Atmadharma magazine - Ank 200
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 33
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૭
સળંગ અંક ૨૦૦
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 33
single page version

background image



____________________________________________________________________________
વર્ષ સત્તરમું: અંક ૮મો સંપાદક: રામજી માણેકચંદ દોશી જેઠ: ૨૪૮૬
____________________________________________________________________________
સ ર્વ જ્ઞ પ દ
“સર્વજ્ઞપદ વારંવાર શ્રવણ કરવાયોગ્ય,
વાંચવાયોગ્ય, વિચાર કરવાયોગ્ય,
લક્ષ કરવાયોગ્ય અને સ્વાનુભવસિદ્ધ
કરવાયોગ્ય છે.”
શ્રીમદ્ રાજચંદ્ર (વર્ષ ૨૯મું)
૨૦૦

PDF/HTML Page 3 of 33
single page version

background image
આત્મધર્મ માસિકનો બીજો સૈકો
૨૦૦
આત્મિક શોર્યને ઉછાળનારી પૂ. ગુરુદેવની વાણી
આ અંકની સાથે “આત્મધર્મ” ના અંકોનો બીજો સૈકો પૂર્ણ થાય છે. વીર સં. ૨૪૬૯ના
માગશર સુદ બીજે પ્રસિદ્ધ થયેલા પ્રથમ અંકથી શરૂ કરીને આજ સુધીના ૨૦૦ અંકોમાં જે કાંઈપણ
પીરસાયું છે તે બધુંય પરમકૃપાળુ પૂ. ગુરુદેવની અમૃતવાણીનો જ નીચોડ છે. જેમ ગુરુદેવની પવિત્ર
મુદ્રા ઉપર ચૈતન્યતેજની ચમક છે, તેમ તેઓશ્રીની અપૂર્વવાણીમાં આત્મિક શોર્યનો ઉલ્લાસ છે.
તેઓશ્રી વારંવાર કહે છે કે અરે જીવ! આત્મામાં જ રહેલી પરમાત્મશક્તિની પ્રતીત કરીને તારા
આત્મિક શોર્યને ઉછાળ! તારો આત્મા નમાલો કે તુચ્છ નથી પણ સિદ્ધપરમાત્મા જેવા પૂર્ણ
સામર્થ્યવાળો પ્રભુ છે, માટે તે પૂર્ણતાના લક્ષે તારા આત્મવીર્યને ઉપાડ.
અહો! પોતાની અપૂર્વ વાણીદ્વારા પાત્ર જીવોને પ્રભુતા આપનાર ગુરુદેવનો ઉપકાર અહીં કઈ
રીતે વ્યક્ત કરીએ? પૂ. ગુરુદેવની પ્રત્યક્ષ વાણીએ જેમ અનેક સુપાત્ર શ્રોતાઓને સન્માર્ગમાં સ્થાપ્યા
છે તેમ આ “આત્મધર્મ” દ્વારા પણ તેઓશ્રીની વાણીએ અનેક સુપાત્ર જીવોને સન્માર્ગમાં આકર્ષ્યા છે.
પૂ. ગુરુદેવની વાણીમાં ઝરતા જૈનશાસનના મૂળભૂત કલ્યાણકારી વિષયો ચૂટી ચૂંટીને આત્મધર્મમાં
અપાય છે. આત્માર્થી જીવોને અપૂર્વ કલ્યાણના દાતાર એવા પૂ. ગુરુદેવને અને સ્વરૂપબોધક
તેઓશ્રીની વાણીને આવી ભાવનાપૂર્વક નમસ્કાર કરીએ છીએ કે–તેઓશ્રીની કૃપાદ્રષ્ટિ નીચે
‘આત્મધર્મ’ ની વધુ ને વધુ પ્રભાવના થાઓ.

PDF/HTML Page 4 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૬ : ૩ :
‘આત્મધર્મ’ માસિકનું આ ૧૭મું વર્ષ ચાલી રહ્યું
છે ને આ તેનો ૨૦૦મો અંક છે. અત્યારસુધીના
બધા અંકોનું પુનરાવલોકન કરીને તેમાંથી અતિ
સંક્ષેપ દોહન આ અંકમાં આપીએ છીએ. નીચે નં.
(૧) થી નં. ૨૦૦) સુધીમાં આપેલું લખાણ
‘આત્મધર્મ’ ના તે તે નંબરના અંકમાંથી લેવામાં
આવ્યું છે. તેમાંથી કોઈપણ લખાણ સંબંધી વિશેષ
જાણવાની ઈન્તેજારી થાય તો તે નંબરનો અંક
વાંચવા ભલામણ છે. અમને વિશ્વાસ છે કે
અત્યારસુધીના ૧૭ વર્ષનું આ સંક્ષિપ્ત દોહન
જિજ્ઞાસુ વાંચકોને જરૂર ગમશે.
(૧) હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યગ્દર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો.
(૨) દરેક જીવનું પ્રથમ કર્તવ્ય આત્માના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા કરવી તે જ છે. અનંતકાળે
દુર્લભ મનુષ્યદેહ તેમાં ઉત્તમ જૈનધર્મ અને સત્સમાગમનો જોગ, આટલું મળ્‌યા છતાં જો સ્વભાવના જોરે
સતની શ્રદ્ધા ન કરી તો ચોરાશીના જન્મમરણમાં ફરી આવો ઉત્તમ મનુષ્યદેહ મળવો દુર્લભ છે.
(૩) કોઈ આત્મા–જ્ઞાની કે અજ્ઞાની–એક પરમાણુ માત્રને હલાવવાનું સામર્થ્ય ધરાવતો નથી,
તો પછી દેહાદિની ક્રિયા આત્માના હાથમાં ક્્યાંથી હોય? જ્ઞાની ને અજ્ઞાનીમાં આકાશ–પાતાળના અંતર
જેવડો મહાન તફાવત છે, અને તે એ કે અજ્ઞાની પરદ્રવ્યનો તથા રાગ–દ્વેષનો કર્તા થાય છે અને જ્ઞાની
પોતાને શુદ્ધ અનુભવતો થકો તેનો કર્તા થતો નથી.
(૪) ૧. કિચિત્ માત્ર આજ સુધી પરને (જીવને કે જડને) લાભ કે નુકશાન
તેં કર્યું જ નથી.
૨. આજ સુધી કોઈએ (જડ કે જીવે) કિંચિત્ માત્ર તને લાભ કે નુકશાન
કર્યું નથી જ.
૩. આજ સુધી સતત તેં તારા માટે એકલો નુકશાનનો જ ધંધો કર્યો છે. અને સાચી
સમજણ નહિ કર ત્યાં સુધી તે ધંધો ચાલશે જ.

PDF/HTML Page 5 of 33
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૨૦૦
૪. તે નુકશાન તારી ક્ષણિક અવસ્થામાં થયું છે, તારી વસ્તુમાં નથી થયું.
પ. તારી ચૈતન્યવસ્તુ ધુ્રવ અવિનાશી છે માટે તે ધુ્રવસ્વભાવ તરફ લક્ષ (દ્રષ્ટિ) દે,
તો શુદ્ધતા પ્રગટે, નુકશાન ટળે ને અટળ લાભનો ધંધો થાય.
(પ) અખંડ ચૈતન્યમૂર્તિ જ્ઞાયક સ્વભાવ એ જ હું છું, જ્ઞાન સિવાય મારો સ્વભાવ નથી.
(૬) દિગંબર જૈન ધર્મ તે જ વાસ્તવિક જૈનધર્મ છે અને આંતરિક તેમજ બાહ્ય દિગંબરતા
વિના કોઈ જીવ મોક્ષ પામી શકે નહિ.
(૭) સમસ્ત સંસાર અને સંસાર તરફના વલણના ભાવથી હવે અમે સંકોચાઈએ છીએ, અને
ચિદાનંદ ધુ્રવસ્વભાવી એવા ‘સમયસાર’ માં સમાઈ જવા માંગીએ છીએ; બાહ્ય કે અંર્ત સંયોગ સ્વપ્ને
પણ જોઈતો નથી...બહારના ભાવ અનંતકાળ કર્યા. હવે અમારું પરિણમન અંદર ઢળે છે.... અપ્રતિહતભાવે
અંર્તસ્વરૂપમાં ઢળ્‌યા તે ઢળ્‌યા, હવે અમારી શુદ્ધપરિણતિને રોકવા જગતમાં કોઈ સમર્થ નથી.
(૮) પોતાના વીતરાગ સ્વરૂપના ભાનસહિત જિનબિંબદર્શનથી નિધ્ધત્ત અને નિકાચીત કર્મનો
પણ ભાંગીને ભૂક્કો થઈ જાય છે–જેમ વીજળીના પડવાથી પર્વતના ભાંગીને ભૂક્કા થઈ જાય છે તેમ
આત્માના પુરુષાર્થ પાસે કર્મનો ભાંગીને ભૂક્કો જ થઈ જાય છે.
(૯) સુખસ્વરૂપના ભાન વિના કોઈ કાળે કોઈ ક્ષેત્રે કોઈને પણ સુખ હોઈ શકે નહિ. આત્મા
પોતાના દુઃખરહિત સુખસ્વરૂપને જાણતો નથી, એટલે પોતાનું સુખ પરથી (પરના આધારે) માને છે,
તે માન્યતા જ દુઃખનું મૂળ છે.
(૧૦) ‘એક વાર હા તો પાડ!’ અનંતા જ્ઞાનીઓ કહે છે કે ‘તું પ્રભુ છો.’ પ્રભુ! તારા
પ્રભુત્વની એક વાર હા તો પાડ! એક વાર અંદર ડોકિયું કર તો તને તારા સ્વભાવના કોઈ અપૂર્વ
પરમ સહજ સુખનો અનુભવ થશે.
(૧૧) “હું આત્મતત્ત્વ એક ક્ષણમાં અનંત પુરુષાર્થ કરી અનંતકાળની મુંઝવણ તોડનાર છું,
કારણ કે હું અનંતવીર્યની મૂર્તિ છું,–એમ જેને બેસે તેને અનંત સંસાર હોતો નથી.
(૧૨) આજે શ્રુતપંચમી! આજે જ્ઞાનની આરાધનાનો દિવસ છે. આચાર્ય ભગવાન કહે છે કે
‘અમારું કાર્ય તો એટલું હતું કે વિકલ્પ તોડીને સાતમે ગુણસ્થાને સ્વરૂપની રમણતામાં જોરપૂર્વક ઠર્યા,
ત્યાંથી પાછા છઠ્ઠે આવવાની વાત જ ન હતી. સીધી વીતરાગતા જ! છઠ્ઠે આવ્યા તેનો ખેદ છે.’ અહા!
જુઓ તો ખરા દશા! જાણે સાક્ષાત્ વીતરાગની વાણી! વાત કાને પડતાં અંદર ઝણઝણાટ થઈ જાય છે.
કે જાણે કેવળજ્ઞાન આવ્યું!
* જેઠ સુદ પાંચમ એ ‘શ્રુતપંચમી’ નો દિવસ મુમુક્ષુ જીવોને માટે મહામાંગળિક છે....શ્રી
ભૂતબલિઆચાર્યદેવે ચતુર્વિધ સંઘની સાથે (અંકલેશ્વરમાં) શ્રુતજ્ઞાનની પૂજા કરી તેથી તે દિવસ
જૈનોમાં શ્રુત પંચમી તરીકે પ્રખ્યાત છે....આ તીર્થંકર કેવળજ્ઞાનીની વાણી કેવળજ્ઞાનના જ ભણકાર
કરતી આવી છે.
(૧૩) હવે સાવધાન થા.....સાવધાન થા....સર્વજ્ઞ જિનપ્રણીત ધર્મને અંગીકાર કર.....ભાઈ રે!
તું ઉત્તમ જીવ છો, તારી મુક્તિનાં ટાણાં નજીક આવ્યા છે તેથી જ શ્રી ગુરુઓનો આવો ઉપદેશ તને
પ્રાપ્ત થયો છે. અહા! કેવો પવિત્ર નિર્દોષ અને મધુર ઉપદેશ છે! આવા પરમ હિતકારી ઉપદેશને કોણ
અંગીકાર ન કરે?–જેને દુનિયાથી પાર થવું છે, જન્મ–મરણ રહિત થવું છે ને આત્મસ્વરૂપની જેને
દરકાર છે તે તો આ વાત જરૂર માનવાના.
(૧૪) માતા! કોલકરાર કરીએ છીએ કે હવે બીજો ભવ કે બીજી માતા કરવાના નથી. માતા! એક
તને દુઃખ થશે, હવે બીજી માતા નહિ રોવડાવીએ, અમે અશરીરી સિદ્ધ થઈ જશું.–હે માતા! રજા આપ.

PDF/HTML Page 6 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૬ : પ :
(૧પ) સર્વજ્ઞ પરમાત્મા જિનેશ્વર અરહંતદેવનો સેવક થવા માટે આખી દુનિયાને મૂકી દેવી પડે
એટલે કે જગતની દરકાર છોડી દેવી પડે. આખા જગતની પ્રતિકૂળતા આવી પડે તોય ભગવાન અરહંત
દેવની શ્રદ્ધા અને ભક્તિ ન છોડાય. અરિહંતદેવનો સેવક થયો, હવે અરહંતપદ લીધે જ છૂટકો
અરહંતનો ભક્ત ભીડને ભાળતો જ નથી.
(૧૬) મોક્ષમાર્ગ તેનું નામ કે આત્મભાન સહિત આત્માની સ્થિરતામાં રહી આગળ વધે; તે
મોક્ષમાર્ગ કહો, અમૃતમાર્ગ કહો, કે સ્વરૂપમાર્ગ કહો. જેઓ પ્રભુ થયા તેઓ બહારના સાધનથી નથી
થયા, પણ અંર્તસ્વરૂપના સામર્થ્યથી થયા છે. બધા આત્મા શક્તિપણે પ્રભુસ્વરૂપ છે, જે પોતાની
પ્રભુતાને ઓળખે તે પ્રભુ થાય.
(૧૭) શ્રી જિનદેવ કેવળજ્ઞાન–શરીરી છે. (પૃ. ૧)
સિદ્ધભગવાન શિવસ્વરૂપ છે. (પૃ ૨)
શ્રુતદેવી માતા (અંબા) સદા ચક્ષુષ્મતિ અર્થાત્ જાગૃતચક્ષુ છે. (પૃ. ૩)
ગણધરદેવ સમુદ્રને લોકો નમસ્કાર કરો. (પૃ. ૩) (કષાયપ્રાભૃત–જયધવલા પુ: ૧)
(૧૮) જો એમ કહેવામાં આવે કે કેવળજ્ઞાન અસિદ્ધ છે, તો તેમ પણ નથી; કેમકે સ્વસંવેદન
પ્રત્યક્ષદ્વારા કેવળજ્ઞાનના અંશરૂપ જ્ઞાનની નિર્બાધપણે ઉપલબ્ધિ થાય છે, અર્થાત્ મતિજ્ઞાનાદિક
કેવળજ્ઞાનના અંશરૂપ છે અને તેની ઉપલબ્ધિ સ્વસંવેદન પ્રત્યક્ષથી સર્વેને થાય છે, તેથી કેવળજ્ઞાનના
અંશરૂપ અવયવ પ્રત્યક્ષ છે માટે, કેવળજ્ઞાન–અવયવીને પરોક્ષ કહેવું યુક્ત નથી.
(–કષાયપ્રાભૃત–જયધવલા પુ: ૧ પાનું ૪૪)
(૧૯) અહા! સંતોએ માર્ગ સહેલા કરી દીધા છે. આત્મતત્ત્વના ભાન વિના તું શું કરીશ,
ભાઈ!–જેનાથી જન્મમરણનાં અંત ન આવે ને આત્મતત્ત્વની સ્વાધીનતા ન ખીલે એ તે કાંઈ આચરણ
કહેવાય? “હું અને તું સરખા”–બોલ! આ વાત બેસે છે? જો કહે ‘હા’–તો હાલ્યો આવ!
(૨૦) શ્રી રત્નકરંડ શ્રાવકાચારની ૨૬મી ગાથામાં શ્રી સમન્તભદ્રાચાર્યે કહ્યું છે કે‘न धर्मो
धार्मिकैर्विना’ (–ધર્મ ધર્માત્મા વગર હોતો નથી.) જેને આત્માનો ધર્મ રુચ્યો છે તેને જ્યાં જ્યાં ધર્મ
જુએ ત્યાં ત્યાં પ્રમોદ અને આદરભાવ આવ્યા વગર રહે નહિ....તેને બીજા ધર્માત્માઓ પ્રત્યે અણગમો
કે અદેખાઈ ન હોય.
(૨૧) “महाराजजीका यह अद्भुत तत्त्वज्ञान तमाम दुनियामें सब भाषामें प्रचार होवे
ऐसी हमारी भावना है, और हिंदी भाषाका बहोत प्रचार है इसलिये महाराजजीका वचनका
गुजरातीमें जो पत्र नीकलता है और उनका जो हिंदीमे कोपी नीकलता है उनका प्रचारके लिये
रू १००१
) मैं मदद करता र्हूं।।” –ઇંદોરના સર હુકમીચંદજી શેઠ.
(૨૨) અહો સમયસાર! તારા માહાત્મ્ય કઈ રીતે કરીએ? અરે, આ ચાંદીની તો શું કિંમત?
પણ સુર્વણના પાનાં કરીને તેમાં રત્નોના અક્ષરો લખું તોય તારાં મૂલ્ય ન અંકાય....આત્માના સ્વરૂપની
ઓળખાણ થાય તો જ તેનો યથાર્થ મહિમા સમજાય, અને ત્યારે જ આ સમયસારની કિંમત સમજાય.
(૨૩) ઘણા જિજ્ઞાસુઓને આ જ પ્રશ્ન ઊઠે છે કે ધર્મ માટે પ્રથમ શું કરવું? તેથી કહ્યું છે કે
પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનવડે આત્માનો નિર્ણય કરવો....જેણે સ્વભાવના લક્ષે શ્રુતનું અવલંબન
લીધું છે તે અલ્પકાળમાં આત્માનુભવ કરશે જ. હું તો સ્વાધીન જ્ઞાનસ્વભાવી છું–આમ જેણે નિર્ણય
કર્યો તેને અનુભવ થયા વગર રહેશે જ નહિ. અહીં શરૂઆત જ એવી જોરદાર ઉપાડી છે કે પાછા
પડવાની વાત જ નથી.
(૨૪) તમારે જો પોતાનું હિત કરવું છે તો સર્વ આત્મહિતનું મૂળ કારણ જે આપ્ત તેના
સ્વરૂપનો સાચો

PDF/HTML Page 7 of 33
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૨૦૦
નિર્ણય કરી જ્ઞાનમાં લાવો...જે સત્પુરુષ છે તેમણે પોતાના કલ્યાણ અર્થે સર્વ સુખનું મૂળ કારણ જે
આપ્ત અર્હંત્ સર્વજ્ઞ તેનો યુક્તિપૂર્વક સારી રીતે સર્વથી પ્રથમ નિર્ણય કરી આશ્રય લેવો યોગ્ય છે...
સર્વથી પ્રથમ અર્હંત્ સર્વજ્ઞનો નિર્ણય કરવારૂપ કાર્ય કરવું–એ જ શ્રી ગુરુની મૂળ શિક્ષા છે.
(૨પ) જે આ મહાવીર ભગવાનનો નિર્વાણ કલ્યાણક ઊજવવાનું વાસ્તવિક સ્વરૂપ દર્શાવ્યું છે
તે પ્રમાણે સમજીને જે પોતાનું સ્વરૂપ પ્રગટ કરશે તે મુક્તિને પામશે. ભગવાન મહાવીરના આત્માનું
સ્વરૂપ છે તેવું જ બધા આત્માનું સ્વરૂપ છે.
(૨૬) અહીં આખો આત્મસ્વભાવ પ્રસન્ન થાય છે; કોને પ્રસન્ન થાય છે?–જે જીવે.....પરિપૂર્ણ
સ્વભાવનો....નિર્ણય કર્યો તે જીવને સ્વભાવ પ્રસન્ન થાય છે. જ્યાં સ્વભાવને નિર્ણયમાં લીધો ત્યાં સ્વભાવ
પ્રસન્ન થઈને કહે છે કે માગ! માગ! જે દશા જોઈએ તે આપવા તૈયાર છું. પૂર્ણ સિદ્ધ પદ માગ! હું આ જ
ક્ષણે તે તને દઉં.–આ રીતે જે પર્યાયરૂપે પોતે થવા માગે તે પર્યાય સ્વભાવમાંથી પ્રગટી શકે છે.
(૨૭) “महाराजजी मेरे आनंदका पार नहि है, आप तो श्री वीरभगवान और कुन्दकुन्द
आचार्यका मार्ग प्रकाशीत कर रहा हो, मेरा आनंदकी क्या बात करुं! आपकी पास तो मोक्ष
जानेका सीधा रस्ता है।
” –ઈંદોરના સર હુકમીચંદજી શેઠ.
(૨૮) સર્વજ્ઞ ભગવાનના કેવળજ્ઞાનનો નિર્ણય કરનારના જ્ઞાનમાં અનંત પુરુષાર્થ આવી જ
જાય છે...કેવળજ્ઞાનને કબુલવામાં અનંત પુરુષાર્થની અસ્તિ આવે છે છતાં કબુલતો નથી તો તું માત્ર
વાતો જ કરે છે પણ તને સર્વજ્ઞનો નિર્ણય થયો નથી. જો સર્વજ્ઞનો નિર્ણય હોય તો પુરુષાર્થની અને
ભવની શંકા ન હોય; સાચો નિર્ણય આવે અને પુરુષાર્થ ન આવે તેમ બને જ નહીં.
(૨૯) સ્વરૂપલીન થયેલા સાધક સંત મુનિને પરિષહનું જરાય દુઃખ નથી, એ તો પરમ સુખી
છે....આત્માના ચૈતન્યની પ્રેરણાના અમૃતઝરણાં પી રહ્યા છે....આત્માનું સુખ અનુભવવામાં તેઓ
એવા લીન છે કે શરીરનું લક્ષ નથી, અનંત સિદ્ધોની પંક્તિમાં બેસીને આત્માના અમૃતનો આનંદ
ભોગવી રહ્યા છે.....વંદન હો તે સાધક સંતમુનિને.
(૩૦) કુંદકુંદ ભગવાન પડકાર મારીને ચેતાવે છે કે ભાઈ રે! ધ્યાન રાખજે, સ્વભાવની
સાધકદશામાં વચ્ચે રાગ આવી પડશે ખરો, મુનિદશામાં પણ વિકલ્પ ઊઠશે ખરો, પણ તેને સાધન ન
માનીશ, તેની હોંશ ન કરીશ, તે બાધક છે, તેને બાધકપણે જાણીને છોડી દેજે અને નિશ્ચય સ્વભાવના જોરે
આગળ પગલાં ભરજે; એટલે કે નિશ્ચય સ્વભાવની દ્રષ્ટિના જોરે જ તારી પર્યાય ક્રમેક્રમે શુદ્ધ થતી જશે.
(૩૧) શુભભાવ તે ધર્મનું પગથિયું નથી, પણ સમ્યક્ સમજણ તે જ ધર્મનું પગથિયું છે.
કેવળજ્ઞાનદશા તે સંપૂર્ણ ધર્મ છે અને સમ્યક્ સમજણ તે અંશે ધર્મ (શ્રદ્ધારૂપી ધર્મ) છે, તે શ્રદ્ધારૂપી
ધર્મ એ જ ધર્મનું પહેલું પગથિયું છે. આ રીતે ધર્મનું પગથિયું તે ધર્મરૂપ જ છે, પણ અધર્મરૂપ એવો
શુભભાવ તે કદાપિ ધર્મનું પગથિયું નથી....ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે કહ્યું છે કે ‘
दंसणमूलो धम्मो
ધર્મનું મૂળ દર્શન છે.
(૩૨) આચાર્ય કહે છે કે, જ્યારે અમારે સ્વરૂપમાં સમાઈ જવાના, વિકલ્પ તોડીને સ્થિર થવાના
અવસર આવ્યા અને તું સંસારના ભ્રમણથી થાકીને અમારી પાસે આવ્યો ત્યારે બીજું બધું ભૂલીને અમારો
અનુભવ સમજી લે. પ્રથમ ધડાકે એક વાત સાંભળી લે કે તું જ્ઞાયકસ્વરૂપ છો, મુક્ત જ છો. તારા સ્વતંત્ર
સ્વભાવની હા લાવ...એક વાર જુદા ચૈતન્યસ્વભાવ સમીપ આવીને અંર્તદ્રષ્ટિથી જો અને શ્રદ્ધા કર! તે
જ સમ્યગ્દર્શન છે. મુક્તસ્વભાવની હા પાડી, અંદરથી ઊછળીને સત્નો આદર કર્યો તે શ્રદ્ધા જ મોક્ષનું
બીજ છે. સ્વપ્નદશામાં પણ તે જ વિચાર, તેનો જ આદર અને તેના જ દર્શન થયા કરે.

PDF/HTML Page 8 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૬ : ૭ :
(૩૩) સૌરાષ્ટ્રદેશમાં ગિરનાર પર્વતની ચન્દ્રગુફામાં મહામુનિ શ્રી ધરસેનાચાર્યદેવ બિરાજતા
હતા...શુભ સ્વપ્ન જોઈને તેઓ સંતુષ્ટ થયા અને ઉત્સાહમાં એવું વાક્્ય બોલ્યા કે “जय
हो श्रुतज्ञाननो” તે જ દિવસે બે મુનિઓ આવી પહોંચ્યા અને વંદન કરી વિનયપૂર્વક આજ્ઞા માગી.
ધરસેનાચાર્યદેવે તેમની પરીક્ષા કરી અને પછી સંતુષ્ટ થતાં, સર્વજ્ઞપરંપરાથી ચાલ્યું આવતું શ્રુતજ્ઞાન
તેમને આપ્યું.
(૩૪) ‘સ્વરૂપનો અનુભવ કઠણ છે’ એમ માનનાર બહિરાત્મા છે. જ્યારે નવરાશ મળે ત્યારે
પરની વાત હોંશથી કરે છે પણ તે વખતે સ્વભાવની વાત કરે તો કોણ રોકે છે? ઊંધા ભાવ કરી રહ્યો
છે તે ભાવમાં તને પ્રતિકૂળ સંયોગો નથી નડતા અને સ્વરૂપની સમજણના સવળા ભાવ કરવામાં તને
પ્રતિકૂળ સંયોગો નડે છે?–વાહ! પોતાને આત્માની દરકાર નથી તેથી સંયોગનો દોષ કાઢે છે.
(૩પ) સમ્યગ્દર્શન આ જગતમાં સર્વશ્રેષ્ઠ કલ્યાણકારી ચીજ છે. સમ્યગ્દર્શનનો અપૂર્વ મહિમા
છે. અહા! આ વાત સાંભળીને કયા જીવને ઉત્સાહ ન જાગે? પ્રદ્યુમ્નકુમારને જોઈને તેની સાચી જનેતા
રુકિમણીને સ્તનમાં દૂધ ઊભરાણાં તેમ સાચા જિજ્ઞાસુ જીવોને પોતાના સમ્યગ્દર્શનની વાત સાંભળતા
રુંવાટે રુંવાટે(–પ્રદેશે પ્રદેશે) ઉત્સાહ ચડે અને યથાર્થ નિર્ણય કરીને તે સત્ય નિર્ણયના જોરે કેવળજ્ઞાન
સન્મુખ પુરુષાર્થ કરે.
(૩૬) પ્રભુ! આ મોંઘેરા અવસર મળ્‌યા અને જો આ વખતે સતની ઓળખાણ અને બહુમાન
નહિ કર તો અસત્ના પે્રમે તારો આત્મસૂર્ય અસ્ત થઈ જશે.....ભાઈ, પ્રથમ તારા આત્મસ્વભાવની
ઓળખાણ કરવાનું જ કહેવાય છે.....માટે તું કોઈ પણ ઉપાયે ખૂબ પ્રયત્ન કરીને પણ તારા સતને
સમજ. જુઓ તો ખરા, જ્ઞાનીઓની કરુણા! આવો ઉપદેશ સાંભળીને, જેને આત્માની રુચિ–બહુમાન
હોય તેને જ્ઞાની પ્રત્યે ભક્તિ ઊછળ્‌યા વગર કેમ રહે? .......હે નાથ? જો તારા ચરણની ભક્તિ ન હોત
તો આ જગતના જીવોનો જન્મ–મરણથી ઉદ્ધાર કેમ થાત?
(૩૭) “આજ પવિત્ર આત્મા શ્રી મહાવીર પ્રભુજી સદાને માટે સંસારથી મુક્ત થઈને
અભૂતપૂર્વ સિધ્ધદશા પામ્યા અને શ્રી ગૌતમપ્રભુ કેવળજ્ઞાન પામ્યા”–એ સાંભળીને કયા મુમુક્ષુનું હૈયું
આનંદથી ન નાચી ઊઠે!! ....જે ભવ્યાત્માઓએ આત્મામાં શુદ્ધ સમ્યગ્દર્શનાદિ પ્રકાશ પ્રગટાવીને
સિધ્ધદશા સન્મુખ પુનિત પગલાં માંડયા છે તેઓ પણ ધન્ય છે.....જેમના પવિત્ર આત્મામાં શુધ્ધ
સમ્યગ્દર્શનરૂપી વેણલા વાયા છે તેઓ ભાવના કરે છે કે અહો, ધન્ય તે કાળ અને ધન્ય તે ભાવ!
મારા આત્મામાં કેવળજ્ઞાન પ્રગટ થવાનાં પરોઢિયા થઈ ગયા છે.
(૩૮) લોકો બોલે છે કે ક્રિયાથી ધર્મ થાય; પણ કોની ક્રિયા? અને કઈ ક્રિયા?–જડની ક્રિયા કે
ચેતનની ક્રિયા? અને વિકારી ક્રિયા કે અવિકારી ક્રિયા? જડની ક્રિયા, વિકારી ક્રિયા અને અવિકારી
ક્રિયા તેના સ્વરૂપનું જેને ભાન નથી તે ધર્મની ક્રિયા ક્્યાંથી કરશે? મુક્તિની ક્રિયામાં પર સાથે તો
સંબંધ નથી અને પર તરફના વલણથી જે ભાવ થાય તેની સાથે પણ સંબંધ નથી.....સ્વભાવની શ્રદ્ધા–
જ્ઞાન–સ્થિરતામાં ટકી છે તે જ અવિકારી ક્રિયા છે, તે ધર્મ છે, તે મોક્ષની ઉત્પાદક છે......
સીંચન મળતાં, સાચું તત્ત્વજ્ઞાન ઘેર ઘેર મળતું, અને તે આત્માઓ પણ કુમારવયથી જ તત્ત્વના પ્રેમીઓ
હતા, તત્ત્વજ્ઞાન એ તેઓના જીવનનું મુખ્ય અંગ હતું.....આજે પણ આ ભરતક્ષેત્રમાં ફરીથી ધોરી
ધર્મમાર્ગના સુપ્રભાતનો ઉદય થાય છે.
(૪૦) હે જીવો! જો તમે આત્મકલ્યાણને ચાહતા હો તો સ્વત: શુધ્ધ અને સમસ્ત પ્રકારે
પરિપૂર્ણ આત્મસ્વભાવની રુચિ અને વિશ્વાસ કરો, તેનું જ લક્ષ અને આશ્રય કરો....તેના આશ્રયે,
લક્ષે પૂર્ણતાની

PDF/HTML Page 9 of 33
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૦૦
પ્રતીતરૂપ સમ્યગ્દર્શન થશે. એ સમ્યગ્દર્શન પોતે કલ્યાણસ્વરૂપ છે અને એ જ સર્વ કલ્યાણનું મૂળ છે.
જ્ઞાનીઓ સમ્યગ્દર્શનને ‘કલ્યાણની મૂર્તિ’ કહે છે માટે હે જીવો! તમે સર્વપ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ
કરવાનો અભ્યાસ કરો....હે જીવ! સર્વજ્ઞના ધર્મ સિવાય આ જગતમાં કોઈ શરણભૂત નથી, માટે
સર્વજ્ઞદેવે કહેલા આત્મસ્વભાવનું આરાધન કર.
(૪૧) અરે ભાઈ! તું લોકસંજ્ઞા છોડીને સ્વતત્ત્વનો આદર કર. લોક ગમે તેમ બોલે, તું
આદર સિવાય અન્ય કોઈ શરણભૂત નથી, માટે દુનિયાની દરકાર છોડીને આત્માના કલ્યાણનો માર્ગ લે.
(૪૨) “આત્માર્થી શ્રી કાનજી મહારાજ દ્વારા દિ૦ જૈન ધર્મનું જે સંરક્ષણ અને સંવર્ધ્ધન થઈ
રહ્યું છે તેનું વિદ્વત્ પરિષદ શ્રદ્ધાપૂર્વક અભિનંદન કરે છે....આ અવસર પર અભિનંદન અને સ્વાગતની
સાથે સાથે પરિષદ એ પણ ઘોષિત કરે છે કે, જે તેઓશ્રીનું કર્તવ્ય છે તે અમારું જ છે તેથી આ
પ્રવૃત્તિમાં અમે તેમની સાથે છીએ.
(–ત્રીજા અધિવેશન વખતે ભારતવર્ષીય દિ૦ જૈન વિદ્વત્ પરિષદે કરેલ પ્રસ્તાવમાંથી.)
(૪૩) જેમ એક ગુફામાં છ મુનિરાજ બહુ કાળથી રહે છે પરંતુ કોઈ કોઈથી મોહિત નથી,
ઉદાસીનતા સહિત એક ક્ષેત્રમાં રહે છે; તેવી જ રીતે છ દ્રવ્યો એક લોકરૂપી ક્ષેત્રમાં જાણવા. લોકરૂપી
ગુફામાં છએ દ્રવ્યો વીતરાગી મુનિઓની માફક એકબીજાથી નિરપેક્ષપણે રહેલાં છે, કોઈ દ્રવ્ય અન્ય
દ્રવ્યની અપેક્ષા રાખતું નથી.
(૪૪) ભલે આજે ભરતક્ષેત્રમાં બાર અંગ, ચૌદ પૂર્વના જ્ઞાતા વિદ્યમાન નથી તો પણ બાર
અંગ અને ચૌદ પૂર્વનું એક માત્ર પ્રયોજન જે શુદ્ધાત્માનું જ્ઞાન તેના ધારક શ્રુતજ્ઞાનીઓ તો આજે પણ
વિદ્યમાન છે...બાર અંગ, ચૌદ પૂર્વના જ્ઞાતા શ્રુતજ્ઞાનીઓ જેવા શુદ્ધાત્માને જાણતા હતા તેવા જ
શુદ્ધાત્માનું જ્ઞાન આજે પણ થઈ શકે છે, માટે ભવ્ય જીવો અંતરંગમાં પ્રમોદ કરો કે આજ પણ સત્શ્રુત
જયવંત વર્તે છે
(૪પ) “निर्मलात्मसिध्धिस्तु” શ્રી ચારણમુનિઓના આવા મહાપવિત્ર આશીર્વાદ પામીને તે
વખતે ધર્માત્મા ભરતના હૃદયમાં કેટલો આહ્લાદ થઈ ગયો હશે–એ તો પરમાત્મા જ જાણે. અહા! આ
પ્રસંગે આત્માર્થીઓનો ઉલ્લાસ અંતરમાં કેમ શમાય? એ વખતે તો, જાણે સાક્ષાત્ મુક્તિ જ પોતાના
હાથમાં આવી ગઈ હોય એવા પ્રકારે ભરતજી નાચવા માંડયા, એ ઠીક જ છે, કેમકે ધર્માત્માઓને
જગતના કોઈ પણ પદાર્થો કરતાં પોતાની પવિત્ર દશાની પ્રાપ્તિ માટેનો ઉલ્લાસ અપૂર્વ હોય છે.
* સ્વતંત્રતા ત્યાં યથાર્થતા; ને યથાર્થતા ત્યાં વીતરાગતા; વસ્તુસ્વભાવ સ્વતંત્ર છે, તે
સ્વતંત્રતાની પ્રતીતમાં જ્ઞાનની યથાર્થતા છે અને તે યથાર્થતામાં વીતરાગતા છે.
(૪૬) હે શિવપુરીના પથિક! પ્રથમ ભાવને જાણ. ભાવ રહિત લિંગથી તારે શું પ્રયોજન છે?
શિવપુરીનો પંથ જિન ભગવંતોએ પ્રયત્નસાધ્ય કહ્યો છે.
(૪૭) હે જીવ! તેં આત્માને ભૂલીને દેહદ્રષ્ટિથી તો અનંત જીવન વીતાવ્યા અને તેની પાછળ
પણ તારું ભવભ્રમણનું દુઃખ તો ઊભું જ રહ્યું; પણ હવે સત્પુરુષોની આજ્ઞામાં આત્મદ્રષ્ટિથી એક જીવન
તો એવું ગાળ કે જેની પાછળ ભવ જ ધારણ કરવો ન પડે.
(૪૮) દિપાવલીનું મંગળમય પર્વ તે આત્મિક સ્વાધીનતાનો ઉત્સવ છે. આત્મસ્વાધીનતા તેને
કહેવાય કે જેમાં આત્મા સ્વયં સંપૂર્ણ સુખી હોય. એવી સંપૂર્ણ સ્વાધીનતા પ્રાતઃસ્મરણીય શ્રી
સિદ્ધભગવંતોને છે....સિદ્ધ દશા તે જ સંપૂર્ણ આત્મસ્વાધીનતા છે. એવી આત્મસ્વાધીનતાની ધન્ય
ઘડીનો મહોત્સવ કરવો તે સ્વાધીનતાનો સાચો ઉત્સવ છે. આસો વદ

PDF/HTML Page 10 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૬ : ૯ :
૧૪ ની રાત પછી–અમાસના સુપ્રભાતમાં ભગવાન વર્દ્ધમાન પ્રભુએ અભૂતપૂર્વ સિદ્ધદશા પ્રાપ્ત કરી....
આત્મસ્વાધીનતા પ્રાપ્ત કરી.
(૪૯) सहजशुद्धज्ञानानंदैकस्वभावोऽहं निर्विकल्पोऽहं, उदासीनोऽहं, निजनिरं–
जनशुद्धात्मश्रद्धानज्ञानानुष्ठानरूपनिश्चयरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसंजातवीतरागसहजानंद
रूप– सुखानुभूतिमात्रलक्षणेन स्वसंवेदनज्ञानेन स्वसंवेद्यो गम्यः प्राप्यो भरितावस्थोऽहं,
....सर्व
विभावपरिणामरहितशून्योऽहं, जगत्त्रये कालत्रयेऽति मनोवचनक यैः कृतकारितानुमतैश्च शुद्ध–
निश्चयनयेन। तथा सर्वेऽपि जीवा; इति निरंतरं भावना कर्तव्येति।।
(–સમયસાર–જયસેનાચાર્ય ટીકા, તથા પરમાત્મપ્રકાશ)
(પ૦) આત્માનો પરમ આનંદ તે મંગળિક છે...આચાર્યદેવે પોતે પરમાનંદને અનુભવ્યો છે
અને ‘જગતના જીવ પણ તે આનંદને પામે’ એવી ભાવનાથી આચાર્ય ભગવંતોએ આવા મહાન
શાસ્ત્રો રચીને જગતને આનંદ તથા પરમાનંદની ભેટ કરી છે. ભગવાનની વાણી દ્વારા પોતે પરમાનંદને
પામીને, તે વાણી ભવ્યજીવોને પરમાનંદ પામવા માટે ભેટ કરી છે. જેને મોક્ષદશા પ્રગટ કરવી હોય તેને
તે ભેટ આપી છે. જગતને આ શાસ્ત્રોદ્વારા આચાર્યોએ પરમાનંદની ભેટ આપી છે, આ શાસ્ત્રોનો
અક્ષરેઅક્ષર આત્માના આનંદનું નિમિત્ત છે.
(પ૧) યથાર્થ વસ્તુવિજ્ઞાનનું રહસ્ય પામ્યા વિના ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, ગમે
તેટલાં વ્રત–નિયમ–તપ–ત્યાગ–વૈરાગ્ય–ભક્તિ–શાસ્ત્રાભ્યાસ કરવામાં આવે તોપણ જીવનો એક પણ
ભવ ઘટતો નથી, માટે આ મનુષ્યભવમાં જીવનું મુખ્ય કર્તવ્ય યથાર્થ રીતે વસ્તુ–વિજ્ઞાન પ્રાપ્ત કરી
લેવાનું છે. (“વસ્તુવિજ્ઞાનસાર” ની પ્રસ્તાવનામાંથી)
(પ૨) જે ચૈતન્યનું લક્ષણ નથી એવી સમસ્ત બંધભાવની લાગણીઓ મારાથી ભિન્ન છે....
પોતાની શક્તિ દ્વારા જેણે બંધ રહિત સ્વભાવનો નિર્ણય કર્યો તેને સ્વભાવની હોંશ અને પ્રમોદ આવે કે
અહો! આ ચૈતન્યસ્વભાવ પોતે ભવરહિત છે, તેનો આશ્રય કર્યો તેથી હવે ભવના અંત નજીક આવ્યા
અને મુક્તિદશાનાં નગારાં વાગ્યાં. પોતાના નિર્ણયથી જે નિઃશંકતા કરે તેને ચૈતન્યપ્રદેશોમાં ઉલ્લાસ
થાય અને તેને અલ્પકાળમાં મુક્તદશા થાય જ.
(પ૩) દર્શન–જ્ઞાન–ચારિત્રની વૃદ્ધિને અર્થે હે મુનિ! દીક્ષાપ્રસંગની તીવ્ર વિરતિદશાને, કોઈ
રોગોત્પત્તિપ્રસંગની ઉગ્ર વૈરાગ્ય અવસ્થાને, કોઈ દુઃખપ્રસંગે પ્રગટેલી ઉદાસીનતાની ભાવનાને, કોઈ
સત્ ઉપદેશ પ્રસંગે થયેલી પરમ આત્મિક ભાવનાને, કોઈ પુરુષાર્થના ધન્ય પ્રસંગે જાગેલી પવિત્ર
અંર્તભાવનાને સ્મરણમાં રાખજે, નિરંતર સ્મરણમાં રાખજે, ભૂલીશ નહિ. (ભાવપ્રાભૃત)
(પ૪) હે ભાઈ! બહારના દ્રવ્યોનું તો જેમ થવાનું તેમ જ થવાનું, તારા જ્ઞાનનો સ્વભાવ તો
જાણવાનો જ છે. જુઓ તો ખરા, આમાં જ્ઞાનની કેટલી શાંતિ! જ્ઞાનને કોઈ વિઘ્ન કરનાર નથી અને
કોઈ મદદગાર નથી. જેણે આવો જ્ઞાનસ્વભાવ સ્વીકાર્યો તેને અભિપ્રાયમાંથી તો સર્વ રાગ–દ્વેષ
બંધભાવ ટળી ગયા એટલે કે અભિપ્રાયથી તો તે મુક્ત થયો; હવે તે જ અભિપ્રાયના જોરે અલ્પકાળે
બંધભાવોને સર્વથા છેદીને મુક્ત થશે.
(પપ) જે ભવ્ય જીવને સંસાર દુઃખદાયક ભાસ્યો છે ને તેનાથી છૂટીને જ્ઞાનસ્વરૂપમાં
આવવાની ઝંખના જાગી છે એવા મોક્ષાર્થીઓને શ્રી આચાર્યદેવ આદેશ કરે છે કે, જેમના જ્ઞાનનો
અભિપ્રાય ઉદાર છે એવા હે મોક્ષાર્થી જીવો! તમે એક આજ સિદ્ધાતનું સેવન કરો કે ‘હું તો શુદ્ધ
ચૈતન્યમય એક પરમ જ્યોતિ જ સદાય છું, એ સિવાય બધાય ભાવો હું નથી, તે બધાય ભાવો મારાથી
જુદા છે.’–જેમ બાળકના અંતરમાં તેની માતાનું જ રટણ હોય છે....તેમ ધર્મી જીવના અંતરમાં ‘મારા
સિદ્ધભગવાન, મારી સિદ્ધદશા’ એમ જ રટણ થઈ રહ્યું છે. પોતાના સ્વભાવ સિવાય બીજા કોઈ પણ
ભાવથી તેઓ સંતોષાતા નથી.

PDF/HTML Page 11 of 33
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૦૦
(પ૬) કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનનું અપાર માહાત્મ્ય છે. ગુરુદેવે ઘણાં વર્ષો પહેલાં રાજકોટમાં
શ્રીમદ્ રાજચંદ્રજીની જયંતિ પ્રસંગે કહ્યું હતું કે ‘સમ્યગ્દ્રષ્ટિ બળદની ખરી જે વિષ્ટા ઉપર પડે તે વિષ્ટા
પણ ધન્ય છે.’ પ્રત્યેક પદાર્થને પોતાના સ્પર્શમાત્રથી ધન્ય બનાવનાર સમ્યગ્દ્રષ્ટિ મહાપુરુષની
જન્મજયંતિ ઉજવવાનો આજનો પ્રસંગ આપણા માટે અતિ આનંદોલ્લાસનો પ્રસંગ છે.
(પ૯મા જન્મોત્સવપ્રસંગે વિદ્વાન ભાઈશ્રી હિંમતલાલ જે. શાહના ભાષણમાંથી)
(પ૭) હે મુનિ! આત્મા કલ્યાણસ્વરૂપ છે એમાં તું તારા મનને જોડ, તેને છોડીને બહાર ન જા.
(પ૮) હે ભવ્ય! તને નકામો કોલાહલ કરવાથી શું લાભ છે? એ કોલાહલથી તું વિરક્ત થા
અને એક ચૈતન્ય માત્ર વસ્તુને પોતે નિશ્ચળ લીન થઈ દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો–
તપાસ કે એમ કરવાથી પોતાના હૃદયસરોવરમાં જેનું તેજ, પ્રતાપ, પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા
આત્માની પ્રાપ્તિ નથી થતી કે થાય છે. (–જરૂર થશે જ.)
(પ૯) તીર્થંકરોનો પંથ સ્વાશ્રયનો જ છે. તીર્થંકરોના ઉપદેશમાં સંપૂર્ણ સ્વાશ્રયનો જ આદેશ છે.
મોક્ષમાર્ગમાં અંશમાત્ર પરાશ્રયભાવ તીર્થંકરોએ ઉપદેશ્યો નથી. જે જીવ સ્વાશ્રય નથી કરતો તે જીવ
તીર્થંકરોના ઉપદેશના આશયને સમજ્યો નથી.–આવો શ્રી તીર્થંકરોનો પંથ જ્ઞાનીઓ બતાવે છે અને
જગતના જીવોને હાકલ કરે છે કે હે જગતના જીવો! મોક્ષનો માર્ગ આત્માશ્રિત છે. તમે પરાશ્રયને
છોડીને આ સ્વાશ્રિતમાર્ગમાં નિઃશંકપણે ચાલ્યા આવો.
(૬૦) જીવનું પોતાનું નિજસ્વરૂપ વીતરાગ છે, વીતરાગ છે, વીતરાગ છે; જેઓ તે
વીતરાગસ્વરૂપનું વારંવાર કથન કરે છે તે જ સદા ગુરુપદે શોભે છે. *** શ્રી ગુરુ જ્ઞાનને સ્થિરીભૂત
કરીને પોતાના આત્માને તો વીતરાગસ્વરૂપ અનુભવે છે, અને જ્યારે કોઈને ઉપદેશ પણ આપે છે
ત્યારે અન્ય સર્વે દૂર કરીને એક જીવનું નિજસ્વરૂપ વીતરાગ છે તેનું જ વારંવાર કથન કરે છે.
વીતરાગસ્વરૂપ સિવાય બીજો કોઈ અભ્યાસ તેમને નથી. (–આત્માવલોકન)
(૬૧) શ્રી કુંદકુંદ ભગવાન ભવ્ય જીવોને મોક્ષ માટે આમંત્રણ આપે છે; અમારા ઘરે
મોક્ષદશાની રસોઈ તૈયાર થઈ ગઈ છે. અમે તને જે કહીએ છીએ તેની હા પાડ, તો તું મોક્ષદશા માટેનાં
ભાણે બેઠો છે. ભાણે બેઠા પછી મોક્ષદશાનાં ભોજન આવતાં વાર નહિ લાગે. અરે, આવ તો ખરો! હા
તો પાડ! આત્માના સ્વભાવસુખનો સ્વીકાર તો કર.
(૬૨) સમુદ્રનાં પાણીથી પણ જેની તૃષા ન છીપી તેની તૃષા એક ટીપું પાણીથી તૂટવાની નથી;
તેમ આ જીવે સ્વર્ગાદિ ભોગ અનંતવાર ભોગવ્યા છતાં તૃપ્તિ થઈ નહિ, તો સડેલા ઢીંગલા સમાન આ
માનવદેહના ભોગથી તેને કદાપિ તૃપ્તિ થવાની નથી, માટે ભોગ ખાતર જિંદગી ગાળવા કરતાં મનુષ્ય
જીવનમાં બ્રહ્મચર્ય પાળવું અને તત્ત્વનો અભ્યાસ કરવો તે જ માનવજીવનનું ઉત્કૃષ્ટ કર્તવ્ય છે.
(૬૩) હે જીવો! અંદરમાં ઠરો.....રે...ઠરો! અનંત મહિમાવંત શુદ્ધ આત્મસ્વભાવનો આજે જ
અનુભવ કરો.
(૬૪) હે ભાઈ! ચૈતન્ય ભગવાન કેવા છે તેને જોવાને એક વાર કુતુહલ તો કર. જો દુનિયાની
અનુકૂળતા કે પ્રતિકૂળતામાં રોકાઈશ તો તારા ચૈતન્યભગવાનને તું જોઈ શકીશ નહિ, માટે દુનિયાનું
લક્ષ છોડી દઈ અને તેનાથી એકલો પડી એક વાર મહાન કષ્ટે પણ તત્ત્વનો કૌતૂહલી થા.
(૬પ) અહો! કુંદકુંદાચાર્યદેવની શું વાત કરીએ? કુંદકુંદાચાર્યદેવ તો ભગવાન કહેવાય. એમનું
વચન એટલે કેવળીનું વચન. અંતરમાં અધ્યાત્મના પ્યાલા ફાટી ગયેલા હતા. એકદમ કેવળજ્ઞાનની
તૈયારી હતી. વીતરાગભાવે અંતરમાં ઠરતાં ઠરતાં વળી છદ્મસ્થ દશામાં રહી ગયા, ને વિકલ્પ ઊઠતાં
આ સમયસારાદિ મહાન શાસ્ત્રો રચાઈ ગયાં.–એટલા વળી જગતના મહાભાગ્ય!

PDF/HTML Page 12 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૬ : ૧૧ :
(૬૬) આત્મસ્વભાવ મહિમાવંત છે, તે મોક્ષસુખનો દેનાર છે, તે સ્વાનુભવથી જણાય છે પણ
વાણીના વિસ્તારથી જણાતો નથી. લાખો–કરોડોમાં તેને જાણનારા કોઈક વિરલા જ હોય છે. આ
જગતમાં આવો આત્મા જયવંત છે અને આત્માને જાણનારા પણ સદાય હોય છે. જો કે આત્માને
જાણનારા વિરલા જ હોય છે પણ તેનો કદી વિરહ પડતો નથી; પૂર્વે આત્માને જાણનારા હતા, અત્યારે
છે ને ભવિષ્યમાં થશે.
(૬૭) જેણે પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય એવા અવિરત સમ્યગ્દ્રષ્ટિ પણ વૈમાનિક દેવ અથવા
ઉત્તમ મનુષ્યમાં જ જન્મે છે, એ સિવાય બીજે ક્્યાંય જન્મતા નથી; તેથી ઉત્તમ દેવપણું અને ઉત્તમ
મનુષ્યપણું–એ બેને છોડીને બાકીના સમસ્ત સંસારના કલેશથી તે મુક્ત છે, માટે સંસારના દુઃખોથી
ભયભીત એવા ભવ્યજીવોએ સમ્યગ્દર્શનની આરાધનામાં સદાય તત્પર રહેવું જોઈએ.
(૬૮) હે ભાઈ! એક વાર તું એમ તો માન કે જ્ઞાનસ્વરૂપ જ હું છું....મારું જ્ઞાન રાગમાં
એકમેક થઈ જતું નથી. આમ રાગ અને જ્ઞાનની ભિન્નતાને જાણીને એક વાર તો રાગથી જુદો પડીને
આત્માના જ્ઞાનનો અનુભવ કર. તારા જ્ઞાનસમુદ્રમાં એક વાર તો ડુબકી માર.
(૬૯) આત્મા તણા આનંદમાં મશગુલ રહેવા ઈચ્છતો, સંસારના દુઃખદર્દથી ઝટ છૂટવાને
ઈચ્છતો; આપો અનુપમ આશરો પ્રભુ દીનબંધુ દેવ છો, શરણે હું આવ્યો આપને તારો પ્રભો તારો મને.
–બાળકોના સંવાદમાંથી
(૭૦) અત્યારે લોકોમાં જૈનધર્મના નામે જે વાત ચાલી રહી છે તેમાં મૂળથી જ ફેર છે. મૂળ
આત્મસ્વભાવની દ્રષ્ટિ વગર શાસ્ત્ર વગેરેથી હજારો વાતો જાણે પણ તેમાં એકેય વાત સાચી હોય નહિ.
પૂર્વની માનેલી બધી વાતના મીંડા વાળીને સાંભળે તો આ વાત અંતરમાં બેસે તેમ છે.
(૭૧) તું તારા જ્ઞાનમાં એમ નિર્ણય કર કે મારું જ્ઞાનસ્વરૂપ બધાય પદાર્થોથી જુદું છે...તારા
જ્ઞાનસ્વરૂપ આત્મા તરફ વળ, તેનો જ અભ્યાસ કર, તેની રુચિ કર, તેનું મંથન કર, તેની શ્રદ્ધા કર,
તેનો જ અનુભવ કર. નિરંતર તે જ એક કરવા જેવું છે.
વિકલ્પો તે પરદ્રવ્ય છે, અને એ સાત તત્ત્વોના વિકલ્પોથી અગોચર જે શુદ્ધ અભેદ આત્મસ્વરૂપ છે તે
જ એક સ્વદ્રવ્ય છે, તે જ જીવ છે, અને એને જ અંગીકાર કરવાનો છે. શુદ્ધ જીવને અંગીકાર કરવાથી
શુદ્ધભાવ પ્રગટે છે. અંગીકાર કરવો એટલે તેની શ્રદ્ધા કરાવી, તેનું જ્ઞાન કરવું અને તેમાં લીન થવું.
(૭૩) શ્રી મુનિરાજ નિઃસ્પૃહ કરુણાબુદ્ધિથી કહે છે કે અરે પ્રાણીઓ! આત્માનો શુદ્ધસ્વભાવ
સમજ્યા વગર અનંતકાળમાં બીજા બધા ભાવો કર્યા છે, એ કોઈ ભાવો ઉપાદેય નથી. આત્માનો
નિશ્ચયસ્વભાવ જ ઉપાદેય છે, એમ તમે શ્રદ્ધા કરો.
(૭૪) પરમ પારિણામિક ભાવરૂપ નિરપેક્ષ ચૈતન્યસ્વભાવ બતાવીને શ્રી આચાર્યદેવ કહે છે કે
હે ભાઈ! તું આવા શુદ્ધ જીવતત્ત્વની શ્રદ્ધા કર....અશુદ્ધ આત્માની શ્રદ્ધા તો તેં અનંતકાળથી કરી છે
અને તે મિથ્યાશ્રદ્ધાને લીધે જ તું સંસારમાં રખડી રહ્યો છે. માટે હવે–“ પરમ શુદ્ધ આત્મા તે જ હું”
એવી શુદ્ધાત્માની શ્રદ્ધા કર, તો તારા આત્મામાં શુદ્ધભાવ પ્રગટે અને તારું અવિનાશી કલ્યાણ થાય.
(૭પ) અહો, આજે મહાવૈરાગ્યનો દિવસ છે, પરમ ઉદાસીનતાનો પ્રસંગ છે....આજે ભગવાન
વીતરાગી ચારિત્ર દશા ધારણ કરે છે. આ આત્માને પણ એવી ચારિત્રદશા વગર મુક્તિ નથી....આવા
પ્રસંગે પોતે અંતરમાં એવી ભાવના કરે કે મને એવી પરમ વીતરાગી નિર્ગ્રંથ દશા ક્્યારે આવે! હું
ક્્યારે મુનિ થઈને

PDF/HTML Page 13 of 33
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૦૦
આત્મધ્યાનમાં લીન થાઉં? હું ક્્યારે એ વીતરાગી સંતોની પંક્તિમાં બેસું?
(–દીક્ષા કલ્યાણક પ્રવચનમાંથી)
(૭૬) એક માત્ર ભેદજ્ઞાન સિવાય જીવ અનંત કાળમાં બધું કરી ચૂક્્યો છે, પણ ભેદજ્ઞાન કદી
એક સેકંડ માત્ર પણ પ્રગટ કર્યું નથી. એક સેકંડ માત્રનું ભેદજ્ઞાન અનંત જન્મમરણનો નાશ કરનાર
છે–માટે તે ભેદવિજ્ઞાન નિરંતર ભાવવાયોગ્ય છે.
(૭૭) હે પ્રભાકર ભટ્ટ! તું મિથ્યાત્વાદિ શલ્ય રહિત થઈને તારા આત્માને પરમાત્મા જાણ.
પરમાત્માનું ધ્યાન કરવાનું કહ્યું છે તે પોતાથી ભિન્ન પરમાત્માનું નહિ, પણ પરમાત્માની જેમ પોતાનો
સ્વભાવ પરિપૂર્ણ રાગાદિ રહિત છે તેને ઓળખીને તેનું જ ધ્યાન કરવું, તે જ પરમાર્થે પરમાત્માનું
ધ્યાન છે.
(૭૮) હે જીવ! તું તારા આત્માને ઓળખીને સર્વાત્મમાં સમદ્રષ્ટિ કર! કોઈના પ્રત્યે
વિષમભાવ રાખીને તારે શું પ્રયોજન છે? સામો જીવ એને ભાવે તરે છે અને એના જોખમે બૂડે છે, તું
તારામાં સમભાવ રાખ.
(૭૯) ધર્મ ધર્માત્માઓ વિના હોતો નથી. જેને ધર્મની રુચિ હોય તેને ધર્માત્મા પ્રત્યે રુચિ હોય
જ. ધર્મી જીવો પ્રત્યે જેને રુચિ નથી તેને ધર્મની જ રુચિ નથી. જેને ધર્મની રુચિ છે તેને...બીજા
ધર્માત્માઓ પ્રત્યે અણગમો કે અદેખાઈ ન હોય....પણ અંતરથી પ્રમોદ જાગે કે અહા! ધન્ય છે આ
ધર્માત્માને! તેને બીજા ધર્માત્માઓને જોઈને હરખ આવે છે.
(૮૦) ધર્મી જાણે છે કે જગતના કોઈ સંયોગો મને ઈષ્ટ–અનિષ્ટ નથી, હું તો અસંયોગી, રાગ–
દ્વેષ રહિત જ્ઞાયક મુક્તસ્વરૂપ છું.–આવી સ્વભાવદ્રષ્ટિમાં પૂર્વકર્મરૂપી ચોર મને કાંઈ કરવા સમર્થ નથી.
(૮૧) જે પુરુષ આ શુદ્ધાત્માને ઓળખીને તેના ધ્યાનમાં સ્થિર રહે છે તેની વાત તો દૂર રહો;
પરંતુ જે પુરુષ શુદ્ધાત્માની ચિંતાનો પરિગ્રહ કરવાવાળો છે તેનું પણ જીવન આ સંસારમાં પ્રશંસનીય
છે; તથા દેવોદ્વારા પણ તે પૂજાય છે, માટે ભવ્ય જીવોએ સદા શુદ્ધાત્માનું ચિંતન કરવું જોઈએ.
(૮૨) જેનાં અહોભાગ્ય હોય તેને આ તત્ત્વ સાંભળવાનું પ્રાપ્ત થાય. અને અપૂર્વ પાત્રતાથી
આત્મપુરુષાર્થ કરે તો પરમાર્થની પ્રાપ્તિ થાય.....જ્ઞાન સ્વભાવી આત્માની રુચિ કરવી તે જ કલ્યાણનો
પંથ છે. સ્વતંત્ર રુચિ પલટાવવાની વેદના પોતે ન કરે તો કોઈ કરાવવા સમર્થ નથી.
(૮૩) ભાદરવા સુદ પાંચમથી ચૌદસ સુધીના દસ દિવસોને ‘દસલક્ષણી’ કહેવાય છે. સનાતન
જૈનશાસનમાં એને જ પર્યુષણ પર્વ કહે છે. શાસ્ત્રોમાં તો દસલક્ષણી પર્વ વર્ષમાં ત્રણ વાર આવવાનું
વર્ણન છે, પરંતુ વર્તમાનમાં ભાદરવા માસમાં જ તેની પ્રસિદ્ધિ છે. વીતરાગી જિનશાસનમાં આ ધાર્મિક
પર્વનો અપાર મહિમા છે.
(૮૪) જેમાં ખરેખર સુખ હોય તેમાં ગમે તેટલું આગળ ને આગળ જતાં ક્્યારેય પણ કંટાળો
ન આવે; સ્વભાવમાં સુખ છે તો તેમાં જેમ જેમ આગળ વધે છે તેમ તેમ સુખ વધે છે.....તેમાં કંટાળો
આવતો નથી. ને વિષય–સુખોમાં કંટાળો આવ્યા વિના રહેતો નથી.....વિષયોમાં સુખ નથી પણ
આત્મસ્વભાવમાં જ સુખ છે.–એ સ્વભાવસુખ નક્કી કરીને તેની હા પાડ, ને વિષયોમાં સુખની બુદ્ધિ
છોડ.
(૮પ) હે જીવ! ......તારા આત્મામાં સિદ્ધપણું સ્થાપીને–નિર્ણય કરીને, આત્મસ્વભાવ કેવો છે
તે સંભળાવતાં આચાર્યદેવ મોક્ષની મંડળી ઉપાડે છે. તું પણ આત્માની રુચિથી હકાર લાવીને મોક્ષની
મંડળીમાં ભળી જા.
(૮૬) બૂંગિયો ઢોલ સાંભળીને સાડાત્રણ કરોડ રોમરોમમાં રજપૂતનું શૌર્ય ઉછળી જાય છે, તેમ
તત્ત્વનો મહિમા સાંભળતાં પાત્ર ચૈતન્યનું વીર્ય ઉછળી

PDF/HTML Page 14 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૬ : ૧૩ :
જાય છે.....સ્વતંત્રતાની વાત સાંભળી હે જીવ! તેનો મહિલા લાવ! શ્રી કુંદકુંદ ભગવાન સમયસારના
બૂંગિયા વગાડી ગાણાં ગાય છે, તે સાંભળી તું ન ઉછળેએ કેમ બને?
(૮૭) બધા પદાર્થોના ઉત્પાદ–વ્યય–ધુ્રવસ્વભાવને નક્કી કરતાં, સ્વમાં કે પરમાં ફેરફારની
બુદ્ધિ ન રહી પણ જ્ઞાનમાં જાણવાનું જ કામ રહ્યું. એટલે જ્ઞાનમાંથી ‘આમ કેમ’ એવો ખદબદાટ નીકળી
ગયો ને જ્ઞાન ધીરું થઈને પોતામાં ઠર્યું–આમાં જ જ્ઞાનનો પરમ પુરુષાર્થ છે, આમાં જ મોક્ષમાર્ગનો ને
કેવળજ્ઞાનનો પુરુષાર્થ આવી જાય છે. પરમાં કર્તાબુદ્ધિવાળાને જ્ઞાનસ્વભાવની પ્રતીત નથી બેસતી, ને
તેને જ્ઞાનના સ્વભાવનો જ્ઞાયકપણાનો પુરુષાર્થ પણ નથી જણાતો.
(૮૮) હે જીવ! ઠર રે ઠર! ભાઈ, આવા અનંતકાળે દુર્લભ મનુષ્ય જીવન, તથા તેમાં મહા
મોંઘપવાળા સત્સમાગમ–શ્રવણ મળ્‌યા અને તારો સ્વતંત્ર સ્વભાવ છે તેને તું ન માને તે કેમ ચાલે?
(૮૯) વિદેહવાસી હે સીમંધરનાથ! આપ ‘સુવર્ણધામ’ માં......અથવા કહો કે ભક્તોના
અંતરમાં પધાર્યા પછી આ ભરતક્ષેત્રના જિનેન્દ્રશાસનમાં અનેક અનેક મંગલવૃદ્ધિ થઈ છે. અહો પ્રભો!
આપના શું શું સન્માન કરીએ? કઈ કઈ રીતે આપનું સ્વાગત કરીએ...? હે નાથ! આપના મહાન
સ્વાગતના આ પવિત્ર મહોત્સવમાં સાથ પૂરાવવા આ ‘સ્વાગત–અંક’ આપને ચરણે ધરીને આપનું
સ્વાગત કરીએ છીએ.....આપનું બહુ બહુ સન્માન કરીએ છીએ.....આપને ભક્તિ–પુષ્પોથી વધાવીએ
છીએ.
–અમે છીએ, આપના સુવર્ણપુરીવાસી ભક્તો.
(૯૦) માહાત્મ્ય કરવા યોગ્ય દુનિયામાં કાંઈ હોય તો તે સર્વજ્ઞપ્રણીત ધર્મ અને ધર્માત્મા જ છે.
(૯૧) જે જીવનની એકેક પળ આત્માર્થ ખાતર જ વીતતી હોય, જેની એકેક પળ સંસારને
છેદવા માટે છીણીનું કાર્ય કરી રહી હોય, જેની એકેક પળ આત્માને સિદ્ધ થવાની નજીક લઈ જતી હોય
તે જીવન ધન્ય છે....કૃતકૃત્ય છે.
અહા! સંતો એવું કૃતકૃત્ય જીવન જીવે છે.
જે પરમ સંતોના શરણે એવું જીવનઘડતર થાય છે તે સંતો જયવંત હો.
(૯૨) ગામડામાં એક ખેડૂત પૂછતો હતો કે ‘મહારાજ! આત્મા અવતારમાં રઝડે છે, તે
રઝડવાનો અંત આવે ને મુક્તિ થાય–એવું કાંઈક બતાવો!’
હે ભાઈ! હવે તને જન્મ–મરણનો થાક લાગ્યો છે? જો થાક લાગ્યો હોય તો તે જન્મ–મરણથી
છૂટવા માટે ચૈતન્યશરણને ઓળખીને તેના આશ્રયે વિશ્રામ કર. જેને ભવભ્રમણનો અંતરમાં ત્રાસ
લાગતો હોય તે જીવ અંતરમાં ચૈતન્યના શરણને શોધે.
(૯૩) મારે આત્માનું કલ્યાણ કરવું છે–એમ જેને જિજ્ઞાસા જાગી છે, વિષય–કષાયોથી કંઈક
પાછો ફરીને જે નવ તત્ત્વના વિચાર કરે છે ને અંતરમાં આત્માનો અનુભવ કરવા માંગે છે તેની આ
વાત છે. ××× ××× ભાઈ, પૂર્વે જે નવતત્ત્વના વિચાર કર્યા તેના કરતાં આ કાંઈક જુદી રીતની વાત
છે. પૂર્વે નવતત્ત્વના વિચાર કર્યા તે અભેદસ્વરૂપના લક્ષ વગર કર્યા છે, ને અહીં તો અભેદસ્વરૂપના
લક્ષસહિતની વાત છે.
(૯૪) જેને આત્માનું લક્ષ નથી તે ગમે તેટલા શાસ્ત્રો ભણે પણ તેને શાસ્ત્રનું તે બધું ભણતર
માત્ર મનના બોજારૂપ છે, અંતરમાં ચૈતન્ય–આનંદની સુગંધ તેને આવતી નથી, આત્માની શાંતિનો
અનુભવ તેને થતો નથી.
(૯પ) સાધક જીવ પણ જ્ઞાનસ્વભાવની એકતાની દ્રષ્ટિમાં રાગનો કર્તા નથી પણ જ્ઞાયક જ છે.
આમ, જ્ઞાયક સ્વભાવનો નિર્ણય કરવો તેનું નામ ધર્મ છે,

PDF/HTML Page 15 of 33
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૦૦
અને એ જ દરેક આત્માર્થી–મોક્ષાર્થી જીવનું પહેલું કર્તવ્ય છે.
(૯૬) અહો! સ્વભાવદ્રષ્ટિની આ વાત અત્યારે લોકોને બહુ મોંઘી થઈ પડી છે, પણ
જૈનધર્મનો મૂળ પાયો જ આ છે. આવી દ્રષ્ટિ પ્રગટ કર્યા વગર જેટલું કરે તે બધુંય સંસારનું જ કારણ
થાય છે; આ દ્રષ્ટિ વગર મોક્ષમાર્ગની શરૂઆતનો અંશ પણ થતો નથી.
(૯૭) વીર. સં. ૨૪૭૭ના બેસતાવર્ષના સુપ્રભાતના મંગલ સન્દેશમાં પૂ. ગુરુદેવશ્રીએ કહ્યું
હતું કે: આત્માના પરમ પારિણામિક–સ્વભાવનો મહિમા કરવો તે આત્માનું મંગલ બેસતું વર્ષ છે.....તે
સ્વભાવમાંથી જ બધી નિર્મળ પર્યાયો આવે છે; માટે તેનો મહિમા...તેની રુચિ....ને તેમાં સન્મુખ થઈને
લીનતા એ જ આત્માર્થી જીવોનું કર્તવ્ય છે.
(૯૮) શ્રી સમયસારની શરૂઆતમાં જ આચાર્યદેવ આત્મામાં સિદ્ધપણું સ્થાપે છે: અહો, સિદ્ધ–
ભગવંતો! મારા હૃદયસ્થાનમાં બિરાજો. હું સિદ્ધોનો આદર કરું છું.–આમ પોતાના આત્મામાં સિદ્ધપણું
સ્થાપવું તે ધર્મની અપૂર્વ મંગલ શરૂઆત છે.
(૯૯) સમ્યગ્દર્શન પ્રગટ કરનાર જીવને દેશનાલબ્ધિ જરૂર હોય છે; અને તે દેશનાલબ્ધિ,
સમ્યક્ત્વરૂપે પરિણમેલા એવા સાક્ષાત્ જ્ઞાનીના નિમિત્તે જ પમાય છે. એકલા શાસ્ત્રથી કે કોઈ
મિથ્યાદ્રષ્ટિના નિમિત્તથી દેશનાલબ્ધિ પમાતી નથી.
(૧૦૦) સમ્યગ્દર્શન પ્રગટ થતાં આત્માનો અનુભવ થાય છે. જેવો સિદ્ધભગવાનને અનુભવ
હોય છે તેવો ચોથે ગુણસ્થાને સમકિતી જીવને અનુભવ હોય છે. સિદ્ધને પૂર્ણ અનુભવ હોય છે ને
સમકિતીને અંશે અનુભવ હોય છે,–પણ જાત તો તે જ. સમકિતી આનંદસાગરના અમૃતનો અપૂર્વ
સ્વાદ લઈ રહ્યો છે, આનંદના ઝરણામાં મોજ માણી રહ્યો છે.
(૧૦૧) જેને આત્માને ખરેખર રાજી કરવાની ધગશ જાગી તે આત્માને રાજી કર્યે જ છૂટકો
કરશે, અને તેને રાજી એટલે કે આનંદધામમાં પહોંચ્યે જ છૂટકો છે. અહીં જગતના જીવોને રાજી
કરવાની વાત નથી પણ જે પોતાનું હિત ચાહતો હોય તેણે શું કરવું’ તેની વાત છે.
(૧૦૨) અનાકુળતા જેનું લક્ષણ છે એવી સુખશક્તિ આત્મામાં ત્રિકાળ છે. કાંઈ પણ કરવાની
વૃત્તિનું ઉત્થાન તે આકુળતા છે અને આકુળતા તે દુઃખ છે. અશુભ કે શુભ કોઈ પણ વૃત્તિ રહિત શાંત
નિરાકુળ દશા તે જ સુખનું સ્વરૂપ છે.
(૧૦૩) છઠ્ઠી ગાથામાં શ્રી ગુરુજી પાસેથી મહાવિનય અને પાત્રતાપૂર્વક જ્ઞાયકસ્વરૂપનું શ્રવણ
કરીને તેવો અનુભવ કરવા માટે અંતર્મંથન કરતાં કરતાં ‘હું જ્ઞાયક છું’ એમ લક્ષમાં લેવા માંડયું; પરંતુ
તેમાં ગુણગુણીભેદનો વિકલ્પ ઊઠ્યો...ગુણગુણીભેદના વિકલ્પથી પણ આગળ કંઈક અભેદ વસ્તુ છે
તેને લક્ષમાં લઈને તેનો અનુભવ કરવા માટે અંતરમાં ઊંડો ઊંડો ઉતરતો જાય છે. અને તે વાત
શ્રીગુરુના મુખથી સાંભળવા માટે વિનયથી પૂછે છે કે પ્રભો! જ્ઞાનદર્શનચારિત્રના ભેદથી આત્માને
લક્ષમાં લેવા જતાં ગુણગુણીભેદનો વિકલ્પ ઊઠે છે ને અશુદ્ધતાનો અનુભવ થાય છે, તો શું કરવું?–શ્રી
આચાર્યભગવાન પણ શિષ્યની અત્યંત નિકટ પાત્રતા દેખીને તેને શુદ્ધઆત્માનું સ્વરૂપ સમજાવે છે.....
(૧૦૪) સાધક સંતો આત્માના આનંદરસમાં લીન રહે છે. આત્મસ્થિરતા કેમ વધતી જાય તેની
જ તેમને ધૂન છે....આત્મજ્ઞાની સંત ગૃહવાસમાં રહ્યા હોવા છતાં અંતરથી ઉદાસ....ઉદાસ હોય છે.
અહો! તેમની અંર્તદશાની શી વાત!
(૧૦પ) અહો....ધન્ય એ પાવનભૂમિ વિપુલાચલ....આજથી ૨પ૦૬ વર્ષ પહેલાં એ તીર્થભૂમિ
ઉપર તીર્થંકરદેવના “કારધ્વનિના નાદ ગૂંજતા હતા....ને ગણધરાદિ સંતો તે ઝીલીને પાવન થયા હતા.
–એ પવિત્ર

PDF/HTML Page 16 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૬ : ૧પ :
પ્રસંગોનો મહાન દિવસ એટલે અષાડ વદ એકમ.–કેવળજ્ઞાન સાથે સંધિ કરીને ભવ્ય જીવો તેનો
મહોત્સવ ઊજવે છે.
(૧૦૬) જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કાંઈ મારે
કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે.
(૧૦૭) ‘ધર્મનું મૂળ સર્વજ્ઞ છે.’ તે સર્વજ્ઞતાના નિર્ણયમાં ઘણી ગંભીરતા રહેલી છે. અહીં, દરેક
આત્મામાં રહેલી સર્વજ્ઞત્વશક્તિ ઉપરના પ્રવચનમાં પૂ. ગુરુદેવશ્રીએ જૈનધર્મના અનેક મૂળભૂત રહસ્યો
પ્રકાશિત કર્યા છે.
(૧૦૮) અરે મૂઢ! તું વ્યવહારના આશ્રયથી લાભ થવાનું માને છે, પણ વ્યવહારનો આશ્રય
તો અનાદિથી તું કરી જ રહ્યો છે, છતાં કેમ કલ્યાણ ન થયું? માટે સમજ કે વ્યવહારના આશ્રયે કલ્યાણ
થતું નથી. ભૂતાર્થ સ્વભાવના આશ્રયે જ કલ્યાણ થાય છે.....સંતોએ જીવોના કલ્યાણ અર્થે ફરી ફરીને
એના જ આશ્રયનો ઉપદેશ આપ્યો છે.
(૧૦૯) કોઈ પૂછે કે પહેલાં અમારે શું કરવું?–તો જ્ઞાની કહે છે કે ‘હું જ્ઞાનસ્વરૂપ છું’ એવો
અંતરમાં નિર્ણય કરીને તેનો અનુભવ કરવો.–આ જ જૈનશાસનમાં દરેક જીવનું પ્રથમ કર્તવ્ય છે.
(૧૧૦) “હું જ્ઞાનસ્વભાવ જ છું, મારા સ્વભાવમાં અંતમુર્ખ થઈને ઠરું તે જ મારી મુક્તિનો
માર્ગ છે. એ સિવાય ક્્યાંય બહાર જોવું પડતું નથી. કેવો સ્વાવલંબી, સરળ અને સહજ મુક્તિમાર્ગ!!–
આવા સહજ મુક્તિમાર્ગે સ્વયં વિચરનારા અને જગતને તે પાવનમાર્ગ દેખાડનારા, હે સંતો! આપના
પુનિત ચરણોમાં પરમ ઉલ્લાસભાવે નમસ્કાર હો!
(૧૧૧) જિનશાસન એટલે શું અને જિનશાસનને કોણે જાણ્યું કહેવાય તે વાત સમયસારની
પંદરમી ગાથામાં અદ્ભુત રીતે વર્ણવી છે. તેમાં રહેલું જૈનશાસનનું અતિશય મહત્વનું રહસ્ય પૂ.
ગુરુદેવશ્રીએ પ્રવચનમાં ખુલ્લું કર્યું છે. દરેક જિજ્ઞાસુઓએ તેમજ વિદ્વાનોએ આ ગાથાનું રહસ્ય ખાસ
વિચારવા યોગ્ય છે.
(૧૧૨) ગમે તેવા સંયોગોમાં અને ગમે તેવી પ્રવૃત્તિમાં પડ્યો હોય તો પણ હમેશાં ચોવીસ
કલાકમાંથી કલાક–બે કલાકનો વખત તો સ્વાધ્યાય–મનનમાં ગાળવો જ જોઈએ, અરે! છેવટમાં છેવટ....
ઓછામાં ઓછો પા કલાક તો હંમેશા નિવૃત્તિ લઈને એકાન્તમાં શાંતિપૂર્વક આત્માના સ્વાધ્યાય ને વિચાર
કરવા જ જોઈએ. હંમેશ પા કલાક વાંચનવિચારમાં કાઢે તો પણ મહિનામાં સાડાસાત કલાક થાય; તથા
હંમેશ હંમેશ સતનું સ્વાધ્યાય–મનન કરવાથી અંતરમાં તેના સંસ્કાર તાજા રહ્યા કરે અને તેમાં દ્રઢતા થતી
જાય. ×× માટે આત્માર્થી જીવોએ.....‘જાણે હું તો જગતથી છૂટો છું, જગતની સાથે મારે કાંઈ સંબંધ નથી,
જગતના કોઈ કામનો બોજો મારા ઉપર નથી, હું તો અસંગ ચૈતન્યતત્ત્વ છું’ આ પ્રમાણે, નિવૃત્ત થઈને
ઘડી–બે ઘડી પણ પોતાના આત્માનું ચિંતન–મનન કરવું જોઈએ. (–રાત્રિચર્ચામાંથી)
(૧૧૩) અહો! આત્મભાવના કરીને સંતો નિજ સ્વરૂપમાં ઠરે ત્યાં જગતનું જોવા ક્્યાં
રોકાય? સંતોને તો આત્માની જ ધૂન લાગી છે, આત્માના આનંદની જ લગની લાગી છે....અશરીરી
ચૈતન્યની ભાવના ભાવતાં ભવનો અભાવ થઈ જાય છે. પરની ભાવના ભાવવામાં તો ભાઈ! તારો
અનંતકાળ ચાલ્યો ગયો....હવે આવા ચૈતન્યનો મહિમા જાણીને તેની ભાવના તો કર. એની ભાવનાથી
તારા ભવના નીવેડા આવશે.
(૧૧૪) વ્યવહાર તો ફોતરાં જેવો છે, મૂળ પરમાર્થ વસ્તુ નિશ્ચય છે; જેઓ પરમાર્થ વસ્તુને
જાણતા નથી, અને દયા–વ્રત વગેરે શુભ વ્યવહારમાં જ જેનો આત્મા અર્પાઈ ગયો છે તે પુરુષો
અનાજને છોડીને ફોતરાં ખાંડે છે. જ્ઞાની તો અંતરમાં આત્માના પરમાર્થસ્વરૂપને જાણે છે, વ્રતાદિનો
રાગ આવે તેને તે મોક્ષમાર્ગ માનતા નથી.
(૧૧પ) સોનગઢમાં માનસ્તંભ કરાવવાની

PDF/HTML Page 17 of 33
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૦૦
ભાવના ભક્તોના હૃદયમાં દસ દસ વર્ષોથી ઘોળાયા કરતી હતી. ફાગણ સુદ પાંચમે માનસ્તંભનો ઓર્ડર
અપાયો...ચૈત્ર સુદ ૧૩ના મંગલદિને પાયો ખોદવાની શરૂઆત થઈ...વૈશાખ વદ સાતમે શિલાન્યાસ
થયું.....બધા ભક્તજનો હાથોહાથ ચણતરકામ કરીને પોતાનો ઉલ્લાસ વ્યક્ત કરતા હતા. એ વખતે
ભક્તોને માનસ્તંભની લગની લાગી હતી, વેગનના સમાચાર આવતાં આનંદ ફેલાઈ જતો;
માનસ્તંભના નાના મોટા દરેક સામાનને ભક્તજનો બહુમાનપૂર્વક નીરખી નીરખીને જોતા. ××××
ચૈત્ર સુદ દસમનું પ્રતિષ્ઠામુહૂર્ત નિશ્ચિત થયું....એ મહોત્સવનો આનંદ–એનો મહિમા અદ્ભૂત હતો....
કોઈ કહે: “અમે વિદેહધામમાં આવ્યા હોઈએ એવું લાગે છે.” ....મહોત્સવ વગેરેના ઉલ્લાસમય
સંસ્મરણો સાંભળતા તે પણ એક મહાન સૌભાગ્ય છે.
(૧૧૬) આત્માના ભૂતાર્થ સ્વભાવના આશ્રયે જ મોક્ષમાર્ગની શરૂઆત થાય છે. ‘પહેલો
વ્યવહાર અને પછી નિશ્ચય’ એમ માનનારના અભિપ્રાયમાં અને અનાદિના મિથ્યાદ્રષ્ટિ જીવના
અભિપ્રાયમાં કાંઈ ફેર નથી, બંને વ્યવહારમૂઢ છે.–આ સંબંધમાં દિગંબરમત અને શ્વેતાંબરમત વચ્ચે
મોટો દ્રષ્ટિભેદ છે, તેનું પૂ. ગુરુદેવશ્રીએ ખાસ સ્પષ્ટીકરણ કર્યું છે. દરેક જિજ્ઞાસુ જીવોએ આ વિષય
બરાબર સમજવો જરૂરી છે.
(૧૧૭) અહો, સમ્યગ્દર્શન તો જગતમાં અપૂર્વ અચિંત્ય મહિમાવંત ચીજ છે; સમ્યગ્દર્શન થતાં
જ આખું પરિણમન ફરી જાય છે. જેને સમ્યગ્દર્શન થયું તેના ચૈતન્યઆંગણે મુક્તિના માંડવા નંખાયા.
તેના આત્મામાં સિદ્ધભગવાનના સંદેશ આવી ગયા. આવું સમ્યગ્દર્શન પ્રગટ કરવા માટે શું ઉપાય છે–તે
આ લેખમાં વાંચો.
(૧૧૮) મુનિદશાનો અલૌકિક મહિમા છે, અહો! મુનિવરો તો કેવળી પ્રભુના પાડોશી છે, તેઓ
પંચ પરમેષ્ઠી પદમાં ભળી ગયા છે અને કેવળજ્ઞાન લેવાની તૈયારીવાળા છે,–જાણે હમણાં શ્રેણી માંડીને
કેવળજ્ઞાન લીધું કે લેશે એવી તેમની આત્મજાગૃતિ છે. એ ધન્યદશામાં દુઃખ કે કલેશ નથી પણ સિદ્ધ
ભગવાન જેવો અપૂર્વ મહાઆનંદ છે. અહો, ધન્ય તે મુનિવરા! સંયમસુધાસાગરમાં ઝૂલતા એ સંતોને
નમસ્કાર હો.
(૧૧૯) ભગવાનની દિવ્ય વાણી તો અમોઘ વાણી છે, તે કદી ખાલી જાય નહીં...તે વાણી
ઝીલીને ધર્મવૃદ્ધિ કરનાર જીવો જરૂર હોય જ. વાણી કાને પડતાં જ પાત્ર શ્રોતાને તો એમ થાય કે
અહો! મને આવી અપૂર્વ વાણી મળી છે તો હું નક્કી મારી પાત્રતાથી સમજીને અલ્પકાળમાં મુક્ત
થઈશ. આ પ્રમાણે જે ઊંડેથી હા પાડીને યથાર્થ વાત સમજી જાય તેવા જ શ્રોતા અહીં લીધા છે....એવા
શ્રોતા ધન્ય છે, તેનું જરૂર કલ્યાણ થઈ જાય છે.
(૧૨૦) આજે આ અંકની સાથે ‘આત્મધર્મ’ ના દસ વર્ષ પૂરા થાય છે.....આ પ્રસંગે સર્વે
જિજ્ઞાસુઓને હૃદયપૂર્વક એટલું જ કહેવાનું કે આત્મધર્મમાં જે કાંઈ આવતું હોય તે, આ કાળે તીર્થંકર
ભગવંતોના વારસાની એક અમૂલ્ય ભેટ પૂ. ગુરુદેવ આપણને આપી રહ્યા છે–એમ સમજીને, ગુરુદેવ
પ્રત્યે અતિશય ભક્તિ અને અર્પણતાપૂર્વક તેનું સ્વાધ્યાય મનન કરીને તેને અંતરમાં પરિણમાવવાનો
પ્રયત્ન કરો.
(૧૨૧) ‘હે સખા! ચાલને મારી સાથે મોક્ષમાં!’ –અતીન્દ્રિય આનંદમાં ઝૂલતા મુનિરાજ
પોતે તો અંર્તસ્વરૂપના અવલંબને મોક્ષને સાધી રહ્યા છે ને શ્રોતાને પણ કહે છે કે હે સખા! તું પણ
ચાલને મારી સાથે!! અમારો શ્રોતા અમારાથી જુદો રહી જાય–એ કેમ બને?
(૧૨૨) સર્વ જિનશાસનનો સાર શું? કે જ્ઞાનસ્વરૂપ શુદ્ધઆત્મા તે સર્વ જિનશાસનનો સાર
છે. આત્માનો સ્વભાવ શું, વિકાર શું, અને પર શું,–એ ત્રણેને જાણીને, વિકાર અને પરથી ભિન્ન એવા
શુદ્ધઆત્મસ્વભાવમાં અંતર્મુખ થઈને એકાગ્ર થવું તે જૈનશાસન છે. જેણે શુદ્ધઆત્માને જાણ્યો તેણે સર્વ
જિનશાસનને જાણ્યું છે.

PDF/HTML Page 18 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૬ : ૧૭:
(૧૨૩) ઘણા લોકો પૂછે છે કે મનુષ્યની ફરજ શું?–માનવધર્મ શું? તેના ઉત્તરમાં ગુરુદેવ કહે
છે કે અરે ભાઈ! સૌથી પહેલાં તો ‘હું મનુષ્ય છું’ એવી માન્યતા તે જ મોટો ભ્રમ છે. મનુષ્યપણું તે તો
સંયોગી પર્યાય છે,–જીવ–પુદ્ગલના સંયોગરૂપ અસમાન જાતીય પર્યાય છે, તે આત્માનું સ્વરૂપ નથી.
મનુષ્યપર્યાય તે હું નથી, હું તો જ્ઞાનસ્વરૂપ આત્મા છું–એમ સમજવું તે આત્માની પહેલી ફરજ છે, ને તે
પહેલો ધર્મ છે. મનુષ્યભવ પામીને કરવા જેવું હોય તો એ જ છે. આ સિવાય ‘હું મનુષ્ય જ છું’ એમ
માનીને જે કાંઈ ક્રિયાકલાપ કરવામાં આવે તે બધોય વ્યવહારમૂઢ અજ્ઞાની જીવોનો વ્યવહાર છે.
(૧૨૪) જૈનધર્મનો ક્રમ એ છે કે પહેલાં સમ્યગ્દર્શન હોય ને પછી જ સમ્યક્ચારિત્ર હોય; અને
તે સમ્યગ્દર્શન પણ નિશ્ચયસ્વભાવના અવલંબને જ થાય. તેને બદલે જે સમ્યગ્દર્શન વગર ચારિત્ર
માને, અથવા તો પહેલાં વ્યવહાર કરતાં કરતાં તેનાથી નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન થઈ જશે–એમ માને તેઓ
જૈનધર્મના ક્રમને જાણતા નથી.
(૧૨પ) ‘અહો! આ પરથી ભિન્ન મારા જ્ઞાયકતત્ત્વની વાત છે, મારા જ્ઞાયકતત્ત્વની પ્રતીત
કરવામાં કોઈ રાગનું અવલંબન છે જ નહિ’–આવા લક્ષપૂર્વક એટલે કે સ્વભાવના ઉલ્લાસપૂર્વક એક
વાર પણ જે જીવ આ વાત સાંભળે તે ભવ્ય જરૂર અલ્પકાળમાં મુક્તિ પામે છે.
(૧૨૬) કોઈ કહે કે અમે પુરુષાર્થ તો ઘણો કરીએ છીએ પણ સમકિત થતું નથી.–તો જ્ઞાની કહે
છે કે અરે ભાઈ! તારી વાત જૂઠી છે. યથાર્થ કારણ આપે અને કાર્ય ન આવે એમ બને નહિ. જો કાર્ય
નથી પ્રગટતું તો સમજ કે તારા પ્રયત્નમાં ભૂલ છે. સમ્યગ્દર્શન થવાની જે રીત છે તે રીતે અંતરમાં
યથાર્થ પ્રયત્ન કરે અને સમ્યગ્દર્શન ન થાય–એમ બને જ નહિ.
(૧૨૭) સુપ્રભાતના પ્રકાશમાં મેરુ ઉપર બિરાજમાન પ્રભુજીનું દ્રશ્ય અત્યંત ભવ્ય લાગતું હતું.
એ વખતે ભગવાનને નીરખતાં એમ થતું હતું કે અહો, નાથ! ધન્ય આપનો અવતાર! ધન્ય આપનો
જન્મ! આ અવતારમાં જ આત્માના પૂર્ણ હિતને સાધીને આપ તીર્થંકર થશો....ને જગતના અનેક ભવ્ય
જીવોનો ઉદ્ધાર કરશો. આ આપનો છેલ્લો અવતાર છે. એ બાલ–પ્રભુજીને નીરખતાં ભક્તોને બહુ
આનંદ થતો હતો.
(૧૨૮) હે જીવ! એક ક્ષણ પણ તારા સ્વરૂપનો વિચાર કર! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્માના
ચિંતવન સિવાય બીજા પદાર્થોની ચિંતા વ્યર્થ છે. દેહથી ભિન્ન મારું ચિદાનંદ સ્વરૂપ શું છે તેનો હે જીવ!
તું વિચાર કર.
(૧૨૯) સ્વરૂપની પ્રાપ્તિ સુગમ છે;
પરને પોતાનું કરવું અશક્્ય છે.
(૧૩૦) જેણે પોતાના જ્ઞાનાનંદસ્વભાવની સન્મુખ થઈને તેની સમ્યક્ પ્રતીતિ કરી–જ્ઞાન કર્યું
ને તેમાં એકાગ્રતા કરી તેણે કરવાયોગ્ય અપૂર્વ કાર્ય કર્યું તેથી તે કૃતકૃત્ય થયો....હે ભાઈ! એક વાર તો
અંતર્મુખ થઈને સ્વભાવનો નિર્ણય કર, અને અનંતકાળમાં નહિ કરેલ એવું અપૂર્વ કાર્ય પ્રગટ કર.
(૧૩૧) ‘ઉપયોગ સ્વરૂપ આત્મા’ અને ‘ક્રોધાદિ સ્વરૂપ આસ્રવો’ એ બંનેનું યથાર્થ ભેદજ્ઞાન
થતાં જીવ પોતાના ઉપયોગસ્વરૂપ આત્મામાં જ એકતા કરીને પોતાના શુદ્ધ ઉપયોગભાવને જ કરે છે,
પરંતુ શુદ્ધ ઉપયોગ સિવાય ક્રોધાદિ ભાવોને પોતામાં જરાપણ કરતો નથી, તેથી તેને તે ક્રોધાદિકનો
સંવર થાય છે.–આ રીતે ભેદજ્ઞાનથી જ જીવને સંવર થાય છે માટે તે ભેદજ્ઞાન અત્યંત પ્રશંસનીય છે.
આવા ભેદજ્ઞાન સિવાય અજ્ઞાની જીવ ગમે તેટલાં વ્રતાદિક કરે તો પણ તે પ્રશંસનીય નથી.
(૧૩૨) ‘અહો! અંતરમાં પરમ ચૈતન્યતત્ત્વ છે તેને જગતના જીવો સમજે ને આત્માના
આનંદની સન્મુખ થાય?” –આવો સંતોને વિકલ્પ ઉઠયો....

PDF/HTML Page 19 of 33
single page version

background image
: ૧૮ : આત્મધર્મ: ૨૦૦
જ્ઞાનને અંતર્મુખ કરીને અંદરથી ચૈતન્યનો ઝણઝણાટ આવ્યો ત્યાં ચૈતન્યતત્ત્વ લક્ષમાં આવે છે ને તેનો
અપૂર્વ આનંદ અનુભવમાં આવે છે.–માટે હે જીવ! શુદ્ધ ચૈતન્યતત્ત્વ ઉપર જ લક્ષનું જોર આપીને તેને
ધ્યેય બનાવજે.
(૧૩૩) પોતાના સર્વજ્ઞ સ્વભાવની પ્રતીત કરીને ભગવાનના ભક્તો કહે છે કે હે ભગવાન!
આપ તો આત્માના અતીન્દ્રિય આનંદના પૂર્ણ ભોક્તા થઈ ગયા ને અમારા માટે પણ આપ થોડો
પ્રસાદ મૂકતા ગયા છો. હે ભગવાન! આપની પ્રસન્નતાથી અમને પણ આપના અતીન્દ્રિય આનંદની
પ્રસાદી મળી છે.....આમ સમકિતી ભક્તિપૂર્વક ભગવાનના આનંદનો પ્રસાદ માને છે.
(૧૩૪) આત્માના અતીન્દ્રિયસુખને સ્પર્શીને બહાર આવતી, ભેદજ્ઞાનનો ઝણઝણાટ કરતી,
અને મુમુક્ષુઓનાં હૈયાને ડોલાવી મૂકતી. પૂ. ગુરુદેવની પાવનકારી વાણીમાં ‘જ્ઞાયક સન્મુખ લઈ
જનારાં ક્રમબદ્ધ પર્યાયનાં પ્રવચનો’ ની જે અદ્ભૂત અમૃતધારા એક સપ્તાહ સુધી વરસી, તે ગયા
અંકમાં આપી ગયા છીએ.....ત્યાર પછી....બીજીવાર...એવીજ અમૃતધારા.....વરસી......એ અમૃતધારા
અહીં (અંક ૧૩૪–૩પમાં) આપવામાં આવી છે.
(૧૩પ) જ્ઞાયકસ્વભાવના નિર્ણયના પુરુષાર્થવડે જ ક્રમબદ્ધ પર્યાયનું સ્વરૂપ યથાર્થપણે
સમજાય છે. જે જીવ જ્ઞાયક સ્વભાવના નિર્ણયનો પુરુષાર્થ નથી કરતો તેને ક્રમબદ્ધ પર્યાયનો પણ
નિર્ણય થતો નથી. આ રીતે જ્ઞાનસ્વભાવ તરફથી શરૂઆત કરે તો જ આ વાત યથાર્થ સમજાય તેવી
છે. અને આ રીતે જે જીવ યથાર્થપણે આ વાત સમજશે તેને આત્મહિતનો મહાન લાભ થશે...... ....
....... પંચપરમેષ્ઠી ભગવાન જ અમારા ‘પંચ’ છે. અજ્ઞાનીઓ બીજું વિપરીત માને તો ભલે માને, પણ
અહીં તો પંચપરમેષ્ઠી ભગવંતોને પંચ તરીકે રાખીને આ વાત કહેવાય છે. જેને પંચપરમેષ્ઠી પદમાં
ભળવું હોય તેણે આ વાત માન્યે છૂટકો છે.
(૧૩૬) ઘણા લોકો રોજ णमोक्कार मंत्र બોલી જાય છે, પણ તે णमोक्कार मंत्रમાં જે
પંચપરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યા છે તેમનું સ્વરૂપ તો ઓળખતા નથી. જેમને પોતે
નમસ્કાર કરે છે. તેમનું સ્વરૂપ જાણ્યા વગર પ્રયોજનની સિદ્ધિ ક્્યાંથી થાય? હું કોને નમસ્કાર કરું છું
ને શા માટે નમસ્કાર કરું છું–તે ઓળખે તો પ્રયોજનની સિદ્ધિ થાય.
(૧૩૭) હે ભાઈ! જગતના લોકો ભેગા થઈને તારી પ્રશંસા કરે કે અભિનન્દન–પત્ર આપે
એમાં તારા આત્માનું કાંઈ હિત નથી; પણ પોતાના ચિદાનંદસ્વભાવની અભિમુખ જઈને તેના
અતીન્દ્રિય–આનંદનો અનુભવ કરવો તે આત્માનું સાચું અભિનન્દન છે, અને તેમાં જ તારું હિત છે.
(૧૩૮) પરમ પ્રભાવક પૂજ્ય ગુરુદેવના પુનિત પ્રતાપે તીર્થધામ સોનગઢમાં ત્રેસઠ ફૂટ ઊંચો
ભવ્ય માનસ્તંભ થયો; આ માનસ્તંભની ભવ્યતા નીરખતાં ભક્તજનોને અતિ આનંદ થાય છે અને
અંતરમાં એવી ઊર્મિ જાગે છે કે અહો! જાણે મહાવિદેહના જ માનસ્તંભના દર્શન થયા......આ પાવન
માનસ્તંભની છાયામાં આવતાં જ શાંત–શાંત લહરીઓથી હૃદય અત્યંત વિશ્રાંતિ પામે છે.. ..... જેનાં
દર્શન થતાં જ ભક્તિથી નમ્રીભૂત થઈને હૃદય પોકારી ઊઠે છે કે અહો! ધન્ય એ જિનેન્દ્રવૈભવ! ધન્ય
એ માનસ્તંભ! ધન્ય એ મહોત્સવ!
(૧૩૯) હે જીવ! જો તારે આનંદમૂર્તિ આત્મા જોઈતો હોય તો આખા સંસારને ‘હરામ’ કર, કે
મારે હવે સંસાર સ્વપ્ને પણ જોઈતો નથી. અરે, હવે આ દુઃખમય સંસારથી બસ થાવ....બસ થાવ! હવે
મારે આ સંસાર ન જોઈએ;–આમ સંસારની રુચિ છોડીને આત્માને ઝંખતો જે જીવ આવે છે તેને
આત્મા મળશે.
(૧૪૦) શુદ્ધ ઉપયોગના પ્રસાદથી જીવ પોતે જ સ્વયમેવ સ્વભાવથી પરિણમીને કેવળજ્ઞાનરૂપ
થાય છે, તેથી તે ‘સ્વયંભૂ’ છે. તેની પ્રશંસા કરીને

PDF/HTML Page 20 of 33
single page version

background image
જેઠ: ૨૪૮૬ : ૧૯ :
આચાર્યદેવ સમજાવે છે કે હે જીવ! શુદ્ધ આત્મસ્વભાવની પ્રાપ્તિ માટે તારા સ્વભાવ સિવાય બીજા કોઈ
સાધનો સાથે તારે ખરેખર સંબંધ નથી. તારા ધર્મને માટે શુદ્ધ અનંતશક્તિવાળો તારો જ્ઞાનસ્વભાવ જ
સાધન છે.
(૧૪૧) હે ધર્મી જીવો! હે મોક્ષાર્થી જીવો! જો આત્માની શાંતિ જોઈતી હોય ને ભવના ફેરાથી
છૂટવું હોય તો શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરીને મોક્ષમાર્ગમાં આરોહણ કરો.
(૧૪૨) જેને શુદ્ધ આત્મા સમજવાની ધગશ જાગી છે એવા જિજ્ઞાસુ જીવને પ્રશ્ન ઊઠે છે કે શુદ્ધ
આત્માનું કેવું સ્વરૂપ છે?–આત્મા સમજવા માટે જેને અંતરમાં ખરેખરી ધગશ અને તાલાવેલી જાગે
તેને અંતરમાં સમજણનો માર્ગ થયા વિના રહે જ નહીં; પોતાની ધગશના બળે અંતરમાં માર્ગ કરીને તે
આત્મસ્વરૂપને પામે જ.
(૧૪૩) સાધકદશામાં નિશ્ચયની સાથે સાથે વ્યવહાર પણ હોય છે, છતાં સાધકનું (અને સર્વે
શાસ્ત્રોનું) તાત્પર્ય તો વીતરાગભાવ જ છે, ને તે વીતરાગભાવ નિશ્ચયના આશ્રયે જ થાય છે, માટે
નિશ્ચયના આશ્રયે જ ખરેખર મોક્ષમાર્ગ છે; સાધકને શુભરાગરૂપ વ્યવહાર હોય છે પણ તે ખરેખર
મોક્ષમાર્ગ નથી, તેને મોક્ષમાર્ગ તરીકે કહેવો તે તો માત્ર ઉપચાર છે.
* રે ભાઈ! તને એમ નથી લાગતું કે આત્મામાં અંદર જોતાં શાંતિનું વેદન થાય છે ને બહારમાં
દ્રષ્ટિ કરતાં અશાંતિ વેદાય છે! માટે નક્કી કર કે શાંતિનું–સુખનું–આનંદનું ક્ષેત્ર તારામાં જ છે, તારાથી
બહાર ક્્યાંય સુખ–શાંતિ કે આનંદ નથી....નથી... ને નથી.
(૧૪૪) સર્વજ્ઞનો હુકમ છે કે હે જીવ! જો તારે ખરેખર મારો આદર કરવો હોય તો તું
જ્ઞાનસ્વભાવનો આદર કર.....ને રાગનો આદર છોડ......જે જીવે પોતાના જ્ઞાનસ્વભાવની સન્મુખ
થઈને સમ્યક્શ્રદ્ધાજ્ઞાન પ્રગટ કર્યા છે તે જીવ સર્વજ્ઞ થવાના માર્ગે ચડયો છે, ને તેણે જ ખરેખર
સર્વજ્ઞદેવનો હુકમ માન્યો છે.
(૧૪પ) ૨૪૮૧ વર્ષ પહેલાં પાવાપુરીધામમાં વર્દ્ધમાન ભગવાન અભૂતપૂર્વ સિદ્ધપદને પામ્યા...
ભવ્ય જીવોનું પરમ ઈષ્ટ અને અંતિમ ધ્યેય એવા મોક્ષપદને ભગવાન પામ્યા. ‘અહો! આજે ભગવાન
અનાદિ સંસારથી મુક્ત થઈને સાદિ–અનંત સિદ્ધપદને પામ્યા, ને ભગવાનના યુવરાજ ગૌતમ ગણધર
કેવળજ્ઞાન પામ્યા’–એ સાંભળીને કયા મુમુક્ષુનું હૈયું આનંદથી ન નાચી ઊઠે? અહો ભગવાન!
સ્વાશ્રયવડે આપ જ્ઞાનસંપદાને પામ્યા, અને અમને પણ જ્ઞાનસંપદાની પ્રાપ્તિનો જ ઉપદેશ આપીને
આપ મુક્તિપુરીમાં સીધાવ્યા....હે પ્રભો! અમે તે ઉપદેશ ઝીલીને, જ્ઞાનસંપદા તરફ ઝૂકીને, આપને
નમસ્કાર કરીએ છીએ, ને આપના પંથે......આપના પુનિત પગલે આવીએ છીએ.
“પ્રભુજી! તારા પગલે પગલે મારે આવવું રે.....”
(૧૪૬) વૈશાખ સુદ બીજે રાત્રિચર્ચામાં પૂ. ગુરુદેવે આત્માના છૂટકારાની ઉલ્લાસભરી વાર્તા
કીધી: અહો જે આત્મા છૂટકારાના માર્ગે ચડયો તેના પરિણામ ઉલ્લાસરૂપ હોય છે.....ને તેને છૂટકારાનાં
જ વિકલ્પો આવે છે....સ્વપ્નાં પણ એનાં જ આવે....છૂટકારાના પ્રસંગ પ્રત્યે જ એનું વલણ જાય.....
ભવબંધનથી છૂટકારાનો અપૂર્વ પ્રસંગ આવતાં ક્્યાં મોક્ષાર્થીની પરિણતિ આનંદથી ઉલ્લસિત ન બને?
(૧૪૭) સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જે વીતરાગી શુદ્ધભાવ તે જ મોક્ષનું કારણ છે, અને તે
શુદ્ધભાવની પ્રાપ્તિ જૈનશાસનમાં જ છે, તેનાથી જ જૈન શાસનનો મહિમા છે. એ સિવાય રાગ તે
જૈનધર્મ નથી, ને તેના વડે જૈનશાસનનો મહિમા નથી.
(૧૪૮) “આત્મા તો જ્ઞાન છે. આ દેહ......શ્વાસ ને આકુળતા–એ ત્રણેથી જુદો આત્મા જ્ઞાન...