Atmadharma magazine - Ank 206
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
આત્મધર્મ
વર્ષ ૧૮
સળંગ અંક ૨૦૬
Version History
Version
Number Date Changes
001 Apr 2004 First electronic version.

PDF/HTML Page 2 of 21
single page version

background image
વર્ષ અઢારમું : અંંક ૨ જો સંપાદક : રામજી માણેકચંદ દોશી માગસર : ૨૪૮૭
નહિ નમશે.નહિ નમશે.
નિયમસારનું મંગલાચરણ કરતાં ટીકાકાર મુનિરાજ પોતાના હૃદયમાં જિનેન્દ્ર
ભગવાનને સ્થાપીને પહેલા જ શ્લોકમાં કહે છે કે હે જિનનાથ! આપ હોતાં હું બીજાને
કેમ નમું? આપના જેવા પૂર્ણ વીતરાગી સર્વજ્ઞદેવ જ્યાં મારા હૃદયમાં બિરાજે છે ત્યાં
બીજા રાગી અજ્ઞાની પ્રાણીઓને હું કેમ નમું? હે નાથ! મારા હૃદયમાં તો મેં આપને જ
સ્થાપ્યા છે. મારા હૃદયમાં આપ હોતાં હું બીજાને કેમ નમું? ન જ નમું.
જુઓ, આ અપૂર્વ મંગલાચરણ! પોતાના હૃદયમાં જેણે વીતરાગી જિનેન્દ્ર
ભગવાનને સ્થાપ્યા તેની પરિણતિ રાગથી પાછી ફરીને સ્વભાવ તરફ ઝૂકી ગઈ...તે
પરિણતિ હવે રાગ તરફ નમતી નથી. ચૈતન્યસ્વભાવના ભારથી ભારે થયેલી અંતર્મુખ
પરિણતિ રાગ તરફ કેમ નમે? અને રાગથી લાભ મનાવનારાનો આદર તે કેમ કરે? ન
જ કરે. તેથી અહીં સાધક ધર્માત્મા નિઃશંકતાથી કહે છે કે હે જિનનાથ! આપના માર્ગને
પામીને સ્વભાવ તરફ ઝૂકેલી અમારી પરિણતિ હવે વિભાવો તરફ નહિ નમે...નહિ
નમે. જિનમાર્ગ સિવાય બીજા કોઈ માર્ગમાં અમારી પરિણતિ હવે નહીં જાય. સાક્ષાત્
અમૃતને પામ્યા પછી ઝેરનું સેવન કોણ કરે? તેમ જિનેન્દ્રદેવ મળ્‌યા પછી ક્્યો મુમુક્ષુ
કુદેવને નમે? સાક્ષાત્ વીતરાગ–માર્ગરૂપ અમૃત મળ્‌યા પછી રાગરૂપી ઝેરનો આદર કોણ
કરે? હે જિનનાથ! અત્યંત ભક્તિ અને આહલાદપૂર્વક અમારું હૃદય તારા ચરણોમાં
નમ્યું છે. તારા પંથમાં વળ્‌યું છે. તે હવે બીજા કોઈને નહિ નમશે...નહિ નમશે.
જિનમાર્ગને પામીને અપ્રતિહતપણે ચિદાનંદસ્વરૂપ તરફ પરિણતિ નમી. તે નમી.
હવે બહાર નીકળીને બીજા કોઈને તે નમવાની નથી.
[૨૦૬]

PDF/HTML Page 3 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૬
વિહારનો કાર્યક્રમ
જામનગર શહેરમાં પંચકલ્યાણક પ્રતિષ્ઠા
મહોત્સવ, ગીરનારજી તીર્થધામની યાત્રા, અને
સાવરકુંડલામાં વેદીપ્રતિષ્ઠા મહોત્સવ,–એવા મંગલ–
પ્રસંગો નિમિત્તે પૂ. ગુરુદેવનો જે મંગલવિહાર
થવાનો છે તેનો કાર્યક્રમ નીચે મુજબ વિચારવામાં
આવ્યો છે :–
*
સોનગઢથી રાજકોટ થઈને જામનગર તરફ :
(પોષ વદ ૧૦ ગુરુવાર તા. ૧૨–૧–૬૧)
* જામનગર: (પોષ વદ ૧૧ થી માહ સુદ ૮
સુધી; તા. ૧૩ થી ર૪ સુધી)
* ગોંડલ: (માહ સુદ ૯, જામનગરથી જુનાગઢ
જતાં વચ્ચે વિશ્રામ)
* જુનાગઢ–ગીરનારયાત્રા: (માહ સુદ ૧૦ થી
૧૩; તા. ર૬ થી ર૯ યાત્રાના દિવસો ૧૧
તથા ૧ર તા. ર૭–ર૮ શુક્ર શનિ)
* પોરબંદર : (માહ સુદ ૧૪ થી માહ વદ ૬;
તા. ૩૦–૧–૬૦ થી તા. ૬–ર–૬૧)
* જેતપુર : (માહ વદ ૭ તા. ૭ મંગળવાર;
પોરબંદર થી રાજકોટ જતાં વચ્ચે વિશ્રામ)
* રાજકોટ:(માહ વદ ૮ થી ફાગણ સુદ પાંચમ;
તા. ૮ થી ૧૯ ફેબ્રુઆરી)
* લાઠી : (ફાગણ સુદ ૬ સોમવાર; રાજકોટથી
સાવરકુંડલા જતાં વચ્ચે વિશ્રામ)
* સાવરકુંડલા : (ફાગણ સુદ ૭ થી ફા. વદ ૧.
તા. ર૧–ર–૬૧ થી તા. ૩–૩–૬૧)
* સોનગઢ–પ્રવેશ: (ફાગણ વદ બીજ ને
શનિવાર તા. ૪–૩–૬૧)
એક ખુલાસો
આત્મધર્મ અંક ૨૦૪ (આસો માસ) ના
વૈરાગ્ય સમાચારમાં મણિબેન ખારાના સમાચારમાં
પ્રેસની ભૂલથી એમ છપાઈ ગયેલ છે કે “તેમના
ભાઈઓએ તેમના લગભગ રૂા. ૭૦૦)
જિનમંદિરમાં તેમજ બીજા શુભ ખાતાઓમાં આપેલ
છે”–આમાં ૭૦૦ ને બદલે ૭૦૦૦) સાત હજાર
સમજવા. મણિબેનના ભાઈઓ (શ્રી નાનચંદભાઈ
વગેરે) એ તે રકમ નીચેની વિગતે વાપરેલ છે :–
૨૦૦૨)
સોનગઢ, જ્ઞાનખાતામાં (સમયસાર
વગેરેની નવી આવૃત્તિની કિંમત
ઘટાડવા માટે)
૧૦૦૧) સોનગઢ–જિનમંદિરમાં
૧પ૦૦) શુભખાતામાં વાપરવા (પૂ. બેનશ્રી–
બેન હસ્તક)
૨૦૧) કાયમી તિથિ પૂજન માટે(સોનગઢ)
૧પ૧) કાયમી પૂજન માટે (મુંબઈ)
૮૪) બાર માસની પૂજા માટે. સોનગઢ
૧૦૧) શ્રાવિકા બ્રહ્મચર્યાશ્રમ, સોનગઢ
૧૦૧) આહારદાન ખાતે, સોનગઢ
૧૦૧) ઉમરાળા–જિનમંદિર
૨પ૧) જૈન અતિથિ સેવા સમિતિ, સોનગઢ
૧૦૧) વિદ્યાર્થીગૃહ, સોનગઢ
૭૧) ગુરુદેવની જન્મજયંતિ નિમિત્તે
૧૦૩પ) બોટાદ ખાતે
૩૦૦) સોનગઢ ખાતે પરચુરણ કાર્યોમાં
જોકે ઉપરોક્ત ભૂલ “આત્મધર્મ” ના તે
અંકમાં સુધારેલ છે;છતાં કેટલાક અંકોમાં સુધારવાનું
રહી જવાથી આ ખુલાસો કરવો પડ્યો છે)
‘આત્મધર્મ’ અંક ૨૦પ સંબંધમાં એક ખુલાસો
“આત્મધર્મ” અંક ૨૦પ (કારતક) માં પાનું પ–૬ કપાઈ ગયેલા હોય તેવું દેખાય છે, તેનું કારણ એ
છે કે પાનાં ૩–૪–પ–૬ આડાઅવળા ગોઠવાઈ ગયા હોવાથી, તે સ્થળેથી એક પાનું કાપીને બીજે સ્થળે
ચોંટાડવામાં આવ્યું છે જે પાનાં ઉપર નં. ૩ અને ૪ છાપેલ છે તે સુધારીને નં. પ અને ૬ કરી લેવાથી બધા
પાનાં મળી જશે. કોઈપણ પાનું ઓછું નથી.
અષ્ટાહ્નિકા દરમિયાન “શ્રી જિનેન્દ્રસહસ્ર–અષ્ટોત્તર નામ મંડલવિધાન” કરવામાં આવ્યું હતું, આ પ્રકારનું
મંડલવિધાન સૌરાષ્ટ્રમાં પહેલી જ વાર થતું હોવાથી ઘણા પ્રમોદ અને ભક્તિપૂર્વક પૂજનમહોત્સવ થયો હતો.

PDF/HTML Page 4 of 21
single page version

background image
માગશર : ૨૪૮૭ : :
“ભગવાન કુંદકુંદાચાર્યદેવનો મહા ઉપકાર છે”
(૨૦૧૬ ન મગસર વદ અઠમન પ્રવચનમથ)
આ ક્ષેત્રના ચરમ જિનતણા સુપુત્ર, વિદેહના પ્રથમ જિનતણા સુભક્ત,
ભવમાં ભુલેલ ભવિ જીવતણા સુમિત્ર, વંદુ તને ફરી ફરી મુનિ કુંદકુંદ!
આત્મા જ્ઞાનસ્વભાવ છે; તે જ્ઞાનસ્વભાવની પ્રાપ્તિનું નામ મુક્તિ છે. માટે
મોક્ષેચ્છુ જીવે જ્ઞાનસ્વભાવની ભાવના ભાવવી. જુઓ, આ મોક્ષ માટેની
ભાવના! જ્ઞાન–સ્વભાવની ભાવના કહો, કે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની
આરાધના કહો, તે જ મોક્ષનો ઉપાય છે.
ભગવાન કુંદકુંદાચાર્યદેવના આચાર્યપદ–આરોહણનો આજનો દિવસ છે.
આચાર્ય ભગવાન મહા પવિત્ર હતા, તેમનો ઘણો મોટો ઉપકાર છે. સીમંધર
પરમાત્માના સાક્ષાત્ દર્શનનો મહા યોગ તેમને બન્યો હતો. આ ભરતક્ષેત્રના
જીવને વિદેહક્ષેત્રના તીર્થંકર પરમાત્માના સાક્ષાત્ દર્શન થાય–અને તે પણ
આહારકલબ્ધિ વગર, એ તેમની મહા પાત્રતા છે; ભગવાનના સમવસરણમાં,
ભગવાનના દિવ્યધ્વનિમાં તેમને માટે ‘ધર્મવૃદ્ધિ’ ના આશીર્વાદ નીકળ્‌યા, એ
કુંદકુંદપ્રભુની પવિત્રતાની શી વાત! મહાવીર ભગવાન અને ગણધર ભગવાન
પછી મંગળ તરીકે ત્રીજું નામ તેમનું આવે છે. તેઓ ‘પરમેષ્ઠી’ હતા. તેમની
અલૌકિક રહસ્યો ભર્યા છે. તેમાં કહે છે કે હે મોક્ષેચ્છુ! મોક્ષને માટે તું
જ્ઞાનસ્વભાવની ભાવના ભાવ...તેમાં અંતર્મુખ થઈને તેને જાણ.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૪ : આત્મધર્મ : ર૦૬
– પરમ શાંતિ દાતારી –
અધ્યત્મ ભવન
ભગવાન શ્રી પૂજ્યપાદસ્વામીરચિત ‘સમાધિ શતક’ ઉપર પૂ. ગુરુદેવના
અધ્યાત્મ ભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર
*
(આત્મધર્મની ચાલુ લેખમાળા)
*
વર સ. ૨૪૮૨ અસડ સદ ત્રજ
ભેદજ્ઞાન અંતરાત્માને પોતાના ચૈતન્યસ્વરૂપ આત્મામાં જ “આ હું” એવી આત્મબુદ્ધિ છે, એ સિવાય
બાહ્યમાં દ્રશ્યમાન એવા દેહાદિ કોઈ પણ પદાર્થોમાં તેને આત્મબુદ્ધિ થતી નથી, એમ ૪૪ મી ગાથામાં કહ્યું.
ધર્માત્માએ દેહથી ભિન્ન, શબ્દથી પાર અને વિકલ્પથી પણ અગોચર એવા આત્મતત્ત્વને સ્વસંવેદનથી જાણ્યું
છે. અને તેની ભાવના પણ કરે છે છતાં હજી અસ્થિરતાને લીધે તેને રાગ–દ્વેષ પણ થતાં દેખાય છે. તેથી જિજ્ઞાસુ
શિષ્યને સમજવા માટે પ્રશ્ન ઊઠે છે કે હે સ્વામી! દેહથી ભિન્ન આત્માને જાણ્યો હોવા છતાં અને તેને ભાવતાં હોવા
છતાં ધર્માત્માને પણ ફરીફરીને આ રાગદ્વેષ કેમ થાય છે?–રાગદ્વેષ રહિત સમાધિ તરત કેમ થતી નથી? દેહાદિથી
જુદાપણું જાણ્યા છતાં તેમાં રાગદ્વેષ કેમ થાય છે? (એક તો આ અપેક્ષાનો પ્રશ્ન છે.) બીજી અપેક્ષા એમ પણ છે કે
આત્મા દેહથી ભિન્ન છે–એમ જાણ્યા છતાં અને તેની ભાવના કરવા છતાં જીવને ફરીને પણ ભ્રાંતિ કેમ થાય છે?
એટલે કે ફરીને પણ તે અજ્ઞાની કેમ થઈ જાય છે?–એના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે :–
जानन्नप्यात्मनस्तत्त्वं विविक्तं भावयन्नपि
पूर्वविभ्रमसंस्काराद्भ्रांतिं भूयोऽपि गच्छति ।। ४५।।
દેહથી ભિન્ન આત્મતત્ત્વને જાણવા છતાં, અને ભાવવા છતાં ફરીને પણ જે ભ્રાંતિ થઈ જાય છે અથવા
રાગદ્વેષ થાય છે તે પૂર્વના વિભ્રમના સંસ્કારને લીધે છે. દેહથી ભિન્નતા જાણ્યા પછી રાગ–દ્વેષ રહિત સમાધિ
થવાને બદલે હજી પણ રાગ દ્વેષ થાય છે તેનું કારણ અનાદિથી ચાલી આવતી રાગ–દ્વેષની પરંપરા હજી
સર્વથા તૂટી નથી, તેથી તેના સંસ્કાર ચાલુ છે. તેથી તેને તે અસ્થિરતારૂપી ભ્રાંતિ છે; અથવા કોઈ જીવને
એકવાર ભેદજ્ઞાન થયા પછી પાછું અજ્ઞાન અને ભ્રાંતિ થઈ જાય છે તો તે જીવ વર્તમાનમાં ચૈતન્યભાવનાના
સંસ્કાર ભૂલીને પૂર્વના વિભ્રમના સંસ્કાર ફરીને તાજા કરે છે તે કારણે તેને ભ્રાંતિ થાય છે–એમ સમજવું. આ
રીતે ફરીને જે જીવ ભ્રાંતિ કરે છે

PDF/HTML Page 6 of 21
single page version

background image
માગશર : ર૪૮૭ : :
તે જીવ બહિરાત્મા થઈ જાય છે. માટે અંતરાત્માને સાવધાન કરે છે કે હે અંતરાત્મા! દેહથી ભિન્ન
ચૈતન્યતત્ત્વને જાણીને તેં જે અપૂર્વ દશા પ્રગટ કરી છે તેમાં ભેદજ્ઞાનની એવી દ્રઢ ભાવના રાખજે કે પૂર્વની
ભ્રાંતિના સંસ્કાર ફરીને જાગે નહીં.
અથવા, આ ‘સમાધિ’ ના ઉપદેશનું શાસ્ત્ર હોવાથી સમાધિની અપેક્ષાએ લઈએ તો ભેદજ્ઞાન પછી
પણ જેટલા રાગ–દ્વેષ થાય છે તેટલી અસમાધિ છે. ભેદજ્ઞાની–અંતરાત્મા થયા પછી પણ આ અસમાધિ કેમ?
તો કહે છે કે રાગદ્વેષના અનાદિના સંસ્કાર હજી ચાલ્યા આવે છે તેથી તે રાગદ્વેષ થાય છે. સ્ત્રી–પુત્ર–બંધુ
વગેરેના વિયોગથી ધર્મીનેય શોક થઈ આવે, રૂદન પણ આવી જાય; તેમ જ બંધુ–લક્ષ્મી–સ્ત્રી વગેરેના
સંયોગથી ધર્મીને પણ હર્ષપરિણામ થઈ આવે–કેમકે હજી વીતરાગીસમાધિ થઈ નથી ત્યાં, ભેદજ્ઞાન હોવા છતાં
એવા હર્ષ–શોકના પરિણામ વર્તે છે, એટલે જ્ઞાનચેતના સાથે તેને તેટલી કર્મચેતના પણ છે. તેને શ્રદ્ધા–
જ્ઞાનમાં ભ્રાંતિ નથી પરંતુ અસ્થિરતા અપેક્ષાએ ભ્રાંતિ કહેવાય. જેને શ્રદ્ધાજ્ઞાનમાં પણ ભ્રાંતિ થઈ જાય તે તો
બહિરાત્મા છે. ભેદજ્ઞાનની ભૂમિકામાં પણ જેટલા રાગ–દ્વેષ થાય તેટલી અસમાધિ છે, તે રાગ–દ્વેષ ટાળીને
વીતરાગપણે સ્વરૂપમાં ઠરે ત્યારે જ પૂર્ણ સમાધિ અને શાંતિ થાય છે. આવી સમાધિ પ્રાપ્ત કરવા માટે
ધર્મીજીવ કેવા ચિંતવન વડે તે રાગ–દ્વેષ ટાળીને મધ્યસ્થ થાય છે–તે હવેની ગાથામાં કહે છે.
[વીર સં. ૨૪૮ર અષાડ સુદ ચોથ : સમાધિશતક ગા. ૪૬]
अचेतनमिदं द्रश्यमद्रश्यं चेतनं ततः ।
क्व रुष्यामि क्व तुष्यामि मध्यस्थोऽहं भवाम्यतः ।। ४६।।
આ જે શરીરાદિ દ્રશ્ય પદાર્થો છે તે તો અચેતન છે, તેને તો કાંઈ ખબર નથી કે કોણ અમારા ઉપર
રાગ કરે છે કે કોણ દ્વેષ કરે છે? અને રાગ–દ્વેષાદિને જાણનાર જે ચેતનતત્ત્વ છે તે તો ઈન્દ્રિયોથી અગ્રાહ્ય–
અદ્રશ્ય છે; તો હું કોના ઉપર રાગ–દ્વેષ કરું? માટે બાહ્ય પદાર્થોથી ઉદાસીન થઈને હું મધ્યસ્થ થાઉં છું.–આમ
ધર્મી વિચારે છે, ને પોતાની પરિણતિમાં સમાધિ રાખે છે.
આ શરીર રૂપાળું, કે આ શરીર કાળું–એવી બુદ્ધિથી રાગ કે દ્વેષ કરું ત્યાં શરીર તો બિચારું કાંઈ જાણતું
નથી. આ શરીર જ હું નથી, શરીર તો અચેતન છે. અચેતન ઉપર રાગદ્વેષ કરવાથી શું? એટલે શરીર અને
આત્માને ભિન્ન ભિન્ન દેખનાર જ્ઞાનીને રાગ–દ્વેષનો અભિપ્રાય રહેતો નથી સુંદર સ્ત્રીને દેખે ત્યાં ‘આ સ્ત્રી
સુંદર છે’ એમ માનીને અજ્ઞાની રાગ કરે છે. જ્ઞાની તો આત્મા અને શરીરને ભિન્ન ભિન્ન દેખે છે કે આ જે
રૂપાળું શરીર દેખાય છે તે તો અચેતન પરમાણુનું ઢીંગલું છે, તેને તો ખબર પણ નથી કે કોણ તેના ઉપર
પ્રીતિ કરે છે! અને અંદર સ્ત્રીના શરીરમાં જે આત્મા રહેલો છે તે તો મને આંખથી દેખાતો નથી, તો દેખ્યા
વગર તેના ઉપર રાગ શું? માટે મારા રાગ–દ્વેષનો કોઈ વિષય નથી; હું તો જ્ઞાતા રહીને ઉદાસીન–મધ્યસ્થ
થાઉં છું. પર પ્રત્યે મધ્યસ્થ રહીને હું મારા સ્વતત્ત્વને જ વિષય કરું છું. આત્મા જ મારો ધ્યેય છે...તેને જ
જ્ઞાનનો વિષય બનાવીને હું મધ્યસ્થ થાઉં છું. આ મધ્યસ્થતા તે જ સમાધિ છે. સમકિતીને જ આવી સમાધિ
થાય છે. જેના જ્ઞાનનો વિષય સ્વ–તત્ત્વ નથી તેને પરપ્રત્યેના રાગ–દ્વેષનો મિથ્યા અભિપ્રાય વર્તે છે, એટલે
તેને અસમાધિ જ થાય છે.
ધર્મીને અલ્પ રાગદ્વેષ થાય છતાં જ્ઞાનનો વિષય (જ્ઞાનનું ધ્યેય) પલટી ગયેલ છે. જ્ઞાન–આનંદરૂપ
આત્મા જ મારો સ્વવિષય છે. જ્યાં રાગ–દ્વેષ થાય ત્યાં અંતરના ચૈતન્ય વિષયને વારંવાર સ્પર્શીને જ્ઞાની
રાગદ્વેષને ટાળે છે. અજ્ઞાની બાહ્ય વિષયો પ્રત્યે જ રોષ–તોષ કરે છે, તેનું ધ્યેય જ બહારમાં ગયું છે. જ્ઞાનીએ
અંતરના ચૈતન્યસ્વભાવને જ ધ્યેય બનાવ્યું છે.
હું તો જ્ઞાનમૂર્તિ જ્ઞાયક છું...જગતના પદાર્થો સૌ સૌના પરિણમન પ્રવાહમાં ચાલ્યા જાય છે...જેમ નદીમાં
પાણીનું પૂર આવે ત્યાં પાણીનો પ્રવાહ તો ચાલ્યો જ જાય છે...કોઈ અજ્ઞાની કાંઠે ઊભો ઊભો એમ માને કે
“આ મારું પાણી આવ્યું..ને ચાલ્યું જાય છે!! અરે! મારું પાણી ચાલ્યું જાય છે!!” તો તે દુઃખી થાય. અથવા
એમ માને કે પાણીના પ્રવાહમાં હું તણાઈ જાઉં છું–તો તે દુઃખી જ થાય. પણ કાંઠે ઊભો ઊભો મધ્યસ્થપણે
જોયા કરે તો તેને કાંઈ દુઃખ ન થાય. તેમ જગતના પદાર્થોનો પરિણમન પ્રવાહ ચાલ્યો જાય છે; તેનો
મધ્યસ્થપણે જ્ઞાતા

PDF/HTML Page 7 of 21
single page version

background image
: : આત્મધર્મ : ૨૦૬
રહેવાને બદલે જે અજ્ઞાની જીવ એમ માને છે કે હું આ પદાર્થોને પરિણમાવું છું, અથવા આ મારાં પદાર્થો છે,–
તે જીવ મોહથી દુઃખી થાય છે. અથવા જે જીવ મધ્યસ્થ–વીતરાગી જ્ઞાતા ન રહેતાં તે પરિણમન પ્રવાહમાં
રાગ–દ્વેષ કરીને તણાય છે તેને પણ રાગદ્વેષથી અસમાધિ અને દુઃખ થાય છે. પોતાના ચિદાનંદસ્વભાવમાં
એકાગ્રતા કરીને બાહ્યપદાર્થો પ્રત્યે ઉદાસીન થઈ જતાં રાગદ્વેષ થતા નથી. ને વીતરાગ સમાધિરૂપ આનંદ
અનુભવાય છે; માટે ધર્માત્માએ તેનું જ અવલંબન લેવું જોઈએ.
।। ૪૬।।
હવે મૂઢ જીવોના ત્યાગ–ગ્રહણનો વિષય શું છે અને ધર્માત્માના ત્યાગ–ગ્રહણનો વિષય શું છે, તે
દર્શાવે છે–
त्यागादाने बहिर्मूढः करोत्यध्यात्ममात्मवित् ।
नान्तर्बहिरूपादानं न त्यागो निष्ठितात्मनः ।। ४७।।
અજ્ઞાનીનો વિષય જ બાહ્ય છે એટલે બાહ્ય પદાર્થોમાં જ તે ગ્રહણ–ત્યાગની બુદ્ધિ કરે છે, આ બાહ્ય
પદાર્થો ઈષ્ટ છે માટે તેને ગ્રહણ કરું, ને આ બાહ્ય પદાર્થો અનીષ્ટ છે માટે તેને છોડું,–આ રીતે બાહ્ય પદાર્થોમાં બે
ભાગ પાડીને તેને ગ્રહણ–ત્યાગ કરવા માંગે છે, તેમાં એકલો રાગદ્વેષનો જ અભિપ્રાય છે એટલે તેને અસમાધિ
જ છે. જ્ઞાનીનો વિષય અંતરમાં પોતાનો આત્મા જ છે; સમસ્ત બાહ્ય પદાર્થોને તે પોતાથી ભિન્ન જ જાણે છે
એટલે કોઈ બાહ્ય પદાર્થોને હું ગ્રહું કે છોડું–એવું તેને રહ્યું નથી. પરપદાર્થ મારો છે નહિ તો હું તેને કેમ ગ્રહું? અને
પરપદાર્થ મારામાં છે નહિ તો હું તેને કેમ છોડું? માટે બાહ્યમાં મારે કાંઈ ગ્રહણ–ત્યાગયોગ્ય નથી. અંતરાત્મા
પોતાના શુદ્ધઆત્માને ગ્રહણ કરીને (એટલે કે તેનામાં શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી એકાગ્ર થઈને) રાગાદિ પરભાવોને
છોડે છે. આ રીતે અંતરમાં જ તેને ગ્રહણ ત્યાગ છે. આ રીતે જ્ઞાનીની દ્રષ્ટિનો વિષય જ પલટી ગયો છે.
બાહ્ય વિષય બદલીને અંતરનો ચૈતન્ય વિષય જેની દ્રષ્ટિમાં નથી આવ્યો તેને બાહ્ય પદાર્થો પ્રત્યે દ્વેષ
અભિપ્રાયથી ત્યાગની ભાવના વર્તે છે. તે રાગ અભિપ્રાયથી તેને ગ્રહવાની ભાવના વર્તે છે. ચૈતન્યના ગ્રહણ
વગર પર ઉપરના રાગદ્વેષની બુદ્ધિ અજ્ઞાનીને છૂટતી જ નથી. એટલે તેનો ત્યાગ દ્વેષભાવપૂર્વક જ થાય છે;
વીતરાગ ભાવ તેને નથી કેમકે વીતરાગભાવ ચૈતન્યના અવલંબન વગર થાય નહિ, ને ચૈતન્યવિષય તો
અજ્ઞાનીની દ્રષ્ટિમાં આવ્યો જ નથી. જ્યાં અંર્તસ્વભાવને વિષયરૂપ કરીને જ્ઞાનમાં લીધો (જ્ઞાનસ્વભાવને જ
ગ્રહણ કર્યો) ત્યાં બાહ્યવિષયોનું ગ્રહણ જ ન રહ્યું એટલે બાહ્યવિષયો પ્રત્યે રાગદ્વેષ ન રહ્યા, રાગદ્વેષનો ત્યાગ
થઈને સમાધિ જ થઈ. આ રીતે સ્વવિષયનું ગ્રહણ તે જ સમાધિનો ઉપાય છે. જેને દ્રષ્ટિનો વિષય પલટ્યો
નથી (–પર વિષય છૂટીને સ્વવિષય જેને દ્રષ્ટિમાં આવ્યો નથી) તેને કોઈ રીતે સમાધિ થતી નથી; અને
સમાધિ વગરનો ત્યાગ તે દ્વેષભરેલો ત્યાગ છે, કેમકે તેના અભિપ્રાયમાં આત્મશાંતિ નથી પણ બળતરા જ છે.
ચૈતન્યસ્વભાવનું અવલંબન લીધા વગર, બાહ્યમાં ત્યાગ કરવા જાય છે તે તો દ્વેષગર્ભિત છે. જ્ઞાનીને
અંતરમાં ચૈતન્યસ્વભાવના અવલંબને વીતરાગી શાંતિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ રાગદ્વેષ છૂટતા જાય
છે, અજ્ઞાની ચૈતન્યની શાંતિમાં આવ્યો નથી રાગદ્વેષ છૂટયા નથી ને બાહ્ય વિષયો છોડવા માંગે છે તેથી તેનો
ત્યાગ તો દ્વેષ–અભિપ્રાયથી ભરેલો છે. સ્વ–વિષયના અવલંબન વગરનો ત્યાગ સાચો હોય જ નહિ.
* * * * *
* જ્ઞાનીનું હૃદય અને ભવસાગરની નૌકા *
પ્રશ્ન :– જ્ઞાનીના હૃદયકમળમાં શું છે?
ઉત્તર :– જ્ઞાનીના હૃદયકમળમાં પરમાત્મતત્ત્વ બિરાજે છે.
પ્રશ્ન :– તે પરમાત્મતત્ત્વ કેવું છે?
ઉત્તર :– તે પરમાત્મતત્ત્વ ભવસાગરમાં ડુબતા જીવોને નૌકા સમાન છે,
તેના અવલંબને ભવ્ય જીવો ભવસાગરને તરી જાય છે.

PDF/HTML Page 8 of 21
single page version

background image
માગશર : ર૪૮૭ : :
મોક્ષાર્થીએ નિશ્ચયનો જ આશ્રય શા માટે કરવો?
સ્વાશ્રયે મોક્ષ – પરાશ્રયે બંધન
(સમયસાર–બંધઅધિકારના પ્રવચનોમાંથી)
પ્રશ્ન :– બંધનું કારણ શું છે?
ઉત્તર :– બંધનું કારણ અજ્ઞાનમય અધ્યવસાય છે, તેથી તે છોડવા જેવો છે.
પ્રશ્ન :– અધ્યવસાય એટલે શું?
ઉત્તર :– હું પરજીવોને મારું–બચાવું કે સુખીદુઃખી કરું એવી કર્તૃત્વબુદ્ધિરૂપ જે પર સાથે એકતા; અથવા
જ્ઞાનમાં જણાતા ધર્માદિક જ્ઞેયપદાર્થો સાથે એકતા; અથવા ‘હું મનુષ્ય જ છું’ એમ તે
મનુષ્યાદિ પર્યાયોમાં એકતા;– આવી એકતાબુદ્ધિનો અભિપ્રાય તે અજ્ઞાનીનો અધ્યવસાય છે,
અને તે જ બંધનું કારણ હોવાથી મોક્ષાર્થીએ તે છોડવા જેવો છે.
પ્રશ્ન :– આચાર્યદેવે અધ્યવસાયને છોડવાનું કહ્યું, પરંતુ વ્યવહાર તો છોડવા યોગ્ય નથી ને?
ઉત્તર :– વ્યવહાર પણ સઘળોય છોડવા જેવો છે. આચાર્યદેવ કળશ ૧૭૩માં સ્પષ્ટ કહે છે કે–“સર્વ
વસ્તુઓમાં જે અધ્યવસાન થાય છે તે બધાંય અધ્યવસાન જિનભગવંતોએ પૂર્વોક્ત રીતે
ત્યાગવા યોગ્ય કહ્યાં છે તેથી અમે એમ માનીએ છીએ કે ‘પર જેનો આશ્રય છે એવો વ્યવહાર
જ સઘળોય છોડાવ્યો છે.”
પ્રશ્ન :– વ્યવહારને પણ શા માટે છોડાવ્યો?
ઉત્તર :– કેમ કે અધ્યવસાયની જેમ વ્યવહારને પણ પરાશ્રિતપણું જ છે, અને તે પરાશ્રિત વ્યવહાર
બંધનું જ કારણ છે, તેથી મોક્ષાર્થી–મુમુક્ષુએ તે વ્યવહાર ખરેખર છોડવા જેવો છે.
પ્રશ્ન :– સઘળોય વ્યવહાર છોડવા યોગ્ય છે–એમ જાણીને મુમુક્ષુએ શું કરવું?
ઉત્તર :– પરાશ્રિત એવો સઘળોય વ્યવહાર જિન ભગવંતોએ છોડાવ્યો છે, તો પછી સત્પુરુષો એક
સમ્યક્નિશ્ચયને જ નિષ્કંપપણે અંગીકાર કરીને શુદ્ધજ્ઞાનઘનસ્વરૂપ નિજમહિમામાં સ્થિરતા કેમ
ધરતા નથી! મોક્ષાર્થીએ નિશ્ચયવડે એટલે કે શુદ્ધ આત્મસ્વરૂપના આશ્રયવડે બધો વ્યવહાર
છોડવા જેવો છે, અર્થાત્ સમસ્ત પરાશ્રય છોડવા જેવો છે.
પ્રશ્ન :– મુમુક્ષુએ નિશ્ચયનયનો જ આશ્રય શા માટે કરવો?
ઉત્તર :– કેમ કે આત્માશ્રિત એવા નિશ્ચયનયનો આશ્રય કરનારા જ મોક્ષ પામે છે; માટે મોક્ષાર્થીએ
તેનો આશ્રય કરવા યોગ્ય છે.
પ્રશ્ન :– મુમુક્ષુએ વ્યવહારનો આશ્રય શા માટે છોડવો?
ઉત્તર :– કેમ કે પરાશ્રિત એવા વ્યવહારનો આશ્રય બંધનું જ કારણ છે, તેના આશ્રયે કદી પણ મુક્તિ
થતી નથી, માટે મોક્ષાર્થીએ તે છોડવા યોગ્ય જ છે.
પ્રશ્ન :– વ્યવહારને છોડીને સંતો શું કરે છે?
ઉત્તર :– સંતો–મોક્ષાર્થીઓ–સત્પુરુષો વ્યવહારનું અવલંબન છોડીને, સમ્યક પ્રકારે એક નિશ્ચયને જ
નિષ્કંપપણે અંગીકાર કરી શુદ્ધજ્ઞાનસ્વરૂપ નિજ મહિમામાં સ્થિર થાય છે.
પ્રશ્ન :– સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે શો ઉપાય છે?
ઉત્તર :– સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે પણ ઉપર કહ્યા તે

PDF/HTML Page 9 of 21
single page version

background image
: ૮ : આત્મધર્મ : ર૦૬
જ ઉપાય છે. શ્રદ્ધા–જ્ઞાનમાં વ્યવહારના આશ્રયની બુદ્ધિ છોડીને પરમાર્થ–નિશ્ચય ચિદાનંદ
સ્વભાવનો આશ્રય કરવાથી જ સમ્યગ્દર્શન થાય છે.
પ્રશ્ન :– શાસ્ત્રોનું હૃદય શું? જ્ઞાનીનું હૃદય શું? અને મોક્ષાર્થીનું કર્તવ્ય શું?
ઉત્તર :– જ્ઞાનીનું હૃદય અને સર્વ શાસ્ત્રોનું હૃદય એ છે કે નિશ્ચયરૂપ શુદ્ધચૈતન્યસ્વભાવનો આશ્રય
કરવો ને વ્યવહારનો આશ્રય છોડવો. મોક્ષાર્થીનું કર્તવ્ય પણ એ જ છે.
પ્રશ્ન :– સ્વપરની એકત્વબુદ્ધિ અને વ્યવહાર એ બંનેમાં સમાનપણું કઈ રીતે છે?
ઉત્તર :– પરાશ્રયપણાની અપેક્ષાએ તે બંનેમાં સમાનપણું છે; તેથી ભગવાને જેમ સ્વપરની
એકતાબુદ્ધિરૂપ પરાશ્રય છોડાવ્યો છે, તેમ સઘળો વ્યવહાર પણ પરાશ્રિત હોવાથી છોડાવ્યો છે.
એક પરાશ્રય છોડવાનું કહેતાં બધોય પરાશ્રય છોડવા જેવો જ છે,–એમ આચાર્યદેવે સ્પષ્ટ
સમજાવ્યું છે. મિથ્યાદ્રષ્ટિનો પરાશ્રય હો કે સમ્યગ્દ્રષ્ટિનો પરાશ્રય હો–તે બંને પરાશ્રય બંધનું
જ કારણ છે તેથી તે પરાશ્રયરૂપ વ્યવહાર બધોય મોક્ષમાર્ગમાંથી નિષેધવામાં આવ્યો છે.
મોક્ષમાર્ગ તો એક સ્વાશ્રયરૂપ જ છે.
પ્રશ્ન :– બંધ–મોક્ષનો ટૂંકો સિદ્ધાંત શો છે?
ઉત્તર :– સ્શ્ર ક્ષ: શ્ર
– આ બંધ મોક્ષનો ટૂંકો સિદ્ધાંત છે. –
પ્રશ્ન :– કોણ મુક્તિ પામે છે?
ઉત્તર :– આત્માના આશ્રયરૂપ નિશ્ચયનયનો આશ્રય જેઓ કરે છે તેઓ જ મુક્તિ પામે છે.
પ્રશ્ન :– કોણ મુક્તિ નથી પામતું?
ઉત્તર :– પરાશ્રિત એવા વ્યવહારનો આશ્રય જેઓ કરે છે તેઓ મુક્તિ પામતા નથી.
પ્રશ્ન :– કોને બંધન થાય છે?
ઉત્તર :– જેઓ શુદ્ધનયનો આશ્રય છોડે છે તેઓને જ બંધન થાય છે.
પ્રશ્ન :– કોને બંધન થતું નથી?
ઉત્તર :– જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ કર્મથી બંધાતા નથી.
માટે હે મોક્ષાર્થી જીવો!
જ્ઞાનાનંદ સ્વરૂપ નિજ–આત્માને સમસ્ત વિભાવથી જુદો જાણીને, નિજ
શુદ્ધાત્માનો આશ્રય કરો...ને સમસ્ત પરનો આશ્રય છોડો–એમ સંતોનો ઉપદેશ છે.
શુદ્ધ આત્મસ્વભાવનો આશ્રય કરવાથી જ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટીને
પરમાનંદરૂપ મોક્ષપદની પ્રાપ્તિ થશે.
વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી,
નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની.
સમયસાર ગાથા ર૭ર
હે આર્ય!
નિરાશા વખતે મહાત્મા પુરુષોનું
અદ્ભુત ચરણ સંભારવું યોગ્ય છે.
ઉલ્લાસિત વીર્યવાન પરમતત્ત્વ
ઉપાસવાનો મુખ્ય અધિકારી છે.
– શ્રીમદ્ રાજચંદ્ર (વર્ષ ૩ર મું)

PDF/HTML Page 10 of 21
single page version

background image
માગશર : ર૪૮૭ : :
મોક્ષના સાધની મીમાંસા
મોક્ષાર્થીએ પહેલાં તો આ વાત પોતાના અંતરમાં મજબુત
કરવી જોઈએ કે, મારા મોક્ષનું સાધન મારામાં જ છે; મારા જ્ઞાનને
જેટલું અંતર્મુખ એકાગ્ર કરું તેટલું મારું મોક્ષનું સાધન છે; એ
સિવાય જેટલી બર્હિમુખ વૃત્તિ થાય તે મોક્ષનું સાધન નથી.–
આવા સમ્યક્ નિર્ણયના જોરે અંતર્મુખ પરિણમન થાય છે.–આ
રીતે ભગવતી પ્રજ્ઞા જ મોક્ષનું સાધન છે.
ભેદજ્ઞાનની ખરી ધગશવાળા જિજ્ઞાસુ શિષ્યને અંતરની
ખરેખરી તાલાવેલીથી પ્રશ્ન ઊઠ્યો છે, તેને આચાર્યદેવ ભેદજ્ઞાનની
રીત સમજાવે છે; આત્મા અને બંધની વચ્ચે સાવધાનપણે
પટકવામાં આવતી ભગવતી પ્રજ્ઞા–છીણી જ આત્માના મોક્ષનું
સાધન છે. અંતરમાં કાંઈક લક્ષ બાંધીને શિષ્ય કહે છે કે પ્રભો!
બંધ અને આત્માને જુદા કરવાનું આપ કહો છો તે લક્ષમાં તો
આવે છે પણ ખરેખર તે બંનેને છેદીને (જુદા પાડીને) બંધથી
જુદા આત્માનો સાક્ષાત્ અનુભવ કેમ થાય?–અંતરમાં ભેદજ્ઞાનનો
પ્રયત્ન કરતાં કરતાં નજીક આવેલો શિષ્ય ભેદજ્ઞાનની આતુરતાથી
પ્રશ્ન પૂછે છે, અંતરની ઝંખનાથી પ્રશ્ન પૂછે છે; આવી તૈયારી
હોવાથી શ્રીગુરુ તેને જે રીતે સમજાવે છે તે રીતે તુરત જ તે સમજી
જાય છે એટલે તેને અંતરમાં સુંદર આનંદમય બોધતરંગ ઊછળે છે.
(શ્રી સમયસાર ગાથા ર૯૪ ઉપરના પ્રવચનોમાંથી)
મોક્ષ અધિકારમાં આચાર્યદેવે મોક્ષના ઉપાયનું વર્ણન કર્યું; તે સાંભળીને જિજ્ઞાસુ શિષ્ય પૂછે છે કે
પ્રભો! આત્મા અને બંધને જુદા કરવા તે જ મોક્ષનું કારણ છે, બીજું કોઈ મોક્ષનું કારણ નથી,–રાગ કે
વ્યવહારનું અવલંબન તે મોક્ષનું કારણ નથી,–એમ આપે સમજાવ્યું, તે વાત તો હૃદયમાં બેઠી; પણ હવે તે
આત્મા અને બંધને જુદા પાડવા શેનાથી?–કયા સાધનથી તેને જુદા કરવા? અંતરમાં શિષ્યને આત્મા

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : ૨૦૬
અને બંધને જુદા કરવાની તાલાવેલી જાગી છે તેથી સાધન પૂછે છે કે હે નાથ! તેને જુદા કરવાનું સાધન મને
બતાવો.
ત્યારે આચાર્યદેવ ર૯૪ મી ગાથામાં સાધન બતાવે છે :–
જીવ બંધ બંને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે,
પ્રજ્ઞા છીણી થકી છેદતાં બંને જુદા પડી જાય છે.
(આ ગાથા ઘણી સરસ છે...પૂ. ગુરુદેવ પ્રવચનમાં અધ્યાત્મની મસ્તીપૂર્વક શાંત હલકથી જ્યારે આ
ગાથા બોલ્યા ત્યારે સભાજનો ડોલી ઊઠ્યા હતા. અહા! ગુરુદેવના શ્રીમુખે આત્માના મોક્ષનું સાધન
સાંભળતાં મુમુક્ષુજીવોને ઘણી પ્રસન્નતા થતી હતી. ગુરુદેવ કહેતા હતા–)
ભગવાન! સાંભળ...આ તારા મોક્ષનું સાધન! આત્મા અને બંધને જુદા કરવારૂપ જે ‘કાર્ય’ , તેનો
‘કર્તા’ આત્મા, તેના ‘સાધન’ સંબંધી ઊંડી વિચારણા (મીમાંસા) કરવામાં આવતાં, ‘ભગવતી પ્રજ્ઞા’ જ
સાધન છે, કેમકે નિશ્ચયે પોતાથી ભિન્ન સાધનનો અભાવ છે.
જુઓ, આ મુમુક્ષુની વિચારણા! આચાર્યદેવ કહે છે કે ભાઈ, જો ઊંડો વિચાર કર તો તારા મોક્ષનું
સાધન તને તારામાં જ દેખાશે. આચાર્યદેવ પોતે સાધનનો નિર્ણય કરીને શિષ્યને પણ પ્રેરે છે કે જો ભાઈ!
તારું સાધન તારાથી જુદું ન હોય. રાગ તો તારા સ્વભાવથી જુદો ભાવ છે. જ્ઞાનસ્વરૂપ બુદ્ધિ, એટલે કે
અંતરમાં વળેલું જ્ઞાન –તે જ તારું મોક્ષ માટેનું સાધન છે. એટલે કે ભગવતી પ્રજ્ઞા જ તારું મોક્ષનું સાધન છે.
તે પ્રજ્ઞાવડે છેદવામાં આવતાં આત્મા અને બંધ જરૂર છૂટા પડી જાય છે.
જુઓ, આ ભગવતી પ્રજ્ઞાને સાધન કહ્યું તેમાં ક્્યાંય રાગ ન આવ્યો, ક્્યાંય વ્યવહારનું અવલંબન ન
આવ્યું, પણ પોતામાં પોતાના સ્વભાવનું જ અવલંબન આવ્યું. અહા, આચાર્યદેવે આત્માથી અભિન્ન
ભગવતીપ્રજ્ઞાને જ મોક્ષનું સાધન બતાવીને અલૌકિક વાત સમજાવી છે. તેઓશ્રી પોતાના સ્વાનુભવપૂર્વક
કહે છે કે આવી પ્રજ્ઞાછીણી વડે આત્મા અને બંધને છેદી શકાય છે એમ અમે જાણીએ છીએ.
બંધનથી છૂટવાની જેને ભાવના છે, એવો મોક્ષાર્થી જીવ પૂછે છે કે પ્રભો! મારા આત્મામાંથી બંધનનો
છેદ કઈ રીતે થાય? મારા આત્માને બંધનથી જુદો કરવાનું સાધન શું? આમ પૂછનાર શિષ્ય એટલે સુધી તો
આવ્યો છે કે બંધભાવને છેદવાથી મુક્તિ થશે, કોઈ રાગવડે કે દેહાદિની ક્રિયાવડે મુક્તિ નહિ થાય. એટલે
દેહની ક્રિયા કે રાગાદિ તે મારું કાર્ય નથી. મારું કાર્ય તો બંધને છેદવાનું છે, આત્માને બંધનથી મુક્ત કરવો તે
જ મારું કાર્ય છે, અને મારો આત્મા જ તેનો કર્તા છે. હવે તેનું સાધન શું એનો ઊંડો વિચાર કરે છે.
આચાર્ય દેવ કહે છે કે હે ભવ્ય! મોક્ષરૂપી જે તારું કાર્ય તેના સાધનની ઊંડી મીમાંસા કરવામાં
આવતાં, તે સાધન તારામાં જ છે, તારા મોક્ષનું સાધન ખરેખર તારાથી જુદું નથી; તારા આત્માથી અભિન્ન
એવી ભગવતીપ્રજ્ઞા જ બંધને છેદવાનું તારું સાધન છે. અહો, એકવાર શ્રદ્ધા તો કર કે હું જ્ઞાનસ્વરૂપ છું ને
મારા મોક્ષનું સાધન પણ જ્ઞાનસ્વરૂપ ભગવતીપ્રજ્ઞા જ છે, એનાથી જુદું કોઈ સાધન નથી. કર્તા આત્મા, અને
સાધન રાગ–એમ હોઈ શકે નહિ. રાગ તો બંધન છે, તે પોતે બંધનથી છૂટવાનું સાધન કેમ હોય? સમ્યગ્દર્શન
તે પણ મિથ્યાત્વના બંધનથી છૂટકારો છે, તેનું સાધન રાગ નથી પણ ચૈતન્યસ્વરૂપ આત્મા તરફ વળેલી પ્રજ્ઞા
જ તેનું સાધન છે, તેથી તે પ્રજ્ઞા ‘ભગવતી’ છે.
મોક્ષના ઉપાયનો ખરો વિચાર પણ જીવે કદી કર્યો નથી, મોક્ષનું સાધન બહારમાં જ શોધ્યું છે; પણ
મોક્ષ કરનાર જે આત્મા તેનાથી જુદું મોક્ષનું સાધન હોય નહિ. મોક્ષનું સાધન રાગથી તો જુદું હોય. પણ
જ્ઞાનથી જુદું ન હોય.

PDF/HTML Page 12 of 21
single page version

background image
માગશર : ર૪૮૭ : ૧૧ :
મોક્ષાર્થીએ પહેલાં તો આ વાત પોતાના અંતરમાં મજબૂત કરવી જોઈએ કે, મારા મોક્ષનું સાધન
મારામાં જ છે, મારા જ્ઞાનને જેટલું અંતર્મુખ એકાગ્ર કરું તેટલું મારું મોક્ષનું સાધન છે; એ સિવાય જેટલી
બહિર્મુખવૃત્તિ થાય તે મોક્ષનું સાધન નથી.–આવા સમ્યક્ નિર્ણયના જોરે અંતર્મુખ પરિણમન થાય છે. પરંતુ
રાગને જ જે મોક્ષનું સાધન માને તેને રાગથી જુદું પરિણમન થતું નથી, તે તો રાગ સાથે ઉપયોગને એકમેક
કરીને બંધાય જ છે. જેમ આત્માના મોક્ષરૂપી કાર્ય આત્માથી જુદું નથી તેમ તેનું સાધન પણ આત્માથી જુદું
નથી. તે સાધન ‘ભગવતી પ્રજ્ઞા’ જ છે.
આત્માને અને રાગને નીકટતા છે પણ એકતા નથી, બંનેના લક્ષણ જુદા છે. ભગવતી પ્રજ્ઞાને અને
આત્માને તો એકતા છે. આત્મા અને બંધ બંનેના ભિન્ન ભિન્ન લક્ષણોને જાણીને, ભગવતી પ્રજ્ઞા તેમને છેદી
નાંખે છે; તે બંનેને જુદા કરીને ભગવતી પ્રજ્ઞા આત્મા સાથે તો એકતા કરીને તેમાં લીન થાય છે, ને બંધને
પોતાથી જુદો જ રાખે છે. આવું ભેદજ્ઞાન કરનારી ભગવતી પ્રજ્ઞા જ મોક્ષનું સાધન છે, તે પ્રજ્ઞાવડે જ
આત્માને બંધનથી જુદો કરી શકાય છે.
અંતરમાં ભેદજ્ઞાનનો પ્રયત્ન કરનાર જિજ્ઞાસુ શિષ્ય ફરી પૂછે છે કે પ્રભો, આપે આત્મા અને બંધને
પ્રજ્ઞાછીણીવડે જુદા કરવાનું કહ્યું; પણ જ્ઞાનને અને બંધને ચેતક–ચેત્યપણાને લીધે અત્યંત નીકટતા છે,
(શિષ્ય ‘નીકટતા’ કહે છે પણ ‘એકતા’ નથી કહેતો,) એવી નીકટતા છે કે જાણે બંને સાથે જ હોય; જ્યાં
જ્ઞાન છે ત્યાં જ રાગ છે,–આમ નીકટતા છે તો તેમને પ્રજ્ઞાછીણીવડે ‘ખરેખર’ કઈ રીતે છેદી શકાય? બંનેનો
જુદો અનુભવ કઈ રીતે થાય?
જુઓ, આ ભેદજ્ઞાનની ખરી ધગશવાળા શિષ્યનો પ્રશ્ન! અંતરમાં ખરી તાલાવેલીપૂર્વક પ્રશ્ન ઊઠ્યો
છે, તેને આચાર્યદેવ ભેદજ્ઞાનની રીતે સમજાવે છે;
હે વત્સ! આત્મા અને બંધના નિયત સ્વલક્ષણોની સૂક્ષ્મ અંતરંગસાંધમાં પ્રજ્ઞાછીણીને સાવધાન થઈને
પટકવાથી તેમને છેદી શકાય છે, એ રીતે બંધથી જુદો આત્મા અનુભવી શકાય છે–એમ અમે જાણીએ છીએ.
જુઓ, આચાર્યદેવ સ્વાનુભવથી ભેદજ્ઞાનની રીત બતાવે છે. આત્મા અને બંધ અજ્ઞાનથી એક જેવા
લાગે છે, પણ ખરેખર તેઓ જુદા જ છે–એમ પ્રજ્ઞાવડે અમે જાણીએ છીએ. પ્રજ્ઞાછીણીવડે તેમને ખરેખર છેદી
શકાય છે.
અંતરમાં કંઈક લક્ષ બાંધીને શિષ્ય કહે છે કે પ્રભો! આપ જે કહો છો તે લક્ષમાં તો આવે છે, પણ
ખરેખર તે બંનેને છેદીને બંધથી જુદા આત્માનો સાક્ષાત્ અનુભવ કેમ થાય?–અંતરમાં જુદાપણાનો અભ્યાસ
કરતાં કરતાં નજીક આવેલો શિષ્ય ભેદજ્ઞાનની આતુરતાથી પ્રશ્ન પૂછે છે, અંતરની ઝંખનાથી પ્રશ્ન પૂછે છે;
આવી તૈયારી હોવાથી શ્રીગુરુ તેને જે રીતે સમજાવે છે તે રીતે તુરત જ તે સમજી જાય છે એટલે તેને
અંતરમાં સુંદર આનંદમય બોધતરંગ ઊછળે છે. આ રીતે, સાવધાનપણે પટકવામાં આવતી ભગવતી
પ્રજ્ઞાછીણી જ આત્માના મોક્ષનું સાધન છે.
પ્ર...જ્ઞા એટલે કે વિશેષ જ્ઞાન, તીક્ષ્ણ જ્ઞાન, તીખું–ઉગ્ર–સૂક્ષ્મ–જ્ઞાન, તેના વડે આત્મા અને બંધ બંનેના
ભિન્નભિન્ન લક્ષણો જાણીને તેમને જુદા પાડી શકાય છે. તે બંનેના ભિન્ન ભિન્ન લક્ષણો કેવા છે? તે સમજાવે
છે:
પ્રથમ આત્માનું સ્વલક્ષણ તો ‘ચૈતન્ય’ છે.
અને બંધનું સ્વલક્ષણ તો રાગાદિક છે.
ચૈતન્ય કે જે આત્માનું સ્વલક્ષણ છે તે બાકીના સમસ્ત દ્રવ્યોથી અસાધારણ છે, તે ચૈતન્ય ઉત્પાદ–
વ્યય–ધ્રુવપણે વર્તતું થકું જે જે ગુણ–પર્યાયોમાં વ્યાપીને

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : ૨૦૬
વર્તે છે તે આત્મા છે,–એમ ચૈતન્યલક્ષણથી આત્માને લક્ષિત કરવો. આત્મા ચિન્માત્ર છે–એમ લક્ષમાં લેતાં
સહવર્તી અનંતગુણો ને ક્રમવર્તી અનંત પર્યાયો તેમાં આવી જાય છે; પણ રાગ તેમાં નથી આવતો. આત્માથી
ભિન્ન એવા રાગાદિક તો બંધનું સ્વલક્ષણ છે, તે રાગાદિભાવો કાંઈ ચૈતન્યની જેમ આત્માના સમસ્ત ગુણ–
પર્યાયોમાં વ્યાપતા નથી, તેઓ તો ચૈતન્યચમત્કારથી સદાય ભિન્નપણે જ ભાસે છે. ચૈતન્ય વગરનો
આત્મલાભ કદિ સંભવતો નથી, પરંતુ રાગ વગરનો આત્મલાભ તો સંભવે છે. ચૈતન્ય વગરનો, ચૈતન્યથી
જુદો આત્મા કદી પ્રાપ્ત થઈ શકતો નથી, પરંતુ રાગ વગરનો, રાગથી જુદો આત્મા તો પ્રાપ્ત થાય છે–
અનુભવમાં આવે છે. અહો! ચૈતન્ય અને રાગનું કેટલું સ્પષ્ટ જુદાપણું! ભાઈ, તારે તારું ચૈતન્યજીવન સફળ
કરવું હોય–સાચું સુખી જીવન જીવવું હોય તો રાગને તારા ચૈતન્યઘરમાં આવવા ન દઈશ. તારા ચૈતન્યને
રાગથી જુદું જ રાખજે.
જ્ઞાનમાં ભિન્નજ્ઞેયપણે રાગાદિક જણાય છે તે તો જ્ઞાનનું ચેતકપણું જાહેર કરે છે, તે કાંઈ જ્ઞાનને
રાગપણે જાહેર નથી કરતું. અને જ્ઞાન પણ તે રાગને રાગપણે જ જાણે છે, તેને સ્વપણે (જ્ઞાનપણે) નથી
જાણતું. જ્ઞાન એમ જાણે છે કે આ જે જાણનાર છે તે હું છું, અને આ રાગપણે જે જણાય છે તે હું નથી, તે
બંધભાવ છે. તે બંધભાવમાં ચેતકપણું નથી. મારા ચેતકપણામાં તે જ્ઞેયપણે જણાય છે. આ રીતે જ્ઞેય–
જ્ઞાયકપણાનો નીકટ સંબંધ હોવા છતાં રાગને અને જ્ઞાનને એકતા નથી પણ ભિન્નતા છે. ચોક્કસ લક્ષણના
ભેદથી તેમને જુદા જાણતાં જ અપૂર્વ ભેદજ્ઞાન થઈને જ્ઞાન રાગથી જુદું પડી જાય છે. આવું રાગથી જુદું
પરિણમતું જ્ઞાન તે જ મોક્ષનું સાધન છે.
જ્યાં જ્ઞાન અને રાગ બંનેને ભિન્ન ભિન્ન જાણ્યા ત્યાં તેમની એકતાનો ભ્રમ રહેતો નથી, એટલે જ્ઞાન
રાગમાં એકતારૂપ બંધભાવે પ્રર્વતતું નથી, પણ રાગથી ભિન્ન મોક્ષભાવે પરિણમે છે. આથી આવા પવિત્ર
જ્ઞાનને આચાર્યદેવે ‘ભગવતી પ્રજ્ઞા’ કહીને તેનું બહુમાન કર્યું છે, તે જ ખરેખર મોક્ષનું સાધન છે.
મોક્ષના સાધનની આવી મીમાંસા કોણ કરે?–કે જે જીવ મોક્ષાર્થી હોય, સંસારનો રસ જેને ઊડી ગયો
હોય, એટલે કષાયો ઉપશાંત થઈ ગયા હોય ને માત્ર મોક્ષની જ અભિલાષા જેના અંતરમાં હોય–
“કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષા,
ભવે ખેદ અંતર દયા તે કહિયે જિજ્ઞાસ.”
–એવો જિજ્ઞાસુ આત્માર્થી જીવ મોક્ષના સાધનની મીમાંસા કરે છે, અંતરમાં ઊંડો વિચાર કરીને
નિર્ણય કરે છે, ભેદજ્ઞાન કરે છે, અરે જીવ! અંતરમાં ઊંડો ઊતરીને એકવાર તપાસ તો કર. તને તારા મોક્ષનું
સાધન તારામાં જ દેખાશે.
ર૯૪ મી ગાથાની ટીકામાં આચાર્યદેવે ભગવતી પ્રજ્ઞાને જ મોક્ષના સાધન તરીકે વર્ણવીને પછી તેના
ઉપર કલશ પણ અલૌકિક ચડાવ્યો છે, તીક્ષ્ણ પ્રજ્ઞાછીણી કઈ રીતે આત્મા અને બંધને અત્યંત જુદા કરી નાંખે
છે તેના પુરુષાર્થનું અદ્ભુત વર્ણન ૧૮૧ મા કલશમાં કર્યું છે. :–
प्रज्ञाछेत्री शितेयं कथमपि निपुणैः पातिता सावधानैः
सूक्ष्मेऽन्तः संधिबंधे निपतति रभसात् आत्मकर्मोभयस्य ।
आत्मानं मग्नमंतः स्थिरविशद्लसत् धाग्नि चैतन्यपूरे
बंधं चाज्ञानभावे नियमितभमितः कुर्वती भिन्नभिन्नौ
।।
આ કલશ ઉપરનું ભેદજ્ઞાનપ્રેરક પ્રવચન આગામી અંકમાં વાંચો.

PDF/HTML Page 14 of 21
single page version

background image
માગશર : ર૪૮૭ : ૧૩ :
મોક્ષાર્થી જીવો ઉપર અનુગ્રહ કરીને
સંતો તેને શુદ્ધનયનું અવલંબન કરાવે છે
સમયસાર ગા. ર૭ર ઉપરના પ્રવચનમાંથી
(વીર સં. ર૪૮૬ ના આસો વદ ૧૦)
વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી,
નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ર૭ર.


પ્રશ્ન :–
આપે વ્યવહારને હેય કહ્યો પરંતુ મોક્ષમાર્ગમાં સમ્યગ્દ્રષ્ટિને પણ વ્યવહાર હોય છે તો ખરો?
ઉત્તર :– સમ્યગ્દ્રષ્ટિને મોક્ષમાર્ગમાં સાધતાં સાધતાં વચ્ચે વ્યવહાર હો તો ભલે હો,–પરંતુ તેમને તે
વ્યવહારમાં એકત્વબુદ્ધિ હોતી નથી, તે વ્યવહારના આશ્રયે મારું કલ્યાણ થશે એમ તે માનતા નથી,
શુદ્ધાત્મામાં જ એકત્વબુદ્ધિ હોવાથી તેને શુદ્ધાત્માના આશ્રયે નિર્મળ પરિણામની સતત ધારા ચાલી
જાય છે,–ને વ્યવહાર તેનાથી જુદો જ રહે છે. એટલે મોક્ષમાર્ગમાં સાથે વ્યવહાર હોવા છતાં, મોક્ષમાર્ગ
કાંઈ તેના આધારે નથી. મોક્ષમાર્ગમાં શરીરાદિ પરદ્રવ્યો પણ સંયોગરૂપે સાથે વર્તે છે,–પણ જેમ તે
શરીરાદિ પદાર્થો પરદ્રવ્ય છે, તેમ મોક્ષમાર્ગની અપેક્ષાએ (અથવા તો શુદ્ધઆત્માની અપેક્ષાએ) તે
રાગરૂપ વ્યવહાર પણ પરદ્રવ્યની જેમ જ જુદો છે, એટલે પરદ્રવ્ય હોવા છતાં જેમ તેના આશ્રયે
મોક્ષમાર્ગ નથી, તેમ રાગાદિ વ્યવહારના આશ્રયે પણ મોક્ષમાર્ગ નથી. આ રીતે, પરદ્રવ્યની જેમ જ
પરાશ્રિત વ્યવહારને આત્માના શુદ્ધ સ્વભાવથી જુદો જાણ્યા વગર શુદ્ધાત્માના અનુભવરૂપ
સમ્યગ્દર્શનાદિ થતા નથી, મોક્ષમાર્ગ થતો નથી. માટે સમ્યગ્દ્રષ્ટિ વ્યવહારથી મુક્ત છે–જુદો છે. હે
ભાઈ! તું વ્યવહારથી જુદો થા...ને શુદ્ધ આત્મામાં આવ તો તને સમ્યગ્દર્શન થાય. સમ્યગ્દર્શન પછી જે
રાગરૂપ વ્યવહાર આવે તેમાં સમ્યગ્દ્રષ્ટિ બંધાતો નથી–એટલે કે તેમાં એકત્વબુદ્ધિ કરતો નથી, પણ
તેનાથી જુદો જ રહે છે; માટે સમ્યગ્દ્રષ્ટિને વ્યવહારથી મુક્ત (છૂટો) જ કહ્યો છે. વ્યવહારમાં જે બંધાય
છે–તેમાં એકતા કરીને અટકે છે–તે મિથ્યાદ્રષ્ટિ છે.
પ્રશ્ન :– તો શું વ્યવહાર છે જ નહીં?
ઉત્તર :– વ્યવહાર છે ભલે,–પણ મોક્ષમાર્ગ તેના આધારે નથી. વ્યવહારના આશ્રયે મોક્ષમાર્ગ માનવો તે
તો પરદ્રવ્યથી લાભ માનવા જેવું છે. જેમ, પરદ્રવ્ય

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : ૨૦૬
છે માટે સ્વદ્રવ્ય છે–એવી માન્યતામાં સ્વ–પરની એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ છે, તેમ રાગરૂપ વ્યવહાર છે તો
તેને લીધે નિશ્ચય છે–એવી માન્યતામાં સ્વભાવ અને પરભાવની એકતાબુદ્ધિરૂપ મિથ્યાત્વ છે.
સાધકને તો સુખ અને સાથે કિંચિત દુઃખ પણ છે, બંને ધારા (એક વધતી ને બીજી ઘટતી) સાથે વર્તે
છે; બંને સાથે હોય તેથી શું એકને કારણે બીજું છે? શું દુઃખ છે માટે સુખ છે? ના. બસ! બંને સાથે હોવા
છતાં જેમ દુઃખ છે માટે સુખ છે–એમ નથી, તેમ નિશ્ચય અને વ્યવહાર બંને સાથે હોવા છતાં, વ્યવહાર છે માટે
નિશ્ચય છે– એમ નથી. વ્યવહારના આશ્રયે બંધન છે, ને નિશ્ચયના આશ્રયે મુક્તિ છે,–એમ બંને ભિન્ન–ભિન્ન
સ્વરૂપે વર્તે છે.
વ્યવહાર છે માટે મોક્ષમાર્ગ છે–એમ તો કહી શકાતું નથી; પરંતુ આમ કહી શકાય છે કે વ્યવહારનો
આશ્રય છે માટે બંધન છે. જેના આશ્રયે બંધન થાય છે તેને મોક્ષનું સાધન માનવું–તે તો મોક્ષમાર્ગનો ઘાત
કરવા જેવું છે. જે જીવ વ્યવહારને મોક્ષનું સાધન માનીને તેનો આશ્રય કરે છે તે જીવની પર્યાયમાં
મોક્ષમાર્ગનો ઘાત થઈ જાય છે–તેના સમ્યક્ત્વાદિ હણાઈ જાય છે, એટલે તે જીવ મિથ્યાત્વાદિથી બંધાય જ છે,
છૂટતો નથી. ભાઈ, મુક્તિના રાહ તો વ્યવહારથી ન્યારા છે. અંતરમાં તારા શુદ્ધાત્માના આશ્રયે જ મોક્ષનો
રાહ છે...તારા ચૈતન્યમાં એવો અચિંત્ય ગુપ્ત ચમત્કાર છે કે તેની સન્મુખ થતાં જ બંધનના ટૂકડેટૂકડા થઈ
જાય છે ને અબંધભાવરૂપ મોક્ષમાર્ગ પ્રગટે છે માટે હે મોક્ષાર્થી! મોક્ષને માટે તું શુદ્ધનયનું અવલંબન લઈને
શુદ્ધાત્માને ગ્રહણ કર;–આમ સંતોને કરુણાપૂર્વક ઉપદેશ છે.
મોક્ષની જ જેને અભિલાષા છે એવા મોક્ષાર્થીને બંધપરિણામનો ઉત્સાહ કેમ આવે? મોક્ષાર્થીને તો
શુદ્ધાત્માના ગ્રહણનો જ ઉત્સાહ છે. બંધપરિણામના ઉત્સાહવંતને શુદ્ધાત્માની રુચિ જ નથી, તેથી ખરેખર તે
મોક્ષનો અર્થી નથી પણ સંસારનો જ અર્થી છે. અહા! જુઓ તો ખરા આ વીતરાગી સન્તોની વાણી એક તરફ
પૂર્ણ ચૈતન્યનૂરથી ભરેલું જ્ઞાયકપૂર, ને બીજી તરફ બધાય પરાશ્રિતવ્યવહાર,–બંનેનું અત્યંત ભેદજ્ઞાન કરાવ્યું
છે; બંનેની જાત જુદી, બંનેના આશ્રય જુદા, બંનેના ફળ જુદા.
એક સ્વભાવ, બીજો પરભાવ.
એકનો આશ્રય સ્વ, બીજાનો આશ્રય પર.
એકનું ફળ મોક્ષ, બીજાનું ફળ સંસાર.
બંનેની ધારા સતત–નિરંતર જુદી જ વર્તે છે, કદી એક થતી નથી.
જેને મોક્ષનો ઉત્સાહ હોય તેને બંધનનો ઉત્સાહ કેમ હોય? જેને વ્યવહારનો ઉત્સાહ છે તેને
પરભાવનો ઉત્સાહ છે, તેને પરાશ્રયનો ઉત્સાહ છે, તેને સંસારમાર્ગનો જ ઉત્સાહ છે. તેને આચાર્યદેવ
વ્યવહારનો આશ્રય છોડાવવા માટે ઉપદેશ આપે છે કે અરે જીવ! જે વ્યવહારના આશ્રયે તું મોક્ષમાર્ગ માને છે
એવા વ્યવહારનો આશ્રય તો અભવ્ય પણ કરે છે,–જો વ્યવહારના આશ્રયે તેની મુક્તિ નથી થતી તો તારી
કેમ થશે? માટે વ્યવહારના આશ્રયની બુદ્ધિ તું છોડ ને શુદ્ધઆત્મસ્વરૂપ નિશ્ચયને જાણીને તેનો જ આશ્રય
કર...તેના આશ્રયે અવશ્ય તારી મુક્તિ થશે. અનંતા મુનિવરો શુદ્ધાત્માનો આશ્રય કરી કરીને મુક્તિ પામ્યા
છે, ને તું પણ મોક્ષને માટે શુદ્ધાત્માનો આશ્રય કર! એમ અનુગ્રહપૂર્વક સંતોનો ઉપદેશ છે.

PDF/HTML Page 16 of 21
single page version

background image
માગશર : ર૪૮૭ : ૧પ :
મોક્ષના ઉપાય સંબંધી
વ્યવહારમૂઢ જીવની મિથ્યા માન્યતાના પ્રકારો
(પૂજ્ય ગુરુદેવના ભિન્નભિન્ન પ્રવચનોમાંથી તારવીને)

(૧) *
પહેલાં નિશ્ચય ન જોઈએ, પહેલાં વ્યવહાર જોઈએ–એમ વ્યવહારમૂઢ જીવોની માન્યતા છે.
પરંતુ જ્ઞાની કહે છે કે નિશ્ચય વગર કદી ધર્મની શરૂઆત થતી નથી. નિશ્ચયના આશ્રયે જ
ધર્મની શરૂઆત થાય છે. જેઓ નિશ્ચયના આશ્રયની ના પાડે છે તેઓ ધર્મની જ ના પાડે છે
એટલે કે તેમના આત્મામાં ધર્મની શરૂઆત થતી નથી. કુંદકુંદ પ્રભુનું વચન છે કે
‘નિશ્ચયનયાશ્રિત મુનિવરો...પ્રાપ્તિ કરે નિર્વાણની.’– નિશ્ચયનયનો આશ્રય કરનારા મુનિવરો
મોક્ષની પ્રાપ્તિ કરે છે.
(ર) * કોઈ એમ કહે કે પહેલાં ‘સમયસાર’ નો અભ્યાસ ન જોઈએ, પહેલાં ‘મહાબંધ’ નો અભ્યાસ
જોઈએ, એટલે કે પહેલાં શુદ્ધાત્માનું જ્ઞાન ન કરવું પણ પહેલાં કર્મપ્રકૃત્તિનું જ્ઞાન કરવું–એવી
તેની માન્યતા છે, એ માન્યતા પણ વ્યવહારમૂઢતાનો જ એક પ્રકાર છે. સ્વને જાણ્યા વગર
પરનું યથાર્થ જ્ઞાન થઈ શકતું નથી, આત્માના શુદ્ધ સ્વભાવને જાણ્યા વિના અશુદ્ધતાનું કે
કર્મબંધનું વાસ્તવિકજ્ઞાન થતું નથી. જે જીવ કર્મપ્રકૃતિ વગેરેને જ જાણવામાં રોકાય છે પણ
શુદ્ધ આત્માને જાણતો નથી તો તે જીવ કર્મબંધનથી છૂટી શકતો નથી. શુદ્ધ આત્માને જાણીને
તેના તરફ વળવું એ જ બંધનથી છૂટકારાનો ઉપાય છે. સમયસાર શરૂ કરતાં આચાર્યદેવે એમ
કહ્યું છે કે હું આત્માના નિજ વૈભવવડે એકત્વ–વિભક્ત શુદ્ધ આત્મા દેખાડું છું, અને તમે પણ
સ્વાનુભવવડે તે શુદ્ધાત્માને જાણીને પ્રમાણ કરજો.–આ રીતે શુદ્ધ આત્માને જાણવાનો જ
ઉપદેશ કર્યો છે. પરંતુ એમ નથી કહ્યું કે હું કર્મબંધનનું વર્ણન કરું છું અને તમે પહેલાં તે
કર્મબંધને જાણજો, પહેલાં શુદ્ધઆત્માને ન જાણશો. આહા! શુદ્ધ આત્માના સ્વરૂપને તો
ઓળખે નહિ, ને તે શુદ્ધ આત્માને જાણવાનો ઉદ્યમ કરવાને બદલે કર્મ વગેરેનું જ્ઞાન કરવા
ઉપર જોર આપે તેને આત્માર્થી કેમ કહેવાય? જે આત્માર્થી હોય,–આત્માની જિજ્ઞાસાવાળો
હોય, તે તો સર્વ પ્રકારે ઉદ્યમવડે આત્માને જાણવાનો પ્રયત્ન કરે. મોક્ષ–અધિકારમાં
આચાર્યદેવ સ્પષ્ટ કહે છે કે જે જીવ બંધનો છેદ કરતો નથી પરંતુ માત્ર બંધના સ્વરૂપને
જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ પામતો નથી. બંધના સ્વરૂપનું જ્ઞાન તે મોક્ષનું કારણ નથી;
પરંતુ બંધરહિત સ્વભાવી એવો જે શુદ્ધ આત્મા, અને બંધન, એ બંનેને ભિન્નભિન્ન જાણીને
શુદ્ધ આત્મા તરફ વળતાં બંધન છૂટી જાય છે. આ રીતે શુદ્ધઆત્માને જાણીને તેને ગ્રહવો તે જ
મોક્ષનો ઉપાય છે.
(૩) * કોઈ જીવો એમ માને છે કે ‘પહેલાં અધ્યાત્મ ઉપદેશની જરૂર નથી, પહેલાં વ્યવહારનો ઉપદેશ
કરવો જોઈએ. પહેલાં વ્યવહારચારિત્ર

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬ : આત્મધર્મ : ૨૦૬
અંગીકાર કરી લ્યો, પછી સમ્યગ્દર્શન થઈ જશે’–આવી માન્યતામાં પણ વ્યવહારમૂઢતા જ છે.
મોક્ષમાર્ગનું મૂળ સમ્યગ્દર્શન છે, અને તે સમ્યગ્દર્શનનું નિરૂપણ મુખ્યપણે અધ્યાત્મઉપદેશમાં
જ છે. સમ્યગ્દર્શન વગર મોક્ષમાર્ગ હોતો જ નથી. સમ્યગ્દર્શન વગરનું વ્યવહારચારિત્ર તો
જીવે અનંતવાર પાળ્‌યું છતાં કિંચિત કલ્યાણ ન થયું. સમ્યગ્દર્શન વગરનું ચારિત્ર (–જેને
અજ્ઞાની વ્યવહારચારિત્ર કહે છે) તે તો મિથ્યાચારિત્ર છે, મિથ્યાચારિત્ર કરતાં કરતાં
સમ્યગ્દર્શન કેમ થાય?–ન જ થાય. છતાં તે વ્યવહારચારિત્રને જે સમ્યક્ત્વનું કારણ માને છે
તેને તે વ્યવહારચારિત્રના શુભરાગમાં મૂઢતા છે, તે જીવ શુભરાગમાં જ મૂર્છાઈ ગયો છે,
રાગથી પાર મોક્ષમાર્ગને સાધી શકતો નથી.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં નીચે મુજબ શંકા–સમાધાન દ્વારા પં. ટોડરમલ્લજીએ આ વિષયનું સરસ
સ્પષ્ટીકરણ કર્યું છે–(પાનું ર૯૪)
શંકા :– દ્રવ્યાનુયોગરૂપ અધ્યાત્મ–ઉપદેશ છે તે ઉત્કૃષ્ટ છે, અને તે ઉચ્ચ દશાને પ્રાપ્ત હોય તેને જ
કાર્યકારી છે, પણ નીચલી દશાવાળાઓને તો વ્રતસંયમાદિનો જ ઉપદેશ આપવો યોગ્ય છે!
સમાધાન :– જિનમતમાં તો એવી પરિપાટી છે કે, પહેલાં સમ્યક્ત્વ હોય પછી વ્રત હોય. હવે સમ્યક્ત્વ
તો સ્વ–પરનું શ્રદ્ધાન થતાં થાય છે તથા તે શ્રદ્ધાન દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરતાં થાય છે, માટે પહેલાં
દ્રવ્યાનુયોગ–અનુસાર શ્રદ્ધાન કરી સમ્યગ્દ્રષ્ટિ થાય અને ત્યારપછી ચરણાનુયોગ અનુસાર વ્રતાદિક ધારણ
કરી વ્રતી થાય એ પ્રમાણે મુખ્યપણે તો નીચલી દશામાં જ દ્રવ્યાનુયોગ કાર્યકારી છે; તથા ગૌણપણે, જેને
મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી ન જણાય તેને, પહેલાં કોઈ વ્રતાદિનો ઉપદેશ આપવામાં આવે છે. માટે,
ઉચ્ચદશાવાળાને જ અધ્યાત્મઉપદેશ અભ્યાસ કરવા યોગ્ય છે–એમ માની નીચલી દશાવાળાએ ત્યાંથી
પરાઙમુખ થવું યોગ્ય નથી.
શંકા :– ઊંચા ઉપદેશનું સ્વરૂપ નીચલી દશાવાળાને ભાસે નહિ.
સમાધાન :– અન્ય તો અનેક પ્રકારની ચતુરાઈ જાણે છે અને અહીં (અધ્યાત્મમાં) મૂર્ખપણું પ્રગટ કરે
છે તે યોગ્ય નથી. અભ્યાસ કરતાં સ્વરૂપ બરાબર ભાસે છે. તથા પોતાની બુદ્ધિ અનુસાર થોડુંઘણું ભાસે છે.
પરંતુ સર્વથા નિરૂદ્યમી થવાને પોષણ કરીએ એ તો જિનમાર્ગના દ્વેષી થવા જેવું છે.
શંકા :– આ કાળ હલકો (નિકૃષ્ટ) છે માટે ઉત્કૃષ્ટ અધ્યાત્મના ઉપદેશની મુખ્યતા કરવી યોગ્ય નથી.
સમાધાન :– આ કાળ સાક્ષાત્ મોક્ષ થવાની અપેક્ષાએ નિકૃષ્ટ છે પણ આત્માનુભવનાદિ વડે સમ્યક્ત્વાદિ
હોવાની આ કાળમાં મના નથી; માટે આત્માનુભવનાદિ અર્થે દ્રવ્યાનુયોગનો અભ્યાસ અવશ્ય કરવો.
જેને અધ્યાત્મનો ઉપદેશ નથી ગમતો ને એકલો વ્યવહારનો ઉપદેશ જ ગમે છે તે જીવ પણ વ્યવહાર
મૂઢ સમજવો. અધ્યાત્મઉપદેશમાં આત્માનું પરથી ભિન્ન શુદ્ધસ્વરૂપ બતાવીને તેનો આશ્રય કરાવ્યો છે; અને એ
રીતે શુદ્ધ સ્વરૂપનો આશ્રય કરવો તે જ કલ્યાણનું મૂળ છે, તે જ મોક્ષનો માર્ગ છે. જેને તે વાત નથી રુચતી ને
વ્રતાદિના શુભરાગની વાત રુચે છે તે જીવ વ્યવહારમૂઢ–મિથ્યાદ્રષ્ટિ છે, મોક્ષના ઉપાયને તે જાણતો નથી.
(૪) *
કોઈ જીવ એમ કહે છે કે “મોક્ષમાર્ગમાં પહેલેથી જ નિશ્ચયનું આલંબન કરવાનું કહો છો, તે તો
કઠણ લાગે છે, માટે પહેલાં કાંઈક વ્યવહારનું આલંબન બતાવો, તે વ્યવહારનું આલંબન
કરતાં કરતાં ક્્યારેક નિશ્ચય પ્રગટી જશે.”–એમ કહેનારને પણ વ્યવહારમૂઢ જ સમજવો.
બાપુ! અનંતકાળ તું વ્યવહારનું અવલંબન કર તોપણ તેનાથી નિશ્ચય ન પ્રગટે. મોક્ષનો માર્ગ
તો શુદ્ધસ્વભાવના આશ્રયે હોય, કે રાગના આશ્રયે હોય? વ્યવહારના આશ્રયે તો રાગની
ઉત્પત્તિ થાય છે, તો તેમાં મોક્ષમાર્ગ કેમ હોય?–ન જ હોય.
નિશ્ચય વગરના એકલા વ્યવહારની વાત તો દૂર રહો. નિશ્ચયની ભૂમિકા સહિત વચ્ચે જે વ્યવહારનું
અવલંબન આવી પડે છે તેને પણ

PDF/HTML Page 18 of 21
single page version

background image
માગશર : ર૪૮૭ : ૧૭ :
હેય સમજીને આચાર્યદેવ કહે છે કે અરે, ખેદ છે કે આ વ્યવહાર વચ્ચે આવી પડે છે. તે
વ્યવહારના વિકલ્પને ઓળંગીને ચિદાનંદસ્વરૂપને શુદ્ધનયથી અનુભવવું–તે જ મોક્ષમાર્ગ છે.
વચ્ચે વ્યવહારનું અવલંબન આવી પડે છે તે કાંઈ મોક્ષમાર્ગ નથી. અહા, જ્યાં નિશ્ચય સાથે
વર્તતા વ્યવહારનું અવલંબન પણ મોક્ષમાર્ગ નથી તો પછી નિશ્ચય વગરના એકલા વ્યવહારનું
અવલંબન તો મોક્ષમાર્ગ ક્યાંથી હોય? એવા વ્યવહારના અવલંબનમાં અટકેલો વ્યવહારમૂઢ
જીવ મોક્ષમાર્ગને સાધી શકતો નથી. જે જીવ તે વ્યવહારને હેય સમજીને શુદ્ધ આત્મસ્વભાવને
પકડે છે–તે જ સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગને સાધે છે.
(પ) * ઘણા જીવો એમ માને છે કે આપણે વ્રત–પૂજા વગેરે જે શુભક્રિયા કરીએ છીએ તે જ કર્યા કરો,
તે શુભ કરતાં કરતાં મોક્ષ થઈ જશે, અથવા શુભની પરંપરા તે શુદ્ધતાનું કારણ થશે.–આ
પ્રકારની માન્યતાવાળા જીવો પણ વ્યવહારમૂઢતામાં જ રહેલા છે. ભાઈ, શુભ અને શુદ્ધ–
બંનેની જાત જ જુદી, એક રાગ અને બીજી વીતરાગતા, એક બંધનું કારણ અને બીજું મોક્ષનું
કારણ; આ રીતે શુભ અને શુદ્ધ બંને ભાવોની જાત જ એકબીજાથી વિરુદ્ધ છે તોપછી શુભ તે
કઈ રીતે શુદ્ધનું કારણ થાય?–કોઈ રીતે ન થાય. આમ છતાં જે વ્યવહારમૂઢ જીવો શુભને
શુદ્ધતાનું કારણ થવાનું માનીને તે શુભક્રિયામાં જ ધર્મબુદ્ધિથી અટકી રહ્યા છે તેઓ
શુદ્ધભાવરૂપ ધર્મને એટલે કે મોક્ષમાર્ગને કદી પામી શકતા નથી. મોક્ષમાર્ગના ખરા સ્વરૂપની
તેમને ખબર પણ નથી. આવા જીવોને મોક્ષમાર્ગસાધનમાં કઈ રીતે ભૂલ છે–તે વાત મોક્ષમાર્ગ
પ્રકાશકમાં ઘણી સરસ સમજાવી છે; ત્યાં કહે છે કે–
આ જીવને વ્રત–શીળ–સંયમાદિકનો અંગીકાર હોય છે, તેને ‘વ્યવહારથી આ પણ મોક્ષમાર્ગનું
કારણ છે’ એવું માની તે ઉપાદેય માને છે,–એ તો જેમ પહેલાં કેવળ વ્યવહારાવલંબી જીવને
અયથાર્થપણું કહ્યું હતું તેમ આને પણ અયથાર્થપણું જ જાણવું. ×× એ શુભોપયોગને બંધનું જ
કારણ જાણવું પણ મોક્ષનું કારણ ન જાણવું; કારણ કે બંધ અને મોક્ષને તો પ્રતિપક્ષપણું છે, તેથી
એક જ ભાવ પુણ્યબંધનું પણ કારણ થાય તથા મોક્ષનું પણ કારણ થાય એમ માનવું એ ભ્રમ
છે. વ્રત–અવ્રત એ બંને વિકલ્પ રહિત જ્યાં પરદ્રવ્યના ગ્રહણત્યાગનું કાંઈ પ્રયોજન નથી એવો
ઉદાસીન વીતરાગશુદ્ધોપયોગ છે તે જ મોક્ષમાર્ગ છે. નીચલી દશામાં કોઈ જીવોને શુભોપયોગ
અને શુદ્ધોપયોગનું યુક્તપણું હોય છે, તેથી એ વ્રતાદિ શુભોપયોગને ઉપચારથી મોક્ષમાર્ગ કહ્યો
છે પણ વસ્તુવિચારથી જોતાં શુભોપયોગ મોક્ષનો ઘાતક જ છે; આ રીતે જે બંધનું કારણ છે તે
જ મોક્ષનું ઘાતક છે–એવું શ્રદ્ધાન કરવું. શુદ્ધોપયોગને જ ઉપાદેય માની તેનો ઉપાય કરવો તથા
શુભોપયોગ–અશુભોપયોગને હેય જાણી તેના ત્યાગનો ઉપાય કરવો. ××
વળી, કોઈ એમ માને છે કે શુભોપયોગ છે તે શુદ્ધોપયોગનું કારણ છે;– હવે ત્યાં જેમ
અશુભોપયોગ છૂટી શુભોપયોગ થાય છે તેમ શુભોપયોગ છૂટી શુદ્ધોપયોગ થાય છે,–એમ જ
જો કારણ–કાર્યપણું હોય તો શુભોપયોગનું કારણ અશુભોપયોગ પણ ઠરે; અથવા દ્રવ્યલિંગીને
શુભોપયોગ તો ઉત્કૃષ્ટ હોય છે ત્યારે શુદ્ધોપયોગ હોતો જ નથી; તેથી વાસ્તવિકપણે એ બંનેમાં
કારણ–કાર્યપણું નથી. (જુઓ, મોક્ષમાર્ગપ્રકાશક પૃષ્ઠ રપ૯–ર૬૦)
આમ, વ્યવહારમૂઢ અજ્ઞાની જીવો મોક્ષના ઉપાય સંબંધી કોઈ ને કોઈ પ્રકારે મિથ્યા માન્યતા સેવતા
હોય છે, તેમાંથી કેટલાક પ્રકારો અહીં વર્ણવ્યા, અને યથાર્થ મોક્ષમાર્ગ સાધવા માટે મુમુક્ષુજીવે શું કરવું તે પણ
સાથે સાથે બતાવ્યું.
વ્યવહારમૂઢજીવ ધર્મબુદ્ધિથી શુભભાવને આચરીને સ્વર્ગમાં તો જશે પરંતુ સાથે મિથ્યા માન્યતાને
લીધે તેને સંસારભ્રમણ તો ઊભું જ રહેશે...અને મિથ્યાત્વની પ્રબળતા થઈ જતાં, અશુભભાવમાં જઈને
અનેકવિધ હલકી ગતિઓમાં પણ પરિભ્રમણ કરશે. માટે જેઓ આવા દુઃખમય સંસારભ્રમણથી છૂટવા ચાહે
છે–એવા આત્માર્થી જીવો યથાર્થ વસ્તુસ્વરૂપ સમજી, વ્યવહારનું અવલંબન છોડી, શુદ્ધાત્મસ્વરૂપનો આશ્રય
કરી મોક્ષમાર્ગને આરાધો.–એમ આચાર્યો– સંતોનો ઉપદેશ છે.

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : ૨૦૬
બા.લ.વિ.ભા.ગ
બાપ તેવા બેટા
વજ્રદન્ત ચક્રવર્તીને એકવાર સંસારથી
વૈરાગ્ય થયો, અને રાજપાટ છોડીને મુનિ થવા માટે
તૈયારી કરી.
પુત્રને રાજતિલક માટે બોલાવ્યો અને કહ્યું:
બેટા! તું આ રાજ્ય સંભાળ! હું હવે રાજ્ય છોડીને
મુનિ થવા ઈચ્છુંં છું.
તે સાંભળીને રાજકુમારે નમ્રતાપૂર્વક કહ્યું:
પિતાજી! આપ આ રાજ્યને શા માટે છોડી રહ્યા છો?
વજ્રદન્ત કહે: બેટા! આ વિનાશીક રાજ્યને
છોડીને હું હવે અવિનાશી મોક્ષરાજ્યને સાધવા માંગુ
છું. આ રાજ્ય તો અનંતવાર ભોગવી ચૂકેલ એઠ
સમાન છે, તેને ભોગવવામાં શો આનંદ?
રાજકુમારે કહ્યું: પિતાજી! જેને આપ એઠ
સમજીને છોડી રહ્યા છો તેને હું શા માટે ખાઉં? જેને
આપ નાશવાન સમજીને છોડી રહ્યા છો તેને હું શા
માટે ભોગવું? આપની જેમ હું પણ આ અસાર
સંસારને છોડીને મોક્ષપદને સાધીશ.
ને પિતાની સાથે જ એ પુત્ર પણ રાજપાટ
છોડીને મુનિ થયો. ધન્ય છે તે પિતા–પુત્રને!
“બાપ તેવા બેટા”–એ આનું નામ!
તમને શું ગમે?
મને ગમે આતમરામ
કરું શાને બીજું કામ?
તન–ધનમાં નહીં સુખનું નામ,
સુખ–શાંતિનું હું છું ધામ.
જગ જાણે નહિ એનું નામ,
ગુરુ બતાવે સુખનું ધામ;
જેને સમજાયે આ ભેદ,
તેનો થાયે સંસાર છેદ.
વસંતકુમાર : ભાવનગર
ત્રણ પ્રશ્નોના જવાબ
(જવાબ–૧)
સમયસારની ગાથા ર૩૮ ફરીને અક્ષરેઅક્ષર
ગાથા ર૪૩ માં આવે છે; અને ગાથા ર૪૦ ફરીને
ગાથા ર૪પ માં આવે છે. આ રીતે આ બે ગાથા
સમયસારમાં બીજી વખત આવે છે.
(જવાબ–ર)
આ ભગવાન એવા, કે ભારે જોવા જેવા
બાહુબલી’ નામ છે, જાત્રાનું એ ધામ છે.
–એનો પહેલો અક્ષર ‘બા’–એ કોને ન ગમે?
બા તો બધા બાળકોને બહુ જ ગમે. એના
છેલ્લા ત્રણ અક્ષરમાં ‘હુબલી’ નગરી સમાઈ ગઈ છે.
(જવાબ–૩) અરિહંત ભગવાન
–તેમને વૈભવ છે અપાર,
પણ ખાતા નથી લગાર
છતાં તેઓ લોભી નથી.
આત્મધર્મમાં બાલવિભાગ શરૂ થતાં ઘણા
બાળકો બહુ ખુશી થયા છે; આ વખતના પ્રશ્નો અઘરા
હોવા છતાં ૯૧ બાળકોએ જવાબો લખી મોકલ્યા છે.
જવાબો લખનાર બાળકોને તેમના ઉત્સાહ બદલ
ધન્યવાદ! જવાબ લખનાર બાળકોના નામ અહીં
આપ્યાં છે જેના બધા જવાબ સાચા હતા તેના નામ
સાથે ફૂદડી * મૂકેલ છે.

PDF/HTML Page 20 of 21
single page version

background image
માગશર : ર૪૮૭ : ૧૯ :
ત્રણ પ્રશ્નો
પ્રશ્ન:–(૧)‘કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ,
ભવે ખેદ અંતર દયા તે કહિયે જિજ્ઞાસ.’
બાળકો, ઉપર આત્મસિદ્ધિની એક ગાથા
લખી છે, તેને ઘણી મળતી આવે એવી બીજી એક
ગાથા આત્મસિદ્ધિમાં જ છે–તે તમારે શોધી કાઢવાની
છે. આત્મસિદ્ધિ વાંચવાથી જરૂર મલી જશે. જવાબમાં
માત્ર ગાથાનો નંબર જ લખશો તો ચાલશે.
પ્રશ્ન :– (ર) નીચેની ચાર વસ્તુઓમાંથી એક એવી
વસ્તુ પસંદ કરો, કે જેમાં બાકીની ત્રણે વસ્તુઓ પણ
ભેગી જરૂર સમાયેલી હોય–
(૧) મનઃપર્યયજ્ઞાન (ર) સમ્યગ્દર્શન
(૩) ભેદજ્ઞાન (૪) મુનિદશા
પ્રશ્ન :– (૩) મહાવીર ભગવાન પછી થયેલા એક
એવા મહાન ધર્માત્માને ઓળખી કાઢો કે જેમનું નામ
ચાર અક્ષરનું હોય; જેમના નામનો બીજો અને ચોથો
અક્ષર સરખો હોય પરંતુ પહેલો અને ત્રીજો અક્ષર
સરખા ન હોય. તેના નામના છેલ્લા ત્રણ અક્ષર સિદ્ધ
ભગવાનમાં નથી ને છેલ્લા બે અક્ષર ‘લંકા’ માં છે.
તેની જીવનકથા બાળકોને બહુ ગમે તેવી છે. જવાબો
માગસર સુદ પુનમ સુધીમાં નીચેના સરનામે મોકલવા.
આત્મધર્મ–બાલવિભાગ
સ્વાધ્યાય મંદિર.
સોનગઢ (સૌરાષ્ટ્ર)
ગયા અંકના જવાબ મોકલનાર બાળકોનાં નામ.
છવ્વીસ ગામના ૯ર જવાબોમાંથી પંચાવન
જવાબો પૂરા સાચા છે. જેના નામની પહેલા આવી
*ફૂદડી મુકેલ હોય તેના બધા જવાબો સાચા છે.
મુંબઈ :– *હર્ષદરાય અમૃતલાલ: *નરેન્દ્રકુમાર
ગીરધરલાલ; રોહિતકુમાર મણિલાલ; જિતેન્દ્ર મ.
શેઠ: મહેન્દ્ર ર. શેઠ.
રાજકોટ:–ભરતકુમાર ત્રિભુવનદાસ; *ભરતકુમાર
ધીરજલાલ; *જતીન એન. મોદી *દિલીપકુમાર
વસંતલાલ; કિરિટકુમાર વસંતલાલ; *હરિશકુમાર
બલવંતરાય; *મહેન્દ્રકુમાર રતિલાલ *ભરતકુમાર
રતિલાલ; ધનરાજ વારીઆ; નીલાબેન છબીલદાસ.
જામનગર :– *રવિન્દ્રકુમાર હિંમતલાલ;
*વાસંતીબાળા હિંમતલાલ; અનિલકુમાર શાંતિલાલ.
વેડચ (ભરૂચ) : મહેન્દ્રકુમાર કાંતિલાલ; રમેશચંદ
કાન્તિલાલ.
કલકત્તા: અશ્વિનકુમાર છોટાલાલ.
વઢવાણશહેર: *પાઠશાળાની બાળાઓ; *ઉજમશી
પ્રેમચંદ; *કેશવલાલ ખીમચંદ; *પ્રેમચંદ ધરમશી;
*સમતાબેન સુખલાલ; *હસમુખલાલ ચીમનલાલ;
*ચુનીલાલ ડાયાભાઈ; *ભરતકુમાર શાંતિલાલ;
ચમનલાલ તુલસી મોરભાઈ.
ઘોડનદી (પુના) : ગીરધારીલાલજી *ત્રંબકલાલ
લાલજીભાઈ.
વીંછીયા: જયંતબાળા સોમચંદ; કોકિલાબેન સોમચંદ
મોરબી: *જયશ્રીબાળા ઉત્તમચંદ; *ભારતીબાળા
ભોગીલાલ*મધુકર જૈન;*અરવિન્દકુમાર રતિલાલ;
*ગજેન્દ્રબાળા ત્રિભુવનદાસ; *સુધાબેન વલભદાસ;
*કોકીલાબેન શાહ; * પંકજકુમાર અરવિંદલાલ;
હર્ષદ શાહ
લીંબડી: *નલિનકુમાર હિંમતલાલ; *હસમુખલાલ
અમૃતલાલ;લીલાધરસુખલાલ;*અમૃતલાલ ત્રંબકલાલ
*નરેશકુમાર નંદલાલ; સુરેશચંદ્ર અમૃતલાલ.
સુરેન્દ્રનગર: અરૂણાબેન મહાસુખલાલ.
વાંકાનેર: *સુધાબેન વી. શાહ.
ગોંડલ: વનમાળી કરશનજી.
ભાવનગર: કિશોરચંદ્ર હરગોવિનદાસ; જિનબાળા
અમરચંદ.
સનાવદ: અશોક જૈન.
અમદાવાદ:સુબોધચંદ્ર ચંદુલાલ; વિનોદકુમાર
ચુનીલાલ.
લીમડા: રમણિકલાલ ચંપકલાલ.
મહેસાણા:*હસિતકુમાર વ. શેઠ;*પ્રિયવદન વ. શેઠ
બોટાદ: ધનસુખલાલ ચંપકલાલ; નિરંજન
હિંમતલાલ; *મીરાંબેન હિંમતલાલ.
ધ્રાંગધ્રા: * ધીમંતકુમાર કેશવલાલ.
ગઢડા: * ચીમનલાલ ભીખાલાલ; * જિતેન્દ્ર
ભીખાલાલ; સુરેશકુમાર ભુરાલાલ.
દેહગામ: મુકેશકુમાર રમણલાલ; જ્યોતિબાળા
બાબુભાઈ; જિતેશકુમાર બાબુભાઈ.
સોનગઢ: *દીનેશચંદ્ર કેશવલાલ *અરવિન્દકુમાર
અનંતરાય *રેણુકાબેન ધીરજલાલ તંબોલી *સુમતિબેન
છોટાલાલ; *જ્યોતિબાળા મનસુખલાલ; *પ્રદીપકુમાર
મનસુખલાલ *પવનકુમાર વગેરે ૪; હર્ષદરાય પ્રભુદાસ;
સુભાષચંદ્ર છગનલાલ; ભરતકુમાર
હિંમતલાલઃભરતકુમારખીમચંદ;*કિરીટકુમારચીમનલાલ.
લાઠી:શાંતિલાલ છોટાલાલ, લત્તાકુમારી જયંતિલાલ.
બેંગલોર: મનહરલાલ પોપટલાલ
બડી સાદડી (રાજસ્થાન) *સુજાનમલજી મોદી.