Atmadharma magazine - Ank 201
(Year 17 - Vir Nirvana Samvat 2486, A.D. 1960). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૭
સળંગ અંક ૨૦૧
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
____________________________________________________________________________
વર્ષ સત્તરમું: અંક ૯ મો સંપાદક: રામજી માણેકચંદ દોશી અષાડ : ૨૪૮૬
____________________________________________________________________________
સર્વજ્ઞની કૃપાનું ફળ મોક્ષ છે.
આ જેઠ વદ ત્રીજની સવારમાં સીમંધર ભગવાનના દર્શન
બાદ ગુરુદેવે ભાવભીના ચિત્તે કહ્યું કે: “ભગવાન સર્વજ્ઞદેવની
કૃપાનું ફળ મોક્ષ છે; અને જ્ઞાનસ્વભાવનો જેણે નિર્ણય કર્યો છે તેના
ઉપર ભગવાન સર્વજ્ઞની કૃપા છે, તેની નિકટ મુક્તિ સર્વજ્ઞ ભગવાન
દેખી રહ્યા છે, એ જ ભગવાનની કૃપા છે.”
પોતાના જ્ઞાનમાં જેણે સર્વજ્ઞનો નિર્ણય કર્યો છે અને
અંતર્મુંખ થઈને જ્ઞાનસ્વભાવની સમ્યક્ પ્રતીતિ–જ્ઞાન–રમણતા પ્રગટ
કરીને જે મોક્ષમાર્ગી થયો છે એવો ધર્માત્મા સર્વજ્ઞના ઉપકારની
પ્રસિદ્ધિ કરતાં કહે છે કે અહો પરમાત્મા! આપની મારા ઉપર કૃપા
થઈ.....આપની કૃપાના પ્રસાદથી જ હું મોક્ષમાર્ગ પામ્યો....મોક્ષરૂપ
પરમઆનંદ તે ખરેખર આપની કૃપાનું જ ફળ છે. –કોણ કહે આમ!
કે જેણે પોતાના હૃદયમાં સર્વજ્ઞને બેસાડીને, જ્ઞાનસ્વભાવની શ્રદ્ધા
કરી છે, એટલે અંતર્મુખ થઈને ચિદાનંદ પરમાત્માની પ્રસન્નતા જેણે
મેળવી છે.......તે વિનયના પ્રસંગે ઉપકારીનો ઉપકાર પ્રસિદ્ધ કરતાં
કહે છે કે અહો નાથ! આપ મારા ઉપર પ્રસન્ન થયા......આપની
પ્રસાદીથી જ હું પરમ આનંદ પામ્યો....આપના અનુગ્રહરૂપ કૃપાથી
જ હું મોક્ષમાર્ગ પામ્યો.
–આ રીતે સાધક સન્તો ઉપર સર્વજ્ઞની કૃપા છે.
૨૦૧

PDF/HTML Page 3 of 21
single page version

background image
દ્રવ્યસંગ્રહ
(નવી આવૃત્તિ)
તત્ત્વાર્થ સૂત્રની જેમ દ્રવ્યસંગ્રહ પણ લગભગ દરેક જૈન
પાઠશાળાઓમાં શીખવાય છે. અત્યાર સુધીમાં દ્રવ્યસંગ્રહની અનેક
આવૃત્તિઓ પ્રગટ થઈ ગઈ છે. આ છેલ્લી નવી આવૃત્તિ હાલમાં
પ્રગટ થઈ છે. વિદ્યાર્થીઓને તેમજ જિજ્ઞાસુઓને અભ્યાસમાં
ઉપયોગી થાય તેવી શૈલીથી આ નવું સંસ્કરણ તૈયાર કરવામાં
આવ્યું છે. પૃષ્ઠસંખ્યા ૨૨૦ કિંમત ૬૦ નવા પૈસા. પોસ્ટેજ ૨૦
નવા પૈસા. બેઠી કિંમત કરતાં કિંમત ઓછી રાખવામાં આવી છે.
પ્રાપ્તિસ્થાન: શ્રી દિ. જૈન સ્વાધ્યાય મંદિર–સોનગઢ (સૌરાષ્ટ્ર)
શ્રાવણ સુદ એકમ સુધીમાં આપનું
ભેટ પુસ્તક મેળવી લ્યો
સમ્યગ્દર્શન” (પુસ્તક બીજું) આત્મધર્મના ચાલુ ગ્રાહકોને ભેટ
આપવામાં આવ્યું છે. જે ગ્રાહકોએ હજી સુધી પોતાનું ભેટ પુસ્તક ન મેળવ્યું
હોય તેમણે શ્રાવણ સુદ એકમ સુધીમાં રૂબરૂ અગર તો ૩પ નયા પૈસાની
ટિકિટ મોકલીને પોસ્ટદ્વારા મેળવી લેવું. (ટિકિટ સોનગઢ મોકલવી)
કલકત્તા, અમદાવાદ, રાજકોટ અને મુંબઈ તથા તેના પરાંઓના
ગ્રાહકોને નીચેના સ્થળેથી પુસ્તકો આપવાની વ્યવસ્થા કરી છે માટે ત્યાંથી
શ્રાવણ સુદ એક સુધીમાં મેળવી લેવું.
(૧) કલકત્તા: દીપચંદજી બનાજી ૧૪૬, ૨ ઓલ્ડ ચાઈના બજાર,
કલકત્તા–૧
(૨) અમદાવાદ: ચુનીલાલ જીવણલાલ દોશી, મંત્રી, દિ. જૈન મુમુક્ષુ
મંડળ. પતાસાની પોળ, મહાદેવવાળો ખાંચો
(૩) રાજકોટ: દિ. જૈન મંદિર, સદરમાં.
(૪) મુંબઈ: દિગંબર જૈન મંદિર, ૧૭પ મુમ્માદેવી રોડ, મુંબઈ–૨

PDF/HTML Page 4 of 21
single page version

background image
आत्मधमર્
____________________________________________________________________________
વર્ષ સત્તરમુંઃઅંક ૯ મો સંપાદક: રામજી માણેકચંદ દોશી અષાડ: ૨૪૮૬
____________________________________________________________________________
રાજાને રીઝવતાં
આવડવું જોઈએ
જેને રાજા પાસેથી પોતાનું પ્રયોજન સાધવું હોય તે મનુષ્ય રાજાને રાજી
કરવા માટે વચ્ચે બીજા પાસે અટકતો નથી, સીધો રાજાની સમીપતા કરે છે, ને
તેને સર્વ પ્રકારે રીઝવીને સમૃદ્ધિ પામે છે.....આમ રાજાની સમીપતા તે મનુષ્યને
સુખસમૃદ્ધિનું કારણ છે પણ તે માટે રાજાને રાજી કરતાં આવડવું જોઈએ.
તેમ ચૈતન્ય રાજા પાસેથી જેને પોતાના હિતરૂપ પ્રયોજન સાધવું છે તે
મોક્ષાર્થી જીવ, જગતની અનુકૂળતા કે પ્રતિકૂળતા સામે ન જોતાં સીધો ચૈતન્ય
રાજાની સમીપતા કરે છે ને સર્વ પ્રકારે તેની સેવા–આરાધના કરે છે.....બીજે
ક્્યાંય અટક્યા વગર સર્વ પ્રકારના પ્રયત્નથી ચૈતન્યરાજાને રીઝવીને તે જીવ
મોક્ષમાર્ગને પ્રાપ્ત કરે છે. આ રીતે ચૈતન્યરાજાની સમીપતા તે જીવને મોક્ષસુખનું
કારણ છે......પણ તે માટે ચૈતન્યરાજાને રાજી કરતાં આવડવું જોઈએ.
તે ચૈતન્યરાજાની સમીપતામાં હેતુભૂત એવા સંત–ગુરુઓને પણ તે
આત્માર્થી જીવ સર્વ પ્રકારની સેવાથી રાજાની જેમ રીઝવે છે ને સંત–ગુરુઓ
તેના ઉપર પ્રસન્ન થઈને તેને આત્મપ્રાપ્તિ કરાવે છે. (એક ચર્ચા ઉપરથી)
જ્યમ પુરુષ કોઈ નૃપતિને જાણે, પછી શ્રદ્ધા કરે,
પછી યત્નથી ધન–અર્થી એ અનુચરણ નૃપતિનું કરે. ૧૭
જીવરાજ એમ જ જાણવો વળી શ્રદ્ધવો પણ એ રીતે,
એનું જ કરવું અનુચરણ પછી યત્નથી મોક્ષાર્થીએ. ૧૮ (–સમયસાર)
જેમ કોઈ ધનનો અર્થી પુરુષ પ્રયત્નપૂર્વક પ્રથમ તો રાજાને જાણે છે,
પછી તેને જ શ્રદ્ધે છે ને પછી તેને જ અનુચરે છે; તેમ મોક્ષાર્થી જીવે પ્રથમ તો
આત્માને જાણવો, પછી તેને જ શ્રદ્ધવો અને પછી તેનું જ અનુચરણ કરવું–આ
રીતે ચૈતન્યરાજાને રીઝવવાથી જ સાધ્યરૂપ શુદ્ધ આત્માની સિદ્ધિ થાય છે,
બીજી રીતે પ્રસિદ્ધિ થતી નથી.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૪ : આત્મધર્મ: ૨૦૧
જ્ઞાનસ્વભાવના અવલંબનનો મહિમા
(૧) પ્રશ્ન:– આત્માનું નિજપદ કયું છે?
ઉત્તર:– જ્ઞાન તે આત્માનું નિજપદ છે.
(૨) પ્રશ્ન:– હે ગુરુદેવ! પ્રાપ્ત કરવા યોગ્ય પદ કયું છે?
ઉત્તર:– આ જ્ઞાનસ્વરૂપ નિજપદ છે તે એક જ પ્રાપ્ત કરવા યોગ્ય પદ છે, બીજા બધા ભાવો તે
અપદ છે, અપદ છે.
(૩) પ્રશ્ન:– જ્ઞાન તે જ નિજપદ કેમ છે?
ઉત્તર:– કેમકે જ્ઞાન જ આત્માના તત્સ્વભાવપણે અનુભવાય છે તેથી તે જ આત્માનું નિજપદ
છે.
(૪) પ્રશ્ન:– રાગાદિ ભાવો તે અપદ કેમ છે?
ઉત્તર:– કેમકે તે રાગાદિભાવો આત્માના સ્વભાવપણે નથી અનુભવાતા, પણ આત્માના
સ્વભાવથી અતત્ પણે (–ભિન્નપણે) અનુભવાય છે, તેથી આત્માને માટે તે અપદ છે.
(પ) પ્રશ્ન:– તે રાગાદિ ભાવો કેવા છે?
ઉત્તર:– તે રાગાદિ ભાવો બધાય પોતે અસ્થાયી હોવાથી આત્માને રહેવાનું સ્થાન થઈ શકવા
યોગ્ય નથી.
(૬) પ્રશ્ન:– જ્ઞાનપદ કેવું છે.?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવરૂપ નિજપદ છે તે પોતે સ્થિર હોવાથી આત્માને રહેવાનું સ્થાન થઈ
શકવા યોગ્ય છે.
(૭) પ્રશ્ન:– આ જાણીને શું કરવું?
ઉત્તર:– ‘રાગાદિ પરભાવો અપદ છે ને જ્ઞાનભાવ તે નિજપદ છે’–આમ જાણીને અપદભૂત
એવા પર ભાવોને છોડવા, ને નિજપદરૂપ એવા જ્ઞાનને એકને જ આસ્વાદવું.
(૮) પ્રશ્ન:– તે જ્ઞાનનો સ્વાદ કેવો છે?
ઉત્તર:– તે જ્ઞાન પરમાર્થરસપણે સ્વાદમાં આવે છે. જગતના કોઈ પણ વિષયમાં જે રસની ગંધ
પણ નથી એવો અતીન્દ્રિય આનંદરસ જ્ઞાનમાં ભરેલો છે, તેના અનુભવમાં આનંદરસનો સ્વાદ
આવે છે.
(૯) પ્રશ્ન:– આ જ્ઞાનસ્વરૂપ નિજપદ કેવું છે?
ઉત્તર:– જ્ઞાનસ્વરૂપ નિજપદ છે તે વિપત્તિઓનું અપદ છે, તેમાં કોઈ વિપત્તિ આવી શકતી
નથી.
(૧૦) પ્રશ્ન:– જ્ઞાનસ્વરૂપ નિજપદ પાસે બીજા પદો કેવા છે?
ઉત્તર:– જ્ઞાનસ્વરૂપ નિજપદ પાસે બીજા બધા પદો અપદ છે.
(૧૧) પ્રશ્ન:– આ આત્મા જ્યારે જ્ઞાનરસનો અનુભવ કરે છે ત્યારે તે શું કરે છે?
ઉત્તર:– જ્યારે આ આત્મા જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને અનુભવે છે ત્યારે બીજા
વિરસનો (રાગાદિનો) સ્વાદ લેવાને અસમર્થ થાય છે, તથા જ્ઞાનના અદ્વિતીયસ્વાદના
અનુભવમાં લીન થયેલો તે આત્મા, જ્ઞાનના વિશેષોને ગૌણ કરીને સામાન્યમાત્ર જ્ઞાનને
અભ્યાસતો સકળ જ્ઞાનને

PDF/HTML Page 6 of 21
single page version

background image
અષાડ: ૨૪૮૬ : પ :
એકપણામાં લાવે છે. અતીન્દ્રિય આનંદથી ભરેલા સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ બીજા
બધા રસ તેને ફીક્કા લાગે છે અને તે અનુભવ વખતે પોતે જ પોતાના જ્ઞેયરૂપે થાય છે.
(૧૨) પ્રશ્ન:– છદ્મસ્થને આવા જ્ઞાનરસનો સ્વાદ આવી શકે?
ઉત્તર:– હા, શુદ્ધનયદ્વારા છદ્મસ્થને પણ આવા જ્ઞાનરસનો સ્વાદ આવી શકે છે.
(૧૩) પ્રશ્ન:– મોક્ષનો ઉપાય શું છે?
ઉત્તર:– જ્ઞાનસ્વરૂપનો અનુભવ તે એક જ મોક્ષનો ઉપાય છે. આત્મા પોતે જ્ઞાનસ્વરૂપ પરમ
પદાર્થ છે; જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ–ઉપાય છે.
(૧૪) પ્રશ્ન:– જ્ઞાનમાં મતિજ્ઞાનાદિ અનેક ભેદો છે, છતાં તેને ‘એક પદ’ કેમ કહ્યું?
ઉત્તર:– કેમકે, જ્ઞાનમાં જે મતિજ્ઞાનાદિ અનેક ભેદો છે તેઓ આ એક જ્ઞાનપદને ભેદતા નથી
પરંતુ ઉલટા અભિનંદે છે. પર્યાયમાં મતિજ્ઞાનાદિના અનેક પ્રકારોને લીધે કાંઈ એક
જ્ઞાનસ્વભાવ ભેદાઈ જતો નથી, પરંતુ તે જ્ઞાનપર્યાયો અંતર્મુખ થતાં જ્ઞાનસ્વભાવ સાથે
અભેદ થઈને તેની એકતાને અભિનંદે છે.
(૧પ) પ્રશ્ન:– મોક્ષાર્થી જીવે શું કરવું?
ઉત્તર:– મોક્ષાર્થી જીવે, આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ આલંબન કરવું; તેનાથી મોક્ષ પમાય છે.
(૧૬) પ્રશ્ન:– અનેકાન્તમાર્ગનું ફળ શું છે?
ઉત્તર:– જ્ઞાનસ્વરૂપ નિજપદની પ્રાપ્તિ તે જ અનેકાન્તનું ફળ છે.
(૧૭) પ્રશ્ન:– શું કરવાથી નિજપદની પ્રાપ્તિ થાય છે?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે.
(૧૮) પ્રશ્ન:– શું કરવાથી ભ્રાંતિનો નાશ થાય છે?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ ભ્રાંતિનો નાશ થાય છે.
(૧૯) પ્રશ્ન:– શું કરવાથી આત્મલાભ થાય છે?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ આત્માનો લાભ થાય છે.
(૨૦) પ્રશ્ન:– શું કરવાથી અનાત્માનો પરિહાર થાય છે?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવના અવલંબનથી જ અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.
(૨૧) પ્રશ્ન:– ‘અનાત્માનો પરિહાર’ એટલે શું?
ઉત્તર:– આત્માના સ્વભાવથી ભિન્ન એવા પરદ્રવ્યો ને પરભાવો તે અનાત્મા છે, તેનું પોતાથી
ભિન્નપણું સિદ્ધ થાય તે અનાત્માનો પરિહાર છે.
(૨૨) પ્રશ્ન: શું કરવાથી કર્મનું જોર તૂટી જાય છે?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ કર્મનું જોર તૂટી પડે છે.
(૨૩) પ્રશ્ન:– શું કરવાથી રાગ–દ્વેષ–મોહ ઉત્પન્ન થતા નથી?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ રાગ–દ્વેષ–મોહ ઉત્પન્ન થતા નથી.
(૨૪) પ્રશ્ન:– શું કરવાથી કર્મ ફરીને આસ્રવતું નથી?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ કર્મનો આસ્રવ થતો નથી.
(૨પ) પ્રશ્ન:– શું કરવાથી કર્મ બંધાતું નથી?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ કર્મ બંધાતું નથી.
(૨૬) પ્રશ્ન:– શું કરવાથી કર્મ નિર્જરી જાય છે?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી કર્મ નિર્જરી જાય છે.
(૨૭) પ્રશ્ન:– શું કરવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે?
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી જ સમસ્ત કર્મનો અભાવ થઈને મોક્ષ થાય છે.
(૨૮) પ્રશ્ન:– જ્ઞાનના અવલંબનનું શું માહાત્મ્ય છે?
ઉત્તર: આ બધું જ્ઞાનના અવલંબનનું જ માહાત્મ્ય છે કે જેનાથી નિજપદની પ્રાપ્તિ થાય છે,
ભ્રાંતિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, અના–

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૬ : આત્મધર્મ: ૨૦૧
ત્માનો પરિહાર થાય છે, કર્મ જોરાવર થઈ શકતું નથી, રાગ–દ્વેષ–મોહ ઉત્પન્ન થતા નથી, ફરી
કર્મ આસ્રવતું નથી, ફરી કર્મ બંધાતું નથી, બંધાયેલું કર્મ નિર્જરી જાય છે ને સમસ્ત કર્મનો
અભાવ થઈને સાક્ષાત્ મોક્ષ થાય છે.
ઉત્તર:– જ્ઞાનસ્વભાવનું આવું માહાત્મ્ય જાણીને, એક જ્ઞાનસામાન્યનું અવલંબન લઈ
આત્માનું ધ્યાન કરવું.....તેનાથી સર્વ સિદ્ધિ થાય છે.
ઉત્તર:– જ્ઞાનસ્વરૂપ આત્માની અનુભૂતિ કરવાનું જ જિનાગમનું ફરમાન છે, તે જ સંતોની
આજ્ઞા છે; કેમ કે તે જ મોક્ષનો હેતુ છે.
ઉત્તર:– હે ભાઈ! જગતના ઘણાય જીવો તો જ્ઞાનરહિત અજ્ઞાની હોવાથી આ જ્ઞાનપદને પામી
શકતા નથી, પરંતુ જો તને મોક્ષની ઈચ્છા છે તો તું જ્ઞાનસ્વભાવનું અવલંબન કરીને આ
નિજપદને પ્રાપ્ત કર....બીજા જીવો સામે ન જો. હે મોક્ષાર્થી! આત્માની પરમ પ્રીતિ કરીને તું
તારા જ્ઞાન સ્વભાવનું અવલંબન કર.
ઉત્તર:– હે વત્સ! જ્ઞાનસ્વભાવનું અવલંબન કરવાથી તત્ક્ષણે જ તને વચનથી અગોચર એવું
પરમસુખ થશે....તારો આત્મા સ્વયમેવ આનંદિત થશે.......અધિક શું કહીએ? તું પોતે જ તે
ક્ષણે જ સ્વયમેવ તે પરમસુખને દેખશે.....તારે બીજાને પૂછવું નહિ પડે.
જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું
અને તેનાથી જ તૃપ્ત થવું–એ પરમ ધ્યાન છે. તેનાથી
વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં
જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર
પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો તેમાં પ્રવેશ નથી.
અહા! આત્માનો જ્ઞાનસ્વભાવ આવા અચિંત્ય–
મહિમાવાળો છે, તો પછી તેનું અવલંબન કરનાર જ્ઞાનીને
બીજા કોઈ પરિગ્રહના સેવનથી શું સાધ્ય છે?
(–સમયસાર નિર્જરાઅધિકાર ઉપરનાં પ્રવચનોના આધારે)

PDF/HTML Page 8 of 21
single page version

background image
અષાડ: ૨૪૮૬ : ૭ :
ભે દ જ્ઞા ન ક ર વું
તે જ શાંતિનો ઉપાય છે
(રાજકોટશહેરમાં પૂ. ગુરુદેવના અધ્યાત્મરસ
ભરપૂર પ્રવચનોનો થોડોક નમૂનો)

આત્મા કર્તા થઈને શું કરે તેની વાત છે.
પ્રથમ, જો પરદ્રવ્યમાં વ્યાપીને આત્મા તેને કરે તો તે પરદ્રવ્યની સાથે એકમેક થઈ જાય...ને
જડથી જુદું તેનું અસ્તિત્વ જ ન રહે.–પરંતુ એમ તો કદી બનતું નથી. પરથી ત્રિકાળ જુદો રહેનાર
આત્મા પરદ્રવ્યમાં કાંઈ કરતો નથી.
હવે કોઈ એમ કહે કે “આત્મા પરદ્રવ્યમાં તન્મય થઈને ભલે તેનો કર્તા ન હો, પરંતુ જુદો
રહીને નિમિત્તપણે તો કર્મ વગેરે પરદ્રવ્યનો કર્તા થાયને? નિમિત્તપણે કર્તા થવાનો તો સ્વભાવ છે ને?
તો તેનો ખુલાસો કરતાં આચાર્યદેવ કહે છે કે: હે ભાઈ! સમકિતીના સ્વભાવની તને ખબર નથી.
સમકિતીની દ્રષ્ટિ ક્્યાં છે તેની તને ખબર નથી. સમકિતીની દ્રષ્ટિ આત્માના ચિદાનંદ સ્વભાવ ઉપર છે,
અને તે સ્વભાવની સન્મુખતાથી નિર્મળ પર્યાયો થતી જાય છે અને કર્મ સાથેનો સંબંધ તૂટતો જાય છે
એટલે ધર્માત્માની આવી દ્રષ્ટિથી જોતાં આત્મા વિકારનો પણ કર્તા નથી, અને જ્યાં વિકારનો કર્તા નથી
ત્યાં કર્મ વગેરેનો નિમિત્તકર્તા પણ ક્્યાંથી હોય?
આવો ચિદાનંદ સ્વભાવ જેની દ્રષ્ટિમાં નથી આવ્યો તે જ અજ્ઞાનભાવે વિકારનો કર્તા થાય છે;
અને જે વિકારનો કર્તા થાય છે તે જ પોતાના આત્માને પરદ્રવ્યનો નિમિત્તકર્તા માને છે.
એક પણ પરદ્રવ્યના કાર્યમાં પોતાનો આત્મા નિમિત્તકર્તા થાય એવી જેની દ્રષ્ટિ છે તેની દ્રષ્ટિમાં
સદાય પરદ્રવ્યનો નિમિત્તકર્તા થવાનું જોર છે, એટલે તીવ્રમાં તીવ્ર કર્મો બંધાય તેનો પણ હું નિમિત્તકર્તા
એવું જોર તેના ઊંધા અભિપ્રાયમાં પડ્યું છે. એટલે તેના પરિણામની કોઈ મર્યાદા જ નહિ રહે. કેમકે
કર્મનો નિમિત્તકર્તા તે જ થાય કે જે વિકારનો કર્તા થાય; વિકારનો કર્તા તે જ થાય કે જે સ્વભાવના
નિર્મળકાર્યને કરતો ન હોય.
સ્વભાવસન્મુખ થઈને સમ્યગ્દર્શનાદિ નિર્મળ કાર્યને કરનાર ધર્માત્મા પોતાને વિકારનો પણ
નિમિત્તકર્તા નથી માનતો; ઉલટું, તે વિકારને પોતાના જ્ઞાનનું નિમિત્ત બનાવે છે, કેમકે જ્ઞાનને વિકારથી
જુદું ને જુદું રાખતો થકો તે વિકારને જ્ઞાનનું કાર્ય નહિ પણ જ્ઞાનનું જ્ઞેય જ બનાવે છે; એટલે ધર્મીનું
જ્ઞાન વિકારને નિમિત્ત નથી પરંતુ વિકાર ધર્મીના જ્ઞાનમાં જ્ઞેયપણે નિમિત્ત છે. જુઓ, દ્રષ્ટિ પલટતાં
કેવો પલટો થઈ જાય છે!
અહા, ધર્મીનો આત્મા જ્યાં વિકારને પણ નિમિત્તપણે નથી કરતો, તો પછી જડ કર્મનો
નિમિત્તકર્તા તે કેમ હોય?–અને પરદ્રવ્યના કર્તાપણાની તો વાત જ ક્્યાંથી હોય?–આવું ભાન અને
આવી દ્રષ્ટિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી ધર્મની શરૂઆત થાય નહીં.

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૮ : આત્મધર્મ: ૨૦૧
અજ્ઞાની આત્મા પણ પરનો કર્તા થઈ શકતો નથી. અજ્ઞાનભાવે પણ ફકત પોતાના ઉપયોગને
રાગમાં જોડીને તે અશુદ્ધ ઉપયોગનો અને યોગનો કર્તા થાય છે. આ વિકારનું કર્તૃત્વ અજ્ઞાનદશામાં જ
છે. જ્ઞાનદશામાં જ્ઞાતા ભગવાન વિકારનો કર્તા કેમ થાય?–ન જ થાય. ધર્મીની દ્રષ્ટિમાં જ્ઞાતા ભગવાન
જ છે, તેની દ્રષ્ટિમાં રાગાદિ નથી, માટે તે રાગાદિનો અકર્તા જ છે. આ રીતે રાગાદિનો અકર્તા થઈને
પરિણમતાં તે મુક્તિ પામે છે. પહેલાં આત્માના આવા સ્વભાવને દ્રષ્ટિમાં લેવો તે મોક્ષનો માર્ગ છે.
કેટલાક કહે છે કે અમને કાંઈ સમજાતું નથી. આચાર્યદેવ કહે છે કે ભાઈ! જો આ સમજવાની
ખરી જરૂર અંતરમાં લાગે તો સમજાયા વગર રહે નહીં.–બીજું કેમ સમજાય છે?–તો આ કેમ ન
સમજાય? ભાઈ, આ સમજણ વિના સંસારની ચાર ગતિમાં તેં બેહદ દુઃખો ભોગવ્યાં. આ
ચૈતન્યતત્ત્વની સમજણ કર્યા સિવાય ચાર ગતિના દુઃખથી છૂટકારો થાય તેમ નથી.
વર્તમાનમાં અલ્પજ્ઞતા તથા વિકાર વર્તતો હોવા છતાં ધર્માત્માની દ્રષ્ટિના ધ્યેયમાં નિર્વિકાર
સર્વજ્ઞસ્વભાવ વર્તે છે; એટલે તે દ્રષ્ટિ વિકારનું કર્તૃત્વ સ્વીકારતી નથી. ધર્મી તો જ્ઞાનમાં જ વર્તતો થકો
જ્ઞાનભાવને જ કરે છે.
ધર્માત્મા સંતોએ અંતરમાં જે સાધનથી આત્મશાંતિ સાધી, તે જ તેઓ બતાવી રહ્યા છે. ભાઈ,
ધર્મનો પંથ આ જ છે. ધર્મનો પંથ આત્માના સ્વભાવને સ્પર્શીને શરૂ થાય છે, રાગમાંથી ધર્મનો પંથ
નીકળતો નથી. ધર્મીને જ્ઞાનના કાળે રાગ પણ હો ભલે, પણ તે રાગથી ભિન્નપણે રહીને તેને જાણે છે;
એટલે રાગના કાળે ભેદજ્ઞાનનો કાળ પણ સાથે જ વર્તે છે. અજ્ઞાની રાગના કાળે રાગમાં જ તન્મય વર્તે
છે, રાગથી ભિન્ન જ્ઞાનની તેને ખબર નથી, એટલે તે રાગની આકુળતાને જ વેદે છે, જ્ઞાનની શાંતિ તેને
વેદાતી નથી. જેને સાચી આત્મશાંતિનું વેદન કરવું હોય તેણે જ્ઞાનને અંતર્મુખ કરીને આત્મા અને
રાગનું ભેદજ્ઞાન કરવું–તે જ ઉપાય છે.
‘બધું ભૂલી જા!’
જેમ કોઈને મહારોગ થયો હોય અને તેનું
ઓપરેશન કરવાનું હોય તો દાકતર તેને કલોરોફોર્મ
સુંઘાડીને બધું ભૂલાવી દે છે ને તેના રોગનું ઓપરેશન
કરી નાંખે છે....તેમ આત્માને લાગેલા મોહરૂપી
મહારોગનું ઓપરેશન કરવા માટે શ્રી ગુરુ કહે છે કે હે
જીવ! એકવાર ચૈતન્યની સુગંધ (–રુચિ કરીને) આખા
જગતને ભૂલી જા....જગતનું લક્ષ છોડ....ને આત્માનું
લક્ષ કર....જગતને ભૂલીને ચૈતન્યની રુચિ કરતાં જ
તારા મોહરૂપી રોગનું ઓપરેશન થઈ જશે.....ને તને
વીતરાગી સુખ અનુભવાશે.
–પ્રવચનમાંથી.

PDF/HTML Page 10 of 21
single page version

background image
અષાડ: ૨૪૮૬ : ૯ :
કેવળજ્ઞાન સાથે શ્રુતજ્ઞાનની અપૂર્વ સંધિ
નિજઘરમાં વસવું તેનું નામ વાસ્ત
* શ્રુતપંચમીના દિવસે શેઠ મગનલાલ સુંદરજીના મકાનના વાસ્તુ
પ્રસંગે તેમના મકાનમાં પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી
આત્મા આનંદસ્વરૂપ સર્વજ્ઞ સ્વભાવી છે, તેના સ્વભાવનું યથાર્થ જ્ઞાન તે આનંદના અનુભવનું
કારણ છે.
આત્માનું વાસ્તવિકજ્ઞાન એટલે કે ભાવશ્રુતજ્ઞાન તે અનાકુળ–આનંદરૂપ છે; આજે શ્રુતપંચમી
છે. ભગવાનની પરંપરાથી આવેલું જે શ્રુતજ્ઞાન જળવાઈ રહ્યું, તેમાંથી પુષ્પદંત–ભૂતબલી આચાર્ય
ભગવંતોએ ષટ્ખંડ આગમની રચના કરી, ને તેનો ઘણો મોટો ઉત્સવ કરીને ચતુર્વિધ સંઘે શ્રુતજ્ઞાનનું
બહુમાન કર્યું; એ રીતે આજે શ્રુતજ્ઞાનની આરાધનાનો મોટો દિવસ છે.
શ્રુતજ્ઞાનની આરાધના કઈ રીતે થાય? તેની આ વાત છે. શ્રુતજ્ઞાને કહેલો જે આત્માનો પરમ
શુદ્ધસ્વભાવ, તેની સન્મુખ થઈને ભાવશ્રુતથી આત્માને જાણવો–અનુભવવો તે શ્રુતજ્ઞાનની આરાધના
છે. અને એવા શુદ્ધઆત્મસ્વભાવરૂપી નિજઘરમાં વસવું તે પરમાર્થ ‘વાસ્તુ’ છે. ચૈતન્યવસ્તુમાં વાસ
તેનું નામ વાસ્તુ; નિજઘરમાં પ્રવેશીને તેમાં રહેવું તેનું નામ વાસ્તુ. અનાદિથી પરભાવરૂપી પરઘરમાં
વસ્યો છે ત્યાંથી ખસ્યો, ને નિજઘરમાં આવીને વસ્યો, તેણે અપૂર્વ વાસ્તુ કર્યું, તે મંગળ છે, ને તે
કેવળજ્ઞાન તથા પૂર્ણ આનંદનું કારણ છે.
અહીં કેવળજ્ઞાનના મહિમાની વાત છે. પરમ પ્રત્યક્ષ એવું કેવળજ્ઞાન તે અનાકુળ છે–આનંદરૂપ
છે; અને સાધકને ભાવશ્રુતજ્ઞાન પણ સ્વસંવેદનપ્રત્યક્ષ છે, ને તે પણ અનાકુળ છે ને આનંદરૂપ છે.
કેવળજ્ઞાન પરમપ્રત્યક્ષ છે.
સાધકનું શ્રુતજ્ઞાન સ્વસંવેદનપ્રત્યક્ષ છે.
તે બંને આનંદસ્વરૂપ છે.
તે બંને મંગળસ્વરૂપ છે.
તે બંનેમાં ડગલે ડગલે–મંગળ છે.
જેણે નિજસ્વરૂપની પ્રતીત કરીને ભાવશ્રુતથી તેમાં પ્રવેશ કર્યો તેણે અસંખ્યપ્રદેશી સ્વઘરમાં
વાસ્તુ કર્યું, તેને હવે પગલે પગલે (પર્યાયે પર્યાયે) આનંદ–મંગળની વૃદ્ધિ છે.
અહા! સંતોએ કેવળજ્ઞાન અને ભાવશ્રુતજ્ઞાનની સંધિ કરીને જગતના ભવ્ય જીવોને આનંદની
ભેટ આપી છે. કેવળજ્ઞાન એટલે દેવસ્વરૂપ; કેવળજ્ઞાન એટલે દિવ્યસ્વરૂપ; કેવળજ્ઞાન એટલે અરહંતનું
સ્વરૂપ; તેનો અચિંત્ય મહિમા છે. તેનો નિર્ણય થતાં આત્માનો નિર્ણય થાય છે; તેનો નિર્ણય થતાં
આનંદનો અનુભવ થાય છે, સાધક ભાવના અંકુરા ફૂટે છે.
કેવળજ્ઞાનનો વિસ્તાર કેટલો?–તે કેવળજ્ઞાન રહ્યું છે તો અસંખ્ય આત્મપ્રદેશમાં, પણ તેની સર્વ
શક્તિ ખૂલી ગઈ છે તેથી પોતાની દિવ્ય પ્રભુતાવડે તે સર્વ જ્ઞેયોમાં વ્યાપીને રહેલું છે એટલે કે તે સર્વ
જ્ઞેયોને જાણી લ્યે છે; તેથી તેને કોઈ જાતની આકુળતા, કુતૂહલ કે ઈચ્છા રહી નથી.
જુઓ, આ ચૈતન્યનું પાણી! જેમ શ્રીફળમાં મીઠું પાણી ભર્યું છે તેમ આત્મામાં આનંદમય
ચૈતન્યરસ ભર્યો છે.–તેના સ્વાદ પાસે જગતના બધા રસ ફીક્કા લાગે છે. પરમાં સુખ નથી, પરમાં સુખ
ભાસે છે તે તો માત્ર

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૦૧
કલ્પના છે, તે કલ્પના પણ વિરૂપ છે, તે ચૈતન્યનું રૂપ નથી. ચૈતન્યનું રૂપ તો શાંત અનાકુળ છે, તે
સ્વયં નિરાકુળ આનંદસ્વરૂપ છે.
જેને આવા આનંદસ્વરૂપ આત્માનું ભાન નથી, તે રાજપાટમાં કે સ્વર્ગમાં હોય તો પણ તેને એકાંત
આકુળતાનું જ વેદન હોય છે–એટલે કે દુઃખનો જ અનુભવ હોય છે. જ્ઞાનીધર્માત્માને ચૈતન્યના અનાકુળ
આનંદનું વેદન હોય છે,–અંશે રાગ–દ્વેષ હોય છે પણ તેમાં કે પરમાં સુખબુદ્ધિ નથી. આ રીતે સાધકને અંશે
આનંદ છે. ને પૂર્ણજ્ઞાનને પામેલા કેવળજ્ઞાની ભગવાનને તો પૂર્ણ આનંદ છે–એકલો આનંદ છે.
જુઓ, આજે શ્રુતપંચમીના મોટા દિવસે આત્માના આનંદની વાત આવી છે. કેવળજ્ઞાન પોતે મંગળરૂપ
ને આનંદરૂપ છે, અને તેના સ્વરૂપનો નિર્ણય કરનારું શ્રુતજ્ઞાન પણ અંશે મંગળરૂપ ને આનંદરૂપ છે.
સંતો એ આત્મામાં આનંદના મંગળ સાથિયા પૂરે છે. જેમ મહાપુરુષ આંગણે પધારતાં સાથિયા
પૂરે, તેમ મહાન એવું કેવળજ્ઞાન આત્માના આંગણે નજીક આવી રહ્યું છે–અલ્પકાળમાં કેવળજ્ઞાન
પામવાના છે, તેની તૈયારીમાં ભાવશ્રુતજ્ઞાનથી સંતોએ આત્મામાં સાથિયા પૂર્યા છે.
કુંદકુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પૂર્યા,
ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા.
ચૈતન્યની સર્વજ્ઞતા જગતના બધા ભાવોને પી ગઈ છે...તેણે બ્રહ્માંડના બધા ભાવોને જાણી
લીધા છે. એવા ચૈતન્યની પરમ મહત્તા સંતોએ શાસ્ત્રોમાં ભરી છે. કુંદકુંદાચાર્ય–ભગવાને ‘સમયસાર’
રચ્યું ને અમૃતચંદ્રાચાર્ય દેવે ટીકાદ્વારા તેના અજબગજબના ગંભીરભાવો ખોલીને સાથિયા પૂર્યા....તે
ભાવોને જેણે જાણ્યા તેના આત્મામાં સમ્યગ્દર્શનના સાથિયા પૂરાયા.
જુઓ, આ ચૈતન્ય–મહેલમાં પ્રવેશવાનું વાસ્તુ! અનાદિથી અજ્ઞાનદશામાં આત્મામાં રાગની વાસ
હતી, રાગની ગંધ હતી; હવે યથાર્થ જ્ઞાનવડે આત્મામાંથી રાગનો વાસ કાઢી નાંખ્યો ને કેવળજ્ઞાનનો વાસ
કર્યો તેણે સાચું વાસ્તુ કર્યું. તે અલ્પકાળે કેવળજ્ઞાન પામીને સિદ્ધ ભગવંતોની વસતીમાં જઈને સાદિ–
અનંતકાળ વસશે. ચૈતન્યના સ્વઘરમાં વસ્યો તે વસ્યો....હવે ત્યાંથી કદી ખસશે નહીં–એનું નામ વાસ્તુ!
સામાયિક માટેનું પાથરણું કર્યું? કે અસંખ્ય પ્રદેશી ચૈતન્યક્ષેત્ર તે જ સામાયિક માટેનું પાથરણું
છે, તે ચૈતન્યક્ષેત્રમાં બેસીને જ સામાયિક થાય છે. રાગમાં બેસીને સામાયિક થતી નથી, કે જડમાં
બેસીને સામાયિક થતી નથી. જડથી પાર ને રાગથી પણ દૂર જઈને ચૈતન્યસ્વભાવમાં સ્થિર બેસવાથી
સામાયિક થાય છે. સામાયિકમાં ધર્માત્માને આત્મા જ સમીપ છે; આત્માની સમીપ જે વર્તે છે ને
રાગથી દૂર વર્તે છે તેને જ સામાયિક થાય છે.
સિદ્ધ સમાન જે સ્વપદ તેને જે જાણતો નથી, અને સિદ્ધમાં ને પોતાના સ્વરૂપમાં પરમાર્થે જે ફેર
માને છે તે જીવ સિદ્ધના પડખેથી ખસીને સંસારના પડખે વસ્યો છે, તે મૂઢ– મિથ્યાદ્રષ્ટિ છે.
“ભગવાન સર્વજ્ઞ, ભગવાનને પૂર્ણ આનંદ, ભગવાન પરમ વીતરાગ”–એમ કહે પરંતુ, “જેવા
ભગવાન તેવો જ હું, ભગવાનના ને મારા સ્વભાવમાં પરમાર્થે કાંઈ જ ફેર નથી“–એમ પોતે ભેગો મળીને
જ્યાંસુધી નિર્ણય ન કરે ત્યાં સુધી ભગવાનના સ્વરૂપનો પણ સાચો નિર્ણય થાય નહિ; અને પોતે આવો
નિર્ણય કર્યા વગર બીજા ધર્માત્માની પણ ખરી અંતર ઓળખાણ થાય નહિ; તેથી અજ્ઞાની બહારના
સંયોગ ઉપરથી ધર્મીનું માપ કાઢે છે પણ ધર્મના સાચા સ્વરૂપની તેને ખબર નથી.–માટે જેણે ધર્મી થવું હોય
તેણે સર્વજ્ઞ જેવા પોતાના જ્ઞાનસ્વભાવનો શ્રુતજ્ઞાનથી નિર્ણય કરવો.–આ નિર્ણય કરવો તે ધર્મનું પહેલું
અપૂર્વ કાર્ય છે. જેણે આવો નિર્ણય કર્યો તેણે પોતાની પ્રભુતા તરફ પગલા માંડયાં, તેણે ચૈતન્યમાં સાથીયા
પૂર્યા...ને સ્વઘરમાં વાસ કર્યો....તે અલ્પકાળમાં કેવળજ્ઞાન અને પરમ આનંદને પામશે.
પ્રવચનસાર ગાથા ૬૦ માં આચાર્યદેવ કહે છે કે કેવળજ્ઞાન એકાંતિક સુખ છે–એમ સર્વથા
અનુમોદવા યોગ્ય છે,–આનંદથી સંમત કરવા યોગ્ય છે. એટલે કે, હે જીવ! કેવળજ્ઞાનને સંમત કરવાથી
તને તારા આત્મામાં જરૂર આનંદ થશે.

PDF/HTML Page 12 of 21
single page version

background image
અષાડ: ૨૪૮૬ : ૧૧ :
જ્ઞાનસ્વભાવ તરફ જાય
ત્યારે સર્વજ્ઞની સ્તુતિ થાય


* આત્માનો સ્વભાવ ‘જ્ઞાન’ છે.
* તે જ્ઞાનસ્વભાવ પૂર્ણ સ્વાનુભવપ્રત્યક્ષ થઈ શકે છે. નીચે સાધકદશામાં પણ મતિ–શ્રુતજ્ઞાનવડે
તેનો સ્વાનુભવ થઈ શકે છે.
* પૂર્ણ વિકાસને પામેલું જ્ઞાન સમસ્ત જ્ઞેયોના પારને પામી ગયું છે. સર્વજ્ઞતાને પામેલું જ્ઞાન
પોતાની અચિંત્ય શક્તિવડે અનંત પદાર્થોના અંતને પામી જાય છે. પદાર્થોનો અંત ન હોવા છતાં
પોતાના બેહદ સામર્થ્યવડે જ્ઞાન તેને પણ પોતાનું જ્ઞેય બનાવે છે. જો તેને પણ જ્ઞેય ન બનાવે તો
જ્ઞાનનું સામર્થ્ય અધૂરું રહી જાય છે એટલે તેની સર્વજ્ઞતા સિદ્ધ થતી નથી.
* જ્ઞાનના આવા મહાન સામર્થ્યને જાણે તે જીવનું જ્ઞાન રાગાદિ તુચ્છ વિભાવોમાં ન અટકતાં,
જ્ઞાન સ્વભાવ તરફ જ વળે છે.
સર્વજ્ઞભગવાનની નિશ્ચયસ્તુતિ કોને કહેવી?–તો આચાર્યદેવ કહે છે કે ઈંદ્રિયોથી ને રાગથી પાર
થઈને અંતરમાં પોતાના સર્વજ્ઞસ્વભાવની સન્મુખ થઈને તેનું સ્વસંવેદન કરવું તે સર્વજ્ઞભગવાનની
ખરી સ્તુતિ છે. જેણે સર્વજ્ઞસ્વભાવની શ્રદ્ધા કરી, સ્વીકાર કર્યો, અનુભવ કર્યો તેણે સર્વજ્ઞની ભક્તિ
કરી, તે સર્વજ્ઞનો દાસ થયો, તે સર્વજ્ઞનો સેવક–આરાધક થયો. તે સર્વજ્ઞના માર્ગમાં આવ્યો. જેણે
જ્ઞાનસ્વભાવની સન્મુખતા કરી નથી, તેની શ્રદ્ધા કરી નથી તેણે સર્વજ્ઞ અરિહંતદેવને ખરેખર ઓળખ્યા
નથી, અને ઓળખાણ વગર ખરી સ્તુતિ ક્્યાંથી હોય? માટે પોતાના સ્વભાવ તરફ જાય ત્યારે
સર્વજ્ઞની સ્તુતિ થાય.
વૈશાખ વદ ૮: પ્રવચનસાર ગા. ૪૮ ઉપરનાં પ્રવચનમાંથી
_________________________________________________________________
હેય જ્ઞેય ઉપાદેય
હેય–ત્યાગરૂપ તો પોતાના દ્રવ્યની અશુદ્ધતા,
જ્ઞેય–વિચારરૂપ અન્ય ષટ્ દ્રવ્યનું સ્વરૂપ,
ઉપાદેય–આચરણરૂપ દ્રવ્યની શુદ્ધતા.
–પં. બનારસીદાસજી
_________________________________________________________________

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ: ૨૦૧
સંવર માટે ભેદજ્ઞાનની ભાવના
પ્રશ્ન:– સંવર કઈ રીતે થાય છે?
ઉત્તર:– ભેદવિજ્ઞાનથી સંવર થાય છે.
પ્રશ્ન:– ભેદવિજ્ઞાન એટલે શું?
ઉત્તર:– આત્મા ઉપયોગસ્વરૂપ છે, રાગાદિ
પરભાવોથી તે ભિન્ન છે,–એમ ઉપયોગને અને
રાગાદિને સર્વપ્રકારે અત્યંત જુદા જાણીને, રાગથી
ભિન્નપણે અને ઉપયોગમાં એકતાપણે જ્ઞાન
પરિણમે તે ભેદવિજ્ઞાન છે.
પ્રશ્ન:– ભેદજ્ઞાની શું કરે છે?
ઉત્તર:– તે ધર્માત્મા પોતાના ભેદવિજ્ઞાનની
શક્તિવડે નિજ મહિમામાં લીન થાય છે; તેઓ રાગરૂપે
જરા પણ નથી પરિણમતા, જ્ઞાનરૂપે જ રહે છે.
પ્રશ્ન:– ધર્માત્મા રાગરૂપે નથી પરિણમતા–એટલે
શું? તેમને રાગ તો હોય છે?
ઉત્તર:– રાગ હોવા છતાં ‘રાગ તે આત્મા છે’
એવી બુદ્ધિ તે ધર્માત્માને થતી નથી, એટલે રાગ
સાથે આત્માની એકતારૂપે તેઓ પરિણમતા નથી
પણ રાગથી જુદાપણે જ પરિણમે છે, માટે કહ્યું કે
ધર્માત્મા રાગરૂપે જરા પણ પરિણમતા નથી.
પ્રશ્ન:– ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે–એટલે શું?
ઉત્તર:– ભેદવિજ્ઞાની ધર્માત્મા સર્વ પ્રસંગે જાણે છે
કે ‘જ્ઞાનસ્વભાવ જ હું છું’ ગમે તેવી પ્રતિકૂળતાથી
ઘેરાઈ જાય તો પણ ‘હું જ્ઞાનસ્વભાવ જ છું’ એવી
શ્રદ્ધા તેમને છૂટતી નથી.–આ રીતે સર્વ પ્રસંગે
પોતાને ચૈતન્યસ્વભાવપણે જ અનુભવતા હોવાથી
ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે.
પ્રશ્ન:– ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે ને રાગરૂપે
જરા પણ નથી થતા–એ કોનું બળ છે?
ઉત્તર:– એ ભેદવિજ્ઞાનનું જ બળ છે.
ભેદવિજ્ઞાનની એવી તાકાત છે કે તે જ્ઞાનને જ્ઞાનરૂપે
જ રાખે છે, તેને જરાપણ વિપરીતતા પમાડતું નથી
તેમજ તેમાં રાગાદિભાવોને જરાપણ પ્રવેશવા દેતું
નથી. આ રીતે ભેદવિજ્ઞાનનું બળ જ્ઞાનને અને રાગને
ભેળસેળ થવા દેતું નથી પણ જુદા જ રાખે છે, તેથી
ભેદવિજ્ઞાની ધર્માત્મા જ્ઞાનરૂપે જ રહે છે ને રાગરૂપે
જરા પણ થતા નથી.
પ્રશ્ન:– સંસાર શું? ને સંવર શું?
ઉત્તર:– પરમાં એકતા તે સંસાર; ને
સ્વમાં એકતા તે સંવર.
અથવા
અજ્ઞાન તે સંસાર; ને
ભેદજ્ઞાન તે સંવર.
પ્રશ્ન:– સંસાર કેમ અટકે?–સંવર કેમ થાય?
ઉત્તર:– શુદ્ધ આત્માની પ્રાપ્તિથી સંસાર અટકે
છે, સંવર થાય છે.
પ્રશ્ન:– શુદ્ધ આત્માની પ્રાપ્તિ કેમ થાય?
ઉત્તર:– ભેદજ્ઞાનની તીવ્ર ભાવનાથી
શુદ્ધઆત્માની ઉપલબ્ધિ થાય છે, માટે ભેદજ્ઞાન
અત્યંત ભાવવા યોગ્ય છે.
પ્રશ્ન:– ભેદજ્ઞાન ક્્યાં સુધી ભાવવું?
ઉત્તર:– અચ્છિન્નધારાથી ભેદજ્ઞાન ત્યાંસુધી
ભાવવું કે જ્યાંંસુધી જ્ઞાન જ્ઞાનમાં જ ઠરી જાય.
પહેલાં પરથી ભિન્ન શુદ્ધઆત્માની ભાવના કરતાં
કરતાં જ્ઞાન જ્ઞાનમાં ઠરતાં રાગાદિથી ભિન્ન થઈને
સમ્યગ્જ્ઞાન થાય છે. ત્યારપછી પણ પરથી ભિન્ન
એવા શુદ્ધાત્માની સતત ભાવના કરતાં કરતાં
કેવળજ્ઞાન થાય છે. માટે, કેવળજ્ઞાન થતાં સુધી
અચ્છિન્નધારાથી ભેદજ્ઞાન ભાવવું. આ ભેદજ્ઞાનની
ભાવના તે રાગરૂપ નથી પણ શુદ્ધઆત્માના
અનુભવરૂપ છે, એમ સમજવું.
અહીં કહ્યું કે ભેદજ્ઞાન અચ્છિન્નપણે ભાવવું ને
‘અતીવ’ એટલે કે અત્યંતપણે ભાવવું, ઉગ્રપણે
ભાવવું. થોડીક ભાવના કરીને થાકી ન જવું પણ
શુદ્ધાત્માનો સાક્ષાત્ અનુભવ થતા સુધી અતિ
દ્રઢપણે નિરંતર ભેદજ્ઞાનની ભાવના કરવી.
પ્રશ્ન:– આ ભેદજ્ઞાનનું ફળ શું છે?
ઉત્તર:– ભેદજ્ઞાનનું ફળ કેવળજ્ઞાન અને
સિદ્ધદશા છે. જે કોઈ જીવો સિદ્ધ થયા છે તેઓ
ભેદજ્ઞાનથી જ થાય છે.

PDF/HTML Page 14 of 21
single page version

background image
અષાડ: ૨૪૮૬ : ૧૩ :
હે જીવ!
શ્રદ્ધા–અગ્નિવડે ભ્રાંતિને ભસ્મ કર.....ને શાંતિને પ્રગટ કર
ફત્તેપુર શહેરમાં પૂ. ગુરુદેવનું પ્રવચન: વૈશાખ સુદ એકમ: વીર સં. ૨૪૮પ
આ દેહ અજીવ તત્ત્વ છે, તે પરમાણુના સંયોગથી બનેલો છે. આત્મા દેહથી ભિન્ન, અનાદિઅનંત
સ્વતંત્ર તત્ત્વ છે, તે જ્ઞાન–આનંદથી ભરેલો છે. પણ તેના ભાન વગર આત્મા સંસારમાં જન્મ–મરણ
કરીને દુઃખી થઈ રહ્યો છે. આવા જીવોને આત્માની શાંતિનો સાચો રાહ બતાવવા માટે આચાર્યદેવે આ
પદ્મનંદીપચીસી શાસ્ત્ર રચ્યું છે. તેમાં કહે છે કે અરે જીવ! તેં તારા સ્વરૂપનું ખરૂં મનન કદી કર્યું નથી,
અનંતકાળના પરિભ્રમણ–પ્રવાહમાં તું અનંત વાર દેવ અને નારકી થયો, રાજા અને રંક પણ થયો, તેં
પુણ્ય પણ કર્યાં અને પાપ પણ કર્યાં, પણ સચ્ચિદાનંદસ્વરૂપ આત્મા પોતે કોણ છે તેનું લક્ષ કદી એક
ક્ષણ પણ તેં નથી કર્યું. ચૈતન્યને ચૂકીને તેં લક્ષ્મી, શરીર વગેરે બાહ્યવસ્તુમાં સુખની કલ્પના કરી છે;
બાહ્યવસ્તુમાં કદી સુખ નથી. તારું સુખ તારી પ્રભુતામાં છે. પણ પોતાના પ્રભુતા ચૂકીને તું તારા
અજ્ઞાનથી જ અનંત દુઃખ પામ્યો છે.
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત,
સમજાવ્યું તે પદ નમું શ્રી સદ્ગુરુ ભગવંત,
હું પરનો કર્તા ને પરમાં મારું સુખ, પર મને સુખદુઃખ આપે–આ પ્રમાણે અજ્ઞાનથી વિકલ્પજાળ
ઊભી કરીને તે જાળમાં જીવ ફસાયો છે, પોતાની કલ્પનાજાળથી પોતે દુઃખી થઈ રહ્યો છે. હે જીવ! જો
તારે શાંતિ જોઈતી હોય, આનંદ અનુભવવો હોય તો, આચાર્યભગવાન કહે છે કે, તારા નિર્દોષ
ચૈતન્યસ્વરૂપને લક્ષમાં લઈને તેનું ચિંતન કર. સિદ્ધભગવાન જેટલી પરિપૂર્ણ તાકાત તારા આત્મામાં
ભરી છે, તેની સન્મુખ થઈને તેનો આદર કર...ને વિભાવોનો આદર છોડ, સંયોગોમાં સુખબુદ્ધિ છોડ.
પરચીજથી તારો મહિમા નથી, ક્ષણિક પુણ્ય–પાપની વૃત્તિથી તારો મહિમા નથી, અખંડ
જ્ઞાનાનંદસ્વભાવ પરિપૂર્ણ સામર્થ્યથી ભરપૂર નિર્દોષ છે–તેનાથી જ તારો મહિમા છે, માટે તેનો આદર
કર, તેની રુચિ–વિશ્વાસ કર; તેમાં અંતર્મુખ થતાં તને તારી અપૂર્વ શાંતિ ને આનંદનું વેદન થશે.
જે ક્રોધાદિની ક્ષણિક લાગણીઓ થાય છે તેની પાછળ તે જ વખતે શાંતસ્વભાવ તારામાં ભર્યો
છે, તેને તું લક્ષમાં લે. શાંતિસ્વભાવ જો ન હોય તો તેની વિકૃતિરૂપ ક્રોધ પણ ન હોય. લાકડામાં
શાંતિસ્વભાવ નથી, તો તેની વિકૃતિરૂપ ક્રોધ પણ નથી. માટે ક્રોધાદિ ક્ષણિક વિભાવ વખતે–તેટલો જ
આત્માને ન માનતાં, ત્રિકાળી શાંતિથી ભરપૂર તારા જ્ઞાનાનંદસ્વભાવને લક્ષમાં લઈને તેનો આદર
કર....તે સ્વભાવનો આદર કરતાં વિભાવનો આદર છૂટી જશે....વિભાવનો આદર છૂટી ગયા પછી તે
લાંબો કાળ ટકી શકશે નહીં. જેવી ભાવના તેવું ભવન, એટલે કે વિકારની જેને ભાવના હોય તે
વિકારને જ પામે; અને જ્ઞાનાનંદસ્વભાવની જેને ભાવના હોય તેને તેની પ્રાપ્તિ થાય જ. જ્ઞાનાનંદ તો
પોતાનો સ્વભાવ જ છે, પોતાની વસ્તુની પોતાને પ્રાપ્તિ ન થાય–એ કેમ બને? પણ તેને માટે અંતર્મુખ
થઈને, સ્વવસ્તુને લક્ષમાં લઈને તેની ભાવના કરવી જોઈએ. જીવે અનાદિથી બર્હિમુખ બુદ્ધિથી
પરભાવોની જ ભાવના કરી છે પણ અંર્તમુખ થઈને કદી સ્વભાવની ભાવના ભાવી નથી–ભગવાન
કુંદકુંદ સ્વામી કહે છે કે–

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ: ૨૦૧
મિથ્યાત્વ–આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે,
સમ્યક્ત્વ–આદિ ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે.

અરે જીવ! પૂર્વે કદી નહિ ભાવેલ એવી સ્વભાવભાવના હવે ભાવ. ચિદાનંદસ્વરૂપની ભાવનાથી
સમ્યક્ત્વઆદિ રત્નત્રય પ્રગટીને તેના વડે તારા ભવનો અંત આવશે. હે જીવ! ભવ વધારનારી
ભાવના તો તેં અત્યાર સુધી ભાવી, હવે તો ભવનો છેદ કરનારી ભાવના તું ભાવ. જગતમાં સૌથી
વધારે શક્તિમાન એવો તારો સ્વભાવ જ છે, તે સ્વભાવની ભાવના તું કર. આ જગતના ઠાઠ–માઠ ને
સંયોગ તો ચાર દિવસના ચાંદરડા જેવા છે, તે તો ક્ષણમાં વીંખાઈ જશે, તેમાં ક્્યાંય તારું શરણ નથી.
તારો જ્ઞાનાનંદસ્વભાવ એક જ તને શરણભૂત છે, માટે તેનો વિશ્વાસ કરીને તેનું શરણ લે. આ શરીર
પણ તને શરણરૂપ નહિ થાય–એક ક્ષણ પણ તે તારું રાખ્યું નહિ રહે, ને એક ડગલું પણ તે તારી સાથે
નહિ આવે. તારો ચિદાનંદસ્વભાવ સદા તારી સાથે રહેનાર છે ને તે જ તને શરણરૂપ છે.
જેમ વનમાં અગ્નિ લાગે ને ઝાડ બળીને ભસ્મ થઈ જાય....તેમ હે જીવ ચિદાનંદસ્વભાવની
શ્રદ્ધારૂપી એવો અગ્નિ પ્રગટાવ કે ભ્રાંતિની ભસ્મ થઈ જાય....ફરીને કદી આત્મસ્વરૂપમાં ભ્રાંતિ ન પડે.
અંતર્મુખ શ્રદ્ધાવડે ચૈતન્યજ્યોત પ્રગટી તેમના ભ્રાંતિ અને કર્મો બળીને ભસ્મ થઈ જાય છે.–આ જ
આત્મિકશાંતિનો ઉપાય છે. પરપદાર્થ વગર આત્મા પોતે એકલો જ પોતાનો આનંદ અનુભવી શકે છે.
દુઃખનો આઘાત થતાં શરીર છોડીને પણ તે દુઃખથી મુક્ત થવા ચાહે છે ને સુખી થવા ચાહે છે; એટલે
તેમાં અવ્યક્તપણે પણ એ વાતનો સ્વીકાર થઈ જાય છે કે શરીર વગર પણ આત્મા એકલો પોતાથી
સુખ થઈ શકે છે; આત્માનું સુખ શરીરમાં કે કોઈ બાહ્ય વિષયોમાં નથી, આત્માનું સુખ આત્મામાં જ
છે. જેમ શરીર વગર આત્મા સુખી રહી શકે છે તેમ રાગ વગર પણ આત્મા સુખી રહી શકે છે.–આ રીતે
દેહથી ભિન્ન ને રાગાદિથી ભિન્ન એવા તારા જ્ઞાનાનંદસ્વભાવને લક્ષમાં લઈને તેની પ્રતીતવડે એવી
શ્રદ્ધાજ્યોત પ્રગટાવ કે જેમાં ભ્રાંતિ બળીને ભસ્મ થઈ જાય, ને અપૂર્વ આત્મશાંતિ જાગે.
સંતોનો પડકાર અને તેના ઝીલનાર
*
ચૈતન્યના આનંદમાં ઝૂલતી દશામાં સંતોએ અંતરના
આનંદની ઝલક બતાવીને જગતને પડકાર કર્યો છે કે અરે
જીવો! થંભી જાવ...બહારમાં તમારો આનંદ નથી, તમારો
આનંદ તમારા અંતરમાં છે. અહા! બાહ્યવેગે દોડતા જગતને
પડકાર કરીને સંતોએ થંભાવી દીધું છે.....અને, સંતોની આ
વાત ઝીલનાર જીવ કેવો છે? તેનો ઉત્સાહ અને
આત્મલગની કેવાં છે? તે તમારે જાણવું છે? –તો–
આત્મધર્મ અંક ૧૭૯ અને ૧૮૦માં પ્રસિદ્ધ થયેલ
પંચાસ્તિકાય ગા. ૧૦૩ ઉપરનાં પ્રવચનોના ત્રણ લેખ
વાંચો.

PDF/HTML Page 16 of 21
single page version

background image
અષાડ: ૨૪૮૬ : ૧પ :
વિવિધ સમાચાર
*પરમ પૂજ્ય ગુરુદેવ સુખશાંતિમાં બિરાજે છે. જેઠ વદ ત્રીજના દિવસે ગુરુદેવની ડાબી આંખનો
મોતિયો સફળતાપૂર્વક ઉતારવામાં આવેલ છે. મોતિયો ઉતારવા માટે મુંબઈના પ્રસિદ્ધ ડો. ચીટનીસ
(
D. O) તથા ડો. જોગલેકર (D. O ) અને સુરેન્દ્રનગરના સેવાભાવી ડો. મનસુખલાલભાઈ (D.
O) સોનગઢ આવેલ હતા, અને ખૂબ ચીવટપૂર્વક સેવાભાવથી મોતીયો ઉતારેલ હતો. ડો.
મનસુખલાલભાઈએ તો પંદર દિવસ સુધી સોનગઢ રોકાઈને ઘણી ભક્તિ અને ચીવટપૂર્વક ગુરુદેવની
સેવા કરી હતી. જેઠ વદ ત્રીજના દિવસે સવારમાં ગુરુદેવે સીમંધર ભગવાનના દર્શન કર્યા, ત્યારબાદ
સૌ ભાઈ–બેનોએ ઘણા ભાવપૂર્વક ગુરુદેવની સ્તુતિ કરી. અને ગુરુદેવે કહ્યું;
“ભગવાન સર્વજ્ઞદેવની કૃપાનું ફળ મોક્ષ છે....” લગભગ ૧૦ વાગે મોતિયો ઉતારવામાં આવ્યો હતો.
ત્યારપછી આઠ દિવસે રૂઝ આવી જતાં જેઠ વદ ૧૧ ના રોજ પાટો છોડી નાંખવામાં આવ્યો છે. .....
ગુરુદેવની આંખે સંપૂર્ણ આરામ છે. હાલ આંખે આરામ લેવાનો હોવાથી વાંચવાનું બંધ છે, તેથી
ગુરુદેવના પ્રવચનો પણ બંધ છે. શ્રાવણ માસમાં પ્રવચનો શરૂ થવાનો સંભવ છે. ગુરુદેવની આંખે
જલદી સંપૂર્ણ સારું થઈ જાય ને તેઓશ્રીની પુનિત વાણી દ્વારા આપણને જલદી આત્મબોધ મળે–એવી
સૌની હાર્દિક ભાવના છે.
* વૈશાખ વદ છઠ્ઠે સમવસરણ–પ્રતિષ્ઠાનો ૧૯ મો વાર્ષિકોત્સવ, તથા વૈશાખ વદ આઠમે
સ્વાધ્યાય મંદિરના ઉદ્ઘાટનનો અને તેમાં સમયસાર–પ્રતિષ્ઠાનો ૨૩મો વાર્ષિકોત્સવ સોનગઢમાં ઘણા
આનંદોલ્લાસથી ઊજવાયો હતો. સવારમાં પૂજનાદિ બાદ જિનેન્દ્ર ભગવાનની તથા સમયસારજીની
રથયાત્રા નીકળી હતી, તેમાં નૃત્ય–ભજન–સંગીત વગેરે ઘણા ઉલ્લાસકારી હતા. ભગવાનની રથયાત્રા
સોનગઢના બાગમાં ગઈ હતી. છઠ્ઠને દિવસે ભક્તિ સમવસરણમાં થઈ હતી; ભક્તિ એવી અદ્ભુત હતી
કે, ભક્તિ કરતાં કરતાં ગુરુદેવના હૃદયમાં સીમંધરનાથના સાક્ષાત્ દર્શન કરનાર કુંદકુંદાચાર્યદેવ પ્રત્યે
વિશિષ્ટ બહુમાનનો એવો પ્રમોદ જાગ્યો કે પોતાના હસ્તાક્ષરે આ પ્રમાણે લખીને તે પ્રમોદ વ્યક્ત કર્યો;
ભરતથી મહાવિદેહની મૂળ દેહે જાત્રા કરનાર શ્રી કુંદકુંદઆચાર્યની જય હો, જય હો. “
સીમંધરભગવાન અને કુંદકુંદાચાર્યદેવ પ્રત્યે બહુમાનના તેમજ તીર્થયાત્રાના કેવા ભાવો
ગુરુદેવના અંતરમાં ઉલ્લસે છે તેમના હસ્તાક્ષરમાં દેખાઈ આવે છે.
વૈશાખ વદ આઠમના રોજ ભક્તિ સ્વાધ્યાયમંદિરમાં શ્રી સમયસારજી સન્મુખ થઈ હતી. (આ
સમયસારજીની પૂજનીક સ્થાપના પૂ. ભગવતી બેનશ્રી ચંપાબેનના સુહસ્તે થયેલી છે.)
* જેઠ સુદ પાંચમના રોજ શ્રુતપંચમીનો ઉત્સવ પણ આનંદથી ઊજવાયો હતો; શાસ્ત્રજીની
યાત્રા તેમજ પૂજનાદિ થયા હતા. આ શ્રુતપંચમીના દિવસે શેઠ શ્રી મગનલાલ સુંદરજીના મકાનનું
વાસ્તુ હોવાથી ગુરુદેવનું પ્રવચન તેમજ શ્રુતપૂજન પણ તેમના ઘરે મંડપમાં થયું હતું. સાંજે
જિનમંદિરમાં જિનવાણીમાતાની ખાસ ભક્તિ થઈ હતી.

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૦૧:
* આ વખતે વિદ્યાર્થીઓના શિક્ષણવર્ગમાં ૧૭પ જેટલા વિદ્યાર્થીઓ આવ્યા હતા; શ્રાવણ
માસનો પ્રૌઢ શિક્ષણવર્ગ આ વર્ષે ખોલવામાં આવનાર નથી.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા: વૈશાખ વદ આઠમના રોજ ગઢડાવાળા ભાઈ નાગરદાસ ચકુભાઈ તથા
તેમના ધર્મ પત્ની ગીરજાબેને પૂ. ગુરુદેવ પાસે આજીવન બ્રહ્મચર્યપ્રતીજ્ઞા અંગીકાર કરી છે.
*વૈરાગ્ય સમાચાર: સરસાઈના ભાઈશ્રી જેચંદભાઈ ટીડાભાઈ ગાંધી જેઠ સુદ ૧૪ ના રોજ
લકવાની બિમારીમાં વર્ધાં ગામે સ્વર્ગવાસ પામ્યા છે. પૂ. ગુરુદેવ પ્રત્યે તેમને ભક્તિભાવ હતો.
‘આત્મધર્મ’ વગેરેમાંથી તેમણે સ્વાધ્યાય માટેની એક બુક ઉતારી હતી; અને તેઓ અવારનવાર
સોનગઢ આવતા ત્યારે તે સ્વાધ્યાય બોલતા. પૂ. ગુરુદેવે બતાવેલ તત્ત્વ સંસ્કારમાં આગળ વધીને
તેઓ પોતાનું આત્મહિત સાધે, અને તેમના કુટુંબીજનો પણ તત્ત્વપ્રેમમાં આગળ વધે–એ જ ભાવના.
*ત્રીજા સૈકાનો પ્રારંભ: “આત્મધર્મ” માસિકના આ ૨૦૧ માં અંકથી ત્રીજો સૈકો શરૂ થાય
છે....ત્રીજા સૈકાના પ્રારંભે પરમકૃપાળુ ગુરુદેવના ચરણોમાં નમસ્કાર કરીએ છીએ.....ને “આત્મધર્મ”
ની ખૂબ પ્રભાવના થાય એમ ઈચ્છીએ છીએ.
ધર્માત્માની
પરિણતિના ઝણકાર
જેને ભેદજ્ઞાન થયું છે એવો ધર્માત્મા પોતાના
આત્માને કેવો અનુભવે છે તેનું આ વર્ણન છે: અંતર્મુખ
થઈને અનાકુળપણે, એક જ્ઞાન જ હું છું–એમ સ્વયમેવ
પોતે પોતાને અનુભવે છે. અનેક પદાર્થોની વચમાં રહ્યો
હોવાં છતાં નિશ્ચયથી હું એક છું–આવો નિશ્ચય કર્યો
હોવાથી પરદ્રવ્યો પ્રત્યેથી પોતાની પરિણતિને સંકેલીને
એક સ્વદ્રવ્યની સન્મુખતાથી સ્વભાવનો સ્વાદ લ્યે છે.
સમસ્ત પરદ્રવ્યોથી ભિન્ન એવા સ્વદ્રવ્યના અતીન્દ્રિય
આનંદના સ્વાદને લીધે તે ધર્માત્મા સમસ્ત પરદ્રવ્યો
પ્રત્યે નિર્મમ છે,–કોઈ પર પરદ્રવ્ય અંશ માત્ર પોતાપણે
ભાસતું નથી, એક જ્ઞાયકસ્વભાવને જ સદાય પોતાપણે
અનુભવે છે. આવો અનુભવ કરનાર ધર્માત્મા
જ્ઞાનદર્શનસ્વભાવમાં જ વર્તતો થકો પોતાના
જ્ઞાયકબાગમાં કેલી કરે છે. જ્ઞાયકબાગમાં નિજાનંદની
કેલી કરતાં કરતાં તે ધર્માત્માની પરિણતિમાં એવા
ઝણકાર ઊઠે છે કે–
શું એક શુદ્ધ મમત્વહીન હું જ્ઞાનદર્શનપૂર્ણ છું,
એમાં રહી સ્થિત લીન એમાં શીઘ્ર આ સૌ ક્ષય કરું.

PDF/HTML Page 18 of 21
single page version

background image
श्रीवीतरागाय नमः
नमः श्रीवर्द्धमानाय निद्धूतकलिलात्मने।
सलोकानां त्रिलोकानां यद्विद्या दर्पणायते।।१।।
પરમશ્રધ્ધેય, પરમાત્મતત્ત્વવેત્તા, સૌરાષ્ટ્રના સંત, આત્માર્થી નરપુંગવ,
શ્રીમત્ માનનીય પૂજ્ય શ્રી કાનજીસ્વામી
ના પુનિત કરકમલોમાં સાદરસમર્પિત
અભિનંદન પત્ર
પરમશ્રધ્ધેય,
સૌરાષ્ટ્રના આત્માર્થી સંતની અને તેઓશ્રીની અમૃતસમાન વાણી સુણવાની ઘણા
લાંબા સમયથી ગુજરાતના જૈન સમાજે જિજ્ઞાસા રાખેલી, તે અમારા સદ્ભાગ્યે આપની
પધરામણી થવાથી જેમ “ચકોરાણાં ચંદ્ર કુસુમસમયકાનાનૈ ભુવામ.” તે રીતે
સોનાસણના સાધર્મી ભાઈઓનાં હૃદય આજે આનંદસાગરમાં ઉછળી રહ્યાં છે.
,
જ્યાં જુઓ ત્યાં પરદ્રવ્યની કર્તાબુધ્ધિની અને રાગદ્વેષયુક્ત કષાયી પ્રવૃત્તિઓ ચાલી
રહી છે પરંતુ પંચમકાળમાં આપનો વીતરાગી ઉપદેશ મિથ્યાત્વનો નાશ કરી રહ્યો છે એટલું
જ નહિ પરંતુ નિમિત્ત આધીન દ્રષ્ટિમાંથી છોડાવી પરમાત્મા પ્રતિ દ્રષ્ટિ કરાવી રહ્યો છે.
આધ્યાત્મિક સંત,
સૌરાષ્ટ્રમાં જેમ દિગંબર સમર્થ ધરસેન આચાર્યવર તેમજ શ્રીમદ્ રાજચંદ્ર
આધ્યાત્મિક સંતો થઈ ગયા તેવી રીતે આ કાળે આપે પણ આખા સૌરાષ્ટ્રભરમાં
દિગંબર જૈન માર્ગની સ્થાપના કરી આખા સૌરાષ્ટ્રને દિગંબરત્વથી મઢી દીધું. ઉપાદાન,
નિમિત્ત, દ્રવ્ય ગુણપર્યાય, છ દ્રવ્ય, સાત તત્ત્વો, પંચાસ્તિકાય, ઉત્પાદ–વ્યય ધ્રૌવ્ય,
નિશ્ચય–વ્યવહાર વગેરેનું અને આગમ અને આધ્યાત્મિક શાસ્ત્રોનું દોહન કરી જગતના
જીવોના કલ્યાણઅર્થે આધ્યાત્મિક ધોધ વહેવરાવ્યો છે. વળી શ્રી ભગવાન કુંદકુંદાચાર્ય
આદિ મુનિવરોદ્વારા રચિત સમયસારાદિ ગ્રંથોનું અધ્યયન કરી તેનો ગુજરાતીમાં
અનુવાદ કરાવરાવી જિનશાસનને શોભાવ્યું છે.
જેમ ૧૦૦૮ ત્રિલોકનાથ ધર્મતીર્થનાયક તીર્થંકરદેવ ધર્મપિતાઓએ સમોસરણ દ્વારા
વિહાર કરી ઉપદેશ દ્વારા દુનિયાને મોક્ષનો સાચો રસ્તો બતાવ્યો હતો અને હજારો
ભવ્યજીવો બૂઝી પોતાનું આત્મકલ્યાણ કરી ગયા તેમ ભારતનો આખો દિ. જૈન સમાજ
આપની મધુર આધ્યાત્મિક વાણીથી વીતરાગ માર્ગ પ્રતિ વળી રહ્યો છે તેથી હે
સૌરાષ્ટ્રના સંત, આપને ધન્ય છે! ધન્ય છે.!
અંતમાં અમે અંતઃકરણપૂર્વક અમારા ભાવો ઉછળવાથી આપનું ભવ્ય સ્વાગત
ઉમળકાપૂર્વક કરી આ પુષ્પમાળ આપને અભિનંદનપત્રરૂપે સમર્પિત કરીએ છીએ અને
શ્રી આદિનાથ ભગવાનશ્રીને પ્રાર્થના કરીએ છીએ કે આપનું આયુષ્ય દીર્ઘાયું થાઓ
અને ભવ્યજીવોને ધર્મપ્રાપ્તિના લાભનું કારણ બનો.
તા. ૭–પ–પ૯ લિ. વિનયવંત
શ્રી સોનાસણ દિગમ્બર જૈન સમાજ
નવલ કુસુમ અર્પું હું, સૌરાષ્ટ્રના આધ્યાત્મિક સંત
ગુજરાત જૈન સંઘ ચાહે, આપો જ્ઞાન ગુણવંત

PDF/HTML Page 19 of 21
single page version

background image
श्रीमान् परमपूज्य अध्यात्मसंत श्री कानजीस्वामी के
करकमलों मे सादर समर्पित
* अभिनन्दन पत्र *
हे विद्वद्वरेण्य!
आज हमारे परम सौभाग्य का दिन है कि आपने असीमकृपा एवं कष्ट सहन
कर अपनी परम पुनित पवित्र पावन तीर्थयात्रा के अमूल्य समयमें से कुछ समय
निकालकर श्री १०८ श्री अतिशयक्षेत्र पनागर की यात्रा का लाभ लेते हुए, हम लोगों
को दर्शन देने की कृपा की है। अतएव समस्त जैनसमाज पनागर आपका सादर
अभिवादन एवं प्रेमपूर्वक स्वागत करती है।
पूज्यवर!
आपके दिव्योपदेशद्वारा अनेक बन्धुओने बाह्याडंबर और अंधविश्वास खोकर
धर्मका सत्स्वरूप समझ अपनी आत्मानुभूतिका अमृतपान कर सत्य की प्रतिष्ठाहेतु
सद्धर्म को ग्रहण किया है। अतएव जैनसमाज आपकी चिरकृतज्ञ एवं ऋणी है।
धर्मदिवाकर!
श्री वीर हिमाचलसे प्रवाहित ज्ञानगंगा के शांतिसुधावितरक भगवान
कुंदकुंदाचार्य की बहुमुल्य धरोहर अध्यात्मज्योति को लेकर आज आप घर घर
अलख जगाते हुवे धर्मदुंदुभी की उद्धोषणा एवं देशव्यापी व्यापक प्रचार कर रहे है।
जिससे समाज का परम कल्याण होरहा है।
सद्धर्मप्रचारक!
जिस सौराष्ट्र प्रान्त में श्री दिगंबर जैनमंदिरों के एक दो जगह भी दर्शन
दुर्लभ थे, उस प्रान्त में आज अनेको जगह श्री दिगंबर जैन जिनमंदिरों का निर्माण
कराकर अनेकों जैन बन्धुओं को सद्धर्म के मार्ग पर लगाया है, जिसका परम श्रेय
आपही को है।
परमप्रभावक!
आपकी धर्मदेशनाने अनर्रहस्य उद्धाटित सोनगढ को स्वर्गपुरी बना डाला
है। अतएव आपका यशसौरभ दिगदिगन्त व्याप्त हो हम सबको आपका यशोगान
करने की प्रेरणा कर रहा है। अतः आपकी सेवामें तुच्छ श्रद्धा के सुमन चढाकर
अपनी भक्ति प्रदर्शित करते है।
धर्मधुरंधर!
अंतमें श्री वीरप्रभुसे करबद्ध प्रार्थना करते है कि पूज्यवर्य कानजीस्वामी
चिरकाल तक धर्मोपदेशद्वारा जगत का कल्याण करते रहें।
दि० १३–४–१९५९ –हम है आपके चरणचंचरिक
सकल दिगम्बर जैन समाज पनागर [जिला जबलपूर]

PDF/HTML Page 20 of 21
single page version

background image
श्रीमान् परमपूज्य कानजीस्वामी के संघ की सेवा में
‘धन्यवादपत्र’
हे बिबुधवर वह कौनसा सौभाग्य हम सबका रहा।
जिसकी कृपा से आपके शुभ दर्शका लाहा लहा।।
आज सुजन समेत आ पावन किया यह द्वार है।
इस तीर्थयात्रा के समय में हृदय हर्ष अषार हैं।।१।।
करती शरद की पूर्णिमा हरषित चकोरों के लिये।
करता सजल वारिद सुखी संतप्त मोरों के लिये।।
त्यों आप हम सबके लिये अनुपम सजल वारिद बने।
पीयुष सम जिनके बरसते वचन शीतलता सने।।२।।
कितने न जाने आपने उपकार हैं हम पर किये।
सहते रहे हैं कष्ट भारी आप हम सब के लिये।।
इस ग्रीष्म ऋतु में भी सभी जन तीर्थयात्रा कर रहे।
हम अल्पज्ञानी मानवों को स्वात्मज्ञानी कर रहे।।३।।
लेकिन न सेवा आपकी हम लोग कूछ भी कर सके।।
अपने हृदय के भाव भी कह कर न आगे धर सके।
सन्मान हम कैसा करें यह भी नहीं हम जानते।
हां धर्मरक्षक आपको सच्चा हितैषी मानते।।४।।
जो कूछ हुई हो भूल हमसे ध्यान में मत लीजिये।
जैसा किया है तृप्त वैसा तृप्त फिर कीजिये।।
अपने हृदय के भाव कहिये कौन शब्दो में कहें।
आशा यही हम आपके अरु आप हम सबके रहें।।५।।
–सकल जैन समाज पनागर की औरसे
सेवक जमुनाप्रसाद जैन, पनागर [जबलपुर]
दिनांक १३ अप्रेल १९५९ ई.