Atmadharma magazine - Ank 205
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 25
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૮
સળંગ અંક ૨૦૫
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 25
single page version

background image
વર્ષ અઢારમું : અંંક ૧ લો સંપાદક : રામજી માણેકચંદ દોશી કારતક : ૨૪૮૭
નૂતન વર્ષના પ્રારંભે...
પરમ પૂજ્ય ગુરુદેવના જ્ઞાનસાગરમાંથી વહેતા શાંત
અધ્યાત્મરસના ઝરણાંને ઝીલતું આ આત્મધર્મ–માસિક ૧૭ વર્ષ
પહેલાં શરૂ થયું... આજે તે ૧૮ મા વર્ષમાં પ્રવેશ કરે છે. આ
આત્મધર્મ–માસિકદ્વારા મને પરમકૃપાળુ ગુરુદેવની ચરણસેવાનો
સુઅવસર પ્રાપ્ત થયો તેને હું મારા જીવનનું મોટું સદ્ભાગ્ય
માનું છું.
ગુરુદેવના ચરણ–શરણના પ્ર્રતાપે મને જગતમાં
સર્વોત્તમ એવા દેવની, જગતમાં સર્વોત્તમ એવા ગુરુની,
જગતમાં સર્વોત્તમ એવા ધર્મને ધર્માત્માઓની પ્રાપ્તિ થઈ... આ
રીતે સર્વોત્તમ ઈચ્છિત વસ્તુઓના દાતાર ગુરુદેવે આ બાળકના
જીવનમાં જે અપાર ઉપકારો કર્યા છે.. જે કૃપાદ્રષ્ટિ વરસાવી છે
તેનું સ્મરણ કરીને, ભાવભીના હૃદયે પરમભક્તિથી ગુરુદેવના
ચરણોમાં નમસ્કાર કરું છું.
જીવનમાં આત્મહિત સાધવા માટેની નવી નવી ઉર્મિઓ
નવી નવી ભાવનાઓ પૂર્વક સંતોના શરણે નવા વર્ષનો મંગલ
પ્રારંભ કરતાં, સંતજનોના ચરણે શીર નમાવીને આશીર્વાદ
માંગીએ છીએ કે આત્મહિતની આપણી ઉર્મિઓ–ભાવનાઓ
સફળ થાય... ને... આપણે આત્મસુખ પામીએ.
– હરિ
[૨૦૫]

PDF/HTML Page 3 of 25
single page version

background image
શ્રી મહાવીર ભગવાન (પાવાપુરી)
અર્હંત સૌ
કર્મો તણો
કરી નાશ
એ જ વિધિવડે,
ઉપદેશ પણ
એમ જ કરી,
નિર્વૃત્ત થયા;
નમું તમને.
હે વીર!
તુમ્હારે
દ્વારે પર
યહ ભક્ત
તુમ્હારે
આયે હૈ.
પાવા–
પુરીમાં
ભક્તિનાં
પાવન
દ્રશ્યો

PDF/HTML Page 4 of 25
single page version

background image
કારતક : ૨૪૮૭ : :
પાવાપુરીમાં મુક્તિનો મહોત્સવ
સિદ્ધાલયવાસી હે વીર પ્રભો! આપ તો આજે આ પાવાપુરીધામથી પરમ મંગલ એવા
મોક્ષપદને પામ્યા... અનાદિકાળના સંસારનો અંત લાવીને આપશ્રી અભૂતપૂર્વ સિદ્ધપદ
પામ્યા...અને...અનાદિઅનંતકાળમાં મોક્ષગામી જીવને માત્ર એક જ સમય જેની પ્રાપ્તિ થાય છે
એવા સ્વભાવઊર્ધ્વગમનવડે આપ સિદ્ધાલયમાં લોકાગ્રે પધાર્યા.
આપનાં પાવન ચરણોથી...ને આપના મોક્ષગમનથી પાવન થયેલી પાવાપુરી...આજે
પણ ભવ્ય જીવોને જાણે મોક્ષમાં બોલાવી રહી છે. એ પાવનભૂમિમાંથી આજે પણ મોક્ષના
રણકાર ગૂંજી રહ્યા છે કે હે જીવો! આત્માનું અંતિમ ધ્યેય અને પરમ ઈષ્ટ એવું સિદ્ધપદ
ભગવાન અહીંથી પામ્યા. પદ્મસરોવરના કમળ પણ જાણે ઊંચે આપના તરફ
નીહાળી...નીહાળીને સાક્ષી પૂરી રહ્યા છે કે ભગવાન, પાણીમાં કમળની જેમ વિભાવોથી અને
કર્મોથી અલિપ્ત હતા...એ અલિપ્ત ભગવાનના સંગથી અમે પણ અલિપ્ત થઈ ગયા.
હે ભગવાન! આપ સિદ્ધાલયમાં અનંત સિદ્ધભગવંતોની સાથે વસતા હોવા છતાં,
સાધક બાળકો અભેદભક્તિના બળે પોતાના હૃદયમાં આપને ઉતારીને પરમધ્યેયરૂપે ધ્યાવે
છે...ને એ ધ્યાન બળે આપના પુનિત પગલે ચાલ્યા આવે છે.
પાવાપુરી! આપનાં મોક્ષનું પવિત્ર સ્થાન!! અહા! એ મોક્ષધામને સ્પર્શતાં જ મુમુક્ષુનું
હૈયું આનંદથી નાચી ઊઠે છે...મુમુક્ષુના આત્મામાં મોક્ષમાર્ગની સ્ફુરણા થાય છે. પરમ
સ્વાશ્રયરૂપ આપના મોક્ષમાર્ગનું ત્યાં સ્મરણ થાય છે. મોક્ષનો સ્વાશ્રિત પંથ આપના પવિત્ર
પદ–ચિહ્નોથી આજે પણ શોભી રહ્યો છે...ને સ્વાશ્રય તરફ ઝૂકી ઝૂકીને અમે આપના પંથે
આપના પુનિત પગલે–પગલે આવીએ છીએ.
* * *
સં. ૨૦૧૩ ના ફાગણ સુદ એકમ–બીજે પાવાપુરી સિદ્ધિધામની ઉલ્લાસભરી યાત્રા
કરતાં ગુરુદેવને ઘણી પ્રસન્નતા થઈ હતી. પદ્મસરોવરની વચ્ચે વીરપ્રભુના નિર્વાણ–ધામમાં
વીરપ્રભુનાં ચરણોને ભાવથી ભેટીને ઉલ્લાસથી પૂજન કરીને..ગદગદભાવે અદ્ભૂત ભક્તિ
કરાવી હતી–
આજે વીર પ્રભુજી નિર્વાણ પદને પામીઆ રે...
શ્રી ગૌતમ ગણધરજી પામ્યા કેવળ જ્ઞાન...સુરનર આવે નિર્વાણકલ્યાણકને ઊજવવારે.
પ્રભુજી! આપે તો આપનો સ્વારથ સાધીઓ રે...
અમ બાળકની આપે લીધી નહિ સંભાળ...અમને કેવળના વિરહામાં મુકી ચાલીયા રે.
ગુરુદેવની ભક્તિબાદ બેનશ્રી–બેને પણ પાવાપુરીધામમાં નિર્વાણ મહોત્સવ સંબંધી
અદ્ભુત ઉલ્લાસકારી ભક્તિ કરાવી હતી. અહા! જ્ઞાનીઓનાં હૃદયમાં કોતરાયેલી
સિદ્ધભગવંતોની ભક્તિ તે વખતે વ્યક્ત દેખાતી હતી. પ્રવચનસારમાં આચાર્યદેવે કહ્યું જ છે કે
જેમને આત્મતત્ત્વની ઉપલબ્ધિ નિકટ છે એવા ગણધરદેવાદિ બુધજનોના મનરૂપી
શિલાસ્તંભમાં દિવ્ય આત્મસ્વરૂપવાળા સિદ્ધભગવાનની (અથવા ભગવાન આત્માની)
દિવ્યતા–મહિમાની સ્તુતિ કોતરાયેલી છે.
નમસ્કાર હો સિદ્ધભગવંતોને અને સિદ્ધપદસાધક સંતોને...

PDF/HTML Page 5 of 25
single page version

background image
: ૨ : આત્મધર્મ : ૨૦પ
‘પ્રભો! આપે બતાવેલા મોક્ષમાર્ગે અમે ચાલ્યા આવીએ છીએ’
ભ...ગ...વં...તો...ને ન...મ...સ્કા...ર...હો...
અર્હંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિવડે, ઉપદેશ પણ
એમ જ કરી નિર્વૃત્ત થયા; નમું તેમને.
આચાર્યદેવે પોતે સ્વાનુભવથી જે મોક્ષમાર્ગ પ્રગટ કર્યો તેમાં
મતિને વ્યવસ્થિત કરીને નિઃશંકતાથી કહે છે કે: અહો! અનંત તીર્થંકર
ભગવંતોએ પોતે આ જ એક મોક્ષનો માર્ગ અનુભવીને મુમુક્ષુઓને
દર્શાવ્યો છે.
પરમ કલ્યાણરૂપ નિઃશ્રેયસ એટલે કે મોક્ષ, તેની પ્રાપ્તિનો
ત્રણેકાળે એક જ ઉપાય છે કે, સર્વત: શુદ્ધ ભગવાન અર્હંતદેવના દ્રવ્ય–
ગુણ–પર્યાયને ઓળખીને, તેમના જેવા જ પોતાના શુદ્ધઆત્માને
જાણતાં સમ્યગ્દર્શન થાય છે ને દર્શનમોહનો ક્ષય થાય છે. એ રીતે
દર્શનમોહના ક્ષયથી સમ્યક્ આત્મતત્ત્વને પ્રાપ્ત કરીને પછી તેમાં
એકાગ્રતારૂપ શુદ્ધોપયોગવડે રાગ–દ્વેષનો પણ ક્ષય થાય છે. આ રીતે
શુદ્ધોપયોગવડે રાગ–દ્વેષનો સર્વથા નાશ કરીને, સર્વ કર્મના ક્ષયથી
ભગવાન તીર્થંકરો મોક્ષ પામ્યા; અન્ય મુમુક્ષુજીવોને પણ ભગવંતોએ
એ જ માર્ગ ઉપદેશ્યો. આ રીતે ત્રણેકાળે મોક્ષમાર્ગની એક જ ધારા
ચાલી જાય છે.
તીર્થંકરો–તીર્થંકરો વચ્ચે સમયભેદ ભલે હો, પણ ભાવમાં ભેદ નથી. એક તીર્થંકર એક
ભાવથી મોક્ષ પામ્યા ને બીજા તીર્થંકર બીજા ભાવથી મોક્ષ પામ્યા–એમ ભાવભેદ નથી. બધાય
તીર્થંકરો એક જ ભાવથી(–સ્વાશ્રિત શુદ્ધોપયોગથી જ) કર્મક્ષય કરીને મુક્તિ પામ્યા છે, અને
અમને પણ ભગવાને તે જ માર્ગ સાક્ષાત્ ઉપદેશ્યો છે, તે માર્ગમાં અમારી મતિ વ્યવસ્થિત
થઈ છે,–આમ કહીને પ્રમોદપૂર્વક આચાર્યભગવંતો કહે છે કે અહો! તે ભગવંતોને નમસ્કાર
હો...ભગવંતોએ બતાવેલો મોક્ષમાર્ગ અમે અવધારિત કર્યો છે, મોક્ષને સાધવાનું કાર્ય કરાય
છે.–આ રીતે મોક્ષને સાધતાં સાધતાં આચાર્યદેવે અર્હંતો અને સિદ્ધોને અભેદ નમસ્કાર કર્યા
છે...ને મુમુક્ષુભવ્યજીવોને માટે ભગવાનનો માર્ગ પ્રસિદ્ધ કર્યો છે.
અહો જીવો! આ કાળે કે ભવિષ્યકાળે મોક્ષનો આ એક જ પંથ છે. સ્વાશ્રયરૂપ આ
શુદ્ધાત્મપ્રવૃત્તિ તે એક જ મોક્ષનો માર્ગ છે–એમ તમે નિઃસંદેહપણે નક્કી કરો. મોક્ષનો અન્ય
કોઈ માર્ગ નથી. ભગવાને કહેલા કોઈપણ શાસ્ત્રમાં આ એક જ મોક્ષપંથ દર્શાવ્યો છે.
મોક્ષમાર્ગમાં અમારી મતિ વ્યવસ્થિત થઈ છે, તેમાં કોઈ સંદેહ રહ્યો નથી. નિઃસંદેહપણે આવા
મોક્ષમાર્ગમાં અમે પરિણમીએ છીએ. વાહ પ્રભુ! આપે અમને મોક્ષનો સીધો માર્ગ
બતાવ્યો...આપે બતાવેલા મોક્ષપંથમાં અમે ચાલ્યા આવીએ છીએ...અહો! આપને નમસ્કાર
હો...નમસ્કાર હો!

PDF/HTML Page 6 of 25
single page version

background image
કારતક : ૨૪૮૭ : :
જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન
ભેદજ્ઞાન માટે જેને અંતરમાં જિજ્ઞાસા જાગી છે,
અને ભેદજ્ઞાન માટેનો જે અભ્યાસ કરે છે એવો શિષ્ય પૂછે
છે કે પ્રભો! આત્મા જ્ઞાનસ્વરૂપ થયો તે કઈ રીતે
ઓળખાય? આત્મા ભેદજ્ઞાની થયો તે કઈ રીતે
ઓળખાય? જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન શું? અનાદિથી
આત્મા વિકારરૂપ થયો થકો અજ્ઞાની હતો, તે અજ્ઞાન
ટાળીને આત્મા જ્ઞાની થયો તે કયા ચિહ્નથી ઓળખાય?–તે
સમજાવો.
જુઓ, આ જ્ઞાનીને ઓળખવાની ધગશ? આવી
ધગશવાળા શિષ્યને આચાર્યદેવ જ્ઞાનીનું ચિહ્ન ઓળખાવે
છે:–
પરિણામ કર્મતણું અને
નોકર્મનું પરિણામ જે
તે નવ કરે જે, માત્ર જાણે
તે જ આત્મા જ્ઞાની છે. ૭પ.
જુઓ, આ જ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન! આવા ચિહ્નથી જ્ઞાનીને ઓળખે તેને ભેદજ્ઞાન થયા વગર રહે
નહિ, એટલે તે પોતે પણ જ્ઞાની થઈ જાય.
જે આત્મા જ્ઞાની થયો તે પોતાને એક જ્ઞાયક સ્વભાવી જ જાણતો થકો જ્ઞાનભાવે જ પરિણમે છે, ને
વિકારના કે કર્મના કર્તાપણે તે પરિણમતો નથી.–આ જ્ઞાનીનું ચિહ્ન છે.
અહીં જ્ઞાનપરિણામને જ જ્ઞાનીનું ચિહ્ન કહ્યું; જ્ઞાનીનું ચિહ્ન તો જ્ઞાનમાં હોય, કાંઈ શરીરમાં કે રાગમાં
જ્ઞાનીનું ચિહ્ન ન હોય. શરીરની અમુક ચેષ્ટાવડે કે રાગવડે જ્ઞાની ઓળખાતા નથી, જ્ઞાની, તો તેનાથી ભિન્ન
છે. માટે આચાર્યદેવ કહે છે કે હે શિષ્ય! જે જીવ જ્ઞાનને અને રાગને એકમેક નથી કરતો પણ જુદા જ જાણે
છે, જુદા જાણતો થકો રાગાદિનો કર્તા થતો નથી પણ જ્ઞાતા જ રહે છે ને જ્ઞાનપરિણામનો જ કર્તા થઈને
પરિણમે છે, તેને તું જ્ઞાની જાણ.
વ્યાપ્ય–વ્યાપકપણાના સિદ્ધાંત ઉપર અહીં જ્ઞાનીની ઓળખાણ કરાવી છે. જ્ઞાનપરિણામની સાથે જેને
વ્યાપ્ય–વ્યાપકપણું છે તે જ્ઞાની છે; વિકાર સાથે જેને વ્યાપ્ય–વ્યાપકપણું છે તે અજ્ઞાની છે. વ્યાપ્ય વ્યાપકપણું
એક સ્વરૂપમાં જ હોય, ભિન્ન સ્વરૂપમાં ન હોય; એટલે જેને જેની સાથે એકતા હોય તેને તેની જ સાથે
વ્યાપ્ય–વ્યાપકપણું હોય, અને તેની જ સાથે કર્તાકર્મપણું હોય. જ્ઞાની જ્ઞાન સાથે જ એકતા કરીને તેમાં જ
વ્યાપતો થકો તેનો કર્તા થાય છે, એટલે જ્ઞાનરૂપ કાર્યથી જ્ઞાની ઓળખાય છે. આવો જ્ઞાની વિકાર સાથે
એકતા કરતો નથી, તેમાં તે વ્યાપતો નથી ને તેનો તે કર્તા થતો નથી. આ રીતે જ્ઞાનને વિકાર સાથે એકતા
નથી. જ્ઞાનીનું આવું લક્ષણ જે જીવ ઓળખે તેને ભેદજ્ઞાન થાય, તેને

PDF/HTML Page 7 of 25
single page version

background image
: ૪ : આત્મધર્મ : ૨૦પ
વિકારનું કર્તૃત્વ ઊડી જાય અને જ્ઞાનમાં જ એકતા રૂપે પરિણમતો થકો તે જ્ઞાની થાય, ભેદજ્ઞાન વગર
જ્ઞાનીની સાચી ઓળખાણ થતી નથી.
જેમ ઘડાને અને માટીને એકતા છે, પરંતુ ઘડાને અને કુંભારને એકતા નથી, તેમ જ્ઞાનપરિણામને
અને આત્માને એકતા છે પરંતુ જ્ઞાનપરિણામને અને રાગને કે કર્મને એકતા નથી; એટલે જ્ઞાનપરિણામ વડે
જ જ્ઞાનીનો આત્મા ઓળખાય છે; જ્ઞાનપરિણામને રાગથી ભિન્ન ઓળખતાં પોતામાં પણ જ્ઞાન અને રાગની
ભિન્નતાનું વેદન થઈને, જ્ઞાનપરિણામ સાથે અભેદ એવો પોતાનો આત્મા ઓળખાય છે. જ્ઞાનીને ઓળખવાનું
પ્રયોજન તો પોતાના આત્માની ઓળખાણ કરવી તે જ છે, જેણે ભેદજ્ઞાન કરી લીધું છે, એવા જીવોની
ઓળખાણ વડે આ જીવ પોતામાં પણ એવું ભેદજ્ઞાન કરવા માંગે છે. સામા જ્ઞાનીના આત્મામાં જ્ઞાન અને
રાગને જુદા ઓળખે તે જીવ પોતામાં પણ જ્ઞાન અને રાગને જરૂર જુદા ઓળખે, એટલે તેને જરૂર ભેદજ્ઞાન
થાય. ભેદજ્ઞાન થતાં આ જીવ સકળ વિકારના કર્તૃત્વરહિત થઈને જ્ઞાયકપણે શોભે છે. વિકારના કર્તૃત્વમાં તો
જીવની શોભા હણાય છે, ને ભેદજ્ઞાનવડે તે કર્તૃત્વ છૂટતાં આનંદમય જ્ઞાન–પરિણામથી તે જીવ શોભી ઊઠે છે.
આવા જ્ઞાન– પરિણામ તે જ જ્ઞાનીને ઓળખવાની નિશાની છે.
જુઓ, આ જ્ઞાનીને ઓળખવાની રીત! અહા! જ્ઞાનીની ઓળખાણની રીત આચાર્યદેવે અદ્ભુત
બતાવી છે. આ રીતથી જ્ઞાનીને જે ઓળખે તે પોતે જ્ઞાની થયા વિના રહે નહિ, એવી આ ઓળખાણ છે. આ
ઓળખાણ એ જ ધર્મની મોટી ખાણ છે. આ રીતથી જેણે જ્ઞાનીને ઓળખ્યા તેણે જ જ્ઞાનીની ખરી નીકટતા
કરી, જેવો જ્ઞાનીનો ભાવ છે તેવો જ ભાવ તેણે પોતામાં પ્રગટ કર્યો એટલે ભાવ અપેક્ષાએ તેને જ્ઞાની સાથે
એકતા થઈ. બાકી ક્ષેત્રથી ભલે નજીક રહે પણ જો જ્ઞાનપરિણામથી જ્ઞાનીને ન ઓળખે, ને પોતામાં
જ્ઞાનપરિણામ પ્રગટ ન કરે, તો તે ખરેખર જ્ઞાનીની નજીક નથી રહેતો, જ્ઞાનીના ભાવથી તે ઘણો દૂર છે.
જ્યારે જીવ ભેદજ્ઞાન કરે છે ત્યારે તે આસ્રવોથી પાછો વળે છે એટલે કે બંધભાવથી છૂટીને મોક્ષમાર્ગ
તરફ વળતો જાય છે. દુઃખમય એવો આસ્રવો, અને સુખરૂપ એવો જ્ઞાનસ્વભાવ–એ બંને ભિન્ન છે. એવું
ભેદજ્ઞાન કરનાર જીવ તે ક્ષણે જ જ્ઞાનસ્વભાવ સાથે એકતા કરીને આસ્રવોથી છૂટો પડે છે. આવા જ્ઞાન
પરિણામનું નામ ભેદજ્ઞાન છે, તેના વડે જ જ્ઞાની ઓળખાય છે.
તે જ્ઞાની ધર્માત્મા જાણે છે કે હું પરથી ભિન્ન એક છું, વિકારરહિત શુદ્ધ છું, ને જ્ઞાન–દર્શનથી પરિપૂર્ણ
છું. જ્ઞાનથી ભિન્ન જે કોઈ ભાવો છે તે હું નથી. આ રીતે તે ભેદજ્ઞાની ધર્માત્મા અસાર અને અશરણ એવા
સંસારથી પાછો વળીને પરમ સારભૂત અને શરણરૂપ પોતાના સ્વભાવ તરફ વળે છે; એટલે સ્વભાવ તરફ
વળેલા જ્ઞાનપરિણામને જ તે કરે છે, જ્ઞાનપરિણામ સિવાય બીજા કોઈ ભાવનો કર્તા તે થતો નથી, તેને તો
પોતાથી ભિન્ન જાણીને તે તેનો જ્ઞાતા જ રહે છે.
આચાર્યદેવ પ્રમોદથી કહે છે કે અહીંથી એટલે કે જ્યારથી ભેદજ્ઞાન થયું ત્યારથી જગતનો સાક્ષી પુરાણ
પુરુષ પ્રકાશમાન થયો. ભેદજ્ઞાન થતાં જ ચૈતન્યભગવાન આત્મા પોતાના જ્ઞાનપરિણામથી ઝળહળી ઊઠ્યો...
આનંદથી શોભી ઊઠ્યો.
આટલી વાત કરી કે તરત જ જિજ્ઞાસુ શિષ્યને પ્રશ્ન ઊઠ્યો કે પ્રભો! આવા જ્ઞાનીને કઈ રીતે ઓળખવા?
ચૈતન્યભગવાન ઝળહળી ઊઠ્યો તેને કઈ રીતે ઓળખવો? ખરેખર શિષ્ય પોતે આવું ભેદજ્ઞાન પ્રગટ કરવા તૈયાર
થયો છે, એટલે હું પણ આવું ભેદજ્ઞાન કઈ રીતે પ્રગટ કરું! એવી ધગશથી તેને પ્રશ્ન ઊઠ્યો છે.
ત્યારે આચાર્યદેવ તેને કહે છે કે જ્ઞાની પોતાના જ્ઞાનમય પરિણામને જ કરે છે; જ્ઞાનમય પરિણામનું જ
કર્તાપણું ને રાગાદિનું અકર્તાપણું–તે જ્ઞાનીનું ચિહ્ન છે, તે જ્ઞાનીની નિશાની છે. જેમ મોટા રાજા–મહારાજાઓને
ધજામાં ચિહ્ન હોય છે, તે ચિહ્ન ઉપરથી તે ઓળખાય છે. તેમ જ્ઞાનીધર્માત્મા તો રાજાનો પણ રાજા છે, તેની
ધજાનું કાંઈ ચિહ્ન ખરું? તો કહે છે કે હા; રાગાદિના અકર્તાપણારૂપ જે જ્ઞાનપરિણામ તે જ જ્ઞાનીની
ધર્મધજાનું ચિહ્ન છે, તે ચિહ્નવડે જ્ઞાનીરાજા ઓળખાય છે. અને આ રીતે જ્ઞાનપરિણામવડે જ્ઞાનીને
ઓળખનાર જીવ પોતે પણ તે કાળે જ્ઞાનસ્વરૂપ થઈને, કર્તૃત્વ રહિત થયેલો શોભે છે.
આ રીતે સમ્યગ્દ્રષ્ટિ જીવનું ચિહ્ન બતાવ્યું. ‘વાહ! ભારે અદ્ભુત વાત કરી છે, જે જાગીને જુએ તેને
જણાય તેવું છે.’ (સમયસાર ગાથા ૭પ ઉપરના પ્રવચનોમાંથી)

PDF/HTML Page 8 of 25
single page version

background image
કારતક : ૨૪૮૭ : :
સુ...ખ...ધા...મ
:: પુણ્ય નહિ–પણ આત્મા.
ચૈતન્યસ્વરૂપ આત્મા ‘પરમ મહિમાવંત અનંતસુખનું ધામ છે, તેની મહત્તા જેને ન ભાસી તેઓ
બહારમાં–ઈન્દ્રિયવિષયોમાં કે તેના હેતુભૂત પુણ્યમાં સુખ માને છે; પરંતુ ખરેખર તે પુણ્યો તો તૃષ્ણાનો
ઉદ્ભવ કરીને આકુળતા દેનાર છે–દુઃખદાયક છે. સુખદાયક તો એક ચૈતન્યધામ આત્મા જ છે. સુખને કોઈ
પુણ્યનું કે ઈન્દ્રિયવિષયોનું આલંબન નથી, સુખને તો આત્મસ્વભાવનું જ અવલંબન છે. આવા ચૈતન્યની
રુચિરૂપ બીજમાંથી તો કેવળજ્ઞાન અને અતીન્દ્રિયઆનંદરૂપ ફાલ પાકશે. અને પુણ્યની રુચિમાંથી તો
વિષયોની તૃષ્ણારૂપ ઝેરીફાલ પાકશે.
અજ્ઞાનીઓ ચૈતન્યસુખને ચૂકીને, ઈન્દ્રિયવિષયોમાં સુખ માનતા હોવાથી તેઓ સદાય તૃષ્ણાથી
બળ્‌યા–ઝળ્‌યા વિષયોમાં જ રત રહે છે ને દુઃખી જ થાય છે; જ્ઞાનીઓ પોતાના ચિદાનંદતત્ત્વની સન્મુખતા વડે
ચૈતન્યના અતીન્દ્રિય સુખને જાણતા થકા, અને વિષયોમાં કિંચિત્ પણ સુખ નહિ માનતા થકા, આનંદધામ
એવા આત્મામાં જ સદાય દિનરાત રત રહે છે.
“સુખધામ અનંત સુસંત ચહી,
દિનરાત રહે તદ્ ધ્યાન મહીં;”
સંત મુનિવરો અને સાધકધર્માત્માઓ અનંત સુખના ધામ એવા ચૈતન્યને જ ચાહે છે, અને દિનરાત
તેના ધ્યાનમાં રહે છે, આ જગતમાં સુખનું ધામ તો આત્મા જ છે. સમ્યગ્દ્રષ્ટિસંતોએ આત્માના વિષયાતીત
સુખનો સ્વાદ ચાખ્યો છે, તેથી તેઓ દિનરાત તેની જ રુચિમાં રત રહે છે. એક ક્ષણ પણ ચૈતન્યની રુચિ
છોડીને વિષયોની–રાગની–પુણ્યની રુચિ કરતા નથી. તે જાણે છે કે મારા સુખનું ધામ પુણ્ય નથી, મારા સુખનું
ધામ તો આત્મા જ છે. સુખનું ધામ એવું ચૈતન્યતત્ત્વ જેણે જોયું નથી તે જીવો બહારમાં સુખ માનતા હોવાથી,
કાયા અને કષાયથી જરાપણ નિવર્ત્યા નથી. કાયા કહેતાં બધા ઈન્દ્રિયવિષયો, અને કષાય કહેતાં
પુણ્યપરિણામ પણ લઈ લેવા. તેમાં જે સુખ માને તે તેનાથી કેમ નિવર્તે? બહારમાં ઈન્દ્રિયવિષયોનો સંયોગ
ભલે ન દેખાય પણ તેના અભિપ્રાયમાં તો ઈન્દ્રિયવિષયોનો સંગ પડ્યો જ છે. જ્યાં ચૈતન્યનો સંગ (–રુચિ–
શ્રદ્ધા–જ્ઞાન–એકાગ્રતા) નથી ત્યાં વિષયોનો સંગ જરૂર છે. અને વિષયો તરફની વૃત્તિ કોને હોય? કે
વિષયતૃષ્ણાથી જે દુઃખી હોય તેને જ વિષયો તરફની વૃત્તિ હોય. જો સુખી હોય–તૃપ્ત હોય તો વિષયો તરફની
તૃષ્ણા કેમ થાય? માટે પુણ્યફળ ભોગવવાની તૃષ્ણા તે દુઃખ જ છે. સુખ તો જ્ઞાનાનંદ સ્વરૂપ ચૈતન્યના
ભોગવટામાં જ છે.
આત્મા જ્ઞાનતત્ત્વ છે, શુભાશુભરાગ તે જ્ઞાનતત્ત્વથી વિરુદ્ધ છે. રાગ શુભ હો કે અશુભ હો,–
મિથ્યાદ્રષ્ટિનો હો કે સમ્યગ્દ્રષ્ટિનો હો, તે જ્ઞાનતત્ત્વથી બહાર જ છે.–આવું જ્ઞાનતત્ત્વ પોતે જ સુખસ્વરૂપ છે.
જેમ આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છે, તેમ આત્મા સ્વયં સુખસ્વરૂપ છે. તેનું જ્ઞાન અને સુખ બંને ઈન્દ્રિયોથી પાર
છે, રાગથી પણ પાર છે.
શુભરાગ તે પુણ્યબંધનું કારણ છે પણ તે કાંઈ સુખનું કારણ નથી. પુણ્યબંધ પણ દુઃખનું જ સાધન છે,
કેમકે તે પુણ્યના ફળમાં જે ઈન્દ્રિયવિષયોની સામગ્રી મળશે તે સામગ્રી તરફના વલણવાળા જીવો તૃષ્ણાથી
દુઃખી જ થાય છે. સુખ તો અંતર્મુખ થઈને અતીન્દ્રિય ચૈતન્યના અનુભવમાં જ છે. માટે સુખનું ધામ આત્મા
છે, સુખનું ધામ પુણ્ય નથી. સામગ્રીને અવલંબીને સુખ નથી, સ્વભાવને અવલંબીને જ સુખ છે.
જેમ રેતીના રણમાં મૃગતૃષ્ણામાંથી (ઝાંઝવાના

PDF/HTML Page 9 of 25
single page version

background image
: ૮ : આત્મધર્મ : ૨૦પ
જળમાંથી) પાણી મેળવવાની ઈચ્છાથી વેગપૂર્વક દોડતું
તરસ્યું હરણું દુઃખી જ થાય છે, ઝાંઝવાના જળથી કદી પણ
તેની તૃષા છીપતી નથી; તેમ આ સંસારરૂપી રેતીના રણમાં
પાંચ ઈન્દ્રિયના વિષયરૂપ પુણ્યફળો તો મૃગતૃષ્ણા
(ઝાંઝવાના જળ) જેવા છે, તેમાં ખરેખર સુખ નથી પણ
દ્રષ્ટિભ્રમને લીધે અજ્ઞાનીને ત્યાં સુખની કલ્પના થઈ ગઈ
છે, તેથી વિષયોમાંથી સુખ મેળવવાની લાલસાથી વેગપૂર્વક
વિષયોમાં ધસતા અજ્ઞાનીજીવો તૃષ્ણાથી દુઃખી જ થાય છે, વિષયો પ્રત્યેના વલણથી કદીપણ તેને સુખ મળતું
નથી. અહો જીવો! ચૈતન્યતત્ત્વમાં જ સુખ છે, બહારમાં જગતના કોઈ વિષયોમાં સુખ નથી, માટે બાહ્યવૃત્તિ
છોડીને અંતરમાં વળો...આમ સંતો સુખનું ધામ બતાવે છે, અને વિષયતૃષ્ણાના વેગે ચડેલા જીવોને પાછા
વાળે છે કે અરે જીવો! આ ચૈતન્ય તરફ વળો...તે જ સુખનું ધામ છે, તે જ આનંદનું ધામ છે.
બાહ્યમાં પુણ્યફળની સામગ્રી મળતાં અજ્ઞાની માને છે કે મને સુખનું સાધન મળ્‌યું; આચાર્યદેવ કહે છે
કે અરે મૂઢ! એ તારા સુખનું સાધન નથી, પરંતુ જેટલો તું તે સામગ્રીને અવલંબ્યો તેટલું તને દુઃખ મળ્‌યું.
સુખ તો સમસ્ત વિકલ્પોથી રહિત પરમચૈતન્યના આહલાદરૂપ સ્વરૂપતૃપ્તિમાં જ છે. ચૈતન્યતત્ત્વ પોતે જ
સુખનું સાધન છે. ચૈતન્યનું જે અતીન્દ્રિય સુખ છે તે જ ખરું સુખ છે, એ સિવાય બાહ્યવિષયોમાં જે
ઈન્દ્રિયોસુખ ભાસે છે તે તો ઝાંઝવાના જળની જેમ અજ્ઞાનીની માત્ર કલ્પના જ છે. જે અતીન્દ્રિય વાસ્તવિક
સુખ છે તે તો આત્માથી જ ઉત્પન્ન અને વિષયોથી પાર છે, તે સુખ આત્માને જ અવલંબશે પણ વિષયોને
નહિ અવલંબે.–આવું સ્વાધીનસુખ તે જ સાચું સુખ છે. વિષયોને આધીન થઈને અજ્ઞાની જે સુખ માને છે તે
સુખ નથી પણ દુઃખ જ છે.
* ઈન્દ્રિયસુખ તો પરના સંબંધવાળું હોવાથી પરાધીન છે, ને અતીન્દ્રિયસુખ પરના સંબંધ વગર
આત્માને જ આધીન છે.
* ઈન્દ્રિયસુખ તો અનેક વિઘ્નવાળું છે, ખાવા–પીવા વગેરેની અનેક તૃષ્ણાને લીધે તેમાં આકુળતા
છે, અને અતીન્દ્રિયસુખ તો વિઘ્નવગરનું છે. તેમાં વિષયો મેળવવાની આકુળતા નથી પણ તૃપ્તિ છે.
* ઈન્દ્રિયસુખ તો વિચ્છિન્ન છે, સાતાનો ઉદય પૂરો થતાં જ અસાતાથી જીવ દુઃખી થાય છે,
ઈન્દ્રિયસુખ કાયમ રહેતું નથી, જેમાં સુખ કલ્પ્યું હોય તે સામગ્રી પણ કાયમ રહેતી નથી. જ્યારે અતીન્દ્રિય
સુખના સાધનરૂપ ચૈતન્યતત્ત્વ તો કાયમ છે,–તે ચૈતન્યના આશ્રયે થયેલું અતીન્દ્રિયસુખ અચ્છિન્ન છે.
* ઈન્દ્રિયસુખ તો બંધનું કારણ છે, પુણ્યનું ફળ ભોગવવાની જે રાગવૃત્તિ તે નવાકર્મબંધનું કારણ
થાય છે. અને ચૈતન્યના અનુભવરૂપ અતીન્દ્રિય સુખ તો રાગ વગરનું હોવાથી બંધનું કારણ થતું નથી, તે તો
મોક્ષનું કારણ થાય છે. અને–
* પુણ્યના ફળને આધીન વર્તતું તે ઈન્દ્રિયસુખ તો વિષમ છે, તેમાં વધઘટ થયા કરતી હોવાથી તે
અત્યંત અસ્થિર છે, તે એક સરખું રહેતું નથી. પૂર્ણ અતીન્દ્રિયસુખ આત્માના આધારે વર્તતું હોવાથી વધઘટ
રહિત સ્થિર રહે છે. જે પૂર્ણ સુખ પ્રગટ્યું તે પ્રગટ્યું, પછી તે સદાકાળ એવું ને એવું રહ્યા કરે છે.
આ રીતે આત્માશ્રિત અતીન્દ્રિયસુખ તે જ ખરું સુખ છે, તે જ પ્રશંસનીય અને ઈચ્છવાયોગ્ય છે;
ઈન્દ્રિયસુખ તે દુઃખ જ છે, તે પ્રશંસનીય નથી, ઈચ્છવા યોગ્ય નથી. અને, જો ઈન્દ્રિયસુખ તે દુઃખ જ છે–તો
પછી, તેના સાધનરૂપ એવું પુણ્ય તે પણ પાપની જેમ દુઃખનું જ સાધન છે–એમ સિદ્ધ થાય છે. અતીન્દ્રિય
આત્મસ્વભાવ તે એક જ સુખનું સાધન છે, માટે સર્વઉદ્યમવડે સમ્યક્ પ્રકારે તેને ઓળખી, તેમાં એકાગ્રતાવડે
રાગદ્વેષ છોડીને શુદ્ધોપયોગી થવું તે જ શરણ છે, તે જ સુખ છે, તે મોક્ષનો ઉપાય છે.
પ્રવચનસાર ગાથા ૭પ–૭૬ ઉપરના પ્રવચનમાંથી.
૨૦૧૬ના આસો વદ ૩–૪

PDF/HTML Page 10 of 25
single page version

background image
કારતક : ૨૪૮૭ : :
મોક્ષાર્થી જીવને
છૂટકારાનો ઉપાય દર્શાવે છે.
જે જીવ મોક્ષાર્થી છે, જે બંધનથી છૂટવા માંગે છે તેને આચાર્યદેવ
બંધ અને મોક્ષનાં કારણ સમજાવીને કહે છે કે હે જીવ! સ્વદ્રવ્યના આશ્રયે
મુક્તિ છે ને પરદ્રવ્યના આશ્રયે બંધન છે–એમ જાણીને તું પરદ્રવ્યનો
આશ્રય છોડ, ને સ્વદ્રવ્યનો આશ્રય કર. તે માટે સ્વ–પરનું ભેદજ્ઞાન
કર...ઉપયોગનું અને રાગનું પણ ભેદજ્ઞાન કર. ઉપયોગસ્વરૂપ તારો
આત્મા રાગથી ને પરદ્રવ્યોથી ભિન્ન છે–એમ બરાબર જાણીને, ઉપયોગ
સાથે એકતા કર. એમ કરવાથી તારા બંધન છૂટી જશે ને તારો મોક્ષ થશે.
(બંધ અધિકાર ઉપર ગુરુદેવના પ્રવચનોમાંથી દોહન.
સંવત ૨૦૧૬ આસો વદ ૩–૪)
*
* સમયસારમાં શુદ્ધાત્મા દેખાડવાની પ્રધાનતા છે; બંધનની પ્રધાનતા નથી *
ખરેખર આત્માનો જ્ઞાયકસ્વભાવ છે, તે જ્ઞાયકસ્વભાવ પોતે બંધરૂપ નથી, તે અબંધસ્વભાવી છે.
શરૂઆતમાં આવા અબંધસ્વભાવી–ચિત્સ્વભાવી શુદ્ધઆત્માને ‘नमः समयसाराय’ કહીને નમસ્કાર કર્યા. તે
શુદ્ધઆત્મા સ્વાનુભૂતિથી પ્રકાશમાન છે;–કોઈ રાગથી–વિકલ્પથી તે પ્રકાશમાન થતો નથી. આવો શુદ્ધઆત્મા
એકત્વ–વિભક્ત છે તેનું આ સમયસારમાં કથન છે. એટલે આ બંધ અધિકારમાં પણ બંધનની પ્રધાનતા નથી
પણ બંધનરહિત અબંધસ્વરૂપી શુદ્ધઆત્મા બતાવવાની જ પ્રધાનતા છે.
* બંધનનો સ્વામી મિથ્યાદ્રષ્ટિ છે...સમ્યગ્દ્રષ્ટિ શુદ્ધાત્માનો જ સ્વામી છે. *
બંધનો અધિકાર કોને છે? બંધનની પ્રધાનતા કોને છે? ને બંધનનો સ્વામી કોણ છે?–કે મિથ્યાદ્રષ્ટિ
જ બંધનનો સ્વામી છે એટલે કે મિથ્યાદ્રષ્ટિને જ બંધન થાય છે. સમ્યગ્દ્રષ્ટિ તો શુદ્ધઆત્માનો જ સ્વામી છે,
શુદ્ધઆત્માના સ્વામીત્વમાં તેને બંધ સાથે એકતા થતી નથી એટલે તેને ખરેખર બંધન થતું નથી.

PDF/HTML Page 11 of 25
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૦પ
આત્માના અબંધ સ્વભાવને નહિ જોનારો અજ્ઞાની જ બંધનો કર્તા થાય છે. આત્માના અબંધ સ્વભાવને દેખનાર
ધર્માત્મા બંધને પોતાથી જુદો જાણતો થકો બંધનો કર્તા થતો નથી, તે અબંધભાવરૂપ નિર્મળ ભાવને જ કરે છે.
* મોક્ષનું મૂળ ભેદજ્ઞાન: બંધનું મૂળ મિથ્યાત્વ *
અબંધ ચૈતન્યસ્વભાવમાં જેને એકત્વ નથી અને બંધભાવમાં જેને એકતા છે તેને જ બંધન અને
સંસારભ્રમણ થાય છે; એટલે રાગ સાથે ઉપયોગની એકતારૂપ જે મિથ્યાત્વ છે તે જ સંસારનું મૂળ છે. પ્રગટ
હો કિ મિથ્યાત્વ હી આસ્રવ ઔર બંધ હૈ; અને ઉપયોગ તથા રાગની ભિન્નતારૂપ જે ભેદજ્ઞાન તે મોક્ષનું મૂળ
છે; ભેદજ્ઞાન થતાં જીવ રાગમાં એકતારૂપ પરિણમતો નથી, એટલે તેને બંધન કે સંસારભ્રમણ થતું નથી. આ
રીતે મોક્ષનું મૂળ ભેદજ્ઞાન છે ને બંધનું મૂળ મિથ્યાત્વ છે.
* હે જીવ! તું બંધ–મોક્ષના કારણને જાણ! સ્વદ્રવ્યાશ્રિત મોક્ષ; પરદ્રવ્યાશ્રિત બંધ. *
ભાઈ, તારે મોક્ષ કરવો છે ને! બંધનથી તારા આત્માનો છૂટકારો કરવો છે ને? તો મોક્ષનું કારણ શું
ને બંધનું કારણ શું, તે બંનેને ઓળખીને મોક્ષના કારણને આદર, ને બંધના કારણને છોડ!
શુદ્ધ ચૈતન્યમય અબંધસ્વભાવી એવું જે તારું સ્વદ્રવ્ય, તેનો આશ્રય તે મોક્ષનું કારણ છે, અને
પરદ્રવ્યનો આશ્રય તે બંધનું કારણ છે.
* હે મોક્ષાર્થી જીવો! તમે સ્વદ્રવ્યનો આશ્રય કરો *
પરદ્રવ્ય કાંઈ બંધનું કારણ નથી, પણ પરદ્રવ્ય તરફ ઝૂકતા તારા પરિણામ જ બંધનું કારણ છે. પરદ્રવ્ય
તો નિમિત્ત છે, તે નિમિત્ત પોતે કાંઈ બંધનું કારણ નથી, પરંતુ તે નિમિત્તનો આશ્રય કરનાર જીવ પોતે
પોતાના વિભાવપરિણામને લીધે જ બંધાય છે. અને ચિદાનંદસ્વરૂપ સ્વદ્રવ્યના આશ્રયે થતાં નિર્મળ પરિણામ
તે મોક્ષના કારણરૂપ છે. આ રીતે, સ્વદ્રવ્યનો આશ્રય અને પરદ્રવ્યનો આશ્રય તેને મોક્ષનું અને બંધનું કારણ
જાણીને, હે મોક્ષાર્થી જીવો! તમે મોક્ષને માટે સ્વદ્રવ્યનો જ આશ્રય કરો, અને પરદ્રવ્યનો આશ્રય છોડો.
પરદ્રવ્યના આશ્રયે થતો જે વ્યવહાર તે સઘળોય છોડીને સ્વદ્રવ્યના આશ્રયે નિશ્ચય શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર પ્રગટ
કરો...તે જ મોક્ષનું કારણ છે.
* પરંપરાકારણ એટલે ખરું કારણ નહિ *
બંધનના કારણનું નિમિત્ત થાય–એટલી જ પરદ્રવ્યના કાર્યની મર્યાદા છે, પરંતુ બંધનનું કારણ પણ
થાય–એવી તેની મર્યાદા નથી. હવે, બંધના કારણનું નિમિત્ત હોવાથી પરદ્રવ્યને પરંપરા બંધનું કારણ કહેવાય,
તો પણ તે પોતે કાંઈ બંધનું કારણ થતું નથી, તેમ પરદ્રવ્યાશ્રિત એવા વ્યવહારરત્નત્રયને કદાચ પરંપરા મોક્ષનું
કારણ કહે તો ત્યાં પણ એમ સમજવું કે તે વ્યવહાર પોતે કાંઈ મોક્ષનું કારણ નથી, મોક્ષનું કારણ તો સ્વદ્રવ્યના
આશ્રયે થતા નિશ્ચય રત્નત્રય જ છે. વ્યવહારની એવી મર્યાદા નથી કે તે મોક્ષનું કારણ થાય. મોક્ષમાર્ગની સાથે
સહકારીપણે નિમિત્ત થાય એટલામાં જ વ્યવહારનું કાર્યક્ષેત્ર પૂરું થઈ જાય છે.–એ મર્યાદાથી આગળ જાય તો તે
જીવ નિશ્ચય–વ્યવહારની મર્યાદાને ઓળંગનાર મિથ્યાદ્રષ્ટિ છે. એ જ રીતે પરદ્રવ્યને બંધનું કારણ માને તે પણ
સ્વ–પરની મર્યાદાને ઓળંગનાર મિથ્યાદ્રષ્ટિ જ છે.
* જિનોપદેશ પરાશ્રય છોડાવીને સ્વાશ્રય કરાવે છે *
સ્વદ્રવ્યના આશ્રયે બંધન થતું નથી, બંધન પરદ્રવ્યના જ આશ્રયે થાય છે; તેથી પરદ્રવ્યનો આશ્રય
છોડાવીને સ્વદ્રવ્યનો આશ્રય કરાવવાના હેતુથી શાસ્ત્રોમાં એવો પણ ઉપદેશ આપે કે તું પરદ્રવ્યને છોડ! ત્યાં,
પરદ્રવ્યને છોડવાનું કહેતાં પરદ્રવ્યનો આશ્રય છોડવાનું કહ્યું છે–એમ તાત્પર્ય સમજવું. જિનોપદેશનું તાત્પર્ય
પરાશ્રય છોડાવીને સ્વાશ્રય કરાવવાનું છે, કેમ કે એમ કરવાથી જ જીવને સુખ થાય છે.

PDF/HTML Page 12 of 25
single page version

background image
કારતક : ૨૪૮૭ : ૧૧ :
દક્ષિણ તીર્થધામોની ઉમંગભરી યાત્રા કરીને પાછા ફરતાં વચ્ચે
કલોલ મુકામે પૂ. ગુરુદેવ બે દિવસ પધાર્યા હતા...કલોલના જૈનસમાજે
ઉત્સાહપૂર્વક સ્વાગત કરીને ગુરુદેવના પ્રવચનોનો લાભ લીધો હતો. તે
પ્રવચનોનો સાર અહીં આપવામાં આવ્યો છે.
(વીર સં. ૨૪૮પ વૈશાખ સુખ છઠ્ઠ–સાતમ)
*
દેહથી ભિન્ન આત્મતત્ત્વ શું ચીજ છે તેની આ વાત છે. આ સમયસારની ૧૭–૧૮મી ગાથામાં
આચાર્યદેવે એમ કહ્યું કે ચૈતન્યની અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા છે, તે પોતે આ–બાળગોપાળ સૌને
સદાકાળ અનુભવમાં આવતો હોવા છતાં મૂઢ–અજ્ઞાની જીવો સ્વ–પરની એકત્વબુદ્ધિને લીધે, અનુભૂતિસ્વરૂપ
પોતાના આત્માને ઓળખતા નથી, એટલે ‘આ ચૈતન્યતત્ત્વપણે અનુભવાય છે તે જ હું છું’–એવું આત્મજ્ઞાન
તેને ઉદય થતું નથી; અને જાણ્યાવગરનું શ્રદ્ધાન તો મિથ્યા છે એટલે તેને શ્રદ્ધાન પણ થતું નથી; ને શ્રદ્ધાજ્ઞાન
વગર ઠરે શેમાં? એટલે આત્માનું ચારિત્ર પણ તેને સધાતું નથી.–આ રીતે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વગર
આત્માની સિદ્ધિ સધાતી નથી.
માટે હે મોક્ષાર્થી જીવો! સર્વ પ્રકારે ઉદ્યમપૂર્વક પ્રથમ તો તમે આત્માનું સ્વરૂપ જાણો, યથાર્થ સ્વરૂપ
જાણીને તેની શ્રદ્ધા કરો, અને પછી નિઃશંકપણે તેમાં લીન થાઓ.–આ રીતે શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રવડે આત્માની
સિદ્ધિ સધાય છે.
રાજાનું દ્રષ્ટાંત આપીને ચૈતન્યરાજાના શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર કરવાનું સમજાવ્યું છે. ‘राजते–शोभते इति
राजा’–બધાય તત્ત્વોમાં ચૈતન્યતત્ત્વ જ તેના અચિંત્યસ્વભાવથી શોભી રહ્યું છે, તેથી ચૈતન્યતત્ત્વ બધા
તત્ત્વોમાં રાજા છે. આવા ચૈતન્યરાજાને દેહથી ને રાગાદિથી ભિન્નસ્વરૂપે બરાબર ઓળખવો જોઈએ. ચૈતન્યને
ભૂલીને અનાદિકાળથી જીવ સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે. હવે જેને થાક લાગ્યો હોય ને પરિભ્રમણથી છૂટવું
હોય– એવા મુમુક્ષુ જીવોને માટે આ વાત છે.
વીસમા કળશમાં આચાર્યદેવ કહે છે કે: અનંત (અવિનશ્વર) ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી આ
આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ, કારણ કે તેના અનુભવ વિના અન્ય રીતે સાધ્ય આત્માની
સિદ્ધિ નથી. અહા! જુઓ તો ખરા! આચાર્યદેવ કહે છે કે આવા ચિદાનંદસ્વરૂપ આત્માના અનુભવથી જ
સાધ્ય આત્માની સિદ્ધિ થાય છે, તેથી અમે નિરંતર તેને જ અનુભવીએ છીએ; રાગાદિને એક ક્ષણ પણ અમે
અમારા સ્વરૂપપણે અનુભવતા નથી. અને જે બીજા

PDF/HTML Page 13 of 25
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૦પ
મોક્ષાર્થી હોય તેઓ પણ અંતરના પ્રયત્નવડે આવા આત્માને નિરંતર અનુભવો; કારણ કે–
न खलु न खलु यस्मादन्यथा साध्यसिद्धिः
આવા ચૈતન્યના અનુભવ સિવાય બીજી કોઈ રીતે સાધ્યની સિદ્ધિ નથી જ...નથી.
કેવી છે આત્મજ્યોતિ? અવિનાશી ચૈતન્ય જેનું ચિહ્ન છે,–એવી આત્મજ્યોતિને અમે સતત
અનુભવીએ છીએ. અરે જીવ! તારું લક્ષણ તો જ્ઞાન છે, ચૈતન્ય જ તારું કાયમી ચિહ્ન છે. જ્ઞાનને અંતરમાં
વાળતાં ચૈતન્યજ્યોતપણે આત્મા અનુભવાય છે. એ અનુભવ એવો આનંદરૂપ છે કે, આચાર્યદેવ કહે છે કે
તેને જ અમે સતતપણે અનુભવ્યા કરીએ છીએ...એક ક્ષણ પણ તે અનુભવમાંથી બહાર નીકળવા ચાહતા
નથી. અજ્ઞાની તો શુભરાગને હિતરૂપ કે સાધનરૂપ માનીને તે રાગના અનુભવમાં અટકે છે, રાગથી ભિન્ન
ચૈતન્યચિહ્નને તે જાણતો નથી તે ચૈતન્યજ્યોત આત્માને તે અનુભવતો નથી.
ભાઈ, અનંતકાળમાં તેં બધું કર્યું પણ તારી ચૈતન્યજ્યોતને તેં જાણી નહિ; બધાયને જાણનારો–
પ્રકાશનારો ચૈતન્યદીવો પોતે જ અંધારામાં રહ્યો. હે જીવ! જેને જાણ્યા વગર બીજી કોઈ રીતે સિદ્ધિ નથી
એવી તારી આત્મજ્યોતિને તું જાણ. ચૈતન્ય જેનું ચિહ્ન છે એવી આત્મજ્યોતિએ દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ
ત્રણપણું વ્યવહારથી અંગીકાર કર્યું છે તોપણ તે આત્મજ્યોતિ એકપણાથી ચ્યુત થઈ નથી અને નિર્મળપણે
ઉદય પામી રહી છે.–‘આવી આત્મજ્યોતિને અમે નિરંતર અનુભવીએ છીએ’–આમ કહેવામાં આચાર્યદેવનો
એવો આશય પણ જાણવો કે અમારી જેમ સમ્યગ્દ્રષ્ટિ પુરુષો પણ આવા જ આત્માનો અનુભવ કરે છે, અને
જેઓ સમ્યગ્દ્રષ્ટિ થવા માંગતા હોય તેઓ પણ અંતરમાં અભ્યાસ વડે આવા આત્માને જ અનુભવો. આવા
આત્માના અનુભવથી જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની સિદ્ધિ થાય છે.
પ્રશ્ન:– આવો અનુભવ કોને થઈ શકે?
ઉત્તર:– આબાળગોપાળ સૌને આવા આત્માનો અનુભવ થઈ શકે છે. પરંતુ એને માટે અંતરની
તૈયારી જોઈએ; અંતરના પ્રયત્નથી આત્મજ્યોતનો અનુભવ થાય છે, ને એનાથી જ કાર્યસિદ્ધિ છે. એના
સિવાય બીજું ગમે તેટલું કરવામાં આવે તેનાથી જરાપણ કાર્ય સિદ્ધિ થતી નથી. કયું કાર્ય? અહીં મોક્ષાર્થીની
વાત છે ને મોક્ષાર્થીનું કાર્ય તો મોક્ષ જ છે. તે મોક્ષની સિદ્ધિ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી જ થાય છે.
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર એ ત્રણેય શુદ્ધઆત્માના અનુભવમાં સમાઈ જાય છે. તેથી આચાર્યદેવે કહ્યું કે આવા
ચૈતન્યના અનુભવથી ઉત્તમ બીજું કાંઈ નથી. આ ચૈતન્યના અનુભવથી જ મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ થાય છે,
બીજી કોઈ રીતે મોક્ષકાર્ય સિદ્ધ થતું નથી.
ભાઈ, પુણ્ય તેં અનંતવાર કર્યા; પણ તેનું ફળ શું મળ્‌યું?–સંસાર પરિભ્રમણ તો ઊભું જ રહ્યું. પુણ્યથી
તારા મોક્ષકાર્યની સિદ્ધિ જરાપણ ન થઈ. પુણ્યમાં તો રાગનો અનુભવ છે ને તેમાં આકુળતા છે, ચૈતન્યની
શાંતિ તેમાં નથી. ચૈતન્યની શાંતિ તો રાગથી પાર છે. રાગ તારું ચિહ્ન નથી, તારું ચિહ્ન તો ચૈતન્ય જ છે.
આહા! ચૈતન્ય–ચિહ્ન કહીને આચાર્યદેવે રાગને અને આત્માને સ્પષ્ટપણે જુદા પાડી નાંખ્યા છે, તેમના જુદા
પાડીને ચૈતન્યલક્ષિત આત્માને અનુભવવો તે જ સમ્યગ્દર્શનનો, સમ્યગ્જ્ઞાનનો, સમ્યક્ચારિત્રનો ને મોક્ષનો
ઉપાય છે. આજ વીતરાગી જિનેદ્રભગવંતોનો નિર્મોહી પંથ છે. ભગવંતો આવા અનુભવ વડે સંસારથી છૂટ્યા,
ને જગતને પણ સંસારથી છૂટવા માટે આવો જ માર્ગ બતાવ્યો. આવો માર્ગ સમજતાં ધર્માત્મા ભક્તિના
ઉલ્લાસથી કહે છે કે હે પરમાત્મા! આપે અમારે માટે મોક્ષના ખજાના ખોલી નાંખ્યા...ગુણના નિધાન આપે
અમને દેખાડ્યા... અમારા ચૈતન્યમાં ભરેલાં અચિંત્ય નિધાન આપે અમને બતાવ્યા...હે નાથ! આ
ચૈતન્યનિધાન પાસે ઈન્દ્રપદના વૈભવ પણ અમને તૂચ્છ, સડેલા તરણાં જેવા ભાસે છે. ચૈતન્યના આનંદનિધાન
પાસે રાગ કે રાગનાં ફળ અત્યંત તૂચ્છ લાગે છે. વીતરાગી ચૈતન્યના સ્વાદ પાસે રાગના રસ ફિક્કા લાગે છે.
અરે જીવ! આવા વીતરાગી ચૈતન્યખજાના તરફ તારી વૃત્તિને વાળ તો બાહ્યવૈભવ તરફ તારી વૃત્તિ

PDF/HTML Page 14 of 25
single page version

background image
કારતક : ૨૪૮૭ : ૧૩ :
રહેશે નહિ, ને રાગમાં પણ તારી વૃત્તિ નહિ રહે. અહીં ચૈતન્યના અનુભવથી જ સાધ્યની સિદ્ધિ છે એમ કહીને
નિમિત્ત કે વ્યવહાર બધાયનું આલંબન ઊડાડી દીધું છે; ને નિમિત્તના આલંબનથી કે વ્યવહારના આલંબનથી
સાધ્યની સિદ્ધિ જરાપણ થતી નથી, એમ બતાવ્યું છે. પરનું અવલંબન તો દૂર રહો, રાગનું અવલંબન પણ દૂર
રહો, જ્યાં સુધી દર્શન–જ્ઞાન–ચારિત્રના ભેદનું અવલંબન રહે ને અભેદ ચૈતન્યને અનુભવમાં ન લ્યે ત્યાંસુધી
જીવને સાચી શાંતિ–સુખ–આનંદ કે ધર્મની સિદ્ધિ થતી નથી. દર્શન–જ્ઞાન–ચારિત્ર એવા ભેદ હોવા છતાં
ચૈતન્યતત્ત્વ પોતાના એકાકારસ્વરૂપથી ભેદાઈને ખંડખંડરૂપ થઈ જતું નથી. અહીં ‘આત્મજ્યોતિ’ માં શ્રદ્ધા–
જ્ઞાન–ચારિત્ર ત્રણે સમાવી દીધા છે. જેમ અગ્નિની જ્યોતમાં પાચક, પ્રકાશક અને દાહક એવા ત્રણે ગુણો
સમાયેલા છે તેમ ‘આત્મજ્યોત’ માં પણ આખા સ્વભાવને શ્રદ્ધામાં પચાવવાની પાચકશક્તિ, સ્વ–પરને
જાણવારૂપ પ્રકાશકશક્તિ અને વિભાવોને ભસ્મ કરી નાંખવાની દાહક શક્તિ છે. આવી આત્મજ્યોતને
શ્રદ્ધામાં–જ્ઞાનમાં લઈને તેમાં ઠરવું તે ધર્મ છે. આચાર્યદેવે બીજા જીવોની વાત ન કરતાં પોતાની જ વાત કરી
કે અમે સતતપણે આ આત્મજ્યોતિને અનુભવીએ છીએ. એટલે બીજા જે મોક્ષાર્થી જીવો અમારી જેમ
આત્માની સિદ્ધિ પ્રાપ્ત કરવા ચાહતા હોય તેઓ પણ આવી આત્મજ્યોતિનો અનુભવ કરો–એમ તેમાં ગર્ભિત
ઉપદેશ આવી જ ગયો, કેમકે, આ એક જ રીતે સાધ્ય આત્માની સિદ્ધિ છે ને બીજી કોઈ રીતે સાધ્ય આત્માની
સિદ્ધિ નથી.
ભાઈ, તું વિચાર તો કર કે, તારી શાંતિ તો તારા અનુભવમાં હોય કે બીજાના અનુભવમાં? જેમ
કસ્તુરીની સુંગધ મૃગની પોતાની ડુંટીમાંથી જ આવે છે, કાંઈ બહારથી નથી આવતી, તેમ ચૈતન્યની શાંતિ
પોતાના સ્વભાવના જ અનુભવથી થાય છે, કોઈ બહારના પદાર્થોના અનુભવથી શાંતી થતી નથી માટે હે
જીવ! તારી શાંતિ તારામાં જ ઢૂંઢ! કસ્તુરીમૃગ જેવા પશુની જેમ બહારમાં તારી શાંતિ ન ઢૂંઢ. તારી પ્રભુતા
તારામાં છે પણ તેને ભૂલીને પામરપણે તું બહાર ભટકી રહ્યો છે. સ્વભાવે પ્રભુ હોવા છતાં પર્યાયમાં પામર
થઈ રહ્યો છે. શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે પ્રભુમાં પણ અપલક્ષણનો પાર નથી.– તે કયા પ્રભુની વાત? જેઓ
કેવળજ્ઞાન પામીને પરમાત્મા થઈ ગયા એમની એ વાત નથી, પણ સ્વભાવની પ્રભુતાને ભૂલીને જેઓ પામર
થઈ રહ્યા છે ને રાગ–દ્વેષ–મોહરૂપ અપલક્ષણમાં એટલે કે વિભાવમાં વર્તી રહ્યા છે તેની આ વાત છે. પ્રભુ
હોવા છતાં અપલક્ષણનો પાર નથી–એમ કહીને સ્વભાવની પ્રભુતા બતાવીને પર્યાયની પામરતા પણ બતાવી.
બંનેનું જ્ઞાન કરી, પ્રભુતાના જોરે પામરતા ટાળવી તે પ્રયોજન છે.
પૂર્ણ પ્રભુતા–વીતરાગતા ન પ્રગટી હોય ત્યાં સાધક ધર્માત્માને વચ્ચે શુભરાગ દયા–દાન–પૂજા–ભક્તિ–
વ્રત–તપ–યાત્રા વગેરેના ભાવો આવે છે, પણ તે રાગને તે પોતાની પ્રભુતામાં નથી ખતવતો, તેને તે
પામરતા સમજે છે. ચૈતન્યની પરમ પ્રભુતા પાસે રાગ તો તેને અત્યંત તુચ્છ ભાસે છે, તે રાગવડે પોતાની
પ્રભુતા ધર્મી કેમ માને?–ન જ માને. જે જીવ રાગને પ્રભુતા (મોટાઈ, મહિમા) આપે છે તે ચૈતન્યની
પ્રભુતાને ભૂલે છે, એટલે પર્યાયમાં પામર થઈને સંસારમાં પરિભ્રમણ કરે છે. અને જે જીવ રાગથી પાર
ચૈતન્યની પ્રભુતાને ઓળખે છે તે પર્યાયમાં પણ પ્રભુતા પ્રગટ કરી સંસારથી છૂટી સિદ્ધ પદને પામે છે.
આહા, જુઓ તો ખરા...આ ચૈતન્યતત્ત્વનો મહિમા!! અમૃતચંદ્રાચાર્યદેવે સ્વાનુભવમાંથી અદ્ભુત
વર્ણન કર્યું છે. પોતે સ્વાનુભવના અચિંત્ય મહિમાથી કહે છે કે અહા! અમે તો સતત્–નિરંતર આ
આત્મજ્યોતિને જ અનુભવીએ છીએ...ક્્યાં સુધી?–સાદિ અનંત કાળ સુધી આ આત્મજ્યોતિના આનંદને
અનુભવ્યા કરશું..તેમાં જ મગ્ન રહેશું. જુઓ, આ ધર્મની રીત! આ મોક્ષનો રાહ! આવા અનુભવ સિવાય
બીજી કોઈ ધર્મની રીત નથી, કે બીજો કોઈ મોક્ષનો રાહ નથી.
જ્યાં સુધી આવા ચૈતન્યનો અનુભવ ન કર્યો ત્યાં સુધી સાધના સર્વે જુઠી છે. ભાઈ, એકવાર ધીરો
થઈને સાંભળ! તેં ચૈતન્યના રાહ કદી લીધા નથી...અનાદિના

PDF/HTML Page 15 of 25
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૦પ
તારા અજાણ્યા ચૈતન્યના પંથ...સંતો તને દેખાડે છે. તારા માનેલા પંથે તો તું અનાદિનો ચાલ્યો પણ તારા
હાથમાં કાંઈ ન આવ્યું, માટે હવે તારી વાત એક કોર મુકીને એકવાર આ વાત લક્ષમાં લે. જ્ઞાનને અંતર્મુખ
કરીને સ્વસંવેદન કર્યા સિવાય આત્માને પકડવાની (અનુભવવાની) બીજી કોઈ વિધિ છે જ નહીં. જેમ પ્રકાશ
કરવો તે જ અંધકારને દૂર કરવાની વિધિ છે તેમ સ્વસંવેદનથી ચૈતન્યપ્રકાશ કરવો તે જ મિથ્યાત્વાદિ
અંધકારને ટાળવાની વિધિ છે. ‘અનુભવીને એટલું કે આનંદમાં રહેવું’–કઈ રીતે આનંદમાં રહેવાય? કે
આનંદસ્વરૂપ મારો આત્મા જ છે, એ સિવાય જગતમાં બીજે ક્્યાંય મારો આનંદ નથી–એવી અંતર્મુખ શ્રદ્ધા–
જ્ઞાન કરીને આત્મામાં ઠરતાં આનંદ અનુભવાય છે, એ જ આનંદમાં રહેવાની રીત છે. જેને હજી આત્માનું
ભાન પણ ન હોય, અનુભવ પણ ન હોય અને કહે કે આનંદમાં રહેવું,–તો તેને હજી આનંદ શું ચીજ છે તેની
ગંધ પણ નથી, તે પોતાની મિથ્યાકલ્પનાથી આનંદ ભલે માને,–જેમ ગાંડો પોતાને સુખી માને તેમ,–પરંતુ
વાસ્તવિક આનંદ કે સુખ તેને નથી. જે વસ્તુમાં આનંદ ભર્યો છે તેના અનુભવ વગર આનંદનું વેદન હોય
નહિ; અને જ્ઞાન વગર અનુભવ હોય નહિ. અરે, આત્મા! તારો આનંદ તારામાં ભરેલો જ છે પરંતુ તારા
આનંદને અનુભવવાની વાસ્તવિક રીતનો રસ્તો તેં કદી લીધો નથી, ઊંધા જ રસ્તા લીધા છે. તેથી શ્રીમદ્
રાજચંદ્ર કહે છે કે–
વહ સાધન બાર અનંત કિયો,
તદપિ કછુ હાથ હજુ ન પર્યો;
અબ કયોં ન વિચારત હૈ મનસેં,
કછુ ઔર રહા ઉન સાધનસેં!
અરે જીવ! તું વિચાર તો કર કે બીજા બધા સાધન કરવા છતાં કેમ કાંઈ હાથમાં ન આવ્યું? તે બધાથી
જુદી જાતનું એવું કયું સાધન બાકી રહી ગયું–કે જેના વિના મુક્તિ ન થઈ, ને સંસારભ્રમણ જ રહ્યું! તે સાધન
અહીં આચાર્યદેવ ઓળખાવે છે...અને જગાડીને કહે છે કે અરે જીવ! તારા ચૈતન્યતત્ત્વનો અનુભવ તે જ તારાં
મુક્તિનું સાધન છે...એના અનુભવ વગર જ તું રખડી રહ્યો છે. ‘અપને કો આપ ભૂલ કે હૈરાન હો ગયા.’
વસ્તુ પોતામાં–પોતે, અને બહાર ગોતે એ ક્્યાંથી મળે? અને એની અશાંતિ ક્્યાંથી ટળે? પોતાની વસ્તુને
બહારમાં માનીને તેની પ્રાપ્તિ માટે જેટલા સાધન કરે તેમાંથી એક પણ સાધન ક્યાંથી સાચું હોય? જ્યાં હોય
ત્યાં શોધે અને પ્રયત્ન કરે તો જરૂર મળે. મારી વસ્તુ મારામાં જ છે–એમ સમજીને અંતરમાં જ શોધ.
“તે જિજ્ઞાસુ જીવને...થાયે સદ્ગુરુબોધ,
તો પામે સમકિત તે...વર્તે અંર્તશોધ.”
(શ્રીમદ્ રાજચંદ્ર)
આત્મામાં અંર્તશોધન કરવું એટલે શ્રદ્ધાને જ્ઞાનને ચારિત્રને આત્માની સન્મુખ કરવા તે જ
સમ્યગ્દર્શનાદિનો ઉપાય છે, તે મોક્ષમાર્ગ છે, બીજો મોક્ષમાર્ગ નથી. મોક્ષમાર્ગ એક જ છે, મોક્ષમાર્ગ બે નથી,
પરંતુ બે પ્રકારે (નિશ્ચયથી ને વ્યવહારથી) તેનું કથન છે. અંતરના અનુભવથી આત્મજ્યોતિ નિર્મળપણે ઉદય
પામે તેનું નામ મોક્ષમાર્ગ. આત્મા પોતે પોતાના સ્વભાવથી નિર્મળજ્યોતપણે ઉછળ્‌યો ત્યાં તેને કોઈ રોકી શકે
નહિ; જેમ દરિયો પોતાના મધ્યબિંદુથી ઊછળીને તેમાં ભરતી આવી તેને સૂર્યનો પ્રખર તાપ પણ રોકી શકે
નહિ, તેમ ચૈતન્યઆત્મા અંતરમાંથી પોતે નિર્મળ પર્યાયરૂપે ઊછળ્‌યો ત્યાં તેની પર્યાયની ભરતીને જગતની
કોઈ પ્રતિકૂળતા રોકી શકે નહીં. અને, જેમ બહારની નદીઓના પાણીવડે દરિયામાં ભરતી લાવી શકાતી નથી,
તેમ પાંચ ઈન્દ્રિયોરૂપી નદીના પ્રવાહવડે ચૈતન્યમાં જ્ઞાનની ભરતી લાવી શકાતી નથી. આત્મા પોતે સ્વયંસિદ્ધ
શક્તિવાળો છે, સ્વયમેવ છ કારકરૂપ થઈને સમ્યગ્દર્શનરૂપે કે કેવળજ્ઞાનરૂપે ક્ષણમાત્રમાં પરિણમી જાય–એવી
અચિંત્યશક્તિ તેનામાં છે. આવી શક્તિ બતાવીને આચાર્યદેવ કહે છે કે ભાઈ, તું પોતે પરમેશ્વર થવાને લાયક
છો. જેમ રાજપુત્ર રાજા થવાને લાયક છે તેમ આત્મા જ સિદ્ધપદનું રાજ લેવાને લાયક છે. અહા! તારા
સિદ્ધપદની વાત સાંભળીને પ્રમોદ કર. જેમ કોઈને મોટું રાજ્ય મળે ને પ્રમોદિત

PDF/HTML Page 16 of 25
single page version

background image
કારતક : ૨૪૮૭ : ૧પ :
થાય, તેમ અહીં તો ત્રણલોકનું રાજ્ય એવું સિદ્ધપદ પ્રાપ્ત થવાની વાત તને સંભળાવીએ છીએ, તે સાંભળીને
કોને પ્રમોદ ન ઉલ્લસે? મોક્ષાર્થીના હૈયામાં પોતાના સિદ્ધપદની વાત સાંભળતા રોમેરોમે–ચૈતન્યના પ્રદેશે પ્રદેશે
પ્રમોદ જાગે છે, ને તે અંતર્મુખ થઈને પોતાના પરમાત્મપદને સાધે છે.
અનંતશક્તિનો પિંડ ચૈતન્યમૂર્તિ આત્મા પોતે આનંદનો દરિયો છે; રાગના અવલંબને તે દરિયો
ઊછળતો નથી પરંતુ અંદર ડુબકી મારીને એકાગ્ર થતાં મધ્યબિંદુથી આનંદનો દરિયો ઊછળે છે. જેમ કાચા
ચણામાં તુરો સ્વાદ આવે છે ને વાવતાં ફરીફરીને ઊગે છે, પણ તેને સેકી નાંખતાં મીઠો સ્વાદ આવે છે ને તે
ફરીને ઉગતો નથી; તેમ આત્મામાં રાગ–દ્વેષ–મોહરૂપી કષાય છે ત્યાં સુધી તેનો સ્વાદ કસાયેલો (કષાયવાળો–
તુરો) આવે છે ને તે સંસારમાં જન્મ–મરણ કરે છે, પણ અંતરમાં સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે તેને સેકતાં
તેના આનંદનો મીઠો સ્વાદ આવે છે ને તે સંસારમાં ફરીને જન્મ ધારણ કરતો નથી. ચૈતન્યના આનંદના
સ્વાદને ચૂકીને જીવ અનાદિથી આકુળતાને જ અનુભવી રહ્યો છે. ભાઈ, એક વાર નક્કી કર કે હું પોતે જ
આનંદકંદ છું, ક્યાંય બહારમાં મારો આનંદ નથી–આવા નિર્ણયના જોરે અંતર્મુખ થતાં અતીન્દ્રિય આનંદનો
(સિદ્ધ ભગવાન જેવો) નમુનો આવી જશે, અને પૂર્ણાનંદની ખાતરી થઈ જશે કે આવો પરિપૂર્ણ
આનંદસ્વભાવી હું છું. એટલે પૂર્ણ આનંદ પ્રગટ કરવા માટે મારામાં જ મારે એકાગ્ર થવાનું રહ્યું, મારા આનંદ
માટે મારે બીજા કોઈની પરાધીનતા ન રહી–આવી સ્વાધીન દ્રષ્ટિથી જ ધર્મની શરૂઆત થાય છે. જેની દ્રષ્ટિમાં
જ પરાધીનતા છે (પરના આશ્રયે લાભ થવાની જેની માન્યતા છે) તે સ્વ તરફ કેમ વળશે? ને સ્વ તરફ
વળ્‌યા વગર આત્માના આનંદની કે ધર્મની કિંચિત્ પણ પ્રાપ્તિ થાય નહીં. સ્વાધીનદ્રષ્ટિની કિંમત જગતને
ભાસતી નથી. આખા જગતને અને વ્યવહારને દ્રષ્ટિમાંથી જતો કરવો પડે–એટલી સ્વાધીનદ્રષ્ટિની કિંમત છે;
મારા શુદ્ધ આત્મા સિવાય જગતમાં બીજા કોઈથી લાભ ન થાય, વ્યવહારના વિકલ્પના આશ્રયે પણ મને
લાભ ન થાય, તે કોઈના આશ્રયમાં મારી સિદ્ધિ નથી–એમ સ્વાધીનદ્રષ્ટિની કિંમત ચૂકવીને અંતરમાં વળતાં
અપૂર્વ સિદ્ધિ (સમ્યગ્દર્શનાદિ) ની પ્રાપ્તિ થાય છે, તે જ ધર્મ છે ને તે જ મુક્તિનો માર્ગ છે.
* * * * *
જે મુમુક્ષુ છે તે સત્સંગમાં રહીને આત્મસાધન કરે
છે, અને સત્સંગ વખતે બીજા ધર્માત્માઓને ધર્મસાધન
કરતા નજરે દેખીને પોતાને પણ ધર્મસાધનનો ઉલ્લાસ
આવે છે, ને ઉલ્લાસ પરિણામવડે તે પોતાનું આત્મસાધન
સાધે છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ નીચેના શબ્દોમાં સત્સંગનો
ખરો મહિમા પ્રસિદ્ધ કર્યો છે:
“મુમુક્ષુજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત
પરિણામમાં રહી આત્મસાધન અલ્પકાળમાં કરી શકે છે,
એ વાર્તા યથાર્થ છે;..”
(વર્ષ ૨પ મું)

PDF/HTML Page 17 of 25
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૦પ
શક્તિના ભાનપૂર્વકની ભક્તિ
[શ્રી ઋષભજિનસ્તોત્ર ઉપરના પ્રવચનમાંથી: વીર સંવત ૨૪૮૬ શ્રાવણ વદ ૧૩]
સંતોને આ સંસારમાં ભગવાન સર્વજ્ઞ પરમાત્મા જ પ્રિયતમ
છે...બીજું કાંઈ પ્રિય નથી. સંત્ ધર્માત્માને પ્રિયમાં પ્રિય કાંઈ હોય
તો, અંતરમાં તો પોતાનો ચિદાનંદસ્વભાવ પ્રિયતમ છે, ને
બહારમાં સર્વજ્ઞ પરમાત્મા તેને પ્રિયતમ છે. તેથી એવા પરમાત્મા
પ્રત્યે ભક્તિનો ભાવ તેને ઉલ્લસી જાય છે. આહા! આવો ચૈતન્ય–
સ્વભાવ! આવો જ્ઞાયકબિંબસ્વભાવ!–એમ ચિદાનંદસ્વભાવના
બહુમાનપૂર્વક ભગવાનને જે દેખે છે તે ધન્ય છે. ભગવાન પ્રત્યે
આવી ભક્તિવાળા આરાધકધર્માત્માના પુણ્ય પણ લોકોત્તર હોય
છે, તેના વચનમાં જાણે અમૃત ઝરતું હોય! લોકો આવીને તેને કહે
કે આપ કાંઈક બોલો! કાંઈક સ્તુતિ બોલો, કાંઈક ચર્ચાવાર્તા
સંભળાવો, આ રીતે, હે ભગવાન! જેણે આપની આરાધના કરી તે
જીવ બીજાઓ વડે આરાધાય છે
ઋષભદેવ ભગવાનની સ્તુતિ કરતાં પહેલી ગાથામાં કહ્યું કે કેવળજ્ઞાનાદિ ગુણોના નિધાન હે
નાભિનંદન આદિનાથ! આપનો જય હો. હવે બીજી ગાથામાં કહે છે કે હે નાથ! આપના દર્શન અને ધ્યાન
કરનાર ધન્ય છે.
પ્રશ્ન:– ભગવાનની ભક્તિનો ભાવ તે તો શુભરાગ છે, તેનો ઉપદેશ કેમ આપો છો?
ઉત્તર:– ભાઈ, અંતરમાં ચિદાનંદ સ્વભાવનું જ્યાં ભાન થયું અને તેની પૂર્ણાનંદ દશા પ્રાપ્ત કરવાની
ભાવના વર્તે છે ત્યાં, એવી પૂર્ણાનંદદશાને પામેલા પરમાત્મા પ્રત્યે ભક્તિ–બહુમાનનો ઉલ્લાસ આવ્યા વિના
રહેતો નથી. જોકે તે શુભરાગ છે પણ સાધકની ભૂમિકામાં એવો ભાવ હોય છે. તે રાગની કેટલી હદ છે તેનો
સાધકને બરાબર વિવેક વર્તે છે. ખરેખર તો સર્વજ્ઞના સ્તવનના બહાને પોતાના ચિદાનંદ સ્વભાવની ભાવના
પુષ્ટ કરે છે. ચૈતન્યસ્વભાવની ભાવનામાં જેટલી વીતરાગી શુદ્ધતા થઈ તેટલી પરમાર્થસ્તુતિ છે; વચ્ચે રાગ
રહી ગયો ત્યાં બહારમાં પરમાત્મા તરફ લક્ષ જાય છે ને

PDF/HTML Page 18 of 25
single page version

background image
કારતક : ૨૪૮૭ : ૧૭ :
તેમનું બહુમાન કરે છે તે વ્યવહારસ્તુતિ છે. મુનિઓ ક્ષણક્ષણમાં નિર્વિકલ્પ થઈને ચિદાનંદગોળાને છુટો
અનુભવે છે,–આવા અનુભવમાં ઝૂલતા મુનિઓને પણ છઠ્ઠે ગુણસ્થાને વિકલ્પ ઉઠતાં સર્વજ્ઞ પરમાત્મા પ્રત્યે
ભક્તિનો ઉલ્લાસ આવે છે. મોટા મોટા આચાર્યોએ પણ સિદ્ધભક્તિ વગેરેની રચના કરી છે. પોતાના ચૈતન્ય
પરમેશ્વરને અંતરના શ્રદ્ધાજ્ઞાનમાં સાથે ને સાથે રાખીને આ સ્તુતિ થાય છે.
હે ભગવાન સર્વજ્ઞ પરમાત્મા! રત્ન મણિઓની પ્રભાથી ચિત્ર–વિચિત્ર એવા દિવ્ય સિંહાસન ઉપર
અદ્ધર બિરાજમાન આપને જે દેખે છે તે ધન્ય છે. અંતરમાં તો સર્વજ્ઞસ્વભાવી પોતાના આત્માને દેખે છે અને
બહારમાં સર્વજ્ઞ પરમાત્માને દેખે છે તે ધન્ય છે. આહા! આવો ચૈતન્ય સ્વભાવ! આવો જ્ઞાયકબિંબ સ્વભાવ!
એમ ચિદાનંદસ્વભાવના બહુમાન પૂર્વક ભગવાનને જે દેખે છે તેને ધન્ય છે. સાક્ષાત્ જ્ઞાનમૂર્તિ ભગવાનને જે
દેખે છે, સ્તવે છે, જપે છે ને ધ્યાવે છે તે ધન્ય છે.
જગતના મોહી જીવો સ્ત્રીના રૂપ વગેરેને દેખે છે, તેની પ્રશંસા કરે છે, તેને જપે છે ને તેને ધ્યાવે છે–
તેમાં તો પાપનું બંધન છે, કડકડતું દુઃખ છે; પરંતુ રાગરહિત એવા હે વીતરાગી પરમાત્મા! આપને દેખતાં,
સ્તવતાં, જપતાં અને ધ્યાવતાં ચૈતન્યસ્વભાવનો મહિમા જાગે છે, તેમાં શાંતિ મળે છે, તેથી જે જીવ આપને
દેખે છે–ધ્યાવે છે તે ધન્ય છે. જુઓ, આમાં ભગવાનનું સ્વરૂપ લક્ષમાં લઈને, એટલે કે ભગવાન જેવા
આત્માના સ્વભાવને લક્ષમાં લઈને તેની સ્તુતિ થાય છે. જગતના મોટા મોટા ઈન્દ્રો–ચક્રવર્તીઓ પણ અંતરમાં
ચૈતન્યભગવાનને દેખે છે–ધ્યાવે છે ને બહારમાં સર્વજ્ઞ પરમાત્માને દેખે છે–ધ્યાવે છે.
કુંદકુંદ આચાર્ય અને અમૃતચંદ્ર આચાર્ય જેવા મહા સંતો પણ ભક્તિથી અર્હંતો અને સિદ્ધોને પોતાને
આંગણે બોલાવે છે કે હે ભગવંતો! સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાનપૂર્વક વીતરાગી ઉપશમભાવને હું અંગીકાર કરું છું,
મોક્ષલક્ષ્મીના સ્વયંવર સમાન જે આ વીતરાગી શાંત ઉપશમભાવરૂપ ચારિત્રનો અવસર છે તેમાં હે ભગવંતો
હું આપને પરમભક્તિથી યાદ કરીને આમંત્રું છું, નાથ! મારા આંગણે પધારો.
સંતોને આ સંસારમાં ભગવાન સર્વજ્ઞપરમાત્મા જ પ્રિયતમ છે, બીજું કાંઈ પ્રિય નથી. (‘પ્રિતમ’ એ
પ્રિયતમનો અપભ્રંશ છે.) સંત ધર્માત્માને પ્રિયતમ કાંઈ હોય તો, અંતરમાં તો પોતાનો ચિદાનંદસ્વભાવ છે
અને બહારમાં સર્વજ્ઞપરમાત્મા તેમને પ્રિયતમ છે. તેમને રાગની પ્રીતિ નથી, પુણ્યની કે પુણ્યના ફળની પ્રીતિ
નથી. ભગવાનની ભક્તિમાં ભલે પુણ્ય બંધાય છે પરંતુ ધર્મીને તે પુણ્યની કે તેના ફળની પ્રીતિ નથી; પ્રીતિ
તો એક ચિદાનંદસ્વભાવની અને તે સ્વભાવના પ્રતિબિંબસ્વરૂપ પરમાત્માની જ છે, એ જ એમની સૌથી પ્રિય
વસ્તુ છે; એટલે એવા પરમાત્મા પ્રત્યે ભક્તિનો ભાવ ઉલ્લસી જાય છે.
હે પરમાત્મા! જે જીવ ભક્તિથી પુષ્પવડે આપને પૂજે છે તે જીવ તેના ફળમાં સ્વર્ગમાં ઈન્દ્રાણીના
નેત્રરૂપી પુષ્પવડે પુજાય છે. જુઓ, આમાં એમ ન કહ્યું કે જે પુણ્યને પૂજે છે તે ઈન્દ્રાણીવડે પૂજાય છે, પરંતુ
એમ કહ્યું કે જે ભગવાનને પૂજે છે તે ઈન્દ્રાણીવડે પૂજાય છે; ભગવાનને પૂજનારો પુણ્યનો આદર ન કરે. જે
પુણ્યનો આદર કરે છે તે ઈન્દ્રાણીવડે નથી પુજાતો પરંતુ તે તો મિથ્યાત્વથી ઘેરાઈને સંસારમાં રખડે છે. હે
તરણતારણ જિનનાથ! અંતરમાં ચૈતન્યના ઉલ્લાસપૂર્વક આપના પ્રત્યે જેને ભક્તિનો ભાવ ઉલ્લસે છે તેને
એવા સાતિશય પુણ્ય બંધાઈ જાય છે કે તીર્થંકરપદ ગણધરપદ વગેરે પામીને તે જીવ ઈન્દ્રો વડે પણ પુજાય છે.
આરાધક ધર્માત્માના પુણ્ય પણ લોકોત્તર હોય છે. તેનાં વચનમાં જાણે કે અમૃત ઝરતું હોય! લોકો

PDF/HTML Page 19 of 25
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૦પ
આવીને તેને કહે કે આપ કાંઈક બોલો! કાંઈક સ્તુતિ બોલો, કાંઈક ચર્ચા વાર્તા સંભળાવો! આ રીતે, હે ભગવાન!
જેણે આપની આરાધના કરી છે તે જીવ બીજાઓ વડે આરાધાય છે, એટલે કે આપને ઓળખીને જે આપના
દર્શન–સ્તવન ધ્યાન કરે છે તે પણ આપના જેવો જ થઈ જાય છે, ને બીજા જીવો તેને ભક્તિ વડે આરાધે છે.
ત્રીજા શ્લોકમાં કહે છે કે હે નાથ! અંતરના નિર્વિકલ્પ અનુભવના આનંદની તો શી વાત!! પરંતુ
વિકલ્પ દશામાં આપને આંખ વડે દેખતાં પણ અમને એવો ભારે હર્ષ થાય છે કે ત્રણ લોકમાં તે હર્ષ સમાતો
નથી. અંતરમાં લીન થઈને જ્યારે અમે સર્વજ્ઞ થઈશું ત્યારે તો અમારું જ્ઞાન ત્રણ લોકમાં ફેલાઈ જશે–ત્રણ
લોકને જાણી લેશે; અને અત્યારે આ આંખથી સર્વજ્ઞને દેખતાં અમારો હર્ષ ત્રણ લોકમાં સમાતો નથી. પ્રભો!
ઉપયોગને અંતરમાં વાળીને ચૈતન્યચક્ષુથી જ્યારે ચિદાનંદ પરમાત્માને દેખશું તે વખતના પરમ અતીન્દ્રિય
આનંદની શી વાત!!
જુઓ, આમાં સવિકલ્પ અને નિર્વિકલ્પ બંને ભક્તિની વાત કરી ને બંનેનું જુદુંજુદું ફળ પણ બતાવ્યું.
પરમાત્મા પ્રત્યેની સવિકલ્પ ભક્તિના ફળમાં તો ભારે હર્ષ કહ્યો, અને નિર્વિકલ્પ ભક્તિમાં વચનાતીત
અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થવાનું કહ્યું, સ્વરૂપમાં ઠરીને કેવળજ્ઞાન પામશું ત્યારે અનંત અપરિમિત આનંદને
પામશું,–એમ કહીને તેમાં ભક્તિનો વિકલ્પ તોડીને સ્વરૂપમાં ઠરવાની ભાવના પણ કરી.
* * *
આત્મધર્મ અંક ૨૦૪ માં અનેક અશુદ્ધીઓ રહી ગઈ છે, તેમાંથી નીચે મુજબ અશુદ્ધીઓ સુધારી લેવા
વિનંતિ છે–
*
પાનું ૭ બીજી કોલમમાં–‘આવા આચાર્ય પરમેષ્ઠીનું સ્વરૂપ” એટલું લખેલ છે તેને બદલે આ મુજબ
વાંચવું– “આ રીતે આચાર્ય પરમેષ્ઠીનું સ્વરૂપ વર્ણવ્યું; તે આચાર્ય ભગવંતોને અમારા નમસ્કાર હો.”
* પાનું–૮ શરૂઆતની બે લાઈનમાં–
“પરંતુ ઓળખાણપૂર્વકનું જેવું પરમ બહુમાન જ્ઞાનીને આવશે તેવું અજ્ઞાનીને જ હોય છે”
આ પ્રમાણે ભૂલવાળું છપાયેલ છે, તેને બદલે આ પ્રમાણે વાંચવું–“પરંતુ ઓળખાણપૂર્વકનું જેવું
પરમ બહુમાન જ્ઞાનીને આવશે તેવું અજ્ઞાનીને નહીં આવે. એટલે પંચપરમેષ્ઠીની ભક્તિમાં
ખરેખર કુશળતા જ્ઞાનીને જ હોય છે.”
* પાનું ૧૪ હેડીંગ નીચેના લખાણમાં– “આત્માર્થીનાં રસથી ઝરતું” તેને બદલે “આત્માર્થીતાના
રસથી ઝરતું”–એમ વાંચવું.
* પાનું ૧૬ બીજી કોલમ ૨૦મી લાઈનમાં આત્મપુરુષોનો સત્સમાગમ” તેને બદલે આત્મજ્ઞ
પુરુષોનો સત્સમાગમ” એમ વાંચવું.
* પાનું ૧૯ બીજી કોલમ, ૧૪–૧પ લાઈનમાં “મેં મારા–મોક્ષમાર્ગમાં” એમ છે તેને બદલે “મે મારા
આત્માને મોક્ષમાર્ગમાં” એમ વાંચવું.
ધ્યાન વડે અભ્યંતરે દેખે જે અશરીર,
શરમજનક જન્મો ટળે, પીએ ન જનની ક્ષીર. ૬૦
આત્મધર્મના છેલ્લા ૨૦૪ નંબરના અંકમાં ૧પમા પાને યોગસારનો
એક દોહરો અપૂર્ણ અને અશુદ્ધ છપાયેલ છે, તેને બદલે ઉપર લખેલ દોહરો
વાંચવો.

PDF/HTML Page 20 of 25
single page version

background image
કારતક : ૨૪૮૭ : ૧૯ :
भारत की आध्यात्मिक विभूति
पूज्य श्री कानजी स्वामी के पुनीत कर–कमलों
में
सादर–समर्पित
अभिनन्दन – पत्र
દક્ષિણ–તીર્થયાત્રા નિમિત્તે વિચરતાં વિચરતાં પૂ. ગુરુદેવ જ્યારે કોટા શહેર પધાર્યા ત્યારે
એક સુંદર વિદ્વત્તાભરેલું અભિનંદન–પત્ર અર્પણ થયેલ. અભિનંદન–સમારોહ વખતે અનેક
વિદ્વાનોએ ભાવભીનાં ભાષણ કર્યા હતા. કોટા દિ. જૈનસમાજના મુમુક્ષુઓએ ગુરુદેવને આપેલું
આ પ્રશંસનીય અભિનન્દન–પત્ર નૂતનવર્ષના પ્રારંભે અહીં પ્રગટ કરતાં આનંદ થાય છે.
हे सन्त!
निशा के निविड़ तम को निश्शेष करता हुआ प्राची के क्षितिज पर जैसे
शुभ्रस्वर्णाभ अरुणोदय होता है और वीणा का सात्विक साम–गान और पक्षियों काक
लख उसका स्वागत करता है; निदाध के प्रचंड ताप से दग्ध शीर्णधरा पर जैसे पावस
के सझल मेघ का प्रमोदकारी रिमझिम होता है। और मधूर अपनी सम्पूर्ण पांखे पसार
कर उसका अभिनन्दन करता हैं, चर्मण्यती–तटवर्तिनी इस कोटा नगरी की धरा पर
ऐसे ही आपके शुभागमन से पृथुल–प्रतीक्षा में पलकें बिछाये हमारे मानस पुलकित
और प्रफुल्लित हुए है। अतः चातक को स्वाति बिंदु–संयोग के सद्रश इस अनमोल
अवसर पर समस्त भद्र मुमुक्षुओं सहित हे प्रशांतात्मन्! हम आपका हृदय से स्वागत–
अभिनन्दन करते है।
हे ब्रह्मचारिन्!
जीवन के उन क्षणों मे जब मानव यौवन के क्षणिक उन्माद में विलासिता को
ही अपने जीवन की सहचरी बना लेता है, अपने स्वरूप की चिंतन धारा अविच्छिन्न
रखने के लिये उस भर–यौवन में ब्रह्मचर्य अंगीकार करके भौतिक–भोग–विलास को
एक कठोर चुनौती दी। अतः आज के स्वरूप–भ्रांत मानव के लिये आपका यह आदर्श
विधेय और उपादेय है।
हे सत्य–गवेपी!
पंथ के पथ और लोकेषणा के व्यामोह में जहां मानव का विवेक–चक्षु मुंद
जाता है; प्रकांड पंडितो का परिगृहीत ज्ञान–कोष जहां अपनी प्रतिभा के अहं में
प्रतिबद्ध हो जाता है, वहां आपने रत्न–प्रासाद और–स्वर्ण–पिंजर से सवेग उङ जाने
वाले शुक की भांति चरम स्वाधीनता की उपलब्धि के लिये पंथ के पथ का परित्याग
करके सत्य की शोध की और सत्य की शरणमें अपना सम्पूर्ण–समर्पण कर दिया युग
युग के मतवालों को आपके जीवन के वे क्षण युग युग तक ज्योति–स्तंभ के समान
दिशा देते रहेंगे।