ત્રમાં આત્માનું એકત્વ–પર દ્રવ્યથી અને પરભાવોથી ભિન્નતા–સમજાવે છે. × × × × × ×... એ પ્રશ્ન થાય છે
કે આવું સમ્યગ્દર્શન કઈ રીતે પ્રાપ્ત કરી શકાય અર્થાત્ રાગ ને આત્માની ભિન્નતા કઈ રીતે અનુભવાંશે
સમજાય? આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે, પ્રજ્ઞારૂપી છીણીથી છેદતાં તે બન્ને જુદાં પડી જાય છે, અર્થાત્
જ્ઞાનથી જ–વસ્તુના યથાર્થ સ્વરૂપની ઓળખાણથી જ–, અનાદિકાળથી રાગ–દ્વેષ સાથે એકાકારરૂપે પરિણમતો
આત્મા ભિન્નપણે પરિણમવા લાગે છે; આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. માટે દરેક જીવે વસ્તુના યથાર્થ

PDF/HTML Page 8 of 17
single page version

background image
વૈશાખ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૧૯ :
યથાર્થ આત્મ સ્વરૂપની ઓળખાણ કરાવવી તે આ શાસ્ત્રનો મુખ્ય ઉદેશ છે. × × × × ખરેખર આ
કાળે આ શાસ્ત્ર મુમુક્ષુ ભવ્યજીવોનો પરમ આધાર છે. આવા દુષમ કાળમાં પણ આવું અદ્ભુત અનન્ય–
શરણભૂત શાસ્ત્ર–તીર્થંકરદેવના મુખમાંથી નીકળેલું અમૃત–વિદ્યમાન છે તે આપણું મહા સદ્ભાગ્ય છે. નિશ્ચય–
વ્યવહારની સંધિપુર્વક યથાર્થ મોક્ષમાર્ગની આવી સંકલનાબદ્ધ પ્રરૂપણા બીજા કોઈ પણ ગ્રંથમાં નથી.
પરમ પૂજ્ય સદ્ગુરુદેવના શબ્દોમાં કહું તો–
‘આ સમયસાર શાસ્ત્ર આગમોનું પણ આગમ છે; લાખો શાસ્ત્રોનો નિચોડ એમાં રહેલો છે;
જૈનશાસનનો એ સ્થંભ છે; સાધકની એ કામધેનુ છે, કલ્પવૃક્ષ છે. ચૌદ પુર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. એની
દરેક ગાથા છઠ્ઠા–સાતમાં ગુણ–સ્થાને ઝુલતા મહા મુનિના આત્મ–અનુભવમાંથી નીકળેલી છે. આ શાસ્ત્રના કર્તા
ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધર ભગવાનના સમવસરણમાં ગયા હતા
અને ત્યાં તેઓ અઠવાડિયું રહ્યા હતાં એ વાત યથાતથ્ય છે, અક્ષરશઃસત્ય છે, પ્રમાણ સિદ્ધ છે, તેમાં લેશમાત્ર
શંકાને સ્થાન નથી. તે પરમ ઉપકારી આચાર્ય ભગવાને રચેલા આ સમયસારમાં તીર્થંકરદેવની નિરક્ષરી “કાર
ધ્વનિમાંથી નીકળેલો જ ઉપદેશ છે.’
× × શાસન માન્ય ભગવાન કુંદકુંદાચાર્ય દેવે આ કળિકાળમાં જગદ્ગુરુ તીર્થંકર દેવ જેવું કામ કર્યું છે અને શ્રી
અમૃતચંદ્રાચાર્યદેવે, જાણે કે તેઓ કુંદકુંદ ભગવાનના હૃદયમાં પેસી ગયા હોય તે રીતે તેમના ગંભીર આશયોને
યથાર્થપણે વ્યક્ત કરીને, તેમના ગણધર જેવું કામ કર્યું છે. આ ટીકામાં આવતાં કાવ્યો (કળશો) અધ્યાત્મરસથી
અને આત્માનુભવની મસ્તીથી ભરપુર છે.
આ (સમયસારનું ગુજરાતી) અનુવાદ કરવાનું મહા ભાગ્ય મને પ્રાપ્ત થયું તે મને અતિ હર્ષનું કારણ છે.
××× ××× આ અનુવાદ ભવ્ય જીવોને જિનદેવે પ્રરૂપેલો આત્મ શાન્તિનો યથાર્થ માર્ગ બતાવો, એ મારી
અંતરની ભાવના છે. શ્રી અમૃત–ચંદ્રાચાર્યદેવના શબ્દોમાં ‘આ શાસ્ત્ર આનંદમય વિજ્ઞાનઘન આત્માને પ્રત્યક્ષ
દેખાડનારું અદ્વિતીય જગતચક્ષુ છે.’ જે કોઈ તેના પરમગંભીર અને સૂક્ષ્મ ભાવોને હૃદયગત કરશે તેને તે
જગતચક્ષુ આત્માનું પ્રત્યક્ષ દર્શન કરાવશે. જ્યાં સુધી તે ભાવો યથાર્થ રીતે હૃદયગત ન થાય ત્યાં સુધી રાત
દિવસ તે જ મંથન, તે જ પુરુષાર્થ કર્તવ્ય છે.” (જુઓ ગુજરાતી સમયસારનો ઉપોદ્ઘાત.)
સમયસારજીમાં હસ્તાક્ષર આપતાં પુજ્ય ગુરુદેવશ્રી લખે છે કે–“સમયપ્રાભૃત એટલે સમયસારરૂપી
ભેટણું. જેમ રાજાને મળવા ભેટણું આપવું પડે છે તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશા સ્વરૂપ પરમાત્મદશા
પ્રગટ કરવા સમયસાર જે સમ્યગ્દર્શન–જ્ઞાનચારિત્ર સ્વરૂપ આત્મા તેની પરિણતિરૂપ ભેટણું આપ્યે પરમાત્મદશા
સિદ્ધદશા–પ્રગટ થાય છે.
આ શબ્દ બ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વ વિભક્ત આત્માને પ્રમાણ કરજો, હા જ પાડજો, કલ્પના
કરશો નહિ. આનું બહુમાન કરનાર પણ મહા ભાગ્યશાળી છે.’
[જુઓ સમયસારમાં હસ્તાક્ષર]
સમયસારના ૨૭૮ મા કળશના ભાવાર્થમાં કહ્યું છે કે “... કારણકે તેને વાંચવા તથા સાંભળવાથી
પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે, મિથ્યાજ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ
દૂર થાય છે અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુઓએ આનો નિરંતર અભ્યાસ કરવા યોગ્ય છે.”
આવું મહાન પરમાગમ શાસ્ત્ર શ્રી સમયસારજી ભવ્ય જીવોના મહાન ભાગ્યે પ્રકાશમાં આવ્યું છે અને
તેથી પણ વિશેષ મહાન ભાગ્યે આ પરમાગમ શાસ્ત્રના ઊંડા ઊંડા રહસ્યને પરમ કૃપાળુ શ્રી સદ્ગુરુદેવ તદ્ન
સહેલી ભાષામાં સમજાવી રહ્યા છે. અને હજારો મુમુક્ષુઓ આ પરમાગમમાં દર્શાવેલા ભાવો સમજવા તેઓશ્રીની
અમૃતમય વાણીનો લાભ લઈ રહ્યા છે–આ બધું શાસનની ઉન્નત્તિ પૂરવાર કરે છે...
જયવંત વર્તો પરમાગમ શ્રી સમયસાર અને તેને સમજાવનાર શ્રી સદ્ગુરુદેવ!
અહો! સમયસારની રચના! એકેક ગાથાએ–ગાથાએ નિશ્ચય–વ્યવહારની અદ્ભુત રીતે જુદા જુદા પ્રકારે
સંધિ પૂર્વક ગુંથણી કરી છે. ગાથાએ ગાથાએ જુદા જુદા પ્રકારે વ્યવહાર બતાવીને પછી ગૂલાંટ મારીને એક
નિશ્ચયમાં લાવી મુકે છે કે આ જે વ્યવહાર બતાવ્યો તે તું નહિ, એકરૂપ જ્ઞાયક સ્વરૂપ તે તું. આ રીતે આખા
સમયસારમાં નિશ્ચય–વ્યવહારની અલૌકિક સંધિ રહેલી છે. અનેક ભવ્યજીવો પર આ પરમાગમ શાસ્ત્રનો પરમ
ઉપકાર વર્તે છે, સત્સમાગમ દ્વારા આ પરમાગમ શાસ્ત્રનો નિરંતર અભ્યાસ પોતાના હિતેચ્છુ મુમુક્ષુ જીવોએ
કરવા યોગ્ય છે.

PDF/HTML Page 9 of 17
single page version

background image
: ૧૨૦ : આત્મધર્મ વૈશાખ : ૨૦૦૧
નિશ્ચય અને વ્યવહાર
૧. નિશ્ચય કહે છે કે–હું સ્વદ્રવ્ય
આશ્રયે છું તેથી મારા શબ્દોનો જેમ છે
તેમ અર્થ કરવો તે ખરૂં છે.
વ્યવહાર કહે છે કે–હું
પર્યાયાશ્રિત છું માટે મારા કથનનો
શબ્દાર્થ કરવો તે ખોટું છે.
૨. નિશ્ચય–જીવના સ્વાભાવિક
ભાવને અવલંબીને હું પ્રવર્તું છું.
વ્યવહાર–હું તો જીવના
ઔપાધિક ભાવને (અપૂર્ણ–હીણી દશા,
વર્ણાદિક પર વસ્તુ કે નિમિત્તને)
અવલંબીને વર્તું છું.
૩. નિશ્ચય–વ્યવહાર જે કહે છે
તેનો શબ્દાર્થ ખરો નથી તેથી તે
શબ્દાર્થનો હું નિષેધ કરૂં છુ; વ્યવહાર તો
ટુંકી કથન પદ્ધતિ છે.
વ્યવહાર–હું પર દ્રવ્યને
અવલંબીને વર્તું છું. માટે હું જે કથન કરૂં
છું તેનો શબ્દાર્થ ખરો નથી; તેથી તે
શબ્દાર્થને નિશ્ચયનય નિષેધે છે.
૪. નિશ્ચય–જે વ્યવહારના
શબ્દો છે તે બીજા () ના ભાવને
બીજા () નો ભાવ કહે છે તેથી તેને
કહેનારા ટુંકામાં જે શબ્દો છે તે પ્રમાણે
અર્થ કરવામાં આવે–તેને હું નિષેધું છું.
વ્યવહાર–મારા જે શબ્દો છે તે
બીજા () ના ભાવને બીજા () નો
ભાવ કહે છે. તેથી મારા ટુંકામાં જે શબ્દો
છે તે પ્રમાણે તેનો અર્થ કરવાનું નિશ્ચય
નિષેધે છે તે બરાબર છે.
પ. નિશ્ચય–હું બીજાના ભાવને
બીજાનો કહેતો નથી. તેથી મારા જે
શબ્દો છે તેમ જ ખરો અર્થ માનવો.
વ્યવહાર–જે ભાવ જેમ છે તેમ
હું કહેતો નથી, પણ જે ભાવ જેમ છે તેમ
નિશ્ચય કહે છે; માટે મારા કથનમાંથી
પણ નિશ્ચય પ્રમાણે જ અર્થ કાઢવો.
૬. નિશ્ચય–મારા કથનનો અર્થ
જેમ છે તેમ જ કરવો, પણ વ્યવહાર
કથનનો અર્થ એમ કરવો જોઈએ કે તે
એક સમયની અધૂરી પર્યાય, વિકારી
પર્યાય, પર દ્રવ્ય અથવા નિમિત્ત શું છે
તે જ માત્ર કહે છે, માટે તેનો તે મુજબ
અર્થ કરવો તે જ સત્ય છે.
વ્યવહાર–મારા કથનનો અર્થ
એમ કરવો જોઈએ કે–હું એક સમયની
અધૂરી પર્યાય, વિકારી પર્યાય, પરદ્રવ્ય,
અથવા નિમિત્ત શું ચીજ છે તે કહું છું,
તેથી તેટલા પૂરતો જ અર્થ કરવો તે
ખરૂં છે. મારો શબ્દ મુજબ અર્થ કરવો
તે ખોટું છે.
[આધારો માટે જુઓ
સમયસાર ગાથા ૫૬ થી ૬૦ તથા ૬૬
થી ૬૮
]
નિશ્ચય અને વ્યવહારના
ઉપરના કથનથી સિદ્ધ થાય છે કે–
નિશ્ચયનય વ્યવહારનો નિષેધક છે.
તેથી નિશ્ચયના અર્થ કઈ રીતે સમજવા
અને વ્યવહાર કથનના અર્થને કઈ રીતે
ફેરવી નાખવા તે નીચે દ્રષ્ટાંત દ્વારા
સમજાવવામાં આવે છે.
અજીવ વ્યવહાર નિશ્ચયનું કથન નિશ્ચય વ્યવહારની સંધિ વ્યવહારના કથનનો ખરો
નાં અર્થ
દ્રષ્ટાંતો નું કથન અને વ્યવહારનો નિષેધ
ઘીનો ઘડો ઘડો માટીમય છે ઘી અને ઘડો એક ઘડો માટીનો છે. ઘીનો
ઘી–મય નથી. જગાએ રહેલા છે, સ્વ નથી. પરંતુ ઘડો અને
ક્ષેત્રે બન્ને ભિન્ન છે. ઘી એક ક્ષેત્રે રહેલાં છે
તેટલો અર્થ ખરો, પણ
ઘડો ઘીનો નથી; એટલે
ભાષાના કથન પ્રમાણે
અર્થ સાચો નથી.
પાણીનો કળશો ધાતુમય છે પાણી અને કળશો એક કળશો ધાતુનો બનેલો
કળશો પાણીમય નથી. આકાશ ક્ષેત્રે અવગાહે છે, પાણીનો નથી. એક
છે, સ્વક્ષેત્રે ભિન્ન છે. જગાએ રહેલાં છે માટે
તેમ બોલાય છે, પણ
તેનો ભાષા પ્રમાણેનો
અર્થ સાચો નથી.
તલવારનું મ્યાન મ્યાન લાકડામય છે ઉપર પ્રમાણે સમજી લેવું ઉપર પ્રમાણે સમજી લેવું
તલવારમય નથી.
૪ ગાદલાનો ઓછાડ પોતાના
ઓછાડ વસ્ત્રમય છે–ગાદલામય નથી.
દવાની શીશી શીશી કાચમય છે, દવામય નથી.
દાગીનાની તીજોરી લોઢામય છે
તિજોરી દાગીનામય નથી.
રૂપીયાની પેટી પેટી લાકડામય છે રૂપીયામય નથી.
ખાટલાની પાટી પાટી સુતરમય છે,
ખાટલામય નથી.

PDF/HTML Page 10 of 17
single page version

background image
જીવ અ વ્યવહારનું નિશ્ચયનું કથન અને નિશ્ચય વ્યવહારની સંધિ વ્યવહારના કથનનો
જીવનાં કથન વ્યવહારનો નિષેધ ખરો અર્થ
દૃષ્ટાંતો
નાથાનો ઘડો માટીમય છે ઘડાની માલીકી નાથો ઘડો માટીનો છે, ના–
ઘડો નાથામય નથી. માને છે. બન્ને એક થાનો નથી. નાથો
આકાશ ક્ષેત્રે નથી. સ્વ માલીકી માને છે તેથી
અને પર બન્ને પ્રદેશે બોલાય છે. લૌકિક મા–
ભિન્ન છે છતાં લોક લીકી બતાવવા માટે
વ્યવહાર માટે બોલવાની આ કથન છે એમ તેનો
પ્રસિદ્ધ રીત છે. અર્થ કરે તો ખરો છે
ભાષાના કથન પ્રમાણે
અર્થ કરે તો સાચો નથી.
વહુની સાડી સાડી વસ્ત્રમય છે,
વહુમય નથી. ,, ,,
ભાઈના ચશ્મા ધાતુમય છે
ચશ્મા ભાઈમય નથી. ,, ,,
ભીમજીભા– શેરી આકાશમય છે, ભીમજીભાઈ શેરીમાં પ્ર– શેરી એખુલ્લી જગ્યા
ઈની શેરી ભીમજીભાઈમય તિષ્ઠિત માણસ વર્તમાન છે. ભીમજીભાઈ તે શેરી
નથી. છે અગર ભૂતમાં હતા ના પ્રતિષ્ઠિત ગૃહસ્થ
બંને એક આકાશક્ષેત્રે હોવાથી તે નામે ઓ–
નોંધ:– નથી. સ્વક્ષેત્રે અને પર ળખાય છે એમ અર્થ
ઉપર પ્રમાણે ‘માસ્તરની લાકડી ક્ષેત્રે ભિન્ન છે, છતાં કરે તો ખરો છે શેરી
‘સાહેબની કચેરી’ ‘રાજાનું લોક વ્યવહાર માટે બો– ભીમજીભાઈની બનેલી
ગામ’ ‘મારો દેશ’ વગેરે કથ– લવાની પદ્ધતિ છે. છે એમ અર્થ કરે તો
નમાં પણ સમજી લેવું. તે ખોટું છે.
એક વ્યવહારનું નિશ્ચયનું કથન વ્યવહારના કથનનો ખરો
આકા કથન અને વ્યવહારનો નિશ્ચય વ્યવહારની સંધિ અર્થ
શ ક્ષેત્રે નિષેધ
જીવ શરીર જડનું બનેલું છે શરીર અજીવનું બનેલું
અજીવ જીવ ભૂલથી તે પોતાનું છે, જીવનું બનેલું નથી
નાં માને છે. આકાશના પણ જીવ ભુલથી પોતા
દૃષ્ટાંત એક ક્ષેત્રે બંને અવગાહે નું માને છે, અને આ
છે. પોતપોતાના ક્ષેત્ર કાશના તેજ ક્ષેત્રને રોકે
૧ જીવનું શરીર પુદ્ગલમય જુદા છે. પણ આકાશનું છે તેવો અર્થ કરે તો
છે. જીવમય નથી એક ક્ષેત્ર રોકયું છે તે સાચો છે. શબ્દ પ્રમાણે
બતાવવા પૂરતો તે અર્થ કરે તો ખોટો છે.
વ્યવહાર સાચો છે.
પંચેન્દ્રિય જીવ ચેતનમય છે, જીવ ચેતનમય છે, પં–
જીવ પંચેન્દ્રિયમય નથી ચેન્દ્રિય તે જીવ નથી.
ઈન્દ્રિયો જડ છે એ ,,
રીતે ઉપરની મતલબે
સમજી લેવું.
સચેતન શરીર જડમય છે. શરીર જડમય છે, સ– શરીર ખરેખર સચેતન
શરીર સચેતનમય ચેતનમય નથી. બીજું થયું છે અથવા તો
નથી. ઉપરની મતલબે સમ– અનંતમે ભાગે શરીર
જવું. સચેતન થયું છે એમ
જીવ જે આકાશ ક્ષેત્રે માનવું તે ભુલ છે; પણ
છે તે આકાશ ક્ષેત્રે શ ઉપરની મતલબે સમજવું
જીવ ધોળો ધોળો તે શરીરનો શરીરની સ્થિતિ છે તેથી
રંગ છે, તેથી તેના રંગને જીવનો રંગ જીવ ધોળો નથી, ધોળું
ધોળો તે પુદ્ગલ ઉપચારથી કહ્યો છે જીવ ખરેખર શરીર છે આમ
ના રંગમય છે ધોળો થયો નથી. હકીકત છે.
જીવમય નથી. વિશેષ ઉપરની મતલબે વિશેષ ઉપરની મતલબે

PDF/HTML Page 11 of 17
single page version

background image
આ પ્રમાણે ૧–જીવ પર્યાપ્ત, ૨–જીવ અપર્યાપ્ત, ૩–જીવ સૂક્ષ્મ ૪–જીવ બાદર અને પ–જીવ એકેન્દ્રિય વગેરે વ્યવહાર
કથનના અર્થ ઉપર મુજબ ૧–જીવ ચેતનમય છે, પર્યાપ્ત નથી, ૨–જીવ ચેતનમય છે, અપર્યાપ્ત નથી, ૩–જીવ ચેતનમય છે, બાદર
નથી, ૪–જીવ ચેતનમય છે, સૂક્ષ્મ નથી, અને પ–જીવ ચેતનમય છે, એકેન્દ્રિયાદિમય નથી–એમ સમજવું. તથા બીજી હકીકતો
પણ ઉપર મુજબ સમજી લેવી.
આ પ્રકારે લોકમાં વ્યવહાર કથનના જે અર્થ થાય છે–તે ઘીના ઘડાના દ્રષ્ટાંતથી શરૂ કરીને અત્યાર સુધીના દ્રષ્ટાંતોમાં
વિગત પાડી સમજાવ્યા, અને તેવા જ અર્થો શાસ્ત્રમાં થાય છે તે પણ શરૂઆતમાં નિશ્ચય વ્યવહારના કથનના છ બોલોમાં જણાવ્યું છે.
આ ઉપરથી નિશ્ચયનય શું કહે છે તથા વ્યવહારનય શું કહે છે, તથા નિશ્ચયનય વ્યવહારનયને નિષેધે છે–છતાં તે
બન્નેમાં સંધિ (અવિરોધપણું) કેવી રીતે છે, તે ઉપર કહ્યું, તેથી નિશ્ચયનય વ્યવહારનો નિષેધ કરે છે તે સિદ્ધાંતનો દાખલાઓ
આપી સમજાવ્યો છે. રા. મા. દોશી
[ઉપર પ્રમાણે નિશ્ચય–વ્યવહારનું સ્વરૂપ જાણીને નિશ્ચય શું છે તે સમજવું; અને વ્યવહારના કથનને નિશ્ચયના અર્થમાં
ફેરવીને સમજવું તે જ વ્યવહારનું સ્થાપન છે, અને તેમાં જ વ્યવહારનો સ્વીકાર છે. પણ જો વ્યવહાર કથન પ્રમાણે જ નિશ્ચય
સ્વરૂપ માની લેવામાં આવે તો વ્યવહાર પોતે જ નિશ્ચય થઈ જાય એટલે કે વ્યવહારનો લોપ થાય–તે જ વ્યવહારનું ઉથાપન છે.
માટે ઉપર બતાવ્યા પ્રમાણે વ્યવહારના અર્થ સમજવા તે જ બન્ને નયોની સંધિ છે.] સં.
: ૧૨૨ : આત્મધર્મ વૈશાખ : ૨૦૦૧
શ્રી સર્વજ્ઞાય નમ: ।। ।। શ્રી વીતરાગાય નમ:
સત્શ્રુત પ્રભાવના
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા સં. ૨૦૦૦ ના ચૈત્ર સુદ ૧૩ થી સં. ૨૦૦૧ ના ચૈત્ર સુદ ૧૩ સુધીમાં
નીચેના ૧૩ સત્શાસ્ત્રો પ્રસિદ્ધ થયાં છે.
સતશાસ્ત્રોની વિગત
નં. સત્શાસ્ત્રનું નામ કિંમત પ્રસિદ્ધિની મિતિ છપાયેલ પ્રત વેચાયેલ પ્રત
૧ સત્તાસ્વરૂપ ૦–૯–૦ ચૈત્ર સુદ ૧૩ એક હજાર ૮૬૦
૨ દ્રવ્ય–સંગ્રહ ૦–૭–૦ જેઠ સુદ ૫ એક હજાર ૭૦૦
૩ અપૂર્વ અવસર પર પ્રવચનો ૦–૮–૦ અષાડ વદ ૧ બે હજાર ૧૦૦૦
૪ આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો ૩–૮–૦ આસો સુદ પ એક હજાર ૪૫૦
(આવૃત્તિ બીજી)
૫ મોક્ષમાર્ગ પ્રકાશક ૩–૦–૦ આસો સુદ ૧૫ એક હજાર ૩૦૦
(ગુજરાતી બીજી આવૃત્તિ)
૬ જૈન સિદ્ધાંત પ્રવેશિકા
૦–૮–૦ આસો વદ ૨ એક હજાર ૫૦૦
(ગુજરાતી આવૃત્તિ બીજી)
૭ સંજીવની (આવૃત્તિ બીજી)
શ્રાવણ વદ ૧૩ એક હજાર ૧૦૦૦
[સમયસાર ગાથા ૧૧ પર પ્રવચનો] પાદરાવાળા વકીલ વલમજી રામજીના સુપુત્રો મારફત ભેટ–
૮ પદ્મનંદી–આલોચના ૦–૨–૦ શ્રાવણ વદ ૧૩
જૈન અતિથિ સેવા સમિતિના સભ્યોને પોરબંદરવાળા પ્રાણલાલ હરજીવન તરફથી ભેટ
૯ સર્વ સામાન્ય પ્રતિક્રમણ
૦–૮–૦ શ્રાવણ વદ ૧૩ એક હજાર ૪૦૦
(બીજી આવૃત્તિ)
૧૦ અમૃતવાણી ૦–૬–૦ કારતક સુદ ૧૫ બે હજાર ૧૫૦૦
(સમયસાર ગાથા ૧૪ પર પ્રવચનો) આત્મધર્મના ગ્રાહકોને ભેટ
૧૧ સમયસાર પ્રવચનો ૩–૦–૦ ફાગણ સુદ ૨ બે હજાર ૧૦૦૦
૧૨ મોક્ષની ક્રિયા ૦–૧૦–૦ ફાગણ સુદ ૨ એક હજાર ૬૫૦
૧૩ છ ઢાળા ૦–૧૨–૦ ચૈત્ર સુદ ૧૩ એક હજાર ૨૦૦
ઉપરની વિગતથી માલુમ પડશે કે આ સંસ્થા તરફથી પ્રસિદ્ધ થતા સત્શાસ્ત્રો તરફ સમાજની રુચિ વધતી જાય છે, અને
તેની માંગ સતત્ ચાલુ રહે છે; તેથી આ સત્શાસ્ત્રોમાં શું શું વિષયો આવે છે તે ટુંકમાં જણાવવાની જરૂર છે કે જેથી
જિજ્ઞાસુઓનું તે તરફ વલણ વધે.
૧–સત્તાસ્વરૂપ
નિર્ણય વગર અને અરિહંત સ્વરૂપ સમજ્યા વિના દેવદર્શન, પુજા, સ્તોત્ર, વ્રત, તપ, પ્રત્યાખ્યાનાદિ સર્વે મિથ્યા છે કેમકે જેના
દર્શનાદિ કરવાં છે તેના સ્વરૂપના નિર્ણય વગર તે સાચાં દર્શનાદિ શી રીતે કરી શકે?
માટે–દરેક મનુષ્યે તત્ત્વનિર્ણય પ્રથમ કરવાની જરૂર છે; અને તે બાળક–વૃદ્ધ, રોગી–નિરોગી, તવંગર ગરીબ સુક્ષેત્રી–
કુક્ષેત્રી તમામ આ કાળે પણ તત્ત્વ નિર્ણય

PDF/HTML Page 12 of 17
single page version

background image
વૈશાખ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૨૩ :
કરી શકે છે. પ્રયોજનભૂત જીવાદિ તત્ત્વોનું શ્રદ્ધાન કરવા યોગ્ય ક્ષયોપશમ સર્વે મનવાળા પંચેન્દ્રિય જીવોને હોય
છે; માટે જીવનું પ્રથમ કર્તવ્ય તત્ત્વનિર્ણય કરવો તે છે એમ આ શાસ્ત્ર ભાર મૂકીને જણાવે છે.
ગૃહીત મિથ્યાત્વ જીવ શી રીતે ટાળી શકે તે પણ આ શાસ્ત્રમાં બહુ સુંદર રીતે સમજાવવામાં આવેલ છે.
આ શાસ્ત્રના બીજા ભાગમાં શ્રી સર્વજ્ઞની સિદ્ધિ અકાટય યુક્તિથી કરવામાં આવી છે. જીવ આ સ્વરૂપ ન
સમજે ત્યાંસુધી ‘પોતાનું સ્વરૂપ દ્રવ્યદ્રષ્ટિએ સર્વજ્ઞ છે’ એમ નક્કી કરી શકે નહિ, અને એ નક્કી કરે નહિ
ત્યાંસુધી તેને ધર્મ કદી થાય નહિ. મૂળ શાસ્ત્ર હિંદીમાં છે તેનો આ ગુજરાતી અનુવાદ છે.
૨–દ્રવ્ય સંગ્રહ
,
નવ પદાર્થ, ધ્યાન વગેરેનું સ્વરૂપ નિશ્નય અને વ્યવહારનયે સિદ્ધાંત ચક્રવર્તી ભગવાન શ્રી નેમિચંદ્ર આચાર્યે
સમજાવ્યું છે. આ શાસ્ત્ર દરેક જિજ્ઞાસુએ વાંચી સમજવાની જરૂરિયાત છે.
૩–અપૂર્વ અવસર–પર–પ્રવચનો
“અપૂર્વ અવસર એવો ક્યારે આવશે” એ નામે શ્રીમદ્રાજચંદ્રે બનાવેલું ઘણું ગંભીર કાવ્ય છે, તેના
અર્થો સાં–૧૯૯૫ માં રાજકોટ મુકામે પૂ. સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ વ્યાખ્યાન દ્વારા સહેલી, સરળ અને
સચોટ ભાષામાં–બાળક પણ સમજી શકે તેવી રીતે સમજાવ્યા છે માટે તે દરેક જિજ્ઞાસુઓએ અભ્યાસ કરી તેનો
ભાવ સમજવાની જરૂર છે.
આ શાસ્ત્રમાં ગુણસ્થાનક્રમ બહુ સુંદર રીતે સમજાવવામાં આવ્યો છે.
૪–આત્મસિદ્ધિ શાસ્ત્ર પર પ્રવચનો
આત્મસિદ્ધિ શાસ્ત્રના અર્થો સાં–૧૯૯૫માં રાજકોટ મુકામે વ્યાખ્યાન દ્વારા સદ્ગુરુદેવ શ્રી કાનજી
સ્વામીએ સમજાવેલા તે આ શાસ્ત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. વસ્તુ સ્વરૂપને એટલે જૈનધર્મને લગતા તમામ
સિદ્ધાંતો ઘણીજ સહેલી ભાષામાં આ શાસ્ત્રમાં સમજાવવામાં આવ્યા છે.
પ–મોક્ષમાર્ગ પ્રકાશક
આ ગ્રંથ પંડિત ટોડરમલજીએ બનાવેલ હિંદી શાસ્ત્રનો ગુજરાતી અનુવાદ છે. વસ્તુસ્વરૂપ સમજાવતા
અને જિજ્ઞાસુ જીવોની શું શું ભૂલો થાય છે અને તે કેવી રીતે ટાળવી તેને લગતા હજારો બોલોનો નિકાલ આ
શાસ્ત્રમાં ઘણી અસરકારક રીતે કરવામાં આવ્યો છે.
આ શાસ્ત્ર દરેક જિજ્ઞાસુઓએ વાંચી તેના ભાવ સમજવાની જરૂર છે, અને તેમાં સાતમો અધ્યાય જે
સૂક્ષ્મમિથ્યાત્વને લગતો છે અને નવમો અધ્યાય જે સમ્યગ્દર્શનને લગતો છે તે ઘણા જ સુંદર છે. આ શાસ્ત્રમાં
અન્યમતોની સમીક્ષા કરવામાં આવી છે અને જીવો કુદેવ, કુગુરુ અને કુશાસ્ત્રોમાં ફસાઈ જાય છે માટે તે સંબંધી
ભૂલ સમજાવવા માટે ઘણી સ્પષ્ટ ચોખવટ કરવામાં આવી છે. શ્રીમદ્રાજચંદ્રે પણ તેને સત્ શ્રુત તરીકે સ્વીકારી
તેનો અભ્યાસ કરવાની ભલામણ કરી છે.
૬–જૈન સિદ્ધાંત પ્રવેશિકા
આ શાસ્ત્ર પ્રશ્નોત્તરરૂપે છે તેમાં જૈનપરિભાષાના અનેક શબ્દોના અર્થો આપ્યા છે. દરેક અભ્યાસીએ
તેનો અભ્યાસ કરવાની જરૂર છે.
૭–સંજીવની
શ્રી સમયસારની ૧૧ મી ગાથા ઉપરના પુ. સદ્ગુરુદેવના સાં ૧૯૯૯ માં રાજકોટ મુકામે થયેલા
પ્રવચનોની આ પુસ્તિકા છે. જૈનધર્મનું રહસ્ય જીવ તુરત જ સમજી શકે તેવી સરળ અને ઘરગથ્થુ ભાષામાં આ
વ્યાખ્યાનો થએલાં છે, તેથી દરેક જિજ્ઞાસુને તેનો અભ્યાસ કરવાની ખાસ જરૂર છે.
નિશ્ચયનય અને વ્યવહારનયનું સ્વરૂપ તેમાં સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. નિશ્ચયનયને આશ્રયે
સમ્યગ્દર્શન પ્રગટે છે એ પણ તેમાં સમજાવવામાં આવ્યું છે.
૮–પદ્મનંદી–આલોચના
ભગવાન શ્રી પદ્મનંદી આચાર્ય કૃત પદ્મનંદી પંચવીશીમાં એક અલોચના અધિકાર છે, તેનો આ ગુજરાતી
અનુવાદ છે, તે તત્ત્વજ્ઞાનથી ભરપુર છે. પર્યુષણમાં સંવત્સરીને દિવસે ‘આલોચના’ કરવામાં આ શાસ્ત્રનો ખાસ
ઉપયોગ કરવાની જરૂર છે. તે ગુજરાતી ભાષામાં હોવાથી આલોચનનાનું સ્વરૂપ સમજી શકાય છે અને તેથી
પર્વના દિવસનો તે પ્રકારે લાભ લઈ શકાય તેવું છે.
૯–સર્વ સામાન્ય પ્રતિક્રમણ
રૂઢીગત જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તે સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી પાંચમું ગુણસ્થાન પ્રગટ કર્યું હોય
તેને લાગુ પડી શકે છે; સમાજના મોટા ભાગને

PDF/HTML Page 13 of 17
single page version

background image
: ૧૨૪ : આત્મધર્મ વૈશાખ : ૨૦૦૧
તેના અર્થોનો ખ્યાલ હોતો નથી, અને ‘અર્થ સમજવામાં ન આવે તોપણ તે શબ્દો બોલવા જ જોઈએ’ એવી
અણસમજણને સમાજના ગણાતા મુખ્ય માણસો અને કહેવાતા ઉપદેશકો પોષે છે; એ રીતે ધર્મની ક્રિયાને નામે
સંસાર માર્ગનું પોષણ થઈ રહ્યું છે. આવી સ્થિતિ ચલાવી લેવાનું આધૂનિક અગ્રેસરો યોગ્ય ધારે છે તે પણ એક
વિચિત્રતા છે. આવી સમાજની સ્થિતિ હોવા છતાં વીતરાગે કહેલ ખરૂં તત્ત્વ શું છે અને સાચું પ્રતિક્રમણ શું છે તે
સમજવા અનેક તત્ત્વ રસિક જીવો હાલ તૈયાર થયા છે; તેથી અનેક સત્શાસ્ત્રોના આધારે ગુજરાતી ભાષામાં આ
પ્રતિક્રમણ તૈયાર કરવામાં આવ્યું છે. માટે તેનો અભ્યાસ કરવાની ધર્મી જીવોને વિનતિ કરવામાં આવે છે.
૧૦–અમૃતવાણી
આમાં શ્રી સમયસારની ૧૪ મી ગાથા ઉપરનાં પૂ. શ્રી સદ્ગુરુદેવનાં વ્યાખ્યાનો છે. નિશ્ચયનયે જીવનું
સ્વરૂપ અબદ્ધ સ્પૃષ્ટ, નિયત, અનન્ય, અવિશેષ અને અસંયુક્ત છે એમ તે ગાથામાં સમજાવવામાં આવ્યું છે; તે
પાંચ ભાવોનું સ્વરૂપ આ વ્યાખ્યાનોમાં ઘણી સરળ ભાષામાં આપવામાં આવ્યું છે. આ સ્વરૂપ સમજ્યા વિના
કોઈ પણ જીવને ધર્મ પ્રગટે નહિ, માટે આ શાસ્ત્ર વાંચી તેમાં કહેલા ભાવો સમજવાની ખાસ જરૂર છે.
૧૧–શ્રી સમયસાર પ્રવચનો– (ભાગ–૧)
સાં. ૧૯૯૯માં શ્રી સદ્ગુરુદેવે રાજકોટમાં ચાતુર્માસ કરવાની કૃપા કરી હતી, તે વખતે પરમાગમ શ્રી
સમયસાર ઉપર જે વ્યાખ્યાનો કરવામાં આવેલાં તે ઘણા અપૂર્વ હતાં; તે વ્યાખ્યાનો નોંધી લેવામાં આવ્યા છે,
તેમાંથી પહેલી તેર ગાથાઓનાં વ્યાખ્યાનો આ પુસ્તકમાં છે. વસ્તુનું સાચું સ્વરૂપ સમજવાની જેની ભાવના હોય
અને અખંડ સુખ મેળવવાની જેની જિજ્ઞાસા હોય તેઓએ આ પ્રવચનોનો અભ્યાસ કરી તેના ભાવ સમજવાની
ખાસ જરૂર છે.
૧૨–મોક્ષની ક્રિયા
જે જીવો ધર્મની ક્રિયા શું કહેવાય તે જાણતા નથી તેઓ શરીરની ક્રિયાથી ધર્મ થાય, પુણ્યની ક્રિયાથી ધર્મ
થાય અગર તે ધર્મમાં સહાયક થાય–વગેરે પ્રકારે જોર–શોરથી કહ્યા કરે છે, અને એ રીતે તેઓ અધર્મને ધર્મ
માની મિથ્યાત્વને પોષે છે, અને જ્ઞાન માર્ગને નિષેધે છે. આવા જીવોત્રણે કાળે મોટી સંખ્યમાં હોય છે. તેમની
આ માન્યતાને તેમણે માનેલા ગુરુઓ અનેક પ્રકારે પોષે છે અને આવી ક્રિયાઓ કરતાં કરતાં ભવિષ્યમાં કોઈ
અજાણ્યા કાળે અચાનક ધર્મ પ્રગટી જશે એ વગેરે મતલબે ઘણાઓ ઉપદેશે છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી વિચાર કરનાર
જીવો ધર્મની ક્રિયા સંબંધી થતી આવી ગંભીર ભૂલ ભરેલી માન્યતા સ્વીકારી શકે નહિ, તેથી મોક્ષની સાચી ક્રિયા
શું છે તે આ પુસ્તકમાં સમજાવવામાં આવ્યું છે.
૧૩–છહ ઢાળા
જે ઢાળને ધારણ કરે તે જીવ પોતાને બચાવી શકે છે, તેવી રીતે જે જીવ ધર્મ સંબંધી ઢાળ ધારણ કરવા
માંગે છે તેને માટે કવિવર દોલતરામજીએ બનાવેલી આ ‘છ ઢાળ’ છે; તેમાં જીવની અનાદિથી થતી સાત ભૂલો,
તેનું ફળ, તે ભૂલો કેમ ટળે, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર, આત્માની ત્રણદશા, દેશવ્રત અને મહાવ્રતરૂપ શુભભાવો
વગેરેનું સ્વરૂપ–આપેલું છે. વિદ્યાર્થીઓ માટે જૈન પાઠશાળાનું આ એક પાઠય પુસ્તક છે. પાત્ર જીવો પોતાની
ભાષામાં સમજી શકે માટે તેનો શબ્દાર્થ, ભાવાર્થ શબ્દના અર્થો વગેરેનું ગુજરાતી અનુવાદન કરવામાં આવ્યું છે,
તેમાં અનેક વિષયો આપવામાં આવ્યા છે.
અભ્યાસીઓને વિનંતિ
સત્શાસ્ત્રનો અભ્યાસ કરતાં નીચેની સાત બાબતો ખાસ લક્ષમાં રાખવી–
(૧) સમ્યગ્દર્શનથી જ ધર્મની શરૂઆત થાય છે.
(૨) સમ્યગ્દર્શન પામ્યા સિવાય કોઈ પણ જીવને સાચાં વ્રત, સામાયિક, પ્રતિક્રમણ, તપ, પ્રત્યાખ્યાન
વગેરે હોય નહિ, કેમકે તે ક્રિયા પ્રથમ પાંચમાં ગુણસ્થાને શુભ ભાવરૂપે હોય છે.
(૩) શુભભાવ જ્ઞાની અને અજ્ઞાનીને બન્નેને થાય છે, પણ અજ્ઞાની તેનાથી ધર્મ થશે એમ માને છે
અને જ્ઞાની (તે હેય બુદ્ધિએ હોવાથી) તેનાથી કદી ધર્મ થાય નહિ–એમ માને છે.
(૪) આ ઉપરથી શુભભાવ કરવાની ના પાડવામાં આવે છે એમ સમજવું નહિ પણ તેને ધર્મ માનવો
નહિ, કે તેથી ક્રમે ક્રમે ધર્મ થશે એમ માનવું નહિ કેમકે અનંત વીતરાગોએ તેને બંધનું કારણ કહ્યું છે.
(૫) એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ, પરિણમાવી શકે નહિ, પ્રેરણા કરી શકે નહિ, અસર,
મદદ કે ઉપકાર કરી શકે નહિ, લાભ–નુકશાન કરી શકે નહિ,

PDF/HTML Page 14 of 17
single page version

background image
વૈશાખ : ૨૦૦૧ આત્મધર્મ : ૧૨૫ :
મારી જીવાડી શકે નહિ, સુખ દુઃખ આપી શકે નહિ,
એવી દરેક દ્રવ્ય–ગુણ–પર્યાયની સંપૂર્ણ સ્વતંત્રતા અનંત
જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહી છે.
(૬) જિનમતમાં તો એવી પરિપાટી છે કે
પહેલાંં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય; હવે સમ્યક્ત્વ તો
સ્વ–પરનું શ્રદ્ધાન થતાં થાય છે; માટે પહેલાંં
દ્રવ્યાનુયોગ અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થવું.
શ્ર મહવર જન્મકલ્યણક મહત્સવ
–સુવર્ણપુરી–
ચૈત્ર સુદ: ૧૩ ૨૦૦૧: બુધવાર
(૭) પહેલાં ગુણસ્થાને જિજ્ઞાસુ જીવોને
શાસ્ત્રનો અભ્યાસ, વાંચન, મનન, જ્ઞાનીપુરુષોનો
ધર્મોપદેશ સાંભળવો, નિરંતર તેમના સમાગમમાં
રહેવું, દેવદર્શન, પુજા, ભક્તિ, દાન વગેરે શુભભાવો
હોય છે. પરંતુ પહેલાંં ગુણસ્થાને સાચાં વ્રત, તપ વગેરે
હોતાં નથી.
જિજ્ઞાસુઓએ ઉપર પ્રમાણે સમજીને
સત્શાસ્ત્રોનો અભ્યાસ કરવો જરૂરી છે.
રામજી માણેકચંદ દોશી
–પ્રમુખ–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
હે જીવ! સર્વજ્ઞના ધર્મ સિવાય ત્રણ લોકમાં કોઈ શરણભુત નથી માટે તે જ
ધર્મને જાણ, શ્રદ્ધા કર અને આત્મસ્વરૂપની આરાધના કર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવના
પ્રવચનમાંથી ચૈત્ર સુદ ૭
૧૮ – ૪ – ૪પ
પ્રદ્યુમ્ન કુમાર તે શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા; સમસ્ત સંસાર પ્રત્યે વૈરાગ્ય થતાં તેઓ દીક્ષા લઈને
મુનિ થાય છે, એ વખતે દીક્ષા માટે રજા માગતાં માતા પિતા પ્રત્યે અત્યંત વિનય પુર્વક કહે છે કે–
પિતાજી! અમને રજા આપો! અમે હવે પરમ પવિત્ર ભગવતિ જિનદીક્ષા અંગીકાર કરીશું; સ્વરૂપમાં
રમણતા સાધી હવે અમારૂં કેવળજ્ઞાન પ્રગટાવશું. આ અસાર, ક્ષણભંગુર સંસારમાં અનંતકાળ ગાળ્‌યો, અમને
હવે અમારા આત્માનું કરવા દો. શુદ્ધ સ્વરૂપની રમણતા પ્રગટાવી સમસ્ત વિભાવોનો ક્ષય કરી અમે આ જ ભવે
જન્મ–મરણનો અંત લાવી મોક્ષ દશા પ્રગટ કરશું. આ અનાદિ સંસાર વિષે કોઈ શરણભૂત થયું નથી, અશરણ
સંસારને છોડી, અમે અમારા આત્માનું શરણ કરીને શરીરનાં ખોખાં ઉડાવી દેશું–જે ભાવે શરીર મળ્‌યાં તે
ભાવનો અભાવ કરીશું. આ અશરણ જગતમાં તો એક પછી એક મરતાં જ જાય છે, અમે તો હવે અમારા
અવિનાશી આત્મ સ્વરૂપનું શરણ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરશું. શરણભૂત જ્ઞાનમૂર્તિ ભગવાન આત્મા
આનંદસ્વરૂપ છે. તે સિવાય આ શરીરાદિ તો શરણભૂત નથી, પરંતુ પુણ્ય–પાપનો કોઈ વિકલ્પ પણ શરણભૂત
નથી. વિકલ્પ તો બધા ક્ષણિક છે, એ ક્ષણિકના શરણ અવિનાશી ભગવાન આત્માને ન હોય. શરણભૂત તો એક
માત્ર જિનેન્દ્રદેવે કહેલો આત્મ સ્વભાવ છે. શ્રીમદે કહ્યું છે કે–સર્વજ્ઞનો ધર્મ સુશર્ણ જાણી આરાધ્ય! આરાધ્ય!
પ્રભાવ આણી અનાથ એકાંત સનાથ થાશે એના વિના કોય ન બાંહ્ય સ્હાશે
(અશરણ ભાવના)
હે જીવ! સર્વજ્ઞના ધર્મ સિવાય ત્રણ જગતમાં કોઈ શરણભૂત નથી, માટે તે જ ધર્મને જાણ, શ્રદ્ધા કર.
આત્મસ્વરૂપની આરાધના કર. સર્વજ્ઞ ભગવાને કહેલા ધર્મને આરાધ. હજારો દેવોના સ્વામી ઈન્દ્ર પણ તે ધર્મને
આરાધે છે. ઈન્દ્રનો વૈભવ પણ અશરણ છે. મરણ ટાણે ઈન્દ્ર પાસે ૮૪૦૦૦ દેવો સેવા કરતાં ઊભા હોય છતાં
ઈન્દ્રને મરતાં કોઈ બચાવી શકે નહિ.
ઈન્દ્ર પોતે સમકિતી છે, આત્માનું તેને ભાન છે કે મારૂં સુખ પરમાં નથી, મને કોઈ શરણભૂત નથી,
જિનધર્મ–આત્મસ્વભાવ એ જ મારૂં શરણ છે. એ ઈન્દ્ર પણ જિનધર્મના આરાધક છે. તેને તો સ્વરૂપની પૂર્ણતાની
ભાવના છે, અમારે આ ઈન્દ્રપદ જોઈતું નથી, ઈન્દ્રપદમાં અમારા આત્માની શાંતિ નથી. અમે તો મનુષ્ય થઈ
ભગવાન પાસે ચારિત્ર અંગીકાર કરી કેવળજ્ઞાન સાધશું. એ જ અમારૂં પદ છે. –આમ અનેક પ્રકારે વૈરાગ્ય
લાવીને પ્રદ્યુમ્નકુમાર માતા પિતાની રજા લઈ, સમસ્ત રાજવૈભવ છોડી, મુનિદશા અંગીકાર કરીને પરિપૂર્ણ
પુરુષાર્થ દ્વારા કેવળજ્ઞાન પ્રગટાવી તેજ ભવે અશરીરી સિદ્ધ થઈ ગયા છે.

PDF/HTML Page 15 of 17
single page version

background image
: ૧૨૬ : આત્મધર્મ વૈશાખ : ૨૦૦૧
મૃગાપુત્રના વૈરાગ્યની વાત પણ આવે છે. મૃગાપુત્રને આત્માનું ભાન છે, હજી નાની ઉમર છે, પણ જાતિ
સ્મરણ જ્ઞાન થતાં સંસાર પ્રત્યે વૈરાગ્ય આવી જાય છે. પોતે રાજપુત્ર છે, હીરા માણેકના પલંગમાં સૂનારા
મૃગાપુત્ર આત્મ સ્વરૂપની સાધના કરવા માટે મુનિદશા અંગીકાર કરવાની રજા માગતા માતા પિતા પ્રત્યે કહે છે
કે હે માતા! હે જનેતા! આ શરીર અશુચિમાંથી ઉત્પન્ન થયું છે અને તે પોતે પણ અશુચિમય છે. માતા! આ
શરીરમાં કે રાજવૈભવમાં અમારૂં સુખ નથી. અમારૂં સુખ આત્મામાં છે. હે માતા! રજા દે, રજા દે! અમે હવે
અશરિરી સિદ્ધ પરમાત્મા થઈ જશું. હવે બીજું શરીર ધારણ કરવાના નથી, નવો ભવ હવે કરવાના નથી. અમે
પૂર્ણાનંદી સ્વરૂપની સાધના કરી પરમાત્મદશા પ્રગટ કરશું. માતા! એક તને દુઃખ થશે, પણ હવે બીજી માતા
કરવાના નથી. અમે હવે ફરી જન્મ ધારણ કરવાના નથી. માતા! આ જન્મ–મરણમાં ક્યાંય આત્માનું સુખ નથી,
આ મણીરતન કે શરીરાદિ એ કોઈ અમારા નથી, અમારો આત્મા એ જ અમારું શરણ છે. આ અશરણ સંસારમાં
હવે અમારે એક ક્ષણ પણ નથી રહેવું. કોઈ વિભાવ ભાવમાં અમારૂં શરણ નથી, અમે અમારા સ્વભાવનું શરણ
કરશું અને આ વિભાવોનો અંત કરશું. આ પ્રમાણે સ્વરૂપના ભાનમાં નિઃશંક થઈને, રાજવૈભવ વગેરે બધું
છોડીને, નગ્ન દીગંબર મુનિદશા અંગીકાર કરી સ્વરૂપ રમણતા કરી સિદ્ધ થઈ ગયા. જુઓ! જ્ઞાનીઓએ
સત્સ્વરૂપમાં શાંતિ ભાળી, તેનું જ શરણ કર્યું. આ શરીર તો રજકણોનું બનેલું જડ છે, એના રજકણે રજકણ
છુટા પડી જવાના છે તેમાં આત્માની શાંતિ નથી. આ મનુષ્યપણામાં શીઘ્ર આત્મભાન કરવું યોગ્ય છે.

બ્રાહ્મણના બે પુત્રોની વાત આવે છે. તેઓને જાતિસ્મરણ છે, જૈન ધર્મી છે, આત્માનું ભાન થયું છે, તેઓ
દીક્ષા લઈ મુનિ થાય છે. માતા–પિતાને કહે છે કે–અમને રજા આપો, અમે હવે મુનિ થવા માંગીએ છીએ. હે
માતા! હે જનેતા! જેનો અજીવ સ્વભાવ છે એવા આ શરીર ઉપરના રાગને છોડીને આજ ક્ષણે ચિદાનંદ સ્વરૂપ
આત્મધર્મને અને સ્વરૂપના ચારિત્રને અંગીકાર કરશું. હે જનેતા! હવે અમે ચિદાનંદ સ્વરૂપી આત્માનું શરણ
કરીએ છીએ અને આ અજીવ શરીર ધારણ કરવાનાં પચ્ચખાણ કરીએ છીએ. હે માતા, હવે અમે ફરીને
અવતરવાનાં નથી. હવે સંસારનો અંત લાવી સ્વરૂપને પામી જશું. આ સંસાર વિષે રખડતાં જગતમાં અણપામેલું
એવું આ આત્મા સિવાય અમારે બીજું કાંઈ રહ્યું નથી. સ્વર્ગના વૈભવ અને નરકનાં દુઃખ અનંતવાર ભોગવ્યા,
હવે અમારે આ અજીવ શરીરને ફરી કદિ પણ ધારણ નથી કરવું. હે માતા! નરકમાં હજારો વર્ષ ભૂખ–તરસ
સહન કર્યાં, શરીર ચીરાણાં, ઢોરમાં પણ દુઃખી અનંતવાર થયો, અને દેવની મણી–રતનની સામગ્રી અનંતવાર
મળી, પણ આત્મસાધના પૂર્વે કદી કરી નથી, હવે તો અમે આત્મસાધના પૂરી જ કરશું. આ પ્રમાણે બધું છોડીને
આત્મસ્વરૂપની રમણતા કરવા ચાલી નીકળે છે.
ગમે તેવા તૂચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજ્જવલ આત્માઓનો સ્વત: વેગ વૈરાગ્યમાં ઝંપલાવું એ છે.
જ્ઞાનીઓને વૈરાગ્યનાં નિમિત્ત મળતાં સંસારના વિકલ્પ તોડીને પોતાના સ્વરૂપમાં ઝંપલાવે છે–અને કેવળજ્ઞાન
પ્રગટાવે છે. ક્ષણભંગુર મરણ જોઈને જ્ઞાનીઓને સમસ્ત સંસારથી વૈરાગ્ય આવે છે, આ સંસાર તો ક્ષણિક છે, હું તો
અવિનાશી આત્મા છું, મારે ‘આ ભવ વણ ભવ છે નહિ’ એમ અંતરમાં પુરુષાર્થ ઉપાડે છે. આ દેહ તો સંયોગી ચીજ
છે, એ તો વિયોગ થવા યોગ્ય જ હતો તેથી તે છૂટો પડે જ–એમાં નવાઈ નથી; માટે આ દેહનો સંયોગ ક્ષણિક છે
એમ જાણીને તે તરફના રાગને ટાળીને, ચિદાનંદ વીતરાગ સ્વરૂપ આત્માની ઓળખાણ પૂર્વક તેનાં શરણ કરીને
સ્વભાવમાં ઠરવું–એ જ સંસારથી મુક્ત થવાનો ઉપાય છે; આત્મસ્વરૂપ સિવાય આ જગતમાં બીજું કોઈ શરણભૂત
નથી, માટે આત્મસ્વરૂપની ઓળખાણ કરી શીઘ્ર આત્મકલ્યાણ કરવું એ જ કર્તવ્ય છે. × × ×
મેટ્રીકના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક
મેટ્રીક સુધી પહોચેલા જૈન ભાઈઓને એક વર્ષ સુધી જૈન શાસ્ત્રોનું શિક્ષણ આપવામાં આવશે. અને ત્યાર પછી
પાસ થતાં પહેલાંં પાંચ વિદ્યાર્થીઓને જૈન પાઠશાળા ચલાવવા હરકોઈ ગામે એક વર્ષ માટે મોકલવામાં આવશે, અને
દર માસે રૂા. ૩૦–પગાર તથા મોંઘવારી ભથ્થું રૂા. ૨૦–મળી કુલ રૂા. ૫૦–આપવામાં આવશે.
અભ્યાસ દરમ્યાન રહેવા–જમવાની તથા પુસ્તકોની સગવડતા ટ્રસ્ટ તરફથી વગર લવાજમે કરી આપવામાં
આવશે. ઉમેદવારોએ નીચેના સરનામે અરજીઓ મોકલવી.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ–સોનગઢ– [કાઠિયાવાડ]

PDF/HTML Page 16 of 17
single page version

background image
[અનુસંધાન પાન છેલ્લાનું]
ણતા છે એવા સમ્યગ્દર્શન–
જ્ઞાન–ચારિત્ર તો ક્યાંથી પ્રગટશે?
અહો! જગતને વસ્ત્ર,
મકાન, ધન વગેરેમાં મોટપ લાગે
છે પણ જેઓ જગતનું કલ્યણ કરી
રહ્યા છે એવા દેવ–ગુરુ–શાસ્ત્રને
માટે ભક્તિ–અર્પણતા આવતી
નથી! તે વગર ઉદ્ધારના ટાણા
ક્યાં?
પ્રશ્ન:– આત્માના સ્વરૂપમાં
રાગ નથી છતાં દેવ–ગુરુ–શાસ્ત્રનો
શુભ રાગ કરવાનું કેમ કહો છો?
ઉત્તર:– જેમ, કોઈ મ્લેચ્છને
માંસ છોડાવવા માટે તેની સાથે
મ્લેચ્છ ભાષા વાપરવી પણ પડે
પરંતુ તેથી કાંઈ બ્રાહ્મણનું
બ્રાહ્મણપણું ચાલ્યું જાય નહિ તેમ
તદ્ન રાગ છોડાવવા માટે જે તીવ્ર
અશુભરાગમાં છે તેને પ્રથમ તો
રાગની દીશા બદલાવવા દેવ–ગુરુ–
ધર્મ પ્રત્યે શુભ રાગ કરવાનું
કહેવાય (ત્યાં રાગ કરાવવાનો હેતુ
નથી પણ રાગ છોડાવવાનો હેતુ છે;
જે રાગ ટળ્‌યો તેટલું પ્રયોજન છે,
રાગ રહે તે પ્રયોજન નથી) પછી
“દેવ–ગુરુ–શાસ્ત્રનો શુભરાગ પણ
મારૂં સ્વરૂપ નહિ” એમ રાગનો
નકાર કરી વીતરાગ સ્વરૂપની શ્રદ્ધા
કરે છે.
પ્રભુ! તારી પ્રભુતા
પ્રગટાવવા માટે પહેલાંં જેમણે
પ્રભુતા ઉઘાડી છે એવા દેવ–ગુરુની
ભક્તિ, મોટપ ન આવે અને
જગતની મોટપ આવે ત્યાં સુધી
તારી પ્રભુતા ઉઘડશે નહિ. દેવ–
ગુરુ–શાસ્ત્રની વ્યવહાર શ્રદ્ધા તો
જીવ અનંતવાર કરી ચૂક્યો છે. પણ
આ આત્માની શ્રદ્ધા અનંતકાળથી
કરી નથી–પરમાર્થ સમજયો નથી.
શુભ રાગમાં અટકી ગયો.
શ્રી સુવર્ણપુરીમાં ઉજવામાં આવતા મહા માંગલિક
મ.હ.ત્સ.વ.દ.ન
કાર્તિક શુદી ૧ (૧) બેસતું વર્ષ
(૨) શ્રી સમયસારજીનું ગુજરાતીમાં પ્રાગટય.
(સં. ૧૯૯૭)
માગશર શુદી ૧૦ (૧) શ્રી સ્વાધ્યાય મંદિરનું ખાત મુહુર્ત (સં. ૧૯૯૪)
(૨) શ્રી દેરાસરજીના નિજમંદિરનું ખાત મુહુર્ત
(સં. ૧૯૯૭)
પોષ વદી ૮ ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવની આચાર્ય પદવી.
ફાગણ શુદી ૨ ભગવાન શ્રી સીમંધર સ્વામીના જૈનમંદિર
(દેરાસરજી) નો પ્રતિષ્ઠા ઉત્સવ (સં. ૧૯૯૭)
ફાગણ વદ ૧ શ્રી સ્વાધ્યાય મંદિરમાં “કારની સ્થાપના
(સં. ૧૯૯૫)
ફાગણ વદ ૩ જગત ઉદ્ધારક ગુરુદેવશ્રી કાનજી સ્વામી શ્રી સુવર્ણપુરી
પધાર્યા (સં. ૧૯૯૫)
ચૈત્ર સુદ ૧૩ (૧) જગત શીરોમણિ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર
સ્વામીનો જન્મ કલ્યાણક
(૨) વિશ્વવંદ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીનો પવિત્ર
પરિવર્તન દિવસ (સં. ૧૯૯૧)
વૈશાખ સુદી ૨ વિશ્વ વંદનીય ગુરુદેવશ્રી કાનજી સ્વામીનો જન્મ દિવસ
(સં. ૧૯૪૬ શ્રી ઉમરાળા)
વૈશાખ સુદી ૧૦ જગતવંદ્ય શ્રી મહાવીર ભગવાનનો કેવળ કલ્યાણક.
વૈશાખ વદી ૬ શ્રી સમવસરણજી (ધર્મસભા) ની પ્રતિષ્ઠા
(સં. ૧૯૯૮)
વૈશાખ વદી ૮ (૧) શ્રી સમયસારજીની પ્રતિષ્ઠા (સં. ૧૯૯૪)
(૨) શ્રી સ્વાધ્યાય મંદિરની ઉદ્ઘાટન ક્રિયા
(સં. ૧૯૯૪)
જેઠ સુદી શ્રુતપંચમી
અષાડ વદી ૧ જગત શીરોમણિ તીર્થંકર ભગવાન શ્રી મહાવીર પ્રભુની
દિવ્ય ધ્વનિ છૂટી.
ભાદરવા સુદી પ ઋષિપંચમી
શ્રી પયુર્ષણપર્વ પ્રારંભ
ભાદરવા સુદી ૧૪ અનંત ચર્તુદશી
શ્રી પર્યુષણપર્વ પૂર્ણ
આસો સુદી ૧૦ વિજ્યાદશમી
આસો વદી ૩૦ ભગવાન શ્રી મહાવીર પ્રભુનો નિર્વાણ કલ્યાણક
* સુધારો અંક – ૧૯ *
આત્મધર્મ અંક ૧૯ પાનું–૧૧૦ કોલમ–૧ લીંટી ૨૦–૨૧–૨૨
અશુદ્ધ– (અહીં કેવળજ્ઞાન એટલે કેવળ પર્યાય નહિ પણ સામાન્ય
જ્ઞાન એ અર્થ છે.)
શુદ્ધ– (અહીં કેવળજ્ઞાન એટલે કેવળ પર્યાય–જ્ઞાનની પૂર્ણ નિર્મળ
દશા–એ અર્થ છે.)

PDF/HTML Page 17 of 17
single page version

background image
ATMADHARMA With the permissdon of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30/24 date 31-10-44
દેવ – ગુરુ – ધર્મને કોઈની ભક્તિની જરૂર નથી, પરંતુ જીજ્ઞાસુ જીવોને સાધક દશામાં અશુભ રાગથી બચવા
સતનું બહુમાન આવ્યા વગર રહેતું નથી

આત્મા વહાલો ક્યારે થયો કહેવાય અર્થાત્ આત્માની દરકાર થઈ છે એમ ક્યારે કહેવાય? પ્રથમ તો જે
વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા થઈ ગયા છે એવા અરિહંતદેવની સાચી પ્રીતિ થવી જોઈએ. વિષય કષાય કે કુદેવાદિ
પ્રત્યેનો રાગ જે તીવ્ર રાગ છે તેને ટાળીને સાચાં દેવ–ગુરુ પ્રત્યેની ભક્તિ આદિમાં મંદરાગ કરવાનાં પણ જે
જીવને ઠેકાણાં નથી તે જીવ તદ્ન રાગરહિત આત્મસ્વરૂપની શ્રદ્ધા ક્યાંથી લાવશે? જેનામાં પરમ ઉપકારી
વીતરાગી દેવ–ગુરુ–ધર્મની ખાતર રાગ ઓછો કરવાની પણ ત્રેવડ નથી તે પોતાના આત્માની ખાતર તદ્ન
રાગનો અભાવ કેમ કરી શકશે? જેનામાં બે પાઈ આપવાની તાકાત નથી તે બે લાખ રૂા. કેમ આપી શકશે?
તેમ જેને દેવ–ગુરુની સાચી પ્રીતિ નથી–વ્યવહારમાં પણ હજી જેને રાગ ઘટાડવો પાલવતો નથી તે નિશ્ચયમાં
‘રાગ મારૂં સ્વરૂપ જ નથી’ એમ લાવશે ક્યાંથી? જેને દેવ–ગુરુની સાચી શ્રદ્ધા અને ભક્તિ નથી તેને તો
નિશ્ચય–વ્યવહાર બેમાંથી એકે સાચાં નથી, માત્ર એકલો મૂઢભાવ પોષાય છે–તીવ્ર કષાય અને શુષ્કજ્ઞાનને તે
સેવે છે. પ્રથમ દશામાં દેવ, ગુરુ, ધર્મની ભક્તિનો શુભરાગ આવે કે દેવ–ગુરુ–ધર્મને માટે તૃષ્ણા ઘટાડી અર્પાઈ
જાઉં, તેમને માટે શરીરનાં ચામડાં ઉતારી મોજડી કરાવું તોય તેમનો ઉપકાર પૂરો ન થાય એવી પોતાના ભાવમાં
સર્વસ્વ અર્પણતા આવ્યા વગર દેવ–ગુરુ–ધર્મની સાચી પ્રીતિ થાય નહિ. અને દેવ–ગુરુ–ધર્મની પ્રીતિ વગર
આત્માની ઓળખાણ થાય નહિ. દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ અને અર્પણતા આવ્યા વગર ત્રણકાળ ત્રણલોકમાં
આત્માની સાક્ષી ઊગે નહિ કે આત્મામાં સ્વને માટે અર્પણતા આવી શકે નહિ.
એકવાર તું ગુરુના ચરણે અર્પાઈ જા! પછી ગુરુ જ તને તારામાં સમાઈ જવાની આજ્ઞા આપશે. એકવાર
તો તું સત્ને શરણે ઝુકાઈ જા! તેની હા એ હા અને તેની ના એ ના. તારી સત્ની અર્પણતા આવ્યા પછી સંત
કહેશે કે તું પરિપૂર્ણ છો, તને અમારી જરૂર નથી, તું તારા સામે જો. એ જ આજ્ઞા છે અને એ જ ધર્મ છે.
એકવાર સત્ ચરણે ઝુકાઈ જા, સાચા સત્દેવ–ગુરુની અર્પણતા વગર આત્માનો ઉદ્ધાર થાય નહિ–પરંતુ–
તેનો જ આશ્રય માની બેસે તો પણ તે પરાશ્રયે આત્માનો ઉદ્ધાર થાય નહિ. આ રીતે પરમાર્થ સ્વરૂપમાં તો
ભગવાન આત્મા એકલો જ છે પરંતુ તે પરમાર્થ સ્વરૂપને પહોંચી ન શકે ત્યાં પહેલાંં દેવ–ગુરુ–શાસ્ત્રને સ્વરૂપના
આંગણે પધરાવવા તે વ્યવહાર છે. દેવ–ગુરુ–શાસ્ત્રની ભક્તિ–પુજા વગર એકલા નિશ્ચયની માત્ર વાતો કરનાર
શુષ્ક જ્ઞાની છે.
દેવ–ગુરુ–ધર્મને તારી ભક્તિની જરૂર નથી, પરંતુ જિજ્ઞાસુ જીવોને સાધક દશામાં અશુભરાગથી બચવા
સત્નું બહુમાન આવ્યા વગર રહેતું નથી. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે–“જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી. તોપણ
તેમ કર્યા વિના મુમુક્ષુ જીવને કલ્યાણ થતું નથી, સંતોના હૃદયમાં રહેલું આ ગુપ્તરહસ્ય પાને ચડાવ્યું છે.” સત્ના
જિજ્ઞાસુને સત્ નિમિત્તરૂપ સત્પુરુષની ભક્તિનો ઉલ્લાસ આવ્યા વગર રહેતો નથી.
પ્રથમ તો ઉલ્લાસ આવે કે અહો! અત્યાર સુધીમાં અસંગ ચૈતન્યજ્યોત આત્માની વાત પણ ન બેસી
અને સદેત્વ, ગુરુ–શાસ્ત્રની ભક્તિમાંથી પણ ગયો. આટલો કાળ વીતી ગયો, એમ જિજ્ઞાસુને પૂર્વની ભૂલનો
પ્રશ્ચાતાપ થાય અને વર્તમાનમાં ઉલ્લાસ આવે. પણ એ દેવ–ગુરુ–શાસ્ત્રનો રાગ આત્મસ્વભાવ પ્રગટ કરાવતો
નથી. પ્રથમ તે રાગ આવે અને પછી “આ રાગ પણ મારૂં સ્વરૂપ નથી” એમ સ્વભાવ દ્રષ્ટિના જોરે અપૂર્વ
આત્મભાન પ્રગટે છે.
ખરેખર તો દેવ–ગુરુ–શાસ્ત્રને સાચી અર્પણતા પણ અનાદિથી કરી નથી અને તેમનું કહેવું સાંભળ્‌યું નથી;
નહિતર દેવ–ગુરુ–શાસ્ત્ર તો એમ કહે છે કે તારે અમારો આશ્રય નથી. તું સ્વતંત્ર છો. જો દેવ–ગુરુ–શાસ્ત્રની
સાચી શ્રદ્ધા કરી હોત તો તેને પોતાની સ્વતંત્રતાની શ્રદ્ધા જરૂર થઈ જાત. દેવ–ગુરુ–શાસ્ત્રના ચરણે તન, મન,
ધન અર્પણ કર્યા વિના; જેમાં આખા આત્માની અર્પ–
(અનુસંધાન પાછલા પાને)